Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 33
________________ (૩૨) ૬. સારા સારા કપડા પહેરવાની ઇચ્છા, ૭. વિકથામાં આનંદ, ૮. અનુકુળતા જ ગમે, ૯. વધારે પડતું સૂઈ રહેવું, ૧૦. શાતામાં જ ગમવાપણું, ૧૧. આળસ, ૧૨. બેદરકારી, ૧૩. નામનાની કામના, ૧૪. ગુરુથી છાની પ્રવૃત્તિ કરવી, ૧૫. અભિમાન, ૧૬. વાતવાતમાં ઓછું લાગવું. ૧૭. અયતના, ૧૮. શુદ્રતા, ૧૯. ઈર્ષા, ૨૦. દોષારોપણ, ૨૧. બીજા પાસેથી સેવા લેવાની ઇચ્છા, ૨૨. બીજા પર અધિકાર જમાવવાની વૃત્તિ, ૨૩. ખોટું બોલવાની વૃત્તિ, ૨૪. ગુરુ પ્રત્યે પણ શંકા, ૨૫. અસહિષ્ણુતા, ર૬. દષ્ટિદોષ વગેરે દોષો જણાય તો આપણી સાધના આગળ વધી ન શકે. ઉપરની વાતો જો આપણામાં હોય તો પાપાનુબંધી પુણ્યોદય જાણવો. આમાંનો કોઇપણ દોષ અથવા દોષો આપણામાં ઘર કરી જાય તો તેનું પરિણામ ભયંકર આવે છે. માટે આવા દોષો જીવનમાં ન આવી જાય તેની તકેદારી રાખી સાધનામાર્ગમાં રત રહેવું જરૂરી છે. ૨૦. આચરણનું ફળ આચાર શુદ્ધિ તો વિચાર શુદ્ધિ. તીર્થકર ભગવંતોએ સદાચારના ફળ નીચે પ્રમાણે જણાવ્યા છે. ૧. ખોટું કરવાની પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ ભાવ. ૨. ખોટું કરવાની વૃત્તિ છૂટે તે સંવર ભાવ. ૩. નિર્મળ મનોવૃત્તિની અનુભૂતિ કરાવે તે નિર્જરા ભાવ. સાધકના પ્રત્યેક આચરણમાં આ વાતો લાગુ પડવી જોઈએ. જેમકે : ૧. સ્વાધ્યાયની પ્રવૃત્તિથી નિંદા-વિકથાની પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવભાવ. નિંદા-વિકથા-પારકી પંચાતનો રસ તૂટે તે સંવર ભાવ. ચિત્ત પ્રસન્નતાની અનુભૂતિ થાય તે નિર્જરાની નિશાની છે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62