Page #1
--------------------------------------------------------------------------
________________
UHIUR
જયભિખ્ખ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રેમાવતાર
જયભિખ્ખ
બેકકવર ટાઇટલ ભાગ-૧ દેશની અને આત્માની આઝાદીને વર્ણવતી પ્રેમાવતાર (ભા. ૧-૨) નવલકથાએ જયભિખ્ખની નવલ કથા સૃષ્ટિમાં આગવું સ્થાન ધરાવે છે. આ નવલકથાના કેન્દ્રમાં આજ ની વર્તમાન પરિસ્થિતિના સૂર સંભળાય છે. ઇચ્છાથી કે અનિચ્છાથી યુદ્ધની વિભીષિકા તરફ ધકેલાતા સમાજની શારીરિક-માનસિક બેહાલી દર્શાવવામાં આવી છે. નેમનાથના જીવનને કથાવિષય બનાવીને આ કૃતિમાં અણુયુગની ભીષણ વિનાશકતા તરફ ધકેલાય જતી માનવસૃષ્ટિને અહિંસા પરમો ધર્મનો સંદેશ આપ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના કાકા રાજા સમુદ્રવિજયના ક્ષત્રિય પુત્ર નેમ ક્ષત્રિય-પ્રકૃતિથી વિપરીત વ્યક્તિત્વ ધરાવતા હતા અને જગતના પ્રાણીમાત્ર તરફ ચાહવાની વૃત્તિથી જીવો અને જીવવા દોનો સંદેશ આપતા હતા. દ્વાપર અને કલિયુગના સંધિકાળે જન્મેલા ભગવાન અરિષ્ટનેમી અર્થાત્ નેમનાથના જીવનને આવરી લેતી આ કૃતિમાં કર્મયોગી શ્રીકૃષ્ણ અને મહારથી બલરામના જીવનને પણ ગૂંથવામાં આવ્યું છે. આજના વૈજ્ઞાનિકયુગના બુદ્ધિજીવીઓને ગળે ઊતરે એ રીતે આ પૌરાણિક કથાવસ્તુનું લેખકે કરેલા નવા અર્થઘટનો ધ્યાન ખેંચે છે.
ક
શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
Page #3
--------------------------------------------------------------------------
________________
Jaybhikhkhu Janmashatabdi Granthavali Premavatar
A Gujarati Historical Novel by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007
© સર્વ હક્ક પ્રકાશકના
ISBN
તૃતીય : જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ ડિસેમ્બર, ૨૦૧૪ • પૃ. ૧૮ + ૪૪૬ કિંમત : રૂ. ૦
પ્રકાશક
કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી,
અમદાવાદ-૩૮૦૦૦૭
ગૂર્જર એજન્સીઝ રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ-૩૮૦૦૦૧
ફોન : ૨૨૧૪ ૯૬૬૦
મુખ્ય વિક્રેતા
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
૫૧/૨, રમેશપાર્ક સોસાયટી વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા,
અમદાવાદ-૩૮૦૦૧૩
ફોન : ૨૭૫૫ ૧૭૦૩
આવરણચિત્ર :
મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
અર્પણ
સર્જક જયભિખ્ખુ પ્રત્યે
અગાધ સાહિત્યપ્રીતિ દાખવનાર
અને જયભિખ્ખુના સાહિત્યનું
આકંઠ પાન કરીને એને આત્મસાત્ કરનાર
પ્રસિદ્ધ સર્જક, પ્રગલ્ભ વિચારક અને કુશળ સંપાદક
શ્રી ધનવંત શાહને
સાદર
Page #4
--------------------------------------------------------------------------
________________
જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ
નવલકથા ૧. વિક્માદિત્ય હેમુ
૨. ભાગ્યનિર્માણ ૩. દિલ્હીશ્વર
૪. કામવિજેતા ૫. પ્રેમભક્ત કવિ જયદેવ ૬. ભગવાન ઋષભદેવ ૭. ચક્વર્તી ભરતદેવ
૮, ભરત-બાહુબલી ૯. લોખંડી ખાખનાં ફૂલ ૧-૨ ૧૦. પ્રેમનું મંદિર ૧૧. શત્રુ કે અજાતશત્રુ ૧-૨ ૧૨. સંસારસેતુ ૧૩. પ્રેમાવતાર- ૧-૨ ૧૪, બૂરો દેવળ
નવલિકાસંગ્રહ ૧. ફૂલની ખુશબો
૨. ફૂલ નવરંગ ૩. વીર ધર્મની વાતો ભાગ - ૧ ૪. વીર ધર્મની વાતો ભાગ - ૨ ૫. માદરે વતન
ચરિત્ર ૧. ભગવાન મહાવીર
૨. જયસિંહ સિદ્ધરાજ ૩. મહામંત્રી ઉદયન
૪. મંત્રીશ્વર વિમલ
કિશોર સાહિત્ય ૧. હિંમતે મર્દા
૨. યજ્ઞ અને ઇંધણ ૩. માઈનો લાલ
૪. જયભિખ્ખ વાર્તાસૌરભ
બાળકિશોર સાહિત્ય ૧. બાર હાથનું ચીભડું ૨. તેર હાથનું બી ૩. પ્રાણી મારો પરમ મિત્ર-૧-૨ ૪. નીતિકથાઓ - ૧-૨
બાળસાહિત્ય ૧. દીવા શ્રેણી (૫ પુસ્તિકનો સેટ) ૨. ફૂલપરી શ્રેણી (પ પુસ્તિકનો સેટ)
જૈન બાળગ્રંથાવલિ ૧. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૧ (૧૦ પુસ્તિકાનો સેટ). ૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૨ (૧૦ પુસ્તિકાનો સેટ)
પ્રકાશકીય ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખના જન્મશતાબ્દી વર્ષે ‘શ્રી જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ'ના ઉપક્રમે આ ગ્રંથ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. એમના જીવનકાળમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્મો યોજાયા હતા. એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજ કોને એ ૨કમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને ‘શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ'ની સ્થાપના કરી.
આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજ માં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્ય આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખુ એવૉર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા
પૂર્વસ્નાતક કક્ષા, અનુરનાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખું સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ‘ભારતીય સાહિત્ય' વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખું ચંદ્રક એનાયત કરવામાં આવે છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખું જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને ‘જયભિખ્ખું નગર” નામ આપવામાં આવ્યું તેમજ જયભિખુના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ
Page #5
--------------------------------------------------------------------------
________________
વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના ગ્રગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટયગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહ માં જયભિખ્ખું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના ૫૭ ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખુ લિખિત ‘બંધન અને મુક્તિ’ નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું.
‘જયભિખુની જન્મશતાબદી' નિમિત્તે ‘જયભિખ્ખું : વ્યક્તિત્વ અને વાડ્મય’ અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખુ’ એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. એ પછી સાહિત્ય અકાદેમી અને વડોદરાની સાહિત્ય સંસ્થા “અક્ષરા'ના સંયુક્ત ઉપક્રમે ૨૦૦૯ની ૨૭મી જૂને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ આર્ટ્સના સેમિનાર ખંડમાં જયભિખુની જન્મશતાબ્દી નિમિતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને એમાં પ્રસ્તુત થયેલા વક્તવ્યોનું શ્રી વર્ષા અડાલજાએ ‘શીલભદ્ર સારસ્વત જયભિખુ’ નામે કરેલું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૨માં પ્રગટ થયું હતું.
જન્મશતાબ્દીના સંદર્ભમાં ૨૦૧૪માં પુનઃ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં જયભિખુની નવલ કથાઓ ‘લોખંડી ખાખના ફૂલ' (ભાગ-૧-૨), ‘પ્રેમાવતાર’ (ભા. ૧-૨), ‘બૂરો દેવળ’, ‘શત્રુ કે અજાતશત્રુ' (ભા. ૧-૨), ‘પ્રેમનું મંદિર ” અને ‘સંસારસેતુ' એમ કુલ છ નવલકથાઓ પુનઃ પ્રગટ થઈ રહી છે. જયભિખુની પ્રસિદ્ધ નવલ કથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ પરથી શ્રી ધનવંત શાહે “કૃષ્ણભક્ત કવિ જયદેવ’ નામનું શ્રી ધનવંત શાહે કરેલું નાટયરૂપાંતર પ્રગટ કર્યું અને અમદાવાદમાં એનાં કેટલાંક નાટ્યાંશો પ્રસ્તુત કર્યા. આ સંદર્ભમાં ૨૩મી ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં શ્રી કુમારપાળ દેસાઈએ લખેલા જયભિખ્ખના જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવશે.
જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ડિસેમ્બર, ૨૦૧૪
ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
સવાઈ સાહિત્યકાર જયભિખ્ખું કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખુ' પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથુથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી, જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલ કથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે.
‘જયભિખુ' જૈન ધર્મના લેખ કે છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાને મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ'માં માનવધર્મનું આલેખને સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને કામવિજેતા સ્થૂલિભદ્ર'માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્રમાદિત્ય હેમુ માં ઇસ્લામ અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખુ એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે.
| ‘જયભિખુ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મ-ઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મક્તા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે ,
તેમણે લખેલી ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિહીશ્વર' વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ' છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે, જયદેવ અને પધાના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે.
તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ' શ્રેણીની સાહસ કથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં ‘માદરે વતન’, ‘કંચન અને કામિની', યાદવાસ્થળી’, ‘પારકા ઘરની લક્ષ્મી’, ‘પ્રેમપંથ પાવકની જ્વાલા’, ‘શૂલી પર સેજ હમારી’ વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે.
વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપક શ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં ‘જયભિખુ’નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે.
તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર’ નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેર તાને કારણે એ કૃતિ ઉચ્ચ કોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે.
ધર્મ જીવનવ્યાપી હવા છે, તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. ‘જયભિખુ' એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે.
‘જયભિખુનું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં
જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે ક્ય હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨૦૦૮
- ધીરુભાઈ ઠાકર
પ્રાકથન દ્વાપર અને કલિયુગના સાંધિકાળની આ વાત છે. દેશની અને આત્માની આઝાદીની આ કથા છે.
સ્વર્ગમાંથી આવેલા દેવો યાદવકુળમાં જન્મ લેતા. યાદવકુળ દેવકુળ હતું. અન્ય જાતિઓની જેમ યાદવકુળનો ઇતિહાસ ભવ્યતાથી ભરેલો ભારતવર્ષનો ઇતિવૃત્ત છે.
પૃથ્વી, પાણી, વાયુ વગેરે પંચ ભૂત વર્તમાન હોવા છતાં, આત્મા વગર જેમ ફ્લેવર નકામું પડ્યું રહે છે તેમ યાદવોનો મહાન સમુદાય નેતા વગરનો નિ»ણ હતો. રામરાજ્યના પ્રવર્તક રાજા રામચંદ્રના કાળમાં યાદવોની જાહોજલાલી હતી, પણ પછી યાદવરાજાઓની ચડતી અને યાદવપ્રજાની પડતીના શ્રીગણેશ મંડાયા હતા. યાદવગણને ઉદાર નેતા ખપતો હતો, મહાન ચિંતક જોઈતો હતો, કોઈ ત્યાગમૂર્તિની આવશ્યકતા હતી. આ ત્રિમૂર્તિ વિના સુરાજ્યના પાયા સ્થિર થાય તેમ નહોતા.
યાદવો આર્યાવર્તના મહાન પ્રદેશો પર યત્રતત્ર વિખરાયેલા હતા. એ વખતે શુરસેન કહેવાતા મથુરાથી ગુજરાત સુધીનો પ્રદેશ પર કેટલાક યાદવો નાનાંમોટાં રાજ્યો વસાવીને વસતા હતા..
યમુનાના દક્ષિણ પ્રવાહ પર આવેલા ચેદિ દેશ - આજે જેને બુંદેલખંડ કહે છે, કેટલાક ત્યાં પણ રહેતાં હતાં; અવન્તિ અને દશાર્ણ -માલવાનો આજનો પૂર્વ ને પશ્ચિમ ભાગ-ત્યાં પણ યાદવો પોતાનું વર્ચસ્વ ધરાવતા, દશાર્ણા (આજની ધસાન) એ વખતની પ્રસિદ્ધ નદી હતી. માલવાની દક્ષિણમાં આવેલ વિદર્ભ દેશ-જેને વરાડ કહે છે, ત્યાં પણ યાદવ હોત્રનાં ગોડાં ફરતાં.
નર્મદા નદીના એક બેટ પર આવેલી માહિષ્મતી નગરી યાદવોની પ્રસિદ્ધ નગરી હતી, પણ આજ તો ત્યાંના તેજ પ્રભાહીન યાદવો પાસે અસ્મિતા જેવું કંઈ નહોતું; બલ્ક કેટલી કપરી વેળાએ અસ્તિત્વ ખોવાની ઘડી આવીને ખડી રહેતી.
આજે તો મથુરાના અંધક-યાદવવંશના રાજા કંસની ફેં ફાટતી હતી. ખુદ અંધક યાદવો પોતાના રાજા કંસથી કંટાળ્યા હતા, અને વૃદ્ધિા યાદવોને પોતાની ભેરે તેડતા હતા. વૃષ્ણિ યાદવોના નેતા કૃષ્ણ વાસુદેવ હતા.
આમ યાદવપક્ષ અનેક શાખાઓમાં વહેંચાયેલું હતું. કોઈ પોતાને અન્ધક તો કોઈ વૃણિ, કોઈ ચેદિ તો કોઈ માગધી કહેતું. કુકકુર અંધક, વૃણિ, સાત્વત, ભોજ , મધુ ને શૂર એ એની જાણીતી શાખાઓ હતી.
યાદવો આ દેશથી પેલે દેશ ગાયોનાં વ્રજ લઈને ફરતા. યાદવ સ્ત્રીઓ જ્યાં વસતી ત્યાં ગોકુલ વસી જતાં. એ સ્ત્રીઓ દૂધ-દહીં વેચવા જતી. રૂપાળી મહિયારીઓનાં મહીનાં મૂલ ભારે થતાં. પ્રજાપીડક રાજાઓનાં રાત્રિ-ભોગમાં ધરવા તેમનાં હરણ થતાં.
Page #7
--------------------------------------------------------------------------
________________
ગાય-બેલ પણ એમનાં નહોતાં. ઇંદ્રપૂજ ક રાજાઓ જ્યારે ઇરછે ત્યારે તેમને ઉઠાવી જતા, તેજવિહોણી પ્રજા કાળો કકળાટ કરીને બેસી રહેતી. પર્વત, પાણીને પશુ, એ એમની સમૃદ્ધિ હતી અને એ સમૃદ્ધિ પર સત્તાના ડોળા સદા ઘૂમ્યા કરતા. પૃથ્વીરૂપી ગાય પોકાર કરતી હતી : ‘રે ! મને બચાવો આ ઉત્પીડકોથી.’
રાજરાજેશ્વર ભકતની ૨૮મી પેઢીએ કુર, નામનો રાજા થયો. એ સરસ્વતીના કાંઠા પર આવેલ પ્રદેશ-જે પાછળથી કુરુક્ષેત્ર કહેવાયો-ત્યાં રાજ કરતો. કુરના પુત્રો કૌરવો કહેવાયા.
આ કુરુકુળની એક શાખામાં વસુ નામનો રાજા થયો. એણે ચેદિ, વત્સ (પાટનગર કૌસાંબી-આજનું પ્રયાગ) અને મગધ (આજનાં પટના ને ગયા જિલ્લો) જીત્યા, વસુરાજાના વંશદોમાં પ્રતાપી રાજા જરાસંધ થયો, એણે મગધ પર પૂરેપૂરો કાબૂ કર્યો. આ વખતે જરાસંધ રાજાનો મિત્ર શિશુપાલ ચેદિનો રાજા બન્યો. આ જોડીએ ભારતવર્ષને ભારે ચકા આપ્યા. હજારો રાજાઓને ચરણકિંકર બનાવ્યા.
આ વેળા હસ્તિનાપુરમાં કૌરવ વંશની એક મોટી શાકા રાજ કરતી હતી. ધૃતરાષ્ટ્ર ને પાંડુ ત્યાંના રાજા હતા. બંને કૌરવ કુળના-એક મગની બે ફાડ-હોવા છતાં ધૃતરાષ્ટ્રના પુત્રોને ઇતિહાસે કૌરવ કહ્યા ને પાંડુના પુત્રોને પાંડવ કહ્યાં.
વસુ વંશીય રાજાઓનું પ્રાબલ્ય આ કાળે ઘણું હતું. કૌરવવંશની નાની શાખામાંથી આવેલા આ રાજાઓ ચેદિ, કૌશાંબી ને મગધ પર આધિપત્ય ધરાવતા હતા.
મગધના મહારાજ જરાસંધની દશે દિશામાં હાક વાગતી હતી. એણે આર્યાવર્તનું સાર્વભૌમ ચક્રવર્તીપદ હાંસલ કરવાનું બીડું ઝડપ્યું હતું.
વસુ વંશનો મહદ્ધિ ક રાજા શિશુપાળ ચેદિનો રાજા હતો ને મગધના મહારાજનો મિત્ર હતો. એ બેલડીએ અન્ધક-યાદવોના નેતા મથુરાપતિ મહારાજ કંસદેવને પોતાનો મિત્ર બનાવ્યો હતો. ચક્રવર્તીપદના વાંછુ મહારાજ જરાસંધની પુત્રીનાં લગ્ન કંસની સાથે થતાં- એને હથેળીમાં ચાંદ ઊગ્યા જેવું થયું હતું. એના અભિમાનનો પાર રહ્યો નહોતો, અત્યાચારનો સુમાર નહોતો, અનાચારનો આરો ઓવારો નહોતો.
આમ ભારતવર્ષની બે બળવાન જાતિઓ યાદવોની અને કૌરવોની હતી. તેઓ એકબીજાની સહાયથી મદાંધ હતાં. બહારની કોઈ તાકાત તેમને તોડી શકે તેવી ન રહી ત્યારે તેઓની દુર્મદ શક્તિને અંદરથી લૂણો લાગ્યો !
મધરાતના અંધકારને ભેદવા પૂર્વ દિશા ઉપા-અરુણ દ્વારા પ્રકાશને જન્મ આપે, એમ ઇતિહાસના પટ પર એ વખતે સાવ સાદા ગામડાંમાં ઉછરેલાં ત્રણ બાળકોનો ઉદય થયો : ત્રણે જણા પોતાની રીતે અનોખા, પણ સુરાજ્યની વ્યાખ્યામાં સમાન. એકનું નામ બલરામ, બીજાનું નામ શ્રીકૃષ્ણ, ત્રીજાનું નામ નેમ !
ઇતિહાસ પછી પોતાની કરવટ બદલી. માત્ર ઈશ્વર જ કરવાને શક્તિમાન હોય,
તેવાં કાર્યો આ બાળકોએ કર્યો. લોકોએ એમને ઈશ્વર કરી સ્તુતિ કરી. બાળકોની જુવાની દિલેરીનો આયનો બની ગઈ, એમનું ચરિત્ર ત્યાગનો નમૂનો બની ગયું. ને એક ક્રાંતિ સરજાઈ ! દેશની આઝાદી, ચિત્તની આઝાદી ને આત્માની આઝાદીનો સ્પષ્ટ નકશો એ વખતે ચીતરાયો.
માણસના જીવનમાં આઝાદી નહોતી, ને એ પહેલાં હૃદયનો આઝાદી-દીપ તો સાવ બુઝાઈ ગયો હતો. મન, ચિત્ત અને આત્માની આઝાદી હરખાઈ ગઈ હતી. આ ત્રણ બાળકોએ પોતપોતાની રીતે આઝાદીના દુશ્મનો સામે બાકરી બાંધી !
રે ! આઝાદીનો એ ઇતિહાસ જેટલો ભયંકર, એટલો ભવ્ય ને એટલો રોમાંચક છે! પળે પળે જાત પર ખેલ કેલવા પડ્યા, માત-પિતા, ઘરબાર છોડવા પડ્યાં, આખરે વતનને તિલાંજલિ આપવી પડી. દૂર-સુદૂર જવું પડ્યું
રાજા જરાસંધ, શિશુપાલ અને કંસની ત્રિપુટીએ આર્યાવર્તને એક છેડેથી બીજે છેડે સુધી કંપાવી મૂક્યું. એમની સેનાઓ નિર્ભીક થઈને દેશના દેશ ઉજજડ કરતી ફરતી. એમની મૃગયાની શોખીન ટોળીઓ ગરીબ કિસાનોની કાળી મહેનતને પળ બે પળના આનંદ માટે બરબાદ કરતી.
એમના ઇંદ્ર-આરાધકે પુરોહિતો કોઈ પણ વજવાસીનાં ગાય, બળદ કે વાછરડાને ઉપાડી જતા. ચાહે તો એને યજ્ઞમાં હોમતાં કે ઇચ્છા થાય તો મહેમાનો માટે સુસ્વાદુ ભોજન બનાવતા. વહાલસોયાં યાદવ નર-નારીઓ પોતાનાં સંતાન જેવાં વહાલાં જાનવરોને હણતાં અશ્રુઝરતી આંખે વિલોકી રહેતાં, ન દાદ ન ફરિયાદ !
ઘુત, મદિરાપાન, અપહરણ ને યુદ્ધ નિત્યના બન્યાં હતાં. નૃપતિઓનાં અંતઃપુરા દેશદેશની લાવણ્યવતીઓનાં પ્રદર્શન સમાં હતાં. સ્ત્રીઓની સંખ્યા સમૃદ્ધિની સૂચક હતી. આજની કાશ્મીરની કામિનીની જેમ એ કાળે ભદ્ર દેશની સુંદરીઓ એમનાં રસભર્યા લાવણ્ય માટે સુપ્રસિદ્ધ હતી. પ્રત્યેક રાજાના અંતઃપુરમાં મદ્ર દેશની કેટલીક લલિતાંગિનીઓ છે, એનાથી એની મહત્તાનું માપ નીકળતું. આ ઉપરાંત ચેદિની વિનમ્ર સુંદરી, ઘનશ્યામ કેશકલાપવાળી કોશલની કન્યા, મદગિરાપાનમાં મત્ત નાજુદ અધરવાળી મગધની માનુની માખણના પિંડ જેવાં ગાત્રોવાળી અવંતિની અબળા, દશાની ઘમિની જેવી કામિની સહુ રાજાઓના અંતઃપુરોમાં મોટા જથ્થામાં સંઘરાયેલી રહેતી. ને એ નિરાધાર અબળાઓ નિઃશ્વાસ નાખતી બેસી રહેતી-ને રોજ રોજ નવી ને નવી ફૂલગુલાબી યાદવ-યૌવનાઓની ભરતી થયે જ જતી. દસ્યુ કોમનાં દાસ-દાસીઓનો પાર નહોતો. એમના ઉપરના અત્યાચારનો પણ સુમાર નહોતો. મૃગયા, માનુની અને મદિરા એ મોટાઈના અનિવાર્ય શોખ બન્યા હતા.
પ્રજાનું કોઈ સ્થાન નહોતું. રાજા, યજ્ઞ ને ઇંદ્ર. આ ત્રિપુટીનું પૃથ્વી પર વર્ચસ્વ હંતું. રાજા પ્રજાને સંહારતો, યશ પશુઓને પ્રજાળતો અને ઇંદ્ર સૃષ્ટિને ડામતો.
Page #8
--------------------------------------------------------------------------
________________
સ્વાવલંબન જેવી કોઈ વસ્તુ નહોતી, સ્વમાનની કોઈ કિંમત નહોતી, સંસારને વધુ પીડે એ વધુ મહાન લેખાતો !
પૃથ્વી ત્રાહિ મામ્ ત્રાહિમામ્ પોકારી રહી હતી. એ વખતે બને છે તેમ, ગોકુળ નામના ગામડામાંથી ક્રાંતિનો પહેલો તણખો ઝગ્યો !
મથુરાતિ કંસની ફાટનો પાર નહોતો. સામાન્ય પ્રજાનું જીલતર ઝેર થઈ રહ્યું હતું. એ વખતે શ્રીકૃષ્ણ અને એના સાથીદારોએ શક્તિથી ને શાનથી કંસને હણ્યો ! પૃથ્વી પરથી એક આતતાયીનો ભાર ઊતાર્યો : પણ એ ભારણનું તારણ ખુદ શ્રીકૃષ્ણ અને એમના સાથીદારોને ભારે પડી ગયું !
ત્રણ નાનાં બાળકો, થોડાંક વૃદ્ધો ને ગણ્યાગાંઠ્યાં યાદવો પર જરાસંધરૂપી જોખમ તોળાઈ રહ્યું ! આપત્તિનું આભ તૂટયું કે તૂટશે !ને મોટાના સો મળતીઆ, એ ન્યાયે અનેક દુશ્મનો ફૂટી નીકળ્યા.
આ વખતે યાદવોએ મથુરા-ગોકુલના પ્રદેશમાંથી હિજરત કરી. અંધક અને વૃષ્ણિ બંને કુળના યાદવો પશ્ચિમ ભારતે આવ્યા. સૌરાષ્ટ્રમાં વસ્યા. આ ભૂમિ એમને ભાવી. અહીં રાજધાની દ્વારકા સ્થાપીને રહ્યા. યાદવોની યશપતાકા ફરી અહીંથી સર્વત્ર લહેરાતી થઈ.
દ્વારકાનું આ રાજ્ય સંઘરાજ્ય હતું, ને એના મુખી બે હતા ઃ રાજા ઉગ્રસેન અને શ્રીકૃષ્ણ વાસુદેવ !
યાદવોની હિજરત થતાં, પાંડુપુત્ર પાંડવોએ ખાંડવ વન બાળી, ઇંદ્રપ્રસ્થ વસાવ્યું.
પાંડવો મહત્ત્વાકાંક્ષી હતા. અને એ માટે રાજા જરાસંધની આંખમાં ખેંચતા હતા.
શત્રુનો શત્રુ સહેજે મિત્ર ! પાંડવોએ દ્વારકાના યાદવોના નેતા શ્રીકૃષ્ણ સાથે મૈત્રી કરી. અને એ મૈત્રીને તરત સાર્થક કરી. ભીમ તથા અર્જુને સ્વબળથી રાજા જરાસંધને સંહારી પોતાની મૈત્રી ગાઢ કરી, અને રાજસૂય યજ્ઞ આરંભ્યો. શ્રીકૃષ્ણને એમાં નેતાપદે સ્થાપ્યા. આ યજ્ઞમાં જરાસંધ પછીનો બીજો મહાબલવાન રાજા શિશુપાલ આવ્યો. એણે શ્રીકૃષ્ણને ઘણી ગાળો દીધી. શિશુપાલ પાંડવોનો પડોશી હરીફ રાજવી હતો. મોટામાં મોટો કાંટો હતો. શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર દ્વારા તેનો ત્યાં ને ત્યાં વધ કર્યો.
હવે શિશુપાલ પક્ષના દુર્યોધન આદિએ તિકૂલ રીતે નહિ, પણ અનુકુલ રીતે પાંડવોનું કાસળ કાઢવાનો નિર્ણય કર્યો. આ વખતે શિકાર, મદ્ય ને દ્યૂત એ લોકજીવનમાં વ્યાપી ગયેલાં દૂષણો હતાં, એમાં પાછી પાની કરવી એ પરાક્રમહીનતા ને લાંછન લેખાતું.
દુર્યોધનનો મામો ગાંધારનો રાજા શકુનિ કુશળ દ્યૂતકાર હતો. એણે પાંડવોને પટ પર નોતર્યાં અને વિવિધ શરતો સાથે જુગાર રમાડ્યા. આમાં પાંડવો હાર્યા ને શરત મુજબ બાર વર્ષ વનવાસ ને તેરમું વર્ષ ગુપ્તવાસ રહેવાનું નક્કી કર્યું.
१२
આ તેર વર્ષનો ગાળો દુર્યોધનને રાજ્ય જમાવવા માટે ને સત્તાને સુદૃઢ કરવા માટે મળ્યો. કૌરવોનો બનેવી સિધુરાજ જયદ્રથ, ત્રિગર્તનો રાજા અને ગાંધારનરેશ શકુનિ આ ત્રણે જણાએ આખો પંજાબ કૌરવોના પક્ષે ખડો કર્યો.
છેલ્લું ગુપ્તવાસનું વર્ષ મત્સ્ય (અલવર) દેશના રાજા વિરાટને ત્યાં ગાળી પાંડવો પ્રગટ થયા, ને રાજ્યમાં ભાગ માંગ્યો !
કૌરવોએ સોયના નાકા બરાબર પણ પૃથ્વી આપવા ના પાડી, ને મહાભારત જાગ્યું. દેશનો સર્વનાશ થયો ! કુરુવંશ લદભગ પૃથ્વી પરથી નહિવત થઈ ગયા જેવું થયું! અને બાકી રહેલી બીજી તાકાતરૂપ યાદવ સંઘ પ્રબલ થઈ ગયો. એમને દુનિયામાં કોઈ હરાવનાર ન રહ્યું. ત્યારે તેઓ પરસ્પર લડીને હાર્યા ને આખરે પ્રભાસતીર્થે બધા અરસપરસ કપાઈ મૂઆ !
ઇતિહાસના આ ભયંકર ઉત્થાન અને પતન વચ્ચે, સંસારના આ મહાન રાગ અને દ્વેષની મધ્ય, જાતિઓનાં બંધન અને મુક્તિ વચ્ચે અનેક વ્યક્તિઓ સૂર્યના અને ચંદ્રના તેજે ચમકી ગઈ. એમાં શ્રીકૃષ્ણ, શ્રી બલરામ, શ્રી નેમનાથ (અરિષ્ટનેમિ) અવિસ્મરણીય
છે !
ભારતના આઝાદીકાળે જેમ પૂ. મહાત્મા ગાંધીજી, શ્રી સુભાષચંદ્ર બોઝ ને શ્રી અરવિંદની ત્રિપુટી નોખનોખી રીતે ઝળહળી ને નોખનોખા માર્ગોની દર્શક બની. એમા ત્રિપુટીનું હતું.
આ મહાભારતી યુગમાં હિંદુગ્રંથોમાં શ્રીકૃષ્ણ જેટલા વિખ્યાત છે. એટલા જૈન સાહિત્યમાં શ્રી નેમનાથ સુપ્રસિદ્ધ છે. બુદ્ધ અને મહાવીર સમકાલીન હોવા છતાં એકબીજાનાં ગ્રંથોમાં જેમ પરસ્પરનું મિલન કે સંભાષણ ક્યાંય મળતું નથી, તેમ આ બે પુરુષોની બાબતમાં બન્યું છે ! શ્રી અરિષ્ટનેમિ વિશે જૈનેતર ગ્રંથો લગભગ મૌન છે. શ્રીકૃષ્ણ જૈન ગ્રંથોમાં છે અવશ્ય, પણ જૈનોની રીતે.
ભગવાન શ્રી નેમનાથ જમના નદીને કાંઠે આવેલા શૌરીપુરના રાજા સમુદ્રવિજયના પુત્ર હતા. જૈન ખ્યાત પ્રમાણે રાજા સમુદ્રવિજયને નવ ભાઈ હતા, તેમાં સૌથી નાના વસુદેવ.
એ વાસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ વાસુદેવ.
કંસવધમાં શ્રીકૃષ્ણ અને બલરામને દોરનાર રાજા સમુદ્રવિજય અને તેના ફળરૂપે તેઓને પણ પોતાનાં રાજપાટ છોડી, હિજરત તરી દ્વારકા આવવું પડ્યું ! અહીં સંઘરાજ્યના તેઓ એક સભ્ય બની રહ્યાં ! આ ત્યાગવીર અને શૂરવીર ભૂપતિના પુત્ર તે ભગવાન નેમનાથ અરિષ્ટનેમિ !
શ્રી અરિષ્ટનેમિએ સંસારને જીતવા પહેલાં પોતાની જાતને જીતવાનો સંદેશ આપ્યો. માણસના મોટામાં મોટા દુશ્મન મદ, માન, માયા, લોભ, કામ, ક્રોધ વગેરે છે તેમ १३
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રતિપાદન કર્યું !
અહિંસા-કોઈને હણો નહિ, મન વચન અને કાયાથી કોઈને જફા પહોંચાડો નહિ, એ પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવવાનો મહાન માર્ગ છે : નહિ તો પૃથ્વીમાં મત્સ્ય-ગલાગલ ન્યાય પ્રવર્તતો રહેશે. બળવાન નિર્બળને ખાશે, નિર્બળ એનાથી વધુ નિર્બળને સંહારશે. સંહારથી પૃથ્વી કંપાયમાન રહેશે ! સુખના સૂર્યનો ઉદય છેવટે અસંભવિત બનશે.
સંસાર બળિયાના બે ભાગ જેવો લૂટારુંનું પેડું બની રહેશે. મહાભારતના યુદ્ધે અહિંસા પરમો ધર્મનો આદેશ ગુંજતો કર્યો.
યાદવાસ્થળીએ વ્યસન-ત્યાગનો મહિમા પ્રવર્તાવ્યો. માણસને હેવાન બનાવનાર વિષયોથી દૂર રહેવાનો પાઠ આપ્યો.
ભોજન માટે આણેલાં પશુઓનો પોકાર સાંભળી, પ્રેમાવતાર નૈમે આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી, સકલ સૃષ્ટિમાં સ્નેહનાં બીજ રોપવાની હાકલ કરી.
અને અંતે સર્વ સંગપરિત્યાગ અને ચિત્તની રવિત્રતા દ્વારા આત્માની મુક્તિને જીવનની સાર્થકતા દર્શાવી !
પૃથ્વીમાં પ્રેમનાં કણ વાવવા નને પ્રેમવેલી ઉછેરવા અહિંસા અને ત્યાગને મહાન મંત્રો લેખાવ્યાં.
દેશની અને આત્માની આઝાદીની આ કથા એ સંદર્ભમાં છે.
તૃતીય આવૃત્તિ સમયે
ભગવાન અરિષ્ટનેમિ અર્થાત્ શ્રી નેમનાથના જીવનને આવરી લેતી અહિંસામૂલક પ્રેમમય જીવનની આ કહાની છે અને માં તત્કાલીન કર્મયોગી શ્રીકૃષ્ણ અને મહારથી બલરામને જીવનને ગૂંથી લેવામાં આવ્યું છે, તેમજ મહાભારતનું યુદ્ધ પણ આવરી લેવાયું છે. જયભિખ્ખુ જન્મશતાબ્દી નિમિત્તે આ લાંબા કથાપટ પર વહેતી નવલકથાની તૃતિય આવૃત્તિ પ્રગટ થઈ રહી છે ત્યારે ભાવકોને જયભિખ્ખુની કલમનો કસબ અને વિચારની સૃષ્ટિ અનુભવવા મળશે.
१४
ટ્રસ્ટીમંડળ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ
૧. મથુરાની મહારાણી
..
૩.
૫.
9.
૭.
2.
પ્રીત કરી તેં કેવી ?
કૃષ્ણ કનૈયો
મને વચન આપો !
બલરામ અને જરાસંઘ
મણિબંધ
અરિ
અજબ પ્રતિકાર
જનતાના જનાર્દન
શિશુપાલના સૌ ગુના માફ
બહેન અને ભાઈ
૧૭.રુકિમણીનું હરણ વતનનો ત્યાગ
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૪.
૨૫.
ન માની શકાય તેવી વાત
ચક્રવર્તી રાજા જરાસંધ જ્ઞાનતંતુનાં યુદ્ધ આર્યો અને નાગ
વૈરોટ્યા
નાટકનો બીજો અંક
ઉત્તર ને પશ્ચિમ
અનુક્રમણિકા
નગરી દ્વારિકા
ગર્ગ અને કાળ
કાંટે કાંટો કાઢ્યો
એકલસંગ નેમ
ણિનો ચોર
ણિની શોધમાં
કાંચન અને કામિની
જેની છરી એનું ગળું
૨૬.
૨૭.
૮.
૨૯. વેણુ અને શંખ
૩૦.
૩૧.
એક નહીં પણ પાંચ ભૂત
નેમને પરણાવો
१.५
૧
છે
૧૮
૪
૩૪
૪૨
૫૦
૫૩
૬૫
૩૪
૨૧
८८
૯૬
૧૦૫
૧૧૩
૧૨૧
૧૨૯
૧૩૭
૧૪૬
૧૫૪
૧૬૨
૧૩૦
૧૩૨
૧૮૪
૧૯૧
૧૯૮
૨૦૬
૨૧૪
૨૨૨
૨૨૯
૨૩૩
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૨. જલક્રીડાની તૈયારી ૩૩. રથનેમિને પડકાર ૩૪. રથનેમિ અને રાજ્યશ્રી ૩૫. મહાભારત ૩૬. યુદ્ધની અધિષ્ઠાત્રી ૩૭. સહુ સહુના રાઈ ન્યારા ૩૮. બારમાસી ૩૯.
૨૩૯ ૨૪૮ ૨૫૬ ૨૧૪
૨૭૩
પ્રેમાવતાર
૪૦.
નેમ
૪૧. નેમની માયાજાળ ૪૨. પશુસૃષ્ટિ ૪૩. જાન આવી, જાન આવી ૪૪. સૂણી પશુડાં પોકાર ૪૫. બીજા બધા પર ૪૬. રથનેમિનો પ્રભાવ ૪૭. આશા નિરાશા ૪૮. કુરુક્ષેત્ર ભણી ૪૯. રાજનો હૃદયબાગ ૫૦.. રાજ્યશ્રીનું ભારતદર્શન ૫૧. વેરની ચિનગારી
સંમિલન
ભાભી ૫૪. અરુણોદય ૫૫. પ્રેમની અજબ સૃષ્ટિ પક. દેવકીનાં છ પુત્રો ૫૭. ગજસુકુમાર ૫૮. ભાવિના બોલ ૫૯. ઉન્માદા
સમસ્ત શાસ્ત્રોનો સાર ૬૧.
યાદવાસ્થળી ક૨. પરમજ્યોતિની વિદાય ૬૩. પ્રેમનું અવતરણ
૨૮૧ ૨૮૯ ૨૯૭. ૩૦૪ ૩૧૦ ૩૧૮ ૩૨૩ ૩૨૮ ૩૩૩ ૩૪૦ ૩૪૯ ૩પ૭ ૩૬૧ ૩૬૫ ૩૭૪ ૩૮૨ ૩૮૭ ૩૯૪ ૪૦૧ ૪૦૭ ૪૧૧
૫૨..
૬૦.
૪૨૨ ૪૨૮
૪૩૮
૪૪૧ ૪૪૩
Page #11
--------------------------------------------------------------------------
________________
1
મથુરાની મહારાણી
મદભરી પ્રિયાનાં લાલ નયનસમો સુરજ પશ્ચિમાકાશમાં આથમતો હતો. સંધ્યાસુંદરી નગરીનાં સુવર્ણરસ્યા હર્યો પર પોતાની રક્તિમા પાથરી રહી હતી.
વિહંગમોનાં ગાન હજુ અવરિત ચાલુ હતાં ને સુવર્ણ પિંજરનાં શુક્રસારિકા હજુ પ્રેમાલાપમાંથી પરવાર્યાં નહોતાં. પ્રેમભક્તિભરી પનિહારીઓ, ઊજળાં બેડાંમાં પોતાના મુખકમળની અનેક છબીઓ જોતી, હજુ જળ ભરી રહી હતી.
મંદિરોમાં આરતીની તૈયારીઓ હતી. રાજભવનમાં દીપશિખાઓની આલિ રચાઈ ગઈ હતી. ગણિકાઓ ને નૃત્યાંગનાઓ પગમાં ઘુંઘરુ બાંધી ચંદનના બાજઠ પર બેઠી બેઠી ઠમકા લઈ રહી હતી. મદ્યાલયમાં રોજની જેમ આજ પણ નવનવો આસવ ઘોળાઈ રહ્યો હતો.
મથુરા નગરીની શાંત પ્રશાંત બજારો વચ્ચેથી એકાએક ઘોડેસવારો દોડધામ કરતા દેખાયા, જેવા શ્વાસભેર અંતઃપુર તરફ ગયા, તેવા શ્વાસભેર તેઓ પાછા વળ્યા. સરોવરના શાંત જળમાં કાંકરી પડે અને વર્તુળો રચાઈ જાય એમ સર્વત્ર ખળભળાટ થઈ રહ્યો. હાંફતા સવારો પાસે ઘણા લાગવગવાળા શ્રેષ્ઠીઓ સમાચાર મેળવવા દોડ્યા. અશ્વો વેગમાં હતા, છતાં કેટલાક જુવાન કૌતકીઓ ઘોડાની ચાલે ચાલીને સમાચાર મેળવી રહ્યા.
અશ્વારોહીઓ અડધું બોલ્યા, અડધું ન બોલ્યા, ને આ લોકો પૂરું સમજી ગયા. જે સમાચાર મળ્યા, તેથી સાંભળનારનાં હૈયાં થંભી ગયાં. ઘડીભર હૈયાના શ્વાસોશ્વાસ અટકી ગયા હોય તેમ બધા અધ્ધરશ્વાસ થઈ ગયા. ન માની શકાય તેવી એ વાત હતી.
જ્યાં જ્યાં સમાચાર પ્રસર્યા, ત્યાં ત્યાં અજબ આશ્ચર્ય પ્રવર્તી રહ્યું. અંતઃપુરમાં રાણીઓએ સિંગાર અડધો છોડી દીધો, ને રાજમહેલ પરના ચોકીદારો જીવતાં
Page #12
--------------------------------------------------------------------------
________________
પૂતળાં જેવા ખડા રહી વિમાસી રહ્યા. શું કરવું શું ન કરવું ?
મંદિરોમાં આરતીઓ હાથમાં ને હાથમાં થંભી ગઈ. પૂજારીઓની પ્રાર્થનામાંથી જાણે પ્રાણ ચાલ્યો ગયો. અરે, નહિ તો આમ હોય ? ગાનારીઓના પગમાંથી ઘુંઘરુ આપોઆપ છૂટી ગયાં. હવે ઘુંઘરું શા કાજે ? ન જાણે આવતીકાલ કેવી દુષમ ઊગશે? ઘોળાતા આસવનાં સુવર્ણપાત્રો એમ ને એમ પડી રહ્યાં, ને બધાં જ રાજમાર્ગ પર દોડી આવ્યાં.
રાજમાર્ગ પર ઠઠ જામી ગઈ, પણ અજબ જેવી વાત એ બની હતી કે, સહુને કંઈક કહેવાનું હતું અને કોઈ કંઈ કહી શકતું ન હતું. સહુને કંઈક કરવું હતું ને કોઈ કંઈ કરી શકતું ન હતું. મથુરાની પ્રજાને જાણે તન અને મનને પક્ષાઘાત લાગુ પડી ગયો હતો.
જીભ હતી પણ ધાર્યું બોલાતું નહીં !
હાથ હતા, પણ ધાર્યું કરી શકાતું નહીં !
પગ હતા, પણ ધાર્યું ચાલી શકાતું નહીં !
એ નિઃશબ્દ ઠઠને ચીરનું એક સુખાસન પાછળથી ધસી આવતું જણાયું. આગલ ચાર અશ્વારોહીઓ ઉઘાડી તલવારો વીંઝતા ચાલતા હતા, પાછળ ચાર સૈનિકો ચાબુક વીંઝતા ચાલતા હતા, અને નેકીદારો નૈકી પોકારતા દોડતા હતા : યુગયુગ જીવો મહારાણી જીવયશા !
પાલખીની આગળ પાછળ કે બંને બાજુ કોઈને માટે ઊભા રહેવું સલામત નહોતું !
માર ખાતી, પાછળ હઠતી, કચડાતી ને વળી આગળ આવવા પ્રયત્ન કરતી પ્રજાએ સુખપાલ જોઈ જોરથી ચિત્કાર કર્યો :
‘મથુરાપતિ કંસદેવનો જય હો !!
પણ એ જયકારના જવાબમાં જાણે ચાબુક કે તલવારના તીખા વાર આવ્યા! હકડેઠઠ થયેલી ને સ્વામીભક્તિ દર્શાવતી પ્રજા માર્ગ ખુલ્લો કરતી એકદમ પાછળ હઠી ગઈ. આમ કરવા જતાં પાછળ ઊભેલા આગળ ઊભેલાના પગમાં આવી ગયા.
અંદરોઅંદર યુદ્ધ જેવું આરંભાઈ ગયું. પ્રજાની આ ખાસિયત છે. જુલમગારને જુલમ કરતી રોકી શકતી નથી, ત્યારે અંદરોઅંદર એકબીજા પર જુલમ ગુજારે છે. સબળો નબળાને પીડે છે.
કેટલાક લોકો બહાર હતા. માર ખાવા છતાં સાચી સ્થિતિનો તાગ મેળવવા તેઓ આગળ ધસી આવ્યા. તેઓ માનતા હતા, સુખપાલમાં મહારાજ કંસદેવ હોવા જોઈએ, પણ એમાં કંસદેવ નહોતા. મથુરાપતિ કંસદેવની મહારાણી જીવયશા એમાં 2 D પ્રેમાવતાર
બિરાજેલાં હતાં !
યૌવનમૂર્તિ રાણી જીવયશાનો કંસદેવનાં પત્ની કે મથુરાનાં મહારાણી તરીકેનો પરિચય પૂરતો નહોતો. એમનો સાચો પરિચય તો એ હતો કે તેઓ ભારતના ચક્રવર્તીપદ માટે સતત યત્ન કરી રહેલા મહાસમર્થ મગધપતિ જરાસંધનાં લાડઘેલાં પુત્રી હતાં ! કંસદેવની એમની પાસે કોઈ બિસાત નહોતી! બાહ્ય રીતે કંસદેવ મથુરાના સિંહાસને ભલે બેસે, પણ ખરી રીતે રાણી જીવયશાના ચરણર્કિકર થવા સિવાય એમનું વિશેષ સ્થાન કે ગૌરવ નહોતું.
અલબત્ત, ભારતવર્ષના રાજાઓમાં કંસદેવ પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવતા, પણ એ બધો પ્રતાપ રાણી જીવયશાનો હતો, અથવા એમ કહીએ કે એ પ્રતાપ રાણી જીવયશાના પ્રબળ પ્રતાપી પિતા મહારાજ જરાસંધ અને તેમની અવિજેય સેનાને આભારી હતો. કંસદેવ સૂર્યના ઉછીના આપ્યા તેજે ચમકતા ચંદ્રદેવ જેવો હતો !
જીવયશા પિતૃપૂજક હતી, પતિપૂજક નહિ ! અને પોતાનો આ મિજાજ એ વારંવાર પ્રગટ કરતી. આજે જ જ્યારે કંસદેવે મલ્લસભા યોજી હતી, ત્યારે પોતે એ જ ટાણે કવિસભા યોજી હતી; ને કવિઓને વિષય આપ્યો હતો, પોતાનાં અંગોનાં રૂપર્યાવનની કવિતાનો !
દરેક કવિએ રાણીનાં મદભર્યાં, લાવણ્યભર્યાં સુડોળ અંગો પર કવિત્વ કરવાનું હતું; એ કવિત્વ દ્વારા રાણીના માનભૂખ્યા વિલાસપ્રેમી હૈયાને બહેલાવવાનું હતું; સાથે શરત એ હતી કે કોઈ કવિજને મર્યાદા છાંડવાની નહોતી !
જે કવિ પર મહારાણી પ્રસન્ન થાય એનો બેડો પાર થવાનો હતો; ને જેના પર અપ્રસન્ન થાય તેના માટે લોહકાષ્ઠ પિંજર તૈયાર હતાં. જેના પર ભાગ્યદેવી પ્રસન્ન કે અપ્રસન્ન બેમાંથી કંઈ જ ન થાય, ફક્ત તે જ મથુરામાંથી સહીસલામત બહાર નીકળી શકવાના હતા.
ઘણી વાર ભય પ્રીતનું કારણ બને છે. કવિઓમાં કવિતાપ્રીતિ જાગી ઊઠી હતી; ને તેઓએ મહારાણી જીવયશાનાં એકેએક અંગને બિરદાવ્યું હતું ! અંગપ્રશસ્તિકાવ્યના બે વિભાગ પાડ્યા હતા : એક ઉત્તરદેહ અંગપ્રશસ્તિકાવ્ય, બીજું અધોભાગ દેહપ્રશસ્તિકાવ્ય. ઉત્તરદેહ ભાગનાં અંગો પરનાં કાવ્ય પૂરાં થયાં હતાં. ને રત્નખાણ, હેમકુક્ષી કહીને કવિઓએ અધોભાગનાં વર્ણન હજી શરૂ જ કર્યાં કે રાજદૂત દોડતો આવ્યો !
રાજદૂતે જે વર્તમાન ધીરેથી આપ્યા, એનાથી રાણી જીવયશા, જાણે પોતે ભૂલથી અગનપથારી પર આસન લઈ લીધું હોય તેમ, સફાળાં બેઠાં થઈ ગયાં ! ઉક્તિઓ, ઉપમાઓ, વક્રોક્તિઓ, અલંકારો બધાં એકદમ થંભી ગયાં ! મથુરાની મહારાણી D 3
Page #13
--------------------------------------------------------------------------
________________
અંગોનાં વર્ણનમાં કવિઓને સરળતા પડે એ માટે એક ચૌલપટ ને નાનોશો કંચુકીબંધ બાંધીને આડાં પડેલાં રાણી એકદમ ખડાં થઈ ગયાં ! એમની દેહ કંપતી હતી, છતાં મુખમુદ્રા પર ઘણો કાબૂ હતો.
| ‘દાસી ! મારો ઉત્તરાસંગ લાવ !' રાણીએ આજ્ઞા કરી. દાસી તરત જ મંજૂષા લઈ આવી. વાસંતિક વસ્ત્રોની એ મંજૂષા હતી.
મયૂરપિચ્છ રંગનો પારદર્શક ઉત્તરાસંગ ઓઢતાં રાણીની યૌવનશ્રી વિશેષ ખીલી ઊઠી. એક જવાન કવિથી ન રહેવાયું. એણે કહ્યું,
- “ચાંદ જેટલો નિરભ્ર આકાશમાં શોભે છે, તેનાથી વધુ બાદલની ઓટમાં સોહે
બીજા કવિને એમ લાગ્યું કે પોતે પાછળ રહી ગર્યા. એણે પણ કહી દીધું. ‘આમ્રવૃક્ષ આમેય અધિક શોભે છે, પણ ફલાગમે અતિ રૂપાળું લાગે છે!”
રાણીએ પાસેના અરીસામાં પોતાનું રૂપ નિહાળ્યું. રૂપ તો ભરપૂર હતું, રૂપસરિતા બે કાંઠે વહેતી હતી, પણ પતિ રાજસી સ્વભાવનો ને ખટપટોમાં રાચનારો હતો, ખોટો વહેમી હતો, વહેમમાં ને વહેમમાં અડધો થઈ ગયો હતો.
હમણાંની જ વાત છે : એક નમાલા જ્યોતિષીએ કહ્યું હતું કે તમને અંતરના ને નિકટના સ્વજનોથી ઘાત છે ! ત્યારથી બસ, અડધી અડધી રાતે એ સફાળો જાગી જતો. પત્નીનું પડખું છોડી દેતો ને પછી ન આનંદથી વિલાસ કરી શકતો કે ન આરામથી ઊંઘી શકતો ! કેવાં હતાં પોતાનાં રૂપ-યોવન ! પોતાની દેહના એક એક અંગ પર કવિઓ મરી જતા, પરિચિતો તો બેહોશી અનુભવતા, ત્યારે એ અવયવોનું કામણ એને જરાય નહોતું, બિલકુલ રાજ કારણી જીવ ! હૃદય જીતવા કરતાં ભૂમિ જીતવા પર એને વધુ ભાવ,
રાણીના દેહનો શૃંગારદીવડો એમ ને એમ ઝગતો, અને એમ ને એમ બુઝાઈ જતો ! રાણી ઘણી વાર અધૂરાશ અનુભવતી, યોવનનો ઉકળાટ પણ અનુભવતી. યૌવન ભરતીના તરંગો જેવું છે. એને ઉલ્લાસ ગમે છે. રૂપને ખુશામત રચે છે. અહીં તો બંને માટે બેદરકાર સ્વામી સાંપડ્યો હતો ! આવા ગમાર સાથે ક્યાંથી ગોઠડી બાંધી, એમ પણ એને ઘણી વાર લાગતું, છતાં એ કદી બીજા પુરુષમાં ચિત્ત ન પરોવતી !
એનો હુંકાર એનું રક્ષણ કરતો. હું કોણ ? ચક્રવર્તીની પુત્રી ! એને બીજો કોઈ શું સ્પર્શે ? આર્યાવર્તના કયા પુરુષમાં જીવયશાની જૂતી ઉપાડવાની પણ લાયકાત
મારા પિતાની જેમ તમારે ક્યાં આર્યાવર્તના ચક્રવર્તી થવું છે ? આટલી ધાંધલ શી ? આટલી ખટપટ શી ? સિંહાસન પર બેસો ત્યારે રાજ્ય સંભારો, અંતઃપુરમાં આવો ત્યારે રાણીને ! માનવીનું જોબન અને ડુંગર પર પડેલું પાણી પળવારમાં ચાલ્યાં જાય છે. જેટલો આસ્વાદ લીધો તેટલો આપણો !
‘કેમ એમ હાર્યાના ગાઉ ગણો છો ? શું તમારા પિતાના જેટલું પરાક્રમ મારું, નથી ?” પતિથી જવાબ આપ્યા વગર ન રહેવાતું.
‘હવે બેસો, દેડકો ગમે તેટલું પેટ પહોળું કરે, પણ બળદ ન બની શકે ! તમારો મહિમા કોનાથી છે ?” રાણી મોં પર ચોખ્ખચટ સંભળાવી દેતી. પાછળ કહેવાનું બાકી ન રાખતી.
‘મારો મહિમા મારાથી છે !' પતિ કહેતો.
‘જવા દો એ વાત. ચક્રવર્તી થનારા આવા ભીરુ હોતા હશે ! એક જ્યોતિષીએ ઘાતની વાત કરી, એમાં કેટલા લેવાઈ ગયા છો ! આંખમાં નિંદર જ ટકતી નથી. અને મારા પિતાને તો સો સો શત્રુનાં રણનગારાં માથે વાગતાં હોય તોય મીઠી ઊંઘ આવે ! એ તો કહે છે, કે શત્રુ તો સવારનો કૂકડો છે. શત્રુ મારા ઘણું જીવો ! એ આપણને જાગતા રાખનાર ચોકીદાર છે. યાદ રાખો, સ્વામીનાથ ! સૂરજ અને આગિયો બંને પ્રકાશે છે, પણ બંનેના પ્રકાશમાં ઘણો ફેર છે !'
સૂરજ અને આગિયાની ઉપમા વિશે ઘણો ઝઘડો થઈ શકે તેમ હતો. પણ રાજાને રાણીને ખીજવતાં ડર લાગતો. એ વખતે એની આંખોમાંથી હજાર તેજ કટારીઓ છૂટીને પ્રતિસ્પર્ધીને વીંધી નાખતી, એના કંપતા આરક્ત ઓષ્ઠ ભૂકંપનું ભાન કરાવતા, એનાં ઊછળતાં ઉન્નત વક્ષસ્થળમાં ભાલાની તીણાતા અનુભવાતી. છબીલી રાણીને ન છંછેડવામાં જ સાર હતો ! છંછેડીને ક્યાં રહેવું તે સવાલ હતો.
પતિ આ કારણે ચર્ચામાં આગળ ન વધતો, મૌનમાં જ મહાન અર્થ સમજતો.
આવી પરાક્રમી રાણી જીવ શાને આજે એવા સમાચાર મળ્યા કે એને પણ એકાએક ખડા થઈ જવું પડ્યું અને તે પણ પોતાને પ્રિય કવિસભામાંથી ! ખરા રંગમાં ભારે ભંગ પડ્યો !
‘દાસી ! શીઘગામી સુખપાલ લાવો.' રાણીએ કહ્યું .
રાણીના શબ્દનો પડઘો હોય તેમ અનુચરો વર્તતા. થોડીવારમાં ચંદનકાષ્ઠની બનેલી અને સોનાના ચાપડાથી મઢેલી, નાચતી પૂતળીઓવાળી સુખપાલ આવીને હાજર થઈ ! એને વહેનારા ભોઈ ગમે તેવા અશ્વ સાથે હોડ બકી શકતા.
સ્વયં ઇન્દ્રાણી હોય એ ઠસ્સાથી મહારાણી એમાં બેઠાં. સુખપાલને સભામાં હંકારી જવાની એમણે આજ્ઞા કરી.
મથુરાની મહારાણી 5
એ મૂંઝાતા વહેમી પતિને સમજાવવા રોજ ઘણી કોશિશ કરતી; કહેતી કે
4 1 પ્રેમાવતાર
Page #14
--------------------------------------------------------------------------
________________
આખે રસ્તે ભીડ હતી. ભીડ ચીરતા અનુચરો આગળ દોડતા હતા ને માર્ગને નિષ્ફટક કરતા હતા.
રાણી વિચારમાં તકિયાને અઢેલીને બેઠાં હતાં. આ રૂપ, આ ઠસ્સો, આ જાજરમાનું વ્યક્તિત્વ પ્રજાને ભાગ્યે જ જોવા મળતું. કોઈ સારા-માઠા પ્રસંગે એ જોવા મળતું ત્યારે સહુ ધન્ય થઈ જતા. દિવસો સુધી ઘરઘરમાં રાણીનાં રૂપસુશ્રીભર્યા અવયવોની જ ચર્ચા ચાલ્યા કરતી, અને લગભગ કહેવત જેવું થઈ ગયું હતું. મથુરાની કોઈ સુંદરી ઠસ્સો કરીને નીકળે તો લોકો કહેતા :
‘જોઈ ન હોય તો મથુરાની મહારાણી !'
મહારાણી વિચારતંદ્રામાં હતાં, ત્યાં એક ઘોડેસવાર નજીક આવ્યો. એણે ધીરેથી કહ્યું, ‘જય જય રાણીજી !'
વિચારતંદ્રામાંથી જાગતાં હોય તેમ રાણી જાગ્યાં, ને જરા દેહને ટટ્ટાર કરીને બોલ્યાં, ‘મહાયશ ! કેવા વર્તમાન છે ?”
| ‘અનિષ્ટ વર્તમાન !' આટલું બોલી એ થંભી ગયો. મહાયશ ન જુવાન ન પ્રૌઢ હતો. પણ કોઈ દેવદારૂના કાષ્ઠમાંથી મૂર્તિ કોરી ન હોય, એવો સપ્રમાણ પુરુષ હતો. એના ભવાં પર કાર્તિકેયનો ટંકાર હતો : ને આંખમાં શિવજીના ત્રિનેત્રની સુરખી હતી.
એ મગધનો મહાન લડવૈયો અને મથુરાનો સેનાપતિ હતો. મગધરાજ જરાસંધે મૂકેલો એ માણસ હતો.
સાચી વાત છે ?' - *ખોટી કહેવાનું જીભને મન થાય છે, પણ હૈયું ના પાડે છે, મહારાણી ! વાત સાવ સાચી !”
‘કેમ બન્યું ?
‘ન બનવાનું બન્યું - છોકરે છાશ પીધી. કહેવત છે કે છોકરે કંઈ છાશ પિવાય ? પણ મથુરાના રાજકારણમાં આજ છોકરે છાશ પિવાણી. છોકરાં મરદોને ભૂ પાઈ ગયાં.' મહાયશ બોલ્યો.
‘તમે બધાં કંઈ કરી ન શક્યાં ? તમારા મલ્લ પોચી માટીના નીકળ્યા ?' રાણી દમામથી પૂછી રહી.
‘મલ્લોએ તો આજ સુધી રાજનો માલ મફતનો ખાધો ! કેટલી ગાયોનાં દૂધ! કેટલાં દહીંનાં કુંડાં ! કેસર, કસ્તૂરી ને બદામ તો ન જાણે પહાડ જેટલાં રોજ ચટ કરી જતા ! ગોવાળિયા પાસે ગાય બેસી જાય એમ ખરે વખતે મલ્લ બેસી ગયા અને એમને છોકરાં છાશ પાઈ ગયાં.”
6 પ્રેમાવતાર
‘તમે પણ કંઈ ન કરી શક્યા ? મૂછે લીંબુ મફતનાં લટકાવો છો ?' રાણીએ મુદ્દાનો ને અંગત પ્રશ્ન કર્યો.
| ‘અમે તો બહાર હતા, ગોવાળિયા માટે અમારી હાજરીની જરૂર માનવામાં આવી નહોતી; બે મલ્લ પૂરતા લેખાયા હતા ! પણ ન જાણે શું થયું? ને અત્યારે તો આખો રાજમહેલ એ ગોવાળો ઘેરી બેઠા છે. એમના એક હાથમાં ગોફણ ગલોલ છે, બીજા હાથમાં લાકડીનો ગોબો છે. સાથે પાંચ-પંદર સાંઢ અને ગાયોનું ધણ છે. સાંઢને જરાક સિસકાર્યા કે તોબા ! હજાર માણસનું ખળું કરી નાખે ! અને ગાય ? સીધી શીંગડે ચડાવે ! અંદર પ્રવેશ જ બંધ છે.'
તો શું મને પણ અંદર નહિ જવા દે ? શિયાળિયાં ઘરધણી થઈ બેઠાં છે? થુ છે તમારી મર્દાનગીને !' રાણીએ બે હોઠથી થંકારનો પ્રયોગ કરતાં કહ્યું.
એ આંખોમાં ભલભલા ગજવેલને ગાળી નાખે એવું તેજ હતું; એની સામે ભલભલો પુરુષ ઢીલો પડી જાય.
‘કદાચ ન પણ જવા દે.' સેનાપતિ મહાયશે કહ્યું. ‘મારે જવું જ છે, હું જઈશ.’ રાણીએ કહ્યું. ‘હું પ્રબંધ કરું છું.”
શું પ્રબંધ કરશો ?” રાણીએ પ્રશ્ન કર્યો. ‘હું ગોવાળોને વિનંતી કરીશ.” મહાયશે કહ્યું.
‘તું ગોવાળોને વિનંતી કરીશ ? મગધરાજના મહાયોદ્ધાને ગોકળીઓની ગુલામી કરતાં શરમ નહિ આવે ?' મહારાણીનો પિત્તો ફાટી ગયો.
‘કહો તો તેઓની સાથે યુદ્ધ કરું, પણ મારી ગતિ પણ એ જ થશે.” મહાયશે કહ્યું. | ‘હું મારે મેળે જ જઈશ. મારે પ્રવેશ માટે વિનંતી કરવાની જરૂર નથી. હું જોઉં છું, મને કેવા રોકે છે ?”
અને મહારાણી સુખપાલમાંથી ઊતરવા તલપાપડ થઈ રહ્યાં. એક પગ નીચે પણ મુક્ય ત્યાં ઉપાડનારાઓએ કહ્યું,
‘રાણીબા ! રાજમહેલ પહોંચવાને હજુ થોડી વાર છે.”
‘રે, હજી કેટલી વાર છે ? શું તમારામાંથી ચેતન સાવ હણાઈ ગયું છે, કે ગોવાળોએ તમારા પણ ગુડા ભાંગી નાખ્યા ? શીધ્ર કરો.' મહારાણીને હવે વિલંબ અસહ્ય હતો. રાજમહેલના દ્વાર પર આવતાં જ રાણીએ સુખપાલમાંથી કૂદકો માર્યો, સહેજ
મથુરાની મહારાણી 7
Page #15
--------------------------------------------------------------------------
________________
ઉતાવળે ચાલતાં કોમળ પગ સદા લચકાઈ જતા, પણ આજે અક્કડ બની ગયા, ને એમણે અંદર જવા દોટ દીધી.
‘ઘણું જીવો મથુરાનાં મહારાણી !' દરવાજે ઊભેલા ગોપબાળોએ કહ્યું. આ માન હતું કે અપમાન એ અત્યારે પારખી શકાય તેમ નહોતું.
પાછળ ઊભેલા મથુરાના પહેરેગીરોએ અભિવાદન કર્યું. રાણીએ અભિવાદન ઝીલતાં જોયું કે ડાલમથ્થા સિંહના જેવા મોટા માથાવાળા ગોવાળો ત્યાં કબજો કરીને અદબથી ઊભા હતા.
રાણીએ તેઓ તરફ તિરસ્કારથી જોયું, અને જાણે તેઓને કંઈ ગણતી ન હોય તેમ આગળ કદમ બઢાવ્યા. થોડી વારે પાછળ જોયું તો મયૂરપિચ્છના વીંઝણાવાળી દાસી સિવાય ત્યાં કોઈ નહોતું. ક્યાં ગયા અંગરક્ષકો ? પણ એ વિશે ચર્ચા કરી શકાય તેમ નહોતું. સભાખંડ આવી ગયો હતો, ને પાણીએ અંદર પ્રવેશ કર્યો.
‘પ્રણામ મામીશ્રી !’ એક તરફથી વેણુના જેવો સ્વર આવ્યો.
‘મામી તારી મા ને મામી તારો બાપ ! હું તો મથુરાની મહારાણી છું, રે ગોવાળિયા !' મહારાણીએ તુચ્છભાવથી કહ્યું. એની નજર સામે બધાં તણખલાનાં તોલે હતાં.
‘અમારા કૃત્ય માટે અમે ક્ષમા માગીએ છીએ.' ફરી એ જ વેણુસ્વર આવ્યો. ‘હું ક્ષમામાં માનતી નથી.’
‘તો શેમાં માનો છો ?'
‘સજામાં’ રાણીએ કહ્યું ને એ આગળ વધી.
સભાખંડની વચ્ચે એક પુરુષ સૂતો હતો. એના પર ગોવાળોએ પોતાની કીમતી પામરી ઓઢાડેલી હતી !
રાણીએ પામરી ખેંચી લીધી. પણ તે સાથે એણે જે દૃશ્ય જોયું તે દિલ કંપાવનારું હતું : અને એ ન માની શકાય એવી વાત કહેતું હતું !
8] પ્રેમાવતાર
2
ન માની શકાય તેવી વાત
જીવયશાએ પોતાના પતિને જોયો. જોતાં જ ચક્કર આવી જાય એવા બીભત્સ રૂપમાં !
એ લાંબો થઈને સૂતો હતો ! એની નિદ્રા ચિરકાળની નિદ્રા હતી ! જે એક અંગ પાછળ હજારો દાસદાસીઓ અનેક પ્રકારની સેવાશુશ્રુષાઓ માટે ખડે પગે રહેતાં એ અંગો છૂંદાઈ ગયાં હતાં.
જે હાથ ઊભો થતાં હજારો લોકો હાથ જોડીને હાજી હા કરતા ને જે પગ નીચે મૂકતાં પૃથ્વી કંપી ઊઠતી, એ હાથ અને પગ દાતણના કૂચાની જેમ કચરાઈ ગયા
હતા.
જે અણનમ મસ્તકથી એ ઇંદ્રની જેમ પૂજા પામતો. એ મસ્તક વધેરેલા શ્રીફળની જેમ ખંડ ખંડ થઈ ગયું હતું.
અને આ ગોકુલ-વૃંદાવનના ગોવાળિયાઓ શૂરાની રીત ક્યાંથી સમજે ? તેઓએ પડ્યા પર પાટુ મારી મારીને મથુરાધિપતિ કંસદેવના દેહને સાવ રોટલો ઘડી નાખ્યો હતો. કંસદેવની મોટી મોંફાડના બે હોઠને છેડેથી રક્તની ધારા વહી ગયેલી દેખાતી હતી.
જીવયશા ગમે તેવી કઠોર હતી તોય આખરે સ્ત્રી હતી, પત્ની હતી. પતિનું આ વિકૃત શબ જોઈને એ બે ઘડી થંભી ગઈ. એનું રૂપાળું મુખ ફિક્કુ પડી ગયું. એના ગરમ શ્વાસે ગળાના હારનાં પુષ્પો કરમાઈ ગયાં ! આવી સમર્થ નારી પણ પળવાર તો બેહોશી અનુભવી રહી.
જીવયશાના દિલમાં કેવો દારુણ સંગ્રામ મંડાયો હતો, એ એનાં ઘાટીલાં લીંબુની ફાડ જેવાં નયનોમાં ચોખ્ખો વાંચી શકાતો હતો.
થોડી વારે એ સ્વસ્થ થઈ. એની હાજરીથી ત્યાં એકત્ર થયેલી મેદની પણ થોડી
Page #16
--------------------------------------------------------------------------
________________
વાર અસ્વસ્થ બની ગઈ.
રાણી જીવયશાએ આખી સભા પર ફરતી નજર નાખી ને પછી એક વૃદ્ધ ક્ષત્રિયને સંબોધીને એ બોલી :
‘રે સમુદ્રવિજય ! તું આટલો ખારો હોઈશ, તેની મને ખાતરી નહોતી. મથુરાપતિ વહેમી હતો. એ વહેમમાં એણે મને રંજાડી, પ્રજાને રંજાડી, સગી બહેનને રંજાડી, અરે, કોઈના ચઢાવ્યા તારા ભાઈ વસુદેવનાં સંતાનો અને ખુદનાં ભાણેજિયાંને સુધ્ધાં એ વહેમી રાજાએ હણ્યાં ! શું એનું આ વેર વાળ્યું?'
‘રાણી, શાંત થાઓ !' રાજા સમુદ્રવિજય, એ કંસદેવના બનેવી વસુદેવના નાના ભાઈ થતા હતા, અને પ્રચંડ દેહયષ્ટિથી દાઢીના કાતરાથી ને મોટી અણિયાળી આંખોથી દેવતાની પ્રતિમૂર્તિ જેવા લાગતા હતા, તેઓએ શાંતિથી કહ્યું. રાજા સમુદ્રવિજયની ઉંમર ઠીક ઠીક મોટી હતી, પણ કંસદેવની રાણીએ આવેશમાં આવીને એમને તોછડાઈથી બોલાવ્યા હતા.
| ‘શું શાંત થાઉં ? તમારી કાયરતા જોઈ મારા રૂંવે રૂંવે આગ લાગી છે ! રાણીએ આટલું બોલતાં પોતાના ઉત્તરીયને મસ્તક પરથી હટાવી દીધું. ફણીધર નાગ કરતાંય ભયંકર એનો મોટો અંબોડો ડોલી રહ્યો. એણે આ કૃત્ય દ્વારા જાણે પ્રગટ કર્યું કે તમે બધા મારા મુરબ્બીઓ નથી, મારી સખીઓ જેવા છો. તમારી શું લાજ કરું ?
‘અમે કાયર ?” રાજા સમુદ્રવિજયે પ્રશ્ન કર્યો. | ‘હા, હા, સાત વાર તમે બધા કાયર ! નહિ કો આ બિચારા ઢોર ચારી ખાનારા ગોકળીઓને આગળ કરી તમારો સ્વાર્થ સાધો ખરા ? આ ગાંડાધેલા ગોકળીઓની મદદ લેતાં ક્ષત્રિય તરીકેનું તમારું ગુમાન ક્યાં મૂકી આવ્યા ?”
‘ભૂલો છો રાણી ! એ ગોકળી નથી.'
‘હવે એક વાર કાયરતા આચર્યા પછી અસત્યવાદનું પણ અવલંબન લો! હું તો તમારા પ્રતાપી ભાઈને કહેતી હતી કે તમારી બેનને જેટલાં જણવાં હોય એટલાં સંતાન ભલે જણે, ને જેટલા જણને તમને જીતવાની મુરાદ હોય એ ભલે મેદાને પડે. જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તે ચાલ્યો આવે. એ બધાને મક્ષિકાની જેમ મારો પિતા ચપટીમાં ચોળી નાખશે. પણ તમે પુરુષોએ વહેમ, બીક, કાયરતા, પશુન્ય, જૂઠ બધાંનો જાણે ઇજારો લીધો છે.”
‘તમારા પતિ ભલે પુરુષ ન હોય, તમારા પિતા તો પુરુષ છે ને !' એક બટકબોલા શ્રીદામ નામના ગોવાળિયાએ કહ્યું. ચૂપ રહે ગોકળી ! તું કોની સાથે બોલે છે, એનું તને ભાન છે ?” રાણી
10 | પ્રેમાવતાર
જીવયશાએ કહ્યું. એનો રૂઆબ ગજબ હતો ને એ જીરવવો પુરુષાતનની કસોટી સમાન હતો.
‘હા, હું એક મિથ્યાભિમાની સ્ત્રી સાથે વાત કરું છું !” શ્રીદામ ગોવાળિયાથી ન રહેવાયું. એણે સામો ઘા કર્યો.
‘જાણે છે, હું મથુરાની મહારાણી છું ? તારી જીભ જ ખેંચાવી લઈશ.”
‘રાણી ! ખોટા ભરોસે ન રહેશો. તમારા એ દિવસો ગયા. તમે સ્ત્રી છો માટે કેદ કરતા નથી. મથુરાપતિ કંસદેવના પિતા મહારાજ ઉગ્રસેનનાં તમે કુલવધુ છો, માટે કત્વ કરતા નથી. અને અમારા નાયક શ્રીકૃષ્ણનાં ને બલરામનાં માનવંતાં મામી છો, માટે માનભેર જવા દઈએ છીએ.” શ્રીદામે સેનાપતિની છટાથી કહ્યું.
“મહારાજા ઉગ્રસેન ? મૂકો એનું નામ ! નપુંસક ! અલ્પવીર્ય ! મારા પતિનો પિતા થવાની લાયકાત એનામાં વળી કયે દિવસે હતી ? જાણો છો કે, સિહગર્જના સાંભળી મૃગલાં નાસી જાય તેમ, મારા પિતાનું નામ અને પ્રતાપ સાંભળી તમારા કુર, પાંચાલ, કેકય, શાલ્વ, વિદર્ભ, વિદેહ, નિષધ અને કોશલના રાજાઓ રાજ મૂકીને નાસી ગયા છે.” રાણી કોઈને ન ગણતી હોય તેમ બેપરવાઈથી બોલી રહી.
ઓહ ! કેવી લાજ વગરની સ્ત્રી છે ! પતિ પણ એની પાસે ધૂડ ! સસરો પોતાની પાસે બે બદામનો ! આ મારી દીકરી કોઈને ગાંઠતી નથી.” શ્રીદામ ગોવાળિયાથી ન રહેવાયું; એણે પોતાની ભાષામાં ચોખ્ખુંચ, સુણાવી દીધું.
* એમ કે ?” ને રાણી જીવયશા ગુસ્સામાં આગળ વધી. એ શ્રીદામની ચોટલી પકડવા માગતી હતી.
શ્રીદામે એની ઢોર ચરાવવાની ભારે યષ્ટિકા ઊંચી કરતાં કહ્યું, ‘આ એક પડી તો બીજી નહિ માગો, રાણીજી !'
‘દાસી !' રાણીએ કોધમાં બુમ પાડી.
‘જા, સેનાપતિ મહાયશને બોલાવ.”
‘રાણીજી ! સેનાપતિ મહાયશ બંધનમાં છે. એ હરે ફરે છે, પણ અમારું બંધન સ્વીકારીને, અમે પહેલાં જીભથી બાંધીએ છીએ, પછી ૨જુથી. સ્ત્રી સિવાય સર્વ કોઈને રાજમહેલમાં પ્રવેશની બંધી છે.”
એમ કે ?”
‘હા રાણીજી, પણ તમે પૂરી વાત સાંભળશો, તો શાંત થઈ જશો. ક્ષત્રિયાણીને પતિનું મૃત્યુ કંઈ નવીન નથી. ક્ષત્રિય તો સદા સતની ખાતર મસ્તક હોડમાં મૂકીને
ન માની શકાય તેવી વાત | li
Page #17
--------------------------------------------------------------------------
________________
બેઠેલો હોય છે. મારું સાંભળી લો, મહારાજ કંસને હણનારા ગોકળી નથી, ક્ષત્રિય છે !' રાજા સમુદ્રવિજય બોલ્યા. કોઈ ગુપ્ત રહસ્ય ખોલતા હોય તેવી તેમની વાણી હતી.
‘હું એ માનવા તૈયાર નથી.' રાણી બોલી.
“જો શાંતિથી સાંભળશો, તો જરૂર માનશો. પિતાજી જૂઠું ન બોલે. એમને નીમ છે.' એક સાત-આઠ વર્ષના બાળકે વચ્ચે કહ્યું.
‘કોણ, નેમ ?’ રાણી જીવયશા એ બાળક સામે જોઈને બોલી, ‘અરે ને! તું તો રાજકુમાર છે. મા મૂળો અને બાપ ગાજર જેવા આ ગોકળીઓમાં ક્યાં ભળ્યો ? રાજ કરવું છે કે ઢોર ચારવાં છે ?'
‘એ મારા ભાઈઓ છે. મહા બળવાન ને સુશીલ છે. પ્રેમની મૂર્તિ છે. આ કૃષ્ણ દેવકીમાના દીકરા છે. રાણીમા ! સંસારનો એ નિયમ તો અચળ છે; જેવું કરીએ તેવું પામીએ, વાવીએ તેવું લણીએ.’ નાના તેજસ્વી કુમાર નેમે કહ્યું.
આ બધા સંવાદ વખતે મથુરાપતિ કંસને હણનાર બે કિશોર કૃષ્ણ અને બલરામ સાવ શાંત ઊભા હતા. એમના મુખ પર વિનય હતો; આંખોમાં વિવેક હતો. કોઈ એમ ન માની શકે કે દેશવિખ્યાત ચાલુર ને મુષ્ટિક મલ્લોને હણનાર, પ્રતાપી કંસદેવના પ્રાણ લેનાર આ બે કિશોરો હોઈ શકે ! મોં પર હજી જાણે માતાનું દૂધ સોઢાતું હતું !
‘શું આ ગોકળી મારી નણંદ દેવકીના પુત્રો છે ?' રાણી જીવયશાએ કુમાર નેમના શબ્દો પર વિચાર કરતાં કહ્યું.
આ રાજા સમુદ્રવિજયનો પુત્ર નેમ હતો. એ રાણીને ઘણો પ્રિય હતો. એની મોટી મોટી ભાવવાહી આંખો, કાલા કાલા બોલ, દરેક વાતમાં ચોખ્ખુંચટ દર્શન એ બધું બહુ આકર્ષક હતું. એની વાતથી જીવયશા કંઈક વિચારમાં પડી ગઈ. એક જ્યોતિષીએ કહેલા બોલ એને યાદ આવ્યા, એણે ભાખ્યું હતું કે દેવકીનો પુત્ર કૃષ્ણ કંસદેવને સંહારશે ! હટ્ટ ! વહેમમાં માને એ જરાસંધ જેવા સમર્થ બાપની બેટી ન કહેવાય ! હજાર હજાર જ્યોતિષીઓ રોજ જેના ચરણમાં આળોટે છે, અને જે ભલભલી રેખમાં મેખ મારી શકે છે એ બાપની હું બેટી !
વળી રાણી વિચારમાં પડી, પણ દેવકી તો જેલમાં હતી, અને એના સંતાનની જન્મ થતાં જ હત્યા કરી નાખવામાં આવતી હતી, પછી આ ક્યાંથી ટપકી પડ્યા? ‘રાણીજી, સંદેહમાં ન પડો. આખી કથા જાણશો, એટલે તમે પોતે કબૂલ કરશો.' રાજા સમુદ્રવિજયે કહ્યું.
કહો મને.'
12 – પ્રેમાવતાર
‘ટૂંકાણમાં જ કહું, કારણ કે મહારાજ કંસદેવની ઉત્તરક્રિયા કરવાની હજી બાકી છે.' રાજા સમુદ્રવિજયે કહ્યું.
‘ઉત્તરક્રિયાની ચિંતા ન કરશો, કારણ કે મહારાજના મડદાની સાથે એને મારનારની ઉત્તરક્રિયા પણ થશે, બૂડ્યા પર બે વાંસ વધુ. મોડા ભેગું મોડું. પણ તમારી વાત કરો. હું સાંભળવા ઉત્સુક છું.'
‘રાણીજી ! કંસદેવના જુલમ તો તમે જાણો છો. જુલમગારનો આત્મા સ્વયં ડરતો હોય છે. એ બીક એની પાસે બીજાં પાપો કરાવે છે. વસુદેવ અને દેવકી પર કેટલો પ્રેમ હતો મહારાજને ! એમના લગ્નરથના સારથિ પોતે બનેલા. રાજકારણી પુરુષો કોઈનો પ્રેમ જોઈ શકતા નથી. રમત રમાઈને જ્યોતિષીઓએ કાનમાં ઝેર ભર્યું, અને રાજન બહેન-બનેવીના ઓલ્યા ભવના વેરી બની ગયા.'
‘શું કોઈ પોતાના ખૂનીને પ્રેમ કરે ?' રાણીએ વચ્ચે કહ્યું ને પછી પૂછ્યું, ‘પણ તમે આ બાળકને કારાગારની બહાર કેવી રીતે લઈ ગયા ?’
જ્યારે વાદળ ખૂબ કાળું થાય છે, ત્યારે જ એમાંથી ધોળું પાણી ટપકી પડે છે. મહારાજ કંસદેવના પ્રિય યાદવોએ જ દેવકી રાણીના આ બાળકને બહાર લઈ જવામાં મદદ કરી, નિર્દોષ ને ભોળા ગામડિયા ગોપ લોકોએ એમને જાળવવામાં મદદ કરી. અમે ઘણાં રાજ્યોમાં આ માટે ફર્યા હતા, પણ તમારા પિતા અને પતિના તાપથી તમામ રાજાઓ ધ્રૂજતા હતા, મૂછે લીંબુ લટકાવીને ફરનારા ક્ષત્રિયો જે કામ કરતાં ધ્રૂજી હાલ્યાં, એ કામ આ ભોળા ગામડિયા કરી શક્યા. સંસારનો પહેલો શૂરવીર નંદગોપ અને સંસારની સાચી માતા યશોદા! સમર્પણ તો ગોપલોકોનું બાકી બધી વાતો !'
‘હા રામ ! હા કૃષ્ણ !’ સભામંડપના ખૂણે આવીને ઊભેલા સ્ત્રીવૃંદમાંથી એક સ્ત્રી બહાવરી બની આગળ દોડી આવી, ને બંને કિશોરોને ભેટી પડી. ‘હું તમારી મા છું.’
‘કોણ, દેવકીમા ?’ કૃષ્ણે કહ્યું.
‘હા, હું દેવકી ! તમારી માતા ! બેટા, તમારી ચિંતા કરતી હું તો અડધી થઈ ગઈ !' દેવકી પાગલની જેમ બોલતી હતી.
‘દેવકી ! પાગલ ન થા. સ્વસ્થ થઈ જા. એ આપણા પુત્રો છે. આપણામાંથી પેદા થયા છે. પણ આપણા નથી. જગત માર્થથી ભાર ઉતારવા એ જન્મ્યા છે. એ વિના આવું ન બને ! એને બચાવવા માટે કેટકેટલાનો મોંમાગ્યો સધિયારો મળ્યો હતો !' વસુદેવે આગળ આવીને કહ્યું.
આજ સુધી આ બાળકોનાં વૃત્તાંતથી વસુદેવે પત્નીને અજાણ રાખી હતી. ન માની શકાય તેવી વાત – 13
Page #18
--------------------------------------------------------------------------
________________
આઠ-આઠ સંતાને નિઃસંતાન દેવકીની હૃદયવ્યથા દારુણ હતી ! એ નેત્ર દ્વારા પુત્રમુખનું અમી પીતી ઊભી રહી !
‘મારા વફાદાર યાદવ યોદ્ધાઓએ તમને મદદ કરી ?'
જ્યારે કોઈ વાતની અતિ થાય છે, ત્યારે આપણા દેહનું અંગ પણ આપણો સંગ છોડી દે છે ! પગને કહીએ ચાલ, અને એ ચાલતા નથી. હાથને કહીએ કામ કર. અને એ કામ કરતા નથી.' રાજા સમુદ્રવિજય તત્ત્વવેત્તાની માફક વાત કરતા હતા.
યાદવો ફૂટ્યા, કારણ કે એમને રાજકાજમાં સ્વાર્થ હતો. પણ આ ગોપલોકો તો પ્રજાજનો હતા અને સુખચેનથી જીવતા હતા, તેઓએ પોતાના સ્વામીનો આવો દ્રોહ શા અર્થે કર્યો ?’ રાણી જીવયશાએ આગળ પ્રશ્ન કર્યો.
‘રાણી ! કંસદેવના આ રાજમાં ભલાને સુખ નહોતું; નિર્દોષને ન્યાય નહોતો. અમારી ગાયો રાજપુરુષોના ભોજનમાં વપરાતી. અમારાં બાળકોનો ભક્ષ કરવા પૂતના રાક્ષસી જેવી રાક્ષસીઓ આવતી. એનાં વિષ પાયેલાં પક્વ આમ્રફળ જેવા સ્તનોથી લોભાઈ બાળકો આકર્ષાતાં, ને જેવાં ધાવતાં કે તરત મોતને ભેટી પડતાં ! આ કેવો જુલમ ! છતાં તમે એને સુખચેન કહો છો ?’ ગોપરાજ નંદે આગળ આવીને કહ્યું. એની જબાનમાં સત્યનું ભારે તેજ હતું.
નંદગોપ જોવા જેવો પુરુષ હતો. એની જુવાની છેલ્લા ઉંબરે હતી, પણ એનું તેજ એના મોં પર દમક્યા કરતું ! જોયા જ કરીએ, છતાં મન ન ભરાય એવો ફૂટડો એ નંદગોપ હતો.
‘અને રાણીજી ! અરિષ્ટ સાંઢની વાત તમે જાણતાં નહિ હો. અમારી ગાયોના ગર્ભ એણે પાડી નાખ્યા. કેટલીક ગાર્યા તો યમશરણ થઈ. ભલું થજો આ રામ-કૃષ્ણનું કે એમણે આવીને ભલાભોળા ગોપ લોકોને હિંમતવાન બનાવ્યા. એમણે કહ્યું કે સાપ ભલે ડંખ ન દે, પણ જો એ ફૂંફાડો ન રાખે તો આખું જગત એને રમકડું માની એના હાલહવાલ કરી નાખે. ગૌ તમારું ધન. ગૌચર તમારી જાગીર. ગામના કેડા ગોવાલણીઓ માટે અભય કરવા ઘટે. બાળ નાનો પણ વાત એની મોટી મોટી !' ગોપરાજ નંદની પત્ની યશોદા આગળ આવીને બોલી.
મધપૂડાની બનેલી હોય એવી એ ગોવાલણ હતી. હોંશે હોંશે પેટે અવતાર ધરવાનું મન થાય એવી એની દેહયષ્ટિ હતી. જીવયશા રાણીને પોતાના સૌંદર્યનું અભિમાન હતું, પણ યશોદાને જોતાં એનું સૌંદર્ય અભિમાન ગળી ગયું! કેવી નીતરેલી ચાંદનીની ધારમાંથી બનેલી સ્ત્રી ! જોતાં જ મન શાંત થઈ જાય !
‘શું આ છોકરાઓએ તમને હિંમત આપી ?' જીવયશાએ તુચ્છકાર સાથે પ્રશ્ન 14 D પ્રેમાવતાર
ર્યો.
‘ગોપલોકો પાસે પહાડ જેવું ડિલ તો હતું, પણ દિલ નહોતું; એ દિલ હતું તો દિલમાં મરી ફીટવાનું દૈવત નહોતું. એ આ કિશોરોએ શીખવ્યું. કેવાં પ્રેમાળ બાળકો ! રાણી, જરા આગળ વધીને એમને હેત તો કરી જુઓ, તમારી સૂકી છાતીમાં વાત્સલ્યનું સરોવર ન ફૂલસે તો મને કહેજો.' ગોપરાણી યશોદા ભાવાવેશમાં હતાં.
‘ચૂપ રહે ગોવાલણી !’ જીવયશા રાણીનો પિત્તો ફાટ્યો, ‘એક રાજરાણી સાથે ગમારની જેમ ગમે તેમ બોલે છે ?'
‘મામી ! હવે સાચાં રાણી તો આ યશોદારાણી, અને તમે બધી રાણીઓ એમને ઘેર ભરશો પાણી !' અત્યાર સુધી ચૂપ રહેલા કિશોર કૃષ્ણે કહ્યું. એ બાળક હતો, પણ એના અવાજમાં ભલભલાને આકર્ષિત કરે એવો પ્રભાવ હતો.
‘કોણ તારી મામી ? મૂરખા !' જીવયશાએ નાગણની જેમ ફુત્કાર કર્યો. ‘તમે જ તો. દેવકી મારી મા; વસુદેવ મારા પિતા; કંસદેવ મારા મામા; તો તમે મારાં મામી નહિ ?’ નાનકડો કૃષ્ણ વાંસળીના જેવા સ્વરે બોલતો હતો.
મામાનું ખૂન કરનાર અને મામીને રંડાપો આપનાર આખા જગમાં આદર્શ ભાણેજ તું જ ભળ્યો ! વાહ રે ભાણેજ !'
‘મામી ! કર્તવ્યનાં કેટલાંક કામ સગાનાં સગપણ ભૂલીને કરવાનાં હોય છે, મમતાને મારીને આચરવાનાં હોય છે. મેં મારા મામાને હયા નથી, મેં ખૂની અને પ્રજાની સ્ત્રીઓને રોજ રંડાપો આપનાર અત્યાચારીને હણ્યો છે !' કૃષ્ણના શબ્દોમાં મીઠો શંખનાદ હતો.
‘અત્યાચારી ! જરા જીભ સંભાળીને બોલ, ગમાર છોકરા !'
‘રાણીજી ! રામ, કૃષ્ણ ને નેમ – ત્રણે નાનાં બાળકો છે, એમ માની તુંકારો ન કરતાં. અત્યારે આર્યાવર્ત કેવી હીન દશામાં છે ? પૃથ્વીરૂપી ગાય આ મદાંધ સાંઢોથી ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી રહી છે. આ ગોવાળિયાઓ પૃથ્વીરૂપી ગાયને બચાવશે. આ દુઃખી ધરણીને તારવા આ બાલિકશોરો આવ્યા છે. મારા જેવો વૃદ્ધ પણ એમનું અપમાન કરી શકતો નથી. અને તમે...' રાજા સમુદ્રવિજયે જરાક આગળ વધીને કહ્યું. એ પ્રૌઢ પુરુષ સ્વયં ધર્મમૂર્તિ જેવો શોભતો હતો.
‘ફરી કહું છું, રે ગમાર છોકરાઓ ! આ વિશ્વાસઘાતી યાદવો એને ભૂખડી બારસ ગોપલોકોના સાથથી તમે આજે જે અપકૃત્ય કર્યું છે, તેનો તમારે પૂરેપૂરો જવાબ આપવો પડશે. મારા પિતા, આર્યાવર્તના ચક્રવર્તી મહારાજ જરાસંધને ખબર પડે એટલી જ વાર છે. એક એકને અવળી ઘાણીએ ઘાલીને તેલ કાઢશે.' રાણી પોતાનું તેજ દાખવી રહી, ભય બતાવી રહી.
ન માની શકાય તેવી વાત – 15
Page #19
--------------------------------------------------------------------------
________________
‘તો આપના પૂજ્ય પતિના અંતિમ સંસ્કાર કરીને આપ સિધાવો આપના પૂજ્ય પિતાની પાસે ! ભલે એ અમને શૂળીએ ચડાવી દે !' રાજા સમુદ્રવિજયે મીઠા શબ્દોમાં કહ્યું. એમાં ખુલ્લો પડકાર હતો.
જાઓ, કારાગાર માંથી વૃદ્ધ રાજવી ઉગ્રસેનને બોલાવી લાવો.’ કુમાર કૃષ્ણ હવે વાતનો દોર હાથમાં લીધો.
“ખબરદાર, કોઈ એ બૂઢાને બહાર લાવ્યા છો તો ! હું જીવતી જળો જેવી તમારું લોહી પી જઈશ, યાદ રાખો, હું કાળી નાગણ છું " જીવયશા ક્રોધમાં બોલી
રહી.
‘મારા બહાદુર ગોપલોકો તો નાગની વચ્ચે વસવારા છે. ગમે તેવા ઝેરી સાપને એ ગાયનાં દૂધ પાય છે. યમુનાના ઝરાના કાલીય નાગને પૂછી આવો. મામી! નાગણ થવું સહેલું છે, પણ હવે જ્યાં ત્યાં ઝેર ઓકવા દુર્લભ છે.' કુમાર કૃણે કહ્યું.
ગોપસૈનિકો રાજા ઉગ્રસેનને લઈ આવવા ચાલ્યા. આ બાળકો તેમને મન બાળકો નહોતા, પણ અત્યાચારીને દમવા આવેલા કોઈ કાર્તિકેયના અવતાર લાગતા હતો.
થોડી વારમાં કારાગારમાંથી રાજા ઉગ્રસેનને છોડાવીને ગોપસૈનિકો પાછા આવતા દેખાયા. એ વૃદ્ધ રાજવીની આંખોનાં તેજ એ કાંતવાસમાં ઓછાં થયાં હતાં, ને પડછંદ દેહને નાની કોટડીમાં સતત પૂરી રાખવાથી કેડ વળી ગઈ હતી.
વૃદ્ધ રાજવી મૃત્યુની રાહ જોતો જીવતો હતો, ત્યાં એણે દરવાજા ખૂલતા જોયા. મથુરાના સૈનિકોને નહિ, પણ ગોકુળ-વૃંદાવનના મજબૂત ગોપલોકોને આવેલા જોઈને વૃદ્ધ રાજવીને નવા કાવતરાની ગંધ આવી, પુત્ર કંસ ઘણી વાર કહેતો કે તેમને કાળીનાગના ધરામાં નાખવા જેવા છે. શું આજ એ કામ એણે આ ગોવાળિયાઓને ભળાવ્યું !
રાજા ઉગ્રસેને કહ્યું, ‘મને આમ કમોતે કાં મારો ?”
ગોપલોકો બોલ્યા, ‘આપને કમોતે મારનારનું તો મોત થઈ ગયું !' | ‘શું કંસ મરી ગયો ? શું પૃથ્વીરૂપી ગાય એ સાંઢના જુલમથી છૂટી ? શું તમે આ સાચું કહો છો કે મુજ અભાગિયા વૃદ્ધની મશ્કરી કરો છો ?* વૃદ્ધ રાજા ઉગ્રસેન ઘડીભર શંકામાં પડી ગયો.
ગોપલોકોએ ટૂંકમાં બધી વાત કહી.
રાજા ઉગ્રસેન તરત બહાર નીકળ્યા. પણ ચાલવાનું ભૂલી ગયેલા પગોએ ઠોકર ખાધી. થોડી વારે જાતને સંભાળીને રાજા આગળ વધ્યો.
16 n પ્રેમાવતાર
મથુરાના રાજભવનમાં એ પહોંચ્યો ત્યારે ત્યાંનો બધો હાલ જોઈ આશ્ચર્યમાં પડી ગયો.
એ બોલ્યો, “આખરે ઝાઝી કીડીઓ નાગને ખાઈ ગઈ, રે ! સંસારમાં કોઈ પિતા આવા પુત્રને જન્મ ન આપશો ? રે રાણી ! તમે અહીં છો ? કંસનું એકેય
ઓધાન તો ભર્યું નથીને ! નખ્ખોદ વાંછું છું આપણું. જડમૂળથી બળી જજો આપણી કુળવેલ.’
‘કેવો નફ્ફટ ડોસો !' રાણી જીવયશાએ ડોસાને ફિટકાર આપ્યો ને કહ્યું, ‘રાજા સમુદ્રવિજય ! હવે હું જાઉં છું. ચક્રવર્તી મહારાજ જરાસંધ આવીને તમારા સહુની સાથે મારા પતિના અંતિમ સંસ્કાર કરશે !'
‘રાણીમા ! આટલી મારી વાત યાદ રાખજો. વેરનું ઓસડ પ્રીત છે. દેહમાંથી રોગ ગયો, તો રાચવા જેવું છે; શોક કરવાનો નથી. તમારા અંતરને તમે પૂછો તો મથુરાપતિની વહેમી અને ભીરુ પ્રકૃતિ તરફ તમને ય રોષ હતો, એમ એ ચોખું કહેશે.’ રાજા સમુદ્રવિજયના પુત્ર નમે કહ્યું ,
‘તમ મારા દુશ્મનો છો - નાના કે મોટા બધાય !"ને જીવયશા પાછી ફરી ગઈ. એ ચાલતી નહોતી. દોડતી હતી. એના કોમળ પગોની આજે કસોટી હતી. | ‘રાણીમામી !' કુમાર કૃપો મીઠા શબ્દોમાં કહ્યું, ‘મહારાજ ઉગ્રસેનનો રાજ્યાભિષેક તો જોતાં જાઓ. તમારા પિતાને પૂરતા સમાચાર આપી શકાશે.'
‘અને શું એના પતિના શબના સંસ્કાર કરવા એ નહીં રોકાય ?” રાજા અગ્રસેને આશ્ચર્યપૂર્વક પૂછવું.
‘રે ડોસા ! માણસ મડદું થાય પછી શું પતિ કે શું પિતા ! એ તો હવે મડદું. એને મડદું બનાવનારનાં મડદાંની સાથે એ ખાખ થશે. યાદ રાખો !' ને મહારાણી રાજભવનની બહાર નીકળી ગઈ.
‘ખરેખર, વાઘ કરતાં વાઘણની લોહતરમાં જબરી હોય છે,' રાજા ઉગ્રસેને કહ્યું ને સભાજનો સામે જોઈને બોલ્યા, ‘ચાલો, મહારાજ કંસદેવની યોગ્ય અંતિમક્રિયા કરીએ.”
આ શબ્દો બોલતાં વૃદ્ધ રાજવીના બળેલા હૈયામાંથી બે ટીપાં આંખ વાટે સરી ગયાં. આખરે મમતા.
ન માની શકાય તેવી વાત 17
Page #20
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી રાજા જરાસંધ
અનંત ભૂમંડળ અને અખંડ ભારતનો એકમાત્ર ચક્રવર્તી રાજા જરાસંધ સપ્તભૂમિ પ્રાસાદના ગવાક્ષામાં બેસીને દૂર દૂર સુધી નીરખી રહ્યો હતો.
આમ તો એ પોતે મગધનો સ્વામી હતો, પણ એની હાક આખી પૃથ્વી પર વાગતી હતી. આજે આખા ભારતવર્ષમાં રાજા જરાસંધની સામે ઊંચા અવાજે બોલી શકે તેવો કોઈ માજણ્યો રાજવી નહોતો.
મગધની રાજધાની ગિરિવ્રજ માં હતી. પહાડોએ રચેલી એની કુદરતી કિલ્લેબંધીમાં શત્રુના પંખીને પણ પ્રવેશ પામવો મુશ્કેલ હતો. કહેવાતું કે રાજા જરાસંધની ગજ શાળાના હાથીઓના ચિત્કારથી દશ દિગૂપાળના હાથીઓ પણ ઊભી પૂંછડીએ ભાગી છૂટયો છે !
સવારનો બાલરવિ ધીરે ધીરે પોતાનો પ્રતાપ પૃથ્વી પર વિસ્તારી રહ્યો હતો, ને ગંગા નદીના નિર્મળ નીરમાં પોતાની તેજકિરણાવલિઓને રમાડી રહ્યો હતો.
નદીના નીરમાં રાજ હાથીઓ ક્રીડા કરી રહ્યા હતા અને સરિતાકાંઠાની રેતી પર મગધના જગવિખ્યાત સેનિકો મલ્લકુસ્તીનો આનંદ મેળવી રહ્યા હતા.
મગધપતિ મોટી મોટી મૂછો પર હાથ ફેરવતાં વિચારી રહ્યા હતા કે આ જરાસંધનું નામ સંભાળી કયા રાજાને જુવાનીમાં જરા પ્રાપ્ત થતી નથી ?
જરાસંધનો પ્રતાપ તો આ ઊગતા રવિ કરતાંય વિશેષ ! જરાસંધની આણ પૃથ્વી પર ! પૃથ્વીને મેં લાંબે ગાળે સનાથ કરી. પૃથ્વીનો બીજો કોઈ સ્વામી નહિ. જે કોઈ હોય તે જરાસંધનો સેવક, સામંત કે ખંડિયો રાજા !
અને ફરી રાજા જરાસંધે પોતાની મૂછોના આંકડાને વળ આપ્યો. જોનારને એ આંકડામાં વીંછીના ડંખમાં રહેલ કાતિલ ઝેર કરતાંય ભયંકર ઝેરની કલ્પના આવી જતી !
જ્યાં પોતાના રથનું પૈડું ફરે ત્યાંની પૃથ્વીને ચક્રવર્તી સનાથ કરે ! એ પૃથ્વીનો નાથ બીજો ન થઈ શકે, ન હોઈ શકે - ભલે પૃથ્વીના દાસ ગમે તેટલા હોય !
ક્ષત્રિયોમાં ચક્રવર્તીપદનો વિચાર નવો હતો. બ્રાહ્મણ યોદ્ધા પરશુરામે જ્યારે ક્ષત્રિય કુળોનું લગભગ નિકંદન કાઢવા જેવું કર્યું, અને જ્યારે ક્ષત્રિયોને પોતાના આંતરકલહનું અનિષ્ટ ખ્યાલમાં આવ્યું ત્યારે એકતા અથવા એકની આજ્ઞાધીનતાનું મહત્ત તેઓને સમજાયું !
સર્વનાશમાંથી શેષ રહેલ ક્ષત્રિય રાજાઓ એકત્ર થયા. તેઓએ પોતાનામાંથી પરાક્રમી અને પ્રતિભાશાળી પુરુષને પોતાનો નેતા ઠરાવ્યો, એના રથનું ચક્ર જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં તેની સત્તા ચાલે !
આમ નેતાના રૂપમાંથી ચક્રવર્તીપદની કલ્પનાનો જન્મ થયો.
ચક્રવર્તીની એકમાત્ર ફરજ એ કે ક્ષત્રિય સિવાયનો કોઈ બ્રાહ્મણાદિ પોતાનું જોર જમાવી પૃથ્વી યા સ્વર્ગના રાજ્યમાં દખલ ન કરે ! રાજા તો ક્ષત્રિય જ થઈ શકે, આ માન્યતા અહીં દૃઢમૂળ થઈ.
થોડો વખત તો ચક્રવર્તીપદ બ્રાહ્મણાદિની સત્તાઓના નિયમનમાં વપરાયું, પણ પછી ખુદ ક્ષત્રિયોમાં જ ક્ષત્રિયો પર સત્તા જમાવવાનો અભિલાષ પેદા થયો. અને આત્મરક્ષણ માટેનું પદ આત્મભક્ષણ કરનારું બની ગયું. દરેક સમર્થ રાજાના ચિત્તમાં પોતે ચક્રવર્તી થવું અને બીજાઓને પોતાના તાબામાં રાખવા, ખંડિયા બનાવવા એવી પ્રબળ મહત્ત્વાકાંક્ષા જાગી !
મગધરાજ જરાસંધ એનો નાદર નમૂનો હતો. એણે નાના-મોટા, સારા કે ઉચ્છંખલ અનેક રાજાઓને વશ કર્યા હતા, અને જેઓ વશ થયા નહોતા તેઓને કેદ કરીને કારાગારમાં ધકેલી દીધા હતા.
કારાગારમાં આવા રાજ કેદીઓ માટે ઘણાં મોટાં કાષ્ઠપિંજર હતાં. કેટલાક રાજાઓ તો બિચારા વર્ષોથી એમાં પુરાયેલા હતા. રાજા જરાસંધે એક વાર ધમકી પણ આપી હતી કે અમુક વર્ષને અંતે રુદ્રયાગ કરવામાં આવશે, અને એમાં આ બધા રાજાઓનો નરબલિ અપાશે.
કેદી રાજાઓ આ વાત સાંભળી બિચારા અડધા થઈ ગયા હતા; ને રોજ રોજ આ અત્યાચારીનો વિનાશ કરવા ભગવાનને અવતાર લેવા વિનંતી કરતા હતા.
પણ ભગવાનના કાન હમણાં બહેરા થયા લાગતા હતા. રાજા જરાસંધના વિનાશ માટે એ રોજ જેમ જેમ પ્રાર્થના કરતા તેમ તેમ એ રાજાનું બળ દિનપ્રતિદિન વધતું જતું હતું ! જરાસંધને માટે કહેવાતું કે એને બે માતા હતી. એક માતાના અંગેથી અડધું
ચક્રવર્તી રાજા જરાસંધ 19
Page #21
--------------------------------------------------------------------------
________________
અંગ અને બીજી માતાના અંગમાંથી બીજું અડધું અંગ એમ અડધો અડધો એ જન્મ્યો હતો. આ રાજવીને પોતાના ઉદરમાં રાખવાની કોઈ એક માતાની તાકાત નહોતી. વળી કહે છે કે જરા નામની આસુરી શક્તિ આ રાજકુળની સેવામાં સદા હાજર રહેતી. એ જરાએ રાજાનાં બંને અંગોને સાંધીને એક કર્યો, ત્યારથી જ એ જરાસંધ કહેવાયો.
જરાસંધનું સાચું બળ એ પોતે હતો, પણ એના કરતાં એના બે મંત્રીઓ વિશેષ હતી.
એક મંત્રીનું નામ હતું હંસ. બીજા મંત્રીનું નામ હતું ડિંભક,
સામ, દામ, દંડ ને ભેદ - આ ચારે વિદ્યામાં આ બે ભાઈઓ કુશળ હતા. બંને ભાઈઓ કરૂ ષક નામના દેશના રાજા હતા. બંનેને વરદાન હતું કે એ શસ્ત્રથી મરે નહિ, બંનેનો પરસ્પર પ્રેમ પણ એવો હતો કે એક વિના બીજો પ્રાણ ધારણ કરે નહિ!
આ બે મંત્રીઓ જરાસંધના બે બાહુ સમાન હતા, અને જરાસંધને એનો મોટો ગર્વ હતો. આ ઉપરાંત જ રાસંધની અપ્રતિહત યુદ્ધ શક્તિનો મર્મ એના સેનાપતિ શિશુપાળમાં છુપાયેલો હતો.
શિશુપાળ એ કાળનો સમર્થ યોદ્ધો હતો. એ ચેદિ દેશનો રાજા હતો, યદુવંશી હતો, કૃષ્ણ-બલરામની ફોઈનો દીકરો થતો હતો.
પૂર્વે હિરણ્યકશિપુ નામનો એક મહાન બળવાન રાજા થઈ ગયો. એણે સંસારના તમામ રાજાઓને હરાવીને પોતાના રાજમાં ઘંટીએ બેસાડ્યા હતા, ને દળણાં દળાવ્યાં હતાં. કહેવાતું કે હિરણ્યકશિપુનાં બળ, પરાક્રમ અને ગર્વ લઈને શિશુપાળ જમ્યો છે.
આવા વિશિષ્ટ માણસોના જન્મ માટે જાતજાતની વાતો જોડાય છે. કહેવાય છે કે શિશુપાળ જમ્યો ત્યારે તેને ત્રણ આંખો અને ચાર હાથ હતા. અને જન્મતાંની સાથે ગર્દભના જેવો ભયંકર સૂર એણે કાચો હતો.
આ સૂરથી એ સમયે બધા ભયભીત થઈ ગયા હતા, અને તેને ફેંકી દેવાની તૈયારી કરતા હતા, ત્યાં એક વિદ્વાને એના ગ્રહો જોઈને કહ્યું : “આ બાળક શ્રીમાન અને બળવાન થશે.’
આ શિશુપાળ રાજાને વિદર્ભના રાજાએ પોતાની પુત્રી રૂક્ષ્મણિ આપવાનું વચન આપ્યું હતું.
કહેવાતું કે સમગ્ર પૃથ્વીને જીતવા માટે રાજા જરાસંધ, સેનાપતિ શિશુપાલ અને મહામંત્રી હંસ ને ડિભક એ ચાર જણા પૂરતા હતા.
20 પ્રેમાવતાર
આવો મહાન ચક્રવર્તી રાજા જરાસંધ આજ સવારથી જ ખુશમિજાજ હતો. આજે એનો જન્મદિવસ હતો ને એ પ્રસંગે હાજર થઈ ધન્યવાદ આપવા દૂરદૂરના રાજાઓ પાટનગરીના પાદરમાં શિબિરો રચીને રહ્યા હતા.
એ શિબિરો પર જુદી જુદી જાતની ને જુદી જુદી ભાતની ધજાઓ ફરફરતી હતી. ચક્રવર્તી રાજા થોડીવાર એ ધજાઓને નિહાળી રહ્યા : કઈ ધજાના ચિહ્નથી અંક્તિ ક્યાં ક્યાં રાજ્યો આવ્યાં હતાં, તેનો નકશો માનસપટ પર એ ઘેરી રહ્યો. એ રાજ્યનો રાજા કોણ છે, એને સંભારી રહ્યા. સામાન્ય રીતે પોતાના ચરણારવિંદની સેવામાં નાનપ સમજે એવું રાજ ભારતવર્ષમાં એ કાળે કોઈ નહોતું !
મહારાજ જરાસંધની નજર પાટનગરીના પૂર્વભાગ પરથી જરા વળાંક લઈ ગઈ. ત્યાં મોટાં મોટાં મકાનોમાંથી ગૂંચળાં વળતો ધુમાડો બહાર નીકળતો હતો.
એ પાકશાળાનાં મકાનો હતાં. જન્મદિવસના મહાભોજ નિમિત્તે એમાં નવીન પ્રકારનાં ખાદ્ય અને પેય તૈયાર થઈ રહ્યાં હતાં.
ખાદ્ય માટે તો મગધના શિકારખાતાએ જંગલોનાં જંગલો ફેંદી નાખ્યાં હતાં; ને પશુઓનો અને પંખીઓનો ભયંકર સંહાર કર્યો હતો. અતિથિ કોઈ પણ પશુના માંસની વાની માગે કે કોઈ પંખીના માંસની રાબ માગે તો તે તરત હાજર કરવામાં આવે તેવો પ્રબંધ પાકશાળામાં કરવામાં આવ્યો હતો.
રાજાઓનો યુદ્ધ પછીનો શોખ મઘ અને માનુનીનો હતો અથવા એમ કહીએ કે મઘ અને માનુની પછીનો શોખ યુદ્ધ હતો.
મદ્ય અને માનુની જાણે એકબીજાના પર્યાયવાચી હતાં. બંનેથી કેફ જામતો. એક મદ્યના પ્યાલા જે ટલી જ સરળતાથી અહીં માનુની મળતી, મલય, કેક, મદ્ર, અંગ, કલિંગ, અસમ જેવા પ્રદેશોનાં નારીરૂપોનો અહીં સંગ્રહ હતો. એકને જુઓ અને એકને ભૂલો એવાં એ રૂપ હતાં.
લગભગ તમામ રાજાઓ આવ્યા હતા. બધાથી પાટનગરી પરિપૂર્ણ હતી; પણ જમાઈ અને દીકરી હજી સુધી આવ્યાં નહોતાં !
મથુરાપતિને સજોડે આવવાના તારીદના સંદેશા ક્યારના મોકલાઈ ગયા હતા. પોતાનો સંદેશો મળતાં એક પળ માટે પણ ન થોભનારી વહાલસોઈ દીકરીએ આ વખતે આટલો વિલંબ કાં કર્યો ?
આજ બપોરની રાજસભાને શોભાવવા ન જાણે ક્યાં ક્યાંના રાજા, મહારાજા, શ્રેષ્ઠીઓ, સામંતો ભેટશે આવ્યા હતા. સહુ માટે મોજ શોખનાં પૂરતાં સાધનો તૈયાર રાખ્યાં હતાં. સહુ ખાશે, પીશ, નૃત્ય કરશે, ને પોતાનાં જમાઈ-દીકરી એમ ને એમ રહેશે શું ?
ચક્રવર્તી રાજા જરાસંધ 21
Page #22
--------------------------------------------------------------------------
________________
નક્કી કંસદેવનો કંઈ કચવાટ હશે. મેં સાંભળ્યું છે કે એને મનમાં ચક્રવર્તી થવાના કોડ જાગ્યા છે. રોફ પણ એવો રાખે છે. દાબ પણ એવો જ બતાવે છે. સસરાની નકલ જમાઈ કરવા નીકળ્યો છે ! પણ શું કાગડો હંસની ચાલ ચાલી શકશે?
ચક્રવર્તી રાજા જરા ઊંડો ઊતર્યો : એ મનોમન વિચારી રહ્યો,
‘પોતાની નજર માત્રથી અનેક રાજાઓ પર નાથપણું દાખવી શકે એવી જીવ શાને મેં કંસદેવને વરાવવામાં ડહાપયણ જ કર્યું છે. એક મ્યાનમાં બે તલવાર ન સમાય ! બંને મહત્ત્વાકાંક્ષી હોય તો એમનો ખાનગી સંસાર સુખી ન થાય. ધાર્યું હતું કે કંસદેવ દીકરીનો તાબેદાર બની રહેશે પણ હમણાં કંઈ માંકડને આંખો આવી સંભળાય છે ! વારુ ! વારુ ! ભલે ને એ પણ થોડીક મનમોજ માણતો. બાકી જ્યારે કોઈ બળિયાની સાથે ભેખડે ભરાશે ત્યારે મારું શરણું લીધા વિના એનો છૂટકો ક્યાં છે ! અને એ વખત કાન પકડીને હું એની સાન ઠેકાણે લાવી દઈશ !'
ચક્રવર્તી રાજા મૂછમાં હસ્યો. - રક્તવર્ણ સૂર્યબિબ તેજ ની પીળાશ પકડી રહ્યું હતું. જાણે એ સૂર્યબિંબમાંથી નીકળીને રવિરાજનો સાત અશ્વવાળો રથ ચાલ્યો આવતો હોય તેમ, એક રથ આવતો દેખાયો ! ધજા હજી સ્પષ્ટ નહોતી દેખાતી, પણ રથની ગતિ વેગભરી હતી.
નક્કી કંસદેવ જ આવતા હોવા જોઈએ ! જરાસંધ વિચારી રહ્યો, અરે, આવા પ્રસંગે તો વહેલાં આવવું જોઈએ. જમાઈ તો દીકરાની જગ્યાએ કહેવાય. રાજ સંબંધો તો બધા સ્વાર્થી ને ખરે વખતે ખાર પર લીંપણ જેવા હોય છે ! ગૃહસ્થના પરિવાર જેવો રાજપરિવારમાં પ્રેમ ક્યાંથી સંભવે ? અહીં તો લોઢું જ લોઢાને કાપે.
હશે, આખરે તો એ અંગનો સગો છે, જરા મોટાઈનો શોખ થયો છે, તો ભલે પૂરો કરી લે. રાતનો ભૂલ્યો સવારે ઘેર આવે તોય મોડું ન કહેવાય !
મહારાજ જરાસંધને પુત્રી પર ઘણો સ્નેહભાવ હતો. ને રાજ કાજથી થાકેલો બાપ એની પાસે અંતરનો વિરામ શોધતો. જીવયશા પણ બુદ્ધિમાન હતી, ચતુર હતી, પિતાના પરાક્રમી દિલને કેમ સાંત્વન આપવું તે એ જાણતી હતી.
જરાસંધે પોતાના પુત્ર સહદેવને કહેવરાવ્યું કે સત્વરે સામા જઈને કંસદેવ અને જીવયશાને લઈ આવો ! કંસદેવને એમની શિબિરમાં ઉતારજો, જીવયશાને અંતઃપુરમાં આણજો !!
આજ્ઞાંતિક સહદેવ દોડતો સામે ચાલ્યો. હવે તો રથ પર મથુરાના રાજાની ધજા ઊડતી સ્પષ્ટ દેખાતી હતી.
મહારાજ જરાસંધ બાકી રહેલું નિત્યકર્મ કરવા આવાસમાં ચાલ્યા ગયા, પણ હજી નિત્યકર્મથી એ પૂરા ફારેગ ન થયા ત્યાં દીકરી જીવંયશાનો રુદનસ્વર સંભળાયો. કેવો હૃદયભેદક સ્વર !
22 D પ્રેમાવતાર
જરાસંધ બધું અડધે છોડીને ઊડ્યો, સામે પગલે ધસ્યો : “કાં ૨૩ રે છોકરી !'
પિતાજી ! સંસારમાં સહુ હસે, પણ મારે ભાગે તો રડવાનું જ રહ્યું.’ જીવયશા ડૂસકાં ભરતી બોલી.
‘જરાસંધ જેવો પિતા જીવતો જાગતો બેઠો હોય, તોય દીકરી, તારે રોવાનું કારણ ?*
‘પિતાજી ! દિવસ રહ્યો, પણ સૂરજ આથમી ગયો.”
‘તારી વાત હું સમજી શકતો નથી. જીવયશા, સત્વરે બધી વાત કહે. તને આંગળી ચીંધનારના હાથ કાપું, પગ બતાવનારના પગ કાપું.’
પિતાજી, હું વિધવા બની !' જીવયશાએ કહ્યું. “પિતાજી, બહેન અનાથ બની ' ભાઈ સહદેવે કહ્યું.
ખબરદાર મને કોઈએ અનાથ કહી છે તો ' જીવયશાએ ભાઈને બોલતો રોકીને કહ્યું, ‘મારો પતિ ગુજરી ગયો છે, પણ આખી પૃથ્વીને સનાથ કરનારો મારો પિતા હજી જીવે છે. જેમને જાકારો આપનારો પિતા જીવતો છે ત્યાં સુધી હું અનાથ નથી: પણ પિતાજી ! છોકરાં છાશ પી ગયાં. ક્ષત્રિયને તો મોત ડગલા હેઠ હોય, પણ આ તો માંકડાં મદારીને રમાડી ગયાં !'
ખરો મદારી જીવતો છે, ત્યાં સુધી ચિંતા નથી. કંસદેવને આંગળી પણ અડાડનારની સ્ત્રીઓને હું વિધવા બનાવીને જ જંપીશ. બોલ બેટી, બધી વાત મને સવિસ્તર કહે.' જરાસંધના અવાજ માં ભયંકરતા ભરી હતી.
પ્રાસાદના અંતરભાગમાં રમતાં પારેવાં આ અવાજ થી ફફડી ઊઠ્યાં, ને કેટલાંક તો નિચ્ચેતન થઈને ભૂમિ પર ઢળી પડ્યાં.
જીવયશાએ બધી વાત ટૂંકામાં કહી અને પછી બોલી :
ગોવાળિયાના છોકરા ગાયો ચારતા ચારતા રાજા થઈ બેઠા છે ! ગોપસેના ભલભલા ક્ષત્રિયોને થરથરાવી ગઈ છે. પિતાજી ! કલિયુગ આવ્યો હોય એમ લાગે
‘કલિયુગ ! જરાસંધના બેઠાં કલિયુગ આવે ? અસંભવ દીકરી ! એ ગોવાળિયાઓને હમણાં જ પકડી મંગાવું છું; ને અવળી ઘાણીએ ઘાલી એમનું તેલ કાઢું છું. બેટી, શાંત થા અને તારા પિતાનો પ્રભાવ જો !'
રાજા જરાસંધ આટલું બોલીને બહાર નીકળી ગયો. થોડી વારમાં આખું પાટનગર રણર્શીગાના નાદથી ગાજી રહ્યું.
રાજા જરાસંધનો જન્મદિન યુદ્ધદિનમાં ફેરવાઈ ગયો !
ચક્રવર્તી રાજા જરાસંધ 23
Page #23
--------------------------------------------------------------------------
________________
4
જ્ઞાનતંતુનાં યુદ્ધ
મથુરામાં થયેલી રાજહત્યા પછી કોઈ માણસ નિરાંતે ઊંઘતો નહોતો. સહુ કોઈનું હૈયું દળાતું હતું, સહુનો જીવ ભારે હતો. દિવસ કેમે ખૂટતો નહિ, રાત તો વેરણ બની જતી.
રાજવંશનું રક્ત ભારે હોય છે. અને એ રેડાયા પછી અનેક પ્રકારનાં અનિષ્ટની શંકાઓ માનવીના દિલમાં ઘમ્મરવલોણાં ફેરવે છે !
મથુરાની ગાદી પર કંસદેવના કેદી પિતા ઉગ્રસેન બિરાજતા હતા, અને અત્યાચારી કંસ નામશેષ થતાંની સાથે એનો પ્રતાપ પણ નામશેષ થયો હતો.
આ રાજક્રાંતિ માટે બે વસ્તુ ખપમાં આવી હતી : એક, કંસદેવના જુલમથી કંટાળેલી પ્રજા અને બીજી, ગોકુળ-વૃંદાવનના ગાયો ચારતા ગોવાળોમાંથી બનેલી ગોપર્સના ! કૃષ્ણ અને બલરામના આધિપત્યમાં રહીને એણે ચક્રવર્તીની સેનાને છાજતું કૌશલ અને પરાક્રમ દાખવ્યાં હતાં.
કામ પરિપૂર્ણ થયું હતું. ખપ પૂરતી ગોપસેના મથુરામાં રહી હતી અને બીજી ગોકુળ વૃંદાવનમાં પાછી ફરી રહી હતી.
ગોપસેનાને મથુરા ભાવતું નહોતું. જમનાજીનાં એ અતળ શીતળ જળ ત્યાં નહોતાં, જેમાં નાહીને તેઓ શ્રમ નિવારે !
એ કદંબ વૃક્ષની ઘટાઓ ત્યાં નહોતી, જે ઘટામાં નર વાનરની સાથે રમે, ઠેકડા મારે ને આંખમિૌલી કરે.
ને સહુથી વધુ તો બાલવિના શીળા પ્રકાશમાં નર્તન કરતી ને વનમાં ચરવા જતી ને સંધ્યાના રંગમાં વત્સની ચિંતામાં ઉતાવળી ઉછરંગે પાછી ફરતી ધેનુઓ ત્યાં નહોતી. ને એ ધેનુથી પણ વધુ સલૂણી એવી ગોપાંગનાઓ ત્યાં નહોતી. તેઓ
માનતા કે સંસારના સર્વ આસવો, પેર્યા, આસ્વાદો કુદરતે નર-નારનાં દેહમાં સભર ભર્યાં છે. હીરા, મોતી, મહેલ, સિંહાસન, મિષ્ટાન્ન કે વૈભવ એ સર્વ એ બેના સમત્વની પાસે નિરર્થક હતાં.
આ ગોપાંગનાઓ નિર્દોષ શૃંગારનો અવતાર હતી. રસિકાઓને છોડીને રસનો આસ્વાદ માણવો, એ ત્યાં સહજ આનંદ મનાતો. એ વખતે રસવિભોર
ગોપિકાની દેહમૂર્તિ નિહાળવી અનેક જન્મનાં પુણ્યનું ફળ લેખાતું. આ ગોકુળવૃંદાવનનાં વ્રજોમાં રોજ દિવાળી ને રોગ ફાગના તહેવારો ઊજવાતા.
ત્યાંનો માણસ ઈર્ષ્યા, ચિંતા કે અસૂયા જાણતો નહોતો; અને એ કાલંદીના કાલીય નાગ જેવાં ભૂંડાં માનતો.
ચાર ગોપિકાઓ ચત્વરે કે ત્રિભેટે મળી ને સામે એક રસિયો ગોપ મળ્યો, તો એનું આવી બનતું ! ને એ રીતે ચાર રસિયા એકઠા મળ્યા, ને સામે એકલી ગોપિકા મળી, તો જોઈ લ્યો ગમ્મત !
ગોપિકા ને ગોપ ખુદ કવિતા ને ખુદ કંઠ હતાં, ખુદ સૂર ને ખુદ નુપુર હતાં. અહીં ગીત હતા ઋતુનાં, રંગનાં, મોસમનાં ! અહીં ગાન હતાં મહીની મટુકીનાં, પયોધરોનાં, પ્રેમનાં ને દાણનાં !
પણ એ બધાંમાં એક અજ્ઞાત સૌરભ ભરી હતી; એની પાછળ વ્યભિચાર જેવી ગંદકીનાં ગરનાળાં નહોતાં છલકાતાં !
જીવનને જીવવા જેવું મીઠું કરનાર સર્વ સામગ્રી ગોકુળ-વૃંદાવનના વ્રજોમાં મોજૂદ હતી, એટલે ગોપસેનાનો મોટો ભાગ રજા મળતાં મથુરા છોડી ગયો હતો.
સૈનિક બનેલા ગોવાળે જઈને બખ્તર ઉતારી નાખ્યાં, એણે જઈને ખડગ ખીંટીએ લટકાવી દીધું. કાળો કામળો ખભે નાખ્યો. હાથમાં ડાંગ લીધી અને ઘરઆંગણાની ગાયને છોડીને એ નીકળી પડ્યો, જમનાજીના કાંઠા પર વિહાર કરવા! ગોપાંગનાઓ નાચવા આવી. વાનરો રમવા આવ્યા. મોર ટહુકવા આવ્યા. પ્રેમની બંસી છેડાઈ ગઈ !
એક આખી બાદશાહીના બદલામાં પણ ગોપલોકો આ જીવનની આપલે કરવા તૈયાર નહોતા. આ મજા પાસે રાય પણ રંક લાગતો, મોટો ભૂપ મોટો ભિખારી ભાસતો. જીવન જીવવા માટે છે, મોજ માણવા માટે છે, પરસ્પર પ્રેમ કરવા માટે છે - ઈર્ષ્યા કરવા માટે કે ઝઘડવા માટે નથી !
ગોપસેનાના જુવાનો હવે મથુરાની રાજહત્યા ભૂલી જવા માગતા હતા. પૃથ્વી પર અધર્મનો ભાર વધી પડ્યો હતો અને એ ઊતર્યો હતો. ફરજ હતી તે પૂરી થઈ
જ્ઞાનતંતુનાં યુદ્ધD 25
Page #24
--------------------------------------------------------------------------
________________
હતી. પોતાના પ્યારા શ્રીકૃષ્ણના સાત સાત ભાઈઓના હત્યારાની એ જ દશા થવી ઘટે ! પિતૃઢેષીને આવું જ પારિતોષિક મળવું ઘટે, કામ પૂરું થયું હતું; હવે મથુરામાં પડી રહેવાની કંઈ જરૂર ?
ને મથુરાની દોમદોમ સાહ્યબીમાંથી બંત ખોતરવાની એક સળી પણ લીધા વિના આ બધા ગોપ પાછા ફર્યા હતા. એમના નાનકડા નેતા શ્રીકૃષ્ણની એ આજ્ઞા હતી, નિષ્કામ કર્મ એનું સૂત્ર હતું !
પણ જેમ ઈશાન ખૂણાની વીજ ળીમાં તોફાનની આગાહી બેઠી હોય છે, એમ સહુના હૈયાના એક ખૂણે અજ્ઞાત ભય બેઠો હતો અને તે સો કંસદેવ જેવા એક રાજા જરાસંધનો !
ભલભલા મરદ જરાસંધનું નામ સાંભળી મેદાન છોડી ચાલ્યા જતા. જમ સાથે બાથ ભીડવી અને જરાસંધ સાથે લડવું બંને સરખું હતું ! એના બળ-પરાક્રમની કંઈ કંઈ ગાથાઓ ગવાતી.
સહુ જાણતું હતું કે નાગ નાથી લેવાયો છે, પણ હજી એની ઝેરની દાઢ નીકળી શકી નથી ! ઝેરી ઝાડવું છેદાઈ ગયું છે પણ એનાં ઝેર ભરેલાં મૂળિયાં હજુ સાબૂત રહ્યાં છે. આ વેરવિમોચનનો ખેલ રચાયો કે વેરબંધનનો, એ હજુ સમજાતું નહોતું!
સહુ પોતપોતાની રીતે ચિંતામાં હતાં ત્યારે નિર્ભેળ પ્રીતિના જીવ નેમની અકળામણ સાવ જુદી હતી !
પ્રીતિની પ્રતિષ્ઠાના રસિયા એ જીવને આ કલહ ન રુચતો. એની નીલસમુંદર જેવી ઊંડી અતાગ આંખો જોનારને ભાસ થતો કે એ કંઈક જુદું જ માગી રહ્યો છે.
સંસાર તો પોતાના ચાલુ ચીલે ધોધના વેગથી વહી રહ્યો હતો. નાનકડા નેમને એ વહેણ વાળવાં હતાં વેરની વસુંધરા પર નહિ, પ્રીતિની ધરા પર ! એમના અંતરમાં પોકાર ઊઠતો : ‘માણસ જે ટલો પારકાનું ભૂંડું કરવામાં રસ ધરાવે છે, એટલો પારકાના ભલા માટે રસ કાં ન ધરાવે ?'
ફિલસૂફ પિતાનો ફિલસૂફ પુત્ર કંઈ અજબ ગજબ વિચારો સેવતો.
પાટ પૃથ્વીની કરી, રાજ વસુધાનું શા માટે ન રચવું ? એમાં અમલ આત્માનો ચાલે. દાસત્વ દશ ઇન્દ્રિયો કરે, સજા સંતાપને થાય, જેલ જડત્વને થાય.
નાનો નેમ કોઈક વાર આવી આવી અવનવી કલ્પનાઓ કહેતો ત્યારે એની માતા શિવાદેવી દોડીને બાળકને ખોળામાં લઈ લેતાં ને કહેતાં :
| ‘વત્સ ! તું ક્ષત્રિય, આ વિચારો તો સંન્યાસી કે સાધુના હોય, તેનાથી તારે દૂર રહેવાની જરૂર છે. સંઘર્ષ એ ક્ષત્રિયનો આત્મા છે. રાજની, સુંદરીની, સુવર્ણની સંપ્રાપ્તિ એ તારો ધ્રુવતારક છે !'
26 D પ્રેમાવતાર
તેમના ફિલસૂફ પિતા સમુદ્રવિજય તો પહેલાં જેટલા નિવૃત્ત હતા, એટલા કંસદેવની હત્યા પછી પ્રવૃત્તિમગ્ન બની ગયા હતા.
મથુરા પાસે શૌરીપુરના એ રાજવી. આમ તો પોતાના વીરબંધુ વસુદેવને મથુરા મોકલીને એ સંતોષ અનુભવતા હતા. વાડ વિના વેલો ન ચડે ! અને વાડે જ વેલાને આમંત્રો ! ભાઈ વાસુદેવ કંસદેવની બહેન દેવકી સાથે લગ્નગ્રંથિથી જોડાય છે; એ સમાચારે એમના હૃદયમાં દિવાળીના દીવા પ્રગટાવ્યા : પણ એક દહાડો જે સમાચાર મળ્યા તે સમાચારે તેમને વ્યથિત કરી નાખ્યા.
રાજસેવા તો આકાશની વીજળી જેવી છે. આમ તો અભ્રછાયા આકાશમાં એ ભારે દમામદાર લાગે છે, ભૂલેલી અભિસારિકાઓને માર્ગ પણ ચીંધે છે, પણ એક વાર પણ નીચે પડી તો સો વર્ષની સેવાને ધૂળમાં મેળવી નાખે છે ! કેટલાય વિનસંતોષીઓને આ પ્રકારનો સંબંધ ઇષ્ટ ન લાગ્યો, રખેને પોતાનું ચલણ ઓછું થઈ જાય. સારા માણસોએ પણ તેમાં સાથ આપ્યો. તેઓએ માન્યું કે આ સંબંધથી કંસદેવ વધુ બળવાન બનશે, અને તેના જુલમનો આરોવારો નહિ રહે !
ખરાબ માણસોને કંસદેવ સારા માણસોનો સંગાથ કરે એ ગમતું નહિ, એટલે સારાનરસા બધાએ મળીને એક અજબ કાવતરું રચ્યું ! સામાન્ય રીતે કોઈ રાજાને સારો રહેવા દેતું નથી. રાજકીય પુરુષોએ વિદ્યાવાન લોકોનો સાથ લીધો, ને એ લોકોએ પોતાની વિદ્યાનો કસબ બનાવ્યો, જ્ઞાનતંતુના યુદ્ધમાં કંસદેવને નાખી દીધો. વહેમી કંસદેવના મનમાં ઠસાવી દીધું કે જેને તું ઓટલો વખાણી રહ્યો છે, એ તો સોનાની પાળી (છરી) છે, એને ભેટમાં ખોસાય પેટમાં ન ઘલાય. અમારું જ્ઞાન એવું કહે છે કે એ બહેન અને બનેવીના ૨જ-વીર્યનું ફળ તારો ઘાત કરશે.
ઘણા બળવાન માણસો બહુ વહેમી હોય છે. બીજાને મૃત્યુની ભેટ કરનાર પોતે મૃત્યુથી સદા ડરતો હોય છે. રાજા કેસ ઝટ આ કાવતરામાં કેદ થઈ ગયો, જ્ઞાનતંતુના યુદ્ધનો ભોગ થઈ ગયો. જે એક વાર બહેનના લગ્નરથનો સારથિ બન્યો હતો, એણે જ ઊઠીને પોતાનાં બહેન-બનેવીને કારાગારમાં પૂરી દીધાં; આસન કેદ કર્યો ! અને વહેમના આવેગમાં ભાન એટલું ભૂલ્યો કે બહેન જે બાળકને જન્મ આપે તે બાળકની હત્યા કરવા લાગ્યો.
વહેમી માણસના દિલનો કોઈ ભરોસો નહિ. જ્ઞાનતંતુના યુદ્ધમાં યુદ્ધ દેખાય નહિ, ને હત્યા થઈ જાય.
સહુપ્રથમ જુવાન બંધુ વસુદેવની રક્ષા વિચારવાની હતી. રાજા કંસદેવ એમ વિચારે કે વસુદેવને જ હણી નાખું. વાંસ ખતમ થશે, વાંસળી બજશે નહિ. એક વાર વસુદેવને કારાગારમાંથી મુક્ત કરવાનું કાવતરું યોજ્યું, પણ વધુ
જ્ઞાનતંતુનાં યુદ્ધ 1 27.
Page #25
--------------------------------------------------------------------------
________________
વિચારતાં એ યોગ્ય ન લાગ્યું. કંસદેવની તાકાત એવી હતી કે ગમે ત્યાંથી એ પકડી પાડે ને પછી તો ગરદન જ મારે.
વસુદેવ શરીરના ફૂટડા હતા. તરવામાં નિપુણ હતા. મલ્લકુસ્તીમાં તો એમનો જોટો નહોતો. રવિદ્યા તો એમની જ કહેવાતી. અનેક યાદવોને તેઓએ મલ્લવિદ્યા શીખવી હતી અને એ રીતે અનેક યાદવો વસુદેવના શિષ્યો હતા. તેઓ અવારનવાર વસુદેવની માગણી કરતા : ને ક્રીડાંગણ પર એને દોરી જતા. વસુદેવના પ્રયોગો એટલે વસુદેવના ! બધાની પ્રશંસાનો એ ભાગી બનતો. એનો ચાહકવર્ગ વધતો જતો હતો.
આ પ્રશંસા કંસદેવને કંઈ અનિષ્ટ કરતાં વારતી, વળી વહેમ તો એ હતો કે કેળ કેળને સંહારે તો જ પમરે. એટલે વસુદેવ કરતાં દેવકીનો ભય વધુ હતો. દેવકીનાં સંતાન હણવાં, એ નિર્ણય એણે લીધો હતો.
કંસદેવ વહેમમાં પડ્યો, એટલે વહેમનો વેપાર કરનાર તેને વીંટી વળ્યા. કોઈ કંઈ કહે, કોઈ કંઈ ! આ મૂંઝવણમાં એણે ઘણાં ન કરવાનાં કામ કરવા માંડ્યાં ! રાજકીય જુલમો ને રાજકીય અત્યાચારો વધી ગયા. મંત્રતંત્રવાળા ને ભુવાજતિ માન મેળવવા લાગ્યા.
રાજ્યમાં અસંતોષ હતો, તે હવે વધ્યો. રાજા સમુદ્રવિજયે આ તકનો લાભ લીધો : ને બંદોબસ્ત એવો શિથિલ કરી નાખ્યો કે વસુદેવ ધારે ત્યારે બહાર જા-આવ કરી શકતા. રાજા સમુદ્રવિજયને ખાતરી હતી કે દેવકીએ ખૂબ અત્યાચાર સહ્યા છેઃ એના કણકણમાં આર્તનાદ હોય : એનો પુત્ર જરૂર કંસને હણે !
પણ બાળકને બચાવતાં પહેલાં એના રક્ષણની જોગવાઈ કરવી ઘટે. રાજા સમુદ્રવિજય દરેક રાજમાં ફરી આવ્યા, રાજાઓને વિનંતીઓ કરીને કહ્યું, ‘સતના બેલી થવું ક્ષત્રિયોની ફરજ છે.’
રાજાઓ ખાનગીમાં કંસદેવની અને એના શાસનની ખૂબ નિંદા કરતા : પણ પ્રગટ રીતે સામનો કરવાની તૈયારી નહોતી. તેઓ કહેતા કે કંસદેવને પરાસ્ત કરે, કામ પરિપૂર્ણ થતું નથી. આગળ એનો સસરો જરાસંધ છે, બીજો જમ છે.
રાજા સમુદ્રવિજય ફરતા ફરતા નંદગોપ પાસે આવ્યા. ક્ષત્રિયો જે ન કરી શકે, એ ગોપલોકો કેમ કરી શકે ?
વાતમાં વાત નીકળતાં રાજા સમુદ્રવિજયે વાત કહી ને નંદ ગોપે ગોપલોકોને એકઠા કર્યા.
* ઇતિહાસમાં પાટણની ગાદી સ્થાપવામાં મદદ કરનાર ગોપલોકો હતા અને અલ્લાઉદ્દીન સામે હિંદુપદ પાદશાહી માટે લડનાર ગુજરાતી ભરવાડો હતા.
28 D_પ્રેમાવતાર
ગોપલોકોએ કહ્યું : ‘ગાય અને પૃથ્વી આપણે મન સમાન છે. એના પર અત્યાચાર ગુજરતો હોય ત્યારે આપણાથી શાંત બેસી ન શકાય. આપણે સતના બેલી થઈશું. દધીચિનાં હાડથી દાનવોનો નાશ થયો, તો દેવકીના ગર્ભથી કંસનો જરૂર નાશ થશે. હંમેશાં આવા કપરા કાળ વખતે ભગવાન અવતાર ધરે છે !' ગોપ લોકો થનગની રહ્યા.
ગોપાંગનાઓ કંઈ પાછળ રહે : ગોપરાણી યશોદાએ કહ્યું કે જરૂર પડે તો સંતાન સાટે સંતાન આપીશ : પણ દેવકીનો બાળ બચાવો.
બીજી ગોપાંગનાઓ બોલી : ‘લઈ આવો, અમારા કેડા અભય કરનારને! આ રાજમાં ગાય નિર્ભય નથી, એમ સ્ત્રી પણ નિર્ભય નથી. અમે એ બાળને માટે અમારો ધાવતાં બાળને આઘાં હડસેલી દઈશું. અમારાં દૂધ, અમારી ગાયોના દૂધ-દહીં પર એનો સવાયો હક !'
રાજા સમુદ્રવિજય ગોપ લોકોના કથનથી ઉત્સાહમાં આવી ગયા. રે, સહાય માટે સારું જગ હૂઁઢવું, ને સહાય કરનાર તો પડખામાં જ પડ્યા છે.
રાજા સમુદ્રવિજયે મિત્ર યાદવોને બધી વાત વિગતથી કહી. આ વાતે તેઓનો ઉત્સાહ વધારી મૂક્યો. અંદરોઅંદર તેઓએ કહ્યું :
‘શું ગોકળીઓ કરતાં આપણે ગયા ?'
સાગરનાં ઊંડાં જળ નીચે, કાલુ માછલી મોતી મૂકે છે : એમ કંસદેવના પ્રબળ રાજશાસનની પ્રતાપી છાયા નીચે એક કાવતરું ગોઠવાયું ને કાર્યની કડીઓ સંધાઈ
ગઈ.
બહાદુર વસુદેવે આમાં સહુથી મોટો ભાર વહેવાનું નક્કી કર્યું. એણે કહ્યું કે પકડાઈશ તો બંધનમુક્ત થઈશ, નહિ પકડાઉં તો ફરજમુક્ત થઈશ.
કાર્યનો સમય પણ કપરો ગોઠવાયો. શ્રાવણની મેઘલી રાત. મુશળધાર વરસાદ. જમનાજીમાં બે કાંઠે પૂર. પૂર તે કેવાં ? હાથી તણાય ! આ રાતે ચકલુંય ન ફરકે!
આ રાતે કારાગાર ખૂલ્યાં. શી રીતે ને કોણે ખોલ્યાં, એ આજ સુધી અજાણ્યું રહ્યું છે. નામકીર્તિ માટે કામ કરનારા એ લોકો નહોતા.
વસુદેવ ટોપલામાં બાળકને લઈને બહાર નીકળ્યા. હવા કહે મારું કામ. મેઘ કહે મારું કામ ! નદી કહે મારું કામ ! વસુદેવે કચ્છ ભીડ્યો. જીવનભર મલ્લવિદ્યાની આરાધના અને જીવનભર આચરેલી તરવાની ક્રીડા આજે સાર્થક કરવાની હતી !
સાગર જેવી જમના તરી વસુદેવ પેલે પાર પહોંચ્યા. નંદગોપ કાંઠે જ હતા. અંધારા આભમાં વીજ ચમકે ને પાછી અલોપ થઈ જાય – એમ આ કામ થયું !
જ્ઞાનતંતુનાં યુદ્ધ 7 29
Page #26
--------------------------------------------------------------------------
________________
પરિણામ લાંબા ગાળાનું હતું. ધીરજવાન સિવાય ત્યાં કોઈનો ધડો થવાનો નહોતો.
દિવસો વીતી ગયા. કંસદેવનો બાહ્ય પ્રતાપ વિસ્તરતો ગયો, એટલે સુધી કે એને ચક્રવર્તી થવાનાં સ્વપ્ન આવવા લાગ્યાં. કંસદેવનો આંતરપ્રતાપ એટલો હીન થવા લાગ્યો કે એનો અંગત કોઈ ન રહ્યો !
પણ છ કાન પર ગયેલી વાત છાની રહેતી નથી. વસુદેવ શ્રાવણની એક મેઘરી રાતે તરતના જન્મેલા બાળકને લઈને જમના પાર કરી ગયા. એ વાત કર્ણોપકર્ણ વહેતી બની ગઈ.
અને રાજ કીય કાવતરાખોરોએ કડીઓ બેસાડવા માંડી. જમના પાર વસુદેવનો કોણ મિત્ર રહે છે ? ક્ષત્રિયો તો એને ઊભા રહેવા ન દે, એમને તો કંસદેવનો જબરો તાપ લાગે : ત્યારે ગમ વગરના, ગમાર ગોપ લોકો જ એને આશ્રય આપે !
એટલે એમણે આ બધી વાતોને ગૂંથીને હાર કર્યો ને વહેમી કંસદેવના હૈયે પધરાવ્યો. કહ્યું, “ગોકુળ-વૃંદાવનમાં તમારો શત્રુ બાળકના રૂપે બેઠો છે.'
ચાલીસ વર્ષના કંસદેવનો શત્રુ ચારથી છ વર્ષનો ! અરે, એનાથી કંસદેવની ઊંઘ હરામ થઈ ગઈ ! એણે ચાર-છ વર્ષના એ છોકરાને મારવા છોકરાં મારનારી ડોકો પૂતનાને મોકલી ! અલ્લડ વછેરાને મોકલ્યો ! ખૂની ઘોડાને મોકલ્યો !
ધીરે ધીરે વાત એવા રૂપ પર આવી કે જો ગોપલોકોને જીવન ધારણ કરવું હોય તો એમણે મથુરાના રાજાનો ત્રાસ મિટાવવો જોઈએ. છેલ્લે છેલ્લે તો રાજ તરફથી એમનું જીવન-ધન જેવું ગોધન પણ હરાવા લાગ્યું.
ભારે કરવેરા પડવા લાગ્યા, અને એથીય ભારે ત્રાસ વસુલાતમાં પડવા લાગ્યો. લાખનો માણસ કોડીનો થઈ જવા લાગ્યો ! હવે તો કંસદેવને કોઈ હણનાર ન હોય તો હણનાર જાગવો જોઈએ - લોકો જાણે મનોમન ઇચ્છી રહ્યા, પ્રાર્થી રહ્યા !
વાત આગળ વધી. કંસદેવની પૂજા અને પ્રશંસાનો અત્યાગ્રહ થવા લાગ્યો : સમર્થ એ ! ચતુર એ ! પૃથ્વીપાલ એ ! ચક્રવર્તી ભૂપાલ એ !
અને આખરે એનો પાપથી ભરેલો ઘડો એક કાંકરીથી નંદવાઈ ગયો. ગોકુળનો કનૈયો જે સહેલાઈથી ગોપિકાઓની મહીની મટુકી વીંધતો, એ જ સહેલાઈથી એણે મથુરાના રાજવીને વીંધ્યો ! ભાણેજે આતતાયી મામાને સંહાર્યો !
આ બધામાં રાજા સમુદ્રવિજયે અગ્રગણ્ય ભાગ લીધો હતો. એમનો પુત્ર નાનો નેમ કદી એમની સાથે તો કદી એકલો આ પ્રદેશમાં ફરતો. બધા એને ચેતવણી આપતા કે હમણાં રાજખટપટ ભયંકર છે, રાજમહેલમાં સંભાળીને જવું-આવવું.
પણ નાનકડો નેમ સ્વભાવથી બેપરવા હતો. એ કહેતો કે તમે એક નાનાશા
રાજ્યની ચિંતામાં અડધા થઈ જાઓ છો, ત્યારે મારી કલ્પનાના રાજ્યનું વર્ણન સાંભળીને તો તમે શ્વાસ પણ ન લઈ શકો !
લોક નમની વાતને હસી કાઢતું. છોકરો ગગનવિહારી છે, કોઈક એવી ટીકા પણ કરતું.
એ નેમ મથુરાના રાજમહેલમાં અત્યંત પ્રીતિપાત્ર થયો હતો. વસુદેવ ને દેવકીના કટોરામાં ઝેરના ઊભરા આવતા, ત્યારે નેમ પ્રીતિની વેલ બનીને બધે વીંટળાતો ફરતો.
કેટલાક શંકિત રાજપુરુષોએ વસુદેવના જાસૂસ તરીકે નેમને ઓળખાવ્યો, પણ કંસ માની ન શક્યો. વળી જેના પર પોતાની પત્ની જીવયશાનો પ્રીતિરસ ઢોળાતો હોય, એના પર એ ગમે તેવો હોય તોય વાંકી નજર કરવી પણ શક્ય ન હતી !
એનું જ કારણ કે કંસદેવની હત્યા પછી, રાણી જીવયશા પિતૃગૃહે જવા તૈયાર થઈ, ત્યારે એણે તેમના ભાલે ચુંબન ચોડ્યું !
ભાલ પંપાળતો ને બોલ્યો : ‘ઊભાં રો, રાણી મામી ! જરા જોવા દો, જ્યાં તમે ચૂમી લીધી ત્યાં કાળુ ચકામું થયું છે કે સુરખી તરી આવી છે !!
‘જા રે નેમ ! તું તો વિચિત્ર છોકરો છે ! હું શું કાળી નાગણ છું ?” ‘રાણી મામી ! ઝેરી નાગણ સારી, પણ ઝેરી માનવી ખોટું .” ‘શા માટે ?”
‘ઝેરી નાગ કેટલાને સે ? કેટલાને મારે ? અને ઝેરી માનવી કરડ્યો તો કોણ ચીલો ચાતરી શકે ?” નેમે મીઠી ભાષામાં કડવું સત્ય કહી દીધું.
‘તો તું અમૃત વરસાવજે !' જીવયશાએ ઉપેક્ષાથી કહ્યું. એના રથના ઘોડા પ્રસ્થાન માટે હમચી ખૂંદી રહ્યા હતા. - ‘મામી ! એવા પ્રેમતીર્થની શોધમાં જ છું. થાક્યાં પાક્યાં તમે બધાં એક દિવસ એ તીર્થે અમૃત આરોગવા આવશો.'
‘જીવતાં હઈશું તો જરૂર આવીશું. પણ આજ તો જીવતરનો ભરોસો ઊઠી ગયો છે. ન જાણે વેરાગ્નિના આ યજ્ઞમાં કોણ કોણ નહિ હોમાય ?” જીવયશા બોલતી હતી ને મથુરાના ત્યાગ માટે પોતાના મનને તૈયાર કરી રહી હતી. ‘ન જાણે હવે કેવા સ્વરૂપે આ નગરમાં નગરપ્રવેશ થશે ? ગોકળીની સેના આ નગરને વસવાલાયક રહેવા દેશે ખરું ? અને નગર પણ કેવું બની જશે ? અહીં તો હવે ઘેર ઘેર ગાય અને ઘેર ઘેર ગોબર ને થઈ જાય તો સારું !'
‘રાણી મામી ! હજુ કહું છું, વેરનું ઓસડ પ્રીતિ છે. એક વાર અજમાવી
30 | પ્રેમાવતાર
જ્ઞાનતંતુનાં યુદ્ધ 1 31
Page #27
--------------------------------------------------------------------------
________________
જીવયશા રાણીએ રથ ઉપાડતાં તેમને પાસે બોલાવ્યો અને કહ્યું, ‘જો તું રાજકુમાર છે. આ બધા ગોવાળિયો છે ! તેઓની સાથે તું હરેફરે એમાં તારી શોભા નહિ.”
‘મામી રાણી ! એ ગોવાળિયા નથી, આપણા જ અંશ છે. અંશને તમે અલગ કર્યા. એમનું અસ્તિત્વ નકાર્યું. એની જ આ અશાન્તિ છે. એ મારા કાકા વસુદેવના દીકરા છે !”
| ‘નેમ, બહુ ચાવળો ન થા. કોઈ આશ્રમવાસી મુનિના જેવી વાણી ન કાઢ! મારી વાત સમજ, નહીં તો એક દિવસ તું પણ ઢોર ચારતો થઈ જઈશ.'
‘આપણાં વર્તન સામે જોઈએ તો આપણે ઢોર જેવાં જ છીએ, મામી ! માણસ તો વિવેકથી બનાય છે !' નેમે કહ્યું, પણ રાણી મામીને એ ન ગમ્યું.
દશાશ્વ રથને ચાબુક પડી. રથ ઊપડી ગયો. નેમ પ્રીતિના વિચારમાં પડી ગયો ને કાલીય નાગના ઝરા તરફ ચાલ્યો.
આર્યો ભર્યો વચ્ચે વેર ચાલતાં હતાં, પણ આર્યો ને અનાર્યો વચ્ચે તો એ વખતે ભયંકર વેર જામ્યાં હતાં !
જુઓ! અંધારામાં અજવાળાં થશે.”
“થુ તારી પ્રીતિ !' રાણી બોલી, ‘સંસારમાં ઝેરનું ઓસડ ઝેર જ છે.'
મામી ! ફરી કહું છું. વેરનું સાચું ઓસડ પ્રીતિ. સંસારમાં સહુથી મોટી શક્તિ ક્ષમા ! શત્રુને ક્ષમા ! ખૂનીને ક્ષમા ! હત્યારાને ક્ષમા ! ક્ષમાશીલ જેવો બળવાન આત્મા જગતમાં બીજો એકે નથી.’ નેમ ગંભીર બનીને બોલી રહ્યો.
| ‘કેવી મીઠી વાણી કાઢે છે, મારો પોપટ ! તારો પિતા આ હત્યાકાંડનો નેતા છે, તારો ભાઈ હત્યારો છે, છતાં તારા પર મને વહાલ છૂટે છે ! અમે તો નાગ જેવા છીએ ને તું નાગરવેલ જેવો.’
| ‘મામી ! નાગ ભૂંડા નથી. નાગ લોકોને આપમે આર્યો-અનાર્યો લેખીએ છીએ. આર્ય-અનાર્ય વચ્ચે ભારે ઘમસાણ ચાલે છે. ઊંચ-નીચપણાની દીવાલો ભારે દુર્લધ્ય બની છે. મારા વહાલા ભાઈ શ્રીકૃષ્ણ કાલીય નાગને નાથ્યો, પરાક્રમથી વશ કર્યો. પણ ભાઈનું બાકીનું કામ મારે કરવું છે. નાગોને પ્રેમથી અપનાવી પોતાના કરવા છે.' નેમ વાત કરતાં કરતાં અંતર્મુખ બની ગયો.
નેમ ! આ વિરાગી વિચારોમાં બાપનું રાજ શી રીતે જાળવી શકીશ ? પણ હા, હવે તો પૃથ્વી ભૂકંપ માથે બેઠી છે. કાલે કોનું રાજ રહેશે અને કોનું રગદોળાશે એની કંઈ ખબર નથી, મારો પિતા જોયો છે ? એના ઝપાટા સામે યમદેવ પણ ઝાંખા પડે છે !'
રાણી હવે ઊપડવાની તૈયારીમાં હતી, ત્યાં એણે તેમને પાસે બોલાવ્યો ને ભાલ પર બીજી ચૂમી ચોડતાં કાનમાં કહ્યું,
‘મારા પિતાને જરા નામની આસુરી શક્તિ કબજે છે. જ્યારે એ એનું આવાહન કરે છે અને શત્રુના સૈન્ય પર એનો ઓછાયો પાથરે છે, ત્યારે શત્રુની સેના અને સેનાપતિ તમામ વૃદ્ધ બની જાય છે. તારા માટે એવો વખત આવે તો એનાથી બચવા માટે લે આ મંત્ર, એ મંત્ર ભણીશ એટલે ફરી જુવાન થઈ જઈશ.’
જીવયશાના શબ્દોમાં સાચો પ્રેમભાવ ભર્યો હતો, ઝેરના મહાસાગરમાં પ્રેમનો એટલો અંશ હજુ જીવંત હતો, અથવા પ્રકૃતિનું એ રચનાર્વચિત્ર હતું !
‘મંત્ર મને ખપતો નથી. એ મંત્રોએ, એ આસુરી શક્તિઓએ તો મહારાજ કંસદેવ અને અમારી વચ્ચે વેરનાં વાવેતર કર્યો. હું તો આત્માનો ઉપાસક છું. આત્માની શક્તિ અમોઘ છે.’
નેમના શબ્દોમાં નિર્ભયતા હતી, સંજીવની હતી. રાણીને એ થોડી સ્પર્શી ગઈ, પણ આભ અડતા દાવાનળમાં પાણીની નાની કૂપિકા ક્યાં સુધી પોતાની અસર જાળવી શકે ?
32 1 પ્રેમાવતાર
જ્ઞાનતંતુનાં યુદ્ધ 1 33
Page #28
--------------------------------------------------------------------------
________________
5
આર્યો અને નાગ
યમુનાનો કાંઠો છે. કાલિંદીનો ધરો છે. કદંબની ઘટા છે. ઘટામાં વાનરો સંતાકૂકડી રમે છે. હરિયાળી ભૂમિ પર થોડાંએક નર-નારી હરે-ફરે છે. થોડાએક દિવસથી અહીં વસ્તી થઈ છે.
ગાયો અહીં મીઠી મધ જેવી દુર્વા ચરે છે. હરણાં મનભર છલાંગો ભરે છે. વૃક્ષોની ઘટામાંથી વેણુના નાદ વહ્યા આવે છે.
ગોકુળ-વૃંદાવનનાં વ્રજોમાં એક વેણુનો વગાડનારો છે. એ વેણુ સાંભળીને ગાયો દૂધ આપે છે ને ગોવાલણો નૃત્ય કરે છે !
કાલિંદીનો ધરો આજે સ્વતંત્ર છે. ગઈ કાલ સુધી એ એક મહાપ્રતાપી નાગના કબજામાં હતો. એ નાગનું નામ કાલીય. કાલીય પોતે અનાર્ય હતો અને આર્યોનો વેરી હતો. કંઈ કારણ વગર આર્ય અને અનાર્ય વચ્ચે જન્મજાત વેર ચાલતું હતું ! એકબીજાને જોવામાત્રથી ઝેર વરસતાં હતાં, ચાર આંખ એકઠી થઈ શકતી ન હતી.
એમાંય નાગકુલ અને ગોપકુલ વચ્ચે ભારે વૈમનસ્ય જાગ્યું હતું. કાલીય નાગ આ ધરામાં આવીને વસ્યો ત્યારથી ગોપલોકોનાં દુઃખનો પાર રહ્યો નહોતો! ફાડી ખાનારાં જાનવર કરતાં કરડી ખાનારાં ભયંકર હતાં. એ ઘરખૂણે દરમાં ભરાઈ રહેતાં. કેડાની નીચે છુપાઈ રહેતાં, ને લાગ મળે ફટકાવતાં. એ ઝેર તો એનાં એવાં કાતિલ હતાં કે ડંખ લાગેલ જીવ પાણીનો પ્યાલો પણ માગવા ન રોકાતો.
કાલીય નાગ જાદુમંતરવાળો માણસ હતો. એ અનેક પ્રકારની કરામતો જાણતો અને મહાવૈજ્ઞાનિક અને ચતુર રાસાયણિક હતો. એ ધારે ત્યારે કાલિંદીનાં પાણી વિષમય કરી મૂકો. એ ધારે તો ગામડાં ઉજ્જડ કરી શકતો. એના ઇષ્ટદેવ નાગ હતા. અને એ માટે એ અનેક નાગ પોતાની પાસે રાખતો. જે ગામને ઉજ્જડ કરવાં હોય ત્યાં એ નાગોના સમૂહને છૂટો મૂકી દેતો.
અને આખા ગામમાં કાળો બોકાસો બોલી જતો. મરેલી ગાયો ને મરેલાં નરનારથી ગામ ગંધાઈ ઊઠતાં. મહામહેનતે બચેલાં માણસો ઊભી પૂંછડીએ ભાગી છૂટતાં !
પછી વિષ પાયેલાં શસ્ત્રો સાથે નાગનાં ટોળાં ગામ પર હલ્લો લાવતાં; ઘરવખરી, ખાવા-પીવાનું તથા બીજું જે મળતું તે લૂંટી જતાં; ગાયોને અને પશુઓને ઝબ્બે કરી ખાઈ જતાં. છેવટે ગામ અગ્નિદેવને હવાલે કરવામાં આવતું.
નાગલોકોના એ ત્રાસમાંથી છૂટવા ગોપલોકો એમનો પ્રસાદ યાચતાં, એમની કૃપા માગતાં અને દૂધ, દહીં ને માખણ પહોંચાડી જતાં. દીવાલ ઉપર ઇષ્ટદેવ નાગનાં ચિતરામણ કરીને એમને પૂજતા.
છતાં બળવાનની કૃપા અમુક સમય પૂરતી જ હોય છે. જરાક વાંકું પડતું અને પાછો વિનાશ વરસી જતો !
શ્રીકૃષ્ણ એક દહાડો આ બધાને કહ્યું, ‘નિર્બળની પૂજા પણ નકામી. સબળની ઉપાસના જ સાચી !' પણ નાનાશા કુમારની આવી વાતો કોણ હૈયે ધરે ? નાગલોકોનો કડપ એવો હતો કે નામ લેતાંય ડર લાગે. ક્યારેક તો એનું નામ લીધું કે ઉપરથી એ પડ્યો જ છે !
એટલે શ્રીકૃષ્ણે ગોપલોકોની આગેવાની લીધી. કાલિંદીના ઘાટ પર કાલીય નાગ સાથે કૃષ્ણે કુસ્તીના દાવ ખેલ્યા !
ચાર કક્કા મળ્યા ઃ કાલિન્દી, કૃષ્ણ, કાલીય, કુસ્તી.
કુસ્તી તે કેવી ? જોઈને ભલભલાનાં હાંજાં ગગડી જાય ! વાહ રે, વજહૃદયી ને વજ્રદેહી વ્રજબાળ કૃષ્ણ !
દહીં-દૂધ ચોરીને ખાધાં તે પ્રમાણ કર્યાં ! મોટા વખંભર કાલીય નાગને ચાર ખાના ચિત્ત પછાડ્યો. ભલભલા મૂછાળા મર્દો જે ન કરી શક્યા તે આ નાનકડા છોકરે કરી બતાવ્યું ! અદ્ભુત ! નક્કી કોઈ અવતારી જીવ, નહિ તો આવું અશક્ય
કામ શક્ય ન થાય.
ચારે તરફથી નાગલોકો દોડી આવ્યા, ‘ખમૈયા કરો'ના નાદ ગજવવા લાગ્યા! શ્રીકૃષ્ણે ઝેરની દાઢ કાઢીને એને સદા સેવક થઈને રહેવાનું વચન લઈને કાલીય નાગને જીવતો છોડ્યો ! કુસ્તીના આવા દાવ તો હજી કોઈએ જાણ્યા જ નહોતા. નાના એવા કૃષ્ણ પાસે મોટા મોટા મહારથીઓ દાવ ભણવા બેઠા ! ગુરુ નાના ને ચેલા મોટા !
અને આ પછી તો બળૂકા શ્રીકૃષ્ણે ગોપર્સના ખડી કરી. ભલાભોળા ગોપોએ તો ચક્રવર્તીના સૈન્યની અદા દેખાડી. આખા મથુરામાં ચકલુંય પાંખ ફફડાવી ન આર્યો અને નાગ D 35
Page #29
--------------------------------------------------------------------------
________________
શક્યું! શ્રીકૃષ્ણ માંધાતા કંસને હણ્યો. કંસપત્ની જીવયશા બાપ પાસે રાવ ખાવા દોડી ગઈ !
અને ગોપસેના ભારે ગર્વ સાથે ગોકુલ-વૃંદાવનમાં પાછી ફરી. હવે એમને કાલીય નાગનો ડર રહ્યો નહોતો. કાલીય નાગ ગોપલોકોનો રખેવાળ બન્યો હતો. ધરા પર જ્યાંત્યાં ફરીને એ ગોપલોકો અને તેઓની ધેનુઓની રક્ષા કરતો.
પણ પરાજયનાં ઝેર ભારે હોય છે. કાલીય નાગની વાત જુદી હતી, પણ બીજાં સ્વતંત્ર નાગકુળ છેલ્લા પરાજય પછી વ્યાકુળ બની ગયાં હતાં અને એમણે યત્રતત્ર ઉપદ્રવ ચાલુ કરી દીધા હતા. કેટલાંય ગામ નાગોના ઉપદ્રવથી ખાલી થઈ ગયાં હતાં. ખૂણેખાંચરે ક્યાંય પણ નાગ અને આર્ય મળ્યા કે જોઈ લો રંગભડી ! બેમાંથી એક ઓછો થયે જ છૂટકો !
એટલે કાલિંદીનો ઝરો નિર્ભય થયો હતો, પણ બીજાં નીરનવાણ ભયવાળાં બની ગયાં હતાં ! ક્યાંક આડોઅવળો પગ દીધો કે ફટકાવ્યો જ સમજો !
અને ડસેલાનું ઝેર ચૂસવાની કળા ફક્ત નાગલોકો પાસે જ હતી ! ગરબડિયા ભાષામાં કંઈક ભણીને પછી તેઓ આમ્રફળ ચૂસતા હોય એમ શાને ચૂસતા. ને ઝેરની પિચકારીઓ પાસેના પાત્રમાં ઠાલવતા !
ડસેલો સાજો થઈ જતો.
પેલા પાત્રમાંનું ઝેર સંઘરીને સૂકવાતું; અને એનો રાસાયણિક ઉપયોગ થતો, કેટલાક નાગ આ સૂકવેલી ઝેરની રજનો ઉપયોગ દવામાં પણ કરતા. કેટલાય ભયંકર રોગો એનાથી નાબૂદ થતા. કેટલાય વૃદ્ધો એનાથી જુવાન થતા.
પણ આ જ્ઞાન અમુક વર્તુળમાં જ સીમિત હતું. પર્વતો, ઝરણાં, ખીણો, વૃક્ષઘટાઓ ને રેતીનાં રણોમાં એ છુપાયેલું હતું. મધરાતના ઘનઘોર અંધકારમાં એ હતું, ને મધ્યાહ્નની શેકી નાખે તેવી નીરવતામાં એ હતું !
આ માટે આર્યો અંધકારને ભયંકર લેખતા. નીરવતા જોઈને એમનું હૈયું ફાટી જતું ! ધીરે ધીરે એકલા નીકળવું જોખમભરેલું બની ગયું !
આ વખતે નાનો નેમ પ્રીતની ઝોળી લઈને આ બધામાં ફરવા નીકળી પડ્યો. મોટાઓ મોતના ડરથી ઘરખૂણે છુપાઈ ગયા, તો નાના છોકરાઓએ આગેવાની લીધી. જેવા શ્રીકૃષ્ણ વજ દેહી એવો નેમ વજહૃદયી ! એને જાણે પર્વતની બીક નહોતી, ખીણનો ડર નહોતો. ઝરણામાં એ અનિષ્ટ પેખતો ન હતો.
એ તો ચકલાને, આમ્રપત્ર પરના કીટને અને વનમાં ફરતી મક્ષિકાને પોતાનાં મિત્ર લેખતો ! એ તો કહેતો કે સવી જીવ કરું શાસનરસી ! પણ રે નેમ તારું શાસન કયું ? નેમ જવાબ દેતો કે પ્રેમશાસન એ જ મારું શાસન, જ્યાં જીવમાત્ર સમાન !
36 3 પ્રેમાવતાર
આવા અલગારી નેમની વાતોને લોકો ઘેલછા સમજતા. એને એક શ્વાસના દુ:ખમાં માનવવેદના જેટલી વેદના જણાતી. ઘણીવાર એ ઘેલો કહેતો : “આ ચાંડાળ, આ શ્વાન, આ વિદ્વાન બધામાં એકસરખો આત્મા વસે છે ! આત્મભાવે ઐક્ય !”
આવી વાતો કેમ મનાય ? પણ તેની વાત કરવાની રીત, દરિયાનાં નીલજળ જેવાં નયન ઘુમાવવાની અદા ને એનું સ્વરમાધુર્ય બધાંને વશ કરી રહેતાં. લોકો કહેતાં : “નેમની વાતો અશક્ય લાગે છે, છતાં એ સાંભળવી ગમે એવી છે; અને એ સાચી લાગતી નથી, છતાં એ વાતો સર્વથા જૂઠી છે, એમ હિંમતથી કહી શકાતું નથી.’
નેમ ક્ષત્રિય રાજ કુમાર હતો. શ્રીકૃષ્ણના કાકા ને મહાન ઉપકારી રાજા સમુદ્રવિજયનો એ પુત્ર હતો. ક્ષત્રિયોની જેમ એ સમવયસ્ક મિત્રો સાથે શિકાર નીકળતો. પણ એનો શિકાર જુદી જાતનો હતો. શિકારમાં એની કામગીરી સાવ અનોખી રહેતી. શસ્ત્રોના ટેકારથી બીધેલાં મૃગબાળોને એ ઉઠાવીને એની મા પાસે પહોંચાડતો; પણ ખૂબી તો એ થતી કે જ્યારે એની મા પાસે એ મહામહેનતે પહોંચાડતો ત્યારે બિચારી હરણી વીંધાઈને છેલ્લા શ્વાસ લેતી પડેલી મળતી !
નેમ બચ્ચાને મા પાસે મૂકતો. મરતી મા બચ્ચાને વહાલ કરવા લાગતી. નાનો નેમ શિકારીઓને બોલાવતો ને કહેતો, ‘જુઓ ! સ્નેહ અને સંતાનની બાબતમાં માનવ અને મૃત કેવાં સમાન છે, શું આવા સ્નેહને છે દતાં તમારું હૈયું ભારે થતું નથી?”
‘નમ ! તું ક્ષત્રિય છે. તું કાં ભૂલે છે કે રણમાં મરતાં જેમ ક્ષત્રિયને સંકોચ થતો નથી, એમ આ મૃગબાળને માનવ માટે પ્રાણ અર્પણ કરતાં દુ:ખ થતું નથી થાય છે તો લાગતું નથી !'
‘ભાઈઓ !' નેમ જરાક ગંભીર થઈ ફિલસૂફની જેમ બોલતો, ‘યુદ્ધ તો આપણી સ્વાર્થની બાજી છે. મરીએ તો સ્વર્ગ મળે, સ્વર્ગમાં સુંદરી, સુપેય ને સુખાદ્યો મળે, ને જીવીએ તો સ્વર્ગમાં મળતું બધું - સુંદરી, સુવર્ણ ને સત્તા બધું અહીં ધરતી પર મળે, એ લાર્ભ-લોભે ક્ષત્રિય રણમાં મરે છે. આ મૃગબાળોને એવી કોઈ લાલસા નથી ! એ બિચારાં તમારા સ્વાર્થની આડે ક્યારેય આવતાં નથી. ગોચરોમાં ને વગડામાં હરિયાળાં ઘાસ ચરે છે અને નવાણનાં નીર પીએ છે, છતાં તમે એમની હત્યા કરો છો !'
| નેમ ! મૃગ-માંસ તો ક્ષત્રિયનો ખોરાક છે ! મૃગો જીવન-ધારણ પણ એટલા માટે જ કરે છે; અથવા આગળ વધીને કહું તો પ્રકૃતિએ એમને એ માટે જ જન્માવ્યાં
આર્યો અને નાગ 1 37.
Page #30
--------------------------------------------------------------------------
________________
છે !' એક વિદ્વાન શિકારીએ કહ્યું.
બધાએ માન્યું કે નાના નેમ પાસે આનો કંઈ જવાબ નહીં હોય, પણ એણે ધીરેથી કહ્યું, “ભાઈ ! તમે તો એક નરભક્ષક અસુર વાત કરતો હતો, તેવી રીતે વાત કરો છો. એ કહેતો કે જીવનો ખોરાક જીવ; જીવ જીવના આશ્રયે જીવે; માણસ માણસના ખોરાક માટે છે. સબળા લોકો નબળા લોકોનું માંસ ખાય એ તો એનો પ્રકૃતિદત્ત હક છે.'
‘શું નરમાંસ એ ખાદ્ય પદાર્થ છે ?'
‘તો કોણે કહ્યું કે મૃગમાંસ એ ખાદ્ય પદાર્થ છે ?’
‘રૂઢિનો વ્યવહાર છે.’
‘રૂઢિ કોણે કરી ?’
‘માણસે ’
‘તો માણસ માણસનું અનિષ્ટ ન વાંછે. માણસે પોતાના માટે આ બધા સ્વાર્થી નિયમો ઊભા કર્યા છે.’
‘તો ડાહ્યા નેમકુમાર ! માણસ શું ખાય ? જીવ ક્યાં ક્યાં નથી ?'
‘જીવ બધે છે ! જીવધારીને અન્યનો જીવ લેવાનો હક નથી. કેટલીક વનસ્પતિ આપોઆપ ઊગે છે ને આપોઆપ કરમાય છે; એ વનસ્પતિ માણસનો ખોરાક છે!' “અમારાથી સમજાતું નથી, તેમ !'
‘સમજાવું. આપણે અલંકાર પહેરીને ફરીએ છીએ. ચોર આવ્યા. એમણે અલંકાર માગ્યા. હવે તમે પહેલાં ભારે ઉતારી આપશો કે હલકાં ?’
'sasi.'
‘અને હલકાંથી ચાલે તો ભારે અલંકાર આપવાની વાત કરશો ખરા ?' ‘ના.'
‘તો ખાદ્ય પદાર્થોનું પણ એમ જ છે. પાકી ગયેલી કેરીને તોડી ન લઈએ, તો એ પૃથ્વી પર પડીને ખરાબ થઈ જવાની. ઘઉંનાં ડૂંડાંને ન લઈએ તો પળ બે પળમાં એ નીચે જ પડવાનાં ! જેટલા હલકા અલંકાર આપીને પેટ ચોરને તૃપ્ત કરી શકાય તેટલું સારું.'
‘પેટને તમે ચોર કહો છો ?’
‘ચોર નહીં તો બીજું શું ? જેટલું આપ્યું એટલું ગુમ. અભી ખાયા અભી ફો! પણ એ પેટ ચોરી કરીને ઇન્દ્રિયોને, દેહને, અંગને ધર્મ-સાધનનું બળ આપે છે. માટે એ ચોર પણ માનનીય છે ને એને નિર્દોષ રીતે સંતુષ્ટ કરવામાં વાંધો નથી.’ 38 D_પ્રેમાવતાર
‘તો દેહ પણ નકામો, કેમ ?’
‘દેહ ધર્મસાધન થાય ત્યાં સુધી કામનો. આત્માને લાગેલાં કર્મોના ક્ષય માટે દેહ અતિ જરૂરી છે - લેણું કે દેવું પતાવવા માટે મહેતાજી જરૂરી હોય છે તેમ !’ શિકારીઓનાં ઉન્મત્ત દિલો આવી આવી બધી વાતો સાંભળવા તૈયાર નહોતાં. તેઓ હસતા, વગડો ગજવતા આગળ ચાલ્યા જતા.
નેમ તો પોતાના પ્રીતિપ્રચારના ભાવને લઈને આગળ વધતો, ગામડાં પસાર કરતો : પણ ગામડાં તો નાગો અને આર્યોની સમરભૂમિ બની બેઠેલાં જોવા મળતાં. જંગલમાં નાગ હજીય ઝેર ઊગળતા હતા. જનકુળોમાં આર્યો નાગને દીઠ્યો ન મુકતા. ક્યાંય નાગ જોયો કે મોટી કિકિયારીઓ ઊઠતી અને જાણે જમને જોયો હોય તેમ લોકો જ્યાં હોય ત્યાંથી ઊભા થઈને હાથમાં જે આવે તે લઈને દોડતાં ! પછી તો ન કશી પૂછગાછ કે ન કશી વાતચીત ! સૌ આંખો મીંચીને દે માર કરતાં અને નાગોનો સોથ વાળી દેતાં !
આ જનકુળોમાં નાનો નેમ પ્રીતિપ્રચારનો મંત્ર લઈને પહોંચ્યો. નાગ પર જ્યારે મોત વરસતું ત્યારે એ આડો ફરીને ઊભો રહેતો.
આર્ય રાજકુમારને અને એમાંય રાજા સમુદ્રવિજયના પુત્રને જોઈ લોકો થંભી જતાં. પેલો નાગ સરી જતો - બચી જતો.
જનકુળો તેમને ઠપકો આપતાં ને કહેતાં, ‘આજે એક નાગને બચાવી ચાર આર્યોના જીવને તમે જોખમમાં મૂક્યા છે ?'
નેમ જીવની વાત કરતો, આત્માની વાત કરતો, નાગના દેહમાં જેવો આત્મા છે, એવો જ આર્યના દેહમાં છે, એમ સમજાવતો. વેર-ઝેર કદી શસ્ત્રથી, બળથી સંહારથી ઓછાં થતાં નથી એમ પ્રતિપાદન કરતો; સંસારને સુધારવાનો એકમાત્ર ઉપાય પ્રીતિ છે એમ કહેતો.
લોકો કહેતા : ‘અનાર્યની સાથે પ્રીતિ એ પ્રાણનો સોદો કરવા બરાબર છે. રે, આર્યો આર્યોમાં પ્રીતિનો સંચાર કરે તોય ઘણું છે ! મથુરા માથે ભાર છે. ગોકુળ સાથે ભાર છે. જરાસંધ ઝેરી માણસ છે ! વ્રજના સુખી દિવસો ઝેર થયા સમજો. નેમ, ત્યાં જા. તારા પ્રેમસૂર્યનાં અજવાળાં ત્યાં પ્રસાર !'
નેમ શાંતિથી બધું સાંભળતો. એની પાસે હૈયાઉકલત હતી.
એ કહેતો : ‘પ્રીતિના પ્રચાર માટે મારે મોટા માણસોની જરૂર નથી. એમની ચામડી જાડી હોય છે. પ્રીતિને પ્રવેશ માટે ખૂબ રગડાવું પડે છે ! મારે તો આમ જનતાના આદમી જોઈએ છે. મારા પ્રીતિદીપની અખંડ જ્યોતને એ જ જાળવશે.
આર્યો અને નાગ – 39
Page #31
--------------------------------------------------------------------------
________________
‘સહુના આત્મા સમાન !' ‘સહુમાં પ્રીતિનો સરખો વાસ !' ‘સહુમા વેરનો સમાન તિરસ્કાર !' ‘પ્રાણ આપીને પ્રીત જગાવીશ.” પળ પહેલાં કોડીની વૈરોચ્યા જાણે લાખની થઈ ગઈ હતી !
‘નેમકુમાર ! મારું નામ તમારા પ્રીતિપ્રચાર સંઘમાં લખી લો.’ જનેતાના ટોળાના છેડે ઊભેલી એક સ્ત્રીએ કહ્યું.
કોણ વૈરોચ્યા કે ?’ લોકોએ એ બોલનારી સામે જોયું.
હા. વૈરોટ્યા ! નાગ અને આર્ય બંને વચ્ચે હું પ્રીતિનો સેતુ રચીશ. પ્રચાર કરીશ સ્નેહનો.” વૈરોટટ્યાએ કહ્યું.
અરે વાલામૂઈ ! તું તો ઘેલી છે. ઘરમાં કોઈ તારી ગણતરી કરતું નથી, ને પ્રીતિપ્રચારમાં પડવા માગે છે !'
‘ભલે, મારી ગણતરી કોઈ ન કરે, પણ હું સહુની ગણતરી રાખું છું. ઘરની ગાય મને શીંગડું મારે, તોય હું એને ગાળ દેતી નથી. વડીલો ગમે તે કહે, હું કદી એમનો વાંક કાઢતી નથી. વાંક માણસનાં પોતાનાં કર્મોનો !'
વાહ, વાહ વૈરોચ્ચા ! તું છે નાનકડી. પણ વાત મર્મની જાણે છે. દુનિયામાં કોઈ શત્રુ કે મિત્ર નથી. કર્મથી જ શત્રુ સરજાય છે અને કર્મથી જ મિત્ર નીપજે છે. વૈરોટટ્યા ! મને તારા પર વિશ્વાસ આવે છે !' નેમ વૈરોટટ્યાની વાત સાંભળી ખીલી
નીકળ્યો.
‘ઘેલાને ગાંડા પર વિશ્વાસ આવે ! નેમ ભલે બીજી રીતે ડાહ્યો હોય, પણ પ્રીત વિશેની એની ઘેલછા ગજબની છે ' એ ક વૃદ્ધ પુરુષે કહ્યું.
‘રે, નેમ ખરેખર ઘેલો જ છે, નહિ તો જ્યારે મથુરામાં મહારાજ જરાસંધ ગોપલોકોની ઘોર ખોદે છે ત્યારે આ અહીં બેઠો આર્ય-નાગની પ્રીતિનો પ્રચાર કરે ખરો ? કામ તો ત્યાં કરવાનું છે.'
| ‘મોટા માણસોના દીકરાઓ સામાન્ય રીતે તરંગી હોય છે. એમણે ભૂખતરસ, દ્વેષ, સંતાપ, ઈર્ષા, વેર થોડાં જોયાં હોય છે ? થોડાક અનુભવ થશે, એટલે ડાહ્યો થઈને બેસી જ શે.’ જનતાએ પોતાનો મત આપ્યો.
નેમકુમારની નજર ત્યાં નહોતી; પ્રીતિદીપનો પ્રકાશ પામીને પોતાના માર્ગના અનુસરણ માટે યોદ્ધાની જેમ સજ્જ થઈને ઊભેલી વૈરોટી પર હતી.
મુદ્રાતિશુદ્ર નારી વૈરોટટ્યા ! નગરના માર્ગની રજ કરતાંય નિમ્ન વૈરાટ્યા!
ઘરમાં પૂરું ખાવા પણ ન પામતી અને વડીલોની લેશ પણ દયામાયાથી વંચિત વૈરોચ્યા આજે પ્રીતિશાસનના વજકિલ્લા જેવી લાગી !
એ નેમનાં સૂત્રો રટતી હતી : ‘નાગ અને આર્ય એ ક ' આર્ય અને આર્ય એક !'
40 D પ્રેમાવતાર
આર્યો અને નાગ 0 41
Page #32
--------------------------------------------------------------------------
________________
વૈરોચ્યા
પહાડને ઘાસના એક તરણાએ જાણે વચન આપ્યું : ‘હું તારી સાથે પ્રીતની રીત નિભાવીશ !'
મીણે પોલાદને કહ્યું, ‘હું તારા રાહે યથાશક્તિ સંચરીશ !'
બે બદામની વૈરોટટ્યા ! બે ટકાની મોટા ઘરની વહુ ! હડધૂત વહુ ! દાધારીંગી વહુ ! ને એ વહુએ જગતને વહાલ કરવાનું વ્રત લીધું ! પ્રેમશાસનના પ્રચારની એ હિમાયતી બની. જગતના જીવો સાથે નેહ કરવાનું નાના નેમ પાસે એણે નીમ લીધું!
વૈરોટ્યા ! પ્રીત કરી તેં કેવી ?
આખું ઘર એના પર હસે છે, કોઈ ચૂંટી ખણે છે, કોઈ ધક્કો દે છે, કોઈ ટાપલી મારે છે, પણ વૈરોચ્યા તો કંઈ બોલતી નથી ! મીઠું મીઠું મરકે છે !
‘રે વાલામૂઈ ! મોટું તો ફાડ ! કંઈક તો બોલ !' આઘાતની સામે પ્રત્યાઘાત ન થાય તો મજા શી ? મારનારને મારવાનો પૂરો સ્વાદ ત્યારે મળે, જ્યારે માર ખાનાર ગાળ બોલે કે સામનો કરે !
સામના વગરનો સંગ્રામ સારહીન ભાસે !
વૈરોટટ્યા પોતાને વાલામૂઈની ગાળ દેનારને મિષ્ટ ભાવે કહે છે : “મારે વહાલાં ઘણાં છે, મને વાલામૂઈની ગાળ ન દેશો. સામી તમને પડશે. તમે બધાં મારાં સગાં ને બધાં મારાં વહાલાં ! માબાપ તો જન્મ આપીને ગયાં છે, ને ભાઈ-બહેન તો ભાગ્યાં પણ નથી ! તમે મારાં સગાં ને વહાલાં. તમારા સૌના આશરે જ જીવું
કોઈ મોટું જતું નથી !
વૈરોચ્ચાનું ભાણું પીરસેલું પડ્યું છે ! નાની નણંદ આવીને કૂતરાને ખવરાવી દે છે અને પછી હસતી હસતી કહે છે : “ભાભી ! ભાભી ! આ તમારો ભાઈ આવીને જમી ગયો !'
છતાં ભૂખી ડાંસ જેવી વૈરોચા હાથમાં લાકડી લેતી નથી. એને નાના નેમનું નીમ યાદ છે પ્રીત કરવાનું સહુ જીવને ! એ મોમાંથી ગોળ પણ કાઢતી નથી.
એ તો ઠંડા કલેજે કહે છે : ‘કુત્તાભાઈ ! તમને તમારો જીવ વહાલો છે, મને મારો જીવ વહાલો છે ! જીવની રીતે આપણે બેય સરખાં છીએ. જીવને ભૂખનું દુઃખ ભારે હોય છે ! હું તો રાંધીને જ મું-મારે ઘર છે, અન્નના ભંડાર છે. તમારે ક્યાં ઘર છે, ક્યાં ભંડાર છે ? કોણ તમને જમાડે ? કુત્તાભાઈ ! નિરાંતે જમજો !” | ‘પછી ભાભી, તમે શું ઉખરડા જમશો ?' નાની નણંદ કટાક્ષમાં કહે છે.
‘ઉખરડો તો ઉખરડા ! વ્રત કરવું અને સુંવાળા રહેવું એ બે ના બને.” વૈરોચ્યા મોટા મનથી જવાબ વાળે છે.
‘પણ ભાભી ! આ કપડાં જરા જલદી ધોઈ આવજો, મારા ભાઈને બહારગામ જવાનું છે, મોડાં ધોશો તો પછી સુકાશે નહિ અને ઘરમાં ટેટો થશે.' નણદીએ ભાભીને કહ્યું.
નણંદ તો ભૂખીતરસી વૈરોટ્યાની આકરી કસોટી કરી રહી. વ્રતિયાંની તો આખું વિશ્વ કસોટી કરે છે !
‘ભલે બહેન, પહેલાં તળાવે જઈને કપડાં ધોઈ આવીશ.' વૈરોટટ્યા જરાય માઠું લગાડ્યા વગર ઊઠી, કપડાં લીધાં.
- ‘ભાભી !નવાણ કાંઠે ઘરની નિંદા ન કરશો, કે સહુએ ખાધું કે હું હજી ભૂખી છું. ભૂખ લાગે તો આ ઉખરડા ત્યાં લઈ જજો ને જમજો !' નણદીએ દયા બતાવી.
વાહ રે મારાં નણંદ ! કેટલી બધી તમારી મારા તરફ લાગણી છે ! ને હું કેવી અબૂઝ છું કે તમને સહુને સંતોષ આપી શકતી નથી !'
શરીરે થાક છે, પણ મન આનંદમાં છે ! એને નાના નેમની વાત યાદ આવે છે, એનાં પ્રીતભર્યા નયન યાદ આવે છે ! એક રાજ કુમાર નાગલોકો તરફ આટલી પ્રીતિ રાખે ! પ્રીતિ પણ કેવી ? જાનનું જોખમ થતાં વાર ન લાગે! ત્યારે હું એક તુચ્છ સ્ત્રી ! પોતાનાં જરા જેટલાં કઠોર સગાંવહાલાં તરફ સ્નેહ કેવળી શકું નહિ ?
નેમ તો કહે છે, માણસ શું, પશુ શું, પંખી શું, કીટ, પતંગ, ઇયળ, કીડી, વિમેલ કે કંથુઆ શું, બધામાં સમાન જીવ છે ! બધાં પર પ્રીત રાખવી ઘટે, જીવમાત્ર
વૈરોત્સા D 43
સહુ વૈરોચ્ચાને વિતાડવામાં રાજી થાય છે. દુ:ખ દેવામાં મજા માણે છે. પણ મૂંગી મૂંગી વૈરોટ્યા ઘરનું રાંધે ચીંધે છે, ઘરનું બધું કામ કરે છે, એઠાં ઊટકે છે. સહુ જમીને આડે પડખે થાય છે પણ કંકુની પૂતળી જેવી નાની વૈરોચ્ચાને મદદ કરવા
Page #33
--------------------------------------------------------------------------
________________
બકુલના ઝાડ નીચે બખોલમાં ઉખરડાની પોટલી બાંધીને મૂકી હતી. જઈને જોયું તો પોટલી સાવ ખાલી ! ઉખરડા ન મળે !
સવારની ભૂખી-તરસી બાઈથી તો બોકાસો નંખાઈ જાય, પણ આ તો નાના નેમ પાસે નીમ લેનારી ! પ્રીતશાસનની દાસી.
મોટા મુનિની શાંતિ છૂટી જાય, સમાધિ છૂટી જાય, મેરુ પણ ચળી જાય એવો પ્રસંગ ! પણ વૈરો પૂરતી શાંતિથી બોલી :
‘હશે ! કોઈ મારા જેવી ભૂખીએ ખાધા હશે. ખાધાં એનાં પેટ ઠરજો . ઘણાં જોગી-જતિ દિવસો સુધી ખાતાં નથી, તો એક દહાડામાં હું કંઈ મરી જવાની નથી!”
વાહ રે વૈરોચ્યા ! પ્રીત કરી તે કેવી ?
વૈરોટટ્યા ખાલી પોટલીનું લૂગડું ખંખેરીને સમેટવા જાય છે ત્યાં બકુલના ઝાડ પાછળથી અવાજ આવ્યો,
‘બાઈ ! બાઈ ! મેં તારા ઉખરડા ખાધા છે.'
‘ભલે ખાધા બહેન ! ખાવાની ચીજ હતી ને તે ખાધી !' વૈરોચ્યા ઝાડની ઓથે ઊભેલી બાઈને નીરખી રહી, ને થોડી વારે બોલી, ‘બહેન, તું ગર્ભવતી લાગે
સાથે મૈત્રી કેળવવી ઘટે.
તળાવની નીરવ પાળે ને વગડાની એકાંતે વૈરોચ્યાનું મન ભરાઈ ગયું. ઓહ! પ્રીત કરવાની સુષ્ટિ કેટલી વિશાળ છે ! આભ જેટલી ધરતી ને ધરતી જેટલું આભ!
વિરોચ્યા તળાવની પાળે જઈને બેઠી. રાજી રાજી થઈ ગઈ.
બોરડીની કાંટાળી ડાળે બેસીને બોલતો કાગડો એણે સાંભળ્યો, અને એને એના ઉપર સગા ભાઈ જેવી માયા થઈ. વરોચ્યા બોલી, ‘કાગા રાણા ! કાગા રાણા ?
કહોને તમારી શી છે આણા?” અને પાસેથી એક ખિસકોલી દોડતી ગઈ ! કેવા સુંદર ઠેકડા મારે છે ! થોડે દૂર જઈ બે પગમાં બોરડીનું બોર લઈને ખાવા બેઠી.
ખાતી જાય ને વૈરોચ્યા સામે જોતી જાય ! વૈરાટ્યા બોલી : “શું ખાવ છો ખિસકોલી બાઈ ?
કેટલાં બચ્ચાંની તમે છો માઈ !! અને વહાલથેલી નારીને તળાવનાં માછલાં પણ જાણે મહિયરનાં સગાં લાગ્યાં ! એકાકી વૈરોટ્યાને તળાવની પાળે સગાંસાગવાં મળ્યાં, જ્યાં જુઓ ત્યાં હેત વરસતી સૃષ્ટિ મળી, એ તો ભૂખતરસ વીસરી ગઈ !
ધોવા બેઠી તો બગલાં આવ્યાં.
રાતી રાતી ચાંચ ડોલાવતાં આવ્યાં. ટોળેટોળાં આવ્યાં. આવીને ચાંચમાં ઘાલીને મેલાં લૂગડાં લઈ ગયાં. ધોળાં ફૂલ જેવાં કરીને આપી ગયાં.
વિરોઢ્યા ગાવા લાગી : “આવો રે બગલા ભાઈ ! લાગો છો તમે સગા ભાઈ!'
વૈરોટ્યા પાણીમાં પગ મૂકીને ધોતી હતી. ઘેર તો પગના મેલ ધોવા કોણ પાણી આપે ? પણ અહીં તો માછલાં આવીને પગનાં મેલ ધોઈ ગયાં. પગ જુઓ તો નરવા કંચન ! ધોળા બાસ્તા જેવા ! પગમાં ઘણા વખતથી એક કાંટો ભરાઈ રહેલો, પગ પાણીમાં ફુગાતાં માછલાં મોંથી કાંટો ખેંચી ગયાં ! વરસ્યા તો પ્રેમગીત ગાવા લાગી : | ‘આવો રે માછલાં ભાઈ ! આવો રે માછલી બાઈ ! કેવાં પ્રેમથી હું નાઈ ! ભેટું હું તમને ધાઈ !
વરોચ્યાએ કપડાં ધોયાં, પછી એ શરીરે નાહી. વાળ મૂક્યો છુટા ને ઉખરડા ખાવા દોડી ! ભૂખ હવે પેટમાં ભડકા નાખતી હતી. ઝટ જાઉં ને પટ ખાઉં.
છે !?
બકુલની છાયામાં એક પ્રચંડ સુંદરી ઊભી હતી. એના અલંકારો નાગ-ફણાના હતા, ને એનો કેશકલાપ પણ નાગ-ફેણનો હતો. વરો તરત ઓળખી ગઈ કે આ તો નાગસુંદરી છે ! આ નાગસુંદરીઓ ઠેર ઠેર વેશ બદલીને ફર્યા કરતી, અને આર્યકુળની કોઈ સ્ત્રી મળે કે એને ડરાવીને હેરાન કરી નાખતી !
‘હું નાગસુંદરી છું. તને મારી બીક લાગતી નથી ?'
‘જેણે પ્રીત કરી એને બીક કેવી ? બીક હોય ત્યાં સુધી પ્રીત ન થાય. તું નાગ હો કે નાગણ હો, પણ તારા-મારામાં સરખો જીવ છે. જીવમાત્ર સાથે મૈત્રી એ મારું, વ્રત છે. પ્રીતિશાસનની દાસી છું.’
‘બહેન ! તારી વાત મારાથી સમજાતી નથી, પણ હમણાં મારા પિતા કાલીય પાસે નેમ નામનો એક કિશોર આવ્યો હતો. કંઈક આવી કાલીઘેલી વાતો કરતો હતો : પ્રીતની, મિત્રતાની, જીવની, કરુણાની.'
‘બહેન ! એ જ નેમ મારો આદર્શ છે. એણે જ મને દુખિયારીને પ્રીતનું વ્રત આપ્યું છે. એણે કહ્યું કે જેમ જેમ હું પ્રીત કરતી જઈશ. એમ એમ તારી સાંકડી દુનિયા વિશાળ થતી જશે અને એક દહાડો વગડો પણ તને વતન જેવો લાગશે. ને પશુ-પંખી ભાઈ-બેન જેવાં લાગશે !' વૈરોટટ્યા ભૂખ ભૂલી ગઈ ને વાત કરી રહી.
4 D પ્રેમાવતાર
વૈરોટવા D 45
Page #34
--------------------------------------------------------------------------
________________
‘બહેન વૈરોટટ્યા ! તારી સાથે તો એક નજર મળતાં જ મને નહ જાગ્યો છે. પેટછૂટી વાત કરું છું. અમને ઝેરી ન માનતી. અમારા મોંમાં સામાન્ય રીતે તમારા જેવું જ અમી હોય છે. અમે ધારીએ તોય એ અમીને ફેરવી શકતાં નથી. પણ અમને કોઈ છંછેડે, અમારી જાતને ઈજા કરે, અમને ગાળો દે તો અમારી અંદર સુષુપ્ત કોપાનલ જાગી ઊઠે છે. એ જાગતાંની સાથે અમારી દાઢનું અમી વિષ બની જાય છે, ને અમે જેને ડંસીએ એ યમશરણ થાય છે ! મારા મનમાં હતું જ કે તું તારા ઉખરડા ખાઈ જનારીને ભાંડીશ, ગાળ દઈશ. એટલે મને ક્રોધ વ્યાપશે ને પછી હું તને ડંખ દઈશ, અને એ રીતે એક આર્ય સ્ત્રીનો અવનિ પરથી ભાર ઉતારીશ !'
“બહેન ! ખરો ભાર તો મનનો છે. એ ઉતારો. બાકી પૃથ્વીમાતા તો બોજ વહેતી આવી છે ને વહેતી રહેશે. આપણે ઝેરનાં ઝાડવાં થઈ એનું કાળજું ન ચીરીએ, તોય બસ ! હવે હું અને તું અમીનાં જળ છાંટવાનું વ્રત લઈ..... મારી બહને! તું મારા પ્રીતશાસનના પ્રચારમાં સહાયભૂત થાય ! એમની શિષ્યા થા!” વૈરોચ્યા બોલી રહી. એ નાજુક કુલવધૂમાંથી અત્યારે જગદંબા બની ગઈ હતી.
નાગસુંદરી વૈરોટ્યાનું શબ્દઅમી પી રહી. નાગસુંદરીને આ આર્ય સુંદરીને ભાલે ચૂમી લેવાનું દિલ થઈ આવ્યું.
એ આગળ વધી, બોલી, “બહેન મારી, તું કેવી મીઠી છે ! ભર્યા જીવતરમાં મેં તો આવી મીઠાશ કદી ભાળી નથી. તારા ભાલને ચૂમવા દઈશ ?'
ઓહ બહેન ! આવને ! એથી રૂડું શું ? આવું હેત વરસતું હોય તો હું હોંશે હોંશે વિષ પણ પી જાઉં.”
નાગસુંદરી વૈરોચ્ચાને ચૂમી લઈ રહી. એને થયું : આહ ! શું શાંતિ ! આવી શાંતિ તો નાગમાતા, નાગપિતા કે નાગપતિના ચુંબનોમાંય એને નહોળી મળી !
નાગસુંદરીએ ગદ્ગદ બનીને કહ્યું, ‘બહેન ! પ્રીત કરી છે તો હવે એને નિભાવજે, નાગરાણી સમજીને મને તરછોડીશ મા !”
પ્રેમનું તો મારું વ્રત છે. પ્રેમ તો પારસમણિ છે.” વૈરોચ્યા ભૂખનું દુઃખ ભૂલીને અત્યારે સ્વર્ગીય સુધાનો આનંદ માણી રહી હતી. ‘બહેન ! મારું એક વચન રાખીશ ?'
?' વોટ્યા એ પૂછવું. મારા પિતા પાસે ચાલ !? “ના રે બહેન ! મારે મોડું થાય.”
બહેન ! મારા પિતાનો વાલ્મીક પ્રાસાદ પાસે જ છે. હું તને અબઘડી ત્યાં પહોંચાડી દઈશ.'
46 | પ્રેમાવતાર
વૈરોચ્યા ના પાડી શકી નહિ; નાગસુંદરીએ પોતાના બાહુપાશમાં વૈરોટટ્યાને જકડી લીધી ને એ ઊપડી; થોડી વારમાં પાતાળપ્રવેશ કરી ગઈ. પાતાળલોક ! નાની વૈરોચ્યા વધુ નાની બની ગઈ ! માણસ પડછંદ, ભૂમિ પ્રચંડ, વાયુ પ્રબલ, જળ તો જાણે ઝેરના ફુવારા ! મણિનો તો પાર નહિ ! એના અજવાળામાં આખો પાતાળલોક ઝળાંઝળાં થઈ રહેલો ! પૃથ્વી પરના નાગકુળનું મૂળ વતન ઓ. અહીંથી તેઓ પૃથ્વી પર ગયેલા. ને ત્યાં આર્યો આવ્યા, ને બંનેએ ભારે અથડામણ અનુભવી, આર્યો કહે કે આ ભૂમિ અમારી; નાગલોકો કહે કે એ અમારી !
નાગસુંદરીએ દોડીને પિતાને બધી વાત કહી. છોકરી રાજ કુમાર નેમની અનુયાયી છે, એ પણ કહ્યું.
સાત માથાવાળા નાગ-પિતાએ પુત્રીને ઠપકો આપતાં કહ્યું :
‘રે હીના ! તું પ્રીત કેવી શીખી ? સવારથી તારી બહેન ભૂખી છે, એને પહેલાં ખવરાવ, પીવરાવ ! નાગ જેવી જડ કોમ મેં જોઈ નથી. એની સાથેના વેરમાં તો મોત હોય, પણ એની સાથે પ્રીત કરનારનેય મોત મળે .”
નાગસુંદરી હીના પિતાનો આ ઠપકો સાંભળી ઢીલી થઈ ગઈ. એની લીલી લીલી આંખોમાં મોતી જેવાં આંસુ તરી આવ્યાં.
| ‘પિતાજી ! મારી બહેનને ઠપકો ન આપો. કેવી ભલી સખી મને મળી છે! એણે મને ભાલે ચૂમી ચોડી અને હું ધરાઈ ગઈ ! એણે વચન આપ્યું છે કે હવે ક્રોધ નહિ કરું, કોઈ આર્યન નહીં કરવું ? ભોજનમાં એનાથી વધુ મારે શું જોઈએ ? પિતાજી! હવે મને રજા આપો., ઘોર મારી વાટ જોવાતી હશે ?'
પણ એટલામાં હીના તો ભોજનનો થાળ લઈને આવી પહોંચી, દૂધની ભાતભાતની વાનીઓ હતી.
વૈરોટટ્યા ખાવા બેઠી. હીનાને સાથે બેસાડી.
નાગપિતાએ કહ્યું, ‘દીકરી, અમે હાર્યા છીએ. હવે નગરમાં અમારો વાસ ઉચિત નથી. અમે જંગલને વસાવીશું, પણ તારી પાસે એક વાત માગું ? આપીશ?”
‘પિતાજી ! પ્રીતની જે ચીજ માગશો તે - પ્રાણ સુધ્ધાં આપીશ.”
- “મારી હીના ગર્ભવતી છે. આર્યો સુવાવડની સારી રીતે જાણે છે. અજ્ઞાન નાગકુળ એ બાબતમાં જડ છે. તું હીનાની સુવાવડ કરવા આવીશ ?’ નાગપિતાએ ઓશિયાળા થતાં કહ્યું.
‘એ બોલ્યા, પિતાજી ? હીના તો મારી બહેનડી છે; એની સુવાવડે હું ન આવું એ બને ખરું ? મને વહેલાં કહેવરાવજો.’ વૈરોટટ્યાએ કહ્યું.
વૈરોટા D 47
Page #35
--------------------------------------------------------------------------
________________
એક દહાડાની ભૂલ ને જીવનના તમામ સરવાળાની બાદબાકી !
રૂપનાં આભલાં વેરતી એની પત્નીએ રોઈ રોઈને ગગન ગજ વી મૂક્યું હતું. પુરુષ ખાતર નહીં, તો છેવટે આ સ્ત્રી ખાતર પણ પુરુષના પ્રાણ બચે એમ સહુ ઇચ્છતા હતા.
વૈરોચ્યાએ આ જોયું અને એના અંતરમાં દયા ઊભરાઈ આવી. એ દોડી, બોલી : “આ જુવાનને બચાવું, પણ એક વચન આપો તો ?'
‘અલ્યા, આ વચન માગનારી કોણ છે ?' ‘વિશાખાદત્તના ઘરની વહુ છે. અરે વૈરોટ્યા ! શું વચન માગે છે તું ?” | ‘આ જુવાન બચી જાય તો તમે બધા નાગકુળના મિત્ર થઈને રહેશો.’ વૈરોચ્યા બોલી.
“અરે ! અમે તો નાગકુળનું નખ્ખોદ કાઢીશું. હવે ઘેર ઘેર નાગયજ્ઞ યોજીશું. પકડી પકડીને અગ્નિમાં સ્વાહા !' માનવમેદની પોકારી ઊઠી.
“ઓહ ! કેવાં વચનો !' વૈરોટ્યાથી સહન ન થતું હોય તેમ એ આંખ મીંચી ગઈ.
‘કલ્યાણ થાઓ તારું બેટી ! લે. આ મંત્ર લઈ જા. કોઈ પણ નાગે દેશ દીધો હોય તો આ મંત્ર ભણજે, તરત ઝેર ઊતરી જશે.'
‘પણ પિતાજી ! એક વાત માનું છું - દીકરીને એટલું દાન કરજોઃ નાગો અને આર્યો વચ્ચે મૈત્રીસંબંધ વિકસે એવો સતત પ્રયત્ન કરજો.’
‘એમ જ થશે, બેટી ! પરાજિત માટે બે માર્ગ છે : કાં પ્રાણ આપી દેવો કાં પ્રીત કરી લેવી ! હીના ! બહેનને યોગ્ય સ્થાને પહોંચાડી આવ : અને આ નકામા સોના-રૂપાના ઢગલામાંથી એને જે જોઈએ તે આપ !'
| ‘પિતાજી ! સોનાએ તો સ્નેહ ઓછો કર્યો છે. આર્યોમાં એને માટે ખૂબ લડાઈઓ ચાલે છે. મારે એ ન ખપે. હું તો તમારા પ્રેમરૂપી સુવર્ણને સાથે લેતી જઈશ.'
નાગરાજ વૈરોટ્યા પર ખુશ ખુશ થઈ ગયા, એ બોલ્યા, ‘રે ! અમે તો અત્યાર સુધી આવા ને આવા જ રહ્યા અને ન જાણ્યું કે આર્યલોકો આટલા મીઠા હોતા હશે! એક તો તેમની વાતો હું ભૂલ્યો નથી, ત્યાં આ દીકરીનું ડહાપણ જોયું ! એ કેમ વીસરાશે ?’ નાગરાજની અનેક આંખોમાં આંસુ હતાં.
હીના વૈરોટ્યાને લઈને માર્ગે પડી. વૈરોચ્ચાને ઊંચકીને ચાલવું, એ તો નાગણ માટે ફૂલની માળા લઈને ચાલવો બરોબર હતું.
થોડીવારમાં બંને તળાવને કાંઠે આવી પહોંચ્યાં. કપડાં ભેગાં કરીને બગલાં ત્યાં ચોકી કરતાં ઊભાં હતાં.
‘કેમ છો રે બગલા ભાઈ ? લાગો છો સગા ભાઈ ?”
વૈરોચ્યા બચકો બાંધી, માથે મૂકીને ઘર તરફ વળી, સાંજનો સૂરજ આથમવાની તૈયારી કરતો હતો. પંખી માળા તરફ પાછાં ફરતાં હતાં. ગૌધણ ઘર તરફ ધસતાં હતાં. એમની વત્સની યાદ સતાવતી હતી. વૈરોટ્યા પણ અત્યારે ખૂબ ઉતાવળમાં હતી. હજુ સાંજનું કામ તો બધું બાકી હતું.
ત્યાં તો ગામમાં પેસતાં જ એણે નાકા પાસે લોકોને એકઠાં થયેલાં જોયાં. એક જુવાનજોધ પુરુષ જમીન પર પડયો હતો.
એ જાણીતો કૃષિબલ ખેમરાજ હતો. કેટલાય વીઘા જમીન એની પાસે હતી. નાગનો એ કટ્ટર શત્રુ હતો, કારણ કે નાગ એને ખેતી કરવા નહોતા દેતા. કાં તો બળદને સંહારતા કાં સાથીને હણી નાખતા !
ખેમરાજે નાગનો સોથ વાળ્યો હતો, પણ એ બહાદુર નર આજ નાગના પંજામાં આબાદ સપડાઈ ગયો હતો.
48 D પ્રેમાવતાર
વૈરોચ્યા D 49
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રીત કરી તેં કેવી ?
વૈરોટ્યા શબ્દોથી દાઝતી હોય તેમ ચાર ડગલાં પાછી હઠી ગઈ. એ વિચારી રહી : રે ! માનવ હજીયે શું એની જૂની જંગાલિયતમાં જ જીવે છે? વેરનો જ ધર્મ પાળે છે ? સત્યાનાશ સાથે સ્નેહ રાખે છે ?
વૈરોટયાનું જિગર ચિરાતું હોય એમ એ બોલી,
‘તમારા શબ્દોમાં તો કાલકૂટ વિષ જ છે. પણ એથીય કાતિલ ઝેર તમારા હૈયામાં મધપૂડો રચીને બેઠું છે. હું નાગોને કઈ રીતે, ક્યા મોંએ કહેવા જાઉં કે તમારામાં હળાહળ ઝેર ભર્યું છે અને આર્યો સારા છે.’
વૈરોટટ્યાની વાણીમાં પાર્થિવતા નહોતી. એની નજ કે જાણે અગમનિગમના પડદા વીંધીને પ્રેમશાસનની સુંદર સૃષ્ટિને નીરખતી હતી.
‘નાગોનું ઉપરાણું લે છે તું ? શું તું નાગની કોઈ સગી છે ?' લોકોએ કહ્યું. ‘હા, નાગની સગી છું, સહુની સગી છું. તમારે શું કહેવું છે ?' ‘અલ્યા, મારો પથરા આ નાગની સગીને !” એક માણસે ભારે ઝનૂનથી પોકાર
‘હું પ્રેમશાસનનો જીવ છું. મને દોરનાર નાનો નેમ કહે છે કે લોહી લેવાની વેળાએ લોહી દેવું. અર્પણ કરનારને કાજે એ લોહી એક દહાડો કંકુ બની રહે છે ! તમે અત્યારે પશુશાસનના પ્રજાજનો બન્યા છો ! મારો મને પથ્થર ! હું એને ફૂલવર્ષા માનીશ. જ બાનથી એકે કઠોર શબ્દ નહિ કાઢું. નાનો નેમ તમારું કલ્યાણ કરો !'
‘અરે ! આ જુવાનની નસેનસમાં ઝેર વ્યાપી રહ્યું છે. એવું ન થાય કે તમારી જીભાજોડી ચાલે, અને જુવાનનો પ્રાણ ચાલ્યો જાય !' ટોળામાં હંમેશાં ડાહ્યા માણસો પણ હોય છે, પણ તેઓની સંખ્યા નાની હોવાથી સાચું સમજવા છતાં તેઓ કંઈ કરી શકતા નથી. તેઓને વધુ સંખ્યા ધરાવતા વર્ગના દોરથા દોરવાવું પડે છે. એ નાની સંખ્યાના વર્ગના આગેવાને ઝનૂની ટોળાને ચેતવણી આપી.
| ‘મને મારી નાખો ! નિજનું લોહી આપ્યા વગર તેમનો પ્રેમધર્મ હું પ્રસારી નહિ શકું. બાકી તમે મને મારી નાખશો, આથી આ કોડભર્યા જુવાનને જિવાડી નહિ શકો, યાદ રાખો કે આપણાં વેર કરતાં માણસનું જીવન મહત્ત્વનું છે.' વૈરાચાના શબ્દોમાં વીજળિક અસર હતી.
- પેલા જુવાનની પત્ની આગળ આવી. એણે કહ્યું, ‘બહેન ! હું નાગકુળ સાથે નેહ કરવા તૈયાર છું. જીવ જેમ આપણને વહાલા, તેમ સહુને વહાલા.”
‘જીવતી રહે મારી બહેન ! જીવન કીમતી છે, આપણા આગ્રહો કીમતી નથી.’
‘પણ અમારે મન તો અમારા આગ્રહો, અમારાં વેર એ જ અમારું સર્વસ્વ છે !' લોકો વધુ ઉશ્કેરાણા. ‘નાગકુળનું જ ડાબીટ કાઢવા વગર અમે જંપીશું નહિ. આવા જુવાનનું મૃત્યુ કેમ કરી સહન થઈ શકે ?”
‘મૃત્યુ તો એનું તમે આણવા તૈયાર થયા છો ! વૈરોટટ્યા પાસે તો એ જીવી જાય એવું અમૃત તૈયાર છે !! જુવાનની પત્નીએ કહ્યું. | ‘પણ તું નથી જોતી કે એ જીવન અમારા ગ્રહોની રાખ પર મળે છે ! ન ખપે ! નાગ તો અમારા શત્રુ છે. તેઓની સાથે હરગિજ સમાધાન નહીં કરીએ ! તેઓના સર્વનાશ માટે આવાં હજારો જીવન અમે કુરબાન કરવા તૈયાર છીએ.” ઝનૂની લોકોએ કહ્યું.
| હા, હું સમજી ! આવા લોકોના મોત પર જ તમારો આગ્રહ જીવે છે ! એ કારણે તમે પાંચ લોકોમાં પુછાવ છો, મોટા ગણાઓ છો. બાકી તમને ઝેર વ્યાપ્યું હોય કે તમારા સંતાનને એરૂ આભડ્યો હોય, ત્યારે આવી વાતો કરો તો ખરા કહું !” વૈરોયાએ કહ્યું. એના શબ્દોમાં વાસ્તવિક્તાનો ભાવ હતો. | ‘હું જાણું છું આ બધાને ! આમાં કેટલાક મારા પિતરાઈઓ છે. તેઓ સમજે છે કે આ જુવાન નિઃસંતાન મરે તો બધી જાગીર તેમને મળે ! અરે, આ આગ્રહી
પ્રીત કરી તેં કેવી? T 51
કર્યો.
આ પોકારે માનવતાના હૃદયમાં સૂતેલા પશુને જગાડવાં. ઘડીભર પ્રેમશાસનને સ્થાને પશુશાસન સ્થાપિત થઈ ગયું. ઘણા લોકોએ હાથમાં પથરા લીધા : અણિયાળા, ત્રિશંકુ આકારના પથરા ! એક એક પથરો એની ચામડી તોડી, હાડકું ફોડી અંદરથી લોહીનો ઝરો વહાવવા સમર્થ હતો ! ને વરસ્યા હતી પણ કેવડી ? માત્ર ઢીંગલી જેવડી !
માણસ ધારે તો ઉપાડીને એનો જ દૂર ઘા કરી શકે ! લોકોએ પથરા લીધા, એટલે વૈરોટટ્યા સીધી સોટા જેવી થઈને અડીખમ ઊભી રહી, એ બોલી,
Page #37
--------------------------------------------------------------------------
________________
‘ભાઈ ! ભાઈ ! તું કોણ છે ? મારે માટે કોઈ સંજીવની લઈને આવ્યો છે કે
| ‘નાગ છું, કાલીય નાગનો અનુચર છું. અમે આર્ય અને નાગ વચ્ચે પ્રેમશાસન સ્થાપ્યું છે. નાગે કહ્યું. પણ ન જાણે કેમ, એનું શરીર કંપારી અનુભવી રહ્યું હતું. નાગને એની પરવા નહોતી. એ તો ઝેર ચૂસી રહ્યો હતો. એને મન કર્તવ્ય મહાન હતું. દેહ નહિ !
આખરે એણે કામ પૂરું કર્યું, પૂરું કરીને એ ઊભો થયો, પણ તરત નીચે ઢળી પડ્યો ! એના શરીરમાં ઝેરનો સંચાર થયો હતો.
વૈરોટટ્યા દોડી, ખેમા ધસી. ખેમરાજ માં હજી હાલવા-ચાલવાનું શહુર નહોતું જાગ્યું, પણ એય પોતાના જીવનદાતાને બચાવવા ઊભો થયો ને પડ્યો.
વરુનો હુંકાર લઈને આવેલું ટોળું ધીરે ધીરે આ અપૂર્વ દૃશ્ય જોઈ પલટાઈ રહ્યું
લોકોની મારા પર પણ બદદાનત છે; પણ હું એમના પંજામાં આવવાની નથી. કૃપા કરી આપ મારા પતિને ઝટ સાજા કરો. અમે બંને આપનાં સેવકો બનીને નાગઆર્યકુળ એક કરવા પ્રયત્ન કરીશું.’ મૃતવત્ પડેલા જુવાનની પત્નીએ કહ્યું.
વૈરોટ્યા જુવાન પાસે જવા આગળ વધી. એણે સર્પદંશથી મૂછિત ખેમરાજની પત્ની ખેમાને પાણી લાવવા કહ્યું. ત્યાં તો લોકો આડા ફર્યા : “ખબરદાર ! પ્રતિશોધની ખાખ પર અમારે જીવન જોઈતું નથી ! એ જુવાન મરશે તો સ્વર્ગે જ છે.'
સ્વર્ગમાં તમે પોતે જ સંચરો ને ! અમારે તો આ કાંટાકાંકરાવાળી પૃથ્વી જ રૂડી છે !' ખેમાએ કહ્યું ને પાણી લઈને આગળ વધતાં પડકાર કરીને બોલી, ખબરદાર ! મારા પતિનું જીવન એ મારું જીવન છે. એની વચ્ચે આવશો તો હું સાંખી નહિ લઉં, મારા પિતાને ઓળખો છો ને ? એક એકની ખબર લઈ નાખશે!'
ખેમાના પિતાનું નામ આવતાં બધા પાછા હઠી ગયા. એ મગધના ચક્રવર્તી રાજા જરાસંધના સૈન્યમાં અગ્રેસર હતા.
- વૈરોચ્યાં આગળ વધી. જુવાનના કપાળે જળની શીતળ અંજલિઓ છાંટતી એ બોલી, ‘ભાઈ ! મારો નાનકડો નેમ તારું કલ્યાણ કરો ! મુજ અબુધને બુદ્ધ કરનાર એ છે. જય કાલી ! જય કાલી ! તેરા વચન ન જાય ખાલી !!
વરોચ્યાએ છેલ્લા શબ્દો ઉચ્ચાર્યા અને જાણે દિશાઓએ ઝીલ્યા - એક વાર, બે વાર અને ત્રણ વાર પડછંદા પડ્યા !
ને જાણે એ શબ્દોનો પડઘો હોય તેમ - દિશાઓને ચીરતો એક નાગ ત્યાં ધસી આવ્યો.
એ પણ કાલીય ! કાલીય ! ઉચ્ચાર કરતો હતો. વૈરોટ્યાએ એને જમીન પર પડેલા જુવાનને દેખાડ્યો.
આગંતુકે તરત ડંખની જગ્યા માં લીધી ને ચૂસવા લાગ્યો. ચૂસી ચૂસીને ઓકવા લાગ્યો !
લીલી કાચ બનેલી દેહમાંથી ધીરે ધીરે લીલું ઝેર બહાર નીકળવા લાગ્યું, પણ ઝેર ઘણું વ્યાપી ગયું હતું. નાગે કમર પર રહેલો છરો કાઢ્યો. યુવાનની પીઠ પરની એક નેસ કોરી કાઢીને એ નસને પોતાના મોંમાં લઈને એ જોશથી ચૂસવા લાગ્યો.
મગજ પરથી ઝેરની અસર ઓછી થતાં જુવાન ખેમરાજે એકવાર આંખો ઉઘાડી ને વળી મીંચી દીધી. ફરી ઉઘાડી ! ફરી મચી !
પેલો નાગ તો ઝેરનું કણે કણ ચૂસી રહ્યો હતો અને જેમ ઝેર ચુસાતું હતું તેમ જુવાન જાગી રહ્યો હતો, મોતમાંથી જીવનમાં આવી રહ્યો હતો, એની નજર પ્રથમ નાગ પર ગઈ, એની ચૂસવાની ક્રિયા પર ગઈ.
52 પ્રેમાવતાર
નાગના પ્રાણ છટકવા ચાહતા હતા. નાગે કહ્યું, | ‘વૈરોચ્યા બહેન ! અમારા નાગરાજા કાલીયનું તાજું ફરમાન થયું છે કે ક્યાંય પણ કોઈ આર્ય નાગદંશથી પીડાતો હોય, અને તમને સાદ કરે, તો તમારે એ ઘડીએ
ત્યાં પહોંચી જવું ને નાગ-આર્ય વચ્ચે સ્થપાયેલો પ્રેમશાસનને અનુકૂળ વર્તન કરવું. તમારો સાદ આવ્યો. મેં એ સાંભળ્યો ને હું તરત અહીં હાજર થયો. ફરજપાલન વખતે મને યાદ ન રહ્યું કે ગઈ કાલે જ ઇશુની વાડીમાં શેરડી ખાતાં મારી જીભ કપાઈ ગયેલી ! અમારું ઝેર અમને નડ્યું ! પણ નાગરાજાને સંદેશો મોકલજો કે તમારો અનુચર મંદોદર અહીં તમારી આજ્ઞાનું પાલન કરતો સ્વર્ગે સિધાવ્યો છે !'
‘નહીં ભાઈ ! સ્વર્ગમાં હમણાં જવું નથી. પૃથ્વીને સ્વર્ગ બનાવવા અહીં તારો ખપ છે. તારું ઝેર હું ચૂસી લઈશ !'
‘ના બહેન, હું જાણું છું. તને એ વિદ્યા આવડતી નથી. નાગકુળ સિવાય આ વિદ્યા કોઈને ગમ્ય નથી. અને નાગસુંદરી હીના હવે પ્રસૂતિની છેલ્લી પથારીએ છે. જય જય બહેન !
જે ઝેર આર્ય જુવાન ખેમરાજ ઠીક ઠીક સમય સુધી જીરવી શક્યો, એ ઝેર ખુદ નાગ ન જીરવી શક્યો. એ થોડી વારમાં ત્યાં નિર્જીવ શબ થઈને પડ્યો.
‘ચાલો, આવા પરમાર્થીની ભસ્મ પર મંદિર ચણીશું. સાચા પ્રેમના ઘંટનાદ ત્યાંથી જાગશે, હેવાન બનેલા, વેરમાં અંધ બનેલા લોકો શાંતિના સમિર ત્યાંથી પામશે.” ખેમરાજે કહ્યું. પોતે પોતાના જીવનદાતાને બચાવવા માટે કંઈ કરી ન શક્યો, તો હવે એના મૃત્યુને ઉજમાળ કરવા એણે પ્રયત્ન આદર્યા.
પ્રીત કરી તે કેવી? | 53
Page #38
--------------------------------------------------------------------------
________________
‘હરગિજ નહીં બને ! આર્યભૂમિમાં નાગમંદિર નહિ બાંધી શકાય ?' મેદનીમાંથી એક ક્ષત્રિયે આવીને કહ્યું . ‘વેરીને વહાલ કરવાની તમારી રીત તરફ અમને તિરસ્કાર છે !'
‘જે જીવનદાતા એ વેરી ? ઓહ ! નગરસંસ્કૃતિએ તમને હજી પણ જંગલનો સાદ આપ્યો છે ! ખૂનને બદલે ખૂન !ધિક્કારને બદલે ધિક્કાર ! શું વેરનો પશુધર્મ તમે આટઆટલાં વર્ષે પણ છોડ્યો નથી ?' ખેમરાજે કહ્યું.
‘કોણ પશુ ? કોનો પશુધર્મ ? ખેમરાજ ! અત્યારે તું નબળો છે એટલે હાથ ચલાવતો નથી. નહિ તો...’ હસ્તિરાજ ક્ષત્રિયે કહ્યું.
‘માઁ સંભાળજો, મહાશય ! ખેમરાજ એકલવાયો નથી. એની પડખે એના જુવાનજોધ ચાર ભાઈઓ અડીખમ ખડા છે. સમજ્યા ને હસ્તિરાજ !' ખેમરાજના ચાર ભાઈઓ આગળ તરી આવ્યા ને બોલ્યા.
‘અને હસ્તિરાજની ભેરમાં તો કોઈની હસ્તી નહીં હોય, એમ તમે માનતા હશો, કાં ?’ એક ક્ષત્રિય વીરે ટોળામાંથી પડકાર કર્યો ને એક સાથે છ જણા બહાર નીકળી આવ્યા !
થોડી વારમાં જ તલવારો ચમકી ઊઠત, પણ વૈરોટ્યા એકદમ વચ્ચે દોડી આવીને બોલી, ‘આમાં તમે શો ફાયદો કાઢશો ? દશ જણા પરસ્પર પશુની જેમ કપાઈ મરશો એ જ ને ? પછી એ દસના દીકરા-દીકરી પણ તમારા વેરધર્મને અનુસરશે અને કસાઈ પશુને સંહારે એમ એકબીજાને સંહારશે. શું એ બધાં આ રીતે મરીને સદ્ગતિએ જશે ? માટે કહું છું કે સંસારને કસાઈખાનું ન બનાવો, પ્રેમનો બાગ બનાવો !'
વૈરોટ્યાના શબ્દોમાં વીજળીની અસર પેદા થઈ હતી. જનતાએ એની વાત ઉપાડી લીધી, અને જનતાનું જોશ એવું હોય છે કે, એ જાગ્યા પછી કોઈની આડી દીવાલ ટકતી નથી !
‘નાગમંદિર બનશે, બનીને રહેશે !' ફરી ખેમરાજે હાકલ કરી. પણ આ વખતે
એને ઝીલવા ક્ષત્રિયવીર હસ્તિરાજ ત્યાં નહોતા !
‘નાગ અને આર્ય મિત્ર બનશે !' ખેમાએ કહ્યું. ખેમા-નિરાધાર ખેમા-જાજરમાન બની ગઈ હતી, અને પરોપકારી નાગના શબે એના મગજને ફેરવી નાખ્યું હતું ! એ અત્યારે કોઈનું કંઈ સાંભળવા તૈયાર નહોતી.
સહુએ નાગના શબને લીધું ને ગામને પાદર લઈ જઈને એને દેન દીધું. પણ એને દેન દીધું એ દીધું ! એની રાખને એકઠી કરવાની તાકાત કોઈની પાસે નહોતી! એક ભયંકર નાગણ ત્યાં આવીને રાખની આજુબાજુ આંટા મારવા લાગી હતી ! 54 D_પ્રેમાવતાર
અને જ્યાં એની પાસે જવું પણ દુર્લભ બન્યું ત્યાં પ્રેમમંદિર કોણ સરજે ? ગામમાં પણ ભય પેસી ગયો કે આ નાગણ બેચારને ઓછા કર્યા વગર નહિ ખસે ! વિઘ્નસંતોષી લોકોએ કહ્યું કે, પેલી પ્રેમઘેલી વૈરોટ્યાને એની પાસે મોકલો ! એ નાગણ એને છોડશે નહિ, અને આપણને ટાઢા પાણીએ ખસ જશે! લોકો વેરોટ્યાને ઘેર ખબર આપવા ગયા તો વૈરોટ્યા જ ઘેર ન મળે !
લોકોએ કટાક્ષમાં પૂછ્યું, ‘નાના નેમની ચેલી ક્યાં ગઈ ?'
‘શી ખબર ? એ તો છે સાવ દાધારીંગી બાઈ ! કહેતી ગઈ છે કે, નાગકુળમાં સુવાવડ કરવા જાઉં છું !'
‘નાગકુળમાં બીજું કોઈ સુવાવડ કરનાર નહિ હોય, તે વૈરોટ્યા જેવાં કામાળાં માણસને નાગલોકોએ તેડાં દીધાં હશે !' વૈરોટ્યાની નણંદે કટાક્ષમાં કહ્યું.
‘ભાઈ ! શી ખબર ! પણ નાગકુળ સાથે હમણાં હમણાં એને સંબંધ ઘણો થયો છે ! ઘણાંનાં ઝેર એ વાતવાતમાં ઉતારે છે ! એ કહેતી હતી કે નાગલોકોને સાચી સુવાવડનું જ્ઞાન હોતું નથી. નાગરાજ કાલીયે પોતાની પુત્રી હીનાની સુવાવડ માટે આવવાની ખાસ માગણી કરી હતી, ને વૈરોટ્યાએ એ કબૂલ રાખી હતી !' વૈરોટ્યાના સસરાએ કહ્યું.
‘સારું, સારું ! એક તરફ આર્યો મરે અને બીજી તરફ નાગો જેટલા જન્મે એટલા જીવે ! મૂર્ખ વૈરોટ્યા જાણતી નહિ હોય કે નાગસુંદરીઓ કંઈ આપણી જેમ એક-બે સંતાનને જન્મ આપતી નથી !' નણંદે રીસ કાઢી.
‘ભાઈ ! આપણે મનમાં બધું સમજીએ છીએ, પણ આપણું કંઈ ચાલતું નથી! ઢોર જેવી વહુ આ પ્રીતશાસનનું ભૂત વળગ્યા પછી સિંહણ જેવી થઈ ગઈ છે. ભારે ચતુર, ભારે સેવાભાવી ! એને તો નાગ, આર્ય કે આર્યંતર કોઈનો ભેદ નથી રહ્યો! સબ એક સમાન.' સસરાજીએ કહ્યું.
‘તે આ ઊંટડો છેવટે કઈ મેર બેસશે ?' વૈરોટ્યાની સાસુએ પતિની સામે આંખો કાઢતાં કહ્યું.
‘કંઈ સમજ નથી પડતી ! તમારી વાત સાંભળું છું ત્યારે તમારી વાત સાચી લાગે છે ! એની સાંભળીએ ત્યારે એની સાચી લાગે છે ! વહુ પણ અજબગજબની છે ભાઈ ! એને આ માર્ગે દોરનાર નેમ પણ અજબ માણસ હશે, કાં ? એક વાર નિહાળવો છે એને !' સસરાએ મનની વાત કરી. એના મનમાં હજીય વહુનો દોષ વસતો નહોતો.
‘માણસ શું, છોકરો છે !' વાત કહેવા આવનારે કહ્યું. ‘શ્યામ છે, રૂપાળો છે. ચહેરો જરા મનહર છે. આંખો મોટી કોડા જેવી છે. આખો દહાડો એ પ્રેમ પ્રેમ પ્રીત કરી તેં કેવી? – 55
Page #39
--------------------------------------------------------------------------
________________
ફૂટ્યા કરે છે ! અરે, એની વિચિત્રતાની શી વાત કરું ? એ કહે છે કે જેમ એક વસ્તુમાં અતિ દ્વેષ ખોટો, એમ અતિ રાગ પણ ખોટો ! હવે આ વાત શી રીતે મનાય? આપણા દીકરામાં અતિ રાગ શું એ દૂષણ છે ?”
*માણુ શું હાલ્યું છે ને ? જમાનો સાવ જુદો આવ્યો છે. ચાલવા દો ત્યારે જેમ ચાલે તેમ ! આપણું રોક્યું કંઈ રોકાય તેમ નથી. પણ સંદેશા એવા છે કે, ચક્રવર્તી રાજા જરાસંધ મથુરા પર ચડી આવે છે. શિશુપાલ એનો સેનાપતિ બન્યો છે. કહેવરાવ્યું છે કે ગોપબાળો ચેતે, નહિ તો ઢોરના જેવી દશા કરીશ!' પાડોશીએ પડખે ચડી વાતમાં રસ લીધો.
મોકલોને ત્યારે આ વૈરોટટ્યાને ત્યાં ? મોટી પ્રેમની વાતો કરનારી નીકળી પડી છે તે ! પહેલાં અહીં તો પ્રેમને સ્થાપી બતાવે !” સલાહકારે કહ્યું.
‘ભાઈ ! મેં એને આ જ વાત કહી. નાગ-આર્ય વચ્ચે મૈત્રી એ તો બીજું પગથિયું છે બાઈ ! આ આર્ય-આર્ય વચ્ચે તો પ્રીતિભાવ જગાડ ! એ માટે મથુરા તો જા !”
ખૂબ સરસ કહ્યું તમે ! આમ ને આમ એ ક્યાંક ભેખડે ભરાઈ જશે, ને ટાઢે પાણીએ ખસ જશે. આવી તે પ્રીત થતી હશે ?'
કૃષ્ણ કનૈયો
મથુરા અને ગોકુળ-વૃંદાવનનો શસ્યશ્યામલ પ્રદેશ દૂર દૂર સુધી પથરાયેલો હતો. શેરડીનાં ખેતરોમાં ગાયો ચરતી હતી, અને આજનાં ઘીને શરમાવે તેવાં દૂધ ઝરતી હતી.
નદીકાંઠે કદંબની ડાળે ગોપાંગનાઓ રમતી હતી, એમના નીલા કંચવા ઢીલા થઈ ગયા હતા, અને ઝૂલે ઝૂલતી યૌવનાઓની યૌવનશ્રી પ્રગટ થઈ જતી હતી. મલીર એમનાં માથેથી ખસી જતાં હતાં અને ગોરા ગોરા ગાલ પર પ્રસ્વેદનાં મોતી બાઝયાં હતાં.
- દેવાંગના ચઢે કે ગોપાંગના ? રસિક દ્રષ્ટાને સહજ પ્રશ્ન થતો ! ઝૂલે ઝૂલતાં એમની ગૌર પગની માંસલ પિંડીઓ સ્વયં શૃંગાર કાવ્ય રચતી હતી.
ગોવાળો સાથે મોરપિંછનું છોગું ઘાલી, પાતળી કમરને વળાંક આપતા, કંબુ આકારની ડોકને મત્ત મોરલાની જેમ નચાવતા ચારે તરફ ફરતા હતા. કોઈ ગીત ગાતું, કોઈ રાગ આલાપતું, કોઈ દુહા ફેંકતું.
જુવાનો જુવતીઓને દુહાના ઘા મારતા. યુવતી ગોપાંગનાના નજરના ઘા અચૂક હતા.
સરખેસરખી જોડીનાં યુવાન-યુવતીઓ ભેગાં થતાં. બધાં રાસ ખેલતાં. એક ગોપ ને બીજી ગોપી - એમ કુંડાળે વળી સૌ ધૂમતાં.
એ વખતે ન જાણે ક્યાંથી આવીને તોફાની કૃષ્ણ કનૈયો બંસરી છેડી બેસતો.
કનૈયાની મલ્લકુસ્તીના અજબ દાવથી બધાં હજી હમણાં જ જાણીતાં થયાં હતાં. મથુરામાં એણે પરાકાષ્ઠા બતાવી હતી. પણ એની બંસરીના નાદથી તો બધાં સુપરિચિત હતાં.
56 પ્રેમાવતાર
Page #40
--------------------------------------------------------------------------
________________
બંસરી તો અનેક વગાડ; આ પ્રદેશમાં વેણુ-બંસરીને લોકોને જાણે ઘેલું લાગ્યું હતું ! જેને વેણુ વગાડતાં ન આવડે, એ મૂર્ખ ગણાતો. એમ તો ઘણા શેખી મારતા ને પોતાના વેણુવાદનને અપૂર્વ લેખાવતા, પણ એ બધું કૃષ્ણ કનૈયાની બંસી ન સાંભળી હોય ત્યાં સુધી ! એની બંસરીના સૂર સાંભળીને પેલા વેણુવાદકો બિચારા શરમાઈ જતા !
એ સૂરમાં શી મોહિની હતી ? કોઈ એની વ્યાખ્યા ન કરી શકતું અને સ્ત્રીઓ પર તો ખાસ કરીને એની અજબ મોહિની વરસતી.
એક તો સૂર આવા ! એમાં કાળા કનૈયાનું રૂપ ગજબ ! એને નીરખતી અને ગોપીઓનાં હૃદય માધુર્યથી છલકાઈ જતાં, ને સંસારની બીજી વિષયભૂખ એમની શમી જતી ! એ માત્ર ઘેલી બનીને જીવતી, જે ઘેલાઈ યોગીને, પ્રેમીને ને સાધકને ઘણી મહેનત છતાં દુ:સાધ્ય હતી.
પુરુષો પણ ગોપીઓનાં ઘેલાં હૃદય જોઈ આનંદવિભોર બની જતા, અને કહેતા કે સાચો પ્રેમ તો આ ગોપીઓનો ! રે, આપણે પુરુષો ગોપીહૃદય બનીએ, એ જ આપણી સિદ્ધિ છે. પ્રેમ, પ્રેમ ને પ્રેમ ! ત્યાગ, ત્યાગને ત્યાગ ! શું શત્રુ કે શું મિત્ર! આ પ્રેમસાગરને કાંઠે ખરેખર, જીવન-સાર્થક્ય બેઠું છે !
મથુરાનું રાજ કારણ જોતજોતામાં લોકો ભૂલી ગયા : શું મલ્લ, શું હાથી, શું કેસ, એમને ચીરનારો પ્યારો કૃષ્ણ હોઈ જ ન શકે ! એ તો બધી સ્વપ્નાંની માયા !
એવી કઠોર વાતો આ પ્રેમપ્રદેશમાં યાદ કરવાની પણ મનાઈ હતી.
અને એમાં નાના નેમની નાગ-આર્ય વચ્ચેના નેહની વાતો આવી ! નાગોનો ઉપદ્રવ એક વાર તો નામશેષ બની ગયો ! ને પ્રેમમૂર્તિ વૈરોટટ્યાની પ્રીતની, નાગદમનમંત્રની અજબ અજબ વાતો બધે પ્રસરી ગઈ !
વાટે ને ઘાટે વેરાયેલા નાગો તરફથી શાંતિના સંદેશ મળતાં, લોકો વધુ નિશ્ચિત બની ગયા હતા, આઠે પ્રહર ગીત; ગાન ને વાદન ચાલુ થયાં, રસિકાઓ રસિયાઓને લઈને રાસ ખેલતી. વચ્ચે કૃષ્ણ કનૈયો ઊભો રહીને બંસી વગાડતો. એના નાના પરવાળાશા હોઠને જોનાર કદી ન માની શકે કે મથુરાપતિને જે૨ કરનાર ને ભારતવર્ષના ચક્રવર્તીને છેડનાર કૃષ્ણ આ જ હશે ! કેવળ રસમૂર્તિ કિશોર ! પ્રેમ સિવાય બીજી વાત જ ન કરે !
મથુરા તરફથી આવનારું કોઈ ક્યારેક યુદ્ધની કંઈ વિચિત્ર વાત લાવતું, તો લોકો રોળીટોળી નાખતા; ‘મૂકો એ લડાઈની લોહીતરસી વાતો ! વાર્તા કરવી હોય તો દિવ્ય રાસકુંજની ! અરે, માલતી અને માધવીના લતામંડપો તમને આમંત્રી રહ્યા છે. તુલસીની ગંધથી બહેકી રહેલા ગુરજી તમારા સ્વાગત ખડા છે !
58 પ્રેમાવતાર
‘આ સોળે કલાએ ખીલતો ચંદ્ર શું નિરર્થક છે ? - ‘આ જાઈ-જૂઈના માંડવાઓ શું વ્યર્થ છે ?
‘સૌંદર્યથી અદ્ભુત અને રસથી ભરેલાં આવાં નરનાર બીજે જોવા મળશે ખરાં?
| ‘કાલીય નાગના ઝેરથીય ભૂંડી લડાઈની વાતો લઈને અહીં શા માટે આવો છો ? કરો એને દેશનિકાલ !'
| ‘કેવી લડાઈ ? શા માટે લડાઈ ? કોની સાથે લડાઈ ? રે, આ પ્રદેશમાં પ્રેમત્રિપુટીના પાદસ્પર્શથી બધું પ્રેમમય બની ગયું છે. એકાંત આત્મસમર્પણ અહીંનો નિત્યક્રમ છે; ને નિરપેક્ષ આત્મોત્સર્ગ અહીંનું જીવન છે.'
‘જાવ જાવ રે, બહાવરા લોકો ! મારા કર્નયાની પ્રેમબંસરીના સૂર તમે સાંભળ્યા નથી, ત્યાં સુધી ભમ્યા કરો અને મન ફાવે તેમ વર્ચા કરો.
‘ભલે શાસ્ત્ર રચો ! શસ્ત્ર ઘડો ! ‘ભલે સ્મૃતિઓ રચો, છરિકાઓ ઘડો ! ‘ભલે ધર્મનીતિ રચો, યુદ્ધનીતિ ઘડો !
‘પણ જે દહાડે એ બંસરીની ધૂન સાંભળશો, એ દહાડે બધું તજી દેશો-આ કાલિંદીના ઝરામાં !'
પ્રેમ-મૂર્તિ ને શ્રદ્ધા મૂર્તિ ગોપિકાઓની આ વાણી સાંભળી ગમે તેવો શસ્ત્રસજ્જ યોદ્ધો પણ શરમિંદો થઈ જતો. એ કાલિંદીના ધરામાં શસ્ત્રોને સમાધિ આપતો ને ગોપીઓની સાથે રાસ ખેલવા લાગી જતો !
સુંદર એવો પ્રદેશ છે. સુંદરીઓ રાસ ખેલે છે ને બંસીના ગરવા નાદ ઘૂંટાઈ રહ્યા છે. રાસ ખેલવામાં નથી ભાન રહ્યું વસ્ત્રનું, નથી ભાન રહ્યું આભૂષણનું ! મનોરમ અવયવો પણ અર્ધખુલ્લાં થઈ ડોકિયાં કરી રહ્યાં છે !
હવા પણ રાસની ગતિને અનુકુળ વહે છે ! સરોવરનાં પોયણાં પણ એવી જ મીઠી સુગંધ વહાવે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ એકરૂપ થઈ ગયા છે. વાણી વિરમી ગઈ છે, ને સંસાર વીસરાઈ ગયો છે !
પણ એવામાં, સૂરજને રાહુ છાવરી લે એમ, કાંટાળી વાડ પાછળથી તાડ જેવા કેટલાય પુરુષો ધસી આવ્યા. તેઓ દોડી દોડીને સુંદરીઓને પકડવા માંડ્યા ! શાંત સૃષ્ટિ પર વીજળીનો કડાકો થાય, એવો હાહાકાર ત્યાં વ્યાપી રહ્યો.
‘પેલી ગોરી મારી !' એક શસ્ત્રધારીએ એક ગોપસુંદરીને પકડતાં કહ્યું. એના અવાજના ડરથી કદંબની ડાળે પ્રેમસમાધિ સાધી બેઠેલાં કબૂતર-કબૂતરી નિર્જીવ
કૃષ્ણ-કનૈયો n 59
Page #41
--------------------------------------------------------------------------
________________
થઈને નીચે પડ્યાં ! આ શો વ્યતિપાત !
‘ને આ કાબરચીતરી નારી મારી પ્યારી !' બીજા શસ્ત્રધારીએ એક બીજી સુંદરીને પકડતાં કહ્યું. એ બિહામણા અવાજ થી ગર્ભધારિણી ગોપાંગનાનો ગર્ભ ગળી ગયો.
‘ને આ કાળી મારી કામણગારી ' ત્રીજા એક શસ્ત્રધારીએ કહ્યું. એની આંખોના ડોળા નાગ કરતાંય ભયંકર તગતગતા હતા. | ‘લે મારા રોયા કામણગારીવાળા !"ને એક ગોપસુંદરીએ હાથની મૂઠીનો ઘા
ક્ય.
પાછળ બીજું ટોળું આવ્યું. એ સૈનિકોનું હતું. તેઓ બોલ્યા, ‘આ ગોપલોકોને અહીં ઝાડે બાંધો. મારા દીકરા બહુ ફાટયો છે.'
ગોપલોકોને પકડી પકડીને ઝાડ સાથે બાંધવા માંડ્યા, ને બંદીવાન બનેલી સુંદરીઓનાં રૂપાળાં અંગો સાથે અડપલાં કરતા શસ્ત્રધારીઓ કહેવા લાગ્યા, ‘આજ એક એકની ખબર લઈશું. જાઓ, પહેલાં થોડી જુવાન ગાયો પકડી લાવો. એમનાં મીઠાં, મધુરો માંસ પકવીએ, મદિરા છાણીએ ને પછી આ માનુનીઓને પિવડાવીએ!”
‘પણ અલ્યા, તમે છો કોણ ?' એક ગોપસુંદરીએ હિંમતથી પ્રશ્ન કર્યો. ‘આ પ્રેમની દુનિયામાં શ્રેષના દાવાનળ જેવા તમે ક્યાંથી ધસી આવ્યા ?'
‘રે સુંદરી ! તારા હૃદયસરોવર પર ખીલેલાં મોહકતાનાં કમળ લેવા, અમે ઠેઠ મગધથી અહીં આવ્યા છીએ. જાણી લો સહુ !' એક બાડી આંખવાળો ને શરીર પર બત્રીસ ઘાવાળો યોદ્ધો બોલ્યો. વધુમાં એણે કહ્યું,
‘અમે મહાન ચક્રવર્તી રાજા જરાસંધના સૈનિકો છીએ.’
‘તો તમારો રાજા બાયલો લાગે છે !' એક વૃદ્ધ ગોપાંગનાએ કહ્યું. એને કોઈનો ડર નહોતો. ખુદ મોતનો પણ નહિ !
કાં રે બૂઢી ! એમ કેમ કહે છે ?' પેલા વિરૂપાક્ષે ક્રોધમાં કહ્યું. ‘બાયલો નહિ તો બીજું શું ! એ વગર કોઈ રાજાના સૈનિક કોઈ સ્ત્રી પર હાથ ઉઠાવે ખરો ? અમારા કૃષ્ણ કનૈયાએ મથુરાના રાજાને માર્યો પણ મથુરાની સ્ત્રીઓ, એને મા-બેન સમાન !' ગોપાંગનાએ કહ્યું.
વિરૂપાક્ષને પણ એ બૂઢી સાથે રકઝક કરવી પસંદ નહોતી. એ તો જુવાન ગાયોને અને જુવાન ગોપીઓને નજરથી વીંધી રહ્યો. ઘણા દિવસના પ્રવાસનો એને થાક હતો, ભૂખ હતી, કંઈક આમોદ-પ્રમોદની આવશ્યકતા હતી. આ રૂપપ્રેમભરી ગોપાંગનાઓ એ માટે અનુકૂળ હતી !
સૈનિક એક ગોપીની છેડતી કરવા ગયો ને એણે ચીસ પાડી. સૈનિકને એ ચીસે ઉત્સાહી ર્યો. તરુણીની ચીસ તો કામીના મનને બહલાવે. એણે ગોપીને ફરીથી પોતાની વધુ નજીક ખેંચી.
ગોપીએ બૂમ પાડી, ‘કૃષ્ણ ! બલ ! દોડો, દોડો !'
કૃષ્ણ ? બલ ?” પેલો સૈનિક સામે હસ્યો. બોલ્યો, ‘રે, કૃષ્ણ ગયો ને બલ પણ ગયો સમજ ! બાંધીને બંનેને મગધમાં લઈ જઈશું ને શૂળીએ ચડાવીશું.”
ગોપીએ ફરી કહ્યું, ‘મેર મૂઆ ! એને શૂળી ચઢાવનાર તમે કોણ છો ? અરે, એ તમને જીવતા નહિ મૂકે. રે કૃષ્ણ ! રે બલ ! ધાજો !'
ને કદંબની ઘેરી ઘટાઓમાંથી પ્રતિઘોષ આવ્યો, વેણુનો સૂર આવ્યો ને એ સૂરની રાહે -
ગાયોનું એક ઉન્મત્ત ધણ દોડતું આવતું દેખાયું. ગાયોની ચઢેલી ગોરજની પાછળ આંગળી પર ચક્ર ફેરવતો કૃષ્ણ દેખાયો !
સૈનિકો સાવધ થઈ ગયો, તેઓએ શસ્ત્ર સંભાળ્યાં ; પણ શસ્ત્રો સંભાળી લે એ પહેલાં ગાયો એમને આંબી ગઈ. ભૂરાંટી થયેલી ગાયોએ એમને શિંગડે ચડાવ્યા, ને પાછળ કૃષ્ણનું આંગલી પરથી ચક્કર ચક્કર થઈને ફેંકાતું ને પાછું આંગળીએ જઈને ચકર ચકર ફરતું ચક્ર આવ્યું.
ચક્ર અડ્યું ને ડફ ડોકું ને ધડ જુદાં !
ધનુષ-બાણ સાબદાં કર્યાં. કૃપાણ તૈયાર કર્યો, પણ ચક્કરની ગતિ ગજ બની હતી ! વચમાં જે કોઈ આવ્યું તે સાફ !
સૈનિકો ગોવાળના આ છોકરાની તાકાત જોઈ રહ્યા ! મલ્લ કુસ્તીમાં તો એની ખ્યાતિ સાંભળી હતી પણ આ ચક્ર-ખેલમાં તો એ ગજબ લાગ્યો ! કેટલા બધા વજનનું ધાતુનું ચક્ર એ આંગળીના ટેરવા પર કેવી સહેલાઈથી ને સિફતથી રમાડે છે - જાણે કોઈ સ્ત્રીનું સુવર્ણકંકણ ન હોય !
ને એ ચક્રના આરા પણ કેવા ધારદાર છે ! ગળા ઉપર જરાક એવું કે આરપાર !
સૈનિકો તો બિચારા મિજબાની માણવાનો વિચાર માંડી વાળી પાછા ફરવાનો વિચાર કરવા લાગ્યા, ત્યાં તો પાછળથી કોઈનો અવાજ આવ્યો.
બંદીવાન ગોપીઓનો એ અવાજ હતો. એમણે બૂમ પાડી : ‘રે બલ આવ્યો!”
ને એક ખેડૂત જેવો જુવાનડો હાથમાં હળ લઈને દોડતો ધસી આવ્યો. એની પાછળ પાર વગરના બળદ ને ગોપ હતા.
કૃપા-કનૈયો B 61
60 g પ્રેમાવતાર
Page #42
--------------------------------------------------------------------------
________________
બળે તો હળ ઉપાડીને ઘુમાવવા માંડ્યું ! સૈનિકો એની ફેરવવાની ખૂબી પર વારી ગયા. બાપડા તોબા પોકારતા જાય ભાગ્યા ! પણ પાછળથી સૈનિકોની ટુકડી મદદે આવી પહોંચતાં બધા પાછા વળીને ઊભા રહી ગયા. હવે સાચો યુદ્ધનો મોરચો ગોઠવાઈ ગયો.
ગોપીઓને શ્રીકૃષ્ણ બંધનમાંથી મુક્ત કરી હતી, ને ગોપલોકો પણ હવે છૂટ્યા હતા. કેટલાક ગામ તરફ ખબર આપવા દોડી ગયા હતા. એમણે બધાં વ્રજ ને ગોકુળ જાગતાં કરી દીધાં હતાં.
ખીલેથી ગાયો છૂટે એમ નેસમાંથી ગોપ અને ગોપીઓ છૂટ્યાં હતાં. જે હાથમાં આવ્યું તે લઈને તેનો દોડી રહ્યાં ! મથુરાનો વિજય કરનાર એમની ઘી-દૂધ પીને તાજી થયેલી ડાંગો તો સાથે હતી જ !
ખરેખર યુદ્ધ રચાઈ ગયું.
જે પ્રદેશ પર ઘડી પહેલાં પ્રેમભરી બંસરીઓ બાજી રહી હતી, એ પ્રદેશ પર કાળદેવતાની ખંજરી બજી રહી,
મગધના સૈનિકો યુદ્ધ કળા માટે વિખ્યાત હતો. તેઓ આખું ભારત ખૂંદીને પોતાના નામની આણ વર્તાવી આવ્યા હતા; પણ આજે આ અબૂઝ ગોપો સાથેની લડાઈમાં તેઓ નાસીપાસ થઈ ગયા !
ચક્ર અને હળ - આ બે શસ્ત્રોથી તેઓ તોબા પોકારી રહ્યા ! ને મથુરાવિજયી ડાંગોના પ્રહારે તો એમના પગ જ ઉખેડી નાખ્યા ! બધા નાઠો. ગામલોકોનો વિજય થયો.
ગુલાબના છોડ પર ગુલ ખીલે છે, ત્યારે કાંટાની હસ્તીને કોઈ જોતું નથી. ફક્ત ગુલાબની જ મોજ માણે છે !
યાદવોનું અને ગામલોકોનું માનસ જુદું હતું. મથુરાની ગાદી પર કંસ હોય કે ઉગ્રસેન હોય, પ્રજાને એની સાથે ઝાઝી નિસબત નહોતી. એને નિસબત હતી સુરાજ્ય સાથે, અને એ સુરાજ્ય સ્થપાયું હતું ! સહુ શાંતિમાં હતા, ગઈ ગુજરી કદી યાદ પણ ન કરતા.
ગોપલોકોના આનંદનો પાર નહોતો. એક મહાસમર્થ રાજવીને હરાવ્યાનો એમને ગર્વ હતો; અને એથીય વધુ ગર્વ ગોપરાણીઓને હતો. કૃષ્ણ કનૈયો એમનો પ્યારો હતો, એમણે પોતાના મોંઘાં દૂધ, દહીં ને માખણ એને ખવરાવ્યાં હતાં અને મથુરા જઈને એણે ખાધાં પ્રમાણ કર્યાં હતાં.
સહુ માનતા કે કૃષ્ણ નંદરાણી યશોદાના દીકરા છે, છતાં એની પાછળ અનેક કિંવદન્તીઓ ચાલતી હતી.
62 1 પ્રેમાવતાર
નંદરાણી યશોદા કોઈ વાર કામમાં હોય કે ઉતાવળિયો કૃષ્ણ ભૂખ્યો થઈને રોતો, ત્યારે ઘણી ગોપરાણીઓએ એને છાતીએ લઈ દુગ્ધપાન કરાવ્યું હતું. આજે એ દૂધ પ્રમાણ કર્યાનું એ અભિમાન લઈ રહી હતી ! એમનાં અંતર કૃષ્ણમય થઈ ગયાં હતાં !
સહુ નિશ્ચિંત મને સૂતાં, રમતાં. ખેલતાં, હવે એમની ગાયો ને પશુઓ દૂર દૂર સુધી ચરવા જઈ શકતાં. એમને કોઈ રોકી ન શકતું.
એમાં મથુરાના બનાવ પછી વાતનો ભેદ ખૂલ્યો કે કૃષ્ણ ને બલરામ ક્ષત્રિયપુત્રો છે ને રાજા સમુદ્રવિજયના પુત્ર તેમના ભાઈઓ થાય છે !
આ સમાચાર કેટલાક ગોપોને ન ગમ્યા ! એમને એ કલ્પના સતાવી રહી કે કૃષ્ણ ક્ષત્રિય છે ને અમે ગોપ છીએ ! ક્ષત્રિય અને ગોપને કશો સંબંધ નહિ! બંને જુદાં જુદાં !
જો કે મથુરાના દરબારમાં આ વાત પ્રગટ થઈ હતી એટલું જ; પણ પછી તો કૃષ્ણ પાછા ગોપની જેમ જ રહેતા હતા. પણ આજે જરાસંધના સૈન્ય સામે એણે પાછું જે પરાક્રમ કરી દેખાડ્યું, એથી વિજયના ગર્વ સાથે જરાક શોક પણ છવાયો! કુષણ ખરેખર ક્ષત્રિયપુત્ર છે ? નેતૃત્વ તો ક્ષત્રિયનું જ ! એ હોય ત્યારે ગોપલોકો ક્ષત્રિય થઈ જાય છે, નહિ તો ગોપ જ રહે છે !
ક્ષત્રિયપુત્ર હોવાનો શોક એટલા માટે થયો કે જો ક્ષત્રિય હશે તો એક દહાડો ગોપલોકોને છોડીને સમરાંગણે જ શે, રાજ શેતરંજ માં પડશે, રાજપાટના ભાવા થશે ને સાદો ગોપ મટી એ મહામહિમ ક્ષત્રિય થશે !
એમાં રાજપુતર હશે તો પછી રાજા થશે. રાજા થશે એટલે ભારેખમ થશે. એને નદીની રેતીમાં રમવું, ગાય ને બળદ સાથે ઘૂમવું ગોપાંગનાઓને રાસ ખેલતી કરવી બધું થોડું ગમે ! એ મહેલમાં રહે, ઓછું બોલે, લડાઈ લડે, રાતે જાગે, દહાડે ઊંઘે !
ગોપલોકો મનમાં ને મનમાં આ વિચારોથી અડધા થઈ જતા.
કૃષ્ણ વિજય મેળવીને બધા ગોપલોકોને એકઠા ક્ય ને કહ્યું, ‘ભાઈઓ, યુદ્ધનો સૂત્રપાત થઈ ચૂક્યો છે.'
કેવી રીતે ?' ગોપલોકોએ પ્રશ્ન કર્યો.
‘આ સૈન્યને આપણે હરાવ્યું. ક્ષત્રિય કદી હાર ન ખમે. બીજું સૈન્ય આવશે. એને હરાવીશું તો ત્રીજું આવશે. ત્રીજા પછી ચોથું અને છેવટે રાજા જરાસંધ પોતે આવશે. માટે હવે સાવચેત રહેવાની જરૂર છે !' “શું હવે રાસ નહિ ખેલાય ?” એક ગોપીએ પ્રશ્ન કર્યો.
કૃષ્ણ-કનૈયો D 63
Page #43
--------------------------------------------------------------------------
________________
શું હવે વેણુના સૂર નહિ સંભળાય ?” બીજી ગોપીએ પૂછયું.
ના, હવે અહીં યુદ્ધ ખેલાશે. આ નવાણો લોહીથી ભરાશે. આ ભૂમિ આખી માનવશબોની સ્મશાનભૂમિ બની જશે.’ બલરામે કહ્યું. એમણે આજ અદ્ભુત પરાક્રમ દાખવ્યું હતું.
‘રે ! તો પછી અમને જીવવું નહિ ગમે !'
‘ગમે કે ન ગમે.” શ્રીકૃષ્ણ વચ્ચેથી વાત ઉપાડી લીધી; “જે કર્તવ્ય સામે આવીને ખડું હોય, એને પરિણામની ચિંતા વગર બજાવવું જોઈએ. આપણે હવે યુદ્ધ કાળમાં જીવીએ છીએ. સહુ એને અનુરૂપ તૈયારીઓ કરવા માંડો !'
શ્રીકૃષ્ણના શબ્દોથી બધાં ઉત્તેજિત થયાં ને ભાવિ યુદ્ધના વિચારમાં ગૂંથાયાં!
મને વચન આપો !.
યુદ્ધ !યુદ્ધ અને યુદ્ધ ! આખા પ્રદેશમાં આ શબ્દનો પ્રસાર થઈ રહ્યો. ‘તૈયાર થાઓ યુદ્ધ માટે !' ઠેર ઠેર આ હાકલ ગાજી રહી !
વલોણાં વલોવતી ગોપીઓ નેતરાં અડધે છાંડી વારંવાર બહાર નીકળી પ્રશ્ન કરતી : ‘તો શું હવે રાસ નહિ રમાય ?'
યોદ્ધાઓ હસીને કહેતા, ‘હવે તો તલવારની તાળીઓ લેવાશે.”
ગોપી પોતાનો પતિ, જે યોદ્ધાના વેશમાં હતો, તેને જરાક ગુસ્સે થઈને કહેતી, ‘હસો છો શું ? આ કંઈ હસવાની વેળા છે ?'
યોદ્ધા હસીને સામે પૂછતો, ‘તો શું રડવાની વેળા છે ? અરે ! આજ તો દરેકે પોતાનું કર્તવ્ય બજાવવાનું છે !'
ગોપી બોલી, ‘ કર્તવ્ય તે કેવું ? આ ગાયો કપાઈ જશે, આ હરિયાળાં ગૌચરો વેરાન થઈ જશે, આ ઘર ને વસ્તી બધું ભસ્મીભૂત થઈ જશે, અને કર્તવ્ય બજાવ્યાના બદલામાં તમને મળશે શું ?”
યોદ્ધો હસીને બોલ્યો, ‘ગાંડી ! કર્તવ્ય એ કર્તવ્ય ! એના ફળનો વિચાર નહિ કરવાનો.”
‘ફળનો વિચાર કર્યા વગર કોઈ આંબો વાવે ખરી, ગાંડા ?” આ પ્રદેશમાં ગોપ કરતાં ગોપી ડાહ્યી લેખાતી.
અરે ગાંડી ! તેં આ દીકરાઓને જન્મ આપ્યો ત્યારે વિચાર કર્યો હતો કે એ મને પાળે તો જન્મ આપું અને ન પાળે તો ન આપું ? પૂછી જોયું હતું તારા ગર્ભને? પ્રતિજ્ઞા લેવરાવી હતી પુત્ર પાસે ? ના, ના ! કર્તવ્ય એ કર્તવ્ય સમજવાનું !'
‘રે ! તલવાર તાણતો તાણતો ક્યારનો વળી તત્ત્વજ્ઞાન છાંટતો થઈ ગયો તું!
64 પ્રેમાવતાર
Page #44
--------------------------------------------------------------------------
________________
તનેય પેલા કનૈયાનો ચેપ લાગ્યો લાગે છે. કેવો પ્યારો ! કેવો મીઠો !' ગોપી કોઈ પ્રેમની સૃષ્ટિમાં સરી પડતી લાગી.
‘રે ગાંડી ! એણે જ કહ્યું છે કે યુદ્ધ આવી રહ્યું છે, ભયંકર યુદ્ધ આવી રહ્યું છે. હવે તમામ લોકોને યુદ્ધકાળમાં જીવવાનું છે !'
‘તો શું કનૈયો હવે બંસી નહિ છેડે ને તલવાર લઈ લડવા નીકળશે ?' ગોપીએ આશ્ચર્યથી પ્રશ્ન કર્યો.
કનૈયાની વાત કાં કરે, રે સખી ! બલરામ પણ ખેતીના પ્રયોગો ગોપ- લોકોને શીખવવાના છોડી, હળનું હથિયાર કરી મેદાને સંચર્યા છે !’
તો શું હવે જરાસંધના જોદ્ધાઓનાં માથાં કાપીને વાડીઓમાં વાવશે ?' ગોપી ચિડાઈને બોલી. એને યુદ્ધની વાત ગમતી નહોતી.
*કરતી હોય એ કર ! એવાં પાપીઓનાં માથાં વાવીએ તો આ ધરતી ધાન ન દે, આ નવાણ નીર ન દે, આ કામદૂધા દૂધ ન દે ! માથાં તો કર્તવ્યની વેદી પર વધેરીને આપણે આપણાં પોતાનાં વાવવાનાં !'
‘ગાયો ભેગા રહીને ગાય જેવા થઈ ગયેલા તમે ગોપલોકો લડી શકશો ખરા?' ગોપીએ પ્રશ્ન કર્યો.
‘નહિ તો તમે લડશો ?
‘જરૂર, કૃષ્ણ કનૈયો આગળ રહે એટલે અમે એની પાછળ જ ઊભાં છીએ.' ગોપીની જીભ પરથી કૃષ્ણનું નામ સુકાતું નહોતું.
‘રાસ લેવા ઊભા રહેશો, કાં ? તાળીઓના તાલે દુશ્મનને ભગાવશો, કાં રે સખી ! અચકો મચકો કારેલી' જોદ્ધાએ મશ્કરી કરીને ગોપીના ચાળા પાડ્યા.
‘રાજા સમુદ્રવિજય આવ્યા છે ?' ગોપીએ ગંભીરતાથી પ્રશ્ન કર્યો. ‘હા, આ બધામાં વૃદ્ધ અને વડીલ તો એ છે, એમની સલાહને કોઈ અવગણતું
નથી.'
‘અને પેલો નાનો નેમ પ્રેમયુદ્ધની વાતો કરનારો ?'
‘એ પણ છે. કર્તવ્યની વેળાએ ખસવાનું યાદવો જાણતા નથી !'
‘રે ! લડાઈ થશે, માણસ મરશે, ઢોર કપાશે, ધરતી રગદોળાશે, ન જાણે શું શું થશે ?' આમ બોલી ગોપી આંગણાના થાંભલાને અઢેલીને ઊભી રહી ગઈ. એનું ચિંતાભર્યું મુખ ખૂબ રૂપાળું લાગ્યું. યોદ્ધાથી એને અડપલું થઈ ગયું.
ગોપી ચિડાઈ ઊઠી, ‘હજી પણ સ્ત્રીના અંગસ્પર્શ વગર તો ચાલતું નથી, ને સમરાંગણમાં જવાની શેખી મારો છો ! ત્યાં જઈને શું લડશો, કપાળ ? એના કરતાં 66 E પ્રેમાવતાર
તો ઘેર બેસો ઘેર !'
‘અરે ગાંડી ! લડાઈ તે શું શોખની વસ્તુ છે ? આ તો આપદ્ધર્મ છે આપદ્ધર્મ ! બાકી આપણું ખરું કામ તો ગાયો ચારવી ને ગીત ગાવાં એ જ છે.' યોદ્ધાએ પોતાનું અંતઃકરણ સ્પષ્ટ કર્યું.
‘પણ જો, મારામાં મન ન રાખીશ. અને જો મનને મનાવી ન શકે, તો તમે રહો ઘેર, અમે જઈશું લડવા !' ગોપી પ્રીતમને તાવી રહી.
‘અરે મારી ગાંડીઘેલી ગોપી ! તારામાં મન રાખીશ ને છતાં લડાઈ એવી લડીશ, કે વાત ને પૂછ !'
યોદ્ધો ફરી અડપલું કરવા જતો હતો; ત્યાં મોટા અવાજે બૂંગિયો વાગતો સંભળાયો. આજ સુધી આ બૂંગિયો રાસ રમવા કાજે લોકોને ચોકમાં એકત્ર કરવા માટે વપરાતો. બૂંગિયો શેરીએ શેરીએ વાગતો નીકળ્યો. એની પાછળ કેટલાય ગોપ યોદ્ધાઓ હાથમાં જે સાધન મળ્યું તે લઈને ચાલતા હતા, ને અનેક પ્રકારનાં વાક્યો ઉચ્ચારતા હતા.
યોદ્ધો સ્ત્રી તરફ આગળ વધતો અટકી ગયો, ને ગોપાંગનાની દેહ પર મીઠી નજર ફેરવતો બોલ્યો, ‘જો રૂડી ! આ ભવે મને યુદ્ધમાં કંઈ થાય તો આવતે ભવે પણ હું ! બીજો કોઈ નહિ !'
‘હવે ગાંડા જા ને ! આખી દુનિયા ફરી વળે તોય તારા જેવો ગાંડો મુજ જેવી ગાંડીને ક્યાં મળવાનો હતો ? એક ભવે નહિ, સાત સાત ભવેય તું !' ગોપાંગનાએ દર્દભરી રીતે યોદ્ધાને વિદાય આપી.
યોદ્ધો ચોક તરફ ધસ્યો. આ ચોકમાં ગાય અને બળદની દર વર્ષે પ્રતિસ્પર્ધા થતી; ને જૂના વખતમાં ઇંદ્રમહોત્સવ ઊજવાતો. આજ ગોપયોદ્ધાઓ પોતાની પ્રતિસ્પર્ધા રચી રહ્યા. સહુ એકએકથી ઉત્કટ દેખાવાનો પ્રયત્ન કરતા હતા.
આ ગોપસેનાની આજની આગેવાની બલરામ લેવાના હતા. આમ તો એકાંતપ્રિય બલરામ બહુ બાહ્ય પ્રવૃત્તિઓમાં ભાગ ન લેતા, એ બધું પોતાના નાના ભાઈ કૃષ્ણ માટે રાખતા, પણ આજ શાંત બેસી રહેવાય એમ નહોતું ! મથુરા, ગોકુળ ને વૃંદાવન માથે, તમામ યાદવ ને ગોપલોકો માથે મોટો ભય ખડો થયો હતો, જીવન-મરણનો જંગ આવ્યો હતો.
જરાસંધનો ક્રોધ જબરો હતો, અને એની ભેરમાં કોઈ ભયથી ને કોઈ પ્રીતથી, એમ ભારતવર્ષના અનેક રાજાઓ હતા. એ યાદવમાત્રનો દુશ્મન થઈને આવતો હતો. છતાં એના સામના માટે મથુરાના યાદવો પર હાલ તરત પૂરતો ભરોસો રાખવો શક્ય નહોતો. ગોપસેનાના બળ પર જ અત્યારે વિશ્વાસ રાખી શકાય તેમ હતું !
મને વચન આપો ! E 67
Page #45
--------------------------------------------------------------------------
________________
આ ગોપસેનાના આગેવાન સ્વયં શ્રીકૃષ્ણ હતા, પણ એની બુદ્ધિને બીજી વ્યુહરચનાઓ માટે રાખી બલરામ મેદાને પડ્યા હતા.
બલરામજીની પ્રચંડકાય મૂર્તિ અત્યારે જોવા જેવી હતી; આખા દેહ પર અસ્ત્રો સજેલાં હતાં; પણ સહુથી વિશેષ તો એમણે પોતાનું પ્રિય હળ પણ શસ્ત્ર તરીકે સાથે લીધું હતું !
શ્રીકૃષ્ણ ને બલરામ - બંને જાણીતા મલ હતા. શ્રીકૃષ્ણની નાનકડી ગદાથી તો ભલભલા ધૃજતા; પણ આટલા મોટા હળને લઈને સંગ્રામમાં લડતા બલરામને જોવા એ પણ છાતીના બળુકાનું કામ હતું.
સો સો ફણાએ શેષનાગ ફૂંફાડતો હોય એવું રૂપ બલરામનું હતું ! તેઓ આજ જરાસંધની સામે પોતાની સેના દોરવાના હતા,
જરાસંધ માટે અનેક કિંવદંતીઓ કહેવાતી - એના બળ વિશે, એની કૂરતા વિશે, એના અમૃત્યુ વિશે ! ભલભલા જરાસંધને હણવા આવ્યા હતા અને પોતે હણાઈ ગયા હતા !
‘જરાસંધ તો શું પશુ છે !' બલરામે કહ્યું, એ ઓછું બોલવામાં માનનારા હતા.
પશુ ક્યાંય થવા છે ? અમે તો એને પશુથી પણ હલકો માનીએ છીએ!” ગોપયોદ્ધાઓએ કહ્યું. આ જવાબમાં તેઓનો પશુપ્રેમ વ્યક્ત થતો હતો. ‘એ પશુ નથી, પિશાચ છે, પિશાચ ! જે બહેન અને ભાણેજિયાને સંતાપે છે, ગાયને અને વાછરડાને હણે છે, એને પશુ પણ કોણ કહે ?'
‘એ પિશાચને એની બોડમાં પેસીને આજે પકડી પાડવાનો છે !' બલરામે ભાવિ કાર્યવાહી સૂચવી દીધી. - “ખેતરની ગમે તેવી વાડ વીંધીને અમે ગાયને પ્રવેશ અપાવી શકીએ છીએ, તો આમાં કોઈ મોટી વાત નથી !'
“એ જરાસંધે છળ્યાસી રાજાઓને કેદ કર્યા છે, આપણે એ રાજાઓને છોડાવવા
‘એમ નથી, બલરામ ! અમારી એ ગાયો યોદ્ધા જેવી છે, એવી મારકણી છે ને એવી નિર્ભય છે કે ન પૂછો વાત ! એક વાર જરા લલકારશો કે જુલમી જરાસંધની સેનાને આ પારથી પેલે પાર ફેંદી નાખશે.'
‘ભલે.' બલરામે પ્રતિકાર ન કર્યો.
‘અમારા સાંઢ અમારી સાથે રહેશે, એ નિર્ભયશંકરો ભયને તો જાણતા જ નથી!” કેટલાક ગોપયોદ્ધાઓએ કહ્યું.
બલરામ કંઈ ન બોલ્યા. એ આ સમાજ માં જ ઊછર્યા હતા. અહીંના લોકોના રાગદ્વેષ તેઓ જાણતા હતા, માણસ કરતાં પશુઓ ઉપર તેઓને વધુ ભરોસો હતો.
થોડી વારમાં શંખ ફૂંકાયા. બલરામે પોતાનો રથ હાંક્યો . પાછળથી ગાડાં ઊપડ્યાં.
એની પાછળ પદાતિ ઊપડ્યા. ગાય અને સાંઢ સાથે હોવાથી ગોપયોદ્ધાઓએ વાટ કાપવામાં કંટાળો નહોતો.
એક કેડો મથુરાથી આગળ મગધ તરફ જતો હતો. આ સેના ત્યાં પહોંચી ત્યારે ખબર મળી કે રાજા સમુદ્રવિજય પોતાના સુપ્રસિદ્ધ યાદવસૈન્ય સાથે મોરચા પર પહોંચી ગયા છે, ને શ્રીકૃષ્ણ પણ રાજા ઉગ્રસેનને લઈને પ્રતિકાર માટે ઊપડી ગયા છે ! અને આખી મથુરા અત્યારે યોદ્ધાઓ વગરની છે.
બલરામ થોડી વાર મથુરામાં રોકાયા અને સાંજ પડતાં પોતાની સેનાને આગળ દડમજલ માટે ઉપાડી.
રાતના અંધકારમાં એ ગોપસના આગેકદમ કરી રહી ! કેડો નહોતો, વાટ નહોતી; પણ આ વટેમાર્ગુઓને લેશ પણ મૂંઝવણ નહોતી ! એ તો ગમે ત્યાં પોતાનો મારગ કર્યે જતી હતી.
આખી રાત સેનાએ કૂચ કર્યા કરી !
હવે રથ કે ગાડાં આગળ જઈ શકે તેમ નહોતું. નાના નાના ટેકરાઓ વીંધવાના આવ્યા હતા, નાની નાની નદીઓ ઊતરવાની આવતી હતી, સૌ પગપાળા ઊપડ્યા !
સૈનિકો સહુ ચૂપ હતા, એથીય ચૂપ હતાં ગાય અને સાંઢ, તેઓ જાણે પોતાના પાલકની ઇચ્છાને સમજી ગયાં હતાં !
અલબત્ત ! મથુરામાંથી ભળેલા થોડાક વીર યાદવો આમાં કોચવાતા હતા. એ કહેતા હતા કે લડવાની રીત આ ગોવાળિયા ક્યાંથી જાણે ? બલરામને પણ યુદ્ધોનો
મને વચન આપો ! [ 69,
‘જરૂર અને એ છવાસી રાજાઓનું રાજ કૃષ્ણને આપીશું.’
‘બહુ આગળની વાતો વીરપુરુષો કરતા નથી. આજનો દિવસ રળિયામણો કરો. તો આવતીકાલ જરૂર રૂડી જ ઊગશે !' બલરામે શિખામણ આપતાં કહ્યું.
અમે અમારી ગાયો સાથે લઈશું.’ કેટલાક ગોપોએ કહ્યું.
શું દૂધ પીવા ? લડાઈમાં તો નાનપણમાં માતાનું દૂધ ધાવ્યા હોઈએ એ જ કામ આવે.’ બલરામે જરાક ટકોર કરી.
68 D પ્રેમાવતાર
Page #46
--------------------------------------------------------------------------
________________
ક્યો અનુભવ ? આ ગામડિયા રીતથી કંઈ જરાસંધનો પરાભવ ન કરી શકે ! જરાસંધ સામે બાટકવું એ કંઈ જેવા તેવાના ખેલ નથી !
પણ બલરામનો ગુસ્સો ને સિક્કો એવો હતો કે કોઈનું કંઈ ન ચાલતું, કોઈથી કંઈ ન બોલાતું ! સહુ મૂંગા મૂંગા તેઓને અનુસરી રહ્યા; અનુસરવામાં જ શ્રેય સમજી રહ્યા.
વાટ આગળ વસમી આવી હતી, ને માંડ માંડ આગળ વધાતું હતું. સમી સાંજથી ચાલતા બધા થાક્યા હતા, અને હવે વિસામો ઇચ્છતા હતા !
| બલરામે એક ટેકરીના ઢોળાવમાં બધાને વિસામો લેવાની આજ્ઞા કરી અને પ્રાતઃકર્મ કર્યા પછી આગળ વધવાની જાહેરાત કરી.
પણ ન જાણે કેમ, બલરામ અને બીજા પાંચ-સાત જણા ક્યાંના ક્યાં ચાલ્યા ગયો, ને બધા તેમની રાહમાં બેસી રહ્યા,
આ વખતે પેલા મથુરાના યુદ્ધ કલાકુશળ યોદ્ધાઓ ટીકા કર્યા કરતા ને બોલતા હતા : ‘નવી નવાઈની રીતે આ લડાઈ લડાવાની લાગે છે ! આમ ને આમ બધા ભૂખે મરી જઈશું.’
આવી આવી વાતો ચાલતી હતી ત્યાં કોઈના નૂપુરનો ઝંકાર સંભળાયો! થોડીવારમાં ચાર-પાંચ કાળા યોદ્ધાઓની આગળ એક ગોરી ગોરી સ્ત્રી આવતી દેખાઈ !
રે ! આવી જગ્યામાં આ ખાર્ય નારી ક્યાંથી ? અને આ કાળા નાગ પાછળ ક્યાંથી ? પૂર્વ-પશ્ચિમનો મેળ કેવી રીતે મળ્યો ? બધા આશ્ચર્યમાં જોઈ રહ્યા.
થોડી વારમાં તો પેલી આર્ય નારી નજીક આવી ગઈ. કાળા માણસોનાં મુખ પર થોડી વાર ભયનો તો થોડી વાર પ્રીતનો ભાવ ઊભરાતો હતો.
ભય એટલા માટે કે આ બધા આર્યો હતા; અને પોતે નાગ હતા. આર્યો અને નાગો વચ્ચે ભયંકર વિદ્વેષ હતો. પ્રીત એટલા માટે કે આર્યકુલની વૈરોચ્યા એમનું પ્રીતિભાજન હતી ને એ આર્ય-નાગ ઐક્યની વાતો કરતી હતી !
પેલી ગોરી સ્ત્રી આ ગોપસેનાની નજીક પહોંચી અને બધાએ ઓળખી લીધી, બૂમ પાડી, ‘વૈરોટટ્યા બહેન !'
| ‘તમારી બહેન, તમે મારા ભાઈ, રે ! સંસાર આખો સ્નેહના તાંતણાથી બંધાઈ જાય તો કેવું સારું ! એકબીજાં એકબીજાંનાં સગાં થઈ જાય તો ?”
| ‘વૈરોટ્યા ! તારી ફિલસૂફી પછી હાંકજે ! ભૂખ્યા છીએ. કંઈક ખાવા જોઈએ! ને આ બાઘડા સાથે કાં આસ્થા છે ?'
‘એ મારા નાગભાઈ છે !' ‘નાગ તારા ભાઈ તો પછી આર્ય તારા શું ?” ‘એ પણ મારા ભાઈ ! એક વાત પૂછું ? બધા શા માટે નીકળ્યા છો ?” ‘લડવા માટે.’ જવાબ મળ્યો. ‘કોની સાથે ?' ‘જરાસંધ સાથે.” ‘તો શું આ ભૂમિ લોહિયાળ થશે ?' ‘જરૂર.'
પોતે મરીને અને બીજાને મારીને એક વાર ભૂમિને ગોઝારી કરશો, પછી ક્યાં રહેશો ?”
‘રે ગાંડી વૈરોટટ્યા ! અહીં જ રહીશું અને રાજ કરશું. પણ એ બધી વાત પછી, પહેલાં કંઈ ખાવાનું આપ !'
વૈરોટટ્યાએ પેલા નાગ જુવાનોને કંઈક કહ્યું. નાગ જુવાનો વૈરોટટ્યાની વાત સાંભળી જરા પણ રોકાયા સિવાય એકદમ ઊપડી ગયા. થોડી વારમાં ટેકરીઓ પાછળ અદૃશ્ય થઈ ગયા.
‘આ ગયેલા બાઘડા પાછા આવશે ખરા ?” કેટલાક ગપોએ પૂછવું. ‘શા માટે નહિ આવે ?' ‘અમને જોઈને ડરી ગયા હોય તેથી !'
‘પોતાના પ્રદેશમાં પારકાનો ડર કેવો ? આ તો નાગોનો પ્રદેશ છે. રાતે જ તેઓને તમારા આગમનની જાણ થઈ હતી. તેઓએ માન્યું કે તમે તેની સાથે લડવા આવો છો, પણ મેં કહ્યું કે એમ નથી, શાંત થાઓ !'
“ઓહોહો ! આ ઝેરી નાગો ઉપર તારું આટલું બધું ચલણ ?'
‘હા, તેઓને સાચો પ્રેમ કરું છું. પ્રેમના શાસનમાં તો કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી ! તમે મારા તેમને સાંભળ્યો લાગતો નથી !' વૈરોટટ્યા ખીલી નીકળી.
| ‘વળી પાછી ગાડી આડા ચીલે ચાલી ગઈ ! રે ઘેલી વૈરોટ્યા ! તારે અને નાગને શો સંબંધ ?’
સંબંધ તો કંઈ નહિ ! પ્રેમસગાઈ ! એક વાર હું નાગરાજની દીકરીની સુવાવડ કરવા ગઈ હતી !” ‘સુવાવડ કરવા તું ગઈ ? એને બીજું કોઈ ન મળ્યું ?”
મને વચન આપો ! ] 71
To પ્રેમાવતાર
Page #47
--------------------------------------------------------------------------
________________
કોણ મળે ? સુવાવડમાં તો માના પ્રેમની જ રૂર, નાગસ્ત્રીઓ પણ સુવાવડ તો કરે, પણ એમને સુવાવડના સિદ્ધાંતોનો ખ્યાલ નહિ, સુવાવડી નાગસ્ત્રીની ભારે કફોડી હાલત થઈ જાય ! પોતાનાં બચ્ચાંને ખાવા જેવો પ્રસંગ ઊભો થાય ! સુવાવડ
તો આર્યોની !'
“હે શેષનાગના સુત ! મને વચન આપો !' વૈરોટટ્યા આગળ વધીને બોલી.
અત્યારે તને શું વચન આપું ? આજ તો યમરાજ સાથે બાકરી બાંધવા નીકળ્યો છું. જીતીને આવીશ કે હારીને કોને ખબર ?”
- “આપણો નેમ કહે છે, જ્યાં સત્ય ત્યાં જય; જ્યાં પ્રેમ ત્યાં શાંતિ ! મને વચન આપો.'
વચન ! બલરામ વિચારવા લાગ્યા, ‘આ છોકરી માગી માગીને શું માગશે?”
એટલે તેં આર્યોના દુશ્મનોની વૃદ્ધિ કરવાનો ધંધો સ્વીકાર્યો ?”
મારો ધંધો એક જ છે : આર્ય અને નાગને એક કરવાનો.’ વૈરોચ્યા ડર વગર બોલી રહી.
‘વારુ ! પેલા તારા નાગભાઈઓ ખાવાનું લઈને ક્યારે આવશે ? કે પછી છુમંતર ?” ગોપોએ કહ્યું.
હમણાં આવતા હશે, આ લોકો આર્યો જેવા નથી. એ તો જેના પર વિશ્વાસ મૂકે છે, એના હાથમાં માથું મૂકી દે છે !'
એટલી વારમાં તો કેટલાય નાગ અને કેટલીય નાગણો કંઈ કંઈ લઈને આવતાં દેખાયાં. તાજા મધપૂડો તેમના હાથમાં હતા, માથે ફળ, કંદ ને મૂળના ટોપલા હતા.
વૈરોચ્યાએ નાગલોકોએ તેઓએ આણેલી સમગ્ર ભોજનસામગ્રી સેનાને પીરસી દેવા કહ્યું. વાતનો તરત અમલ થયો. મધ ઘણાં ચાખ્યાં હતાં, ફળ ને કંદ પણ ઘણાં આરોગ્યાં હતાં, પણ આવી મીઠાશ એમાં ક્યારેય નહોતી મળી. યાદવો ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા !
બલરામ એ વખતે પાછા આવ્યા. તેઓ સેનાના ભોજનની ચિંતામાં હતા, કારણ કે ગોપલોકો કદી અન્ય સૈનિકોની જેમ ભૂખ્યા રહેવાને ટેવાયેલા નહોતા. એટલે ભોજનની વ્યવસ્થા માટે જ તેઓ આગળ ગયા હતા, પણ નાગપ્રદેશમાંથી એ કંઈ મેળવી શક્યા નહોતા. આખી સેનાને જ મતી જોઈ એ આશ્ચર્યમાં પડી ગયા, ને નાગ તથા નાગણોને હોંશે હોંશે પીરસતાં જોઈ એમની આંખમાં આંસુ આવી ગયાં! ઓહ, આ સુંદર સમન્વય કેવી રીતે સધાયો ?
ત્યાં તો ઘેલી પ્રેમદીવાની વૈરોટટ્યા પર એમની નજર ગઈ. એ દોડીને વૈરોચ્યા પાસે ગયા. બોલ્યા, “ધન્ય વૈરોચ્ચા ! નાગકુળ ઉપર તો તેં જાદુ કર્યું લાગે છે !'
બલરામ ! તમારી વાત પણ મેં નાગરાજ પાસેથી જાણી છે.'
‘આપ શેષનાગના અવતાર છો.' વૈરોચ્ચા બોલી.
બલરામ ઘડીભર ચૂપ થઈ રહ્યા ને વૈરોચ્યાના તેજસ્વી મોં સામે જોઈ રહ્યા. આખી સેનાને લાગ્યું કે આ છોકરી કોઈ જ્ઞાનીનું સંતાન છે.
72 D પ્રેમાવતાર
મને વચન આપો ! 73
Page #48
--------------------------------------------------------------------------
________________
10
બલરામ અને જરાસંધ
‘રે છોકરી ! માગ ! માગ ! માગે તે આપું ! પણ બલરામના તેજને અને શીલને ઝાંખપ લાગે તેવું કંઈ ન માગીશ. રણક્ષેત્રે સંચરેલાને પાછા ફરવાની વાત ન કરીશ.' બલરામે કહ્યું.
હું જાણું છું, ક્ષત્રિયને આજે યુદ્ધ સ્વધર્મ લાગે છે, પ્રેમ પરધર્મ લાગે છે.’ નાનીશી વૈરોટવા મહાન એવા બલરામ સાથે મોટી મોટી વાતો કરી રહી; આકાશને જાણે ટિટોડી પોતાના બે પગથી થંભો દઈ રહી. એણે કહ્યું : ‘વીરવર બલરામ ! હું એટલું જ માગું છું કે કોઈ વાર તારી આ બહેનને યાદ કરીને યુદ્ધધર્મ અળગો કરી
પ્રેમધર્મ આચરજો !'
‘વૈરોટવા ! દુષ્કૃત્યોની સંખ્યા વધી ગઈ છે. સંસાર પરથી આતતાયીઓને દૂર કરવા માટે યુદ્ધ એ જ યુગધર્મ છે !'
‘એ વાત પણ હું માનું છું; નહિ તો મારો નેમ યુદ્ધભૂમિએ સંચર્યો ન હોત. પેટમાં થયેલા ચરમને શુદ્ધિ કરવા કડવી ઝેર દવાઓ પીવી પડે છે. પણ હે બલરામ! શું પછી પેટની શુદ્ધિ એવી સ્થાયી ન કરી શકાય કે ચરમ પેદા જ ન થાય ?'
‘તારી વાત હૃદયને તો ગમી જાય છે, પણ બુદ્ધિમાં નથી ઊતરતી. છતાં વખત આવે એક વાર યુદ્ધપ્રેમને બદલે પ્રેમયુદ્ધ જરૂર ખેલી બતાવીશ. એકાદ યુદ્ધને થતું થંભાવીશ. અને નહિ થંભે તો હું અળગો થઈ જઈશ. વચન આપું છું વૈરોટ્યા !' તો હવે સિધાવો રણવાટ !' વૈરોટ્યાએ જવાની તૈયારી કરી. એણે તમામ નાગ તથા નાગણોને એક તરફ થઈ જવા સંકેત કર્યો.
ઝેરની પ્રતિમાઓ લાગતાં નાગ અને નાગણો આર્યોને પ્રેમની મૂર્તિ લાગ્યાં. ભાષા તો એકબીજાની ભાગ્યે જ સમજી શકતાં, પણ એકબીજાના ચહેરા પર રમી રહેલા ભાવ સહુ વાંચવા લાગ્યા.
આર્ય સૈનિકોની નજર નાગકન્યાઓ પર સ્થિર થઈ અને આર્ય સુંદરીઓથી અનોખું રૂપ ત્યાં તેઓએ નિહાળ્યું. તેઓનાં વક્ષસ્થળ સાવ ખુલ્લાં હતાં, પણ એ શોભા જ જન્માવતાં. કોઈ ફળેલાં આમતરુંની અનેરી રૂપછટા દાખવતાં, છતાં જંગલી ન લાગતાં. એમનાં અડધાં ખુલ્લાં અંગો અને ખૂબ કાળજીથી સજાવેલો અંબોડો તો ગમે તેવી આર્ય રમણીને પણ મહાત કરવા શક્તિમાન હતાં.
‘નાગ અને આર્ય એક બને તો ? એમનાં લોહી એકબીજામાં ભળે તો ? જુવાનો વિચારી રહ્યા. આ વિચારમાં સ્થૂલ સૌંદર્યપ્રેમ છુપાયો હતો.
પણ આ વિચાર ભયંકર હતો. એક આર્ય માટે મનમાં આવો વિચાર કરવો એ પણ ભયંકર હતું; અને એ વિચારને વાણીમાં ઉતારવો એ તો મોતથીય બદતર હતું !
નાગ અને આર્ય દુશ્મન !
નાગ અને આર્ય મિત્ર બને એ તો નકુલ અને સર્પની મિત્રતા સધાય ત્યારની વાત ! છતાંય કેટલાય આર્ય સૈનિકો નાગકન્યાઓની નમણી છબી અંતરમાં કોરી બેઠા !
શંખસ્વર થયા. બલરામે હળને ખભે મૂક્યું, કદમ બઢાવ્યા, ને બધી સેના આગળ કૂચ કરી ગઈ.
નાગ અને નાગણોની સેનાને વૈરોટ્યા પણ ભાવભરી વિદાય આપી રહી. પ્રેમદીવાની વૈરોટ્યા પોતાના સ્નેહ-સ્વપ્નને ઝૂલે ઝુલી રહી. એક દહાડો પોતાના નેમનાં સ્વપ્ન સિદ્ધ થશે. સંસાર પ્રેમમય બનશે. આજે ભલે નાગ ને આર્ય ન મળે; રે, ભલે આર્ય આર્ય પણ અંદરોઅંદર ઝઘડે, પણ એક દિવસ બધા એક થશે; એવો એને દૃઢ વિશ્વાસ હતો. વેંતભરની વામન વૈરોટ્યા અને ગજભરની વિરાટ એની વિચારસરણી !
પણ એ વિચારસરણીને વૈરોટ્યા પાસે રાખી, વૈરોટ્યાની એક પ્રેમયુદ્ધની વાત હૃદયમાં સંઘરી, બલરામની સેના ખાડા ઓળંગતી, ટેકરા ચઢતી, ઝરણાં ઠેકતી આગળ વધી ગઈ.
હવે માર્ગમાં ઠેરઠેર નાનાં નાનાં યુદ્ધો થયાનાં ચિહ્નો જોવા મળતાં હતાં. ક્યાંક બળેલાં ગામડાં, ક્યાંક ઉજ્જડ થયેલાં ખેતરો ને ક્યાંક છેદાયેલાં વૃક્ષો જોવા મળતાં હતાં. લોકો નાસભાગ કરી રહ્યાં હતાં. શાપિત નગરીઓની જેમ ગામડાં સૂનાં પડ્યાં હતાં.
છુપાઈ ગયેલાં લોકો કદીક ડોકું બહાર કાઢતાં ને બલરામને હળ સાથે જોઈ છળી જતાં. કોઈક ઢીલાંપોચાં તો ‘હાય બાપ, જરાસંધ આવ્યો !' એમ ચિત્કાર કરી બલરામ અને જરાસંધ | 75
Page #49
--------------------------------------------------------------------------
________________
જમીન પર ઢળી પડતાં.
ક્યાંક કપાયેલી ગાયો પડી હતી, ક્યાંક બેભાન કન્યાઓ પડી હતી. એમની દેહ પર જુલમ ગુજરી ગયો હતો, ને જાલિમોને ઉજાણી મળી હતી !
બલરામને વૈરોટ્યાની યુદ્ધપ્રેમ અને પ્રેમયુદ્ધની વાત યાદ આવી : યુદ્ધપ્રેમનો આ કેવો કરુણ ચિતાર !
બલરામ એક સ્થળે થોભ્યા. એમણે છુપાયેલા લોકોને હિંમત આપી બહાર કાયા; પોતાની ઓળખાણ આપી, ને પોતાના કામની માહિતી આપી એકત્ર કર્યા; આશ્વાસન આપ્યું ને કહ્યું, ‘તૈયાર થાઓ. જરાસંધને ભરી પીઈએ.’
‘જરાસંધ ?' બોલનારનું મોં ફાટયું રહેતું. ‘અરે , એ જાલિમને આપણે શું પહોંચી વળવાના હતા ? એને તો પ્રભુ પહોંચે તો ભલે.'
પ્રભુને તમે જોયા છે ?' બલરામનો ગુસ્સો વધી જતો.
| ‘તો તમારા વેરનો બદલો એ લેશે, એમ તમે કેવી રીતે જાણ્યું ?'
‘નહિ લે, એ તમે કેવી રીતે જાણ્યું ?' લોકો વિચિત્ર હોય છે; એમની દલીલો પણ અભુત હોય છે.
‘નામર્દોને પ્રભુ કદી મદદ કરતો નથી. યાદ રાખો કે તમારા બાહુ જ્યારે અન્યાય સામે ઊઠે છે, ત્યારે પ્રભુ એમાં આવીને વસે છે : જ્યારે તમારા પગ અધર્મને કચડવા કૂચ કરે છે, ત્યારે પ્રભુ તમારા કદમ સાથે કદમ મિલાવે છે. જરાસંધને હણવા પ્રભુ નહિ આવે; તમે પોતે તૈયાર થશો તો પ્રભુ તમારામાં અવતરશે.
બલરામની આ વાણીએ, હજી પણ ડરથી આજુબાજુ છુપાયેલાને ઉત્સાહી કરી બહાર આણ્યા. તેઓએ ધ્રૂજતાં ધૃજતાં પોતાની શંકાનું સમાધાન માગ્યું. ‘જરાસંધે આટલો સંહાર તો વેર્યો છે. સત્યાનાશમાં હજી કંઈ બાકી રહ્યું હશે એ સામા થઈશું એટલે પૂરું કરશે !'
| ‘અર્ધ જીવિત અને અર્ધ મૃત્યુમાં કદી મજા નથી. આવવા દો જરાસંધને! સત્યાનાશનો સંપૂર્ણ સામનો થવા દો. આપણે થોડા દુ:ખી થઈશું પણ જગત આખું સુખી થશે.’ બલરામે કહ્યું.
સહુને આ વાત રુચિ ગઈ. બધાંએ બાકી રહેલાંને સાદ કરી કરીને બોલાવ્યાં, આવનારાઓમાં માત્ર મદ નહોતા, માત્ર જુવાન નહોતા, પણ હાલી ચાલી શકતાં તમામ હતાં. કિશોર હતા, વૃદ્ધોય હતા !
બલરામે પોતાની સેનામાં નવીન ભરતી કરી. ફરી બધા બૃહ ગોઠવ્યા, ને
જરાસંધની સેનાનો પીછો કરવા કૂચ ઝડપી બનાવી. હવે આરામ કે વિરામની વાત કેવી ?
દિવસ આથમી ગયો. રાત નવલખ તારાએ ઝબૂકી ઊઠી.
બલરામે એક ટેકરી પર ચઢીને જોયું તો દૂર જરાસંધની સેના છાવણી નાખીને પડી હતી. એની શ્વેત શિબિરો ચોખ્ખી કળાતી હતી. - બલરામે પોતાની સેનાના આગેવાનોને બોલાવ્યા. ટેકરી પર જ વિચારણા કરી તેઓએ પ્રસ્તાવ મૂક્યો, ‘રાતનો લાભ લઈ જરાસંધની સેના પર હલ્લો કરી દેવો.”
કોઈ કંઈ ન બોલ્યું. જરાસંધના નામમાં એ જાદુ હતું કે ભલભલા મહારથીનાય એક વાર તો મોતિયા મરી જતા.
મથુરાથી આવેલા યાદવે સેનાપતિઓએ બલરામને ચેતવ્યા : “ કંઈ આ ખેતર નથી, કે હળ હલાનીને ચીભડાં- કાકડી વાવી નાખશો ! આ તો મહારથી ચક્રવર્તી જરાસંધ છે. એના પર હુમલો કંઈ નાનીસૂની વાત નથી. પેલી ટિટેડી પોતાનાં બચ્ચાંને બચાવવા દરિયો ભરી પીવાની વાત કરતી હતી, એવી વાત ન કરશો, ભૈયા બલરામ !'
‘તો જરાસંધનું જોર કઈ રીતે તોડશો ? મહાનુભાવો ! સામનો કર્યા વગર શત્રુનો છેદ કઈ રીતે ઊડશે ? પહાડને તોડવા માટે હથોડાનો એક ઘા તો કંઈ જ ન ગણાય, એ સાચું છે; પણ એ એક ઘા થશે, તો બીજા હજાર ઘાનો એ જનક બનશે. ચાલો, બધા ચાર ભાગમાં વહેંચાઈ જાઓ. ને ચાર દિશાનો કબજો લઈ લો ! હું શંખ રૂંકું એટલે સહુએ હલ્લો કરી દેવાનો ! યાદ રાખજો કે એક વાર શંખસ્વર થાય એટલે પૂર્વ દિશાથી હલ્લો કરવાનો; બે વારે પશ્ચિમની હરોળે, ત્રણે વારે આથમણી હરોળે અને ચાર વારના શખસ્વરે દક્ષિણની હરોળે આગળ વધવાનું.’
| ‘અમે આવા હલ્લામાં માનતા નથી !' મથુરાથી સાથે આવેલા યાદવ યોદ્ધાઓ હજી અસંમત હતા.
‘વિચારનો કાળ ગયો, આચારકાળે કોઈની માન્યતા હું સ્વીકારતો નથી. આગળ વધો !' બલરામે પ્રતિઘોષ કર્યો. એમની આંખોમાંથી તણખા ઝરતા હતા.
‘અમે આ રીતે મૂર્ણાની જેમ મરવા નથી માગતા.’ મથુરાના મિથ્યાભિમાની યાદવો હજી પોતાની વાત પકડી રહ્યા હતા. ‘ગાયો ચરાવવી જુદી વાત છે. ને સમરાંગણ લડવાં જુદી વાત છે. અહીં કોઈ પાડાનાં પૂંઠ આમળવાનાં નથી !'
‘એમ કે ?” ને બલરામની આંખોમાંથી અગ્નિ ઝગ્યો. ‘ભયંકરમાં ભયંકર દુમન પોતાના દળનાં બેવફા માણસો જ હોય છે. આગળ ચાલો, નહિ તો..”
76 પ્રેમાવતાર
બલરામ અને જરાસંધ 1 77
Page #50
--------------------------------------------------------------------------
________________
| ‘નહિ તો. ગોપરાજ ! શું કરશો ?’ મથુરાના યાદવોનો ગર્વ કંસદેવ જેવો જ હતો. એ આમ કરવું કે તેમ કરવું એવું કંઈ કહેવા માગતા નહોતા. તેઓ ફક્ત વાંધા કાઢવામાં કુશળ હતા.
શું કરીશું, એમ ?” ને બલરામનું હળ ઊંચું થયું. એ હવામાં ઊછળ્યું. ને પછી હાથમાં આવીને ચક્કર ચક્કર વીંઝાયું.
વિરોધ કરનારાઓ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા !
બલરામ સામે અત્યારે જોવું પણ મુશ્કેલ હતું. એમણે પડકાર કર્યો : ‘સાવધાનીથી સૂચના પ્રમાણે આગળ વધી જાઓ, નાની કાંકરી ઘડો ફોડી નાખે! ઘડાને ફૂટવાનો સમય પાકી ગયો છે. હિંમત ન હારશો, હિંમતભેરની એક કાંકરી જ બસ છે.”
ને બલરામની સેના તરત જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગઈ.
આકાશમાં અંધારું વધુ ઘૂંટાઈ રહ્યું હતું. શિબિરોમાં થોડાએક સંત્રીઓ સિવાય બધાં ભરઊંઘમાં પડ્યાં હતાં; ને જેઓ જાગતા હતા, તેઓ પણ ઝોલે ચડયા હતા. તેઓનો દઢ વિશ્વાસ હતો કે ચક્રવર્તી મહારાજ જરાસંધની સેના સાથે અડપલું કરનાર દુનિયામાં હજી પાક્વો બાકી છે.
આકાશમાં નીરવ શાંતિ હતી, એક છેડે ચંદ્રકળા ખીલવાની તૈયારીમાં હતી. ત્યાં મધરાતના શીળા સમીરોને ભેદતો શંખેશ્વર હવામાં ગુંજી રહ્યો.
પૂર્વ દિશામાં કંઈક હલચલ જેવું લાગ્યું. જાનવરો દોડતાં હોય, ગાયો ભૂરાંટી થઈ હોય ને સાંઢ ડણકતા હોય એવા અવાજો આવ્યા. થોડી વારમાં તો એમના શિંગડે શિબિર આખી ઊચકાણી !
‘આ ગોપલોકોની ફાટ બહુ વધી છે. બધે મથુરા ભાળી લાગે છે, કે જ્યારે ત્યારે ઢોરોને ગમે ત્યાં હાંકી મૂકે છે !' મગધના સપ્રસિદ્ધ યોદ્ધાએ ટીકા કરી. અને જેવો એ ઢોરોને ભગાડવા ભાલો લઈને ધાયો કે પાછળથી લોઢાના મુખવાળું સાંબેલું એના પર ઝીંકાયું !
યોદ્ધો જમીન પર અને એની ખોપરીનાં કાછલાં જુદાં !
મગધની સેનામાંથી તરત જ મરણપોક જેવી હાક ઊઠી, ‘દુશ્મનો આવ્યા છે. એણે પૂર્વ પાંખ પર હલ્લો કર્યો છે !'
ને છાવણીમાંથી રણશિંગાનો નાદ ગાજ્યો. સૂતેલા યોદ્ધાઓ જે હાથમાં આવ્યું તે લઈને પૂર્વ પાંખ ભણી દોડ્યા. ઝોકે ચડેલા મંત્રીઓ સમજ્યા વગર જ્યાં ત્યાં દોડવા લાગ્યા ! સહુએ માન્યું કે થોડાંક ઢોર ને થોડાક આહીરો સાથે આ ધીંગાણું થયું છે, પણ ત્યાં તો થોડી વારમાં જ રીતસરનું યુદ્ધ જામી ગયું.
“અરે ! બાજ ચકલાંને ચૂંથે એમ ચૂંથી નાખીએ !' એવા પોકારો સાથે જરાસંધી યોદ્ધાઓ પૂર્વ પાંખ ભણી ઝૂકી ગયા. ત્યાં ભયંકર યુદ્ધ જામી ગયું.
થોડી વારમાં ઉપરાઉપરી બે શંખસ્વરો, હવામાં લહેરાઈ રહ્યા, અને એની પાછળ ત્રણ શંખસ્વરો ગાજ્યા.
પૂર્વ પાંખ પર મરણિયો ધસારો ચાલતો હતો, અને મગધના સૈનિકો આહીરોના દળ પર હમણાં જ કાબૂ મેળવી લેશે, અને આ સામનો થોડી વારમાં જ શમી જશે એમ લાગતું હતું. પણ ત્યાં તો પશ્ચિમ પાંખ પરથી અને ઉત્તર પાંખ તરફથી મારો મારોના પોકારો આવ્યા.
જરાસંધની જબરદસ્ત સેના પણ ઘડીભર શેહ ખાઈ ગઈ : ક્યાં જવું ને ક્યાં લડવું ? અને લડવું તે આ ઢોર સામે ? અને મરવું તો આ ગોવાળિયાઓને હાથે? અને તે પણ આવા દગાથી ?
શું ક્ષત્રિયોને સમરાંગણનું મોત પણ નહિ મળે ? જગાડો મહારાજ જરાસંધને! પાડો પોકાર એમના દરવાજે !
ને સેનાપતિએ દોડીને મોટા રેશમી શિબિરમાં સુવર્ણ પલંગમાં પોઢેલા મહારાજને હાંફળાફાંફળા જ ગાડ્યા ! ‘જાગો, જાગો જગજીવને !'
મહારાજા જરાસંધ અર્ધ ઊંઘમાં ને અર્ધ જાગૃતિમાં શિબિરમાં રાખેલ વાતાયનોમાંથી બહાર જોયું. ચારેતરફ ઘોર અંધારું હતું. એ અંધારામાં ક્યાંક ક્યાંક આગની જ્વાળાઓ ઝગવા માંડી હતી, ભયંકર પોકારોથી છાવણી ગાજી રહી હતી.
મહારાજ જરાસંધે પળ વારમાં કળી લીધું કે પોતાની સેના હિંમત હારીને નાસભાગ કરી રહી છે. પલંગમાંથી સફાળા ઊઠયા, પણ ત્યાં તો શિબિરના ખીલાઓ ખેડવા લાગ્યા.
દ્વારપાલે અંદર આવીને કહ્યું, ‘મહારાજ ! ભયંકર સાંઢ શિબિરના ખીલે માથાં ભટકાવી રહ્યા છે !'
‘ કોઈ ચિંતા નહિ. લાવો મારી તલવાર ! હું કોણ ?'
બીજો દ્વારપાલ દોડતો આવ્યો. એણે કહ્યું, ‘મહારાજ ! આપણા સેનાપતિ છૂમંતર થઈ ગયા છે ! સેનાને હુકમ આપનાર કોઈ નથી !'
| ‘કોઈની શી જરૂર છે ? જરાસંધ હજી જીવતો છે. પણ કોણ છે આ હુમલાખોરો ?” મહારાજ જરાસંધે અકળાઈને કહ્યું.
‘એ તે ઢોર છે ? ગોપ છે ? કે કોણ છે ? - કંઈ કળાતું નથી !'
‘વારુ ! હમણાં જે હશે તે કળાઈ જશે. લાવો, મારી ગદા !' જરાસંધે જરા પણ મૂંઝાયા વગર કહ્યું.
બલરામ અને જરાસંધ 1 79.
78 D પ્રેમાવતાર
Page #51
--------------------------------------------------------------------------
________________
મણિબંધ
સેવકે ગદા લાવીને આપી, ત્યાં તો ત્રીજો દ્વારપાલ દોડતો આવ્યો. એણે કહ્યું, મહારાજ ! કોઈ ભયંકર જંગલી માણસ હાથમાં હળ લઈને દરવાજો ખડો છે. કહે છે કે બહાર કાઢે તારા રાજા જરાસંધને ! એને એકની નહિ એની જુલમી સાત પેઢીને ભોંમાં ભંડારી દેવી છે !'
‘રે દ્વારપાલ ! એ જ બલરામ ! વસુદેવનો છોકરો. ગોકુળના કૃષ્ણનો ભાઈ!'
‘પણ અત્યારે સામનો કરવા જવા જેવું નથી !' દ્વારપાળે વગર માગી સલાહ આપી.
એટલે શું હું નાસી જાઉં ?' જરાસંધે સલાહ આપનારને ગળાથી પકડી ઊંચો કર્યો. બિલાડીના હાથમાં ઉંદરની જેમ એ તરફડી રહ્યો. થોડી વારે આ તો પોતાનો અંગત માણસ છે, એમ ખ્યાલ આવતાં જરાસંધે એને નીચે મૂક્યો ને કહ્યું, “શું જરાસંધ એ ગોવાળિયાથી ડરશે ?'
| ‘મહારાજ ! એ તો વસુદેવના ક્ષત્રિયપુત્રો છે. મહારાજ કંસના ભાણેજ છે. દેવકીના પુત્રો છે !'
| ‘છત્ ! રજવાડામાં રાણીઓ સૃથિયું ને સાવરણી જ જણે છે; અને દરેક જણ્યો રાજ કુંવર કહેવાય છે ! હું જાણું છું બધું, પણ રે, આ શિબિર આ પળે જ પડી સમજો! ટેકો આપો ! ટેકો આપો !'
ને મોટી સાત માળના મહેલ જેવડી શિબિર કડડભૂસ કરતી નીચે ઢળી પડી. અંદર જગવેલા દીવાઓએ સોનાની આ લંકાને સળગાવી મૂકી.
બલરામનો બહારથી પડકાર આવ્યો, ‘રે જરાસંધ ! તારો કાળ આવ્યો છે. ઝટ બહાર નીકળ !'
અવાજના જવાબમાં શિબિર નીચેથી માંડ માંડ બહર નીકળેલો એક ડોસો દાઢી ડગમગાવતો આવ્યો, ને બોલ્યો : ‘બિચારો જરાસંધ ! બાપડો પલંગ નીચે દબાઈ ગયો છે. જઈને જરા એને કાઢો !'
બૂઢો આમ વાત કરતો કરતો બોખા મોંનું બહોળું હાસ્ય પ્રસારતો ઢચૂક ઢચૂક કરતો ચાલ્યો ગયો.
બલરામ શત્રુને ચંપાયેલો ત્યાં ને ત્યાં ચાંપી દેવા અંદર ધસ્યા ! આખો તંબુ ઉથલાવી નાખ્યો. સળગતા ભાગને પણ ઉથલાવ્યો. હાથે પગે દાજ્યા, તોય જાલિમ જરાસંધનો પત્તો ન મળ્યો !
ક્યાં ગયો જરાસંધ ? બલરામ વિમાસી રહ્યા.
ગોકુળ-વૃંદાવનનાં માંકડાનો જુસ્સો જરાસંધે જેર કરી નાખ્યો, શિબિરમાં સૂતેલા જરાસંધ હજારો પ્રયત્ન છતાં હાથ ન આવ્યો !
બલરામ જોતા રહ્યા, અને એ આંખમાં ધૂળ નાખીને નજર સામેથી ક્યાંય પસાર થઈ ગયો. વાહ રે, જરાસંધ વાહ !
અને હવે જરાસંધ સિવાય આખી સેનાને જેર કરી તોય શું અને ન કરી હોય શું ? આ બધાં તો એકડા વગરનાં મીંડાં !
બલરામ એમનું ભયંકર વિનાશકારી હળ લઈને સેનાની આ પારથી પેલે પાર ઘૂમી રહ્યા. ક્યાંય જડે છે જરાસંધ !
જરાસંધની સેનામાં મોટું ભંગાણ પડ્યું હતું. જરાસંધની એક પછી એક દિશાની પાંખ પર ધસારો થતાં આખી સેના વેરવિખેર થઈ ગઈ હતી, ઘોડા, હાથી અને રથ જે મારગ મળ્યો એ દિશામાં વહેતાં થઈ ગયાં હતાં. મારગમાં જે મળતાં એને શત્રુ કે મિત્રના ભેદભાવ વગર કચડી નાખતાં એ આગળ વધતાં હતાં.
કાળી રાત કાળા બોકાસાથી ભયંકર થઈ ગઈ ! થોડી વારમાં તો આખી નગરી જેવડી સેનાનું નામોનિશાન ત્યાં ન રહ્યું. રહ્યું તો ફક્ત હથિયારોનું, તૂટેલી શિબિરોનું, બળેલી ચીજોનું.
બલરામે ફરી શંખ ફૂંક્યો, એ શંખ યુદ્ધવિરામનો હતો. એ શખસ્વર જ્યાં જ્યાં પહોંચ્યો ત્યાં ત્યાં લડાઈ શાંત પડી ગઈ. હવે લડવા જેવું હતું પણ શું ? જરાસંધના જગવિખ્યાત યોદ્ધાઓ એવી કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા કે એમને લડવું હોય તો શસ્ત્ર નહોતાં ને ભાગવું હોય તો વાહન નહોતાં ! એમની વીરતાની શેખી એક ગોવાળિયાની ટોળકીએ ધૂળ કરી નાખી હતી, દુનિયામાં કઈ રીતે મોં બતાવવું એ જ પ્રશ્ન થઈ પડ્યો હતો ! કેટલાક તો આત્મહત્યા કરીને મરવું પસંદ કરી રહ્યા !
80 D પ્રેમાવતાર
Page #52
--------------------------------------------------------------------------
________________
ગોકુળ-વૃંદાવનનાં માંકડાંએ ભલભલા મદનાં પાણી ઉતારી નાખ્યાં !
બલરામની ઉત્તેજના અપાર હતી. એ જેટલા શાંત હતા એટલા ક્રોધી હતા. એક વાર ગરમ થયા પછી એને નરમ થતાં વાર લાગતી અને નરમ થયા પછી ગરમ થતાં વિલંબ થતો. એ હળ લઈને આ છેડાથી પેલા છેડા સુધી ઘૂમી વળ્યા. રસ્તામાં જે આવ્યું એનો સંહાર કરી નાખ્યો, ઝાડ, તંબૂ, જાનવર કે માણસ એમના સંહારમાંથી કોઈ ન બચ્યું !
આખરે એમણે અંધારામાં છુપાતો એક માણસ જોયો. એમણે ધાર્યું કે એ જ રાજા જરાસંધ હોવો જોઈએ અને એ એકલા એની પાછળ દોડ્યા. ખભે ધનુષબાણ તો હતાં જ, પણ એને વીંધી નાખવો નહોતો. વીંધી નાખતાં એ જીવથી જાય તો પછી શી મજા ? જરાસંધને તો મથુરાની ભરબજારમાં સાંકળે બાંધીને પગે ચલાવવો હતો ને કહેવાતા શુરવીરોની મશ્કરી કરાવવી હતી.
બલરામ દોડવા, મૂઠીઓ વાળીને દોડ્યા, અંધારામાં છુપાતો માણસ પણ જાણે ભેદ પામી ગયો હોય તેમ વધુ અંધકારમાં છુપાવા પ્રયત્ન કરવા લાગ્યો. અંધારામાં એકબીજા આંધળી દોડ કરી રહ્યા. અંધારામાં લપાઈ જવા માગતી વ્યક્તિ પણ સશક્ત લાગતી હતી. એની દોડ પણ હરણાં જેવી હતી.
બલરામ વાઘ બનીને પીછો લઈ રહ્યા. વાઘની લહતરસ એમના દિલમાં જાગી હતી. પણ દોડમાં એ ધીરે ધીરે કમજોર થતાં લાગ્યા ને પેલી વ્યક્તિ અંધકારમાં અલોપ થવાની તૈયારીમાં લાગી ! ઘડીકમાં એ એક વ્યક્તિ લાગતી, ઘડીકમાં બે !
આખરે હળ નીચે મૂકી બલરામે ધનુષ્ય-બાણનો સહારો લીધો. તીર વેગથી અંધારી દિશામાં વહી ગયું.
કાચું ન રાખવા માટે એક નહિ, બે નહિ, ત્રણ ત્રણ બાણ એમણે એ દિશામાં વહેતા મૂક્યાં; અને નાસતી વ્યક્તિ એક ચિત્કાર સાથે ભૂમિ પર ઢળી પડી.
બલરામે હળ ઊંચું ક્યું ને એ દોડ્યા ! દોડીને એમણે પેલી વ્યક્તિને પકડી લીધી; એના પગમાંથી તીર ખેંચી લઈને પોતાના ઉત્તરીયથી પાટો બાંધી દીધો! લોહી વહેતું થંભી ગયું. પેલો માણસ જરા ચેતનમાં આવ્યો.
પછી મશાલના અજવાળે જોયું તો જરાસંધ માલુમ ન પડ્યો, પણ કોઈ અગ્રગણ્ય વ્યક્તિ છે, તેવો ભાસ જરૂર થયો.
બલરામે હળ ઊંચું કરી, નેત્રના લાલઘૂમ ડોળા ફેરવતાં કહ્યું, “બોલ, તું કોણ છે ? જરાસંધ ક્યાં છે ?' પેલો માણસ ભયનો માર્યો પળવાર કંઈ બોલી ન શક્યો.
82 D પ્રેમાવતાર
બલરામે ફરી રાડ પાડીને કહ્યું, ‘બોલે છે કે આ હળ દઉં ?”
હળ ? બાપ રે ! સજીવ મોત ! ચકચકતું એનું ફણું ! એક ઘા ભેગો જમીનદોસ્ત !
એ બોલ્યો, ‘હું મહારાજ જરાસંધનો દૂત છું.' મહારાજ જરાસંધ ક્યાં છે ?' બલરામે પૂછયું. સૈન્યના શિબિરમાં જ હતા.’ દૂતે કહ્યું. ‘એ તો હું પણ જાણું છું, પણ અત્યારે ક્યાં છે ?' “અત્યારે ક્યાં હશે એની મને ખબર નથી.’
જૂઠું બોલે છે કે ? રે દૂત ! સાચું બોલ, નહિ તો તારાં સો વર્ષ પૂરાં થયાં સમજજે !'
બલરામનો પિત્તો ગયો. એમનું હળ ઊંચું-નીચું થવા લાગ્યું. ‘જો હમણાં આ પડ્યું તો રામ રમી ક્યા સમજજે !'
‘મને બચાવો. હું સાચી માહિતી આપીશ.' પેલો દૂત બોલ્યો. ‘જલદી કહે.”
મહારાજ જરાસંધ શિબિર છોડીને સહીસલામત બીજે પહોંચી ગયા છે.” ‘કાયર રાજા ! લડ્યા વગર પીઠ બતાવીને ભાગી ગયો ?' બલરામે કહ્યું.
‘બલરામ ! તમે ગોવાળના ભેગા રહ્યા છો, એટલે પીઠ શું ને છાતી શું? એની તમને સમજ ન પડે ! આ તો દાવપેચની લડાઈ ! લડાઈનો દીવો જો પોતાનાથી બુઝાવી શકાતો ન હોય તો પતંગ બનીને પડવાથી કંઈ ફાયદો થતો નથી ! એ તો જીવતો નર ભદ્રા પામે.’
દૂતની વાતમાં કડવાશ હતી, પણ સાથેસાથે યુદ્ધ નીતિની શિખામણ પણ હતી. | ‘એક યોદ્ધો હજારો જીવોનો ભોગ આપીને લડાઈ જીતે છે. એક મુસદી ઓછામાં ઓછા ભોગે લડાઈ જીતે છે. યુદ્ધને અને પ્રેમને કોઈ નીતિનિયમ નથી; અને છે તો એના આગવા છે !' દૂતે કહ્યું. એ બલરામ પર પોતાની પ્રતિભાની છાપ પાડવા માગતો હતો. એના ઘામાંથી લોહી ચૂતું હતું, પણ જાણે એની એને પરવા નહોતી.
થોડીવારે દૂતે કહ્યું, ‘મહારાજ જરાસંધ શિબિર છોડીને સહીસલામત બીજે પહોંચી ગયા છે. એને શોધવાના તમારા પ્રયાસો નિરર્થક છે.' ‘શિબિરના નાકે તો હું ખડે પગે ચોકી કરતો હતો; એક એકની મેં ખબર રાખી
મણિબંધ 2 83
Page #53
--------------------------------------------------------------------------
________________
હતી, પછી કેવી રીતે નાસી ગયો ?” બલરામે આશ્ચર્યથી પૂછવું.
‘તમારી આંખ સામેથી જ એ ગયા ' દૂતે કહ્યું.
મારી આંખ સામેથી ?” બલરામે આશ્ચર્ય વ્યક્ત કર્યું. એમના માન્યામાં આવતું નહોતું. | ‘હા, તમારી આંખમાં ધૂળ નાખીને !”
| ‘મારી આંખમાં ધૂળ નાખીને ?' બલરામે સામે એ જ શબ્દો બેવડાવ્યા. રે, પોતાની આંખમાં ધૂળ નાખીને દુશમન પોતાની આંખ સામેથી ચાલ્યો જાય, તો તો પોતાની ચતુરાઈમાં પણ ધૂળ જ પડે ને !
ચાલાક છે રે દૂત ! ખોટી વાત કરે છે તું ! સંતાઈને-લપાઈને મોતથી ધ્રુજતો તારો રાજા આટલામાં જ બેઠો હશે . બોલ, નહિ તો આ મારું હળ તારા જીવનો તોલ હમણાં કરી દેશે.’ બલરામે કહ્યું ,
‘મરવું એ જરાસંધી સેના માટે કોઈ ભયંકર વાત નથી, યાસી ક્યાસી રાજાઓને બાવડે ઝાલી-બંદીવાન બનાવીને કાષ્ટપિજ રમાં પૂરનાર ચક્રવર્તીની સેના અને સેનાના કર્મચારીઓ મોતથી ડરનારા ન હોય !'
બલરામ મનમાં હતાશા અનુભવી રહ્યા , ભાતે ચઢયા છે કે નહિ, એ તપાસવા તમામ ભાત ચાંપી જોવાના હોતા નથી, બેચાર દાણાને તપાસવા જ પૂરતા ગણાય.
જરાસંધી યોદ્ધાઓના દિલના ખમીરને એ મનમાં ને મનમાં અભિનંદન આપી રહ્યા. એને નમાવવો એટલે ગજવેલને નમાવવા બરોબર કાર્ય લાગ્યું !
| ‘બલરામ ! મેં તમને પિછાણી લીધા. મારી એક વાત સાંભળી લો. તમારાં ત્રણ તીર ખાધેલો કદી જીવી ન શકે, જીવે તોય યુદ્ધ ન લડી શકે, જરાસંધી યોદ્ધા યુદ્ધ વિનાના જીવનને મૃત્યુ લેખે છે. યુદ્ધના વાતાવરણમાં જ અમે જીવીએ છીએ. જુવાનીમાં આવ્યા પછી એકેય વરસ એવું વીત્યું નહીં હોય કે જ્યારે એકાદ યુદ્ધ અમે ખેલ્યું નહિ હોય !'
‘એટલે જ શાન્તિના, સૌમ્યતાના બધા છોડ તમે ઠીંગરાવી નાખ્યા છે. અમે યુદ્ધ નથી માગતા, શાંતિ માગીએ છીએ.” બલરામને દૂત વાત કરવા જેવો લાગ્યો.
‘શાંતિ માગનારા યુદ્ધ નોતરે છે. યુદ્ધને નોતરું દેનારા શાંતિ આણએ છે. દુનિયાનો ક્રમ પણ કોઈ અજબ છે !' દૂતે કહ્યું.
અમે યુદ્ધને ખતમ કરશું.” બલરામે કહ્યું.
‘તમે ખતમ થશો, યુદ્ધ ખતમ નહિ થાય. એ માનવ-સ્વભાવ છે. જેમ ઝેરને મારવા ઝેર જોઈએ, એમ યુદ્ધને થંભાવવા યુદ્ધ જોઈએ.’ દૂત પણ ખીલ્યો હતો. એ અશક્ત થતો જતો હતો, પણ એની તેને ચિંતા નહોતી.
‘રે દૂત ! અત્યારે આપણે એની ચર્ચા નથી કરવી; પણ કોઈક વાર અમારા નાના ભાઈ નેમને મળજે; એની શિયા વૈરોટયાને મળજે ! એણે નાગોને નિર્દેશ કર્યા છે !”
‘મ કોણ ? રાજા સમુદ્રવિજયનો પુત્ર ને ? મહારાજ જરાસંધની દાઢમાં છે. સમુદ્રવિજય કાષ્ઠપિંજરનો નજીકનો જ અતિથિ છે !' દૂત સંપૂર્ણ આત્મવિશ્વાસથી વાત કરતો હતો. ‘છવાસી રાજાઓનાં પિંજરની બાજુ માં સત્યાસીમું પિંજર તૈયાર થઈ ગયું છે. સોનાનું કર્યું છે.'
બલરામ યુદ્ધ, વેર, પ્રતિશોધ બધું ભૂલી ગયા ને દૂતની વાતોમાં રસ લઈ રહ્યા. અજબ ગજબ એની વાતો હતી; સાંભળવા ન ચાહીએ, તોય સાંભળવી ગમે તેવી હતી.
‘સોનાનું શા માટે ?” બલરામે પ્રશ્ન કર્યો.
અમને પણ આશ્ચર્ય થયું હતું, પણ મહારાજ નાં પુત્રી અને શહીદ બનેલા મહારાજ કંસદેવનાં પત્ની મહારાણી જીવયશાની આજ્ઞાથી એ સોનાનું બન્યું છે.” દૂતે ખુલાસો કર્યો.
‘જીવયશાએ સોનાનું કરાવ્યું ? રે, કેસની મહાહત્યામાં રાજા સમુદ્રવિજય તો આગેવાન હતા !”
‘મહારાણી એ જાણે છે, પણ કહે છે કે રાજા સમુદ્રવિજયના દીકરા નેમ પર રાણીને ખૂબ પ્યાર છે, એ કહે છે કે આખી દુનિયા દુમને લાગે, પણ એ તો વહાલો લાગે તેવો છે !'
‘સ્ત્રીચરિત્ર અજબ છે, વારુ, હવે જલદી કહે કે જરાસંધ કેવી રીતે મારી પાસેથી છટકી ગયો ? નહિ તો જોયું આ...'
‘હવે એ બહુ બતાવવું છોડી દો, બલરામ ! મોતથી હું તો શું, મગધની સ્ત્રીઓ પણ ડરતી નથી. જો તમને ખુમારી હોય તો મૌન લઈ લઉં છું, લો ઉપાડો તમારું, હળ ને બોલાવો મને !'
દૂતના શબ્દો પાછળ જોર હતું. એણે મૌન ધારણ કર્યું. હાથમાં હળ છતાં બલરામ હતપ્રભ થઈ ગયા.
આ તરફ ચારેબાજુ કોલાહલ વધતો જતો હતો, ને શિબિરોના ભડકા બુઝાતા જતા હતા. મેઘન પરથી લગભગ જરાસંધના જોદ્ધાઓનું નામોનિશાન મટી ગયું હતું. થોડાંક મડદાં પડ્યાં હતાં; મરેલાં થોડાંક પશુઓનાં શબ વિખરાયેલાં પડ્યાં હતાં.
મણિબંધ B 85
Page #54
--------------------------------------------------------------------------
________________
ધીરે ધીરે વચ્ચેના મોટા મેદાનમાં બલરામની સેના એકત્ર થઈ રહી હતી.
મથુરાના મહાવિજય પછીનો આ વિજય મગધના મહારાજ્યને જીત્યા જેટલો મહાન હતો.
આજ ગોપસેના ને યાદવસેનાનો ગર્વ સમાતો ન હતો. અને આખા ભરતખંડ પર વર્ચસ્વ જમાવવાના કોડ જાગી રહ્યા હતા !
દૂત હજીય મૌન હતો.
બલરામ સ્તબ્ધ હતા. શું કરવું તે કંઈ સૂઝતું નહોતું. દૂતને હળના એક પ્રહારથી જમીનદોસ્ત કરવો કે એની જબાનથી નવી વાતો જાણવી જરાસંધ કેમ નાઠો એ જાણવું ભારે મનોમૂંઝવણ હતી !
બલરામના સાથીદારો પાંખની લડાઈ પૂરી કરી ત્યાં આવી રહ્યા હતા. આવનાર પ્રશ્ન કરતા હતા ઃ “રામજી ! તમે તો જરાસંધની જ શિબિર ઝડપી હતી, પછી જરાસંધનું શું થયું ?'
બલરામ શું જવાબ આપે ? કહે : 'શિબિરમાં ન મળ્યો.'
સાથીદારો કહે, ‘અમે એને શિબિરમાં નજરોનજર જોયો હતો. આપને હાથતાળી આપી ગયો લાગે છે !'
મૌન ધરીને ઊભેલો દૂત ખડખડાટ હસી પડ્યો.
‘અરે ! આ લુચ્ચો કંઈક જાણતો લાગે છે.’ એક સાથીએ કહ્યું.
‘બોલે છે ક્યાં ? જુઓને, મોઢામાં મગ ભર્યા છે.'
દો ને બે ડંડા કે ઝટ સીધો !’
‘ઘાયલને શું દંડા દેવા ? પણ નક્કી જાણકાર લાગે છે. રે દૂત ! બોલ, તું કંઈક તો બોલ !'
દૂતે બલરામ તરફ આંગળી ચીંધી, હોઠ પીસીને સંકેતમાં સૂચવ્યું કે બલરામ કહે તો બોલું, નહિ તો નહિ.
બિચારા બલરામ આ અજબ માણસ આગળ હારી ગયા. આવી ચાલાકી એમને રમતાં આવડતી નહોતી. કંઈક નિરાશ બનીને એમણે કહ્યું, “ભાઈ ! તારું મૌન ત્યજી આ વિષયમાં જે જાણતો હોય તે કહે "
“બસ, હવે કહેવામાં પણ વાંધો નથી !' દૂત બોલ્યો.
‘કેમ, હવે કહેવામાં વાંધો નથી ?’ બલરામે પ્રશ્ન કર્યો.
મહારાજ જરાસંધ હવે સલામત સ્થળે પહોંચી ગયા.' દૂતે ખુલાસો કર્યો.
‘શું કહે છે તું ? અમને બનાવે છે ?’ બધા ગરમ થઈ ગયા.
86 – પ્રેમાવતાર
‘બનાવતો નથી, પણ સાચું કહું છું. તમારી સામે થઈને એક વૃદ્ધ માણસ પસાર થતો તમે જોયો હતો ને ?!
‘હા ખૂબ જ વૃદ્ધ હતો.' બલરામે હા ભણી.
ખૂબ જ વૃદ્ધ. ચાલતાંય એનું માથું ધ્રૂજતું હશે, પગ ધ્રૂજતા હશે કાં ?' દૂતે આગળ કહ્યું.
‘હા, મરવાના વાંકે જીવતો હોય એવો વૃદ્ધ હતો.'
બસ, એ જ મહારાજ જરાસંધ.'
‘જૂઠું કહે છે તું ! માણસ એટલું બધું વેશ કે વયનું પરિવર્તન ન કરી શકે. તું કોણ છે, તે કહે ! દૂત લાગતો નથી !'
‘હું જરાસંધનો ભાઈ મણિબંધ છું. તમે જ્યારે તીર માર્યું ત્યારે અમે બે સાથે
હતા. એમને મેં રવાના કર્યા ને હું અહીં તમને મળવા રહી ગયો.'
‘મળવા કે મરવા ?'
‘કર્તવ્ય પાસે મોતને જરાસંધી જુવાનો રમત લેખે છે.’
‘પણ જરાસંધનું એ પરિવર્તન શક્ય લાગતું નથી.'
‘જરાસંધને ઘણી વિદ્યાઓ અને શક્તિઓ સાધ્ય છે. જરા નામની શક્તિની સહાયથી વેશ ને વય બંને બદલી નાખી શકે છે.’
બલરામ આ સાંભળી અવાક થઈ ગયા. મણિબંધને મારવાનો એમનો ઉત્સાહ ઓસરી ગયો.
મણિબંધ – 87
Page #55
--------------------------------------------------------------------------
________________
12
અરિ
જરાસંધની સેનાનો ભારે રકાસ થયો. શિબિરભરી છાવણીઓની જગ્યાએ અત્યારે વિચિત્ર સ્થિતિ દેખાતી હતી.
ખૂબ ભયંકર એ દૃશ્ય હતું. ચારે તરફ રુધિરની નાની નાની નદીઓ વહેતી હતી, હાડકાંના ઢગ રચાયા હતા.
હાથી-ઘોડાના મૃતદેહો ગીધના હાથે ચૂંથાતા હતા.
બળેલા રથો અને શિબિરો બિહામણાં લાગતાં હતાં.
કાળભૈરવનાં ડમરું જાણે બજતાં હતાં.
બલરામે કમાલ કરી હતી. એ અજબ વિજય વર્ષો હતા, પણ વિજયના સુવર્ણથાળમાં દુશ્મને લોઢાની નાનીશી મેખ મારી હતી !
જરાસંધે છટકી જઈને આ બધા વિજય-પરાક્રમ માથે પાણી ફેરવી દીધું હતું! બલરામ જેવા ચકોર બલરામની આંખોમાં ધૂળ નાખીને જરાસંધ ભાગી છૂટવો હતો! અરે ! નજર સામેથી નાસી ગયો ને પીછો કરી શકાયો નહિ ! કેવી શરમભરી વાત છે !
મણિબંધ સામે ઊભો હતો - પોતાના ઘરમાં ઊભો હોય એમ નિર્ભીક બનીને એ ઊભો હતો. પોતાનાં સગાંને મળવા આવ્યો હતો, એમ એ સાવ સ્વાભાવિક રીતે વાતો કરતો હતો.
મણિબંધના દેહ પર જખમ હતા, રુધિરના વહી ગયેલા રેલાના અવશેષો હતા; પણ જાણે એ એના માટે આભૂષણરૂપ બન્યા હતા ! જખમ તો જવાંમર્દોનું ઝવેરાત !
બલરામે નિષ્ફળતાના આવેશમાં એક વાર મણિબંધને સંહારી નાખવાનો
વિચાર કર્યો, પણ વળી મન શાંત થઈ ગયું. સંહાર કરી નાખ્યું પણ શો ફાયદો? એને મોતનો ડર નહોતો. જેને જે વાતનો ડર નહિ, એને એ વાતથી ડરાવવામાં ફાયદો શું ? અને યુદ્ધમાં પકડાયેલા શત્રુની હત્યાથી તો ઊલટી કલંક-કાલિમા લલાટે લાગવાની હતી !
રાતનું અંધારું પીગળતું હતું, ને પૂર્વ દિશામાં કંકુના ઢગ વેરાતા જતા હતાઃ પણ બલરામને તો અત્યારે અંધારું જ ગમતું હતું. રે ! પ્રકાશમાં એ કોઈને શું મોં બતાવશે ? પોતે કેવો મૂર્ખ ! હાથમાં આવેલો દુશ્મન આંખમાં ધૂળ નાખીને છટકી ગયો ! અને અત્યારે એ પોતાના રાજ્યમાં જઈ મૂછોને વળ દેતો કહેતો હશે કે કેવા બનાવ્યા બલરામને ! ગોવાળને તો ગાયના પૂંછ આમળતાં આવડે, લડાઈ લડતાં નહિ !
પણ સૂરજને ઊગતો ને આથમતો પળ વાર પણ કોણ રોકી શક્યું છે ? સૂરજ એના નિયત ક્રમે ઊગ્યો.
સૂરજે આખા પ્રદેશને દેદીપ્યમાન કરી દીધો. પંખીઓ માળામાંથી ઊડ્યાં, ને રાની પશુઓ બોડમાં છુપાયાં. બલરામની ગોપસેનાએ સાધેલો વિજય અપૂર્વ હતો, પણ બલરામની શરમ એથીય મોટી હતી.
મણિબંધને બંધનોમાં બાંધીને રાખવાનો હુકમ આપી બલરામ પાછા ફર્યા. ત્યાં તો દૂર દૂર ધૂળની ડમરીઓ ચડતી દેખાઈ.
સૈનિકો ફરી સાવધ થઈ ગયા, અને શસ્ત્રસજ્જ થઈ ધૂળની ડમરીનું સ્વાગત કરવા તૈયાર થઈ ઊભા. એકની દાઝ બીજા પર !
ડમરી ઝડપભેર પાસે આવતી હતી. થોડી વારમાં આવનારા સ્પષ્ટ થઈ ગયા. એક હતા શ્રીકૃષ્ણ અને બીજા હતા શ્રી નેમ ! બંને પોતાની સેનાઓ સાથે બલરામની કુમકે આવી પહોંચ્યા હતા. તેઓને ખબર મળ્યા હતા કે અંધારી રાતે બલરામે જરાસંધનો જબરો મુકાબલો કર્યો છે.
જરાસંધનો મુકાબલો ? એ વખતના ભલભલા બહાદુર રાજવીઓ અપ્રતિરથ મહારથી જરાસંધના મુકાબલાનો વિચાર પણ કરી ન શક્યા, એટલી એની ધાક હતી. સેનાની સેનાઓ જરાસંધના નામમાત્રથી ઢીલી થઈ જતી, અને શૂરવીર સેનાપતિઓનાં ગાત્ર ગળી જતાં ! એ જરાસંધનો સામનો મૂઠીભર ગોપર્સના વડે કરવો, એ ભયંકર સાહસ હતું ! એટલે ખબર મળતાંની સાથે એ કામમાં મદદ કરવા બંને ભાઈઓ દોડતા આવ્યા હતા !
માર્ગમાં એમને જરાસંધનું સૈન્ય ભાગતું મળ્યું હતું; ને એ શાંતિ અનુભવી રહ્યા. સાથે સાથે મોટા ભાઈના પરાક્રમને અભિનંદવા તેઓ તીવ્ર વેગથી આગળ અરિ C 89
Page #56
--------------------------------------------------------------------------
________________
વધી રહ્યા. છેવટે આવી પહોંચ્યા !
પૂર્વ દિશામાં એમના બદલે બન્ને સૂર્ય આવતા હોય તેમ શ્રીકૃષ્ણ ને નેમકુમાર રથ પર ચઢીને આવી રહ્યા હતા. બંને શ્યામ વર્ણના હતા. બંને ઘાટીલા હતા, બંનેની દેહયષ્ટિ મોહક હતી, બંનેનાં જુલફાં હવામાં ફરફર ઊડી જાણે જયપતાકા ફરકાવતાં હતાં. જોનારને એમ જ લાગે કે બલરામ જાણે યુદ્ધ દેવતા હતા કે આવનારા જાણે પ્રેમદેવતા હતા.
વાતાવરણના ભારેપણામાં આ બે જણાએ પોતાના આગમનથી એકદમ હળવાશ આણી, શંકા અને ભયના ધુમ્મસમાં જાણે શ્રદ્ધાનાં તેજ રેલાયાં.
મણિબંધને ત્યાં મૂકી, બલરામ નાના ભાઈઓના સ્વાગતે આગળ આવ્યા. અત્યારે એ મહામાનવીની મન-ઇમારતને ટેકો ખપતો હતો.
બંને નાના ભાઈઓ મોટા ભાઈને સામે આવતા જોઈ રથમાંથી ઊતરીને મોટા ભાઈના ચરણમાં ઝૂકવા નીચા નમ્યા.
બલરામે બંનેને બાથમાં લઈ લીધા. | ‘આપના અદ્ભુત વિજયની વાતો અમે આખા રસ્તે સાંભળતા આવ્યા છીએ.” શ્રીકૃષણે કહ્યું.
| ‘વિજય અને વળી અદ્દભુત - બંને શબ્દો મને તીરની જેમ હૈયામાં વાગે છે!” બલરામે નિરાશાથી કહ્યું.
‘શા માટે ?’
‘એટલા માટે કે જરાસંધ મારી આંખમાં ધૂળ નાખીને ચાલ્યો ગયો, નહિ તો આજ પૃથ્વી પરથી અસુરોનો ભાર ઓછો થઈ જાત !' બલરામે વેદનાભર્યા સ્વરે કહ્યું.
અસુર એક નથી, અનેક છે. હજી એને સંહારીને ધરતીને હળવી કરવાનો વખત ચાલ્યો આવે છે.” શ્રીકૃષ્ણ આશ્વાસન આપ્યું.
‘એ કેવી રીતે છટકી ગયો ?” નેમકુમારે પ્રશ્ન કર્યો.
‘એનો ભાઈ મણિબંધ અહીં બંદીવાન છે. એ અજબ હિકમતબાજ છે. પણ થોભો, આપણે આપણા મોઢે શત્રુનાં પૂરાં વખાણ નહિ કરી શકીએ, એના મોઢે જ એ સાંભળીએ.’ બલરામે કહ્યું ને મણિબંધને હાજ૨ કરવા સૂચના આપી.
થોડી વારમાં મણિબંધ ત્યાં હાજર થયો. એ ગર્વભેર ડગલાં ભરતો આવતો હતો. એના મોં પર મોત તરફની બેપરવાઈ ને કરેલાં કાર્યોનો ગર્વ રમતાં હતાં. મણિબંધ, આ બંને જણાને તો તું ઓળખે છે ને ?”
90 g પ્રેમાવતાર
મણિબંધ કોને ન ઓળખે ? આ તો રાજા કંસદેવની હત્યા કરનાર અપરાધીઓ! એમાં ચક્રવર્તી રાજાનો એક અપરાધી બલરામ અને બીજો અપરાધી તે કૃષ્ણ !'
અને હું ?' નેમકુમારે મોં મલકાવતાં કહ્યું. ‘તારું નહિ - તારા પિતાનું નામ ગુનેગાર તરીકે નોંધાઈ ગયું છે. હું ભૂલતો ન હોઉં તો, સમુદ્રવિજયનો પુત્ર તું નેમ ને ? જાણી લે કે બલરામ અને કૃષ્ણથી પણ કોઈ વધુ અપરાધી લેખાતો હોય તો તે છે તારો પિતા રાજા સમુદ્ર! એને વાંદરાઓને નિસરણી આપી ! છવાસી રાજાઓના કાષ્ઠપિંજર સાથે મગધના પાટનગર ગિરિવ્રજ માં હમણાં એક નવું કાષ્ઠપિંજર નિર્માણ કરવામાં આવ્યું છે, ને એના ઉપર ‘રાજા સમુદ્રનું નામ આલેખવામાં આવ્યું છે.'
મણિબંધ એટલી સ્વાભાવિકતાથી ને દઢ વિશ્વાસથી બોલતો હતો કે જાણે એમ જ લાગે કે કાષ્ઠપિંજરમાં રાજા સમુદ્રવિજય પુરાઈ ગયા છે, અથવા પુરાવા સિવાય એમની પાસે કોઈ આરો નથી !
‘શા માટે આટલા બધા રાજાઓને કેદ કર્યા છે ?' નેમકુમારે પ્રશ્ન કર્યો. એણે પોતાના પિતા માટેની વાતને બહુ વજૂ દ ન આપ્યું.
‘મહારાજ જરાસંધ અપૂર્વ નરમેધ યજ્ઞ કરવાના છે. એમાં જેવા તેવા માનવીઓ નહિ, પણ સો રાજાઓને હોમવા માગે છે ! છચાસી હાલ તરત કેદમાં છે, ચૌદ બાકી છે ! વધુ એક તરીકે તારો પિતા નક્કી થતાં હવે તેર બાકી રહ્યા છે.' મણિબંધ બોલ્યો. એની વાતો કરવાની રીત એવી હતી કે ભલભલા શત્રુનાં હાડ ગાળી નાખે!
‘જ્ઞાન કરતાં અજ્ઞાનમાં ચમકારો વધુ હોય છે, પ્રેમ કરતાં દ્વેષનાં તીર તેજીલાં હોય છે. પણ જાણે છે, મણિબંધ ! એ તેજીલાં તીર ખરે વખતે ધાર્યું નિશાન તોડતાં નથી. એમની શક્તિ એ વખતે કુંઠિત થઈ જાય છે !' નેમ કુમારે કહ્યું. એણે મણિબંધને અજ્ઞાનીની ઉપમા આપી.
‘વારુ, પણ તારો મહાન રાજા, બલરામ જેવા સિંહથી ડરીને શિયાળની જેમ ભાગી કાં છૂટ્યો ?” શ્રીકૃષ્ણ વચ્ચે કહ્યું.
‘શિયાળની જેમ નહિ, બલરામની છાતી પર પગ દઈને મહારાજ જરાસંધ ચાલ્યા ગયા છે, એક વૃદ્ધ ડોસાના વેશમાં !'
કેવો અપૂર્વ અને અદ્ભુત એ વેશ હતો !' બલરામે શત્રુની ચતુરાઈનાં વખાણ ક્ય.
‘એ ઇચ્છારૂપા જાદેવીની કૃપા છે. આપ સહુને ખબર હશે કે મહારાજ જરાસંધ એ દેવીની કૃપાનું ફળ છે. જન્મ વખતે મહારાજનું જમણું-ડાબું બંને અંગ જુદાં હતાં. એનો આત્મા જમણામાં જાઉં કે ડાબામાં એમ દુવિધામાં ફાંફાં મારતો
અરિ 1 91
Page #57
--------------------------------------------------------------------------
________________
હતો. જરાદેવીએ એ બંને અંગને એક કરી આપ્યાં અને નામ જરાસંધ રાખ્યું !' મણિબંધે વાત લંબાવી.
‘જરા-રાણસીનું સંતાન જરાસંધ પણ રાક્ષસ લાગે છે ! જરાનાં દર્શન કરીને માણસ સંસારનાં ઝેર ઉતારે કે વધારે ?” નેમકુમારે કહ્યું.
‘જરાદેવીને રાક્ષસી ન કહો. મગધના ઘરેઘરમાં એ દેવી પૂજાય છે. પુત્રવતી નવયૌવના સ્ત્રીની પ્રતિમા તો મગધ દેશના એકેએક ઘરની દીવાલ પર અંકિત છે. એ જરાદેવીની છે. જરાદેવી ઇચ્છારૂપા છે. એમની સાધના કરનાર ઇચ્છા પ્રમાણે રૂપ ધરી શકે છે.'
‘દેવ-દેવીને સ્વાર્થભાવે પૂજનાર માણસો આત્મવાન પુરુષો પાસે હારી જાય છે !' નેમકુમારે પોતાના ચિંતનનો જાણે સાર કહ્યો.
‘હાર કહેવાથી હાર થતી નથી. જાણો છો, મહારાજ જરાસંધના પક્ષમાં કેવા કેવા રાજાઓ અને વીરો છે ? એક એક માણસ હજારને હરાવે તેવો છે. એમના મિત્ર અને સેનાપતિ શિશુપાલને તો જાણો છો ને ?'
- “મણિબંધ ! એને તારાથી વિશેષ હું જાણું છું. તારો તો એ ગમે તે સગો થતો હોય, પણ મારે તો એ ફઈનો દીકરો ભાઈ થાય.' શ્રી કૃષ્ણે કહ્યું, ‘ભારે ક્રોધી, ભારે અવળચંડો, જરા રાયસીનો જમાઈ થાય એવો છે !'
“બીજો છે કરુષ દેશનો રાજા દેતવત્ર, જરાસંધનો એ શિષ્ય છે. એની તાકાત સામે કોઈ ટકી શકતું નથી.' મણિબંધ એક એક શબ્દ પર ભાર આપતો બોલતો હતો.
ભલી ઓળખાણ કરાવી તે મણિબંધ ! એક એકને અમારે ભરી પીવા પડશે. આ બધા કંઈ અમારા શત્રુ નથી; એ તો માનવતાના શત્રુ છે ! અમે એની સામે તન, મન, ધનથી લડીશું.’ નેમકુમારે પ્રેમમાંથી યુદ્ધનો ઉત્સાહ બતાવ્યો.
| ‘લડવા લાયક તો તમારા માટે હજી ઘણા છે. તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે એવા હંસ અને ડિંભક નામના બે બળવાન રાજાઓ હજી બાકી રહે છે. બંનેની પ્રતિજ્ઞા છે કે જીવીશું તોપણ સાથે, અને મરીશું તોપણ સાથે. એમની સાથે લડવું એ તો પોતાના મોત સાથે લડવા બરાબર છે.'
‘મણિબંધ ! વાહ ભાઈ, વાહ ! તેં સરસ માહિતી આપી. તારી વાતનો ટૂંકો સાર એ કે એકને મારતાં બે મરાય, કાં ? એક કાંકરે બે પક્ષી ! વાહ, આ તો સોદો સસ્તો થયો.” શ્રી કૃષ્ણ કહ્યું. એમના સવાલ-જવાબમાં મુત્સદીવટ તરી આવતી હતી.
| ‘રે કૃષ્ણ ! ગોવાળોની સાથે રહેવાથી તમારી મતિ પણ કુંઠિત થઈ ગઈ લાગે છે ! તારા જ મામા પુરુજીત જરાસંધના વફાદાર મિત્ર છે. ને તારા નાતેદાર ભિષ્મક
92 1 પ્રેમાવતાર
પણ એના અનુશાસનમાં છે. મુર ને નરક દેશના શાસક વૃદ્ધ ભગદત્ત પણ એમનું જ કહ્યું સાંભળે છે. ઓછી અક્કલવાળા તમારા જેવા જ કોઈ મોતની બાકરી બાંધવા દોડે છે. ખરેખર, ઢોરો સાથે હરીફરીને તમારી અક્કલ પણ ચરવા ચાલી ગઈ છે !'
‘વારુ, મણિબંધ ! તારા રાજાના વિપક્ષીઓની નામાવલી બતાવી શકે ખરો ? હું માનું છું કે એના કોઈ વિપક્ષી જ નહિ હોય. શત્રુ રાખવા એ તો શૂરવીરોનું ગજું, તમારું નહિ !' શ્રીકૃષ્ણે કહ્યું. ‘અમને એમાંથી બાદ કરજે. અમારી મામીના શ્રીમાન પિતાશ્રીની અમારી તરફ તો ઓછી જ કૃપાદૃષ્ટિ છે!'
‘તમારાં આચરણ જ એવાં છે ! સૂર્ય સામે ધૂળ ઉડાડવાની તમારી નીતિ છે. એ ધૂળ જ તમારી આંખમાં પડે છે. અને તમારી આંખ બિડાઈ જાય છે. તમે સૂરજને દેખી શકતા નથી એટલે કહો છો કે અમે સૂરજને ઝાંખો પાડી દીધો અને રાજા જરાસંધના વિપક્ષી ? રે કૃષ્ણ ! સૂરજના વિપક્ષી તો ઘણા નિશાચરો હોય, પણ સૂરજ ઊગતાં એ બિચારાઓની હસ્તી જ ક્યાં રહે છે ? જાણો છો કે અઢાર ભોજ કુળ અને ઉત્તર દેશના રાજાઓ અમારા મહારાજની તાકાતથી ડરીને પશ્ચિમ દિશા તરફ ચાલ્યા ગયા છે ?' મણિબંધ વાત કરતાં થોભ્યો. એના ઘા કંઈક તીવ્ર વેદના વહી રહ્યા હતા, પણ એની એને પરવા નહોતી, જરાસંધનો જ શ ગાવામાં જાણે એને નવજીવન મળતું હતું.
‘પંચાલ દેશના રાજાઓ પૂંછડી દબાવીને નાસી ગયા છે ! મજ્ય અને સંન્યરત દેશના રાજા દક્ષિણમાં જઈને છુપાયા છે. શૂરસેન, ભદ્ર કાર, શાલ્વ, સુક, કુલિંદ, દક્ષિણ પાંચાલના રાજા ને પૂર્વ કૌશલના રાજાઓ સુરજના પ્રકાશથી ઘુવડ છુપાઈ જાય તેમ જ્યાં ત્યાં છુપાઈને બેઠા છે. ૨ ! આવા તો બીજા પણ અનેક છે !' મણિબંધ વાત કરી રહ્યો. અત્યારે એ ગર્વમાં હતો.
‘મોટા ભાઈ ! સપથી અને વિપક્ષીનાં નામ આપણે યાદ રાખી લેવાં ઘટે; રાજનીતિનું સૂત્ર છે કે શત્રુનો શત્રુ સહેજે મિત્ર ! સમયે એવા મિત્રોને સંભારવા ઘટે!” શ્રીકૃષ્ણે કહ્યું.
મણિબંધ આ શબ્દો સાંભળી ચમકી ગયો. એ પોતાની ભૂલ સમજી ગયો. એને લાગ્યું કે આજ કાલના આ છોકરાઓએ પોતાને મૂર્ખ બનાવ્યો. પછી એ મૌન ધરી રહ્યો. એને બોલાવવા ઘણી મહેનત કરી પણ એ કંઈ ન બોલ્યો, અને જે બોલ્યો તે નિરર્થક બોલ્યો. આખરે સંખ્ત જાપતા નીચે રાખવાની આજ્ઞા આપી એને છાવણીમાં મોકલી દેવામાં આવ્યો.
ત્રણે ભાઈઓ એ દિવસે ભેગા બેઠા ને એકબીજાની પ્રવૃત્તિના સમાચાર એકબીજાને કહ્યા. બલરામે નેમકુમારને ખૂબ ઉત્સાહથી કુલવધૂ વૈરોટટ્યાની વાત કરી;
અરિ 1 93
Page #58
--------------------------------------------------------------------------
________________
પોતાની પાસેથી વચન લીધાની હકીકત પણ કહી.
નેમકુમારને આશ્ચર્ય થયું : સુંદર ફૂલ પાસે જેમ સ્વાભાવિક શોભા ને સુગંધ છે, એમ સુંદર વિચારોની પણ પૃથ્વી પર અસર છે !
નેમકુમાર વૈરોટ્યાના વિચારમાં ડૂબી ગયા. આ તરફ બલરામ અને શ્રીકૃષ્ણ આવી રહેલા કપરા વખતનાં કપરાં એંધાણ પારખી રહ્યા.
‘સાપ છટકી ગયો. ફરી આવશે ખરો ?'
‘જરૂર આવશે, જરૂર ડંશ દેશે.'
‘તો આપણે તૈયારીમાં રહેવું જોઈએ.' અને ત્રણે ભાઈઓ પોતાની સેનાઓ સાથે મથુરા ભણી વળ્યા.
મારગના કાંઠે આવેલાં ગામોની સ્થિતિ ભયંકર હતી. બધે યુદ્ધનું વાતાવરણ જાગી ગયું હતું. માથાભારે તત્ત્વોનું ચારે તરફ વર્ચસ્વ હતું.
જુવાન સ્ત્રીઓ ઊપડી ગઈ હતી. પશુઓ કપાઈને ખાદ્ય બની ગયાં હતાં. મઘને તો કોઈ દીઠો મૂકતો નહોતો. ને એ મદ્યની અસર નીચે ન ધાર્યાં દુરાચરણો
ન
આચરાયાં હતાં.
ગોપસેના ને યાદવસેના ધીરે ધીરે કૂચ કરી રહી હતી. આજનો રાતવાસો નદીકાંઠે હતો. પૂર્ણિમાના ચંદ્રની રૂપેરી ચાંદનીમાં આખો પ્રદેશ નાહી રહ્યો હતો. કાંકરા સ્ફટિકના બનીને અને વૃક્ષ બધાં સ્વર્ગનાં મંદાર બનીને શોભા આપી રહ્યાં હતાં.
નેમકુમાર નદીકાંઠે ફરી રહ્યા હતા. એમને શસ્ત્રો સજવાનો શોખ ઓછો હતો; એ દેહની તાકાત કરતાં અંદરની તાકાત પર વધુ શ્રદ્ધા ધરાવતા, એટલે સામાન્ય પ્રસંગે પણ ક્ષત્રિયપુત્ર ખભે ધનુષબાણ કે કમર પર કટારી કે હાથમાં પરશુ જેવું સાધન રાખતા, એવી કોઈ શસ્ત્રસામગ્રી નેમકુમાર ન રાખતા. એ સાવ નિઃશસ્ત્ર હતા.
સામાન્ય પ્રસંગે ન રાખે એ તો ઠીક, પણ વાતાવરણમાં જ્યારે યુદ્ધનો ભય ભર્યો હોય ત્યારે તો કંઈક શસ્ત્ર પાસે રાખવું ઘટે ને ! ન જાણે કઈ ઘડીએ દગો થાય. કઈ ઘડીએ શસ્ત્રની જરૂર પડે.
પણ નેમ એની સામે દલીલ કરતા. દુનિયામાં દિલભર દિલ પણ કોઈ ચીજ છે. આપણા અંતરમાં જ્યાં સુધી દ્વેષભાવ ન જન્મે ત્યાં સુધી કોઈ દુશ્મન આપણને દગો કરી શકતો નથી !
નદીતટ પર ફરતાં ફરતાં એ ઊંડા વિચારમાં ઊતરી ગયા.
94 – પ્રેમાવતાર
સંસારમાં અરિનો ડર સૌથી મોટો ! પણ અરિ કર્યો ?
પ્રકાશની જેમ નજરે દેખાતો કે પવનની જેમ નજરે ન દેખાતો ?
ન
માણસનો ખરો અરિ માણસ ! પણ એટલું જ બસ નથી. એ એક અરિને હણી નાખે, ત્યાં બીજો અરિ જાગે; એને હણી નાખે અને ત્રીજો જાગે ! પણ અરિનું મૂળશત્રુતાનું મૂળ-ન હણાય ત્યાં સુધી બધું નકામું ! અરિપણાનું મૂળ શું ? કામ, ક્રોધ, મોહ ને લોભ ! એ જ સાચા અરિ! એ અરિને હણીએ તો જ યુદ્ધ જાય, અરિ ટળે ને શાંતિ જન્મે.
ચંદ્ર પૃથ્વી પર સુધા ઢોળી રહ્યો હતો. એ સુધાીય શ્રેષ્ઠ એવા વિચારો નેમકુમારના હૃદયમાં ઘોળાઈ રહ્યા હતા. આ અંતરના અરિઓએ અવનને કેવી દૂષિત કરી નાખી છે ! નેમ વિચારી રહ્યા, બાલ અરિઓને ગમે તેટલા જીતીએ, પણ અંતરના અરિને જીત્યા વગર લડાઈઓ બંધ થવાની નથી, પ્રેમશાસન સ્થપાવાનું નથી, સબળ નિર્બળને સતાવતો અટકવાનો નથી.
નદીના જળ ખળખળ વહી રહ્યાં હતાં. નૈમકુમારના અંતરમાં પણ નિર્મળ વિચારધારાનાં જળ વેગથી વહી રહ્યાં.
ત્યાં છાવણીમાં પાર્શ્વભાગમાંથી રણશિંગાનો અવાજ આવ્યો. ભયંકર અવાજ !
અરિ – 95
Page #59
--------------------------------------------------------------------------
________________
13
અજબ પ્રતિકાર
રણશિંગું જોરથી ફૂંકાઈ રહ્યું હતું.
એ યુદ્ધનું રણશિંગું હતું, અને બળવાન હોઠો પરથી ફૂંકાઈ રહ્યું હતું. એના અવાજમાં એવી ભયાનકતા ભરી હતી કે સાંભળનારના હૈયા પર એકદમ ભયની લાગણી છવાઈ જતી; નામર્દીની હવા ન ઇચ્છે તોય મનમાં વ્યાપી જતી! એમ જ થઈ આવતું કે ભાગો, કટોકટી આવી રહી છે ! રાક્ષસોનું ટોળું રણક્ષેત્ર પર ધસ્યું આવે છે !
આ સામે બલરામ દોડ્યા, પોતાનું હળ ઉપાડ્યું. વીંઝ્યું !
શ્રીકૃષ્ણ દોડ્યા. એમણે એક હાથ પર ચક્ર લીધું ને બીજા હાથમાં ગદા લીધી. ચક્ર ને ગદા ઊંચાંનીચાં થઈ રહ્યાં.
નેમ પણ દોડ્યા, અને એથી પહેલાં રાજા સમુદ્રવિજય પણ ધસ્યા. નેમ તો હજી બાળક હતો. અને બલરામ ને કૃષ્ણ પણ ભલે બળૂકા હતા, પણ એમણે કેટલી દુનિયા જોઈ હતી ? આ આખા યુદ્ધસંઘના વડીલ રાજા સમુદ્રવિજય હતા. એમની ચિંતા પાર વગરની હતી.
રાજા કંસની હત્યામાં એમની સંમતિ પણ હતી, ને અસંમતિ પણ હતી. સંમતિ એ માટે હતી કે જો પહાડને ઉલ્લંઘી ન શકાય તેવો સમજીને એની સામે હાથ જોડીને બેસી રહીએ તો ન પહાડ નીચો થાય કે ન માણસ અને ઉલ્લંઘી શકે! અને તો પછી દાનવતામાંથી ધરતીનો છુટકારો ક્યારે થાય ?
અસંમતિ એ માટે હતી કે સામે જરાસંધ જેવો બલવાન સમ્રાટ હતો, શિશુપાલ જેવો ભારે વિદ્વેષી સેનાપતિ હતો; અને બીજા પણ અનેક રાજાઓ એવા હતા કે જે જરાસંધની છાયા લઈને મોટા બનીને બેઠા હતા ! પોતાની મૂઠીભર યાદવસેના, બિનકેળવાયેલ ગોપર્સના આ સાગરસમી અને સુસજ્જ સેનાઓ સામે
ટિટોડીના પગ જેવી હતી ! પોતાને તો વળી રાજ ખોવાનો ડર પણ હતો ! આ બધાની પાસે કંઈ નહોતું, જે કંઈ ખોવાનું હતું તે પોતાને ખોવાનું હતું; બીજાને તો આમાંથી કંઈક ને કંઈક પણ મળવાનું હતું !
પણ સમુદ્રવિજયની દૃઢ માન્યતા હતી કે જ્યારે લોકસમસ્તનો પ્રશ્ન ઊભો થાય ત્યારે એને પોતાની સ્વાર્થી મનોવૃત્તિથી જોઈ શકાય નહિ.
રાણી જીવયશાએ એમને ખાનગીમાં કહેવરાવ્યું પણ હતું કે મને નેમ પર પ્યાર છે, મારા શત્રુઓના પક્ષમાંથી ખસી જાઓ, તમે તો હવે જિંદગીને કાંઠે બેઠા છો, પણ નાહક નેમને કાં બાવો બનાવો ! આગળ જરાસંધ છે, જેનાથી સ્વર્ગ અને પૃથ્વીના સેનાપતિઓ પણ બાકરી બાંધતાં ડરે છે !'
નાનો નેમ આ વખતે પાસે ઊભો હતો. એણે પોતાનાં મનોહર જુલફાં નચાવતાં કહ્યું હતું, ‘પિતાજી ! આ લડાઈઓ મને પસંદ નથી, એ બંધ કરવા માટે એક વાર બાવો બનવા પણ તૈયાર છું !'
પિતા સમુદ્રવિજયે હસીને કહ્યું, “ભાઈ ! રાજા તે યોગી, યોગી તે રાજા, એ આપણી સંસ્કૃતિનું પ્રથમ સૂત્ર છે. આપણે બાવા બનીએ તો એમાં કોઈ શોચ નથી બલકે હર્ષ છે. જોકે સામનો કપરો છે, સામે પહાડ છે; આ તરફ ફૂલના દડા જેવા સુકુમાર કિશોરો ને અણઘડ મોતી જેવા ગોપ મરદો છે.'
પછી પિતાપુત્ર વિચારમાં ડૂબી ગયેલા, પણ આખરે તો રાજા સમુદ્રવિજયે વડીલનું પદ શોભાવ્યું ને એ જબ્બર તાકાતની સામે બાકરી બાંધી લીધી ! એ દિવસે આખી ભરતખંડની પૃથ્વી આંચકા અનુભવી રહી.
અત્યાર સુધી છૂટોછવાયો સામનો હતો; હોતા હૈ, ચલતા હૈ, એમ સેના લડતી હતી, પણ આજના રણશિંગામાં અત્યંત ઉત્કટતા ભરી હતી, ભયંકરતા ગાજતી હતી.
શત્રુ પૂરી તાકાતથી હલ્લો લઈને આવ્યો હતો.
જુદી જુદી દિશામાં થોડી વારમાં જુદા જુદા મોરચા ગોઠવાઈ ગયા, છતાં પણ રણશિંગું હજી પણ એ જ ભયંકર રીતે ફૂંકાઈ રહ્યું હતું.
દિશાઓ થરથર ધ્રૂજતી રહી, શંકરનું જાણે પ્રલયકાળનું ડમરું વાગ્યું.
સૂર્યનો પ્રકાશ પણ બીતો બીતો ધરતીને અજવાળવા લાગ્યો, જાણે રાહુ અને કેતુ સામટો હલ્લો લઈ આવ્યા !
હવામાં પણ કંઈક પરિવર્તન આવતું હતું. એ હવા દેહને ખટાશ ચડાવી કોકડું વાળી રહી હતી. હાથ હલાવી ન શકાય - જાણે આંબલી ખાઈને અંબાઈ ગયા; હલાવવા જાય તો થરથર કંપે !
અજબ પ્રતિકાર – 97
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ ગોપ-ગોપીઓના વહાલા હતા, અને એમને એ પોતાના અંતરથીય વધુ વહાલાં હતાં. એમની વેદનાએ અંતરમાં ભડકા જગાવ્યા !
ઠેર ઠેરથી માણસો દોડતા આવતા હતા. કેટલાક ગાળો દેતા હતા.
“અરે ! આ મામા-ભાણેજની હોળીમાં આખો જનપદ ખલાસ થઈ ગયો! જરાસંધના જુલ્મી સૈનિકો દીઠું ગામ કે નજરે પડ્યું નગર સાબૂત રહેવા દેતા નથી. એ આડુંઅવળું જોતાં નથી, વૃદ્ધ-બાળકનો ભેદ જાણતા નથી, સ્ત્રી-પુરુષને પિછાનતા નથી. એમના મારના ડરથી ગર્ભિણીઓના ગર્ભ ગળી ગયા છે ! કોઈ સારો દેશ બતાવો તો ત્યાં ચાલ્યા જઈએ. ભારે કજિયાળા લોકો ! હવે કલિયુગ આવવાનો લાગે
છે.'
આ કંપવાળા હાથમાં તલવાર કેવી રીતે પકડી શકાય ? અને પકડીને કેવી રીતે લડી શકાય ? રે ! યુદ્ધ લડવું તો હજી શરૂ પણ થયું નથી ને આ થાક, આ હતાશા ને આ નિષ્કર્મણ્યતા !
હળધર બલરામ આ પરિસ્થિતિનો તાગ ન મેળવી શક્યા. એ સશક્ત હતા , બીજા અશક્ત દેખાતા હતા. એમણે હળ ઉઠાવ્યું. આકાશમાં અધ્ધર તોળ્યું, ને રણપોકાર કર્યો.
એ જોરથી દોડ્યા, ધસ્યા ! એમને આશા હતી કે મારી પાછળ બધું સૈન્ય ધસી રહ્યું હશે, પણ પાછળ જુએ તો અજબ દૃશ્ય !
જુવાન સૈનિકોને બદલે સાવ વૃદ્ધ સૈનિકો ! કંપવાથી એમનાં માથાં ડોલે! હાથમાં તલવાર ઝઝૂમવાને બદલે હાથ થરથર ધ્રૂજે !
એમનાં ડોકાં જુઓ તો જાણે ઝાડ પર ઝૂલી રહેલું પાકું ફળ ! પડ્યું કે પડશે! મોઢાની બત્રીસી ખડખડી રહેલી, ખડી કે ખડશે !
પગ પણ જાણે ભૂકંપની દુનિયા પર ચાલતા હોય તેમ લથડિયાં ખાય, આંખે ઝાંખ ! કાળા વાળ સાવ ધોળા નિમાળા ! મોં પર કરચલીઓ પાર વિનાની.
‘અરે ! આ ઘડપણ કોણે આપ્યું ? આવો જાદુ કોણે કર્યો ?” બલરામે દિશાઓ ગજવી નાખે તેવો પડકાર કર્યો.
તેઓ સ્વયં પણ એક વિચિત્ર અનુભવ કરી રહ્યા. ઠંડી હિમ જેવી કોઈ વસ્તુ એમની આજુબાજુ પરકમ્મા કરી રહી હતી, પણ અડી અડીને દૂર ચાલી જતી હતી. એ વળી પાસે આવતી, વળી દૂર જતી; જાણે સ્પર્શ કરવાની એનામાં હિંમત ન હોય તેમ લાગતું !
એવો જ અનુભવ સર્વત્ર હતો. બીજી તરફ દૂર દૂર જરાસંધનું મહાસૈન્ય ગોઠવાતું જવાના સમાચાર મળતા હતા, જરાસંધના આજ્ઞાવર્તી તમામ રાજાઓ મેદાને ધસી આવ્યા હતા. આજ તેઓનો નિર્ણય હતો કે આ ફાટેલા ગોવાળિયા ને રાજા સમુદ્રવિજય જેવા એમના તમામ સહાયકોને મિટાવીને જ શ્વાસ ખાવો.
શ્રીકૃષ્ણ જેવા મહારથીના પ્રયત્નો અત્યારે અપાર હતા, પણ તેમની પાસે ઠેર ઠેરથી દુ:ખદ સમાચારો આવી રહ્યા હતા.
રે ! ગોકુળનો આ લોકોએ સર્વનાશ કરી નાખ્યો છે !
વ્રજ અને વૃંદાવનને તો જાણે ખેડી નાખ્યું છે. ગાયોને ચરવા એક ગોચર પણ રહ્યો નથી, ને પાણી પીવા જોગ એકેય ધરો સલામત નથી - બધે કાતિલ વિષ રેડાયાં છે !
સત્ય ને ત્રેતા પૂરા થયા હતા. દ્વાપર યુગ પોતાની છેલ્લી પાંખ સંકેલતો હતો, ને કલિયુગ પોતાની પાંખો ઉઘાડવાની તૈયારી કરતો હતો.
“કલિયુગ ?” શ્રીકૃષ્ણની નજર ક્ષિતિજ પર મંડાઈ રહી, જાણે ત્યાં એ કંઈ જોઈ રહ્યા, પછી એ કંઈક બોલ્યા : ગીત જેવા એ શબ્દો હતા : “યુગ તો આણીએ છીએ આપણે, યુગને વશ પણ કરીએ છીએ આપણે.’
ને તેઓ દૂરથી દાદ-ફરિયાદે આવી રહેલી માનવયંગાર સામે જોઈ રહ્યા. અપંગ, એનાથ, અસહાય માનવીઓની એ લંગાર હતી. જરાસંધના જુલ્મની જીવતી. તસવીર સમાં એ લોકો હતાં. કોઈનાં ગામનાં ગામ જલાવી દેવાયા હતાં. પશુ, ઢોર. કે માણસ, કંઈ પણ સર્વભક્ષી અગ્નિમાંથી ઊગરી શક્યાં નહોતાં!
જુભગારો છડેચોક કહેતા હતા : “જાઓને તમારા જનતા-જનાર્દન પાસે! એ તેમને બચાવશે ! આજે અમે એવા જુલ્મ વરસાવીશું કે ફરી તમે તમારા જનતાને જનાર્દનની સામે પણ નહીં જુઓ. એ જનતા-જનાર્દનનું જડાબીટ કાઢવાની આ ઝુંબેશ છે !
આ સાંભળીને અને લોકોની લાચારી જોઈને શ્રીકૃષ્ણનાં ભવાં પર કોપ આવીને બેઠો. શંકરના ત્રિનેત્ર કરતાંય એમનાં ભવાં ભયંકર થઈ ગયાં. એ બોલ્યાં, આહ ! જનતાને જુલ્મથી છોડાવવા યત્ન કર્યો, તો જનતા ઊલટી જુલ્મની ચૂલમાં જઈ પડી !'
ફરિયાદ કરનારાઓનો તંતુ બંધાઈ ગયો હતો. કોઈ રોતું રોતું બોલતું હતું, ‘રે ! આ જરાસંધી જમ અમારી સગી નજર સામે અમારી જુવાનજોધ સ્ત્રીઓનાં અપહરણ કરી ગયા !'
કોઈ કહેતું, “અમારાં બાળકોને મારીને એમનાં કુમળાં મસ્તકોના ફૂલદડા કર્યા ને સિતમખોર એનાથી રમ્યા !'
અજબ પ્રતિકાર 1 99
98 1 પ્રેમાવતાર
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણનાં નેત્રમાં અગ્નિનું વિરાટ રૂપ જાગ્યું. એમણે ગદા ઊંચી કરીને કહ્યું, ‘હું પૃથ્વી પરથી ન્યાયનો ઉરચ્છેદ કરીશ. જીવનનો અર્થ ફક્ત જીવવામાં નથી, નાની-મોટી ઉંમરમાં પણ નથી ! આતતાયીઓના નાશ માટે મેં અવતાર ધર્યો છે. સજ્જનોનું પરિત્રાણ ને દુષ્ટોનું દમન એ જ મારો આદર્શ છે.’
ને શ્રીકૃષ્ણની આંગળી પર સુદર્શન ચક્ર સુસવાટા નાખવા લાગ્યું. જાલિમોના શિરચ્છેદ માટે જાણે એ ઉતાવળું બન્યું હતું, પણ જાલિમો દૂર હતા, વળી મોટી સંખ્યામાં હતા : ને પોતાના સૈન્યની સ્થિતિ સાવ વિપરીત હતી.
જુવાનીના બીજા રૂપ જેવા, દેવોને પણ જેના દેહની ઈર્ષ્યા આવે એવા સૈનિકો અત્યારે વૃદ્ધ થઈ ગયા હતા. એ જોઈને સહુ પળવાર વિચારમાં પડી ગયા : ‘આ કેમ બન્યું ? કેવી રીતે બન્યું ?'
બલરામ હળ ઘુમાવતા ને કૂદકા મારતા ધસી આવ્યા. તેઓ આ પરિવર્તન ન સમજી શક્યા. તેમણે કહ્યું : “સૈન્યની આ હાલત કેમ થઈ, તે સમજાતું નથી. ભારે કટોકટી ખડી થઈ છે "
ત્યાં તો રાજા સમુદ્રવિજય આવી પહોંચ્યા. તેઓએ પણ પોતાના સૈન્યની એવી જ અવદશાની વાત કરી.
‘પણ નેમ ક્યાં ?” બલરામે પૂછયું. એમના સ્વરમાં ચિંતા હતી. નેમ તો ધ્યાન ધરવા બેસી ગયો છે !' ‘ધ્યાન ધરવા ! આવા યુદ્ધ વખતે ? શા માટે ?'
‘એ કહે છે કે આ કોઈ મેલી શક્તિનો પ્રભાવ લાગે છે. મેલી શક્તિ મેલા આત્મા પર અસર કરે, નિર્મળ પર નહિ. એણે ત્રણ દિવસ નું જમવાનું વ્રત લીધું
થતો ઘેરો નીરખી રહ્યા.
શ્રીકૃષ્ણ તો જનતાને દુઃખી દુઃખી જોઈ દ્રવી ગયા. થોડી વારે એમણે કહ્યું, ‘પેલા મણિબંધને બોલાવો.’
“કાં ?” ‘મને જરાસંધની ઇષ્ટદેવી જરાનું આ કૃત્ય લાગે છે.’
‘તે મણિબંધ આવીને શું કરશે ? આપણી આ સ્થિતિ જોઈ ઊલટો હસશે, અને પછી મારો મિજાજ જોયો છે ?' બલરામે કહ્યું. | ‘મણિબંધ ભલે હસે, પણ આ જાદેવી વિશેની ભાળ એની પાસેથી જ મળશે. કોઈ વાર કાંટાથી કાંટો નીકળે છે.' શ્રીકૃષ્ણ કહ્યું.
બંને ભાઈ શત્રુને બોલાવવો કે ન બોલાવવો તે વાત પર ચડભડી રહ્યા, પણ આખરે એકમત થયા, ને સૈનિકોને આજ્ઞા છૂટી. ‘જાઓ, મણિબંધને અહીં હાજર
કરો.”
સૈનિકો ચાલ્યા પણ એમની ચાલવાની તાકાત જાણે હણાઈ ગઈ હતી. સારું હતું કે મણિબંધ બંધનમાં હતો, નહિ તો એને કારાગારમાંથી બહાર કાઢવામાંય જોખમ હતું !
સ્વસ્થતાથી ચાલ્યો આવતો મણિબંધ હાજર થયો. એણે એક વાર ચારે તરફ વિજયભરી નજર કરી, ને પછી એ બોલ્યો, ‘કેમ કેટલી વીસે સો થાય, તેની ખબર
| ‘વાહ ભગત વાહ ! જ્યાં તલવાર જોઈએ , ત્યાં તપ વાપરવા બેઠો ! પણ આપણે શું કરવું ? નેમ તપમાંથી ઊઠે ત્યાં સુધી રાહ જોવી ?”
| ‘બિલકુલ નહીં. નેમ તો અલગારી છે. એને વેર હોય ત્યાં પ્રેમ સૂઝે છે. સિદ્ધાંતની રીતે એ વાત ભલે સાચી હોય, પણ પરિસ્થિતિને પારખીને આપણે આપણી રીતે યત્ન કરવો રહ્યો. અત્યારે કોઈ અદ્રશ્ય શક્તિના ભરોસે રહેવાય તેમ નથી.” રાજા સમુદ્રવિજયે પોતાનો મત કહ્યો.
નેમની બાદબાકી મૂકો !' બલરામે કહ્યું, “અત્યારે તો ઉગ્ર પગલાં ભરવાં ઘટે. પણ કોની મદદથી ભરવાં ? સેના તો વૃદ્ધ થઈ ગઈ છે ! નાદશક્તિના કોઈ સાધકે આ પ્રયોગ કર્યો લાગે છે.’ બલરામ થોડી વાર વિચારમાં પડી ગયા. સમુદ્રવિજય શત્રુઓના સૈન્યનો દૃઢ
100 g પ્રેમાવતાર
| ‘હવે મેલાં દેવ-દેવલાંની મદદથી તો માણસ ગમે તે કરી શકે. એમાં બહાદુરી શી ?” શ્રીકૃષ્ણે કહ્યું.
‘દુનિયામાં બહાદુરી કામની નથી, સાધ્યની સિદ્ધિ કામની છે. વધુ બેએક દિવસ જશે ને જ્યારે આ સેના પર બૂઢાપાની પૂરી અસર થઈ જશે એટલે મહારાજ જરાસંધ હલ્લો કરશે. જરાસંધી સિંહો ત્રાડશે ત્યારે તમારા ગોવાળો ઊભી પૂંછડીએ ન ભાગે તો મને કહેજો !'
| ‘હવે જોઈ તમારી શક્તિ ! બે દિવસ લાગે, એ તો ઘણું કહેવાય.’ શ્રીકૃષ્ણે કહ્યું. એમના પ્રશ્નોમાં હકીક્ત મેળવવાની તીવ્રતા હતી.
‘મહારાજ જરાસંધ અત્યારે સાધનામાં બેઠો છે. સાધનાની આ સિદ્ધિ છે; આ તો નાદબ્રહ્મની સાધના. એ સાધનામાં બેઠેલો સાધક પોતાના હોઠથી હવા ફૂંકે. એ હવા હિમાળો લઈને આવે. એવો હિમાળો કે માણસની થનગનતી જુવાનીનેય થિજાવી નાખે !' મણિબંધ મદમાં હતો, મસ્તીથી બોલતો હતો, એને દિલની દાઝ કાઢવાનો આ અવસર મળ્યો હતો.
અજબ પ્રતિકાર | 101
Page #62
--------------------------------------------------------------------------
________________
એ તો હું સમજું છું. તમારી સેના પણ જો એ પહેલાં અમારી પાસે આવે, તો એની પણ એ જ દશા થાય, વારુ, પણ અમારા ઉપર એની અસર કેમ ન થઈ ?*
‘દેવીની તાકાતને પણ મર્યાદા હોય છે. એ સમર્થ આત્માઓને અભિભૂત કરી શકતી નથી. વળી એ મહારાજ જરાસંધના લોહીસંબંધોને પણ સ્પર્શી શકતી નથી.’ મણિબંધ મુક્ત મને વાત કરી રહ્યો હતો.
જાઓ ! મણિબંધને ફરી પૂરી દો. આપણે પૂરા થઈશું એ પહેલાં એને પૂરો કરીશું !'
‘જય ચક્રવર્તી મહારાજ જરાસંધનો !' મણિબંધ પાછો ફરતો બોલ્યો. સૂર્યનારાયણ પોતાનો ઝડપી પ્રવાસ આગળ ધપાવી રહ્યા.
સાંજ પડી. નિશા આવી. પ્રલયનું ડમરું બજી રહ્યું હતું. હવે થોડો જ સમય શેષ હતો.
મહારાજ જરાસંધ સાધનામાંથી ઊભા થાય એટલી જ વાર ! પૃથ્વી પર શત્રુનું નામોનિશાન નહિ રહેવા દે !
અને શત્રુની દુનિયાનું - એનાં ગામ, નગર, નેસ ને વાડાનું - નખ્ખોદ તો ક્યારનું આરંભાઈ ગયું હતું ! દિશાઓ ધુમાડાથી ભરાઈ ગઈ હતી. માંસના બળવાથી હવા દુર્ગંધમય બની ગઈ હતી. ગીધ અને સમડી જેવાં પંખીઓ મિજબાની માણી રહ્યાં હતાં, ને તેમણે નાખેલા માંસ ને અસ્થિના ખંડો યત્રતત્ર દુર્ગધ ઉપજાવતા હતા.
માનવતાને પૃથ્વી પરથી નામશેષ કરવાનો આ જ રાસંધી મહાયત્ન હતો. અલબત્ત, જરાસંધ જેવા જ બૂર રાજવીને આવો મહાયન ગોવાળોના છોકરાઓ સામે કરવો પડ્યો એનો મોટો શોચ હતો, પણ આજ કાલનાં એ છોકરાંઓએ મરદોની મૂછોમાં ધૂડ નાખી હતી !
જનતાના જનાર્દન બનીને ફરતા આગેવાનોનું અસ્તિત્વ ભુલાવી દેવાનો આ દાવ હતો. આવતી કાલે જરાસંધ સાચો ચક્રવર્તી રાજા ઠરશે, પછી એક માખી પણ એનો વિદ્રોહ કરવાની વાત નહીં વિચારે !
સૂરજનારાયણ આથમીને ફરી ઊગ્યા, અને તેઓએ નભમંડળમાં ચંક્રમણ શરૂ કર્યું. પણ એમનું એક એક ડગ ઘેરી ચિતાવાળું હતું ! વિનાશ ડગલે ને પગલે પાસે આવતો જતો હતો.
આટલા બધામાં સ્વસ્થ હતો એકલો નેમ ! એ આત્મિક તાકાતને જગાડવામાં બેઠો હતો. પરાક્રમ કરતાં પ્રાર્થનામાં એ શ્રદ્ધા ધરી બેઠો હતો. ભૌતિક બળોને પછાડવા એ આધ્યાત્મિક તાકાતને નોતરતો હતો. લૌકિક શક્તિઓને સંયમિત
102 1 પ્રેમાવતાર
કરવા એ અલૌકિક શક્તિઓને જગાડી રહ્યો હતો.
આત્માનું બળ સાચું ! કાયાનું બળ કાચું !
એ સમાધિસ્થ હતો. રાત-દિવસનો ભેદ એણે જાણ્યો નહોતો. ભૂખ-તરસ એણે પિછાની નહોતી, કોઈ ગેબમાં એ ખોવાઈ ગયો હતો.
સંધ્યાની શીળી છટા પૃથ્વી પર વિસ્તરી કે નેમે લોચન ખોલ્યાં. એ લોચનમાં અજબ ખુમારી ભરી હતી. પ્રેરણાની પરબ જેવા એના હોઠ હલ્યા ને એણે પાસે પડેલો શંખ લીધો ! નાદ સામે નાદનો નિનાદ સ્વરો સામે સ્વરો સમરાંગણે આવતા હતા. શંખ ફૂંક્યો ! વધુ ફુકાયો !
બળતા ગ્રીષ્મ પર જાણે વર્ષાના - નવમેઘના સંદેશ ગુંજ્યા !
શખસ્વરો ચોમેર વહી રહ્યા : પૃથ્વીમાં, પાણીમાં, તેજમાં, આકાશમાં ! અને પૃથ્વી વળી નવો પરિવર્તન અનુભવી રહી. જરાની જઠરતા ઓછી થઈ. પાનખર સમેટાઈ ગઈ. એકાએક વસંત પ્રગટી. મોર ગહેકી રહ્યા. બપૈયા બહેકી રહ્યા. કોયલ કલરવ કરી રહી, વૃદ્ધત્વના ઘેરામાં સપડાયેલો માણસ જાણે આળસ મરડીને જાગ્યો.
એને ન ગમતી વૃદ્ધાવસ્થા પળવારમાં સરી જતી લાગી !
શંખસ્વર જેમ જેમ ઘેરા થતા હતા, તેમ તેમ તેનામાં યુવાનીની નવવસંત જાગતી હતી. સ્વરે સ્વરે અણુ અણુ પ્રફુલ્લિત થઈ રહ્યા હતા. નિસ્તેજ ને નિષ્કર્મણ્ય સેના ફરી નવજીવન અનુભવી રહી. જેની દાંતની બત્રીસી ડોલી રહી હતી, એ દાંતથી લોઢાના ચણા ચાવવા તૈયાર થઈ રહ્યા !
શંખેશ્વરો તો હજી પણ ફરી ફરી ચૂંટાઈ રહ્યા !
ઠીંગરાઈ ગયેલી અણુશક્તિમાં જાણે વસંતનો નવસંચાર થયો. યોદ્ધાઓ લડવા તૈયાર થઈ રહ્યા. સર્વત્ર હોકારા-પડકારા સંભળાઈ રહ્યા, સૈનિકોએ ગાન ઉપાડ્યું : આતતાયીને હણવા ચાલો ! સાધુઓના પરિત્રાણ માટે ને દુષ્ટોના દમન માટે આગે કદમ બઢાવો !'
આ તરફ રાજા જરાસંધ પણ સાધનામાંથી જાગવાની વેળા થઈ રહી હતી ! રે ! થોડીવારમાં તુમુલ યુદ્ધ જાગશે. | ‘શું આખરે યુદ્ધ કરવું પડશે ?' નેમે પ્રશ્ન કર્યો. ‘પોતાનાં નહિ તો શું પારકાં હણીશું ? પૃથ્વી પર પોતાનાં ને પારકાંના ભેદ શું વધુ દઢ કરીશું ?'
આ પ્રશ્ન તત્ત્વજ્ઞાનભર્યો હતો. તરત તો એણે જવાબ ન જડ્યો, પણ બલરામે કહ્યું, ‘તો શું આપણે હિમાળો ગાળીશું ? રે નેમ ! આપણા કારણે આ પ્રદેશો પર જુલમ વરસી રહ્યો છે. એ જુલમ બંધ થવો ઘટે.’
અજબ પ્રતિકાર 1 103
Page #63
--------------------------------------------------------------------------
________________
‘શું ફક્ત યુદ્ધથી જુલમ બંધ થશે ? બીજી કોઈ રીત નથી ?' નેમે પ્રશ્ન કર્યો. ‘ના’ બલરામે સ્પષ્ટ ઉત્તર આપ્યો.
‘તો.... મારી પાસે એક અનોખો માર્ગ છે. એ માર્ગ છે તો શાંતિનો, પણ જરાક શરમભરેલો છે. મહાપરાક્રમનો નહિ, પણ મહામુસદીવટનો છે.” શ્રીકૃષ્ણ કહ્યું.
અમને એ સમજાવો.’ બધા આગ્રહ કરી રહ્યા.
જનતાના જનાર્દના
વનશ્રી સોળે કળાએ ખીલી રહી હતી. નદીઓનાં જળ સ્વચ્છ બન્યાં હતાં, ને વનવાસિની સુંદરીઓ જળ-અરીસામાં જોઈને પોતાના કેસ ગૂંથતી હતી.
શુક અને સારસ બધે નિશ્ચિંત બનીને ખેલ્યાં કરતાં, અને હરણાં મોજ માં છલંગો મારતાં ફરતાં. વૃક્ષો પર સ્વાદુ ફળ ઝૂલી રહ્યાં હતાં, ને વેલીઓ પર મીઠા મેવા ઊભરાઈ રહ્યા હતા. પોતાનાં વત્સ સાથે ફરતી ધેનુઓના આંચળમાંથી દૂધની અજ સુધારા વહેતી હતી.
વાનરો શાખાઓ પર બેસી વાનરીઓ સાથે પ્રેમસંભાષણ કરતા. તેઓને હમણાં આ પ્રદેશમાં કેસૂડાનાં ફૂલનો રસ છંટાતો એ નહોતો રચતો. વાનરીઓને વિચાર આવતો કે આ સ્થળ લોહિયાળ થયું. ગોઝારું બન્યું; અહીં સંતાનને જન્મ આપીએ તો એ સંતાનો પણ ગોઝારાં જન્મે, માટે મથુરા-વૃંદાવન છોડી ક્યાંક બીજે સંચરીએ.
વાનરો પોતાની વાનર-રાણીની માથાની અલકલટમાંથી જૂ જેવું મોતી વીણતાં કહેતા : ‘પણ મારી રાણી ! મથુરા-વૃંદાવનના જેવાં મેવા-મીઠાઈ બીજે નહિ મળે. અહીંના જેવી ભલી ગોવાલણો, જેનાં ગોરસ-માર્ટ ફોડી નાખીએ તોય હસીને ઠપકો આપે, એવી બીજે નહીં જડે. આગળ તો કેવળ રણ જ રણ આવશે !'
| ‘રણ આવશે તો રણમાં જીવશું, પણ આ રક્તમાં તો નહિ જિવાય ! સડેલાં મડદાંની ગંધથી અમને તો ઊંઘ પણ આવતી નથી.’ વાનરરાણી જરાક અંગભંગ કરીને બોલી.
આદિકાળમાં માનવસમાજમાં જેમ નર કરતાં નારીનું મહત્ત્વ વધુ હતું, પિતા કરતાં માતાનું સ્થાન ઊંચું હતું, એમ આ વાનરકુળમાં પણ વાનરીનું સ્થાન મહત્ત્વનું રહેતું.
* નાદયુદ્ધ એ પ્રાચીન કાળમાં યુદ્ધનો એ ક પ્રકાર હતો. ભરત અને બાહુબલી વચ્ચેના યુદ્ધમાં એક નાદયુદ્ધ યોજાયું હતું. રાજા ગભિલ્લની ગર્દભી વિઘા જે નાદ વિઘાનું અનોખું રૂપ હતું. એ તો જાણીતી વાત છે, એવું જ આ નાદયુદ્ધ હોવું ઘટે. જુઓ શંખેશ્વર મહાતીર્થ નામનું પુસ્તક.
104 1 પ્રેમાવતાર
Page #64
--------------------------------------------------------------------------
________________
ત્યારે નર બિચારો નારીનો સેવક અને એની શુશ્રુષા કરનારો મજૂર હતો. નારીના એક સુંદર કટાક્ષ માટે એ જાણે મહાતપ કરતો, ને એવું તપ કરતાં કરતાં મરવામાં અહોભાગ્ય માનતો.
પણ રાણી ! જમનારાણી જેવાં જળ ત્યાં નહિ મળે. મળશે તો કાં તો છીછરાં ને કાં ખારાં અગર ! વળી ઝાડ પણ ફળ વગરનાં કાં તુચ્છ ફળવાળાં ! અને પચાસ ઝાડ કૂદશો ત્યારે તમારું નાનું શું પેટ માંડ ભરાશે.” નર સમજાવતો. એને અહીંની માયા લાગી હતી.
| ‘અગર જળ ખારાં ઉસ, પણ રક્ત કરતાં સારાં. અને ફળો માટે રઝળવું પડશે તો સારી કસરત થશે. અહીં તો તમે બધા નર મગર જેવા બન્યા છો. એક ઝાડ પર બેઠા ને બે પેટ ભરીને જમી લીધું એટલે પત્યું ! ન તાકાત છે, ન તમન્ના છે !” વાનરરાણીનો નિર્ણય અફર હતો.
| ‘રાણી ! ખરો ડર પોતાની નાત-જાતનો હોય છે. આગળ જતાં નર ભૂખાળવા ને લુચ્ચા મળશે. તમને ભર્યા સૌંદર્યની નારીઓને જોઈને એ કાળમુખા કંઈ કંઈ વાતો કરશે, ગેલ કરશે ને ગમ્મત કરી તમારું મન હરી લેશે.’ નરવાનરે કટાક્ષમાં કહ્યું.
| ‘હવે આ લાલ રંગથી તો થાક્યાં ! કહી દઉં, કાળાં મો અમને અદીઠ નથી. અને એવા નર અમારી કિંમત કરશે ત્યારે જ તમારા મનમાં અમારી કદર જાગશે.' વાનરરાણી પણ વ્યંગમાં ઊતરે એવી નહોતી.
ને વાનરરાણી પ્રસ્થાનની તૈયારીઓ કરતી; પોતાની સખીઓને કહેણ મોકલતી. એ સખીઓ પણ આ રક્તરંગી છાંટણાંથી કંટાળી હતી. વનવગડા નિર્ભય નહોતા. સવારે ચરવા નીકળેલા વાનરો સાંજે ઘરભેળા થાય ત્યારે સાચા ! જમીને બધા ઝાડ પર ઝૂલતા હોય, ને કાળઝાળ જેવું તીર સનનન કરતું ધસી આવે. વાનર ત્યાં ને ત્યાં જખમી થઈને હેઠો !
અને બિચારા જખમી વાનરનું તો આવી જ બનતું ! બધા સહૃદયી જીવો ખબર પૂછવા આવતા : અને ઘાને જોવા માટે પોતાના હાથે જ પહોળો કરતા! જખમી વાનર પોતાના જ ભાઈઓની હેતપ્રીતથી સંઘ પ્રાણત્યાગ કરતો.
વાનરરાણીઓનાં અટલ નિરધારથી વાનરજૂ થો હવે મથુરા, ગોકુળ ને વૃંદાવન છોડી રહ્યાં. અને વાનર જે વાત સમજ્યાં, એ વાત નર ન સમજે એવું કંઈ બને ખરું?
નરોએ જોયું કે વાનરોનું યુથ ધુમાડાથી ને ગરમીથી જાગી ગયું હતું, ને અકળાઈને ધમાલ મચાવી રહ્યું હતું !
ટોળું જીવ બચાવવા એક રસ્તે દોડવું ! થોડીવારમાં હડુડુ કરતું ત્યાંથી પાછું ફર્યું ! એટલી વારમાં કેટલાક વાનરો તીરથી જખમી થઈને ઢળી પડ્યા હતા !
106 | પ્રેમાવતાર
વાનરો જીવ બચાવવા એક પગે થઈ ગયા. તેઓએ પર્વતની બીજી કેડી પકડી. એ કેડી સાવ નિર્જન હતી. આગ થોડી થોડી ઝગી હતી : ને સેનિકોનો નાનો જથ્થો એ તરફ આવતો હતો. વાનરોનું આખું ટોળું એકેએકે ત્યાંથી નીકળી ગયું.
ઠેર ઠેક પોકાર ઊડ્યા હતા કે બળિયા સાથે બાથ ભીડી બેઠા છે. આપણા બાળકુમારો ! જમાનાની હવા નહિ ખાધેલી, એનું આ પરિણામ છે, નહિ તો વળી જમને છંછેડવામાં શું સાર ?
એટલે ભયનાં માર્યાં નબળાં ગોપ-ગોપી પણ પરદેશગમન માટે તૈયાર થઈ ગયાં હતાં, એમનાં ગાયનાં જ લૂંટાઈ ગયાં હતાં, સોનાં ચોરાઈ ગયાં હતાં. પોઠિયા પર ઘરવખરી લાદીને વતનને બોર બોર જેવડાં આંસુએ અંજલિ આપતાં આપતાં એ ચાલી નીકળ્યાં હતાં.
દરેક દિશામાં હિજરતીઓ ચાલ્યા જતાં હતાં ! દરેક દિશામાંથી પોકાર આવતો હતો, ‘રે આવાં તે વેર હોતાં હશે ! પશુ ખીલેથી છૂટી જાય, એમ માણસ ઘરથી ને વતનથી છૂટો પડી ગયો છે !'
યુદ્ધભૂમિ પર સભા ભરાઈ હતી : શ્રીકૃષ્ણે કહ્યું, ‘શાંતિનો એક મારગ તમને ચીંધું ! લાગશે શરમભરેલો, પણ છે સાચો.’
બતાવો ! જલદી બતાવો !' ‘આ વેરનું નિશાન, હું અને બલરામ છીએ.”
ના, વેર અમારા બધાની સાથે છે !' યાદવો બોલ્યા. ‘એ તો આડકતરું વેર છે, એમના મૂળ વેરી તો અમે બે જ.” ‘હાં... તો...' ‘અમે બંને અહીંથી ચાલ્યા જઈએ.’
એટલે પછી અમને દોરશે કોણ ?” ‘વડીલ રાજા સમુદ્રવિજય અને નાનો નેમ.'
વાત હતી તો બરાબર પણ કોઈને ગળે ઊતરતી નહોતી. શ્રીકૃષ્ણ-બલરામને એકલા કેમ છોડી દેવાય ? એમના વગર રહેવાય પણ કેમ ?
પણ એવામાં હવામાં ઊડતું એક તીર આવ્યું. તીર પર એક સંદેશ હતો. મહારાજ કંસના હત્યારા કૃષ્ણ અને રામને અમારે હવાલે કરો, નહિ તો આખો પ્રદેશ વેરાન કરી નાખીશું !
સંદેશો રાજા જરાસંધ તરફથી હતો. સહી રાજા શિશુપાલની હતી. શિશુપાલ શ્રીકૃષ્ણની ફોઈનો દીકરો હતો, પણ સ્વાર્થ અને વેરની ભુલભુલામણી એવી પ્રસરી
જનતાના જનાર્દન [ 107
Page #65
--------------------------------------------------------------------------
________________
હતી કે કોણ સગું ને કોણ સ્નેહી ! અને અત્યારે સહુથી વધુ ડર તો સ્વજનનો જ હતો, પેટમાં પેસીને પગ પહોળા કરે.
શ્રીકૃષ્ણે કહ્યું, ‘જો તમને શાંતિ ખપતી હોય, તો અમને અમારા માર્ગે જવા દો, વડીલ અમને આજ્ઞા આપો.'
રાજા સમુદ્રવિજય વિચારમાં પડી ગયા. બંને ભત્રીજા બળવાન હતા, છતાં હજુ બાળક હતા. એવાને કેમ કરીને એકલા મુકાય ? તેઓએ કહ્યું, ‘શાંતિ ખરીદવા માટે આવા બત્રીસલક્ષણા શાણા કુમારોનો ભોગ આપવો મને રુચતો નથી. વળી તમારી ઉંમર પણ શી ?”
‘અમારી ઉંમર સામે ન જુઓ. જનતાની હાલાકી સામે જુઓ. અમને રજા આપો !'
અને આટલું બોલીને બંને ભાઈઓ આકાશમાંથી કોઈ વાદળી સરકી જાય, તેમ સહુની વચ્ચેથી સરકી ગયા.
રાજા સમુદ્રવિજયે તીરનો જવાબ તીરથી વાળતાં જણાવ્યું, ‘રામ અને કૃષ્ણ અહીં નથી. પ્રજાને ન રંજાડો. પ્રજા તો ગાય ગણાય !!
રામ અને કૃષ્ણ શિબિરો વીંધીને નીકળી ગયા, પણ શિશુપાલના ગુપ્તચરો તેઓની પાછળ જ હતા.
બંને ભાઈ નદીઓ ઓળંગતા , મેદાનો વીંધતા, ટેકરીઓ પસાર કરતા દક્ષિણ તરફ ચાલ્યા ગયા, દક્ષિણમાં કરવીર ગામ પાસે પરશુરામનો આશ્રમ હતો, શંકરાચાર્યના દરેક ઉત્તરાધિકારી શંકરાચાર્ય કહેવાય એમ પરશુરામની ગાદીએ આવનાર દરેક પરશુરામ કહેવાય.
અહીં પરશુરામની સાથે મેળાપ થયો. પ્રજાસુખ માટે પોતે ભાગીને અહીં આવ્યા છે, તે જણાવ્યું. પરશુરામે તેઓને ગોમંતક પર્વત પર વસવાની સલાહ આપી.
| ઊંડી ઊંડી ખીણો ને ઊંચી ઊંચી કરાડોથી ગોમતક પર્વત સ્વયં કિલ્લારૂપ હતો. રામ અને કૃષ્ણ સ્વયં દેશનિકાલ જેવા ત્યાં વાસ કરી રહ્યા. ઘણે દિવસે તેઓએ આજે શાંતિનો શ્વાસ લીધો અને મનમાં નિરાંત વાળી કે હાશ, હવે પ્રજાજનો રાહત અનુભવશે.
ચારે તરફ આછી આછી પથરાયેલી હરિયાળી અને નાનાં નાનાં ઝરણ જોતાં તેઓ ફરી રહ્યા પણ એ વખતે તેમને આશ્ચર્યકારક અનુભવ થયો. પોતાની સાથે મથુરાનાં વાનરોનું એક ટોળું પણ ગોમંતક પર્વત પર આવી પહોંચ્યું હતું ને આવા વાસસ્થાનમાં વિસામો શોધી રહ્યું હતું !
108 n પ્રેમાવતાર
મથુરાનાં ફળ અહીં નહોતાં, જમાનાનાં જળ અહીં નહોતાં, કોઈ ગોવાલણીનાં છલકાઈ જતાં ગોરસ અહીં નહોતાં, છતાં આ પ્રદેશમાં શાંતિ હતી.
ઉત્તરનો દેશ જ્યારે આકરો થતો, ત્યારે દક્ષિણ શાંતિ પ્રદાન કરતો. શ્રીકૃષ્ણ વાનરના એક બચ્ચાને પકડી લીધું. બધા વાનરો ત્યાં એકઠા થઈ ગયા. શરૂઆતમાં બચ્ચાંને છોડાવવા તેઓ દાંતિયાં કરી રહ્યાં, પણ પછી તેઓ બંને ભાઈઓને પિછાણી ગયાં !
કુટંબમેળો થઈ ગયો. નર અને વાનર આ ગિરિ કંદરાની એકાંતમાં સ્વજન જેવાં બની ગયાં !
ગોમંતક પર્વત પર હવા મીઠી મીઠી વહેતી હતી, એ હવામાં ચંદનની સુવાસ ભરી હતી ! નર અને વાનરની નવી વસ્તી અહીં વસી ગઈ, ને વાનરો લાખેણા નરોની સેવા કરી રહ્યા.
‘નાના નેમને ભાવી જાય એવી પ્રેમભરી દુનિયામાં આપણે જીવીએ છીએ.” બલરામે કહ્યું.
‘પ્રેમની હવામાં મને ભાર લાગે છે.' શ્રીકૃષ્ણ ચિંતા બતાવી. ‘બહુ વહેમી ન થાઓ.' બલરામે કહ્યું.
‘શત્રુ આપણને આટલી સ્નેહભરી સૃષ્ટિમાં જીવવા દે, એમ મને લાગતું નથી. ક્ષત્રિય થઈને આટલી શાંતિની ચાહના મને ઉચિત પણ લાગતી નથી. આ તો પધર્મ છે, મને તો આપણાં ગોકુળ-વૃંદાવન યાદ આવે છે !' શ્રીકૃષ્ણે કહ્યું.
‘રાજકારણી ચિત્તનો ખોરાક જ ચિંતા હોય છે. આજની ઘડી રળિયામણી કરી લ્યો પછી કાલને કોણ પૂછે છે ?' બલરામે કહ્યું.
આ વાતો કરતા કરતા બંને ભાઈ વ્યાઘચર્મ પર સૂઈ ગયા. પણ ત્યાં તો કોઈ એમના વસ્ત્રનો છેડો ખેંચતું હોય તેમ લાગ્યું. જોયું તો વાનરરાજ !
વાનરરાજ એમને ઝનૂનથી ઉઠાડી રહ્યો હતો. હવામાં ઉગ્ર ગંધ ભરી હતી, ને બલરામને ખેંચીને પર્વતની એક કરાડ પર લઈ ગયો. નીચે તળેટીમાં જોયું તો અગ્નિ પેટાતો હતો, ને ધીરે ધીરે ભડકા ઊઠતા હતા.
‘કૃષ્ણ ! તમારી ચિંતા સાચી પડી. તમારી દૃષ્ટિ ગરુડ જેવી દૂરદર્શી છે. આખા પહાડને ઘેરી લેવામાં આવ્યો છે; ને ચારે તરફ આગ પેટાવવામાં આવી છે !'
આપણને જીવતા શેકી નાખવાનું આ કાવતરું ?' શ્રીકૃષ્ણ કરાડ પર જઈને બધું જોયું, તપાસ્યું ! જેમ બને તેમ જલદી નિર્ણય કરી લેવાની જરૂર હતી. લાલ લાલ ભડકામાં
જનતાના જનાર્દન D 109
Page #66
--------------------------------------------------------------------------
________________
લશ્કરોનો પહેરો બધે ગોઠવાતો નજરે પડતો હતો ! ધીરે ધીરે આખો ડુંગર અગ્નિથી ઘેરાઈ ગયો અને ચારે તરફની પગદંડીઓ પર સૈનિકો ગોઠવાઈ ગયા.
બલરામ વાનરોની વાટ જોતા હતા. આગ તો લગભગ અડધા પહાડને ઘેરી વળી હતી.
વાનરો નીકળી ગયા લાગે છે !' શ્રીકૃષ્ણે કહ્યું,
‘વાનરોની વાટ એ જ આપણી વાટ !' બલરામે કહ્યું. ને બંને એ રસ્તે ધસ્યા. રસ્તો નરને ચાલવા યોગ્ય નહોતો. અને ચાલવું હોય તો વાનરની જેમ ચાલવું પડે તેમ હતું. બંને ભાઈઓ એ રીતે કૂદતા આગળ વધ્યા.
છતાં વાંદર અને નરની ચાલમાં ફેર હતો. અને જે માર્ગ હતો એ માર્ગ આગથી ધીરે ધીરે વધુ ને વધુ રૂંધાતો જતો હતો.
‘મોટા ભાઈ, હવે તો યાહોમની ઘડી આવી પહોંચી છે !' શ્રીકૃષ્ણે પથ્થરની એક ઊંચી શિલા પર ઊભા રહેતાં કહ્યું.
‘પણ કમોતે નથી મરવું. મરવું તો એ રીતે કે દુનિયા આપણા જીવનથી વધુ આપણા મોતની ઈર્ષ્યા કરે.
કરો ત્યારે આપણાં આયુધો સાબદાં !'
‘પણ આ શિલા પરથી નીચે કેવી રીતે ઊતરશું ?’ નીચે તો આગે ઘેરો ઘાલ્યો
છે.
‘જમનાના જળમાં ઝાડે ચડીને ધૂબકા મારતા હતા, તે તો યાદ છે ને ?' શ્રીકૃષ્ણ જાણે મોત જોઈને મોજમાં આવી ગયા હતા.
‘જળમાં ધૂબકા મરાય, પણ આ તો સ્થળ છે !' બલરામે કહ્યું.
‘સ્થળને જળ માની લઈએ, અને કુદીને જઈ પડીએ શત્રુ-દળની વચ્ચે. પછી એ છે ને આપણે છીએ.' શ્રીકૃષ્ણે કહ્યું. એમના અવાજમાં ભય નહોતો, શંકા નહોતી. ઉંમર તો કંઈ મોટી નહોતી, પણ વાતો ઉંમરલાયકની હતી.
‘કૃષ્ણ ! મને એક વાર તને ભેટી લેવા દે ! કદાચ શત્રુનો સામનો કરતાં ખપી જઈએ !' બલરામના અવાજમાં પ્રેમની ભીનાશ ભરી હતી.
‘ભાઈ ! ભેટશું હવે શત્રુને ! તમારા હળની, મુશળની ને મારા સુદર્શનની આજ પરીક્ષા થઈ જવા દો !'
ને શ્રીકૃષ્ણ છેલ્લા નિર્ણય સાથે શિલાના છેડા પર જઈને ઊભા. બલરામ બાજુ પર આવીને ઊભા રહી ગયા.
નીચે, અતળ ખીણ જેવા ભાગમાં લશ્કરો સજ્જ ખડાં હતાં.
110 – પ્રેમાવતાર
બંને જણાએ પોતાનાં આયુધો દેહ સાથે સજ્જડ કર્યાં ને હવામાં ઝંપલાવ્યું ! પાંખ કપાયેલાં પંખી આકાશમાંથી ધરતી ઉપર ઊતરી આવે, એમ બંને ઊતરી આવ્યા ! ભૂમિ પર આવતાં જ બંનેએ ઠેકડો માર્યો ને શસ્ત્ર સંભાળ્યાં.
રાતનું અંધારું ઘૂંટાતું હતું ! શત્રુ આવી રીતે ભૃગુપાત કરીને નીચે ઊતરી આવે, એવી અશક્ય કલ્પના કોઈને આવી નહોતી. બધા ઉપર ચઢવામાં વ્યગ્ર હતા, ત્યાં સુદર્શન ચક્રનો સુસવાટો સંભળાયો.
સેનાપતિ શિશુપાલના કાન પાસેથી ચક્ર સરી ગયું. રે ! એક આંગળ જેટલી દૂરીમાં એ બચી ગયા !
ત્યાં હળ ઘૂમવા લાગ્યું. એની ફણાદાર કોશ માણસોનાં માથાંને ડૂંડાંની જેમ ખંખેરવા માંડી.
પહાડનો આ ભાગ બહુ મહત્ત્વનો નહોતો, એટલે વધુ સેના અહીં નહોતી. જરાસંધનો હાથી ને શિશુપાલના અશ્વ બધે ફરી રહ્યા હતા.
સુદર્શન ચક્રનો વેગ ધીરે ધીરે વધી રહ્યો હતો ને શત્રુના સૈનિકો એની પાસે ભારે ભય અનુભવતા હતા. ધીમે ધીમે મોરચો ઢીલો થઈ રહ્યો હતો.
ત્યાં જરાસંધના હાથીને બલરામના મુશળનો આસ્વાદ મળ્યો. આસ્વાદ તે કેવો ? હાથી જેવો હાથી રણ છોડીને જાય ભાગ્યો ! અને જરાસંધ ભાગ્યો એટલે એનું લશ્કર પણ ભાગ્યું.
બલરામના મુશળે તો કમાલ કરી. બીજો પ્રહાર શિશુપાલના ઘોડાની પીઠ પર. ઘોડા જેવો ઘોડો બકરી બનીને બેસી ગયો અને અધૂરામાં પૂરું ઘોર આભમાં વીજળીનો ઝબકારો થાય, એમ ઉપર સુદર્શન ચક્ર આવ્યું !
શિશુપાલ પણ જરાસંધની પાછળ ! બંને ભાઈઓ પળવારમાં સૈન્યમાં ભારે ભંગાણ પાડીને નીકળી ગયા; થોડે દૂર જઈ, ગોપનો વેશ લઈ ગાયો ચારતા આગળ
વધ્યા.
રાતનો પડદો ઊંચકાઈ ગયો. સૂરજે સોનાનો ચંદરવો આભમાં બાંધ્યો. એક ગામના પાદરમાં બંને ભાઈ આવી પહોંચ્યા.
બલરામે કહ્યું, ‘આ તો કૌંચપુર.'
‘ચો. ફુઆની મહેમાનગતિ માણીએ.' શ્રીકૃષ્ણે કહ્યું.
‘હા, દમઘોષ ફુઆ જરૂર આપણું સ્વાગત કરશે. એ પોતાના દીકરાથી નારાજ છે.' શ્રીકૃષ્ણે કહ્યું .
ચલો ત્યારે ! ઘર તો શત્રુના પિતાનું છે, પણ લાગશે તેવા દેવાશે !’ જનતાના જનાર્દન ] 111
Page #67
--------------------------------------------------------------------------
________________
અને બંને ભાઈઓએ રાજમહેલમાં જઈ અંદર ખબર કહેવડાવ્યા કે મથુરાથી હલરામ અને ચલરામ નામના બે ગોપ આવ્યા છે, અને આપને મળવા માગે છે.
થોડીવારમાં રાજા દમઘોષ આવ્યા. એ આંખ પર હાથનું નેજવું કરી બંનેને નીરખી રહ્યા, ને પછી દોડીને એમને ભેટી પડ્યા !
15
શિશુપાલના સો ગુના માફ
ખંડમાં ઝાંખો દીવો બળે છે. અંધારા આભમાં ઝીણા તારલિયા ચમકે છે. ઘુવડો શિકાર કરવા હમણાં જ બહાર નીકળ્યા છે, ને કાગડાઓ શિકાર કરીને હમણાં જંપ્યા છે.
સમય બડો બળવાન છે. દિવસે જે શિકારી હતા એ રાતે શિકાર બન્યા! રાતે જે શિકારી હતા, એ દિવસે શિકાર બન્યા !
કોઈનો શિકાર બનેલા બે કિશોર કુમારો અહીં બેઠા છે. એમની દેહ ઘણા ઘણા જખમોથી શણગારેલી છે, ને જાણે કોઈ ચિંતામાં પડ મૃત્યુંજયનું રસાયણ લઈને પાછા આવ્યા હોય એમ એમનો આખો દેહ કાળો પડી ગયો છે. મસ્તકનાં મનોહર જુલ્ફાં અગ્નિના તાપથી નબળાં પડી ગયાં છે. જરાક હાથ અડાડ્યો કે કેટલીય લટો હાથમાં આવી જાય છે !
છતાં બંને કિશોરોની મુખમુદ્રા પર એક વિજયી હાસ્ય રમી રહ્યું છે. આંખમાં સામાને પરવશ કરનારી જ્યોતિ પ્રકાશી રહી છે, મુખમાંથી નિરાશાનું, થાકનું, હાશકારનું એક વચન નીકળતું નથી.,
‘રામ, મને સમાચાર મળ્યા છે, કે તમને આ રીતે ઘેરામાં લઈને મારી નાખવાનું રાજા જરાસંધનું કાવતરું હતું.’ રાજા દમઘોષનાં રણી શ્રુતશ્રાએ કહ્યું.
‘બાવળ વાવીએ ને બાવળ ઊગે એમાં આશ્ચર્ય પામવા જેવું શું ? મામા કંસને હણનારા અમે જ છીએ ને !' ચલરામે કહ્યું, ‘જાણો છો ને, મારું નામ ચલરામ છે.”
ચલરામ જ કહીશ. નહિ તો આ બધા નોકર-ચાકર ફૂટેલા છે.” રાણીએ કહ્યું. એ રાજા દમઘોષનાં પત્ની હતાં. ને શ્રીકૃષ્ણના ફોઈ થતાં હતાં. ઉંમર તો એમની ઠીક ઠીક હતી, પણ દેહ ઘાટીલો ને સશક્ત હતો.
112 T પ્રેમાવતાર
Page #68
--------------------------------------------------------------------------
________________
ચલરામ ! જરાસંધ કંઈ કરે એના સામે મારો વાંધો નથી, પણ ગોમંતક પર્વત પર તમને બંનેને જીવતા ભૂંજી નાખવાના કાવતરામાં શિશુપાલ પણ સામેલ હતો એ દુ:ખ કરનારી બીના છે.’ રાણી શ્રુતશ્રવા આટલું બોલીને ખિન્ન વદને બન્ને તરફ જોઈ રહ્યાં.
| ‘શિશુપાલ તો ભારે શક્તિશાળી છે. નાનપણમાં ત્રણ આંખો ને ચાર હાથ સાથે જન્મ્યો ત્યારે જ મેં ભવિષ્યવાણી ભાખી હતી.’ હલરામે કહ્યું. | ‘તમારા કહેવાથી તો અમે એને સંઘર્યો; નહીં તો ફેંકી દેવાની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. હલરામ ! ખોટું નહિ કહું જે રાતે એ ગર્ભમાં આવ્યો, તે રાતે મને એવું સ્વપ્ન આવેલું કે, જાણે દાનવ હિરણ્યકશિપુ જન્મ ધરવા મારી દેહમાં પ્રવેશ્યો!' રાણી શ્રુતશ્રવાએ અંતરની વાત કરી.
‘ફઈબા ! શાંતિ રાખજો. આ ચલરામ ને હલરામનો જન્મ દાનવોને હણવા અને દેવોને રક્ષવા માટે જ થયો છે.ચલરામે કહ્યું.
‘મને પૂરી શ્રદ્ધા છે, અને એથી જ શિશુપાલ અને તમારી વચ્ચે અણબનાવ છતાં તમ બે તરફ વહાલ ને શિશુપાલ તરફ અસંતોષ રહ્યા કરે છે. પેટનો દીકરો છે; ને માબાપની માયા છે, પણ જબ્બર કાવતરું રચાયું છે; તેઓએ તમને જેર કરી નાખવા કમર કસી છે.
આટલી વાત થાય છે, ત્યાં રાજ મહેલના દ્વાર પર ઘોડાઓની ખરીઓનો અવાજ ગાજી રહ્યો.
કાં તો શિશુપાલ આવ્યો !' રાજા દમઘોષ અને રાણી શ્રુતશ્રવા પુત્રના આગમનના ભણકારાથી ફફડી રહ્યાં. તેઓએ એક પરિચાયકને તપાસ કરવા મોકલ્યો.
થોડી વારમાં પરિચારક તપાસ કરીને આવ્યો ને બોલ્યો, ‘વિદર્ભ દેશના રાજા ભીમકના અંગત દૂતો સાથે મહાપુરોહિત આવ્યા છે અને અંદર આવવાની અનુજ્ઞા ચાહે છે.”
‘ભલે બોલાવો.’ રાજા મોષે કહ્યું .
થોડીવારમાં વિદર્ભના મહાપુરોહિત ગંગનાથ ખાસ દૂત સાથે અંદર આવ્યા અને હલરામની ત્યાં ઉપસ્થિતિ જોઈ તેઓ ચૂપ રહ્યા.
આ બંને કિશોરો રાણી શ્રતશ્રવાના પિયરથી આવ્યા છે, એટલે અંગત જેવા છે. મહાપુરોહિતજી ! આપને જે સંદેશ કહેવો હોય તે નિરાંતે કહો. અહીં એકાંત જ સમજજો.’ રાજા દમઘોષે મૌન તોડતાં કહ્યું. મહાપુરોહિત ગંગનાથ આગળ આવ્યા. એ સાક્ષાત્ વેદવિઘાની મૂર્તિ જેવા
114 D પ્રેમાવતાર
હતા. એમના શબ્દો એ શબ્દો નહોતા, પણ સંકલ્પની મૂર્તિરૂપ હતા.
તેઓ બોલ્યા, ‘વિદર્ભના મહારાજ ભીખક તરફથી આવ્યો છું. તેમની પુત્રી સુચરિતા રુકિમણી માટે આપે સાંભળ્યું જ હશે. મારે કહેવું ન જોઈએ, પણ શીલમાં સીતા ને તપમાં પાર્વતી છે.”
| રાજકુમારી રુકિમણીનાં અમે પણ ઘણાં વખાણ સાંભળ્યાં છે. આજ કાલ રાજકુળોમાં એના જેવાં કન્યારત્ન અન્યત્ર નથી.' રાણી શ્રુતશ્રવાએ કહ્યું.
અમારા મહારાજાએ એ કન્યારત્ન આપના પરાક્રમી પુત્ર શિશુપાલને આપવાનું નક્કી કર્યું છે.” મહાપુરોહિત ગંગનાથે કોઈ મહત્ત્વના સમાચાર કહેતા હોય તેમ કહ્યું. આ સમાચાર એવા હતા કે ભલભલાં માબાપો સાંભળીને મોરલાની જેમ ડોલી ઊઠે. પણ મહાપુરોહિતને એક વાતનું આશ્ચર્ય થયું કે રાજા અને રાણી આ વાત સાંભળીને એટલાં પ્રસન્ન નહોતાં થયાં !
‘આપણાં કન્યારનોનો કન્યા કાળ જ સુખી, લગ્ન કાળ તો ન જાણે કેવો હશે ને કેવો નહિ ! અને ક્ષત્રિય-વધૂનું દાંપત્ય તો સદા જોખમના પાદડાના દ્વારે તોરણની જેમ ડોલતું હોય છે.' રાણી શ્રુતશ્રવાએ કહ્યું.
‘મંગલ પ્રસંગે હતાશાનાં વચનો કેવાં ? આ સંબંધ દ્વારા વિદર્ભ અને ચેદિ દેશ એક થાય તો કેટલી શક્તિ વધી જાય ?' ગંગનાથ મુત્સદીની જેમ બોલ્યા.
‘સાચી વાત છે તમારી. અમે આ સંબંધથી રાજી છીએ.'
‘કેવળ રાજી થવાથી ચાલવાનું નથી; આ બાબતમાં આપણે ઝડપ કરવાની છે.” ગંગનાથે કહ્યું.
‘શા માટે ?'
‘છોકરાં બિનઅનુભવી કહેવાય. હમણાં આપણે ત્યાં ઇચ્છાવર વરવાનું ચાલ્યું છે, ને છોકરીઓ ક્યારેક અશોકના બદલે આકડો પસંદ કરી બેસે છે !' મહાપુરોહિતે કહ્યું.
‘તમારી વાત જરા સ્પષ્ટતાથી કહો.' રાજા દમઘોષે કહ્યું.
‘અહીં પૂરતું એકાંત તો છે ને ? બધાં સ્વજનો જ છે ને ?’ ગંગનાથે ફરી ખાતરી કરવા પ્રશ્ન કર્યો.
*બધાં જ સ્વજનો છે, ને પૂરતું એકાંત છે.' દમઘોષ રાજાએ કહ્યું.
‘રાજાની કુંવરી રુકિમણીને એક ગોવાળિયાની રઢ લાગી છે ! શાસ્ત્રોમાં કલિયુગ આવવાની જે વાતો કરી છે, તે સાવ સાચી છે, હોં.’ ‘રાજાની કુંવરીને ગોવાળિયાના છોકરાની ૨ઢ ?' રાણી શ્રુતશ્રવાએ આશ્ચર્ય
શિશુપાલના સો ગુના માફ B 115
Page #69
--------------------------------------------------------------------------
________________
દર્શાવ્યું. એ વાતને વધુ સ્પષ્ટ કરવા માગતાં હતાં.
| ‘હા, રાણીજી ! આમ તો રાજ કુમારીઓના લગ્નસંબંધો રાજસંબંધો ગાઢ થાય, તે રીતે થાય છે. મહારાજ ભીખક પણ એ જ ઇચ્છા રાખે છે કે વિદર્ભ અને ચેદિ દેશ લગ્નસંબંધોથી અને સાથે સાથે રક્તસંબંધથી એક બને. આમાં રાજકુંવરીઓનો કંઈ અભિપ્રાય લેવાતો નથી; પણ એક દુઃખદ પળે રાજાજીથી ડહાપણ થઈ ગયું. તમણે રુકિમણીને પૂછ્યું કે બેટી ! તને કયો વર ગમે ? ને એ પ્રશ્નનો જે જવાબ મળ્યો, એણે રાજાજીની ઊંઘ ઉડાડી મૂકી. જેનાં મા-બાપ કોણ એ વાતની હજુ પૂરતી ખાતરી થઈ નથી, જેના કુળનો નિશ્ચય નથી, લાયકાતમાં માત્ર જે ગામડિયો પહેલવાન છે ને ઢોર ચારવાની કળાનો નિષ્ણાત છે, એવા વરને પોતાની રાજ કન્યા વરે એ ક્યા રાજવીને ગમે ? કપાસિયાના દેવને આકડાને બદલે ગુલાબની માળા શોભે ખરી ?’ ગંગનાથને વાત કરતાં જોશ આવી ગયું હતું.
કોણ છે એ ગોવાળ ?'
બીકો કોણ હોય ? મલક આખા માથે સર્વનાશ ઉતારનાર અવિવેકી જન! જેણે ગાયોનાં પૂંછડો આંબળ્યાં હોય, એને રાજ કાજની શી ખબર પડે ? એનું પરાક્રમ રાજા કંસને હણવાનું ! એક વાર બગાસું ખાતાં મોમાં પતાસું આવી ગયું, એટલા માત્રથી કંઈ વીર થઈ ગયા ન કહેવાય. અને બાથ તો કેવી ભીડી? આકાશ સાથે. પણ એ દૂધદેતાને ક્યાં ખબર છે કે સામે કાકો જરાસંધ બેઠો છે ! અને આંખ ફરી તો તો એ આખા દેશનો સર્વનાશ કરે એવો છે.'
‘તમે શ્રીકૃષ્ણની વાત કરો છો ?'
‘હા, એની જ . મહામૂર્ખ ! સાવ અવિચારી, અરે ! એનાં કરતૂતને કારણે આખો દેશ ત્રાહ્ય ત્રાહ્ય પોકારી ઊઠ્યો છે. એનો તો મર્યે જ છૂટકો છે !' ગંગનાથ બોલ્યા.
‘તે રુકિમણી શું કૃષ્ણને વરવાનું કહે છે ?”
કહ્યું છે ને, બાળક અને બંદર એક સમાન. રાજા ભીમકે કહ્યું કે હાથે રોટલા ઘડવા પડશે, તો મુર્ખ છોકરી કહે, કે ખુશીથી ઘડીશ. એમણે કહ્યું કે માથે છાશની દોણી મૂકી ભાત દેવા જવું પડશે. એ કહે કે મને એ રીતે ચાલવામાં હાથી, રથ કે ઘોડાનાં વાહન કરતાં વિશેષ મજા આવશે. સાવ નફફટ છોકરી!'
તો પછી છોકરીને એની મરજી મુજબ કરવા દેવું જોઈએ.’ રાણી શ્રુતશ્રવાએ કહ્યું.
‘શું કરવા દે ? કુળ, સ્થિતિ ને સંપત્તિ પણ કંઈ જોવી જોઈએને ? એ છોકરાના બાપ પાસે જેલની જાગીર અને એની પાસે અત્યારે જંગલની જાગીર! છોરું કછોરું
116 D પ્રેમાવતાર
થાય, પણ માબાપે તો પોતાનો વિવેક ભૂલવો ન જોઈએ. અને રાણીબા ! આ છોકરીઓ એમનાં લગ્ન થાય ત્યાં સુધી જ આવા થોડા ખૂંદવાની; લગ્ન પછી તો પતિની જૂતીને પરમેશ્વર માનીને બેસી જવાની.’ મહાપુરોહિત ગંગનાથે છેવટે વસ્તુના મર્મને ખુલ્લો કરતાં કહ્યું.
‘તો પછી તમારું કહેવું શું છે ?” રાજા દમઘોષે પ્રશ્ન ક્ય.
કહેણનો સ્વીકાર કરો એટલે વહેલી તકે લગ્ન ઉકેલી નાખીએ - છોકરાં બાળકબુદ્ધિથી કંઈ આડુંઅવળું કરી બેસે તે પહેલાં.”
| ‘બહુ સારું. શિશુપાલ આવે એટલે તરત આપને જણાવું છું. ત્યાં સુધી આપ પાન્ધશાળામાં આરામ કરો !' રાજા દમઘોષે મહાપુરોહિતને કહ્યું ને પરિચારક સાથે તેમને વિશ્રાંતિગૃહમાં મોકલી આપ્યા.
પણ એટલી વારમાં કુંકારતો અશ્વ રાજ દ્વારમાં પ્રવેશ્યો. ચેદિરાજ શિશુપાલ પ્રવાસેથી આવી ગયા હતા.
- રાજ પ્રાસાદમાં અત્યાર સુધી નિરાંતની હવા હતી, ત્યાં તોફાની હવા વહેવા લાગી, પવનના તોફાનમાં ઝાડનું પાન ધ્રૂજે એમ સૌનાં મન ધ્રુજારી અનુભવી રહ્યાં. શાંતિ જાણે સ્વનું બની ગઈ.
એક અનુચર ખબર આપી ગયો કે, ‘મહારાજ શિશુપાલ પ્રવાસેથી આવી ગયા છે. હમણાં તેઓ આપને સુંદર સમાચાર પહોંચાડશે.'
રાજા દમઘોષે કહ્યું, ‘જો વહાલો પુત્ર પ્રવાસના અતિ ખેદથી થાક્યો ન હોય તો અમારે પણ એની સાથે થોડીક ચર્ચાવિચારણા કરવી છે !'
એ અનુચર સમાચાર લઈને ગયો અને થોડી વારમાં બીજો ખાસ પરિચારક સમાચાર લઈને આવ્યો, ‘જેઓએ આખા દેશને ચકરાવે ચડાવ્યો હતો, ને મહારાજ જરાસંધ જેવા મહાપરાક્રમી પુરુષ સાથે બાકરી બાંધી હતી, એ રામ ને કૃષ્ણ નામના બે ગોવાળિયા ગોમતક પર્વત પર પંચત્વને પામ્યા છે! એમના નામનું સ્નાન કરવું હોય તો કરી નાખશો ! મેં સ્નાન કરીને ખૂબ શાંતિ મેળવી છે.”
રાજા દમઘોષ અને રાણી શ્રુતશ્રવા સમાચાર સાંભળી પળવાર તો આશ્ચર્યમાં પડી ગયાં. પણ તરત એમને ખ્યાલ આવ્યો કે શિશુપાલનો પરિચારક પોતાની બંનેની મુખમુદ્રા વાંચી રહ્યો હતો. એ જઈને મુદ્રાભાવનું શિશુપાલ સામે વર્ણન કરવાનો ! અને પછી શિશુપાલની આજ્ઞા છૂટવાની ! એમાં ન મા જોવાની કે ન બાપ !
રાણીએ કહ્યું, ‘લાડકા પુત્રને કહેજે કે સારા સમાચાર જાણ્યા. હવે ફુરસદે આવીને અમને જલદી મળી જાય !”
શિશુપાલના સો ગુના માફ II7.
Page #70
--------------------------------------------------------------------------
________________
પરિચારક રવાના થયો.
અત્યારે બનાવો ખૂબ ઝપાટાબંધ બનતા હતા. અને અંધારું હજી પૂરું ઘેરાવું બાકી હતું. એટલે રાજા-રાણીએ બંને કિશોરોને કહ્યું, ‘હવે તમે વિદાય લો, એ જ
| ‘અમે પણ એની જ તૈયારીમાં છીએ. અમારું અહીં રહેવું જોખમભર્યું છે. પણ અમે જીવતા છીએ એ વાત પ્રગટ ન કરશો.”
“એ વાત પ્રગટ કરવામાં તો અમારી સામે પણ જોખમ છે. અને ગુનેગાર માબાપ હોય કે ગમે તે હોય, શિશુપાલ કોઈને પણ સજા કરતાં મર્યાદા જાણતો નથી, પણ તમારી પાસે એક વાત માગું .' રાણીએ કહ્યું.
‘તમે તો અમને નવજીવન આપ્યું છે. જે માગવું હોય તે માગ.'
‘હલરામ પાસે નહિ પણ ચલરામ પાસે માગુ છું. મારા દીકરા શિશુપાલ પર વેર ન રાખશો.”
મૈત્રી બાંધવા આવશે તો બાંધીશું.’ ચલરામે કહ્યું.
‘દેવ-દાનવની મૈત્રી, સાપ-નકુલની મૈત્રી જેવી હોય છે. એ કદી થઈ નથી, ને થશે નહિ.” રાજાએ સ્પષ્ટપણે કહ્યું.
તો તમે શું માગો છો, તે કહો. અમને આજ્ઞા કરો.” ચલરામે કહ્યું. ‘શિશુપાલના ગુના માફ કરજો !''
‘પણ કેટલા ?” ચલરામે બુદ્ધિપૂર્વકનો પ્રશ્ન કર્યો. ‘એક માણસ રોજ ગુના કરે, ને રોજ માફ કરીએ. પણ એ બધું ક્યાં સુધી ? એની સંખ્યા કહો.'
શિશુપાલના સો ગુના માફ કરજો.’ રાજા તથા રાણીએ કહ્યું. ‘આમ કહીને અમે અમારા પુત્રની તાકાત ઓછી માપતા નથી, પણ અમને લાગે છે કે આખરે સત્યનો જય અને અસત્યનો પરાજય થાય છે. અસત્ય વિજય પામ્યું તો તો અમારે કંઈ કહેવાનું નથી ! સત્યનો વિજય થાય તો અસત્યના પક્ષકાર શિશુપાલના સો ગુના માફ કરજો , એટલું માગું છું.'
આ માગણીમાં પુત્રની વીરતાનું અભિમાન અને સત્-અસત્ તત્ત્વો પ્રત્યેની શ્રદ્ધા ગુંજતી હતી.
‘કબૂલ, શિશુપાલના સો ગુના માફ કરીશું, હવે અમને વિદાય આપો.”
‘વિદાય ! સત્યનો તમને સદા સાથ હો ! અસત્યના અંધકારને વિદારવાનો યથ તમને મળજો.’
માડી ! અમારા પ્રયત્નો ધર્મનું રાજ્ય સ્થાપન કરવાના છે. આશીર્વાદ આપજો.”
T18 પ્રેમાવતાર
આશીર્વાદ જ છે !'
ને હલરામ ને ચલરામ એક ખાનગી ભોંયરા વાટે ચાલી નીકળ્યા. નગરની બહાર નીકળીને તેઓ આડેભેટે ચઢી ગયા.
શિશુપાલ પોતે પોતાનામાં મગ્ન હતો. નવી આણેલી ચાર રાણીઓની સોહાગરાત આજ ઊજવવાની હતી; અને અજબ પ્રકારે તૈયાર કરેલ અનુપમ મદ્યનો આજે એ આસ્વાદ લેવાનો હતો. દરેક વિજય પછી માનુની, મદ્ય ને માંસની તાજી વાનગીઓ આસ્વાદવાનું એને વ્યસન હતું !
પ્રભાતનાં કિરણો કઠોર થઈ પ્રસ્વેદ વહાવવા લાગ્યાં ત્યારે શિશુપાલ જાગ્યો. એને ખબર મળી ગઈ હતી કે વિદર્ભના મહાપુરોહિત પોતાની રાહ જોઈને વિશ્રાંતિગૃહમાં બેઠા છે.
| શિશુપાલ અંતઃપુરમાં આવ્યો. એટલે રાજા-રાણી ઊભાં થયાં, એમણે પુત્રને માન આપીને ઊંચા આસને બેસાડ્યો.
‘કેમ છો ?' શિશુપાલ જાણે કોઈ આશ્રિતના ખબરઅંતર પૂછતો હોય એમ બોલી રહ્યો. એને પોતાનાં માતા-પિતા તરફ, ફળને વેલ તરફ જેવો આદર હોય તેવો આદર હતો !
વત્સ ! દેહે તો શુભ વર્તે છે ને !” ‘શિશુપાલને વળી અશુભ કેવું ?” ‘રાજા ભીખકે એની રૂપગુણ અલંકૃતા પુત્રી રુકિમણી માટે કહેવરાવ્યું છે.' ‘આ, સાંભળ્યું છે કે એની ઇચ્છા પુત્રી આપીને મારો કૃપાપ્રસાદ પામવાની
‘કન્યા રત્ન જેવી છે.” ‘શિશુપાલ પથ્થરને સ્પર્શતો નથી.’ ખૂબ દેખાવડી, હસમુખી, આજ્ઞાશીલ છે.”
એ તો દરેક માબાપ પોતાની દીકરીનાં બીજાને ગળે વળગાડતાં એવાં જ વખાણ કરે છે ! પણ મારા એક કવિમિત્રને ત્યાં મોકલેલા. તેઓએ મને કહ્યું છે, માલ સારો છે !'
માલ શબ્દ માતા-પિતાને જરાક આંચકો આપ્યો. પુત્રની હલકી દૃષ્ટિ માટે એને ઠપકો આપવાની મરજી પણ થઈ, પણ હમણાં આવા માથાભારે રાજાઓમાં માબાપને કેદખાને નાખવાની કુટેવ વધતી જતી હતી, એટલે એમણે ચૂપ રહેવામાં જ સાર જોયો.
શિશુપાલના સો ગુના માફ 119
Page #71
--------------------------------------------------------------------------
________________
16
‘મહાપુરોહિત ગંગનાથ આવ્યા છે, અને આપણા પ્રત્યુત્તરની રાહ જુએ છે. એમને બોલાવું ?' પિતાએ આશાવતી ભાવે પૂછયું.
શિશુપાલે સીધો જવાબ ન આપ્યો, પણ સંમતિસૂચક મૌન દાખવ્યું. પરિચારક ગંગનાથને બોલાવવા ગયો.
શિશુપાલ જરાક મજાકમાં બોલ્યો, “મહાપુરોહિત એમ પણ કહેતા હશે કે આ લગ્ન જલદી પતાવવાનાં છે. હું પણ તૈયાર જ છું. પાકી કેરીને ટોચો લાગવાનો ઘણો સંભવ હોય છે !'
‘હા બેટા !'
આ વખતે મહાપુરોહિતે પ્રવેશ કર્યો. તેઓ કંઈ બોલવા જતા હતા ત્યાં શિશુપાલે જ એમને કહ્યું,
‘તમારે બોલવાની આવશ્યકતા નથી. તૈયારીઓ કરો. અમે તમારી પાછળ જ આવીએ છીએ. રાજા ભીમ કને ભારમાંથી મુક્ત કરવાની કૃપા અમે જરૂર કરીશું ! છોકરી છે તો રૂપાળી, પણ જરા માનિની છે, કાં ?”
વત્સ ! એ તો બિનઅનુભવી છોકરીઓ એવી જ હોય.’
‘મા ! હું ટીકા કરવા ખાતર નથી કહેતો, માની સ્ત્રી તો ખટમધુરી લાગે! અને મને તો એ વિશેષ ગમે !' શિશુપાલ સાવ નફફટ બની ગયો. માબાપની આમન્યા એ સમજ્યો જ નહોતો.
એની નફ્ફટાઈની દુર્ગધથી આખો રાજ મહેલ ગંધાઈ રહ્યો.
બહેન અને ભાઈ
કુંડિનપુરની એક કમલિની હતી. એની માદક સુગંધથી દિશાઓ મદભરી થઈ ગઈ હતી. એનું નામ રુકિમણી હતું.
જે કાસારમાં આ કમલિની ખીલી હતી, એનો સ્વામી ભીષ્મક હતો. અનેક ભ્રમરો આ કમલિનીના પરાગનો આસ્વાદ લેવાની લાલચથી આવતા હતા. પણ ત્યાં એકનોય પ્રવેશ શક્ય નહોતો. અનેક મદમસ્ત હાથીઓ એ કાસારમાં ક્રીડા કરવા દોડી આવતા અને રૂપસુંદર કમલિનીનો ચારો ચરવા ઇચ્છતા, પણ એ શક્ય નહોતું.
કારણ કે સમગ્ર હાથીઓનો સ્વામી રાજા જરાસંધ કંડિનપુરના રાજા ભીષ્મક પર કૃપાવંત હતો, અને એની જ સલાહ પ્રમાણે આ કમલિનીનો સ્વામી સુનિશ્ચિત થવાનો હતો. મહારાજ ની અનુજ્ઞાથી કન્યાનું કહેણ લઈને ગયેલો દૂત મગધના પાટનગરથી પાછો વળે, એટલી જ વાર હતી.
પણ જ્યાં હાથીનો પ્રવેશ દુશક્ય હોય, ત્યાં ભ્રમરનો પ્રવેશ સુશક્ય હોય છે. કારણ કે જુવાન હૈયાની ગતિ, રીતિ અને વિધિ સાવ ગુપ્ત હોય છે અને પ્રેમનું કાવ્યફૂલ તો હજારો સાવધ આંખોમાં ધૂળ નાખીને પાંગરતું રહે છે !
પણ અહીં તો ભ્રમરનો પ્રવેશ અશક્ય બનાવનાર ખુદ કમલિની પોતે હતી. યુવાની એને માટે નશો નહોતી ને રૂપ એને માટે મદભાર નહોતું ! ચંદ્રને શરમાવનાર મુખના કારણે એ ઉન્મત્ત નહોતી, ને મૃણાલદંડને શરમાવે તેવા બાહુથી એ ગર્વિતા નહોતી. હીરાની પંક્તિઓ જેવી દેતપંક્તિઓનો એને ગર્વ નહોતો. એના પરવાળાંશા હોઠ પર સદા અમી વરસતું હતું. એનો કેશકલાપ જોઈ શેષનાગ શરમાઈને પાતાળે ગયા. એની સુરમ્ય જંઘા જોઈ કેળ કાકવંઝા (એક જ વાર ફળનારી) રહી, એમ કવિઓ કહેતા, છતાં એનું પણ એને અભિમાન ન હતું. એનાં માબાપ તો કહેતાં, ‘અમારી રુકિમણી તો રૂપના દાબડામાં રહેલ રત્નગણોમાં
120 પ્રેમાવતાર
Page #72
--------------------------------------------------------------------------
________________
અલંકાર છે ! એ ચક્રવર્તીને વરે તેવું રત્ન છે. એનું એક હાસ્ય મરેલા માટે સંજીવની સમું છે; અને એનું એક ગીત શોકભરી પૃથ્વીને પ્રસન્ન કરનારું છે !'
પણ કમલિની ગમે તેવી હોય, સંસાર તો પોતાની રીતે જ એની કિંમત આંકે છે ! વૃદ્ધ અને જુવાન આર્ય રાજાઓમાં એને વરવાની ભારે ઉત્સુકતા હતી અને સ્વયંવર ક્યારે થશે, તેની વારંવાર પૂછા થતી હતી !
રાજા ભીષ્મક પાસે એક જ જવાબ હતો, ‘મહારાજ ચક્રવર્તી જરાસંધને પૂછાવ્યું છે. તેઓ કહેશે તે થશે.'
અઢાર વર્ષના રાજાથી લઈને ઇકોતેર વર્ષની વયના વયોવૃદ્ધ રાજાઓ મગધની સફરે ઊપડતાં, ને રુકિમણી જેવું રૂપ મેળવવા ચક્રવર્તી મહારાજના ચરણ પખાલીને પાણી પીતા.
એક દહાડો ચક્રવર્તીરાજની આજ્ઞા છૂટી. ‘રુકિમણીના લગ્નનો સ્વયંવર નહિ થાય. સ્વયંવરમાં તો હંસોનો સ્વાંગ સજીને બગલા આવે છે ને બિનઅનુભવી બાળા બાહ્યાડંબર તથા ચામડીને જોઈને છેતરાઈ જાય છે !'
ચક્રવર્તીરાજ ની આજ્ઞા એટલે વજલેખ, રાજાઓ બિચારા ધોયા મૂળા જેવા વીલે મોંએ પાછા ફર્યા. પણ હવે તેઓની એ ઇંતેજારી વધી કે કયા ભાગ્યશાળીના ચરણમાં આ દેવકુસુમ અર્પિત થાય છે ! દિવસો ઉત્સુકતાભર્યા અને રાત્રિઓ સ્વપ્નભરી વીતવા લાગી.
વરનો નામોલ્લેખ મહારાજ તરફથી હજી મળ્યો નહોતો, ત્યાં તો એક રાતે દીકરી જ પ્રશ્ન કરી બેઠી : “પિતાજી, સ્વયંવર નહિ રચાય ?'
‘ના. મારી દીકરી ! એ તો નર્યું તૂત છે; સાવ છેતરામણું છે.'
‘પિતાજી ! સાવ એવું નથી, એમાં જ મનમાન્યા વરને વરી શકાય ને ?” દીકરી બોલી.
બેટી ! પળભર એક નજરથી પુરુષને જોતાં શું મન માને અને શું વર પસંદ થાય ?
રુકિમણી બોલી, ‘પિતાજી ! એ નજર પહેલાં કાન કામ કરતા હોય છે. એની રીતભાત, પરાક્રમ, ગુણ, શીલ આપણે જાણી લીધાં હોય છે ને !'
‘દીકરી ! એ તો બધી ખાલી કહેવાની વાતો ! અને વળી અમારા માટે જે અશક્ય, તે તારા માટે કેમ શક્ય ? આમાં તો મુરબ્બીઓ માર્ગ ચીંધે, તે માર્ગે જવું એ જ સાચું. હું પણ મૂંઝાઈ ગયો છું. પુત્રી રૂપવતી હોય તોય ચિંતા ને કુરૂપ હોય તોય ચિંતા !' પિતાએ ભારે નિઃશ્વાસ નાખ્યો. ‘પણ પિતાજી, હું તો આમાં લેશ પણ મૂંઝાયેલી નથી.” રુકિમણી બેધડક
122 પ્રમાવતાર
બોલી.
‘તું બાળક છે. તને લગ્ન એક રમત લાગે, પણ રુકિમણી ! જેમ દીકરી વધુ ગુણિયલ, એમ માબાપની ચિંતા વધુ મોટી. વારુ, તને વર પસંદ કરવાનું કહે, તો તું કોને પસંદ કરે ?” બાપે લાડથી દીકરીને પૂછવું.
રુકિમણી લજ્જા પામી ગઈ. એના ગૌર ગાલો પર ખાડા પડી ગયા. થોડી વાર એ કંઈ ન બોલી.
પિતાએ ફરી પૂછયું, ‘કહે જો, મારી દીકરી !' * કહું, પિતાજી ?' ને રુકિમણી આગળ બોલતાં શરમાઈ ગઈ.
“કહે, નિઃસંકોચ બનીને કહે. હું જાણું તો ખરો કે આ રત્ન માટે ક્યો રાજા સુભાગી છે ?”
‘પિતાજી ! રાજાને વરવાનું તો મને મન જ નથી !' ‘તો ગોવાળને વરવું છે ?' પિતાએ સ્વાભાવિક રીતે મજાકમાં કહ્યું. ‘હા, પિતાજી !' રુકિમણી એટલી જ સહજતાથી બોલી. ‘ગાંડી થઈ છે કે શું ?” પિતાએ આંખો કાઢતાં કહ્યું..
‘ના પિતાજી ! ડાહી છું. ડાહ્યાં મા-બાપની દીકરી ગાંડી ન હોય. મેં ગોપાળ કુંવરને જ પરણવાનો નિશ્ચય કર્યો છે.”
કોણ ગોપાલ ?' ‘ગોપાલ કૃષ્ણ !'
અરે ગાંડી ! એ તો કદાચ મૃત્યુને શરણ થયો હશે. મહારાજ જરાસંધ સાથે એ મૂરખ બાકરી બાંધી છે. ગોમતક પર્વત પર અત્યારે એ બે ભાઈઓના દેહની રાખ ઊડતી હશે !'
| ‘પિતાજી ! ન બને ! મારું હૈયું ના પાડે છે. ગમે તેવી આપત્તિમાંથી આરપાર નીકળી જાય એવો છે એ તો !'
‘તું એને ક્યાંથી જાણે ?'
‘પરદેશથી આવતા દૂતો, સાર્થવાહો ને કવિઓ એ બે ભાઈઓની કથા કરે છે તે ઉપરથી. ફૂલ બગીચામાં હોય, ને સુગંધ ઘરમાં નથી આવતી, પિતાજી ! ગોપાળકુંવર હજી કુંવારા છે !” રુકિમણી ભક્તિથી સભર શબ્દો ઉચ્ચારતી હતી.
‘કુંવારા તો સમજ્યા. પુરુષ કુંવારો હોય કે પરણેલો એ કંઈ પ્રશ્ન નથી, પણ ગોપાલ જીવતો છે કે મરેલો તેની શી ખાતરી ?' ‘મારે માટે તો હવે જીવતા કે મરેલાનો કોઈ પ્રશ્ન જ નથી.’
બહેન અને ભાઈ 123
Page #73
--------------------------------------------------------------------------
________________
‘તું પણ ભારે વિચિત્ર છે, રુકિમણી ! મરેલા સાથે કેવી રીતે લગ્ન કરીશ?'
‘માણસને જન્મ સાથે પુનર્જન્મ પણ છે ને ?'
‘હા.’ રાજા પુત્રીની બુદ્ધિને મનમાં ને મનમાં પ્રશંસી રહ્યો.
એ આ જન્મમાં નહીં મળે તો બીજા ભવમાં એને પામીશ.’
“એટલે શું તું આખો જન્મારો કુંવારી રહીશ ?'
‘ના પિતાજી ! હું તો ચિત્તમાં ચોરી બાંધી, શ્રદ્ધા પુરોહિતની સાખે, મન માંહ્યરામાં બેસી શ્રીકૃષ્ણગોપાલને ક્યારની પરણી ચૂકી છું. હવે તો તનનાં લગ્ન બાકી છે. આ ભવે થશે તો ઠીક, નહિ તો દેહનો અગ્નિહોમ કરી આવતે ભવે
ગોપાલને પામીશ. પિતાજી ! ચક્રવર્તી મહારાજ જરાસંધની આજ્ઞાંતિ પત્ની જેવા રાજાઓ પર તો મને તિરસ્કાર છૂટે છે ! એ મારા પતિ શું થશે ?’
‘આજ્ઞાંકિત પત્ની જેવા કેમ ?' રાજાને આશ્ચર્ય થયું.
‘ચક્રવર્તીરાજ જરાસંધ એમનો સ્વામી ! એ કહે એમ તેઓએ આચરવાનું! કહેવાય ક્ષત્રિય પણ વૃત્તિ જુઓ તો શૃગાલની. સિંહ જે શિકાર કરે અને એની જે શેષ રહે એનું શૃગાલે ભક્ષ્ય કરવાનું ! અને ગોપાલ ? શી એની વીરતા અને ધીરતા! આતતાયીઓને એણે સામે આવીને પડકાર આપ્યો. ભારતની ધરાને ધ્રુજાવી મૂકી!’ રુકિમણી ભાવાવેશમાં હતી.
‘દીકરી ! ગોપાલ તો અજ્ઞાતકુલશીલ છે.’ પિતા પુત્રીની ચકાસણી કરી રહ્યો. ‘અજ્ઞાતકુલશીલ તો ખરી રીતે આ બધા રાજાઓ છે. એમની માતા ક્ષત્રિયાણીઓ હતી કે ગોલીઓ હતી, એની કશી ગમ પડતી નથી. પોતાના જ બાંધવો જેવા વાસી રાજાઓ; ચક્રવર્તી રાજા જરાસંધ એમને કેદ કરે, નરમેધ યજ્ઞનો વિચાર કરી ઇષ્ટદેવ રુદ્રને તૃપ્ત કરવાની ભાવના રાખે અને આ ચક્રવર્તીની પત્ની જેવા રાજાઓ વિરોધનો એક હરફ પણ કાઢી ન શકે ! કેવું આશ્ચર્ય ! એમને કોણ ક્ષત્રિયાણીના જાયા કહે ? ”
‘દીકરી ! તું આગ અને ગજવેલમાંથી ઘડાયેલી મૂર્તિ લાગે છે. માઁથી મૃદુ લાગે છે, હૈયે વજ્ર ભાસે છે !' પિતા પુત્રીના શૌર્યાન્વિત મુખ તરફ જોતો બોલ્યો. એ વત્સલ પિતા હતો.
‘પિતાજી ! કુલ અને શીલની તો આચરણથી ને પરાક્રમથી ખબર પડે. આસામનો નરકાસુર કેટલીય રૂપવંતીઓને હરરોજ ઉઠાવી જાય છે; તેઓના ઉપર પાર વગરના બળાત્કાર ગુજારે છે; છતાં કેમ કોઈ ક્ષત્રિય એની સામે બાકરી બાંધતો નથી ?'
124 E પ્રેમાવતાર
‘શું આ ગોવાળ એની સામે બાકરી બાંધશે ?!
‘જરૂર બાંધશે, પિતાજી ! જે ચક્રવર્તી જેવાની સામે થયો, જેણે કંસ જેવાને સંહાર્યો, જરાસંધ જેવાને થાપ આપી અને શિશુપાલ જેવાને સંગ્રામ-શક્તિમાં ચાર દહાડાનો શિશુ બતાવ્યો, એ કંઈ આ અધર્મીને છોડશે ?’ ‘આ ગોવાળ અધર્મનો નાશ કરશે, કાં ?'
ઘર્ટ!’
‘જરૂર, સ્વપ્નમાં મને એક વાર વિષ્ણુ આવ્યા હતા.'
*દીકરી ! મહારાજ જરાસંધ શિવોપાસક છે. આપણે શિવની વાત કરવી
‘પિતાજી ! મહારાજ જરાસંધ આપના ઉપરી હશે, મારા નથી.’
‘દીકરી ! એવું બોલીશ મા. અહીં તો વા પણ વાતને લઈ જાય છે !'
લઈ જ જશે, દીકરીને વધુ ફટવશો તો -' એકદમ પાછળનું દ્વાર ખૂલ્યું ને રાજા ભીષ્મકનો પુત્ર અને રુકિમણીનો ભાઈ રુકિમ, જેનું બીજું નામ ભોજ હતું, એણે પ્રવેશ કર્યો.
‘શું કહે છે તું, ભોજ ? જરા શાંતિથી વાત કર !' પિતાએ પુત્રને નિરર્થક ગુસ્સે ન થવા કહ્યું.
‘પિતાજી ! કામની ધમાલ કેટલી છે ને આપ નિરાંતે દીકરીને લાડ લડાવતા બેઠા છો. સ્ત્રી, શૂદ્ર ને પશુ એ ત્રણને લાડ ભૂંડા !'
‘શું મહારાજ જરાસંધનો સંદેશ આવી ગયો ?' પિતાજી આડીઅવળી માથાકૂટ છોડી મૂળ વાત પર આવી ગયા.
‘હા. દૂત હમણાં જ આવ્યો.' ભોજે કહ્યું. એની આંખોના ખૂણા લાલ થયા હતા; એ ત્રાંસી નજરથી રુકિમણીના ચહેરાને માપી રહ્યો હતો.
‘શું સમાચાર લાવ્યો ?' પિતાએ પૂછ્યું.
‘એ તો એ જ.’ ભોજે દાઝમાં કહ્યું. એ બહેનને ઇંતેજાર થયેલી કે ચિડાયેલી જોવા માગતો હતો, પણ રુકિમણી તો ટાઢા માટલા જેવી હતી.
એ જ એટલે શું, વત્સ ?”
‘મહારાજ આપણને કંઈ મોળુ ન બતાવે,' ભોજે જવાબ આપ્યો, પણ ખુલાસો ન કર્યો.
મહારાજ જરાસંધની આપણા પર અપાર કૃપા છે. કયું ઠેકાણું બતાવ્યું, બેટા?' પિતા એ જ ધીરજથી પૂછી રહ્યા.
‘તમે જ કહો ને પિતાજી ! કયું ઠેકાણું બતાવ્યું હશે ?' ભોજ હજી વાક્ચાતુરી બહેન અને ભાઈ | 125
Page #74
--------------------------------------------------------------------------
________________
ચલાવતો હતો.
‘હું શું કહું ? મને તો આમાં કંઈ ગમ પડતી નથી.’
‘તો તમારી ડાહી દીકરી રુકિમણી કહે,’ ભોજે ચાલ બદલી.
‘મેં તો પિતાજીને ક્યારનું કહી દીધું છે.' રુકિમણી એટલું બોલી શાંત રહી, અને પોતાના કોલપ્રદેશ પર પડેલી અલકલટ રમાડવા લાગી. એ કંઈ એના ભાઈથી ઊતરે એવી ન હતી.
‘રુકિમણીએ તમને શું કહી દીધું છે, પિતાજી ? જુઓ. દીકરી જાતને બહુ મોંએ ન લગાડશો.’
માબાપને મન દીકરો કે દીકરી બેય સરખાં હોય છે !'
‘પણ દીકરી તો પારકું ધન છે. દીકરો જ સાચું ધન છે.'
બેટા, માબાપ સાચાં સંન્યાસી છે. ધનનો એમને ખપ નથી. કોઈ વાર એમને પોતાના ધન કરતાં પારકું ધન વધુ વહાલું લાગે છે. પોતાનું ધન દૂર ચાલ્યું જાય તો પારકું ધન કામ આવે.'
‘હું તમારી સાથે ચર્ચા કરવા માગતો નથી. અમારે આ રાજ્યનો વિસ્તાર વધારવો છે, એને મજબૂત કરવું છે, અને એ માટે વિશાળ ને વટદાર ૨ક્તસંબંધો બાંધવા જરૂરી છે.’
‘વત્સ, તારી મહત્ત્વાકાંક્ષા સારી છે, પણ અત્યારે આપણે જેવી વાત કરીએ છીએ, તે કહે.’
‘પહેલાં તમે કહો. રુકિમણીએ તમને શું કહ્યું છે ?'
‘એ તો બાળકબુદ્ધિ છે. એનું કહ્યું-કછ્યું કંઈ લક્ષમાં લેવાનું હોય ? કુમળું ઝાડ જેમ વાળવું હોય એમ વળે.' પિતાએ ગરમ મિજાજના પુત્રને ઠારવા કહ્યું.
‘ના પિતાજી ! મારે એ જાણવું જ પડશે.' ભોજે અડગ નિર્ણય જાહેર કર્યો. પિતા મુંઝવણમાં પડી ગયા.
રુકિમણી આ વખતે પિતાની વહારે ધાઈ, એ બોલી, ‘ભોજ ! મારાં લગ્ન માટેની નકામી ભાંજગડમાં ન પડીશ. મારે કર્યો વર વરવો એ હું નક્કી કરી ચૂકી
એ ન બને. તું નક્કી કરનારી કોણ ?' ભોજે ગરમ થઈને કહ્યું.
‘હું એટલે ભોજની ભિંગની, રાજકન્યા રુકિમણી !'
‘ન ચાલે.’ ભોજે ભયંકર અવાજે કહ્યું. પાંજરાનાં મેના-પોપટ ભયથી અધમૂ થઈ ગયાં !
126 – પ્રેમાવતાર
‘જરૂર ચાલશે.’ રુકિમણીએ પોતાના ઓષ્ઠ દૃઢતાથી બીડતાં કહ્યું.
‘પિતાજી ! વિષને વધારવાનો પ્રયત્ન ન કરો. મને જલદી કહો.’ ભોજે પિતા પાસે સ્પષ્ટતા માગી.
“વત્સ ! રુકિમણી ગોપાલકૃષ્ણને પરણવા માગે છે !' પિતાએ આખરે કહી દીધું.
‘એ રખડેલ, લુચ્ચા, દગાખોર, ગોવાળિયાને મારી બહેન પરણવા માગે છે ? એની બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ નથી ને ?’
‘બુદ્ધિ તો તારી ભ્રષ્ટ થઈ છે, ભાઈ ! રાજકાજના જુગારમાં તું સગી બહેનને દાવ પર મૂકી દેવા માગે છે. હું તો ગોપાલકુંવરને ક્યારની વરી ચૂકી છું.’ ‘ક્યાં સ્મશાનમાં જઈને વરી ?' ભોજથી ન રહેવાયું. એ તિરસ્કારભર્યું હસ્યો. ‘સ્મશાન એ કંઈ નિરર્થક વસ્તુ નથી. એ તો નવજીવનનું પ્રવેશદ્વાર છે!' ‘જાણી તમારી ફિલસૂફી ! તમે સ્ત્રીઓ મધમાખ જેવી છો. જે મધપૂડો ગમ્યો એ સાચો, એ સિવાયના બધા અણગમતા.’
‘વત્સ ! નિરર્થક વાવ્યાપાર કર્યા વગર મહારાજ જરાસંધનો સંદેશ કહે.' પિતાએ ભાઈ-બહેનને શાંત પાડતાં કહ્યું.
‘ત્યારે, હું પણ મારી બહેનને શુભ સમાચાર આપી દઉં કે ગોમંતક પર્વત પર એ ગોવાળિયો એના ભાઈ સાથે સ્વાહા થઈ ગયો.
‘મારે એ સાંભળવું નથી.’
‘તો પછી હવે કોની સાથે પરણીશ ?'
‘એ ગોપાલકુમાર સાથે જ !'
‘મરી ગયો હશે, ફૂંકી દીધો હશે તોય !'
‘હા, દરેક જન્મને મૃત્યુ છે, ને દરેક મૃત્યુને પુનર્જન્મ છે.'
રુકિમણીના શબ્દોમાં દૃઢતા હતી. ભોજ એ દઢતા પાસે જરાક પીગળ્યો, જરીક નરમાશથી બોલ્યો. ‘મહારાજ જરાસંધની આપણા પર અસીમ કૃપા છે; ને આપણે ભાઈ-બહેનને તો એ પોતાનાં સંતાન સમ લેખે છે.'
એની હું ક્યાં ના કહું છું ?' રુકિમણી બોલી.
દીકરી, જરા શાંત થા ને એની વાત સાંભળ.' પિતાએ કહ્યું.
‘પિતાજી, મારે ભોજની વાત સાંભળવી નથી; એ સાંભળ્યા પછી પણ મારા નિર્ણયમાં ફેર પડવાનો નથી.' રુકિમણી સાવધાન થઈને બોલી.
બહેન અને ભાઈ – 127
Page #75
--------------------------------------------------------------------------
________________
‘રે મૂરખ દીકરી !' પિતાજીનો કોપ કાબૂમાં ન રહ્યો, ‘સાંભળવામાં તારું શું જાય છે ? હા ભોજ, તો કહે ચક્રવર્તી મહારાજે કોનું નામ દીધું ?”
‘મહારાજ શિશુપાલનું !' ભોજ એટલું બોલી શાંત રહ્યો. બહેનના સુંદર ચહેરા પર ઊઠતી મનોભાવનાની રેખાઓ વાંચી રહ્યો.
‘મારે શિશુપાલ વિશે કંઈ કહેવું નથી.' રુકિમણી બોલી.
‘એમાં કહેવા જેવું છે જ શું ?' ભોજે કહ્યું.
‘મારો સ્વામી તો ગોપાલકૃષ્ણ જ છે.’ રુકિમણી બોલી.
‘એ ગોવાળિયો તારો સ્વામી ? કદાપિ નહિ બને. મહારાજ જરાસંધનો એ ગુનેગાર રાજા ભીષ્મકની પુત્રીનો હાથ નહિ ચોરી શકે.’ ભોજે આવેશપૂર્વક કહ્યું. ‘રાજા ભીષ્મકની પુત્રીનો કેવળ હાથ જ નહિ, એ તો એનું દિલ પણ ચોરી ગયો છે !' રુકિમણી બોલી.
*જરૂર પડે તો એ હાથ અને એ દિલ બંનેને નષ્ટભ્રષ્ટ કરવાં પડશે. આ કંઈ છોકરાંનાં ખેલ નથી કે માંકડાં રમાડવાનાં નથી, કે ગાયો દોહવાની નથી!’ ભોજ બોલ્યો.
‘ગમે તે થશે, થઈ થઈને પણ વિશેષ કંઈ થવાનું નથી. મારો નિર્ણય અફર છે; કોઈ કાળે એ બદલાશે નહિ. મેં સુભદ્રને એની પાસે મોકલ્યો છે.’
‘જેને એ ગોવાળો પાસે જવું હશે, એને સ્મશાનની વાટ પકડવી પડશે.' ‘ભલે.’ રુકિમણી આગળ કંઈ ન બોલી.
‘પિતાજી, આપે ઢીલો દોર રાખ્યો, એનું જ આ પરિણામ આવ્યું. ચાલો, મહારાજ શિશુપાલન મેં સંદેશ મોકલી દીધો છે. આપણે તૈયારીઓ કરીએ. બોલાવી પુરોહિતને, કંકુ છાંટીને કંકોતરીઓ લખે !'
આટલું કહી ભોજ ગુસ્સામાં ચાલ્યો ગયો.
પિતા-પુત્રી ત્યાં બેઠાં રહ્યાં - ન જાણે ક્યાં સુધી ?
128 – પ્રેમાવતાર
17
રુકિમણીનું હરણ
આખા નગરમાં ધોળ-મંગળ ગવાય છે, રાજા ભીષ્મકની પુત્રી રુકિમણી રાજા શિશુપાલને વરવાની છે, એ સમાચારે બધે ઉત્સાહ પ્રગટાવ્યો છે; અને લગ્નને આર્યાવર્તના ચક્રવર્તી રાજવી જરાસંધની સંમતિ છે એ વર્તમાને એમાંથી સંશય કાઢી નાખ્યો છે.
કુંવારી કન્યાને તો સો વર ને સો ઘર, એ કહેવત મુજબ રુકિમણી જેવી દેવકન્યાને યોગ્ય કયો વર કહેવાય, એની ખૂબ ચર્ચા થતી પણ એકમતે કંઈ પણ નિર્ણય થઈ શકતો નહિ. શિશુપાલ બળવાન હતો, આર્યાવર્તના ચક્રવર્તીની સેનાનો સેનાપતિ હતો; છતાં રુકિમણી જેવી સુંદરી માટે એ યોગ્ય વર નહોતો, એમ ઘણા
માનતા.
સરખેસરખી સ્ત્રીઓ વાતો કરતી કે હંમેશાં ધોળી કન્યાને કાળો વર અને ગુણિયલ કન્યારત્નને નસીબે અડબૂથ ધણી લખાયેલો હોય છે ! સરખું જોડું તો વિધાતા સરજે ત્યારે. કોઈ વાર ચામડીના રંગમાં અને દેહના ઘાટમાં સરખાપણું દેખાય છે, પણ ગુણમાં જુઓ તો ઘોડા ને ગધેડા જેવું કજોડું હોય છે !
ઘણી વાર કાગડા જ દહીંથરું લઈ જાય છે, હંસ બિચારા વા ખાતા રહી જાય છે; અને સરવાળે કાગડાનું અને હંસનું – બંનેનું બગડે છે.
શિશુપાલ બીજી રીતે ગમે તેવો લાયક હોય, રુકિમણીના પતિ તરીકે તો સાવ નકામો ! ક્યાં આ સંસ્કારી ને ગુણિયલ સુંદરી ને ક્યાં જડસુ શિશુપાલ !
લોકો મનમાં મોં ઘાલીને વાત કરતાં કે રુકિમણી તો શ્રીકૃષ્ણને વરવા માગે છે, અને મા-બાપનો પણ એમાં વિરોધ નથી; પણ તેના ભાઈ રુકિમનો - ભોજનો એમાં ભયંકર વિરોધ છે. વળી શિશુપાલ તો શ્રીકૃષ્ણની ફોઈનો દીકરો ! એને માટે નિર્માયેલી કન્યાને શ્રીકૃષ્ણ શી રીતે વરે ?
Page #76
--------------------------------------------------------------------------
________________
ઘણા પ્રસંગોમાં હસવું અને હાણ સાથે સાથે ચાલતા હોય છે; આ પ્રસંગમાં પણ એવું હતું. આવાં રાજકુળોમાં જનારી કન્યાના ભાગ્યમાં ઝાઝું કંઈ વખાણવા જેવું ન રહેતું. એ અંતઃપુરો ચામડી પરના રોગની જેમ સદા ખંજવાળ પેદા કર્યા કરતાં. ખણીએ તો તરત સુખ લાગે, પછી પીડા થાય. ન ખણીએ તો ખણ્યા વગર આકુળવ્યાકુળ થવાય.
મોકલેલો સુભદ્ર પણ પાછો આવી ગયો હતો, અને એણે એટલી ખાતરી આપી હતી કે બલરામ અને કૃષ્ણ જીવતા હતા, બાકી તો એમના માથે એવી વીતી છે કે અત્યારે કીડીની સામે પણ થવાનો એ વિચાર કરી શકે એમ નથી.
રાજકુમાર ભોજે આ વાત સાંભળી અને કંકોતરીઓની યાદીમાંથી તમામ યાદવોનાં નામ કાઢી નાખ્યાં.
‘કુંડિનપુરને પાદર યાદવ નામમાત્ર ન ખપે.' ભોજે ભયંકર હુંકાર કરતાં કહ્યું, ‘અહીં ભલભલા રાજા-મહારાજાઓ આવે એમાં ત્રણ ટકાના ઐ યાદવો ને ગમ વગરના ગોવાળોને ક્યાં સ્થાન આપવું ? ન દ્યૂત (જુગાર) રમતાં આવડે, ન મદ્ય પીતાં આવડે, ન આખેટ (શિકાર) ખેલતાં આવડે અને પોતાને બહાદુર કહેવરાવે’
આ ત્રણ વસ્તુઓ એ વખતની ક્ષત્રિય-સંસ્કૃતિની મહત્તાની પારાશીશી લેખાતી. યાદવો એમાં અબૂઝ હતા - જોકે પાછળથી તેઓ પણ તેમાં વિશારદ બની ગયા !
રાજા ભીષ્મક અને રાણી રાજકુંવર ભોજની સામે કંઈ દલીલ કરી ન શક્યાં. હમણાં જુવાન દીકરાઓનું દરેક ઠેકાણે ચલણ વધ્યું હતું; ને વૃદ્ધ માબાપ જો બહુ દખલ કરે તો કારાગારમાં પૂરતાં તેઓ લેશ પણ અચકાતા નહિ, એ વખતના સમાજને એમાં કંઈ કહેવા જેવું પણ લાગતું નહોતું, કારણ કે વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ સ્વીકારવાનો રિવાજ સામાન્ય લોકમાં પ્રચલિત થઈ ચૂક્યો હતો.
કંકોતરીમાંથી યાદવોના નામ છંકાઈ ગયાં, એ બીનાએ રુકિમણીને ભારે ચિંતા જગવી. જે માણસ યાદવો તરફ આટલી સુગ ધરાવતો હોય એ કઈ રીતે યાદવની સાથે પોતાનાં લગ્ન થવા દે ? નક્કી, મરીને માળવો લેવો પડશે ! રુકિમણી વિમાસણમાં પડી ગઈ.
લગ્નના દિવસો નજીક ને નજીક આવતા જતા હતા. કુંડિનપુરને પાદર રાજાઓ માટે અદ્ભુત આવાસોની રચના થઈ રહી હતી. આ પ્રકારની લગ્નપ્રથાથી જેઓ વિરુદ્ધ હતા-તેઓ સ્વયંવરની પ્રથાને વધુ પસંદ કરતા ઃ આ પ્રથામાં તો કન્યા પણ મનભરીને જોવા ન મળતી, તેમજ બધો ઘાટ લડીમાં ગોળ ભાંગવા જેવો થતો.
દીકરીને જિંદગીભર એક જ હક્ક-છડેચોક પોતાની મરજી પ્રગટ કરીને 130 – પ્રેમાવનાર
પોતાને મનગમતો વર સ્વયંવરમાં પસંદ કરીને વરવો ! એ હક્ક આજે છડેચોક લૂંટી લેવામાં આવ્યો.
આ લગ્નની સામે ઘણા બળાપા હતા, ઘણા પ્રલાપો હતા, પણ સમરથકો નહિ દોષ ગુંસાઈ : એ રીતે સહુ સહન કરી ચૂપ બેઠા હતા. એ તો ભાઈ, જેના હાથમાં લાઠી એના ઘરમાં ભેંસ !
છતાં દુનિયા તો ઢોલ જેવી છે. જેટલી મોટી પોલ, એટલો અવાજ વધુ! રાજા શિશુપાલનો બધે જયજયકાર થઈ રહ્યો. રુકિમણીના ભાગ્યને સર્વત્ર ધન્યવાદ અપાઈ રહ્યા.
રાજા શિશુપાલ પણ આવી ગયા. વરરાજાને યોગ્ય આવાસ અને આદરસત્કાર તૈયાર હતાં. વરરાજાના દમામનો પણ પાર નહોતો.
મહારાજ જરાસંધ પણ કન્યાદાન વખતે હાજર રહેવાના હતા. લગ્નને આડે એક જ દિવસ હતો. વાતાવરણ ખુશનુમા હતું. ગીત અને વાદ્યોએ બધે સુરાવટ જમાવી હતી. આખો દિવસ જુગાર રમાતો, દારૂ પિવાતો ને નવરા પડ્યે ક્ષત્રિયો જંગલોમાં શિકારની મનમોજે ઊપડી જતા.
લગ્નમાં જમણ માટે પશુઓ મેળવવા જંગલો ઉજ્જડ થઈ ગયાં હતાં અને મહેમાનોના શિકારશોખને માટે દૂર દૂરથી પશુઓ લાવીને વનમાં છોડવામાં આવ્યાં હતાં.
આનંદની એક દુનિયા વસી ગઈ હતી. પણ આ આખી દુનિયા જેના આનંદ માટે રચાઈ હતી એની વ્યાકુળતાને કોઈ આરોઓવારો નહોતો.
આજ સવારથી રુકિમણી સજ્જ થઈ રહી હતી. રિવાજ મુજબ આજે કુળદેવીનાં દર્શને જવાનું હતું. સખીઓએ પાસે રહીને આ વિધિ પતાવી લેવાનો હતો, કારણ કે રાજસેવકો અતિથિઓની સેવામાં ગૂંથાયા હતા.
રુકિમણી તૈયાર થઈ રહી હતી. એણે પોતાની દેહ પર સુંદર વસ્ત્રો સજ્યાં હતાં. ભાતભાતનાં વિલેપનો લગાડડ્યાં હતાં, એના પર સુંદર આભૂષણો પહેર્યાં હતાં ને એના પર ફૂલ માળ ને ફૂલ-વેણીની શોભા કરી હતી.
અરે આ તો ઇંદ્રાણીની પણ નજર લાગે એવું રૂપ છે !' એક સખીએ કહ્યું. ખરેખર, જે નર ભાગ્યશાળી હશે તે જ આ ઇન્દ્રાણીને પામશે.' બીજી સખીએ કહ્યું.
રુકિમણીનું આ વાર્તામાં જરાય ચિત્ત નહોતું. એણે પાસેથી નીકળેલા પિતાજીને મનોમન પ્રણામ કર્યા; ન જાણે કેમ, આજે એ આપોઆપ ભારે થઈ રહી હતી !
રુકિમણીનું હરણ – 131
Page #77
--------------------------------------------------------------------------
________________
એ માને પ્રણામ કરવા ગઈ, પણ ન જાણે કેમ, મજબૂત મનની દીકરીનું મન ભરાઈ આવ્યું. એ પોતાની માતાના પગે બાઝી પડી; નાની ધાવણી બાળકીની જેમ છાતીમાં મોં ઘાલી રડતી રડતી બોલી : ‘મા ! હું સદાકાળ બાળકી રહી હોત તો આ તારી હૂંફાળી ગોદમાંથી મને કોણ લઈ જાત ?”
દીકરી ! ઋતુ ઋતુના જેમ ધર્મ છે, એમ અવસ્થા અવસ્થાના પણ ધર્મ હોય છે અને એ દરેક ધર્મ અદા કરવા જોઈએ. સંસારમાં તો જોયું છે કે પિયરથી રોતી રોતી દીકરી, પછી પિયર સામું જોતી પણ નથી ! ભલી એ અને ભલી એની જંજાળ!”
મા ! એવી હું નથી.’ ‘દરેક દીકરી એમ જ કહે છે, બેટી ! તું તો મારા બાગનું અનુપમ પુષ્પ છે. જ્યાં જાય ત્યાં સુગંધ પ્રસારજે ! અમારું નામ અજવાળજે.
માનો ઉપદેશ લઈને રુકિમણી દેવદર્શને જવા તૈયાર થઈ. આંગણાની ગોરી ગાય એને બહુ વહાલી હતી. જઈને એને ભેટી પડી, ગળામાં હાથ નાખી રડવા લાગી.
*કુંવરીબા, આ બધાં રુદનને હજી વાર છે, લગ્ન તો રચાઈ જવા દો ! વિદાયનો વખત તો આવવા દો !' સખીઓ બોલી, ‘દરે કે કન્યાને એક વાર આવું ગાંડપણ આવે છે.'
‘ન જાણે ક્યારે વિદાયનો વખત આવીને ઊભો રહે ! કદાચ એવે વખતે તમારી રજા પણ લઈ ન શકું.' રુકિમણી બોલી.
‘શું ઝટ ભાગી જવું છે ?’ સખીઓ બોલી.
‘ભાગી પણ જાઉં.’ રુકિમણી જાણે ભાવિના બોલ બોલી અને પોતાના મયૂર નીલ કંઠને ખોળામાં લઈને પંપાળી રહી.
‘કુંવરીબા ! તમને શું કહીએ ? આ મોંઘામૂલો શણગાર ચૂંથાઈ જાય નહીં?” સખીઓ આજે પોતાની સાહેલીની વર્તણૂક પર ખિજાઈ રહી હતી.
‘તમે બધી તો આ નીલકંઠ જેવી છો. તમારી સખી ચાલી જશે, તે પછી જે દાણા નીરશે એને યાદ કરી રહેશો '
રુકિમણીએ બરાબર ટોણો ભારે માર્યો હતો. બધી સાહેલીઓ મોટું ચઢાવી ગઈ.
રુકિમણી એમને મનાવતી હોય એમ કહેવા લાગી, ‘જવા બેઠેલી તમારી સખી સાથે આ વર્તાવ શોભે ખરો ? ૨, હવે તો હું ભાગી જ જઈશ. પછી ગાજો ગીત ને જમજો જમણ '
સાહેલીઓ તરત મનાઈ ગઈ અને બહાર તૈયાર ઊભેલા રથમાં સહુ ચઢી બેઠી. મારગને બંને કાંઠે શાલી (ડાંગર)નાં લીલાંછમ ખેતરો આનંદમાં ડોલી રહ્યાં હતાં.
રુકિમણીના મુખ ઉપરના ભાવ વારંવાર બદલાતા હતા. એના અંતરમાં કોઈ તુમુલ યુદ્ધ જામ્યાનાં ચિહ્નો દેખાતાં હતાં. એ રથમાંથી દૂર દૂર નજર કરતી બોલી,
‘દરેક સુકન્યાનું ભાવિ આ શાલીના છોડ જેવું હોય છે. પહેલાં એક ક્યારામાં જથ્થાબંધ ઊગે, પછી ત્યાંથી એ ઉખેડાય અને જુદા જુદા ક્યારામાં લઈ જઈને ચોપાય; ત્યાં એ ફળે.’
‘કુંવરીબા ! તમારે માટે તો ક્યારો નક્કી છે. અમારો ક્યારો ન જાણે ક્યાં હશે? ક્યારે ઊખડશું ને ક્યારો ચોપાઈશું ?” એક સહેલીએ ઉદાસીનતાભર્યા સ્વરે કહ્યું.
ત્યાં તો મંદિર આવી ગયું.
સવારના સૂરજનો સોનેરી પ્રકાશ મંદિરની આજુ બાજુ આવેલ બકુલ ને અશોકની ઘટામાંથી ચળાઈને અંદર આવતો હતો.
એક નાનું ઝરણ મંદિરને પખાળતું ત્યાંથી વહી જતું હતું; ને એની એક બાજુ નાની નાની ટેકરીઓ આવેલી હતી. વટેમાર્ગુઓ અવારનવાર અહીં વિશ્રામ-વિનોદ કરવા થોભતા.
કાલ સમી સાંજથી એક રથ અહીં આવ્યો હતો. પાંચ-દસ પ્રવાસીઓએ રાતવાસો અહીં ગાળ્યો હતો ને સવારે બધા પ્રવાસીઓ ટેકરીઓમાં ફરવા ચાલ્યા ગયા હતા. પૂજારી પણ મહાપૂજાનો સામાન લેવા નગર ભણી ગયો હતો. ત્યાં તો રાજ કુમારીનો શ્વેત રથ આવીને મંદિરના વિશાળ આંગણમાં ખડો થઈ રહ્યો.
સરખી સાહેલીઓએ થોડી વાર પ્રકૃતિની ગોદમાં આનંદ માણ્યો. પછી બધી દર્શન કરવા ગઈ. માતાનાં દર્શન કરીને બધી પાવન થઈ. આ વખતે રુકિમણી બોલી, ‘હું જરા ગર્ભગૃહમાં બેસીને માતાનું ધ્યાન ધરું છું. તમે બધી અહીંતહીં ફરો અને આનંદ કરો. હું બોલાવું ત્યારે આવજો.’
સખીઓનું ચિત્ત રમતમાં ને આનંદમાં વિહરતું હતું. એમને તો જોઈતું મળ્યું. એ બહાર નીકળી ગઈ ને હસતા વગડાને પોતાના હાસ્યથી વિશેષ હસાવી રહી.
રુકિમણી મંદિરના ગર્ભગૃહમાં એકલી પડી, ને ગુંજબમાંથી કોઈ કૂદીને નીચે આવ્યું. જાણે વાનરે ઠેક મારી.
રુકિમણી પળભર ગભરાઈ ગઈ, પણ તરત જ સામે મનહર મૂર્તિ ઊભેલી જોઈ મલકાઈ ઊઠી.
132 1 પ્રેમાવતાર
રુકિમણીનું હરણ I 133
Page #78
--------------------------------------------------------------------------
________________
આગંતુકે પ્રશ્ન કર્યો, ‘રાજ કુમારી, ગોપાલને વરવાના નિશ્ચયમાં દઢ છો કે નહિ ?”
| ‘તો ગોપાલની દઢતા જાણવા માગું છું. એવું ન બને કે વાનરને હાથ રત્ન પડે. ખાવા જાય ને દાંત તૂટી જાય. ખવાય નહિ એટલે ફેંકી દે. આગળ જરાસંધ, શિશુપાલ ને ભોજ જેવા જવાંમર્દો સાથે પાનું પડવાનું છે.’
‘વેરીની તો કશી પરવા નથી, પણ રાજ કુમારીનું મન તો મક્કમ છે ને?” ‘મક્કમ છે. શ્રીકૃષ્ણ વિના બીજો સ્વામી ન ખપે.’
| ‘તો આવો !' ને આગંતુક કે જે શ્રીકૃષ્ણ પોતે હતા, તેમણે રુકિમણીને ઊંચકી લીધી; ને મંદિરની પછીતેથી એ બહાર નીકળી ગયા.
સખીઓ ને સાહેલીઓ રમતી રહી; વગડો પણ હસતો રહ્યો. કુંડિનપુરની કમલિની દૂર દૂર નીકળી ગઈ !
અરે, જરા જઈને જુઓ તો ખરા, મહાયોગિની રુકિમણીદેવી સાધનામાંથી જાગ્યાં કે નહીં ?' મોડું થતાં સખીઓએ મુખ્ય સખીને બૂમ પાડી.
જવાબ કંઈ ન મળ્યો.
વળી પાછી બધી રમવામાં મશગૂલ થઈ ગઈ. મહેલનાં બંધન અહીં નહોતાં. શા માટે થોડી વધુ વાર મોજ માણી ન લેવી ?
વળી વખત ઠીક ઠીક વીતી ગયો. નગરમાં ગયેલો પૂજારી પાછો ફર્યો. એ સમાચાર લાવ્યો હતો કે રાજમહેલનાં લગ્ન અંગેની અગાઉની વિધિ માટે રાજ કુંવરીની હાજરીની અગત્ય છે, બધાં ઝટ પાછાં વળો.
સખીઓ ને સાહેલીઓ રમત છોડીને મંદિર તરફ ધસી, ગર્ભગૃહમાં પહોંચી. ગર્ભગૃહમાં એક લેખ લખેલો હતો : ‘હું યાદવ શ્રીકૃષ્ણ રુકિમણીને પરણવા આવ્યો છું. અને એનું વગર કંકોતરીએ હરણ કરી જાઉં છું. અમે બંને ગંધર્વલગ્નથી પરણી ચૂક્યાં છીએ, નિરર્થક શ્રમ કોઈ ન લે. નિરર્થક ખેદ કોઈ ન કરે.”
આ લેખે બધી સાહેલીઓના દેહનું લોહી ચૂસી લીધું. એ ઘાયલ મૃગલીની જેમ ત્યાં ને ત્યાં ફસડાઈ પડી. શી રીતે પાછા જવું. શું કહેવું અને શું મોં બતાવવું ?
પૂજારી જેવો આવ્યો હતો, તેવો દોડતો શ્વાસભર્યો પાછો ફર્યો. નગરમાં જઈને એણે બધા સમાચાર વિદિત કર્યા.
વજપાત થયો હોય તેમ બધા સફાળા ખડા થઈ ગયા. એક ખૂણેથી બીજા ખૂણા સુધી સમાચાર પ્રસરી ગયા. રાજા શિશુપાલની આંખમાંથી અંગારા વરસવા લાગ્યા. એણે રાજ કુમાર ભોજને બોલાવીને કહ્યું, ‘તમે જ અંદરખાનેથી એ ગોવાળિયાના પક્ષમાં છો. અહીં બોલાવીને અમારી તમે આ કેવી ફજેતી કરી ?”
134 1 પ્રેમાવતાર
રાજકુમાર ભોજે ગરમ થઈને કહ્યું, “હે રાજાઓ ! મારી પ્રતિજ્ઞા સાંભળો! હું કૃષ્ણને મારીને રુકિમણીને પાછી લાવીશ. અને તો જ આ કુંડિનપુરમાં પગ મૂકીશ, નહિ તો અહીંનાં અન્નજળ મારે હરામ છે '
અને ધસમસતા બધા શ્રીકૃષ્ણને પકડીને પાછો લાવવા ઊપડી ગયા. લગ્ન લગ્નને ઠેકાણે રહ્યાં, ને રણમેદાન બની ગયું.
ઘોડાઓ, રથો અને પદાતિઓ શ્રીકૃષ્ણની પાછળ પડ્યાં પણ એ એવે રસ્તેથી ગયા હતા, કે ઝટ તે રસ્તે આગળ વધવું શક્ય ન હતું, સહીસલામત પણ નહોતું.
શિશુપાલ તો આંધળો થઈને દોડી રહ્યો હતો. બીજા કેટલાક રાજાઓ મનમાં હરખાતા ને બહારથી હોંકારા કરતા એનું અનુસરણ કરતા હતા. તેઓ અંતરથી લડવા ઇચ્છતા નહોતા.
પણ આખરે શત્રુનો ભેટો થઈ ગયો : એક ટેકરી પર બલરામ તેમની યાદવ સેના સાથે ઊભા હતા. શિશુપાલને જોતાંની સાથે એ હળ ઊંચું કરીને સામે ધસી ગયો.
ભયંકર ઘમસાણ મચ્યું. બલરામ અને શિશુપાલ સામસામા આવી ગયા. થોડી વારમાં બેમાંથી એક હતા ન હતા થઈ જાત, પણ ત્યાં તો રાજ કુમાર ભોજે બૂમ મારી : ‘બલરામને પડતા મૂકો અને કૃષણનો પીછો લો ! એવું ન થાય કે સાચો ગુનેગાર છટકી જાય !”
બધા આગળ દોડ્યા. બલરામ તેઓનો માર્ગ ખાળીને ઊભા રહ્યા ને બોલ્યા. ‘તમે બલરામને પડતો મૂકવા ઇચ્છો છો પણ હું તેમને પડતા મૂકવા ઇચ્છતો નથી. વગર લખી કંકોતરીએ, વગર નોતરે યાદવો આવ્યા છે. એમને પાછા કાઢવાની તમારી તાકાત નથી !'
બલરામે ફરી યુદ્ધ જગાવ્યું. પણ એટલા વખતમાં હરિણ જેવો રાજ કુમાર ભોજ નજર ચુકાવીને આગળ નીકળી ગયો. પાછળ બીજા રાજાઓ એક યા બીજા બહાને આડોઅવળા થઈ ગયા. શિશુપાલ થાકીને પાછો ફર્યો. એણે કહ્યું, ‘પછી વળી જોઈ લઈશ ! એક છોકરી માટે આ દોડાદોડી કેવી ! ગોવાળિયો મારા હાથમાંથી કેટલે દૂર જવાનો છે ?”
આ તરફ નર્મદા નદી લગભગ આવતાં ભોજ શ્રીકૃષ્ણની લગોલગ થઈ ગયો. એણે તીરસંધાન કર્યું.
શ્રીકૃષ્ણ સામે શરસંધાન કર્યું.
સંસારના ઝંઝાવાતોથી સાવ અજાણ રુકિમણી એકદમ ઢીલી થઈ ગઈ. એ ગદ કંઠે બોલી, ‘આપ તીર નમાવો. મારા ભાઈને ન હાશ ! સામે પગલે
રુકિમણીનું હરણ I 135
Page #79
--------------------------------------------------------------------------
________________
18
વતનનો ત્યાગ
જઈને મારા ભાઈને વીનવીશ કે મને વિધવા ન બનાવે.”
શ્રીકૃષ્ણ બોલ્યા, ‘ર સુંદરી ! રણમાં પડેલા ભાઈ માટે કે રણમાં ખપેલા પતિ માટે સાચી ક્ષત્રિયાણીઓ કદી શોક કરતી નથી.’
રુકિમણી એ સહન ન કરી શકી. એ રડવા લાગી.
શ્રીકૃષ્ણે કહ્યું, ‘સુંદરી ! લેશ પણ ચિંતા ન કરશો. આજ શત્રુઓને ન સંહારવાની પ્રતિજ્ઞા કરીને હું આવ્યો છું. એક શિશુપાલ, બીજો તમારો ભાઈ ભોજ - નહિ મારું એમને !'
અને પછી શ્રીકૃષ્ણ સ્વરક્ષણનું યુદ્ધ ખેલવા માંડ્યું. થોડી વારે એક તીર મારી એમણે ભોજ ને બેશુદ્ધ કરી નાખ્યો, ને પોતે રુકિમણીને લઈને આગળ નીકળી ગયા.
ભોજના માણસોએ એની સારવાર કરી રથમાં નાખ્યો. એ હજુ બેહોશ હતો. થોડી વારે એ જાગ્યો. જાગતાંની સાથે એણે કહ્યું, ‘હું ક્યાં છું ?'
‘કુંડિનપુરને મારગે.' ‘રુકિમણી ક્યાં છે ?' ‘કણ એને હરી ગયો !
શું કૃષ્ણ હજી પણ જીવતો છે ?” “હા.'
થંભાવો રથ ! શ્રીકૃષ્ણને માર્યા વગર ને રુકિમણીને લીધા વગર રાજધાનીમાં પાછા નહીં ફરવાની મારે પ્રતિજ્ઞા છે.'
‘પણ શ્રીકૃષ્ણ તો હવે આપણા હાથથી બહાર છે.' તો પછી અહીં જ રથ થંભાવો, અને અહીં જ નવું નગર વસાવો.”
ભોજ રથમાંથી ઊતરી પડ્યો, ને ત્યાં ભોજ કટ નગર વસાવીને રહ્યો. શ્રીકૃષ્ણને હણવાની તાકમાં ફરવા લાગ્યો.
અગ્નિમાં આખરે ઘી હોમાઈ ગયું, એનો ભડકો જઈને આકાશે ચડ્યો.
રે ! જરાસંધ જેવા જરાસંધને અવગણી, શિશુપાલ જેવાની આંખમાં ધૂળ નાખી અને ભોજ જેવા ભોજને ભોં ભેગો કરી એક ગોવાળિયો રુકિમણી જેવી રૂપવતી રાજ કન્યાને હરી ગયો !
પગનો ભડકો માથે અડ્યો, અને એમાંથી ભયંકર હુંકાર જાગ્યો : “સહુ ક્ષત્રિયો! હથિયાર સજો, ને રણમેદાને સંચરો ! આ ગોવાળિયાઓની ફાટે હવે માઝા મૂકી છે!'
આર્યાવર્તમાં ચોમેર આ ડિડિમ નાદ ગાજી રહ્યો, મથુરાપતિ કંસની હત્યા કરતાંય આ પ્રસંગ વિશેષ ચાનક ચઢાવે તેવો હતો, જે માનવી રુકિમણી જેવું કન્યારત્ન હજારો રાજાઓની હાજરીમાં હરી શકે એ બીજું શું ન કરી શકે ? અને આવો માણસ એ અદ્ભુત રત્ન માટે કંઈ યોગ્ય ગણાય ખરો ? આ તો ભાઈ, કાગડો દહીંથરું લઈ ગયો ! ગજબનો કળિ !
અલબત્ત, આ પ્રકારનાં લગ્ન આર્યાવર્તની વિવાહવિધિને અજાણ્યાં નહોતાં. આવા વિવાહ ગંધર્વ લગ્ન કહેવાતા - હરણ કરીને કન્યાને હરી જવી અને પછી તેની સાથે લગ્ન કરી લેવાં !
એ જમાનાના રાજાઓને આ લગ્ન સામાન્ય હતા, પણ ગોકળી કૃષ્ણ વળી ક્યાંનો રાજા ? કોણે રાજા બનાવ્યો એને ? થોડીક દાદાગીરી કરતાં આવડી એટલે કે રાજા બની ન શકાય !
રાજ્યરાજ્યમાંથી નગરનગરમાંથી આ સૂરો નીકળ્યો. ને રાજ્યરાજ્ય અને નગરનગર આ દાદાટોળકીની સાન ઠેકાણે લાવવા મદદે દોડી આવ્યાં.
કેટલાક તો રોતી રુકિમણીની કલ્પના કરીને મેદાને પડ્યા હતા : ક્યાં વિદર્ભની આ સુકોમળ રાજ કુંવરી ને ક્યાં આ પાણા જેવા કઠોર લોકો ! ગામમાં
136 3 પ્રેમાવતાર
Page #80
--------------------------------------------------------------------------
________________
ઘોડા આવી પહોંચ્યા છે. નાનો નેમ ઘોડે ચડતો ને ભાભીને ટેકો આપીને ચડાવતો કહે છે, “ભાભી ! મેંદીથી હાથ રંગવાના જમાના ગયા, હવે તો માણસના લોહીથી હાથ રંગવાનો વખત આવ્યો છે.”
ભાભી નાના નેમકુમારના શબ્દો સાંભળીને હર્ષઘેલી બનીને કહેતી, “હું ક્ષત્રિયાણી છું. સંગ્રામમાં પતિના પડખે ઊભા રહી શત્રુનું લોહી પીવામાં માનનારી
ઘર નહિ, સીમમાં ખેતર નહિ, રે જલદી એ કન્યારત્નને મુક્ત કરાવીએ, તો જ આપણો નર-અવતાર સફળ થયો કહેવાય.
દરેક દેશના રાજાઓએ પોતાની સેના ઉપાડી. કૃષ્ણ, બલરામ, સમુદ્રવિજય, નેમ - બધાને પગલે પગલે દબાવવા માંડચું ! જ્યાં મળે ત્યાં એમને ખલાસ કરો, અને એમની મદદમાં હોય એને પણ ખતમ કરો ! આ ગોપચાળો તો મરકીથી પણ ભંડો રોગચાળો છે !
જે ગામમાં પગેરું નીકળતું એ ગામ સાંજે સ્વાહા થઈ જતું. જે લોકો આ ગોપસમૂહને ભોજન આપતા, એ લોકો બીજે દિવસે ખેદાનમેદાન થઈ જતા.
કૃષ્ણ રુકિમણીને પરણીને આવ્યા, પણ એક દિવસ કે એક રાત ક્યાંય નિરાંતે રહી ન શક્યા. આજ અહીં રહેવા નિર્ણય કર્યો કે શત્રુસેનાનું ધાડું ત્યાં ત્રાટક્યું જ છે ! જોતજોતામાં ગામ આખું નષ્ટભ્રષ્ટ ! અને માત્ર બે પગના બળ પર દોટ મૂકવાની.
વગડામાં પણ વિસામો ન રહ્યો. જ્યાં જરાક સંચળ મળ્યો કે આખો વગડો અગ્નિને અધીન ! સાપ-સિહ ને એજ ગર-વાઘની સાથે માનવી પણ જાય ભાગ્યો !
આખા દેશમાં ઓશીકું મૂકી એક રાત આરામ કરી શકાય એટલી પણ જગ્યા યાદવો માટે ન રહી. સુકુમાર પુષ્પ જેવી રુકિમણી પણ રોજરોજની રખડપટ્ટીમાં પ્લાન બની ગઈ ! એનો સુંદર કેશકલાપ કેટલાય દિવસોથી કોઈએ ઓળ્યો નથી, ને એ સોનેરી દેહને પૂરતું જ્ઞાન મળે પણ ઘણો વખત વીતી ગયો છે, અને કંચન જેવા પગની પાની પર જ્યાં પદ્મ શોભતાં હતાં, ત્યાં ભયંકર ચિરાડા પડ્યા છે ને કમલદલ જેવાં નયનોમાં ઉજાગરાનાં કંકુ વેરાયાં છે !
પણ વાહ રે નારી ! હિંમતમાં તેં નરને પણ પાછળ મૂકી દીધા છે. કોઈ દહાડો નાહિંમતની, નિરાશાની કે થાકની વાત નહીં, અને પોતાના સુખની તો ચિંતા જ નહિ. ચિંતા છે પતિની, પતિના કુટુંબની ને પોતાના સાથીદારોની !
પણ ક્યારેક એ કળામણા ગ્રીષ્મને મેઘની વાદળી નવવર્ષાએ છાંટે છે, રણમાં પણ રણવીરડા લાધે છે, એમ રાણી રુકિમણીની સાથે થોડા દિવસથી નાનો નેમ જોડાયો છે. એના પિતા રાજા સમુદ્રવિજયના રાજ્ય પર પણ ધસારો છે. રાજમહેલ અને રાજ છોડીને બધા નીકળી પડ્યા છે. આટલા મોટા જરાસંધી લકર સાથે લડવાનો કોઈ અર્થ નથી; માનવીનાં લોહીને સોંઘાં કરવાથી પણ કોઈ અર્થ સરે તેમ નથી.
રુકિમણી અને નાના નેમને ખૂબ ફાવી ગયું છે. દિયર રંગનો વાટકો લઈને આવે છે, ભાભીના પગે મેંદી મૂકવી છે, પણ ત્યાં તો સમાચાર આવે છે કે શત્રુના
138 પ્રેમાવતાર
“ઓહ ભાભી ! તમે પણ શું જગતના આ ગોઝારો ચીલે જ ચાલશો ? હું તો સંસારમાંથી શત્રુ અને શત્રુતામાત્રનો છેદ ઉડાડવા ચાહું છું.’
અશક્ય ! દુનિયામાં માણસજાત છે ત્યાં સુધી શત્રુ અને શત્રુતા જીવતાં રહેવાનાં છે. સાપ છે, ત્યાં સુધી નકુળ છે. વિશાતાનો જ આ શાશ્વત ખેલ છે.’ રુકિમણી બોલી.
‘ભાભી ! શત્રુતા માણસમાં નથી વસતી, માણસના મનમાં વસે છે; અને એના રાગ અને દ્વેષમાં પાંગરે છે, આ ‘અમારું ' એ રાગ ! મારો દુમન' એ શ્રેષ ! હું રાગ અને દ્વેષ બંનેનો છેદ ઉડાડી દઈશ. પછી ભલે સાપ ને નોળિયો બંને સંસારમાં રહે.’ નાનો નેમ પોતાની નવતર વાતો કરવા લાગ્યો.
| ‘ભલા દિયરજી ! એ તો બધી ખાલી ધુમાડા જેવી વાતો છે. આજે આર્યાવર્તનો પ્રાંતપ્રાંત એકબીજા તરફના દ્વેષના દાવાનળથી સળગી રહ્યો છે, હસ્તિનાપુરમાં પણ યુદ્ધના ભણકારા ઊઠડ્યો છે !'
‘વળી શું છે ત્યાં ?'
‘ત્યાં એક જ બાપના બે બેટા છે, એક જ વંશના એ વારસદારો છે. એમનો વંશ કુરુવંશ. એ વંશના બે ભાઈના એ કસો ને પાંચ પુત્રો છે. સો ભાઈ પોતાને કૌરવ કહેવરાવે છે, પાંચ ભાઈ પોતાને પાંડવ કહેવરાવે છે. પાંડવો રાજ માં પોતાનો ભાગ માગે છે તો કૌરવો કહે છે કે અસલ બાપના અસલ પુત્રો છો એની ખાતરી શી ? અજ્ઞાતકુલ સાથે અમે વાત પણે કરતા નથી. જબ્બર વિદ્વેષ ઝગ્યો છે. લડાઈ જાગવાની તૈયારી છે.' રુકિમણીએ વાત કરી.
‘ભાભી ! હું પાંડવ હોઉં તો કૌરવને માગ્યું આપી દઉં. દેનારની જીત છે. આ દુન્યવી રાજ માટે ઝઘડવું શું ?”
‘તો કયા રાજ માટે ઝઘડવું, દિયરજી ?” રુકિમણી ચતુર સ્ત્રી હતી; એને તેમના અજબ સવાલ-જવાબ રુચતા હતા.
આત્મિક રાજ્ય માટે, ભાભી ! કેવું અપૂર્વ એ રાજ્ય !' જે રાજ્યની આ બાવા-સાધુઓ વાત કરતા ફરે છે એ રાજ્ય ?'
વતનનો ત્યાગ 1 139
Page #81
--------------------------------------------------------------------------
________________
‘હા, ભાભી ! પણ એનું સાચું સ્વરૂપ એ લોકો પણ બતાવી શકતા નથી.” તો શું તમે બતાવી શકશો ?”
હા. એ રાજ્યમાં હર પળ આનંદની છે, હર પળ ખુશીની છે. શોક કે વિષાદનાં વાદળ ત્યાં નથી.’ નેમ પોતાના કલ્પનારાજ્યના વર્ણનમાં ડૂબી ગયો. ‘ભાભી, ન તો ત્યાં કોઈ રાજા છે કે ન કોઈ પ્રજા ! બધા સમાન ! વાઘ અને બકરી એક આરે પાણી પીએ એવું એ રાજ્ય !” ‘રે નેમ ! તો તમે શું આ રાજ્ય નહિ સ્વીકારો ?”
ના.” ‘યુદ્ધ નહિ કરો ??
ક્ષત્રિય થઈને રણમાં પીઠ બતાવીને ભાગશો ?”
‘ના, યુદ્ધ આપીશ, પણ આવું નહિ. આ યુદ્ધ જેના લીધે જન્મે છે, એ વૃત્તિઓને-એ વિષયોને - યુદ્ધ આપીશ.'
‘પણ એથી શું ફાયદો ?”
ફાયદો સંસાર આખાને થશે. એ યુદ્ધમાં હું વિજયી નીવડીશ, તો જગતમાં શાંતિ સ્થપાશે. પેટ ચોળીને દુ:ખે ઊભાં કરતી દુનિયા સાચા સુખને એ વખતે પિછાણશે.” નેમે કહ્યું.
દિયર-ભોજાઈ આવી ચર્ચા કરતાં પ્રહરનાં પ્રહર થાકતાં નહિ, પણ એટલામાં શ્રીકૃણા ધસમસતા આવીને બોલ્યા, ‘સાંભળ્યું છે કે કાળયવન આવી રહ્યો છે. એ યાદવોનો કાળઝાળ શત્રુ છે.'
‘આજ યાદવોનો કોણ શત્રુ નથી ?” રુકિમણીએ સહજ રીતે કહ્યું. એમાં સત્ય હતું, વ્યંગ્ય પણ હતો. શ્રીકૃષ્ણ અને તરત જવાબ ન આપ્યો.
| ‘જ્યાં સુધી આપણી જાતના આપણે શત્રુ નથી, ત્યાં સુધી શત્રુ બધા જખ મારે છે !' મે વચ્ચે કહ્યું. રુકિમણી નેમની આ નવી ફિલસૂફી પર વારી ગઈ.
શ્રીકૃષ્ણ એ તરફ ધ્યાન ન આપતાં કહ્યું, ‘તેમની ફિલસૂફી અહીં જરૂરી નથી. તાકીદ યાદવસભા બોલાવી છે. નિર્ણય લેવાનો છે.”
‘સત્તર સત્તર વાર જરાસંધ અને શિશુપાલને હરાવ્યો, તો આ કાળયવનથી આટલો ડર કાં ?”
‘દેવી ! કાલયવને ભયંકર છે, તમામ યાદવનો શત્રુ છે, એ યાદવોના સંહારનું વ્રત લઈને નીકળ્યો છે.”
140 | પ્રેમાવતાર
કંઈ કારણ ?'
“કારણ મોટું છે. ગર્ગાચાર્ય કરીને યાદવોના પુરોહિત હતા. એ નિઃસંતાન હતા, એક વાર એમના સાળાએ એમને નપુંસક કહીને એમની મશ્કરી કરી. યાદવોએ એમાં ટેકો આપ્યો. ગર્ગાચાર્ય બહાર નીકળે કે બધા ‘પંઢ' કહીને એમની મશ્કરી કરે. આવી અશ્લીલ મશ્કરીથી દુભાઈને એક દહાડો ગર્ગાચાર્ય દક્ષિણ તરફ ચાલ્યા ગયા. ત્યાં જઈને એમણએ નીલકંઠની ઉપાસના કરી, અને લોહભસ્મનું સેવન કર્યું. આ પ્રસંગે ત્યાંના યવનરાજા સાથે તેમને મિત્રતા થઈ. રાજાની રાણીને કંઈ સંતાન નહોતું. ગર્ગાચાર્યે કહ્યું, ‘મને તારી સ્ત્રીમાં પુત્ર ઉત્પન્ન કરવા દે. એ નવ ખંડમાં નામના ન કરે તો મને ફટ કહેજે ! દિલમાં ખટકતો વેરનો કાંટો જો કોઈ કાઢશે તો એ કાઢશે.”
નેમ અને રુકિમણી સ્તબ્ધ બનીને સાંભળી રહ્યાં.
શ્રીકૃષ્ણ વાત આગળ ચલાવી. ‘રાજા ભક્તિભાવવાળો હતો. ગર્ગાચાર્યે એની સ્ત્રીમાં પુત્ર ઉત્પન્ન કર્યો. અને બધી વિદ્યાઓ ભણાવી તૈયાર કર્યો. દેવી! એ જ આ કાળયવન ! યાદવમાત્રનો જીવતો કાળ ! એને એક જ વાત ગળથુથીમાં પાઈ કે યાદવોને દક્યા ન મુકવો. કાળયવન એટલે કાળયવન. સામાન્ય શસ્ત્રોથી હણાય તેવી એની દેહ નથી. એની યુદ્ધવિદ્યા પણ અજબ છે. જ્યાં જ્યાં યાદવનું નામ પડે છે ત્યાં ત્યાં વિનાશ સરજે છે.”
‘આ રાજાઓ સાથે ભળી જાય તો ?” રુકિમણીએ ભાવિ ભય પ્રગટ કર્યો. ‘ભળી જવાની તૈયારીમાં જ છે.' શ્રીકૃષ્ણ કહ્યું. ‘તો પછી આપણે શું કરીશું ?'
યાદવસભા જે નક્કી કરે છે. પણ ભયંકર પરિણામ માટે તૈયાર રહેજો! પરિસ્થિતિ દરેક પળે વિષમ થતી જાય છે.'
‘આપ અમારી ચિંતા ન કરશો.” મે કહ્યું. ‘અમારી એટલે ?' શ્રીકૃષ્ણ મજાકમાં પૂછવું. ‘અમે એટલે દિયર-ભોજાઈ.’ નમે કહ્યું ને ભાભી તરફ જોયું.
વાહ, ખરી જોડી જામી છે તમારી ! નેમના વિચારો પણ સ્ત્રી જેવા સુકોમળ જ છે ને !' શ્રીકૃષ્ણે કહ્યું.
સંસાર આખો સ્ત્રી બની જાય તો દુનિયામાં સંગ્રામનું નામ જ ન રહે !” નેમે વળી પોતાની ફિલસૂફી હાંકી.
નેમજી ! ચાલો યાદવસભામાં ' શ્રીકૃષ્ણે કહ્યું. ‘મારું ત્યાં શું કામ છે ? અમે તો તમારા અને પિતાજીના પગલે છીએ. હુકમ
વતનનો ત્યાગ 141
Page #82
--------------------------------------------------------------------------
________________
કરો તો યુદ્ધ, હુકમ કરો તો શાંતિ !'
‘તમામ ક્ષત્રિયો અને ક્ષત્રિયાણીઓએ જાગ્રત થવાની ઘડી આવી રહી છે. યાદવોનું જડાબીટ નીકળી જાય એવો અવસર આવી પડ્યો છે.” શ્રીકૃષ્ણ શંખનાદ જેવા સ્વરે કહ્યું.
મોટાં ભાઈ ! સહુ સારાં વાનાં થઈ રહેશે. આ તો દૂધનો ઊભરો છે. રાગદ્વેષનાં લાકડાં આઘાપાછાં કરી નાખીએ તો બધું આપોઆપ શમી જશે.’ નમે ટૂંકાણમાં પોતાનો મત કહ્યો.
‘હું પણ એ જ મતમાં છું. દૂધને બહુ ગરમી ન આપવી. ચાલ નેમ !' શ્રીકૃષ્ણ કહ્યું અને તેમનો હાથ પકડ્યો.
સરખા વર્ણવાળા અને સરખી કાંતિવાળા પતિ અને દિયરને જતા રુકિમણી એકનયને જોઈ રહી. મન ભરાઈ જાય તેવા બને હતા. પોતે રૂપગર્વિતા નારી હતી, પણ આ બે શ્યામસુંદર નરોને જોઈ એનો રૂપનો ગર્વ ગળી ગયો.
શ્રીકૃષ્ણ અને નેમ સભામાં પહોંચ્યા ત્યારે યાદવો બધા આવી ગયા હતા. યાદવોના સલાહકારો અને સાથીઓ પણ આવ્યા હતા, નંદ ગોપ અને એના સહાય કર્તાઓ પણ યથાસ્થાને બેઠા હતા. દરવાજે ગાયો હતી, સાંઢ હતા ને મલ્લ હતો.
મથુરાપતિ મહારાજ ઉગ્રસેન પણ સભામાં હાજર હતા. મહારથી વસુદેવ પણ હતા. રાજા સમુદ્રવિજય વચ્ચે બેઠા હતા. એ વૃદ્ધ રાજવી પોતાની વિરોચિત મુખમુદ્રાથી ને ધીરોચિત ડહાપણથી બંધામાં જુદી જ ભાત પાડતા હતા.
થોડી વારે રાજા સમુદ્રવિજયે સભાને સંબોધતાં કહ્યું, ‘યાદવવીરો ! યાદવમાત્રને માથે કદી ન આવી હોય એવી કટોકટી આવીને ઊભી છે. આજે તો પૃથ્વી ને આકાશ પણ યાદવોનાં શત્રુ બન્યાં છે. હું યાદવોની શક્તિને જરા પણ અવગણતો નથી, યાદવબચ્ચો શત્રુ સાથે જીવનનાં છેલ્લા અંશ સુધી લડી લેવા તૈયાર છે, પણ શું સંળગેલા હુતાશનમાં નિરર્થક ચંદન કાર્ડ હોમી દેવાં ?'
‘કાકાશ્રી ! યાદવો પર એક કલંક મૂકવામાં આવે છે : યાદવો ક્ષત્રિયો નથી. આજ આપણા ક્ષત્રિયપદને ચરિતાર્થ કરવાની ઘડી આવી પહોંચી છે. કોઈ કાયરતાની વાત ન કરે, મરવાનું કોને નથી ?' બલરામે ઊભા થઈને કહ્યું.
મરવાનું સહુને છે. માટે વહેલાવહેલા ઝટ મરી જવું એવું કોણે કહ્યું? પહેલાં સાધ્યની સિદ્ધિ ને પછી મૃત્યુની વાત.” શ્રીકૃષ્ણ પોતાનો મત પ્રદર્શિત કર્યો.
મૃત્યુ મૃત્યુ કોણ કરે છે ? હું કહું છું કે માણસને મૃત્યુ નથી, માણસ, અમર છે.’ નાના નમે તરત ઊભા થઈને કહ્યું.
142 1 પ્રેમાવતાર
સભા આ વાત પર પ્રસન્ન થઈ ગઈ ને તેમને ધન્યવચન કહેવા લાગી..
‘ભાઈઓ ! નેમ અજબ સૃષ્ટિનો આદમી છે. એ અગમનિગમનો રમનારો છે. આપણે માટીની પૃથ્વીના જીવ છીએ. સામે જે પરિસ્થિતિ છે, તેનો વિચાર કરો.” રાજા સમુદ્રવિજયે કહ્યું.
‘અમે કાયર બનીને પીઠ બતાવવા કરતાં વીરોચિત મોતને ભેટવામાં આનંદ માનીએ છીએ.” સભામાંથી અવાજ આવ્યો.
‘કોઈ યાદવ મરવાથી ડરતો નથી.’ બીજો અવાજ આવ્યો.
‘મારો યાદવ લાખેણો છે. મારા ગોપ અબજોની કિંમતના છે. એમના પ્રાણ પતંગિયાની જેમ ખોવા હું તૈયાર નથી.’ શ્રીકૃષ્ણ વચ્ચે કહ્યું.
કૃષ્ણ !' ગોપરાજ નંદ વચ્ચે ઊભા થયા. ‘અમને ગાય ચરાવનાર ન માનતો, અમે પણ મૂળ ક્ષત્રિય-બીજ છીએ; પણ લોહી કરતાં દૂધ ગમ્યાં એમને. રણમેદાન ન ગમ્યાં એટલે આહીર બન્યા છીએ, મારો પ્રત્યેક ગોપ તમારી પાછળ ખડો છે, એટલી ખાતરી આપું છું.'
‘મને પૂરતો વિશ્વાસ છે.સભામાં અનેક વડીલો બેઠા હતા છતાં શ્રીકૃષણ આપોઆપ આગેવાન બની ગયા. એ બોલ્યા, ‘મને વિશ્વાસ છે પણ જે લોહીમાંથી નવું રાજ ખડું ન કરી શકાય, એ લોહી હું વેડફી દેવા નથી માગતો. મારે તો સંસાર પરથી આતતાયીઓનો ભાર ઉતારવો છે.'
‘તો આ મોકો છે.' બલરામે કહ્યું,
‘આ મોકો વિચિત્ર છે. જીતીશું તો પણ ખાખ મળશે, હારીશું તોય ખાખ રહેશે. હું તો અત્યારે રણમેદાનમાંથી ખસી જવા માગું છું .' શ્રીકૃષ્ણ જરા પણ સંકોચ વગર પોતાની વાત કરી.
‘આ તું શું કહે છે, કૃષ્ણ ? શું ક્ષત્રિય પીઠ બતાવશે ?' બલરામ ગર્જી ઊઠ્યા.
ના. ના. ક્ષત્રિય કદી પીઠ ન બતાવે. પણ યુદ્ધના નીતિનિયમોને જાણો છો ને ? એમાં તો સામ, દામ, દંડ અને ભેદ - એ ચારેયને સરખું સ્થાન છે.” શ્રીકૃષ્ણ કહ્યું. | ‘તમે કૃષ્ણની વાત સાંભળો.” રાજા સમુદ્રવિજયે કચકચ કરી રહેલી સભાને કહ્યું. એમને નેમ કરતાં કૃષ્ણ પર વધારે શ્રદ્ધા હતી.
‘કહું છું કે આપણે તાબડતોબ અહીંથી પ્રસ્થાન કરી દૂર દૂર ચાલ્યા જવું, ત્યાં કોટ-કાંગરા રચીને યુદ્ધ આપવું.' શ્રીકૃષ્ણ કહ્યું, ‘અને જે રીતે અહીં એકત્ર થયેલા રાજાઓના જુસ્સાને નરમ પડી જવા દેવો. સળગતા દ્વીપમાં પતંગ બનીને બળી
વતનનો ત્યાગ 1 143
Page #83
--------------------------------------------------------------------------
________________
મરવાનો કંઈ અર્થ નથી. પરાક્રમ મરવામાં નથી, જીવીને કર્તવ્ય પૂરું કરવામાં છે.’ શ્રીકૃષ્ણે પોતાનો વ્યૂહ કહ્યો.
અમે પીછેહઠ માટે મંજૂરી આપતા નથી.' યાદવ સત્રાજિતે ઊભા થઈને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો ‘અમે જાણીએ છીએ કે કૃષ્ણ તાજાં લગ્ન કર્યાં છે; એનાથી લડાશે નહિ; અને જીવ વહાલો થઈ ગયો છે.'
‘આપ ખાતરી રાખો કે હું તો અહીં જ રહેવાનો છું.’ શ્રીકૃષ્ણે એક મહારથી નેતાને છાજે તે રીતે જરા પણ ગુસ્સે થયા વગર ગંભીરતાથી કહ્યું.
‘અહીં રહીને શું કરશો ?' યાદવ સત્રાજિતે પૂછ્યું,
સત્રાજિત યાદવની ખ્યાતિ બે રીતે હતી : એક તો એની પાસે સ્યમંતક નામનો મણિ હતો; ને બીજી, મણિના તેજને ઝાંખું પાડે તેવી સત્યા નામની પુત્રી હતી. એ મણિ અને પુત્રી માટે દરેક યાદવ તલસતો હતો.
બધા રાજા પાછા ફરશે, પણ કાલયવન તો આપણને ભરખી જવા આવ્યો છે, એટલે એ પાછો નહિ જાય. એને પાછો કાઢવાની વેતરણ મારે કરવી પડશે.’ શ્રીકૃષ્ણે એ જ ધૈર્યથી કહ્યું.
એટલે તમે એકલા એ કામ કરશો ?'
‘હા. યાદવસભા મંજૂરી આપે તો.’
‘કેવી રીતે કરશો ?’ સત્રાજિતના વાદે બીજા યાદવો પણ પ્રશ્નોત્તરીમાં રસ લઈ રહ્યા.
‘એ વાત અત્યારે ન પૂછો તો સારું. યુદ્ધ ચર્ચાનું મેદાન નથી. યુદ્ધની કેટલીક રીતો ગોપનીય હોય છે.'
ન પૂછીએ, પણ જે વાત તમામ યાદવો એકત્ર થઈને નથી કરી શકતા એ તમે એકલા કરી શકશો એવો વિશ્વાસ કેવી રીતે બેસે ?’ એક યાદવે પ્રશ્ન કર્યો.
‘આખું સૈન્ય જે કામ નથી કરી શકતું, એ મુત્સદીની એક આંગળી કરી શકે છે.' બલરામે જવાબ વાળ્યો.
‘યાદવોમાં મુસદ્દીવટ માત્ર નમૂછીઓ પાસે જ રહી ગઈ લાગે છે !' સત્રાજિતે કટાક્ષમાં કહ્યું.
‘બહારનું યુદ્ધ સામે ખડું હોય ત્યારે હું ઘરનું યુદ્ધ જગાવવા માગતો નથી. યાદવમાત્ર મારો બંધુ છે, મને એક વાર આટલી તક આપો.'
‘શાબાશ કૃષ્ણ ! નેતૃત્વ માટે જ તારો જન્મ થયેલો લાગે છે.' રાજા સમુદ્રવિજયે કહ્યું, ‘તું સ્વયંસિદ્ધ નેતા છે. મારી ઇચ્છા છે કે યાદવમાત્ર એના ચીંધેલા રાહે ચાલે. 144 D પ્રેમાવતાર
કૃષ્ણ ! સૂચના આપો સહુને.’
શ્રીકૃષ્ણ બોલ્યા, ‘તમામ યાદવોએ આ દેશ તાકીદે છોડી દેવો, પછી શત્રુઓના ઘોડાઓ ભલે યાદવોની નિરર્થક શોધમાં આથડી આથડીને થાકી જાય.
‘તો કયા દેશમાં યાદવોએ જવું ? યાદવો તો ધરતીવિહોણા છે.'
‘એ દેશમાં જવું, જ્યાં સમુદ્ર આપણી રક્ષા કરતો હોય; જ્યાંનાં માનવી આપણને આદર-માન આપતાં હોય; જ્યાંના પર્વતો આપણને કિલ્લેબંધીની ખોટ પૂરી પાડતા હોય. યાદ રાખો, સિંહોને અને શૂરાઓને સ્વદેશ હોતો નથી, એ તો જ્યાં સંચરે છે ત્યાં સ્વદેશ રચીને રહે છે !'
અને સૌએ શ્રીકૃષ્ણની વાત સ્વીકારી લીધી. આકાશમાંથી વાદળ સરી જાય એમ યાદવો ઉત્તર આર્યાવર્તની ધરતી છોડીને સરી ગયા.
વતનનો ત્યાગ – 145
Page #84
--------------------------------------------------------------------------
________________
19
નાટકનો બીજો અંક
જીવન એ પણ એક નાટક છે. નાટકનો પહેલો અંક પૂરો થાય; પડદો પડે, અને પાછો થોડા વખતે પડદો ઊપડે. બીજો અંક શરૂ થાય. નવું દશ્ય, નવી સજાવટ ને નવી વાતો જોવા મળે, એવું અહીં થયું.
પહેલા પ્રવેશમાં ઉત્તર ભારતની ભૂમિ હતી; ગંગા-જમના જેવી નદીઓ હતીઃ હિમાલય ને ગોવર્ધન જેવા પહાડો હતા; શિશુપાળ ને જરાસંધ જેવા રાજાઓ હતા; રુકિમણી જેવી ગરવી નારીઓ હતી; શ્રીકૃષ્ણ-બલરામ જેવા મલ્લ હતા, ને તેમ ને વૈરાટ્યા જેવાં તથા નંદગોપ ને યશોદા જેવાં પ્રેમધર્મી નર-નાર હતાં.
બીજો પ્રવેશ સાવ ભિન્ન હતો. પશ્ચિમ ભારતનો સાગરકાંઠો હતો. રત્નાકર ઊછળી ઊછળીને મોતી વેરતો હતો. વનવગડામાં કેસરી સિંહો ડકણ દેતા હતા; એ એવા અભિમાની ને ટેકીલા હતા કે વાદળની ગર્જના સામે ગરવ કરતા; અને વાદળની ગર્જનાને ફિક્કી પાડતા ઃ ફિક્કી ન પાડી શકે તો એ પ્રયત્નમાં પ્રાણ સુધ્ધાં અર્પણ કરતા.
ન
આ ભૂમિ શૌર્યની અને સમૃદ્ધિની હતી, અને એના કરતાં વિશેષ શાંતિની ભૂમિ હતી. અહીં મોટા મોટા કજિયા નહોતા, ભયંકર એવા કલહ નહોતા; માણસને મિટાવી દેનારી મારા-તારાની મારામારી નહોતી. સહુ સહુના પ્રદેશમાં સંતોષથી રહેતા અને લહેર કરતા.
આતિથ્ય આ ભૂમિની અનેરી ખાસિયત હતી. પરોણાગતમાં વખત આવે પ્રાણ પીરસતાં પણ અહીંના લોકો વાસી વિલંબ ન કરતા.
આ પ્રદેશનું નામ આનર્ત હતું અને ભાવિમાં એ સુરાષ્ટ્ર થવાનું હતું. કુશસ્થલી એનું પાટનગર હતું. પણ પશ્ચિમની આ પાટનગરી ઉત્તર ભારતની પાટનગરીઓ જેવી સમૃદ્ધ કે આડંબરી નહોતી ! ત્યાંનો રાજા કોઈ શ્રેષ્ઠી કરતાં વધુ શ્રીમંત નહોતો.
કે
રાજાને માટે સમૃદ્ધિ અનિવાર્ય નહોતી, સામર્થ્ય અનિવાર્ય લેખાતું. રાજા પ્રજાના રક્ષણ માટે ગમે ત્યારે પ્રાણત્યાગ કરવા તૈયાર રહેતો.
કથાકાળે આ પ્રદેશમાં જાણે અનંત કાળના પથિક હોય, એવાં સ્ત્રીપુરુષોની એક વણઝાર ચાલી આવતી હતી. દીર્ઘ સમયના એ પ્રવાસીઓ દૂરદૂરનાં વસનારાં હતાં. સરસ્વતીનાં નીર વટાવીને, સાબરમતીનાં જળનાં આચમન કરીને આ વણઝાર આગળ વધતી હતી.
એમના પગમાં થાક હતો, એમની આંખોમાં વિષાદ હતો, એમના બાહુમાં ચળ હતી. અને એ ચળ ઉતારવા તેઓ કોઈ જંગલી જાનવર કે માનવ-દુશ્મનની ખોજમાં હતા.
ભર્યુંભાદર્યું વતન છોડીને બેવતન બનેલી આ વણઝાર વતનની શોધમાં હતી. મંદિરો ને મહાલયોને સૂના કરીને તેઓ આવ્યા હતા; માથે ડરપોક બન્યાનો અપવાદ લઈને આવ્યા હતા.
સિંહો અને શૂરાઓ જ્યાં જાય ત્યાં પરાક્રમથી સ્વદેશ સરજે છે : એ નીતિવાક્ય હતું. એ વાક્ય જોરશોરથી ઉચ્ચારતી આ વણઝારના હૈયામાં વિષાદ ભર્યો હતો.
વિષાદ પોતાની પ્રિય ભૂમિ છોડવાનો હતો. માનવીને જન્મ સાથે સાંપડેલી મહાદોલત માદરેવતન ! એ મને કમને છાંડવી પડી હતી.
વણઝાર રંગબેરંગી છે. એમાં ઊંચા કદાવર પુરુષો છે. પગમાં ઉપાનહ છે, ને માથે પાઘડીમાં મોરપીંછ છે; ખભે ધનુષબાણ છે, બગલમાં વાંસળી છે. એમના પાતળા એવા ઓષ્ઠ રસિકતાનાં પ્રતીક છે; ને વિશાળ છાતી વીરતાની સાક્ષી પૂરે છે. દેરાના દેવ જેવા એમના ચહેરા છે. એમના હોંકારે વન ગાજે છે, વસ્તી ગાજે છે, સાગર ગાજે છે ! ધેનુ ચારવી એ એમના જીવનનું પુણ્યકાર્ય છે, જીવનની મોટી પાઠશાળા છે.
નમણી એવી નારીઓ સાથે છે. આનર્તની ચંદનની ડાળ જેવી આ નાજુક
નારીઓ નથી. જાજરમાન એમના દેહ છે. વિશાળ એમનાં વક્ષસ્થળ છે. સશક્ત એમના બાહુ છે. એ બાહુમાં ગમે તેવા વૃષભ કે અશ્વને કાન પકડીને થંભાવી શકવાની તાકાત છે.
રૂપાળા ને ગોળ એમના ચહેરા છે, ઘાટીલી એમની કાયા છે; અને એના ઉપર વસ્ત્રો કરતાં ઘરેણાંનો ભાર વધારે છે. ચાલવામાં થાક નથી, દશ દશ ને બાર બાર છોકરાં તો સાધારણ માતાઓને હોય છે !
એમનો રાજા જેમ ઢોર ચારે છે, એમ એમની રાજરાણીઓ પશુઓની ચાકરી કરે છે. એ દૂધ દોતી આવે છે. મહી વેચતી આવે છે, માખણ કાઢતી આવે છે. એ નાટકનો બીજો અંક D 147
Page #85
--------------------------------------------------------------------------
________________
જે શેરીમાંથી નીકળે છે ત્યાં આભલાં જેવાં રૂ૫ વેરે છે. અહીં મીઠું કે મહિયારણ મીઠી - દરેક જણને આ મીઠો સવાલ મુંઝવ્યા કરે છે.
કેટલાક પુરુષો પગપાળા ચાલે છે. ઘણા રથ પર છે; ઘણી એશ્વ પર છે; પણ જેવી ચાલવામાં મજા ને સ્વતંત્રતા છે, એવી પશુ કે વાહન પર બેસવામાં નથી. નાનાં છોકરાં થોડી વાર પગે ચાલે છે, થોડી વાર વાહન પર બેસે છે; થોડી વાર માની કુખનો આનંદ માણે છે ને થોડી વાર દાદાના ખંધોલે ચડી બેસે છે !
સાવ નાનાં શિશુ માની પીઠ પરની ઝોળીમાં સૂતાં છે. એમની માં એમને બે વાર ધવરાવે છે; પણ બાળકના મોમાં દૂધના ફુવારા છૂટે છે ! એક વારમાં જ એ ધરાઈ જાય છે !
નારીઓ ઠાવકી, ઘરરખ્ખું ને દેખાવડી છે. પુરુષો કરતાં વધુ ભાર એમના માથે છે. પુરુષ તો જાણે એ સંસારનો ચોકીદાર છે, ને આ નારીઓ મધપૂડાની મહારાણી જેવી છે. આજ્ઞા એની ચાલે છે ! ઘર ગૃહિણીનું, રણ પુરુષોનું ! લડાઈમાં પુરુષ અગ્રેસર રહેતો, પણ દર વખતે એવું ન બનતું. સ્ત્રીઓ પણ સશક્ત અને લડાયક હતી; અને જ્યારે એ સિંહણો છૂટતી ત્યારે ભલભલા મદમસ્ત હાથીઓનાં માન ઊતરી જતાં.
આ વખતે તેઓએ નર-નેતાઓને કહી દીધું હતું કે અમારી સેના રચવાની છે, અને અમે શત્રુને લડાઈ આપવાનાં છીએ.
આ વણઝાર મુકામ પર મુકામ કરતી આવતી હતી. જ્યાં એ મુકામ કરતી, ત્યાં નાની સરખી નગરી વસી જતી.
એ વખતે બ્રહ્મચર્ય એ સહુનો પ્રિય સિદ્ધાંત હતો; અને દંપતી બારે માસ વિષયસંબંધમાં મજા ન માનતાં. એક વારનો સમાગમ ફરી છ-છ મહિને થતો. ઉત્તર ભારતનાં જનપદોમાં એ ખાસ રિવાજ હતો. બાર મહિને દસ-વીસ દહાડા ઘેર આવીને નર રહી જતો, ને ચાલ્યો જતો. યુગ આશુતોષ હતો - જલદી સંતુષ્ટ થનારો હતો. અને વિષય-વિલાસમાં આશુ સંતોષ એ એમની ખાસિયત હતી ! કારણ કે કામ વગરના લોકો ત્યારે નહોતાં. દરેક નર કે નાર સવારથી સાંજ સુધી એવી તનતોડ મહેનત કરતાં કે પથારીમાં સૂતાં તે પ્રભાતે જ ઊઠતાં ! કામ વગરના લોકોને જ કામ વધુ પીડે એમ કહેવાતું. દંપતી કામનાં દાસ નહોતાં, કામ એમનો દાસ હતો. કહે ત્યારે અદબ ભીડીને હાજર થતો.
સ્ત્રી ઋતુસ્નાતા હોય ત્યારે જ પતિ પાસે જતી અને પુરુષ પણ સંતાનની ઇચ્છાએ - પુત્રેષ્ટિ યજ્ઞની દૃષ્ટિએ - જ સ્ત્રી પાસે જતો. બાકી બધાની રમણા જ જુદી હતી.
148 પ્રેમાવતાર
આવાં ઉચ્ચ જીવન અને ઉચ્ચ સંસ્કારવાળાં આ નર-નાર હતાં. જ્યાં એ રાતવાસો રહેતાં, ત્યાં જાણે સંસ્કારતીર્થ પ્રવર્તી જતું.
સ્ત્રી-પુરુષો ભેગા મળીને રાસ ખેલતાં, ગરબા લેતાં, તાલીએ તાલી આપી ગાતાં-બજાવતાં.
માથે આપદ તો પહાડ જેવી હતી, પણ આ રંગીલા લોકો આનંદમાં એ આપદને ભૂલી જતાં.
‘રે ! કોણ છે આ લોકો ?' આનર્ત દેશના લોકો પૂછવા લાગ્યા. રેવતાચલનાં રહેવાસીઓ સામે પૂછણે ચાલ્યા.
વણઝારના આગેવાનોએ કહ્યું, ‘દુ:ખનાં માર્યા આવ્યાં છીએ.”
રેવતાચલનાં લોકો બોલ્યો, ‘દુખિયાંનો તો અમારા દિલમાં વાસો. આવો, આવો. અમારો ધર્મ અતિથિપૂજાનો છે.”
અતિથિની વળી પૂજા ?’ આવનાર આશ્ચર્યથી પૂછતાં. એને આ દેશના લોકો અજબ ભલાં લાગ્યાં.
‘હા, હા, અતિથિ અમારો દેવ છે.' એક આનર્તવાસીએ કહ્યું. ‘અમને દેવ ગણશો ?’ આગંતુકોએ ફરી પૂછવું. ‘હા, તમે અતિથિ છો ને ?”
‘જરૂર, પણ અમે તમારા શત્રુ છીએ કે મિત્ર, એની તો તમે ખાતરી કરતા જ નથી.’
‘અતિથિ શત્રુ પણ હોય, મિત્ર પણ હોય. પણ અતિથિના રૂપમાં એ દેવ છે. દીકરાનો હત્યારો પણ જો દુ:ખનો માર્યો અતિથિ બનીને આવે તો અમે એને દૂધરોટલો આપીએ, જમાડીએ, રમાડીએ, પાદર પહોંચાડીએ, અને પછી એને એક તલવાર આપીએ ને વેર વસૂલ કરીએ.”
વાહ, અજબ જેવો આ દેશ !' આગંતુકોને આ વાતના પણ આઘાત લાગતા હતો.
‘અરે ચાલો, ચાલો, થાક્યા હશો તમે. જરાક અહીં બેસો, વિસામો લો. એટલી વારમાં ઉતારાની સગવડ કરીએ છીએ.’
ને તરત માનવમેદની પાછી ફરી ગઈ; અને જેવી પાછી ફરી એવી આવીને બોલી : ‘ઉતારા તૈયાર છે. ઊનાં પાણીની તાંબાકુંડીઓ ભરી છે, દાડમી દાતણ પણ હાજર છે, પહેલાં દાતણ કરો, સ્નાન કરો ને શિરાવો. પછી બીજી બધી વાત ! જેટલી રાત એટલી વાત. રાતે સહુ નવરા : દિવસે સહુ કામાળા.”
નાટકનો બીજો અંક | 149
Page #86
--------------------------------------------------------------------------
________________
બધી વણઝાર ઉતારા પર આવી. શું સગવડ હતી ! નવાં પાથરણાં હતાં, નવાં બિછાનાં હતાં !
સંસારમાં ઘણા અકારણ શત્રુ હોય છે, એ આપણે જાતે અનુભવ્યું; પણ સંસારમાં ઘણા અકારણ મિત્ર પણ હોય છે, એ તો આજે જ જાણ્યું !
એટલી વારમાં દૂધ, દહીં ને માખણ સાથે રોટલાના થાળ આવ્યા.
‘અરે ! આવું કહું દૂધ આપણી ગાયો તો ક્યારેય આપતી નથી.' વણઝારની સ્ત્રીઓએ દૂધમાં આંગળી બોળતાં કહ્યું.
અનર્તવાસીઓ કહે, ‘આ અમારી મહિષીનાં દૂધ છે !'
‘અને આ રોટલા પર કંડારેલી ભાત ક્યાંની ?'
‘એ તો અમારા હાથની છે.' આનર્તની સુંદરીઓએ કહ્યું.
આ બધી વાતો પછીની છે. પહેલાં જેઓની ભૂમિમાં આપણે પ્રવેશ કર્યો છે, એમને આપણી પિછાન આપવી ઘટે.' એક વયોવૃદ્ધ પુરુષે કહ્યું.
એટલામાં એક બાળક નાનકડું મૃગબાળ લઈને ધસી આવ્યો. એ મૃગબાળને વણઝારાના એક નવ આગંતુક જુવાને તીરથી વીંધી નાખ્યું હતું !
આગળ મૃગબાળ તેડેલો બાળક હતો. પાછળ ધનુષ-બાણ સાથે પરદેશી જુવાન હતો.
પેલા વયોવૃદ્ધ પરદેશીએ પોતાના જુવાનને રોક્યો. આનર્તવાસીઓએ બાળકને પડખામાં લીધો.
‘શું છે રે, દેવદત્ત ?’ આનર્તના લોકોએ બાળકને પૂછ્યું.
‘મારું મૃગબાળ આ પરદેશી માર્ગ છે.' બાળકે કહ્યું .
‘તારું મૃગબાળ ? કેવી રીતે બેટા ?'
‘મારે રમવા મૃગ જોઈએ છે.’ બાળક બોલ્યો.
‘મેં એને ઘાયલ કર્યું છે. મારે એ ખાવા જોઈએ છે. ખાવું મોટું કે રમવું?’ પરદેશી જુવાન બોલ્યો.
આનર્તવાસીઓએ એ જુવાનને તરત જવાબ ન આપ્યો. તેઓએ કહ્યું, ‘અમે સહસા કર્મમાં માનતા નથી - પછી તે મનનું હોય, વચનનું હોય કે કર્મનું હોય. અમારા ગ્રામના પંચને બોલાવીએ છીએ, તેઓ જે કહે તે સાચું.’
તરત ગામમાં ખબર થઈ. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર ને શંબર આ પાંચેનું પંચ આવ્યું.
પંચે બંનેની વાત સાંભળીને કહ્યું, ‘આવા જીવનો ઉપયોગ ખાવામાં કરવા 150 – પ્રેમાવતાર
કરતાં રમવામાં કરનારો સાચો છે.’
‘હું નથી માનતો.’ પેલા પરદેશી જુવાને કહ્યું.
‘ભાઈ ! પંચ હંમેશાં સાચું હોય છે. કદાચ એ ખોટું કહે તો પણ અંતે સાચું માનવું ઘટે. એ ગ્રામ-મર્યાદા છે. ગામમાં વસવું હોય તો તમારે એ મર્યાદા પાળવી ઘટે.' આનર્તવાસીઓએ કહ્યું.
‘પંચ સાચું છે, એમ હું પણ કહું છું.” બાજુમાં રેવતાચલ તરફ નજર કરીને ઊભેલા નૈમે કહ્યું.
એ અમારો ફિલસૂફ છે. સાંભળો એની વાત. એની વાત મારે પણ કબૂલ છે.’ પેલા પરદેશી જુવાને કહ્યું. એ તેમનો અનુયાયી લાગ્યો.
‘સ્મશાનનું મહત્ત્વ છે કે સદાવ્રતનું ?’ નેમે પૂછ્યું. ‘સદાવ્રતનું.’
‘જીવનનું મહત્ત્વ છે કે મોતનું ?'
‘જીવનનું.’
‘શા માટે ?’
‘સદાવ્રત માણસને જિવાડે છે. સ્મશાન તો મરેલાને બાળે છે.'
“એટલે બાળનાર કરતાં કે મારનાર કરતાં જિવાડનારનું જ હંમેશાં મહત્ત્વ છે. મૃગબાળ બાળકનું છે. ખાવા કરતાં રમવું ઉત્તમ છે. ખાવાથી પેટ ભરાતું નથી, રમવાના આનંદથી પેટ ભરાય છે.’ નાના નેમના આ ચુકાદાએ સહુને આશ્ચર્ય પેદા કર્યું.
પંચે કહ્યું, ‘હવેથી નેમ અમારા પંચનો પ્રમુખ ! કેવો નાનો, પણ કેવો ન્યાયી!' ‘ભાઈઓ ! નેમનો મારગ જુદો છે, એ બધું છે અને કંઈ નથી ! પણ તમને અમારી પિછાન આપું ?' રાજા સમુદ્રવિજયે કહ્યું.
આપો, આપો. અતિથિને અભય છે.’
‘ભાઈઓ !’ રાજા સમુદ્રવિજયે રથ પર ઊભા થઈને આખી જનમેદનીને સંબોધતાં કહ્યું, ‘તમારી ભૂમિ, તમારું આતિથ્ય, તમારી સુજનતાએ અમારાં હૃદયમાં ઘર કર્યું છે. આવાં સરલ માણસો અને આવી સુંદર ભૂમિ પૃથ્વી પર હશે એની તો અમને કલ્પના પણ નહોતી. દારુણ દાવાનળમાંથી વતન છોડીને અમે ચાલ્યા આવીએ છીએ.'
“અમને તમારી સાથે જ માનજો.' આનર્તવાસીઓએ કહ્યું.
‘અમે ઉત્તર ભારતના છીએ.' રાજા સમુદ્રવિજય આગળ બોલ્યા. નાટકનો બીજો અંક D 151
Page #87
--------------------------------------------------------------------------
________________
‘તમારી કડક ભાષા જ એ કહી આપે છે.'
‘અમે મથુરાના છીએ.’
‘જમના નદીના કાંઠાના ને ? યમરાજાની બહેન જમનાને ?' આનર્તવાસીઓએ પૂછ્યું.
‘હા. એ મથુરાના અમે યાદવો છીએ. અમે અંધક અને વૃષ્ણિ કુળના છીએ. મથુરામાં રાજા કંસ રાજ કરતો હતો. એ ગાય, બ્રાહ્મણ અને સ્ત્રીને બહુ રંજાડતો; પોતાને કોઈ પદભ્રષ્ટ ન કરે, માટે પોતાની બહેનનાં બાળકોને સંહારતો.’ ‘મહાપાપી રાજા કહેવાય.' આનર્તવાસી બોલ્યા.
“એ રાજાને અમારામાંના એક કિશોરે સંહાર્યો.’
‘વાહ કિશોર, વાહ ! અમે એના પર વારી જઈએ છીએ.' આનર્તવાસીઓ બોલ્યા, ‘અમને એનાં દર્શન કરાવો.’
‘થોડી વારમાં એ આવી પહોંચશે. રાજા કંસને હણીને એણે પ્રજાને સુખી કરી, પણ બીજા બધા રાજાઓ આથી ચિડાયા. તે બધાએ એકસંપ કર્યો ને અમારા ઉપર સત્તર વાર ચડી આવ્યા, પણ યાદવોએ મચક ન આપી. પણ ભૂંડા લોકો પોતાની ભૂંડાઈમાં પાછા પડતા નથી. તેઓએ આસામના કાલયવનને પોતાની મદદમાં બોલાવ્યો.'
‘જેમણે આટલા રાજાને હરાવ્યા, એમની આગળ એકલા કાલયવનનું શું ગજુ ?' સરળ સ્વભાવના આનર્તવાસીઓ બોલ્યા.
“એમ નથી, જે યાદવોના ગુરુ છે, એ કાલયવનના પણ ગુરુ છે. એમનું નામ ગર્ગાચાર્ય છે. યાદવોથી નારાજ થઈને એ દક્ષિણમાં ચાલ્યા ગયા, અને ત્યાંના રાજાની સ્ત્રીમાં એમણે એક ભયંકર ઝનૂની પુત્રને ઉત્પન્ન કર્યો. એ જ આ કાલયવન! ગર્ગાચાર્યે યાદવોની સર્વ શસ્ત્રવિદ્યા ને અસ્ત્રવિદ્યા એને શીખવી છે. એની પાસે મંત્રશક્તિ પણ છે. યાદવો એની સામે લડીને દીવા ઉપર પતંગની જેમ મરી ફીટવા તૈયાર હતા. પણ...' રાજા સમુદ્રવિજય અટક્યા.
આ રીતે મરી ફીટવાનો કંઈ અર્થ નથી. માનવજીવન તો બહુ કીમતી છે, ને માણસ જ કંઈ કરી શકે તેમ છે.’ આનર્તવાસીઓએ કહ્યું.
‘એટલા માટે અમે ત્યાંથી હિજરત કરી ફળફૂલથી ભરેલી વતનની લીલી વાડીઓને વેરાન બનાવી અમે પ્રવાસ ખેડતાં ખેડતાં અહીં તમારી ભૂમિમાં આવી પહોંચ્યા.'
‘આવ્યા તો ભલે આવ્યા. આ ભૂમિને તમારી જ જાણજો. એક તરફ સાગર 152 ] પ્રેમાવતાર
એની ચોકી કરે છે, બીજી તરફ અમારો રેવતાચલ પહેરેગીર જેવો ખડો છે. અને કોટકિલ્લા જેવા અમારા સેનાનાયકો છે. સુખે વસો ને વસાવો આ ભૂમિને ! આ તમારો નાનો ફિલસૂફ નેમ પણ અહીં જ રહેશે ને ?’
‘હા. એને તો લડવાનો ખૂબ કંટાળો છે. એકાંતમાં બેસવું, ભૂખ્યા રહેવું, કંઈક અજબ અજબ વાતો વિચારવી, એવું એવું એને બહુ ગમે છે.' રાજા સમુદ્રવિજય કહ્યું.
‘હા.હા. આ સાગર મારો બંધુ થશે. આ પર્વત મારો મિત્ર થશે. આ વન મારી વેણુ થશે. શ્રીકૃષ્ણે ગોકુલ-વૃંદાવનમાં ઢોર ચાર્યાં, હું અહીં ઢોર ચારીશ.' ‘રાજકુમાર થઈને ઢોર ચારશો ?'
‘શા માટે નહિ ? દરેક માનવના હૃદયમાં દ્વેષ, વેર, લોભ, મોહરૂપી ઢોર તોફાન કરતાં જ હોય છે. એને હું ચારીશ.' નેમે જવાબ આપ્યો. બધા લોકો એ જવાબ સાંભળી રાજી રાજી થઈ ગયા.
નાટકનો બીજો અંક D 153
Page #88
--------------------------------------------------------------------------
________________
20
ઉત્તર અને પશ્ચિમ
સાગરનાં મોજાં ધીરે ધીરે લહેરાતાં હતાં. ભરતીનાં પાણી પાછાં ફરી ગયાં હતાં, ને ઓટનાં જળ દૂર દૂર રહીને ગાજતાં હતાં.
સૂર્યનારાયણ ગગનપંથે આગળ વધતા હતાં, અને રેવતાચલનાં ગિરિશિખરો પાછળથી ઠંડો-મીઠો પવન વહ્યો આવતો હતો.
ઓતરાદા દેશનાં નર-નારીને આ ભૂમિ ખૂબ ભાવી ગઈ. આતિથ્ય તો અજબ ભાવ્યું. પળ બે પળમાં આનર્તવાસીઓ જાણે જુગ જુગ જૂનાં સંબંધીઓ હોય એમ ભાસવા માંડ્યું.
આ ઓતરાદા દેશના લોકો લોહીનો આખો દરિયો ઓળંગીને આવ્યા હતા; દગો, કપટ, પયંત્રમાં જીવીને આવ્યા હતા. ત્યાં ઝેરભરી પૂતના રાણાસીઓ વસતી હતી. એ ઠેર ઠેર ફરતી ને બાળકને સ્તનપાન અને યુવાનોને વિષયપાન માટે લોભાવીને એમને નામશેષ કરી નાખતી હતી. ત્યાંનાં જળમાંય ભરોસો રહ્યો નહોતો; જરાસંધના સેવકો એમાંય ઝેર ભેળવી જતા !
અતિ નમ્રતા અવિશ્વાસને જન્માવે છે, ચોર, ચિત્તો અને તીર કમાન જેમ વધુ ઝૂકે એમ સંહારની ગતિ બેવડી કરે છે !
કેટલાક લોકોનાં મન હજી પણ શંકિત હતાં. તેઓએ આ આથમણા દેશના લોકોએ આણેલાં અન્ન પહેલાં કૂતરાને ખવરાવ્યાં.
આથમણા દેશના લોકોને આ વાત ન રુચી. પોતે આટલો નેહ બતાવે અને સામેથી અતિથિઓ આટલો અવિશ્વાસ ધરાવે !
‘કૂતરાને ખવરાવવામાં શો વાંધો છે ?' મહેમાનોએ કહ્યું. ‘કૂતરાના રોટલા અમારે ત્યાં જુદા થાય છે.”
‘રોજ એના માટે ઘડતા હશો, કાં ?' ઓતરાદા દેશના લોકોને વાત ખોટી લાગી. તેઓએ ઉપહાસના ભાવથી કહ્યું.
‘અહીં જીવમાત્ર આજીવિકાનો અધિકારી લેખાય છે. અહીં રોજ પંખીને દાણા, નાનાં ઘેટાં પાડરાંને દૂધ, કૂતરાને રોટલા અને માછલાંને લોટ આપવામાં આવે છે. માંદાં પશુઓ માટે અમે વૈઘો રાખીએ છીએ. તેઓ પશુઓની માણસની જેમ સારવાર કરે છે !' આથમણા દેશના લોકોએ પોતાની સંસ્કૃતિ સંક્ષેપમાં કહી.
ઓહ, સુંદર છે આ તમારો દેશ ! આ ભૂમિના ભાવ મને બહુ ગમે છે.’ નાનો નેમ આ વાત સાંભળી રાજી રાજી થઈ ગયો.
નેમકુમાર ! આ તો બધી મિથ્યાભિમાનની વાતો છે. શું ઘરની રાણીઓ માણસ માટે જ મહામહેનતે રોટી પકાવતી હોય, પછી એ કંઈ કૂતરા માટે રોટલા ઘડતી હશે ખરી ?” બીજા લોકો આ વાત મશ્કરીમાં ઉડાડવા લાગ્યા; એમને એમાં હજી શ્રદ્ધા નહોતી બેસતી.
‘અહીંની હરએક ગૃહિણી પહેલો રોટલો કૂતરા માટે ઘડે છે, એનું નામ ચાનકી કહેવાય છે. એ રોટી માણસથી ન ખવાય.’ આથમણા દેશના લોકોએ કહ્યું.
પણ ઓતરાદા દેશના લોકોને હજી પણ આ વાત માનવામાં ન આવી. તેઓએ મશ્કરીઓ શરૂ કરી. મશ્કરીમાંથી વાત મમત પર ચઢી ગઈ.
આથમણા દેશના લોકો ગરમ થઈ ગયા. તેઓ બોલ્યા, ‘તમે અમારા અતિથિ છો, દેવ છો, મારે વિશેષ કંઈ કહેતા નથી. નહિ તો ખબર પાડી દેત.’
જાઓ, જાઓ, ડરપોકો ! દેવના પૂજારીઓ ! તમારાથી શું થવાનું છે ?” ઓતરાદા દેશના કેટલાક લોકો બોલ્યા,
‘ડરપોક કોણ ? તમે કે અમે ? વતન છોડીને ભાગી આવનારા ડરપોક કે અમે ?’ આથમણા દેશના લોકોથી રહેવાયું નહિ,
વાત લાંબી થઈ ગઈ. બંને તરફથી તલવારો ખેંચાઈ ગઈ; છમકલું થઈ ગયું.
પણ ઓતરાદા દેશના લોકો આથમણા દેશના લોકો કરતાં વધુ ઝનૂની નીકળ્યા. એમણે આથમણા દેશના લોકોને ભગાડ્યા; એમના અન્નનાં પાત્ર એમના માથામાં માય; એમનાં ફળ-ફળાદિ એમના વાંસામાં માર્યા; અને અધૂરામાં પૂરું તેઓમાંના કેટલાક ભાગતા લોકોની પાછળ પડ્યા.
વાત વધી જાય તેમ હતી, ત્યાં દૂરથી એક રથ દોડતો આવ્યો. એમાંથી બે જુવાનો ઊતર્યા : એક વીરતાનો અવતાર હતો. ખભે લોખંડનું હળ હતું, એનું ફણું લોહીવાળું હતું. બીજો કામદેવના અવતાર જેવો હતો. એના હાથમાં દૂર દૂર ફેંકી શકાય અને પાછું પાસે આણી શકાય તેવું ચક્ર હતું !
ઉત્તર અને પશ્ચિમ 155
Page #89
--------------------------------------------------------------------------
________________
ઓતરાદા દેશના લોકો આશ્ચર્યથી બોલી ઊઠડ્યા, “ઓહો ! આ તો આપણા રામ અને કૃષ્ણ આવ્યા !'
- બંને યુવાનો એકદમ ધસી આવ્યા, ને જે થોડાક લોકો લડાઈમાં ઊતર્યા હતા, તેઓને અટકાવીને બોલ્યા : ‘આટલી વિપત્તિ માથે પડી તોય તમે ન સમજ્યા? વીરતા એ સર્વસ્વ નથી. યાદવોની ઉશૃંખલતા કોઈ દહાડો યાદવોને ભારે પડી ન જાય, તેનું ધ્યાન રાખજો. હવે આપણે સમજવું પડશે. નેમ ક્યાં છે ?”
નેમ તો ટોળા સાથે ભાગ્યો છે.' ‘તો ટોળું એને હણી નહિ નાખે ?'
જે થાય તે.’ લડાઈના શોખીન લોકોને લડાઈની મનાઈ નહોતી ગમતી. ‘તમે કહેતા હો તો અમે પાછળ જ ઈએ. આપણું વેર એના પર ન લે તો સારું.’
‘આપણે અને એ - આ જુ દાઈની ભાવના ક્યાં સુધી રાખશો ? હવે યાદવો માટે તો આખી વસુધા એ કુટુંબ છે.' શ્રીકૃષ્ણ ભાવનામંત્ર ભણ્યો.
‘તો આપણા દુમન કોણ ?'
સંસારના આતતાયીઓ, આતતાયીઓને હણવી એ આપણો ધર્મ. બાકી વસુધા આપણું કુટુંબ,” શ્રીકૃષ્ણ યાદવોને નવી નીતિ આપવા માંડી. ‘વારુ, વારુ એ બધી વાતો તો પછીથી કરીશું. પહેલાં આપણા લાડીલા નેમની ખબર કાઢો.’
બધાએ તેમની ખબર કાઢવા માંડી, પણ નેમ તો પેલા ભાગતા લોકોની સાથે ભાગ્યો હતો. પાછળથી આવતા ઘા જેટલા ઝિલાય તેટલા પોતે ઝીલતો જતો હતો. આ કારણે એની પીઠ પર, માથામાં અને પગે કેટલાક ઘા થયા હતા, અને લોહીની સરવાણીઓ ફૂટી હતી !
અરે ! આ દુશ્મનનો માણસ આપણી પાછળ પડ્યો છે !' ભાગતા લોકોને વહેમ ગયો, ને દોડતાં દોડતાં જેટલા ઘા કરી શકાય તેટલા ઘા નેમ પર કરી નાખ્યા.
પણ નેમ એક જ વાત બોલતો હતો, ‘હું તો તમારો મિત્ર છું.’ ‘તું યાદવ છે, યાદવ અમારો મિત્ર કેવો ?”
‘પણ હું તમારી મિત્રતા માગું છું, યાદવોની ઉશૃંખલતાની માફી ચાહું છું. તમે મને મારો. તમારું વેર મારા પર ઉતારો, અને અમને યાદવોને તમારા મિત્ર ગણીને અપનાવો.”
થોડી વારમાં ભાગતા લોકો પોતાના ગામમાં પહોંચી ગયા. ગામને ગાડાનો ગઢ હતો, ગઢ મજબૂત કરી દીધો. ઢોલ પિટાયો, ખેતરે ગયેલા જુવાનો બળદોને લઈ તરત આવી પહોંચ્યા.
156 B પ્રેમાવતાર
બધાંએ હળ મૂકી દાતરડાં લીધાં. કોદાળી મૂકી કૃપાણ સાહી.
હજી પણ નેમ તો સાથેનો સાથે જ હતો. લોકોએ એને જોઈને કહ્યું, ‘દુશ્મન દળનો આ માણસ છે. એને બાંધો, મારો, કાપો ! કૃતજ્ઞોને સંહારી નાખવાના શ્રીગણેશ આનાથી કરો !'
‘દુશ્મન ! દુશ્મન !' બધે પોકાર થઈ રહ્યો. કોઈ દાંતિયા કરતા દાંતરડાં લઈને દુમનને હણવા આગળ આવી ગયા. કોઈ કૃપાણ ચમકાવતા દુશ્મનને હણવા આગળ ધસી ગયા. પણ રે, દુમન ક્યાં ?
દુમન શોધ્યો ન જડ્યો. સામે તો એક ફૂલગુલાબી કિશોર ખડો હતો. ચૂમી લેવાનું મન થાય, એવા પરવાળા જેવા એના ઓષ્ઠ હતા; કામણગારી એની કીકીઓ હતી; મોટું તો મરક મરક થતું હતું.
આ દુશમન ? દુમન આવો ન હોઈ શકે. દુમનના દાંત તો પાવડા જેવા હોય, માથું ગોળા જેવું હોય, હાથ કોશ જેવા હોય, પણ હાથી જેવા હોય ! નખ વાઘ જેવા હોય ! આ કામણગારો કિશોર દુશ્મન હોઈ ન શકે !
વળી કોઈકે કહ્યું, ‘આ લોકો બહુરૂ પી જેવા કે જાદુગર જેવા છેતરામણા હોય છે. એ ધારે તેવાં રૂપ અને ડોળ કરી શકે છે ! જેણે જરાસંધ જેવાને નાકમાં દમ કરી દીધો એવાનો તે ભરોસો કરવાનો હોય ? બાંધો એ કિશોરને! આપી દો દેવીને ભોગ!”
| કિશોરને મુશ્કેટાટ બાંધવામાં આવ્યો, બાંધતાં બાંધતાં બે ચાર જણાએ ઠોંઠટાપલી પણ કરી.
ઓહ ! તમે મને મારો છો, પણ મને એનું લેશમાત્ર દુઃખ નથી. અમે તમને માર્યા છે એનું જ આ ફળ છે. મારવું અને માર ખાવો એ એક જ સિક્કાની બે બાજુ છે.’ એમ બોલ્યો. એની વાતોમાં દિલ લોભાવનારી અસર હતી.
અરે ! આ કિશોર કેવી અજબ વાણી કાઢે છે !' ‘એ તો આ ઓતરાદા લોકોનો મોટો ફિલસૂફ છે.’
‘લુચ્ચો ફિલસૂફ ! મુશ્કેટોટ બાંધીને એની પૂજા કરો, લોકોએ બૂમો પાડી, એ લુચ્ચાની ફિલસૂફી સોંસરી કાઢી નાખો !'
મારું ગમે તે કરો, પણ મારા યાદવોની સાથે મિત્રતા કરજો, એમના ઉપરનો ક્રોધ મારા પર ઉતારો, પણ એમને પ્રેમ આપજો. વખાના માર્યા એ અહીં તમારા દેશમાં તમારા આશરે આવ્યા છે !' નેમ બોલ્યો.
અરે ! આ કેવી મીઠી મીઠી વાણી ઉચ્ચારે છે, ને એના લોકો કેવી ભૂંડી વાણી
ઉત્તર અને પશ્ચિમ 157
Page #90
--------------------------------------------------------------------------
________________
બોલે છે !'
- ‘ભાઈઓ ! મારા યાદવો બહુ વીર અને ધીર છે. માણસ માટે માથું આપનાર છે. ઘઉંમાં કાંકરા પણ હોય છે. એથી ઘઉંની કિંમત ન ઘટાડો. અમારા રામ અને કૃષણને તમે જોશો એટલે બધું ભૂલી જશો.'
કોણ રાષ્ટ્ર અને કોણ કૃષ્ણ ?’ લોકોએ પ્રશ્ન કર્યો.
‘જે ઓએ આતતાયીઓના નાશ માટે પોતાનું શાંત જીવન જોખમમાં મૂક્યું છે. જનતાના એ હિમાયતી છે. ઉત્તર ભારતના અત્યાચારી રાજાઓ સામે એમણે બંડ જગાવ્યું છે. અત્યાચારો તે કેવા ?? અને નેમે ટૂંકમાં આખું વર્ણન આપ્યું.
આવા લોકોનું અમે સ્વાગત કરીશું. પરોપકારી લોકો માટે અમને પ્રેમ છે.” આથમણા દેશના લોકોનું અંતર વળી પ્રેમ અનુભવી રહ્યું.
‘એ પ્રેમભરી પૃથ્વી પર અમે વસવા આવ્યા છીએ.’ ને કહ્યું. એના શબ્દોમાં આકર્ષણ હતું.
‘ખુશીથી આવો, પણ જેઓ અમારા પ્રેમનો તિરસ્કાર કરે છે, એ અમારા શત્રુ છે. એમને અમે હણીશું.”
‘શત્રુને હણશો ને ? પણ યાદ રાખો કે માણસ માણસનો શત્રુ નથી. એનો શત્રુ તો એવા ઠેકાણે છુપાયેલો છે, જે કદી મોટામાં મોટા યોદ્ધાથી પણ શોધ્યો જડતો નથી.’
‘તો એ ક્યાં જડે છે ? આ તું શું બોલે છે ?”
માણસનાં ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકારમાં એ શત્રુ વસે છે. એને હણવાની તરકીબ શોધો.' નેમે વળી પોતાની ફિલસૂફી છેડી.
‘અમને તારી વાત મીઠી લાગે છે, પણ સમજાતી નથી.’
એ સમજવા માટે તૈયારી જોઈએ. છતાં થોડીક વાત સમજાવું. એક માણસ તમને ગાળ દે છે; એ માટે એ માણસ કરતાં એની વૃત્તિ અને એનો ક્રોધ જવાબદાર છે. ક્રોધ એ જ એનો સાચો શત્રુ છે. એને હણવો જોઈએ. એક માણસ છે. એ એક માણસ આખી દુનિયાને પોતાના તાબે કરવા માગે છે. એ માટે એના કરતાં એનો લોભ જવાબદાર છે. લોભ શત્રુ છે. એને હણવો જોઈએ.’
“અરે વાહ ! આ તેમની વાતો કેવી અદ્ભુત છે. અરે, એને છોડી મૂકો! એ આપણો શત્રુ નથી !'
લોકોએ તરત નેમને મુક્ત કર્યો અને કહ્યું, ‘તારે જવું હોય ત્યાં તે ખુશીથી જઈ શકે છે.'
‘હવે હું ક્યાં જાઉં ? હું તો તમારી વચ્ચે વસવા આવ્યો છું. તમારાં જાનવરો તરફ તેમે પ્રેમ કરો છો ને ?'
| ‘અવશ્ય. ગાય દૂધ આપે છે. બળદ ખેતી કરે છે, ને ઘોડો અમને દૂર દૂર લઈ જાય છે. પછી શા માટે પ્રેમ ન કરીએ ?'
‘તમને મનનું દૂધ આપીશ, અમૃત જેવી ખેતી આપીશ, તમને દૂર દૂર લઈ જઈશ.’ નેમે કહ્યું.
‘ક્યાં લઈ જઈશ ?” લોકોને લાગ્યું કે નેમ મશ્કરી કરે છે.
‘દૂર દૂર. જ્યાં કદી સૂરજ ઊગતો નથી, છતાં પ્રકાશ રેલાયા કરે છે. જ્યાં ચંદ્ર ઊગતો નથી કે આથમતો નથી, છતાં ચાંદની સદા વરસ્યા કરે છે;” જ્યાં મિત્ર નથી કે શત્રુ નથી, છતાં પ્રેમની સરિતા નિરંતર વહ્યા કરે છે, એવા દિવ્ય પ્રદેશમાં હું તમને લઈ જઈશ. કહો, તમે તમારાં પશુઓ પર જેટલો પ્યાર કરો છો, એટલો મારા પર કરશો ને ?”
| ‘એવું ન બોલો, નેમ ! અમે તમને અમારા નગરસંઘના નેતા બનાવીશું. અમે દુશ્મની ભૂલી જઈએ છીએ.”
‘જે દુશમની ભૂલે એનાં દિલ ખાનદાને !' નેમે કહ્યું. એટલી વારમાં સામેથી ટોળું આવતું લાગ્યું.
લોકો બોલી ઊઠ્યા, ‘ઓહ ! શત્રુઓ આવ્યા.” વાતાવરણ વળી ફટકી ગયું : દૂધની ભરી કઢાઈમાં શંકાની છાશ પડી ગઈ.
ફરી પોકારો ઊડ્યા : ‘તૈયાર થઈને ચાલો, દુશ્મનનાં લોહી પીએ, દુશ્મનને સંહારીએ.’
‘હું તમારા દુશ્મનદળનો છું. પહેલાં મને બાંધી લો, અને મારું લોહી પી લો.’ નાના નેમની આંખમાંથી સ્નેહભાવનું એક ઝરણું વહેતું હતું.
‘માર્યા કરતાં એ જિવાડ્યો વધુ કામનો છે.’ લોકોએ કહ્યું.
‘શત્રુ સામેના યુદ્ધમાં એને આગળ કરો. શત્રુનું તીર ભલે એને છેડી નાખે અને શત્રુ એને છેદતાં જો વિલંબ કરશે તો એટલી વારમાં આપણે નિકટ પહોંચી જઈશું.’
નેમે કહ્યું, ‘હું કદાચ વીંધાઈ જાઉં તો મારી એટલી વાત યાદ રાખજો કે માણસનો ખરો દુશ્મન માણસના પોતાના હૃદયમાં બેઠો છે. એ દુશ્મનને જો જીતી લેશો તો જગત આખું તમને મિત્ર લાગશે. એ દુશ્મનથી તમે જિતાશો, તો સંસાર ઝેર જેવો દેખાશે. પ્રેમ ખરી સંજીવની છે.” ‘મને બાંધશો મા. એ ભલે આપણી આગળ ચાલે.’ લોકો ફરી એનામાં
ઉત્તર અને પશ્ચિમ ] 159
158 T પ્રેમાવતાર
Page #91
--------------------------------------------------------------------------
________________
વિશ્વાસ કરી રહ્યા.
નેમને આગળ કરીને બધા લોકો સશસ્ત્ર થઈને સામનો કરવા નીકળ્યા.
ઢોલ વાગ્યાં, નિશાન ફરહર્યાં, ત્યાં તો તેમે બૂમ મારી : ‘જુઓ, આગળ મારા બે ભાઈઓ ચાલ્યા આવે છે. એ રામ અને કૃષ્ણ છે. એમની પાછળ તમામ સ્ત્રીઓ છે. એ લડવા આવતાં નથી, વાત્સલ્ય કરવા આવે છે. ચાલો, આપણે પ્રેમ કરીએ.' ‘ના, આપણે યુદ્ધ કરીએ.' લોકોએ કહ્યું.
‘ના, પ્રેમ કરીએ. પ્રેમ અમૂલ્ય વસ્તુ છે. એક વાર પરદેશીઓ સાથે પ્રેમ કરી તો જુઓ, બધું સ્વદેશી બની જશે.' નમે કહ્યું.
યુદ્ધમાં અમે આગેવાન છીએ, પ્રેમના નેમ નેતા છે.’ લોકોએ પોકાર કર્યો. નેમના ભાવનાતંત્ર એમના ચિત્તતંત્રને મુગ્ધ કર્યું હતું.
મને સામે દોડી જવા દેશો ?' નેમે પ્રશ્ન કર્યો.
‘ના.' લોકોના એક પક્ષે ના પાડી.
‘હા.’ લોકોના બીજા પક્ષે કહ્યું.
હું જાઉં છું. શંકા હોય એ મને વીંધી નાખે.' અને નેમ દોડ્યા.
સામેથી રામ અને કૃષ્ણ સંપૂર્ણ સ્વસ્થતા સાથે ચાલ્યા આવતા હતા. એમની દેહ પર નાનામોટા અનેક જખમ હતા, પણ દિલ જાણે સાવ કોરાં હતાં. ઉત્તર પ્રદેશના માંધાતાઓને ત્રાહ્યતોબા પોકરાવનાર આ બે યુવાનો હશે, એમ કલ્પવું પણ મુશ્કેલ હતું.
રામ જરા કરડા હતા. કૃષ્ણ તો નેમ જેવા ભાવનાના દરિયા હતા. એમની પાછળ યાદવ સ્ત્રીઓનું વૃંદ હતું. એ સ્ત્રીઓ સલામત જગ્યા શોધવા માગતી હતી. ઘણી ગર્ભવતી હતી. એમને આસાયેશની જરૂર હતી.
નેમ આવીને ભાઈને ભેટ્યો અને કહ્યું, ‘ભાવનાની ખેતી માટે આ ક્ષેત્ર અનુકૂળ છે.’
‘હું ગામલોકોની ક્ષમા માગવા ને આપણું અર્ધાંગ અનામત મૂકવા આવ્યો છું' શ્રીકૃષ્ણે કહ્યું.
‘તમારી વાણી અને તમારી વેણુ સાંભળીને તો આ લોકો ગાંડા થઈ જશે.' નેમ, રામ અને કૃષ્ણની ત્રિપુટી આમ વાતો કરતી સ્વસ્થ ચિત્તે આગળ વધી રહી. સામે શસ્ત્ર સાથે ગામલોકો આગળ વધી રહ્યા હતા.
બંનેનો ભેટો થતાં નિઃશસ્ત્ર શ્રીકૃષ્ણે કહ્યું, “અમને તમારા દેશમાં આશ્રય આપશો ? અમે નિરાશ્રિત છીએ.'
160 – પ્રેમાવતાર
‘એવું ન બોલો. ધનભાગ્ય અમારાં કે તમે આવ્યા. આ દેશ, આ ભૂમિ, આ પર્વત અને આ સાગરને તમારાં જ સમજો. અને જ્યાં વસવું હોય ત્યાં કુશળતાથી વસો.’ લોકો પણ ગદ્ગદ્ થઈ ગયા.
અમે કલેશ અને કલહની ભૂમિમાંથી આવીએ છીએ. યુદ્ધ અને દગાના પરમાણુઓ અમને વીંટળાયેલા છે. કદાચ કોઈ વાર કંઈ આડુંઅવળું અમારાથી થઈ જાય તો...' શ્રીકૃષ્ણના એક એક શબ્દમાં વશીકરણ હતું.
‘તો અનામત તરીકે અમે અહીં રહીશું.' યાદવ સ્ત્રીઓએ અધૂરું વાક્ય પૂરું કરતાં કહ્યું.
અમે એવા હૈયાસના નથી. આવો, વસાવો તમારાં ધામ,' ગામલોકોના હૃદયનું ઝેર સાવ નીતરી ગયું..
‘અમારા માથે હજુ શત્રુનો ભય છે. એ શત્રુને ત્યાં ને ત્યાં ઠેર કરવા જોઈશે. એટલે એવું કુશળ સ્થળ બતાવો કે પછી અમને કશી ચિંતા ન રહે.'
‘એવું કુશળ સ્થળ તો આ રેવતાચલ અને સાગરની વચ્ચેનો પ્રદેશ છે. શત્રુ શું, શત્રુનું પંખી પણ ત્યાં પ્રવેશ પામવું દુર્લભ છે.'
ભલે ત્યારે, અમે અહીં વાસો કરીશું.' શ્રીકૃષ્ણે કહ્યું.
ઉત્તર અને પશ્ચિમ – 161
Page #92
--------------------------------------------------------------------------
________________
21
નગરી દ્વારકા
એક દિશામાં આભ ઊંચો રૈવતાચલ (આજનો ગિરનાર) પર્વત ખડો હતો; બીજી દિશામાં સાગર મીઠું મીઠું ગર્જતો પડ્યો હતો; અને બાકીની બે બાજુ રૂપાળી વનશ્રી શોભી રહી હતી.
યાદવો શ્રીકૃષ્ણ સાથે અહીં આવ્યા. અહીંના પાદરમાં એક ખંડેર નગરી લાંબી થઈને સૂતી હતી. નિશાચરો સિવાય કોઈ અહીં રહેતું નહોતું. દુર્ગ જીર્ણ હતો, અને આવાસો તો માત્ર હાડ-ચામ વિનાનાં કંકાલ જેવાં ખડાં હતાં ! પણ કોણ જાણે કેમ, ભસ્મ ચોળેલો યોગી જેમ રૂડો લાગે એમ, આ નગરી મનને આકર્ષણ કરતી હતી.
સુંદર વૃક્ષો પર પતાકાઓ ફરફરતી હતી. અને આંગણામાં મોર રમતા હતા. મથુરાના વાસીઓએ આવું રૂપાળું, કલગીદાર પ્રાણી ઓછું જોયું હતું. આ એક જ પંખી આંગણાને રંગભર્યું બનાવી દેતું, હર્મ્યાને સુંદર બનાવી દેતું ને શિખર પર બેઠું એ દેવવિમાન જેવું દીપી ઊઠતું.
શ્રીકૃષ્ણે એ પંખીનું એક પીછું લઈને માથામાં ઘાલ્યું. રે કેવી શોભા ! ક્ષત્રિયાણીઓ એના નીલકંઠના રંગના કમખાની મોહિની લઈ બેઠી !
‘તમે બધાં તો છો, પણ આ નગરીનો રાજા ક્યાં છે ? એનું નામ શું છે?' બલરામે પૂછ્યું
‘આ પહાડ જેના નામથી પવિત્ર બન્યો એ રૈવતાચલનો અધિષ્ઠાતા કુકુટ રૈવત અહીંનો રાજા છે. એ બહાર ગયેલો ત્યારે પુણ્યજન રાક્ષસોએ આ નગરી પર હલ્લો કર્યો અને કબજો મેળવ્યો. રાક્ષસને તો રોળી-ટોળી નાખવામાં આનંદ આવે. એમણે આ મનોહર નગરીને રોળી નાખી !'
હવે રાજા અહીં આવતો નથી ? ‘ના; આવતાં ડરે છે.”
ડરે એ રાજા કઈ રીતે ? તમે મને આજ્ઞા આપો તો અમે આ જીર્ણ નગરને ફરી વસાવીએ.' શ્રીકૃષ્ણે ભાવપૂર્વક કહ્યું.
‘આ નગરીનું કોઈ રણી-ધણી નથી. બધાં ઘર કૃષ્ણને અર્પણ !' નગરજનોએ
કહ્યું.
‘અમે આ નગરીને આબાદ કરીશું. આનો કોટ સમરાવીશું. એને હસતીખેલતી બનાવી દઈશું. આનું નામ ?' શ્રીકૃષ્ણે કહ્યું.
‘કુશસ્થલી.’
‘કુશલ સ્થલી ! અરે, વસાવો આ નગરીને, આ આપણું પ્રવેશદ્વાર છે. એનું નવું નામ દ્વારકા. દ્વાર દ્વારા જ શત્રુ કે મિત્ર અહીં પ્રવેશી શકશે.’ શ્રીકૃષ્ણે પોતાની દરખાસ્ત મૂકી.
‘ગુરુદેવ સાંદીપનિને તેડાવો.' બલરામે કહ્યું.
અઢાર હજાર યાદવોમાં એકદમ આનંદ પ્રસરી રહ્યો. અરે, ગોકુળવૃંદાવનની શાંતિ અહીં પ્રવર્તે છે; અને મથુરાની ઝેરભરી હવા અહીં નથી.
‘તમારો રાજા કોણ છે ?' કુશસ્થલીના લોકોએ કહ્યું.
અમારે કોઈ રાજા નથી. યાદવો ગણતંત્રમાં માનનારા છે.' બલરામે કહ્યું. ‘કોઈ રાજા નથી, પણ નેતા તો હશે ને ?
‘નેતા અમારા પિતા વસુદેવ.’ શ્રીકૃષ્ણે કહ્યું, ‘અને અમારા વડીલ રાજા સમુદ્રવિજય.'
અને નેમ તમારે શું થાય ?’
અમારો પિતરાઈ ભાઈ. અમારા વડીલ રાજા સમુદ્રવિજયનો એ સૂત છે.’ ‘નેમ શું કરશે ?’ લોકોને ફિલસૂફ નેમ ગમી ગયો હતો.
‘હું નવું રાજ સ્થાપીશ.' નેમ બાજુમાં શાંતિથી ઊભો હતો.
‘નવું રાજ !' બધેથી અવાજ ઊઠ્યો, પણ નેમ તો ઊંડા વિચારમાં ઊતરી ગય હતો. વાત કરતાં કરતાં આમ ઊંડા ઊતરી જવાની અને આદત હતી. એ વેળા એ બાહ્ય ભાન ભૂલી જતો. એણે જવાબ ન વાળ્યો. લોકોએ જવાબનો આગ્રહ પણ ન રાખ્યો. તેમની તો વાતો જ અજબ જેવી !
શ્રીકૃષ્ણ આ વખતે માતા દેવકીને લઈને આગળ આવ્યા. દેવકી રૂપાળા હતાં, પણ જેલજીવને એમના રૂપને ઝાંખું પાડ્યું હતું. અંધારી દીવાલોએ એમની આંખોના નૂરને હરી લીધું હતું, રુક્ષ ભોજને કાયાને કૃશ કરી નાખી હતી.
બોલો માતા દેવકીનો જય !' નેમ એકદમ બોલી ઊઠ્યો. નગરી દ્વારકા D 163
Page #93
--------------------------------------------------------------------------
________________
બધાએ એ વાક્યને ઉપાડી લીધું.
‘એ માતાના તપથી જ યાદવોનો જયવારો થયો છે. સંસારમાં તપ અને ત્યાગનો વિજય હો !' નેમ બોલ્યો.
| ‘મારું તપ શું અને મારો ત્યાગ શું ? રામ, કૃષ્ણ ને તેમને જોઈને મારી આંખો ઠરે છે. આ બધાંને સુખી જોતાં જોતાં મારી આંખો મીંચાઈ જાય એટલે બસ !' માતા દેવકીએ પોતાની મનીષા પ્રગટ કરી. એ મનીષા સ્ત્રીસહજ હતી.
“માતાજી ! હજી તમારે ઘણું જીવવાનું છે, અને આ શ્રીકૃષ્ણનાં ઘણાં પરાક્રમો જોવાનાં છે.” નેમે કોઈ પણ માતાને પોરસ ચઢે તેમ કહ્યું.
- “શ્રીકૃષ્ણનાં પરાક્રમોમાં મને ડર લાગે છે. મૂઆ જરાસંધથી ચેતતા રહેજો! મારી ભાભી જીવયશા તો ઝેરી નાગણ જેવી છે !' દેવકીએ કહ્યું. જેલના સુદીર્ઘ એકાંતવાસે એમની વાચા પર પણ અસર કરી હતી.
કાલીય નાગની ઝેરની દાઢ કાઢી, મા ! એના કરતાં તો જીવયશા વધુ ઝેરી નથી ને ? ચાલો ચાલો, એ બધી વાતો તો પછી નિરાંતે કરીશું. અત્યારે પહેલાં નવું નગર વસાવીએ.” શ્રીકૃષ્ણ આદેશ આપ્યો.
દરેક યાદવે પ્રથમ મજૂર, પછી ખેડૂત, પછી સૈનિક ને પછી ગૃહસ્થ ! બધા યાદવો તૈયાર થઈ કામે લાગી ગયા. યુદ્ધના વિનાશના કામ કરતાં આ કામમાં તેઓને વિશેષ રસ આવ્યો. પ્રથમ દુર્ગનું કામ ચાલ્યું. જોતજોતામાં આભઊંચી દીવાલો ખડી થઈ ગઈ. પછી દુર્ગ પર ગોપુરો રચાયાં. સૈનિકોનાં વૃંદ ત્યાં બેસીને દૂર દૂર સુધી જોઈ શકતાં.
આ પછી દુર્ગનાં દ્વાર ખેડાં કરવામાં આવ્યાં. દરેક દુર્ગને ત્રણ પ્રવેશદ્વાર રહેતાં. એક સીધું, એ પછી એક વળાંકવાળું ને પછી ત્રીજું મુખ્ય પ્રવેશદ્વાર : શત્રુ ત્રણ ત્રણ પ્રવેશદ્વારને પાર કરે ત્યારે જ અંદર આવી શકે.
એ પછી બે મુખ્ય કામ શરૂ થયાં. એક આયુધ શાળાનું; બીજું કોષ્ઠાગારનું.
આયુધશાળાનું કામ શ્રીકૃષ્ણ પોતે સંભાળી લીધું. એમના સુપ્રસિદ્ધ સુદર્શનચક્રની પ્રથમ ત્યાં સ્થાપના કરવામાં આવી, અને પછી પંચજન્ય શંખ ત્યાં મૂકવામાં આવ્યો.
આ ચક્રની જેમ ભયંકર શસ્ત્ર તરીકે ખ્યાતિ હતી, એમ આ શંખ પણ ખૂબ પ્રસિદ્ધ હતો. શંખ માત્ર શ્રીકૃષ્ણ જ વગાડી શકતા અને એમાંથી વિવિધ જાતના સ્વરો નીકળતા. કોઈ વાર એમાંથી સિંહસ્વરો ગુંજતા, એ સાંભળીને શત્રુના હાથીઓ મોંમાં સુંઢ નાખીને યુદ્ધના મેદાનમાંથી ભાગી છૂટતા. એ નાદ કાનમાં પડતાં એમને લાગતું કે જાણે કેસરી સિહ અમારા પર ચડી આવ્યા છે ! એ શંખમાંથી એવા સ્વરો પણ છૂટતા કે ભલભલા યોદ્ધાઓ ભયભીત થઈ
| 164 પ્રેમાવતાર
જતા; અને ક્યારેક તો એ શંખ એવા સ્વરો રેલાવતો કે એ સાંભળીને નાહિંમત લકર હિંમતવાન બની જતું.
આ શંખ અને ચક્રની રોજ પૂજા થતી. શ્રીકૃષ્ણ અને બળદેવ જાણીતા મલ્લ હતા, અને કુસ્સીબાજ તરીકે મથુરા-વૃંદાવનમાં સુપ્રસિદ્ધ હતા. જે ગદાથી એમણે ભલભલા મલ્લોને મહાત કર્યા હતા, એ ગદા પણ અહીં હતી.
આ ઉપરાંત હજારો કારીગરો શસ્ત્ર બનાવવાના કામમાં રાતદહાડો નિમગ્ન રહેતા. એમાં વિવિધ જાતનાં અસ્ત્રો પણ બનતાં. આ અસ્ત્રોમાં અજબ અજબ ખૂબીઓ રહેતી. એક અસ્ત્ર એવું રહેતું કે એ છૂટે એટલે થોડી વારમાં એમાંથી તણખા ઝરવા લાગે; જેને વાગે એને તો જાણે સાક્ષાત્ અગ્નિએ બાથ ભીડી : તરત બળીને ભસ્મ ! કોઈ અસ્ત્ર એવાં રહેતાં કે એમાં નાના નાના પણ ભયંકર ઝેરી સર્પો મૂકવામાં આવતા, એ અસ્ત્ર જેના પર પડે, એને સર્પ ડસે, અને તરત એ મૃત્યુને શરણ થાય ! આ શસ્ત્રાસ્ત્રો અમોઘ કહેવાતાં.
આયુધશાળાની પ્રયોગશાળામાં શત્રુઓના દૂતો હંમેશાં છૂપા વેશે આવ્યા કરતા. આ વિજ્ઞાન મૂળ બ્રાહ્મણોએ શોધેલું અને તેઓ સુધી જ પર્યાપ્ત રહેતું; રણઘેલા ક્ષત્રિયોને એ આપવાનો ગુરુગમથી નિષેધ હતો.
પણ આ આજ્ઞાનો ભંગ થયો મહાન પરશુરામથી.
તેઓએ ઉશ્રુંખલ બનેલા ક્ષત્રિયોનો સંહાર કરવા અસ્ત્રો અને શસ્ત્રો પ્રયોગમાં લીધાં. જોતજોતામાં ક્ષત્રિયોનો સોથ વળી ગયો. પણ એ વખતથી બ્રાહ્મણ-ક્ષત્રિય વચ્ચેની રેખા-મર્યાદા તૂટી ગઈ, અને બ્રાહ્મણોના જ્ઞાન-વિજ્ઞાનના ઇજારાને ક્ષત્રિયોએ પડકાર આપ્યો.
પછી તો ક્ષત્રિયોએ તપ આદર્યો, આશ્રમ બાંધ્યા, વિઘાઓ સાધી, જ્ઞાનવિજ્ઞાનની એક પણ પ્રણાલીને જાણવાની બાકી ન રાખી. સંઘર્ષ ભયંકર થયો. ઠેઠ
સ્વર્ગના દેવોએ આમાં ભાગ લીધો. તેઓએ ક્ષત્રિયોને વિદ્યા અને તપની સાધનામાંથી પાછા પાડવા પોતાની તમામ સારી-ખોટી રીતો કામે લગાડી.
દેવોને માથે આ એક પ્રકારનું ઋણ ફેડવાનો પ્રસંગ હતો. દેવાસુરસંગ્રામમાં દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી. સંગ્રામમાં હણાયેલા દૈત્યો સાંજે સંજીવનીના પ્રતાપથી સાજા થઈને ઊઠતા. ઇંદ્રાદિક દેવો થાક્યા હતા, ને શસ્ત્રથી સંગ્રામ જીતવો દુષ્કર હતો. આ વખતે અંગીરા ઋષિના પૌત્ર અને બૃહસ્પતિના પુત્ર કચે જીવનું જોખમ ખેડીને સંજીવની વિદ્યા દૈત્યો પાસેથી લાવી દીધી હતી.
પણ ક્ષત્રિયો રણની જેમ વિદ્યાસાધનામાં પણ શૂરા નીકળ્યા. અને છેલ્લે છેલ્લે કહેવાતું કે હસ્તિનાપુરના કર્ણ નામના સારથિપુત્રે તો પરશુરામની બ્રાહ્મણ-બટુ
નગરી દ્વારકા 1 165
Page #94
--------------------------------------------------------------------------
________________
તરીકે સેવા કરીને તમામ જ્ઞાન-વિજ્ઞાનની ગુપ્તતા પ્રાપ્ત કરી લીધી હતી.
કર્ણ સારથિનો પુત્ર હતો. એને ન બ્રાહ્મણો તરફ આદર હતો, ન ક્ષત્રિયો તરફ ભાવ. અત્યારે એ મહારથી હસ્તિનાપુરના રાજવી દુર્યોધનના પક્ષમાં હતો.
કણે કરેલા આ તમામ વિદ્યાઓના ઘટસ્ફોટ પછી, આ બાળનારાં અને ઝેરથી ભરેલાં અસ્ત્રોના પ્રતિકારો પણ પ્રકટ થઈ ગયા હતા. અલબત્ત, દાદરથી રામના વખતમાં એ વપરાયેલાં.
અગ્નિ વરસાવતાં યંત્ર શત્રુ પાસે હોય એવી શક્યતા અત્યારે હતી. એટલે એના પ્રતિકાર માટે જ લ વરસાવનાર ચંદ્રકાન્ત મણિવાળું અસ્ત્ર પણ આ પ્રયોગશાળાઓમાં તૈયાર કરવામાં આવતું. અને સર્પાસ્ત્ર સામે વાપરવા માટે પણ અસ્ત્ર તૈયાર કરવામાં આવતું. આનું નામ ગરુડાસ્ત્ર હતું !
ગરુડ અહીંનું મુખ્ય પ્રાણી હતું, કારણ કે અહીં નાગનો ઉપદ્રવ ખૂબ રહેતો. પાણીના નાગ, પર્વતના નાગ, સ્થલના નાગ સદા ચારે કોર ડોલતા ફરતા. આ માટે ઘરે ઘરે ગરુડનું પાલન-પોષણ કરવામાં આવતું.
નાગ એ અસુર લોકોનો દેવ લેખાતો. ગરુડ આર્યોનો દેવ લેખાયો.
આયુધશાળામાં શસાં ની જેમ શાસ્ત્રોનો મોટો વિભાગ હતો, એવો અશસ્ત્રવિદ્યાવિભાગ પણ હતો. આમાં શસ્ત્રાસ્ત્રોની મદદ વિના દુશ્મનને કેવી ચાલાકીથી હરાવવો, છેતરવો ને હણવો એનું જ્ઞાન આપવામાં આવતું. આ વિદ્યાખંડ ઉપર એક સૂત્ર મોટા અક્ષરોમાં લખેલું હતું, ‘દુશ્મનનો દુશ્મન સહેજે મિત્ર !'
આ અશસ્ત્ર વિદ્યાવિભાગમાં દુશમન કોણ, એને કેવી નીતિથી પિછાણવો, એની ભૂમિની ભૂગોળ કેવી રીતે જાણવી, એના કુળનો ઇતિહાસ કેવી રીતે લક્ષમાં લેવો અને એનો દુશ્મન કોને લખવો એ જાણવાનું શિક્ષણ આપવામાં આવતું.
દ્વારકાનો દુર્ગ અજબ થયો હતો. એની આયુધશાળા અદ્દભુત બની હતી. આ પછી કોષ્ઠાગાર ખાતું આવતું હતું. તેના ઉપરી બલરામ હતા. સૈન્ય શરત્ર-અસ્ત્રથી લડે, પણ કોઠાર જો ધનધાન્યથી છલકાતા ન હોય તો બધું પ્રાણ વગરના દેહ જેવું જ બની જાય.
એ કોઠાર છલકાવી દેવા બલરામે ડુંગરા ખોદી સપાટ મેદાનો તૈયાર કરાવ્યાં; ત્યાં ખેતરો બનાવ્યાં; અને ખેતી શરૂ કરાવી. જે છોડ પર માંડ પચીસ-પચાસ દાણા થતા, એ છોડ પરથી ધાન્યના ઢગલા ઊતરવા લાગ્યા.
એમણે એક આશ્ચર્ય સર્યું. વેલો નવટાંકનો અને ફળ અધમણનું ! એમણે કોળાનું વાવેતર કરાવ્યું. એક વેલા પરથી મોટાં મોટાં કેટલાંય કોળાં ઊતરે - જાણે
166 D પ્રેમાવતાર
રાવણનાં માથાં જોઈ લો !
એમણે એક વાર વૃક્ષવિવાહનું નવતર પર્વ ઊજવ્યું ! વૃક્ષવિવાહ એટલે એક ઝાડને કાપીને એને બીજા ઝાડમાં સંલગ્ન કરવું !
આ વિવાહવિધિ પછી થોડો વખત વીત્યો અને ઝાડ તો અજબ ખીલ્યાં. જ્યાં નાનાં ચણા જેવડાં બોર બેસતાં ત્યાં મોટાં ખારે ક જેવડાં બોર બેસવા લાગ્યાં. ફળફૂલોનો રસ-કસ પણ બદલાઈ ગયો. માણસ હવે ગ્રામ કે ખેતરમાં રહેવા લાગ્યો, અને શિકાર માટે પશુ ખોળવાનું અને જંગલમાં જવાનું બંધ થયું.
જોઈએ તેટલું ખાવાનું, માગો તેટલું પીવાનું પછી અછત તો ફક્ત ગાવાની જ રહીને ?
આભમાં ચાંદો ખીલે કે બધાં ચાંદની રાતે ચોકમાં એકઠાં મળે. કૃષ્ણ વેણુ વગાડે અને સ્ત્રી-પુરુષો ગાવા લાગે. ગોકુળ-વૃંદાવનની મજા ફરી જામી.
પણ બધાંને કામ ગળાબૂડ હતાં. હજી સ્વતંત્ર નિવાસો તૈયાર કરવાના બાકી હતા. રસ્તાઓ કોરીને ધંધાદારીઓને એમની રીતે વસાવવાના હતા.
સમાજકલ્યાણનો આખો વિભાગ નેમના માથે હતો, પણ નેમ આ બાબતમાં જરાક બેદરકાર હતો. એ માણસ કરતાં પશુનું ઘર સારું બનાવરાવતો; જુવાન કરતાં વૃદ્ધોને વધુ સગવડ આપવામાં માનતો; અને બાળકોને તો એ દેવના દૂત લેખતો.
જુવાનો કહેતા, ‘રે ! માથું જોઈશે ત્યારે જુવાનો આપશે, લડી અમે જાણીશું. ને આ બધું શું કરવા માંડ્યું છે ?”
નેમ કહેતો, ‘લડી તમે જાણશો. પણ લડીને જીતવું કેમ એ વૃદ્ધો જાણતા હશે.” જુવાનો કહેતા, “અરે ! શત્રુનો સંહાર કર્યો એટલે જીત્યા !'
નેમ કહેતો, ‘એકલા જીતવાથી કાર્ય સધાતું નથી. જીત્યા પછી જો જીવતાં ન આવડે તો જીત્યું એ હાર બરાબર છે.”
જુવાનો કહેતા, ‘પણ આ રમતિયાળ બાળકોને આટલું મહત્ત્વ કાં આપે?”
નેમ કહેતો, ‘લડી તમે જાણો, પણ બાળકની જેમ રમી જાણવું પણ જોઈએ. બાળક જેવા થવું એ માનવ-જીવનની મોટામાં મોટી સિદ્ધિ છે.'
જુવાનો કહેતા, “નેમ ! વિચિત્ર વાતો કરવી એ તારા જીવનની વરણાગી રીત છે. બાળક થવામાં તે વળી બહાદુરી શી છે ?'
નેમ શાંતિથી કહેતો, ‘તમે આ બાળકોને જુઓ છો ને ? સવારે લડે છે, વાત તો કાંઈ ખાસ હોતી નથી. પણ કેવા ઝનૂનથી લડે છે ! આપણને લાગે છે કે, હવે આ બાળકો કદી ભેગાં મળીને નહીં રમે અને બપોરે આપણે શું જોઈએ છીએ ?
નગરી દ્વારકા 167
Page #95
--------------------------------------------------------------------------
________________
દ્વારકાને શું સાગરમાં સંતાડી દેશો ?'
‘હરગિજ નહીં, દ્વારકા અને યાદવોને અશ્રુષ્ણ રાખવા કાળયવનનો સામનો કરવાની જવાબદારી હું મારા શિરે લઉં છું.' શ્રી કૃષ્ણ વચ્ચેથી પ્રશ્ન ઉપાડી લીધો.
‘હું કૃષ્ણને નહીં જવા દઉં.’ માતા દેવકી બોલ્યાં. એ ઘણાં વખતે પુત્રસુખ પામ્યાં હંતાં.
માતા ! પુત્રના જીવનને ન જુઓ, એના જ શને જુઓ. તમારો કૃષ્ણ તો કાળને ખાનારો છે !' શ્રીકૃષ્ણે કહ્યું.
માતા દેવકી એની મુખમુદ્રા પર નરસિંહનું તેજ નીરખી રહી !
બધાં પાછાં ભેગાં મળીને મિત્ર બનીને મજા કરતાં હોય છે. મનની આ સરળતા, જીવનની આ નિદૉષતા ભલભલા મહારથીનેય દુર્લભ છે, કેટલા યાદવો મથુરાના મહાત્રાસ પણ ભૂલ્યા હશે ? અને કેટલા જરાસંધો યાદવોને નેહની નજરે નીરખતા હશે ? પણ આ બાળકોને છે એમાંનું કંઈ ?'
લોકો કહેતા, “નેમ ! તારી વાત જો બધા માને તો તો પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવે !
નેમ કહેતો, ‘વ્યર્થ છે સ્વર્ગની માથાકૂટ ! પૃથ્વીને જ સ્વર્ગ બનાવો. સ્વર્ગ એ કંઈ ખાટી જવાની ચીજ નથી; મૂડીને વાપરી ખાવાની જગ્યા છે. પૃથ્વી જ પુરુષાર્થીને જન્મ ને જરાના સંતાપથી મુક્ત કરી શકશે.’
આ બધી ઊંડી વાતો કોઈ સમજી ન શકતું. પણ તેમનો ચહેરો એવો મોહક હતો ને વાણી એવી કામણગારી હતી કે લોકો સમાજની રચના આપોઆપ કરી લેતા.
નેમ કહેતો, ‘ઉગ્ર સંહારને ઉગ્ર સ્નેહથી છાવરવો ઘટે. આપનો વૈભવ એ જ દુનિયાની ગરીબી છે. ત્રાજવાનાં પલ્લાં સહુને માટે સરખાં તોળાય છે; એમાં વધઘટ કરનારને માથે દુનિયાનાં ભૂખદુ:ખે અને દરિદ્રતાનો હિસાબ આપવાની જવાબદારી આવી પડે છે !'
દ્વારકા થોડા વખતમાં બેનમૂન નગરી બની ગઈ. વન, વ્રજ ને જનપદ રચાઈ ગયાં. સેતુ બંધાઈ ગયા. દુર્ગ તો એવો અજબ થઈ ગયો કે પુરુષો તો શું, સ્ત્રીઓ પણ તેમાં રહીને ભલભલાને પડકાર કરી શકે, ધંધાદારી શ્રેણીઓ, અનુકૂળ શેરીઓ અને શેરીએ શેરીએ ભૂખ્યાંને માટે સદાવ્રત રચાઈ ગયાં. પશુઓ માટે પશુશાળા અને પંખીઓ માટે ઠેર ઠેર પરબડીઓ પણ તૈયાર થઈ ગઈ.
યાદવો નગરની રચના કરીને નિવૃત્ત થયા કે તેઓએ પોકાર કર્યો, “અમારાં હિરણ્ય ને વ્રજ હેજી મથુરામાં છે, એ લાવવાં છે, પણ વચ્ચે યાદવોનો શત્રુ કાળયવન બેઠો છે.’
‘કાળયવન સાથે યાદવો યુદ્ધ કરીને પોતાનો હિસાબ પતાવી લે.’ પ્રજામાંથી પોકાર આવ્યો.
‘કાળયવનને પછાડવાની યાદવોમાં શક્તિ નથી. એની પાછળ તેત્રીસ અયોહિણી સેના સાથે જરાસંધ ઊભો છે.' બલરામે કહ્યું.
“શું યાદવો નિર્બળ છે ?” કેટલાક યાદવોએ પડકાર કર્યો. ‘લાખેણા યાદવોને હું નિરર્થક હણાવી નાખવા માગતો નથી.' બલરામે કહ્યું. કાલે કાલયવન અહીં આવીને ઊભો રહેશે તો શું કરશો ? તમારી સોનાની
168 1 પ્રેમાવતાર
નગરી દ્વારકા 1 19
Page #96
--------------------------------------------------------------------------
________________
22
ગર્ગ અને કાળા
મથુરાનો કેડો નિર્ભય બન્યો હતો. અને યાદવોની પોઠો દ્વારકાથી મથુરા સુધી નિષ્ક્રિશ્ચતપણે વહેવા લાગી હતી. ધીમે ધીમે બધા યાદવો આ માર્ગે પોતાની માલમત્તા લઈને મથુરાથી દ્વારકામાં આવી વસ્યા હતા.
મૂળ તો એ માર્ગ લોહિયાળ હતો; અને માનવીનું તો શું, પશુપંખીનું ભ્રમણ પણ ત્યાં શક્ય નહોતું રહ્યું. યાદવમાત્રને મચ્છરની જેમ મસળી નાખનાર ગુરુ ગર્ગાચાર્ય અને એમણે યવનરાજની સ્ત્રીથઈ ઉત્પન્ન કરેલ પુત્ર કાલયવન એમનો મારગ રોકીને અને એમનો કાળ બનીને ત્યાં ખડા હતા. અને યાદવ તો શું, યાદવ નામનું પંખી પણે ત્યાંથી આગળ પ્રવેશ પામી શકતું નહિ ! તો પછી આ કેડા નિર્ભય કેમ બન્યા ? આ બધું કેવી રીતે બન્યું ? બધાને મન એ એક કોયડો હતો. દ્વારકાથી મથુરાના માર્ગે જતા જાણકાર પ્રવાસીઓ જરાક નવરા પડતા કે એ વાત છેડી
યુદ્ધ છેડાઈ ગયું, અને રણહાકથી આકાશ ધણધણી રહ્યું.
દાનવો ભારે બળવાન હતા, અને દેવો ગમે તેવા બળવાન તોય સુકોમળ હતા. એમણે પૃથ્વી પરથી રાજા મુચકુંદને પોતાની મદદે બોલાવ્યો.
મુચકુંદે જ બૂર યુદ્ધ આપ્યું. દાનવો પરાજિત થયા.
દેવોએ રાજાને કહ્યું, ‘તમે અમને મદદ કરી છે, તેથી અમે તમારા ઉપર ખૂબ રાજી થયા છીએ. મોક્ષ સિવાય તમારે જે માગવું હોય તે માગો.’
મુચકુંદે કહ્યું, “મોક્ષ કાં નહિ ?” -
દેવોએ જવાબ આપ્યો, “મોક્ષ માટે તો અમે પણ ઝંખીએ છીએ. જે અમને ન મળ્યું હોય, એનું વરદાન અમે તમને કઈ રીતે આપી શકીએ ?'
મુચકુંદે આ વખતે પૃથ્વી પરથી પોતાના રાજ્યના સમાચાર મંગાવ્યા. સમાચાર ઘણા ખરાબ હતા. એની ગેરહાજરીનો લાભ લઈને દુશ્મનો ચડી આવ્યા હતા, અને એમણે મુચકુંદના રાજ્ય તથા પરિવારનો નાશ કર્યો હતો. મહાસમર્થને શત્રુ પણ એવા જ મોટા હોય - સંખ્યામાં ને બળમાં !
રાજ્ય તો મહેનત કરતાં કદાચ પાછું મળે, પણ પોતે ગમે તેટલું કરે તોય મરેલો પરિવાર કંઈ જીવતો ન થાય ! એટલે રાજા મુચકુંદને બળ નિરર્થક લાગ્યું.
મુચકુંદને તો મોક્ષની જ લગની લાગી. એણે કહ્યું, ‘મોક્ષનો માર્ગ કયો ?” દેવોએ કહ્યું, ‘વિષ્ણુદર્શન.' ‘એ ક્યારે બને ?' ‘વિષ્ણુ અવતાર ધરે ત્યારે.”
મુચકુંદ કહે, ‘તો હું વિષ્ણુદર્શન થાય ત્યાં સુધી પૃથ્વી પરની કોઈ સુંદર ગુફામાં યોગનિદ્રામાં રહેવા માગું છું. મને હવે રાજ કાજની કોઈ સ્પૃહા નથી. વિષ્ણુદર્શનની ઝંખના સાથે હું ત્યાં નિદ્રા લઈશ. મારો શ્રમ પણ ઊતરશે, અને યથાસમય વિષ્ણુદર્શન પણ લાધશે.”
દેવો કહે, ‘તથાસ્તુ.”
મુચકુંદ કહે, ‘માત્ર આટલું જ તથાસ્તુ નહિ. એની સાથે બીજી શરત એ પણ રહેશે કે પૃથ્વી પર વેંતિયા રાજાઓ રોજ એક ને એક ધમાલ ચલાવતા હોય છે. જો કોઈ મારી નિદ્રામાં ભંગ કરે, તો એ વખતે મારી આંખ ઊઘડે, એમાં અગ્નિ આવીને વર્સ. જે પહેલો સામે દેખાય તે સ્વાહા ! બળીને ભસ્મ ! આવી વિભૂતિનું વરદાન પણ મને મળવું જોઈએ.' દેવો કહે, ‘એ પણ આપ્યું ! અગ્નિ ખુદ ત્યાં ચોકી કરશે; અને તમારી નિદ્રામાં
ગર્ગ અને કાળ 171
બેસતા.
આ અભુત બનાવની કહાની કહેનારા અનેક વાતો કહેતા : પણ દ્વારકામથુરાનો એ મારગ નિર્ભય કરવાનું શ્રેય તો ફક્ત શ્રીકૃષ્ણને જ આપતા.
શ્રીકૃષ્ણ અશસ્ત્રવિદ્યાના પ્રણેતા લેખાતા, અને આશ્ચર્યની વાત તો એ હતી કે કાલયવન જેવા મહાશત્રુનો એમણે એકલા હાથે અને શસ્ત્રની સહાય વગર જ વિનાશ કર્યો હતો !
જાણ કાર ને ઠરેલા યાદવ સાર્થવાહો આ વાત આદિથી માંડીને કહેતા. વાતે એવી છે કે મથુરા-દ્વારકાનો મારગ રોકીને જેમ કાલયવન બેઠો હતો, એમ એ માર્ગે એક બીજો સમર્થ રાજા પણ પડ્યો હતો. એનું માન મુચકુંદ.
મુચકુંદ માંધાતા નામના જગવિજેતા રાજાનો ત્રીજો દીકરો હતો. એ મંત્રતંત્રનો મહાન વેત્તા ને અસ્ત્ર-શસ્ત્રનો પારંગત હતો. એક વાર દેવો અને દાનવોમાં
Page #97
--------------------------------------------------------------------------
________________
ભંગ કરનારને ભસ્મ કરી નાખશે.’
મુચકુંદ રાજાએ મથુરાનો નીરવ બનતો જતો માર્ગ પસંદ કર્યો. એની એક બાજુ સુંદર વનરાજિ હતી. એ વનરાજિની વચ્ચે એક મોટી ગુફા હતી. ગુફાના અંતસ્તલને ઝરણાં પખાળતાં હતાં, આ ગુફામાં અગ્નિએ પ્રથમ પ્રવેશ કર્યો અને બધાં જાળઝાંખરાં ને ઝેરી જંતુઓને બાળીને સાફ કર્યો.
આ પછી વરુણદેવ મેથ લઈને આવ્યા. ઝરણાં જળથી છલકાઈ ઊઠ્યાં. આખી ગુફા ધોવાઈને સ્વચ્છ થઈ ગઈ.
પછી વાયુદેવ પધાર્યા, એમણે આખી ગુફાને કોરી કરી નાખી.
ત્યાર પછી વનલતાઓ અને ઔષધિઓ લઈને સ્વયં સોમ આવ્યો. એણે ફૂલોનું બિછાનું કર્યું.
ગુફા ફરી નીરવ બની ગઈ, એટલે રાજા મુચકુંદ ત્યાં આરામથી સૂતો, માંધાતાના આ મહાવંશજને દૈત્યો સામે લડતાં ભારે શ્રમ લેવો પડ્યો હતો. રાજા મહાનિદ્રામાં પડ્યો.
વાત કહેનાર આટલી વાત કહી ચૂપ રહી જતો. તેથી તો સાંભળનારની ઉત્સુકતા ઔર વધી જતી. તેઓ કહેતા : ‘અરે ! મુખ્ય વાત તો કાલયવનની છે, એમાં વળી આ મુચકુંદ રાજા ક્યાંથી ટપકી પડ્યો ? ભલેને એ રહ્યો સૂતો!'
વાત કહેનાર જરાક હસીને કહેતો : ‘મુચકુંદ રાજાનો પરિચય મેં વ્યર્થ આપ્યો નથી. હવે કાલયવનનો પરિચય આપું છું. પણ કાલયવનની સાથે એક વધારાનું નામ પણ તમને અહીં આપું છું. તેઓને પણ તમે જાણો છો. એમનું નામ ગર્ગાચાર્ય. યાદવોના પુરોહિત ચર્ચાચાર્યને કોણ ન જાણે ? એમણે આપેલું મુહૂર્ત ગર્ગાચાર્યનું મુહૂર્ત કહેવાય છે. એ મુહૂર્તમાં કદી રજ જેટલાય ફેર ન આવે.’ વાત કહેનાર સાર્થવાહ આટલું બોલી થોભ્યો.
‘મુહૂર્તમાં ફેર ન આવે એટલે ?' પ્રશ્નકારે પ્રશ્ન કર્યો.
ગર્ગાચાર્યે કહ્યું છે કે પ્રવાસ માટે સૂર્યોદય પહેલાંની પાંચ ઘડીથી માંડીને સૂર્યોદય પછીની ત્રણ ઘડી સુધીનો સમય - એ વગર આપ્યું ને વગર માગ્યું શુભ મુહૂર્ત છે. એમાં ફેર પડે તો ગર્ગાચાર્ય આખા ગામને ત્યાં ગાગર ગાગરે પાણી ભરે. વાત કહેનાર સાર્થવાહે થોડી વાર થોભી વાત આગળ ચલાવતાં કહ્યું.
ગર્ગાચાર્ય જનકવિદેહીની મિથિલામાં જન્મ્યા અને ત્યાં જ એ ભણ્યા. એમણે ગંડકીને તીરે તપ કર્યું અને પછી ગૃહસ્થાશ્રમ માંડ્યો. તેઓ યાદવોના પુરોહિત હતા. બલરામ તથા શ્રીકૃષ્ણનો ઉપવીત સંસ્કાર એમણે કર્યો હતો તથા એમનાં નામ પણ એમણે જ પાડ્યાં હતાં.
172 D પ્રેમાવતાર
ગર્ગાચાર્યનું મન પત્નીમાં નહોતું. આ કારણે દીર્ધ ગૃહસ્થજીવન થવા છતાં તેઓને એક પણ સંતાન થયું નહિ, એક દિવસ યાદવોની ભરી સભામાં ગર્ગાચાર્ય કંઈ બોલ્યા. એમનો સાળો ત્યાં બેઠો હતો. બનેવીએ નિઃસંતાનપણા માટે પોતાની બેનનો વાંક કાઢવો એ એનાથી સહન ન થયું.
સાળાએ કહ્યું, ‘નપુંસક તો નિઃસંતાન જ રહે ને !'
યાદવો આ સાંભળી ખૂબ હસ્યા. ગર્ગાચાર્યની સ્ત્રીને ચડાવી. એણે પણ આચાર્યનો તિરસ્કાર કર્યો. ગર્ગાચાર્ય આખા ઘરમાં એકલવાયા થઈ ગયા. યાદવોને તો મશ્કરી કરવાનું એક સાધન મળી ગયું. ગર્ગાચાર્યને બદલે એમનું નામ નપુંસકાચાર્ય જાહેર થયું !
એક દહાડો આચાર્ય ખૂબ ખિજાયા ને ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા કરીને બોલ્યા, ‘હું પુત્ર ઉત્પન્ન કરીશ અને એ દ્વારા યાદવોનું જ ડાબીડ કાઢી નાખીશ.’
અને આચાર્ય ગર્ગ એક દહાડો ઘેરથી અદૃશ્ય થઈ ગયા, ઉત્તરમાંથી દક્ષિણ તરફ ચાલ્યા ગયા. અને સાગરકાંઠે જઈને મહાદેવ-શિવના મંદિરમાં એમનું ધ્યાન લગાવીને બેસી ગયા. એમની વિદ્યા અને એમના તપજપે દક્ષિણ દેશમાં ચમત્કાર સર્યો.
દક્ષિણ પણ ત્યારે યવનોનું રાજ હતું. યવનરાજ આચાર્યની સેવા કરવા લાગ્યો. આચાર્યે અહીં રહી લોહભસ્મની શોધ કરી અને એનું સેવન કરીને પોતાના શરીરને વજ જેવું બનાવ્યું.
યવનરાજ તો જોતજોતામાં આચાર્યનો શિષ્ય બની રહ્યો; ગુરુની આજ્ઞાંકિત દાસ બની ગયો. ગુરુ કહે એ હાજર !
એક દિવસ આચાર્ય ગર્ગે કહ્યું, ‘રાજન, તારો અંતઃપુરવાડો મારે જોવો છે.”
યવનરાજનું અંતઃપુર તો ઘેટાં-બકરાંના વાડા જેવું હતું ! અનેક પ્રકારની વિવાહિતા-અવિવાહિતા યૌવના સ્ત્રીઓ એમાં હતી. આચાર્ય એક પછી એક સ્ત્રીને નિહાળી રહ્યા. આખરે મીના નામની એક નવયૌવના પર એમની નજર ઠરી રહી. એ ષોડશવર્ષીયા નવસુંદરી હતી, એના શ્યામલ દેહમાં શક્તિનો ને સૌંદર્યનો ભંડાર ભર્યો હતો.
આચાર્યે રાજાને પૂછવું, ‘આ કોણ છે ?” રાજાએ કહ્યું, ‘હમણાં જ હું એને લઈ આવ્યો છું. એનું નામ મીના.” આચાર્યે કહ્યું, “રાજન ! આ મીનાને તું મને ન સોંપે ?” રાજાએ કહ્યું, ‘ગુરુના ચરણે સર્વસ્વ કુરબાન છે.'
ગર્ગ અને કાળ 1 173
Page #98
--------------------------------------------------------------------------
________________
આચાર્યે કહ્યું, ‘રાજા ! યાદવોનો હું પુરોહિત., અને યાદવોએ જ મને નપુંસક કહ્યો. અને ફજેત કર્યો. મને કુટુંબકબીલામાંથી કાઢઢ્યો. એક ભવમાં બે ભવ કરાવ્યો. યાદવો મારા વેરી બન્યા. એ વર મારા દિલમાં શુળની જેમ ખટક્યા કરે છે. મારે એ વેર લેવું છે; એ વેર લે એવો પુરુષ પેદા કરવો છે. મને લાગે છે કે મીના એ માટે યોગ્ય છે !”
મીના !' યવનરાજે મીનાને બોલાવી.
મીના તરત હાજર થઈ. એના એક એક અવયવ પર રતિનું હાસ્ય ને કામનો શૃંગાર રમતો હતો.
‘ગુરુએ લોહભસ્મનું સેવન કર્યું છે. એમને પુત્ર પેદા કરવો છે. તું એમનો પ્રસાદ સ્વીકારીશ ?”
અવશ્ય.’ મીના એટલું જ બોલી. એ પોતાને ધન્ય માની રહી.
ગર્ગાચાર્ય સ્વસ્થ હતા. એમના એક પણ રુવાંટામાં કામ નહોતો. રૂંવેરૂવું વેર અને ક્રોધથી બળી રહ્યું હતું.
મીના અને આચાર્ય રાતના બીજા પ્રહરે મળ્યાં. ત્રીજા પ્રહરે તો મીના શ્રમિત થઈને નિદ્રામાં પડી હતી.
ગુરુ બોલ્યા, ‘મીના ! ચિરંજીવ રહે. તેં ગુરુને મહાન દક્ષિણા આપી છે. યોગ્ય સમયે આપણા સંપર્કનું ફળ યાચવા આવીશ. એ વખતે અનુદાર ન થતી.”
યોગ્ય સમયે મીનાએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર તે કેવો ? જાણે નકરો લોહનો બનેલો ! મીનાનું તો ગજું નહિ કે એને દુગ્ધપાન કરાવે. દુધપાન કરાવતાં તો એ બેહોશ બની જતી !
ગર્ગાચાર્યે એ બાળકને હાથણીનાં, દીપડીનાં અને સિંહણનાં દૂધ પિવરાવવા માંડ્યાં, ગમે તેટલાં દૂધ પીએ તોય બાળક ભૂખ્યો ને ભૂખ્યો- જાણે સાક્ષાત્ કાળ જ જોઈ લ્યો !
ગુરુ એને નાનપણથી જ જાતજાતની વિદ્યાઓ આપવા લાગ્યા, ને વિષ પણ ખવરાવવા લાગ્યા.
એક દહાડો બાળકે ગુરુને પૂછવું, ‘ગુરુદેવ, મારું નામ ?' યાદવોનો કાળ.’ આચાર્ય કહ્યું.
એ નામ મને ન ગમ્યું. ગમે તેમ તોય હું યવન કુળનો છું. મારા નામમાં યવન શબ્દ હોય તો જ એ શોભે.' બાળકે કહ્યું. એનામાં જાતિઅભિમાન ઊછળતું હતું. ‘શાબાશ કુમાર ! મારી વિદ્યા અને મારાં તપેજપ આજે ફળ્યાં. તારું નામ
174 | પ્રેમાવતાર
કાલયવન.’ આચાર્યે કહ્યું, ‘બેટા ! આખું ઉત્તર ભારત જીતીને તને આપીશ; અને તને પૃથ્વીનો રાજા બનાવીશ ત્યારે જ જંપીશ. ચાલ, કેટલાક ગુપ્ત શસ્ત્રઅસ્ત્રના ભેદ જાણી લે !'
આચાર્યે એક પછી એક વિદ્યાઓ બાળક કાળયવનને શીખવવા માંડી. બાળક પણ ભારે પાવરધો નીવડ્યો. અઢાર વર્ષનો થતાં થતાંમાં તો કાલયવન આકાશમાં પંખી પાડવા લાગ્યો. એણે સૈન્ય જમાવ્યું. એ હવે કોઈ ને કોઈ દેશ પર ચઢી જવા આતુર બની રહ્યો. જગ જીતવાનાં સ્વપ્ન એની નિદ્રાને હરામ કરવા માંડયાં.
એ રોજ આચાર્યને પ્રશ્ન કરે, ‘ગુરુપિતા ! મને ક્યારે કૂચ કરવાની મંજૂરી આપશો ! હવે હાથમાં ચળ આવ્યા કરે છે, પગ થનગન થનગન થયા કરે છે.'
આચાર્યપિતા કહેતા, “વત્સ, સમય પાક્યા વગર કોઈ ફળ પાકતું નથી. હું આખા ભારતવર્ષના ઇતિહાસ પર નજર નાખી રહ્યો છું. તને ભારતનો એકમાત્ર શિરછત્ર બનાવવા માગું છું.”
કાલયવન કંઈક શાંત પડતો; પણ હવે એનું પૌરુષ એના કહ્યામાં રહેતું નહોતું. લડાઈ વગર એને ખાવું ભાવતું નહોતું. કંઈ ન મળે તો જંગલમાં જ ઈને હાથીઓના ટોળા સાથે એ એકલો એકલો બાખડતો. હાથીઓ સામાં થતા, પણ આવા વજાંગનો સપાટો જોઈને એ કિકિયારીઓ પાડતા નાસી છૂટતા.
- હાથીઓ ઉપરનો પોતાનો પ્રભાવ જોઈને કાલયવનને કંઈક શાંતિ થતી. હાથીની સૂંઢના પ્રહારો તો એને કોઈ ગુલબંકાવલીના હાથની ગુલછડીના માર જેવા લાગતો.
આખરે એક દિવસ ગુરુપિતાએ કાલયવનને તેડાવ્યો. એ દહાડો એ સિંહોની સાથે કુસ્તી ખેલતો હતો.
કાલયવન તરત હાજર થયો.
ગુરુપિતાએ કહ્યું, ‘વત્સ, તારું પરાક્રમ પ્રગટાવવાની ઘડી પાકી ગઈ છે. યાદવો અને માગધો વચ્ચે પાકું વેર સળગ્યું છે. મથુરાપતિને શ્રીકૃષ્ણ હણ્યો છે. હવે એ દુષ્ટ યાદવોને તું સંહારી નાખે. મગધરાજ જરાસંધે સત્તર સત્તર વખતે હુમલાઓ કરીને યાદવોને ખોખરા કર્યા છે. હવે તું તેનો પીછો કરીને બધું કામ પૂરું કરજે . એમાં બલરામ મોટો છે, પણ સંભાળવા જેવો તો કૃષ્ણ છે. એનાથી ચેતતો રહેજે ! જા, ફતેહ કર અને મારી પ્રતિજ્ઞા પૂરી કર.'
“યાદવોને - થાકેલા, હારેલા યાદવોને તો માંકડની જેમ મસળી નાખીશ, પણ એટલામાત્રથી હું ચક્રવર્તી કહેવાઈશ ખરો ?” ‘બેટા ! પહેલું યાદવોના સંહારનું કામ છે. બીજું પગલું પછી તને કહીશ. તું
ગર્ગ અને કાળ 175
Page #99
--------------------------------------------------------------------------
________________
તો વિશ્વવિજયી નેતા છે "
કાલયવને યુદ્ધનાં પરિયાણ કર્યા. ધરતી ધ્રૂજી રહી. દિપાલો ડોલી રહ્યા. સાક્ષાત્ કાળ ઊતરી આવ્યો હોય, એમ ચારે તરફ હાહાકાર વરતી ગયો. કાલયવને ચોમેર કાળો બોકાસો નંખાવી દીધો. એનું નામ પડતું કે ભલભલા યોદ્ધાના હાથમાંથી તલવાર સરી જતી, એની હામ છૂટી જતી ! કાચાપોચા માણસો તો ત્યાં ને ત્યાં કરી તા.
મગધરાજ જરાસંધને કાલયવનની ચઢાઈના ખબર પડ્યા કે એણે પોતાનાં લશ્કરો ખેંચી લીધાં ને પોતાના દૂતોને એના દરબારમાં મોકલ્યા.
દૂતો મારફત જરાસંધે કાલયવનને કહેવરાવ્યું, ‘દુશ્મનનો દુશ્મન સહેજે મિત્ર! રાજનીતિની એ રીત છે. અમે યાદવોના શત્રુ છીએ; આપના એ રીતે મિત્ર છીએ. આપ કહો તો અમે મદદ કરીએ.’
‘મને કોઈની મદદ ન ખપે.’ કાલયવન જાણતો હતો કે યાદવોના વિનાશનું ગુરુ-પિતૃઋણ નંદા કર્યા પછી આ રાજાઓનો પણ સંહાર કરવાનો છે.
એક બાજુથી શિશુપાલ બીજી તરફથી જરાસંધ ત્રીજી તરફથી કાલયવન !
યાદવોનો સર્વનાશ હવે તો ઘડીના છઠ્ઠા ભાગમાં થયો સમજવો, રામ, કૃષ્ણ અને નેમ જેવાં છોકરાંથી તે શું થઈ શકવાનું હતું ? વસુદેવ, ઉગ્રસેન અને સમુદ્રવિજય જેવા બૂઢાઓની બુદ્ધિ આમાં કશું કામ કરી શકવાની નથી !
ખરેખર, યાદવોના સર્વનાશની ઘડી આવી પહોંચી, પીછેહઠ થાય તેમ નહોતું. તો તો એમનો ક્ષત્રિયધર્મ લાજે અને રામ અને કૃષ્ણ પરનો ગોવાળિયા હોવાનો આક્ષેપ સાચો ઠરે.
ત્યારે આગેકૂચમાં વિનાશ અવશ્ય છે. ગર્ગાચાર્યની આજ્ઞા છે કે યાદવ નામમાત્ર શેષ ન રહે. ભારે વિમાસણનો પ્રસંગ હતો.
કાલયવન પંખીને પિંજરામાં જોઈ નિશ્ચિત હતો. ત્યાં એક દહાડો એણે સાંભળ્યું કે યાદવો ભાગી રહ્યા છે !
‘નિર્બળ યાદવો ! નાતાકાત યાદવો !' બધેથી ફિટકાર થઈ રહ્યો. રણમાં પાછી પાની કરીને જીવવાનો શો અર્થ ? આ ફિટકાર વચ્ચે યાદવોએ ઝડપ કરી; જર-જવાહર મૂકી દીધાં, ને પોતાનાં જીવતાં જણને લઈને એ ભાગ્યા.
કમાલ કરી કાલયવન તેં !
ફિટકાર હજો એ નામર્દ યાદવો પર !
પણ ભાગ્યા એ ભડના દીકરા, એમ સમજીને યાદવો તો પાછું વાળીને જોયા વગર, શ્વાસ લીધા વગર ભાગ્યા અને સુરક્ષિત સ્થાનની શોધ કરતાં કરતાં જઈ પહોંચ્યા સૌરાષ્ટ્રમાં, ધન્ય ભૂમિ સૌરાષ્ટ્ર ! જ્યાં સિહણ ધવરાવે નિજ સુત જાળે, જ્યાં સાગર ગર્જે મોતીની પાળે.
વાર્તાકાર સાર્થવાહ વાત કરતાં થોભ્યો. આકાશમાં તારલિયા ચમકી રહ્યા હતા અને મથુરાના મારગ પર મીઠી મોરલી બજી રહી હતી. | વાર્તારૂપી મોદકની હજી આ તો પૂર્વતૈયારી લાગે છે !' શ્રોતાઓએ વાર્તાકારને પાણી ચડાવવા કહ્યું.
વાર્તાકારે પલાંઠી વાળી, વીરાસન લગાવ્યું, ખોંખારો ખાધો ને કહ્યું, ‘હવે વાર્તાના દરેક પાત્રને મેદાન પર લાવ્યો છું. મુચકુંદ રાજા, ગર્ગાચાર્ય, કાલયવન, યાદવનેતા રામ અને કૃષ્ણ.' પણ એટલામાં બધાની નજર એક ધમધમ વાગતા ઘંટડીના અવાજ પર ગઈ. | ‘કોઈ અભિસારિકા જતી લાગે છે !'
‘હા. ઝાંઝર એનાં વાગે છે. આ સ્ત્રીઓને જરાક નિર્ભયતા મળી કે જાણે નીકળી જ છે.”
‘પ્યાર ચીજ જ એવી છે. યાદવોના નેતા શ્રીકૃષ્ણ પણ યાદવો જરાક નિર્ભય બન્યા કે વધુ નિર્ભય બનાવવા પ્રસ્થાન કર્યું જ ને ! એ પણ પ્યારનો એક પ્રકાર જ છે. પ્યાર ચીજ જ એવી છે.'
શું કાળયવનને શ્રીકૃષ્ણ માર્યો ?” ‘હા, પ્યાર ચીજ એવી છે.” ‘માર નહિ, વીરતા કહો.'
‘વીરતા તો દુષ્ટમાં પણ હોય. વીરતા કરતાં પ્યારમાં વધુ બળ છે. એ જ ગોવાળોના પ્યારે શ્રીકૃષ્ણને કાલીય નાગ સાથે ઝંઝાવ્યા; પ્રજાના એ જ પ્રેમે એમને કંસ જેવા મહારથી સામે બાખડાવ્યા. અને યાદવો તરફના પ્રેમે એમણે પીછેહઠનું કલંક પણ વેઠવું. અને એ જ પ્યારથી કાલયવન જેવાને સંહાર્યો. શું કહું ભાઈ ! જાણે ચકલાએ બાજને સંહાર્યો.’
| ‘ભાઈ સાર્થવાહ ! ફક્ત મોઢાની મીઠાશ ન પીરસ. હવે વાર્તામોદક તૈયાર કરીને આપ.” શ્રોતાઓએ ઉત્સુકતાપૂર્વક કહ્યું.
176 D પ્રેમાવતાર
ગર્ગ અને કાળ D 177
Page #100
--------------------------------------------------------------------------
________________
23
કાંટે કાંટો કાઢ્યો.
સાર્થવાહે શ્રીકૃષ્ણ એકલે હાથે કાલયવનનો સંહાર કર્યાની શૌર્યકથાને આગળ વધારતાં કહ્યું :
શ્રીકૃષ્ણ એકલા જ મથુરાના ભયંકર વેરાન માર્ગ પર નીકળ્યા. મથુરાથી થોડે દૂર રહ્યા, ત્યારે આખો માર્ગ માનવ-કંકાલોથી બિહામણો બનેલો અને માનવમાંથી ગંધાઈ ઊઠેલો હતો. સ્ત્રીઓનાં ભગ્નકંકણોના ઢગ રચાયા હતા, અને સિંદૂરધારાની જેમ જ્યાં ત્યાં રક્તધારાઓ વહેતી હતી. કાલયવન ખરેખર કાલરૂપ જ હતો. જ્યાં જતો ત્યાં ત્રાસ વર્તાવી દેતો. લોકો એનું નામ સાંભળી ઘરબાર છોડી ભાગી જતાં.
સમી સાંજે કાલયવન અને તેના સાથીઓ સ્ત્રીઓને અને પશુઓને ખોજવા નીકળતા. શિકારી શિકાર ખેલવાની મોજ માણે એમ એ બધા બખોલમાંથી, કંદરાઓમાંથી, ઝાડીઓના ઝુંડમાંથી સંતાયેલાંઓને પકડી લાવતા અને એમના જીવન સાથે રમત રમતા. એક પક્ષને આનંદ જોઈતો હતો, બીજાને એમાં મોત દેખાતું હતું !
ગામેગામ અને નગરનગર યાદવોને અને શ્રીકૃષ્ણ-બલરામને ભૂંડી રીતે યાદ કરતાં હતાં, “અરે , આ લોકોએ કંસને છંછેડ્યો ન હોત તો આવી બધી રામકહાણી રચાત નહિ ! ખરેખર ! આપણને તો મરે નહિ તો માંદો થાય એવું જ થયું ! જરાસંધ સાથે વેર હ્યું. આપણે કરવા દીધું, ને બાહોશ જરાસંધે આ કાલયવનની ઉપાધિ ઊભી કરી.”
મથુરામાં કાલયવન પેઠો કે જરાસંધી સેના મગધ ભેગી થઈ ગઈ. કાલયવન યાદવોના નાશ માટે એકલો બસ હતો. જરાસંધ તો મગધમાં પહોંચી જઈને નિરાંતે સુતો.
પણ યાદવો કંઈ પાછા પડે એવા ન હતા. એ મુત્સદીની ચાલે ચાલ્યા અને મથુરાના પ્રદેશોમાંથી હિજરત કરીને ચાલતા થયા. યાદવો આમાં ખૂબ હીણા
દેખાયા. બહાદુરો કદી પીછેહઠ ન કરે. શ્રીકૃષ્ણ ને બલરામના માથે પણ મોટું કલંક આવ્યું. અને ઉગ્રસેન અને રાજા સમુદ્રવિજયના ધોળામાં ધૂળ પડી ! બધેથી એમના ઉપર ફિટકાર વરસી રહ્યો. સહુ કહે, કાલયવનના હાથે હવે મરવાનું તો છે જ; એ કોઈને છોડે એવો નથી; તો પછી વીરતાથી મરવું હતું ને !
એક દહાડો અનેક રમણીઓ સાથે રમી રહેલા કાલયવનના સૈનિકોએ બંસીનો નાદ સાંભળ્યો. જમનાજીના કાંઠા પરથી એ આવતો હતો
કેવો કામણગારો એ વેણુનાદ ! વાછરડાને જોઈ ગાય સ્વયં આત્મવિભોર બની જાય, એમ એ નાદ સાંભળીને કકળાટ કરતી બધી સ્ત્રીઓ શાંત થઈ ગઈ. જે પોતાની દેહને સ્પર્શ કરતા આ યવનોને નાના કોમળ હસ્તથી દૂર હડસેલવાનો નિરર્થક પ્રયત્ન કરતી હતી, એ સાવ શાંત થઈ ગઈ ! ન બોલવું, ને ચાલવું.
“અરે ! આ તો અમારા કહાનની બંસરીનો નાદ ! અમારો કહાન આવ્યો!” સ્ત્રીઓ બોલી ઊઠી, “અમારા મનનો મોરલો ને દિલનો સંગી આવ્યો. આ દાનવોની અમને હવે લેશમાત્ર પણ ચિંતા નથીઅમારો પ્રાણસખા આવી પહોંચ્યો.'
યવનો સ્તબ્ધ થઈ ગયા. એક માણસ તરફની આવી અજબ પ્રીત તેઓએ જિંદગીમાં ક્યારેય જોઈ નહોતી.
એક યવન સૈનિકે એક રમણીનો હાથ પકડ્યો,
એ રમણીએ પોતાનો હાથ એના મોંમાં મૂકતાં કહ્યું, ‘હાથ પકડે છે શું કામ? ખાઈ જા ને આખો ને આખો ?' ને રમણીએ પોતાનો આખો હાથ સૈનિકના મુખમાં મૂકી દીધો.
અરે ! પળમાં આ શું થઈ ગયું ? સૈનિકો ઘડી પહેલાંની સસલી અત્યારે સિંહણ બનેલી જોઈ આશ્ચર્ય થયું.
‘સંભળાતો નથી, રે મૂર્ખ ! કહાન વેણુ વગાડે છે.' * કોણ કહાન ?” ‘અમારો સખા.” સ્ત્રીઓ બોલી. ‘તમારો સખા એટલે જરાસંધનો શત્રુ કે ?'
કહાન દુષ્ટોનો શત્રુ અને સજ્જનોનો મિત્ર છે. પણ જે એની વેણુ સાંભળે એને કોઈ શત્રુ નથી રહેતા, કોઈ મિત્ર રહેતા નથી !'
‘ઘેલી સ્ત્રીઓ.’ બોલશો મા ! સાંભળો, આ આવે વેણુનાદ !' દાનવોએ વેણુનાદ સાંભળ્યો. એ બોલ્યા, ‘આ તો યાદવોનો નેતા કૃષ્ણ લાગે
કાંટે કાંટો કાઢચો 79.
Page #101
--------------------------------------------------------------------------
________________
છે ! સાંભળ્યું છે કે એ વેણુ બડી ભારે બજાવે છે !'
યોદ્ધાઓ કંઈક નરમ બન્યા, એમને પણ આવી વેવલી સ્ત્રીઓમાંથી રસ ઓછો થયો; આસવમાંથી પણ જાણે કેફ ચાલ્યો ગયો હોય તેમ લાગ્યું.
વાહ રે કંસવિજેતા ! તારી વેણુમાં આટલી મીઠાશ છે, તો તારી કટારીમાં તો કેટલો સ્વાદ ભર્યો હશે ! ધુતારો નહીં તો ! અમારાં કાળજાં કાપનારી એ વેણુકટારી ' સ્ત્રીઓ બોલી.
દાનવો આ સાંભળી રહ્યા, “ઓહ ! સ્ત્રીઓનાં કાળજાં કાપનારો કુણ અને છતાં એ કેટલો વહાલો ! અજબ ગજબ !'
શું અજબ ? ગજબ છે એ કનૈયો, પકડો એને !' કાલયવનનો ભયંકર અવાજ આવ્યો.
સિપાઈઓ દોડ્યા કનૈયાને પકડવા. સ્ત્રીઓ દોડી કનૈયાને પકડવા !
પણ આશ્ચર્ય ! સિપાઈઓ બિચારા ભાન ભૂલીને કૃપણને બદલે સ્ત્રીઓને પકડીને ઊભા હતા, અને વેણુ તો હજી પણ દૂર દૂર બજતી હતી.
‘હજુર ! આ કનૈયો રહ્યો !' સ્ત્રીઓને પકડી યવન સૈનિકો રાજા કાલયવન સામે આવીને ઊભા !!
‘મૂર્ખ લોકો ! આ તે કનૈયો છે કે સ્ત્રીઓ છે ?' શું સ્ત્રીઓ છે ?' સિપાઈઓ બિચારા ભોંઠા પડી ગયા..
સ્ત્રીઓ તો હજી પણ શાંત ઊભી હતી, એ બોલી રહી હતી, ‘યાદ કરો ને કંસવિજેતા કૃષ્ણને ! યાદ કરો વૃંદાવનમાં વેણુ વગાડતા કનૈયાને, એના વેણુનાદથી તો તમે દુઃખમાત્ર ભૂલી જશો. વ્યર્થ લાગશે બધી રાજ સંપત્તિ ! વ્યર્થ લાગશે કૂતરાંબિલાડાં જેવાં આ વેર-વિરોધ ! પ્રેમ, પ્રેમ ને પ્રેમ !'
ખબરદાર, કોઈ યવન સૈનિક આ દેશની સ્ત્રીઓને સ્પર્યો છે તો ! પકડો કનૈયાને ! ઓ જમનાને કાંઠે બેઠો બંસી બજાવે.’
ફરી આજ્ઞા છૂટી. વેણુનો નાદ હજી આવી રહ્યો હતો. ભયભીત સૈનિકો એ દિશામાં દોડ્યા. થોડી વારમાં બાથમાં કશુંક લઈને આવ્યા.
‘હજૂર ! આ રહ્યો કલમૂહો કનૈયો !' સૈનિકો બોલ્યા. | ‘નાલાયકો ! આ તો મથુરાના કનૈયાના પાળેલા લાલમુંહ વાનર છે ! વારુ, હવે હું જાતે એનો પીછો લઈશ અને એને આખો ને આખો રાંધી ખાઈશ! જય મહાગુરુ ગર્ગ !' ને કાલયવને કૃષ્ણનો પીછો પકડવા કદમ ઉઠાવ્યા.
180 D પ્રેમાવતાર
કનૈયાના મુગટનો મોરપીંછ દેખાતો હતો પણ કનૈયો દેખાતો ન હતો.
કાલયવને જમનાના કાંઠે દોડવા માંડ્યું. બંસીના સૂર પણ દૂર દૂર ભાગવા માંડ્યા. કનૈયાનો મોરપીંછ મુગટ પણ દૂર દૂર દોડતો દેખાવા લાગ્યો.
કાલયવને બરાબર પીછો કર્યો. એની દોડ પાસે તો ભલભલા વાઘ-ચિત્તા પણ પાછળ પડી જાય.
આ પકડ્યો ! આ પકડ્યો ! ને કાલયવન જેવો એ મુગટધારી વ્યક્તિને બાથમાં પકડવા જાય કે નીચેથી મથુરાનો એક લાલમૂહ વાનર નીકળી આવે !
કાલયવન ખીજ માં વાનરને માંકડની જેમ મસળી નાખે, ત્યાં ફરી પાછા બંસીના સૂર આવે. કાલયવન ત્યાં જુએ તો વળી પાછો મોરમુકુટધારી કનૈયો દેખાયો.
કાલયવન જેવો છલાંગ મારીને એને પકડે અને જુએ તો કનૈયો ન મળે; ફક્ત મુગુટ પહેરેલો ગોપ મળે !
કાલ થંભી ગયો. નિરાશા કે નિષ્ફળતા એણે જીવનમાં જાણી નહોતી. એણે વિચાર્યું કે કનૈયાના નામે મને કોઈ મૂર્ખ બનાવી રહ્યું છે ! મારે મૂર્ખ બનવું ન ઘટે ! પહાડથી પાછા ન હઠનારે તણખલાથી તોબા પોકારવી ન પડે, એ જોવું જોઈએ. માંકડાં મદારીને રમાડી ન જાય, તેની તકેદારી રાખવી ઘટે .
એ પાછો વળવાની તૈયારી કરતો હતો, ત્યાં ફરી બંસીના સૂર સંભળાયા, ફરી કનૈયો દેખાયો !
કનૈયો ?' કાલ ગર્યો ને એણે છલાંગ મારી.
એ છલાંગ ભયંકર હતી. એ ગર્જના હાડ થિજાવી નાખે એવી હતી. પાસે ફરતો ચિત્તો બીકથી બોડમાં મોં ઘાલી ગયો.
“એક છલાંગ પકડ્યો સમજો ! બસ, એ જ લુચ્ચો કીયો !' કાળયવને હાથથી એને બાથમાં લીધો, પણ અરે આ શું ?
કનૈયો આખો જાણે માખણ ! માખણ ! હાથમાંથી સરી ગયો અને સીધો મથુરાના માર્ગ પર દોડવા લાગ્યો !
આગળ કનૈયો ! પાછળ કાલ ! સૂરજ આથમણા આભમાં ઊતરવા લાગ્યો, તોપણ બંનેની દોટ ચાલુ જ હતી!
“આ પકડ્યો ! ઓ પકડ્યો !' ને કાલ નજીક જઈ પહોંચ્યો. પણ કનૈયો તો એના બે પગ વચ્ચેથી સરકીને ગીચ ઝાડીમાં ઊતરી ગયો !
કાલ ઝાડીમાં ઘૂસ્યો; હવે એ ખરેખર કાલ જેવો વિકરાળ બની ગયો હતો; કણને હાડકાં સાથે ખાઈ જવાના નિરધારમાં હતો.
કાંટે કાંટો કાઢવો L 181
Page #102
--------------------------------------------------------------------------
________________
કાલયવનની રાખ ત્યાં શેષ રહી.
સૂતેલો માણસ રાજા મુચકુંદ હતો. એ પણ બેઠો થઈ ગયો. પડખેથી એ વખતે શ્રીકૃષ્ણ દેખા દેતાં કહ્યું, ‘હે રાજા ! તમે તો યાદવોના ગુરુપુત્રને હણ્યો! ગજબ કર્યો!”
કૃષ્ણ !' રાજા મુચકુંદ બોલ્યો, ‘હું દેવોનું વરદાન લઈને સૂતો હતો. અગ્નિની અહીં ચોકી હતી. વગર રજાએ પ્રવેશ કરનારને આ સજા યોગ્ય હતી.”
‘પણ મહાશય ! આપે આ કૃત્યથી આખા ભારતવર્ષને આપનું વિરોધી બનાવ્યું.’
‘શા માટે ?' રાજા મુચકુંદે પૂછયું.
કાલયવન દક્ષિણના યવન રાજાનો પુત્ર છે. એને ભસ્મીભૂત કરીને તો આપે આખા દક્ષિણ સાથે વેર બાંધ્યું. વળી એ યાદવોના પુરોહિત ગર્ગાચાર્યનો પુત્ર છે. યાદવો એમને પૂજે છે.'
ઓહ કૃષ્ણ ! મને આવી ખબર નહોતી. કાલયવન અહીં શું કામ આવ્યો
હતો ?”
પણ કૃષ્ણ હવે સાતતાળીની રમત રમવા માંડી હતી. ઘડીક ઝાડીમાં, ઘડીક ટેકરામાં, ઘડીક મેદાનમાં ! કાલ દોડીને એના વાળનો ગુચ્છો પકડે, તો વાળ સમૂળગા નીકળી આવે! નકલી વાળનો ગુચ્છો હાથમાં રહી જાય; ને કનૈયો ક્યાંય સરકી જાય !
કાલે હવે બળ છોડી કળથી કામ લેવાનો વિચાર કર્યો. આડો એક ટેકરો હતો. ટેકરા તરફ કનૈયાને આંતર્યો. ટેકરામાં પોલાણ હતું. એ જોઈને કાલ રાજી થયો. કનૈયાને એ પોલાણમાં ભિડાવું. પછી બેટો ક્યાં થઈને બહાર નીકળશે !
અને ખરેખર ! કાલની યુક્તિ સફળ થઈ. આડોઅવળો ભાગતો કનૈયો આખરે બચવા માટે ગુફામાં દોડી ગયો. કાલયવન રાજી થયો; છલાંગ મારીને ગુફાના મુખ પર જઈને ઊભો. એણે ઘોર હાસ્ય કર્યું અને પછી ધીરે ધીરે મક્કમ પગલે એ ગુફામાં પેઠો. ગુફામાં શીતળ સુસજ્જ ખંડ આવેલા હતા, પણ માણસ ત્યાં કોઈ નહોતું! ન જાણે કેટલાંય ખાદ્ય-પેય ત્યાં પડ્યાં હતાં.
ભૂખ્યા ને શ્રમિત કાલે ઊભા ઊભા પેટ ભરીને ભોજન લઈ લીધું, ને મન ભરીને આસવ પીધો. ‘ઉંદર દોડી દોડીને છેવટે ક્યાં જવાનો છે ?” કાલે સ્વગત કહ્યું, ને ચારેક ખંડ વટાવતાં જોયું તો એક ખૂણામાં શાલ ઓઢીને કોઈ સૂઈ રહ્યું હતું!
‘એ જ લુચ્ચો કનૈયો ! આખરે થાકીને ઢોંગ કરીને સૂતો છે ! મારી નજરમાંથી બચી જવાની એની આ ચાલાકી છે !”
કાલયવન આગળ વધ્યો. કનૈયો જ્યાં શાલ ઓઢીને સૂતો હતો, ત્યાં ગયો. અને લાત મારતાં એણે કહ્યું, ‘રે કનૈયા ! હવે તારું આવી બન્યું !'
લાતનો પ્રહાર થયો, છતાં સૂતેલો કનૈયો ન જાગ્યો. કાલે ફરી લાત જમાવી, ‘ઊઠ ! ઓ ગંડુ !'
અને સૂતેલો કનૈયો સફાળો બેઠો થયો. રે ! આ તો કનૈયો નહિ, કોઈ બીજો લાગે છે ! એણે જોરથી બગાસું ખાધું. આખી ગુફા બગાસાથી ગરમ ગરમ થઈ ગઈ!
‘કોનો કાળ ખૂટ્યો છે ?* જાગેલા માણસે ગર્જના કરતાં કહ્યું. ‘તારો કાળ ખૂટ્યો છે ! હું કાલ, મારી સામે જો !” કાલયવને કહ્યું.
જાગેલા માણસે ધીરેથી આંખ ઉઘાડી, પણ આંખ ઉઘાડતાંની સાથે એમાંથી પીંગળી જ્વાલાઓ નીકળી !
અને કાલયવન કશું સમજે કે બોલે એ પહેલાં અગ્નિની જ્વાળાઓ એને ઘેરી વળી. એણે વેદનામાં ભયંકર ચીસ પાડી.
ગુફા ધણધણી ગઈ અને જ્વાલાઓ એટલી વધતી ગઈ કે થોડી વારમાં
“મને ખબર નથી, પણ એટલી ખબર છે કે દેવોને અપ્રિય એવી બ્રહ્મહત્યા આજે આપના હાથે થઈ ! એ આચાર્ય ગર્ગના વીર્યનો પરિપાક હતો; અને, આપ જાણી લો કે ઓ રાજા જરાસંધ અને શિશુપાલનો સાથી-મિત્ર હતો.'
‘તો મારે શું લડવું પડશે એ બધા સાથે ?' ‘અવશ્ય !* ‘પણ મારે તો મોક્ષ જોઈએ છે, યુદ્ધ નહિ, કંઈક માર્ગ બતાવો, શ્રીકૃષ્ણ!”
‘આપના માટે એક જ માર્ગ છે. આપ આ સ્થળ છોડી દો; ઉત્તરના છેડે છેક હિમાલયમાં પહોંચી જાઓ !”
‘મને ત્યાં વિષ્ણુદર્શન થશે ?” ‘અવશ્ય. ‘તો હું અત્યારે જ વિદાય લઉં.’
ને રાજા મુચકુંદ ગુફાનો ત્યાગ કરીને ચાલતો થયો. જે એક કાંકરે બે પક્ષી મારે એનું નામ જ શ્રીકૃષ્ણ ! આવી રીતે મથુરા-દ્વારિકાનો માર્ગ નિર્ભય બન્યો.
સાર્થવાહે પોતાની વાર્તા પૂરી કરી. આખી રાત એ માર્ગે પ્રવાસીઓ આવતા-જતા રહ્યા હતા.
182 D પ્રેમાવતાર
કાંટે કાંટો કાઢો 183
Page #103
--------------------------------------------------------------------------
________________
24
એકલસંગી નેમ
દ્વારિકામાં યાદવો ઠરીઠામ થયા છે. જીવનની અશાંતિનો ઊકળતો સાગર હવે શાંત થઈ ગયો છે; અને સૌનાં અંતરમાં શાંતિની સમીરલહરીઓ લહેરાવા લાગી છે. મથુરા-વૃંદાવનનાં વાસીઓને આ ભૂમિ એવી ભાવી ગઈ છે કે એમને પોતાના દેશનાં સ્વપ્નાં પણ હવે આવતાં નથી; અને આવે છે તો માત્ર ભૂતકાળની સ્મૃતિ રૂપે જ આવે છે.
દ્વારિકાનો કનકકોટ સૂર્યના તેજની સાથે સ્પર્ધા કરે છે, ને એની અલબેલી વીથિઓ સ્વર્ગની શોભા લઈને ખડી છે. શાંત સાગર રોજ જેના ચરણ ચૂમે છે, પરાક્રમી સાવજો જેના પ્રદેશમાં નિરંતર ગર્યા કરે છે, હિમાલય જેવો રવત જ્યાં આભને થોભ દેતો પહેરો દઈ રહ્યો છે, એ પ્રદેશ અજબ રીતે નિર્ભય છે, શાંત છે, સ્વસ્થ છે !
અકાળે શત્રુની કોઈ શંકા નથી, મોતની એકાએ ક કોઈ આશંકા નથી.
ફરી યાદવો અને ગોપો બંસી છેડી બેઠા છે, ફરી ગોપીઓ અને યાદવ સુંદરીઓ ગરબે રમવા હરિયાળી વનકુંજોમાં ઘૂમી રહી છે.
ગાય એ અહીંનું નાણું છે, જેની પાસે જેટલી ગાયો વધુ, એ એટલો વધુ શ્રીમંત, ગાયોના સમૂહને વ્રજ કહે છે.
એક વ્રજ માં અનેક ગાયોની ગણતરી થાય છે. એવા અનેક 2જો અહીં છે. ગોદોહની વેળા અને ગાયોને પાછા આવવાનો ગોરજ સમય અહીં પવિત્ર લેખાય છે. યાદવગુરુ ગર્ગાચાર્યના બ્રાહ્મમુહૂર્ત કરતાં આ બે મુહુર્તા વધુ સુભાગી ગણાય છે!
કેટલીય ગાયોનું મૂલ્ય અહીં હિરણ્યમાં અંકાય છે.
તલવાર, તીરકામઠાં, પરશુ, મુગર, કટારી ને યષ્ટિકા અહીંની જનતાનાં મુખ્ય આયુધો છે, છતાંય યુદ્ધમાં મલ્લકુસ્તી ખાસ મહત્ત્વની લેખાય છે.
હવે રાજ કાજ નિર્ભય રીતે ચાલે છે; વાણિજ્યમાં પણ કંઈ વાંધો નથી. મહાશત્રુ કાલયવનના નાશની દંતકથા ચમત્કારિક રીતે લોકજીભે રમતી થઈ છે. લોકોને ચમત્કારમાં વિશેષ રસ છે, અને એના અધિષ્ઠાતા શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણ પર પ્રજા વારી જાય છે. પોતે રાજા ન હોવા છતાં શ્રીકૃષ્ણ પ્રજાના નેતા, લોકહૈયાના હાર બની રહ્યા છે.
નેમ પણ હવે શસ્ત્ર, અસ્ત્ર અને સંગ્રામથી નિવૃત્ત થયા છે. એમણે યુદ્ધોમાં ભાગ લીધો હતો અને પોતાની ફરજ પૂરી કરી હતી, પણ એમાં વેર કરતાં કરુણા એમના હૃદયને વધુ ભરી રહી હતી : ધિક્કાર કરતાં પ્રેમની લાગણી વિશેષ કામ કરતી હતી.
એમનું અંતર સદોદિત પોકાર પાડી કહ્યું છે. રે ! શા માટે આ સંસાર વૈરાગ્નિથી ભડભડતું અરણ્ય બની રહે ? અને આમ ચાલ્યા કરે તો સંસારમાં જીવન શું ? ધર્મ શું ? પ્રેમ અને સ્નેહ શું ? પરસ્પરના વેરથી જન્મતું યુદ્ધ સંસારમાં પાછળ શું મૂકી જાય છે ? વૈરના અંગારામાંથી જ્યારે દેવતા બુઝાઈ જાય છે, ત્યારે પાછળ કેવળ કાળા કોલસા ને રાખોડી જ શેષ રહે છે. યુદ્ધો જો ચાલુ રહ્યાં તો સંસાર સ્મશાન થઈ જવાનો !.
સંસારને સ્વર્ગથી પણ અધિક બનાવું, એ મારું સ્વપ્ન શું અફળ જશે ? ના, ના. સ્વપ્ન સહુ સાચાં થશે.
કુમાર નેમ સૌરાષ્ટ્રની મીઠી મનોહર ભૂમિમાં આવા આવા મનોરથો સેવતો ઘૂમે છે. એને હવે ઘરમાં ભરાઈ રહેવું ગમતું નથી. વસ્તી એને ગૂંગળાવે છે. સમય મળ્યો કે એ બહાર નીકળી પડે છે, અને વન-જંગલોમાં ઘૂમ્યા કરે છે. વન-જે ગલો એને વધુ આશ્વાસન આપતાં લાગે છે, પુર ને પાટણ એને રુચતાં નથી !
એ કદી રેવતાચલ પર્વત પર ચાલ્યો જાય છે. વર્ષાની ઋતુ છે. આકાશમાં વાદળાં ગોરંભાયાં છે. મોર મીઠા ટહુકાર કરે છે, ને ઝરણાં કલકલ રવ કરતાં દોડ્યાં જાય છે. તેમનો શાંતિ ઝંખતો આત્મા અહીં ભારે આસાયેશ એનુભવે છે.
સામે આકાશ ઇન્દ્રધનુનાં તોરણ બાંધે છે. ધરતી હરિયાળી રંગની ઓઢીને નૃત્ય કરે છે. દાદુર મૃદંગ બજાવતાં ને ગિરિવરમાંથી પડતા જળધોધ પાયલ બજાવતાં ભાસે છે. તેમનું મન પોકારી ઊઠે છે : ‘સર્જનની આ દુનિયામાં સંહારના પોકાર કેવા અકારા લાગે છે ! માણસનું બળ સંસારને કુરૂપ બનાવવા વપરાય એ બળનો દુરુપયોગ લેખાય, માણસની શક્તિ બીજાની હસ્તી મિટાવવા પ્રયત્ન કરે , એ આસુરી શક્તિ હોવી ઘટે.’ ‘સંસારના ઉત્થાનનો અને વિશ્વની શાંતિનો એક જ માર્ગ પ્રેમ, સ્નેહ, સહુમાં
એકલસંગી નેમ 0 185
Page #104
--------------------------------------------------------------------------
________________
આત્મભાવ, મને સુખ ગમે, તો અન્યને પણ સુખ ગમે; મને દુ:ખ ન રુચે તો અન્યને પણ એ ન રુચે.
માણસ માણસનો સખા છે. માણસ માણસનો શત્રુ નથી. ‘જ્યાં માણસ બીજાનું લેવા માગે છે, ત્યાં યુદ્ધ છે.
જ્યાં માણસ પોતાનું આપવા માગે છે, ત્યાં પ્રેમ છે.'
તેમની કામણગારી કીકીઓ આખા વનપ્રદેશ પર ઘૂમે છે. એ કીકીમાં સંજીવની વસે છે. સુકાતાં ઝાડ ખીલી જાય છે, ને કરમાતી કળી ફળ આપવા લાગે છે.
સંસારના માનવી જે સમજ્યાં નથી. એ આ ઝાડપાન સમજ્યાં છે. વૃક્ષ ઝૂમી ઝૂમીને આવકાર આપે છે : ‘અર્પણ અમારું જીવન છે. આવો, અમારાં ફળ તોડો, ખાઓ !'
ફૂલ પણ પાછું હતું નથી. ભ્રમરસેનાનો ધસારો વધુ છે. પણ એ તો ઝૂમી રહ્યું છે, ને કહે છે, “આવો ! જીવનનાં ઝેર ઉતારવા આ અમારો મીઠતાં મધુ લો.’
“વાહ ! જેને લોકો જડ જેવું કહે છે, એ વૃક્ષ આપવાનો મહિમા પિછાણે છે; જેને માનવી નગણ્ય લેખે છે એ ફૂલ પણ સ્વધર્મ સમજે છે; અને કુદરતની મોટી કરામત જેવો માનવી સંસારની સઘળી ન્યામતો ભૂલી ગયો છે ! આપવું એ જીવનનો મોટામાં મોટો આનંદ. આ આનંદ જંગલનાં ઝાડ જાણે છે, પહાડનાં ઝરણાં પિછાણે છે. બગીચાનાં ફૂલ જાણે છે, એક માનવી એને ભૂલતો જાય છે !
માનવી સંસારની મોટી દોલત; એ દોલત પોતાનું દિલ બગાડી બેઠી છે; અને તે કારણે માણસ સાપ કરતાં ઝેરી, શિયાળ કરતાં વધુ લુચ્ચો અને બિલાડી કરતાં વધુ ચોર બન્યો છે !
કુમાર નેમ ઊંડા વિચારમાં પડી ગયા. એમને રાજવી કંસ યાદ આવ્યો, ભંડામાં ભૂંડી એની પ્રકૃતિ યાદ આવી. જો એ ભીરુ ન હોત તો ? માણસ શું ખોટો હતો?
રાજા જરાસંધ ! એની અપ્રતિમ શક્તિ ! અજબ બૃહવિજ્ઞાની એની વિશાળ સેના ! ભૂખી નાગણ જેવી એની મહત્ત્વાકાંક્ષાઓ ન હોત તો સો ટચના સોના જેવો હતો એ રાજવી ! યુદ્ધપ્રિય ન હોત તો એના પરાક્રમથી સંસાર ભયંકર સ્મશાન નહિ પણ મનોહર ફૂલવાડી બની રહેત !
શિશુપાળ શક્તિનો સાગર છે. પૃથ્વીની તમામ આશક્તિઓનો એ ઉદ્ધાર કરી નાખત; પણ વાડને જ ચીભડાં ખાવાનો શોખ જાગે ત્યાં કોને ફરિયાદ કરવી?”
જે આધાર કહેવાય એનાથી અનાથતા સરજાય છે, જે અશરણ-શરણ કહેવાય
એ જ શરણાગત સરજે છે ! જે પ્રતિપાળ કહેવાય, એ જ પ્રતિપક્ષ કરે ! આના જેવી સંસારની બીજી કરુણતા કઈ ?
આ દવજલતા સંસારમાં મારું કર્તવ્ય શું ? -કુમાર નેમે સ્વયં પ્રશ્ન કર્યો.
સામે પહાડે પડકાર કર્યો. તું અજેય થા ! અજેયતા જગતને શિખવાડે ! ગરીબીને નમે નહિ, ગરીબને દમે નહિ, વિષયને છબે નહિ, વિરાગને છોડે નહિ - તું એવો અજેય થા.
ઝરણાંએ કહ્યું, ‘તું રાજા થા. પૃથ્વીને પખાળ.’ પંખી બોલ્યાં, ‘તું મહાયોદ્ધો થા. દુષ્ટોને માર !” સાબર વઘાં, ‘તું દ્રવ્યવાન થા, ગરીબોને આપ !' સિંહ ગર્યો, ‘તું સિંહ થા. વરુઓને હણી નાખ !'
નાનો નેમ પોતાના આ મિત્રોની મૂકે વાણી સાંભળી રહ્યો. રે આ જંગલ, પહાડ, પંખી, પ્રાણી મને કેવો પ્યાર કરે છે ! માનવ સંબંધીઓ કરતાં આ મૂક સંબંધીઓ શું ઓછાં વહાલસોયાં છે !
નેમ તેઓને જવાબ આપી રહ્યો, ‘મારા ઝરણ ! હું રાજા નહીં થાઉં. ઐહિક સત્તા ને ભૌતિક સંપત્તિ મને પ્રિય નથી. રાજ કાજ ના કીચડમાં પડું તો સ્ફટિક જેવા જીવનથી હું વંચિત બનું ! હું રાજ તજીશ, પાટ તજીશ, વૈભવ ને વારસો છાંડીશ અને તારા જેવો નિર્મળ થઈને જીવીશ.'
પંખી આગ્રહ કરતાં બોલ્યા, ‘અમારી વાત માની જા, પ્યારા નેમ !' | શી રીતે માનું ? તમે ક્યાં કદી કાલ માટે ભંડાર ભરો છો ? અને તમે પાંખ આવ્યા પછી તમારા માળા કેદી જાળવ્યા છે ? વાસી સંપત્તિ મને કેમ પસંદ પડે ? સોનાનું તોય પિંજર. હીરા-મોતીનું તોય સિંહાસન. તમને પિંજર કદી ગમ્યાં છે ? તો પછી મને સિંહાસન કેમ ગમે ? ઉદારતા તમારી કેવી છે ! પારધી રોજ તમને પકડે છે, પણ કોઈ દહાડો તમે એની જાળ ખાલી રાખી ? જાળ મૂકીને એ પારધી પોતે મૃત્યુજાળમાં સપડાય છે, છતાં તમે તો તેટલાં ને તેટલાં રહો છો.’
સાબર કૂદતાં આવ્યાં, બોલ્યાં : ‘રાજન ! અમારી વાત માન !'
કઈ રીતે માનું ? પહેલાં કાદવમાં પગ ઘાલું ને પછી પાણીથી ધોઈને સ્વચ્છ કરું, એના કરતાં કાદવથી દૂર રહું એ કેવું ઉત્તમ ! જે ભિક્ષુક છે એનો ભર્યો ભંડાર છે; જે ત્યાગી છે, એનું ધન આખું જગત છે ! દ્રવ્યવંત જેવો ભિખારી મેં જગતમાં જોયો નથી. એ દ્રવ્યની લાલસામાં પોતાના મનને ભિખારી કરે છે અને જેને દ્રવ્ય ધીરે છે એને પણ ભિખારી બનાવે છે. ત્યાગ એ મોટું દ્રવ્ય છે; ને ત્યાગી સંસારનો સાચો શ્રીમંત છે, જેના ચરણ મોટા મોટા શ્રીમંતો પણ ચૂમે છે !'
એ કલસંગી નેમ B 187
186 પ્રેમાવતાર
Page #105
--------------------------------------------------------------------------
________________
સિંહે ત્રાડ પાડી. વનવસ્તી ગાજી રહી.
નમે કહ્યું, ‘ભાઈ સિંહ ! દેહબળની કશી કિંમત નથી. એ દેહબળ ગુલામનું ગુલામ છે. સાચું બળ આત્મબળ છે, જે કોઈનું ગુલામ નથી. સ્વાર્થ જ્યાં છે, ત્યાં દુષ્ટ કોણ નથી ? એક એકનો દુમન છે. તારું પરાક્રમ નાશમાં નહિ, સર્જનમાં વપરાવું ઘટે.'
નેમ આમ પંખી, પાણી, સાબર, સિંહ સાથે મનોમન વાતો કરતો અટવીમાં ઘૂમ્યા કરે છે ! ઉત્તરાપથની અનેક અટવીઓમાં એ ઘૂમ્યો હતો, પણ ત્યાં એને આટલી શાંતિ લાધી નહોતી. આખો પ્રદેશ જાણે ઊકળતા ચરુ જેવો બની બેઠો હતો; ક્યાંક અત્યાચાર, ક્યાંક અનાચાર, ક્યાંક ખૂનખરાબી !
અહીંનાં જંગલોમાં એને અપૂર્વ શાંતિ લાધી હતી, અને એ શાંતિ જગતને લાધે એનો વિચાર કરવાની અપૂર્વ તક પણ અહીં મળી હતી ! એને લાગતું કે શાંતિમાં સર્જન છે, યુદ્ધમાં વિસર્જન છે.
નેમની રાંગમાં અશ્વ છે, ખભા પર ધનુષબાણ છે, આંખમાં હજી ચમકાર છે, કાનમાં હજી ભણકાર છે, પણ ધીરે ધીરે એ બધું છૂટી રહ્યું છે. એનું મન પ્રસન્નતા અનુભવી રહ્યું છે ! - સવારનો સૂરજ આભમાં ચડી રહ્યો છે, ને નેમ આજે પહાડનાં શિખરો ઓળંગી રહ્યો છે. એને એકાંત જોઈએ છે; એવું એકાંત કે જ્યાં આત્મા આપોઆપ વાચા ખોલે; અને નકલી વાચા પોતાની વાચાળતા ભૂલી જાય !
આ પહાડ તો યોગભૂમિ છે. અહીંની ગુફાઓમાં ઠેર ઠેર યોગીઓના આવાસો આવેલા છે; ને પર્વતવાટે યોગીઓના અનુયાયીઓની લંગાર લાગી ગઈ છે, યોગીઓના જયજયકારથી કંદરાઓ ગાજી રહી છે.
કેટલાક યોગીઓએ સત્યાનાશની સોદાગરી આદરી છે. સુવર્ણ, જેનાથી આત્મા આવરાયો, એની લાલચ ભક્તોને આપી છે, ને સંતતિ, જેનાથી સંસારવેલ પાંગરી, એનો લાભ દેખાડ્યો છે. આત્માર્થી પાસે એક ભક્ત નથી, અને આવા દ્રવ્યાર્થી યોગીઓ પાસે ભક્તોની ભીડ જામી છે. એનો મહિમા દિગંતે ગાજે છે !
સુવર્ણ ગુફાનો યોગી ચમત્કારી લેખાય છે. સુવર્ણવલ્લી એની પાસે છે. લોઢાના પાત્ર પર બે ટીપાં નાખે તો સુવર્ણ થઈ જાય છે !
લોક ટીપાં પામીને પાસેના લોહને સુવર્ણ બનાવી લે છે, પણ એનાથી એમની તૃષા એથી તુષ્ટ થતી નથી; ઊલટી તૃષા વધુ તપે છે, એ તો આખી સુવર્ણવલ્લીને ઉપાડી જવા ચાહે છે ! રૂપાળા નેમને નીરખી લોકો કહે છે, “રે કુમાર ! શું સુવર્ણ માટે આવ્યો છે ?
188 પ્રેમાવતાર
ચાલ સુવર્ણના યોગી પાસે.’
એ મારી ભૂખ ભાંગશે ?” ‘જરૂર. હજારોની ભાંગી છે ને !' ‘પણ મારી ભૂખ તો કોઈથી ન સંતોષાય એવી મોટી છે !'
‘તો યાર, આપણે એ સુવર્ણવલ્લી જ ઉઠાવી જ ઈએ. યોગી કોઈને એ બતાવતો નથી. પણ એની ગુફામાં ક્યાંય ને ક્યાંય એ જરૂર હોવી જોઈએ.’
‘ કેવી રીતે ઉઠાવી જઈશું.' નેમે હસતાં હસતાં પ્રશ્ન કર્યો. એ સંસારની સ્વાર્થી ભક્તિનું સ્વરૂપ નીરખી રહ્યો.
‘રાતે યોગીને સંહારીને. હું ગળું દબાવીશ. તું સુવર્ણવલ્લી ઉઠાવજે . અર્ધ અર્ધ સ્વાહા.” કોઈ કાર્ય સ્વાર્થસાધુઓને માટે કાર્ય હોતું નથી.
ઓહ, જેવું યોદ્ધાનું જીવન એવું જ યોગીનું જીવન ! અનિષ્ટ તો બંને સ્થળે સરખું છે. જીવન તો ઉપાધિહીન જોઈએ : નેમ વિચાર કરી રહ્યો.
ત્યાં ચાર ભક્તો એક યોગીને પાલખીમાં ઊંચકીને ત્યાંથી નીકળ્યા. દરેક ભક્ત શ્રીમંત હતો.
પાલખીમાં યોગી મલકાતો મલકાતો બેઠો હતો. એના હાથમાં રસકૂપિકા હતી. એમાંથી એ બબે ટીપાં છોડતો હતો, મોટા મોટા શ્રીમંતો ભિખારીની જેમ અવાયા પડતા હતા.
ઓહ, એક સ્વાર્થી બીજા સ્વાર્થને કેવું અવલંબન આપ્યું છે !” “કોણ સ્વાર્થી ? રે છોકરા, યોગીની રીત તું શું જાણે ?' ‘જાણીતી રીત છે. ગુરુ લોભી, શિષ્ય લાલચુ !' નેમે કહ્યું.
હું લોભી ?” યોગી બરાડ્યો. એની લાલ આંખોમાં સોનાનું જોશ હતું. ‘હા, કીર્તિલોભી, માનલોભી”
‘કીર્તિલોભી ? અરે છોકરા ! મને ન છંછેડ ! હું ગુસ્સે થયો તો તને બાળીને ભસ્મ કરી દઈશ !
‘રે ભલા આદમી ! બળી તો તું પોતે રહ્યો છે. મને શું ભસ્મ કરીશ? વિષયનાં ઇંધન તારી દેહમાંથી ભડકા નાખી રહ્યાં છે. સંસારનું મોટામાં મોટું વિષ કોચન, એ કાંચન તજી તું અકિંચન થયો, અને હવે એ વિષનો તું તારા હાથે ફેલાવો કરે છે. આ તે તું સંસારને આશીર્વાદ આપે છે કે અનિષ્ટોની બક્ષિસે ? કંઈક તો વિચાર કર.”
યોગી શાણો હતો. એ તરત જ નાના નેમની વાતનો મર્મ સમજી ગયો. એણે રસકૂપિકા દૂર ફગાવી દીધી. ભક્તો યોગીને મૂકીને એ રસ લેવા દોડ્યા!
એ કલસંગી નેમ | 189.
Page #106
--------------------------------------------------------------------------
________________
25
મણિનો ચોર
‘કુમાર ! નાનો છે પણ મારા ગુરુ જેવો છે તું !' ‘આત્માને ગુરુ કર, યોગી !' નેમે કહ્યું. “તારી સાથે આવવા માગું છું.” યોગીએ કહ્યું.
ના, મને એકાંત ખપે છે. તું તારી ફૂટીમાં રહે. હું સાધના કરવા જાઉં છું. વળી કોઈ વાર મળીશ.”
નેમ આગળ વધી ગયો.
ભક્તો યોગીની આસપાસ ફરી વળ્યા; એને કરગરી રહ્યા : ‘રે યોગીરાજ! ભલે તમે યોગ સાધવા જાઓ, પણ અમને સુવર્ણવલ્લીનું દાન કરતા જાઓ.’
ચાલો, આપું ! વલ્લી અંધારી ગુફામાં છે. હિંમત હોય તે અનુસરજો મને.' યોગીરાજ ! હિંમત વગર સોનું ક્યાં છે ?
બધા યોગીની પાછળ પાછળ ચાલ્યા. સહુએ એક મોટી ગુફામાં પ્રવેશ કર્યો. કંઈ કેટલી ગુફાઓ, કંઈ કેટલા રસ્તા ! એ ઊંડી ઊડી ગુફાના અંધારા માર્ગે અથડાતા-કુટાતા બધા ચાલવા લાગ્યા. બધા આશાના ગુલામ બનીને આવ્યા હતા, પણ ચાલતાં ચાલતાં માર્ગનો અંત ન આવ્યો.
ફરી ફરીને બધા ઠેરના ઠેર આવ્યા : ‘રે, આપણે તો ભૂલા પડ્યા !” ‘યોગીરાજ !' ભક્તોએ બૂમ પાડી. ગુફાએ પડઘો પાડ્યો, ‘યોગીરાજ !' ‘સુવર્ણ’ ભક્તોએ ચિત્કાર કર્યો. ગુફાએ જવાબ દીધો : ‘સુવર્ણ !' આપણે ભૂલા પડ્યા !! લોકોએ કહ્યું. ગુફાએ જવાબ આપ્યો, ‘આપણે ભૂલા પડ્યા !'
યોગી ત્યાં નહોતો. ગુફાઓ ભક્તોથી ગાજતી રહી, અને ભક્તોનો ભગવાન હાથતાળી આપીને ક્યાંક આત્મસાધના માટે ચાલી ગયો !
રેવતાચળનાં શિખરો સુવર્ણથી રસાઈ રહ્યાં હતાં. એના પથ્થરો પર સુંદર તડકી ઢોળાઈ રહી હતી. રંગબેરંગી પંખેરુઓએ પોતાનાં ગાન આરંભ્યાં હતાં. સૃષ્ટિદેવી સૌંદર્યનો અવતાર બની બેઠી હતી. ગુફાઓમાં સમાધિ લગાવીને બેઠેલા યોગીઓના સોહમૂના જાપથી વનરાજિ ગુંજી રહી હતી.
આવે સુંદર સમયે એક નવતરણ ઉપરથી નીચે ચાલ્યો આવતો હતો. એની દૃષ્ટિ પહાડના ઢોળાવના માર્ગ પર જડાયેલી હતી, પણ જોનારને લાગતું કે એ કોઈ અગમનિગમમાં સંચરી રહી છે. એના વિચારો અખલિત ગતિએ આગળ વધી રહ્યા હતો.
આવી ભરયુવાન વયે માણસના ચિત્તમાં કાં તો સુંદરી હોય, કાં સિંહાસન હોય. ચિત્તમાં વસી હશે કોઈ પ્રેયસી ! ધ્યાન ધરતો હશે તરુણ એની ચિત્તચોર અંગયષ્ઠિનું, એનાં પાકાં બીલાંનાં ફળ જેવાં અધરોનું, એની કદંબ વૃક્ષ જેવી કાયાનું.
પણ ના, ના, આ તો લાગે છે ક્ષત્રિય જુવાન ! એ કોઈ રાજપાટ મેળવવાની ચિંતામાં હશે, દિગ્વિજય એના મનમાં રમતો હશે, સંગ્રામ એના ચિત્તમાં સંચરતો હશે.
કાંચન, કામિની અને કીર્તિ : જુવાન હૈયાંની આ ત્રણ મહાસંપદાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. તરુણ આવી કઈ સંપદા માટે આ પર્વતમાં તપ કરવા આવે છે ? કોઈથી કળાતું નહોતું. વાતો તો એ વારે વારે વૈરાગ્યની, ત્યાગની, તપની અને વિદ્યાની કરતો હતો.
એ હતો યાદવ કુળનો રાજકુમાર નેમ, શ્રીકૃષણનો પિતરાઈ ભાઈ. લોકો કહેતાં કે આ કુળના વંશજો ગળથુથીમાં મુસદીવટ લઈને જન્મે છે. સિંહાસન વિના તેઓને સંતોષ થતો નથી, સુંદરીઓ વગર એમને શાંતિ વળતી નથી.
190 1 પ્રેમાવતાર
Page #107
--------------------------------------------------------------------------
________________
તરુણ નેમ લોકોની આવી વાતો મુખ મલકાવીને સાંભળતો, પણ કોઈને જવાબ ન વાળતો, એ પોતાની વાતો ચાલુ રાખતો. સંસાર ભલે એને ઘેલો સમ!
પર્વતના મારગમાં જાતજાતનાં ફૂલ ખીલેલાં મળતાં. લોકો એને ચૂંટતા. કોઈ એનાં કર્ણફૂલ બનાવતાં, કોઈ એને અંબોડે સોહાવતાં, અને કહેતાં કે ધનભાગ્ય ફૂલનાં !
તરુણ એક પણ ફૂલને ન ચૂંટો. એ તો ઊલટું કહેતો :
‘મને ફૂલ ચૂંટવાં ગમતાં નથી. એ પોતાના રૂપથી તમારી આંખોને ખુશ કરે છે : પોતાની સુવાસથી તમારી નાસિકાને તૃપ્ત કરે છે, એટલું શું ઓછું છે? તો પછી એની હસ્તી મિટાવવાનો આપણને શો હક ?'
‘હક હૈયાનો હાર બનાવવાનો ! એક નાચીજ ફૂલનું જીવનસાર્થક્ય એથી વિશેષ શું ?' લોકો જવાબ આપતા.
‘માથું કાપી પાઘડી બંધાવવાનો કોઈ અર્થ ? આપણાં હૈયાનો હાર બનાવવા એનો નાશ શા માટે નોતરવો ?'
‘ઘેલો રાજકુમાર છે.’ લોકો પીઠ પાછળ કહેતા, ‘પરણીને એ પત્નીએ પાટલે બેસાડીને પૂજશે; સ્પર્શ પણ નહિ કરે !'
આવું આવું તો કંઈક ચાલ્યા કરતું. એવે વખતે તરુણ હસીને કહેતો, ‘જગત કોઈની વાત એમ સહેલાઈથી સમજ્યું નથી. સત્ય સમજવું, સાચું જ્ઞાન મેળવવું સહેલું નથી. જ્ઞાન લેવા માટે ને જ્ઞાન દેવા માટે તો આકરી તપસ્યા કરવી ઘટે. હું તપ કરીશ, સાધના આદરીશ; મારું તપ એક દિવસ જરૂર બોલશે, મારી સાધના તમારી આંખોનાં પડળ ને હૈયાનાં કમાડ ખોલશે.’
લોકો તરુણની ઘેલછા જોઈને કહેતા : ‘રે ઘેલા યુવાન ! આ તે કેવી ઘેલછાભરી તારી દુનિયા ! મુબારક હો તને તારી એ દુનિયા ! પણ યાદ રાખ કે વ્યવહારુ ડહાપણ વગર દુનિયામાં નહિ જિવાય. અને તે પણ એક રાજકુમારથી ! રાજ તો આજે ખટપટના ખાટલા બન્યા છે. એ ખાટલામાં જેને નિરાંતે સૂતાં આવડ્યું, એ જગ જીત્યો.'
પણ તરુણ તો જાણે આ કશું સાંભળતો ન હોય એમ પોતાના વિચારોમાં મગ્ન હતો. ત્યાં કોઈએ એનો ખભો પકડીને હચમચાવ્યો : ‘તું અહીં ક્યાંથી ?'
‘અરે પ્રસેન ! પણ તું અહીં ક્યાંથી ?'
‘પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપ !' પ્રસેને સામે પ્રશ્ન કર્યો. એ મુસદીની દુનિયાનો માનવી હતો.
મારી દુનિયા તો વિશાળ છે.' નેમે સરલ ભાવે કહ્યું.
192 7 પ્રેમાવતાર
‘સહુની દુનિયા વિશાળ હોય છે !' પ્રસેને તરુણના જવાબમાં મુસદ્દીવટ ભાળી, ‘મહાન મુસદ્દી કૃષ્ણનો ભાઈ અને રાજા સમુદ્રવિજયનો દીકરો સાવ ભલોભોળો ન હોય !'
‘ના, પ્રસેન ના ! લે, હું તને પૂછું ? આ પહાડ તને તારો મિત્ર લાગે છે ખરો!’ જડ તે વળી ચેતનનું મિત્ર કેવું ?' પ્રસેને કહ્યું.
‘બસ, તમારી અહીં જ ભૂલ થાય છે; તમે ચેતનને ચેતન જાણતા નથી; જડને જડ તરીકે પિછાણતા નથી. આ પહાડ પણ આપણા જેવો ચેતન છે. એનામાં પણ જીવન છે.’ તરુણ નેમે કહ્યું.
‘નાહક આવી આડીઅવળી વાતો કરી મને મૂર્ખ ન બનાવ !'
કોઈને મૂર્ખ બનાવવામાં મને રસ નથી.’
‘સારુ, સારુ. જો એક વાત કહું, માનીશ ?'
‘જરૂર. સારી વાતનો સ્વીકાર એ તો મારું જીવનસૂત્ર છે.’
‘તો કોઈને ન કહે, તો એક વાત કહું.’
‘ભાઈ ! અનેક વાત કહે ને ! પણ જો, મને કાંચન અને કામિનીની વાતોમાં રસ નથી.'
‘પણ આ વાત તો કાંચનની જ છે.'
મને સ્પર્શતી ન હોય, તે વાત સામે મારો વિરોધ પણ નથી !' નેમે કહ્યું.
પ્રસેને કહ્યું, ‘પહેલી વાત તો એ કે તું કોઈને કહીશ નહિ કે રેવતાચળ ઉપર પ્રસેન મને મળ્યો હતો.
‘નહિ કહું.’
‘કોઈ પૂછે તો શું કહીશ ?’
‘કહીશ કે પ્રસેન મને રૈવતાચળ પર મળ્યો હતો.
“તું ના કહેતો હતો ને ?”
‘વગર પૂલ્યે નહિ કહું, એમ હું કહેતો હતો. કોઈ સામેથી પૂછવા આવે તો મારાથી ખોટું કેમ કહેવાય ?’ નેમે કહ્યું.
વારુ, આટલું કહેજે, પણ એમ તો કહીશ નહિ કે એના હાથમાં કંઈ હતું?’ પ્રસેને કહ્યું.
‘નહિ, પૂછે તો નહિ કહું, પણ પૂછશે તો સાચું કહીશ !'
‘રે નેમ ! ત્યારે તો તું મારું ગળું કપાવવા તૈયાર થયો લાગે છે !'
મિાનો ચોર 193
Page #108
--------------------------------------------------------------------------
________________
ના રે ના ! મને કોઈનું ગળું કપાવવામાં રસ નથી, આમાં તારું ગળું ક્યાં કપાય છે, એ તો મને સમજાવ.' નેમે કહ્યું.
‘તો સાંભળી લે. તારા કૃષ્ણનાં કારસ્તાન !' પ્રસેને એકદમ જોશમાં આવીને કહ્યું.
“મારો ફણ ! આ તું કેવી વાત કરે છે ? શ્રીકૃષ્ણ તો સહુ યાદવોનો છે. એ ન હોત તો યાદવોનું નામોનિશાન ન હોત. શ્રીકૃષ્ણને મારા ન સમજી જે કહેવું હોય તે નિશ્ચિત ભાવે કહે.”
સાંભળો નેમકુમાર ! યાદવો દ્વારકામાં આવ્યા ત્યારે બધી માલમિલક્ત મથુરામાં મૂકીને ખાલી હાથે આવ્યા હતા. હું અને મારા મોટા ભાઈ સત્રાજિત ચાર ચાર પેઢીઓથી શ્રીમંત છીએ, અમારી પાસે એક મણિ છે.' પ્રસેન વાત કરતાં થોભ્યો .
મણિ ? કેવો મણિ ?” નેમે પૂછયું. ‘અભુત મણિ !'
ખોટી વાત ! માનવીના જીવન જેવો બીજો કોઈ અદ્ભુત મણિ નથી. પેલો મણિ બહુ બહુ તો બાર યોજનને અજવાળે, અને આ મણિ તો ત્રણ ભુવનને અજવાળે. તારો કાચ-મણિ માટી, મારો જીવન-મણિ સુવર્ણ !'
‘રે ઘેલા નેમ ! આકાશમાં ન ઊડ, જરા પૃથ્વીનો જીવ થા, ને અમારો મણિ પાકા જાંબુના જેવા ગાઢ રંગનો છે. એની અંદરથી વીજળીના જેવો પ્રકાશ વેરાયા કરે છે. મારો ભાઈ અને પૂજાના મંદિરમાં સોનાના સિંહાસન પર રાખે છે. યાદવો રોજ એનાં દર્શને આવે છે.'
‘જ ગતની સુવર્ણતૃષ્ણા ભારે જબરી છે !' નેમ વળી ફિલસૂફી છેડી.
પ્રસેને તે તરફ ધ્યાન આપ્યા વગર કહ્યું. ‘એક દિવસ શ્રીકૃષ્ણ એ મણિ જોવા આવ્યા. મારો ભાઈ સત્રાજિત ભારે ચકોર માણસ છે. અમે તરત કહ્યું કે શ્રીકૃષ્ણ જેવો માણસ મણિને જોવા આવે, એટલે જરૂર દાળમાં કંઈક કાળું હોવું જોઈએ. મુસદીઓનાં મન પાતાળ જેવાં અતાગ હોય છે.'
‘દાળમાં શું કાળું લાગ્યું ?'
મણિ પડાવી લેવાની ઇચ્છા.”
‘જેણે દ્વારકાનું સિંહાસન પોતાનું ન કર્યું, એ શ્રીકૃષ્ણ તમારા મણિમાં મન ઘાલે ખરા ?” ‘ઘાલે, જરૂર ઘાલે, માણસના મનનું કંઈ ન કહેવાય !' પ્રસેને કહ્યું.
194 પ્રેમાવતાર
‘બધાનું મન જાણી શકાય, એક માણસનું નહિ, કાં ?” ‘હા’ પ્રસેને કહ્યું.
માણસ બધા જીવોમાં વડો અને એને માથે આવું દોષારોપણ ?”
* શ્રીકૃષ્ણ ઉસ્તાદ છે. રાજના સિંહાસને બેસવામાં શો લાભ ભલા ? કામ સહુનું કરવાનું ને ઊંઘ વેચી ઉજાગરો મોલ લેવાનો. વળી લોકમાં અપજશ મળે એ નફામાં.”
‘શું શ્રીકૃષ્ણ એ મણિ માગ્યો હતો ?'
‘ના, માગે એ મુસદી નહિ; આ તો પગે કમાડ વાસનારા લોકો. આપણે સમજી લેવાનું કે એમણે જે ચીજનાં વખાણ કર્યા, એ ચીજ એમને અર્પણ કરવાની !” પ્રસેને કહ્યું.
‘ત્યારે બલરામ એમની સાથે નહોતા ?'
ના, એ તો જુદા સ્વભાવના માણસ છે. એમને ક્યારેય બલરામની ભીતિ લાગે નહિ. શ્રીકૃષ્ણ તેમને કહેવા લાગ્યા કે ચાલો મણિ જોવા, તો એ બોલ્યા, ‘તું તારે જો, મારે મન તો મણિ કરતાં આ કાકડી અને કોળાનો વેલો મોટો છે.”
‘સરસ, કારણ કે એ માણસની ભૂખ મટાડે છે; ને મણિ તો ઊલટી માણસમાં ભૂખ જગાડે છે !' નેમે કહ્યું..
‘બલરામને તો ખેતી કરવી, નવરાશે પાસા રમવા ને એકાંતે મધ પીવું - એ ત્રણ વિષયો પ્રિય છે; એ સિવાય એમનું બીજામાં ધ્યાન જ નથી.'
“મોટા જે આચરે છે, નાના એ પ્રમાણે કહે છે. આ બલરામ ક્યારે મધ ને પાસા છોડશે ?' શ્રીકૃષ્ણ એમાંથી મુક્ત છે; એ સાચેસાચા નાયક છે યાદવોના!'
‘એ એક વાતથી મુક્ત હશે, તો બીજી કોઈ વાતમાં નિપુણ હશે. અમને બધાને શ્રીકૃષ્ણનો ડર લાગે છે. મણિ પર એની નજર પડી છે. લીધે છૂટકો કરશે! પણ અમે એની સામે મુસદીવટ આચરવાનો નિર્ણય કર્યો. ખોડ ભુલાવવી છે એની! રંગ જામે એ જોજે. હું એ મણિ લઈને બહાર ચાલ્યો જાઉં છું. કોઈને કંઈ કહેતો નહીં.’
‘વારુ !' નેમે કહ્યું, ને પ્રસેન ઝડપથી આગળ વધી ગયો.
રેવતાચળ ખૂબ ગરમ બની ગયો હતો; પણ સંસારના સ્વાર્થના તાપ પાસે નેમને આ તાપ નગણ્ય લાગતો હતો.
પહાડની તળેટી પાસે નેમ પહોંચ્યો ત્યારે એના ચિત્તમાં સંસારમાંથી સુવર્ણનો મોહ કઈ રીતે દૂર થાય તેની જ વિચારણા ચાલી રહી હતી.
થોડી વારમાં એક ટોળું પોકાર કરતું આવ્યું. આગળ એક વૃદ્ધ યાદવ ચાલતો
મણિનો ચોર n 195
Page #109
--------------------------------------------------------------------------
________________
યાદવો બધા તૂટેલા હારના મણકાની જેમ આઘાપાછા થઈ ગયા. એ વખતે નેમકુમારે અંદર પ્રવેશ કર્યો. તેમણે કહ્યું, ‘રે ! શ્રીકૃષ્ણ ક્યાં છે?”
અંદરથી જવાબ ન આવ્યો. ઘણે ઠેકાણે શોધ કરી, પણ તેમનો પત્તો ન લાગ્યો.
શ્રીકૃપણ સવારથી બહાર ચાલ્યા ગયા હતા.
હતો. એ માથું કૂટતો હતો ને આંસુ સારતો કહેતો હતો, ‘અરેરે, હું લૂંટાઈ ગયો, મરી ગયો.
લોકો ટોળે વળીને પૂછતા હતા, ‘શું થયું ?” વૃદ્ધ યાદવે કહેતો હતો, “મારો મણિ ચોરાઈ ગયો.” ‘રે, કેવી રીતે ચોરાઈ ગયો.” મને શી ખબર પડે ?” કોણ ચોરી ગયું ?” ‘કોનું નામ લઉં ? મોટા મોટાનાં નામ આવે છે.' વૃદ્ધ યાદવ બોલ્યો.
અરે ! ભલા મામસ, નામ તો લે.”
નામ તો આવે માખણચોરનું-શ્રીકૃષણનું-કાલયવનને હણનાર મહાન મુસદીનું! પણ એ નામ કેમ લેવાય ?”
કેમ ન લેવાય ?’ કેટલાક યાદવો બોલ્યા.
હું ન લઉં. મારે દ્વારકામાં રહેવું છે, રહીને જીવવું છે. આ તો છેલ્લી વાર એ મણિ જોવા આવ્યા હતા, ને તરત મણિ ગુમ ! હાય, હાય, હું લૂંટાઈ ગયો.”
‘રે સત્રાજિત ! અમે સત્યના સાથી છીએ. ચાલો શ્રીકૃષ્ણ પાસે, જવાબ માગીએ.”
યાદવોનું ટોળું દ્વારકાના રાજમહેલ તરફ ચાલ્યું.
લોક એક અજબ જાત છે. દરેક જુદી જુદી વાતો કરવા લાગ્યા. નાનપણમાં માખણ, દહીં ચોરવાની શ્રીકૃષ્ણની આદત જાણીતી હતી. મનોવૈજ્ઞાનિક લોકોએ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો, કહ્યું કે પડી ટેવ ટળે કેમ ટાળી? ટેવનું જોર અજબ હોય છે. એ માણસ પાસે ન ધાર્યું કરાવે છે. આખરે બધાએ નિર્ણય કર્યો કે નક્કી એ આદતના બળે શ્રીકૃષ્ણના હાથે આવું અનુચિત કર્મ થયું હોય !
બલરામે કહ્યું, ‘રે લોકો ! તમે શું વાત કરો છો, એને તો કંઈ વિચાર કરો. યાદવોના ઉદ્ધારક પર આવો નીચ આરોપ ?' | ‘શ્રીકૃષ્ણ હોય કે ગમે તે હોય, બક્ષિસ લાખની, હિસાબ કોડીનો ! આ ચોરી નહિ ચાલે. માગીને લેવું હોય એ લે !” કેટલાક યાદવો ધિટ્ટ થઈને બોલ્યા.
‘તમારો દિનમાન ઘેર છે કે નહિ ? અરે ! એ વૃદ્ધ યાદવ સત્રાજિતનું ઘર જમીનદોસ્ત કરી નાખીશ, ને ત્યાં હળ ચલાવી ખેતી કરીશ.' બલરામે હળ ઊંચું કર્યું ને એ સામે ધસ્યા.
196 પ્રેમાવતાર
મણિનો ચોર 197
Page #110
--------------------------------------------------------------------------
________________
26
મણિની શોધમાં
શ્રીકૃષ્ણનો ઘણા દિવસથી પત્તો નથી ! એ રથ શાળામાં નથી, રથ છૂટો પડ્યો છે. એ ગજ શાળામાં નથી, ત્યાં ગજ રાજ આળસુ બનીને સૂતા પડ્યા છે. | રે, એ એમની પ્રિય શસ્ત્રશાળામાં પણ નથી. શસ્ત્રવિભાગ અને અસ્ત્રવિભાગ એમના વિના સૂના પડ્યા છે. કારીગરો શ્રીકૃષ્ણ વિના હાથ જોડીને બેઠા છે.
તો દ્વારકાનો સાચો સ્વામી અને અનાથ યાદવોને સનાથે કરનાર શ્રીકૃષ્ણ ક્યાં હશે ?
રાજધુરિણોનો એ નેતા હતો, રાજકારણમાં રથની ખીલી પણ એમના વિના આઘીપાછી ન થતી. બાળકોના એ બાળમિત્ર હતો; ને સ્ત્રીઓના તો એ સાચા સખા હતા !
બાળકો એમના વિના રમત છોડીને મોટા માણસની જેમ ગંભીર બની બેઠાં હતાં ! અરે, દ્વારકામાં માણસોનો ક્યાં તુટો છે ? પણ બાળકો સાથે બાળક બનીને ખેલનાર શ્રીકૃષ્ણ બીજે ક્યાં મળે ? અને જ્યાં બાળકો ન હસે ત્યાં તો સ્મશાન જ વસે ને ?
શ્રીકૃષ્ણ મલ્લવિદ્યામાં કુશળ હતો, એટલા જ યોગ વિદ્યામાં નિપુણ હતા. ભલભલા યોગીઓ એમની આ પરમહંસ અવસ્થા જોઈ થીજી જતા ! જેવા કર્મમાં નિપુણ એવા યોગમાં કુશળ !
એ પરમહંસને સંસારની બે મહા પીડામાંથી એક પીડા આજે પાછળ પડી હતી : કોચન અને કામિનીમાંથી કાંચનની કરુણતાનો અત્યારે એ કડવો અનુભવ કરી રહ્યા.
અકિંચન યાદવોના ઘરમાં એમણે કાંચન ભર્યું હતું. એમના જ લીધે છપ્પન કોટી યાદવોમાં ઘણાંને ઘેર સોનારૂપાના વરસાદ વરસ્યા હતા અને ઘણાની સમૃદ્ધિને
તો સીમા જ નહોતી રહી. આ બધા પ્રતાપ શ્રીકૃષ્ણના !
અરે ! યાદવમાત્રને સંહારવા આવેલ કાલયવનને પોતાનો જાન જોખમમાં મૂકી શ્રીકૃષ્ણ કેવી રીતે સંહાર્યો એ કથા હજુ ગઈ કાલની જ હતી; અને એટલામાં શું બધું ભુલાઈ ગયું ? કે નગુણા યાદવો ! અને બીજું તો ઠીક પણ શ્રીકૃષ્ણના જેવા પવિત્ર પુરુષને માથે મણિ ચોરવાનો આરોપ મૂક્યો ?
દરિયાને કહ્યું કે તું કુવાનું પાણી પી ગયો ! સૂર્યને કહ્યું કે તું અગિયાનું તેજ હરી ગયો !
રે ! શ્રીકૃષ્ણ ભરી દ્વારકા છોડી ગયા, હતાશ હૈયે ચાલ્યા ગયા તો એમની પાછળ કેમ કોઈ ન ગયું ? સંસાર શું આટલો બધો સ્વાર્થી છે ! ગઈ કાલના ઉપકારો શું એ આટલી સહેલાઈથી વીસરી શકે છે. કાલ જેના શબ્દ પર પ્રાણ પાથરતા, આજ એની દેહ સામે પણ જોવાનું નહીં ? શું સંપત્તિ મળી, એટલે સર્વસ્વ મળી ગયું? શું સામ્રાજ્ય મળ્યું, એટલે જગ જીતી ગયા ? સ્વાર્થની જ સગાઈ ?
દ્વારકાની શેરી શેરીમાં આ સવાલ ગુંજતો હતો; પણ સવાલ કરનારને જવાબ દેનાર કોઈ નહોતું.
સંસારમાં તેજોદ્વેષ એક અજબ વસ્તુ છે. વગર દુશ્મનાવટે એ દુશ્મન સરજે છે ! કોઈની ઉન્નતિ જોઈને દાઝનારા અને પડતી જોઈને રાચનારા લોકો સંસારમાં વિશેષ છે ! દ્વારકાના યાદવોમાં પણ આવા બે પ્રબળ પક્ષ હતા : એક સજ્જન અને બીજો તેજોષી.
- તેજોષીને ઘેર શ્રીકૃષ્ણના અદૃશ્ય થવાથી અવર્ણનીય આનંદ હતો. એમને થયું : અરે, દ્વારકાનું રાજ શ્રીકૃષ્ણ હોય તો જ ચાલે, એ પાંગળી મનોદશાનો હવે અંત આવશે ! યાદવો આત્મનિર્ભર બનશે.
ફિલસૂફી તો મીણના પિંડા જેવી છે, જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડી શકાય.
આ હર્ષ કે શોકભરી દ્વારિકા નગરીથી પર બનીને શ્રીકૃષ્ણ અંધારી અટવીઓ ને દુર્ગમ પહાડો વીંધી રહ્યા હતા !
સિંહ તો એ કલવાયો જ શોભે ! સિંહને સંગાથ શા ? છતાંય થોડા સંગાથીઓ એવા હતા કે જે શ્રીકૃષ્ણનો એકદમ સાથ છોડવા માગતા નહોતા.
શૂરવીરોનો આ સાથ રૈવતક પર્વત પર પહોંચ્યો, અને એમને ભાળ મળી ગઈ કે સત્રાજિત યાદવનો ભાઈ પ્રસેન અહીંથી પસાર થયો છે.
શ્રીકૃષ્ણ એનું પગેરું દબાવ્યું. એમણે કહ્યું, ‘નક્કી આ પ્રસેન જ મણિચોર છે!” ટુકડી આગળ વધી, પણ પ્રસેનની ગતિ પંખીના જેવી હતી. ગુફાઓ અને
મણિની શોધમાં 1991
Page #111
--------------------------------------------------------------------------
________________
શિખરો વીંધીને એ બીજી બાજુ રણમાં ઊતરી ગયેલો લાગ્યો. બધા પર્વત ઓળંગી રણમાં આવ્યા.
રણ ભેંકાર હતું ને રણને કાંઠે ભયંકર જંગલી જીવો રહેતા હતા. જે જેને લાગ ફાવ્યો, એ એનું ભક્ષણ કરી જાય. નરભક્ષી જાતિનું ભક્ષ નગરમાં રહેતા સુકોમળ લોકો હતા. શ્રીકૃષ્ણ અને એમની ટુકડી સાવચેતીથી આગળ વધી રહી!
શ્રીકૃષ્ણ જાણે મોતને મૂઠીમાં લઈને નીકળ્યા હતા : જીવન જ અકારું બન્યું હતું. એ તો સાપના રાફડામાં કે સિંહની બોડમાં મિણની શંકાથી હાથ નાખતા ! એમના સાથીઓને મણિ વિશે એવી ચિંતા નહોતી; માત્ર શ્રીકૃષ્ણને એકલા જવા દઈએ તો લોક મહેણાં મારે એવી સંસારી શરમ હતી. એટલે શ્રીકૃષ્ણ જ્યારે જોખમમાં પગ મૂકતા, ત્યારે એ બધા તેઓને વારતા.
બધા એક વનમાંથી ચાલ્યા જતા હતા, ત્યાં એકાએક સિંહની ત્રાડ સંભળાણી. આખી ધરતી ગાજી ઊઠી.
ત્યાં બીજી ત્રાડ આવી.
સહુએ અનુમાન કર્યું કે નક્કી સિંહે કોઈ જીવ પર તરાપ મારી.
શ્રીકૃષ્ણ એકદમ એ દિશામાં આગળ વધ્યા. સિંહ તો સિંહ ! મળી જાય તો મનની થોડીક ખીડ તો ઉતારું !
પણ સાથીઓએ એમને રોક્યા. વળી ત્રાડ સંભળાણી.
જાણકારોએ જાણી લીધું કે સિંહે શિકાર હાથ કર્યો છે, ને એના આનંદની આ ત્રાડ છે એટલે હવે ઓછું જોખમ છે, એમ સમજી સહુ એ દિશામાં આગળ વધ્યા. ભૂખ્યું જાનવર ભયંકર હોય છે. ભર્યા પેટના જાનવરનો જુસ્સો ઘટી જાય છે; એ આલસ્યમાં ગરકાવ થઈ જાય છે.
બધા ત્યાં જઈ પહોંચ્યા, પણ એ પહેલાં વનરાજ પોતાનો શિકાર પૂરો કરીને, માંસની મિજબાની પાછળ રાખી, લોહીનું મધુર પીણું પી પાછો ફરી ગયો હતો. પણ જે દુર્ભાગી જીવ શિકાર બન્યો હતો એ એક નર હતો, અને તેની પડેલી દેહ પરથી એ નગરનિવાસી લાગતો હતો.
શ્રીકૃષ્ણ એની પાસે સર્યા, ઝીણી નજરથી જોયું અને બૂમ પાડી, ‘રે ! આ તો યાદવ પ્રસેન છે !'
‘હો, હો, જૂઠાનું જલદી પકડાય. આખરે જીવતો નહિ તો મૂએલો પણ એ પકડાયો ખરો ! ચોરનો ભાઈ ઘંટીચોર. તપાસ કરો એનાં વસ્ત્રોમાં, મણિ જરૂ૨ હોવો જોઈએ. સાથીઓએ આનંદમાં આવી જઈને કહ્યું. તેઓનો પ્રવાસ ખાસ કંઈ તકલીફ
200 E પ્રેમાવતાર
વગર આમ સરળતાથી સમેટાઈ જતો જોઈ એ આનંદમાં આવી ગયા. દ્વારિકાના સુખચેનથી ભરેલા આવાસો ને ઉત્તમ પાનાગારોની યાદ એમને સતાવતી હતી. મરેલા પ્રસેનનાં તમામ વસ્ત્રોની ઝડતી લેવામાં આવી; એની બધે તપાસ કરી, પણ મણિ ન લાધ્યો.
શ્રીકૃષ્ણ વિચારમાં પડી ગયા : ‘શું પ્રસેન પાસે ણિ નહિ હોય ? તો શું મહેનત બધી માથે પડશે ?’
યાદવ સાર્થીઓ બોલ્યા, “મણિ પ્રસેને ચોર્યો, એ વાત પણ મણિ ચોરાયાની વાતની જેમ બનાવટી લાગે છે. દ્વારિકામાં પાછા ફરી ત્યાં જ એની ખોજ કરીએ. કાંખમાં છોકરું ને ગામમાં ગોત્યું એવું ન થાય !'
શ્રીકૃષ્ણ પ્રસેનના શબ સામે જોતા, વિચારમગ્ન ઊભા રહ્યા. યાદવ સાથીઓ પાછા ફરવાની ઉતાવળ કરતા હતા.
થોડી વારે શ્રીકૃષ્ણ પ્રસેનની ચૂંથાયેલી દેહ સામે જોતાં બોલ્યા, ‘રે ! પણ પ્રસેનનો જમણો હાથ ક્યાં ?'
‘સિંહ પોતાના ભોજન માટે લઈ ગયો હશે !' સાથીઓ બોલ્યા.
“એ હાથમાં મિણ હોવો જોઈએ. ચાલો, સિંહનો પીછો કરીએ.' શ્રીકૃષ્ણે અનુમાન કરતાં કહ્યું.
‘માત્ર અનુમાન ઉપર દોડાદોડ કરવી ઠીક નહિ !' યાદવો બોલ્યા. એ હાર્યાના ગાઉં ગણતા હતા.
ભૂતકાળમાં શ્રીકૃષ્ણના અનુમાન અને તર્ક પર લેશ પણ વિચાર કર્યા વગર યાદવોએ દોટ દીધી હતી, પણ અત્યારનું અનુમાન ન રુચ્યું.
પણ શ્રીકૃષ્ણ કાર્ય પાસે રુચિ-અરુચિનો વિચાર કરવા થોભે એવા નહોતા. એ
આગળ વધ્યા.
કેટલાક યાદવો બોલ્યા, ગમે તેમ તોય પ્રસેન એક યાદવ છે, એના શબને રખડવા ન દેવાય. અમે અગ્નિસંસ્કાર કરીને આવી પહોંચીએ છીએ.’ થોડાક યાદવો એમને અનુસર્યા, થોડાક પાછળ રોકાઈ ગયા.
શ્રીકૃષ્ણ તો કંઈ પણ કહ્યા-સાંભળ્યા વગર આગળ વધ્યા. આજ એ એકલમલ્લ હતા. એમની નજર સિંહનાં પગલાં ઢૂંઢતી હતી.
પણ સિંહની શોધ ખરેખર ભારે પડી ! સિંહ કંઈ માણસની જેમ કેડા પર ચાલનારું પ્રાણી નથી. એનો કેડો લેવો એ ભારે દુષ્કર કામ છે. પણ શ્રીકૃષ્ણ કર્મને કર્મ સમજનારા સાચા કર્મયોગી હતા. દુષ્કરતા કે દુર્દમ્યતા એમને દમી શકતી નહિ. ણિની શોધમાં | 201
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ ખૂબ કઠિન બની ગયો. ભાલાના જેવા કાંટા માર્ગમાં વેરાયેલા પડ્યા હતા. કેટલાક તો એ કાંટાથી જખમી થઈને અડધે રસ્તે રહી ગયા હતા.
હવે તો લગભગ માર્ગ પણ દેખાતો નહોતો. ત્યાં તો સિંહનાં પગલાં એક કળણ પાસે થઈને પસાર થયેલાં દેખાયાં. કળણ ભયંકર હતું. જરાક ચૂક થાય તો આખો માણસ એમાં ઊતરી જાય, પછી પત્તો મળવો મુશ્કેલ !
સાથીઓએ શ્રીકૃષ્ણને રોકી લીધા, કહ્યું, ‘હવે આગળ વધવું જોખમી છે.” જોખમનું કામ લઈને તો નીકળ્યા છીએ.” શ્રીકૃષ્ણે કહ્યું. અમે આપને આગળ વધવા નહિ દઈએ.” સાથીઓએ કહ્યું. ‘યમ પણ મને આગળ વધતો રોકી નહિ શકે.”
આપ યાદવ કુળના સુર્ય છો. આપને જોખમમાં જતા રોકવાની અમને સત્તા છે.’ સાથીઓ બોલ્યા.
‘તમારો પ્રેમ હું સમજું છું.” શ્રીકૃષ્ણ ભાવભરી રીતે કહ્યું, ‘પણે માણસ વર્ષોમાં જીવે એનાં કરતાં યશમાં જીવે એ જ ઉત્તમ છે. અપયશથી જીવે એના કરતાં યશથી મરે એ શ્રેષ્ઠ છે.'
અને શ્રીકૃષ્ણ આગળ કદમ બઢાવ્યા. કોઈ આગળ વધીને એમને રોકે એ પહેલાં તેઓ જોખમમાં ઊતરી ગયા. એમણે ભયંકર કળણમાં ઝુકાવી દીધું હતું.
તેઓએ કહ્યું, ‘તમે બધા ત્યાં ઊભા રહેજો. આગળ ન વધશો. ભારે જોખમ છે. મણિ વગર હું દ્વારિકાનાં દર્શન નહિ કરું. એ શેષનાગના માથે હશે, તો ત્યાંથી લઈ આવીશ. નચિંત રહેજો.’
કળણના તરલ કાદવમાં સરકતા શ્રીકૃષ્ણ પેલે પાર નીકળી ગયા. પાછળ રહેલા સાથીઓ એટલું સાહસ ખેડી શકે તેમ નહોતા. તેઓ ત્યાં જ થંભી ગયા.
હવે સિંહનાં પગલાં બરાબર સ્પષ્ટ કળાતાં હતાં. શ્રીકૃષ્ણ કળણનો વિસ્તાર વટાવી આગળ કદમ બઢાવ્યા. ચારે તરફ પહાડ વિસ્તરેલા પડ્યા હતા અને આજુબાજુ ગીચ ઝાડી જામેલી હતી; સૂર્યનો પ્રકાશ પણ એમને ભેદી શકતો નહિ.
હૈયું હાથ ને હથિયાર - ત્રણના બળે શ્રીકૃષ્ણ આગળ વધ્યા. પણ ત્યાં તો તેમના આશ્ચર્ય વચ્ચે પ્રવાસ એકદમ થંભી ગયો; સિંહ વનવાટની વચ્ચે મરેલો પડ્યો હતો ! શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળી ગયું, ‘રે, જેને હું મળવા ચાહું છું. એ મને મરેલા મળે છે !'
| ‘રે મણિ ! તારા માર્ગમાં કેટલાં મૃતક મળવાનાં લખ્યાં હશે ! પહેલાં પ્રસેન મરેલો મળ્યો, હવે સિંહ ! નક્કી સિંહ પાસે મણિ હશે !” પ્રસેનનો હાથ હજુ સિંહના શબ પાસે પડ્યો હતો.
202 1 પ્રેમાવતાર
શ્રીકૃષ્ણ એકદમ દોડીને હાથ તપાસ્યો. હાથની મૂઠી ખૂલી ગઈ હતી; એમાં મણિ નહોતો. તો મણિ ક્યાં ?
પ્રશ્નનો જવાબ અનેક શંકાઓથી ભરેલો હતો. મહેનત બધી માથે પડે તેવો સંભવ હતો. તો શું હવે હતાશ થઈને પાછા ફરી જવું ?
પાછા ફરવું પણ કઈ હોંશે અને શું મોટું લઈને ? મણિની ચોરીનો આરોપ માથેથી ન ટળે, તો એ દ્વારિકાના કાંગરા જોવા પણ શા માટે ?
શ્રીકૃષ્ણ સિંહને ધારી ધારીને જોયો. એક ઝેરી તીર એના ઉદરમાં ખેંચેલું હતું. નક્કી કોઈ શંબરનું એ તીર ! આટલામાં શંબરની વસ્તી હોવી જોઈએ. એમણે પહાડો પર નજર ફેરવી..
પહાડના મથાળે નાનું ગુફાદ્વાર દેખાયું. આનંદનું દ્વાર ન હોય, એમ શ્રીકૃષ્ણ એ તરફ પ્રયાણ કર્યું.
ગુફાદ્વાર સાવ સાંકડું હતું. શ્રીકૃષણે નિર્ભય રીતે એમાં પ્રવેશ કર્યો, પણ ગુફાને પેલે પાર જતાં વિશાળ વનસ્થળી નજરે પડી.
આ વનસ્થળીમાં આછી આછી વસ્તી હતી. વસ્તી શંબર લોકોની હતી. એમના કૂબા સુંદર વનરાજિ વચ્ચે વસેલા હતા.
અહીં જીવન હતું, પણ કલહ ન હતો. અહીં કલહ હતો, પણ દ્વેષ નહોતો.
નાનકડાં બાળકો એક ઠેકાણે એકઠાં થઈને રમતાં હતાં. સૂરજનો મીઠો તાપ એમનાં તન-મનને પ્રફુલ્લાવી રહ્યો હતો. હુંફાળી હવા સહુને સચેત રાખતી હતી.
શ્રીકૃષ્ણ ઘણા દિવસે બાળકોને જોયાં. બાળકો તો એમના જીવનનો વિસામો હતાં. બાળક મળ્યાં કે એ બધી ઉપાધિઓ વીસરી ગયા. એ તો બાળક થઈને એમની સાથે રમવા લાગ્યા.
રમતાં રમતાં એક બાળકના હાથમાં શ્રીકૃષ્ણ કંઈક જોયું, ‘અરે, આ એ જ મણિ ! આ છોકરીના હાથમાં એ ક્યાંથી ?”
શ્રીકૃષ્ણ છોકરી પાસે મણિ માગ્યો. છોકરી કહે, ‘રમતમાં જીતો તો રમવાનો આ પાંચીકો આપું.”
રમતમાં તો શ્રીકૃષ્ણને કોણ પહોંચે ? એ જીત્યા.
શંબરની છોકરીએ પાંચીકો શ્રીકૃષ્ણને આપ્યો. ને પછી એ રોવા બેઠી, પાંચીકો સુંદર હતો. ઝૂંપડીમાંથી એનો બાપ દોડી આવ્યો. શ્રીકૃષ્ણ ઘણા નર જોયા હતા, પણ હજી સુધી એવો એકે નર એમને ભેટ્યો નહોતો. મોટું જબ્બર માથું અને પડછંદ દેહ ! ભલભલા સિંહને બે જડબાં પકડીને ચીરી નાખે એવો જોરાવર !
મણિની શોધમાં | 203
Page #113
--------------------------------------------------------------------------
________________
મારું નામ જાંબુવાન ! ત્યારે આવો, આપણે લડીએ !'
ને બંને કુસ્તીએ ચડ્યા. બંનેએ અટપટા દાવપેચ લેવા માંડ્યા. શ્રીકૃષ્ણ ખૂબ શ્રમિત હતા. પણ દિલમાં ઊંડી દાઝ હતી. એ જાંબુવાન પર પોતાની બધી દાઝ ઉતારી રહ્યા !
પણ જાંબુવાન ભારે બળિયો નીકળ્યો; શ્રીકૃષ્ણને ધોળે દિવસે તારા દેખાડ્યા. પણ શ્રીકૃષ્ણ મરણિયા બનીને આવ્યા હતા. એક મરણિયો સોને ભારે!
શ્રીકૃષ્ણ વિચાર્યું કે પેલા સિંહને મારનાર આ જ શંબર હોવો જોઈએ. શંબર ગર્યો, ‘રે તું કોણ છે ?' ‘હું કૃષ્ણ છું, આ મણિની શોધમાં આવ્યો છું.’ ‘આ મણિ મારો છે.' શંબરે કહ્યું. ‘ના, એ મણિ મારો છે.' શ્રીકૃષ્ણ જવાબ આપ્યો. ‘કેવી રીતે ?'
શ્રીકૃષ્ણ શંબરના મનનો વિગતવાર જવાબ આપ્યો, પોતે દ્વારિકાના યાદવ છે, ને મણિ એમનો છે, એમ કહ્યું.
આ દુનિયામાં કોઈ વસ્તુ કોઈની માલિકીની નથી, પરાક્રમથી જે મેળવે તેની તે વસ્તુ છે !' શંબરે સાદી વાત સમજાવી. ‘જુઓ ! પહેલાં આ વસ્તી બીજાની હતી; બીજો એનો માલિક હતો. મેં લડાઈ આપી, અને પરાક્રમથી હું જીત્યો અને આ પૃથ્વીનો ધણી બન્યો.'
‘તો શંબરરાજ ! તમારું કહેવું એવું છે કે જે બળવાન એની પૃથ્વી !' ‘હાસ્તો, નહિ તો શું નમાલાની પૃથ્વી ?' ‘ભલા માણસ ! આ મણિ પહેલાં મારો હતો.'
‘અરે કૃષ્ણ ! તું આવી સાદી વાત પણ નથી સમજતો ? તારી દ્વારિકા શું મૂળથી તારી હતી કે પરાક્રમથી તારી થઈ ?'
આ સોદા તત્ત્વજ્ઞાનની વાતથી શ્રીકૃષ્ણને અંતરમાં શંબરની માણસાઈ તરફ માન જાગ્યું. એમણે શંબરને કહ્યું :
‘હું મણિ લેવા આવ્યો છું. મારે શું કરવું ?” ‘પરાક્રમ,’ ‘એટલે ?'
‘મારી સાથે યુદ્ધ કર ! મને જીતીશ તો આ મણિ પણ તારો, હું પણ તારો અને આ પૃથ્વી પણ તારી ! આદિ કાળથી સર્વ સમૃદ્ધિ વિજેતાને જ વરતી આવી
‘સાચી વાત છે તારી શંબર ! પરાક્રમ કરતાં એક વસ્તુ બળવાન છે, અને તે છે પ્રેમ. પણ અત્યારે એ શક્ય નથી. પ્રેમ માટે તપ જોઈએ. એક વાર હું કાલીય નાગને કાલિંદીમાંથી કાઢવા ગયો હતો. એણે મને એ જ કહ્યું કે મારી સાથે લડ, મને જીત. વિજેતાની સર્વ ઇચ્છાઓને અમે વશ છીએ. હું લડ્યો ને મેં નાગને જીત્યો. શંબર ! તારું નામ ? હું લડવા તૈયાર છું.’
204 1 પ્રેમાવતાર
મણિની શોધમાં 1 205
Page #114
--------------------------------------------------------------------------
________________
27
કાંચન અને કામિની
સૂની દ્વારકામાં એકાએક આનંદનું મોજું પ્રસરી ગયું. ઘણે દિવસે પ્રજાના મનમોર અને ચિત્તચોર શ્રીકૃષ્ણ હેમખેમ પાછા ફર્યા હતા. બલરામ ન હોય તો લોકોને શાંતિ રહેતી; લોકો માની લેતા કે એ તો હવાનો માણસ છે. આજે અહીં કાલે ક્યાં ? પણ શ્રીકૃષ્ણ ન હોય તો સ્ત્રી, બાળક કે વૃદ્ધ સહુને સૂનું સૂનું લાગતું.
આજ દ્વારકા ભરી ભરી લાગતી હતી. બધાનાં હૈયાંમાં ઉપવાસ પછીના પારણા જેવો નવો ઉછરંગ હતો.
વધુ ઉછરંગના સમાચાર તો હમણાં મહેલમાંથી એ આવ્યા હતા કે શ્રીકૃષ્ણ પોતાની સાથે ખોવાયેલો કહેવાતો અને જેની ચોરીનો આરોપ પોતાના માથે મુકાયો હતો એ પ્રખ્યાત મણિ શ્યમંતક લેતા આવ્યા હતા.
દ્વારકાની રાજસભા તરત જ ભરવામાં આવી હતી, અને શ્રીકૃષ્ણ સભા વચ્ચે મણિ પોતાના હાથમાં લઈને બેઠા હતા.
આરોપની એક અંધારી વાદળી આકાશપટલ પરથી સરી ગઈ હતી અને સત્યનો સૂર્ય અનેરા તેજે ઝળહળી રહ્યો હતો.
આરોપ મૂકનાર યાદવ સત્રાજિતને તરત રાજસભામાં હાજર થવાનું તેડું ગયું. કેટલીક વાતે નિશ્ચિત બનેલા યાદવ સત્રાજિતને આ તેડાએ વ્યાકુળ કરી દીધો. એણે દૂતને પૂછવું, ‘શા માટે મને તેડાવે છે રાજ સભામાં ?”
‘શ્રીકૃષ્ણ મણિ લઈને આવ્યા છે.’ દૂતે કહ્યું.
જેની પાસે મણિ એનો એ મણિ. મારે રાજસભામાં મણિ લેવા નથી આવવું.” સત્રાજિત ઢીલો પડી ગયો.
‘ન આવવાનું કારણ આપો.'
‘મારી તબિયત અસ્વસ્થ છે.' ‘વારુ’ દૂત જવાબ લઈને પાછો ફરી ગયો.
સત્રાજિત આઘોપાછો થવા લાગ્યો. એ વિચારવા લાગ્યો કે મણિ લઈને તો મારો ભાઈ પ્રસેન બહાર ગયો હતો. તો શ્રીકૃષ્ણના હાથમાં એ કેવી રીતે આવ્યો ? એ વિચારે ચઢી ગયો. પ્રસેન ક્યાં ગયો ? એનું શું થયું ? હવે મારું શું થશે ?
બીકમાં ને બીકમાં એ ધબ્બ કરતો ખાટલા પર પડી ગયો. ધબ અવાજ થયો. અંદર કામ કરતી છોકરી બહાર દોડી આવી. | ‘શું થયું, બાપુ ?” છોકરીએ પૂછયું. એનું રૂપ પ્રતિબિંબ પાડતું હતું. આકાશની કોઈ સોનેરી વાદળી પૃથ્વી પર રમવા આવી હોય, તેવી એ લાગતી હતી. એનું મુખ અજવાળાં વેરતું હતું.
બાપુ !' છોકરીએ ફરી કહ્યું. ‘શું છે, સત્યા ?' બાપે કહ્યું, પણ હજી એ વિચારમાં જ લીન હતો. ‘તમને આજે શું થયું છે ?' ‘દીકરી ! મારાં સોએ સો વર્ષ આજે પૂરાં થયાં !' ‘શા કારણે ?” સત્યાના મોં પર જિજ્ઞાસા હતી.
શ્રીકૃષ્ણને ખીજવ્યા છે, મને રાજસભામાં બોલાવ્યો છે. દ્વારકાની રાજ સભા આજે મારો ન્યાય તોળશે.’
‘કેવો ન્યાય ? શાનો ન્યાય ?' સત્યા કંઈ સમજી ન શકી. એ પગની પાનીને ચૂમતા છૂટા વાળની વેણી ગૂંથતી પિતાને પાસે આવી. એની આંખોમાં પાણીદાર મોતીનાં તેજ ઊભરાતાં હતાં. એનાં દાંત હીરાકણીઓના બનેલા હતા. હોઠ પરવાળાથી બન્યા હતા.
પોતાના સ્વતંતક મણિને પણ શોભામાં ઝાંખો પાડે તેવી પોતાની દીકરી તરફ સત્રાજિત જોઈ રહ્યો.
‘મારો મૂલ્યવંતો મણિ છે દીકરી સત્યા ! એ સાચો મણિ છોડી મેં ખોટા મણિમાં આસક્ત બની ખોટ ખાધી !'
સત્રાજિત આગળ વધ્યો. એણે દીકરીના માથે હાથ ફેરવ્યો. એના કેશને ચૂમ્યા. એ બોલ્યો, ‘મારી દીકરી તો દ્વારા કાનું રાજ ચલાવે એવી છે ! મુજ રોંકનું રતન!?
બોલતાં બોલતાં સત્રાજિતની આંખમાંથી આંસુ સરી પડ્યું: ‘મેં મૂર્ખ જડ
કાંચન અને કામિની 1 207
Page #115
--------------------------------------------------------------------------
________________
મણિની ચિંતા કરી અને યોગ્ય ઉંમરની મણિ જેવી દીકરીની ચિંતા ન કરી !' ‘પિતાજી ! મારી ચિંતા ન કરશો. હું તો શ્રીકૃષ્ણ તો શું બલરામ કે જરાસંધને પણ પાણી પાઉં તેવી છું. મને તમારી ચિંતા થાય છે.’
‘ચિંતા કરવા જેવું જ છે બેટા ! ખરેખર ચિંતા કરવા જેવું છે !' મને વિગતથી વાત કરો.'
‘એનું નામ સ્યમંતક મણિ, એ મણિને હું જીવની જેમ જાળવતો.’
‘જાણું છું. મારાથી પણ અધિક !' સત્યાએ સ્પષ્ટ કહ્યું.
‘સાચી વાત સત્યા ! હું માનતો હતો કે દીકરી ગમે તેવું ધન હોય. પણ છેવટે તો એ પારકું ધન ! સાચું ધન સ્યમંતક ! મારા એ મણિને જોવા દેશદેશના લોકો આવતા.
‘લોકોને તો સંતોના દર્શન કરતાં સુવર્ણ-મણિનાં દર્શનમાં વધુ રસ છે.’ સત્યાએ સાર્વત્રિક સત્ય કહ્યું ને આગળ બોલી : ‘એક દહાડો એ મણિ જોવા શ્રીકૃષ્ણ પણ આવ્યા હતા, ખરું ને બાપુ ?'
હા દીકરી ! આ બધી હોળી ત્યારથી જ સળગી !'
‘એમ કેમ, પિતાજી ? મને તો આપણા ઘરમાં શ્રીકૃષ્ણનું આગમન દિવાળી જેવું લાગ્યું હતું.' સત્યાએ કહ્યું.
‘વાત સાચી છે, પણ સત્યા માણસના દિલમાં દેવ અને દાનવ બંનેનો વાસો છે. શ્રીકૃષ્ણ જ્યારે મણિને જોઈ, વખાણીને પાછા ફર્યા ત્યારે મારા મનમાં ઝેર જેવી એક ચિંતા ઘર કઈ ગઈ. શ્રીકૃષ્ણ કાલે આ મણિ માગે તો શું થાય? શું હું ના પાડી
શકીશ ? કદાચ ના પાડીશ તોય એ લીધા વિના રહેશે ખરા ?'
‘બાપુ ! તમારી પાસે બે મણ છે, જડ અને ચેતન ! હું તો સલાહ આપું કે શ્રીકૃષ્ણ એક માર્ગ તો એકને બદલે બે મિંણ આપી દેવા !' સત્યા બોલી. એના કથનમાં સાવ સ્વાભાવિકતા ને નિખાલસતા હતી.
બધા તારી જેમ જ કહે છે. શ્રીકૃષ્ણ મોહિનીનું બીજું રૂપ છે. જેની સાથે આંખ મળી કે વશીકરણ થયું જ છે ! એ જાદુગરના જાદુમાંથી આજ સુધી હું જ એક બચી શક્યો છું.'
‘કારણ ? પાણી સહુને શીતલ લાગે. તમને ઉષ્ણ કેમ લાગ્યું, બાપુ?' સત્યાએ પ્રશ્ન કર્યો.
સત્યા ! તું હજી નાની છે. જૂની વાતો જાણતી નથી. યાદવોને રાનરાન અને પાન પાન કરનાર આ શ્રીકૃષ્ણ જ છે ! નાહકનો બળિયા સાથે બાથ ભીડે છે, ને 208 – પ્રેમાવતાર
પછી ભાગવા માંડે છે. ભાગતાં ભાગતાં વળી રૂપાળી સ્ત્રી મળી તો લગ્ન પણ કરી લે છે. લડાઈ પણ ખરી, લગ્ન પણ ખરાં ! આ રુકિમણી-લગ્નનાં ચેડાં ન કર્યાં હોત તો યાદવોને એમનું વહાલું વતન ત્યજીને આટલે સુધી લાંબા થવું ન પડત !'
‘બાપુ ! ખોટું ન લગાડશો. તમારાં બધાંનાં લગ્ન એ પણ લડાઈનો એક પ્રકાર
જ છે ને ! રાજકારણી લોકો દીકરીઓનો રાજકારણી શેતરંજ રમવા માટે સોગઠી તરીકે ઉપયોગ કરે છે !' સત્યાએ સત્યની જબાન ખોલી નાખી.
‘બેટા ! મારા માટે પણ એમ કહે છે ?'
આપને સ્યમંતક મણિમાં જેટલો રસ છે, એટલો સત્યામાં નથી !' સત્યાએ ફરી નગ્ન સત્ય કહ્યું.
સત્યા, મારી મશ્કરી ન કર. મેં તને કહી દીધું છે કે તને મનગમતો વર પસંદ કરજે.'
વારુ. પિતાજી ! શ્રીકૃષ્ણ મણિ જોવા આવ્યા. પછી શું થયું ?’ સત્યાએ વાત આગળ જાણવા પ્રશ્ન કર્યો.
એટલામાં દ્વાર ખખડ્યું.
રાજસભાએ મોકલેલો દૂત ફરી હાજર થયો હતો. એની સાથે દ્વારકાના સુપ્રસિદ્ધ ધન્વંતરી હતા. દૂતે કહ્યું, ‘રાજસભાએ સંદેશ પાઠવ્યો છે કે આપનું અહીં આવવું અનિવાર્ય છે. રોગ-સમાપ્તિનાં તમામ ઔષધો સાથે ધન્વંતરીને મોકલીએ છીએ.’
સત્રાજિત આ સાંભળી ઢીલો થઈ ગયો. એ બોલ્યો, “મને હવે ઓસડની આવશ્યક્તા નથી.'
‘શું રોગસમાપ્તિ થઈ ગઈ ?' દૂતે કહ્યું.
‘જી હા, મારી દીકરી સત્યાએ જરૂરી શુશ્રુષા કરી.' સત્રાજિતે કહ્યું.
‘દૂતરાજ !સભાને કહેજો કે યાદવરાજ સત્રાજિત સપરિવાર થોડી વારમાં ત્યાં ઉપસ્થિત થશે.’ સત્યાએ વચ્ચે જવાબ આપી દીધો.
સત્યાના અવાજમાં આજ્ઞાનો રણકો હતો. દૂત અને વૈદરાજ વિશેષ ચર્ચામાં ન ઊતરતાં પાછા ફરી ગયા.
‘વારુ પિતાજી ! ટૂંકમાં બાકીની હકીકત કહો.'
‘બેટા ! શ્રીકૃષ્ણ મણિ જોઈને ગયા. મને શક પડ્યો કે આ મણિ હવે મારી પાસે નહિ રહે. મેં આ શંકામાં ફસાઈને પાણી પહેલાં પાળ બાંધી.'
કાંચન અને કામિની D 209
Page #116
--------------------------------------------------------------------------
________________
‘શંકા જ સત્યને ખાઈ રહી છે. પેલો રૂપાળો નેમ કહેતો હતો કે સાપ દુષ્ટ છે, માટે માણસને દેશ દેતો નથી; એ સાપ દુષ્ટ પણ નથી કે અદુષ્ટ પણ નથી; પણ શંકા દુષ્ટ છે. એ માણસને શંકાની નજરે જુએ છે. માટે પાણી પહેલાં પાળ બાંધવા પ્રથમ દોડીને માણસને દેશ દે છે ! અને માણસ પણ એ જ શંકામાં સાપને મારવા ધસે છે અને એક વાર ખૂન રેડાયું કે સંસારમાં વિષનાં વાવેતર ચાલુ થઈ જાય છે.’ ‘ઘેલો નેમ ! કોઈ દહાડો વિચારવાયુ ન ઊપડે તો મને કહેજે ! એ અડધો ઘેલો છે. મણિને કાચ કહે છે, સોનાને માટી કહે છે, જીવમાત્રને ઘોડાગધેડાને સમાન કહે છે ! યાદવોની નેતાગીરી મૂળથી જ નબળી છે, સત્યા !’
‘પિતાજી ! કેટલીકવાર આપણી નબળાઈનાં પ્રતિબિંબ આપણને આપણી નેતાગીરીમાં પણ સાંપડે છે. વારુ આગળ કહો. સમય થતો જાય છે !'
‘સત્યા ! શંકામાં ને શંકામાં મેં દાવ ખેલ્યો, પ્રપંચ આદર્યો. પ્રસેનને મણિ આપીને બીજે સ્થાને રવાના કરી દીધો; અને વાત ઉડાડી કે શ્રીકૃષ્ણ મણિ ચોરી ગયા.'
‘આ આપ શું કહો છો ? ચોરીનું આળ શ્રીકૃષ્ણ માથે નાખ્યું ? ભારે દુઃસાહસ કર્યું તમે પિતાજી !'
‘એ દુઃસાહસને કારણે તો આજે મરવાનો વખત આવ્યો ! રાજસભા મને નહિ
છોડે.’
‘પિતાજી ! ચિંતા ન કરો. હું કહું છું કે શ્રીકૃષ્ણ પર તમારો આક્ષેપ સાચો છે. ખાતરી કરી આપવા તૈયાર છું. કૃષ્ણ ચોર છે : એક વાર નહિ, સાડી સત્તર વાર ચોર છે !' સત્યાએ કહ્યું.
સત્યા અજબગજબની છોકરી હતી. ભલભલા યાદવો સત્યા પાસે બકરી થઈ જંતા; ને ભલભલા ચાલાક લોકોની જીભ પણ એની સાથે વાત કરતાં થોથરાઈ જતી..
‘સત્યા ! તારું કહેવું હું ન સમજ્યો. તું આ સાચું કહે છે કે બુઢા બાપની મશ્કરી કરે છે ?”
‘હું સાચું કહું છું, પિતાજી ! મારા જેટલી હિંમત ધારણ કરો અને રાજસભામાં જઈને નિર્ભયપણે એટલું કહો કે શ્રીકૃષ્ણ ચોર છે, એ વાતની હું તો શું પણ મારી છોકરી પણ ખાતરી કરાવી દેશે, આ બાબતમાં લાંબી લાંબી વાતો કરવાને બદલે હું એટલી જ વિનંતી કરું છું કે એક વાર શ્રીકૃષ્ણ મારે ઘેર પધારે, અને આ વાતની જાતે જ ખાતરી કરી જુએ. પછી શ્રીકૃષ્ણનું સુદર્શન છે, ને મારું ગળું છે.’
10 ] પ્રેમાવતાર
‘સત્યા ! સત્યા !’ સત્રાજિતની મતિ મૂંઝાઈ ગઈ. રાજસભામાં જઈને કેવો જવાબ દેવો ? સત્યા કહે છે તેવો દેવો કે બીજો ? કંઈ બીજો જવાબ આપવામાં વળી જૂઠ બોલી જવાય તો પછી ઊગરવાનો કોઈ આરો નહોતો ! શું ત્યારે સત્યા કહે છે, તે જવાબ આપવો, ને શ્રીકૃષ્ણને ઘેર તેડી લાવવા ? સત્રાજિત વિચારમાં પડી ગયો.
સત્યાએ પિતાને વિચારમાંથી જગાડતાં કહ્યું, ‘પિતાજી, વળી પાછી કઈ ભ્રમણામાં પડી ગયા ? શું કંઈ નવો તુક્કો શોધી રહ્યા છો ?'
‘ના દીકરી ના ! વાત ફક્ત એટલી જ વિચારું છું કે કૃષ્ણને તારી પાસે લાવવા જેવો ખરો ?'
‘કેમ ? હું કંઈ લાજવંતીનો છોડ છું કે શ્રીકૃષ્ણને જોતાં કરમાઈ જઈશ?” ‘ના, એ જબરો વશીકરણ કરનારો છે. રખે તને ભરમાવી દે, અને મારું રાંકનું રતન પોતાનું બનાવી લે !'
‘કદાચ મને ભરમાવે તો એટલી તમારી મહેનત ઓછી થશે. જમને નોતરું આપવું અને શ્રીકૃષ્ણ સાથે વેર કરવું બંને સરખું છે !'
‘હું મણિ એને આપી દઈશ.' સત્રાજિતે કહ્યું.
‘પણ જડ મણિથી એનું મન રાજી ન થયું તો.... ?'
સત્યાની સચોટ દલીલનો સાચો કે ખોટો કંઈ પણ જવાબ સત્રાજિત પાસે નહોતો. અને અત્યારે મોટો સવાલ તો જીવ બચાવવાનો હતો. આખરે સત્રાજિતે નિર્ણય કર્યો કે સત્યા કહે છે તેવો જવાબ આપવો; પછી શું કરવું તે સત્યા ફોડી લેશે. શ્રીકૃષ્ણથી ચાર ચંદરવા ચડે તેવી છે મારી સત્યા !
સત્રાજિત તૈયાર થયો. એણે પોતાના મિત્રો અને સાથીઓને સાથે લીધા. યાદવોનો એક મોટો વર્ગ શ્રીકૃષ્ણથી નારાજ હતો. સુરા અને દ્યૂતની બાબતમાં એમની દખલગીરી વિશેષ હતી. બલરામને તે બંને પ્રિય હતાં, ને બલરામની એમાં દખલગીરી નહોતી.
નિરંકુશ યાદવોનું ટોળું રાજસભા તરફ ચાલ્યું. તેઓએ માર્ગમાં સત્રાજિતને ચાવી ચઢાવતાં કહ્યું કે ચોખ્ખું સંભળાવી દેજે કે કૃષ્ણ તો બચપણથી ચોર છે. બચપણમાં માખણ ચોરી ચોરીને ખાતો હતો, અને હવે નવા નવા મિણની ચોરી કરતો ફરે છે ! આટલી મોટી ઉંમર થઈ, તોપણ એની ચોરીની કુટેવ ગઈ નથી !
સત્રાજિતને વળી કેટલાક જુવાન યાદવોએ ચેતવણી આપતાં કહ્યું, ‘શ્રીકૃષ્ણ મણિ જોવા આવ્યા ત્યારે અમે હાજર હતા. સત્યા પરથી એમની નજર હટતી જ કાંચન અને કામિની D 211
Page #117
--------------------------------------------------------------------------
________________
‘મારી પુત્રી સત્યા. શ્રીકૃષ્ણ એક વાર મારા ઘેર પધારે, હું નહિ, મારી પુત્રી સત્યા સાચા ગુનેગારનું કાંડું પકડીને આપને હવાલે કરશે. પછી ન્યાય રાજ સભાને હાથ; મારી ગરદન આપની હકૂમતને હવાલે.”
‘વારુ ! વારુ ! શ્રીકૃષ્ણ તાબડતોબ જઈને આખરી નિકાલ લાવે.” રાજસભાએ આદેશ કર્યો.
શ્રીકૃષ્ણ ઊભા થયા. સભાની તમામ અટકળો ખોટી પડી.
નહોતી. અને સત્યા પણ ન જાણે એમાં શું જોઈ ગઈ હતી તે તાકી તાકીને જોઈ રહી હતી, એ વરણાગિયાની કૂડી નજરથી બચાવવા સત્રાજિતે સત્યાનું જલદી પતાવવાની જરૂર છે, નહિ તો આ મણિની જેમ એ પણ ક્યારેક ચોરાઈ જશે !”
સત્રાજિતે કંઈ જવાબ ન વાળ્યો. એનું મન ડરી રહ્યું હતું; પણ દીકરીની વાત પર એને શ્રદ્ધા હતી.
ધીરે ધીરે બધા રાજસભામાં પહોંચ્યા.
આખી વાટે સત્રાજિતે મૌન પાળ્યું હતું. બધાનાં સલાહ-સૂચનો એણે સાંભળ્યાં હતાં, પણ એમાં સત્યાની સલાહ એને બરાબર લાગી હતી. જ્યારે હૃદય ચોર હોય ત્યારે જીભ શાહુકાર બની શકતી નથી.
રાજસભામાં હજાર જાતના સવાલ થવાના હતા. અને એ માટે હજાર જાતના જવાબ ઘડવા પડે. એમાં ક્યાંય પકડાઈ પણ જવાય. એના કરતાં સત્યાએ સમજાવેલો જવાબ સો દર્દની એક દવા જેવો ઉત્તમ છે. બાકીનું બધું સત્યા ફોડી લે એવી છે!
રાજસભામાં પ્રવેશ કરીને સ્થાન લેતાં જ સત્રાજિત પર પ્રશ્નોની ઝડી વરસી રહી.
પ્રશ્નોમાં દિલના પાણીને બાળી મૂકે તેવી આગ ભરી હતી; હિંમતથી દીવાલોના અભેદ્ય કાંગરા જમીનદોસ્ત થઈ જાય એવા પડકાર ભર્યા હતા. પોતાના જ માણસો પોતાના મહાપુરુષોને હલકા પાડવાનો ધંધો લઈ બેસે, એ ગુનો સર્વથા અક્ષમ્ય હતો. એ ગુના માટે પૂરતી સજા થવી ઘટે. એ ગુનો કરવાનો કોઈ વિચાર પણ ભવિષ્યમાં ન કરે તેવી સજા થવી ઘટે,
સત્રાજિત મૌન હતો; હજીય કેવો જવાબ વાળવો એની દુવિધામાં હતો.
સત્રાજિતને ફરજિયાત સભામાં ખડો કરવામાં આવ્યો. એની પાસે જવાબ માગવામાં આવ્યો.
બલરામનું હળ ઊંચું નીચું થતું હતું. સુદર્શન ચક્રના સુસવાટા સંભળાતા હતા.
સત્રાજિત મહાપરાણે ખડો થયો. એ પવનમાં ઝૂલતા ઝાડની પર્ણની જેમ ધ્રુજી રહ્યો હતો.
એ ધીરેથી બોલ્યો, “હું હજી પણ કહું છું કે શ્રીકૃષ્ણ ચોર છે !' ‘હજી પણ એ જ કહે છે ?’ રાજસભા ગરજી. ‘હા.” સત્રાજિત જરાકે મક્કમ બની ગયો. ‘એની ખાતરી ?”
212 D પ્રેમાવતાર
કાંચન અને કામિની 3 213
Page #118
--------------------------------------------------------------------------
________________
28
જેની છરી એનું ગળું
દ્વારકામાં નવો ચમત્કાર સરજાયો. ગુનેગારને ઘેર ન્યાયાધીશ ગયા. ભગવાન શ્રીકૃષ્ણ સામે ચાલીને યાદવ સત્રાજિતને ઘેર ગયા. કલેશ-કંકાસમાંથી વાત બધી મંગળમાળ બની ગઈ.
ઉઘાડી તલવારને મ્યાન કરાવે એવી સત્યાએ શ્રીકૃષ્ણને સ્પષ્ટ કહ્યું, ‘ખરેખરું કહેજો, યાદવનાથ ! માર છામણિ તમે ચોરી ગયા છો કે નહિ ?'
શ્રીકૃષ્ણ એટલું જ કહ્યું, ‘જે મણિનો મને ચોર ઠરાવ્યો, એ મણિ અને ચોરી આ રહ્યા સામસામાં.’
‘એવી તમારી શાહુકારી મને ખપતી નથી. તમે તો સોયનું દાન કરો અને એરણની ચોરી કરો એવા છો !' સત્યા ભારે આખાબોલી હતી.
‘સત્રાજિત યાદવની ફરિયાદ મંતક મણિ માટે હતી. એના ચોરને મેં પકડી પોડ્યો છે, માલિક પોતે જ ચોર નીકળ્યો છે !'
‘જાણું છું તમારી હોશિયારી. તમારી હોશિયારી મારાથી ક્યાં અજાણી છે? કાલયવન જેવા કાલયવનને કાળના મોંમાં કોળિયો બનાવનાર તમે જ છો ને? પોતે દૂરના દૂર રહો, ને બીજાને ખો આપી ખડા કરો, એવી રમત તમારા સિવાય કોને આવડે ? તમારી માયા અપરંપાર છે.” સત્યાએ પોતાનાં જુલફાં રમાડતાં કહ્યું. તેનાં નેત્રોનાં તેજમાં ભલભલા ડૂલ થઈ જાય તેમ હતું. મારા પિતાજીનું જે ધન ચોરવાની તમે કુશળતા દાખવી છે, એની પાસે આ જડ મણિ તો સાવ તુચ્છ છે.'
શ્રીકૃણ હસી પડ્યા. એ બોલ્યા, ‘કોઈનું ધન કોઈના પૂછવા વગર હું ક્યારેય લેતો નથી.’
‘વિધિ સાચવવામાં તો તમારા જેવું કોઈ કુશળ નથી.’ સત્યાએ કહ્યું ને એકદમ લજ્જા ધરીને અંદરના ખંડમાં ચાલી ગઈ.
યાદવ સત્રાજિત પોતાનાં સ્નેહીસંબંધીઓને લઈને પુરોહિત સાથે ત્યાં ઉપસ્થિત થયો હતો. એણે વિનમ્રભાવે કહ્યું, ‘શ્રીકૃષ્ણ ! મારી પાસે બે મણિ છે. દુનિયામાં કંચન-કામિનીનો ઝઘડો છે. બંને આપને અર્પણ કરું છું. કૃપા કરીને એનો સ્વીકાર કરો અને મને ક્લેશમુક્ત કરો.”
પછી સત્રાજિત પુરોહિતને બોલાવીને કહ્યું, ‘પુરોહિતજી, આપણી સત્યા અને શ્રીકૃષ્ણના વિવાહસંબંધ રચો !'
એ પ્રકારના સંબંધની પુરોહિતના મુખે તે જ વખતે જાહેરાત કરવામાં આવી. લગ્નમંગલ રચાયું. યાદવ સત્રાજિતે દીકરીને દાયજામાં સમંતક મણિ આપ્યો; અને શ્રીકૃષ્ણને પોતાના જ માઈ બનાવીને પોતાના માથેથી જમનો ભય ટાળ્યો.
એણે એક બીજો મણિ બલરામને ભેટ આપ્યો. એમનો કોપ હજી શમ્યો નહોતો. એમણે સત્રાજિતનો મણિ લઈને બળદને કોટે બાંધી દીધો, અને કહ્યું, “માથું કાપીને પાઘડી બંધાવવાની તારી રીત જાણી ! શ્રીકૃષ્ણની વાત જુદી છે. બાકી મારા જેવાને તો તું એક શું, સો કન્યા એક સાથે આપે તોય માફ ન કરું.'
‘અમારું આ અપમાન ?’ સત્રાજિતના પક્ષના યાદવોએ કહ્યું .
‘હજી તો તમારા મણિનું જ આ અપમાન છે. તમારું નસીબ સારું સમજો, નહિ તો તમને જ બળદની ડોકે બાંધીને રસ્તા વચ્ચે ઘસડત; પણ શું કરું ? હવે વેવાઈ બનીને વેર ખેડવું સારું નહિ.' બલરામે કહ્યું.
સહુને ન બોલવામાં નવ ગુણ લાગ્યા.
યાદવ સત્રાજિત એક મણિ નેમકુમારને આપવાનો નિરધાર પ્રગટ કર્યો. નવવિવાહિતા સત્યાનો આગ્રહ હતો કે અલગારી નેમને શોધીને એ આપવો, એ કહે તો મણિ જડીને મુગટ, બાજુબંધ, મુદ્રિકા કે બીજો કોઈ અલંકાર પણ બનાવી આપવો ! પણ અલગારી નેમની શોધ કરવી જ મુશ્કેલ હતી. આખા નગરમાં એની શોધ કરી, પણ એ ક્યાંય ન જડ્યો.
રાજા સમુદ્રવિજયને લોકો પૂછવા ગયા તો રાજા સમુદ્રવિજયે કહ્યું, ‘નેમ, અને એની નગરીમાં શોધ, એ તો વિચિત્ર વાત કહેવાય ! નેમ તો વગડાનો વાસી. કોઈ પર્વતની ગુફામાં, કોઈ ગિરિશિખર પર, કોઈ સાગરતટે કે સરિતાકાંઠે એને શોધો. મળે તો ત્યાં મળે, નહિ તો ખોવાયેલો સમજવો.'
‘અમારે એને એક મણિ ભેટ ધરવો છે !' સત્રાજિતે મોકલેલા યાદવોએ કહ્યું.
‘આપી જુઓ. બાકી એ તો સુવર્ણ અને માટીમાં સમાનતા જોનારો છે.” પિતાએ કહ્યું. એના કથનમાં વખાણ પણ હતાં, ટીકા પણ હતી. નેમની શોધ ચાલી. અને શોધતાં એ સાગરને કાંઠે, એક શિલા પર ધ્યાનનિમગ્ન
જેની છરી એનું ગળું n 215
Page #119
--------------------------------------------------------------------------
________________
બનીને બેઠેલો જોવા મળ્યો ! સામે સાગર ગર્જતો હતો; એનાં મોજાં એના પગ પાસે નર્તતાં હતાં.
‘રે નેમ ! ચાલ દ્વારકામાં. સત્યા સાથે શ્રીકૃષ્ણનાં લગ્ન થાય છે.” કોણ સત્યા ?' ‘સત્રાજિત યાદવની પુત્રી ! ‘શ્રીકૃષ્ણને માથે મણિની ચોરીનો આરોપ મૂકનાર યાદવની પુત્રી કે ?”
‘હા, નેમ ! રત્ન તો ઉકરડે હોય તોપણ ગ્રહણ કરવું જોઈએ. તેમાંય જો કન્યા રન જેવી હોય તો તો એને ગ્રહણ કરતાં કાળ કે ક્ષેત્રનો કશો જ વિચાર કરવાનો ન હોય ! વળી, જેમ સત્રાજિત જુઘે માનવી છે, એમ એની દીકરી સત્યા પણ જુદી ભાતની કન્યા છે. કોલસાની ખાણનો એ હીરો છે.”
| ‘મને તો આ કન્યારત્ન અને આ મણિરત્નમાં કશો જ રસ નથી. સંસારની યુદ્ધશિલાઓ બે : કંચન અને કામિની; એ બેમાંથી એકેયમાં મને રસ નથી,’ નેમે કહ્યું ને વળી એ વિચારમગ્ન બની ગયો.
‘રે નેમ ! તારે કાજે પણ સત્રાજિત એક મણિ ભેટ મોકલ્યો છે.”
‘સત્રાજિત તો કાંચનપ્રેમી છે. કાંચનપ્રેમમાં એ શું ન કરે તે કંઈ ન કહેવાય. આવા લોભી ને મતલબી યાદવોથી શું દ્વારકા ઊજ બળી બનવાની છે? શ્રીકૃષ્ણ આવાને સધિયારો આપી સાપને દૂધ પાવા જેવું કર્યું છે.” એમ બોલ્યો.
નેમ ! મૂક બધી માથાકૂટ ! લે આ મણિ ! સત્રાજિતનો આગ્રહ છે કે તું કહે તો મણિ જ ડીને મુગટ બનાવી દે, તું કહે તો એની મણિજડિત મુદ્રિકા બનાવી દે તારા પર એનો ઘણો ભાવ છે.’
‘સત્રાજિતને જેવો ભાવ મણિ પર હતો, જેવો ભાવ સત્યા પર હતો. તેવો ભાવ મારા પર છે ખરો ? આવા સ્વાર્થી લોકોના મતલબી ભાવના તે શા ભરોસા!”
‘ભાઈ ! તારી સાથે દલીલો કરવી નકામી છે. લે, આ મણિ. તું જાણે અને તારું કામ જાણે !' આવનારે મણિ તેમના હાથમાં મૂક્યો.
‘ભાવમણિ સિવાયનો આ દ્રવ્યમણિ ? નેમે એને હાથમાં લઈ પાંચીકાની જેમ રમાડવા માંડ્યો.
આવનાર યાદવને લાગ્યું કે નેમને મણિ ગમી ગયો છે. એણે કહ્યું, ‘મણિમાંથી પ્રગટતી આછી નીલી રોશની જોઈ, નેમ ?” | ‘દિલની રોશનીને દાબી દે એવી એ રોશની છે, કાં ?” આવું અવળું કાં કહે, નેમ ?'
216 | પ્રેમાવતાર
‘નહિ તો શું કહું ? આવા એક મણિએ જ સત્રાજિતની દિલની દુનિયા અંધારી કરી મૂકી નહોતી ? રે, જેના અગણિત ઉપકારો યાદવો પર છે, યાદવો પોતાના ચામડાના જોડા કરીને પહેરાવે તોય જે ઉપકારો ફીટે તેમ નથી, એ ઉપકારી શ્રીકૃષ્ણને યાદવોમાંના જ એકે આવા એક તુચ્છ મણિને ખાતર ચોર ન ઠરાવ્યા ? ધિક છે એ મણિને અને ધિક છે એ મણિના ધરાવનારને !'
| ‘નેમ ! કાલે આ મણિને તું જ ધારણ કરીશ, પછી આ ધિક્કાર કોને માટે ઉચ્ચારીશ ?”
| ‘ભાઈ ! મેં જ પ્રસેનને મણિ લઈને નાસી જતો પ્રથમ નીરખ્યો હતો. જાણે મણિએ એને આખો ને આખો બદલી નાખ્યો હતો. શું ધનની કરામત ! પ્રસેનની પાસે મણિ હતો. એ મણિના લીધે એ પ્રકાશથી ડરતો હતો અને અંધકારને એ શોધતો હતો. મણિના લીધે એ માણસમાત્રથી ડરતો હતો અને જડ પથ્થરોની ઓથને વધુ પ્યાર કરતો હતો. માણસને બદલી નાખનાર મણિ ગમે તેવો કીમતી હોય તોય શું કરવાનો ?”
‘એ મણિએ તો શ્રીકૃષ્ણને સત્યા અપાવી. સંસારમાં સત્યા જેવી સ્ત્રી દુર્લભ છે. અંધારામાં અજવાળાં કરે તેવી છે, અણમોલ રત્ન છે.’
| ‘રાજકારણી પુરુષો પોતાના સ્વાર્થી અને પ્રપંચી યજ્ઞમાં પુત્ર, પુત્રી કે દારાનો બલિ ચઢાવે છે. મને આ સંબંધો, ખટપટો નથી રચતાં. સાપ દરમાં પેસતાં જેમ સરલ ને સીધો થઈ જાય છે, સત્રાજિતનું પણ હું એમ જ માનું છું.”
‘એટલે જ નેમ ! બધા તારા પર પ્યાર રાખે છે.’ | ‘સમજું છું. તમારો એ પ્યાર સ્વાર્થી છે. તમે માનો છો કે તમારી રમત હું સમજી નહિ શકું, એટલે જરૂર પડતાં તમે મને રાજરમતમાં આડો ધરી ઊંટ બનાવી શકો.’
‘સાચું સમજ્યો તું નેમ ! રાજ કરી શકો એવા તમે બે છો : શ્રીકૃષ્ણ અને નેમ! બલરામ તો જમીન ખેડી જાણે ! એ બિચારો જીવ રાજનાં સોગઠાં શું ગોઠવી જાણે? એક ખાનગી વાત તને કહેવામાં હવે વાંધો નથી - તું જાણતો હોય કે ન પણ જાણતો હોય - કેટલાક યાદવો શ્રીકૃષ્ણથી નારાજ છે.' આવનાર યાદવોમાંથી એકે રહસ્ય કહેતો હોય તેમ પાસે જઈને ધીમા સ્વરે કહ્યું.
| ‘ધન્ય છે તમારી મુસદીવટને. ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ, આત્મા ને અંતર વેચનાર વેપારી છો. જેની છરી તેનું જ ગળું, એનું નામ જ મુસદીવટ ! તમે મને અને શ્રીકૃષ્ણને સામસામા મૂકી દેવા માગો છો.’ નેમે યાદવોની ચાલબાજી પકડી પાડી..
જેની છરી એનું ગળું B 217
Page #120
--------------------------------------------------------------------------
________________
‘રાજકારણમાં હમેશાં લાયકની લાયકાત સ્વીકારવી જોઈએ. નેમ ! તારા જેવા યોગીત્વપ્રેમી રાજા થાય તો શાસ્ત્રવચન સિદ્ધ થાય : યોગી તે રાજા, રાજા તે યોગી.’ ‘માફ કરો મને ! જાણી લો કે મને રાજમાં રસ નથી. રાજનાં કાજમાં રસ નથી. મને કાંચનમાં રસ નથી. મને કામિનીમાં રસ નથી !'
*ત્યારે તને રસ શેમાં છે ? ગિરનારના પથ્થરોમાં ?
‘હા, માણસ કરતાં એ પથરા સાચા છે. મને સાચો રસ છે આત્મામાં,’ નેમે ટૂંકો જવાબ આપ્યો. એને આવી ખટપટી અને ખોટી વાતો આગળ ચલાવવામાં જરાય રસ નહોતો.
‘આત્મા ખવાય છે ? આત્મા પિવાય છે ? એવી વાર્તા તો સવારે વહેલા ઊઠીને કે મધરાતે જાગીને વિચારવી ઘટે. બાકી દ્વારકા તો સંઘરાજ્ય છે. બહુમતી જે યાદવને ચૂંટે એ યાદવોનો નેતા.’
નેમ આ સાંભળી અકળાઈ ગયો. એણે ચીસ જેવા અવાજે કહ્યું, ‘ઓ રે! તમે આટલું બધું આત્માનું ઝેર ક્યાંથી લઈને આવ્યા છો ? શું તમે મને મારી નાખવાના ઇરાદે અહીં આવ્યા છો ? શ્રીકૃષ્ણ મારો ભાઈ છે. એના પ્રકાશે તમે તપો છો.' નેમના શબ્દોમાં વીજળી ભરી હતી.
‘અમારી વાતો ન ગમતી હોય તો અમને પાછી આપ. શાસ્ત્રમાં કુપાત્રે જ્ઞાન આપવાની ના ભણી છે.' યાદવ દૂતે કહ્યું.
‘ખરેખર ! હું રાજખટપટ માટે કુપાત્ર છું. તમે નવું ઠેકાણું શોધો.' નેમે આ યાદવ દૂત તરફથી મોં ફેરવી લેતાં કહ્યું.
‘શોધીશું. નેમ, તું ચિંતા ન કરતો. આ મણિની ભેટ તું સ્વીકારી લે, એટલે અમે પાછા ફરી જઈએ. પથ્થર પર હવે વધુ પાણી ઢોળવું નિરર્થક છે. બીજો હોત તો અમારી વાતો સાંભળીને રાજી રાજી થઈ જાત અને કૂદકો મારીને તૈયાર થઈ જાત!'
‘તૈયાર જરૂર થઈ જાઉં, પણ આત્માને ઝેર પાવાની વાતમાં નહિ.' ‘શું તને રાજ ગમતું નથી ?' યાદવ દૂતો ફરી ચકાસણી કરી રહ્યા. ‘જરૂર ગમે. પણ મારી કલ્પનાનું રાજ હોય તો જ.’ નમે મક્કમતાપૂર્વક કહ્યું. “અરે નેમ ! કેમ તું કંઈ સમજતો નથી ? રાજ તો કાચું સોનું છે. એક વાર સોનું હસ્તગત થયા પછી, જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડજે ને !'
‘હું રાજા થાઉં ?'
‘હા, તું રાજા, નેતા, અધિપતિ થા ! દ્વારકા સંઘરાજ્ય છે. એના અધિપતિ 218 – પ્રેમાવતાર
શ્રીકૃષ્ણ તારી પાસે કંઈ નથી. સોનાની છરી ભેટમાં ઘલાય, પેટમાં નહિં. એણે જ તો યાદવોને રાન રાન અને પાન પાન કરી મૂક્યા છે.'
‘સાચી વાત છે. યાદવો કદી કોઈના થયા નથી, ને થશે નહિ.' નેમે આકરો વાપ્રહાર કર્યો.
‘બીજાની વાત જુદી છે ! તારા જેવા સરળ આત્મા માટે તો યાદવો મરી ફીટવા તૈયાર છે.'
‘ભલે, યાદવવીરો, ભલે. હું જાણું છું કે કુહાડાનાં ફળાં તો અનેક તમારી પાસે તૈયાર છે. પણ તમે અને યોગ્ય હાથો થનારની શોધમાં છો ! કાચિંડો પણ તમારા જેટલી ઝડપથી રંગ બદલી શકતો નથી. કાલે તમે જ મુત્સદ્દી શ્રીકૃષ્ણનાં ગુણગાન ગાતા હતા; કહેતા હતા કે કાલયવનની ખબર લેવી શ્રીકૃષ્ણની કૂટનીતિ વગર શક્ય નહોતું. આજે વળી આમ કહો છો, એટલે લોકપ્રશંસા કે લોકનિંદા પર લોકનેતાએ ભરોસો ન રાખવો, એ જ સાચો માર્ગ છે. તમને આમાં શું લાગે છે ?’
‘નેમ ! અમને તું આડીઅવળી દલીલો કરી બાંધી લે છે. લે આ તારો મણ.' યાદવોએ મણિ આપવા હાથ લંબાવ્યો, પણ નેમે એ લેવા હાથ લાંબો ન કર્યો, એટલે યાદવોએ મણિ એની સમક્ષ મૂકી દીધો.
નેમની નજર આ વખતે દૂર બેઠેલા એક બળદ પર સ્થિર થઈ હતી. બળદ વૃદ્ધ હતો. ધૂંસરાં ખેંચી ખેંચીને એની કાંધ પડી ગઈ હતી. એના માલિકે એને ભૂખ્યોતરસ્યો રઝળતો છોડી દીધો હતો.
‘ઓહ, પેલો બળદ !’ નેમે સ્વગત ઉચ્ચાર કર્યો.
‘હા. એ બળદ છે. ગામના ક્ષેત્રપતિનો છે. ક્ષેત્રપતિ તરફના પ્રેમમાં એણે શ્રમ કરવામાં મણા ન રાખી. આખરે કાંધ પડી.’
‘તો તો રાજકારણી જીવનો એ પ્રતિનિધિ લાગે છે.’ નેમે જરાક ટકોર કરી. બળદ શિંગડાં હલાવતો હતો. એની ઊંડી કાંધ પડી હતી. એમાંથી માંસના લોચા બહાર લટકતા હતા. એકાએક ક્યાંકથી કાગડો આવી ચડ્યો, અને કાર્ડ કાઉ કરતો કાંધ પર જઈ બેઠો; કાંધમાં ચાંચ મારી, ભારે સ્વાદ આવ્યો.
કાગ પરોપકારી જીવ લાગ્યો. એણે પોતાના બીજા મિત્રોને કાંઉં કાંઉ શબ્દથી નિમંત્રણ પાઠવ્યું.
એક, બે, ચાર, છ કાગડા આવી પહોંચ્યા !
બળદે પોતાનાં મોટાં શિંગડાંથી સામનો કરવા પ્રયત્ન કર્યો. પણ ચાલાક કાગડાઓને કંઈ ઈજા કરી શક્યો નહિ. હવે તો કાગડાઓએ ટોળી રચી. જેની છરી એનું ગળું D 219
Page #121
--------------------------------------------------------------------------
________________
‘હું તો જીવતા આત્મમણિની વાત કરું છું, જેના તેજ પાસે તમારા બધા મણિ કાંકરા બરાબર છે. મને આ રેવતાચલનાં શિખરો આમંત્રી રહ્યાં છે. પેલી અંધારી ગુફાઓ નિમંત્રી રહી છે. એ બધા જાણે કહી રહ્યાં છે કે નેમ ! અહીં આવ ! અમારા અંધકારમાં છુપાયેલા અભુત પ્રકાશને શોધ ! સંસારના તેજમાં તો સો મણ તેલે અંધારું છે. હજારો મણિનાં તેજ અહીં અમારા હૈયામાં સંઘરાયાં છે.'
આ ચર્ચાઓનો કોઈ રીતે અંત ન આવત. આમાંથી અડધી વાતો સમજાત, અડધી એમ ને એમ રહી જાત. યાદવોને લાગ્યું કે જ્યારે બીજું કોઈ કામ ન હોય ને નિરાંતની પળો હોય, ત્યારે નેમ પાસે આવીને બેસવા જેવું ખરું ! બાકી દુનિયાદારીમાં આવી ઘેલછાઓ ન ચાલે !
તેમની ઘણીખરી વાતો ખૂબ અવનવી હોય છે. જે નરી નજરે દેખાય છે, એની તો એ વાત જ નથી કરતો. અને જેના સગડસુધ્ધાં નથી દેખાતા એવા એવા વિષયોની એ વાતો છેડી બેસે છે. પણ એ સાંભળવાની અહીં નિરાંત કોને છે ?
G
ચાર કાગડા બળદને હેરાન કરે. બીજા ચાર કાગડા કાંધમાંથી જમણ જમે.
વાહ, વાહ, ખરો ખેલ મચ્યો ! આખરે સામનો કરતો બળદ શરણે થયો. એણે પોતાના દેહમાંથી થોડુંએક માંસ ખાવાની જાણે અનુમતિ આપી ! એ શિંગડાં નીચાં ઢાળી શબની જેમ સ્થિર પડ્યો રહ્યો.
નેમે એ જોયું, એણે વેદનાભર્યો ચિત્કાર કર્યો, અને પોતાની પાસે પડેલો મણિ ઉપાડીને ફેંક્યો !
કાગડા કુશળ હતા. તેઓ ચકચકતા મણિને આગિયા જેવું જીવડું સમજી ઉપાડીને ઊડી ગયા.
અરર !! યાદવો બોલી ઊઠ્યા, ‘કાગને ઉડાડવા મણિ ફેંકી દીધો.’
‘ના, ના. મેં એ દ્વારા મારા આત્મારૂપી મણિની રક્ષા કરી લીધી. મણિ તો તમે ફેંકી દીધો છે કે જ્યાં ત્યાં આશાન્તિ ને અસૂયા જ ગાવતા ફરો છો ! પેલા બળદનું દૃષ્ટાંત જોયું ?'
એમાં શું જોવાનું હતું ?'
જોવાનું એ કે જોરનું અભિમાન વૃથા છે. એણે ધૂંસરી ખેંચવામાં જેટલો વખત કાઢયો, એટલો વખત એનો ધર્મ શોધવામાં કાઢયો હોત તો ?”
‘તો કાંધ પડત નહિ !' યાદવો બોલ્યા. જાણે તેમની ગાંડીધેલી લાગતી વાતો એમને હવે સમજાઈ રહી હતી,
‘અને કાંધ પડત નહિ, તો આ કાગડા એનું માંસ ઠોલવા આવત નહિ. જુવાનીનો અને જોરનો ગર્વ નિરર્થક છે. એ જુવાની અને એ અંગેઅંગમાં નીતરતું જોર તો જીવીને જે શોધવાનું છે, મહેનત કરીને જે પામવાનું છે, તે માટે વાપરવું યોગ્ય હતું !' | ‘પણ એ તો ઢોર છે.’ ‘પણ તમે તો માણસ છો ને ?' ‘તો નેમ ? તારો શો વિચાર છે ?
‘હું નવી શોધમાં જવા માગું છું. મારો માર્ગ કાંચન, કામિની અને કીર્તિના ધોરી માર્ગોથી સાવ જુદો છે. હું અન્ય માર્ગે જવા ઝંખું છું. માણસને પશ્ચાત્તાપ ન કરવો પડે એવી સત્યની પ્રતીતિ કરાવવા માગું છું ! શત્રુ સાથેની લડાઈમાં નિરર્થક શિગડાં હલાવી પરાજયને વધાવી લેવા ચાહતો નથી. મારા આત્મવિજયના માર્ગે - એ નવે માર્ગે - જવા માગું છું !' ‘ભલા ! તારા માર્ગમાં મણિને કાગ ઉડાડવા માટે વાપરવાનું કહ્યું હશે, કાં ?”
220 પ્રેમાવતાર
જેની છરી એનું ગળું n 221
Page #122
--------------------------------------------------------------------------
________________
29
વેણુ અને શંખ
સત્યાના લગ્ન પછીની એક વહેલી સવારે જાણે ભૂકંપના આંચકા લાગ્યા. ગજશાળામાં બાંધેલા હાથીઓ સાંકળો તોડવા મથામણ કરી રહ્યા. તેમની નાની આંખોમાં છલોછલ ભય ભર્યો હતો. સો સો કેસરીસિંહ જાણે એમની સામે આવીને ત્રાડતા ઊભા હતા.
ચક્રવર્તીની પાયગામાં શોભે એવા પરાક્રમી અશ્વોએ ડામણ તોડવા માંડ્યાં હતા. એમણે ચાબુકનો આસ્વાદ કદી લીધો નહોતો. આજે એ સ્વાદ લેવા છતાં આપસ્વભાવમાં એ આવી શક્યા નહિ !
ધેનુઓ તો શેહ ખાઈને ખીલા પર જ ડોકાં નાખીને પડી રહી હતી. વનમાં એક નહિ અનેક કેસરીઓ એકસાથે જાણે ત્રાડતા હોય એવો ભય સર્વત્ર વ્યાપી ગયો
હતો. એમનાં વાછરડાંઓએ હજી સુધી ભય જાણ્યો નહોતો, પણ આજે તો એ પણ માનાં આંચળ મોંમાંથી મૂકીને કોડા જેવી આંખો ચારે તરફ ફેરવતાં ઊભાં હતાં.
રે ! આ તે ભૂકંપના કોઈ સ્વરો હતા કે ઓતારદા આભની કોઈ વાદળી વિનાશ લઈને વરસવા આવતી હતી ?
સ્વરો જરૂર ભયપ્રેરક હતા, પણ ભૂકંપના નહોતા; કારણ કે ભૂકંપના આંચકા હોત તો દ્વારકાના કોટકાંગરા એવા ને એવા રહ્યા ન હોત; આ વિશાળ રસ્તાઓમાં ફાટ પડી ગઈ હોત; અને આ ગગનચુંબી મહાલયોમાંથી કેટલાંક ધરાશાયી થયાં હોત
કે કેટલાંક ડોલી ઊઠ્યાં હોત.
આ સ્વરો તો સાગરની ભરતીનાં મોજાં જેવા હતા, રૈ, નક્કી સાગર આજ દ્વારકાને ગળી જવા પોતાની સેના લઈને ચઢી આવ્યો હશે ! યાદવોને પરદેશી જાણી એ ડરાવવા માગતો હશે !
લોકો સાગર તરફ દોડ્યા; એમના અંતરમાં સાગરની બીક હતી, પણ સાગરને તીરે પહોંચતાં એમને ઊલટું એવું લાગ્યું કે સાગર પોતે ડરી રહ્યો છે! એની ભરતીની તરંગાવલિઓ સ્વરના પ્રતાપે ઓટમાં પુનરાવર્તન પામી રહી છે, પછી આગળ વધવાની તો વાત જ ક્યાંથી સંભવે ?
સાગરના પટ પર તરતી મોટી મોટી માછલીઓ ડોકાં બહાર કાઢી કાઢીને અંદર અદશ્ય થઈ જતી હતી, અને મોટા મગરમચ્છો ડાચાં ફાડીને નિર્જીવ જેવા સપાટી પર તરતા હતા. એ હોશમાં હતા કે બેહોશ એ કંઈ સમજાતું નહોતું.
પ્રભાતના પહોરે જાગેલા વૈતાલિકોએ હજી ગળામાંથી દેવગાન છેડ્યાં નહોતાં; અને એકદમ આ હૈયાવલોવણ સ્વર લહરી આવી. વૈતાલિકોના સ્વરો એમના ગળામાં જ વૈખરી બની ભરાઈ રહ્યા.
વહેલી પ્રભાતે જાગીને પ્રભાતકાર્ય કરતી દ્વારકાની સ્ત્રીઓ એ સ્વર સાંભળીને અવાક થઈ ગઈ. વલોણાનાં નેતરાં એમ ને એમ એમના હાથમાં રહી ગયાં; અને એ ચિત્રની જેમ ખડી થઈ ગઈ.
ઘંટીએ બેઠેલી સ્ત્રી પણ હાથમાં ખિલડો ઝાલીને શાના આ સ્વરો આવ્યા, એના વિચારમાં ઊંડી ઊતરી ગઈ !
પણ આથીય વધુ વિમાસણભરી સ્થિતિ તો દ્વારકાની વીર સેનાની થઈ ગઈ. યોદ્ધાઓ બેઠા હતા, ત્યાંથી ગોઠણભેર થઈ ગયા, અને કૂદકો મારીને ખડા થઈ ગયા! શું આપણે ગફલતમાં રહ્યા, અને શત્રુ આવીને ખડકીએ ખડો થઈ ગયો ?
કોઈએ ઉતાવળમાં તલવારના બદલે મ્યાન લઈ લીધું; તો કોઈએ ખેસ માથે બાંધ્યો ને પાઘડી કમર પર લપેટી ! હોંકારા-પડકારા કરતા બધા બહાર નીકળી પડ્યા ! તે દિવસે દ્વારકાનાં ઘરોમાં કોઈ ન રહ્યું ! બજારો ને ચોક છલકાઈ ગયાં. અને સ્વરો તો હજી પણ એ જ આક્રમક રીતે વહ્યા આવતા હતા, અને એનો વેગ ક્રમે ક્રમે વધતો જતો થતો.
ન
‘ક્યાંથી આવે છે આ સ્વરો ?' બધેથી પ્રશ્નો થઈ રહ્યા. પણ સ્વરો ચારે દિશામાં પ્રસરીને એવી રીતે આવતા હતા કે એની એક દિશા નક્કી કરવી મુશ્કેલ હતી.
એ સ્વરોમાં શત્રુના ગૌરવને ગાળી નાખે એવો પડકાર હતો, સેનાને ઉશ્કેરી મૂકે એવી હાકલો હતી.
ત્યાં એક જણાએ ચિત્કાર કરતાં કહ્યું, ‘જુઓ, જુઓ, મહારથી શ્રીકૃષ્ણ આયુધશાળા તરફ જાય !'
સહુએ એ દિશામાં જોયું. નીલરંગી વ્યોમમાંથી કોઈ સપ્તરંગી મેઘદૂત સરી વેણુ અને શંખ – 223
Page #123
--------------------------------------------------------------------------
________________
કંઈ બોલ્યો નેમ ?” શ્રીકૃષ્ણ પૂછવું.
‘હા, એમણે કહ્યું સંગમ ! મારે એવું ધર્મચક્ર પ્રવર્તાવવું છે, જેમાં પ્રીતથી માણસ માણસાઈ નિભાવે, જીવ જીવ તરફ સ્નેહ રાખે. હું જાણું છું કે આ ચક્ર જોતાં ભલભલાનાં મોતિયા મરી જાય છે; અસુર પોતાની અસુરતા ને દાનવ પોતાની દાનવતા છોડી દે છે.” દ્વારપાલે તેમનું વચન કહ્યું.
‘પછી આગળ એણે શું જોયુ ?” શ્રીકૃષ્ણ ઉત્સુકતાથી પૂછવું. ‘આપની કામોદકી ગદા ' દ્વારપાલે કહ્યું. ‘તેણે ગદાને ઉપાડીને ફેરવી હતી ?'
‘ના જી, તેઓ એટલું જ બોલ્યા કે જેના હાથમાં આ ગદા હોય, એ કીડી હોય તોપણ કુંજર જેવો બળવાન લાગે.'
‘સાચી વાત છે. પછી ?' ‘સારંગ ધનુષ્ય જોયું ને બોલ્યા. આની ફણા પર બેસીને સ્વયં યમ સફર કરી
જતું હોય એવી એક વ્યક્તિ ચાલી જતી હતી.
ભયંકર દુષ્કાળથી પીડિત જનોને આકાશમાં ગોરંભાતી વાદળી દેખાય ને હૈયાધારણ થાય, એમ શ્રીકૃષ્ણના નામથી સહુ શાંતિ અનુભવી રહ્યા અને ઝડપથી એમનું અનુસરણ કરી રહ્યાં.
શ્રીકૃષ્ણ આયુધશાળા તરફ ઝડપથી જતા હતા.
સ્થિર અને સ્વસ્થ ચિત્તવાળા મહારથી શ્રીકૃષ્ણના મનમાં પણ એ ગડભાંજ જાગી હતી કે શું જરાસંધ આવી પહોંચ્યો કે શિશુપાલે આયુધશાળાનો કબજો કરી લીધો ? કે પછી કાલયવન જીવતો થઈને પાછો આવ્યો ? અથવા રાજા મુચકુંદ વળી કંઈ મથામણ લઈને દ્વારકા ટૂંઢતો આવી પહોંચ્યો ? યાદવોના અનેક શત્રુ હતા, અનેકને સંહાર્યા હતા. શું સંહાર કરેલા શત્રુઓ ફરી સજીવન થયા હતા ?
પણ આશ્ચર્ય તો એ થયું કે શ્રીકૃષ્ણ આયુધશાળાના દ્વાર પર પગ દીધો કે સ્વર બધા શાંત થઈ ગયા, ચૂલે ઊકળતી મોટી દેગમાં ઠંડું જળ પડતાં જેમ સર્વ જળ શાંત બની જાય, એમ હવા ને પરમાણુ હળવાફૂલ બની ગયાં ! જ્વર થતાં રોગી જેમ સ્વસ્થ થઈ જાય, એમ ભારે ભારે લાગતી દિશાઓ ફૂલ જેવી નાજુક બની ગઈ.
મહાપુરુષોનાં પગલાંનો પણ શું પ્રતાપ ! જાણે સર્વ સિદ્ધિઓ એમની પુરોગામી હોય છે !
શ્રીકૃષ્ણ પગથિયાં પરથી જ પૂછવું, ‘રે દ્વારપાલ ! અંદર કોણ આવ્યું છે? જરાસંધ કે શિશુપાલ ?'
દ્વારપાલ સંગમે વિના સાથે કહ્યું, ‘સ્વામી ! ન જ રા છે, ન શિશુ છે, અહીં તો દ્વારા કાનું સાક્ષાત્ યૌવન છે.'
શ્રીકૃષ્ણ પૂછવું, “કોણ છે એ ?” દ્વારપાલે કહ્યું, ‘નેમકુમાર.”
“ઓહ, મારો ભાઈ નેમ છે ?* શ્રી કૃષ્ણના દિલમાં ભ્રાતૃભાવ ઊભરાઈ આવ્યો. તેમના પિતા રાજા સમુદ્રવિજય પ્રારંભથી જ એમના સલાહકાર ને હિતચિંતક વડીલ હતા.
દ્વારપાલે શ્રીકૃષ્ણની પ્રેમભાવભરી મુખમુદ્રા જોઈ, ને હર્શાવેશમાં આવીને બોલ્યો, “શ્રીકૃષ્ણ જીવતા હશે ત્યાં સુધી કલિયુગ એનાં ચરણ અહીં મૂકી નહિ શકે! રાજકુળમાં તો ભ્રાતા એ પહેલો શત્રુ લેખાય છે ! એ ભ્રાતા તરફ આટલો ભાવ ?'
નેમની સાથે બીજું કોણ હતું ?” શ્રીકૃષ્ણ પૂછવું.. કોઈ નહિ. પોતે એકાકી હતા. આવીને ફરતાં ફરતાં એમણે ચક્રરત્નને જોયું.”
224 પ્રેમાવતાર
‘વારુ, વારુ, પછી... ?' ‘પછી તેઓએ પાંચજન્ય શંખ જોયો.’ ‘શું આ શંક નેમે વગાડ્યો ?”
‘હા, કૃપાનાથ ! મેં જરાક મશ્કરીમાં કહ્યું કે પંચજન નામના અસુરના હાડકામાંથી આ શંખ બનાવેલો છે. આ હાડકાં ભયંકર કામદ સ્વર કરનારાં છે. એ સ્વર શ્રીકૃષ્ણ સિવાય બીજું કોઈ કાઢી શકતું નથી.' એમણે કહ્યું કે શ્રીકૃષ્ણ તો પ્રેમના અવતાર છે, એમની વેણુ સાંભળીને સ્ત્રી પોતાના પતિ, પુત્ર કે પરિવારની માયા છોડી દે છે ને નિદ્રા અને આહારને જ જીવન ગણનાર જાનવરો પણ પ્રેમના દૈવીભાવને પામે છે. આ શંખ એ વેણુ સાથે ન શોભે.’
નેમકુમારને કહ્યું કે, દરેક વસ્તુ પોતાના સ્થાને શોભે, વૃંદાવન-ગોકુળમાં ગોપ બનીને રહ્યા હોત તો વેણુ શોભત. રાજ કારણમાં તો શંખ જ શોભે. વેણુમાં વેરીને વહાલ છે; શંખમાં શત્રુને પડકાર છે. તમારા પિતાએ અને કૃષ્ણ બલરામે જે જરાસંધી સેના એમની સામે જોઈ એથી આ સંખ સાહ્યો. વેણુ બજાવતા રહ્યા હોત તો યાદવો આજે પૃથ્વી પર શોધ્યા ન જડત ! આ શંખના પ્રબલ સ્વરો સાંભળીને ભલભલા વીરો મોંમાં તરણું લઈ લે છે ! વેણુ તો કદાચ બીજો કોઈ બજાવી શકે, પણ આ શંખનો નાદ ગજવવો એ શ્રીકૃષ્ણ સિવાય બીજાનું ગજું નથી !' શાબાશ ! તેં ખરો જવાબ આપ્યો.’ પાછળ દોડતી આવીને એકત્ર થયેલી
વેણુ અને શંખ 225
Page #124
--------------------------------------------------------------------------
________________
મેદનીએ હર્ષના પોકારો કર્યા. ‘હં, પછી આગળ કહે.”
દ્વારપાળ બોલ્યો, ‘મારી આ વાત સાંભળી નેમકુમાર બોલ્યા, ‘ભાઈ દ્વારપાળ, આમાં તારી ભૂલ થાય છે; તારી નહિ, સહુની થાય છે. પ્રેમને તમે કમજોર માનો છો, ને યુદ્ધને બળવાન માનો છો. વેણુ અને શંખમાં પૃથ્વી માટે શું વધુ સારું. એ તો સરવાળે ખબર પડશે. જગતમાં પ્રેમ જ મોટી વસ્તુ છે. ભયનું તો કશું મૂલ્ય જ નથી ! મારી માન્યતા પ્રમાણે આ શંખ હરકોઈ બજાવી શકે, પણ પેલી વેણુ તો મારો ભાઈ જ વગાડી શકે ! એવા સૂરો મેં ભલભલા વેણુધરની વેણુમાંથી પણ નીકળતા સાંભળ્યા નથી.*
શાબાશ મારો ભાઈ ! ઓહ ! રાજકારણમાં તો માણસ ભાઈને ભૂલી ગયો છે. બહેનને વીસરી બેઠો છે, અરે , મા-બાપને મહાશત્રુ લેખી બેઠો છે ! નેમ...નેમ... ખરો પ્રેમનો અવતાર ! વાસ રે વિદ્વાન દ્વારપાલ ! મને વાત પૂરેપૂરી કહે.”
દ્વારપાલ કહે, ‘હું મારી વાતમાં મક્કમ રહ્યો. મેં કહ્યું, વેણુ તો ગમે તે બજાવી શકે, શંખ બજાવવો એ જેવા તેવાનું ગજું નથી ! આ શંખના સ્વરોથી તો સિંહ બોડમાં ભરાઈ જાય છે ને હાથી આગળ વધતા અટકીને પાછા ફરી જાય છે ! નેમકુમારે મને કહ્યું, સંગમ ! ગર્વ મિથ્યા છે. દુનિયામાં કેટલાંક મોટાં કામ સાવ સહેલાં લાગતાં હોય છે; કેટલાંક નાનાં લાગતાં કામ અતિ કઠિન હોય છે !'
વાહ ફિલસૂફ, વાહ !' યાદવ સમુદાયે કહ્યું.
દ્વારપાલે પોતાની વાત આગળ ચલાવી : ‘નેમકુમારે મને કહ્યું કે ભાઈ, જીવતા પહાડ જેવા હાથીને પણ ગમે તેમ કરીને હણી શકાય છે; પણ મરેલી કીડી કંઈ હજાર યત્ન પણ સજીવન કરી શકાય છે ખરી ? હું કંઈ જવાબ ન આપી શક્યો, પણ મારા મોં પર ખુલાસો મેળવ્યાનો સંતોષ નહોતો. એમ જોઈ નેમ આગળ બોલ્યા.’ દ્વારપાળ મોજથી વાત માંડી બેઠો હોય તેમ વાત કરતો હતો.
શ્રીકૃષ્ણ અધીરા થયા. તેમણે પોતે વાત ઉપાડી લીધી અને સામા સવાલ કરી જવાબ મેળવવા લાગ્યા, ‘તું ના ના કરતો રહ્યો અને નેમે શંખ ઉપાડ્યો, કાં સંગમ?”
દ્વારપાલ સંગમે ડોકું ધુણાવીને હા કહી.
‘ને સંગમ ! તેં ના પાડી તોય એમણે શંખ ઉપાડીને મોંએ માંડ્યો ! તેં કહ્યું કે છાતીનાં પાટિયાં બેસી જશે, તોય એમણે ફેંક્યો, બસ ફૂંક્યો, કાં ?”
‘જી હા, અને પછી તો જાણે મહાન વાદીના કરંડિયામાંથી એકથી એક ચઢે. એવા સાપ ફૂંફાડતા નીકળે એવા સ્વરો રેલાવા લાગ્યા; અને હું તો અડધો બેભાન જેવો બની ગયો.' ચાલો ભાઈઓ ! નેમને વધામણાં આપીએ.” શ્રીકૃષ્ણ અડધી વાત પૂરી કરતાં
226 પ્રેમાવતાર
બોલ્યા, ‘મને લાગે છે કે યાદવોમાં હવે દેવો અવતાર લેતા લાગે છે.’
કેટલાક વયોવૃદ્ધ ને ચતુર યાદવોએ શ્રીકૃષ્ણને બહુ હર્ષાવેશમાં આવતાં વાર્યા. સંઘરાજ્ય દ્વારકાની રાજસભાનાં આ બધાં રત્નો હતાં. દ્વારકાનું રાજ તેઓની મતિગતિ પર નિર્ભર હતું. તેઓની દીર્ઘદૃષ્ટિએ આ પ્રસંગમાં એક નવું જોખમ નિહાળ્યું. તેઓએ કહ્યું. ‘તમારે તો લાંબો સમય દ્વારકાની બહાર રહેવાનું થાય છે. રાજાની ગેરહાજરી ઘણા ગેરફાયદા કરે છે. અને તેમાંય એના જેવા કોઈ શક્તિશાળી ને પ્રિય સંબંધીજન હોય તો તો ગેરફાયદાનો વિશેષ ભય રહે છે ! અમે તેમની શક્તિને તોળી જોવા ચાહીએ છીએ.'
અને યાદવ મંડળે હાક મારી, ‘ગજ કર્ણ " ભીડ ચીરતો એક હાથીના બચ્ચા જેવો મલ્લ આગળ આવ્યાય
‘આજ પ્રતિપદા છે; અનધ્યાય છે - નિશાળની રજાનો દિવસ છે. નેમ સાથે થોડી કુસ્તી થઈ જવા દે !'
ગજની જેમ ગજ કર્ણનું માથું મોટું હતું. પણ આંખો નાની હતી. એણે આંખો મટમટાવીને જાણે વાતનો સ્વીકાર કર્યો. | ‘બોલાવો મને !' વૃદ્ધ યાદવોએ સાદ કર્યો. નેમ આજ્ઞાશીલ હતો. આયુધશાળાના પાછળના ભાગમાંથી એ અંદર આવ્યો.
“નેમ ! શંખ વગાડીને હવે છાનોમાનો નાસી જવા માગે છે કે ? તેં અમારી અનુપસ્થિતિમાં જે કર્યું તે ભલે કર્યું; પણ હવે તારો ફાંકો ઉતારવો પડશે. આ ગજ કર્ણ તારી સામે ઊભો છે. દ્વારકાનો સામાન્ય મલ્લ છે. એને જીતો તો તું ખરો મર્દ !' યાદવમંડળે કહ્યું.
‘કોણ કોને જીત ? જડ ચેતનને કે ચેતન જડને ? મને આવી જીતમાં રસ નથી. મારા વીરત્વનો મને યફાંકો નથી.' ને લાપરવાહીથી કહ્યું.
‘અમને બનાવીશ મા ! તને રસ નહોતો, તો આયુધશાળામાં શા માટે આવ્યો?” યાદવોએ નમની ખબર લેવા માંડી.
‘આવ્યો ન કહો મહાશયો, આવી ચઢચો !' નેમે સ્વાભાવિકતાથી કહ્યું.
અરે માન્યું કે તું આવી ચઢવો, પણ આ બધાં આયુધો શા માટે તપાસ્યાં? કંઈ કારણ ?' યાદવો દૂધમાંથી પોરા શોધતા હતા.
નેમ ચતુર નર લાગ્યો હતો, બોલે બંધાય નહિ એવો. * કંઈ પણ કારણ નહીં. સાવ સહજ રમતમાં ? | ‘નેમ તું પાકો ઉસ્તાદ છે. કારણ વિના કદી કાર્ય ન થાય. કેટલાક બહારથી
વેણુ અને શંખ 227
Page #125
--------------------------------------------------------------------------
________________
30
એક નહીં પણ પાંચ ભૂત
સાધુત્વની વાતો કરનારા અંદરથી સિંહાસનની કે સુંદીની માળા જપતા હોય છે !” યાદવમંડળી ઇરાદાપૂર્વક તેમને ગુસ્સે કરવા માંગતી હતી. એ રીતે પણ કંઈ બોલે છે ! ગરમ લોઢાને ઘાટ જલદી ઘડાય છે !
પણ નેમ તો આપસ્વભાવમાં મસ્ત હતો ! એમે કશો જવાબ ન દીધો, માત્ર આછું સ્મિત કર્યું.
| ‘નેમ ! આમ હસવામાં વાત ન ઉડાડીશ. આયુધો ભલે તે તપાસ્યાં, પણ આ શંખ શા માટે ક્યો ? અને તે પણ આટલા અભૂતપૂર્વ વેગથી ? તારી અદ્ભુત તાકાતનાં દર્શન કરાવવા માટે જ ને ? તેં તારી શક્તિનું આજે પ્રદર્શન કર્યું. તો ભલે કર્યું, અમે એ દર્શન જરા વિશેષ કરવા માગીએ છીએ.’ યાદવમંડળીએ કહ્યું.
‘જાનવરની જેમ ગદ્ધાકુસ્તી મને પસંદ નથી !'
આ કંઈ ગદ્ધાકુસ્તી કહેવાય ?'
‘નહિ તો શું ? બે જાનવર લડતાં હોય તેમ લડવું, ઘડીકમાં પેલો નીચે પડે, વળી ઉપરવાળ નીચે ને નીચેવાળો ઉપર ! આ તો પશુપદ્ધતિ છે. તમારે તો મારી શક્તિનું દર્શન કરવાથી જ કામ છે ને ?'
‘હા’ યાદવમંડળે કહ્યું.
‘તો હાથ નમાવવાની રમત રમીએ. પહેલાં ગજ કર્ણ અને પછી હું મારો હાથ લંબાવું છું. એક એક જણ આવીને ઝુકાવવા પ્રયત્ન કરે, જેનો હાથ નમે એ નમ્યો. જેનો ન નમે એ જીત્યો. ચાલો, ગજ કર્ણજી ! પહેલો વારો તમારો!”
ગજકર્ણ તો કુસ્તીનો જીવ હતો. એ આગળ આવ્યો. હાથ લાંબો કરીને ઊભો રહ્યો.
નેમકુમાર આગળ વધ્યા, એમણે ગજકર્ણના હાથને આંચકો આપ્યો. હાથ તરત નીચો નમી ગયો,
‘નેમકુમાર ! હવે તમારો વારો !' ગજ કર્ણ પડકાર કર્યો.
પણ એ પડકાર પાણી વગરનો સાબિત થયો. પાતળિયા નેમકુમારના લંબાવેલા હાથને ગજ કર્ણ લાખ પ્રયત્ન ન નમાવી શક્યો. અરે, બીજા મલ્લોના પ્રયત્નો પણ એળે ગયા.
યાદવ નેમકુમારની તેજભરી તાકાત જોઈ સહુ સ્તબ્ધ બની ગયા; એમના ઉપર વારી ગયા.
દ્વારકાથી તે મથુરા સુધી વિખ્યાત બનેલા કુસ્તીબાજ ગજ કર્ણના હાથને નેમકુમારે નેતરની સોટી જેમ વાળી દીધો, ત્યારે બધે નેમની અદ્ભુત શક્તિની પ્રશંસાનાં પુષ્પ વેરાઈ રહ્યાં. પણ જ્યારે નેમકુમાર પોતાના ખેતર જેવા હાથને લંબાવીને ખડા રહ્યા અને એ હાથને નમાવવાને ગજ કર્ણ અને બીજા અનેક મહારથીઓ આવ્યા છતાં એ હાથે જ્યારે ભલભલાની શરમ ન રાખી, ત્યારે તો પ્રસંગની હવામાં જીવતી અને પ્રફુલ્લતી કવિઓની સરસ્વતીને કોઈ વાસ્તવિકતાની રાજ કીય મભૂમિ શોષી ન શકી !
ઠેર ઠેર નેમની શક્તિની પ્રશંસાનાં ગીતો ગુંજી રહ્યાં.
જોતજોતામાં આ વર્તમાન દ્વારકાની શેરીએ શેરીએ પ્રસરી ગયા. પણ શક્તિશાળી લોકો આથી વધુ શંકિત બન્યા, રાજ કીય લોકો તો સગા ભાઈની અતિ પ્રશંસાથી પણ ડરતા હોય છે. એ પ્રશંસા એક દહાડો એમની સત્તાને પાડે છે અને એટલે જ સંસારમાં શક્તિ ગમે તેવા પ્રતાપવાળી હોય, પણ ગરીબ ભક્તિ પાસે એને હીન લેખવામાં આવે છે !
રેવતાચલના કેસરીસિંહો સાથે બથંબથ્થા કરનારા બળવાન યાદવો આ ખબર સાંભળતાં પ્રસન્ન થવાને બદલે ગર્જના કરતા ખડા થઈ ગયા. કાળયવન પછીના વિજયોએ તેઓને મગરૂર બનાવ્યા હતા. તેઓ માનતા હતા કે પોતાની અપ્રતિમ વીરતા સામે યાદવમાત્ર કે યાદવકુલ કેસરી શ્રીકૃષ્ણ પણ કંઈ વિસાતમાં નથી ! સારું કામ મોટાના હાથે થવું જોઈએ, એટલા માટે જ કાલયવનને નિકાલ કરવાનું કામ શ્રીકૃષ્ણને સોંપાયું હતું, બાકી તો કાલયવનના કટકા કરવા માટે અમે ક્યાં કમ હતા?
તેઓએ ખોંખારા ખાઈને હાકલ દીધી : ‘રે ! યાદવોમાં તો હવે છોકરાં જ પરાક્રમી નીકળે છે. મોટેરા તો જેમ જેમ
228 3 પ્રેમાવતાર
Page #126
--------------------------------------------------------------------------
________________
મોટા થાય છે તેમ તેમ ખોટા થતા જાય છે !'
શેરીએ શેરીએ આ હુંકાર સંભળાયો. અને પોતાના બળનો ગર્વ રાખનારા કંદર્પકુમાર જેવા કુસ્તીબાજો મેદાને પડ્યા.
કવિઓએ તો વાતનું વતેસર કરી નાખ્યું હતું, અને હજી પણ તેઓની સરસ્વતીની સરવાણી સુકાઈ નહોતી !
નેમકુમાર તો હજી પણ કોઈ શિલ્પીએ ઘડેલી મૂર્તિની જેમ પોતાના ભુજ દંડ લંબાવીને ખેડા હતા, યાદવો આમે રૂપાળા હતા, અને તેમાંય નેમ-કૃષ્ણની શ્યામસુંદર જોડી તો રૂપની અદ્વિતીય મૂર્તિઓ હતી !
એ રૂપમૂર્તિ ને પરાક્રમમૂર્તિ નેમને જોવા યાદવકુમારિકાઓએ પણ ઘર છોડ્યાં હતાં, બાર ખુલ્લાં મૂક્યાં હતાં, ને માથે ઊડતા કેશ મૂકીને દોડી આવી હતી.
નેમની એક વાત આ કન્યાઓને ખૂબ ભાવી હતી. એ કહેતો કે આપણે બીજાને ચાહીએ છીએ ત્યારે જાણવું કે આપણી જાતને જ ચાહીએ છીએ.
આ કન્યાઓ પણ પોતાનાં રૂપાળાં નેણ નચાવતી અને મધુરાં પાયલ રણઝણાવતી ત્યાં આવી પહોંચી, અને આવીને તેમની ભુજબલપરીક્ષાની સાથી થઈ રહી !
નેમ તો હજીયે પોતાનો ભુજ દંડ તાણીને ખડો હતો. એ ભુજ દંડને નમાવવા ભલભલા વીરો આવીને પ્રયત્ન કરતા, પણ બધું નિરર્થક !
છેલ્લે છેલ્લે જે બળવાન યાદવો આવ્યા, તેમણે પ્રથમ બળનો પ્રયોગ કર્યો., પછી વજનનો પ્રયોગ, પણ બંનેમાં નિષ્ફળ ગયા !
બળ સાથે વજનનો પ્રયોગ થતો જોઈ, પરીક્ષા આપી રહેલા મલ્લો ફરી ઊભા થયા ને બોલ્યા,
‘અમને બળની વાત કહી હતી, વજનની વાત નહોતી ! અરે, એ રીતે બળવજન આપીને તો નમનો હાથ ક્ષણવારમાં નમાવ્યો સમજો !'
પછી તો બળ અને વજન બંને પ્રયોગો દ્વારા સહુ નેમનો હાથ નમાવવા ચાલ્યા, પણ કોઈ નમાવી ન શક્યો !
| બળના ગર્વથી છકી ગયેલા યાદવો આથી તો સવિશેષ રોષે ભરાયા. એમને થયું કે ગમે તે થાય, પણ અત્યારે આ નેમનો હાથ નમાવવો જ જોઈએ, નહીં તો આપણું પાણી જાય અને જીવ્યું વૃથા થાય.
આવો નિશ્ચય કરી બે-ત્રણ જુવાન એકસાથે તેમના હાથને વળગ્યા, પણ એમની મહેનત પણ ધૂળ થઈ ગઈ. નાનકડો નેમ આવા શક્તિના હિમાલયો સામે કોઈ સમર્થ જાદુગરની જેમ
230 D પ્રેમાવતાર
અણનમ જ રહ્યો. એ હાર્યો જુગારીઓએ છેવટે આબરૂ સાચવવા જાહેર કહ્યું કે,
માણસની તાકાત આવી હોઈ ન શકે, તેમને કોઈ દૈવી શક્તિની મદદ હોવી ઘટે ?
પછી તો લોકોએ જાહેર કરવા માંડ્યું કે તેને મેલી શક્તિ સાધી છે. એવા સાથે હરીફાઈ ન હોય ! ભૂત-પ્રેતનું બળ એ કંઈ સાચું બળ નથી !
બીજી તરફ ત્રણના બદલે છ ને છના બદલે બાર પહેલવાનો એકસાથે તેમના હાથને વળગ્યા, પણ હાથે લેશ પણ મચક ન આપી !
જેમ જેમ નેમ વધુ અણનમ રહ્યો, તેમ તેમ લોકો વધારે ભારપૂર્વક કહેવા લાગ્યા કે “અરે, આ નેમ તો સ્મશાનોમાં ને પહાડોની કંદરામાં ભમનારો છે !ફિલસૂફ નહિ પણ જાદુગર છે !'
બધેથી અવાજો આવ્યા, ‘નેમે ભૂત સાધ્યું છે !' એક-બે જણાએ આગળ જઈને તેમને પ્રશ્ન કર્યો, ‘નેમ ! તેં ભૂત સાધ્યું છે ?” ‘હા. આ બધું બળ ભૂતનું જ છે !' નેમે એટલી જ સરળતાથી જવાબ વાળ્યો.
લોકોએ હર્ષના પોકારો કર્યા ને જાણે તેમનો પરાજય કર્યો હોય એવા ચિત્કાર માંડ્યો.
તેલમાં માખ ડૂબે એવા થઈ ગયેલા મલ્લો હવે આગળ આવ્યા અને બોલ્યા, અમે કહેતા જ હતા કે આ બળ ભૂતનું છે, માણસનું નથી. દારૂ પીધેલો માણસ અને વગર દારૂ પીધેલો માણસ, એ બે વચ્ચે હરીફાઈ ન સંભવે ! કેફીનું જોર તાત્કાલિક વધુ હોય છે !'
નેમકુમાર તો શાંત જ રહ્યા. પછી કેટલાય યાદવો એમની પાસે આવ્યા ને બોલ્યા, ‘તારી સાધના અમને શીખવીશ ? આટલું બળ હોય તો આપણે પેલા જરાસંધને એકલા જ ભરી પીઈએ.’
ભાઈ ! ભૂતના બળમાં કંઈ રાચવાનું નથી. સાચું બળ તો ખાત્મબળ છે.”
‘આત્મબળની વાત પછી; પહેલાં અમને ભૂતના મંતર શીખવે.’ યાદવો આ તાકાત મેળવવા માગતા હતા.
‘ભૂતના બળની તમને એટલી બધી લાલસા જાગી છે ?” ‘હા.' ‘પણ એ બધું ખોટું છે, ક્ષણિક છે.' ‘ખોટું કાંઈ નથી. અમે તારું બળ નજરોનજર જોયું છે. એ વળી ક્ષણિક શાનું?” ‘મારી પાસે તો એક નહીં પણ પાંચ ભૂત છે.’
એક નહીં પણ પાંચ ભૂત D 231
Page #127
--------------------------------------------------------------------------
________________
નેમને પરણાવો
‘પાંચ ભૂત ? કયાં ક્યાં ?' યાદવો છળી ગયા.
‘પૂરાં પાંચ ! પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને આકાશ. એ પાંચ ભૂતોનું પૂતળું તે આ દેહ, આ દેહ ધર્મનું સાધન છે, માટે મને પ્યારો છે. પણ અંતરમાં બેઠેલું એ પાંચે ભૂતોને રવાડે ચડાવનારું મન મોટા ભૂત જેવું છે. એ વારંવાર પાંચને ઉશ્કેરે છે, કહે છે કે આ લે, આ મૂક ! આ શત્રુ, આ મિત્ર ! આ સારું. આ ખોટું! એને થાંભલો જોઈએ ચઢવા-ઊતરવા ! એ થાંભલો રાગ-દ્વેષનો છે ! એ થાંભલો હું આપતો નથી એટલે મન પાંચે ભૂતોને મારી સામે ઉશ્કેરે છે !'
નેમની વિચિત્ર વાતો સાંભળીને ભૂતમાં રસ ધરાવનારા હતાશ થઈને પાછા હઠી ગયા.
‘હત્તારીની ! આ છોકરાએ તો બળમાં ને બુદ્ધિમાં બંને રીતે આપણા ધોળામાં ધૂળ નાખી !'
વૃદ્ધોના આ રંગ જોઈને દ્વારકાની કુમારિકાઓ ખૂબ આનંદમાં આવી ગઈ, અને વૃદ્ધોની હાંસી કરી રહી.
એ જોઈને એક યાદવ ચિડાઈને બોલ્યો, ‘અમે તેમનો હાથ નમાવી ન શક્યા, તો હવે તમે નમાવો ને !'
એક બટકબોલી જવાબ આપી રહી, ‘તમ મૂછાળાથી કંઈ ન થયું. જોજોને, નેમને કદીક નમાવીશું તો અમો જ નમાવીશું !'
‘નમાવ્યાં નમાવ્યાં !' કેટલાય યુવાનો વધુ છેડાઈ ગયા, ‘નેમ જેવા પોલાદી પુરુષને તમે શું નમાવતી હતી ?'
અરે, સંત્રાજિત જ્યારે શ્રીકૃષ્ણને ચોર ઠરાવી ન શક્યો, ત્યારે સત્યાએ શ્રીકૃષ્ણને એમના મુખે જ ચોર ઠરાવ્યા ! સત્રાજિતનો એકે મણિ શ્રીકૃષ્ણ રાખવો નહોતો, ને અમારી અદાલતે શ્રીકૃષ્ણના ગળે બબ્બે મણિ બાંધ્યા ! બોલો, હજીય તમારે અમારું બળ માપવું છે ?'
“વાહ, વાહ ! અરે આ ભાષણ કરનારી કોની બેટડી છે? શું નામ છે તારું?” ‘નામ રાજ્યશ્રી ! દ્વારકાના શ્રીમંત યાદવની દીકરી રાજ " | ‘અરે બહેન ! આમ આવ, આમ આવ ! નેમને નમાવવાનું કામ હવે અમે તને જ સોંપીએ.”
બધાએ રાજ્યશ્રીને શોધી, પણ એ ત્યાં નહોતી, જાણે હવા સાથે અલોપ થઈ ગઈ હતી !
કેટલીક મુખછબીઓ વારંવાર નીરખીએ તોપણ પાણીમાં પડેલા લિસોટાની જેમ મન ઉપરથી તરત જ ભૂંસાઈ જાય છે; કેટલીક છબીઓ શ્યામ વાદળમાં વીજના શ્વેત લિસોટાની જેમ એકાદ વાર જ જોઈએ, પણ એ સદાને માટે અંતરમાં વસી જાય છે.
રાજ્યશ્રી વિશે સહુનું એવું બન્યું, ખુદ નેમકુમારને પણ એ કામણ કરી ગઈ!
રાજ્યશ્રીનું એક એક અંગ બોલતું કાવ્ય હતું. નીલગગન જેવી કીકીઓ, વિશાળ લલાટ, મધુર ઓષ્ઠ, સુડોળ નાસિકા, દૃઢતાપૂર્ણ ચિબુક - એનું પ્રત્યેક અંગ એક એક ગુણ કે ભાવનું પ્રતીક બન્યું હતું.
ન જાણે મલય સમીરની એક ઓલાદક લહરી ક્યાંયથી આવી, અને એ કળાયેલા હૈયામાં શાંતિ પ્રસરાવીને વળી પાછી આકાશી વાદળીની જેમ ક્યાંય અલોપ થઈ ગઈ. રાજ્યશ્રીનું આગમન અને ગમન એવું બન્યું. | ‘નેમ ! તારામાં આટલું બળ છે, તો હજી આર્યાવર્તનો ઘણો પ્રદેશ જીતવાનો બાકી છે. ચાલ, સૈન્ય આપું ! શત્રુ આપું ! સંસાર પર અધર્મનો ભાર વધ્યો છે એને દૂર કરવા તું તારો પુરુષાર્થ ફોરવ ! એ ભાર ઉતારવામાં મને મદદ કર!' શ્રીકૃષ્ણ નેમકુમારને કહ્યું. | નેમકુમાર શાંત ને સ્વસ્થ ઊભા હતા. તેમના મુખ પર શંખધ્વનિ કર્યાનો ગર્વ કે ભુજાયુદ્ધના વિજયની ખુમારીની એક રેખા પણ દેખાતી નહોતી.
નેમે શાંત સ્વરે કહ્યું, ‘વડીલબંધુ ! જાણું છું કે જગત પર અધર્મનો ભાર વધ્યો છે. માણસ આજે પોતાનું નાનું સરખું પેટ ભરવા મોટાં મોટાં પાપ કરતાં પણ પાછો પડતો નથી. અહિંસા કાયરતા બની છે. સત્ય સગવડિયું બન્યું છે. યુદ્ધ જગાડવું છે, પણ આ સદ્દગુણોની સ્થાપનાનું. યુદ્ધની જન્મભૂમિ તો મોટે ભાગે હૈયું છે. યુદ્ધનો
232 2 પ્રેમાવતાર
Page #128
--------------------------------------------------------------------------
________________
અંકુર હૈયામાં રોપાય છે. એ અંકુરમાંથી છોડ થાય છે. પછી વૃક્ષ બને છે. પછી પત્ર, પુષ્ય ને ફળ બેસે છે. હૈયાના એ યુદ્ધાંકુરની સામે યુદ્ધ જગાવીને મારે સત્યનાં વાવેતર કરવાં છે, અહિંસાનાં જળ છલકાવવાં છે.'
આટલું બોલીને નેમકુમાર આયુધશાળાના ઉદ્યાનમાં ચાલ્યા ગયા. ત્યાં કોકિલ ગાતો હતો. બપૈયો બોલતો હતો. હવા દિલભર હતી ને તું મનભર હતી.
યાદવ રાજમંડળી નેમકુમારની આ વાણી સાંભળી રહી, તેઓને જતા જોઈ રહી. આરસની વિશાળ પાટ જેવી ઘાટીલી પીઠને નીરખી રહી. યાદવોના મનમાંથી થોડીક ચિંતા દૂર થઈ, પણ કેટલીક આશંકાઓ તો હજી પણ એમ ને એમ જ ચાલુ રહી હતી, શંકા વસ્તુ જ એવી છે. જન્મ લીધા પછી ઝટ મરતી નથી.
કુશળ ગણાતા એ ક યાદવ મુત્સદીએ કહ્યું, ‘એક હાથીને મૃગ પર માયા થઈ. એણે કહ્યું, મૃગમાં પણ જીવ છે, ને મારામાં પણ જીવ છે. એ રીતે અમે બંને સમાન છીએ.” પછી એક વાર એ હાથીનો પગ ઊંચો થયો, અને પેલું મૃગ હાથીના પગને છત્ર સમજીને નીચે આવી લપાયું. કહો, હવે આ બિચારા મૃગનું જીવન ક્યાં સુધી? હાથીની કૃપા રહે ત્યાં સુધી જ ને ! ઘડી પછી હાથીમાં વિચાર પરિવર્તન થાય ને મૃગનું જીવન જોખમમાં મુકાય ! આવી સ્થિતિમાં દયા કે અહિંસાની કિંમત કેટલી ? ભરોસો કેટલો ? આ તેમનું પણ એવું જ સમજવું. એ ક્યારેય આપણી સામે થાય એનું શું કહેવાય ? બળવાનની બીક હંમેશાની.'
| ‘સમજીએ છીએ, પણ શું કરવું ? આ બધા ભાઈઓનો પરસ્પર ભ્રાતૃભાવ અજોડ છે. નહિ તો...' એક યાદવે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. | ‘અરે, હાથી ભલે હાથી રહે, પણ એને એવો કરી નાખો કે મૃગને હણવાની એને ઇચ્છા જ ન થાય ?
‘એ માટે શું કરીશું ?”
‘જુવાની બે વાત પર ન્યોછાવર થાય છે. એક કાંચન પર, બીજી કામિની પર. યાદવો પાસે કાંચનનો તૂટો નથી. તેમને કોઈ સુંદર યાદવકન્યા પરણાવી દો. નારી બાહોશ મળી એટલે નર બકાલ ! પછી ન એ તાકાત રહેશે, ન એ તમન્ના રહેશે. પદ્મિનીની સોડમાંથી એ છૂટો જ નહિ પડે.” | ‘હાથીને મોહજે જીરથી જ કડી લેવો, એમ જ ને ?”
હા.”
યાદવ મુત્સદીઓએ સર્વાનુમતે નિર્ણય કર્યો કે નેમ ઉપર કોઈ અદ્ભુત પકડ કરી શકે તેવી યાદવ સુંદરી સાથે એનાં લગ્ન કરી નાંખવાં. એ સુંદરીનું રૂપ માયાજાળ જેવું હોવું ઘટે. જેથી આ માછલું એ જાળમાંથી કદી બહાર નીકળી ન શકે ! એને
234 પ્રેમાવતાર
કેવળ રૂપ જ રૂ૫ સાચું લાગે, ને રાજપાટ ખોટું લાગે એવો કોઈ ક કીમિયો રચવો.
‘એ તો સાચું પણ આ બધી વાતો લગ્ન પછીની છે. પહેલાં તેમને લગ્ન માટે તો તૈયાર કરો !” એક કુશળ યાદવે વળી વચ્ચે શંકા ઉઠાવી.
‘તમે બધા પાણીમાંથી પોરા કાઢો એવા છો ! અરે, આવા જુવાન, જેને જુવાની બટકાં ભરતી હોય, એને તો સુંદર સ્ત્રી બતાવો, એટલે બસ ! પહેલાં થોડીક આનાકાની કરશે, પણ પછી એવો ગાંડો બનશે કે ન પૂછો વાત !' એક વૃદ્ધ અનુભવની વાણી કહી.
‘તમારી વાણી અનુભવની છે. હું જાણું છું, ઘણા રાજ કુમારો અહીંથી તહીં ઠેકડા મારતા હોય છે. પણ સારી જોઈને કોઈ વીસ નહોરી વળગાડી કે ટાઢા પડી જાય છે.' બીજાએ વાતને ગ્રામ્ય રીતે ટેકો આપ્યો.
‘પણ એમાં નેમ અપવાદ છે.' અત્યાર સુધી મૌન બેસી રહેલા બલરામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
‘નેમ અપવાદ છે ?” આખું યાદવમંડળ પ્રશ્ન પૂછી બેઠું . ‘હા, હા. સુંદર સ્ત્રીમાં એનું મન મોહાતું નથી.'
માફ કરજો, બલરામજી ! શું તેમ નપુંસક છે ?' એક વૃદ્ધ યાદવે જરાં છંછેડાઈને ન બોલવાનું બોલી નાખ્યું.
બલરામ એના ઉતાવળા અભિપ્રાય માટે છોભીલા પડ્યા, છતાં એમણે કહ્યું, નેમ તો કોઈ જુદી પરંપરાનો માનવી છે !'
એક સત્ત્વશીલ જુવાન યાદવ સ્ત્રીની મોહિનીમાંથી બાકાત રહી શકે નહિ. એકની વાત કાં કરો, એવા યુવાનો જે ટલી મળે તેટલી સુંદરીઓને અંતઃપુરમાં સંઘરવા તૈયાર હોય છે !'
‘જુદી પરંપરા એટલે શું ? પરણ્યા વગર કોઈની પરંપરા જળવાણી છે ખરી ?” બીજા યાદવે બલરામને કહ્યું.
તો બોલાવો નેમને ! કરીએ અબઘડી પરીક્ષા' બલરામે કહ્યું, ને બહાર ઉદ્યાનમાં ફરતા તેમને બોલાવ્યો.
તેમના મનમાં પોતાની પાછળ એકત્ર થયેલા યાદવમંડળ વિશે શંકા નહોતી, એમાં બધા વડીલો હતા. એમની આજ્ઞા એને માટે શિરસાવંઘ હતી.
આયુધશાળાના બીજા ખંડમાં ફરી રહેલા શ્રીકૃષ્ણા પણ સાદ સાંભળીને ત્યાં આવ્યા. નેમ આવીને મંડળની સામે ઊભો રહ્યો, પણ એની આંખો કોઈ અકળ ભોમમાં
નેમને પરણાવો 235
Page #129
--------------------------------------------------------------------------
________________
રમતી હતી.
બલરામ બોલ્યા, ‘નેમ ! યાદવ રાજમંડળ આ પ્રતાપી પ્રસંગની કંઈક યાદ રાખવા ચાહે છે.”
કઈ રીતે ?”
‘તારો વિવાહ કોઈ અદ્ભુત યાદવસુંદરી સાથે નક્કી કરીને, વીરોની વેલને પાંગરવાનો પ્રસંગ આપીને !'
‘વડીલશ્રી ! મને જેમ તમારા આ દુન્યવી રાજપાટમાં ને ક્ષણભંગુર વિજયોમાં રસ નથી, તેમ મને લગ્નમાં પણ રસ નથી.’
‘નેમ ! યાદવકુળમાં કોઈ કુંવારું રહ્યું નથી. વળી, તું તો માતૃપિતૃભક્ત છે. તેઓની ઇચ્છાને તારે માન આપવું જોઈએ.’ રાજમંડળના વૃદ્ધ યાદવે વાત ઉપાડી લીધી.
‘દુન્યવી હિસાબે એ વાત સાચી છે !' ‘તો તારો વળી કોઈ દુનિયા બહારનો હિસાબ છે ?' વૃદ્ધ યાદવે પ્રશ્ન કર્યો.
‘આ દુનિયાનો જીવ નથી. મારો આત્મા ગગનવિહારી છે, એના વિહાર સ્વર છે. એ વિહારને કોઈ દુન્યવી માપ બંધબેસતાં નહિ થાય !' નેમે કહ્યું. એના શબ્દોમાં ગર્વ નહોતો, સ્વાભાવિકતા હતી.
‘પણ અમારો આગ્રહ તો એ માપ માટે જ છે.”
‘એ આગ્રહ છોડી દેવા મારી આપ સહુ વડીલોને વિનંતી છે.' નેમે એટલી જ નિખાલસતાથી કહ્યું.
| ‘એ કેમ છોડાય ? શું તારું વીરત્વ વાંઝિયું રહેવા દઈએ ? અરે, જે સુગંધી વૃક્ષ સંસારમાં પોતાના જેવા બીજા વૃક્ષને જન્મ ન આપી શકે, એનો અવતાર શા ખપનો ?” એક આખાબોલા યાદવે કહ્યું.
| ‘નેમ, તું હજી કોઈ નારીના પરિચયમાં આવ્યો નથી, એટલે આમ કહે છે. નારીનો દેહ સ્વયં સ્વર્ગનો ભાગ છે.'
‘એમ કાં કહો ? શું મારી માતા સ્ત્રી નથી ? મારી બહેનો સ્ત્રી નથી ?' નેમે વચ્ચેથી વાત કાપી નાખવા પ્રયત્ન કર્યો. એને આ ચર્ચાથી ભારે કંટાળો આવતો હતો.
‘નેમ ! અમારું કહેવું તું ન સમજ્યો. અમે કહીએ છીએ કે તું હજી યૌવનભરી યાદવ સુંદરીઓના પરિચયમાં આવ્યો નથી ! આવીશ ત્યારે તને સ્વર્ગ માટે મથવાની ઇરછા નહિ થાય. દુનિયા આખી એક એ નારીમાં આવીને વસેલી લાગશે. અમે
236 પ્રેમાવતાર
કહીએ છીએ કે સાચી કામિની હજી તને મળી નથી. એટલે જ તું આમ કહે છે. બાકી એક વાર એવી રૂપ-યૌવન છલકતી નારી મળી જાય પછી તો તું જગત આખાનું કાંચન જીતી લાવીને એ કામિનીના ચરણે ધરીશ.” યાદવમંડળના આગેવાને તેમને પલાળવા વિશેષ પ્રયત્ન કર્યો.
‘મને તો કાંચન તરફ પણ એટલો જ તિરસ્કાર છે. જીવ માત્ર મારે મને સમાન છે, અને એમાંય નારી તો રત્નની ખાણ છે. સંસારની કામિનીઓ માટે તો હું એક પણ ઘસાતો શબ્દ નહિ બોલું. પણ જે કાંચને શ્રીકૃષ્ણ જેવાને માથે ચોરીનો આરોપ મુકાવ્યો, જેના પ્રતાપે આપણે યાદવકુલમણિમાં કલંક આરોપવા તૈયાર થયા, એને હું સારી વસ્તુ નથી લખતો. તમે લખતા હો તો તમે જાણો.'
નેમે સમસ્ત યાદવ રાજમંડળને માથાનો ઘા લાગે એવું આ સત્ય કહ્યું હતું. જાણે આ આકરા સત્યના ઘાથી કળ ચડી ગઈ હોય એમ થોડી વાર કોઈ ન બોલ્યું.
નેમ કુમારે પોતાના સમર્થનમાં વળી આગળ ચલાવ્યું, ‘કાંચન અને કામિની બંને મારી સાધના બહારની વસ્તુઓ છે. એ જેની પાસે છે, એને માટે મને ઈર્ષ્યા નથી. એ જેની પાસે નથી એ સંસારનો મોટામાં મોટો સદ્ભાગી છે, એમ હું માનું છું.’
‘નેમ ! એ ભાગ્યશાળીઓમાં તારે તારું નામ લખાવવું છે ને ? ભારે ભાગ્યશાળી !' યાદવન રાજમંડળે વ્યંગમાં કહ્યું.
નેમ ખામોશ રહ્યો. એ બધા એના વડીલો હતા, દ્વારકાના સંઘરાષ્ટ્રના સંચાલકો હતા. એમનું અપમાન સંઘરાષ્ટ્રનું અપમાન હતું.
થોડી વારે નમે રજા માગતાં કહ્યું, ‘મને જવા દેશો ? જુઓ ને રેવતાચળ સોનેરી થઈ રહ્યો છે, મને નિમંત્રી રહ્યો છે. ઓહ, એના પાણામાં મને જેટલી શાંતિ લાધે છે...'
નેમ વાક્ય પૂરું કરે એ પહેલાં એક યાદવે ઉપાડી લીધું. ‘નેમ ! એટલી શાંત તને કોઈ સુંદરીની ગોદમાં નથી લાધતી કાં ? સાવ અનોખો નીકળ્યો તું તો નેમ ! તારી ઉંમરે તો યાદવમાત્રનો અશ્વ આર્યાવર્તને ઓળંગી જવા હણહણતો હોય છે. એને અંગ, ગ, કલિંગ અને મદ્રની માનુનીઓનાં ઝુંડ અંતઃપુરમાં વસાવવાના ઓરતા વીતતા હોય છે; ને તું કેવી નમાલી વાતો કરે છે ! તને કાંચન ને કામિનીના મોહ નથી, તો શું સાધુ થવાના ભાવ છે ?'
‘સાચું કહ્યું તમે ! વડીલો, મને કુદરત જે આનંદ આપે છે, પ્રકાશ જે પ્રેરણા આપે છે, શૈલ-શિખરો જે જે શાંતિ અર્પે છે, પંખીઓ જે સંગીતસુધા બક્ષે છે, ને પંચભૂત જે પ્રેમોપચાર આપે છે તે દ્વારકા આખી અને દ્વારકાના તમામ મહાનુભાવો આપી શકતા નથી. તમે ટૂંકો ગજ લઈને બેઠા છો, મારો ગજ લાંબો છે; ભલે એટલા
નેમને પરણાવો n 237
Page #130
--------------------------------------------------------------------------
________________
ન્
માપની દુનિયા હજી મને દૃષ્ટિગોચર ન થઈ હોય. મને વિદાયની અનુજ્ઞા આપો ! જુઓ ને, પંખી પણ આખો દિવસ સાથે ચરી, સાંજે શાંતિથી પોતાના માળા તરફ ઊડી જાય છે. કોઈ જુદું પડે તો એ ક્યારેય ઝઘડો કરતાં નથી. કૃપા કરી મને પણ મારા રાહ તરફ જવા દો !'
નેમના શબ્દોમાં અંતરના ભાવોનો રણકાર હતો. પણ સંસારના રાજકારણી જીવોના કાન બહેરા ને મન મેલાં હોય છે; એ કદી અંતરનો રણકાર સાંભળી શકતા નથી.
નેમકુમાર સ્વસ્થ ચિત્તે યાદવોની વચ્ચેથી નીકળી ગયા. એમના મુખ પર રીસ કે ખીજની એક પણ રેખા નહોતી ખેંચાણી જાણે કોઈ બાલયોગી ચાલ્યો.
યાદવકુળમાં આમ તો યુવાનોનું જ વર્ચસ્વ હતું અને જુવાનોએ જ ક્રાંતિ કરી હતી. શ્રીકૃષ્ણ નાના હતા, પણ એ સંઘરાષ્ટ્રના નેતા હતા; યાદવકુલણિ લેખાતા
હતા.
પીઠ પાછળ શ્રીકૃષ્ણની નેતાગીરીની આનાકાની કરનારા તેમના મુખ આગળ એમના ચરણ ચૂમતા !
‘શું ચાલી રહ્યું છે ?’ શ્રીકૃષ્ણે પોતાની મજાક ભરી રીતે પ્રશ્ન કર્યો. રાજકારણના કીચડમાં પડીને કમળની જેમ નિર્લેપ રહેનાર આવો નર આખી દ્વારિકામાં બીજો શોધ્યો જડે એમ ન હતો. જ્યારે જુઓ ત્યારે હસમુખ, રમતિયાળ, નાના બાળકની જેમ કંઈક અડપલા કરનાર ! એમાં પણ યાદવ સત્રાજિતના બે મણિમાં ચેતનમણિ તરીકે સત્યા મળી ત્યારથી તો એમના આનંદપરિહાસ ઓર વધ્યા હતા !
‘નેમને પરણાવવાની વાર્તા.’ યાદવ મંડળે કહ્યું.
‘શું થયું ?’
‘નેમે ખૂબ ઊંડી ફિલસૂફી છાણી.'
‘એટલે ના પાડી એમ જ ને ?' સત્યાએ જરાક આગળ આવીને કહ્યું.
‘હા.'
‘તમારી માથાકૂટ મફતની હતી.' સત્યાએ રૌફથી કહ્યું.
‘હા, હા, હવે યાદવોમાં અક્કલ માત્ર જુવાન-યુવતીઓ પાસે જ રહી છે! અમે બધા તો...’ વૃદ્ધ યાદવરાયે કહ્યું.
ન
‘મુરબ્બીઓ, એમ નથી, સંસારનો કાયદો છે કે કહ્યો કુંભાર ગધડે ન ચઢે!' ‘તો પછી તમે એને મનાવો.'
‘ભલે, તમે બધા એ વાત મૂકી દો !' સત્યાએ વૃદ્ધોનો પડકાર ઝીલી લીધો.
238 7 પ્રેમાવતાર
32
જલીડાની તૈયારી
રાણી સત્યાના તેજભર્યા રૂપની ધાર પાસે યાદવોની તાતી તલવારની ધાર પણ બૂઠી બની જતી ! એના સૌંદર્ય પાસે સ્વસ્થ રહેવું એ ભલભલા મહાત્માઓને માટે પણ દુષ્કર હતું ! સત્યાના રાગ અને વિરાગ અજબ હતા, એના પ્રેમ અને દ્વેષ પણ ગજબ હતા.
એ જેને ચાહે એ એને વશવર્તી થઈને રહેતો. એ જેનો દ્વેષ કરે એ દુનિયામાં સુખચેનથી ન રહી શકતો.
સ્વાભાવિક રીતે અન્ય કોઈ પિતાની પુત્રી પોતાના પિતાના જ દ્વેષનું પાત્ર બનેલા પુરુષ સાથે પરણવાની હિંમત ન કરી શકે, સત્યાએ એ હિંમત કરીઃ અને જાણે એણે પિતાને ઉપકૃત કર્યો. સત્યાનો મિજાજ સ્વતંત્ર હતો. એ મિજાજની આડે આવનાર કોઈ સુખરૂપ પાછો ફરી શકતો નહિ.
લાચારીથી લગ્નચોરીમાં પોતાની પુત્રીનું કન્યાદાન આપનાર યાદવ સત્રાજિતના મનમાં પોતે કોઈ હિંસક યજ્ઞમાં બિલ હોમતો હોય એથી જુદી ભાવ ન હતો; પછી એને નાછૂટકે કબૂલ કરવું પડ્યું કે સત્યાને માટે શ્રીકૃષ્ણથી વધુ સારો વર બ્રહ્માંડમાં મળવો મુશ્કેલ હતો !
રુકિમણી લાજવંતીના ફૂલ જેવી હતી. એ તો આખો દહાડો લજ્જાને જ ભૂષણ માનીને ચાલતી.
સત્યા સૂર્યમુખી ફૂલ હતું. સૂર્યની ગતિની સાથે સાથે એ ફર્યા કરતું. એને થાક નહોતો, કંટાળો નહોતો. સિંહની સાથે સ્પર્ધા માંડવાનો જુસ્સો એના મસ્તકને સદા ડોલાવ્યા કરતો.
એ જુસ્સામાં ને જુસ્સામાં જ આજે એણે વાતવાતમાં નેમને સંસાર તરફ અભિલાષી કે આસક્ત બનાવવાની પ્રતિજ્ઞા કરી લીધી હતી ! એ માનતી હતી કે
Page #131
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી અને પુરુષ અડધિયાં છે. અધીંગને અર્ધાગિની વિના નહીં ચાલવાનું ! સ્ત્રીના મનમાં પુરુષ વસતો હોય છે - ગમે તે રૂપે ! પુરુષના મનમાં સ્ત્રી સદાકાળ રમ્યા કરતી હોય છે - ગમે તે રૂપે !
પુરુષો સર્વથા ત્યાગી થઈને પણ, છેવટે આત્માની મુક્તિને મુક્તિસુંદરીનું ઉપનામ આપીને જ રાચતા હોય છે ! સર્વસ્વ ધર્મને ચરણે અર્પણ કરનારી સ્ત્રી પણ હંમેશાં મોક્ષ-પુરુષને વરવા ઘેલી રહે છે !
સ્ત્રી કે પુરુષ એ વસ્તુ રૂપે હોય કે ન હોય, ભાવ રૂપે તો એક-બીજાંના અંતરમાં અવશ્ય વસતાં હોય છે. જ્યાં એકાંત હતું, જ્યાં અગમનિગમની સાધના હતી, જ્યાં પૃથ્વીનો અણુ પણ અસ્તિત્વ ન ધરાવતો, ત્યાં પણ ભાવસુંદરી હૃદયપુરુષને વરવા તત્પર રહેતી; અને તેથી એ કાકી ને નિર્જન આત્મસ્વયંવરોમાં પણ ભારે ભીડ રહેતી !
રાણી સત્યાદેવીએ આ ફિલસૂફીનો આશ્રય લઈ ફિલસૂફ નેમને યાદવ રાજમંડળીના નિર્ધારિત માર્ગે વાળવાનો નિર્ણય કર્યો.
આ પછી પહેલો પરાવર્ત રાજભવનમાં આવ્યો. જ્યાં નિરંતર સાત્ત્વિક સિંગાર પૂજાતો, ત્યાં ઉત્કટ સિંગારની સાધના શરૂ થઈ.
- કાસાર (તળાવ) તો એનાં એ હતાં, હંસ એના એ હતા, કમળ એનાં એ હતાં, નૌકાવિહારો એના એ હતા, પણ એ બધાં પર કોઈ કરામતી હાથોનું અજબ કૌશલ કામ કરી રહ્યું !
દેવ-દેવી જેવાં નરનારીખો જ હવે નૌકાવિહારો માણે છે, સ્ત્રીની વેણીમાં ને પુરુષના ગળામાં રૂપ-સૌરભભર્યા કમળના ગુચ્છા શોભવા લાગ્યા છે. પૃથ્વી પરથી ઘરડાં - બુઢાંના છેદ ઊડી ગયા છે. જ્યાં જુઓ ત્યાં મનમસ્ત ને મદનમસ્ત નરનારનાં જોડાં !
હમણાં હમણાં પંખી પણ પોતાની બોલી બદલી બેઠાં છે. સારસી જાણે માનસરથી સારસને નિમંત્રી રહી છે, ને હંસ જાણે હિમાલચ-પારથી હંસીને આમંત્રણ પાઠવી રહ્યો છે. વિયોગનું દુઃખ ને સંયોગના સુખની ગીતગાથાઓ સર્વત્ર ગુંજી રહી
રણઝણાવતી સ્વાગત ઉત્સુક ખડી છે; આવે કોઈ મોંઘેરો નર! ' અરે ! જ્યાંની દાસીઓ આવી છે, ત્યાંની રાજ કુંવરીઓ તો વળી કેવી હશે !
કહેવાતું કે સ્વર્ગની રાહમાં ઠેર ઠેર અપ્સરાઓનાં ઝુંડ મળ્યાં કરે છે. અને દેવભૂમિના પ્રવાસીને એ અનેક હાવભાવથી ને સંગીત-નૃત્યથી પ્રસન્ન કરે છે !
દ્વારકાના રાજમહેલો આજે સ્વર્ગભૂમિ સમા બન્યા હતા. એમાં ઠેર ઠેર સ્ત્રીવૃંદો મળતાં. કોઈ નૃત્ય કરતું. કોઈ સંગીતની બહાર છેડતું, કોઈ વળી ધૂત રમતું, કોઈ સુરા લઈને અતિથિ પાસે સંચરતું !
કોઈ સ્ત્રીવૃંદ શિકારીના વેશમાં ત્યાં કિલ્લોલતું અને સોનાનાં બાણ ને રૂપાનાં તીરથી મજાનાં સસલાંના શિકાર ખેલતું ! સસલાં પણ નકરાં મોતીનાં બનેલાં રહેતાં, ને એમને તીર વાગતાં એ મોતીના અનેક કણોમાં વેરાઈ જતાં! સુંદરીઓ મૂઠીઓ ભરી ભરીને એ મોતીથી શુક-સારિકાઓને ઉડાડતી !
- સ્ત્રી-પુરુષનાં યુગલો વિનોદ કરતાં, પ્રેમાલાપ કરતાં, ચારે તરફ ઘૂમ્યાં કરતાં અને થાકતાં ત્યારે એકબીજાનો ઉત્સગ દબાવીને બેસી જતાં.
રસિયાઓ બંસી છેડતા, રસિકાઓ કંઠ છેડતી; ને બંને મળીને ઝૂલે ઝૂલતાં ! નવરાશને વખતે રૂપાળાં નરનારી વિવાદે ચઢતાં. વિવાદ તે કેવા મનભર !
નારી કહેતી : ‘૨સપાનની પ્રથમ અધિકારિણી હું ! મને ઓષ્ઠદાન આપો!”
નર કહેતો, ‘સંસારમાં પુરુષ પહેલો, સ્ત્રી પછી !' | બંને જણાં લડી પડતાં, ફૂલનાં દડાથી મારામારી કરતાં, બીજી જુગલ જોડીઓ ત્યાં આવી પહોંચતી. પંચ પાસે ન્યાય થતો.
પંચ કહેતું, ‘શુક્લ પક્ષમાં સ્ત્રીનો અધિકાર ! પણ પક્ષમાં પુરુષનો !'
પણ પેલાં બે રસિયાં એ ચુકાદો ફગાવી દેતાં. એ વખતે નેમકુમાર ત્યાંથી નીકળતા. પેલાં બંને દોડીને એમની પાસે જતાં ને કહેતાં : ‘રે નેમકુમાર ! અમારા કજિયાનો નિવેડો લાવો, તમે ન સ્ત્રી છો, ન પુરુષ છો !'
એમ કેમ કહો છો ?” નેમ આશ્ચર્યથી પ્રશ્ન કરતા.
‘જે પૂરી વયે પહોંચ્યો હોવા છતાં પરણેલો નથી; એ પુરુષે નથી, સ્ત્રી પણ નથી.” બોલનાર યુગલ જરા વ્યંગ કરતું.
‘તો હું શું છું ?” નેમકુમાર આશ્ચર્ય દર્શાવતાં બોલ્યા.
‘તમારી જાતે જ સમજી લો ને કુમાર !” ને બધાં ખડખડાટ હસી પડતાં અને એકબીજાના કંઠમાં આશ્લેષ નાખી ચાલ્યાં જતાં ! આ તો બધી બનાવટ ! નેમ જાણે કંઈ સમજતો ન હોય તેમ આગળ ચાલતો.
જલક્રીડાની તૈયારી D 241
રાજભવનોની દુર્વા પર મૃગ પણ યુગલમાં જ રમે છે. મયૂર પણ ઢેલની હાજરીમાં જ કેકા કરે છે, ને સસલાં પણ મારી સસલીઓ સાથે જ આંખમિચોલી ખેલે છે. સંસાર આખો જાણે પ્રેમરૂપભર્યો બની ગયો છે !
દ્વારે દ્વારે રૂપ-યૌવનભરી ઘસીઓ પોતાના પીન પયોધરો પર ચંદનની અર્ચા કરી, તે પર ઝીણાં વસ્ત્ર આચ્છાદિત કરી, પગમાં પાયલ બજાવતી ને કટીની મેખલા
240 પ્રેમાવતાર
Page #132
--------------------------------------------------------------------------
________________
શૂલની જેમ ખટકતો હતો. કદાચ પોતાનું વેર વાળવા એ તેમને હાથમાં લેવા માગતા હોય. - રાજદૂતો તેમને મળ્યા. તેને પૂછ્યું, ‘સિંહ થઈને આ ગુફામાં કોણ આવ્યું
હતું?’
આ લોહચુંબકની દુનિયામાં એ મીણની મૂર્તિ બની રહેતો, જેમ ગમે તેવો કાતિલ તેજાબ પણ ગાળી શકતો નહીં.
વળી એ થોડે દૂર જતો અને એક સ્ત્રી-પુરુષ હાથમાં સુંદર શિશુને રમાડતાં સામેથી આવતાં. તેઓ નેમકુમારને રોકી લેતાં અને કહેતાં: ‘નિર્ણય આપો ને પ્રિય નેમજી ! સંસારમાં શું છે સાચું અમૃતજી ?'
સ્ત્રી ફરિયાદ કરતી : ‘હું કહું છું કે સ્ત્રી જ સંસારનું સાચું અમૃતજી !” પુરુષ કહેતો : ‘હું કહું છું કે પુરુષ એ જ દુનિયાનું સાચું અમૃતજી !'
નેમ ન્યાય આપતા : “સંસારનું સાચેસાચું અમૃત તો બાળક ! કેવું કાલું ઘેલું! કેવું બોળુભોળું !'
સ્ત્રી પૂછતી, ‘તમે અંતરની વાણી બોલો છો કે ઉપરની ?' નેમ કહેતા, ‘ઉપરની વાણી કોને કહેવાય એ તો હું જાણતો પણ નથી.’
સ્ત્રી પૂછતી, ‘તો પરણવાની વાત પર તમે પાણી શા માટે મૂક્યું છે ?” નેમ કહેતા, “કોણે કહ્યું તમને ?'
પુરુષ કહેતો : ‘અમને કહ્યું તમને, સંતાન સંસારનું અમૃત છે, તો તમે તેથી કાં વંચિત છો ? પારકાને ઉપદેશ આપવામાં પંડિત લાગો છો !'
નેમ હસી પડતાં, બોલનારનો આશય કળી જતાં, ને મોં મલકાવતાં આગળ વધી જતાં.
પણ ધીરે ધીરે રાજભવનોની સિંગારિકતા નેમને ખટકવા લાગી, એ જ્યાં ત્યાં ફરતા ઓછા થઈ ગયા, અને વધુ સમય રેવતગિરિ પર જ ગાળવા લાગ્યા.
યાદવ રાજ મંડળીને આ સમાચાર મળ્યા ત્યારે કહ્યું, ‘તપાસ રાખો. નેમ ક્યાંક કાયાકલ્પ કરીને શરીરને વજાંગ બનાવતો હશે, ગુરુ ગર્ગાચાર્યનો કોઈ ચેલો એને ભેટી ગયો ન હોય !'
દૂતો રેવતગિરિનાં શિખરોમાં ઘૂમવા લાગ્યા.
એક દહાડો શંકા ભૂત ને મંછા ડાકણવાળા આ પરિચારકોએ તેમની ગુફામાંથી એક સિંહને પૂંછડું દબાવીને ભાગતો જોયો. બધા વિચારમાં પડી ગયાઃ
શું કોઈ જંગલનો સિંહ હશે ? શું વિઘાએ વિદુર્વેલો સિંહ હશે ?
યાદવોથી ખફા થયેલા યાદવગુરુ સિંહ થવાનો મંત્ર જાણતા હતા. તેઓ કદાચ તેમને મળવા આવ્યા હોય. તેમને તેમના બળની જાણ કોઈ દ્વેષીઓએ કરી હોય ! લોઢાનો નાશ લોઢાથી થાય ! ગુરુને પોતાના પુત્રસમા કાળયવનનો સંહાર
242 1 પ્રેમાવતાર
‘મારું મૃત્યુ !' નેમે નિખાલસતાથી જવાબ વાળ્યો. ‘તો પછી એ કેમ પાછું વળી ગયું ?' ‘મૃત્યુનું મૃત્યુ મારી પાસે બેઠેલું હતું, એને જોઈને !'
સવાલ-જવાબમાં ખાસ સમજ ન પડી. પણ રાજ દૂતોએ કામગીરીનાં મોટાં મોટાં વર્ણનો લખીને દ્વારકામાં મોકલ્યાં. દ્વારકામાં શંકાડાકણ મજબૂત થઈને ભલભલાને વળગી : નેમની અદ્ભુત શક્તિ માટે કોઈ કંઈ તો કોઈ કંઈ વિચાર કરવા લાગ્યા.
પણ હવે લીધી વાત અધૂરી મુકાય એમ ન હતું, આડી રાણી સત્યાની બાંધેલી પાળ હતી. એણે હું કમ છોડ્યો કે મારી રજા સિવાય નેમકુમારને કોઈ ન મળે !
સત્યાની આજ્ઞા એટલે વજની લકીર !
શ્રીકૃષ્ણની આજ્ઞાનો ભંગ કરીને માણસ સુખે જીવી શકે, સત્યારાણીની આજ્ઞાના ભંગનું જોખમ ભારે હતું.
રાણી સત્યા એક દિવસ પોતાની સાહેલીઓના પરિવાર સાથે રેવતગિરિ પર સંચર્યો.
વસંત પૂરી થતી હતી, ને ગ્રીમ ડોકિયાં કરતી હતી. બધાએ રેવતગિરિ પરના સહસામ્રકૂટ વનમાં જઈને ધામા નાખ્યા.
વસંત ઋતુ કામદેવની ઋતુ છે. આ ઋતુમાં કામદેવ પોતાનાં પંચપુષ્પનાં બાણ ભાથામાં નાખી ફરવા નીકળી પડે છે; સાથે એની પત્ની છેલછબીલી રતિ હોય
રતિ અને કામ જ્યાં જ્યાં થઈને પસાર થાય છે, ત્યાં ત્યાં યુવાન દંપતીઓમાં કોલાહલ મચી જાય છે. ઘડીએ કનો વિયોગ પણ તેઓને પોષાતો નથી !
ઘરબાર છોડી આ જુવાન જીવો બહાર નીકળી પડે છે; ને બકુલવૃક્ષની નીચે, એકબીજાના ઉત્સગે બેસી મદનને સજીવન કરનાર સંજીવની સમી મદિરાના જામ ભરવા લાગે છે.
કેટલાક પુરુષો હાથમાં વીણા લઈને વગાડતા ફરે છે, ને રતિસ્વરૂપા સુંદરીઓ ફાગ ગાવા લાગે છે. એના ફાગના સૂરોમાં અલબેલાને ભાવભર્યું અને દર્દભર્યું આમંત્રણ હોય છે. નહિ આવે તો પુરુષત્વહીન જાણીશ, એવો ક્યારેક ઉપાલંભ પણ
જલક્રીડાની તૈયારી D 243
Page #133
--------------------------------------------------------------------------
________________
હોય છે !
ચંપક, અશોક ને બકુલ વૃક્ષો આ રસિયાઓને બહુ પ્રિય હોય છે. એની છાયામાંથી, એની ફૂલગૂંથણીમાંથી અને એની પર્ણપથારી રચવામાંથી એ નવરાં જ પડતાં નથી !
રાણી સત્યા ભારે રમતિયાળ છેઃ તેઓએ સ્ત્રીવર્ગની પરીક્ષા લેવા માંડી છે. વંધ્ય બકુલ વૃક્ષોને ખીલવવા એ એકાદ નારીવૃંદને મદ્યના કોગળાથી વાસિત કરી રહી છે, મદિરાક્ષીના મદિરા-છાંટણાંથી બકુલ ખીલી ઊઠે છે !
અપુષ્પ કુટુંબક વૃક્ષો માટે એ બીજા નારીવૃંદને આમંત્રે છે. આ વૃંદ પાસે વૃક્ષને આલિંગન અપાવે છે; વૃક્ષ જોતજોતામાં નવાં કિસલયથી હસી ઊઠે છે.
અશોકનાં વૃક્ષ વર્ષોથી શોક ધરીને ખડાં છે, નથી એને ફળ આવતાં, નથી ફૂલ બેસતાં.
સત્યા રાણી ત્યાં આવે છે, એક પાદપ્રહાર કરે છે, ને વૃક્ષ શોક તજી ખિલખિલાટ હસી ઊઠે છે.
‘રે રુકિમણી ! જાણું છું, તમે મરતાંને મેર કહો તેવાં નથી, પણ આ વેરાન તિલકવૃક્ષની ઘટા તરફ જરાક તમારી વાદળઘટા જેવી કીકી વર્ડ નેત્રપ્રહાર તો કરો!’ રાણી રુકિમણી કહે, “બહેન, નેમ તો કહે છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ ને વૃક્ષ બધામાં જીવ છે.’
સત્યાએ કહ્યું, ‘અરે મારી ઘેલી બહેનડી ! હું એ જ વાત તો સિદ્ધ કરવા માગું છું. પણ કોઈ વૃક્ષ કે જીવ પ્રફુલ્લે એમાં એ પાપ માનતો હશે, કાં ? ખરેખર! નેમ તો નારીજગતનો અરિ છે !'
નારીજગતનો અરિ નેમ ? ના, બહેન ! ના. નેમને તો સ્ત્રીઓ પર ખૂબ વાત્સલ્ય છે. એ કહે છે કે પ્રેમરાજ્યની સ્થાપના અગર કોઈ કરી શકશે તો સ્ત્રીઓ
જ કરી શકશે; પુરુષોથી કંઈ થવાનું નથી ! પુરુષો તો આ શિખરથી પેલે શિખર કૂદતા રહેવાના અને હિંસા અને પ્રતિહિંસામાંથી નવરા જ પડવાના નહિ.’
‘રુકિમણી ! મેં નેમને સંસારી કરવાની પ્રતિજ્ઞા લીધી છે, એ તો તું જાણે છે ને ?'
‘એવું કરવાની શી જરૂર પડી ? ભલે ને કુંવારા રહેતા !'
‘કેમ ? કંઈ યાદવવસ્તી વધી ગઈ છે ? રે રાણી ! સારાં વૃક્ષની ને સારા ફળની તો પરંપરા પૃથ્વી પર સચવાવી જોઈએ.’
‘પણ નેમને ગમે એવી નારી જ ક્યાં છે ?' રુકિમણીએ પૂછ્યું.
244 – પ્રેમાવતાર
સત્યારાણીએ રુકિમણીના કાનમાં ધીરેથી કંઈક કહ્યું.
રુકિમણી નામ જાણીને રાજી રાજી થઈ ગઈ : ‘ખરેખર ! નેમને નમાવે તો એ નારી; બાકી તો બધી પાણીની ઝારી જેવી છે ! પેટમાં હોય તે મોંમાંથી કાઢી નાખે, બીજું કંઈ નહિ !'
ભોજન તો તૈયાર છે, પણ સામે ઉપવાસી બેઠેલો છે !' સત્યારાણીએ ખરી મૂંઝવણ કહી.
‘ઉપવાસીને જમાડીએ તો જ આપણે સાચાં.’
‘બહેન, તું અમારી સાથે જ રહીશ ને ?'
‘હા બહેન ! હા.’ રુકિમણીએ કહ્યું.
‘તો તો આપણે મંદરાચલ પર્વતને પણ ચલાયમાન કરી દઈશું. તારું સ્ત્રીત્વ
તો પૂર્ણિમાના ચાંદની જેમ સર્વકળાએ ખીલી ઊઠ્યું છે.' સત્યારાણીએ રુકિમણીની પ્રશંસા કરતાં કહ્યું.
‘અને મોટાંબહેન ! તમારું સ્ત્રીત્વ સૂરજની તેજાવલિ લઈને જન્મ્યું છે એ કેમ ભૂલો છો ? પુરુષમાત્ર તમને નમીને જ ચાલે.'
‘નમે મને, પૂજે તને !’સત્યારાણી નિખાલસ હતાં. એ રુકિમણીની ગુણગરિમાને
અભિનંદી રહ્યાં.
‘મને બહુ છાપરે ન ચડાવો !' રુકિમણીએ કહ્યું.
‘નેમને સ્નાનાગારમાં જળક્રીડા માટે નિમંત્રીએ.' સત્યારાણીએ નેમને વશ કરવાનો ટૂંકો છતાં અનુભવસિદ્ધ માર્ગ સૂચવ્યો.
“હું તો નેમની પાસે વાત કરતાં નમી પડું છું. બહેન ! સાચે જ, એ તો નાનો પણ રાઈનો દાણો છે. એની વાતોમાં અજબ મીઠાશ ભરી હોય છે. એ બીજા જેવો સામાન્ય નર નથી હોં !' રુકિમણી ભાવથી બોલી.
બધાં પુરુષો પહેલી નજરે તો એવા જ લાગે છે. આપણને લાગે કે બધા પુરુષોથી આ જુદો, આનાં હાડ જુદાં, એનું હૈયું જુદું ! પણ પરણીને પાંચ દહાડા સાથે કાઢીએ એટલે બધા સરખા લાગે : એક મગની બે ફાડ જેવા.” સત્યારાણી આજે સ્પષ્ટભાષી બન્યાં હતાં. જગતને વાસ્તવિકતાના ગજથી એ મૂલવી રહ્યાં હતાં, પણ એ મૂલમાં કોઈ જાતનો અંગત હર્ષશોક નહોતો !
‘આપનાં નાનાં બહેન રાજ્યશ્રી હાલ ક્યાં ?' રુકિમણીએ પ્રશ્ન કર્યો.
‘એ તો આપણાં પહેલાં અહીં આવી પહોંચી છે ? જુવાનીની હવા કોને છોડે છે, બહેન ! એ તો ઘેરથી કહીને નીકળી છે કે ખેલવા માટે એક સિંહબાળ લેવા જાઉં જલક્રીડાની તૈયારી D 245
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ પણ આ નાનક્રીડામાં ભાગ લેવાના હતા. નિયત સમયે તેઓ પણ આવી પહોંચ્યા.
સત્યારાણી નેમને સવારથી હસાવી રહ્યાં હતાં, ને મશ્કરીમાં દિયરજીનાં લગ્નગીત ગુંજી રહ્યાં હતાં.
નારીરૂપની નવી છબી સમી રાજ્યશ્રી આમતેમ આંટા મારતી નેમકુમારની નિટકમાં જ ફર્યા કરતી હતી.
‘તે સિંહબાળ શું રસ્તામાં પડ્યું છે ? સિંહણ જોઈ છે ?' રુકિમણી ડરતી હોય તેમ બોલી.
‘રાજ્યશ્રી નીડરતામાં બીજી સિંહણ જેવી છે !
એટલે શું એ સિંહણને પહોંચે ?” રુકિમણીએ આશ્ચર્યમાં પ્રશ્ન કર્યો.
‘પહોંચે કે ન પહોંચે એની એને પરવા જ નથી ! અહીં તો મનકે હારે હાર ને મનકે જીતે જીત !' સત્યારાણીએ પોતાની નાની બહેનના સ્વભાવ વિશે કહ્યું.
એને એના પ્રાણની પણ પરવા નથી ?'
ના, એ તો કહે છે કે મારો પ્રાણ કોઈ લઈ શકતું નથી. દેહ જોઈતો હોય એ લઈ જાય, એની મને પરવા નથી. મારા પ્રાણને અનેક દેહ છે ! દમડી આપું ને દેહ લઉં, એવો અહીં ઘાટ છે.” સત્યારાણી બોલ્યાં
‘જોડી શે તો ખરેખરી જામશે !” રુકિમણીએ આનંદમાં આવી જઈને કહ્યું.
ચાલો, નાનાગારની વ્યવસ્થા કરીએ. નેમરૂપી હાથીને જળમાં હસ્તિનીનું રૂપ બતાવીને નાથી લેવો છે.
‘વારુ !' રુકિમણીએ વિશેષ જવાબ ન આપ્યો.
સ્નાનાગારની તૈયારીઓ કરતાં વસંતે વિદાય લીધી, અને એ કળાવનારી ગ્રીષ્મઋતુ આવી પહોંચી.
દેવ-દેવીની ભ્રમણી થાય એવાં યુગલોને દ્વારકામાંથી સ્નાન-પાન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યાં !
યથાસમયે સહુ આવી પહોંચ્યાં ! સત્યા, રાજ્યશ્રી અને રુકિમણી જઈને રેવતગિરિની ગુફાઓમાંથી નેમકુમારને ખેંચી લાવ્યાં. સંસારનાં આ ત્રણ શ્રેષ્ઠ સ્ત્રીરત્નો પાસે કોઈ પુરુષરત્ન પોતાની જાતને અલગ રાખી શકે તેમ નહોતું!
ગ્રીષ્મ ઋતુ સૂર્યને પ્રૌઢ બનાવી રહી, એનો તાપ અગ્નિ જેવો દુઃસહ થઈ રહ્યો.
જેમ વનમાં પણ માણસને એનાં કર્મ છોડતાં નથી, એમ અહીં રાતે પણ ગ્રીષ્મ તાપ ઉપજાવી રહ્યો.
મન્મથરાજ ગજે ચઢીને આવ્યો હોય અને એની વશવર્તી રમણીઓ ચામર ઢોળે, એમ યુવાન યુગલો ઘડીભર માટે વીંઝણાને વિખૂટો પાડતાં નથી !
યુવાનો વલ્લભાઓની જેમ રેશમનાં ચીરને ઘડીકમાં ધારણ કરતા, ઘડીકમાં દૂર કરતા !
246 | પ્રેમાવતાર
જલક્રીડાની તૈયારી | 247
Page #135
--------------------------------------------------------------------------
________________
33
રથનેમિનો પડકાર
સરોવર નાનનો દિવસ નક્કી થઈ ગયો હતો. નર્મરા નેમકુમાર પણ પોતાની ભાભી સત્યાના આગ્રહથી એમાં ભાગ લેવા કબૂલ થયા હતા.
લોકોમાં એક માન્યતા પ્રચલિત છે કે બોલતાં પંખી કરતાં મુંગા પંખી ભારે જીવરાં હોય છે. સત્યારાણી બટકબોલું પંખી હતાં. પુરુષ એના સવાલના જવાબ આપી આપીને થાકી જતો. પણ છેવટે એના મનને પામી જતો.
લોકો કહેતાં કે સત્યાને શ્રીકૃષ્ણ જેવો સ્વામી ન મળ્યો હોત તો પૃથ્વી પર બીજો નર એને નમાવે તેવો મોજૂદ નહોતો. બહુ બોલકી સત્યાની પડખે એક મૂંગું પંખી હતું ! એ જીભ ન ચલાવતું, પણ પોતાના પગ ને પાંખોથી ચૂપચાપ પોતાનું કામ પતાવતું. એ હોઠ ન હલાવતું, પણ એના હાથ ને હૈયું તો હંમેશાં કામે લાગેલાં જ રહેતાં. એ હતી સત્યારાણીની નાની બહેન રાજ્યશ્રી. | શિકારે ચઢે ત્યારે સૂર્યકિરણ જેવી ! શાંત હોય ત્યારે ચંદ્રકિરણ જેવી !
ઇષત્ લજ્જાભારથી વધુ મોહક લાગતી રાજ્યશ્રી જ્યાં થઈને પસાર થતી, ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દેતી. કેટલાય યાદવકુમાર નારિયેળીના વૃક્ષ પર રહેલા મધપૂડા જેવી સત્યાને જોઈને રાજી થતા, પણ એની પાસે ટૂંકવાનું સામર્થ્ય ન ધરાવતો..
રાજ્યશ્રી તો ચંદનડાળે બેઠેલા મધપૂડા જેવી લાગતી હતી. એના શ્વાસમાં ઇત્રની સુવાસ રહેતી, એનાં નયનોમાં મેઘની ભીનાશ રહેતી, એના પગમાં પદ્મનો પરિમલ રહેતો. એની દેહલતા મૂર્તિમયી રાગિણી જેવી હતી. યૌવનના સૌરભભર્યા બાગ જેવું નિર્મળ એનું યૌવન હતું.
રાણી સત્યા કહેતાં કે આ તો સ્વર્ગનું પારિજાત મારી બહેન રૂપે જન્મે છે !
રાજ્યશ્રીનો આનંદ પરાધીન નહોતો. એ હંમેશાં નિજાનંદમાં મસ્ત રહેતી, અને એકલી એકલી એ આનંદ માણી શકતી. એને બહુ સાથીઓ કે સંગીની જરૂર રહેતી નહિ. અને ક્યારેક સંગી-સાથીની જરૂર લાગે તો ગમે તે પશુ-પંખીને સાથી બનાવી લેતી. કોઈ ન મળે તો હાથ પડ્યું વૃક્ષ કાં ફૂલ પણ સંગીની ખોટ પૂરી પાડતું. એ સાગર સાથે વાતો કરી શકતી, સિંહ-બાળ સાથે સવાલ-જવાબ કરતી, પહાડને પણ એ પોતાનો બનાવી શકતી.
સત્યારાણી પોતાની નાની બહેનના આ મસ્ત બેપરવા સ્વભાવ પર આફરીન થઈ જતાં. એ મશ્કરીમાં કહેતાં : “રે ! આ મધુભરી તળાવડીનું આચમન કરનાર કયો ભાગ્યશાળી હશે ?”
“આ રહ્યાં એ ભાગ્યશાળી !' રાજ્યશ્રી પોતાની મોટી બહેનના હોઠ પર આંગળી મૂકીને બોલતી.
સત્યારાણી નાની બહેન પર ઓળઘોળ થઈ જતી, કહેતી, ‘જા રે ધુતારી! અણહકનું લઈને હું શા માટે પાપમાં પડું ?'
‘અણહકનું ?” ‘હા, જરૂર, એનો હકદાર તો કોઈ બીજો હશે.' મોટી બહેને કહ્યું . કોણ છે ?” રાજ્યશ્રીએ આંખો નીચે ઢાળી લજ્જાભાવથી પૂછયું. ‘ કોણ છે તે તું જાણે છે.’ સત્યારાણીએ કહ્યું. ‘નથી જાણતી, બહેન !” ‘નામ નથી જાણતી, તું ? સાચું કહે છે ?”
‘એટલું જાણું છું કે મારાં મોટાં બહેનનું નામ છે સત્યારાણી. એ નામ જાણ્યા પછી બીજા કોઈ નામ જાણવાની મને પરવા નથી !' રાજ્યશ્રીએ બહેન પરનો ભાવ દાખવ્યો.
સત્યારાણીએ નાની બહેનને વહાલથી પોતાના ભુજપાશમાં સમાવી લઈને કહ્યું,
‘રાજ્યશ્રી ! તું તો કોઈ જનમજનમના ભેખધારીનાં ભગવાં ઉતરાવે તેવી મીઠડી ને કામણગારી છે, હોં !'
‘એટલે શું તમારે મને કોઈ યોગી-બાવાને પરણાવવી છે, બહેન ?” રાજ્યશ્રી કંઈ ન સમજતી હોય તેમ બોલી.
ના રે ! સત્યાની બહેન ચક્રવર્તીને વરશે, પણ રાજ ! એ હીરાને તારે જરા પહેલ પાડવા પડશે.’ રાણી સત્યા વહાલ કરતાં શિખામણ આપી રહ્યાં.
રથનેમિનો પડકાર 1 249
Page #136
--------------------------------------------------------------------------
________________
‘એ બધું તમે જ કરજો.’ ને રાજ મોટી બહેનના ભુજપાશમાંથી છૂટવા પ્રયત્ન
કરી રહી.
‘તો પછી તારે બદલે પરણશે કોણ ?' મોટી બહેને પ્રશ્ન કર્યો.
જેને ગમે તે પરણે !!
‘તું કુંવારી રહીશ ?’
‘હા, જો મોટા બહેન મને રોજ પોતાની સાથે રાખે તો !'
રાજ્યશ્રીના જવાબ એવા વહાલભર્યા, મીઠા, મનભર હતા કે માણસ એના ઉપર ઓળઘોળ થઈ જાય, વગર જંજીરે જકડાઈ જાય.
અને એ સ્નેહજંજીરોમાં માત્ર મોટી બહેન જ જકડાયેલી નહોતી, યાદવકુળના અનેક નબીરાઓ રાજ્યશ્રીની તસવીરને પોતાની આંખોમાં સમાવીને બેઠા હતા. કુંવારી કન્યાને સો વર, ને સો ઘર એ ન્યાયે અનેક યાદવકુમારો એનું માગું કરવા આવતા, પણ યાદવ પિતા તો કહેતો, ‘સત્યાને મળો ! અમારા કુટુંબની કર્ણધાર સત્યા છે.’
પણ સત્યા તો ભલભલાને પાણી પાય એવી હતી. કેટલાક એની પાસેથી નારાજ થઈને સ્વયં રાજ્યશ્રીની મુલાકાત લેતા. જરાક વાતમાં, થોડું વર્તનમાં આગળ વધવા જતા કે એ લોકોને રાજ્યશ્રીનો પરચો મળી જતો. એ લોકો સ્વાનુભવે કહેતા. ‘તલવાર સરખી ઊજળી રે ઢોલા !
તજ સરીખી તીખી રે ઢોલા !'
ફૂલ જેવી સુકુમાર માનેલી રાજ્યશ્રી એ વખતે એમને વજ્ર જેવી લાગતી, જે ભલભલાના આશાના મિનારા ક્ષણવારમાં જમીનદોસ્ત કરી નાખતી.
એ રાજ્યશ્રીએ બધા યાદવ યુવાનોને ના ભણી દીધી, પણ ક્ષત્રિય રાજકુંવર થમિને એ ચોખ્ખીચટ ના સુણાવી શકી નહીં,
સત્યારાણી જેમ રાજની મોટી બહેન હતી, એમ રથમિ નમકુમારનો નાનો ભાઈ હતો; નેમકુમા૨થી વધુ ઉત્સાહી, વધુ આકર્ષક અને સંગ કરવો ગમે એવો ફાંકડો નર હતો.
રાજને રથનેમિ સાથે છૂટથી વાર્તાલાપ કરતી જોઈ, કંઈ કંઈ વાતો ઘડી કાઢી, સોની સોનામાંથી અજબ અજબ ઘાટ ઘડે તેમ, લોકો રથનેમિની ઈર્ષ્યા કરવા લાગ્યા ને કહેવા લાગ્યા, રાજકુમાર ૨થનેમિ ! કોઈની પણ જાળમાં ન સપડાતા સોનેરી પંખીને તેં આબાદ સપડાવ્યું ! ભારે ભાગ્યશાળી ! બધી યાદવસુંદરીઓમાં કંઈ ને કંઈ ખોડ તો જરૂર કાઢી શકાય; જેમ કે રુકિમણી વધુ ટાઢી, સત્યારાણી વધુ તીખી, 250 7 પ્રેમાવતાર
પણ આ રાજ્યશ્રીમાં તો શોધવા જતાં એક પણ ખોડ ન જડે ! સર્વ રૂપથી વિભૂષિત! સર્વ ગુણથી અલંકૃત !!
રૂપવિવેચકો વિવેચન કરતા : બધી સુંદરીઓ જીવનમોહિનીનું સ્વરૂપ, રાજ્યશ્રી સ્વપ્નમોહિનીનું રૂપ ! એને જુએ કે માણસ સ્વપ્ન જોતો થઈ જાય ! પછી એને સ્વપ્નમાં રાજ્યશ્રી જ દેખાય, પણ જાગે ત્યારે ન મળે એ સ્વપ્નસુંદરી ! જીવનમોહિનીનો સ્પર્શ સંગ થાય, એની સાથે આનંદપ્રમોદ પણ થાય, પણ સ્વપ્નોહિની તો માત્ર સ્વપ્નમાં જ રહે ! સ્વપ્ન પણ કેવું ? જેના મોહમાંથી જીવનભર ન છુટાય એવું !
રાસ રમતી રાજ્યશ્રીને નીરખો અને એ સ્વયં રાગમૂર્તિનો અવતાર લાગે. એને નિર્ભેળ પ્રેમથી બોલતી સાંભળો એટલે પ્રેમમૂર્તિ લાગે. કોઈને કંઈ આપવા બેસે ત્યારે પાછું વળીને ન જુએ. એ કહે, “મારા-તારામાં ભેદ છે, ત્યાં સુધી જ આ બધી વિટંબણા છે. સામાન્ય માણસ જ સંસારનો સાચો સુખી જણ છે. ન પરતંત્રતા, ન પરાવલંબન ! રાજા વધુ પરવશ છે - એનું સૈન્ય ફરી જાય તો? શ્રીમંત વધુ ગરીબ છે - એનો ખજાનો કોઈ કબજે કરી લે તો ?'
સત્યારાણી એને જવાબ આપતી, ‘તો તો કોઈ ભિખારીને જ પરણજે ! તને ખબર તો પડે !'
‘બહેન ! શોધી લાવોને, કોઈ રાયથી ચડતા ટૂંકને, જેની અંતા પાસે જગત આખું દીનતા દાખવતું હોય !!
‘જોઈ ને કેવી ચાલાક છે ? બોલે બંધાવું નથી., પણ યાદ રાખ ! એવો જ વર શોધી રાખ્યો છે તારા માટે !'
‘હું ક્યાં ડરું છું, બહેન ! મોટી બહેન બેઠાં હોય, ત્યાં સુધી નાની બહેનને કોઈ વાતનો ડર કે સંકોચ ન હોય.’
‘પેલા રથનેમિને ચકરાવે ચડાવ્યો છે, તે કંઈ મારા ધ્યાન બહાર નથી, હોં !' જુવાની તો એવી છે કે એમ ને એમ ચકડોળે ચડાવે છે. હું ક્યાંય ચકડોળે ચડી ન બેસું એનું ધ્યાન તમારે રાખવાનું છે.’
‘તને કોણ ગમે એનું ધ્યાન મારે રાખવાનું છે ?'
‘હા, હા, સત્તર વાર ! મોટાં બહેન કંઈ અમસ્તાં થવાય છે ?
તો હું તો રથનૈમિના બદલે તેમનું નામ આપું.' સત્યારાણીએ સ્પષ્ટ કહ્યું.
‘તમે જે નામ આપો તે મારે આંખ માથા પર. પણ પાછાં કોઈની લાગવગ લાગી કે મોટાં બહેન વાકૂકડાની જેમ ક્યાંક મોં ફેરવી ન બેસે !' રાજ્યશ્રી ખડખડાટ
નેમિનો પડકાર I 251
Page #137
--------------------------------------------------------------------------
________________
હસી પડી. એની આંખો અત્યારે જોવા જેવી હતી. કાળી કાળી વાદળઘટા જેવી કેશાવલીની અંદર ગોરું ગોરું મોં અને એમાં શુક્રના તારા જેવી બે ચમકતી કીકીઓ! નીલસાગરનું ઊંડાણ ત્યાં અલ્પ ભાસતું. કીકીઓ કંઈ કંઈ અબોલ બોલ બોલતી હતી!
‘મીંઢી ! સામા માણસના મોંમાંથી મનગમતી વાત કઢાવવામાં તું ભારે કુશળ છે. તેમનું નામ અંતરમાં રમતું હતું, પણ હોઠ પર લાવે એ બીજી ! જાણે છે ને ? નેમ તો વેરાગી જેવો છે; એ કંઈ ભોગવિલાસનો જીવ નથી !'
બહેન ! આપણે બધાં એક ખોટો ગજ લઈને બેઠાં છીએ : લગ્ન એટલે જાણે નર્યો ભોગવિલાસનો ભંડાર ! લગ્નથી જોડાયાં એટલે જાણે સ્ત્રી અને પુરુષ આખો દિવસ કામદેવના દાસ-દાસી બનીને ઝૂર્યાં કરે !'
કરે રાજ ! તું કામદેવની અવગણના કરે છે ? પણ એણે તો ભલભલા ઋષિમુનિઓને કાન પકડાવ્યા છે.' સત્યારાણીએ કહ્યું.
‘કામદેવ બીજું ફાવી ગયો હશે, પણ કહી રાખું છું, અહીં એનો ગજ નહીં વાગે !' રાજના બોલવામાં પડકાર હતો.
‘એટલે લગ્નને તું શું માને છે ?’
‘કામને જીતવાનો દિવ્ય પ્રયોગ ! દેહની ક્ષુધાને ભુલાવી આત્માએ આત્માની ક્ષુધા જગાવવાની જે દિવ્ય ભૂમિકા એ લગ્ન ! સામાન્ય રીતે લગ્ન એ દેહપ્રેમનો સ્થૂલ લોકમાર્ગ છે, એમાંથી આત્મિક પ્રેમના રાજમાર્ગે સંચરવાનું છે !' ઓછાબોલી રાજ્યશ્રી જાણે મોટું ભાગવત વાંચી રહી !
સત્યારાણી નાની બહેનમાં વસી રહેલો ઉચ્ચ આત્મા નિહાળી આનંદ અનુભવી રહ્યાં. એ બોલ્યાં, ‘નાનો લાગતો નેમ તો મોટો ફિલસૂફ છે. એ વેરાગી થશે, તો તું વેરાગણ થઈશ ?’
‘અવશ્ય, મોટીબહેને જે રત્ન આપ્યું હશે, એનું જીવથી જ્યાદા જતન તો કરવું જ પડશે ને !' રાજ્યશ્રી જરાય પાછી ન પડી.
‘અરે ! પણ તું નેમને વરે તો પછી પેલા રથનેમનું શું ? એ તો કહે છે કે વરીશ તો રાજ્યશ્રીને, નહિ તો જનમભર વેરાગી રહીશ.’
‘મોટાં બહેન ! બે ધારી તલવાર ન ચલાવો. તમે મને કોની સાથે પરણાવવા માર્ગો છો એ સ્પષ્ટ કહો.' રાજે જરાક કડક થઈને પૂછ્યું.
‘નેમ સાથે. તારા બનેવી શ્રીકૃષ્ણની એ મરજી છે. યાદવ રાજમંડળ પણ એ જ ચાહે છે. અરી પગલી ! મેં એને પરણાવવાનું બીડું ઝડપ્યું છે. એનામાં જુવાની આવી છે ખરી, પણ હજી જાગી નથી. તારા જેવી કોઈક શંખ ફૂંકે તો એનામાં સૂતેલો દેવ જાગે ! એ માટે રેવનિંગર પર વસંતોત્સવ યોજ્યો છે. સ્નાનવિહાર ગોઠવ્યો છે. 252 – પ્રેમાવતાર
તારે એમાં ભાગ લેવાનો છે. તેમ પણ ત્યાં આવશે.'
‘તો તમે મને રાજકારણી શેતરંજનું પ્યાદું બનાવવા માગો છો, એમ જ ને ?’ રાજ્યશ્રીએ તરત મોટી બહેનના કાન પકડવા .
‘મારી વહાલી બેન ! પ્રપંચ રાજકારણનો ભલે હોય, પણ એમાં તારું તો કલ્યાણ જ છે. નેમકુમાર બીજો મળવો કે થવો નથી !'
‘તમે કહો તે કબૂલ ! મને તો ગમે એક અને અદ્વિતીય નર !'
‘નર તો નગીનો છે, પણ એ નર તને વરે કે કેમ એ જ સવાલ છે.'
‘પુરુષ સ્ત્રીને વરે એમાં કંઈ નવી નવાઈ હશે ?”
પણ આ હઠીલો નેમ તો લગ્નની વાત જ સાંભળતો નથી.” ‘તો શું સાંભળે છે ?' ‘યોગની વાતો.’
‘તો હું યોગની વાત કરીશ.'
‘હા, એ ગજરાજને અગર કોઈ બાંધી શકે તો તું જ !'
‘પણ પછી રથનેમિનું શું ?' રાજ્યશ્રી મોટાં બહેનના અંતરની પરીક્ષા કરી
રહી.
‘એ રહેશે વા ખાતો !'
વેરાગી નહિ થાય ?'
‘ના હૈ ! એ તો ચર્મકાર છે, ચામડીનો ઘેલો છે ! ચર્મ જોઈને લલચાયો છે. વળી બીજું કોઈ આથી વધુ સારું ચામડું જોયું કે ત્યાં જઈ ચોટશે. નેમને જો તું વરે તો એ તારી જીવનસિદ્ધિ છે. રથનેમિ તને વરે તો એ એની જીવનસિદ્ધિ છે. કઈ જીવનસિદ્ધિને મેળવવી, એ તારે વિચારવાનું છે.’
‘બહેન ! મારી જીવનસિદ્ધિ જ મને પ્રાપ્ત કરવા દો.’
‘પણ આ નેમ ભારે અલગારી છે. તું પ્રાપ્ત કરી શકીશ ?' સત્યા જાણે રાજ્યશ્રીને તાવી રહી.
અવશ્ય, મારી અંતરવીણાને જરાક વાગવા દેજો. શ્રદ્ધા છે કે જન્મજન્મનો ભેખધારી મને ચાહશે, મને વરવા ઘેલો બનશે. અમે ભવતારિણી નૌકા પર આરૂઢ થઈશું. તમારાં સ્નેહનાં જળ અમને બંનેને સ્વમાર્ગે વિહરવા દેશે.’
રાજ્યશ્રી ! આ કૂવો બહુ ઊંડો છે. એને તળિયે અમૃત છે કે વિષ એની ખબર નથી ! નેમને ભોગ ગમતા નથી. સ્ત્રીનાં કે પુરુષનાં અંગોનાં વખાણ કરીએ તો એ વળી જુદું જ કહે છે. આપણે જેને કનકકલશ કહીને બિરદાવીએ અને એ માંસના રથનૈમિનો પડકાર – 353
Page #138
--------------------------------------------------------------------------
________________
પિંડ કહે છે ! દેહને એ અશુચિનો ગાડવો કહે છે. વળી કહે છે કે કીચડનાં વખાણ
ક્યારે થાય કે જ્યારે એમાંથી સદ્ગુણરૂપી કમળ શોધાય, કીચડ નહિ ! આવા પુરુષોને રતિભાવ સ્પર્શેલો હોતો નથી. એ વખતે સ્ત્રી તળાવે તરસી રહે છે અને મદન એને પ્રજાળે છે !” સત્યારાણીના શબ્દોમાં સત્યનો ભાવ હતો; નાની બહેનનો રાહ કેવો કેટકભર્યો હતો એનો સ્પષ્ટ ખ્યાલ એમાં હતો.
બહેન ! ચિંતા ન કરીશ. હું મદનને પ્રજાળીશ. કદાચ હું હારી જાઉં તો એ હારમાં મારી સાથે મારો નેમ પણ હશે.’ રાજ્યશ્રીએ પોતાના ભાવિ ભરથારનું સ્પષ્ટ નામ લીધું !
અરે મઢી ! પહેલાં તેમને તારો તો બનાવ ! એ માટે પહેલાં તો તારે તેમના અંતરમાં નારીભાવ જગાવવો પડશે : તો જ એ તારો થશે, તારો હાથ પકડશે. આજે જ તારી પરીક્ષા છે.”
| ‘મારી વાણીમાં તાકાત હશે તો એ સુર એને જરૂ૨ સ્પર્શશે ! નેમકુમારને જે દિવસે નીરખ્યા ત્યારથી અમે ભવભવનાં સંગી છીએ એમ લાગે છે ! એ મારો સંગ નહિ છોડે, મને શ્રદ્ધા છે !'
| ‘વાહ મારી તેજ મૂર્તિ ભગિની !' અને સત્યારાણી પોતાની નાની બહેનને લઈને નાનક્રીડા માટે સંચર્યો !
શિલ્પીઓએ ભારે વૈભવશાળી સ્નાન-કુંડની યોજના કરી હતી, વૈદુર્ય મણિના ઓવારા બાંધી સ્ફટિકની પાળો રચી હતી. એનાં અરીસા જેવા જળમાં કિનારા પર રચેલાં મણિમોતીનાં વૃક્ષોના પડછાયા પડતા હતા. એ વૃક્ષોની શાખા પર વાનરવાનરી, ડાળો પર શુક-શુકી ને જ ળમાં હંસ-હંસી તરતાં મૂક્યાં હતાં !
ચંદનકાષ્ઠ ઘડીને નાની નાની નાવડીઓ બનાવી હતી. એ નાવડીઓમાં સુંદર અંગવિલેપન મૂક્યાં હતાં, મિષ્ટ પેય તૈયાર હતાં, કોઈમાં વાઘ હતાં. રસિયાઓ આજે સ્નાન ક્રીડા વખતે બંસી બજાવવાના હતા.
નાનકુંડના ઓવારે દેવની હથેલીઓ જેવાં ફૂલડાં પરિમલ છોડતાં હતાં. અનેક પ્રકારની સુગંધી ઔષધિઓ આ કુંડમાં નાખવામાં આવી હતી. એ સુગંધી લેવા ભ્રમરો જળ પર ઊડતા હતા અને સ્નાન કરનારી સુંદરીઓના મહોરતા અંબોડે બેસી એમને પજવતા હતા.
સુંદરીઓ ડરથી ભ્રમરને ઉડાવવા જતી, ને તરવાનું ભૂલી પાણીમાં ડૂબકી ખાઈ જતી. રસિયાઓ તરત ઊંડે જઈને એને આશ્લેષ આપીને ઉપર લઈ આવતા. એ વખતે વસ્ત્રોની સૂધબૂધ ન રહેતી. એ સ્વર્ગની અપ્સરા જેવી ભાસતી. દ્વારકાનગરીનાં રાજવંશી યાદવ યુગલોને અહીં નિમંત્રવામાં આવ્યાં હતાં. રસ
254 D પ્રેમાવતાર
લૂંટવામાં નિષ્ણાત યુગલોને ખાસ આમંત્રણ પાઠવ્યાં હતાં. આજે નિઃસંકોચ થઈને જલક્રીડા કરવાની હતી. સંસારની શરમનાં બંધન અહીં આજે ફગાવી દેવાનાં હતાં.
કુંવારામાં નિમંત્રણ પામેલાં બે જણાં હતાં. એક શ્રીકૃષ્ણના લઘુ બંધુ નેમ, બીજી રાણી સત્યાની લઘુ ભગિની રાજ્ય શ્રી !
અવારનવાર યોજાતા આ રસોત્સવમાં આ વખતે ભાગ લેવાની નેમકુમારના લઘુ બંધુ રથનેમિની ખૂબ ઇચ્છા હતી. એને પોતાની જીવનસંગિની માનેલી રાજ્યશ્રી સાથે વિહરવાના કોડ હતા.
રાજ્યશ્રી પોતાની અર્ધાગિની બને એ માટે રથનેમિએ પોતાનાં સગાંની તો અનુમતિ મેળવી લીધી હતી, પણ રાજ્યશ્રીનાં સગાં બહેન સત્યારાણીની અનુમતિ મેળવવી મુશ્કેલ થઈ પડી હતી.
સત્યારાણીએ પૂછવું, ‘લગ્નમાં બ્રહ્મચર્ય પાળવું છે ?”
ભાભી ! જો એમ જ કરવું હોય તો તો માણસ લગ્નના ઊંડા કૂવામાં ઊતરે જ શા માટે ? આ તો જાણે તમે એવું કહો છો કે અનાજ રાંધવું તો ખરું, પણ ભૂખ્યા રહેવા માટે ? રથનેમિએ કહ્યું.
‘તો એ ઘેલી રાજ કુંવરી સાથે તારું કામ નથી, એ તો વેરાગણ છે. પોતે ભીખ માગશે ને બીજાનેય ભીખ મંગાવશે.' સત્યારાણીએ રાજ્યશ્રીના ચિત્તનું ચિત્ર દોર્યું !
રથનેમિની ધીરજની હદ આવી ગઈ હતી. એણે કહ્યું, ‘ભાભી ! ચોખ્ખું કહો ને કે રાજ્યશ્રી માટે તમારું મન નેમકુમાર પર છે !'
| ‘રથનેમિ ! આવું બોલતાં પણ તારો શ્વાસ ગંધાય છે. ચાલ્યો જા ! કોઈ પણ યાદવ સુંદરીને પરણવું હોય પેટનો મેલ મટાડીને આવજે !' સત્યારાણીના જવાબમાં સૂર્યનો તાપ હતો.
રથનેમિ એનાથી દાઝીને ભાગ્યો; જતાં જતાં બોલ્યો : “યાદ રાખજો સત્યારાણી! નેમને પરણીને રાજ્ય શ્રી સુખી નહીં થાય. દિલ જલ્યા દીવાનાની આ બદદુઆ છે!”
રથનેમિનો પડકાર D 255
Page #139
--------------------------------------------------------------------------
________________
34
રથનેમિ અને રાજ્યશ્રી
સહસ્સામ્રવનમાં આવેલ સરોવરનાં બિલોરી જળ લહેરિયાં લેતાં હતાં અને મસ્ત યાદવસુંદરીઓ જળચાદર ઓઢીને ચત્તીપાટ તરતી હતી. એમનાં મનોહર વક્ષસ્થળો કમળની ઉપમા પામી રહ્યાં હતાં.
કોઈને અહીં લજ્જા સતાવતી નહોતી, કોઈ અહીં નાનુંમોટું રહ્યું નહોતું. યૌવનના ઉદ્યાનમાં સૌ સમાન ભાવે કામ અને રતિ બનીને વિહરી રહ્યાં હતાં!
એક કાંઠે નેમકુમાર બેઠા હતા, બીજે કાંઠે રાજ્યશ્રી બેઠી હતી. એ બે એકલાં હતાં; બાકી બધાં બેકલાં હતાં. અને સહુ પોતપોતાનાં સંગીસાથી સાથે જળક્રીડાનો રસ માણી રહ્યા હતાં. જલદેવતા પણ ક્રીડારસિયાંઓનાં વસ્ત્રોને સ્પર્શીને, પોતે જ પારદર્શક બનાવેલા એ પારસદેહોને જોઈ જાણે સ્વયં મુગ્ધ બની રહ્યા હતા !
વિધાતાએ કઈ નવરાશે આ સ્ત્રી-પુરુષોને ઘડ્યાં હશે ! એમનું એક એક અવયવ જાણે જીવંત કાવ્ય બની રહ્યું હતું.
રસિયાંઓએ નિર્ભય બનીને જલક્રીડાનો આરંભ કર્યો. સ્ત્રીઓએ રક્તરાગથી શોભતી પોતાની હથેળીઓ વડે જળ ઉડાડવાનું શરૂ કર્યું. રસિકો સામે આવીને પાણી ઉડાડવા માંડ્યાં. થોડી વાર તો પાણીનો મારો સામસામો એવો ચાલ્યો કે બંને પક્ષમાંથી એક પણ પક્ષ આગળ વધી ન શક્યો.
જળ-છાંટણામાં મગ્ન રસિકાઓના હાથનાં વલય કોઈ અજબ સંગીત છેડી બેઠાં, પણ હાથની થપાટ આપીને પાણીને ઉછાળતા એ સુકોમળ હસ્ત આખરે જલખેલમાં થાક્યા.
રસિકોએ આ પ્રસંગને પારખી લીધો અને પોતાના કાર્યની ઝડપ વધારી. રસિકાઓ ઢીલી પડી હતી. રસિકોએ દોડીને એમને ભુજપાશમાં જ કડી લીધી.
રે ! જલ-છંટકાવમાં રસિકાઓ હારી, રસિકો જીત્યા !
પણ ના રે ! આ કોમલાંગીઓ એમ હાર કબૂલ કરે એવી નહોતી. એમણે પોતાના કંઠમાં રહેલા મોટા પુષ્પહારો કાઢીને પુરુષોની આંખે વીટી દીધા.
રસિકાઓની આ નવી યુક્તિથી રસિયાઓ મીઠી મૂંઝવણમાં પડી ગયા. હાર તોડાય નહિ, અને તોડાય નહિ ત્યાં સુધી આંખ ખૂલે નહિ : જાણે આંધળા ભીંત ! - સ્ત્રીઓ ધીરેથી રસિયાઓના ભુજપાશમાંથી સરીને અળગી થઈ. પછી તો એમણે નવો મોરચો જમાવ્યો : એમણે પોતાના વક્ષસ્થળમાં છુપાવેલા કંદુક કાઢવા ને તેનાથી પુરુષોને મારવા માંડ્યાં !
પુરુષો બે બાજુના મારથી ત્રાસ પામી ગયા. છેવટે એમણે આંખે વીંટેલા ફૂલહાર ધીરે ધીરે ગ્રીવામાં સરકાવી દીધા, ને સામેથી ઢંકાયેલા કંદુકોને ગ્રહીને સામો મારો શરૂ કર્યો !
કઠોર પુરુષોના આ પ્રહાર સામે કોમલાંગીઓ પાછી હઠી, અને રસિકો આગળ વધ્યા. એટલામાં તો રસિકાઓ ડૂબકી મારી ક્યાંય સંતાઈ ગઈ. આ તરફ રસિક વલ્લભો કંદુક લઈને તૈયાર રહ્યા, રસિકાઓ જળથી બહાર ડોકું કાઢે કે પ્રહાર કરવો!
પણ રે, ત્યાં તો પગથી એ પોતે જ ખેંચાયા ! જાણે પાતાળે એમનો પ્રવેશ માગ્યો ! પુરુષો પાણીમાં ! મીનયુગલ જળની ભીતર ઘૂમતાં હોય એવો દેખાવ થઈ રહ્યો. અને થોડી વારમાં જળમાંથી દેવ-દેવી પ્રગટ થતાં હોય એમ સ્ત્રી-પુરુષોનાં યુગલો પ્રગટ થયાં ! જલક્રીડાના રસાયણથી બધાંનાં સૌંદર્યમાં ભરતી આવી હતી. વિના આસવે નયનો લાલઘૂમ બન્યાં હતાં; ને શ્રમથી હાંફતાં હૈયાં મૃદંગની જેમ ઊછળતાં હતાં.
“અરે ! સહુ એકલાં ને આ નેમકુમાર કાં એકલા ?' જલક્રીડાથી અત્યંત લાવણ્યમય લાગતાં સત્યારાણીએ કહ્યું.
‘આ રાજ્યશ્રી પણ અહીં એકલી બેઠી છે ! સંસારમાં કોઈ એકલું નથી; ને આ છોકરી એકલવાયી ?' રાણી રુકિમણીએ ટાપસી પૂરી.
‘આજ અહીં કોઈ એકલું ન રહી શકે.” શ્રીકૃષ્ણ જલક્રીડા કરતાં કહ્યું, ‘તો તો યૌવનરાજનો અક્ષમ્ય અપરાધ થાય.’
ને શ્રીકૃષ્ણ જેવાનું પ્રોત્સાહન મળતાં રસિકાઓ પોતાના વલ્લભથી છૂટીને તરતી તરતી નેમકુમાર અને રાજ્યશ્રી તરફ ચાલી. - રમણીઓનાં જળ પર તરતાં પૂર્ણચંદ્ર જેવાં મુખ અને કાળા મેઘખંડ જેવા એમના કેશપાશ એક અદ્ભુત રૂપનગરી રચી રહ્યાં; વચમાં તરતાં કમળકોષ કોઈ અવનવી મધુરિમા પ્રસારી રહ્યા. રમણીઓએ દેહ પર લગાડેલાં ભભકભર્યો વિલેપનો ને લેપો ધોવાઈને પાણીને સુગંધિત બનાવી રહ્યાં હતાં. એ સુગંધને લૂંટવા ભ્રમરોની
રથનેમિ અને રાજ્યશ્રી 1 257
Page #140
--------------------------------------------------------------------------
________________
આવલિ પણ ત્યાં ઊતરી પડી હતી; ને એ ભ્રમરો આખરે પુરુષ હોવાથી પુરુષનો જ પક્ષ લેતા હતા.
રસિકાઓનાં કેસરઅર્ચિત વક્ષસ્થળોને કમલકોશ માની ભોગી ભ્રમર ત્યાં આસ્વાદ લેવા દોડતા. રસિકાઓ તેનાથી બચવા રસિકોની સોડમાં ભરાઈ જઈને બોલી ઊઠતી, “બચાવો, આ ભ્રમરોથી !'
આજે કોઈ પુષ્પને ભ્રમરથી બચવાનો હક નથી !' એક યુવાને કહ્યું,
‘તો અમે કહીએ છીએ કે કોઈ ભ્રમરને પુષ્પથી અળગા રહેવાનો પણ અધિકાર નથી.’ ને રાણી સત્યા એકદમ આગળ વધ્યાં, એમણે કાંઠે એકલવાયા બેસીને ઉદાસીનભાવે આ રમત નીરખી રહેલા નેમકુમારને હાથ પકડીને ખેંચ્યા !
જે હસ્ત દ્વારકાના ભલભલા મહારથીઓથી પણ તસુભર પણ વિચલિત નહોતો થયો, એ હસ્ત એક રસિકાના આંચકાથી આખા દેહ સાથે ખેંચાઈ આવ્યોઃ ને નેમ ધડામ કરતાં પાણીમાં !
‘સખીઓ ! આ ભ્રમરનો ભ્રમ તમે દૂર કરો. એ પુષ્પવિમુખ ભ્રમર છે !' રાણી સત્યાએ સખીઓને નમકુમારને હેરાન કરવાનો આદેશ કર્યો.
પછી તો રસિકાઓનું વૃંદ છૂટું ! તેઓ તેમની ફિલસૂફી પર દાઝે બળી રહી હતી. તેઓને સમજાતું નહોતું કે કુંવારા રહેવાના તે વળી કોડ કેવા ? કોડ હોય તો લગ્નના હોય !
એક સ્ત્રીએ પોતાના કંઠમાં રહેલો લાંબો હાર નેમકુમારના કંઠમાં નાખી દીધો. બીજી એક રમણી પાછળથી આવી. એનું વક્ષસ્થળ ભાલાના જેવું હતું. જેમકુમારને એનાથી ધક્કો મારી એણે મોંએ રંગ લગાડી દીધો.
એટલામાં વળી એક નવયૌવના તરતી આવીને નેમકુમારના ખભા પર બેસી ગઈ. કદલીદલ જેવા પોતાના ખુલ્લા માંસલ પગોથી એ તેમને આશ્લેષ આપી રહી. પછી તો એ નવયૌવનાઓ ખૂબ ગેલમાં આવી ગઈ અને લજ્જા મૂકીને નવરાવવાના મિથે નેમને સંતાપવા લાગી. રમણીઓનાં સુલલિત અંગોનો માર જાણે તેમના અંગપ્રત્યંગ પર ચાલી રહ્યો..
નેમ અકળાઈને બૂમ પાડી, ‘રે, મને બચાવો !?
‘તમને કોઈ બચાવી શકે તો તે એકમાત્ર રાજ્યશ્રી ! શાણા હો તો એનું શરણ શોધો, ભોળા નેમકુમાર !' રાણી રુકિમણીએ મિષ્ટ સ્વરે કહ્યું. ‘રાજ્યશ્રી ! માણસનો પહેલો ગુણ દયા છે !' નેમકુમારે જાણે આજીજી કરી. ઓહ ! પાંચજન્ય શંખના વગાડનાર અપ્રતિરથ યોદ્ધાને પણ આખરે સ્ત્રીનું
શરણું શોધવું પડ્યું અને દયાની યાચના કરવી પડી !' રાણી સત્યાએ આબાદ ઘા ર્યો.
રાજ્યશ્રી આ વખતે સરોવરના એક કાંઠે બેસી, એના કુંતલકલાપમાં ઇંગુદી રસ સીંચી રહી હતી, અને કમળ નાળથી -કેશપાશને ગૂંથી રહી હતી. એનો એક ગૌર માંસલ પગ અડધો પાણીમાં હતો અને પાસે રેવતગિરિ પરથી આણેલું સિંહબાળ ગેલ કરતું બેઠું હતું.
રાજ્યશ્રીએ સિંહચર્મનું એક અંગવસ્ત્ર ધારણ કર્યું હતું, ને યોદ્ધાઓ જેમ બખ્તર સીવે એમ એને દેહપ્રમાણ સીવ્યું હતું. એ સિહચર્મ રાજ્યશ્રીના લાવણ્યને વિશેષ મોહક બનાવતું હતું.
રાજ્યશ્રીએ નેમકુમારની આજીજી સાંભળી, ને તરત પાણીમાં પડી તરતી તરતી નેમકુમારના પડખે જઈને ઊભી રહી : અને હાથથી પાણીની છાલકો મારીને સ્ત્રીઓને પાછી હઠાવવા લાગી.
અરે ! હવે તેમ એકલા નથી. બેકલાંને ત્રાસ આપવાનો રિવાજ નથી. રસિકાઓની સેના હવે સત્વરે પાછી ફરે. સેનાપતિની અદાથી સત્યારાણીનો સાદ આવ્યો.
સ્ત્રીઓની સેના પાછી ફરી ગઈ.
આખરે નાનક્રીડા સમાપ્ત થઈ; અને રસિયાઓ બહાર નીકળવા લાગ્યા. રસિકાઓના કેશપાશ સાવ અવ્યવસ્થિત બની ગયા હતા, રસિકો એ કામગીરીમાં ગૂંથાઈ ગયા !
નેમકુમાર પણ જળની બહાર નીકળ્યા, ને શાંત બનીને એક વૃક્ષની ડાળને અઢેલીને ઊભા રહી ગયા. રાજ્યશ્રી તો સિંહબાળ અકળાતું હતું, એટલે એની ખબર લેવા દોડી ગઈ.
નેમકુમાર ! કહો, હવે શું વિચાર છે ?” રાણી સત્યાએ નેમકુમારની પાસે આવતાં કહ્યું.
નેમકુમાર ફરી ગંભીર બની ગયા. જોકે એમની આંખ હજી પણ રાજ્યશ્રી તરફ ઘૂમતી હતી.
| ‘ભાભી !'ને એટલું બોલતાં નેમકુમાર મંગા થઈ ગયા, જાણે કહેવાનું ઘણું હતું છતાં જીભ ચાલતી ન હતી.
‘નેમ ! બોલતાં કાં અટકી ગયા ?' ‘પુરુષ અગમ-અગોચરનો જીવ ને સ્ત્રીનું મન સંસારમાં : એક સાગર અને
રથનેમિ અને રાજ્યશ્રી [ 259,
258 | પ્રેમાવતાર
Page #141
--------------------------------------------------------------------------
________________
બીજી સરિતા. ભાભી ! આવાં લગ્નથી શું વળે ? ન સ્ત્રીનું મન-કમળ સંતુષ્ટ થાય, ન પુરુષનાં પદ પદ્મ પુરસ્કાર પામે !' નેમકુમારે હૈયાનો દાબડો હળવેથી ખોલ્યો.
મારી બહેન એવી નથી. રાજ્યશ્રી તો રમત વાતમાં આખો ભવ પુરો કરી નાખે તેવી છે. જુઓ ને, એને રમકડામાંય રમવા માટે સિંહબાળ ગમે છે. તમારા રાહનો એ કાંટો નહિ બને, એ તો તમારા જખમી પગોની રૂઝ બની રહેશે. એ સરિતા જરૂર છે, પણ હોંશે હોંશે સાગરમાં સમાઈ જનારી !'
‘ભાભી ! ભલા થઈને એ મારગે મને લઈ ન જાઓ. મારું નિર્માણ જુદું લાગે છે.' તેમ જાણે વિનંતિ કરી રહ્યા.
‘નિર્માણનો પડદો અગોચર છે ! નેમકુમાર ! બીજા બધા તમને ગમે તે કારણે સંસારમાં બાંધવા માગતા હોય, હું તો રાજ્યશ્રીને અનુરૂપ તમને જોઈને કહેવા આવી છું. તમારું રાજ્ય જુદું છે ને યાદવોની રાજ્યની વ્યાખ્યા જુદી છે, તે પણ હું જાણું છું. અને અમારી સ્ત્રીઓની સંસારની વ્યાખ્યા તો વળી સાવ વિચિત્ર હોય છે. એ પણ મારા ખ્યાલમાં છે.' સત્યારાણીએ પોતાનું અંતર ખોલ્યું. નેમ એવો પ્રેમાવતાર હતો કે હૈયાનાં કમાડ આપોઆપ ઊઘડી જાય !
‘જાણું છું, યાદવો મને વૈભવવિલાસની બેડીઓના બંધનમાં નાખવા ચાહે છે, કમજોર કરવા માટે કામિની તરફ પ્રેરે છે !' નેમે કહ્યું.
પણ રાજ્યશ્રી એવી કામિની નથી, એની હું ખાતરી આપું છું. એ તમારા પગની બેડી નહીં, પાવડી બનશે. તમારા વ્યોમવિહારની પાંખ બનીને જીવશે.’
સત્યારાણી સાથે દિયર નેમકુમાર હૃદયની વાત કરી રહ્યા હતા, ત્યાં તો વેણી અને વસ્ત્રોથી સજ્જ થઈને બીજી અંગનાઓ ત્યાં આવી પહોંચી. તેઓએ આજે લાબંધન ફગાવી દીધાં હતાં. એમણે નેમકુમારને આંગળીએ ઝાલી ઊભા કર્યા, ને પોતાના ઘેરામાં લઈને ઘુમાવવા માંડ્યા.
રાણી રુકિમણીએ પોતાનો કોકિલકંઠ છૂટો મૂકી દીધો ને નેમકુમારની હડપચી ઝાલી ગાતાં ગાતાં કહ્યું :
‘નારી વિનાનું આંગણું, દેવર મીરા જી !
જેમ અલૂણું ધાન, દેવર મોરા જી !'
ત્યાં તો બીજી યાદવ સુંદરીએ ગીતને આગળ ચલાવ્યું :
‘નારી ખાણ રતન તણીજી, વરલાડા જી !
તેનું મૂલ કેમે નવ થાય, મ કરો બંધ દરવાજા જી !'
એક નવી પરણેલી નવોઢા આવીને નેમકુમારનો હાથ પકડી, ગોળ કુંડાળે 260 – પ્રેમાવતાર
ફેરવતી ગાવા લાગી :
‘વિવહ માનો નેમજી ! વ૨લાડા જી !
મને ગાણાના બહુ શોખ, વરલાડા જી !'
અને પછી તો અનેક ગોપાંગનાઓ રમતી-ઝૂમતી આવી પહોંચી. નેમકુમારને
ઘેરીને કૂંડાળે ફરવા લાગી; ફરતી ફરતી ગાવા લાગી.
‘નારી જો ઘરમાં વસે, દેવર મોરા જી ! તો પામે પરોણા માન, દેવર મોરા જી !
નારી વિના નર હાળી જુસા, દેવર મોરા જી ! વળી વાંઢા કહીને દેશે ગાળ, દેવર મોરા જી ! નારી માંહેથી નર નીપજ્યા, દેવર મોરા જી ! તુમ સરીખા ભાગ્યવાન, દેવર મોરા જી ! એકવીસ તીર્થંકર થયા, દેવર મોરા જી !
સર્વે પરણ્યા નાર, દેવર મોરા જી !’
રાસ ભારે ચગ્યો. નેમકુમાર અંદર નિરાંતવા ફરી રહ્યા હતા. આજે સર્વ રમણીઓએ પહેલી વાર જાણ્યું કે નેમ નારીનો સુગાળવો જીવ નહોતો, બલ્કે રસિક જીવ હતો.
નેમકુમારે રમતાં રમતાં રાજ્યશ્રીનો હાથ ગ્રહી લીધો, ને એને રાસ લેતી યાદવ રમણીઓની વચમાં ખેંચી લીધી. રૂપભરી નારીઓનાં વૃંદની મધ્યમાં નેમ અને રાજ્યશ્રી સૂર્ય અને શશીની જેમ શોભી રહ્યાં. સ્ત્રીઓ ભારે ચગી, તેઓએ નવું ગીત ઉપાડ્યું.
‘ગોરા ગોરા તમે ડોલર ફૂલ, રાજેશ્રી નાર |
કેમ કરીને આવા વરને પરણશો જી ?'
સુંદરીઓએ પોતે જ આ સવાલ પૂછીને એનો જવાબ પણ પોતે જ આપવા
માંડ્યો.
‘કાળા કાળા તે શ્રીકૃષ્ણજી રે લોલ,
ગોરાં ગોરાં તે સત્યાદે નાર,
હોંશે તે આવા વરને પરણજો રે !'
સુંદરીઓ બરાબર ખીલી હતી. એમના સ્વરોની માધુરી જળ-સ્થળ પર થઈને દિગન્તમાં પડઘા પાડતી હતી. વચ્ચે નેમ અને રાજ્યશ્રી પણ આંકડેઆંકડા ભિડાવી
રથનેમિ અને રાજ્યશ્રી – 261
Page #142
--------------------------------------------------------------------------
________________
નેમની નજર સરોવરના તરંગો પર હતી; રાજની દૃષ્ટિ રેવતગિરિનાં શિખરો પર હતી.
ઓહ રાજ ! જીવન તો તરંગો જેવું છે !' નેમ સ્વગત બોલ્યો. એ તરંગો પર આપણું નાવ તરશે.” રાજ બોલી. શું એ રીતે ભવસાગર પાર થશે ?' ‘સુકાનીને હાથ છે બધું !”
આમ એકબીજાં સહજભાવે વાતે તો જરૂર વળગ્યાં હતાં, પણ એમનાં નેત્રોનાં મિલન હજી બાકી હતાં, જાણે એમને એકબીજાને ધરાઈને જોયાં પણ નહોતાં, ત્યાં મળી દૃોષ્ટ !
તેમની નજર રાજ પર મંડાઈ ગઈ, રાજની નજર નેમ પર બિછાઈ ગઈ! સામે સહસમ્રવનના કિનારે મોર અને ઢેલ ક્રીડા કરી રહ્યાં. મનભર મોરલો કળા કરતો હતો, દિલભર ઢેલ ઓધાન ભરી રહી હતી.
નૃત્ય કરી રહ્યાં હતાં.
રે ! ઓછાબોલી ને હૈયાકોરી રાજ્યશ્રી પણ હવે કંઈક ગાઈ રહી હતી. એ જોઈ બીજી સુંદરીઓ એકબીજાને સંકેત કરી શાંત થઈ ગઈ.
રાજ પોતાને લાધેલા કોઈ સ્વર્ગીય રાજ્યમાં ખોવાઈ ગઈ હતી. એ દિનદિશાનું ભાન ભૂલીને સ્વાભાવિક રીતે ગાઈ રહી :
‘કાળા તે ગયવર હાથીજી ! મોરી સઇયરું રે લોલ, કાળો તે મેઘ મલ્હાર, મોરી સઇયરું રે લોલ ! કાળી તે અંજન આંખડી મોરી સઇયરું રે લોલ ! કાળા પણ કામણગારા નેમ, મોરી સઇયરું રે લોલ !”
“વાહ રે લુચ્ચી રાજ ! મીંઢી ! આજ તું બરાબર પકડાઈ ગઈ” આમ બોલતો સુંદરીઓનો સાથ ખડખડાટ હસી પડ્યો.
રાજ્યશ્રી ખસિયાણી પડી ગઈ. એ શરમાઈ ગઈ. એની અંબુજ સમી આંખડી લજ્જાથી નીચે ઢળી ગઈ. ઓહ ! એના કપોલ પ્રદેશ પર જાણે કેસૂડાનો રંગ ઢોળાયો.
‘અલી રાજ ! શું કામણગારું તારું રૂપ ! બિચારા તેમને ક્યાંક તારો દાસ ન બનાવી દેતી !'
| ‘અરે, એ તો ફિલસૂફ નેમની કવિતા બનશે. કવિતાની એક રેખા પાછળ કવિ ઝૂરે, એમ રાજ્યશ્રી એક અલકલટ પાછળ નેમ ઝૂરશે, જોજો ને !' એક સુંદરીએ ટોણો માર્યો.
| ‘ભાઈ ! આ તો રાજ્યશ્રી જેવી નારીની શોધ ચાલતી હતી. એટલે ન મળી મનગમતી નારી, ત્યાં સુધી નેમજી બ્રહ્મચારી ! અને મળી ગઈ મનગમતી નારી તો નેમજીનું મન જાણે જળની ઝારી ! ઉડાડે પ્રેમરસના ફુવારા જી !'
સ્ત્રીસમુદાય આજે વાણીના બંધનમાં નહોતો; જેટલાં મોં એટલી વાતો વહી નીકળી હતી !
ધીરે ધીરે પુરુષ સરકી ગયા. સત્યારાણી, રુકિમણી વગેરે પણ આઘાં ચાલ્યાં ગયાં. યાદવ સુંદરીઓ પણ વિદાય લેવા લાગી.
ઉદ્યાન-સરોવરની પાળે હંસ અને હંસી જેવાં નેમકુમાર અને રાજ્યશ્રી એકલાં રહી ગયાં !
એકાંત નર-નારના ઉરપ્રદેશનાં દ્વાર ખોલનારું છે. ઉરનાં દ્વાર ખૂલ્યાં પણ ઓષ્ઠના દરવાજે હજી તાળાં રહ્યાં ! ન જાણે હાથે હાથ મિલાવી એ બે ક્યાંય સુધી ઊભાં રહ્યાં !
262 પ્રેમાવતાર
રથનેમિ અને રાજ્યશ્રી 1 263
Page #143
--------------------------------------------------------------------------
________________
35.
મહાભારત
ખરેખર, રાજ્યશ્રીના રૂપનાં જાદુ થયાં : અડોલ ડુંગરા જેવા અણનમ નેમકુમારે પોતાનાં હૈયાં ખોલ્યાં, વિવાહનો સ્વીકાર કર્યો, અને પોતાની સંગિની તરીકે રાજ્યશ્રી પર કળશ ઢોળ્યો.
રાણી સત્યાનાં તીર ધાર્યા નિશાન વીંધી રહ્યાં ! યાદવ સત્રાજિતની દીકરીસ્યમંતકણિના માલિકનો આ બીજો મણિ પણ રાજ કુળમાં સ્થાન પામી. આદેશપ્રત્યાદેશથી આકાશ ગુંજી રહ્યું.
‘ભલી પેરે લગ્ન રચાવો, અજબ ઠાઠ જમાવ. આકાશ ધરતીને ચૂમે ત્યારે દિશાઓ હર્ષનાદથી ગાજી રહેવી જોઈએ. કોઈ વાતની કસર આ પ્રસંગોમાં થવી ન ઘટે. પ્રસંગે જ માણસના બળાબળની ઓળખાણ થાય છે.'
યોદેવસંઘે આ પ્રસંગ અદૂભુત રીતે ઊજવવાનો નિર્ણય કર્યો.
યાદવસંઘના નેતા શ્રીકૃષ્ણ રાણી રુકિમણીને મહેલે જઈને છત્રપલંગ પોઢચા. રાણી પગ ચાંપવા બેઠાં.
પતિ-પત્ની વાર્તાવિનોદ કરી રહ્યાં ! ‘રાજ્યશ્રી અડિયલ નેમનું નામ ખેંચશે, કાં ?” ‘છેવટે તો સત્યાદેવીની બહેન છે ને !' રુકિમણી બોલ્યાં. ‘જોજે ને ! બાપડા નેમ પાસે પગચંપી કરાવશે !' શ્રીકૃષ્ણે કહ્યું.
‘તમને પુરુષોને તો માથાની જ સ્ત્રીઓ મળવી જોઈએ ! સામે ચાલીને આવે એનો દરજ્જો સામાન્ય. તમે હાથે-પગે પડીને જેને લઈ આવો, એના લાડકોડનો પાર નહિ !” રુકિમણીના શાંત વદનમાંથી અંગારા જેવા શબ્દો ઝર્યા. એમાં વેદના ભરી હતી.
‘યાદ રાખો રાણી ! કે પુરુષ જેટલો ભક્તિને વશ છે એટલો શક્તિને વશ નથી.' શ્રીકૃષ્ણે કહ્યું. આમાં રુકિમણી અને સત્યાદેવીનાં મૂલ્યાંકન હતાં.
‘પુરુષોનો તે શો ભરોસો ? એ તો ગંગા ગયે ગંગાદાસ, ને જમના ગયે જમનાદાસ. તમારા જેવાને તો સત્યાદેવી જ સીધાદોર રાખે !”
‘દેવી ! સાચું કહું છું, તમારી ભક્તિને મારું અંતર જેટલું નમે છે એટલું બીજા કોઈને નમતું નથી.”
‘એ તો ખાલી પટાવવાની વાત છે. વારુ ! હવે થોડી વાર વામકુક્ષી કરો.’
રાણી રુકિમણી વીંઝણો ઢોળી રહ્યા અને શ્રીકૃષ્ણ થોડી વારમાં નિદ્રાધીન થઈ ગુયો..
એટલામાં એક રથ આવી પહોંચ્યો. નખ-શિખ યોદ્ધાના વેશમાં સજ્જ થયેલો એક સુંદર નવયુવક રથમાંથી નીચે ઊતર્યો. એની કાંતિ અપૂર્વ હતી, એનું હાડ મોટું હતું; ને વિપત્તિના નિભાડામાં પાકીને તૈયાર થયેલા પાત્ર જેવો એ લાગતો હતો,
એણે આપમેળે જ પોતાનાં શસ્ત્રો ઉતારીને દરવાનને સુપરત કરતાં પૂછ્યું, ‘પૂજનીય બાંધવ શ્રીકૃષ્ણ જાગે છે કે પોચા છે ?”
દરવાને કહ્યું, ‘હમણાં જ પોઢ્યા છે.”
આગંતુકે કહ્યું, ‘અંદર મારાં પૂજ્ય ભાભી રુકિમણીદેવીને ખબર કહાવો કે હસ્તિનાપુરથી અર્જુન આવ્યો છે, જલદી મળવું છે. માથે દુઃખનાં ઝાડવાં ઊગવા બાકી છે, સંસાર સમર્થનો સગો છે. પૂછો કે પાંડુપુત્ર અર્જુનને મુલાકાત મળશે ?”
દરવાન કંઈ જવાબ આપે એ પહેલાં રાણી રુકિમણી બહાર આવ્યાં ને બોલ્યાં, ‘વીરા અર્જુન ! હજી હમણાં જ અમે તમને યાદ કર્યા હતા ! આવો, અંદર બેસો, થોડી વારમાં તમારા ભાઈ જાગશે.’
‘ભાભી ! મારા ભાઈની તો આખી દુનિયા કીર્તિ ગાઈ રહી છે. જગતમાં એની જોડ નહીં, હોં ! અમે ત્યાં બેઠાં એમની વીરરસ અને શૃંગારરસની અદ્ભુત કથાઓ સાંભળીએ છીએ અને અમારા અંતરના બંધ તૂટવા લાગે છે. ભલે પોઢચી મારા ભાઈ ! અમારા જેવાની હજાર જંજાળ વેંઢારનાર એ પરોપકારી પુરુષ છે. અહીં એમના ચરણ પાસે શાંતિથી બેસું છું - જો મને પણ શાંતિ લાધે તો !'
અર્જુન ધીમેથી પલંગને છેડે બેઠો. ફરી શાંતિ વ્યાપી રહી.
થોડી વારમાં એક બીજો રથ ઉતાવળો ઉતાવળો આવીને દ્વાર પર ઊભો. એનો ધમધમાટ ગજબ હતો. એ રથ કીમતી હતો, એને બેના બદલે છ ઘોડા જોડ્યા હતી.
મહાભારત D 265
Page #144
--------------------------------------------------------------------------
________________
એ રથમાંથી સૂર્યને ગ્રસનાર રાહુ હોય એવી કપરી મુખમુદ્રાવાળો એક પડછંદ પુરુષ નીચે ઊતર્યો. એણે જોરથી કહ્યું,
‘દરવાન !' દરવાને જવાબમાં નાકે આંગળી મૂકી ચૂપ રહેવાનો આદેશ આપ્યો. ‘હું કોણ છું, તે તું જાણે છે ?' આગંતુકે રોફ છાંટ્યો..
‘શ્રીકૃષ્ણના સેવકને એ જાણવાની જરૂર નથી; માત્ર તમે એટલું જાણી લો કે પ્રભુ અત્યારે પોઢ્યા છે.”
‘અલ્યા, રણમેદાનમાં રણશિંગ વાગતાં હોય અને દુનિયાની દેગ માથે લોહીનાં આંધણ ચઢયાં હોય ત્યાં આ પોઢણ કેવું ?' આગંતુક કોચાબોલો લાગ્યો.
મહાશય ! અમારે અહીં દ્વારકામાં તો આનંદની શરણાઈઓ બજે છે.* કાં ?” નેમકુમારે વિવાહ કરવાનો સ્વીકાર કર્યો છે.”
‘તે મોટું પરાક્રમ કર્યું, કાં ? અમારે ત્યાં તો દશ દશ રાણીઓ લાવીને અંતઃપુરમાં પૂરી દે, ત્યાં સુધી તો કોઈને ખબર પણ ન પડે ! લગ્નને આવું મહત્ત્વ આપો એટલે પછી સ્ત્રીઓ માથે જ ચડી જાય ને ! સ્ત્રી એટલે ખાસડું. ખાસડાને વળી માન કેવાં ? અમારે ત્યાં અમારા ભાઈઓના ઘરમાં દ્રોપદી છે. એણે જ આખી લડાઈનો આ હોબાળો ઊભો કર્યો છે. ભાઈના માથે ભાઈ છાણાં થાપે છે !'
‘ભગવાન શ્રીકૃષણે જેને ચીર પૂર્યાં હતાં એ રાણી દ્રૌપદી ? વાહ બાઈ, ધન્ય તારો અવતાર !' દરવાન જૂની વાતોનો જાણકાર લાગ્યો.
અરે મૂર્ખ ! શું ભાઈ અને શું બાઈ ! એ તો બધાં નખરાં. બાઈ જુઓ તો કાળાં, પણ ઠઠારાનો પાર નહિ ! કોઈ દહાડો ચોટલો છૂટો મૂકીને ધૂણે અને કહે, ‘તમારા ભાઈઓને મારો તો હા, નહિ તો ના !' ધણી બધા ઢીલા પડી જાય. કહે તેમ કરે. આ એના લાડ ઓછો કરવા મેં જ એનાં ચીર ખેંચાવેલાં. આપણો દેહ શું છાણ-માણીનો બનેલો છે, અને બાઈનો શું સોના-રૂપાનો છે?'
એટલે મહાશય ! શું આપ પોતે દુર્યોધન છો ?’ વિચક્ષણ કરવાને કલ્પના કરીને નામ દીધું. આજ સુધી એણે દુર્યોધનને નજરે નીરખ્યો નહોતો.
‘હા, મહારાજ ધૃતરાષ્ટ્રનો પુત્ર અને મહાન હસ્તિનાપુરનો રાજવી ! તારા સ્વામીને જઈને જ ગાડ ! કહે કે કુરુકુળના મહારાજ દુર્યોધન આવ્યા છે; એમને જલદી મળવું છે. ખરું તાકીદનું કામ છે.' ‘થોડીવારમાં જાગશે. આપ અંદર પધારો !”
266 | પ્રેમાવતાર
દુર્યોધન એ કળાતો અકળાતો અંદર જવા ધસ્યો. એને વિલંબ પોસાતો નહોતો.
દરવાને એની તલવારને હાથ અડાડતાં થોભાવતાં કહ્યું, ‘આપ રાજનિયમ કાં ભૂલો છો ? શસ્ત્ર અહીં મૂકતા જાઓ.’
‘શા માટે ?' ‘રાજનિયમ છે માટે આપે નિયમને વશ વર્તવું જોઈએ.’ ‘અને ન હતું તો....”
ક્ષમા કરજો, મહારાજ ! તો હું આપને પ્રવેશ નહીં આપી શકું.' દરવાને જરા કડક થઈને કહ્યું. એણે ઢાલ જેવો પોતાનો સીનો પહોળો કર્યો.
‘મને ઓળખે છે તું ?”
‘તો મારા સ્વામીની આજ્ઞાને ઓળખું છું, પછી બીજાને ઓળખવાની મને તમાં નથી !” દરવાન હઠ પર આવી ગયો. એને એના સ્વામીએ કદી એકવચનથી બોલાવ્યો નહોતો. દુર્યોધનના તુંકારાથી એનું મન ઘવાયું હતું. રાજમહેલના દરવાનો પર રાજપુરુષો જેટલો ભરોસો મૂકી શકતા, એટલો સગા ભાઈ પર મૂકી શકાતો નહિ.
‘માથું ધડથી અલગ થશે.”
‘એની ચિંતા નથી. એક શું દશ માથાં ચઢાવનાર હાજરાહજૂર બેઠા છે.” દરવાને નીડરતાથી કહ્યું.
‘એમ ? તો લેતો જા....' દુર્યોધને તલવાર પર હાથ મૂક્યો.
ધમાધમ સાંભળી રાણી રુકિમણી આવી પહોંચ્યાં. એમણે દરવાને ઇશારાથી આતંગુકને અંદર આવવા દેવા કહ્યું.
‘મને ઓળખ્યો ને ભાભી ? હું દુર્યોધન !'રોફથી ચંદનકાષ્ઠના આસન પર બેસતાં દુર્યોધને કહ્યું.
‘હા મારા વીરા ! અર્જુનદેવ ક્યારના આવીને શાંતિથી અંદર બેઠા છે !' રુકિમણીએ કહ્યું. એણે શાંતિ શબ્દ પર ખાસ ભાર મૂક્યો હતો.
‘મારા પહેલાં પહોંચી ગયો ? એ મળ્યો મારા ભાઈને ?”
ના. તમારા ભાઈ હજી ઊંઘમાં છે.' ‘ભાભી ! જેના હૈયામાં વેર જાગતાં હોય, એને ઊંઘ ન આવે.”
હૈયામાં વેર શા માટે વાવો છો ? પ્રેમનાં વાવેતર કરો ને !' રુકિમણી બોલ્યાં. એ જાણે નર્યા પ્રેમરસની મૂર્તિ જેવી લાગતી હતી. દુર્યોધન દ્રૌપદી અને રુકિમણીની તુલના કરી રહ્યો.
મહાભારત D 267
Page #145
--------------------------------------------------------------------------
________________
‘પ્રેમ તો નબળાં લોકોની ફિલસૂફી છે; વેરમાં જ વ્યક્તિની તાકાત પિછાણાય છે.” દુર્યોધને કહ્યું, ને અંદરના ખંડમાં પ્રવેશ કર્યો.
શ્રીકૃષ્ણ નિરાંતે મીઠી નિંદર માણી રહ્યા હતા. દુર્યોધન આવી મીઠી નિંદરની ઈર્ષા કરી રહ્યો.
માણસોને કેવી રીતે આવી નિદ્રા આવતી હશે, ભાભી ?' આટલું બોલીને એણે ઓશીકા પાસે જઈને પડતું મૂક્યું. પલંગ ભૂકંપ જેવો આંચકો અનુભવી રહ્યો.
શ્રીકૃષ્ણ અચાનક જાગી ગયા; એમનાં કમળ જેવાં લોચન ખૂલ્યાં. સહુથી પહેલી નજર પાંગેત પર ગઈ, ને એ બોલ્યા, ‘ કોણ, અર્જુન ! ક્યારે આવ્યો, ભાઈ?”
અર્જુન જવાબ આપે એ પહેલાં દુર્યોધને કહ્યું, ‘અમે બંને સાથે આવ્યા.' ‘સાથે આવ્યા ? કોણ ? દુર્યોધન ?” પ્રશ્નમાં બીજો પ્રશ્ન હતો.
ના, અર્જુનરાજ પહેલા આવ્યા છે, અને દુર્યોધનરાજ તો હજી હમણાં જ ચાલ્યા આવે છે.' રાણી રુકિમણીએ કહ્યું,
‘સાથે આવ્યા, પણ સાથ તોડવા કાં ?” શ્રીકૃષ્ણ જોશીની જેમ વર્તારો ભાખતા હોય તેમ બોલ્યા.
આપ જેવાની સાથે મારે લાંબી ચર્ચા કરવાની ન હોય. અમારી વચ્ચે યુદ્ધ અવયંભાવિ છે.' દુર્યોધને તડ ને ફડ કરતાં કહ્યું, ‘હું કુલડીમાં ગોળ ભાંગનારો ફિલસૂફ નથી.’
‘નમ કહે છે કે યુદ્ધ એ તો કેવળ શાપ છે.'
‘તમારો નેમ તલવારથી ડરતો હશે, એ ક્ષત્રિયાણીને ધાવ્યો નહિ હોય !” દુર્યોધનના બોલમાં તિરસ્કાર ગંધાતો હતો.
| ‘એ તો એક વાર એની સાથે પાનું પડે તો ખબર પડે કે ક્ષત્રિયાણીને કોણ ધાવ્યું છે ? નેમ કહે છે કે ક્ષમા વીરોનું આભૂષણ છે. જે ક્ષમા કરી શકે છે, એ જ મહાન છે.' શ્રીકૃષ્ણ રમૂજ માં કહ્યું. દુર્યોધનનું મુખ કહે તેના કરતાં એના મુખ પરની રેખાઓ વધુ વાત કહેતી હતી.
‘પૂજ્ય બંધુ ! છેવટે નમવાની પણ હદ હોય છે. અમે સમજીએ છીએ કે કજિયાનું મોં કાળું. સરવાળે બેમાંથી એકને પણ નફો નહિ. આ ભાવનાથી અમે પાંચ ગામડાં માંગ્યાં, તો એ આપવાનીય ના પાડી. હવે તો પાંડવો જ માફ કરવા તૈયાર નથી. આજે તો અમારા માટે યુદ્ધ એ જ યુગધર્મ !' અર્જુને પોતાની વાત રજૂ કરી.
| ‘વાત સાચી છે : યુદ્ધ સિવાય હવે કોઈ આરો નથી. એટલા માટે તો બંધુશ્રી! હું હસ્તિનાપુરથી આપની મદદ માગવા આવ્યો છું. હવે હંમેશાંનો ઝઘડો ટાળવાનો
છે, સદાને માટે ગૃહકલેશ મિટાવી દેવો છે. હવે કાં એ નહિ, કાં અમે નહિ. મિત્રરાજ્યોમાં પર્યટન કરી આવ્યો. ઘણા ઘણા રાજાઓને મદદ આપવાનાં વચન આપ્યાં છે. દુર્યોધનના રાજ્યથી દૂર કોણ રહે ? તો આપ આપનો સાથ અમને આપો!’ દુર્યોધને કહ્યું.
‘મારા માટે તમે બંને મારી આંખની બે કીકી બરાબર છો. કોને શું આપું? કોને શું ન આપું ?' શ્રીકૃષ્ણે કહ્યું, અને તેઓ અર્જુનના મુખની રેખાઓ વાંચી રહ્યા. એ રેખાઓમાં લડાઈની આકાંક્ષા જરૂર અંકિત થઈ હતી, પણ એ લડાઈ ખાનદાનીની હોય એવો ભાવ પણ ભર્યો હતો.
‘અત્યારની અમારી રોગી જેવી સ્થિતિમાં એકમાત્ર ઔષધ યુદ્ધ જ છે. એ કડવું જરૂર હશે, પણ રોગી માટે હિતકર છે.' દુર્યોધનની એક જ વાત હતી. ‘અમને તમારો સાથ મળવો જ ઘટે.’
ચતુર મુસદી શ્રીકૃષ્ણ બંનેના અંતરભાવે વાંચ્યા, અને વાંચીને કહ્યું, ‘આપણે બે ભાગ કરીએ : એક ભાગમાં હું એકલો અને બીજા ભાગમાં મારી આખી સેના. બંને જણાને જે રુચે તે માગી લ્યો !'
| ‘મોટા ભાઈ દુર્યોધન પહેલી પસંદગી કરે.' અર્જુને કહ્યું. આવી કટોકટીભરી સ્થિતિમાં પણ એ પોતાની સાચી વીરતા અને સરલતા તજતો નહોતો. એનો હૃદયભાવ કોઈને પણ મુગ્ધ કરે એવો હતો.
શ્રીકૃષ્ણ વચ્ચે બોલ્યા, ‘મારી પસંદગી કરનાર એટલી વાત લક્ષમાં રાખે કે હું યુદ્ધમાં પણ નિઃશસ્ત્ર રહીશ. શસ્ત્ર મેં છોડી દીધાં છે.'
‘યુદ્ધ અને શસ્ત્રહીનતા ?” દુર્યોધન બોલ્યો, ‘આ વાત તો સંસાર અને સંન્યાસ જેવી – વદતો વ્યાઘાતવાળી છે !'
‘જેને જે ગમે એ સ્વીકારે. દુર્યોધન ! પહેલું તમે માગો !'
પણ વચ્ચે જ અર્જુન બોલી ઊઠડ્યો, ‘હું શ્રીકૃષ્ણને સ્વીકારું છું.’ એને હતું કે કદાચ દુર્યોધન શ્રીકૃષ્ણને પસંદ કરી બેસે.
‘હું યાદવસેનાને સ્વીકારું છું.’ દુર્યોધને તરત કહ્યું. આ વાત એને મનભાવતી
હતી.
એક વધે છે કે અનેક એ હવે જોવાનું રહેશે.’ ‘પાંચ વધે છે કે સો એ પણ જોવાનું છે.'
ને દુર્યોધને રજા માગી. જતાં જતાં એણે કહ્યું, ‘મારે હજી ઘણાં રાજ કુળોમાં પ્રવેશ ખેડવાનો છે. યાદવસેના આપવા માટે આપનો આભાર માનું છું. પ્રતાપી
268 D પ્રેમાવતાર
મહાભારત B 269
Page #146
--------------------------------------------------------------------------
________________
કૌરવો સદાના આપના ઓશિંગણ રહેશે.'
‘ભાઈ દુર્યોધન ! એટલું યાદ રાખજે કે સત્યમેવ જયતે.'
‘અમે તો તલવારની તાકાતમાં માનનારા છીએ. જેની લાઠી એની ભેંસ એ જુગજૂગનો નિયમ છે. તલવારની ધાર પાસે જૂઠ પણ સત્ય બની જાય છે, ને અપયશ પણ યશ બની જાય છે. વીરભોગ્યા વસુંધરા ! મહાન નીતિવેત્તા ભીષ્મપિતામહ પણ અમારી સાથે છે. નીતિ-અનીતિ વિશે ક્યારેક અવકાશે એમની સાથે ચર્ચા કરજો.’
દુર્યોધન આટલું બોલીને પગથી ધરતી ધમધમાવતો બહાર નીકળી ગયો. શ્રીકૃષ્ણ અને અર્જુન એને જતો જોઈ રહ્યા.
‘ઓહ ! સ્વયં મદની મૂર્તિ છે ! આવાના હાથમાં સત્તા રહે તો એ કોઈને સુખે જીવવા જ ન દે !' શ્રીકૃષ્ણે આપોઆપ કહ્યું.
‘આવા લોકોના નાશ માટે આપને નિમંત્રણ આપું છું. અમારી આજીજીઓ, પ્રાર્થનાઓ, બધું વ્યર્થ ગયું છે. એમે કહ્યું કે એમ ને એમ સોયના નાકા જેટલી પણ પૃથ્વી નહિં આપું. યુદ્ધ કરીને જીતો તે તમારું !' અર્જુને કહ્યું ને બંને અંતઃપુર તરફ
વળ્યા.
દુર્યોધન બહાર નીકળી રથમાં બેસવા જતો હતો, ત્યાં અને સામા નેમકુમાર મળ્યા. એ રૈવતાચળ પરથી સીધા આવતા હતા.
‘શુભાશિષ, નેમ !’
‘પ્રણામ દુર્યોધનભાઈ ! ક્યારે આવ્યા ?'
‘આવ્યો છું અત્યારે, અને જાઉં છું પણ આ ઘડીએ જ. ભલા આદમી ! લહેર તો તમારે છે; ન કોઈ ચિંતા, ન કોઈ પળોજણ !'
‘કાં ?’
‘મૂંઝવણ થાય કે સંસારત્યાગની કે સંન્યાસની વાતો કરવી. અમારાથી એમ થઈ શકતું નથી. કુરુક્ષેત્ર પર થોડા વખતમાં કૌરવો-પાંડવોનું યુદ્ધ મંડાશે.’
પાંડવો પણ કૌરવો તો ખરા જ ને ?'
‘હા, અમે બંને કુરુકુળના જ કહેવાઈએ.'
‘તો શું ભાઈએ ભાગ વહેંચાય છે ?' નેમકુમારે પૂછ્યું.
‘ના ભાઈ ના, આ તો ભાઈ ભાઈનાં માથાં વહેંચાવાનાં છે.' ભાઈ-ભાઈનાં માથાં ? શા માટે ?”
‘ભૂમિ માટે.' દુર્યોધને કહ્યું.
‘ઓહ ! ભાઈ કરતાં ભૂમિ વધી ? ના, ભાઈ ! તમે પ્રેમનો મહિમા શીખો, 270 D પ્રેમાવતાર
પોતાનું બીજાને આપતાં શીખો ! દુર્યોધનભાઈ ! આ નદી પોતાનું જળ પોતે પીવે છે ખરી ? આ આમ્રવૃક્ષ પોતાનાં ફળ પોતે ખાય છે ખરાં ?' નેમકુમારે સમજાવવા માંડ્યું.
દુર્યોધન સામે હસતો હસતો ઊભો હતો.
ભોળા નેમે પોતાની વાત ચાલુ રાખી, ‘મોટા ભાઈ ! યુદ્ધની વાત ન કરશો અને યુદ્ધની વાત જ કરવી હોય તો અંતરના રાગ-દ્વેષ સાથેની લડાઈની વાત કરજો. બાકી આ તમારું યુદ્ધ તો પૃથ્વીને ભૂંડીભૂખ કરી નાખશે.”
દુર્યોધન વધુ ને વધુ હસી રહ્યો હતો.
નેમે કહ્યું, “રે ! હું ઠેર ઠેર ફરીને લોકોને સમજાવીશ. તમારા સ્વાર્થના આ યુદ્ધમાં કોઈ સાથે નહિ આપે.'
દુર્યોધન જોરથી હસ્યો, ને બોલ્યો, ‘નેમકુમાર ! તમે ધરતીના જીવ નથી. લોકોએ તો યુદ્ધનું નામ સાંભળ્યું, ત્યારથી આનંદરંગ માણવા શરૂ કર્યા છે. અગિયાર અક્ષૌહિણી સેના અમારી ભેરે છે; સાત અક્ષૌહિણી પાંડવોના પક્ષે છે! અઢાર અક્ષૌહિણી સેના લોહીના રંગે હોળીનો તહેવાર માણવા થનગની રહી છે.’
“ઓહ ! શું આટલાં માનવીનો સંહાર કરશો ? ધરતી માથે વેરના ધજાગરા બાંધશો ? પૃથ્વીનાં તમે ભાગલા પાડી દેશો ? આ ભૂમિભાગવાળા પુરુષ આ ભૂમિભાગવાળા પુરુષને હણ્યો, માટે એ એનો સદાનો શત્રુ ! ઓહ! પૃથ્વીને સંતપ્ત કરી જશો તમે ? દુર્યોધનભાઈ ! તમે તમારા ભાઈઓને પૃથ્વી આપો.’ ‘નેમ ! સાધુ થઈ જા. તારાથી રાજરંગ નહિ નિભાવાય ' ‘પણ તમારા રાજરંગ માટે આટલી હત્યાઓ !'
હત્યાઓ અનિવાર્ય છે. એમ ન થાય તો આ પૃથ્વી પર બીજાને વિસામો લેવાની જગા ન મળે. જીવો જીવસ્ય ભક્ષણમ્ ! શત્રુને મારવા ને મિત્રને સન્માનવા એ જ દુન્યવી રાજરીત છે.' દુર્યોધન પોતે કોઈ રાજકારણનો મહાનિષ્ણાત હોય એમ ઉપદેશ દેવા લાગ્યો.
આ શત્રુ, આ મિત્ર - એ ભાવનાઓનાં કડવાં ફળ, એનું નામ જ યુદ્ધ છે. તમે પહેલાં નાગ અને આર્યકુળો વચ્ચે આ વેરભાવનાનાં વિષ પ્રસાર્યાં. ભાઈશ્રી દુર્યોધન ! મારી વિનંતિ છે કે યુદ્ધ રોકો ! સમજો ! સમાધાન સ્વીકારો!'
‘તારી તાકાત હોય તો રોકજે, બાકી યુદ્ધ અવશ્યભાવિ છે ! ઓહ ! શત્રુનાં મસ્તકોને કંદૂક માની એની સાથે અસિધારાથી રમવાની કેવી મજા પડશે! શત્રુની રૂપભરી વિધવા સ્ત્રીઓનાં વક્ષસ્થળ પર એની મોટી મોટી આંખોનાં આંસુ મોતી બનીને વરસશે, ત્યારે અમારાં નેત્રોને કેટલો આનંદ આવશે !'
મહાભારત 1 271
Page #147
--------------------------------------------------------------------------
________________
36
‘કેવા નિકૃષ્ઠ વિચારો. દુર્યોધનભાઈ ! મિથ્યાભિમાન મૂકો ! યુદ્ધના વિચારો તમને અવિવેકી બનાવ્યા છે. પણ એટલું યાદ રાખજો કે અવિવેકી ક્યારેય વિજયને વરતો નથી.” નેમ જાણે કાળબોલી ભાખતો હતો.
પણ એ બોલ સાંભળનાર કાન બહેરા હતા ! ‘તું મને શાપ આપે છે ?' દુર્યોધને હુંકાર કર્યો.
‘કોઈને આશીર્વાદ આપવા કે શાપ આપવા એ મારું કામ નથી. એ તો તમારાં પોતાનાં કર્મનું કાર્ય છે !' નેમ સ્વસ્થતાથી કહ્યું.
| ‘તમે બધા તો અર્જુનના પક્ષકારો છો. યુધિષ્ઠિરે પોતાના સત્યવાદીપણાનો ધજાગરો ઊંચો ચડાવ્યો છે. ભીમ પોતાને જાણે જગતમલ્લ લેખે છે. એ બધાની બડાશો થોડા વખતમાં ઠેકાણે પડી જશે. પેલી કાળી કામણગારી દ્રૌપદી-પાંચ પતિની પત્ની-પણ શેખી કેવી મારે છે, એ અમને અંધના અંધ કહે છે !'
‘શાંત થાઓ ! ઓહ ! યુદ્ધનો અગ્નિ તમારા અંતરના રણમેદાન પર તો ક્યારનો ભભૂકી ઊઠ્યો છે. એને વેળાસર ઠારો, નહિ તો અકલ્યાણને વરશો.' નેમકુમારે છેલ્લાં વચનો કહ્યાં.
દુર્યોધન જોરથી હસ્યો અને આવા નાદાન સાથે વધુ જીભાજોડી શું કરવી એમ સમજીને મૂછો આંબળીને છલાંગ મારીને રથમાં બેસી ગયો.
રથ ઊપડ્યો. એની રજથી દિશાઓ ભરાઈ ગઈ. નેમકુમાર કર્મની રજથી લપટાયેલી પૃથ્વીને અંતરનાં ચક્ષુઓથી જોઈ રહ્યા.
યુદ્ધની અધિષ્ઠાત્રી
દ્વારકામાંથી દુર્યોધનનો રથ પસાર થયો કે આખી યાદવસેના કૂચ કરવા માટે સજ્જ થઈ રહી. ઠેર ઠેર યુદ્ધના નાદો, શંખો અને રણદુંદુભિ ગાજી રહ્યાં. યુદ્ધ જાણે ક્ષત્રિયોના લોહીનો રંગ બની ગયું હતું. જરાક કારણ મળ્યું કે શસ્ત્રાસ્ત્રો લઈને દોડ્યા જ છે !
આત્માનું લોહી આ રીતે સદા તપ્ત રહ્યા કરતું, એમાં એક નેમકુમાર સાવ ઠંડા લોહીના નીકળ્યા. એમણે સ્પષ્ટ રીતે કહ્યું, ‘જે માણસ સુખમાં પોતાના ભાઈને પણ ભાગ આપી શકતો નથી, એ સંસારને પોતાના સુખના ભાગ કેવી રીતે વહેંચી શકશે? અને દરેક તકરારનો નિકાલ તલવાર વાટે જ, અને દરેક ઝઘડાનો અંત યુદ્ધ દ્વારા જ લાવી શકાય છે, આ વિચાર જ નિતાંત ભ્રમથી ભરેલો છે. આ ભ્રમ વહેલો ટળે એમાં જ સંસારની શાંતિ છે.”
નેમકુમાર પોતાના મતનું સમર્થન મેળવવા બલરામજીના આવાસ તરફ ચાલ્યા , આ આવાસ એકાંતમાં આવેલો હતો. ઝાડ-પાન અને ઝરણાંથી ઘેરાયેલો આ આવાસ આશ્રમનું ભાન કરાવતો હતો.
બળરામ સ્વભાવના અલગારી અને સરળ છતાં ક્રોધી હતા. ખોટી વાત એમનાથી લેશ પણ સહન થતી નહિ, છતાં એમનો કુટુંબપ્રેમ તથા શ્રીકૃષ્ણ પ્રત્યેનો સ્નેહ એવો અદ્ભુત હતો કે એ વાત આગળ બીજી તમામ વાતો નગણ્ય થઈ જતી.
નેમકુમાર બલરામના આવાસે પહોંચ્યા ત્યારે તેઓ એક ખેતરમાં નવા પ્રકારનાં બી વવરાવી રહ્યા હતા. તેઓ તેમને જોતાં જ સામે આવ્યા અને વાત્સલ્યભાવથી નેમનું માથું સુંઘીને બોલ્યા, ‘નેમ ! તને ભોજન માટે પશુપ્રાણીની હત્યા ગમતી નથી, માણસનું પેટ પશુ-પ્રાણીની કબર નથી, એ તારા મતની પુષ્ટિ માટે હું આ કરી રહ્યો
272 | પ્રેમાવતાર
Page #148
--------------------------------------------------------------------------
________________
એક મગની બે ફાડ જેવા કૌરવ-પાંડવ છે. મહારાજ ધૃતરાષ્ટ્ર તો હજી બેઠા
શું કરી રહ્યા છો, મોટા ભાઈ ?' ‘ભાજીપાલો ને ફળફળાદિની ખેતી. માણસ એ ખાઈને પેટ ભરી મોજ થી જીવે, જંગલમાં શિકારે જવાની ખટપટથી ઊગરે; અને એને ઘેર બેઠાં ભોજન મળે.'
મોટા ભાઈ ! પ્રાણીમાં જીવ છે, અને આમાં નથી, એમ નથી હોં ! જીવ તો હરેકમાં વસે છે; પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ વગેરે સર્વમાં.’
“અરે નેમ ! એમ તો જીવ વગરનું કોઈ કામ બાકી નથી, અને વળી બીજી વાત એ કે જીવ જ જીવનું ભક્ષણ છે.’
‘મોટા ભાઈ ! જે વાત આપણે કરતા હોઈએ તેના સમર્થનમાં પછીથી પ્રમાણો શોધી લાવીએ છીએ. જીવ જીવ વચ્ચે ઘણો ફેર છે. આપણો શ્વાસ લઈએ છીએ એમાંય જીવ હણાય છે.’ નેમકુમાર વધુ ઊંડા ઊતર્યા.
‘નેમ ! શ્વાસ લેવામાં જીવ હણાય છે, કે જીવની રક્ષા થાય છે ? તું શ્વાસ ન લે તો શું થાય ?'
‘મોટા ભાઈ, મારું કહેવું એવું છે કે શ્વાસ લેવામાં વાયુના જીવો આઘાત પામે છે, પણ જીવન માટે એ હિંસા અનિવાર્ય છે.’
‘એટલે જ કેટલાક યોગીઓ પ્રાણનિરોધનો પ્રયોગ કરતા હશે ! શ્વાસ રોકીને દિવસો સુધી હાલ્યા-ચાલ્યા વગર પડ્યી રહે, શ્વાસ લે નહિ ને જીવ હણાય નહિ ! પણ ! તારી આ ફિલસૂફી માથું દુખાડનારી છે. નવરાશે ચર્ચા કરીશું. જો, આ ઝાડ; એના ફળની તાકાત માંસની ગરજ સારે એવી છે. પણ એ તો બધું પછી, પહેલાં કહે કે તું શા કામે આવ્યો છે ?' બલરામે કહ્યું,
‘આપને એક વાતની ખબર આપવા આવ્યો છું. આપણે અહીં નાના નાના જીવોને બચાવવાની વાતો કરીએ છીએ, ને સંસારમાં મોટામાં મોટા જીવોનો ઘાત કરવાની તૈયારીઓ થઈ રહી છે ! દૂર દૂર એક મહાસંગ્રામ ખડો થઈ રહ્યો છે. નેમકુમારે પોતાની વાતની પ્રસ્તાવના કરી.
કોણ ખડો કરી રહ્યું છે ?” ‘હસ્તિનાપુરના કૌરવો અને ઇંદ્રપ્રસ્થના પાંડવો.’ શા માટે ?” ભાઈએ ભાગ વહેંચવા માટે.’ ‘ભાગ માટે યુદ્ધ ?”
હા. કૌરવરાજ દુર્યોધને પાંડવરાજ યુધિષ્ઠિરને જુગારમાં હરાવ્યા અને શરત મુજબ પાંડવોને વનમાં કાઢચા. તેર વર્ષના વનનાં અસહ્ય કષ્ટો સહ્યાં, ને પછી પાછા આવ્યા ને રાજયમાં પોતાનો ભાગ માગ્યો.”
274 પ્રેમાવતાર
| ‘હા, એમની હાજરીમાં જ દુર્યોધને ભાગ આપવાની ના પાડી.’ ધૃતરાષ્ટ્ર દીકરાને આવો અન્યાયભર્યો જવાબ આપતાં ન રોક્યો ?”
ના. કૌરવો કડક થયા, એમ પાંડવો નરમ થયા. યુધિષ્ઠિરે કહ્યું કે છેવટે પાંચ ગામ આપો ને સંપ જાળવો. કુસંપ કલહનું અને વિનાશનું કારણ છે. એ યુદ્ધને ઘસડી લાવે છે. યુદ્ધ થશે તો આ પક્ષમાંથી કે સામા પક્ષમાંથી જે કોઈ પક્ષે હાનિ થશે તે બંનેને સમાન હાનિ થશે. સંગઠનમાં જ બળ છે, સંગ્રામમાં નહીં.”
“યુધિષ્ઠિરની વાત સાચી છે. શ્રીકૃષ્ણ મને ઘણી વાર કહે છે કે સત્યનું રાજ સ્થાપવું હોય તો યુધિષ્ઠિરને રાજા બનાવવા જોઈએ.’
‘પણ રાજાઓની આંખ પર મદની અંધારી પટ્ટી આવી પડી છે. યુધિષ્ઠિરની સરળ વાતને શિથિલતા માનવામાં આવી. દુર્યોધને યુધિષ્ઠિરની મશ્કરી કરતાં કહ્યું કે માગનારને ધરતી મળતી નથી, એ તો પરાક્રમથી મેળવવી પડે છે. સાંભળી લો સર્વ પાંડવો ! સોયના નાકા જેટલી ધરતી પણ તમને યુદ્ધ વગર નહિ મળે.'
‘અરે ! પણ ગુરુ દ્રોણ તો દરબારમાં હશે ને ?'
‘એ બ્રાહ્મણ ગુરુની જીભ પણ સિવાઈ ગઈ. રાજ્યાશ્રય બહુ બૂરી ચીજ છે. રાજપિંડ લેવો નિરર્થક છે.'
“અરે, સંજય પણ કંઈ ન બોલ્યા ?'
એમણે તો કહ્યું, ભીખ માગવી સારી પણ યુદ્ધ નોતરવું સારું નહિ. એટલે એમનું અપમાન થયું.’
‘રે નેમ ! તું આ બધી વાતો ક્યાંથી લઈ આવ્યો ?'
અર્જુન પાસેથી. બહુ સરસ જુવાન છે. મારી બધી વાતો એણે ખૂબ પ્રેમથી સાંભળી.”
‘વારુ, પણ ભીષ્મ પિતામહ જેવા આ કેમ સહન કરી શક્યા ?' બલરામે એક એક નામ યાદ કરીને પૂછવા માંડ્યું.
‘ન જાણે કેમ, પણ બધાનાં અંતઃકરણ આગળ પડદો પડી ગયો છે. અન્યાયને બરદાસ્ત કરી લેવાનું ઇચ્છતા નથી કોઈ, અને છતાં બોલતા નથી કોઈ ! અન્યાયને આગેકદમ કરતો કોઈ રોકવા તૈયાર નથી. કેવી કરુણ દશા! રાજ કાજ માં દુર્ગુણ અને દુર્જનનું ચઢી વાગ્યું છે. ભીષ્મ પિતામહ જેવાએ પોતાની લાચારી બતાવતાં કહ્યું કે મને કૌરવરાજ દુર્યોધને ધન તથા આજીવિકા આપી પોતાનો કરી લીધો છે !'
યુદ્ધની અધિષ્ઠાત્રી 275
Page #149
--------------------------------------------------------------------------
________________
વાહ, અને વારુ, કૃપાચાર્ય પણ કંઈ ન બોલ્યા ?”
‘કૃપાચાર્યે તો કહ્યું કે માનવી ધનનો દાસ છે; ધન કોઈનું ઘસ નથી. અમારા પેટમાં દુર્યોધનનું અન્ય પડયું છે.'
‘તો નેમ ! હવે એનું શું ?'
આ યુદ્ધને રોકવાનો આપણે પ્રયત્ન કરીએ. અર્જુનને શ્રીકૃષ્ણ મદદ કરવાનું વચન આપ્યું છે; એ મદદ એવી રીતે યોજાય કે કૌરવ-પાંડવો વચ્ચે યુદ્ધ ન થાય અને સમાધાન સંધાઈ જાય.’
| ‘અત્યારે જ શ્રીકૃષ્ણને બોલાવું છું.’ બલરામે કહ્યું ને પરિચારકને તરત રવાના ક્ય.
થોડી વારમાં એક રથ ઉતાવળો આવીને ઊભો. એમાંથી શ્રીકૃષ્ણ ઊતર્યા. પાછળ એમનો સદાનો સેવક સાત્યકિ હતો.
| બલરામને પ્રણામ કરીને અને નમેલા નેમનું માથું સુંધીને શ્રીકૃષ્ણ સામે બેઠા. એમણે પૂછવું, ‘મને કેમ યાદ કર્યો, ભાઈ ?'
‘આ નેમ એક વાત લાવ્યો છે. ભારે ભયંકર વાત છે. કહે છે કે હસ્તિનાપુર અને ઇંદ્રપ્રસ્થ વચ્ચે લડાઈની તૈયારીઓ ચાલી રહી છે. દુર્યોધન કોઈનું માનતો નથી, અને કોઈ એને મનાવી શકે તેવો પ્રતાપી પુરુષ દેખાતો નથી, યુદ્ધનાં વાદળો આકાશમાં ઘેરાઈ રહ્યાં છે.'
મોટા ભાઈ ! રાજાઓને મદ, માન, લોભ, કામ ને ક્રોધ આ બધાએ ઘેરી લીધા છે. પૃથ્વીના સુખ માટે સરજાયેલા રાજાઓ ધરતી પર દુ:ખના કાંટા બન્યા છે. આખી પૃથ્વીના ભોગ એમને મળે, બધાં રાજ એમને સાંપડે, બધી સ્ત્રીઓ એમને વરે, બધું એ એમને જડે, તોય એમનું મન તૃપ્ત નહિ થાય, એ તો જાણે વડવાનલ કે દાવાનલ કરતાંય વધુ અસંતુષ્ટ બન્યા છે ! તો પછી ભલેને કાંટાળા વન જેવા રાજવીઓ યુદ્ધરૂપી દાવાનલમાં બળીને ખાખ થાય.' શ્રીકૃષ્ણ પોતાના અંતરની વાત પ્રગટ કરી.
‘પણ શ્રીકૃષ્ણ ! ખાખ કરવાના સ્વભાવવાળા અગ્નિને તો સૂકા લીલાનો કે સારા-નરસાનો વિવેક હોતો નથી. એ તો એની સાથે જે આવ્યું અને બાળી નાખે છે. યુદ્ધ પણ એવું છે. એમાં સદા ન્યાયની જ જીત થાય છે, એવો કોઈ નિયમ નથી; બળિયો બે ભાગ લઈ જાય છે. યુદ્ધ એ પશુતા છે. પશુતાને પાંગરવા દેવામાં શ્રેય નથી. ઘણી વાર એમાં અન્યાયી કે દુરાચારીની જીત થતી જોવાઈ છે.’ બલરામે કહ્યું.
‘વડીલ બંધુ યુદ્ધમાં તો કાળનો નિવાસ છે. નાની માછલી મોટીને ખાય, એક સર્પ બીજાને ખાય, એમ યુદ્ધમાં માણસ માણસને ખાય છે. યુદ્ધમાં બળનો વિજય થાય છે કે સત્યનો ? આપ શું માનો છો ?' નેમકુમારે ધીરેથી સૂર પુરાવ્યો.
276 પ્રેમાવતાર
આપણે સત્યના પક્ષે હોઈએ એટલું જ આપણે જોવાનું. બસ પછી હારજીતની બાબતમાં અનાસક્ત થઈ જવું. મેં આ દૃષ્ટિએ જ આ યુદ્ધમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. યુધિષ્ઠિર જેવા સત્યવાદીના રાજની સ્થાપના એ મારો આશય જરૂર છે. આપણા જેવું સંઘરાજ્ય ભલે ત્યાં શક્ય ન હોય તો પણ સત્ય પર આધારિત રાજ્ય તો હોવું ઘટે .”
‘કૃષ્ણ ! તમે યુદ્ધમાં શું કરશો ?' ‘અર્જુનના રથનું સારથિપદ; મેં એ સ્વીકાર્યું છે.”
‘એવું નથી ચાહતો. હું ઇચ્છું છું કે તમે પક્ષકાર ન બનો. કૌરવો પણ પાંડવોની જેમ આપણા છે, તમે વિષ્ટિ ચલાવો, દુર્યોધનને સમજાવો, અને ગમે તેમ કરીને આ આવતા યુદ્ધને બંધ કરાવો.' બલરામે કહ્યું. શ્રીકૃષ્ણની અનાસક્તિ ને નેતૃત્વની તાકાત જોઈ બલરામ ઘણી વાર એમને માનવાચક રીતે સંબોધતા..
| ‘ભલે, આપની ઇચ્છા હશે તો હું એ માટે પ્રયત્ન કરીશ. પણ દુર્યોધનની આંખ પર એવી અંધારી પટ્ટી પડી છે, કે એ નહિ માને.' શ્રીકૃષ્ણ મોટા ભાઈની ઇચ્છાને માન્ય રાખતાં વસ્તુસ્થિતિ સમજાવી.
‘પ્રયત્નમાં સિદ્ધિ છે.' નેમકુમારે કહ્યું. અને પછી ત્રણે ભાઈઓ બીજી વાતો કરતાં થોડી વાર ત્યાં બેઠા.
‘નેમ ! તું શું માને છે ?' શ્રીકૃષ્ણ નેમને સહજ રીતે પૂછવું. ‘પુરુષાર્થની જીત.’ નેમે જવાબ દીધો. ‘આ યુદ્ધ બંધ રહેશે ખરું ?”
‘યુદ્ધના વિરોધી વિચારો કદી વ્યર્થ નહિ જાય. સારા કે ખોટા પણ સંકલ્પનો બનેલો આ સંસાર છે.’ નેમકુમારે કહ્યું.
નેમ !રાજ્યશ્રી હમણાં હંમેશાં સત્યાની પાસે જ રહે છે.' શ્રીકૃષ્ણ આડી વાત કાઢી.
એ સત્યાને કહે છે કે મને કેળવો, અને તમારા દિયરના ઘરને યોગ્ય ગૃહલક્ષ્મી બનાવો !”
એટલે મારાં ભાભી એના ગુરુપદે છે કાં ? તો તો નાકે દમ આવ્યો સમજો રાજ્યશ્રીના ' નેમકુમારે મકરીમાં કહ્યું.
‘એ તો જે થાય તે.' ‘આવા ગુરુ મળે, પછી તો નક્કી શિષ્યોનો જમવારો છે.”
યુદ્ધની અધિષ્ઠાત્રી 0 277
Page #150
--------------------------------------------------------------------------
________________
નેમ ! ખાટી ગયો છે તું. રાજ્યશ્રી તો ખરેખર રાજ્યશ્રી જ છે. અંધારામાં અજવાળાં કરે એવી છે ! બે બહેનો વચ્ચે જાણે લાખ ગાડાંનો ફેર છે.’
| ‘પૂજ્યબંધુ ! કદાચ સંસારના તમામ પુરુષોનો આ સ્વભાવ હશે, મને તો ઊલટું એમ લાગે કે ક્યાં સત્યાદેવી ને ક્યાં રાજ્યશ્રી ? આપ ખાટ્યા છો.*
ના, ના. સત્યાદેવી તો યજ્ઞના અગ્નિ જેવાં છે, ને રાજ્યશ્રી ચંદનકાષ્ઠ જેવી છે. બાળો તોય સુગંધ, કાપો તોય સુગંધ, ઘસો તોય સુગંધ.”
પણ ભાઈ ! એ બધી આપની કૃપા છે.' ‘નમ ! તારાં લગ્ન અદ્ભુત રીતે કરવાં છે.' ‘એ લગ્નની મજા તો આ યુદ્ધ શાંત થાય તો આવે.” આવતીકાલે હું હસ્તિનાપુર જાઉં છું.” શ્રીકૃષ્ણ કહ્યું.
શ્રીકૃષ્ણનો શિષ્ય મહાબળવાન સાત્યકિ બહાર રથ લઈને ઊભો હતો. એ બળમાં બહુ માનનારો હતો, યુદ્ધ એનો પ્રિય વ્યવસાય હતો.
બલરામે સાત્યકિને કહ્યું, ‘જોજે ! વાતને ખોટો વળ ન ચડાવતો.’
સાત્યકિ પણ ફિલસુફ હતો. પણ એની ફિલસૂફી યુદ્ધ તરફી રહેતી. એ બોલ્યો, ‘નમ્રતા પણ અમુક હદ સુધી જ સારી લેખાય. જેમાં ક્રોધ કરવાની શક્તિ નથી, અને જેના ક્રોધથી શત્રુ નરમ પડતો નથી, એવા વંધ્ય કોપવાળો માનવી રાજા થયો તોય શું અને ન થયો તોય શું ?” સાત્યકિએ પોતાના મનની વાત કરી.
“સાત્યકિ ! યુદિષ્ઠિર સત્યવાદી છે. મને એના પર પ્રેમ છે. એ રાજા થાય તો હું રાજી થાઉં. પણ મનમાં કેટલીક વાતો ખટકે છે. આવો માણસ જુગાર રમે એ બરાબર, બે ઘડી મનનો બહેલાવ ગણું; પણ એના પર સ્ત્રી, ધન ને રાજ્યની હારજીત કરે એ મહામૂર્ખ કહેવાય. એક પાપમાંથી અનેક પાપ જન્મ, એ જુગારની હોળીમાંથી જ આ લડાઈ જાગી. એકલા સત્યની શું રોટલી થાય કે રાબ થાય ?' બલરામે પોતાના સ્વભાવ મુજબ સોઈઝાટકીને વાત કરી દીધી.
‘મોટા ભાઈ !' સાયકી બોલ્યો, ‘એવી ગણતરી ન ચાલે. એ તો આપણે ન જન્મ્યા હોત તો દુનિયામાં લડાઈ જ ન થાત. હું યુદ્ધરૂપી અગ્નિના પક્ષમાં નથી; પણ એક વાર પ્રગટ થયેલા અગ્નિને પરાક્રમથી બઢાવવાના નહિ, પણ બુઝાવવાના મતનો છું.’
‘રે મુર્ખ !' બલરામનો ગુસ્સો હાથથી ગયો. ‘હું ક્યાં બઢાવવાની વાત કરું છું; હું પણ બુઝાવવાનું જ કહું . મારા વતી યુધિષ્ઠિરને કહેજે કે હું પણ યુદ્ધનો વિરોધી છું. ગમે તે યુદ્ધ કરશે, હું એકેય પક્ષે ભાગ નહિ લઉં, મારી તો માન્યતા છે કે સંધિ દ્વારા મેળવેલો અર્થ જ ખરો અર્થ છે. લડાઈ કરીને મેળવેલો અર્થ અર્થ ન
278 | પ્રેમાવતાર
કહેવાય. એ તો અનર્થનું જ મૂળ બની બેસે !'
સાત્યકિ અને બલરામ વચ્ચે આ પ્રકારે સંવાદ ચાલતો હતો, ત્યારે બે ભાંડુઓ - જેમકુમાર ને શ્રીકૃષ્ણ-નિરાંતે લગ્નની ચર્ચા કરી રહ્યા હતા.
આ વખતે અર્જુન અને દ્રૌપદી આવી પહોંચ્યાં. તેઓ પણ રુકિમણીની સહૃદય સરભરા સ્વીકારી, હસ્તિનાપુર જવા તૈયાર થઈ નીકળ્યાં હતાં.
બલરામે અર્જુનને જોયો ને કહ્યું, ‘કાં અર્જુન ! યુદ્ધ વિશે તારી કેવી કલ્પના છે?’
અર્જુન ફાંકડો નવજુવાન હતો. એનો રંગ તપ્ત સુવર્ણ જેવો હતો. એના પડખે આર્યાવર્તમાં જેના આકર્ષણની બોલબાલા હતી, એ દ્રૌપદી હતી, દ્રૌપદી શ્યામલ હતી, પણ આંખ-નાકે અજબ નમણી હતી, મુખમુદ્રા પર ગજબનું આકર્ષણ ધરાવતી હતી. વાદવિવાદમાં તો એ ભલભલાને આંટી દેતી ! અર્જુનના સંગમાં બંને દેવ-દેવી જેવાં શોભતાં.
અર્જુને કહ્યું, ‘મને નેમકુમાર મળ્યા. એમણે બાહ્યયુદ્ધ કરવા કરતાં આંતરયુદ્ધ લડવા વિશે પ્રેરણા કરી. અમારો મત પણ આ યુદ્ધ રોકાવું જ જોઈએ. એવો છે. અમે તો યુદ્ધ ન થાય એ માટે હકની વાત કરતા નથી; સંપમાં જ સામર્થ્ય છે.”
શાબાશ અર્જુન ! તારું સદા કલ્યાણ થશે.”
‘જો અર્જુનની ભાવના સિદ્ધ થશે, તો ક્ષત્રિયો બધા વૈશ્ય બની જશે. યાદ રાખો, દ્વારકાની પ્રત્યેક દીવાલ પર લખી રાખો કે, નહિ મારવા યોગ્ય માણસને મારવાથી જે પાપ લાગે છે, તે જ પાપ મારવા યોગ્ય માણસને ન મારવાથી લાગે છે !' દ્રૌપદીએ મનનો રોષ ઠાલવ્યો. એની નીલસાગરના ઊંડાણવાળી આંખોમાં વીજળી હતી, લલાટ પર શિવનું તાંડવ દાખવતી રેખાઓ હતી.
આટલું બોલતાં બોલતાં તો દ્રૌપદીએ પોતાનો સુંદર, મઘમઘતો ચોટલો વીંખી નાખ્યો ને થોડીક લટો હાથમાં લઈને રમાડતાં રમાડતાં કટાક્ષમાં કહ્યું, ‘નાના ચોરને આપણે કોઈના હકનું લેવા માટે સજા કરીએ છીએ, અને મોટા ચોરને બહુ મોટી ચોરી માટે આપણે ક્ષમાની હિમાયત કરીએ છીએ. કેવાં રૂડાં દેખાય છે તમારા બળ અને ક્ષમા ! નીતિ ને ન્યાય !રે, કૂતરાં ખડ ખાતાં હોય એવાં આ તમારાં ન્યાય-નીતિ લાગે છે.’
દ્રૌપદી સ્વયં યુદ્ધદેવી જેવી શોભી રહી ! એનાં સુંદર નેત્રોમાંથી તેજનો પ્રવાહ વહી રહ્યો. એ આગળ બોલી, “નેમ તો બાળક છે, બિનવ્યવહારુ છે. મોટાની છાયામાં ઊગેલા છોડ ઠીંગણા રહે છે, એ અહિંસાની છોકરવાદી વાતો કરે છે, એ હું જાણું છું; એ મોતથી ડરે છે. પણ મોત કોને છોડવાનું છે ભલા? તો પછી એનો
યુદ્ધની અધિષ્ઠાત્રી | 279.
Page #151
--------------------------------------------------------------------------
________________
ખોટો ભય સેવીને શા માટે ડરપોક બનવું ?'
‘ભાભી ! મારા કહેવાનો ખોટો અર્થ ન કરો. હું નિરર્થક હત્યાઓની વાત કરું છું. ગુનો કર્યો આ યુધિષ્ઠિરે કે દુર્યોધને, પણ એની સજા આખા ભારતવર્ષને શા માટે?’
‘કોઈ પણ વૃક્ષનું પાંદડું વૃક્ષની જાણ વગર પીળું પડતું નથી; કોઈ પણ પાપ કોઈની પણ જાણકારી વગર આચરી શકાતું નથી. જે પાપ સામે લડે છે, એ સાચા છે. જે પાપ સામે મૌન રહે છે, એ વધુ પાપી છે.' દ્રૌપદી બોલી. એની છટા, એની મુખમુદ્રા, એની બોલવાની ઢબ, ઊભા રહેવાની પદ્ધતિ આકર્ષક હતી. તે અન્ય યાદવ સ્ત્રીઓને ઝાંખી પાડતી હતી. ધારે ત્યારે એના ઓષ્ઠ પર મધના કુંભ છલકાતા, ધારે ત્યારે ત્યાંથી ઝેરની વર્ષા થતી.
‘હું યુદ્ધનો વિરોધી છું; બાકી જો સમસ્ત પ્રજાવર્ગ પાપનો સામનો કરવા તૈયાર થાય તો કાલે પૃથ્વી પર સ્વર્ગ રચાઈ જાય. અહિંસા ને સત્ય તો શિરનાં સાટાં માર્ગ છે.’ ‘હું બીજી વાત નથી કરતી. હું જાણું છું કે મહારથી અર્જુન અંદરખાનેથી સંધિના પક્ષમાં છે. વિગ્રહની ઇચ્છા કરે તો એને ઘણું ઘણું શોષવું પડે તેમ છે. કાલે એનું કંઈ થાય તો એની પાછળ એકત્ર કરેલી આ ધનદોલતનું શું ? એની રૂપાળી દ્રૌપદીનું શું થાય ? સુંદર સુભદ્રાનું શું થાય ? એવી બીજી બેચારને કોણ ભોગવે ? રે શ્રીકૃષ્ણ ! સંસાર સંધિની વાતો ભલે કરે કૃપા કરી, તમે એવી વાતમાં ન પડશો. તમે ક્રૂર કંસની સાથે કાલયવનની સાથે ક્યાં સમજૂતીની વાતો કરી હતી ? ચિંતા ન કરશો. પાંડવો શત્રુઓને પ્રેમ કરશે તો મારા વૃદ્ધ પિતા યુદ્ધે સંચરશે. મારા ભાઈઓ સાથ આપશે, મારા પાંચે પુત્રો અભિમન્યુને આગળ કરીને લડશે. આ મારા ચોટલાના ચૂંથનાર દુઃશાસન અને એના સાગરીતોના કપાયેલા હાથ અને મસ્તક ધૂળમાં રગદોળાતાં ન જોઉં ત્યાં સુધી મને શાંતિ નથી! મરવું એક વાર છે. ઇજ્જત માટે વહેલાં મરવું એ બેઇજ્જતીથી દીર્ઘકાળ જીવવા કરતાં શ્રેષ્ઠ છે.' દ્રૌપદીએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.
દ્રૌપદીને કોઈએ જવાબ ન આપ્યો.
હવામાં એક નાદ ગુંજી રહ્યો : યુદ્ધ, યુદ્ધ ને યુદ્ધ ! યુદ્ધ એ જ યુગધર્મ ! ચાલો, કદમ બઢાવો ! સત્ય માટે, હક માટે, હદ માટે માથાં આપો, માથું લો! આવા યુદ્ધના ધમકારાથી દિશાઓ ભરાઈ ગઈ.
સાત્યકિએ રથની લગામ હાથમાં લીધી,
અર્જુન, દ્રૌપદી અને છેલ્લે શ્રીકૃષ્ણ રથમાં ગોઠવાયાં, ને રથ ઊપડ્યો.
280 – પ્રેમાવતાર
37
સહુ સહુના રાહ ન્યારા
ચિંતાભરી કેટલીક રાતો ઊગી અને આથમી. દ્વારિકાનાં સરોવરોમાં કેટલાંય કમળફૂલ ખીલ્યાં ને કરમાયાં. તર્ક અને વિતર્કથી ભર્યા કેટલાય દિવસો પસાર થઈ ગયા. સહુનાં હૈયાં નવી નવી વાતો જાણવા ખૂબ ઇંતેજાર હતાં. યુદ્ધની કથા હંમેશાં શ્રવણરમ્ય હોય છે.
આજ વહેલી સવારે મહારથી સાત્યકિ શ્રીકૃષ્ણને લઈને હસ્તિનાપુર પાછો આવી ગયો હતો. કેટલાંક કામ એવાં હોય છે કે એ પૂરાં થાય તે પહેલાં એને વિષે અનેક પ્રકારની કિંવદંતીઓ ચાલુ થઈ ગઈ હોય છે.
એક કિંવદંતી એવી પ્રચલિત થઈ હતી કે સંધિના કાર્યમાં શ્રીકૃષ્ણને નિષ્ફળતા સાંપડી છે, અને યુદ્ધનો આદેશ અપાઈ ગયો છે; કુરુક્ષેત્રના આરે આખું આર્યાવર્ત આવવાનું છે. આર્યાવર્તનું આભ યુદ્ધનાં વાદળોથી છવાતું જાય છે.
બલરામજીના આવાસે આ સમાચાર પહોંચ્યા, ત્યારથી એ ઉપરતળે થઈ રહ્યા
: ક્યારે શ્રીકૃષ્ણ આવે અને ક્યારે બધી વાત જાણું. પોતાના સ્વભાવ મુજબ તેઓ વગર માગ્યો અભિપ્રાય આપતા હતા કે જો યાદવો યુદ્ધમાં ભાગ લેશે તો હું તીર્થયાત્રાએ ચાલ્યો જઈશ. આ મૂર્ખાઓનાં કામમાં આપણી મદદ ન હોય.
નમકુમારના અંતરમાં એક નવું યુદ્ધ જાગી ઊઠ્યું હતું. એ વિચારતા હતા કે આ બધાં યુદ્ધોની જન્મભૂમિ મૂળ તો માનવનું મન છે. રાજસંન્યાસીઓ જે સિંહાસનને કાષ્ઠનો ટુકડો સમજી તજી દે છે, એ કાષ્ઠના સિંહાસન ખાતર આ બધા આખી દુનિયાને સળગાવવા તૈયાર થયા છે. એ માનવમનને કેળવવું જોઈએ, એના રાગ અને દ્વેષ દૂર થાય તેમ કરવું જોઈએ.
આ વિચારણામાં નેમકુમારને અરણ્ય ઘર જેવું લાગવા માંડ્યું. કેવું અરણ્ય, જ્યાં પોતાનું પારકાને આપવાનો ધર્મ સહુ સ્વીકારી બેઠા છે ! આંબો કેરી પકવે છે,
Page #152
--------------------------------------------------------------------------
________________
પણ સ્વાદ બીજાને આપે છે; નદી પાણી વહે છે, ને જળ અન્યને પૂરું પાડે છે ! ત્યાં બીજાને જોઈએ તે મને ન જોઈએ એવી ભાવગંગા નિરંતર વહ્યા કરે છે.
અને જેને આપણે ઘર માનીને બેઠા છીએ ત્યાં તો સહુપ્રથમ પોતાના પંડનો જ વિચાર કરે છે. હું જ બધામાં શ્રેષ્ઠ અને મને જ બધું મળવું જોઈએ! મારો જ હક ઘરો ! દાવાની આ દોલત લઈને સહુ સગાંને મારે છે, ને સ્મશાન તરફ દોટ મૂકે છે !
મનની વાત કોઈ પૂછતું નથી : કુશળ છે કે અકુશળ ? પૂછે છે તો મનની વાત કરે છે, એનાં સૌંદર્યની, એના સુડોળ અવયવોની. એની કામદેવના બાગસમી દેહયષ્ટિની વાત કરે છે !
રે ! સંસારની ચક્ષુઓ ચર્મચક્ષુઓ જ રહી છે ! સંસારનું મન ચર્મકારનું જ બન્યું છે, સદા ચામડું જ જોયા કરે છે, ને એને જ વખાણ્યા કરે છે. પણ મારું રાજ્યશ્રી સાથેનું પ્રેમબંધન તો અજબ છે. અમે આત્માના સાથી છીએ, આત્માની પાંખે ઊડનારાં છીએ, દિવ્યતાનાં પરસ્પર દાન કરનારાં છીએ !
ઘડીમાં યુદ્ધની, ઘડીમાં પ્રેમની અજબ વાતો નેમ કરતો. જગત નેમકુમારને કાં ઘેલો, કાં દંભી કહેતું. લોકો કહેતા કે જેમકુમારની વાતો તો તળાવે બેસીને તરસ્યા મરવા જેવી છે !
સત્યારાણી પણ ક્યારેક ક્યારેક પોતાના આ લાડકવાયા દિયરની મશ્કરી કરતાં ને કહેતાં, ‘વેવિશાળ પછી લગ્નનો વિલંબ જળની માછલીને જળની બહાર રાખવા બરાબર છે. મારી નાની બહેન તો ક્યારની કવયિત્રી બની ગઈ છે. રોજ કમળપત્ર પર કે ભુર્જપત્ર પર કંઈ ને કંઈ લખતી જ રહે છે !'
નેમકુમાર કંઈ જવાબ ન આપતા. એમના ગજથી દુનિયાને માપવા કોઈ તૈયાર નહોતું, સહુની પાસે પોતપોતાના આગવા ગજ હતા.
સત્યારાણી જવાબ ન મળે એથી ચૂપ રહે એવા નહોતાં. એ કેમકુમારના ફૂલગોટા જેવા ગાલ પર ચૂંટી ખણતાં ને કહેતાં, ‘મેં વડીલોને વાત કરી દીધી છે. કદાચ તમારા ભાઈ અને ગોપસના કરુક્ષેત્ર તરફ જાય. તોય તમારે એમની સાથે જવાનું નથી, યુદ્ધમાં ભાગ લેવાનો નથી. તમારે તો સુમુહૂર્તમ્, શુભ લગ્નમ્ વર્તાવવાનું છે !'
‘ભાભી !યુદ્ધ તો હું ક્યારનો ખેડી રહ્યો છું. મારે મન આ બાહ્ય યુદ્ધોની કિંમત નથી, પણ માનવમનની અંદર સતત ચાલતા શુભ અને અશુભ વચ્ચેના યુદ્ધની કિંમત છે. આખા જનસમુદાય પર રાગદ્વેષના ઘેરા રંગો વીંટાઈ રહ્યા છે. જગતનો નાશ કરનાર એ રંગો છે.' નેમકુમારે કહ્યું. એમનું મોં રણમેદાન બન્યું હોય તેવા ભાવ ત્યાં હતા.
282 1 પ્રેમાવતાર
‘રંગ વગરની દુનિયા જ નકામી છે, એ તો રાજ્યશ્રી તમને પળવારમાં સમજાવી દે એવી છે.”
‘ભાભી ! તમે ધારો તો ખુલ્લી તલવાર મ્યાન કરાવી શકો છો. ધારો તો તલવાર ખેંચાવી શકો છો. સ્ત્રીઓ સંસારમાં આગ લગાડી શકે છે, સંસારને નંદનવન પણ બનાવી શકે છે.’
‘આગ લગાડવાનું કામ દ્રૌપદીનું છે. દ્રૌપદીને પોતાનું અપમાન હાડોહાડ લાગી ગયું છે. રે ! સંસાર પણ આટલો નિર્લજ્જ રજસ્વલા યુવાનસ્ત્રીની બેન-દીકરી જેવી ઓરતની પણ આમન્યા નહિ ? એ માણસ કેવાં? એ તો મડાં કહેવાય. એ સડી રહ્યાં છે. સંસાર ગંધાઈ રહ્યો છે. યુદ્ધ તો ફક્ત એ મડાંઓની સ્મશાનયાત્રા જ છે!” સત્યારાણીએ દ્રૌપદીના દિલની આગ વર્ણવી હતી.
ભાભી ! મને લાગે છે કે કાં શ્રીકૃષ્ણ અને કાં આ કૃષ્ણા - બે જણાં જ યુદ્ધ રોકી શકશે. પણ આ તો ભૌતિક યુદ્ધને રોકવાની વાત થઈ. હું અધ્યાત્મ દ્વારા રાગદ્વેષને દૂર કરીને જગતને પ્રેમભર્યું બનાવવા ઇચ્છું છું. આ માટે એકાંત અને અરણ્યનું હું સેવન કરીશ. મારા પ્રેમમય આત્માના અણુઓને પ્રેમજલથી આર્ટ અને કરુણાથી સભર કરીશ, અને પછી ચૌદ રાજ લોકમાં એનો પ્રસાર કરીશ. મારા એ પ્રેમઅણુના સ્પર્શ દ્વેષનો વડવાનલ પણ પ્રેમસરોવર થઈને સ્નેહનાં સલિલ વહાવશે.” નેમકુમાર અંતરની દુનિયામાં ઊતરતા જતા હતા.
| ‘દિયરજી, તમારા ભાઈ આવી ગયા છે. ચાલો દરબારમાં.' રાણી સત્યાએ કહ્યું ને દિયરને ખેંચ્યા.
- દિયરની તાકાત નહોતી કે ભાભીના આગ્રહ આગળ નમતું ન તોળે, બંને જણાં દરબારમાં પહોંચ્યાં ત્યારે યાદવ રાજ મંડળ, ઋષિમંડળ, વડીલવર્ગ વગેરે સર્વ આવી ગયા હતા, અને શ્રીકૃષ્ણના આગમનની જ રાહ જોવાતી હતી.
શ્રીકૃષ્ણ મોટા ભાઈ બલરામના ગૃહ મંદિરે સંચર્યા હતા, ને ત્યાંથી બંને જણા સાથે રથમાં આવતા હતા. સાત્યકિ સારથિપદે હતો.
સાત્યકિ નું બીજું નામ યુયુધાન હતું. યાદવ કુળની સંયવ્રત નામની પ્રજાનો આ મહારથી શ્રીકૃષ્ણનો ભક્ત હતો. એ બાણવિઘામાં પરમ કુશળ વિદ્વાન હતો.
સાત્યકિનું સ્થાન આજે અગ્રગણ્ય હતું અને કહેવાતું હતું કે દુર્યોધને જ્યારે શ્રીકૃષ્ણને પકડવાની યુક્તિ રચી ત્યારે આ સાત્યકિને જ એ વાતની ખબર પડી ગઈ હતી, અને શ્રીકૃષ્ણને એણે જ સાવધ કરી દીધા હતા.
સાત્યકિએ હસ્તિનાપુરમાં વિષ્ટિ વખતે બનેલી હકીકતોનું થોડું વર્ણન આપ્યું હતું.
સહુ સહુના રાહ ન્યારા D 283
Page #153
--------------------------------------------------------------------------
________________
દુર્યોધનને પોતાના મંત્રીઓને એણે કહેતો સાંભળ્યો હતો કે શ્રીકૃષ્ણ વગરના પાંડવો દાંત વગરના સાપ જેવા છે. એ દાંતને જ દૂર કરીએ. પછી આપણે સાપ પાસે ધાર્યો નાચ નચાવી શકીશું.
- વિદુરજી, જેને ત્યાં શ્રીકૃષ્ણ મહેમાન થયા હતા, તેઓને પણ સાત્યકિએ સચેત કર્યા હતા : ‘રખેને તમારો ગાફેલ અતિથિધર્મ તમારા આતિથ્યને કલંકિત ન કરે !”
વિદુર સીધા દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા ને બોલ્યા, ‘આ તમારો અભાગિયો છોકરો શ્રીકૃષ્ણને પકડવા તૈયાર થયો છે. એ એટલો બધો અવિચારી બન્યો છે કે પોતે સાપના દરમાં કે સિંહની બોડમાં હાથ નાખવા તૈયાર થયો છે એ જોખમનું પણ એને ભાન નથી !'
ધૃતરાષ્ટ્ર મોં પહોળું કરીને સાંભળી રહ્યા. એ દીકરાથી ડરતા હતા. | વિનોદી શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રની મુલાકાત લેતાં કહ્યું, ‘કાકા ! આ આખો દાવાનળ પાણીના એક ટીપાથી બુઝાઈ શકે તેમ છે.'
ધૃતરાષ્ટ્ર કહે, ‘એ શું ?”
શ્રીકૃષ્ણ કહે ‘મને આપ દુર્યોધનને પકડી લેવાની મંજૂરી આપો. યુદ્ધનું મૂળ જ કાઢી નાખું, પછી ન રહે વાંસ ન બજે વાંસળી '
ધૃતરાષ્ટ્ર સ્પષ્ટ જવાબ આપી ન શક્યા, પણ એમણે દુર્યોધનને બોલાવ્યો. દુર્યોધન તો પોતાનું કાવતરું ફૂટી જવાથી ધૂંવાંપૂવાં થયેલો હતો. એણે બૂઢા બાપની એક પણ વાત ન સાંભળી, વૃદ્ધ પિતા પણ પુત્રપ્રેમને લીધે કંઈ સ્પષ્ટ કહી શક્યા નહિ. એમણે ફક્ત શ્રીકૃષ્ણને એટલું કહ્યું :
| ‘મારો પુત્ર મારું પણ સાંભળતો નથી. જુઓ ને કેવો અવિવેક દાખવીને ચાલ્યો ગયો ? હે જનાર્દન ! મારું કંઈ ચાલતું નથી, બાકી પાંડવો તરફ મને લગીરે દ્વેષભાવ નથી.'
શ્રીકૃષ્ણ પોતાના વિષ્ટિકાર્યની પૂર્ણાહુતિ કરતાં કહ્યું, “આર્યાવર્તને આગમાંથી બચાવવા હું આવ્યો હતો, પણ મને લાગે છે કે ભાવી કંઈ જુદું જ નિર્માણ થયું છે. સહુની દૃષ્ટિ એટલી ટૂંકી થઈ ગઈ છે અને મન એટલા નબળાં થયાં છે કે એ દૂરનું દેખી શકતાં નથી. હું આ આગનું મૂળ ડામવા ચાહતો હતો, દુર્યોધનને પકડી લેવા માગતો હતો; પણ વડીલ ધૃતરાષ્ટ્ર કંઈ આજ્ઞા આપી શક્યા નહિ. હવે બુંદથી બગડેલી હોજથી સુધરશે કે નહિ, એ સવાલ છે. એમનો પુત્રપ્રેમ પરમ અંધ છે. હું હવે પાંડવો પાસે જાઉં છું, પણ છેલ્લે એક નીતિસૂત્ર કહેતો જાઉ છું.’
શ્રીકૃષ્ણ કણ વાર થોભ્યા. એમણે એક નજર ચારે તરફ ફેરવી. બધા ચિત્રની જેમ સ્થિર થઈને વાત સાંભળી રહ્યા હતા.
284 પ્રેમાવતાર
શ્રીકૃષ્ણ આગળ બોલ્યા, ‘રે વડીલ ! તમારા ઉદ્ધત અને ટૂંકી દૃષ્ટિવાળા પુત્રને કબજામાં રાખજો, નહિ રાખો તો ભયંકર કાલાગ્નિ સળગી ઊઠશે. નીતિનું સૂત્ર છે કે સંગ્રામ ન કરો. સલાહ કરો. ઓછીવત્તી વહેંચણી કરો, પણ કોઈને સાવ રઝળતા ન કરો. વળી કોઈની સમાધાનવૃત્તિને નબળાઈ ન માનો. એક તણખલું પણ જ્યારે ઊડીને આંખમાં પડે છે, ત્યારે માનવીને હેરાન હેરાન કરી મૂકે છે. પુત્ર ન માને તો પુત્રનો ત્યાગ કરો. નીતિકારનું એક વચન છે કે આખા કુટુંબને બચાવવા એક માણસનો ત્યાગ કરવો પડતો હોય તો જરૂર કરવો; આખા ગામને બચાવવા એક કુટુંબનો ત્યાગ કરવો પડતો હોય તો જરૂર કરવો; અને આખા દેશને બચાવવા માટે ગામનો ત્યાગ કરવો પડતો હોય તો જરૂર કરવો, અત્યારે લાખો માનવીઓના ઉગાર કે સંહારનો આધાર તમારા એક પુત્ર પર જ છે.'
ધૃતરાષ્ટ્ર કંઈ જવાબ આપી ન શક્યા. દુર્યોધને દૂર ઊભા ઊભા હસ્યા કર્યું; એણે ફક્ત એટલું જ કહ્યું, ‘માગે કંઈ મળતું નથી. યુદ્ધ વગર સોયની અણી જેટલી ભૂમિ પણ પાંડવોને મળશે નહિ.'
સાત્યકિની વાત પૂરી થઈ કે યાદવસભામાં ચારે તરફથી અવાજો ઊડ્યો, યુદ્ધ ! યુદ્ધ ! યુદ્ધ !”
‘શું યુદ્ધ ? કેવું યુદ્ધ ?' બલરામ વચ્ચે ખડા થઈને કહ્યું, ‘યુદ્ધ એટલે શત્રુ ને મિત્ર બંનેનો વિનાશ, એ જાણો છો ?'
- ‘જાણીએ છીએ, પણ કેટલીક વાર જીવન કરતાં જીવનના વિનાશથી તૈયાર કરેલું ખાતર દેશની વાડીઓને પ્રફુલ્લાવે છે.' પાસે બેઠેલા ભીમે કહ્યું, ‘તમે બધા નચિંત રહેજો. આ ગદાના પહેલા યા બીજા પ્રહારે જ દુર્યોધનનું ઢીમ ઢાળી દઈશ!' | ‘ભીમ ! ઢીમ ઢાળીને પણ સંતોષ નહિ થાય.' બલરામે કહ્યું ને યુદ્ધના જુસ્સાને ઠંડો પાડવા તેઓએ શ્રીકૃષ્ણને પ્રશ્ન કર્યો, ‘શું કુંતા ફોઈ મળ્યાં હતાં? શું એ કંઈ બોલ્યાં ? સો સામે પાંચને લડવાની શિખામણ આપી ખરી ?'
બલરામ માનતા હતા કે માતા કુંતાએ દીકરાઓને બળિયા કૌરવોથી બાથ ભરવાની ના કહેવરાવી હશે.
શ્રીકૃષ્ણ સભામાં ઊભા થઈને બોલ્યા, ‘માતા કુંતા પણ ત્યાં જ હતાં; મારો ઉતારો પણ ત્યાં હતો. રવાના થતી વખતે હું વંદન કરવા ગયો, ને કહ્યું કે ભીમ માટે કંઈ ભાતું મોકલવું છે ? ત્યારે એ બોલ્યાં કે ભાતામાં એક વાર્તા આપું છું. મારી પાસેથી બરાબર સાંભળીને યથાવતું ત્યાં કહેજો.’
‘એ વાત જલદી કહો.” ઉતાવળા બલરામ ઉતાવળ કરી રહ્યા.
કુંતા ફોઈએ વિદુલા અને તેના પુત્રની વાર્તા મને કહી, એ વાત હું ભીમને તથા તમને સહુને કહું છું.’
સહુ સહુના રાહે ન્યારા 1 285
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ પ્રસ્તાવના બાંધીને પોતાની વાત આગળ ચલાવી.
‘વિદુલા સૌવીર દેશના રાજાની સ્ત્રી હતી. એ સૌવીર દેશના રાજાને સિંધુ દેશના રાજાએ હરાવ્યો ને એનું રાજ્ય લઈ લીધું. વિદુલા નાના પુત્રને લઈ જંગલમાં ચાલી ગઈ, પણ એના હૃદયમાં વેરનો કાંટો ખટક્યા કરતો હતો. એણે પોતાના પુત્ર સંજયને ક્ષત્રિય ધર્મનો ઉપદેશ આપી લડવા માટે તૈયાર કર્યો. પુત્ર સંજય લડવા તૈયાર થયો, પણ શત્રુ પ્રબળ હતો. એ હારીને ઘેર ભાગી આવ્યો. ઘેર આવ્યા પછી પણ એનું મન વ્યાકુળ રહેવા માંડ્યું. કર્તવ્ય શું ને અકર્તવ્ય શું, તે કંઈ સમજાય નહિ.”
“આ વખતે વિદુલાએ પુત્રને કહ્યું. ‘ઓ ભીરુ, વત્સ !' આ તારી કાયરતાને ખંખેરી નાખ. એ કાયરતા તારા શત્રુને પ્રસન્ન કરનારી છે, બીજું કોઈ તારી કાયરતાથી રાજી નથી. તું ઊઠ અને તારા માર્ગે જા ! હિંમત વિનાનો માનવી માટીથી પણ તુચ્છ છે.’
| ‘વિદુલાએ પુત્રને ઉત્સાહ આપતાં આગળ કહ્યું, ‘તું તારી જાતને લઘુ માનીશ માં, શત્રુને સબળ લેખીશ માં, થોડાથી તું સંતોષ પામીશ મા !'
| ‘પુત્ર સંજય ખડો થઈ ગયો. એણે માતાનો ચરણસ્પર્શ કર્યો. માતા વિદુલાએ તેનું માથું સુંઘતાં કહ્યું, ‘નિઃસત્ત્વ થઈ કૂતરાના ભંડા મોતે મરવું એના કરતાં સાપના દરમાં સત્ત્વથી હાથ ઘાલવો શ્રેયસ્કર છે. એક રૂડી ગાથા તો ગવાશે. વર્ષોનાં વર્ષો સુધી અંદર અંદર ધુમાડો થઈને ગોટાયા કરવું એના કરતાં થોડા વખત માટે પણ ભડભડ અગ્નિ થઈને ખપી જવું બહેતર છે. માટે ઊભો થા, તારું પરાક્રમ દાખવ! કર્તવ્ય બજાવતાં બજાવતાં કાં કલ્યાણને કાં મૃત્યુને વર !'
સંજયે કહ્યું, ‘મા ! મારા વગર તું જીવી શકીશ ?' *માતાએ કહ્યું, ‘હજારો માતાઓ પુત્રહીન છે, ને જીવે છે.” ‘પુત્રે કહ્યું, ‘મા, તને એવા જીવનમાં આસ્વાદ રહેશે ?”
માતાએ કહ્યું, ‘બેટા ! તું હારીશ તો તારી અધોગતિ થશે, તારી પત્ની અને તારી માટા પેટ કાજે શેરીઓમાં ભીખ માગશે, એવા જીવનમાં તને કેવો આસ્વાદ રહેશે ?”
‘સંજય રણે ચડ્યો, સફળ થયો. સુકીર્તિને વર્યો.'
શ્રીકૃષ્ણ પોતાની વાત પૂરી કરતાં કહ્યું, ‘કુંતા ફોઈએ વિગતથી આ વાર્તા કહેતાં કહ્યું કે મારા દીકરાઓને કહેજો કે વિદુલાનાં વાક્યો યાદ રાખે. વરસો સુધી અંદરોઅંદર ધુમાઈને રાખ થવું એના કરતાં ભભૂકતી આગ બની જીવતર ઉજાળવું કે મૃત્યુને વરવું બહેતર છે.’ યુદ્ધ ! યુદ્ધ ! યુદ્ધ !' યાદવસભામાં પોકાર થઈ રહ્યો.
286 પ્રેમાવતાર
‘રે ! ભાવિ ભારે ભયંકર લાગે છે. દ્રૌપદીને તો હું જાણું છું, પણ કુંતાના દિલમાં પણ વેરનો વડવાનલ ભભૂકે છે ? યાદ રાખો કે વેરથી વેર શમાવવું નથી ! કોઈકે પણ ક્ષમાથી કામ લેવું પડશે. વારુ, બંને પક્ષમાં કોણ કોણ છે?” બલરામે વાસ્તવિક સ્થિતિ જાણવા પૂછવું.
“હે વડીલ બંધુ ! કાળ પણ કપરો આવ્યો છે. કોણ કોના પક્ષે છે, એનાં તોલ કાઢવાનાં માપ વિચિત્ર બન્યાં છે. પાંચ પાંડવોમાંના નકુલ અને સહદેવનો મામો મદ્ર દેશનો રાજા શૈલ્ય કૌરવ પક્ષે છે; જ્યારે યાદવકુળના હાડવેરી જરાસંધ અને શિશુપાલના પુત્રો પાંડવોના પક્ષે છે. ઉત્તર તરફથી પીતવર્ણી પ્રજાનો નેતા ભગદત્ત, ભોજ યાદવોનો નેતા કૃતવર્મા, સિંધુ સૌવીરનો રાજા જયદ્રથ, ભૂરિશ્રવા, દક્ષિણની માહિષ્મતીનો રાજા નીલ, અવન્તીના રાજાઓ સુદક્ષિણ અને કંબોજ તથા યવનોના રાજા પોતાની અક્ષૌહિણી સેનાઓ લઈને કૌરવપક્ષે લડવા આવી પહોંચ્યા છે.'
‘અક્ષૌહિણી એટલે કેટલી સેના ?' એક જણાએ પ્રશ્ન કર્યો.
‘એક અક્ષૌહિણીમાં ૧૧ હજાર જેટલું પાયદળ, બાવીસ હજાર જેટલા હાથી, એટલા રથ અને સાડી પાંસઠ હજાર ઘોડા હોય છે. લડાઈનો મુખ્ય આધાર પાયદળ છે. કૌરવો પાસે બાર લાખનું પાયદળ છે, પાંડવો પાસે સાડા સાત લાખનું છે.”
‘ઓહ આટલો બધો વિનાશ થશે ? શ્રીકૃષ્ણ ! હું આ નરમધમાં ભાગ લઈ શકીશ નહિ.” બલરામે કહ્યું.
| ‘જાણું છું કે આપણે લડાઈને સંમતિ નહિ આપીએ એટલા માત્રથી લડાઈ બંધ રહેશે નહિ ! લડાઈમાં ભાગ નહિ લઈએ, તેથી આપણા લડવૈયાઓનાં મને ઉપર માઠી અસર થશે, બલ્ક આપણી તટસ્થતા દુષ્ટોને સગવડકર્તા બની રહેશે. આમ ન થાય અને વિશ્વમાં સત્યનું રાજ્ય સ્થપાય એ માટે આપણે પણ મથવું જોઈએ.” શ્રીકૃષ્ણે કહ્યું.
‘મને એમાં તથ્ય લાગતું નથી. હું વધુ વિચાર કરી શકતો નથી; પણ એક વાત નક્કી છે કે આ યુદ્ધસંહારમાં હું ભાગ લઈ શકીશ નહિ. આવતી કાલે તીર્થયાત્રાએ નીકળી જઈશ.’
‘જેવી વડીલ બંધુની ઇચ્છા, મેં તો અગ્નિમાં પ્રવેશ કર્યો છે. હવે દાઝવાની બીકે દૂર નહિ રહી શકું. મારો આ પ્રયત્ન પૃથ્વી પરથી અધર્મનો ભાર ઉતારવા માટેનો છે. હું ધર્મની સંસ્થાપના માગું છું.”
‘પણ ધર્મની સંસ્થાપના માગું છું, ને એ માટે તલવાર કરતાં તપમાં અને રણમેદાન કરતાં મનના મેદાન પર યુદ્ધ કરવામાં માનું છું.' અત્યાર સુધી ચુપ રહેલા નેમકુમારે કહ્યું.
સહુ સહુના રાહે ન્યારા D 287
Page #155
--------------------------------------------------------------------------
________________
નેમ ! તને યુદ્ધમાં ન લઈ જવાની તારી ભાભીની આજ્ઞા તો ક્યારની છૂટી ચૂકી છે. હું કાલે જ પ્રયાણ કરીશ. યુદ્ધરંગના સમાચારો મોકલતો રહીશ, યાદવસભા પાસે સત્યસ્થાપનાના આ પ્રયત્નમાં વિજયના આશીર્વાદ ઇચ્છું છું.'
યાદવસભાના વડીલોએ ત્રણે જણાને ઉદ્દેશીને પવિત્ર વચનો ઉચ્ચારતાં કહ્યું, ‘બલરામજી તીર્થયાત્રાના પવિત્ર જળમાં પૃથ્વીનાં પાપ ધોશે !જેમકુમાર રેવતાચલની ગુફાઓમાં માનવમનની શુદ્ધિના સ્વરો ઘૂંટશે. ને કર્મમૂર્તિ શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રમાં સંગ્રામના શંખસ્વરોથી પૃથ્વીનાં પાપને પખાળશે. અમે સહુનું કલ્યાણ વાંછીએ છીએ. અમે જાણીએ છીએ કે યાદવ વંશમાં દેવતાઓ અવતાર ધરે છે.”
બધે જયજયકાર થઈ રહ્યો.
38
બારમાસી
મોતી રત્નાકર-સાગરને તળિયે બેઠું હતું, ત્યાં સુધી મન મોજ માં હતું; પણ ઊંચકાઈને એ ઝવેરીને હાટે ગયું, એનું હૈયું વીંધાયું અને એનાં મૂલ નોંધાયાં, ત્યારથી એના હૈયાઉચાટ અજબ થઈ ગયા.
સાવજ અને ચિત્તાઓનાં શિશુ સાથે રમનારી શિશુહૃદયી રાજ્યશ્રી હવે સંચિત બની હતી. એના હૈયામાં જ્યાં નિરંતર નિરંતરાય આનંદ ઊછળતો, ત્યાં ચિંતાનાં વહાણ લાંગરવા માંડ્યાં હતાં. એ ભોળી કન્યકાને આ નવો અનુભવ હતો. શીતલ હિમખંડ જેવું એનું હૈયું નેમ નામના સૂર્યની ઉષ્માથી પીગળી ગયું હતું ને હવે એમાં રસ ધરાવતું થયું હતું.
જે રાજ્યશ્રી બાળપણમાં પોતાની મસ્તીથી સઘળી રાજ કુંવરીઓ અને સખીઓમાં અલ્લડ લેખાતી, એ રાજ્યશ્રી હવે કંઈક ચિંતનશીલ અને ઠાવકી થઈ હતી.
ગૃહ-મયુરને રમાડતાં રમાડતાં એ વિચારમાં ડૂબી જતી. ચિત્તાના બાળકને ગોદમાં લઈને છંછેડતી છંછેડતી એ કોઈ વિચારસાગરમાં ખોવાઈ જતી; અને ચિત્તાનું બાળ એની ચંપકકોર ક જેવી આંગળીમાં પોતાની દાઢ બેસાડીને એમાંથી રક્તનું પાન કરવા લાગતું.
આડીઅવળી ફરતી દાસીઓ આ દૃશ્ય જોથી, અને ચિત્કાર કરી ઊઠતી: ‘રે. રાજ્યશ્રી ! તને આ શું થયું છે ? ક્યાંક આ પશુ તને ખાઈ ન જાય.’
‘પશું ? રે સખી ? ખરું પશુ તો આપણા હૃદયમાં બેઠું છે; આપણે સહુ પશુ છીએ.’ રાજ્યશ્રી વિચારમાંથી જાગતી અને ચિત્તાના બાળના મોંમાં લોહી ટપકતી આંગળી રાખીને જ બોલતી, ‘રેવતાચલના વાસીની મને જબરી માયા લાગી છે, રે સુખી !'
‘નેમની માયા કે પશુની માયા ?'
288 [ પ્રેમાવતાર
Page #156
--------------------------------------------------------------------------
________________
‘પ્રિયનું પ્રિય એ પ્રિયાનું પ્રિય ! રેવતાચલના એ રસ્તાઓ, જેના પર નેમ નગીનાના પગ પડ્યા છે, એ મારે મન સખીઓથી પણ વધુ નેહભર્યા બન્યા છે; ને એ શિખરો, જેને નેમે પોતાનાં ધ્યાન-સમાધિનાં સ્થાન બનાવ્યાં છે એ મને વડીલોથીય વધુ વહાલાં લાગે છે. સખી ! મારો પિયુ જે પર્વત પર વસે છે, એ પર્વત મને પિતા જેવો પ્રિય છે. જે પર્વતમાં નાનાં ચિત્તાબાળ ને સાવજબાળ ઘૂમે છે.’ એય મને માના જણ્યા જેવાં ગમે છે.
રાજ્યશ્રી પોતે બોલતી હતી કે એના હૈયાના આંગણમાં રમતું કોઈ ચક્રવાક પોકારતું હતું, એ સમજાતું નહોતું. રાજ્યશ્રીને આટલી પરવશ થયેલી કોઈએ આજ સુધી જોઈ નહોતી. રે બાલા ! આ તને શું થયું ? બાહ્ય પરિવર્તન કંઈ આવ્યું નથી, તો પછી આટલો બધો પરિવર્ત કાં ?
સખીઓએ કહ્યું, ‘સખી ! નેમ તો સંસારના તમામ પુરુષો કરતાં જુદો છે. તારે એને બરાબર સંભાળવો પડશે, એ તો આકાશનો બાસિંદો છે.'
| ‘તો હું આકાશની ગંગા બનીશ, થાક્યપાક્યો એ મારા જળમાં સ્નાન કરવા આવશે !' | ‘રાજ્યશ્રી ! અમે તો તને સત્યાદેવી કરતાં કડક મિજાજની માનતા હતા, પણ તું તો તેમને જોતાં જ પાણી જેવી પોચી બની ગઈ !' સખીઓએ કહ્યું.
| ‘સાચી વાત છે સખી ! જાણે હું મારી પોતાની જાતને જ ભૂલી ગઈ છું. હું મને પોતાને જ સમજી શકતી નથી; હું જાણે હું જ રહી નથી !' રાજ્યશ્રીએ સહજભાવે આત્મદશી વ્યક્ત કરી દીધી.
‘આટલી પતિઘેલછા સ્ત્રી માટે સારી નહીં. જે સ્ત્રી પતિને વેલની જેમ વળગે છે, એને પતિ જલદી તજે છે. માનુનીનું માન, એ પણ ચિર કાળના આકર્ષણનો એક પ્રકાર છે.'
સખી ! બધું હું સમજું છું. હું અંતઃપુરોમાં જ મોટી થઈ છું, પણ ન જાણે નેમને જોયા પછી, મારું જૂનું જ્ઞાન નિરર્થક લાગે છે. મારો નેમ તો મુજ એ કલીનો છે, અને એને પણ સંસારમાં રાજ્યશ્રી સિવાય અન્ય કોઈ નથી.'
દિલમાં પ્રારની શરણાઈ બજાવતી રાજ્યશ્રી ચિત્તાના બચ્ચાને મૂકીને સખીઓ વચ્ચે જઈને બેઠી, અને સખીઓને કહેવા લાગી, ‘મારા કંથની બારમાસી તમે ગાઓ! મારા સંતપ્ત હૃદયને કદાચ એ કંઈક સાંત્વન આપશે.’
‘રાજ્યશ્રી ! અમે બારમાસી ગાઈશું તો તું રાજી થઈશ ખરી ? તો પછી તું અમારી સંગાથે રમવા આવીશ ?” જરૂર આવીશ.'
290 પ્રેમાવતાર
‘શરત કેવી ? રે સખીઓ !? એક વડી સખીએ કહ્યું. ‘આપણે બાર જણી બાર મહિના થઈ જાઓ. એક એક માસી એક એક જણ ગાઓ. આપણી સખી રાજ્યશ્રીને તો આપણે રીઝવવી પડે જ ને !'
બાર સખીઓ છ છના જોડકામાં સામસામે ગોઠવાઈ ગઈ. પહેલી સખી કૃતા બોલી,
કારતક મહિને રાજ્યશ્રી કહે નેમને, હવે શિયાળો આવ્યો સ્વામીનાથ જો ! હિમાળુ વા વાયો, થરથરતી ટાઢમાં શું શોધો પ્રિયા કેરો સાથ જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે ?
કારતક મહિનો કહીને એક સખી આથી ખસી ગઈ. બીજી સખી મઘા આગળ આવી; એણે ગાવા માંડ્યું :
‘માગશર મહિને હોંશ ઘણી મનમાં ભરી, રસિયા ! રાસ રમ્યાની માજમ રાત જો; અડધી અડધી થઈને ઘર આગળ હું ફરું, પિયુ મૂકો પરત જવાની વાત જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે.’
સમવયસ્ક સખી પુષો પોષી પૂનમના ચાંદ જેવી રૂપભરી આવીને ઊભી રહી, એ બોલી :
‘પોષે જે પ્રિયાને પિયુડે પરહરી, એની રોતાં ન જાયે રજની જો; સાસરિયું એને શૂળી સમ લાગશે, મહિયરે દીઠાં ન ગમે સંજની કેરો સાથ જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે.'
પોષ મહિના ગાનારી ગઈ કે વસંતપંચમીની રંગછટા લઈને સખી વાસંતિકા આવી ઊભી. એનો વેશ કસુંબી હતો, અને એના હાથમાં પલાશ પુષ્પની ડાળી હતી. રાજ્યશ્રી એકચિત્ત થઈને સાંભળી રહી હતી.
‘મહા મહિને હેમાળો હલક્યો, હે હરિ, રંગમાં વસંતે નાખ્યો રાગ જો;
બારમાસી D 291
Page #157
--------------------------------------------------------------------------
________________
એ મહિને નવ સંચરિયે પરદેશ રે, નર ને નારી કેરો રૂડો લાગે સંગ જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે.’
વાસંતિકાએ વિદાય લેતાં, રંગની પિચકારીઓ છાંટતી બે રંગદાઓ રાજ્યશ્રીની સામે આવીને ખડી રહી ગઈ. એકના હાથમાં અબીલ હતો, બીજીના હાથમાં ગુલાલ હતો. મંજરી ને કોકિલ એમનાં નામ હતાં.
રાજ્યશ્રીનો રક્ત કપોલ પ્રદેશ અબીલ-ગુલાલ પામીને અતિ સુશોભિત બની ગયો. સખીઓએ ગાન ઉપાડવું,
‘ફાગ રમે ફાગણમાં નર ને નવેલીઓ, ઘેર ઘેર અબીલ-ગુલાલ ઇટાય જો; જે નારીનો નાવલિયો નજ૨ વેગળો, એનો અફળ ગયો અવતાર જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે.’
ફાગુ સુંદરીઓનો ફાગ સાંભળીને રાજ્યશ્રીનું ચિત્ત ચકોરની જેમ પ્રફુલ્લી ઊઠવું. ત્યાં તો હાથમાં આમમંજરી લઈને બે ચતુરાઓ આગળ આવી. એમનો વેશ પીળો હતો અને માથે આમ્રફળનાં આભૂષણો હતાં, ચિત્રા ને વિશાખા એમનાં નામ હતાં. એ ગાવા લાગી.
ચઈતરમાં ચતુરને પંથ ન ચાલવું, જો ઘેર નારી ચતુર સુજાણ જો; વહાલપણે વચને નાથને વશ કરે, નિરધાર્યું તે પડ્યું રહે પરિયાણ જો !
એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે !'
રાજ્યશ્રીનું ઘણા વખતથી ઉદાસ મને આજ પ્રફુલ્લ બન્યું હતું. અંતરના વેદનાપટ પર ગીતની અંજલિરૂપ શીતળ જળ જાણે છંટાતું હતું; ત્યાં તો વૈશાખી વાઘા પહેરીને ગ્રીષ્મા નામની સખી ગાતી ગાતી આવી.
વાવલિયા વાયા રે પિયુ વૈશાખના, રજ ઊડીને મારું માણેક મેલું થાય જો; નથનીનું મોતી રે હીરા હારના, કહો પર હાથે પિયુ ધીયાં કેમ જાય જો ? એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે.'
292 1 પ્રમાવતાર
ત્યાં તો વાવંટોળતી ગતિથી એક સખી આગળ આવી. એ જ્યેષ્ઠા હતી. એ વંટોળની જેમ ઘૂમતી ગાવા માંડી :
‘જેઠે તો પરદેશે જાવું દોહ્યલું, ધોમ ધખે ને લાય જેવી લૂ વાય જો; કોમળ છે કાયા પિયુ આપની;
જ્યમ ખીલ્યાં ફૂલડિયાં કરમાય જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે ”
અને ત્યાં તો ઇંદ્રધનુની ઓઢણી ઓઢીને એક સખી આભમાં તરતી કરતી આવી. એ આશ્લેષા હતી. એના હાથમાં પૂર્ણ જલનો કુંભ હતો. એ કુંભમાંથી પાણી છલકાતું હતું; એણે ગીત આગળ ચલાવ્યું.'
“અંબર છાયો ઘન રે માસ અષાડમાં મોર બોલે ને દાદુર કરે ગાન જો; ધરતી પર વહેળા વહે જળનાં જો, પંખી માળા બાંધે ઝરૂખા માંહ્ય જો ! એ મહિને નવું જ ઈએ પિયુ પર્વત પરે !'
અષાઢી સુંદરી ચાલી ગઈ ને શ્રાવણની જળભરી વાદળી જેવી સખી આદ્ર આવી. એનો વેશ લીલો હતો. ને એના હાથમાં ઘઉંની હૂંડી હતી. એ ગાવા લાગી.
‘શ્રાવણે સરવર છલબલિયાં સાહ્યબા, વરસે વર્ષોની ઝીણી ઝરમર બુંદ જો; હું રે ધોઉં ને સાહ્યબો નિચોવે ચીર જો; સાસુના જાયાનો નિત્ય નિત્ય સંજોગ જો !
એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે !' રાજ્યશ્રી હવે રેવતાચલ પર નજર નાખી રહી હતી. અરે ! ઝીણી સેંથા જેવી પેલી પગથિયાંની કેડી પરથી મારો પ્રીતમ ચાલ્યો આવશે ! સાવજને બોડમાં ગરમી અકળાવે છે, તો શું એ કયાકુંવરને કંઈ થતું નહિ હોય ? જરૂર આવશે અને મને સંબોધશે, બોલાવી હું નહિ બોલું, મનાવી હું નહીં માનું ! મારા નેમ આગળ હું માન
‘રાજ ! કુંવારા કંથના કોડ આટલા છે, તો પરણ્યા પછી તો ન જાણે શું કરશો?’
બારમાસી 293
Page #158
--------------------------------------------------------------------------
________________
એને એળે ન કાઢીએ મારી નણંદના વીરા જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે !'
સુંદરી ભાદ્રપદા હરિયાળી પર ડગ માંડતી માંડતી દેહને લાલિત્યથી ડોલાવતી આગળ વધી ગઈ. ને તેજના સ્કૂલિંગ વેરતી, ધમકાર મચાવતી, ખીરખાજાં વહેંચતી આશ્વિન સુંદરી આવી. એનો મુગટ હીરાનો હતો. એને આખે અંગે દીપ અને દર્પણનો શણગાર હતો. દીપશ્રેણીને હવામાં ડોલાવતી આશ્વિનસુંદરી ગાવા લાગી
સાચું કહે છે તું ! વૃક્ષ અને એની છાયા, તેજ અને એનો પડછાયો કદી જુદ્ધ થયાં છે ? રે સખી ! પરણ્યા પછી પળ એકનો વિયોગ પણ મને પ્રાણત્યાગ કરાવશે, એવું લાગે છે.' રાજ્યશ્રી બોલી.
“આ તો જાણે પથરા મીણ થયા છે, રાજ્યશ્રી ! અમે તમારા માટે આવું કદી નહિ ધારેલું. નેમ વિશેનો તમારો નેહ સાવ અનેરો છે ! પણ સખી, અતિ પ્રીતિ લગ્ન પછી શિથિલ થઈ જાય છે. કાચી કેરીમાં જે મજા છે, એ ઘણી વાર પાકેલીમાં હોતી નથી; જલદી ગંધાઈ ઊઠે છે '
| ‘મને સંસારનું વાસ્તવ દર્શન ન કરાવશો, સખીઓ ! તમે બધી સુશીલા છો. એટલા આશીર્વાદ આપો કે તમારી સખી કલ્પનાના જે હિંડોળે ઝૂલે છે ત્યાં સદાકાળ ઝૂલ્યા કરે. પોતાની કલ્પનામાં એ જીવે અને પોતાની કલ્પનામાં જ એ મૃત્યુને વરે.” રાજ્યશ્રીએ કહ્યું. એનાં નયનમાં આ વખતે કોઈ પરોક્ષભાવ રમતો હતો. અને એ નયન જોનારને ખ્યાલ આપતો હતો કે ભલે ગઈ કાલની રાજ્યશ્રી પથ્થરદિલ હશે, આજ એ પુષ્પથી પણ મુલાયમ બની બેઠી છે; એને છેડતાંય દિલ ન ચાલે !
‘બંને સરખાં મળ્યાં છે. રાજ કલ્પનાની કેડારેલી મૂર્તિ છે, જેમકુમાર પણ આકાશમાં ઊડનારા છે, એમનું દર્શન આ કાશી છે, જીવન પણ આકાશી છે; વાહ, આકાશ અને કલ્પનાનો સંસાર કેવો સુમધુર હશે !' સખીઓ અહોભાવ અનુભવી રહી.
‘રે સહેલીઓ ! નેમને તમે આકાશ જેવો કહ્યો. ખરેખર, એ એવો જ ભય અને ગહન છે; અને કલ્પના તો એના ઉલ્લંગે રમનારી વાદળી છે. વાદળી તો વરસીને વેરવિખેર થઈ જાય, પણ આકાશ તો અનેક વાદળીઓનો આશ્રયદાતા ! કલ્પના જેવી એકાદ વાદળીની એને શી તમા ?' બોલતાં બોલતાં રાજ્યશ્રી ઓશિયાળી બની ગઈ.
| ‘ઓહ ! પ્રેમી બધાં શંકિત હૃદય હોય છે, પ્રેમી બધાં કવિદિલ હોય છે, પ્રેમી બધાં ફિલસૂફ હોય છે !' સખીઓ રાજ્યશ્રીના પ્રેમને બિરદાવી રહી.
અરે ! તમે કારતકથી શ્રાવણ મહિના ગાયા, પણ ભાદરવો તો ભરદરિયો કહેવાય. એને બિરદાવો !' રાજ્યશ્રીએ કહ્યું.
સખી ભાદ્રપદા નીલાંબર ધારણ કરી તૈયાર જ ઊભી હતી. એણે માથે હરિયાળીનો મુગટ ગૂંચ્યો હતો. એ બોલી,
‘ભાદરવો ભરજોબનનો ભાદરિયો કે'વાય, વહી વહીને સરિતાઓનાં નીલ સલીલ ત્યાં સમાય એવા ૨ દિવસ ધણ ને પિયુને મારા જો !
394 3 પ્રેમાવતાર
‘આસો માસો અતિ રળિયામણો ખાવું-પીવું કરવા નવ નવલા ખેલ જો; ભેળાં બેસી જમીએ ને રમીએ સોગઠે, છાતીમાં ભીડીને રાખ્યું છેલ જો ! એ મહિને નવ જ ઈએ પિયુ પર્વત પરે.'
રાજ્યશ્રી આનંદવિભોર બની ગઈ. અને સખીઓની સાથે લાજ છોડીને ગાવા લાગી : ‘છાતીમાં ભીડીને રાખે છે જો !
‘વાહ પ્રેમદીવાની ! તારા જેવું દીવાનાપણું આજ દિવસ સુધી અમે તો કોઈ નારીમાં નીરખું નથી, અલી, આટલી પુરુષ-થેલી ન થા ! પુરુષના પ્રેમનો ભરોસો નહિ !'
‘મારો નેમ એવો નથી, સખીઓ ! સંસારમાં અન્ય નરને જે ત્રાજવે તોળતા હો, એ ત્રાજવે મારા નમને ન તોળશો, અમે તો જનમ જનમનાં સાથી છીએ ?
‘એ વાત તો સાચી છે, એક જનમની પ્રીત આટલી ધેરી ન હોય; પાંચસાતે ભવની પ્રીત એક વિકટોરામાં ભરાઈ ગઈ લાગે છે.’ સખીઓ રાજ્યશ્રીની વાતને અનુમોદન આપી રહી. | ‘સાચી વાત છે, નહિ તો આટલી વારમાં આવી દીવાની હું ન બને ! રે! તેમનાં દર્શન કર્યા, નેત્રપલ્લવી મેળવી ને જાણે હું હું જ ન રહી !'
‘ધૂતારા હોય છે પુરુષો,’ રાણી સત્યાદેવી પાછળથી આવતાં બોલ્યાં.
‘હા બહેન !” સખીઓ બધી સત્યાદેવીની હા એ હા કરી રહી, ‘જેના મહેલે જાય એને એમ કહે કે તારાથી વધુ પ્રિય મને કોઈ નથી. ને મહેલનાં પગથિયાં ઊતર્યો કે વળી નવી પ્રેમદાનો પ્યાર અંતરમાં ઘૂંટાવા લાગે !' | ‘સાચી વાત છે સખીઓ ! રાજ્યશ્રીને ધુતારો ધૂતી ગયો લાગે છે.” રાણી સત્યાએ કહ્યું.
બારમાસી 395
Page #159
--------------------------------------------------------------------------
________________
39
મોટાં બહેન ! તમે ભળાવેલો ભરથાર છે. એને બીજો મહેલ નથી, બીજી પત્ની નથી; જે છે તે હું છું ને જે છે તે એ છે !' રાજ્યશ્રીએ શરમાતાં નયનો નીચાં ઢાળીને કહ્યું,
‘એને તો પથ્થરનાં ઓશીકાં ભાવે છે.સત્યારાણીએ રાજ્યશ્રીને પ્રેમના દર્દમાંથી પાછી પાડવા કહ્યું.
કેવાં મીઠાં એ ઓશીકાં, બહેન ! મારા તેમને તો હું મારું અંગનું ઓશીકું આપીશ, હું પથ્થરને ઓશીકે પોઢીશ !'
‘ઘેલી રાજ ! એ તો કહે છે કે એક દહાડો સંસારનો સાચો પ્રેમી થવા મારા સર્વસ્વનું દાન કરી દઈશ ! રાજ , પાટ, સુવર્ણ, રોણ, ઘરબાર, સર્વસ્વનું દાન'
‘બહેન ! ત્યારે આ તમારી નાની બહેન પ્રેમ-ભિખારણ તરીકે વધુ શોભી ઊઠશે; અને ત્યાગમાં પણ એ પાછી નહીં પડે. હીરા, માણેક ને મોતીને પરણનારી નારીઓનો તો સંસારમાં ક્યાં તોટો છે ? પથ્થર, ઘાસ ને ફકીરીને વરનારી તારી બહેન જેવી તો કોઈક જ હશે !'
| ‘અતિ ઘેલછા વ્યાપી છે તને રાજ ! મને ભય લાગે છે. તારું ભલું હો, મારી બહેનડી.”
સત્યારાણી રાજને સોડમાં લઈ રહ્યાં.
પ્રેમપત્ર
સંસારના કેટલાક સ્નેહસંબંધો અનિર્વચનીય હોય જ , સગાં મા-બાપને કે માનાં જયાં ભાઈ-બહેનને પણ એ કહી શકાતા નથી !
રાજ્યશ્રીનું એવું જ બન્યું. એ પોતાની વહાલયોસી બહેન સત્યારાણીને પણ કહી ન શકી કે એને અંતરમાં શું શું વીતે છે ? મનનો બપૈયો વ્યાકુળ થઈને પ્રેમના બાગમાં કેવો અટવાયા કરે છે ! એને ન મિલનમાં સુખ છે કે ન વિરહ સહ્યો જાય છે !
સ્નેહનો દેવતા સંસારમાં મસ્ત ને અલ્લડ માણસોને દુ:ખી કરવામાં જ માનતો હોય છે. ગમે તેવા ચિંતાના તાપથી ક્યારેય ન કરમાનાર રાજ્યશ્રી સ્નેહની ચિંતાથી ફિક્કી પડી ગઈ. ન સુખની નિંદ છે, ન દિલમાં જંપ છે ! અધૂરામાં પૂરું મહાભારત યુદ્ધના વાવડ આવ્યા. કૌરવ-પાંડવોની સેનાઓ સામસામી ગોઠવાઈ ગઈ છે; અને શ્રીકૃષ્ણ પોતે અર્જુનનું સારથિપદ કરવાના છે, એવા વર્તમાન મળ્યા.
સ્નેહાળ સ્ત્રીઓ માટે લડાઈ જેવો દુર્ભાગિયો વખત બીજો નથી. પણ વાત સત્યારાણી ! એમણે શ્રીકૃષ્ણને ફૂલહાર પહેરાવ્યા, એમના પ્રયાણને શુભ શુકનોથી પોંખ્યું, અને જરૂર પડે પોતે પણ પડખે આવીને ઊભાં રહેશે એમ કહ્યું. સંહારમાં પણે સત્યારાણીનો કેવો અજબ રસ !
પણ મોટો પ્રશ્ન બલરામનો હતો. એમણે યુદ્ધ તરફ ધૃણા દાખવી હતી, અને પોતાનો વિરોધ પ્રગટ કરવા એ તીર્થયાત્રાએ સંચરતા હતા, એમને કેવી રીતે રોકવા?
શ્રીકૃષ્ણ જેવા ચતુર મુત્સદી પણ આ બાબતમાં કંઈ માર્ગ કાઢી શક્યા નહિ. એમણે સત્યારાણીને વાત કરી. પણ બલરામને રોકવાનું ગજું એમનું પણ નહોતું.
સત્યાદેવીએ આ મૂંઝવણ પોતાની નાની બહેન રાજ્યશ્રીને કહી. મોટી
296 1 પ્રેમાવતાર
Page #160
--------------------------------------------------------------------------
________________
બહેનની કોઈ એવી અપેક્ષા નહોતી કે નાની બહેન પોતાની મૂંઝવણમાં માર્ગદર્શન કરે; કેવલ હૈયાનો ભાર હળવો કરવા એમણે વાત કરી હતી.
પણ નાનીશી રાજ્યશ્રીએ એવી અજબ યુક્તિ બતાવી કે ભલભલાના કાન પકડાવી દીધા. બલરામને જતા રોકવા એણે એક અજબ યુક્તિ પોતાની બહેનના કાનમાં કહી બતાવી.
સત્યાએ એ સાંભળીને હર્ષાવેશમાં કહ્યું, ‘બિલકુલ યોગ્ય છે તારી વાત. તું કહે છે એ આ વાત કરીએ તો યુદ્ધના નાદથી રિસાયેલા બલરામ અત્યાર પૂરતા તો રોકાઈ જાય, પછી કાલની વાત કાલે; અણીનું ચૂક્યું સો વર્ષ જીવે.’
‘બહેન ! યુદ્ધ કુરુક્ષેત્રમાં થાય ને એના પડઘા આપણે ત્યાં પડે એ ઉચિત નથી. માટે જ મેં મારો આત્મભોગ આપવાનો નિર્ણય કર્યો છે.’ રાજ્યશ્રી છેલ્લું વાક્ય બોલતાં હસી પડી.
‘ભારે આત્મભોગ ! રે લુચ્ચી ! નેમ વિના તું જળ વિનાના મીનની જેમ તરફડે છે, એ શું અમે નથી જાણતાં ?' | ‘તમે તરફડતાં હશો !' રાજ્યશ્રીએ નાક ચઢાવી દીધું.
‘રાજ્યશ્રી ! દિલના ઉકળાટ વગર પ્રેમનાં વાદળ કદી બંધાતા નથી. તારી વાત કબૂલ છે. હમણાં જ તારા બનેવીને બલરામ પાસે મોકલું છું, પણ તેમને સમજાવવાની જવાબદારી તારે લેવી પડશે.”
રાજ્યશ્રી મૌન રહી, પોતાના નાવલિયાને મનાવવાનો ભાર પોતાના માથએ આવ્યો એ ઇષ્ટાપત્તિ હતી.
સત્યારાણી રાજ્યશ્રીની ઘનશ્યામ કેશાવલિ પર થોડી વાર હાથ ફેરવી માથું સૂંઘીને ચાલ્યાં ગયાં. એમને અત્યારે લડાઈની રણભેરીઓમાં લગ્નની શહનાઈ બજાવવાની વિચિત્ર યોજના કરવાની હતી.
બલરામને જતા રોકવા માટે રાજ્યશ્રીએ જે અજબ યુક્તિ બતાવી હતી તે પ્રમાણે રાજ્યશ્રીનાં લગ્ન લેવાં જરૂરી હતાં. બંધુપ્રેમના પરમ પૂજારી બલદેવજી તેમના લગ્નમાં હાજરી ન આપે એ કેમ બને ? પણ આ કામ સરલ નહોતું; બલરામજીનો કોપ એમનો પોતાનો હતો; છતાં એ કામ કરતાં વધુ વિટક કામ તો રેવતાચલ પર, સહસઆમ્રવનમાં તપ ને ચિતનમાં મગ્ન બનેલા નેમને દ્વારકામાં આણવા ને વરલાડા બનાવવાનું હતું !
એ વિકટ કામને પાર પાડવા રાજ્યશ્રી સજ્જ થઈ હતી. એણે શુભ શરૂઆત પણ કરી દીધી. એણે એકાંતમાં જ ઈને એક પત્ર લખવાનું વિચાર્યું. અને ઘેલી રાજ પત્ર લખવા પણ બેઠી.
298 D પ્રેમાવતાર
દરેક પ્રેમીને પ્રેમપત્ર લખવામાં જે પીડા થાય છે, એ પીડા એને સતાવી રહીઃ વહાલા તેમને ક્યા વિશેષણે સંબોધું ?
જે વિશેષણો સૂયાં એ સામાન્ય લાગ્યાં. આખરે રાજ્યશ્રીએ સહજ રીતે આવડે એવું લખવાનો નિર્ણય કર્યો. રે ! પોતાના પિયુ પાસે પોતાના મનની વાત લખવામાં શરમ કેવી ? એણે પહેલું વાક્ય લખ્યું :
વહાલમ ! વહેલેરા પધારજો રે !' શરૂઆત તો ઠીક થઈ, પછી અમે આગળ ચલાવ્યું : ‘કુંવારે અંતઃપુરેથી રે ! કુંવારી લખીતંગ હો લાલ; સત્રસેન રાયની બેટડી રે, રાજને અંગ ઉમંગ હો લાલ, વહાલમ ! વહેલેરા પધારજો રે !'
આટલું લખીને રાજ્યશ્રી કાગળ હાથમાં લઈને આંટા મારવા લાગી; અને પોતાના કોકિલ કંઠે લખેલું ગાવા લાગી. ગૃહોઘાનના આમ્રવૃક્ષ પર બેઠેલી કોકિલા રાજ્યશ્રીની સામે ટહુકો કરી રહી !
બંને જણાં સામસામાં ગાવા લાગ્યાં. રાજ્યશ્રીને લાગ્યું કે કોકિલાના કંઠમાં જરૂર થોડી મિષ્ટતા હશે, પણ મારા વહાલાનું નામ ક્યાં છે ? નેમના નામ વગર મીઠાશ સંભવે પણ ક્યાંથી ? કોકિલાના સૂર એને કડવા લાગ્યા.
રાજ્યશ્રીએ ફરી વાર પોતે લખેલી પંક્તિઓ ગાઈ, જરા જોરથી ગાઈ ! રખેને પાસે સૂતેલી કોઈ સખી જાગી ન જાય માટે વળી ધીરેથી ગણગણવા લાગી; પણ એટલામાં તો રાત ઘણી વીતી ગઈ. દ્વારિકાની ગાયોને ચરવા માટે જનારા ગોવાળિયાના અવાજો આવવા લાગ્યા.
રે ! આમ કરતાં કરતાં તો રાત પૂરી થઈ જશે, ને પત્ર અધૂરો રહી જ શે; અને દિવસે તો પત્ર લખાશે પણ નહિ !
રાજ્યશ્રી ફરી પત્ર લખવા લાગી. એણે વિચાર્યું કે ભક્તિને વળી વિભક્તિ કેવી ? મારે તો મારા મનના ભાવ પ્રગટ કરવા છે ને ! જેવું આવડે એવું લખવું. અને એ લખવા લાગી :
‘વંદના વાંચજો માહરી રે, હેતે જોડી કહું હાથ, હો લાલ; અત્રે ખુશીમાં હું ખરી રે,
સાથમાં સહિયર સાથ હો લાલ,
પ્રેમપત્ર 1 299.
Page #161
--------------------------------------------------------------------------
________________
વહાલમ ! વહેલેરા પધારજો રે !
તમ કુશળનો કંથજી રે,
લખજો જરૂ૨ જવાબ હો લાલ;
વિશેષ વાંચી પત્ર માહો, રે બીજો પાઠવજો આપ હો લાલ,
વહાલમ ! વહેલેરા પધારજો રે !
રાજ્યશ્રીને લાગ્યું કે આ તો ફક્ત વ્યવહારની વાતો થઈ. એથી કંઈ નેમને મારા અંતરની ખબર ન પડે. અને પિયુના પત્રમાં તો અંતરના ભાવ આલેખવા જોઈએ. મનમોહનથી મનચોરી કેવી ? બેનાં એક બનવું, એનું નામ અંતરપ્રીત ! રાજ્યશ્રી હવે ગંભીર થઈને લખવા લાગી :
‘વહાલા ! તમશું વિવાહ રચ્યો રે, ત્યારથી વધ્યાં મનનાં સુખ હો લાલ; નામ જાણતાં નેમજી રે,
મનમાં વરસ્યાં સુખપીયૂષ હો લાલ !
વહાલમ ! વહેલેરા પધારજો રે ! અંતરથી ભજે તમને રાજુલ નાર રે ! મનડું લાગ્યું છે માહરું રે, તમશું નેમ નગીન હો લાલ;
જંપે વળે નહિ જાગતાં રે, જાય દોહ્યલી રાત હો લાલ.
વાહલમ ! વહેલેરા પધારજો રે !
કીરિત સાંભળું તમ તણી રે, મારું ચળે છે ચિત્ત હો લાલ;
જેમ જેમ જાય દહાડલા રે, તેમ તેમ વધે છે પ્રીત હો લાલ.
વહાલમ ! વહેલેરા પધારજો રે !'
પ્રભાતિયો તારો આભમાં ઊગ્યો હતો, ને દીવાની જ્યોત ઝાંખી થતી હતી. રેવતાચલની કંદરામાં ચરવા આવેલી ધેનુઓના ગળાની ઘંટડી રણઝણતી હતી. ઘંટીએ બેઠેલી ગોપનારીના કંઠનું ગીત ને વલોણે વહાલ કરતી કન્યાઓના કંકણના રણકાર શાંતિમાં સંગીત પૂરતાં હતાં. કૂકડો દૂર દૂર બોલતો સંભળાતો હતો.
રાજ્યશ્રી ડરી ગઈ. રખેને હમણાં કોઈ સખી જાગી જાય અને પોતાનું કાર્ય અડધે અટકી જાય, એ બીકે જલદી જલદી લખવા માંડ્યું.
300 ] પ્રેમાવતાર
‘લાડ કરીશ તમ કને રે,
જોતું માગીશ જરૂર હો લાલ;
વાતો કરીશ વહાલથી રે, ત્યારે ધરશે ધીર ઉર હો લાલ.
વહાલમ ! વહેલેરા પધારજો રે !
સુખના સાગર નેમજી રે, પૂરા કરો મુજ કોડ હો લાલ; જાન જબરી લઈ આવજો રે. પુરવા રાજુલની આશ હો લાલ.
વહાલમ ! વહેલેરા પધારજો રે !' કાગળ લખાઈ ગયો. રાજ્યશ્રીએ ફરી ફરીને એ વાંચ્યો. ત્યાં તો સૂરજનો સારથિ અરુણ દ્વાર પર આવીને ઊભો. આ વખતે રાજ્યશ્રી સ્વયં પ્રકાશમૂર્તિ બની ગઈ હતી. એણે ગડી વાળીને પત્ર તૈયાર કર્યો. ત્યારે એને યાદ આવ્યું કે પત્ર પાઠવવા માટે સુજાન સખીની આવશ્યકતા છે. મનમાં પ્રશ્ન થયો : કઈ સખીને મોકલું?
કુંવારીને ? ના રે, એને શી ગમ પડે વાગુદત્તાની વેદનાની ?
પરણેલીને બોલાવું ? ના રે, એનો રસ કુરસ થઈ ગયો હોય, એને આ બધામાં
કંટાળો આવે.
છેવટે એણે નિશ્ચય કર્યો કે આ કામ માટે મધુમાલતી જ યોગ્ય છે. એ પણ મારી જેમ વાગ્દત્તા છે; અને એનો નાવલિયો કુરુક્ષેત્રના સમરાંગણે સંચર્યો છે ! રાજ્યશ્રીએ સૂતેલી સખીઓમાંથી મધુમાલતીને ધીરેથી જગાડી. લાલ કમળ જેવા નયનવાળી મધુમાલતી કાષ્ઠપૂતળીની જેમ ખડી થઈ ગઈ.
રાજ્યશ્રીએ એને પોતાની પાછળ પાછળ આવવા સંકેત કર્યો.
મધુમાલતી ચકોર સખી હતી. એણે પગનાં ઝાંઝર ધીરેથી ઊંચાં કરી લીધાં,
ને ઊંચે પગે રાજ્યશ્રીની પાછળ પાછળ ચાલી.
બંને જણા અંદરના ખંડમાં પ્રવેશ્યાં.
દીવે શગ ચઢી હતી,. પથારી એમની એમ પડી હતી. લખવાનાં સાધનો અહીંતહીં વેરાયાં હતાં.
‘સખી ! શું આખી રાત જાગી છે ?' મધુમાલતીએ સ્વાભાવિક રીતે પ્રશ્ન કર્યો. ‘મુજ જેવીને ઊંઘ ક્યાંથી ?
પ્રેમપત્ર – 301
Page #162
--------------------------------------------------------------------------
________________
*સખી ! નેમ જેવો વર મળ્યા પછી જે ઊંઘે એ અભાગણી કહેવાય !' મધુમાલતીએ સખીને સાંત્વન મળે એ રીતે કહ્યું.
‘હવે ખોટી ખુશામત ન કર !'
‘સાચું કહું છું બહેન ! આવા વર માટે તો હું સાત સાત ભવ ઓવારી નાખું. એક આખો ભવ એનાં સ્વપ્ન જોવામાં પૂરો થઈ જાય. રે રાજ્યશ્રી ! નવવધૂ બનીને એ પ્રીતમને મળવા જતાં વળી બીજા બે ભવ નીકળી જાય, અને એને આર્લિગતાં...રાજ્યશ્રી ! માણસનું મુક્તિદ્વાર જ ખૂલી જાય. સત્યમ્, શિવમ્, સુંદરમ્, નિરંજન, નિરાકાર !' ચતુરા મધુમાલતી વાત કરતાં કરતાં જાણે રસમાં નિમગ્ન બની ગઈ.
‘મધુમાલતી ! તું ખરેખર ચતુરા નાર છે. મારી પસંદગી યોગ્ય પર ઊતરી છે, મારું એક કામ કર !’
‘કહે સખી, તને પ્રિય એવું શું કામ કરું ?'
‘તું પત્રદૂત બનીને નેમ પાસે જા !'
‘નેમનગીના પાસે ? ભારે મીઠો માનવી છે. જરૂર જઈશ. એની વાતો ભૂખ્યાને ભાવતાં ભોજન મળ્યા જેવી મીઠી લાગે છે, જાણે સાંભળ્યા જ કરીએ. એની સાથે થોડી વાતો પણ કરતી આવું ને ?'
“મને ઈર્ષ્યા થશે, સખી ! નેમની સાથે વાત કરવાનો અધિકાર તો મારી એકલીનો જ !'
ગઈ.
‘તો હું શું કરું ?'
‘પત્ર આપીને પાછી ફરી જજે.'
‘જવાબ માટે ન થોભું ?'
‘થોભ૪. મૂંગી મૂંગી જવાબ સાંભળીને પાછી ફરજે.' રાજ્યશ્રી બોલે બંધાઈ
‘અને નેમ કંઈ પ્રશ્ન કરે તો ?' મધુરે સામો પ્રશ્ન કર્યો.
‘તોપણ તું મૂંગી રહેજે.' રાજ્યશ્રીનું પ્રેમભક્તિભર્યું હૃદય પોતાનો પ્રીતમ બીજા કોઈ સાથે વાત કરે એ પણ સહન કરવા તૈયાર નહોતું.
‘એમ કરીશ તો હું સારી લાગીશ ? તારા પત્રદૂત તરીકે શોભીશ ?' મધુમાલતીએ વળી પ્રશ્ન કર્યો, ‘નેમને એમ તો નહિ લાગે ને કે જેની સખી મૂંગી એની સ્વામિની કેવી હશે ?’
‘ના, ના, મધુ ! મને માફ કર ! તું તારે એમની સાથે મન ભરીને નિરાંતે વાત 302 – પ્રેમાવતાર
કરજે. એ કહે તો મારો પત્ર ગાઈને સંભળાવજે ! મધુ ! મને તારો ભરોસો છે, મારા નેમનો પણ ભરોસો છે.’
‘ભરોસો નેમનો રાખજે ! એ તો મને હંમેશાં વિશ્વપુરુષ લાગ્યો છે. જાણે જગતને મોહમાયાના ફંદામાંથી બચાવવા જ અવતર્યો ન હોય. પ્રશ્ન તો એ થયા કરે છે કે ભલા, એ તારી કેદમાં સપડાશે ખરો ?’
‘સખી ! તું ભૂલે છે. રાજ્યશ્રીની કેદમાં પડવા માટે તો કંઈ કેટલા ભવનું પુણ્ય જોઈએ. પણ ન માલૂમ કેમ, હું આ નેમ પાસે નાની થઈ જાઉં છું. લે, આ કાગળ વાંચી જો. કંઈ અનુચિત તો લખાયું નથી ને ?'
મધુમાલતીએ પત્ર વાંચીને કહ્યું, “અરે ! આમાં ખાસ વાત તો રહી ગઈ. લખનારનું નામઠામ તો લખ્યું, પણ જેના ઉપર પત્ર લખ્યો એનું નામઠામ તો છે નહિ.'
‘તે તું ઉમેરી લે.’ રાજ્યશ્રીએ કહ્યું.
મધુમાલતીએ પત્રની શરૂઆતમાં થોડીએક પંક્તિઓનો ઉમેરો કરતાં લખ્યું,
‘સ્વસ્તિ શુભ સ્થાન છે રે,
શહેર દ્વારિકા ધામ હો લાલ તેમાં વસો વહાલા તમે, નિર્મળ નેમજી નામ હો લાલ
રાજુલ લખે નાથ નેમને હો લાલ
વહાલમ ! વહેલેરા પધારજો રે !'
પત્ર પૂરો થયો. રાજ્યશ્રી પોતાની સખીને રવાના કરતાં એને ભેટી પડી અને બોલી, મારા વહાલાને કહેજે કે આષાઢના પહેલાં વાદળ આકાશમાં બંધાય કે આપણે લગ્નદીક્ષા લઈશું, વગર આનાકાનીએ તું આવજે. તારી રાજનું આટલું કહેવું માનજી. પછી જીવનભર રાજ તારું કહ્યું માનશે.'
મધુમાલતીએ જવાબ ન દીધો. રાજ ફરીથી એના કપોલપ્રદેશ પર ચૂમી ચોડી
રહી.
રાજ ! બદલો લેવાનું મન થાય છે; પણ ના, ના, બદલો લેનારને હું તોડી લાવું છું અબઘડી !' બોલતી બોલતી મધુમાલતી આકાશી વાદળીની જેમ સરી ગઈ. રાજ્યશ્રી દિવાસ્વપ્નમાં પડી ગઈ.
પ્રેમપત્ર – 303
Page #163
--------------------------------------------------------------------------
________________
40
સિંહ માત્ર પરાક્રમી છે; પણ હાથી તો પરાક્રમી અને બુદ્ધિમાન બંને છે. એ કોઈનો લીધેલો પીછો છોડતો નથી, જાણે જીવતા મોતનો પીછો !
મધુમાલતી મનમાં વિચારી રહી : રે ! મોતથી તો કોણ ડરે છે; પણ પોતાની પ્રાણપ્રિય સખીનું કામ પૂરું કર્યા વગર મરવું એ જ ભારે દુઃખ કર છે. - હવે તો હાથી થોડા જ કદમ દૂર રહ્યો હતો. નિરાશ, ભગ્નાશ મધુએ સામે એક કૂવો જોયો. એણે વિચાર્યું કે હાથીની સૂંઢમાં ઝડપાઈને એના પગ નીચે ચગદાયું એના કરતાં આ કૂવો શું ખોટો છે ? દ્વારિકાના સુગંધભર્યા નાનાગારોમાં રાજ સાથે ઘણી જલક્રીડા માણી છે, તો અહીં પણ મરતાં પહેલાં થોડી વાર તરવાની મોજ લઈ, દેહ-ચિત્તથી શીતળ થાઉં. આમ વિચારી મધુએ કૂવામાં ઝંપલાવ્યું.
પણ જેનું જીવન શેષ છે એને મારનાર કોણ છે ? કૂવાના કાંઠે ઘેઘૂર વડલો હતો. એ વડલાની મોટી મોટી વડવાઈઓ એમાં લટકતી હતી ! ડૂબતો માણસ તરણાને પકડે, એમ મધુએ એક વડવાઈને પકડી લીધી.
હાશ, બચ્યા ! મોતનો તાત્કાલિક ભય દૂર થયો. મધુએ વિચાર્યું કે થોડી વારમાં હાથી થાકીને પોતાને રસ્તે પડશે, હું મારા રસ્તે પડીશ !
રે રાજ ! નિશ્ચિત રહેજે , તારા નેમ-નગીનાને પત્ર પહોંચાડ્યા વગર નહિ
નેમ
રાજ્યશ્રીનો પ્રેમપત્ર લઈને રેવતાચળ પર જતી મધુમાલતીને વાદળ ભેટી રહ્યાં, વર્ષા ભીંજવી રહી, અને ગર્જના ગભરાવી રહી !
ઓછા વરસાદથી અને અતિ ગરમીથી અકળાતા કેસરીસિંહો ધોરી માર્ગો પર આંટા મારતા હતા. એમની ગર્જનાઓ મધુમાલતીના વેગમાં ખલન કરી રહી.
મધુમાલતી જેવી સુંદર હતી, એવી જ સાહસિક હતી. માર્ગમાં કોઈ વિદન નડે તો એનો સામનો કરવા માટે એ નાનાં તીર- કમાને પીઠ પર લટકાવ્યાં હતાં ! પણ એ શોભાનાં હતાં કે સાહસનાં એ તો વખત આવે ખબર પડે !
પહાડના રસ્તા દુર્ગમ, કાંટાળા અને કેડી વગરના હતા. પોતાના પગની પાનીને એ નાજુક ઉપાનહોથી સાચવતી હતી, છતાં કોઈક કાંટો આરપાર ઊતરી
જતો !
એ વખતે મધુમાલતી પોતાની સખી રાજને યાદ કરતી ને વિચારતી કે એ મસ્ત સખીના વજહૈયાને પ્રેમનો કાંટો કેવો આરપાર વીંધી રહ્યો હશે ! એની વેદના પાસે મારી વેદના તુચ્છ છે !
રે ! પોતાની સખીએ કેવા વિચિત્ર નર સાથે પ્રીતિ બાંધી હતી ! વાતો વાદળથી કરે, અને ચર્ચા આત્માની કરે ! અરે ! ભોળા કુમળા દિલની નારીના લાડકોડ એમ કેમ પૂરા થશે !
મધુમાલતી આવા આવા વિચારો કરતી માર્ગ કાપતી હતી; ત્યાં એકાએક ભયંકર સુસવાટો સંભળાયો. મધુમાલતી છળી ગઈ. વાંકી ડોક કરીને જોયું તો પાછળ જંગલનો ભયંકર હાથી દોડ્યો આવે. પોતાના રાજ્યમાં દાખલ કરવા માટે જાણે એ આ છોકરીને સજા કરવા માગતો હતો.
આગળ મધુ, પાછળ વનરાજ .
મધુ કંઈક સ્વસ્થ થઈ અને એણે ચારે તરફ જોવા માંડ્યું. સુષ્ટિ પુરબહારમાં ખીલી હતી.
નવમેધ ચારે તરફ ઘેરાતા આવતા હતા. મયૂર પોતાની કેકા રેલાવતા હતા. આમ્ર પર કોયલ અને બપૈયા આખો દિવસ બોલ્યા કરતા હતા.
એ જોઈ મધુ પણ તાનમાં આવી ગઈ. એ બોલી, ૨ ! તમે વાણી વદ્યા કરો. મારી સખી રાજ્યશ્રી પણ પહેલાં આવી જ વાચાળ હતી; પણ પ્રેમનો કાંટો વાગ્યો અને મૅગી બની ગઈ. તમને પણ એક દહાડો પ્રેમનો કાંટો વાગશે ને તમે મૂંગાં બની જ શો; એ દિવસે મને યાદ કરજો !
મધુ વડવાઈની ડાળીએ ત્રિશંકુની દશામાં લટકતી હતી. પણ જીવ બચ્યાના આનંદ પાસે આ વિપત્તિ નગણ્ય હતી; અચાનક એની નજર કૂવાના તળિયે ગઈ અને ત્યાં મધુએ જે જોયું એથી એનાથી રાડ પડાઈ ગઈ.
કૂવાનું તળિયું સાવ કોરું હતું અને ત્યાં એક મહાકાય અજગર મોં ફાડીને બેઠો હતો. કોઈ મોંમાં આવે અને ઓહિયાં કરી લઉં !
ભ્રમની વ્યગ્રતામાં મધુએ કૂવાના તળિયા પરથી નજર ખેસવીને એની જર્જરિત દીવાલો પર નાખી, પણ ત્યાંય એવું જ કારમું દશ્ય જોયું. ચાર ચાર સર્પ બલ્બ
નમ 1 305
Page #164
--------------------------------------------------------------------------
________________
જીભોના લપકારા મારી રહ્યા હતા. એમને પેટ ભરવાનો સવાલ નહોતો, માણસ એને ખાદ્ય તરીકે પસંદ પણ નહોતો; પણ મનુષ્ય તરફનો ભય એમને વ્યાકુળ બનાવી રહ્યો હતો, કોઈ પાસે આવ્યો કે ઝેરની પિચકારી મારી જ છે ને !
| ‘અમને મારે તો ?* સાપના વ્યાકુળ દિલમાં આ ચિતા હતી. તેમની ફિલસૂફી મધુને યાદ આવી રહી, જો એ પ્રાણીઓને કોઈ ખાતરી કરાવી શકે કે માણસ તમારો મિત્ર છે, તો તો વિષધર સાપ પણ, શિવના ગળાની જેમ, તમામ સંસારીઓના ગળાનું ઘરેણું બની રહે !
સંસારમાં શત્રુતા ભયને કારણે છે. જેમકુમાર કહે છે કે તમારા અંતરને પ્રેમનાં ઘરેણાં પહેરાવો, અને પૃથ્વી પદ્મની જેમ પ્રફુલ્લી રહેશે.
બિચારી મધુની ભારે અવદશા થઈ. જે તેમનું નામ લેતાં કાંટા પોતાનાં મુખ નીચાં કરી લેતાં, એ તેમના નામનો પ્રેમપત્ર લઈને જનારી મધુને માથે કેવી રામકહાણી થઈ !
પણ મધુને એટલી હૈયાધારણ હતી કે સૂઢ પ્રસારીને છીંકોટા નાખતો હાથી, મોં પહોળું કરીને બેઠેલા અજગર ને ઝેર ઓકતી બે જીભવાળા સર્પરાજા - એ બધાં ઝખ મારે છે, જ્યાં સુધી વડવાઈનો મજબૂત આધાર એના હાથમાં છે !
મધુમાલતી આમ વિચાર કરી રહી હતી ત્યાં એની નજર ઊંચે એક ઉંદર પર પડી, એ ઉંદર ધોળો હતો. એની પાસે બીજો એક કાળો ઉદર હતો. મધુ વધુ ધ્યાન આપી રહી. થોડી વારમાં જ એને ખ્યાલ આવ્યો કે જેના પર પૂર્ણ ભરોસો રાખીને પોતે આટઆટલાં સંકટો સામે નિશ્ચિત રહી છે. એ વડવાઈને જ એ બે ઉંદરો કર કોલતો હતો.
થોડી વારમાં હાથીએ ભયંકર કિકિયારી કરી અને વડલાના થડને સુંઢની ચૂડ ભેરવી !
ભૂખી-તરસી, થાકેલી-હારેલી મધુ છળી ગઈ. હાય બાપ ! દીન-હીન બનીને અંતરથી એ નેમકુમારને યાદ કરી રહી !
એટલામાં વડલાની ઊંચી ડાળ પર રહેલા મધપૂડામાંથી ટપ કરતું મધનું એક બિંદુ ટપક્યું. બરોબર મધુમાલતીના પ્રવાલ જેવા હોઠ પર !
યોદ્ધાના મ્યાનમાંથી તલવાર નીકળી આવે, એમ મધુના મુખમાંથી જીભ બહાર નીકળી આવી, ને હોઠ પર પડેલા મધને ચૂસવા લાગી, કેવો મધુરો સ્વાદ ! દ્વારકાના મહેલનાં પકવાનો પણ આની પાસે ફિક્કા લાગે !
મધની મીઠાશ આગળ મધુ બધું ભૂલી ગઈ. હાથી હોય તો ભલે હોય. અજગર હોય તો ભલે સળવળતા રહ્યા, કોઈની ચિંતા એને ન રહી ! આ સ્વાદ, આ
306 3 પ્રેમાવતાર
મધુરતા, આ મિષ્ટતા ફરી ક્યાં સાંપડવાની હતી ?
મધુ મધના સ્વાદમાં મગ્ન હતી ત્યાં તો વડલો ડોલ્યો : હાથીએ એને અડધો ચીરી નાખ્યો હતો. અડધી ડાળોની સાથે મધુ ખેંચાણી; પણ મધુ તો હજીય મધના આસ્વાદમાં બીજી બાબતોની ચિંતા ભૂલી ગઈ હતી ! - વડવાઈ ખેંચાણી, મધુમાલતી એની સાથે ખેંચાણી અને પહાડની કંદરાને ભેદતી એક કારમી ગર્જના સંભળાઈ ! એક સાથે સાત સિંહોની એ ગર્જના !
આકાશી ગર્જનાને ઝાંખી પાડે એવી ગર્જના ! જંગલમાં ભયનો સન્નાટો છવાઈ ગયો. રોઝ, હરણ, સાબર ડરીને બેહોશ બની ગયાં !
હાથી પણ ડર્યો. એ પહાડ જેવા પ્રાણીને પણ મોતની ચિંતા સતાવતી હતી. ભૂસેટીને એ ભાગ્યો !
સપ્તસિંહ એ માર્ગ પરથી વહી ગયા, બીજાં જાનવરો દૂર દૂર ચાલ્યાં ગયાં.
વડવાઈઓની વચ્ચે વીંટાળેલી મધુમાલતી થોડી વારે સ્વસ્થ થઈ. એક વાર એને થયું કે પાછી ફરી જાઉં, પણ ના, ના, મધુ નિશ્ચય કરી રહી : પત્ર પહોંચાડતાં કદાચ મારે મૃત્યુલોકમાં પહોંચી જવું પડે, તો ભલે પડે, પણ પીછે કદમ તો નહિ જ!
મધુ ખડી થઈ, એણે વસ્ત્ર ખંખેર્યા, વાળ સમાર્યા પત્ર કાઢયો ને વાંચ્યું. એને થયું કે પ્રાણનો ત્યાગ કરવો પડે તો ભલે પણ આ પ્રેમપત્ર પહોંચાડવાની કામગીરી તો અવશ્ય બજાવવી !
મધુએ આગળ કદમ બઢાવ્યા. હવે તો રાહ સ્પષ્ટ હતો. જરા થોડું ચાલી કે નેમની ભાળ મળી ગઈ. ભાળ આપનારે કહ્યું કે સહસઆમ્રવનની પાછળ આવેલી ઉપત્યકામાં નેમ વિહરી રહ્યા છે. એ પણ દિવસોથી કંઈક ચિંતિત છે.
યુવાનીના અંતરમાં ચિંતા કોની હોય ? એક ને એક બે જેવી વાત છે. ચિંતા હોય છે ચતુરા નારની ! જુવાન તન, મન, ધન-સર્વસ્વને જુગારીના એક દાવની જેમ ફેંકી દઈ શકે; ન ફેંકી દઈ શકે એકમાત્ર પ્રેમભરી કોઈ જીવની યાદને ! એને છોડવા માગે એમ એ વધુ વળગે, ને ભૂલવા માગે એમ એ વધુ યાદ આવે !
મધુ થાકેલી-હારેલી હતી, પણ તેમની ભાળથી રાજી રાજી થઈ ગઈ. રેવતાચળની એ ભોમિયણ હતી. જેમકુમારને શોધી કાઢતાં એને વાર ન લાગી.
આકાશના રતુમડા પ્રકાશમાં એક આમ્રવૃક્ષ નીચે નેમ પલાંઠી વાળીને બેઠા હતા. હમણાં જ ધ્યાનમાંથી જાગ્યા હોય એવો એમનો ચહેરો હતો.
‘પ્રણામ નેમકુમાર !' આવ મધુ ! આવ ! હું રાહમાં જ હતો કે તું આવીશ.’
નેમ D 307
Page #165
--------------------------------------------------------------------------
________________
એમ કેમ ?” મધુને આશ્ચર્ય થયું, ‘રાજકારણમાં જેમ જાસૂસી મહત્ત્વની હોય છે, તેમ તમે પણ જાસૂસી ખાતું રાખતા લાગો છો.*
ના મધુ,’ નેમકુમારે ટૂંકો જવાબ આપ્યો, પણ એમાં મિષ્ટતા એટલી ભરી હતી કે ગમે તેવી માનુની માન મૂકી દે. મધુએ વિચાર કર્યો કે આવા નર પાસે રાજ્યશ્રી ગમે તેવી પોલાદની હોય તોપણ મીણ બની જાય એમાં શી નવાઈ ?
‘રાજ્યશ્રી આપને યાદ કરે છે.” મધુએ કહ્યું.
‘જરૂર. અમે એક ચેતનનાં બે અડધિયાં છીએ, મધુ ! હું પણ રાજ્યશ્રીને યાદ કરું છું.’ નેમકુમારે કહ્યું.
‘તમારી પુરુષોની તો વાત જ મૂકો ને ! વાતમાં કશો માલ ન હોય અને મોણ નાખો એટલું બધું કે બિચારી ભોળી નારને ભરમાવી મૂકો.”
‘ના મધુ, પુરુષ સદા સ્ત્રીને ઝંખ્યા કરે છે.”
‘ઠાલી મીઠી વાતોથી શું વળે ? કહો જોઉં, આ પર્વતમાં ફર્યા કરો છો, તે કેટલી વાર મારી સખીને યાદ કરી ? કેટલા પત્ર લખ્યા ? ભારે ચાલાક છો. પહેલાં સ્ત્રીને ફોસલાવો, એની સાથે લગ્ન કરી, થોડા દહાડા એને સ્વર્ગસુખ આપો ને પછી પોબારા ગણી જાઓ. કાં લડાઈએ જાવે, કાં વ્યાપારે સંચરો, કાં પર્વત પર ધ્યાન કરવા ચાલ્યા જાવ ! પેલી બિચારી નિસાસા નાખતી વિયોગથી દાઝેલી વિરહિણી કાવ્ય બનાવતી બનાવતી ભલે કમોતે મરે .”
મધુ ! ભારે કુશળ છે તું તારી સખીના અંતરની વાતો કહેવામાં. તું જેમ કહીશ તેમજ હું કરીશ. વારુ, કયા કામે તું આવી છે ?' નેમકુમારે મીઠાશથી કહ્યું.
મારી સખીનો પત્ર તમને આપવા અને એનો જવાબ લેવા.'
મધુએ પત્ર આપ્યો. જેમકુમારે ભાવથી વાંચ્યો, ફરી વાંચ્યો. થોડી વાર મૌન રહ્યા ને બોલ્યા, ‘મધુ, કર્મની રચના અજબ છે. તીર્થંકર કે ચક્રવર્તીને પણ એ નથી છોડતાં. સ્ત્રીમાત્રમાં નીરસ હું, બ્રહ્મચારી રહી બ્રહ્મની સાધના કરવાના ચિત્તવાળો હું, કેવી રીતે તારી સખીમાં લોભાઈ ગયો, એ જ મને હજી સમજાતું નથી !'
મારી પણ એ જ મુંઝવણે છે. રાજ્યશ્રી તો સાવજની શાસનકર્તા ! ચિત્તાને કૂતરાના ગલુડિયાની જેમ રમાડનારી ! પણ તમારી સાથે મિલન થયા પછી એ સાવ ફરી ગઈ છે. કોઈ રમતમાં એનું ચિત્ત ચોટતું નથી. ખાવામાં તો મુનિ બની ગઈ છે અને નિદ્રામાં યોગિનીનું અનુકરણ કરી બેઠી છે ! એને શું થયું છે, એ જ સમજાતું નથી. અલબત્ત, નર ચાહે નારીને, નારી ચાહે નરને, ચાહનાના આ ચક્ર પર જ સંસારનો રથ ચાલે છે. પણ આ મારી સખીએ તો જાણે નવી નવાઈનો પ્રેમ કર્યો છે!” મધુમાલતી રસ્તાનો થાક આ રીતે અંતરની ચીડ પ્રગટ કરીને ઉતારી રહી.
308 પ્રેમાવતાર
એને મનમાં ઓછું આવતું હતું કે જેમકુમાર રાજ્યશ્રીના વિચારોમાં એવા લયલીન છે કે મારા પ્રવાસની કુશળતા પૂછવાનું પણ વીસરી ગયા છે. પ્રેમ વિવેકને વિસરાવી દે છે તે આનું નામ !
મધુ સંયમ રાખીને બોલી, “પત્રનો જવાબ આપો, નેમ !! ‘જવાબમાં હું તારી સખી પાસે હાજર થાઉં તો ?' ‘એનાથી રૂડું શું ? વિવાહ જલદી રચવાના છે.” ‘બલરામને રાજી કરવા માટે, ખરું ને ?'
‘હા ગૃહક્લેશને ઠારવા. લગ્ન થાય તો બલરામ તીર્થયાત્રાએ જતાં રોકાઈ જાય. શ્રીકૃષ્ણ હસ્તિનાપુર જતા થંભી જાય.” મધુએ સ્પષ્ટ કર્યું.
‘પણ આ બધું કેટલા દહાડો ચાલે ?” ‘લગ્ન જેટલા દિવસ ચાલે તેટલા દિવસ.' પછી શું ?'
‘ભલા કુમાર ! જાણતા નથી કે અણીનો ચૂક્યો સો વર્ષ જીવે ?” મધુમાલતીએ નેમને દુન્યવી ડહાપણ આપવા માંડ્યું.
- “મધુ ! મનનો વ્યાપાર જ આ બધામાં કારણભૂત છે. આત્મા જાગ્યો નથી ત્યાં સુધી આવી બધી લડાઈઓ ચાલતી જ રહેવાની, માટે આત્માને જગાડવાની વાત
કરો. *
જાગવાની કે જગાડવાની જે વાત કરવી હોય તે મારી સખી સાથે કરજો . નેમકુમાર, હું તો તમને લઈ જઈને એની નજરે કરી દઉં એટલે મારું કામ પૂરું.” મધુએ ઊભા થતાં કહ્યું, ‘લો ત્યારે ચાલો નેમ-રાજ !'
‘હું નેમ ને તારી સખી રાજ ! વાહ, સરસ સંબોધન છે !' નેમકુમારે ઊભા થતાં
મધુને નેમ રસિક લાગ્યા.
નેમ D 309
Page #166
--------------------------------------------------------------------------
________________
41
બધા જ્યારે દ્વારકાના રાજભવનમાં એકત્ર થઈ રહ્યા હતા, ત્યારે મધુમાલતી નેમને લઈને રાજ્યશ્રી પાસે પહોંચી.
રાજ્યશ્રી તો પોતાના પ્યારા પ્રીતમને જોઈને હરખઘેલી બની ગઈ. એ દોડીને સ્વામીના ચરણમાં પડીને જ ગળગળા સાદે બોલી, ‘રે સ્વામી ! આટલા નિષ્ફર ?”
મધુમાલતી, જે અત્યાર સુધી તેમને અનુકૂળ થઈને ચાલતી હતી, એની હાએ હા કરતી હતી, એ હવે ગુસ્સે થઈને બોલી :
‘રાજ ! તારો સ્વામી તારા જેવી સુવર્ણલતાઓને પ્રજાળવામાં કુશળ છે, એટલું જ નહિ અવિવેકી પણ છે ! મારો પ્રવાસ સુખપૂર્વક થયો કે નહિ, એટલું પૂછવાનોય વિવેક એણે ન દાખવ્યો. સખી, તું ચેતતી રહેજે . મેં તો સંસારની સ્વાર્થબાજી જોઈ લીધી.”
“મધુને મારગમાં મધુનો આસ્વાદ મળ્યો, એ હું જાણું છું.” નેમકુમારે ધીરેથી
નેમની માયાજાળ
કહ્યું.
‘શું જાણો છો ? ખાખ ! ન જોયા હોય તો મોટા ત્રિકાળજ્ઞાની !” મધુમાલતીએ નાક ચઢાવીને કહ્યું.
“મધુ ! મારી પાસે આવતાં તારા માર્ગમાં તને હાથી મળ્યો હતો, ખરું ને?” નેમકુમારે જરા પણ ચિડાયા વગર શાંતિથી પ્રશ્ન કર્યો.
‘હા, *
મધુમાલતી ગળાના હારની જેમ જાળવીને નેમ-નગીનાને પર્વત પરથી નીચે લઈ આવી. આ એનો મોટો વિજય હતો, કારણ કે નેમ ભારે નક્કી ગણાતો હતો અને સીધી વાત મુકે તેવો એનો સ્વભાવ નહોતો.
સત્યારાણીએ આખા નગરમાં ફેલાવેલા પોતાની બહેનનાં ઘડિયાં લગ્નના સમાચારોએ લડાઈના ગંભીર વાતાવરણમાં લગ્નની ખુશી જન્માવી હતી; અને બધે ઉત્સવની જ વાતો થતી હતી
આગળ અષાઢનો મહિનો હતો. સામાન્ય રીતે એ વેળા વર્ષાના દિવસો હોવાથી અગવડના ભયે, લગ્ન જેવા સમારંભો ભાગ્યે જ યોજાતા; પણ આ લગ્નમાં કોઈએ એની ચર્ચા જ ન કરી !
લગ્નની તૈયારીઓ બંને પક્ષથી શરૂ થઈ ગઈ, તેમાં યાદવ સત્રાજિતની તૈયારીઓ અપૂર્વ બની રહી. શ્રીકૃષ્ણ જેવા પોતાના દ્વારે આવે, બલરામ જેવા સાથે હોય, નેમ જેવા અલગારી જમાઈ બનીને આવતા હોય, ને છપ્પન કોટી યાદવનો સંઘ જાનૈયા તરીકે હોય, ત્યારે કોઈ વાતની કચાશ રાખી કેમ પાલવે?
સત્યારાણી તો રાત-દિવસ ભૂલી આ કાર્યમાં ગૂંથાઈ ગયાં, સૌથી પહેલાં એ બલરામજીને મળી આવ્યાં. બલરામજી તો પ્રયાણની તૈયારીમાં લાગ્યા હતા. આ સમાચાર જાણી એ નીચે બેઠા ને લગ્નની તૈયારીઓનો વિચાર કરવા લાગ્યા. તેમણે તાબડતોબ રાજા સમુદ્રવિજયને બોલાવ્યા, તેમનાં માતૃશ્રી શિવાદેવીને આમંત્યો, ને બધી વાત વિગતથી કહી.
સમાચાર સાંભળી દંપતી ખૂબ રાજી થયાં; ને વિશેષ સૂચનો માટે એમણે શ્રીકૃષ્ણને તેડાવ્યા. તેઓ હસ્તિનાપુર જવાની તૈયારી મોકૂફ રાખી રાજસભા સાથે લગ્ન અંગે ચર્ચા કરી રહ્યા.
‘મધુ ! એ હાથી માત્ર તારા એકની પાછળ નથી પડ્યો. માણસમાત્રની પાછળ પડેલો છે.”
* કેવી વાત કરો છો, નેમ ? તો પછી શા માટે એને પકડાવી દેતા નથી?” ‘એ કોઈનો પકડાયો પકડાય તેવો નથી.” ‘તમારી ફિલસૂફી સમજી સમજાતી નથી, નેમ !'
સમજાવું છું બધું. એ હાથી એટલે માણસમાત્રની પાછળ જે પડ્યું છે, તે મૃત્યુ! અને એ અરણ્ય એટલે સંસાર. સંસારમાં મનુષ્યમાત્ર અટવાય છે. એને કાંટો વાગે છે, ઠોકરો વાગે છે, લોહી નીકળે છે. એ જાણે છે કે પાછળ મોત પડ્યું છે; મોતથી બચવા સૌ ભાગે છે, પણ મોતને તાબે કરવા કોઈ યત્ન કરતું નથી.'
શું તમે મોતને તાબે કરશો ?” રાજ્યશ્રીએ પૂછવું. હા.” ‘કેવી રીતે ? તલવારથી, તીરથી, શસ્ત્રથી, અસ્ત્રથી ?” મધુમાલતી પ્રશ્ન કરી
નેમની માયાજાળ [ 3II
Page #167
--------------------------------------------------------------------------
________________
“ના, તપ, ત્યાગ અને સંયમથી ! વારુ મધુ ! તું હાથીથી બચવા કૂવાને શરણે ગઈ હતી, ખરું ને ?”
‘રે ! નેમકુમાર ! આ બધા માહિતી તમને ક્યાંથી ?''
મધુ ! બીજી વાત પછી. તું જાણી લે કે કૂવો એ મનુષ્યજન્મ ! સત્કર્મનાં જળ એમાં છલકાવવાં જોઈએ.’
એ કૂવાનું તળિયું તો સાવ સૂકું હતું.'
માનવીનાં જીવન હૃદયની આર્દ્રતાથી રહિત બન્યાં છે; એના મનની આર્દ્રતાકુણાશ સાવ સુકાઈ ગઈ છે. માનવી રેતીનો, માટીનો ને મોતીનો એવો લોભી થયો છે કે એ બાહ્ય વસ્તુ માટે લોહી દેતાં ખચકાતો નથી. જે સાથે નથી આવવાનું એના માટે લોકોનો અજંપો વધુ છે, ને જે સાથે આવવાનું છે એને કોઈ સંભારતું નથી ! એ પછી ત્યાં તે ચાર ફણિધર સર્પ જોયેલા, કાં ?” નેમકુમાર સાવ સ્વાભાવિકતાથી વાતો કરી રહ્યા હતા.
રાજ્યશ્રી આ અદભુત વાતો સાંભળી રહી હતી. એને નેમકુમાર આજે રાજકુમાર કરતાં એક યોગી વિશેષ લાગ્યો. ક્ષત્રિયના ફરજંદમાં આવી વિચારસરણીફિલસૂફી સંભવી જ કેમ શકે ? ત્યાં તો તડ ને ફડ હોય !
મધુને તો નેમ ફિલસૂફ નહિ પણ જાદુગર લાગતા હતા. એ બોલી, ‘એક નહિ પણ ચાર ચાર સર્પ !'
એક અજગર ત્યાં મોં ફાડીને પડ્યો હતો, ખરું ને ?’ નેમકુમારે આગળ પ્રશ્ન કર્યો.
મધુને થયું, ‘ખરેખર, નમે રચેલી કોઈ માયાજાળમાં જ પોતે ફસાઈ પડી હતી!” ‘હા, હા. જબરો અજગર હતો.” મધુ બોલી. ‘એ પાંચ જણાને મધુ, તું ઓળખે છે ?”
‘શાબાશ ! નેમ, અજબ તમારી વાત છે. વારુ, હું એક વડલાની વડવાઈને લટકી રહી હતી, એ કઈ વાતનું પ્રતીક હતી ?”
- ‘આયુષ્યની ડાળે માણસ લટકી રહ્યો છે. આયુષ્ય બળવાન હોય ત્યાં સુધી કોઈ કંઈ કરી શકતું નથી. સર્પ ભલેને ફૂંફાડા મારે, અજગર ભલેને ફુલ્કાર કરે!”
નેમકુમારની વાતમાં આ બે સખીઓને અને મળવા આવેલી અનેક યાદવ કન્યાઓને ભારે રસ આવ્યો. અદ્ભુત હતી આ વાર્તા !
‘રે કુમાર ! એ ડાળ પર એક ધોળો ને એક કાળો એમ બે ઉંદર પણ હતા. એ કઈ વાતના પ્રતીક હતા ?'
‘આયુષ્યરૂપી ડાળને કરકોલનારા એ શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષરૂપી કાળ-ઉંદરો હતા. આપણે સમજીએ છીએ કે આપણી ઉંમર વધતી જાય છે. પણ ખરી રીતે ઉમર રોજ ને રોજ ઘટતી જાય છે. કાળો ને ધોળો ઉંદર એને નિશદિન કરકોલી રહ્યા હોય
નેમ કોઈ મહાજ્ઞાનીને શોભતી વાતો ચર્થી રહ્યો. એ આગળ બોલ્યો,
માણસ દુઃખી દુઃખી છે, એના અંતરમાં એનું ભાન પણ છે, એ જાણે છે કે જન્મેલાને માથે મોત છે. છતાં એ ક્રોધ કરે છે ત્યારે સમજે છે કે પોતે ક્યારેય મરવાનો જ નથી, પોતાના શત્રુ મરવાના છે ! એવી રીતે માન માયા, ને લોભનું છે. માનવીને ધનરૂપી મધુ મળે છે. ધાન્યરૂપી મધુ મળે છે, કુટુંબરૂપી મધુ મળે છે ને માણસ એ મધુની મીઠાશમાં ફસાઈ ભૂલી જાય છે. એ ભૂલી જાય છે કે જીવન ક્ષણભંગુર છે. મોત માણસનાં કદમેકદમ દબાવતું પાછળ પડ્યું છે.”
‘સુંદર છે આ ધર્મવાર્તા !' રાજ્યશ્રીએ કહ્યું. એના મન પર આ વાતની મધુ કરતાં વધુ અસર થઈ હતી.
ધર્મવાર્તા નહિ, લગ્નવાર્તા કરો. રાજ્યશ્રી ! નમકુમાર તૈયાર છે.” મધુએ મૂળ વાત કહી,
‘તેં એમને અવિવેકી કહ્યા, માટે કુમારની માફી માગ !'
‘માફી તો જરૂર માગીશ, પણ પહેલાં લગ્ન રચાઈ જવા દો ! ચાલો, ત્યાં રાજપ્રાસાદમાં બધા એકત્ર થઈને રાહ જુએ છે.’ મધુએ કહ્યું.
નેમકુમાર કંઈ બોલ્યા વગર બેઠા રહ્યા.
રાજ પણ તેમની સાથે તારામૈત્રક રચી રહી. બન્ને અબોલાં હતાં, પણ જાણે એમનાં અંતર સતત બોલતાં હતાં. બંને રસસમાધિમાં લયલીન બની રહ્યાં. આ સમાધિ તોડવાનું એક પણ સખીને ન ગમ્યું.
‘હા તું, સાથે તારી સખી પણ.”
‘અમે ગારુડી નથી, નેમ !' રાજ્યશ્રી પરવાળા જેવા ઓષ્ઠ પહોળા કરીને બોલી.
| ‘જીવનમાં કોઈ વાર ક્રોધ ઊપજે છે, કોઈ વાર માન આવે છે, કોઈ વાર માયા થાય છે, ને કોઈ વાર લોભ થઈ આવે છે. જીવનના એ ચાર સર્યો તે ક્રોધ, માન, માયા ને લોભ અને આ ચાર સર્પોએ જેને દંશ દીધા એ સીધો નરકરૂપી અજગરના મુખમાં !'
312 | પ્રેમાવતાર
નેમની માયાજાળ 313
Page #168
--------------------------------------------------------------------------
________________
હાશ !' રાજ જાણે સમાધિમાંથી જાગી ! એ જાણે થાકી હોય અને આશાયેશ માગતી હોય, એવી એની મુખમુદ્રા હતી.
શું હાશ, સખી ?' મધુએ પ્રશ્ન કર્યો.
‘નેમ નગીનો ભારે કઠોર છે. જો ને મધુ ! તું કેમકુમારને અહીં લાવી,. અને એણે રેવતગિરિ પર મને લઈ જઈને મારી સાથે છૂપાં લગ્ન કરી લીધાં!' રાજ કોઈ સ્વપ્નમાં વિહરતી હોય એમ બોલતી હતી. બાહ્ય જગતથી એ સદંતર બેપરવા હતી.
છૂપાં લગ્ન ? કંઈ નિશાની ?' મધુએ પ્રશ્ન કર્યો.
‘દેખાતું નથી તને, મધુ ? જો ને આ મદનફળ (મીંઢોળ), આ નાડાછડી, આ પાનેતર ! એ કપટીએ મને ભરમાવી કે સાચાં લગ્ન તો અંતરનાં હોય. આ સાજનવાજન, આ વિવાહ-મહાજન, આ વાજાં-ગાજાં ને વરઘોડાના બાહ્યાડંબરો શા માટે ! ખરેખર, હું તો છેતરાઈ ગઈ. મેં મૂરખીએ માન્યું કે લગ્ન એ તો બે આત્માનું જોડાણ છે, એમાં ત્રીજાની દખલગીરી કેવી ? અને હું તો લગ્ન કરી બેઠી, એણે મારા કર ગ્રહ્યા, મેં એના કર ગ્રહ્યા.' રાજ હજુ પૂરા ભાનમાં નહોતી.
| ‘લગ્નમંડપ બાંધ્યો હતો કે નહિ ?' મધુએ પ્રશ્ન કર્યો. એ રાજ ની સ્વપ્નજાળ તોડવાનું સાહસ કરી શકી નહિ.
| ‘હા, હા, એ મંડપનું નામ હૃદયમંડપ, ભારે શણગાર હતો એનો ! પ્રેમપતાકાઓ ચારે તરફ ઊડતી હતી. વાસના ઉપરના વિજયના એના થાંભલા હતા. કરુણાના ઝરૂખા અને અખંડ આનંદનાં વાજિંત્ર ત્યાં બજતાં હતાં. એ હૃદયમંડપ નીચે બેસીને નેમ સાથે હું પરણી ! એણે હજારોની વચ્ચે મને પોતાની કરી લીધી. હું એની બની ગઈ.”
‘તો હવે શું થશે ? અહીંની તૈયારીઓ બધી નિરર્થક થશે ?* મધુએ પ્રશ્ન કર્યો.
‘મધુ ! હું એ જ વિચાર કરું છું. આ સાચું કે એ સાચું ? આ લગ્ન વાસ્તવિક કે પેલું લગ્ન ? કેવી ઘેલી હું ! મને નેમે ભોળવી. હું ભોળવાઈ ગઈ! રે, બહેન સત્યાને હું શું જવાબ આપીશ? મેં બલરામજીને રોકવા જે યત્ન આદર્યો, એ શું આમ વ્યર્થ થશે ?’ મન પર હજુ પણ કોઈ આવરણ પથરાયેલું હોય એમ રાજને સત્ય પરિસ્થિતિની ગમ પડતી નહોતી. હજુ નેમકુમાર સાથેનું એનું તારામૈત્રક તૂટ્યું નહોતું.
મધુ રાજને વધુ ખીજવવા માટે આગળ પ્રશ્ન પૂછી રહી, “ચારેચાર ફેરા તું એની સાથે ફરી ?”
અરે ! તમે કેવી વાત પૂછો છો ? મને થાક લાગ્યો છે, એ એનો જ થાક છે! પહાડને વેદી બનાવ્યો, સત્યને અગ્નિ બનાવ્યો. પુણ્ય-પુરોહિત ત્યાં આવી બેઠો.
314 3 પ્રેમાવતાર
એણે ચાર જન્મને ચાર ચોરી બનાવી ને હું અને નેમ ફેરા ફર્યા. તેમને હતું કે હું થાકી જઈશ, પણ મેં કહ્યું કે તું ક્ષત્રિયકુમાર છે, તો હું ક્ષત્રિયકુમારી છું. લવલેશ પાછી નહિ પડું ! ફેરાના શ્રમથી થાકી, પણ પાછી તો ન જ પડી’ રાજ હજી પણ દિવાસ્વપ્ન માણી રહી હતી.
| ‘વાહ સખી, વાહ ! અમને તારા આ પરાક્રમ બાબત અભિમાન થાય છે. અમે તને શાબાશી આપીએ છીએ.” મધુએ કહ્યું.
‘શાબાશી તમારી મેં જાણી, પણ રે સખીઓ ! પરણ્યાની પહેલી રાતને યોગ્ય શયનખંડ તમે શણગાર્યો કે નહિ ? બારણે તોરણ, શયામાં ફૂલમાળાઓ અને બાજઠ પર બહુરંગી ખાદ્યપેયો મૂક્યાં કે નહિ ? ઘેલી સખીઓ, જો મારો પિયુ રિસાણો તો એ દ્વાર પરથી પાછો ફરી જશે, અને પછી હજારો જણ એને રીઝવીશું તોય લીધી હઠ નહિ મૂકે ! ભારે મમતી છે એ.’
‘પૂર્ણ રીતે શણગાર્યો છે ખંડ, સખી ! પધારો તમે પતિ-પત્ની આ શયનખંડમાં! જો ને, આકાશમાંથી રસરાજ ચંદ્ર અમી ઢોળતો ખંડમાં રજત બિછાવી રહ્યો છે; ને આ વાવલિયા વનકુંજોનાં તાજાં ખીલેલાં ફૂલોની સૌરભ વહી લાવીને વીંઝણો ઢોળી રહ્યો છે ! પેલી કોકિલા પ્રેમગીત આલાપી રહી છે. મીઠી મધુરી બનશે તમારી મધુરજની !' અને મધુએ રાજને દોરી. એ નેમનો હસ્ત પકડવા ગઈ, અને બંનેનું તારામૈત્રક સંપૂર્ણ થયું !
નેમકુમારનાં કમળશાં નયન રાજ પરથી હઠીને આજુબાજુ ફર્યા. સૂર્ય જેમ કિરણો પ્રસારે ને તમામ પુષ્પોને પ્રફુલ્લાવી દે તેમ સહુને એક પળમાં એવું લાગ્યું કે લગ્નોત્સવ સુંદર રીતે ઊજવાઈ ગયો છે; અને પોતે એ જાનમાં ભાગ લઈને પાછાં ફરી રહ્યાં છે ! ગીત હજી ગળામાં છે, ને કંકુ- કેસરનો છંટકાવ હજી વસ્ત્રો પર છે.
રે નેમકુમાર ! શું તમારી માયા ! ઘણી સખીઓ તેમના પીઠી ચોળેલા હાથને નીરખી રહી. રે, જીવનનો આ કેવો ધન્ય પીતવર્ણ !
નાની નવેલી સખીઓ ગીત ગુંજી રહી. ‘રે ! નેમ જાદુગરની માયા અજબ છે. આમાં કોણ રાજ કે કોણ આપણે ? કોઈ એવું નથી જે એની માયાજાળમાં સપડાયું ન હોય.’
સખીઓ બધી બૂમ પાડી ઊઠી : ‘તેમના શત્રુને મિત્ર બનાવવાની અજબ શક્તિ ભરી છે. એ જ્યાં બેઠો હોય ત્યાં સાપ નોળિયો પોતાનાં સાત પેઢીનાં વેર ભૂલી મિત્ર બની રહે, તો આપણે કોણ ? જોજે ને, એ એવી માયા પેદા કરશે કે કુરુક્ષેત્રમાં જાગનારી ભાઈ-ભાઈ વચ્ચેની લડાઈ થંભી જશે.’ ‘લડાઈ બંધ કરવા તો આ લગ્નસમારંભ યોજ્યો છે !' કેટલીક સખીઓ બોલી.
નેમની માયાજાળ 315
Page #169
--------------------------------------------------------------------------
________________
અરે ! તમે બે બહેનો પુરુષોની શું નિંદા કરી રહ્યાં છો ?” શ્રીકૃષ્ણ પાસે આવતાં કહ્યું.
‘પુરુષોની માયાજાળમાં સ્ત્રીઓ કેવી રીતે ફસાઈ જાય છે, એનો એકબીજાનો આત્મગત અનુભવ કહીએ છીએ.' સત્યારાણીએ કહ્યું.
શું ચિત્તાસાવજ સાથે ખેલનારી રાજનું પણ ચિતડું ભમી ગયું ?”
‘ભમી તે કેવું ગયું ? વાત ન પૂછો. હજી તો પરણી નથી ને કહે છે કે હું તો પરણી ચૂકી ! રાજ એના નેમની બની ગઈ.”
હાશ, હવે મને સંતોષ થયો, કે બહારથી સાધુવૃત્તિ દાખવતો નેમ પણ આ કળામાં સહજસિદ્ધ છે ! ચાલો, લગ્નની તૈયારીઓ જોવા નીકળીએ.’
શ્રીકૃષ્ણ આગળ થયા. પાછળ બધાં તેમને અનુસર્યા.
અરે, લગ્ન તો હજી કરવાના બાકી છે, કર્યાં ક્યાં છે ?” ‘કર્યો, લગ્ન કર્યો, પૂછો રાજને !'
રાજ હજી પણ કોઈ અનોખી દુનિયામાં વિહરી રહી હતી. એને તો એમ જ લાગતું હતું કે પોતે નવવધૂ છે. પાનેતર પહેર્યું છે ને ચાર ફેરા ચોરીમાં ફરીને બહાર આવી છે. પતિ શયનકક્ષમાં રાહ જુએ છે, ને પોતે શરમાળ નવોઢા ડોકિયું કરી કરીને પાછી ફરે છે ! એ સોડમાં છુપાવાનું સાહસ એકાએક થઈ શકતું નથી !
મારાં લગ્ન તો થઈ ગયાં !' રાજ બોલી.
‘ઘેલી બહેનડી ! થઈ ગયાં કે થશે ?” દૂરથી આવતાં સત્યારાણી ખડખડાટ હસતાં બોલ્યાં, ‘મેં તો નમકુમારનો મિજાજ ઓછો કરે એવી રાજને માની હતી; પણ એ ધુતારો તો ચિત્તા-સાવજ સાથે રમનારી મારી બહેનને પણ છેતરી ગયો ! રાજ ! માયાવીની માયાજાળમાંથી મુક્ત થા !”
| ‘મોટાં બહેન ! મને નેમકુમારે સંસારસ્વરૂપની માયાજાળમાં નાખીને જગદર્શન કરાવ્યું. અને મધુએ તેમને તેડવા જતાં રેવતાચલ પર વીતેલી પોતાનાં વીતકની વાત કહી અને એમાંથી આપેલો બોધ પણ સમજાવ્યો.
અદ્ભુત ! મધુ ! ખરેખર, તું ભાગ્યશાળી. આટલું સંસારસ્વરૂપનું દર્શન કોને થાય છે ?”
અને બહેન ! તમે કહો છો કે મારાં લગ્ન થવાનાં હજી બાકી છે; પણ મને તો લાગે છે કે હું પરણી ઊતરી. કેવાં લગ્ન ! સંયમ પિતા, શ્રદ્ધા માતા, વિવેક વીર, ધીરજ બહેનડી ! ત્યાગની બલિવેદી અને સમર્પણનો અગ્નિ ! ચાર ફેરા અમે ફર્યા તે જાણે અમે ચાર ગતિ ટાળી.’
‘રાજ ! જો સામેથી તારા બનેવી આવે. આવી ગાંડી વાતો મૂકી દે. આ બધા ભાઈઓ માયાજાળવાળા છે. મારો ઇતિહાસ પણ આવો જ છે. ઘરના આંગણામાં એ માયાવીએ ડગ દીધો ને મને પોતાની કરી લીધી ! એ દહાડે હું લૂંટાણી, આજ
આ વંશવેલો જ જાદુગરનો છે.” મધુ બોલી.
‘રાજ ! એમાંય સ્ત્રીઓ પર એમની માયાજાળ વિશેષ ચાલે છે. બિચારી રુકિમણીની કહાણી તું ક્યાંથી જાણે ?’
બધી કહાણીઓ મારા જેવી જ હશે. પુરુષ તો મારા ચરણની રજ એમ હું માનતી, પણ આજે તો મને કેમકુમારની ચરણરજ થવાની ઝંખના જાગી છેઆજે મને એમાં જ મારું અહોભાગ્ય ભાસે છે.” રાજ પોતાની કમજોરીનો સ્વીકાર કરી રહી.
316 | પ્રેમાવતાર
નેમની માયાજાળ 1 317
Page #170
--------------------------------------------------------------------------
________________
42.
પશુસૃષ્ટિ
માત્ર માનવીમાં જ સમસ્ત સંસાર સમાઈ જતો નથી, સંસાર તો એથી પણ વિશેષ મહાન છે. જેમાં પશુ છે, પંખી છે, કીટ છે, પતંગ છે ને જંતુ છે. અને આ ભરી દુનિયામાં માત્ર માનવીને જ જીવવાનો અધિકાર નથી; જીવન એ દરેક દેહધારીને એના જન્મ સાથે મળેલો જન્મસિદ્ધ હક છે.
જીવ અનેક છે. જે ટલા જીવ છે, એટલા સંસાર છે. જેવો માનવીઓનો સંસાર, એવો પશુપંખીઓનો સંસાર.
માનવીઓના સંસારમાં જેમ રાજા, મંત્રી, દીવાન, સેનાપતિ અને સામાન્ય જન હોય છે, એમ અહીં પણ છે.
ત્યાં પિતા-પુત્ર છે, અહીં પિતા-પુત્ર છે. ત્યાં પતિ-પત્ની છે, અહીં પણ તેમ છે.
માનવસમાજ માં જેમ અમુક નિયમોવાળું જીવન જીવે છે, એમ પશુ-પંખીઓમાં પણ જીવનના નિયમો પ્રવર્તે છે.
બધે હમણાં હમણાં પરાજ્યમાં એવી ફરિયાદ આવી હતી કે માનવસમાજ પશુરાજ્યના કેટલાક નિયમોનું અતિક્રમણ કરી રહ્યો છે. પશુવર્ગ જેમ અમુક ઉંમરે માતા-પિતાને છોડી દેતો, માણસ પણ એમ કરતો થયો હતો.
સમગ્ર ચેતનસૃષ્ટિમાં જીવનનિર્વાહ એ મુખ્ય વસ્તુ હતી; પણ પશુરાજ્યમાં આવતી કાલનો વિચાર ન થતો. આજે પેટપૂરતું મળી ગયું. એટલે વાત પતી ગઈ. કાલની ચિંતા કાળને હાથ ! પણ માનવીએ તો આજીવિકાને જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું હતું, ને પેટની આગ પાસે જીવનના સર્વ ધર્મો એ ભૂલી ગયો હતો. અને પેટ કરતાં જીભનું - જાણે રાજા કરતાં દ્વારપાળનું મહત્ત્વ વધી ગયું હતું.
પશુરાજ્ય આવી વાતોથી મુક્ત હતું. એટલે માનવી જે વાતમાં શોકસંતાપ કરતો એ વાતમાં પશુસૃષ્ટિમાં કોઈને શોકસંતાપ કરવા જેવું ન લાગતું.
માનવી જે વાતમાં સદાકાળ યુદ્ધ કર્યા કરતો, એ જર, જમીન અને જોરુની બાબતમાં પશુજગતમાં સાવ સીધો ગજ વપરાતો. જોર રહ્યું, જીવ રહ્યો ત્યાં સુધી બધું જાળવ્યું ! જોર ગયું ને જીવ ગયો, પછી એની સાથે પોતાને ન કશી લેવાદેવા કે ન કોઈની ફિકર-ચિતા. જે જીવે તે ભોગવે. આ સૃષ્ટિનો આ સહેજ ક્રમ; એમાં પછી અફસોસ કરવાનો કેવો ?
આવા નિરાકુલ પશુરાજ્યમાં આજે એકાએક માનવોની દખલગીરી થઈ ગઈ કેટલાય માણસો કેટલાંય હથિયારો લઈને જંગલમાં ઊતરી પડ્યા !
શાણાં પશુઓ આથી ડરીને જરા દૂર ચાલ્યાં ગયાં. કેટલાક કુતૂહલી જીવો બધો તાલ જોવા આડાંઅવળાં સંતાઈ ગયાં.
એમણે કંઈક જોયું તો ખરું, પણ શું જોયું એની એમને કંઈ સમજ ન પડી. અજ્ઞાન કરતાં અર્ધ જ્ઞાન ભયંકર હોય છે. તેઓએ તો જંગલમાં ઊતરી પડેલા આ માનવીઓના કાફલાને પશુ-રાજ્યના હિતસ્વી તરીકે જાહેર કર્યો. તેઓ કહેવા લાગ્યા કે આ પરોપકારી માનવો આપણા માટે રસ્તા બનાવશે, આપણા માટે જળાશયો રચશે, આપણને પોષણનાં પૂરાં તત્ત્વો મળે માટે ઠેર ઠેર ખોરાકની પણ વ્યવસ્થા ખડી કરશે.
આ હેવાલો એક વનખંડથી બીજા વનખંડ સુધી પ્રસરી ગયા, અને છુપાયેલાં પશુઓ ધીરે ધીરે બહાર નીકળીને એકત્ર થવા લાગ્યાં.
વાત ખોટી નહોતી.
જંગલના એક મોટા સરોવરમાં જાતજાતનાં માછલાં રહેતાં હતાં. કહેવાતું કે જે માણસ એક વાર એ માછલાંનો આહાર કરતો એ જીવનભર એનો સ્વાદ છોડી ન શકતો. એ સરોવર પાસે એક નીક ખોદાઈ રહી હતી. એ નીક ઠેઠ ગિરિનગર સુધી જવાની હતી. ત્યાં રેવતાચલની તળેટીમાં બીજું એક સરોવર તૈયાર કર્યું હતું. એમાં આ મેસ્યોનો સંઘ જઈને વસવાનો હતો. ત્યાં ઘણા પ્રકારની નાની નાની માછલીઓ હતી, એનો ચારો આ મોટી માછલીઓને મળવાનો હતો.
જેવું માછલાંનું હતું એવું હરણાંનું હતું. | બેચાર દિવસમાં તો એક સુંદર વાડો તૈયાર થઈ ગયો. આ જંગલનો એક કાળિયાર બીજા જંગલની સો મૃગલીઓને પરણવાનો હતો. ત્યાં પીવાનાં મધુર જળ ને ખાવાનાં મીઠાં મધ ઘાસ જોઈએ તેટલાં તૈયાર હતાં. જ્યાં જ્યાં મૃગોની વસતી હતી, ત્યાં ત્યાં આ સંદેશ પહોંચ્યો અને જેવો સંદેશ
પશુસૃષ્ટિ 1 319
Page #171
--------------------------------------------------------------------------
________________
પહોંચ્યો કે શ્રદ્ધાધન મૃગો ચારે પગે કુદી રહ્યાં. અને વનનાં મૃગમાત્ર અહીં વાડામાં આવીને વસ્યાં.
નાનાં સુકોમળ સસલાંઓનો પણ જાણે સુખનો સૂર્ય ઉદય પામ્યો હતો. હવે સસલાના સમાજે આ વાડાની ભૂમિને પોતાનું વતન માન્યું અને બધાં ત્યાં આવીને વસી ગયાં.
જીવનમાં નવી બહાર આવી ગઈ. અને પશુરાજ્યમાં અનોખો આનંદ છવાઈ ગયો. જેમની હાકથી વસ્તી ધ્રુજી રહેતી, એ વાઘ-દીપડા સાવ નરમ પડી ગયા. પહેલાં તો એ આખા જંગલ પર પોતાની શેહ ફેલાવતા, હવે બિચારા ગર્જના પણ ભાગ્યે જ કરતા.
મૃગ, સસલાં ને બીજાં જીવોને આ રીતે અહીં આંતરિક સુખ તો મળ્યું, પણ સાથેસાથે બાહ્ય સુખમાં પણ સવિશેષ વૃદ્ધિ થતી લાગી.
આ નવી પરિસ્થિતિમાં વનના રાજા ગણાતા સિહભાઈને પણ શાણા થઈ જવું પડયું.
ધીમે ધીમે ત્યાં નિર્ભયતા અને પ્રેમનું વાતાવરણ પથરાઈ ગયું. કોઈ વાર દીપડા કે ચિત્તા જાનવરનો શિકાર કરતા, પણ બીજે દિવસે એમની ભયંક વલે થતી! સવારથી પ્રેમધન પુરુષો એની શોધ આદરતા અને બપોર સુધીમાં તો એને ચાર રસ્તા વચ્ચે આણી, શૂળીએ ચઢાવવામાં આવતા , આમાં ન દયો, ન માયા જોવાતી!
રે ! સંસારમાં જો બધે બળનું સામ્રાજ્ય પ્રસરે તો ગુંડાઓ જ રાજ ચલાવે! જે નિર્બળનું રક્ષણ કરે એ જ સાચો બળવાન ! રાજ્યસ્થાપનાનું મૂળ ધ્યેય પણ એ જ
કહે, ‘હું તારો રાજા છું. હું ધારું તે કરી શકું છું. જે કરું તે તારા કલ્યાણને અનુલક્ષીને જ કરું છું, એમ તારે સમજવું !” - સસલાને ઇન્કાર કરવાનું કોઈ કારણ નહોતું. એ બે હાથ જોડી મસ્તક નમાવી ને વાતનો સ્વીકાર કરી લેતો.
પણ સિંહ અનુગ્રહ કરતો હોય એમ ઉદારતાથી સસલાનો ભલે કરતો. પણ આ આદાન-પ્રદાન નિર્બળતાને અનુલક્ષતું હતું.
શાણા સસલાનો સમાજ આ જુલમ તરફ ઊકળી ઊઠ્યો હતો, પણ શું કરવું એ કંઈ સૂઝતું નહિ. ભગવાને લડવા માટે પંજા અને કરડવા માટે રાક્ષસી દાંત એમને આપ્યાં નહોતાં. તેઓએ એક દહાડો ઠરાવ કરીને સર્વ જીવોના દેહની રચના કરનાર બ્રહ્માજીની સામે ઠપકાની દરખાસ્ત પેશ કરી, અને બ્રહ્માજી એ જાણે બુદ્ધિ પેશ કરી.
સસલા લંબકર્ણનો આજે સિંહદાદા પાસે જવાનો વારો હતો.
લંબકર્ણના માત્ર કાન લાંબા હતા એમ નહીં,. એની બુદ્ધિ પણ લાંબી હતી. એ ઘરથી જ મોડો નીકળ્યો. વૃદ્ધ સસલાઓએ એની આ અનિયમિતતા બાબત ભારે ઠપકો આપ્યો, ને આ પગલું આખા સમાજને માટે ગેરસમજણ ઊભી કરનારું ને સરવાળે ખોટી અસર કરનારું થશે, એમ સમજાવ્યું.
પણ લંબકર્ણ તો લહેરી હતો. ધીરે ધીરે હવા ખાતો, ડોલતો ડોલતો સિંહદાદાની ગુફાએ પહોંચ્યો.
સિંહદાદાને તાજો પૌષ્ટિક નાસ્તો કરવાની આદત પડી ગયેલી, એટલે આજે વિલંબ થઈ જવાથી એ જરા ગુસ્સામાં હતા, એમણે હું કાર કરી પૂછયું, ‘રે, તું અપરાધી કોણ છે ?”
લંબકર્ણ લહેરી છું. હજૂર !' ‘મારા શાસનની કેમ ઉપેક્ષા કરી ?” ‘હજૂર ! શાસન કોનું એનો નિવેડો આપે લાવવો પડશે.” કેમ ?*
એક બીજા સિંહદાદાએ મને માર્ગમાં આંતર્યો, અને કહ્યું કે મને કેમ તારો સમાજ ભક્ષ ધરતો નથી ?”
‘એમ કે ? આ વનસ્થળીમાં વળી બીજો કોઈ રાજા છે ખરો ?' ‘હા, હજૂર.’ ‘ચાલ, મને બતાવે. મારા હરીફને હું પળવાર પણ જીવતો રાખવા ઇચ્છતો
સિંહની ગુફાઓ ખાલી પડી. સસલાંઓએ એ ગુફાઓને કામમાં લીધી. એક ગુફાને ચર્ચાસભાનું સ્થાન બનાવ્યું. બીજાને રાજસભા બનાવી અને સવારસાંજ સસલાંઓ એકત્ર થવા લાગ્યાં. એ લોકોએ નક્કી કર્યું કે બુદ્ધિ એ જ સંસારમાં મોટી વસ્તુ છે, બળ કાંઈ નથી ! બળનું ગુમાન તો બેવકૂફો કરે,
આ વખતે એક અદ્ભુત બનાવ બન્યો. એક સિંહદાદાની ભારે જોહુકમી! રોજ સારામાં સારાં સસલાંઓનો ભક્ષ કરે; ખાય એથી બગાડ વધુ કરે !
આ પછી સસલાં અને આ સિંહદાદા વચ્ચે એક સમજૂતી થઈ કે રોજ એક સસલાએ નિયમિત રીતે સિંહદાદા પાસે જવું. એમને સલામ કરવી, અને પછી ચરણ આગળ પોતાની દેહ અર્પણ કરીને કહેવું, ‘સસલાના સમાજના કલ્યાણ માટે આપ મારો ભક્ષ કરી, મને અનુગૃહીત કરો, દેવ !' ભારે અનુગ્રહ કરતાં હોય તેમ સિંહદાદા એ ગરીબ પ્રાણી તરફ જુએ અને
320 પ્રેમાવતાર
થી*
પશુસૃષ્ટિ D 321
Page #172
--------------------------------------------------------------------------
________________
43
જાન આવી, જાન આવી
લંબકર્ણ આગળ વધ્યો. સિંહ પાછળ.
આગળ જતાં બિલોરી કાચ જેવા જળવાળો એક કૂવો આવ્યો. લંબકર્ણ ડરતાં ડરતાં કૂવામાં જોઈને કહ્યું, ‘હજૂર ! આપનો એ પ્રતિસ્પર્ધી આ કૂવામાં ગ્રીષ્મસ્નાન લઈ રહ્યો છે.”
એમ કે ?” સિંહદાદાએ પાસે જઈને જોયું તો ખરેખર, પોતાનો હરીફ સિંહ એમાં છુપાયો હતો !
સિંહદાદાએ પળવારનો પણ વિલંબ કર્યા વગર અંદર ઝંપલાવ્યું. અંદર જઈને પંજાના પ્રહાર કરવા માંડ્યા, પણ વ્યર્થ !
થોડી વારમાં એ પોતે થાકી ગયો, પાણીમાં ડૂબી ગયો ને મરી ગયો.
લંબકર્ણ શાંતિથી પાછો ફર્યો ને તમામ વાત પોતાના સમાજને વિદિત કરી. સિંહને હણનાર લંબકર્ણને સહુએ અનેક જાતના પ્રશ્નો કર્યા. આ બન્યું કઈ રીતે એ જ નવી નવાઈનો પ્રશ્ન બની રહ્યો.
લંબ કર્ણે કહ્યું કે બુદ્ધિનું વિજ્ઞાન બળના જ્ઞાન કરતાં અજબ છે. બળનો ગર્વ નિરર્થક છે. કાલે વાઘ આપણા પ્રજાજનો હશે, દીપડા આપણા દાસ હશે, સસલા સમ્રાટપદ શોભાવશે, અને નિર્બળ નાયક બનશે.
પશુરાજ્ય અજબ ખુમારીથી જીવી રહ્યું. પણ એક સવારે કેટલાક લોકો હોહો કરતા દેખાયા. તેઓના હાથમાં દોરડાં હતાં, ને તીક્ષ્ણ હથિયાર હતાં. તેઓ એક એક મૃગને પકડીને બાંધતા હતા અને બાંધીને એ કે પાંજરા જેવા ગાડામાં હડસેલતા હતા. કોઈ બંધનમાં બંધાવા તૈયાર ન થતા, તે તેઓને શસ્ત્રના ઘા સહેવા પડતા.
રે ! શાંત, સુખી જિંદગીમાં આ ઉલ્કાપાત શા ? શાંત નાગરિક ધર્મનો અવરોધ શા માટે ?
ચતુર પશુઓએ તુરતાતુરત સભા ભરી, ગુપ્તચરોને તાકીદે હેવાલ લઈને હાજર થવા ફરમાન થયું.
ઠરાવ ઘડવા માટે ચતુર સસલાંઓ બેસી ગયાં. બુદ્ધિનું દહીં કરી નાખી જડબાતોડ ઠરાવ ઘડી કાઢયો
પશુરાજ્યમાં એકાએક દુ:ખનો દારુણ દવ ફાટી નીકળ્યો, ત્યારે દ્વારકા અને ગિરિનગરનાં શેરીઓ, ચવરો ને મહાલયો આનંદની છોળોથી નહાઈ રહ્યાં હતાં. આનું નામ સંસાર ! એકને સુખનું સરોવર અને બીજાને દુ:ખના ડુંગર ! |
અષાઢી બીજ આભમાં દેખાઈ ન દેખાઈ, જળભરી વાદળીઓ પૃથ્વી પર છંટાઈ, ઠેરઠેર લીલી હરિયાળીથી જનપ્રદેશ છવાયો ન છવાય ને શ્રાવણ સુદ બીજનો ચાંદ આભમાં રહેલી આડ જેવો શોભી રહ્યો.
શ્રાવણનો મહિનો તો પિયુને પરદેશથી પાછા વળવાનો મહિનો. વિરહિણી નવપરિણીતા, નવયવના યા દીર્ઘ પરિણીતા કે પ્રૌઢા સ્ત્રીઓની આ મહિનામાં જળ વિનાનાં મીન જેવી સ્થિતિ હોય; ત્યારે વાગુદત્તાના દિલની વાત તો પૂછવી જ શી!
શ્રાવણની વાદળીઓ જેમ ઝરમર ઝરમર વરસે, એમ વિયોગિની, વાગ્દત્તાનું હૈયું પણ આંખ વાટે ટપક-ટપક થતું રહે. પણ પારકાના અંતરના અંતર્યામી સમાં શ્રીકૃષ્ણ અને સત્યભામાં બધું જાણતાં હતાં; અને તેથી એમણે જ આ વિવાહ જલદી રચાવ્યો હતો. એક રીતે કહીએ તો આ બધી ગોઠવણ ચકોર રાજની પોતાની જ હતી. એણે જ બલરામ, શ્રીકૃષ્ણ અને તેમની ત્રિપુટીને એકત્ર રાખવાના હેતુથી આ લગ્નસંકેત રચ્યો હતો. કેવું મીઠું બહાનું !
નેમકુમાર અને રાજ્યશ્રીનાં લગ્નની શુભ કંકોતરીઓ દેશોદેશ રવાના થઈ ગઈ હતી. દેશદેશના રાજાઓ કુરુક્ષેત્ર ખાતે મંડાનારા ભાઈ-ભાઈ વચ્ચેના યુદ્ધના સંહારયામાં ભાગ લેવા જવાના હતા, અને શસ્ત્ર તથા સૈનિકોને તૈયાર કરી રહ્યા હતા, ત્યાં એમને આ લગ્નનું નિમંત્રણ મળ્યું !
લગ્નની વાત તો આમેય મનગમતી લાગે છે, ત્યાં પછી જીવલેણ લડાઈને કોણ ચાહે ? લડાઈની તેયારીઓ અડધે અટકી ગઈ અને બધાએ લગ્નમાં જવાની
322 1 પ્રેમાવતાર
Page #173
--------------------------------------------------------------------------
________________
તૈયારીઓ કરવા માંડી. ધીરે ધીરે બધા દ્વારકા તરફ પ્રયાણ કરવા લાગ્યા.
છપ્પન કોટી યાદવોના નેતા શ્રીકૃષ્ણ; જરાસંધ અને શિશુપાળ જેવા આ યુગના રાવણોના સંહારનાર શ્રીકૃષ્ણ; રસિયાઓને પોતાની મધુર બંસીથી કામણ કરનાર શ્રીકૃષ્ણ. એ શ્રીકૃષ્ણના સદાના સુખદુઃખના સાથી રાજા સમુદ્રવિજય અને સતીઓની હારમાં શોભે એવાં એમનાં રાણી શિવાદેવી; એ સતિયાં નરનારીનું સંતાન નેમકુમાર ! જનમથી જ એક અજબ નેહભર્યો જુવાનિયો ! એને જોઈએ અને મનડું મોહી જાય, એની સાથે વાત કરીએ ને ચિત્ત ચોરાઈ જાય; જેવો પ્રેમી એવો જ પરાક્રમી !
સામે વીજળીની તેજરેખા સમાં સત્યારાણી ! હજાર હજાર નારીઓના સમૂહમાં નોખા તરી આવે એવાં તેજસ્વી નારી ! અને બહેન રાજ્યશ્રી તો ચિત્તા અને સાવજ થી રમનાર અને રેવતાચળના ચઢાણને હસતાં રમતાં ચઢી જનારી! જુવાનિયાઓની જુવાની જાણે એની આગળ પાણી પાણી થઈ જાય !
યૌવનના તેજ અંબાર સમી રાજ્યશ્રી શણગાર સજે એટલે તો પછી કહેવાનું શું બાકી રહે ?
અને પેલા ભોળા ભદ્રિક બિચારા બલરામ તો આ લગ્નની વાત આગળ લડાઈની વાત જ ભુલી ગયા, ને તીર્થયાત્રાની વાતને પણ સંભારતા નથી !
લગ્નોત્સવમાં આવનાર રાજઅતિથિઓ માટે નગરના પાદરમાં પાર વિનાના તંબુઓ ખડા થઈ ગયા. ગૃહ અને હવેલીઓના દ્વારે દ્વારે સુવર્ણના સ્તંભ પર ઇંદ્રનીલમણિનાં તોરણો લટકી રહ્યાં. સ્વચ્છ આંગણામાં મોતીના ચોક પુરાઈ ગયા. રાજમાર્ગ અને વીથિકાઓમાં સુગંધી જળના છંટકાવ થઈ રહ્યા.
આ હર્ષોલ્લાસના પ્રસંગને પોતાની કંઠમાધુરીમાં મઢી લઈને મહાલયના ગવાક્ષ પર બેઠેલો મોરલો નેકીદારની જેમ મોટેથી ટહુકી ઊઠતો. મોરના આ ટહુકાર નવેલીઓનાં ચિત્તમાં આછાઘેરા ભણકાર પેદા કરતા.
પૃથ્વી, પાણી, પવન અને પ્રકાશ વેરતા આકાશને એકરસ કરતા કેવા મીઠા એ સ્વર ! વચમાં મૃદંગ, પખવાજ , ભેરી, તુર, શરણાઈના નાદ એકબીજામાં ભળીને વાતાવરણને વધુ મુખરિત બનાવતા હતા.
એટલામાં ઝાઝેરી જાન જોડીને આવતો યાદવસંઘ નજરે પડયો. સહુ સહુના રથ જુદા હતા, સહુ સહુના અશ્વ જુદા હતા, અને પતાકાઓ પણ જુદી હતી.
પ્રજાજનો તાકી તાકીને રથને જોતા હતા અને પતાકાઓ કે બીજાં એંધાણ ઉપરથી એને પારખી લેતા હતા. આ શ્રીકૃષ્ણનો રથ, આ બલભદ્રનો રથ, આ રાજા સમુદ્રવિજયનો રથ અને આ વરલાડા નેમકુમારનો રથ !
| 324 | પ્રેમાવતાર
રથની પાછળ હાથી હતા. પ્રખ્યાત યદુવંશી યોદ્ધાઓ ને વૃદ્ધો એના પર બિરાજ્યા હતા.
હાથીની પાછળ અબલખીઆ અશ્વો હતા. કોઈ નટવો નાચે, એમ એ અશ્વો ચાલતાં ચાલતાં નાચી રહ્યા હતા. આ અશ્વો પર યદુવંશના પ્રખ્યાત નેતાઓ, નિયામકો ને સંઘરાજ્યના જુવાન સ્તંભો બિરાજેલા હતા.
રથ, ઘોડા ને હાથીની પછી પાલખીઓ આવતી હતી. એક એક પાલખીમાં એક એક પદ્મિની સ્ત્રી બેઠી હતી. સૌંદર્યનો આ સાથે જોઈ માણસ સ્વર્ગની લાલસા છોડી દે એવું હતું ! આ નારીઓએ કામદેવના બાગ સમા પોતાના દેહનાં લતા, ફળ, ફૂલસમાં અંગોમાં અદ્ભુત શણગાર કર્યો હતો.
યદુવંશી સુંદરીઓ માટે કહેવાતું કે એ જેવી સુરત-સિંગારમાં કુશળ હતી એવી જ યુદ્ધ-વ્યાપારમાં નિપુણ હતી.
યદુવંશીની આ જાન ધીરે ધીરે આગળ વધતી હતી.
સામે પક્ષે આ લાખેણી જાનનું સામૈયું કરવા સત્યાદેવીએ ભારે તૈયારીઓ કરી રાખી હતી. એમને આ જાનનું સામૈયું એવું અદ્ભુત કરવું હતું કે કદી કોઈએ જોયું કે માણ્યું ન હોય. જાનની મહેમાનગતિની તૈયારીઓ પણ એવી કરી હતી કે જાનૈયા એને જિંદગી સુધી, વીતેલી જુવાનીને વૃદ્ધો સંભાર્યા કરે એમ, યાદ કર્યા કરે !
એક પક્ષે આગેવાન શ્રીકૃષ્ણ હતા; બીજે પક્ષે આગેવાન હતાં સત્યારાણી!
સહુનું ઝાઝેરું સન્માન કરવાનું હતું, સહુને યોગ્ય ઉતારા દેવાના હતા. દરેક નૃપતિને સુવર્ણ દંડથી શોભતા મોતીના ઉલેચવાળા મંડપ ઉતારા માટે દેવાના હતા. દંતધાવન (દાતણ) માટે લીલા જેઠીમધનાં દાતણ મંગાવ્યાં હતાં, સ્નાન પહેલાં અત્યંગ-માલિશ માટે દૂરદૂરથી મોંઘા મૂલનાં શતપાક ને સહસંપાક તેલ મંગાવી રાખ્યાં હતાં. સ્નાન માટે આઠ આઠ ઔષ્ટ્રિક (ઊંટ પર લાવેલું) ઘડાતું ક્ષીરમલક જળ તૈયાર રાખવામાં આવ્યું હતું. તિલક માટે ઊંચા પ્રકારનાં કુમકુમ ને કેસર ચંદનનાં કચોળાં રાખ્યાં હતાં. મુખવાસ માટે મઘમઘતાં પંચસુગંધી તાંબૂલ તૈયાર હતાં.
શ્રીકૃષ્ણ ધેનુવત્સલ હતા. યાદવોને ગાયનાં ઘી, દૂધ ને માખણ વધુ પસંદ હતાં. સત્યારાણીએ આ માટે ગાયોનું શરદ ઋતુમાં તૈયાર થયેલું ઘી એકત્ર કર્યું હતું. અને એમાંથી બત્રીસ શાક અને છત્રીસ મીઠાઈઓ તૈયાર કરાવી હતી.
લગ્નદરવાજે ભારે ભીડ હતી. ત્યાં ચોઘડિયાં અને શરણાઈઓ મીઠા સરોદો છેડી રહ્યાં હતાં. બહારની સ્થિતિ આ હતી, તો અંતઃપુરની પરિસ્થિતિ ઓર વિચિત્ર હતી !
જાન આવી, જાન આવી D 325
Page #174
--------------------------------------------------------------------------
________________
એક સખીએ ભંગ કર્યો.
‘રે શ્વેતા ! મને તો લાગે છે કે સંસારમાં હું જ પહેલી પરણું છું.” અને રાજ્યશ્રી આવીને પોતાના આસને બેસી ગઈ. - સખીઓ અધૂરા શણગારને પૂરો કરવાના કામે લાગી. એક સખીએ સુંદર એવાં સુવર્ણ કંકણ ધર્યા. એ જોઈને રાજ્યશ્રી બોલી, ‘સખી, આ કંકણ વગર ન
ચાલે ?”
* કંકણ વગર હાથ ન શોભે.' સખીએ કહ્યું.
મારો નેમ કહે છે, હાથ તો દાનથી શોભે. રે ભુંડીઓ ! ફેંકી દો આ તમારા કંકણ !?
રાજ્યશ્રીએ કંકણ લઈને દૂર ફગાવી દીધાં. ‘કુંવરીબા ! કંકણ આમ ફગાવી ન દેવાય. એ તો અપશુકન કહેવાય !” મધુએ
કહ્યું.
શૃંગારની બાબતમાં નવોઢાથીય વધુ કાળજી રાખનાર સત્યારાણી આજે જેમ તેમ સિંગાર કરીને જલદી જલદી તૈયાર થયાં હતાં, અને પોતાની સખીઓ અને પરિવારજનોને ઉતાવળ કરવા કહેતાં હતાં : ‘રે, જલદી કરો ! હમણાં જાન આવી પહોંચશે, અને નગરના દરવાજે ગીત ગાતાં ગાતાં તમારે એને મોતીડે વધાવવા જવું પડશે.'
આ બધું તો ઠીક, પણ જેને માટે આ બધી ધમાલ ચાલી રહી છે, એ રાજ્યશ્રી ક્યાં ? શું હજીય એ એના સંમોહનખંડમાં બેસીને એના ભાવિ ભરથારનું ચિત્ર દોરી રહી છે ? રે ઘેલી ! આખું ચિત્ર સજીવ થઈને તારી પાસે આવતું હોય, ત્યારે જડ ચિત્રનું આ આલંબન કેવું ?
ચતુર રાજ્યશ્રી જાણે મનોમન ઉત્તર આપતી : “ચેતન આત્માને જડ દેહનું આલંબન હોય છે તેવું. પહેલો દેહ જોયો, એની માયા કરી, પછી આત્માને ઓળખ્યો, આત્મા સાથે સંલગ્ન બની ! પણ એ પિછાન કરાવનાર આ દેહને કેમ ભૂલું ?'
એ પ્રેમદીવાની કવિતા રચતી અને નૃત્ય કરતી પોતાના મનોભાવનું ગાન કરતી. દેહને કેમ ભૂલું ? પ્રિયના એ જ દેહના બે હસ્ત મારી વેણી ગૂંથશે; વેણી ગૂંથીને એમાં બકુલની વેણી નાખશે. એ જ બે હસ્ત મને પોતાના હૃદયનો આશ્લેષ આપશે. અમે બેનાં એક થઈશું. પ્રાણેપ્રાણ મિલાવીશું.
વાહ રે દુનિયા ! સાવજ જેવી રાજ્યશ્રી પ્રેમનાં જળ પામીને જાણે પોચું પોયણું બની ગઈ.
‘ઝટ કરો સખીઓ ! સિંગાર વગર સ્ત્રી ન શોભે !' રાજ્યશ્રી બોલી. એના બોલવામાં કટાક્ષ હતો; સિંગાર તરફની અરુચિ હતી.
અરે ઘેલી ! હીરો તો એમેય પ્રકાશમાન જ છે; પણ વીંટીમાં જડ્યું એનો પ્રકાશ અદ્દભુત થઈ જાય છે. ભલભલા મુનિ તારો સિંગાર જોઈ ચલાયમાન થઈ જાય.’
આવતી જાનનાં વાજિંત્રોના માદક સુરો સાંભળીને રાજ્યશ્રી શુંગાર સજતાં સજતાં ઊભી થઈ ગઈ. એની કામણગારી અલકલટોમાં ગૂંથેલ તમામ મોતી ધરતી પર વેરાઈ ગયાં. ગવાક્ષમાં જઈને આવતી જાનને એ તૃષાતુર હૈયે નીરખી રહી.
મધુમાલતી મનસ્વિની રાજ્યશ્રીને નયન ભરીને નીરખી રહી. અર્ધ અલંકારોમાં પણ એ કેવી શોભતી હતી ! એનાં નેત્રો કમળની શોભાને ઝાંખા પાડતાં હતાં. અને કમલદંડ વડે જેમ સરોવર શોભે એમ કરકમલથી એ શોભતી હતી. પાતળી કટીવાળી રાજ્યશ્રી અત્યારે કામદેવની કામઠી જેવી લાગતી હતી. ‘કુંવરીબા ! સહુ પરણ્યાં હશે કે તમે જ પહેલાં પરણો છો ? કેવાં વરઘેલાં!”
326 3 પ્રેમાવતાર
‘અને મારી નેમ એકમત હોઈએ ત્યાં પછી શુકન અને અપશુકનની ચિંતા કેવી ?' રાજ્યશ્રી ભારે મનસ્વી બની હતી. મધુએ દોડીને એનું મુખ દાબી દેતા કહ્યું, ‘મને બીક લાગે છે. અમંગલ વાણી તમારાં જેવાં વિવેકીને ન શોભે! હું તો તમ જેવાં નરનારનાં સંયોગથી થનાર સુંદર સંતાનની કલ્પના કરી રહી છું !”
‘જા રે ઘેલી !' રાજ્યશ્રી શરમાઈ ગઈ.
દૂર દૂરથી વાજિંત્રોના નાદ આવી રહ્યા હતા. રાજ્યશ્રીનો અધૂરો શૃંગાર પૂરો થઈ ગયો.
જાન આવી, જાન આવી 327
Page #175
--------------------------------------------------------------------------
________________
44
સુણી પશુડાં પોકાર
આકાશમાં વાદળ બંધાય છે. વાદળમાં વીજ બંધાય છે. ધરતી પર હરિયાળી બંધાય છે. દેહના બંધનમાં જીવ બંધાય છે. લગ્નની બેડીમાં સ્ત્રી બંધાય છે. શું જડચેતન સૌને બંધન અતિ પ્યારું હશે ? મનસ્વિની રાજ્યશ્રીને શૃંગાર સજતી જોઈને મધુમાલતી વિચાર કરી રહીઃ રે! વનમાં જેમ શિકારીઓથી મૃગ બંધાય છે, એમ પુરુષોથી લગ્નની બેડીમાં સ્ત્રીઓ જીવનભર બંધાય છે. શા માટે ?
રાજ્યશ્રીની અલકલટમાં મોતી પરોવાઈ ગયાં, ભાલે તિલક ૨ચાઈ ગયું, પગેહાથે પત્રાવલિ રચાઈ ગઈ, કટિએ મેખલા ને પગમાં નેપુર બંધાઈ ગયાં.
નપુર બાંધતી મધુ વિચારમાં ઊંડી ઊતરીને બોલવા લાગી : ‘રે સાવજચિત્તાને નમાવનારી રાજ્યશ્રી, તારું પણ આ લગ્નની બેડીનું જ ભાવિ ? આ બેડી તારું બહુમૂલ્ય વ્યક્તિત્વ હરી લેશે, પછી તો તું સંસારઘેલી બની જઈશ અને એકમાત્ર પતિદેવને પૂજી રહીશ !'
“મધુ ! ચારે તરફ ભટકતું જહાજ કિનારો ભાળી લંગરથી બંધાય છે એમ, દિલ લગ્નથી એક વ્યક્તિ જોડે બંધાઈ જાય છે, અને ઉચાટ બધા ઓછા થઈ જાય છે !' રાજ્યશ્રી બોલી, ‘સખી ! તને બેડી કાં ગમે ?”
‘રે ઘેલી ! એ બેડી ન પડે, ત્યાં સુધી સ્વૈતમાં અદ્વૈતનો સાક્ષાત્કાર ન થાય. બેનો સરવાળો એકમાં જઈને ન સમાય !' રાજ્યશ્રી સર્વથા વરઘેલી થઈ ગઈ હતી.
પ્રબળ લાગણીઓની અગ્નિશિખા જેવી આ અબળાને મધુમાલતી એકીટસે નીરખી રહી. એ મનમાં ને મનમાં બોલી રહી : રે ! આકાશમાંથી આવનારી ગંગા! અવનિતલ પર વહેતાં તારી શી દશા થશે, એની તને ખબર છે ? કાંઠાનાં બંધન તને વ્યાકુળ બનાવશે રે બાવરી !
પણ એટલામાં રાજ્ય શ્રી વળી ઝરૂખે જઈને ઊભી રહી અને આવતી જાનને
મન ભરીને નિહાળી રહી. મધુમાલતીની વિચારમાળા થંભી ગઈ. રાજ્યશ્રીએ જોયું કે ધૂળની ડમરી દિશાઓને ઢાંકી દેતી હતી, પણ એ ડમરી વચ્ચેથી પણ રાજ્યશ્રી જાણે પોતાના પ્યારા પિયુને પરખી રહી. એના લાંબા લાંબા હાથ જાણે એને પોતાને ભુજપાશમાં આવરી લેતા લાગ્યા. ઓહ ! મારા નેણે મારા કપાળે કેવું ચુંબન ચોડ્યું! લગ્નઘેલી નારી કપાળ પર શીતલ ચંદન જેવો અનુભવ કરી ભારે તાદાભ્ય અનુભવી રહી.
શ્રાવણની વાદળીઓ રીમઝીમ રીમઝીમ કરતી વરસતી હતી. શીતળ વાયુ ગ્રીષ્મનાં અકળાયેલાં ઉદ્યાનોને સાંત્વન આપતો હતો; ચંદનબાગની એમાં સુગંધ ભરી હતી.
રાજ્યશ્રીને લાગ્યું કે પોતાના નાવલિયાનો શીતલ શ્વાસ પોતાના ગીર ગાલોને સ્પર્શી રહ્યો છે !
મધુ ! જો તો ખરી, મારી નેમ મને ગોદમાં લઈ હીંચોળી રહ્યો છે !' રાજ્યશ્રીએ વિશ્વાસુ સખી મધુને કહ્યું.
મધુએ રાજ્યશ્રીના મુખે જે શબ્દો સાંભળવાની કદી કલ્પના કરી નહોતી, એ શબ્દો ભારે અચરજ સાથે એ સાંભળી રહી ને વિચારી રહી : રે, ક્યાંક મારી આ સખીને, અતિ સુખની કલ્પનામાં ચિત્તભ્રમ તો પ્રાપ્ત થયું નથી ને ?
મધુએ રાજ્યશ્રીના મુખ સામે જોયું : એ મુખ સ્વપ્નિલ હતું. ‘રાજ્યશ્રી !' મધુએ એને બે હાથથી ઢંઢોળી !
રાજ્યશ્રી હજી પણ ખોવાઈ ગયેલી હતી. થોડી વારે એ ગદ્ગદિત કંઠે બોલી : ‘લુચ્ચી મધુ ! ખરે વખતે તું પણ ફરી ગઈ ? અરે રે ! મને શરમ આવે છે. હવે તો એ તોફાની મારાં વસ્ત્રો ખેંચવા લાગ્યો છે !'
‘સખી ! પિયુને મળવા જતાં અન્ય સર્વ ઉપાધિઓ તજવી ઘટે.”
‘તો પછી પગ નુપુર કાં બાંધે, સખી ?' અને રાજ્યશ્રીએ પગની હળવી વાત મધુને લગાવી દીધી. પછી એ બોલી, ‘તને ખબર પડતી નથી કે તેમને હું છાની છાની મળવા જાઉં છું ત્યારે એ નુપુર ચાડી ખાય છે ! કંકણ અને નૂપુર બંનેનો હું ત્યાગ કરીશ.”
ના બોલ એમ, મારી પ્યારી સખી ! એ તો તારાં સૌભાગ્યનાં ચિહ્નો છે.”
‘સૌભાગ્ય સ્વયં આવીને મને મળ્યું, પછી સૌભાગ્ય-ચિનોની શી જરૂર? હું તો મારા ભાલનું આ કુમકુમ પણ ભૂંસી નાખીશ.”
‘આવું શું બોલે છે ?' મધુને રાજ્યશ્રી ખરેખર ચિત્તભ્રમિત લાગી.
સુણી પશુડાં પોકાર | 329
Page #176
--------------------------------------------------------------------------
________________
“પિયુના ભાલને સ્પર્શીશ એટલે ત્યાંનું કુમકુમ મારે ભાલે સ્વયં અંકાઈ જશે !' રાજ્યશ્રી લાડ કરતી બોલી.
મધુ રાજ્યશ્રીની ભાવગરિમા ને કલ્પનામાધુર્ય પર ઓવારી ગઈ.
સ્વામી હજી દૂર છે, મંગલફેરા હજી બાકી છે, પવિત્ર અગ્નિની સાક્ષીએ હજી સાથે ડગ ભર્યા નથી, ને રાજ્યશ્રી ! તું તો જાણે અત્યારથી જ પરિણીતા બની ગઈ!'
‘મધુ ! મને તો લાગે છે કે અમે જન્મજન્મનાં સાથી છીએ. લગ્ન તો અમારાં યુગો પહેલાં ઊજવાઈ ગયાં છે !'
તો પછી આ બધી વિધિની જંજાળ શા માટે ?” ‘એ બધું તો તમારે માટે છે, અમારે એની જરૂર નથી.’
અને તેં કરેલો આ સિંગાર ?” રાજ્યશ્રી હજી અર્ધભાનમાં હતી; એ કશું ન બોલી. ‘તો આ જાન પાછી વાળું ?' ‘ભલે, એમાં મને શું ?” નેમકુમારના રથને આગળ વધતો રોકું ?' ‘ભલે, રથની સારથિ હું છું.’ ‘ઘેલી ! તું આવું બોલે છે, તો જેમકુમાર લગ્નની ના કહેશે.'
‘ભલે કહે, એ તો ગુપ્ત લગ્નના હિમાયતી છે. મારી સાથે ન જાણે એ ક્યારના બંધાઈ ગયા છે.” રાજ્ય શ્રી આજ દિવ્ય દેશમાં વિહરતી હતી.
પણ જાણે મધુમાલતીના શબ્દોનો પડઘો પડતો ન હોય તેમ, દૂર દૂર ગૃહમંડપના દ્વારે આવીને યાદવ મંડળી એકાએક થંભી ગઈ. યાદવ જાનૈયાઓ હોંશમાં ને હોંશમાં આગળ વધી ગયા, અને વરલાડાનો રથ પાછળ રહી ગયો. આજે એક એક યદુવંશીને હૈયે પોતાના લગ્ન જેટલો આનંદ હતો.
પૃથ્વીની કોઈ પદ્મિનીને પરણવા જાણે સ્વર્ગનું દેવમંડળ જાન જોડીને આવ્યું હોય એવું લાગતું હતું.
પણ રે, વરરાજાનો રથ એકાએક પશુવાડાની વાડ પાસે થંભી કાં ગયો? એ બંધિયાર વાડામાં પ્રાણીઓને બેડીમાં જ ડ્યાં હતાં. રાજ્યશ્રીની લગ્નની બેડી એક પ્રકારની હતી. આ પ્રાણીઓની બેડી બીજા પ્રકારની હતી; છતાં બંને વચ્ચે એક સામ્ય હતું. બંનેની બેડી જીવ ગયે છૂટવાની હતી. એમાં તત્ત્વ એક હતું : પોતાની જાતને અર્પણ કરી અને તૃપ્ત કરવાનું ! દેવોના રાજા ઇંદ્ર જેવો દર્પ અને વૈભવ ધારીને રથમાં બેઠેલા નેમકુમારે
330 પ્રેમાવતાર
એકદમ પોતાના રથને થોભાવી દેવા સારથિને આજ્ઞા કરી. એ સુવિચક્ષણ સારથિએ કહ્યું, ‘સ્વામી ! લગ્નનું મંગલ મુહૂર્ત પાસે છે ! રથ થોભાવીશ તો મુહૂર્ત વહી જશે.'
‘શું લગ્ન મૃત્યુ જેટલું અનિવાર્ય છે ?” ‘ના પ્રભુ ! એ તો લૌકિક સંસ્કાર છે.’ ‘એ સંસ્કાર બીજે ચોઘડિયે થઈ શકે કે નહીં ?'
‘શા માટે નહિ ? દિગ્ગજ જોશીઓ આપણી સાથે છે. પણ છપ્પન કોટી યાદવો રાહ નહિ જોઈ રહે ? આપણી એક પળનો વિલંબ છપ્પન કોટી યાદવોની અસંખ્ય પળોનો વિલંબ લેખાશે, જેમકુમાર !'
‘એવી વાતો ન કર ! ન જાણે કેટલા યુગોથી મોહનિદ્રામાં આખું જગત પડ્યું છે. એની પાસે પળોનો તો શું, યુગોનો પણ હિસાબ નથી, સારથિ ! તું રથને વાડની નજીક લે, હું આ પશુઓને જોવા ઇચ્છું છું.'
| ‘કુમાર ! એમાં જોવાનું શું હતું ? સ્વામી ! આપ લગ્નનો શોખ માણશો અને જાનેયા જીભનો સ્વાદ માણશે. લગ્નમાં વરકન્યા સિવાય અન્યને તો જમવા-રમવાનો જ લહાવો હોય ને ?’ સારથિ બોલ્યો.
| ‘ભલા સારથિ, હું તને બીજી આજ્ઞા ન કરું ત્યાં સુધી મૌન રહેજે !' નેમકુમારના શબ્દોમાં તીરની તીણતા હતી. | ‘જેવી સ્વામીની આજ્ઞા.' સારથિએ રથ ધીરે ધીરે પશુવાડાની પાસે લીધો.
જંગલોમાં મનમોજથી સ્વતંત્રપણે વિહરતાં પશુઓ માનવીય આક્રમણનો ભોગ થઈને, બંદીવાન બનીને અહીં પડ્યાં હતાં. પરતંત્રતાને માનવી સહ્ય કરી શકે, પણ પશુઓ કરી શકતાં નથી. તેઓ તો સ્વતંત્રતાનો સદા ઉપભોગ, કાં મૃત્યુની ખોજ , એ બે વાતમાં માનનારાં હોય છે. આવાં પશુઓને જીવન ભારે થઈ પડ્યું હતું. અને આ કારમાં સંકટમાંથી મુક્તિ મેળવવા એ માથે માથાં પછાડી રહ્યાં હતાં. ખીલા ખડખડતા હતા, ને દીનતા એમના ચહેરા પરથી ટપકતી હતી.
નેમ કુમારે આ દુખિયારાં જાનવરો જોયાં. એવામાં એમની નજર પાંજરે પુરેલાં અને વાડાના આંગણમાં ફરતાં અસંખ્ય પંખીઓ ઉપર પડી, વનવગડામાં કે નગરમાં સ્વતંત્રપણે ઊડતાં એ જીવો વગર ગુનાએ આજે કેવાં બંધનમાં પડયાં હતાં ! તેમનો કરુણાળુ આત્મા જાણે એ મૂક પશુ-પંખીઓનાં અંતરની વેદના વાંચી રહ્યો. એમને થયું : જાન મારી જોડાઈ છે, એમાં આ હજારો નિર્દોષ પશુપંખીઓના જાન સાથે રમત શા માટે આદરી હશે ?
પળવાર નેમકુમાર ઊંડા વિચારમાં ઊતરી ગયા, જાણે પોતે વર બનીને અને
સુણી પશુડાં પોકાર 1 331
Page #177
--------------------------------------------------------------------------
________________
મોટી જાન જોડીને પરણવા આવ્યા હતા એ વાત જ ભૂલી ગયા. વખત વેગથી વહી રહ્યો હતો.
અને વિચારમાં ને વિચારમાં સારથિને વળી પ્રશ્ન પૂછી બેઠા, ‘સારથિ, મારા લગ્નમાં આ બધાં પશુ-પંખીઓનું શું કામ ?”
સારથિએ ગંભીર બનીને અચકાતાં અચકાતાં જવાબ આપ્યો, ‘કુમાર ! એ બધાં પણ તમારી લાખેણી જાનની સરભરા કરવા આવ્યાં છે.’
‘પશુપંખી વળી જાનની સરભરા શું કરવાનાં હતાં !' નેમે સહજ પ્રશ્ન કર્યો.
સારથિએ કહ્યું, ‘એ પશુપંખીઓનાં કલેવરોને વધેરી વધેરીને એમના માંસથી તમારી જાનને માટે મધુર-મિષ્ટ વાનીઓ તૈયાર કરવામાં આવશે, જોજો ને, એ વાનીઓ જમીને તમે અને તમારા જાનૈયા કેવા રાજીરાજી થઈ જાવ છો! આવાં
45
બીજા બધા પર
તો...”
પણ નેમ હવે વધુ સાંભળી ન શક્યા. એમણે સારથિને વચ્ચે જ અટકાવીને કહ્યું, ‘બસ કર સારથિ ! મારે તારી વાત આગળ નથી સાંભળવી!'
નેમના અંતરમાં કરુણાનો સાગર ઘૂઘવવા લાગ્યો. એમનું હૃદય પોકારી રહ્યું. ‘પળવારના આનંદ માટે આ તે કેવું મોટું પાપ !'
એમનું મન-ચિત્ત પશુઓના પોકારથી વ્યાપ્ત થઈ ગયું. ઓહ, આખો સંસાર મૃત્યુથી પીડાઈ રહ્યો છે. ઇચ્છે કે ન ઇચ્છે, કસાઈ જેમ ઘેટાંને સંહારે એમ થમ માનવોને હણી રહ્યો છે. જગતનો અવિચળ નિર્ણય છે કે જે હણે છે, એ હણાય છે ! અહીં પંખીને પશુ હણે છે, પશુને માનવી હણે છે. માનવીને યમ હણે છે ! કેવી કરણી ! મૃત્યુપોકોથી જગત પ્લાન ને ગ્લાન બની રહ્યું છે ! કોઈ કોઈને બચાવનાર નથી. આ પશુઓના પોકારમાં મને સંસારના જીવમાત્રનો પોકાર સંભળાય છે. જાણે આક્રંદ કરી રહ્યાં છે, બચાવો અમને મૃત્યુના ફંદામાંથી!
નેમકુમારને થોડી વાર સમાધિ લાધી ગઈ. સારથિ એમની આ આદતથી પરિચિત હતો. એ એમના મોં પર વર્ષોની વાદળીઓનો ઘટાટોપ જામતો જોઈ રહ્યો.
નેમ પળવાર સાગરની જેમ ગંભીર બની રહ્યા. થોડી વારે સ્વસ્થચિત્ત થઈને એમણે સારથિને એટલું જ કહ્યું, ‘ભલા સારથિ ! સર્યું આવા લગ્નથી ! રથ પાછો
અષાઢના ગોરંભાયેલા આભ સામે માણસ વર્ષોની આશાએ મીટ માંડી રહે, અને એકાએક વજાતનો પ્રહાર અનુભવે એવી દશા જાનમાં અને માંડવે થઈ રહી!
‘નેમકુમારે રથ પાછો વાળ્યો છે !' વનપાલકે આવીને વર્તમાન આપ્યા. આ વર્તમાન વધામણીના નહોતા; આપવા જેવા નહોતા, પણ વનપાલકને પોતાનું કઠોર કર્તવ્ય બજાવ્યા વિના બીજો કોઈ માર્ગ નહોતો. | ‘શા માટે રથ પાછો વાળ્યો ? કંઈ કારણ ?’ રાજ્યશ્રીના પિતાએ પ્રશ્ન કર્યો.
સત્યારાણીનો ધમાધમનો અવાજ હજીય આવતો હતો, નાની વાતમાં પણ મોટી ધમાલ મચાવી મૂકવાનો એમનો સ્વભાવ હતો. વર્તમાન સાંભળીને રાજ્યશ્રી નીચે ધસી આવી અને વનપાલકને ફરી ફરીને સમાચાર પૂછી રહી; ઉલટાવી ઉલટાવીને પૂછવા લાગી, ‘હાં તો રથ પશુવાડા આગળ થંભ્યો હતો, કાં ?*
“ના. તેમણે થંભાવ્યો હતો.વનપાલકે કહ્યું.
‘રથ પાછો વાળ્યો ત્યારે તેઓ કંઈ બોલ્યા હતા ?' રાજ્યશ્રી વિશેષ અતુરતાથી પ્રશ્ન કરી રહી.
‘ખાસ કંઈ નહીં, ફક્ત એટલું કહ્યું કે સારથિ ! સર્યું આવા લગ્નથી !રથ પાછો વાળી લે !'
- ‘ને શું સારથિએ કંઈ પણ કહ્યા વગર રથ પાછો વાળી લીધો ?* રાજ્યશ્રી વિશેષ પૃચ્છા કરી રહી.
વનપાલકે વિગતથી વાત કહેવા માંડી, ‘સારથિએ કહ્યું કે ‘રથ પાછો શા માટે વાળવો છે ?” નેમ બોલ્યા, ‘કે જોતો નથી, આ પશુવાડો ?” સારથિએ કહ્યું કે “એ તો આપનાં લગ્નની મિજબાની માટે છે.’
વાળ !'
332 પ્રેમાવતાર
Page #178
--------------------------------------------------------------------------
________________
શાબાશ ! સારથિ ઘણો હોશિયાર !' રાજ્યશ્રી બોલી.
‘એને હોશિયાર કે મૂર્ખ પછી કહેજો. નેમકુમારે એની વાત સાંભળીને કહ્યું કે જે લગ્ન પાછળ આટલા દીન-હીન જીવો પ્રાણ ખોવાના હોય, એ લગ્ન નથી પણ એક પ્રકારની લાય છે ! જે લાયમાં આ પશુઓ તેમનાં પ્રિય તન ખોવાનાં છે, આપણે કરુણાર્ક મન ખોઈ નાખવાનાં છીએ. સર્યું એ લગ્નથી ! સર્યું એવાં ભયંકર લગ્નોત્સવથી! રથ પાછો વાળ !'
‘અરે, એ તો મને ખબર જ હતી. નેમ કદી આવી બાહ્ય વિધિઓ અને આડંબરો પસંદ કરતા નથી, અને જીવહત્યાથી તો ભારે ઘૃણા ધરાવે છે.’ રાજ્યશ્રી બોલી.
‘રાજકુમારી ! નેમકુમારે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે વિધિ પણ નહિ, અને લગ્ન પણ નહિ ! ભલું મારું પ્રિય રેવતાચલનું સ્થાન ને ભલો હું ! ઓહ! તેઓ ઊકળીને બોલ્યા કે મને તો હવે આખો સંસાર આ પશુવાડા જેવો લાગે છે! એમાં પુરાયેલાં પશુડાના પોકાર મારા મન-ચિત્તને આવરી લે છે. એ દીનહીન પ્રાણી મને આમંત્રે છે કે રે ક્ષત્રિય ! અમને નિર્ભય કર ! મૃત્યુથી બચાવ ! બહેન! આખું વિશ્વ એમને મન વાડો છે : ને તમે, હું ને આ રાજાઓ તમામ એમાં પુરાયેલાં પશુઓ છીએ.' વનપાલકે વિસ્તારથી વાત કરી.
‘સાચી વાત છે. પશુ પશુને હણે, માનવી પશુને હણે, માનવીને માનવી હશે. સંહારની અને હત્યાઓની પરંપરા એનું નામ જ સંસાર . આ કુરુક્ષેત્રમાં શું થવાનું છે? માનવી પશુથી પણ હલકો દેખાશે. જમીનના એકાદ ટુકડા માટે કેટલી ખૂનખરાબી! માણસ અને તેમાંય રાજાઓ બીજા પ્રત્યે જે હિંસા આચરી રહ્યા છે, સંસારમાં હિંસાની જે પ્રતિષ્ઠા કરી રહ્યા છે, એનો આ પડઘો છે.' રાજ્યશ્રી ફિલસૂફીમાં ઊતરી !
ત્યાં બે દાસીઓ બૂમ પાડતી આવી : ‘રથ આખરે પાછો ન વળ્યો, કુમાર પોતાના આવાસ ભણી હંકારી ગયા !
‘તે તમે રથને ન રોક્યો ?' રાજ્યશ્રીએ કોપમાં કહ્યું.
‘અમે તો એમનું મધુર ભાવભર્યું મોં જોવામાં રહી ગયા, અને એ તો ચાલ્યા ગયા !' દાસીઓએ કહ્યું.
‘રે મૂરખીઓ ! કુમારનું મોં મારે જોવાનું છે કે તમારે ?' રાજ્યશ્રી એકદમ આવી પડેલી વિકટ પરિસ્થિતિથી મુંઝાઈ ગઈ અને ન બોલવાનું બોલી રહી.
‘એ મુખ તો સહુને જોવાલાયક છે, સહુને ગમે એવી એ મુદ્રા છે. કુમારી! એ ભર્યા રૂપવાળો ચહેરો એવો છે કે મનમાં કંઈક પાપ સંઘરીને બેઠાં હોઈએ તોય પલાયન થઈ જાય ! એમની પાસે વિષયની વાત કરવી જ વ્યર્થ લાગે. આત્મા પોતે 334 D પ્રેમાવતાર
જ જાણે આત્મા સાથે વાત કરતો લાગે.'
બસ કરો, સહુને ચિંતનનો-ફિલસૂફીનો શોખ લાગી જશે તો ભારે થઈ પડશે! ન જાણે કેમ, નૈમકુમારને જોઈ સહુ પાગલ થઈ જાય છે !' રાજ્યશ્રી ધીરે ધીરે મન પરનો કાબૂ ખોઈ રહી હતી !
‘તમારા પ્રશ્નનો જવાબ તમારા જ પ્રશ્નમાં છે. જે એમ માનતા કે હું કોઈ પર પાગલ ન થાઉં, હું કોઈ પુરુષને પરણું નહિ, મારી સાથે પુરુષ કોણ માત્ર, એની જ દશા વિચારોને !' બંને દાસીઓમાંથી એકે રાજ્યશ્રીને કડવી વાત સંભળાવી દીધી. એ હજી નેમકુમારને નીરખ્યાની મસ્તીમાં હતી ! સ્ત્રી જે રૂપમાં પોતાના સ્ત્રીત્વનો સાક્ષાત્કાર નિહાળે છે, એવું રૂપ એણે નીરખ્યું હતું!
‘કુમારી બહેન ! પાગલ થવાની વાત તમારે સાંભળવી છે ?” વનપાલકે વચ્ચે
કહ્યું.
‘ના' રાજ્યશ્રીએ રોષમાં ના પાડી.
“ભલે, તો ધણીનું ધણી કોણ ? બાકી તો સાબર, રોઝ, શિકારાં...' વનપાલક એટલે આવીને અટકી ગયો.
‘બોલ ને ! તને કોણે ના પાડી તે ચૂપ થઈ ગયો ?' રાજ્યશ્રી બહાવરી બનીને બોલી રહી.
‘કુમારી બા ! મોટાં માણસ છો. બોલું તોય દંડો, ન બોલું તોય દંડો ! ભલે, બાકી તો રસનાને પવિત્ર કરવા જેવો આ પ્રસંગ હતો.’
‘તો ભાઈ ફૂલસૂફ, જે હોય તે જલદી બોલી નાખ !'
‘કોઈ વાત જલદી કહી નાખવી ગમે, ઝટ છૂટકો થાય. કોઈ કહેવી જ ન ગમે, એવા ભુંડા શબ્દોને કોણ સજીવન કરે ? પણ કોઈ વાત તો મોં બહાર કાઢવી પણ ન ગમે. એમ થાય કે મોંમાં મમળાવ્યા કરીએ અને એનો રસ અનંતકાળ સુધી ચૂસ્યા કરીએ.’ વનપાલક જાણે પોતે જે અદ્ભુત દૃશ્ય જોયું હતું, એની ખુમારીમાં હતો.
‘એક પારસમણિના સ્પર્શે હજારો લોઢાં સુવર્ણ બની ગયાં છે !' રાજ્યશ્રીએ બધાના મનની સમીક્ષા કરતાં કહ્યું.
‘સાવ સાચું બોલ્યાં, બહેન ! રજવાડાં અહિંસા શીખે કે ન શીખે, આટલું સત્ય બોલતાં ને સમજતાં શીખે તોય ઘણું સારું.' એક દાસી બોલી.
‘મને પાગલ બનાવી દેશો !' રાજ્યશ્રી મૂંઝવણમાં પડી ગઈ.
‘પાગલ બનાવનાર બનાવી ગયો, અડધે કૂવે ઊતારી દોર કાપી ચાલતો થયો!’ બીજી દાસી બોલી.
બીજા બધા પર D 335
Page #179
--------------------------------------------------------------------------
________________
‘મારી વાત કરે છે ? મને નમકુમારે અડધે કૂવે ઉતારી એમ તમે કહો છો?”
રાજ્યશ્રી પ્રશ્નો કરી રહી, અને બીજી તરફ વાતાવરણ ધીરે ધીરે પલટો ખાઈ રહ્યું.
વાજાં-ગાજના શોર એકદમ સમાપ્ત થઈ ગયા. લગ્નગીતો ગાનારી અલબેલડીઓ ચૂપ થઈ ગઈ ને જાણે ચિતતામણની પૂતળી હોય એમ દૂર દૂર તાકી રહી : ઓ જાય રથ અને એનો બેસનાર ! માંડવાના પુરુષો શોરબકોર કરતા જલદી જલદી જાનના અગ્રણીઓ પાસે પહોંચ્યા, પણ કોઈની પાસેથી એમને સંતોષ થાય એવો ખુલાસો મળતો ન હતો.
વરઘોડો વરઘોડાના ઠેકાણે રહ્યો ને ઘોડાઓ અસવારને લઈને દોડી રહ્યા. નગરજનો પોતપોતાની પ્રવૃત્તિ છોડીને ઉત્સુકતાથી માર્ગ પર ટહેલવા લાગ્યા. વાતાવરણમાં ઉશ્કેરાટ એટલો હતો કે એની ગરમીથી આકાશમાં વાદળો બંધાતાં હતાં. ક્યારે ગાજવીજ થાય, ક્યારે વીજળીના કડાકા બોલે એ કંઈ કહેવાય તેવું નહોતું !
કન્યાપક્ષને તો જાણે સાપના ભોણ પર પગ પડી ગયો હોય તેમ લાગતું હતું. આ રીતે માંડવેથી ફરી જનારે લાખની દીકરીને જાણે ટકાની કરી નાખી હતી !
પુરોહિતજી પોતાનું પદ સિદ્ધ કરવા અને તેમને સારામાઠા બે શબ્દો સંભળાવવા આગળ આવ્યા.
“અમે આને લગ્ન કહીએ છીએ. જાન, વરઘોડો, વેદી, વિધિ, પવિત્ર મંત્રોચ્ચાર...' પુરોહિતજીએ રાજ્યશ્રીને મિષ્ટ સ્વરે કહ્યું.
| ‘અંતર મળ્યાં ત્યાં વિધિ બિચારી વેગળી પડી !' રાજ્યશ્રીએ જવાબ આપ્યો. એ તેમની પ્રતિપથી મટી નેમના ત્રાજવામાં ચડી બેઠી.
આખો સંસાર વિધિને માને છે, એમાં તમે ન માનો તેથી શું ? અને તમે પણ વિધિને ન માનતા હો તો આ બધા યાદવોનો શા માટે ખોટી કર્યા ? કુરુક્ષેત્રમાં તો એમની કાગના ડોળે રાહ જોવાઈ રહી છે !' પુરોહિતજીએ કહ્યું.
‘આપણો પશુવાડો એ પણ એક કુરુક્ષેત્ર જ છે ને !' બહેન ! પશુ અને માનવીને સરખાં ગણો છો ?” પુરોહિતે કહ્યું.
ના ના, પુરોહિતજી ! માણસ કરતાં પશુ શ્રેષ્ઠ ! પશુ તો પોતાના પેટની સુધા સંતોષવા પશુને સંહારે છે, માણસ કંઈ પેટની સુધા સંતોષવા નહીં પણ જીભ લોલુપતાને પૂરી કરવા નિર્દોષ પશુનો વધ કરે છે. પશુથી ભૂંડી એમની લાલસા, પશુથી ભંડો એમનો સ્વાર્થ, પશુથી ભૂંડાં એમનાં વેર.' રાજ્યશ્રી બોલી.
‘બહેન ! યુદ્ધ એ તો ક્ષત્રિયોનું સ્વર્ગ છે.’
‘બળ્યું એ સ્વર્ગ, જે અનેક માનવીના જીવનને જીવતું નરક બનાવે, પત્નીને વિધવા બનાવે, માને નિરાધાર સરજે , પુત્રને અનાથ બનાવે, પાણીને રક્ત બનાવે ! પણ ભાઈ વનપાલક ! તું તારી વાત પૂરી કર. સાબર, રોઝ, શિકારાં...' પુરોહિતને પીઠ આપી રાજ્યશ્રી વનપાલક તરફ વળી. | ‘સાબર, રોઝ, શિકારા, મરઘાં ને સસલાં, જેમકુમારે વાડાનો ઝાંપો ખોલ્યો કે કૂદ્યો ! એક બેફામ હરણાએ તો આનંદમાં તેમને શિંગડું ભરાવી દીધું.’ વનપાલક પોતાની વાતનો દોર સાધ્યો.
‘ખમ્મા મારા નેમને ! વનપાલક ! શું લોહી નીકળ્યું હતું ? કોઈએ એમને પાટો બાંધ્યો હતો કે નહીં ? નેમ ગુસ્સે થયા હતા ?' રાજ્યશ્રી પ્રશ્નો પૂછી રહી.
‘નેમ પાસે ગુસ્સાનું તો નામ જ લેવાનું કેવું ? એમણે પોતાના ચીરથી હરણાના શિંગડાને લૂછી નાખ્યું. અને પછી એને પંપાળ્યું. એ બિચારું તો જાણે શરણું શોધતું હોય એમ એમના બે પગ વચ્ચે ભરાઈ ગયું, ને મોં ઊંચું કરીને કોણીને ચાટવા લાગ્યું ! બે પગ વચ્ચે હરણું અને હરણાને પ્રેમથી પંપાળતા નેમ! કરુણાભારથી ઝૂકેલી આંખોથી નીરખતા અને વાત્સલ્યથી પંપાળતા નેમ ! રાજકુમારી ! એ દેખાવ તો ભૂલ્યો ભુલાતો નથી. એમ લાગે કે સંસારમાં ધન માટે, સંતતિ માટે, કુટુંબ માટે, વિલાસ માટે માણસ કેટલા પ્રયત્ન અને કેટલાં કૌભાંડ કરે છે ! એ બધી ક્ષતિઓ પૂરવા આ એક હરણું બસ છે. પણ સંસાર જાણે એ અબુધ બાળકની દશામાં છે. નેમકુમાર જાણે એ અબુધ દશાનું મારણ કરવા જ અવતર્યા છે !'
‘કેવી સુંદર વાતો ! કોઈ આ વાતો લઈને હસ્તિનાપુર જાય અને કુરુક્ષેત્રમાં એ વાતોનો નાદ ગજવે તો કેવું સારું !' રાજ્યશ્રી અવેશ બોલી રહી.
‘બહેન ! વેરથી ને ઝેરથી પૃથ્વીનું પડ આંધળું થઈ ગયું છે. આ પૃથ્વી કહેવાતા મહારથીઓ અને મહાપુરુષોથી તોબા પોકારી ગઈ છે. ભરી સભામાં નારીનાં વસ્ત્ર ખેંચવા એ જાણે બહાદુરી; અને મોટામાં મોટા વીરપુરુષે એ દૃશ્ય ખમી ખાવું એ જાણે નિમકહલાલી ! કુંવરીબા ! લાગે છે કે દુનિયાનાં તોલ-માપ સાવ બદલાઈ ગયાં છે ! આજના મોટા લેખાતા માનવીઓ અને હલકા માણસો પેલા વાડાનાં પશુ જેવાં બન્યાં છે. અમે ગરીબો ધર્મ, નીતિ, સત્ય પાળીએ, પણ એ મોટેરાંઓની આગળ એની કંઈ કિંમત નહિ. યાદ રાખજો, આ બધા મહાન નીતિજ્ઞો. કહેવાય છે, પણ એક દહાડો કસાઈ એમના કરતાં વધુ નીતિજ્ઞ લેખાશે!' અભણ લાગતો વનપાલક જીવનનો દ્રષ્ટા લાગ્યો. ‘વનપાલક !' રાજ્યશ્રી બોલી, ‘શાબર, રોઝ, શિકારાં અને તું... બધાં કુમારનાં
બીજા બધા પર 1 337
336 | પ્રેમાવતાર
Page #180
--------------------------------------------------------------------------
________________
દર્શનથી ધન્ય થયાં છો ! રે ! વનપાલક, નેમ મારા છે હોં !'
બહેન ! નેમ તો સહુના છે !' વનપાલકે લાગણીપૂર્વક કહ્યું. “તો શું એ મારા નથી ?' રાજ્યશ્રી હતાશા અનુભવી રહી.
“ના, દીકરી ના !' રાજ્યશ્રીની માતાએ પ્રવેશ કરતાં કહ્યું. ભાલ પ્રદેશ ઉપરનું કુમકુમ તિલક પ્રસ્વેદથી ભૂંસાઈ જાય એમ એમનો આનંદ ભૂંસાઈ ગયો હતો.
‘તો મા એ કોના છે ?’ રાજ્ય શ્રી પ્રશ્ન કરી રહી.
એ જેના હોય તેના, પણ હવે એ તારા તો નથી જ !' માતાએ જાણે વીજળીનો કડાકો કર્યો.
ઓ મા ! તું આ શું બોલે છે ?”
સાચું બોલું છું બેટા ! એ ધુતારો તારો નથી ! આપણાં ભાગ્ય એટલાં સારાં કે બધો ઘટસ્ફોટ વહેલો થઈ ગયો. માંડવે વર પોંખ્યો હોત, પંચની સાખે તારો હાથ ગ્રહ્યો હોત અને અગ્નિની સાખે ચોરીએ ચાર ફેરા ફર્યા હોત તો તારું શું થાત ? તો તો મારી રાજુ ભવદુખિયારી થઈ જાત '
‘એટલે મા, હવે તેમ મને નહિ મળે ?”
“શું કરવો છે એને ? એવા કાયર કુમારને કોણ દીકરી વરાવે ? કૂકડાં-મરઘાંની હત્યા જોઈને હારી જનારો કુરુક્ષેત્રમાં શું લડવાનો છે ? ક્ષત્રિયને હત્યાથી, યુદ્ધથી નારાજગી કેવી ?* માતાનું હૃદય જાણે ભડભડતી અગ્નિવેદી બની ગયું હતું.
| ‘મા ! હવે મારું શું થશે ?' કંટાળેલી રાજ્યશ્રી માના ખોળામાં માથું મૂકીને રડી પડી.
સહુ સારાં વાનાં થશે ! નેમને નીચો દેખાડે એવા સો વર હાજર કરીશ.” સો વર ?' ‘હા બેટી ! કુંવારી કન્યાને સો વર ને સો ઘર !' “અને એ સો વર કરતાં એક નેમ જ મને ગમે તો ?
“દીકરી ! એવા કાયરને હવે મારે મારી લાખેણી છોકરી આપવી નથી. સત્યાની વાત તો તું જાણે છે ને ? તારા બાપ જડ મણિમાં લોભાયા, ને મેં મારો ચેતનમણિ ખોયો !' માએ ભૂતકાળ ઉખેળ્યો.
‘સ્યમંતક મણિની વાત કરે છે ને ?”
‘હા દીકરી ! એ ઘર ભલે સોનાનું હોય, મારે નથી જોઈતું. સોનાની પાળી ભેટે ખોસાય, કંઈ પેટે ન ખોસાય.” મા ખૂબ રોષમાં હતી. “મા, સત્યાબેન ક્યાં છે ?'
338 1 પ્રેમાવતાર
‘જ્યાં હસે ત્યાં, પરણેલી દીકરીનું મન પિયરમાં ન હોય, એ તો સાસરાનું શ્રેષ્ઠત્વ રાખવા ચાહે, જો મેં તો મનથી નિર્ણય કર્યો છે કે....' માતા દીકરીની પાસે ગઈ અને કાનમાં મોં ઘાલી બોલી, ‘કુરુક્ષેત્રમાં લડાઈ ખેલાવાની છે. ઘણા ક્ષત્રિયો કામ આવશે. એ લડાઈ પછી કોઈ નરબંકો શોધી કાઢીશું ને એની સાથે તારાં લગ્ન રચાવીશું.’
મા, મારે તો નેમ એ વર, બીજા બધા પર.” ‘મૂરખ જાતની છે તું ! જરાક હોશિયાર હોશિયાર કહીને મોંએ ચઢાવી એટલે ગમે તેમ બોલે છે ! નેમ આપણી સાથે સંબંધ બગાડીને ગયો છે. એટલે એ હવે ક્યાંયનો નહીં રહે - ન ઘરનો, ન ઘાટનો ! એ પથ્થરહૃદયને કોઈ સંઘરે તો માત્ર રેવતાચળના પાણા.'
‘પથ્થરહૃદય કે કરુણાહૃદય ?’ રાજ્યશ્રીએ પ્રશ્ન કર્યો.
‘પથ્થરહૃદય ! આવી મીણની પૂતળી જેવી દીકરીને તરછોડી નાખતાં જેને દયા ન ઊપજી એને પથ્થરહૃદય નહીં તો કેવો કહીએ ?’
‘એની દયા તો માણસ છું, પશુ, પંખી ને પૃથ્વીનાં પરમાણુ પર પણ વરસે છે.”
‘પશુપંખી પર દયા રાખીને શું કરવાનું ? દુખિયા જીવોને આ રીતે વધુ જિવાડી વધુ દુ:ખી કરવાનાં ને ! એના કરતાં સારા કામમાં વપરાઈને સારો પરભવ મેળવે એ શું ખોટું ? નેમને મોઢે ચઢાવ્યો છે. એની છોકરવાદીને શ્રીકૃષ્ણ ને બલરામે ડામી નથી, એટલે એ ઘર જ મારે ન જોઈએ.’ માતાએ પોતાનો રોષ ઠાલવતાં કહ્યું.
‘મા ! તું રોષમાં છે, શાંત થા !' ‘કઈ રીતે શાંત થાઉં ? મારી દીકરીનો ભવ....' ‘મા તું કંઈક શાંત થાય તો હું વાત કરું.’ રાજ્યશ્રીએ કહ્યું.
‘બોલ દીકરી ! તારા મનની કોઈ વાત છૂપી ન રાખીશ. જુવાનીના માંડવે મનની વેલ કેમ ચડે છે, એ સહુ જાણે છે.’
‘મા ! તું મન ઉઘાડું રાખીને બરાબર સાંભળી લે, લોકો ગમે તે કહે, અને તમે બધાં પણ ગમે તે વિચારો, મેં તો મારા મનમાં દૃઢ સંકલ્પ લીધો છે કે નેમ એ જ મારો વર, બીજા બધા પર !”
માતાની જીભ સિવાઈ ગઈ.
બીજા બધા પર 1 339
Page #181
--------------------------------------------------------------------------
________________
46.
રથનેમિનો પ્રભાવ
વિવાહના બદલે વરસી જેવો વિષાદ બધે છવાઈ ગયો ! નેમકુમારે જાન શું પાછી વાળી હતી, જાણે કન્યાપક્ષના જીવનરસને ખેંચી લીધો હતો. જ્યાં આનંદની છોળો ઊડવાની હતી, ત્યાં આંસુના ઓઘ ઊભરાયા હતા.
કોડભરી રાજ્યશ્રી વારે વારે મૂચ્છમાં પડી જતી હતી, અને એની માતાની વેદના અને ચિંતાનો તો કોઈ પાર ન હતો. કાળજાની કોર જેવી દીકરીનું આ શું થવા બેઠું હતું ? સખીઓ અને પરિચારિકાઓ સૂનમૂન બની ગઈ હતી. જાણે આભમાંથી વીજળી ત્રાટકી હતી.
બધું વાતાવરણ ભારે બોજ વાળું બની ગયું હતું અને કોને શું કહેવું કે શું કરવું એ સમજાતું ન હતું.
આવે વખતે એક તરવરિયો નવજુવાન રાણીજી પાસે પહોંચી ગયો. એણે મમતાપૂર્વક કહ્યું, ‘રાણીજી ! તમે આમ હતાશ બની બેસો એ કેમ ચાલે ? સંકટ વખતે જ ધીરજની કસોટી થાય છે. અને એટલું સારું થયું કે વાત વધુ વણસે તે પહેલાં જ એનો નિકાલ આવી ગયો છે. અને આમાં વિષાદ જેવું છે પણ શું?”
આ કોણ બોલી રહ્યું છે ?' રાણીએ પૂછયું. ‘એ તો હું રથનેમિ-જેમકુમારનો નાનો ભાઈ !'
આવો, આવો !” ડૂબતો માણસ તરણું પકડે એમ રાણીએ રથનેમિને આવકાર આપ્યો. કદાચ એ કંઈક ઉપાય લઈને આવ્યો હોય.
‘બધાય માણસ કંઈ એકસરખા નથી હોતા. કોઈ ભૂલ કરે તો કોઈ ભૂલને સુધારવા પ્રયત્ન કરે.’ રથનેમિ જાણે આત્મીય જન બનીને વાત કરતો હતો.
‘અમે તમારું કહેવું ન સમજ્યાં.' રાણીએ કહ્યું. ‘સમજવાનું સહેલું છે. હું મારા ભાઈના ગુનાનું પ્રાયશ્ચિત્ત કરવા આવ્યો છું!”
એટલે શું તમે મારી દીકરી રાજ્યશ્રીનો...'
અડધું વાક્ય પૂરું કરતો રથનેમિ બોલ્યો, “આપ વડીલોની અનુજ્ઞા હશે તો હું સુશીલા રાજ્યશ્રીનો ઉદ્ધાર કરીશ. મારા ભાઈની ભૂલ માટે હું શરમાઈ રહ્યો છું. એણે આવું નહોતું કરવું !'
‘તમે...તમે..મારો ઉદ્ધાર કરશો ?’ આમ બોલતી રાજ્યશ્રી એક વાર ભાનમાં આવી અને ફરી બેહોશ બની ગઈ.
રથનેમિ ફક્કડ યુવાન હતો. એના ઘુઘરાલા બાલ, લાંબા બાહુ, વિશાળ વક્ષસ્થળ, સોહામણો ચહેરો અને તેજ ભરી કીકીઓ સહુ કોઈને આકર્ષણ કરતી હતી.
એની ગોદમાં આંખોથી આંખો મિલાવી પડ્યા રહેવું કોઈ પણ સુંદરીને ગમે તેવું હતું. એના મધપ જેવાં ઓષ્ઠના મધુ પાછળ ભલભલી સુંદરી પાગલ થાય તેમ હતી ! એની સુમધુર વાણીના ઇસુરસનું પાન કરવા અનેક યાદવ સુંદરીઓના હૈયાં તૃષાતુર રહ્યાં હતાં !
એ જમાનો બંસીની ઘેલછાનો હતો. શ્રીકૃષ્ણની બંસીએ સૌને કામણ કર્યું હતું, પણ રાજ કાજની ભૂતાવળોએ બંસીને અને શ્રીકૃષ્ણના હોઠને હજારો માઈલ અંતર પાડી નાખ્યું હતું.
રથનેમિ પણ બંસીવાદનમાં નિપુણ હતો. એનો બંસીનાદ ભલે શ્રીકૃષ્ણના જેટલો અદ્દભુત ન હોય છતાં એની બંસીના સૂર ગજબ હતા.
રથનેમિ મનચલો માનવી હતો. કોઈ વાર સાગરનાં ઊછળતાં મોજાંઓ પર, નાનીશી નૈયા પર બેસીને એ દૂર દૂર ચાલ્યો જતો. આકાશમાં પૂનમનો ચાંદ ખીલતો, ધરતી પર દરિયાના તરંગો ખેલતા; ને રથનેમિની બંસીના સૂરો રેલાવા લાગતી.
સોનાનો રસ જેમ પિત્તળને સુવર્ણમય બનાવી દે એમ રથનેમિનો બંસીનાદ આખી વાતાવરણને માધુર્ય અર્પી દેતો.
રથનેમિ સંગીત, કલા ને સૌંદર્યનો આત્મા હતો. એ જ્યારે આખી રાત બંસી છેડીને પાછો ફરતો, ત્યારે દરિયાનાં મીન તેની નૌકા પાછળ ખેંચાઈ આવતાં ને દરિયાકાંઠે બેઠેલી મીનાક્ષીઓ પોતાના જીવંત મોક્ષ સમા રથનેમિને ભેટવા ધસતી.
એ નારીઓ એ વખતે ખોવાઈ ગયેલી લાગતી. રથનેમિ સામે કંકુ ને કેસરમાંથી બનેલી પોતાની કાયાને અર્પણ કરતી અને કહેતી, “અમારા કોઈ પણ અંગને સ્પર્શ કર, રથનેમિ ! અમારો મોક્ષ એમાં છે.'
પણ રથનેમિને સ્ત્રીઓ તરફ ઝાઝું આકર્ષણ ન હતું. આવી ગમે તેવી સ્ત્રીને સ્પર્શવું એના રસમસ્ત આત્માને હીનતા જેવું લાગતું. એ માનતો કે બાહ્ય ઉપાદાનથી
રથનેમિનો પ્રભાવ D 341
Page #182
--------------------------------------------------------------------------
________________
સુંદર લાગે એ સુંદરતા શા ખપની ? એ સરોવરમાં ખીલતા કમળને બતાવીને કહેતો, ‘ખરું સૌંદર્ય તો આનું નામ ! ભાલે ટીલડી, ગળે આભૂષણનો ભાર, હસ્ત પર કંકણ, મસ્તક પર કેશરૂપી કૃત્યાનું પર્યંત્ર (કેશવિન્યાસ), ઓષ્ઠ પર અળતો. આ બધાં પ્રસાધનો સાથે પણ તમારું સૌંદર્ય જાણે સત્યહીન લાગ્યા કરે છે. ને રાજ્યશ્રી સર્વથી વિહીન છતાં...’
રથનેમિ મનમાં ને મનમાં આ બધી માનુનીઓ માટે આ પ્રકારની આલોચના કર્યા કરતો. અને એમનાંથી દૂર દૂર રહેતો.
આકર્ષણનો એ નિયમ છે કે વસ્તુથી દૂર રહેનારની પાસે વસ્તુ સ્વયં સમીપ આવે ! રથનેમિની રાહમાં સામે આવીને સુંદરીઓ અથડાતી. યાદવોને મદિરાપાન અત્યંત પ્રિય હતું. રથનેમિને પણ એ અત્યંત પ્રિય હતું.
કેટલીય સૌંદર્યગર્વિતાઓ રથનેમિને મળવા આવતી ને કહેતી, મદિરાપાન સાથે મદિરાક્ષી ન હોય તો કેમ ચાલે ?’
રથનેમિ એ રૂપગર્વિતાઓને જાણે પગની ઠેસ મારતો હોય એમ કહેતોઃ ‘મદિરાક્ષીની હાજરી હોય ત્યારે મદિરાપાનની જરૂર લાગે છે, પણ મદિરાપાન વખતે મદિરાક્ષી નિઃસાર ને તુચ્છ લાગે છે !'
બેમાંથી તમે વધુ શું પસંદ કરો છો ?' રૂપગર્વિતા પ્રશ્ન કરી રહેતી.
રૂપની ગર્વિત મૂર્તિઓ પર જાણે હથોડો મારતો હોય એમ, રથમિ જવાબ વાળતો, ‘સદા એક જ સ્વભાવમાં રહેનારી મદિરાને હું વધુ પસંદ કરું છું. મદિરા જેટલો મદિરાક્ષીનો મને મોહ નથી.'
રથનમ જેમ કુશળ બંસીવાદક હતો, એમ જબ્બર મદિરાનો ભોક્તા હતો, પણ બીજા યાદવો મદિરાપાનથી બેકાબૂ અને બેભાન બની જતા એવું રથનમનું ન હતું. અને મદિરા ક્યારેય ભાન ભુલાવી શકતી નહિ.
બંસી ને મિંદરા આ બે ઉપરાંત રથનેમિને ત્રીજો શોખ યુદ્ધનો હતો. યુદ્ધ યાદવોના લોહીનો ગુણધર્મ હતો, પણ યુદ્ધ કંઈ સદા માગ્યું મળતું નહિ.
યુદ્ધના અભાવે યાદવો શિકારથી ચલાવી લેતા. રથનેમિ કુશળ શિકારી હતો. શિકારની શોધમાં એ દિવસો સુધી દ્વારકાની બહાર રહેતો અને રેવતાચળની પરકમ્મા કર્યા કરતો. આ વખતે એ ક્યારેક થાક્યોપાક્યો કોઈ ગુફામાં યા કોઈ આશ્રમમાં જઈ ચડતો. યોગીઓ, ઉપાધ્યાયો અને છાત્રો સાથે ત્યારે એ તત્ત્વની ચર્ચા કરીને મન બહેલાવતો. ચર્ચા પણ તેની કડાકડીની રહેતી - જાણે એ વખતે એ શબ્દોની શિકાર-રમત ખેલતો.
આમ કરતાં એને બંસી, મદિરા અને શિકારની જેમ તત્ત્વચર્ચાનો પણ શોખ લાગ્યો, વખત પસાર કરવાનું એ સુંદર સાધન લાગ્યું. 342 – પ્રેમાવતાર
રથનેમિ પોતાની બુદ્ધિના બળે ધારેલી વાતને સાચી પુરવાર કરી બતાવતો. એ જો અહિંસાનું સમર્થન કરે તો અહિંસા જીવનનું સારતત્ત્વ ભાસતી, અને ક્યારેક હિંસાનો પક્ષ લે તો બધે હિંસાનું જ પ્રાબલ્ય લાગતું. કેટલાય લોકો રથનેમિની દલીલો સાંભળી હિંસકમાંથી અહિંસક બની ગયા હતા, તો કેટલાય અહિંસાને કાયરનો ધર્મ લેખી પાકા હિંસાવાદી બન્યા હતા. જ્યારે રથનેમિ તો જલકમલવત્ નિર્લેપ હતો. અને પોતાને કોઈ પક્ષ નહોતો.
એ ઘણી વાર કહેતો કે જગત મને સમજે; મને સમજવામાં જગતની કસોટી છે ! અને ખરેખર હજુ કોઈ એને સમજી શક્યું નહોતું !
આવા ખેતમા રથનેમિએ એક દહાડો જરાક ખેંચાણ અનુભવ્યું, જરાક ધક્કો અનુભવ્યો ! એક ઢીંગલી જેવી છોકરી જાણે પહાડને આંચકો આપી ગઈ.
વાત થોડીક જૂની છે. રેવતાચળ પર સત્યારાણીએ શ્રીકૃષ્ણ અને અન્ય યાદવોની ઇચ્છાથી વસંતોત્સવ ઊજવ્યો અને વનની હરિણી જેવી પોતાની નાની બહેન રાજ્યશ્રીને એમાં ભાગ લેવા નોતરી. રાજ્યશ્રી રમવા માટે તાજું જ સાવજનું બાળ લઈને આવેલી.
રાજ્યશ્રી અને રથનેમિના મોટા ભાઈ નેમની એ દહાડે ચાર આંખો મળી, નેત્રપલ્લવી રચાણી.
રથનેમિને એ દિવસે આમંત્રણ નહોતું. નેમના જીવનછોડ પર આકર્ષણનું ગુલ ખીલવવાનો એ એક ખાનગી પ્રયોગ હતો. રથનેમિ તે વખતે રેવતાચળ પર ભટકતો હતો, અચાનક ત્યાં જઈ પહોંચ્યો, અને એણે સ્નાનક્રીડા માટે સજ્જ રાજ્યશ્રીને જોઈ.
મેરુ કંપ અનુભવે એમ એ દહાડે એણે સ્ત્રીસૌંદર્યથી કંપ અનુભવ્યો, એના અભિમાન પર જરા ફટકો પડ્યો.
પણ શિકારી ગમે તેવી હરિણીના સૌંદર્યથી હાથમાં સાહેલું બાણ મૂકી ન દે એમ સ્ત્રીઓ તરફ ઉપેક્ષાભાવ રાખનાર રથનેમિએ પોતાના ગર્વનું બાણ નીચે ન મૂક્યું. એણે કહ્યું, ‘અંહ ! રાજ્યશ્રી એટલે શું ? આટલી યાદવસુંદરીઓ કરતાં એનામાં શી વિશેષતા છે ?’
રથનેમિ સ્નાનક્રીડા પછી વિદાય લેતી રાજ્યશ્રીને બેપરવાઈથી મળ્યો, બેદરકારીભરી રીતે વાત કરી. આવી બેપરવાઈ, એ પણ પુરુષોનું સ્ત્રીના અંતઃકરણને વશ કરવાનું એક વશીકરણ હતું. રાજ્યશ્રી કંઈક એવા જ સ્વભાવની હતી, એણે પણ એ જ રીતે વાત કરી.
પણ રથનેમિને તો હતું કે પોતે આબાદ મૂઠ મારી છે. રાજ્યશ્રી હમણાં દોડી રથનૈમિનો પ્રભાવ D 343
Page #183
--------------------------------------------------------------------------
________________
આવી સમજો ! સંસારની કઈ સ્ત્રી મારા સૌંદર્યને ભજતી નથી આવી ?
' પણ એ ગર્વની પાછળ પરવશતા છુપાયેલી હતી, એ વાત એ સમજી શક્યો
રાજ્યશ્રી પણ રથનેમિને જવાબ દઈને ઘેર આવી. રથનેમિ તરફ તો એને રજમાત્ર પણ આકર્ષણ નહોતું જાગ્યું, પણ કોઈ અગમનિગમનું પંખી મનની ડાળે આવીને બેસી ગયું હતું.
રથનેમિની ધારણા ખોટી પડી. રાજ્યશ્રી તો પોતાની પાસે ન આવી, પણ એ પોતાને સંભારતી હોય એવું પણ ન લાગ્યું ! ધીરે ધીરે રથનેમિની પરવશતા વધતી ગઈ. એ બહાર જતો, શિકારે સંચરતો કે કોઈ યોગી-આશ્રમે તત્ત્વચર્ચામાં ગૂંથાતો ત્યારે પણ એની આંખો જાણે કોઈને ખોજ્યા કરતી !
- હંસ હંસિણીને શોધવા હંસીઓના ટોળામાં સંચરે, એમ એ સ્ત્રીવૃંદમાં વિહરવા લાગ્યો.
સુંદરીઓ એની રસચર્ચા સાંભળી તૃપ્ત થઈ જતી ને કહેતી, “ખરેખર! આજ સુધી તો ગમાર પુરુષો સાથે જ ગોઠડી કરી ! રથનેમિ ! ધન્ય એ સુંદરી, જેને તારા જેવો સ્વામી મળે !”
રથનેમિ આ સુંદરીવૃંદને હવે રાજી રાખવા મથતો; કારણ કે એ વૃદમાંથી જ પોતાના મન-મેરુને ડગાવનાર રાજ્યશ્રીને ક્યારેક હસ્તગત કરવાની હતી.
એક દિવસની વાત છે. પ્રભાતનું ઝાંખું અજવાળું ઊઘડતું આવતું હતું અને યાદવસુંદરીઓ સ્નાન કરતી હતી. એણે માન્યું કે આ વૃદમાં રાજ્યશ્રી હશે, અને એણે બંસી છેડી !
રથનેમિએ ધીરે ધીરે અજબ સ્વરજાળ પ્રસારી દીધી. રથનેમિ ધીરેથી ઊભો થયો અને બધી સુંદરીઓનાં ચીર લઈને વૃક્ષ પર ચડી ગયો !
થોડી વારે એ સ્વરો થંભી ગયા, અને સ્ત્રીઓનું સ્નાન પણ પૂરું થયું. એમણે કિનારા સામે જોયું તો ત્યાં વસ્ત્રો જ ન મળે !
ક્યાં ગયાં ચીર ?’ સુંદરીઓ ચિત્કાર કરી રહી, “કોણ છે એ ધુતારો ?”
યુવતીઓ જળમાં ઊભી રહીને ચિત્કાર કરી રહી : ‘ચીર લાવો, રથનેમિ!'
‘જેનું નામ રાજ્ય શ્રી હોય એ આગળ આવે, એને પ્રથમ ચીર મળશે.’ રથનેમિ બોલ્યો.
‘રે ! જુઓ તો ખરાં, આ કાગડો કાનનની કોયલને ઝંખે છે !' સુંદરીઓએ રથનેમિ તરફ અપમાનસૂચક શબ્દો કાઢ્યા. એમને રથનેમિની આ રીત તરફ ભારે અણગમો આવ્યો હતો.
| ‘અલ્યા રથ ! આ ભવે તો તેને રાજ્યશ્રી મળી રહી. એને પામવા માટે ભાગ્ય જોઈએ ભાગ્ય !' બીજી સુંદરી બોલી.
શું મારું ભાગ્ય હીણું છે ?' ‘હા હા, રાજ્યશ્રી અને તેમના લગ્નરથના સારથિ થવા જેટલું પણ નહિ !'
શું રાજ્યશ્રી અને નેમ પરણશે ?” રથનેમિએ પ્રશ્ન કર્યો.
‘હા, વાત નક્કી થઈ ગઈ છે. સાવજનાં બાળ ખેલવનારીને નાથનાર નેમ નગીન મળ્યો !?
‘શાન્તમ્ પાપમુ, શાન્તમ પાપમુ !? રથનેમિએ ઉપરથી ચીર ફેંક્યાં ને ડાળી પરથી સીધો કૂદકો મારીને એ નાઠો.
પહેલાં તો પોતાના રાજભવન તરફ દોડ્યો, પણ પાછો વળ્યો. ના, ના, ભવનમાં જઈને શું મોં બતાવવું ?
પછી એ યોગીઓના આશ્રમ તરફ દોડ્યો, પણ ત્યાંથીયે પાછો ફર્યો. રે! યોગીઓની સાથે કઈ જીભથી વાત કરીશ ?
છેવટે રથનેમિ એક અંધારી ગુફામાં જઈને બેઠો. એનું અંતર ભારે શરમ અનુભવતું હતું; એનું હૈયું જાણે પોકાર પાડતું હતું, રે ! આવું કૃત્ય કરતાં તને શરમ ન આવી !
ધર્માવતાર નેમ તો પોતાના મોટા ભાઈ ! રાજ્યશ્રી એની વાગ્દત્તા, આજે વાગુદત્તા એ કાલે વિવાહિતા ! આજની કુમારિકા એ કાલે પોતાની ભાભી ! અસંસ્કારી લોકો ભાભીને ભલે હીન નજરે પેખે, પણ યાદવો તો ભાભીને માતા લેખે છે. મેં અધર્મ આચર્યો !
રથનેમિ ઘણા દિવસો પછી ગુફામાંથી બહાર નીકળ્યો; પણ એના સ્વભાવમાં ભારે પરિવર્તન આવ્યું. સહુ કોઈને બહાવરો બનાવનાર પોતે બહાવરો દેખાવા લાગ્યો. જુવાન બહાવરો બને, ત્યારે લગ્ન એની દવા બને છે. માબાપે એક એકને
રથનેમિનો પ્રભાવ | 345
‘તું કોણ છે ?’ સુંદરીઓએ સ્વરની દિશામાં જોયું. વૃક્ષ પર યુવાન પુરુષને જોયો, અને એ શરમાઈ ગઈ ! બાલકની વાત જુદી છે, એની શરમ ન હોય ! પણ આ તો યુવાન ! યુવાનીમાં તો શરમ એ ઢાલ છે ને આંખ એ તલવાર છે ! સહુએ રથનેમિને ઓળખી લીધો.
344 | પ્રેમાવતાર
Page #184
--------------------------------------------------------------------------
________________
ભુલાવે તેવી સુંદરીઓ એને બતાવવા માંડી. રથનેમિ રાજ્યશ્રીના રૂપ સાથે એ સુંદરીઓને સરખાવતો અને કહેતો, “અરે આ તો કોયલના માળામાં કાગ છે !” અને રથનેમિ કોઈ નારીને પસંદ કરી શક્યો નહિ
એવામાં મોટા ભાઈ નેમકુમારનાં લગ્નની કંકોતરી મળી. રથનેમિ એ લગ્નમાં હાજરી આપવા આવ્યો. રાજ્ય શ્રી પર એને પૂરેપૂરો ભાવ હતો, પણ જ્યારે એની સાથે મોટા ભાઈનાં લગ્ન નક્કી થયાં ત્યારે તેણે રાજ્યશ્રીને મનમાંથી પણ કાઢી નાખી હતી, ને મનોમંદિરમાં પવિત્ર દેવતાઓમાં એની છબી ઉમેરી હતી.
ભાભીને સદા મોરી વંદના !
પણ સાચું પૂછો તો બિચારા રથનેમિને તો બાવાનાં બેય બગડે એવું થયું હતું. મનગમતી નારી મળતી ન હતી; અને જે મળતી હતી એમાં મનને પરોવી શકાતું નહોતું !
એટલે એણે તો મોટા ભાઈના લગ્નોત્સવમાં ભાગ લીધા પછી રેવતાચળ ઉપર જઈને ગુફામાં અલખ જગાવવાનો નિર્ણય કર્યો.
એનો આત્મા પોકારતો હતો : મારો સંસાર ભલે ખારો બની બેઠો, મારા સંન્યાસને નહીં બગડવા દઉં ! કાં સંસાર, કાં સંન્યાસ !
પણ એવામાં ન બનવાનું બની ગયું. લગ્નમાં ખરેખરું વિન્ પડ્યું. અને યાદવોની ભવ્ય જાન જોડીને આવેલા નમકુમારે લગ્નના લીલા તોરણેથી પોતાનો રથ પાછો ફેરવી લીધો. કહે છે કે દીન-હીન નિરપરાધ પશુઓનો પોકાર સાંભળીને એ પાછા ફરી ગયા !
કેવું નજીવું નમાલું કારણ !
અરે, રાજ્યશ્રી જેવી સ્ત્રી મળતી હોય તો ક્ષત્રિય સંસાર આખાનું આક્રંદ શાંતિથી બેઠો બેઠો સાંભળે ! અને સંસારમાં શું નથી ચાલતું ? જીવ જીવનો ખોરાક છે, અને બહુ બહુ તો એ પશુઓને મુક્ત કરાવી દેવાં હતાં. હઠ લેતી હતી કે આ બધાં પ્રાણીઓને છૂટાં મૂકો તો જ પરણું; તો ભલા કોણ ના કહેવાનું હતું ?
રથનેમિ મોટા ભાઈ તરફ પૂરતો આદર ધરાવતો હતો, પણ રિસાઈને પાછા વળી જવાની એમની આ બાલિશ પ્રવૃત્તિ એને રુચિ નહિ. નેમે નાની વાત માટે મોટી ધમાલ કરી મૂકી હતી ! આજ સુધીમાં આવું ક્યારેય થયું નથી.
રથનેમિના મનમાં ખીજ ચઢી આવી કે મોટા ભાઈએ તો મધમાખી જેવું કર્યું : ન પોતે ખાધું; ન કોઈને ખાવા દીધું !
એના મનમાં દબાઈ ગયેલો રાજ્યશ્રી તરફનો અનુરાગ અનુકંપા દ્વારા ફરી જાગી ઊઠ્યો. વધુ વિચાર કર્યા વગર એ રાજ્યશ્રીના મહેલમાં પહોંચી ગયો; અને
346 3 પ્રેમાવતાર
વડીલોની અનુમતિ હોય તો રાજ્યશ્રીનો ઉદ્ધાર કરવાની પોતાની તત્પરતા દર્શાવી.
રાજ્યશ્રીએ રથનેમિને ત્યારે એટલું જ પૂછવું કે તમે મારો ઉદ્ધાર કરશો? અને એટલું કહીને એ ફરી પાછી બેભાન બની ગઈ.
માતા તો હજુય આક્રંદ કરતી હતી : ‘મારી ફૂલવેલ સમી દીકરીની આ દશા?’ એનાં નેત્રોમાં આંસુના મેઘ ઊભરાયા હતા.
‘નેમ તો ખરેખરો વૈરાગી જીવ છે. આ તો જાણે આપણે એને થાંભલે બાંધીને પરણાવવા માંગતાં હતાં.' સત્યારાણીએ કહ્યું..
‘એ સાચું બેટી ! પણ કોઈની દીકરીને આમ કૂવે નંખાય ?' માતાએ સત્યાને પ્રશ્ન કર્યો.
‘દીકરીનાં નસીબ વળી એટલાં સારાં કે એ પરણ્યા પહેલાં પાછો વળી ગયો. જો રાજને લગ્નના બંધનમાં નાખ્યા પછી એણે આમ કર્યું હોત તો..તો..’ અને પિતા વધુ બોલી શક્યા નહિ, ડૂમો ભરાઈ આવ્યો.
રથનેમિ ઊભો ઊભો સાંભળતો હતો. એણે કહ્યું, ‘નમ મારા મોટા ભાઈ છે. છતાં હું આ ભૂલ માટે તેઓને માફ કરી શકતો નથી.'
‘ઘણું જીવો રથનેમિ ! શું આ માનવહત્યા નથી ? પશુવધથી ભયંકર સ્ત્રીવધ નથી ?' હવે તો સત્યારાણીએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો.
‘બેશક, સત્ય બોલતાં હું કોઈની શરમ નહિ રાખું. એક નિર્દોષ નારીનો તેજોવધ કરવા જેવા આ પ્રસંગ માટે હું આપ કહેશો તે પ્રાયશ્ચિત્ત કરીશ. રે, જ્યારે માનવહત્યાભર્યું મહાભારત જાગી ઊઠવાનું હોય ત્યારે પશુહત્યાની આવી આળપંપાળ કેવી ! માણસના જીવનનો ભરોસો નથી, હજારોનું સંહાર કરનારું સમરાંગણ તૈયાર થઈ રહ્યું છે ત્યારે આભ ફાટ્યું હોય ત્યાં થીગડું દેવાનું કેવું ? એ પશુઓને નામે નેમે રાજ્યશ્રીને કેવો અન્યાય કર્યો ?રથનેમિએ સ્વસ્થતાથી કહ્યું. એને રાજ્યશ્રી આકડે મધ જેવી સુલભ લાગતી હતી.
રથનેમિની ઊંચી પડછંદ આ કૃતિ અત્યારે ખૂબ સોહામણી લાગતી હતી. આપ્તવર્ગ તથા સ્ત્રીવર્ગ એ જોવામાં તલ્લીન બની ગયો.
‘સાચી વાત છે. કુરુક્ષેત્રને સળગી ઊઠતાં ક્યાં વાર છે ?' માતાએ કહ્યું.
“અરે, આ ગૃહયુદ્ધ અટકાવવા રાજ્યશ્રીએ ઘડિયાં લગ્ન લેવરાવ્યાં હતાં!? સત્યારાણીએ કહ્યું. તેઓ પણ રથનેમિની વાણીથી પ્રભાવિત થયાં હતાં.
‘એ શું વારું ?” રથનેમિએ પ્રશ્ન કર્યો. ‘નેમ, બલરામ ને શ્રીકૃષ્ણ - યાદવ સંઘના ત્રણ અગ્રગણ્યો કુરુક્ષેત્રના યુદ્ધ અંગે
રથનેમિનો પ્રભાવ | 347
Page #185
--------------------------------------------------------------------------
________________
મતભેદ હોવાથી જુદા પડવાની તૈયારીમાં હતા; ત્યાં રાજ્યશ્રીએ પોતે પોતાના લગ્નની વાત ગોઠવીને બધાનું મન આ તરફ વાળી લીધું.' રાજ્યશ્રીની માતાએ ખુલાસો કર્યો.
જશનો બદલો અપજશથી એ આ નગુરી દુનિયાનો ન્યાય છે. સાચું કહું છું. રાજકુંવરીઓમાં આટલું ડહાપણ મેં ક્યાંય જોયું નથી.' રથનેમિએ રાજ્યશ્રી તરફનો પોતાનો ભાવ વ્યક્ત કર્યો.
‘કહ્યું છે ને કે અણીનો ચૂક્યો સો વર્ષ જીવે !' રાજ્યશ્રીની માતાએ કહ્યું.
થોડી વાર રહીને રથનેમિએ કહ્યું, ‘આપણા આવા નેતાઓને યુદ્ધમાં જતાં રોકવાનું પગલું કેટલું શાણપણ ભરેલું હતું ? યુદ્ધ શરૂ કરતાં કે એમાં ભાગ લેતાં સો ગરણે ગળવું જોઈએ. જીવતાને મારી શકાય, મરેલાને જીવતા કરી શકાય નહિ, એ સ્પષ્ટ છે ! હું મારી વિચારસરણી મુજબ કુરુક્ષેત્રે નથી સંચરવાનો. યુદ્ધ એ પુરુષો માટે દિલબહેલાવ હશે, પણ સ્ત્રીઓ માટે તો નર્યો શાપ છે !'
ધન્ય છીએ અમે. અનિષ્ટમાં ઇષ્ટનાં દર્શન આનું નામ. જો આપનો પૂરતો પરિચય પ્રાપ્ત થયો ન હોત તો આપને માટે પણ અમે કંઈનું કંઈ માની લેત !' રાજ્યશ્રીના પિતાએ રથનેમિ તરફ મમતા દર્શાવતાં કહ્યું.
‘એમ માનવાનો આપનો હક હતો. બાકી રાજ્યશ્રીનાં ડહાપણ, શીલ ને સંસ્કાર માટે મારો અભિપ્રાય ઘણો ઊંચો છે; એ તો અંધારિયા પક્ષની ચાંદની છે. પણ કુદરત ઘણી વાર વેલે કોળાં વળગાડે છે !'
‘કેટલું બધું સાચું છે તમારું કહેવું ! અમે તો આ ઘટનામાં પણ કંઈક શુભ સંકેત કલ્પીએ છીએ.’
નિ:સંશય. જે થાય તે સારા માટે. ઉતાવળ થઈ હોત તો રાજ્યશ્રી માટે પરણીને પસ્તાવા જેવો ઘાટ થાત.' રથનેમિએ કહ્યું.
એવામાં રાજ્યશ્રી જરાક સળવળી.
સત્યારાણીએ રથનેમિ તરફ ફરતાં કહ્યું, ‘તમે હમણાં અહીં જ રોકાજો. જવાની ઉતાવળ ના કરશો; કદાચ તમારું કામ પડે. અમારા મહાલયના ખંડમાં જ વિશ્રામ કરો.’
રથનેમિને તો ભાવતું હતું ને વૈધે કહ્યા જેવું થયું.
‘કોણ પણ સેવા માટે તૈયાર છું.' રથનેમિએ કહ્યું ને ખંડમાં જવા વિદાય લીધી. એનો પ્રભાવ બરાબર જામ્યો હતો.
348 – પ્રેમાવતાર
47
આશા નિરાશ
સૂર્યોદયે સુરજમુખી મોં ફેરવે એમ બેભાન બનેલી રાજ્યશ્રીએ મોં ફેરવ્યું. એનાં બિડાયેલાં પોપચાં રૂપની શ્રી પેદા કરતાં હતાં, અને દેવપ્રતિમા જેવું નિર્દોષ મોં હરકોઈના અંતરમાં લાગણી જગાવતું હતું.
રાજ્યશ્રીની દેહ પર હજી પણ પીઠીનો સુવર્ણ વર્ણ શોભતો હતો. વાળની લટો એ જ બકુલ ફૂલના ભારવાળી હતી, કપોળ પર મૃગમદની અર્ચા હતી, હાથમાં કંકણનો ભાર હતો અને પગનાં પાયલ હજી અણધારી રીતે રણઝણી ઊઠતાં હતાં. પાસે ઊભેલી ચિંતાતુર માતાને જોતાં જ દીકરી ક્ષીણ સ્વરે બોલી, “મા ! મારું સુંદર સ્વપ્ન તૂટી ગયું !'
‘હા, દીકરી !’ માએ એટલું કહ્યું. એનું હૃદય વેદનાથી ભર્યું હતું. એ મનને કાબૂમાં રાખી રહી હતી. લાગણીની જરાક અતિશયતા રોવરાવી નાખે તેવી હતી. માને મોટી દીકરી સત્યા કરતાં આ બટકબોલી ને ઉછાંછળી રાજ્યશ્રી પર વધુ વહાલ હતું.
મા ! શું ખરેખર, સ્વપ્ન તૂટી ગયું ?'
‘હા દીકરી ! આપણે કોઈના દિલમાં થોડા જ પેસી શકીએ છીએ ?’ ‘એમાં દિલમાં પેસવાનો સવાલ જ ક્યાં છે ? મને શું કામ જગાડી ?'
‘ન જગાડીએ તો શું કરીએ ?' મા આ અજબ છોકરીની અજબ વાતો સમજી શકતી નહોતી.
“મા ! મારું સ્વપ્ન તૂટી ગયું. હું કેવું સુંદર સ્વપ્ન માણતી હતી !'
‘બેટી ! સ્વપ્નની સુખડી કંઈ ભૂખ ન ભાંગે.'
‘પણ મા, આ સુખડી તો સાચોસાચ ભૂખ ભાંગે એવી હતી - ભવોભવની
Page #186
--------------------------------------------------------------------------
________________
ભૂખ !' રાજ્યશ્રી જાણે ઘેનમાં બોલતી હતી. હજી પણ એ સ્વપ્ન જોતી હોય એમ એનાં નેત્રો વારંવાર ઉઘાડÍચ થતાં હતાં; અને વારેવારે એ ખોવાઈ જતી હતી.
‘કેવી હતી એ સુખડી ? જરા અમને સમજાવ તો !' માએ દીકરીને માથે હાથ ફેરવતાં કહ્યું. એને લાગ્યું કે કદાચ વાત કરવાથી એને ભર્યું હયું ખાલી થઈ જાય.
“મા ! ગૂંગો ગોળનો સ્વાદ શું સમજાવે ? પણ તને થોડું કહું; તારા દિલને પણ ધરપત વળે, મા ! એમણે રથ પાછો ફેરવ્યો, ને મને સંકેત કર્યો કે રાજ્યશ્રી! ચાલ, નીકળી પડ ! દેહ-પ્રાણના મિલનમાં આ વિધિપ્રપંચની શી જરૂર છે ?'
‘સાવ ઘેલી છોકરી ! એટલે બધે દૂરથી તને આંખથી સંકેત કર્યો અને તું એ સંકેત સમજી ગઈ, કાં ?' માએ દીકરીની ઘેલછાને ટકોરતાં કહ્યું.
મા, અંતરના સંકેતને સ્થળ કે કાળનાં અંતર નડતાં નથી. એક અંતરની વાત આપમેળે બીજા અંતરમાં સમજાઈ જાય છે.' રાજ્ય શ્રી બોલી, ‘તું મારી વાત તો સાંભળ, માનવી હોય તો માનજે , અને ન માનવી હોય તો ન માનજે . મને મારા મનના સ્વામીનો સંકેત મળ્યો ને હું સરકી ગઈ ! તમે બધાં જોતાં રહ્યાં ને હું દોડીને એની પાસે પહોંચી ગઈ. એ કહે, ‘રાજ્યશ્રી ! જો ને પશુઓનો કેવો કરુણ પોકાર સંભળાય છે ! મા ! મેં અવાજ તરફ લક્ષ આપ્યું. મને લાગ્યું કે એ બીજા કોઈના નહોતા, તમારા બધાના અવાજો હતા !'
‘શું અમે બધાં પશુ ?' સત્યારાણીનો મિજાજ પળવાર હાથમાં ન રહ્યો, પણ તરત જ એ પરિસ્થિતિને વરતી ગયાં અને હસીને બોલ્યા, સાચી વાત મારી બેનડી ! તું દેવ અને અમે પશુ ! હે, પછી શું થયું ?
‘અમે ભાગ્યાં, બહેન ! સીધાં ચાલ્યાં રેવતાચલ પર, એ આગળ ને હું પાછળ ! પણ મોટીબહેન, હું વારે વારે જરાક પાછળ પડી જતી, મેં રોષ કરીને કહ્યું, “જો સાથે રાખવી હોય તો આવું, નહિ તો પાછી ચાલી જાઉં,’ એ શરમાયા ને બોલ્યા, ‘રાજ , દોટ દેવાનું કારણ બીજું હતું. તારાથી કોઈ વાત છુપાવીશ નહિ. મને પશુઓનો પોકાર પીડતો હતો, માર્ગમાં જ્યાં નજર નાખી ત્યાં ઠેર ઠેર આજંદ સંભળાતાં રહ્યાં. કોઈ પશુ હણાઈ ગયું છે, કોઈ હણાવાને તૈયાર છે, કોઈ હણી રહ્યું છે, હણનારને વળી હણવા માટે તૈયાર થવું પડે છે. કેવી ઘટમાળ ! જાણે સર્વત્ર સંહારલીલાનું સામ્રાજ્ય પ્રવર્તે છે !' મેં કહ્યું, ‘તમારું કામ એક જીવનું શ્રેય સાધવાનું નહિ, પણ અનેક જીવોનું કલ્યાણ સાધવાનું છે. ભલે, તો તમે નિરાંતે આગળ વધો!'
રાજ વળી વાત કરતાં ખોવાઈ ગઈ. થોડી વારે વાતનો તંતુ સાંધતી આગળ બોલી, મારી વાત સાંભળીને નેમ ઊભા રહ્યા. જરાક શરમાયા. મારા તરફ હાથ
350 g પ્રેમાવતાર
લંબાવીને બોલ્યા, ‘રાજ, તું મારા હાથની શક્તિ બનજે, પગની બેડી નહિ. તારા સાથથી મારે સંસારસમુદ્ર ઓળંગવો છે.” કહ્યું, ‘જાવ રે, તમે તો કુશળ તરવૈયા છો. તમે એકલા અબઘડી તરીને પાર થઈ જાઓ ! પણ શરત કરો કે મને એ વખતે ખંધોલે બેસાડી લેશો.’ બહેન ! નેમ હસ્યા : ‘રાજ, તું ભારે જબરી છે. આંગળી આપી ત્યાં પોંચો કરડી ખાવાની વાત કરે છે.’ પણ પછી તો મને ખંધોલે બેસાડી. અમે રેવતગિરિના સહસામ્રવનમાં પહોંચ્યાં. અને...અને...' બોલતી બોલતી રાજ્યશ્રી બેભાન થઈ ગઈ – જાણે એ એની સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગઈ.
રાજ્યશ્રીની માતાથી આ સહન ન થયું. એ રડતી રડતી બોલી : “ઓ નેમ! મારી દીકરીને ભર્યું સરોવર બતાવી તેં તરસી મારી ! સત્યા ! હવે વ્યવહારુ થવામાં સાર છે. જો એ ચિત્તભ્રમિત થશે, તો હાથમાં રહેલું રત્ન આપણે ખોઈ બેસીશું. મને તો રથનેમિ બરાબર યોગ્ય લાગે છે. તારો શું મત છે ?'
સત્યાદેવી જવાબ આપવા જાય છે ત્યાં ફરી રાજ્યશ્રીએ આંખો ખોલી. એ બોલી, ‘બહેન ! સરોવરની મજા ઓર છે. અમે તો ખૂબ ડૂબકીઓ ખાધી, કેવી મજા ! કેવાં સુંદર એ સરોવરનાં કમળ !'
‘હવે તો હદ થાય છે, સત્યા ! વૈદરાજને બોલાવ.' રાજ ની માતાએ કહ્યું. એનાથી રાજનો લવારો સહન થતો નહોતો.
મા ! નેમની ભૂરકી ભારે છે; આ રોગનો કોઈ વૈદ દ્વારકામાં નથી.' ‘તો ?' ‘એ તો જેણે દરદ આપ્યું એ જ દવા આપે તો કામ થાય.'
એટલે જે નાગે ડંખ દીધો, એ નાગ ઝેર ચૂસે તો જ ઝેર ઊતરે, એમ જ ને?” મા ઉગ્ર થઈને બોલી.
‘સાચી વાત એ જ છે, રાજમાતા !' મધુમાલતીએ કહ્યું. ‘અન્ય કોઈ ગારુડી ન ચાલે ?'
‘ચાલે જરૂર, ચાલે. મારી પાસે એવો એક ગારુડી છે. જુવાની કેવું ઝેર છે, અને એ કેવી રીતે ઊતરે છે એ તમામ વાતનો એ જ્ઞાતા છે.’ માતા બોલી.
મા, ઉતાવળ ન કર, નહિ તો ખેલ બગડી જશે. રાજ આપણી અન્ય છોકરીઓની જેમ જુવાની દીવાનીવાળી નથી.’
‘એમ કહી કહીને જ તમે બધાંએ એને ચડાવી મારી છે !' માએ જરા રોષમાં કહ્યું.
આશા નિરાશા 351
Page #187
--------------------------------------------------------------------------
________________
થોડી વારમાં રાજ્યશ્રી બેઠી થઈ. એના વાળ વીખરાઈ ગયા હતા, અને અલકલટો મુખચંદ્રને આવરી રહી હતી. તેમની દીવી જેવા હાથે અલકલટો સમારતી એ બોલી : “અરે ! એ કમળ સુંઘતાં સુંઘતાં હું તો આનન્દમસ્ત બની ગઈ. મારા તેમના સ્નેહનો અમર પ્યાલો મને ત્યાં પીવા મળ્યો. હું અમર થઈ ગઈ.”
અરે રે, દીકરી ગાંડી થઈ ગઈ છે ! એને લવારો સાંભળતાં તમને મજા પડે છે. પણ મને તો થાય છે કે હું દીકરી ખોઈ બેસીશ ! કોઈ વૈદને તેડાવો!' માએ આંસુ સારતાં કહ્યું.
“અને બહેન !' રાજ્યશ્રીનો લવારો વધી ગયો; એ બોલી, “અને ત્યાં મારા નમે મને કહ્યું, ‘રાજ આપણે અહીં જ વિધિથી પરણી લઈશું ? જો આ પવન બંસી વાશે, આ આમ્રવૃક્ષ તોરણ બાંધશે, ને આ કદંબવૃક્ષ મંજરી વેરશે. આ ઝરણાં જાનડીઓ બનીને ગીત ગાશે. પ્રકૃતિ આપણી પુરોહિત બનશે; એનાં પરણાવ્યાં આપણે પરણીશું. આત્મામાં આત્માને ભેળવી દઈશું. વાહ, મારો નેમ નગીનો !'
રાજની વાત સાંભળી માનું હૈયું હાથ ન રહ્યું. એણે વેદનાભર્યા સ્વરે કહ્યું, “અરેરે, કોઈક તો મારી વાત સાંભળો, અને કુશળ વૈદ્યને તેડી લાવો ! તમે બધાં જોઈ શું રહ્યાં છો ?”
એ જ વખતે કોઈનો અવાજ સંભળાયો. જોયું તો રથનેમિ બારણામાં ઊભો હતો; અને એ પોતાની સાથે વૈદ્યરાજને તેડતો આવ્યો હતો.
રાજ્યશ્રીની માતાને જાણે ડૂબતાને નાવ મળી. એણે સ્વસ્થ થતાં કહ્યું, ‘આવો આવો, ખરે વખતે તમે વૈદરાજને તેડી લાવ્યા. આ બધામાં તમે એક જ સમજ દાર છો. રથનેમિ ! વૈદ્ય વૈદ્ય કરીને મારી જીભ સુકાઈને કાંટો થઈ ગઈ, પણ મારી વાત કોઈ કાને જ ધરતું નહોતું.’
“જ્યાં પ્રસંગ પોતે જ કર્તવ્ય સમજાવી દેતો હોય ત્યાં બીજાના કહેવાની રાહ જોવાની શી જરૂર ?' રથનેમિની વાણીમાં જાણે સુધા ભરી હતી. એની વાણી એના વ્યક્તિત્વ જેવી જ મોહક હતી.
વૈદે પોતાની કામગીરી શરૂ કરી.
ઓહ ! પાંખ કપાયેલી પારેવી જેવી રાજની દશા છે.” રથનેમિએ કહ્યું. એનો એક એક શબ્દ લાગણીથી ઊભરાતો હતો.
‘મારી દીકરીને તમારા ભાઈએ રઝળાવી !' રાજની માતા બોલી.
‘ચિંતા ન કરશો. એનું પ્રાયશ્ચિત્ત હું કરીશ. સહુ સારાં વાનાં થઈ રહેશે. ઘીના ઠામમાં ઘી પડી જ શે.’ રથનેમિના શબ્દોમાં ભારે મમતા ભરી હતી. વૈદરાજ રાજની નાડ તપાસતાં બોલ્યા, ‘દી કરી !'
352 1 પ્રેમાવતાર
‘ કોણ વૈદ્યરાજ ? કેમ આવ્યા છો ? શું મારું મધુર સ્વપ્ન ભાંગવા આવ્યા છો ?” રાજ બોલી.
‘તમારું ચિત્ત અસ્વસ્થ છે; ઉપચાર માટે આવ્યો છું.” વૈદ્યરાજે કહ્યું.
‘તમારું ચિત્ત અસ્વસ્થ હશે ! મને તમારે ગાંડી બનાવવી છે ? મારી નાખવી છે ?’ ને રાજ એકદમ ઊભી થઈ ગઈ.
સૌંદર્યતરસ્યો રથનેમિ જાણે એ રૂપના ઘડાના ઘડા પી રહ્યો. આ જગતવિજયી સૌંદર્ય પાસે એ પોતાનું અજેય વ્યક્તિત્વ વીસરી ગયો.
દીકરી, ડાહી થા !'
‘શું ગાંડી છું ?” ને રાજ ચાલવા લાગી. એના શરીરમાં અશક્તિ હતી, પડતાં પડતાં એ માંડ બચી. રથનેમિએ દોડીને એને ટેકો આપ્યો.
કોણ, રથનેમિ ? તમે મને ટેકો આપવા આવ્યા છો ?”
હા.” રથનેમિનું હૃદય આશાનાં સ્પંદનો અનુભવી રહ્યું. ‘તમારા ભાઈને ટેકો આપવા કેમ ન ગયા ?' ‘એ તો સંન્યાસીનો જીવે છે.”
તો એમને ટેકો આપવા તમારે એમની સાથે સંન્યાસ લેવો હતો.”
‘હું તો મારા માર્ગે જ જતો હતો, પણ તમારે ખાતર મને રાણી સત્યાએ રોકી રાખ્યો !' રથનેમિએ કંઈક બેપરવાઈ બતાવવા કહ્યું. એ જાણતો હતો કે બેપરવાઈ એ સ્ત્રીને જીતવાનું એક અમોઘ સાધન છે !
ઓહ માં ! જરા સાંભળ તો ખરી; પશુડાંનો પોકાર કેવો જોર જોરથી સંભળાય છે !' બોલતાં બોલતાં રાજ જમીન પર બેસી ગઈ.
‘વૈદરાજ ! કંઈ ઉપચાર કરો.’ રાજ ની માએ કહ્યું.
‘મારો કોઈ વૈદ્ય નથી. મારી કોઈ દવા નથી. મારો વૈદ્ય મને મળી ગયો. મારી દવા મને મળી ગઈ.” રાજનો લવારો ચાલુ જ હતો !
‘દીકરી, તારું ગાંડપણ નહીં છોડે ?”
- “મા ! તારું ડહાપણ નહિ મૂકે ?” અર્ધ બેભાન અવસ્થામાં જ રાજે જવાબ વાળ્યો, દીકરી જાણે સમરાંગણમાં શત્રુથી ઘેરાઈ ગઈ હતી, ને ચારે દિશાના શત્રુઓ સામે મરણિયો સામનો ચલાવતી હતી.
મા-દીકરી વચ્ચે ચકમક ઝરી રહી. બંને વચ્ચે ઝઘડો થઈ જાત, પણ ચતુર રથનેમિ ત્યાં હાજર હતો. એણે રાજની માને કહ્યું, ‘કઠોર શાસન આપીને વનના વાઘને માનવી વશ કરી શકે, પણ મનના મોર આપમતિયો હોય છે. પોતાની મેળે
આશા નિરાશા | 353
Page #188
--------------------------------------------------------------------------
________________
ખીલે, પોતાની મેળે વિલાય !'
રથનેમિ રાજની માતા અને સત્યારાણીનાં મન જીતી ગયો.
રાજની માતા અને સત્યારાણીને હવે તો એક જ વાતની રઢ લાગી હતી કે રાજ્યશ્રી માની જાય અને રથનેમિ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય ! ૨થનેમિ પણ નેમિકુમાર કરતાં ક્યાં ઓછો ઊતરે એવો હતો ? અને યૌવનના તરવરાટ અને રસિકતામાં તો એ નેમને ભુલાવી દે એવો છે. આવો વર તો શોધ્યો પણ ન જડે; અને રાજ્યશ્રીને માટે તો એ આકડે મધની જેમ સુલભ હતો. સાચે જ, રાજ્યશ્રી ભાગ્યશાળી હતી.
પણ જે વાત માતા અને બહેનને સદ્ભાગ્યની સુચક લાગતી હતી, એ વાતમાં રાજ્યશ્રીનું મન જરાય પલળતું ન હતું - જાણે પથ્થર ઉપર પાણી !
છેવટે માતાએ જરાક આકળા થઈને રાજ્યશ્રીને કહ્યું, ‘રાજ ! આવી ખોટી હઠ શા કામની ? વાત જરા સમજી લે. તારાં ભાગ્ય મોટાં છે, નહિ તો એક ઠેકાણેથી પાછી ફરેલી દીકરીને ઝટ બીજું સારું ઠેકાણું નથી મળતું ! આવો વખત વારે વારે નથી આવતો, માટે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા જવા જેવી નાદાની ન કર !'
રાજ્યશ્રીએ કંટાળીને કહ્યું, “મા, તમે બધાં આ શું લઈ બેઠાં છો ? મને તો મારું મનગમતું ઠેકાણું મળી ગયું છે, અને મારાં લગ્ન થઈ ગયા પછી આવી બધી માથાકૂટ શા માટે ?”
| ‘દીવાની ન થા, દીકરી ! ઘેર બેઠાં ગંગા આવી પછી ખાળમાં મોં ધોવા ન જઈએ. રથનેમિને મેં આગ્રહ કરીને રોક્યા છે. પૂરાં ભાગ્ય હોય એને જ રથનેમિ મળે.' માતાએ ભારપૂર્વક કહ્યું.
“મા ! તું બરાબર સાંભળી લે, હું તો ક્યારની પરણી ચૂકી છું. મેં તને ન કહ્યું કે, હું છાનીમાની નેમ સાથે સહસામ્રવનમાં ગઈ હતી, ને ત્યાં પ્રકૃતિને પુરોહિત બનાવી, વૃક્ષવેલીઓને જાનૈયા બનાવી, કોયલ રાણી પાસે લગ્નવાણી ઉચ્ચરાવી અમે પરણ્યાં. શું તમારે એક વાર પરણેલીને ફરી પરણાવવી છે ?” રાજે કહ્યું.
‘રાજ ! તારી આવી બધી વાતો જ કહે છે કે તારું ચિત્ત અત્યારે ઠેકાણે નથી; અને તારું હિત શેમાં છે એ તું સમજી શકતી નથી. તું જરા હોશમાં આવીને વાત કર, લગ્ન કરવાં ન કરવાં એ તારી મરજીની વાત છે, પણ જરા એટલું ડહાપણ તો વાપરજે કે જેથી પોતાના હાથે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવું બની જાય નહિ. અને પાછળથી પસ્તાવું પડે નહિ.” સત્યારાણીએ કહ્યું. ‘બહેન ! તને શું વાત કરું ? હું તો પૂરેપૂરી હોશમાં છું. મને તો તમે બધાં
354 | પ્રેમાવતાર
ભાનભૂલ્યાં હો એમ લાગે છે. અમે તો સોહાગરાત પણ માણી, પ્રાણમાં પ્રાણનું મિલન પણ કર્યું, તેમ જ મારા વર અને બીજા બધા પર !' રાજ બોલી. એની વાણી અપાર્થિવ હતી.
રાજનાં વચનો એની માતા સાંભળી ન શકી. એણે વેદનાભર્યા સ્વરે કહ્યું, “અરે આ હઠીલી છોકરીને સમજાવો કોઈ !'
‘મા ! મને એક જણ સમજાવી ગયો, હવે કોઈની સમજાવી હું સમજવાની નથી.’ રાજ દૃઢતાથી બોલી,
સત્યારાણીએ કહ્યું, “મા, હવે અત્યારે આ વાત પડતી મેલ અને રથનેમિને હમણાં વિદાય આપ.”
‘રથનેમિ ! કયા શબ્દોમાં તમારો આભાર માનું ? કઈ જીભથી તમને વિદાય આપું ?” રાજની માએ ગળગળા સાદે કહ્યું.
રથનેમિએ ગંભીર બનીને કહ્યું, “બૈર્ય ખોશો નહિ. આભાર માનવાની અહીં કંઈ પણ જરૂર નથી. હું વિદાય તો લઉં છું. પણ એક વચન આપીને. મારે સંસારમાં રાજ સિવાય તમામ સ્ત્રીઓ મા-બહેન સમાન છે. રથનેમિ વરે તો રાજને વરે, નહિ તો એ પણ રેવતગિરિની કોઈ ગુફામાં બેસી તપ કરશે.”
અને રથનેમિ ધીરે ધીરે દૃષ્ટિ બહાર ચાલ્યો ગયો.
હાય દીકરી ! આજ તે પોતે ખોટ ખાધી, અને અમને સહુને પણ ખોટ ખવરાવી. હાથમાં આવેલો હીરો હાથથી ખોયો !' રાજની મા આક્રંદ કરી રહી.
‘મા ! શોક ન કરીશ. હું મારા સ્વામીના સંદેશની રાહમાં છું. સંદેશ આવ્યો કે સાસરે ચાલી જઈશ.”
‘ક્યાં છે તારું સાસરું ?” ‘રેવતાચલમાં ?” ‘એના પાણામાં ?” ‘ના, તેમના હૃદયમાં.”
દીકરી ! આ તે કેવી વાતો કરે છે ? કોઈ આવા મનમોજીના હૃદયમાં ઘર કરી શક્યું છે ખરું ? ગાંડી નહી તો !'
| ‘મા ! જોજે ને, તારી ગાંડી દીકરી એક વાર સાસરે જશે, પછી એ કદી પાછી પિયર નહિ આવે. પછી તો આખો સંસાર એનું પિયર અને આખો સંસાર એનું સાસરું બની જશે.' ‘ઘેલી વાતો ન કર. કહે તો રથનેમિને હજી પાછો બોલાવું. બાજી હાથમાં છે.”
આશા નિરાશા D 355
Page #189
--------------------------------------------------------------------------
________________
48
કુરુક્ષેત્ર ભણી
રાજની માતાએ કહ્યું.
| ‘મા ! મારા માટે રથનેમિનો વિચાર પણ પાપ છે. હું તો એના મોટા ભાઈની પત્ની થાઉં. એની ભાભી થાઉં, અને ભાભી તો માના સ્થાને લેખાય.” રાજ એની એ વાત કરી રહી.
“મા !રાજ સાથે વાત કરવી, એ હવે પથ્થર પર પાણી નાખવા બરાબર છે * સત્યારાણીએ કહ્યું. તેમણે હાથ ધોઈ નાખ્યા હતા. આ આખા નાટકની રચનારી પોતે, અને પોતાનાથી કંઈ થઈ શક્યું નહિ. રાજ કોઈ જુદા ગજવેલની બનેલી હતી.
ધીરે ધીરે બધાં વીખરાયાં. રાજની હઠ કોઈને પસંદ પડી નહોતી. આજ તો હજુ મુગ્ધાભાવમાં છે; પણ કાલે યૌવનની સરિતા બે કાંઠે છલ કાશે, તૃષાતુરો ચારે તરફ ભમતા હશે, એ વખતે દેખાવડી દીકરીને જોબન જાળવવું મુશ્કેલ પડી જશે. જોબનવંતી નારીને તો અરણ્યમાં યોગીથી, વનમાં વનવાસીથી ને નગરમાં નગરવાસીથી સદા ડરતું રહેવાનું ! પણ અહીં તો બધી શિખામણ ફોક હતી.
છેવટે દુઃખનું ઓસડ દહાડો એમ માનીને માતા અને સત્યારાણીએ પોતાના મનને વાળી લીધું. એમના મનમાં ઊંડે ઊંડે એવી આશા છુપાઈ હતી કે આજે નહીં માને એ કાલે રહી રહીને માનશે. કાળ પોતાનું કામ કર્યા વગર નહીં રહે !
કાળનો પ્રવાહ પોતાની રીતે વહેતો રહ્યો, પણ રાજ્યશ્રીના અંતરમાં સુકાઈ ગયેલી સંસારભોગની સરવાણી ફરી વહેતી ન થઈ, એનું ચિત્ત કોઈથી ચળાવી શકાયું નહીં. રથનેમિના મનોરથો મનમાં જ રહી ગયા.
અને આખરે આશાભંગ થયેલો જુવાન રથમેનિ ઘરબાર તજીને રેવતાચલ તરફ ચાલી નીકળ્યો. ગિરનારની ગુફાઓ એને આજે મહેલ કરતાં વધુ પ્યારી થઈ પડી !
સંસાર તો પીડાનો પારાવાર છે. કુરુક્ષેત્રનું રણમેદાન છેવટે જાગતું થયું હતું, અને હાથી, રથ, ઘોડા કુરુક્ષેત્ર તરફ વહેતા થયા હતા. કુરુક્ષેત્રમાં કોણ કોણ રાજા આવ્યા હતા, કયા કયા રાજાની કેટલી સેના એમાં હાજર થઈ હતી, અને કોણ કોણ સેનાપતિ થવાનું હતું, એની જ ચર્ચાઓ ચોરે ને ચૌટે ચાલતી હતી.
રણરંગના ઉત્સાહી યાદવો હવે આખો દિવસ એક જ ચર્ચા કરતા : શત્રુને પોતે ક્યાં વીંધશે, કેવી રીતે વીંધશે, અને શત્રુ જખમી થઈને મૃત્યુ માટે તરફડતો હશે, ત્યારે એ જોવાની કેવી મજા આવશે ! અને શત્રુની સ્ત્રીઓનાં કમળ જેવાં લોચનોમાંથી આંસુરૂપી મોતી ટપકીને એનાં મદભર્યા વક્ષસ્થળો પર હાર થતાં હશે, ત્યારે જોનારનાં નેત્રો કેવાં ધન્ય બનશે !
સત્યા અને રાજ્ય શ્રી બંનેનાં હદય જુદા જુદા પ્રકારનાં ઘડાયાં હતાં. રાજનો જીવ યુદ્ધના વર્તમાનથી કળીએ કળીએ કપાઈ જતો હતો; જ્યારે રાણી સત્યા ભારે ઉત્સાહમાં હતાં. શ્રીકૃષ્ણ મહારથી અર્જુનના સારથિ બનવાના હતા. અને શ્રીકૃષ્ણના રથનાં સારથિ સત્યારાણી પોતે થવાનાં હતાં. એ પણ પોતાને યોગ્ય બખ્તર, તીર, તલવાર, મુદ્રગર વગેરે શસ્ત્રો તૈયાર કરી રહ્યાં હતાં.
સાવજોને રમાડનારી રાજ ખરે વખતે હિંમત હારી ગઈ. એ નાની શી છોકરી મોટામાં મોટા વિચાર કરી રહી : રે ! નેમે પશુનો પોકાર સાંભળ્યો ને લગ્નલીલાનો રથ પાછો વાળ્યો, એ કોઈ ભાવિનો સંકેત હશે કે શું ? યુદ્ધમાં માણસ પશુનું જ અનુકરણ કરે છે. નિર્બળને સબળ કચડે છે ! સંસાર વળી પાછો મોટા મોટા લોકોનાં મૃત્યુથી નિરાધાર બની જશે ? એની ગલીએ ગલી દુઃખિયારાં કે અનાથ બનેલાં માનવીઓનાં આક્રદોથી ભરાઈ જશે ? રાજ બહાવરી બનીને શ્રીકૃષ્ણ પાસે દોડી ગઈ અને એમને વીનવી રહી, ‘મહારાજ, કૃપા કરી આપ યુદ્ધથી પાછા ફરો.’
356 D પ્રેમાવતાર
Page #190
--------------------------------------------------------------------------
________________
‘રાજ ! પૃથ્વી પર પાપની ગંદકી વધી ગઈ છે. યુદ્ધની આગ વિના એને કોઈ સાફ કરી શકશે નહિ. પિતા ધૃતરાષ્ટ્ર અંધ છે, અને પુત્રપ્રેમ પાસે વિશેષ અંધ બન્યા છે ! દ્રોણ જેવા ગુરુઓ રાજ્યને નિયમનમાં રાખનાર રહ્યા નથી. એમણે રાજ્યાશ્રય સ્વીકાર્યો છે, ને એ રાજ્યાશ્રિત બની ગયા છે. પૃથ્વીને સત્યનો સંદેશ આપી શકે એવા ભીષ્મ જેવા પુરુષો પૈસાના દાસ બન્યા છે ! શું આવી સડેલી ધરતીને તું સાચવી રાખવા માગે છે ?' શ્રીકૃષ્ણે કહ્યું.
‘પણ સ્ત્રીઓએ તમારું શું બગાડ્યું છે ? બાળકોએ તમારો કયો ગુનો કર્યો છે ? આમાં ખરી ખોટ તો સ્ત્રી-બાળકોને જવાની છે. નિરાશ્રિત સ્ત્રીઓને ન જાણે કોણ ખેંચી જશે ? નિરાધાર બાળકોનું ભાવિ ન જાણે કેવું અંધારિયું થશે?' રાજ દિલના જોશથી બોલતી હતી.
‘રાજ ! દીકરી ! પાપડી ભેગી ઇયળ બફાય. એ જગજૂનો વ્યવહાર છે. સૂકા ભેગું લીલું સદાય બળતું આવ્યું છે !'
‘આપ છેવટે એટલી પ્રતિજ્ઞા કરો કે કોઈ અવસ્થામાં પણ શસ્ત્ર નહીં ગ્રહણ કરો, નહીં તો તમારી શસ્ત્રવિદ્યા પૃથ્વીને રોળી નાખશે.' રાજે યાચનાના સૂરમાં કહ્યું. રાજ ! તારા અંતરની ભાવના અને પૃથ્વીના જીવો પરની તારી પ્રીતિ હું સમજું છું. પણ એટલું યાદ રાખજે કે હું તો વાઢકાપ કરનારો વૈદ છું. પૃથ્વીને હવે વધારે રોગી થવા દેવી, મને અનુચિત લાગે છે.'
‘એમ છતાં પણ ગમે તેમ કરીને મને વચન આપો કે હું શત્રુ ગ્રહણ નહિ કરું.' ‘જા, મારું તને વચન છે, રાજ !તારા હૈયાને પીડિત થતું હું જોઈ શકતો નથી. મેં સારથિનું કામ લીધું છે. સારથિ શસ્ત્ર ન લે, સારથિ અવધ્ય રહે.’
‘છતાંય યુદ્ધ ટળે તો ટાળજો.'
‘રાજ ! એ મારાથી નહિ બની શકે. સંસાર પર આતતાયીઓનો કબજો થયો છે. પૃથ્વીનો વધેલો ભાર ઉતારવાનું કામ મેં માથે લીધું છે. હવે તો ભાર ઉતાર્યે જ છૂટકો છે.' શ્રીકૃષ્ણે કહ્યું.
એટલામાં સત્યારાણી રથ હાંકીને દ્વાર પર આવીને ઊભાં.
રાજ નાની હતી, સત્યારાણી મોટાં હતાં. પણ આજ યુદ્ધપ્રયાણ વખતે એ રાજથી પણ નાનાં લાગતાં હતાં. એમનો ઊંચો ગૂંથેલો કેશપાશ એમની પ્રતિભામાં વધારો કરતો હતો.
‘મોટી બહેન ! સુખે સિધાવ ! સંગ્રામમાં તું તારા સ્વામીનાથની સોડ બનજે. જગતે યુદ્ધનો સ્વાંગ સજ્યો છે. એ સ્વાંગ ઉતરાવવા માટે તું પ્રકાશ જેવી છે. હું હવા જેવી છું. હું મારું કામ શાંતિથી સાધીશ.' રાજ બોલી.
358 – પ્રેમાવતાર
‘રાજ !’ સત્યારાણીએ કહ્યું, ‘એમ પર્વતની ગુફામાં એકાંતે બેસી ગયે જગતની ગંદકી ઓછી ન થાય.'
‘બહેન ! તું તનની ગંદકીની વાત કરે છે. મને મનની ગંદકી પીડે છે. યુદ્ધ પહેલાં મનમાં જન્મે છે, તન તો તે પછી લડે છે. મનશુદ્ધિ માટે મારી અને મારા નેમની લડાઈ છે. ઓહ ! પશુઓનો પોકાર કેવો જોરજોરથી સંભળાઈ રહ્યો છે.’
‘સારું ! સારું ! જા, તું પણ રૈવતગિરિ પર જઈને તપ કર. તપથી દુનિયા વિશુદ્ધ થશે, અને વિગ્રહ જરૂર અટકશે.' સત્યારાણીએ કહ્યું. એમાં થોડો વ્યંગ્ય પણ હતો.
‘હું તો એમ માનું જ છું, બહેન ! હું જરૂર તપ તપીશ. સૂર્ય કંઈ આપણી નજીક નથી. છતાં એ કેટલે દર પોતાનાં અજવાળાં પહોંચાડે છે ને અંધકારનો નાશ કરે છે ! એમ રૈવતગિરિના પહાડ પરથી અમારાં તપસ્તેજનાં કિરણો સમસ્ત પૃથ્વી પર પ્રસરશે ને સંસારની સંશુદ્ધિ કરશે.' રાજ વિશ્વાસ અને ગૌરવપૂર્વક બોલી રહી હતી. આવી રીતે ગૌરવથી બોલતી નાની બહેન તરફ સત્યારાણીને ખૂબ પ્રીતિ ઊપજી. એણે આગળ વધીને રાજને બાથમાં જકડી લીધી; એ એના ઉપર વહાલપ વરસાવી રહી.
શ્રીકૃષ્ણ આ દશ્ય જોઈ રહ્યા હતા. એ બોલ્યા, ‘ઓહ ! તમ બે બહેનોમાં જેટલું વહાલ છે, એટલું અમ પુરુષોમાં હોત તો ? રાજ ! પાંડવ ને કૌરવ એક જ મગની બે ફાડ છે. છતાં આજે કેવાં હાડમાંસના વૈરી બની બેઠા છે !'
‘બહેન ! હું રજા લઈશ. પૂજ્ય બલભદ્રજી પાસે મારે પહોંચવું છે.’ રાજે કહ્યું, એને યુદ્ધની વધુ વાતો ગમતી નહોતી.
‘ત્યાં કંઈ પ્રચારકાર્ય કરવું છે કે પછી બલરામજીને કંઈક ધર્મોપદેશ આપવો છે !' શ્રીકૃષ્ણે મશ્કરીમાં કહ્યું.
‘મારે એ જોવું છે કે યુદ્ધનો વિરોધ કરવા જેટલું હૃદયબળ બલરામજીમાં હજી પણ સલામત રહ્યું છે કે નહીં !'
‘સલામત છે, રાજ ! પૂરેપૂરું સલામત છે. હું તો તીર્થયાત્રાએ પરવરું છું. આ યુદ્ધ સામે મારો વિરોધ છે. આ યુદ્ધમાં શ્રીકૃષ્ણ ભાગ લે એ સામે પણ મારો વિરોધ છે.' બલરામજી અંદર પ્રવેશતાં બોલ્યા.
બલરામજી પ્રવાસને યોગ્ય સામગ્રી સાથે આવ્યા હતા. તેઓએ નખથી શિખ સુધી સફેદ વસ્ત્રો સજ્યાં હતાં. સફેદ અશ્વ લીધો હતો. ને શસ્ત્રાસ્ત્ર તમામ તજી દીધાં હતાં. બલરામ સત્યારાણી સામે જોઈને બોલ્યા, ‘તમે શસ્ત્ર સજ્યાં! અમે શસ્ત્ર તજ્યાં! તમે યુદ્ધદીક્ષા સ્વીકારી, મેં શસ્ત્રસંન્યાસ સ્વીકાર્યો !'
કુરુક્ષેત્ર ભણી – 359
Page #191
--------------------------------------------------------------------------
________________
‘વડીલો જેને તજે, નાનાં એને સજે, આપની જ આ ભેટ મેં બાંધી છે!”
‘સત્યારાણી ! તમે તો જબરાં યુદ્ધશોખીન છો, પણ યાદ રાખો કે જો યાદવો મારા મતથી વિરુદ્ધ ચાલશે, તો આ હળથી સમસ્ત પૃથ્વી ખોદી નાખીશ. મારો ગુસ્સો જોયો છે ?' બલરામજી આવેશમાં હતાં.
‘આપનો ગુસ્સો આપનાં શસ્ત્રથી વધુ તીક્ષ્ણ છે, પહેલાં એ તજો !' સત્યારાણીએ
કહ્યું.
49
રાજનો હૃદયબાગ.
‘તપ વિના એ તેજી શકાય નહિ.” રાજે કહ્યુ.
બલરામજી ટીકા સહન કરી શકતા નહિ, પણ આ બે સુંદરીઓ પાસે એ નરમ થઈ જતા. તેઓનું ગમે તેવું કહેવું સાંભળી લેતા, લેણદેણ અપૂર્વ હતી.
‘તો વિરોધમાં માનું છું. આજે યુદ્ધનો હું વિરોધ પોકારીશ, કાલે પાંચસો જણા મારા મતના થશે, ને વિરોધ પોકારશે. પાંચસોમાંથી પાંચ હજાર મને અનુસરશે અને છેવટે કોઈ લડનાર જ નહિ મળે, પછી લડાઈ થશે કેવી રીતે ? બાકી તપ એ તો સાધુભગતનું કામ છે, ને યુદ્ધ એ લડાયક મનનું કારણ છે.” બલભદ્રજીએ પોતાનો અભિપ્રાય આપીને વિદાય માગી.
બલરામજીને ના પાડનાર કોણ ?
યાદવોનો એક સમુદાય એમને અનુસરવા તૈયાર ઊભો હતો, થોડી વારમાં તેઓ યુદ્ધવિરોધી પોકાર કરતા દ્વારકામાંથી પ્રસ્થાન કરી ગયા.
આ તરફ મધ્યાહુને શ્રીકૃષ્ણ ગોપસેના સાથે છડી સવારીએ કુરુક્ષેત્ર તરફ રવાના થયા.
દ્વારકા ખાલી થઈ ગયું. સત્યારાણી કુરુક્ષેત્રે સંચરતાં રાજ એકલી થઈ ગઈ !
યૌવનને અને એકાંતને કદી બનતું નથી. પ્રણયી ઉરને એ ભડકે બાળે છે, મનમાં કંઈક ભૂતભ્રમણાઓ જગાવે છે; ને ઘણીવાર માણસને ગાંડો પણ બનાવી મૂકે છે.
રાજ એકલી પડી, એકાંતે બેઠી. એના ઉરમાં ભડકા જાગ્યા. જે વાતનો રાજ મક્કમપણે ઇન્કાર કરી રહી હતી. એ વાત જ આજે બની રહી હતી ! રાજના હૃદયબાગમાં આજ સુધી ચૂપ બેઠેલો બપૈયો ખૂબ વ્યાકુળ બનીને પોકાર પાડી રહ્યો.
રાજ દિવસ તો જેમ તેમ પસાર કરતી; અહીં ગઈ, ત્યાં ગઈ, મહામહેનતે રાત પાડતી; પણ રાતે એને કેમે કરી નિદ્રા ન આવે અને કાર્યારિક આંખ મિંચાય તો સપનાં સતાવવા લાગે !
સ્વપ્નમાં ને સ્વપ્નમાં રાજ ઊઠીને દોડે, પોકાર કરે, ‘ઓ નેમ નગીના! તારી રાજ તને પુકારે ! જરા સાંભળ તો ખરો ! પળવાર થોભ તો ખરો !'
પણ નેમ નગીનો તો પશુડાંનો પોકાર સાંભળીને સીધો રેવતાચલ પર ચાલ્યો ગયો હતો, અને ત્યાં પર્વતની ટોચ પર પદ્માસન વાળીને બેસી ગયો હતો. એને પશુઓનાં કંદન પીડતા હતાં. દુનિયાનાં કંદને એને થોભાવવાં હતાં.
રાજ પોકારી પોકારીને થાકી, પણ નેમ નગીનાનો કંઈ જવાબ ન મળ્યો! અહીં દ્વારકા બધી ખાલી થઈ ગઈ હતી. યાદવો લડવા ચાલ્યા ગયા હતા. બલરામ તીર્થયાત્રાએ ગયા હતા, શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રે સંચર્યા હતા. સત્યારાણી એમની સાથે ગયાં હતાં. પોતાની માતા સાથે સંભાષણ કરવા જેટલી સૂધ નહોતી. રથનેમિના પ્રસંગમાં નિષ્ફળતા મળ્યા પછી મા-દીકરી વચ્ચે ખાસ વાતનો પ્રસંગ પડતો નહિ.
રાજે કામમાં ચિત્ત પરોવ્યું, પણ એને શાંતિ ન લાધી.
360 D પ્રેમાવતાર
Page #192
--------------------------------------------------------------------------
________________
એક દહાડો એણે પોતાના અંતરમાં પશુઓનો ભયંકર પોકાર સાંભળ્યો ને એ નેમકુમાર પાસે જવા ચાલી નીકળી.
હવે તો અંતરના આ તાપને નમકુમાર સિવાય કોઈ બુઝાવે તેમ ન હતું! રાજને અલંકાર ગમતા નહોતા; વગર અલંકારે જ એવું રૂપ ખીલી ઊઠતું; છતાં તેમની નજરને રુચે એ માટે એણે થોડી રૂપસજાવટ પણ કરી ! એણે આંખમાં કાજળ આંક્યું, ભાલે કુમ કુમ ચોડવું. શરીરે મૃગમદનું વિલેપન કર્યું, મસ્તકે કેશ હોળ્યા, હાથમાં ફૂલછાબ લીધી. ગળે મોતીની માળા પહેરી; ને વહાલાની વિજોગણ બનીને એ વહાલાને ભેટવા ચાલી.
- રેવતગિરિ રાજનાં ચરણોને ઓળખી ગયો. નેમ કુમારની ચરણરજથી પવિત્ર થયેલા પહાડે પ્રિયતમની પ્રિયતમાને જાણે તરત ઓળખી લીધી, ન ઓળખે કેમ ?
શીતળ જળના આશ્લેષવાળા મંદ પવનથી એણે રાજને વીંઝણો વાયો. રાજના હૈયાની ગરમી કંઈક શાંત થઈ., ઇંદ્રજવનાં ખીલેલાં ફૂલો પર ફરતા ઉન્મત્ત ભ્રમરોના ગુંજારવથી રાજ પ્રેમભર્યું આશ્વાસન પામી.
રાજને રેવતગિરિ બંધુ જેવો મીઠો લાગ્યો. ૨ ! પોતાના માર્ગને કેવી રીતે એ શણગારે છે ? ક્યાંક મેથનું મધરું, ગર્જન છે, ક્યાંક મયૂરોનું મનોહારી નૃત્ય છે, ક્યાંક કદંબ ને કુરબકનાં ફૂલોનું ખીલવું છે.
રાજ પર્વતના સુંદર કેડા પર શ્વાસ ભરી ચાલી. એની કોમળ પગની પાની પથ્થરની તીક્ષ્ણ કરચો સાથે અથડાવાથી રક્તરંજિત બની ગઈ, પણ એની એને ખેવના ન હતી. ઊલટું એથી એની પાનીની શોભા અભૂતપૂર્વ બની ગઈ,
કામદેવને મોહ પમાડે એવી રાજ ખુલ્લી કુદરત વચ્ચે ચાલી જતી હતી. પર્વતમાંથી નીકળેલી ઝરણ-કન્યા સાગરપતિને ભેટવા નિમ્ન માર્ગે વહેતી હતી; ત્યારે આ રૂપકન્યા પોતાના પ્રિય પતિને ભેટવા ઊંચે મારગે ચઢતી હતી!
આખરે રાજ ત્યાં પહોંચી, આકાશને અડતું એ ગિરિશિખર હતું, ને એ ઘનશ્યામ શિખર પર પોતાના અંતરનો શ્યામ પદ્માસન વાળીને બેઠો હતો ! આકાશમાં વાદળોએ મેઘધનુષ રચી એની શોભામાં વધારો કર્યો હતો.
જળભરેલા મેઘ આકાશમાં ખડકાયા હતા; અને સમાન વર્ણવાળા નેમ ગિરિશંગ પર બિરાજેલા હતા. એમનાં અનિમિષ લોચન નાસિકા અગ્રભાગ પર સ્થિર થયાં હતાં. યોગમાં લયલીન ને ધ્યાનમાં એ તલ્લીન હતા. મોં ચંદ્રની સુધા વરસાવતું ચમતું.
પીડિત રાજ દોડીને તેમનાં ચરણોમાં આળોટી પડી. ૨ નેમ ! આવું નહોતું કરવું ! આજ ભર્યા સરોવરે રાજ પ્યાસી છે. દેહના ધર્મ દેહીએ ચૂકવવા ઘટે!
362 D પ્રેમાવતાર
નેમ તો પૂર્ણ સ્વસ્થ હતા, રોમમાં પણ રોમાંચ નહોતો.
રાજ વ્યથિત હૃદયે બોલી, ‘પ્રાણાધાર ! શરણમાં આવેલાની રક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ છે. હું આપનાં ચરણોની દાસી છું. મારી રક્ષા કરો ! કૃપા કરીને આપ આ પર્વતવાસ તજી દો !'
પણ નેમ તો નિષ્ઠપ હતાં. તેજાબથી પણ ન જલે એવા પોચા મીણનું બનેલું નેમનું અંતર હતું,
રાજ ઘૂંટણિયે પડીને દીન વદને બોલી, ‘કૃપા કરીને આ ગિરિશંગનો વાસ છોડી દો. આ હૃદય પથ્થર જેવું કઠિન ન બનાવો. જુઓ ! આંખ ખોલીને કુદરતને નીરખો ! કાળા કાળા મેઘ; એમાં ચમકતી વીજળી, જૂઈ-જાઈનાં ફૂલોનો ઉન્મેષ. આવા વર્ષાકાળમાં કોણ વિયોગ-દધા પોતાનું જીવન જાળવી શકે ? જો તમે આશ્વાસન નહિ આપો તો મારું હૈયું ફાટી જશે. ચાલો નેમ નગર ભણી !'
નેમ તો હજીય પાષાણની પ્રતિમા જેમ સ્થિર હતા.
રાજ આગળ બોલી, ‘શું આપને આપની જન્મભૂમિ યાદ આવતી નથી? એ સુંદર દ્વારકા, એ મનહર રાજ પ્રાસાદો, જેની ચારે તરફ સુવર્ણનો કોટ છે, ને નીલમણિના આકાશદીપો છે ! પૃથ્વીમાતાના સ્તન જેવી એ નગરી શોભે છે. એ નગરી તમને લેશ પણ યાદ આવતી નથી ?'
પણ નેમને તો જાણે કોને જ ન હતા ! થોડી વાર વિસામો લઈને રાજ્યશ્રીએ આગળ કહ્યું. ‘દ્વારિકાની રાજપરિષદમાં આપની ઉપસ્થિતિ દેવરાજ ઇન્દ્ર પર પણ આકર્ષણ કરતી હતી, ને માણસમાત્રને પ્રતિકૂળ આ જડ ગિરિશિખર આપને કેમ ભાવે છે ?”
| ‘જરા મનનાં કમાડ ઉઘાડીને આ હેત-પ્રીતની દુનિયા તો નીરખો ! આ મૃગ ચાર દિવસના સહવાસમાં આપના મિત્ર બની ગયાં છે. આપને ધ્યાનમાં નિશ્ચલ દેખી એ આપની ગોદમાં રમે છે, આપને જીભથી ચાટે છે. આપ જરા આઘાપાછા થશો, ત્યારે એ વ્યાકુલ થઈ જશે, ને મોંમાંથી ચારો નાખી દઈ ઊભાં ઊભાં આંસુ ઢાળશે. પશુ માટે પણ પ્રીતની રીત આવી છે. તો કશા મનની નારી રાજના કાળજાનો કંઈક તો વિચાર કરો.”
રાજ જાણે તેમને મનાવી રહી. એ આગળ બોલી, મૃગ કસ્તુરી મૂકે એવી એ શબ્દાવલી હતી :
‘યુવાની સહુના જીવનબાગમાં અચૂક આવે છે. આવીને દેહના ગજરાને દીપાવે છે. યુવાનીએ આવીને આપની દેહને શણગારી છે. હવે એ યુવાનીને તરછોડો ના. ઉપકારીનો ઉપકાર જાણવો જોઈએ. જે રાજ તરફ અત્યાર સુધી આપે
રાજનો હૃદયબાગ 2 363
Page #193
--------------------------------------------------------------------------
________________
50
રાજ્યશ્રીનું ભારતદર્શન
માયા રાખી, એ રાજ તરફ આ છેતરપિંડી ! રે ! તમને ખબર છે કે આતુર સ્ત્રીનું અપમાન એ તો એને માટે અવસાનથી પણ ભયંકર આઘાત છે.'
રાજ ચતુરા નાર હતી. એ સ્વામીને આગળ શીખ આપી રહી, ‘રે નેમ! મેં તમારા માટે જગ આખું મૂક્યું છે. દ્વારિકાને તજી, યાદવ સંઘ તજ્યો, કુળ, માન ને અભિમાન સઘળું તર્યું ! વેલી જેવી હું તમારા જેવા એકાકી વૃક્ષને અવલંબી રહી. હવે શું તમે વહાલીને વેગળી કરવાની પેરવીમાં છો ? જરા આ મેઘને તો જુઓ ! એ પ્રફુલ્યા તો, સાથે એણે તેમના મિત્ર મયૂરોને પણ કેવા પ્રફુલ્લાવ્યા છે ! નેમ, તેઓની પાસેથી કંઈક તો શીખો.’
રાજની વાણીમાં મીઠો ઉપાલંભ હતો. એની વાગ્ધારા પર્વતના ઝરણાની જેમ વહી રહી હતી.
‘રે નાથ ! શાણાને શીખ આપવી ઉચિત નથી. આશ્રમધર્મ તો જાણો છો ને! બાહ્ય, યુવાન, પ્રૌઢ ને વૃદ્ધ - આ ચારે અવસ્થાના ધર્મો જુદા જુદા છે. બુદ્ધિમાન ક્ષત્રિયો જ્યારે વૃદ્ધ થતા ત્યારે જ ગિરિવરનું સેવન કરતા, અને સાથે પત્નીને રાખતા; ને વૃદ્ધ અવસ્થાએ મુનિધર્મનું આચરણ કરતા, ઝરણનું હલકું જળ પીતા, ને તપ દ્વારા શરીરને કૃશ કરતા, પણ આપે તો યુવાનીમાં આ બધું શરૂ કર્યું છે, અને તે પણ એકલવાયા ! શું આવું કરવું ઉચિત છે ? વિચાર કરો અને જવાબ દો.”
રાજ તેમના મુખ તરફ જવાબની પ્રતીક્ષા કરતી તાકી રહી.
નેમ તો હજી પણ સાવ નિષ્કપ હતા. ધીરે ધીરે ચારે તરફથી હવામાં પશુઓનો પોકાર કર્ણગોચર થવા લાગ્યો હતો. ઓહ ! આખો સંસાર લોહીનાં આંસુએ રડી રહ્યો છે ! કોઈ એને બચાવનાર નથી. કાળ કસાઈની છરી નીચે એ બાપડાં બેં બેં કરી કલ્લ થઈ રહ્યાં છે ! હવામાં કોઈ હૈયાફાટ આકંદના પડઘા પડતા હતા. રાજ થોડી વારમાં બેભાન થઈને તેમના ચરણ પર ઢળી પડી અને કોશમાંથી મેઘ મુશળધાર વરસી રહ્યો.
જાગ, જાગ ! સંસારવાસનાની તંદ્રાનો ત્યાગ કર !” પણ રાજ્યશ્રી એ સ્વરોના ભારને ન ઝીલી શકી.
રાજ્યશ્રી મૂછમાંથી જાગી ત્યારે ચંપાનાં વૃક્ષો વચ્ચે પથ્થરના ઓશીકે પડી હતી. ફૂલશૈયાની સૂનારીને પથ્થરની પથારી કેમ ભાવી હશે ? પણ એ એને જરૂર ભાવી હશે, નહિ તો જાગતાંની સાથે એ આટલી આનંદિત ન હોય !
એની વિકલ મુખમુદ્રા પર પ્રસન્નતા છવાઈ ગઈ હતી, એનું વિશ્વલ ચિત્ત શાંતિના સાગરમાં નાહતું હતું. જે ભરાયેલો એનો દેહ પ્લાન થયો હતો. પણ આત્મિક રૂપકાંતિ દ્વિગુણ વધી હતી !
ભયંકર વર્ષો પછીનું જાણે એ નિરભ્ર આકાશ હતું. ક્યાંય વાદળ નહોતાં, વીજ નહોતી, ગડેડાટ નહોતો; બધે સુખદ સમીર વાતા હતા.
રાજ સ્વસ્થ થતી બોલી, ‘રે સ્વામી ! તમારી વાણી કરતાં તમારું મૌન મને ઘણું કહી ગયું છે. ઓહ ! મુર્દામાં તમે કેવા કેવા મહાપ્રદેશોમાં મને ફેરવી છે ! શું શું મને બતાવ્યું છે ! સંસારના આખા સ્વરૂપનો તમે સાક્ષાત્કાર કરાવ્યો છે. તમે સાંભળેલો પશુઓનો પોકાર સાચો હતો. વાસનાના શુદ્ર ને તોફાની તરંગો પર ઝોલાં ખાતી મારી જીવનનૌકાને આજે તમે તારી દીધી !
હું સ્વપ્નમાં હતી કે મૂર્ધામાં તે કંઈ જાણતી નથી, પણ આખું મહાભારતનું યુદ્ધ જાણે મેં નજરે નિહાળ્યું. સાચું કે ખોટું, હું એ જાણતી નથી; પણ જોયું તેવું કહું છું, ઓહ કેવી કલેઆમ ! પશુઓનો પોકાર સતતે મારા મન-ચિત્તને આવરી ૨હ્યો. કૌરવરાજ દુર્યોધનની છાવણી વીસ માઈલમાં પથરાયેલી મેં જોઈ, ને ૧૧ અક્ષૌણિહી સેના એના માટે લડવા ખડી રહેલી નિહાળી. પાંડવોની સેના સાત અક્ષૌહિણીની હતી. દુર્યોધને અગિયાર સેનાપતિઓ નીમ્યા હતા, ને ભીષ્મને સહુના ઉપરી બનાવ્યા હતા. ભીષ્મને મેં દૂરથી વંદન કર્યાં. નકલંક મોતી !
પાંડવોની સેનાનો ઉપરી ધૃષ્ટદ્યુમ્ન હતો. સતી રાણી દ્રૌપદીનો એ ભાઈ
| 364 | પ્રેમાવતાર
Page #194
--------------------------------------------------------------------------
________________
ભયંકર સ્વભાવનો પુરુષ હતો, જાણે કલિયુગનું મોં જ જોઈ લો. એ દિવસે આકાશ રજે ભરાયેલું હતું, સૂર્ય ફિક્કો ઊગ્યો હતો ને પૃથ્વી કંપ અનુભવતી હતી. આ બધા મને ભયંકર બનાવોની આગાહીરૂપ લાગ્યાં.
નાથ ! હું તો જાણે પવનની પાંખે ઊડતી હતી : ઘડીકમાં કૌરવસેનામાં, કદી પાંડવપક્ષમાં ! મારાં ચક્ષુઓ દિવ્યચક્ષુ બની ગયાં હતાં. જે કોઈ ન જોઈ શકે એ હું જોઈ શકતી હતી. ઉષ્ણ પક્ષની સેનાઓ આ વખતે પોતપોતાના સ્થાને આવીને ગોઠવાઈ ગઈ. કૌરવની સેના પશ્ચિમ તરફ મુખ રાખીને ઊભી હતી; ને પાંડવોની પૂર્વ તરફ મોં રાખીને ઊભી હતી.
કૌરવોના સરદાર ભીષ્મ પિતામહ સફેદ વસ્ત્રમાં, સફેદ રથમાં, સફેદ ધજા સાથે આગળ હતા. અર્જુન પણ તેવા વસ્ત્રમાં સજ્જ થઈને, સુવર્ણના રથમાં બેઠો હતો. શ્રીકૃષ્ણ એના સારથિ હતા. નિષ્કામ મહારથી.
દેખાવ ભારે ભયંકર હતો. જમીનના થોડાક ભાગ માટે અંગત સ્નેહીઓ, મિત્રો, સંબંધીઓ સાથે લડવું ? એકબીજાનાં મોત નિપજાવવાં ? જે મૃત્યુ પછી મૂઠીભર પૃથ્વી પણ મરનારની સાથે આવવાની નથી, એ પૃથ્વી માટે સગાં, સ્નેહી ને ગુરુજનોની આવી ક્રૂર હત્યા !
સ્વામીનાથ ! હું જાણું છું. અર્જુન અહીં આવ્યો ત્યારે આપે એને ‘જીવો અને જીવવા દો’ અને ‘અહિંસા પરમો ધર્મ નો પ્રેમસંદેશ આપ્યો હતો. પણ આજે તો ત્યાં કાં વિજય કાં મૃત્યુનો આદેશ અપાઈ રહ્યો છે !
અર્જુને પોતાનું ધનુષ નીચે મૂકી દીધું ને કહ્યું, ‘આવું ઘોર કર્મ કરવા કરતાં ભિક્ષા માગીને જીવન ગુજારવું બહેતર છે. પૃથ્વીના એક તુચ્છ ટુકડા માટે પૂજ્ય ગુરુ જેવા ભીષ્મપિતામહનો જીવ મારાથી નહિ લઈ શકાય. આમાં મારા વૈરી કોણ ને વહાલાં કોણ, એ જ હું સમજી શકતો નથી !'
શ્રીકૃષ્ણ આ વખતે હાજર હતા. તેમણે કહ્યું, ‘અર્જુન ! તને મોહ થયો છે. કર્તવ્યના પાલન વખતે તારી આ વિચારણા ઠીક નથી. મારી પાસેથી એટલું જાણી લે કે અધર્મીઓ તો ખરી રીતે અવસાન પામેલા જ છે. અનીતિ, અધર્મ, અનાચારને જે સહન કરે છે, જે એને સ્વરછંદે ચાલવા દે છે, તે પણ મરેલા છે. એ મરેલાને તારે મારવાના છે. યુદ્ધ એ અગ્નિ છે. ગંદી પૃથ્વી એના વિના સ્વચ્છ નહિ થાય. આજ તું કાયર થઈશ, તો પૃથ્વી પર કુકર્મીઓનું રાજ થશે અને નીતિવાનોને સહન કરવું પડશે. માટે તારું તીર ચલાવ. આ બધા કહેવાતા મોટા માણસોનાં કાર્યો તો તું જાણે જ છે !' અર્જુન સાવધ થયો. ત્યાં યુધિષ્ઠિર પાંડવ સેનામાંથી કૌરવસેના તરફ દોડતા
366 D પ્રેમાવતાર
દેખાયા. સ્થિતિ એવી હતી કે એક સાંધતા તેર તૂટતા હતા. અરે ! લડવું કાંઈ સહેલું છે ? અને તે પણ પોતાના પૂજ્ય અને પ્રિય પુરુષો સામે ! આ માટે જ માનસશાસ્ત્રી દુર્યોધન કહેતો હતો કે લડાઈ વગર સોયના નાકા જેટલી પણ જમીન નહિ આપું!
યુધિષ્ઠિરને દોડતા જોઈ આખી કૌરવસેના હસી રહી, પણ યુધિષ્ઠિર તો ધર્મરાજ હતા. તેઓ ભીષ્મ પિતામહ પાસે પહોંચીને બોલ્યા,
‘પૂજ્ય પિતામહ ! અનિચ્છાએ અમારે યુદ્ધમાં ભાગ લેવો પડ્યો છે. આપ આશિષ આપો ?
કેટલું પ્રેમભર્યું જીવન ! મારી આંખમાં તો પ્રેમનો શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો. આ પ્રેમનું રાજ્ય આખી પૃથ્વી પર વિસ્તરે તો ? પણ આવી કલ્પનાઓ બધી અત્યારે કેવળ વિડંબના રૂપ જ હતી.
યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહે આશીર્વાદ આપ્યા. એ પછી યુધિષ્ઠિર મહારાજે દ્રોણાચાર્ય ગુરુના, કૃપાચાર્ય શિક્ષકના ને મામા શલ્યના આશીર્વાદ મેળવ્યા. આ બધા આજ ભલે પરાયા હોય, ગઈ કાલે તો એ પોતાના જ હતા !
આખરે યુધિષ્ઠિરે જાહેર કર્યું : ‘હજી જેને જે પક્ષમાં જવું હોય તે તે પક્ષમાં જઈ શકે છે.'
ફક્ત ધૃતરાષ્ટ્રનો દાસીપુત્ર યુયુત્સુ કૌરવોનો પક્ષ છોડી પાંડવોના પક્ષમાં આવ્યો. બાકી બધા યથાવત્ રહ્યા.
સ્વામીનાથ ! પછી ભયંકર રોમહર્ષણ યુદ્ધનો પ્રારંભ થયો, ઓહ, કેવું દારુણ દેશ્ય ! કેવો હૃદયવિદારક બનાવ !
રથો દોડ્યા, પદાતિ ધાયા. ભયંકર કલેઆમ મચી રહી. હાથી અને ઘોડાનાં કપાયેલાં અંગોથી જમીન ખાડા-ટેકરાવાળી બની રહી.
અર્જુન સામે ભીષ્મ મેદાને પડ્યા. દ્રોણ સામે ધૃષ્ટદ્યુમ્ન આવ્યો. દુર્યોધન સામે ભીમ મેદાને પડ્યો. ઓહ ! શું ભયંકર એ યુદ્ધ !
ભીમની ગદા હાથીસેનાનો કચ્ચરઘાણ કાઢવા લાગી ! સ્વામીનાથ ! પૃથ્વી જાણે પશુઓના પોકારથી ગાજી રહી. સર્વત્ર મારો, કાપો, સંહારોના નાદો ગાજી રહ્યા.
- સાંજ સુધી આ ખૂનખાર લડાઈ ચાલી. સૂરજ અસ્તાચળે ઊતર્યો, ને યુદ્ધવિરામનાં રણશીંગા વાગ્યાં. બંને સેના પોતપોતાની છાવણીમાં પાછી ફરી. રણક્ષેત્રનું દૃશ્ય
રાજ્યશ્રીનું ભારતદર્શન 367
Page #195
--------------------------------------------------------------------------
________________
ભયંકર હતું. શું આનું નામ જ સંસ્કૃતિ ! શું આનું નામ જ ભાઈએ ભાગ ! |
બીજે દિવસે સૂર્યોદય સાથે સમરાંગણ ફરી ગાજી ઊઠયું. ભીષ્મ પિતામહે તો રોજના દશ હજાર યોદ્ધાઓનો કચ્ચરઘાણ કાઢવા માંડ્યો. આખરે એમને મારી પાડવાનું કાવતરું રચવામાં આવ્યું. શિખંડી નામના એક માણસને વચ્ચે મેદાનમાં ઉતારવામાં આવ્યો. લડાઈમાં શું પૂજ્ય ને શું અપૂજ્ય ! બધા એક જ ત્રાજવે તોળાય છે ! અને જે સામે પડે એની સામે છળ, પ્રપંચ ને કાવતરાનો પ્રયોગ છૂટથી થાય છે. પ્રેમમાં ને યુદ્ધમાં બધુ રમ્ય ને ગમ્ય છે. ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા હતી કે શિખંડી સાથે મારે યુદ્ધ ન કરવું, તેમણે ધનુષ નીચે મૂક્યું કે પાંડવ પક્ષમાંથી તીરોનો વરસાદ વરસ્યો, ભીષ્મ પિતામહ ચાળણીની જેમ વીંધાઈ ગયા ને નીચે ઢળી પડ્યા! કૌરવો અને પાંડવો બંનેને એ પૂજ્ય હતા. બંનેને થયું, અમારા પોતાના કારણે જ પિતામહ હણાયા !
ભીખે છેલ્લા શ્વાસે કહ્યું : “શત્રુતાનો અંત આણો, મારા અવસાન સાથે યુદ્ધનું પણ અવસાન થવા દો.’
પણ અત્યારે રાગદ્વેષની ભરતી ભયંકર હતી. હૃદયના-પ્રેમના તમામ ટાપુઓ એ ભરતીમાં ડૂબી ગયા હતા. પ્રારંભમાં એ રોકી હોત તો કદાચ રોકાઈ જાત; હવે તો વેરના પાણીનાં પૂર એવાં વધ્યાં હતાં, કે આખા હાથીના હાથી એમાં તણાયા હતા.
ભીષ્મ ગયા ને ગુરુ દ્રોણ મેદાને પડ્યા. સેનાપતિપદનો મુગટ એમને માથે મુકાયો. દ્રોણ ૮૫ વર્ષના વૃદ્ધ હતા ને જાતે બ્રાહ્મણ હતા. કૌરવો અને પાંડવોને એમણે જ શસ્ત્રવિદ્યા શીખવી હતી, તેઓએ પહેલે જ દિવસે ચક્રવ્યુહ (ચક્રાવો) રચ્યો. કપટ અને કાવતરાં હવે બંને પક્ષે યુદ્ધનો મહત્ત્વનો ભાગ બની ગયાં હતાં. અર્જુનને ઇરાદાપૂર્વક એક જંગલી ટોળી સાથે યુદ્ધમાં રોકી રાખવામાં આવ્યો. અર્જુનનો સોળ વર્ષનો પુત્ર અભિમન્યુ યુદ્ધે ચડ્યો, ચક્રવ્યુહમાં ફસાવીને એને હણી નાખ્યો. ઊછરતો યુવાન વીર અભિમન્યુ ! એના હોઠ પરથી માતાનું દૂધે સુકાયું નહોતું. અને એની દેહ પરથી હજી પીઠીનો રંગ પણ ગયો નહોતો; પોતાની પ્રાણપ્રિયા સાથે એણે માંડ એક રાત જ કાઢી હતી ! એવા ઊગતા યુવાનનું મૃત્યુ ! મારું હૃદય ૨ડી રહ્યું, પણ રુદનનો ત્યાં કોઈ અર્થ નહોતો.
પોતાના સ્વપ્નવિહારની વાત કરતાં કરતાં રાજ્ય શ્રી જરા ગંભીર બની ગઈ; એના અંતરનું પ્રેમતત્ત્વ આઘાત ખમી રહ્યું. થોડી વારે પાછી એ બોલવા લાગી, હજીય જાણે અભિમન્યુ એની નજર સામે તરતો હતો.
એક તરફ એ સોળ વર્ષનો છોકરો એકલો; સામે કૌરવોના અનેક મહારથીઓ;
એકસામટો હલ્લો થયો. યુદ્ધના નિયમની વિરુદ્ધ આ વાત હતી. એક દૂધમલ યુવાનની સામે ભલભલા યોદ્ધાઓએ લાજ શરમ મૂકી દીધી ! મને લાગ્યું કે યુદ્ધ એવી વેરપિપાસા જગવે છે કે જેથી ખરે વખતે નીતિના બધા નિયમો નેવે મુકાય છે ! માણસ વેરની પૂર્તિ ખાતર સત્યની મૂર્તિને ત્યાગી દે છે.
એક સામે અનેકે મળીને દગાથી સોળ વર્ષના અભિમન્યુને હણ્યો. જાણે મોટું પરાક્રમ આચર્યું ! વેરથી ઘોર વેર સરજાયું. તરત જ વેર લેવાયું. અભિમન્યુના પિતા અર્જુન એવા જ દગાથી પુત્રના હત્યારા રાજા જયદ્રથનો વધ કર્યો.
ભગવાન ! મૂછમાં પણ મેં કેટકેટલું જોયું ! જગતમાં પ્રેમ ખોટો, સ્નેહ છેતરામણો, સત્તા અને વેર સાચાં ! જયદ્રથ જેવા મહારથીના વધથી કૌરવોનો રાજા દુર્યોધન ઉશ્કેરાયો. સેનાપતિ બનીને સમરાંગણે સંચરેલા ગુરુ દ્રોણને એણે ન કહેવાનાં વચન કહ્યાં ! કેવી અધોગતિ ! પોતાના શિક્ષાગુરુને ચાનક ચડાવતાં દુર્યોધને કહ્યું : ‘અર્જુન એક વાર તમારો પ્રિય શિષ્ય હતો, માટે પક્ષપાત કરો છો. એમ યુદ્ધ નહિ જિતાય, ગુરુજી ! માયા સર્વ છાંડો !'
ગુરુ દ્રોણે કહ્યું, ‘સામાન્ય નીતિ એવી છે કે અસ્ત્રવિદ્યાનો ઉપયોગ જે એ વિદ્યા જાણતો હોય તેના તરફ જ થાય છે. પણ હવે હું એ નીતિનિયમોની પરવા નહિ કરું! કાં વિજય, કાં મૃત્યુ !' જાણે ગુરુ દ્રોણ પોતે નહીં પણ એમના પેટમાં પડેલો રાજપિંડ બોલતો હતો ! ખરેખર, સાધુસંતો માટે રાજ એ અનિષ્ટ લખ્યું છે, તે ગુરુ દ્રોણે સાચું ઠેરવ્યું.
સત્તાનું આધિપત્ય કેવું ભયંકર છે ! જેઓ આ ક્લેશાગ્નિ માટે જળસ્વરૂપ બનવા જોઈતા હતા, એ ઘીની ગરજ સારી રહ્યા !
સામાન્ય રીતે યુદ્ધ રાતે થતું નહોતું; એ દિવસે મશાલો પેટાવીને રાત્રે યુદ્ધ આરંભાયું. ભીમનો રાક્ષસપત્નીથી થયેલો પુત્ર ઘટોત્કચ મેદાને પડ્યો. એણે શેરડીના સાંઠાની જેમ શત્રુનો કચ્ચરઘાણ વાળવા માંડ્યો. આ વખતે મહારથી કર્ણ અર્જુનને સંહારવા રાખી મૂકેલું અસ્ત્ર એના પર વાપર્યું ને ઘટોત્કચ હણાયો ! ઓહ ! ઊગતી અવસ્થાવાળા ફૂલદડા જેવાં કોમળ બાળકોનો કેવો કારમો સંહાર ! અને એ સંહાર શૂરવમાં ખપે અને બંદીજનો એનાં ગીત ગાય! આશ્ચર્ય ! મહદ્ આશ્ચર્ય ! - ઓહ પ્રભુ ! લોહીનાં આ ખેતર ! આંસુનાં આ વાવેતર ! ન જાણે પ્રજા ક્યાં સુધી એનો પાક લણ્યા કરશે, કંઈ ખબર નથી ! વેરનો આ વિપાક કેટલા યુગો સુધી વર્ચસ્વ જમાવશે, ઈશ્વર જાણે !
ગુરુ દ્રોણ જગતશાંતિના મંત્રો ૨ટનાર મહાન બ્રાહ્મણ; બીજે દિવસે મેદાને પડ્યા. એમણે નીતિન્યાય છોડી યુદ્ધ આરંભ્ય. પાંડવપક્ષનું સત્યાનાશ વળી જાય
રાજ્યશ્રીનું ભારતદર્શન 39
368 D પ્રેમાવતાર
Page #196
--------------------------------------------------------------------------
________________
એવી સ્થિતિ આવીને ઊભી રહી. પણ આજે હાથનાં કર્યા હૈયે વાગવાનાં હતાં મહાગુરુને ! ફરી છળબાજી રમવામાં આવી. આ વખતે સત્યવાદી યુધિષ્ઠિરને અંદર સંડોવવામાં આવ્યા. કોઈ શા માટે બાકી રહે ? ગુરુ દ્રોણને પોતાના પુત્ર અશ્વત્થામા પર અત્યંત ચાહ હતો. પાંડવ પક્ષમાંથી કોઈ કે કહ્યું, ‘ અશ્વત્થામા મરાયો !'
‘નર કે કુંજર (હાથી)* દ્રોણ ગુરુએ બૂમ મારી.
સત્યવાદી તરીકે પંકાયેલા યુધિષ્ઠિરે ગોળગોળ જવાબ દીધો: ‘અશ્વત્થામાં હણાયો ? અશ્વત્થામા હાથી પણ હતો.
નકી પોતાનો પુત્ર અશ્વત્થામા હણાયો ! દ્રોણ ગુરુને ચક્કર આવી ગયાં. સંસારમાં ઇતર માબાપોના અનેક પુત્રોની ઘોર હત્યા કરનારને પણ પોતાના પુત્રના મૃત્યુ-વર્તમાન વ્યગ્ર કરી ગયા, એમની સમસ્ત ચેતના જાણે હરાઈ ગઈ.
પાંડવોનો ચતુર સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન તૈયાર જ હતો. એણે આગળ વધીને કર્તવ્યમૂઢ ગુરુ દ્રોણનું મસ્તક કાપી નાખ્યું. ગુરુ કર્યું તેવું પામ્યા ! નીતિન્યાયને અભરાઈએ મૂકનાર બીજા પાસે કેવી રીતે નીતિન્યાય માગી શકે ?
પણ દ્વેષ એક પશુ છે, કલહ બીજું પશુ છે અને વેર ત્રીજું મહાપશું છે! માનવતાના બાગની હરિયાળીને આ પશુઓ ચરી જાય છે; અને એ પશુઓનો વળી અન્ય કોઈ મહાપશુ શિકાર કરી જાય છે.
હવે કૌરવોના સેનાપતિ તરીકે મહારથી કર્ણ મેદાને પડ્યો. એ ગર્વિષ્ઠ હતો. ને કહેવાતાં બધાં ઉચ્ચ કુળો તરફ ભયંકર ધૃણા ધરાવતો હતો. એણે લોઢાથી લોઢું કાપવા દુર્યોધનનો પક્ષ સ્વીકાર્યો હતો.
અર્જુનનો રથ શ્રીકૃષ્ણ જેવા વિચક્ષણ મહારથી હાંકતા હતા ! કર્ણને પણ લાગ્યું કે કૌરવોના સેનાપતિ તરીકે હું જાઉં ત્યારે ઊંચ વર્ણનો કોઈ રાજવી મારા રથનું સંચાલન કરે ! આખું જીવન ઉચ્ચ વર્ણનો દ્વેષ કરવામાં ગયું અને આખરની પળે આ ઉચ્ચ વર્ણનું આકર્ષણ ? એ આકર્ષણ જ એને માટે વિપરીત થઈ પડવું ! રાજા શલ્ય એના રથનું સંચાલન કરવા બેઠો તો ખરો, પણ એણે યુદ્ધમાં પણ જરા કર્ણને મદદ ન કરી, બલ્ક આખો વખત એને કડવાં વેણ કહ્યું રાખ્યા : નીચ, હલકો, અધમ !
એ વખતે કર્ણના રથનું પૈડું કાદવમાં ખૂંતી ગયું. સારથિ શલ્ય જેવો ઉચ્ચ કુળનો આત્મા આવા હલકા કુળવાળા કર્ણના રથનું પૈડું ઊંચકે તેવો ન હતો. કર્ણ પૈડું કાઢવા બહાર નીચે ઊતર્યો. અર્જુને લાગ જોઈને તીરનો મારો શરૂ કર્યો.
કર્ણે કહ્યું, “આ રીત અન્યાયી છે. જરા થોભી જા. મને પૈડું કાઢી લેવા દે.’ અર્જુને કહ્યું, “તારાં કરેલાં તું ભોગવ. દ્રૌપદીને નગ્ન કરવાની વાત દુઃશાસનને
370 D પ્રેમાવતાર
તેં કરી હતી, એ શું વાજબી હતું ? તું તો નર્યો અન્યાયનો જ પિંડ છે. તારી સાથે ન્યાય કેવો ?”
અર્જુન ઉપરાઉપરી બાણ છોડ્યાં.
કર્ણ મરાયો. પૃથ્વી પરથી શક્તિનો મહાન તારો એ દિવસે ખરી પડ્યો! અને એ જ દિવસે ભીમે દુઃશાસનને યુદ્ધમાં ઘાયલ કર્યો. દુઃશાસન બેભાન થઈને નીચે ઢળી પડ્યો. ભીમે વાઘની જેમ હુંકાર કર્યો ને લોહીતરસ્યા દીપડાની જેમ ધસી જઈને એની છાતી પર ચઢી બેસી પોતાની કટાર કાઢી, દુઃશાસનની છાતી ચીરી નાખી. લોહીનો ફુવારો છૂટ્યો !
ભીમે લોહીનો ખોબો ભર્યો. ભરીને એ પીધો,. ઓ બાપ રે ! માણસ વેરમાં કેવો પાગલ થાય છે ! માણસ માણસનું લોહી પીવે ! કેવી વાત ! - રાજ ચીસ પાડી રહી, એ અર્ધબેભાન જેવી બની ગઈ. વ્યર્થ છે આ સત્તા! વ્યર્થ છે આ અધિકાર ! ૨, ટુકડો ભૂમિની ભૂખ માણસને ક્યાં લઈ જાય છે !
પણ ના. મારા નેમ 'તે મને સંસારનું સાચું રૂપ બતાવ્યું. હવે હું પોતે નબળી નથી, અને તને નબળો માનતી નથી. સંસારમાં આવાં સો મહાભારત યુદ્ધ લડાશે, તોય શાંતિ પ્રસરવાની નથી, અનિષ્ટોનો ઉચ્છેદ થવાનો નથી, રાવણનો વેલો નાશ પામેવાનો નથી, બલકે લોહીના બુંદે બુંદે નવા રાવણો જન્મશે ! સંસારના ખેતરધરમૂળથી ખેડી નાખવાં પડશે, ને પ્રેમની વેલ બોવી પડશે. જો પ્રેમની વેલનું વાવેતર થશે તો કદી કોઈક દહાડો થાકેલા જગતને શાંતિ લાધશે. મારું હૃદય વિકારોથી રહિત થઈ ગયું છે ! સ્વાર્થ ખાતર, તુચ્છ વાસનાઓ ખાતર તને પાછા વળવાનું નહિ કહું. મેલા જગતના મેલા અંતરપટ પર પ્રેમની મુશળધાર વર્ષા બનીને તું વરસજે ! હુંય તારા પંથે છું. આ જગ મારા માટે હવે ખારું બન્યું છે !
પણ જોયું-જાણ્યું તે બધું કહી દઉં ! ઓહ; અંતરમાં વૈરાગ્યને સજીવન કરે એવું એ ચિત્ર હતું ! ભીમસેન દુઃશાસનનું લોહી ગટગટાવી ગયો ! દ્રૌપદીના અપમાનની આગને એણે એ રીતે શાંત કરી !
પ્રભુ ! તું કહે છે કે ગમે તેવી ઉસર ભૂમિ પણ ધારીએ તો ફળદ્રુપ થઈ શકે છે ! જગતમાં જેમ કડવું છે તેમ મીઠું પણ છે; અધર્મ છે તો ધર્મ પણ છે; હાર છે તો જીત પણ છે; ક્યાંક માનવતાનું છડેચોક લિલામ થઈ રહ્યું છે, તો કોઈ એને સંરહીને બેઠું પણ છે.
કૃપાચાર્ય આગળ આવ્યા, કૃપાચાર્યની બહેન કૃપી ગુરુ દ્રોણને પરણી હતી. દ્રોણ પહેલાં કૃપાચાર્ય કૌરવો-પાંડવોના ધનુર્વિદ્યાના ગુરુ હતા. તેમણે કલેશના મૂળ દુર્યોધનને કહ્યું, ‘હજુ પણ સમય છે. પાંડવો સાથે સલાહ કરો. યુધિષ્ઠિર તમને અડધું રાજ્ય આપશે.’
રાજ્યશ્રીનું ભારતદર્શન B 371
Page #197
--------------------------------------------------------------------------
________________
દુર્યોધનની અંદરનું પશુ ક્રોધમાં બરાડી ઊઠ્યું : ‘શું હું એનું આપ્યું લઉં? ન બને ! એ કદી પણ બની શકે નહિ !'
કૃપાચાર્ય કરગર્યો, ‘દુનિયામાં જિંદગી જેવી બીજી કોઈ વહાલી ચીજ નથી. હું કહું છું. થોડા મમતને ખાતર તમારી જિંદગી અને શેષ રહેલા યોદ્ધાઓની જિંદગી હોડમાં ન મુકો; હવે જરા શાણા થઈને એ બચાવી લો !'
દુર્યોધને સિંહની જેમ ગર્જના કરતાં કહ્યું, ‘જિંદગીની કંઈ કિંમત નથી; ખરી કિંમત તો કીર્તિની છે. દુર્યોધનની પાસે પાંડવો ભિક્ષા માગી શકે, પણ દુર્યોધન પાંડવો પાસે યાચના કરે એ ન ભૂતો ન ભવિષ્યતિ ! મેં ભીષ્મ, દ્રોણ ને કર્ણ જેવા મહારથીઓ ગુમાવ્યા છે, ફક્ત મારા પ્રાણની રક્ષા માટે ! તેમણે આરંભેલું યુદ્ધ હું છોડી ન શકું. મહારથી શલ્ય કાલે સરદારી લેશે, અને રણનો રંગ પલટી નાખશે. મારો છેલ્લામાં છેલ્લો યોદ્ધો પાંડવોના મુખ્ય સેનાપતિ કરતાંય મહાન છે !'
ભગવાન ! ઓહ, કેટલીક વસ્તુઓ એવી હોય છે કે એક વાર ઊગ્યા પછી એને મૂળથી ખોદી કાઢે, તોય નિકંદન જતું નથી. વેર એવું છે.
શલ્યરાજ મેદાને પડ્યો. શકુનિ પણ સમરક્ષેત્રે આવ્યો. યુદ્ધ શરૂ થયું ! ભયંકર કાપાકાપી ચાલવા લાગી; પણ ન જાણે કેમ, અહંકારીના અહમ્ હણાઈ ગયા.
શક્ય રાજા મરાયો. શકુનિ પછડાયો. સેના રણમેદાન મૂકીને નાઠી. છાવણીમાં આગ લાગી. બધું નષ્ટભષ્ટ થઈ ગયું. દુર્યોધન નિઃસહાય બની ગયો. એ એક તળાવમાં જઈને છુપાઈ ગયો. એ બહુ દોડાદોડીથી થાક્યો હતો. થોડીક આશાએશ લઈને ફરી લડાઈ આપવા માગતો હતો. લોહી ને આંસુ વગર એને ચેન નહોતું !
પણ કેટલાક શિકારીઓએ પાંડવોના આ શિકારને જોયો. તેઓએ પાંડવોને ખબર આપી. પાંડવો ધસી આવ્યા. દુર્યોધન જબરદસ્ત ગદાધર હતો. ભીમ અને એ મેદાને પડ્યા ! યુદ્ધનું પરિણામ આ પ્રસંગ પર આવીને ઊભું રહ્યું હતું, પણ શ્રીકૃષ્ણ ત્યાં હાજર હતા. તેઓએ કહ્યું,
‘ફરી લોહીથી લેખ લખવા નથી ! દુર્યોધન વીર છે, દાની છે, પણ અન્યાયી છે ! એણે ભરસભામાં દ્રૌપદીનું અપમાન કર્યું હતું; એને સજા થવી ઘટે. સત્ય કે નીતિ તેના જેવા માટે નથી.'
ભીમે દુર્યોધનની જાંઘ પર ગદા ફટકારી. યુદ્ધના નિયમ પ્રમાણે જે અયોગ્ય, એ જ પોતાના માટે યોગ્ય, એવો અવળો કાયદો ચાલતો હતો. સત્તા, સંપત્તિ ને અધિકારની સાથે અનીતિ અન્યાય તાણાવાણાની જેમ વણાયેલ છે!
દુર્યોધન મોતની રાહ જોતો પડ્યો એ વખતે અશ્વત્થામા, કૃપાચાર્ય ને કૃતવર્મા ત્યાં આવ્યા. દુર્યોધને કહ્યું, ‘કૃતવર્મા ! હું તો હવે જાઉં છું, પણ યુદ્ધ જારી રાખવા 372 – પ્રેમાવતાર
માટે અશ્વત્થામાને સેનાપતિ તરીકે નીમું છું. આ વેરનો બદલો જરૂર લેજો.’
દુર્યોધન મરાયો. યુદ્ધ જિતાયું; પણ ઓહ ! એ વિજય કેવો ભારે પડી ગયો! રાજ આટલું બોલી સ્તબ્ધ બનીને ઊભી રહી. હવે જે દૃશ્યનું એ વર્ણન કરવા માગતી હતી, એ દૃશ્ય જાણે જીરવી શકતી નહોતી !
એ રાત ! ભયંકર રાત ! ઘુવડ પણ બી રહ્યાં હતાં. નિશાચરો ચારો છોડી બેઠાં હતાં. એવી એ ભયંકર રાત !
રાજ્યશ્રીનું ભારતદર્શન 373
Page #198
--------------------------------------------------------------------------
________________
51
વેરની ચિનગારી
ઘુવડનો એ રાજા અત્યારે વિજયના કેફમાં ડોલતો ભર્યે પેટે કવિતા કરી રહ્યો હતો.
ઘુવડ અને કાગની આ જીવન-મરણની રમત ચાલતી હતી ત્યારે ત્રણ જણા એ વડલા હેઠ સૂતા હતા. એમાનાં બે જણા તો સોડ તાણીને નિરાંતે ઘોરતા હતા, અને એક માણસ જાગતો હતો. સંસારમાં શોખ અને રસ વિધવિધ પ્રકારના હોય છે. એને આ કાગમંડળ અને ઘુવડસેનામાં રસ હતો. એ વિચારતો હતો કે પાંડવોની ઘુવડસેનાએ કૌરવોની કાગસેનાને કેવી દગાભરી રીતે ચૂંથી નાખી હતી !
અને સૂતેલો પુરુષ બેઠો થઈ ગયો. એ મહાન ગુરુ દ્રોણનો પુત્ર અશ્વત્થામાં હતો. એને પોતાના પિતા યાદ આવ્યા. યુધિષ્ઠિર જેવા સત્યવાદીએ થોડીક પૃથ્વીના રાજ માટે સત્યરૂપી સ્વર્ગને અભડાવ્યું ને દ્રોણને કહ્યું, ‘અશ્વત્થામા મરાયો'. ત્યારે પુત્રવત્સલ પિતા શસ્ત્રત્યાગ કરી બેસી ગયા. રે પાપી ધૃષ્ટદ્યુમ્ન! એ વેળા તલવાર લઈને તું કુદી આવ્યો. ઝાડ પરથી ફળ ઉતારી લે એમ તેં પિતાજીનું માથું ઉતારી લીધું ! કેવો વિશ્વાસઘાત ! ઊભો રહે ! એનાં ફળ હવે તને તરત ચખાડું ! મને આ ઘુવડોએ માર્ગ બતાવ્યો છે !
ઘુવડ કહે છે કે સમય જ બળવાન છે, એમાં રાત્રિ એ તો મૃત્યુનું આછું રૂપ છે. અને પશુતાને પ્રફુલ્લાવવા માટે રાત્રી જેવો ઉત્તમ સમય બીજો ક્યાં છે? રાત્રીએ માણસ ગાફેલ હોય છે, નિરાંતે ઊંઘ લેતો હોય છે, અને ઊંઘ એ તો મૃત્યુનું બીજું નામ છે !
અશ્વત્થામાએ વીતેલા દિવસો સંભાર્યા, લોહી, આંસુ, વિશ્વાસઘાત ને ખૂનખરાબીથી ખરડાયેલા એ કેવા ગોઝારા દિવસો હતા ! ભીષ્મ પીતામહ જેવા પિતામહને આ તેમના પુત્રોએ શિખંડીને વચ્ચે ખડો કરીને સંહાર્યા ! કયા શ્રેય માટે પિતામહની હત્યા
આકાશના ચંદરવા પર મનોહર રંગોની ફૂલગૂંથણી રચાઈ હતી. પાછળ ઇંદ્રધનુષ ખેંચાયેલું હતું. શિખર પર પદ્માસને બેઠેલા નેમકુમાર કોઈ મનોહર દેવપ્રતિમા જેવા શોભી રહ્યા હતા.
ફુલગજરા જેવી સોહામણી રાજ્ય શ્રી આગળ બેઠી હતી. એને તો મૂર્ણાવસ્થામાં જાણે આખા જગતના રાગ-દ્વેષનું ભાન થઈ ગયું હતું. સંસારના સ્વાર્થપરક સંબંધો અને એ સાધવા પોતાના સ્વાર્થ માટે ગમે તે હીન સાધનોનો ઉપયોગ, વિકાર અને વિષયોની શરણાગતિ એ બધું જાણે સાક્ષાત્ થયું હતું !
એણે જોયેલું ને જાણેલું ફરી કહેવું આરંભ્ય. એ બોલી, ‘સ્વામી ! ભયંકર કાળરાત ! પાપીના હૃદય જેવી કાળી મેંશ રાત ! ડાકણો અને ભૂતોને રમવાનું મન થાય એવી રાત !'
સામી જ ડાળે બેઠેલું ઘુવડ મનમીઠો અવાજ કાઢી રહ્યું હતું, એણે તાજો જ આહાર કર્યો હતો, અને એના ઓડકાર હજી ગળામાં હતા ! પણ રે વિધાતા! થોડી વાર પહેલાં તો એ પોતે જ કોઈનો શિકાર બની રહ્યું હતું. શેતાન કાગસેના સંધ્યાકાળે એને હણી નાખવા તૂટી પડી હતી ! એનાં બચ્ચાં તો નષ્ટભ્રષ્ટ થયાં હતાં, પોતાનેય મરવાની વેળા નજીક હતી. એમાં રાત્રિનો અંધારપછેડો પૃથ્વી પર પડવો ને પોતે બચી ગયો ! હવે તો પોતે રાતનો રાજા હતો !
એણે ઘુવડસેનાને નોતરી; છાનામાના કાગના માળાઓ પર હલ્લો કરવા સૂચન કર્યું. જરા પણ અવાજ કરવાનો નહિ. અવાજ થશે તો કાગડીઓ કલરવ કરી બેસશે અને કામ બગડી જશે.
ઘુવડસેનાએ ચૂપચાપ કાગના માળામાંથી મળ્યાં તેટલાં બચ્ચાંને ભરખી લીધાં! ફરી ફરીને આવી તક ક્યાં મળવાની હતી ? નિરાંતે પોતાનું વેર વાળ્યું.
કરી ?
મહારથી કર્ણ જે પણ કેવી રીતે માર્યો ? એની લાચારીનો લાભ લીધો. કાદવમાં ખૂંચેલું પૈડું બહાર કાઢવા જેટલો સમય પણ એને ન આપ્યો !
મહારથી દુર્યોધન કંઈ ભીમથી ગાંજ્યો જાય તેવો નહોતો. દુર્યોધન નીતિનિયમમાં ન માનતો, પણ એ ઘડીએ એણે નીતિનિયમના પાલનનો આગ્રહ રાખ્યો, અને પાડા જેવા ભીમે યુદ્ધના નિયમનો છડેચોક ભંગ કરી, દુર્યોધનની જાંઘ પર ગદાનો એવો પ્રહાર કર્યો કે ખેલ ખલાસ !
અશ્વત્થામા ઊભો થયો. એણે પોતાના બંને સાથીદારોને જગાડ્યા. પોતે મનમાં ગોઠવેલી વેર લેવાની યોજના કહી સંભળાવીને એ ભયંકર હસ્યો. એ બ્રાહ્મણનો ચહેરો ભયંકર લાગ્યો. બંનેએ કહ્યું, ‘રાત્રીએ સૂતો સંગ્રામ ખેલવો એ તો
વરની ચિનગારી 375
Page #199
--------------------------------------------------------------------------
________________
નરી કાયરતા છે !'
અશ્વત્થામાએ કહ્યું, ‘રે નબળા મનના લોકો ! નજર સામે અધર્મ તાંડવ ખેલતો હોય ને તમે ધર્મની દુહાઈ દેવા નીકળ્યા છો ! તમે આરામ લો. સવારે નિરાંતે જાગજો. કોઈ સૂત-પુરાણીને પૂછીને પહેલો ડાબો કે જમણો પગ પૃથ્વી પર મૂકજો , ને પછી શત્રુને શુભ શુકને સંહારજો. હું તો આ ચાલ્યો. કાલની તો ખબર નથી, આજનું મારું કર્તવ્ય સ્પષ્ટ છે ! અઢાર દિવસની કુરુક્ષેત્રની લડાઈમાં આપણે જે સિદ્ધ ન કરી શક્યા તે એક રાતમાં હું સિદ્ધ કરીશ. સર્વનાશ ! શત્રુનો આબાલગોપાલ સમૂલોચ્છેદ ! હા, હા, હા, ! પછી તમે નૈમિષારણ્યમાંથી ઋષિઓનાં મંડળોને નોતરજો, ને નિરાંતે સુખાસને બેઠા બેઠા ધર્માધર્મનો નિર્ણય કરજો !?
અશ્વત્થામાએ શિખા બાંધી, તલવાર હાથમાં લીધી, કટારી કમરે નાખી, ધનુષ્યબાણ ખભે ભેરવ્યાં, ને બોલ્યો, ‘તો તમારી રજા લઉં છું.’
રોકાઈ જા, વત્સ !' કૃપાચાર્યે ભાણેજ અશ્વત્થામાને કહ્યું.
‘રોકાઈ જાત, પણ આજ મારા રોકાવામાં દુનિયાને મોટી ખોટ પડશે. હું મારા પિતાનું વેર નહિ લઉં તો દુનિયાનો કોઈ બાપ પુત્ર નહિ વાંછે ! નખ્ખોદ માગશે ! સંસારના સારાપણા માટે જાઉં છું.”
આટલો વિનાશ શું અધૂરો છે ?' કૃતવર્માએ કહ્યું. ‘ના, વેર હજી અધૂરું છે; વેર મુખ્ય વાત છે. વિનાશ ગૌણ બાબત છે.”
અશ્વત્થામા ! કંઈક તો સમજ !”
‘સમજવાની ઘડી પછી છે, અત્યારે તો કર્તવ્યની ઘડી છે. એવું કરી બતાવીશ કે યુગો પછી પણ સાંભળનારનાં હૈયાં થરથરી જાય ! પ્રીત કરતાં ભય વધુ કાર્યસાધક
કૌરવપક્ષનાં સુવર્ણ, રન, તંબુ અને પશુ - એ બધું પાંડવપક્ષને હાથ લાગ્યું હતું. આ રાતમાં થાકેલાં પશુ પણ ઊંઘતાં હતાં, ને શ્રમિત સેના પણ આરામ લઈ રહી હતી. ઊંઘ એ પણ અર્ધમૃત્યુ છે. ફક્ત પાંચ પાંડવો, દ્રૌપદી ને શ્રીકૃષ્ણ ધર્મક્રિયા કરવા રણક્ષેત્રથી દૂર જાગતાં બેઠાં હતાં.
અશ્વત્થામાએ પોતાના પિતાના ખૂનીને જોયો, ને જેમ વરુ તરાપ મારે એમ એ કુદ્યો. એક જાડી ચાદર લઈ એના મોં પર નાખી દીધી, ને તલવારથી નહિ પણ હાથથી ગૂંગળાવીને એને મર્મસ્થળ પર પ્રહારો કરીને એનો પ્રાણ હરી લીધો. બબડ્યો, દુષ્ટ ! તું એ જ લાગનો હતો !
રાજ્યશ્રી પશુઓનો પોકાર જોરથી સાંભળી રહી. ઓહ નેમ ! તમે તો અણુમાં બ્રહ્માંડ જોયું; સસલામાં સંસાર નીરખ્યો !
ઓહ નાથ ! આ વેરનો કેવો ભયંકર વિપાક ! આમાં પ્રેમના બીજાંકુર વાવવા કેટલા દુષ્કર છે ! પણ હું જાણું છું કે એ દુષ્કરને સુકર કરનાર આપનાં ધારણા, ધ્યાન ને સમાધિ છે. જેમ મારો ભ્રમ ભાગ્યો, મને વિકારથી પરિશુદ્ધ કરી, એ જ રીતે એક દહાડો જગતના મનોવિકારોને પરિમાર્જિત કરજો !
અશ્વત્થામા વેરમાં અંધ બન્યો હતો. એ દોડતો આવ્યો ને ઘૂસ્યો પાંચ પાંડવોના તંબુમાં ! દ્રૌપદીના પાંચ પુત્રો ત્યાં સુતેલા મળ્યા. એણે વિચાર્યું, ‘તેઓ જાગે, પાણીનો પ્યાલો માગે એ પહેલાં જ એમને હણી નાખવી ઘટે ! એને ઘુવડની વાણી યાદ આવી !'
અશ્વત્થામાં પોતાના ભયંકર કૃત્યના પરિણામનો વિચાર કરીને હસ્યો : દીવાનો બ્રાહ્મણ બબડ્યો : “આખી દુનિયાને ઘેર દીકરીએ દીવો ન રાખીને તમે શું તમારો વંશવેલો વધારશો ? મારી પાસે મારા પિતાગુરુનું આપેલું શસ્ત્ર મોજૂદ છે. અને એથી હું પાંડવકુળનો સમૂળગો ઉચ્છેદ કરી નાખવાનો છું.’
અને અશ્વત્થામાએ તલવાર ચલાવી. એક રૂંવાડું ફરકે ત્યાં પાંચનાં મસ્તક અલગ ! આટલી ઝડપથી તો નાળિયેરી પરથી નાળિયેર પણ ઉતારી ન શકે !
પોતાના શુરાતનથી અશ્વત્થામા મલકાયો; પોતાની જાતને અભિનંદવા લાગ્યો. મહાભારતના યુદ્ધનું વેર આજે સંપૂર્ણ થશે. રે પાંડવો ! આજ મેં એવું યુદ્ધ કર્યું છે કે હવે તમને યુદ્ધનો વિજય ફિક્કો લાગશે, ને સિંહાસન શુળીની જેમ ભોંકાશે. જો એક દહાડો વનવાસ ને લઈ લો તો મને બ્રાહ્મણને યાદ કરજો!
અશ્વત્થામાં ત્યાંથી આગળ વધ્યો. એ ભીષ્મ પિતામહનું કમોત કરનાર શિખંડીને શોધી રહ્યો હતો. આજે એ સારા શુકને નીકળ્યો હતો; એને શિખંડી પણ મળી ગયો. જાણે વેરના હુતાશનને પૂરતી ભેટ સામે પગલે મળી ગઈ. એણે
વેરની ચિનગારી [ 377,
ને અશ્વત્થામાએ કદમ બઢાવ્યા !
રાજ્યશ્રી પોતાનું સ્વપ્નદર્શન વર્ણવતાં પળવાર થોભી અને બોલી, ‘સ્વામીનાથ! અભુત હતી મારી મૂર્છા ! બેઠી બેઠી હું જાણે બધું જોઈ રહી !”
વળી પાછી એણે મહાભારતદર્શનની વાત આગળ ચલાવી : ‘અંધારી રાત સમસમ કરતી વહી જાય છે.'
પાંચાલોની અને પાંડવોની છાવણીઓમાં સોપો પડ્યો છે. પાંડવોનો સેનાપતિ ને દ્રૌપદીનો બંધુ ધૃષ્ટદ્યુમ્ન આજ વિજયી બનીને નિરાંતે સુતો છે. કુરુક્ષેત્રની વિજયકલગી એને માથે મૂકવામાં આવી છે. પાંડવોના દ્રૌપદી રાણીથી થયેલા પાંચ પુત્રો પણ નિરાંતે ઘોરે છે. હવે ચિંતા કઈ વાતની છે ?
376 | પ્રેમાવતાર
Page #200
--------------------------------------------------------------------------
________________
શિખંડીના શત શત ટુકડા કરી નાખ્યા !
- હવે ચોકીદારો જાગી ગયા હતા. પણ અંધારું ગાઢ હતું. અંધારામાં મિત્ર કે શત્રુ કોઈ ઓળખાતા નહોતા; પણ કંઈક થયું હતું. એમ સમજી સહુ એકબીજા પર તૂટી પડ્યા હતા.
ઓહ ! એ રાતે જાણે બીજું મહાભારત રચાયું ! પ્રથમના કરતાં ઘોર ! ઘોરતિઘોર ! એ રાત જેવી કાળરાત્રિ સંસારમાં ફરી ન ઊગી !
પાંચ પાંડવો, રાણી દ્રૌપદી અને શ્રીકૃષ્ણ દોડધામ સાંભળી દોડતાં આવ્યાં, જોયું તો મહાભીષણ દૃશ્ય !
મહાન સેનાપતિ ધૃષ્ટદ્યુમ્નની લાશ ન ઓળખાય એ રીતે ધૂળમાં રગદોળાઈ ગઈ હતી ! આગળ વધતાં, પાંચ પુત્રોનાં શબ રડવડતાં જોવા મળ્યાં! કોઈના હાથ જુદા, કોઈના પગ જુદા, કોઈનાં મસ્તક જુદાં ! શિખંડીનો દેહ પણ ખંડ ખંડ વહેંચાયેલો પડ્યો હતો !
રાણી દ્રૌપદીએ પોતાના રુદનથી રાતને વધુ ભયંકર બનાવી દીધી. પારકે ઘેર શોક હોય, ત્યાં સુધી માનવીને અંતરની વેદનાનો ભાર સમજાતો નથી. ઘેટાના શિશુના માંસની વિવિધ વાનીઓ જમનારને ક્યાંથી ખ્યાલ આવે કે કોઈ અઘોરી કે કોઈ દુકાળિયો એના બાળકને ખાતો હોય ત્યારે કેવી વેદના થાય ! પિંડે સો બ્રહ્માંડ - એ વાતને માણસ જાત કેટલી જલદી ભૂલી જાય છે!
દ્રોપદી પોતાના પાંચ પુત્રો માટે રડવા લાગ્યાં, પણ અઢાર લાખ (અઢાર અક્ષૌહિણીની સામાન્ય ગણતરી) હણાયેલા યોદ્ધાઓની માતાના વલોપાત કેવા હશે, એનો ખ્યાલ એમને આજ સુધી નહોતો આવ્યો !
સ્વામીનાથે ! માણસ પોતાની જાતનું લક્ષ રાખે, પોતાના સ્વાર્થ તરફ લક્ષ આપે એટલે સમરાંગણનો પ્રારંભ થયો લેખાય, ભલે પછી એની પાસે તીર કે તલવાર હોય કે ન હોય !
દ્રૌપદી આખી રાત રડતી રહી. આખી રાત અંધારામાં તીર-તલવાર ચાલતાં રહ્યાં !ન જાણે કોણ મરાયું ? ન જાણે કોણ હણાયું ? સૂર્યોદય થયો ત્યારે આ દૃશ્ય જોવાને જીવિત ન રહ્યા હોત તો સારું એમ જીવનારાને લાગ્યું!
કાલે કૌરવો હાર્યા હતા, આજે જીતેલા પાંડવો હાર્યા ! કોણ કયા મુખે વિજયનો આનંદ માણે !
દ્રૌપદીનું રુદન હૈયાફાટ હતું. સૂરજ ઊગતો ક્ષિતિજ પર થંભી ગયો. પંખીએ ચણ ન લીધાં. ગાયે ઘાસ મૂકી દીધાં. વાછરું ધાવતાં થંભી ગયાં ! દ્રૌપદી કહે, ‘હત્યારાને હાજર કરો. મારે એનું લોહી પીવું છે. મારે એનું
378 1 પ્રેમાવતાર
મસ્તક કાપીને એનો દડો કરીને રમવું છે !'
પાંડવો છૂટ્યા. હાથી છૂટયા, સાંઢણીઓ છૂટી. દુશમનને શોધવા ઝાડે ઝાડે અને પાનેરાન ખુંદી નાખ્યાં.
ઘોર કર્મનો કરનારો અશ્વત્થામા ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. એ મરવાની રાહમાં શ્વાસ લેતા દુર્યોધન પાસે પહોંચી ગયો હતો. સમાચાર આપ્યા હતા કે ‘શત્રુઓને યમલોક પહોંચાડ્યા છે. રાજન ! હવે સુખે પ્રાણત્યાગ કરો. પાંડવો, શ્રીકૃષ્ણ અને સાત્યકિ ત્યાં ને ત્યારે ન મળ્યા, નહિ તો તેઓ પણ અત્યારે પરલોકમાં હોત !'
મરતાના મોંમાં ગંગાજળ મૂકે ને જેમ આંખ ખોલે એમ દુર્યોધને આંખ ખોલી. આ સમાચારથી એ ખુશ થયો ને બોલ્યો, ‘વીર અશ્વત્થામા ! આજ તે અભુત કામ કર્યું. મારા આત્માને સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થઈ છે. જે કામ ગુરુ દ્રોણ, પિતામહ ભીખ, મહારથી કર્ણ ન કરી શક્યા. તે તેં કર્યું. ફરી ધન્યવાદ! મને હવે પરાજયનું લેશ પણ દુ:ખ નથી. મિત્ર ! હું સુખે સ્વર્ગે સિધાવું છું. હવે તો આપણે સ્વર્ગમાં મળીશું !'
આમ કહીને દુર્યોધને પ્રાણનો ત્યાગ કર્યો.
અશ્વત્થામાં આગળ નીકળી ગયો. એને હજુ એક વાતનો ગર્વ હતો, તેની પાસે બ્રહ્માસ્ત્ર હતું. આ અસ્ત્ર સહુ કોઈને ખેદાનમેદાન કરી શકે તેમ હતું ! હાર્યો જુગારી બમણો દા મૂકવા તૈયાર હતો.
આ તરફ ઠીક ઠીક વિલંબ થયો, પણ કોઈ અશ્વત્થામાને પકડીને લાગ્યું નહિ. દ્રૌપદીએ ભીમસેનને સજ્જ કર્યો, એ સાહસકર્મમાં શૂરવીર ભીમસેન નીકળી પડ્યો; પણ અશ્વત્થામાં સામે બાટકવું સહેલું નહોતું ! યુદ્ધરૂપી દીપકની જ્યોતમાં કોણ ક્યારે ઝડપાઈ જાય, તેનો પ્રશ્ન ઊભો થઈ ગયો હતો. યુધિષ્ઠિર ને અર્જુન તેની મદદ ધાયા.
એશ્વત્થામાં ગંગાના કિનારે આવેલા આશ્રમમાં પ્રવેશ કરી ગયો. અહીં મહામુનિ વ્યાસજી, નારદજી વગેરે બેઠા હતા, ત્યાં તેમની પાસે આવીને બેસી ગયો. થોડી વારમાં ગદાથી ધરણી ધ્રુજાવતો ભીમસેનનો રથ આવ્યો. પાછળ અર્જુન અને યુધિષ્ઠિરને લઈને શ્રીકૃષ્ણ રથમાં આવ્યા ! અશ્વત્થામાએ આ બધાની આંખોમાં પોતાનું મોત નાચતું જોયું !
અશ્વત્થામાએ પાસે પડેલો એક સાંઠો લીધો ને મંત્ર ભણી બ્રહ્માસ્ત્ર છોડ્યું. આજ્ઞા કરી કે પાંડવનો ખાતમો થવો જોઈએ ! થોડી વારમાં ભયંકર અગ્નિ સળગ્યો. એની જ્વાલાઓ આકાશે અડી. અર્જુન પણ એ જ ગુરુનો ચેલો હતો. એની પાસે પણ આ અસ્ત્ર હતું. એણે
વરની ચિનગારી 379
Page #201
--------------------------------------------------------------------------
________________
એમાં ભરી હતી.
રાજ્યશ્રી જાગતી હોય તેમ સ્વપ્નની વાત પૂરી કરતી બોલી, ‘રે સ્વામીનાથ! સંસારનું રૂપ મેં નિહાળી લીધું. અહીં તો નાના માટે મોટું ખોવાનું છે ! લક્ષ્મી, ધન, સત્તા, પરાક્રમ, યૌવન ને જીવન શું ફક્ત આટલા ખાતર જ હશે ?”
વર્ષો જેમ પૃથ્વીને સ્વચ્છ કરે, એમ તારી સમીપતાએ મને પવિત્ર કરી દીધી છે. હવે મનમાં કોઈ પ્રકારની એષણાઓ નથી. તારું શરણ સ્વીકારું છું. મારા નાથ. મને તારજે !
માનવી પોતાના પગમાંથી કાંટો કાઢીને દૂર ફેંકી દે એમ રાજે તમામ અલંકારો કાઢી નાખ્યા. નેમકુમારના પગલે પગલે એ સાધ્વીના જેવાં વસ્ત્રો સજી રેવતગિરિની કોઈ ગુફામાં તપ-ચિંતનમાં લીન થઈ ગઈ !
વર્ષાનાં વાદળ હજી પણ એવા ને એવાં જ જામેલાં હતાં.
સ્વરક્ષા કરાજે એ અસ્ત્રનો પ્રયોગ કરી દીધો.
હવા ગરમ થઈ ગઈ. પંખીઓ તરફડીને મરવા લાગ્યાં. થોડી વારમાં તો પૃથ્વીનો પ્રલય થઈ જશે, તેવું લાગ્યું !
સમય પારખીને મહામુનિ વ્યાસ અને ઋષિ નારદ એ અસ્ત્રોના માર્ગમાં આવીને ખડા રહી ગયા. તેઓએ બે હાથ ઊંચા કરીને બંનેને પોતપોતાનાં શસ્ત્રો પાછાં વાળી લેવા કહ્યું.
અર્જુને તરત શસ્ત્ર પાછું વાળી લીધું; પણ અશ્વત્થામા ન માન્યો. એ બોલ્યો, પાંડવો પાપી, દુરાચારી અને અન્યાયી છે. એમના સર્વનાશ વગર મારું અસ્ત્ર શાંત નહિ થાય.’
મહામુનિ વ્યાસ બોલ્યા, ‘ભાઈ ! એવું ન કર. દિવ્ય અસ્ત્ર નિષ્ફળ જશે. અને એમ થશે તો બાર વર્ષનો દુકાળ પડશે. જગતનું કલ્યાણ વિચાર અને તારા મસ્તકનો મણિ આપીને પાંડવો સાથે સમાધાન કરી લે.”
અશ્વત્થામા મહામુનિ વ્યાસનાં વચનોને પાછાં ઠેલી ન શક્યો. એ બોલ્યો, આપ કહો છો તો આપને મણિ આપી દઉં છું; આપ જેને આપવો હોય તેને આપો. પણ મારું આ અસ્ત્ર તો નિષ્ફળ નહિ જવા દઉં. પાંડવવંશ હવે પૃથ્વી પર નહિ રહેવા દઉં ! આજે ઉત્તરાના ગર્ભ પર એને ચલાવું છું. એ ગર્ભ ગળી જશે. બસ, પછી ભલે પાંડવો જિંદગીભર હતાશામાં જીવે !”
દ્રૌપદીને ખબર મળતાં એ અહીં આવી પહોંચી. એણે મણિ લઈ લીધો. મણિ લેતાંની સાથે જ અશ્વત્થામાના દેહમાંથી પાસપરુ વહેવા માંડ્યા !
શ્રીકૃષ્ણે કહ્યું, ‘અશ્વત્થામા ! તું સાંભળી લે. પાંડવોનો વંશ ખતમ નહિ થાય. ઉત્તરાનો ગર્ભ જન્મશે. યોગ્ય ઉંમરનો થઈ સાઠ વર્ષ રાજ કરશે. તારા મામા કૃપાચાર્ય એને ધનુર્વિદ્યા શીખવશે. પણ હે દ્રોણપુત્ર ! તારે તારી આ અમાનુષિતાનાં આકરાં મુલ્ય ચૂકવવા પડશે. તારા માટે તો મૃત્યુ પણ સુલભ નહી રહે. તું હડધૂત થઈને પૃથ્વી પર રઝળીશ. કોઈ તારી સાથે વાત નહિ કરે. તારા દેહમાંથી એટલી દુર્ગંધ છૂટશે કે કોઈ તારી નજીક પણ નહિ આવે. વિવિધ પ્રકારના રોગો તને ઘેરી વળશે, ને તું શાંતિ મેળવવા માટે મૃત્યુની ઝંખના કરીશ. તોય તને મૃત્યુ નહિ મળી શકે. શાંતિ તારા ભાગ્યમાંથી ગઈ, મૃત્યુ તારા નસીબમાં હવે નથી રહ્યું. જા, ભટકતો ફર!”
અશ્વત્થામા સડેલા કૂતરાની જેમ ત્યાંથી ભાગ્યો ! દ્રૌપદી એનું બીભત્સ રૂપ જોઈ વેર લેવાની કે લોહી પીવાની વાત ભૂલી ગઈ !
આખરે વિજયી પાંડવોએ હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો; પણ એ પ્રવેશમાં વિજયનો ઉમંગ નહોતો, મૃત્યુ પામેલાઓની સ્મશાનયાત્રા જેવી ગંભીર ઉદાસીનતા
380 | પ્રેમાવતાર
વેરની ચિનગારી [ 381
Page #202
--------------------------------------------------------------------------
________________
52
સંમિલન
વર્ષાની ઋતુ છે. જેવી પ્રકૃતિ અને પુરુષની બેલડી છે, એવી જ વીજ રાણી અને મેઘ મહારાજાની જોડલી છે, એમના મિલનની એ સોહામણી ઋતુ.
રેવતાચળના ઓતરાદા ખૂણામાં મેઘપુરુષ મૌન ધરીને બેઠો છે. ગરવા પર્વતના દક્ષિણ ખૂણામાં ઝબુક ઝબૂક કરતી વીજ રાણી મૌન ધરીને બેઠી છે.
મેઘરાજા જાણે વીનવે છે, ‘માની જાઓ ને વીરાણી !' વીજ રાણી જવાબ આપે છે, ‘લાવો વા અને લાવો પાણી !'
આ તો જુવાન હૈયાનાં રિસામણાં છે; એ એમ જલદી કેમ છૂટે ? પછી તો લીધાનો અર્થ શો ?
બેમાંથી કોઈ બોલતું નથી. પણ રે ! તમારા રિસામણાંએ ધરતી પર કેવો હાહાકાર વર્તાવી દીધો છે; એ તો જુઓ ઘેલા નર-નાર ! કોરાધાકોર ડુંગરા ને સૂકાભઠ મેદાનો સામે જોઈને પશુ આંતરડી કકળાવે છે! રે, માના થાન જેવા રસભર્યા આ પ્રદેશો આજે કેમ સાવ સૂકા? રે, કોઈ સમજાવો આ બંનેને !
પવનદેહ સહુનાં હૈયાનો સંચારી ! એણે આખરે આગેવાની લીધી, એના ઝપાટે મેઘરાજા અને વીજ રાણીનાં રિસામણાં પૂરાં થયાં અને તપેલી ધરતી અને સંતપ્ત જીવનસૃષ્ટિ જળબંબાકાર બની ગઈ. મહાયોગીનાં નેત્રોમાંથી કે સંત પુરુષના અંતરમાંથી સ્નેહની સરવાણી વહી નીકળે એમ રળિયામણા રેવતાચળ પરથી ઠેર ઠેરથી જલધારાઓ વહી નીકળી. ઉપરથી વરસતો મુશળધાર વરસાદ અને ધરતી પર વહેતા પાણીના વહેળાઓથી બચવા યાત્રાએ પરવરેલાં યાત્રિકો જ્યાં રક્ષણ મળ્યું ત્યાં આશ્રય લઈને થોભી ગયાં!
આવે વખતે રેવતાચળની ૨જને સુવર્ણરજ બનાવતી એક નારી ચાલી આવતી હતી. એણે એક જ સાદું વસ્ત્ર પહેર્યું હતું; ને સાધ્વી જેવા એ વસ્ત્રમાં પણ એ
અપ્સરાઓની કાંતિને ઝાંખી પાડતી હતી. એ નારી પણ મેઘથી ભીંજાઈ ગઈ હતી; અને લજ્જાને આવરવા માટે રાખેલું વસ્ત્ર ખુદ લજાને પ્રગટ કરે તેવું થઈ ગયું હતું.
એ નારી પોતાના સમુદાયથી વિખૂટી પડી ગઈ હતી. સતત વર્ષોથી પર્વતના કેડા ભૂંસાઈ ગયા હતા અને એ નમણી નારી આશ્રયસ્થાન શોધી રહી હતી. સંસારનો ભલભલો ચક્રવર્તી આવી નારીને આશ્રય માટે પોતાનો મહેલ કાઢી આપે ને પોતે વરસતા આકાશ નીચે આશ્રય લેવામાં સૌભાગ્ય માને, એવી એની દેહગરિમા લાગતી હતી.
નારીની ચંપાકળી જેવી દેહને ઠંડા સુસવાટા કંપાવતા હતા ને આકાશના ગડગડાટ આવી જોબનભરી નારીને છળાવી નાખે તેવા ગાજતા હતા; પણ આ નારીને બીક કે સંતાપ જરાય સ્પર્શી શકતાં ન હોય, એવી એની નિશ્ચલ મુખમુદ્રા હતી. આ નારી વીજના જેવી તેજસ્વી ને પર્વતના જેવી અચલ હતી.
વરસાદ વેગમાં વરસતો હતો. નારી એક પછી એક કદમ આગે બઢાવે જતી હતી. કોઈ ઠોકર ખાતી, કદી લપસતી, કદી પાછી પડતી એ આગળ વધતી હતી. સંસારનો રાહ તો આવો જ હોય છે ને ! આખરે એક ગુફા જતી આવી. અંધારી ને એકાંત એ ગુફા હતી. એવી ગુફાની જ એને જરૂર હતી.
નારીએ એમાં પ્રવેશ કરીને હાશકારો કર્યો. માની ગોદ જેવી કેવી હૂંફાળી એ ગુફા ! અહીં નું મેઘ છે, ન ઠંડો સૂસવાતો પવન છે, કમળ પરથી જળ ઝરી જાય, એમ ગુફાના માથેથી વર્ષાના જળ ઝરી જાય છે !
નારીએ ભીંજાયેલું વસ્ત્ર અલગ કરીને નિચોવ્યું અને નિચોવીને હવાની દિશામાં પથ્થરો પર સુકાવા પાથરી દીધું, અંધારાનું અંબર એની પાસે હતું ને દિગંબરવ એ તો માણસનું પહેલું ને છેલ્લું સરજત હતું. વસ્ત્રની એ મનની ગાંઠો છોડીને નિગ્રંથ બનવા નીકળેલી આ રાજવંશી નારી હતી. એ નારીએ અડગ નિરધારથી રાજ કુળ ને રાજમહેલ તજ્યાં હતાં.
ગુફામાં આવેલી એક શિલા પર એ નારી શાંતિથી બેઠી; અને પવન અને પાણીના તોફાનને આરામથી નીરખી રહી, પણ એ નિરીક્ષણ બાહ્ય જગતનું નહોતું, અંતર ભાવનું હતું. સંસારમાં રાગનાં તોફાન હતાં, હેપના દાવાનલ હતા, સચરાચર સહુ કોઈ એમાં ભીંજાઈ રહ્યાં હતાં. કોઈક વીરલા જ એનાથી બચવા સદ્દગુરુરૂપી આશ્રય શોધતા હતા. કોઈક જ સદ્ગુરુનો આશ્રય સ્વીકારીને રાગ-દ્વેષના ભાવથી ભીજાયેલાં બાહ્ય વસ્ત્રોને દૂર કરીને, વિવેકની શક્તિથી એને નિચોવીને સાધનાના તાપમાં સુકવતા હતા. નિર્મળતાનો - માનવીમાંથી સાચા માનવી બનવાનો - એ જ માર્ગ હતો.
સંમિલન [ 383
Page #203
--------------------------------------------------------------------------
________________
જેવી આ નારી અહીં આશ્રય માટે આવી પહોંચી, એવો એક નર પણ પવનપાણીના તોફાનથી મૂંઝાયેલો ત્યાં આવી પહોંચ્યો ! જીવ બધા આખરે શિવ તરફ ખેંચાય છે, એમ એ નરે ગુફાના બીજા દ્વારથી એમાં પ્રવેશ કર્યો. એ ભીંજાયેલો હતો, દેહ પર અધોવસ્ત્ર અને ઉપવસ્ત્ર બે જ હતાં, એટલે એ સાધુ ભાસતો હતો, નહિ તો કાંતિ તો રાજ કુમારની હતી !
ન જાણે આ આખો સંસાર બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક યુદ્ધમાં રાજી હતો, બીજો ત્યાગમાં પ્રસન્ન હતો, ક્ષત્રિયોનું યોગીપદ ભવ્ય લાગતું; કારણ કે એમના દેહમાં વીરત્વ ને અર્પણ સ્વાભાવિક હતાં.
આ પુરુષે સાધુનો વેશ પહેર્યો હતો, પણ તેની આંગળીઓનાં અવગુંઠન કાંડાની રેખાઓ ને દેહ પરના જખમો એના ક્ષત્રિયત્વની ગવાહી પૂરતાં હતાં.
એની બાંકી ગરદન, ટેઢી ભ્રમણ અને ધનુષ્યના જેવો દેહ કોઈ પણ સુંદરીને મોહ પમાડે તેવો હતો, એની આંખનાં તેજ પાસે પાણીદાર હીરાનાં તેજ પણ ફિક્કો લાગતાં. દેહનો બાંધો સુઘટિત હતો. અવયવો માંસલ ને ઘાટીલા હતા. મસ્તક મોટું ડાલામથ્થા સિંહ જેવું હતું.
રે, આવો રાજવંશી અત્યારે તો વર્ષા-મહેલમાં વામાંગનાઓની વચ્ચે રમતો હોત ! એ ભલા આ ખાડાટેકરાવાળા પહાડની વચ્ચે ક્યાંથી, અને તે પણ આવી ઋતુમાં !
શું નરકેસરી વનકેસરીને નાથવા બહાર પડ્યો હશે ? ના, ના, એવું તો કંઈ લાગતું નથી. હાથે પરથી મણિબંધ છાંડીને એણે જાહેર કર્યું હતું કે ક્ષત્રિય છું, પણ અહિંસક છું. પ્રેમની શક્તિમાં શ્રદ્ધા ધરાવનારો માનવી છું. સાધુ બન્યો છું. અમારિ (અહિંસા) મારો ધર્મ બની છે. એ નરે ઉપવસ્ત્ર પહેરી લીધું, અને અધોવસ્ત્ર નિચોવીને સૂકવી દીધું. ગુફાના અંતરભાગની એક શિલા પર એ બેઠો - જાણે વનરાજ કોઈ શિલાપટ પર વિરામ કરવા બેઠો !
માણસના મનમાંથી હિંસાનાં તોફાનો શમે તો આ પવનપાણીનાં તોફાનો શમે એમ લાગતું હતું. આ સંઘર્ષ તો જાણે ચાલ્યા જ કરશે, અનવધિ કાળ સુધી! નર,તારી ધીરજ ન ખૂટે એ જોજે !
સાધુ થોડી વાર સુધી કાજળશ્યામ આકાશ સામે જોઈ રહ્યો ને પછી કંટાળ્યો. એણે બગાસું ખાધું, આળસ મરડીને દૃષ્ટિ ગુફાના અંધારા અંતરભાગ ભણી વાળી!
માણસ જેમ અંતરમાં કોઈ વાર દૃષ્ટિપાત કરે એમ એ ગુફાના અંતરભાગને પોતાની નજરથી વધી રહ્યો. સાવ પાષાણી સૃષ્ટિ ! નર્યા કાળા કાળમીંઢ ! એમાં શું જોવાનું ! ફરી બગાસું
384 3 પ્રેમાવતાર
ખાતું, ફરી આળસ મરડી. નરની નજર કંટાળીને અન્યત્ર ફરી. એમાં નિરુદ્યમ હતો, વખત વ્યતીત કરવાનો આશય હતો, પણ નિરુધમીને જમીન ખોતરતાં જેમ કોઈ વાર ખજાનો હાથ લાગી જાય છે, એમ એની આંખને એક અદ્ભુત દૃશ્ય લાધી ગયું!
પોતાની જેમ જ જાણે આકાશની ચંદા હોય એવી કોઈ નારી પવન-પાણીથી કંટાળીને આ ગુફામાં આશ્રય લેવા આવી હતી ! ઓહ, આવાં સ્પષ્ટ રૂપદર્શન તો, સંસારમાં કોઈક પ્રભુભક્તને ભગવાનના સાક્ષાત્કારની જેમ કદીક જ લાધે છે !
બડભાગી તું નર ! સર્વશ્રેષ્ઠ રૂપમાધુરી આજ તારી આંખને પાવન કરવા આ ગુફામાં આવી પહોંચી છે ! ભક્તો જે ભાવથી આખા દેહને ખવાઈ જવા દે છે, પણ પ્રભુને નિહાળવા બે આંખોનું જતન કરે છે, એ રીતે રક્ષેલી તારી બે આંખો આજ સાર્થક બની. નર કલ્પનામાંથી વાસ્તવમાં આવ્યો. એકાએક વનરાજને પડખામાં ઊભેલો જોઈ માણસ અંગોપાંગ હલાવ્યા વગર સ્થિર થઈ જાય છે, તેમ આ રૂપમાધુરી નીરખીને નર સ્તબ્ધ થઈ ગયો. આવી મૌનસમાધિની વેળાએ બોલાય કેમ-રખે ને રૂપવાદળી વીખરાઈ જાય! ચલાય કેમ-રખે ને રૂપ પ્રતિમા સરકી જાય !
આંખનું મટકું મારવામાંય જોખમ હતું. આ સુવર્ણ રજની પ્રતિમાં કદાચ રેણુમાં ભળી જાય તો ! નરને થોડી વાર જાણે રૂપસમાધિ લાગી ગઈ. સામે ખડો હતો નારીનો મઘમઘતો દેહબાગ, અને નારીનાં અંગોનાં તો અનેક કાવ્યો એણે રચ્યાં હતાં. પણ આજે જ બાન બેજ બાન અને શબ્દ ખુદ મૂંગા બની ગયા !
નરની નજ૨ વધુ ઠરી, અને એને લાગ્યું કે કોશની ચંદા નથી; આ તો કોઈ અજબ શિલ્પી હાથીદાંતમાંથી ગજબ મૂર્તિ સજીને અહીં છુપાવીને ગયો છે! શિલ્પી પણ આખર તો માનવી જ ને ! મૂઠીભર દિલવાળો એ માનવી આ મૂર્તિને સાકાર કરતાં કરતાં એના સૌંદર્યમોહમાં ખુદ ડૂબી ગયો હશે, ને એ મોહથી અલગ થઈ અહીંથી ભાગી છૂટવ્યો હશે, એણે વિચાર્યું હશે કે આવી મોહિનીમૂર્તિઓથી દૂર રહ્યા સારા ! નર હવે વધુ વાસ્તવમાં આવતો હતો. એની નજરો હવે એ મનોહર મૂર્તિની દેહ પર ફરતી રહી હતી, ત્યાં એને એનો સાધુધર્મ યાદ આવ્યો.
એનો ધર્મ આજ્ઞા કરતો હતો કે અપ્સરા, દેવાંગના કે સંસારની કોઈ નારીનું સાદું ચિત્ર પણ એનાથી આ રીતે નીરખી ન શકાય ! દેહના શબની કલ્પના, સારમાં અસારની સમજણ અને રૂપમાં કુરૂપતાનાં દર્શન એ જ એની સાધુતાનાં કવચ હતાં.
એ કવચ આજે કયા કારણે ફગાવ્યાં તેં સાધુ ? શા માટે તું એ રૂપરેખાને વધુ સ્પષ્ટ કરવા આગળ વધ્યો ? શું તને એકાંત અવલંબન આપતું હતું? વીજ શું તને ચમક ચઢાવતી હતી ? શું મેઘની ગર્જના તને આગળ વધવાનું વીરત્વ પ્રેરતી હતી? નર આગળ વધ્યો. એણે આ કોઈ માયાવી તત્વ હોય ને ભડકો થઈ હવામાં
સંમિલન 385
Page #204
--------------------------------------------------------------------------
________________
53
ભાભી
વિલીન ન થઈ જાય તેની સાવચેતી રાખી !
આવું રૂપ તો સદા અભિનંઘ છે ! આજ આંતરતૃપ્તિ થઈ. નરના અંતરમાં બેઠેલો નારીના સુરૂપદર્શનનો ભાવ તૃપ્ત થઈ ગયો; એની ઝંખના ઝંખવાઈ ગઈ !
નર વધુ આગે બઢો. નારીની પ્રતિમા પર વીજે પ્રકાશ ઢોળ્યો, ગર્જનાના ઢોલે જયજયકાર પોકાર્યો ને નરને અદ્ભુત દર્શન લાધ્યાં !
નર ધસ્યો; પણ નારી વાદળની જેમ દૂર સરી ગઈ ! જાણે નિર્જીવ પ્રતિભા કોઈ કરામતથી સજીવ બનીને પથ્થરોની ઓટમાં સમાઈ ગઈ, અને થોડી વારમાં ચીરાચ્છાદિત થઈને બહાર આવી.
એ નારીએ અવાજ કર્યો, ‘રથનેમિ !'
આકાશની વીજ પૃથ્વી પર પડે ને હરિયાળીનો વિનાશ કરી નાખે, એમ આ શબ્દોએ નરને આઘાત આપ્યો ! એને પોતાની સ્વપ્નસમાધિ તૂટ્યાનો ખેદ થયો.
રે ! વાસ્તવ મારે નથી જોવું, કલ્પનાનું મારું ચિત્ર સજીવ રહો ! એ ચિત્ર જોતાં જોતાં મને મૃત્યુ પ્રાપ્ત હો ! આ નયનથી હવે અન્ય રૂપ નથી જોવાં !
પણ કઠોર વાસ્તવિકતા સામે ખડી હતી : એકલો નર, એકલી નારી અને સાવ એકાંત ! આ તો ધૃત અને અગ્નિનો સંગમ ! નારીએ તરત અહીંથી ભાગી છૂટવું જોઈએ. ભાગી છૂટતાં પગ ભારે થઈ ગયા હોય તો ચીસો પાડીને જ્યાં ત્યાંથી માણસોને સાદ દેવો જોઈએ; પણ આ નારી પણ નક્કી ન કરી ગજવેલની પૂતળી લાગી. એણે ફરી કહ્યું, ‘રથનેમિ !'
શબ્દોમાં સામર્થ્ય ગાજતું હતું. એ સામર્થ્ય નરબંકો રથનેમિ અનુભવી રહ્યો.
અંધારેઘેરી ગુફામાં જાણે બે આત્માની અગ્નિપરીક્ષા થતી હતી. ધૃત અને અગ્નિ ભેગાં મળ્યાં હતાં; એ એકબીજાથી કેવાં ચલિત થાય છે, એનો આજે ફેંસલો થવાનો હતો.
રથનેમિ વિચારતો હતો; આવા એકાંત સ્થાનમાં મારા નામનો ઉચ્ચાર કરનાર આ નમણી નારી કોણ હશે ભલા ? પળવાર એ ઊંડા વિચારમાં ઊતરી ગયો. પણ પળવારમાં જ એને થયું, આ તો ચોક્કસ રાજ્યશ્રીનો જ અવાજ !
રથનેમિની વાસનાનો વડવાનળ ભડકી ઊઠ્યો, એણે ભારે મમતાભર્યા સ્વરે કહ્યું, “કોણ ? ભાભી ?’ રથનેમિનો મનબર્પયો થનગની રહ્યો.
સામેથી ફરી એ જ શબ્દટેકાર સંભળાયો, ‘રથનેમિ !'
ભાભી' શબ્દમાં વાસનાનો કેફ ભર્યો હતો.
‘રથનેમિ' શબ્દમાં આત્મજાગૃતિનો ટંકાર ગાજતો હતો. સાધ્વી રાજ્યશ્રીએ સમભાવભર્યા શબ્દોમાં કહ્યું :
‘સાધુને કોણ ભાભી ને કોણ ભાઈ ? રથનેમિ ! તું તો વિશ્વવાત્સલ્યનો આત્મા! તું તો સાધુ ! આ વાસનાનાં વળગણ તને શોભે ?'
કેટલાંક રૂપ ચંપા જેવાં હોય છે. ભ્રમર એની પાસે ટૂંકી જ ન શકે. ટૂંકવાની હિંમત પણ કરી ન શકે ! કેટલાંક રૂપ તલવાર જેવાં હોય છે; માણસને ભય ઉપજાવે છે. અને કેટલાંક રૂપ માખણ જેવાં હોય છે ! માણસને ખાવાનું જ મન થાય છે. રાજ્યશ્રીનું રૂપ ચંપા જેવું ને તલવાર જેવું અસ્પૃશ્ય હતું !
રથનેમી પુરુષ હતો, એકાંત હતું, છતાં એ રાજ્યશ્રી તરફ અવિનયી થઈ શક્યો નહિ ! એની પોતાની સંસ્કારિતા એને આગળ વધવા ના કહેતી હતી.
386 3 પ્રેમાવતાર
Page #205
--------------------------------------------------------------------------
________________
રાજ્યશ્રીની સંસ્કારિતા સામે કવચ બનીને ખડી હતી.
‘ભાભી !’ રથનેમિએ ફરી ઉચ્ચાર કર્યો.
‘ઓહ ! કૂતરું જાણે સુકાયેલું હાડકું ફરી ફરીને ચાવતું હોય એવો આ તારો અવાજ છે. તારા પોતાના ખૂનનો જ સ્વાદ એ સૂકા બેસ્વાદ હાડકામાં તને જડશે!’ રાજ્યથી જરા કડક થઈ.
‘સાધુતા પણ છે શા માટે ? સ્વર્ગ કાજે જ ને ? મર્યા પછી મળનારું સ્વર્ગ જીવતાં મળી ગયું. રાજ્યશ્રી ! મારી સાધના તું છે. હું તપ દ્વારા, આ ભવમાં નહિ તો આવતા ભવમાં તને જ ઇચ્છું છું. આ ભવમાં મારા મનને સંતોષ નહિ આપે તો, રાજ્યશ્રી ! મારા ખાતર તારી મુક્તિ અટકશે. તારે ફરી ભવ લેવો પડશે.’ રથનેમિએ કહ્યું. એના કથનમાં હૃદયનું સત્ય ભર્યું હતું.
‘રથનેમિ ! ચામડીનો આટલો મોહ ? રે ! મોહ કાજે તું તારી ઉન્નતિને રોકવા ચાહે છે ? રાજ્યશ્રીમાં એવું તે તું શું ભાળી ગયો કે એને માટે અમૃતના કૂપ જેવી સાધુતાને છેહ દેવા તૈયાર થયો છે ? જો તને મારા મુખનો મોહ હોય તો મુખ ઉતારીને આપી દઉં, હાથમાં તારી આસક્તિ હોય તો તને કાપીને આપી દઉં, પણ ભલો થઈને તારી સિંહસમી સાધુતાને શિયાળની સાધના ન બનાવ!' રાજ્યશ્રીએ કહ્યું. એના શબ્દોમાં અપૂર્વ વેગ હતો.
રથમ આનો તરત જવાબ વાળી ન શક્યો.
‘આ વાસનાનાં વળગણ તને શોભે !' રાજ્યશ્રીએ કહ્યું.
રથનેમિનું અંતર શાંત થઈ થઈને વળી વાસનાનું તોફાન અનુભવતું. એ રાજ્યશ્રી વિશેનો વ્યામોહ છોડવા પ્રયત્ન કરતો, થોડી વાર છોડતો; ને વળી બેવડો ફસાઈ જતો.
રથનેમિ થોડો પાસે સર્યો. રાજ્યશ્રી નિર્ભય હતી; એને પાસે આવવા દીધો. રથનેમિ બોલ્યો, ‘હું તો તમને ભાભી જ કહીશ. સાધુ થયો છું. પણ અંતરની સ્નેહસરવાણીઓ હજી સુકાઈ નથી. ખોટું નહિ બોલું ભાભી ! હું તમારો નાનો દિયર. દિયર તો લાડકો હોય, તમારા પગની પાનીએ મેંદી લગાડવાનો મારા ભાઈ પછીનો હું બીજો હકદાર. સેવકને દાન આપો સૌંદર્યનું અને આપના ચરણની રજ બનાવો !'
‘સાધુ ! તારી જીભમાં કાળોતરા નાગનું ઝેર ઊછળે છે. નાગ તો પરને સંહારે. અને તું તારી જાતને સંહારી રહ્યો છે ! મારા ચરણની ૨જ નહિ, પણ યાદવકુળનો યતિલક બની જા !' રાજ્યશ્રી અણનમ હતી.
‘ભાભી ! મને તારા હૈયાનો હાર બનાવ. મારા ઝેરનું મારણ તું જ છે. તું કંઈ 388 7 પ્રેમાવતાર
વિવાહિતા નથી, માટે કહું છું, રાજ્યશ્રી ! મને તારા જીવનબાગનો માળી બનાવ !’ ‘શબ્દથી નહીં, એની પાછળની ભાવનાથી માણસ નાનો-મોટો થાય છે. હું તને તુંકારે બોલાવું છું, એ તુંકારમાં વહાલ નથી, તિરસ્કાર છે. તારા પ્રત્યેક શબ્દ દ્વારા પ્રગટ થતી ગંદકી પૃથ્વીમંડળને અપવિત્ર કરી રહી છે;' રાજ્યશ્રી સમજાવતાં કંટાળતી નહોતી.
‘ગંદકીથી ડરવાનું શા માટે ? પંકમાં જ પંકજ જન્મે. પવિત્ર-અપવિત્રનું પુરાણ છોડી દે, રાજ્યશ્રી ! જરા આપણા બંનેની જુવાની સામે જો, આપણાં રૂપમાધુર્યને નીરખ. આપણા જેવો મેળો સંસારમાં દુર્લભ છે.'
રથનેમિએ ગુફાની બાહ્ય સૃષ્ટિ તરફ આંગળી ચીંધતાં કહ્યું.
જરા જો તો ખરી રાજ્યશ્રી ! પ્રકૃતિ પણ આપણા પ્રેમની સાખ પૂરી રહી છે. કેવી અનુકૂળ ઋતુ છે ! આ ગુફા કેવી શીતલ છે ! પવન કેવો મૃદુ છે ! વર્ષાદેવી આપણા પ્રેમયોગને અભિષેક કરી રહી છે ! જોને, પેલાં પ્રેમી પંખીડાં કેવાં રસસમાધિમાં પોઢચાં છે !'
રથનેમિ હજી એ જ ધૂનમાં હતો.
‘સાધુ ! તું જાણે છે કે સંસારીને જે દિવસ છે, યોગીની એ રાત છે. સંસારીનું જે અમૃત છે, યોગીઓ માટે એ ઝેર છે. જો ને વર્ષાસુંદરીએ રેવતાચલનાં પાષાણહૈયાંને કેવાં ભીંજવી નાખ્યાં છે ! શું મારા શબ્દો તુજ સાધુના હૈયાની સુષુપ્ત પવિત્રતાને
નથી જગાડતા ? યોગી ! જાગી જા !!
‘તારા સૌંદર્યની વાંચ્છા એ ઘેન કહેવાતું હોય તો મને એ કબૂલ છે. સંસાર મહાસૌંદર્યો વિશે શું જાણે ? એ તો સહુ સૌંદર્યને પોતાના ત્રાજવે તોળે. રે ફક્ત એક સાદા ચીવરમાં પણ તારી કાયા કેવી શોભે છે ! સાચા સૌંદર્યોને વસ્ત્ર કે અલંકારની ખેવના નથી હોતી ! ભાભી ! સૌંદર્ય એ તો વિધાતાની અમૂલ્ય ભેટ છે. એને આમ રગદોળવું ન ઘટે. રગદોળવાનું નિમિત્ત બનનાર મારા ભાઈ મારે મન બધી રીતે પૂજ્ય છે., પણ એક તારી બાબતમાં હું એમને માફ કરી શકતો નથી. એમણે તને તજવી જોઈતી નહોતી.' રથનેમિ ફિલસૂફીમાં નિષ્ણાત હતો.
‘કોણે મને ત્યજી ? હું ત્યજાયેલી છું ? ઓ ભ્રમિત સાધુ ! તું કાદવનો કીટ છે. કામદેવ તારો નેતા છે. સાચા પ્રેમની કે સાચાં પ્રેમીઓની તને શી ગમ ? અમે તો કાળવિજયી દિવ્ય પ્રણયીઓ છીએ. અમારું સખ્ય તો આત્માનું સખ્ય છે ! રે, નેમના સ્મરણમાત્રથી મારા સર્વ વિકારો ગળી જાય છે. નેમે મને દુનિયામાં ચાલી રહેલું વેરવૃત્તિનું ભયાનક યુદ્ધ સમજાવ્યું. ઓહ રથનેમિ ! માણસે સંસારને કેવો વિકૃત કરી નાખ્યો છે ! શું આપણે એ વિકૃતિનાં વાદળોને વધુ ઘેરાં બનાવીશું કે આપણી ભાભી – 389
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રેમપ્રકૃતિથી એ વિકૃતિઓને વરસતાં પહેલાં વિખેરી નાખીશું ? મને મદદ કર ! દુનિયાને દાનવની વસ્તી નહિ, દેવોની સૃષ્ટિ બનાવી દે !' રાજ્યશ્રીની વાતો મર્મસ્પર્શી હતી. એ નીડરભાવે બોલતી હતી.
આકાશી ઢોલ આછા ગર્જતા હતા. મોર ટહુકાર કરતા હતા. દાદુરોએ સારંગી છેડી હતી.
હવામાં આફ્લાદકતા ભરી હતી. પૃથ્વીમાંથી મીઠી ગંધ છૂટતી હતી. રથનેમિ હજી પણ મોહવિષ્ટ હતો. એ બોલ્યો, ‘હું રથનેમિ, તું રાજ્યશ્રી ! હું અંતરમાં પ્રેમવાળાથી સંતપ્ત હોઉં, પછી બીજાને શું કરું ? મેઘ પૃથ્વીને તૃપ્ત કરે, પછી તૃપ્ત પૃથ્વી હરિયાળી બનીને શોભે છે. મને તું તૃપ્ત કર, પછી હું આત્મવિજયી દિવ્ય પ્રણયી બની જઈશ. અને મને તું તરછોડીશ તો હું લાંબું જીવીશ નહિ. તને હત્યા લાગશે, એ હત્યા ભવોભવ સુધી તારો પીછો કરશે!'
| ‘નિર્વિકારીને ભય કેવો ? નેમે મને નિર્વિકારી બનાવી છે. તે નિર્વિકારી બની જા. રથનેમિ ! પછી સદાકાળ સત્, ચિત્ અને આનંદમાં મહાલશું.’ રાજ્ય શ્રી જુદા વજ્જરની હતી. રથનેમિની એક પણ દલીલ કે આજીજી એને સ્પર્શ કરી શકતી નહોતી.
‘રાજ્યશ્રી ! આવી વાતો કરીને મને ભરમાવીશ નહીં. મારું સત્ તું, મારા ચિત્તનો આનંદ તું, તું મળે તો મારે સત્, ચિત્ અને આનંદને કરવાં છે શું ? રાજ્યશ્રી મારી તાકાત તું છે.”
“સાધુ ! તારામાં કરોળિયાની જાળથી હાથીને બાંધવાની અદ્દભુત તાકાત હોય, તોય વાસના-વિકારના ભુજંગથી ખેલીશ મા. તારી દૃષ્ટિમાં પરિવર્તન લાવ. સુંદર સ્ત્રીમાં પત્નીનો ભાવ નહિ, ભગિનીનો અને માતાનો ભાવ જગાડ. તારી વિવેકદૃષ્ટિને શુદ્ધ કર.’ રાજ્યશ્રીએ બરાબર ટક્કર લેવા માંડી હતી. પણ રાજનું અરુણોદય જેવું સુકોમળ રૂપ સાધુને વિરાગી બનાવી ઘડીમાં પાછું રાગી બનાવતું હતું. | ‘તું ના પાડે છે. કામશાસ્ત્ર મને કહે છે કે માનુની સ્ત્રીની નામાં હા છુપાયેલી હોય છે. હું કદાચ આગળ વધુ ને તને મારા જીવનરથની સારથિ બનાવવા પ્રયત્ન કરું તો માફ કરજે .”
રથનેમિ અધીરો બની ગયો. એની અંદરના પશુએ હુંકાર કર્યો. રાજ્યશ્રી એ પશુનો પોકાર સાંભળી જરાય પાછી ન હઠી.
એણે એક ડગલું મક્કમતાથી આગળ ભર્યું ને કહ્યું, ‘રથનેમિ ! કાન ખોલીને સાંભળી લે ! જે ક્ષત્રિયાણીનું દૂધ તું ધાવ્યો છે, હું પણ એવી જ ક્ષત્રિયાણીનું દૂધ
390 | પ્રેમાવતાર
ધાવી છું. પણ મારામાં ને તારામાં ફેર લાગે છે. કોઈ વાર તું બહુ ભૂખ્યો થયો હોઈશ, ને દાસીનું દૂધ તને સાંપડ્યું હશે, નહિ તો સગા બે ભાઈ – અને એ બે ભાઈ વચ્ચે વૃત્તિઓનો આટલો ફેર ?”
રાજ્યશ્રીની આંખોમાંથી એક પ્રભાવોત્પાદક જ્યોતિ ઝરી રહી હતી. એ આગળ બોલી, “એક ભાઈ સિંહ બીજો ભાઈ શ્વાન ! એક સામે મળેલું તજનારો, અને બીજો વમન કરેલું પણ જમનારો ! એકને મેં પ્રાર્થના કરી અને એણે મને તજી ; એણે મને સમજાવ્યું કે સંસાર જે ભૂલ કરે છે, એવી ભૂલ આપણે ન કરીએ; દાંપત્યભાવ માત્ર દેહને આશ્રિત નથી, આત્માનું અમર દાંપત્ય આદરીએ. રથનેમિ ! તને એમ લાગે છે કે મારા જેવી રૂપસૌંદર્યશાલિની સ્ત્રીને કોઈ તજી ન શકે અને છતાં તું ભૂલી કેમ જાય છે કે એ રૂપને કંકરની જેમ તજનાર તારો સગો ભાઈ જ છે ! હું તને તિરસ્કારું છું અને તું મને ભજે છે. ભલા માણસ, કોઈ શીરાનું ભોજન છાંડી ઉખરડા આરોગે ખરા ?”
રથનેમિ ધીરે ધીરે વિવશ બનતો જતો હતો. રાજ્યશ્રીની ઉપદેશવર્ષા એને ભીંજવી રહી હતી. પણ એની નજર રાજ્યશ્રીની દેહની સુશ્રી પર ફરતી કે બધું ભુલાઈ જતું.
| ‘ભાભી ! મેં ઘણા સાધુના સદુપદેશ સાંભળ્યા છે, પણ તારા જેવી સચોટતા અન્યમાં નથી અનુભવી, પણ મારું મનરૂપી માંકડું હજી માનતું નથી. એ તો કહે કે ભલા, આવી એકાંતે તારા મનની માનેલી સ્ત્રી ફરી એકલી ક્યારે મળવાની હતી ? મારું મન કહે છે કે અબળા બળને વશ થાય. તું રણઘેલો રજપૂત છે. આગળ વધ અને અનાથ અબળાને-*
| ‘રથનેમિ ! તારું સાહસ તને પશ્ચાત્તાપ ન કરાવે એ જોજે. ગજવેલ સાથે ગજવેલ ટકરાય એ સારી સ્થિતિ નથી, પણ ભાવિ એવું હોય તો ભલે એમ થાય. યાદ રાખ કે કદાચ તારા વીરત્વથી રેવતાચળના પાણી પીગળે , કદાચ અહીંના સાવજ તારા સેવક બની બેસે, પણ રાજ્યશ્રીને તારી થનારી ને મારીશ. છતાં તારે તારું શુરાતન અજમાવી જોવું હોય તો હું તૈયાર છું.'
રાજ્યશ્રીનો આખો દેહ અગ્નિજ્વાળા જેવો બની ગયો. દેહને સ્પર્શવાની વાતે તો આવી રહી, એની આંખ સાથે આંખ મિલાવવાની તાકાત પણ રથનેમિ ખોઈ બેઠો. એ ગદ્ગદ્ કંઠે બોલ્યો, ‘રાજ્યશ્રી ! આટલી નઠોર ન થા ! મારા જેવા સેવક પર તારો સ્નેહ વરસાવે. મને માફ કર. આજ વાસના-વ્યામોહથી ત્રસ્ત બનેલાને આપેલું દેહનું દાન અને તારી દેશે. જગત કંઈ જાણવાનું નથી.' ‘જગત જાણે કે ન જાણે, અંતરમાં બેઠેલો આત્મા જાણે એ જ મોટી વાત છે.
ભાભી D 391
Page #207
--------------------------------------------------------------------------
________________
તું તારા આત્મામાં સ્થિર થા.'
‘તું મળી એ પહેલાં હું સ્થિર જ હતો. અનેક સાધુઓ મને સેવતા, યોગીઓ મારા તપ અને ધ્યાનનું ઉદાહરણ લેતા; પણ તને જોઈ હું બદલાઈ ગયો ! તું જ મારી સિદ્ધિ છે, મેં આ સાધુવેશ સ્વીકાર્યો છે, તેનું કારણ પણ તું જ છે. રાજ્યશ્રી ! મારી સાધુજીવનની ઉપાસના અને મારા ત્યાગ, તપ અને તિતિક્ષાનું કેન્દ્ર પણ તું જ છે!' ‘તો મારું ધ્યાન ધરી લે ને પવિત્ર થઈ જા. મારા બોલ અંતરે ઉતાર અને તારા મહાન ભાઈના પગલે પળી જા. આ વીજ કરતાંય જીવન વધુ ચપળ છે. ને ડુંગરનાં આ વહેતાં પાણી કરતાંય યૌવન વધુ વેગવંત છે. રથનેમિ ! સંસાર આપણને જોતો નથી, પણ આપણે આપણી જાતને જોઈએ. આજ આપણે એવો આત્મવિજય વરીએ, એવો ઇતિહાસ રચીએ કે સંસારમાં આપણું શીલ દીવાદાંડીરૂપ બની રહે. જ્યારે જ્યારે કોઈ ભૂલા-ભટક્યા ઘેલાં સ્ત્રીપુરુષ ઘેલછાં કરવા એકઠાં મળે ત્યારે આપણા દૃષ્ટાંતથી એમને સન્માર્ગે વળવાનું બળ મળે.’
‘સાચી વાત ભાભી!' રથનેમિના અંતરનું ઝેર ઓછું થતું જતું હતું.
*સાધુ ! આપણું આચરણ અવનિમાં અનર્થ જન્માવનારું ન હોવું જોઈએ. આપણો ઇતિહાસ લોકો જાણે અને કહે કે સાચાં અને પવિત્ર હતાં એ નર ને નાર. એકલાં મળ્યાં, એકાંતે મળ્યાં, તોય વ્રતથી અને ટેકથી ન ચળ્યાં !'
‘રાજ ! બોલ્યું જા ! મારા મનમહેરામણનું મોતી બરાબર વીંધાઈ રહ્યું છે. મારું અંતર જાગી રહ્યું છે.' રથનેમિનાં નેત્રો નીચાં ઢળી રહ્યાં હતાં.
‘રથનેમિ ! વ્યક્તિ વિશ્વનો અંશ છે. આપણાં સારાંનરસાં કાર્યનો ઇતિહાસ રજેરજ અહીં અંકાય છે. યાદ રાખ કે વૃક્ષની જાણકારી બહાર કોઈ પાંદડું પીળું પડતું નથી. વિશ્વ વૃક્ષ છે, આપણે પર્ણ છીએ.’
રથનેમિ પૃથ્વીસરસો ઝૂકી રહ્યો, બોલ્યો, ‘ભાભી ! ના, ભૂલ્યો, માતા ! મારી ગુરુ!' ને વાદળે નગારા પર ઘા દીધો.
વીજે ઝબકારો કરીને આરતીના શતશત દીવા પ્રગટાવ્યા. બપૈયાએ ધીરજની વાણી ઉચ્ચારી.
રથનેમિ ! સાધુ ! આ મેઘ જેવું વ્રત લે. નિરપેક્ષ ભાવે નિર્દોષ રીતે વરસી જા. ધરતીમાં ઊતરી અદશ્ય થઈ જા. હરિયાળી બનીને જગતને લીલુંછમ બનાવી જા. તું રોગી નથી, શોકી નથી. તું તો યોગી છે. યોગી ત્રણ લોકનો રાજવી, એનો કોઈ રાજા નહિ.' રાજ્યશ્રીએ કહ્યું.
રથનેમિ ગદ્ગદ્ કંઠે બોલ્યો, “સાચો યોગી મારો ભાઈ નેમ ! સાચો ત્યાગ
એનો. અમે તો તમારાં છોરું ને તમારાં વાછરું !'
392 7 પ્રેમાવતાર
સર્વ વ્યાધિનો ઉપાય પ્રેમ અને પ્રાયશ્ચિત્ત છે.' રાજે કહ્યું.
સાધુ નજીક આવ્યો. રાજ નજીક સરી. પણ અત્યારે સાધુના રોમમાંયેઅણુમાંયે વિકાર નહોતો.
‘રથનેમિ ! જા ! માર્ગ તારો અનુકૂળ હો, પુરુષસિંહ ! તારી સાધનાનો વિજય હો !'
‘આજનો પ્રસંગ મારા માટે કાળી ટીલી બનશે, કાં ?' રથનેમિના અવાજમાં પશ્ચાત્તાપ હતો.
‘ના. એ તારું જયતિલક બનશે. તારી ગાથા ગૌરવભેર ગવાશે.' ‘આશિષ ! રાજ ! મારી ગુરુ !'
રથનેમિએ રાજના ચરણ જ્યાં પડ્યાં હતાં, ત્યાં ધૂળ પર હાથ અડાડ્યો, ને એ ગુફામાંથી બહાર નીકળી ગયો.
એનો આત્મા જાગી ઊઠ્યો હતો.
ભાભી C 393
Page #208
--------------------------------------------------------------------------
________________
54
અરુણોદયા
રથનેમિ અને રાજ્યશ્રીની રેવતાચળ પરની ઘટના ઘરથરની ધર્મકથા બની ગઈ. જે વાત રથનેમિ માટે કલંકરૂપ બનવાની હતી, તે રાજ્યશ્રીની વૈરાગ્યપ્રેરણાથી શોભારૂપ બની ગઈ - જાણે ટૂંકા સમયમાં વાસનાવિજયનું મોટું નાટક રચાઈ ગયું. એ નાટકે એક પતિત આત્માનો ઉદ્ધાર કર્યો, અને અનેક આત્માઓને આત્મવિજયનો માર્ગ દર્શાવ્યો. આમ રથનેમિના અંતરમાં જાગેલું વાસનાઓનું સમુદ્રમંથન શાંત થઈ ગયું અને વૈરાગ્યના શાંત સમીર લહેરાવા લાગ્યા.
- બીજી બાજુ મહાભારતના યુદ્ધની આગના અંગારા હોલવાઈ ગયા હતા, અને હવે તો માત્ર એની રાખ શેષ રહી હતી.
આખું આર્યાવર્ત જાણે રાંડી બેઠું હતું. અનેક રાજ્યો શુન્યમાં મળી ગયાં હતાં. અનેક નગર-ગ્રામોમાં અંધકાર વ્યાપી ગયો હતો.
પૃથ્વીપટ પર પોતાની બુદ્ધિથી પૂજાતા ને પરાક્રમથી પંકાતા રાજવીઓ નામશેષ બન્યા હતા. એમના ખજાના લૂંટાઈ ગયા હતા ને એમનાં અંતઃપુરો અપહરણોનાં ધામ બન્યાં હતાં.
નીતિનો ભંશ, ન્યાયની ભ્રષ્ટતા અને છલપ્રપંચી બુદ્ધિની બોલબાલા જામી હતી. અર્થ, સ્ત્રી, પશુ ને સુવર્ણ પાછળ સહુ ઘેલાં બન્યાં હતાં. લોકો કોઈ પણ અપકૃત્ય આચરતાં પાછું વાળીને જોતા ન હતા. યુદ્ધ તો ગયું હતું, પણ એ ન્યાય, નીતિ અને માનવતાનો ભંગાર રચતું હતું ! એ ભંગારની કાલિમા બધે ફરી વળી હતી.
લોકો કહેતા કે કલિયુગનો હવે પ્રારંભ થઈ ગયો. માણસો સર્પ જેવા થશે. પોતાનાંને સંહારશે, પારકાને સંહારશે, સંહારમાં શૌર્ય માનશે. સંહારમાં ધર્મ માનશે.
જેઓના પરાક્રમથી પૃથ્વીતળ ધમધમતું એ મહાપુરુષો ગઈ ગુજરી બન્યા હતા. એક માત્ર પાંડવો અને યાદવોની બોલબાલા હતી. એમાંય પાંડવો જીત્યા હતા, તોય એમની જીત હાર જેવી આકરી બની હતી. પોતાનો વંશ રાખે તેવો એક પણ બાળક કે યુવાને જીવતો નહોતો રહ્યો !
એકમાત્ર અભિમન્યુની પત્ની ઉત્તરા તરફ સહુની આશાની મીટ મંડાયેલી હતી; એ ગર્ભવતી હતી, એ સિવાય બીજું એક પણ આશાચિન દૃષ્ટિગોચર થતું નહોતું; જો ઉત્તરાને પુત્ર ન જન્મે તો પાંડવોને તો સગી આંખે પોતાના વંશનું નિકંદન જોવાનું હતું ! પછી તો શું જય અને શું વિજય !
એવામાં એક દહાડો અંતઃપુરમાંથી સ્ત્રીઓના રુદનના વેદનાભર્યા સ્વરો આવ્યા. એ રૂદન હૈયાફાટ હતું. પાંડવોની આશાના તમામ મિનારા આજે એકસાથે જમીનદોસ્ત થયા હતા. પાંડવકુળનો આખો વંશવેલો ઇતિહાસમાંથી આજે લુપ્ત થતો હતો.
ઉત્તરાએ મરેલા પુત્રને જન્મ આપ્યો હતો !
યુધિષ્ઠિર સ્તબ્ધ ખેડા હતા. એમનો ધર્મ આજ કંઈ કરવા લાચાર હતો. અર્જુન અસ્વસ્થ બનીને આંસુ સારતો હતો. એના પ્રખ્યાત ગાંડિવમાં હણવાની તાકાત હતી, કોઈને જિવાડવાની લેશ પણ શક્તિ નહોતી.
ભીમ તો એના બળને ખુદ નિર્બળ થતું જોઈ રહ્યો. રૂપવાન નકુલ આજે વિલાઈ ગયો હતો, અને જગતના જોશ જોવામાં પાવરધા લેખાતા સહદેવને કશું સૂઝતું ન હતું.
દ્રૌપદીનું રુદન કલેજું કંપાવી રહ્યું હતું. ‘રે ! મૃતપુત્રને સજીવન કોણ કરી શકે?’
સર્વત્ર અનાથતા વ્યાપી રહી,
દ્રૌપદીએ આક્રંદ કરતાં કહ્યું, ‘આ પ્રસંગે અગર કોઈ કંઈક કરી શકે તો શ્રીકૃષ્ણ જ કરી શકે. અગાધ એમની શક્તિ છે. એ કળ એમની માયા છે. અનાથ પાંડવોના નાથ અને નિરાધાર કુરુકુળના તારણહાર એ જ બની શકે એમ છે. દૈવત હાર્યું છે, દુઆ જરૂરી છે.’
આ વખતે શ્રીકૃષ્ણ વગર બોલાવ્યા આવી રહેલા જણાયા. આજે એમની મુખમુદ્રા પર અનેરા ભાવ છવાયા હતા. યુદ્ધ કાળ દરમિયાન કદી ન દેખાયેલી ગંભીરતા અત્યારે તેમના ચહેરા પર પ્રસરેલી હતી. સુવર્ણ પાત્રમાં ભરેલા તપ્ત અગ્નિ જેવું તેજસ્વી એમનું મુખ હતું. મીટ માંડી મંડાય તેમ નહોતી.
અરુણોદય D 395
Page #209
--------------------------------------------------------------------------
________________
એમ લાગતું હતું કે યુદ્ધકાળ એ તો એમને મન બાળકની રમત જેવો કાળ હતો. ખરો કસોટીનો કાળ તો હવે જ આવ્યો હતો. તેઓ બોલ્યા. બહેન સુભદ્રા, કુંતી ફઈબા, દ્રૌપદી અને ઉત્તરારાણી ! તમે સૌ ધીરજ ધરો. ધર્મનું શરણ ધરો. સહુ સારા વાનાં થશે.’
પણ આશ્વાસન નિરર્થક નીવડ્યું; બલ્કે શબ્દોએ ધીરજનો બંધ તોડી દીધો. ખુલ્લા મોંએ બાળક માબાપ પાસે ૨૩, એમ બધાં ૨ડી રહ્યાં. એમનાં અશ્રુ રાજમહેલની ફરસને ભીંજવી રહ્યાં. સર્વત્ર અસ્વસ્થતાનું સામ્રાજ્ય પ્રસરી રહ્યું.
આ બધાંમાં સ્વસ્થ લાગતા હતા એકલા શ્રીકૃષ્ણ. છતાં એમના અંતરમાં પણ ભારે મંથન ચાલી રહ્યું હતું. દિશાઓને, મરુતોને અને દેવોનેય થંભાવી દે એવો નિશ્ચય એમની મુખમુદ્રા પર આકાર ધરી રહ્યો હતો.
થોડી વારે એ આગળ વધ્યા. એમના એક એક કદમમાં જે કૌવત હતું, એ યમરાજને પણ આગળ વધતા અટકાવે તેવું હતું.
ઉત્તરાની આગળ કસમયે જન્મેલો બાળક મૃતવત્ પડ્યો હતો, શ્રીકૃષ્ણે પોતાની નજર એના પર સ્થિર કરી.
થોડીએક પળો એમ ને એમ વીતી.
શ્રીકૃષ્ણના ઓષ્ઠ વજદ્વારની જેમ બિડાયેલા હતા, એ થોડા ખૂલ્યા ને એમાંથી શબ્દો શર્યા, ‘ધર્મ મને સદા વહાલો લાગ્યો હોય, તો આ શિશુ ફરી શ્વાસોશ્વાસ લેવા લાગજો.'
ન
મશ્કરીમાં પણ હું અસત્ય વઘો ન હોઉં તો આ બાળક જીવતો થજો !' ‘યુદ્ધમાં મેં કદી પાછી પાની ન કરી હોય તો આ બાળક જીવન ધારણ કરજો!' વિજયને સમયે મેં કદી વિરોધભાવ ન દાખવ્યો હોય તો તે સત્યના બળથી આ શિશુ પુનર્જીવિત પામજો.’
શબ્દો સંજીવની જેવા હતા. શ્રીકૃષ્ણના મોં સામે મીટ મંડાય તેમ નહોતી. અને સૌના આશ્ચર્ય વચ્ચે નિશ્ચેતન બાળકમાં જીવનનો સંચાર થતો દેખાયો. થોડી વારે એણે હાથપગ હલાવ્યા.
રોતી સ્ત્રીઓએ આનંદનાં આંસુ વહાવવા માંડ્યાં ! ક્ષણ પહેલાંના શોકનાં આંસુ હર્ષનાં આંસુ બની ગયું - સંસારમાં જાણે શોક ને હર્ષ પાડોશી ન હોય!
અર્જુન દોડીને શ્રીકૃષ્ણના પગમાં પડ્યો, અને બોલ્યો, ‘આપનું સારથિપદ મહાભારત યુદ્ધમાં નહિ, પણ આજે સાચું સિદ્ધ થયું. અમારા કુળના આપ એકમાત્ર સાથિ. આપને અમારાં વંદન હો !'
396 ] પ્રેમાવતાર
યુધિષ્ઠિરકના હૃદયમાં ધર્મ અને સત્યનો આ જીવંત વિજય જોઈ અપૂર્વ આનંદ થયો. લોકાપવાદ શ્રીકૃષ્ણને છલપ્રપંચી ઠરાવતો હતો અને યુદ્ધમાં અસત્ય ને અધર્મના જે દાવ ખેલાયા તેના અધિપતિ તરીકે તેઓને માનતો હતો, તે અપવાદ આજ ટળી ગયો.
થોડી વારે હર્ષાતિરેક શમતાં યુધિષ્ઠિર બોલ્યા, ‘પ્રભો ! અમારા કુળનું આપ પૂજાસ્થાનક છો ! આજ શ્રીકૃષ્ણચંદ્રને લાગેલી ૨જ ધોવાઈ ગઈ ને મુખ યશોજ્જ્વલ થયું તે માટે આપનો પાડ માનું છું. અમને લોકો ગમે તે ઉપાલંભ આપો, પણ અમારા પૂજ્યને કદી કોઈ એક ખોટો અક્ષર પણ ન કહો, એવી અમારી ઇચ્છા છે.’
ભીમની તો આનંદ વ્યક્ત કરવાની રીત જ અનોખી હતી. એણે શ્રીકૃષ્ણનાં ચરણની રજ મસ્તકે ચડાવી અને શ્રીકૃષ્ણને આખા ને આખા તેડી લઈને ઘણી વાર સુધી નૃત્ય કર્યું.
સ્ત્રીઓએ હાલરડાં ઉપાડ્યાં ! સંસાર પણ કેવો અજબ છે; ઘડીમાં રૂદન, ઘડીમાં હર્ષ ! ઘડીમાં છાંયો, ઘડીમાં તડકો !
એ બાળકે મોટાઓના ધર્મની પરીક્ષા લીધી માટે એનું નામ પરીક્ષિત રાખ્યું. હસ્તિનાપુરમાં કુરુવંશની હસ્તી ટકી રહી, બાકી તો આ મહાભારતમાં ભલભલા ટળી ગયા હતા. મહારથી જરાસંધનું મગધ આજે હયાત નહોતું. બલ્કે એ વખતના પ્રચલિત રિવાજ મુજબ જરાસંધની દીકરી પોતાના પિતાના હણનાર ભીમને વરી હતી.
અને એવું જ આશ્ચર્ય ચેદિ દેશના રાજા શિશુપાળના પુત્ર ધૃષ્ટકેતુનું હતું. બાપે મરતાં સુધી પાંડવો અને શ્રીકૃષ્ણનો દ્વેષ કર્યો હતો, દુશ્મનાવટ નિભાવી હતી, ને તેનો પુત્ર ધૃષ્ટકેતુ પાંડવોના પક્ષમાં રહીને લડ્યો હતો.
આજે સિંધુસૌવીરનો પરાક્મી જયદ્રથ નહોતો, એનો જયનો રથ પરાજયનો રથ બન્યો હતો !
ઉત્તર તરફથી પીતવર્ણી પ્રજાનો માલિક ભગદત્ત આજે સંસારમાં શોધ્યો જડતો નહોતો. અને જેના પરાક્રમનાં ભૂરિભૂરિ અભિવાદન થતાં હતાં, એ ભૂરિશ્રવા પણ ગઈ ગુજરી બન્યો હતો ! એનાં ગદા, તલવાર ને પરશુ ક્યાંય શોધ્યાં મળતાં નહોતાં.
મદ્ર દેશનો રાજા શલ્ય, કર્ણનો સારથિ, આજ શ્રીકૃષ્ણના અત્યુત્તમ સારથિપણાને લીધે નિંદાતો હતો ને મર્યા પછી પણ ગાળો ખાતો હતો. માદ્રી રાણીનો ભાઈ અને નકુલ-સહદેવનો મામો શલ્ય શત્રુ સિદ્ધ થયો હતો.
અરુણોદય – 397
Page #210
--------------------------------------------------------------------------
________________
રાજકારણમાં મામા-ભાણેજના સંબંધો ન જાણે કેમ ખૂબ વગોવાયેલા હતા. મોટે ભાગે એમને કદી એકબીજાને રાસ્તી આવતી જ નહિ.
અવન્તીનો રાજા, કેય દેશનો રાજા, વિરાટનો રાજા વગેરે મહાકાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા.
પશુધનના વિનાશનો તો કોઈ પાર નહોતો. સૂંઢ તૂટેલા, પગ ભાંગેલા હાથીઓના મૃત્યુ સુધીના તરફડાટ હૈયું વલોવી નાખે તેવા હતા, ને એમની સારસંભાર લેનાર કોઈ નહોતું.
અશ્વોની દશા તો ઓર વિચિત્ર હતી. એમના જખમ માટે દવાઓ મળતી નહોતી, ને જીવાતોથી ને પરુથી ઘા ખદબદી રહ્યા હતા.
ખેતરોમાં દાણા નહોતા, જળાશયોમાં જળ નહોતાં. જંગલોમાં પશુ નહોતાં. આકાશમાં પંખી નહોતાં,
યુદ્ધની આ બિભીષિકાએ સહુને થરથરાવી દીધાં હતાં. નગરોનાં નગરો વેરાને પડ્યાં હતાં; સમ ખાવા જેટલાય પુરુષો રહ્યા નોતા ને સ્ત્રી-બાળકોને લૂંટારાઓ ઉઠાવી ગયા હતા !
કોઈ શસ્ત્રધારી નીકળે કે આજુબાજુના લોકો પોકાર પાડી ઊઠતા, શસ્ત્રધારી શસ્ત્ર છોડી દેતા તે પછી જ એનાથી આગળ વધી શકાતું.
ઘણાં ઘરોમાં એકલદોકલ વૃદ્ધો અને રુગ્ણો શેષ રહ્યા હતા, અને એમને પાણી પાનાર પણ કોઈ નહોતું.
કૌરવ પક્ષને મદદ કરવા ગયેલી યાદવોની ગોપસેનાની ખુવારી થઈ હતી, અને બચેલા સૈનિકો હસ્તિનાપુરથી કૂચ કરીને દ્વારિકા આવવા નીકળી ગયા હતા.
શ્રીકૃષ્ણ પણ હસ્તિનાપુરમાં ચાલતા પુત્રજન્મના ઉત્સવ વચ્ચેથી એક દિવસ પોતાનો રથ પાછો વાળ્યો. યાદવ સાત્યકિ સાથે હતો. ક્તવર્મા કે જેને અશ્વત્થામા સાથે રચેલા હત્યાકાંડની જવાબદારીમાંથી માફી મળી હતી તે પણ સાથે હતો.
આ વખતે નેમ કુમારની પશુડાંના પોકારની વાતો ઠીક ઠીક ચર્ચાતી થઈ હતી. અને સંસારની કુશળતા યુદ્ધમાં છે કે તપ-ત્યાગમાં તેનો મોટો વિવાદ ચાલતો હતો. એ બધી વાતોની ચર્ચામાં લાંબો માર્ગ કપાઈ જતો હતો.
વાતમાં ને વાતમાં રથનેમિને રાજ્યશ્રીની વાત નીકળી. યુદ્ધની અને હત્યાની વાતોથી કંટાળેલા સૈનિકોએ આ વાતો ખૂબ રચવા
398 પ્રેમાવતાર
લાગી. કવિતાના રસિયા જીવો એની અલંકાર-ઉપમા સાથે કવિતાઓ રચીને ગાતા ફરવા લાગ્યા.
જીવનનો જય જીવનને જીતવામાં છે, એમ તેઓ પ્રતિપાદન કરતા. જીવન જીવવાના પુરુષાર્થનો પરાજય એનું નામ જ યુદ્ધ !
વીરત્વ કઈ વાતમાં ? ભરસભામાં પારકી પત્નીને નગ્ન જોવામાં કે પોતાની પત્નીને સંયમના માર્ગે તજી દેવામાં ?
કુંતા માતા કે જેઓએ પુત્રોને ભિખારી-યાચક બનીને રાજ્ય માગવા કરતાં પોતાના હકની લડાઈમાં મરી ખૂટવાનો આદેશ આપ્યો હતો, તેઓના વચનો સંભળાતાં હતાં કે
धर्मे ते धीयतां बुद्धिः मनस्ते महदस्तु च ।
ધર્મમાં તમારી બુદ્ધિને પરોવજો. મન તમારું મોટું રાખજો ! એવું મોટું કે જે માં આખું વિશ્વ સમાઈ જાય.'
મનની સંકુચિતતામાં તો કૌરવોએ બધું ખોયું. વહેંચીને ભોગવો એ સિદ્ધાંતને તેઓ કદી અનુસર્યા નહિ, પાંચ ગામડાં પણ પાંડવોને આપવાની ના કહેનાર કૌરવો આજે ક્યાં ગયા ? કેટલાં ગામડાં પોતાની સાથે લઈ ગયા ?
શું આપણું છે ? શું પરાયું છે ?
અરે, ખરી રીતે પારકાને જે આપીએ છીએ તે આપણું છે, અને જેને આપણું માની તિજોરીમાં પૂરી રાખીએ છીએ, તે આપણું નહીં પણ પરાયું છે.
આ તો નેમકુમારની વિચારધારા ! એ વિચારધારા વગર પ્રચાર સર્વ હૃદયમાં પ્રફુલ્લી રહી.
નેમકુમાર કહેતા હતા કે સંસારનો ઉદ્ધાર મહાત્યાગથી, મહાપ્રેમથી ને મહાયમાથી થશે, અન્યથા નહિ થઈ શકે !
રાજ્યશ્રીએ એ મહાપ્રેમને ચરિતાર્થ કરી બતાવ્યો, ૨થનેમિ જેવા નરને સાચી રાહ પર લેવો એ એક સુંદરી માટે કંઈ સામાન્ય વાત નહોતી; એ તો મહાભારતનું યુદ્ધ લડવા જેવા કપરી વાત હતી. અને એ કપરું કાર્ય રાજ્યશ્રીએ સફળ કર્યું હતું.
યાદવસેના ધીરે ધીરે દ્વારકા આવી પહોંચી. ઘણે દિવસે શ્રીકૃષ્ણ પણ પાટનગરમાં પધાર્યા અને બલરામ તીર્થયાત્રાએથી આવી રહ્યાના સમાચાર મળ્યા. શ્રીકૃષ્ણ આખા મારગે નેમ, રથનેમિ અને રાજ્યશ્રીની વાતો સાંભળ્યા કરી હતી. એમનું મન મસ્તીખોર રાજ્યશ્રીને જોવા તલસી રહ્યું હતું. સત્યારાણી અને રુક્મિણીદેવીએ મોતીના થાળથી પોતાના મનમોહનને વધાવ્યા
અરુણોદય 399
Page #211
--------------------------------------------------------------------------
________________
કે શ્રીકૃષ્ણે પ્રશ્ન કર્યો, ‘રાજ ક્યાં છે ?'
‘ક્યાં છે તેની કોઈને માહિતી નથી. સાગરમાં મત્સ્યનો રાહ કોણ જાણી શકે ભલા ? સત્યારાણીએ કહ્યું. જીવનને ડોલાવતો એમનો મદ આજે સાવ અલ્પ થયો લાગ્યો.
‘વૃદ્ધા સ્ત્રી જેવી કાં વાતો કરો, રાણી ? યુદ્ધમાં ફતેહ કરીને આવું છું ને!' શ્રીકૃષ્ણે હસતાં હસતાં કહ્યું.
‘રાજે જે વયમાં આ બધો ત્યાગ કર્યો, એ વિચારીને હું તો વૃદ્ધ થઈ ગઈ છું. મને તો ચારે દિશામાંથી પશુઓનો પોકાર સંભળાય છે. શું આપણા ભોગ, શું આપણા વિલાસ, શું આપણા વિકાર !' સત્યારાણી ખરેખર પશુડાંનો પોકાર સાંભળતાં હોય તેમ બોલી રહ્યાં.
‘રાણી ! પશુઓનો ખરેખરો પોકાર સાંભળીને તો હું આવું છું. સાત લાખ પાંડવોના ને બાર લાખ કૌરવોના યોદ્ધાઓના પ્રાણત્યાગ મેં નજરોનજર નિહાળ્યા છે ! અધર્મનો ભાર પૃથ્વી પરથી હલકો કરવાનો પુરુષાર્થ સેવીને આવું છું.' “અધર્મનો ભાર ઊતર્યો ખરો ?
‘રાણી, એ તો આવતો યુગ કહેશે. કલિયુગના કાંટા ફૂટી રહ્યા છે. કમળની વાડીઓ રચાશે જો કર્તવ્યના રાહ અપનાવશે તો, વાવેતર સારું વાડીઓ એવી નિર્દોષ કરી છે કે જે ભાવથી કણ વાવશે અને મણ મળશે. મોટા મોટા મહારથીઓને રમતમાત્રમાં હણાતા જોઈને દુનિયા હવે દેહના બળમાં રાચવાનું બંધ કરશે. અસત્ય અને અધર્મના સાગરો એટલું જાણશે કે સત્યધર્મની એક નાનીશી ચિનગારી અસત્યના આખા સમુદ્રને શોષી જાય છે.'
‘સત્ય છે નાથ !' સત્યારાણીએ કહ્યું.
એવામાં કોઈકે વર્તમાન આપ્યા : “રેવતાચલ પરથી ભગવાન નેમનાથ આવી
રહ્યા છે.
‘ઓહ ! આજ ન જાણે કેટલા દિવસે અનાથ દ્વારકા સનાથ બની, અશાંતિનો અંધકાર દૂર થયો ને શાંતિનો અરુણોદય થયો !' રુકિમણીએ કહ્યું.
પણ ક્યાં છે મારી રાજ ? એના વિના બધાં ઠામ ખાલી છે.' સત્યારાણીએ
કહ્યું.
400 7 પ્રેમાવતાર
55
પ્રેમની અજબ સૃષ્ટિ
દ્વારકામાં રાજ્યશ્રી ક્યાંય શોધી જડતી નહોતી-જાણે દેહમાં થનગનતો પ્રાણ ખોવાઈ ગયો હતો !
શ્રીકૃષ્ણે આવતાંવેંત રાજના ખબર પૂછ્યા. રાજ વિના રાજપાટ સૂનાં સૂનાં લાગતાં હતાં.
બલરામને એ લાડકવાયી છોકરી વિના ચેન નહોતું. તેઓ માનતા હતા કે બિચારી કોડભરી નારી નેમ જેવા અલગારીને પરણી ફસાઈ પડી; નહિ તો કોઈ ચક્રવર્તીની પ્રેરણામૂર્તિ બને એવી એ હતી. એની કેવી દુર્દશા થઈ ! રે દેવ!
સહુએ શોધમાં નિરાશા અનુભવી અને નક્કી કર્યું કે હવે કંઈ ભાળ મળે તો નેમકુમાર પાસેથી મળે. પણ નેમકુમાર આજે જૂના રાજકુમાર નહોતા રહ્યા. એ તો હવે ત્રણ કાળના જ્ઞાનના ધારક બન્યા હતા. સત્ય એમની વાણીમાંથી ને અહિંસા એમના આચારમાંથી પ્રગટ થતાં હતાં.
રેવતાચલની કઈ ગુફામાં રહીને એમણે એવી તે કઈ ગેબી શક્તિની સાધના કરી કે એ જ્યાં ડગ દેતા ત્યાં હિંસાને બદલે પ્રેમનું વાતાવરણ પ્રસરી જતું?
જેમ મહાયોદ્ધાને જોઈ કાયરો ધ્રૂજતા ને નામર્દો નાસી છૂટતા એમ નેમનાથ જ્યાં ઘૂમતા ત્યાં પુદ્ગલોમાં અને પ્રાણીઓમાં અજબ પરાવર્ત જોવામાં આવતો હતો.
અનેક લોકો સાક્ષી હતા કે નિત્ય વઢવેડ કરનારાં સાપ અને મોર નેમની ભૂમિમાં પ્રેમથી વર્તતાં. મયૂર કેલિ રચતો, સર્પ નૃત્ય કરતો; બંને મૈત્રીથી રહેતા. એક વાર તો એક ઉપત્યકામાં વિકરાળ સિંહ ક્ષુધા તૃપ્તિની શોધમાં ઘૂમતો હતો. દૂર દૂર એણે ગોવાળની બંસી સાંભળી.
Page #212
--------------------------------------------------------------------------
________________
બંસીના સાદે એણે ભક્ષ શોધવા માંડ્યું. સુરના રાહે એ આગળ વધ્યો. જોયું તો સવત્સા ગૌ !
સિંહને થયું. અરે, આજ પુરતો ભક્ષ સાંપડી ગયો, આજ પૂરી મિજબાની થશે. પેલા બંસીના નાદો તો હજી પણ અનવરત આવી રહ્યા હતા. સિંહ આગળ વધ્યો, પણ એની ભાવનામાં પરિવર્તન આવવા લાગ્યું, ગાયની નિર્દોષતાને, એની મધુરતાને, એના અપત્યપ્રેમને એ અનુભવી રહ્યો.
અને એથી વધુ આશ્ચર્ય તો વાછરડાને જોઈને થયું. મા કેવી ચાટી રહી છે પોતાના વત્સને ! જનેતાની માયા સંસારમાં અજોડ છે. સિંહ સરખામણી કરી રહ્યો.
સિંહને પોતાનાં બાળ માટે લાગણી પ્રગટ કરતી સિંહણ યાદ આવી. રે! એનું બાળ કોઈ લઈ જાય, તો એ માતાને કેવું થાય ? ને મારા જેવા પિતાને કેવું લાગે? અને એવું જ આ ગૌમાતાને એના ગોવત્સને માટે કેમ ન લાગે ? જીવ તો સહુને વહાલો છે. જીવ કોઈ આપવા માગતું નથી, સહુ જીવ બચાવવા માગે છે !
સિંહને આ આત્મૌપત્યની ફિલસૂફી ન સમજાઈ, પણ એને ગાય પર પ્યાર જાગ્યો. રે ગૌ ! મારાથી ન ડરીશ, હું હત્યારો નથી !
અને સિંહના પગલે સિંહણ આવી. સિંહને જોઈને છક્કા છૂટી જાય ! એમાં પણ ગાયના તો મોતિયા મરી જાય ! પણ વાહ રે ગાય ! એ જરાય ન ડરી. એણે સામે જઈને સિંહણનું સ્વાગત કર્યું ને કહ્યું, ‘આવો સિંહણબહેની'
ભોળા જગતનું ભોળું વાછરડું ! એને તો સંસારની બધી સ્ત્રીઓ માતા લાગે. એ સિંહણને જઈને ધાવવા લાગ્યું.
ગાયે વત્સને વારતાં કહ્યું, ‘વત્સ ! અનધિકારનું-અણહકનું દૂધ કેમ પીએ? સિંહણબહેનીને પણ પોતાનાં સંતાન ધવરાવવાનાં હશે ને ?’
‘ના રે બહેની ! નિજના બાળને તો સહુ ઉછેરે, એમાં મહત્ત્વ શું ? પરનાં બાળને પોતાનાં કરીએ, ત્યારે આપણામાં આપણાપણું પરખાય !' સિંહણનું અંતર પ્રેમની અબોલ વાણી ઉચ્ચારી રહ્યું.
એકબીજાને નજરે દીઠ્યા ન મૂકનાર, આજ અહીં મમતાનાં મીઠાં બંધને બંધાણા છે. પ્યારની અજબ દુનિયા રચાઈ ગઈ છે !
ભલા કયું દિવ્ય જળ આ કડવી ભૂમિના મૂળને મીઠું બનાવી રહ્યું છે ? ઓહ! ઉસર ભૂમિને આટલી ફળદ્રુપ કોણ સર્જાવી રહ્યું છે ?
અહીં તો સંસાર આખો મનમીઠો ને જીવવા જેવો લાગે છે ! ચાલો, ચાલો, ત્યારે બંસીના સૂર જે દિશામાંથી આવે છે, એ દિશામાં જઈએ.
402 – પ્રેમાવતાર
રે ! એ બંસીનાદ નથી, આ તો ભગવાન નેમનાથની પ્રેમબાની છે. એ પ્રેમબાનીએ આ પૃથ્વીમાં, આ પાણીમાં, આ હવામાં, આ જીવોમાં પરિવર્ત આણ્યો છે.
રાજકુમાર નેમ આજ યોગીના વેશે છે. બાહ્ય સંપદા બધી સરી ગઈ છે, પણ અંતર સંપદા એટલી આકર્ષક બની છે કે બાહ્યનો અહીં કોઈ ભાવ પૂછતું નથી. મુખ પર તપ, ત્યાગ ને તિતિક્ષાનાં આભામંડલ એટલાં ભવ્ય રચાયાં છે કે દૃષ્ટાની આંખો આપોઆપ મુગ્ધ ભાવ અનુભવે છે.
પ્રેમવાણી જ્યાં સુધી વહેતી હતી, ત્યાં સુધી આખો પ્રદેશ પ્રેમજળથી તરબોળ રહ્યો. જાણે સ્વાર્થ આ સંસારમાં હતો જ નહિ અને માણસને આપમતલબની વાત કરવી એ આત્મહત્યા કરવા જેવું લાગે છે !
અગ્નિમાં હાથ નાખવો સુકર હતો, દુઃખભરી વાણીથી કોઈના દિલને દુભાવવું દુષ્કર હતું.
ભૂંડું કરવું એ મૃત્યુ લેખાતું,
ભલું કરવું એ જીવન લેખાતું.
શૂરવીર યોદ્ધો ગમે ત્યાં જાય, પણ પોતાની શેહ પાડે, એવું આ મહાન યોગીનું હતું. એ જ્યાં જતા ત્યાં પોતાનું પ્રેમમય વાતાવરણ લઈ જતા. જોનારને લાગતું કે જાણે પ્રેમનો અવતાર પૃથ્વીને પાવન કરી રહ્યો છે.
નેમ યાદવોના અગ્રગણ્ય નરપુંગવોમાંના એક હતા. અભિમાન લેવા લાયક ગણ્યાગાંઠ્યા જનોમાં તેમનું સ્થાન હતું. તેઓના દ્વારકા ભણી આવવાના સમાચારે અનેકનાં અંતરમાં હર્ષ પેદા કર્યો.
પણ ખરેખરો હર્ષ તો રાજકુલોના પાર્શ્વ ભાગમાં રહેતા પતિ-પત્નીના એક યુગલને થયો.
પતિનું નામ વસુદેવ. સતીનું નામ દેવકી.
વસુદેવ અને દેવકી દ્વારકાના શાસનમાં એક રીતે અત્યંત મહત્ત્વનાં હતાં; બીજી રીતે તેઓએ આત્મવિલોપન કરી લીધું હતું. સંધ્યા જેમ વિવિધ રંગોથી આકાશને ભરીને નિશાતારકોની પાછળ છુપાઈ જાય, એમ તેમણે કહ્યું હતું.
સંસારવિદ્યુત બલરામ અને મહારથી શ્રીકૃષ્ણના વસુદેવ પોતે પિતા હતા, પણ એમણે જનકલ્યાણ માટે એ ગૌરવનો ત્યાગ કર્યો હતો. શ્રીકૃષ્ણને શ્રાવણની મેઘલી રાતે ગોકુળમાં નંદ ગોપને ત્યાં મૂકી આવ્યા, બલરામને તો એ પહેલાં જ
પ્રેમની અજબ સૃષ્ટિ D 403
Page #213
--------------------------------------------------------------------------
________________
પહોંચાડ્યા હતા; અને પોતે છતે સંતાને નિઃસંતાન બનીને સંયમી તપસ્વી જેવું જીવન જીવી રહ્યા હતા. સંસારનું ભલું થતું હોય તો પોતાની લાગણીઓનાં પૂરને અંતરમાં જ સમાવી દેવું એ વિશ્વ કલ્યાણનો પહેલો ધર્મ એમણે અદા કર્યો હતો.
હજી પિતા તો દિલ કઠોર કરી શકે, પણ માતાનાં દિલ તો નદી કાંઠાના વીરડા જેવાં છે : લાગે સૂકાખંખ પણ જરાક ખર્યું કે ખળખળ કરતી જળસરવાણી વહી નીકળી સમજો !
માતા દેવકી વિશે એવું જ બન્યું હતું.
એમણે સાત સાત જણ્યાંને જન્મતાંની સાથે ઝૂટવાઈ જતાં જોયાં હતાં. એમાં છનો પત્તો નહોતો. સાતમા જણ્યાને બચાવવાનો આખરી નિર્ધાર કરેલો પણ એ નિરધાર જ ભારે પડ્યો !
આંખ સામે પોતાના આત્માનો અંશ રમતો હોય અને પોતાનાથી એને પોતાનો ન કહી શકાય. જીવનની કરુણતા આનાથી તે વિશેષ કઈ હોય અને આનાથી તે વિશેષ કઈ હોઈ શકે ?
કંસવિજય વખતે મથુરાના દરબારમાં નંદરાણી યશોદા શ્રીકૃષ્ણની માતા તરીકે પોતાની જાતને સંગર્વ રજૂ કરે; અને જેની એ સંપત્તિ એ પોતે ભિખારણની જેમ ચૂપ ખડી રહે !
પણ ત્યાગની હવા એવી છે કે સહુનાં દિલમાં આપોઆપ સન્માન પેદા કરે છે. વસુદેવ અને દેવકી ગૃહસ્થ હતાં, તોય સાધુ જેટલાં સન્માન પામતાં.
આજે ભગવાન નેમનાથ તેમના દ્વાર પર આવવાના હતા અને તેથી તેઓ પૂરાં આનંદમાં હતાં. રોજ સાદું જમનારાએ આજે કેસરિયા મોદક બનાવ્યા હતા. ભગવાન નેમનાથ પધાર્યા છે, તો સાધુ કે ગૃહસ્થ કોઈ ને કોઈ દર્શનાર્થી અતિથિ જરૂર આવી પહોંચવાના.
એ કાળે માણસને આવા પ્રસંગો પુત્રવિવાહ જેવા રૂડા લાગતા અને એવે વખતે તેઓ પોતાની સંપત્તિ ને શક્તિને લેશ પણ છુપાવતા નહિ. માતા દેવકીએ આંગણાને રૂડું શણગાર્યું હતું, ને ઘરને ફૂલહારથી સુશોભિત કર્યું હતું.
શ્રીકૃષ્ણ પછી પોતાને થયેલ આઠમા ગજસુકુમાર નામના પુત્રને સાધુઓને ઘર તરફ લઈ આવવા એમણે માર્ગ પર મોકલ્યો પણ હતો.
કુમાર ગજ ભગવાન નેમનાથના સ્વાગતે નીકળ્યો હતો. એમની સાથે કેટલુંક સાધુવંદ હતું. એ વૃંદને આહાર નિમિત્તે બોલાવવાનું હતું.
માતા દેવકી આંગણામાં ઊભાં ઊભાં ભૂતકાળના વિશાળ પટને અને એ પટ
પર ઘેરાયેલા ચિત્રવિચિત્ર રંગોને યાદ કરતાં હતાં, ત્યાં સરખેસરખા બે સાધુઓ ભિક્ષા માટે આવી પહોંચ્યા.
ઊગતા બાલચંદ્ર જેવી બંનેની જુવાની હતી. ખીલતા કેસૂડા જેવો બંનેનો વર્ણ હતો. કાંતિ તો દેવતાઈ હતી. માતા દેવકી આ બે અનગારોને નીરખી પુત્રવાત્સલ્ય અનુભવી રહ્યાં. પણ મુનિને માન ઘટે, એમના માટે માયા ન શોભે, એમ સમજી એમણે એ તરફ વારંવાર દોડી જતા મનને વારી લીધું.
ઘરમાં જઈ કેસરિયા લાડુનો થાળ લઈ આવ્યાં. એક એક સાધુને બેબે એમ ચાર લાડવા આપ્યા. સાધુઓ આશીર્વાદ આપી પાછા ફરી ગયા.
માતા દેવકી પુત્ર ગજસુકુમારની રાહ જોઈ રહ્યાં હતાં. એટલામાં હજી ભિક્ષા લઈ ગયેલા એ જ બે સાધુ ભિક્ષા માટે ફરી પાછા આવ્યા ! માતા દેવકીએ મનમાં વિચાર્યું કે મુનિ તો જંગલવાસી જીવ ! એમને આવા મોદક ક્યાંથી મળે ? આજ પેટ ભરીને જમતા હશે. ભલે લઈ જતા. અહીં લાડવાનો ક્યાં તોટો છે?
માતા દેવકીએ બીજા ચાર લાડુ સાધુને આપ્યા. સાધુ લાડુ લઈને પાછા ફર્યા.
માતા દેવકી હવે કુમાર ગજની રાહ જોઈ રહ્યાં. એ આવે તો જમી લેવાય; વિલંબ થતો હતો.
ત્યાં પેલા બે વાર આવેલા બેય સાધુ ફરી આવતા દેખાયા. માતા દેવકી જરાક આશ્ચર્ય અનુભવી રહ્યાં, પણ એમણે પ્રથમ જેટલો જ હર્ષોલ્લાસથી ચાર મોદક વહોરાવ્યા.
બંને સાધુઓએ આશીર્વાદ આપ્યા.
આ વખતે માતા દેવકીએ વિનયથી ને પ્રેમથી કહ્યું, ‘હે સાધુઓ ! કૃષ્ણ વાસુદેવ જેવા પ્રતાપી રાજનેતાની નવી યોજન પહોળી ને બાર યોજન લાંબી, સ્વર્ગલોકના બીજા નમૂના જેવી આ દ્વારકા નગરી છે. એક જ કુળમાંથી પૂરી ભિક્ષા લેવી, એને સાધુ-મુનિઓ માટે દોષ લેખ્યો છે. શું તમને દ્વારકા નગરીના ઉચ્ચ, નીચ ને મધ્યમ કુળોમાં સમુદાયિક ભિક્ષા માટે ફરતાં ભિક્ષા નથી મળતી, તે એક કુળમાં વારંવાર આવવું પડે છે ?'
અન્ય કોઈ હોત તો ગમે તેમ જવાબ આપત, પણ શીળી ચંદ્રિકા જેવાં દેવકી માને ઊંચા અવાજે જવાબ પણ કેમ અપાય ?
બંને મુનિઓએ નમ્રતાથી કહ્યું, ‘દેવકીમાતા ! અમે છ મુનિઓ છીએ. અમે ભગવાન નેમનાથના શિષ્યો છીએ. સંસારી અવસ્થામાં નાગ ગાથાપતિની પત્ની
404 પ્રેમાવતાર
પ્રેમની અજબ સૃષ્ટિ 05
Page #214
--------------------------------------------------------------------------
________________
સુલતાના અમો પુત્ર છીએ. અમારાં રૂપ, કાંતિ ને આકાર એકસરખાં હોવાથી આપને અમે છએ એક ને એક હોવાની ભ્રાંતિ થઈ છે. વાસ્તવિકમાં અમે છ ભાઈઓ છીએ અને બન્નેના સમુદાયમાં અહીં ભિક્ષા માટે આવ્યા છીએ.”
માતા દેવકી સત્યનો સ્વીકાર કરી રહ્યાં. પણ મનમાંથી શંકા નિર્મૂળ ન થઈ શકી. એ પછી ભગવાન નેમનાથની પરિષદમાં ગયાં.
શાંતિભર્યા વાતાવરણે એમના દિલમાં સુખ ઉપજાવ્યું. અરે; આવી શાંતિ રાજ કારણી કે અર્થકારણી જીવનમાં કયે દહાડે દેખાય છે ? પૃથ્વીનો હરએક પરમાણુ અહીં પ્રેમભર્યો બનીને અંતરને સ્પર્શતો લાગે છે. અહીંની ધરતી મખમલી બિછાનાથી પણ બેશ લાગે છે, ને અહીંનાં પંખી સંગીતાલયોને પોતાની બોલીથી ફિક્કા પાડે છે. અહીંનાં પશુઓ પણ પ્રેમસૃષ્ટિનાં સંતાનો હોય તેમ ભાસે છે.
56
દેવકીના છ પુત્રો
ભગવાન નેમિનાથની ઉપદેશધારા બંધ પડી એટલે માતા દેવકી નજીક સર્યા. એક વારનાં નેમનાથનાં વડીલે આજે ભગવાન નેમનાથને ભાવપૂર્વક વંદન કર્યું. સંસારમાં હંમેશાં ગુણ જ પૂજાય છે; વય કે જાતિનો કોઈ મહિમા નથી !
| ભગવાન નેમનાથે કહ્યું, ‘માતા દેવકી ! તમારા અંતરમાં ઘોળાતો પ્રશ્ન સરળ છતાં આશ્ચર્યકારક છે. જે છ સાધુઓને તમે માત્ર બે જ માન્યા એ સાચેસાચ છ છે, અને એ છયે છ તમારા પોતાના જ પુત્રો છે.”
“મારા પુત્રો !' માતા દેવકી આશ્ચર્યનો આઘાત અનુભવી રહ્યાં. તેઓ સામે બેઠેલા એક એકને મળતા આવતા છયે સાધુઓના ચહેરા સામે જોઈ રહ્યાંઃ અરે, એમના ભાલ પિતા વાસુદેવનાં ને નાસિકા હુબહુ પોતાના જેવી. આ વાંકડિયા વાળ શ્રીકૃષ્ણ જેવા અને સુકોમળતા મારા આઠમાં પુત્ર ગજ કુસુમારની.
અને વગર ઋતુએ વરસાદ વરસવા માંડે. એમ માતા દેવકીની છાતીમાંથી ધાવણની ધારા વછૂટી. ઓહ ! કેવાં પોચાં ને કરુણાળુ હોય છે માનાં અંતર !
દેવકીમાએ નેમનાથને પ્રશ્ન કર્યો, ‘તમારી વાત બરાબર લાગે છે. હૃદય સાથી પૂરે છે, પણ બુદ્ધિ બંડખોર છે. એ કંઈક સમજવા માગે છે. આપે જ્ઞાનથી ને ધ્યાનથી સંસારનાં અંધારાં ફેડી નાખ્યાં છે, તો આટલું અંધારું જરૂ૨ ફેડશો.’
ભગવાન નેમનાથ થોડીવાર સ્વસ્થ બેઠા, પછી મધુર વીણા જેવી ઝંકાર કરતી સ્વરગરિમા સાથે બોલ્યા, ‘સંસારમાં જેટલાં જાણીતાં છે, એટલાં જ રત્નો છે, એમ નથી; પણ અજાણ્યાં પણ ઘણાં રત્નો છે. બલ્ક અજાણ્યાં રત્નો જગતની સેવા વિશેષ કરતાં હોય છે. સંસારમાં ઘણી સતીઓ છે. રાણીઓ છે, શ્રેષ્ઠીવધૂઓ છે,
406 | પ્રેમાવતાર
Page #215
--------------------------------------------------------------------------
________________
પણ એમાં સર્વશ્રેષ્ઠ તો નાગ ગાથાપતિની પત્ની સુલસા જ છે. એ વ્રત કરનારી છે, સંસારને સમજનારી છે, અને અર્પણ કરીને ભોગવનારી છે. એક વાર એક જ્ઞાની મુનિને સુલતાએ પૂછ્યું :
‘મને કેટલા પુત્ર થશે ?” ‘તું સાત પુત્રોની માતા થઈશ; પણ મૃતવંધ્યા રહીશ.”
‘મૃતવંધ્યા ? ના, ના. સંસારના પુણ્ય કાર્યમાં ભાગ આપવા સ્ત્રીઓ સંતાન વાંછે છે. હું પણ મારા મૃતપુત્રો દ્વારા સંસારનું શ્રેય સાધવા માગું છું.' નાગ ગાથાપતિની પત્ની સુલસાએ આ જાતનો નિશ્ચય કર્યો; ને પોતાનું કાર્ય કરી શકે એવા દેવતાની એ ભક્ત બની ગઈ.
એણે એ દેવતાની પ્રતિમા બનાવરાવી. એ દેવનું નામ હરિણગમેપી ! માથું હરણનું અને ધડ દેવનું. એવા વિલક્ષણ દેહઆકારવાળો દેવ તે હરિણગમેલી! આ દેવની સુલસા રોજ સેવા કરવા લાગી.
વહેલી પરોઢે ઊઠે, સ્નાન આદિ કરી શુદ્ધ થાય, પછી ભોળાં ને નિર્દોષ પશુપંખીઓને ચણ નાંખે. આ બલિકર્મ કરી મશી-તિલકાદિ કૌતુક કૃત્ય કરે. આ કરવાથી દુઃસ્વપ્નોનું ને કુશંકાઓનું નિવારણ થાય. પછી ભીની સાડી પહેરી, પુષ્પાદિ એકત્ર કરી દેવની પૂજા કરી દેવને પગે પડીને કહે, “હે દેવ ! હું જગતની કોઈ જનેતાને આનંદ-સહાય બને તેમ કરજે .”
આ વખતે ખબર આવ્યા કે મથુરાપતિ કંસ પોતાનાં ભાણેજિયાનો જીવ લેવાનો છે. પોતાની સગી બહેનનાં બાળકોને જન્મતાં જ મારી નાખશે એ વહેમી રાજા !
લોકોમાં કાળો બોકાસો બોલી ગયો. સંતાનની માયા તો જનતા સમજે, બીજા શું સમજે ? આ રાજકારણી લોકોએ સ્વાર્થ કાજે સંસારના સર્વ સ્નેહસંબંધોને તિલાંજલિ આપી દીધી; નહિ તો એક નહિ, બે નહિ, સાત સાત સંતાનોની આહુતિ સ્વાર્થની વેદી પર આપતાં ગમે તેવો પાષાણહૃદય માનવી પણ ધ્રૂજી ઊઠે, પણ મથુરાપતિને હૈયે ન કોઈ કંપ ન કોઈ વેદના !
એને માનવ કહેવો એ પણ દોષ છે. સંસારમાં સ્વાર્થી નર રાક્ષસ સમાન છે.
આટલું મોટું ભારતવર્ષ, પણ મથુરાપતિના આ નિર્ણય સામે કોઈ એક શબ્દ પણ ન બોલ્યું ! છેવટે કંસના એ નિર્ણયને ડગાવવા ભદ્ધિલપુરની એક ભદ્ર નારી તૈયાર થઈ. એણે હરિણગમેલી દેવને આવાહન કર્યું.
દેવની પ્રાર્થના કરતાં એણે કહ્યું, “હે દેવ ! તું તો માતાના ગર્ભમાંથી ગર્ભની હેરફેર કરી શકે તેવો છે ! તારાં પગલાં અકળ છે. તારું કામ અકથ્ય છે. આજ એક જનેતાની ભીડ ભાંગવા મારાં સંતાનોનો તું ઉપયોગ કર !”
અને હે દેવકીમા ! તારા જન્મેલા સંતાનને હરિણગર્મષી દેવે તારી પાસેથી ઉઠાવ્યા. ગમે તેવું કામ પૂરું કરવાની શક્તિ એ દેવમાં છે. એ તમામ સ્થળે નિદ્રાની જાળ બિછાવી દે છે ને પછી નિરાંતે પોતાનું કામ કરે છે.
દેવકી માતા ભગવાન નેમનાથના મુખે આ અદ્ભુત વાત સાંભળી રહ્યાં. અરે , દુનિયામાં જાણપણાનો ગર્વ મિથ્યા છે. માણસ પોતાને વિશે જ પોતે પૂરું જાણતો નથી, પછી બીજાની વાત કેવી ?
ભગવાને આગળ વાત વિસ્તારતાં કહ્યું : “ એક રાત્રે તમને પુત્રનો પ્રસવ થયો. હરિણગમેથી ત્યાં હાજર હતો. એણે એ પુત્ર ઉપાડ્યો, સુલસાની ગોદમાં મૂક્યો; સુલતાનો અર્ધમૃત પુત્ર લાવીને તમારી કૂખમાં મૂક્યો. અર્ધમૃત બાળકે છેલ્લી કિકિયારી કરી પરલોક પ્રયાણ કર્યું !
‘તરત મથુરાપતિ કંસ ધસમસતો તમારી પાસે આવ્યો, નવજાત ભાણેજના બે પગ પકડી એને નીચે જમીન પર પછાડ્યો. નાના ફૂલને ચીમળાતાં શી વાર? મથુરાપતિ હસતો હસતો બહાર નીકળી ગયો. ને એમ એક પછી એક એમ છ સંતાનોનો તમે જન્મ આપ્યો. છયેને હરિણગમેપીએ બદલી નાખ્યા. સાતમા કૃષ્ણ ને આઠમાં ગજ કુમાર !'
ઓહ ! આ છયે સાધુ શું મારાં સંતાન ?” દેવકી આગળ વધ્યાં. એમના હૈયામાં વાત્સલ્યનાં પૂર વધ્યાં. સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું.
એ બોલવા લાગ્યાં, ‘એ માતાઓને ધન્ય છે, એ પુણ્યશીલા છે, એ પુણ્યાચરણા છે, જે પોતાનાં સંતાનોને ગોદમાં રાખે છે, છાતીમાં દૂધ પાય છે, બાળકનાં હસતાં મુખોને ચૂમે છે. પુણ્યની પૂરી પૂંજી વગર માતૃત્વનો લહાવો સાંપડતો નથી.’
માતા દેવકી ભગવાન નેમનાથને વિલોકતાં બોલ્યાં, ‘યાદવો દ્વારકામાં આવ્યા, ત્યારે સુલતાએ શા માટે શ્રીકૃષ્ણને આ વાત ન કહી ? એ ઉદારચિત્ત પુરુષ જરૂર પોતાના વડીલ ભાઈઓને યોગ્ય રાજભાગ આપત !'
‘વાત તમારી યોગ્ય છે.” ભગવાન બોલ્યા, ‘જ્યારે તેઓ મારી પાસે મૂડ થવા આવ્યા, ત્યારે મેં તેઓને આ વાત કહી હતી, પણ તેઓએ કહ્યું કે ‘અમારે વહાલામાં વેર કરાવે તેવું, નીતિધર્મને નેવે ચઢાવનારું કલેશનું મૂળ એવું રાજપદ નથી જોઈતું. અમે તો જગતને શાંતિ આપવા ઇચ્છીએ છીએ, ને શાંતિ માટે ત્યાગ ને અપરિગ્રહ જરૂરી છે. અમે અપરિગ્રહી બનીશું, દુઃખતાપમાં તપતા સંસારને સમજાવીશું કે તમે
દેવકીનાં છ પુત્રો 409,
408 પ્રેમાવતાર
Page #216
--------------------------------------------------------------------------
________________
રાજકારણની આગમાંથી શીતળ જળની અપેક્ષા રાખો છો, એ ઠીક નથી. શીતળતાથી તમારી આકાંક્ષા સાચી હોય તો પહેલાં તમારા કષાયોને શીતલ કરો. ને એ યે જણાએ મારી પાસે મુનિધર્મ સ્વીકાર્યો. તેઓ અન્ય કથા કરતા નથી, દેહને ભાડું આપવા ભોજન લે છે. સાચા આત્માર્થી મુનિઓ છે !’
માતા દેવકી પોતાના છયે પુત્રોની સુંદર ભાવનાને સત્કારી રહ્યાં; એમના ત્યાગને નમી રહ્યાં.
410 – પ્રેમાવતાર
57
ગજસુકુમાર
પ્રેમાવતાર નેમનાથનો મહિમા અજબ હતો. એમનાં દર્શન થતાં અને માનવી ત્યાગમાર્ગનો યાત્રી બનવા તલસી રહેતો.
માતા દેવકી કંઈ આત્મચિંતનમાં બેઠાં હતાં એટલામાં લાડકવાયો ગજસુકુમાર ત્યાં આવી પહોંચ્યો.
ભગવાનના ચરણે નમીને એણે માતા દેવકીને કહ્યું, ‘મા ! હું મૂંડ થઈશ.”
બેટા ગજ ! કંઈ પાગલ તો થયો નથી ને ? સોમશર્મા બ્રાહ્મણની અત્યંત લાવણ્યવતી કન્યા સોમાને તારા માટે શ્રીકૃષ્ણ લઈ આવ્યા છે. સોમાનાં રૂપગુણની દેશદેશમાં ખ્યાતિ છે; અને એને માટે તો ભલભલા તલસી રહ્યા છે, છતાં તારા મોટા ભાઈની માગણીને એ ગૃહસ્થે સ્વીકારી છે. એણે કહ્યું, “સોમા મારા જીવનનો એક ભાગ છે ! એ તો રાજરાણીનું રૂપ અને ભાગ્ય લઈને આવી છે. દ્વારકાના સિંહાસન પર સોમા અને ગજકુમારની જોડી અજબ દીપશે.’
શ્રીકૃષ્ણે કહ્યું, ‘અવશ્ય, એમ જ થશે.’
દેવકી માતાએ કહ્યું, ‘વાત આવી છે, માટે બીજો વિચાર ન કર, બેટા !'
પણ ગજસુકુમાર પોતાના છ બંધુઓના મુખ પરની અપૂર્વ શાંતિ અને ચક્રવર્તીને ઝાંખા પાડે તેવા તેજને નીરખી રહ્યો હતો. ઓહ ! રાજભવનો ને
અંતઃપુરો મને તો કેવળ એરુ ઝાંઝરુંના વાસ જેવાં લાગે છે. ભોગ રોગ જેવા ભાસે છે. સમત્વના આ માર્ગે મને જવા દો !'
પણ એ કેમ બને ? તરત શ્રીકૃષ્ણને તેડું ગયું.
શ્રીકૃષ્ણ ગજસુકુમાર પાસે આવ્યા અને સમજાવવા લાગ્યા, ‘ભાઈ, ગજસુકુમાર! વયને યોગ્ય ધર્મ બજાવવા ઘટે. યુદ્ધમાં તારે જવાનું નથી, તારે તો કેવળ શાંતિમાં
Page #217
--------------------------------------------------------------------------
________________
જ જીવવાનું છે. સોમા તને પૃથ્વી ઉપર સ્વર્ગનો ભાસ કરાવશે, આજે જ હું તારો વિવાહોત્સવ રચાવું છું. ને પછી રાજ્યારોહણનો ઉત્સવ કરું છું. તમે બંને એક વાર દ્વારામતીના સિંહાસને બેસો, પછી તમારી ઇચ્છાને અનુકૂળ વર્તજો. દુઃખી દેવકી માતાને હવે વધુ દુ:ખ ન પહોંચાડશો.'
માતાપિતા અને પૂજ્ય વડીલ બંધુની વિનંતીને માન આપી ગજસુકુમાર ઘેર
આવ્યા.
એ વખતે ભગવાન નેમનાથ છ સાધુઓ સાથે સહસ્રામ્રવનમાં પહોંચી ગયા હતા અને આ બાજુ વિવાહ અને રાજ્યારોહણનાં મંગલ વાદ્યોથી દ્વારિકા નગરી ગુંજી ઊઠી.
ગજસુકુમાર પત્નીને લઈ યમુનામાં નૌકાવિહારે ગયો. પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ખીલ્યો હતો. સરિતાનું પાણી રૂપેરી બની ગયું હતું ! એનાં મત્સ્ય પણ રૂપેરી રંગે ચમકી રહ્યાં હતાં.
ગજે સોમાને કહ્યું, “સંસારમાં સ્નેહ કરીને સાથે રહીને સહુ જીવે છે. આપણે એવાં નર-નાર નથી. આપણે દુનિયાને દર્શાવવું છે કે પરણ્યા એટલે ભોગ, રોગ અને શોકનું જીવન વિતાવવું એમ નહિ ! પરણીને પ્રભુતા તરફ પગલાં ભરવાં એ જ સાચું પરણેતર; બાકી તો બધાં ઝાંઝવાનાં નીર ! આ શરીરના સૌંદર્યમાં જોવાનું પણ શું છે ? એ અસ્થિર છે, અનિશ્ચિત છે, નિત્ય સડનારું ને ગળનારું છે. એમાં ભરેલા મળોનો કોઈ પાર નથી !'
સોમા જેમ સુરૂપા હતી તેમ એ સુશીલા પણ હતી. એના અંતરનું સૌંદર્ય એના દેહના સૌંદર્યને વટી જાય એવું હતું. એણે ગજસુકુમારને એના રાહ પર નિષ્કંટક થઈને જવા અનુજ્ઞા આપી. પોતાના પિતાનો પોતાના પર અત્યંત મોહ છે; એ મોહ પૂરો થતાં પોતે પણ રેવતાચળ પર આવી પહોંચશે તેમ એણે વચન આપ્યું.
ગજસુકુમાર નૌકા પરથી જ ભગવાન નેમનાથ પાસે પહોંચ્યા. સોમા એકલી રાજમહેલમાં પાછી ફરી. એ મૌન ધારણ કરી રહી.
ગજ સહસ્રામવનમાં ભગવાન નેમનાથ પાસે દીક્ષિત થયો. એણે પહેલે જ દિવસે માગણી કરી : ‘મહાકાલ સ્મશાનમાં આ રાત ધ્યાનમાં ગાળવા ચાહું છું. ભિક્ષુ મહાપડિમા સ્વીકારીને હું ત્યાં રહીશ.’
ભગવાન નેમનાથે કહ્યું, ‘દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કરો.'
યુગના પ્રવાહો હંમેશાં માનવજીવનને દોરનારા હોય છે. યુદ્ધની હવામાં માણસ હોંશે હોંશે મસ્તક કપાવવા નીકળી પડે છે; પણ માનવીને જ્યારે ત્યાગની હવા લાગી જાય છે ત્યારે તો એ પોતાનું સર્વસ્વ હોમી દે છે, દેહને પણ યજ્ઞશેષ માને છે.
412 Q પ્રેમાવતાર
ગજસુકુમાર મહાકાલ સ્મશાનમાં ગયા. સ્મશાનનું સ્વરૂપ જ બિહામણું હોય છે, પણ જેણે સંસારના સ્વરૂપને જાણ્યું હોય, એને એનું એ બિહામણાપણું સતાવતું નથી !
અડધી જળેલી ચિંતાઓ ભડકા નાખતી હતી. બુઝાઈ ગયેલી ચિતાઓના અંગારા રાક્ષસની આંખો જેવા ધખધખતા હતા.
હાડકાં કરડતાં કૂતરાંઓ જ્યાં ત્યાં ઘૂમતાં હતાં, ને આપસ આપસમાં ભયંકર
રીતે લડતાં હતાં.
નાનાં બાળકોની લાશો જ્યાં ત્યાં દાટેલી પડી હતી. ઘોરખોદિયાં જાનવરો પોતાની મિજબાની માટે એને ફંફોસી રહ્યાં હતાં. ગીધ જેવાં નિશાચરો પણ ત્યાં આંટા મારતાં હતાં. સંસાર જેને અસાર સમજીને તજી દે છે એને માટે ઝપટાઝપટી ચાલતી હતી.
અસાર અને સારની ભારે વિમાસણ ! એક માનવી એક વસ્તુને સાર સમજે; બીજો એને જ અસાર સમજે.
ગજસુકુમાર અભયની મૂર્તિ બનીને ધ્યાનમાં સ્થિર થઈ ગયા.
દેહના મૃત્યુથી જગતમાં મોટો કોઈ ભય નહિ; પણ ગજસુકુમારે એને જ અર્પણ કરી દીધો. અને આત્માથી મોટો કોઈ અભય નહિ ! આજ એને જાગ્રત કરી દીધો. મુનિએ કાયાનો ઉત્સર્ગ કર્યો. એને નમાવી ચાર આંગળને અંતરે બે પગોને સંકોચ્યા; એક પુદ્ગલ પર દૃષ્ટિ સ્થિર કરી. એક રાત્રિના ધ્યાનનો આરંભ કર્યો.
રાત સમસમ વીતી જવા લાગી. ટાઢમાં સાપ ગુંચળા વળવા લાગ્યા. મોડી રાતે અતિસારના વ્યાધિથી મરી ગયેલા એક માણસનું મડદું આવ્યું, એનાં સગાંઓએ ચિતા ખડકીને એને દાહ દીધો.
શબ બળ્યું ન બળ્યું ને બધા ચાલ્યા ગયા - સંસારમાં સગાઈ જીવ હોય ત્યાં સુધીની જ !
મુનિ તો હજી પણ ધ્યાનમગ્ન જ હતા. રાત તો પોતાની રીતે જ વહી જતી
હતી.
એ વખતે એક ટટ્ટુ પર એક માણસ ત્યાંથી પસાર થયો.
સ્મશાનમાં થોભવું કોને ગમે ? ટટ્ટુના અસવારે વેગ વધાર્યો. ત્યાં અંધારી અષ્ટમીના ચંદ્રના અજવાળામાં એણે કંઈક જોયું. જે જોયું એથી એને ખુબ આશ્ચર્ય થયું.
એ કૂદકો મારીને નીચે ઊતર્યો. ધસમસતો પાસે આવ્યો. ચંદ્રના પ્રકાશમાં એણે બરાબર નિહાળીને જોયું તો પોતાનો જમાઈ ગજસુકુમાર !
ગજસુકુમાર D 413
Page #218
--------------------------------------------------------------------------
________________
સોમિલ બ્રાહ્મણની ચીસ પડી ગઈ. પૂર્ણિમાના ચંદ્રને શરમાવે તેવી પોતાની પ્રિય પુત્રી સોમાનો પતિ ! આ ભિખારાને દીકરી કોણ આપે ? એ તો માગી મહામાન્ય શ્રીકૃષ્ણે અને આપી !રે, મારી દીકરીના એક અંગનું મૂલ એક દેશ જેટલું અને આ મૂર્ખ એને પોતાના જીવતેજીવત વિધવા બનાવી ! મારી ડાહી દીકરીને તજીને મૂંડ થયો અને ઘર છોડીને મુનિ થયો ! ભાગીને સ્મશાનને ભજવા આવ્યો ! મારી દીકરીને ભવની ઓશિયાળી કરી !
સોમિલ આગળ વધ્યો.
અષ્ટમીનો પાછલી રાતનો ચંદ્ર તેજ ઢોળી રહ્યો હતો. મુનિના મુખ પર નિર્વિકાર શાંતિ પ્રસરેલી હતી.
સોમશર્મા વધુ ખીજવાયો. ‘વાહ, રાજકુમાર થયો એટલે જાણે કાયદા કાનૂનથી
પર થયો ! પોતાની પત્નીને પરણ્યાની રાતે તજનાર માથે કેટકેટલી જવાબદારી રહી છે અને આ મૂર્ખ બેજવાબદાર મુંડ બનીને ઊભો છે. ઓ કાયર ! રણક્ષેત્રમાં પીઠ બતાવીને ભાગે એ રજપૂત નહિ. છોડી દે આ બાલચેષ્ટા ! ચાલ ઘેર ! અને સંભાળી લે તારો સંસાર. હજી કંઈ બગડ્યું નથી.’
સોમશર્માએ ફરી ફરીને કહ્યું, વિનવણી કરીને, આજીજી કરીને કહ્યું, પણ જાણે પથ્થર પર પાણી ! પેલો તો જાણે કશું સાંભળતો જ નથી, બોલતોય નથી, ચાલતોય નથી !
સોમશર્મા થોડી વાર ધીરજ ધરીને ખડો રહ્યો. એણે માન્યું કે હમણાં ગજસુકુમાર આ ઢોંગધપેડા છોડી આગળ થશે !
પણ વ્યર્થ !
રાત ઘેરી બનતી જતી હતી !
સોમ આગળ વધ્યો. એની ધીરજ હવે ખુટી ગઈ હતી. એણે ગજને બે બાવડે પકડીને ધમકાવ્યો. પણ એ તો જાણે નર્યું કાષ્ઠનું પૂતળું ! થોડી વાર હલાવ્યો તો હાલ્યો, પાછો હતો તેવો ને તેવો !
રે ! લગ્નના મંડપમાં તું ખોટી રમત રમ્યો ! મારી કુંજવનની કોયલડી જેવી દીકરીને તેં ઠગી ! ચાલ, આગળ થા, નહિ તો તારી ભૂંડી વલે કરીશ! મને ઓળખે છે !
કોણ બોલે કે કોણ ચાલે ! ઓ પુણ્યહીન છોકરા, આજ તારી છોકરમતનું તને પ્રાયશ્ચિત્ત કરાવું છું. જોઉં છું કે તું કેવો બોલતો નથી, કેવો ચાલતો નથી!
સોમે આજુબાજુ જોયું. એક બુઝાયેલી ચિતાની રાખ પર પાણી ભરેલી માટલી
414 D પ્રેમાવતાર
હતી. એણે માટલી ઉઠાવી. પૃથ્વી પર પામી ઢોળીને કાદવ કર્યો. એ કાદવ લઈને ગજસુકુમારના માથા પર મૂક્યો ને ચારે તરફ પાળ બાંધી. પછી માટલીના બે ભાગ કર્યા.
સળગતી ચિતા પાસે જઈને માટલીની ઠીબમાં અંગારા ભર્યા, કેસુડાનાં ફૂલ જેવા લાલચોળ અંગારા !
સોમ આપોઆપ હસ્યો, ‘જવાન ! આજ તારી બેજવાબદારીની તને પૂરતી સજા થશે ! એવી સજા કે જેની વાત સાંભળીને કોઈ છોકરીનો ભવ ભાળતાં સંસારના તમામ પુરુષો ધ્રુજશે. ભૂંડ થવું હતું તો શા માટે મારી કન્યાનો ભવ બગાડચો ! સસરો જમાઈને પાઘડી બંધાવે. આજ હું તને અગન-પાઘડી બંધાવું છું.’
અને સોમે ધગધગતા અંગારાની ઠીબ ગજસુકુમારના મુંડિત મસ્તર પર ઠાલવી દીધી. ક્રોધ ખરેખર, મહારાવણ છે. સોમ અત્યારે રાવણ બન્યો હતો.
ઊગતા તારુણ્યવાળા મુનિ ગજસુકુમારને ખ્યાલ નહોતો કે આત્મસાધનાના પહેલે પગથારે જ આવી આકરી કસોટી થશે. એને તો હતું કે મારા દેહનો કાળ મેં બાળ્યો, સાથે સોમપુત્રીનો પણ ઉદ્ધાર કર્યો.
પણ દુનિયાનો ક્રમ સાવ જુદો જ છે. અહીં જે ઉદ્ધારનું પુણ્યકાર્ય હતું, સંસારની નજરે એ ભયંકર પાપકાર્ય કર્યું હતું !
મુંડિત મસ્તક પર ધખધખતા અંગારા એક અજબ વેદના સરજી રહ્યા. મહાવેદના | કલ્પનાતીત વેદના !
થોડી વારમાં મુનિ એ વેદનાને વંદના કરી રહ્યા. ભર્યા સરોવરમાં શિશિરની પ્રભાતે નાનકડું પોયણું આંખ ખોલીને બંધ કરી દે, એમ એણે આંખ ખોલીને એક મંદસ્મિત કર્યું, ને જોતજોતામાં આંખ જ્વાલામાં સડસડી ગઈ !
જીવતું માંસ શેકાયાની ગંધ નાકને ફાડી રહી. અને કોઈ કુમળું વૃક્ષ મૂળમાંથી ઊખડી પડે, એમ એ મુનિ નીચે ઊથલી પડ્યા. પ્રાણ પરવારી ગયો ને નિષ્પ્રાણ દેહ ન જાણે ક્યાંય સુધી જલતો રહ્યો.
એ રાતે ઘુવડોએ આ કરુણ દેશ્ય જોઈ ભયંકર ચિત્કાર કરી આખી વનપલ્લીને ગજવી દીધી. મુડદાલ માંસ ખાવામાં આનંદ માનનાર શિયાળ એ ચિત્કાર સાંભળીને ઊભી પૂંછડીએ નાસી ગયાં. આવું માસ તો કોઈ દહાડો તેઓએ જોયું નહોતું. ચિતાના અંગારા મુનિના દેહ સાથે પોતાનો સ્વધર્મ અદા કરી રહ્યા.
ગજસુકુમાર D 415
Page #219
--------------------------------------------------------------------------
________________
58
ભાવીના બોલ
રેવતગિરિ પર આજે ફરી વસંતોત્સવ ઊજવાતો હતો. યાદવસેનાઓ અને યાદવકુળો નેમનાથને વંદન કરવા અને ક્રીડા કરવા જઈ રહ્યા હતા. યાદવો વ્યવહાર કુશળ હતા. સંદા એક પંથ અને બે કાજ જેવા અવસર યોજતા હતા.
કુરુક્ષેત્ર રચાયું ને સમાપ્ત થયું; શુક્લ પક્ષનો ચંદ્ર ઊગ્યો ને અમાસની અંધારીમાં પરિપૂર્ણ થયો. હસ્તિનાપુરનું પાંડવોનું રાજ્ય વિલાસીઓના બદલે વૈરાગીઓનું ધામ બની ગયું !
વારંવાર એ કળામણ સાદ સંભળાતા હતા : ‘આવા લોહિયાળ સિંહાસને બેસીને શું કરવું છે ?'
કંઈ કહેવાય નહિ. ન જાણે કઈ ઘડીએ મનથી થાકેલા, હારેલા પાંડવો સિંહાસન છોડીને ગિરિગવરોમાં અદૃશ્ય થઈ જાય !
આ વખતે તેજ માં તેજ એકલી દ્વારકામાં દેખાતું હતું. અને ઉલ્લાસમાં ઉલ્લાસ એકલા યાદવોમાં દૃષ્ટિગોચર થતો હતો. તેઓને હૈયે અભિમાન હતું કે આજે દ્વારકાને કે યાદવોને પરાજિત કરી શકે તેવી કોઈ તાકાત પૃથ્વી તટ પર મોજૂદ નથી.
અને ખરેખર, યાદવોનું નામ પડતું ત્યાં ભલભલા રાજવીઓના મોતિયા મરી જતા. મહાભારતના સંગ્રામમાં યાદવનેતા શ્રી કૃષ્ણની શક્તિ ચમત્કાર લેખાઈ ગઈ હતી, અને એ યાદવનેતાના કળ-બળથી જ, જૂનાં વૃક્ષ વાવંટોળથી જમીનદોસ્ત થાય તેમ, ભલભલી રાજ સત્તાઓ ખોખરી થઈ ગઈ હતી. યાદવ- સેનાની શક્તિ કહેવત જેવી બની ગઈ હતી.
યાદવો દિગ્વિજયી લેખાયા હતા. એમના ઘોડા આખા ભારતવર્ષના પાટલા પર નિરંકુશ દોડવા લાગ્યા હતા. એમના ઘોડાને રોકવાની તાકાત કોઈમાં હતી નહીં.
યાદવોના આ ભૌતિક બળની સામે યાદવોના નેતા શ્રીકૃષ્ણ થોડા વખતથી આત્માની, મનની અને અંધકારને દૂર કરવાની વાતો કરતા. વાતવાતમાં એ મનનાં, આત્માનાં ગીત ગાતા. એ ગીત ને એ ગીતા ને એ વાતોને પોતાના બળના ગર્વથી છકી ગયેલા ખુદ યાદવો જ એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખતા. મોટા માણસો આવી ન સમજાય તેવી વાતો શા માટે કરતા હશે?
યાદવો ધીમે ધીમે વિલાસી અને નૃત્ય-ગાનના શોખીન બનતા ચાલ્યા, યાત્રા તો એમના પૂર્વજોનો જીવનક્રમ હતો. પણ આ યાદવોની યાત્રા કંઈક જુદા જ પ્રકારની હતી; એમાં હમેશાં નૃત્ય-ગાન-સ્તાન અને માનની જ વાતો ચાલતી. અને સુંદરીઓ એમના રથની સારથિ ન હોય-સાથે ન હોયતો એમનો યાત્રાનો આનંદ ઊડી જતો.
અને સુંદરીઓ હોય ત્યાં મધ ન હોય તો જુવાની કેમ જાગે ? યાદવો મદિરાના અધિક શોખીન બન્યા હતા. પ્રાંતપ્રાંતમાંથી મળના નિષ્ણાતો દ્વારકા રાજમાં આવીને વસ્યા હતા અને દારૂ ગાળતા હતા.
આખો દિવસ મધ પીવાની મહેફિલો ચાલ્યા જ કરે. જાણે વિલાસપ્રિયતાનો એક આખો સાગર દ્વારકાને વીંટી વળ્યો હતો, ને એના તરંગોમાં સહુ સ્નાન કરી રહ્યા હતી.
યાદવોનું એક જૂથ આ રીતની વિલાસિતામાં મશગૂલ હતું, ત્યારે બીજું જૂથ આ સામે વૈરાગ્યની વાતો કરનારું હતું. એ આ કાર્યપ્રણાલીનો વિરોધ કરતું અને કહેતું : ‘કુરુકુળના વંશજોએ ભૌતિક મૂલ્યો પાછળ મહાભારત નોતર્યું. યાદવો પણ એમની વિલાસિતાથી બીજું યુદ્ધ ન નોતરે તો સારું !'
યુદ્ધ ?
યુદ્ધની વાતો સાંભળીને યાદવો ગર્જતા : ‘યુદ્ધથી યાદવ ન ડરે. યુદ્ધની આકાંક્ષામાં તો યાદવ જીવે છે. યુદ્ધ નથી તો મધ છે ! મઘ નથી તો માનુની છે ! યુદ્ધ આવશે ત્યારે યાદવ પાસે યુદ્ધ સિવાય કંઈ નહિ હોય. સમય સમયના ધર્મ પરત્વે યાદવો સદાકાળ સાવધ છે. માફ કરજો, યાદવોને કોઈ દયા ખાય એ રચતું નથી, કોઈ મુરબ્બી થઈ શિખામણ આપે, એ ગમતું નથી !'
કેટલાક યાદવો યુદ્ધવિરોધી વાતો કરતા ફરતા. એ આશ્રમવાસી ઋષિઓ હતા. મુનિઓ હતા. સદાચારના એ સંરક્ષક લેખાતા ને ધર્મના ધોરી ગણાતા. આ મુનિઓ કાળેઅકાળે ઉપદેશ દેવા લાગતા, અને યાદવોને એ ઉપદેશ ફરજિયાત સાંભળવો પડતો પણ આખાબોલા જુવાન યાદવોને આવી દખલગીરી ન ગમતી. રે ! એવા મુનિઓથી સર્યું !
ભાવીના બોલ 417
Page #220
--------------------------------------------------------------------------
________________
ધરપત રાખે, અમારું સ્વર્ગ ક્યાંય સરી નહિ જાય. યુદ્ધમેદાનમાં મરનારને વગર તપ-ધ્યાને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. અમારાં બલશક્તિને વ્યર્થ કહેનાર મુનિઓનો અમને નેહ નથી !
કાળક્રમે યાદવોમાં મુનિઓ પ્રત્યે તિરસ્કાર જાગ્યો અને આથી યાદવોમાં મુનિઓને માનનારાં ને ન માનનારાં એવાં બે જૂથ પડ્યાં. આ બે પક્ષો એકબીજાની ખણખોદ કરવા લાગ્યા. મુનિઓના વિરોધીઓ મુનિઓના જ્ઞાનની મશ્કરી કરવા લાગ્યા; ગમે ત્યાં, ગમે તેવા પ્રશ્નો પૂછી તેઓને હેરાન કરવા લાગ્યા.
આ ચકમક નાનો હતો, લોઢું નાનું હતું, તણખા પણ નાના હતા, ને યાદવવીરોની કીર્તિનાં ગાન અમાપ ગગનપટલમાં પળવાર ઝબકીને અદૃશ્ય થઈ જતાં એની ખાસ અસર ન દેખાતી.
ભગવાન નેમનાથ રેવતાચળ સહસામ્રવનમાં આવ્યાના સમાચાર મળ્યા એટલે યાદવો તેઓનો ઉપદેશ સાંભળવા રેવતાચળ પર આવ્યા હતા, યાદવોને ખ્યાલ હતો કે એ ઉપદેશ કેવો હશે ! એમને સ્પષ્ટ ખ્યાલ હતો કે આપણે જે આચરીએ છીએ. એની નિંદા એમાં હશે; અને આપણે જે નથી આચરવાના એનાં વખાણ હશે.
સુર્ય મધ્યાકાશમાં આવ્યા પછી શ્રી નેમનાથ પરિષદામાં આવવાના હતા. ત્યાં સુધી યાદવો સુંદર નિર્ઝરગૃહોમાં નાહ્યા, ધૂત રમ્યા.
- આ બધાથી અળગો રહેનાર યાદવોનો એક સંઘ આમ્રવનની છાયામાં આવીને સવારનો બેઠો હતો. એને તો હરએક વીતતી પળ યાત્રા જેવી પુણ્યશીલ લાગતી !
આકાશના મધ્યભાગમાં સૂર્ય આવ્યો, ને પરિષદામાં શ્રી નેમનાથ આવ્યા. ઓહ, ગઈ કાલે પોતાની સાથે રમનારામાં આજે કેટલો પરાવર્ત ! તપ અને જ્ઞાનની કેટલી તાકાત છે ! તેજ સૂર્યનું છે ને શીતલતા તો ચંદ્રની છે ! યુદ્ધનો વિજેતા તો સમ્રાટનોય સમ્રાટ બને.
શ્રી નેમનાથને જોયા ને જાણે સહુને પોતાની જાત સામાન્ય લાગી; પોતે ખલેલું મહાભારત યુદ્ધ અતિ કનિષ્ઠ લાગ્યું. તેમનાથે ખેલેલું આંતરયુદ્ધ મહાન કોટિનું લાગ્યું.
ભગવાન નેમનાથે પરિષદામાં સ્થાન લેતાં ચારે તરફ દૃષ્ટિ ફેરવી. એ દૃષ્ટિમાં સંજીવની હતી, સ્નેહ હતો; ઈર્ષ્યા કે અનાદર ક્યાંય નહોતાં. આ દૃષ્ટિ ગમે તેવા યાદવને અનુનયશીલ બનાવી રહી.
સામે જ પરિષદા બેઠી હતી. એક એકને આંટે તેવા યાદવ રાજાઓ અને યોદ્ધાઓ એમાં હતા. સભામાં એક સ્થાને શ્રીકૃષ્ણા શાંત ગંભીર ભાવે બેઠા હતા. મહાભારતના યુદ્ધ
418 D પ્રેમાવતાર
પછી, એ યોગનું જીવન જીવતા હતા. લોકો કહેતા કે જેમ મહાભારતનો સંહાર એમને પ્રત્યક્ષ હતો, એમ હવે આખો સંસાર એમની નજર સામે છે. યોગમય જીવન એમનો આદર્શ છે !
યુદ્ધના વિજયની કલગી એમના માથે મુકાય તેમ હતી; પણ એ કદી યુદ્ધની વાત કરતા નહિ, પોતાના કારણે વિજય કેવો શક્ય બન્યો. ને પોતાના જ કારણે એશ્વત્થામા જેવા બ્રાહ્મણનો વધ કેમ અશક્ય બન્યો, એવી કોઈ વાત એ ઉચ્ચારતા નહિ.
ક્યારેક પણ એ વાત કરતા વા ગીત ગાતા તો આત્મવાદનાં, તત્ત્વવાદનાં, ચિંતનનાં. શરૂઆત કુરુક્ષેત્રતી કરતા, પાંડવ-કૌરવથી કરતા, અને પછી મનુષ્યના દેહમાં વસતા દૈવી અને આસુરી વૃત્તિ રૂપ પાંડવ-કૌરવમાં એ ઘટનાને ફેરવી નાખતા. એ વાત ઋષિ મુનિઓ પણ તેમની પાસેથી સાંભળતા. તેઓ શ્રીકૃષ્ણને મુખેથી યુદ્ધવાર્તા સાંભળી ધર્મગ્રંથોમાં ગૂંથતા.
હમણાં યાદવોની પ્રવૃત્તિ તરફ શ્રીકૃષ્ણ મૌન હતા, યાદવોને કઈ રીતે સમજાવવા તેનો જ તેઓ વિચાર કર્યા કરતા. યુદ્ધમાં માણસને શિસ્તમાં રાખવો સહેલો છે; પ્રેમમાં મુશ્કેલ છે. ભય અને પ્રેમની પોતપોતાની આગવી શક્તિ હોય છે.
ભરી સભામાં મહાન યાદવ વિશ્વબાહુએ મૂછો પર વળ ચડાવતાં કહ્યું, ‘વિશ્વવિજેતા યાદવ વીરોના પરાક્રમને હવે પૃથ્વી નાની પડવા માંડી છે, નાથ!'
શ્રીનેમનાથ આ વચનો સાંભળી સહેજ મલકાયા. આખી સભાને લાગ્યું કે ભલે યોગીરાજે સંસારી સંબંધો તજ્યા હોય, પણ જેમ કપૂર ઊડી જાય, છતાં એની સુવાસ રહી જાય એમ ગૌરવભર્યું યાદવ કુળ નેમને માટે ગર્વ ને હર્ષનો વિષય બને એમાં શી નવાઈ ? આખરે તો એમ પણ યાદવ-કલ-નંદન જ છે ને !
યાદવોની સત્તાને પડકારનારી કોઈ શક્તિ આજે તો વિશ્વમાં વિદ્યમાન નથી.’ પરાક્રમી યાદવે જરાકુમારે કહ્યું.
એટલે જ યાદવો આજે મઘરી બન્યા છે, ખરું ને ?” શ્રીનેમનાથે જરા કટાક્ષ ર્યો.
‘મહારાજ , સમરથને કોઈ દોષ લાગતો નથી.' વીર સાત્યકિએ જરા મશ્કરીમાં કહ્યું, ‘અગ્નિને વળી આભડછેટ કેવી ?'
માણસની ભુજાના બળ ઉપર જ સામ્રાજ્યો ટકતાં હોય છે, એમ માનો છો કે યાદવરાજ ?' યોગીરાજના શબ્દોમાં ટેકારવ હતો.
‘નહિ તો, પ્રભુ ?” રાજ કુમારે ભુજાનું કંકણ ઊંચું ચઢાવી પ્રચંડ ભુજાને આમળતાં કહ્યું.
ભાવીના બોલ D 419
Page #221
--------------------------------------------------------------------------
________________
‘ભુજબળથી સામ્રાજ્યો કદાચ રચી શકાતાં હશે, પણ સામ્રાજ્યો ટકે છે તો સદ્ગુણથી !' યોગીરાજ નેમનાથે સાવ શાંતિથી કહ્યું. પણ એ શાંત શબ્દોમાં પણ હૈયાવલાવણ વ્યથા ભરી હતી.
‘પ્રભો ! રાજકાજ એટલે પરિસ્થિતિની પારાશીશી ! એમાં તો વખત જોઈને જ વર્તાય ! એમાં સદ્ગુણ કે દુર્ગુણ, શત્રુ કે મિત્ર, કંઈ ન જોવાય. યાદવોના મતે બે કે જ વસ્તુ જરૂરી છે : એક સંઘ, બીજું સામર્થ્ય !!
‘બે નહિ, ત્રણ !’ યોગીરાજે એટલી જ સાહજિકતાથી વિશ્વબાહુના વક્તવ્યમાં સુધારો કર્યો.
‘ત્રીજું શું ?’
‘ત્રીજો સદ્ગુણ ! જાણું છું કે મદ્ય અને દ્યૂત યાદવોના જીવનનાં અવિભાજ્ય અંગ બની ગયાં છે. દ્વારકામાં જે દારૂ ગાળશે એને શૂળીની સજા થશે એવી રાજઆજ્ઞા છતાં, રાજના સ્તંભ સમા તમે પોતે જ એની અવજ્ઞા કરો છો. અને મદ્ય અને દ્યૂતની પાછળ કયા અવગુણો નથી આવતા ?' યોગીરાજે દૃઢતાથી કહ્યું અને આગળ ચલાવ્યું :
‘બહારના શત્રુથી ડરવાની લગીરે જરૂર નથી; સાવધ રહીએ એટલે કામ સર્યું. એ શત્રુ તો આપણને સાવચેત રાખે છે. વિચાર કરો ત્યારે અંતરના શત્રુનો વિચાર કરો, એનો ભય રાખજો. માણસ જ્યારે એમ વિચારે છે, કે મારે કોઈ શત્રુ નથી, હું સર્વતંત્રસ્વતંત્ર છું, ત્યારે જ એના અંતરનો શત્રુ જાગે છે. યાદવો એ શત્રુથી સાવધ રહે.'
મહારાજ ! એવી નબળી વાણી કાઢી; અપ્રતિસ્પર્ધીય યાદવ વીરોને ઢીલા ના પાડશો. આજ દિગદિગંતમાં ગુંજી રહેલી એમની પરાક્રમગાથાઓથી પ્રત્યેક યાદવવીરનું મસ્તક ગગનને સ્પર્શી રહ્યું છે. અમે તો અમારું ઉજ્જ્વળ ભાવિ જાણવા માગીએ છીએ.’ જરાકુમારે કંઈક રોષમાં કહ્યું. યાદવસેનાનો એ સુપ્રસિદ્ધ યોદ્ધો ભગવાન શ્રીકૃષ્ણના કાકાનો પુત્ર હતો.
‘તમારું ભાવિ ?’ યોગીરાજે ગગન તરફ નયનો ઊંચા કર્યાં-ત્યાં એ જાણે કંઈ લખ્યા લેખ વાંચી રહ્યા.
‘હા, યોગીનાથ !’
નેમનાથે ગંભીર ભાવે કહ્યું, ‘ભાવી ! સાચેસાચું કહું ? યાદવોને તો એમનો પોતાનો ગર્વ જ ગાળી નાખશે; એ માટે એમને બહારના દુશ્મનની જરૂર નહીં પડે. સોનાની દ્વારકા દ્વારકાવાસીઓની નજર સામે નષ્ટ થશે. યાદવ યાદવથી હણાશે. મહાન યાદવરાજ યાદવપ્રાણ શ્રીકૃષ્ણ પણ યાદવોને હાથે જ હણાશે !'
420 – પ્રેમાવતાર
‘શ્રીકૃષ્ણ યાદવને હાથે હણાશે ? અશક્ય ! ત્રણ કાળમાં અશક્ય ! ત્રણ લોકમાં અશક્ય !' જરાકુમારે તિરસ્કારમાં કહ્યું.
માત્ર યાદવને હાથે જ નહિ, પણ પોતાના ભાઈને જ હાથે હણાશે ! અંતરિયાળ હણાશે.'
‘મહારાજ, અમારા પ્રાણધનને માટે અમે એક પણ કટુવચન સાંખી શકીએ તેમ નથી. સ્પષ્ટ બોલો.' જરાકુમારે કહ્યું.
દીપક ભલે દૂર હોય, પણ એની જ્યોત દૂર દૂરથી પણ દેખાય છે, એમ તમારા દૂરગામી ભાવિને હું અહીંથી નીરખી રહ્યો છું. જરાકુમાર, આશ્ચર્યનો આઘાત ન લગાડીશ. તારે જ હાથે એ મહાન આત્માનું મૃત્યુ અવશ્યભાવિ છે!’ નૈમનાથે ભાવિ લેખ વાચતા હોય તેમ સ્પષ્ટ કહ્યું.
‘તો તો એ હાથ, અને હાથ ધારણ કરનારો એ દેહ અત્યારે જ પાડી નાખું છું ન રહે વાંસ, ન બજે વાંસળી !' જરાકુમારે કમર પરથી કટારી કાઢતાં કહ્યું. ‘ભાઈ ! એ કટારી મ્યાન કર !' અત્યાર સુધી શાંત બેઠેલા શ્રીકૃષ્ણે કહ્યું ને આગળ બોલ્યા.
‘યાદવોનો દૂરગામી ભાવિલેખ તો જ્યારે સાચો પડે ત્યારે ખરો, પણ તારા આ કૃત્યથી તો તું તેને કદાચ આજે ને અત્યારે જ સાચો કરી બતાવીશ. આ રીતે તો તું પોતે કમોતે મરીને મારું કમોત નિપજાવીશ. પ્રત્યેક યાદવ મારો પ્રાણ છે.’
જરાકુમારે કટારી મ્યાન કરી, પણ એ સ્વસ્થ થઈ શક્યો નહિ. સભાસ્થળ છોડીને ચાલ્યો ગયો. એના વિશાળ આવાસમાં પણ એને શાંતિ ન લાધી ! ભયંકર ભાવિના બોલ એને જાણે બધે ગાજતા લાગ્યા. એ વ્યાકુળ બની રહ્યો.
ભાવીના બોલ – 421
Page #222
--------------------------------------------------------------------------
________________
59
ઉન્માદ
કોઈ ખરાબ સપનું આવે અને જાગતાંવેંત એ સપનું ભુલાઈ જાય, એમ ભગવાન નેમનાથની વાણી કાળના પ્રવાહમાં યાદવો વીસરી ગયા અને પાછા વારુણી અને વનિતાના વિલાસમાં ખૂંતી ગયા .
ભગવાન નેમનાથ રેવતાચળની ગુફાઓ તરફ ચાલ્યા ગયા, ત્યારે સમાચાર આવ્યા કે સતી રાજ્ય શ્રી નિર્વાણ પામી ગયાં છે !
રાજ્યશ્રીના નિર્વાણના સમાચાર શ્રી નેમનાથને મળ્યા ત્યારે તેઓ એટલું જ બોલ્યો, સ્ત્રીઓ સ્વકર્મમાં ભારે કુશળ હોય છે. પ્રેમમાં ને વૈરાગ્યમાં તેઓને કોઈ આંટી શકતું નથી. પ્રેમમાંય રાજ્યશ્રી પહેલાં ને વૈરાગ્યમાંય પહેલાં; અને આત્મકલ્યાણને પણ એ સહુની પહેલાં વર્યા. એવા સિદ્ધ આત્માઓને સૃષ્ટિનાં વંદન !'
ભર્યા સરોવરને છોડીને હંસ ચાલ્યો જાય, એમ રાજ્યશ્રી છેલ્લા ઘણા વખતથી જનસમુદાયથી અદૃશ્ય થઈ ગયાં હતાં અને છેલ્લે છેલ્લે તો એ ક્યાં રહેતાં હતાં અને શું કરતાં હતાં એની કંઈ માહિતી જગત પાસે નહોતી. જાતવિલોપન એમનો ધર્મ બન્યો હતો. તપ-શીલ સારાં હતાં, પણ એની કીર્તિ ભયંકર હતી, તપકીર્તિ કે શીલકીર્તિ જ તપિયાને કે શીલિયાંને તપથી કે શીલથી પાછાં પાડે છે. જગતની નજર સામે રહેવું સાચા યોગીઓને અકારું લાગે છે, ને એ માટે તેઓ એકાંત સાધે છે.
લોકો કહેતાં કે રાજને રેવતાચળ ખાઈ ગયો.
કોઈ કહેતું, રે ! અમે રેવતગિરિના દુર્ગમ પગથિયાના કાળા પથ્થરો પર અંકિત થયેલી પગલીઓ નિહાળી છે. એ પગલીઓ બીજા કોઈની નહિ, સતી રાજ્યશ્રીની જ છે !
દ્વારકા તો એનચેનની નગરી બની ગઈ હતી. એશ-આરામની વાતોમાં એને જેટલી જિજ્ઞાસા હતી, એટલી તપ, ત્યાગ અને સંયમની કથાઓમાં નહોતી. ગાયન
ને નર્તનનો જેટલો એને નાદ હતો, એટલો આત્માની વાતોનો નહોતો.
યાદવો ચોખ્ખું કહેતા : જે વસ્તુ પ્રત્યક્ષ ન હોય, જેનું પ્રત્યક્ષ પરિણામ ન હોય, એની વાત ન કરશો ! આકાશકુસુમ જેવી કાલી કાલી અપ્રમેય વાતો કરવાથી શું લાભ ?
આત્માની વાત આવા લોકોને કોણ કહે ? આત્મા વિનાના લોકો કોઈ પર્વણી કે કોઈ મેળાને ન મૂકતા. મેળાઓ તો સંપર્ક ને સ્નેહનાં મુખ્ય સાધન બન્યા હતા.
એ મેળાઓમાં ગામ-નગરનાં જૂજવાં રૂપ જોવા મળતાં. ત્યાં છેલછબીલાં નરનારનાં ગીત સાંભળવા મળતાં. અહીં કોલ આપેલાં પ્રેમીઓ મળી શકતાં. છતાં કેટલાય યાદવો મુનિજીવનનો આકરો માર્ગ સ્વીકારીને ક્યારેક રાજ્યશ્રીની ખોજ માં નીકળી પડતા. એક નારીની શોધ માટે આવા તપ-ત્યાગ સ્વીકારવા, એ છોકરાંના ખેલ નહોતા.
પણ રાજ તો જલકમલવતું બનીને જગતમાં અદશ્ય બની ગઈ.
આત્મશોધકો રાજની શોધ કરતા રહ્યા, અને રાજ નિર્વાણ પામી. એની સુમધુર છબી સાથે પવિત્રતાનું તેજ ભળ્યું. અને એક સદાવંદનીય વ્યક્તિત્વને મૂકીને એ આત્મલીન થઈ ગઈ.
પણ યાદવો હવે આવા ચારિત્ર્યને વધુ મહત્ત્વ આપતો નહિ, આવો જીવનનું મૂલ્ય શું ? ખાધું નહિ, પીધુ નહિ, એકત્ર કર્યું નહિ, કીર્તિની પતાકા ફરકાવી નહિ, એ જીવનનો અર્થ શો ?
પવિત્રતાની કિંમત તેઓને નહોતી. પ્રસિદ્ધિમાં એ બહુ માનતા.
પણ આશ્રમોમાં નેમ અને રાજ નાં તપ, ત્યાગ અને સંયમ ચર્ચાનો વિષય બન્યાં હતાં, તેમની તત્ત્વચર્ચાનો પાર પામવા તો યોગીઓ રાતના ઉજાગરા કરતા.
પણ આવા વૈરાગી યાદવો તો મૂઠીભર જ હતા, બાકીના બધા તો વ્યસનોમાં મસ્ત હતા, અને ધર્મની વાતો કરનારની હાંસી ઉડાડતા હતા.
એક વાર રાજવંશી યાદવોનું જૂથ મૃગયા રમવા નીકળ્યું. એમાંથી કેટલાક યાદવો ઉઘાન તરફ વળ્યા. એમને જુગાર, શિકાર કે દારૂ તરફ કશું આકર્ષણ ન હતું. એમને જોઈને પેલા વ્યસની યાદવોએ મશ્કરી કરતાં પૂછયું, ‘રે ઋષિપૂજ કો! ક્યાં જાઓ છો ?
ઋષિપૂજક જૂથે કહ્યું, ‘દ્વારકાના ઉપવનમાં મુનિત્રિપુટી પધારવાની છે. એ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ભાખે છે.”
શું નામ છે એમનું ?” પેલા જૂથે પૂછવું.
ઉન્માદ D 423
Page #223
--------------------------------------------------------------------------
________________
‘એકનું નામ વિશ્વામિત્ર, બીજાનું નામ કવ અને ત્રીજાનું નામ નારદ!' ‘ઓહો ! ત્યારે તો અમે પણ ભાવિ જાણવા આવીશું. તમારા ચોખલિયા ઋષિઓ અમારો તિરસ્કાર તો નહિ કરે ને ?' સ્વૈરવિહારી જૂથે પ્રશ્ન કર્યો. ‘ઋષિઓ ઉદારચિત્ત હોય છે. જરૂર આવજો.'
સ્વૈરવિહારી જૂથે હરણાંનો પીછો લીધો. એના પ્રચંડ ગતિવેગને પોતાના અશ્વખેલનથી ઝાંખો પાડી દીધો. રે ! શિકાર એ તો શત્રુને હણવાની કસરત છે, અને શત્રુને હણ્યા વગર સ્વાતંત્ર્ય ક્યાંથી ?
પછી યાદવો શેતરંજ બિછાવીને બેઠા. હાર-જીત આરંભી, ધનદોલત, અશ્વ, ગાય, રાજપાટ ને છેવટે પત્ની પણ જુગારના પાટ પર મૂકીને રમવા લાગ્યા. કેવી મજા ! પૈસા કરતાં પ્રેયસીઓની હાર-જીત વધુ આકર્ષક પુરવાર થઈ.
યાદવો હવે પૂરેપૂરો માર્ગ ચૂક્યા હતા. કેટલાક યાદવો રમતાં રમતાં બોલ્યા : ‘જગતનો કાયદો છે કે વિજેતા વિશ્વને વરે. સત્યવાદી યુધિષ્ઠિર હિસ્તનાપુરમાં જુગટુ રમતાં દ્રૌપદીને હાર્યા; તો પછી દ્રૌપદીની સાથે ગમે તે ચેષ્ટા કરવાને વિજેતાને હક્ક હતો. એમાં આડખીલી કરનાર અપરાધી ઠરે.'
‘બિલકુલ સાચી વાત.’ વાતનું સમર્થન કરતાં એક જુવાન યાદવે કહ્યું, ‘પણ જુઓને ! આપણા નેતા શ્રીકૃષ્ણને ન રુચ્યું. તેઓ દ્રૌપદીની વહારે ધાયા. કોઈના હક પર આ તરાપ ન ગણાય ?'
‘ચોખ્ખી તરાપ ! આ રીતે આપણી વચ્ચે આવે તો ખબર પાડી દઈએ !' એક જુવાન યાદવ તપી ગયો. એને જૂનીપુરાણી વાતોનાં પોપડાં ઉખેળતો બોલ્યો, ‘અને પેલા સ્યમંતક મણિના નામે ખેલાયેલી કૃષ્ણલીલા ક્યાં ભૂલી ભુલાય એવી છે !' ‘આગેવાનનું ઘસાતું બોલવું આપણને ન છાજે.' એક ડાહ્યા જુવાને વૃદ્ધની અદાથી કહ્યું.
‘સાચી વાત તો પરમેશ્વરને પણ કહેવી જોઈએ. યાદવો કંઈ બાપના કૂવામાં બૂડી મરનારા નથી.' સામે જવાબ મળ્યો.
‘અરે, આવી નિંદા-કૂથલીમાં વખત કાં બગાડો ? કામણગારી સુંદરીઓનાં અંગો ઉપર કવિતા રચો ને !' એક રસિક યાદવે વાતને નવો વળાંક આપવા કહ્યું. અને પછી તો સુંદરીના એક એક અંગની શત શત મુખે પ્રશંસા કરતી કવિતાની જાણે ત્યાં સરિતા જ વહી નીકળી.
એટલામાં કોઈકે ટકોર કરી. ‘અરે વિનતાનાં અંગોનાં તો બહુ વખાણ કર્યાં, પણ વારુણી વગર એનો રંગ જામતો નથી. આવા સ્નેહમિલનમાં તો દારૂનો દેવ પહેલાં હાજર થવો જોઈએ.' 424 – પ્રેમાવતાર
થોડી વારમાં એક કાવડ આવી. એમાં બે ઘડા છલોછલ ભરાઈને મદિરા આવી. યાદવો દોડ્યા. સુંદરીઓ જરાક સંકોચાઈ. યાદવોએ પાત્ર ઉઠાવ્યાં.
‘અરે ! મદિરાક્ષીઓને મદિરા કાં નહિ ?' તૃણબાહુ નામના યાદવે ટકોર કરી. સુવર્ણપાત્ર ભરાયાં અને યાદવો ધસ્યા.
સુંદરીઓએ પોતાના કોમળ હાથોથી તેઓને ત્યાં થંભાવી દીધા, ને કહ્યું. ‘જે કવિએ જે સુંદરીનાં સૌંદર્યમય અવયવનું કાવ્ય રચ્યું હોય; એ એને મદિરા પાય !' તરત સુંદરીઓની સૂચનાનો અમલ થયો. પોતાના પ્રિયપાત્ર પાસે પાત્ર ધરવામાં અજબ લહેજત આવી.
‘કહે છે કે દેવો મરીને યાદવ થાય છે ! પણ હું કહું છું કે આપણું જીવન દેવો જુએ તો એમનું અભિમાન ઊતરી જાય !' એક રંગીલા યાદવે કહ્યું.
પરિષદ બરાબર રંગ પર આવી રહી હતી. થોડી વારમાં તો બધાં મદ્યપાત્રો ખાલી થઈ ગયાં; અને યાદવો નશામાં ચકચૂર બનીને ડોલી રહ્યા. નશાબાજને નવરું કે ચૂપ બેસવું ગમે જ નહીં, એટલે તેઓ કંઈક નવી પ્રવૃત્તિ, નવું ટીખળ શોધી રહ્યા. એક મનચલા યાદવે કહ્યું, ‘ચાલો, ચાલો, પેલા ચોખલિયા ઋષિમુનિઓની ખબર લઈએ. મારા બેટા બેઠા બેઠા ડિંગો હાંકે રાખે છે !'
‘હા, એ વાત બહુ મજાની કરી. હમણાં હમણાં એમની ફાટ બહુ વધી ગઈ છે ! આજ એમની ખબર લઈ નાખીએ અને એમની પૂરી ફજેતી થાય તેમ કરીએ.' એકે આગળ ડગ ભરતાં કહ્યું.
જુઓ. તમાશો બરાબર ગોઠવીએ ને એમનું ભોપાળું ખુલ્લું પાડીએ. એક છોકરાને છોકરી બનાવો !’ એક ટીખળી યાદવે નવો તુક્કો સુઝાડ્યો.
‘બરાબર, પછી શું ?'
‘પછી એના પેટે પોટલું બાંધો.’
‘શા માટે ?’
“એમ લાગે કે છોકરી ગર્ભવતી છે.'
વાહ વાહ, પછી '
‘પછી જઈને એ દાઢીવાળાઓને પૂછીએ કે આ છોકરીને શું અવતરશે? સાવરણી કે સૂંથિયું ? દીકરો કે દીકરી ? એમના ભૂત, ભાવિ ને વર્તમાન જ્ઞાનની તરત પરીક્ષા થઈ જશે.'
‘શાબાશ, શાબાશ ! શું બુદ્ધિ લડાવી છે ને ! કેવી સરસ યુક્તિ શોધી કાઢી. ખરેખર જ્ઞાની બનવાનો ડોળ કરનારા ભોંઠા પડશે ત્યારે એમનાં મોં જોવાની ખૂબ ઉન્માદ 0 425
Page #224
--------------------------------------------------------------------------
________________
મજા પડશે. પછી વારે વારે આપણી ટીકા કરનાર એ દોઢ ડાહ્યા દાઢીવાળાઓની દાઢીમાં ધૂળ નાખશું અને આખી દ્વારકામાં ફજેતી કરીશું.’
ચાલો, ત્યારે આ શબને છોકરીનાં કપડાં પહેરાવો. એ રૂપાળો વધુ છે. એટલે સુંદરી તરીકે શોભી ઊઠશે.'
એક સુંદરીનાં વસ્ત્રો ઉતરાવીને શાંબ નામના યાદવને પહેરાવ્યાં અને એને પેટે પોટલું બાંધ્યું. એ ખુદ શ્રીકૃષ્ણનો પુત્ર હતો.
ગર્ભવતી સ્ત્રીને લઈને એ નશાબાજ ટીખળી યાદવો ઉપવનમાં આવ્યા.
અહીં મુનિઓ જ્ઞાનધ્યાન કરતા બેઠા હતા. ક્યાંક પઠનપાઠન ચાલતું હતું. ક્યાંક શાસ્ત્રચર્ચા ચાલતી હતી. ક્યાંક જ્યોતિષ, પિંગલ, કાવ્ય, વગેરે વિષયોનું અધ્યયન ચાલતું હતું. દુનિયાના વાતાવરણ કરતાં અહીંનું વાતાવરણ સાવ અનોખું હતું. જાણે કોઈ બીજી દુનિયા જ જોઈ લ્યો !
બધે ગંભીરતા પથરાયેલી હતી.'
અરે મહાપુરુષો ! જરા ઊંચું જોઈને હસો તો ખરા ! જ્ઞાને શું તમને પથ્થર બનાવી દીધા છે ?' યાદવોના તોફાની ટોળાએ આવતાંની સાથે વાતાવરણ ફેરવી નાખ્યું.
સમતાવંત મુનિઓ શાંતિ જાળવી રહ્યા. તેઓએ તોફાની યાદવોને આવકાર આપ્યો.
એક હોશિયાર યાદવે હાંસી કરતા બધા યાદવોને આંખના ઈશારાથી થંભાવી દીધા, પછી વિનયપૂર્વક આગળ આવીને એણે એ ઋષિઓને વંદન કર્યું. અને પછી ભારે ગંભીર ભાવ ધારણ કરીને પૂછયું, ‘ત્રિકાલજ્ઞાની મુનિવરો! અમારે આપની પાસેથી એક વાત જાણવી છે. આપની રજા હોય તો અમારા મનની વાત આપને પૂછીએ.’
‘ખુશીથી.' મુનિઓએ ભોળેભાવે કહ્યું.
‘આ છોકરી ગર્ભવતી છે.' આટલું બોલી યાદવ જરા થોભી ગયો. અને એણે પોતાની પાસે ઊભેલા અટકચાળા યાદવોને શાંત રહેવાની સૂચના આપતાં ચેતવણી આપી કે, ‘આ મુનિઓ ત્રિકાલજ્ઞાની છે. ભૂત, ભવિષ્ય ને વર્તમાન ત્રણેને હાથમાં રહેલ આંબળાની જેમ જાણે છે, અને કહી શકે છે, પણ જો એ નારાજ થઈને શાપ આપે તો સત્યાનાશ કાઢી નાખે.”
આટલું બોલી એ યાદવ મુનિઓ તરફ ફર્યો ને બોલ્યો, “કૃપા કરીને આપ કહો કે આ છોકરીને શું અવતરશે ?
પ્રશ્ન પછી હસું હસું થતો યાદવ સંઘ કૃત્રિમ ગંભીરતા ધારણ કરી રહ્યો. કેટલાક યાદવોએ હાસ્ય રોકવા મોંએ હાથ દાળ્યો. મુનિ તરફથી જવાબ ન મળતાં, પેલા યાદવે ફરી વિનંતી કરી. ‘કૃપા કરીને આ સુંદરીના ગર્ભમાં છોકરો છે કે છોકરી તે અમને કહો.”
મુનિઓ હજી પણ મૌન હતા. યાદવે ફરી વિનંતી કરી. મુનિ ખિન્ન ચિત્ત બોલ્યા, ‘આ શાંબકુમાર સાંબેલાને જન્મ આપશે, અને એ સાંબેલું યાદવોનું નિકંદન કાઢશે, એમનો સર્વનાશ વાળશે.’
‘હા-હા-હા ! જોઈ લીધા જ્ઞાની મુનિઓ, અને જોઈ લીધું એમનું જ્ઞાન ! નકરા ઢોંગી, ધુતારા અને ભોળી દુનિયાને ઠગનારા ! જરા વાતમાં મુનિ ક્રોધી બની ગયા 1 ક્રોધી ચાંડાલ ! મુનિ ચાંડાલ !' બધા યાદવો ખડખડાટ હસી પડ્યા.
થોડી વારે જાણે અંતરની દાઝ કાઢતા હોય એમ તેઓ બોલ્યા, ‘સતી શાપ દે નહિ અને શંખણીનો શાપ લાગે નહિ ! યાદવો તમારા જેવા ધૂર્ત સંન્યાસીઓથી કે એમની ધુતારી ભવિષ્યવાણીથી ડરતા નથી. તમારું ચાલે તો યાદવોનું સત્યાનાશ વાળી નાખજો.’
ને યાદવો અને યાદવસુંદરીઓ હાસ્યના પરપોટા ઉડાડતાં ઉડાડતાં પાછાં વળી નીકળ્યાં.
426 પ્રેમાવતાર
ઉન્માદ 427
Page #225
--------------------------------------------------------------------------
________________
60
સમસ્ત શાસ્ત્રોનો સાર
એ વાતને દિવસો વીતી ગયા.
મુનિઓના શાપને અને તેમનાથની વાણીને લોકો અવનવા બનાવો સાથે સાંકળી રહ્યા હતા; પણ એ તો પોચા દિલના ડરપોક લોકો હતા.
દ્વારકામાં દારૂ પુરજોશમાં છણાતો હતો અને દારૂમાં ચકચૂર બનેલા યાદવો ઉદ્ધતાઈને ગૌરવ માનીને ચાલતા હતા અને ઉન્મત્ત જીવન જીવતા હતા. જાણે કોઈની તમા ન હોય એ રીતે તેઓ વર્તતા હતા. અને લડે નહિ તો લડવા દે, એમ કહીને જ્યાં ત્યાં ઝઘડા ખડા કરતા હતા.
ભાવિનો ભયંકર ઘંટારવ ગલીએ ગલીએ નિર્દોષ કરતો હતો, પણ દારૂના દૈત્યના પંજામાં પડેલા એ બધાના કાન બહેરા બન્યા હતા. આ બધામાં જાગ્રત અને જલકમલવતું એક પુરુષ હતા અને તે શ્રીકૃષ્ણ ! એ રાજપ્રાસાદમાં વસતા, પણ અરણ્યોની ભાવનાથી ! હીરચીર પહેરતા પણ ચીંથરાની મનોદશાથી! સોનું અને માટી એમને મન એક સમાન હતાં.
યાદવોની દુર્દશા જોઈને શ્રીકૃષ્ણ સદાકાળ ચિંતિત રહેતા. એમનું ગમે તેવા પરાજયમાં હસતું રહેનાર મુખ હવે ગંભીર બની રહ્યું હતું. પણ યાદવોને એની તમા નહોતી. તેઓ તો ઊલટા શ્રીકૃષ્ણની ઠાવકાઈની મશ્કરી કરતા અને કહેતા કે, ‘ભાઈ ! મોટા એમ ને એમ ન થવાય. આખો દહાડો એરંડિયા પીધેલું મોં રાખવું પડે. વળી એ તો કહેવાતા મહાન ફિલસૂફ છે ને ! ઋષિ-મુનિઓએ ઠીક એમને છાપરે ચઢાવ્યા છે !'
ભરી દ્વારકામાં શ્રીકૃષ્ણના મનોમંથનને સમજનાર એક જ આત્મા હતો, અને એ ઓધવજી !
ઓધવજી શ્રીકૃષ્ણમય હતા, તેઓ તેમના દેહને જોઈને વિચારતા : “ઓહ! આ પૂર્ણપુરુષનો દેહ હવે આ દુનિયા પર લાંબો વખત નહિ ટકે ! હવામાં ઠંડી જોઈને માણસ શિયાળાના આગમનની એંધાણી આપે એમ હવે આ ક્ષણભંગુર દેહ થોડા વખતનો મહેમાન છે. જે કામ માટે અવતાર લીધો હતો, તે હવે પૂરું થયું લાગે છે!'
આખો અવતાર શ્રીકૃષ્ણ અસુરો, અનિષ્ટો અને પાપોના નાશ પાછળ ગાળ્યો હતો. એક ઘડી જેપની કાઢી ન હતી. એશઆરામની સામગ્રી તો ભરે ભરાતી હતી, પણ એ ભોગવવાનો એમને સમય જ નહોતો, પારકી પીડ દૂર કરવામાં જ બધો વખત ચાલ્યો ગયો હતો.
અને લોહીનું પાણી કરીને, ઊંઘ અને આરામ વેચીને કરેલા આવા બધા પ્રયત્નોનું પરિણામ શું ? જુગારી અને છાકટા યાદવો નજર સામે હતા. શું આ માટે પોતે એ અનર્થો સામે ઝૂઝયા હતા ? એક અનર્થને ડામીને બીજા અનર્થને વેગ આપવા ?
ભર્યા વાદળ જેવાં એ વેદનાભર્યા નયનો જે જોતા, એ પાવન થઈ જતા, વરમું વરસું લાગતાં એ નેત્રવાદળો વરસતાં નહિ, ત્યારે બહુ ભારે લાગતાં. લોક-કલ્યાણ માટે અગરબત્તીની વાટ જેવું જીવન ગાળનાર શ્રીકૃષ્ણ ખરેખર ભવ્ય વ્યક્તિ બની ગયા હતા.
ઓધવજી લોકોમાં ફરતા ને કહેતા : ‘આ દિવ્ય તેજ હવે થોડા દહાડાનું મહેમાન લાગે છે; પ્રકાશ ઝીલવો હોય એ ઝીલી લો !'
પણ જાણે ભરપેટ ભોજન માણ્યા પછી લોકોને અપચો થયો હોય એમ કોઈ આવી વાત કાને ન ધરતું. અને કોઈ પણ સારી વાતની મજાક કરવી, યાદવોની ખાસિયત બની રહી હતી. કોઈ પણ આદર્શની હાંસી ઉડાવવી એ ત્યાં ચતુરાઈ લેખાતી.
ઓધવજીએ રાજ મહેલોને સાદ કર્યો, કોઈ ન જાગ્યું, અહીં તો વારુણીનો મહિમા પ્રસ્થાપિત થઈ ગયો હતો.
ઓધવજીએ શ્રેષ્ઠી-સામંતોની સામે અહાલેક જગાડ્યો. કહ્યું, ‘કલ્યાણકામનાની મુશળધાર વર્ષો હવે રોકાઈ જવાની તૈયારીમાં છે. તમારાં નાનાં-મોટાં પાત્રો ભરી લો. વર્ષોના વિરહે તમારા સુકાતા કંઠોને એ કોમળ રાખશે !' પણ શ્રેષ્ઠી-સામંતો વેપાર અને શિકારની પ્રક્રિયામાં સમાન રીતે મગ્ન હતા. એમને આ વાત સમજવાની નવરાશ ન &તી.
ઓધવજીએ ઝૂંપડીઓ અને સામાન્ય માણસોને ઢંઢોળ્યા, ‘રે ! સદા ઝૂંપડીઓએ સાદ ઝીલ્યા છે. શ્રીકૃષ્ણ જેટલા મોટાના છે, એના કરતાં નાનાના વધુ છે. એનો
સમસ્ત શાસ્ત્રોનો સાર 429,
Page #226
--------------------------------------------------------------------------
________________
આત્મા ગોપનો છે, દેહ ભલે રાજાનો હોય, એને ગૌ વધુ પ્રિય છે, ભલે હાથી હજાર ઝૂલતા હોય ! એને યુદ્ધ કરતાં રાસ વધુ પ્રિય છે. ને મુત્સદી પુરુષો અને રૂપમણિ સમી રાણીઓ સાથેના નર્મ વિનોદ કરતાં ગોપાંગનાઓ સાથે નિર્દોષ મશ્કરી વધુ ગમે છે ! આવો, બહાર નીકળી આવો ! આ પુરાણ-પુરુષને પિછાનીએ !”
પણ કોણ નીકળે ?
ઓધવજીનો સાદ સાંભળી રિયો ડોલ્યો, ગાયો ઘેલી બની, વગડો જીવતો થયો, પથ્થરોમાં વાચા આવી, પણ માનવી એનો એ રહ્યો-પથ્થર પર પાણી !
ઓધવજી શ્રીકૃષ્ણની પ્રિય નગરી દ્વારકાના દ્વારે દ્વારે ફર્યા. પણ દ્વારકામાંથી સત્યવતી બ્રાહ્મણો ને પવિત્ર ઋષિઓ તો ક્યારના ચાલ્યા ગયા હતા, ઉન્મત્ત દ્વારકાવાસીઓ એમને આંખના કણા જેવા ગણવા લાગ્યા હતા; અને એમના આશ્રમોના અસ્તિત્વને યાદવોની ગમે તે ટોળકી ક્યારે નષ્ટભ્રષ્ટ કરી નહિ નાખે, એની એમને દહેશત હતી. એ માટે લાજનાં લૂગડાં ખેંચાય તે પહેલાં તે માનભેર ચાલ્યા ગયા હતા.
ઓધવજી પોતે ઘાંઘા થઈ ગયા, ત્યાં એક દહાડો શ્રીકૃષ્ણ યાદવ સભાને સંબોધતાં કહ્યું, ‘આપણા કુળ ઉપર ઋષિઓના શાપ ઊતર્યા છે. ગર્વ આપણને બહેરા અને અંધ બનાવી રહ્યો છે, ચારે તરફ નજર કરો, ભયંકર ઉત્પાતો ને ખોટા બનાવો બની રહ્યાં છે. સંપ અને જંપ જાણે પરવારી ગયાં છે.'
‘નેતૃવર્ય ! યાદવો આવતીકાલની ચિંતા કરીને પોતાની આજ બગાડનારા કાયરો નથી. આપની સ્થિતિ આખા ગામની ચિંતામાં દૂબળા થઈ ફરનારા પેલા કાજી જેવી છે ! ખાઓ, પીઓ, નાચો, ગાઓ ! હાથમાંથી ઊડી ગયેલું કાળરૂપી પંખી પાછું હાથ પર આવીને બેસતું નથી.' યાદવો મીઠા થઈને શ્રીકૃષ્ણને ઉપદેશ આપવા પ્રયત્ન કરતા.
‘તમે મારી દેહ જેટલા મને પ્રિય છો. મારી દેહને જેટલું કષ્ટ પડે એટલું કષ્ટ તમને દુઃખી જોઈને મને પડે. મારે તર્ક નથી કરવા, દલીલો નથી ચલાવવી, ફક્ત વિનંતી કરવી છે કે પ્રભાસ મોટું તીર્થ છે. આપણે બધા ત્યાં જ ઈએ; અને સ્નાનપ્રાયશ્ચિત્ત કરી દાનાદિથી પવિત્ર થઈએ.’
યાદવોને પ્રાયશ્ચિત્ત ? અશક્તિમાન ભવેત્ સાધુ. શક્તિમંતોની પાસે સાધુતા તો ચરણ ચાંપતી આવે.’ યાદવો ગર્વની વાણી વદી રહ્યા.
શ્રીકૃષ્ણ તર્ક-દલીલ કરવા ચાહતા નહોતા. તેઓ મૌન ઊભા રહ્યા પણ એમનાં નેત્રો યજ્ઞકુંડની લાલાશ પકડી રહ્યાં હતાં. આખરે કેટલાક યાદવોને ચાર આંખની શરમ નડી. તેઓએ જાહેર કર્યું કે
430 p પ્રેમાવતાર
પ્રભાસ ક્ષેત્રની યાત્રાની સહુ યાદવો તૈયારી કરે. આપણા વડીલોને આપણે નારાજ કરવા નથી.
તૈયારીઓ ચાલુ થઈ. પણ એ તૈયારીઓ પ્રભાસની યાત્રાને અનુરૂપ નહોતી, વૈરવિહારને શોભે તેવી હતી. ભાતભાતના જુગારના ખેલાડીઓ ત્યાં પહોંચી ગયા અને ન જાણે કેટલીય જાતની સુરા ત્યાં સંગૃહીત થઈ.
ઓધવજીને એમાં જરાય રસ નહોતો. તેઓ એક વાર એકાંતે શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગયા. લોકનાયક લાગતા શ્રીકૃષ્ણ અત્યારે લોકગુરુના ભાવમાં હતા. સૂર્યનાં સહસરશ્મિ જેવું તેજવર્તુળ તેમની મુદ્રાની ચારે બાજુ પથરાયેલું હતું.
ઓધવજી સામે જઈને બેસી ગયા, બોલવું ઘણું હતું પણ બોલાયુ નહિ. એ મુક્ત મને ૨ડી પડયા. મન ભરીને ૨ડ્યા !
લોકગુરુએ પણ અવસર પારખીને એમને મોકળે મને રડવા દીધા. હૈયું ભરાયેલું હતું, ખાલી કરવા દીધું. હૈયું ખાલી થાય તો જ હોઠ કંઈક સ્પષ્ટ વાત કરી શકે.
ઓધવજી હીબકાં ભરી ભરીને ૨ચી, નાનું બાળક માતાના વિયોગે રડે એમ રડ્યા ! પણ ઓ માં ભારે કઠિન ની કળી, ભક્ત અને પ્રેમી માટે પ્રાણ સંકટમાં મૂકતાં આંચકો ન ખાનાર શ્રીકૃષ્ણ અત્યારે સ્થિતપ્રજ્ઞ બની રહ્યા.
આખરે લોકગુરુ બોલ્યા, ‘ઉદ્ધવ ! સમષ્ટિ થા ! મારા દેહ તરફના અનુરાગનો ત્યાગ કર ! આત્મા તરફ જો.’
ઓધવજી વિચારી રહ્યા કે કાંકરા અને મણિમાં કેવી રીતે સમદૃષ્ટિ સાધી શકાય ? અસંભવ ! ઓધવજીએ કંઈ જવાબ ન વાળ્યો.
‘તારા મનને મારા વિશે સ્થાપિત કર.’ શ્રીકૃષ્ણે કહ્યું. મન તો સ્થિર છે; પણ હમણાં હમણાં એમાં શંકાના થોડા વાયુ પેદા થયા
‘ચંચળતા છાંડી દે ઉદ્ધવજી ! ઇંદ્રિયાદિને કાબૂમાં કરો. આત્મામાં જ આખા વિશ્વને નિહાળો અને મને આત્મસ્વરૂપ માનો. આ જગત માયા છે, નાશવંત છે. યાદ રાખો મન, વાણીને ચકુથી સાચું જગત ઓળખી શકાતું નથી.શ્રીકૃષ્ણ બોલ્યા. આ એમની વાણી અભુત હતી ! સમસ્ત જીવન દુષ્કૃત્યોના વિનાશ માટે વાપરવાથી એમનું આ પાસું લોકોથી સાવ અસ્પૃશ્ય રહ્યું હતું.
ઓધવજીને જોઈતી તક લાધી ગઈ. એ બોલ્યા, “માણસો માટે મોજ શોખનો ત્યાગ સહેલો નથી. મને પરિવાર રુચે છે. ઘરવ્યાદિ અને સંતાનમાં મારી અહંબુદ્ધિ છે. આસક્ત જીવ છું. મારા જેવા જીવના કલ્યાણનો માર્ગ બતાવો.”
સમસ્ત શાસ્ત્રોનો સાર 431
Page #227
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ હવે સુત્રાત્મક વાણી બોલ્યા, “માણસ પોતે પોતાનો ગુરુ છે, ને પોતાનો ઉદ્ધાર પોતે કરી શકે છે.” શ્રીકૃષ્ણ ઉદ્ધત યાદવોને રૂચે એવી પરિભાષામાં વાત કરી.
| ‘મને આપનો શિષ્ય ને અનુગામી માનજો. યોગ્ય લાગે તો નિઃસંકોચ કહેજો, દૃષ્ટાંત મને વધુ અનુકૂળ રહેશે.’ ઓધવજીની આંખમાં આંસુ દૂર થઈ ગયાં હતાં, ને મુખ પર જોઈતું મળ્યાનો આનંદ રમવા લાગ્યો હતો.
શ્રીકૃષ્ણ પરમકોટી પર પહોંચ્યા હતા, છતાં ભક્તો તરફનું વાત્સલ્ય હજી અશ્રુણ હતું. એ બોલ્યા, ‘શ્રીદત્તાત્રેયની રીત અંગીકાર કરનાર સુખી થાય છે. માણસ પાસે જિજ્ઞાસાબુદ્ધિ જોઈએ. દત્તાત્રેય આમ તો ગુરુ એ કે ર્યા નહોતા, અને આમ ચોવીસ ગુરુ કર્યા હતા.'
‘ચોવીસ ગુરુ ? એ કેવી રીતે પ્રભુ ?' ઓધવજીએ પ્રશ્ન કર્યો. “માણસને એકબે ગુરુ હોય, કંઈ ચોવીસ ગુરુ હોય ?”
‘ગુરુ હોય એ તત્ત્વ આપે. જેણે કંઈ તત્ત્વ આપ્યું એ ગુરુ. દરેક વસ્તુમાંથી તેમણે સાર ગ્રહણ કર્યો. મધમાખ મધ ભેગું કરે છે તેમ એમણે ચોવીસ ગુરુઓ પાસેથી બુદ્ધિ ગ્રહણ કરી મુક્તિ મેળવી.”
એ ગુરુઓના નામ ?”
‘ચમકી ન જઈશ. આ સમસ્ત દુનિયા અને તેમાં સચરાચર જીવો એ બધાંયને વાંચતાં આવડે તો ઉપદેશના એક ગ્રંથસમાં છે, વિચારતાં આવડે તો ગુરુસમાં છે. દત્તાત્રેયના ચોવીસ ગુરુઓનાં નામ સાંભળ-ધરતી, આભ, પવન, પાણી, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય !' શ્રીકૃષ્ણ આટલું બોલીને થોભ્યા.
“વાહ, પછી...?” ‘હોલ, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, હરણ અને માછલું!' | ‘હરણ અને માછલું ગુરુ ? અદ્દભુત ! આગળ ?”
‘મધ હરનારો વાઘરી, પિંગળા વેશ્યા, ટિંટોડો, કુમારી કન્યા, બાણ બનાવનારા લુહાર, સર્પ કરોળિયો ને ભમરી !'
શું આ પાસેથી દત્તાત્રેયે તત્ત્વનિશ્ચય પ્રાપ્ત કર્યો ?' ‘હા, તારે જે ગુરુ વિશે અને તેણે આપેલા આ સાર વિશે પૂછવું હોય તો પૂછ!”
‘પૃથ્વી ગુરુ કેવી રીતે ? એણે ક્યાં તત્ત્વોનો નિશ્ચય કરાવ્યો ?” ઓધવજી રંગમાં આવી ગયા. પૃથ્વી પાસેથી એ સાર તત્ત્વ જાણ્યું કે માણસે જીવન પરોપકારનું જીવવું અને
432 | પ્રેમાવતાર
સુખદુ:ખ સમભાવપૂર્વક સહન કરી લેતાં શીખવું. પૃથ્વીને માણસ કચડે છે, પીલે છે, ખોદે છે, છતાં એ પોતાના ધર્મથી ચલિત થતી નથી. ને પર્વત તથા વૃક્ષાદિને લોકો કાપે-છેદે તોય પોતાના ગુણધર્મથી વિમુખ થતી નથી. એટલે પૃથ્વી પહેલો ગુરુ !'
‘સરસ, હવે વાયુ વિશે કહો.” | ‘વા-પવન સુગંધી ને દુર્ગધી બંને પ્રકારના હોય છે, પણ એ તો એનો બાહ્યભાવ છે, પવનને પોતાને સુગંધ કે દુર્ગધ કંઈ નથી. એમ માણસે પણ પોતાની ગુણદોષની વૃત્તિઓને આત્માથી ભિન્ન માનવી.”
‘સુંદર મહાપ્રભુ !' ઓધવજીને આ વાતો સાકાર-સુખડી જેવી લાગી ગઈ, અને શ્રીકૃષ્ણના દેહની ચિંતા ક્ષણવાર ભુલાઈ ગઈ; સાદા છતાં મર્મસ્પર્શી ઉપદેશને એ ચિત્તમાં ઉતારી રહ્યા.
લોકગુરુ પોતાના ભક્તના મનોદેશને અવગાહન કરનારા હતા, એની ઉત્કંઠા તૃપ્ત કરવા તેમણે કહ્યું, ‘ઉદ્ધવ ! આકાશ ક્યાં નથી પથરાયેલું છતાં, ક્યાંય એ
ક્યારેક પકડાતું નથી. આકાશના સ્થાને આત્માને લેવો, અને દેહ વગેરે એને પ્રાપ્ત થતાં ધર્મો ખરી રીતે આત્માના ધર્મો નથી, એમ માનવું આ રીતે જળ-ગુરુનો સંદેશ પણ એવો છે કે લાલ પાણી, મેલું પાણી, એ બધી બાહ્ય ઉપાધિઓ છે. જળ તો બધાથી ભિન્ન છે. જળનો સાર તીર્થ થવામાં છે. મનુષ્ય પણ તીર્થરૂપ બનવું જોઈએ.’
‘અગ્નિ ગુરુ કઈ રીતે ? એ તો બાળનારો છે.” ઓધવજી ગોઠણભેર થઈ ગયા હતા. એમનું ચિત્ત એકાગ્ર બનતું જતું હતું.
‘અગ્નિને પોતાના ગુણો ને પોતાનું સામર્થ્ય છે. એ કોઈથી પરાભવ ન પામે તેવો ઉદરરૂપી એક જ પાત્રવાળો સર્વભક્ષી અને કોઈના પણ દોષને ગ્રહણ ન કરનારો છે. માણસે અગ્નિ પાસેથી આ ગુણો સ્વીકારી તેજસ્વી બનવું ઘટે.’ | ‘ચંદ્ર અને સૂર્ય ગુરુ કઈ રીતે ?” ઓધવજીને આ સાદી વાતોમાં ગહન અર્થ ભરેલો લાગ્યો.
‘ચંદ્રની વૃદ્ધિ ને હ્રાસ અથવા ગ્રહણ તેની કળાઓમાં છે. ચંદ્ર પોતે તો એ બધાથી સાવ અલિપ્ત છે. માણસે પોતાના આત્મા વિશે એમ જ સમજવું. વિકારો દેહના છે, આત્માના નહિ, અને સૂર્ય-ગુરુની વાત તો ગજબની છે. આઠ મહિના એ પાણીને ચૂસે છે. અને ચોમાસામાં બધું ઠાલવી દે છે. એમ માણસ ઇંદ્રિયો દ્વારા અનેક વિષયો પ્રાપ્ત કરે પણ યોગ્ય પાત્ર મળતાં એ બધું આપી દે છે. આપવાનો ધર્મ આદમી પાળે.’
‘આ બધું તો ઠીક પણ હોલો ગુરુ કેવી રીતે થાય ?” ‘હોલો સંસારની માયાનું દૃષ્ટાંત છે. એક હતાં હોલો ને હોલી. પૃથ્વી પર એ
સમસ્ત શાસ્ત્રોનો સાર | 433
Page #228
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગનું જીવન જીવતા. એમાં તેઓને બચ્ચાં થયાં. તેઓનાં સુખનો પાર ન રહ્યો. મૃત્યુને ભૂલી ગયાં હતાં. કૂર પારધી ત્યાં આવ્યો. એ એમનાં બચ્ચાંને ઉપાડી ગયો, અને શેકીને ખાઈ ગયો. પરિવારના દુઃખમાં હોલી તથા હોલો ભાન ભૂલી ગયાં, ને એ વ્યગ્રતામાં એ પણ પારધીના હાથે બંધાણાં ને મરાણા! આથી હોલાએ બોધ આપ્યો કે પરિવારમાં મમત્વ દુઃખ કર્તા થાય છે. મુક્તિને ઇરછનારે પરિવારમાં અતિ મોહ ન ધરાવવો.' | ‘વાહે પ્રભુ ! અજગર કયું તત્ત્વ દાખવે છે ?”
માણસ રોજી માટે દિવસભર દોડધામ કરે છે. મળે છે ત્યારે કર્મને શુભ કહે છે, નથી મળતું ત્યારે કર્મને કઠણ કહે છે. વળી એ રોજી માટે હીનકર્મ કરે છે, સ્વમાનહીન ચાકરી કરે છે. તેઓની સામે અજગર કહે છે કે હું ચાકરી કરતો નથી, શુભ-અશુભની ખેવના રાખતો નથી. દેવ છે. ઘણી વાર એ સુલભતાથી દે છે, ઘણી વાર દુર્લભતાથી પણ દેતો નથી. પણ મારા માટે તો દે તોપણ વાહ વાહ, ન દે તોપણ વાહવાહ ! એ છે આળસુ લાગતા અજગરના જીવનનો સાર !'
‘સુંદર ! મહાપ્રભુ ! મારે ચોવીસ ગુરુ દ્વારા મળતું તત્ત્વચિંતન સમજવું છે. સમસ્ત શાસ્ત્રના ગ્રંથોનો સાર આ નારી વાતોમાં ભર્યો છે.” ઓધવજીએ કહ્યું.
શ્રીકૃષ્ણને ભક્તને તત્ત્વજ્ઞાનનું ભાણું પીરસવા તત્પર જ હતા. એ આગળ
વધ્યા,
ઉદ્ધવજી દત્તચિત્ત થઈને સાંભળી રહ્યા હતા. કાળક્ષેપ કરવો એમને ગમતો ન હતો. પળેપળ કીમતી વીતતી હતી. પૃથ્વીનું પડ ભીંસાતું લાગતું હતું, કાળધટાનો અશ્રાવ્ય ઘોષ સંભળાતો હતો.
ભગવાન શ્રીકૃષ્ણ આગળ બોલ્યા, ‘પારધી અને મધમાખીમાંથી ગુરુ દત્તાત્રેયે એ બોધપાઠ તારવ્યો કે દાન અને ઉપભોગ વગરનું ધન આખરે બીજા લઈ જાય છે, ને સંગ્રહ કરનારાના નસીબમાં આખરે સંતાપ રહે છે.’
ઉદ્ધવની જિજ્ઞાસા અપૂર્વ હતી, એમણે પૂછયું, ‘ભગવાન દત્તાત્રે પિંગલા વેશ્યાને ગુરુપદે કેવી રીતે સ્થાપી ? વેશ્યા અને વળી ગુરુ ?'
‘વિદેહ દેશમાં પિંગલા નામની ગણિકા રહેતી હતી. એ એક સાંજે ગ્રાહકોની રાહ જોતી દ્વાર પર ખડી હતી. એમ કરતાં અડધી રાત વીતી ગઈ, પણ કોઈ ગ્રાહક ન આવ્યો. આખરે એ ઊઠીને અંદર જતાં બોલી, “ખોટી મેં રાહ જોઈ. ખોટા માણસોની મેં આકાંક્ષા કરી. આત્મરૂપ પતિને મેં પિછાણ્યો નહિ, હવે તો હું પરમાત્માની રાહ જોઈશ, ને યદ્દચ્છાથી જે આવશે તેનાથી ગુજરાન ચલાવીશ.'
‘ગુરુ દત્તાત્રેયે આ શબ્દો સાંભળ્યા અને ગણિકાને ગુરુ કરી.
ભગવાન શ્રીકૃષ્ણ થોડી વાર થોભ્યા ને આગળ બોલ્યા, ‘એક ટિંટોડો મોંમાં માંસનો ટુકડો લઈને આવ્યો, આ જોઈ બીજાં ગીધ આદિ પંખીઓ તેને ઘેરી વળ્યા અને ચાંચો મારવા લાગ્યાં. ટિંટોડાએ માંસના સંગ્રહમાં પોતાનું મૃત્યુ જોયું. એણે માંસપિંડ છોડી દીધો ને એ સુખી થયો. એમાંથી શીખવાનું એ છે કે જરૂર કરતાં વધુ સંગ્રહ સંતાપકારી છે. ઓગણીસમો ગુરુ કર્યો એ ક બાળકને ! માણસે પોતાનું મન બાળક જેવું નિદૉષ રાખવું ઘટે, બાળ કને જેમ માનપાન પીડતું નથી, આવતી કાલની ચિંતા સતાવતી નથી, ને નિર્દોષ ક્રીડામાં સતત મસ્ત રહે છે. આ બાબતમાં બાળક યોગીઓનો પણ ગુરુ છે.’
‘સુંદર, લોકગુરુ ! આપણે ફરી બાળક બનીએ તો આપણું તો ખરેખરું કલ્યાણ થઈ જાય !' ઓધવજીથી બોલાઈ ગયું.
‘ઉદ્ધવજી ! એક ગૃહસ્થ હતો. એને એક કન્યા હતી. એક વાર કેટલાક લોકો કન્યાને જોવા આવ્યા. માબાપ ઘેર નહોતાં. કન્યા મહેમાન માટે ડાંગર ખાંડવા બેઠી, પણ ખાંડતાં ખાંડતાં હાથમાં પહેરેલાં કંકણનો અવાજ થવા લાગ્યો. કન્યાએ વિચાર્યું કે હું અત્યારે અનાજ ખાંડવા બેઠી છું, એ જાણશે તો મહેમાનો મારા ઘરને દરિદ્રનું ઘર ધારશે. માટે એણે ઘણાં કંકણો કાઢીને ફક્ત બે જ રાખ્યાં. બે પણ અવાજ કરવા લાગ્યાં. આખરે એક એક રાખ્યું ત્યારે અવાજ બંધ થયો.આ પરથી ડાહ્યા માણસે સમજવું જોઈએ કે ઘણા સાથે રહેવાથી ખડખડ થાય છે, બે જણાથી વાતો થાય છે. ખરી શાંતિ તો એક જણમાં જ છે. માટે યોગીઓએ એકલા જ રહેવું. વળી, એ માટે
સમસ્ત શાસ્ત્રોનો સાર 435
‘ઉદ્ધવ ! માણસે સાગરના જેવા બનવું જોઈએ. ન જાણે કેટલી નદીઓનાં પાણી એનામાં ઠલવાય છે, ન જાણે કેટલું પાણી વરાળ વાટે ઊડી જાય છે. અને છતાં એ મર્યાદાવાન ને સમષ્ટિ છે. આ બાબતમાં સાગર માણસનો ગુરુ છે. સુખ મળે તો છકી ન જવું, દુ:ખ પડે તો દીન બની ન જવું.’
ભરી સભામાં એક ઓધવજી ઊભા હતા એ ભાવિની નજરે નિહાળતા હતા ને યાદવ કુળની સંસાર વિખ્યાત જ્યોતિઓના વિલીનીકરણને પ્રત્યક્ષ કરી કહી રહ્યા હતા. ચાતક જેમ સ્વાતિના જળને મુખ ફાડી પીએ, તેમ તેઓ શ્રીકૃષ્ણની વાણી પી રહ્યા હતાં.
| ‘ઉદ્ધવજી !' વાત આગળ ચાલી. ‘દત્તાત્રેયે પતંગિયું જોયું, ભમરાને જોયો, હાથીને જોયો, હરણને જોયું અને મલ્યને પારખ્યું. આ પાંચે પાસેથી પાંચ ઇંદ્રિયોનો બોધ મેળવ્યો. દીવાના રૂપમાં આસક્ત બની પતંગને બળતું જોયું, સુગંધના અતિ શોખથી કમળમાં બિડાઈ નાશ પામતો ભ્રમર જોયો, હાથણી પાછળ ઘેલો બની ખાડામાં પડી કેદ થતો હાથી જોયો, ગીતમાં લુબ્ધ બની પારધીની જાળમાં સપડાતું મૃગ જોયું અને જીભના સ્વાદમાં ઝડપાતું મસ્ય જોયું. ને આ બધા પાસેથી એમણે ઇંદ્રિયોના સંયમનું તત્ત્વ પ્રાપ્ત કર્યું.'
434 3 પ્રેમાવતાર
Page #229
--------------------------------------------------------------------------
________________
‘શબ્દ, રૂપ, રસ, સ્પર્શ ને ગંધ વગેરે પાંચ વિષયોરૂપી રસો એ વૃક્ષોમાંથી પેદા થાય છે.*
સર્પને ગુરુ બનાવવો. સર્પ કદી પોતાનું ઘર બનાવતો નથી; એ જ્યાં ત્યાં ઉપ-આશ્રયો શોધી લે છે, અને બાણ બનાવનાર લુહાર બાવીસમો ગુરુ કે જેની પાસેથી વરઘોડો આખો પસાર થઈ ગયો પણ તપાવેલ લોઢાને ટીપવામાં એ એટલો બધો મગ્ન હતો કે તેને કશો ખ્યાલ આવ્યો નહિ. આત્મા વિશે મનને લુહારની જેમ એકાગ્ર કરવું જોઈએ.”
વાહ ગુરુ ! આ તો તમે જીવનગીત રચી રહ્યા છો. હવે દત્તાત્રેયના ૨૪ ગુરુઓમાં બે બાકી રહ્યા છે. આપ એ બેનાં વર્ણન કરો !!
‘કરોળિયો ત્રેવીસમો ગુરુ બન્યો. કરોળિયો પોતાની લાળથી આખું જગત આવરી લે છે, ને પાછું પોતાની જાળ સમેટી લઈને જાણે કશુંય નહોતું તેવું કરી દે છે. આ સંસારની વચ્ચે પરમાત્માનું એવું સમજવું. આ વિસ્તાર કંઈ નથી. માત્ર બાહ્ય જ સર્વસ્વ છે.’
| ‘ચોવીસમો ગુરુ ભમરીએ દરમાં મૂકેલો કીડો છે. રાગ, દ્વેશ કે ભ્રમરનું ભયથી ચિંતવન કરતો કીડો જેમ ભ્રમરૂપ થઈ જાય છે, તેમ પરમાત્માનું ગમે તે ભાવે ચિંતન કરતો, આત્મા પરમાત્મા બની જાય છે.
શ્રીકૃષ્ણ થોભ્યા. ઉદ્ધવજીનું મન સૂર્યોદયે ખીલેલા કમળ જેવું પ્રફુલ્લ બન્યું હતું.
શ્રીકૃષ્ણ જાણે પોતાના ઉપદેશનો ઉપસંહાર કરતા હોય તેમ બોલ્યા, ‘ઉદ્ધવજી સંયોપમાં જાણી લો કે
‘દેહ માયાના ગુણોથી રચાયેલો છે. “એમાં રત હોવાથી માણસને સંસાર પ્રાપ્ત થયો છે. “આત્મજ્ઞાનરૂપી અગ્નિથી બધું પાવન થાય છે. આત્મા એક જ છે. ‘આત્મામાં અનેકપણાનો ભાસ એ જ પરતંત્રતા.
જીવને અવિદ્યાને લીધે બંધ થાય છે. ‘જીવને જ્ઞાનને લીધે મોક્ષ થાય છે.
હે ઉદ્ધવજી ! તમે મારા પરમ મિત્ર છો, વળી શુદ્ધ અંત:કરણવાળા છો, તેથી તમને આ પરમ રહસ્ય કહું છું.
આ જગતરૂપી વૃક્ષોનાં બી પુણ્ય તથા પાપ છે. એ વૃક્ષોનાં મુળ અગણિત વાસનાઓ છે. ‘સુખ ને દુ:ખ વૃક્ષોનાં ફળો છે.
436 | પ્રેમાવતાર
‘જગતરૂપી વૃક્ષોનાં દુ:ખરૂપી ફળોને ગીધ જેવાં વિષય-લોલુપ જીવો ખાય છે, ને સુખરૂપી ફળોને જે ગલમાં વસતાં સત્સંગી હંસો આરોગે છે.'
‘સત્સંગ આદરી. સત્સંગથી પ્રાપ્ત કરેલી ભક્તિથી બ્રહ્મની ઉપાસના કરો.' ‘આ ભક્તિયોગ ત્યાગ, દાન, વ્રત કરતાં શ્રેષ્ઠ છે. ‘દાનવો, શુદ્રો ને સ્ત્રીઓ પણ સત્સંગથી તરી જાય છે. ‘તરવાનું ઉત્તમ સાધન ભક્તિ છે. ‘ભક્તિ જ સમગ્ર પાપોનો નાશ કરે છે. ‘ભક્તિથી અંતર્યામી વશ થાય છે.
‘માણસને મન સિવાય કોઈ સુખદુ:ખ આપનાર નથી. મિત્ર કે શત્રુ એવા ભેદભાવ કેવળ અજ્ઞાનથી જ કલ્પાયેલા છે. માટે ઉદ્ધવજી ! મનનો સર્વ પ્રકારે નિગ્રહ કરો.
મનનો નિગ્રહ એ સર્વ યોગનો સંગ્રહ (સાર) છે.*
ઉદ્ધવજી ધ્યાનમગ્ન બનીને એ વાણી અંતમાં ઝીલી રહ્યા. એમના સંતપ્ત આત્માને ઘણા દિવસે સંતોષનું અમૃત પાન લાધ્યું હતું. એ શ્રીકૃષ્ણના ચરણોને પ્રણમી રહ્યા ને બોલ્યા, “ધન્ય, મારા સ્વામી !'
સમસ્ત શાસ્ત્રોનો સાર | 437
Page #230
--------------------------------------------------------------------------
________________
61
યાદવાસ્થળી
શ્રીકૃષ્ણ પોતાનો ઉપદેશ પૂરો કર્યો અને ઉદ્ધવજી સંતુષ્ટ ચિત્તે ઊભા થયા, એ શાંતિ ઝાઝો વખત ટકી નહીં.
ચારે તરફ પોકારો ઊઠયા, ‘યાદવો મનનો નિગ્રહ ચૂક્યા છે. ભયંકર લડાઈ જાગી પડી છે, દોડો ! દોડો !'
ભગવાન શ્રીકૃષ્ણનાં નેત્રો એક વાર વિશાળ થયાં, એક વાર બિડાયાં; ત્યાં ઉદ્ધવજીએ બૂમ પાડી. | ભગવાન ! યાદવોની રક્ષા આજે થાય તો આપથી જ થઈ શકે તેમ છે!'
‘ઉદ્ધવજી ! કેટલાક જીવોને તો સ્વયં ભગવાન પણ બચાવી શક્તા નથી; કર્મનો હિસાબ ચૂકતે થઈને જ રહે છે. કરેલાં કર્મ ક્યારેય મિથ્યા થતાં નથી!' શ્રીકૃષ્ણ ખિન્ન સ્વરે કહ્યું. યાદવોની વક્રતા અને ઉદ્ધતાઈ એમના અંતરમાં ભારે વ્યથા જગાવી રહી હતી.
બધા મોરચા પર પહોંચી ગયા. ત્યાંની સ્થિતિ વિચિત્ર હતી.
મૈરેય નામનો અતિ કેફી દારૂ છડેચોક પિવાતો હતો. સુંદરીઓના હાથમાં રહેલ સુવર્ણપાત્રો ખેંચી ખેંચીને યાદવો એ પી રહ્યા હતા ! સાથે સાથે સુંદરીઓનાં સૌંદર્યમધનું પાન કરવાનું પણ એ ચૂકતા ન હતા, વામા અને વારુણીના કેફમાં ચકચૂર બનીને સૌ ભાન ભૂલ્યા હતા. કોઈ કોઈને કહી શકે એવું રહ્યું ન હતું. સૌનાં માથાં સવાશેરનાં બની ગયાં હતાં ! જાણે સર્વનાશની સુરંગો ગોઠવાઈ ચૂકી હતી. એમાં કોઈ ચિનગારી આપે એટલી જ વાર હતી.
આ બધું જોઈને શ્રીકૃષ્ણનો આત્મા કકળી રહ્યો, પણ એની પરવા કોઈને ન હતી !
એક એક યાદવ આત્મપ્રશંસામાં મગ્ન હતો.
કુરુક્ષેત્રમાં ખેલાયેલા યુદ્ધના જાણીતા બે ખેલાડીઓ અહીં સામસામે આવ્યા હતા. એક સાત્યકિ અને બીજો કૃતવર્મા.
સાત્યકિએ પોતાની શક્તિનું વર્ણન કરતાં કહ્યું, ‘રે સુંદરીઓ ! આ કાયર, કૃતવર્માને પૂરો પૂરો પિછાની લેજો. યુદ્ધમાં સામી છાતીએ ઘા કરવાની એનામાં તાકાત ન રહી એટલે કાયરની જેમ રાતે પાંડવોની છાવણીમાં પેસી એણે પાંડુપુત્રોનો વિનાશ કર્યો. યૂ એના પરાક્રમમાં ! સુંદરીઓ ! એનો પડછાયો પણ તમને અપવિત્ર બનાવશે. એનાથી બચતા રહેવામાં જ સાર સમજ જ ! ધિક્કાર હજો એવા કાયરને!'
કૃતવર્મા દારૂના ઘરમાં ચકચૂર હતો. એ જાણે દિન અને દુનિયાનું ભાન ખોઈ બેઠો હતો ! પણ સાત્યકિના તાતાં તીર જેવા આ શબ્દોએ એના મગજમાં ઉત્તેજના આણી દીધી.
એ ત્રાડ પાડી ઊઠ્યો અને બોલ્યો, ‘ઓ કાયર બાપના કપૂત ! પાર કોની વાત કરે છે, પણ તારી વાત તો કર ! તે ભૂરિશ્રવાને કેવી રીતે હણ્યો હતો ? હરામખોર ! ગુનેગાર તો તું પોતે છે ને બીજાને ગુનેગાર બનાવવા નીકળ્યો છે ? કાયરોનો શિરતાજ આજે બીજાને સિરે કાયરતાનું કલંક લગાવવા નીકળી પડ્યો છે ! ઊભો રહે દુષ્ટ, નીચ, પાતકી, પાખંડી, પાપી !'
ને કૃતવર્માએ પોતાના હાથમાં રહેલ શસ્ત્રથી સાત્યકિ પર જોરથી પ્રહાર કર્યો.
એ પ્રહાર શું હતો, જાણે મધપૂડા ઉપર પથ્થર પડ્યો ! યાદવ-સંઘમાં જબરો કોલાહલ મચી ગયો; અને એના બે મોટા ભાગ પડી ગયા-જાણે બે દુશ્મનોના સામસામે ગોઠવાયેલાં સૈન્ય જ જોઈ લ્યો !
પછી તો યાદવના એ બંને પક્ષો સામસામાં આવી ગયા. હાથમાં આવ્યાં તે શસ્ત્રો ને અસ્ત્રોથી એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. આખું યાદવકુળ ખૂનખાર યુદ્ધમાં ઓરાઈ ગયું. સમગ્ર પ્રભાસતીર્થ જોતજોતામાં યાદવના રક્તથી રંગાઈ ગયું!
શ્રીકૃષ્ણ અને બલરામ વગેરે દોડતા આવ્યા. તેઓએ ઊંચા સાદે સહુને સમજાવ્યા, ને આ યાદવાસ્થળીથી પાછા ફરવા કહ્યું.
પણ હવે વાત હાથથી ગઈ હતી ! યાદવો સૂધબૂધ ખોઈ બેઠા હતા. તેઓએ શ્રીકૃષ્ણની વાત કાને ધરવાને બદલે ઊલટી એમની હાંસી ઉડાડી, તેમનાં પુત્રો પર પ્રહાર કર્યા, કેટલાય ત્યાં નિશ્માણ થઈને નીચે ઢળી પડ્યા !
પળવારમાં ભારે ખાનાખરાબી સરજાઈ ગઈ.
શ્રીકૃષ્ણ ને બલરામ વચ્ચે પડ્યા. તો તેમના પર પણ હલ્લો થયો. હવે તો આ મદાંધ યાદવો સામે હથિયાર ઉપાડ્યા વિના બીજો કોઈ માર્ગ નહોતો. હૃદયને વજ
યાદવાસ્થળી D 439
Page #231
--------------------------------------------------------------------------
________________
જેવું બનાવીને એમણે શસ્ત્રો હાથ ધર્યાં. અને જે યાદવો પોતાના પ્રાણરૂપ હતા. એ યાદવોને વધુ અપકૃત્ય કરતાં વારવા એમને એમનો ઘાત કરવો પડ્યો !
રે ક્રૂર વિધાતા !
આમ કોઈ પણ જાતના કારણ વગર પ્રભાસતીર્થે મહાભારતના યુદ્ધનેય ભુલાવી દે એવો વિનાશકારી યુદ્ધ કાંડ સરજાયો !
ધીમે ધીમે ગૃહકલેશનો આ હુતાશન વધુ ભડભડવા લાગ્યો. જેમ જેમ આ સર્વનાશની વાત ફેલાતી ગઈ તેમ તેમ દૂરથી અને નજીકથી યાદવોનાં ટોળેટોળાં એ યાદવાસ્થળીમાં જોડાવા આવતાં ગયાં, અને પોતાનાં સગાંવહાલાંને મદદ કરતાં કરતાં કાળદેવતાના ખપ્પરમાં હોમાઈ ગયાં !
યાદવકુળને માટે તો જાણે સર્વનાશનું ચક્ર કરવા માંડ્યું હતું. એ ચક્રમાં યાદવોનો સર્વનાશ રચાઈ ગયો.
62
પરમ જ્યોતિની વિદાય
રૂડારૂપાળા અને મઘમઘતા ઉદ્યાનમાં જાણે લાવારસ વરસી રહ્યો હતો ! વૃક્ષો નામશેષ થયાં હતાં; એના ટૂંઠાં અંતરને વેદનાથી ભરી દેતાં હતાં. આવો હતો યાદવાસ્થળીઓ વરસાવેલો સર્વનાશ !
દેવોને પણ ઝાંખા પાડે તેવા યાદવોની લાશો પવિત્ર પ્રભાસતીર્થમાં યત્રતત્ર રઝળતી હતી.
શ્રીકૃષ્ણ અને બલરામ આ દારુણ દૃશ્ય જોઈ શક્યા નહિ.
બલરામે પ્રભાસતીર્થના સમુદ્રના કિનારે જ યોગ સમાધિ લઈને પ્રાણત્યાગ કરી પોતાની આત્મવેદનાનો અંત આણ્યો !
શ્રીકૃષ્ણની અસહ્ય વેદનાની ચિંતામાં જાણે ઘી હોમાયું. એમનું આત્મમંથન વધુ ને વધુ ઘેરું અને વધુ આત્મલક્ષી બનતું ગયું જ ન માલુમ એક જિંદગીમાં કુટુંબ કલેશના કેટકેટલાં મહાભારત નીરખવા સરજાયાં હશે ! કેટકેટલી યાદવાસ્થળીઓ જોવાની લખી હશે !
શ્રીકૃષ્ણ અપૂર્વ આત્મચિંતનમાં એક પીપળા નીચે આવીને બેઠા; જાણે કમર તૂટી ગઈ હોય તેમ આડો પડ્યો. હિંસાનું ચક્ર તો આટલા સર્વનાશ પછી પણ હજી જોરજોરથી ઘૂમતું હતું-કોઈ મહાપ્રાણ પુરુષના પ્રાણ હર્યા વગર એ જાણે શાંત થવા માગતું ન હતું !
સિંહાસનના બેસનારને આ પીપળો આજે બહુ ભાવી ગયો હતો. શ્રીકૃષ્ણ એ પીપળા નીચે ચિંતન કરતા સૂતા હતા, એવામાં એમના પદ્મશ્રીથી અંકિત પગના તળિયામાં એક તીર આવીને પેસી ગયું ! લોહીનો ફુવારો છૂટ્યો ! - તીર મારનાર નજીક આવ્યો. શ્રીકૃષ્ણ તેને ઓળખ્યો, અને એને ક્ષમા આપતાં કહ્યું,
440 પ્રેમાવતાર
Page #232
--------------------------------------------------------------------------
________________
જા, પ્રેમ કરતાં શીખજે ! પ્રેમ જ સંસારનું સાચું સુખ અને અમૃત છે.'
ને એ વખતે જ શ્રીકૃષ્ણનો પ્રસિદ્ધ રથ લઈને સારથિ દારુક ત્યાં આવી પહોંચ્યો.
દારુક આ કરુણ દશ્ય જોઈ ન શક્યો. એ ચોધાર આંસુએ રડવા લાગ્યો.
શ્રીકૃષ્ણે એને ધીરજ આપતાં કહ્યું, ‘દારૂક ! અફસોસ કરવાની આ વેળા નથી. આ સંહારમાંથી જ સર્જન થશે અને જગતમાં પ્રેમ અવતરશે. જા, સત્વરે દ્વારિકા પહોંચી જા ! બધાને યાદવકુળના આ સર્વનાશની ખબર આપજે અને સહુને ચેતવી દેજે કે દ્વારિકાનો પણ નાશ થવાનો છે. માટે એ નગરીનો ત્યાગ કરીને સહુ હસ્તિનાપુર તરફ ચાલ્યાં જાય ! સોરઠની ગરવી ભૂમિ સાથેનું આપણું લેણું હવે પૂરું થવામાં છે !'
આટલું બોલતાં બોલતાં શ્રીકૃષ્ણના દેહની આસપાસ પ૨મજ્યોતિનું એક દિવ્ય આભામંડળ રચાઈ ગયું. અને જાણે એ આભામંડળની અલૌકિક ચાદર ઓઢીને એ દેહ સદાને માટે પોઢી ગયો !
સૌએ જાણ્યું કે શ્રીકૃષ્ણે દેહત્યાગ કર્યો.
પૃથ્વી પર ફરી અંધકાર પ્રસરી ગયો.
સંસારને અજવાળવા ધરતી પર અવતરેલી પરમજ્યોતિ પોતાના પરમધામ તરફ વિદાય થઈ ગઈ
કાળક્રમે એ અંધારામાંથી પ્રગટેલા પ્રકાશે સમગ્ર વિશ્વને પ્રેમાવતાર આત્માઓનો અમરસંદેશ સંભળાવ્યો :
અહિંસા પરમો ધર્મઃ ।
442 D પ્રેમાવતાર
63
પ્રેમનું અવતરણ
ઘોર અંધકાર છે. દિશાઓમાંથી પોકાર પડે છે. એમાં એક બે દીવા ટમટમે
છે; એ દીવા તે જ્ઞાનના છે, એ વાટે સમજણનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. ‘સર્વ જીવોને તમારા જેવા ગણો !
‘તમને સુખ ગમે તો સર્વ જીવોને એ જ ગમે !
જીવમાત્રમાં મન રહ્યું છે. મનમાં સુખદુઃખ છે
‘રે ! મનને સાધો ! મનને સાધશો તો આ યુદ્ધ, આ વેર, આ કલહ શાંત થઈ જશે, સંસાર સ્વર્ગ થઈ જશે. પૃથ્વી પ્રેમનું મંદિર બની જશે.’
સંસાર ભારે ખોટ ખાઈને હવે યુદ્ધનાં નવાં મૂલ્યાંકનો કરવા બેઠો છે; નવા બોધપાઠ શીખવા લાગ્યો છે.
બહુ જાણીતા ઋષિઓના આશ્રમો તરફ કોઈ જોતું નથી; એમણે જ એકબીજાનાં પડખાં લઈ વેરની સગડી ચેતાવી છે. રાજસંસ્થાથી સહુને આભડછેટ છે. લોકવૃદ્ધિને બદલે લોયજ્ઞ તેઓ દ્વારા જ સધાયો છે.
જાણે સાચો માણસ સિંહાસને નથી, સાચી સ્ત્રી અંતઃપુરમાં નથી !
આ વખતે એક સ્ત્રી ફરે છે; એ વેરાન થયેલા ગામેગામ ફરે છે. એ પ્રેમનો સંદેશ લઈને આવી છે. એનો નેમ આજે તો ભગવાન નેમ થઈ ગયો છે, એને મન નાનો છે. અને એ વૃદ્ધ થઈ છે તોય જુવાન છે. એ ઘેર ઘેર ફરીને એક નાની શી વાત કરે છે. એ કહે છે કે મારો નાનો નેમ કહે છે, ‘જીવો અને જીવવા દો ! ચાહો અને ચાહવા દો !' પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવનારો આ પેગામ ઘેર ઘેર પહોંચાડવા એ આવી છે.
જગત અતંત્ર બની ગયું છે !
Page #233
--------------------------------------------------------------------------
________________
આ વખતે એક ઋષિનું અપમાન થાય છે. ઋષિને પણ પોતાની પડી છે. પોતાનાં સન્માનની પડી છે ! ઋષિ વેર વાળવા તક્ષક નાગને મોકલે છે. પાંડવવંશીય રાજા પરીક્ષિતના પ્રાણ હણાય છે ને દિશાઓમાં ફરી મહાભારતી પોકાર જાગી ઊઠે છે.
‘નાગમાત્રનું જડાબીટ કાઢીશ,. નાગયજ્ઞ આરંભીશ, શત્રુનો અંશ પણ પૃથ્વી પર રહેવો ન જોઈએ.
રે ! ફરી વેરની ધૂન ! વેર તે અહીંરાવણ મહીરાવણનો અંશ છે કે શું ? ટીપું પડ્યું કે ફરી ફરી જીવંત ! વેરથી આટલો વિનાશ થયો તોય ફરી વેરની જ વાત!
ક્યાં ગઈ કનૈયાની બંસી ? રે ! નાજુક બંસી સાચી, તીક્ષ્ણ બરછી નકામી! એ બંસી ફરી બજાવો ! રે મુનિવરો ! અમને તમારું ભેદાભેદનું, હલકામોટાનું, કુળવાન બિનકુળવાનનું જ્ઞાન ગમતું નથી. અમને પ્રેમ ખપે છે! પૃથ્વીને ગોકુળ બનાવો. અમારે મથુરા નથી જોઈતી. રણમેદાને શું આપ્યું ? સારા ને ભૂંડા બંનેનો વિનાશ! અંતરના સ્નેહથી જે કજિયો બુઝાવવો જોઈએ, તે જડ શસ્ત્રોથી બુઝાવ્યો ! હવે તો કોઈ રૂડા રાસ રમાડો. ભૂંડાં રણમેદાન નથી ખપતાં !
જવાબમાં બમણાં વેગથી તીર આવ્યાં, બંસીના ચાહકોના દિલમાં આરપાર નીકળી ગયાં. ત્યારથી આજ સુધી અનેક યુદ્ધો લડાયાં, પણ બંસીના સ્વરોની મોહિની માનવ મનમાંથી ન ગઈ ! કનૈયો ગમે તેવો ભડવીર થયો, પણ એનું બાલરૂપ જ મનભાવન રહ્યું !
જગત ગોકુળ બને, માનવમાત્ર ગોપી બને, બંસીના દિવ્ય સ્વરો પાછળ પાગલ રહે !
વેરઝેર ભૂલ, જાત-પાંત ભૂલે,. નાનાઈ-મોટાઈ વીસરે ! તો જ સંસારમાં પ્રેમ અવતરે !
રેવતક પહાડનો પવન પણ તપના, ત્યાગના, વેરમુક્તિના સંદેશ પાઠવે છે. રે સૌંદર્યઘેલી નારી ! રાજના ત્યાગને અભિનંદ ! તારું સૌભાગ્ય કદાપિ તારું દુર્ભાગ્ય નહિ થાય.
રે રણવિજેતા નર ! નેહ લગાડવો હોય તો નેમના તપનો-ત્યાગનો લગાડ ! સંસારમાં ત્યાગ વગર સ્વર્ગ ઊતરવું સંભવ નથી. તપ તપ્યા વગર, મનને દમ્યા વગર પ્રેમ પ્રગટવો મુશ્કેલ છે.
પૃથ્વીને સ્વર્ગ કરવી છે કે નરક ?
* વૈષ્ણવ સંપ્રદાયમાં બાલકૃષ્ણની જ પૂજા થાય છે; શસ્ત્રધારી કૃષ્ણની નહિ, બંસીધર શ્રીકૃષ્ણની. 444 – પ્રેમાવતાર
રે ! પૃથ્વીને બેમાંથી એકેય ન બનાવવી હોય તોય પૃથ્વીને પૃથ્વી તો રાખવી છે ને ? તો ચાલ ! પ્રેમ વરસાવ ! કાં બલરામની જેમ ઉદાસીન થા-ન પ્રેમ ન દ્વેષ! છતાં પૃથ્વી પરનું માનવમન મહાભારત જેવું કાજળ પોત્યા પછી. સાવ નિર્લેપ કેમ રહી શકે ?
રાજા પરિક્ષિતને નાગપાશથી બચાવનાર એક જ માડીજાયો હતો ! કશ્યપ નામે બ્રાહ્મણ !
એ બ્રાહ્મણ પર જગ આશા કરીને બેઠું હતું. વેરનો પ્રતિશોધનો પરિતોષ એ
કરશે. તક્ષક નાગને એની અજેય તાકાતની કમજોરી નાનાશા મંત્રમાં રહેલી એ દર્શાવશે.
પણ હાય ! ભૂમંડલ પર એક વાર ખોટા શબ્દોના પડઘા પડ્યા, પછી એ જલદી શમતા નથી. મદ, માન,
માયા ને લોભના ણ મનખેતરોની માટીમાં ભળી ગયા પછી એને ગમે તેટલાં ઝૂડી નાખીએ તોય ક્યાંક ક્યાંક એ ઊગ્યા વગર રહેતા નથી !
બ્રાહ્મણ કશ્યને માયાનો લોભ સ્પર્શી ગયો. તક્ષક નાગ પાસેથી મોંમાગ્યું સોનું લઈને એ પાછો ફરી ગયો - સંસારનું થવાનું હોય તે થાય, મેં તો મારું સાજું કરી લીધું !
આખરે પરીક્ષિત રાજા નાગથી હણાયો. ફરી દિશાઓ વેરથી અંધારી બની
ગઈ !
આર્યકુળનું તો આર્યોના હાથે નિકંદન નીકળ્યું હતું; હવે નાગ પ્રજાનો વારો આવ્યો.
ભારતવર્ષના ખૂણેખૂણામાંથી નાગોને પકડી આણવામાં આવ્યા. એમને કત્લ કરવાના નહોતા; એક દહાડો ધર્મરૂપી અગ્નિની ભડભડતી જ્વાલાઓમાં હોમી એમને નામશેષ કરવાના હતા !
રે ! ધર્મનો પણ કેવો દુરુપયોગ ! માનવમન પલટાય એટલે આખું મૂલ્યાંકન પલટાય !
નાની શી વૈરોટ્યા સંસારમાં પ્રેમનાં-વહાલપનાં બીજ વાવતી આજ વૃદ્ધ થઈ હતી. એણે મોટા માણસોને નાના મનના થતા જોઈ, નાના માણસોમાં મોટા મનનો પ્રચાર કર્યો હતો.
કુળ-જાતિનો ખ્યાલ એને સંસારના વેરભાવને પોષનારો માલૂમ પડ્યો હતો. આ માટે એ એક ઋષિ નામે જરત્કારુને શોધી લાવી હતી. અને સરસ નાગકન્યા દ્વારા પુત્ર પેદા કરવાનું કર્યું હતું.
પ્રેમનું અવતરણ D 445
Page #234
--------------------------------------------------------------------------
________________ પૃથ્વીનો પાટલો પાપથી લેપાઈ ગયો છે. આર્ય-નાગના મિલન વગર એ ધોવાશે નહિ ! આર્યપુરુષ ને નાગકન્યાનો પુત્ર તે આસ્તિક. આ પુત્રે-બટુકે જનમેજય રાજાને નાગ-યજ્ઞ કરતો વાર્યો, અને પૃથ્વી પર ક્ષમાનો સંદેશ પાઠવ્યો ! વેરથી વેરની વેલી વધે છે. એને ફળ, મૂળ ને ફૂલ બેસે છે. ક્ષમાથી વેર ઘટે છે, ને સ્નેહ વધે છે ! તમનો ત્યાગ કરો ! રોગ-દ્વેષથી પર રહો ! નિષ્કામ કર્મ કરો ! - પૃથ્વીના ગુંજબમાં આ પડઘા એ દિવસે પડ્યા. આજે પણ યુદ્ધ કે વેરની અંધિયારી ઊભી થાય છે, ત્યારે એ પ્રેમાવતારના સંદેશ યાદ આવે છે. ધજ્ય પહેલું છે. એ વિશ્વમૈત્રીનું ચાહક છે. રાજ્ય એટલે જેમાં પ્રજા રંજન પામે તે, આમાં જીવમાત્રની સમાનતાનો સ્વીકાર એ પહેલો સિદ્ધાંત છે. દેશરાજ્ય ગમે તેવું ઊંચું હોય, પણ ધર્મરાજ્યનો એ એક ભાગ માત્ર છે. પહેલું ધર્મરાજ્ય: બીજું બધું એ પછી. સૃષ્ટિમાં વિશ્વરાજ્યનો પહેલો નીતિનિયમ તે પ્રેમ ! (સમાપ્ત) મહાગુરુનો આશ્રમ 1 446