Book Title: Pravachana Ratna Chintamani 1
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહત્વપૂર્ણ ફાળો આ પ્રકાશનમાં આપેલ છે, તેમનો આભાર માનીએ છીએ. ભાઈશ્રી હેમંતભાઈ ગાંધી એ અતિ ચીવટથી ખુબ મહેનત લઈને શરૂથી અંત સુધી પ્રફ-સંશોધન કરી આપેલ છે. તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે, પુસ્તકની કિમત ઘટાડવા માટે આ ટ્રસ્ટનાં માજી ટ્રસ્ટી સ્વ. શ્રી ચીમનલાલ હીંમતલાલ શાહ મુંબઈવાળાનાં પરિવાર તરફથી સુંદર આર્થિક સહયોગ મળેલ છે. તે બદલ અમો તેમનાં ખુબજ આભારી છીએ. આ સિવાય અન્ય મુમુક્ષુઓએ પણ ઉદારતાથી આર્થિક સહયોગ આપેલ છે તે બધા સમસ્ત દાતાઓનો આભાર માનીએ છીએ. આ પુસ્તકનું મુદ્રણકાર્ય કાળજીપૂર્વક કરી આપવા બદલ પ્રિન્ટ ઓ ગ્રાફિકસના સંચાલકોનો આભાર માનીએ છીએ. અંતમાં પરમપૂજ્ય ગુરુદેવશ્રીનો આપણા ઉપર અતિ ઉપકાર છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશક્ય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ફેડવાનો કોઈ માર્ગ જ નથી એથી વિનમ્રપણે તે પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત શ્રી ગણધરાદિ મહાન આચાર્યો રચિત પરમાગમોનો ઉકેલ કરી નિજ સાધનાની પરિપૂર્ણતાને પામીએ અને સર્વ જીવો પામો એજ અભ્યર્થના. જયવંત વર્તે તે કુંદકુંદ આચાર્ય કે જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિરપર ઉપાડી ને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે. લિ. શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ, વતી રમણલાલ માણેકલાલ શાહ શાંતીલાલ ચીમનલાલ જવેરી હીરાલાલ ભીખાલાલ શાહ કાંતીલાલ રામજીભાઈ મોટાણી વીરસંવત ૨૫૧૮ ભાદરવા સુદી ૧૧ વિક્રમ સંવત ૨૦૪૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 408