________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૫૫ દુઃખી-દુઃખી છે. બરાબર હશે? (શ્રોતા ) એકદમ બરાબર ! અહીં તો આવતા નહીં? સાહૂ શાન્તિપ્રસાદ સાહુ, ફોટો આવ્યો છે ભાઈ એનો, દિલ્હીવાળા. ચાલીશ કરોડ. સાહૂજી શાન્તિપ્રસાદ! આંહી ઘણીવાર આવી ગ્યા છે! ધૂળમાં ય કાંઈ, એ પરમાણુ એ પરમાણુ સ્વતંત્ર છે, તારા નહીં. અર.... ૨.. ૨! આવું (શ્રોતા ) એટલા બધા – કરોડો રૂપિયા હતા ને... તમે ના પાડી. (ઉત્તર) કોને કહેવા કરોડો. એ બધી ધૂળ, બે અબજ કીધું નહીં? આપણે ગોવામાં છે એક શાંતિલાલ ખુશાલ. જૈન, સ્થાનકવાસી ! બે અબજ ચાલીશ કરોડ (રૂપિયા) ગુજરી ગયો હમણાં દોઢ-પોણા બે વરસ પહેલાં, મુંબઈ. એની વહુને હેમરેજ થયેલું. ત્યાં તો ચાલીશ લાખનો બંગલો છે, દસ-દસ લાખના બે બંગલા છે ગોવામાં બે અબજ ચાલીશ કરોડ રૂપિયા છે. એને બાઈને (પત્નીને) હેમરેજ થ્ય ને આવી” તી ન્યાં, ત્યાં બેચાર દિ' ચ્યા ને મને કંઈક દુઃખે છે, દાકતર બોલાવો. દાકતર ક્યાં આવે ત્યાં, જાવ રખડવા ચારગતિ! આહા. હા! ક્યાં જવું? જેવા ભાવ કર્યા, એ ભવે જઈને અજાણ્યા ક્ષેત્રે, ત્યાં અવતાર અવતરશે. એના પાછા ચાલીશ લાખના બંગલા પડ્યા રહ્યા હેઠ. બે અબજને ચાલીશ કરોડ! હમણાં આવ્યો” તો છોકરો દર્શન કરવા, મુંરઈ ગ્યાને અમે તો આવ્યો-આવ્યો! આવે! સાંભળવા પણ ક્યાં બિચારાને! આ વાત! ક્રિશ્ચિયનને પરણ્યો છે, પૈસા બઠું (ને) એટલે ખ્રિસ્તિને પરણ્યો છે છોકરો આવ્યો” તો દર્શન કરવા હમણાં મુંબઈ હતા ને અમે ! અરે! બિચારાં ભિખારા! ભિખારાં એટલે?
(કહે છે) આ આત્મામાં અનંત લક્ષ્મી છે, જ્ઞાન, દર્શન, આનંદની, એ લક્ષ્મીની જેને ભાવના ને શ્રદ્ધા નથી, અને આ લક્ષ્મી – બાયડી આવે ને છોકરા આવે ને એ બધાં ભિખારાં, પર વસ્તુઓ માગનારા માગણ છે. આહાહા...હા..હા! દરબારને કહ્યું 'તું ને આંહી. ભાવનગર દરબાર આવ્યા 'તા. વ્યાખ્યાનમાં શ્રીકૃષ્ણકુમાર અત્યારે છે ને એના બાપ કૃષ્ણકુમાર ભાવસિંહજીનો દિકરો આવ્યા 'તા વ્યાખ્યાનમાં બે-ત્રણ વાર કીધું. દરબાર ! મહિને લાખ માગે નાનો માગણ, પાંચ લાખ માગે ઈ મોટો માગણ ને કરોડો માગે ઈ માગણનો માગણ છે. અહી અમારે ક્યાં એની પાસેથી કાંઈ લેવું” તું કે ન્યાં રાજી થાય તો પૈસા આપે છે, આંહી શું છે! માણસ નરમ હતો, બિચારા કહે છેઃ સાચી વાત મહારાજ! માગવું (તો એની પાસે માંગવું) કે અંદર ભર્યું પડ્યું છે અંદર. આહા...! અતીન્દ્રિય સચ્ચિદાનંદ પ્રભુ! સત્ શાશ્વત ને જ્ઞાન ને આનંદનો ભંડાર છે. અનંત જ્ઞાન ને અનંત અનંત આનંદ જેનો સ્વભાવ છે, એની આનંદની – અનંતની મર્યાદા શી? આહા..! ઈ તારી નજરું ગઈ નથી ત્યાં, તે શ્રદ્ધા કરી નથી. એવો જે ભગવાન આત્મા (એને મૂકીને “આ લોવો” “આ લાવો” બાયડી લાવો, છોકરાં લાવો. ને છોકરા ને વહુ લાવો, દીકરીને ઠેકાણે પાડો, છોકરાને ઠેકાણે પાડો ને ફલાણું ને ઢીકણું, મરી ગ્યો અનાદિથી (અહંકાર ને મમકારથી). પોતાની સત્તાનો સ્વીકાર ન કરતાં, પરની સત્તાના સ્વીકારમાં, પરના કાર્ય હું કરું છું, મારે લઈને બધું થાય છે. (એ અહંતે મમથી આનંદલક્ષ્મી ખોઈ બેઠો.). આહા..હા! આવું છે! ઈ મૂઢતા છે. આહા..હા !
(વળી કહે છે) તમારો શેઠ આવ્યો 'તો ને..! મુંબળ આવ્યો તો. પચાસ કરોડ! આવે બિચારા, જાણીતા રહ્યાને આવે, સમજે શું ધૂળ કાંઈ ? પચાસ કરોડ (શ્રોતા:) કિલાચંદ દેવચંદ (ઉત્તરઃ) હા,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com