Book Title: Premavatar
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 205
________________ રાજ્યશ્રીની સંસ્કારિતા સામે કવચ બનીને ખડી હતી. ‘ભાભી !’ રથનેમિએ ફરી ઉચ્ચાર કર્યો. ‘ઓહ ! કૂતરું જાણે સુકાયેલું હાડકું ફરી ફરીને ચાવતું હોય એવો આ તારો અવાજ છે. તારા પોતાના ખૂનનો જ સ્વાદ એ સૂકા બેસ્વાદ હાડકામાં તને જડશે!’ રાજ્યથી જરા કડક થઈ. ‘સાધુતા પણ છે શા માટે ? સ્વર્ગ કાજે જ ને ? મર્યા પછી મળનારું સ્વર્ગ જીવતાં મળી ગયું. રાજ્યશ્રી ! મારી સાધના તું છે. હું તપ દ્વારા, આ ભવમાં નહિ તો આવતા ભવમાં તને જ ઇચ્છું છું. આ ભવમાં મારા મનને સંતોષ નહિ આપે તો, રાજ્યશ્રી ! મારા ખાતર તારી મુક્તિ અટકશે. તારે ફરી ભવ લેવો પડશે.’ રથનેમિએ કહ્યું. એના કથનમાં હૃદયનું સત્ય ભર્યું હતું. ‘રથનેમિ ! ચામડીનો આટલો મોહ ? રે ! મોહ કાજે તું તારી ઉન્નતિને રોકવા ચાહે છે ? રાજ્યશ્રીમાં એવું તે તું શું ભાળી ગયો કે એને માટે અમૃતના કૂપ જેવી સાધુતાને છેહ દેવા તૈયાર થયો છે ? જો તને મારા મુખનો મોહ હોય તો મુખ ઉતારીને આપી દઉં, હાથમાં તારી આસક્તિ હોય તો તને કાપીને આપી દઉં, પણ ભલો થઈને તારી સિંહસમી સાધુતાને શિયાળની સાધના ન બનાવ!' રાજ્યશ્રીએ કહ્યું. એના શબ્દોમાં અપૂર્વ વેગ હતો. રથમ આનો તરત જવાબ વાળી ન શક્યો. ‘આ વાસનાનાં વળગણ તને શોભે !' રાજ્યશ્રીએ કહ્યું. રથનેમિનું અંતર શાંત થઈ થઈને વળી વાસનાનું તોફાન અનુભવતું. એ રાજ્યશ્રી વિશેનો વ્યામોહ છોડવા પ્રયત્ન કરતો, થોડી વાર છોડતો; ને વળી બેવડો ફસાઈ જતો. રથનેમિ થોડો પાસે સર્યો. રાજ્યશ્રી નિર્ભય હતી; એને પાસે આવવા દીધો. રથનેમિ બોલ્યો, ‘હું તો તમને ભાભી જ કહીશ. સાધુ થયો છું. પણ અંતરની સ્નેહસરવાણીઓ હજી સુકાઈ નથી. ખોટું નહિ બોલું ભાભી ! હું તમારો નાનો દિયર. દિયર તો લાડકો હોય, તમારા પગની પાનીએ મેંદી લગાડવાનો મારા ભાઈ પછીનો હું બીજો હકદાર. સેવકને દાન આપો સૌંદર્યનું અને આપના ચરણની રજ બનાવો !' ‘સાધુ ! તારી જીભમાં કાળોતરા નાગનું ઝેર ઊછળે છે. નાગ તો પરને સંહારે. અને તું તારી જાતને સંહારી રહ્યો છે ! મારા ચરણની ૨જ નહિ, પણ યાદવકુળનો યતિલક બની જા !' રાજ્યશ્રી અણનમ હતી. ‘ભાભી ! મને તારા હૈયાનો હાર બનાવ. મારા ઝેરનું મારણ તું જ છે. તું કંઈ 388 7 પ્રેમાવતાર વિવાહિતા નથી, માટે કહું છું, રાજ્યશ્રી ! મને તારા જીવનબાગનો માળી બનાવ !’ ‘શબ્દથી નહીં, એની પાછળની ભાવનાથી માણસ નાનો-મોટો થાય છે. હું તને તુંકારે બોલાવું છું, એ તુંકારમાં વહાલ નથી, તિરસ્કાર છે. તારા પ્રત્યેક શબ્દ દ્વારા પ્રગટ થતી ગંદકી પૃથ્વીમંડળને અપવિત્ર કરી રહી છે;' રાજ્યશ્રી સમજાવતાં કંટાળતી નહોતી. ‘ગંદકીથી ડરવાનું શા માટે ? પંકમાં જ પંકજ જન્મે. પવિત્ર-અપવિત્રનું પુરાણ છોડી દે, રાજ્યશ્રી ! જરા આપણા બંનેની જુવાની સામે જો, આપણાં રૂપમાધુર્યને નીરખ. આપણા જેવો મેળો સંસારમાં દુર્લભ છે.' રથનેમિએ ગુફાની બાહ્ય સૃષ્ટિ તરફ આંગળી ચીંધતાં કહ્યું. જરા જો તો ખરી રાજ્યશ્રી ! પ્રકૃતિ પણ આપણા પ્રેમની સાખ પૂરી રહી છે. કેવી અનુકૂળ ઋતુ છે ! આ ગુફા કેવી શીતલ છે ! પવન કેવો મૃદુ છે ! વર્ષાદેવી આપણા પ્રેમયોગને અભિષેક કરી રહી છે ! જોને, પેલાં પ્રેમી પંખીડાં કેવાં રસસમાધિમાં પોઢચાં છે !' રથનેમિ હજી એ જ ધૂનમાં હતો. ‘સાધુ ! તું જાણે છે કે સંસારીને જે દિવસ છે, યોગીની એ રાત છે. સંસારીનું જે અમૃત છે, યોગીઓ માટે એ ઝેર છે. જો ને વર્ષાસુંદરીએ રેવતાચલનાં પાષાણહૈયાંને કેવાં ભીંજવી નાખ્યાં છે ! શું મારા શબ્દો તુજ સાધુના હૈયાની સુષુપ્ત પવિત્રતાને નથી જગાડતા ? યોગી ! જાગી જા !! ‘તારા સૌંદર્યની વાંચ્છા એ ઘેન કહેવાતું હોય તો મને એ કબૂલ છે. સંસાર મહાસૌંદર્યો વિશે શું જાણે ? એ તો સહુ સૌંદર્યને પોતાના ત્રાજવે તોળે. રે ફક્ત એક સાદા ચીવરમાં પણ તારી કાયા કેવી શોભે છે ! સાચા સૌંદર્યોને વસ્ત્ર કે અલંકારની ખેવના નથી હોતી ! ભાભી ! સૌંદર્ય એ તો વિધાતાની અમૂલ્ય ભેટ છે. એને આમ રગદોળવું ન ઘટે. રગદોળવાનું નિમિત્ત બનનાર મારા ભાઈ મારે મન બધી રીતે પૂજ્ય છે., પણ એક તારી બાબતમાં હું એમને માફ કરી શકતો નથી. એમણે તને તજવી જોઈતી નહોતી.' રથનેમિ ફિલસૂફીમાં નિષ્ણાત હતો. ‘કોણે મને ત્યજી ? હું ત્યજાયેલી છું ? ઓ ભ્રમિત સાધુ ! તું કાદવનો કીટ છે. કામદેવ તારો નેતા છે. સાચા પ્રેમની કે સાચાં પ્રેમીઓની તને શી ગમ ? અમે તો કાળવિજયી દિવ્ય પ્રણયીઓ છીએ. અમારું સખ્ય તો આત્માનું સખ્ય છે ! રે, નેમના સ્મરણમાત્રથી મારા સર્વ વિકારો ગળી જાય છે. નેમે મને દુનિયામાં ચાલી રહેલું વેરવૃત્તિનું ભયાનક યુદ્ધ સમજાવ્યું. ઓહ રથનેમિ ! માણસે સંસારને કેવો વિકૃત કરી નાખ્યો છે ! શું આપણે એ વિકૃતિનાં વાદળોને વધુ ઘેરાં બનાવીશું કે આપણી ભાભી – 389

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234