________________
છે, પ્રાણવાયુ છે. પહેલાના કાળમાં મહાત્માઓ જંગલમાં ધ્યાન – જ્ઞાનમાં મગ્ન બનતા ત્યારે પશુપંખીઓ એમની બાજુમાં આવીને બેસી જતા. હરણાઓ, સિંહ, સર્પ પણ એમની છાયામાં રહેવા આવે. તમારી આંખમાં કરૂણા છે કે નહીં? જંગલના હરણિયાઓને આવવાની જરૂર નથી પણ કુટુંબના સભ્યો જો તમારી સાથે જોડાયેલા રહેતા હોય તો સમજજો કે આંખે કરૂણાનું ઝરણું વહે છે.
આંખે કરૂણા ક્યારે આવે? કાળજે મૈત્રી આવે ત્યારે.
નિરાકાર અહિંસાનું સ્વરૂપ એનું નામ પરમાત્મા. મહાવીરના સમવસરણમાં વેર-ઝેર સહુ છોડી આવે. આપણા સાન્નિધ્યમાં વેર-ઝેર ન થાય તેની તકેદારી રાખજો. આપણી આંખ ફરે અને કોઈ જે એ જીવનની મજા નથી પરંતુ આપણી આંખ જુએ ને કોઈ પગ પૂજે એ જિંદગીની મજા છે. કલેશ અને કંકાશ એ તો ઊભી કરેલી સજા છે. આપણી આંખેથી કરૂણા વરસતી હોય તો લોકો સામેથી મળવા આવે. મૈત્રીથી કરૂણા પ્રગટે છે.
એક આચાર્ય ભગવંત સંસારી અવસ્થામાં ક્રોડપતિના દીકરા હતા. ગાયકવાડની હાથીની સવારી નીકળે ત્યારે હાથી પર બેસવાનો લાભ એમના પરિવારને મળતો એવી એમની ખાનદાની હતી. આઠમ-પાંખીના દિવસે ઉપાશ્રયે જઈને પૌષધ કરતા. રાત પડે બધા સાધર્મિકો સંથારી જાય ત્યારે આ શ્રીમંત યુવાન બધાની પાસે જઈ બધાના પગ દબાવે. સાધર્મિક જાગી જાય - ભાઈ તમે? ઘરનો નોકર પણ પૌષધ કરે તો એના પણ પગ દબાવે. શેઠ, આ શું કરો છો? આજે હું તમારા માટે શેઠ નથી પણ તમે મારા સાધર્મિક છો. સાધર્મિકો પ્રત્યે અંતરમાં કેટલો પ્રેમ.
આંખમાં કેવી કરૂણા? વચનમાં કેવી મીઠાશ? આ બધું મૈત્રીથી મળે છે. જ્યાં પ્રેમ ઓછો થયો કે ત્યાં વહેમ પ્રગટ થાય છે. આંખોમાં એવું ચુંબકીય તત્ત્વ છે કે બધાને જોડીને રાખે છે. યોગી કદાચ ન બની શકાય તો ભોગી રહીને યોગી જેવી દષ્ટિ કેળવજો. અત્યાર સુધી સ્વાર્થની પરીધિ ઉપર આપણો વ્યવહાર રચાલયો, હવે નિઃસ્વાર્થ મૈત્રીથી અંતરને છલોછલ ભરી દઈએ.
રસ્તા ઉપરથી કુંભારની છોકરી જઈ રહી હતી. ગધેડો ચાલતા ચાલતા રસ્તામાં ઊભો રહી ગયો. છોકરી પાછી વળી ગધેડાને કહેવા લાગી – હાલ ભાઈ હાલ, મોડું થાય છે. બાજુમાં એક શ્રીમંત છોકરો ઊભો હતો. છોકરીની વાત સાંભળી હસવા લાગ્યો. એણે છોકરીને પૂછ્યું - તું આ
= ૦૯ •