Book Title: Premavatar
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 233
________________ આ વખતે એક ઋષિનું અપમાન થાય છે. ઋષિને પણ પોતાની પડી છે. પોતાનાં સન્માનની પડી છે ! ઋષિ વેર વાળવા તક્ષક નાગને મોકલે છે. પાંડવવંશીય રાજા પરીક્ષિતના પ્રાણ હણાય છે ને દિશાઓમાં ફરી મહાભારતી પોકાર જાગી ઊઠે છે. ‘નાગમાત્રનું જડાબીટ કાઢીશ,. નાગયજ્ઞ આરંભીશ, શત્રુનો અંશ પણ પૃથ્વી પર રહેવો ન જોઈએ. રે ! ફરી વેરની ધૂન ! વેર તે અહીંરાવણ મહીરાવણનો અંશ છે કે શું ? ટીપું પડ્યું કે ફરી ફરી જીવંત ! વેરથી આટલો વિનાશ થયો તોય ફરી વેરની જ વાત! ક્યાં ગઈ કનૈયાની બંસી ? રે ! નાજુક બંસી સાચી, તીક્ષ્ણ બરછી નકામી! એ બંસી ફરી બજાવો ! રે મુનિવરો ! અમને તમારું ભેદાભેદનું, હલકામોટાનું, કુળવાન બિનકુળવાનનું જ્ઞાન ગમતું નથી. અમને પ્રેમ ખપે છે! પૃથ્વીને ગોકુળ બનાવો. અમારે મથુરા નથી જોઈતી. રણમેદાને શું આપ્યું ? સારા ને ભૂંડા બંનેનો વિનાશ! અંતરના સ્નેહથી જે કજિયો બુઝાવવો જોઈએ, તે જડ શસ્ત્રોથી બુઝાવ્યો ! હવે તો કોઈ રૂડા રાસ રમાડો. ભૂંડાં રણમેદાન નથી ખપતાં ! જવાબમાં બમણાં વેગથી તીર આવ્યાં, બંસીના ચાહકોના દિલમાં આરપાર નીકળી ગયાં. ત્યારથી આજ સુધી અનેક યુદ્ધો લડાયાં, પણ બંસીના સ્વરોની મોહિની માનવ મનમાંથી ન ગઈ ! કનૈયો ગમે તેવો ભડવીર થયો, પણ એનું બાલરૂપ જ મનભાવન રહ્યું ! જગત ગોકુળ બને, માનવમાત્ર ગોપી બને, બંસીના દિવ્ય સ્વરો પાછળ પાગલ રહે ! વેરઝેર ભૂલ, જાત-પાંત ભૂલે,. નાનાઈ-મોટાઈ વીસરે ! તો જ સંસારમાં પ્રેમ અવતરે ! રેવતક પહાડનો પવન પણ તપના, ત્યાગના, વેરમુક્તિના સંદેશ પાઠવે છે. રે સૌંદર્યઘેલી નારી ! રાજના ત્યાગને અભિનંદ ! તારું સૌભાગ્ય કદાપિ તારું દુર્ભાગ્ય નહિ થાય. રે રણવિજેતા નર ! નેહ લગાડવો હોય તો નેમના તપનો-ત્યાગનો લગાડ ! સંસારમાં ત્યાગ વગર સ્વર્ગ ઊતરવું સંભવ નથી. તપ તપ્યા વગર, મનને દમ્યા વગર પ્રેમ પ્રગટવો મુશ્કેલ છે. પૃથ્વીને સ્વર્ગ કરવી છે કે નરક ? * વૈષ્ણવ સંપ્રદાયમાં બાલકૃષ્ણની જ પૂજા થાય છે; શસ્ત્રધારી કૃષ્ણની નહિ, બંસીધર શ્રીકૃષ્ણની. 444 – પ્રેમાવતાર રે ! પૃથ્વીને બેમાંથી એકેય ન બનાવવી હોય તોય પૃથ્વીને પૃથ્વી તો રાખવી છે ને ? તો ચાલ ! પ્રેમ વરસાવ ! કાં બલરામની જેમ ઉદાસીન થા-ન પ્રેમ ન દ્વેષ! છતાં પૃથ્વી પરનું માનવમન મહાભારત જેવું કાજળ પોત્યા પછી. સાવ નિર્લેપ કેમ રહી શકે ? રાજા પરિક્ષિતને નાગપાશથી બચાવનાર એક જ માડીજાયો હતો ! કશ્યપ નામે બ્રાહ્મણ ! એ બ્રાહ્મણ પર જગ આશા કરીને બેઠું હતું. વેરનો પ્રતિશોધનો પરિતોષ એ કરશે. તક્ષક નાગને એની અજેય તાકાતની કમજોરી નાનાશા મંત્રમાં રહેલી એ દર્શાવશે. પણ હાય ! ભૂમંડલ પર એક વાર ખોટા શબ્દોના પડઘા પડ્યા, પછી એ જલદી શમતા નથી. મદ, માન, માયા ને લોભના ણ મનખેતરોની માટીમાં ભળી ગયા પછી એને ગમે તેટલાં ઝૂડી નાખીએ તોય ક્યાંક ક્યાંક એ ઊગ્યા વગર રહેતા નથી ! બ્રાહ્મણ કશ્યને માયાનો લોભ સ્પર્શી ગયો. તક્ષક નાગ પાસેથી મોંમાગ્યું સોનું લઈને એ પાછો ફરી ગયો - સંસારનું થવાનું હોય તે થાય, મેં તો મારું સાજું કરી લીધું ! આખરે પરીક્ષિત રાજા નાગથી હણાયો. ફરી દિશાઓ વેરથી અંધારી બની ગઈ ! આર્યકુળનું તો આર્યોના હાથે નિકંદન નીકળ્યું હતું; હવે નાગ પ્રજાનો વારો આવ્યો. ભારતવર્ષના ખૂણેખૂણામાંથી નાગોને પકડી આણવામાં આવ્યા. એમને કત્લ કરવાના નહોતા; એક દહાડો ધર્મરૂપી અગ્નિની ભડભડતી જ્વાલાઓમાં હોમી એમને નામશેષ કરવાના હતા ! રે ! ધર્મનો પણ કેવો દુરુપયોગ ! માનવમન પલટાય એટલે આખું મૂલ્યાંકન પલટાય ! નાની શી વૈરોટ્યા સંસારમાં પ્રેમનાં-વહાલપનાં બીજ વાવતી આજ વૃદ્ધ થઈ હતી. એણે મોટા માણસોને નાના મનના થતા જોઈ, નાના માણસોમાં મોટા મનનો પ્રચાર કર્યો હતો. કુળ-જાતિનો ખ્યાલ એને સંસારના વેરભાવને પોષનારો માલૂમ પડ્યો હતો. આ માટે એ એક ઋષિ નામે જરત્કારુને શોધી લાવી હતી. અને સરસ નાગકન્યા દ્વારા પુત્ર પેદા કરવાનું કર્યું હતું. પ્રેમનું અવતરણ D 445

Loading...

Page Navigation
1 ... 231 232 233 234