________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૫૪ જાણવાની હતી, પછી ઘણાને જાણવાની થઈ, અને ગુણ જે છે જ્ઞાન (ગુણ) એ તો કાયમ રહ્યો. કાયમપણે ગુણ રહીને ઈ પલ્ટી અવસ્થા. ઈ પલટતી અવસ્થા ને ગુણ, ઈ દ્રવ્ય-તત્ત્વ છે. એ પલટતી અવસ્થા બીજાથી થઈ છે, એ કરમને લઈને પલટતી અવસ્થા થઈ છે એમ નથી. ભારે કામ બાપુ! આહાહા..હા! આ લોજિક! ઝીણી વાત છે! આહાહા !
(અહીંયાં કહે છે કે ) “કેરીના દષ્ટાંતની જેમ, દ્રવ્ય પોતે જ ગુણના પૂર્વ પર્યાયમાંથી ઉત્તર પર્યાયે પરિણમતું થયું”. પહેલી અવસ્થા જેમ કેરીની લીલી હતી, પછી ઉત્તર અવસ્થાએ પીળી થઈ, ઈ પોતે જ – એ કેરીના ગુણ છે ઈ કેરીમાં છે. એ દ્રવ્ય પોતે જ, તેમ કોઈ પણ દ્રવ્ય આત્મા કે પરમાણુઓ “પૂર્વ અને ઉત્તર” પૂર્વ એટલે પહેલું, ઉત્તર એટલે પછી “ગુણપર્યાયો વડે પોતાની હયાતી અનુભવતું.” પોતાની સત્તાને અનુભવતું, પૂર્વપર્યાય વ્યય થઈ, નવી પર્યાય (ઉત્પન્ન) થઈ, એ સત્તાને અનુભવતું (એટલે ) સત્તા એ પોતાની સ્થિતિ છે. અનુભવતું અર્થાત્ હોય છે. અનુભવતું જડને પણ અનુભવતું છે એમ કીધું અહીંયાં તો. આહા. હા. હા. આહા.... હા! જાણવું-દેખવું એમાં નથી, આ તો (શરીર) તો માટી. પણ એમાં એનો ઉત્પાદ-વ્યય જે થાય છે, તે તેના પર્યાયને અનુભવે છે ઈ પરમાણુ! એની પર્યાયને (પરમાણુ ) અનુભવે છે એમ કહે છે. આહા... હા! બીજી રીતે કહીએ, તો શરીરમાં જે તાવ આવે છે, તાવ જે પરમાણુમાં અંદર શક્તિ છે, વર્ણ-ગંધ-રસ
સ્પર્શની એનું ઈ (તાવ) પરિણમન છે. પરમાણુમાં એક સ્પર્શ નામનો ગુણ છે, પરમાણુ છે ઈ અતિ તત્ત્વ છે. છેછે છે એમાં એક સ્પર્શ નામની શક્તિ-ગુણ છે, સ્પર્શ, સ્પર્શ (ગુણ) એની ઠંડી અવસ્થામાંથી ગરમ થાય છે, પહેલી ઠંડી હતીને પછી ગરમ થઈ, એ ગરમ થતાં ને ઠંડી જતાં, ગુણો ને ઈ પર્યાયો થઈને બધું દ્રવ્ય જ છે. એ પરને લઈને છે. (ગરમ-ઠંડું) અને પરને લઈને (દવાને, દાકતરથી) મટે છે. (એમ નથી.) તો બધા દવાખાના બંધ કરવા પડે! અહા... હા.... હા... હા.... હા ! બાપુ! પ્રભુ! એ તો એની ચીજ એને કારણે થાય છે. તું મફતનો અભિમાન કરતા હો તો મારાથી થાય છે, એ કાઢી નાખવાનું છે! સમજાણું કાંઈ ? આહા.! “હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે.” નરસી મહેતા કહે છે. જુનાગઢ. “હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે.” ગાડાનો ભાર જેમ કૂતરું તાણે, હેઠે અડતું હોય (એમ માને) ગાડુ તો હાલે બળદથી, ઠીઠું અયું હોય તો મારાથી હાલે છે આ. એમ આ દુકાનને થડે બેઠો ને કંઈક પાંચ-પચીસ હજાર મળતા હોય ને, મારાથી આ મળે છે હું હતો ને માટે વ્યવસ્થા બધી કરું છું બરાબર, નોકરો-નોકરોથી વ્યવસ્થા બરાબર હાલતી નથી તે હું થડ બેસેતો.. એ વ્યવસ્થા કરું. એ હિમંતભાઈ ! તમે બેસો ને નોકર બેસે તો શું ફેર ના પડે? (શ્રોતા:) ફેર પડે (ઉત્તર) ફેર પડે ? ફેર તો એને લઈને પડે છે. તમે મથો એમાં, ને ફેર પડે છે એમ નથી. એમ કહે છે. ઝીણી વાત છે બાપુ! પરમ સમજવો બહુ! અનંત-અનંત કાળ ચ્યા પરિભ્રમણ કરતાં, એ દુઃખી છે, દુઃખી છે. અંદર અતીન્દ્રિય આનંદ ભર્યો છે. આહા...! પણ એનાથી વિપરીત માન્યતામાં, વિપરીત શ્રદ્ધામાં, વિપરીત (અભિપ્રાયમાં). અસ્તિત્વ જેનું સ્વતંત્ર છે તેમ ન માનતા માટે લઈને એમાં (કાર્ય) થાય ને એને લઈને મારામાં થાય, એવી મિથ્યાશ્રદ્ધાથી દુઃખી છે ઈ. ભલે કોડોપતિ-અબજોપતિ હો! બિચારાં ભિખારાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com