Page #1
--------------------------------------------------------------------------
________________
ઉચાળા 8િ0,
ભાગ - ૧
મુનિ દેવરત્નસાગરા
Page #2
--------------------------------------------------------------------------
________________
વેરશી બાપા
25
મી શાલગિરિ... જિનાલય નિર્માણની યાદમિિ
rnt
પ્રસંગની શોભા વિશ્વમાં ગવાશે. અતીતાથુણીતી છાબા ભરાશે. વીર ગીતમતા માર્ગની શાતા વધશે. “ગુપ્તસામ્રાજય ઉધાતા સર્જાશે.
Page #3
--------------------------------------------------------------------------
________________
ભાણબાઇ માં
સંઘમાતા ભાણબાઇ ધન્ય છે માતુશ્રી ભાણબાઇ માતાને ધન્ય જીવત બતાવ્યું અને શણગાર્યુ.
જીવનની શતાબ્દિની શરણાઇના વાંજિત્રતાદે તમિતાથ દેવ પ્રસાદની ૨૫મી સાલગિરિ ચમકાવી દીધી, તમારી ઉદારતાને લાખ લાખે નમન.
કચ્છ કંઠી, અબડાસા, માકપેટ તમામ ગામોને જાતે કંકોત્રી સમર્પિત કરી મિઠાઇ બોકસનું વિતરણ કરી બધાને ખારૂઓ સુધી સાધનોની ગોઠવણ કરી ભાવોમાં પૂર ઉમટતા ઓખી વાગડ પંથકના તમામ સંઘોને નિમંત્રણ આપી સમગ્ર કચ્છતું સજજતશાળી સ્વામિવાત્સલ્ય દીપાવ્યું છે.
તમારા પરિવાર તરફથી આ પ્રવચનપરિકમ્માતા ભાગ-૧,૨ પ્રકાશિત થઇ રહ્યો છે.
વંદન ઓપને... વંદન આપતા સુકૃતોને.. વંદન ઓપના પરિવારને...
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
| શ્રી ખારુઆમંડણ નમિનાથાય નમઃ | // ગિરનાર કચ્છી ભવનના રાજાધિરાજ મુનિસુવ્રત સ્વામિ ને નમઃ |
Tી શ્રી કોટ મંડણ શ્રી શાંતિનાથાય નમઃ |
પ્રવ પુરિંકસ્મા
ભાગ-૧
આલેખન : સંકલન જૈન શાસનના જવાહીર, સાહિત્યસર્જક અચલગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્વરજી
મહારાજાના શિષ્ય આગમાભ્યાસી પૂ. ગણિશ્રી મહોદયસાગરજી મ.ના શિષ્ય
મુનિ દેવરત્નસાગર
૯૯
શ્રુતજ્ઞાન પ્રસારણ નિધિ ટ્રસ્ટ
clo c.A. તલક ગાલા, ૩૦૧, લક્ષ્મી નિવાસ કો.ઓ.સો. લી. - પ્રભાત કોલોની, રોડ નં.-૬, સાંતાક્રુઝ (ઈસ્ટ) મુંબઇ - ૪૦૦૦૫૫. ફોન : ૯૮૬૭૦૬૩૦૯૯
મૂલ્ય ૫૦/-રૂા.
Page #6
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમાર પ્રસાદી
પુણ્યના ઉદયમાં છકી ન જાય તે ધર્મી આસકિત , ઈર્ષા, નફરત, ક્રોધ અને અહંકારનો માર્ગ તોછડો બનાવશે. જલ્દી પાછા વળી જાશો ત્રણ મલિનતાથી ૧. અપેક્ષા ૨. અભિયાન , ૩. અદેખાઇ થી જેટલા બચશો તેટલી આત્માની નિર્મળ વધશે. ઉમર, શરીર અને અનુભવ વધે પણ આંતરિક જાગૃત્તિની વૃદ્ધિ ન આવે તો લાયકાત પ્રગટી નથી એમ સમજી લેવું. આપણી વર્તની ભ્રમણાઓના મૂળમાં મમતા છે. ૧) બધાજ મારું માને ૨) બધાજ મને વફાદર રહે. ૩) ધારું તે કરી શકું? ૪) મારી ઇચ્છા મુજબ બધા વર્તે. ૫) મને ગમે તે બધા ને ગમે. ૬) મને ન ગમે તે કોઇને ય ન ગમે. ૭) મને જ સમજાય છે, બીજાને નહિ. ૮) હું જે માનું, કરું, અને કહું તે સત્ય જ હોય એમાં ભૂલ ન હોય.
આ ભ્રમણાઓથી છૂટવાની ક્ષમતા મળો. જ્ઞાન પૂજન કરતા ‘મને જ્ઞાનનો લાભ થજો અને મારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થજો' એવો સંકલ્પ અને પ્રાર્થના કરવી. શરીર છ કલંકોથી દૂષિત છે અશુચિ, વ્યાધિ, ભૂખ, સારસંભાળની અપેક્ષા, વૃધ્ધાવસ્થા, કાયાનાશ, આવા શરીરે રાગ કેમ પોષાય જયાં કોઇ પરિચિત સાધુ-સાધ્વીના વંદનાર્થે જાઓ તો કોઇ ગાથા ગોખતા હોય અથવા સામાયિક કરતા હોય તો રૂા. ૫ કે ૧૦નું સંઘ પૂજન કરજો.
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ-ગુણ-ગુણોદય-કલાપ્રભ મહોદય ગુરુભ્યો નમઃ જેવો રોગ તેવી દેવા, જેવો દોષ તેવો ઉપાય
જ્ઞાનસાર
એકવાર એક ભાઇ બિમાર દર્દીની ખબર-અંતર પૂછવા ગયા. ત્યારે એ બિમાર દર્દીની પથારી પાસે ઘણા બધા કાગળો પથરાયેલા જોઇ આવનારે દર્દીને પૂછ્યું : ઓહો! તમે તો આવી બિમાર હાલતમાંય ઓફિસનું કામ કરો છો? દર્દી આત્માએ જવાબ આપ્યોઃ અરે ભાઈ! આ ઓફિસના કાગળો નથી પણ જુદા જુદા ડોક્ટરોએ લખી આપેલ દવાના કાગળો છે. જુદી જુદી દવાઓ આમાં લખેલી છે. આટલી દવાઓના કાગળો હોવા છતાં હજી રોગ મટતો કેમ નથી? હવે તો કાગળો પ્રભુને બતાવી પ્રાર્થના કરી રહ્યો છું.
બસ, આપણું પણ આવું જ છે. ઘણા બધા રોગ લાગુ પડ્યા છે. ક્યારેક ક્રોધનો એટેક આવે છે તો ક્યારેક માયાનો તાવ આવે છે. ક્યારેક લોભનું ગુમડું નીકળે છે તો ક્યારેક માનનું માઇગ્રેન સતાવે છે... કોઇની સફળતા જોઇ ઇર્ષ્યાથી સળગી જવાય છે તો પોતાની વારંવારની નિષ્ફળતાથી દીનતા ઘેરી વળે છે. દંભ-કપટ અને જુઠ તો ચુડેલની જેમ વળગી પડ્યા છે. બાહ્ય રોગો આવ્યંતર ક્ષેત્રમાંય હલચલ મચાવે છે. તો શરીર ક્ષેત્રે ટેન્શન, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, તાવ, અજીર્ણની ભેટ આપે છે.
જુદા જુદા ડોક્ટરો, થેરાપીસ્ટો, પ્રાણીજ હીલીંગ, ગુરુભગવંતો, માનવ ચિકિત્સકો વગેરેઓ શરીર, મન અને આત્માની ટ્રીટમેન્ટ કરે છે, જુદા જુદા ઉપાયો દર્શાવે છે. તો જુદા જુદા ઉપાયો સૂચવે છે.
ધર્મ અને ધર્મક્રિયાઓ કાંઇ ઓછી નથી કરતા, તપ-જપ-દાન પણ કાંઇ ઓછા નથી? છતાં પરિણામ / પરિણતિ જામતી નથી. નાની અમથી શક્તિ જાગી તરત અભિમાન આવીને ઊભું રહી જાય છે. જરાક ક્યાંક પ્રશંસા થઇ તો તરત ગર્વ આવ્યું. માયા-કપટ ઇત્યાદિ દોષોથી સેવાયેલો ધર્મ ફળતો નથી. ગૂમડા ઉપર પ્લાસ્ટીકની પટ્ટી લગાવી પછી મલમ લગાડીએ તો મટે શી રીતે?
ખોટા સંસ્કારો કેળવ્યા છે.
ખોટો અભ્યાસ કર્યો છે.
પુરુષાર્થ અવળો કર્યો, પણ હવે ઉપાય શું?
Page #8
--------------------------------------------------------------------------
________________
‘જ્ઞાનસાર’ ગ્રંથમાં મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા ૩૨ અષ્ટકોમાં સુંદરસમ્યક-સરસ ઉપાયો દર્શાવે છે. આજથી ૩૫૦ વર્ષે પૂર્વે આ મહાત્માએ અનેક રોગોના ઉપાયોની ચાવી દર્શાવી છે. દોષ નાશ કરવાની પ્રક્રિયા સામે ગુણોના ઉઘાડની સંભાવનાઓ ગજબ રીતે બતાવી છે.
ઓવારી જવાયું છે, આ ગ્રંથ પર...
પ્રલોભનોની સામે પવિત્રતા ઊભી કરવાની દ્દષ્ટિઓ...
પરલોકને સદ્ધર કરવાની ચાવીઓ...
પરમલોકનું લક્ષ્ય નિશ્ચિંત કરી દે તેવી પ્રેરણાઓનો રસથાળ પ્રવચનો રૂપે વહેતો
કર્યો છે.
વહેતા રહો.... ભીંજાતા રહો....
ભાવિત બનો....
કલિકુંડ તીર્થ કલિકટ (કેરલા)
પ્રવચન પ્રસાદી
પુણ્યબંધ, શુભાનુબંધ, ઋણાનુબંધ, અશુભાનુબંધ, વેરાનુબંધ આમાંથી આપણે સતત કયો બંધ કરીએ છીએ?
– મુનિ દેવરત્નસાગર
મહા સુદ -૨ ૨૦૭૦
સહાયક બનો... વિશ્વાસપાત્ર બનો...
આભાર માનતા શીખો...
કષ્ટો સહન કરો ગુણોને વહન કરો ગુણવાનોને નમન કરો
આરાધના સતત કરો.
• સખત કરો. • સુંદર કરો.
Page #9
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર’ની ભેટ દેનારા મહાજ્ઞાની ઉપા.શ્રી યશોવિજયજી મહારાજ
ગરવી ગુજરાતના કનોડુ ગામની ધરતી પર ધન્ય માતા સૌભાગ્યદેવી અને ધન્યપિતા નારાયણભાઈના ઘરે એક તેજસ્વી રત્નનો જન્મ થયો. નામ હતુ જસવંત... એ જાણે માટીના ખોરડામાં એ માણેક હતું... બાલ્ય અવસ્થામાં પણ બાલ રવિની જેમ જ્ઞાનમાં તેજ ઝળહળતા હતા... ચાર વર્ષની નાની વયે શ્રવણમાત્રથી ભક્તામર સ્તોત્રને કંઠસ્થ કરનાર આ પુત્રની પ્રતિભાને પીછાણી માતાપિતાએ જસવંતને પોતાના સ્વાર્થ માટે સંસારમાં જકડી ન રાખતાં જિનશાસન માટે ગુરુવરશ્રી નયવિજયજી મહારાજના ચરણે અર્પણ કર્યો... નાની વયે બાળક મટી મુનિ બનનાર આ જસવંતે હવે મુનિ યશોવિજયજીના નામે સંયમ જીવન સાથે જ્ઞાનદર્શન ચારિત્ર તપની ઉચ્ચતમ સાધના આરંભી.
' જે વયે માતાના ખોળામાં બાળક રમે તે વયે જસવંત ગુરુમાના ખોળે રમતો હતો. જે વયે બાળક રમતગમતમાં ખુશી અનુભવે તે વયે જસવંત સમ્યજ્ઞાનના પાન કરવામાં મસ્ત હતો. ગુરુચરણે સંસારની લપ નહોતી, સંયમની સરગમ હતી. ત્યાગનો પગથાર હતો અને જ્ઞાનનો રણકાર હતો... બાલમુનિ યશોવિજયજી યુવા વયને પામ્યા. કાશીમાં બાર વરસ, આગ્રામાં ચાર વરસ તર્ક દર્શન ન્યાય આદિ શાસ્ત્રોનો પ્રખર અભ્યાસ કર્યો. 5ી પોતાની પ્રચંડ પ્રતિભાથી વાદીઓને પરાજય કરી જિનશાસનનો જયધ્વજ લહેરાવી નવ્ય ન્યાયના ૧૦૮ ગ્રંથની રચના કરી ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ આ બે પદવી પ્રાપ્ત કરી. દેવ ગુરુની પરમ કૃપા અને સરસ્વતી માતાના પુત્ર સમા આ મુનિ
ભગવંતે આગમગ્રંથોનું દોહન કરી ભવ્ય જીવોના હિતાર્થે સંસ્કૃત પ્રાકૃત
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી રાસા સ્તવનો આદિ અનેક રચનાઓ કરી... એ અનેક રચનાઓમાં સર્વશ્રેષ્ઠ રચના એટલે જ્ઞાનસાર ગ્રંથ.... જે જ્ઞાનસારમાં પ્રભુ શ્રી અરિહંતદેવની વાણીનું અમૃત મુકાયું છે... યોગ સાધનાની દિશા ખુલ્લી મુકાઇ છે... આત્માથી પરમાત્મા પદ પ્રાપ્તિ સુધીનો માર્ગ નિર્દેશીત કરાયેલ છે.
બત્રીસ અષ્ટકોમાં બતાવેલ આત્મિક ગુણ ખજાનામાં માનવતાની મહેંક છે, સંયમની સુવાસ છે, પરમપદ પ્રાપ્તિનો પયગામ છે...
વંદન કરીએ એ મહાપુરુષ મહાયોગી મહાજ્ઞાની ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજને.... જેઓએ આવી અદ્ભુત રચના કરી... પ્રભુશ્રી અરિહંતદેવની વાણીની મહાન પ્રસાદી જ્ઞાનસાર ગ્રંથ રચના દ્વારા આપણા સુધી પહોંચાડી..
આ જ્ઞાનસાર અષ્ટકોનો સ્વપજ્ઞ ભાવાર્થ કરનાર વિદ્વાન પૂ. આ. ભ. શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજા ને વંદના
આ સંકલનોમાં જેમનું યોગદાન લીધું છે એવા સરસ્વતી લબ્ધ પ્રસાદ, રાષ્ટ્રહિત ચિંતક પૂ.આ.ભ.શ્રીવિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા
પ્રવચન પ્રભાવક, રાળ પટીના ઉપકારક, કામણ ગિરનાર ધામના પ્રેરણા દાતા પૂ.આ.શ્રીયશોવર્મસૂરીશ્વરજી મહારાજા
વિદ્દવર્ય જૈન સંઘોના વિશિષ્ટ માર્ગદર્શક,જ્ઞાન ભંડાર પ્રેમી, પૂ.આ.ભ.શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું ઋણ સ્વીકાર વંદન કરું છું.
Page #11
--------------------------------------------------------------------------
________________
પરમ શ્રદ્ધેય ગુણસાગરસૂરિરાજનું જીવનદર્શન
વિ.સ. ૧૯૬૯ મહા સુદ-૨ના દિવસે અચલગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાની જીવન કુંડળીના ગ્રહોએ બાર ખાનાઓમાં એવી પક્કડ જમાવી હતી કે આજે ૧૦૦-૧૦૦ વર્ષ પછીય એ યુગપુરૂષનો પ્રભાવ હજી વધતો જ હોય એવો અનુભવ થાય છે. દિવંગત થયા પછી વરસો વીતે તેમ યાદ ધૂંધળી થતી હોય છે. વર્ચસ્વ ભૂંસાતું હોય છે. કાળનો, ભસ્મગ્રહ તો પરચો બતાવે જ છે. આ પુણ્ય પુરૂષની યાદ અને એમનું વર્ચસ્વ તો કાળને પછાડી રહ્યું છે. વરસો જેમ વીતે છે તેમ પ્રભાવ ઘેરો બને છે. આ પુરુષને વિદાય થવાને ૨૭ વર્ષ વીત્યા. ગુરુ વિરહના દિવસોમાં ગુરુનું કરુણામૃત વરસતું રહ્યું છે. એમની મહત્તા, આજેય ગવાતી રહી છે. આ મહા પુરુષે ખોટ સાલવા દીધી નથી. જેમણે દિલથી યાદ કર્યા હોય તેમને જીવંત અનુભવવા મળી છે. એક વિચારકના શબ્દો યાદ આવી જાય છે “મહાપુરુષો જીવતા હોય છે ત્યારે એમને મળવાનો સમય અનંત બની જાય છે. જીવંતથી છૂટા પડી શકાય પણ દિવંગતથી છૂટા નથી પડાતું. એમના સ્મરણનો સહવાસ સદાનો સાથી બનીને આપણાં એકાંતને ઉજમાળ બનાવ્યા કરે છે.
ઘણીવાર કટોકટી આવી છે. મારગ સૂઝયો નથી આ પરમ પુરુષને યાદ કરી આંખો મીંચી રાખી છે. પ્રાર્થનાના ભાવથી, આરઝૂની અરજથી અંતર ભરી દીધું તે સાથે જ કટોકટીનો સામનો કરવાનું માર્ગદર્શન મળ્યું છે. પીછેહઠ કરવી પડી નથી. ખાલીપો લાગે ત્યારે એમના જ શબ્દોનું અર્થઘટન કાનમાં ગુંજ્યા કરે છે. જાતની નબળાઇઓએ માથું ઉંચક્યું છે ત્યારે આજ મહાપુરુષે આપેલા સંસ્કારો કામે લાગ્યા છે. સમગ્ર કચ્છ અને ગચ્છના ગગનમાં ધર્મલાભ ગૂંજી રહ્યો છે. એ મહાપુરુષનો પુરુષાર્થ છે. આવાસ યોજનાની ઇંટ કહો કે ઇમારત કહો એ આ મહાપુરુષની દૂરંદેશી હતી. આજે સચ્ચાઇનો છાંયડો જાળવી શકવામાં આ યુગપુરુષની કૃપા-કરુણા જ સધિયારો દઇ રહ્યું છે. આજે એ સહકાર એમની યાદમાંથી મળી રહ્યો છે. આ મહાપુરુષના ખોળે જીવનભર રહેવાનું હતું. આજે તો માત્ર યાદનો આનંદ લઇ શકાય છે. એમને તો ભવોભવના સાથીદાર બનાવી દેવા છે. પ્રારંભના પાંચ વરસ એમના સહવાસમાં શ્વાસ લીધા. આજે ૨૭ વરસથી
ENew Its axis
s t us at a wiss First s
Page #12
--------------------------------------------------------------------------
________________
માત્ર યાદથી તરબોળ બનવાનું ચાલુ છે. એમની સરળતા, સાદગી પ્રિયતા, નિખાલસતા, નિર્મળતા એક એક દશ્યો આજે દેખાય છે. પ્રચંડ પુરુષાર્થનો જીવનમંત્ર આજે સમજાય છે.
એ મહાપુરુષનો પ્રત્યક્ષ સંગ કરનારા આ ધરાતલ પર હજી ૩૦/૩૫ વર્ષ સુધી મળી આવશે. એમનું પ્રત્યક્ષ સાનિધ્ય માણનારાઓ હવે આગામી સો વર્ષમાં કોઇ નહિ બચે. બચશે માત્ર એમના દ્વારા સર્જન થયેલા સુકૃતો. ૨૦૦ ગ્રંથોના સર્જન હોય કે ૭૨ જિનાલય જેવા વિરાટ તીર્થો હોય, ૨૫૦ થી અધિક શ્રમણ-શ્રમણીના મુખે ‘અમે ગુણસાગરસૂરિના સમુદાયના...' એ હૃદયગુંજનથી જીવંત રહેશે. એમના નામને, પ્રભાવને વધુ પ્રાણવાન બનાવવાનો પ્રામાણિક પરિશ્રમ કરવા જેવો છે.
જિંદગી તો દાયકે દાયર્ક આગળ વધવાની છે. એક દિવસ અમારા એ દાયકાઓ પૂરા થઇ જવાના છે. એમના જેવી સાધનાનું સત્વ નથી. એવી આરાધનાનું બળ પણ નથી. એમના જેવી સમજ અને ગીતાર્થતા નથી. ગંભીરતાનું અંશ પણ ડોકાતો નથી. ભાવનાઓમાં ઉણપ છે. ઉંચા અધ્યવસાયોની ઉડાન નથી ખારા ટોપરા જેવી લાગણીઓની અભિવ્યક્તિમાંય સડેલા સ્વાર્થની દુર્ગંધ છે ત્યારે એમના જેવી અંતિમ સમયની સજ્જતા કેવી રીતે આવશે એ મૂંઝવે છે. અમારા આતમરામમાં ગુણોનો વૈભવ આવશે કે કેમ?
અમારા જીવનના થોડા વરસો સાહેબજી સાથે વીત્યા છે. અમારું નામ આપની સાથે જોડાયું છે એટલો હરખ આજે વર્તાય છે.
ભાદરવા વિદ અમાસની અંધારી રાત્રિમાં આટલું અમારા માટે પ્રકાશના કિરણો સમાન છે.
ભગવાનનું શાસન દુનિયાના જીવોને સંસારથી બચાવનારું અમોઘ આલંબન છે. મહાપુરુષે શાસનની જવાબદારી પોતાના ખભે ઉપાડીને આપણી પર બહુ મોટો ઉપકાર કર્યો છે. એ ઉપકારોનું ઋણ કદિ વાળી શકવાના નથી. અલવિદાની ૨૭મી પુનિત તિથિએ સાચી ગુરુભક્તિ ઋણમુક્તિ રૂપ ફરજ બનાવી શકીએ એટલી જાગૃતિ આવે એ જ ભાવના. આ જ્ઞાનસારનું સંકલન આપની જ શક્તિથી શક્ય બન્યું છે. મારું કશું જ નથી.....
MAA
______WIT ८
HUNATHA & ENT YOU YAMAN
Page #13
--------------------------------------------------------------------------
________________
'છેલ્લી સદીના સ્માણિત શ્રુતકેવળી (પૂ. ઉપાધ્યાયજી મહારાજની અધ્યાત્મયાત્રા
'જીવન કવનની ઝાંખી
III
-: વિશેષણો - AYU લઘુહરિભદ્ર, દ્વિતીય હેમચન્દ્ર, સ્મારિત શ્રત કેવલી, 28 કુર્ચાલીશારદ, તાર્કિક શિરોમણિ, મહાનતાર્કિક,
ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, વાચકવર્ય, મહામહોપાધ્યાય, છે કે હું બીજમંત્ર પદ પ્રસ્થાપક, શુદ્ધાચાર ક્રિયાપાલક, મહાત્ જણાવણ જ્યોતિર્ધર, વાચકરાજ, પાઠકવર્ય, યોગવિશારદ,
સત્યગવેષક, પ્રખરતૈયાયિક, મહાન સમન્વયકાર, વાદીમદભંજક,પદર્શનવેત્તા, સકલ તાર્કિક ચૂડામણિ
ક
છે
-: સાહિત્ય-વિષય :પ્રાચીનન્યાય, નવ્ય ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યોગ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, કથા, ભક્તિ
-: સાહિત્ય-ભાષા :સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી, મારવાડી, મિશ્ર
-: વિહાભૂમિ :ઉના, પાલિતાણા, સિદ્ધપુર, સુરત, જેસલમેર, કાશી, ઇંદલપુર, મહેસાણા, પાટણ, અમદાવાદ, ખંભાત, ઘોઘા,
ડભોઇ
કાકા કાન so as Restas Y N S xxx w Y
S..
_
INY
#
1
ts as Y જ કરતા
જ
Page #14
--------------------------------------------------------------------------
________________
'અમર ઉપાધ્યાયજીની સાલવાણ સિદ્ધિો
• વિ.સં. ૧ ૬ ૯૯ રાજનગરમાં ૮ મહા વધાન. • વિ.સં. ૧૭૦૧ વિશિષ્ટ પ્રજ્ઞા પ્રાપ્તિ કાજે કાણી પ્રતિ વિહાર. • વિ.સં. ૧૭૦૩ કાણીનો કીર્તિધ્વજ અણનમ રખાવતી તત્રસ્થ દિગ્ગજ પંડિતો
દ્વાણ ન્યાયાધાર્યું અને ન્યાય વિશારદ બિરુદાણ. • વિ.સં. ૧૭૦૪ દાગ્રામાં નય. નિશ્ચયવાદી બનારસીદાસના ઉભાગનું
ઉમૂલન. • વિ.સં. ૧૭૦ ૮ ગુર્જરપતિ મહોબ્બતખાન સુબાની રાજસભામાં જાણીવાસ પછી
અદ્ભુત ૧૮ જીવવાની કળા દહન. • વિ.સં. ૧૭૧૦ (તિથિ: પોષ વદ-૧૩) પાટણમાં શ્રી દ્વારા નયયક ગ્રંથના
છેક શ્લોક પણ સ્વાયેલી શ્રી સિંહવાદિગણી ક્ષમાશ્રમણની ૧૮ ૦ ૦ ૦ શ્લોક૩૦ ૮ પાના પ્રમાણ ટીકાના ૪૮ ૦ ૦ શ્લોક-૭૩ પાના માત્ર ૧૫ દિવસમાં
ગ્રન્થસ્થ કયુ. • વિ.સં. ૧૭૧ ૦ સંવેગીપક્ષના ૫. શ્રી ત્રણદ્ધિવિમલજીને બનાસકાંઠાના
પાલનપુર પાસેના ગોળા ગામમાં શ્રી મહાવીર સ્વામીના સાંન્નિધ્યમાં દિયોદ્ધાર કર્યો હતો અને તેમાં ઉપાધ્યાયજી સહાયતા કરી હતી. વિ.સં. ૧૭૩૩ છંદલપુર (હાલના અમદાવાદનો તે વખતનો જાણીતો વિસ્તાર) ના ચાતુમતિમાં સ્થાનકવાસી શ્રાવક મેઘજી મુલજી દોશી જિનપ્રતિમા સ્થાપના માટે ઢગલાબંધ શાસ્ત્ર પાઠો છાપીને મૂર્તિપૂજક બનાવ્યા જેનો ઉલ્લેખ
ના નિમિત્તે યાયેલા ૧૫૦ ગાથાના સ્તવનમાં છે. • વિ.સં. ૧ ૭૩૮ પંન્યાસ શ્રી સત્યવિજયજી મહારાજે કરેલા કિયોદ્વાર વખતે
શ્રી ઉપાધ્યાયજીને સામાવાણી વર્ણવતું શાસન પત્ર પ્રગટ કર્યું હતું. • વિ.સં. ૧૭૪ ૨ સુરતમાં શ્રાવક રૂપચંદ મંગળયંદ અને માણેક શ્રાવિકા
નાદિને ૧૧ આંગ સંભળાવ્યા તથા ૧૧ આંગની સજઝાય રહી.
આ શાનદાર Raas
પ્રકાર શw a wria S NI ૧૦ જામજા આtry and a
R e Y NMS Exis Is This Y IN is SisiY aiL FEET Rasoini RaniY as a
= yas Y IN Eia with
Page #15
--------------------------------------------------------------------------
________________
'ઉપાધ્યાયુજી વહેવડાવેલી ઉપઠાણ-ગંગા.
• મમતાશતકની ના પોતાના શિષ્ય મુનિ હેમવિજયજી માટે કરી. • ઘનમૂણના પિતરાઇભાઇ પનાજીના શ્રવણાર્થે સિસહસ્ત્ર નામ કોદા ગ્રંથની
પ્પના કરી. • સખ્યત્વષસ્થાનનો બાલાવબોઘ શનગરનાં તારાચંદ પ્રેમચંદ માણે રચ્યો. • જ્ઞાનસાર બાલાવબોઘ શ્રાવક શાંતિદાસના ચિત્તને અાનંદ પમાડવા માટે રચ્યો. • દિગંબરવાર્ય શ્રી વિદ્યામંદિ રચિત શબ્દસહસ્ત્રી પ્રકરણ ઉપર ઉપાધ્યાયજીને
૮ ૦ ૦ ૦ શ્લોક પ્રમાણ ટીકા સ્વી. કાશી છાભ્યાસાંતે ઉપાધ્યાયજી તત્વ ચિંતામણી નામનો અદભુત ગ્રંથ પંડિત પાસેથી થોડા દિવસ માટે મેળવીને કંઠસ્થ કર્યો જેને લખી તો પ્રાયઃ ૧૦ હજાર શ્લોક પ્રમાણ થાય. કારણીમાં પંડિતજીને અભ્યાસ કરાવવા બદલ પ્રતિદિન ચાંદીનો ૧ રૂપિયો અર્પણ થતો હતો. (ત્યારે ૧ રૂપિયાનું ૨૧ શેર ઘી મળતું, જેથી આજે રાની કોડોની કિંમત અંકાય). શ્રી ઉપાધ્યાયજી વિયિત દ્રવ્યગુણ પથયિ શણની ગુરુ શ્રી નયવિજયજી મહારાજે ૧૭૧ ૧માં લખેલી હસ્તપ્રત બાજે ય વિદ્યમાન છે. • ઉપાધ્યાયજી યિત વૈરાગ્ય કલ્પલતાની પ્રત ૧૭૧ ૬માં સ્વર્ણગિરિ જાલોર
નગરે ગુરુ શ્રી નવિજયજી લખી હતી. • ઉપાધ્યાયજી કૃત ઢાત્રિશત્ ત્રિદિકા મૂળગ્રંથની પ્રત ના. શ્રી જ્ઞાનવિમલસૂરિજી
સ્વહસ્તે લખી આપી હતી. • ઉપાધ્યાયજીના ૩૫૦ ગાથાના સ્તવન પણ . શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી અને
૫. પઢાવિજયજી મહારાજે બાલાવબોધ રચ્યો છે. • ઉપાધ્યાયજીના ગ્રંથો લખનાર લહિયા ગદાધર મહારાજે ૨ લાખ શ્લોક પ્રમાણ
ન્યાયવિષયક ગ્રંથો લખ્યા હતા. • જ્ઞાનયોગી ઉપાધ્યાયજી છેલ્લી અવસ્થામાં પોતાના નામને બદલે પરમાનંદ
શબ્દ વાપર્યો હતો, જેની પ્રતિતી બત્રીસીથી થાય છે.
an in
maxRY was assimis You TEES
B ૧૧ &િ Ener an in
| 11 કપEY TELEPHERE
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉપાઘ્યાયજી મ. ના સાહિત્ય દ્વારા મહોપકાર :
• શ્રી બુડેરાયજી મહારાજ ‘મુહપત્તિ કી યf' નામના ગ્રંથમાં એવું લખે છે કે પોતે સ્થાનકવાસી પરંપણ છોડી મૂર્તિપૂજક બન્યા પછી ઉપાધ્યાયજી રથિત અઘ્યાત્મસાર સાદિ ગ્રંથો વાંચ્યા બાદ મન સુસ્થિર સુદઢ બન્યું અને ત્યારે જ નિશ્ચય કર્યો કે, આજથી ઉપાઘ્યાયજી મારા માનસિક ગુરુ!
• પંડિત સુખલાલજી પણ પૂ. ઉપાધ્યાયજી રચિત ‘પ્રતિમા શતક’ ગ્રંથ વાંચ્યા બાદ જ સ્થાપના નિક્ષેપામાં દઢ શ્રદાળુ બન્યા હતા. આવી કેટકેટલીય ઉપકાર ગંગા પૂ. ઉપાધ્યાયજીને વહાવી હતી. જેને કાગળમાં કેટલી કંડારાય?
આ ભલે આગમ ગ્રંથ નથી પણ પ્રભુની પથરાયેલી વાણીનો નિચોડ જીવન માર્ગદર્શન, ક્રમિક ગુણોના જીવને વિકાસ માટે અમરકૃતિ છે. જીવનની ઢળતી સંધ્યાએ બધા શાસ્ત્રોના અવાહન પછી આ સર્જન છે.
પાછળ ‘સાર' શબ્દ લાગે, ‘રહસ્ય’ શબ્દ લાગે, પ્રદીપ શબ્દ લાગે, ‘પરિક્ષા’ શબ્દ લાગે આંકડાઓથી ગ્રંથ ઓળખાય એવા સેંકડો ગ્રંથના સર્જન કર્યા. 3૨ અષ્ટકો છે. કંઠસ્થ કરજો, અર્થ સમજજો.
૧૨
GYAN #IYA 3 T
Page #17
--------------------------------------------------------------------------
________________
સિંક્ષિપ્ત સારી આઠ-આઠ શ્લોકનું એક અષ્ટક. એવાં બત્રીસ અષ્ટક અને બત્રીસ વિષય. એ વિષયોની ક્રમિક ગોઠવણી છે. ગોઠવણીમાં સંકલના છે.
ગોઠવણીમાં સાધનાનું માર્ગદર્શન છે. આ ચાર શ્લોકોમાં બત્રીસ વિષયોનાં નામ છે. ગ્રંથકારે “ટબા'માં હેતુપુરસ્સર એનો ક્રમ સમજાવ્યો છે. પહેલું અષ્ટક છે પૂર્ણતાનું. લક્ષ વિનાની પ્રવૃત્તિનું કોઇ મૂલ્ય નહીં, કોઇ ફળ નહીં, એટલે પહેલા જ અષ્ટકમાં લક્ષ બતાવ્યું પૂર્ણતાનું; આત્મગુણોની પૂર્ણતાનું. આ લક્ષ જે જીવનું બંધાય, “મારે આત્મગુણોની પૂર્ણતા મેળવવી જ છે'- આવો સંકલ્પ થાય, તો જ જીવ જ્ઞાનમાં મગ્ન બની શકે; માટે * બીજું અષ્ટક છે મગ્નતાનું. જ્ઞાનમાં મગ્ન! પરબ્રહ્મમાં લીન! આત્મજ્ઞાનમાં જ મગ્નતા. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ જીવની ચંચળતા દૂર થાય અને સ્થિર બને. માટે મગ્નતા પછી છે ત્રીજું અષ્ટક છે સ્થિરતાનું. મન-વચન-કાયાની સ્થિરતા. મનની સ્થિરતા પ્રાપ્ત કરવાની. તો જ ક્રિયાઓનું ઔષધ કામ કરે. સ્થિરતાનો રત્નદીપક પ્રગટ કરવાનો, તો જ મોહ-વાસનાઓ મોળી પડે. માટે ચોથું અષ્ટક છે અમોહનું. “અહ” અને “મમ' એ મોહરાજાનો મંત્ર છે. મંત્રથી ચઢેલાં મોહનાં જેર “નાદ'-“ન મન'ના પ્રતિપક્ષી મંત્રથી ઉતારવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ રીતે મોહનું ઝેર ઊતરે તો જ જ્ઞાની બની શકાય, તે માટે
sta se was sitting a ts s aid swaY busiastasiY૪
,
B
ala Hass is an as a w Yahi aiFi Yaas
Page #18
--------------------------------------------------------------------------
________________
જે પાંચમું અષ્ટક છે જ્ઞાનનું.
જ્ઞાનની પરિણતિ થવી જોઇએ. જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થવો જોઇએ. જ્ઞાનનું અમૃત, જ્ઞાનનું રસાયણ અને જ્ઞાનનું એશ્વર્ય પ્રાપ્ત કરવું જોઇએ. તો જ શાંત બનાય, કષાયોનું શમન થાય,
માટે
છઠું અષ્ટક છે શમનું કોઇ વિકલ્પ નહીંને નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન! આવો આત્મા ઇન્દ્રિયો પર વિજય મેળવી શકે. માટે સાતમું અષ્ટક છે ઇજિય-જયનું. વિષયોના બંધનોથી આત્માને બાંધતી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત
કરનારા મહામુનિ જ સાચા ત્યાગી બની શકે. માટે ( આઠમું અષ્ટક છે ત્યાગનું.
જ્યારે સ્વજન, ધન અને ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગી મુનિ ભયરહિત અને ફ્લેશરહિત બને છે, અહંકાર અને મમત્વથી મુક્ત બને છે, ત્યારે એનામાં શાસ્ત્રવચનને અનુસરવાની શક્તિ પ્રગટ થાય છે, માટે કે નવમું અષ્ટક છે ક્રિયાનું.
પ્રીતિપૂર્વક ક્રિયા, ભક્તિપૂર્વક ક્રિયા, જિનાજ્ઞાનુસાર ક્રિયા અને નિઃસંગતાપૂર્વક ક્રિયા કરનારો મહાત્મા પરમ તૃપ્તિ અનુભવે છે,
માટે
જે દશમું અષ્ટક છે તૃપ્તિનું.
સ્વગુણમાં તૃપ્તિ! શાન્તરસની તૃપ્તિ! ધ્યાનામૃતના ઓડકાર! મિક્ષર : સુરવી તો શાનતૃતો નિરંજ્ઞનઃ'-ભિક્ષુ-મુનિ જ જ્ઞાનતૃપ્ત બની પરમ સુખ અનુભવે. આવો જ આત્મા નિર્લેપ રહી શકે.
disia Taiwadજા જasis Yogi FagYકxisuass Timix
Page #19
--------------------------------------------------------------------------
________________
ભાગ-૧માં 90 અષ્ટકો ૧. પૂર્ણતા-અષ્ટક ૨. મગ્નતા અષ્ટક ૩. સ્થિરતા અષ્ટક ૪. મોહત્યાગ અષ્ટક ૫. જ્ઞાન અષ્ટક ૬. રામ સમતા અષ્ટક ૭. ઇન્દ્રિય જયાષ્ટક ૮. ત્યાગાષ્ટક ૯. ક્રિયાષ્ટક ૧૦. તૃપ્તિ અષ્ટક
2
SિS
S « કરજ બજssess siY sign
E
Page #20
--------------------------------------------------------------------------
Page #21
--------------------------------------------------------------------------
________________
न्यायाचार्य श्री यशोविजयोपाध्यायविरचितम् श्री ज्ञानसारप्रकरणम |
(રોપજ્ઞમષાર્થસહિતમ્) ऐन्द्रवृन्दनतं नत्वा, वीरं तत्त्वार्थदेशिनम् । अर्थः श्री ज्ञानसारस्य, लिख्यते लोकभाषया ||
ઇંદ્રના સમૂહથી નમાયેલા અને તત્ત્વાર્થના ઉપદેશક મહાવીર પ્રભુને નમસ્કાર કરીને જ્ઞાનસારનો અર્થ લોકભાષામાં લખું છું.
पूर्णताष्टकम् ऐन्द्रश्रीसुखमग्नेन, लीलालग्नमिवाखिलम् ।
सच्चिदानन्दपूर्णेन, पूर्ण जगदवेक्ष्यते ||१|| અન્વય સહિત શબ્દાર્થ(૧) રુવ-જેમ રેન્દ્રીસુમન-ઈન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલા પુરુષથી વન-સર્વ ન-જગત નીનોનનં-સુખમાં મગ્ન થયેલું પ્રવેશ્ય-દેખાય છે. (તેમ) સં-સત્તા વિજ્ઞાન અને શાનઃસુખથી પૂર્ણ યોગીથી (સંપૂર્ણ જગત) પૂર્ણ-જ્ઞાન, દર્શન અને ચારિત્રથી પૂર્ણ દેખાય છે. (૧) જેમ ઇંદ્રની લક્ષ્મીના સુખમાં મશગુલ જીવ સંપૂર્ણ જગતને સુખી
૧ સત્તા = સદા સ્વરૂપમાં વિદ્યમાનતા. શ્રી દેવચંદ્રજી મહારાજે સત્નો શુભ અથવા શાશ્વત એવો અર્થ કર્યો છે. એમની દષ્ટિએ સવિતા પદનો અર્થ શુભ કે શાશ્વત જ્ઞાન અને સુખ એ બેથી પૂર્ણ એવો થાય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
જુએ છે, તેમ સત્તા, જ્ઞાન અને આનંદ એ ત્રણથી પૂર્ણ વિશ્વના સઘળા જીવોને જ્ઞાન-દર્શન-ચારિત્રથી પૂર્ણ જુએ છે.
જેમ વ્યવહારમાં સુખમાં મશગુલ બધાને સુખી જુએ છે, તેમ પૂર્ણ (સામાન્ય કેવલી, અરિહંત અને સિદ્ધ ભગવાન) બધા જીવોને પૂર્ણ જુએ છે. નિશ્ચયનયની દૃષ્ટિએ બધા આત્માઓ જ્ઞાન-દર્શનચારિત્રથી પરિપૂર્ણ છે. નિશ્ચયનયની દૃષ્ટિએ ભ્રાંતિ નથી.
पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् । યા તુ સ્વામવિળી શૈવ, નાત્યરત્નવિમાનિમાર
અન્વય સહિત શબ્દાર્થ
(૨) પરોપાè:-૫૨વસ્તુના નિમિત્તથી યા-જે પૂર્ણતા-પૂર્ણપણું (છે) સાતે યાન્વિતમઙનમ્-માગી લાવેલા ઘરેણા સમાન (છે.) તુ-પરંતુ યાજે સ્વામાવિજી-સ્વભાવ સિદ્ધ (પૂર્ણતા છે) સા-તે વ-જ નાત્યરતવિમનિમા-ઉત્તમરત્નની કાંતિ જેવી (છે.)
(૨) સંપત્તિ આદિ પરવસ્તુથી થતી પૂર્ણતા લગ્નાદિ પ્રસંગે માંગી લાવેલા આભૂષણો સમાન છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ-સ્વાભાવિક પૂર્ણતા તો શ્રેષ્ઠ રત્નની કાંતિ સમાન છે.
જેમ માંગી લાવેલા આભૂષણોથી થતી શોભા કૃત્રિમ છે અને ઉત્તમ રત્નની કાંતિ-શોભા સ્વાભાવિક છે, તેમ અજ્ઞાન જીવોએ માનેલી ધનાદિકથી પૂર્ણતા કૃત્રિમ છે, અને જ્ઞાનાદિ આત્મગુણોથી પ્રગટેલી પૂર્ણતા સ્વાભાવિક છે.
अवास्तवी विकल्पैः स्यात् पूर्णताऽब्धेरिवोर्मिभिः । પૂર્ણાનન્વન્તુ મળવાન્, સિમિતોધિસન્નિમઃ ।।।। અન્વય સહિત શબ્દાર્થ
(૩) વ-જેમ નિમિ:-તરંગોથી અવ્યે:-સમુદ્રની (પૂર્ણતા અવાસ્તવિક હોય છે તેમ) વિભૈ:-વિકલ્પોથી (આત્માની) અવાસ્તવી-અવસ્તુથી થયેલી = કલ્પિત પૂર્ણતા-પૂર્ણતા ચાર્-હોય તુ-પરંતુ પૂર્ણાનન્તઃ-પૂર્ણ
૨ •
Page #23
--------------------------------------------------------------------------
________________
આનંદવાળો માવાન-શુદ્ધ સ્વભાવવાળો આત્મા રિસ્તામતોઘનિમઃસ્થિર સમુદ્રના જેવો (પ્રશાંત હોય છે.) (૩) જેમ તરંગોથી થતી સમુદ્રની પૂર્ણતા અવાસ્તવિક છે, તેમ હું ધનવાન છું વગેરે વિકલ્પોથી થતી પૂર્ણતા અવાસ્તવિક છે. પૂર્ણાનંદ સ્વરૂપ (સિદ્ધ) ભગવાન વિકલ્પ રહિત હોવાથી સ્થિર સમુદ્ર સમાન છે.
સમુદ્રમાં બે રીતે પૂર્ણતા છે. (૧) તરંગોથી અને (૨) સ્થિરતાથી. તેમ આત્મામાં પણ બે રીતે પૂર્ણતા છે. (૧) વિકલ્પોથી અને સ્થિરતાથી. વિકલ્પોથી થતી પૂર્ણતા અનિત્ય છે, કારણકે પૂર્વે (બીજી ગાથામાં) કહ્યું તેમ કૃત્રિમ છે. સ્થિરતાથી પ્રગટતી પૂર્ણતા પૂર્વે કહ્યું તેમ સ્વાભાવિક હોવાથી નિત્ય છે. આથી નિત્ય પૂર્ણતા પ્રાપ્ત કરવા હું ધનવાન છું વગેરે વિકલ્પોનો ત્યાગ કરવો જોઈએ.
जागर्ति ज्ञानदृष्टिश्चेत्, तृष्णाकृष्णाहिजाङ्गली । पूर्णानन्दस्य तत्कि स्याद्, दैन्यवृश्चिकवेदना ? ||४|| અન્વય સહિત શબ્દાર્થ(૪) વે-જો તૃMIUIદિનાન્ની-તૃષ્ણારૂપ કાળા નાગના ઝેરનો નાશ કરવામાં ગારુડીના (= મદારીના) મંત્ર સમાન જ્ઞાનવૃષ્ટિ:-તત્ત્વજ્ઞાન રૂપી દષ્ટિ ના ર્તિ-પ્રગટે છે ત–તો પૂનદ્રચ-પૂર્ણ આનંદવાળાને સૈન્યવૃશ્ચિક્ટવેવના-દીનતારૂપ વીંછીની પીડા વિમૂ-શું ચા-હોય? (૪) જો તૃષ્ણારૂપ કાળા નાગનું ઝેર ઉતારવામાં ગારુડી મંત્ર સમાન તત્ત્વજ્ઞાન દષ્ટિ પ્રગટે છે તો પૂર્ણાનંદ ભગવાનને દીનતા રૂપ વીંછીના ડંખની વેદના શું હોય?
સ્વ-પરના વિવેક રૂપ તત્ત્વજ્ઞાનદષ્ટિથી તૃષ્ણાનો ક્ષય થવાથી પૂર્ણાનંદ બનેલા આત્મામાં દીનતા હોતી નથી. આનાથી તત્ત્વજ્ઞાનદષ્ટિ તૃષ્ણાયનો રામબાણ ઉપાય છે એ જણાવ્યું.
पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता । पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ||५||
= • ૩ •
Page #24
--------------------------------------------------------------------------
________________
અન્વય સહિત શબ્દાર્થ(૬) યેન-જે ધનધાન્યાદિ પરિગ્રહ વડે પUT:-હીન સત્ત્વવાળા પૂર્યન્ત-પૂરાય છે તર્તની ઉપેક્ષા-ઉપેક્ષા કવ-જ પૂર્ણતા-સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણની પરિપૂર્ણતા (છે.) પૂનઃસુધારિના-પૂર્ણ આનંદરૂપ અમૃતથી આર્દ થયેલી ઉષા-આ વૃષ્ટિ તત્ત્વજ્ઞાનરૂપ દષ્ટિ મનીષ મૂતત્ત્વજ્ઞાનીઓની હોય છે.) (૫) જે ધનાદિકથી હીન સત્ત્વવાળા જીવો પૂર્ણ બને છે તેની ઉપેક્ષા જ પૂર્ણતા છે. પૂર્ણ આનંદરૂપ અમૃતથી આર્દ્ર બનેલી આ દૃષ્ટિ તત્ત્વજ્ઞાનીઓની હોય છે.
તત્ત્વજ્ઞાની આત્મા ધનાદિકથી નહિ, પરંતુ આત્માના અનંતજ્ઞાનાદિ ગુણોથી પૂર્ણતા માને છે.
अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते ।
पूर्णानन्दस्वभावोऽयं, जगदद्भुतदायकः ॥६।। અન્વય સહિત શબ્દાર્થ(૬) અપૂર્ણ: ધન ધાન્યાદિ પરિગ્રહથી રહિત પૂતા-જ્ઞાનાદિની પૂર્ણતાને રત-પામે છે પૂર્વમાગ:-ધન-ધાન્યાદિ પરિગ્રહથી પૂરાતો (જ્ઞાનાદિગુણોની) હાનિને પામે છે માં-આ પૂનઃસ્વભાવ:આનંદથી પરિપૂર્ણ આત્માનો સ્વભાવ નહિતલીય:-જગતને આશ્ચર્ય કરનારો (છે.) (૬) ત્યાગના પરિણામ વડે ધનાદિક પૌદ્ગલિક પદાર્થોથી અપૂર્ણ આત્મા જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ બને છે, અને પુદ્ગલોથી પૂર્ણ થતો આત્મા જ્ઞાનાદિ ગુણોથી હીન બને છે. પૂર્ણાનંદ આત્માનો આ સ્વભાવ જગતને આશ્ચર્ય કરનારો છે.
લૌકિક કોઠાર વગેરે ધાન્યાદિના ત્યાગથી અપૂર્ણ બને છે અને સંગ્રહથી પૂર્ણ બને છે. જયારે પૂર્ણાનંદનો સ્વભાવ આનાથી વિપરીત છે. આથી પુદ્ગલાનંદી જીવોને પૂર્ણાનંદનો સ્વભાવ આશ્ચર્ય કરે છે.
•
૪
•
Page #25
--------------------------------------------------------------------------
________________
परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः ।
स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ||७|| અન્વય સહિત શબ્દાર્થ(૭) પરત્વકૃત-પરવસ્તુમાં આત્મપણાની બુદ્ધિથી કરી છે ઉન્માથીવ્યાકુળતા જેઓએ એવા મૂનાથા-રાજાઓ ન્યૂનતેરસ:-પોતાની ન્યૂનતાને જોનારા (છે.) સ્વત્વ, સુરઉપૂરચ-આત્માને વિશે આત્મપણાના સુખથી પૂર્ણ થયેલાને દરેઃ ઇંદ્ર કરતાં પણ ન્યૂનતાઓછાપણું ન-નથી. (૭) પુદ્ગલમાં આત્મપણાની બુદ્ધિથી વ્યાકુલ બનેલા રાજાઓ પણ પોતાને અપૂર્ણ જુએ છે. આત્મામાં આત્મસુખથી પૂર્ણ બનેલા મુનિને ઇંદ્રથી પણ કમીના હોતી નથી.
પુદ્ગલાનંદી જીવોને ગમે તેટલી સંપત્તિ મળે તો પણ તૃપ્તિ થતી નથી. તૃષ્ણા અનંત હોવાથી સદા અપૂર્ણ જ રહે છે. પૂર્ણાનંદ આત્મા ઇંદ્રસુખથી પણ અનંતગુણા સુખનો અનુભવ કરે છે.'
कृष्णे पक्षे परिक्षीणे, शुक्ले च समुदग्धति ।
द्योतन्ते सक्लाध्यक्षाः, पूर्णानन्दविधोः कलाः ||८|| અન્વય સહિત શબ્દાર્થ– (૮) કૃષ્ણ પક્ષે પરિક્ષણે-કૃષ્ણપક્ષનો ક્ષય થયે છતે શુવન્ને ૨ સમુદ્ઘતિ-અને શુક્લ પક્ષનો ઉદય થયે છતે સનાધ્યક્ષા:-સર્વને પ્રત્યક્ષ એવી પૂનત્ત્વવિદો:-પૂર્ણાનંદરૂપ ચંદ્રના ના:-અંશો = ચૈતન્ય પર્યાયો દ્યોતજો-પ્રકાશમાન થાય છે. (૮) કૃષ્ણપક્ષનો ક્ષય અને શુક્લપક્ષનો ઉદય થતાં પૂર્ણાનંદ આત્મારૂપ ચંદ્રની સર્વ પ્રત્યક્ષ કલાઓ= ચૈતન્ય પર્યાયો પ્રકાશમાન થાય છે.
જેમ ચંદ્રની કળાઓ શુક્લપક્ષમાં જ પ્રકાશિત બને છે, તેમ
યો.શા. પ્ર. ૨ ગા. ૧૧૨, ૧૧૪ અ.સા.ગા. ૧૧, પ્ર. ૨.ગા. ૧૨૪થી ૧૨૮, ૨૩૫ થી ૨૩૮.
Page #26
--------------------------------------------------------------------------
________________
આત્માના ચૈતન્ય પર્યાયો શુક્લ પક્ષમાં પ્રકાશિત = શુદ્ધ બને છે.
સુદ પખવાડિયું ચંદ્રનો શુક્લપક્ષ છે અને વદ પખવાડિયું કૃષ્ણપક્ષ છે. આત્માનો શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ કાળ આ પ્રમાણે છે - જે કાળ અધ્યાત્મની પ્રાપ્તિમાં બાધક બને તે કાળ આત્માનો કૃષ્ણપક્ષ અને જે કાળ અધ્યાત્મની પ્રાપ્તિમાં બાધક ન બને તે આત્માનો શુક્લપક્ષ છે. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવોમાં જે જીવનો સંસાર પરિભ્રમણ કાલ એક ૧ પુદ્ગલ પરાવર્ત જેટલો રહે છે તે જીવનો એ (અંતિમ એક પુદ્ગલ પરાવર્ત) કાળ શુક્લપક્ષ છે અને એ પહેલાંનો કાળ કૃષ્ણપક્ષ છે. કારણકે ચરમાવર્તમાં (અંતિમ પુલ પરાવર્તમાં) જ અધ્યાત્મની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈપણ જીવને ચરમાવર્તની પહેલાં અધ્યાત્મની પ્રાપ્તિ થાય જ નહિ. ચરમાવર્તમાં તુરત અધ્યાત્મની પ્રાપ્તિ થાય જ એવો નિયમ નથી, પરંતુ જો અધ્યાત્મની પ્રાપ્તિ થાય તો ચરમાવર્તમાં જ થાય, ચરમાવર્ત પહેલાં અધ્યાત્મની પ્રાપ્તિ ન જ થાય એવો નિયમ છે. આમ, અધ્યાત્મની પ્રાપ્તિમાં ચરમાવર્ત પહેલાંનો કાળ બાધક બનતો હોવાથી કૃષ્ણપક્ષ છે, અને ચરમાવર્ત કાળ બાધક ન બનતો હોવાથી શુક્લ પક્ષ છે.
વિંશતિવિશિકાર વગેરે ગ્રંથોમાં ચરમાવર્ત કાળને ધર્મયૌવનકાળ અને અચરમાવર્ત કાળને = ચરમાવર્તની પહેલાંના બધા કાળને ભવબાલકાળ કહ્યો છે. કારણકે – જેમ બાળકને સમજણના અભાવે ભોગ ઉપર (વ્યક્તિરૂપે) રાગ હોતો નથી, આથી તેને ધૂલિક્રીડામાં આનંદ આવે છે. પણ, એ જ બાળક યુવાન બને છે ત્યારે ભોગરાગ ઉત્પન્ન થતાં બાલ્યાવસ્થાની ધૂલિક્રીડા વગેરે ક્રિયાઓ શરમાવા જેવી લાગે છે. તેમ, અચરમાવર્તમાં રહેલા જીવને અજ્ઞાનતાના યોગે ધૂલિક્રીડા જેવી સંસાર ક્રિયામાં આનંદ આવે છે. પણ એ જીવ ચરમાવર્તકાળમાં આવે છે ત્યારે ૧ અસંખ્ય વર્ષો = એક પલ્યોપમ. ૧૦ કોડાકોડિ પલ્યોપમ = ૧ સાગરોપમ.
૨૦ કોડાકોડિ સાગરોપમ = અવસર્પિણી ઉત્સર્પિણી રૂપ એક કાલચક્ર. અનંતા કાળચક્રો = ૧ પુદ્ગલ પરાવર્ત પુદ્ગલ પરાવર્તનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથ, પંચસંગ્રહ વગેરે ગ્રંથોથી જાણી લેવું. વિ.વિ. ચોથી વિંશિકા ગા. ૧૯-૨૦, પાંચમી વિંશિકા ગા.૧૮-૧૯, અ.સા. ગા. ૧૮-૧૯.
Page #27
--------------------------------------------------------------------------
________________
ધર્મરાગ ઉત્પન્ન થતાં સંસારક્રિયાઓ શરમભરી (હય) લાગે છે. આમ, ચરમાવર્તકાળ શુક્લપક્ષ છે અને અચરમાવર્તકાળ કૃષ્ણપક્ષ છે. શુક્લપક્ષ - કૃષ્ણપક્ષની આ વ્યાખ્યા દશાશ્રુતસ્કંધની ચૂર્ણિના આધારે કરી છે. ‘સ્થાનાંગ સૂત્ર વગેરેના આધારે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ શુક્લ પાક્ષિક અને તે પહેલાનો બધો કાળ કૃષ્ણપાક્ષિક છે. આ કથન પ્રમાણે શુક્લ પક્ષ - કૃષ્ણપક્ષની વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાય. તે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં જે કાળ બાધક બને તે કૃષ્ણપક્ષ અને જે કાળ બાધક ન બને તે શુક્લ પક્ષ. સંસાર પરિભ્રમણ કાળ દેશોન અર્ધ પુગલ પરાવર્ત જેટલો બાકી રહે ત્યારે જ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે. દેશોન અર્ધ પુગલ પરાવર્ત પહેલાં સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન જ થાય. આમ, દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તથી પહેલાંનો કાળ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં બાધક બનતો હોવાથી કૃષ્ણપક્ષ છે અને દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ તેમાં બાધક ન બનતો હોવાથી શુક્લપક્ષ છે.
જેમ દૂધમાં પડતી સાકર ખલાસ નથી થઈ જતી પણ વ્યાપક બને છે,
તેમ સર્વમાં સ્વનું વિસર્જન કરનારો ખલાસ નથી થતો પણ વ્યાપક બને છે.
जो जो किरियावाई सो भव्यो णियमा सुक्कपक्खिओ । अंतो पुग्गलपरिअट्टस्सु सिज्झइ । જે જે ક્રિયાવાદી (આત્મવાદી) છે તે ભવ્ય છે, અને અવશ્ય શુક્લપાક્ષિક છે, તે એક પુદ્ગલ પરાવર્તની અંદર સિદ્ધ થાય છે. (દશા શ્રુતસ્કંધ છ8ા અધ્યાયની ચૂર્ણિ). સ્થાનાંગ પહેલા સ્થાનની ટીકા તથા યો.બિ.ગા. ૭૨ વગેરેના આધારે. जेसिमवड्ढो पुग्गलपरिअट्टो सेसओ अ संसारो । ते सुक्कपक्खिआ खलु अवरे पुण कण्हपक्खिआ ।
(થાના )
Page #28
--------------------------------------------------------------------------
________________
અપૂર્ણતાથી પૂર્ણતા તરફ
જિનશાસનની આદર્શ પરંપરામાં ઉચ્ચકક્ષાના વિદ્વાન કહી શકાય તેવા પરોપકારી ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ અનેક સમસ્યાનું સમાધાન જ્ઞાનસાર ગ્રંથમાં આપી રહ્યા છે.
સાધક સાધના કરતા કદાચ જીવનમાં હતાશ થઈ જાય. જીવનમાં વિશ્વાસ ડગી જાય ત્યારે સ્થિરતા અને વિશ્વાસ સાથે ઉત્સાહ ભરવાનું કામ ઉપાધ્યાયજી કરી રહ્યા છે. એમની કલમમાં શાહી કરતા સરસ્વતી આવી રાજસ્થાની ભાષામાં પણ તેમણે અનેક
પ્રાકૃત
હશે એટલે સંસ્કૃત રચનાઓ કરી છે.
-
-
અમદાવાદનો એક પ્રસંગ :
સાંજે પ્રતિક્રમણમાં સજ્ઝાયનો આદેશ ગુરુદેવે આપ્યો. પોતે સંસ્કૃત સજઝાય બોલ્યા. આ સંસ્કૃત સજ્ઝાય સાંભળી એક શ્રાવકે કહ્યું, “મહારાજ, સજ્ઝાય બોલ્યા પણ ખબર ન પડી. કાશીમાં બાર વર્ષ રહીને ઘાસ કાપેલું કે ગુજરાતી સઝાય ન આવડે.”
આમને આમ સમતા રાખવી એ અલગ છે અને સમય ઉપર સમતા રાખવી અલગ છે. અધિકાર વખતે ધિક્કાર મળે ત્યારે સમતા રહે તો જિન શાસન ફળ્યું કહેવાય. પદનો મદ આવવો સહેલું છે, પણ એને પરમપદની પ્રાપ્તિ નથી મળતી.
બીજે દિવસે યશોવિજયજીએ પ્રતિક્રમણમાં સજ્ઝાયનો આદેશ લઈ *ગુજરાતી સઝાય બોલવા લાગ્યા. દોઢ કલાક સુધી બોલતા રહ્યા. શ્રાવક કહે પૂર્ણ કરો. ત્યારે યશોવિજયજી કહે, “આ તો બાર વર્ષ કાશીમાં જે ઘાસ કાપ્યું છે એ ઘાસના પુડા જ વાળું છું.” પેલા ભાઈએ આવી ક્ષમા માંગી. એ ભાઈ યશોવિજયજીના પ્રેરણાસ્રોત બન્યા. એમણે એ ભાઈને ઉપકારી માન્યા કે જેમની મીઠી ટકોરથી તેઓ કેટલી ગુજરાતી રચનાઓ કરી શક્યા. તેઓ જીવનભર એ શ્રાવકને યાદ કરતા રહ્યા.
જ્ઞાનસારના પ્રથમ શ્લોકમાં ખૂબ જ મહત્ત્વની વાતો સમજાવી છે. શબ્દાર્થ કરતા ભાવાર્થમાં વધારે આનંદ અને ભાવાર્થ કરતા રહસ્યાર્થમાં વધારે મજા આવે.
•
Page #29
--------------------------------------------------------------------------
________________
આત્મા પૂર્ણ છે અને જગતને પૂર્ણરૂપે જુએ છે. સુખમાં રહેલ આત્મા જગતને સુખી તરીકે જુએ છે.
જે અપૂર્ણ છે તેને બધું અપૂર્ણ જ દેખાય છે... કમળો થયો હોય એને બધું જ પીળું દેખાય, ખરું ને..?
અધુરું દર્શન રાગ-દ્વેષ કરે છે. અપૂર્ણ દર્શન કલેશ કરે છે.
પૂર્ણ દર્શન સુખી કરે છે. ક્રોધનું કારણ અપૂર્ણ દૃષ્ટિ છે. કષાયને આધીન બનેલી વ્યક્તિની અપૂર્ણ દૃષ્ટિ છે. અધુરામાંથી પૂરા થવા માટે શું કરવું?
રાગ-દ્વેષ ઓછા કરવાની પ્રવૃત્તિ કરે, પૂર્ણ દષ્ટિનો વિકાસ કરે પણ જયાં સુધી પૂર્ણ દૃષ્ટિ ન આવે ત્યાં સુધી ગુણદૃષ્ટિ કેળવવાની જરૂર છે.
કારેલા ખાઓ છો? હા...
કડવા હોવા છતાં પૈસા ખરચીને પ્રેમથી ખાઓ છો... પ્રસન્નતાથી ખાઓ છો. કારણ? ગુણકારી છે માટે... સુદર્શન ચૂર્ણની કડવાશ હોંશથી સ્વીકારી લો છો. કારણ? ગુણકારી છે માટે!
પદાર્થ ગમે તેવો હોય છતાં ગુણકારી છે એવું સમજાતા એનો સ્વીકાર કરીએ છીએ.
ક્રોધ ખરાબ છે, પણ વ્યક્તિ ખરાબ નથી. વ્યક્તિ અભિમાની હોવા છતાં પણ ખૂબ જ પરોપકારી છે. ટૂંકમાં “ગુણદષ્ટિ અવગુણને ગૌણ કરે છે.'
શ્રીકૃષ્ણ મહારાજા નેમિનાથ પ્રભુને ઠાઠમાઠથી વંદન કરવા જતા હતા. જે વ્યક્તિ પાસે જાઓ, જે પ્રસંગમાં જાઓ તેને યોગ્ય બની જવું જોઈએ.
ધાર્મિક પગરણમાં કરાતા આડંબર અનેક જીવોને ચઢવાના આલંબન છે. આપણને ન સમજાય તો કોઈ અનુષ્ઠાનની નિંદા - ટીકા ન કરાય.
શ્રીકૃષ્ણ મહારાજા રાજાને શોભે એવા વિશાળ પરિવાર સાથે વંદનાર્થે જઈ રહ્યા છે. રસ્તામાં આગળ જતા વંદનયાત્રા ફરી ગઈ. હાથી પર બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજે વંદનયાત્રા પાછી ફરવાનું કારણ પૂછ્યું.
આગળ દુર્ગધયુક્ત કૂતરી પડેલી છે. એમાંથી અસહ્ય દુર્ગધ આવતી હોવાથી વંદનયાત્રા હવે બીજે રસ્તેથી લઈ જઈશું. શ્રીકૃષ્ણના આગ્રહથી એ જ રસ્તે યાત્રા આગળ વધી. પ્રજાજનો, મંત્રી, રાજપુરુષો બધા જ નાક
Page #30
--------------------------------------------------------------------------
________________
પર કપડું રાખી આગળ નીકળી ગયા. શ્રીકૃષ્ણ મહારાજ સડેલી દુર્ગધયુક્ત કૂતરી તરફ દષ્ટિ રાખી બોલી ઊઠ્યા. કૂતરીની દાડમની કળી જેવી દંતપંક્તિ કેટલી સુંદર છે.
આ છે ગુણગ્રાહી દૃષ્ટિ.
ટેબલ પર એક ગ્લાસ છે અર્થો દૂધથી ભરેલો છે. એક માણસ આવીને કહે છે, “ગ્લાસ દૂધથી અડધો ભરેલો છે.” બીજો કહે છે, “ગ્લાસ અડધો ખાલી છે. જયાં “સવળી વિચારણા' છે ત્યાં “ગુણદૃષ્ટિ' છે.
જ્યાં વિચારણા “નકારાત્મક છે ત્યાં ‘દોષદૃષ્ટિ' છે.
જ્યાં અધુરું દર્શન, અપૂર્ણ દષ્ટિ છે ત્યાં સુધી કષાયો કરૂણનાદ ઉત્પન્ન કરશે. આર્તધ્યાન, આર્તનાદ કરાવશે.
મોટાથી નાના સહુના માટે રાજમાર્ગ આ છે. સંસાર છોડવો સહેલો પણ સંસારના કારણો છોડવા મુશ્કેલ છે. ત્યાગ કરવો સહેલો છે પણ વૈરાગ્ય જગાડવો મુશ્કેલ છે.
પૂર્ણ બનવું છે તો ગુણદૃષ્ટિનો વિકાસ કરવો જ પડશે. આજ સુધી અનેક લોકોને માપતા જ આવ્યા છીએ. માપવા કરતા પામવાની દિશામાં આગળ ધપીએ.
* દૂધ મીઠું થાય છે, સાકરને સ્વીકાર્યા પછી.... * નાક તરબતર થાય છે, સુવાસને સ્વીકાર્યા પછી.... * જીભ સ્વાદની અનુભૂતિ કરી શકે છે, મીઠાઈને સ્વીકાર્યા પછી જ... * રૂ ની વાટ પ્રકાશ રેલાવી શકે છે, દિવાસળીના સ્વીકારનું સત્ત્વ દાખવ્યા પછી જ.
આ બધાયના સ્વીકાર કરતા એક સ્વીકાર ભારે ગૌરવપ્રદ બનાવવાની વાત જ્ઞાનસાર કરે છે. જો એ સ્વીકારમાં સફળ બન્યા તો ખ્યાલ થઈ જવાના... પણ એ સ્વીકારમાં આપણે તૈયાર ન થયા તો બેહાલ બનવાના....
એ સ્વીકારનું નામ છે : જગતના જીવો !
કોઈપણ કારણસર આપના હૃદય સિંહાસનેથી જીવ પ્રત્યે આદરસભાવ ગયો તો આપણે સમજી લેવું કે અનેક સદ્ભાગ્યોના ઉઘાડથી આપણે વંચિત બની જવાના.
જગતના જીવો તો આદરભાવના અધિકારી છે. જીવમાત્ર જ્ઞાનાદિ અનંતગુણોનો સ્વામી છે... પરમાત્મતુલ્ય છે...
Page #31
--------------------------------------------------------------------------
________________
પરમાત્મા અને એના વચ્ચે તફાવત એટલો છે કે પરમાત્માને જ્ઞાનાદિ અનંત ગુણો રોકડે છે, જ્યારે એ જ જ્ઞાનાદિ અનંત ગુણો જીવને ચોપડે છે. ૫૨માત્માને સઘળાય ગુણોનો ઉઘાડ થઈ ચૂક્યો છે જ્યારે એ જ ગુણો જીવને સત્તામાં પડ્યા છે.
આદરભાવની ઊંચાઈએ પહોંચવામાં ગુણદૃષ્ટિ ખૂબ જ સહાયક
દુર્ભાવ એ તિરસ્કારનું પરિણામ છે, તો આદરભાવ પ્રેમનું પરિણામ
તિરસ્કાર ક્રોધ-વેર-હિંસામાં પરિણમે છે, જ્યારે આદર મૈત્રીવાત્સલ્ય-અહિંસાની પ્રતિષ્ઠા કરાવે છે.
આવો જ્ઞાનસારની આ જ્ઞાનગંગાના આચમનરૂપે હૃદય ગુણસભર બનાવી દઈએ.... વિલંબ શું કામ?
બનશે.
છે.
લાગણીના પ્રવાહને જીવંત રાખવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે:
ઋણ સ્મરણ
ગુણ સ્મરણ.
જેઓના સહયોગથી આ જીવન ચાલી રહ્યું છે એ તમામનો સમાવેશ ઋણ સ્મરણમાં કરવાનો... અને જેઓનો આદર્શ બનાવવાથી આ જીવન સરસ બનાવી શકાય એ તમામનો સમાવેશ ગુણ સ્મરણમાં કરો.
પ્રસન્નતા પામી જશો.
૧૧ .
Page #32
--------------------------------------------------------------------------
________________
' જોતા શીખી જાઓ....
પરમ ઉપકારી યશોવિજયજી જ્ઞાનસાર નામના ગ્રંથમાં સર્વાગી રહસ્યો ઠાલવી રહ્યા છે.
જેની દૃષ્ટિ પૂર્ણ છે એને જગત પૂર્ણ દેખાય છે. તીર્થકરો | કેવળજ્ઞાનીઓ પોતે પૂર્ણ છે. તેઓ આખા જગતને પૂર્ણરૂપે જુએ છે.
પ્રશ્ન થાય આપણે અપૂર્ણ છતાં પૂર્ણરૂપે જુએ? રહસ્ય ગુરૂગમથી મળી શકે છે.
ગુરુગમ કલિકાલનું અમૃત છે. ગુરૂગમ મળી જાય તેની સામે કોઈ પડદા નથી. આવરણ હટાવી રહસ્ય સમજાવે છે. એના માટે સતત સત્સંગ જરૂરી છે.
જ્ઞાની ભગવંતો કહે છે નિશ્ચય અને વ્યવહાર એમ બંને દૃષ્ટિ જોઈએ. તીર્થકરો નિશ્ચય દૃષ્ટિથી કહે છે કે જગતના તમામ આત્માઓ સમ્યગજ્ઞાન - દર્શન - ચારિત્રથી પૂર્ણ છે. તેથી તેઓ જગતમાત્રને પોતાની સમાન જુએ છે.
સોનું માત્ર શુદ્ધ.... જલ માત્ર પવિત્ર... પરમાત્માના રહસ્યોને સમજવા ગુરૂગમ જોઈએ. જગતમાં ચાર વસ્તુઓ દુર્લભ છે : (૧) મનુષ્ય જન્મ (૨) શ્રવણ (૩) શ્રદ્ધા (૪) સંયમમાં વીર્ય શાસ્ત્રનું માત્ર વાંચન નહિ પણ શ્રવણ દુર્લભ બતાવ્યું છે. સ્થૂલિભદ્રસ્વામીને પણ ભદ્રબાહુસ્વામી પાસે જવું પડ્યું હતું. પુસ્તક વાંચી પંડિત થવાય. ગુરૂગમથી જ્ઞાની બનાય. પુસ્તકોથી વિદ્વાન થવાય.. ગુરૂગમથી ગુણવાન બનાય.
શાસ્ત્ર સાપેક્ષ ગુરૂ જોઈશે. અપેક્ષાએ પૂજા કરતાંય પ્રવચનનું મહત્ત્વ વધારે બતાવ્યું છે.
પૂજા એ પરમાત્માનું સ્થાપનાદેહ છે, પ્રવચન એ પરમાત્માનું આજ્ઞાદેહ છે.
ચાર જ્ઞાનના ધણી ગૌતમસ્વામી પણ પ્રતિક્રમણ કરે. આવશ્યક ક્રિયાની બિનઉપયોગીતા કહી ધ્યાનમાર્ગને આગળ લઈને ફરે છે. તેઓ પણ હજી પ્રભુના શાસનને સમજી નથી શક્યા.
= • ૧૦૨ -
Page #33
--------------------------------------------------------------------------
________________
જગતના જીવોને જ્યાં સુધી અપૂર્ણ જોઈશું તો ત્યાં સુધી અથડામણ થવાની. પૂર્ણ દષ્ટિ ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાનદષ્ટિ... અને જ્ઞાનદષ્ટિના પ્રથમ ચરણમાં છે ગુણદષ્ટિ.
આત્માના પ્રતિબંધક તત્ત્વો છે રાગ અને દ્વેષ. કેવળજ્ઞાન મેળવવા જેવી ચીજ છે, પણ મહેનત કરવાની છે મોહનીયના ક્ષય કરવા માટે. મોહનીયનો ક્ષય થતાં જ ધર્મસત્તા કેવળજ્ઞાનની ભેટ આપે છે.
મો - મોહ, ક્ષ - ક્ષય.... મોહનો ક્ષય થાય તો મોક્ષ.
ઘાતકર્મોથી મોક્ષ અટકે છે. ચાર જે અઘાતી છે તે કાયાપ્રધાન છે. ઘાતી આત્મપ્રધાન છે.
અપૂર્ણ એવા આપણે પણ ગુણદૃષ્ટિ ખીલવીશું તો એક દિવસ ચોક્કસ પૂર્ણ બની શકાશે. ગુણદષ્ટિનો એટલો બધો વિકાસ કરો કે સંસારની અથડામણ ઓછી થઈ જાય.
ગુણ પ્રેમને ખેચી લાવે છે અને પ્રેમ પ્રતિષ્ઠિત થતાં પરિવર્તન શક્ય બની શકશે.
એક છોકરો સ્કુલમાં રમાતી મેચનો કેપ્ટન બન્યો. મેચમાં વિજેતા બન્યો. હારતોરા પહેરાવ્યા. સ્કુલમાં સન્માન થયું. છોકરો ખુશ થતો ઘેર આવ્યો. દીકરો વિજેતા બન્યો છે એ ખબર છે અને ચાર દિવસ પહેલા એણે સીગારેટ પીવાનું શરૂ કર્યું છે એ પણ પિતાજીને ખબર છે. દીકરો ઘરે આવતા જ પિતા એને ભેટી પડ્યા ને બોલ્યા, “બેટા, મારું હૈયું આજે ભરાઈ આવ્યું છે. તું આજે વિજેતા બન્યો પણ આગળ વધતાં તું તારા પુરૂષાર્થથી આખા હિંદુસ્તાનનો કેપ્ટન બની વિશ્વવિજેતા બને એવા હું આશીર્વાદ આપું છું. વિશ્વવિજેતા બનવાની ભાવના ધરાવનારે પોતાની છાતી લોખંડી બનાવવી પડે. બાવડામાં જોર લાવવું પડે. બેટા, આજથી તું દૂધ વધારે પીજે. તું આગળ વધીશ તેમ તેમ તારા સંપર્કમાં ઘણી વ્યક્તિઓ આવશે. એમની સાથે બહાર જાય તો સાત્ત્વિક આહાર લેજે પણ સીગારેટ ક્યારેય પીતો નહિ.” આમ કહીને પિતાજી અંદરની રૂમમાં ચાલ્યા ગયા.
“પિતાજી ઊભા રહો!” કહી છોકરો પિતાજીના પગમાં પડી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. “પિતાજી! મને માફ કરો. અત્યારે જ મને પ્રતિજ્ઞા આપો. હું જીવનભર સીગારેટને હાથ પણ નહીં લગાડું.”
સુધારવાની રીત શીખો. કહેવાની પદ્ધતિ શીખો.
=
• ૧૩ •
=
Page #34
--------------------------------------------------------------------------
________________
પહેલા Positive પછી જ Negative. સીધો ક્યારેય કોઈની ઉપર હુમલો ન કરો. વ્યક્તિને એની ખામી કહેતા પહેલા એની ચાર ખૂબીઓ કહો.
1 તમારે જો કોઈને સુધારવા જ હોય તો એના મનનું આકર્ષણ તમારી તરફ કરો. U કાં પુણ્ય જુઓ ને કાં અધિકાર જુઓ.
આ બંને વાતનો વિચાર કરીને જ કોઈને સુધારવાના પરોપકાર કરો. જે વ્યક્તિને તમે સુધારવા ચાહો છો તે વ્યક્તિમાં શું છે? એ જુઓ.
આ નથી... આ નથી. આ દષ્ટિ છે ત્યાં સુધી અથડામણ. આ છે... આ છે.. આ દષ્ટિ આખી સૃષ્ટિ બદલી નાખશે. છેને સ્વીકારો.. નથી’ને છોડી દો. કોર્ટના પગથિયા છૂટી ગયા :
એક યુવક કોર્ટમાં છુટાછેડા લેવા ગયો. જજ માનવતાવાદી હતા. તેમણે કહ્યું કે ભાઈ, તારી પત્નીને જોતા દીકરી જેવો પ્રેમ ઉભરાય છે. તમને શું ખામી છે તે છૂટાછેડા લેવા નીકળ્યા? છોકરો કહે છે કે આ તદ્દન જૂનવાણી છે. મારા મિત્રો સાથે શેકહેન્ડ કરતા પણ નથી આવડતું. હું હોટલોમાં નાચું તો એને પણ નાચવું જોઈએ. જમાના પ્રમાણે ચાલવું જોઈએ. આ જુનવાણી સાથે જીવન કેમ નભે?
એક વાતનો ખ્યાલ રાખશો... ફોરવર્ડ માણસની સાથે ક્યારેય અથડાશો નહીં. જયાં છો ત્યાં સારા છો.
જજ સાહેબ! મારી સાથે રહેતા એને આવડતું નથી. જજ કહે છે તારી બધી વાત સાંભળી. હવે મારા પ્રશ્નોના જવાબ આપ.
એને રસોઈ કેવી આવડે? સરસ... કપડા કેવા ધુએ છે? ચોખ્ખા... ઘર કેવું રાખે છે? એકદમ સારૂં....
આ સાંભળી જજ સાહેબ કહે, “ભાઈ સાહેબ! બીજી પત્ની કરીશ તો એની પાસે ફોરવર્ડનેસ મળશે પણ આ બધું નથી મળવાનું. ભાઈ, જરીક વિચાર તો કર, શું બીજી પત્ની આ કામો કરશે? ઓ દોસ્ત! એને શા માટે છોડે છે?'
- ૧૪ -
Page #35
--------------------------------------------------------------------------
________________
યુવાન ભીનો ભીનો થઈ ગયો. ચોધાર આંસુએ રડતો રડતો તે કોર્ટના પગથિયા ઉતરી ઘરે ગયો. • ગુણદષ્ટિ કેળવો કલેશ નહીં થાય.... * ગિરિરાજ ઉપરના પગથિયા પણ ઉપકારી બને છે ત્યારે દાદાના દર્શન થાય છે. * રસ્તાનું માર્ગદર્શન આપતા લાકડાના બોર્ડ પણ ઉપકારી બને છે.
જડ વસ્તુઓ પણ ઉપકારી થઈ શકે તો આ ચેતન ઉપકારી ન બને એમાં શું આશ્ચર્ય!
મરીન લાઈન્સનો દરિયો ભરતી આવે ત્યારે કાંઠા સુધી પાણી ઉછાળે એ એની સાચી પૂર્ણતા નથી. ઓટ આવે ત્યારે પાણી ઉતરી જાય છે. એકવાર પૂર્ણ બન્યા પછી આત્મા ક્યારેય અપૂર્ણ બનતો નથી.
બાહ્ય પૂર્ણતા તો પુણ્ય પરવારતા ચાલી જવાની. પાપનો ઉદય આવતા ચશ્મા આવશે, હાથમાં લાકડી આવશે, બે શબ્દો બોલતા હાંફી જવાશે....
બાહ્ય પૂર્ણતામાં ક્યાંય મોહાવાનું નથી. આત્યંત ગુણો ખિલવવા એક પણ તક ચૂકવા જેવી નથી. * દૂધનું તત્ત્વ મલાઈ છે, જ્યારે જીવનનું તત્ત્વ ભલાઈ છે એ ન ભૂલશો. * પુણ્ય ભેટથી મળ્યું છે, એના પર માલિકીભાવ લાવતા નહિ....
પ્રહાર અને ઉપહાર બંનેમાંથી કયું વલણ તમને ફાવે? લૂંટવાનું નહિ આપવાનું... તૂટી પડવાનું નહિ ઝૂકી જવાનું... ગરમ નહિ નરમ દ્વેષ નહિ પ્રેમસભર બનજો. ફાવી જશો.
Page #36
--------------------------------------------------------------------------
________________
તે આ તે
' દોડો પણ લક્ષ સાથે.... પૂર્ણ બનવા માટે પૂર્ણની ઉપાસના જરૂરી છે. લક્ષ વગરની દોટ તે ગતિ અને લક્ષ સહિતની દોટ તે પ્રગતિ. મુક્તિનું લક્ષ બંધાશે તો જીવનની દરેક હિલચાલ મુક્તિ મેળવવા તરફની બની રહેશે... લક્ષ્ય બાંધો કે હું અપૂર્ણ છું પૂર્ણ બનવું છે. પૂર્ણતાનો પક્ષ છે વિરક્તિ, પૂર્ણતાનો વિપક્ષ છે આસક્તિ. જયા તૃષ્ણા ત્યાં દીનતા. દષ્ટિનો ઉઘાડ એટલે આત્માનો ઉદ્ધાર કરે... દષ્ટિનો બગાડ આત્માને બરબાદ કરે... જેને સંયમની ભાવના નહિ તે સાચો શ્રાવક નહિ. આરાધક છો? તો ક્યારેક તો માગો... तव शासनस्य भिक्षुत्वं देहि मे परमेश्वर આપણે બધા ગેસ્ટ છીએ, હોસ્ટ નથી. મહેમાન છીએ, માલિક નહી ઈચ્છાપ્રધાન ઘણું જીવ્યા.. સંજ્ઞાપ્રધાન ઘણું જીવ્યા... હવે આજ્ઞાપ્રધાન જીવો તો સારું.
કે *
-
એક પ્રોફેસર ટ્રેનમાં બેસી જતા હતા. ટિકિટચેકર ટિકિટ ચેક કરવા આવ્યો. પ્રોફેસર ટિકિટ શોધવા લાગ્યા. બેગ તપાસી, બિસ્તરા તપાસ્યા પણ ટિકિટ ક્યાંય મળી નહિ. ટી.સી. કહે છે કંઈ વાંધો નહિ. તમારા મોઢા ઉપરથી જ લાગે છે કે તમે ટિકિટ લીધી હશે પણ ભૂલી ગયા લાગો છો. આરામથી બેસો. ટિકિટની ચિંતા ન કરો. હું તમને લખી આપું છું તેથી આગલા સ્ટેશને તમને વાંધો નહિ આવે. ત્યારે પ્રોફેસર સાહેબે જવાબ આપ્યો કે ટી.સી. સાહેબ, ટિકિટ વિના તમે ચલાવી લેશો પણ ટિકિટ વગર મને ક્યાં જવું છે એની ખબર શી રીતે પડશે?
બસ... જ્ઞાનસાર ગ્રંથમાં આજે લક્ષ અને પક્ષની વાત સમજવાની છે. લક્ષ જ ખબર નથી તો આખરે પહોચીશું ક્યાં?
દિશા વગરની દોટથી ગતિ જરૂર થાય છે પણ આત્માની પ્રગતિ થતી
Page #37
--------------------------------------------------------------------------
________________
નથી. એકવાર દિશા નક્કી કરી દો પછીની તમારી દોટ પ્રગતિકારક બની રહેશે.
આજે લક્ષ નક્કી કરશો તો આજની ઘડી ધન્ય બની જશે. તૃષા લાગી છે... પાણી પીવું છે એ લક્ષ બન્યું તો તમે ક્યાં જાઓ? તમારા પગ પરબ તરફ જ જાય. તરસનું ભાન ને પાણીનો ખ્યાલ તો પાણિયારા પાસે દોરી જાય છે. પાણિયારા પાસે જવા માત્રથી તૃષા છીપી જતી નથી. પાણી પીવાનો પુરૂષાર્થ તો કરવો જ પડે છે.
સૌથી પહેલા લક્ષ બાંધો કે મારે પૂર્ણ બનવું છે. * માંગી આવેલી ચીજ અલ્પ સમયની છે. રત્નનો પ્રકાશ કે સૂર્યનો પ્રકાશ ક્યારેય ઉડતો નથી. રત્ન જેવો પ્રકાશ આપણે મેળવવાનો છે, જે કદી પાછો જાય નહિ. રત્નોના પ્રકાશ જેવી પૂર્ણતા સિદ્ધોને મળી છે. રત્ન જેવી પ્રભા આપણને મેળવવાની છે. જાંગુલીમંત્ર જેની પાસે હોય એને વીંછીના ડંખ અસર નથી કરતા, તેમ પૂર્ણતા જેની પાસે હોય એને દીનતા રૂપી વીંછીઓ ક્યારેય કરડતા નથી. તૃષ્ણા માણસને દીન બનાવે છે, જ્યાં તૃષ્ણા છે ત્યાં આસક્તિ છે.
પૂર્ણતાના પક્ષે વિરક્તિ છે, જ્યારે વિપક્ષે આસક્તિ છે.
જેને પૂર્ણ બનવું હોય એને આસક્તિ છોડવી જ પડે. * રાવણ જેવો રાવણ. કેટલીય વિદ્યાઓ જેની પાસે હતી. ધૂરંધરોને ભૂ પીતા કરી દે એવી અજબ શક્તિ હોવા છતાં સીતા પાછળ ભાન ભૂલ્યો. કારણ..? આસક્તિ. * ભીમકાય હાથી પણ બંધન આવતાં સ્વતંત્રતા ગુમાવે છે. * આતમમાં કેવળજ્ઞાન વિકસતું હોવા છતાં પરીક્ષા આપવા માટે છોકરાઓ અડધી રાતના ઉજાગરા કરે છે.
તેષ કરતાંય રાગ ભયંકર છે. જ્ઞાનદષ્ટિ જાગે ત્યારે આસક્તિનું બંધન તૂટે. દીનતા... હીનતા.... ખિન્નતાનું કારણ આસક્તિ છે.
જ્ઞાનદષ્ટિનો વિકાસ કરો. દષ્ટિનો ઉઘાડ આત્માનો ઉદ્ધાર કરે છે. જ્ઞાની શ્વાસોચ્છવાસમાં જેટલા કર્મ ખપાવે તેટલા ક્રોડ વર્ષે પણ અજ્ઞાનીથી કર્મ નાશ ન થાય.
Page #38
--------------------------------------------------------------------------
________________
જંબુસ્વામી લગ્ન કરીને પ્રથમ રાતે આઠ-આઠ પત્નીઓ સાથે બેઠા છે. પ્રથમ રાતે સંપૂર્ણ એકાંત છે. ચડતી રાતની અંદર જંબુકુમાર પત્નીઓ સાથે શું શું વાતો કરે છે. એ પ્રથમ રાત્રીની વાતો આચાર્ય ભગવંતોએ શાસ્ત્રમાં / ચરિત્રોમાં નોંધી છે.
પૂજય આચાર્યોએ નોંધ લીધી એ આશ્ચર્ય નથી પણ નોંધ કરવા જેવી વાતો કરી એ આશ્ચર્ય છે.
એક બાજુ અપ્સરા જેવી આઠ પત્નીઓ એટલે રાગને જગાડનારી મોહ મદિરાના પાત્ર ધરીને ઊભી છે.
જંબુકુમાર પોતે વૈરાગી છે.
રાગના દર્શન સામે આ આત્માએ વૈરાગ્ય ટકાવેલ છે.
ઘી સામે હતું... અગ્નિ હાજર... છતાંય જ્વાળા ભભૂકી નહીં, તે પીગળ્યા નહીં.
એ જ જંબુનો ભૂતકાળ કેવો?
દીક્ષા લીધા પછી ૧૨ વર્ષ સુધી પોતાની પત્નીને ભૂલી નહોતા શક્યા. શ્રાવક કોને કહેવાય
ચારિત્રના અભાવમાં શ્રાવકપણાના વ્રતને સારી રીતે પાળે તે શ્રાવક. કુમારપાળ... વસ્તુપાળ... તેજપાળ... સંયમ નહોતા સ્વીકારી શક્યા પણ અંતરમાં એક જ ઝંખના ચારિત્રની....
માગવા છતાં દીક્ષા નહોતી મળી એવા કુમારપાળ પણ રડતી આંખે પરમાત્માને શું કહેતા હતા?
तव शासनस्य भिक्षुत्वं देहि मे परमेश्वरं
આવી ભાવના તો રાખો. પરમાત્મા પાસે માંગવું જ હોય તો ખરેખર એ જ માંગવા જેવું છે.
વસ્તુપાળ-તેજપાળ પણ ગદ્ગદ્ થઈ અંતરમાંથી ઉચ્ચારતા હતા કે “પાવિયો હા હારિયો જિણધમ્મો’તારા શાસનને પામી હું તારા માર્ગે ચાલી ન શક્યો તેથી હું હારી ગયો. આદર્શ ઉન્નત રાખો. ખાનદાન, ગુણવાન માણસના લક્ષસ્થાન ઊંચા હોય. ગુજરાતના મશહૂર કવિએ લખ્યું છે “નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.'' માટે જ લક્ષ હંમેશા ઊંચા રાખો.
૧૮ .
Page #39
--------------------------------------------------------------------------
________________
જ ઘટે.
સસ્નેહી પ્યારા રે, સંયમ કબહી મિલે.. ભાવના તો શ્રેષ્ઠ હોવી
આપણે બધા ગેસ્ટ છીએ, હોસ્ટ નથી.
ઘેલછામાં ક્યાંય રાચતા નહિ. જિનવચનોની અસર જમાવી દો... ભવભવની કસર હટાવી દો...!
મુમુક્ષુ આત્માઓના વિડલોની અનુમોદના કરવાથી પણ ચારિત્ર મોહનીય કર્મ ખપે છે.
★ ગર્વ અને ગૌરવ બંને જુદા છે.
ક્રોડપતિના દીકરા સાથે દીકરી પરણાવો કે ક્રોડપતિની દીકરી સાથે દીકરાનું લગ્ન એ ગર્વનો વિષય પણ ક્રોડપતિ પોતાના દીકરા-દીકરીઓને પારકા ઘેર ન મોકલતા ૫રમાત્માના પંથે મોકલાવે તે ગૌરવનો વિષય છે. મારૂ-તારૂં કરીને કરે અંધારૂં એનું નામ સંસારી. મારૂ તારૂં મારનારૂં છે એ સમજાવે તે સાધુ !
સાક્ષીપણું લાવો... કર્તાપણું-ભોક્તાપણું છોડી નિર્લેપ બની ભવજલમાં તરતા થાઓ એ જ શુભકામના...
ઝરણું તો પ્રગટ થવા તૈયાર છે પણ તકલીફ એ છે કે આપણે પથ્થર હટાવવા તૈયાર નથી હોતા...
હૃદયમાં લાગણીનો પ્રવાહ સક્રિય થવા પ્રતિપળ તૈયાર હોય છે પણ આપણે બુધ્ધિના પથ્થરને હટાવવા તૈયાર નથી હોતા... શું કરવું છે બોલો?
· ૧૯ •
Page #40
--------------------------------------------------------------------------
________________
'કર્મો સાથે કુસંસ્કારો હટાવો.... મહાન જ્ઞાની મહાપુરુષ ગુણદષ્ટિ વિકસાવવાની વાત સમજાવી રહ્યા છે.
જ્યાં સ્વાર્થ હોય છે ત્યાં આકર્ષણ પેદા થાય છે. સ્વાર્થ દેખાય છે તો પૈસા મેળવવાનું આકર્ષણ જાગે છે. જે ચીજનું આકર્ષણ તે વસ્તુની વૃદ્ધિ કરવાની મનોવૃત્તિ થાય. અંતે એના માલીક બનવાની ઈચ્છા થાય. ગુણ પ્રત્યે જો સ્વાર્થ જાગે તો ગુણને મેળવવાનું આકર્ષણ પેદા થાય અને વૃદ્ધિ કરવાનું તેમજ માલિક બનવાનું પણ મન થાય.
જે દિવસે ગુણોમાં સ્વાર્થ દેખાશે તે દિવસે ગુણોનું આકર્ષણ જાગશે.
સંપત્તિનું ફળ તરત મળે છે માટે દોડો છો. સગુણોનું ફળ લાંબેગાળે મળતું હોવાથી એટલું આકર્ષણ નથી. * શાલીભદ્રને ત્યાં ૯૯ પેટીઓ ઉતરી એ પુણ્યનું ફળ છે. પણ ૯૯ પેટીઓ છોડી એ ધર્મનું ફળ છે. તમને પુણ્યના ફળમાં રસ છે કે ધર્મના ફળમાં? એક વાત સતત ખ્યાલ રાખજો... મળ્યા પછી જો છૂટે નહીં તો નરક ગતિ તૈયાર * ચક્રવર્તીને ઘણું મળ્યું પણ છોડ્યું નહિ તો સાતમી નારકીએ ચાલ્યા જાય છે. * મમ્મણને મળ્યું ઘણું પણ છોડ્યું નહિ પછી શું થાય ?
તમારી બાજુમાં ૧૦ મોટરવાળો બેઠો હોય તો રાજી કે ૧૦ સામાયિકવાળો બેઠો હોય તો રાજી ?
ઉત્તર : સાહેબ! અમે તો બંનેને બાજુમાં બેસાડીએ... દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની વૃત્તિ ફેરવી દો.
ખેડૂત બી વાવે અને ઘાસ ઉગી આવે તે મુખ્ય નથી પણ અનાજ મુખ્ય છે. તેમ શાલીભદ્રને ૯૯ પેટીઓ મુખ્ય નથી, ત્યાગ મુખ્ય છે.
આ જગતમાં તમામ ભોગોને ભોગવી શકનારો એક ભોગી પાક્યો નથી અને આ જગતમાં તમામ ભોગોને છોડી શકનારા ત્યાગીઓ ઘણા પાકી ગયા.
જંબુકમાર લગ્નની પ્રથમ રાત્રિએ જ ચારિત્રની વાત કરી રહ્યા છે. આ જ મોટું પરાક્રમ છે. પુણ્યનું કામ સામગ્રી આપવાનું છે, જ્યારે ધર્મનું કામ અનાસક્ત ભાવ આપવાનું છે.
-
- ૨૦ -
--
Page #41
--------------------------------------------------------------------------
________________
• પાપનું પ્રસારણ ક્યારેય નહિ !
બલભદ્ર મુનિ ગામમાં ગોચરી વહોરવા જઈ રહ્યા છે. રસ્તામાં એક કૂવા આગળ એક બાઈ પાણી ભરવા આવી હતી. સાથે નાનું બાળક પણ હતું. બલભદ્ર મુનિનું રૂપ જોઈ અંજાઈ ગયેલી બાઈ ઘડામાં નાખવાનું દોરડું ભૂલથી બાળકના ગળામાં નાંખવાની તૈયારી કરે છે. ત્યાં મુનિએ કહ્યું કે ભલી રે બાઈ આ શું કરી રહી છે ? તરત મુનિ વિચાર કરે છે, “અપૂર્ણ દર્શનમાંથી યાત્રા પૂર્ણ દર્શનની કરો.”
મારો જ ઘોર પાપનો ઉદય છે. મારું રૂપ પાપમાં નિમિત્ત બને છે. તે તરત જ જંગલમાં ચાલ્યા ગયા.
ધર્મ જેને ગમે છે તે પાપનું પ્રસારણ ક્યારેય કરતા નથી, પાપને પ્રસરાવતા નથી.
બલભદ્ર મુનિ જંગલમાં કેમ ગયા ?
બીજાને દુઃખી બનાવવા જેમ પાપ છે તેમ બીજાને પાપી બનાવવા એ પણ પાપ છે.
પુણ્ય હરિફાઈ કરાવે છે, ધર્મ સહકાર કરાવે છે. માત્ર મને જ મળે તે પુણ્ય અને સર્વ જીવોને મળે તે ધર્મ છે.
પુણ્યના ફળ તરીકે ભોગ મળે છે, ધર્મના ફળ તરીકે વૈરાગ્ય મળે છે. પચ્ચે શેતાન બનાવવાના કાર્ય કર્યા છે, ધર્મે સજ્જન બનાવવાના કામ કર્યા છે. * ત્રણ વર્ષના દુકાળ પડ્યા.... એક મહાજન એક શ્રેષ્ઠીને ત્યાં ફાળો લખાવવા ગયા. એ શ્રેષ્ઠી બોલ્યા કે, તેઓ એ ક્ષેત્રમાં જન્મ્યા. પોતાના કર્મોનું ફળ ભોગવે છે. આપણે શું કરીએ? જ્ઞાનીઓ કહે છે કે આવે સમયે આવો વિચાર કરી બેસી ન રહેવાય. પોતાની પરિણતિને કોમળ રાખવી જ પડે. * તમારી ઉદારતા પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે સામાની દીનતા જ ખતમ થઈ જાય છે. * તમારો મૈત્રીભાવ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વેર-કષાયભાવ ખતમ થઈ જાય છે. * ભગવાનનો નિર્વિકારભાવ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે સમોસરણમાં ઉર્વશીઓ નૃત્ય કરે છે તોય કોઈને કાંઈ વિકારભાવ પેદા થતો નથી.
= • ૨૧ •
Page #42
--------------------------------------------------------------------------
________________
વર્તમાનકાળમાં, આપણે સુખી નથી, સુખી થવું છે, સુખી દેખાવું છે. આપણે દુઃખી છીએ, દુઃખી રહેવું નથી, દુ:ખી દેખાવું નથી. આપણે ધર્મી નથી, ધર્મી થવું નથી, ધર્મી દેખાવું છે.
પાપી છીએ, પાપી દેખાવું નથી, મરીએ ત્યાં સુધી પાપ છોડવા નથી. * કર્મથી છૂટવું સહેલું છે પણ કુસંસ્કારોથી છૂટવું મુશ્કેલ છે. * સમય અને સંપત્તિની જ્યારે તાણ પડે છે ત્યારે તમે ધર્મના ક્ષેત્રમાં કાપ મૂકી દો છો. સંસારના ક્ષેત્રમાં હંમેશા પહોળા છો ને ધર્મના ક્ષેત્રમાં સાંકડા બની જાઓ છો. * ગુલાબને મેળવવાની દૃષ્ટિ હોય પછી કાંટા તેને દેખાતા નથી, તેમ ગુણની દષ્ટિ હોય તો દોષ ક્યારેય દેખાતા નથી. * જ્ઞાનસાર કહે છે કે ન બોલવા યોગ્ય મૌન તો એકેન્દ્રિયમાં ઘણું કર્યું છે પણ પુદ્ગલ પરિચયમાં આવ્યા પછી મૌન રાખવું એ જ મૌન છે. * દુશ્મનના ઘરમાંય ફૂલ પડ્યું હોય તો સુગંધ આપે છે તેમ તમારો દુમન માસક્ષમણની તપસ્યા કરે તો પ્રશંસા કરો ને? ધંધામાં એણે બે હજારની ખોટ કરાવી હોય અને એ અઠ્ઠાઈ કરી નાંખે તો એની અનુમોદના
કરો?
મેલા કપડા પહેરીને દુકાને આવનાર સાથે પણ ધંધો કરો ને?
વેપારમાં જેમ નફા સાથે નિસ્બત છે, તેમ મારે હવે ગુણ સાથે જ નિસ્બત છે, એમ નક્કી કરો.
સ્ટીમર માટે જેમ દરિયો કામનો છે, કપ્તાન માટે મીઠા પાણીનો લોટો કામનો છે, શરીર માટે જેમ રોટલી કામની છે, તેમ આત્મા માટે ત્યાગ કામનો છે, ગુણાનુરાગ કામનો છે એ ન ભૂલીએ..
=
• ૨૨ •
Page #43
--------------------------------------------------------------------------
________________
(લોકવૈભવ "તંહિ પણ ગુણવૈભવ સંસારસાગર તરવા માટે અનુમોદના એ જહાજ છે. પુણ્ય દ્વારા મેળવેલી ચીજો ભોગવટા પછી ચાલી જવાની છે. સ્વાભાવિક ચીજો પોતાની છે, વિભાવિક ચીજો પારકી છે. કર્મે આપેલી ભેટ તો કર્મસત્તા પોતે જ પાછી ખેંચી લેવાની છે. સુખની પરમ સીમા એ સિદ્ધદશા, દુઃખની પરમ સીમા નિગોદ. વાહવાહ એ કચરો છે, કંચન તો છે આત્મશુદ્ધિ. જગતની સાક્ષી કદાચ ખોટી હોઈ શકે પણ જાતની સાક્ષી ક્યારેય ખોટી ન હોય. આવતી ચીજો માટે હરખ ન કરો, જતી ચીજ માટે આંસુ ન પાડો. ભગમનું સ્મરણ જેમ પાપથી દૂર રાખે તેમ મરણનું સ્મરણ પણ પાપથી દૂર કરે છે.
મહાન જ્ઞાની ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસારના સ્વાધ્યાયમાં ગુણવૈભવની વાતો પૂર્ણતાના અષ્ટકથી સમજાવી રહ્યા છે. લોકવૈભવથી તરાતું નથી પણ ગુણવૈભવથી સહજ તરી શકાય છે. “મને બધું મળી ગયું એ સાચી પૂર્ણતા નથી.
| સ્વાભાવિક પૂર્ણતાની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન હોવો જોઈએ. પરભાવિક પૂર્ણતા માંગી લાવેલ ઘરેણાં જેવી છે. પારકા ઘરેણાંમાં શણગાર અને શોભા હોવા છતાં એના પર પોતાનો અધિકાર મૂકાતો નથી.
મુદતીયા તાવની જેમ બધું જ ચાલ્યું જાય છે. વૈરાગ્ય પણ મુદતીયો હોય છે. સાદડી કે પ્રાર્થનામાં જાઓ ત્યારે તમારો રંગ જુદો અને લગ્નના રીસેપ્શનમાં જાઓ છો એનો રંગ જુદો દેખાય છે.
તમે અહીં હો છો ત્યારે વૈરાગી, ને બહાર નીકળતાં જ રાગી. ખરું ને? સ્વાભાવિક પૂર્ણતા ચિરંજીવી છે, વૈભાવિક પૂર્ણતા ક્ષણજીવી છે.
ભૌતિક સુખ-સામગ્રી દ્વારા મળેલી પૂર્ણતા એ ઉછીના લાવેલા ઘરેણાં જેવી છે. પૂર્ણ થતાં કર્મ પાછી ખેંચી લેશે. પાંચ-સાત દિવસ માટે રોકેલી ટેક્સી સમય છતાં છોડવી પડે છે. જે ચીજ પારકાની છે તે એક દિવસ પરત કરવાની છે.
= • ૨૩ • =
Page #44
--------------------------------------------------------------------------
________________
કર્મથી આવેલી ભેટોને લેવાનો પણ અધિકાર કર્મને છે.
પ્રભુના શાસનમાં સુમતિ શ્રાવિકાનો પ્રસંગ આવે છે. બે યુવાન દીકરા નદીએ નાહવા ગયા છે. કુદરતે બંને ડૂબી ગયા. બંનેની લાશ ઘરે આવી. ઘરમાં બે દીકરાઓની લાશને સફેદ ચાદર ઓઢાડીને સુમતિએ પતિને અદ્દભુત તત્ત્વજ્ઞાન સમજાવ્યું. “સ્વાભાવિક ઉપર સ્વામિન્ત ચાલે પણ વૈભાવિક ઉપર સ્વામિત્ત્વ ન ચાલે.”
અનંત જ્ઞાન - અનંત દર્શન - અનંત ચારિત્ર આદિ સ્વાભાવિક છે. દુઃખનું ચરમ સ્થાન નિગોદ છે, સુખનું પરમ સ્થાન મોક્ષ છે.
નિગોદના જીવોને કેવળજ્ઞાનનો અનંતમો ભાગ ઉઘાડો હોય, બાકીનો ભાગ ઢંકાયેલો હોય છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે.
આ હૂડા અવસર્પિણી કાળમાં આપણને પ્રભુનું શાસન મળ્યું છે એ આપણું સદ્ભાગ્ય. ભૂંડામાં ભૂંડું એનું નામ હૂંડા.
કાળ ચાલે છે માઈનસ... ને એમાં પ્લસ પોઈન્ટ છે પ્રભુનું શાસન
સારા કાળમાં વધુ ભક્તિ કરો તો ઓછું મળે પણ પડતા કાળમાં થોડું કરવાથી પણ વધુ મળે છે.
શાલિભદ્રની ખીર શેની હતી? બાસમતી ચોખા, બદામ, કેસર, પ્રખ્યાત ડેરીનું દૂધ શું બધું હતું? છતાં ખીર વહોરાવી એનું ફળ શું મળ્યું? પરમાત્માના હાથે ચારિત્ર. વાહ વાહ તો બધો કચરો છે. અનુમોદના એ તો કંચન છે.
આપણી આસપાસ ચતુર્વિધ સંઘમાં ક્યાંય પણ કોઈ ગુણ દેખાય તો અંતરથી અનુમોદના કરો. પ્રશંસા વાચિક છે, જ્યારે અનુમોદના માનસિક છે.
આખા દિવસમાં અનુમોદનાની એક માળા કરો... ૧૦૮ આરાધકોના સુકૃતો યાદ કરી ગદ્ગભાવે નમસ્કાર કરો.
- સમજણના ઘરમાં જે આવે છે તે વ્યક્તિને પછી કોઈ ચીજ ગયા પછી વસવસો થતો નથી.
ઘરમાં એક શ્રાવિકા જો ધર્મ પામી જાય તો આખી પેઢી તરતી થઈ . જાય. ઘરમાં પિતાજી પાસે છોકરો કેટલો રહે અને “મા” પાસે કેટલો રહે? માતા પાસે જ વધારે સમય રહેતો હોવાથી માતાના જીવનના શુભ સંસ્કારો બાળકમાં આવે છે.
==
• ૨૪ •
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રભુના શાસન માટે લાખ રૂપિયા છોડવા સહેલા છે.
અન્નદાન આપી શકાય. વસ્ત્રદાન આપી શકાય. કન્યાદાન પણ આપી શકાય. પણ... પુત્રદાન કઠીન છે. જગતને સમજણનું દાન આપો.
સુમતિ શ્રાવિકા પતિને તત્ત્વબોધ આપી જીવન જીવવાનું બળ આપે છે. “સ્વામિ! કેમ ભૂલી ગયા? આપણું ન હોય અને કોઈ લઈ જાય તો લડાય - ઝઘડાય નહીં. આપણા ન હતા તો આપણી પાસે શી રીતે રહે? કર્મસત્તાએ આપણને રમવા માટે રમકડા આપ્યા હતા. મુદત પૂરી થતાં એણે પાછા લઈ લીધા. આમાં શોક-સંતાપ કરાય નહિ.” દુઃખના સમયમાં પણ સમજણથી ભરેલ તત્ત્વજ્ઞાને હામ અને હિંમત આપી. કર્મના ગણિતને સમજી જાઓ.
એક રાજમાન્ય પુરુષે દીક્ષા લીધી. વ્યક્તિત્વાળી હોવાથી રાજા એને રત્નકંબલ વહોરાવે છે. આ સાધુ ઉત્કૃષ્ટ ચરિત્ર પાળે છે. રોજ પડિલેહણ કરી રત્નકંબલ મૂકી દે છે. એ રત્નકંબલ ઉપર સાધુને રાગ જાગ્યો. આમ, આખો હાથી નીકળી ગયો ને પૂછડું અટકી ગયું.
ગુરૂએ વાચના | હિતશિક્ષાદિ રૂપે સમજાવે છે. ગુરૂ તરફથી વાચના વાત્સલ્ય મળે તો શિષ્ય નિઃશલ્ય બને છે. મારો શિષ્ય રાગમાં ડૂબી જશે એની વેદના ગુરૂને છે. શિષ્ય જ્યારે બહાર ગયા છે ત્યારે ગુરૂએ કાંબળીના ટુકડા કરી બધા શિષ્યોને આપી દીધા..
મન-વચન-કાયાના યોગ વિનાનું સમર્પણ, સુગંધ વિનાના આકર્ષક ફૂલ જેવું છે. જ્યાં શુદ્ધિ ત્યાં પ્રભાવ.
શુભ અનુષ્ઠાન પણ શુદ્ધ બને ત્યારે પ્રભાવ કલ્પનાતીત બને.
શિષ્ય આવીને જુએ છે કે પોતાની કંબલ દેખાતી નથી. ગુરૂદેવે કહ્યું, બધાને આપી દીધી... તમને લાભ મળ્યો.” ગુરૂ પાસે બોલી તો ન શકાયું પણ મનમાં ગાંઠ વાળી. ગુરૂએ ન લીધી હોત તો પણ ૫-૭ વર્ષમાં એ કાંબળી સડી જ જવાની હતી. પરંતુ આવી સમજણ મોહનીય કર્મને સમજવા ન દે. શિષ્યના અંતરમાં અભિમાન સાથે ઝંઝાવાત જાગ્યો. ગુરૂની સામે પડવાનું કઠીન હતું. તેથી પોતાનો અલગ સંપ્રદાય કરી બેસી ગયા.
ભરતી ઉતરતા કાંઠો નિર્જન થવાનો જ છે. ઘર આવતા રીક્ષા છોડવી જ પડે છે. સ્ટેશન આવતા ટ્રેન મૂકવી જ પડે છે. બસ, આટલી સહજ સમજ પદાર્થ અને વ્યક્તિઓ સાથે થવી જરૂરી નહિ અનિવાર્ય છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
અશક્તિ ચાલે પણ આસક્તિ નહિ
0
દોષદષ્ટિ સર્વનાશનું કેન્દ્ર છે. દોષદષ્ટિ દુર્ગુણોની રાજધાની છે, પાપોનું પ્લેટફોર્મ છે. વસવસો વિનાશ કરે છે, મૈત્રીભાવના ધર્મતત્ત્વની શરૂઆત કરે છે. ગુણદષ્ટિ લાવશો તો જગત ઉપકારી લાગશે. સંસારમાં જાગતી તૃષ્ણા એ દીનતાની જનેતા છે. મરણથી ન ડરે અને જન્મથી ડરે તે જૈન. આસક્તિનું બીજું સ્વરૂપ છે ક્રોધ. આસક્તિ ગુલામ બનાવે, વિરક્તિ સ્વામી બનાવે છે. મરણ પછી જન્મ મળે તે ચારગતિ અને મરણ પછી જન્મ ન મળે તે સિદ્ધ ગતિ. જે હચમચે તે ઉખડે જ... પાપોને હચમચાવો. એક દિવસ ઉખડી જશે જ.
O
જ્ઞાનસારના સ્વાધ્યાયમાં જીવનને મંગલતાનો સ્પર્શ કરાવવાની અદ્ભુત વાતોની રજુઆત કરી છે. મહાન પુણ્ય મળેલ આ જીવન ધન્ય બનાવવાની પ્રેરણાઓ છે. તુચ્છતાનું આકર્ષણ છૂટી જાય, ક્ષુદ્રતાનું કવચ ઉતરી જાય, કૃપણતા ચાલી જાય ને એની જગ્યાએ આત્માના ગુણોની શ્રીમંતાઈ પ્રાપ્ત થઈ જાય. ઉદારતાની સાથે મહાનતા જામી જાય એવી પ્રેરક પ્રેરણાઓ ‘પૂર્ણતા'ના અષ્ટક દ્વારા સમજાવી છે.
જીવનમાં ગણદષ્ટિના વિકાસની વાતો કરી જ્ઞાનભંડાર નહિ પણ ગુણભંડાર બનાવે છે. અંધકજીની ચામડી ઉતારાઈ... ગજસુકુમાલ મુનિના માથે ખેરના અંગારાની પાઘ બંધાઈ... મેતારજના શરીરે ચામડાની વાઘર વીંટાળાઈ એ સમયે બધાએ ગુણદષ્ટિ કેળવી શાશ્વત સુખના ભોક્તા બની ગયા.
અપકારીને ઉપકારી માને તે જ સાચી ગુણદષ્ટિ.
આજે તો સંસાર આખો આસક્તિની આધારશીલા પર બેઠો છે. એને તોડવા જ્ઞાનદષ્ટિરૂપી વજન ઉપાડવાની જરૂર છે. જ્ઞાનદષ્ટિ આસક્તિમાંથી વિરક્તિમાં લઈ જશે. વિરક્તિમાં રહેલ એ વ્યક્તિ, વ્યક્તિ ન રહેતા વિભૂતિ બનશે.
–
• ૨૬ •
Page #47
--------------------------------------------------------------------------
________________
તમે ક્યાં બેઠા છો એ મહત્ત્વનું નથી પણ તમારામાં કોણ બેઠું છે એ મહત્ત્વનું છે.
જેને જ્ઞાનદષ્ટિ જાગે તેને તૃષ્ણાના ઝેરની અસર ન થાય. એને દીનતાની અસર ન થાય. તૃષ્ણા બને ઉગ્ર તો માણસ થાય ત્યગ્ર.
- જંબુસ્વામિની આઠેય પત્નીઓ કહે છે, “સ્વામી, પ્રાપ્ત થયેલા ભોગોનો ત્યાગ કરો છો અને અપ્રાપ્ત યોગોને મેળવવા જતા નહીં મળે તો ક્યાં જશો?' - ગુણવાન એવી આઠેય પત્નીઓને જંબુકુમાર મધુબિંદુનું દષ્ટાંત સમજાવે છે. ગાઢ જંગલમાં એક માણસ જઈ રહ્યો છે. તૃષ્ણા માણસને ગમે ત્યાં દોડાવે. અચાનક એ માણસની પાછળ હાથી પડ્યો.
માણસનો મરણનો જ વધારે ડર છે. સિદ્ધના જીવોને નિર્વાણ પછી એમનો જન્મ હોતો નથી. જન્મ પછી ફરી જન્મ જ ના મળે તે સિદ્ધગતિ.
જન્મ જેને કેદ લાગે અને મરણ જેને મુક્તિ લાગે તે જૈન.
સમાધિ જન્મ ન માંગતા જયવીરાયના પ્રાર્થનાસૂત્રામાં સમાધિ મરણ જ માગ્યું છે. સમાધિ મરણની જબ્બર તાકાત છે કે જે જન્મ મરણોના પરિભ્રમણને ઘટાડી દે છે. પાપના ઉદયે જન્મ તો થઈ ગયો પણ હવે જો આસક્તિમાં ફસાશો તો બરબાદ થઈ જશો.
માણસની પાછળ હાથી પડવાથી માણસ ગભરાઈ ગયો. ક્યાં જવું એની એને ખબર નથી.
ચલના અલગ હૈ ઔર ભટકના અલગ છે. ખાના અલગ હૈ ઔર પચાના અલગ છે. સુનના અલગ હૈ ઔર સમજના અલગ છે. લક્ષ વગરની દોટ એ આંધળી દોટ છે. હૃદયક્ષેત્રને પવિત્ર કરી દો. હૃદયક્ષેત્ર પવિત્ર થતાં જ દુભાવનાઓ ટળી જાય... સાંભળેલું પ્રવચન ફળી જાય...
હાથીથી બચવા માણસ ઝાડ પર ચડે છે. હાથીએ માણસને જોયો. એને વિચાર આવ્યો કે સુંઢથી વૃક્ષને પકડી હચમચાવી નાખું. માણસ વડના ઝાડની વડવાઈઓ પકડી લટકી રહ્યો છે. વડવાઈ પર લટકતા માણસની નજર નીચે પડે છે. નીચે કૂવો છે. કૂવામાં અજગરો મોં ફાડીને બેઠા છે. કાળજું હચમચી જાય છે. ઉપર નજર કરે છે તો ત્યાં ડાળ ઉપર મધપૂડો છે. વૃક્ષના કંપનથી બધી માખીઓ ઉડી બણબણ કરતી એના શરીરને ડંખે છે. વેદનાની વચ્ચે જ્યાં મોટું ખૂલ્યું એ સમયે ઉપરથી એક મધનું ટીપું મોઢામાં પડ્યું.
કેટલું સરસ...! કેટલું મીઠું...! વેદના... ભય... બધું જ ભૂલાઈ
= • ૨૦ •
Page #48
--------------------------------------------------------------------------
________________
ગયું. એક બિંદુના સ્વાદ પછી બીજું ટીપું પડે એની ઈચ્છામાં ભરમાઈ ગયો. આવો સ્વાદ તો પહેલા ક્યારેય માણ્યો નથી, ચાખ્યો નથી. આ સંસારમાં જેટલા ભોગસુખો ભોગવો છો, એમાં કાંઈ નવું તો નથી જ. ભોગસુખોનું પુનરાવર્તન છે. હે જીવ! પાપની વાસનાથી તું વિરામ પામ.
હાથી પૂરજોશમાં ઝાંડ હલાવે છે. ફરી પાછું મધનું એક ટીપું મોઢામાં પડ્યું. માખીઓના ડંખને અવગણે છે. વૃક્ષ હવે ઢળવાની તૈયારીમાં છે. જે વડવાઈઓ પકડી છે એને પણ સફેદ-કાળા ઊંદર કાપી રહ્યા છે. બધા જ ભયોને એક જ મધુબિંદુના સ્વાદમાં ભૂલી ગયો છે. એ સમયે ત્યાંથી પસાર થતા વિદ્યાધર આ માણસને જુએ છે. કરૂણતાથી પ્રેરાઈને વિમાન નીચે ઉતાર્યું. “ભલા ભાઈ! તમે મારા વિમાનમાં આવી જાઓ. હું તમને દૂર લઈ જાઉં.” ત્યારે પેલો માણસ જવાબ આપે છે કે બસ, આવ્યો જ. એક ટીપું પડે એટલે આવું. ટીપું પડે એટલે દુઃખ ભૂલાઈ જાય. ઈચ્છાથી તૃપ્તિ શક્ય નથી. ઈચ્છા આકાશ સમાન છે. આકાશનો કદાચ છેડો મળશે પણ ઈચ્છાનો છેડો નથી. ઈચ્છા પોતે છૂટતી નથી, છોડવી પડે છે. વિદ્યાધર કહે છે કે ભાઈ, હું તારા પગ પાસે વિમાન લઈ આવ્યો છું. તું વિમાનમાં પગ મૂક, વડવાઈઓ છોડ.
દીનતા એ માણસનો મોટામાં મોટો અભિશાપ છે. તૃષ્ણા છે ત્યાં તૃમિ નથી.
દુકાનોમાં લખેલું હોય છે – આજ રોકડા, કાલ ઉધાર. પણ કાલ તો ક્યારેય આવતી નથી, તેમ છેલ્લું ટીપું ક્યારે આવશે તેની ખબર નથી.
વિદ્યાધર કહે છે જલ્દી કર નહીં તો મરી જઈશ. પણ પેલો માણસ તો ટીપું પડે તેની વાટ જોવા લાગ્યો. આખરે વિદ્યાધર કંટાળી ગયો. આસક્તિ ગુલામ બનાવે છે.
એ જીવ એટલે આપણો આત્મા. મોહમાયા રૂપી માખીઓ, હાથી રૂપી યમ, આયુષ્ય રૂપી વડવાઈઓ, રાતદિવસ રૂપી ઊદર, ચાર કષાયો રૂપી અજગરો અને વિદ્યાધરો એટલે અમે સાધુસંતો. અમે તમને અમારા વિમાનમાં બેસાડવા તૈયાર છીએ પણ તમે આવતા નથી. જે સમય અને જે ક્ષેત્રમાં આસક્તિ પ્રગટે તે પાપ સમય અને પાપક્ષેત્ર કહેવાય.
આઠ રૂપવતી પત્નીઓને તત્ત્વનું ભાન કરાવી રહ્યા છે જંબુકુમાર... એક ભવની આસક્તિ... એક ભવની વિરક્તિ... કેવી છે ઘટમાળ.... અશક્તિ હજી ચાલે પણ આસક્તિ કદાપિ નહિ... તે ન ભૂલીએ.
=
• ૨૮ •
Page #49
--------------------------------------------------------------------------
________________
અંતરમાં જે ઝણઝણે, હોઠે તે રણઝણે તે નબળા માણસો ઊંચે બેસે તો પણ એની વાત નીચી હોય અને સબળા
(સજ્જન) માણસો કદાચ નીચે હોય તો પણ વાત ઊચી જ હોય. આચાર કદાચ લાચાર હોઈ શકે પણ વિચાર તો મહાન જ હોય! જે વખતે અંતરમાં ચેતના જાગે તે જ અવસરે ધર્મપંથે ઝુકાવી દો. સારી પરિસ્થિતિમાં ધર્મ કરી લ્યો. નબળી પરિસ્થિતિમાં અનુમોદના કરવા કામ લાગશે. સારું આચરણ કરવું સહેલું છે પણ સારો વિચાર કરવો મુશ્કેલ છે. કઠિન છે ભાવધર્મ પદાર્થ પ્રેમથી જેટલું હૈયું ભરી દેશો તેટલા આત્મ વૈભવથી ખાલી થશો. ભરવાની પહેલી શરત છે “ખાલી થવું.” બીજાને એકવાર ખુલાસાની તક આપો.. બોલતા આવડે તો જીંદગી જાહોજલાલી છે નહીં તો મોટી પાયમાલી છે.
દેહમાં આત્મબુદ્ધિ, યુગલમાં સુખબુદ્ધિ એ મિથ્યાત્વની વ્યાખ્યા છે. - કાયાનો મોહ ન કરો. ઉપર ઢાંકણ ભલે ચાંદીનું હોય પણ અંદર
તો ગટર છે.
જ્ઞાનસારનો આ ગ્રંથ પ્રેરણાઓનો સાગર છે. આંતરચેતનાનું જાગરણ કરવાની શીખ આપે છે. ચેતનાના જાગરણમાં વિવેક રાખવાની મહત્ત્વની સૂચના આપે છે. વિવેક વગરનો પુરૂષાર્થ પણ નુકસાનદાયક છે. પુરૂષાર્થ સાચી દિશાનો હોય, સાચા અર્થનો હોય તો અજ્ઞાનતાના ઓઠા નીચે અટવાઈ ગયેલી ચેતના મૂળભૂત સ્વરૂપમાં પ્રાપ્ત થઈ જાય છે. ચેતનાને મૂળ સ્વરૂપમાં લાવવી હોય તો પુરૂષાર્થમાં વિવેકનો રંગ ભેળવી શાસ્ત્રોનું જ્ઞાન મેળવી સમજણને કેળવવાની જરૂર છે.
પૂર્ણ બનવા માટે અપૂર્ણ બનવું પડે છે. જે અપૂર્ણ બને તે પૂર્ણ બને છે.” આ વાક્યમાં પણ ઘણું રહસ્ય છે. પૂનમનો ચાંદ પૂર્ણ બની ગયા પછી ફરી અપૂર્ણ બનતો જાય છે.
એક વખત બિરબલ કોઈ બીજા દેશમાં ગયો. એ દેશનો રાજા | અકબરનો દુમન હતો. બિરબલને રાજં દરબારમાં લઈ આવવામાં આવે
= • ૨૯ ,
Page #50
--------------------------------------------------------------------------
________________
છે. ત્યાં એને રાજા એક સવાલ પૂછે છે કે બોલ બિરબલ! મારામાં અને તારા અકબરમાં શું ફરક? તમો કોઈપણ પક્ષમાં હો પણ સાચું હોય તે સાચું બોલવાની હિંમત તો હોવી જોઈએ. વીલપાવર મજબૂત જોઈએ. સાચાને સાચું અને ખોટાને ખોટું કહી શકવાની હિંમત તો જોઈએ. પરાધીનતા કે પરવશતા કોઈની શા માટે? ખુમારી તો જોઈએ જ.
નીચા સ્થાને હોય પણ વાત તો ઊચી જ જોઈએ. નાગીલા નીચે બેઠી હતી પણ વાત ઊંચી હતી. ભવદેવ મુનિ ઊંચે હોવા છતાં વાત નીચી હતી. કોયલ નીચે હોવા છતાં વાણી મધુર, કાગડો ઊંચે ઉડે છતાં વાણી કર્કશ. તમે ગમે ત્યાં હો પણ તમારી વિચારણા / આદર્શ થીન્કીંગ - ડેસ્ટીનેશન તો ઊચું જ જોઈશે.
લગ્નપ્રસંગે ચોરીમાં બેઠા હો અને ત્યારે તમને પૂછે કે લેવા જેવું શું છે? ખરેખર! અંતરમાં જે ઝણઝણે એ જ હોઠ પર રણઝણે. લગ્ન કરવા બેઠો હોય તોય બોલી ઉઠે - સંસાર માંડું છું પણ વિચાર તો એક જ છે સસ્નેહી પ્યારા રે સંયમ કહી મિલ.
સમક્તિ દષ્ટિ આત્મા સંસારમાં કદાચ લાચાર હોઈ શકે પણ વિચારોથી તો મહાન જ હોય. કેદીને જેમ જેલમાં રહેવું પડે છે પણ ઈચ્છા નથી હોતી તેવી રીતે આ દેહમાં આત્મા રહે છે. મૂળનાયક ક્યાં છે તેની ખબર ઓછી પણ ખલનાયક કયો છે એની પાક્કી ખબર.
કુમારપાળ મહારાજા હેમચંદ્રાચાર્યજીને કહે છે, ગુરૂદેવ! હું આપનો ભક્ત. જૈન ધર્મ મળ્યો હોય, આપ મને પરમાહર્ત કહેતા હો તો શું મારામાં એટલી લાયકાત નથી કે મને આપનો શિષ્ય નથી બનાવતા. મને કૃપા કરીને ચારિત્ર આપો. ગુરૂદેવ કહે છે “અંતિમ રાજર્ષિ થઈ ગયા હવે તારો નંબર ન લાગે.' આપ કહો તો મારું રાજય પણ છોડી દઉં. રાજ-રાજેશ્વરને જે સુખ નથી તે મહાવીરના માર્ગે વિચરતા સાધુ-સાધ્વીજીઓને હોય છે.”
પ્રશમરતિમાં પૂજય ઉમાસ્વામિજી મહારાજ લખે છે કે ઈન્દ્ર-મહેન્દ્રોની પાસે ન હોય એવું સુખ સાધુનાં ચરણોમાં આળોટતું હોય છે.
૧૪૪૪ ગ્રંથોના રચયિતા પૂજય હરિભદ્રસૂરિજી મહારાજ પંચાલકજીના ૪૯માં શ્લોકમાં લખે છે કે – સાચો શ્રાવક રોજ સવારના ઉઠી મનોરથો કરે કે એવો ધન્ય દિવસ ક્યારે આવશે કે હું સંસારના સંગને છોડી અસંગદશાને પ્રાપ્ત કરીશ. આગારી માટી અણગારી બની પ્રભુના પંથે ક્યારે વિચરીશ? આજથી તમો પણ ઉઠીને આવી ભાવના ભાવો. કદાચ શક્તિથી લાચાર હોય પણ ભક્તિથી મહાન થઈ શકાય છે.
= • ૩૦ •
Page #51
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ કહે છે - આચારથી લાચાર પણ વિચારથી મહાન તે શ્રાવક. આચારથી મહાનતાવાળો અભવ્ય પણ ચારિત્ર લે, નવ પૂર્વ સુધીનો અભ્યાસ પણ કરે, નવરૈવેયક સુધી પહોંચે - માખીની પાંખ ન દુભાય એવું ઉચ્ચ ચારિત્ર પાળે છતાં અભવ્ય આત્માનો મોક્ષ ખરો? ના.
આચારથી મહાન બની શકે છે પરંતુ તે (ભાવ) વિચારથી મહાન બની શકતો નથી. લાચાર બની જાય. સમકિતી આત્મા નવકારશી કરવા બેઠો હોય ત્યારે પણ તપના વિચાર આવવાથી તે મહાન તપસ્વી. લક્ષ એનું ઉન્નત હોય એ જ આખાય પ્રવચનનો સાર છે. | વિચારોથી મહાન બનવા માટે મહાત્માઓનો સંગ કરો. મહાત્માઓના વિચારો મહાન હોવાથી તેનો રંગ આપણને લાગશે. મુદ્રનો સંગ આપણને શુદ્ર વિચાર આપે છે. સંગ તેવો રંગ. ડુંગળી પાસે કપડું રાખવાથી કપડામાંથી પણ એની દુર્ગધ આવશે. ગુલાબ પાસે કપડું રાખવાથી એમાંથી પણ સુવાસ આવશે.
‘વિચારો સારા રાખવા એમ જણાવીને મારો મતલબ એ નથી કે આચારો ગમે તેવા હોય તો ચાલે. આચાર પણ બાહ્યધર્મમાં પ્રથમ પાયો છે, પરમ ધર્મ છે. વિચારોની ઉચ્ચતા સાથે આચારોને શ્રેષ્ઠતામાં લઈ જવાની જ પ્રેરણા છે. આચારમાં પ્રમાદ એ ઝેર છે. ઝેર ભાવપ્રાણોની કતલ કરી નાંખે છે. * સારી સ્થિતિમાં સંપત્તિ - સમય - સંજોગ મળ્યા છે, ત્યારે ધર્મ કરી લ્યો! ખરાબ પરિસ્થિતિમાં એ અનુમોદના કરવા કામ લાગશે. જેઓ સવારના ઠંડા પહોરે રસ્તો નથી કાપતા તે તડકામાં દુઃખી થઈ જાય છે. કબીર કહે છે - કલ કર સો આજ કર, આજ કર સો અબ; અવસર બિન જાયેગા, ફિર કરોગે કબ?
ચોર જેવી દશા ન થાય!
ચોરી કરવાના ગુન્હાસર જજે ચોરને છ મહિનાની જેલની શિક્ષા આપી. ચૂકાદો આપ્યા પછી જજે કહ્યું : “ભાઈ, ધોળા દિવસે કાંઈ ચોરી થાય? ચોરી તો રાતના કરાય.” ચોરે જવાબ આપ્યો, “સાહેબ, રાતના કઈ જગ્યાએ ચોરી કરવી એની તપાસ કરવા માટે જ નીકળ્યો હતો. દુકાનની બહાર બોર્ડ લખેલું હતું - ખરીદી કરવી હોય તો આજે જ કરો, આવતીકાલે આવો ચાન્સ નહિ મળે.' એ વાંચીને તરત જ દુકાનમાં ખાતર પાડ્યું અને હું ફસાઈ ગયો...
ચોર જેવી આપણી દશા ન થાય એનું લક્ષ રાખી આત્મકલ્યાણના પંથે દોડવા મંડો એ જ આજની શુભકામના....
C PDટ
=
• ૩૧ •
–
Page #52
--------------------------------------------------------------------------
________________
'ઉત્તમતા ગુણ ગાવો રે....!
- જ્ઞાનસાર ગ્રંથ દ્વારા ઉપાધ્યાયજી મહારાજ સૌ જીવોને સાચી સમજણ આ ‘પૂર્ણતાના અષ્ટક દ્વારા આપી રહ્યા છે. સમય ઘણો બળવાન છે. સમયને સાર્થક કરી લેવા જેવું છે. આરાધના દ્વારા આરાધકભાવને પુષ્ટ બનાવવાની દિશામાં પગરણ મંડાય તો કામનું. ગુણદષ્ટિને કેળવવા માટે અનુમોદનાની સ્થિતિમાં આવી જાઓ.
ચતુર્વિધ શ્રીસંઘમાં જયાં આરાધના/આરાધકભાવ દેખાય ત્યાં ઝૂકી પડજો.. કે અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈથી વરસીતપ કરતા ભાયંદરના નવીનભાઈ હોય કે સજોડે અમના પારણે અઠ્ઠમ કરી શત્રુંજયની ૮-૮ યાત્રાઓ કરતા કચ્છ લાયજાના ટોકરશીભાઈ હોય! કે શત્રુંજયે ૪૦૦-૪૦૦ ચોવિહારી છ કરનારા અરિહંત સિદ્ધ હોય! કે બારસાસૂત્ર કંઠસ્થ કરી આખી સભાને ડોલાવતા આ. શ્રી અજિતયશસૂરિજી હોય કે પાંચ હજાર જુવાન હૈયાઓને વ્યસનોથી વાળી સન્માર્ગે લાવતા પં.શ્રી ચંદ્રશેખરવિજયજી ગણી કે આ.શ્રી વિજય હેમરત્ન સૂ.મ. હોય, પૂ.આ.શ્રી રત્નસુંદર સુ.મ. હોય કે પૂ.આ.શ્રી યશોવર્મ સૂ.મ. હોય! કે કેન્સરની ભયંકર વેદનાની વચ્ચેય રોજના પરમેષ્ઠીને ૧૦૮ ખમાસમણા દેનારા આપણા ભવોદધિતારક ગુરૂદેવ ગુણસાગરસૂમ. હોય કે શત્રુંજયતીર્થની તમામ પ્રતિમાને ૩-૩ પંચાંગ પ્રણિપાતપૂર્વક ખમાસમણ દેનારા પૂજય આ.ભ. શ્રી વિજયરામચંદ્રસૂ.મ. હોય કે લગાતાર ૪૧-૪૧ વર્ષથી અખંડ વરસીતપની ધારામાં આત્માને ભીનું બનાવનારા આ.શ્રી ગુણોદયસાગરસૂ. મ. હોય કે પછી ૨૮૯ વર્ધમાનતપની ઓળી કરનારા આ.શ્રી રાજતિલક સૂ.મ. હોય કે સા.શ્રી હંસકીર્તિશ્રીજી હોય! કે ૧૬ ઉપવાસથી વરસીતપ કરનારા સરસ્વતીબેન હોય કે ૪ વર્ષની ઉંમરે અઠ્ઠાઈની તપશ્ચર્યામાં ઝુકાવી દેનારો સાગર કાં ન હોય!
તપ-જપ-ધ્યાન-જ્ઞાન-સ્વાધ્યાય - વૈયાવચ્ચ - સહનશીલતા - દાક્ષિણ્યતા - ઉદારતા આદિ ગુણો જ્યાં પણ દેખાય ત્યાં નમસ્કાર કરી દો.. અંતરને અહોભાવથી છલકાવી દો! “જિન ઉત્તમ ગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગ.” હે જીવ! આ પાવન સ્થળે આવીને આટલું તો શીખી જ જજો. જ્ઞાનસારના અભ્યાસથી તો કર્મ ખપે પણ ગુણીજનોના ગુણ ગાતાં પણ કર્મ ખપે.
ચતુર્વિધ શ્રીસંઘના અવર્ણવાદ ક્યારેય નહિ કરતા. નિંદા કદાચ ગમશે
=
• ૩૨ •
–
Page #53
--------------------------------------------------------------------------
________________
પણ નિંદા એ દુર્મતિ આપી છેવતે દુર્ગાત આપે છે. તપ-ત્યાગ જેવા આત્મિક ગુણોને બાળનાર આગ જેવી નિંદા છે. ગુણોને યાદ કરી વંદન કરીએ... શીતલ ચંદન જેવા વંદન, ભવભવના કર્મોના બંધન તોડી નાખે છે. ચતુર્વિધ શ્રી સંઘને તો રત્નાકરની ઉપમા આપવામાં આવી છે. ગુણદૃષ્ટિ કેળવ્યા વિના પૂર્ણદૃષ્ટિ આવવી મુશ્કેલ છે.
અંતરમાં વિચારો વિરાટના રાખીશું તો એક દિવસ આપણે પોતે જ વિરાટ બની જશું. દુર્ગુણી પણ ગુણવાન આત્માના ગુણગાન ગાય તો સદ્ગુણી બની જાય. ‘અપૂર્ણ પૂર્ણતામેતિ' એટલે પૂર્ણ થવું હોય તો અપૂર્ણ થવું પડે.
જે ખાલી થઈ શકે તે જ ભરાઈ શકે છે.
આસક્તિથી ખલાસ થશો તો વિરક્તિથી ભરાશો.
પુદ્ગલ પ્રેમથી ખાલી થશો તો આત્મગુણોથી ભરાશો. પૂર્ણતા સ૨વાળે શૂન્યતા, બાહ્યાનંદથી અપૂર્ણતા સરવાળે શાશ્વતપૂર્ણતા. બિરબલને દુશ્મન રાજા કહે છે મારામાં અને તારા રાજામાં ફરક શું?
બુદ્ધિશાળી બિરબલ કહે છે, બાદશાહ આપસે અકબર બાદશાહ છોટે હૈં. આપ પૂનમ કે ચાંદ હો ઔર અકબર બાદશાહ તો બીજ કે ચાંદ હૈ. પોતાની પ્રશંસા સાંભળી રાજા ખુશ થયા. રાજાએ બિરબલને લાખો સોનામહોરો ભેટ આપી. રાજાઓ ખુશ પણ જલ્દી થઈ જાય અને ગુસ્સે પણ તરત ભરાઈ જાય. બિરબલે આપેલા જવાબના સમાચાર અકબરના દરબારમાં પહોંચી ગયા. અકબર વિચારે છે, આવવા દે. બિરબલ જ્યારે અકબરના દરબારમાં આવીને બાદશાહને નમસ્કાર કરે છે ત્યારે અકબર તાડૂકી ઉઠે છે, ‘તારૂં કાળું મોઢું નહીં બતાવતો. સિપાઈઓ, લઈ જાઓ બિરબલને, ચડાવી દો ફાંસીએ.' સિપાઈઓ ઘેરી વળ્યા. દુશ્મન પાસે એની મોટાઈની પ્રશંસા કરી મને હલકો પાડ્યો... બિરબલ કહે છે, બાદશાહ! મારી વાત તો સાંભળો... બાદશાહ કહે છે કે મારે કાંઈ નથી સાંભળવું. બિરબલ ગમે તેવો તોય બિરબલ હતો. ખુલાસો કરવાની તક સૌને મળવી જોઈએ. પાણીમાં ડૂબેલી વ્યક્તિને બચાવવા માટે પાણી પણ એને બે-ત્રણ વાર ઉપર લાવે છે. બચવાની તક આપે છે. માણસ પાણીથી પણ નીચે ગયો. જીવન વ્યવહારમાં જેની સાથે રહો એને નિખાલસ ભાવે ખુલાસાની તક આપો. મોટાભાગની ગેરસમજો દૂર થઈ જશે. ખુલાસાઓ ખુલ્લા દિલના પડઘા છે. ચાન્સ આપતા શીખો. આટલું થઈ જાય તો કજીયા કલેશ - કંકાસની હોળીઓ થતી અટકશે, નહિં તો પાછળથી આંસુ પાડવા પડશે. સંબંધો બાંધતા સમય લાગે પણ તૂટતા ઘડીનો છઠ્ઠો ભાગ પણ નથી લાગતો.
• 33 ·
=
Page #54
--------------------------------------------------------------------------
________________
સર્જન સમય માંગે છે, સંહાર સમય માંગતો નથી.
ખુલાસો માંગ, સ્વીકારજો પણ કોઈને તરછોડશો નહિ. કે લગ્નની આગલી રાતે પવનંજય અંજનાસુંદરીને છૂપી રીતે જોવા ગયો. સખીઓના વિનોદમાં મૌન રહેલી પ્રિયતમા માટે અનુમાન ગેરસમજભર્યું બંધાયું. મનમાં પૂર્વગ્રહ બંધાઈ ગયો. જેના કારણે લગ્ન કરી તરછોડી દીધી. ઉમંગ ઉદ્વેગમાં પલટાવી નાંખ્યો. જો અંજનાને એક ખુલાસાની તક અપાઈ હોત તો? કે રાણી ચેલ્લણના મુખે સરી પડેલા શબ્દો એમનું શું થતું હશે? સાંભળી શ્રેણિક જેવા શ્રેણિક પણ ગેરસમજ કરી બેઠા અને ચેલણાને કસોટીની એરણ પર ચડાવી પણ પ્રથમ ખુલાસાની તક આપી હોત તો...? કે રાણી કલાવતીના હાથના કાંડા કાપવાની આજ્ઞા કરનારા મહારાજાએ માત્ર સમાધાન મેળવી લેવા કલાવતીને ખુલાસાની તક આ સજા આપતા પૂર્વે આપી હોત તો..?
સંસારના ક્ષેત્રમાં આ વાત હૃદય ગોખે કોતરી રાખશો - કે - અંતિમ અભિપ્રાય કે અનુમાન કે નિર્ણય બાંધતા પૂર્વે સામાને એકવાર ખુલાસાની તક આપવી. સંભવ છે કે બંધાયેલી ગેરસમજણો દૂર થઈ શકે છે.
બિરબલ બાદશાહને કહે છે કે એકવાર મારી વાત સાંભળો પછી સજા મંજૂર છે. જહાંપનાહ! મેં દુશ્મન રાજાને પૂનમનો ચંદ્ર કહીને એનું અપમાન કર્યું છે. એની કીર્તિ ઘટતી જશે. તમો બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતા જશો. આમ બીજનો ચંદ્ર કહી તમારી મહાનતા દર્શાવી છે. અકબર તો આ ચતુરાઈ સાંભળી ખુશ ખુશ થઈ ગયો ને બિરબલને સજાને બદલે સોનામહોરોથી વધાવ્યો.
કોઈક કવિએ લખ્યું છે કે - બોલતા આવડે તો જિંદગી જાહોજલાલી છે, નહીં તો મોટી પાયમાલી છે, છેવટે હમાલી છે. કે ડો. રાજેન્દ્ર પ્રસાદ તેના નોકર પાસે શાહીનો ખડિયો મંગાવે છે. હાથમાં ખડિયો આપતા પહેલા જ ખડિયો પડી ગયો ત્યારે નોકર કહે છે કે તમોએ તો હાથ સમયસર ધર્યો પણ હું આપવામાં વહેલો પડ્યો. ત્યારે રાજેન્દ્રપ્રસાદ કહે છે કે દોસ્ત! તું આપવામાં ટાઈમસર હતો પણ હું લેવામાં મોડો પડ્યો.
આ છે વચનલબ્ધિ. શાહીનો ખડિયો લે તૂટી ગયો પણ દિલ સંધાઈ ગયું. બધું તૂટવા દેજો પણ દિલ ના તૂટે અને ગુણ જોવાની દષ્ટિ ના ખૂટે તેનું લક્ષ રાખશો. સ્વાર્થના કારણે વચનોની મીઠાશ વધારી પણ હવે ગુણના કારણે વચનમાં મીઠાશ લાવી દો. ઉપબૃહણા કરવા માટે અહંકાર તોડીએ...
Page #55
--------------------------------------------------------------------------
________________
સમસ્યાઓના બાવળ શા માટે?
મહાન તાર્કિક શિરોમણી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. તસ્વભર્યા જ્ઞાનસારમાં જ્ઞાનદષ્ટિ જગાડી રહ્યા છે. હૃદયક્ષેત્રમાં શુભભાવોનો દીવડો પ્રગટાવી રહ્યા છે. સ્થાન - વસ્ત્ર – ઉપકરણ બદલવાની સાથે અંત:કરણ બદલવાની ચાવી દેખાડી રહ્યા છે. વ્યક્તિ તેનું મૂલ્ય અને માળખાની મહત્ત્વતા સમજાવતા તત્ત્વદર્શન કરાવી રહ્યા છે. યુગલની પૂર્ણતા આખરી શૂન્યતા છે. દેહમાં આત્મબુદ્ધિ અને પુદ્ગલમાં સુખબુદ્ધિની ભ્રમણા છે. જેમ જેમ ઈતિજન્ય સુખોની સ્પૃહા તૂટતી જાય, ઉપભોગ ઓછા થતાં જાય તેમ તેમ આત્મગુણોની પૂર્ણતાનો આનંદ વધતો જાય. ઈન્દ્રિયજન્ય સુખોનો ત્યાગ કરો. એની સ્પૃહાનો પણ ત્યાગ કરો.
હમણાં જ એક સુંદર પંક્તિ વાંચવામાં આવી - અનુરાગા વિરાગઃ વૈરાગ્યની પ્રાપ્તિ અનુરાગથી. આપણે સમજીએ છીએ કે રાગ ઘટાડતા જઈએ તો વૈરાગ્ય પેદા થાય. પણ અહીં તો રાગથી... આકર્ષણથી વૈરાગ્યની વાત જણાવી છે.
આ પંક્તિનું રહસ્ય પણ મજાનું છે.
તારક તત્ત્વો ઉપર રાગ કેળવતા જાઓ તો મારક તત્ત્વો પ્રત્યે રાગ ઘટતો જ જશે. દાન ઉપર રાગ વધારી દો તો પૈસા પરનો રાગ ઘટશે જ! પવિત્રતાનું આકર્ષણ દિલમાં વધારો તો વાસના પ્રત્યે અરુચિ ઊભી થશે જ! તને આત્મસાત કરતા જાઓ તો આહાર સંજ્ઞા પ્રત્યે નફરત ઊભી થશે જ! ધર્મસ્થાનો પ્રત્યે તીવ્રતમ આદર ઊભો કરી દો તો પાપાનોથી છૂટવાનું મન થશે જ!
રાગને ઘટાડવાને બદલે રાગના વિષયને બદલી નાખો..
બદલાયેલા એ વિષય પ્રત્યે અત્યંત પ્રીતિ ઊભી કરી દો તો તેના પ્રતિપક્ષી તત્ત્વો પ્રત્યે વૈરાગ્ય પેદા થશે જ! પણ સબૂર...!
આ જ હકીકત જોખમી પણ બની શકે છે.
જો પૈસા પર ખૂબ રાગ હશે તો દાન પ્રત્યે વૈરાગ્ય આવશે. * વાસનાનું આકર્ષણ દિલમાં વધી જશે તો શીલ પ્રત્યે દ્વેષ ઊભો થશે. & ઈષ્ટ-મિષ્ટ દ્રવ્યો પ્રત્યે જો દિલ ઝુકશે તો તપ અળખામણો બનશે...
મારક તત્ત્વો પ્રત્યે જો રાગ વધી જાય એ પહેલા તારક તત્ત્વો પ્રત્યે એકદમ અહોભાવ | ગગભાવ વધારી દો. ચોક્કસ કાંઈક પરિણામ આવશે. •
Page #56
--------------------------------------------------------------------------
________________
જ ગુણદૃષ્ટિનું આકર્ષણ જામતા જ છિદ્રો જોવાની વૃત્તિ બંધ થશે જ! જ પૂર્ણતાનું આકર્ષણ જાગતા અપૂર્ણતાનો ખટકો થશે જ! . આ વિરક્તિનું આકર્ષણ જામતા આસક્તિના દોરડા ઢીલા પડશે જ!
આજ દિવસ સુધી આપણે વસ્તુના પરિમાર્જન માટે ખૂબ મહેનતો કરી છે પણ વૃત્તિના પરિમાર્જન માટે આપણને કાંઈ પડી નથી.
જે આપણને મળ્યું છે તેનો કેવો ઉપયોગ આપણે કરીએ છીએ તેનાથી આપણું ભાવિ નક્કી થશે. બહારનું સુધારવા કરતા ભીતરનું સુધારી લેવામાં પાછી પાની ન કરીએ.
પુદ્ગલની પૂર્ણતા વેભાવિક છે, સ્વાભાવિક નથી.
હૃદયમાં જગતનું આકર્ષણ હટાવી જગતપતિનું આકર્ષણ વધારી દો. કાયાની માયામાં ક્યાંય ફસાઈ જવાનું નથી.
નાગીલા ભવદેવ મુનિને કહે છે - તમારું આલંબન લઈ મેં જન્મોજન્મના પાપ ધોયા અને તમે મારામાં ફસાઈને કૂવામાં પડી રહ્યા છો. ઊભા ભલે તળેટીમાં, પણ વિચારો શિખરના કરો. હું તો અંતરમાં રોજરોજ વિચારતી હતી કે જે દિવસે સાસુ-સસરાનું સેવાનું કાર્ય પૂર્ણ થશે તેઓ આ દુનિયામાંથી વિદાય થશે કે તરત સંયમના આ સોહામણા માર્ગે ચાલી નીકળીશ. ભવદેવ ઊંચા સ્થાને છતાં નીચા ઉતર્યા. નાગીલાના પ્રેમમાં પૂર્ણ બનવા ગયા તો વૈરાગ્યથી અપૂર્ણ બન્યા. રૂપાળી કાયામાં પાગલ બનેલાને જ્ઞાનીઓ કહે છે કે તારી સૂરત બદલાઈ જશે. કંચનકાયા કરમાઈ જશે. રૂપરંગ બદલતી આ દુનિયામાં એવી ઠોકર ખાઈશ કે આરસી સામે જોઈશ તો આરસી પણ કરમાઈ જશે. સડેલા લાકડા પર સનમાઇકા લગાડેલ છે. અશુચિની ભરેલી ગટર ઉપર સોના-ચાંદીનું ઢાંકણું છે.
નાગીલા તત્ત્વ સમજાવે છે - આ નશ્વર દેહ પર મમતા રાખવાથી શું વળવાનું છે. તમારા પંથે આવવા હું થનગની રહી છું. એનાથી પહેલા આપને પતિતાત્મામાંથી પવિત્રાત્મા જોવા ઝંખું છું. પડ્યા પછી ચડવામાં જ ખરી પાત્રતા છે. જેની ઉપર સાચો પ્રેમ હોય એ વ્યક્તિ પડે તે ન ગમે, ચડે તે જ ગમે. નાગીલાની હૃદયસ્પર્શી વાતથી ભવદેવમુનિ કહે છે - નાગીલા મને માફ કરજે. ૧૨ વર્ષ સુધી ભવદત્તમુનિ મારા ગુરૂ હતા. આજથી એ મારા ભાવગુરૂ અને દ્રવ્યગુરૂ તરીકે તને સ્વીકારું છું. પશ્ચાતાપ સાથેના વચનો કહેતા શુદ્ધ સંયમ માર્ગની આરાધના કરવા ચાલી નીકળ્યા. ઉત્કૃષ્ટ આરાધના કરી આયુષ્ય પૂર્ણ કરી શિવકુમાર તરીકે એક શ્રેષ્ઠીને ત્યાં
= • ૩૬ •
Page #57
--------------------------------------------------------------------------
________________
અવતર્યા. બાળપણથી ચારિત્રની ઉત્કૃષ્ટ ભાવના છે. માતા-પિતા કહે છે - જમને આપીએ પણ જતિને નહીં. છઠ્ઠના પારણે છઠ્ઠ કરી પારણે આયંબિલ કરી દિવસો પસાર કરે છે. પાપ સારો, બંધ સારો, પણ અનુબંધ અત્યંત જોખમી છે. અનુબંધ તીવ્ર કોટીના રાગદ્વેષથી જ શક્ય છે. ભવોભવ સુધી ક્યારેક પછાડી દે છે.
૧૨ વર્ષ પછી શિવકુમાર આયુષ્ય પૂર્ણ કરી જંબુસ્વામી બન્યા. આસક્તિએ ભવદેવ બનાવ્યા. વિરક્તિએ જંબુસ્વામી બનાવ્યા. ૧૨ વર્ષ સુધી નાગીલાનો જાપ જપેલ એ જ ભવદેવના જીવ જંબુકુમાર આઠ-આઠ રૂપવતી પત્નીઓને લગ્નની પહેલી રાતે વૈરાગ્યનો ઉપદેશ આપી રહ્યા છે. જંબુસ્વામિ સાથે એની આઠેય પત્નીઓ પામી જાય છે. ને પ્રભવાદિ ૫૦૦ ચોરો પણ પામી જાય છે.
- સાધુ-સાધ્વીજીઓની જીંદગી જોઈ બીજા પામી જાય. છે ચંદનબાળા સાધ્વીજીને જોઈ સેતુકનો ભાવ જાગી ગયો ને કલ્યાણ સાધી ગયો. “સાધુને ત્યાં પણ સંસાર છે...' એવા વચનો ક્યારેય પણ ન બોલવા. સાધુની નિર્દોષ - પવિત્ર જિંદગી જોઈ બીજાને આલંબન મળે. ચડવાના ભાવો જાગે. પતિત આત્મા પણ પવિત્ર બની જાય. આ કલિકાળમાં પણ અજાયબીભરી આ સંસ્થાઓ છે : (૧) સાધુ સંસ્થા, (૨) શ્રાવક સંસ્થા.
સાધુઓનું ઝળહળતું સંયમ જોઈ કેટકેટલા અનુમોદના કરી તરી જાય છે. તમારી પણ પરમાત્માની આજ્ઞાભરી દિનચર્યા જોઈ જૈનેતરો પણ અનુમોદના કરશે.
આ સંસારમાં રાજાને રાજા, મંત્રીને મંત્રી, સાસુને સાસુ, વહુને વહુ, ગુરૂને ગુરૂ, શિષ્યને શિષ્ય બનતા આવડી જાય તો અહીંયા સુખ સિવાય કશું જ નથી. બધા જ પોતપોતાની ફરજો શું છે? એટલું સમજશે તો સંસારમાં સ્વર્ગથી પણ સોહામણો આનંદ ઉત્પન્ન થશે. સમસ્યાના બાવળ ક્યારેય જિંદગીમાં નહીં ઉગે.
આવનારને રહેતા આવડે અને લાવનારને રાખતા આવડી જાય એવી જીવન જીવવાની કળા શીખી જજો. સમર્પણ સારી ચીજ છે.
| મન ઉપર માનવીનો કાબૂ એટલે વિકાસ.. અને માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ એ ન ભૂલીએ.
22
=
• ૩૦ •
Page #58
--------------------------------------------------------------------------
________________
'સુખ સામગ્રીમાં નહિ, સંતોષમાં....
જે
મહાપુરુષો જ્યારે તળેટીની વાતો કરતા હોય ત્યારે સંદેશો શિખરનો હોય છે. મહાપુરુષોની તત્વની વાતો પણ સત્ત્વને ફોરવવા માટે હોય છે. એક યુગલ પરાવર્ત જેટલો કાળ જેનો બાકી તે શુક્લપાક્ષી. શુક્લપાક્ષિક જીવ જિનવાણીનો રસીયો હોય, રાગદ્વેષ તીવ્ર ન હોય, સમ્યક્ત જેને મળે તેનો અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ બાકી છે. બીજાના દુઃખ એ પોતાના દુઃખ બને છે ત્યારે અનુકંપા કહેવાય. શાસનની પ્રભાવના કરવી હોય તો શાસનના નરપુંગવોના ગુણાનુવાદ કરો. શ્રુતજ્ઞાન બોલતું જ્ઞાન છે. લેતા પણ વિનય, પછી પણ વિનય. વિવેકનો શત્રુ અભિમાન, સંસારનું કારણ અહંકાર છે. ચરમાવતકાળમાં આવેલા જીવના ત્રણ લક્ષણ ઃ (૧) દુઃખી જીવો ઉપર અત્યંત દયા હોય, (૨) ગુણીજનોનો ઢષી ન હોય અને (૩) સર્વત્ર
ઔચિત્યનું પાલન કરનાર હોય. સાચો પશ્ચાતાપ પાપને ધોઈ નાંખે છે. સાચો અને શુદ્ધ ધર્મ સમજાઈ જાય તો આત્માની રસમસ્તી કાંઈ જુદી જ થઈ જાય.
સમ્યક જ્ઞાનની મહત્તા સમજાવવા પ્રભુએ ગૌતમને આનંદ શ્રાવકને ત્યાં મોકલ્યા. સમ્યક્ દર્શનની મહત્તા દાખવવા અંબડને સુલસા શ્રાવિકાને ત્યાં મોકલાવ્યો અને ધર્મલાભ કહેવડાવ્યો. વિરતિ ધર્મની મહત્તા દેખાડવા પુણિયા શ્રાવકના સામાયિકની પ્રશંસા ભરપર્ષદામાં કરી.
જેનામાંથી મદ અને મદન ચાલ્યો જાય પછી એના જેવો કોઈ સુખી નથી. માત્ર પ્રવચન સાંભળવાનું નથી પણ જાતને પણ સંભાળવાનું છે.
મનનો સ્વભાવ અભાવ જોવાનો છે. પૂર્ણતા જોવાનો સ્વભાવ આત્માનો છે. અમાસની રાતે પણ સૌંદર્ય જોઈ શકાય છે. જો દષ્ટિ કેળવી હોય તો અને જોતા ન આવડે તો પૂનમમાં પણ કશું ન દેખાય. મનના બાદશાહ પાસે જગતનો શહેનશાહ પણ ભિખારી બને છે.
જ્ઞાનસારના આ પ્રથમ પૂર્ણતાના અષ્ટકના સાતમાં શ્લોકમાં સાચા સુખીની વાતો કરાઈ છે. સાચો સુખી કોણ? સુખનો અનુભવ કોણ કરે?
Page #59
--------------------------------------------------------------------------
________________
સુખના સાધનો મળી શકે છે. ઘર, બંગલો, મોટર આ બધું મળી જવાથી કદાચ માણસ સુખી બની જાય તો તો ભગવાન ત્યાગની વાતો ન કરે. આ વાતનું રહસ્ય શોધતા તર્કસંગત ભાષામાં કહી શકાય કે જેણે પરવસ્તુમાં આત્મબુદ્ધિ દ્વારા વ્યાકુળતા ઊભી કરી હોય એ માણસને ગમે તેટલું મળે પરંતુ તે સુખી નથી. અને પર પદાર્થમાંથી સ્વત્વનો લાભ ઉઠાવી લીધો છે તેને ઈન્દ્ર કરતાંય કશું જ ઓછું નથી. અર્થાત્ તે ઈન્દ્રથી પણ વધારે સુખી છે. પુણિયા પાસે શું હતું? મહેલાતો, ઈમારતો કશું જ ન હતું. અને બીજી બાજુ ૫રમાત્મા મહાવીરના સમયમાં મમ્મણ પણ હતો. વીજળી અને આકાશમાં ગડગડાટ સાથે મૂશળધાર વરસાદ વરસે એની વચ્ચે નદીમાં લાકડા વીણી રહ્યો હતો. એની પાસે બધું જ હતું. રાણી ચેલ્લણા રાતે જાગી ગયા છે. ઝરૂખામાં ઊભા છે. વીજળીના ઝબકારામાં આ મમ્મણને જોયો.
યશોવિજયજી મ.સા. આ જ વાત કરતા કહે છે કે જેણે પદાર્થમાંથી સુખબુદ્ધિ ઉઠાવી લીધી હોય તે માણસને જે મળશે તેમાં સંતોષ હશે અને મારું મારું કરનારને ગમે તેટલું મળશે તોય ઓછું લાગશે.
સંતોષ હોય તે સુખી... અસંતોષથી દુ:ખી....
ખુદ શ્રેણિક મમ્મણના ઘેર જઈ બળદ જોઈને કહે છે કે ભાઈ! આખું રાજગૃહીનું રાજ્ય આપી દઉં તોય આ પૂર્ણ ન થાય. ઘણું છે છતાં મમ્મણને ઓછું લાગે છે.
એની સામે જ રાજગૃહીમાં રહેતો પુણિયો જુઓ. શ્રેણિક પુણિયાને મળવા ગયા. અભયે કહ્યું, શ્રેણિક આવે. સોના-મોતીથી વધાવો. પુણિયો વધાવવાની ના પાડે છે. રાજાએ મમ્મણ અને પુણિયા બેઉ પાસે જોયું. મમ્મણ પાસે ઘણું બધું હોવા છતાં રાંકડો હતો. પુણિયા પાસે ધન-ધાન્ય ન હોવા છતાં ફાંકડો હતો. પરિગ્રહ એ મોટામાં મોટો ગ્રહ છે. પુણિયાએ પ્રભુની દેશના સાંભળી બધી જ સંપત્તિ સાત ક્ષેત્રમાં આપી દીધી. શશિન માટે જાપ છે પણ આ પરિગ્રહનો કોઈ જાપ નથી. આ ગ્રહ સંતના સંગથી - ગુરૂકૃપાથી દૂર થાય છે. અનુગ્રહ વગરનો પરિગ્રહ હેરાન કરે છે.
વાવણી પછી લ્હાણી કરવાની છે. ધર્મક્ષેત્રમાં ધન વાપર્યું નહીં પણ વાવ્યું કહેવાય.
આપણને કોઈની મારૂતિ જોઈ આનંદ થાય. ખુશીનું કારણ પદાર્થ છે? ના. ઘરમાં સારી ચીજ આવી અને બધાની સામે પાડોશીએ આવીને કહ્યું, ઓહ! એમાં શું? મારે ત્યાં હજી ગઈકાલે જ આ વસ્તુ ફોરેનથી આવી
· ૩૯ .
Page #60
--------------------------------------------------------------------------
________________
છે. ને આ સાંભળીને તમારો આનંદ ગાયબ થઈ જાય છે. આટલીવાર આનંદ શાનો હતો? બીજા પાસે આ વસ્તુ નથી અને મારી પાસે છે એટલે આનંદ આવ્યો. પણ મારી પાસે છે એના કરતા બાજુવાળા પાસે સારી છે. આનંદ ગુમાવી દીધો.
જેને આવતીકાલની પણ ચિંતા નથી તે સુખી છે. જેના અંતરમાં નહીં રાગ દ્વેષ, તેને દુઃખ નહીં લવલેશ. ચારિત્ર જીવનનો માણે જે ટેસ, એના કર્મો થાય કાળા મેશ.
શાસ્ત્રોમાં કહ્યું છે કે સાધુ જેવા સુખી બીજા કોઈ નહીં. બાર મહિનાનું શુદ્ધ પર્યાય થાય ત્યારે એના સુખ આગળ અનુત્તરવાસીના સુખને પણ પાણી ભરવું પડે. સાધુના વસ્ત્રો પણ વૈરાગ્યની વાડ છે. જેમાં કષાયની ધાડ પડે નહિ.
રાગ માલિક થવાની જ વાત કરે જ્યારે વૈરાગ્ય માલિકીભાવ ઉઠાવી લેવાની વાત કરે છે.
પૂર્ણાષ્ટકની પૂર્ણાહૂતિની વેળાએ રંગ વગરના આકાશમાં જ્યારે કૃષ્ણપક્ષનો અંત થાય છે ત્યારે શુક્લપક્ષની શરૂઆતની વાતો કહી રહ્યા છે. જેવી રીતે કૃષ્ણપક્ષમાં ચંદ્ર ન દેખાય, તેવી રીતે આત્મા કૃષ્ણપક્ષમાં હોય ત્યાં સુધી પૂર્ણ દર્શન ન થાય.
બધી કળાના દર્શન શુક્લપક્ષમાં આવ્યા પછી થાય છે. કલાનો અર્થ થાય છે આત્મજ્ઞાન. મિથ્યાત્વના અંધકારમાં હોય ત્યાં સુધી કૃષ્ણપક્ષ. અચરમાવતમાં હોય ત્યાં સુધી કૃષ્ણપાક્ષિક અને ચરમાવતમાં આવે ત્યારે શુક્લપાક્ષિક. ચરમાવર્તિમાં આવેલ જીવ શુક્લપાક્ષી છે. એક પુદ્ગલપરાવર્તમાં અનંતા જન્મા થાય છે. ચરમાવર્તમાં જીવ આવ્યો છે કે નહિ તેની ખબર શી રીતે પડે?
બોર્ડ આવે ત્યારે ખબર પડે કે સ્ટેશન આવ્યું તેમ હરિભદ્રસૂરિ મહારાજે લખ્યું છે કે જે ચરમાવર્તિમાં આવે તે શુક્લપાક્ષિક જીવ ભદ્રમૂર્તિ હોય. ત્રણ લક્ષણોથી તેને પારખી શકાય : (૧) દુ:ખી પ્રત્યે દયા, (૨) ક્યારેય ગુણીનો વેષી ન હોય, (૩) સર્વત્ર ઔચિત્યનું પાલન કરે.
ચરમાવતમાં અજવાળું આવે, હટે અંધારું. સર્વત્ર ઔચિત્યનું પાલન કરે એટલે યથાસમય યોગ્ય પ્રવૃત્તિ કરવી. આમાં ઘણીવાર થાપ ખાઈ જઈએ છીએ. ચતુર્વિધ શ્રી સંઘનું ઔચિત્યપાલન કરવું જોઈએ. પંચાશક ગ્રંથમાં જણાવ્યું છે કે શુક્લપાક્ષિક જીવ જિનવાણીનો રસીયો હોય તથા તીવ્ર કક્ષાના રાગ-દ્વેષ ન હોય.
-
૪૦
Page #61
--------------------------------------------------------------------------
________________
શમ સંવેગાદિ પાંચ લક્ષણો હોય તે સમકિતિ કહેવાય. પરમાત્માના શાસન ઉપરની શ્રદ્ધા ખૂબ જરૂરી છે.
દુ:ખીના દુ:ખ જોઈ અંતર વેદનાથી ભરાવું જોઈએ.
કોર્ટના સમયે અબ્રાહમ લિંકન જતા હતા. રસ્તામાં ગાડી ઊભી રાખી નીચે ઉતર્યા. એક ડુક્કર કીચડમાં ફસાઈ ગયું હતું. લિંકને પોતે જાતે ફસાયેલા ડુક્કરને ખેંચી કાઢ્યું. એને દુ:ખમાંથી મુક્ત કરી પછી ગાડીમાં બેસી કોર્ટમાં ગયા. સૂટ ગંદો થયો હતો. કપડા બદલવા જાઉં તો કોર્ટનો સમય ચૂકી જવાશે એ દહેશતથી એ જ કપડે કોર્ટમાં ગયા. બધાએ સૂટ કાદવવાળો કેમ? પૂછતાં ડુક્કરની હકીકત કહી. બધા હસવા માંડ્યા. બીજા કોઈ માણસને કહ્યું હોત તોય કાઢી આપત. લિંકને જવાબ આપ્યો : ભાઈઓ મેં ડુક્કરનું દુઃખ દૂર નથી કર્યું. મેં તો મારું દુઃખ દૂર કર્યું છે. એના દુઃખે હું દુઃખી હતો. બીજાનું દુઃખ પોતાનું બને તે અનુકંપારૂપ બની જાય....
22
આગ જેમ લાકડાને ખાઈ જાય છે તેમ લાગણી દોષોને પી જાય
માણસ જેમ જેમ લાગણીશીલ બનતું જાય તેમ તેમ એનું હૃદય ગદ્ગદ્ બનતું જાય છે. સત્કાર્ય કર્યા વિના રહી શકતો નથી તે કોઈના સુકૃત જોઈ એને ધન્યવાદ આપવામાં પાછો પડતો નથી...
- - ૪૧ -
-
Page #62
--------------------------------------------------------------------------
________________
'વયણે અમત, નયણે કરૂણા....
બોલવું સારું અને કરવું ખરાબ.. છે. ધંધામાં કોઈના પૈસા લેવા પછી આપવા જ નહીં..
હાજરીમાં પ્રશંસા કરવી અને ગેરહાજરીમાં નિંદા. દિવસના પ્રકાશમાં સજન દેખાવવું અને રાતના અંધકારમાં
શેતાનિયત આચરવી.. છે મનમાં જુદું અને વાણીમાં વર્તન જુદું...
જાતજાતના બહાના હેઠળ કમજોરીનો બચાવ કરવો આ બધું છે ખોટું જીવન.. દંભના પડદા ઓઢીને જીવાતા જીવન તરફ “જ્ઞાનસાર' ગ્રંથ સમ્યફ સમજણ આપે છે. કારમી કરૂણતાના ભોગ બનેલાને પ્રેમથી સાચી સમજણ આપી રહ્યા છે.
દશ્ય જગત અને દૃષ્ટિ જગતની વાસ્તવિક્તા ‘પૂર્ણતાના અષ્ટકથી સમજાવી રહ્યા છે. યશોવિજયજી મહારાજ. સામગ્રીથી નહીં પણ સદ્દગુણોથી આત્મા સુધી બને છે આ વાત યશોવિજયજી મહારાજ શુક્લપાક્ષિક કક્ષાથી સમજાવી રહ્યા છે. જીવમાત્ર ઉપર વાત્સલ્ય પ્રતિષ્ઠિત થઈ જાય તો સમક્તિની સંભાવના ચોક્કસ નિર્માણ થઈ જાય છે. વિધેયાત્મકનો પ્રસાર કરવાનું ઈનામ પણ અહીં જ મળે છે અને નકારાત્મકને ફેલાવવાની સજા પણ અહીં જ અનુભવાય છે.
અનંતજ્ઞાનીઓ આ શક્તિના કાળમાં સામર્થ્યને ફોરવી લેવાની પ્રેરણા કરે છે. પાંચેય ઈન્દ્રિયો સાબૂત હોય, શરીર સ્વસ્થ હોય, મન મજબૂત હોય ત્યારે ધર્મસાધનાથી જીવન હર્યુંભર્યું બનાવી લેવું જોઈએ...
આવર્તોના આવર્તે કૃષ્ણપક્ષની જેમ પસાર થઈ ગયા છે. મૂલ્યવાન ચીજો કદાચ મળી તો જાય તો તેને જાળવી રાખવાની સાવધગીરી તો પળેપળે રાખવી પડે છે. ભ્રમણામાં રહી ગયા તો નિશ્ચિત સમજી રાખવાનું કે જીવન સફળ બનાવવાની અને જીવન સાર્થક બનાવવાની અનંતકાળે આવેલી તક વેડફાઈ જવાની છે.
-
૪૨
Page #63
--------------------------------------------------------------------------
________________
સાવધગીરી રાખવાની છે આ જિંદગીમાં :
આ જિદગીને શણગારવાની માણસ લાખ મહેનત કરે છે છતાં એમાં બહુ સફળતા નથી મળતી કે નથી પ્રસન્નતાની અનુભૂતિ થતી. છતાં માણસ પોતાની આશાઓ છોડવા તૈયાર નથી. શક્તિના કાળમાં શક્તિ વધારવા, સંપત્તિ વધારવા અને એ દ્વારા પોતાની જાતને સુરક્ષિત કરી દેવા માટે સતત દોડતો રહે છે. પુણ્યયોગે કદાચ સફળતા મળે છે પણ જયાં સમય વીતે છે ત્યાં શરીર ક્ષીણ થતું ચાલ છે, ઈન્દ્રિયો શિથિલ બનતી જાય છે, વૃદ્ધાવસ્થા બારણે ટકોરા લગાવવા માંડે છે....
પાણીની માટલી. દવાની બાટલી... લાકડાની ખાટલી.
આ ત્રણના સહારે જીવન પસાર કરવાના દિવસો આવે છે. જિંદગીભર એકઠી કરેલી સામગ્રીઓ, શક્તિઓ, ખ્યાતિઓ બધું મૂલ્યહીન હતા એવો ખ્યાલ આવે છે. પણ ત્યારે જીવનને ગૌરવવંતુ બનાવવાની કોઈ તક હાથમાં નથી હોતી.
અપૂર્ણ દશામાંથી પૂર્ણ દશામાં આવવા જબ્બર પુરૂષાર્થ કરવો પડશે. * સ્વાધ્યાય દ્વારા મનને કેળવી લો..
તપશ્ચર્યા દ્વારા કર્મોને બાળી દો... * વૈયાવચ્ચ દ્વારા સુખશીલતા પર ઘા કરો..
સમર્પણભાવ દ્વારા સ્વચ્છેદમતિની વૃત્તિ પર નિયંત્રણ કરો... વિષયો અને કષાયોને કાબૂમાં રાખવા સતત પ્રયત્નશીલ બનવાનું છે.
જ્ઞાનસાર માંગલ્યતાનું પરોઢ જગાડે છે. જીવન સંસ્કરણ બનાવવાની પ્રેરણા આપે છે. ભંગાર બની ગયેલા વાસણો પણ ચકચકિત થઈ શકે છે, સડી ગયેલા લાકડા પણ સંસ્કારિત બની આકર્ષક બનાવી શકાય છે. ફાટી ગયેલા કપડામાંથી કાંઈક નવીનતમ બનાવી શકાય છે, તો આ જીવનનું સંસ્કરણ કરવામાં આવે તો શું ન થઈ શકે?
પૂર્ણદષ્ટિ ન ખીલે ત્યાં સુધી ગુણદૃષ્ટિનું વિસ્તરણ કરી દો. દુઃખી પર દયા, ગુણી પર અષ તથા સર્વત્ર ઔચિત્યનું પાલન કરી દો...
ચરમાવર્તકાળમાં પ્રવેશ થઈ જાય પછી સંસાર પરિભ્રમણ સીમિત થઈ જાય. * અર્ણિકાપુત્ર આચાર્ય નાવડીમાં બેસી નદી પાર કરી રહ્યા છે. દેવીએ ભાલા ઉપર લટકાવ્યા. સાધુને જોઈને પણ કોઈને દ્વેષ આવી જાય.
Page #64
--------------------------------------------------------------------------
________________
ગૌતમસ્વામી હાલિકને લઈ આવ્યા ત્યારે ભગવાનને જોઈ ઓઘો પાછો આપી ભાગી ગયો. સ્વાતિનું પાણી માછલીની છીપમાં પડે તો મોતી જ બને અને કાદવમાં પડે તો કાદવ જ થાય. અહીં તો અર્ણિકાપુત્ર આચાર્ય ભગવંત ભાલામાં લટકી રહ્યા છે. નીચે લોહી પડે છે. ગરમ લોહી નીચે પડતા અપકાયના જીવોની વિરાધના જોઈ અંતર રડી ઉડ્યું. “ઓહ! મારા નિમિત્તે આ જીવોની વિરાધના...” શુક્લપાક્ષિક જીવ ભદ્રિક પરિણામી હોય. રાગ-દ્વેષ પાતળા પડી ગયા હોય. તીવ્રકક્ષાના કષાયો ન હોય. - ધર્મરૂચિ અણગાર ગોચરી પરઠવા નીકળ્યા છે. બીજાનું દુઃખ એ પોતાની સંવેદના બની ગઈ. - ધર્મઘોષસૂરિ મહારાજે યાવજીવ છે એ વિગઈઓ ત્યાગી દીધી.. મૂળમાં હૈયે વસેલી કરૂણા. • સર્વત્ર ઔચિત્યનું પાલન :
ધર્મ પુરૂષાર્થનું સેવન એ પ્રમાણે કરવું જોઈએ કે જેથી અર્થ પુરૂષાર્થ અને કામ પુરૂષાર્થને કોઈ હાનિ ન થાય.
બસ તેવી રીતે ધર્મ | અર્થ | કામ પુરૂષાર્થનું સેવન એ રીતે કરવું જોઈએ કે અન્ય પુરૂષાર્થને નુકસાન ન થાય.
ગૃહસ્થ જીવનમાં આ રીતનું શિક્ષણ આવશ્યક છે. ઔચિત્યના પાલનથી વિષમતાઓ અને વિક્ષુબ્ધતાઓથી ગૂંચવાઈ અને ગૂંગળાઈ ગયેલાનો માર્ગ નીકળે.
હરિભદ્રસૂરિ મહારાજ “ધર્મબિંદુ' નામના ગ્રંથમાં ઔચિત્યની ખૂબ સુંદર સમજણ ત્રણ પ્રકારના પુરુષની પ્રકૃતિથી સમજાવે છે. ૧. તાદાત્વિક : જે માણસ મળેલી સંપત્તિનો આગળ પાછળનો વિચાર
કર્યા વિના ખોટા ખર્ચા કરે છે તે તાદાત્વિક છે. અર્થનો નાશ થવાથી ધર્મ અને કામનો પણ નાશ થાય છે. મૂલહર : જે માણસ બાપદાદાની મૂડી વાપરે છે, નવી કમાણી કરતો
નથી તે. આવો માણસ જલ્દીથી કંગાળ બની જાય છે. ૩. કદર્ય : જે માણસ પોતે દુઃખો સહન કરી તેમજ નોકરચાકરોને પણ
ત્રાસ આપીને પૈસા કમાય છે, ભેગા કરે છે પણ ખર્ચતો નથી અને કદર્ય કહેવાય છે. તેમનું ધન કાં તો સરકાર લઈ જાય છે. કાં તો બીજા ખાઈ જાય છે, કાં તો કોઈ લૂંટી લે છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
આ માત્રા અર્થ પુરૂષાર્થ માટે જ નહીં પણ અન્ય પુરૂષાર્થ માટે પણ સમજવું. * પુત્ર માટેનું ઔચિત્ય અને ગુરૂનું ઔચિત્ય જુદુ... * પત્ની માટેનું ઔચિત્ય અને માતા માટેનું ઔચિત્ય જુદુ...
આવા જીવો માત્ર વર્તમાનલક્ષી ન હોય, ભાગોળદર્શી પણ ન હોય પણ પરલોકદર્શી હોય છે. - સમ્રાટ સંપ્રતિ હોય કે કુમારપાળ કે વિમલમંત્રી હોય કે વસ્તુપાળતેજપાળ કે જગડુશા કે ભામાશા હોય. આ બધામાં બધી જ જાતનું અદ્ભુત
ઔચિત્યપાલન હતું. ઔચિત્યના પ્રભાવે ધર્મનો પ્રભાવ પણ તેઓ પાથરી શક્યા. ઔચિત્યનું પાલન સહુ પ્રત્યેના કર્તવ્યોનું ભાન કરાવે છે. * માત્ર પૈસાની દોટ પરિવાર પ્રત્યે દુર્લક્ષ કરાવે.. * સત્તાની દોટ પાપ-પુણ્યના ખ્યાલને ભૂલાવી દે છે..
જીવન એ રીતે જીવવાની પ્રેરણા લો કે તમારાથી કોઈ વિભાગને હાનિ ન પહોંચે...
શુક્લ પાક્ષિકની ભૂમિકાને પામવા....
આવો જીવનમાં નયણે કરૂણા લાવીએ, વયણે અમૃત વહાવીએ ને હૃદયે સ્નેહની ગંગા લાવીએ...
a see
અભયદાન
સમાધિદાન
શાનદાન
અનુકંપાદાન સુપાત્રદાન આ પાંચેયમાંથી રોજ કાંઈક કરતા રહો.
=
•
૪૫
Page #66
--------------------------------------------------------------------------
________________
मग्नताष्टकम्
प्रत्याहृत्येन्द्रियव्यूहं, समाधाय मनो निजम् । વિન્માત્રવિશ્રાન્તિ, મનરૂત્યમિધીયતે ||૧||
(૧) ફૅન્દ્રિયવ્યૂö-ઇંદ્રિયના સમૂહને પ્રત્યાત્ય- વિષયોથી નિવૃત્ત કરીને નિન-પોતાના મન:-મનને સમાધાય-આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને વિન્માત્રવિશ્રાન્તિ-ચૈતન્યસ્વરૂપ આત્માને વિશે સ્થિરતાને ત્– ધારણ કરતો મના:-લીન થયેલો રૂતિ-એમ અભિધીયતે- કહેવાય છે.
(૧) ઇંદ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત્ત કરીને પોતાના મનને આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને, ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સ્થિરતા કરતો આત્મા મગ્ન કહેવાય છે.
અહીં યોગના આઠ અંગોમાં આવતા પ્રત્યાહાર અને સમાધિ એ બે અંગો જણાવ્યા છે. ઇંદ્રિયોની વિષયોથી નિવૃત્તિ કરવી એ પ્રત્યાહાર છે અને આત્મામાં જ મનની એકાગ્રતા એ સમાધિ છે.૧
यस्य ज्ञानसुधासिन्धौ परब्रहाणि मग्नता । विषयान्तरसंचारस्तस्य, हालाहलोपमः ॥२॥
(૨)
યસ્ય
-જેને જ્ઞાનસુધાસિન્ધી-જ્ઞાનરૂપ અમૃતના સાગર સમાન પરબ્રહ્મળિપરમાત્માને વિશે મનતા- મગ્નપણું (છે) તમ્ય-તેને વિષયાન્તરસંચાર:પરમાત્મા સિવાય બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવી હાલાતોપમ:- ઝેર જેવી (લાગે છે).
'
(૨) જ્ઞાનરૂપ સુધાના સિંધુ સમાન પરમાત્મામાં મગ્ન જીવને જ્ઞાનથી અન્ય રૂપાદિ વિષયમાં પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે.
જેમ અમૃતનો આસ્વાદ કરવામાં લીન બનેલો જીવ ઝેરની ઈચ્છા
૧ અભિધાન ચિંતામણિ ગા. ૮૩ અને ૮૫
• ૪૬ •
Page #67
--------------------------------------------------------------------------
________________
પણ કરતો નથી. માલતી પુષ્પના રસમાં લીન બનેલો ભ્રમર બાવળ વગેરે વૃક્ષ ઉપર બેસતો નથી, તેમ આત્મસુખમાં મગ્ન જીવ રૂપાદિ વિષયોમાં પ્રવૃત્તિ કરતો નથી.
__स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिनः ।
कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ||३|| (૩) સ્વાવસુરવમનસ્ય- સ્વાભાવિક આનંદમાં મગ્ન થયેલા નત્તિસ્વીવલ્લોનિ:- (અને) જગતના તત્ત્વને (સ્યાદ્વાદથી શુદ્ધ સ્વરૂપને જોનાર યોગીને જમવાના+-અન્ય ભાવોનું વં- કર્તાપણું - નથી, માત્ર સક્ષત્વ-સાક્ષાત્ દષ્ટાપણું અવશષ્યતે– બાકી રહે છે. • (૩) સ્વાભાવિક આનંદમાં મગ્ન બનેલા અને જગતના તત્ત્વને યથાર્થ રૂપે જોનાર યોગીને અન્ય ભાવોનું =રાગાદિવિભાવ, જ્ઞાનાદિ કર્મ અને ઘટાદિ રૂપ પર ભાવોનું કર્તાપણું નથી, કિંતુ દષ્ટાપણું છે. અર્થાત્ આવો આત્મા બાહ્ય ક્રિયાઓમાં આ મેં કર્યું એવા પ્રકારનો અહંકાર કરતો નથી. તે એમ વિચારે કે – માટી વગેરે ભાવો ઘટાદિ રૂપે પરિણમે છે તેમાં કુંભાર વગેરે સાક્ષી માત્ર છે, તો તે કેમ અભિમાન રાખે કે અમે ઘટાદિ પદાર્થના કર્તા છીએ. એ પ્રમાણે ભાષાવર્ગણા દ્રવ્ય વર્ણપણે, વર્ણ પદપણે, પદ વાક્યપણે, વાક્ય મહાવાક્યપણે અને મહાવાક્ય ગ્રંથપણે પરિણમે છે, તેમાં ગ્રંથકાર સાક્ષીમાત્ર છે, તો તે કેમ અભિમાન રાખે કે હું ગ્રંથકર્તા છું. સર્વ દ્રવ્યો સ્વસ્વ પરિણામના કર્તા છે, કોઈ દ્રવ્ય પર પરિણામનો કર્તા નથી. આ દષ્ટિએ (શબ્દનયની દૃષ્ટિએ) આત્મા સર્વ પર કાર્યમાં સાક્ષીમાત્ર હોય છે, કર્તા નહિ.
परब्रहाणि मग्नस्य, श्लथा पौदगलिकी कथा । क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादराः क्व च ||४|| (૪) પરબ્રહ્મજિ- પરમાત્માના સ્વરૂપમાં મનસ્ય-લીન થયેલાને પૌત્તિીપદ ગલ સંબંધી થી- વાત સ્નથી- નીરસ (લાગે છે), ઋાર:- ચિત્તમાં ચમત્કાર કરનાર મની-આ વાનરોનાવા - સુવર્ણનું-ધનનું અભિમાન વવ-ક્યાં હોય)? - અને વાર રા:- સ્ત્રીના આદરો વ4-ક્યાં (હોય)? (૪) પરમાત્મસ્વરૂપમાં લીન બનેલાને પુદ્ગલની વાત નીરસ લાગે છે. એને અજ્ઞાન જીવોના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરનાર ધનનું અભિમાન ક્યાંથી હોય? અને સ્ત્રી વિશે આદર પણ ક્યાંથી હોય?
-
. Xong
૪૭.
Page #68
--------------------------------------------------------------------------
________________
તેખોનેયાવિવૃદ્ધિર્યા, સાધો: પર્યાયવૃદ્ધિત:। भाषिता भगवत्यादौ सेत्थम्भूतस्य युज्यते ॥५॥
'
(૧) માવતી- ભગવતી ઞૌ-આદિ ગ્રંથોમાં પર્યાયવૃદ્ધિત:- માસાદિ ચારિત્ર પર્યાયની વૃદ્ધિ થવાથી સાધો:- સાધુની યા- જે તેનોભેશ્યાવિવૃદ્ધિચિત્તસુખની વિશેષ વૃદ્ધિ માષિતા- કહી છે સા- તે સ્થભૂતસ્ય- આવા પ્રકારના જ્ઞાન મગ્નને યુતે- ઘટે છે.
(૫)ભગવતી આદિ ગ્રંથમાં કહેલી સાધુના સંયમ પર્યાયની વદ્ધિથી તેજોલેશ્યાની - ચિત્તસુખની વૃદ્ધિ આવા પ્રકારના જ્ઞાનમગ્ન મહાત્માને ઘટે છે.
ભગવતી આદિ ગ્રંથોમાં નિર્દિષ્ટ તેોલેશ્યા વૃદ્ધિનો ક્રમ
દીક્ષા પર્યાય
કયા દેવોથી અધિક
૧. માસ.
૨. માસ.
૩. માસ.
૪.
માસ.
૫.
માસ.
૬-૭-૮
૯-૧૦ માસ.
૧૧-૧૨
વાણવ્યંતર
ભવનપતિ (અસૂર સિવાય)
અસુરકુમાર
ગ્રહ, નક્ષત્ર, તારા
ચંદ્ર-સૂર્ય
ક્રમશઃ ૧-૨, ૩-૪, ૫-૬
૭-૮, ૯-૧૨. વૈમા. દેવ
ક્રમશઃ ૯ ત્રૈવે.-૫ અનુ.
ज्ञानमग्नस्य यच्छर्म, तद्वक्तुं नैव शक्यते ।
नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ॥६॥
1
(૬)
જ્ઞાનમનસ્ય- જ્ઞાનમાં મગ્ન થયેલાને -જે શર્મ-સુખ (છે) તદ્તે વહું-કહેવાને શયંતે- સમર્થ થવાય ટ્વ-જ ન-નહિ. (તથા) તત્તે સુખ પ્રિયન્તેઐ:-પ્રિય સ્ત્રીના આલિંગન વડે (અને) ચન્દ્રનદ્રવૈ:- ચંદનના વિલેપન વડે અત્તિ-પણ મેયં-સરખાવવા યોગ્ય ન-નથી.
૧. અધ્યાત્મો અ.૨.ગા. ૧૪, અ.સા. ગા. ૫૩૫, ૩.૨.ગા. ૧૯૨, ભગ. શ. ૧૪ ૩. ૧૦, ધ.બિ.અ. ૬ નો અંતિમ શ્લોક
૪૮ •
Page #69
--------------------------------------------------------------------------
________________
(૬) જ્ઞાન મગ્નનું સુખ મુખથી કહી શકાય તેમ નથી. એના સુખની પ્રિયાઆલિંગનના કે ચંદન-વિલેપનના સુખ સાથે સરખામણી થઈ શકે એમ નથી.
જ્ઞાનમગ્નનું સુખ અતીંદ્રિય હોવાથી વાણીનો વિષય બનતું નથી. તથા એ સુખ આધ્યાત્મિક હોવાથી સ્વાભાવિક છે, જ્યારે પ્રિયા-આલિંગનનું અને ચંદન-વિલેપનનું સુખ કૃત્રિમ છે. આથી એ સુખની પ્રિયા-આલિંગનના અને ચંદન-વિલેપનના સુખની સાથે સરખામણી થઈ શકે જ નહિ.'
शमशैत्यपुषो यस्य, विपुषोऽपि महाकथा । किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वाङ्गमग्नताम्? ||७|| (૭) વચ્ચે-જે જ્ઞાનામૃતના વિપૃષ:-બિંદુની પિ- પણ સમલૈત્યપુષ:ઉપશમરૂપ શીતળતાને પોષનારી મહાક્રથા- મોટી વાર્તાઓ (છે.) તત્ર-તે જ્ઞાનપીયૂષે- જ્ઞાનરૂપ અમૃતને વિશે સર્વાનતા- સર્વ અંગે મગ્નપણાની
-શી રીતે તુમ:- સ્તુતિ કરીએ. (૭) શમ રૂપ શીતલતાની પુષ્ટી કરનાર જે જ્ઞાનામૃતના બિંદુની પણ મહાકથા છે, તે જ્ઞાનામૃતમાં સંપૂર્ણપણે મગ્નતાની શી રીતે સ્તુતિ કરીએ?
જેને જ્ઞાનરૂપ અમૃતનું બિંદુ પણ પ્રાપ્ત થયું છે તેના સુખનું વર્ણન કરવું કઠીન છે તો જેને સંપૂર્ણપણે જ્ઞાનામૃતની પ્રાપ્તિ થઈ છે તેના સુખનું વર્ણન શી રીતે થઈ શકે? અર્થાતુ ન થઈ શકે.
यस्य दृष्टि कृपावृष्टिगिरः शमसुधाकिरः ।
तस्मै नमः शुभज्ञान-ध्यानमग्नाय योगिने ||८|| (૮) વચ્ચે- જેની દૃષ્ટિ- ચક્ષુ પવૃષ્ટિ- કૃપાની વૃષ્ટિરૂપ (છે, અને) :વાણી શમસુધાવિર:- ઉપશમરૂપ અમૃતનો છંટકાવ કરનારી છે) THજ્ઞાનધ્યાનમનાય- પ્રશસ્ત જ્ઞાન અને ધ્યાનમાં લીન થયેલા તસ્ને- તે યોનિને- યોગીને નમ:- નમસ્કાર (હો)! (૮) જેની દષ્ટિ કરૂણાની વૃષ્ટિ કરે છે અને વાણી પ્રશમ રૂપ અમૃતને છાંટે છે, પ્રશસ્ત જ્ઞાન-ધ્યાનમાં મગ્ન તે યોગીને નમસ્કાર હો!
૧. અધ્યાત્મો. અ. ૨. ગા. ૧૩.
• ૪૯ •
=
Page #70
--------------------------------------------------------------------------
________________
'જે
જે ભાત ભલાય તો....
ઈન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળવી, મનને આત્મસ્વરૂપમાં સ્થાપવું અને આત્માને જ્ઞાનમાં સ્થિર કરવું તેનું નામ મન્નતા.
ઈન્દ્રિયોને નિવૃત્ત કરો, મનને ધર્મ માર્ગે પ્રવૃત્ત કરો. છે ઈન્દ્રિયોને બાળો નહીં પણ વાળો! સેલ્ફ કન્ટ્રોલ એ જિનશાસનનો
મુદ્રાલેખ છે. વિષયો એટલા ખતરનાક નથી પણ એમાં ઈન્દ્રિયો ભળે તો જ ખતરનાક. પાગલ બનતી ઈન્દ્રિયોને જે વાળી શકે એ જ મગ્નતાના પ્રદેશમાં પ્રવેશ કરી શકે. મન જાયે તો જાને દો, મત જાને દો શરીર, નહીં ખીચેગા કમાન તો કહાં લગેગા તીર.
જો મન હાથમાં રહે તો ઈન્દ્રિયો અંકુશમાં આવે. જ મોહાદિ ભાવો જ્યાં ઘટે ત્યાં મગ્નતા, મોહાદિ ભાવો જ્યાં વધે ત્યાં
એકાગ્રતા.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અંતિમ ગ્રંથમાં અંતિમ ભવ થઈ જાય એ માટે પૂર્ણાષ્ટકની વાત કરી. કૃષ્ણ અને શુક્લપાક્ષિક જીવનું સ્વરૂપ સમજાવ્યું. ખંડિત આનંદમાંથી અખંડિત આનંદ મેળવવો છે. ઉપાધિમાંથી નિરૂપાધિક બનવું છે. તૂટતા ને ખૂટતા આનંદને છોડી અખૂટ અને અતૂટ આનંદ મેળવવો હોય તેણે શું કરવું જોઈએ? પૂર્ણ બનવું પડે. પૂર્ણતાને લાવવા આગળની ભૂમિકાએ આવવું પડશે. મગ્ન બન્યા વિના પૂર્ણ બનાતું નથી. ડૂબકી લગાવ્યા વિના મોતી મળતા નથી. મગ્નતા એટલે શું? મસ્ત બની જવું છે. પણ આ તો ઉપરછલ્લી મગ્નતા છે. સાગરના કિનારે પડ્યા છે તે તો છીપલા છે. અહીં તો સાગરના ઊંડાણને સ્પર્શીને રહેલી મગ્નતાની વાત કરવામાં આવી છે.
આપણે ઘણીવાર સંગીતમાં ખોવાઈ જઈએ છીએ તો આજુબાજુ શું થાય છે તેની ખબર પડતી નથી.
એક ઘરમાં લોકો ટી.વી. પર ક્રિકેટની મેચ જોવામાં મસ્ત બન્યા. બધા જીવતા હતા ને જાગતા હતા. પણ મેચ જોવામાં મશગુલ બન્યા. એ
= • ૫૦ •
Page #71
--------------------------------------------------------------------------
________________
સમયે ઘરમાંથી કોઈક ચોર કેટલોક સામાન ઉપાડી ગયો ને ખબર પણ ના પડી. આ બધી દ્રવ્યમગ્નતા. કર્ણ-નયન-સુગંધ-વાતચીતની મગ્નતા ભાન ભૂલાવે છે. વાતચીતની મગ્નતા એટલી જબરદસ્ત છે કે એમાં કેટલો સમય નીકળી જાય છે તેની જીવને ખબર પણ પડતી નથી. એક બહેનને બહાર જવું હતું. ઘરમાં રહેલા પોતાના પતિને એ બહેન કહે છે, હું બે મિનિટમાં બહેનપણીને મળીને આવું છું, તમે જરા દૂધ હલાવજો. જ્ઞાનસાર જિનતત્ત્વ સમજાવતા કહે છે કે વાતોમાં કેટલો સમય ચાલ્યો જાય છે એ ખબર પણ પડતી નથી. પુસ્તક રસપ્રદ હોય તો ક્યાં સાંજ પડી જાય છે ખબર પણ પડતી નથી.
આપણા ગુરૂદેવ સમરાદિત્ય મહાકથાના લેખનમાં એવા મગ્ન બની જતા કે ક્યારેક સાંજે પાણી વાપરવાનું ભૂલાઈ જતું.
આપણી મગ્નતા અને જ્ઞાનીઓની મગ્નતા જુદી છે. ખાવા-પીવામાં સૂવામાં મગ્ન થઈએ છીએ, એ મગ્નતા પાપનું સર્જન કરે છે, નુકસાની નોતરે છે. જ્ઞાનસારમાં દર્શાવેલી મગ્નતા એ જુદી જ છે.
એક રાજા રસ્તામાં ગાલીચો પાથરી નમાજ પઢતા હતા. એ વખતે એક બહેનને સંદેશો મળ્યો કે પરદેશ ગયેલો તારો પતિ જહાજમાંથી ઉતરે છે. એણે તો સમાચાર સાંભળી દોટ મૂકી. બાદશાહ નમાજ પઢી રહ્યા હતા.
બહેન પતિના સમાચાર સાંભળી ભાન ભૂલી ગઈ. બાદશાહના ગાલીચા ઉપર પગ દઈને નીકળી ગઈ. એ પોતાના પતિને મળવાની ધૂનમાં દોડી જતી હતી. બાદશાહ આ સ્ત્રીને જોઈને ગુસ્સામાં આવી ગયા. મારી નમાજ બગાડી ગઈ. વચ્ચેથી નીકળી મારી નમાજ ખલાસ કરી નાંખી. મગજ આઉટ થઈ ગયું. બાદશાહ રાહ જુએ છે.
પેલી બહેન ત્યાંથી પાછી આવી. બાદશાહે રાડ પાડીને કહ્યું, “ઊભી રહે!” પેલી સ્ત્રી કહે, “સલામ, બાદશાહ.”
બેશરમ... તને શરમ ન આવી? હું નમાજ પઢતો હતો અને તું ગાલીચા પર પગ દઈને ચાલી ગઈ.
ગરમ થવું સહેલું છે પણ નરમ થવું મુશ્કેલ છે. ગરમી તો દરેક ગતિમાં થાય છે. મનુષ્ય ગતિ મેળવવા જેવી નરમાશ છે.
ગરમ થયેલા બાદશાહને પેલી સ્ત્રી કહે છે, “બાદશાહ! મને માફ કરો. મને ખબર નહોતી કે આપ નમાર્જ ભણતા હતા. મારા પતિ જહાજ
• ૫૧ છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
પરથી ઉતરી રહ્યા છે એ સમાચારે ભાન ભૂલી. એને મળવામાં એટલી મસ્ત બની ગઈ કે એમના ધ્યાનમાં મસ્ત બનેલી હું આપને જોઈ ન શકી... બાદશાહ! આપ ખુદાકી બંદગી કરતે થે?” હા.... અને પેલી સ્ત્રી હસવા લાગી. પોતાની મજાક-મસ્તી ઉડાવતી જોઈ બાદશાહ કહે છે, “તારી આ હિમત?” પેલી સ્ત્રી નિર્ભયતાથી કહી રહી કે બાદશાહ! તમે નમાજ નહોતા પઢતા. જો નમાજ પઢતા હોત તો પતિના પાછળ પાગલ બનેલી હું તમારા જેવા બાદશાહને ન જોઈ શકી તો જો તમે ખુદામાં મસ્ત બન્યા હોત તો એક સ્ત્રી તમારી નજરમાં શી રીતે ચડે?
બાદશાહને પોતાની ભૂલ સમજાઈ. તે તરત બોલ્યા, “બહેન, તારી વાત સાચી છે. ખુદાની બંદગીમાં હજી મને સ્ત્રી દેખાય છે... મારી બંદગી અધૂરી છે.”
આવી પણ એક મગ્નતા હોય છે.
વિષયોથી ઈન્દ્રિયોના સમૂહનો પ્રત્યાહાર કરીને મનને આત્માની અંદર સ્થાપીને સ્થિરતા મેળવવી તે મગ્નતા... પ્રત્યાહાર એટલે એના વિષયોથી પાછી ખેચવી તે.
ટૂંકમાં જ્ઞાનદષ્ટિની સ્થિરતા કરવી. ઈન્દ્રિયોને વાળવી બહુ સહેલી છે પણ મનને વાળવું મુશ્કેલ છે. ઈન્દ્રિયોને માત્ર વાળવાથી કામ નહીં ચાલે પણ મનને પણ એકાગ્ર કરો. મોહાદિ ભાવોથી પર થઈ આત્માની અંદર સ્થિર થવું તે સાચા અર્થમાં મગ્નતા છે.
મનતા જુદી છે અને મસ્તી જુદી છે.
આપણને બધાને પૂર્ણ બનવું છે તો મગ્ન બનવાની શરૂઆત ચોક્કસ કરવી રહી. મગ્ન નહી બનનાર પૂર્ણ બની શકતો નથી. જ્ઞાની ભગવંતો કહે છે કે ઈન્દ્રિયોને એના વિષયોથી વાળો. ઈન્દ્રિયો જો કાબૂમાં ન રહેતી હોય તો શું કરવું? આંખ વારે વારે બીજાના દોષ જોવા માટે તલસતી હોય તો શું કરવું? અન્ય ક્યાંક એવું લખાયું છે કે ઈન્દ્રિયો જો હાથમાં ન રહેતી હોય તો ખતમ કરી નાંખો. આંખો ફોડી નાંખો. અહીં જ્ઞાનીઓ કહે છે કે ઈન્દ્રિયોને બાળો નહીં પણ વાળો. જાત પરનો સંયમ એ જિન શાસનનો મુદ્રાલેખ છે. ખતમ કરવાની વાત જિન શાસનમાં છે જ નહીં. એ જ ઈન્દ્રિયોની સહાયતાથી સાધના સાધી લેવાની છે. પ્રત્યાહારની કળા શીખવા જેવી છે. જમવા બેઠા હો અને થાળીમાં મિષ્ટાન્ન પીરસાય અને તરત બીજી મિષ્ટાન્ન આવે તો લેવી ન લેવી તમારા હાથમાં છે. રસનેન્દ્રિય પર વિજય
= • પર છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
મેળવવા તૈયાર થઈ જાઓ. ઈન્દ્રિયને જ્ઞાનથી સમજાવીને અટકાવી દો. પાગલ બનતી ઈન્દ્રિયોને જે વાળી શકે છે, એ જ મગ્નતાના પ્રદેશમાં પ્રવેશ કરી શકે છે. વારંવાર ભલે ઈન્દ્રિયો જાય તો પણ ફરીફરી વાળો. એના પર કંટ્રોલ લાવો. મન ઉપર કંટ્રોલ તો જરૂરી છે. અપેક્ષાએ શરૂઆતમાં મન ભલે જાય પણ ભૂલેચૂકે ઈન્દ્રિયોને પ્રવૃત્ત નહીં કરતા. કબીરે સરસ વાત સમજાવી છે. મન જાએ તો જાને દો... મત જાને દો શરીર... નહીં ખીચેગી કમાન તો કહાં લગેગા તીર.
એક સંત જમવા બેઠા. થાળી પીરસાઈ. હાથમાં કોળીયો લઈ મોઢામાં મૂક્યો અને જોરથી રાડ પાડી. પત્ની દોડતી આવી. જમવાનું બનાવતા આવડે છે કે નહીં? દાળમાં મીઠું જ નથી. ઘરમેં સબરસ કમ પડા જો દાલમેં ડાલા નહીં? પત્ની હસતા હસતા કહે છે કે આપકી ભીતરમે આજ હરિરસ કમ પડા ઇસલિયે સબરસ કમ માલૂમ પડા. મેં કભી દાલમેં સબરસ ડાલતી હી નહીં.
મનની એકાગ્રતાથી વિષયોથી નિવૃત્ત થવાની કળા શીખી જઈએ તો બેડો પાર છે.
આટલું નક્કી કરો :
કોઈની લાગણી મેળવીને જો હું હસી રહ્યો છું તો લાગણી આપીને મારે બીજાને હસતા રાખવા છે.
કો'કની કરૂણા પામી જો હું જીવન ટકાવી શક્યો છું તો કરૂણાસભર બની મારે બીજાના જીવન ટકાવવા છે...
કો’કના પ્રેમને પામી મારી પ્રસન્નતા ટકી હોય તો પ્રેમ પ્રદાન દ્વારા અન્યોને પણ મારે પ્રસન્ન રાખવા છે.
· ૫૩ •
Page #74
--------------------------------------------------------------------------
________________
'વાસના તોફાત સર્જે, ઉપાસના સમાધાન
લેબોરેટરીમાં પ્રયોગ કરી રહેલા ન્યુટનને એનો મિત્ર મળવા ગયો. ન્યુટન પ્રયોગ કરવામાં મસ્ત છે. જમવાની થાળી ટેબલ પર તૈયાર છે. આવનાર મિત્રો પીરસાયેલ થાળીથી પોતાનું પેટ ભરી લીધું અને દરવાજાની પાછળ ઊભો રહ્યો. પ્રયોગ પૂર્ણ થયા પછી ન્યુટન જમવા માટે ટેબલ પર બેઠો. થાળી ખાલી જોઈ પોતે બોલે છે – મેં તો જમી લીધું છે. ફરી પ્રયોગમાં મસ્ત બની જાય છે. ન્યુટન ઘેર આવે છે ત્યારે એનો મિત્ર એને પૂછે છે કે ન્યુટન તું આજે જમ્યો હતો? ન્યુટને હા પાડી. ભાભી! કેટલી થાળી મૂકેલી? એક જ. એ તો હું જમી આવ્યો હતો.
આપણે અહીં એ વાત કરવી છે કે એકાગ્રતા અને મગ્નતા બંને જુદા છે. ન્યુટનને એકાગ્રતાના પક્ષમાં લઈ શકાય. આ.શ્રી કલાપૂર્ણસૂરિજી પરમાત્માની સ્તવનામાં ખોવાઈ જાય એ મગ્નતાની ભૂમિકા કહેવાય મોહાદિભાવો નબળા પડે ને મગ્ન થવાય તે મગ્નતા.
એક પતિ-પત્ની અચાનક રાતના ફરવા જવાનું નક્કી કરે છે. પતિ એની પત્નીને કહે છે કે તું જલ્દી તૈયાર થઈને નીચે આવ, ફરવાની જલ્દીમાં પત્ની તૈયાર થઈને નીચે આવી. પાવડર-લીપસ્ટીક બધું જ લગાડ્યું. તૈયાર થવામાં મસ્ત બનેલી પત્નીને આઈનામાં જોવાની પણ ફુરસદ ન મળી. બહેનોને આદત હોય છે. સાથે રહેલાને એ પૂછે કે “હું કેવી લાગું છું?” પતિએ પત્નીનું મોટું જોઈને કહ્યું કે “પોસ્ટના ડબ્બા જેવી.' સાંભળીને પત્ની ગુસ્સે ભરાઈ. હકીકતમાં શું થયું કે ઉતાવળમાં પાવડરને બદલે કંકુ મોઢા પર ચોપડીને હાલી આવી હતી. ફરવા જવાની મગ્નતામાં તૈયાર થવામાં કેવા ગોટાળા વાળી નાખ્યાં. * વિષયોથી નિવૃત્ત બનાવે તે જ મગ્નતા સાચી.
પાત્ર અને પદાર્થની મન્નતા સંસાર વધારે છે. સ્વરૂપની મગ્નતા કેળવી લો. વિષયોની આસક્તિ તોડશો તો જ સ્વરૂપની પ્રતીતિ થશે.
એકને તોડો, બીજાથી જોડો, નહીતર ફરી ફરી દોડો. - અહીં જ્ઞાનસારમાં મગ્નતા'ની બીજા શ્લોકમાં યોગના આઠ અંગોની વાતો મૂકી છે. ધ્યાન-ધારણા-સમાધિ શબ્દો ભારે છે છતાં જીવનમાં સહજ છે. પ્રત્યાહાર એ જબરદસ્ત અંગ છે. પછી સમાધિની વાત કહી છે. એકાગ્ર બની
Page #75
--------------------------------------------------------------------------
________________
આત્મામાં મસ્ત બની જા. સમાધિ પછી સમાપત્તિ કહી એક મિનિટ માટે જ્ઞાનની અંદર વિશ્રાંતિ પ્રાપ્ત કર. - એ સમાપત્તિ યોગ યોગનું આઠમું અંગ છે.
ઉપાધ્યાયજી મહારાજે સાદી ભાષામાં મહત્ત્વની વાત સમજાવી દીધી. યોગથી મેળવવાની છે મગ્નતા. મગ્ન બનીશું તો કર્મોનો વિયોગ થશે. આ બીજા શ્લોકમાં “પરબ્રહ્મણિ' શબ્દ ખૂબ મહત્ત્વનો છે. આ શબ્દનો અર્થ આત્મા-પરમાત્મા. જે જ્ઞાનમાં ક્ષીર-સમુદ્રના સાગર સમાન છે એ પરમાત્માની અંદર જે આત્મા ડૂળ્યો હોય એને જગતના પદાર્થો કેવા લાગે? પરમાત્મા સિવાય જગતના પદાર્થો ઝેર જેવા લાગે. પરમતત્ત્વો છોડી પદાર્થ પાછળ કરવી પડતી પ્રવૃત્તિ એને ઝેર પીવા બરાબર લાગે છે. વરદાન આપવાનું છે ત્યાં અભિશાપની સંભાવના છે. પ્રેમ ભરી શકાય છે એ જ પાત્રમાં ઠેષ પણ ભરી શકાય છે. આપણા અભિગમ ઉપર આધારિત છે. પરમતત્ત્વ સિવાય કોઈ પ્રવૃત્તિ એને પ્રિય લાગતી નથી. મીરા કહે છે - કૃષ્ણ સિવાય મને બીજામાં રતિ જાગતી નથી.” મીરાની સખી એને પ્રશ્ન પૂછે છે – રાણાએ ઝેરનો પ્યાલો મોકલાવેલો ત્યારે તમને રાણા ઉપર નફરત ન થઈ, ગુસ્સો ન આવ્યો? ત્યારે કૃષ્ણમાં દિવાની બનેલી મીરા સખીને જવાબ આપે છે - મારા કૃષ્ણથી નવરી પડું તો રાણા ઉપર મને ગુસ્સો આવી શકે ને? – નવરાશ જ નથી મળતી ને? પરમતત્ત્વ સાથે સંબંધ બાંધી લો. પરમાત્મામાં મગ્ન બની જાઓ. જે એક તરફ વળે છે એ બીજી તરફથી ટળે છે. પ્રભુ ઉપર મન વાળો તો પૌલિક પદાર્થ ઉપરથી મન ટળશે. મનને વાળ્યા વગર છૂટકો નથી. છૂટું મૂક્યું તો આ મન ક્યાં જશે એની ખબર પણ નહીં પડે. બહારની દુનિયામાં જોવાનું એ શરૂ કરી દેશે. પાણીનો સ્વભાવ છે વહેવાનો અને મનનો સ્વભાવ છે જોડાવાનો! માનવીનું મન સતત બાહ્ય પદાર્થો તરફ ગતિ કરે છે.
આકાશમાં નવરંગી રાસલીલા રચાઈ છે. વીજળીના ચમકારાથી ચોમેર પ્રકાશ છવાઈ જાય છે. ગુરુ-શિષ્ય ઉપાશ્રયમાં બેઠા છે. મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના રંગ પ્રમાણે ભવિષ્યનું કથન પણ થાય. સફેદ વીજળી થાય તો દુષ્કાળ પડે છે. લાલ વીજળી થાય તો ધમાલ થાય છે. રંગબેરંગી વીજળીઓને જોવા શિષ્ય બારી પાસે આવ્યો. આકાશમાં અનેક પ્રકારના આકારો રચાઈ રહ્યા હતા. જાણે રાસલીલા જામી. શિષ્યને સૌંદર્ય જોવામાં આનંદ થવા લાગ્યો. ગુરૂને કહે છે, ગુરૂજી, એકવાર અહીં આવો બહાર જે જોવાનું છે તે અદ્ભુત છે. જોવાનું રહી જશે. ગુરૂજી! એકવાર આ આકાશ દર્શન કરો. ગુરૂ પોતાના શિષ્યને કહે છે, વત્સ! તું
= • પપ •
Page #76
--------------------------------------------------------------------------
________________
ભીતરમાં આવી જા. અંદર જે આનંદ છે તે બહાર જોવામાં નહીં મળે. અંદર તો અદ્દભુત જ્યોતિના દર્શન થશે. બહારમાં જેણે મન જોડવું એણે અંદરથી નાતો તોડ્યો. પરમાત્મા સાથેના જોડાણમાં અદ્દભુત આનંદની અનુભૂતિ થશે. દૂધ અને દહીં બંનેમાં પગ રાખવામાં જોખમ છે. • એક ભાઈ બીમાર પડ્યા. બચવાનું મુશ્કેલ છે. રામ... રામ... નામ યાદ કરે છે. ભક્તનો અવાજ સાંભળી રામજી તૈયાર થાય છે. તૈયાર થઈને નીકળવા જાય છે ત્યાં પેલા ભાઈએ હનુમાનજીને યાદ કર્યા. હનુમાનજી તૈયાર થઈને જાય છે ત્યાં પેલા ભાઈએ ભોળાનાથને યાદ કર્યા. જે દેવ આવવા તૈયાર થાય એની અગાઉ કોલ બીજે લાગી જાય. પદાર્થને પકડો કાં પરમાત્માને પકડો. પરમાત્મામાં સમર્પિત બની જવામાં જ શ્રેય છે. પાણી જોડે પથ્થર. પણ મળે અને સાકર પણ મળે. ફરક શું પડે? સાકર ઓગળી જાય. સાકર પાણી સાથે મળતી નથી પણ ભળી જાય છે. જયારે પથ્થર પાણી સાથે મળે પણ નહીં અને ભળે પણ નહીં.
જે પ્રભુ સાથે ભળે એનો જન્મ મરણ ટળે, નહીં તો કાંઈ નહીં વળે. પરમતત્ત્વ સાથે અનુસંધાન કરતા જાઓ. પદાર્થમાં જેટલી રસવૃત્તિ વધારે ત્યારે સમજવું કે પરમતત્ત્વ જોડે અનુસંધાન ઓછું.
સંત તુકારામ શેરડીના સાંઠા લઈ ઘરે આવતા હતા. પત્નીએ દૂરથી એમને આવતા જોયા. રસ્તામાં બાલગોપાલો મળે છે. બધાને એક એક સાંઠો આપતા આવે છે. ઘેર પહોંચ્યા ત્યારે શેરડીનો એક જ સાંઠો વધ્યો જે પત્નીને આપે છે. ગુસ્સામાં આવીને એની પત્નીએ એ જ શેરડીનો સાંઠો એના બરડામાં મારે છે. શેરડીના સાંઠાના બે ટુકડા થઈ ગયા.
વાસનાનો સંબંધ તોફાન સર્જે છે, જ્યારે ઉપવાસનો સંબંધ સમાધાન સર્જે છે.
ચાર માણસોની વચ્ચે રોકટોક કરો તે ન ચાલે. થાય તોફાન. વીર ભગવંતે બધાની વચ્ચે કહેલું, “ગૌતમ, આનંદ શ્રાવક સાચા છે.' અહંધી પૂર્ણ બને એ અહંથી શૂન્ય બને છે. સમર્પણતા સમાધાન કરાવી દે.
તુકારામજી તમારી પત્નીએ તમને શેરડીનો સાંઠો માર્યો? જવાબ - મારી પત્ની પતિવ્રતા છે. એકલી શેરડી ન ખાય. મને તોડવાની મહેનત ન પડે એટલા માટે પોતે જ બે ટુકડા કરી આપ્યા. પોતે એક ટુકડો પત્નીના હાથમાં આપતા કહે છે કે આ ચૂસ! સાંઠો કેટલો મીઠો છે.
=
• ૫૬ -
Page #77
--------------------------------------------------------------------------
________________
તુકારામ રોજ પોતાની ભક્તિમાં પાંડુરંગને કહેતા તારી કૃપા બહુ સારી છે. પત્ની આવી કજીયાળી મળી તેથી જ મારું મન તારી જોડે જલ્દી લાગે છે. દુઃખ તો પરમાત્માને યાદ કરાવનાર એલાર્મ છે. કવિએ કહ્યું છે -
સુખમાં સાંભરે સોની, દુ:ખમાં સાંભરે રામ! સુખકે માથે શિલા પડો, હરિ હૃદયસે જાય,
બલિહારી ઉસ દુઃખકી, પલપલ હરિ સ્મરાય. જેણે મગ્નતા કેળવી છે તેને સુખ-દુઃખ કાંઈ કરી શકતા નથી. જગતની અંદર રહેલો ગમો-અણગમો એની પાસેથી વિદાય સમારંભ લઈ ગયો હોય છે. આજ દિવસ સુધી કેટલાય વ્યાખ્યાન સાંભળ્યા... જગતને ભલે સાંભળ્યા પણ છેવટે જાતને જ સાંભળશો, સાંભળશો તો જ કલ્યાણ થશે.
મન પદાર્થ સાથે જોડાય તો સમાધાન.. આપ સ્વભાવમાં રે અવધુ સદા મગન મેં રહેના... પરમ તત્ત્વ સાથે જે જોડાયા છે, તન્મય બન્યો છે તે જ
પોતાનો ઉદ્ધાર - જિર્ણોદ્ધાર કરી શકશે.
સ્વાર્થની દિવાલ તોડ્યા વિના જીવનમાં પરમાર્થવૃત્તિ જાગતી નથી.
અને
પરમાર્થ વૃત્તિ સક્રિય બનાવ્યા વિના જીવનમાં પ્રેમનો ખરો આનંદ
અનુભવી શકાતો નથી.
=
•
૫૦ •
=
Page #78
--------------------------------------------------------------------------
________________
'દેખ તેરે સંસાર કી હાલત....
સંસામિ અસારે, નલ્થિ સુઈ વેઅણા ઉરે,
જાણંતો ઈહ જીવો, ન કુણઈ જિણદેસિય ધર્મો. વૈરાગ્યશતકમાં કોઈ અનામિ મહાત્મા સંકેત કરે છે કે ડગલે પગલે આધિ-વ્યાધિના વાવાઝોડા ફુકાય છે છતાં માણસ ધર્મમાર્ગે આગળ વધતો નથી એ આ સંસારનું મોટામાં મોટું આશ્ચર્ય છે. આ સંસાર વ્યાધિથી પ્રચૂર હોવા છતાં જિનેશ્વર પ્રણિત માર્ગે ડગ માંડતો નથી. ડગલે-પગલે તકલીફ મુશ્કેલી અગવડ હોવા છતાં રાગ-દ્વેષ ને મોહને વશ થઈ જિનપ્રણિત ધર્મમાર્ગે પ્રયાણ કરતો નથી.
ઘણાને પ્રશ્ન થશે કે પૂજા-સામાયિક, તપશ્ચર્યા, જાપ આદિ કરતા હોવા છતાં એમ શા માટે કહે છે કે ધર્મમાર્ગે આગળ વધતો નથી. પૂજ, પ્રવચન, સામાયિક એ બાહ્યધર્મ છે. અહી આત્યંતર ધર્મ વિષે વિચારવાનું છે. પરમાત્માની શ્રેષ્ઠ અને જયેષ્ઠ આરાધના / આશા એ છે કે અંતરના રાગ-દ્વેષ છૂટે. રાગ-દ્વેષ ઓછા કરવા એ ધર્મ દ્રવ્યધર્મની સાથે ભાવધર્મની ખૂબ જરૂર છે. ભાવધર્મથી દષ્ટિકોણ બદલાય છે. મન જો ધીર, ગંભીર, શાંત, પ્રસન્ન બનતું જાય તો એની વીરતા-ગંભીરતા-પ્રસન્નતા જબરદસ્ત હોય. ઉગ્રતા અને વ્યગ્રતા ત્યાં ન હોય.
પરમાત્મા મહાવીરના જીવનમાં પણ આકરા કષ્ટો આવેલા. ભાવધર્મ જોરદાર હોવાના કારણે દ્રવ્ય કષ્ટ નિષ્ફળ જાય છે. ધર્મ કર્યા પછી દુઃખ ન આવે એવું નથી. દુઃખો તો આવે. ધર્મની સફળતા માં? દુઃખ, તકલીફ, મુસીબત, અપમાન ન થાય એમાં? ના.. પણ આપણે આત્મધર્મ ન ચૂકીએ તેમાં. રાગ-દ્વેષ થાય નહી, સમતા ભૂલાય નહી એ ધર્મની સફળતા. નિમિત્તમાં પણ વિચલિત ન બને એ ધર્મની સફળતા. આધિ-વ્યાધિ-ઉપાધિ પ્રાય: બધાના જીવનમાં આવે. એક રકાબી તૂટે અને કલેશ થાય. ઘરમાં ઈરાન-ઈરાકનાં યુદ્ધનું સર્જન થાય. દૂધ ફાટી જાય તેમ માણસ પણ ફાટી જાય.
આનંદ પણ બધાનો અલગ અલગ પ્રકારનો... * સંબંધ પ્રેમીને સ્વજન તપસ્યા કરે તો આનંદ થાય.
શાસનપ્રેમીને ચતુર્વિધ સંઘમાં કોઈ પણ તપસ્વીને જોતાં આનંદ થાય. આપણી અનુમોદના અંતરથી થવી જોઈએ,
=
• ૫૮ •
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રભની વાણી અંતરસ્પર્શી બની જાય તો ધીરતા / ગંભીરતા ટકી રહે. ધર્મ કર્યા પછી સમતા ખિલવી જ જોઈએ. દર્દી ડોક્ટરના દવાખાનામાંથી બહાર નીકળે ત્યારે એને એમ થવું જ જોઈએ કે આ ડોક્ટરના કહેવા પ્રમાણે મારું દર્દ ચોક્કસ દૂર થશે જ.
- જિનવાણીથી ફ્રેશ થાઓ તો તમારા કલેશો બંધ થશે જ. એક કલાકનું આધ્યાત્મિક જ્ઞાન એ જિનવાણી છે. પ્રભુ વીરનો પણ વિરોધ કરનારા હતા. સગી દીકરી એમની ખિલાફમાં ઊભી હતી તો આપણા જેવા પામર જીવોના જીવનમાં આવું થાય તેમાં શું આશ્ચર્ય! વીરપ્રભુના કાનમાં ખીલા ઠોકાય તોય સમતા! હે જીવ! કોઈના કડવા શબ્દ સાંભળી ઉકળે છે શા માટે? કડવા શબ્દ સાંભળ્યા પછી પણ મન શાંત રહે એ કાનનો શણગાર છે. મુખનો રંગ લજ્જા.
ધર્મ મળે અને ફળે તો જ આ સંસાર ટળે, નહીં તો ગમે તેટલું ટળવળે તો પણ કાંઈ ન વળે.
આ સંસારમાં ત્રણ ચીજો સસ્તી છે : સલાહ, સૂચન અને આશિર્વાદ.
આ ત્રણ વસ્તુઓના હોલસેલ વેપાર માટે માનવી હરપળે તૈયાર રહે છે. કેટલાક વણમાંગી સલાહ માટે હરપળે તૈયાર હોય છે. શરીરમાં ઝડપી પ્રસરનારી ચીજ જો કોઈ હોય તો તે ઝેર છે. સારી વસ્તુનો જલ્દી પ્રસાર થાય કે ન થાય પણ ખરાબ વસ્તુનો જલ્દી પ્રસાર થાય છે.
અમારા વિહારમાં પાછળથી પવન આવે તો વિહારમાં એક કલાકમાં પાંચની જગ્યાએ છ-સાત કિ.મી. ચલાઈ જાય. પણ સામેથી પવન આવે તો વિહારમાં બાધક થાય. નિંદકો હંમેશાં પાછળથી બોલે છે, જે આપણા માટે ઉપકારી છે. પ્રશંસકો આપણી સામેથી આવે છે, જે આપણી પ્રગતિને રોકે છે. હેમચંદ્રાચાર્યજીએ પોતાના એક ગ્રંથમાં પ્રથમ દુર્જનને નમસ્કાર કર્યા છે. દુર્જન જો મારી ભૂલ કાઢશે તો મારો ગ્રંથ સુધરશે. સજ્જન તો ભૂલ કાઢશે જ નહીં. ટીકામાં રહેલું સત્ય અને પ્રશંસામાં રહેલ જૂઠ જો માણસને સમજાઈ જાય તો ઇતિહાસ કંઈક જુદો જ લખાયો હોત. સંસાર ઘટાડવો હોય તો રાગ-દ્વેષ ઘટાડી નાખો.
આજે ‘રક્ષાબંધન' છે ને?
એક બેનના લગ્ન થયા. વિદાય વખતે ભાઈએ બેનને કરિયાવરમાં ઘણું બધું આપ્યું. ૧૭ ગાડા ભરીને કરીયાવર આપ્યો. વિદાય આપતા ભાઈની આંખમાં આંસુ... કળીયુગમાં પણ સતયુગના માણસો હોય છે.
= • ૫૯ •
Page #80
--------------------------------------------------------------------------
________________
અયોધ્યામાં મંથરા હતી તો લંકામાં વિભીષણ હતો. ભાઈ, બેનને પૂછે છે, બેન તને સંતોષ છે ને? હજી કાંઈ ઓછું લાગતું હોય તો બોલ! ભાઈ, તારે ખરેખર આપવું હોય તો મને એક ચીજ જોઈએ છે. બેનની વાત સાંભળી લોકો પરસ્પર બોલે છે, આટલું બધું આપ્યા પછી પણ કમાલ છે? * સ્મશાનને ક્યારેય સંતોષ ન હોય. * પેટનો ખાડો ક્યારેય ભરાય નહીં. * સાગરનો ખાડો પણ ક્યારેય ભરાય નહીં.
તેમ મનનો ખાડો ભરવો બહુ મુશ્કેલ છે.
બેનોનું મન ક્યારેય ધરાતું નથી. ભાઈ કહે છે બોલી નાંખ. હજી શું જોઈએ છે? બેન કહે છે ૧૭ ગાડા ભરી કરિવાર તે આપ્યું પણ જો તું સાચો ભાઈ હોય તો એક ગાડામાં દેરાસર આપે તો ખરેખર કરિયાવર આપ્યું કહેવાય. તરત ભાઈએ એક ગાડું મંગાવ્યું અને ગાડામાં એક ચિઠ્ઠી નાંખી... ઉજમ ટૂંક.
આજે પણ નવટૂંકમાં ઉજમ ફઈની ટૂંકના દર્શન થાય છે. ઉજમ જેવું માંગતા આવડવું જોઈએ. જીવનમાં દેવ-ગુરૂ-ધર્મ સિવાય બધું જ અધૂરું છે. સર્વ વિરતિ વિના જીવન અધૂરું. ચારિત્ર ન સ્વિકારીએ ત્યાં સુધી બધું જ અધૂરૂં.
ભાઈ-બહેનનો બીજો દાખલો.
માતા-પિતાની સાથે રહેતા ભાઈ-બહેન. બંનેને પરસ્પર ખૂબ પ્રેમ. શરીર જુદા પણ આત્મા જાણે એક ન હોય એવી લાગણી! નિર્દોષ પ્રેમ ભાઈ-બહેનનો છે. સમય જતા ભાઈના લગ્ન થયા. એક વખત માતાના પેટમાં ભયંકર વેદના થઈ. એ દુ:ખાવાની પીડામાં માતા ખલાસ થઈ ગઈ. ભાઈ-બહેન અને પિતા શાંતિથી જીવન વિતાવી રહ્યા છે. એક દિવસ અચાનક બેન ચીસ પાડીને જાગી જાય છે. આખું શરીર ખેંચાઈ રહ્યું છે. વૈદ્ય પાસે લઈ જાય છે. વૈદ્ય ઉપાય બતાવે છે કે જે રીતે કર્યું તે રીતે તેલ બનાવી છ મહિના એ બેનને માલીશ કરો. તેલ બનાવવામાં આવ્યું. તેલમાંથી અસહ્ય દુર્ગધ આવે છે. બેનની માલીશ કરવા કોઈ તૈયાર નથી. પિતાને દમની તકલીફ ને મોટી ઉંમર! આ સમયે ભાઈએ છ મહિના સુધી રોજના ત્રણ કલાક માલીશ કરી. બેનનું સ્વાથ્ય સારું થઈ ગયું. સમય જતાં ભાઈએ બહેન માટે યોગ્ય વરની શોધ કરી. લગ્નપ્રસંગની તૈયારી કરી. કરોડપતિ ઘરના છોકરા સાથે સગપણ નક્કી થયું. સંસ્કાર જોઈને આગળ વધો. ઘણીવાર સંસ્કારોની ખામીને કારણે કલેશ થાય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
ભાઈએ બેનના લગ્ન કરી વિદાય આપી. બેન સાસરે ગઈ. વૃદ્ધાવસ્થાને પામેલા પિતાની છાયા પણ ત્યારબાદ ગુમાવી. ભાઈ-બહેનને ખૂબ લાગણી હોવાથી ૧૫ દિવસે પત્ર લખે. એકાદ મહિને મળી પણ આવે. ભાઈ-બેન બંને સુખી છે. આ સંસાર કાયમ માટે સુખમય હોત તો ભગવાન આ સંસારને દુઃખમય ન જણાવત. ઉદય-અસ્ત, તડકો-છાંયો, ચડતી-પડતી આ સંસારમાં અનુભવાય છે. ભાઈને ધંધામાં જબરી ખોટ આવી. બધું ખલાસ થઈ ગયું. ખાવા-પીવાના પણ ઠેકાણા પડતા નથી. આ પરિસ્થિતિમાં પત્ની પણ છોડી ચાલી ગઈ. કાંચીડો ક્યારે રંગ બદલે કાંઈ કહેવાય નહીં. સંસારનો પ્રત્યેક પળે રંગ બદલાય છે. ભાઈ વિચારે છે કે બેનના ઘરે જાઉં. એમ વિચારી બેનના ગામના પાદરે પહોંચે છે. બેનને સંદેશો મોકલ્યો પણ બપોર થવા આવી છતાં બેન ન આવી. ભાઈને થયું કે બેન ભૂલી ગઈ હશે. વિશ્વાસ એ સંસારનું બહુ મોટું તત્ત્વ છે. ભાઈની પરિસ્થિતિના સમાચાર બેનને મળી ચૂક્યા હતા. ભાઈએ બેનના ઘરમાં પ્રવેશ કર્યો. બનેવી પાછલા બારણેથી બહાર નીકળી ગયા. ઈન-આઉટની વ્યવસ્થારૂપ આ સંસાર છે! વાળ અને દાઢી વધેલા છે. કપડા મેલા છે. બેન ભાઈને જોઈને કહે છે કે આવડો મોડો આવ્યો તો જમીને જ આવ્યો હોઈશ. બેને એક ઠંડા પાણીનો ગ્લાસ આપ્યો. ભાઈ સમજે છે પણ કાંઈ બોલતો નથી. થોડીવાર પાડોશી સહેલી આવી. બાંકડા ઉપર માણસને જોઈને પૂછે છે કે આ કોણ આવ્યું છે? જ્ઞાનીઓ કહે છે કે આ સંસારમાં સહુ ઈમેજ જાળવવા ટેવાયેલા છે. બેન બોલે છે આ તો મારા બાપાના ઘરનો રસોઈયો આવ્યો છે. બેનના મુખથી આવા વેણ સાંભળી ભાઈનું અંતર ચિરાઈ ગયું. કાતરની ધાર, ચપ્પની ધાર, મશીનની ધાર ઘસાય છે પણ આ એક એવી ચીજ છે, જેમ જેમ ઉંમર થાય તેમ તેમ ધારદાર થઈ જાય છે. એ ચીજ છે જીભ. છરીના ઘા કરતાંય જીભના ઘા ભયંકર હોય છે.
ભાઈની નજર સામે બેન સાથેની બાળપણથી માંડીને લગ્ન સુધીની સ્મૃતિઓ તાજી થઈ. આટલો પ્રેમ ધરાવતી બેન માટે હું આજે નોકર બની ગયો. બહેનપણી તો ચાલી ગઈ. બેન ભાઈને કહે છે, વહેલો અજવાળામાં ઘરે પહોંચી જજે. તું રોકાવાનો થોડો છે? ભાઈ ઊભો થઈ ચાલવા લાગ્યો ત્યારે બેને ખાવા માટે સવારનો સૂકો બાજરાનો રોટલો થેલીમાં આપ્યો. ગામ બહાર જઈ ભાઈ વિચારે છે, લોહીના સંબંધો પૈસાના સંબંધથી તોલાતા હશે એની આજે ખબર પડી. હવે જીવીને હું શું કરું? જીવનનો અંત આણવા તૈયાર થાય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
ધર્મ પામ્યો હોય તો વૈરાગ્ય તરફ વળે અન્યથા આગમાં બળે. સુખનો સૂરજ લાવવા સ્વયં સમજણ લાવવી જ પડશે.
જીવનનો અંત આણવા ભાઈ કૂવાની પાળે ચડ્યો છે. તમાચાના માર કરતાંય તિરસ્કારનો માર ભયંકર છે. સંસારમાં એકબીજાનો તિરસ્કાર કરવાનું બંધ કરો. એ સમયે ત્યાંથી સાધુઓનું વૃંદ વિહાર કરતા નીકળ્યું. ભાઈ! જરીક ઊભો રહે. અવાજની દિશામાં જોયું તો સાધુઓ. ધન્ય ભાગ મારા! મુનિદર્શન મળ્યા. ચોક્કસ સારું થશે. ગુરૂદેવની વાત્સલ્યયુક્ત વાણી સાંભળી મસ્તક ઝુકાવી ધ્રુસકે ધ્રુસકે રડે છે. પોતાની આપવીતી સંભળાવે છે. ગુરૂદેવ ઉદય અને અસ્તની વાત સમજાવે છે.
શામ સૂરજકો ઢલના શિખાતી હૈ,
ઠોકરે ઈન્સાન કો ચલના શીખાતી છે. ભાઈ, તને લાગેલી ઠોકર જ તને મહાન બનાવશે. ગુરૂદેવ કહે છે પાછો બેનના ગામે જા. મન માનતું નથી છતાં તહત્તિ કરી આશિષ મેળવે છે. “જ્યાં ઠોકર લાગે ત્યાં ખોદજે.” આ આજ્ઞા લઈ નીકળ્યો. મહાપુરૂષોની મહાનતા કેવી છે કે એકબીજાનું નામ પણ પૂછ્યું નથી. આગળ ચાલતા રસ્તામાં ઠોકર વાગે છે. ગુરૂના વચનને યાદ કરી ખોદે છે તો ત્યાં રત્નના નિધાન નીકળ્યા. નિધાન એક જગ્યાએ રાખી ધંધાની શરૂઆત કરે છે. ૨૪ માસમાં ક્રોડોની સંપત્તિ મેળવી. હોંશિયારી અને વાકચાતુર્યથી રાજદરબારમાં પણ ઊંચું સ્થાન મેળવી લીધું. રક્ષાબંધનનો દિવસ આવતા અચાનક બેનની યાદ તાજી થઈ. રાજા પાસેથી અનુજ્ઞા મેળવી હાથી-ઘોડા સાથે બેનના ગામના પાદરે આવ્યો. સૈનિકોને બેનના ઘેર મોકલાવે છે. નામ-ઠામ અનુસાર સૈનિકો બેનના ઘરે જઈ ‘તમારો ભાઈ આવ્યો છે એ પ્રમાણેના સમાચાર આપ્યા. રાજના સૈનિકો જોઈ બેનના મનમાં શંકા પડી કે નક્કી ભાઈએ કાંઈક ગરબડ કરી હશે. “મારો કોઈ ભાઈ નથી. આ જવાબ આપી દીધો. સૈનિકો પાછા આવ્યા. બીજા માણસોને મોકલાવ્યા. આજ ઘર છે, આજ બેન છે. બેન, તમને તમારો ભાઈ બોલાવે છે. બેન કહે છે, મારો કોઈ ભાઈ જ નથી. બેન વિચારે છે ઘર બંધ કરી અહીંથી ચાલ્યા જવામાં જ હમણા મજા છે. સૈનિકો આવીને ભાઈને સમાચાર આપે છે. ભાઈ વિચારે છે આ સંસારનો ત્રીજો ફટકો છે...
બેન નથી ઓળખતી તો હું તો ઓળખું છું ને? ભાઈ બેનના ઘર તરફ આગળ વધ્યો. આ બાજુ બનેવી પાછલે દરવાજેથી ઘરે પહોંચી જઈ
• ૬૨ ૦.
Page #83
--------------------------------------------------------------------------
________________
કહે છે તારો ભાઈ હાથી પર બેસી ઠાઠમાઠથી તને મળવા આવે છે. જલ્દી આરતી તૈયાર કર. આરતી લઈ બેન બારણે ઊભી રહી ગઈ. ભાઈ આવતા ઓવારણા લીધા. આરતી ઉતારી સુંવાળી રેશમની ગાદી પર બેસાડે છે. જમવામાં વિવિધ પકવાનો તૈયાર કરે છે. ચાંદીની થાળી પીરસાઈ. ભાઈ! હવે જમવાનું શરૂ કરો. ત્યારે ભાઈએ પોતાના દાગીના કાઢ્યા અને બાસુંદીમાં ઝબોળી કહ્યું, હે દાગીનાઓ તમે જમો. બેન કહે છે ભાઈ! ગાંડા તો નથી થયા ને? ત્યારે ભાઈ કહે છે, ના બેન, હવે તો હું ડાહ્યો થયો છું. આ મારું જમવાનું નથી. આ તો આ શણગાર જોઈ પીરસવામાં આવ્યું છે. મારું જમવાનું તો આ છે. એમ કહી સૂકો બાજરીનો રોટલો કાઢે છે. ત્યાં બેન રડી પડે છે. ભાઈ, મને માફ કર. ધનના મોહમાં પાગલ થઈ ગઈ હતી. ભાઈ કહે છે, બેન, રડ નહિ. જ્ઞાનીઓએ બતાવેલ સંસાર સ્વરૂપને હું જાણી ગયો છું. તને સમજાવવા માટે જ આવ્યો છું. પ્રભુ તને સુખી રાખે. આમ કહી ભાઈ બેનને ઘણા રત્નો-આભૂષણો ભેટ આપે છે. લોહીની સગાઈરૂપ આ નાતો છે. એકવાર બેન, તારી ઉપર ક્રોધ હતો પણ હવે નિર્મળ બન્યો છું. મને કોઈ ઉપર દ્વેષ નથી. હવે હું મારા માર્ગે જઈશ... જીવનનો માર્ગ સ્તવનમાં....
(રાગ : આ જ તુજકો પુકારે મેરે ગીત...) જુઠા જગની જોઈ મેં જૂઠી રીત રે, જૂઠી રીત રે... જૂઠી રીત રે....
જૂઠી મમતા.. જૂઠી પ્રીત રે... જૂઠા... (1) મધપૂડામાંહે મધ જ્યાં લગી છે, મધ જ્યાં લગી છે...
માખીના ફેરા બસ ત્યાં લગી છે, ત્યાં લગી છે...
| મધ ખૂટે મધમાખીની પૂરી થાયે પ્રીત રે... (૨) મારૂં મરણ જ્યારે નજદીક આવે, નજદીક આવે, સ્નેહી સ્વજનને મતલબ રડાવે, મતલબ રડાવે,
મારા કરતાં વ્હાલું સૌને પોતપોતાનું હિત રે... (૩)
C PS2 -
• ૬૩ •
=
Page #84
--------------------------------------------------------------------------
________________
મંઝિલ સાથે માર્ગની કિંમત
જ્ઞાનસારના મગ્નતા અષ્ટકમાં ઉપાધ્યાયજી મહારાજ રાગને ઘટાડવાની વાત કરી રહ્યા છે. રાગને ઘટાડી વિરાગમાં આવવાની પ્રેરણા કરે છે. એક બોલપેન ખૂબ ગમે પણ બીજી એનાથી સારી મળે તો પહેલી ઉપરનો રાગ ઘટે. પત્ની-પુત્ર પૈસા બધું ભલે ગમે પણ પરમાત્મા એથી વધુ જ ગમવા જોઈએ. વિરાગતા લાવો અને રાગને ઘટાડો. પદાર્થ ઉપરની પ્રીતિ પરમાત્મા ઉપર લઈ જાઓ અથવા તો આત્માના અનંત ગુણો ઉપર પ્રીતિ પ્રતિષ્ઠિત કરી દો.
ઈન્દ્રિયોની મગ્નતા તો ઘણીવાર અનુભવી હવે ઈન્દ્રિયાતીત તત્ત્વોની પાછળ મગ્નતા કેળવવાની છે. પૈસાનો રાગ ઘટાડવા દાન ઉપર રાગ વધારી દો. વાસના નથી છૂટતી તો ઉપવાસ વધારી દો. સંસારનો રાગ નથી છૂટતો તો સંયમનો રાગ વધારી દો.
પ્રભુના શાસનમાં મંઝિલ કરતા માર્ગની કિંમત વધારે છે. પાલીતાણા જવા માટે માત્ર ડગલું ઉપાડો અને અનંતા કર્મો સાફ થતા આવે.
બહાર આત્મસાધના બગાડે તેવા હજારો નિમિત્તો છે. સાધુ પડવા માંગે તો જ પડે અને તમે બચવા ધારો તો જ બચી શકો.
સાધુતામાં પતન પરાણે છે, જયારે શ્રાવકપણામાં ઉત્થાન પરાણે છે.
સરોવરમાં કાંકરી પડે તો તરત જ તળીયે બેસે પણ એના ઉઠેલા તરંગો ઘણા લાંબા ચાલે. સંસારમાં પડતીના, કલેશના નિમિત્તો જરાક જ પણ ઉદ્વેગ લાંબા સમયનો થાય છે. આંખ, કાન સાચવવાની કળા હસ્તગત થઈ જાય તો ઘણા નુકસાનોથી જાતને બચાવી શકાય.
કતૃત્વભાવ અને સ્વામિભાવ છોડી સાક્ષીભાવમાં આવવાની જરૂર છે.
ટ્રાફિક જામ થઈ ગયો હોય અને આપણે પણ ગાડી લઈને નીકળ્યા હોઈએ તો આપણે એ ટ્રાફિકથી ડિસ્ટર્બ થઈ જઈએ છીએ પણ દૂર આપણે માત્ર ફુટપાથ ઉપર ઊભા હોઈએ ને એ ટ્રાફિક જોઈએ તો વ્યથિત ન થવાય. દરેક ક્રિયામાં સાક્ષીભાવ લાવીશું તો વ્યથા, વ્યગ્રતા અને ઉગ્રતા જશે.
પ્રભુની પૂજા કરતાં જાગેલા શુભ ભાવ અને એથી પુણ્યનો બંધ થયો. પરમાત્માની જગ્યાએ ગધેડાને બેસાડીએ તો શુભ ભાવ ન જાગે માટે શુભ ભાવને જાગવા માટે પરમાત્માની મૂર્તિ કારણ છે. એનાથી બંધાયેલા પુણ્યથી
Page #85
--------------------------------------------------------------------------
________________
મળેલી લક્ષ્મીના સ્વામિ કોણ? તમે કે પરમાત્મા? જો પરમાત્મા હોય તો એ લક્ષ્મી ઉપર તમારો સ્વામિત્વ ભાવ કેમ આવે છે?
શ્રી આર્યસુહસ્તિસૂરિ મહારાજને જોઈને સંપ્રતિ રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું. વંદના કરી કહ્યું, મને જે આ રાજાપણું મળ્યું છે તે આપના કારણે. સ્વામિત્વ ભાવ હતો જ નહીં માટે રાજપાટ ગુરૂદેવના ચરણે ધરવા તૈયાર થયા.
સિદ્ધર્ષિ ગણિએ કહ્યું કે ભિખારીને પાંચ પૈસા આપવાનો શુભ ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવ ઉપર પણ પરમાત્માનો અધિકાર છે. જિંદગીમાં મેં કશું કર્યું જ નથી, દેવગુરૂ પસાથે થયું એમ જ બોલીએ છીએ.
અમે પ્રવચન આપીએ, બધા વાહવાહ કરે એ જશ અમારાથી કેમ લેવાય. અમારું કાંઈ જ નથી. ભગવાનની વાણીની ડિલીવરી અમે કરી છે. ટપાલી તમને પોસ્ટમાં ૫ લાખનો ચેક આપે. ટપાલીનું કામ શું? તમને માત્ર ડિલીવરી કરી દેવાનું. એમાં એનું પોતાનું કશું જ નહીં. આત્મા પર આવી ગયેલા અભિમાનને તોડવાનો શ્રેષ્ઠ ઉપાય છે સ્વામિત્વભાવ અને કતૃત્વભાવ કાઢી નાંખવાનો. વ્યવહારના નુકસાન કરતાય અધ્યવસાયને નુકસાન ન થાય તે સંભાળજો.
લક્ષપાક તેલના ચાર ચાર બાટલા તૂટી ગયા પણ સુલસાના ભાવ જરાય બદલાયા નહીં. ઊલટું લાભ ન મળ્યો એનું દુઃખ થયું. કપ રકાબી તૂટે એ વ્યવહારે નુકસાન છે. ગલત માન્યતા જેવી કોઈ ગરીબ સ્થિતિ નથી. માન્યતા ક્લિયર કરો, આચરણ પછી.
સત્યદર્શન કરતા સ્નેહદર્શન કરજો. સ્નેહ દર્શનમાં આત્મા મુખ્ય છે અને સત્ય દર્શનમાં પદાર્થ મુખ્ય છે.
પાપ એ પરમાત્માના વચનોનું વિસ્મરણ છે, ઉલ્લંઘન છે. સ્મરણ હોય તો ભૂલેચૂકે પાપ ન થાય. મગ્નતા લાવવામાં જે પ્રતિબંધક તત્ત્વો છે એનો સંકોચ કરો, વિષયોનો નિગ્રહ કરો - સંકોચ કરો.
ભરવાડ બીજાને આપવાના દૂધમાં પાણી નાખે તો ઈન્કમ વધે તો પણ પોતાને પીવાના દૂધમાં પાણી નાખે તો તંદુરસ્તી ઘટે. તેમ દેવ-ગુરૂધર્મ આપણા છે. તેમાં છેતરપિંડી કરીશું તો આપણું જ નુકસાન છે. સાધનામાર્ગમાં મગ્નતા લાવવી છે તો પ્રથમ બહુલતા લાવો. રોજ ૧૦ દેરાસરના દર્શન એક કલાકમાં કરો. પછી અલ્પતા લાવો. ૧ કલાકમાં માત્ર એક જ દેરાસરમાં દર્શન કરો. પછી માર્મિકતા લાવો. એક જ ભગવાન પર
= • ૬૫ •
Page #86
--------------------------------------------------------------------------
________________
દર્શન માટે એક કલાક કાઢો. ૩૪ અતિશયો, ૩૫ વાણીના ગુણો, સમવસરણ આદિનું ધ્યાન કરો એનાથી મગ્નતા આવશે. * અજ્ઞાની શું કરે છે તે મહત્ત્વનું નથી પણ જ્ઞાની શું પ્રતિભાવ આપે
છે, કેવી રીતે આપે છે એ મહત્ત્વનું છે. * ચંડકૌશિકે ડંખ માર્યો એ મહત્ત્વનું નથી પણ ભગવાને એને તાર્યો
બચાવ્યો. એ પ્રતિભાવ યાદ રાખવાનો છે. તમારા પ્રસંગે ૯૮ જણ આવ્યા, ર જણ ન આવ્યા તો તમારું રીએકશન શું? કોને યાદ રાખો? ૯૮ આવ્યા એને કે બે જણા ન આવ્યા એને? પ્રતિભાવ કેવો આપો? મગ્નતા લાવવા ભાવ અને પ્રતિભાવ ઉપર લક્ષ રાખો....
રાવણને સીતાના માલિક બનવું હતું અને એમાંથી સર્જાયું રામાયણ.. દુર્યોધનને હસ્તિનાપુરના માલિક બનવું હતું અને તેમાંથી સર્જાયું મહાભારત.. રાગ અને આસક્તિ લોભને ખેંચી આવે છે. સાવધાન!
=
•
૬
•
=
Page #87
--------------------------------------------------------------------------
________________
D
D
]
'દુઃખમાંથી મુક્તિ આપે સાક્ષીભાવ! |
હૃદય ઝુકવા તૈયાર થાય છે, બુદ્ધિ ઝઝુમવા તૈયાર થાય છે. અહંકારી દુઃખી થવા તૈયાર પણ પરાજીત થવા તૈયાર નથી.
જેણે પૂર્ણતાનું લક્ષ બનાવ્યું છે તેણે લક્ષ પૂર્ણ કરવા મગ્ન બનવું પડશે. આ હૃદય પર લાગેલા ઘટનાના ઘા'માંથી આઘાત-પ્રત્યાઘાત જન્મે છે.
ઘટનાઓ ઘા કરે છે તેનું કારણ આપણો કતભાવ છે.
જિંદગી સુધી હરામ રહ્યો તેને છેલ્લે રામ બોલો ભાઈ રામ સાંભળવું પડે છે. T સાક્ષીભાવ એ જગતના તમામ દુઃખોમાંથી મુક્ત થવાનો રાજમાર્ગ છે.
જગતમાંથી જેનો મોહ મરી જાય તે જ સાચો મુનિ થઈ શકે. કતભાવ ત્યાં દુર્ગતિ, સાક્ષીભાવ છે ત્યાં સદ્ગતિના દ્વાર ઉઘડે છે. કર્મનિર્જરા કરવી હોય તો સગવડ નહીં પણ સામેથી હસતા મુખે
અગવડ માંગો. T સમક્તિ દષ્ટિ આત્મા, જ્ઞાનમગ્ન આત્મા એટલે ટ્રાફિક પોલીસ,
સાક્ષીભાવ એ ધર્મધ્યાનનું કારણ, કતભાવ એ દુધનનું કારણ. બે દિવસના મહેમાન, ચાર દિવસ મહેરબાન અને એથી વધુ થયો
તો પછી થાય તોફાન. _ અહીં નહીં કોઈની જાન નહિ કોઈની કાણ,
તો ઓ માનવ! તું શાને માંડે મોકાણ. U રોજ નોવેલ્ટી માંગો છો, હવે સ્વભાવ નોવેલ્ટી બનાવો.
D
D
D
D D
આગમના વલોણા પછી જે નવનીત હાથમાં આવ્યું તેમાંથી રચાયેલા આ જ્ઞાનસારના મગ્નતા અષ્ટકના ત્રીજા શ્લોકમાં સાક્ષીભાવનું જ્ઞાન ભરી આત્માને પૂર્ણ બનવાની પ્રેરણાઓ આપી છે.
નાનકડી ઘટના આપણને ખંડિત બનાવી દે છે. નાની ઘટના આપણી મગ્નતા તોડી નાખે છે. આપણે વ્યથિત બની જઈએ છીએ એનું કારણ શું? આપણા દુઃખનું કારણ જગતની ઘટના નથી. ઘટનાથી દુઃખી નથી થવાતું, ધણીવાર દુર્ઘટનાઓથી ઘણાના જીવનમાં પ્રકાશ પથરાયાના દાખલા સાંભળીએ છીએ. ઘટના આપણા હૃદય પર ઘા ન કરી જાય એટલે આપણે
= • ૬૦ •
*
Page #88
--------------------------------------------------------------------------
________________
જોવાનું છે. હૃદય પર ઘટના ઘા કરે તો આઘાત લાગે, પ્રત્યાઘાત આપે. દુનિયામાં જે કાંઈ પણ થાય છે એનું કારણ? પોતાના કર્મ જ.
ઘટના ઘા કરી જાય છે કર્તાભાવને કારણે જ. બુદ્ધિથી જોઈ ઘટનાના કર્તા-ભોક્તા ન બનતા માત્ર દષ્ટ બની રહીએ. તમને સુખી દુઃખી કરનાર હું છું, તમારું કશું જ નથી ચાલતું.’ આ બધી વિચારણા કતભાવની જ છે. કતભાવમાંથી સાક્ષીભાવમાં આવી જવાથી જગતના ઘણાં દુઃખોમાંથી છૂટી જવાંશે. તમામ વ્યથા-વેદનામાંથી તરી જવાની હોડી છે સાક્ષીભાવ. મેં તો સિફ દેખનેવાલા હુંઆ દૃષ્ટાભાવ છે. માણસ મરી જાય ત્યારે એને ઉપાડીને સ્મશાને લઈ જતા માણસો રામ બોલો ભાઈ રામ બોલે છે. આખી જિંદગી હરામ રહે તેને આ જ સાંભળવું પડે ને?
એક જ રસ્તા ઉપરથી કોઈકની સ્મશાનયાત્રા ને કોઈકનો વરઘોડો નીકળ્યો છે. રસ્તા પર ઊભેલા ટ્રાફિક પોલીસને શું થાય? હરખ-શોક કશું જ નહીં. ટ્રાફિક પોલીસ પર કોઈ અસર નથી. એનું કાર્ય રસ્તો ક્લિયર કરી આપવાનો. જાન હોય કે ઠાઠડી, એ જાનના વરરાજાને પણ જુએ ને સ્મશાનયાત્રાના મડદાને પણ જુએ. બંને પ્રસંગોમાં એને માત્ર દષ્ટાભાવ સાક્ષીભાવ ધારણ કરવાનો છે. આ લગ્ન હું કરાવી આપું છું એ કર્તાભાવ છોડી દો. સમક્તિ દૃષ્ટિ આત્મા એ ટ્રાફિક પોલીસ જેવો હોય.
દિલ હોય એને ફીલ થાય, પેલા રોડ પર ઉભેલા સ્ટેટુને કાંઈ થાય?
જગતની ઘટનાને સાક્ષીભાવે જોતા શીખો. ઘટનાના કતા-ભોક્તા જે બને છે તે દુઃખી થાય છે. હું માત્ર જગતનો સાક્ષી છું. સાક્ષીભાવ આગળ વધી સમ્ય બને છે.
‘તમે સાક્ષી છો પણ મારા માટે હું કર્તા-ભોક્તા છું.” આ વાત ઉપર મયણા ટકી રહી ત્યારે તો શ્રીપાલ-રાસ રચાયો. જગતની બત્રીસીએ ગવાયેલવંચાયેલ આ રાસ પ્રસિદ્ધ છે. છેવટે વળાંક એ જ આવ્યો ને? બીજા માટે આપણે કર્તા-ભોક્તા બની શકતા નથી. ધારેલું કશું જ થતું નથી. ન ધારેલું થાય એનું નામ સંસાર, જે સાક્ષીભાવમાં ન ટકી શક્યા તો કલેશ-કંકાસમાં અટવાઈ જવાશે. “મારૂં કહેલું ન થયું આ ભાવ પણ દુઃખી બનાવે છે.
આત્મમસ્તીમાં મસ્ત બનેલા સંતને ભક્ત પૂછ્યું, “મહાત્મન્ ! કોઈ સારું બોલે, ખરાબ બોલે તમારા ચહેરા પર કશી જ અસર નથી તેનું કારણ શું?”
=
• ૬૮ •
=
Page #89
--------------------------------------------------------------------------
________________
ભાઈ! એક કામ કર. હમણાં કોઈની સ્મશાનયાત્રા જઈ રહી છે. એ મરેલા માણસને આઠ આનાનો હાર ચડાવી આવ. ગુર્વજ્ઞા પ્રમાણે હાર ચડાવી આવ્યો. સંત પાછા એને કહે છે કે હવે સ્મશાને જા. અલખ નિરંજન કહી મડદાને ૨-૪ ગાળો આપી પછી તારા પગમાંથી ચંપલ કાઢી ૨-૩ ફટકા એની કબરને ફટકારી આવ. ‘શ્રદ્ધા એ સંજીવની છે.' સંતે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કરી આવ્યો. સંતે કહ્યું હવે તું ઘરે ચાલ્યો જા. ભક્ત કહે છે મારા પ્રશ્નનો જવાબ તો આપ્યો નહીં. સંત કહે છે તે મડદાને હાર પહેરાવ્યો, એણે કાંઈ કહ્યું? તે એને ગાળ આપી - જૂતા ફટકાર્યા - કાંઈ પ્રત્યાઘાત મળ્યો? ભાઈ! જગતમાંથી જે મરી જાય છે તે જ મુનિ. મોહ જેનો મરી પરવારે ત્યારે જ મુનિપણું ઝળકી ઉઠે છે.
જે બને છે તે જોતા રહેવું. ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે અમ્પાયર ૨મે ખરો? કોઈ પણ પાર્ટી સાથે રાગ-દ્વેષ ખરો? કોઈ પણ ઘટનામાં રાગદ્વેષ ભેળવીએ છીએ ત્યારે જ કર્મ બંધનનું કારણ બને છે. કોઈ પણ ઘટનામાં રાગ-દ્વેષ કર્તા-ભોક્તાપણું આવશે તો ચક્રવર્તી બ્રહ્મદત્ત જેવી હાલત થશે. સાક્ષીભાવ સદ્ગતિના દ્વાર ઉઘાડી આપે છે. ધર્મ ધ્યાનનું કારણ બને છે. અહંકાર ગૌણ બને છે. લીંબુ અને સાકર ભેગા થાય એટલે શરબત બન્યું. તમો કહો છો કે મેં સરબત બનાવ્યું. જરાય નહિં. તમે માત્ર બે વસ્તુઓને ભેગી કરી છે. પેલા ભાઈને મેં ધંધે ચડાવ્યા ત્યારે એનું ઠેકાણું પડ્યું. આમાં અમારી પ્રેરણા કામ કરી ગઈ એટલે કામ આટલું ઝડપી અને સરસ બન્યું. આમાં છે કર્તાભાવ.
આ ભાવ દૂર કરો. માત્ર નિમિત્તને જુઓ. તો ઘમંડ નહીં જાગે. મારૂં પુણ્ય હતું માટે મને લાભ મળ્યો આ વિચારણા કેળવો. મગ્નતા સાક્ષીભાવ જનિત જોઈએ. બે દીકરા ઝઘડતા હોય, પિતાજી બેઠા હોય એ સમયે પિતા કહે ખરા કે આનો વાંક છે તો તો ઝઘડો વધે. તોફાન થયું હોય ત્યારે બોલાય નહીં. બે ની વચ્ચે થતો ઝઘડો તમારી ઉપર ઉથલી પડે. પિતા માત્ર ત્યારે એ ઝઘડાને દષ્ટાભાવે જોયા કરે. દખલગીરી ક્યારે જોખમગીરી થઈ પડે. સાંસારિક મગ્નતા જોખમી છે. સંસારમાં કદમ કદમ પર જોખમ છે. સાચવીને કદમ ભરી મંઝિલ પર પહોંચીએ.
· ૬૯ .
Page #90
--------------------------------------------------------------------------
________________
'વિકથા નહીં હવે પ્રભુ કથા.... જેનું ભોજન નીરસ, તેનું ભજન સરસ.
જેનું ભોજન સરસ, તેનું ભજન નીરસ. છે. પ્રભુ સિવાયની કથા જીવનમાં વ્યથા વધારશે.
વાસનાને જ્યાં વિરામ નથી, ત્યાં માણસને રસ ને ત્યાં થાય તે વશ... અંતે બંને પરવશ. યુગલ પ્રેમ તોડો, પ્રભુ સાથે નાતો જોડો. સંસાર સાથે નાતો છોડો ને મોહને મોડો. ભગત - ભગાડે, ગબડાવે ને તગડાવે. જીવનમાં સાધના વિના મહાન બનાતું નથી. જ્યાં સમર્પણ ત્યાં સવાલ બંધ.
જીવન જીવવાની જડીબુટ્ટી ભંડારસમા જ્ઞાનસાર ગ્રંથમાં પરમાત્મસ્વરૂપ મગ્નતાને પ્રાપ્ત કરવાનો રાહ બતાવાઈ રહ્યો છે. જે પ્રભુના સ્વરૂપમાં મસ્ત બની જાય છે તેને પૌદ્ગલિક કથાઓ નીરસ લાગે છે. પ્રભુની કથા મીઠી લાગે છે. પરમતત્ત્વ જોડે અનુસંધાન થઈ જાય તો પદાર્થ સાથેનું સંધાન અટકે. ધન-ધાન્ય-કંચન-કામિનીને તે ઈચ્છતો નથી. પ્રભુનો પ્રેમ આવે તો પુદ્ગલ પ્રેમ જાય. મોટાને પકડો તો નાના અંદર આવી જાય. પુદ્ગલ પ્રેમને આગળ જવા દેશો તો જ પ્રભુપ્રેમ પ્રગટશે. ભજનમાં રસ હોય એને ભોજન નીરસ લાગે છે. જેનું ભોજન સરસ હોય એને ભજન નીરસ લાગે છે.
દીકરા ઉપર માને સ્વાભાવિક પ્રેમ હોય. દીકરો તોફાન કરતા ઉપરથી નીચે પડી ગયો. માથું ફાટ્યું, લોહી નીકળ્યું. ડોક્ટર પાસે લઈ જાય, પાટો બંધાવે. દવા આપી. ડોક્ટર કહે કે ખટાશ બધી બંધ ને એ વખતે કેરીની સીઝન હોય. ઘરમાં આફૂસના ટોપલા હોય. ત્યારે એની મા કેરીને હાથ સુદ્ધાં લગાડે નહીં. શા માટે? દીકરો ન ખાય તે વસ્તુ માતા માટે નીરસ બની જાય. દીકરા ઉપરનો પ્રેમ પદાર્થ ઉપરની પ્રીતિ ઘટાડે છે. ખાવામાં ખાટું, મીઠું, કડવું જોઈએ અને એ ન મળે તો લાલ-લીલા-પીળા થઈ જઈએ. પ્રભુની કથા ગમી જાય એને પુદૂગુલ કથા નીરસ લાગે એક ભાઈ આવ્યા. મહારાજ જઈએ છીએ. ક્યાં? અમેરિકા. છૂટ્યા
• ૭૦ •
Page #91
--------------------------------------------------------------------------
________________
હવે. કેમ ભાઈ આવું બોલ્યા? ૧૫ દિવસ રહેવા આવ્યા પણ આ ઈન્ડિયામાં ફાવતું નથી. સેટ નથી થવાતું. ભારતમાં જ રહેનારા થોડા વર્ષો ત્યાં રહી આવે પછી કહે અહીં ફાવતું નથી. ચાલે ભારતના રોડ ઉપર અને યાદ આવે અમેરિકાના રોડની. કહે ત્યાંના રોડ કેવા ચોખ્ખા. જેને જે ગમે તેને જ ગાવાના. જ્ઞાનીઓ કહે છે પરદેશથી આવેલા ઈન્ડિયા ફાવતું નથી તેમ પ્રભુ સાથે પ્રેમ થાય અને પછી આ દુનિયામાં ફાવતું નથી.
શોભન મુનિ ગુરૂ આજ્ઞાથી વહોરવા ગયા છે. શ્લોકની રચનામાં મસ્ત છે. શ્રાવકને ઘેર જઈ ગોચરી વહોરવા પાતરો મૂકે છે. મનની વિચારધારા શ્લોકમાં જ છે. સાધુને પોતાનામાં મસ્ત જોઈ સુજ્ઞ શ્રાવકે પાતરામાં તવો મૂકી દીધો. શોભન મુનિ પાતરો ઝોળીમાં નાખી ઉપાશ્રયમાં આવ્યા. ગોચરીનો પાત્ર ગુરૂજીને બતાવે છે. અમે જે કંઈ ગોચરી વહોરીને આવીએ એ ગોચરી ગુરૂજીને બતાડવાની વિધિ જ છે. ગુરૂએ પાતરામાં તવો જોઈને કહ્યું, આ શું લઈ આવ્યા છો? પરમ તત્ત્વની કેવી મન્નતા. શોભન મુનિની મગ્નતા કેવી એટલું જ આપણે વિચારવું હતું. યુગલનો પ્રેમ આવી જાય તો મહાવીરની પછેડી પહેરનારને પણ પછાડે.
શિષ્ય વાપરવા બેઠો. એના પૂર્વે ગુરૂજી રાબડી બધી જ વાપરી ગયા. શિષ્યનું મગજ તપી ગયું. શિખર પર પહોચેલાને તળેટીમાં લઈ આવવાનું કામ આ યુગલ પ્રેમ કરે છે. રાબડીએ કેટલું જોખમ ઉભું કર્યું. ભયંકર ક્રોધ આવ્યો. એ સમયે તો ક્રોધને દબાવીને અંદરમાં રાખી દીધો. અંતરમાં ધંધવાતા દ્વેષને અટકાવશો નહિ. નહિ તો દિવસે દિવસે વધશે. ઘરના ખૂણામાં પડેલો કચરો જેમ સારો નહિ તેમ અંતરના ખૂણામાં રહેલ કચરો પણ સારો નહિ. તરત જ કાઢી નાખો. ઘરના કચરા કરતા મનનો કચરો જોખમી છે. શિષ્ય વિચારે છે કે અવસરે ગુરૂને બતાવી દઈશ. થોડા સમય પછી ગુરૂ કાળધર્મ પામે છે. પૂર્વે સાધુ-સાધ્વી કાળધર્મ પામે ત્યારે તેમના દેહને સાધુ-સાધ્વી પોતે જ જંગલમાં પરઠવી આવતા. કાયા કરે છે પણ માયા મરતી નથી. પાપ નષ્ટ થાય છે પણ એના પગલાની છાપ ભૂંસાતી નથી. પાપના સંસ્કારો તમારા જીવનમાં ચાલે છે. રાત્રિભોજન - અભક્ષ્યનું ભક્ષણ કરીને જૈનત્વના સંસ્કારો તમે ભૂંસી રહ્યા છો. પાર્લાનો એક યુવાન. નામ એનું રાજુ. પોતે સી.એ. થયો. દિલ્હીથી રાષ્ટ્રપતિનો પણ અભિનંદન પત્ર આવ્યો. કુટુંબ પરિવારમાં હર્ષોલ્લાસ પ્રગટ થયો. રાજુના લગ્નની તારીખ નક્કી થઈ. લગ્ન ગોઠવાયા. સિધ્ધચક્ર પૂજન પણ જણાવ્યું. રાજુના
Page #92
--------------------------------------------------------------------------
________________
પિતાએ પોતાના દીકરાના રીસેપ્શનના કાર્ડ પણ છપાવ્યા. રાતના ૮થી ૧૦ જમવાનું ગોઠવ્યું. રાજુએ કાર્ડ જોઈ પિતાજીને કહી દીધું, રીસેપ્શન રાતના નહીં ગોઠવાય. ૫૦૦ જેટલા વી.આઈ.પી. માણસો આવશે માટે આ ફંકશન રાતના જ શોભે. રાજુએ કહ્યું કે જો તમે રાતના જ ફંકશન રાખવાના હો તો મારે પરણવું જ નથી. બેટા, આપણા મોભાના હિસાબે આ બરાબર ગોઠવ્યું છે. રાજુના જીવનમાં જૈનત્વનો સ્પર્શ હતો. પ્રભુની આજ્ઞા સમાન તિલકનું હું અપમાન તો નહીં જ કરૂં. રાજુએ લગ્નનો કાર્યક્રમ બપોરના ગોઠવ્યો. બધાને આમંત્રણ કાર્ડ મોકલાવ્યા. જૈનત્વની ખુમારીથી ગોઠવાયેલા ફંકશનમાં બપોરના પણ સંપૂર્ણ હાજરી રહી.
પ્રેમથી બધા બપોરના જમ્યા. પિતાએ પુત્રને ધન્યવાદ આપ્યા. આવા રાજુઓનાં દર્શન કરજો. જીવનમાં પરિવર્તન લાવીને દીકરાએ પિતાને ધર્મ પમાડ્યો. તમને જ પ્રવચનમાંથી કાંઈ બોધ ન થતો હોય તો દીકરાઓને મોકલાવજો. એ તમને ધર્મ પમાડશે. ખરેખર! તમે સાચા જૈન છો કે નહિ તેનું ચેક-અપ કરાવજો.
એક શેઠે નિયમ લીધો. ક્યારેય પણ જુઠું ન બોલવું. શેઠ ઘેર ગયા. એક ભાઈ શેઠ પાસે ઉઘરાણી કરવા આવ્યા. શેઠ ઘરે છે? શેઠ શેઠાણીને કહ્યું – કહી દે શેઠ ઘરે નથી. શેઠાણીએ કહ્યું કે તમારે તો જુઠું ન બોલવાનો નિયમ છે ને? ત્યારે શેઠે ઉત્તર આપ્યો - એટલે જ તને કહું છું કે તું કહી દે.
આત્મછલનાઓ, દાંભિક વૃત્તિઓ આપણને ક્યાં નાંખશે એની ખબર નથી.
ગુરૂના દેહને વગડામાં મૂકી આવ્યા પછી શિષ્ય નજર ચૂકવી પાછો વગડામાં ગયો. પ્રાણવિહોણા દેહને પકડી મોટું ખોલે છે. હાથમાં પથ્થર લઈને કહે છે તમારી દાઢ દુઃખતી હતી એટલે રાબડી પી ગયા, ત્યારથી તમારી દાઢ મને ખૂંચતી હતી. લ્યો, આજે મને શાંતિ થશે. આમ કહી પથ્થરથી દાઢ તોડી નાખી. જીવનમાં જેટલા પાપ થાય છે એ બધા પાપના મૂળમાં પુદ્ગલ પ્રેમ છે. નયનાબેનને જેટલા ટી.વી.માં મગ્ન બનાવ્યા એટલા પ્રભુના દર્શનમાં મગ્ન બનાવો. પ્રભુનો પ્રેમી મુક્તિનો પ્રેમી બને છે.
પરમ તત્ત્વોમાં સમર્પણ આવતા અનેક સવાલો બંધ થઈ જશે. મૃગાવતીજી પ્રભુની દેશના સાંભળી ઉપાશ્રયમાં આવ્યા. એમના ગુરૂણી ચંદનબાળાએ કહ્યું, “તમારા જેવા કુલીનને આસૂરીવેળાએ આવવું શોભતું નથી.' મૃગાવતીજીએ ત્યારે શું પ્રતિધ્વનિ આપ્યો? તમે આવ્યા ત્યારે મને
–
• ૦૨ •
Page #93
--------------------------------------------------------------------------
________________
પણ કહ્યું હોત તો ભૂલ તમારી છે? આવું કશું જ બોલ્યા નથી. સમર્પણ જુદી ચીજ છે. સ્નેહના સંબંધ જુદા અને સ્વાર્થના સંબંધ જુદા. મૃગાવતીજી બે હાથ જોડી મિચ્છામિ દુક્કડમ્' આટલું જ બોલ્યા. આવા દૃષ્ટાંતો અવસરે યાદ કરીએ તો જીવતા આવડી જાય. મૃગાવતીજી અંધારામાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા. મારા ગુરૂણીને આટલું બોલવું પડ્યું એ દુઃખ હૃદયમાં વ્યાપી ગયું.
મોટા જ્યારે ગુસ્સામાં આવે ત્યારે શું કરવું? મૌન રહેવું.
તમે બધા જ્ઞાનભંડાર છો હવે ગુણભંડાર બની જાઓ. હાથ જોડી ઊભા રહો. અંજલી એ ક્રોધ ઉપર પાણી છાંટવાનું કામ કરે છે.
જેવા સાથે તેવા બનીએ તો કશું ન વળે. વલોપાત એ મુક્તિનું પ્રવેશદ્વાર છે.
વડીલો સામે સામનો, સંઘર્ષ ન હોય, સમર્પણ હોય. સમર્પણ સહનશક્તિ આપે છે. સમર્પણ એ નમ્રતાનું પ્રતિક છે.
નમ્ર બનીને, સહુના દિલ જીતીએ. વિકથામાંથી પ્રભુકથામાં ચિત્તને જોડીએ...
આપણા જીવનને સલામત રાખવા સહુને સાચવી લેતા શીખો...
સહુને અપનાવી લેતા શીખો...
સામાને બચાવી લેતા શીખો.
અન્યને આવકારતા શીખી જાઓ. નાનકડી જીંદગીમાં પ્રસન્નતા પાંગરી ઉઠશે...
દયા ખીલી ઉઠશે... પ્રેમ ઝુમી ઉઠશે..
• ૭૩ •
Page #94
--------------------------------------------------------------------------
________________
✩
✩
✩
જીવદયા સાથે જીભયા પાળો....
સંસારના સંબંધોમાં કમળની જેમ નિર્લેપતા લાવો.
જગતના ધિક્કારથી ક્રોધ આવશે જ્યારે જાતના ધિક્કારથી બોધ આવશે.
કસોટીથી સોનું પરખાય, જીભથી માણસ પરખાય.
જીવદયા સાથે જીભઠયા પાળો.
સપાટી જોઈને કોઈના દ્વેષી બની જવાય પણ તળીયું જોવાથી ગુણાનુરાગી બની જવાય.
જ્ઞાનમગ્ન આત્મા એટલે ઓલપ્રુફ આત્મા.
જ્ઞાનસાર ગ્રંથ અનેક સમસ્યાઓનું સમાધાન કરાવી જ્ઞાનદૃષ્ટિ ખોલી આપે છે. ‘મગ્નતા’ના ૫/૬ શ્લોકની અંદર સાધુનો પર્યાયની વૃદ્ધિ સાથે આંતર ૫રીણતિનું વર્ણન કરી રહ્યા છે. પર્યાયની વૃદ્ધિ સાથે આનંદની વૃદ્ધિ થવી જ જોઈએ. ભગવતી સૂત્રની અંદર ભગવાન મહાવીર સ્વામી ૧૪માં શતકની અંદર સાધુતાના આનંદનું વર્ણન કરી રહ્યા છે. પર્યાય વધે તેમ આંતરપરીક્ષતિમાં આનંદની વૃદ્ધિ થવી જોઈએ. પર્યાય એટલે આનંદના વ.
અહીં તેજોલેશ્યાની વાત જણાવે છે.
તેજોલેશ્યાના ત્રણ અર્થો કરે છે : (૧) આંતરિક આનંદ, (૨) આત્મિક શક્તિ, (૩) આત્માનો વિશેષ પરિણામ તે અધ્યવસાય.
આત્મિક આનંદના રસ ઉલ્લાસ દિવસે દિવસે વધતા જાય. પર્યાયનો ૧ માસ પૂર્ણ થાય. વૈમાનિક જેવું સુખ પામે, છ મહિનાનો પર્યાય થાય ત્યાં સૌધર્મ દેવલોકના સુખથી એનું સુખ વધી જાય. ૧૦ મહિનાના પર્યાયમાં આણત-પ્રાણત કરતાંય એનું સુખ વધી જાય. ૧૨ મહિના થાય ત્યાં અનુત્તરવાસી દેવલોકથીય એનું સુખ ચડી જાય. અનુત્તરવાસીઓના આનંદને પણ નિરૂત્તર કરી દે. જે મહાત્માને કંચન-કામિની પથ્થર સમાન છે એને ચિંતા શું? દુનિયાના સમ્રાટ કે ઈન્દ્ર પાસે ન હોય એવું સુખ હોય. સાધુને કલ્પનાતીત સુખ હોય. પોતાની ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કરે છે. વિષયોથી પાછી વાળી હોય છે અને મનને આત્માની અંદર સ્થાપ્યો હોવાથી ચામડી-સ્પર્શ, જીભ-રસ, નાક-ગંધ, કર્ણ-શબ્દ, નયન-દર્શનના કોઈપણ પુદ્ગલ વિષયમાં
૪
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્ત ન થાય. વિષય સુખથી નિવૃત્ત થાય એ આત્મતત્ત્વમાં પ્રવૃત્ત થાય.
એક સંત રસ્તા પરથી જતા હતા. પાછળથી એમની સંન્યાસિની બનેલી પત્ની આવતી હતી. સંતે રસ્તામાં ચાલતા સોનામહોર અને હીરાની વીંટી જોઈ. સંત વિચારે છે કે પાછળ સંન્યાસિની છે, તે આ વસ્તુઓથી મોહાઈ જશે. તેથી સંતે પગથી ધૂળ વડે સોનામહોર અને હીરાની વીંટી ઢાંકી દીધી. સંતને કાંઈક કરતા જોઈ સંન્યાસિનીએ સંતને પૂછ્યું - તમે શું કરતા હતા? કાંઈ નહી. અતિ આગ્રહ કરતા સંતે હકીકત કહી. ત્યારે સંન્યાસિની કહે છે કે, તમને હજી ધૂળમાં અને સોનામહોરમાં ફરક દેખાય છે પણ મને ધૂળમાં અને સોનામહોરમાં કશો ફરક દેખાતો નથી. સોનામહોર જ ધૂળ છે. તમે તો ધૂળ ઉપર ધૂળ નાંખી છે. પુદ્ગલ માટે જેની પ્રીતિ છૂટી ગઈ હોય એના માટે જ આવી વિચારણા શક્ય છે.
પુદ્ગલનો પ્રેમી શરીર અને સંસારનો પ્રેમી બને છે. પ્રભુ વીરના શરીર ઉપર કીડીઓ કાણાં પાડે છતાં કશું જ નહિ અને તમે શરીરથી અલગ રહેતા કપડાં ઉપર ડાઘ પડે તો પણ રાગ-દ્વેષમાં અટવાઈ જાઓ છો!
ઘરમાં હજાર રૂપિયાનું ફેન્સી ઝુમ્મર વહુના હાથે તૂટી ગયું. બેટા! વાગ્યું તો નથી ને? આ બે મીઠા શબ્દથી પુદ્ગલ તૂટ્યું છતાં આપસમાં પ્રેમ વધ્યો. પાંચ રૂા.નો ગ્લાસ તૂટી ગયો. તરત જ બોલી ઉઠે કે તારા હાથ ભાંગી ગયા છે? આટલુંય ઊંચકાતું નથી. પ્રેમ વધ્યો કે ઘટ્યો?
જીવદયા તો પાળો છો હવે જીભદયા પણ પાળો.
કપમાં ચા ગરમ હોય તો રકાબીમાં કઢાય, પછી ફૂંક મરાય, પછી પીવાય. સીધી જ પીવા જાવ તો? ક્યારેક શેઠ ગરમ થઈ જાય તો સીધું માં લગાવાય જ નહીં. મીઠા વચનોથી ફૂંક મારજો પછી એમની સાથે બોલજો. અરસપરસ આનંદ પેદા થશે.
જ્ઞાનીઓ એક જ વાત સ્પષ્ટ કરી રહ્યા છે. પુદ્ગલ સાથે માત્ર સંપર્ક એની સાથે સંબંધ જોડાયો તો ખલાસ. આવશ્યક્તા સુધી વાંધો નહિ પણ એ જ જયારે ઈચ્છા અને લાલચની પાછળ દોડે એટલે જ વિસંવાદ સર્જાય છે. પુદ્ગલ પ્રીતિ શરીર માટે ઝેર છે. ઝેર જેમ શ્વાસોચ્છવાસનો અંત કરી દે છે તેમ પુદ્ગલ વૈરાગ્યરૂપી શ્વાસોચ્છવાસનો અંત લાવે છે.
પરભાવની અંદર હું કર્તા કે ભોક્તા નથી. કર્તા-ભોક્તા માત્ર જાત માટે જ છીએ. સ્વમાં આધીન પણ પરમાં પરાધીન. પરમાં સાક્ષીભાવ ધારણ કરે અને સ્વમાં કત-ભોક્તાનો ભાવ અપનાવે તો એ પરમ સુખ મનથી અનુભવે.
= ૦ ૦૫ .
Page #96
--------------------------------------------------------------------------
________________
આવેશ અને અહંકારને દૂર કરવા માટે પરભાવમાં સાક્ષીભાવ કેળવવાની ખૂબ જરૂર છે.
- સાધુનો આનંદ અનુત્તરને પણ નિરૂત્તર બનાવી દે. ૧૨ મહિના, ૬ મહિના, ૧ મહિનો કે ૧ કલાક પણ જો મન-વચન-કાયાથી સ્થિરતાપૂર્વક આરાધના થઈ જાય તો કામ થઈ જાય. સાધુ ભગવંતના શુદ્ધ સંયમની અનુમોદના કરનાર પણ તરી જાય. (ઈલાચીપુત્ર)
વાંસ ઉપર નાચી રહેલ ઈલાચી વિચારે છે કે જો રાજા રીઝે તો ધન મળે અને ધન મળે તો નટકન્યા મળી જાય. શરીર સાથે પથ્થર બાંધનારો સમુદ્રમાં કદાચ તરી જાય પણ વાસના સાથે મન બાંધનારો તો જરૂર ડૂબી જાય. ઈલાચી નાચ કરે છે પણ રાજા રીઝતો નથી. રાજા ખુદ નટડીમાં મોહાયો છે. ઈલાચી સામે ઝરૂખામાં જુએ છે. એક રૂપવતી કન્યા લાડુનો થાળ લઈને ઊભી છે પણ વહોરવા આવનાર મુનિ ઊંચી આંખ કરીને જોતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે વાછરડાની જેમ ગોચરી વહોરવી. વાછરડું ઘાસ નાંખનાર કોણ છે એ જોતું નથી, ફક્ત ઘાસ જુએ છે. તેમ સાધુ પણ ગોચરી વહોરાવનાર કોણ છે તે ન જુએ, ન વિચારે. તેથી આપનાર પ્રત્યે રાગવૈષ થાય નહિ. આ સાધુ ભગવંત રૂપવતી કન્યા સામે હોવા છતાં પણ નજર પણ નાંખતા નથી અને હું? ધિક્કાર છે મને, મા-બાપની ખાનદાની છોડી એક નટડીની પાછળ પાગલ બની લોકોની સામે નાચી રહ્યો છું. ને ઈલાચીકુમારને નાચતા નાચતા દોરડા ઉપર જ કેવળજ્ઞાન થયું. પ્રભાવ - સાધુ ભગવંતના દર્શન.
જગતના ધિક્કારથી ક્રોધ આવશે. જાતના ધિક્કારથી બોધ આવશે. જ્ઞાનમગ્ન સાધુ માટે કોઈ ઉપમા નથી. ચંદનનો લેપ કરીને જે ઠંડક થાય એના કરતા અધિક ઠંડક જ્ઞાનની મગ્નતામાં હોય છે.
સોનું કેવું? દૂધ કેવું? કહી શકાય પણ મગ્નતાનું સુખ કેવું? કહી ન શકાય.
સજ્જન બાતા જ્ઞાનકી, પરમુખ કહી ન જાય, મુંગે કો સપનો ભયો, સમજ સમજ મલકાય.
જ્ઞાનમગ્ન આત્માની સરખામણી ન થાય. એડિસને બલ્બની શોધ કરી. ૩૬,૦૦૦ બલ્બ તોડ્યા પછી વીજળીનો પ્રકાશ જગતને મળ્યો. દીવા પ્રગટ્યા ત્યારે લોકોએ વિચાર્યું કે દેવ પ્રગટ થયા છે. એડિસનને બલ્બ કેટલા ગયા એનો ખ્યાલ ન હતો એ મહેચ્છામાં ડૂબી ગયેલો. રેડિયમની પાછળ
- • • •
Page #97
--------------------------------------------------------------------------
________________
પાગલ બનેલી મેડમ ક્યૂરી માલ મિલ્કતથી દૂર થઈ ગયેલી.
એકાગ્રતા સપાટી છે, મગ્નતા એ ઊંડાણ છે. આમ તો બગલો પણ એકાગ્ર થાય છે. સ્કુલમાં વાર્તા આવતી.
એક પાંવ સે ધ્યાન લગાકે, બગલા હમકો દેતા જ્ઞાન, મેરી તરહ છોટે બચ્ચો, પઢનેમેં રખો તુમ ધ્યાન મહેચ્છા, મસ્તી, એકાગ્રતા, મગ્નતા બધું જુદું છે.
એકાગ્રતા માટે આંખનું કામ છે, મસ્તી માટે મનનું કામ છે અને મગ્નતા માટે આત્માનું કામ છે.
- C 22
બીજાના દુઃખે દુઃખી થાય એનું નામ દયા અને બીજાના સુખે સુખી
થાય એનું નામ છે પ્રેમ. દયા વિના જો ધર્મમાં પ્રવેશ નથી તો પ્રેમ વિના ધર્મમાં સ્થિરતા
નથી.
કદાચ શક્તિ – સામગ્રી સંયોગનો અભાવ હોઈ શકે પણ હૃદય તો
સંવેદનશીલ બનાવતા જ રહેજો . દયા વિના જીવનની ઈમારત ધરાશાયી બની જશે.
આત્મનિરીક્ષણ કરજો . આપણી આંતરિક સ્થિતિ કેવી છે? લાગણીતંત્ર મૂચ્છિત તો નથી થયું ને?
Page #98
--------------------------------------------------------------------------
________________
કાચતા ચશ્મા તહિ, હવે પ્રેમતા ચશ્મા...
જેની આંખમાંથી કરૂણા વરસતી હોય, જેની જીભ ઉપર અમૃતની મીઠાશ હોય તેવા આત્મા જ્ઞાનધ્યાનમાં મસ્ત યોગી છે.
જે નયણે કરૂણા તરછોડી, તેની કિંમત ફૂટી કોડી.
દયા ધર્મ એ તો નદી છે, બીજા ધર્મો તો એના કિનારે ઉગેલા અંકુરો છે. આંખની મીઠાશ કરૂણા અને વાત્સલ્ય
વચનની મીઠાશ બધાને ગમે તેવું વચન
વર્તનની મીઠાશ કોઈને દુઃખ ન થાય તેવો આચાર.
કલેશ અને કંકાશ એ જીવનની મજા નથી એ તો ઊભી કરેલી સજા છે. કાચના ચશ્મા તો ઘણા પહેર્યા, હવે પ્રેમના ચશ્મા આંખો પર ચડાવી તો જુઓ.
જ્યાં પ્રેમ ઓછો થાય છે ત્યાં વહેમ પ્રગટ થાય છે.
વર્તુળ વગરની વિરાટ ભાવના એનું નામ મૈત્રીભાવના.
વયણ અને નયન માણસની પાત્રતા નક્કી કરી આપે છે. બીજા તમારાથી ખેંચાઈને આવે તો સમજજો કે તમારી આંખમાં પ્રેમનો સાગર છલકે છે.
જ્ઞાનસારના માધ્યમથી જીવનમાં ગુણવૈભવ છલકાવી દેવાની મસ્ત પ્રેરણા રેલાવી રહેલા ઉપાધ્યાયજી મહારાજ મગ્નતાના અષ્ટકની પૂર્ણાહૂતિ કરતા કહી રહ્યા છે કે જેની આંખમાંથી કરૂણા વરસતી હોય, જેની જીભ ઉપર અમૃતની મીઠાશ હોય તે મહાત્મા જ્ઞાનધ્યાનમાં મગ્ન યોગી છે. એવા મહાત્માને મારા અંતરથી નમસ્કાર હો. જ્ઞાનમગ્ન યોગીને ઓળખવાનું મેપ લક્ષણ ચિત્રણ આ છે. ધ્યાનયોગીની આ નિશાની છે. આંખમાં કરૂણા અને વચનમાં મીઠાશ... પાલનપુરના કવિએ સરસ લખ્યું છે કે જે નયણે કરૂણા તરછોડી એની કિંમત ફૂટી કોડી જ સમજવી.
સંત તુલસીદાસે પણ કહ્યું છે દયા ધર્મકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમે પ્રાણ. દયા ધર્મ એ તો નદી છે. બીજા ધર્મો તો એના કિનારે ઉગેલા અંકુરો છે. દયા પાણી
• ૭૮ .
Page #99
--------------------------------------------------------------------------
________________
છે, પ્રાણવાયુ છે. પહેલાના કાળમાં મહાત્માઓ જંગલમાં ધ્યાન – જ્ઞાનમાં મગ્ન બનતા ત્યારે પશુપંખીઓ એમની બાજુમાં આવીને બેસી જતા. હરણાઓ, સિંહ, સર્પ પણ એમની છાયામાં રહેવા આવે. તમારી આંખમાં કરૂણા છે કે નહીં? જંગલના હરણિયાઓને આવવાની જરૂર નથી પણ કુટુંબના સભ્યો જો તમારી સાથે જોડાયેલા રહેતા હોય તો સમજજો કે આંખે કરૂણાનું ઝરણું વહે છે.
આંખે કરૂણા ક્યારે આવે? કાળજે મૈત્રી આવે ત્યારે.
નિરાકાર અહિંસાનું સ્વરૂપ એનું નામ પરમાત્મા. મહાવીરના સમવસરણમાં વેર-ઝેર સહુ છોડી આવે. આપણા સાન્નિધ્યમાં વેર-ઝેર ન થાય તેની તકેદારી રાખજો. આપણી આંખ ફરે અને કોઈ જે એ જીવનની મજા નથી પરંતુ આપણી આંખ જુએ ને કોઈ પગ પૂજે એ જિંદગીની મજા છે. કલેશ અને કંકાશ એ તો ઊભી કરેલી સજા છે. આપણી આંખેથી કરૂણા વરસતી હોય તો લોકો સામેથી મળવા આવે. મૈત્રીથી કરૂણા પ્રગટે છે.
એક આચાર્ય ભગવંત સંસારી અવસ્થામાં ક્રોડપતિના દીકરા હતા. ગાયકવાડની હાથીની સવારી નીકળે ત્યારે હાથી પર બેસવાનો લાભ એમના પરિવારને મળતો એવી એમની ખાનદાની હતી. આઠમ-પાંખીના દિવસે ઉપાશ્રયે જઈને પૌષધ કરતા. રાત પડે બધા સાધર્મિકો સંથારી જાય ત્યારે આ શ્રીમંત યુવાન બધાની પાસે જઈ બધાના પગ દબાવે. સાધર્મિક જાગી જાય - ભાઈ તમે? ઘરનો નોકર પણ પૌષધ કરે તો એના પણ પગ દબાવે. શેઠ, આ શું કરો છો? આજે હું તમારા માટે શેઠ નથી પણ તમે મારા સાધર્મિક છો. સાધર્મિકો પ્રત્યે અંતરમાં કેટલો પ્રેમ.
આંખમાં કેવી કરૂણા? વચનમાં કેવી મીઠાશ? આ બધું મૈત્રીથી મળે છે. જ્યાં પ્રેમ ઓછો થયો કે ત્યાં વહેમ પ્રગટ થાય છે. આંખોમાં એવું ચુંબકીય તત્ત્વ છે કે બધાને જોડીને રાખે છે. યોગી કદાચ ન બની શકાય તો ભોગી રહીને યોગી જેવી દષ્ટિ કેળવજો. અત્યાર સુધી સ્વાર્થની પરીધિ ઉપર આપણો વ્યવહાર રચાલયો, હવે નિઃસ્વાર્થ મૈત્રીથી અંતરને છલોછલ ભરી દઈએ.
રસ્તા ઉપરથી કુંભારની છોકરી જઈ રહી હતી. ગધેડો ચાલતા ચાલતા રસ્તામાં ઊભો રહી ગયો. છોકરી પાછી વળી ગધેડાને કહેવા લાગી – હાલ ભાઈ હાલ, મોડું થાય છે. બાજુમાં એક શ્રીમંત છોકરો ઊભો હતો. છોકરીની વાત સાંભળી હસવા લાગ્યો. એણે છોકરીને પૂછ્યું - તું આ
= ૦૯ •
Page #100
--------------------------------------------------------------------------
________________
ગધેડાને ભાઈ શા માટે કહે છે? છોકરી બોલી, એનું એક કારણ છે. આખો દિવસ માટલાનો ધંધો કરતા ૫૦ માણસો સાથે રકઝક કરવી પડે છે. એક માટલું લેવા માટે ૨૫ માટલાને ટકોરા મારે. ક્યારેક તો ફક્ત ટકોરા મારીને ચાલતા થઈ જાય. એ સમયે જો વાણી સારી ન હોય તો ઘરાક પાછા ચાલ્યા જાય. એટલે જ ગધેડાને ભાઈ કહી બોલાવું છું. ગધેડાને ગધેડો કહું અને એ પ્રયોગ વ્યવહારમાં પણ થઈ જાય તો મારો ધંધો બંધ થઈ જાય.
પ્રયોજન ભલે એક હોય પણ એ શબ્દોની કળા તો શીખવી જ રહી. સોયથી કામ થતું હોય ત્યાં તલવાર ઉપાડનાર, શબ્દથી કામ થતું હોય ત્યાં હાથ ઉપાડનાર, પ્રેમથી કામ થતું હોય ત્યાં ક્રોધ કરનાર માણસ ગાંડો છે. અંતરમાં મૈત્રી હોય એ જ કરૂણા કરી શકે.
રામમૂર્તિની માએ લાકડા કાપી લાવવા જણાવતા રામમૂર્તિ લાકડા લાવ્યા વિના પાછા આવ્યા. લંગડાતા પગે આવતા જોઈ મા દોડતી સામે ગઈ. બેટા આ શું? તારા પગમાંથી લોહી નીકળે છે. પુત્ર જવાબ આપે છે, મા, વાગ્યું નથી પણ વગાડ્યું છે. ઝાડ પર કુહાડી મારતા વિચાર આવ્યો એને કેવી પીડા થતી હશે? એનો અનુભવ કરવા મારા પગ પર કુહાડીનો ઘા કર્યો.
અંતરમાં મૈત્રી પ્રગટે તો કરૂણા નયણે ઉભરાય.
ચારેય ભાવનાની શરૂઆત થાય છે મૈત્રીભાવનાથી. ત્રણેય ભાવનાના ઊંડાણમાં છે મૈત્રી. કરૂણા-પ્રમોદ અને માધ્યસ્થ ભાવના લિમીટમાં છે. જ્યારે વિરાટ ભાવના તો છે મૈત્રી. પ્રમોદભાવના ગુણીજનો માટે છે. કરૂણા દુ:ખીજનો માટે છે. માધ્યસ્થ ધર્મ વિહોણા માટે છે. પરંતુ મૈત્રી ભાવના સકલ વિશ્વના જીવો માટે છે. મૈત્રીની કુખમાંથી જ કરૂણા જન્મે છે. મૈત્રીની કુખ જ વાંઝણી હશે તો કરૂણા ક્યાંથી જન્મશે?
ક્રોધની અભિવ્યક્તિ કાં વચનથી કાં નયનથી થાય છે. પણ નયન કરૂણાપૂર્ણ અને વચન વાત્સલ્યપૂર્ણ બનાવી દઈએ તો કલેશ કે આવેશનું પ્રગટીકરણ નહીં થાય. હૃદયમાં પ્રેમ ઉભરાય તો આપોઆપ કરૂણા પ્રગટે. રાખ પાણીમાં પડે, દૂધ સાકરમાં મળે અને નદી સાગરમાં ભળે... આ ત્રણમાંથી આપણી સાધના કઈ ચાલે છે? પડવાની, મળવાની કે ભળવાની?
ચારિત્ર અને શાસન કોને મળે? ત્રણ ત્રયી હોય ત્યારે...
(૧) તત્ત્વત્રયી - તેમાં પ્રથમ સ્થાને રહેલ દેવ તત્ત્વની ઉપેક્ષા કરે એ શાસન પામી શકતો નથી. (૨) રત્નત્રયી
તેમાં પ્રથમ સ્થાને રહેલ
८० •
-
Page #101
--------------------------------------------------------------------------
________________
સમ્યગદર્શનની ઉપેક્ષા કરે એ ધર્મ પામી શકતો નથી. (૩) યોગયી - તેમાં પ્રથમ સ્થાને રહેલ મનોયોગનો દુરૂપયોગ કરે એ સમાધિ ટકાવી શકતો નથી.
જ્ઞાનસારમાં જ્ઞાની મહાપુરૂષો વિષયમાંથી વૈરાગ્ય તરફ આત્માની ગતિ-પ્રગતિ કરાવી રહ્યા છે.
પિંગલા રાણીએ અમરફળ મહાવતને આપ્યું ત્યારે મહાવત વિચારે છે આ અમરફળ વેશ્યાને આપું તો સારું થશે. મૂર્ખ જેવું આચરણ કરાવે તે વાસના. ખાનદાનને તુચ્છ જેવું આચરણ કરાવે તે વાસના. મહાવરે અમરફળ વેશ્યાને આપ્યું. આ ફળ તું ખાઈ લે, અમર બની જઈશ. આ ફળ તમે જ ખાઈ લો. મને તારા વગર નહીં ચાલે માટે આ ફળ તને આપું છું.
આના વગર મને નહીં ચાલે તે રાગ, બધા વગર ચાલે - બધા વગર ફાવે તે વૈરાગ્ય.
વેશ્યા ફળ ખાવાનો વિચાર કરતા પોતાના મનને કહે છે - હું અમર બનીશ એ વાત સાચી પણ હું અમર બનીને શું કરીશ? ઉકરડે બેઠેલી એક વેશ્યાનો વિચાર કેવો? વ્યક્તિ વિચારોથી આગળ વધે છે. અમર બની જિદગીભર પાપો જ કરવાના. પાપથી વધુ ભારે બનીશ. એના કરતા કોઈક ધર્માત્માને આ ફળ આપું. આખા નગરનો રાજા જ સૌથી વધુ ધર્માત્મા છે. ફળ લઈને રાજાને કહે છે આપને આ ફળ ભેટ દેવા આવી છું.
માણસ વાણીથી મપાય. સોનું કસોટીથી પરખાય. ફળ જોઈ રાજા વિચારે છે કે મારાથી શરૂ થયેલું રાઉન્ડ ફરી પાછું મારી પાસે આવ્યું.
વિષયની વાસના છૂટે તો આત્મઘર તરફ પગલા પડે.
અનંત સંસાર પરિભ્રમણમાં આપણે એક જ કામ કર્યું છે.
એ છે દોષો સેવવાનું અને દોષો જોવાનું.
:
- ૮૧ •
Page #102
--------------------------------------------------------------------------
________________
स्थिरताष्टकम्
वत्स! किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि ।
निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ||१|| (૨) વ7-હે વત્સ! વર્ઝનસ્વીત્ત :- ચંચલ અંતઃ કરણવાળો પ્રીન્દી પ્રીન્દી-ભમી ભમીને જિ-કેમ વિષીસિ?-ખેદ પામે છે? સ્થિરતા-સ્થિરપણું સ્વસન્નિધૌ-પોતાની પાસે ઇવ-જ નિધિ-નિધાનને રષ્યિતિ-બતાવશે. (૧) હે વત્સ! તું ચંચલ ચિત્તવાળો બની સુખ માટે પૌલિક વસ્તુઓને મેળવવા જયાં ત્યાં ભટકી ભટકીને ખેદ પામે છે. પૌલિક વસ્તુઓ મળતી નથી તો તું દીન બનવાથી વિષાદ પામે છે જ, પરંતુ પૌલિક વસ્તુઓ મળવા છતાં અતૃપ્તિ અને ઈર્ષાથી વિષાદ પામે છે. માટે તું આત્મામાં સ્થિર થા. આત્મામાં સ્થિરતા તારી પાસે જ રહેલી અનંત જ્ઞાનાદિ ગુણો રૂપ સંપત્તિનું નિધાન બતાવશે.
ज्ञानदुग्धं विनश्येत, लोभविक्षोभूक्र्चकै : ।
अम्लद्रव्यादिवास्थैर्यादिति, मत्वा स्थिरो भव ||२|| (૨) ગનંદ્રા-ખાટા પદાર્થના રૂવ- જેવી શૈર્ચા-અસ્થિરતાથી નોવિક્ષો મજૂર્વ :- લોભનો વિકારરૂપ કૂચડા થવાથી જ્ઞાન,ધં-જ્ઞાનરૂપ દૂધ વિનયેત-બગડી જાય ત-એમ મત્વા-જાણીને સ્થિર:-સ્થિર નવ-થા. (૨) અસ્થિરતારૂપ ખાટા પદાર્થથી લોભના વિકાર રૂપ કૂચા થવાથી જ્ઞાન રૂ૫ દૂધ બગડી જાય છે એમ જાણીને સ્થિર થા.
રિચરે હૃદયે વિત્રા, વાત્રાવારપાપના | पुंञ्चल्या इव कल्याण कारिणी न प्रकीर्तिता ||३|| (૨) હૃ-ચિત્તસ્થિરે અસ્થિર હોય તો ચિત્ર-વિવિધ પ્રકારે
Page #103
--------------------------------------------------------------------------
________________
વાક્નેત્રાળાોપના-વાણી નેત્ર અને આકારનું સંગોપન કરવું (તે)પુંશ્ચત્યા-કુલટા સ્ત્રીની વ-જેમસ્ત્યાળ રિળી-કલ્યાણ કરનાર પ્રીતિતા-કહેલ 7-નથી. (૩) ચિત્ત અસ્થિર હોય તો, એટલે કે સુખબુદ્ધિથી પૌદ્ગલિક પદાર્થોમાં ભટકતું હોય તો વિચિત્ર વાણી, નેત્ર અને આકૃતિ-વેષાદિની સંગોપના (અંદરની લાલસાને છુપાવવાની ક્રિયા) અસતી સ્ત્રીની જેમ કલ્યાણ કરનારી કહી નથી.
જેમ અસતી સ્ત્રીની દેખાવથી થતી પ્રતિભક્તિ આદિ ક્રિયા દુષ્ટ આશય હોવાથી કલ્યાણ કરનારી બનતી નથી, તેમ પૌદ્ગલિક આશંસાથી થતી દ્રવ્ય ધર્મક્રિયા કલ્યાણ કરનારી બનતી નથી. (કેવળ પૌદ્ગલિક તીવ્ર આશંસાથી થતી ધર્મક્રિયા કપટક્રિયા છે.)
अन्तर्गतं महाशल्य-मस्थैर्य यदि नोद्धृतम् । क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छ तः ॥४॥
(૪) વિ-જો અન્તર્પતા-અંદર રહેલું મહાશત્યમ્-મહાન શલ્યરૂપ અથૈર્યુંઅસ્થિરપણું ધૃત-દૂર કર્યું ન-નથી તવા-તો શુળ-ફાયદો ઞયચ્છત:-નહિ આપનાર યિા-ગૌષધસ્ય-ક્રિયારૂપ ઔષધનો :-શો દ્દોષ:-દોષ? (૪) જો અંતરમાંથી મહાશલ્ય રૂપ અસ્થિરતા દૂર ન કરવામાં આવે તો ગુણ નહિ કરનાર ધર્મક્રિયા રૂપ ઔષધનો શો દોષ?
શરીરમાં શલ્ય રહેલું હોય તો સારી પણ દવા લાભ ન કરે, એમાં દવાનો દોષ નથી. તેમ આત્મામાં પૌદ્ગલિક પદાર્થોની આશંસારૂપ શલ્ય રહેલું હોય તો ધર્મક્રિયાઓ લાભ ન કરે, બલ્કે નુકશાન પણ કરે, એમાં ધર્મક્રિયાઓનો દોષ નથી. કિંતુ શલ્યનો દોષ છે. આથી શલ્ય કાઢવું જોઈએ.
૧
स्थिरता वाङ्मनः कायैः र्येषामङ्गाङ्गितां गता । योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवा निशि ॥५॥
(૬) યેષામ્ –જેઓનું સ્થિરતા-સ્થિરપણું વાડ્મન: ાયૈ:-વાણી, મન અને કાયા વડે અકૃşિતાં-તન્મયતાને તા-પ્રાપ્ત થયેલ છે. તે-તે યોનિ-યોગીઓ પ્રમેગામમાં અરર્થે -જંગલમાં વિવા-દિવસે (અને) fશ-રાતે સમશીતાસમભાવવાળા (હોય છે.)
(૫) જેમની સ્થિરતા મન, વચન અને કાયાથી ચંદન ગંધની જેમ
શ્રી ચિદાનંદ મહારાજ કૃત શ્રી કુંથુનાથ જિનસ્તવન, અ.ક.અધિ. ૯ ગા. ૧૨ વગેરે.
• ૮૩
•
Page #104
--------------------------------------------------------------------------
________________
એકીભાવને પામી છે, તે યોગીશ્વરો ગામ-નગરમાં અને જંગલમાં તથા દિવસે અને રાતે સમભાવવાળા હોય છે.
स्थैर्यरत्नप्रदीपश्चेद्, दीप्रः सङ्कल्पदीपजैः ।
तद्विकल्पैरलं धूमै-रलंधूमैस्तथाऽऽस्त्रवैः ||६|| (૬) વે-જો ધૈર્યરતપ્રવીપ:- સ્થિરતા રૂપ રત્નનો દીવો રીઝ:-દેદીપ્યમાન (છે) ત- તો નવી નૈ-સંકલ્પ રૂપ દીવાથી ઉત્પન્ન થયેલા. વિવઃવિકલ્પરૂપ પૂર્વ-ધૂમાડાઓથી તથા-તથા અન્નપૂર્ણ:-અત્યંત મલિન મત્રá:પ્રાણાતિપાત વગેરે આગ્નવોથી અનં- સર્યું. (૬) જો સ્થિરતા રૂપ રત્નનો દીવો સદા દેદીપ્યમાન છે તો સંકલ્પરૂપ દીપથી ઉત્પન્ન થયેલા વિકલ્પરૂપ ધૂમાડાનું તથા અત્યંત મલિન પ્રાણાતિપાત આદિ આગ્નવોનું શું કામ છે? અર્થાત્ જે આત્મસ્વભાવમાં સ્થિર રહે છે તેને સંકલ્પ વિકલ્પો અને આસ્રવો હોતા નથી.
પરભાવની ચિંતાને અનુસરનાર અશુદ્ધ ચાલતા એ સંકલ્પ છે અને તેનું વારંવાર સ્મરણ એ વિકલ્પ છે. ૧ જેમ તેલાદિનો દીપક થોડીવાર પ્રકાશ કરીને ઘરને ધૂમાડાથી કાળું બનાવી દે છે, તેમ સંકલ્પો ક્ષણિક હોવાથી ક્ષણવાર રહીને વિકલ્પોથી આત્માને મલિન બનાવે છે. ૨
उदीरयिष्यसि स्वान्ता-दस्थैर्य पवनं यदि ।
समाधेर्धर्ममेघस्य, घटां विघटयिष्यसि ||७|| (૭) યતિ-જો વીતા-અંતઃ કરણમાંથી અસ્થર્વ-અસ્થિરતારૂપપવનંપવનનેદ્રીવિષ્યતિ-ઉત્પન્ન કરીશ (તો) ધર્મસ્ય-ધર્મમેઘ નામની સાથેસમાધિનીપટાં-ઘટાને વિધવષ્યતિ-વિખેરી નાખીશ. (૭) જો અંતઃકરણમાંથી અસ્થિરતા રૂપ પવન ઉત્પન્ન કરીશ તો ધર્મમેઘ સમાધિની શ્રેણિને વિખેરી નાખીશ.
धर्मं कैवल्यफलं मेहति वर्षतीति धर्ममेघः' જેનાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા ધર્મની વૃષ્ટિ કરે તે ધર્મમેઘ સમાધિ. જેમ એકાએક ફૂંકાયેલો પ્રચંડ પવન વાદળાની શ્રેણિને વિખેરી નાંખે
Page #105
--------------------------------------------------------------------------
________________
છે, તેમ સ્થિર પણ આત્મામાં જો તેવા પ્રકારના પ્રમાદાદિના યોગે અસ્થિરતા ઉત્પન્ન થાય તો જેના યોગે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવી ઉત્તમ પ્રકારની સમાધિનો નાશ થાય. પરિણામે કેવળજ્ઞાન અટકી જાય.
હવે પાતંજલ યોગદર્શનની અપેક્ષાએ ધર્મમેઘ સમાધિનો અર્થ જોઈએ. પાતંજલ યોગદર્શનમાં સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એમ બે પ્રકારની સમાધિ કહી છે. ચિત્તની કિલષ્ટવૃત્તિઓનો નિરોધ એ સંપ્રજ્ઞાત સમાધિ અને કિલષ્ટઅક્લિષ્ટ બંને પ્રકારની ચિત્તવૃત્તિઓનો નિરોધ તે અસંપ્રજ્ઞાત સમાધિ છે. ધર્મમેઘ સમાધિ સંપ્રજ્ઞાત સમાધિની પરાકાષ્ઠા રૂપ છે. જૈનદર્શનની દષ્ટિએ ક્ષપકશ્રેણિકનું ધ્યાન સંપ્રજ્ઞાત સમાધિ છે. કારણ કે તેમાં કિલષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ છે. કેવલજ્ઞાન અવસ્થા અસંપ્રજ્ઞાત સમાધિ છે કારણ કે તેમાં સર્વ પ્રકારની ચિત્તવૃત્તિઓનો નિરોધ છે. જૈન દર્શનની દષ્ટિએ અસંપ્રજ્ઞાત સમાધિના સયોગ કેવલજ્ઞાન અને અયોગ કેવલજ્ઞાન એમ બે ભેદ છે. પાતંજલ યોગદર્શનમાં જેને ધર્મમેઘ કહેવામાં આવે છે તે જૈનદર્શનની દષ્ટિએ અયોગ અવસ્થા રૂપ કે કેવલજ્ઞાનરૂપ અસંપ્રજ્ઞાત સમાધિ છે. તેની ઘટાને વિખેરવી એટલે ક્ષપકશ્રેણિને અટકાવીને કેવલજ્ઞાનને રોકવું. અસ્થિરતાના યોગે ક્ષપક શ્રેણિનો પ્રારંભ ન થઈ શકે. ક્ષપક ક્ષેણિ અટકવાથી કેવળજ્ઞાન અટકી જાય-ન થાય. અહીં બાલાવબોધ (ટબો) આ પ્રમાણે છે. “પાતંજલ શાસ્ત્રમાં ધર્મમેઘ નામે અસંપ્રજ્ઞાત સમાધિ કહ્યો છે. તેની ઘટાને વિખેરશે એટલે આવતા કેવળજ્ઞાનને રોકશે.”
चारित्रं स्थिरतारुप मतः सिद्धेष्वपीष्यते ।
यतन्तां यतयोऽवश्य-मस्या एव प्रसिद्धये ||८|| (૮) વાર્નિં-ચારિત્ર સ્થિરતા૫-(યોગની) સ્થિરતા રૂપ (છે) મત:-આથી સિદ્ધ-સિદ્ધોમાં ઉપ-પણ પુષ્યન્ત-ઈચ્છાય છે. (માટે) યતય:- તિઓ મસ્યા:આ સ્થિરતાની પર્વ-જ પ્રસિદ્ધયે- પરિપૂર્ણ સિદ્ધિ માટે મવશ્યમ્-અવશ્ય વેતન્તાં-યત્ન કરે. (2) ચારિત્ર યોગની સ્થિરતારૂપ છે. આથી સિદ્ધોમાં પણ ચારિત્ર કહ્યું છે. માટે યતિઓ સ્થિરતાની જ પરિપૂર્ણ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરે.
૧ ૨.
પાયો.પા. ૧ સૂ.૨ ભાવાગણેશવૃત્તિ તથા પા.યો.પા. ૧ સૂ. ૧૭-૧૮ યો.વિ.ગા. ૨૦ની ટીકા યો.વિ.ગા. ૪૧૮, ૪૨૦, ૪૨૧.
• ૮૫ =
Page #106
--------------------------------------------------------------------------
________________
ચરણ રૂકે તો, મંઝિલ મળે
✰
નિરાકાર બનવા માટે એકાકાર બનવું જરૂરી છે. ×સુખને મેળવવા બહાર જવું પડે છે... આનંદને મેળવવા અંદર આવવું પડે છે.
✰
✰
✰
✰
✩
✰
.....
અંતસમયે સમાધિ ટકાવી રાખવી હોય તો અત્યારથી જ વ્યક્તિઓના અને વસ્તુઓના સથવારા ઓછા કરતા જાઓ.
બહાર જવાથી પદાર્થ મળે, અંદરમાં વળવાથી પરમાત્મા મળે.... પદાર્થ ક્ષેત્રે વિચારશીલ બનો તો વૈરાગ્ય મળશે...
જીવક્ષેત્રે લાગણીશીલ બનો તો વાત્સલ્યના સ્વામી બનશો.
સમર્પણ જે કામ કરે તે સત્તા, સંપત્તિ પણ કરી શકતા નથી. યોગીઓને સ્વકીય આનંદ, ભોગીઓને પરકીય આનંદ. ઉપર જઈને પણ નીચે આવવું પડે જો હૃદય ઊંચું ન હોય તો! જ્ઞાન-દર્શન-ચારિત્રના ખજાના જોવા હોય તો બહારના સંબંધો કાપી
નાખો.
સ્કૂલથી ઘેર આવેલા દીકરાને એની મા કહે છે - બેટા, લેશન કરવા બેસી જા! રમતિયાળ બાળક રમવા માટે ચાલ્યો જાય છે. મા ફરીથી લાગણીથી સભર બની પાછો ભણવા બેસાડે છે. પાછો રમતમાં દોડી જતા બાળકને મા લાગણીથી પ્રેરાઈને પાછો હોમવર્ક કરવા બેસાડે છે.
બસ એવી જ રીતે મીઠાસથી ઉપાધ્યાજી મહારાજે સતત બહાર ચાલ્યા જતા જીવને કહે છે હે પુત્ર! તું વારંવાર ભટકીને શા માટે કલેશ પામે છે. તને શું જોઈએ છે? ખજાનો તો તારી પાસે જ છે. માણસને જે ગમતું હોય તેને ચિત્ત દઈને સાંભળે. અર્થ સંપત્તિ માટે માણસ ચારેકોર દોડી રહ્યો છે. તે દોડે છે બહાર, પણ ખજાનો તો અંદર છે.
.
એક વેદપાઠી બ્રાહ્મણ કોઈક પ્રસંગે જમવા ગયો. જમણવારમાં ઘણી વાનગીઓ છે અને લાડુ પણ છે. બ્રાહ્મણની પસંદગી લાડુ. તમારી તંદુરસ્તી ફોટા ઉપરથી જાણી શકાય કે એક્સ-રે ઉપરથી? એક્સ-રે એ તંદુરસ્તીની ગવાહી છે. સારા માણસોની વચ્ચે પણ હલકી વૃત્તિ આચરનારો માણસ
• ૮૬ .
Page #107
--------------------------------------------------------------------------
________________
ગમતો હોય તો સમજી લેજો કે આંતરિક દુનિયામાં આપણે નીચા છીએ. ઉપર જઈને પણ નીચે આવવું પડે જો હૃદય ઊંચું ન હોય તો. હૃદય જો ઊંચું થઈ જાય તો અરીસા ભૂવનમાંય કેવળજ્ઞાન પામી શકાય છે. આપણે તો ઉપાશ્રયમાંય શું કરીએ છીએ તે ખરેખર વિચારણીય છે. અંદરની જાગૃતિ માટે ઉપાશ્રય છે. અંતરની ઊંચાઈ તે સૌથી મોટી ઊંચાઈ છે. હાઈટ તો ઘણાની ઊંચી હોય પણ અંતરમાં લાઈટ ન હોય તો ધર્મ કયાં ટકે? સરળ હૃદય છે ત્યાં ધર્મ ટકે છે. ભદ્રિક, નિર્દોષ, નિખાલસ, શુદ્ધ બન્યા વિના છૂટકો જ નથી. કો'કની ખરાબ વાત સાંભળવા કાન જો સરવા થઈ જતા હોય તો સમજજો હજી અંદરનું શુદ્ધ થયું નથી. અંદરની ચાદર ઉજળી જોઈએ. બ્રાહ્મણે જોયું શુદ્ધ ઘીના લાડવા છે. આજે માનવી પોતે ચોખ્ખો હોય કે ન હોય એને બધું ચોખ્ખું જ જોઈએ છે. હવા-પાણી-દૂધ-ઘી ચોખ્ખાં જોઈએ છે તેમ અંતર પણ ચોખ્ખું જોઈએ. પરમાત્મા-ગુરુ-સાધર્મિકના પરિચયથી પ્રેમ પ્રગટવો જોઈએ. પ્રેમથી કલેઈમ-બ્લેમ દૂર થાય. ચોખ્ખા ઘીનો લાડવો થાળીમાં પીરસાયો. ચોખ્ખા ઘીની સુગંધ મહેંકવા લાગી. ફૂલમાંથી તો સુગંધ આવે પણ માણસમાંથી? માણસની અંદર રહેલા ગુણોની સુગંધ મહેકવી જોઈએ. માણસની ગેરહાજરીમાં એના ગુણોની સુવાસ પ્રસરવી જોઈએ. ફૂલ ખીલીને એક દિવસમાં કરમાઈ જાય પણ ફૂલનું અત્તરમાં રૂપાંતર થઈ જાય તો ફૂલના અસ્તિત્વની સતત યાદ આવ્યા કરે. આપણે ન હોઈએ અને આપણે કોઈ ગાય એનું નામ જિંદગી. કવિ ગનિ દહીંવાલાએ એક પંક્તિમાં સરસ વાત લખી છે.
જીવનનો સાચો પડઘો એ જ છે ગની
ના હોય વ્યક્તિ અને ગુણો બોલ્યા કરે.” ફૂલની હાજરી ન હોય છતાં અત્તરમાંથી ફૂલની સુગંધ આવ્યા કરે.
બ્રાહ્મણને લાડુમાં રસ પડી ગયો. એક સાથે પાંચેક લાડવા પેટમાં પધરાવી દીધા. ગળા સુધી ભરાઈ ગયા. જરા મુંઝવણ, બેચેની જેવું થયું. ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે એક ગોળી લેવાનું કહ્યું. બ્રાહ્મણે કહ્યું, ડોક્ટર સાહેબ ગોળીની જગા હોત તો અડધો લાડું વધારે ન ખાઈ લેત. લેબલ ગમે તેટલું ઉંચું હોય પણ લેવલ નીચે હોય તો શું કામનું? બહારની દુનિયામાં જે ગ્રેટ બની શકે તે મોક્ષમાં કદાચ લેટ બની શકે છે. નમ્ર બનવામાં જ જીવનની મજા છે. જેને જે ગમે તેની જ તે વાત કરે છે. અંદરનો ખજાનો મજાનો છે. બહારની સંપત્તિ સાથે નાતો છોડો તો અંદરની અનુભૂતિરૂપ
Page #108
--------------------------------------------------------------------------
________________
પરમતત્વનો સાક્ષાત્કાર થાય. બહારનો ખજાનો મજાનો નથી. આવતા પહેલાય દુ:ખ, આવતી વખતેય દુઃખ અને જાય તોય દુઃખ, ધન માટે સવારબપોર-સાંજ ત્રણેય કાળ ચિંતા કરવાની? અહીં તો આત્માનો ખજાનો મળતા જ ચિત્તની પ્રસન્નતા, આવ્યા પછી પણ પ્રસન્નતા ને જવાની તો વાત જ નથી. સ્થિરતા થયા વગર દેખાશે નહિ.
- આકાશમાં સૂર્ય પથરાયેલ છે. કોઈ કાગળ પર તડકાના પ્રકાશમાં બિલોરી કાચ ધરવામાં આવશે તો નીચે રહેલો કાગળ સળગવા લાગશે. સૂર્યના કિરણો એકત્ર થયા... શક્તિ વધી ગઈ. ચિત્તની વૃત્તિ એકાકાર થવી જરૂરી છે. નિરાકાર બનવા માટે એકાકાર બનવું પડશે. સ્થિર બન્યા વગર અંતરનું દેખાશે નહીં.
લખનૌમાં નવાબ ઝરૂખામાં બેઠા હતા. રસ્તા ઉપરથી એક માણસ પંખા લઈને “લાઈફ ટાઈમ ફેન, લાઈફ ટાઈમ ફેન' એમ બોલતો જતો હતો. નવાબે બોલાવ્યો - પંખો લાવ. ૨-૪ સોનામહોર આપી પંખો લીધો. બે-ચાર કલાક પછી એ માણસ પાછો ત્યાંથી પસાર થયો. નવાબે પોતાના માણસોને કહ્યું કે પંખાવાળાને પકડી લાવો. જો લાઈફટાઈમ ફેનની આ દશા. બે કલાકમાં તો પંખો ભંગાર થઈ ગયો. લાઈફટાઈમ ફેન કહી તે મને છેતર્યો છે. પંખાવાળો કહે છે નવાબ, ગુસ્સે ન થાઓ. મારો પંખો અલગ છે. આ પંખાને હાથમાં સ્થિર રાખી મોઢાને એની સામે હલાવવું જોઈએ. આત્માનો ખજાનો જોવો હોય તો એકવાર સ્થિર બનવું પડશે. આપણી અંદર શાંતિ નથી એનું કારણ અસ્થિરતા. મન સ્થિર બને તો સુખ મળે. ઘણા માણસો સુખ મેળવવા હિલસ્ટેશનો પર જાય છે. ખરેખર સુખ જોઈતું હોય તો દિલ સ્ટેશન પર જવું પડશે. દિલ સ્ટેશન પર નહીં હોય અને હિલ સ્ટેશન પર જશો તો ટેન્શન લઈને પાછા ફરશો. ચિત્તની સ્થિરતા એ આનંદ છે. બહાર ભટકવાથી અંદરની ચીજ મળતી નથી રેતીને પીલવાથી તેલ મળશે ખરું? ધન-સંપત્તિથી સુખી થઈ જવાતું હોત તો શ્રીમંતોના આપઘાતોના સમાચાર વાંચવા ન મળત. * વાલકેશ્વરમાં કલ્પવૃક્ષ બિલ્ડીંગમાં રહેતી અબજોપતિની દીકરી
ભારતીએ ૧૪ મા માળેથી આપઘાત કર્યો. કેસેટ કિંગ ગુલશનકુમાર શંકરના મંદિર પાસે ગોળીએ દેવાયો. માહિમના મનીલેન્ડરે ધોળે દિવસે જાન ખોયો. ઈન્દ્ર દુઃખી અને પુણિયો સુખી. સ્થિરતા હોય તો સુખ છે. કુલટા
= • ૮૮ • =
Page #109
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી જેમ કલ્યાણ કરતી નથી તેમ સ્થિરતા વિનાની એકપણ ક્રિયા કલ્યાણ નહીં કરે. અનેક વિષયોમાંથી એક વિષયમાં મનને જોડી પરમબ્રહ્મમાં મન સ્થિર બને તે યોગનો મૂળભૂત ઉદ્દેશ છે. મનને સ્થિર કરવું બહુ કઠિન છે. એકવાર બહાર ભટકવાનું બંધ કરી ભીતરમાં જોવા તૈયાર રહો. નિરાકાર બનવા એકાકાર બનવું જરૂરી છે.
એક ગામડીયો થિયેટરમાં પિશ્ચર જોવા ગયેલો. અર્ધો કલાક વહેલો જ ચાલ્યો ગયો. જેને જેમાં રસ હોય ત્યાં વહેલો જવાનો. થિયેટરમાં વહેલો જવાથી કર્મબંધ સિવાય કશું ન થાય. પ્રવચન મંડપમાં અડધો કલાક વહેલા આવવાથી આરાધનાની અનુમોદનાથી કર્મો તૂટશે. પિક્યર શરૂ થવાનો સમય થયો, બારી-દરવાજા બંધ થયા, લાઈટો બંધ થઈ પછી પિક્યર શરૂ થયું. અજવાળામાં પિક્સર શરૂ ન થાય.
અજવાળામાં વસે તે જ્ઞાની, અંધારામાં વસે તે અજ્ઞાની.
અંધારુ થતાં જ ગામડીયો ભટકાયો. સીધો દરવાજા પાસે ચોકીદારની બોચી પકડી. ગામડીયો બોચી પકડે શહેરીજન કોલર પકડે. ગામડીયો કહે પૈસા ખર્ચ્યા છે. અંધારુ કેમ? બધાએ સમજાવ્યું ત્યારે માન્યો. બહારના બારી બારણા બંધ થાય પછી જ અંદરનું પિક્સર દેખાય.
અંદરનું દર્શન થતાં જ મુખમાંથી શબ્દો સરી પડશે... ચિદાનંદકી મોજ મચી છે... સમતારસકે પાનમેં...
22/
બગડેલા છીએ...' એ આપણી નજર છે જ્યારે સુધરી શકીએ એમ છીએ...” એ અનંત જ્ઞાનીઓની દષ્ટિ છે... બોલો કઈ સંભાવના? કઈ વાસ્તવિક્તા?
Page #110
--------------------------------------------------------------------------
________________
તિરાકાર બતવા એકાકાર બનવું જરૂરી......
પદાર્થના ક્ષેત્રમાં બે કલંક છે મળે છે તોય એ તૃપ્ત બનવા દેતો નથી અને નથી મળતા તો એ દીન બનાવ્યા વિના રહેતા નથી. ઘરે જઈને એટલું કહેજો કે હવે હું આ ઘરનો મહેમાન છું. શ્રીમંતાઈ અને ગરીબીના લાભ અને નુકશાન જેમ મગજમાં ગોઠવાઈ ગયા છે બસ એવી જ રીતે પુણ્ય અને પાપના નુકશાનો મગજમાં ગોઠવી દો પછી પુણ્ય કર્યા વિના નહીં રહી શકો અને પાપ છોડ્યા વિના નહીં રહી શકો.
મનના વિચાર વેરવિખેર છે માટે જ અનુભૂતિ થતી નથી. મનને એકાકાર કરવા માટે રસ ઉભો કરવો પડે છે, નિરાકારી બનવા એકાકારમાં રસ ઉભો કરી દો.
સહકાર અને સહયોગની વધુ પડતી અપેક્ષા સંકલેશનું કારણ બન્ને એવી પૂરી શક્યતા છે.
અનંત ઉપકારી શાસ્ત્રકાર ઉપાધ્યાજી મહારાજ જ્ઞાનસારમાં સાધનાની સુંદર વાત કરી રહ્યા છે. મગ્નતા વિના પૂર્ણતા નથી તો સ્થિરતા વિના મગ્નતા નથી. આપણું દિમાગ હંમેશા અસ્થિર જ હોય છે એને સ્થિરતાની આવશ્યકતા છે. પૂર્ણતા લાવવા મગ્નતા અને એ દ્વારા સ્થિરતા લાવવી ખૂબ આવશ્યક છે.
ભીતરના દર્શન માટે મોહ-માયાની બારીઓ બંધ કરવી જ પડશે. સંતોની પ્રસન્નતાનું કારણ જ અંદરનું દર્શન છે. બહારની દુનિયામાંથી મેળવેલો આનંદ પરકીય છે. ત્યાગીઓનો આનંદ સ્વકીય છે. પારકાને છોડશો તો પોતાનું મળશે. હૃદય ખાલી કરી સ્થિર બની જાઓ. પદાર્થ પાછળની દોટે કાં તો અતૃપ્તિ વધારી દીધી છે કાં તો દીનતા લાવી દીધી છે. પદાર્થ તરફથી પ્રીતિ પરમાત્મા તરફ વાળવામાં સફળતા જેટલી મળે એટલે અંશે સાર્થક થયું ગણાય.
માણસ અસ્થિર થાય છે માટે જ દુ:ખી થાય છે. વ્યવહારમાં પણ વારંવાર ઘર બદલાય તો? સ્થિરતા ન હોવાના કારણે દુઃખી દુઃખી થઈ જવાય છે. પારકું હોય તે છોડવું પડે, પોતાનું કયારેય છોડવું ન પડે.
૯૦ .
Page #111
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તીના સુખ, સ્વર્ગમાં ઈન્દ્રના સુખો, અનુત્તરના સાગરોપમના સુખો પોતાનાં ન હોવાથી એકવાર બધાને જ છોડવા પડે છે. સિદ્ધોનું સુખ પોતાની માલિકીનું હોવાથી કયારેય જતું નથી. તારું પોતાનું છે એની શોધ કરી શાંત બની જા. ૧૨૦૦ ખાડા બબ્બે ફૂટના ખોદીશું તો પાણી નહીં મળે પણ એક જ જગ્યાએ કાર્ય આરંભીશું તો પરિણામ મળશે. આઈગ્લાસ નીચે કાગળ કે કાપડ ક્યારે બળે? કિરણો આઈ ગ્લાસમાં સ્થિર બન્યા એટલે આ પ્રક્રિયા થઈ. કષ્ટ વગર જો કર્મના કષ્ટો બાળવા હોય તો સ્થિરતા જેવો બીજો કોઈ રસ્તો નથી. જે એક જગ્યાએ સ્થિર થઈ શક્તો નથી તે સતત ભટક્યા કરે છે અને અનેક દુ:ખોને ભોગવ્યા કરે છે.
પિંગળાનું મન રાજામાં સ્થિર ન થયું ને મહાવતમાં લાગ્યું ત્યારે પિંગળાએ પોતાની ખુશી માટે અમરફળ મહાવતને આપ્યું. મહાવતે વેશ્યાને આપ્યું. વેશ્યા વિચારે છે કે હું અમર બનીને પાપો જ કરીશ, રાજાને આપીશ તો રૈયતનું પાલન કરશે. રાજાના હાથમાં થાળ છે ઉપર રેશમી રૂમાલ ઢાંકેલો છે રાજાએ જેવો રેશમી રૂમાલ દૂર કર્યો ને ત્યાં ફળ જોઈને ચોંકી ગયા. આ ફળ વેશ્યા પાસે આવ્યું કયાંથી? રાજા પૂછે છે, બેન! આ ફળ તું કયાંથી લાવી? માલિક, આપની દયાથી મળ્યું છે. આપ પૂછો નહીં કે કયાંથી મળ્યું છે. બસ આપ એનો સ્વીકાર કરો અને મારી તમન્ના પૂરી કરો. રાજા વેશ્યાને બાજુના ખંડમાં લઈ જઈને લાલ આંખ કરી પૂછે છે. પ્રજા વત્સલ રાજન! આપ આ અમરફળ ખાઈને અમર બની જાઓ. બેન, એકવાર મારા પ્રશ્નનો ઉત્તર આપ. આ ફળ તે કયાંથી મેળવ્યું? વેશ્યા નમ્રતાપૂર્વક કહે છે, આ ફળ મારા પ્રેમી મહાવતે મને આપ્યું છે જે આપના પટ્ટહસ્તિનો રક્ષક છે. રાજા વિચારે છે કે આ રાણીને આપેલું ફળ એ જ છે કે પાછું બીજું અમરફળ છે. વેશ્યાના ફળનો રાજા સ્વીકાર કરી વેશ્યાને રજા આપે છે. રાણી પાસેથી અમરફળ ગયું કયાં? મહાવત પાસે આવ્યું કયાંથી? રાજા બેચેન બન્યા છે. રાતે પોતાના આવાસમાં આવ્યા છે. રાજાનું મન સ્થિર નથી. વિકલ્પોના વાયરાઓ વાઈ રહ્યા છે. અસ્થિરતા, એ ઊંઘનો પણ ભોગ લે છે. એક સ્થાને સ્થિર થવું જ પડશે. તમે આલ્બમ તો ઘણા જોયા હશે. ફોટો સારો કયારે આવે? સ્થિર બેસો તો! ફોટો પડાવવા તમે એકદમ તૈયાર છો કેમેરાની ચાંપ દબાય એટલો જ સમય બરોબર એ જ વખતે તમને છીંક આવે તો? ફોટો ફેઈલ... પૈસા પાણીમાં... આત્માની આરાધનાને અસ્થિરતા ખલાસ કરી નાંખશે. પરમાત્મા મહાવીરદેવે પ્રસન્નચંદ્ર વિષે કહ્યું, હમણાં મરે તો સાતમી નરકે જાય. સ્થિરતા વગર કલ્યાણ નથી. આ જ્ઞાની ભગવંતના
Page #112
--------------------------------------------------------------------------
________________
ટંકશાળી વચનો છે. રાજા વિચારે છે રાણીને અમરફળ આપીને અમર બનાવવાની મારી ઘારણા નિષ્ફળ ગઈ. રાજાએ આપણી જેમ પ્રવચનો નહીં સાંભળ્યા હોય. એ જગ્યાએ તમે હોત તો વિચાર કરત કે ધારેલું કશું ન થાય, ન ધારેલું બધું થાય એનું નામ સંસાર.” રાજાને આવી લાઈટ થઈ જાત તો રાઈટ દિશામાં જાત પરંતુ એ સમયે ગાઈડ ન મળવાથી ખોટી સાઈડ હાથમાં આવી ગઈ. રાજાના મનમાં એક જ વિચાર મહાવત પાસે આ ફળ આવ્યું શી રીતે? રાત્રિના પથારીમાં ઉંઘ આવતી નથી. રાણી ઉભી થાય છે. એ સમયે રાજા હલે છે. રાણીને થયું કે રાજા જાગે છે એ જઈ શક્તી નથી. રાણી ઈચ્છાપાપ ત્યારે જ કરે છે જયારે આતમરાજા સૂતા હોય. આ અધ્યાત્મિક દુનિયામાં થયેલ પ્રમાદ એટલે પાપ.
રાજા થોડીવારે ખોટા નસકોરા બોલાવે છે. હવે રાજા સૂઈ ગયા છે એમ જાણી રાણી પિંગળા ઉઠી. ધીમે ધીમે ડગલાં ભરતી ઝરૂખામાં આવી. રાજા એકદમ ઉભા થઈ ગયા ને દરવાજાની આડમાં ઉભા રહી ગયા. રાણી ઝરૂખામાં ગઈ એટલે હાથી બરોબર એ ઝરૂખાની નીચે આવીને ઉભો રહે
યશોવિજયજી મહારાજ બહુ માર્મિક વાત સમજાવી રહ્યા છે. મોહાદિભાવોથી જ અસ્થિરતા આવે છે. મોહાદિના કારણે આત્માપતનના માર્ગે ધકેલાઈ જાય છે. આ તમામ દશામાંથી સગુણ બહાર કાઢે છે. સંત તુલસીદાસે કહ્યું છે કે,
સમદર્શી શીતલ દશા, જિનકી અદ્દભુત ચાલ,
ઐસે સદ્દગુર કીજીએ, જો પલમેં કરે નિહાલ. ગૌતમ સ્વામી જેવા માથે હાથ મૂકે એનો બેડો પાર થઈ જાય. સ્વાતિ નક્ષત્રમાં છીપની અંદર પડેલું પાણી મોતી બને છે અને સર્પના મોઢામાં જાય તો ઝેર બને છે. આપણી પાત્રતા પ્રથમ નંબરમાં છે. પાત્રતા વગરનો મોટો બને તે અંતે ખોટો પડવાનો. પરદેશ ગયેલા રોકફેલરને પૂછવામાં આવ્યું, આપને જીવનમાં શાની ઉણપ લાગે છે? અબજો ડોલરનો માલિક રોકફેલર કહે છે સાચા મિત્રોની ઉણપ છે. પત્રકારો આદિ વિચાર કરે છે જેની આજુબાજુ ગોળની ઉપર માખી ફૂલની પાછળ ભમરા ગૂંજે તેમ મિત્રો વિંટળાયેલા છે અને તે કહે છે કે સાચા મિત્રોની ઉણપ છે. મનની મૂંઝવણ રોકફેલર પાસે રજૂ કરતા રોકફેલરે કહ્યું, આ રોકફેલરના મિત્રો નથી. આ બધા તો ડોલરના મિત્રો છે. રોકફેલરની પાર્ટી ઉઠે તો બધા રૂઠે.
Page #113
--------------------------------------------------------------------------
________________
એક કવિએ સરસ વાત કરી છે....
શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક,
યામે સુખ દુઃખ વારીએ, સો લાખણમે એક. આવો મિત્રો, સાથી, સંગાથી મળી જાય તો ઘણીવાર ખરાબ કામોથી બચી જવાય. જેને ભીતરની વાત કરી શકાય તદ્દન હળવા થઈ શકાય, તમે બિલકુલ ખુલ્લા થઈ શકો, તમારી રાજી-નારાજી બધી જ વાતો વ્યક્ત કરી શકો એવાને જીવનસાથી બનાવજો. એકવાર પણ શંકાનો કીડો સંબંધમાં જાગી જાય તો ખલાસ.....
રાજા ભતૃહરિને હવે શંકા જાગી છે.. મારી સર્વસ્વ જેને માનતો હતો....એ જ બેવફા...ધિક્કાર છે...
સંસારની હરક્ષણ અસ્થિર કરી શકશે જો સાવધ ન રહ્યા તો !
જડ પ્રત્યેના રાગથી બચવા વિચારશીલ બનજો... અને જીવો પ્રત્યેના ષથી બચવા લાગણીશીલ બનજો... વિચારશીલતાથી રાગ કન્ટ્રોલમાં રહેશે,
જ્યારે લાગણીશીલતાથી દ્વેષ કન્ટ્રોલમાં રહેશે. વિચાર જડને અપાય લાગણી જીવને અપાય. સજ્જન બનશો સગૃહસ્થ બનશો.
=
• ૯૩ •
Page #114
--------------------------------------------------------------------------
________________
*
*
'તકરાર નહિ પણ એકરાર.... દૂધમાં ખટાશ ભળે તો ફોદા પડે. જ્ઞાનમાં અસ્થિરતારૂપી ખટાશ ભળે તો મોહના ગોદા પડે. શ્રાવકની આરાધના ચાંદલાથી શરૂ થાય છે અને ચરવલામાં પૂર્ણ થાય છે. અંતે તો ચારિત્રમાં જ પૂર્ણ થાય છે. જે ભગવાનને ધરાવાય એ જ પેટમાં પધરાવાય. આત્માની ચિંતા કરે તે ધર્મો અને શરીરની ચિંતા કરે તે કર્મી. ગીતાર્થની પ્રવૃત્તિની ટીકા કરતા પહેલા લાખવાર વિચારજો. બુદ્ધિથી જીવનાર તકરાર કરે છે, હૃદયથી જીવનાર એકરાર કરે છે. જે ગુરૂ ન આપી શકે એ ગુરૂ માટેની શ્રદ્ધા આપી શકે છે. અસ્થિરતા એ ખટાશ છે, જયારે સ્થિરતા એ દૂધ છે. ઉપયોગ-આત્માનો મૂળ સ્વભાવ, જે યોગ ઉપયોગમાં સ્થિર કરે એ યોગ સુયોગ બાકી બધા કુયોગ.
જ
| ઉપાધ્યાયજી મહારાજ લાગણીભર્યો સંબોધન કરીને કહે છે કે તું ભમી ભમીને થાકી ગયો હોઈશ, બેચેન બન્યો હોઈશ, હવે થોડો સ્થિર બન તો શાશ્વત સુખને, શાશ્વત તત્ત્વને પ્રાપ્ત કરી શકીશ. સ્થિરતા પછી શાશ્વત ક્રમની પ્રાપ્તિ એ જિનશાસનનો ક્રમ છે. અસ્થિરતા આવતા શું થાય છે, ખબર છે? ઘરમાં પંચલક્ષણી ગાયનું દૂધ હોવા છતાં અમ્લવસ્તુ સ્ટેજ પણ પડી જાય તો દૂધ ફાટી જાય છે. દૂધના ફોદેફોદા થઈ જાય છે. જ્ઞાનમાં પણ અસ્થિરતારૂપી ખટાશ ભળશે તો મોહના ગોદા જ મળશે. જ્ઞાનમાં વિકૃતિ આવે છે લોભાદિ કે મોહાદિના કારણે. વિચારોમાં મોહાદિભાવોના ઉછાળા અસ્થિરતા લઈ આવે છે. જ્ઞાનની અંદર વિકાર આવશે તો સંસારનો વધારો થશે. નિર્વિકારજ્ઞાનથી સંસારનો ઘટાડો થશે. અહીં જ્ઞાન મેળવે તે જ્ઞાની. આવા જ્ઞાની સાધુ-સંસારી કોઈપણ હોય. આવો જ્ઞાની બનેલ જો લોભમાં પડે તો જ્ઞાનરૂપી દૂધ નષ્ટ થાય છે. સ્થિર બની પદાર્થનું ચિંતન કરવું તે જ્ઞાન. સ્થિરતા અધ્યાત્મની છે, અસ્થિરતા મોહની છે. સારો પદાર્થ જોઈને અસ્થિર બનીએ તો સમજવું કે મોહાદિભાવોનો ઉછાળો આવ્યો છે. અસ્થિરતાનો પ્રવેશ થતો નથી ત્યાં સુધી ગડબડનો પ્રસંગ આવતો નથી.
• ૯૪ •
Page #115
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીઓ કહે છે. ઈક્કોવિ નમુક્કારો...એક જ નમસ્કાર સંસારસાગરથી પાર કરી દે. નમસ્કાર કેવો? મોહાદિભાવોના કારણે થતી અસ્થિરતાને દૂર કરી આત્મભાવમાં સ્થિર બની નમસ્કાર મહામંત્રનું સ્મરણ થાય તો મેરૂપર્વત જેટલા ઓધા લીધી તો પણ કલ્યાણ થયું નહિ એવી વાત શાસ્ત્રમાં આવે છે. કટાસણા-અરવલા કેટલા થયા? કલ્યાણ ન થયું. કારણ? જ્ઞાનમાં અસ્થિરતારૂપ ખટાશ ભળી માટે. જ્ઞાન વિકારી બને છે. જ્ઞાનને નિર્વિકારી બનાવવા જ જ્ઞાની પુરુષો સ્થિરતાની વાત કરે છે. સ્થિર બનવાથી મોહાદિભાવોથી દૂર થવાય છે. નહિતર મોહાદિભાવો જીવને કયાંય પટકી નાંખે છે.
૫૦૦ શિષ્યોના ગુરૂ સુમંગલાચાર્યને કમરની બિમારી થઈ. બેસી ન શકાય એવી પીડા થઈ. શિષ્યોએ ગરમ સુંદર પટ્ટો લાવી આપ્યો. એનાથી થોડી રાહત થઈ. શાતા થઈ. જિંદગીમાં રાગ કોને કયાં પછાડે છે એની કોઈ ગેરંટી નથી. ઝેર ચડે કે ખાવામાં આવી જાય તો ડોકટર કહે આટલા અંશથી વધારે ઝેર શરીરમાં ગયું હોય તો પણ અસર કરે. રાગનો અંશ માત્ર પણ મારક છે. તુચ્છ વસ્તુ પરનો રાગ પણ પછાડી શકે છે. અધ્યાત્મિક દુનિયામાં પદાર્થ નંબર બેમાં છે. રાગ પ્રથમ નંબરમાં. રાગ જાગ્યો એટલે ખલાસ. આત્માની હાલત ખરાબ કરી નાંખે. ગુરૂમહારાજના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, એમ એમનું શરીર જણાવતું હતું. સુવિનિત શિષ્યો અંતિમ નિર્ધામણાં કરાવી રહ્યા છે. શિષ્યો ગુરૂદેવને કહે છે આ પટ્ટાનો હવે ત્યાગ કરી દો. ગુરૂમહારાજનું મન એમાં ભરમાઈ ગયું છે. ત્યાગી તપસ્વી શિષ્યો વિચારે છે. ગુરૂમહારાજ આ પટ્ટાનો ત્યાગ કરી શકતા નથી. તેથી ગુરૂદેવને જણાવે છે- આપને આ પટ્ટા ઉપર ખૂબ લાગણી છે. જો એ જડ પદાર્થની લાગણી નાગણી બનીને ડંખી જશે તો ભવોભવ ઝેર નહીં ઉતરે. જ્ઞાનના દૂધના ભંડારા ગુરૂ પાસે ભરેલા છે. પરંતુ મોહાદિભાવોની ખટાશ દૂધમાં (જ્ઞાનરૂપી દૂધમાં) વિકાર ઉત્પન્ન કરે છે. હજારો ગેલન પાણી પાકું કર્યા પછી એમાં એક ટીપું કાચું પાણી પડી જાય તો? બધું જ કાચું થઈ જાય. હજાર લીટર દૂધમાં એક ટીપું તેજાબ પડતા દૂધ ફાટી જાય. ગુરૂ જ્ઞાનામૃતના કટોરા ભરીને બેઠા છે. એક ટીપું ઝેર પડી જતા શિષ્યની વાતનો અસ્વીકાર કર્યો. અણિશુદ્ધ વ્રતની પાલના હતી છતાં રાગમાં ફસાયા તો મૃત્યુ પામીને કયાં ગયા? અનાર્ય દેશમાં રાજકુમાર તરીકે ઉત્પન્ન થયા, એટલું જ નહિ પણ જન્મ્યા ત્યારથી બે પગ કમર સાથે જોડેલા મળ્યા. અહીંથી ત્યાં જવું હોય તો નોકરો ઉપાડીને બેસાડે. અસ્થિરતા આવશે તો જ્ઞાનરૂપી દૂધ ફાટી
= • ૯૫ •
Page #116
--------------------------------------------------------------------------
________________
જશે. પછી કાંઈ નહિ થાય. રાગ-મોહ-લોભનો પ્રવેશ થતાં આત્મપ્રદેશો કંપિત થાય છે. એ આપણને પછી કયાં લઈ જશે? અસ્થિરતા બહુ જોખમી છે. કાયિક અસ્થિરતા પ્રથમ દૂર કરીએ. શરીર ઉપરના મોહના કારણે કાઉસ્સગમાં એક મચ્છર હાથ ઉપર બેસે તો? તરત અસ્થિરતા! કાઉસ્સગ કરતી વખતે અરિહંતના ધ્યાનમાં સ્થિર બનવું જોઈએ.
શ્રાવકની આરાધના ચાંદલાથી શરૂ થાય છે અને ચરવલામાં પૂર્ણ થઈને આગળ વધતા ઓઘામાં પૂર્ણ વિરામ થાય છે.
નાનકડી પણ શુદ્ધિદાયક ક્રિયા ફળદાયી છે. નૈવેધપૂજાના પણ રહસ્યો ન્યારા છે. શ્રાવક પોતાના ઘરમાં બનાવેલી દરેક વસ્તુ ભગવાનને ધરાવે.
શ્રાવક સમજતો હોય જે ભગવાનને ધરાવાય એ જ પેટમાં પધરાવાય. જિનવાણીના રહસ્યો બહુ ન્યારા છે. જિનવાણી જુદા જુદા એંગલથી, અભિપ્રાયથી કે અભિગમથી સમજી શકાય છે. પ્રભુને ધરાવ્યા વિના ખવાય નહિ એ આ દેશની સંસ્કૃતિ હતી. તત્ત્વને સમજો. ૫૦૦ શિષ્યોના ગુરૂનો કાળધર્મ થયા પછી શિષ્યો વિચારે છે આપણા ગુરૂદેવ કયાં પધાર્યા હશે? જ્ઞાની શિષ્યોને જ્ઞાનથી જાણવા મળે છે કે ગુરૂદેવનો અનાર્યદેશમાં જન્મ થયો છે. આપણા ગુરૂદેવ છે ત્યાં નથી જૈન ધર્મ, નથી દેવ-ગુરૂનો સંગ. આપણા ગુરૂદેવનું આપણા મસ્તકે કેટલું ઋણ? ગુરૂદેવને ધર્મ પમાડવો જોઈએ.
વધારે.
આત્માની ચિંતા કરે તે ધર્મી, શરીરની ચિંતા કરે તે કર્મી. કપડા કરતા શરીરની કિંમત વધારે અને શરીર કરતા આત્માની કિંમત
શિષ્યો વિચારે છે શું કરીએ? ત્યાં જઈએ તો અનાર્ય દેશમાં ગોચરીપાણી ન મળે. જે જાય તેને ચોવિહાર ઉપવાસ કરવા પડે. બધા જ તૈયાર થાય છે. બધાથી તો જવાય નહીં છતાં ઘણા શિષ્યોનો કાફલો અનાર્ય દેશ તરફ આગળ વધ્યો. ઉગ્ર વિહારો કરીને ત્યાં પહોંચ્યા. શિષ્યોએ ત્યાં જઈને નાટકીયાનો વેશ લીધો. સુંદર સંગીતના કાર્યક્રમો રજૂ કરે. રાજકુમા૨ને સંગીતનો શોખ. સંગીતમાં કુશળ એવી મંડળી આવી છે, એની જાણ થતાં રાજદરબારમાં બોલાવ્યા. મિલન થાય છે. સંગીતમાં રાજકુમારને ભારે રસ પડ્યો. બીજે દિવસે પણ આવ્યા. નાટકીયાના વેશમાં રહેલ શિષ્યોએ ધીમે ધીમે સંગીતની અંદર ગીત ગાતા ગાતા પૂર્વજન્મનો આખો ઈતિહાસ રજૂ કરી દીધો. સાંભળીને રાજકુમારને જાતિસ્મરણ જ્ઞાન થાય
.૯૬ .
Page #117
--------------------------------------------------------------------------
________________
છે. જાતિસ્મરણ જ્ઞાન થતાં રાજકુમાર બેભાન થઈ જાય છે. રાજા કહે છે આ ધુતારાઓએ મારા છોકરાને કાંઈ કરી નાખ્યું. હાહાકાર મચી જાય છે. ત્યાં રાજકુમાર ભાનમાં આવી જાય છે. મને કાંઈ નથી થયું. આ મંડળીને મળવા રાજકુમાર પિતાજી પાસે અભ્યાસનું બહાનું કાઢે છે. અભ્યાસના નામે એમની પાસે જાય છે. શિષ્યો નમ્રતાથી કહે છે, અમે આપના ઉપકારનો બદલો વાળવા અહીં આવ્યા છીએ. ચારિત્ર જીવનની સુંદર વાતો કરી ફરીથી ચારિત્રા અંગીકાર કરવા જણાવે છે. આપની વાત હું સમજું છું પણ આ પરિસ્થિતિમાં હું આરાધના કેવી રીતે કરીશ. શિષ્યો કહે છે અને આરાધના કરાવીશું. આરાધના કરાવશો એ વાત બરાબર પણ હું અહીંથી એક પગ ઉપાડવા પણ સમર્થ નથી. એક પટ્ટાના રાગમાં ફસાઈને હું કયાં ફસાઈ ગયો. ગુરૂદેવ આપે જે માર્ગે અમને ચડાવ્યા એ માર્ગે અમે તમને ખભા પર ઉંચકીને ચાલીશું, વિહાર કરીશું.
એક બાજુ શિષ્યોની યોગ્યતા એ પાત્રતા છે, જયારે બીજી બાજુ રાજકુમારની પુણ્યાઈની ચરમસીમા છે. આપ ચરિત્ર ગ્રહણ કરો અને અમને આરાધના કરાવવાનો અવસર આપો. રાજકુમાર તૈયાર થઈ ગયા. નાટકીયાના વેશમાં રહેલા શિષ્યો રાજકુમારને ત્યાંથી લઈને ચાલ્યા ગયા. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ જુદો છે. બહારની વાતો સાંભળી કયારેય તત્ત્વથી વંચિત ન રહેવું. અંતરંગ દુનિયામાં જ્ઞાન જુદુ અને તત્ત્વ જુદું. તત્ત્વનું રહસ્ય ગુરૂગમ વિના જણાતું નથી. પુસ્તકો પણ ગમે તે લેખકોના ન વંચાય. શ્રદ્ધાવાળા જ પુસ્તકો વંચાય કોઈપણ પુસ્તક વાંચતા પહેલા ગુરૂદેવની રજા લેવાય. કયારેક જ્ઞાનની અંદર અજ્ઞાન આવી જાય તો માર્ગ ચૂકી જવાય.
પ્રભુ શાસનના રહસ્યો ચારા છે. સમજી લો.. સ્વીકારી લો.. જીવનને અજવાળી લો...!
આપણા અંતઃકરણમાં દયાનું ઝરણું..
સંતના અંતઃકરણમાં છે પ્રેમની નદી. પરમાત્માના અંતઃકરણમાં છે કરૂણાનો સાગર...
Page #118
--------------------------------------------------------------------------
________________
✩
✩
✩
✩
મનની અસ્થિરતા ભયંકર...
પ્રભુના શાસનની નાની પણ ક્રિયા જીવનનું કલ્યાણ કરવા સમર્થ છે. ઈરિયાવહીની નાની પણ ક્રિયાએ અઈમુત્તાને કેવળજ્ઞાન અપાવી દીધું. પ્રભુના ચરણે ફૂલ ચડાવ્યા પછી આપણે હળવાફૂલ નથી થતાં કારણ મન અસ્થિર છે.
આવેશને અને વિવેકને આડવેર છે.
શરીરશુદ્ધિ તરફ જેટલું ધ્યાન આપ્યું છે એટલું ધ્યાન મનશુદ્ધિ તરફ કાં આપ્યું છે?
કાયાની અસ્થિરતા ચલાવી લેવાય. વચનની અસ્થિરતા નભાવી લેવાય પણ મનની અસ્થિરતા તો ન ચલાવાય.
સંત પાસે જઈને સંત બનો કે ન બનો પણ શાંત તો બની જ જાઓ.
ન
મહાન તાર્કિક શિરોમણી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પાયાનો પ્રશ્ન અને પાયાનો પ્રત્યુત્તર આપતા જણાવે છે કે પ્રભુના શાસનની નાનકડી પણ ક્રિયા જીવનનું કલ્યાણ કરવા સમર્થ છે. ‘ઈરિયાવહિયા’ની એક ક્રિયાએ અઈમુત્તાને કેવળજ્ઞાન અપાવી દીધું. આપણે કરેલ ક્રિયાઓથી ઉદ્ધાર ન થયો અને નાનકડી ક્રિયાએ મહાન કામ કરાવી દીધું એના રહસ્યનું ઉદ્ઘાટન કરતા ઉપા. શ્રી યશોવિજ્યજી મ. કહી રહ્યા છે આટલી મોટી સાધના નિષ્ફળ ગઈ એનું કારણ કયું? ક્રિયારૂપ ઔષધ લેવા છતા ભાવરૂપ રોગ ન ગયો કારણ? ક્રિયાની અંદર આવતી અસ્થિરતા. ક્રિયારૂપ ઔષધનો કોઈ જ દોષ નથી. જડીબુટ્ટી તો જ સફળ થાય જો રોગના બીજનો નાશ થાય. અંતરના રાગ-દ્વેષ દૂર કરવા નથી પછી ક્રિયાઓ સફળ કેમ થાય?
મન-વચન-કાયાની ત્રણ પેઢી છે. તમે સામાયિક લઈને બેઠા છો અને અચાનક ત્યારે કોઈને તમે તમાચો મારો છો? સાહેબ! સામાયિક લીધા પછી ઉભા પણ ન થઈએ. સામાયિકમાં તમે કોઈને ગાળ આપો છો? મહારાજ! ત્યારે તો મૌન હોય છે. ૧૦૦ ટકામાંથી ૩૩ ટકા કાયાના માર્ક તમને મળ્યા. ૩૩ ટકા વચનના માર્ક પણ તમને મળી ગયા. આખા સામાયિકમાં ખરાબ વિચાર આવે છે? સાહેબ! આમ તો સારા જ વિચારો આવે છે પણ વચ્ચે મન કયાંક ફરવા ચાલ્યું જાય છે. એટલે મનના ૧૦ ટકા માર્ગ મળ્યા. માત્ર
• ૯૮ •
Page #119
--------------------------------------------------------------------------
________________
૨૫ ટકા લોસમાં ગયા. ૧૦૦ માંથી ૭૫ ગુણ તો તમને મળ્યા ૩૫ ટકે તો ગર્વમેન્ટ પણ પાસ કરે છે તો તમને તો ૭૫ ટકા માર્ક મળ્યા. ૭૫ ટકા મળતા હોય તો એ સામાયિક નિષ્ફળ ગઈ એમ કેમ કહેવાય?
સુરતમાં ધીરુભાઈ નામે શ્રાવક. તેમણે એક મહિના માટે સામાયિક કરવાનો નિયમ લીધો. સાથે સાથે એ દિવસ દરમ્યાન સામાયિક ન થાય તો ૧૦૦ રૂ. નો દંડ રાખ્યો. મહિના પછી ધીરુભાઈને પૂછયું કેમ ચાલે છે સામાયિક? મહારાજ સાહેબ! બિસ્કુલ ટાઈમ જ મળતો નથી. ૨૫૦૦ રૂ નો દંડ થયો છે. તો હવે આવતા મહિના માટે નિયમ છોડી દેવાનો વિચાર છે કે? ના રે ના સાહેબ સામાયિક ન છોડાય. દંડ વધારી આપો. કેટલા? ૧૦૦૦ રૂા. કરી નાખો. સાહેબ! હજી સામાયિકમાં સ્વાદદર્શન નથી થયું. ત્યાં સુધી એને છોડવું તો નથી જ. બે વરસ માટેની પ્રતિજ્ઞા સ્વીકારી લીધી. બે વરસ બાદ આજીવન સામાયિકનો નિયમ સ્વીકારી લીધો અને સામાયિકનો દંડ ૧૦,૦૦૦ રૂ. કરી દીધો.
પછી ધીરુભાઈના શબ્દો જ સાંભળો. સાહેબ! સામાયિક કરુ છું ત્યારે અંદરથી પુણિયા શ્રાવકની અનુભૂતિ થાય છે. પ્રથમ રસપૂર્વક સામાયિક કરો પછી સામાયિકના ફળની ખબર પડે પછી એકાકાર બનીને સામાયિક કરાય તો તનાવની સ્થિતિ કયારેય ન આવે અને સુંદર સામાયિક કર્યાની અનુભૂતિ થાય.
- શ્રીમંતાઈ અને ગરીબીના લાભ અને નુકશાન જેમ મગજમાં જડબેશલાક બેસી ગયા છે એવી જ રીતે પડ્યું અને પાપના નુકશાન મગજમાં ગોઠવી દો પછી પુણ્ય કયાં વિના નહીં રહી શકાશે અને પાપને છોડયા વિના નહી રહેવાય.
ધારો કે તમે બહારગામ ગયા છો. ત્યાં તમારી પાસે રહેલા પૈસા ખૂટી જાય છે પણ તમારી પાસે કેડીટકાર્ડ છે. આ ક્રેડીટકાર્ડનો અર્થ શું? જયારે પૈસા ખૂટે ને કાર્ડ બતાવીને કે ગમે ત્યારે માણસ પૈસા/વસ્તુ મેળવી શકે. પરલોકમાં ક્રેડીટકાર્ડ લઈ જવા ધર્મમાં શ્રદ્ધા રાખવી પડે છે.
અધમ - બેઆબરૂ થવાના દષ્ટિકોણથી ખરાબ ન કરે. મધ્યમ - પરલોક ન બગડે માટે ખરાબ ન કરે. ઉત્તમ - સ્વભાવથી જ પાપ છોડી દે છે.
અનેક કારણોથી બચી જાય છે. અધમ માણસ પણ પરમાત્માના દર્શન કરે તો પણ પાપથી બચી જાય. જગતમાં તમે સુધરી શકો એવો એકજ
• ૯૯ •
Page #120
--------------------------------------------------------------------------
________________
ખૂણો છે તે છે ફક્ત તમારું અંતઃકરણ. તારક એવી ધર્મક્રિયાની જબ્બર તાકાત છે. ક્રિયા ભલે નાની પણ એ બહુમાન અને અહોભાવથી કરાય તો ન ધારેલા પરિણામ જોવા મળે. અમને ખબર છે કે અમે લીધેલા સંયમથી હમણાં તો મોક્ષ નથી મળવાનો પણ ધૈર્યતા ટકાવી રાખી છે, આ ભવે નહીં તો આવતા કોઈ ભવમાં પરિણામ તો આપશે જ. સાધના સુખનું કારણ બને કે ન બને પણ પ્રસન્નતાનું કારણ બને જ છે. ધર્મસાધના કર્યે જ જાઓ. પરિણામની ચિંતા ન કરો.
ન
એક બેનને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું. માંગલિક સંભળાવવા એક ભાઈ મહારાજજીને લઈ ગયા. રસ્તામાં ભાઈ મહારાજને કહે છે કે સાહેબ! એમને વેદના તો એટલી બધી છે કે વાત ન પૂછો. પણ સમાધિ માર્વેલસ છે. હોસ્પિટલમાં વ્હોંચ્યા. સાધુભગવંતને જોઈ બહેન ઉભા થઈ ગયા. પણ એમનો એક હાય કાનની નીચે હતો. ગળાનું કેન્સર હતું. માંગલિક પૂજ્યશ્રીએ સંભળાવ્યું. એમના પલંગ સામે પાર્શ્વનાથની છબી હતી. મહારાજે પૂછ્યું, બેન! વેદના થાય છે. સાહેબ! વેદના આપવાનું કામ તો કર્મનું છે. મારે તો શંખેશ્વર સાહિબો સાચો, બીજાનો આસરો કાચો. બસ, હું ને મારા પારસનાથ. મહારાજે બાજુમાં ઉભેલા ભાઈને પૂછ્યું આ હાથ કેમ આમ રાખે છે? સાહેબ એ જગ્યાએથી લાલ ને સફેદ કીડા પડે છે. મહારાજે કહ્યું, મારે જોવા છે. રૂમાલ હટાવ્યો તો સાચે જ જીવડા હતા. મહારાજે બેનને પૂછ્યું, કાંઈ કહેવું છે? સાહેબ! મરવાનું તો મારે છે જ મોત નજીક છે પણ એક દિવસ પણ સંયમ જીવન...સાધ્વી વેષ પણ મળ્યો હોત તો આનંદ થાત...મહારાજ ઉપાશ્રયે પધારી ગયા. સાંજે પ્રતિક્રમણ બાદ પેલા ભાઈને બહેનની શાતા પૂછી ત્યારે પેલા ભાઈ કહે, સાહેબ બેન તો ગયા. આપના ગયા બાદ પીડા વધારે થઈ. એમની સમાધિ જબરી. ટિફિનના ડબ્બાઓ ધરીને ઉભા હતા. ખૂબ જંતુ નીકળે પણ પોતે ચારેય આહારને વોસિરાવી દીધેલ... ફક્ત એક જ ગીત હોઠે રહેલ...શંખેશ્વર સાહેબ સાચો.
પદાર્થ પ્રત્યે હળવાફૂલ બનવાની આ ટ્રીક છે. પત્ની સાથે વાંકુ પડ્યું. ઋણાનુબંધ પૂરો થયો. દિકરો માનતો નથી. ચિંતા ઓછી. રોગ પેદા થયોશરીરની અશુદ્ધિ બહાર નીકળી...આમ વિચારો તો હળવાફૂલ થઈ જશે સંબંધોને ઍસોર્ટ કરી દો. ભર્તૃહરી સંબંધમાં અટવાયા છે.
ઝરૂખા નીચે ઊભા રહીને હાથીએ સૂઢ ઊંચી કરી. રાણી એના આધારે
૧૦૦ ·
Page #121
--------------------------------------------------------------------------
________________
નીચે ઉતરી ગઈ. મહાવત કહે છે રોજ વહેલી આવે છે આજે મોડી કેમ આવી? રાજા જાગતા હતા. રાજા જાગતા હતા તો શું થયું? હું તારી રાહ જોઈ થાકી ગયો છું. કહેતા હાથીને બાંધવાની લોખંડની સાંકળ લઈ ફટકારવા લાગ્યો. બીજીવાર આવું નહીં થાય. હું રોજ ચોક્કસ વહેલી આવી જઈશ. મહાવત મારતો જાય છે. રાજાને ભયંકર ગુસ્સો ચડ્યો છે. દરવાજાની પાછળ ઉભો રહીને બધું જુએ છે. ગુસ્સાથી તલવાર લઈને મારી નાખવા આગળ વધે છે ત્યાં વિચાર આવે છે જોઉં તો ખરો, આગળ શું થાય છે? રાજા ધ્રુજે છે. ચાર પગ આગળ વધી પાછો ફર્યો. પિંગળા મહાવતના પગ પકડીને બેઠી છે. એમના ભાવો જોઈ રાજાનું મગજ ચકરાઈ જાય છે. રાણી પરોઢ થતાંની પહેલા રાજમહેલમાં આવી ગઈ. રાજા પોતાના આવાસમાં પાછો આવ્યો. રાજાના અંતરમાં કાળી બળતરા ઉઠી છે. રાતનું ભયંકર દશ્ય નજર સામે ફરક્યા કરે છે. રાજા સવાર પડતા એક કમળનું ફૂલ લઈને રાણી પાસે આવ્યા. રાણીને સાંકળનો માર વાગેલો હોવાથી અંગેઅંગમાં પીડા છે. રાજા આવ્યા એટલે રાજાને જોઈ મોઢા ઉપરથી વેદનાને અદશ્ય કરવા માટે ખોટું સ્મિત પ્રગટ કરે છે. રાજા રાણી પાસે આવ્યા. લે આ ફૂલ. મને નથી જોઈતું. મારા હાથથી તને આપું છું. મારાથી ઉઠાશે નહિ. થાકી ગઈ છો. હા. રાજાએ કમળના ફૂલથી ધીમેથી માર્યું... ઓ મરી ગઈ... એ પ્રમાણે રાણી ચીસ પાડે છે. રાજા પૂછે છે સુકોમળ રાણી તને આ કમળનો માર વાગે છે? હા. કમળના મારથી મારા અંગઅંગમાં બળતરા ઉત્પન્ન થઈ ગઈ...રાજા કહે છે, મને અફસોસ છે મારા કમળનો માર વાગે છે અને ...
ખ્યાલ રાખજો....
વરસોની દોડધામ પછી ઊભી કરેલી આબરૂ મરણ પછીના બીજા દિવસે પેપરમાં આવતી ચાર લીટીની શ્રદ્ધાંજલિમાં સીમિત થઈ, બીજા દિવસે પસ્તીમાં રૂપાંતરીત થાય છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
(
4
જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગ-વૈરાગ્યમાર્ગ ક્યો રાહ પસંદ છે?
લાચારની લાચારીનો લાભ લે તે માણસ નથી. ચીમની હોય તો દીવડો બૂઝાતો નથી. ભક્તિની ચીમની હોય તો
મનનો દિવડો બૂઝાશે નહીં. * સંબંધ હોય ત્યાં ભૂલ જોઈ શકાય છે પણ જયાં સમર્પણ હોય ત્યાં
ભૂલ દેખાતી નથી. માછલી પાણીમાંથી બહાર આવે તો બગલાનો શિકાર બને તેમ સાધુ
ધ્યાનમાંથી બહાર આવે તો સંસારનો શિકાર બને. * જયાં હોય અને હલ્લો જ હોય ત્યાં હાયહાય હોય પણ જયાં પ્રણામ
અને નમસ્કાર છે ત્યાં જ ચમત્કાર છે.
મોર્ડન બનવામાં સંસ્કૃતિની કોર્ડન તૂટી છે. * મનને સ્થિર કરવાના ત્રણ માર્ગ-જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગ-વૈરાગ્યમાર્ગ. * ગજવામાં ઈજેકશને રાખવાથી તાવ ન જાય તેમ માત્ર જિનવાણી
ટપકાવવાથી ભવરોગ ન જાય.
મહાન જ્ઞાની ભગવંત શ્રી ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસારના ત્રીજા અષ્ટકમાં સ્થિરતાની મહત્તા સમજાવી રહ્યા છે. સાધના/ઉપાસનાની નાની પણ ક્રિયા તારનારી બની શકે છે. ક્રિયારૂપ ઔષધમાં સ્થિરતાની જડીબુટ્ટીની આવશ્યકતા છે. અંતરની શુદ્ધિ વગર કરેલી ક્રિયા છાણ ઉપરના લીપણા બરાબર થશે.
મસ્જિદની અંદર નમાજ પઢતાં પહેલા ત્યાં કુંડમાં રહેલા પાણીથી મુખશુદ્ધિ કરવાનો રિવાજ હોય છે. રોજ ક્રમ પ્રમાણે બધા મૌલવીજીની હાજરીમાં નમાજ પઢવા આવે. એક ભાઈએ આવીને મૌલવીજીને કહ્યું. મૌલવી સાહેબ પાણીમાંથી ખૂબ જ વાસ આવે છે. તો કોગળા કેવી રીતે કરું? બે-ચાર બાલ્દીઓ ભરીને પાણી બહાર નાંખી દો. એણે તેમ કર્યું.
બીજા દિવસે આવીને એ જ વાત. ૧૦ બાલ્ટીઓ પાણી બહાર ઢોળી દો. ભલે. ત્રીજા દિવસે આવીને ભાઈ કહેવા લાગ્યા “મૌલવી સાહેબ ભયંકર દુર્ગધ આવી રહી છે. ૧૦૦ બાલ્દી પાણી હોજમાંથી બહાર વહાવી દો. એક ભાઈ કુંડ તરફ જઈને આવ્યા અને મૌલવીજીને કહ્યું, આપ જરા કુંડમાં નજર
= • ૧૦૨ -
Page #123
--------------------------------------------------------------------------
________________
કરો. જોયું તો કુંડમાં એક મરેલું કુતરું હતું. હોજમાંથી કુતરું બહાર કાઢયા વિના દુર્ગંધ જાય નહીં. કુતરું અંદર પડ્યુ હશે અને ૧૦૦ ની ૧૦૦૦ બાલ્દી પાણી બહાર ઢોળી દઈશું તો પણ આપણી દુર્ગંધ ટળવાની નથી. આપણા અંતરના શલ્ય દૂર કરીને માનસિક શુદ્ધિ મેળવવી અતિ આવશ્યક છે. શારિરીક શુદ્ધિનું લક્ષ આજ સુધી જાળવ્યું પણ એટલું લક્ષ માનસિક શુદ્ધિ તરફ આ જીવે નથી આપ્યું.
ગુજરાતના એક કવિએ સરસ ગાયું છે કે,
અંતરકે આયનેકી જબ સફાઈ હો જાયેગી, બાદશાહી તો કયાં ખુદ ખુદાઈ મિલ જાયેગી.
ક્રિયાઓ કરતા થોડું પાણી ઓછું થશે પણ દુર્ગંધ દૂર નહીં થાય. મારે રાગદ્વેષ દૂર કરવા છે. મોહજનિત અસ્થિરતા દૂર કરવી છે. આપણું મન અસ્થિર છે. મનને સ્થિર કરવા જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યના કોઈપણ એક માર્ગમાં ચાલ્યા જાઓ. શ્રેષ્ઠ માર્ગ પરમાત્મ ભક્તિનો છે. દોડતું મન આપણા કંટ્રોલમાં આવશે. મન જયાં સુધી આપણા હાથમાં નહીં આવે ત્યાં સુધી સરવાળો નહીં આવે. જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય દ્વારા ચંચળ મનને પણ નિશ્ચલ કરી શકાય છે. પંડિત મંડનમિશ્ર ગ્રંથનું સર્જન કરી રહ્યા છે. ગ્રંથસર્જનમાં મગ્ન બનેલા પંડિત મિશ્રના ૧૬ વર્ષ પસાર થયા ત્યારે ગ્રંથ પૂર્ણ થયો. ગ્રંથયાત્રા સમાપ્ત થઈ હવે આ ગ્રંથને શું નામ આપવું એની વિચારધારામાં પંડિતજી ખોવાયેલા હતા. સમી સાંજે એક સ્ત્રી આવી બૂઝાયેલા દીવાની અંદર તેલ પૂરે છે. કોણ છો તમે? મારી રૂમમાં તમે કેમ દાખલ થયા? હું આપની અર્ધાંગના. મારા ધર્મપત્ની છો તમે? શું મારા લગ્ન થયેલા? આજથી ૧૬ વર્ષ પહેલા તમારી સાથે લગ્ન કરી આ ઘરમાં આવી છું. પંડિત મંડનમિશ્ર કહે છે, તમારું નામ શું? મારું નામ ભામતિ. હે ભામતિ! મારા ગ્રંથમાં સહાયક બનવાનો સૌથી મોટો ફાળો તારો છે. આ ગ્રંથને શું નામ આપવું એ વિચારતો હતો. આ ગ્રંથ ‘ભામતિ’ તારા નામથી અમર બનશે. મગ્નતા કોની વધારે? તારી કે મારી? જ્ઞાનમાં હું ઉંડો ઉતર્યો. તું એક ધર્મપત્નિ તરીકે મારી ભક્તિમાં મસ્ત બની. ૧૬ વર્ષ પસાર કર્યા. રાજા રામની પાછળ સીતા જંગલમાં ચાલી નીકળેલા. લંકા જીતીને રામજી પાછા આયોધ્યા આવે છે ત્યારે લક્ષ્મણ-ભરત બધાને રામ ભેટ આપે છે. લંકાવિજ્યમાં જેનો મોટો ફાળો હતો એવા હનુમાનજીને બોલાવ્યા. તમારી સહાયથી જ લંકા જીતી શક્યા. હનુમાનજી તમારું મન તૈયાર થાય એ જગ્યા બતાવો. એ જગ્યા હું તમને આપી દઉં. રામજીની આજ્ઞા થતા હનુમાનજી એક ખૂણામાં બેસી રડવા લાગ્યા. લક્ષ્મણ વિચારે છે કે હનુમાન કેમ રડે છે. રામને બોલાવે છે. રામ કહે છે તમને આપેલું શું ઓછું લાગ્યું? ના. તો તમે આનંદના અવસરે રડો
• ૧૦૩ •
Page #124
--------------------------------------------------------------------------
________________
છો કેમ? હું મારા માલિકની આજ્ઞા પૂરી કરી શકતો નથી. મેં એવી કોઈ આજ્ઞા કરી નથી. હનુમાનજી કહે છે, આપે જણાવ્યું તારું મન પડે એ જગ્યા હું તને આપું પણ મેં તો કયારનુંય મન આપના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. તો હું મન પડે એવી વાતનો કેવી રીતે અમલ કરું? સમર્પણ છે ત્યાં શરત નથી. સોદો હોય ત્યાં શરત હોય છે. જ્યારે પણ ત્યારે ડાયવોર્સની વાત નહોતી. આર્યસંસ્કૃતિના વહેવારો અને મર્યાદાઓ પણ અલગ કક્ષાની હતી. આપણું મોટું પશ્ચિમ તરફ થયું છે ત્યારથી પૂર્વ તરફ જોવાનું ભૂલી ગયા છીએ. આજે મોર્ડન બનવામાં સંસ્કૃતિની કોર્ડન તૂટી રહી છે. આજના મોર્ડન જમાનામાં અરસપરસ મળો તોય પહેલા હાય અને હલ્લો સિવાય કશું નહિ પછી હાયહાય જ હોય ને તમારા જીવનમાં. પ્રણામ અને નમસ્કાર હોય
ત્યાં ચમત્કાર હોય. આજે માણસ માણસને મળતો નથી એની ઈમેજને મળે છે. મારું મન તો કયારથી આપના ચરણમાં મૂકી દીધું છે, આ હનુમાનજીની ભવ્ય વિચારધારા છે. મનને પરમતત્ત્વમાં સમર્પણ કરવા દ્વારા પણ મન કંટ્રોલમાં આવી શકે. રસ્તો ગમે તે હોય પણ જે લક્ષ છે ત્યાં પહોંચવું મહત્ત્વનું છે, પછી ગમે ત્યાંથી જાઓ. હિન્દુસ્તાનના સંન્યાસી અમેરિકા ગયા. જયાં ઉતરેલા એના બાજુના જ ઘરમાં એક બેન ગુજરી ગયા. સંત એના ઘરમાં જઈને ભાઈને આશ્વાસનરૂપ શબ્દોમાં કહેવા લાગ્યા, ભાઈ રડતા નહિ. પેલા ભાઈ કહે શું કામ રડું? કેમ આવું બોલો છો? મારી
આ છઠ્ઠી પત્નિ હતી. કેટલી પાછળ રડું? મન ભટકે છે તેથી દુઃખી થાય છે. સંસ્કૃતિના રિવાજ પણ બોધદાયી હતા. લગ્ન વખતે જે ચાંદલો કરાય છે તેનું રહસ્ય એ છે કે એક સિવાય બધાને આજથી મા-બેન તરીકે સ્વીકાર્યા- એવી ભાવનાનું આ ચાંદલો સન્માન છે. મન જેનું સ્થિર ત્યાં શાંતિ. મન જેનું અસ્થિર ત્યાં અશાંતિ. એક પ્રસિદ્ધ માણસ મૃત્યુ પામ્યા ત્યારે સગા સ્નેહીઓએ શોકસભા ગોઠવી. બધા એ ભાઈ વિશે બે-ત્રણ વાક્યો બોલવા લાગ્યા. આ આપણા શ્રેષ્ઠી ખૂબ જ ઉદાર હતા. ખાનદાનીનો મોભો જાળવી રાખ્યો હતો. ભગવાન એમના આત્માને શાંતિ આપે. ૨૫-૩૦ વ્યક્તિઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા છેવટે બધાનું જ વાક્ય સમાન. પ્રભુ, એમના આત્માને શાંતિ આપે! કોઈએ એમ ન કહ્યું કે ભગવાન એમની લાડી-વાડીગાડી કે ફલેટ આપે. અહીંય એ ભાઈ પાસે બધું જ હતું. ફક્ત શાંતિ નહીં હોય માટે બધાએ પ્રભુ આગળ એમના માટે શાંતિ માંગી. ખરું ને? શાંતિ હશે તો બધું જ છે. જયાં સુધી મન સ્થિર નહીં બને ત્યાં સુધી શાંતિ નહીં મળે. ઘરમાં કેટલા બધા સેટ છતાં રહેનારો અપસેટ. અમારી પાસે કોઈ સેટ ન હોવા છતાં પૂરા સેટ છીએ.
જેનું મન સ્થિર થયું તે પૂરો સુખી. મન સ્થિર ન થાય તો સાધુ પણ દુઃખી. સાધુની ખુમારી મસ્તી એની નિસ્પૃહતામાં છે.
=
• ૧૦૪ •
Page #125
--------------------------------------------------------------------------
________________
યોગી ભલે ન બનો પણ ઉપયોગી બનો....
ભેદ છે ત્યાં ખેદ છે અને ખેદ છે ત્યાં શાંતિનો છેદ છે.
સ્થિતપ્રજ્ઞ એ છે જેની પ્રજ્ઞા જય પરાજય કે લાભાલાભમાં સ્થિર રહે. - ચોથીમાં ફેઈલ થનાર ચોથીમાં રહે, ત્રીજીમાં ફેઈલ થનાર બીજીમાં
જતો નથી પણ મનુષ્યજન્મ પામી ફેઈલ થનાર ઠેઠ નીચે નરકનિગોદમાં પણ પહોચી જાય. કાયા બદલવી સહેલી છે પણ માયા બદલવી મુશ્કેલ છે. સ્થાન બદલવું સહેલું છે પણ ધ્યાન બદલવું મુશ્કેલ છે. જે ચીજ સમવસરણમાં ન મળે તે કયારેક ખાટલામાં સૂતા સૂતા મળે જો માનસિક અધ્યવસાય ઊચા હોય તો. (અવધિજ્ઞાન-આનંદ શ્રાવક) કિયાએ કર્મ, પરિણામે બંધ અને ઉપયોગે ધર્મ છે. યોગી કદાચ ન બનો તો પણ ઉપયોગી તો બનો. ગમે તેવા પાત્ર-પદાર્થ અને પરિસ્થિતિમાં જેનું મન ખિન્ન ન થાય. દીન ન થાય તેનું નામ યોગી. કર્મબંધનનો આધાર પરિસ્થિતિ નથી પણ મન:સ્થિતિ છે. ચીજની માવજત જરૂરી પણ મમત્વ બિનજરૂરી.
જિનશાસનના મર્મને ત્રીજા અષ્ટકથી સમજાવતા ઉપાધ્યાજી મહારાજ જણાવી રહ્યા છે. જેઓ મન-વચન-કાયાની સ્થિરતાના એકાંગીભાવને ધારણ કરી બેઠા છે તેઓ યોગીઓ હોય છે. સ્થિરતાને ધારણ કરનારા યોગીઓને રણ-અરણ્ય-ઉલ-મહેલ-શહેર-ગામમાં હોય તો પણ આનંદ આવે છે. જંગલ કે મહેલનો ભેદ નથી નડતો. ભેદનો ખ્યાલ આવે તો ખેદ થાય છે. ભેદ જેને દેખાય તેને ખેદ થાય છે ને ત્યાં શાંતિનો છેદ થાય છે. જેથી આપણામાં રહેલી ભેદદષ્ટિ દૂર કરવી જોઈએ.
ગીતામાં પણ સ્થિતપ્રજ્ઞ યોગીઓની વાત કહી છે જેની પ્રજ્ઞા જયપરાજય કે લાભલાભમાં સ્થિર રહે, સમતોલ રહે, સ્થિતપ્રજ્ઞ યોગીઓને સમક્તિદષ્ટિ પણ કહી શકાય. જયાં નજરની અંદર ભેદ તો મોહરાજાના ઘરમાં ખેદ, જ્ઞાની ભગવાન કહે છે – કુણ કંચન, કુર્ણ દારા, શીતલ જિન
• ૧૦૫ -
Page #126
--------------------------------------------------------------------------
________________
મોહે પ્યારા. આવા યોગીઓ ક્યારેય દીન ન થાય. ગમે તેવા પદાર્થ પાછળ લીન ન થાય. ગમે તેવી પરિસ્થિતિમાં ખિન્ન ન થાય. પાત્ર ગમે તેવું આવે, પાત્રને કેવી રીતે લેવું તે આપણા હાથમાં છે. અભેદ બનવા માટે ભેદથી દૂર થવું પડશે. પૂજક આવે અને નિંદક આવે. દા.ત. પાર્શ્વપ્રભુ પાસે કમઠ આવ્યો કે ધરણેન્દ્ર આવ્યો એમના માટે બન્ને સમાન.યોગીઓ કમળ જેવા હોય છે. મળભર્યા-વમળભર્યા જળમાં રહેવા છતાં નિર્મળ રહે. કમળની જેમ નિર્મળ રહેતી વ્યક્તિને કોઈપણ પરિસ્થિતિ દુર્થાન નથી કરાવી શક્તી. અભેદદષ્ટિ એ સ્થિરતા. નાનકડી પરિસ્થિતિથી પણ આર્તધ્યાન થાય તો એ થઈ મનની અસ્થિરતા. દષ્ટિમાંથી ભેદપણું દૂર થઈ જાય તો પાયો મજબૂત થઈ જાય પછી ગમે તેવી ઘટનાઓનો ઘા લાગે છતાં ખેદ થતો નથી. ગજસુકુમાલના માથે ખેરના અંગારાની પાઘડી કોણે બાંધી? સસરા -સગા કે પારકા? જયાં અભેદદષ્ટિ આવી છે ત્યાં કોઈ હલચલ નથી. સમતા અને સ્થિરતા છે. તેથી જ કેવળજ્ઞાન મળે છે. સમતા હોય તો ખીનતાદીનતા હોતી નથી. ફોટો પડાવવા ગયા હો અને તે વખતે છીંક આવી જાય તો? માત્ર કાયાની અસ્થિરતા પણ ફોટો બરાબર આવવા ન દે તો અધ્યાત્મક્ષેત્રે અસ્થિરતાપણું આપણને સારા દેખાડશે? આનંદ શ્રાવકને ત્યાં ગણધર ગૌતમસ્વામી પધાર્યા ત્યારે કંઈ આનંદ શ્રાવકે ગહુંલી નહોતી કાઢી, ખમાસમણા આપીને વંદન નહોતું કર્યું. આનંદ શ્રાવકના શરીરે ખૂબ અશાતા વેદના હોવાથી ઉઠી પણ નહોતા શકતા તેથી તેમની આંખે આંસુ આવી ગયા.
ગૌતમ સ્વામીને મનના અખૂટ ભાવોથી પધારો કહી અંદર બોલાવે છે. આનંદ શ્રાવક ચાર જ્ઞાનના ધણી એવા ગૌતમસ્વામીને કહે છે મને આટલું અવધિજ્ઞાન થયું છે. ગૌતમ સ્વામી કહે છે કે શ્રાવકને આટલું કયાંથી? ભગવાનના સમવસરણમાં જે ચીજ ન મળી તે આનંદને ખાટલામાં સૂતા સૂતા પ્રાપ્ત થઈ ગઈ. સ્વસ્થતામાં ન મળ્યું તે બિમારીમાં મળી ગયું. આ બધું જ મનની સ્થિરતાનો અજબ-ગજબનો પરિણામ છે. આધ્યાત્મિક જગતમાં આંખનો આંધળો હોય તેને કેવળજ્ઞાન થાય પણ હૃદયનો આંધળો હોય તેને કેવળજ્ઞાન ન થાય. ગામ અને જંગલની અંદર જેનું મન સ્થિર છે, તેને બાહ્ય પરિસ્થિતિ આંતરિક જીવનમાં કાંઈપણ ફેરફાર કરી શકતી નથી. જે હેતું સંસારનો છે તે જ હેતુ મોક્ષનો છે. જેનાથી સંસારસાગર તરી શકાય એનાથી જ ચોર્યાસીના ચક્કરમાં ફરી શકાય. લગ્નની ચોરીમાં પત્નિનો હાથ હાથમાં છે. ત્યારે ગુણસાગરને શું થયુ? કેવળજ્ઞાન પંચાશકમાં
• ૧૦૬ -
Page #127
--------------------------------------------------------------------------
________________
સમક્તિ વિશે કહે છે “સંસારે તનુ મોક્ષે ચિત્ત.” શરીર સંસારમાં મન મોક્ષમાં વ્યાખ્યાનમાં બેસીએ છીએ એમ નહી પણ વ્યાખ્યાન તમારા હૈયામાં બેસવું જોઈએ. પ્રવચનનો એક અક્ષર પણ હૈયામાં બેસી જાય તો બેડો પાર થઈ જાય. શ્રાવક સંસારમાં કાયપાત્તિ હોય ચિત્તપત્તિ ન હોય, કાયા સંસારમાં હોય પણ મન તો અળગું જ હોય. આધ્યાત્મિક દુનિયામાં પરિસ્થિતિ કરતા મનઃસ્થિતિ પર કર્મબંધનનો આધાર વધારે છે. ક્રિયાએ કર્મ, પરિણામે બંધ અને ઉપયોગે ધર્મ છે. જૈનદર્શનમાં બે વ્યક્તિની ક્રિયા એકસરખી છતાં કર્મબંધ થવામાં ફરક છે. આપણા દેશમાં બહુરૂપિયાઓ આવતા હતા તે રૂપ બદલી બધાને મનોરંજન કરાવતા હતા. આજે મુંબઈમાં તમને સુંદર પણ સુંદર રોલ ભજવતા આવડે ને? એક જ દિવસે સિદ્ધચક્ર પૂજન, લગ્ન અને પ્રાર્થના હોય. વ્યક્તિ લગ્નમાં જાય તો મોઢા ઉપર ભરપુર આનંદમાં આવી જાય, ખુશાલી વ્યક્ત કરે. ત્યાંથી કો'કની પ્રાર્થનામાં જાય તો મોટું વલખું પાડી નાંખે. પ્રાર્થનામાં જઈ ખરખરો પણ કરી આવે. ગઈકાલ ભૂલી જાઓ પણ આવતીકાલ તો એવી હોવી જોઈએ. જેમાં ભગવાનની આજ્ઞાનો ભંગ ન થતો હોય. કપાળે કેસરનો ચાંદલો કરી માથે કોલસાની ભૂકી કયારેય ન લગાવતા. આરાધના ઓછી થાય તે ચલાવી લેવાય પણ ભગવાનની આજ્ઞાનું પાલન ન થાય તે ન ચાલે. ગઈકાલના પાપ ઉપર જયારે પશ્ચાતાપ જાગે ત્યારે જ આગળ વધારે. આચાર-વિચારની સંવાદિતા અવશ્ય હોવી જોઈએ.
દહાણુમાં એક છોકરો ચેતન કાંકરીયા એના પિતા મગનભાઈ સાથે પ્રવચનમાં આવ્યો હતો. પ્રવચન સાંભળીને ઘરે ગયા. એમના ઘરમાં રાત્રે ભોજનની પ્રથા ૮ થી ૯.૩૦ વચ્ચે સમૂહમાં ૮-૧૦ જણા જમે. જમવાનો સમય થયો ચેતન કહે બા જમવું નથી. મગનભાઈ કહે મને ભૂખ નથી. બે વ્યક્તિઓની રસોઈ બગડી. બીજે દિવસે કાકા-બાપા પ્રવચનમાં આવ્યા. રાતના ૮ જણાની રસોઈ બગડી. ઘરની સ્ત્રીઓ કહે છે બે દિવસથી કેમ કોઈ જમતા નથી. રાત્રિભોજન જેવું કોઈ પાપ નથી. જન્મ જૈન આપણે આવું વર્તન કરીએ એ શોભાસ્પદ નથી ત્યારે ચેતનની બા કહે છે મારા મનમાં પણ કેટલાય દિવસોથી રાત્રિભોજન બંધ કરવાની વિચારણા હતી પરંતુ પરિવારને અનુકૂળ થઈ રહેવું પડતું હતું. રસોઈ બગડે એની ચિંતા નહોતી પણ આત્મા બગડે એની ચિંતા હતી. આખું કુટુંબ આત્મહિતચિંતાથી રાત્રિભોજનનું ત્યાગી બન્યું. ચીજ માટે ચિત્તને નહિ બગાડતા. બાવળીયાના રક્ષણ માટે કલ્પવૃક્ષને ન ઉખેડાય. એક ધર્મિષ્ઠ શ્રાવક સંસારમાંથી વિદાય
= • ૧૦૦ •
Page #128
--------------------------------------------------------------------------
________________
થયા. એમની સાથે આરાધના કરનારા કેટલાક ભાઈઓ હતા. આ શ્રાવકો ઉપાશ્રયમાં જઈ જયારે સામાયિક- પ્રતિક્રમણ કરતા ત્યારે એ સમયે એક ગરોળી સ્થાપાચાર્યજીની આજુબાજુ ફર્યા કરે. દૂર કરવા ગમે તેટલા પ્રયત્નો કરે પણ એ ત્યાંથી ખસતી નહોતી. એકવાર જ્ઞાની ભગવંત પધાર્યા. શ્રાવકોએ વાત કરી. ભગવંતે કહ્યું-સ્થાપનાચાર્યજીમાં કિંમતી રત્નો છે. આ ગરોળી એ બીજા કોઈ નહીં પણ તમારી સાથે આરાધના કરતા ભાઈ જે હમણા આ ભવમાંથી વિદાય થયા તે છે. ભાઈઓ! આ સંસારમાં વ્યવહારિક અભ્યાસ કરતો બાળક ચોથીમાં ફેઈલ થાય તો કયાં જાય? ચોથીમાં જ રહે છે. ત્રીજી કે બીજીમાં જતો નથી. જિનશાસન કહે છે મનુષ્ય જિંદગીની અંદર ફેઈલ થનારા કયાં જશે એની કોઈ ગેરંટી નથી. એક માત્ર જડનો પ્રેમ ધર્મિષ્ઠ વ્યક્તિને કયાં લઈ ગયો. આ નશ્વર ચીજનાં મમત્વએ પવિત્ર જીવનને રફેદફે કરી નાખ્યું.
આજે જ ઘરમાં સ્વર્ગ ઉતારો. બધા વિના ચાલે પણ દર્શન-આરાધનાપૂજન-સામાયિક વિના ન ચાલે. આટલું કરશો તો ઘરમાં હોળી છે એની જગ્યાએ દિવાળી પ્રગટશે.
સંપત્તિની રેલમછેલ... સગવડોની વણઝાર... પદાર્થોના ખડકલા..
જમાવેલી પ્રતિષ્ઠા. જાલીમ માંદગી વચ્ચે સ્વસ્થતા આપી શકશે? તો એક કામ કરો. શ્રીમંતાઈમાં નમ્રતા લાવો... સફળતામાં સજ્જનતા ટકાવી રાખો. નિષ્ફળતામાં દુર્જનતાના શિકાર ન બનો.. જીવન ધન્ય બનાવો.
-
- ૧૦૮ -
Page #129
--------------------------------------------------------------------------
________________
સાધતા “EASY નથી, સિદ્ધિ “QUICK નથી, હજારો માઈલની બહિર્યાત્રા સુલભ છે પણ એક ઈંચ જેટલી અંતર્યાત્રા બહુ મુશ્કેલ છે. બહિર્યાત્રામાં પુણ્ય કામ કરે છે, અંતર્યાત્રામાં ધર્મ કામ કરે છે. અતીત અને અનાગતની સ્મૃતિઓમાંથી બહાર નીકળશો ત્યારે જ
વર્તમાનની અનુભૂતિ થશે. છે. જેની નજર સામે માત્ર આ લોકના જ સુખો છે તે સુખાર્થી છે, જેની
નજર સામે પરલોકના સુખો છે તે પુણ્યાર્થી અને જેની નજર સામે સુખ નહિ પણ સદ્ગુણો છે તે આત્માર્થી છે. સાધના EASY નથી અને સિદ્ધિ QUICK નથી આટલી વાત ખ્યાલમાં
રાખો. છે સમસ્યાને ખતમ કરવાનું કામ પુણ્ય કરે છે પણ સમસ્યાને પેદા જ
ન કરવાનું કામ ધર્મ કરે છે. અસ્થિરતાના પ્રતિબંધક તત્ત્વો ત્રણ છે : પ્રભુત્વ, સ્વામિત્વ અને મમત્વ.
મહાન જ્ઞાની ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસાગરમાં ‘સ્થિરતા' અષ્ટકમાં મહત્ત્વની પ્રેરણા આપી પ્રમાદથી બચાવી જીવન સાધનાનો પ્રાસાદ બનાવી રહ્યા છે. ભવોથી આ બહિર્યાત્રા ચાલુ છે. એક ડગલું પણ અંતર્યાત્રા થાય એ ભાવનાથી તત્ત્વ સમજાવી રહ્યા છે. અતીત અને અનાગતના વળગણમાંથી બહાર નીકળતા જ વર્તમાનની અનુભૂતિ થવા માંડે છે.
સૂરતમાં એક ઝવેરી દરરોજ પૂજા કરવા જાય. ૯ થી ૧૨ નો સમય એમનો નક્કી. પૂજા બાદ પેઢીએ જાય. એક દિવસ મુનિમજીએ કહ્યું, શેઠજી તમે ૯ થી ૧૨ પૂજા કરવા જાઓ છો ત્યારે બે-ત્રણ વાર મોટા ઘરાકો આવ્યા. બે ત્રણ લાખનો સોદો થઈ જાત. આપ પૂજા કરીને વહેલા આવો તો સારું. શેઠ કહે છે એમ વાત છે કાંઈ વાંધો નહિ. આજથી તમારે પણ ૧૨ વાગ્યા પછી આવીને જ દુકાન ખોલવાની. શેઠનો જવાબ સાંભળી મુનિમ તો કંઈ ન બોલ્યા પણ આપણે હોઈએ તો? આવું કંઈ કામ હોય
= • ૧૦૯ •
Page #130
--------------------------------------------------------------------------
________________
તો મને બોલાવી લેજે. અંતર બદલવું બહુ જરૂરી છે. કાયા બદલવી સહેલી પણ માયા બદલવી મુશ્કેલ છે. સ્થાન બદલવું સહેલું પણ ધ્યાન બદલવું મુશ્કેલ. ધ્યાન બદલાય તો સૃષ્ટિ બદલાઈ જાય. દુકાન ખુલ્લી હોય તો ૯ થી ૧૨ ના સમયમાં ક્યારેક વિચાર આવવાનો સંભવ છે કે દુકાને કોઈ ઘરાક આવ્યો હશે તો? પરમાત્માના પવિત્ર સ્થાનમાં મારા ધ્યાનમાં, પૂજામાં ભંગ પડે. માટે હવેથી તમે ૧૨ વાગ્યા પછી જ દુકાન ખોલજો. સિદ્ધત્વ એટલે શું? આત્માની સંપૂર્ણ સ્થિરતા એ જ સિદ્ધત્વ. સ્થિરતા આત્માનો ગુણ છે. દહીંવડા ખાવા છે તો દહીં બનાવવું પડશે. દહીં કયારે બને? દૂધ સ્થિર થાય ત્યારે. ફોટો ક્યારે સારો આવે? શરીર સ્થિર થાય ત્યારે. લાખો રૂ. ના સોદામાં મારું મન અસ્થિર બને તો મારી પૂજા બગડે. જ્ઞાની ભગવંત કહે છે કે નક્કી સમજી રાખજો ધંધો બગડે તો હજી ચાલે પણ જીવન ના બગડવું જોઈએ. આ જીવે દૂધની, અનાજની, અથાણાની ચિંતા કરી પણ ક્યારેય આત્માની ચિંતા કરી? ચા બગડે તો સવાર બગડે, પાપડ બગડે તો જમણ બગડે, અથાણું બગડે તો વરસ બગડે, ઘરની કોઈ વ્યક્તિ બગડે તો જીવન બગડે અને આત્મા બગડે તો ભવોભવ બગડે. ભવોભવ આપણી સાથે રહેનાર આત્માની ચિંતા કેટલી? ચીજ માટે ચિત્ત ન બગડે તે ખ્યાલ રાખજો. જીવનમાં ૧૪ પૂર્વનો અભ્યાસ કરનાર એવા ૧૪ પૂર્વધારી પણ કાંઈક કારણસર અનંતકાલીન નિગોદમાં ઢસડાઈ ગયા કારણ કયાંય આવી ગયેલી અસ્થિરતા. સાડીની દુકાનમાં ગયા. લેવાની તો ૧ કે ૨ છે પણ જોવાની ૨૫-૩૦. સુક્ષ્મદષ્ટિ કેળવો. ધર્મતત્ત્વને સમજો. ૨૫-૩૦ સાડીમાંથી બે પસંદ કરી બીજી પર તમને દ્વેષ ને? સૂક્ષ્મ ગણિત મનના છે. ગમે તે પણ આર્તધ્યાન અને ન ગમે તે પણ આર્તધ્યાન. કોઈપણ સાડી પહેરવા સાથે મતલબ છે.
| જિનશાસનની પરંપરાના એક યોગી મહાત્મા નામ બુટેરાયજી. મુલચંદજી મહારાજ ગોચરી વહોરીને આવ્યા. બુટેરાયજીને ગોચરીનો પાત્ર આપ્યો. બુટેરાયજી પાત્રો લઈને પીવા લાગ્યા. મુલા...ઈધર આઓ. મુલચંદજી મ. ને મુલા કહીને બોલાવતા હતા. અંદર ગુરુતત્ત્વનો પ્રેમ સમાયેલો હતો. ભાવનગરના દિવાન પ્રભાશંકર પટ્ટણીના માતુશ્રી ગુજરી ગયા. શોકસભા રાખવામાં આવી. ઘણા દરબારીઓ-સ્નેહીઓ આવ્યા. પ્રભાશંકર એકધારું રડી રહ્યા છે. તમારા જેવાને રડવું શોભે નહિ, ઘરડું પાન ખરી પડ્યું. ત્યારે પ્રભાકર કહે તમારા માટે ભલે એ પીળું પાન હતું પરંતુ મારે માટે “મા” હતી. આવતીકાલે પ્રભો કહીને બોલાવશે કોણ? બેટા પ્રભો સાંભળવામાં જે આનંદ
( ૧૧૦ -
-
Page #131
--------------------------------------------------------------------------
________________
આવતો હતો તે પ્રભાશંકર પટ્ટણી સાહેબ સાંભળવમાં નહીં આવે. ચીજનું મુલ્ય બહુ જુદી ચીજ છે. વસ્તુનો ભાવ એ પણ જુદી ચીજ છે. મુલા... યહ કયા લેકર આયા હૈ? રોજ ખટ્ટી ખટ્ટી કઢી લાતા થા આજ મીઠી કઢી કૈસે લેકર આયા હૈ? મહારાજ કઢી નથી પણ દૂધપાક છે. વસ્તુના ભેદની જાણકારી હોવા છતાં ષ્ટિમાં ભેદ ન આવે. જીવનમાં ડગલે ને પગલે ખેદ ન જોઈતો હોય તો ભેદ દૂર કરો. આપણને ચામાં સાકર ન હોય તો ગરમ થઈ જઈએ છીએ. જિનતત્ત્વના રહસ્યો હૃદયમાં ધારણ કરી લો. આટલું ગણિત હૃદયમાં કોતરી લો કે ચીજ માટે ચિત્તને કયારેય બગડવા દેવું નથી. પદાર્થ માટેનું મમત્વ ઓછું કરો. ચીજ એ તો માત્ર આ જન્મની છે.
કોઈક કવિએ સુંદર પંક્તિ લખી છે
મુલ્કો કે બાદશાહ થે, દુનિયા કે શહેનશાહ થે, જબ દુનિયાસે ગયે તબ ખાલી હાથ છે.
ચિત્તની સ્થિરતા જોઈતી હોય તો રાગ-દ્વેષ ઓછા કરી નાંખો. વસ્તુની માવજત એ જુદી વસ્તુ છે પણ મમત્વ એ જુદી વસ્તુ છે. મમત્વ છે ત્યાં કર્મબંધ છે. આપણા જીવનના સૂર્યના કિરણો તેજમાંથી અંધારામાં ન અટવાઈ જાય એનો ખ્યાલ રાખવો જરૂરી છે. પિંગળાનું મન અસ્થિર થયું માટે જ ભયંકર સ્થિતિ સર્જાઈ. પિંગળાનું મન રાજા ઉપરથી મહાવત ઉપર ગયું. મનની સ્થિરતા ગઈ. રાજાએ પિંગળાની પીઠ ઉપર કમળના ફૂલનો હલકો પ્રહાર કર્યો રાણી ચીસ પાડી ઉઠી. તને આ કમળનો માર વાગ્યો? હા વાગ્યો. જિંદગીમાં મેં કોઈનો માર નથી ખાધો એટલું આજે વાગ્યું છે કે બળે છે. તને આ પ્રેમથી કમળ અડાડ્યું તે વાગે છે અને મહાવતની લોખંડની સાંકળનો માર વાગ્યો એની કોઈ અસર નહિ. આ સાંભળી રાણી ધ્રુજવા લાગી. વાસના અને વફાદારી વચ્ચે વેર છે. રાજા કહે છે જોઈ લીધી તને! આજ દિવસ સુધી તારા સિવાય મારા માટે બીજું કોઈ નહોતું. આજે મને સાચી સમજણ મળી. ખરેખર, આ દુનિયામાં કોઈ કોઈનું સગું નથી. રાજા કહે છે રાણી ન જોઈએ, મહાવત ન જોઈએ અને એ હાથી પણ ન જોઈએ. મહાવત અને પિંગલાને હાથી પર બેસાડી સૈનિકોને આદેશ કર્યો આ હાથીને સૌથી ઊંચા પહાડ ઉપર ચડાવો. વિશાળ જનમેદની ઉમટી છે. લોકો તળેટીએ ઉભા છે. હાથીને પર્વતની ટોચે ચડાવ્યો છે. રાજાએ આદેશ આપ્યો હવે હાથીને નીચે ગબડાવી દો. ત્રણેમાંથી કોઈપણ ન જોઈએ. ક્રોધ આવે છે ત્યારે વિવેકદૃષ્ટિ બંધ થાય છે. હજારો લાખો
-
@ ૧૧૧ •
Page #132
--------------------------------------------------------------------------
________________
નરનારીઓ આ દશ્ય જોઈ રહ્યા છે. હાથીને ખીણમાં ગબડાવો. મને આ ત્રણેને છુંદાતા જોવા છે. આવેશ બહુ ખતરનાક છે.
પ્રેમને ત્યાગ વિના ફાવતું નથી તેમ અનુરાગને અભ્યાસ વિના ચાલતું નથી. એક ચાતુર્માસમાં ઉપર હોલમાં મહારાજ સાહેબ બેઠા હતા ત્યારે એક ભાઈ પચ્ચખ્ખાણ લેવા આવ્યા. પચ્ચખ્ખાણ પછી કહે સાહેબ, નીચે એક બે સામાયિકમાં બેઠા છે તેમણે મને પૈસા આપ્યા છે. માસક્ષમણના તપ કરનારને આપવાના છે. કેટલા જણ છે? દરેકને ૧૦૦ રૂ।. ની પ્રભાવના કરવાની છે. મહારાજજીએ કહ્યું કે ભાઈ તપ તો હજી હમણાં જ શરૂ થયું છે. પુરું થવાની હજી ઘણી ઘણી વાર છે. બેનને પૈસા પાછા આપી આવો. એ ભાઈ ગયા પૈસા પાછા આપવા. થોડીવારમાં જ ભાઈ પાછા આવ્યા ને કહે સાહેબ, પેલા બેન પૈસા પાછા લેવાની ના પાડે છે. બેનને ઉ૫૨ બોલાવ્યા કહ્યું માસક્ષમણ હજી હમણાં જ શરૂ થયું છે. કદાચ બધાનું તપ પુરું ન પણ થાય. શું કામ ઉતાવળ કરો છો? ત્યારે એ બેને જવાબ આપ્યો - સાહેબ, એમનાથી તપ ભલે પુરું ન થાય પણ એમની માસક્ષમણની ભાવના તો થઈ છે ને? તેની અનુમોદના માટે આ પ્રભાવના કરવી છે. આ છે તપ પ્રત્યેનો રાગ.
સંસાર પ્રત્યેનો રાગ તૂટે તો વૈરાગ્ય આવે પણ અહીં આવેશ આવ્યો છે. મહાવતે હાથીને એક પગે ઊંચો કર્યો પછી બે પગ પછી ત્રણ પગ ઉપર અધર રાખ્યાં. હાથી એક પગે ખુમારીથી ઉભો છે. તાળીઓના ગડગડાટ સંભળાય છે. લોક કહે છે રાણી અને મહાવતને જે સજા કરવી હોય તે કરો પણ આ કેળવેલા મૂંગા પશુનો ઘાત ન કરાવો. એ ગુનેગાર નથી. આવો કળામાં કુશળ હાથી બીજો નહિં મળે. ખ્યાલ રાખજો. ચીજ માટે ચિત્તને ન બગાડતા....
સાધનાઓ સહેલી તો નથી અને સિદ્ધિ પણ કાંઈ ત્વરિત તો નથી જ. સતત અભ્યાસ અને સતત જાગૃતિ જોઈશે.
ચાર દૃષ્ટિઓ કેળવી લો
માઈક્રોસ્કોપ જેવી દૃષ્ટિ
એક્સ-રે જેવી દૃષ્ટિ
દૂરબીન જેવી દૃષ્ટિ
ટેલીસ્કોપ જેવી દૃષ્ટિ
• ૧૧૨
Page #133
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાય નહિ અનુભૂતિ.... કિ અતીતની સ્મૃતિ અને ભવિષ્યની કલ્પના એ તો મનનો ખોરાક છે. હરિ કરોડો-લાખોની સંપત્તિ લબાડ કે ચોર કે ઈન્કમટેક્ષવાળા લઈ જાય
એના કરતા ધર્મના ક્ષેત્રને આપો ને? વરિ સુખથી દૂર કરે એવા પરિબળો હજી સ્વીકારી લેજો પણ સગુણોથી
દૂર કરે એવા પરિબળો હરગીજ ન સ્વીકારજો. કિ સમસ્યાને ખતમ કરવાનું કામ પુણ્ય કરે છે અને સમસ્યાને પેદા જ
ન થવા દેવાની ભૂમિકા ધર્મ કરે છે. અભિમાનનું સુખ, અભિપ્રાયનું સુખ અને કલ્પનાનું સુખ મુખથી બોલી શકાય છે જયારે અનુભૂતિરૂપ આત્મિક સુખ અનુભવી શકાય છે.
મહાન જ્ઞાની ઉપાધ્યાજી મહારાજ સાચી પ્રસન્નતાની વાત જણાવી રહ્યા છે. અસ્થિરતા ચિત્તની પ્રસન્નતાને ખંડિત કરી નાંખે છે. અતીતની
મૃતિઓના ચકરાવે ચડેલ આત્મા વર્તમાન સમયની અનેક તકો ખોઈ બેસે છે. ભવિષ્યના કાલ્પનિક રંગોમાં અટવાઈ ગયેલ મન અનુભૂતિના સ્તર સુધી પહોંચી શકતું નથી. મનને મજામાં જ રસ છે. ભૂત ભવિષ્યના વળગણમાં અટવાઈ જઈ અનેક તકો વેડફી નાંખે છે. તકાત સંસાર સર્જનમાં વપરાઈ જાય છે.
વજસ્વામીએ શરદીને કારણે કાન પર સૂંઠનો ગાંગડો રાખ્યો હતો પછી કાઢતા ભૂલાઈ ગયો ને છેક સાંજે પ્રતિક્રમણ વખતે યાદ આવ્યો એટલે એમની પ્રતિક્રમણમાંની સ્થિરતા ગઈ અને વિચાર્યું કે હવે મૃત્યુનો સમય નજીક આવ્યો છે. માટે જ આમ થયું. અનાગતનો વિચાર ઓછો કરો તો સ્થિરતામાં વધારો થાય.
કમસેકમ આટલો તો નિર્ણય કરો કે દેરાસર. ઉપાશ્રયમાં તો બહારનું વિચારીશ નહિ. બાહ્ય જગતની કોઈ વાત કરશે તો સાંભળીશ નહિ. સાંભળવાનું ચાલુ રહેશે તો પછી એ વિચારો ઉપર કંટ્રોલ રહેશે નહિ. માટે બહિર્જગતની વાત ન સાંભળવાની ખુમારી દાખવો. મુશ્કેલમાં મુશ્કેલ અંતર્યાત્રા છે. બહિયાત્રામાં પુણ્ય કામ કરે છે. જયારે અંતયાત્રામાં ધર્મ કામ
, ૧૧૩ ,
Page #134
--------------------------------------------------------------------------
________________
કરે છે. મન પર ભલે કંટ્રોલ ન રહે પણ કાયા અને વચન પર કંટ્રોલ લાવો.
યશોવિજયજી મહારાજ જણાવે છે કે અસ્થિરતાના ચાલક બળ ત્રણ છે : પ્રભુત્વ, સ્વામિત્વ અને મમત્વ..
પ્રભુત્વ એટલે સત્તા જમાવવાની જ વૃત્તિ. આ વૃત્તિ કયાંય સ્થિર થવા ન દે. ઉકાળેલા પાણીમાં જેમ કપડું ઊંચનીચું થાય તેમ આવા આત્માઓ સતત ઊંચાનીચા થયા કરે. પ્રભુત્વ જમાવવાની વૃત્તિ બહુ ભયંકર છે. આ બળ સતત ટેન્શનમાં રાખ્યા કરે, સ્કૂલ હોય કે કોલેજ, પંચાયત હોય કે મંડળી, રાજકારણ હોય કે ધાર્મિક સંસ્થાઓ હોય દરેક જગ્યાએ “નંબર વન' માટેની સતત ખેવના રાખતા હોય છે. આમાં અહં પુષ્ટ થયા કરે વળી કયાંક નોંધ ઓછી લેવાઈ, પાછળ લેવાઈ તો તરત એકશનની રિએકશનની વિચારણા આવી જાય. સતત પોતાની મારકેટ વેલ્યુ આંકવામાં જ સમય પસાર કરી દે.... “એ તો એ વખતે હું હાજર હતો એટલે સ્વામિવાત્સલ્યનું આટલું સરસ ગોઠવાઈ ગયું નહિ તો ખબર પડત...” “આ તો હું વચ્ચે હતો એટલે બિલ્ડર સાથે ઉપાશ્રયનો સોદો થઈ ગયો નહિતર હજીય મેળ ન પડત...' કેન્દ્રમાં પોતાની જાતને રાખીને રાચતા હોય તેથી અન્યના સુકૃતો અને સુવાસ પચાવી ન શકે...ચિત્તતંત્રમાં સતત અસ્થિરતા. હું એક સર્વજ્ઞ છું ને વળી બીજો સર્વજ્ઞા કયાંથી? ઈન્દ્રભૂતિ પણ પ્રભુત્વની ભાવનામાં જ રાચતા હતા. જયાં આ વૃત્તિ હોય ત્યાં સુધી સ્થિરતા નથી આવતી. જ્ઞાનની રમણતા પણ નથી જામતી. વર્ષોના પર્યાય સાથે પરિણત ન બનીએ તો શા કામનું?
એક સંયુક્ત કુટુંબમાં પ્રેરણાદાયી ઘટના બની. બધા ભાઈઓએ બહાર ફરવાનો કાર્યક્રમ બનાવ્યો. દરેકે પોતાની પત્નીઓને વાત કરી. બધી પત્નીઓએ ફરવા જવાની ના પાડી. કારણ પૂછતા જણાવ્યું કે બા ની બહારગામ જવાની પ્રતિજ્ઞા છે. જો બા ન આવતા હોય તો તે સ્થળે અમારે પણ જવું નથી. પત્નીઓ એમના પતિઓને કહે છે. તમે લગ્ન ભલે અમારી જોડે કર્યા છે પણ બા પ્રત્યે પણ અમારી ફરજ છે. જયાં સુધી આ ધરતી પર બા નો શ્વાસ છે ત્યાં સુધી તેમને છોડીને અમે ક્યાંય નહીં જઈએ... અહીં વાત છે પ્રભુત્વ છોડવાની પોતાની સાસુમાં માતાનું સ્વરૂપ દેખાયું છે. | સ્વામિત્વભાવ એટલે માલિકીભાવ, પ્રભુત્વમાં પોતાનું વર્ચસ્વ જમાવવાની ભાવના હોય જયારે સ્વામિત્વમાં વસ્તુ-પદાર્થ કે વ્યક્તિમાં માલિકીભાવ જમાવવાની વૃત્તિ રમતી હોય. નમિરાજા દીક્ષા લઈ મિથિલાનગરી છોડીને જાય છે. ત્યાં મિથિલામાં આગ લાગે છે ઇંદ્રરાજા
૧૧૪ • :
Page #135
--------------------------------------------------------------------------
________________
કહે છે “જો તારી મિથિલા ભડકે બળે છે.” ત્યારે નમિરાજા મુનિ બન્યા છે. તે કહે છે- “બળે છે તે મારું નથી અને મારું છે તે બળતું નથી.'નગરીનું સ્વામિત્વ ત્યાગી દીધું છે માટે તમામ સ્થિતિ પરિસ્થિતિમાં સ્થિરતા છે.
હેમચંદ્રાચાર્ય જે કુમારપાળના ગુરુદેવ હતા, તેઓ એકવાર પાટણ પધાર્યા. તે વખતે શાંતનું મહેતા કહે – “સાહેબ, આરામ કરવા માટે ત્યાં પધારો.” હેમચંદ્રાચાર્યજી પોતાના શિષ્ય પરિવાર સાથે એમના ઘરે પધાર્યા છે. સાત માળનો બંગલો છે. શાંતનું એક એક માળ બતાવતો જાય છે અને એની વિશેષતા વસ્તુઓ કયાંથી લાવી...કેટલી કિંમતની લાવી આદિનું વર્ણન કરતો જાય છે. પણ ગુરુદેવ તો એક પણ શબ્દ બોલતા નથી એટલે મહેતાને મૂંઝવણ થઈ કે સાહેબ તો કાંઈ બોલતા નથી કે હસતા નથી કે હુંકારો પણ દેતા નથી. આખો બંગલો બતાવી નીચે આવ્યા. માળા ઉતરતા જાય અને મહેતા મૂંઝાતો જાય. છેલ્લે હિંમત કરી પૂછુયું – “સાહેબ, મારો બંગલો કેવો લાગ્યો?' એટલે સાથે રહેલા શિષ્ય જવાબ આપ્યો – “મહેતા તુ કુમારપાળ રાજાના ગુરુને પૂછે છે કે બંગલો કેવો લાગ્યો? અઢાર પાપથી ભરાયેલો આ બંગલો પાપનું કારખાનું છે અને જો ધર્મસ્થાનકમાં ફેરવો ને પૂછો તો વાત અલગ છે. તમારી હિંમત કેમ થઈ પૂછવાની?' એક પળનો પણ વિલંબ કર્યા વિના મહેતો હાથ જોડીને કહે - “તો સાહેબ આજથી આ સાત માળનો બંગલો ઉપાશ્રય જાણજો '
તમારા ઘરે આવીને અમે આવું કહીએ તો? તો તમે તો કહી જ દેવાના કે “સાહેબ ! મારું ઘર છોડીને બીજા ઘરની કહેવાની છૂટ છે.” પોતાના બંગલાનું સ્વામિત્વ તરત જ છોડી દીધું. માલિકીભાવમાં જ મરવાનું છે. રાગદ્વેષના પરિણામો પણ ત્યાં જ થાય છે.
ધરણ શાહે રાણકપુરનો ભવ્ય જિનપ્રાસાદ બનાવરાવ્યો. પૂરા ૯૯ કોડનો સદ્વ્યય કર્યો. પૂર્ણાહુતિના અવસરે સોમપુરા ધરણશાહની પ્રતિમા જિનાલયમાં મૂકવાની વાત કરી રહ્યા છે. ત્યારે ધરણશાહે કહ્યું કે મારી પ્રતિમા મૂકવી જ હોય તો એવી જગ્યાએ મૂકજો કે હું પ્રભુને નીરખી શકે પણ જિનમંદિરમાં દર્શને આવનારા મને કયાંય ન નીરખી શકે. સ્વામિત્વ ન જામી જાય એ માટેની કેવી તકેદારી રાખી શક્યા હશે. આવા આત્માની વૃત્તિઓ સ્થિર છે.
મમત્વભાવ – મોહાદિજન્ય ભાવોના કારણે વસ્તુ આદિમાં મમતા રાખવી. પર્યુષણાદિમાં ઉપાશ્રયમાં આવી કટાસણું પાથરી જાઓ પણ તમને
૦ ૧૧૫ ૦
Page #136
--------------------------------------------------------------------------
________________
કટાસણા પર નહીં તેની જગ્યા પર મમત્વ ભાવ હોય છે. માલિક ન હોય છતાં માલિક બની બેસે. માત્ર બે ઘડી માટે પણ મમત્વભાવથી વાસિત બની જાય.
એક જણ કટાસણું પાથરીને ગયો ને બીજો આવીને ધડ દઈને કટાસણું બહાર ફેંકયું. કોઈએ એમ કરવાનું કારણ પૂછ્યું તો કહે - એક વરસથી હું વાટ જોતો હતો. ગયા વર્ષે એણે મારું કટાસણું આમ જ ફેંક્યું હતું. જે પાપોથી પાછા હટવાની ક્રિયા તેમાંય પણ આ વૃત્તિ રમતી હોય.
ગાડીની લાંબી મુસાફરીમાં એક જણ પોતાની જગ્યા પર રૂમાલ પાથરી કહે - આ જગ્યા મારી છે. રૂમાલ પાથરી બાથરૂમમાં ગયો. પાછો આવીને જુએ છે તો ત્યાં બીજો માણસ બેઠો છે. એટલે એણે પેલા ભાઈને કહ્યું – આ જગ્યા મારી છે. હું રૂમાલ પાથરી ગયો હતો. એટલે પેલા ભાઈ કહેવા લાગ્યા કે કાલે તો તમે વડાપ્રધાનની ખુરશી પર રૂમાલ પાથરી આવશો તેથી કાંઈ ખુરશી તમારી થઈ જાય?
યશોવિજયજી મહારાજ કહે છે. આ ત્રણ ભાવોથી મુક્ત થાય તો હજી સ્થિરતા આવવાની શક્યતા છે. ત્રણમાંથી ખતરનાક છે મમત્વભાવ. કોઈનો સારો બંગલો જોઈ બસ મારે પણ આવો જ હોય. તમારા ન ગણાતા પદાર્થ પર માલિકીભાવ પણ નથી છતાં મમત્વ શા માટે? કોઈના સારા કપડા જોઈ મમત્વ જાગે કે તરત જ વિચારો કે મારા કપડા પણ વગર રાગે પહેરવાના છે તો પછી મમત્વ લાવી દુર્ગતિનું કારણ શું કામ ઉભું કરું? અનંત જીવરાશિમાંથી એક જીવને જ ધર્મની સાચી ઋચી હોય બાકી વેઠ ઉતારે
આવા ભાવમાંથી મુક્તિ લાવીએ ત્યારે જ સ્થિરતાની શક્યતા વધશે....
પૈસાથી ધનવાન બની શકાય પણ આત્મ શ્રીમંત બનવા માટે
હૃદયને ઉદાત્ત અને ઉમદા જ બનાવવું પડે છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
| કારણ શોધી નિરાકરણ લાવો.....' - નાગકેતુની પુષ્પપૂજા અને અઈમુત્તાની ઈરીયાવહીની કિયા ફળી એનું
કારણ એકાગ્રતા છે.
કારણને જાણો નિરાકરણ સ્વયં મળી જશે. - આંખના અંધાપા કરતા મોહનો અંધાપો ખરાબ.
આઈ અને માઈ બન્ને મોતના મંત્રો છે. ક કંચન-કામિની-કુટુંબ-કિર્તી અને કાયાના આ પાંચ કક્કાએ એવા ધક્કા
માર્યા છે કે આપણા છક્કા છૂટી ગયા છે.
લઘુગ્રંથની રચના કરતા ઉપાધ્યાજી મહારાજ પૂર્ણ બનવા સ્થિર બનવાની પ્રેરણા આપી રહ્યા છે. સ્થિરતા તૂટે છે કેમ? ધર્મતત્વ આપણને આશા આપે છે. વૃત્તિઓ સ્થિર નથી એ માની પ્રવૃત્તિથી નિવૃત્ત નથી બનવાનું. આજે નહીં તો કાલે સ્થિરતા આવશે. નાગકેતુની પૂજા અને અઈમુત્તાની ઈરિયાવહી કેવળજ્ઞાન આપનારી બની ગઈ કારણ શું? મન-વચન-કાયાની એકાગ્રતા. માત્ર રોગને જાણવાથી રોગ દૂર ન થાય પણ રોગનું કારણ જાણવાથી રોગ દૂર થશે. આર્યુવેદમાં જણાવાયું છે કે રોગને દબાવો નહિ પણ રોગનું કારણ શોધી દૂર કરો. અસ્થિરતા નુકશાન કરનારી છે. અસ્થિરતાના કારણો સત્સંગથી જ સમજાશે. કારણને દૂર કરીએ તો નિરાકરણ બની જશું. આયંબિલ કે એકાસણું કરવાનો વિચાર કરીએ. કરવાનો દિવસ આવે ને સવારના મન થઈ જાય અસ્થિર. આયંબિલ કરવાનું આપણું કામ નહિ. કાયિક અસ્થિરતા કરતા વૈચારિક અસ્થિરતા માણસને બહુ મોટા લાભથી દૂર રાખે છે. આયંબિલ કરશું ને પાછું માથું દૂખશે તો? નહીં ફાવે તો? આવા વિચારોથી આપણું આયંબિલ થતું નથી. આ પણ અસ્થિરતા. આયંબિલ નથી થતું કારણ સ્વાદનો પ્રેમ, જીભનો પ્રેમ.
બે સંન્યાસીઓ કબીરવડની નીચે સાધના કરતા હતા. બે માંથી એક જુવાન હતા અને એક વૃદ્ધ હતા. એક માણસ ત્યાંથી પસાર થયો. સાધના કરતા સંન્યાસીઓને જોઈને એણે પહેલા જુવાન સંન્યાસીને પૂછ્યું કે હું ભગવાન પાસે જાઉં છું, કાંઈ કહેવું છે? એટલે જુવાન સાધુ કહે “ના ભાઈ, એમને કેટલી બધી ઉપાધિઓ હોય, આખા જગતના પિતા એમને વળી મારી વાત સાંભળવાની ફુરસદ કયાં? મારે કાંઈ નથી પૂછવું ફક્ત એટલું જણાવજે કે ભગવાન છે તો
= • ૧૧૦ •
Page #138
--------------------------------------------------------------------------
________________
મઝામાં ને?' બસ આટલું કહી ફરી સાધનામાં લાગી ગયો. હવે પેલા માણસે વૃદ્ધ સંન્યાસી પાસે આવીને એ જ પ્રશ્ન કર્યો તો એ કહે “હા, પૂછજે કે મારી મુક્તિ કયારે થશે. સાડા-છ વર્ષથી હું તપ કરું છું તો એનું ફળ કયારે મળશે.” ભલે કહીને એ ભાઈ તો ગયા ને પાછા મહિના દિવસ પછી પાછા આવ્યા. પહેલા ગયા જુવાન સંન્યાસી પાસે. એ તો પોતાની સાધનામાં જ મસ્ત હતો. આંખ ખોલીને જોવાની પણ તૈયારી ન હતી. એટલે વૃદ્ધ સંન્યાસી પાસે ગયો. વૃદ્ધ સંન્યાસીએ તો જોઈને તરત જ પૂછ્યું, કેમ ભાઈ! ભગવાન પાસે જઈ આવ્યા. ‘હા’ મારો સંદેશો આપ્યો? હા આપ્યો. તેમણે કહ્યું કે હજી સાત ભવ પછી એમનો મોક્ષ થશે. આ સાંભળી સાધુ તાડૂકી ઉઠ્યા “હજી સાત ભવ રહીને. સાડા-છ વર્ષથી તો તપ કરું છું તેનું કાંઈ નહિ.' એમ કહી પગ પછાડી સંન્યાસી સાધનામાંથી ઉઠી ચાલ્યા ગયા. પેલા ભાઈ પાછા જુવાન સંન્યાસી પાસે આવ્યા. જોઈને વિચાર કરે છે કે આ તે કેવો માણસ છે પોતાની જવાનીમાં તપ કરે છે ને હું ભગવાન પાસે જઈ આવ્યો તો પણ એને જરાપણ પૂછવાની ઈચ્છા પણ નથી થતી. એટલે એ ભાઈએ સામેથી કહ્યું, આપને મુઝે પૂછા નહીં થા ફિરભી મૈને ભગવાન કો આપકી મુક્તિ કે બારે મેં પૂછા કિ આપકી મુક્તિ કબ હોગી? એટલે સાધુ સંન્યાસી બોલ્યા પૂછ્યું તો ભલે પૂછ્યું પણ ભગવાને સાંભળ્યું ખરું? હા. એટલે સંન્યાસી બોલ્યા કે ધન્ય ભાગ્ય મારા કે આટલી બધી ઉપાધિઓમાં પણ એમણે મારી વાત સાંભળી. એ ભાઈ કહે એમણે કહ્યું કે આ કબીરવડ જેની નીચે તમે સાધના કરો છો તેમાં જેટલા પાંદડા છે તેટલા ભવ પછી તમારી મુક્તિ થશે. આટલું સાંભળીને જુવાન સંન્યાસી ખુશીથી ગાંડો થઈ નાચવા લાગ્યો નાચતા નાચતા કહે - ધરતી પર તો કેટલા બધા કબીરવડો છે તેમાં મારા માટે ફક્ત આ કબીરવડના પાનો જેટલા જ ભવો કરવાના. ભગવાન પણ કેટલા દયાળુ છે. એમણે મારા માટે કેટલી દયા કરી. નાચતા નાચતા એ ધરતી ઉપર ઢળી પડ્યા અને ત્યાં જ મૃત્યુ પામ્યા ને સાથે સાથે મુક્તિ પણ મળી ગઈ. આપણે રાહ જોવા તૈયાર ખરા? સ્થિરતા માટે ચાલતા રહો. તપ કરતા હો તો કરતા જ રહો. જ્ઞાનીઓ જણાવે છે કે અસ્થિરતાનું કારણ મોહ છે. ગુણસ્થાનકનું આરોહણ કરતા પણ લોભકષાય ઉપર ગયેલાને પણ નીચે પટકાવે છે. ૧૧ માં ગુણસ્થાનકે પહોંચેલ આત્મા નીચે પટકાય છે કારણ? કષાય. આઠ કર્મમાં બળવાન ચાર ઘાતિ છે. એ ચાર વાતિમાં પણ બળવાન છે મોહનીય. એ સૌથી વધુ ખતરનાક છે. આપણી ચેતના ઉપર લાગેલું અશુદ્ધિનું કારણ હોય તો તે મોહનીય કર્મ છે. ઉપયોગમાં થતી અશુદ્ધિ આપણા ઘાતિ કર્મો પર આધાર રાખે છે. આઠ કર્મોમાં મોહનીયને દૂર કરવામાં જ તકલીફ છે. મોહનીય કર્મથી જ
=
• ૧૧૮ •
Page #139
--------------------------------------------------------------------------
________________
આપણી અંદર અસ્થિરતાઓ ઉભી થાય છે. અંતરમાં રાગ-દ્વેષ પણ મોહનીય કર્મથી જ થાય છે. અહં અને મમ આ બે મોહના મંત્રો છે. અહંકાર અને મમકાર ઉપર આખો સંસાર ઉભો છે. સાચી વસ્તુની સમજણ ઉપર પડદો પડ્યો છે. આખું જગત આઈ અને માઈની ખાઈમાં દટાઈ ગયું છે. આઈ અને માઈ ઉપરથી કોઈ જીવ ાઈ મારે તો થઈ જાય નવાઈ અને ચાખે મોક્ષની મલાઈ,
મારું અને તારું અંધારું પેદા કરે છે. મારા-તારામાં મારામારી લાગતી હોય તો એ હાડમારી બંધ કરવા જેવી છે. આંખનો અંધાપો હજી સારો પણ મોહનો અંધાપો બહુ ખરાબ. મોહનો અંધાપો સાચું દર્શન કરવા દેતો નથી. પદાર્થ દર્શન પર પ્રતિબંધ. સીતાને ઉપાડી લાવ્યા ત્યારે મંદોદરી રાવણને કહે છે કે મને સમજણ નથી પડતી કે...આટલું બોલતા રડી પડી હતી. રાવણ કહે છે મંદોદરી તું રડે છે શા માટે? રાવણ ઢીલો થઈ ગયો. એને મંદોદરી પર જબરદસ્ત પ્રેમ હતો. દરેક વ્યક્તિના બે પાસા હોય છે. એક પાસું ખરાબ હોય તો બીજું પાસું ખરાબ હોય જ એવું નથી. કોઈ વ્યક્તિ ગમે તેટલો ક્રોધી હોય પણ પ્રેમાળ પણ તેટલો જ હોય છે. કયારે પણ એક દૃષ્ટિએ નહિ પણ અનેક દૃષ્ટિએ વિચાર કરો. એક જ અપેક્ષાએ ગણિત ન માંડો. જીવન ધન્ય બનાવવા માટે દૃષ્ટિને કેળવવાની જરૂર છે. મંદોદરી તું રડે છે શા માટે? રણસંગ્રામમાં તલવાર ચલાવી માંસના ટૂકડા થાય છતાં જેનું હૃદય ન પીગળે એ રાવણ મંદોદરીની ભીની આંખો જોઈ દ્રવી ગયો. રાવણ બહાર વાઘ હતો પણ ઘરમાં તો પ્રેમાળ પતિ હતો. બહારનો રૂઆબ જે ઘરમાં લાવે છે તે બરબાદ થયા વગર રહેતો નથી. ઘરમાં તો મિત્રની જેમ રહેતા આવડવુ જોઈએ.
રવિશંકર મહારાજના જીવનમાં ત્યાગ ઘણો હતો. એક ગામડામાં એક દરવાજે ટકોરો માર્યો. બેન, સૂવા માટે આવ્યો છું. બાઈ કહે છે મારી પાસે સૂવા માટે કશું નથી. એક ગાદલી પણ નથી. આ મારો ૧૨ વર્ષનો છોકરો સૂઈ શકે એટલી ખાટલી છે. બાઈની વાત સાંભળી રવિશંકરજી કહે છે મને નાની ખાટલી પણ ચાલશે. રવિશંક૨ દિવસે મોટો હોય છે ને રાતે નાનો હોય છે. હું ઘરમાં જેવો હોઉં તેવો બહાર પણ હોઉં એવો આગ્રહ ના રાખો બહારનો રુઆબ ઘ૨માં લાવે, એના ઘરમાં કંકાસ થયા વિના ન રહે. તમારા ઘરમાં અને બહારના પહેરવાના કપડા અલગ કે એક જ? લગ્નના સૂટ આદિ ઘરમાં ન ચાલે તેમ ઘરનો અને બહારનો સ્વભાવ જુદો રાખો. આત્મિયતાપૂર્વક જીવતા શીખો. બહાર બ ટેમ્પરરી છે અંદર શાશ્વત છે એ ન ભૂલીએ.
• ૧૧૯ •
Page #140
--------------------------------------------------------------------------
________________
. જીવન પ્રાસાદ બનાવે : પ્રણામ...!
ઉપાધ્યાયજી મ. જ્ઞાનસારનો સ્વાધ્યાય કરાવતા મોહની ઓળખ કરાવી રહ્યા છે. અહંકાર કયાંય જામવા દેતો નથી. અસ્થિરતાનું કારણ મોહ છે. વ્યવહારમાં પ્રેમાળ બનવાની ભૂમિકા બતાવે છે. મંદોદરી રાવણને કહી રહી છે મારામાં શું ઓછું છે તે સીતાને ઉપાડી આવ્યા છો. સીતામાં વધારે શું છે તે પાગલ બન્યા છો. રાવણ મંદોદરીને કહે છે તું મારા પર વિશ્વાસ રાખજે. પૂર્વના કાળમાં રોજ સવારે પત્નિ પતિને પગે લાગતી. પ્રણામ તો આ સંસ્કૃતિનો પ્રાણ હતો. સ્વામિ ! તમે પરસ્ત્રીને ઉપાડી કેમ લાવ્યા? મારું માનતા હો તો સીતાને પાછી સોંપી દો. મંદોદરી રાવણને કહે છે. મંદોદરી ! એની ઈચ્છા વગર એનો સ્પર્શ પણ નહીં કરું. એકવાર રામ સાથે યુદ્ધ કરી સીતાને પાછી સોંપી દઈશ. મંદોદરીની કેવી યોગ્યતા છે. યુદ્ધની ભયાનકતાનો ચિતાર સ્વામિને સમજાવે છે. જો યુદ્ધ ન થાય તો હજારોના લોહી નહીં રેડાય... હજારો સ્ત્રીઓ વિધવા થતા બચશે. ઘરના ઘરડા વડિલોની લાકડી નહિ ભંગાય. રાવણ મંદોદરીને કહે છે કે તારી વાત સાચી છે. મંદોદરી કહે છે સીતાને સોંપવી જ છે તો હમણાં જ સોંપી દો. રાવણ કહે છે. એકવાર ઉપાડીને લાવ્યા બાદ એમને એમ પાછી સોંપી દઉં તો મારા નાકની ઈજ્જત શું? હું અને મારું ભલભલાને આંધળો બનાવે છે. અહંકાર જાગે ત્યારે આત્મછલના થાય. દંભ આપણી વાણીમાંથી નીકળે છે. એકવાર રામને યુદ્ધમાં હરાવીને પછી સીતાને સોંપવા હું તૈયાર છું. મંદોદરી ઘણું સમજાવે છે. અહંકારનો ઝેર ચડ્યો હોય તેને ગમે તેવા ગારુડીઓ આવે તો પણ ઝેર ઉતરવાનું નથી. આઈ અને માઈની મોટી ખાઈ છે. એમાં પડ્યા પછી બહાર નીકળવું મુશ્કેલ છે. હું અને મારાના નાનકડા પોઈન્ટ ઉપર બાહુબલીને કેવળજ્ઞાન અટકી ગયું. મહાન કિંમતી એવું કેવળજ્ઞાન પામી ન શકવાનું કારણ? અહંકાર. મારા નાના ભાઈઓને હું વંદન કરું? ખલાસ. ઘણીવાર બધા બોલતા હોય છે હું મિચ્છામિ દુક્કડમ માંગવા તૈયાર છું. પણ એ માંગવા આવે તો. આધ્યાત્મિક દુનિયામાં પ્રતિબંધક તત્ત્વ અહંકાર છે. હું અને મારું જયાં આવે છે ત્યાં ભવસાગરથી તરવાનું બારું બંધ થઈ જાય છે. હું અને મારું છોડાય તો તરવાનો ચાન્સ મળી જશે. હું અને મારાની અંદર અણમોલ જિંદગી વિતાવી દીધી હવે મારુંની જગ્યાએ આપણું બોલતા શીખીશું તો ઘરનું તાપણું ફરી જશે. મોહરાજાના મંત્રોને દેશવટો આપી દો. મોહ જયાં સુધી નહીં ઘટે ત્યાં સુધી
= • ૧૨૦ •
Page #141
--------------------------------------------------------------------------
________________
અહંકાર નડશે. મોહની પકડ છૂટશે ત્યારે જીવનમાં અધ્યાત્મની વસંત ખિલશે. મોહનું આધિપત્ય ઘટશે ત્યારે અધ્યાત્મનું આધિપત્ય વધશે.
ઉત્તરપ્રદેશમાં વાંદરાઓને પકડવા માટે જંગલોમાં સાંકડા મોઢાવાળા ઘડા મૂકવામાં આવે છે. ઘડામાં નીચે ચણા હોય છે. વાંદરાઓ ચણા લેવા માટે ઘડામાં હાથ નાંખે પછી હાથમાં ચણા લે ત્યારે મુઠ્ઠી વાળેલી હોય. ઘડામાંથી ચણાથી ભરેલો મુઠ્ઠીવાળો હાથ બહાર નીકળતો નથી. અંદર ફસાઈ જાય છે તેથી વાંદરાઓ ચિચિયારી પાડે છે. શિકારીઓ આવીને વાંદરાને પકડી લે છે. જો વાંદરાઓ હાથમાંથી ચણા છોડી દે તો હાથ સહેલાઈથી નીકળી આવે. શિકારીઓ વાંદરાઓને પકડી ન શકે. ચણાની મુઠ્ઠી છૂટતી નથી તેથી જીવન હારી જાય છે. ઉત્તરપ્રદેશના વાંદરાઓ જેવી જ હાલત આપણી છે. કોઈક પ્રવચન મોહરાજાની મુઠ્ઠી છોડવા માટે નિમિત્ત બની જાય તો કર્મસત્તા આપણને પકડી શકશે નહિ. જરૂર છે મોહના આધિપત્યને છોડવાની. મોહના મંત્રો જાણ્યા પણ નિર્મોહિતાના મંત્રો કયા? હું નહીં ને મારું નહીં આ છે નિહિતાના મંત્રો. એ અહંકારશૂન્ય બનાવે છે. તે પૂર્ણ બને છે. અહંકાર છોડતા જાઓ. ‘એગોડઈ નલ્થિ મેં કોઈ..'નું રટણ કરતા રહો. હે જીવ! તું આત્માનું અનુશાસન કર. હું કોઈનો નથી કોઈ મારું નથી. સમજણનો ઉદય એ જ ખરેખર જીવનનો સૂર્યોદય. જયાં સમજણનો સૂર્ય કૂબે છે ત્યાં જ દુ:ખની રાત આવે છે. સમજણના ઘરમાં દુ:ખોનો પ્રવેશ થવો પ્રાય: મુકેલ છે. કંચન-કામિની-કિતી-કુટુંબ કાયાના આ પાંચ ભયંકર કક્કી એ એવા ધક્કા માય છે કે આપણા છક્કા છૂટી ગયા છે. સંતોની વાણી અવસરે દીવાદાંડીરૂપ બની જાય છે.
સગા ત્રણ ભાઈ છે. પરસ્પર અપાર લાગણી અને પ્રેમ છે. માબાપને પણ દીકરાઓ પ્રત્યે ભારોભાર વાત્સલ્ય છે. ત્રણેય ભાઈઓના લગ્ન થયેલા છે. નાના ભાઈના ઘેર બે દીકરા. વચલાને એક દીકરો અને મોટા ભાઈને ત્યાં એક દીકરી. સમસ્ત પરિવાર પ્રેમથી જીવે છે. ત્રણેય ભાઈઓ વાત કરે છે. આપણા જેવો સ્નેહ આપણી ભાવિ પેઢીમાં પણ રહે તો દુનિયામાં નામ રહી જાય. ટાણે ભાઈઓ ધંધામાં મસ્ત-વ્યસ્ત છે. એક દિવસ અચાનક નાનો ભાઈ કહે છે મારે જુદા થવું છે. નાના ભાઈના મોઢેથી અકલ્પનીય વાત સાંભળી પિતાજી અને મોટા ભાઈઓ વલખા પડી ગયા ભાઈ! આ બધું તારું જ છે. મારે કાંઈ નથી સાંભળવું. એક જ વાત ભાગલા પાડો. મોટા ભાઈ કહે છે તેને જોઈતું હોય તો આખું ઘર આપી દઈએ પરંતુ ભાગલાની વાત શોભાસ્પદ નથી. પિતાજી! તમારે ભાગલા કરવા
= • ૧૨૧
Page #142
--------------------------------------------------------------------------
________________
જ પડશે. બેટા, મારા ઘરડા ઘડપણમાં તું શા માટે હેરાન કરે છે. પિતાજી, ભાગલા કર્યા વિના છૂટકો જ નથી. પિતાજી મોટા દીકરાઓને પોતાની પાસે બોલાવે છે. દીકરાઓ, તમારો નાનો ભાઈ માનતો નથી તો હવે શું કરવું? પિતાજી તમે કહી દો ભાગલા નહીં પડે. તને જેટલું જોઈતું હોય તે બધું તું લઈ લે. દીકરાઓ, પછી તમારે માટે શું? દીકરાઓ કહે છે કે કદાચ અમને ઘરમાંથી પહેરે લૂગડે બહાર કાઢશો તોય વાંધો નથી પણ આ ભાગલા કરવા તો કોઈ રીતે યોગ્ય નથી. નાનાભાઈનો પાવર જોરદાર હતો. હું કહું એ પ્રમાણે ભાગલા કરવા જ પડશે. નાનાભાઈને મોટા ભાઈઓ ફરી કહે છે ભાઈ તું સમજી જા. આ ભાગલાની વાતો બંધ કર. નાનો ભાઈ જિન્દ્ લઈને બેઠો છે. આખરે પંચ ભેગા થયા. હું જે પ્રમાણે ભાગલા પાડું તે પ્રમાણે તમને સ્વીકારવું પડશે. આ વાત પર સહીઓ પણ થઈ ગઈ. હવે કોઈ ફર્યું તો બાપાના સોગંદ છે. ભાગલાનું રહસ્ય જાણવા બધા જાગૃત હતા. નાનો ભાઈ પિતાજીને પૂછે છે મોટા ભાઈની ઉંમર કેટલી? પિતાજી કહે ૪૧ વર્ષ. વચલા ભાઈને ઉંમર ૩૫ વર્ષ અને મારી ઉંમર ૨૪ વર્ષ છે. હવે સાંભળો મારો ચૂકાદો. મોટાભાઈને ૪૧ લાખ મળવા જોઈએ. વચલા ભાઈને ૩૫ લાખ અને મને ૨૪ લાખ રૂ। મળવા જોઈએ. પંચના માણસો વિચાર કરે છે કે ભાગલા પાડવાની હઠે ચડેલા ભાઈએ ભાગ શું વેચ્યો? ભાગની ઈચ્છા ધરાવતો વ્યક્તિ પ્રથમ પેટ પોતાનું ભરે. આવો ભાગ વહેંચવા પાછળનું રહસ્ય શું? ભાગલાની વાત કરી નાનો ભાઈ સીધો પિતાજીના પગમાં પડી ગયો. ભાગલા કરવા પાછળનું કારણ શું હતું તે સાંભળો. નાના ભાઈની આંખમાંથી પાણી સરી પડ્યું. પિતાજી, મારે કોઈ ભાગ નથી જોઈતો પરંતુ આ ભાગલાની વાત આવતી પેઢીને તટસ્થ રાખે. હવે આપણા દીકરાઓ પણ ભાગ પાડશે તો આ રીતે જ પાડશે. મોટા ભાઈ મને માફ કરો. પિતાજી સહિત ત્રણે ભાઈઓ રડી પડ્યા. નાના ભાઈની ઉદારતા અને મહાનતાનું દર્શન કરો. અહં અને મમ જાય છે ત્યારે જ આવા ભાવો પ્રગટે છે. જીવનમાં અધ્યાત્મના પુષ્પો ખીલવવા માટે મોહનું આધિપત્ય ઘટાડતા જાઓ.
એકવાર આનંદધનજી વ્યાખ્યાન કરવા બેઠ”. નગરશેઠ જરા મોડા પડ્યા. વ્યાખ્યાન ચાલુ થઈ ગયેલું જોઈને આનંદધનજીને કહે વ્યાખ્યાન કેમ ચાલું કર્યું. હું આવી જાઉં પછી જ ચાલુ કરવાનું તમે આમ વ્યાખ્યાન ચાલુ કરી દો તે ન ચાલે. અમારું તો તમારે સાંભળવું પડે. આનંદધનજી મહારાજ કહે અમને શ્રવકોનું સાંભળવાનું? એ ન ચાલે. નગરશેઠ કહે અમે તમને
• ૧૨૨
Page #143
--------------------------------------------------------------------------
________________
ગોચરી કપડા બધું આપીએ છીએ માટે અમારી વાત તો તમારે સાંભળવી જ પડશે. નગરશેઠની વાત સાંભળી આનંદધનજી કહે તેરા સબકુછ લે લે મુજે કુછ નહીં ચાહીએ આશા ઔરન કી કયા કીજે... અવધુ જ્ઞાન સુધારસ પીજે.. બોલતા આનંદધનજી નીકળી ગયા. જયાં પણ વળતરની અપેક્ષા હશે ત્યાં નડતર તો થશે જ. અપેક્ષા જાગશે તો અહંકાર આવશે. એનાથી ક્રોધ પણ થઈ જાય. આજે ક્રોધ થઈ ગયા પછી સમાધાન નથી થતું એનું મૂળ કારણ છે આપણો અહંકાર. આ અવસર્પિણી કાળમાં સૌ પ્રથમ લડાઈ બે ભાઈઓ વચ્ચે થઈ એનું કારણ (ભરત અને બાહુબલી) શું? અહંકાર જ ને!
અમદાવાદમાં એક ભાઈ મહારાજ સાહેબ ગોચરી વહોરવા નીકળે ત્યારે રસ્તામાં અચૂક મળે. મહારાજ સાહેબ પૂછે છે હું સવારના ગોચરીએ નીકળું ને તમો અહીંયા રોજ મળો છો. નેમચંદભાઈ પાસે આવો છો કે શું? જવાબ સાંભળી મહારાજ પણ આનંદિત થયા. મહારાજ એ મારા મોટાભાઈ છે. હું દરરોજ પૂજા કરીને ભાઈને પગે લાગવા જાઉં છું. મોટા ભાઈને પગે લાગવાનું કારણ? એક પ્રવચનમાં સાંભળેલું કે મોટા ભાઈ પિતા સમાન છે. પિતાજી નથી એટલે પ્રથમ એમની પાસે જાઉં છું. પાણી પણ ત્યાં સુધી મોઢામાં નથી નાખતો.
એક પ્રણામના સંબંધથી કેટલી હોનારતો ટળે? પ્રણામથી સંસારમાં પણ સ્વર્ગનું સર્જન શક્ય છે.
કામાંધને અંત સમયે પશ્ચાતાપના અગ્નિમાં પાવન બનાવવો સહેલો છે પણ લોભાંધને અંત સમયે પણ પશ્ચાતાપથી યુક્ત બનાવવો બહુ મુશ્કેલ છે.
=
• ૧૨૩ •
-
Page #144
--------------------------------------------------------------------------
________________
मोहत्यागाष्टकम् अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत्।
अयमेव हि नपूर्वः, प्रतिमन्त्रोऽपि मोहजित् ||१|| (१) अहं-ई (मने) मम-भारु इति-वो अयं-सा मोहस्य-मोनो मन्त्रभंत्र(वाधिष्ठितविद्या) जगद्आन्ध्यकृत् -४तने सांधणु ३२ना२ (छ) अयम्- एव-४ नपूर्वः-४।२पूर्व प्रतिमन्त्रः-विरोधी मंत्र अपि-५५५ मोहजित्-भोडने ®तना२ (छ.) (૧) હું અને મારું એ પ્રમાણે મોહરાજાનો મંત્ર છે. એ મંત્ર જગતને આંધળું કરે છે. નકાર પૂર્વક આ જ – હું નથી મારું નથી એ પ્રમાણે વિરોધી મંત્ર પણ છે. તે મંત્ર મોહને જિતનાર છે, કારણ કે તે ધર્મરાજાનો મંત્ર છે.
शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम । नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् ॥२॥ (२) शुद्धात्मद्रव्यं-शुद्ध मात्म द्रव्य एव-४ अहं-ई ( ) शुद्धज्ञानं-सशान मम-भारो गुण:- (छ.) अन्य:- तेथी भिन्न अहं-हुं न-नथी च-मने अन्येश्री ५६र्थो मम-भा२। न-नयी इति-भे प्रभारी अद:-। उल्बणम्-तीव्र मोहास्त्रम-मोडनो ना ४२वान शस्त्र (छ.) (૨) પુદ્ગલસંગથી રહિત નિજ સત્તા રૂપે રહેલ શુદ્ધ આત્મદ્રવ્ય જ હું છું, ધનવાન વગેરે રૂપે હું નથી. કેવળજ્ઞાન વગેરે ગુણો મારા છે, સંપત્તિ આદિ પદાર્થો મારા નથી. આવી ભાવના મોહને મારવાનું તીક્ષ્ણ શસ્ત્ર છે.'
यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु ।
आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ||३|| (३) यः-४ लग्नेषु- साता औदयिकादिषु-मौयि वगेरे भावेषुमापोभ मुह्यति- तो न-नथी असौ-मे इव-सेभ आकाशम्-4151 पङ्केन
• १२४ .
Page #145
--------------------------------------------------------------------------
________________
કાદવથી (લેપાતું નથી તેમ) પાપન-પાપથી સિતે-લેપાતો ન-નથી. (૩) જેમ આકાશ કાદવથી લેવાતું નથી તેમ જે વળગેલા ઔદયિક આદિ ભાવોમાં રાગ દ્વેષ કરતો નથી, તે પાપથી લપાતો નથી. કર્મના ઉદયથી પ્રાપ્ત થતા કામભોગાદિના નિમિત્ત માત્રથી કર્મબંધ થતો નથી, પરંતુ તેમાં રાગ દ્વેષ થાય તો કર્મબંધ થાય છે. કર્મબંધનું મુખ્ય કારણ રાગલેષ છે. આથી કર્મના ઉદયથી આવતા સુખ-દુ:ખમાં રાગ-દ્વેષ ન કરનાર કર્મોથી લપાતો નથી. તીર્થકર વગરે જીવોનું ગૃહસ્થાવાસનું જીવન આ વિષયમાં દૃષ્ટાંત રૂપ છે. ૨
पश्यन्नेव परद्रव्य-नाटकं प्रतिपाटकम् ।
भवचक्रपुरस्थोऽपि, नामूढः परिखिद्यति ||४|| (૪) મવપુરસ્થ :-ભવચક્ર નામના નગરમાં રહેતો પિ-પણ પ્રતિપાટર્-પોળે પોળે પરદ્રવ્યનાટકં-જન્મ જરા-મરણાદિ રૂપ પુદ્ગલ દ્રવ્યતા નાટકને પશ્ય- જોતો હવ-જ મૂઢ-મોહ રહિત પરિસ્થિતિ- ખેદ પામતો - નથી. (૪) અનાદિ અનંત કર્મ પરિણામ રાજાના પાટનગર રૂપ ભવચક્ર નામના નગરમાં રહેવા છતાં એકેંદ્રિય આદિ નગરની પોળે પોળે પગલદ્રવ્યના જન્મ, જરા અને મરણ આદિ નાટકને જતો મોહરહિત આત્મા ખેદ પામતો નથી.
ત્રીજી ગાથામાં ઔદયિકાદિ ભાવોમાં મોહ ન પામનાર પાપથી લેપાતો નથી એ જણાવ્યું છે. આ ગાથામાં ઔદયિકાદિ ભાવોમાં મોહ ન થાય એ માટે કેવી વિચારણા-ભાવના રાખવી જોઈએ તે જણાવ્યું છે. તેવા પ્રકારના કર્મના ઉદયથી ઊભી થતી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ બધું પુગલનું નાટક છે, મારું સ્વરૂપ નથી એમ વિચારવાથી રાગ-દ્વેષ રૂપ ખેદ થતો નથી. રાજાઃકર્મ પરિણામ. પોળ=એ કેંદ્રિય આદિ. પ્રેક્ષક= મોહ રહિત આત્મા. પાટનગર=ભવચક્ર. નાટક=જન્મ જરા-મરણ-સુખ-દુઃખ વગેરે.
विकल्पचषकै रात्मा, पीतमोहासवो ह्ययम् ।
भवोच्चतालमुत्ताल-प्रपञ्चमधितिष्ठति ||५|| () વિસ્પષવૈ-વિકલ્પ રૂપ મદિરા પીવાના પાત્રોથી પીતમોહાસવ-જેણે
• ૧૨૫ •
Page #146
--------------------------------------------------------------------------
________________
મોહ રૂપ મદિરા પીધી છે એવો ભયં-આ માત્મ-જીવ હિં-ખરેખર! સત્તાનપર્સ-જયાં હાથ ઊંચા કરીને તાળીઓ આપવાની ચેષ્ટા કરવામાં આવે છે એવો સવૅતાત-સંસાર રૂપ દારૂના પીઠાનો નથતિષતિ-આશ્રય કરે છે. (૫) વિકલ્પરૂપ મદ્યપાનના પાત્રથી મોહરૂપ મદિરાનું પાન કરનાર આ આત્મા જયાં હાથ ઊંચા કરીને તાળીઓ આપવાની ચેષ્ટા કરવામાં આવે છે એવા સંસાર રૂપ દારૂના પીઠાનો આશ્રય કરે છે.
જેમ દારૂના પીઠામાં દારૂ પીને નશામાં રહેલો માણસ સ્વ-પરના વિવેકથી રહિત બનીને તાળીઓ આપવી વગેરે અયોગ્ય ચેષ્ટાઓ કરે છે તેમ મોહાધીન જીવ વિષયસેવનાદિ અનુચિત પ્રવૃત્તિ કરે છે.
निर्मलं स्फटिकस्येव, सहज रुपमात्मनः ।
अध्यस्तोपाथिसम्बन्धो, जडस्तत्र विमुह्यति ||६|| (૬) કાત્મ-આત્માનું સહનં-સ્વભાવ સિદ્ધ પં-સ્વરૂપ ટિસ્યસ્ફટિકના વ-જેવુ નિર્મનં – સ્વચ્છ (છે.) તત્ર-તેમાંનષ્યસ્ત-ઉપાધિ-સન્ડ્રન્થ:આરોપ્યો છે ઉપાધિનો સંબંધ જેણે એવો નહ-અવિવેકી વિમુલ્યતિ-મુંઝાય
(૬) આત્માનું સ્વાભાવિક સ્વરૂપ સ્ફટિકના જેવું નિર્મલ છે. મુઢ જીવ નિર્મલ આત્મામાં કર્મજન્ય ઉપાધિના સંબંધનો આરોપ કરીને મુંઝાય છે.
સ્ફટિક સ્વભાવે નિર્મલ-શ્વેત હોય છે. પણ કાળા કે રાતા પુષ્પના યોગથી તે કાળું કે રાતું દેખાય છે. આથી સ્ફટિકના વાસ્તવિક સ્વરૂપને નહિ જાણનાર જીવ કાળા કે રાતા પુષ્પના યોગથી કાળા કે રાતા દેખાતા સ્ફટિકને ખરેખર કાળું કે રાતું માની લે. એ પ્રમાણે આત્માના સ્વાભાવિક સ્વરૂપને નહિ જાણનારા જીવો આત્મા શુદ્ધ હોવા છતાં કર્મના યોગથી મનુષ્ય આદિ રૂપ દેખાતા આત્માને ખરેખર મનુષ્ય વગેરે રૂપે માનીને મુંઝાય છે.
अनारोपसुखं मोह-त्यागादनुभवन्नपि ।
आरोपप्रियलोकेषु, वक्तु माश्चर्यवान् भवेत् |७|| (૭) મોહત્યા--મોહનો ત્યાગથી = ક્ષયોપશમથી મનારો સુવું- સહજ સુખને અનુભવન- અનુભવતા પ-પણ (યોગી) મારો પ્રિયત્નોખું- કલ્પિત
=
૧૨૬ -
-
Page #147
--------------------------------------------------------------------------
________________
સુખ જેમને પ્રિય છે એવા લોકોમાં વવા- કહેવાને આશ્ચર્યવાઆશ્ચર્યવાળા મ-થાય. (૭) મોહના' ત્યાગથી (=ક્ષયોપશમથી)સહજ સુખનો અનુભવ કરનાર પણ આરોપિત સુખમાં પ્રીતિવાળા લોકને સહજ સુખ કહેવામાં આશ્ચર્ય પામે છે. સહજ સુખનું સ્વરૂપ વાણીથી સમજાવી શકાતું ન હોવાથી મૂઢ જીવોને આ સહજ સુખ શી રીતે સમજાવવું એમ આશ્ચર્ય પામે છે.
यश्चिद्दर्पणविन्यस्त-समस्ताचारचारुधीः ।
क्व नाम स परद्रव्ये-ऽनुपयोगिनि मुह्यति?||८|| (૮) :--જે વિ-દ્રા-વિચત-સમત-ગવાર વીરું-થી-જ્ઞાનરૂપ દર્પણમાં સ્થાપેલા સમસ્ત જ્ઞાનાદિ આચારોથી સુંદર બુદ્ધિવાળો (છે) સ: તે મનુયોજિનિ--ઉપયોગમાં ન આવે તેવા પદ્રવ્ય -પુગલ દ્રવ્યમાં વેવ નામકયાં મુટ્યતિ?--મોહ પામે? (૮) જે જ્ઞાન રૂ૫ દર્પણમાં સ્થાપન કરેલા સમસ્ત (જ્ઞાનાદિ પાંચ) આચારોથી સુંદર બુદ્ધિવાળો છે તે કામમાં ન આવે તેવા પુદ્ગલાદિ પદ્રવ્યમાં કયાં મોહ પામે? અર્થાત્ સમ્યજ્ઞાન પૂર્વક જ્ઞાનાદિ આચારોમાં ઓતપ્રોત બનેલો આત્મા પરદ્રવ્યમાં કયાંય મોહ પામતો નથી. ૧
2.
જિંદગી સતત ટૂંકી થઈ રહી છે... મોત પ્રત્યેક પળે નજીક આવી રહ્યું છે શરીર સતત ક્ષીણ થઈ રહ્યું છે પુણ્યનો કોઈ ભરોસો નથી. મનના વિચારોનું કોઈ ઠેકાણું નથી. એવા સમયે જે સત્કાર્યો કરવા ચાહો છો, એને ત્વરિત શરૂ કરી દો. જીવન જીતી શકાશે.
=
• ૧૨૦ .
Page #148
--------------------------------------------------------------------------
________________
'કામસી કરતાય માનસજ્ઞા ખરાબ.... : અહંકાર છેક ઉપર પહોચેલાને પણ પાડે છે.
અહંકારના કારણે માણસ કેટલા પાપ કરી સંસાર વધારે છે. અહંકાર અને મમકાર આપણા કાબૂમાં, તો સંસાર પણ આપણા કાબૂમાં. વંદના અને નમ્રતા એ ધર્મનો પાયો છે. હે પ્રભુ! સારા કાર્યો કરવાની શક્તિ આપજે પણ સારા કામો થયા પછી ગર્વ ન આવે એટલું તો જરૂર આપજે. રોગિષ્ટને નભાવવો સહેલો પણ ગર્વિષ્ઠને નભાવવો અઘરો. સાચું સમજ્યા પછી પણ ખોટું છોડી શકતા નથી એનું કારણ મોહ છે.
અપેક્ષાએ ક્રોધી સારો પણ અહંકારી નકામો. જ પેટની ભૂખ પૂરાય પણ પ્રશંસાની ભૂખ કેમ પૂરાય? * મોહ જેવું કોઈ વિષ નથી. જેને અડે તેને નડે (મારે)
મહાન તાર્કિક શિરોમણિ ઉપાધ્યાયજી મહારાજ આત્મા અશુદ્ધમાંથી શુદ્ધ બનતો નથી, અંધારામાંથી પ્રકાશમાં આવતો નથી એનું રહસ્ય શોધતા કહે છે આ જીવ જગતમાં જેટલા પાપો કરે છે તેની પાછળ સમજણનો અભાવ છે. સાચી સમજ પડે તો ખોટા કામો થાય નહીં. સાચું સમજવા છતાં પણ માણસ ખોટું છોડી શકતો નથી એનું કારણ મોહ. આ મોહનું અંધારું ખતરનાક છે. ભલભલા ભણેલાને પણ ભટકતા કરી દીધા છે. અજ્ઞાની પાપો કરે એ તો ઠીક પણ જ્ઞાની પણ પાપ કરે એ મોટી અજ્ઞાનતા છે. તેનું નામ મોહ છે. મોહના અંધારા જીવનમાં વ્યાપી જાય છે ત્યારે જીવ કયા પાપો કરતો નથી તે સવાલ છે. મોહ જેને અડે તેને બધા અડી જાય. મોહના બે શસ્ત્રો છે : અહંકાર અને મમકાર. માણસને કયાંક અભિમાન આવે છે તો કયાંક મમત્વ. કોઈપણ કારણે જાગેલો મોહ માણસને વેરણછેરણ કરી નાંખે છે. આજે જીવનમાં જેટલી દુર્ઘટનાઓ થઈ રહી છે એની પાછળ મોહ છે. સંવત્સરી જેવા દિવસે પણ કટાસણા પાથરવા કલેશ થાય છે એનું કારણ મોહ છે. મારું કટાસણું કેમ ખસેડ્યું? જયાં મારું આવે
= • ૧૨૮ •
Page #149
--------------------------------------------------------------------------
________________
છે ત્યાં જ મોકાણ છે. અધ્યાત્મિક જગતમાં જીવને જતા આ ચીજો અટકાવી દે છે. છેક ઉપર ચડેલાને પણ નીચે પટકી દેવાનું કામ આ અહંકાર અને મમકાર કરે છે. આ એક અહંકારને પોષવા જીવ કેવાકેવા પાપો આચરી નાંખે છે. અહંકાર અને મમકાર ઉપર આપણો કાબૂ, તો સંસાર આપણા કાબૂમાં, સંસાર વધારી દેવાનું જ કામ કરે છે. નાનકડો અહંકાર પણ પછાડી આપે છે. ભદ્રબાહુસ્વામી ભગવંત પાસે સાધ્વીજીઓ વંદન કરી પૂછે છે અમારા ભાઈ મહારાજ કયાં છે? સામેની ગુફામાં છે. બહેન સાધ્વીજીઓ વંદન કરવા ગયા ત્યાં ગુફામાં ભાઈની જગ્યાએ એક સિંહને બેઠેલો જોયો. સાધ્વીજીઓ ગભરાઈને પાછા આવ્યા. ગુરુદેવ! ગુફામાં ભાઈ મહારાજ તો નથી, ત્યાં વિકરાળ સિંહ બેઠો છે. ગુરુદેવ સમજી ગયા. હવે જાઓ તમારા ભાઈ ત્યાં જ છે. બેનોએ જઈને વંદન કર્યાં. સ્થૂલિભદ્રજીએ જ્ઞાનનો કરેલ આ નાનકડો પણ અહંકાર પણ તેનું પરિણામ શું આવ્યું? પૂર્વેનું જ્ઞાન મેળવ્યું પણ અર્થનું જ્ઞાન મેળવી શક્યા નહીં. જ્ઞાનાભ્યાસથી વંચિત રહી ગયા. ગુરુ પાસે જઈને ખૂબ રડે છે. ક્ષમા માંગે છે. ગુરુદેવ કહે છે સ્ફુલિભદ્ર તને જ્ઞાનનું અજીર્ણ થયું તેથી હવે તારા માટે જ્ઞાન કામનું નથી. સૂત્ર અર્થથી ૧૪ પૂર્વ ભણી ન શક્યા. જ્ઞાની ભગવંતો કહે છે સહેજ પણ અહંકાર આવે તો આપણે અધૂરા. પરમાત્માનું શાસન મળ્યા પછી અહંકાર થાય તો? ૮૪ ચોવિસી સુધી જેમનું નામ રહેવાનું એ પણ હારી ગયા. કામસંજ્ઞા કરતાં પણ અપેક્ષાએ માનસંજ્ઞાને જીતવી મુશ્કેલ છે. લાખ રૂ।.નું દાન કરવું સહેલું પણ આગળ બેસવા ન મળે તો? માનસંજ્ઞા પર વિજય મેળવનાર મહાન છે. કયારે પણ માનની અપેક્ષા રાખવી નહીં. આપણી સંસ્કૃતિમાં કામ થયું દેખાય પણ કોણે કર્યું એ ન દેખાય. જમણા હાથની વાત ડાબા હાથને ખબર ન પડે. પાંચ-પચ્ચીસનું દાન કર્યા પછી તકતી પર નામ આવશે કે નહિ? તપ-જપ-દાન આરાધના કર્યા પછી અહંકાર અને મમકાર તૂટશે તો આપણી ગાડી મુક્તિ તરફ સડસડાટ દોડશે. જ્ઞાનીઓના વચન યાદ રાખશો. સારા કાર્યો કર્યા પછી ગર્વ ન આવે એટલું તો ધ્યાન રાખજો. લેણા કરતા દેણું વધી ન જાય તેની તકેદારી રાખવી. હું અને મારું પછી આવે તારું અને એમાંથી ધીમે ધીમે થાય ન્યારું. એટલે જીંદગીમાં થાય અજવાળું. આ વાત સમજાય તો ખૂલે મુક્તિનું બારું, પ્રવચન થાય પ્યારું. ભવ આખો થઈ જાય
સારું.
દુનિયામાં પેટની ભૂખ તો પૂરી કરી શકાય છે પણ પ્રશંસાની ભૂખ પૂરાતી નથી. ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમના પચ્ચક્ખાણ લેનારા ઘણા, પણ
• ૧૨૯ •
Page #150
--------------------------------------------------------------------------
________________
સ્વપ્રશંસા ન સાંભળવી એવું પચ્ચક્ખાણ લેનાર તો કોઈ વિરલ જ હોય છે. કેટલાય માણસો એવા હોય છે કે કોઈને પણ ખબર ન પડે એ રીતે કેટલાય શુભ કાર્યો કરતા રહે છે. આજે નક્કી કરો કે અહંકાર અને મમકારના તોફાનો મારા જીવનમાંથી ઓછા કરવા કોશિષ કરીશ.
નમો અરિહંતાણં આદિ પાંચેય પદોમાં પ્રથમ શબ્દ ‘નમો’ છે. રોજ નવકારનું જાપ કરનારમાં નમ્રતા ન આવે તો એ જાપ કેટલો સફળ થયો? ધર્મનું મૂળ નમ્રતા છે, વંદના છે. દીવો લઈને કૂવે પડો તે ન ચાલે. વાલકેશ્વરમાં એક છોકરો વ્યાખ્યાનમાં આવ્યો. એને પૈસાનો બહુ ગર્વ હતો. ગર્વના પણ અનેક પ્રકારો છે. પંડિત વીરવિજયજી ગામમાં હતા. વ્યાખ્યાન ચાલતા હતા. ઠાકરાજીભાઈ ત્યાંના આગેવાન. વ્યાખ્યાન કરતા આગળ બેઠેલાઓને સંબોધીને અમો ઘણું બધુ કહેતા હોઈએ છીએ એમ મહારાજજી પણ વ્યાખ્યાનમાં થોડી થોડી વારે ઠાકરાજીભાઈનું નામ લે. વ્યાખ્યાન પૂર્ણ થયું પણ ઠાકરાજીના મુખ પર કોઈ ભાવ ન હતો. મૂડ વગરનું મોઢું લાગતું હતું. આગળ બેઠેલાઓનો મૂડ ન હોય તો વ્યાખ્યાનની જમાવટ પણ ન જામે. મહારાજજીએ ગામના એક માણસને પૂછ્યું કે નગરશેઠનો મૂડ કેમ ઠીક નથી? પેલા ભાઈ કહે મ. સા. તમે એમને ઠાકરાજી કહો તો ખુશ ન થાય પણ નરઘાજીભાઈ કહો તો ખુશ થશે. બીજે દિવસે મ.સા. એ નરધાજીભાઈ કહીને વાતની રજૂઆત કરી તો શેઠ ફૂલીને ફાળકો થઈ ગયા.
સંસારમાં કેટલાક કાળીના એક્કા જેવા જીવો હોય, કેટલાક ચોકડીના એક્કા જેવા, કેટલાક ફૂલીના એક્કા જેવા તો કેટલાક લાલના એક્કા જેવા જીવો હોય!
આપણા કર્મો જ ભયંકર છે. કોઈ અપેક્ષા રખાય જ નહીં. પેલો વાકલેશ્વરનો છોકરો કરોડપતિનો શેઠનો દીકરો હતો. લાડકો હતો. ઘરમાં બધા નાનાશેઠ તરીકે જ બોલાવે. એ સ્વભાવે ક્રોધી અને ગર્વિષ્ઠ. બધા નોકરો પણ એનાથી ગભરાય. આ છોકરો પ્રવચન સાંભળીને ઘરે ગયો. દિવાનખંડમાં સોફા ઉપર બેઠો છે. એ સમયે એક નોકરના હાથમાંથી ઝુમ્મર નીચે પડતા તૂટી ગયું. સામે જ બેઠેલા નાનાશેઠને જોઈ નોકર તો ધ્રુજવા લાગ્યો અને થયુ કે મોટો શેઠ તો હજી માફી આપી દે પણ આ શેઠ? તરત જ નોકર નાના શેઠના પગે પડ્યો શેઠજી માફ કરો. નાનાશેઠનો ક્રોધ જબરદસ્ત. ઘણીવાર ચા કરતા કીટલી વધારે ગરમ હોય છે. નોકરને એમ કે નાનાશેઠ હમણાં જ સોટી લેશે ને મારો બરડો ભાંગી નાખશે. ત્યાં તો
-
૧૩૦ •
Page #151
--------------------------------------------------------------------------
________________
શેઠ ઉભા થયા. નોકર વિચારે છે કે હમણાં ધડાધડ પડવાની છે. શેઠ કહે છે મારી પાસે બેસી જા. જો આ ઝુમ્મર તૂટયું છે કયાંક કાચ વાગી જશે. તૂટવાવાળું તો તૂટી ગયું. આજે તારા હાથે તૂટું કાલે મારા હાથે તૂટી શકે છે. તૂટવાનો જ એનો સ્વભાવ છે. જો તૂટવાનું ન હોત તો કોઈનાથી ન તૂટે. ભાઈ, તને વાગ્યું તો નથી ને? નોકર તો હબક ખાઈ ગયો. વિચારે છે કે નાનાશેઠમાં ભગવાનનું રૂપ કયાંથી આવી ગયું. નોકર તો આભો જ બની ગયો. પ્રભુની વાણીનો પ્રભાવ છે. પ્રથમવાર ગુરુમુખે સાંભળીને અનુભવ કર્યો કે ગુસ્સો ન કરીએ તો પણ ચાલી શકે છે. જ્ઞાનીભગવંતો કહે છે તૂટનારું તૂટે, ફૂટનારું ફૂટે એમાં તું શાનો માથું ફૂટે. ચીજનું મમત્વ માણસને આવેશમાં આવે છે. હું અને મારું એ જ દુ:ખનું કારણ છે. અપમાન વખતે ક્રોધ જાગે તો જાણજો કે અહંકાર જાગ્યો છે. ક્રોધી હોય તો અભિમાની હોય જ એવું નથી.
એક સાધુ બિમાર હોય તેની સેવામાં બે સાધુ રહેવા તૈયાર હોય. એક ક્રોધી હોય અને બીજો અભિમાની તો જ્ઞાનીઓ કહે છે કે ક્રોધીને રાખવા, અભિમાનીને નહીં. ક્રોધી કદાચ એક ક્ષણે ક્રોધ કરશે તો બીજી ક્ષણે તે નમી જશે. પણ અભિમાનીને તો વાતવાતમાં ખોટું લાગશે અને એનો ગુસ્સો જલ્દી નહીં ઉતરે અને બિમાર સાધુને અહંકારીના વચનોથી શાતાને બદલે અશાતા પણ થઈ જાય. રોગીષ્ટને નભાવવો સહેલો પણ ગર્વિષ્ઠને નભાવવો મુશ્કેલ છે. આધ્યાત્મિક દુનિયાનો રાજરોગ અભિમાન છે. જે જીવલેણ છે. અરિહંતને પ્રાપ્ત કરવા અભિમાનન્ય બનવું પડે.
A sp92
માત્ર ૧૫ દિવસ ઘરબહાર રહેનારો માણસ અકળાઈ જાય છે પણ વરસોના વરસ સુધી લાગણીતંત્રને ફ્રીજમાં મૂકીને જીવ્યા બદલ કોઈ અકળામણ થાય છે ખરી?
=
• ૧૩૧ •
=
=
Page #152
--------------------------------------------------------------------------
________________
વિકલ્પતી પસંદગીમાં થાપ ત ખવાય.....
મોહ નામનું તત્ત્વ ભલભલા જ્ઞાનીઓને પણ મોહાંધ બનાવી સંસારની શેરીઓમાં નાટક કરતા કરી મૂકે છે.
*
* * *
જેની વફાદારી એની તરફદારી એનુ નામ સમજદારી. આત્મા અને કર્મના સંપૂર્ણ છૂટાછેડા એનું નામ મોક્ષ.
તું કાંઈ લઈને નથી આવ્યો, તું કાંઈ લઈને જવાનો નથી તો પછી મારું મારું કેમ કરે છે?
સાધુ મહાત્મા અને સાધર્મિકને જોતાં આંખમાં પ્રેમ ઉભરાય ત્યારે સમજ્જો કે પૂર્વનો ઋણાનુબંધ છે.
ભવાંતરની ધમાલથી બચવું હોય તો અશુભ ઋણાનુબંધ ન પડે તેનાથી સાવધાન રહેજો.
૫૨મોપકારી જિનશાસન પ્રભાવક સમર્થ મહાપુરુષ જ્ઞાનસાર નામના ગ્રંથમાં જણાવી રહ્યા છે કે આ જગતને આંધળુ કરનાર, આત્માને બગાડનાર, દેખે છતાં અંધાપો, જાણે છતાં અજાણ રાખનાર કોઈ હોય તો મોહ છે. સમજદારોને પણ છુટવા દેતો નથી. જીવને મોહી બનાવી નાના પ્રકારના ખેલો કરાવે છે. આ જીવ એમાં ફસાઈને જગતની શેરીઓમાં મોહની મદીરા પીને નાટક કરતો રહ્યો છે. અંતરમાં પેસી ગયેલો મોહ આત્મા ૫૨ રાજ ચલાવે છે. મોહરાજા અજ્ઞાની આત્મા પર પોતાના રીમોટ કંટ્રોલથી જીવને નચાવી રહ્યો છે. મોહના અહંકાર અને મમંકારના વાયરો આ જીવ સાથે જોડાઈ ગયા છે. માત્ર ડાયલ ઘુમાવવાથી કામ ન આવે સાથે લાઈન પણ કલીયર જોઈએ. મોહની સાથે વાયર જોડાયેલા હોવાથી નંબર તરત લાગી જાય છે. નિર્મોહીનો નંબર લાગતો નથી ‘હું નહીં ને મારું નહીં' એ મોક્ષના મંત્રો છે. આપણને જાવું કયાં છે? અને આપણે જપીએ છીએ કોને? ‘જેનું ખાય તેનું ગાય' આપણે તો પરમાત્માના શાસનમાં છીએ છતાં ગીતો તો મોહના જ ગાઈએ છીએ. ‘પ્રભુ તારું ગીત મારે ગાવું છે' તો માત્ર કહેવાનું, બાકી મોહના ગીતો ગવાય છે.
પરમાત્માનો સાચો ભક્ત કોણ? ભક્ત માટે વફાદારી કોની? મોહની
• ૧૩૨ •
Page #153
--------------------------------------------------------------------------
________________
કે મહાવીરની વફાદારી? મહાવીરની વફાદારી હોય તેના રાગદ્વેષ નબળા પડે. મોહને હરાવવા માટેના તીક્ષ્યમાં તીક્ષ્ણ હથિયાર હોય તો આ છે : હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. એનાથી જુદુ છે તે મારું નથી.
મોહનીય કર્મ આ જીવને પોતાની ઓળખાણ કરવા દેતો નથી. “હું કોણ છું' ની સમજ ઉપર જ બાકીના બધા વ્યવહારો અમલી બને છે. સાચી ઓળખાણ નથી. ગલતીના કારણે દોડતા જઈએ છીએ. તમને કોઈ પ હજારની સાડી આપે તો લેશો? ના પાડી દેશો. કારણ? એની પાછળનું પ્રયોજન છે “હું પુરુષ છું' પુરુષ નામે ઓળખાણ. તમારી પાસે તો કુટુંબ અને સમાજે આપેલી ઓળખાણ છે પણ તમને તમારી પોતાની ઓળખાણ નથી. અને એથી જ આધ્યાત્મિક જગતમાં પ્રવેશ થતો નથી.
આત્માની ઓળખ ત્રણ તબક્કામાં કહેલી છે : (૧) સુખાર્થી (૨) પુણ્યાર્થી (૩) આત્માર્થી.
જેની નજર સામે માત્ર આ લોકના જ સુખો છે. જીવનમાં શરીર અને મનને કેન્દ્રમાં રાખીને જીવે. આ લોકના સુખમાં જ રાચે. કદાચ આવા આત્માઓ યાત્રા કરવા જાય તો પણ ચાર જણને પૂછે ત્યાં રહેવાની સગવડો કેવી છે, ધર્મશાળા તો સારી છે ને? ત્યાં ભોજનશાળા તો બરોબર છે ને? અનંતજ્ઞાનીઓ કહે છે કે સુખને છોડવાની હિંમત કેળવ્યા વિના ધર્મમાં પ્રવેશ કરવો મુશ્કેલ છે. કોઈપણ આરાધના, તપશ્ચર્યા, યાત્રા આદિ બધામાં શરીરસુખને કેન્દ્રમાં રાખીને જ જીવતા હોય છે. આવા આત્માઓને પોતાની ઓળખ કયારેય થતી નથી. આવા જીવો સુખાર્થીની કક્ષામાં આવે.
જેની નજર સામે પરલોકના સુખો છે એવા આત્માઓ પુણ્યાર્થી છે. આ લોકની સલામતિની ચિંતા કરે તે સુખાર્થી જયારે પરલોક માટે સુખસલામતિની ચિંતા કરે તે પુણ્યાર્થી, પુણ્યાર્થી સુખને ગમે ત્યારે ગૌણ કરવા તૈયાર થઈ જાય છે.
બોરડીમાં ઉપાશ્રયની સામે એક મુસલમાન હજામની દુકાન હતી. રોજ પ્રવચન સાંભળવા જાય અને પછી જ દુકાન ખોલે. એકવાર જૈનનો છોકરો ત્યાં વાળ કપાવવા ગયો. વાળ કાપતો હતો ત્યાં એક ભિખારી આવ્યો એટલે હજામ વાળ કાપવાનું છોડીને ગલ્લામાંથી પૈસા કાઢી ભિખારીને આપ્યા. આ જોઈને એ છોકરો બોલ્યો “મારા વાળ કાપવાનું છોડીને એ ભિખારીને પૈસા આપવા કેમ દોડ્યા.' એટલે એ મુસ્લીમ હજામે એ છોકરાને કહ્યું, “તમારા ગુરુના પ્રવચન સાંભળવા જાઉં છું. તેમાં એમણે
= • ૧૩૩ • =
Page #154
--------------------------------------------------------------------------
________________
કહેલું કે આપણે કોઈને વખતસર આપીએ તો આપણને પણ વખતસર મળે. એને મેં જલ્દી ૧૦ પૈસા આપ્યા તેથી તે જલ્દી બીજા પાસે પહોંચી શકશે તે વખતસર પોતાનું પેટ ભરી શકશે.” આજે કોઈને ઠારશું તો આવતીકાલે આપણું ઠારશે. આપવું જ હોય તો એક સેકંડનો પણ વિલંબ ન કરાય જેની નજર ભવિષ્ય સુધી દોડે છે એવા જીવો પુણ્યાર્થીની કક્ષામાં આવે. આવા જીવોને પુણ્યતત્ત્વ ઉપર ભરોસો હોય.
વાલકેશ્વર ચંદનબાળામાં જયંતિલાલભાઈએ ૪૦ લાખ રૂ. સાધર્મિકમાં આપ્યા. બીજે જ દિવસે એ ઉપાશ્રયમાં બેઠા હતા ત્યાં પાંજરાપોળના ટ્રસ્ટીઓ આવ્યા. ૧ ઢોરનો રોજનો નિભાવખર્ચ રૂ. ૧૦ આવે છે. બાજુમાં જ જયંતીભાઈ બેઠા હતા તરત જ કહે ૨૫OOO|--રૂપ લખી હમણાં જ રસીદ ફાડો. એટલે ટ્રસ્ટીઓ વિચારમાં પડી ગયા કહે કે, પ્રવચન પૂર્ણ થયા પછી લખીએ તો?” કેમ રસીદબુક નથી લાવ્યા?” લાવ્યા છીએ. તો પછી તમને શું વાંધો છે? ઘણી રકઝક ચાલી અંતે જયંતિભાઈએ તુરંત રસીદ ફડાવી. વ્યાખ્યાન બાદ ટ્રસ્ટીઓ જયંતિભાઈને પ્રશ્ન પૂછે છે કે રસીદ તરત જ ફડાવવાનું કારણ શું? રસીદ તો પછીથી પણ ફાડી શકાત. જયંતિભાઈએ આપેલ જવાબ પણ સાંભળવા જેવો હતો. એ કહે આપણી પાસે પુણ્યોદયે આવેલા પૈસા વહેલી તકે દાનમાં આપી દઈએ તેટલું પરલોકનું પુણ્ય વહેલું બંધાય એટલે વ્યાખ્યાન પછી આપવા જેવો વિલંબ ન કરાય.
પરલોકમાં સુખ મળે તેની ચિંતા કે આ લોકમાં જ મળે તેની ચિંતા? પુણ્યાર્થી આત્માઓ અનંતીવાર ચારિત્ર પણ સ્વીકારી શકે. તમને વર્ષોથી ખુરશી લેવાની ઈચ્છા હોય પણ પૈસાની સગવડ ન હોય અને ભાગ્યોદયે તમારી પાસે પૈસાની સગવડ થઈ અને ખુરશી લેવા ઘરની બહાર નીકળો અને એ જ સમયે પાંજરાપોળવાળા ટીપ માંગવા આવે તો તમારો નંબર કયાં લગાડો? આ લોકમાં ખુરશીની વ્યવસ્થા કે પરલોક માટેનું ભાથું પાંજરાપોળના ઢોરો માટેની પૈસા ભરાવેલી રસીદ?
વિમલમંત્રી અને શ્રી દેવીનું લગ્નજીવન ખૂબ સુખી હતું. પણ શ્રીદેવીને એક વાતનું દુ:ખ હતું. એને ઘેર પારણું નહોતું બંધાયું. એકપણ સંતાન નહોતું. શ્રીદેવી રોજ રડે. એકવાર એણે પતિને કહ્યું, ગમે તે કરો પણ મને સંતાન અપાવો. એ હવે આપણા હાથની વાત નથી. ભગવાન ઉપર ભરોસો રાખ. તમે તપ કરો. દેવ-દેવીને પ્રસન્ન કરી વરદાન મેળવો
Page #155
--------------------------------------------------------------------------
________________
પણ કંઈક કરો. એટલે વિમલ મંત્રીએ દેવીને પ્રસન્ન કરવા તપ ચાલુ કર્યું. દેવી પ્રસન્ન થયા ને વરદાન માંગવા કહ્યું. અમારી પાસે બધી જ સમૃદ્ધિ છે પણ સંતાન સુખ જોઈએ છે. દેવી અવધિના ઉપયોગથી જોઈને કહે છે કે તમે અઠ્ઠમ કરી મને પ્રસન્ન કર્યા છે હું તમને બે વિકલ્પ આપું છું એમાંથી પસંદ પડે તે કહેજો. પહેલું છે આરસ જે દેરાસર બંધાવવા કામ લાગે ને બીજું છે વારસ જે વંશને ચલાવવા કામ લાગે. વિમલમંત્રી કહે ઉભા રહો હું મારી પત્નિને પૂછી આવું. ગયો પત્નિ પાસે ને વાત કરી નિર્ણય જણાવવા કહ્યું. શ્રીદેવીએ કહ્યું, આટલા વરસ સાથે રહ્યા તો પણ મને ન ઓળખી? દેરાસર બંધાવીએ તો હજારો-લાખો આત્માઓ દર્શન કરી સમ્યકત્વને પામે તો તમે આરસ જ માગો. આરસના ભોગે વારસ નથી જોઈતો. આજે એ ભવ્ય દેરાસરો ઉભા છે.
વિમલમંત્રી પાસે બે વિકલ્પ હતા. આરસ કાં વારસ. પસંદગી એણે આરસ પર ઉતારી. વિલ્પની પસંદગી એ જ ખરું તત્ત્વ છે. હૈયે પત્થર રાખી પરલોકનો વિચાર કરી શકે તે આત્માઓ જ પુણ્યાર્થી છે.
સંપત્તિ – એ એક એવું માધ્યમ છે કે જે ભય અને સંકલેશનું કારણ બની શકે છે. તો એ જ સંપત્તિ દ્વારા અભય અને સમાધિનું પણ કારણ બનાવી શકાય છે? સંપત્તિનો સદુપયોગ થતો રહે એ જરૂરી છે.. સંપત્તિ કલેશકારક, દુઃખદાયક કે દુર્ગતિદાયક ન બને એટલું સંભાળજો.
= • ૧૩૫ •
Page #156
--------------------------------------------------------------------------
________________
| હું કોઈતો નથી, કોઈકે મારું નથી....!
રાજા શ્રેણિક જંગલમાં ફરવા નીકળ્યા છે. જંગલમાં એક વૃક્ષ નીચે રૂપનો ટુકડો બેઠો છે. રાજાની નજર એ રૂપવાન મુનિવર ઉપર જાય છે. આટલી સુંદર દેહાકૃતિ જોઈને રાજા એ મુનિ પાસે જાય છે અને પૂછે છેરૂપવાન દેહનું મમત્વ છોડીને સાધુપણું શા માટે સ્વીકાર્યું? શું તકલીફ થઈ તે તમે સંસાર છોડીને ચાલી નીકળ્યા છો. જો તમે અનાથ હો તો હું તમારો નાથ બનવા તૈયાર છું. કોઈ સાચવનાર ન હોય તો હું સાચવવા તૈયાર છું તમારો નાથ બનવા તૈયાર છું. મુનિ રાજાની વાતો સાંભળીને કહે છે - રાજા તમારી વાત સાચી છે. હું અનાથ હતો માટે જ દીક્ષા લીધી. રાજા કહે છે તમે મારા ઘરે ચાલો. અત્યંત રૂપવતી કન્યાને તમારી સાથે પરણાવીશ. તમારી સાથે મારો સમય પણ આનંદથી પસાર થશે. કોઈના પ્રવચન, વચન અને વ્યવહાર જેમ આકર્ષક હોય છે તેમ વ્યક્તિ પોતે પણ સામા વ્યક્તિ માટે આકર્ષક બની શકે છે. કોઈને જોઈ અંતરમાં પ્રેમ ઉભરાય તો સમજજો કે તમારો કોઈ પૂર્વનો ઋણાનુબંધ છે. શુભનો ઋણાનુબંધ હોય તો લાગણી ઉછળે. લાગણી ઉછળે તે સારું પણ લાકડી ઉછળે તે સારું નહીં. સહુ જીવો સાથે શુભ ઋણાનુબંધ બાંધો. દરેક જીવો માટે સાધક બનીએ પણ કોઈને આપણે બાધક ન બનીએ એ ખ્યાલ રાખવું જરૂરી છે. કોઈ જીવ સાથે અશુભ ઋણાનુબંધ ન બાંધો. શુભ ઋણાનુબંધથી ભવાંતરમાં પણ લાભ થશે.
દહાણુ ગામમાં એક ઘોડાને એનો માલિક રોજ એક રસ્તેથી ફરવા લઈ જાય. કયારેક ભૂલથી જો બીજી ગલીમાંથી એને લઈ જાય તો એ ગલીમાં રહેલા એક ઘોડાને જોઈને એ ધમાલ મચાવે. ઘોડાની અંદર પણ અશુભ ઋણાનુબંધ જાગે છે. જ્ઞાની ભગવંત કહે છે અશુભ ઋણાનુબંધ ભયંકર છે. જીવને વારંવાર સમજાવે છે કે તું બાંધે તો શુભ ઋણાનુબંધ જ બાંધ. આજે જેટલા સગા-સ્વજનો મળ્યા છે તે પૂર્વના ઋણાનુબંધથી જ ભેગા થાય છે. એક છોકરાએ પોતાના પપ્પાને પૂછ્યું કે પપ્પા મને સમજ નથી પડતી કે આપણે કેવી રીતે ભેગા થયા. તમે કહો છો હું મદ્રાસમાં જનમ્યો, મમ્મી કહે છે મારો જન્મ કલકત્તામાં અને હું તો જનમ્યો મુંબઈમાં તો પછી આપણે બધા ભેગા શી રીતે થયા?
ઋણાનુબંધથી આ જગતમાં કોઈક જીવો સાથી-સંગાથી બની જોડાઈ
૧૩૬ ,
Page #157
--------------------------------------------------------------------------
________________
જાય છે. ઓળખાણ-પિછાણ વિના પણ કયારેક સંબંધો બંધાઈ જાય છે.
આપણે સીમંધરસ્વામીને જોયા નથી છતાં લાગણી બંધાય છે. ભાવિનો વિચાર કરી જીવનમાં જે વ્યક્તિ મળી છે તેને સ્નેહથી નભાવી લો તો અશુભ ઋણાનુબંધ નહી બંધાય. શુભના ઋણાનુબંધથી વસ્તુપાલતેજપાલ, શાલિભદ્ર-પેથડ જેવા દીકરાઓનો સંયોગ થાય. દી વાળે તે દીકરા. પણ ઘણા તો દી ફેરવે એવા પણ હોય છે. પુત્રી, સંતાન, સંપત્તિ, વારસદાર બધા જુદા જુદા છે. ઘણા દીકરાઓ બાપાને ધર્મની આરાધના કરાવે છે. મા-બાપની ભક્તિ કરે છે. એનાથી વિપરીત વર્તનારા દીકરાઓ માટે ઘણીવાર બોલાતું હોય છે કે આના કરતા તો પેટે પથ્થર પાક્યો હોત તો સારું કપડા ધોવા તો કામ લાગત. આવું આર્તધ્યાન કરવાથી ફરી પાછા કર્મબંધ થશે. સારું મળે તો પણ ઠીક અને ખરાબ મળે તો પણ ઠીક. ગમે તેવા પાત્ર અને પરિસ્થિતિના સંયોગથી સંસારમાં દુઃખી ન બનો.
એકવાર આત્માની ચિંતા કરવા જેવી છે. ચોખ્ખા કપડા ન બગડે એની ચિંતા કરનારા પોતાના શુદ્ધ આત્માને બગડવા દે ખરા? કપડાની ચિંતા કરી, બૂટ-ચશ્માની ચિંતા કરી હવે એકવાર પોતાના શુદ્ધ સ્વરૂપની કાળજી કરવા જેવી છે. ચિંતામાંથી ચિંતન પ્રગટશે અને એ ચિંતનમાંથી ચિરંતન સુખ પ્રગટશે. મોહમાયારૂપી કચરામાં બેસતા પહેલા રૂમાલ પાથરીને બેસજો . ખાવામાં પણ તું મોહ ન કર. લબકારા મારતી ફણીધરના ફેણ જેવી જીભ જેવી બહાર નીકળે એટલે બધું સાફ. હાથ બગડશે માટે કોલસાથી દૂર રહેતા હે જીવ! આત્મા ન બગડે માટે કમરજથી દૂર રહેજો. હે જીવ! કર્મરજથી બચવા કષાયોથી દૂર જા. કોઈ તારું નથી, તું કોઈનો નથી. આવી રટણાથી જીવ કષાયો કરતા અટકશે. મોહના મંત્રથી જયારે મુક્ત થશે ત્યારે જ ખરેખર કામ થશે. શ્રેણિક રાજા કહે છે, મુનિરાજ ચાલો આપણે ઘેર. મુનિ કહે છે, તમે મારા નાથ બનશો. અનાથી મુનિ અને શ્રેણિક રાજા વચ્ચેનો સંવાદ ખૂબ સુંદર છે. અનાથી મુનિ કહે છે, રોગ આવશે ત્યારે તમે મારી પીડા લઈ લેશો? રાજા કહે છે, પીડા તો નહીં લઉં પણ દવા જરૂર કરાવીશ. ફરી મુનિ કહે છે, મોત આવશે ત્યારે મને બચાવશો? રાજા કહે છે, મૃત્યુમાંથી કોઈને બચાવી શકાય નહીં. આમાંથી તો મને પણ કોઈ બચાવી ન શકે. ત્યારે મુનિ કહે છે, મૃત્યુ સામે તો તમે પોતે પણ અનાથ તો એક અનાથ બીજાનો સાથ કેવી રીતે બની શકે?
એક સંત ફકીરને ભૂખ લાગી. સંત ભિક્ષા લેવા ગયા. સંતે પોતાની
= • ૧૩૦ •
Page #158
--------------------------------------------------------------------------
________________
આગળ ચાલતા ચાલતા રાજાને જોયા. તેથી સંતને થયું આની પાસેથી ભિક્ષા મળશે. એ ભાવથી સંત રાજાની પાછળ પાછળ રાજમહેલમાં ગયા. રાજા મહેલે પહોંચી નમાજ પઢવા બેસી જાય છે. નમાજમાં કહે છે કે ખુદા તું બડા રમગાર હૈ, તેરી દુઆએ મેરા રાજય કભી ન જાય. મેરી ધનદૌલતમેં બરકત રહે. મેરા રાજ્ય સમંદર તક બઢતા ચલે. રાજા નમાજ પઢીને ઉભા થાય છે, ત્યાં સંતને પોતાના મહેલમાંથી પાછા જતા જોઈને રાજા કહે છે મહાત્મા તમે પાછા કેમ જાઓ છો? સંત કહે છે કાંઈ નહીં. રાજા સંતની પાસે આવીને કહે છે, તમે પાછા કેમ જાઓ છો એ જણાવો? સંત કહે છે આમ તો હું ભિક્ષા લેવા આવ્યો હતો પણ જે સ્વયં ભિખારી છે તે બીજા ભિક્ષુકને શું આપશે. આમ કહી સંત ચાલ્યા ગયા. જેને પોતાની પાસે છે તે ઓછું લાગે તે ભિખારી.
અનાથી મુનિ કહે છે અનાથ બીજાનો નાથ શું બની શકવાનો. રાજા કહે છે આપે ચારિત્ર કેમ લીધું. અનાથી મુનિ કહે છે કે હું પણ સુખી પિતાનો પુત્ર હતો. સાધુઓ પ્રાયઃ પોતાનું પૂર્વ જીવન કહે નહીં. સંસારી સંબંધોની ઓળખાણ કાઢે નહીં. સાચા મહાત્માઓના જીવનમાં ચમત્કાર હોઈ શકે પણ મહાત્માઓ કયારે પણ ચમત્કાર કરતા નથી પરંતુ ચમત્કાર સ્વયં થઈ જાય છે. મહાત્માઓનો પરિચય-નમસ્કાર-નિસ્પૃહતા એમની મહાનતાથી થાય છે. જીવનમાં રહેલ વ્યાપક ગુણો અને વિશાળ હૃદયથી થાય છે. જ્ઞાનીઓ કહે છે દેવ-ગુરુના ભક્ત એમના ચમત્કારો જોઈને નહીં પરંતુ એમના વૈરાગ્યાદિ ગુણોને સમજી એમના સાચા ભક્ત બનો.
એક દિવસ એવું બન્યું આંખમાં અચાનક પીડા ઉપડી. આંખમાં શૂળ ભોંકાય એવી વેદના થવા લાગી. આવી અતિશય પીડા મારા માટે અસહ્ય બની પણ એ સહેવા હું લાચાર હતો. માતા-પિતા-પત્ની મારી પીડાને જોવા છતાં કોઈ લેવા તૈયાર નથી. આંખની ભયંકર પીડામાંથી હું છૂટકારો મેળવવા માગતો હતો. એક દિવસ રાતના નિશ્ચય કર્યો કે રોગ જાય આજની રાત તો સંયમ લેવું મારે પ્રભાત. એ શુભ સંકલ્પથી મને રાતના ઊંઘ આવી ગઈ. માતાએ સવારના મને ઉઠાડ્યો. પીડાથી મુક્ત થયેલા મને જોઈને સૌ ખુશ થઈ ગયા. ઘરમાં લાપસીના જમણની તૈયારી થવા લાગી. જમતા પહેલા મેં બધાને કહી દીધું જે કરવું હોય તે આજે કરી લો. આજ છે તમારી પણ કાલ મારી. આવતી કાલે હું પરમાત્માના પંથે ચાલ્યો જઈશ. બધા રડવા લાગ્યા.તારા વિના અમે શું કરશું? મેં કહ્યું મારી આંખમાં અસહ્ય પીડામાં તમે શું કર્યું? બધા મૌન બની ગયા. આ સંસારમાં
= • ૧૩૮ •
Page #159
--------------------------------------------------------------------------
________________
આપણા માટે કોઈ રડી શકે પણ આપણી પીડા કોઈ લઈ ના શકે. આ પ્રવચન સાંભળી અંદરનો માહ્યલો જાગી જાય તો કર્મો ભાંગી જાય. આજે એક વાત બરાબર ઘૂંટી લ્યો મારાથી દૂર જાય છે તે મારું નથી, મારું છે તે જતું નથી. એગોડહં નલ્થિ મેં કોઈ.. તેરા હૈ સો તેરે પાસ છે, અવર સભી અનેરા... આજે આ મંત્રો લઈ ઘેર જજો . મોહના મંત્રો જરૂર ફૂટી
જશે.
હું કોઈનો નથી, મારું કોઈ નથી.” આ અવાજ સતત ગૂંજતો રાખજો.
• આરાધનાના પાંચ બાધક તત્ત્વો છે +૧) આળસ, (૨) અનુત્સાહ, (૩) અનુપયોગ,
(૪) અનાદર, (૫) અવિધિ
માણસને “ગતિમાં જેટલો રસ છે એટલો “દિશામાં રસ નથી. પહોંચવાની જેટલી ઉતાવળ છે એટલી એને “બનવાની ઉતાવળ નથી. પુરૂષાર્થ માટે તત્પર છે પણ “સમ્યફ માટે તત્પર નથી. એનું પરિણામ શું આવ્યું? પદાર્થ વૃદ્ધિની પાછળ દોડ્યો પણ પ્રસન્નતાની અનુભૂતિથી વંચિત
રહ્યો...
પ્રતિષ્ઠા સુંદર જગાવી લીધી પણ જીવન જમાવવામાં વામણો પુરવાર થયો. મોટાઈ મળી પણ મહાનતા દૂર થઈ ગઈ.
=
• ૧૩૯ •
=
Page #160
--------------------------------------------------------------------------
________________
| પાપી છતાં નિષ્પાપી ...! છે જે આત્મા ઔદાયિક ભાવમાં મોહ નથી પામતો તે આત્મા પાપ કરવા
છતાં પાપથી લપાતો નથી. સંસારમાં સતી સ્ત્રી માટે પતિની આજ્ઞા શિરોમાન્ય હોય છે તેમ શાસનમાં ભક્તિ માટે પ્રભુની આજ્ઞા શિરોમાન્ય હોય છે. તમે કયાં બેઠા છો એ મહત્વનું નથી પણ તમારા હૃદયમાં કોણ બેઠું છે તે મહત્ત્વનું છે. પાપથી લેવાવું ન હોય તો જે મળે તેને પ્રેમથી સ્વીકારી લો. સંઘર્ષમાં સામેનું પાત્ર નિર્દોષ હોય છે જે કાંઈ ખરાબી છે તે આપણા પૂર્વજન્મોના કર્મની છે. બીજાને વાળવો હોય તો બાળો નહિ પણ સાંભળો. જ્ઞાનાભ્યાસ કરતા અભિમાન ન જોઈતું હોય તો ચૌદપૂર્વીઓ અને કેવલીની જ્ઞાનશક્તિનો વિચાર કરજો. કર્મના ગણિતનો ખ્યાલ નહિ આવે ત્યાં સુધી કલેશ કંકાસથી થતા નુકશાનનો ખ્યાલ નહીં આવે.
જિનશાસનના મર્મજ્ઞ ઉપાધ્યાજી મહારાજ જ્ઞાનસાર ગ્રંથમાં ચિંતનમનન કરી મૌલિક ચિંતન સ્કૂલ શબ્દોમાં જણાવતા કહે છે કે આગમાં ગયેલો માણસ દાઝયા વગર પાછો ન આવે, પાણીમાં ગયેલો માણસ ભીંજાયા વગર પાછો ન આવે ને કાજળની કોટડીમાંથી આબાદ રીતે બહાર અવાતું નથી તેમ પાપ કરે અને પાપ ન લાગે તેવું બનતું નથી. આજના વૈજ્ઞાનિક યુગમાં ફાયર ફાઈટરો આગમાં જાય છે ત્યાં ઈચ માત્ર પણ બળતા નથી. પાણીમાં પણ એવા કપડા પહેરીને જાય કે ભીંજાયા વગર બહાર નીકળી શકે પણ અહીં તો જ્ઞાનસારમાં સામેના પારનું ચિંતન કરતા કહે છે કે જેમાં આગમાં ગયા પછી પણ બચી શકાય તેમ પાપ કર્યા છતાં પણ નિષ્પાપી બનીને સંસાર સાગર તરી શકાય છે. પાપ કર્યા છતાં પાપી ન બની શકે એવો સુંદર રસ્તો છે. આ સંસારની અંદર ગમે તેવા પરિણામો આવે, વાવાઝોડા આવે છતાં જે જીવ ઔદાયિક ભાવની અંદર મુંઝાતો નથી આકાશની ઉપર
Page #161
--------------------------------------------------------------------------
________________
કોઈ ગમે તેટલો કાદવ ઉછાળે છતાં આકાશ કોઈ દિવસ મેલું થતું નથી. તેમ ઔદાયિક ભાવની અંદર ન મૂંઝાતો આત્મા પાપ કરવા છતાં પાપથી લેપાતો નથી.
એક ગામમાં સમાચાર મળ્યા કે ગામની પાદરે ગુરુ મહારાજ પધાર્યા છે. રાણીએ રાજાને કહ્યું કે દિયર મહારાજ પધાર્યા છે હું વંદન કરવા જાઉં છું. રાજાએ જવા માટે રજા આપી. એ સમયે જોરદાર વરસાદ વરસ્યો. વરસાદ બંધ થતા રાણી મહારાજને ગોચરી વહોરાવવા ભાતાનો ડબ્બો સાથે લઈને નીકળે છે. નદી કાંઠે આવે છે. નદીને સામે પાર દિયર મહારાજને વંદન કરવા જવાનું છે. નદી ભરપુર વહે છે. નાવ વગર નદી પાર થઈ શકે તેમ નથી. મહાસાગર કે ભવસાગર પાર કરવા માટે પણ નાવ તો જરૂરી છે ને? નદી આજે ગાંડીતૂર બની છે. સામે કાંઠે જવાનો કોઈ અવકાશ નથી. નદી પાર કરવા માટે કોઈ નાવ કિનારે નથી. રાણી પાછી મહેલમાં આવી. રાજાએ પૂછયું કે તમે પાછા કેમ આવ્યા? નદી ગાંડીતૂર બની છે. કોઈ નાવ પણ નથી. નદી ગાંડીતૂર બની હોય તો પાર ન કરાય તેમ તમારી સામે કોઈ ગાંડોતૂર બન્યો હોય તો તેને ઓળંગવો પણ મુશ્કેલ છે. રાણીની વાત સાંભળી રાજા રાણીને કહે છે તું નદી પાસે કાંઠે જઈને કહેજે “મારા પતિ જો બ્રહ્મચારી હોય તો તું મને માર્ગ આપ.” સંસારમાં સતીના માટે પતિની આજ્ઞા શિરોમાન્ય હોય છે તેમ આધ્યાત્મિક જગતમાં શિષ્ય માટે ગુરુની આજ્ઞા સર્વસ્વ હોય છે. રાણીને ખાત્રી છે કે નદી કાંઈ માર્ગ આપવાની નથી છતાં પતિની આજ્ઞા પ્રમાણે નદીકાંઠે આવીને કહે છે, “હે નદી રાજા બ્રહ્મચારી હોય તો તું મને માર્ગ આપ.' રાણી આટલું બોલી ત્યાં તો નદી તરત બે ભાગમાં વહેંચાઈ ગઈને વચ્ચે માર્ગ થઈ ગયો. રાણી સામે કાંઠે પહોંચી જાય છે. દિયર મહારાજને વંદન કરી ગોચરી વહોરવાનું કહે છે. સાધુ સામેથી આવેલી ગોચરી વહોરાવે? હા...કારણસર તમે ઉત્સર્ગ માર્ગે જાણો છો તેમ અપવાદ માર્ગે રહેલા નિયમોને પણ જાણો... નિશ્ચયમાં જીવતા જીવો વ્યવહારનું ખંડન કરતા હોય છે. જિંદગીમાં ક્યારે એવો કોઈ અવસર આવે તો અપવાદ માર્ગ પણ બતાવ્યો છે. સાધુ મહારાજ દેશના કઈ રીતે આપે? નિશ્ચયપ્રધાન અને વ્યવહારપ્રધાન. લક્ષ નિશ્ચયનો પણ દેશનામાં પ્રધાનતા વ્યવહારને આપે. મુનિ ભગવંતે ગોચરી વહોરીને વાપરી પણ લીધી. રાણી દિયર મહારાજને કહે છે હું આ નદીના પૂર ઉતરે નહીં ત્યાં સુધી જઈ કેમ શકું? મુનિ મહારાજ કહે છે, તમે આવ્યા કઈ રીતે? એનું કારણ હતું. મુનિ પૂછે છે કયું કારણ? રાજાએ કહ્યું હતું કે
Page #162
--------------------------------------------------------------------------
________________
નદી પાસે જઈને કહેજે કે રાજા જો બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપ. આ સાંભળી મુનિ મહારાજ કહે છે કે હવે જો તમને નદી પાર કરી જવું હોય તો નદી પાસે જઈને કહેજો કે મારા દિયર મહારાજ જો ઉપવાસી હોય તો હે નદી તું મને માર્ગ આપ. રાણી તો નદીકાંઠે આવી અને મુનિભગવંતના જણાવ્યા પ્રમાણે કહેતા નદીએ તરત માર્ગ કરી આપ્યો. રાણીને આ વાતમાં કશું સમજાયું નહીં. ઘણીવાર આપણી સમજમાં નથી આવતું એ આપણો દોષ હોય છે. મહાન વિભૂતિઓનો દોષ નથી હોતો. પણ આપણા નબળા ક્ષયોપક્ષમને લીધે આપણી સમજમાં ન આવે તે બરોબર છે. જ્ઞાન ભણ્યા પછી અભિમાન જોઈતું ન હોય તો ૪૫ આગમ સામે મારું જ્ઞાન તો બિંદુ છે અને ૪૫ આગમનો અભ્યાસ કર્યો હોય તો ૧૪ પૂર્વીને યાદ કરવા અને ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું હોય તો કેવળી ભગવંતોને યાદ કરો. અભિમાન કયારેય નહિ આવે. જિંદગીમાં કયારે પણ હિંમત ન હારતા. જ્ઞાનાભ્યાસમાં છકી ન જઈએ એનો ખ્યાલ કરજો. મારાથી પણ વધારે જ્ઞાનવાળા જ્ઞાનીઓ છે. જીવનમાં દુઃખ આવે તો મારાથી પણ વધુ દુઃખી છે એની સામે મારું દુ:ખ તો કાંઈ જ નથી. સુખમાં છકી ન જઈએ અને દુ:ખમાં ડગી ન જઈએ.
રાણી ઘેર પહોંચી પરંતુ ગમતું નથી. રાજા રાણીને પૂછે છે તું બેચેન કેમ દેખાય છે? રાણી કહે છે રાજા બ્રહ્મચારી હોય અને દિયર ઉપવાસી હોય તો નદી માર્ગ કેવી રીતે આપે એ વાત મને સમજાતી નથી. રાજા એનું કારણ સમજાવતા કહે છે, હું ભલે સંસારમાં છું, લોકોને ભલે લાગતું હોય કે હું તારી સાથે રસભરી જિંદગી જીવું છું. (સંસારે તનું મોક્ષે ચિત્ત) છતાં આ શરીરના વિષયસુખોમાં મારું મન નથી. તમે કયાં જીવો છો એ મહત્વનું નથી પણ તમારા હૃદયમાં કોણ બેઠું છે એ મહત્ત્વનું છે. વ્યાખ્યાનમાં બેસો પણ હૃદયમાં વ્યાખ્યાન ન બેસે તો? જેની આંતર જાગૃતિનું જાગરણ થઈ ગયું હોય એવો વ્યક્તિ સંસારમાં રહે છતાં કર્મબંધ કરતો નથી. ક્રિયાએ કર્મ, પરિણામે બંધ અને ઉપયોગે ધર્મ- આ સૂત્રોમાંથી મહાન રહસ્યો મળી શકે છે. હે જીવ! તારા પરિણામને બગાડે નહીં. જયારે આત્માના અધ્યવસાયો, વિચારો, વેશ્યા વિપરીત બનશે ત્યારે કર્મબંધ થયા વિના રહેતો નથી. ઔદાયિક કર્મના ઉદયથી કોઈ પણ ચીજ મળે તો રાગદ્વેષ ન કરવા. ઘણા માણસો અભિમાન કરે છે કે મારો છોકરો ડોકટર, વકીલ, મેનેજર તરીકે ઉંચા હોદા પર છે પરંતુ ખરેખર તો મારો દીકરો શાસનને શોભાવી રહ્યો છે એમ કહેવું જ સાચું ગૌરવ છે. રાજા કહે છે મારા ભાઈ મહારાજે કહ્યું કે ઉપવાસી હોય તો... નદી માર્ગ આપ.. એ ભાઈએ વાપરેલી
Page #163
--------------------------------------------------------------------------
________________
ગોચરીમાં કયાંય રસ નહોતો. ખાવા છતાં ઉપવાસી એનું નામ અંતરસાધના. પાત્ર-પદાર્થ પરિસ્થિતિ મળ્યા પછી રાગ-દ્વેષ ન કરે તો જીવ લપાતો નથી. ઔદાયિક ભાવના કારણે જે કાંઈ મળે ત્યારે એકજ વિચાર કરવાનો કે મારા જ પોતાના શુભ-અશુભ કર્મોનું આ ફળ છે. જે રાગ-દ્વેષમાં લપાતો નથી તે પાપી છતાં નિષ્પાપી છે એટલે તો લગ્નની ચોરીમાં ગુણસાગરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
એક છોકરાએ પોતાના પિતાને પૂછયું, પિતાજી! આ લગ્નમાં પતિપત્નિનો હસ્તમેળાપ શા માટે કરાવે છે? પિતાજી કહે છે કે બેટા કુસ્તીના મેદાનમાં જયારે બે જણા લડવા તૈયાર થાય ત્યારે પ્રથમ હાથ મિલાવે તેમ આ પતિ-પત્નિ સંસારરૂપી મેદાનમાં પ્રવેશ કરતા પહેલા હાથ મિલાવે છે. ચોરીમાં પતિનો હાથ પત્નિના હાથમાં છે છતાં ગુણસાગર લેપાય નહીં. જ્ઞાનીઓ કહે છે તું કયાં છે એ મહત્ત્વનું નથી પણ તારું દિલ ક્યાં છે એ મહત્ત્વનું છે.
જીવનની દિશા માટેના ત્રણ વિકલ્પો છે. એની પસંદગી કરશો... (૧) સમૃધ્ધ થવું છે. (૨) સમર્થ બનવું છે. (૩) શુધ્ધ થવું છે. સમૃધ્ધ બરબાદ થઈ શકે છે સમર્થ કમજોર બની શકે છે જ્યારે શુધ્ધ આબાદ બને છે. શુધ્ધ માટે સદ્ગણોનો વિકાસ કરજો .
=
૧૪૩
.
Page #164
--------------------------------------------------------------------------
________________
આપણે કોણ છીએ? આપણે ક્યાં છીએ?
મહાન જ્ઞાની યશોવિજ્યજી મહારાજ ‘અમોહ' નામના અષ્ટકમાં આપણે કોણ છીએ? અને આપણે કયાં છીએ? ની ઓળખાણ કરાવે છે. ભરત બાહુબલીના યુદ્ધમાં બાહુબલી ભરતને મારવા માટે પ્રહાર કરી હાથ ઊંચો ઉપાડ્યો એ અડધે જ અટક્યો. તેને વિચાર આવ્યો હું પ્રથમ તીર્થંકરનો પુત્ર, જૈન શાસનનો શ્રાવક છું. બસ એટલા જ વિચારે એ ઉગામેલા હાથે પોતાના માથાનો પંચમુષ્ટિ લોચ કરી નાંખ્યો... માત્ર હું કોણ? ની વિચારણા પણ અકાર્યમાંથી છોડાવી શકે. કુટુંબ અને સમાજે આપેલ ઓળખાણ કરતા મહાવીરના શાસનનો શ્રાવક છું એ ઓળખાણ ગૌરવપ્રદ છે.
પાલનપુરના નવાબના ઘરે મહાજન મળવા ગયા. નોકરે ઉપર જઈ નવાબને સંદેશો આપ્યો એટલે નવાબ પોતે જાતે નીચે ઉતરીને મહાજનને મળવા આવ્યા. નવાબની પુષ્કળ જાહોજલાલી છે. નવાબે મહાજનને ખાસ જમવાનો આગ્રહ કર્યો. જમવામાં ખાસ સોનાની થાળીઓ કાઢી. મહાજનની સાથે નવાબનો ૨૨ વર્ષનો દીકરો પણ જમવા બેઠો છે. થોડીવાર થઈ એટલે નવાબના છોકરાએ બૂમ પાડી નોકરને મચ્છી લાવવા કહ્યું. આ સાંભળી નવાબે ઉભા થઈને જુવાનજોધ છોકરાને એક તમાચો ઝીંકી દીધો. (તમારો દીકરો કાંઈ આવું કરે તો તમો મારો ખરા? કદાચ મારી પણ દીધું હોય તો તેનું પરિણામ શું આવે?) નવાબે ગુસ્સાથી દીકરાને કહ્યું, ‘નાલાયક, ખબર નથી પડતી. ગામનું મહાજન જમવા બેઠું છે ને તેમની સામે તું ખાવા માટે મચ્છી મંગાવે છે. એક દિવસ પણ રહી નથી શક્તો.' આ છે મહાજન પ્રત્યેની ઓળખાણ. મહાજનનું પણ માન ખૂબ જળવાતું. મહાજનના માણસોએ કહ્યું. ‘જવા દો. બાળક છે. ધીમે ધીમે બધું સમજી જશે.’ નવાબે કહ્યું, ‘આટલો મોટો થયો. હમણાં નહીં સમજે તો કયારે સમજશે. એને સમજાવવા માટે જ તમાચો માર્યો છે કે રોજિદીં જિંદગીમાં કાંઈપણ ખાતા હોઈએ પણ જયારે ગામનું મહાજન આવે તો એમની અદબ તો જાળવવી જ જોઈએ.' આજે આ ઓળખાણ ભૂલાઈ ગઈ છે. માત્ર હું કોણ? ની વિચારણા ઘણા પાપોથી બચાવી લેશે. ભગવાન મહાવીરનો શ્રાવક એ ઓળખાણ સ્પષ્ટ થઈ જાય તો એ હોટલના પગથીયા નહીં ચડી શકે. થિયેટરના પગથીયે નહીં પહોંચી શકે. બિયરબારને જોઈ જ કેમ શકે? અમને કોઈ ‘થમ્સ અપ' ની બાટલી ઓફર કરે ખરો? સ્વપ્રમાં પણ
· ૧૪૪ •
Page #165
--------------------------------------------------------------------------
________________
નહીં. કારણ તમને ખબર છે અમને આ ખપે નહીં. સાધુની પણ એક ચોક્કસ પ્રકારની ઓળખાણ જામી છે. બસ એમ જ હું કોણ? પ્રભુ મહાવીરનો શ્રાવક આ ઓળખાણ જામી જાય તો ઘણા પાપકર્મોથી બચી જાય.
એકવાર મહારાજજી મુંબઈના પરામાં ગોચરી વહોરવા નીકળ્યા. એક શ્રાવિકાના ઘરે ધર્મલાભ આપી પ્રવેશ કર્યો. શ્રાવિકાએ અન્ય પદાર્થો સાથે મુરબ્બો વહોરવા માટે આગ્રહ કર્યો. મહારાજજી, એ શ્રાવિકાને પૂછે છે. સાહેબ! શ્રાવકનું ઘર છે. આપને કહ્યું એવું જ અહીં મળે. સાહેબ! આપને પૂછવું ન પડે. કયાંય ભૂલ જોવા નહીં મળે. શ્રાવિકાએ ખૂમારીભર્યો જવાબ આપ્યો. મહારાજજી ઉપાશ્રયે પહોંચ્યા પછી તે એરીયાના એક ભાઈને તે ઘરનું એડ્રેસ કહીને એ બેન કોણ છે? એ વિષે માહિતી પૂછી. એટલે એ ભાઈ બોલ્યા, સાહેબ! એ જૈન શ્રાવિકાનું ઘર છે. એ બેન જીવવિચાર, નવતત્ત્વ, દંડક, સંઘયણી-છ કર્મગ્રંથ બધું શીખેલા છે. એટલે મહારાજને વિચાર આવ્યો કે બેને બરોબર કહ્યું હતું કે “આ શ્રાવકનું ઘર છે.” શ્રાવકપણાની ખુમારીભરી ઓળખાણ કોઈ આપે એવી આપણી ભૂમિકા ખરી?
કોણ? ની ઓળખાણ સાધનો, સામગ્રી, સંપત્તિ અને સંતતિથી શું આપવી? એમાં શું રાચવું? ચક્રવર્તી પણ ચક્રવર્તીપણામાં મરે તો તેની બીજી કોઈ ગતિ નથી. સીધો જ નરકે જાય...પદાર્થ કે પદવીઓમાં કંઈ મોહાવા જેવું નથી. જગતમાં જેટલા બાહ્ય પદાર્થો છે તે સારા લાગે છે તો તેના પર નરક અને નિગોદના લેબલ લાગેલા છે. તે જોતા શીખી જાઓ. પ્રલોભનો સામે તો ૧૪ પૂર્વીઓના પણ ડૂચા નીકળી ગયા છે. જયાં આ જીવને પોતાની સાચી ઓળખાણ થઈ છે ત્યાં એ જીવનું પરિવર્તન થાય છે. હું એટલે આ નથી. અન્યત્વની ભાવના રોજ ઘૂંટાવી જોઈએ. જીવની ઓળખાણનું ત્રીજું તત્ત્વ છે આત્માર્થી. જેની નજર સામે સુખ નહીં પણ સદ્ગુણો જ રમતા હોય. કેન્દ્રસ્થાને માત્ર આત્મા જ હોય. જેના મનમાં ધર્મ રમતો હોય. આ આત્માઓ આ લોક અને પરલોક બન્નેને છોડી શકે. ચરમાવર્તકાળમાં જીવ પ્રવેશ્યા વિના સગુણો સંભવતા નથી. આપણે સુખની પસંદગી કરી બેઠા જયારે આત્માર્થી જીવો સગુણોને પકડી રહ્યા છે. આજે પણ પરિવારના સભ્યો વચ્ચે થોડી ઘણી શાંતિ અનુભવાય છે એ સુખના લીધે નહીં પણ સગુણોને લીધે. નહીં તો ઘર પણ વેરવિખેર થઈ જાય. ઘરની દરેક વ્યક્તિઓ માટે સગુણોનો જ આગ્રહ રાખો.
- ૧૪૫ ૦.
Page #166
--------------------------------------------------------------------------
________________
સગુણોના ઉઘાડે દુઃખી પરિવારને પણ હસતો રાખ્યો છે જયારે દુર્ગણોની હાજરીએ સુખી પરિવારને પણ શૈતાન બનાવી દીધા છે.
માતાએ દીકરીને પરણાવી અને એ બે વર્ષમાં વિધવા થઈને મા ના ઘરે પાછી આવી. મા એ કહ્યું “દીકરી જે થવાનું હતું તે થઈ ગયું, તેમાં આપણું કશું ન ચાલે પણ દિકરી લગ્ન વખતે જે ઘરેણાં તને આપ્યા હતા તે પાછા લઈ આવજે.” ત્યારે મા ની સામે જોતાં દિકરીએ કહ્યું, મા આજે હું વિધવા થઈ છું છતાં મારા સાસુ-સસરાએ મને જાકારો નથી આપ્યો. આજે અહીં આવી ત્યારે પણ એમણે કહ્યું કે ભલે થોડા દિવસ પિયરે રહી આવો એ પણ ઘર તમારું જ છે. પણ પછી પાછા અહીં આવતા રહેજો . એટલે મા એ દાગીના ત્યાં છે એ બરોબર છે. માટે હવે તું મને ફરીને એના વિષે કશું કહીશ નહીં. થોડો સમય રોકાઈને ફરી સાસરે ચાલી ગઈ. પાછી એકાદ વર્ષે મા ને મળવા આવી. એક દિવસ ઘરના રસોડામાં રોટલી કરતી હતી ત્યારે માએ દાગીના વિષે વાત કાઢી એટલે દીકરીએ કહ્યું, મા મેં તને પહેલા પણ ના પાડી હતી દાગીના વિષે કાંઈ કહેતી નહીં. એ ત્યાં છે એટલે હું સલામત છું. ફરી પાછી શું કામ પૂછે છે? એટલે મા તો ચૂપ થઈ ગઈ પણ થોડીવાર રહીને તે ઉભી થઈ દિકરી બેઠી હતી તેની પાછળ જઈ જોરદાર લાત લગાવી. દિકરી સળગતા ચૂલા ઉપર ઊંધી પડતા એ સળગવા લાગી. માએ દાગીનાના મોહમાં સગી દીકરીને જીવતી જલાવી દીધી. આ ઘટના ૩-૪ વરસ પહેલા જ બની છે. આ છે જિંદગીમાં સદ્ગુણોનો અભાવ. આજે હજારો મા-બાપો સાધુઓ પાસે ફરીયાદ લઈને આવે છે અમારો દીકરો દુઃખી છે. એ ફરીયાદ નહીં પણ દીકરાના વાંકે અમો દુ:ખી છીએ એમ જણાવે છે. સગુણોનો અભાવ સર્વત્ર હાહાકાર મચાવી દે છે. શરીરમાં જે સ્થાન શ્વાસનું છે તે સ્થાન જીવનમાં સગુણોનું હોવું જોઈએ.
એક પતિ-પત્નિ છે. પતિએ ઘરે આવીને પત્નિને વાત કરી કે આ મહિને જોઈએ એવું માર્જીન ધંધામાં થયું નથી. ઘર કેમ ચાલશે? તરત જ પત્નિએ હળવાશથી જવાબ આપ્યો કાંઈ વાંધો નહીં આવે. ગયા મહિને થોડી થોડી બચત કરી છે અને બીજું હું નાનું નાનું કામ કરી લઈશ. મહિનો તો એમ જ ખેંચાઈ જશે. ચિંતા શું કામ કરો છો. આ છે સદ્ગુણોનો ઉઘાડ. દુ:ખની હાજરીમાંય હસતા રહેવાની કળા આવી જાય છે. પુણ્યના પ્રભાવનું જ જેને આકર્ષણ છે એનો સંસાર વધતો નથી. પખંડના અધિપતિને
0 ૧૪૬
Page #167
--------------------------------------------------------------------------
________________
સંતોષનો ઓડકાર આવે એવી કોઈ સંભાવના નથી. ષખંડ જીતનારા બારખંડ જીતવા નીકળ્યા ત્યારે તેમના પણ ડૂચા નીકળી ગયા છે. આપણી દોટ જડ પદાર્થો પ્રત્યેની છે. ભગવાને પણ કરુણાથી પ્રેરાઈને એક જ વાત સમજાવી છે કે તારા આત્માના સ્વભાવ સાથે જોડાઈ જા. વસ્તુના પ્રભાવમાં જે અંજાઈ ગયો છે તે તોડી નાંખ. સગુણોના ઉઘાડની એકપણ તક જતી ન કરશો. તમારા ઉધાર પાડેલા નામ ઉપર કોઈ તમને ૫-૧૫ ગાળ આપે તોય માથું ન ફેરવતા.
થર્મોસની શીશી સામે ઉભા રહીને કોઈએ તમારો ફોટો પાડ્યો. મોટરના પૈડાના સ્ટીલમાં દેખાતા તમે, ને એ જોઈને કોઈએ ફોટો પાડ્યો ને ટુડીયોવાળાએ તમારો ફોટો પાડ્યો. આ ત્રણ ફોટા તમને કોઈ બતાવે અને પૂછે આ ત્રણે ફોટા કોના છે? તો શું જવાબ આપશો?
આટલામાં બધું સમજી જાઓ.....
સમૃધ્ધ થવાની ઝંખનાવાળા જીવો જગતમાં ચિક્કાર છે. સમર્થ થવાની કામનાવાળા જીવો થોડા ઓછા છે જયારે શુધ્ધ થવાની અભિપ્સાવાળા જીવો તો આંગળીના વેઢે ગણાય તેટલા છે. એક વાત ખ્યાલમાં રાખજો ... ઢાળ જેમ પાણીને ઉપર ચડવા દેતું નથી તેમ પ્રલોભન માણસને શુદ્ધિના માર્ગે વિકાસ કરવા દેતું નથી. પ્રલોભનની વણઝારમાં સૌથી વધારે સતાવનારી ચીજ છે સંપત્તિ. ધનની ભૂખ સદા જુવાન હોય છે. સાવધાન....!
૧૪૭ •
Page #168
--------------------------------------------------------------------------
________________
પહેલા ખૂબી...પછી ખામી....
સંતોનું તપોબળ આ ધરતીને ટકાવનારું છે અને લીલુંછમ રાખનારું છે. પ્રેમ જાગે ત્યારે પથ્થર પણ બોલવા લાગે અને પ્રેમ ન હોય તો માવતર પણ મૂંગા લાગે.
જેને સાધુની એલર્જી તેને સદ્ગતિની પણ એલર્જી થવાની. જે દિવસે સાધુસંતો નહીં હોય, જે દિવસે સામાયિક નહીં હોય એ દિવસે છઠ્ઠો આરો (પ્રલયકાળ) આવશે.
યશોવિજયજી મહારાજ જ્ઞાનસારમાં મહત્ત્વની સમજણ આપી રહ્યા છે. જીવન સહજ બનાવવા, સરળ બનાવવા, સુંદર બનાવવા સુંદર દૃષ્ટિઓ દેખાડી રહ્યા છે. જે આત્મા ઔદાયિક ભાવમાં કયાંય મૂંઝાતો નથી તે આત્મા પોતાના સદ્ગુણો ટકાવી રાખી શકે છે. આત્માર્થીપણું પણ ત્યાં જ છે. રંગરાગથી ભરપૂર અરીસાભૂવનમાં ભરત મહારાજાને કેવળજ્ઞાન થયું. એનું કારણ શું? અન્યત્વની ભાવનાની વિચારણા. આ મારું છે....આ હું છું...એ મોહની વાતો છે. આ પણ મારું નથી...હું કોઈનો નથી....આ મોહને જીતી આપનારા મંત્રો છે. રાગ-દ્વેષ નથી જે માણસના જીવનમાં ત્યાં તો પ્રસન્નતાનો ઘૂઘવતો દરિયો હોય છે. સારું મળે તોય કર્મની વિચારણા અને ખરાબ મળે તોય કર્મની વિચારણા. ભગવાન પાર્શ્વનાથ પાસે કમઠ પણ આધ્યો અને ધરણેન્દ્ર પણ આવ્યો. પાત્ર અને પદાર્થનો કોઈ દોષ નથી. દૌષ તો માત્ર કર્મોના જ છે. આ ગણિત જો મગજમાં નહીં બેસે તો તીવ્ર કોટીના રાગદ્વેષ થઈ જશે.
કલકત્તાની એક બિલ્ડીંગમાં મહારાજજીને વહોરવા જવાનો પ્રસંગ આવ્યો. ઘરમાં એક છોકરો જોયો. માથું મોટું, વાળ વધેલા, લઘર-વઘર કપડા, નાકમાંથી લીંટો નીકળતો હતો. આજુબાજું ખાવાનું વેરાયેલું હતું. છોકરાના શરીર ઉપર માખીઓ બણબણતી હતી. મહારાજ વહોરીને બહાર નીકળ્યા. સામેથી ઘરના ભાઈ મળ્યા. મહારાજને વંદન કરી કહ્યું. સાહેબ
આ ઘરમાં જે છોકરો છે તે મારો છે. ૧૨ વર્ષથી સાહેબ આ રીતે નભાવીએ છીએ. જનમ્યો ત્યારથી એની આ હાલત છે. હવે તો એની મા પણ કંટાળી ગઈ છે. દિવસમાં ચાર વખત એના કપડા ધોવાના એનું ગંદુ સાફ કરવાનું.
૧૪૮ •
Page #169
--------------------------------------------------------------------------
________________
હવે તો બધા કંટાળી ગયા છીએ. એને સાચવવો પણ મુશ્કેલ છે. હવે તો નક્કી કર્યું છે આવતીકાલે ડોકટર પાસે જઈને ઈશારાથી બધુ ક૨ી પતાવી દેવો છે! પેલા ભાઈની વાતો સાંભળી મહારાજજી કહે ભાઈ આજે બપોરે ઉપાશ્રયે આવજો. પેલા ભાઈ બપોરે ઉપાશ્રયે આવ્યા. ગુરૂદેવશ્રીની રજા લઈને મહારાજજી પેલા ભાઈ સાથે વાતચીત કરવા બેઠા. પેલા ભાઈએ ફરી પાછા બોલવાનું શરૂ કર્યું. હવે તો મહારાજ એ જ નિશ્ચય કર્યો છે. આવતી કાલે એને પણ પીડામાંથી કાયમી છોડાવી દેવો. એ છૂટી જાય ને અમે પણ છૂટીએ. આજ દિવસ સુધી તો વૈતરું કર્યું હવે કયાં સુધી સાચવવાનો. કયાંક તો હદ હોયને ? ભાઈ બહુ બોલ્યા. ઉભરાને એકવા૨ ઠાલવી લેવા દો. ઉલટી થતી હોય તો થવા દો. જો દબાવશો તો વિસ્ફોટ થઈ જશે. ભાઈ ઘણું બોલ્યા પછી કહ્યું કે આવતીકાલે ઈંજેકશન અપાવીને છૂટકારો મેળવી લેશું. આટલું સાંભળ્યા પછી મહારાજ બોલ્યા આ છોકરાએ પૂર્વભવમાં કેવા પાપો કર્યા હશે નહિ? ભાઈએ કહ્યું કે ઘોર પાપો કર્યા હશે. મહારાજે કહ્યું તમને ૧૨ વર્ષ સુધી ખૂબ તકલીફ થઈને? ભાઈ કહે, સાહેબ તમારી વાત સાવ સાચી છે. એને કેમ મોટો કર્યો એ તો અમારું મન જાણે છે. ભયંકર ઘોર પાપો એણે કર્યા હશે એનું જ આ પરિણામ છે. ભયંકર પાપોના પરિણામે એને બેડોળ શરીર મળ્યું છે. આટલા સંવાદ પછી ભાઈએ મહારાજજીને કહ્યું મહારાજ આજે આપે અમારી વાત સાંભળી. આજ દિવસ સુધી કોઈ અમારી સાચી પણ વાત સમજવા તૈયાર નહોતા. દરેકે અમને જ દોષી ઠરાવ્યા. આપ સાહેબ અમને સમજી શક્યા એનો આનંદ થયો. પહેલીવાર અમારી વેદનાને આપ સમજી શક્યા છો. જીવનમાં કોઈને પણ સત્યમાર્ગે વાળવો હોય તો એને વાળો નહીં પણ સાંભળો. સાંભળનારો જ વાળી શકે છે. કોઈપણ વ્યક્તિને સુધારવો હોય તો પહેલા એની ખૂબીઓ જુઓ ને એ ખૂબીઓ બોલો પછી ખામીઓ બતાવો. પહેલા પ્લસ પોઈટ છે ને પછી માઈન્સ પોઈંટ છે. આમ વ્યક્તિ જરૂર પોતાની ભૂલનો એકરાર કરશે. એ પણ એક માણસ છે, એમ વિચારી કોઈને પણ તોડો નહીં. ઘરમાં જમવા બેઠા છો રોટલી કાચી આવી છે હવે શું કરશો? આજે દાળ તો ચેતના હોટલને ટક્કર મારે એવી છે. બાસમતી ભાત તો દાંતે વળગ્યા છે. શાક તો સુરતના ઊંધીયાને પણ દૂર રાખે તેવું છે અને રોટલી ૫૦ ટકા તો ખૂબ સારી છે. તરત જ રસોડાની અંદર રસોઈ કરી રહેલ બહેન સમજી જશે.
જગતના ભાવોની અંદર રાચવા-માચવા જેવું નથી. એક કવિની સુંદર
• ૧૪૯ •
Page #170
--------------------------------------------------------------------------
________________
પંક્તિ યાદ આવે છે. બન્ની સબ મીટ્ટીકી બાજી ઉસમે હોત કયું રાજી. જે પુદ્ગલની બાજીમાં રાજી કે નારાજી થાય છે એના ગુણોની હરાજી થાય છે. આ વાત એકદમ તાજી છે. એમ આ વાત અંતરમાં એકવાર સાજી બની જાય તો જીવનમાં કદી નારાજી ન આવે. પુદ્ગલ પદાર્થમાં પણ કયાંય ગમો કે અણગમો નહીં. પુદ્ગલ એના નામ પ્રમાણે વર્તે છે. તું તારા શુદ્ધ સ્વરૂપે વર્તતો જા. તમે જેટલા અંદર ઉતરશો એટલા એ ભાવો તમારી અંદર ઊંડા ઉતરશે.
એક ભાઈ કહે મહારાજ વ્યાખ્યાનમાં તો આવવાની બહુ ઈચ્છા થાય છે પણ આવી શકતો નથી. ન આવવાનું કારણ? મને માણસની એલર્જી છે. સુગંધ-રંગની ઘણાને એલર્જી હોય છે તેમ ઘણાને દેવ-ગુરુની પણ એલર્જી છે. ઘણાને જિનવાણીની એલર્જી હોય છે. એવા આત્માઓ માટે સદ્ગતિની પણ એલર્જી જ રહેવાની. આ વિશ્વમાં અદ્ભુત તત્ત્વ સાધુ તત્ત્વ છે, ચંદ્રસૂરજ તૂટી પડતા નથી, સમુદ્ર માઝા મૂકી દેતો નથી એનું કારણ હોય તો સાધુઓનું તપોબળ છે. જે દિવસે સાધુસંતો નહીં હોય, સામાયિક નહીં હોય તો તે દિવસથી છઠ્ઠો આરો જાણશો. છઠ્ઠા આરાને રોકવાનું બળ સાધનામાં છે.
છોકરાને ઈંજેક્શન આપી પતાવી દેવાના વિચારમાં રાચતા ભાઈ કહે, ભલે સાહેબ! હવે હું જાઉં છું. આપની પાસે બહુ મન હળવું થયું. મહારાજજી કહે છે, ભાઈ આ છોકરો કોઈના ઘરે નહીં ને તમારા ઘરે જ કેમ આવ્યો? પોસ્ટમેન પણ કયારેક ગડબડ કરી નાંખે છે. તેમ માણસની પણ કયારેક ભૂલ થાય છે. પણ આ છોકરો પડોશીને ત્યાં જન્મવાને બદલે તમારે ત્યાં જન્મ લેવાનું કારણ? ભાઈ કહે મારા પાપ બીજું શું? મહારાજે કહ્યું, તમારો છોકરો ઘોર પાપ કરીને જનમ્યો એ વાત બરાબર પણ આવા ભયંકર-રોગી-બેડોળ દીકરાના બાપ બનવાનું પાપ કોનુ? ભાઈએ કહ્યું, મેં આવા કોઈ પાપ પૂર્વ કર્યા હશે. મહારાજ કહે છે ભાઈ આ તો પાર્ટનરશીપનો ધંધો છે. તમારા પાપો પણ એની સાથે જોડાયેલા છે. પૂર્વજન્મમાં તમે પણ પાપ કર્યા હશે તો તમારા ગુનાની શિક્ષા પણ એને શું કામ? પેલાભાઈના મગજમાં આ ગણિત બરાબર બેસી ગયું. પેલા ભાઈ ઘરે ગયા. મહારાજ પણ ૮-૧૦ દિવસ ભવાનીપુરમાં વિહાર કરી પાછા આવ્યા. પેલા ભાઈના ધરે વહોરવા ગયા ત્યારે એમનીય આંખો ભીની બની ગઈ. એના ઘરનું દશ્ય આખું બદલાઈ ગયેલું. છોકરાના વાળ ઓળેલા હતા. કપડા પણ
• ૧૫૦ •
Page #171
--------------------------------------------------------------------------
________________
વ્યવસ્થિત હતા. આજુબાજુમાં પણ સ્વચ્છતા હતી. સગી મા પણ અપાર વાત્સલ્ય સાથે બાજુમાં બેસી જમાડી રહી હતી. લે ખાઈ લે... કેટલા દિવસનો ભૂખ્યો છે. પેલો છોકરો મૂંગો છે બોલતો નથી છતાં માતા પોતાની લાગણીના ધોધથી નવડાવી રહી છે. પ્રેમ જાગે છે ત્યારે પથ્થર પણ બોલતા લાગે અને પ્રેમ ન હોય તો માવતર પણ મૂંગા લાગે છે.
આજે માણસ કૂતરાઓને ફેરવવામાં આનંદ અનુભવે છે. બગીચાઓમાં કૂતરાઓને લઈ જાય છે. પણ મા-બાપને ફેરવવામાં શરમ અનુભવે છે. જેઓ ફરજ ચૂક્યા છે એ ઘણું બધું ચૂક્યા છે. શાસનને સમજ્યા પછી, જાણ્યા પછી આપણા નિમિત્તે કોઈપણ વ્યક્તિને દુઃખ ન થવું જોઈએ. બેન પોતાના દિકરાને પ્રેમથી જમાડે છે. મહારાજ સાહેબને આવેલા જોઈને બેનની આંખોમાં પાણી આવી ગયું. ત્યાં સુધીમાં પેલા ભાઈએ હાથમાં પેંડાનો બોક્સ લીધો ને કહ્યું, મહારાજ આજે તો પેંડા વહોરવા જ પડશે. મહારાજ કહે શાના પેંડા. મહારાજ સાહેબ આજે આ ઘરમાં મા-બાપનો જન્મ થયો છે. બોલતા આંખો ભીની થઈ ગઈ. ઉપાશ્રયમાં બધાને એ પ્રેમની પ્રસાદી આપી. પ્રેમની આ મીઠાશ છે. દીકરો પાપી છે એમ નહીં પણ હું પાપી છું એવો ખ્યાલ આવતા અંતઃકરણમાં થયેલું પરિવર્તન. કાંઈપણ ગમો-અણગમો થાય છે એમાં દોષ તો આપણે કરેલા કર્મોનો છે.
રસ્તામાં ત્રણ વર્ષનો બાબલો ટ્રક નીચે ચગદાઈ ગયો. ઘણા લોકો ભેગા થઈ ગયા. ડ્રાઈવરને પકડી લોકો મારવા લાગ્યા ત્યારે છોકરાની મા કહે છે કે ડ્રાઈવરને મારતા નહીં. મારો દીકરો તો હવે ગયો. તે હવે પાછો આવવાનો નથી. મારા દીકરાના અને મારા કર્મોદય જેથી આવું બન્યું. ડ્રાઈવરને કોઈ મારશો મા! આ બેનને મળવું હોય તો પાલિતાણા,પાસે કીર્તિધામમાં જજોને એમને મળજો. કર્મના ગણિત સમજાઈ જતા અરસપરસના મનદુ:ખ, અપ્રસન્નતા, ખેદ, બધું ચાલ્યું જશે, જિંદગીની પ્રત્યેક પળે આનંદની અનુભૂતિ થશે.
ચાર ચીજો લાવો
(૧) સરળતા, (૨) નમ્રતા, (૩) ઉપશમભાવ, (૪) દેહાધ્યાસ તોડવાની વૃત્તિ
· ૧૫૧ •
Page #172
--------------------------------------------------------------------------
________________
✩
✩
☆
✩
તીરખો પણ હરખો તહીં.....
ઘરસંસારમાં અને આધ્યાત્મિક જીવનમાં પુરુષની જીંદગીમાં અહંકાર અને સ્ત્રીની જીંદગીમાં મમકાર ભયંકર આગ લગાડે છે.
ધરતીકંપ કરતાંય ધિક્કારકંપ ભયંકર હોય છે.
મોહનીય કર્મના ક્ષયોપશમ વગર આત્માને આંશિક પણ સુખનો અનુભવ થતો નથી.
આંખમાં પડેલ તણખલું આંખની શક્તિમાં રૂકાવટ કરે, પગમાં વાગેલ કાંટો ચાલવાની ગતિમાં અવરોધ કરે તેમ કષાય આવી જાય તો સદ્ગતિ માટે પ્રતિબંધક થાય.
નથી ગયો અંતરનો સડો માટે પરમાત્મા પાસે જઈને રડો. કર્મબંધનું કારણ નીરખવું નથી પણ નીરખીને હરખવામાં છે. જે સમજણના ઘરમાંથી જાય તે ગેરસમજણના ઘરમાં પહોંચી જાય.
માંગલિક થતો દીવો અંતિમ વખતે અધિક અજવાળું ફેલાવીને પૂર્ણ થાય છે. એ દીવાનો અંતિમ સમયનો ઝબકારો અધિક તેજસ્વી સુંદર દેખાય છે તેવી જ રીતે યશોવિજયજી મ. પોતાના જીવન બુઝાવવાના અંતિમ સમયે આ મહાન જ્ઞાનસાર ગ્રંથની રચના કરી છે. આરાધના-ઉપાસનાની અનેક જડીબુટ્ટીઓ બતાવતા નિર્મોહી બનવાની પ્રેરણા કરી રહ્યા છે. જ્ઞાનરૂપી દર્પણમાં જેણે પોતાના સમસ્ત આત્યંતર અવયવોને જોઈ લીધા છે તેને બાહ્ય અવયવો ઉપર કોઈજાતનો રાગ-દ્વેષ નહીં થાય. જ્ઞાની ભગવંતો કહે છે દર્પણ દ્વારા આવ્યંતર અવયવો નીરખ્યા પછી બહાર નીરખવાનું હોતું નથી. જયાં નીરખવાનું નથી ત્યાં હરખવાનું હોતું નથી. નીરખવું કર્તારૂપે હોય છે, જયારે કોઈપણ પદાર્થને આપણે કર્તારૂપે જોઈએ છે ત્યારે જ હરખીએ છીએ. સાક્ષીભાવ આપણને કર્તા ભોક્તામાંથી દૂર લઈ જાય છે. સાક્ષીપણાનો ભાવ જાગૃત થવો એ સૌથી કિંમતી ભેટ છે. એકવાર તમારી ષ્ટિનો ઉઘાડ થઈ જાય પછી તમારે કોઈ ઉદ્ઘાટન કરવાની જરૂર રહેતી નથી. શુદ્ધ આત્માને જેણે જોઈ લીધો એને જગતના કોઈપણ પદાર્થોને જોવાનો મોહ લાગતો નથી. નીરખવામાં કર્મબંધ નથી પણ નીરખીને
• ૧૫૨ ·
Page #173
--------------------------------------------------------------------------
________________
હરખવામાં જ કર્મબંધ છે. યોગદષ્ટિ જેવા ગ્રંથમાં જણાવે છે કે કાંતાદષ્ટિમાં પ્રવેશ કરેલ વ્યક્તિ અશુભ ક્રિયાની અંદર પડેલ હોય ત્યારે કર્મબંધ થતો નથી. જ્ઞાનદષ્ટિનો ઉઘાડ અત્યંત જરૂરી છે. જ્ઞાનદષ્ટિ ઉઘડી એટલે અણસમજ દૂર થાય. જ્ઞાની એકજ શ્વાસોચ્છવાસમાં જબરદસ્ત કર્મોનો ખાત્મો બોલાવી દે છે. જ્ઞાની કે જ્ઞાનયોગી કોણ? જે જ્ઞાન મેળવ્યા પછી જીવનમાં વિષય કષાયથી મન પાછું વાળે તે જ્ઞાની કહેવાય. પ્રવૃતિ કદાચ બદલાય કે ન બદલાય પણ પરિણતિ બદલાવે તે જ્ઞાની. જો આ ફેરફાર જીવનમાં ન થાય તો આ માણસ વિદ્વાન છે, પંડિત છે. આધ્યાત્મિક પરિણતિ ન જાગે, વિષય કષાય મંદ ન પડે તો સમજવું કે આપણી જ્ઞાનદષ્ટિ ખુલ્લી નથી. જ્ઞાનની પરિણતિ તમારા કે મારામાં આવી છે કે નથી આવી એ આપણને ત્યારે સમજાય જો કોઈપણ ઘટના ઘા ન કરી જતી હોય. ઘટના ઘા ન કરે અને પ્રસંગ પીડા ન કરે તો કહી શકાય કે જ્ઞાનદષ્ટિનો ઉઘાડ થયો છે. જ્ઞાનદષ્ટિ આઘાત-પ્રત્યાઘાતને રોકે છે. દર્પણમાં આપણું પ્રતિબિંબ પડે પણ પડ્યું તો ના રહે. પ્રતિબિંબ આવ્યા પછી ઝળકે પણ અંતરમાં જામે નહીં. દેશ્ય કે દર્શન કદાચ ન બદલાય પણ એનું મૂલ્યાંકન અવશ્ય બદલાઈ જાય. જ્ઞાનયોગી બનતા જાઓ. પદાર્થ-પાત્રને નીરખો પણ હરખો નહીં. જેણે પોતાનું દર્પણમાં દર્શન કર્યું છે એવો યોગી અનઉપયોગી વાતોમાં પડતો જ નથી. ફકીર અને શિષ્યો સાથે રસ્તામાં જઈ રહ્યા હતા. બપોરના નમાજ પઢવાના સમયે રસ્તામાં જ નમાજ પઢવા બેસી ગયા. નમાજ પઢવાની શરૂઆત કરી ત્યાં તો એક સિંહની ત્રાડ સંભળાઈ. શિષ્યો નમાજ પડતી મૂકી આજુબાજુ ભાગી ગયા ફકીર તો ખુદાની બંદગીમાં મસ્ત બેઠા છે. પેલો સિંહ આવ્યો અને ફકીરની ત્રણ પ્રદક્ષિણા આપીને ચાલ્યો ગયો. શિષ્યોએ આ દશ્ય જોયું અને થયું આપણા ગુરુ મહારાજ તો વિકરાળ સિંહથી પણ ન ડર્યા. નમાજ પૂરી કરી તેઓ આગળ ચાલ્યા. ચાલતા ચાલતા સંધ્યાનો સમય થયો. સમી સાંજ થતા બધા એક જગ્યાએ રોકાયા. સંધ્યાકાળની નમાજ પઢવા બધા તૈયાર થયા ત્યાં તો ગુરુદેવે રાડ પાડી અહીંયા તો મચ્છરોએ મને મારી નાંખ્યો. કેવા સ્થાને રોકાયા છો. ગુરુ બેબાકળા બની ગયા. તે વખતે શિષ્યો હસે છે. ગુરુભગવંત ગરમ થઈ ગયા. તમને હસવું આવે છે જયારે હું વેદનાથી પીડાઈ રહ્યો છું. ત્યારે શિષ્યો હાથ જોડીને નમ્રતાપૂર્વક કહે છે ગુરુજી અમને હસવું એટલા માટે આવે છે કે જંગલનો રાજા સિંહ આવ્યો ત્યારે તમે ગભરાયા નહીં પણ હમણાં મચ્છરોના ત્રાસથી ગભરાઈ ગયા. એ વખતે ફકીર જવાબ આપે છે કે તમારી વાત બરાબર
= • ૧૫૩ -
Page #174
--------------------------------------------------------------------------
________________
છે. જિસ સમય શે૨ થા તબ મૈ ખુદા કે સાથ થા ઔર જબ મચ્છર આયે હૈ તબ મૈ તુમ્હારે સાથ હું. જ્ઞાનર્દિષ્ટ આવી અણમોલ ચીજની ભેટ આપી છે.
સ્થૂલિભદ્રસ્વામિ છ મહિના સુધી કોશા વેશ્યાને ત્યાં રહીને પણ પોતાની દૃષ્ટિ નિર્મળ રાખી શક્યા.. મહાનિશિથ સૂત્રમાં જણાવે છે કે જયાં સુધી આપણે સ્વાધ્યાયમાં લીન હશું, જ્ઞાનર્દિષ્ટમાં ઉતરેલા હશું ત્યાં સુધી બાહ્ય પરિસ્થિતિઓનો આપણને કોઈ વાંધો આવતો નથી. પરભાવનું કર્તાપણું દૂર કરી જગતની અંદર પરભાવમાં માત્ર સાક્ષીપણું રાખવું. જ્ઞાનદૃષ્ટિને મજબૂત બનાવો. ગમે તેવી ઘટના સર્જાય છતાં ખળભળાટ નહીં થાય. શિષ્યોને રહસ્ય સમજાવી રહ્યા હતા ત્યાં અચાનક ધરતીકંપ થયો. બધા બહાર ભાગી ગયા. જોયું તો ગુરુ દેખાતા જ નથી. ધરતી શાંત થતાં જુએ છે તો તેમના ગુરુ એમના એમ જ બેઠા છે. શિષ્યો કહે છે ગુરુજી અમે બધા તો ભાગી ગયા અને તમે અહીંયા જ બેઠા છો. ગુરુજી કહે છે હું પણ ભાગી ગયો હતો. તમે બધા બહાર ભાગી ગયા અને હું મારી અંદર ભાગી ગયો. જ્ઞાનીઓને ઘટના દુર્ઘટના કાંઈ કરી શકતી નથી.
અમદાવાદમાં પંડિત વીરવિજ્યજી મ. દ૨૨ોજ વ્યાખ્યાન સંભળાવે. પ્રેમાભાઈ જેવા શ્રાવકો ગુરુદેવની સામે જ બેસે. પ્રેમાભાઈની મુખાકૃતિ જોઈને વીરવિજ્યજી મહારાજને પ્રવચન કરવામાં આનંદ આવતો. એક દિવસ પ્રેમાભાઈ વ્યાખ્યાનનો સમય થઈ ગયો છતાં આવ્યાં નહીં. વીરવિજ્યજી મહારાજે વ્યાખ્યાન શરૂ કર્યું પણ મૂડ જામતો નથી. સારામાં સારા પ્રવચનો ચાલતા હોય ગુરુમહારાજ જે જિનવાણી સંભળાવતા હોય ત્યારે એમનો ક્ષયોપશમ ઘણીવાર સામે બેઠેલી વ્યક્તિઓને આભારી હોય છે. જિજ્ઞાસાથી સાંભળનારા ચાર જ હોય તો પણ ઘણું થઈ જાય. પ્રેમાભાઈ મોડા આવ્યા. પૂજ્યશ્રી પૂછે છે આજે મોડા કેમ? સાક્ષીભાવ ખીલી જાય તો વ્યક્તિ સંસારમાં દરેક પ્રસંગે મહાનતા કેળવી શકે છે. પ્રેમાભાઈ કહે છે, મહેમાન આવેલા તેમને વળાવવા ગયેલો. વીરવિજ્યજી મ. ને વિશ્વાસ નથી આવતો. પ્રેમાભાઈ જિનવાણીને છોડીને એ સમયે આવેલ મહેમાનને મૂકવા જાય નહીં. પ્રેમાભાઈનો ઉત્તર સાંભળ્યા પછી પણ મન માનતું નથી. ત્યારે બાજુમાં ઉભા રહેલા શ્રાવક મહારાજને કહે છે એમનો જુવાન દિકરો મૃત્યુ પામ્યો એને વળાવવા તેઓ ગયા હતા. સંસારી જીવોમાં પણ આવી જ્ઞાનદષ્ટિ વિકસ્વર થયેલી જોવા મળે છે. ગૌતમસ્વામીએ પણ આનંદ શ્રાવક પાસે જઈને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. શ્રાવક જીવનમાં વિશિષ્ટ
• ૧૫૪ •
Page #175
--------------------------------------------------------------------------
________________
લક્ષણો કેળવેલા હોવા જોઈએ. મહાવીરસ્વામિએ સમ્યક્ જ્ઞાન, સમ્યકદર્શન સમ્યકચારિત્ર અને સમ્યક્ તપ કેટલું મહાન છે તે શાસનમાં ઉત્તમ શ્રાવકો દ્વારા બતાવ્યું. ઉત્તમ મહાત્માઓ દ્વારા બતાવ્યું.
જ્ઞાનદષ્ટિ મેળવવાની ઝંખના જાગી જાય તો સાંસારિક જીવન પણ સમતાથી યુક્ત બની જાય. ગમે તેવી ઘટના બની જાય ત્યારે જ્ઞાનદષ્ટિ આત્મા એકજ વિચાર કરે. આ ઘટનાનું કારણ મારા પોતાના કર્મો જ છે. જ્ઞાન ષ્ટિ જયાં પ્રગટી નથી ત્યાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે. જીવનમાંથી કષાયની પરિણતિ ઓછી કરે તે જ્ઞાની કહેવાય.
ગામડામાં રહેતા બાપાને દીકરો શહેરમાં ઘેર લઈ આવ્યો. આઠ દિવસથી બાપા દીકરાને ઘેર રહે છે. બાપા ખૂબ શાંતિથી જીવે છે. બાપાને આંખે દેખાતું નથી. આઠ દિવસ ધરમાં પુત્રવધુઓ-પૌત્રો-પૌત્રીઓ સાથે ખૂબ આનંદથી પસાર કર્યા. આઠ દિવસ બાદ દિકરો બાપાને હોસ્પિટલમાં લઈ ગયો. ઓપરેશન કરાવી બે દિવસ ત્યાં રહી ગાડીમાં બેસી પાછા દીકરાને ઘેર આવતા હતા ત્યારે રસ્તા ઉપર કચરાના ઢગલા જોઈને કહે
આ શું? ગામની સરકાર કશું ધ્યાન રાખતી નથી. આવી વાતો કરતા કરતા ઘેર આવ્યા. ઘરમાં આવીને બેઠાને બાપા તરત બોલ્યા, આ ઘર છે કે ઉકરડો? કોઈ વસ્તુઓનું ઘરમાં ઠેકાણું નથી. વહુઓ હાડકાની હરામ થઈ ગઈ લાગે છે. એક દિવસમાં બાપાની વાતોથી કંટાળીને વહુઓએ પોતાના પતિને કહી દીધું કે બાપાને જલ્દી ગામ પાછા મૂકી આવો. આઠ દિવસ પહેલા કલેશ થતો ન હતો અને પછી કેમ થયો? બાપાને પહેલા કચરો દેખાતો ન હતો અને હવે દેખાવા લાગ્યું માટે. પ્રાપ્ત થયેલી શક્તિ પણ નુકશાન ક૨ના૨ી બની શકે છે. પ્રાપ્ત થયેલી શક્તિઓથી વિરક્તિ પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરવાનું હોય છે જે શક્તિ જીવનમાં થતાં સંઘર્ષોને સમાપ્ત કરવા દોડે છે તે શક્તિ સાર્થક છે. બધું જ પ્રમાણમાં જોઈએ. સૌ જીવો સાથે મૈત્રી કરવી જોઈએ પરંતુ કોઈની સાથે અતિમૈત્રી ન હોવી જોઈએ. અતિમૈત્રી પણ ગુણને બદલે દોષમાં ફેરવાઈ જાય છે. જ્ઞાનદૃષ્ટિનો ઉઘાડ થાય તો દર્શનમાં ભલે ફેર ન પડે પણ મુલ્યાંકનમાં ફેર પડી જાય છે.
સમકક્ષની ઈર્ષ્યા ન થાય તો ગુણનો પ્રમોદ સાચો.
• ૧૫૫ •
Page #176
--------------------------------------------------------------------------
________________
'સુખ....દુઃખ...બન્નેને WELCOME!
મોહરૂપી મદિરાનું પાન કરનાર વ્યક્તિની કેવી દશા હોય છે એનું વર્ણન કરતા યશોવિજ્યજી મહારાજ “જ્ઞાનસાર'માં જણાવી રહ્યા છે કે સંસારના પીઠા ઉપર બેસીને વિકલ્પરૂપી મદીરાના પાત્રો વડે મોહની શરાબ પીએ છે ત્યારે તેઓ ભાન ભૂલીને ગમે તેવા કાર્યો કરતા હોય છે. જે આત્મામાં શ્રેષ્ઠમાં ગુણોનો ભંડાર રહેલો છે તે પણ આશ્ચર્યકારક પ્રવૃત્તિઓ કરતો જોવા મળે છે. આપણને જે ન ગમે તેવી ક્રિયા અન્યને કરતા જોઈને તેની ઉપર દ્વેષ ન કરતા જિન તત્ત્વ આપણને કહે છે સમ્યકજ્ઞાન આપણામાં આવે ત્યાં મોહનીય ચેષ્ટાઓ પ્રાયઃ ચાલી ગઈ હોય છે. કોઈપણ આત્માની નાની મોટી અરુચિકર પ્રવૃત્તિ જોઈને દ્વેષ ન કરવો. જ્ઞાનનો અર્થ એ છે કે વિરતિ નહીં તો સ્થવિરતિ તો અવશ્ય મળે. જ્ઞાનનું સીધુ ફળ તો વિરતિ જ છે. જ્ઞાન મેળવ્યા પછી પરિમાર્જન તો થવું જ જોઈએ. આપણી અંદર જ્ઞાન હોય તો ધ્યાનમાં આવે છે કે આટલું જાણવા અને સમજવા છતાં જે વિપરીત આચરણ થઈ રહ્યું છે એનું કારણ મોહ છે. એક નાનકડો મોહ જીવને સાચી સમજણ હોવા છતાં અવસરે સાચું સમજવા દેતો નથી. એક મોહ સ્વાદ વગરનું ભોજન ચલાવી લેવા તૈયાર નથી. કપડા એ મજા માટે નથી પણ મર્યાદા માટે છે. પુગલનો પ્રેમ એટલો નડે છે કે એનાથી જીવનમાં ડગલે ને પગલે રાગ-દ્વેષ થાય છે. મોહ નડે ત્યારે વિચારજો કે વ્યક્તિની અંદર બેઠેલો મોહ ખરાબ છે વ્યક્તિ ખરાબ નથી. મોહમદિરા પીનારની ચેષ્ટાઓ કેવી હોય છે? દારૂ પીધેલા માણસ જેવી. એની સામે બોલવાથી તે સમયે કોઈ ફાયદો નથી. એક કવિએ સરસ કહ્યું છે કે, “હણો ના પાપીને કોઈ, દ્વિગુણ બનશે પાપ જગના.”
એક બાપના બે દીકરા હતા. એક દીકરો સંસ્કારી હતો ને બીજો બેજવાબદાર બની દારૂ વગેરે પીતો હતો. તો આ બાપ સલાહ કોને આપે. સમજુને જ સલાહ આપે. પીધેલા વ્યક્તિની સામે બોલવાથી આપણને સામે રીએકશન જ મળવાનું છે. એક દારૂડીયો ચાર હાઈવે રોડની વચ્ચે રાખેલી પોલિસની કેબીનમાં ઉભો હતો. હવાલદાર કહે છે શા માટે ઉભો છે? ત્યારે દારૂડીયાએ કહ્યું આખી દુનિયા ફરી રહી છે. પણ એનું શું? દુનિયા ફરે છે તો એની સાથે મારું ઘર પણ ફરશે...ફરતું ફરતું ઘર અહીં આવશે તો હું ઘરમાં ચાલ્યો જઈશ. દારૂ પીધેલો માણસ પોતાની વાતમાં કંટ્રોલ રાખી શક્તો નથી. જ્ઞાનીઓ કહે છે કે આ મદિરાનો નશો તો ૫-૬ કલાકે ઉતરી જાય છે પણ મોહનો નશો તો હજારો લાખો વરસે ઉતરે કે ન ઉતરે
= ૧૫૬ • =
Page #177
--------------------------------------------------------------------------
________________
એની કોઈ ગેરંટી નથી. જે લોકોએ મોહનીય કર્મના કારણે તોફાન મચાવ્યું છે એમને માફ કરો. મોહમાં ભાન ભૂલેલી વ્યક્તિ ક્ષમાને પાત્ર છે. કયારે પણ નફરત ન કરો. જિનભક્તિ જેટલી મહત્વની છે એનાથી વધુ મહત્ત્વની જીવમૈત્રી છે. જિનભક્તિ કર્યા પછી જીવભક્તિ (મૈત્રી) ન આવે તો આપણો મોક્ષ થવાનો નથી. કોઈપણ જીવની ચેષ્ટાઓ જોઈને દ્વેષ ન કરો. જિનાલયમાં બધા જ ભગવાનની પૂજા શક્ય નથી પરંતુ મૈત્રી તો વિશ્વમાત્રના જીવો સાથે શક્ય છે. આપણો દુનિયામાં કોઈ દુશ્મન હોઈ શકે પરંતુ આપણે કોઈના દુશ્મન ન હોઈ શકીએ. જૈનોના કોઈ દુશ્મન હોય પણ જૈન કોઈના દુશ્મન ન હોય. એક કવિએ લખ્યું છે કે “ગુલમાં કાંટા ચૂંટવાનું કામ કરશો મા, ચમનમાં ગુલનું જોખમ વધી જશે.” કાંટા પણ ફૂલ માટે ઉપકારી છે. આજે પ્રશંસકોથી જેટલા પડયા છે એટલા નિંદકોથી પતન નથી પામ્યા. આપણી વિરુદ્ધમાં કોઈ જાય તો વિચારજો એ મોહની મદિરા પીધેલ છે ને હું સમજેલ છું.
સૂરતમાં એક પતિ-પત્નિ એક મહાત્માને આવીને કહે સાહેબ! ઘર માટે જે કરવું પડે તે કરી છૂટીએ છતાં અમારી કોઈ ઘરમાં કદર કરતું નથી. મહાત્માએ બહેનને કહ્યું તમે તો સમજૂ છો માટે તમને કોઈ કહેતું નથી. જંગલમાં જતાં રામની આંખમાં આંસુ શા માટે? રામને વિચાર આવ્યો કે મારા પિતાએ પૂછવું પડ્યું કે તું વનવાસે જઈશ...આજ્ઞા જયાં કરાય ત્યાં કરવાની હોય. બેન! તમને પ્રશંસા કરાવવી હોય તો બળવો કરો. પેલા બેને કહ્યું મારી માતાના આ સંસ્કાર નથી. બેન! એટલું ધ્યાન રાખજો કે કોઈ પ્રસંગોમાં વાંક હોય તો આપણા કર્મોનો જ વાંક છે.
રંગુનના શ્રીમંત શ્રેષ્ઠીની કન્યાએ દીક્ષા લીધી. સંસ્કારોથી જીવન કેળવાયેલું હતું. ડબલ ગ્રેજ્યુએટ થયેલી એ કન્યા હતી. બધી જ રીતે તેજસ્વી એ બેને દીક્ષા લીધી. ગુરુજીએ પણ એને ખૂબ ભણાવી. વખત જતાં પૂર્વના કોઈક કર્મોદયે ગુરુને પોતાની આ શિષ્યા ઉપર અભાવ થઈ ગયો. એ પ્રગટ થયેલો અભાવ ત્યાં સુધી પહોંચ્યો કે એમની લાવેલી ગોચરી ન વાપરે. અમારા સંયમજીવનમાં અમારી લાવેલી ગોચરી કોઈ ન વાપરે તો અને તો તરત જ દુઃખ થઈ આવે. જે શિષ્ય પોતાના સંયમ પર્યાયના ૩૦-૩૫ વરસ પસાર કર્યા હોય એ શિષ્ય પણ ગુરુના ચરણમાં બાળક બનીને રહે અને ખરેખર એ જ શિષ્ય મહાન છે. આ ગુરુ મહારાજને પોતાની આ શિષ્યા ઉપર અભાવ વધતો જ ગયો. હવે તો અભાવની પણ હદ આવી ગઈ. ગુણી ગોચરી વાપરતા હોય એ ઓરડીમાં ભૂલથી પણ એ આવી જાય તો ગુરુણી પોતાના શિષ્યાઓને કહે કે હવે આ ગોચરી મારાથી નહીં
– • ૧૫૦ •
Page #178
--------------------------------------------------------------------------
________________
વપરાય. એની નજર લાગી ગઈ છે. આવું જયારે ગુણી બોલે ત્યારે શિષ્યાઓ પોતાના ગુરુણીને કહે આ અમારા નાના ગુરુબેન છે. કેવા ઉત્કૃષ્ટ સંયમી છે. એમના આવ્યા પછી તો અમારું પણ ચારિત્ર વિશેષ નિર્મળ બન્યું છે. ગુરુણી અકળાઈને બોલી ઉઠયા ખબરદાર! મને કોઈએ સલાહ આપી છે તો.
આ બાજુ પેલા વિનયી શિષ્યા હસતે મોઢે બધુ સહન કરે છે. પોતાના જ કર્મોનો દોષ વિચારે છે. કયારેક પોતાના વડિલ ગુરુબેનોના ચરણોમાં માથું નાખીને રડી પડે છે અને રડતા રડતા કહે છે ગુરુજી જે કાર્ય કરે છે તે મારા હિતના માટે કરે છે. તમો તેઓને મારા વિષે કંઈ ન કહેતા. ગુરુણીના દિલને અશાતા ન પહોંચાડતા. ગુરુજીની ગમે તેવી અશાતા એ મારા માટે સ્વીકાર્ય છે. એક વર્ષ વીત્યું. આ શિષ્યા ખૂબ સહન કરે છે. એકવાર ગુણી બિમાર પડયા. સાથે રહેલા શિષ્યાઓ વૈયાવચ્ચ કરી શકે એમ ન હતા. ત્યારે આ શિષ્યા ગુરુણી પાસે જાય છે અને રડતા રડતા કહે છે કે ફક્ત ત્રણ દિવસ મને સેવાનો લાભ આપો. સુખ દુઃખ કાયમ નથી ટકતા. ગુરુજીએ અનુજ્ઞા આપી. ત્રણ દિવસ એવી અંતરના ભારોભાર ભક્તિ કરી કે એ ગુણીજી આજે એ શિષ્યાને પૂછયા વગર પાણી પણ વાપરતા નથી. આ સાધ્વીજીએ કયારેય પોતાના ગુરુણીજી સામે બળવો ન કર્યો. કોઈપણ પ્રકારનું રીએકશન ન આપ્યું. જો તમે આવું હોય તો શું કરો? સાચા શ્રાવક જો તમે હો તો સાધુસંસ્થાની નિંદા ભૂલથી પણ ન કરતા. આવા પ્રસંગો તીવ્રકોટિના જીવનો ચારિત્રા મોહનીય કર્મનો ઉદય હોય ત્યારે બને છે.
સંસારમાં જીવન ઘણું માન મળે છે. માન છોડીને મુનિ બનવાનું છે. જે માન મૂક્યા વગર મુનિ બને છે એ સંયમ પરિણતિનો ખૂની બને છે. સંયમ જીવનમાં ઘણું છોડીને ઘણું મેળવવાનું છે. મેઘકુમાર પહેલા જ દિવસે ત્રાસી ગયા. ગુરૂની આજ્ઞાની મહત્તા કેટલી? ગુરુને પૂછીને પછી જ જાઉં. તેથી જ પતિત પરીણામી હોવા છતાં પણ શ્રેષ્ઠ પરિણામી બની કલ્યાણ સાધી ગયા. જે જીવ ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે એ બીજા કયા કર્મ નથી બાંધતો એ સવાલ છે. કર્મનો બંધ થાય એમાં ભાગ કોણ ભજવે છે. કષાયો સૌથી વધારે કર્મબંધ કરાવે છે. આ કષાયોમાં પણ મોહ પોતાનો ભાગ ભજવે છે.
- નાસ્તિક એવા પ્રદેશી રાજા ધર્મ પામ્યા. પત્નિ સૂર્યકાન્તાને ધર્મ ગમતો નથી. પોતાના પતિ આટલા ધર્મી બની ગયા. ભયંકર ક્રોધ અંતરમાં ચૂંટાય છે. રાજાને ધર્મમાં ઉછાળો આવ્યો છે. મોહની મદિરા બહુ ભયંકર છે.
= • ૧૫૮ • --
Page #179
--------------------------------------------------------------------------
________________
રાજા પખ્ખી આદિના દિવસે પૌષધ કરે છે. બપોરના સમયે એકાસણું કરવા બેસે છે. સૂર્યકાંતાએ દૂધના કટોરામાં ધર્મી પતિથી છૂટવા માટે ઝેર નાંખી દીધું. પ્રદેશી રાજા એકાસણું કરી રહ્યા છે. બધી વાનગીઓની સાથે પતિના પાટલે દૂધનો કટોરો પણ મૂકે છે. રાજા કટોરો મોઢે માંડે છે. દૂધમાં કંઈક ફરક જણાયો. એકાસણું કરી રાજા પૌષધશાળાએ ગયા.
રાજાઓ પોતાના માટે પૌષધશાળાઓ અને દર્શન માટે ગૃહમંદિર વગેરે બનાવતા. તમને ઘરમંદિરનું કહીએ તો કહો કે ઘરમાં અનુકૂળતા નથી. આશાતના લાગે. ટી.વી. વગેરેમાં તો આરાધના જ થતી હશે ને? મોહની સાથે એસ.ટી.ડી. ચાલુ હશે તો પરમાત્મા સાથે કનેકશન નહીં જોડાય.
રાજાને ધીમે ધીમે ઝેર ચડે છે. રાજા પડી જાય છે. મંત્રીઓ, સૈનિકો દોડતા આવે છે. ઉપચારો કરે છે. રાજા તરફડી રહ્યા છે. રાજા મનમાં સમજી ગયા કે રાણીએ દૂધમાં કાંઈ ગડબડ કરી છે. આગ્રહ કરી પીવડાવવાનો અર્થ સમજી ગયા. ‘નમન નમન મેં ફેર હૈ, બહુત નમે નાદીન..” રાજાને રાણી પ્રત્યે અંતરમાં દેષ નથી. રાગ-દ્વેષ વધે એટલા રીએકશન વધે. સ્વીકાર એ સમતાનો પ્રભાવ છે. પ્રતિકાર એ ક્રોધનો પ્રભાવ છે. પ્રદેશી રાજા ધર્મિષ્ઠ બન્યા છે. રાજાને ભયંકર વેદના છે. જીવનમાં પરમ શાતા છે. રાજાની હમણાં કસોટી થઈ રહી છે. ધવંતરી વૈધો ઝેર ઉતારવામાં નિષ્ફળ ગયા છે. આ બાજુ સૂર્યકાંતા રાણી વિચારે છે જો રાજા બચી જશે તો મારી જિંદગી કેદમાં આવી જશે. આમ વિચારી ધ્રુસકે ધ્રુસકે રડતી પોતાના વાળ ખુલ્લા કરી ત્યાં આવે છે. મારું સૌભાગ્ય ભૂંસાઈ જશે. મારું શું થશે? મોહનીય કર્મ ખતરનાક છે. રાજા પોતાના સ્વભાવમાં મસ્ત છે. રાજા વિચારે છે હે જીવ! તું પ્રભુને આધિન છે તો તું સ્વાધીન છે. માટે સમતા રાખજે. રાણીના મનમાં એક વિચાર ઘૂંટાય છે. રાજા બચી જશે તો? રાજા પાસે જઈને પોતાના વાળથી રાજાનું મોઢું ઢાંકી દીધું. રાણી મુખથી બોલી રહી છે કે ગમે તેમ કરી એમને બચાવો અને અંગૂઠાથી રાજાનું ગળું દબાવી દીધું. રાજા સંસારમાંથી વિદાય થઈ ગયાં. સંસાર કેટલો ભયંકર છે. પતિની પાછળ સતીઓ થનાર પણ છે ને આવી સ્ત્રીઓ પણ છે. સંસારમાં ગમો-અણગમો, આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવા જેવું નથી. મોહ-માયા એ તો બંધન છે. સંસારમાં માત્ર કર્મબંધન થશે. ધર્મીના જીવનમાંથી ભેદ ટળી જાય છે. સમજદારી હોય તો કોઈપણ પરિસ્થિતિને લાભદાયક બનાવી લે છે. આનંદને અવધિજ્ઞાન દુ:ખમાં થયું તો ભરતને કેવળજ્ઞાન અરિસાભૂવનમાં તત્ત્વને સમજ્યા પછી. આટલું ધ્યાનમાં રાખો. સુખ દુઃખ બન્ને મારે માટે સહાયક છે. કર્મના ઉદય સમયે પ્રભુ તારી મહેરબાની છે. હાય હાય કરવાથી શું? સમતા રહે એ જ મોટી વાત છે.
• ૧૫૯ •
Page #180
--------------------------------------------------------------------------
________________
સ્વભાવ કે પ્રભાવમાં પસંદગી કોની ....!
મુનિસુવ્રત સ્વામી ભગવાનની દેશના ચાલતી હતી. બીજી બાજુ પ00 મુનિવરો ઘાણીએ પીલાતા હતા. ઘાણીમાં પીલાવાની વેદના સમાન હતી છતાં પાલકથી થયેલા આ નુકશાનને ભૂલી શક્યા તો પાલક પ્રત્યેનો મૈત્રીભાવ ટકાવવા દ્વારા કેવળજ્ઞાન પામીને મોક્ષમાં પધારી ગયા. જયારે એ જ ૫૦૦ મુનિવરોના ગુરુદેવ નંદકસૂરિ પાલક તરફથી ઉભી થયેલી નુકશાનીને ભૂલી ન શક્યા તો પાલક પ્રત્યે જાલીમ દુર્ભાવ કેળવીને સંસારની યાત્રાએ નીકળી પડ્યા.
મુક્ત થવાનો એક જ વિકલ્પ શ્રેષ્ઠ છે. આપણા પોતાના અશુભ કર્મોના ઉદયને નજરમાં રાખીને થયેલ નુકશાનીને હસી કાઢવાની હિંમત કેળવી લો. દુશ્મન તમારા કર્મો છે પાલક નથી.” આ વિચારણાથી સમતાની સહજ પ્રાપ્તિ થાય. પ્રભાવના આકર્ષણમાં મોહાવા કરતા આત્માના સ્વભાવના આકર્ષણમાં આવવા જેવું છે.
શ્રેણિકને તેનો પુત્ર કોણિક રોજના 100 ફટકા મીઠામાં બોળેલી ચાબુક વડે મારે. આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર થનારા પુણ્યાત્માએ કેટલી વેદનાઓ સહી હશે. ખુલ્લા બરડા પર રોજ ૧૦૦ ફટકા મારે. ગઈ કાલના ઉઝરડા પર મીઠાના પાણીમાં બોળેલી ચાબુકના ફટકા શ્રેણિક તો હસતા હસતા સહી લે અને બોલતા. દિકરા, જે મને ભગવાને પણ ન શીખવાડ્યું એ તત્ત્વજ્ઞાન આજે હું તારી પાસેથી શીખ્યો એટલે તું મારો ઉપકારી છો.' ફટકા પડે અને મોઢામાંથી ચીસ નીકળે. લોહીલુહાણ શરીરે બોલે – નરકમાં જઈશ તો ત્યાં પણ આવી વેદનાઓ સહેવાની છે. દીકરાને કહે છે, “એમાં તારો કોઈ દોષ નથી. આ તો મારા કરેલા કર્મો ઉદયમાં આવ્યા છે. તે મારે ભોગવવાના જ છે.” ચેલ્લણા દીકરાને વિનંતી કરે છે કે દિકરા તું નાનો હતો ત્યારે તારી એક આંગળી કૂકડો ખાઈ ગયો હતો ત્યારે તારા પિતાએ તને બચાવ્યો હતો. મને એકવાર એમને મળવાની રજા આપ. ખુલ્લા વાળ દારૂમાં ભીંજવી જયારે ચેલ્લણા શ્રેણિકને મળવા જાય છે અને શ્રેણિકના ખુલ્લા બરડા પર પડેલા ઉઝરડાની ઉપર દારૂના ટીપા પડે છે ત્યારે થોડીક વેદના ઓછી થાય છે. વેદનાની વચ્ચે પણ હસતા રહ્યા. પ્રભાવ ના કેન્દ્રમાં શરીર હોય છે જયારે સ્વભાવના કેન્દ્રમાં આત્મા હોય છે. માણતુષ મુનિ વિચારે છે કે ગયા ભવમાં મેં જ્ઞાનની વિરાધના કરી હશે કે આજે મને જ્ઞાન ચડતું નથી. પોતાના જ કર્મોની વિચારણામાં જ પશ્ચાતાપ જાગે છે. ગુરુની પહેલા કેવળજ્ઞાન પામી જાય છે. જાણવા અને જીવવાની ખાઈ તોડી નાંખી.
( ૧૦ )
Page #181
--------------------------------------------------------------------------
________________
ધારો કે રજાનો દિવસ છે. તમો ગાડી લઈને ફરવા માથેરાન જઈ રહ્યા છો. એ સમયે ગાડી કાઢવા બહાર ગયા કે ત્યાં કોઈ આગાસી તીર્થ જવા માટે ગાડી માંગવા આવે તો તરત ગાડી આપી દો? ના સાહેબ...એને પણ માથેરાન ઉપાડી જઈએ. એક વાત ખ્યાલમાં રાખજો જાણવા અને જીવવાની ભેદરેખા વચ્ચેનું અંતર જેટલું ઘટે એટલી સદ્ગતિ નજીક આવે.
શીલચંદ્રસૂરિજી મહારાજે ૧૨ વર્ષની ઉંમરે જ દીક્ષા લીધી ને સંયમ સ્વીકાર્યું ત્યારથી જ છ વિગઈનો ત્યાગ કર્યો હતો. પોતે પ્રવચન કે વાચના આપતા ત્યારે એક જણ દીક્ષા અંગીકાર કરતો. પોતાના આત્માના સ્વભાવમાં મસ્ત બન્યા માટે જ એનો પ્રભાવ જોરદાર પડતો. ૧૦ પૂર્વીઓ પણ જે સ્વભાવને ભૂલી ગયા ને નિગોદમાં પટકાઈ પડ્યા.
કિકરો ઉંમરલાયક થયો છે એમ વિચારતા બાપે દિકરાના વેવિશાળ કરવાનું નક્કી કર્યું છે. પણ દિકરામાં એક દૂષણ હતું તે વેશ્યાગામી હતો. એટલે કોઈ સારા ઘરની કન્યા આપવા કોઈ બાપ તૈયાર થતો ન હતો. જ્ઞાનીઓ કહે છે પર પદાર્થ પર પ્રીત વેશ્યા જેવી છે. બાપે દિકરાને ખૂબ સમજાવતા કહ્યું, દિકરા તારું વેવિશાળ નક્કી કર્યું છે. જો તું વેશ્યાગમન છોડે તો આવતીકાલથી આપણા ઘરે સારા ઘરની કન્યાઓની લાઈન લાગે તેમ છે. ત્યારે છોકરાએ જવાબ આપ્યો પહેલા છોકરી આવે પછી વેશ્યાગમન છોડું. હવે કોઈ બાપ પોતાની દિકરી કયારે આપે? વેશ્યાગમન છોડે ત્યારે. એટલે જ આ ઉપનયની જ્ઞાનીઓ સમજાવે છે કે પદાર્થ સાથેની પ્રીત છોડો તો પરમાત્મા મળે. પ્રભાવ ચિંતા લાવે તે સ્વભાવ ખુમારી લાવે છે. પુણ્ય પ્રભાવે ચક્રવર્તીપણું મેળવી શકાય છે જયારે ધર્મસ્વભાવે કેવળજ્ઞાન પામી શકાય છે. પખંડના આધિપત્ય પછીય સંતોષનો ઓડકાર આવે એવી કોઈ સંભાવના નથી. પખંડ જીતનારાઓ બારખંડ જીતવા નીકળ્યા ત્યારે તેમનાય ડૂચા નીકળી ગયા. ચક્રવર્તીનું એક વિમાન ઉપડતું નથી તેને ઉપાડવા ૧૬૦૦૦ દેવતાઓ ઉપડ્યા. અંતે એ વિમાન લવણ સમુદ્રમાં જઈ પડ્યું. અંતે એ ચક્રવર્તી પણ મરીને સાતમી નારકીએ ગયો. સાગરના પાણીથી કયારેય તૃષા છીપાતી નથી પણ નદીના પાણીમાં તો તૃષા ઘટાડવાની તાકાત તો છે. સાગરના પાણીથી તો તૃષા વધતી જ જાય છે. આ સાગરના પાણીનો પ્રભાવ ને નદીના પાણીનો સ્વભાવ. પ્રભાવનો અંત નથી એવા જીવોને તૃપ્તિ થતી જ નથી. સ્વભાવમાં રહેનારા આત્માની જોડે રહેનારને પણ તૃપ્તિના ઓડકાર આવે છે.
જ્ઞાનસારમાં યશોવિજયજી મહારાજ સ્પષ્ટ વાત કરી રહ્યા છે. મોહનો , મદિરા એ પ્રભાવ છે. આત્માના અનંત ગુણો એ સ્વભાવ છે. કર્મની નિર્જરા કરો, સમતા ગુણ લાવો. માથું દુ:ખશે તો પણ ઉપવાસ કરીશ અને ઉપવાસ
• ૧૧ -
Page #182
--------------------------------------------------------------------------
________________
કર્યા પછી માથું દુ:ખશે તો સમતાભાવે સહન કરીશ. પ્રદેશી રાજાને પણ સાચી વાતની જાણ હોવા છતાં કોઈ રીએકશન ન આવ્યું. ચારે બાજુ મોહના તોફાનો છે. જ્ઞાન અને સમક્તિ બન્નેનું ફળ તો સમભાવ છે.
પેલો હાથી એક પગે ઉભો છે. પ્રજાજનો તાળીઓથી વધાવી નાચી ઉઠે છે અને એકી સાથે બધા બોલી ઉઠે છે આવો હાથી ગુમાવશો નહીં. રાજા મહાવતને આજ્ઞા કરે છે હાથીને છોડી તમે બન્ને ખીણમાં ઝંપલાવી દો. ત્યારે મહાવત કહે છે એવું ન બને. સાથે અમને પણ જીવતદાન આપો. રાજા કહે છે ભલે તમે ત્રણેય નીચે આવો. મહાવત હાથીને લઈ પહાડ ઉપરથી નીચે ઉતર્યો. રાજા ભર્તુહરીએ હાથીનો સ્વીકાર કરી મહાવત અને રાણીને દેશનિકાલ કર્યા. ભર્તુહરી આ અસાર સંસારમાંથી વૈરાગ્ય તરફ વળ્યા. એક ગુરુ પાસે ચાલ્યા જાય છે. એમને કહે છે મારે સંન્યાસી થવું છું. ગુરુ ભગવંત જ્ઞાની હોય છે. સંન્યાસ આપતા પહેલા કહે છે. તું અહીંથી ઉભો થા. પિંગલા જયાં હોય ત્યાં એને જઈને કહેજે. મૈયા ભિક્ષા દેના, પિંગલા ઉપર જેને કેટલી નફરત છે. એની સામે જોવા તૈયાર ન હતો. આવા રાગ-દ્વેષથી જ સંસાર ચાલે છે. સમરાદિત્યનો જન્મ પણ આ રીતે જ થયો છે. રૂપાસેન-સુનંદાનો જન્મ ચાલે છે. બસ. આ સાંકળ ભવોની ચાલતી રહેવાની. જો જાગી ન શકાય તો. ક્રોધ પણ લાંબો સમય ઘૂંટાય તો વેર બની જાય છે. તમે બધા તો વ્યાપારીઓ છો. કોની પાસે હિસાબ લેવા જાઓ? જેની પાસે તમારા પૈસા લેવાના બાકી હોય એની પાસે ખરું ને? જ્ઞાનીઓ કહે છે હિસાબના ચોપડાની સાથે અંતરના ચોપડા કિલયર કરવાના છે. રાગ-દ્વેષથી મુક્ત બનતા જાઓ. જો અહીયા પણ જીવ રાગ-દ્વેષને વશ થઈને લડે તો દુનિયામાં પડે પછી વ્યાખ્યાન વાંચનારો ભલે રડે તો પણ કશું ન વળે. કષાયોની માફી માંગી લો. આપણને જેમ મેલા કપડા નથી ગમતા તેમ અંતરમાં લાગેલા ડાઘ જો આપણને નહીં ગમે તો આપણું કામ થઈ જાય. પ્રમાદમાં અભિમાન આવવાનો અવકાશ છે. જયારે જીવ જાગી જાય ત્યારે અભિમાન દૂર થઈ જાય છે. ભર્તુહરી ગુરુની આજ્ઞા શિરોમાન્ય કરી શોધતો શોધતો પિંગલાના રાજમહેલે જાય છે અને નીચેથી જ કહે છે મૈયા પિંગલા મુજે ભિક્ષા દે. બે-ત્રણ વાર બોલે છે. ત્યારે એના અવાજનો પડઘો પિંગલા સાંભળે છે અને ઝરુખામાંથી જુએ છે. રાજાને જોઈ પિંગલા ભિક્ષા લઈને દોડતી નીચે આવે છે અને રાજાની ઝોળીમાં હર્ષથી ભિક્ષા આપે છે. આજે અમે પણ તમારી પાસેથી રાગ-દ્વેષની ભિક્ષા માંગીએ છીએ. તમે પણ આ વ્યાખ્યાન મંડપ છોડતા પહેલા રાગ-દ્વેષ ઝોળીમાં પધરાવતા જજો. આકાશ જેમ કાદવથી લપાતો નથી તેમ સમજુ આત્માઓ પાપનો ઉદય આવે ત્યારે પણ પાપમાં લેવાતા નથી. ભયંકર કક્ષાના પાપોદય આવે અને સ્વકીય-પરકીય દુઃખો આવે તો પણ તેમાં
= • ૧૦૨
Page #183
--------------------------------------------------------------------------
________________
લેવાતા નથી. માનસિક ગણિત પર ચાલતા શીખો. ૧૮ પાપસ્થાનકોમાંથી ૧૭ પાપસ્થાનકો કરવાથી થાય છે. ૧૮ મું મિથ્યાત્વ શલ્ય આ જગતનું મોટામાં મોટું પાપ છે જે માનવાથી થાય છે. ગુણસ્થાનકનો આધાર પણ કાયા કરતા મન ઉપર વધારે છે. કાયા કરતા પણ મનથી પાપ વધારે થાય છે. તપ નથી થતું માટે આપણે રડ્યા છીએ પણ ભાવના જ ન થઈ એ માટે આપણે કેટલું રડ્યા છીએ? સાધના ઓછી થાય તે ચાલે પણ ભાવના ઓછી થાય તે ન ચાલે. બાહ્યધર્મમાં યથાશક્તિ ચાલી શકે પણ પણ આત્યંતર ભાવના ધર્મમાં યથાશક્તિ કેમ ચાલી શકે? સાધનાના ક્ષેત્રમાં કદાચ પાછા પડો પણ ભાવનાના ક્ષેત્રમાં તો પાછા ન પડતા. શાલિભદ્રના જીવે સંગમના ભવમાં ખીર કેવી વહોરાવી હતી. એલચી-કેસર બાસમતી ચોખા આદિની ન હતી; એ ખીરમાં તો હતા માગી લાવેલા જાડા ચોખા, દૂધ ને સાકર. એ ખીરથી શાલિભદ્રને શું મળ્યું? સાધનાના ક્ષેત્રમાં પાછળ હોવા છતાં ભાવનાના ક્ષેત્રમાં આગળ નીકળી ગયા. સાધનાના ક્ષેત્ર કરતા ભાવનાનું ક્ષેત્ર શ્રેષ્ઠ છે. કર્મબંધ પણ માનસિક વલણ પર આભારી છે. કાયિક વલણ પર નહી. મન પાપી બને તો નાનું પણ પાપ મહાન બને, જૈન દર્શને કહે છે પાપ કરવા છતાં લેપાય નહીં એવી સાધના જૈન દર્શનની છે.
એક સાધુ બેનના ગામમાં ગયા. બેન પોતાના પરિવાર સાથે ઝરુખામાં બેસી સોગઠા ખેલે છે. એ સમયે રાજમાર્ગેથી પેલા સાધુ પસાર થાય છે. રાણીની નજર સાધુ ઉપર પડે છે. મારો મોટો ભાઈ આવો જ સાધુ બનેલો. ધારીને જોતા મનમાં કહે છે આ તો મારો સગો માડી જાયો ભાઈ... આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. સાધુ જે દિશામાં ગયા એ દિશામાં રાણીની નજર મંડાયેલી રહી. પાપ કયારે મનમાં પ્રવેશે એની ખબર ન પડે. રાજા રાણીના હાવભાવ અને આંખોમાંથી ટપકતા આંસુને જોઈને વિચારે છે કે નક્કી આ સાધુ અને રાણીને કોઈ સંબંધ છે. મનમાં પાપનો પ્રવેશ કોઈપણ ઘડીએ ને કોઈપણ ચોઘડીયે થઈ શકે છે. આ જીવે હરઘડીયે સાવધાન રહેવાની જરૂર છે. આ રાણી આટલી બધી પેલા સાધુને જોવામાં મગ્ન બની છે..... નક્કી કંઈક છે... ? રાજા પોતાના સેવકોને આજ્ઞા આપે છે નગરમાં આવેલ સાધુની જીવતા ચામડી ઉતારી લો. સાધુની ચામડી ઉતારતા મારાઓ રડી પડે છે અને સાધુ હસે છે. મારાઓ કહે છે અને ચામડી ઉતારીએ છીએ અને તમે હસતા હસતા સહન કરો છો. સાધુ કહે છે તમને જરાપણ તકલીફ ન થવી જોઈએ. તમે જેમ કહો તેમ ઉભો રહું. ધન્ય છે તે મહાત્માને... નથી કોઇના દોષ જોતા....પોતાના સ્વભાવના આકર્ષણમાં મસ્ત મસ્ત છે.
• ૧૬૩ •
Page #184
--------------------------------------------------------------------------
________________
સાધના સાથે ભાવના જરૂરી.....!
પરમોપકારી ઉપાધ્યાયજી મહારાજ હાલ વરસાવીને ભાવનાનું સામ્રાજ્ય મન પર જમાવવાની પ્રેરણા આપી રહ્યા છે. સાધનાને જેમ ધર્મ છે તેમ ભાવનાનો પણ ધર્મ છે. કર્મબંધનું કારણ કષાય છે. કષાયો પ્રથમ મનમાં પેદા થાય છે. માટે જ મનને ભાવનાથી ભીનું ભીનું બનાવી દેવાની વાત કરે છે.
સંસારમાં તમે કોની આજ્ઞા માનો છો? એક ફોટોગ્રાફરની બધી જ આજ્ઞાઓ માનવા તૈયાર થઈ જાઓ છો જયારે પરમાત્માની કેટલી આજ્ઞાઓ માની. પરમાત્માનું ચૈત્યવંદન કરતા ત્રણ દિશાઓની છોડી માત્ર એક જ દિશામાં પ્રભુ સન્મુખ જોવાનું છે. છતાં આપણે શું કરીએ છીએ? હજામત કરાવવા જાઓ તો હજામની બધી જ આજ્ઞા માનવા તૈયાર થઈ જાઓ છો. જ્ઞાનીઓ કહે છે આત્માની સલામતી રાખવી હોય તો દેવગુરુની આજ્ઞા માનતા જાઓ. સાધુ ભગવંત સ્થિર ઉભા છે. ચામડી ઉતારતા ઉતારતા આખરે તેઓ ઢળી પડ્યા અને સંસારમાંથી વિદાય થયા. એમની બાજુમાં રહેલ ઓઘો લોહીથી ખરડાઈ ગયો હતો. આકાશમાંથી જતી એક સમડીએ માંસનો ટૂકડો સમજીને ઓઘાને લઈને આકાશમાં ઉડવા લાગી એ ઓઘો યોગાનુયોગે રાજમહેલની અગાશીમાં પડ્યો. રાણીએ ઓઘો જોયો. અરે! આ તો મારા ભાઈ મહારાજનો છે એમ કહેતી રાણી બેભાન થઈ ગઈ. રાજા દોડતા આવ્યું શું થયું? ઉપચારથી રાણી ભાનમાં આવે છે અને રાજાને કહે છે તમારા નગરની અંદર મારા ભાઈની હત્યા! સાધુ બનીને આવેલ મારા માડી જાયા ભાઈનું સન્માન થવાને બદલે ખૂન! આ શબ્દો સાંભળતા જ રાજા પોતાના મ્યાન માંથી તલવાર કાઢે છે અને રાણીને કહે છે આ તલવાર ચલાવી દે મારી ઉપર. તારા ભાઈની હત્યા મેં જ કરાવી છે. રાણી હાથમાં તલવાર લે ખરી? રાણી પૂછે છે એક પવિત્ર મુનિની હત્યા કરાવવાનું કારણ શું? રાજા કહે છે મનથી તો વિચાર કરી ભયંકર પાપ કર્યું છે. હવે આ જીભને બગાડવાની મારી તૈયારી નથી. રાણી અતિ આગ્રહ કરે છે ત્યારે રાજા પોતાના મનમાં આવેલો વિચાર જણાવે છે. રાણી કહે છે તે રાજા! આટલા વર્ષના સહેવાસ પછી તમને મારી પર આટલો જ વિશ્વાસ, આને કહેવાય સંસાર! એક સેકન્ડમાં રાણીના વિચાર પલટાયા. દોષ મારા કર્મોનો છે. વૈરાગ્યના ભાવમાં રાણી ઉપર ચડે છે. સ્વભાવ તરફ ગમન કરે છે. બાજુમાં રહેલ ઓઘો હાથમાં લે છે ત્યાં જ રાણીને કેવળજ્ઞાન થાય છે.
= • ૧૬૪ • =
Page #185
--------------------------------------------------------------------------
________________
રાણીને ધર્મ ન મળ્યો હોત તો આખી જિંદગી ઝેર બની જાત. ધર્મીને આવતા દુ:ખથી ધર્મી જીવો અધર્મી પ્રત્યેનો મૈત્રીભાવ તોડતા નથી. ધર્મરહિત એવા કોઈક પાપીને આવતા દુ:ખોથી તે જીવોનો દ્વેષી બની જાય છે. આર્તધ્યાનમાં લાગી જાય છે. ઘટના એક જ હોય છે પરંતુ ભીતરમાં ચિંતન અલગ હોય છે. પાપીને મળતી લક્ષ્મીથી પાપ વધે કે ઘટે? શેરબજારનો આંકડો વધે એની ચિંતા થાય છે. પણ જીવ આમાં તારો સપાટો કેટલો બોલાયો છે એને જો! ધર્મીના જીવનમાં કોઈપણ ઘટના બની જાય તો એને તે સારા માર્ગે વાળે. ધર્મી આત્માને સગવડ મળતી જાય તેમ એનો ધર્મ વધતો જાય. અગવડ કે સગવડ છતાં અંતરમાં ધર્મધ્યાન હોય. ધર્મી આત્મા ભગવાન પાસે જઈને કહે મને બધું જ ચાલશે તું મારા જીવનમાં સારી ભાવના આપ. દુર્ભાવનામાં બધું જ નકામું છે.
સુશ્રાવક કેશવલાલ વજેચંદે પૂ. લબ્ધિ સૂ.મ.સા.ની નિશ્રામાં સંઘ કાઢયો. સંઘ અડધી મંજિલે પ્હોંચ્યો હશે ત્યાં સમાચાર મળ્યા કે એમની પાર્ટી ઉઠી ગઈ છે. જયારે કેશવલાલ સંઘપતિને આ સમાચાર મળ્યા તેણે તરત જ કોઠાર સંભાળતા ભાઈને બોલાવ્યા અને પૂછ્યું અનાજ કેટલું છે? પાંચ દિવસ ચાલે એટલું. પૈસા કેટલા છે? શ્રાવકે અમુક રકમનો આંકડો કહી બતાવ્યું. કેશવલાલે કહ્યું કે આજે યાત્રિકોની ભક્તિ માટે ચાર મિષ્ટાન્ન બનાવો. બે મીઠાઈ તો તૈયાર છે. સંઘપતિ કહે ભલે તૈયાર છે. પણ આજે ખૂબજ ભક્તિ ક૨વી છે. આચાર્ય ભગવંતને જયારે સમાચાર મળ્યા ત્યારે તેમણે કેશવલાલને બોલાવીને કહ્યું કે કેશવલાલ યહ કયા હૈ? તને સમાચાર મળ્યા કે નહીં? ત્યારે ભક્તહૃદયી ગુરુભક્ત સંઘપતિ કહે છે ગુરુદેવ સમાચાર જાણ્યા એટલે જ આજના દિવસની ભક્તિ જમાવી દઉં કાલે આ સંઘનું શું થશે કોને ખબર? પૂ. આ. શ્રીની આંખોમાં આંસુ આવી ગયા. એમણે કેશવલાલને કહ્યું અહીં આવો તમને વાસક્ષેપ આપું. કેશવલાલ પણ પૂર્ણ શ્રદ્ધાથી વાસક્ષેપ ગ્રહણ કરે છે. સંઘ કાઢયા પછી મને આવી દરિદ્રતા આવી આવો વિચાર પણ તેમના મનમાં ન આવ્યો. પાપના ઉદય સમયે ધર્મ કો કે ન કરો પણ પાપકર્મ પોતાનું કાર્ય તો ભજવવાનો જ છે. એ દિવસે કેશવલાલે મન મૂકીને ભક્તિ કરી જેટલુ વપરાયું એટલું વાપર્યું. ધર્મના પ્રભાવે આખી બાજી પલટાઈ ગઈ. ધર્મની જે રક્ષા કરે તેની ધર્મ પણ રક્ષા કરે. મહાપુરુષો ઘણીવાર કહેતા ધ્યાન રાખજો સંઘપતિ કયારેય રસોડામાં જાય નહીં. ત્યાં વપરાતા ઘી-તેલને જોઈને એના મનમાં કયાંક કોઈ યાત્રિકો પ્રત્યે ખરાબ વિચાર આવી જાય તો ભયંકર પાપ બંધાઈ જાય. એ ધન · ૧૬૫ •
Page #186
--------------------------------------------------------------------------
________________
ખર્ચનાર સંપતિના કર્મક્ષયનું નિમિત્ત કયારે કર્મબંધમાં પરિણમી જાય. કોઈપણ ક્રિયા કર્યા પછી પ૨માત્મા ૫૨ ભરોસો રાખશો તો શૂળીનું દુ:ખ સોઈથી સરી જશે. માકુ શેઠાણી નેમિસૂરિ મહારાજને વંદન કરવા જતા રસ્તામાં પડી ગયા. છ મહિનાનો ખાટલો આવ્યો. કોઈ કહે કે વંદન કરવા જતા હતા ને આમ થયું. માકુ શેઠાણીએ ખુમારીથી જવાબ આપ્યો કે વંદન ક૨વા ગઈ માટે જ ફેક્ચરથી પતી ગયું નહીં ખલાસ થઈ જાત. ધર્મીને ઘેર ધાડ પડી આ કહેવતમાં જ ગોટાળો છે. ધર્મીના ઘેર ધાડ છે જ નહીં પણ કર્મોએ રાડ પાડી છે. પાપોદય જેના જીવનમાં જાગે એના જ જીવનમાં રાડ પડે. પરમાત્માના કર્મ હતા તો ઉપસર્ગો સહન કરવા પડ્યા. ભરત ચક્રવર્તિને અરીસાભુવનમાં કેવળજ્ઞાન થઈ શકે છે અને પ૨માત્માને સાડાબાર વર્ષ સુધી ઘોર પરિષહો સહન કર્યા બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. સૌથી વધુ દુ:ખ હોય તો નિગોદમાં છે. નરકના દુઃખો કરતાય નિગોદમાં દુ:ખ અનંતુ છે. આગમાં બળવું અને તેલમાં તળાવું એ તો મનુષ્યગતિમાં શક્ય છે પરંતુ જન્મ-મરણના અનંતા દુઃખો તો નિગોદમાં છે. સુખની ચરમ સીમા એ સિદ્ધશીલા છે. અને દુઃખનું છેલ્લું સ્ટેશન નિગોદ છે. નિગોદના જીવોથી અધિક દુ:ખી આ સંસારમાં કોઈ નથી.
રાણી કેવળજ્ઞાન પામીને રાજાને ઉપદેશ આપે છે. રાજાને ખૂબ પશ્ચાતાપ થાય છે. આપણું શરીર ચાલે છે શ્વાસથી અને ઘર ચાલે છે વિશ્વાસથી. વિશ્વાસનો સંબંધ તૂટે ત્યાં ત્રાસ સિવાય કશું ન રહે. કુટુંબના સભ્યોનો વિશ્વાસ ભંગ કયારે પણ ન કરતા. ઘરમાં બધું જ હોવા છતાં અરસપરસ વિશ્વાસ નહીં હોય તો ઘરમાં શાંતિ નહીં હોય. વિશ્વાસ એ સંસારની મોટી સંજીવની છે. મકાન પડે છે ધરતીકંપથી અને જીવન પડે છે. વિશ્વાસકંપથી. આપણી ભાવના બદલાશે તો સાધના ચિરંજીવી બનશે. આપણે પ્રતિક્રમણ-સ્વાધ્યાય-મૌન-અઠ્ઠાઈ-માસક્ષમણ આરાધના કરી કરીને કેટલી ક૨વાના? જયારે ભાવના તો દિવસની દરેક પળે ભાવી શકીએ છીએ. નાની પણ આરાધનાની અંતરથી અનુમોદના કરવાથી મહાન બની જવાય છે. અનુમોદયામિ તં તં. રાણીને કેવળજ્ઞાન અને હું? રાજા મનમાં પશ્ચાતાપ કરતા વિચારી રહ્યા છે મારા કયા પાપનો ઉદય? મુનિની હત્યા કરાવી...અ૨૨...હું છૂટીશ કયારે? તીવ્રકોટીના પશ્ચાતાપમાં ઉતરેલા રાજાને પણ ત્યાં જ કેવળજ્ઞાન થાય છે. કયા પાપો રાજાને ભોગવવા પડ્યા? પશ્ચાતાપ ધુએ અંતરના પાપ. જ્ઞાનીઓ કહે છે વલોપાત એ મુક્તિનું પ્રવેશદ્વાર છે. અમારા ગુરુદેવ પણ ઘણીવાર વાચનાઓમાં આજ વાત ઘૂંટી
• ૧૬૬ •
Page #187
--------------------------------------------------------------------------
________________
ઘૂંટીને કહેતા. ધોખો થાય તો કર્મ ધખી જાય’ સાધના ભલે પર્યુષણાની હોય, ઓળીની હોય, જ્ઞાનપંચમીની હોય પણ ભાવના તો જિંદગી સુધી ભાવવાની છે. સાધનામાં કદાચ કંગાલ હોઈ શકે પણ ભાવનાના ક્ષેત્રે તો દરેકને શ્રીમંત બનવું જ પડશે. આજનો પાપી આવતીકાલનો પુણ્યશાળી બની શકે છે. ગઈકાલ સુધી ફૂલની શૈય્યા પર સૂનારો વ્યક્તિ ધગધગતી શિલા પર સૂઈ શકે છે. એક વાત નક્કી કરો કે મારે મારું કલ્યાણ કરવું જ છે. અંતરની દુનિયામાં જેટલી જાગૃતિ વધારે એટલી આત્મમસ્તી વધારે અનુભવાશે. હૃદયની તુચ્છતા ઓછી કરી હૃદયની વિશાળતાને વધારતા જઈએ તો ચોક્કસ આત્મકલ્યાણ થઈ જ જાય.
ધન સાથે સંબંધ રાખવા જનારો જીવન સાથેનો સંબંધ જાળવી શક્તો નથી. અને જીવન સાથે સંબંધ તોડી બેસનારો કયારેય પ્રસન્નતાની અનુભૂતિ કરી શકતો નથી.
એક વાત સ્પષ્ટ નક્કી કરો - બીજાને નજરે ચડતું પ્રસન્નતાનું સુખ જોઈએ છે કે બીજાની નજરે ચડતું પૈસાનું સુખ જોઈએ છે? બીજાને ખ્યાલમાં ન આવતી એવી ચિત્તની શાંતિ જોઈએ છે કે પછી બીજાને ખ્યાલમાં આવી જતી સામગ્રીઓની વણઝાર આપણને જોઈએ છે? બીજાને ખબર ન પડે એવી અંતરની નિર્મળતા જોઈએ છે કે બીજાને ખ્યાલમાં આવી જાય એવી ઝાકઝમાળભરી પ્રતિષ્ઠા જોઈએ છે? નિર્ણયમાં થાપ ન ખાતા.....
સંપત્તિ ભલે આપણી પાસે આવે પણ એને રાખી મૂકવાની ભૂલ ન કરાય. સતત એને બીજા તરફ ધકેલતા રહેવું.
•
કાગડાને જો લાઉડ સ્પીકર આપવાની ભૂલ ન કરાય... વાંદરાને દારૂ પીવાની છૂટ ન અપાય તેમ મનને ધનની ઘેલછા પાછળ ધકેલી ન દેવાય!
૧૬૦
Page #188
--------------------------------------------------------------------------
________________
સન્મતિ અને શાંતિ ધર્મનું પ્રત્યક્ષ ફળ છે
પરમોપકારી મર્મજ્ઞ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ જણાવી રહ્યા છે કે આ જગતમાં જનમ્યા પછી જીવને અનુકૂળતા-ગમો-અણગમો-સુખદુઃખ જે કાંઈ પ્રાપ્ત થાય છે તેનું કારણ આપણા પોતાના કરેલા કર્મ છે. વર્તમાનમાં જે મળ્યું છે ભવિષ્યમાં જે કાંઈ મળશે અને ભૂતકાળમાં જે કાંઈ પ્રાપ્ત થયું હતું તે બધાના કેન્દ્રમાં આપણા પોતાના જ કરેલા કર્મો છે. તીર્થંકરો બન્યા કર્મોના કારણે. ચક્રવર્તિ-બલદેવ-રાજા-ક જેટલા બન્યા એ પણ કર્મોદયના કારણે. સુખ દુઃખ કર્મ ૫૨ આધારિત છે અને કર્મ આપણા પર આધારિત છે. પોતે ભૂલે કે ઝૂલે તો કર્મ બંધાય. કોઈના દોષો ગાઈને આપણે કર્મબંધ બાંધીએ છીએ. અને ગુણ ગાઈને નિર્જરા પણ કરીએ છીએ. શુભ અને અશુભ કર્મના ઉદયથી પરિસ્થિતિઓ સર્જાય છે.
અંજનાના જીવનમાં દુઃખ આવ્યું એનું કારણ શું? એના કરેલા કર્મ. બોલવું બહુ સહેલું છે. જીવનમાં પ્રસંગ આવે ત્યારે આપણે બોલી ઉઠીએ છીએ કે આણે મારું આમ કર્યું? તેમ કર્યું? કર્મના ગણિતને સમજવાની જરૂર છે. અંજનાના ભવમાં એણે શું ભૂલ કરેલી? આપણે કહીશું એણે તો કાંઈ નથી કર્યું? જયારે દશ્ય કારણ ન દેખાય ત્યારે અદશ્ય કારણરૂપ કર્મોને જોતા શીખો. ઘ૨માં કલેશ-કંકાશ થાય છે ત્યારે પોતાનો વાંક જોતા શીખી જાઓ. બીજાનો વાંક નહીં કાઢો તો કુટુંબમાં વાતાવરણ તંગ નહી થાય. અને તંગ નહિ થાય તો ઘર-ઘરમાં જંગ નહિ થાય સન્મતિ અને શાંતિ એ ધર્મનું પ્રત્યક્ષ ફળ છે. તાત્કાલિક ફળ છે. નાના હતા ત્યારે અંજનાની વાર્તા સાંભળેલી. અંજનાના લગ્ન પવનંજય સાથે નક્કી થયા. લગ્નના આગલા દિવસે પવનંજયને અંજનાને જોવાની ઈચ્છા થઈ, પવનંજય પોતાના મનની ઈચ્છા પોતાના મિત્ર પ્રહસ્તિને કરી કે એકવાર અંજનાને જોવી છે. પૂર્વના કાળમાં છોકરો-છોકરી એકબીજાને લગ્નથી પહેલા જોતા પણ ન હતા. આજની વર્તમાનકાળની તો વાતો જવા દો.
એકવાર ૭૨ જિનાલયે એક ભાઈ પોતાના છોકરાને લઈ આવેલા. કહે મહારાજ વાસક્ષેપ આપો. દસ મિનિટ બાદ બીજો એક પરિવાર છોકરીને લઈને આવ્યો. વાસક્ષેપ લીધી. બન્ને પરિવાર દેરાસરમાં ગયા. થોડીવાર બાદ એક ભાઈ આવીને કહે સાહેબ તમારા વાસક્ષેપથી તો કામ થઈ ગયું. સાધુના વાસક્ષેપથી આવા કાર્યો કરાય નહીં. દેરાસરની અંદર કે ધર્મશાળાની
• ૧૬૮ •
Page #189
--------------------------------------------------------------------------
________________
રૂમોમાં આવા સાંસારિક કાર્યો કરવા એ તો પાપ કહેવાય. દેરાસરઉપાશ્રય કે ધર્મશાળાઓમાં પાપના પડીકાની પ્રભાવના કરતા નહીં. કારણ એ સ્થાનો કોઈ ફેશન પરેડ કે નવરાત્રિના ગ્રાઉન્ડ નથી. તીર્થને પ્રદૂષિત ન કરાય. પવનંજયનો આગ્રહ છતાં મિત્ર પ્રહસ્તિ આ ઈચ્છાને રહેવા દેવા જણાવે છે. એક રાતનો તો સવાલ છે. કાલે તો લગ્ન છે. જે માતા-પિતાને મંજૂર હતું તે તારા માટે બરાબર છે. આજે અહીંયા જ ગડબડ છે. છોકરાને જે ગમે તે મા-બાપને માન્ય રાખવું જ પડે છે. પ્રહસ્તિએ સમજાવ્યું છતાં પવનંજયનું મન માનતું નથી. વિદ્યાને ધારણ કરનારા હોવાથી બન્ને જણા પડદા પાછળ છૂપાયા છે. તરેહ તરેહની વાતો સાંભળે છે. કોઈક સખી વિદ્યુતપ્રભના ગુણો ગાતી હતી તો વળી કોઈ પવનંજયની નિંદાટીકા આદિ પણ કરતી હતી. અંજના મારા બધાની વાતો સાંભળી રહી હતી. અંજનાની સખીઓની વાતો પવનંજય પણ સાંભળી રહ્યો હતો. જેનું મન પોતના હાથમાં ન હોય એણે કાન પર કંટ્રોલ રાખવો જોઈએ. અંજનાને એની સખીઓ મેણા-ટોણાં સંભળાવે છે છતાં એમની સામે એ કશું જ બોલતી નથી. આ જોઈ પવનંજય અનુમાન બાંધે છે કે અંજનાના મનમાં મારા સિવાય બીજો કોઈ રમી રહ્યો લાગે છે. જે લીલી લાઈટની રાહ ન જુએ એણે એબ્યુલન્સની રાહ જોવી પડે. પવનંજય ભયંકર ગુસ્સામાં આવી ગયો. તરત હાથ તલવાર પર ગયો. મ્યાનમાંથી તલવાર કાઢી અંજનાને મારવા દોડે છે. ત્યાં મિત્ર પ્રહસ્તિ પવનંજયનો હાથ પકડી લે છે. બન્ને પાછા ઘરે આવ્યા. બીજા દિવસે પવનંજય-અંજનાના લગ્ન થયા. અંજના પતિગૃહે આવી. લગ્નના પ્રથમ દિવસે અંજના સુગંધી હાર લઈને બેઠી છે. પણ પવનંજય ન આવ્યો. છ-છ મહિના પસાર થઈ ગયા. ત્યારે અંજનાની સાસુ કેતુમતિને ખબર પડે છે. એ પોતાના લાડકા પુત્રોને સમજાવે છે. તું કેટલા આનંદ-ઉમંગથી કોડભરી કન્યાને પરણી લાવ્યો છે. તું શા માટે એની પાસે જતો નથી? અંજનાએ તો આપણા ઘરની શોભા વધારી દીધી છે. માતા ખૂબ સમજાવે છે છતાં ધરાર ના પાડી દે છે. એની પાસે જવાનો નથી. અંજના સાત માળની હવેલીમાં પતિની રાહ જોતી સમય વિતાવે છે. કેટલા વર્ષો વિત્યા? બાવીસ વર્ષ પસાર થઈ ગયા. કર્મની ગતિ કેટલી ગહન છે. પવનંજયે અંજનાની સામે પણ જોયું નથી. કેતુમતિને એનું અત્યંત દુ:ખ છે. એ સાસુ નથી પણ એક મા હતી. એના અંતરમાં અપાર વાત્સલ્ય હતું. આજે ઘરમાં સાસુ ફોજદાર અને વહુ જમાદાર બને છે. પછી કહેવું શું? નમો અરિહંતાણં, કેતુમતિ અંજનાને ઘણીવાર કહેતી, બેટી! મારા દિકરાનો
= • ૧૬૯ ,
Page #190
--------------------------------------------------------------------------
________________
જ વાંક છે. ત્યારે અંજના કહેતી, મા આવું ન બોલો. અંજનાની સાથે આવેલી દાસી કહો કે સખી કહો એનું નામ વસંતા પણ અંજનાને ઘણીવાર કહેતી આ પવનંજય કરતા પથ્થર મળ્યો હોત તો સારું થાત કામ તો આવત. અંજના તરત જ પોતાની સખીને કહેતી કે એમના વિષે એક શબ્દ પણ બોલીશ નહીં. છતાં વસંતાથી રહેવાતું નથી એ કહે છે કે એ માણસ નથી હેવાન છે. અંજના કહે છે કે શાંત થઈ જા. વસંતા કહે છે, તને આટલા કુહાડા માર્યા છતાં તું આટલી લાગણી શા માટે રાખે છે? તને હેરાન કરવામાં બાકી શું રાખ્યું? અંજના કહે છે કે બેન દોષ એમનો નથી પણ દોષ તો મારા કર્મોનો છે. ભારતીય સંસ્કૃતિમાં ઘણી મર્યાદાઓ હતી. પવનંજયના મનમાં એક જ કારણ અંજના માટે હતું. અંજનાને મારા કરતા કોઈ બીજા ઉપર વધારે પ્રેમ છે. મારી ઉપર જો એને પ્રેમ હોત તો પોતાની સખીઓની સામે મારો બચાવ કરત. મારી ઉપર જેને પ્રેમ નથી એની સાથે જીવન વિતાવવાથી શું વળે? શંકાનું જોર કેટલું ભયંકર છે? એક વખત રાવણે પવનંજયના પિતાને યુદ્ધ માટે બોલાવ્યા. પવનંજયના પિતા તૈયાર થાય છે. ત્યારે પવનંજય પોતાના પિતાને કહે છે હું છું તો તમારે જવાની જરૂર નથી. લડવા માટે હું જઈશ. શિષ્યના મનમાં પણ પોતાના ગુરુ માટે આવા જ ભાવ હોય છે. હું બેઠો હોઉં ત્યાં સુધી મારા ગુરુદેવને કોઈ તકલીફ ન આપું. કોઈ રીટાયર્ડ કરે એની પહેલા આપણે જાતે જ રીટાયર્ડ થઈ જાઓ. ટાઈમસર રાજીનામું આપવામાં જ ખરી મજા છે. શ્રેણિક સમયસર રીટાયર્ડ થઈ ગયા હોત તો કોણિકને આવા પગલા લેવા ન પડત. શ્રાવકોએ દુકાનમાંથી અને બહેનોએ રસોડામાંથી સમયસર રીટાયર્ડ થઈ જવાનું જેથી દીકરાઓ કે વહુઓને તકલીફ ન લેવી પડે. પિતાની આજ્ઞા લઈ પવનંજય યુદ્ધ માટે જવા તૈયાર થયા. આ સમાચાર અંજનાને પણ મળ્યા. ૨૨ વર્ષના વહાણા વહી ગયા છતાં અંજનાએ પોતાના પતિના મુખદર્શન પણ કર્યા નહોતા. અંજનાની માતાએ કેવા સંસ્કારોનું સિંચન કર્યું હશે કે જેથી એક સતી સ્ત્રી તરીકે પોતાના કર્મોને નિહાળતી. એક મહેલમાં દિવસો વિતાવે છે. આપણને રોષ આવે છે બીજા ઉપર કારણ કે આપણે વાંક પેલાનો કાઢીએ છીએ. આજથી જીવનમાં એક સૂત્રનું રટણ કરી દો. હે જીવ! તારા કર્મોનો દોષ છે, તેથી ન કર કોઈની ઉપર રોષ. જિંદગીમાં કાંઈપણ બની જાય ત્યારે આ એંગલ અપનાવો. દોષ પોતાના જોવાથી કર્મોનો કોપ નહીં થાય. એક સત્ય ઘટના- અમેરિકામાં એક છોકરા છોકરીએ પોતાની મરજી
= • ૧૦૦ •
Page #191
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે કોર્ટમાં જઈને લગ્ન કર્યા. એકબીજાએ સહી કરી અને બન્ને જણ કોર્ટના પગથીયા ભેગા ઉતર્યા. પગથીયા ઉતરતા ઉતરતા છોકરીએ પોતાના પતિને પૂછ્યું, આપણે હનીમુન માટે કયાં જશું? છોકરાએ જવાબ આપ્યો આપણે આપણા જ દેશમાં જશું. છોકરીએ કહ્યું આપણે પેરીસ જશું. છોકરો કહે એ નહીં બને એકવાર દેશમાં પછી ફરી કયારેક પેરીશ જશું. છોકરીએ હઠ પકડી તમારે પેરીસ ચાલવું જ પડશે. છોકરો કહે છે ચાલ પાછી ઉપર. બન્ને જણાએ પાછા ઉપર જઈને ડાઈવોર્સ (છૂટાછેડા લઈ લીધા. આ છે સંસાર? જો કર્મોના દોષ જોતા આવડી જાય તો જિંદગીમાં દુઃખ જેવું કશું જ નથી. યુદ્ધમાં જવા માટે શુભ દિવસ નક્કી થાય છે. શુભ ઘડીએ શુભ પ્રયાણ થાય છે. પવનંજય પોતાના મિત્રો સહિત સૈન્ય સાથે પ્રજાજનોના શુકન લઈ પ્રસ્થાન કરે છે. અંજના પણ વસંતાને કહે છે તું આરતી વગેરે તૈયાર કર. મારા સ્વામિના હું પણ ઓવારણા લઈશ. આપણે કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર કરીએ એ વ્યક્તિને પણ હૃદય હોય છે. આપણે જૈનો બીજ-પાંચમ-આઠમ-અગિયારસ-ચૌદસ-પૂનમ આદિ તિથિઓમાં લીલોતરી ઉપર છરી ન ફેરવીએ. બસ! શંકાના ઝેર મચાવે કેર. વસંતાએ આરતી તૈયાર કરી. ચોખ્ખા ઘીનો દીવો થાળમાં તૈયાર કર્યો છે. યુદ્ધમાં જતા પતિને મંગલ કરવા માટે અંજના સાત માળથી નીચે ઉતરી. રાજમાર્ગના કિનારે આવીને ઉભી રહી. બે કલાક પહેલેથી જ પતિના દર્શન માટે અંજના અધીરી બની છે. પ્રિયના માર્ગને જાણવો એ પણ લહાવો હોય છે. શ્રેણિક મહારાજા એટલે તો પરમાત્મા જે દિશામાં હોય એ તરફ સોનાના જવલાથી દરરોજ સાથિયો કરી પરમાત્માને ભાવથી વંદન કરતા. ભગવાન આજે આ સ્થળે છે એવા સમાચાર આપનારને માથાના મુગટ સિવાયના બધા અલંકારો ભેટમાં આપી દેતા. અંતરમાં રહેલા ભાવની કિંમત છે. કર્મના ગણિત ખૂબ ન્યારા છે.
ચાર દૃષ્ટિઓ છોડો (૧) કમળાના રોગીની દષ્ટિ, (૨) ઘુવડની દષ્ટિ,
(૩) સમડીની દષ્ટિ, (૪) ઘેટાની દષ્ટિ
- ૧૦૧
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રેમતી ધારા વહાવી તો જુઓ...!
વાલકેશ્વરનો એક યુવાન શેઠ અને તેની પાસે કામ ક૨ના૨ો નોકર બન્ને શિબિરમાં જતા હતા. બન્ને જણાએ પ્રવચનો/વાચનાઓ સાંભળી સમજ મેળવી હતી. બન્ને જણા શત્રુંજયની યાત્રા કરવા સાથે ગયેલા. દાદાને ભેટવા ઉમંગથી પગથીયા ચડી રહ્યા છે. યુવાન શેઠ પોતાના નોકરને કહે છે આજે તો દાદાની જોરદાર ભક્તિ કરવી છે. ચડાવો લઈને પણ દાદાની પહેલી પૂજા કરીશું. પૂજાના વસ્ત્રો પહેરી રંગમંડપમાં આવ્યા. સારો ચડાવો બોલી યુવાન શેઠે પૂજાનો લાભ લીધો. બન્ને જણા દાદાની પૂજા કરવા ગયા. યુવાન શેઠ દાદાના ચરણ સ્પર્શતા જ તેની આંખમાંથી હર્ષના આંસુ ટપકવા લાગ્યા. એની સાથેનો નોકર એની પણ આંખ ભીની થઈ ગઈ. શેઠ પોતાના નોકરને પૂછે છે મારી આંખમાંથી તો દાદાના પૂજનના આનંદથી આંસુ ટપકી પડ્યા પણ તારી આંખમાં આંસુ કેમ? નોકરનો જવાબ પણ સાંભળવા જેવો. નોકર કહે છે કે મારા મનમાં વિચાર આવ્યો શેઠ તો હજારોની બોલી બોલીને લ્હાવો લેશે પણ મારી તો એવી શક્તિ નથી તેથી પાંચ ગ્રામ શુદ્ધ કેસર લઈને મેં પૂજારીને આપ્યું અને કહ્યું કે આ મારી કેસર તમારા ચંદન સાથે લસોટી નાંખો આજે દાદાના દરેક ભક્તોની પૂજામાં મારી કેસરનો લાભ મળશે. દાદાની એજ કેસરથી આપે અને મેં પૂજા કરી ત્યારે મને થયું કે હું ધન્ય બની ગયો. એ ધન્યતાના ભાવથી આંખ ભીની બની ગઈ. યુવાન શેઠ પોતાના નોકરની ભક્તિપૂર્ણ વાત સાંભળી આભો બની ગયો. પૈસા બોલીને જ લાભ લેવાય છે એવું કોણ કહે છે? અંતરનો ભાવ જોઈએ. અંજના શુકન આપવા નીચે આવી છે. દૂરથી ધૂળની ડમરીઓ ઉડે છે. વિશાળ સૈન્ય સાથે પવનંજયનો રથ આવી રહ્યો છે. અંજનાની આંખો દર્શન માટે તલસી રહી છે. અંજનાની બાજુમાં ઉભેલી એની સખી વસંતાની આંખમાં પાણી આવી ગયા. એ વિચારે છે કે મારી શેઠાણી કેવી ભોળી છે? પોતાના પતિના દર્શન માટે ઘેલી બની છે. અંજના જયાં ઉભી છે ત્યાં પવનંજયનો ૨થ આવી પહોંચ્યો. અંજના આરતી લઈને ભાવથી ઓવારણા લઈ રહી છે. પવનંજયનો મિત્ર પ્રહસ્તિ આ જોઈને વિચારે છે કે મારો મિત્ર કદાચ હમણા પીગળી જશે. એનો આશય ખૂબ સારો હતો પરંતુ કર્મના ખેલને સમજવા મુશ્કેલ છે.
પ્રહસ્તિ કહે છે દોસ્ત આ સ્ત્રી બીજી કોઈ નહીં પણ અખંડ
૧૦૨
Page #193
--------------------------------------------------------------------------
________________
સૌભાગ્યવતી સતી સ્ત્રી અંજના છે. પવનંજય અંજનાનું નામ સાંભળતા જ અંદરથી કંપી ઉઠ્યો. પવનંજય અંજનાની આગળ એક ડગલું આગળ વધે છે. પ્રહસ્તિ વિચારે છે કે આ અવસરે જરૂર પવનંજય અંજનાના મંગલ ઓવારણા સ્વીકારશે. પરંતુ ત્યાં જ પવનંજયે હાથમાં રહેલી અંજનાની થાળી એક લાત મારી ઉડાડી દીધી. અત્યારે તારું કાળું મુખ મને બતાવવાની શું જરૂર હતી? અંજના ત્યાં જ ઢળી પડી. રથ આગળ ચાલ્યો ગયો. વસંતા અંજનાને ઉપાડી મહેલમાં લાવે છે. પંખાથી અંજનાને વાયુ વાય છે. થોડી વારે અંજના ભાનમાં આવે છે. વસંતાને પવનંજયના ધિક્કારભર્યો વર્તનથી ખૂબ જ ગુસ્સો આવ્યો છે. અંજના ભાનમાં આવતા બોલે છે, પરમાત્મા! મારા પાપનો ઉદય આટલો બધો? આટલી બધી અમાવાસ્યા કયારેય ટકે ખરી? ત્યારે જ વસતા બોલી ઉઠે છે, આ નિષ્ફર અને નીચ માણસનો યુદ્ધમાં જરૂરથી પરાજય થશે. અંજના પોતાની સખીના મોઢે હાથ મૂકતા કહે છે, આ તું શું બોલે છે અંજના? એમનો પરાજય? તું એમના વિષે એક શબ્દ પણ બોલીશ નહીં. આ તો કોઈ મારો જ પાપોદય છે. આજે નગરમાં નાનામોટા બધા એમના ગુણગાન ગાઈ રહ્યા છે. એ તો કેટલા બધા મહાન છે. જયાં એંગલ બદલાય છે ત્યાં અથડામણો કદી થતી નથી. એક બેનને એની સખીએ પૂછયું, સાસરે ગયેલી તમારી દીકરી કેમ છે? બીજી વાર પૂછયું, તમારી વહુ કેમ છે? આ બન્ને સવાલોના જવાબ કેવા આવે? એંગલ બદલવાની ખૂબ જરૂર છે. અંજનાનો દૃષ્ટિકોણ કેટલો મહાન છે. પવનંજય યુદ્ધ કરવા માટે ઘણા આગળ નીકળી ગયા છે એની ખબર નથી પડતી. એક સમી સાંજે પવનંજય અને મિત્ર પ્રહસ્તિ બન્ને જણા બેઠા છે. ત્યાં બાજુમાં એક ચક્રવાકનું જોડલું જોયું. ચક્રવાકી ખૂબજ રડી રહી હતી. પવનંજયે એના મિત્રાને પૂછ્યું કે આ ચક્રવાકી કેમ રડી રહે છે? મિત્ર કહે છે ચક્રવાકી વિરહના દુઃખથી રડે છે. આ પક્ષી આખો દિવસ સાથે હોય અને સાંજ પડે ત્યારે બન્ને વિખૂટા પડે તેથી તે રડે છે. પવનંજય કહે છે માત્ર ૧૨ કલાકના વિયોગ માટે રડવાનું શું હોય? મિત્ર કહે છે કે આટલી પણ જુદાઈ ચક્રવાકી સહન કરી શકતી નથી. પવનંજય કહે છે આ ચક્રવાક તો બિલકુલ નિષ્ફર છે. એને તો રડવું પણ આવતું નથી. પ્રહસ્તિ કહે છે દોસ્ત તારી વાત સાચી છે. પવનંજય કહે છે એણે ચક્રવાકીને સાંત્વન તો આપવું જોઈએ ને? મારાથી આ ચક્રવાકીનું દુઃખ જોવાતું નથી. તું જઈને એકવાર એને સમજાવ! ભલે પણ દોસ્ત તને ખબર છે કયારેક કોઈના શબ્દો શણગારી શકે છે અને કયારેક એ જ શબ્દોથી કોઈના દિલને સળગાવી પણ શકાય
= • ૧૦૩ •
Page #194
--------------------------------------------------------------------------
________________
છે. વાણી સમયસરની શોભે છે.
સમય વિણ શોભે નહીં પરમાત્માનું નામ, વિવાહ ટાણે ગણપતિને મરણ ટાણે રામ.
અવસરોચિત્ત વાણી બોલાવી જોઈએ. તોતડી જીભ ચાલે પણ તોછડી જીભ ન ચાલે. કયારેક માણસના બે શબ્દો ગ્રંથ જેટલું કામ આપી શકે. પ્રહસ્તિ પવનંજયને કહે છે આ ચક્રવાકીની તને વેદના થાય છે ને? પવનંજય કહે છે એકવાર તું એને શાંત કર. પ્રહસ્તિ કહે છે દોસ્ત! મારી એક વાત સાંભળીશ? પવનંજયની નજર પ્રહસ્તિ તરફ મંડાઈ છે. આ વેદના તને ખરેખર બેચેન કરે છે ને? પાછો પ્રહસ્તિ અટકી જાય છે. પવનંજય કહે છે તારે જે કહેવું હોય તે દિલ ખોલીને કહે. અવસર જોઈને પ્રહસ્તિ પવનંજયને કહે છે ૧૨ કલાકના વિયોગના દુઃખથી આ ચક્રવાકી કેટલું રડે છે તો મહેન્દ્રપુરના મહેલમાં ૨૨-૨૨ વર્ષના વિયોગે અંજના કેવી તરફડતી હશે? પ્રહસ્તિની વાત સાંભળી પવનંજય ૨ડી પડ્યો.મરદ માણસ પણ લાગણીના ક્ષેત્રે ઢીલો પડી જાય છે. દરેક વ્યક્તિના ખૂણામાં પ્રેમની ધારા વહેતી હોય છે. એનો જો સ્પર્શ કરતા આવડે તો આજેય પ્રેમની ગંગા વહે. પવનંજય કહે છે હમણાં જ જઈને એની પાસે માફી માંગી આવીએ. પ્રહસ્તિ કાલે જવાની વાત કરતાં પવનંજય કહે છે મારે તો હમણાં જ જવું છે. અણુની ભઠ્ઠી કે વિજળીની ભઠ્ઠીના તાપ કરતાંય પશ્ચાતાપનો અગ્નિ ભયંકર છે. અંતર બળે છે પછી એને પ્રાયશ્ચિતતા પાણી વિના એને ટાઢક મળતી નથી. વિદ્યાધરો હતા એટલે તરત મનની ઈચ્છા પ્રમાણે અંજનાના મહેલમાં પહોંચી ગયા. પ્રહસ્તિ કહે છે અંજના સતીનું જીવન કેવું પવિત્ર છે તે જુઓ. પ્રહસ્તિ બારણે ટકોરા પાડે છે. વસંતા પૂછે છે કોણ છો? જવાબ મળ્યો હું પ્રહસ્તિ છું. અંજના કહે છે આ મહેલમાં આવવાનો અધિકાર પવનંજય સિવાય કોઈનો નથી. પ્રહસ્તિ કહે છે માતા અંજના હું અગત્યના કામે આવ્યો છું. અંજના કહે છે ઘા ઉપર મીઠું છાંટો છો. પ્રહસ્તિ કહે છે હું સાચું જ કહું છું. અંજનાના દેહમાં પણ આનંદ ઉભરાય છે. અંજના વસંતાને કહે છે મારા દેહમાં રોમાંચ થાય છે. એથી કદાચ એ આવ્યા હોય. ત્યાં જ પવનંજય દ૨વાજા પાસે આગળ આવીને બોલે છે મહાસતી અંજના ગુનેગાર પવનંજય તમારા દરબારે માફી માંગવા આવ્યો છે. વસંતા દ૨વાજો ખોલે છે. પવનંજય અંજનાને કહે છે મને માફ કરો. માફી માંગતાય શરમ આવે છે. અંજના કહે છે એક શબ્દ બોલતા નહીં. ૨૨ વર્ષ સુધી દુ:ખ પડ્યું
· ૧૭૪ ·
Page #195
--------------------------------------------------------------------------
________________
તેનું કારણ છું. પવનંજય કહે છે મેં તને તરછોડી, અપમાનિત કરી, માનસિક પરિતાપના આપી. મને માફ કરી દે. તેની આંખો રડે છે. ગંગાના પાણી પાપ ધુએ કે ન ધુએ પણ આંખના પાણી પાપ ધોઈ નાંખશે. આંખમાંથી પાપરૂપી પાણીના ધોધ વહે ત્યારે તન-મન તીર્થ બની જાય. પવનંજય અને અંજનાનો ૨૨ વર્ષ પછી પ્રથમ મેળાપ થયો. સવાર થતા પવનંજય અંજનાને કહે છે હું જાઉં છું. અંજના કહે છે. તમને યુદ્ધમાંથી આવતા મોડું પણ થઈ જાય. તમે તમારા માતા-પિતાને જરા મળી આવો. પવનંજય કહે છે હું તને જ મળવા અહીં આવ્યો છું. અંજના કહે છે તમારા આવ્યાની જાણ તમારા વિડલોને નહીં થાય તો મારી ઉપર જોખમ ઉભું થશે. પવનંજય કહે છે ભાવિમાં એવું કાંઈ થાય તો આ મારી વીટીં બતાવજે. હું યુદ્ધમાંથી આવ્યા બાદ રાજકુમારને રમાડીશ. પુણ્ય જાગે ત્યારે અમાસ પૂનમમાં પલટાઈ જાય છે. પાપ જયારે જાગે છે ત્યારે પૂનમ અમાસમાં બદલાઈ જાય છે. પવનંજય અને પ્રહસ્તિ ત્યાંથી વિદાય લે છે. અંજના વિચારે છે કે હવે મારા દુઃખના દિવસો ગયા. ભાવિની પરિસ્થિતિની અંજના કલ્પના પણ શી રીતે કરી શકે? કર્મના ખેલ સમજવા મુશ્કેલ છે. સમય પસાર થતા એક દિવસ કેતુમતિ અંજના પાસે જાય છે. કેતુમતિની ચકોર નજર છે. બેટા, કાંઈક ગરબડ લાગે છે? અંજના કહે છે આપનો પ્રતાપ છે. કેતુમતિ કહે શી રીતે સંભવી શકે? અંજના કહે છે માતાજી એક દિવસ આપના પુત્ર અહીંયા આવ્યા હતા. અંજનાની વાત ઉપર કેતુમતિને વિશ્વાસ આવતો નથી. અંજનાના શીલ ઉપર કેતુમતિને મનમાં શંકા ઉત્પન્ન થાય છે. શંકાના ઝેર કુટુંબના કેર મચાવી દે છે. કેતુતિ કહે છે મારો પુત્ર આવ્યો હોય અને મને મળ્યા વગર એ ચાલ્યો જાય એ વાત મારા માનવામાં આવતી નથી. અંજના ત્યારે પવનંજયની વીંટી બતાવે છે. અંજના કહે છે મારી માતાને વીંટી બતાવજે તારી ઉપર જરૂર વિશ્વાસ ક૨શે. અંજના કેતુમતિના ખોળામાં માથું મુકીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. ખોળો મળવો મુશ્કેલ છે. એ ખોળે સમર્પિત બની માથું મૂકનાર આજે દુર્લભ છે. કયારેય પણ આશ્રિતને ધુત્કારશો નહીં. કેતુમતિ અંજનાને તિરસ્કારે છે. કર્મના ગણિત કેવા છે.....
બે ચીજો જરૂરી
(૧) પરમાત્મ ભક્તિ, (૨) ગુરૂકૃપાનું બળ
• ૧૫ ·
Page #196
--------------------------------------------------------------------------
________________
-
ज्ञानष्टकम्
मज्जत्यज्ञः किलाज्ञाने, विष्ठायामिव शूकरः ।
ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ||१|| (૨) રૂવ-જેમ શૂર-ડુક્કર વિછીયાન-વિઝામાં મન્નતિ-મગ્ન બને છે (તેમ) અજ્ઞ-અજ્ઞાની વિનં-ખરેખર! મજ્ઞાને-અજ્ઞાનમાં મગ્ન થાય છે) રૂવ- જેમ મત્તિ:-હંસ માન-માન સરોવરમાં નિમન્નતિ-અત્યંત લીન બને છે. (તેમ) જ્ઞાની- જ્ઞાનવંત જ્ઞાને-જ્ઞાનમાં (અતિશયમગ્ન થાય છે.) (૧) જેમ ભૂંડ વિષ્ઠામાં મગ્ન બને છે, તેમ અજ્ઞાની = સ્વપરના વિવેકથી રહિત જીવ ખરેખર અજ્ઞાનમાં = પુદ્ગલદ્રવ્યમાં મશગૂલ બને છે. જેમ હંસ માનસરોવરમાં અત્યંત મશગૂલ બને છે, તેમ જ્ઞાની = સ્વપરના વિવેકવાળો જીવ જ્ઞાનમાં = આત્મસ્વરૂપમાં અતિશય લીન બને છે.
- નિર્વાઇપવમર્શે , માવ્યતે યમ્મુહુર્મુહુઃ |
तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ||२|| (૨) પર્વ એક અપ-પણ નિર્વાણપ-મોક્ષનું સાધન ભૂત પદ મુહુર્ખદુ:વારંવાર મળ્યતે-વિચારાય છે તે –પર્વ-જ જ્ઞાન-જ્ઞાન ડખું-શ્રેષ્ઠ છે. મૂસા-ઘણા જ્ઞાનનો નિર્વસ્થ-આગ્રહ નાસ્તિ- નથી. (૨) મોક્ષના સાધનભૂત એક પણ પદની જે વારંવાર ભાવના (=આગમ અને મૃતયુક્તિથી મનન) થાય તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. ઘણું ભણવાનો આગ્રહ નથી.
સાવધાની - આનો અર્થ એ નથી કે ઘણું ન ભણવું, સમ્યગ્દર્શનાદિ ગુણોની રક્ષા, શુદ્ધિ અને વૃદ્ધિ માટે ઘણું ભણવાની બહુ જરૂર છે. અહીં ઘણું ભણવાનો આગ્રહ નથી એવું કથન ભાવના જ્ઞાનની મહત્તા બતાવવા કરવામાં આવ્યું છે. ભાવનાજ્ઞાનથી જાણેલું જ વાસ્તવિક જાણેલું છે અને ભાવનાજ્ઞાન પૂર્વકની જ ક્રિયા શીધ્ર મોક્ષ આપનારી બને છે. એક પણ પદના ભાવનાજ્ઞાનથી કલ્યાણ થાય છે. આથી જ સામાયિક પદ માત્રની
- - ૧૦૬
Page #197
--------------------------------------------------------------------------
________________
ભાવનાથી=ભાવનાજ્ઞાનથી અનંતા જીવો મોક્ષ પામ્યા છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. ભાવનાજ્ઞાન થોડું હોય તો પણ ઘણું છે, અને તે વિના ઘણું જ્ઞાન પણ પોપટના પાઠરૂપ છે.
- જ્ઞાનના ત્રણ પ્રકાર - શ્રુત, ચિંતા અને ભાવના એમ ત્રણ પ્રકારનું જ્ઞાન છે.
શ્રુતજ્ઞાન ચિંતન-મનન વિના માત્ર શ્રુતથી (સાંભળવાથી કે વાંચવાથી) થયેલું કદાગ્રહ રહિત વાક્યર્થ જ્ઞાન તે શ્રુતજ્ઞાન આ જ્ઞાન કોઠીમાં રહેલા બીજ સમાન છે. જેમ કોઠીમાં પડેલા બીજમાં ફળની શક્તિ રહેલી છે, જો યોગ્ય ભૂમિ આદિ નિમિત્તો મળે તો તેમાંથી ફળ=પાક થાય, તેમ શ્રુતજ્ઞાનમાં ચિંતાજ્ઞાન અને ભાવના જ્ઞાન રૂ૫ ફળ = પાક થવાની શક્તિ રહેલી છે.
શ્રુતજ્ઞાનમાં હિતમાં પ્રવૃત્ત કરાવવાની અને અહિતથી નિવૃત્તિ કરાવવાની શક્તિ નથી. કોઠીમાં પડેલું બીજ જેમ ઉપયોગમાં આવતું નથી, તેમ માત્ર શ્રુતજ્ઞાનથી લાભ (હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ રૂપ લાભ) થતો નથી. આથી જ ધર્મબિંદુમાં શ્રુતજ્ઞાન ઉપરાગ માત્ર છે એમ કહ્યું છે. જેમ જપા પુષ્પના સાંનિધ્યથી સ્ફટિક મણિમાં જપા પુષ્પના રંગનો માત્ર ઉપરાગ થાય છે, પણ મણિ તરૂપ બની જતો નથી. તેમ શ્રુતજ્ઞાનના યોગથી આત્માને મારા બાહ્યબોધ થાય છે. આંતર પરિણતિ થતી નથી. આથી તેનાથી જોયેલ અને જાણેલ અનર્થથી નિવૃત્તિ થતી નથી.
ચિંતાજ્ઞાન - સાંભળ્યા કે વાંચ્યા પછી અત્યંત સૂક્ષ્મ અને સુંદર યુક્તિઓથી ચિંતાવિચારણા કરવાથી થતું મહાવાક્યાર્થજ્ઞાન તે ચિંતાજ્ઞાન. આ જ્ઞાન જલમાં પડેલા તેલના બિંદુ સમાન છે. જેમ તેલબિંદુ જલમાં પ્રસરીને વ્યાપી જાય છે, તેમ આ જ્ઞાન સૂત્રાર્થમાં વ્યાપી જાય છે, અર્થાત્ જે વિષયનું ચિંતાજ્ઞાન થાય છે, તે વિષયનો બોધ સૂક્ષ્મ બને છે.
ભાવનાજ્ઞાન - મહાવાક્યર્થ થયા પછી એ વિષયના તાત્પર્યનું =રહસ્યનું જ્ઞાન તે ભાવનાજ્ઞાન. આ જ્ઞાનના યોગે વિધિ આદિ વિષે અતિશય આદર થાય છે. આ જ્ઞાન જાતિવંત અશુદ્ધ રત્નની કાંતિ સમાન છે. જેમ શ્રેષ્ઠરત્ન અશુદ્ધ (ક્ષાર આદિના પુટપાકથી રહિત) હોવા છતાં અન્યરત્નોથી અધિક દેદીપ્યમાન હોય છે, તેમ ભાવનાજ્ઞાન અશુદ્ધરત્ન સમાન ભવ્ય જીવ કર્મરૂપ મલથી મલિન હોવા છતાં શેષ (મૃતાદિ) જ્ઞાનોથી અધિક પ્રકાશ પાથરે છે. આ જ્ઞાનથી જાણતું જ વાસ્તવિક જાણેલું છે. ક્રિયા પણ આ જ્ઞાનપૂર્વક જ કરવામાં આવે તો જલ્દી મોક્ષ પ્રાપ્ત થાય છે. ભાવના
= • ૧૦૭ •
Page #198
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનથી પદાર્થનું જેવું જ્ઞાન થાય છે તેવું શ્રુતાદિ જ્ઞાનોથી થતું નથી.”
स्वभावलाभसंस्कार-कारणं ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रमतस्त्वन्यत्, तथा चोक्तं महात्मना ||३|| () વાવ-ના-સંર-ાર-સ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણ
નં-જ્ઞાન રૂધ્યતે ઈચ્છાય છે. અતિઃ-એનાથી ૩૧-બીજું તુ-તો ધ્યાધ્યમત્રમ્ -માત્ર બુદ્ધિનું અંધપણું (છે.) ૨-અને તથા-તે પ્રમાણે મહાત્મનામહાપુરુષથી ૩વર્ત-કહેવાયું છે. (૩) જેનાથી આત્મસ્વભાવની પ્રાપ્તિ થાય તેવા સંસ્કારનું (વાસનાનું) કારણ બને તે જ્ઞાન ઈષ્ટ છે. તે સિવાયનું જ્ઞાન બુદ્ધિનો અંધાપો છે. તે જ પ્રમાણે મહાત્મા પતંજલ ઋષિએ કહ્યું છે. અહીં પતંજલ ઋષિને પ્રથમ યોગદષ્ટિની અપેક્ષાએ મહાત્મા તરીકે જણાવેલ છે.
वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा । .
तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ||४|| (૪) નિશિતાન-તત્ત્વના નિર્ણય વિનાના વાદ્દાન-પૂર્વપક્ષને વ-અને પ્રતિવાલાન-ઉત્તર પક્ષને તથા- છ માસ સુધી કંઠશોષ થાય તે પ્રમાણે વર્તકહેનારા ગત- ગમન કરવામાં તિનપત્રિવે-ઘાંચીના બળદની પેઠે તત્ત્વાન્તતત્ત્વના પારને છત-પામતા પર્વ-જ ન-નથી.
મહાત્મા પતંજલ ઋષિનું વચન (૪) અનિર્ધારિત અર્થવાળા પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષને કહેતાં કહેતાં છ માસ સુધી કંઠશોષ કરે, પણ ગતિ કરવામાં ઘાંચીના બળદની પેઠે તત્ત્વનો પાર પામતા નથી.'
स्वद्रव्यगुणपर्याय चर्या वर्या पराऽन्यथा ।
इति दत्तात्मसंतुष्टि-मुष्टिज्ञानस्थितिर्मुनेः ॥५॥ (૬) -દ્રવ્ય -જુન-પર્યાય-વ-પોતાના દ્રવ્ય-ગુણ--પર્યાયમાં પરિણતિવર્યા-શ્રેષ્ઠ (છે) પરી-તેનાથી અન્ય પરિણતિ બન્યથા-શ્રેષ્ઠ નથી તિએમ મને-મુનિની દ્રત્તાત્મ સંતુષ્ટિ આપ્યો છે આત્માનો સંતોષ જેણે એવી પુષ્ટિજ્ઞાનસ્થતિ:--સંક્ષેપમાં રહસ્ય જ્ઞાનની મર્યાદા (છે.)
- ૧૦૮ -
Page #199
--------------------------------------------------------------------------
________________
(૫) પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પોતાના શુદ્ધ જ્ઞાન દર્શન-ચારિત્રાદિ ગુણોમાં અને પોતાના શુદ્ધ વ્યંજન અર્થ પર્યાયમાં રમણતા હિતકર છે. પરાઽન્યથા ૫૨દ્રવ્ય ગુણ પર્યાયમાં રમણતા હિતકર નથી. આ પ્રમાણે મુનિના જ્ઞાનનો સંક્ષેપથી સાર છે, જે મુનિના આત્માને સંતોષ આપે છે.
-
અષ્ટ પ્રવચન માતાથી આરંભી ૧૪ પૂર્વે સુધી મુનિનું શ્રુતજ્ઞાન હોય છે. એ બધા જ્ઞાનનો સંક્ષેપથી સાર શો ? એ પ્રશ્નના ઉત્તરમાં અહીં જણાવ્યું છે કે પોતાના શુદ્ધ આત્મ દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં રમણતા હિતકર છે અને પર દ્રવ્ય ગુણ-પર્યાયમાં ૨મણતા અહિતકર છે. મુનિના શ્રુતજ્ઞાનનો સંક્ષેપથી આ સાર છે. સંક્ષેપથી સારવાળું આ જ્ઞાન મુનિના આત્માને ૫૨મ સંતોષ આપે છે. આથી મુનિ બાહ્ય ભાવોમાં ન ૨મતાં કેવળ સ્વભાવમાં જ રમે છે.
अस्ति चेद् ग्रन्थिभिज्ज्ञान, किं चित्रैस्तन्त्रयन्त्रणैः ? प्रदीपाः क्वोपयुज्यन्ते, तमोध्नीद्दष्टिस्वे चेत् ? ॥६॥ (૬) પેટ્-જોઇિિમજ્ઞાનં-ગ્રંથિભેદથી થયેલું જ્ઞાન અસ્તિ- છે. (તો) વિત્રઅનેક પ્રકારના તન્ત્રયન્ત્રૌ:-શાસ્ત્રનાં બંધનોથી ?િ-શું? વે-જો ષ્ટિઆંખÇ-જ તમોઘ્ની-અંધકારને હણનારી (છે તો) પ્રીવા:-દીવાઓ ત્રક્યાં મુખ્યત્તે ?-ઉપયોગી થાય ?
(૬) જો ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું આત્મપરિણતિવાળું જ્ઞાન છે તો વિવિધ પ્રકારના શાસ્ત્રોના બંધનનું શું કામ છે ? જો દૃષ્ટિ જ અંધકારનો નાશ કરનારી છે તો દીવાઓની શી જરૂર ?
દીપક અંધકાર દૂર કરવાનું સાધન છે. આથી જેની આંખ જ અંધકારનો નાશ કરતી હોય તેને દીપકની જરૂર પડતી નથી. તેમ, શાસ્ત્રો હેય-ઉપાદેયના વિવેક રૂપ (આત્મપરિણતિમત્ ) જ્ઞાનનું સાધન છે. આથી જો ગ્રંથિભેદથી (સમ્યકત્વની પ્રાપ્તિથી) એ જ્ઞાન થઈ જાય તો વિવિધ શાસ્ત્રોની જરૂર પડતી નથી.
લાલબત્તી - આનો અર્થ એ નથી કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી વિવિધ શાસ્ત્રોનું અધ્યયન નકામું છે. સમ્યયગ્દર્શન થયા પછી પણ સમ્યગદર્શનને વધુ શુદ્ધ અને સ્થિર બનાવવા માટે વિવિધ શાસ્ત્રોનું અધ્યયન ઘણું જ જરૂરી છે. અહીં જો ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે તો વિવિધ શાસ્ત્રોનાં બંધનોનું કામ નથી એવું કથન ગ્રંથિભેદથી થતા આત્મપરિણતિમ્ જ્ઞાનની મહત્તા અને ગ્રંથિભેદ વિના થતા વિષય પ્રતિભાસ
• ૧૯ •
Page #200
--------------------------------------------------------------------------
________________
રૂપ જ્ઞાનની નિરર્થકતા બતાવવા કરવામાં આવ્યું છે.
જ્ઞાનના ત્રણ પ્રકાર છે. (૧) વિષય પ્રતિભાસ, (૨) આત્મપરિણતિમત્ અને (૩) તત્ત્વસંવેદન. હેય કે ઉપાદેય વગેરે પ્રકારના વિવેક વિના આ કોઈ વસ્તુ છે અથવા અમુક વસ્તુ છે એ પ્રમાણે માત્ર વિષયનો-વસ્તુનો પ્રતિભાસ જ્ઞાન તે વિષય-પ્રતિભાસ જ્ઞાન. બાળક વિષ આદિને જોઈને આ કોઈ વસ્તુ છે એટલું જ જાણે છે, પણ તે હેય છે કે ઉપાદેય છે ? અર્થાત્ ખાવા લાયક છે કે ખાવા લાયક નથી એ જાણતો નથી. એ પ્રમાણે જેને જાણેલ વસ્તુ-પદાર્થ તાત્વિક દૃષ્ટિએ હેય છે કે ઉપાદેય છે અથવા ઉપેક્ષણીય છે એવો નિર્ણય ન થાય અથવા વિપરીત નિર્ણય થાય, એટલે કે હેય વસ્તુ ઉપાદેય લાગે અને ઉપાદેય હેય લાગે તેનું જ્ઞાન વિષય પ્રતિભાસ રૂપ છે. સમ્યગ્દર્શન રહિત જીવોને આ જ્ઞાન હોય છે. જેનાથી તાત્ત્વિક દષ્ટિએ હેય-ઉપાદેયનો વિવેક થાયતે જ્ઞાન આત્મપરિણતિમમ્ (આત્મપરિણતિવાળું) છે. આ જ્ઞાન સંયમ રહિત સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. જેનાથી તાત્ત્વિક દૃષ્ટિએ હેયોપાદેયના વિવેક ઉપરાંત હેયથી નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિ થાય તે તત્ત્વસંવેદન જ્ઞાન. આ જ્ઞાન મુખ્યતયા વિશુદ્ધ ચારિત્રવાળા સાધુને હોય છે. અભ્યાસના પરિપાકથી ભાવ ચારિત્રની પ્રાપ્તિ થતાં આત્મપરિણતિમત્ જ્ઞાન જ તત્ત્વ સંવેદન રૂપ બની જાય છે. તત્ત્વસંવેદન જ્ઞાન વિના મોક્ષની પ્રાપ્તિ થતી ન હોવાથી આ ત્રણ જ્ઞાનમાં તત્ત્વ સંવેદન જ્ઞાન શ્રેષ્ઠ છે. પણ આત્મપરિણતિમત્ જ્ઞાન વિના તત્ત્વસંવેદન જ્ઞાન ન જ થાય. આ દિષ્ટએ આત્મપરિણતિમત્ જ્ઞાન શ્રેષ્ઠ છે.૧
मिथ्यात्वशैलपक्षच्छिज्ज्ञानदम्भोलिशोभितः । નિર્મય: શવઘોની, નન્વત્યાનનને ||||
(૭) મિથ્યાત્વનૈતપક્ષ‰િ-મિથ્યાત્વ રૂપ પર્વતની પાંખને છેદનાર જ્ઞાનવ્ન્મ્યોતિશોભિત:-જ્ઞાનરૂપ વ્રજથી શોભિત નિર્ભય-ભયથી રહિત ચોળી-યોગવાળો આનન્દ્રનને-આનંદ રૂપ નંદનવનમાં શવત-ઈંદ્રની જેમ નવ્રુતિ-ક્રીડા કરે છે. (૭) મિથ્યાત્વ રૂપ પર્વતની પાંખને છેદનાર, જ્ઞાન રૂપ વ્રજ વડે શોભાયમાન, અને નિર્ભય યોગી આનંદરૂપ નંદનવનમાં ઈંદ્રની જેમ ક્રીડા કરે છે, અર્થાત્ આવા યોગી (સ્વાભાવિક) સુખને અનુભવે છે.
पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्चर्य, ज्ञानमाहुर्मनीषिणः ॥८॥
૧૮૦ •
Page #201
--------------------------------------------------------------------------
________________
(૮) મનીષિ:-પંડિતો જ્ઞાનં-જ્ઞાનને અસમુદ્ર-૩i-સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું પીયૂષમ્-અમૃત અૌષધમ્ ઔષધ વિનાનું રસાયન-જરા અને મરણનો નાશ કરનાર રસાયણ અનન્યાપેક્ષમ્-બીજાની અપેક્ષા વિનાનું પેશ્ચર્યપ્રભુત્વ આદુ:-કહે છે.
(૮) પંડિતો જ્ઞાનને સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું અમૃત, ઔષધ વિનાનું રસાયણ અને અન્યની અપેક્ષા વિનાનું ઐશ્વર્ય કહે છે.
લોકપ્રસિદ્ધ અમૃત સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે. (એવી લોકમાન્યતા છે.) જયારે જ્ઞાન રૂપ અમૃત આત્મામાં જ પ્રગટ થાય છે. લોકપ્રસિદ્ધ રસાયણ માટે ઔષધના પ્રયોગો કરવા પડે છે. જયારે જ્ઞાન રૂપ અમૃત માટે તેવા પ્રયોગો કરવા પડતા નથી. લૌક્કિ ઐશ્વર્ય માટે સંપત્તિ આદિ બાહ્ય સાધનોની અપેક્ષા રહે છે, જયારે જ્ઞાન રૂપ ઐશ્વર્ય માટે તેની જરૂર પડતી નથી.
આપણી સંપત્તિ ક્યાં વપરાય છે? કો'કનું જીવન બચાવવામાં
કો’કના આંસુ લૂછવામાં
કો'કના જીવનને ઉત્સાહસભર બનાવવામાં...
ઉપકારીઓની ભક્તિ કરવામાં...
કમજોરોને સાચવી લેવામાં
આ બધામાં વપરાય તો એ સંપત્તિની વાવણી છે.
અહીં તો વેડફાય છે ચિક્કાર...
વપરાય ઓછી અને વાવવાની વાતમાં ગલ્લાં-તલ્લાં
ખરુંને?
· ૧૮૧ ·
Page #202
--------------------------------------------------------------------------
________________
'જ્ઞાની તો માનસરોવરના હસ જેવા છે...!
સામાન્ય પ્રસંગોમાં જે અસામાન્ય રીતે વર્તે છે તે જ્ઞાની અને
અસામાન્ય પ્રસંગોમાં જે સામાન્ય રીતે વર્તે તે અજ્ઞાની. જ આધ્યાત્મિક જ્ઞાનના માનસરોવરમાં ડૂબકી મારતો હોય તે જ્ઞાની અને
ભૌતિક પદાર્થ તરફ જ આકર્ષણ થાય છે તે અજ્ઞાની. વાસના અને કામના તરફનું આકર્ષણ તે અજ્ઞાની, ઉપાસના અને ભાવના તરફ જે ખેચાય તે જ્ઞાની.
જિંદગીના છેલ્લા ગ્રંથમાં ન્યાયવિશારદ ઉપા. શ્રી યશોવિજયજી જ્ઞાનસારના પાંચમાં અષ્ટકમાં જ્ઞાની અને અજ્ઞાનીનો પાયાનો ભેદ સમજાવે છે. સામાન્ય રીતે જાણકારીના સ્તર ઉપર રાચતો હોય તે જ્ઞાની નથી. સાચા જ્ઞાનીની વ્યાખ્યા બહુ ધ્યાનથી આપણે સાંભળીએ. સાચા જ્ઞાનીનું લક્ષણ શું? એનું આંતરિક આકર્ષણ કયાં હોય? માનસરોવરનો હંસ પોતાની નજર માનસરોવરમાં જ માંડે અને ચાંચ મોતી ઉપર જ મારે. સગુણોની ઋચી અને અધ્યાત્મના પાણી પીએ તે જ સાચો જ્ઞાની છે. હંસ પાસે ઉજજવળતા હોય તેમ જ્ઞાનીઓ પાસે નિર્મળતા હોય.
સામાન્ય પ્રસંગોમાં જે અસામાન્ય રીતે વર્તે તે જ્ઞાની અને અસામાન્ય પ્રસંગમાં પણ જે સામાન્ય રીતે વર્તે તે અજ્ઞાની. ભૂંડનું આકર્ષણ કયાં? અને રાજહંસનું આકર્ષણ કયાં? બન્ને આત્મા છે પણ એકની નજર મોતીના ચારા તરફ અને બીજાની નજર વિઝા ઉપર. સંસારના સુખો સડેલા સફરજન પર લગાડેલા વરખ જેવા છે. બધા બહારથી દેખાવમાં સારા લાગે છે, આકર્ષક લાગે છે પણ અંદર જોવા જેવા નથી. આ જ્ઞાનીની દૃષ્ટિ છે. જ્ઞાનદષ્ટિ નથી ત્યાં સુધી બહારનું સારું દેખાશે. ઉપર રાગ છે અંદર વિરાગ છે.
પ્લેનમાં ઘણા જણા સફર કરી રહ્યા હતા. એક સીટ પર એક જેન્ટલમેન બેઠો હતો. હાથની પાંચેય આંગળીઓમાં હીરાની વીંટીઓ છે. પરફયુમની સુંગધથી આખો કોટ હેંકી રહ્યો છે. ગોલ્ડન ફ્રેમવાળા ચમા છે. ભારે પર્સનાલીટી પડી રહી હતી. એવા માણસની બાજુમાં જેને બેસવા મળ્યું એ ભાઈ પોતાને ધન્ય માને છે. પોતાના નસીબને વખાણે છે. જેન્ટલમેનની બાજુમાં બેસવા મળ્યું એનું ગૌરવ થાય પણ ગુરુદેવની સીટની
= • ૧૮૨ •
Page #203
--------------------------------------------------------------------------
________________
બાજુમાં બેસવા તૈયાર થતા નથી. આ જેન્ટલમેન સાથે બાજુમાં બેસેલા ભાઈ વાતે વળગ્યા. વાતોનો રંગ જામ્યો છે. અચાનક પેલા ભાઈને હાથમાં ખંજવાળ આવતા પેલા જેન્ટલમેને પોતાના કોટની બાય થોડી ઉંચી કરી ખંજવાળવાનું શરૂ કર્યું. ત્યાં બાજુમાં બેઠેલા ભાઈની નજર આ જેન્ટલમેનના હાથ પર ગઈ. અરે! આ માણસને તો રક્તપિત્ત થયેલું છે. શરીર કોઢથી ઘેરાયેલ છે. આ તો રોગીષ્ટ છે. તરત એ ભાઈ ઉભા થઈ ગયા. પેલા જેન્ટલમેનને કહે છે જસ્ટ જરા એક મિનિટમાં આવું! ભાઈ ઉઠીને ગયા તે ગયા પાછા એ સીટ પર બેસવા ન આવ્યા. એક મિનિટમાં શું થઈ ગયું? આટલો સમય એ ભાઈની નજર જેન્ટલમેનના કોટના શણગાર પર હતી. પણ એ નજર જયારે કોટની અંદર ગઈ ત્યારે .જ્ઞાનીઓ કહે છે. બહારના દેહના દેખાતા ભભકાઓ જોઈને મોહાઈ ન જાઓ. અંદરને જોતા શીખો. આજે ખાધેલી ભાખરવડી કે રસમલાઈ ૨-૩ કલાકે પાછી પેટની બહાર આવે તો? જોવી પણ ન ગમે. કોઈપણ પ્રવૃત્તિને અંદરથી જુઓ. આંતરિક અને બાહ્ય દુનિયાના માપદંડ જુદા છે. જગતના જીવો છે રાગી, શ્રાવકો છે વૈરાગી, ગુરુ મળ્યા છે ત્યાગી, ભગવાન છે વિતરાગી ને ધર્મ મળ્યો છે ગુણાનુરાગી. જેને આટલું બધું મળી જાય એ છે બડભાગી. જ્ઞાનીઓ કહે છે શરીર ઉપરની રૂપાળી ચામડી એ શરીર પર લગાડેલું સ્ટેનલેસ સ્ટીલનું ઢાંકણું છે. ખરાબમાં ખરાબ આ શરીરની મિલ છે. આ શરીરની મિલમાં મોં બગાડવા જેવું નથી. આત્મા જ્ઞાની બને એટલે શું બદલાય? ઘર,નગર, પહેરવેશ એ બધા બદલાય...? ના. જ્ઞાની આત્માનું આકર્ષણ બદલાય..પરિણતિ બદલાય એ જ્ઞાનનું સાચું ફળ છે. ગઈકાલ સુધી એના મનમાં રહેલ દષ્ટિકોણો બદલાઈ જાય. બાહ્ય દુનિયામાં ફરક ન પડે પરંતુ એની અંતરંગ દુનિયામાં ફરક પડી જ જાય. જ્ઞાનીની વૃત્તિ-પ્રવૃત્તિઓનું પરિમાર્જન થઈ જાય. દષ્ટિમાં તેજસ્વિતા પ્રગટી જાય જ્ઞાની આત્માનું આકર્ષણ સગુણો તરફ જ હોય. સારા તરફ જ હોય. ઉપાસના અને ભાવના તરફ જે ખેંચાય તે જ્ઞાની અને વાસના કામના તરફ જે ખેંચાયા તે અજ્ઞાની. જ્ઞાની હોય એની પ્રવૃત્તિઓનું પરિમાર્જન થાય કે ન થાય પણ વૃત્તિઓનું પરિમાર્જન તો થઈ જ જાય. મૃગાવતીને કેવળજ્ઞાન થયું ત્યારે એમનો સંથારો નહોતો બદલાયો પણ એમની વિચારધારા બદલાઈ હતી.
એક આચાર્ય ભગવંતની વૈયાવચ્ચભક્તિ એક પરમ જ્ઞાની આત્મા કરી રહ્યા છે. રૂડી રીતે સેવા કરે છે. એકવાર વરસતા વરસાદમાં ગુરુદેવ માટે ગોચરી લાવ્યા. વરસતા વરસતા ગોચરી શી રીતે જવાય? એમ જયારે
= • ૧૮૩ •
Page #204
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવે પૂછયું ત્યારે ભક્તિમાં મસ્ત બનેલા મહાત્માએ કહ્યું કે હું અચિત્ત વરસાદ પડતો હતો ત્યાંથી જ ગોચરી વહોરી લાવ્યો છું. આપને સચિત્ત અચિત્તની ખબર શી રીતે પડે? એ વખતે એ ત્યાગી મહાત્માએ કહ્યું કે આપની કૃપાથી. તમને કોઈ જ્ઞાન થયું છે? આપની કૃપાથી...પ્રતિપાતી કે અપ્રતિપાતી, કામચલાઉ કે કાયમી? ત્યારે એમણે કહ્યું ગુરુદેવ આપની કૃપાથી અપ્રતિપાતી. આચાર્ય ભગવંત તરત ઉભા થઈ ગયા. હાથ જોડીને કહે છે મને માફ કરો. મે કેવલજ્ઞાનીની ઘોર આશાતના કરી. ગુરુ રહ્યા છબસ્થ પણ વિનય કરે ભગવાન. જ્ઞાની કયારેય પોતાના મુખેથી કહે નહીં ” કે મને જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ શાસનમાં કેવલજ્ઞાની પણ છઘસ્થની સેવા કરે એ જ જિનશાસનની બલિહારી છે. ગુરૂભગવંત એમને હાથ જોડી નમસ્કાર કરે છે અને પોતાને ધિક્કારે છે. જ્ઞાની આત્મા સંસારમાં રહીને કર્મના ભૂક્કા બોલાવતા હોય છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કેટલાય કર્મો ખપાવી દે છે. કાજળના ઘરમાં રહેવું અને ડાઘ ન લાગે એ શક્ય નથી પણ આધ્યાત્મિક દુનિયાના જ્ઞાની પુરુષો પાપ વચ્ચે હોવા છતાં પાપથી લેપાતા નથી. ગુજરાતના એક ચારણ કવિએ લખ્યું છે – સંસારમેં રહો તો ઐસે રહો, ક્યું જીભ રહે મુખમાંહી. ખાવત દૂધ-ઘી, પર રહત ચીકની નાહી. ખાધા પછી જીભને ચણાના લોટથી કે ગરમ પાણીથી સાફ કરો છો. ના. બસ જ્ઞાનીઓ કહે છે કે સંસારમાં હે જીવ! તું જીભની જેમ રહેજે. તારા જીવનમાં ચીકાશ નહીં લાગે તો ફિકાશ નહીં આવે અને ઝડપી આત્મવિકાસ થશે. વિનાશનો સ્વભાવ અવિનાશમાં પલટાઈ જશે. આચાર્ય ભગવંતને પણ એ પશ્ચાતાપની ધારાએ કેવળજ્ઞાન અપાવી દીધું. સાધનાના ક્ષેત્રે કદાચ પાછળ રહી જવાય પણ ભાવનાના ક્ષેત્રે તો પાછળ નથી જ રહેવું એવું નક્કી કરો. ધ્યાન તો ઉચું જ રાખવાનું છે. રોજ નવકારશી કરનારનો ભાવ તો અણાહારી બનવાનો જ હોવો જોઈએ. થોડુંક પણ મોક્ષનું ચિંતન કરાવે તો એ શ્રેષ્ઠ જ્ઞાન છે. જે જ્ઞાન મોહનીયનો ક્ષય કરાવે તે જ્ઞાન શ્રેષ્ઠ છે. પદાર્થને છોડી જેની પરિણતિ પદાર્થના બોધ તરફ હોય એ જ્ઞાની છે. જ્ઞાની માણસ શાંત રહી શકે છે.
અહીં કેતુમતિ અંજનાનો તિરસ્કાર કરે છે. કહે છે આજે મારી ભ્રમણા દૂર થઈ ગઈ. પવનંજયે તો તને પહેલેથી ઓળખી લીધી. આજે મને સમજાયું કે તું કુલટા છો. તારા લક્ષણ સારા નથી. કઠોર વચનોથી પ્રહાર કરી કેતુમતિ પોતાના પતિ પાસે ગઈ અને કહે છે, આજે તમારી ૭ર પેઢીને કલંક લાગ્યું છે. કેતુમતિ બધી વાત કરે છે. રાજા અંજનાને બોલાવે છે.
= • ૧૮૪ •
Page #205
--------------------------------------------------------------------------
________________
અંજનાને જોતા જ રાજા આંખ દબાવે છે. રાજા કહે છે એ કાળમુખીને એના બાપના ઘરે મૂકી આવો. રાજાનો આદેશ સાંભળી મંત્રી કહે છે એકવાર અંજનાનો બચાવ તો સાંભળી લો. એક કામ કરો પવનંજય આવે ત્યાં સુધી રાહ જુઓ. કર્મોદય જાગે ત્યારે સજ્જનોની સલાહ પણ કામ આવતી નથી. આમ અંજનાને વીંટી કામ ન આવી. રાજાએ કડક શબ્દોમાં આજ્ઞા ફરમાવી કે આ કુલટાને મહેન્દ્રપુરમાંથી દેશનિકાલ કરો. અંજના અને વસંતાને રથમાં બેસાડવામાં આવ્યા. નગરમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ. રાજમાર્ગ ઉપરથી રથ પસાર થાય છે. બધા લોકો પૂછે છે. કોઈક કવિએ કહ્યું છે -
સારા દિવસો મહી સલામ કરી જે ઝૂકી જાય, માઠા દિવસોમાં એ જ સામે ઘૂંકી જાય છે. કોઈ કહે છે પડછાયો સાથે ના છોડે કોઈ દિ.
અંધારે પડછાયો પણ સાથ છોડી જાય છે.
અંજના જુએ છે કે આજે નગરવાસીઓ પણ મારી પર તિરસ્કાર વરસાવી રહ્યા છે. હું નિર્દોષ હોવા છતાં ગુનેગાર સાબિત થાઉં છું. આમાં મારા કર્મોનો દોષ છે. સુખના દહાડાની કલ્પનામાં હું ખોવાઈ ગઈ હતી. ત્યાં અચાનક અકાલ્પનિક દુઃખ આવી ચડ્યું. સાસુ-સસરાએ મારી વાત ન માની પણ મારા ભાઈને સમાચાર મળશે તો એ દોડીને આવશે. સ્વજનોને યાદ કરી અંજનાની આંખમાં આંસુ છલકાયા. રથ પિતાજીના નગરમાં પાદરે આવી પહોંચ્યો. અંજના પોતાના પિતાને સમાચાર મોકલે છે. પિતા-ભાઈ હમણાં મને લેવા આવશે એવી કલ્પનામાં અંજના રાહ જોઈ રહી છે.
જીવનમાં કોઈપણ પરિસ્થિતિ સર્જાય ત્યારે મનઃસ્થિતિને કાબુમાં રાખો. કોઈપણ ઘટના બને છે તે મારા કર્મોને કારણે જ છે, આવી શુભ વિચારણાથી આનંદના દીવડા પ્રગટશે. કર્મોનો દોષ છે, બીજી પર રોષ કરવાથી શું વળે? આ જ્ઞાનદષ્ટિ જાગવી જરૂરી છે. જે સમજશક્તિ કેળવે છે કે કેટલાય પાપકર્મોમાંથી નિર્જરા સાધી લે છે. જ્ઞાની અને અજ્ઞાનીના ભેદ સાંભળી સગુણ તરફનું આકર્ષણ વધારી દેજો. હલકી અને ક્ષુલ્લક વાતોમાંથી ચિત્તને પાછું વાળ.
• ૧૮૫ •
=
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રાસંગિક પ્રવચન
કવિ ધનપાળે પરમાત્માની સમક્ષ પ્રાર્થના કરી છે કે હું ભગવાન બનું એના કરતા હું તારો ભક્ત બની રહું એ જ મારી ભાવના છે. ભગવાન બની ગયા પછી તારા ગુણ ગાઈ ન શકાય. તારા ખોળામાં નાચવાનું સૌભાગ્ય ટકી રહે એટલું જ જોઈએ. ભક્ત બની રહેવામાં જ મજા છે. ભક્ત ભગવાનની ભક્તિને ખાતર મોક્ષ છોડી દેવા તૈયાર થાય છે.
મુંબઈ ગોડીજી દેરાસરે રોજ ભવ્યતાથી પૂજા કરનારા ગિરીષભાઈએ એવી ટેક કરી કે જેટલી કમાણી થાય તેના ૨૫ ટકા પરમાત્માની ભક્તિમાં વાપરવા. ભક્તિમાં ગાંડા બનવાની પણ એક કક્ષા છે. જ્ઞાનીઓએ ચાર પ્રકારના જીવોનું વર્ણન કર્યું છે.
(૧) જોઈએ છે એવા... (૨) આપવું નથી એવા... (૩) છે જ નહિ એવા...
(૪) જોઈતું નથી એવા...
આ ચારમાં સમ્રાટમાં સમ્રાટ જો કોઈ હોય તો તે ‘જોઈતું નથી’ એવા છે. દેવપાળ રાવણ પૂર્ણિયો ઈત્યાદિ આત્માઓ ‘જોઈતું નથી’ એવી ટેકવાળા હતા તેથી તેમનામાં ધર્મની ખુમારી હતી. ‘જોઈએ છે’ તે ગુલામ છે. કોઈને દૂધ પીવું હોય તો એમ કહેશે કે દૂધ જોઈએ છે. ગ૨મ જોઈએ, સાકરવાળું જોઈએ, કેસ૨વાળું જોઈએ, જૂના ગ્લાસમાં નહીં પણ નવા ગ્લાસમાં જોઈએ, આદર સત્કારથી જોઈએ...આ છે ‘જોઈએ'ની રામાયણ...!
બીજો માણસ આવે છે. એ કહે મારે ઉપવાસ છે તેથી નથી જોઈતું. ભોગનો ભિખારી જયાં જાય ત્યાં દુ:ખી અને ત્યાગનો પૂજારી જ્યાં જાય ત્યાં સુખી. પવનના વાવાઝોડાની વચ્ચે તમારે તમારો દીવો ટકાવવાનો છે. આ વાવાઝોડામાં હું બચી જાઉં તેથી કાળજી ખૂબ કરજો.
શરીર સાથે શરીરનું જોડાણ છે તે વાસના છે.
મન સાથે મનનું જોડાણ એ પ્રેમ છે.
આત્મા સાથે આત્માનું જોડાણ તે ભક્તિ છે.
પાના નબળા મળ્યા છે પણ જો રમતા આવડે તો જીત નિશ્ચિત થઈ શકે છે. પાના મળે છે પુણ્યથી અને રમવાનું છે પુરુષાર્થથી.
• ૧૮૬
Page #207
--------------------------------------------------------------------------
________________
વિવેકાનંદ જેનું નાનપણનું નામ નરેન્દ્ર હતું તે પરદેશ જઈ રહ્યો છે. મા પાસે આશિષ લેવા આવ્યો છે. માતા વિચારે છે કે આ છોકરો પરદેશમાં રહીને આપણી સંસ્કૃતિને બરાબર વફાદાર રહેશે કે નહિ? તેની ખાત્રી કરી લઉં. એટલે તેણે નરેન્દ્રને કહ્યું મારું એક કામ કરીશ? તો નરેન્દ્ર કહે છે બોલ મા શું કામ છે? બેટા! બાજુના રૂમમાં શાક સમારવાની છરી પડી છે તે જરા લઈ આવીશ? માતા-પિતાની આજ્ઞા માટે બુદ્ધિ ન દોડાવો. નરેન્દ્ર તરત રસોડામાં જઈ છરી લાવી માતાના હાથમાં આપી દીધી ત્યારે મા કહે છે બેટા! તારા પર હાથ નહિ મૂકું તો પણ ચાલશે તારો વિજય થશે. આથી નરેન્દ્ર વિસ્મયથી માતાને પૂછે છે આપ આમ કેમ બોલો છો? તેની માએ કહ્યું, છરીનો અણીદાર ભાગ તે તારી તરફ રાખીને લાકડાનો ભાગ તે મને આપ્યો એનો મતલબ એ કે દરેકની પ્રવૃત્તિમાં તું બીજાની ચિંતા કરીશ અને એ જ કારણથી તું બધે ફાંવીશ. હાલનું શિક્ષણ છે આવું? આવા સંસ્કારો છે? અત્યારે તો બાપનો પ્રેમ નથી અને માતાનું વાત્સલ્ય નથી ત્યાં પરમાત્માનો અનુગ્રહ કયાંથી મેળવી શકે?
કરૂણતા છે તમારા જીવનની અને મૂર્ખામી છે તમારા મનની... દરેક સ્થળે અને દરેક પળે એને જગત પાસેથી કાંઈક ને કાંઈક મેળવતા જ રહેવું છે અને કોઈપણ સ્થળે અને કોઈપણ પળે સામેથી આપવાની ઈચ્છા થતી નથી. આ વૃત્તિ કેવી કહેવી? ભિખારીપણાની કે લૂંટારૂપણાની?
= • ૧૮૦ •
Page #208
--------------------------------------------------------------------------
________________
' સ્થાન કયાં? ધ્યાન કર્યા? પદાર્થને છોડી જેની આંતરિક પરિણતિ પદાર્થના બોધ તરફ હોય તે જ્ઞાની. પ્રોબ્લેમ વગરની જિંદગી નથી પણ તેમાંય પ્રસન્નતા ટકાવી રાખી શકે તે ધર્મી. જ્ઞાન, વૈરાગ્યનો ઉઘાડ એ ચિત્તની હંસવૃત્તિ છે. અજ્ઞાન અને રાગ એ ચિત્તની કુંડવૃત્તિ છે. અધર્મના સ્થાનમાં પણ સાવધાન આત્મા સંવર ધર્મ આચરી શકે છે.
ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ જ્ઞાનસારના જ્ઞાનાષ્ટકમાં જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ સમજાવી રહ્યા છે. લોકોત્તર જ્ઞાનીની વ્યાખ્યા આગળ લૌકિક જ્ઞાનીની વ્યાખ્યા અર્થહીન બની જાય છે. મૌલિક ચિંતન આપતા જણાવે છે કે પદાર્થનું આકર્ષણ છોડી તેનું ચિંતન પદાર્થની પરિણતિ તરફ હોય. જ્ઞાનીને પદાર્થમાંથી મળતો બોધ મહત્ત્વનો લાગે. પદાર્થના પેકિંગ ઉપર તેમની નજર ન હોય. રાજહંસનું આકર્ષણ માનસરોવર સિવાય બીજે કયાંય ન હોય. જયારે ભુંડને સ્ફટીકની શિલા ઉપર કે રાજમહેલમાં બેસાડવામાં આવે તો પણ તેની નજર વિષ્ટા તરફ જ હોય. પદાર્થના ગંદવાડની જયારે માંડવાળ થાય છે ત્યારે જ પદાર્થના સ્વભાવનું ચિંતન થાય છે. પ્રવૃત્તિમાં ફરક ન થાય ત્યાં સુધી વૃત્તિઓનું પરિમાર્જન કરતા રહો. વ્યાખ્યાનમાં દુકાનની યાદ જરૂર આવી જાય પણ દુકાનમાં વ્યાખ્યાનની યાદ કેટલી આવે? પ્રભુનો શ્રાવક ધર્મની પ્રવૃત્તિમાં કદાચ પાછો પડે પણ વૃત્તિધર્મથી તો આગળ જ હોય. અકબર બીરબલની વાત વાંચવામાં આવેલી. રાજા અકબરને એકવાર બીરબલની હાંસી ઉડાવવાનું મન થયું. બીરબલ રાજસભામાં આવ્યો ત્યારે રાજદરબારીઓની વચ્ચે રાજાએ બીરબલને કહ્યું, મને આજે સપનામાં તારી યાદ આવી. મને રાત્રો એક સપનું આવ્યું પણ જવા દે એ કહેવા જેવું નથી. બીરબલ કહે જહાપનાહ સંભળાવો. રાજા કહે છે, બીરબલ તું સાંભળીને નારાજ થઈ જઈશ. તારી ખુશી ચાલી જશે. બીરબલ કહે છે સપનું આવ્યું જ છે તો કહી દો. અકબર કહે છે સપનાની દુનિયા ખૂબ અલગ અલગ હોય છે. ન્યારી હોય છે. આજે
- ૧૮૮
Page #209
--------------------------------------------------------------------------
________________
રાત્રે જયારે હું સૂતો હતો ત્યારે સપનામાં આપણે બન્ને ઘોડા ઉપર બેસી નગરની બહાર ફરવા માટે નીકળ્યા છીએ. નગર છોડી આપણે દૂર દૂર નીકળી ગયા છીએ. આપણા બન્નેના ઘોડા એકબીજા સાથે ટકરાયા. દરબારીઓ રાજાની વાત સાંભળવા ઉત્સુક બન્યા છે. ઘોડા ટકરાતા આપણે બન્ને ઘોડા ઉપરથી નીચે પડી ગયા. આટલું કહેતા તો રાજા કહે છે બીરબલ આ તો સપનાની દુનિયાની વાત છે. તું ખોટું ન લગાડતો હોં! બીરબલ કહે છે એમાં શું? અકબર કહે છે હું જે બાજુ પડ્યો એ બાજુ અત્તરનો કુંડ હતો ને તું જયાં પડ્યો ત્યાં વિષ્ટાનો કુંડ હતો. અકબર કહે છે એ વખતે મારું ચાલત તો આપણે બન્ને અત્તરના કુંડમાં પડત. ત્યારે બીરબલ કહે છે મારું ચાલત તો આપણે પડત જ નહીં. સંસારમાં રહીને પણ ધર્મ કરી શકાય છે એ બોલવું નકામું છે કારણ કે અવિરતિના પાપો દરેક સંસારીના લલાટે લખાયેલા જ હોય છે. સંસારી માણસના કરેલા માસક્ષમણથી સાધુની નવકારશી વધી જાય છે. સંસારીઓને ખોટનો ધંધો વધારે હોય છે. એક માણસ મહિને ૫૦ લાખ કમાય અને ૭૦ લાખની ખોટ ઉભી કરે અને બીજો માણસ રોજના ૫૦ હજાર કમાય છે પણ ખોટ થાય એવું કશું જ કરતો નથી. આ બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ? જ્ઞાનીઓ કહે છે કે આંતરિક દુનિયાની વિચારધારા મહાન હોય છે. શ્રાવક ભલે તળેટીમાં બેઠો હોય છતાં એના અંતરમાં દાદાને ભેટવાની તમન્ના રહેલી હોય છે. દરજીના કપડા એ શરીર પર ધારણ કરતાં મન પ્રભુનો પવિત્ર વેશ મેળવવા ઝંખતો હોય છે. જ્ઞાનીની દષ્ટિમાં પદાર્થ પ્રત્યેના મૂલ્યાંકનો જુદા હોય છે. જ્ઞાનીઓ કહે છે આંખનો અંધાપો જુદો અને હૃદયનો અંધાપો જુદો હોય છે. હૃદયનો અંધાપો એ ગંદવાડ હોય છે. આધ્યાત્મિક દુનિયામાં હૃદયનો અંધાપો દૂર થાય તો સાચી તંદુરસ્તી પ્રાપ્ત થાય. અકબર રાજાની વાત સાંભળીને બધાને મજા આવી ગઈ. કોઈકનું નુકશાન જોઈને પણ ઘણાને આનંદ થાય. ડાહ્યાની ભૂલ ગાંડા માટે મહોત્સવ બની જાય. જયારે આખી સૃષ્ટિ વસંતના આગમનથી ખીલી ઉઠે છે પણ ત્યારે જવાશા નામની વનસ્પતિ ઈર્ષ્યાથી સુકાઈ જાય છે. આધ્યાત્મિક દુનિયામાં સ્થાન કરતા ધ્યાનનું મહત્વ વધારે છે. લગ્નની ચોરી અને રાજગાદી ઉપર પણ ધ્યાન બદલાતા કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. મનના પરિણામ ઉપર કર્મબંધ થાય છે. જેટલા હેતુઓ સંસારમાં છે તેટલા હેતુઓ મોક્ષના પણ છે.
એક માણસ તાજમહેલ પાસેથી પસાર થયો. તાજમહેલ જોઈ એ વિચાર કરે છે – શાહજહાંને મુમતાઝ ઉપર કેટલો પ્રેમ હશે કે એની યાદમાં
• ૧૮૯ ,
Page #210
--------------------------------------------------------------------------
________________
આવો સુંદર તાજમહેલ બનાવ્યો. પ્રેમના અમર પ્રતિક તરીકે તાજમહેલ બનાવનાર શિલ્પીના હાથમાં ગજબની કમાલ છે. કેટલું સુંદર એણે બનાવ્યું. જાણે ધવલ આરસની અદૂભૂત ઈમારત! તાજમહેલ પાસેથી એક સંત પસાર થાય છે એ વિચારે છે એક સ્ત્રી ચાલી ગઈ એની પાછળ રાજાએ આ તાજમહેલ બનાવ્યો. આનું નામ મોહ! રાગ કેટલો ભયંકર છે! રે રાગ! આ બધા તારા તોફાન છે. તાજમહેલ તો એનો એ જ હતો. ફરક કયાં પડ્યો? જ્ઞાની આત્મા અધર્મના સ્થાને પણ સંવર ધર્મ આચરી શકે છે અને કેટલાક ધર્મના સ્થાનમાં પણ સંવરને બદલે આશ્રવ અપનાવે છે. શંખેશ્વરમાં કે શત્રુંજયમાં પૂજાની થાળીમાં પણ ધમાલ થઈ જાય છે. નાના સ્ટેશન પર ગાડી અટકી જાય છે માટે લક્ષ સુધી પહોંચાતું નથી. તીર્થોમાં કે જિનાલયોમાં જયાં કર્મ ખપાવવાના હતા ત્યાં નવા કર્મોને આવકાર્યા. હે જીવ! તારું કોઈ પણ સ્થાનની અંદર ધ્યાન ન બગડવું જોઈએ. તમારું ધ્યાન શ્રેષ્ઠ કક્ષાનું રાખો. શ્રાવકજીવનમાં ખુમારી અને ખમીર તો હોવું જ જોઈએ. ખુમારીની અંદર નિર્માલ્ય ન બનો. પરમાત્માનું શાસન પામ્યા પછી ખુમારી-ખમીરી અને અંતરની અમીરી જો ઓછી થાય તો તેના જેવી ગરીબી બીજી કોઈ નથી. ભલે બેઠા હોઈએ તળેટીમાં પણ અરમાનો તો શિખરને અડે એવા ઊચા જ હોવા જોઈએ.
બધા દરબારીઓ હસતા હસતા કહે છે ખરેખર! રાજાએ સુંદર સપનું જોયું. બીરબલની વિઝાની વાત સાંભળી બધા જ હસવા લાગ્યા. ખુશામતખોરો તે આનું નામ! ખુશામતીયા જેટલું નુકશાન કરે એટલું તો દુશ્મનો પણ નથી કરતા. ખુશામતખોરો સામી છાતીએ આવે છે અને પીઠ પાછળ ઘા કરે છે. ખુશામતખોરો અને ખીસ્સાકાતરુ વચ્ચે ખાસ ફરક નથી. એક ગજવું ખાલી કરે છે બીજો માણસને ખાલી કરે છે. અકબર રાજા ફૂલ્યો નથી સમાતો. એ વિચારે છે કે આજે બીરબલને બરાબરનો ઉલ્લુ બનાવ્યો. બુદ્ધિશાળી માણસના જવાબની સૌને ઉત્કંઠા હોય છે. બધાની નજર બીરબલના મોઢા તરફ છે. રાજાનું સપનું સાંભળી બીરબલે કહ્યું, જહાંપનાહ કયાં કહું? મેં પણ તમારા જેવું જ સપનું જોયું. બીરબલની વાત સાંભળી બધા હસવા લાગ્યા. બીરબલ કહે છે રાજાજી, તમારા સપનાથી મારું સપનું જરાક મોટું હતું. તમારા સપનાથી મારું સપનું જરાક આગળ ચાલ્યું. અકબરના ચાર કાન થઈ ગયા. રાજા વિચારે છે કે બીરબલ નક્કી કંઈક ગરબડ કરશે. મેચની અંદર પણ છેલ્લો દાવ ઘણો નિર્ણાયક પુરવાર થતો હોય છે. અકબર ભગવાનને યાદ કરે છે. સમય આવે ત્યારે બધા ભગવાનને
Page #211
--------------------------------------------------------------------------
________________
યાદ કરે છે. આ બીરબલને સારી સમજણ આપજો એવી પ્રાર્થના અકબર કરે છે. દરેક પ્રોબ્લેમમાં પણ જેની પ્રસન્નતા ટકી રહે તે ધર્મી. જ્ઞાનીઓ કહે છે કર્મની બાજી જ એવી છે. રાજી-નારાજી તો થવાની જ છે. તેથી હે જીવ! રાજી-નારાજી કયાં સિવાય પાપની તારાજી થઈ જાય એવા ધર્મધ્યાનમાં લાગી જા.
આ બાજુ અકબર વિચારે છે કે બીરબલ બુદ્ધિથી કાંઈ અવળું ન કરે તો સારું. બીરબલ કહે છે રાજન, તમે અત્તરના ખાડામાં પડ્યા ને હું વિષ્ટાના ખાડામાં પડ્યો આટલું તો સપનું તમારું ને મારું સરખું રહ્યું પણ બાદશાહ જવા દો સપનાની વાત જ ન્યારી હોય છે. બાદશાહ કહે છે બીરબલ જણાવી દે પછી શું થયું? બિરબલ કહે છે આપણે બન્ને પોતપોતાના ખાડામાંથી બહાર નીકળ્યા. એકબીજાને એકબીજા પર સ્નેહ ઉભરાયો. તમે મને ચાટવા લાગ્યા હું તમને ચાટવા લાગ્યો. બીરબલની આ વાત સાંભળી રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. બીરબલ કહે છે જહાંપનાહ! યહ તો સપનોની દુનિયા હોતી હૈ. હવે આ બેમાંથી હસવાપાત્ર કોણ? આખરે શ્રેષ્ઠતા કોને ફાળે ગઈ? આજે અહીંથી ઉઠતા પહેલા સમજી જાઓ. આ સંસારમાં જ્ઞાની-અજ્ઞાની શું ચાટે છે? આપણને સ્થાન અને સમય તો શ્રેષ્ઠ મળ્યા છે. હવે સાચી સમજણ કેળવી લો તો બેડો પાર થઈ જશે. સ્થાન નીચું હોય તો ચલાવી લેજો પરંતુ ધ્યાન તો ઊચુ જ રાખજો. વાંકુ પણ જ્ઞાન મોક્ષમાર્ગનું ચિંતન કરાવે તો શ્રેષ્ઠ જ્ઞાન છે. જ્ઞાન કેટલું ભણ્યા એ મહત્વનું નથી. જ્ઞાનવરણીયના ક્ષયોપશમથી કોઈ ૫-૧૦-૨૫-૫૦ ગાથા ગોખી લે પણ એનાથી નિર્વાણ પદ પ્રાપ્ત થતું નથી. જે જ્ઞાન મોહનીય કર્મનો ક્ષય કરાવે તે શ્રેષ્ઠ જ્ઞાન છે. કારણકે મોહનીય કર્મના ક્ષયથી જ આત્માનું કલ્યાણ થઈ જાય છે. એક પદનું પણ ચિંતન થઈ જાય તો કામ થઈ જાય. આપણી પ્રવૃત્તિ હંસ જેવી બને અને હંસ જેવા આપણે બનીએ. અંતે આંતરિક પદાર્થ તરફથી ઉઠીને પ્રભુ તરફ આપણું આકર્ષણ વધારીએ. પદાર્થ, પાત્ર, વ્યક્તિ, પ્રસંગ આ બધામાંથી બોધ પ્રાપ્ત કરી શોધ કરી સાચી સમજણ કેળવીએ..
• ૧૯૧
૦
Page #212
--------------------------------------------------------------------------
________________
'એક વાક્ય જીવન અજવાળું આ મોહ ચિંતા કરાવે, ધર્મ ચિંતન કરાવે. આ વૃત્તિના કંટ્રોલની પ્રોસેસ એનું નામ નિયમ.
ધર્મી માણસની વય વધે તેમ વ્રત વધે. ધર્મમાં લય વધે ને તેના પ્રલય ઘટે. આ મહાગ્રંથો કયારેય જે ન આપે તે કયારેક એક પદ આપી દે.
જે જ્ઞાન સમીપમાં લઈ જાય, નિર્વાણ પદનો પ્રવાસી બનાવે એવા જ્ઞાનનું નાનકડું પદ મહત્ત્વનું છે. જે પદનું રટણ નિર્વાણના પંથ સુધી લઈ જાય તે પદ મહાન છે. મહાન એવા ગ્રંથોને કંઠસ્થ કર્યા પછી પણ નિર્વાણ પદની સાધના થતી ન હોય તો તે સાચું જ્ઞાન નથી. કંઠસ્થ જ્ઞાન પર હૃદયસ્થ જ્ઞાન બને તો પ્રવાસી નિર્વાણપદ પ્રાપ્ત કરી શકે. શ્રુતજ્ઞાનથી કદાચ વિવાદવિખવાદ સંભવે પણ ભાવના જ્ઞાનથી સંવાદ જળવાય. જેનાથી મોહનીયકર્મનો ક્ષય થાય, આત્મદ્રવ્ય શુદ્ધ થાય, મન સ્થિર બને તે ભાવનાજ્ઞાન. જ્ઞાનની પ્રાપ્તિ તો ઘણાંને થાય છે. પણ પરિણતી તો લાખન મેં એક હોતી હૈ. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે પરિણતિ એ આભ્યતર દુનિયાનો સંદેશો છે. જીભ અને મગજમાં આવેલું જ્ઞાન એ પ્રાપ્તિ છે અને હૃદયમાં આવેલું જ્ઞાન એ નિષ્પતિ છે. જીવનમાં ભાવના જ્ઞાન પ્રગટે તો નમ્રતા, સમતા, ઉદારતા આવે છે. જે જ્ઞાનથી માત્ર વિવાદ અને વિખવાદ થાય છે તે જ્ઞાન નિર્વાણપદને માટે સાધક ન બનતા બાધક બને છે. એક શબ્દ પણ કયારેક મહાન ગ્રંથની તુલ્ય બની જાય છે. ભાવના જ્ઞાન પણ ચમત્કાર સજી શકે છે.
વલ્કલચીરી જંગલમાં આવીને પોતાની ઝૂંપડીમાં ગયા. ઝૂંપડીમાં રહેલ પોતાનાં સાધનો-પાત્રો સાફ કરવા બેસે છે. આ વલ્કલગીરી સંન્યાસીના વેશે છે. સાધુ હાથ હલાવે તેને પડિલેહણ કહેવાય. આ સંન્યાસી પોતાના પાત્રો સાફ કરતા વિચારધારામાં ચડતા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વજન્મ હું સાધુ હતો. એક પાટા પડિલેહણ ક્રિયા પણ જીવનમાં ચમત્કાર સર્જી શકે છે. તેથી જ ક્રિયામાં કદાચ ભાવ ન આવે તો પણ કરતા જાઓ.
કોઈપણ ક્રિયા નિષ્ફળ નથી, એ સંસ્કાર તો જીવનમાં પાડતી જ જાય છે. અને એ સંસ્કાર ઉદયમાં આવતા જીવનું કામ થઈ જાય છે. એક શેઠને
= • ૧૯૨ •
Page #213
--------------------------------------------------------------------------
________________
પોતાના દીકરા ઉપર ખૂબ જ પ્રેમ હતો. શેઠ ધર્મી હતા. જયારે દીકરો નાસ્તિક શીરોમણ હતો. એક જ બીજમાંથી કાંટાનો અને ફૂલનો જન્મ થાય છે. શેઠ પરમ ધાર્મિક હતા. શેઠને પોતાના દીકરાની ચિંતા થાય છે. મોહ ચિંતા કરે અને ધર્મ ચિંતન પેદા કરે. ચિંતા પેદા કરે તે રાગ અને ચિંતન પેદા કરે તે વાત્સલ્ય. શેઠ વિચારે છે જેના જીવનમાં ધર્મ નથી એવા મારા દીકરાના આત્માનું શું થશે? આત્માના સ્તર પર ચિંતા કરે તે ધર્મપતા અને શરીરના સ્તર પર ચિંતા કરે તે મોહપિતા. શેઠ દીકરાને ઘણીવાર સમજાવતા પરંતુ દીકરો બાપની વાત માનવા તૈયાર નથી. ધર્મી માણસની વય વધે તેમ વ્રત વધે. ધર્મમાં લય વધે ને સંસારમાં પ્રલય ઘટે. ધર્મ પામ્યાની નિશાની એ ધર્મમાં લાગેલી લય છે. દીકરો આવો જ નાસ્તિક રહેશે તો માનવભવને હારી જશે. શેઠ દીકરાના શરીરની નહીં આત્માની ચિંતા કરે છે. જ્ઞાની માણસ બોક્ષની ચિંતા ન કરે પણ એમાં રહેલ માલની ચિંતા કરે. બોક્ષ બગડે તો ચાલે પણ અંદર રહેલ મિઠાઈ બગડે તો ન ચાલે. ધારો કે તમે રસ્તા પરથી જઈ રહ્યા છો. ને સામેથી ટ્રક આવી રહી છે. ત્યાં રસ્તાની વચ્ચે પાણી કાદવ વગેરે પડ્યું છે. તો તમે શું કરશો? કપડાને બચાવવા જરા સાઈડમાં ઉભા રહી જશો ને? ચાલો થોડાક આગળ વધ્યા ત્યાં સામેથી બસ આવે છે અને સાઈડમાં ખાડો છે. બીજી જગ્યા નથી. ખાડામાં ગંદવાડ છે હવે તમે શું કરશો? શ૨ી૨ને બચાવશો. કપડા ખરાબ થશે તો ધોવાઈ જશે. શરીરની અને કપડાની વાત આવે ત્યારે જેમ શરીરને બચાવો છો તેમ શરીર અને આત્માની વાત આવે ત્યારે કોને બચાવશો? અહીં જ તમારી કસોટી છે. નાનામાં નાના નિયમ ધારણ કરી આત્માને બચાવી લો. એ નિયમોમાં વધુ બારીબારણા ખુલ્લા રાખવાથી બહુ ફાયદો થતો નથી. ઘણા નિયમ સાથે છૂટ લઈ લેતા બોલે ગામ-૫૨ગામ છૂટ. સાજે-માંદે છૂટ. આવો નિયમ ઉચ્ચારવાથી ફાયદો શું? જ્ઞાનીઓ કહે છે કે આવા દુષમકાળમાં ધર્મારાધન કરવું દુષ્કર છે. અને તેથી જ કોઈપણ આત્માની નાનામાં નાની ક્રિયા કે ધર્મઆરાધનાની ભરપેટ અનુમોદના કરો. એક રૂપિયાનું દાન આપે કે માત્ર બે મિનિટ પરમાત્માની ભક્તિ કરે તેની પણ અનુમોદના કરો. અઠ્ઠાઈમાસક્ષમણ જેવા તપ ન કરતા કોઈ ફક્ત ચૌવિહાર-નવકારશી તપ કરે તો તેની પણ અનુમોદના કરજો. ૬૪ ઈંદ્રોમાંથી એકાદ ઈંદ્ર પણ ચૌવિહાર કરી શકતો નથી. અનુમોદના એ ધર્મનો ગુણાકાર છે. આ જ્ઞાની વચન છે.
મારો દીકરો ભયંકર સંસારમાં ડૂબી જશે. ઘણી મહેનત કરવા છતાં ઘરના સભ્યો સુધરતા ન હોય ત્યારે શું કરવું? આવી ફરિયાદ ઘણાની હોય છે. પરમાત્મા મહાવીરના સમયમાં પણ એવા હતા કે જે ૫૨માત્માને સાક્ષાત
• ૧૯૩ •
Page #214
--------------------------------------------------------------------------
________________
પામ્યા છતાં ન સુધર્યા. પરમાત્માના દસ શ્રાવકો પૈકી મહાશતક શ્રાવકે ઘણું સમજાવ્યા છતાં તેની પત્નિ રેવતીએ માંસાહાર ન છોડ્યો. જ્ઞાની ભગવંતો કહે છે જયારે સમજાવ્યા છતાં કોઈ ન સમજે ત્યારે માધ્યસ્થ ભાવમાં આવી જાઓ. દીકરો, શિષ્ય, નોકર સમજાવ્યા છતાં ન સમજે ત્યારે ભગવાનને કહી દેવું કે ભગવાન, તું એમને બુદ્ધિ આપજે. માધ્યસ્થ ભાવ એટલે આંખ આડા કાન કરવા. ઉપેક્ષાભાવમાં આવતા થાઓ. આ ભાવના ધ્યાનમાં રહેશો તો સંકલેશ નહિ થાય. ભવિતવ્યતાના આધારે એને આગળ વધવા દો. તું તારું સંભાળી લે. પરપરિણતિ અજ્ઞાન છે. યુગલ પરિણતિ નીંદનીય છે. “સ્વ” પરિણતિ પ્રશંસનીય છે. શેઠ વિચારે છે કે હવે શું કરવું? જિનતત્ત્વ સાંભળ્યા પછી જો આપણામાં કાંઈ જ ફરક નહીં પડે તો આપણું શું થશે? જિનવાણી કર્ણનો નહિ કાળજાનો વિષય બનાવીએ. તારે બીજાનું ભલું કરવું હોય તો આ લાલુને વશમાં રાખ. હે જીવ! જયારે તારું કોઈ ન સાંભળે તો વિચારજે કે એમાં મારો કર્મ છે. જીવો સાથે બગાડવાથી કશું નહીં વળે. હદની આગળ કહેવા જશો તો સંબંધ તૂટી જશે. ચકોરને ટકોર બસ છે. બે-ત્રણ ટકોરથી વધારે એ પછી ટકટક થઈ જશે. કોઈના ઉપર ટકટક કરી ખટપટ ઉભી ના કરશો.
શેઠ વિચારે છે કે કોઈપણ હિસાબે દીકરાને ધર્મ કરાવું. લાગણી અને સ્નેહ જયારે ધર્મ સાથે જોડાય છે ત્યારે ઉત્થાન સર્જે છે. જરૂરીયાત એ સંશોધનની માતા છે. શેઠ એક યુક્તિ કરે છે. દરવાજાની સામે એક પરમાત્માની પ્રતિમા કોતરાવે છે અને ઘરનો દરવાજો નીચો કરાવે છે. આમ કરવાથી અનાયાસે પરમાત્માની સમક્ષ મસ્તક ઝૂકાવવું પડે. અનિચ્છાએ પણ નમસ્કાર થઈ જાય. દીકરાના અંતરમાં પરમાત્માના દર્શનની કોઈ ભાવના નથી છતાં સંસ્કાર પડી ગયા. ભાવ આવે કે ન આવે છતાં ધર્મક્રિયા કરતા જ રહો. એના સંસ્કાર પાડતા જ રહો. ભવાંતરમાં કામ લાગશે. શેઠનો દીકરો મરણ પામી સમુદ્રમાં માછલો થયો. દરિયામાં બંગડી અને નળિયા આકારના માછલાઓ ન હોય એના સિવાયના બધા જ આકારના માછલાઓ હોય. આ માછલાના જીવે દરિયામાં પ્રતિમાના આકારની માછલી જોઈ અને એની યાદદાસ્ત તાજી થઈ ગઈ. જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. માછલાએ ત્યાં જ અણસણ કર્યું. ભાવથી પરમાત્માની ભક્તિ કરી હોત તો એનું કામ થઈ જાત. ભાવ વગર પણ અંદર પડેલા સંસ્કારો કિંમતી છે. સમજ જાગે છે ત્યારે જલચર જીવ પણ અણસણ કરી શકે છે. એકડા વગરના મીંડા જેવી પણ ક્રિયા કરતા રહો. કયારેક એકડો ઘૂંટાઈ જશે તો
- • ૧૯૪ • -
Page #215
--------------------------------------------------------------------------
________________
તૈયાર થયેલા મીંડા એની સાથે જોડાઈ જશે.
ક્રિયા તો માત્ર પડિલેહણની હતી પણ સામાન્ય ક્રિયાથી વલ્કલગીરી જાગી ગયા. એ વિચારે છે આવું કયાંક કર્યું છે. હું સાધુ હતો એ ખ્યાલ આવે છે. અંતરમાં દુ:ખ થાય છે. કારણ? હું સાધુ થઈને ઉપર ચડવાને બદલે પાછો નીચે આવ્યો. ઉપર ગયા પછી નીચે આવવું એ સૌથી મોટું દુ:ખ છે. નીચેથી ઉપર જવું એ ગુણવત્તા છે. સંન્યાસી વિચારે છે નીચે જવામાં મારો જ પ્રમાદ કારણભૂત છે. પ્રમાદ એ પતનનું પ્રથમ પગથીયું છે. આત્મા ગુણોને બરબાદ કરે એનું નામ પ્રમાદ. વલ્કલચીરી ચિંતનમાં ચડતા ચિરંતન જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું રાગ-દ્વેષને આધિન બનેલો જીવ તોફાન કરી શકે છે. નિર્વાણપદ અપાવનાર જ્ઞાનની પંક્તિ પણ મહત્ત્વની છે. મોહનીયકર્મનો વધારો તે અજ્ઞાન. શાળામાં ભણતા વિદ્યાર્થી કેટલા વર્ષ કુલમાં રહ્યો એ મહત્ત્વનું નથી પણ કેવું ભણ્યો એ મહત્ત્વનું છે. કયારેક આપણે સૂટાની નવમી ગાથા આવડે પણ પંદરમી ભૂલી જઈએ આમ કેમ? જવાબ છે ઉદયમાં આવેલું જ્ઞાનાવરણીય કર્મ!
શાસનમાં એક મુનિની વાત આવે છે. એ મહાત્મા પહેલા ઘણું ભણ્યા પણ પાછળથી બધું જ ભૂલી ગયા. ખુદનું નામ પણ યાદ ન રહે. ત્યારે ગુરુ પાસે જઈને કહે છે કે હવે મારે શું કરવું? અંધકારમાં અટવાયેલાને પ્રકાશ આપે, નિરાશને આશા આપે અને ઉદાસને ઉલ્લાસ આપે તેનું નામ ગુરુ. ગુરુદેવે એ મહાત્માને એક જ વાક્ય માતુષ-માતુષ ગોખવા આપ્યો. ગુરુના હાથે મળેલી પ્રસાદીનું ભાવથી રટણ કરવા લાગ્યા. ગુરુ પ્રત્યેનું સમર્પણ અને શ્રદ્ધા ચમત્કાર સર્જે છે. શબ્દરૂપમાં મંત્રને યાદ કરવામાં ખોવાઈ જતા. ભૂલી જતા શબ્દને યાદ કરાવી આપનારનો ઉપકાર માને છે. ૧૨ વર્ષનો સમય પસાર થઈ ગયો. આ શબ્દથી નિર્વાણપદની સાધના કરી લીધી. ઝળહળતો કેવળજ્ઞાનનો પ્રકાશ ચમકી ઉઠયો. ગુરુએ આપેલી ધુળ તેજંતુરી કરતાંય કિંમતી લાગવી જોઈએ. જે ગ્રંથો ન આપી શકે તે કયારેક એકાદ પદ પણ આપી શકે છે. જેવી માંગ તેવી બાંગ ને સતત નજર સામે રાખવા જેવું છે. જ્ઞાનીઓ કદાચ નીચે આવી જાય તો પણ એનું આકર્ષણ તો પદાર્થના સ્વભાવ તરફ જ હોય છે. હંસ અને ભૂંડનું ખેંચાણ બન્ને અલગ-અલગ છે એક વાક્ય પણ જીવન અજવાળી લેવાય...!
-
2
= • ૧૯૫ •
Page #216
--------------------------------------------------------------------------
________________
વર્તમાન નહીં, ભવિષ્યતી દૃષ્ટિથી નીરખો
મોટામાં મોટો ભિખારી એ છે કે જેની પાસે શ્રદ્ધાની મૂડી નથી. જીવમૈત્રીને ટકાવવા જીવનું ભવિષ્યદર્શન કરો.
જે પોતાના દુ:ખને પચાવે છે એ બીજાના દુઃખને હળવા કરી દે છે. આત્મપ્રશંસા ઈચ્છનારો આધ્યાત્મિક જગતનો સટોડીયો છે.
ચાંદની જેવી ધવલ અને માખણ જેવી મુલાયમ પાંખોને ધારણ કરનાર હંસ સમાન જેમની વૃત્તિ છે એવા જ્ઞાનીઓનું આકર્ષણ નિર્વાણપદ તરફની સાધના તરફ હોય છે. આપણો પોતાનો મૂળભૂત સ્વભાવ કયો? ઘણી વખત વ્યવહારમાં આપણે બોલીએ છીએ કે આનો સ્વભાવ બહુ ક્રોધી છે, આ બહુ અભિમાની છે, આ તો ઈર્ષ્યાથી ભરેલો છે. નિશ્ચયની દૃષ્ટિએ આ બધા અભિપ્રાયો ખોટા છે. તારો સ્વભાવ ક્રોધી છે એ વ્યવહારની ભાષા છે. ખરેખર ક્રોધ-માન-માયા-લોભ એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો મૂળ સ્વભાવ સચ્ચિદાનંદ છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, પ્રસન્નતા એ સ્વભાવ છે. આપણે જે વ્યવહારથી અભિપ્રાયમાં ઝૂલીએ છે એ વિભાવ છે. વ્યવહારર્દષ્ટિએ કદાચ દોષથી ભરેલ હશે પણ નિશ્ચયથી દરેક જીવ અનંત ગુણનો ભંડાર છે. આત્મદ્રવ્યની વચ્ચે કોઈ ભેદ નથી. નિશ્ચય સત્ય જુદુ છે અને વ્યવહાર સત્ય જુદુ છે. દરેક જીવનો સ્વભાવ આનંદસ્વરૂપ જ છે. હે જીવ! તું બીજાનો વર્તમાન જુએ છે એટલે જ રાગ-દ્વેષ થાય છે. આપણા એ દ્વેષમાં પણ કારણભૂત બને છે આપણો વીતી ગયેલો ભૂતકાળ! જ્ઞાનીઓ કહે છે જીવનો વર્તમાનકાળ નહીં, ભૂતકાળ નહીં પણ વીતરાગી એવો ભવિષ્યકાળ જોઈશ તો તને રાગ-દ્વેષ નહીં થાય.
ગુરુ-શિષ્ય જઈ રહ્યા છે. રસ્તામાં એક કસાઈને જુએ છે. ઘણાં બકરા કાપેલા પડ્યા હતા. કસાઈને બકરાનો વધ કરતા જોઈને શિષ્ય ગુરુને કહે છે કે આ નિર્દોષ જીવની હત્યા કરતો આ કસાઈનો જીવ દુર્ગતિમાં જશે. પ્રવૃત્તિ થકી થતો નિર્ણય એ અંતિમ સત્ય નથી. પ્રવૃત્તિથી પરિણામનો નિર્ણય થઈ શકે છે. શિયાળામાં દહીં ખાનારને શરદી થઈ શકે છે. થાય જ એવું નહીં. શિષ્યની વાત સાંભળી ગુરુ કહે છે આ કસાઈ બે કલાક પછી કેવળજ્ઞાન પામશે. જીવોનો વર્તમાનકાળ ન જુઓ. ભવિષ્યકાળ તરફ
• ૧૯૬ •
Page #217
--------------------------------------------------------------------------
________________
દષ્ટિ રાખો. જીવોનો ભવિષ્યકાળ જોવાથી જીવો ઉપર ભાવ થશે નહિ તો દુર્ભાવ થઈ જશે. આત્મા એ પરમાત્મા છે. જડ કયારેય પરમાત્મા નહીં બને. પ્રભુનું શાસન અતિ મહાન છે. મારવાડમાં તો કોઈના ઘરે નવી ભેંસ આવે તો એની આરતી ઉતારે. દરેક જીવો એ સિદ્ધોનું રો-મટીરીયલ્સ છે. જીવમૈત્રી ટકાવવા જીવનું ભવિષ્યદર્શન સર્વશ્રેષ્ઠ છે. દરેક જીવાત્મા ભવિષ્યનો પરમાત્મા છે. એકવાર માત્ર મોક્ષની ઝંખના જાગી જાય તો અવશ્ય મોક્ષ મળી શકે છે. ગુરુ કહે છે આ કસાઈનો જીવ બે કલાક બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. ઘણીવાર અજાણી-અસંભવિત લાગતી વાત શ્રદ્ધાથી માનવી જોઈએ. શ્રદ્ધા, એ સંસારની સંજીવની છે. આ જગતમાં મોટામાં મોટો કંગાલ કોણ? જેની પાસે શ્રદ્ધાની મૂડી નથી એ મોટામાં મોટો ભિખારી છે. જ્ઞાની ભગવંતો કહે છે કે શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય છે તેનું નિર્વાણ થતું નથી. માર્ગની ભૂલામણી ચાલે પણ શ્રદ્ધાની ભૂલામણી ન ચાલે. જિનકી ખાય બાજરી ઉનકી ભરે હાજરી. દેવ-ગુરુએ કહેલ વાતોનો એકવાર તો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર થવો જ જોઈએ. સમર્પણની સામે સ્વીકાર હોય સવાલ ક્યારેય ન હોય. ગુરૂની વાત શિષ્ય તહત્તિ કહીને સ્વીકારી લે છે. લાગણી અને ફરજની સામસામી ખેંચમાં માણસ સહુથી વધુ વ્યથિત અને બેચેન બને છે. ભાંગેલા હાડકા હાડવૈદથી સંધાય છે. પરંતુ મન ભાંગી જાય તો એને સાંધનાર હાડવૈદ મળતા નથી. શ્રદ્ધાના સહારે આપણી જીવન નાવડી તરી જાય છે.
આ કસાઈ બકરા કાપી રહ્યો છે. બકરા કાપતા કાપતા હાથમાં રહેલ છરો અચાનક હાથમાંથી છટકીને પગના અંગૂઠા પર પડે છે. અંગૂઠો કપાઈ ગયો. ખાટકી એકાએક નીચે બેસી ગયો. અંગૂઠામાંથી લોહીની ધારા વહી જાય છે. પીડા સહન થતી નથી. દુનિયાની દુન્યવી ઘટના એક જ હોય છે પણ જે દિલમાં ઘટે છે તેમાં ભેદ હોય છે. શ્રદ્ધા એ હૃદયનો વિષય છે. ખાટકીથી સહન થતું નથી ત્યારે એ ખાટકીને વિચાર આવે છે કે એક અંગૂઠો કપાઈ જતા મને આટલી વેદના થાય છે તો બકરાને કેટલી વેદના થતી હશે? પારકાના દુ:ખનો વિચાર પોતાના દુઃખને હળવું કરે છે. એક ઘરે માંગલિક સંભળાવવા એક મહારાજ ગયા. એ ઘરમાં યુવાન વયનો દીકરો બે દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો. સ્વજનોને શાંતિ મળે એ હેતુથી મહારાજ ગયા હતા. એક ભાઈ ખૂબ રડતા હતા. એમને એક બીજા ભાઈ આશ્વાસન આપતા હતા. માંગલીક સંભળાવી મહારાજ બહાર નીકળ્યા ત્યારે આશ્વાસન આપતા ભાઈ મહારાજશ્રીને ઠેઠ નીચે સુધી મૂકવા ગયા.
૦ ૧૯o •
-
Page #218
--------------------------------------------------------------------------
________________
મહાત્માએ એ ભાઈને પૂછયું કે ગુજરી ગયા એ તમારા મિત્ર થતા હશે ને? ત્યારે એ ભાઈ કહે જે ગુજરી ગયો એ મારો દીકરો હતો. મહારાજ કહે છે મારે પૂછવું નહોતું જોઈતું...ભાઈ કહે ગુરુદેવ મારી આંખ રડતી નથી પણ હૈયું હજાર ધારાઓથી રડી રહ્યું છે. ત્યારે મારી આંખો ભીની થઈ જાય તો આ ઘરના સભ્યોને આશ્વાસન આપશે કોણ? પોતાનું દુઃખ જે પચાવે છે એ બીજાના દુ:ખ હળવા કરી શકે છે.
પેલો કસાઈ પોતાની જાતને ધિક્કારે છે. પોતાની ભૂલ જયારે સમજાય છે ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે. પેલો કસાઈ ચિંતનના ઘરમાં ખોવાઈ ગયો છે. એકાદ કલાક પસાર થઈ ગયો. ખાટકી વિચાર કરે છે. હજારો જીવોને ત્રાસ આપનાર મારું શું થશે. ધ્યાનમાં મસ્ત બન્યા. એ પશ્ચાતાપથી અંતર ભીનું ભીનું બની ગયું. જતાં બે કલાકમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ એ કસાઈના જીવને થઈ ગઈ. જયારે ગુરુ-શિષ્ય પાછા વળ્યા ત્યારે સત્ય વાતની જાણ થઈ. તેથી જીવો સાથે સંબંધ બાંધતા ભવિષ્યની દષ્ટિ રાખો. વર્તમાનદષ્ટિ ન રાખો. ભવિષ્યમાં અહીં બેઠેલા તમામ આત્માઓ પરમાત્મા બનવાના છે. પરમાત્મા મહાવીરે પણ પોતાની ઉપર ઉપસર્ગો વરસાવનાર જીવો પ્રત્યે પણ ભવિષ્યદષ્ટિ રાખીને કરૂણા જ વરસાવી હતી. કોઈપણ જીવની વર્તમાન આચરણો જોઈને રાગ-દ્વેષ કરતા નહીં. પ્રભુના શાસનના પ્રભાવે તરવું સહજ છે. તેમાં બેદરકારી દાખવી તો ડુબવું પણ સહજ છે. નાવમાં બેસનારા બધા તરી જ જાય છે એવું થોડું છે.
બે સરદારજી નાવમાં બેઠા હતા. એક કિનારેથી બીજે કિનારે એમને જવું હતું. નાવ વચમાં પહોંચી ત્યારે નાવની અંદર પાણી આવી ગયું. સરદારજીએ જોયું તો નાવની અંદર કાણું હતું. નાના સરદારજી મોટા સરદારજીને કહે આ રીતે નાવમાં પાણી ભરાશે તો ડૂબી જશું. મોટા સરદારજી કહે છે હમણા બધું વ્યવસ્થિત કરી આપું છું. કોઈક કવિએ કહ્યું છે,
અમીરી દિલસે હોતી હૈ ધન સે નહિ,
બુઝુર્ગ અકલસે આતી હૈ ઉગ્રસે નહિ. પાકીટમાંથી એક ખીલો કાઢ્યો અને જે કાણાંમાંથી પાણી આવતું હતું તેની બાજુમાં એક બીજું કાણું પાડ્યું. બીજો સરદાર કહે છે અરે! આ શું કર્યું? એક કાણાંમાંથી નાવમાં પાણી આવતું હતું. તો બીજો કાણો કરી દીધો. હવે એ કાણામાંથી પાણી ચાલ્યું જશે. જે નાવ અડધા કલાક પછી
• ૧૯૮ •
Page #219
--------------------------------------------------------------------------
________________
ડૂબવાની હતી તે એનાથી પહેલા જ ડૂબી ગઈ. આપણે અહીં રાગ-દ્વેષના કાણાં પાડીશું તો ડૂબી જશું. કોઈની ઉપર રાગ-દ્વેષ ન રાખો. નાનીનાની વાતોમાં આપણે ગરમ થઈ જશું તો પછી કરમ આપણી શરમ નહીં રાખે. ક્રોધાદિ બધા દોષો વિભાવ છે, વિરૂપ છે. પરમાત્માની કૃપાથી સ્વરૂપમાં જવું છે જે જ્ઞાનથી આત્મસ્વરૂપની ઝંખના જાગે તે જ્ઞાન આપણા માટે શ્રેષ્ઠ છે. સ્વરૂપની ઝંખનાથી ખુમારી જાગે છે. પણ જે દિવસથી આત્મપ્રશંસાની ભૂખ જાગી તે દિવસથી દીનતા આવતી જશે. સાચો શ્રીમંત કોણ? હાથમાં લીધેલા કોળિયા સિવાય પ્રભુ પાસે કોઈનોય આભાર માનવાની જરૂરત જેને ન હોય એ જ દુનિયાનો સાચો શ્રીમંત. પરમાત્માની કૃપાથી કયારેક આનંદધનજી જેવા નિસ્પૃહી આત્માનો ધરતી પર જન્મ થાય છે. એકવાર રાજા-રાણી આનંદધનજી પાસે આવી સંતાનપ્રાપ્તિની કૃપા કરવા આગ્રહ કરે છે. રાજાના ખૂબ આગ્રહથી આનંદધનજીએ એક ચીઠ્ઠી રાજાને આપી. રાણીએ એ ચીઠ્ઠી પોતાના માદળીયામાં સાચવી રાખી. યોગાનુયોગ ૯ મહિના બાદ રાજાએ ઘેર પુત્રરત્નનો જન્મ થાય છે. પાત્ર-પદાર્થની ઝંખનાથી આજે તેઓ દેવ-ગુરુના ભક્ત બને છે. તે ખરા અર્થમાં ભક્ત નથી. નિસ્વાર્થી તત્ત્વોની અંદર તમે તમારું સ્વાર્થનું ઝેર ન લાવતા. રાજારાણી આનંદધનજી પાસે આવીને કહે છે તમે અમારા પર ઘણો ઉપકાર કર્યો. મારું સપનું સાકાર થયું. ત્યારે સરળ સ્વભાવી આનંદધનજી કહે માદળીયું ખોલી એમાં રહેલી ચીઠ્ઠી વાંચો. રાજાએ ચીઠ્ઠી વાંચી તો એમાં લખેલું હતું, રાજાને ઘેર દીકરો થાય કે ન થાય એમાં આનંદધનને શું? પ્રચંડ ખુમારી હતી. નાનું મોટું કોઈપણ કાર્ય કર્તુત્વભાવથી ન કરો. પ્રશંસાની ભૂખ એ જ મોટું દુઃખ છે. પેટની ભૂખ તો સંતોષાય પણ પ્રશંસાની ભૂખ સંતોષાતી નથી. આપણું ધ્યાન સ્વરૂપની સાધના તરફ રાખવાનું છે. મારા સ્વરૂપનું મને ભાન થાઓ એવી રટણા લાગવી જોઈએ. લગની કોનું નામ? ન્યોછાવર થઈ જવાય. ઊંઘ હરામ થઈ જાય એનું નામ લગની. બસ આવી જ લગની સ્વરૂપની શોધ માટે રાખવાની છે. એમાંથી જ બોધ મળશે. વિભાવમાં તો અનંતકાળ પસાર કર્યો હવે સ્વરૂપની ખોજમાં ખોવાઈ જવા જેવું છે. ઝંખના એની તીવ્ર બનવી જોઈએ. નમ્રતા, સરળતા, સદ્ભયતા, દાક્ષિણ્યતા, કોમળતા આદિ ગુણો બધા સ્વરૂપની પ્રાપ્તિના પગથિયા છે.
=
• ૧૯૯ •
=
Page #220
--------------------------------------------------------------------------
________________
* * * * * *
સમજતા સૂરજને ઉગવા તો દો ....!
મર્યાદાનું અતિક્રમણ થાય ત્યારે રામાયણનું સર્જન થાય છે. મિથ્યાત્વરૂપી પર્વતને ભેદવા જ્ઞાનરૂપી વજ જોઈશે.
સમજ એ સુખનું બીજું નામ છે. સમ્યકત્વ એ સમજણનું બીજું નામ છે. નિર્ભયતા એ જ્ઞાનની પાછળ આવતી સહચરી છે. પુણ્યના સાથ વગરની હોશિયારી વાંઝણી છે. જ્ઞાનષ્ટિના વિકાસમાં મોહર્દષ્ટિનો રકાસ થાય છે.
દેવદુર્લભ મનુષ્યભવના ગુણગાન જિનશાસનના તમામ ગ્રંથોમાં ગવાયા છે. આવો ભવ્ય મનુષ્ય જન્મ પામી માણસ દુ:ખી કેમ બને છે. એનું કારણ શું? જગતની અંદર જે દુઃખ છે એનું મૂળ કારણ મિથ્યાત્વ છે. અને સુખનું મૂળ કારણ સમક્તિ છે. મિથ્યાત્વરૂપી પર્વતને ભેદવા જ્ઞાનરૂપી વજ્ર જે મહાત્માના હાથમાં છે તે ચંદનના નંદનવનની અંદર આનંદપૂર્વક વિહરે છે. જ્ઞાન માણસને નિર્ભય બનાવે છે. ઈન્દ્ર એક સેકંડ પોતાની વજ્રને અળગું ન મૂકે. ભય નથી ત્યાં દુ:ખ નથી. નિર્ભયતા એ સુખનું બીજું નામ છે. આપણે દુ:ખી થઈએ છીએ પોતાના અજ્ઞાનના કારણે. મિથ્યાત્વ છેદાય તો જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. મિથ્યાત્વની પાંખો છેદાય છે તે સુખી બને છે. સુખી અને સુખનો ભેદ કયો? માત્ર સામગ્રી મળી જવી તે સુખી નથી. સુખનો સંબંધ સામગ્રી સાથે નહીં પણ સમજ સાથે છે. સુખનો સંબંધ સંપત્તિ સાથે નહીં પણ સંતોષ સાથે છે. સુખનો સંબંધ જગત સાથે નહીં પણ જાત સાથે છે.
મમ્મણ પાસે ધન ઘણું હતું પણ સમજ ન હોવાથી દુ:ખી હતો. માનવ માત્ર સુખના સાધન મેળવી લે એનાથી સુખી બનતો નથી. સાચી સમજણ એનું નામ સમ્યકત્વ. સમ્યકત્વ મળતા સાચી સમજ મળે છે અને સમજથી સુખ મળે છે. રાજગૃહીના પુણિયા પાસે શું હતું? બે જણા પુરતું ખાવાનું પણ ન હતું. છતાં રાજગૃહીમાં સૌથી વધુ સુખી પુણિયો જ ને? સમજ એ સુખનું બીજું નામ છે. અણસમજથી દુઃખની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વ કે કર્મની તાકાત જીવને ૭મી નારકી સુધી લઈ જવાની છે. જયારે ધર્મ જીવને ૭મી
• ૨૦૦ •
Page #221
--------------------------------------------------------------------------
________________
નારકીમાંય સમાધિ આપવા પહોંચી જાય છે. કેન્સરની ભયંકર વેદનામાંય શ્રાવકો પ્રભુને ભાવથી વંદના કરતા હોય. એના પ્રભાવે વેદનામાંય સમાધિ પ્રાપ્ત કરતા હોય છે. ગજસુકુમાલ મુનિના માથે ખેરના અંગારા હતા છતાં મુખ પર અદ્ભૂત પ્રસન્નતા હતી. અસમાધિ, પ્રસન્નતા, અશાંતિ એ જ દુઃખ છે. ઈતિહાસ કહે છે ગજસુકુમાલ મુનિ દીક્ષા લઈને એ જ દિવસે પરમાત્મા નેમનાથને કહીને ઝટપટ આત્મકલ્યાણ કરવા માટે સ્મશાનમાં ધ્યાનસ્થ બની ગયા છે. દીક્ષાના પહેલા જ દિવસે મુનિને કેવળજ્ઞાન!
એક શ્રીમંત માણસ કોઈ દર્દના કારણે હોસ્પિટલમાં છે. વળી સ્પેશીયલ રૂમમાં છે. ડોકટરો-સીસ્ટરો સેવામાં હાજર છે. રોજના હજારો રૂ।. ના ઈન્જેકશનો અપાય છે. ભાઈ દર્દની વેદનામાં તરફડી રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચાય છે. આ ભાઈ સુખીને ....? ના...કારણ જીવનમાં સમાધિ નથી. જિનતત્ત્વ કહે છે મિથ્યાત્વ ભેદાઈ જાય પછી દુ:ખ જેવું કાંઈ રહેતું જ નથી. આપણી અજ્ઞાનતા જ આપણા દુઃખનું કારણ છે. બીજાને આપણા દુઃખના કારણ કલ્પવા એ જ મિથ્યાત્વ છે. નિર્ભય બનવું હશે તો જ્ઞાન મેળવવું જ પડશે. નિર્ભયતા એ જ્ઞાનની સહચરી છે. જે જ્ઞાની બને એની બહારની દુનિયામાં ઉથલપાથલ થઈ શકે પણ તેની આંતરિક દુનિયામાં શાંતિ અને સ્થિરતા જ હોય છે. સાગર જોયો છે ને? ઉપરથી આપણને એ ઉછળતો દેખાય છે પણ અંદરથી એ કયારેય ઉછળતો નથી. મરજીવાને પૂછશો તો એ પણ કહેશે કે સાગરની અંદર કયારેય તોફાન નથી. એ.સી.માં બેઠા પછી અંદર ઠંડક હોય પણ ભીતર સળગતું હોય તો એ.સી. પણ ઠંડક ન આપી શકે. ઘણીવાર સાઉન્ડપ્રુફ કેબીનમાં બેઠા પછી બહારનો ઘોંઘાટ હેરાન કરતો નથી. આપણો પ્રયત્ન જ્ઞાન મેળવવા તરફનો હોવો જોઈએ કે જેનાથી નિર્વાણપદ પ્રાપ્ત થાય. જાણકારી અને જ્ઞાન બન્નેમાં ફરક છે. ટેપરેકોર્ડરની કેસેટમાં બધું ભરેલું હોય એટલા માત્રથી કેસેટને જ્ઞાની ન કહેવાય. જ્ઞાનના પુસ્તકોથી કબાટો ભર્યા હોય તેટલા માત્રથી તે કબાટ જ્ઞાની નથી કહેવાતો. જ્ઞાન ભંડાર કહેવાય પણ જ્ઞાની ન કહેવાય.
મોક્ષસાધક જ્ઞાન મેળવશું એટલે સુખી બનશું. એક શાહજાદાને પોતાની દીકરીના લગ્ન કરવા હતા. ઘણાં રાજકુમારો જોયા પણ કયાંય મન ઠરતું નથી. એકવાર નગરમાં ફરતા ફરતા એક ફકીર પર મન ઠરી ગયું. રાજા પોતાની દીકરીને પૂછે છે કે આ સંત સાથે તારા લગ્ન કરી દઉં. રાજા જાણતા હતા કે મારી દીકરીનું આધ્યાત્મિક જાગરણ થઈ ગયું છે. ઘરમાં રહીને આધ્યાત્મિક જાગરણ થઈ શકે છે. ધર્મ એ ભાવનાનો
• ૨૦૧ •
Page #222
--------------------------------------------------------------------------
________________
વિષય છે. એટલે ત્યાં જોરજુલમ ન ચાલે એમ તમે ઘણીવાર કહો છો. નિશાળમાં જવા બાળક તૈયાર ન થાય તો તમે એને ફોર્સ કરીને મૂકી આવો
છો ને. બાળકને ઘરમાં ભણાવો તો ન ચાલે? હમણાં જ નાંગલપુર વિદ્યાપીઠમાં ભણીને નીકળેલા છોકરાઓ આવેલા તેઓ કહે સાહેબ નાના હતા ત્યારે વગર મને ભણ્યા તો આજે ટકી રહ્યા છીએ. જ્ઞાન જેને મળી જાય તે દુ:ખી બનતો નથી. ધાર્મિક આરાધના માટે દેરાસર-ઉપાશ્રયે જવું જોઈએ. ઘણીવાર વાતાવરણ પણ ધર્મમાં સહાયક બને છે. અપવાદ માર્ગ જુદો છે અને સત્યમાર્ગ જુદો છે. અપવાદ એ માર્ગ નથી. જે ઘટના ક્યારેક જ બને તે માર્ગ સ્વરૂપે બનતી નથી. ચોરીમાં, અરીસા ભુવનમાં કોઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય એથી એ માર્ગ નથી બની જતો. કયારેક બનતું સત્ય કાયમ માટે સત્ય નથી બની રહેતું. જિનશાસન કહે છે પરમાત્માના શાસનને પામ્યા પછી ભાવનાને વધારવાનું કામ કરો. દ્રવ્ય-ક્ષેત્ર-કાળનો પણ મહિમા હોય છે. કોઈક ક્ષેત્રમાં જઈએ તો ભાવના સ્વયં બદલાઈ જાય છે. તેથી જ સાધુ-સાધ્વીજીઓએ ગૃહસ્થના ઘરમાં રહેવાની ના પાડી દીધી છે. રાગવાળા સ્થાનમાં રહેવાથી સાધુની ઈચ્છાઓને બહેકાવવા નિમિત્ત મળે છે ને વૃત્તિઓ ઉછળશે. ભીંત ઉપરના ચિત્રોને પણ જોવા નહીં. આ પામર જીવ અવસરને આધિન થઈ જાય છે. સ્યુલિભદ્રજી વેશ્યાને ત્યાંથી અણિશુદ્ધ રીતે બહાર આવ્યા અને એમના જ ગુરુભાઈ એ વેશ્યાથી પતન પામતા બચી ગયા. અપવાદિક ધર્મના દષ્ટાંત કયારેય ન લેવાય. કયારેક આચરવાનો અવસર આવે ત્યારે ગીતાર્થ ગુરુની રજા સિવાય કરાય નહીં.
રાજા પોતાની દીકરીને કહે છે, આ ફકીર સાથે તારા લગ્ન કરાવવાની મારી ભાવના છે. બેટી તને મંજૂર છે? દીકરી કહે છે આપ જે કરશો તે મારા માટે યોગ્ય જ હશે. પછી રાજાએ ફકીરને કહ્યું કે મારી દીકરીના લગ્ન તમારી સાથે કરું તો? ફકીર કહે છે, મારી પાસે ઝૂંપડી સિવાય કશું જ નથી. રાજા કહે છે મારી દીકરીને એ બધુ માન્ય છે. રાજાએ શાહજાદીના લગ્ન આ ફકીર સાથે કર્યા. શાહજાદીનું આત્મજાગરણ થયેલ હતું. લગ્ન પછી તે ફકીર સાથે એના ઘરે આવી. ઘરમાં કચરો કાઢે છે. ઘરમાંથી નીકળે તે કચરો અને ઉપાશ્રયમાંથી નીકળે તે કાજો. સાફ કરવાના લક્ષ સાથે નીકળે તે કચરો અને જીવદયાના લક્ષ સાથે નીકળે તે કાજો. ઝૂંપડીમાંથી કચરો કાઢે છે ત્યારે હાથમાં એક પોટલું આવ્યું. પૂછે છે આ શું છે? ફકીર કહે છે સાંજના માટે સૂકો રોટલો છે. ફકીરની આ વાત સાંભળી શાહજાદી રડવા લાગી. તે જોઈ ફકીરે કહ્યું કે મેં તો તને પહેલેથી
- - ૨૦૨ • =
Page #223
--------------------------------------------------------------------------
________________
કહી દીધું હતું કે મારી પાસે કંઈ નથી. તું અહીં રહેવા ન ઈચ્છતી હો તો ચાલી જા તારા અબ્બાજાન પાસે. શાહજાદી ફ૨ી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. શાહજાદી કહેવા લાગી તમે તમારા મનમાં ખોટું ન લગાડતા મને તો ૨ડવું એટલા માટે આવ્યું કે તમને ભગવાન પર પૂર્ણ ભરોસો નથી એટલે જ સાંજના માટે રોટલો રાખી મૂક્યો. સાંજની ચિંતા તમે કરો છો. સાંજની ચિંતા ફકીર શા માટે કરે. શાહજાદીની સમજણપૂર્વકની વાત સાંભળી ફકીરને પણ આત્મિક આનંદ થયો. એક કવિએ સુંદર લખ્યું છે A...
કલકી ફિકરમે ક્યો બિગાડે આજ કે દિનકો, જિસને દિયા હૈ તનકો, વહી દેગા કફન કો.
ઘણાં લોકોને વર્તમાનમાં આનંદ હોવા છતાં પોતાના ભૂતકાળ અને ભવિષ્યકાળને યાદ કરી દુ:ખી થતા હોય છે. ગઈકાલને યાદ કરી આજને ન બગાડો. દુનિયામાં આપણાથી કશું જ થતું નથી. દરેક સંબંધોની વચ્ચે મર્યાદા હોય છે. શેઠ-મેનેજર, પિતા-પુત્ર, ભક્ત-ભગવાન વચ્ચે મર્યાદા હોય છે. જયારે મર્યાદાનું અતિક્રમણ થાય ત્યારે જ રામાયણ સર્જાય છે. સીતાએ લક્ષ્મણરેખાનું અતિક્રમણ કર્યું એટલે રામાયણ સર્જાઈ. દેવ-ગુરુ-ધર્મના અચિંત્ય પ્રભાવથી જ બધું થાય છે. એકલા પુણ્ય કે પુરૂષાર્થના ભરોસે આગળ વધતા નહીં. લલાટમાં લખાયેલા લેખ પ્રમાણે બધું જ થાય છે. નિકાચિત કોઈ કરમ ઉપર કોઈ મેખ લગાડી શકતું નથી. ભૂતકાળના કર્મો વર્તમાનમાં નડી શકે છે. પરંતુ વર્તમાનમાં સાવધાની રાખવાથી ભવિષ્ય ઉજળું બની રહેશે. આપણું મોઢું જોઈને કોઈ સ્નેહી કહે તારું મુખ જોઈને ચિંતા થાય છે. કાયાને સાચવવાની સલાહ આપનારા ઘણા મળે પણ છે. પણ આત્મકલ્યાણની સાચી સમજણ આપી તેને પ્રેરક બળ પુરનારા કોક વિરલ હોય છે. એટલે જ જ્ઞાની ભગવંતો કહે છે કે સજ્જનોનો સંગ કરો. પતનની પળોમાં પણ બચી જવાશે. હાથી માથે અંકુશ હોય છે. ઘોડા માથે લગામ હોય છે. અંકુશ વગરનો હાથી અને લગામ વગરનો ઘોડો જેમ જોખમી છે. તેમ લગામ વગરનો માણસ પણ જોખમી છે જીવનમાં કોઈને કોઈ અંકુશ તો હોવા જ જોઈએ. શાસ્ત્ર અંકુશ, લોક અંકુશ અને ગુરુ અંકુશ આ ત્રણેય અંકુશો આપણી વૃત્તિ-પ્રવૃત્તિને કાબૂ રાખે છે. એમની આજ્ઞા અને ભાવના આપણે ન ટાળી શકીએ. વૃત્તિઓ સલામત તો આપણો આત્મા પણ સલામત!
· ૨૦૩ •
Page #224
--------------------------------------------------------------------------
________________
'શાસ્ત્રોનો બોધ..ટાળો વેર વિરોધ...!
સમુદ્ર વગર ઉત્પન્ન થયેલ અમૃત અને ઔષધ વગર પેદા થયેલ રસાયણ તેનું નામ જ્ઞાન. જગતનું સાચું દર્શન કરવું હોય તો રાગ-દ્વેષ ઓછા કરો.
દાનનું ઐશ્વર્ય વધે તેમ ભય વધે. જ્ઞાનનું ઐશ્વર્ય વધે તેમ નિર્ભય બને. 2 મોટા થવું હોય તો નાના બનવાની શરૂઆત કરો.
જ્ઞાનસારના પાંચમાં “જ્ઞાન” અષ્ટકમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ચિરંતન ચિંતનને વહાવતા કહી રહ્યા છે કે જગતમાં કોઈપણ દુઃખનું કારણ હોય તો અજ્ઞાનતા છે અને સુખનું કારણ જ્ઞાન છે. અજ્ઞાનતા તરફ આગળ વધતો જીવ દુઃખી થાય છે. જ્ઞાન તરફ આગળ વધતો જીવ સુખી થાય છે. સુખના સાધનોનો અભાવ દુ:ખીને હોય, સુખીને નહીં. જ્ઞાનથી પૂર્ણ આત્મા સુખના સાધનો વિના પણ સુખી છે. જ્ઞાનની ચરમકક્ષાની વાત જણાવતા કહે છે કે સમુદ્ર વગર ઉત્પન્ન થયેલ અમૃત અને ઔષધ વગર પેદા થયેલ રસાયણ એનું નામ જ્ઞાન, સાંભળ્યું છે કે અમૃત સમુદ્રમાંથી પેદા થાય છે. પણ એ અમૃત પીને આજ દિવસ સુધી કોઈ અમર બન્યા હોય એવું કોઈએ કહ્યું નથી. થોડા વર્ષ પહેલા વૈજ્ઞાનિકોની સભા ભરાઈ. એક વૈજ્ઞાનિકે બધાની વચ્ચે એક બાટલી મૂકી અને કહ્યું કે ૨૦ વર્ષની મહેનત બાદ મેં આ જલદ એસિડ બનાવ્યું છે. આ બહુ જલદ છે. આ જયાં પડે ત્યાં કોઈ ના ટકી શકે. પીગળી જ જાય. કોઈ દ્રવ્ય ટકી ના શકે. વૈજ્ઞાનિક આટલી વાત કરી બેસી ગયો.જો એસિડ જલદ હોત તો બાટલીમાં શી રીતે રહ્યું? આ વાતોમાં તથ્ય કેટલું? આધ્યાત્મિક જ્ઞાનરૂપી અમૃત કોઈ સમુદ્રમાંથી પેદા થયું નથી. ઔષધિમાંથી ન બન્યું હોવા છતાં એ અદ્ભુત જ્ઞાનરસાયણ છે. એ જ્ઞાન સિદ્ધોમાં વિલસી રહ્યું છે.
સિકંદરની એક વાત આવે છે. સિકંદર કોઈ તલાવડીનું પાણી પીવા ગયા. તલાવડીના કાંઠે હજાર માણસો અરસ-પરસ લડી રહ્યા હતા. સિકંદરને ડાહ્યા માણસોએ કહ્યું કે તમે આ અમર તલાવડીનું પાણી પીતા નહિ. રાજા પૂછે છે કેમ?ત્યારે કોઈકે કહ્યું અમે જયારે મરવાના નથી તો જીવવા માટે જેટલું મેળવાય તેટલું મેળવવા બધા લડી રહ્યા છે. અમર બનશો તો તકલીફોનો પાર નહીં રહે. ખરેખર સાચી વાત છે. રાગદ્વેષના તોફાનો અજ્ઞાનદશાના
= • ૨૦૪ •
Page #225
--------------------------------------------------------------------------
________________
કારણે જ છીએ. વીતરાગ દશા પ્રાપ્ત થતાં રાગદ્વેષના તોફાન બધા જ ચાલ્યા જાય છે. રાગદ્વેષની વિદાય પછી જ જગતનું સાચું દર્શન થાય છે.
કોઈપણ વ્યક્તિને જાણવી હોય તો પહેલા અભિપ્રાય કે પૂર્વગ્રહના ચશ્મા પહેર્યા હોય તો ઉતારી નાખજો. એ ચશ્મા દૂર કરવાથી જ વ્યક્તિનું સાચું મૂલ્યાંકન તમને પ્રાપ્ત થશે. જ્ઞાન એ અમર યૌવન આપે છે. અમર યૌવન આ નશ્વર એવા દેહનું નહીં પણ આત્માનું પ્રાપ્ત થાય છે. કોઈપણ જાતની અપેક્ષા વિનાનું ઐશ્વર્ય એનું નામ જ્ઞાન. રાજા બધે પૂજાય કે ન પૂજાય પણ જ્ઞાની સર્વત્ર પૂજાય છે. ધનનું ઐશ્વર્ય વધે તેમ ભય વધે પણ જ્ઞાનનું ઐશ્વર્ય વધે તેમ નિર્ભય બને.
ગુરુ-શિષ્ય બન્ને જઈ રહ્યા હતા. ગામ છોડી જંગલમાં આગળ વધતા ગુરુએ શિષ્યને પૂછ્યું આગળ ભય તો નથી ને? શિષ્ય કહ્યું ફકીરોને શો ભય? કોઈજ ભય નથી. થોડા આગળ ચાલ્યા બાદ ફરીથી ગુરુએ પૂછયું રસ્તામાં ભય જેવું તો નથી ને? શિષ્ય કહે છે ગુરુજી આપણા માટે ભય જેવી કોઈ વસ્તુ જ નથી. થોડા આગળ વધ્યા બાદ ગુરુ શંકા નિવારવા ગયા. શિષ્ય ગુરુની પોટલીમાં જોયું તો સોનાનો ગઠ્ઠો હતો. શિષ્ય મનમાં વિચારે છે ગુરુના મનમાં જ ભય પડેલો છે. શિષ્ય સોનાના ગઠ્ઠાને કૂવામાં નાંખી દીધો. અને પોટલીમાં એક પથ્થર બાંધી દીધો. ફૂલને ભય હોય કાંટાઓને શેનો ભય? ગુરુ-શિષ્ય આગળ ચાલવા લાગ્યા. ગુરુ પાછા શિષ્યને પૂછે છે. જંગલમાં ભય તો નથી ને શિષ્ય નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ગુરુજી ભયકો તો મૈને કૂવમેં ડાલ દિયા. શિષ્ય ગુરુને સત્ય વાત જણાવી એમને નિર્ભય બનાવ્યા. જ્ઞાન આવે એટલે માણસ નિર્ભય બને છે. પારકું નહિં પણ પોતાનું પરાધીન નહિં પણ સ્વાધીન, બહારનું નહિ પણ અંદરનું ઐશ્વર્ય એનું નામ જ્ઞાન. આપણો પડછાયો આપણી સાથે રહે છે તેમ આપણું જ્ઞાન પણ આપણી સાથે જ રહેવું જોઈએ. જીવનમાંથી રાગદ્વેષને ઓછા કરવા અત્યંત જરૂરી છે. સિદ્ધશિલા પર ગયા પછી કોઈ આત્મા પાછો આવે ખરો? એ સિદ્ધોની પાસે રાગ-દ્વેષને લઈને જશું તો ત્યાંથી પણ રીટર્ન થવું પડશે. જીવ નિગોદનું અનંત દુઃખ ભોગવી આવ્યો છે. જગતમાં એવું કોઈ સ્થાન નથી જયાં જીવે જન્મમરણ ન કર્યા હોય. સમ્યજ્ઞાનની તાકાતથી જ અક્ષય સ્થિતિના ભોક્તા બની જશું. કોઈપણ રીતે પણ થોડું જ્ઞાન મેળવો. જ્ઞાન ધન એવું છે જેને કોઈનો ભય નથી. જ્ઞાન આપવાથી ઘટતું નથી બીજાને આપવાથી વધે છે. આવું અદ્ભુત જ્ઞાન મેળવવા પ્રયત્ન કરો. બાહ્ય ઐશ્વર્યની પ્રાપ્તિ માટે જીવ કેટલી મહેનત કરે
= • ૨૦૫ •
Page #226
--------------------------------------------------------------------------
________________
છે. જ્ઞાની આનંદધનજી જેવા પોતાના જ્ઞાનાનંદમાં કેવા મસ્ત હતા. એમણે તો એટલે સુધી કહ્યું કે આશા ઔરનકી કયા કીજે, જ્ઞાન સુધારસ પીજે' દહેરાસરોના મૂળનાયક કયા છે એની ખબર નથી પણ ખલનાયક કોણ છે એની ખબર છે.
જેલમાં રહેલા શ્રેણિકને ચેલ્લણાએ કહ્યું તમારી આજે આ દશા? તમે દીકરાને મોટો કર્યો જ શા માટે? શ્રેણિક રાજા ચેલ્લણાને કહે છે આમાં કોણિકનો કોઈ દોષ નથી. બધો દોષ મારા પોતાના કર્મોનો જ છે. આ કોણિકે માત્ર જેલમાં જ પૂર્યા ન હતા પણ પેટ ભરવા માટે મીઠાની રાબ જ મળતી હતી અને મધરાતે મીઠાના પાણીમાં ઝબોળેલા હંટરોનો ૧૦૦૧૦૦ ફટકાનો માર પડતો હતો. છતાં પિતા શ્રેણિક પોતાના કર્મોનો જ દોષ વિચારે છે. તમને કયારેક દુઃખ આવી પડે તો શ્રેણિકને યાદ કરજો. જ્ઞાન આવ્યા પછી જગત બદલાય ન બદલાય પણ જાત તો બદલાઈ જ જવી જોઈએ. ચેલ્લણાથી પોતાના પતિનું દુ:ખ જોયું જવાતું ન હતું એ કહે છે મારા પેટે પથ્થર પાક્યો હોય તો સારું થાત! આજ દિવસ સુધી જેટલા આત્માઓ તર્યા એના મૂળમાં જ્ઞાનદષ્ટિનો વિકાસ થયેલો હતો. જેનું મન તંદુરસ્ત નથી એના વિચારોમાં શાંતિ કયાંથી હોય. આકાશપુષ્પ જેવી આ વાત છે. જીવનમાં જ્ઞાન આવ્યા પછી પરિસ્થિતિ બદલાય કે ન બદલાય પણ મનઃસ્થિતિ તો બદલાય જ છે. જ્ઞાની શાંત રહી શકે એ શાંત માણસ જ સ્વસ્થ રહી શકે. શ્રેણિક રાજા શાંતિથી ચેલ્લણાને સમજાવે છે. જીવનમાં જ્ઞાનષ્ટિ નથી આવી ત્યાં સુધી જ જીવ દુઃખી થાય છે. જ્ઞાનદૃષ્ટિનો જયાં ઉઘાડ થાય છે ત્યાં વિચારધારા બદલાય છે. જીવ વિચારે છે તું શું કામ કરે છે રોષ, તારા કર્મોનો છે દોષ. આ છે શાસ્ત્રોનો બોધ, આથી ટળે વેર-વિરોધ ને ઉભરાશે આત્મિક સુખનો ધોધ. જ્ઞાની આત્મા આત્મિક સુખમાં જ મહાલતો હોય છે. આ સુખની સામે ઈન્દ્રના કોઈ સુખ ટકી શકતા નથી. શ્રેણિક રાજા જેલની અંદર પણ સુખી અને અજ્ઞાની જીવ મહેલની અંદર પણ દુ:ખી બને છે. એક ભાઈ ઉપાશ્રયે દ૨૨ોજ જઈ મહાત્માઓને વંદન અચૂક કરે. વંદન કરતા મહાત્માએ એની આંખો લાલ જોઈ. મગજ ને મનમાં કાંઈ થાય તો પણ આંખો લાલ થઈ શકે છે. પેલા ભાઈ મહારાજને કહે છે આજે તો મનમાં એમ થાય છે કે સાંજનો સૂર્યાસ્ત પણ ન જોઉં તો સારું. મહાત્મા કહે છે તમને શું દુ:ખ છે? સંગમ પાછો જતો હતો ત્યારે જ મહાવી૨ની આંખમાં આંસુ આવી ગયા એનું કારણ? મારા શરણે આવેલાને હું તારી ન શક્યો. પેલા ભાઈ મહારાજને કહે છે
• ૨૦૬ •
Page #227
--------------------------------------------------------------------------
________________
કે સાહેબ આજે સવારના બ્રેકફાસ્ટ કરવા બેઠો. હું દરરોજ એક કપ ચા અને ત્રણ પૂરી લઉં છું. આજે બે કપ ચા અને પાંચ-છ પૂરી વાપરી. આજથી ૩૦ વર્ષ પહેલા મારા ધર્મપત્નિ ગુજરી ગયા. એકનો એક છોકરો ખૂબ જ લાડલો હતો. દીકરા ખાતર બીજા લગ્ન કર્યા. દીકરાને મોટો કરી પરણાવ્યો. આજે એ દીકરાની વહુએ મને કહી દીધું પપ્પા! ચા-પુરી વધારે લો એનો વાંધો નહીં. પરંતુ તમારે આગલે દિવસે કહી દેવું જોઈએ. મારાથી બીજી વાર પાછું થશે નહિ. કોઈનાય દિલને વચનોથી દુભવશો નહિ. જીભ જેવી કોઈ છરી નથી. ચપ્પની ધાર તો હજી ઘસાય પણ જીભની ધાર તો ઉંમર વધતા તેજ બને છે.
શ્રેણિક પાસે જ્ઞાનદષ્ટિ હતી માટે તે સુખી હતો. સમજ ક્યાં છે એને મોટામાં મોટું દુઃખ પણ દુ:ખી બનાવી શકતો નથી. નિરપેક્ષ ઐશ્વર્ય જોઈતું હોય તો જ્ઞાન દષ્ટિ મેળવો. આ સંસારની અંદર જ્ઞાન જ એવું અમૃત છે જે આત્માને અમર બનાવે છે. જે કાંઈ દુઃખ આવે એને પોતાના જ કર્મોની ભેટ તરીકે સ્વીકારી લેવાથી ચિત્ત પ્રસન્નતા જળવાઈ રહે છે.
આજ સુધી જ્ઞાનદૃષ્ટિ આપણામાં વ્યાપેલી હતી એને બદલે જ્ઞાનદષ્ટિ કેળવી લો. ત્રણ મિત્રો ભેગા થાય છે. એમાંથી એક મિત્રો કહે છે મારા પિતાજી મારા માટે ૧૦ લાખ રૂ મૂકીને ગયા છે. બીજો મિત્ર કહે છે મારા પિતાજી મારા માટે ૧૦ લાખ રૂી ઉપરાંત એક બંગલો પણ મૂકી ગયા છે. આ બે મિત્રોની વાત સાંભળી ત્રીજા મિત્રો કહ્યું મારા પિતાજી. તો આખી દુનિયા મારા માટે મૂકી ગયા છે. આ પણ જ્ઞાનદષ્ટિ છે. અજ્ઞાન હંમેશાં અધુરાશ જોશ અને જ્ઞાન હંમેશા મધુરાશ જોશો. એની નજર પૂર્ણતા તરફ હશે. જ્ઞાની દરેક પરિસ્થિતિમાં સમજ કેળવી લેતા હોવાથી સુખી બને છે. જ્ઞાન ન હોવા છતાં આપણને સુખ મળી જાય છે એ આપણું પુણ્ય છે. પુણ્યના પ્રભાવે સુખ મળી જાય છે. અને ધર્મને હાથમાં રખાયેલ દીવાની ઉપમા આપી છે. જ્ઞાનીઓએ પુણ્યને સાંકળે બંધાયેલ દિવાની ઉપમા આપી છે. સાંકળ હોવાથી મર્યાદા છે જયારે સમજણનો સૂરજ લઈને ગમે તે સ્થળ, પ્રસંગમાં જશે તો ત્યાંય અંધારું હટાવી પ્રકાશની અનુભૂતિનો સ્પર્શ કરાવશે. શાનદૃષ્ટિ જાગૃત હશે તો ખરાબ પરિસ્થિતિમાંય માર્ગ નીકળી આવશે. સમજના સુખથી લીન બની...દીનતાથી છ ગાઉ છેટા રહો....
હw 22
Page #228
--------------------------------------------------------------------------
________________
G
शमाष्टकम्
विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा । જ્ઞાનચ. પરિપાળોય:, સ શમ: રિઝીર્તિતઃ ||૧||
(૧) વિત્ત્ત-વિષય-ત્તીર્ણ:-વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ સવા-નિરંતર સ્વમાવાતમ્બન-આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન જેને છે એવો જ્ઞાનસ્યજ્ઞાનનો ય:-જે પરિપા-પરિણામ સ:- તે શમ:-સ્વભાવરિષ્ઠતિત:-કહ્યો છે. (૧) જેમાં ઈષ્ટપણાની અને અનિષ્ટપણાની કલ્પના નથી અને નિરંતર આત્માના શુદ્ધ સ્વરૂપનું આલંબન છે એવો જ્ઞાનનો પરિપાક એ શમ છે. આ શમ યોગના પાંચ ભેદોમાં સમતારૂપ ચોથો ભેદ છે. યોગના અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમાધિ અને વૃત્તિસંક્ષય એમ પાંચ ભેદો છે. ઉચિત વૃત્તિવાળાળા વ્રતધારીનું મૈત્રી વગેરે ભાવ સહિત જિનપ્રણીત શાસ્ત્રાનુસારે જીવાદિ તત્ત્વોનું ચિંતન તે અધ્યાત્મયોગ છે. (૧) જ્ઞાનાવરણ આદિ અશુભ કર્મનો ક્ષય, (૨) વીર્યોલ્લાસ રૂપ સત્ત્વપ્રાપ્તિ, (૩) ચિત્ત સ્વસ્થતા રૂપ શીલ,અને (૪) શુદ્ધ રત્નના પ્રકાશ જેવો સ્થિર બોધ એ ચાર અધ્યાત્મયોગનાં ફળો છે. અધ્યાત્મનું સેવન કરનારને અધ્યાત્મયોગથી મોહરૂપ વિષના વિકારોનો વિનાશ થાય છે એવો અનુભવ થાય છે. આથી આ અધ્યાત્મયોગ અનુભવ સિદ્ધ અમૃત છે.
ચિત્તમાંથી કામક્રોધાદિ કિલષ્ટ ભાવોને દૂર કરીને અધ્યાત્મયોગનો જ વૃદ્ધિ પામતો વારંવાર અભ્યાસ તે ભાવનાયોગ. (૧) કામ-ક્રોધાદિ અશુભ અભ્યાસની નિવૃત્તિ (૨) જ્ઞાનાદિ શુભ અભ્યાસની અનુકૂલતા અને (૩) ચિત્તવૃદ્ધિની વૃદ્ધિ એ ત્રણ ભાવનાયોગનાં ફળો છે.
સૂક્ષ્મ ઉપયોગ યુક્ત અને પવન રહિત ગૃહમાં રહેલા દીપકની જેમ સ્થિર ચિત્તની કોઈ એક વિષયમાં એકાગ્રતા તે ધ્યાન. (૧) સર્વ કાર્યોમાં સ્વાવલંબન-પરાધીનતાનો અભાવ, (૨) સર્વ કાર્યોમાં સ્થિરતા, અને (૩) ભવના અનુબંધનો વિચ્છેદ, અર્થાત્ ભવની પરંપરા થાય તેવા કર્મબંધનો અભાવ એ ત્રણ ધ્યાનયોગનાં ફળો છે.
• ૨૦૮ •
Page #229
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાનથી કરેલી વિષયોમાં ઈષ્ટપણાની અને અનિષ્ટપણાની કલ્પનાનો વિવેકથી ત્યાગ કરીને સમભાવ રાખવો તે સમતાયોગ. (૧) તપના પ્રભાવથી પ્રગટેલી આમર્ષ આદિ લબ્ધિઓના ઉપયોગનો અભાવ, (૨) ધાતીકર્મ ક્ષય, (૩) અને અપેક્ષા રૂપ બંધનનો સર્વથા વિચ્છેદ એ ત્રણ સમતાયોગનાં ફળો છે.
અન્યદ્રવ્ય (કર્મ)ના સંયોગથી થયેલી માનસિક વિકલ્પ રૂપ અને શારીરિક સ્પંદન (હલનચલનાદિ ક્રિયા) રૂપ વૃત્તિઓ ફરીથી ઉત્પન્ન ન થાય તે રીતે નિરોધ તે વૃત્તિસંક્ષય યોગ. માનસિક વિકલ્પરૂપ વૃત્તિઓનો નિરોધ થતાં કેવલજ્ઞાન પ્રગટે છે. શારીરિક સ્પંદન રૂપ વૃત્તિઓનો નિરોધ થતાં શૈલેથી અવસ્થા થાય છે. (૧) કેવલજ્ઞાન (૨) શૈલેશી અવસ્થા અને (૩) મોક્ષ એ ત્રણ વૃત્તિસંક્ષય યોગનાં ફળો છે.
अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् I आत्माभेदेन यः पश्येदसौ मोक्षगमी शमी ||२||
'
(૨) ર્મવૈષમ્યું-કર્મથી કરેલા વિવિધ ભેદોને અનિચ્છ-નહિ ઈચ્છતો ય:જેબ્રહ્માંશેન-બ્રહ્મના અંશ વડે સમં-એકસ્વરૂપવાળા નાત્-જગતને આત્માક્ષેત્રેનઆત્માથી અભિન્નપણે પડ્યે-જુએ સૌ-એ શમૈ-ઉપશમવાળા મોક્ષેમીમોક્ષગામી થાય છે.
(૨) જે કર્મકૃત વર્ણાશ્રમાદિ ભેદને ઈચ્છતો નથી અને ચૈતન્યસત્તાની
અપેક્ષાએ એક સ્વરૂપવાળા જગતના જીવોને પોતાના આત્માથી અભિન્નપણે જુએ છે તે ઉપશાંત યોગી મોક્ષગામી બને છે.
૧
आरुरुक्षुर्मुनिर्योगं, श्रेयेद् बाह्यक्रियामति । યોરુદ્ધ: શમાવેવ, શુષ્પત્યન્તÍતક્રિય: રૂા
(૩) યોમાં-સમાધિ ઉપર ઞરુક્ષુઃ-ચઢવાને ઈચ્છતો મુત્તિ:-સાધુ વાદ્યયિાન્બાહ્ય આચારને પિ-પણ યે--સેવેયોદ-યોગ ઉપર ચઢેલો અન્તર્રતયિ:- અત્યંતર ક્રિયાવાળો (સાધુ) શમાવ્-શમથી વ- જ શુધ્ધતિ-શુદ્ધ થાય છે.
(૩) સમાધિયોગ ઉપર ચઢવાને ઈચ્છતા મુનિ બાહ્ય આવશ્યકાદિ ક્રિયાને પણ સેવે છે. યોગ ઉપર ચઢેલા મુનિ અત્યંતર ક્રિયાવાળા હોય છે, અને
યો.બિ.ગા. ૩૧ તથા ૩૫૮થી ૩૬૭.
૨૦૯
Page #230
--------------------------------------------------------------------------
________________
ઉપશમથી જ શુદ્ધ થાય છે.
અહીં યોગારૂઢ થવાં એટલે કે સમભાવને સિદ્ધ કરવા શું કરવું જોઈએ અને યોગારૂઢ થયા પછી શું કરવાનું રહે છે એ બે પ્રશ્નોનો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં પહેલાં યોગારૂઢ થવા આવશ્યકાદિ બાહ્ય ક્રિયાની જરૂર છે એ વાત જણાવી. યોગારૂઢ થવા ઈચ્છનારા મુનિ પ્રીતિ, ભક્તિ અને વચન રૂપ શુભ સંકલ્પમય અનુષ્ઠાનો દ્વારા અશુભ સંકલ્પોને હઠાવીને યોગારૂઢ બને છે= સમાધિને સિદ્ધ કરે છે. યોગારૂઢ થયા પછી બાહ્યક્રિયાઓની જરૂર નથી. યોગારૂઢ મુનિ બાહ્ય ક્રિયા વિના માત્ર શમથીસિદ્ધ કરેલી સમતાથી જ શુદ્ધ થાય છે.
પ્રશ્ન-તો શું યોગારૂઢ સર્વથા ક્રિયા રહિત હોય છે ? ઉત્તર- ના. યોગારૂઢને અસંગ ક્રિયા હોય છે. પ્રશ્ન-કેવા સાધુઓ યોગારૂઢ કહેવાય ?
ઉત્તર-જિનલ્પી, શ્રેણીએ ચઢેલા વગેરે સાધુઓ યોગારૂઢ છે. આવા સાધુઓને પ્રીતિ, ભક્તિ અને વચન ક્રિયા ન હોય, કિંતુ અસંગ ક્રિયા કે અત્યંતર ક્રિયા હોય. સમાધિ રૂપ યોગના અભ્યાસકાળમાં ચિત્તશુદ્ધિ માટે આવશ્યકાદિ બાહ્ય ક્રિયાઓની અપેક્ષા રહે છે. એ ક્રિયાઓ કરતાં કરતાં જયારે સમાધિ-સમભાવ રૂપ યોગ સહજ સિદ્ધ થઈ જાય છે ત્યારે ક્રિયાની અપેક્ષા રહેતી નથી, અશક્તિના કારણે લાકડીના ટેકે ચાલનાર ને શક્તિ આવ્યા પછી લાકડીની જરૂર રહેતી નથી તેમ.
ध्यानवृष्टेर्दयानद्याः, शमपूरे प्रसर्पति ।
विकारतीरवृक्षाणां, मूलादुन्मूलनं भवेत् ||४|| (૪) ધ્યાનવૃણે-ધ્યાનરૂપ વૃષ્ટિથી ત્યાઘા-દયારૂપ નદીનું શમપૂર-ઉપશમ રૂપ પૂર પ્રસર્વતિ-વધે છતે વિજાતીવૃક્ષાનાં-વિકાર રૂપ કાંઠાના ઝાડોનું મૂતા -મૂળથી નૂતનં- ઉખડવું મવે-થાય છે. (૪) ધ્યાન રૂપ વૃષ્ટિથી દયા રૂપ નદીનું શમ રૂપ પૂર વધે છે ત્યારે વિકાર રૂપ કાંઠાનાં વૃક્ષોનું મૂળથી ઉખૂલન થઈ જાય છે. - અહીં “ધ્યાન રૂ૫ વૃષ્ટિથી' એમ કહીને ધ્યાન એ શમનું સાધન છે એમ જણાવ્યું છે. ધ્યાન શમનું સાધન છે માટે જ પાંચ પ્રકારના યોગમાં ધ્યાન પછી સમતાનો નિર્દેશ છે.
• ૨૧૦ •
Page #231
--------------------------------------------------------------------------
________________
ज्ञानध्यानतपः शील सम्यकत्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधु यं प्राप्नोति शमान्वितः ||५|| (૧) મો-આશ્ચર્ય છે કે જ્ઞાન-ધ્યાન-તપ-શીત-સંખ્યત્ત્વ-સહિત-જ્ઞાન-ધ્યાનતપ-બ્રહ્મચર્ય-સમ્યક્ત થી સહિત ઉપ-પણ સાધુ-સાધુ તં-તે ગુi-ગુણને
ખોતિ-પામતો ન- નથી ચં-જે ગુણને સમન્વિત-શમયુક્ત સાધુ પ્રખોતિ-પામે છે. (૫) કેવું આશ્ચર્ય ! શમથી અલંકૃત મુનિ જે ગુણો મેળવે છે તે ગુણો જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યક્તથી સહિત પણ સાધુ શમ વિના મેળવી શકતો નથી.
જ્ઞાનાદિ ગુણો હોવા છતાં શમ ગુણ ન આવે ત્યાં સુધી વીતરાગદશા, કેવલજ્ઞાન વગેરે ગુણો મેળવી શકાતા નથી. જ્ઞાનાદિ ગુણો શમ દ્વારા જ વીતરાગદશા, કેવલજ્ઞાન વગેરે ગુણોનાં કારણ છે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણોથી શમનો લાભ અને શમના લાભથી વીતરાગ દશા આદિ ગુણોનો લાભ થાય છે. આથી જ્ઞાનાદિ ગુણ યુક્ત સાધુએ એ ગુણો દ્વારા શમ ભાવને મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ એવું અહીં ગર્ભિત રીતે સૂચન કર્યું છે. ૧
स्वयम्भूरमणस्पर्द्धि-वर्धिष्णुसमतारसः ।
मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ||६|| (૬) સ્વયમૂરમાWદ્ધિવર્તુનુસ તાર:-સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિ પામતો સમતારસ છે જેનો એવા મુનિ -સાધુ યેન-જેનાથી ૩૫મીત-સરખાવાય સૌ-એ કોઈપ-કોઈપણ વરીરે-જગતમાં -નથી. (૬) જે મુનિનો સમતારસ સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરી રહ્યો છે અને હજીયા વધી રહ્યો છે તે મુનિની તુલના કરી શકાય એવો કોઈ પદાર્થ જગતમાં નથી.
शमसूक्तसुधासिक्तं येषां नक्तंदिनं मनः ।
कदापि ते न दान्ते रागोरगविषोर्मिभिः ||७|| (૭) યેષાં-જેમનું મનઃ-મન નવિનંતિ-રાતદિવસ મસૂવક્તસુધાસિતં-શમના સુભાષિત રૂપ અમૃત વડે સિંચાયેલું છે. તે-તેઓ દ્રા-કદી ઉપ-પણ રાગોર | વિષfમમ:- રાગરૂપ સર્પના વિષની લહરીઓથી વૈદ્યન્ત-બળતા ન- નથી. (૭) જેમનું મન સમતાના સુભાષિતો રૂ૫ અમૃતથી રાત-દિવસ સીંચાયેલું રહે છે તેઓ કદી પણ રાગ રૂપ સર્પના વિષના તરંગોથી બળતા નથી.
= • ૨૧૧ •
Page #232
--------------------------------------------------------------------------
________________
गर्जज्ज्ञानगजोत्तुङ्ग-रङ्गद्ध्यानतुरङ्गमाः ।
जयन्ति मुनिराजस्य, शमसाम्राज्यसंपदः ||८|| (૮) મુનિરીનષ્ણુ-મુનિરૂપ રાજાની -જ્ઞાન ન ૩જી-રત-ધ્યાનતુરમા-ગર્જના કરતા જ્ઞાનરૂપ હાથીઓ અને ઊંચા, નૃત્ય કરતા ધ્યાન રૂપ ઘોડાઓ જેમાં છે એવી શH-સામ્રાર્થ–સંદ્ર-શમરૂપ સામ્રાજ્યની સંપત્તિઓ નક્તિ-જયવંતી છે=સૌથી ઉત્કૃષ્ટ છે. (૮) જેમાં જ્ઞાન રૂપ હાથીઓ ગર્જના કરી રહ્યા છે, અને ધ્યાન રૂપ અશ્વો ખેલી રહ્યા છે એવી, મુનિરૂપ રાજાની શમ રૂપ સામ્રાજ્યની સંપત્તિ સર્વોત્કૃષ્ટ છે.
આ અસમાધિ લાવી આપશે....
નાની નાની પ્રતિકૂળતામાં થતો સંકલેશ મનનું ધારેલું ન થતા અજંપો થાય. કષ્ટ સાધ્ય કાર્યમાં ઉદ્વેગ ચિરકાળથી સાધ્ય કાર્યમાં થતી અધીરાઈ. ધારેલી વસ્તુ મેળવવાની ઉત્સુકતા. આપણાથી આગળ વધતા આરાધક પર ઈર્ષ્યા. સ્વ-દોષનો અસ્વીકાર કે બચાવની વૃત્તિ. મળેલી ચીજમાં ઓછાપણાનો ડંખ. મળેલી સામગ્રીને ટકાવવાની ગણતરી. સારી ચીજો મેળવવાના ફાંફાં. બીજાના દોષોને શોધવાનું. તુચ્છ સ્વભાવ, અસહિષ્ણુ વૃત્તિ ક્ષુદ્રતા, દીનતા, ભયભીતપણું. અવિચારીપણું. બીજાએ કરેલા અન્યાયની નોંધ.
=
• ૨૧૨ •
=
Page #233
--------------------------------------------------------------------------
________________
આત્મ કલ્યાણતો માર્ગ સમભાવ છે !
પદાર્થ અને પ્રસંગથી મો ફેરવી લે તેનું નામ શમ.
સમભાવ જીવને મોક્ષમાગી બનાવે છે.
અંદરનું એ દ્રવ્ય છે અને બહારનું પર્યાય છે. પર્યાયદેષ્ટિ રાગ-દ્વેષ કરાવે. ભૂલ કરે અને માફ કરે તે માનવવૃત્તિ અને ભૂલ કરે તેને માફ ન કરે તે પશુવૃત્તિ.
કોઈના પર થતી નફરત અને ઈર્ષ્યા એ દ્વેષના જ પર્યાયવાચી શબ્દો છે. ઉપશમ વગરનો ક્ષયોપશમ કર્મબંધનું કારણ બને છે.
મહાન તાર્કિક શિરોમણી જ્ઞાનસારના માધ્યમથી પૂર્ણ બનાવાનું લક્ષ આપ્યા પછી છઠ્ઠા શમાષ્ટકની અંદ૨ ફરમાવી રહ્યા છે કે પૂર્ણ બનવાનું લક્ષ બંધાયુ હોય તો લક્ષની સાથે એના પક્ષનો પણ સ્વીકાર કરવો પડશે. પુરુષાર્થ કરવો પડશે.
કોઈ વ્યક્તિને તરસ લાગી છે તો એને પાણીયારા તરફ જવું પડશે. જવા માત્રથી એની તરસ છીપાવવાની નથી. પાણી ગ્લાસમાં લઈને પીવાથી તરસ મટશે. પાણી મળ્યા પછી પાણી પીવાનો પુરુષાર્થ કરવો પડશે. તેમ પૂર્ણ બનવા માટે સમભાવની વૃત્તિ ધા૨ણ ક૨વી પડશે. માખણનો સાર ઘી અને મંથનનો સાર માખણ. તેમ સાધુપણાનો સાર સંયમ પણ એ સંયમનો સાર કલ્પસૂત્રમાં આપે છે : ઉપશમભાવ. આજે ઉપશમની વાતો વિચારવી છે. શમ નહી આવે ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. ‘શમ' નો અર્થ શું? સમતા. વિષયોના વિકલ્પથી જેનો આત્મા નિવૃત્ત થયો છે અને જ્ઞાન-દર્શનચારિત્ર તરફે જેની આત્મ પરિણતિ જાગૃત થયેલ છે. જ્ઞાનની પ્રૌઢ અવસ્થા એનું નામ શમ. જયારે વિષયો તરફ દોડતું મન સંકલ્પ વિકલ્પ, ગોઅણગમો, રાગ-દ્વેષના પદાર્થમાંથી નિવૃત્તિ લે છે એનું નામ સમભાવ. રાગદ્વેષ જાગૃત થાય એવા પદાર્થ પાત્ર-પરિસ્થિતિ આવે ત્યારે પણ જેની ચિત્તવૃત્તિ રાગ-દ્વેષથી પર રહે એનું નામ શમ.
પ્રવચન સાંભળ્યા પછી એટલું તો થઈ જાય કે દાળમાં કદાચ મીઠું વધારે થઈ ગયું હોય તો પણ સમભાવ ટકાવી રહે. દાળ ખૂબ સુગંધી થઈ હોય તો પણ સમભાવ ટકાવી રાખવો છે. દાળ ખૂબ ટેસ્ટી બની હોય ત્યારે સમભાવ ટકાવી રાખીએ તો કામ થઈ જાય. કોઈ અપમાન કરે તો સહી
·
૨૧૩ •
Page #234
--------------------------------------------------------------------------
________________
લઈએ પરંતુ આપણી સમક્ષ ભરપુર પ્રશંસા કરે ત્યારે? સમભાવ ટકાવવો જોઈએ. એ સમયે કયાં પણ રાગ, અહંકાર જાગૃત ન થવો જોઈએ. પ્રશંસા એ લપસણી ભૂમિ છે. અપમાન અને પ્રશંસા બન્ને પ્રસંગોમાં જેની ચિત્તવૃત્તિ સમાન રહે એનું નામ સમભાવ. સમભાવ એટલે ગોળ અને ખોળને સરખા માનવા એ નહીં પરંતુ બન્નેમાં રાગ-દ્વેષ ન કરવો તે સમભાવ. રાગ-દ્વેષના પ્રસંગોમાં ચિત્તવૃત્તિને સ્થિર રાખવી જે શમી તે શિવં ગમી.' જગતની અંદર કર્મની વિષમતા ભલે ગમે તેટલી આવે છતાં રાગ-દ્વેષ ન થવા જોઈએ. સમભાવ ધરાવનાર આત્મા મોક્ષે જાય છે. જડ પ્રત્યે પણ રાગ-દ્વેષ ન થવા જોઈએ. અભેદ બુદ્ધિ જરૂરી છે. દ્રવ્યાંશ જોનારો સમતા રાખી શકે છે. પર્યાયાંશ જોનારો સમતા રાખી શકતો નથી. હું-તમે-ડાહ્યો-ગાંડો આ બધા આત્માના પર્યાયો છે. પર્યાય ક્ષણિક હોય સોનાના ગઠ્ઠાને તમે જોયો, તમને ગમશે પણ સામાન્યતઃ એના પર રાગ-દ્વેષ નહીં થાય. પણ એ જ સોનું ઘરેણામાં પલટાય છે ત્યારે એ ઘરેણાં ઉપર રાગ દ્વેષ થાય છે. મૂળ તત્ત્વરૂપે જોવાથી રાગ-દ્વેષ નહીં થાય. પર્યાયના ભેદ છે. દ્રવ્યમાં અભેદ છે. જે મારી અંદર છે એ જ તમારી અંદર વિલસતું દ્રવ્ય છે. આત્મા બધાનો સરખો છે. આપણાથી કોઈ વધી જાય તો દ્વેષ થાય છે અને આપણાથી ઓછું આવડે તો નફરત રૂપી દ્વેષ થાય છે. આ બધા દ્વેષના સંતો પર્યાયષ્ટિના કારણે છે. જિનતત્ત્વ કહે છે કે પર્યાયના બદલે દ્રવ્ય જોવાની કળા શીખી લે. કપાસના ઢગલા પર દ્વેષ નહીં થાય પણ એમાંથી બનેલી સાડી ઉપર? સામાન્ય જ્ઞાનનો પણ પરિપાક થવાથી પણ આપણી વૃત્તિ સુધરી જાય છે.
નરમાંથી નારાયણ બની પોતાનું આત્મકલ્યાણ કરવું હશે તો સમતા લાવવી જ પડશે. દર્શન-વંદન-પૂજા-સામાયિક-પ્રતિક્રમણ ક્રિયાથી સિદ્ધિ મળશે અને જ્ઞાનથી પ્રસિદ્ધિ મળશે. આ બન્ને સિદ્ધિ-પ્રસિદ્ધિ આધ્યાત્મિક જ્ઞાનની પૂર્તિ નથી. આધ્યાત્મિક માર્ગના ભોમિયા આમાં અટવાતા નથી. સિદ્ધિ-પ્રસિદ્ધિની ખેવના હોતી નથી.
શિષ્ય કહે છે ગુરુજી! આપણે નદીના પાણીમાં ચાલતા ચાલતા વાતો કરીશું. ગુરુજી કહે છે પાણીમાં વાતો કરીએ એમાં શું મજા આવે આપણે તો આકાશમાં ઉડતા ઉડતા વાતો કરીશું. શિષ્ય તો મૌન થઈ ગયો. ઉડવાની તાકાત તો ભમરા અને માખી પાસે પણ હોય છે. અને તરવાની તાકાત તો માછલી પાસે પણ છે. આવી સિદ્ધિઓનો મતલબ શું? સિદ્ધિ એનું નામ જે અંતરની શુદ્ધિ આપે. શુદ્ધિ વગરની સિદ્ધિ અને પવિત્રતા વગરની પ્રસિદ્ધિ પતનનું પ્રથમ પગથીયું બની જશે. યોગીઓની દુનિયા જુદી હોય છે. આપણે
• ૨૧૪ •
Page #235
--------------------------------------------------------------------------
________________
રહીએ છીએ એ દુનિયા યોગીઓને ગમતી નથી.
આંતરિક આકર્ષણ જેને પ્રગટયું હોય તે બહારના કીચડમાં કયારેય રમવા આવતા નથી. સાધુ પાછળ ભક્તો દોડે એમાં ભક્તોની શોભા છે પણ જો સાધુ ભક્તો પાછળ દોડે તો એમાં સાધુની શોભા નથી. જીવનમાં તપ ન હોય તો ચાલી શકે પણ ખાવા છતાં ખાવાના પદાર્થોની પડી ન હોય તે યોગી છે. માન-પાન મળતા ન હોય તે યોગી નથી પણ માન-પાનની જેને પરવા નથી તે યોગી છે. સંત ગોપીચંદ અને ભતૃહરિને ભક્તો ખૂબ જ માન આપે છે. આ સંતોને ભક્તોની ભક્તિમાં મજા આવતી નથી. સાચો વેપારી વેપાર કેટલો થયો છે તે ન જુએ તો પણ કમાણી કેટલી થઈ તે તરફ નજર રાખે. ગોળ હોય ત્યાં માખીઓ તો આવે જ. વાસક્ષેપનો ચમત્કાર જોઈ ભક્તો તો આવશે જ. શુદ્ધિના બીજમાં જ સિદ્ધિનું ફળ મેળવનાર ખરેખરો યોગી છે. યોગીઓની પાસે સિદ્ધિઓ હોય છે પણ કયારેય તે બતાવતા નથી. કુરગડુ મુનિ સંવત્સરીના દિવસે ગોચરી લઈ આવ્યા. એમની સાથેના ત્રણેય મહાત્માઓના માસક્ષમણ છે. કુરગડુ મુનિ એ મહાત્માઓને કહે છે લાભ આપો. લોકવ્યવહાર એ પણ બહુ મહત્વની વાત છે. પેલા મહાત્માઓ કહે છે અમારું માસક્ષમણ ચાલે છે ખબર નથી. કુરગડુ મુનિ એ મહાત્માઓ પાસે ગયા અને કહ્યું લાભ આપો. “શરમ નથી આવતી’ એમ એક મહાત્માએ અભિમાનથી કહ્યું. એક મુનિએ અપમાન કર્યું છતાં બીજા-ત્રીજા મહાત્માઓની પાસે પણ ગયા. ત્રણેય મુનિઓના તિરસ્કારને આનંદથી સહી લે છે. ગચ્છત્તિ કરો તો વાંધો નહીં પણ તમે તો સાથે ગર્ભત્તિ પણ કરો છો એને વાંધો છે.
એક શહેરમાં ચાતુર્માસે પધારેલા મુનિવરોને ત્યાંના એક શ્રાવકે સાંજના ગોચરી વહોરાવવાની વિનંતી કરી. સૂર્યાસ્ત થવાની થોડી વાર હતી. તેથી નાના મુનિએ જવાબ આપ્યો આજે મોડું થઈ ગયું છે ખપ નથી. આટલું સાંભળતા જ ઓલા ભાઈ બોલવા લાગ્યા...હા, ખબર છે તમે શેના આવો? તમને તો શ્રીમંતો કે ટ્રસ્ટીઓના ઘર જ જોઈએ છે. દરેક સાધુઓ આવું જ કરે છે. શ્રાવકની આવી વાત સાંભળી આ મુનિવરોના ગુરુદેવ એમને બોલાવી પૂછ્યું ભાઈ! તમારું ઘર કયાં છે? બસ, અહીં બાજુમાં જ છે. ગુરુદેવ તરત પોતે એ ભાઈના ઘરે વહોરવા ગયા. એ ભાઈએ પછી ચાર મહિના સાધુ ભગવંતોની અનન્યભક્તિ કરી લાભ લીધો. કયારેય કોઈની નિંદા ન કરવી. પ્રભુ વીરની સંસ્થામાં કોઈ ખરાબ નથી. કોઈની પણ ભૂલ થઈ શકે છે. આખી દુનિયા કાંઈ ખરાબ થોડી હોય છે?
• ૨૧૫ •
=
Page #236
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની, તપસ્વી, દાની બનવું સહેલું છે પણ ગુણાનુરાગી બનવું અઘરું છે. સમતા રહેવી એ અઘરામાં અઘરી છે. ક્રિયાથી સિદ્ધિ-પ્રસિદ્ધિ મળે પણ શુદ્ધિ તો સમતાથી જ મળે છે. ત્રણેય મહાત્માઓ ગમે તેમ બોલવા લાગ્યા છતાં કુરગડુ મુનિને જરા પણ આવેશ ન આવ્યો. ગોચરી વાપરવા બેઠા. ગોચરી વાપરતા વિચારે છે આ મહાત્માઓ કેટલા ઉપકારી છે. એમના ક્રોધમાં હું નિમિત્ત બન્યો. મને ધિક્કાર થાઓ. અધ્યાત્મ યોગમાં રહેલા યોગીના વિચારો જુદા હોય છે. આ મહાત્માઓ માત્ર બોલીને શાંત ન રહ્યા પણ કુરગડુના પાત્રમાં જઈને યૂક્યા પણ ખરા. કુરગડુ મુનિ વિચાર કરે છે આ મહાત્માઓએ લુખ્ખા ભાતમાં ઘી નાંખી આપ્યું, સાધુ ખાતા જાય છે અને કર્મને ધોતા જાય છે. રોતો જાય છે અને કર્મને ધોતો જાય છે. સમભાવમાં ચડેલા આ કુરગડુ મુનિને વાપરતા વાપરતાં કેવળજ્ઞાન થઈ ગયું. ત્યાં
કાશમાંથી દેવ-દેવી વંદન કરવા પધારે છે. માસક્ષમણના તપસ્વી મહાત્માઓ વિચારે છે કે આપણને વંદન કરવા દેવ-દેવીઓ પધારી રહ્યા છે. સ્પૃહા હોય ત્યાં સ્પર્ધા થાય. ત્રણેય વિચારે છે ઓહો દેવ-દેવીઓ વંદનાર્થે આવ્યા. જે પૂર્ણ છે તેને હું પૂર્ણ છું એવી જાહેરાત કરવી પડતી નથી.
ભરોસો છલકે નહિ, છલકે સો આધા,
ઘોડા સો ભૂકે નહિં, ભુંકે સો ગયા. સમતાની દુનિયામાં ઉતરેલાને પોતાની જાહેરાત કરવી પડતી નથી. દેવ-દેવીઓ તો પહેલા કુરગડુ મહાત્માને વંદન કરવા લાગ્યા. ત્રણેય મહાત્માઓ આ જોઈને ગરમ થઈ ગયા. આ દેવ-દેવીઓ પણ ખાઉધરાને વાંદે છે. હમણાં તો ઘડો ભરીને ભાત ખાધા. લાંચ લીધા વગર ચાલી શકે પણ આપ્યા વગર ચાલતું નથી. સાચને આંચ નથી. મહાત્માઓ કહે છે નક્કી દેવ-દેવીઓથી કંઈક ગડબડ થઈ લાગે છે. ત્યારે દેવતાઓ જવાબ આપે છે. ભૂલેચૂકે કાંઈ બોલશો નહિ. તમે કહો છો ઘડો ભરી ભાત ખાધા હતા એમને જ ઘડીભર પહેલા કેવળજ્ઞાન થયું છે. ત્રણેય મહાત્માઓ આશ્ચર્ય વ્યક્ત કરે છે. દેવીના વચન સાંભળી ત્રણેય મહાત્માઓ કુરગડું મુનિના પગમાં પડે છે. માફી માંગે છે. અમને માફ કરો અમે અધમ કોટીની આશાતના કરી છે. પશ્ચાતાપ કરતા આખરે ત્રણેય મહાત્માઓને કેવળજ્ઞાન થઈ ગયું.
તપ-ત્યાગ-જ્ઞાન એ બધી ટ્રેનો છે. પણ સમભાવ એ રાજધાની છે. ગૌતમ પાછળ રહ્યા અને અઈમુત્તા આગળ નીકળી ગયા કારણ શું? સમભાવ, સમભાવના સાધક બનો એ જ શુભકામના...
-
=
• ૨૧૬ -
-
Page #237
--------------------------------------------------------------------------
________________
'જ્ઞાનરૂપી ગજસેના...ધ્યાનરૂપી અશ્વસેના
જ્ઞાનસારના માધ્યમથી આપણને જીવનના વિકાસક્રમનું દર્શન કરાવી રહ્યા છે “શમાષ્ટકની મહત્ત્વતાનું દર્શન કરાવતા જણાવે છે કે બાહ્યજીવનમાં તોં ફેરફાર ઘણા થયા હવે આત્યંતરમાં પલટો લાવવો. પડશે. સ્વરૂપરમણતા પ્રાપ્ત કરવા માટે સમભાવથી ભાવિત બનવું પડશે. ભગવાન મહાવીર મળશે તોય કલ્યાણ નહીં થાય અને એક અભવ્ય આત્માથી કેવળજ્ઞાન મળી જશે. અભવ્ય આત્મા પણ કેવળજ્ઞાન અપાવી શકે. ભવ્યના હાથે જીવો તરે એના કરતા અભવ્યતાના હાથે વધારે તરે. મિથ્યાત્વ દશામાં રહેલાને ઉપકારી કરી શકીએ તો સહવર્તિ જીવોનો ઉપકાર કેમ નહીં? મન થાય ત્યારે જાતની નિંદા કરશો. જગતની નિંદા કયારેય ન કરશો. સમભાવ જેટલો કેળવાશે એટલે આત્માનું કલ્યાણ નજીક આવશે. યોગ ઉપર આરૂઢ થઈને સમભાવને ધારણ કરે તે ખરેખર વંદનીય છે. સમભાવ વગર ઉદ્ધાર નથી. જ્ઞાની-ધ્યાની-તપસ્વીમાં પણ જયારે સમભાવ પ્રગટે ત્યારે મોક્ષમાં જઈ શકે. ત્રણ દિવસ માટે ક્રોધ નહીં કરવાનો તમો નિયમ લો ખરા? ક્રોધ કર્યા વિના ચાલે નહીં એવી માન્યતામાં ફસાઈ ગયા છો. દરેક પાત્ર-પદાર્થ ઉપર સમભાવ કેળવતા જાઓ. સમભાવ હશે ત્યાં વૈરાગ્યભાવ પ્રગટ થાય છે જે લોકહેરીમાં તણાતો નથી એ જ ખરો યોગી છે.
ભર્તુહરિ અને ગોપીચંદ બન્ને સંત ભક્તોથી છૂટવા માટે નાટક કરે છે. ગુરુ પોતાના શિષ્યને કહે છે આજે ભિક્ષામાં રોટલો લઈ આવજે. શિષ્ય રોટલો લઈ આવ્યો. ઘણા બધા ભક્તો ત્યાં હાજર છે. ગુરુ શિષ્યના હાથમાંથી રોટલો ઝૂંટવી લે છે. શિષ્ય કહે છે આ રોટલો મારો છે. હું લાવ્યો છું. એક રોટલા માટે બન્ને વચ્ચે ખૂબ લડાઈ જામી ગઈ. આ જોઈ ભક્તો કહેવા લાગ્યા, એક રોટલા માટે જે લડે છે તેને નમવાથી શું? ભક્તો આવવાના બંધ થઈ ગયા. આ સંતોને તો એટલું જ જોઈતું હતું. દુનિયા અમારી પાછળ પડે તો અમે નક્કી પડવાના.
જ્ઞાનીઓ કહે છે નસીબ જાગે છે ત્યારે ઊંધું કરેલું પણ સારું બની જાય છે. એક છોકરીનું ક્યાંય ઠેકાણું ન પડે. કેટલાય બ્રાહ્મણોને બોલાવ્યા, કથા કરાવી પરંતુ છોકરી માટે કોઈ યોગ્ય વર મળતો નથી. છોકરીના મા-બાપ બધા જ યોગ્ય જમાઈની શોધમાં છે. એક દિવસ છોકરીના બાપને એનો જાણીતો | ભાઈબંધ મળી ગયો. એકબીજાને ખબરઅંતર પૂછે છે. છોકરીનો બાપ કહે છે
= • ૨૧૦ •
Page #238
--------------------------------------------------------------------------
________________
દોસ્ત! કોઈ વાતની ચિંતા નથી. બધી રીતે સુખી છું છતાં..અટકી ગયા. દોસ્ત પૂછે છે કેમ અટકી ગયો. છોકરી ઉંમરલાયક છે એના માટે યોગ્ય છોકરો હજી મળ્યો નથી. દોસ્ત કહે છે એમાં શું દોષ છે? મારો દિકરો પણ મોટો જ છે. તો કરી લઈએ નક્કી! પિતાજીએ મહા સુદ પાંચમનો લગ્નનો દિવસ નક્કી કરીને ચાંદલાનો રૂપિયો આપી દીધો. મા પોતાના માવિત્રે ગઈ છે ત્યાં બાજુમાં રહેતી પોતાની બહેનપણીના ઘરે જાય છે. બન્ને જણા ઘણા સમયથી મળ્યા હોવાથી વાતોમાં લાગી ગયા. બેનોની વાતોમાં પૂછવાનું શું હોય? મોડીરાત સુધી બન્ને સખીઓએ વાતો કરી અને વાતોમાં એ પોતાની છોકરીનું સગપણ સખીના છોકરા સાથે મહા સુદ-૫ના નક્કી કર્યું. છોકરીનો ભાઈ પણ પોતાના મિત્રના ભાઈ સાથે સગપણ જોડીને આવ્યો. ત્રણેય જણા પાછા ઘેર આવ્યા. બધા કહે છે અને સારા સમાચાર લઈને આવ્યા છીએ. પિતાજી કહે છે કે આજે હું એક મોટું ટેન્શન દૂર કરી આવ્યો છું. દીકરી માટે યોગ્ય વરની પસંદગી કરીને આવ્યો છું. ત્યાં દીકરો કહે છે હું પણ મારા મિત્ર જોડે લગ્નની વાત કરી આવ્યો છું. પિતાજી અને ભાઈનું સાંભળી મા કહે છે મને પૂછયા સિવાય તમે સગપણ નક્કી ન કરી શકો. દીકરીની ચિંતા મને જ વધારે હતી. મેં પણ દીકરી માટે યોગ્ય વરની પસંદગી કરી છે. ત્રણેય જણ એકબીજાના મોં સામે જુએ છે. ત્રણેયની વાત સાંભળી છોકરીને ટેન્શન થઈ ગયું. પેલા ત્રણેય લડવા લાગ્યા. દીકરી તો જોતી જ રહી છે. એવામાં મહાસુદ પાંચમનો દિવસ આવી ગયો. મંગલ મૂહૂર્ત ત્રણેય જાનો આવી ગઈ. પિતા કહે છે મેં નક્કી કર્યું છે એ છોકરા સાથે જ લગ્ન થશે. દિકરો કહે છે મારી ઈજ્જતનું શું? મા કહે છે મેં મારી દીકરી માટે જે કર્યું છે તે યોગ્ય જ છે. ત્યાં પેલી છોકરી કહે છે તમે ત્રણે ભેગા થઈને તમારી ઈજ્જતનું માંડો છો પણ એની વચ્ચે મારી જિંદગીનું શું?
જ્ઞાનસારમાં તો આપણી સહુની જિંદગી વિષે જણાવે છે. પૂનમનો ચંદ્રમાં આકાશમાં ખીલ્યો હોય ત્યારે એને ધોળી ચાંદનીમાં તારાઓની ગણતરી શક્ય નથી. બપોરના પ્રખર સૂર્યના તેજમાં રેતીના કણિયાની ગણતરી શક્ય નથી અને ઉછળતા સમુદ્રને જોઈ એ કેટલો લાંબો છે એ કહેવું મુશ્કેલ છે. તેમ ઉપશમરસમાં ડૂબેલા મુનિના આનંદને કહેવાને કોઈ સમર્થ નથી. મહાત્માઓ જયારે આત્માના સ્વરૂપમાં નિજાનંદની અંદર મસ્ત બને છે ત્યારે એ આનંદને વર્ણવવા માટે શબ્દો પણ વામણા પડ્યા છે. એ આનંદને માટે આ જગતમાં કોઈ ઉપમા નથી. મુનિની આંતરિક દુનિયાની અંદર સતત ઉપશમભાવ અને સમતાભાવ વિલસતો હોય છે. ઉનાળાના કોઈ બપોરે કોઈ વ્યક્તિ તૃષાતુર થયો હોય એ સમયે ઠંડુ પાણી
= • ૨૧૮ •
Page #239
--------------------------------------------------------------------------
________________
એને મળતા એ કેટલો આનંદિત થાય છે. માતાને પોતાનો ખોવાઈ ગયેલો દીકરો મળે ત્યારે કેટલો આનંદ થાય છે એ અનુભવની વાત છે. સમતામાં રહે તે સુખી. વિષમમાં રહે તે દુઃખી. પરમતત્ત્વની અંદર અનુસંધાન કરવું એટલે સમરસમાં ડૂબવું. રાગદ્વેષરૂપી ભોરિંગ સર્પોમાં કાતિલ દંશનો ઝેર એને જ ચડી શકે છે જે સમતારસથી ભીંજાયો નથી. જયારે સમભાવનું પૂર આવે છે ત્યારે કાંઠે રહેલા વિષય-વિકારના ઝાડવાઓ ઉખેડીને તણાઈ જાય છે. નિમિત્તની અંદર ચિત્ત-વિચિત્ત ન થાય તો કર્મબંધનો અવકાશ રહેતો નથી. નિમિત્તો તો બધા માટે આવશે. સૂર્ય તો પોતાના નિયમ પ્રમાણે ઉદય પામે છે. આંધળાને ન દેખાય એમાં સૂર્યનો શું દોષ? નિમિત્તની અંદર સમભાવનું પાલન કરતો આત્મા સ્થિર રહે છે. નિમિત્ત સામે જે અણનમ અને અડોલ રહે છે ત્યારે આવી પડેલા વાસનાના તોફાનો સ્વયં શાંત થઈ જાય છે. ચિત્તની વૃત્તિઓ સમ-વિષમના પ્રસંગે શાંત રાખવી તેનું જ નામ
ન
સમભાવ.
જ્ઞાનરૂપી ગજસેના અને ધ્યાનરૂપી અશ્વસેના જેના આંગણે ૨મે છે તે યોગીને જગતના કોઈ દુ:ખ સ્પર્શી શકતા નથી. ડોકટરોની દુનિયામાં કહેવાય છે કે માણસ રોગી કયારે બને છે? જયારે શરીરની પ્રકૃતિ વિષમ બને છે ત્યારે માણસ રોગી બને છે. જ્ઞાની ભગવંતો કહે છે કે વૃત્તિઓ જયારે વિષમ બને છે ત્યારે આત્મા રોગી બને છે. પ્રકૃતિની વિષમતાથી રોગી બનાય પણ વૃત્તિની વિષમતા વચ્ચે સમભાવને ધારણ કરવાથી જીવનનો આનંદ વધુ વિલસે છે. પાર્શ્વનાથ પ્રભુ પાસે કમઠ આવ્યો અને ધરણેન્દ્ર પણ આવ્યો. પ્રભુ પાસે બન્ને સરખા. કોઈ અનુકૂળ વર્તન કરે, કોઈ પ્રતિકૂળ વર્તન કરે. પ્રભુની દૃષ્ટિમાં કોઈ ભેદ નથી. સમભાવ જયા૨ે આત્મામાં પ્રગટ થાય છે ત્યારે જીવ માટે સુખ-દુ:ખ, માન-અપમાન બધું જ સરખું છે. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા.' સુખદુ:ખમાં, લાભાલાભમાં, જયપરાજયમાં જેની પ્રજ્ઞા સ્થિર રહે તેનું નામ સ્થિતપ્રજ્ઞ. મન સ્થિર નથી રહેતું માટે વિષમતા પ્રગટ થાય છે. આત્માની સ્થિતિને સમભાવમાં રાખવાથી મુક્તિની ઈમારત બંધાય છે. સાધુના આંતરિક આનંદને વ્યક્ત કરવા માટે ચલા-ચલ જગતમાં કોઈ ઉપમા પ્રાપ્ત થતી નથી. સમભાવ કેવો વિસ્તર્યો છે એનો એક દાખલો જોઈએ.
એક મહાત્મા જીવડાઓને ફરીથી ચાંદામાં નાંખે છે. કોઈ શ્રાવકે પૂછ્યું. મહાત્માજી આ શું કરો છો? જીવનમાં કયારેય સ્વામિવાત્સલ્ય તો કર્યું નથી. તો આ જીવડાઓને આજે ખાવા દો. શબ્દો પણ અલૌક્કિ હોય છે. મહાત્માઓ
૨૧૯ ·
Page #240
--------------------------------------------------------------------------
________________
ખૂણામાં બેસીને કેટલાય પાપોની નિર્જરા કરતા હોય છે. એક સાધુભગવંત ઉપાશ્રયમાં બેઠા હતા. ત્યાં એક ભાઈ આવ્યા. એ ભાઈ આવતાની સાથે બોલવા લાગ્યા. તમને કોઈ ધંધો જ નથી. હરામનું ખાવા માટે જોઈએ છે. ખાવા માટે જોઈએ તો તરત માંગી લાવો. મફતની જગ્યામાં રહેવાનું. તદ્દન બેકાર છો. દુનિયાના વ્યવહાર વિચાર-પ્રહારો કોઈ અસર કરતા નથી. માછલી જયારે પાણીની બહાર આવે છે ત્યારે રાગ-દ્વેષનો શિકાર બને છે. સાધુ જયારે સમભાવથી બહાર આવે છે ત્યારે રાગ-દ્વેષનો શિકાર બને છે. સમભાવમાં ડૂબનારો સંસારથી તરી જશે. જે ડૂબતો નથી તે તરતો નથી. પેલા સાધુ ભગવંત સમભાવમાં ઊંડા ઉતર્યા છે. કાંઈ બોલતા નથી. ભાઈ આખરે બોલીને થાકી ગયા. વિભાવ હંમેશા થાક લગાડે છે ને સ્વભાવ હંમેશા થાક ઉતારે છે. વિભાવમાં રહેશો તો દુઃખી થશો. સ્વભાવમાં રમણતા કરશો તો સુખી થશો. બોલતા બોલતા થાકી ગયેલા ભાઈ છેલ્લે બોલે છે મહારાજ બહેરા છો કે શું? પેલા મહાત્માએ હસીને જવાબ આપ્યો ભાઈ! તમારે પહેલા જ પૂછવું હતું ને? પેલા ભાઈ કહે સાંભળતા હતા તો જવાબ કેમ નહોતા આપતા? શાંત-પ્રશાંત ઉપશાંત ત્રણેય જુદા છે. દેહના સ્તર પર સમભાવ આવે તો જીવ શાંત બને. મનના સ્તર પર સમભાવ આવે તો જીવ પ્રશાંત બને. આત્માના સ્તર પર સમભાવ આવે તો જીવ ઉપશાંત બને.
પેલા ભાઈને આશ્ચર્ય થયું. આટલી હદ સુધી બોલવા છતાંય જરા પણ ક્રોધ ન આવ્યો. મહાત્મા પેલા ભાઈને સમજાવે છે. ધારો કે ઘરે મહેમાન આવ્યા છે. ચા-નાસ્તો કર્યા પછી જયારે જવા તૈયાર થાય ત્યારે નાના છોકરાના હાથમાં ૫ -૧૦ રૂા ની નોટ ભેટરૂપે આપે. એ ભેટ ન સ્વીકારાય તો એ નોટ પર માલીકી કોની? મહેમાનની પોતાની જ ને? મહાત્માએ પ્રસન્નતાથી કહ્યું તમે મહેમાન બનીને આવ્યા એક કલાક સુધી બોલ્યા. મેં તમારી ભેટ ન સ્વીકારી તો માલીકી કોની? ભાઈ આ વાત સાંભળી મહાત્માના ચરણે ઝૂકી પડ્યા. સમભાવ પોતે તરે છે અને બીજાને પણ તારે છે. આજથી જીવને સમભાવનો બોધ આપશો.
આ બાજુમાં કન્યાની મા જમાઈને પોંખવા માટે માંડવે આવે છે. ત્રણત્રણ જણા ઉભા છે. વિચારે છે હવે કોને પોંખું?
C
D
E--
=
= • ૨૨૦ •
Page #241
--------------------------------------------------------------------------
________________
'સંઘર્ષમાં સમાધાન કયા...?
જ્ઞાનસારના શમાષ્ટકમાં લખાયેલી વાતો જીવનમાં કોતરવા જેવી છે. ચિત્તની વૃત્તિઓને સમભાવમાં રાખવાની વાત કરી છે. કુટુંબ, સમુદાય, સંઘ બધેજ સમભાવથી સુખ ફેલાય છે. સમભાવ નથી ત્યાં સદ્દભાવ નથી. જયાં અહોભાવ નથી ત્યાં સંઘર્ષ છે. સમભાવી બનશું તો જીવનમાં વિષયકષાયની આગ નહીં પ્રગટે. ક્રોધાદિ કષાયો આવે છે ત્યાં તોફાનો થાય છે. ધર્મક્રિયાની ફલશ્રુતિ શું છે? સમભાવ, સમભાવ એ કર્મોના નાશનું શસ્ત્ર છે. આશ્રવનું સ્થાન પણ એમના માટે સંવરનું બની જશે. સમભાવ ટકાવવાનો છે. મહાત્માઓ તો સામેથી વિપરીત પરિસ્થિતિ ઉભી કરતા હોય છે. જેને રાગ-દ્વેષથી મુક્ત થવું છે એ પોતે જ રસ્તો કાઢી લે છે. પાણીના ઝરણાને જોયું છે? ઝરણાને વહેવું હોય તો ડુંગરમાંથી પણ માર્ગ શોધી લે છે. હિમાલયમાંથી ગંગા કેવી રીતે વહે છે? ખડક પણ એને અટકાવે પણ જે અડગ તેને ખડક પણ અટકાવી શકતા નથી. ધર્મના ક્ષેત્રે સાહસ, પ્રયાસ એ જ મહાન છે. માણસ મહેનત કરે છે અને કાંઈ મેળવે છે તો તે કમાયો કહેવાય. સંસારમાં મહેનત કર્યા પછી પણ ન મળે તો મહેનત માથે પડી કહેવાય. જૈનદર્શન કહે છે આ શાસનમાં કોઈની મહેનત માથે પડતી નથી. અહીં તો પ્રયાસ એ જ પ્રાપ્તિ. જીવણશેઠ પરમાત્મા પોતાના આંગણે પધારે એ માટે કેવી સુંદર ભાવના ભાવે છે. પોતાનાથી થતી બધી જ તૈયારીઓ કરે છે. હમણાં મારા પ્રભુ પધારશે. જીવણશેઠની આવી ઉત્કૃષ્ટ ભાવના હોવા છતાં પરમાત્માનું પારણું પૂરણશેઠના ઘરે થયું ત્યારે જીરણ શેઠ વિચારતા નથી કે મારી મહેનત માથે પડી. એક શહેરમાં બપોરના સમયે એક છોકરો મુનિભગવંતને ગોચરી માટે બોલાવવા આવ્યો. મુનિરાજે કહ્યું કે ખપ નથી. છોકરો કહે છે મારી મમ્મીએ કહ્યું છે એટલે આવવું જ પડશે. મુનિરાજે કહ્યું કે તડકો ખૂબ છે એટલે મારાથી ન અવાય. છોકરો કહે છે મારી મમ્મીનું તો બધાએ માનવું જ પડે. તમે નહીં આવો મ.સા.! ત્યારે મહારાજે હસતા હસતા કહ્યું, આજે નહીં આવું હો! એ છોકરો કહે મહારાજ એક પ્રશ્ન પુછું. મુનિ કહે ભલે પૂછ. છોકરાએ કહ્યું. મ.સા. અત્યારે ટ્રસ્ટી બોલાવવા આવે તો તમે જાઓ કે નહીં. મારે તમને કહેવું છે કે સાધુઓ કયારેય આવો ભેદભાવ રાખતા નથી. શ્રીમંત હો તો તમારા ઘરે! ઘણાં માણસો એમ કહેતા ફરતા હોય છે, પેલા મહારાજ તો આપણા ખિસ્સામાં હો...! જેમ કહીએ તેમ કરે. પેલા વકીલ તો આપણા
= • ૨૨૧ •
Page #242
--------------------------------------------------------------------------
________________
ખિસ્સામાં...! આ બધી ભ્રમણાઓ છે. યોગ્ય પાત્રો મળી જાય તો પણ સમજવા મુશ્કેલ છે. સાચા સાધુઓના દર્શન પણ તમે કયાં કરો છો. એક ડોલર એરીયામાં એક ભાઈ મહારાજને મળવા આવ્યા. મને વાસક્ષેપ નંખાવવો છે. ખૂબ ડરતા ડરતા એ ભાઈ બોલ્યા. મહારાજ કહે છે ભાઈ! એમાં ધ્રુજો છો શા માટે? મહારાજ અમે ગરીબ છીએ. તમે વાસક્ષેપ આપશો કે નહિ એ વિચારથી ધ્રુજી રહ્યો છું. મુનિરાજે જન્મદિને વાસક્ષેપ આપી માંગલિક સંભળાવ્યું અને જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પણ આપી. પેલા ભાઈ મહારાજને કહે છે. આપ ગરીબો સાથે પણ વાતો કરો છો? મહારાજ કહે ભલા ભાઈ! આ સંયમ લીધું છે ત્યારથી કોઈ જાતનું મમત્વ, મહત્વ ન હોય. સાધુસંસ્થા પૈસાને, ધનને મહત્ત્વ આપનારી સંસ્થા નથી. ગુણિયલ વ્યક્તિઓની એમાં જરૂર છે. મહત્તા દેખાય છે. આજે તમારા દિમાગમાં ખોટી માન્યતાઓ ઠસાઈ ગઈ છે. એક મોટા શહેરમાં આચાર્યભગવંતાદિ સહિત મુનિવરોનું ચોમાસું હતું. એક મુનિ પાણીના ઘડા વહોરી ઉપાશ્રયના પગથીયા ચડી રહ્યા હતા. ઉપરથી ૨-૩ બેનો પગથીયા ઉતરીને નીચે જતી હતી બેનો આપસમાં વાતો કરતી હતી. બહેનોનું તો એવું જ હોય. રાતો પૂરી થાય પણ વાતો પૂરી ન થાય. એક બેન બોલ્યા આપણા ઉપાશ્રયના આચાર્ય મહારાજને બહુ અભિમાન છે. વંદન કર્યા પણ ધર્મલાભ પણ ન દીધો. પાણીના ઘડા લાવનાર મુનિએ આ વાત સાંભળી લીધી. મુનિ બોલ્યા ધર્મલાભ. બેન બોલી બાપજી પધારો. મુનિએ બહેનોને કહ્યું ઉપર પધારો. બેનો બોલી સાહેબ અમારી કાંઈ વાતો સાંભળી. મુનિ કહે છે હા. મહારાજજી, એ તો બધી અમસ્તી જ વાત હતી. મુનિશ્રી બહેનોને ઉપર લઈ આવ્યા. પૂછયુ આચાર્ય ભગવંત શું કરતા હતા? વાંચતા હતા. આચાર્યભગવંત સૂરાના વિવેચનની ટીકા વાંચતા હતા. મુનિ બહેનોને કહે છે કે ઉભા રહો ને જુઓ. મુનિ આચાર્યશ્રી પાસે જઈ ૨-૩ વખત મત્યએણ વંદામિ કર્યું. પણ સાંભળ્યું નહીં. મુનિ એકદમ નજીક જઈને કહ્યું ત્યારે આચાર્યશ્રીએ જોયું. જે મહાત્મા તત્ત્વમાં ખોવાયા હોય એમને બહારની પ્રવૃતિમાં ખ્યાલ ન પણ રહે. પેલી બેનોએ તરત માફી માંગી. આપણી કેટલીક ભ્રામક માન્યતાઓ આંતરવિકાસમાં અવરોધ ઉત્પન્ન કરે છે. સત્યનું આયુષ્ય ઓછું હોય છે જયારે જૂઠનું આયુષ્ય લાંબુ હોય છે. સત્ય જલ્દી પ્રસરતું નથી પણ જૂઠ તો તરત જ ફેલાઈ જાય છે. સાચા સાધુની તો ખુમારી જ કાંઈ અલગ હોય છે. એમને કોઈની પડી હોતી નથી.
- ૨૨૨ ૦
Page #243
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ આપણને એક જ સંદેશો આપે છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમભાવ તમે ટકાવી રાખો. ઘરમાં સમભાવમાં રહેશો તો ઉપાશ્રયમાં કે મંદિરમાં સમભાવ કેળવી શકશો. નહીંતર ઉપાશ્રયમાં તોફાન મચાવી દેશો. કોઈ ક્રિયામાં પડે આડ, તમે પાડો રાડ, સામાના પેટમાં પડે ફાડ અને તમારું મોટું અને વિકરાળ. કેવી દયનીય પરિસ્થિતિનું સર્જન કરો છો. આડ માટે ઈરીયાવહી છે પણ રાડ માટે શું? રાડ પાડી સમભાવની વાડ તોડશો માં! કર્મના ઉદય સારા હોય તો અપ્રિય એવું કાર્ય પણ પ્રિય બની જશે. આપણા નસીબના આધારે આવું બધું થયા કરે. બધાને વેલકમ કરતા શીખી જાઓ.
અનંત ઉપકારી પૂ. વિનયવિજયજી મહારાજે પણ શાંતસુધારસ' ગ્રંથમાં જીવોના પરિભ્રમણને અટકાવવા માટે કહ્યું છે કે પુણ્યના યોગે મળેલ સામગ્રીમાં પાગલ ન બન. અનેક વખત અનુભવ મળવા છતાં બોધ લેવા તૈયાર નથી.લોકો એને મૂર્ખ કહે છે. ચક્રવર્તિના વૈભવો પણ ખાલી થઈ ગયા. વૈભવ પણ પાણીના ટીપા જેવું છે. પવનની લહેર આવે એટલે ખતમ થઈ જાય છે. જીવને આ જગતમાં ત્રણ જાતના આકર્ષણો હોય છે.
શરીર આકર્ષણ :- તે જીવને એવું શરીર મળેલું હો. નમણુ-કદાવર, ભરાવદાર અને જુએ કે તરત જ તેના તરફ આકર્ષણ થાય. બીજા જીવો ઉપર પ્રભાવ પાડવા કોશિષ કરે.
બુદ્ધિજન્ય આકર્ષણ :- ઘણાં જીવોના શરીર નબળા હોય છતાં પોતાની બુદ્ધિથી બીજા ઉપર કાબૂ મેળવી શકે છે. પોતાનું ધાર્યું કામ કઢાવી શકે છે.
પરિણતિજન્ય આકર્ષણ :- તે જીવને ભલે તંદુરસ્ત કે દેખાવડું શરીર મળ્યું હોય તેમ છતાં એના ભાવ એવા હોય કે ગમે તેવા કષ્ટો આવે છતાં તે મનુષ્ય તરીકેની નીતિમત્તા, પ્રામાણિકતા જાનના જોખમે પણ છોડે નહીં. જેની પરિણતિ સારી હોય તે સદ્ગતિ પામવાને લાયક થાય છે. ભલે તંદુરસ્ત શરીર ન હોય ભલે બુદ્ધિ ઓછી હોય છતાં પરિણતિ સારી હોય તે સદ્ગતિ પામવાને લાયક થાય છે. આ જગતમાં માણસને ગમે તેટલી સંપત્તિ મળે પણ જો તેની પરિણતિ સારી ન હોય તો તે અવશ્ય દુર્ગતિમાં જાય છે. પરિણતિમાં જરાય છૂટછાટ ન ચાલે. જો એમાં છૂટછાટ કરવા જશો તો સંસારમાં રખડતા થઈ જશો. સમાધન પરિણતિ કરાવે છે. જ્ઞાનનું પરિણામ તે પરિણતિ. પરિણામોની પરિપકવતા છે. તે જ જીત મેળવી શકે છે. ગમે
= • ૨૨૩ •
=
Page #244
--------------------------------------------------------------------------
________________
તેવા નિમિત્તોની વચ્ચે પરિણતિજન્ય હૃદયવાળો વિચલિત નહીં થાય. કોઈપણ માણસ બીજા માણસનો પરિચય કરે ત્યારે તાત્કાલિક તે માણસની પરિણતિ ખબર પડતી નથી. પણ જેમ જેમ પરિચય વધારતા જશો તેમ તેમ તે માણસની પરિણતિની સમજ આવી જશે કે આ માણસ કેવો છે.
યશોવિજયજી મહારાજ શમાષ્ટકમાં અનેક ચાવીઓ સમતાની સમાધાનની બતાવી રહ્યા છે. મનુષ્યજન્મની દુર્લભતા, કષાયોની ભયંકરતા, જાલિમ દુર્ગતિઓના પરિભ્રમણ, નાના નાના નિમિત્તોમાં રાગ-દ્વેષના પરિણામો, એક જ ઘરમાં બધા રહેતા હોય અને સ્વભાવથી બધા જ જુદા વર્તતા હોય આ બધાની રામબાણ દવા સમતા છે. જ્ઞાનની સાથે ધ્યાનની મૂડી છે તે સમતા રાખી શકે છે. સુખ કે દુ:ખના તો આયુષ્ય બહુ ટૂંકા હોય છે.બહિરાત્મ દશામાંથી આંતરદશા પામવાની કોશિષ કરે...૪ થા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધીની આ આંતરદશા છે. ૧૩માં ગુણસ્થાનકે આ આંતરદશામાંથી પરમાત્મદશા પ્રાપ્ત થાયછે. પાત્ર, પદાર્થ, પ્રસંગ,પરિચય બધામાં પોતાના પરિણામ ટકાવી રાખવાની જરૂર છે.
આ બાજુ ત્રણ ત્રણ વરરાજ પરણવા આવ્યા છે. મા, બાપ અને દિકરો જીદ લઈને બેઠા છે કે અમે જેની સાથે નક્કી કર્યું છે તેની સાથે જ લગ્ન કરવાના. આ બાજુ છોકરી મૂંઝાઈ ગઈ છે. પરિસ્થિતિનો સામનો કરવામાં મતિ મૂંઝાઈ ગઈ છે. કયાંય રસ્તો દેખાતો નથી. સઘળાય ઝઘડાનું કારણ હું જ છું ને? હું જ ન હોઉં તો બધું જ શાંત થઈ જશે. એમ વિચારી કન્યા ઘાસલેટ છાંટીને બળી ગઈ. ત્રણેય વરરાજાઓને આ ઘટનાથી આઘાત લાગી ગયો. પ્રથમ વરરાજા તો કહે મને તારી પર ખૂબ જ પ્રેમ તું નહિ તો હું નહીં. આમ વિચારી એ પણ આગમાં કૂદી પડ્યો. બીજા નંબરના વરરાજાને વૈરાગ્ય થઈ આવ્યું ને એ સંન્યાસી બની ગયો. એણે વિચાર્યું. સાધના કરીશ અને સંજીવની વિધા સાધીને મારી પત્નિને સજીવન કરી એની સાથે લગ્ન કરીશ. જયારે ત્રીજાએ વિચાર કર્યો જયાં મારી પત્નિ બળી ગઈ એ જ જગ્યાએ હું બેસી રહીશ. હું ક્યાંય નહીં જાઉં. પેલો ભલે સંજીવની સાધી આવે પણ હું એને રાખ આપીશ ત્યારે થશેને? સંસાર વિચિત્રતાઓથી ભર્યો છે. સમસ્યાઓ ઉભી ને ઉભી જ છે. સમાધાનનું અમૃત હોવા છતાં રાગ-દ્વેષની હોળી ચાલુ જ છે.
= • ૨૨૪ •
Page #245
--------------------------------------------------------------------------
________________
इन्द्रियजयाष्टकम्
बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काक्षसि ।
तदेन्द्रियजयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ||१|| (૨) દ્રિ-જો સંસારત્-ભવભ્રમણથી વિધિ-તું ભય પામે છે. ૪-અને મોક્ષપ્રાઉં- મોક્ષની પ્રાપ્તિને ક્ષિતિ- ઈચ્છે છે, તો-તો, દ્રિયનયંઇંદ્રિયોના જય તું–કરવાને ઋાર-પૌરુષ-દેદીપ્યમાન પરાક્રમને શ્લોરપ્રવર્તાવ. ૧. જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષ મેળવવાને ઈચ્છે છે તો ઇંદ્રિયોનો જય કરવા દેદીપ્યમાન પરાક્રમને ફોરવ, અર્થાત્ મહા પરાક્રમ કર.
ઇંદ્રિયોને પોતપોતાના વિષયથી રોકવી એ વાસ્તવિક ઇંદ્રિય જય નથી, કિંતુ શુભ કે અશુભ રૂપ આદિ વિષયમાં રાગ-દ્વેષ ન કરવા એ ઇંદ્રિય જય છે. અલબત્ત, ઇંદ્રિયજય માટે ઇંદ્રિયોને વિષયોથી દૂર રાખવી એ જરૂરી છે. એથી ઇંદ્રિયજય સુકર બને છે, પણ એટલા માત્રથી ઇંદ્રિયજય થઈ ગયો છે એમ ન કહી શકાય. ઇંદ્રિયોનો વિષયો સાથે સંબંધ થવા છતાં વિવેકના બળે તેમાં રાગ-દ્વેષ ન કરવા એ જ વાસ્તવિક ઇંદ્રિયજય છે. ૧
वृद्धास्तृष्णाजलापूर्णे-रालवालैः किलेन्द्रियैः ।
मूर्जामतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ||२|| (૨) WIળતાપૂર્વે: – તૃષ્ણારૂપ જળથી ભરેલા, દ્રિક - ઇન્દ્રિયો રૂપ બાdવાર્તઃ - ક્યારાઓથી, વૃદ્ધા – વૃદ્ધિ પામેલા, વિIRવષપાપા: – વિકાર રૂપ ઝેરી ઝાડો, વિત્ત – ખરેખર અતુચ્છ– ઘણી મૂછ- ઘેનની અવસ્થાને =મમતાને વછન્ત - આપે છે. (૨) ખરેખર! તૃષ્ણારૂપ જળ વડે સંપૂર્ણ ભરેલા ઇંદ્રિયોરૂપ ક્યારાઓથી મોટા થયેલા વિકાર રૂપ વિષવૃક્ષો ગાઢ મૂર્છા આપે છે =મોહ પમાડે છે.
સાકj
8 #tag #lia a nastasianderials #ી ના ર ર પ Italia, કૌસા Yiદાજદશકાયદા Yax ૬ : E
Yશti
શક્ષાંશમાંti Y
iaiાંશ
Page #246
--------------------------------------------------------------------------
________________
सरित्सहस्त्रदुष्पूर-समुद्रोदरसोदरः । તૃપ્તિમાશેન્દ્રિયગ્રામો, મય તૃપ્તોડન્તરાત્મના ||3||
(૩) સરિત્સહસ્ત્ર-ટુમ્બૂર-સમુદ્ર-વર-સોવર: હજારો નદીઓથી ન પૂરી શકાય એવા સમુદ્રના પેટ જેવો રૂન્દ્રિયગ્રામ: ઈન્દ્રિયોનો સમુદાય તૃપ્તિમાનતૃપ્તિવાળો (થતો) ।–નથી. (માટે) અન્તરાત્મના- અંતર આત્માથી વૃક્ષ:
સંતોષી, મવ-થા.
(૩) હજારો નદીઓથી ન પૂરી શકાય એવા સમુદ્રના તળીયા જેવા ઇંદ્રિયોનો સમૂહ ગમે તેટલા વિષયો આપવામાં આવે તો પણ તૃપ્ત થતો નથી. માટે ઈન્દ્રિયોને મનગમતા વિષયો આપીને તૃપ્ત કરવાની ધાંધલ છોડીને આત્માના સહજ સુખથી તૃપ્ત થા`.
आत्मानंद विषयैः पाशैर्भववासपराङ्मुखम् । ન્દ્રિયાળિ નિવઘ્નન્તિ, મોરાનસ્ય વિજ્ઞાઃ ||૪||
(૪) મોહરાખસ્ય- મોહરાજાના દુિરા- દાસ ફન્દ્રિયાળિ- ઇન્દ્રિયો भववासपराङ्मुखम् સંસારવાસથી ઉદ્વિગ્ન થયેલા આત્માનં- આત્માને (પણ) વિષયૈ: વિષયો રૂપ પાશે: બંધનોથી નિવૃધ્ધત્તિ- બાંધે છે. (૪) મોહરાજાના ચાકર રૂપ ઈન્દ્રિયો સંસારવાસથી વિમુખ થયેલા આત્માને પણ વિષયોરૂપ બંધનોથી બાંધે છે.
-
गिरिमृत्स्नां धनं पश्यत्, धावतीन्द्रियमोहितः । अनादिनिधनं ज्ञानं धनं पार्श्व न पश्यति ||५||
(૧) ફૅન્દ્રિયમોહિત: - ઈન્દ્રિયોના વિષયોમાં મોહિત થયેલો મૃિત્ક્રાંપર્વતની માટીને નં- ધનરૂપે પશ્યન્- જોતો ધાતિ- દોડે છે. (પણ) પાર્શ્વ – પાસે રહેલા અનાવિનિધનં- અનાદિ-અનંત જ્ઞાનં- જ્ઞાનરૂપ નં- ધનને પતિ- જોતો ન-નથી.
(૫) ઈન્દ્રિયોથી મોહ પામેલો જીવ પર્વતની માટીને સુવર્ણ-ચાંદી આદિ ધનરૂપે જોતો ચારે તરફ દોડે છે, પણ પોતાની જ પાસે રહેલા અનાદિ અનંત જ્ઞાનરૂપ ધનને જોતો નથી.
૧. પ્ર. ૨ ગા. ૪૮, ઉ૫.મા.ગા. ૧૯૭થી ૨૦૨
23 08 2003)M ALOE EC ONE L" < s ૨૨૬ === maa Yet the stati
Mia Asia Af|| |_ _
| 18
Page #247
--------------------------------------------------------------------------
________________
पुरःपुरःस्फुरत्तृष्णा, मृगतृष्णानुकारिषु । ન્ટિયાર્થેyવાવનિ, ત્યવસ્વી જ્ઞાનામૃત નડા: Ill (૬) પુર:પુર: રજૂ – આગળ આગળ વધતી જતી તૃષ્ણા જેઓને છે એવા નડી: – અજ્ઞાનીઓ જ્ઞાનામૃતં- જ્ઞાનરૂપી અમૃતને સ્વી- છોડીને મૃતૃનુwારિષઝાંઝવાના જળ જેવા ન્દ્રિયાÁષ- ઇન્દ્રિયોના વિષયોમાં ધાનિત- દોડે છે. (૬) આગળ આગળ વધતી જતી તૃષ્ણાવાળા મૂર્ખ લોકો જ્ઞાનરૂપ અમૃતને છોડીને ઝાંઝવાના જળ સરખા ઇંદ્રિયોના રૂપાદિ વિષયોમાં દોડે છે.
पतङ्गभृङ्गमीनेभ-सारङ्गा यान्ति दुर्दशाम् । एकै केन्द्रियदोषाच्चेद्, दुष्टैस्ते किं न पञ्चमिः ||७|| (૭) રેન્જો પતિ-પૃ-મીન-રૂપ-સાર- પતંગિયું, ભમરો, માછલી, હાથી અને હરણ –-ન્દ્રિય-તોષત્િ- એક એક ઈન્દ્રિયના દોષથી સુશા- દુર્દશાને =માઠી અવસ્થાને યાન્તિ- પામે છે, (તો) દુદુંદોષવાળી, તૈ:- તે પરમ: - પાંચ ઈન્દ્રિયોથી ર - શું ન થાય? (૭) જો પતંગિયું, ભ્રમર, મત્સ્ય, હાથી અને હરણ એક એક ઇંદ્રિયના દોષથી મરણાદિરૂપ દુર્દશાને પામે છે તો દુષ્ટ પાંચે ઇંદ્રિયોથી શું ન થાય? અર્થાત્ અનેક પ્રકારે દુર્દશા થાય.'
વિકિપદä , સમાધિધનતરરે ! इन्द्रियैर्यो न जितोऽसौ, धीराणां धुरि गण्यते ||८|| (૮) વિવેદિદિક્ષે- વિવેકરૂપ હાથીને હણવામાં સિંહ સમાન સમાધિથનસ:- સમાધિરૂપ ધનને લૂંટવામાં ચોર સમાન દ્રિઃઈન્દ્રિયોથી ય:- જે નિત:- જીતાયો -નથી સ - તે ધીરા- ધીરપુરૂષોની યુરિ- આદિમાં Tખ્યતે– ગણાય છે. (૮) વિવેક રૂપ હાથીને હણવામાં સિંહ સમાન અને સમાધિરૂપ ધન ચોરવામાં ચોર સમાન ઇંદ્રિયોથી જે જીતાયો નથી તે ધીર પુરુષોમાં અગ્રેસર ગણાય છે.
and take a sittis #t as #wiis Viાંક કાંક
n a
s કાંદા
રર.૦ ૬
set in India #
t alwarsiatias Ni Yadi શાસકાંઇY #
igશs
Page #248
--------------------------------------------------------------------------
________________
તમને સંસારતો ડર છે?
મહાન જ્ઞાની ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ ઈન્દ્રિયજયાષ્ટકના શ્લોકોના પ્રારંભમાં જ આપણને પ્રશ્ન પૂછે છે તમને સંસારનો ડર લાગે છે? મોક્ષની આકાંક્ષા છે? જીવ જો સંસારથી ડરતો ન હોય તો આગળ વધવાથી શું? જ્ઞાનીઓ કહે છે સંસારના ડર લાગવાના ઘણાં કારણો હોય છે. એકવાર એક માણસ કહે મહારાજ! હમણાંને હમણાં નિયમ આપો! મહારાજ કહે શેનો? કારેલાના શાકનો. પણ શા માટે? સૌની પાસે કારણ મળી શકે છે. પાપનો બચાવ આપણને બગાડશે. સ્વીકાર આપણને જગાડશે. કોઈપણ પાપનો બચાવ ન કરો. મહારાજ પેલા ભાઈને પૂછે છે કે નિયમ શા માટે લીધો? ભાઈએ કહ્યું, મને કારેલાનું શાક ભાવતું નથી. ઘરમાં જ્યારે બને ત્યારે ખાવું પડે. માથાકૂટ થાય એના કરતા નિયમ હોય તો પંચાત નહીં. અહીં એક બીજી હસવાની વાત યાદ આવી જાય છે. એક ભાઈ પોતાની પત્નીને સ્ટેશને ચડાવવા માટે આવ્યા છે. ટ્રેન આવી. અરસપરસ બંને એકબીજાને સલાહ આપે છે. ભાઈ કહે છે તું સાચવીને જજે. ત્યાં પહોંચીને તરત ફોન કરજે. પત્ની કહે છે રાતના મોડે સુધી ટી.વી. જોઈને જાગતા નહીં. ઘરનું ધ્યાન રાખજો. કારણ વાતોમાં બેસી જાઓ પછી તમારું ઠેકાણું નહીં. પેલા ભાઈ પત્નીને જોઈ રડી પડ્યા અને રડતા કહે
આ ૨-૩ દિવસ તારો વિરહ સહન નહીં થાય. બહુ દુઃખ લાગે છે. હવે એ જ સમયે એક ભાઈ પોતાની પત્નીને લેવા આવ્યા હતા. ગાડી સ્ટેશન પર ઊભી રહી અને એની પત્ની નીચે ઉતરી. એના પતિને કહે છે સામાન ઉપાડો. પતિ સામાન ઉપાડતા કહે છે કે ચાર દિવસથી વધારે કોઈએ સંઘર્યા નહિં ને? આ સાંભળી પત્ની કહે છે, જુઓ સામે એ ભાઈ રડી રહ્યા છે - પત્ની જાય છે માટે. ત્યારે પતિ કહે છે કે મારે પણ હવે રડવું છે કારણ એની જાય છે માટે રડે છે અને મારી આવી છે માટે રડવું છે. સંસાર છોડવાની વાત વૈરાગી સિવાય કોઈ કરતા નથી. વૈરાગ્ય પણ ત્રણ પ્રકારના જ્ઞાનીઓએ કહ્યા છે. દુ:ખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. ખરેખર મોક્ષને ઈચ્છતા હો તો તમારે શું કરવું જોઈએ? મોક્ષસુખને મેળવવા માટે આત્મશક્તિને જાગૃત કરવી પડશે અને એ શક્તિ ઈન્દ્રિયોના વિજયમાં જોડવી પડશે. ઈન્દ્રિયજય એટલે દુમાર્ગે જતી ઈન્દ્રિયોને સન્માર્ગે વાળવી. આંખથી કલાત્મક બંગલો જોયો અને થયું બંગલો બહુ સરસ છે. આ થયો ઈન્દ્રિયનો પરાય. ઈન્દ્રિયો પદાર્થ તરફ દોડે એ પરાજ્ય અને એ જ ઈન્દ્રિયો આત્માના
LL LLL LL18 * * * WE DIET WILL
Y - ૩ || ૨૨૮
||*****__*_*_* * !K******
12211_A_*||********|
Page #249
--------------------------------------------------------------------------
________________
સ્વભાવ તરફ જોડે એ ઈન્દ્રિયજય. પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન આનાથી થાય છે મતિજ્ઞાન. આપણા જ્ઞાનને દૂષિત બનાવવું કેમ ચાલે? અજ્ઞાનતા પણ ન ચાલે? તમે જમો અને અમે વાપરીએ એમાં શું ફરક? સંસારી જમે અને સાધુ વાપરે. ઢોર ખાય, જનાવર ખાય. તમો લારી ઉપર ડલબ-રોટી, પાઉંભાજી વગેરે જમો કે ખાઓ છો? તમે સમજી ગયા હશો. ખાતા-ખાતા આપણે કહીએ, “શું ટેસ્ટી છે' તરત આપણો પરાજય થવા માંડે. ઈન્દ્રિય દ્વારા આવતા પદાર્થ ઉપર સમભાવ તે ઈન્દ્રિયજય. ધર્મરૂચિ અણગાર વહોરવા ગયા. કડવી તુંબડીનું શાક વહોરી લાવ્યા. ગુરૂને ગોચરી બતાવી. સાધુ ગુરૂને પૂછ્યા વગર કાંઈપણ ન કરી શકે. ગુરૂએ ગોચરી જોઈ કહ્યું, આ શાકને નિર્દોષ ભૂમિએ પરઠવી દો. એ વાપરવા યોગ્ય નથી. ધર્મરૂચિ અણગારે તરત જ કહ્યું તહત્તિ. સાધુઓનો વિનય રાજકુળો કરતાંય ઊંચો હોય. એક રાજાએ ગુરૂદેવને કહ્યું તમારા સમુદાયમાં અમારા જેવો વિનય નથી. ગુરૂ કહે છે પરીક્ષા કરી જુઓ. ગુરૂદેવે શિષ્યને બોલાવ્યો અને રાજાએ રાજકુમારને બોલાવ્યો. બંનેને આદેશ થયો, ગંગાના વહેણ જોઈ આવો. બંને ગયા. રાજાએ બંનેની પાછળ જાસુસ મોકલ્યા છે. થોડા સમય પછી રાજકુમાર આવ્યો. કહે ગંગાનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ તરફ છે. થોડીવાર રહીને શિષ્ય આવ્યો. જવાબ એ જ આપ્યો. રાજા જાસુસને પૂછે છે બંનેએ પ્રવાહ કઈ રીતે જોયો? જાસુસે કહ્યું, રાજકુમાર રસ્તા ઉપરથી પસાર થતા માણસને પૂછી લીધું અને પછી બે કલાક દોસ્તો સાથે સમય પસાર કરી અહીં પાછા આવેલા. અને પછી ગુરૂદેવે શિષ્યોને પૂછ્યું, તમે શું કર્યું? શિષ્ય કહે છે આપની આજ્ઞા થતાં હું ગંગાના કાંઠે ગયો. પ્રવાહની સાચી સમજ માટે પાણીમાં દાંડો મૂક્યો. દાંડો પશ્ચિમથી પૂર્વ તરફ ખસવા લાગ્યો પછી પાછી એની ખાતરી કરવા ત્યાં ઉભેલા ભાઈઓને પૂછી ખાતરી કરી આવ્યો છું. રાજાને ખાતરી થઈ કે રાજકુલ કરતા ગુરૂકુલનો વિનય મહાન છે. ધર્મરૂચિ અણગાર ગુરૂની આજ્ઞાથી ગોચરી પરઠવવા ગયા છે. આ ગોચરી ક્યાં પરઠવવી એમ વિચારે છે. એમ કરતાં નિર્જીવ ભૂમિમાં એક ટીપું પરઠવ્યું. પણ ત્યાં જ એની સુગંધથી કેટલીય કીડીઓ આવી અને મરી ગઈ. મુનિ વિચારે છે એક ટીપામાં આટલા જીવોની હિંસા થશે તો આટલી ગોચરી પરવતા કેટલી હિંસા થશે? છેવટે વિચારે છે નિર્દોષ ભૂમિ તો પેટ છે. એક સાકરના કણિયા પર કેટલી બધી કીડીઓ આવી જાય છે અને પાંચ-છ પેંડા ખાઈને સૂઈ ગયેલા માણસના પેટ પર એકેય કીડી આવતી નથી. ધર્મરૂચિ અણગારે પેટને નિર્દોષ ભૂમિ માની શાક પેટમાં પરઠવી
is
a treetiામાદાના દસ જ
શા દાદા દાદ
tv actresses s izes and Ess ts #t E & a 53, he * * E F શ sit the 1 Y સિક
Page #250
--------------------------------------------------------------------------
________________
દીધું. શાક વાપરતા ઝેર ચઢ્યું. શુભ અધ્યવસાયો આવી ગયા. માત્ર ભોજન કરવું એ ઇન્દ્રિયજય પરંતુ રૂચિ-અરૂચિ કરવી તે ઈન્દ્રિય પરાજય. જ્ઞાની ભગવંતો લખી ગયા છે કે સાધુએ ગોચરી લાવવી કેમ? વાપરવી કેમ? શાસ્ત્રની અંદર બધી જ માહિતી આપી છે. જ્યાં મોહ નડે ત્યાં જીવ પડે. ચડવું હોય તો અક્ષયાનંદ પેદા કરવો જોઈએ. માનસિક વલણ જેટલું બદલાય તેટલું બદલતા જાઓ. ઈન્દ્રિયો ક્યારેય સંતોષ પામવાની નથી. ઈન્દ્રિયો માટે સદા દુષ્કાળ છે. વિષયોની તૃપ્તિ નહીં મળે. પદાર્થોથી દૂર જવાની કોશિષ કરો. ઈન્દ્રિયો ઉપર કંટ્રોલ કરતા જાઓ. આ ઈન્દ્રિયોને ગમે તેટલું આપો, રીટર્ન તો કરતી જ નથી અને તૃપ્તિ તો મળતી જ નથી. કોઈપણ ઈન્દ્રિય ક્યાંય પણ જતી હોય ત્યારે જ અટકાવી દેશો તો કર્મબંધ નહીં થાય. મોક્ષ મેળવવો હોય તો ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી બહુ જરૂરી છે. ઈન્દ્રિયોના જવા માત્રથી જો કર્મ બંધાઈ જતા હોય તો કેવલીના પણ બંધાય. સંત પાસે કોઈ ચિત્ર આવ્યું. ચિત્ર જોઈ રાગ-દ્વેષ થાય તો કર્મ બંધાય. વિષયો પોતે એકલા મારક નથી પણ કષાયો એમાં ભેગા મળે છે ત્યારે તે મારક બને છે. કોઈ મહાત્મા આરામથી વાપરવા બેઠા છે. ઈન્દ્રિયો ગઈ પણ મન ન ગયું તેથી કર્મબંધ ન થયો. સ્થૂલભદ્રની વાટે આપણાથી ચડાય નહીં. એ તો ઉચ્ચભાવનાથી ભાવિત હતા. હમણાં કોઈ સાધુઓ મકાનમાં ઉતર્યા હોય અને ઘરની દીવાલ પર સ્ત્રીનું ચિત્ર હોય તો પણ ન જુએ. વિષયોથી મુક્ત બનતા જાઓ. મહાત્માઓ ભોજનમાં રસ ન આવે માટે ભોજન સાથે કડીયાતું ભેગું કરીને પણ વાપરે. ધન્નો અણગાર. એમનો આહાર કેવો હતો? માખી પણ બેસવાનું પસંદ ન કરે. આ જીભને એવા ભોજનના પદાર્થો ન આપો. વિષયોથી આપણા કષાયો પોષાય છે. એક મોહક ચીજ સામે આવી. એને જોતાં આપણું મન એને મેળવવા માટે ઉશ્કેરાય છે. તારે જો ઈન્દ્રિયો ઉપર જય મેળવવો હોય તો કર્મની નિર્જરા કર. સંસારમાંથી નિવૃત્ત બનવાની કોશિષ કરતા જાઓ. સવૃત્તિની વિચારધારાથી ઈન્દ્રિયો મંદ પડે છે. ઈન્દ્રિયો ઉપર વિજય મેળવનારની મોક્ષપ્રાપ્તિની ઈચ્છા એક દિવસ જરૂર પૂરી થશે. મોક્ષમાં જવા માટે પ્રતિકારક હોય તો વિષયની વાસના છે. આજે પણ શાલીભદ્રની યાદ આવે છે અને ભાવથી મસ્તક ઝુકી જાય છે. ફુલની શય્યા પર જે ઉછર્યા હતા એ જ શાલીભદ્ર ધગધગતી શીલા ઉપર અણસણ કરે છે. ફુલની શૈયા ઉપર સૂનારને અણસણ લેવાનું મન થાય? એવા આત્માને યાદ કરવાથી આપણે સ્પર્શેન્દ્રિયના પરાજયથી અટકી જશું. શાસ્ત્રોના આદર્શો તારી સામે રાખ.
શકાશ શાહ, as sidiarainimumaiwani and Yusuai
5 શિકાગાળામાં કાણા વાળા
minimiiiiiiiiiY aidia
Page #251
--------------------------------------------------------------------------
________________
ચામાં સાકર ન હોય ત્યારે ધર્મરૂચિ અણગારને યાદ કરો. ફરિયાદ મહીં જીવન જીવનારા ઓ માનવ! તારી પણ લોકો ફરિયાદ કરતા હોય છે. જગત માત્રને સુખ આપનારા સિદ્ધને કોણ દુઃખ આપે છે? કોઈ નહીં. સાધુ મહારાજનો વિચાર કરો. જેવું મળે તેવું ચલાવી લે છે. જીવને કહી દો જીભલડી માટે તું કેટલા પાપ કરે છે. એકવાર પણ તારી જાત માટે નફરત ઊભી કર. જીવ! તું કેસરના ચાંદલા પર કોલસાની ભુક્કી શા માટે લગાડે છે? પ્રભુના શાસનને પામ્યા પછી ઈન્દ્રિયોના વિષય પાછળ ગાંડાતૂર બનવાનું? રાત્રિભોજન - અભક્ષ્ય ભક્ષણ કરવાનું? ભગવાનને શાસનને પામ્યા પછી આ જન્મ સફળ થશે કે નહિ? વિચારવા જેવું છે. સંસ્કૃતિનું શિર્ષાસન થઈ ગયું છે. જિનતત્ત્વ કહે છે પાંચ ઈન્દ્રિયોથી પરાજય થવાનો વખત આવે ત્યારે તું સાવચેત બની જજે. ઈન્દ્રિયજનિત પાપો ભવોભવ સુધી સાથે આવવાના છે. એક વાક્ય યાદ રાખજો જો ઈન્દ્રિયનો દુરૂપયોગ કરશો તો દુર્લભ બનશે. દુરૂપયોગ દુર્લભ બનાવે, સદુપયોગ સુલભ બનાવે. શરીરની સફળતા માટે દેરાસરમાં પ્રભુના ચરણમાં ચાલ્યા જાઓ. પ્રભુ સાથે ચામરનૃત્ય કરનારને નટ નથી બનવું પડતું. કાયાથી પાપ કર્યા પછી જો હૃદયમાં વેદના થતી હોય તો કાયાથી જોરદાર પ્રભુભક્તિ કરો. પૂજા કરતા મન બીજે ભટકે તો પ્રભુની આંગી કરવાનું ચાલુ કરી દો. એક છોકરો પૂજા કરવા ગયો. હજી બીજા ત્રણ પ્રદક્ષિણા કરીને રંગમંડપમાં આવીએ ત્યાં તો છોકરો પૂજા કરીને બહાર નીકળ્યો. બહાર પૂછ્યું, કેમ પૂજા આટલીવારમાં થઈ ગઈ? પેલો છોકરો કહે મ.સા. મને હેબીટ થઈ ગઈ છે. ૧૦ વર્ષથી કરું . જયારે નવો નવો ટાઈપ ક્લાસમાં જોડાયો હતો ત્યારે થોડી વાર લાગતી હતી. હવે તો રાતના પણ ફટાફટ ટાઈપ કરી શકું છું. પૂજાનું પણ સાહેબ આવું જ છે. ઘણીવાર થાય કે પ્રભુને સ્પર્શ કરવાની તક મળી છે. કેટલાય ભવો પછી. પ્રભુના સ્પર્શ જેવું કોઈ સદ્ભાગ્ય નથી. મોરારીબાપુએ પોતાની કથામાં એક સુંદર વાત કહી હતી કે આપણાં કરતા જૈનો વધારે પુણ્યશાળી છે કારણકે વૈષ્ણવો ઠાકોરજીને સીધો સ્પર્શ નથી કરી શકતા જ્યારે જૈનો પરમાત્માને સીધો સ્પર્શ કરી શકે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે પૂજા કર્યા વિના ગરમ રસોઈ જમે તો છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે. પૂજા કરતા પૂજ્યનો પૂજક પૂજ્ય થાય છે એટલું ન ભૂલીએ.
* Managirathal gara d & said aYigitate Ess a Y Eli
સ ૨૩૧
.
HY impsities in tYgItalia
Page #252
--------------------------------------------------------------------------
________________
પતન અને ઉત્થાત
જ્ઞાનસા૨માં ઈન્દ્રિયજયની વાત ચાલે છે. આપણને થાય કે સમભાવ આવ્યા પછી ઈન્દ્રિયજયની જરૂર જણાતી નથી ત્યારે જ્ઞાનીઓ કહે છે મોટા સ્થાને આરૂઢ થયેલા આત્માઓ વિષયસુખની અંદર ગાફેલ બને તો તેનું પતન થાય છે. વિષયોમાં કષાય ભળે તો પતન ચોક્કસ થાય છે. પાંચ ઈન્દ્રિયોના સુખ પૈકી કોઈપણ સુખ ભયંકર છે. એક નાનકડો ખાવાનો સ્વાદ મહાત્માના જીવનમાં કેટલું અધઃપતન નોંતરે છે. એક વર્ષનું નહિ પણ હજાર વર્ષનું ચારિત્ર એક રસનાની પાછળ નિષ્ફળ નીવડે છે. વિષયોનો વારંવાર સંપર્ક પણ પતનનું કારણ બને છે. કોઈપણ પાપ મોટા ભાગે વચનથી થાય પછી મનમાં અને પછી તનમાં આવે છે. એકવાર ઈન્દ્રિયમુગ્ધ બનેલ આત્મા માટે પાછા ફરવું મુશ્કેલ બની જાય છે. શાસ્ત્રમાં એક કથા આવે છે, નાનાભાઈએ દીક્ષા લીધી ને વર્ષો વીત્યા બાદ એકવાર શરીરમાં તકલીફ આવી. સાધન ટકાવવા તે સમયે દોષિત આહાર વાપરવો પડે છે. હવે બન્યું એવું કે શરીરમાંથી બીમારી ચાલી ગઈ પરંતુ ગોચરી ઉપર આકાંક્ષા જામી ગઈ. ગોચરીમાં મન ફસાઈ ગયું. એક લાલસા અનેક પાપની જનેતા. એક ઈન્દ્રિયનું પતન પાંચેયમાં કારણ બને છે. રસનામાં લુબ્ધ બનેલ મહાત્મા પાસે એમના મોટાભાઈ આવે છે. મોટાભાઈને જોઈ નાનાભાઈ પોતાનો ઓઘો બાજુ પર મૂકી દે છે. ભાઈ મહારાજનો સંકેત મોટા ભાઈએ સમજી લીધો. પતન જોઈને પતન પામે તે અજ્ઞાની અને પતન જોઈને વિશેષ સાવધાની રાખે તે જ્ઞાની. પતનને જોઈ તમારો પુરૂષાર્થ પાંગળો ન બનાવતા.
આ રસ્તે ઘણા અકસ્માત થાય છે એમ જાણી કોઈપણ ડ્રાઈવર ગાડી પાછી વાળતો નથી પણ એ જ રસ્તે પૂર્ણ સાવધાની અને સાવચેતીપૂર્વક આગળ વધે છે.
અબજોપતિ મમ્મણ મરીને નરકે ગયો. અહીં માણસ તરે છે ધનથી નહીં પણ ઊંચા મનથી. અનુત્તરથી મોક્ષ નજીક હોવા છતાં એમને પણ નીચે ઉતરવું પડે છે. વિશ્વમાં નિષ્પક્ષ શાસન જૈન દર્શન છે. શાસ્ત્રોની એક એક વાત તત્ત્વથી પૂર્ણ હોય છે. પરમાત્માને પણ કર્મ નડેલા. કરેલા કર્મ ભોગવ્યે જ છૂટકો છે. એકનું પતન જોઈ આપણા ઉત્થાનના સપના ચૂર થઈ જતા હોય તો એ આપણી અજ્ઞાનતા છે. નાનો ભાઈ રજોહરણ મૂકે છે એ જ વખતે મોટો ભાઈ સ્વીકારી લે છે. એક હજાર વર્ષનું ચારિત્ર
$1000*10* 418610111** * * L
[[** WAIT!!*(C_IN_AL!18
૨૩૨
#!A* !$ !A |MC)
[eties||L
311.
AIM & G !!!!
Limiss||R
Page #253
--------------------------------------------------------------------------
________________
રસનાની લાલસામાં વેડફી નાખ્યું. આ જીંદગીમાં સર્જન તકલીફવાળું છે. સંહાર તો એક મિનિટમાં થઈ જાય. કોકનું પતન જોઈ પોતાનું પતન ન થાય તેનું ધ્યાન રાખવું. ભાઈ ઘેર મહેલમાં ગયા. પ્રાયઃ એ જ દિવસે રસનેન્દ્રિયમાં લુબ્ધ બની સાતમી નરકે ચાલ્યા ગયા. એકમાત્ર જીભના સ્વાદે આત્મમસ્તીને ધૂળ ચાટતી કરી દીધી. મહાશતક શ્રાવક અત્યંત શાંત હતા. એક વખત એમની પત્ની રેવતીએ મદિરાપાન કરી ખૂબ હેરાન કર્યા. મહાશતક ક્રોધમાં આવી ગયા અને આવેશમાં કહી દીધું કે “આઠ દિવસમાં તું મરીને નરકે જઈશ.' કષાયોના સંપર્ક તોડતા જાઓ. નિમિત્ત એ પાપનું પ્રવેશદ્વાર છે. જ્યારે માણસ પદાર્થની પાછળ પાગલ બને છે ત્યારે એ દુ:ખને નોતરે છે. મા એ દીકરાને કહ્યું કે દીકરા ચાલતી ગાડીએ ચડવું નહીં કારણ કે ચાલતી ગાડી પકડનારા ઘણા હોય છે અને ક્યાંય કશું પણ થઈ જાય. દીકરો મા ને જવાબ આપે છે, મા! ખાટલામાં સૂતા સૂતા પણ મરી જવાય. મોત તો જયાં લખેલું હોય ત્યાં જ થાય. આવાઓને શું કહેવાય? મરવું પણ કાંઈ સહેલું નથી. અમારો ઉપવાસ હોય તો પ્રાયઃ અમે ગોચરીની માંડલીમાં ન જઈએ. આ ચંચળ મન ચાની સુગંધ અને શાકની સુગંધમાં ફસાઈ શકે છે. ઈન્દ્રિયોરૂપી ક્યારાઓમાં કુસંસ્કારોરૂપી બીજારોપણ થાય તો વૃક્ષ બની જાય. સ્પૃહા જાગે છે ત્યાં ઈન્દ્રિયોને પાછી ખેંચી લો. ઈચ્છાપૂર્તિના દરેક પ્રયત્નો લાગેલી આગમાં પેટ્રોલ નાખવા બરાબર છે. જયાં ઈચ્છા છે ત્યાં રોકાણ છે. ઈચ્છાથી તૃપ્તિ ક્યારેય નથી મળવાની. ઈચ્છાઓમાં ફસાયેલો જીવ આત્મસ્વરૂપથી દૂર ફેંકાઈ જાય છે. ચાના કપનો જે ટેસ્ટ આવે છે એનાથી કેટલાય પુણ્યો વેસ્ટ થઈ જાય છે. ચાયનો એક કપ અસંખ્ય જીવોની હિંસા પછી નિર્માણ થાય છે. એક ચાય અંતરમાં પ્રગટાવે લાય! એક ભોગસુખ પાછળ કેટલાય જીવોની હિંસા થઈ જાય છે. રે આતમ! સાવધાન બની જા. પાપ કર્યા પછી રાજી નથી થવાનું. કદાચ કર્મોદયે કોઈ પાપ સેવો છો તો બધાને કહો કે હું ખોટો છું. સાચો માર્ગ તો પ્રભુનો માર્ગ છે. સ્કૂલમાં ભણતા ૫૦૦ વિદ્યાર્થીઓ જો બધા જ ફેલ થાય તો ભણાવનાર માસ્તરની જ ખામી છે. પ્રવચનો સાંભળ્યા પછી તમારામાં કશો જ ફરક ન પડ્યો હોય અને મારા બધા જ કેસો ફુલ જતા હોય તો મારામાં જ ખામી છે. નહિ તો આવું ન બને. દરેક જૈનોમાં અહિંસા વણાયેલી હોય જ છે. એક નાની કીડી ઉપર પણ પગ જો મૂકાઈ જાય તો અંતરમાં ઝાટકો લાગવાનો જ. વનસ્પતિ ઉપર પગ મૂકવાથી એક ગર્ભવતી સ્ત્રીના પેટ ઉપર એક તંદુરસ્ત યુવાન લાત મારે ત્યારે એ સ્ત્રીને જે દુઃખ
EX Edditya Rituated Eagle R ed ૨ ૩૩ * Twitter Vaisitiativesexister Yકાં .
is s tatstarts stars Eid as Best YexississimistiaYojnisit
Page #254
--------------------------------------------------------------------------
________________
થાય એનાથી અનેકગણું દુઃખ વનસ્પતિને થાય. નક્કી કરો આજથી વનસ્પતિ ઉપર પગ મૂકીને ન ચાલવું.
એક સરદારજીને આપઘાત કરવાનું મન થયું. રેલ્વેના પાટા ઉપર ગયા. અડધો કલાક પણ ભૂખ્યા ન રહેવાય એ પોતાની સ્થિતિ હોવાના કારણે સાથે ટિફિન લઈને ગયા. અડધા કલાક પછી ટિફિન ખોલી ખાવા બેઠા. ત્યાંથી પસાર થતા માણસે પૂછ્યું, સરદારજી યહાં ક્યા કર રહે હો? સરદારજી કહે મરને આયા હું. જયાં અડધો કલાક ખાવાનું નથી મૂકાતું ત્યાં મરવાની વાત ક્યાં ટકે?
આજે માણસ તૃપ્તિ માટે ચારેબાજુ ભટકે છે. ભટકતા ભટકતા જે પદાર્થોના સેવનથી થોડીવાર માટે શાંતિ મળે છે એને જ સમજે છે કે તૃપ્તિ મળી ગઈ. પણ એ નરી ભ્રમણા છે. દારૂનું પાન કર્યા પછી તે માણસ વિચારે છે કે દારૂથી ફુર્તિ આવી ગઈ એ તેની વ્યર્થ કલ્પના છે. પદાર્થોમાં સુખ આપવાની તાકાત છે જ નહીં. કોઈ કહે છે ચાથી હુર્તિ આવી જાય છે ત્યારે બીજાને ઉબકા પણ આવી જાય છે. કોઈ કહે છે દૂધથી તંદુરસ્તી મળે છે જ્યારે બીજાને દૂધ પચતું પણ નથી. આ બધું બતાવે છે કે સુખ પદાર્થ કે કોઈ વિષયમાં નથી પરંતુ માણસના ચિત્તમાં છે. મન જેનાથી રીઝે ત્યાં સુખ અને ખીજે ત્યાં દુ:ખ. પદાર્થની અંદર સુખ છે જ નહિ. ઈન્દ્રિયોને ગમે તેટલા ખારા પાણી પીવડાવવાથી તૃપ્તિ થવાની નથી. એકવાર સંગીત સાંભળ્યા પછી તમને ક્યારેય એવું થયું કે હવે ક્યારેય સાંભળવું નથી. વર્ષોથી ટી.વી. જોવા છતાં ક્યારેય કહ્યું કે બસ, હવે આ છેલ્લી વાર! આંખની ક્ષમતા કદાચ ઘટી જાય છે. પરંતુ આંખની પાછળના ભાગમાં રહેલી લાલસાઓ ક્યારેય ઘટતી નથી. જેનો જે સ્વભાવ હોય તેની પાસેથી તે મળે. સાકરમાંથી મીઠાશને બદલે કડવાશ ક્યાંથી મળે? રેતીમાં તેલ છે જ નહિ. ગમે તેટલી વાર પીલીએ છતાં તેલ થોડું મળે? બસ આવું જ ઈન્દ્રિયોનું. દેહ મરે છે પણ વાસનાઓ નથી કરતી. લાલસાઓ, ઈચ્છાઓ, અતૃપ્તિઓ નાગણો થઈ લબકારા મારતી જ રહે છે. એમાં આત્માને સમતાજ્ઞાન-સ્થિરતા - મગ્નતા ક્યાંથી આવે?
મા જમાઈઓને પોંખવા ગઈ છે. આ બાજુ ટેન્શનમાં આવી ગયેલી છોકરી ઘરમાં ગઈ. ઘાસતેલ છાંટી આગ ચાંપી દીધી. ધમાલની વચ્ચે આગના ભડકા થયા. બધાએ આવીને જોયું તો છોકરી બળીને ભડથું થઈ ગઈ હતી. છોકરા આવ્યા ત્યારે છોકરી તો ચાલી ગઈ હતી. દ્રાક્ષપાક જબ
6
:3
3
કરાયા )
મરે
૨૩૪
SIEશા : IITE ITI શાકભાજી ETINY RE! It is a
Yes it
Page #255
--------------------------------------------------------------------------
________________
હોતા હૈ તબ કાક ચંચમેં રોગ, કર્મના ઉદયે મળે ઘણું પણ માણી શકે ન કોય. છોકરીની અંતિમક્રિયામાં ત્રણેય જમાઈ ગયા છે. એક જમાઈ વૈરાગી બની બાવો થઈ ગયો ને ચિત્તા પાસે બેસી ગયો. બીજો દુ:ખ સહન ન થવાથી ચિત્તામાં પડ્યો. (સત્તો બન્યો ઇતિહાસની પ્રથમ ઘટના) ત્રીજો વિચારે છે આ બે બેવકૂફ છે. આને તો હું જીવંત કરીશ અને પાછી એને જ પરણીશ. આમ વિચારી સંજીવની લેવા તે જંગલમાં ગયો. ઘણી મહેનત અને સખત પરિશ્રમ પછી સિદ્ધકૂપ પ્રાપ્ત થાય છે. રસ લઈને હરખાતો પાછો આવ્યો. છોકરીની રાખ હતી ત્યાં આવ્યો. ત્યાં પેલો બાવો બેઠો હતો. કોઈને ચપટી રાખ પણ ઉપાડવા નહોતી આપી. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય તો જુદી વાત છે. બાવો કહે છે, રાખ પાસે નહીં જવાય. પેલાએ વાત સમજાવી કે હું આને જીવંત કરી દઈશ. પછી જવા આપ્યું. પેલાએ રાખ પર રસ ઢોળ્યો. ત્યાં ચમત્કાર થયો ને છોકરી ઊભી થઈ ગઈ. પણ તેની પાછળ મુશ્કેલી એ થઈ કે પેલો બળી મરેલો યુવાન પણ ઊભો થઈ ગયો. કર્મના ખેલ સમજવા મુશ્કેલ. ત્રણેય જણા ફરીથી લડવા લાગ્યા. એક કહે છે હું એની પાછળ બળી મર્યો માટે સૌથી વધારે પ્રેમ મને છે. તેથી હું જ એને પરણીશ. બીજો કહે છે હું સંજીવની ન લાવત તો આ જીવતી જ ન થાત. માટે હું જ એને પરણીશ. બાવો કહે છે મેં રાખ સાચવી રાખી ત્યારે જ એ જીવતી થઈ. માટે હું જ એને પરણીશ. માણસ મરે છે પણ માયા મરી શકતી નથી. ત્રણ વચ્ચેનો ઝઘડો કોર્ટમાં ગયો. કોર્ટમાં ચુકાદાની મુદત પડી. આપેલી તારીખે બધા કોર્ટમાં હાજર થયા. જજ બધાનું સાંભળે છે. છોકરીનો ભાઈ કહે છે કે ઘરની અંદર છોકરો કમાતો થાય પછી છોકરાનું ચાલે તેથી મેં જેની સાથે નક્કી કર્યું છે તેની સાથે એના લગ્ન થવા જોઈએ. મા કહે છે દીકરીની બધી જવાબદારી મા ઉપર વધારે હોય છે. તેથી મારી પસંદગી પ્રમાણે એના લગ્ન થવા જોઈએ. બાપ કહે છે મારી ઈજ્જતનો સવાલ છે. ત્રણેયની વાત સાંભળી જજ વિચારમાં પડી ગયો. છોકરી એક અને પરણનારા ત્રણ. આવો કેસ તો પહેલો જ મારી પાસે આવ્યો છે. જજ ચુકાદો આપવામાં મુદત માંગે છે અને તારીખ પડે છે.......
I Kindle Edakkasaliji F i ર૩પ ! as adia Views what YશકશS
થા
Yatra IdYA
Page #256
--------------------------------------------------------------------------
________________
' ઇન્દ્રિયોના મજૂર તહીં માલિક બનીએ
મહાન જ્ઞાની ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અંતિમ ગ્રંથ જ્ઞાનસારમાં આત્માની ઉચ્ચ ભૂમિકા બંધાવી રહ્યા છે. જ્ઞાની-ધ્યાન-તપસ્વીવૈરાગી બધાને વિષયોના સંપર્કથી છ ગાઉ છેટા રહેવાની પ્રેરણા આપી રહ્યા છે. ઈન્દ્રિયોના કંટ્રોલથી જ શુદ્ધતાની પ્રાપ્તિ શક્ય છે. વિષયોની તાકાત પ્રચંડ છે. લગ્નની નિમંત્રણ પત્રિકા આવે છે એની એને ખબર છે પણ પતન ક્યારે થશે એની નિમંત્રણ પત્રિકા આવતી નથી. અચાનક જ આવી જાય છે. પતન એક દિવસમાં થાય છે પણ એની ભૂમિકાનો પાયો ક્યારથી શરૂ થઈ ગયો હોય છે. આપણને એની જાણ ન હોવાથી આપણને ફક્ત પતન દેખાય છે.
ભગવાન ઋષભદેવના સમયની મરીચીની ઘટના આપણે ક્યાં નથી જાણતા? આત્માના પતન અને ઉત્થાનમાં કોઈ ચોઘડિયા બાધક નથી. જીવ જો ગાફેલ રહે તો ગમે ત્યારે પડી શકે છે. મરીચી કહે છે અહીં ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે. આટલા વર્ષોની સાધનામાં ઉત્સુત્ર પ્રરૂપણા ન કરનારા કપીલને ખાતર એક વાક્યથી પોતાનો સંસાર વધારી નાખ્યો. સૂર્યોદય અને સૂર્યાસ્તની આપણને જાણ છે પણ જીવ ક્યારે પતન પામી જશે એની જાણ નથી. કોઈ બાળ અવસ્થામાં તો કોઈ યુવાવસ્થામાં તો કોઈ વૃદ્ધાવસ્થામાં પતન પામ્યા છે. કાચી ઘડીનો વિશ્વાસ કરવા જેવો નથી. પ્રભુ વીરનો આત્મા શરીરની અવસ્થાના કારણે અનંત સંસાર રખડી પડ્યો. જ્ઞાનીઓ કહી રહ્યા છે જાગવાનો સમય આવ્યો છે. હે જીવ! તું જાગી જા... તારા જનમ જનમના પાપ ધોઈ નાખ. કુંભકર્ણ પણ છ મહિને તો જાગતો જ હતો. બે મહિના ધંધો બરાબર ચાલે તો બાર મહિનાનું વળતર મળી જાય
ઈન્દ્રિયો તરફની પ્રીતિ લગાડી તો પતન નિશ્ચિત છે. એક ખાવાના સ્વાદમાં મસ્ત બન્યા તો કંડરીક પતન પામ્યા. એક કર્મેન્દ્રિય પાછળ હરણ પાગલ બને છે ત્યારે પ્રાણ ગુમાવે છે. સંગીતમાં ભાન ભૂલે છે ત્યારે શિકારીનો શિકાર બની જાય છે. ઘડીની ગુલામી જીવને પરતંત્રતા આપી દે છે. ઈન્દ્રિયોથી મળતો પ્રત્યેક આનંદ ક્ષણજીવી અને અલ્પજીવી હોય છે. પણ એનાથી બંધાતા પાપ ચિરંજીવી હોય છે. બ્રહ્માનંદી જીવ જ્યારે વિષયાનંદી બને છે ત્યારે ચિરંજીવ દુઃખને પ્રાપ્ત કરે છે. વિષયોનું આયુષ્ય
Essays a
nd ass
૨૩૬ ટકા
sists tax Nitarties at Rs 35 કિલો
શાકાકા કાલVisit
Page #257
--------------------------------------------------------------------------
________________
ટૂંકું હોય છે પણ તેનાથી બંધાતા પાપોનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. એક આઈસ્ક્રીમના કપનો સ્વાદ ક્યાં સુધી? માવા-મસાલાનો આનંદ ક્યાં સુધી? પદાર્થ પૂર્ણ ન થાય ત્યાં સુધી. એક દૂધીના શાકની પ્રશંસા થઈ ગઈ તો એ ખંધકમુનિની જીવતે જીવ ચામડી ઉતરી. હસતા જે કર્મ બાંધ્યા તે રોવંતા નવી છુટે છે. એક કર્મ પણ બાંધતા વિચાર કરજો . વિષયોનો વારંવાર સંપર્ક થશે તો કષાય એની અંદર ભળશે. કર્મબંધનો આધાર અધ્યવસાયો ઉપર છે. આંખના વિષયમાં પાગલ બની પતંગીયું પતન પામે છે. રાતના પ્રગટેલા દીવાના આકર્ષણમાં ભમી ભમીને અંતે એ જ દીવામાં હોમાઈ જાય છે. ભમરો સુગંધમાં ભાન ભૂલે છે. કમળ પર બેસી સુગંધ લેવામાં મસ્ત બની ગયો. સૂર્યાસ્ત થતા કમળ બીડાઈ ગયું. આપણું હૃદય દેવ-ગુરૂ ને સાધર્મિકોને જોતા ખીલી જવું જોઈએ. કમળ માટે જેમ ચંદ્રોદય જોખમી તેમ હૃદય કમળ માટે પાપોદય જોખમી. પાપના સમયે હૃદયકમળ ખીલવું ન જોઈએ. સૂર્યોદયની રાહ જોતો ભમરો સવાર થાય એ પહેલા હાથીની સૂંઢ દ્વારા ઉખેડાઈ હાથીની પગ તળે ખુદાઈ જાય છે. ભમરાની તાકાત કેટલી? કાષ્ટને ભેદીને ભમરો બહાર આવી શકે એ ભમરો કોમળ પાંદડીને ભેદી શકતો નથી. ભૂદવાની ક્ષમતા હોવા છતાં પામર બની જાય છે. હાથીને પકડવા શું કરાય છે ખબર છે? એક હાથણીને ઝાડ સાથે બાંધવામાં આવે છે. એની આગળ એક મોટો ખાડો કરાય છે. એની ઉપર ઘાસ નાંખી ખાડો ઢાંકી દેવામાં આવે છે. એ સમયે ત્યાં આવેલ હાથી હાથણીને જોતા ભેટવા દોડે છે ને દોડતાની સાથે ખાડામાં પડી જાય છે. ખાડામાં પડેલ હાથીને ચાર-પાંચ દિવસ ભૂખ્યો રાખવામાં આવે છે. આહાર ન મળવાથી હાથી ઢીલો થઈ જાય છે. પછી એને પકડી લેવામાં આવે છે. મહાકાય પ્રાણી પણ સ્પર્શેન્દ્રિયમાં ફસાતા આખી જીંદગીનો ગુલામ બની જાય છે. એક એક ઈન્દ્રિયોના દોષથી જીવ પોતાના પ્રાણ ગુમાવે છે. આપણને પાંચ-પાંચ ઈન્દ્રિયો મળી છે. પાંચમાં મસ્ત બની જશું તો શું હાલત થશે? વિષયોથી ફક્ત કાયા જ બગડી હોત તો વાંધો નહિ પણ મન, વચન ને કાયા ટાણેય બગડે છે. મન, વચન અને કાયાના ત્રણેય યોગને પવિત્ર બનાવી લો. ઈન્દ્રિયોના માલીક બની જાઓ. ઈન્દ્રિયોનો ગુલામ દુર્ગતિનો સંગાથી છે. ઈન્દ્રિયોનો માલિક સદ્ગતિનો સાથી છે. બંધની પળો હ્રસ્વ હોય છે જ્યારે ઉદયની પળો દીર્ઘ હોય છે. તંદુલીયો એક વિચારે સાગરોપમમાં ધકેલાઈ ગયો. વિષયોની અંદર ઈન્દ્રિયો પ્રવૃત્ત ન બનવી જોઈએ...
Raji Raji Bર ૩ ૦ E RE RE | Bal
its si Y skin 192 kimN kimtiazziniities Yagirdia
Page #258
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રમાં એક કથા આવે છે. સુધન શ્રાવક રત્નાકરસૂરિજી પાસે એક શ્લોકનો અર્થ સમજવા માટે આવે છે. આચાર્ય ભગવંતે એ શ્લોકનો અર્થ સમજાવ્યો. સુધને કહ્યું બહુ સરસ સમજાવ્યું. બીજે દિવસે સુધન પાછો એ જ શ્લોકનો અર્થ વિનયપૂર્વક પૂછે છે. આચાર્યશ્રી કહે છે ગઈકાલે તો પૂછ્યો હતો ને? સુધન કહે છે આપે સમજાવ્યું હતું પણ મને સમજાતું નથી. આપ ફરીથી મને સમજાવો. ત્રીજા દિવસે પણ એ જ પ્રમાણે ચાલે છે. વિવેક કેટલો છે. આચાર્ય ભગવંત પાસે રહેલી રત્નની પોટલી જોઈ લીધી. રત્નનો મોહ છોડાવવા માટેનો સુધનનો પ્રયત્ન હતો. રત્નની પોટલી જોઈ આચાર્યશ્રી ખુશ થઈ જતા હતા. પાપ ગમે તેટલું દબાવો છતાં દબાશે નહિ. ભવઆલોચના કરી જીવન શુદ્ધ બનાવી લેવું જોઈએ. સુધન આ રત્નની પોટલી જોઈ ગયો હતો. છ મહિના સુધી એક જ શ્લોકનો અર્થ સમજાવવાની વાત સુધન લઈને બેઠો છે. એક દિવસ રત્નાકરસૂરિ વિચારે છે કે મારી બુદ્ધિ પ્રમાણે આ શ્લોકના ઘણા અર્થો કર્યા પણ આ શ્રાવકના મનમાં કેમ અર્થ બેસતો નથી. એ વિચારે રાતના ઊંઘ આવતી નથી તેથી ચિંતનમાં ખોવાઈ ગયા છે. અંધારી રાતે એમના અંતરમાં પ્રકાશ થઈ ગયો. મુખ મલકાવી આચાર્યશ્રી સંથારી ગયા. બીજે દિવસે સુધને કહ્યું, ગુરૂદેવ! અર્થ સમજાવો. આચાર્યશ્રીએ રત્નની પોટલી લીધી ને ખાંડણીદસ્તો મંગાવ્યો. ખાંડણીમાં રત્નો નાખતા જાય છે અને કૂટતા જાય છે. સુધને કહ્યું, ગુરૂદેવ! આ શું કરો છો? કંઈ નહીં. બીજીવાર સુધન પૂછે છે ત્યારે આચાર્યશ્રી જવાબ આપે છે કે તારા શ્લોકોનો અર્થ સમજાવું છું. સુધન કહે છે, ગુરૂદેવ! આજે અર્થ બરોબર સમજાઈ ગયો. શ્રાવક મળો તો ખરેખર આવા મળજો. આવા શ્રાવકોની સહાયથી પતનમાં પડેલો આત્મા પણ ઉત્થાનના માર્ગે ચડી જાય છે. શ્રેણિક મહારાજા કહેતા હતા કે ચેલ્લણા જેવી પત્ની મળો. સત્પાત્રનો જોગ ઈચ્છવા જેવો છે. રત્નાકરસૂરિ મહારાજના જીવનમાં પશ્ચાતાપની આગ પ્રગટી છે. પરમાત્માના ચરણમાં અંતરભીના હૈયે પોકાર કરે છે. પ્રભુ પાસે પોતાના પાપોને પોકારતા એક સુંદર કૃતિ તૈયાર થઈ ગઈ. આંખે આંસુની ધાર વહી હતી. એ પ્રાર્થના આજે આપણે રત્નાકર-પચ્ચીસીના નામે ઓળખીએ છીએ. રત્નાકરસૂરિ મહારાજ કહે છે કે કહેવા બેઠો જ છું ત્યારે કાંઈ બાકી નથી રાખવું. પશ્ચાતાપની ભાગીરથીમાં પાવન બની ગયા. આપણને પવિત્ર બનાવવા તર્ક, તાકાત અને તકદીરની જરૂર છે.
કોર્ટમાં કેસ ચાલે છે. બાવો ચીપીયો વગાડીને કહે છે કે લગ્ન મારી
128 1293 !!!!!
311313 321
E!$
1913 1912 1
!$ |
THI
૨૩૮ ક્યાય - SOPIS PO LINE - ALLWE(AGE OF
TA
HTAT T
11t
Page #259
--------------------------------------------------------------------------
________________
સાથે થવા જોઈએ. જજે કહ્યું બધા બેસી જાઓ. જે યુવાન સંજીવની લઈ આવ્યો અને છોકરીને નવું જીવન આપ્યું એ તો છોકરીનો બાપ કહેવાય. જજની વાત સાંભળી બીજા બે તો રાજી થઈ ગયા. કહ્યું, સાચી વાત છે. પછી તો એમાં જાનૈયાઓએ પણ ટાપશી પુરાવી. દરેક વરની પાછળ જાનૈયાઓ તો હોય જ! ન્યાય સાંભળવા બધા જ ઉત્સુક છે. છોકરી પાછળ મરીને જે સતો થયો અને સંજીવનીના પ્રભાવે બંને જણા સાથે જીવતા થયા એટલે એ તો છોકરીનો ભાઈ કહેવાય. જોડિયા ભાઈ-બહેન કહેવાય. લોકો કહે જજની વાત સાચી છે. બાવાજી તો ચીપીયો લઈને ઊભો થયો. બાવાજીને જોઈને જજે કહ્યું કે આ કન્યાને પરણવાને યોગ્ય છે. જયાં જજે ન્યાય આપ્યો ત્યાં બાવાજી ભાગ્યા. વૈરાગ ઉતરી ગયો. ઘસી ઘસીને રાખ દૂર કરી, નાહીધોઈને વરરાજાના વેશમાં સજજ થઈને પરણવા આવી પહોંચ્યો. જીવને જ્યાં સુધી વિષયસુખોની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જ તે વૈરાગી રહે છે. જે સમયે વિષયસુખો એની પાસે હાજર થાય છે તરત જ વૈરાગ્યનો રંગ ઉતરી જાય છે. ઈન્દ્રિયજય સાથે કષાય વિજય ખૂબ જરૂરી છે. અશુભમાંથી શુભમાં આવી ગયા છીએ. હવે તો શુભમાંથી શુદ્ધની અંદર જવાનું છે. અનંતા જ્ઞાનીઓ વારંવાર ભારપૂર્વક જાગવાની વાત કરે છે. જીવનું અંતિમ સ્ટેશન કયું? ઉદરથી શરૂ થયેલી યાત્રા કબરમાં પૂરી થાય છે. આ બે યાત્રાની વચ્ચે પ્રમાદ ન આવી જાય એની તકેદારી રાખજો. શરીરની ચિંતા તો ઘણી કરી, પરિવારની ચિંતા પણ કરી, કુટુંબ-સમાજની ચિંતા પણ કરી હવે આત્માની ચિંતા કરવા લાગો તો ક્યાંક ઠેકાણું પડશે. શäભવસૂરિ મહારાજે મનક મુનિના આત્માની ચિંતા કરી છ મહિનામાં એની સગતિ રીઝર્વ કરાવી લીધી. જ્ઞાની પુરૂષોના અંતરમાં માર્ગ ભૂલેલાઓને અંતરથી સાચો રાહ બતાવવાની અદમ્ય ઈચ્છા જાગે છે. ત્યારે આવા ગ્રંથોની રચના થાય છે. એમની ભાવદયાનું પરિણામ આ જ્ઞાનસાર છે. કેટલાક ગ્રંથો વેદનાથી મળ્યા છે તો કેટલાક ગ્રંથો વ્હાલથી મળ્યા છે. વિષયમાંથી વૈરાગ્યમાં આવીએ અને વૈરાગ્યમાંથી અંતે વિતરાગી દશામાં જઈએ એ જ શુભકામના.
22
છે કાર
| Registrajt જ જોઈ છે Y sinકાંસકો
જ
Y
ki kahJ p.ર૯ RA B 8B% Eles &
Sani ki
Hi Yamini is a Yojna
Page #260
--------------------------------------------------------------------------
________________
त्यागाष्टकम्
संयतात्मा श्रये शुद्धोपयोगं पितरं निजम् ।
धृतिमम्बां च पितरौ, तन्मां विसृजतं ध्रुवम् ||१|| (૨) પિતરૌ-હે માતા-પિતા ! સંયતાત્મા-સંયમે અભિમુખ થયેલો હું શુદ્ધોપયોfi-શુદ્ધ ઉપયોગ રૂપ નિનં-પોતાના પિતાં-પિતાનો –અને ધૃતિંઆત્મરતિ રૂપ અપ્નાં-માતાનો થયે-આશ્રય કરું છું તે-તેથી માં-મને ઘુવંઅવશ્ય વિકૃનતં-છોડો. (૧) હે માતા પિતા ! સંયમને અભિમુખ થયેલો હું રાગ-દ્વેષ રહિત શુદ્ધ આત્મજ્ઞાન રૂપ પોતાના પિતાનો અને આત્મરતિ રૂપ માતાનો આશ્રય કરું છું. આથી હવે તમે મને અવશ્ય છોડો.
युष्माकं सगमोऽनादि-बन्धवोऽनियतात्मनाम् ।
धुवैकरुपान् शीलादि-बन्धूनित्यधुना श्रये ||२|| (૨) ગન્ધવ:-હે બંધુઓ! નિયતાભના-અનિશ્ચિત છે આત્મપર્યાય જેમનો એવા પુષ્પાજં -તમારો નમ:-મેળાપ અનાદિ-અનાદિથી છે. તિ-એથી અધુના-હવે ધૃવૈપાન-નિશ્ચિત એક સ્વરૂપવાળા શીતાદ્રિવધૂન-શીલ વગેરે બંધુઓનો થયે-આશ્રય કરું છું.. (૨) હે બંધુઓ! બંધુ તે શત્રુ થાય અને શત્રુ તે બંધુ થાય એ પ્રમાણે અનિશ્ચિત પર્યાયવાળા તમારો સંબંધ (પ્રવાહથી) અનાદિથી છે. આથી હવે નિશ્ચિત રૂપે એક સ્વરૂપવાળા (નિયમા હિત કરવાના જ સ્વરૂપવાળા) શીલ, સત્ય, શમ, દમ, સંતોષાદિ બંધુઓનો આશરો લઉં છું.
૧ જેણે સંયમનો સ્વીકાર કર્યો હોય તેને સંયત આત્મા કહેવાય. છતાં અહીં જેણે હજી સંયમનો સ્વીકાર કર્યો નથી, પરંતુ સંયમ સ્વીકારવાને તૈયાર થયો છે તેને પણ સંયત આત્મા કહ્યો એ નિશ્ચય નયની દૃષ્ટિએ ઘટે છે. નિશ્ચય નયની દષ્ટિએ જે ક્રિયા કરવા માંડી તે કરી કહેવાય. આથી સંયમ લેવા માંડ્યું એટલે લીધું કહેવાય.
કાકા કા કા કા કા કા કા ખત જાડા કાઝાઝાન કાર જ ના કાકા Kalpana Nikitis a thitralia Niw V NilatiL e itad #a Y Esikinstituti Kirti Pada 1, V WaIfBaa #toi #
Page #261
--------------------------------------------------------------------------
________________
कान्ता मे समतैवैक, ज्ञातयो मे समक्रियाः ।
बाह्यवर्गमिति. त्यक्त्वा, धर्मसंन्यासवान् भवेत् ||३|| (૩) -એક સમતા-સમતા જીવ-જ મે-જે મારી જીન્તા-વહાલી સ્ત્રી છે. સક્રિય-સમાન આચારવાળા સાધુઓ છે-મારા જ્ઞાત:-સગાવહાલા (છે.) તિ-એ પ્રમાણે બીહાવ-બાહ્યવર્ગને સ્વા-છોડીને સંન્યાસી-ધર્મ સંન્યાસવાળો બવે-થાય. (૩) એક સમતા જ મારી વહાલી પત્ની છે, સમાન આચારવાળા સાધુઓ જ મારા સંબંધીઓ છે. આ પ્રમાણે (પહેલી, બીજી ગાથામાં અને ત્રીજી ગાથાના પૂર્વાર્ધમાં જણાવ્યા પ્રમાણે) બાહ્ય પરિવારનો ત્યાગ કરીને બાહ્યઋદ્ધિ આદિ સંબંધ ઔદયિક ભાવ રૂપ ધર્મના ત્યાગવાળો થાય, અર્થાત્ ઔદયિક ભાવને છોડી ક્ષાયોપથમિક ભાવવાળો થાય.
યોગશાસ્ત્રોમાં યોગના ઈચ્છા, શાસ્ત્ર, સામર્થ્ય એમ ત્રણ ભેદ છે. (૧) આગમના બોધવાળા જ્ઞાનનો પૂર્ણ ધર્મ કરવાની ઈચ્છા હોવા છતાં પ્રમાદના યોગે અપૂર્ણ- અતિચારાદિ ખામીવાળો ધર્મ વ્યાપાર ઈચ્છાયોગ છે. (૨) શ્રદ્ધાળુ અને પ્રમાદ રહિતનો શાસ્ત્રના સૂક્ષ્મબોધથી શાસ્ત્ર મુજબ અખંડઅતિચારાદિથી રહિત યથાશક્તિ ધર્મ વ્યાપાર શાસ્ત્રયોગ છે. (૩) જેના ઉપાયો શાસ્ત્રમાં સામાન્યથી બતાવ્યા છે, પણ વિશેષથી બતાવ્યા નથી, છતાં સાધકની શક્તિની પ્રબળતાથી થતો વિશિષ્ટ (શાસ્ત્રમાં વિશેષ રૂપે નહિ કહેલો) ધર્મવ્યાપાર સામર્થ્યયોગ છે.
સામર્થ્યયોગના ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એમ બે ભેદ છે. ધર્મસંન્યાસના તાત્ત્વિક અને અતાત્ત્વિક એમ બે ભેદ છે. ઔદયિકભાવ રૂપ ધર્મનો સંન્યાસ - ત્યાગ એ અતાત્ત્વિક ધર્મ સંન્યાસ છે. ક્ષાયોપથમિક ભાવ રૂપ ધર્મનો ત્યાગ એ તાત્વિક ધર્મ સંન્યાસ છે. મન, વચન અને કાયા એ ટાણે યોગોનો ત્યાગ એ યોગ સંન્યાસ છે. અતાત્ત્વિક ધર્મ સંન્યાસ પ્રવ્રયાકાલે હોય છે. કારણકે ત્યારે ઔદયિક ભાવ રૂપ અશુભ ધર્મનો ત્યાગ થાય છે. તાત્ત્વિક ધર્મ સંન્યાસ ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાને હોય છે.'
જો કે, ક્ષાયોપથમિક ભાવના બધા ધર્મોનો ત્યાગ તો ૧૨મા ગુણ સ્થાનના અંતે થતો હોવાથી સંપૂર્ણ ધર્મસંન્યાસ યોગ ૧૨મા ગુણ-સ્થાને હોય. છતાં નિશ્ચયનયની દષ્ટિએ જે ક્રિયા કરવા માંડી તે કરી કહેવાય. ધર્મસંન્યાસ કરવા માંડ્યો એટલે કર્યો કહેવાય. આથી તાત્ત્વિક ધર્મસંન્યાસ ક્ષેપક શ્રેણીમાં આઠમા ગુણસ્થાને હોય એવો નિર્દેશ નિશ્ચયનયની દૃષ્ટિથી છે.
કવિ જ Y aiFi સાઇs Yadi
Page #262
--------------------------------------------------------------------------
________________
કારણ કે ક્ષપક ક્ષેણિમાં ક્ષાયોપમિક ભાવના ક્ષમાદિ ધર્મનો ત્યાગ થાય છે. યોગ સંન્યાસ ૧૪માં ગુણસ્થાને શૈલેશી અવસ્થામાં હોય છે. ત્યાં ત્રણે યોગોના ત્યાગ થાય છે. યોગ રહિત બનેલો આત્મા મોક્ષમાં જાય છે.
આ ગાથામાં અતાત્ત્વિક ધર્મ સંન્યાસનો નિર્દેશ કર્યો. ચોથી ગાથામાં તાત્ત્વિક ધર્મસંન્યાસનો અને સાતમી ગાથામાં યોગસંન્યાસનો નિર્દેશ છે.૧
धर्मास्त्याज्याः सुसङ्गोत्थाः क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभं धर्मसन्यासमुत्तमम् ||४||
1
(૪) ચન્દ્રન-ગન્ધ-મમં-ચંદનના ગંધ સમાન ઉત્તમમ્-ઉત્તમ ધર્મસંન્યાસમ્ધર્મસંન્યાસને પ્રાપ્ય-પ્રાપ્ત કરીને સુસ ત્થા :- સત્સંગથી ઉત્પન્ન થયેલા ક્ષાયોપશમિજા :- ક્ષયોપશમવાળા પિ-પણ ધર્મા:-ધર્મો ત્યાખ્યા :- ત્યાગ કરવા લાયક છે.
(૪) બાવના ચંદનના ગંધ સમાન ઉત્તમ ધર્મસંન્યાસને પામીને સત્સંગથી ઉત્પન્ન થયેલા ક્ષાયોપશમિક ધર્મો પણ તજવા લાયક છે.
ઉત્તમ ધર્મસંન્યાસ એટલે તાત્ત્વિક ધર્મસંન્યાસ. ધર્મસંન્યાસથી ક્ષાયોપશમિક ભાવોની નિવૃત્તિ થતાં ક્ષાયિક ભાવો પ્રગટે છે. આથી આ યોગ તાત્ત્વિક છે. સુગંધ બે જાતની હોય છે. એક સ્વાભાવિક અને બીજી નૈમિત્તિક. પરના નિમિત્તથી વસ્ત્રાદિમાં આવતી ગંધ નૈમિત્તિક છે. નિમિત્ત વિના ચંદન વગેરેની સહજ ગંધ સ્વાભાવિક છે. અહીં ક્ષાયોપશમિક ધર્મો નૈમિત્તિક ગંધ જેવા છે. કારણ કે તેમાં દેવ-ગુરૂ-શાસ્ત્ર વગેરે આલંબનની અપેક્ષા રહે છે. ક્ષાયિક ધર્મો સ્વાભાવિક ગંધ જેવા છે. જેમ ગંધ ચંદનનો સ્વાભાવિક ધર્મ છે, તેમ ક્ષાયિક ભાવ આત્માનો સ્વાભાવિક ધર્મ છે. આથી જ અહીં ધર્મસંન્યાસને ચંદનગંધ સમાન કહ્યો છે.
गुरुत्वं स्वस्य नोदेति, शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरुत्तमः ||५||
:) યાવતા-જયાં સુધી શિક્ષાસાત્મ્યન-શિક્ષાના સમ્યક્ પરિણામથી ઞાત્મતત્ત્વપ્રાશેન-આત્મ સ્વરૂપના બોધ વડે સ્વસ્થ-પોતાનું ગુરુત્વ-ગુરૂપણું 7-ન <તિ-પ્રગટ થાય, તાવ-ત્યાં સુધી ગુરુત્તમ:- ઉત્તમ ગુરૂ સેવ્ય-સેવવા ૧. લ.વિ. ‘નમુન્થુણં’પદની ટીકા, યો.સ.ગા. ૨ વગેરે.
3131 31 * * * !!
|INH_| ||33||3 BI
૨૪૨
246 248229249120824628205206238246-2022222223242526
[1.Y 93746|||||20|14414
Page #263
--------------------------------------------------------------------------
________________
યોગ્ય છે. (૫) જયાં સુધી ગ્રહણ અને આસેવન એ બંને શિક્ષાના સમ્યફ પરિણમનથી શુદ્ધ આત્મસ્વરૂપના (સંશય અને વિપર્યાસથી રહિત) બોધ વડે પોતાના આત્મામાં ગુરૂપણું ન આવે ત્યાં સુધી ઉત્તમ ગુરૂ (જ્ઞાનદાતા આચાર્ય) સેવવા જોઈએ ?
અહીં ગુરૂપણું આવવાનાં બે કારણોનો નિર્દેશ કર્યો છે. (૧) ગ્રહણ આસેવન શિક્ષાનું સમ્યક્ પરિણમન. (૨) શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ. ગ્રહણ આસેવન શિક્ષાના સમ્યક્ પરિણમનથી શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ થતાં ગુરૂપણું આવે છે. આથી સાધુએ પ્રથમ ગ્રહણ આસેવન શિક્ષા પોતાના આત્મામાં પરિણમે એવા લક્ષ્ય પૂર્વક ગુરૂસેવા કરવી જોઈએ એવો ગર્ભિત ઉપદેશ આપ્યો છે.
ગુરૂની પાસે સૂત્ર-અર્થનો અભ્યાસ એ ગ્રહણશિક્ષા. પ્રતિલેખનાદિની ક્રિયાનો અભ્યાસ એ આસેવનશિક્ષા. અર્થાત્ સાધુ ધર્મના આચારોનું જ્ઞાન મેળવવું એ ગ્રહણશિક્ષા અને એ આચારોનું પાલન કરવું એ આસેવન શિક્ષા. અથવા ગ્રહણ કરેલા = સ્વીકારેલા વ્રતાદિધર્મનું જ્ઞાન (શિક્ષા) મેળવવું તે ગ્રહણશિક્ષા ગ્રહણ કરેલા વ્રતાદિધર્મનું આસેવન-પાલન થઈ શકે, એ માટે પ્રતિલેખનાદિ આચારોનું જ્ઞાન (શિક્ષા) મેળવવું એ આસેવન શિક્ષા.
ज्ञानाचारादयोऽपीष्टाः, शुद्धस्वस्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ।।६।। (૬) જ્ઞાનાવર - જ્ઞાનાચાર વગેરે આચારો ઉપ-પણ શુદ્ધ-સ્વસ્વ-પદ્રઅર્વાધ- શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી રૂછા-ઈષ્ટ છે પુન:- પણ નિર્વિધે- વિકલ્પ ચિંતાથી રહિત ત્યાં-ત્યાગમાં વિકલ્પ-વિકલ્પ -નથી -અને ક્રિયા-ક્રિયા ન-નથી. (૬) જ્ઞાનાચારાદિ પણ પોત પોતાના શુદ્ધપદની મર્યાદા સુધી ઈષ્ટ છે = સેવન કરવા જોઈએ. નિર્વિકલ્પ ત્યાગની અવસ્થામાં વિકલ્પ નથી અને ક્રિયા પણ નથી.
૧. ૨.
વિ.આ.ભા. ગા. ૩૪૫૯ ધ.સં.ભા. ૨ ગા. ૮૬
* જરાક છે Y Ritatisthis
Y
ક્યtes
is a Y aiviizatiાં
કા Y
imit
Page #264
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાચારનું શુદ્ધ પદ કેવલજ્ઞાન છે. આથી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનાચારનું સેવન જરૂરી છે. દર્શનાચારનું શુદ્ધ પદ ક્ષાયિક સમ્યકત્વ છે. આથી ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દર્શનાચારનું સેવન જરૂરી છે. એ પ્રમાણે સ્વશુદ્ધપદ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચારિત્રાચારનું સેવન કરવું જોઈએ. સ્વશુદ્ધપદ પરમ શુકલધ્યાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તપાચારનું પાલન કરવું જોઈએ. આત્મવીર્યની સર્વથા શુદ્ધિ ન થાય ત્યાં સુધી વીર્યાચારનું સેવન જરૂરી છે.
આત્મા જયાં સુધી ઉચ્ચકોટિની સમાધિ યા ધ્યાનદશા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અમુક આચારોનું સેવન કરવા યોગ્ય છે અને અમુક આચારોનું સેવન કરવા યોગ્ય નથી વગેરે શુભ વિકલ્પો - સંકલ્પો હોય છે. આથી એ અવસ્થાનો ત્યાગ સવિકલ્પ છે. સાધનાની પ્રારંભદશામાં આવો શુભ વિલ્પ પૂર્વકનો ત્યાગ જ હિતકર છે. સવિકલ્પ ત્યાગની સાધના કરતાં કરતાં આત્મા જયારે ઉચ્ચ કોટિની સમાધિ યા ધ્યાનદશા પ્રાપ્ત કરે છે ત્યારે પૂર્વોક્ત વિકલ્પોથી-સંકલ્પોથી રહિત બની જાય છે, અને સર્વ પ્રપંચરહિત સ્વાત્માનુભવરૂપ શુદ્ધોપયોગ દશામાં વર્તે છે. આ દશામાં વર્તતા ત્યાગીનો ત્યાગ નિર્વિકલ્પ ત્યાગ છે. આ દશામાં હું અમુક (આવશ્યકાદિ) ક્રિયા કરું વગેરે વિકલ્પો-સંકલ્પો ન હોવાથી ક્રિયા પણ ન હોય. આથી અહીં કહ્યું કે નિર્વિકલ્પ ત્યાગની અવસ્થામાં વિકલ્પ નથી અને ક્રિયા પણ નથી. આ એ જ વિષયનો ભાવ છઠ્ઠા અષ્ટકની ત્રીજી ગાથામાં યો IIઢ: શમાવ સુષ્યત્યન્ત તા: એ શબ્દોમાં કહ્યો છે.
योगसंन्यासतस्त्यागी, योगानप्यखिलांस्त्यजेत् ।
इत्येवं निर्गुणं ब्रहा, परोक्तमुपपद्यते ||७|| (૭) ચોરીસંચાલતઃ-યોગનો રોધ કરવાથી ત્યારી-ત્યાગવાળો વિતાસઘળા યો-યોગોનો -પણ ત્યને–ત્યાગ કરે રૂતિ-એ પ્રમાણે પર-૩iબીજાએ કહેલ નાનુ-ગુણ રહિત બ્રહ્મ-આત્મસ્વરૂપ ૩૫૫ત્તે-ઘટે છે. (૭) ક્ષાયોપથમિક ધર્મનો ત્યાગી યોગના નિરોધથી સર્વ યોગોનો પણ ત્યાગ કરે. આ પ્રમાણે બીજાએ કહેલ ગુણ રહિત આત્મા પણ ઘટે છે.
સાંખ્યદર્શનના પ્રણેતા કપિલ વગેરે આત્માને સર્વથા ગુણોથી (જ્ઞાનાદિ ગુણોથી પણ) રહિત માને છે. પણ તે અસત્ય છે. આત્મા કયારેય સર્વથા ગુણરહિત બનતો જ નથી. આત્મા સર્વથા ગુણરહિત બને તો આત્માનું
KER
&
stays is as Hડા
કડાકાર,
કાકા ક મા
Page #265
--------------------------------------------------------------------------
________________
અસ્તિત્વ જ ન રહે.
પ્રશ્ન : તો પછી આત્મા નિર્ગુણ છે એમ તેઓ કહે છે એ કેવી રીતે
ઘટે ?
ઉત્તર : આ અષ્ટકમાં બતાવ્યા પ્રમાણે ધર્મસંન્યાસ અને યોગસંન્યાસથી ઔપાધિક ગુણોથી રહિત બનવાથી આત્મા નિર્ગુણ બને છે. અર્થાત્ મુક્ત આત્મા ઔપાધિક (મતિજ્ઞાન આદિ અને મનયોગ આદિ) ગુણોની દષ્ટિએ નિર્ગુણ છે, પણ સ્વાભાવિક કેવલજ્ઞાનાદિ ગુણોની દષ્ટિએ તો સગુણ છે. આ જ વાત આઠમાં શ્લોકમાં કહી છે.
वस्तुतस्तु गुणैः पूर्ण-मनन्तैर्भासते स्वतः ।
रुपं त्यक्तात्मनः साधो-निरभ्रस्य विधोरिव ||८|| (૮) વસ્તુતઃ-પરમાર્થથી તુ-તો નિરખ્રસ્થ-વાદળથી રહિત વિધો:-ચંદ્રની રૂવ-જેમ ત્યક્તાત્મનઃ-છોડ્યો છે સર્વ વિભાવરૂપ આત્મા જેણે એવા સાધો:સાધુનું પં-સ્વરૂપ બનતૈ:-અનંત જુૌઃ-ગુણોથી ત:-સ્વયં ભારતે-ભાસે છે. (૮) પરમાર્થથી તો વાદળાંઓથી રહિત ચંદ્રની જેમ સર્વવિભાવોથી રહિત આત્મા કેવલજ્ઞાનાદિ અનંતગુણોથી પરિપૂર્ણ સ્વયમેવ ભાસે છે= પ્રગટે છે. અર્થાત્ જેમ વાદળ દૂર થતાં ચંદ્રનો સ્વાભાવિક પ્રકાશ ગુણ પ્રગટ થાય છે તેમ સર્વવિભાવો દૂર થતાં આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે. આથી આત્મા સર્વથા નિર્ગુણ છે એવી માન્યતા મિથ્યા છે.
ત્રણ પ્રકારની વૈયાવચ્ચ બતાવવી
૧.
૨.
અનુશાસન ઉપાલંભ ઉપકાર કરવા દ્વારા.
૩.
(ત્યવત: સવવેમાવ૫: આત્મા એન. સ: ત્યવત્તાત્મા)
હાલાજ શાખા શાખાનારા કામ, 1 કપ સમાજવાદી પાર જ શntita a Y GIRajeanities Y area : * Ess a YaminiiiiiiiiiiaYiNiting
ults
Page #266
--------------------------------------------------------------------------
________________
'શદ્ધ ઉપયોગ એ મારા પિતા છે છે ઈન્દ્રિયોનો જય ન થાય ત્યાં સુધી ત્યાગનો ભાવ આવતો નથી.
જે ઉપકારી છે એના કરતા વધુ ઉપકારીના શરણમાં જવું. ગુણાતીત અને રૂપાતીત બનાવે તે ગુરૂ. વિરાગી બન્યા વગર મા-બાપ નથી છોડાતા ગીતાર્થ બન્યા વગર ગુરૂ નથી છોડાતા તેમ વીતરાગી બન્યા વગર સત્ ક્રિયાઓ પણ નથી છોડવાની. જયણા પ્રધાન જીવે તે જૈન
અષ્ટ પ્રવચન માતાના ખોળામાં રમે તે અણગાર » રાગના પાત્રો છોડતા જાઓ, ત્યાગના પાત્રોનું આકર્ષણ વધારતા
જાઓ. * સવારની પૂજા રાત્રિભરના પાપો, બપોરની પૂજા આ જન્મના પાપો
અને સાંજની પૂજા સાત જન્મના પાપો ધોઈ આપે છે. # દુઃખને ગળી જાઓ અને સુખને વહેચી નાખો.
જ્ઞાનસારમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા આત્માને ક્રમિક રાહ દેખાડતા જાય છે. ઈન્દ્રિયોને જીતવાની ચાવીઓ મેળવી. પૂર્ણતા પામવા ઈન્દ્રિય જય જરૂરી છે. ઈન્દ્રિય દમન અલ્પકાલીન છે જયારે ઈન્દ્રિય જય દીર્ઘકાલીન છે. વિષયોમાં મતિ પ્રવર્તે ત્યારે વિષ કરતાંય ભયંકર આ વિષયો અધોગતિમાં લઈ જનાર છે એમ વિચારવું. ઈન્દ્રિયોના વિજયથી ત્યાગ શક્ય બને છે. શુદ્ધઉપયોગ પિતાના સ્થાને છે.
આત્મરતિ માતાના સ્થાને છે. આ બે માતા-પિતા મળી જાય તો અન્ય માતા-પિતા કરવા પડતા નથી. જન્મ મરણમાંથી નિતાર સુલભ બને છે. અમદમાદિ ભાઈઓ બને ને સમાધિ સહચરી બનાવવાની છે. આધ્યાત્મિક સંબંધો ગોઠવવાથી સંસારના સંબંધો છૂટતા જાય છે. સંસારમાં રહેલ બાળક રોજ એના માતા-પિતાને પગે પડે છે એજ બાળક દીક્ષા લે છે પછી માતાપિતા એને વંદન કરે છે. છોકરાને હવે વંદન કરવાનું હોતું નથી. એ બાળક હવે ગુરૂના શરણમાં છે. ગુરૂ કોણ ? અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે. મોહ છોડાવે, ને મોક્ષની પ્રીતિ કરાવે. આત્માને ગુણાતીત અને રૂપાતીત બનાવે. આવા ગુરૂ મળી જાય તો વિતરાગદશા નજીક આવતી થાય. છેલ્લે તો ગુરૂ
Miami Vivamuna Haiti siYiaiી ૪૬ શia Yડાંtarinamidst N
ews
Page #267
--------------------------------------------------------------------------
________________
પણ છૂટી જશે, સ્વયં સિદ્ધ બની જશે.
માતા-પિતાનો ત્યાગ એટલે એમનું અપમાન નથી, તરછોડવાનું નથી, પણ છોડવાના છે. શાલિભદ્ર ૩૨ પત્નીઓ છોડી હતી. તરછોડી ન હતી. તરછોડવામાં માનનો અંશ ટકી જાય છે જયારે છોડવામાં માનનો નાશ થાય છે. આપણને તો આધ્યાત્મિક કુટુંબ બનાવવાનું છે. આધ્યાત્મિક પાત્રોના સ્વીકારથી ભૌતિક પાત્રો આપોઆપ છૂટતા જાય છે. તીર્થંકરની માતા કોણ? કરુણા. તો સાધુની માતા કોણ – જયણા. જયણા પ્રધાન જીવન જીવે તે જૈન. અષ્ટ પ્રવચન માતાના ખોળે રમે તે અણગાર. આધ્યાત્મિક સંબંધના સ્વીકાર વિના ત્યાગ વખણાતો નથી. અરીસાભુવનમાં કેવળજ્ઞાન થવાનું કારણ શું? જ્ઞાની ભગવંતો કહે છે શુદ્ધ ઉપયોગ. આવા પિતાની આજ્ઞામાં હોય પછી પૂછવું શું? મમતા, એ ઉપયોગનો નાશ કરાવે છે. વિવેક પૂર્વકનો ત્યાગ ઊભો કરતા જાઓ. પેટ અપસેટ હોય ત્યારે ખાવાનો ત્યાગ થાય છે પણ એ ખરો ત્યાગ નથી. ઘરમાં ઝઘડો થયોને મૌન ધારણ કરી લીધું. પણ હકીકતમાં એ મૌન સાધના રૂપે નથી. કોઈ પણ ક્રિયામાં શુદ્ધ ઉપયોગની અનિવાર્યતા જરૂરી છે. કોઈ માણસ ભૌતિક સંપત્તિ કમાવવા પરદેશ ગયો છે. જેટલો સમય બહાર રહ્યો તેટલો સમય એણે ઘરનો ત્યાગ કર્યો. ખરેખર ત્યાગ કોને કહેવાય? સંસારની કોઈપણ ભૌતિક ઉપલબ્ધિ રીએકશનથી છોડે તે ત્યાગ નથી, રમણતાથી છોડે એ ત્યાગ છે. મેઘકુમાર, થાવસ્યા પુત્ર પ્રભુની માત્ર એક દેશના સાંભળી અને એમનો શુદ્ધ ઉપયોગ જાગૃત બન્યો. શાલિભદ્ર કેટલી દેશના સાંભળી ? એકપણ નહીં છતાં વૈરાગ્ય કેમ થયો ? શ્રેણિક રાજા શાલિભદ્રની હવેલીએ આવે છે. ભદ્રામાતા શાલિભદ્રને કહે છે કે શ્રેણિક આવ્યા છે. શાલિભદ્રના સુખની કલ્પના તો કરો. શાલિભદ્ર કહે છે એને વખારમાં નાંખી દો. શાલિભદ્રને એમ કે શ્રેણિક નામનું કરિયાણું હશે. ભદ્રા કહે છે કે બેટા રાજા આવ્યા છે. આપણા એ નાથ છે. શાલિભદ્ર નીચે આવ્યા. શ્રેણિકે ગુલાબના ગોટાને જોયું. ખોળામાં બેસાડયો ત્યાં તો શાલિભદ્ર પરસેવે રેબઝેબ થઈ ગયો. શ્રેણિક કહે છે લઈ જા ભદ્રા આ ફૂલને નહિતર કરમાઈ જશે. રાજાના શબ્દ શાલિભદ્ર જાગી ગયો. એક એક પત્નીનો ત્યાગ કરતો જાય છે. દીક્ષા સ્વીકારનો નિર્ધાર કરે છે. રાગ કરશો તો રાગના નિમિત્તો મળશે. વાત શાલિભદ્રની બહેન સુભદ્રા પાસે પહોંચી છે. બનેવી ધન્નાજી સ્નાન કરી રહ્યા હતા. એ સમયે સુભદ્રાની આંખમાંથી આંસુનું ટીપું ધન્નાજીની પીઠ ઉપર પડે છે. ધનાજી ચમકી ગયા. શરીર પર એક કલાકથી ડોલો ભરીને પાણી નાખું છું. અસર થતી નથી.
એક શેઠ વ્યાખ્યાનમાં મોડા પડ્યા. સ્વાભાવિક પૂછયું કેમ લેટ થયા?
* માં , Yરમાં કયા
આશા : 9 S « Yઝાઝાઝાંઝરકા આYuus
Page #268
--------------------------------------------------------------------------
________________
સાહેબ! છોકરા પાછળ પડયો તો.
અરે! એને લઈ આવવું હતું ને? સાહેબ! એને ના લવાય. કેમ?
કાચી બુદ્ધિનો છે. અમો તો રીઢા થઈ ગયા છીએ. આપના વ્યાખ્યાનમાં હવે વાંધો ન આવે. સાહેબ! એને તો તરત રંગ લાગી જાય. વૈરાગ્ય કયારે જાગે એ કહેવાય નહિ. માટે રોજ વ્યાખ્યાન સાંભળવા જ જોઈએ. દુકાન પર ઘરાક કયારેક ચાર કલાકે પણ ન આવે પણ દુકાન બાર કલાક ખુલ્લી રાખોને? રોજ વ્યાખ્યાનમાં આવવાનું એક કારણ છે કોઈ જીવ જાગી જશે. વ્યાખ્યાન સફળ થશે. જો એક આત્મા દીક્ષા લે તો સફળ! ૧૪ રાજલોકમાં અમારીની ઉદ્ઘોષણા એનું નામ દીક્ષા. દીક્ષા લે એ પ્રતિજ્ઞા કરે. કોઈ જીવને મારીશ નહીં, મરાવીશ નહીં અને અનુમોદના કરીશ નહીં. જડ અને જીવ બંનેના રાગ ને દ્વેષ છોડવાના છે. કયાંય પણ મમત્વ ન હોવું જોઈએ. નિસિહિ કહીને દેરાસરમાં ગયા પછી વાતો કરાય નહીં. પરમાત્માની પૂજાનું ફળ કેટલું? સવારની પૂજા રાત્રી દરમ્યાન થયેલા પાપોને ધોઈ નાંખે છે. શ્રાવક જો નહોતો હોય અને પૂજા ન કરે તો છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે. દેરાસરમાં ગયા પછી પણ જો રાગદ્વેષ થશે તો પૂજા નિષ્ફળ બનશે. ધન્નાજી સુભદ્રાજીને પૂછે છે, “તું કેમ રડે છે?” શું તકલીફ છે. દુઃખ કયારે કોઈને કહેતા નહી. દુ:ખને ગળતા શીખો. ધન્નાજી કહે છે, “જીંદગીમાં આજે પહેલીવાર તારી આંખમાં આંસુ મેં જોયા છે.' સુભદ્રા કહે છે નાથ! કશું જ નથી. બહુ જ આગ્રહ કરે છે ત્યારે સુભદ્રા કહે છે, “તમે તો અહીં આનંદમાં મસ્ત છો. મારો ભાઈલો હવે દીક્ષા લેવાનો છે.” ધન્નાજી કહે છે, “શાલીભદ્ર દીક્ષા લેવાનો છે?' સુભદ્રા કહે છે,
હા, રોજ એક એક પત્નીને છોડતાં અંતે દીક્ષા લેશે.' ધન્નાજી કહે છે, “તારો ભાઈ બાયલો છે. કાયર છે. એક એક છોડવાથી શું? સિંહ જેવો હોય તો એક દિવસમાં છોડી દે.” તમે એકાંતમાં બેસી વિચારો. પરમાત્માને પૂછો... હે પરમાત્મા! આપે જે કહ્યું છે એ મારા અંતરમાં વસ્યું છે ખરું? ખરી અનુભૂતિ થશે ત્યારે ભવપાર થઈ જવાશે. આત્માની અંદરમાં જે આનંદ છે એનો સ્વાદ અલગ જ છે. આત્માની શુદ્ધિ થઈ જાય. દેહાધ્યાસ તૂટી જાય પછી આત્મામાં અનોખું ચિંતન પેદા થાય છે. શેઠ પોતાની પત્નીને સાસરે લેવા ગયા. જૂના જમાનામાં પૈસાની લેવડ-દેવડ ન હતી. વસ્તુ કે જમણ દ્વારા નક્કી કરવામાં આવતું. શેઠે કહ્યું તને જે જોઈએ તે લઈ લેજે. ગાડાવાળાએ કહ્યું, “મને ત્યાં જમાડી દેજો. જમણમાં ગોળનું ગરમાણું જોઈશે.' હં... શેઠે કહ્યું, ‘ભલે.” સસરાનું ગામ આવ્યું. જમાઈને જોતાં સાસુજી અડધા અડધા થઈ ગયા. ગુરૂ
III
Tarisissimiiiiiiiiiiiiii* ૦ ૯ ItiiiY simiiiiia sissiY
aiwala
Page #269
--------------------------------------------------------------------------
________________
મહારાજ કરતાં જમાઈનું મહત્વ વધારેને?.
જીવનમાં ત્યાગની મહત્તા સમજાય એને એક સાધુના દર્શનથી ઘણું મળી જાય. પોતાનું ત્યારે એ બધું ભૂલી જાય. સાસુએ જોયું જમાઈ આવ્યા છે. થાળીવાટકા ને બાજોઠ ગોઠવ્યા. જમાઈને જમવા બેસાડ્યા. જમાઈ સાસુને કહે છે. આ ગાડાવાળાને પણ જમાડજો. સાસુ એને પણ જમવા બેસાડે છે. સાસુજી રસમલાઈ-રાખડી જેવી વાનગીઓ પીરસે છે. જમાઈએ તો જમવાનું શરૂ કર્યું પણ ગાડાવાળો જમતો નથી. જમાઈ કહે છે જમવાનું શરૂ કર. સાસુ અંદર રસોડામાં ગયા છે. ગાડાવાળો કહે છે. મને તો પહેલા ગોળનું ગરમાણું જોઈશે. જમાઈ કહે છે એ પણ મળશે. એકવાર થાળીમાં પીરસાયું છે તે ખાઈ લો. ગાડાવાળો ગુસ્સે થઈ ગયો. મેં તમને પહેલાં જ કહ્યું હતું અને ગોળનું ગરમાણું તો જોઈશે જ. ગાડાવાળાને થાળીમાં પીરસાયેલ કલાકંદ કે રસમલાઈની કોઈ કિંમત નથી. માણસ ગરમ થાય ત્યારે તેની અસલિયત બહાર આવે છે. ગાડાવાળો કહે છે. મને ગોળનું ગરમાણું આપવું છે કે નહીં? શેઠ ઉભા થયા અને કહે છે તને ગોળનું ગરમાણે જોઈએ છે તો હમણાં લઈ આવું અને કહેતાં શેઠે હાથમાં એક મોટો કલાકંદનો કટકો લીધો અને ગાડાવાળાના મોમાં નાખી દીધો. ગાડાવાળાને ગુસ્સો ઘણો જ આવ્યો છે પણ બોલી શકતો નથી. જયાં કલાકંદનો સ્વાદ આવ્યો ત્યાં ગોળનું ગરમાણું ભૂલાઈ ગયું. કલાકંદની દોસ્તી જીભ સાથે થઈ ગઈ. કલાકંદના કટકાનું સ્વાદ ચાખ્યા બાદ શેઠને ગાડાવાળો કહે છે. શેઠ બીજો લાવો ને ? શેઠ કહે છે. તારા માટે હમણાં જ ગોળનું ગરમાણું લાવે છે. કલાકંદની વાત કરો. ગોળનું ગરમાણું ધુળ પીવા ગયો... શેઠે ખુશ થઈને ગાડાવાળાને જમાડી રજા આપી. ગાડાવાળાએ શેઠને કહ્યું, બીજી વાર પાછું સાસુના ઘેર આવવું હોય તો કહેજો.” આપણી વાત અહીં પૂરી થઈ. જ્ઞાની ભગવંતો કહે છે, એકવાર આત્માનો સ્વાદ ચાખ્યા પછી પદ વગેરેનો આનંદ નહીં ગમે. મીઠાઈ ખાધા પછી ગોળનું ગરમાણું ગમતું નથી. આત્મ રમણતામાં મસ્ત બનનારો જીવ બીજે કયાંય જવા તૈયાર નથી. જગતના પદાર્થો અને પ્રિય નહીં લાગે, આકર્ષક નહીં લાગે. રતિ બદલાય તો માણસની ગતિ બદલાય. ગતિ બદલાય પછી સ્થિતિ પણ બદલાઈ જાય. વ્યક્તિ પોતાની પૂર્વ સ્થિતિમાં રહેતો નથી. એના પગની ગતિ હોટલ-થીયેટર કે પાનમસાલાની દુકાન તરફ થતી નથી. જ્ઞાની ભગવંતો કહે છે, તારી રતિ તારી ગતિનું કારણ બનશે. સુભદ્રા ધન્નાજીને કહે છે, “કથની અતિ સહેલી છે. કરણી અતિ દોહ્યલી છે.” ધસાજી કહે છે, “એમાં શું છે? સુભદ્રા કહે છે. તમારી આઠ છે. મારા ભઈલાને તો ૩૨ પત્નીઓ છે.” ધન્નાજી કહે છે, “કેટલી પણ હોય!” સુભદ્રા કહે છે, “બોલેલું વચન પાળજો. પછી પાછા નહીં પડતા.” પત્નીઓને ખબર છે કે આ કોઈ અમને છોડીને જવાના નથી. સર્વાનુમતે ધન્નાજીને બધી
જ કાલ સા ૪ શાળાનાસકારા જા # Riis Y રાક
Y att
5 vK years awાજaps aartiwali
HasyaniY sins
Page #270
--------------------------------------------------------------------------
________________
પત્નીઓએ રજા આપી. ધન્નાજીને પત્નીના એક વાક્યથી ઝાટકો લાગી ગયો. ધન્નાજી ચાલ્યા. લીધું દીધું ચૂકતે કરીને. કેસરી સિંહની જેમ ચાલી નીકળ્યા. પત્નીઓ વિચારે છે હમણાં પાછા આવશે. ધન્નાજી તો પાછું વળીને જોતા નથી. હવે પત્નીઓને ભય લાગ્યો. ધન્નાજી તો અટક્યા વિના ઘરમાંથી બહાર નીકળી ગયા. ત્યારે પત્નીઓએ દોડતી આવીને ધન્નાજીના પગ પકડી લીધા અને ધન્નાજીને કહે છે, “અમારું શું થશે?' પરમાત્માનું શાસન નિયમની જેમ ખાનદાની પણ ઘણીવાર પાપ કરતા બચાવે છે. પતનના પ્રસંગે કે ઉત્થાનના પ્રસંગે ખાનદાનીને યાદ રાખીએ તો જીવન ખેદાનમેદાન નહીં બને. જીવ તારી ખાનદાની શું? જ્ઞાનદષ્ટિ જેમ પાપને બચાવે છે તેમ ખાનદાની પણ બચાવે છે. પ્રભુનું શાસન મળ્યું એ પણ ખાનદાની. ખાનદાનીનો ખ્યાલ કયારે ખોવાવો ન જોઈએ. ધન્નાજી તો હવેલી છોડી ચાલ્યા ગયા. પત્નીઓ આંસુ સારતી રહી ગઈ. ધન્નાજી આવે છે શાલીભદ્રના મહેલની પાસે. શાલીભદ્ર પોતાની હવેલીમાં સાતમે માળે રહેતો હતો. ધાજી નીચેથી શાલીભદ્રને હાકલ નાંખે. ધન્નાજીના શાલીભદ્ર સાળા થાય. મોહના ચાળા, એનું નામ સાળા. “એ કાયર બાયલા શાલીભદ્ર! ધન્નાજી બોલાવે છે. શાલીભદ્રના કાને શબ્દો અથડાતા નીચે આવે છે. આ તો બનેવી! સાળા-બનેવીની જોડી કેવી હોય. ધન્નાજી શાલીભદ્રને કહે છે, “નીચે ઉતર આ શું માંડ્યું છે? તારા જેવો બુદ્ધિશાળી રીટેલનો વ્યાપાર કરવા બેઠો છે. હોલસેલનો વ્યાપાર જ આપણને શોભે.” સમજનેવાલોં કો ઈશારા કાફી હૈ. શાલીભદ્ર એક જ ઝાટકે બાકીની ૧૬ પત્નીઓને છોડી, દોડતાં નીચે આવ્યાં. આ સાળા બનેવીની જોડી. પ્રભુ પાસે ગઈ દોડી. પ્રભુ આગે રહી કર જોડી કહે હવે વાર ન કરો પ્રભુ થોડી. પરમાત્માના હાથે દીક્ષા લીધી પછી શું થયું? મજા કરી હશેને? ૧૨ વર્ષની આરાધના બાદ વૈભારગિરિ પર્વત ઉપર જઈને બંને અણસણ કરે છે. ફૂલની શયા પણ જેને ખૂંચતી હતી એ શાલીભદ્રને એક દિવસ સંસાર પણ ખૂંચ્યો અને મોક્ષ ગમી ગયો.
કષ્ટ વગર કર્મ કાષ્ટ બળતા નથી. સૂરજ ધોમ તપે છે. વેભારગીરીની ધગધગતી શીલા ઉપર જઈને સુઈ ગયા છે. આત્મ પરીણતિમાં ડૂબી ગયો હોય એ જ સૂઈ શકે છે. ચામડી બળે છે. શાલીભદ્રના માતા દર્શન કરવા આવે છે. શાલીભદ્ર તો આત્મ સ્વરૂપમાં મસ્ત બન્યા છે. માતા કહે છે, “એકવાર બેટા મારી સામે જો.” મા ઘણું કહે છે. પુદ્ગલ રમણતા તૂટી ગઈ છે. તેઓ પોતાના શુદ્ધ સ્વરૂપમાં ખોવાઈ ગયા છે. મા કહે છે, “બેટા બે વચનો તો બોલો.' વિરાગનો ચિરાગ પ્રગટી ગયો છે. શાલીભદ્ર સંયમ માર્ગે જઈ પોતાનું કલ્યાણ સાધી ગયા. અંતે શુદ્ધ ઉપયોગને પિતા અને આત્મરતિને માતા બનાવી ત્યાગ ભાવમાં આપણે સૌ આગળ વધીએ.
Eાd Eા કાટાલાન કાડાઝા 56 દિશા મા કાકા Raitanasia Niunditiiiiiia Awaria Vietnii ૨૧૦ xxxiiiiiiiiiiiis is
Page #271
--------------------------------------------------------------------------
________________
' વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. * ત્યાગ વગર ગુરની પ્રાપ્તિ નથી ને સિદ્ધિની પણ પ્રાપ્તિ નથી. કે જે ત્યાગ પાછળ વિરાગ નથી તે ત્યાગ આત્મ કલ્યાણ કરનાર નથી.
આધ્યાત્મિક ઉદય વગરનો ત્યાગ એ બંધન છે. શાસન મળે ને અંતર ભળે તો ફળે, નહિ તો કાંઈ નહી વળે. ત્યાગ પાછળ વીતરાગનું પીઠબળ હોય તો વીતરાગ મળે. આંતરિક વૈભવ એનું નામ વૈરાગ્ય, બાહ્ય વૈભવ એનું નામ ત્યાગ.
આંતરિક જાગૃતિવાળાનો ત્યાગ જ પ્રશંસનીય છે. કે દુર્થાન ન થાય એવો તપ કરવો. .
ત્યાગાષ્ટકની વાત કરતાં ઉપાધ્યાય યશોવિજયજી મ. કહે છે. ત્યાગ એનું નામ કે જે ત્યાગની પાછળ વિરાગનું બેકિંગ હોય અને તે વિતરાગ તરફ લઈ જાય. ત્યાગની પાછળ રાગનું બેકિંગ હોય તો તે ત્યાગ દુર્ગતિમાં લઈ જાય છે. જીવનમાં ત્યાગ અનિવાર્ય છે. ઘણીવાર શરીરાદિની ચિંતા, સ્વાર્થ વિષયોની વૃત્તિ ત્યાગ માટે કારણ બને છે. વિનય રત્ન મુનિએ ૧૨ વર્ષ સુધી ત્યાગી જીવન જીવી ગુરૂનું સાનિધ્ય સેવ્યું. ત્યાગ એવો કે ગુરૂ પણ જોઈ તાજુબ થઈ જાય. શુદ્ધ પરિણતી, શુદ્ધ ઉપયોગ જાગવો જોઈએ. આધ્યાત્મિક દુનિયામાં ત્યાગથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. જે ત્યાગની પાછળ વિરાગ નથી એ ત્યાગથી મુક્તિ નથી. પણ દુર્ગતિ થવી સંભવિત છે. શુદ્ધ ઉપયોગ અને આત્મરતિ ત્યાગ પાછળ કામ કરે તો જીવને વિતરાગ બનાવે. પરમાત્માનું શાસન પામ્યા માત્રથી આપણું કલ્યાણ થઈ જશે એ તો ભ્રમણા છે. અભવ્યનો જીવ અનંતીવાર પ્રભુનું શાસન પામ્યો. પ્રભુનું શાસન મળે પણ ફળે નહિ કારણ અંતરમાં ભળે તો કાંઈ વળે નહીં તો ચોર્યાશીના ચક્કરમાં ટળવળે. અભવ્ય આત્મા બધું જ પામે છતાં ઉધ્ધાર નથી કારણ ? શુદ્ધ ક્રિયા કરવા છતાં એ ક્રિયામાં અંતર ભળતું નથી. ત્યાગની પાછળ વિરાગ ન હોય તો તે વિતરાગ બનવા દેતો નથી. ત્યાગની પાછળ રમણતા એ તીર્થકર માટે વંદનીય છે. ઈન્દ્ર સિંહાસન ઉપર બેસે ત્યારે પ્રથમ કોને નમસ્કાર કરે? વિરતિને. વિનય રત્નના જીવનમાં વૈરાગ્ય નહોતો જેથી શું પરિણામ આવ્યું? એક રાજાનું ખૂન કરી રાતના જ રવાના થઈ ગયો. છરી
is ass statistics ass samas રપ 9. કાર જીજps satiritsa
t stasiasmiY mirities airtelists satistી ૬૫1 Fits શ શ શશશs
Vi
Page #272
--------------------------------------------------------------------------
________________
કયાં રાખી હતી? રજોહરણમાં મોક્ષનો ઉપદેશ આપનાર સાધુથી છરી રખાય? ના. ૨જોહ૨ણ લે એટલે તરી જ જાય એવું જૈન શાસન ગેરંટી આપતો નથી. રજોહરણ રાહ છે. સુરતમાં રોગચાળો ફેલાવાથી એક પતિ-પત્ની પોતાના નાના બાળકને લઈને મુંબઈમાં રહેતાં પોતાના સ્વજનને ઘરે ગયા. સ્વજનને રાતના વિચાર આવ્યો કદાચ એમના શરીરમાં પ્લેગના જંતુઓ દાખલ થયા હશે તો પેલા સ્વજને રાતના જ ત્રણેનું ખૂન કરી નાખ્યું. તમારી ઉપર ભરોસો રાખનારને કયારે પણ દગો આપતા નહીં. તમારા ખોળામાં માથુ મુકનારને તિરસ્કારતાં નહીં. ક્ષત્રિયો પણ શરણે આવેલા શત્રુઓને મારતા નથી. શાંતિનાથ ભગવાને મેઘરથના ભવમાં શરણે આવેલા પારેવાને પોતાના પ્રાણના ભોગે રહ્યો હતો. શરણાગત પારેવાની દયા જો ભગવાન કરતા હોય તો આપણે કયારે પણ વિશ્વાસ ભંગ ન કરવો જોઈએ. જ્ઞાની ભગવંતો કહે છે, વિશ્વાસ મૂકીને તમારા ઘરમાં આવનારનું કયારે અપમાન ન કરતાં. જ્ઞાની ભગવંતનોએ દરેક વાતો કરતા જણાવ્યું છે કે તારી શક્તિ મુજબ દરેક ક્રિયામાં તારે તત્પર બનવું જોઈએ. તપ કયારે કરવો? ઈન્દ્રિયોની હાનિ ન થાય, યોગની હાનિ ન થાય અને દુર્ધ્યાન ન થાય એ રીતે તપ કરવો જોઈએ. ધાર્મિક જીવનની વાતો સાથે સામાજિક જીવનની પણ બધી જ વાતો જણાવી છે. શ્રાવકોએ ધંધો કેમ કરવો એ પણ બતાવ્યું છે. . રહેઠાણ કયાં બનાવવું, લગ્ન કોની સાથે ક૨વા વગેરે આ શાસનની એક એક વાતો સાંભળો તો આભા બની જશો. આ ૫રમાત્માએ નિગોદથી માંડીને સર્વાર્થ સિધ્ધમાં પહોંચેલા જીવોની ચિંતા કરી છે. ઉઠીને શું કરવું જોઈએ? ઉઠીને પ્રથમ આંખો ખોલે. ઉઠીને પછી સીધો ચાલવા ન માંડે. હથેળીમાં સિધ્ધશિલા નિહાળી ૨૪ પરમાત્માઓને વંદન કરે. ત્યારબાદ જે બાજુનો શ્વાસ ચાલતો હોય એ પગ પહેલા ઉપાડવો. સિધ્ધિ સૂરિ મ. દ૨૨ોજ એક લાખનો જાપ કરતા હતા. આ વાક્ય ઉ૫૨ કોઈ અશ્રધ્ધા ન કરતા વિચાર આપણને એકવાર આવી જાય કે ગોચરી-પાણી-આરામ-આહાર-વિહાર ક્રિયાની સાથે આટલો જાપ કેવી રીતે? મહાત્માઓ ૧૪ પૂર્વનો અભ્યાસ કરે છે. પૂર્વ કેટલું મોટું? એક હાથી પ્રમાણ શાહીથી પ્રથમ પૂર્વ લખવું હોય તો લખી શકાય? નાનું બાળક – દરિયો કેટલો મોટો એના ઉત્તરમાં પોતાના બે હાથ લાંબા કરીને કહેશે આટલો મોટો. આવા મહાન ૧૪ પૂર્વનો પાઠ મહાત્માઓ કેટલા સમયમાં કરે? અંત મૂર્હતમાં સ્વાધ્યાય કરી લે. આ શાસ્ત્રની વાતો આપણી બુદ્ધિની નાની ફુટપટ્ટીથી માપી શકાય નહી. વિજ્ઞાનની વાતો સાંભળીને આપણી શાસ્ત્રીય વાતોમાં કયારેય શંકા કરતા નહીં. જિન તત્વની વાતો
TWITTRIBUT BHA
avai#Y || 4 સાક
1222231
૨૫૨
14 GALI_| |_ $13-JAMNE TET
UuYsi|| - mins | || |
Page #273
--------------------------------------------------------------------------
________________
શ્રધ્ધાથી સ્વીકારો. જયોતિષ શાસ્ત્ર પણ કહે છે, પ્રભાતે કરદર્શનથી બુદ્ધિ મળે. પ્રાતઃકાલ મંગલ થાય તો રાત્રી શાંતિથી પસાર થાય. વિનયરત્ન છરીથી ઉદાયન રાજાનું ગળું કાપી ચાલ્યા ગયા. ઉદાયન રાજા પૌષધ કરીને સૂતાં કયાં હતા? ગુરૂ મહારાજની પાસે પૌષધ કરી. ગુરૂ મહારાજના સહવાસમાં રાત્રી પસાર કરવાથી જીવન પણ ધન્ય બની જાય છે. થોડીવારે ભીનાશનો અનુભવ થતાં ગુરૂ મહારાજ જાગી ગયા. આચાર્ય મહારાજ વિચારમાં પડી ગયા, આ શું? ગુરૂ મ. સમજી ગયા કે આ વિનયરત્ન રાજાનું ખૂન કરીને ચાલ્યો ગયો છે. સવાર પડતાં લોકો જોશે તો બોલવા માંડશે. જૈન સાધુએ રાજાનું ખૂન કર્યું. આ તો શાસનની હિલના થશે. સમુદાયનું ગચ્છનું નુકસાન કદાચ ચલાવી લેવાય, પરંતુ શાસનને નુકસાન થાય એ તો ન જ ચાલે. મારી કે તમારી ખાતર શાસનને કયારે પણ નુકસાન ન થવું જોઈએ. આપણે કેટલું જીવવાના અને પરમાત્માનું શાસન કેટલું ચાલવાનું છે? શ્રાવક શાસનને ઠેસ પહોંચે એવું કાર્ય કયારે પણ ન કરે. અનુશાસન વગર શાસન ચાલતું નથી. પરમાત્માની આજ્ઞાથી ગૌતમ સ્વામી દેવશર્માને પ્રતિબોધવા ગયા હતા. પંચાશક સૂત્રમાં એક સુંદર વાત આવે છે કે મોટો સમુદાય હોય એ વખતે ગોચરી આદિના સામાન્ય દોષ જોઈ ગુરૂકુલવાસનો ત્યાગ કરનારો મોટા દોષનો ભોગ બની પતનને નોતરે છે. સમુદાયની મહત્તા વધારે છે. હંમેશ શ્રીફળ બોલવું. જાયફળ બોલવામાં મજા નથી. ઉંચા ઘરાક હોય અને માલ હલકો હોય તો પણ ન ચાલે. ૫૨માત્માના શાસનને પામ્યા પછી ચારિત્ર કોઈ વ્યક્તિ લે તો તે ગુરૂકુલવાસમાં ૨હે. ગુરૂદેવનો કયારે ત્યાગ કરવાનો ન હોય. કેવલજ્ઞાન થયા પછીની વાત અલગ છે. કક્ષા કક્ષાએ ધર્મ કરવાનો છે. પહેલી કક્ષાએ અહિંસા પરમો ધર્મ કરવાનો છે. આણાએ ધમ્મો, વત્યુ સહાવો ધમ્મો. અનુક્રમે ધર્મ ચડતી કક્ષાએ થાય છે. ભગવાન મહાવીર સ્વામીને પ્રતિક્રમણ કરવાની જરૂર ન હોય અને ગૌતમ સ્વામીને દ૨૨ોજ પ્રતિક્રમણ કરવાનું હોય. કેવલજ્ઞાન થયા પછી. ગૌતમ સ્વામિ પ્રતિક્રમણ ન કરે. ઉચ્ચ કક્ષામાં પહોંચેલાને જરૂર ન હોય. એક વાક્ય આજથી વાગોળવા માંડો – વિષ કરતાં વિષયો ભયંકર છે. ગૌરી શંકર મહારાજની જમાલ ગોળીઓની વાતોથી કશું નહીં થાય. જાસુસો પાછા આવ્યા. શત્રુરાજા કહે છે. કેમ આટલા જલ્દી પાછા આવ્યા? જાસુસો કહે છે. આ રાજાના સૈન્યની કોઈ ગણતરી જ નથી. રાજા કહે છે તમે શી રીતે જાણ્યું? જાસુસો કહે છે મહારાજ! અક્કલથી સમજાઈ જાય એવી વાત છે. સવારથી સાંજ સુધી લાખો માણસો ગામના તળાવે આવી
AX_its_Awes_1_-_LAALIST INIT)TEL L M ૨૫૩ As resis Yo
*******
20 21 22 23 25249202323520200208
Page #274
--------------------------------------------------------------------------
________________
ગયા. અહીંયા લડાઈ કરવા જેવી નથી. આ રાજાના વિશાળ સૈન્યની સામે આપણે તો ઘડીમાં હતા ન હતા થઈ જઈશું. જાસુસોની વાતો સાંભળી રાજા પણ ચિંતિત બન્યો. હવે શું કરવું. મંત્રીને બોલાવ્યો. મંત્રીને રાજાએ કહ્યું હવે શું કરવું જોઈએ? મંત્રીએ કહ્યું સવાર થાય એ પહેલા આપણે આ દેશની હદ છોડી આગળ નીકળી જઈએ એમાં જ મજા છે. માણસને ભય લાગે ત્યાંથી ભાગ્યા વિના ન રહે. સવારના રાજા જુએ છે તો પોતાના નગરની બહાર કોઈ છાવણીઓ નથી. સૈનિકોએ આવીને સમાચાર આપ્યા, મહારાજ! લડાઈ કરવા આવેલો રાજા લડાઈ કર્યા વિના જ ચાલ્યો ગયો.” રાજા આ સમાચાર સાંભળી ખુશ થઈ ગયો. રાણી પાસે જઈને સમાચાર આપે છે. આખા નગરમાં આ વાત ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કમાલ થઈ ગઈ. રાજા હાથી પર બેસી સાજન માજન સાથે ગૌરી શંકર મહારાજને લેવા ગયા. ગૌરી શંકર મહારાજનું રાજયમાં માન વધ્યું. આવું ઉંધું કરેલું પણ પુણ્યોદય જાગે છે ત્યારે માનનીય બને છે. ફરી એકવાર વિરાગનું બેકીંગ ત્યાગને મળવું જોઈએ. પુદ્ગલબંદી જીવ હવે આત્માનંદી બનવા તત્પર બને. વિરાગ પૂર્વકનો ત્યાગ વિતરાગ બનાવ્યા સિવાય રહેશે નહિ.
વાચનાપ્રસાદી.
સારો ગુરૂકુલવાસ મળે પુણ્યના આધારે, ફળે યોગ્યતાના આધારે,
દીક્ષા લેવા સાહસ જોઈએ દીક્ષા પાળવા સત્ત્વ જોઈએ દીક્ષાને સફળ બનાવવા સાચી સમજણ જોઈએ.
ત્યાગમાં છોડવાનો ભાવ છે, વૈરાગ્યમાં છુટકારાનો ભાવ છે.
જા જા જાડાશ નડાલા ડાકલા ડીજે મારા
કાકા કાકા કાકી કાકા કાલકાકાલ Railwa f1w Yeativities in this કાલાણી ૨ ૧ ૪ inc
Eા Y #
Iકામ
Page #275
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યની આધારશીલા છે
ત્યાગ
ઈન્દ્રિયોનો જય ન થાય ત્યાં સુધી ત્યાગનો ભાવ આવતો નથી. નજર સામે અનેક પરીબળો છે. વૈરાગ્ય પેદા થાય તો ત્યાગ થાય જીવનમાં વૈરાગ્ય આત્મસાત થયો હોય તો ત્યાગ જીવનમાં આવ્યા વિના રહે નહીં. વૈરાગ્યની ભૂમિકા શું?
વિકર્ષણ એટલે વૈરાગ્ય.
જે ઘર પ્રત્યે વૈરાગ્ય હોય તેના પ્રત્યે ત્યાગ કેટલો?
ત્યાગ પ્રતિષ્ઠિત થાય તો વૈરાગ્ય આવ્યું સમજવું વૈરાગ્યની આધાર શિલા ત્યાગ છે, વિરતીની આધાર શિલા વૈરાગ્ય છે.
અનંત ઉપકારી શાસ્રકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘ત્યાગ’ અષ્ટકમાં કહે છે, તમે એક વસ્તુનો કે એક વ્યક્તિનો ત્યાગ કરો એ મહત્વની વાત નથી. તમે કઈ રીતે, કઈ દૃષ્ટિએ ત્યાગ કરો છો એ મહત્વનું છે. માતાનો, પિતાનો, પ્રિયાનો, સ્વજન અને સ્નેહીનો ત્યાગ કરવાની પ્રેરણા આપનારા જ્ઞાની પુરુષો તમને અહીં અભિનવ માતા, પિતા, પ્રિયા વગેરેનો પરિચય કરાવે છે ને એમની સાથે સંબંધ બાંધવા પ્રેરણા કરે છે. ઈન્દ્રિયો પર વિજય મેળવનાર માટે સ્થૂલ જગતનાં પાત્રોનો ત્યાગ કરવો સહેલો બની જાય છે.
એક ઉત્તમ સ્થાનને પ્રાપ્ત ક૨વા માટે પૂર્વના સ્થાનનો ત્યાગ કરવો પડે છે. લોકોત્તર માતપિતાની અ-ભૌતિક વાત્સલ્યભરી ગોદમાં ખેલવા માટે, લૌકિક માતાપિતાનો ત્યાગ કર્યા વિના કેમ ચાલે? હા, એ ત્યાગ દ્વેષથી કે તિરસ્કારથી નથી કરવાનો, પરંતુ લોકોત્તર માતાપિતા પ્રત્યેના તીવ્ર આકર્ષણના કારણે એમનો ત્યાગ કરવાનો છે... આપણે એ મમતાભર્યા માતાપિતાને વિનવીએ. આપણને તેમના બંધનમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરીએ.
‘હે માતા અને પિતા! કબૂલ કરીએ છીએ કે આપનો અમારા ૫૨ સ્નેહ છે... પરંતુ લાચાર છીએ. અમે આપના સ્નેહનો પ્રત્યુત્તર સ્નેહથી
WL_C_DIL_KI_JAMATMETABLE(CTET)T - * . ૨૫૫
Vi
______!* * 1W C
3021302302122222338323253230232338522323521212138
Page #276
--------------------------------------------------------------------------
________________
આપી શકીએ એમ નથી... અમારા હૃદયમાંથી સ્નેહ મમતાનું ઝરણું પરમ પિતા એવા “શુદ્ધ આત્મજ્ઞાન તરફ વળી ગયું છે. અમારો આનંદ આત્મરતિ - માતાના દર્શનમાં, તેના ઉત્સંગમાં જ સમાયેલો છે. આ માતાપિતા પાસે જવા અમારું હૃદય તલસી રહ્યું છે. હવે એમની સન્મુખ જ મન, વચન અને કાયાના યોગો કામ કરી રહ્યા છે. અમને અનુજ્ઞા આપો.
જે ત્યાગ જીવનમાં નથી - સગુણ નથી, તો એવા જીવનથી ખુશ ન થતા. સગુણ અને ત્યાગના બે વિકલ્પ છે, અત્તરના મિશ્રણથી તેલ સુવાસિત બને એ જુદુ અને ચંદનના વૃક્ષમાંથી સુવાસ ઉઠે એ જુદી... અત્તરવાળા તેલની સુવાસ ઉછીની લીધેલી છે. જયારે ચંદનની સુવાસ પોતાની છે. ધર્મ ક્રિયા કરી છે તે તેલની સુવાસ કે ચંદનની સુવાસ? મહારાજા શ્રેણિકનું સમ્યક્દર્શન કેવું?... ચંદનની સુવાસ જેવું. અશુભનો ત્યાગ ના થાય પણ ચંદનની સુગંધ ન જાય એ ખાસ ખ્યાલ રાખવો.
“શુદ્ધ આત્મજ્ઞાન' એ પિતા છે અને “આત્મતિ' એ માતા છે. આ માતાપિતાનું જ સાચું શરણ લેવાનું છે. આ માતાપિતા પ્રત્યે રાગ... સ્નેહ... મમત્વ... કર્યા કામનાં છે. માતાપિતા કરવા એટલે શું? માત્ર માન્યતા નહીં ચાલે. દિનરાત એ માતાપિતાની સેવા, ઉપાસના અને ભક્તિમાં લાગ્યા રહેવાનું છે. અર્થાત્, શુદ્ધ આત્મજ્ઞાનને છોડીને અશુદ્ધ આત્મજ્ઞાનની ગોદમાં ભરાઈ બેસવાની બૂરી આદત છોડવાની છે.
પૂજાઓ કરી એટલે સ્ટેડી થયા પણ સ્થાયી નથી થયા! તેના પ્રત્યેનું આકર્ષણ સ્ટેડી નથી. રૂચિ માટે કોઈને તૈયાર કરવા હજી સહેલા છે, પણ પ્રવૃત્તિ માટે કોઈને તૈયાર કરવા મુશ્કેલ છે. ત્રણ ચીજો ખ્યાલ રાખો: પ્રવૃત્તિપરિવર્તન-પરિમાર્જન.. રૂચિનું પરીવર્તન બદલાયું - પરીવર્તન નહીં થાય તો પ્રવૃત્તિ સ્ટેડી રહેશે. - દેવગતિમાં બચાવનારું પરીબળ રૂચિ છે અને અહીં બચાવનારૂં પરીબળ સંયમ છે. પ્રવૃત્તિ તો અભવી આગળ હોય. જીવનમાં રૂચિ બદલી કેટલી? ચંદનની સુવાસ સ્ટેડી હોય ત્યારે સમ્યક્ દર્શન સફળ થાય છે. રૂચિ વિનાની પ્રવૃત્તિ કદી ચિરંજીવી બનતી નથી. સામાયિકમાં પ્રવૃત્તિ બદલાય કે રૂચિ?
નવાં માતાપિતા તો બનાવ્યાં. તેમ નવા ભાઈઓ પણ બનાવવા પડશે ને! બાહ્ય પૂલ ભૂમિકા પર રહેલા ભાઈઓનો સંબંધ છોડવા માટે આંતર સૂક્ષ્મ ભૂમિકા પર રહેલા ભાઈઓ સાથે સંબંધ જોડવો જ પડશે.
બાહ્ય જગતમાં બંધુત્વનો સંબંધ કેવો અસ્થિર છે! આજે જે ભાઈ,
કાકા કા કા hila ATRA Y Ratilallah ka Y
કા
૨૫૬ મિ. Eી 15 મિાલ અમારા કામમાં કાકા મામા રાજs
Page #277
--------------------------------------------------------------------------
________________
કાલે તે શત્રુ! આજે જે શત્રુ, કાલે તે ભાઈ! કોઈ સંબંધની સ્થિરતા નહીં. તેવા સંબંધો કરી કરીને જીવે ગાઢ રાગ દ્વેષ કર્યા... પાપ બાંધ્યાં... દુર્ગતિઓમાં પટકાયા... પણ હવે આ માનવભવમાં જ્ઞાનોજ્જવલ પ્રકાશમાં આંતર બંધુઓ સાથે જ સંબંધ ક૨વો જરૂરી છે. હે બંધુઓ, અનાદિ કાળથી તમારી સાથે મેં સંબંધ બાંધ્યા... પરંતુ ન હતો તેમાં નિઃસ્વાર્થ સ્નેહ... ન હતી તેમાં પવિત્ર દૃષ્ટિ. ભૌતિક સ્વાર્થને વશ થઈ મેં તમને ‘ભાઈ, ભાઈ' કહ્યા, પરંતુ જયાં મારો સ્વાર્થ ઘવાયો કે મેં તમને શત્રુ માન્યા... શત્રુ તરીકે જોયા અને શત્રુ તરીકેનું આચરણ કર્યું... તમારાં ઘર પણ લૂંટયાં... સાચે જ આ સંસારમાં સ્વાર્થવશ મનુષ્ય બીજા જીવો સાથે નિઃસ્વાર્થ સંબંધ બાંધી શકતો નથી. તો મેં શાશ્વત્... અનંત... એવા શીલ, સત્ય, શમ, દમ, સંતોષ વગેરે ગુણોને જ મારા બંધુઓ બનાવ્યા છે.
આત્માના શીલ... સત્ય વગેરે ગુણો સાથે બંધુભાવ કેળવ્યા વિના બાહ્ય જગતનો વાસ્તવમાં ત્યાગ થઈ શકતો નથી. બાહ્ય જગતનો ત્યાગ કરવો એટલે હિંસા, જૂઠ ચોરી, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષોનો ત્યાગ કરવો. એનો ત્યાગ કરવા અહિંસા, સત્ય, અચૌર્ય શીલ, નિષ્પરિગ્રહતા, ક્ષમા, નમ્રતા, સરળતા,નિર્લોભતા વગેરે ગુણોનો સ્વીકા૨ ક૨વો પડે. તેને સ્થિર કરવા પડે તેનો જ આશ્રય કરીને જીવન જીવવું પડે.
દૂધ અને પાણી એકમેક હોવા છતાં અલગ છે. પરમાત્માની પૂજા આત્મસાત થઈ છે અને નિમિત્તો આવતાં છૂટે તે દૂધ અને પાણીનો સંબંધ સમજવો. કેવળીની પાસે સ્ત્રી બેસે તો પણ ચલિત ન થાય, કારણકે તેમની આંખમાં કે મનમાં વિકાર નથી હોતો. આપણે કરલો તપ આત્મસાત થાય પણ નિમિત્તો આવતાં તપ કરવાનું છોડ્યું તે દુધ-પાણીનો સંબંધ સમજવો. જે મળી શકે અને છૂટી શકે તે આપણું ન હોય. ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી આ લેવલ પર પહોંચ્યા પછી પ્રમાદ ન કરવો. સિદ્ધચક્ર પૂજનમાં તત્ત્વની પ્રવૃત્તિની નહીં રૂચિ કેળવવાની વાત કરી છે. ઉપાધ્યાયજી મહારાજે સંયમને તેલ જેવું કહ્યું છે. ચંદન જેવું કેવળજ્ઞાન છે. ધર્મના બે પ્રકાર છે. (૧) ચંદનમાં રહેલી સુવાસ-ક્ષોપશમિકભાવ (૨) તેલમાં રહેલી સુવાસક્ષાયિક ભાવ છે. ક્ષયોપમિક ધર્મો પણ ત્યાં સુધી જ જરૂરી છે કે જયાં સુધી ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ નથી થઈ. ક્ષાયિક ગુણો એ આત્માનું મૂળ સ્વરૂપ છે .
AL_ALAT ALI_WI_ME__TITANCE!OT | ૨૫૭ !!!!*____ - 8108T18811
JU_J_A1&____LIC_DIL_T
1024
Page #278
--------------------------------------------------------------------------
________________
સત્સમાગમથી “ક્ષાયોપથમિક ધર્મો આત્મામાં પ્રગટ થાય છે.. પરમાત્માના અનુગ્રહથી અને સદ્દગુરૂની કૃપાથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થાય છે. ક્ષાયોપથમિક ક્ષમાદિ ગુણોનો જે ત્યાગ થઈ જવો તેનું નામ ધર્મસંન્યાસ. શ્વાસ લેવાઈ જાય છે; ખોરાક લઈએ છીએ; દવા લેવી પડે છે. ધર્મ તો છે, તે કરવો પડે છે; કરીએ કે થઈ જાય છે? ધર્મમાં શ્વાસનો તબક્કો કહ્યો છે. પ્રયત્ન નથી કર્યો છતાં શ્વાસ લેવાઈ જાય છે. શ્વાસની ભૂમિકાવાળો ધર્મ કયો? સાધના શક્યથી કરજો પણ ભાવ સર્વથી કરજો . સાધનાની ભાવના કેટલી? ભાવનામાં બાદબાકી કરતા નહીં ને સાધનામાં બધું જોખમ ઉઠાવવાનું કરતા નહીં. શક્યની સાધના પણ ન કરે એની સર્વ ભાવના દંભરૂપ બને એવી પૂરી શક્યતા છે. સર્વથી ભાવના અને શક્તિથી સાધના. બાકી બીજો ધર્મ નથી. એવું કોઈ પાપ દેખાડો જે દવાના સ્થાને હોય! સંસારમાં ધર્મ દવાના સ્થાને છે અને પાપ શ્વાસના સ્થાને છે. પરલોકમાં એની સાથે શું આવવાનું. સદ્ગતિને બગાડી દેવાની તાકાત પાપની રૂચિમાં છે જયારે દુર્ગતિને પણ સુધારી દેવાની તાકાત ધર્મની રૂચિમાં
ગમતું હતું તોય ન થયું તે પ્રવૃત્તિ. ગમતું ન હતું ને ગમ્યું તે રૂચિ સમ્યક્ દર્શન એ ધર્મની શરૂઆત છે.
શેઠાણી બજારમાં કંઈ ખરીદી કરવા જાય ત્યાં તરત ભાવતાલ કરે. ભાવતાલ વગર કાંઈ ખરીદો એવું કાંઈ ખરું? આદત પડી ગઈ છે. ભાવતાલ ન કરવો એ પણ શ્રીમંતાઈ છે. કુલી માંગે તેટલા પૈસા આપી દો? કે એમાં પણ... ધર્મબિન્દુ ગ્રંથમાં હરિભદ્રસૂરિજી મ. કહે છે કે ઉપાડી શકે તેનાથી વધુ વજન કોઈ પાસે ઉપડાવો તો પહેલા વ્રતના અતિચારનું પાપ લાગે છે. મજબૂરી છે એની કે એ મજૂરી કરી રહ્યો છે અને તમે એની સાથે ભાવતાલ કરી દયાભાવ અને બહુમાન ભાવ ગુમાવી દીધો. એક મુનિવર દીક્ષા પહેલા પાલીતાણા ગયા. ઘોડાગાડીમાં બેસવા તેની સાથે ત્રણ વાત કબૂલ કરી પછી બેઠા. (૧) ઉતાવળે જવા માટે ઘોડાને ચાબૂક મારવી નહીં. (૨) મારા સિવાય કોઈને બેસાડવો નહીં. (૩) તને જોઈએ તેટલા રૂપિયા આપીશ. ભાવતાલ નહીં કરું. આપણે તો નિર્જરામાં તૂટ્યા. દુકાનમાં કામ કરનારા માણસનાં ઘરની મુલાકાત લીધી ખરી? ધંધામાં તમે કદાચ વધુમાં
શા જાડા ઝાલા, સામાજીક, શિકાકાસાકાકા કાલા કાળા શાંamaia Yaara sairasi #tasia Yiaiી ૨૧૮ પtia Yaari Kirtans it is
Page #279
--------------------------------------------------------------------------
________________
વધુ પૈસા રોક્યા છે પણ તમારા નોકરે તો પોતાની આખી જીંદગી રોકી છે. જેને આ યાદ ન રહે તેને જ્ઞાનસાર સૂત્ર સાંભળવાની તેની પાત્રતા નથી. મજૂરમાં મજૂરનાં દર્શન ન કરો પણ માણસનાં દર્શન કરો, આખી વૃત્તિ ફરી જશે.
સાવરકુંડલા મહાજનવાડીમાં પ્રવેશ કર્યો. ત્યાંનું બાંધકામ એવું કે બેઠા બેઠા સામેના ઘરમાં શું ચાલે તે બધું દેખાય. સામે ઈતર કોમનું ઘર હતું. એક દિવસ ઘરમાં બધા કાળો કલ્પાંત કરવા લાગ્યા. એક જણને પૂછ્યું, શું થયું? તો કહે એમના ઘરે ઘોડો હતો તે મરી ગયો. જનાવર મરી ગયાથી આટલો કલ્પાંત. વિચારમાં પડી ગયો. પંદર દિવસ પછી એ ઘરના માલિકને બોલાવીને પૂછયું, “એક ઘોડો મરી ગયો તો એમાં આટલો કલ્પાંત શું કામ?' ત્યારે એ રડી પડ્યો કહે “ત્રણ વરસથી ઘોડો અપંગ થઈ ગયો હતો.' (ગામડામાં અપંગ એવા ઘોડા પાછળ આંસું પાડે છે જયારે જીવતા માણસ પાછળ શહેરના ડાહ્યા ગણાતા માણસોને કોઈ સંવેદના નથી.) અમારું કુટુંબ સ્વસ્થ આ ઘોડાના કારણે હતું. આ ઘોડો નથી મર્યો, અમારા પરિવારનો એક સભ્ય મર્યો છે.
પદાર્થના ત્યાગથી તમે ધર્મી નહીં બની શકો. જીવોનો સ્વીકાર કરશો તો ધર્મી બનવામાં તકલીફ નહીં પડે. ધર્મની શરૂઆત પદાર્થ ત્યાગથી નથી પણ જીવોના સ્વીકારથી છે.
જેવી રીતે સાંસારિક સ્વજનોનો ત્યાગ કરવાનો છે, તેવી રીતે અત્યંતર આંતરિક સ્વજનો સાથે સંબંધ બાંધવાનો છે. તે બાંધેલો સંબંધ તૂટી ન જાય તે માટે સદેવ સરૂની ઉપાસના કરવાની છે. જયાં સુધી નિરોગી ન બનાય, ત્યાં સુધી વૈદ્ય, ડોક્ટરોને ન ત્યજાય. તેવી રીતે જયાં સુધી આપણને સંશય-વિપર્યાસરહિત જ્ઞાનપ્રકાશ ન લાધે, શુધ્ધ આત્મસ્વરૂપની ઝાંખી ન થાય, ત્યાં સુધી જ્ઞાની ગુરૂનો ત્યાગ ન કરાય. અર્થાત્ જયાં સુધી ગુરૂદેવની ગુરૂતાનો વિનિયોગ ન થાય ત્યાં સુધી ઉત્તમ ગુરૂ સેવવા યોગ્ય છે. ગુરૂના અનુગ્રહ સિવાય આસેવન શિક્ષા ઝીલી શકાતી નથી... તે ઝીલ્યા સિવાય જ્ઞાનગુરૂતા પ્રાપ્ત થતી નથી.... જ્ઞાન ગુરૂતા વિના નહિ કેવળજ્ઞાન કે નહિ મોક્ષ! માટે ચિત્તમાં સદ્દગુરૂની સામે દઢ સંકલ્પ કરો! હે ગુરુદેવ! આપની કૃપાથી જ મારામાં ગુરૂતા આવશે. જયાં સુધી ગુરૂતા ન આવે ત્યાં સુધી સૂત્રોક્ત વિધિથી અને ભક્તિ ભાવથી હું આપની સેવાઉપાસના કરીશ.
8 શાક છે Y કાં
18ાકાંઈ જ Viા
_F
Yasianitaries Yaarak
Page #280
--------------------------------------------------------------------------
________________
ખોરાક ખાઈએ એટલે ભૂખનો સંતોષ થાય. અત્તરમિશ્રત તેલવાળો ધર્મ ખોરાક કેમ બને? જયાં સંતોષ નથી એવી જીંદગીનો ભરોસો કરવો નહી. ચંદન જેવો ધર્મ શ્વાસ છે. શ્વાસ જે લેવાઈ જાય છે. ચંદનને પોતાની સુગંધ છે. અંતઃકરણથી થઈ જાય તે ચંદન જેવો ધર્મ. ધર્મ જયાં સુધી શ્વાસમાં કન્વર્ટ ન થાય ત્યાં સુધી અટકવું નથી. નીચે પડેલું પાણી પ્રગટ કરવાનું છે, પેદા નથી કરવાનું. ધર્મ પેદા કરવાની ચીજ કે પ્રગટ કરવાની? પ્રગટ કરવાની. આજ સુધી આત્માની ઓળખાણ થઈ નથી. કારણ તું પોતે આત્મા છે. સંયમ પણ અમારું પોતાનું નથી, મળ્યું છે. સાચી સદ્ગતિ એ કે જે સાચી રૂચિ લઈને રવાના થાય. ૫૦ ફૂટના અંતરે દેરાસર હોય ને દર્શન કરવાની રૂચિ જ ન થાય તો દેવલોકમાં નંદીશ્વર લિપનાં દર્શન કરશે એવી શક્યતા ખરી? વાણિયો ત્રણ જગ્યાએ સ્થિર રહે (૧) ફોટો પડતો હોય ત્યાં (૨) માં ના પેટમાં હોય ત્યારે (૩) પૈસાની વાત આવે ત્યારે, એકાગ્રતાના દૃષ્ટાંતમાં ધનલંપટ માણસ પૈસામાં એકાગ્ર બને. સ્વાર્થ જેવું કોઈ પાપ નથી. દવા જેવો કોઈ ધર્મ નથી. દાન કર્યા પછી રકમ ચૂકવો ત્યારે કહો છો કે વધારે જોઈએ ત્યારે આવજો ...
જ્ઞાનાચારની આરાધના ત્યાં સુધી કરવાની છે, જયાં સુધી જ્ઞાનાચારનું શુદ્ધ પદ કેવળજ્ઞાન ન પ્રગટે! દર્શનાચારની સેવા ત્યાં સુધી કરવાની, જયાં સુધી ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ ન થાય. ચારિત્રાચારની ઉપાસના ત્યાં સુધી કરવાનું, જયાં સુધી “શુકલધ્યાનની મસ્તી ન જાગી જાય! વીર્યાચારનું પાલન ત્યાં સુધી કરવાનું, જયાં સુધી અનંત વિશુદ્ધ વીર્ય ઉલ્લસિત ન થાય. નિષ્કર્ષ એ છે કે પાલન જ્ઞાનાચારાદિનું કરવાનું અને લક્ષ એના અંતિમ શુદ્ધ પદનું રાખવાનું.
ભિખારી કરતાં શ્રીમંતને તકલીફ વધારે હોય તો તે ભિખારી થવાનું પસંદ કરે? તમારી પાસે અઢળક ધન પૈસા છે માટે કોઈ માગવા આવે છે. તેમાં દુઃખી ન થવું. ધર્મ તેલ જેવો હોય તો સંતોષ ન માનવો. અત્તરવાળા તેલમાંથી ચંદનમાં કન્વર્ટ થવાનું છે. પાપોને દૂર કરવા છતાં દૂર થતા નથી. જેમ ચંદનના વૃક્ષને સાપ વીંટળાય છે તેમ પાપો વીંટળાયા છે. પણ જયારે ચંદનના વૃક્ષ પર મોર આવે છે ને સર્પ દૂર થાય છે તેમ મારા જીવનના પાપોને દૂર કરવા આપ મોર બનીને પધારો તો મારા કર્મ સર્પ દૂર થાય. શુભમાંથી અશુભ બને, અશુભમાંથી શુભ બની શકે, પણ શુદ્ધ અશુભ બને તેવું કોઈ કારણ નથી. ભારે કર્મી આત્મા પુણ્યના પ્રભાવમાં વિભાવ તરફ ધકેલાતો જાય છે જયારે હળુકર્મી આત્મા સ્વભાવની નજીક આવતો
કાકા કાલ
રાત ૨૬૦
Vina
tithi trasik Nasiticians
Page #281
--------------------------------------------------------------------------
________________
જાય છે. ધર્મ કરતાં જેને આનંદ નથી એને ધર્મથી આનંદ મળવો મુશ્કેલ છે. પાપ કરતાં જે દુઃખી છે એને પાપથી દુ:ખ આવવું મુશ્કેલ છે. મિથ્યાત્વી પાપના ઉદયમાં દુ:ખી હોય છે સમક્તિ પાપ કરતાં દુઃખી હોય છે. હસતા હસતાં ધર્મ કરવો તે હજી કદાચ સહેલું છે પણ પાપ રડતાં રડતાં કરવું એ તો ખૂબ જ મુશ્કેલ છે. સત્વ પ્રચંડ જોઈએ... સમર્પણ મજબૂત જોઈએ... લક્ષ નિશ્ચિત જોઈએ... મંઝિલે પહોંચવામાં પછી કોઈ તકલીફ નથી. ધર્મમાં વિભાવ દશા અને સ્વભાવ દશા વચ્ચે પ્રભાવ આવે. પાપમાં ખેંચી જનાર પ્રભાવ છે જયારે સ્વભાવ પ્રભાવમાં ખેંચી જાય છે. પરમાત્માનું આકર્ષણ છે શું? શું કામ તેમની દેશના સાંભળવા આકર્ષાયા... પ્રભાવને કારણે... નિર્ણાયક બળ પ્રભાવ છે. ભારે કર્મી જીવને સ્વભાવ ખેચ્યા વગર ન રહે; હળુકર્મી જીવને પ્રભાવ ખેંચ્યા વગર ન રહે. ભગવાનની અંગરચના શાને માટે કરો છો? ... રાગ છે માટે... નવકારનો ભાવ જાગે ને માળા ગણી તે જુદી. સંસારમાં સ્વભાવ ખેંચે, ધર્મમાં પ્રભાવ ખેંચે. સ્વભાવ અને વિભાવ બન્ને દશામાં લઈ જાય તે પ્રભાવ. પ્રભાવનો વિરોધ નથી પણ તે વિભાવ તરફ લઈ જશે તો માર્યા વિના નહીં રહે.
સર્વત્યાગની પરાકાષ્ઠાનું કેવું અપૂર્વ દર્શન કરાવવામાં આવે છે! ઔદયિક ભાવોનો ત્યાગ (ધર્મસંન્યાસ) કરી ક્ષાયોપથમિક ભાવોમાં આવવાનું. જે મહાત્માએ ક્ષપક ક્ષેણિ પર આરોહણ કર્યું... ક્ષમા વગેરે લાયોપથમિક ધર્મો પણ ચાલ્યા જાય... અને ક્ષાયિક ગુણો પ્રગટી જાય. પરંતુ જયાં ચૌદમા ગુણસ્થાનકે આત્માએ આરોહણ કર્યું, ત્યાં યોગનિરોધ કરવા દ્વારા સર્વ યોગોનો પણ ત્યાગ કરી દેવામાં આવે છે. કાયાદિયોગનો ત્યાગ કરવાથી શૈલેશી અવસ્થામાં “અયોગ' નામના સર્વસંન્યાસરૂપ સર્વોત્તમ યોગની પ્રાપ્તિ થાય છે. આ સર્વ ત્યાગનું લક્ષ નિરંતર રાખીને આપણે વર્તમાનમાં ઔદયિક ભાવોના ત્યાગનો પુરુષાર્થ કરવાનો છે.
કાદવવાળા રસ્તે ચાલવાના ત્રણ વિકલ્પ : (૧) કાદવવાળા રસ્તે ચાલતા ન પડે તો ચમત્કાર (૨) કાદવ વાળા રસ્તે ચાલતા પડી જાય તો સહજ તે કરૂણાને પાત્ર નથી. (૩) કાદવવાળા રસ્તે ચાલતા પડીને ઊભો જ ન થાય તે કરૂણતાને પાત્ર છે. આપણામાંથી આ ત્રણમાંથી કયો વિકલ્પ? સાધના કરવા પડયા. પડી ગયા કે પડ્યા જ નથી? કાદવવાળા રસ્તે ચાલતા ન પડે તેનો મોક્ષ નક્કી. છૂટી ગયેલી પૂજામાં ક્રમ તો તૂટે છે, સાથે મન પણ તૂટે છે. ૨. સ્થૂલિ ભદ્ર- પડીને બહાર આવ્યા. નંદિષેણ પડ્યા નહિ. અષાઢાભૂતિ પડ્યા ને તૂટયા. ન પડવા માટેના બે વિકલ્પ અને પહોંચવું
Page #282
--------------------------------------------------------------------------
________________
હોય તેનો એક વિકલ્પ કહ્યો છે – (૧) પગ મજબૂત જોઈએ (૨) હાથમાં લાકડી જોઈએ. પહોંચવાનો વિકલ્પ છે. લક્ષ નિશ્ચિત જોઈએ. સાધના માર્ગે જવા મોક્ષનો લક્ષ રાખવો. તમે જે આરાધના કરો છો એમાં લક્ષ શું? સંગમ - શાલિભદ્રને ગોચરી વહોરાવતાં આનંદ આવ્યો કેમ? ધર્મમાં પડ્યો માટે. મિત્થાત્વી પાપના ઉદયમાં દુઃખી હોય છે. સમક્તિ પાપ કરતાં દુઃખી હોય છે. ધર્મ કરતાં આનંદ કે પાપ કરતાં દુઃખી થવું સહેલું? દેરાસરમાં દર્શન કરતાં આનંદ કે ખેતરમાં કામ કરતા રડતાં રહેવું સારું? આયંબિલ કરતાં આનંદિત કે દુધપાક રડતાં પીવો સહેલો?
બાહડ મંત્રીએ દેરાસર બનાવ્યું કામ પૂર્ણ થઈ ગયું છે દેરાસરનું એ સમાચારે ૧૬ સોનાની જીભ સમાચાર આપનારને ભેટ આપી છે. થોડા દિવસ પછી સમાચાર મળ્યા કે પવનના કારણે ભમતિનો ભાગ તૂટી પડ્યો અને દેરાસર આખું ખંડિત થયું છે એ સમાચારે ફરી દેરાસર બનાવવા માટે બાજુમાં પડેલી ૩૨ સોનાની જીભો આપે છે. બાજુમાં બેઠેલો મિત્ર તેને પૂછે છે. દેરાસર બની ગયાના સમાચારે ૧૬, ને ખંડિત થવાના સમાચાર ૩૨ જીભ આપવાનું કારણ શું? મંત્રી કહે છે મારા જીવતે બનાવાના શુભ સમાચારે ૧૬ આપી અને જીવતે જીવત તૂટી ગયેલા દેરાસરને ફરી પુનર્જીવિત કરવા પાછું ઊભું કરવાનું સુકૃત મને મળે એ વિચારે એને મેં ૩૨ આપી.
આપણે પ્રવૃત્તિ ધર્મથી શ્રીમંત છીએ. પરિણતી ધર્મથી ભિખારી છીએ.
ચોપાટીમાં સુધાકરભાઈ રહે છે. તેમના પિતાજી મણિલાલભાઈ. સુધાકરભાઈ વકીલ છે. ૪૦ વરસના. કાળુસીની પોળમાં અમદાવાદમાં રહે. એમને રાત્રો અચૂક બટાટાવડા ખાવા જોઈએ. પ્રવચન સાંભળીને એવું પરિવર્તન આવ્યું કે ઠામ ચોવિહારના એકાસણાનો અભિગ્રહ કર્યો. આ.શ્રી ભુવનભાનુ સૂરિજી પણ એ જ પોળના હતા. એમણે પૂછ્યું કટોકટી ક્યારે આવી છે? મુલુંડનો છોકરો કલ્પેશ. ૧૮-૨૦ વરસની ઉંમર, મળવા આવ્યો. પહેલા એક ઉપવાસનું પચ્ચખ્ખાણ લીધું. પછી કહે, વાસક્ષેપ આપો. શેના? કોલેજ ચાલુ છે પણ અગિયાર ઉપવાસ કરવાની ભાવના છે. વિપ્ન ભલે આવે પણ પારણાની વૃત્તિ ન આવે માટે વાસક્ષેપ આપો. પંદર દિવસ પછી આવ્યો પૂછયું કેમ થયું? કહે વિપ્નો આવ્યા છતાં ઓવરટેક કરી ગયો!
બગડેલા આ સંસારને સુધારવો છે પણ છોડવો નથી. તીર્થકરોએ બગડેલો સંસાર છોડ્યો. મોક્ષગામી બન્યા. સંસાર છોડવાના પ્રયત્નો જે કરશે તે ૧૦૦ ટકા ફાવી જવાનો.
HIR
AIRTEL રદર.
Iકાજામ anastasilariyalalai gadia Valamit s* Famianoianistraigaiiiiiia
ns
Page #283
--------------------------------------------------------------------------
________________
એક પણ વાદળ નહિ. સ્વચ્છ આકાશ... પૂર્ણિમાની રજની અને સોળે કળાએ ખીલેલો ચાંદ... જોયું છે આ દૃશ્ય? અહીં આપણને શ્રી ઉપાધ્યાયજી એક અભિનવ ચાંદના દર્શન કરાવે છે. ‘જુઓ... એક પણ કર્મનું વાદળ દેખાતું નથી. સ્વચ્છ સ્ફટિકમય સિદ્ધશીલાનું આકાશ છે. ‘શુકલપક્ષ’ની અનુપમ ઉજ્જવલા રજની છે... અનંત ગુણોની કળાથી આત્માનો ચાંદ ખીલી ઉઠ્યો છે... બસ નિરખ્યા જ કરો... નિરંતર... સદૈવ નિરખ્યા કરો... એ સદોદિત ચાંદને અનંતકાળ નિરખ્યા કરો. આત્માના શુદ્ધ સ્વરૂપનું. અનંત ગુણમય સ્વરૂપનું ધ્યાન કઠિન કર્મોના મર્મને છેદી નાંખે છે. જયાં સુધી એ વાસ્તવિક અનંતગુણમય સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી એ સ્વરૂપનું ધ્યાન અને એ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો મહાન પુરૂષાર્થ ચાલુ રહેવા જોઈએ. જયાં એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ, પછી સારૂંયે વિશ્વ પૂર્ણ દેખાશે. એવું પૂર્ણતાનું દર્શન ક૨વા માટેનો ક્રમિક પુરૂષાર્થ આઠ અષ્ટકોમાં આ રીતે જાણવા મળે છે. પૂર્ણતાની દૃષ્ટિ, જ્ઞાનાનંદમાં મસ્તી, ચિત્તનું સ્વસંપત્તિમાં સ્થિરીકરણ, મોહત્યાગ, તત્વજ્ઞતા, કષાયોનો ઉપશમ, ઈન્દ્રિયવિજય અને સર્વત્યાગ. આ રીતે ક્રમશઃ સર્વોચ્ચ શિખરે પહોંચી જવાય.
સુરેન્દ્રનગ૨માં મણિપ્રભવિજય મ. બિમાર પડ્યા. રોજના એકાસણા જ કરે. ડૉ. હોમિયોપેથિક ગોળી આપી. ચાર ટાઈમ ચાર-ચાર ગોળી વાપરવાનું કહ્યું. એ તો એક જ દિવસમાં હાલતા ચાલતા થઈ ગયા. બીજે દિવસે ડૉ. આવ્યા તેમને નવાઈ લાગી. તેમણે આટલા જલ્દી સાજા થઈ જવાનું કારણ પૂછયું તો કહે એક ટાઈમમાં જ આખી બાટલી દવાની ખાલી કરી નાંખી.
મણિભાઈની ૮૯ વરસની ઉંમરે આચાર્યશ્રી એમના ઘરે ગયા. આગળ - તકીયો રાખેલો હતો અને એની ઉપર વળીને બેઠા હતા. ચાર દ્રવ્ય પર એકાસણું કરે. વઘારેલા મમરા-મગનીદાળ-કરીયાતુ અને પાણી. એ અડધો ગ્લાસ પાણી માંડ વાપરે. તેમની પત્નીએ વિનંતી કરી. આપ કહો કે બે ટાઈમ પાણી વાપરે!' પૂજ્યશ્રીએ પૂછ્યું. તમે આખો દિવસ કરો છો શું મણિલાલભાઈ ? તો કહે રોજ ત્રણ કલાક આંખો બંધ કરી સીમંધર સ્વામીની દેશના સાંભળું છું. અત્યારે ત્યાં શું ચાલે છે? એટલે તરત આંખો બંધ કરી અને કહે, ‘સીમંધર સ્વામીની દેશના ચાલે છે.’ ત્યાં સાધ્વીજીઓ કયાં બેઠા છે? સાધ્વીજીઓ બેઠા નથી ઊભા ઊભા દેશના સાંભળી રહ્યા છે. આખે આખું સિમંધર સ્વામીના સમવસરણની દેશનાનું વર્ણન કહી સંભળાવ્યું. છેવટે પૂજ્યશ્રીએ કહ્યું, ‘એક વાત કહું, હવે બે ટાઈમ પાણી વાપરવાનું
MAA TAA-18_1_----- ૨૬૩ CA mimi - mi[
AATHEMA
મળY (1) Yea
Page #284
--------------------------------------------------------------------------
________________
રાખો”. સાધના માટે બે મજબૂત પરિબળો Continuity and with Interest ધીરે રહીને માથું ઉપર કર્યું. જૈન શાસનના આચાર્યના પગલા મારે ઘરે પડે તે મહાભાગ્ય છે. પણ સાધુ તો ત્યાગ વધારવાની વાત કરે કે ઘટાડવાની?
આરાધના કરે તેને કદાચ સ્વર્ગ મળે પણ આરાધના વધારાને ને એમાં આનંદ મળે તેને મોક્ષ મળે. હરિભદ્રસૂરિજી કહે છે, જયાં સુધી તારામાં ગુરૂતત્વ પેદા ન થાય ત્યાં સુધી તારે ગુરૂ પકડી રાખવાના છે. ગૌતમે મહાવીરને જ્યાં સુધી પડ્યાં? પોતે ભગવાન ન બન્યા ત્યાં સુધી. માનવગતિ, એ ખરેખર સદ્ગતિ છે. એમાં ધર્મ નથી કરતો એ મોત પછી સદ્ગતિમાં શી રીતે જવાનો.
આજ સુધી મોક્ષ નથી એ આ ત્રણમાંથી એક પરિબળ છે. (૧) જેમાં સુખ ચિક્કાર હોય તે સદ્ગતિ નથી. પણ જેમાંથી સદબુદ્ધિ મળે તે સદ્ગતિ (૨) સુખ મળે કે ન મળે તો ચાલે પણ બુદ્ધિ મળવી જોઈએ (૩) જિન શાસનનો પર્યાય શબ્દ છે - બુદ્ધિ.
કબીરે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું, “આ ભવમાં જો ભક્તિ સાચી હોય તારા પ્રત્યે તો આવતા ભવમાં મને તારો ભક્ત બનાવજે. અને જો ભક્તિમાં કચાશ હોય તો તારા ભજન જેના ઘરે ચાલતા હોય તેના ઘરનો નોકર બનાવજે. છતાં ભક્તિમાં કચાશ હોય તો તેના ઘરનો કૂતરો બનાવજે અને છતાં પણ કચાશ હોય તો કૂતરાના શરીરનો કીડો મને બનાવજે.”
લાકડી તરીકે મજબૂત ગુરૂ પકડજો. સત્વ પગમાં પોતાની મેળે આવી જશે. ગુરૂ લાકડી તરીકે પકડી સમર્પણ ભાવ રાખવાનો છે.
ત્યાગની રૂચિ પેદા કરજો. ફાવી જશો.
(
વાચનાપ્રસાદી
)
ત્યાગમાં વૈરાગ્ય ભળે તો યોગમાર્ગે ઊર્ધ્વયાત્રા કરાવે. ત્યાગમાં વૈરાગ્ય ન ભળે તો તે ત્યાગ પ્રાયઃ દંભ સ્વરૂપ બને, અભિમાનને પોષે, ભવ ભ્રમણમાં જકડી રાખે અને ભોગમાર્ગ ઉત્સુકતા તથા આસક્તિ પેદા કરાવે.
વાંક
E
I
Page #285
--------------------------------------------------------------------------
________________
क्रियाष्टकम्
ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः परांस्तारयितुं क्षमः || १||
G
(૧) જ્ઞાની-સમ્યગજ્ઞાનવાળા યિાપરઃ-ક્રિયામાં તત્પર શાન્ત-ઉપશમ યુક્ત ભાવિતાત્મા-ભાવિત છે આત્મા જેનો એવો તેિન્દ્રિય-ઈન્દ્રિયોને જીતનાર ભવામ્નોછે:-સંસાર રૂપ સમુદ્રથી સ્વયં-પોતે તીf:-તરેલ છે, (અને) પરાન્ -બીજાઓને તારયિતું-તારવા માટે ક્ષમ:-સમર્થ છે.
(૧) જ્ઞાની, ક્રિયામાં તત્પર, ઉપશાંત, જ્ઞાનાદિ ગુણોથી ભાવિતાત્મા અને જિતેન્દ્રિય સાધુ સ્વયં સંસાર-સમુદ્રથી તરેલો છે અને બીજાને તારવાને સમર્થ છે.
क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् ।
गतिं विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ||२||
(૨) હન્ત-ખેદ સૂચક અવ્યય (ખેદની વાત છે કે-) યિાવિરતિ-ક્રિયા વિનાનું જ્ઞાનમ્ એકલું જ્ઞાન અનર્થ-નિરર્થક છે. તિ-ચાલવાની ક્રિયા વિના-વિના પથજ્ઞ:-માર્ગનો જાણનાર અવિ-પણ રૂપ્સિતમ્-ઈચ્છિત પુરસ્નગરને આપ્નોતિ-પ્રાપ્ત કરતો 7-નથી.
(૨) ક્રિયારહિત એકલું જ્ઞાન (મોક્ષફળ મેળવવા માટે) નિરર્થક છે. માર્ગનો જાણકાર પણ ચાલવાની ક્રિયા વિના ઈચ્છિત શહે૨માં પહોંચતો નથી.૧
૧. અ.સા. અધ્યાત્મ સ્વરૂપ અધિકાર અને યોગ અધિકાર. પૂ.શ્રી ઉપાધ્યાયજી મહારાજ કૃત શ્રી સીમંધર સ્વામીના સવાસો ગાથાના સ્તવનની પાંચમી ઢાળ, અ.ઉ.અ. ૩ ગ૩. ૧૩થી ૧૮, શા. સમુ. ગા. ૬૭૯થી ૬૯૧, અ.કલ્પ. અ. ૮ ગા. ૯, ઉ.મા. ગા. ૪૨૫-૪૨૬, વિ.આ.ભા.ગા. ૧૧૨૬ વગેરે જ્ઞાનક્રિયા પ્રકરણ તથા ૧૫૯૩મી ગાથા, સ.તર્ક કા. ૩ ગા. ૬૮, ઉત્તરા૦ અ.૨૧
ગા. ૨૭.
⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ***********im
૨૬૫
THIS!!! T & CULL(LOWTPS
UPYOG શબ્દ
nimite
Page #286
--------------------------------------------------------------------------
________________
स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । પ્રીપઃ સ્વપ્રવાશોઽપિ તૈનપૂર્વાવિ યથા ||૩||
(૩) યથા-જેમ પ્રવીપ:-દીવો સ્વપ્રાજ્ઞ-પોતે પ્રકાશરૂપે (છે, તો) અન્ન-પણ તૈતપૂર્વાતિં -તેલ પૂરવા વગેરેની (અપેક્ષા રાખે છે તેમ) જ્ઞાનપૂર્ખ:- જ્ઞાનથી પરિપૂર્ણ પૂર્ણજ્ઞાની અપિ-પણ જાતે-અવસરે સ્વાનુછૂતાં-સ્વભાવને અનુકૂલ જિયાં-ક્રિયાની અપેક્ષત્તે-અપેક્ષા રાખે છે.
(૩) જેમ દીપક સ્વયં સ્વપ્રકાશ રૂપ હોવા છતાં, તેલ પૂરવા આદિ ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણ જ્ઞાની પણ અવસરે સ્વભાવ રૂપ કાર્યને અનુકૂલ ક્રિયાની અપેક્ષા રાખે છે. ૧
1
૧.
बाह्रभावं पुरुस्कृत्य, ये क्रियां व्यवहारतः । વને વનક્ષેપં, વિના તે તૃષિાક્ષિળઃ IIII
-
(૪) કે- જેઓ બાહ્યમાવં-બાહ્ય ભાવને પુરસ્કૃત્ય- આગળ કરીને વ્યવહારતઃ-વ્યવહારથી યિાં-ક્રિયાનો નિષેધ કરે છે તે-તેઓ વત્તે-મોઢામાં જૈવતક્ષેપં-કોળિયો નાખ્યા વિના-વિના તૃપ્તિાક્ષળ:-તૃપ્તિને ઈચ્છનારા છે. (૪) જેઓ બાહ્યભાવને આગળ કરીને વ્યવહારથી ક્રિયાનો નિષેધ કરે છે તેઓ મુખમાં કોળિયો નાખ્યા વિના તૃપ્તિ ઈચ્છે છે.
GAI
સાર- આવશ્યકાદિ ક્રિયાઓ કરવી એ તો બાહ્યભાવ છે. મુક્તિ બાહ્યભાવથી ન થાય, કિંતુ અંતરના પરિણામથી થાય. આથી મુક્તિ મેળવવા બાહ્ય ક્રિયાઓની જરૂર નથી એમ કહીને ક્રિયાઓનો નિષેધ કરનારાઓ મુખમાં કોળિયો નાખ્યા વિના તૃપ્તિ ઈચ્છનારા છે. જેમ મુખમાં કોળિયો નાખ્યા વિના તૃપ્તિ ન થાય તેમ આવશ્યકાદિ ક્રિયાઓ વિના પણ મોક્ષ ન થાય.
અહીં યિાં વ્યવહારતઃ- એવા પાઠના સ્થાને યિાવ્યવહારત:- એવો સમસ્ત પાઠ પણ જોવા મળે છે. આ પાઠના આધારે આવશ્યકાદિ ક્રિયાના વ્યવહારથી= આચરણથી બાહ્યભાવને= પુણ્યબંધથી થતા દેવલોકાદિ સુખને આગળ કરીને જેઓ ક્રિયાનો નિષેધ કરે છે તેઓ મુખમાં કોળિયો નાખ્યા વિના તૃપ્તિ ઈચ્છનારા છે.” એવો અર્થ થાય.
અ.ઉપ. અ. ૩ ગા. ૩૩ થી ૩૭.
TI TRUS BISLA
આ ક્ષણ માંય છાંવલ ઢાંકણ અia asi
૨૬૬
• 1 TA
નાઝ સાડા BA
BRIJE
સાવરક
Page #287
--------------------------------------------------------------------------
________________
તાત્પર્ય : આવશ્યકાદિ ક્રિયાઓથી પુણ્યબંધ થાય છે. આથી આત્મા કર્મોથી છૂટવાને બદલે બંધાય છે. નિજ શુદ્ધ આત્મામાં લીન રહેવાથી જ આત્મા કર્મોથી છૂટે છે...આમ કહીને આવશ્યકાદિ ક્રિયાઓનો નિષેધ કરનારાઓ મુખમાં કોળિયો નાખ્યા વિના તૃપ્તિ ઈચ્છે છે.
गुणवद्बहुमानादे-र्नित्यस्मृत्या च सत्क्रिया । जातं न पातयेभ्दाव-मजातं जनयेदपि ||५||
(૬) મુળવ ્-બહુમાનાવે:-ગુણિજનના બહુમાન વગેરેથી 7-અને નિત્યસ્મૃત્યાવ્રતાદિના હંમેશા સ્મરણથી સયિા-શુભ ક્રિયા નાત-ઉત્પન્ન થયેલા માનંભાવને ન-ન પાતયેત્ -પાડે (અને) અનાતં-નહિ ઉત્પન્ન થયેલા ભાવને અત્તિપણ નનયે-ઉત્પન્ન કરે.
(૫) અધિક ગુણવંતનો બહુમાન વગેરેથી અને લીધેલા નિયમોના નિત્ય સ્મરણથી શુભક્રિયા ઉત્પન્ન થયેલા શુભભાવને ન પાડે અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને ઉત્પન્ન કરે.૧
આદિ શબ્દથી પાપની જુગુપ્સા, અતિચારોની આલોચના, દેવ-ગુરુની ભક્તિ અને ઉત્તરગુણની શ્રદ્ધાનું ગ્રહણ કરવું. ઉત્તરગુણની શ્રદ્ધા એટલે ઉત્તરગુણની ઈચ્છા સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ હોય તો અણુવ્રત વગેરેની ઈચ્છા રાખવી, અણુવ્રતનો સ્વીકાર કર્યો હોય તો મહાવ્રતોની ઈચ્છા રાખવી એમ મળેલા ગુણોથી ઉ૫૨ના ગુણોની ઈચ્છા ઉત્તરગુણ શ્રદ્ધા છે.
૧.
क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भाव-प्रवृद्धिर्जायते पुनः ||६|
(૬) ક્ષાયોપશમિò-ક્ષાયોપમિક ભાવે-ભાવમાં યા-જે યિા-તપ-સંયમને અનુકૂલ ક્રિયા યિતે-કરાય છે. તયા-તે ક્રિયાથી પતિતસ્ય-પડી ગયેલાને પિપણ પુન:-ફરીથી તદ્રાવપ્રવૃદ્ધિ:-ક્રિયાના ભાવની વૃદ્ધિ ગાયતે- થાય છે. (૬) ક્ષાયોપશમિક ભાવમાં કરવામાં આવતી ક્રિયાથી શુભભાવથી પડી ગયેલા પણ શુભભાવની ફરી વૃદ્ધિ થાય છે. અર્થાત્ જેના શુભ ભાવો મંદ
શ્રા.ધ.વિ.ગા. ૭ થી ૧૦, પંચા. ૧ ગા. ૩૫થી ૩૮, ધ.બિ. અ.૩ સૂ. ૨૮.
As KELETON ANY OF MOD_C_News_is_s." - ૬ ૨૬૭ FAITHTH = AHIN
222222220
janu Yati ima - Yamini
Page #288
--------------------------------------------------------------------------
________________
પડી ગયા છે તેના પણ શુભ ભાવો લાયોપથમિક ભાવથી ક્રિયા કરતાં કરતાં વધે છે અને જેના શુભભાવો મંદ પડ્યા નથી તેના શુભભાવો ક્રિયા કરતાં કરતાં અધિક વધે છે અથવા સ્થિર રહે છે. આજ વાત હવે પછીના શ્લોકમાં કહી છે.'
गुणवृद्धयै ततः कुर्यात्, क्रियामस्खलनाय वा ।
एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते ||७|| (૭) તત્ત:-તેથી ગુણવૃદ્ધર્ય-ગુણની વૃદ્ધિ માટે વા-અથવા રવૃતના-નહિ પડવા માટે જિયાં-ક્રિયા કરે , -એક સંયમસ્થાનં-સંયમનું સ્થાનક તુ-તો નિનાનામૂ-કેવલજ્ઞાનીઓને ગવતિeતે-રહે છે. (૭) (ક્ષાયોપથમિક ભાવની ક્રિયામાં શુભ ભાવોને વધારવાનો અને સ્થિર રાખવાનો ગુણ છે.) આથી ગુણની વૃદ્ધિ માટે અથવા સ્થિરતા માટે ક્રિયા કરવી જોઈએ. એક જ સંયમસ્થાન તો કેવલજ્ઞાનીને જ રહે છે.
કેવલજ્ઞાનીના પરિણામો એક સરખા રહેતા હોવાથી તેમને આવશ્યકાદિ ક્રિયાની જરૂર નથી. પણ કેવલજ્ઞાની સિવાય બીજાઓના પરિણામની હાનિ-વૃદ્ધિ થયા કરે છે. આથી તેમને સારા પરિણામની રક્ષા અને વૃદ્ધિ માટે આવશ્યકાદિ ક્રિયાની જરૂર છે.
वचोऽनुष्टानतोऽसङ्गा, क्रिया सङ्गतिमङ्गति ।
सेयं ज्ञानक्रियाऽभेद-भूमिरानन्दपिच्छला ||८|| (૮) વવોડનુનતિ:-વચનાનુષ્ઠાનથી મા-નિર્વિકલ્પ સમાધિ રૂપ અસંગ શિયા-ક્રિયા સંતિ-યોગ્યતાને પતિ-પામે છે. સાતે રૂર્ય-આ (અસંગ ક્રિયા) જ્ઞાકિયાડખેપૂતિ:-જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિ એકતારૂપિ છે, (અને) માનપિચ્છના-આત્માના આનંદથી ભીંજાયેલી છે. (૮) વચનાનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિ રૂપ અસંગ ક્રિયામાં સંગતિને યોગ્યતાને પામે છે, અર્થાતુ વચનાનુષ્ઠાનથી અનુક્રમે અસંગક્રિયા સિદ્ધ થાય છે. તે આ (અસંગક્રિયા) જ્ઞાનક્રિયાની અભેદભૂમિકા છે. કારણ કે
૧.
પંચા. ૩ ગા. ૨૪, ઉ. ૫.ગા. ૩૯૧ સટીક.
dai aaii Yaad a
as ayiiial
s૮ rana Yaad Raisi
Yaad tasia
Page #289
--------------------------------------------------------------------------
________________
અસંગભાવ રૂપ ક્રિયા શુદ્ધોપયોગરૂપ જ્ઞાન અને શુદ્ધવર્ષોલ્લાસ રૂપ ક્રિયા સાથે તાદાભ્ય એકરૂપતા ધારણ કરે છે. તથા તે અસંગક્રિયા સ્વાભાવિક આનંદ રૂપ અમૃતરસથી ભિજાયેલી છે. ૧
ગુંડાની ભયંકરતા સમજાય તો પોલીસની ગરજ જાગે....
રોગની નુકસાની દેખાય તો કોઈ સારા ડોક્ટરની તાલાવેલી જાગે...
આગની હોનારત નજર સામે તરવરે તો બંબાવાળાની આતુરતા આવે...
બસ... તેવી જ રીતે સગુણ.... સતિ .... સદગુરુ.... શાસન...
સંઘની ગરજ જેમ પ્રબળ બને તેમ અતિચાર... ઘાલમેલ... ગોટાળા
રવાના થાય.
આ અનુવાદમાં આધારભૂત બાલાવબોધયુક્ત જ્ઞાનસારની હસ્તલિખિત બંને પ્રતોમાં તથા મુદ્રિત બંને પ્રતોમાં સર ક્રિયા સતત એવો પાઠ છે. એ જ પાઠ ઠીક લાગે છે. કારણ કે સેય (શા ચં) પદ અસંગક્રિયા માટે વપરાયો છે. જો રસ ક્રિયા એમ પ્રથમ વિભક્તિવાળો અને (ક્ષતિ પદ સાથે) અસમસ્ત પાઠ ન હોય તો એવં પદથી પ્રક્રિયાનો પરામર્શ ન થઈ શકે. મુદ્રિત પુસ્તકોમાં સક્રિય સંત એવો પાઠ છે. જો કે, બંને પાઠ પ્રમાણે ભાવ તો એક જ નીકળે છે. પણ ઉપર કહ્યું તેમ કરન ક્રિયા એવો પાઠ ઠીક લાગે છે.
statistinYmi#insta #traitiatiTwitter
SS FeedxYtitatistiits situated iY tireditix
Page #290
--------------------------------------------------------------------------
________________
જ્યિાનો યોગ... તેનો પ્રયોગ... અંતે ઉપયોગ
શુભ ભાવની વૃદ્ધિ માટે શુભ ક્રિયા જરૂરી છે. 0 સંબંધને બાંધતા વર્ષો લાગે છે પણ બગડતા વાર લાગતી નથી તેમ
ભાવને જામતા વાર લાગે છે પણ ભાવને પડતા વાર લાગતી નથી. માટે મનને હંમેશા શુભ ક્રિયામાં જોડેલું રાખવું જોઈએ. ક્રિયામાં જેટલો ઉપયોગ પ્રબળ બને એટલો કર્મક્ષય સબળ બને છે. સંવરમાંથી આશ્રવમાં જવાનું થાય ત્યારે જેને દુઃખ લાગે તેનું નામ શ્રાવક. તમે જેમાં ઊંડા ઉતરો એ તમારામાં ઊડું ઉતરે. ભૌતિક પાત્ર કે પદાર્થમાં ઊંડા ઉતરશો તો દુઃખ વધશે. માણસને સુખી કરવાની તાકાત કોઈનીય નથી સિવાય પોતાની
સમજ.
એક લાખ મંદ મિથ્યાષ્ટિ આત્માઓ શુભક્રિયા દ્વારા જેટલું પુણ્ય મેળવે તેટલું પુણ્ય સમકિત દષ્ટિ આત્મા ક્ષણવારમાં પરમાત્માની પૂજાની ક્રિયાથી મેળવે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ “ક્રિયાષ્ટકમાં ક્રિયાનું મહત્વ સમજાવી રહ્યા છે. ગુણની વૃદ્ધિ માટે અને દોષના ઘટાડા માટે ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. પ્રભુના માર્ગમાં આગળ વધવા માટે શુભ ક્રિયાઓ જરૂરી છે. કેવળજ્ઞાનીઓ ક્રિયા ન કરે તો ચાલે કારણ તેમને અપ્રતિપાતિ કેવળજ્ઞાન હોવાથી તેમના ભાવો પડતા નથી. છમસ્થ અવસ્થામાં ભાવો પડી જાય છે. શુભ ભાવોની વૃદ્ધિ માટે છબસ્થ એવા આપણને અવશ્ય ક્રિયાઓ કરવી જોઈએ. ક્રિયામાં પ્રમાદ આવી જાય તો આત્મા નીચે પટકાઈ પડે છે. શુભ ક્રિયાઓના યોગમાં સતત લાગી જવાનું છે. મનને પરોવી રાખવાનું છે. એક મકાન બનાવવામાં કેટલી મુશ્કેલી છે. સમય પણ ખાસ્સો લાગી જાય પણ એ જ મકાનને તોડવું હોય તો? આપણને કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધતા કદાચ વર્ષો લાગે પણ એ સંબંધ કયારેક ઘડીના છઠ્ઠા
Page #291
--------------------------------------------------------------------------
________________
ભાગમાં તૂટી જાય છે. અશુભમાં જતા આ મનને રોકવા સતત શુભ ક્રિયાયોગમાં જોડાયેલા રહો. એક દિવસ ચોક્કસ ભાવને ખેંચી લાવશે. કૂવાના કાંઠા પર વારંવાર ઘસાતું દોરડું તો ઘસાઈ જાય પણ કૂવાનો કાંઠો પણ ઘસાઈ જ જાય છે. ક્રિયાત્મક માર્ગ મહાન છે. આગળ વધતા રહીશું તો આજે નહિ તો કાલે સાચી ક્રિયા માર્ગ હાથ આવી જશે. સાચા ક્રિયા માર્ગ માટે શુભક્રિયાની જરૂર છે. શુભક્રિયાનો ઉપયોગ જરૂરી છે. શુભભાવોમાં આગળ વધીશું તો કર્મક્ષય ચોક્કસ થશે. શુભક્રિયા કરતા ક્રિયામાં ભાવ વિજળીની જેમ ઝબકી જશે તો પણ કામ થઈ જશે.
પ્રસન્નચંદ્રના ભાઈ વલ્કલચિરીના કેવળ જ્ઞાનનું કારણ શું? નાનકડી ક્રિયાએ પામ્યા પરિણામ.
સંન્યાસી વલ્કલચિરી વનમાં પોતાના ખાવા માટેના જૂના વાસણોની ધૂળ સાફ કરે છે... સાફ કરતા કરતા મન ચિંતનના ચકરાવે ચડ્યું. આવું મેં કયાંક કર્યું છે? આવો વિચાર કયારે આવ્યો? પોંજવાની ક્રિયા કરી ત્યારે ને? વિચારમાં તલ્લીન બનાવવાનું કામ પણ ક્રિયાએજ કરાવ્યું ને? જે વિચારમાં તમે ઊંડા ઉતરો એ વિચાર તમારામાં ઊડે ઉતરે. જ્ઞાનીઓ જણાવે છે કે પ્રારા-પદાર્થ અને પરિસ્થિતિના વિચારમાં ઊંડું ઉતરવા જેવું નથી. એનામાં ઊંડા ઉતરવાથી પરેશાનીઓજ વધે છે. અંતે જીવ સ્વયં દુઃખી થાય છે. વલ્કલચિરીને પૂર્વભવના સંસ્કાર યાદ આવતાં જ જાતિસ્મરણ જ્ઞાન થાય છે. વલ્કલચિરી તાપસ વિચારે છે કે પૂર્વભવમાં હું સાધુ હતો પાત્ર પડિલેહણા હું આ રીતે કરતો હતો. તમે વાસણ સાફ કરો અને સાધુ પાત્રા સાફ કરે બન્નેમાં ફરક છે. સાધુની ક્રિયામાં જયણાના ભાવ છે. તમે કપડા ધુઓ અને સાધુ કાપ કાઢે. ક્રિયા એકની એકજ છતાં ભાવમાં ફરક થઈ જાય. આજે પણ સૂરતના બાબુલનાથમાં એક સુખી સંપન્ન શ્રાવક આજે પણ બાથરૂમસંડાસનો ઉપયોગ નથી કરતા. ક્રિયા સરખી પણ ભાવમાં તરતમતા આવી જાય. પાત્રા પૂંજતા જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. તાપસને અફસોસ થાય છે સાધુ બનીને હું ઉપર ચડવાને બદલે હું નીચે ઉતર્યો. આપણને પણ આવો અફસોસ થવો જોઈએ. ઉપાશ્રયમાંથી ઘરે જવામાં આનંદ આવે? શ્રાવકને સંવરમાંથી આશ્રવમાં જવું પડે તો દુઃખ થાય સામાયિક લેતા આનંદ થાય કે પારવામાં આનંદ?
એક સોસાયટીમાં ઉપાશ્રય હતો. ઉપાશ્રયના એક સામણબેન હતા.
૧
ts s
ats sta giriseva is
a series |
Page #292
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રયના સામણ કહે તે પ્રમાણે થાય. સામણ કહે તે પ્રમાણે સાધ્વીજીઓએ કરવાનું. ચૌમાસી પ્રતિક્રમણ કરવા ભેગા થયા. સામણે કહ્યું, “મહારાજ! હવે પ્રતિક્રમણ શરૂ કરીએ. સાથે સાથે કહ્યું કે જે ઉતાવળથી બોલનાર હોય એને આદેશ આપજો.” અતિચારનો આદેશ પણ પોતે જ આપ્યો. સાધ્વીજી મ, જોયા કરે. કશું બોલતા નથી. અજિતશાંતિ આવી. સામણે કહ્યું, “રાગથી ન બોલતા સીધાજ બોલી જાઓ.' પ્રતિક્રમણ થઈ ગયું. રોજનો પ્રતિક્રમણ બાદ અડધો કલાક સામણ બેસે સાધ્વીજી મ. પાસે અને અલકમલકની વાતો કરે. પ્રતિક્રમણ પછી સંસારની વાતો કરવી હોય તો ત્યાગીઓ પાસે બેસતા નહીં. સંવરના સ્થાનને અભડાવવાનું કામ ન કરતા. આજે તો પ્રતિક્રમણ બાદ તરત સામણ ચાલ્યા ગયા. બીજે દિવસે સાધ્વીજીએ સામણને પ્રશ્ન પૂછ્યો કે કાલે પ્રતિક્ષ્મણ પછી તરત કેમ ચાલ્યા ગયા? સામણે કહ્યું, “એ તો ગઈ કાલે ટી.વી. ઉપર ચિત્રહારનો કાર્યક્રમ હતો. એટલે સૂત્રો પણ જલ્દી પૂરા કરાવ્યા.” આશ્રવમાંથી સંવરમાં જવા મળે તો ખરેખર! આનંદ થવો જોઈએ. આપણી કેવી વિષમ પરિસ્થિતિ છે. સંવરમાં રહ્યું છતે આશ્રવના દરવાજા છૂટતા નથી. એક પ્રતિક્રમણનો લાભ કેટલો? પ્રતિક્રમણનો ઉપદેશ આપે તેને ૧૦ હજાર ગાયોનું એક ગોકુળ એવા ૧૦ હજાર ગોકુળોનું દાન આપતા જે પુણ્ય બંધાય તેટલું પુણ્ય માત્ર એક પ્રતિક્રમણ કરવાનો ઉપદેશ આપે તેને મળે. ઈરિયાવહી કરતા કેટલો લાભ મળે? જ્ઞાનીઓ જણાવે છે કે ૫૦૦ ધનુષ્ય પ્રમાણની ૨૮ હજાર નવી પ્રતિમા બનાવે તેને જે પુણ્ય મળે તેટલું પુણ્ય એક ઈરિયાવહી કરતા થાય. પંચાશક જેવા ધર્મગ્રંથ વાંચો તો ખ્યાલ આવે. જાવડ શાહે સિદ્ધગિરિનો સંઘ કઢાવ્યો. એના મૂળ કારણમાં વજસ્વામી ભગવાન બેઠા છે. વજસ્વામીજી પાસે એક દિવસ અચાનક દિવ્યપ્રકાશ થયો. એક દૈવી પુરુષ પ્રગટ થઈ કહેવા લાગ્યો કે ઓળખ્યો મને? વજસ્વામીજી પૂછે છે કે તું કોણ છે? દૈવી દેવે જવાબ આપ્યો કે સાહેબ આપનું હું સેવક દેવ થયો છું એ દૈવની સહાયથી સિદ્ધગિરિનો સંઘ કરાવ્યો. સાથે એ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. વજસ્વામીજીનું જીવન રોમાંચનું છે. વજસ્વામીનો જન્મ થયો ત્યારે એના સુંદર સ્વરૂપને જોઈ આજુબાજુવાળી પડોશી સ્ત્રીઓ એક બીજાને કહેવા લાગી કે અત્યારે એના પિતા હોત તો જરૂર મહોત્સવ કરાવત પણ એ તો દીક્ષા લઈ ગયા. બહેનોના બોલવાથીજ આપણને વજસ્વામી મળ્યા. સ્ટીઓને વાતો કરવાનો સ્વભાવ હોય છે. એક બેન ડૉકટર પાસે આવીને કહ્યું કે મારા પતિ રાતના બહુ બોલે છે. કાંઈક દવા આપો. ડૉકટરે
જય જણા ૨૭૨ વિજ્ઞાન જાથા
aa Baa N BRRRIEtta Eta Y atti
- JaiBY હાંપના
કારણ Y r
Page #293
--------------------------------------------------------------------------
________________
કહ્યું કે તમારા પતિને તમે દિવસે બોલવાની તક આપો બધું સારું થઈ જશે... જન્મતાની સાથે જ “દીક્ષા' શબ્દ સંભળાયો. નાનકડા વજસ્વામી, એ શબ્દથી જાતિસ્મરણ જ્ઞાન પામે છે. એના મનમાં થાય છે કે મારા પિતાએ દીક્ષા લીધી તો મારે પણ દીક્ષા લેવી છે. મને દીક્ષા શી રીતે મળે? જેની જરૂર ઊભી થાય તેની શોધ શરૂ થાય. પાણીની તરસ તો પગલા પાણિયારા તરફ, ભૂખ લાગે તો ગતિ રસોડા તરફ... પ્રવચનની રૂચિ પ્રગટી તો પ્રગતિ ઉપાશ્રય તરફ. રૂચિ પ્રમાણે પગલા મંડાય છે. અભિલાષા એ પ્રકૃતિનો પ્રવેશ દ્વાર છે. જેવી તમારી અભિલાષા તેવાં તમારા પગલા. વજકુમારે દીક્ષાની અભિલાષા કરી અને માતાનો રાગ તોડવાના પગલા ભર્યા. સુનંદા આવે ને રડવા માંડે. આખો દિવસ રડયા જ કરે. આખરે સુનંદા કંટાળી ગઈ. હર સુખની સાથે દુઃખ જોડાયેલું જ છે. એક શેઠ હતા. જરા તકલીફ થાય ને મોઢું ચડાવી દે. પત્નીએ પૂછ્યું શું થયું? શેઠે જવાબ આપ્યો કાંઈ નહી. શેઠાણી ભારે પતિવ્રતા છે. આગ્રહ કરીને પૂછે છે શેઠ જવાબ આપે છે કે આ આખી રોટલી ખાવાની કેટલી તકલીફ થાય છે. શેઠાણી કહે છે કાલથી ટુકડા કરી આપીશ. ૨ થી ૪ દિવસ પછી ફરી શેઠ ઉદાસ થઈ જતાં શેઠાણીએ પૂછતાં શેઠે કહ્યું રોટલીના ટુકડા મોઢામાં નાખતાં કંટાળો આવે છે શેઠાણીએ કહ્યું કે હવેથી હું મોઢામાં નાખી આપીશ. શેઠ આઠ દિવસ રાજી રહ્યા પછી પાછા નારાજ શેઠાણીએ પૂછ્યું વળી શું થયું? શેઠે કહ્યું બધું તું કરી આપે છે પણ ચાવવું તો મારે પડે છે. શેઠાણીએ કહ્યું એ તાકાત મારી નથી. ખુદ ભગવાન પણ આપણને સુખી ન કરી શકે. સુખી થવું હોય તો જાત મહેનત ઝીંદાબાદ. સુખ દુઃખના કારણે આપણે પોતેજ છીએ. આપણે પોતે જ પોતાની મનોવૃત્તિથી સુખદુ:ખ પામીએ છીએ આટલું ગણિત આપણને સમજાઈ જવું જોઈએ. સુનંદા કંટાળી ગઈ. તે બોલવા લાગી બાપ આવે ત્યારે આપી દઉં. પ્રેમ હોય ત્યાં પથ્થર પણ બોલતા લાગે અને પ્રેમ ન હોય તો મા-બાપ પણ મૂંગા લાગે. આજનો માનવી બધાને સાચવી શકે છે, મા-બાપને સાચવી શકતો નથી. સંસ્કારી માણસ પાસે શ્રીમંતાઈ આવે ત્યારે સંઘ, ૯૯ યાત્રા વગેરે કરાવે. કુસંસ્કારી પાસે લક્ષ્મી વધે ત્યારે એના ઘરે બોર્ડ લાગી જાય “કૂતરાથી સાવધાન.” વજસ્વામીના પિતાજી આજે ગામ પધાર્યા છે. રડવાનું બંધ નથી કરતા ત્યારે સુનંદા કંટાળી ગઈ. બસ આજે આ રોતલ બાળકને એના પિતાને સોંપી દઈશ. પિતાજી મહારાજ ગોચરી
#t
s
t
atest Estate ext
=
=
ર ૭૩ kiss
tarted its results is f
aizarrett
Page #294
--------------------------------------------------------------------------
________________
વહોરાવવા નીકળે છે. ગુરૂ મ. કહે છે આજે સચિત્ત-અચિત્ત જે કાંઈ મળે તે લઈ આવજો. પિતાજી મહારાજ વહોરાવવા ઘેર ઘેર જાય છે. સુનંદાને ત્યાં વહોરાવવા જાય છે ત્યારે સુનંદાએ વજને ઝોળીમાં વહોરાવી દીધો. પાંચ જણાની સાક્ષીમાં એ બાળકને વહોરી ઉપાશ્રયમાં આવ્યા. આ વજકુમાર ૧૧ અંગ કેવી રીતે ભણ્યો તે આગળ જોઈશું. સતત શુભક્રિયાનો યોગ પકડી રાખવા જેવું છે.
જ પ્રવચન પ્રસાદી -
કોઈકને ઉપયોગી બનવું એ યોગી ન બન્યાનું પ્રાયશ્ચિત છે. સહુ ઉપર વ્હાલ એ જ વશીકરણ છે. સહુના માટે કરી છૂટવું એ જ કામણ છે. ગ્રહ કરતા અનુગ્રહ ચડે છે. આકાશ કરતા આશીર્વાદ ચડે છે. ચિંતા માણસને ચંચળ બનાવે ચિંતા માણસને નિર્બળ બનાવે ચિંતા માણસને નિષ્ફળ બનાવે. નબળા, નકામા, નિરર્થક અને નુકસાનકારી દ્રવ્યોનું દાન
ક્યારેય ન કરશો. વસ્તુ માટેનો હઠાગ્રહ, વ્યક્તિ માટેનો કદાગ્રહ અને વિચાર માટેના પૂર્વગ્રહથી બચજો.
રાજકારણમાં
કાંસકાંઠYકલાક maa Naધાdiwasi as a Y as
a
Page #295
--------------------------------------------------------------------------
________________
રૂચિ પ્રવૃત્તિને લાવે પછી પરિણામ દેખાડે
* *
*
☆
*
**
સ
*
આપણા સુખ દુઃખનું બીજ છે ક.
વ્યક્તિ, એ સુખ દુઃખના નિમિત્ત માત્ર છે બાકી અસાધારણ કારણ છે જાતના કર્મ.
તીર નહિં પણ તીર ફેંકનાર ગુનેગાર, તેમ નિમિત્ત નહિં પણ કારણરૂપ કર્મ જવાબદાર છે.
નિમિત્ત ઉપર રાગ-દ્વેષ કરવા તે શ્વાન વૃત્તિ, કર્મરૂપ કારણને તોડવાનો પુરૂષાર્થ છે એ સિંહવૃત્તિ.
ભેગા રહીને આનંદ મેળવવો એ સ્નેહદૃષ્ટિ અને એકલા રહીને આનંદ મેળવવો એ તત્વદષ્ટિ.
તત્વદૅષ્ટિ રાગના તોફાન દૂર કરે સ્નેહદૃષ્ટિ દ્વેષના તોફાન શાંત કરે. કાં તમે સાધુ બનો અથવા સાધુ ભગવંતની જોરદાર અનુમોદના કરો. શક્તિના કાળમાં જેને ક્રિયાનો ધર્મ ન ગમે એને અશક્તિના કાળમાં મનનો ધર્મ ન ગમે.
ન
ધનવાન બનવાની રૂચિ કદાચ ધનવાન ન બનાવે પણ ગુણવાન બનવાની રૂચિ તો ગુણવાન બનાવ્યા વિના ન રહે.
મનઃસ્થિતિ અને પરિસ્થિતિની સાચી સમજ આપી રહેલા ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે જગતમાં ગમે તેવા ઝંઝાવાતો આવે તોય ભીતરી અમીરાતમાં ઓટ ન આણશો. સુવાસ એ પુષ્પની નિશાની છે. તેજકિરણ એ પ્રકાશની નિશાની છે. ફળ-ફૂલના મૂળમાં બીજ હોય છે. બીજ વગર ફળ-ફૂલ શક્ય નથી. આપણે જે સુખદુઃખ પામીએ છીએ એમાં પણ બીજ સમાયું છે. સામાન્યથી સુખદુઃખ આપણી વિચારણા પર નિર્ભર છે. કોઈનો સ્વભાવ કે વાણી બરાબર ન હોય તો ઘરમાં તકલીફ થાય છે. આપણી નિરાશા કે બેચેનીમાં કોઈ વ્યક્તિ નિમિત્ત બને છે. સુખદુઃખ આપનાર વ્યક્તિ તો નિમિત્તમાત્ર છે. મૂળકારણ શું? મૂળકારણ છે એકજ. એ છે આપણા પોતાના કર્યો. જ્ઞાની ભગવંતો આ દૃષ્ટિના વિકાસ દ્વારા સાચી શુભ ક્રિયાનું અધિષ્ઠાન કરવાની વાત કરી રહ્યા છે. આપણી દૃષ્ટિ સિંહ જેવી હોવી
E_KET |AR AGO !!!FERE!. ૨૭૫ ULT_TEN TO THE GA}{T YiYi
A size
siYmi
Page #296
--------------------------------------------------------------------------
________________
જોઈએ, શ્વાન જેવી નહિ. સિંહ ઉપર કોઈ તીર છોડે તો તે તીરને નહીં તીર છોડનાર કોણ છે નજર એની ઉપર નાંખશે. જયારે શ્વાન તીરને જ કરડવા દોડશે. જિન તત્ત્વ કહે છે નિમિત્ત પર રાગ-દ્વેષ કરવા તે સ્થાન દષ્ટિ છે અને કર્મરૂપ કારણને તોડવાનો પુરુષાર્થ કરનાર એ સિંહદષ્ટિ છે. તીર ગુનેગાર નથી. નિશાનેબાજ ગુનેગાર છે. કર્મો કરનાર કોણ? આપણે જ. નિમિત્તે કારણથી ચિત્ત વિચલીત થતાં થોકબંધ કર્મ બંધાય છે. જ્ઞાની ભગવંત જગતને દુશમન નથી માનતા, કર્મને જ દુશ્મન માને છે. માજી કહે છે મારા ઘરમાં મને ઘડીનુંય સુખ નથી કારણ કે દીકરો અને વહુ બરાબર નથી. કર્મો બરાબર હોય તો બધું જ બરાબર. મૂળ વાંક કોનો ? કર્મોનો...
- એક બેન પોતાના દીકરાને તાવ આવતા દવાખાને દવા લેવા ગયા. ડૉકટરે બાળકને ઇંજેકશન આપ્યું. બાળક ત્રણ કલાકમાં મરી ગયો. આજુબાજુવાળા પડોશી ડૉકટર પાસે જઈ ધમાલ કરવા લાગ્યા. ગમે તેમ બોલવા લાગ્યા. પેલા બેને બધાજ પડોશીઓને અટકાવતા કહ્યું, “બાળક કંઈ ઈજંકશનથી નથી મર્યો, આયુષ્ય જ અલ્પ હતું.” આવા અવસરે મનને સમજ આપી સમભાવમાં રહેવું સાધુ માટે પણ કઠિન છે. બાળકના મરણમાં આયુષ્ય જ અલ્પ હતું તો ડૉકટર શું કરે ? તત્વદૃષ્ટિનો ઉઘાડ થાય છે ત્યારે વિચારો પલટાઈ જાય છે.
- એક સાથે સુલસાના ૩૨ પુત્રોના મરણ થયા છે છતાં સુલતાની સ્વસ્થતા કેવી ગજબની છે. તત્વદષ્ટિ નથી ઉઘડતી ત્યાં સ્થાન ઊંચું હોવા છતાં ધ્યાન નીચું રહે છે. તત્વદષ્ટિના ઉઘાડવારો જીવ સંસારી છતાં સાધુ જેવો છે. રાગ-દ્વેષ એને સ્પર્શતા નથી. અવિરતિના ઘોર પાપો ચાલુ હોવાથી સાધુ ન કહી શકાય. જ્યારે પણ નાટકમાં સાધુ-સાધ્વીજીના વેશ ધારણ કરીને નાટક ન ભજવવા. એકવાર વેષ પહેર્યો પછી ન ઉતરે. ભવાઈયાએ ઉદયનમંત્રી માટે સાધુનો વેશ લીધો તો એ નટ ભવાઈયાએ વેશ ન ઉતાર્યો. આ પરમાત્માના પવિત્ર વેશ માટે કયારેય પણ નીચું ન બોલવું. મયણાના જીવનમાં તત્વદષ્ટિનો કેવો ઉઘાડ હતો? વર્તમાન જીવનમાં સ્નેહદૃષ્ટિનો પ્રથમ ઉઘાડ થશે તો પણ કામ થઈ જશે. ઘરના કલેશો દૂર થઈ જશે.
ભેગા રહીને આનંદ મેળવવો એનું નામ સ્નેહ દષ્ટિ એકલા રહીને આનંદ મેળવવું એનું નામ તત્વદેષ્ટિ,
એકાંતમાં યોગીને તો રામ મળવાના. જયારે ભોગીને તો એકાંતમાં કામ જડવાનો. તત્વદૃષ્ટિના ઉઘાડ વિના એકાંત કે અનેકાંત બન્ને નકામાં.
કામ કરી શકાય છiા દાદા કાકા
Page #297
--------------------------------------------------------------------------
________________
૭૦૦ કોઢિયાઓ ભેગા રહી શકે અને જોડિયાભાઈ સાથે ન રહી શકે એનું કારણ શું? સ્નેહદૃષ્ટિનો અભાવ. તત્ત્વદૃષ્ટિના ઉઘાડ માટે ૧૨ ભાવનાઓનું ચિંતન-મનન ક૨વા જેવું છે. હમણાં ઘણાં બોલતા હશે કે પાલીતાણામાં તો ચોથો આરો વર્તાય છે. પ્રમોદ દષ્ટિ વિનાનો બોલશે કે આમ બધું તો ઠીક પણ સંઘવી જરા લોભીયા છે. તમે જેની સામે લડી નથી શકતા તેની તમે ઈર્ષ્યા કરો છો. અદેખાઈને ટાળવા પ્રમોદભાવ છે. પ્રમોદ ભાવનો ભયંકર શત્રુ છે ઈર્ષ્યાભાવ. સ્નેહદૃષ્ટિના ઉઘાડથી ઘણો લાભ થશે. યોગદૃષ્ટિ તો ઘણી આગળની વાત છે પણ જીવનમાં પ્રસંગે પ્રસંગે સમજદષ્ટિનો ઉઘાડ કરતા શીખો.
શ્રીપાલ મયણાને કહે છે ‘કાકસ્ય કંઠે કૃત્ર રત્નમાલાં...' આ કોઠિયાના સંગથી તારા કંચનવર્ણો દેહ રોગિષ્ટ થશે. હજી તું તારી મા પાસે જા.. ત્યારે મયણાએ તત્ત્વદૃષ્ટિસભર જવાબ આપે છે. ‘સ્વામિ! ઈણ વચને જીવ જાય...' કૃપા કરો! આવા વચન ન કહો મારા જીવનના તમામ કોડ તમારા સંગે જ પૂરા થશે. આ દેશની સંસ્કૃતિ કેવી મહાન હતી. પતિ એજ પરમેશ્વર. ખાનદાની પણ કેવી?
★
અમદાવાદમાં એક બેન એક પ્રજ્ઞાચક્ષુ ભાઈને વ્યાખ્યાન પ્રતિક્રમણમાં હાથ પકડીને લઈ આવે. એમને યોગ્ય સ્થાને બેસાડે. એમને બેસવા ઉઠવામાં કોઈ તકલીફ ન થાય એવી જગ્યાએ કટાસણું બિછાવે. બેન ચોક્કસ સમય થતાં એમને લઈ જાય. કોઈ ભાઈએ બીજાને પૂછ્યું આ બેન એમને લઈ આવે, લઈ જાય તે કોણ છે? એ ભાઈએ જવાબ આપ્યો કે એમના ધર્મપત્ની છે. આવું સાંભળ્યા પછી આપણે શું કલ્પના કરીએ. એ ભાઈએ પૂછ્યું. લગ્ન પછી એમની આંખ ચાલી ગઈ હશે ને? એ ભાઈએ જવાબ આપ્યો પહેલેથી જ આ ભાઈ પ્રજ્ઞાચક્ષુ છે. આપણા મનમાં તરત વિચાર આવી જાય કે આ બાઈના માતા-પિતા પૈસાની લાલચમાં કદાચ અંધ સાથે દીકરીને વળાવી હશે? એ ભાઈએ જવાબ આપ્યો કે એ બેન સુખી સંપન્ન શ્રીમંત ધરના દીકરી છે. બન્નેએ પોતાની ઈચ્છાથીજ લગ્ન કર્યા છે. ભાઈના પૂણ્ય જોરદાર છે ખૂબ સુંદર આરાધના કરાવે છે. આજની જીંદગી કેવી છે? જિંદગી તો જાણે રમત છે. પહેલી મિનિટમાં પરણવું અને બીજી મિનિટમાં છૂટા થવું એ મોર્ડન લાઈફ. માત્ર લગ્નની બાબતમાં જ નહિં પણ દીક્ષાને પણ ૨મત સમજી લેવાઈ છે. ઠાઠમાઠથી દીક્ષિત બને અને નજીવા કારણસર ઘરભેગા થઈ જાય... તત્વદૃષ્ટિનો ઉઘાડ થાય તો બેડો પાર થઈ
_____ __EE! ~ ૨૭૭ _is_MON_CE (28) STATUS_4__d_!$!# $ !AC
203523631213208062020806205 205 205 205 205 2153215
| Nastys_M_AM| C!AL)BN! E!_*_* *_
Page #298
--------------------------------------------------------------------------
________________
જાય. સ્નેહદૃષ્ટિ ખીલશે તો સંસારપણ ઉજળો બનશે... રાગ-દ્વેષની માત્રા ઘટાડવાની સતત શુભક્રિયા કરતા રહેવાની છે. શક્તિના કાળમાં સતત ધર્મક્રિયા કરી લો. અશક્તિના કાળમાં આરાધનાના પરિણામોનો લાભ મળશે. માનવ જીવનમાં મહત્વના બે કામો છે. (૧) સ્વયં ભવસાગર તરવો (૨) બીજાને તારવા.
જે સમ્યફ જ્ઞાનવાળા છે, ક્રિયામાં તત્પર છે. ઉપશમભાવવાળા છે, અંતરથી ભાવિત થયેલા છે વળી જિતેન્દ્રિય છે.
જ્ઞાની એને કહેવાય જે જ્ઞાન આપવા તૈયાર હોય, જે પ્રવૃત્તિનો ધર્મ કરવા તૈયાર નથી તેને જ્ઞાની ન કહેવાય.
સકલ જગત તે એઠવત, બાકી સ્વપ્ર સમાન તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન
જ્ઞાનની જાણકારી પ્રાપ્ત કરો, જ્ઞાનની માહિતી મેળવી લો એ જ્ઞાનને સમજવાની બુદ્ધિ સમ્યક્ કરો. એટલે ડહાપણ હોવું જરૂરી છે.
આજે જેટલી સમજ છે એ એટલી પ્રવૃત્તિ કેટલી?
શુભક્રિયાને પરિણામ રૂપ બનાવવા રૂચિનું નિર્માણ કરો. પૂ. હરિભદ્રસૂરિજી મ. જણાવે છે “જ્ઞાનંસ્ય ફલં રૂચિ' વિરતિ એકાદ ક્ષેત્રોમાં આવે છે જયારે રૂચિ સર્વ ક્ષેત્રમાં આવે છે. જયાં તાકાત હોય ત્યાં વિરતિ લઈ આવો અને જયાં તાકાત નથી ત્યાં રૂચિ પ્રગટાવી છે. દેવલોકના દેવતાઓ માટે રૂચિનો ધર્મ છે. મનુષ્યના ભવમાં વિરતિનો ધર્મ સુલભ છે. જે ગતિમાં જે સુલભ હોય તે ન કરે તે ભવાંતરમાં જોરદાર અંતરાય કર્મ બાંધે છે. એક વાત સમજી રાખશો કે કરોડપતિ બનવાની રૂચિ હોય તે કદાચ સફળ ન થાય પણ ગુણવાન બનવાની રૂચિ ભૂલેચૂકે નિષ્ફળ ન જાય. એક બાબત નોંધી રાખજો આરાધના કરે તેની તો સદ્ગતિ થાય પણ આરાધના ગમે તેની પણ સદ્ગતિ નક્કી જ થાય. આરાધના તો જરૂર કરો પણ આરાધનાને ગમાડતા જાઓ. સાચી રૂચિ પ્રવૃત્તિ કરાવ્યા વગર ન રહે.
પહેલા ભૂખ પછી ભોજન પહેલા તરસ પછી પાણી ભગવાન પણ કહે છે પહેલા ભાવના, પછી સાધના.
દાન નથી કરતા તેની વેદના સતાવે છે કે દાન નથી ગમતું તેની વેદના છે? અનીતિ નથી જ ગમતી એમ આપણે કહી શકીશું ખરા? બધાજ
jતારા પક્ષ Yલવાસણા
છે. જેને
$
well as
ya tinYESTEREIGNયાંaiiiiiiia
Page #299
--------------------------------------------------------------------------
________________
પદાર્થોમાં અરૂચિ જ કારણ છે. આ જન્મમાં ક્રિયા દ્વારા રૂચિ એવી કેળવી લો કે શુભ પ્રવૃત્તિ સતત થયા જ કરે, દાન, શીલ, તપ અને ભાવ ધર્મની રૂચિ નિર્માણ કરો. * ૭ વર્ષના નાનકડા પંખિલને લઈને એક બેન મહારાજ સાહેબને કહેવા આવ્યા. સાહેબ! આ છોકરાને સમજાવો. વૈશાખ માસની કાળઝાળ ગરમી છે. એને વર્ધમાન તપનો પાયો નાખવો છે. તપ કરવાની ના નથી પણ પાયો દીવાળી વેકેશનમાં કરે. ત્યારે ઠંડક હશે તપ શરૂ કરે એનો વાંધો નથી પણ વચ્ચે અટકવો ન જોઈએ. આપણે જ આપણને પૂછી જુઓ દુઃખની ચિંતા છે કે પાપ ન થઈ જાય તેની ચિંતા છે? દેરાસરમાં કે ઉપાશ્રયમાં આપણે પુણ્ય-પાપની વાતો કરીએ છીએ પણ બહાર નીકળ્યા પછી સુખ દુ:ખના ચકરાવામાં પડી જઈએ છીએ એ આપણી કમજોરી છે. પરિવાર દુઃખી ન થાય એની ચિંતા કરી પણ મારો પરિવાર પાપી ન થાય તેની ચિંતા કરી? પિતા પોતાના પુત્રના સુખની ચિંતા કરે, જયારે ગુરૂ પોતાનાં શિષ્યના પાપની ચિંતા કરે. પ્રભુ કહી રહ્યા છે દુઃખને વેઠીને પણ પાપથી બચજો. બળદના ગળા પર છરી ચલાવી કસાઈ એનો ફક્ત એકજ ભવ બગાડે છે જયારે જેને ધર્મ પર રાગ હોય તેને તે કરતો અટકાવીને દીકરાના જનમોજનમ તેના મા-બાપ બગાડે છે.
મહારાજ સાહેબે દીકરાને સમજાવ્યો, “હમણાં નહિં આસો મહિનામાં કરજે.” પંખિલ માની ગયો. પાછો પોતાના પરિવાર સાથે આસો માસમાં આવ્યો. ઘરના બધા જ સાથે આવેલા. એની મમ્મીએ કહ્યું સાહેબ! આ વખતે તો હવે જીદે ચડ્યો છે. હવે એને અટકાવવાની અમારી તાકાત નથી અને હવે અટકાવવું પણ નથી. પણ એક વાત છે અમને બધાને પ્રતિજ્ઞા આપો પંખિલ વર્ધમાન તપનો પાયો નાંખે છે. દિવાળીના દિવસો છે બધાના ઘરે બને તેમ અમારા ઘરે પણ મીઠાઈ, ફરસાણ બને અને ઘરે જમવાના ભાણામાં મીઠાઈ ફરસાણ જ પીરસાય. સાહેબ! મન તો નિમિત્તવાસી છે. એના પરિણામ ટકાવવા અને મીઠાઈ-ફરસાણના ત્યાગના પચ્ચખ્ખાણ આપી દો. એનો તપ સુખરૂપ થાય ત્યાં સુધી અમને પ્રતિજ્ઞા આપો.
નાનકડા બાળકે સ્વીકારી વિરતિ અને પરિવારે સ્વીકાર્યો ત્યાગ. ધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં પૂજ્યપાદુ શાંતિસૂરિજી મહારાજાએ લખ્યું છે કે બાજુમાં રહેનાર જો તમારો ધર્મ કરવા તૈયાર થાય તો તેને ધર્મ કરવા અનુકૂળતા કરી આપે તે ધર્મી બનવાની ભૂમિકા છે.
a ways t a Editi Y
ries and stars is
at
r a ૨૭૯ in કા ૨.૭૯ is a siawાકાજામાજાના
Engliાણાપમાન શYશારા કરાશYચાંદા પાક
Jain
Page #300
--------------------------------------------------------------------------
________________
* બોરડીમાં ચંપકભાઈ પુનમિયાનો પરિવાર છે. એમના ઘરે લગ્ન માટેની ચોરી નથી બંધાઈ. બધા ચારિત્રના માર્ગે ગયા છે. એમને પૂછતા કારણ જાણવા મળ્યું સાહેબ! અમે બધાને એ જ રીતે તૈયાર કરીએ છીએ.. + એક છોકરી એસ.એસ.સી.ની બોર્ડની પરીક્ષા આપે. ૨/૩ પેપર અપાયા પછી એ છોકરી અંતરાયમાં બેસી ગઈ. પરીક્ષા આપવાની ના પાડે છે. બધા સમજાવે છે કે તારું વરસ બગડશે. છોકરી જવાબ આપે છે પેપર લખીશ તો જ્ઞાનાવરણીય કર્મ બંધાશે. વરસ બગડશે તે ચાલશે પણ ભવ બગડવો ન જોઈએ..
આ છે ધર્મની રૂચિ. આર્યુવેદમાં લખ્યું છે કે લોહી ભોજનથી નથી બનતું પણ ખાવાની રૂચિના કારણે થાય છે. આપણી સદ્ગતિ થશે તે ધર્મ કરવાના કારણે નહિ પણ ધર્મની રૂચિના કારણે સદ્ગતિ થશે. શ્રેણિક મહારાજ એક પણ તપ કર્યા વિના, ચારિત્ર લીધા વિના તીર્થકર નામકર્મ નિકાચન કર્યું શાના કારણે? કયા પરિબળના કારણે?
તેને મહાવીર ગમ્યા. બચાવનારું પરિબળ રૂચિનો ધર્મ છે, પ્રવૃત્તિનો નહીં. પ્રારંભિક કક્ષાના જીવો માટે પ્રથમ રૂચિ છે પછી પ્રવૃત્તિ છે. દેવચંદ્ર સૂરિ મહારાજે બનાવેલા સ્તવનમાં લખે છે કે –
ભગવાન મારી આગળ રૂચિ છે. એ રૂચિની નાવડીથી સંસાર સાગર પાર કરું તો તારો ભક્ત સાચો. કૂવામાં પડેલા ઘડા અને તેમાં રહેલ પાણીને બન્નેને બાહર લાવવાની તાકાત દોરડામાં છે...
રૂચિ, એ દોરડા સ્વરૂપે છે. એ આપણી પાસે છે તો આપણે રાજા છીએ. ક્રિયાના પ્રારંભે રૂચિ બહુ જરૂરી છે.
સંયમ જીવન એ મકાન છે. મહાવ્રત એ થાંભલાના સ્થાને છે અને યતિ ધર્મ એ દીવાલના સ્થાને છે. પરમ ગતિ માટે આ અનિવાર્ય છે.
રાજકારણ માનY HEAR
NAli Ratansinistી ૨૮૦.
Page #301
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
*
*
*
પગલું એક સતક્રિયા તરફ...
શરીરના ભવો આ જીવને અનંતા મળ્યા છે એટલે શરીરથી આ જીવ પાપો પણ અનંતા આચા છે.
કષ્ટોથી આપણને બચી જવું છે એટલે જ સક્રિયાઓ કરતા નથી અને કરવા જતા આપણે સમ્યક્ ફળથી વંચિત રહી જઈએ છીએ. આત્મદર્શન પછી કરજો. પ્રથમ શરીર દર્શન કરજો શરીર પરનો રાગ અવશ્ય તૂટશે.
જે સાધકને કષ્ટો સાથે મૈત્રી નથી તે સાધક સાધનાનો આનંદ માણી શકતો નથી.
મનમાં પેદા થતાં શુભ કે અશુભ વિચારોને કાયમી ન માની લેશો. પુણ્યથી મળતા તમામ લાભોનું શુભ માટે રોકાણ કરે એ જીવન જીતી જાય છે.
કેવી કરૂણતા છે આપણા મનની. ધર્મનું ફળ આપણને અખંડ જોઈએ છે અને ભાવો તેમજ ક્રિયાઓ આપણે ખંડિત કરતા રહીએ છીએ. 'પાણી મેળવવા જો નદી તરફ ડગ માંડવા જ પડે છે તો શુભ ભાવો જગાડવા સક્રિયાઓ તરફ પગલા માંડવા જ પડશે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથના આધારે ક્રિયા અષ્ટકમાં રૂચિની વાત સમજાવી. રૂચિ એ પ્રવૃત્તિની જનેતા છે. ક્રિયાની તાકાત સમજાવી રહ્યા છે. ક્ષાયોપશમિક ભાવમાં જે તપ/સંયમને અનુકૂળ ક્રિયા કરાય છે તે ક્રિયા પડી ગયેલાને પણ ફરીથી તેના ભાવમાં લાવી શકે છે. જ્ઞાનની નિષ્પતિ કેવી રીતે ક્રિયા કરી તેના ઉપર આધાર રાખે છે. દુષ્કાળના કાળમાં પાણી મેળવવાની ઈચ્છા થાય અને એ પાણી મેળવવા નદીના પટમાં ખોદકામ કરવાના પ્રયત્નો ક૨ીએ તો જરૂરથી સફળતા મળે. પાણી મેળવવા જો નદી તરફ ડગલા માંડવા જ પડે છે તેમ શુભ ભાવો જગાડવા સતત સન્ક્રિયાઓ જ આચરવી પડશે. ખોદકામ એવી જગ્યાએ કરાય જયાં પાણીની શક્યતા હોય.. ક્રિયાઓ એવી રીતે કરાય જે ભાવોની શક્યતા લાવી શકે.
A rosest to receY3
૨૮૧
1_*_*_*_*_* *_*_*_*### RY is assi
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ભાવ કે ક્રિયા?
ઘા સતત પડે તો લોઢામાંય આકાર આવી જાય. તેમ ૧૦૦ ટકા ક્રિયા કરતા રહેવાથી ભાવ પેદા થઈ જ જાય. આપણને કાયાના ભાવ ઘણા મળ્યા છે. અને એ એ કાયાના ભાવોમાં પાપો પણ ખૂબ કર્યા છે. ગલત સંસ્કારો અને જીવના પોતાના અવળા પુરૂષાર્થથી પાપો આ કાયાથી ખૂબ થયા છે. સંસ્કાર એટલે શું? ચોક્કસ પ્રકારની વૃત્તિ એનું નામ સંસ્કાર. તમો પિક્સર જુઓ છો. એમાંનું દશ્ય કયાંથી આવ્યું?
પ્રોજેક્ટરની સહાયથી પડદા ઉપર દશ્ય દેખાય. પડદા ઉપર દેખાતું દશ્ય તે કાયા અને પ્રોજેક્ટર એટલે મન. મનના પડદા ઉપર સેંકડો વખતની ક્રિયાથી જે તૈયાર થાય તે સંસ્કાર. સનમાઈકાના ટેબલ ઉપર પાણી પડ્યું હોય. લૂંછી નાંખો તો એ ટેબલ તરત સ્વચ્છ થઈ જાય... અન્યથા પાણી સુકાઈ ભલે જાય પણ એનો આકાર તો પડી જ ગયો... ફરી પાણી પડે તો આકાર ગોઠવાતા જ જાય. વર્તમાન જન્મમાં પાપો ન કરીએ તો સૂકાઈ જાય. નવા જન્મમાં પાપો ન થાય. આપણને તો પાપની પ્રવૃત્તિના સંસ્કાર સૂકાવવા છે. આ જન્મે થોડીક સાવધાની રાખીએ પાપની પ્રવૃત્તિઓ સ્થગિત કરીએ. સમ્યજ્ઞાન પરિણામ પામે તો પ્રવૃત્તિઓ પણ સમ્યફ બની જાય. સતત શુભ ક્રિયાઓને પકડી રાખો. આપણને ક્રિયાઓ ગમતી કેમ નથી? કારણ છે આપણને કષ્ટો ગમતા નથી. જયાં લેશમાત્ર પણ કષ્ટ ન પડે તે કરવા આપણે તૈયાર છીએ. પ્રભુ તો કહે છે, દેહને કષ્ટ અને આત્માનું ઈષ્ટ. કષ્ટથી બચવા જાય તે ક્રિયાથી વંચિત રહી જાય. અને જે ક્રિયાથી વંચિત રહે તે તેના ફળથી પણ વંચિત રહે છે. સાકર દૂધમાં નાંખતાજ તે ઓગળી જાય છે. હકીકતમાં સાકર દૂધમાં વ્યાપ્ત થઈ જાય છે. આપણે પણ આ ક્રિયાઓથી વ્યાપ્ત બનવાનું છે.
ઉપરના ગુણસ્થાનકવાળાને ક્રિયાની જરૂર નથી પણ નીચેના ગુણસ્થાનકવાળાને તો સતત ક્રિયાની જરૂર છે. સાધના સાથે મિત્રતા કરવી છે અને સફળતા પણ મેળવવી છે. સાધનાનો આરંભ ક્રિયાત્મક ધર્મથી શરૂ થાય છે. કૂવામાંથી પાણી ખેંચતા ગરગડી પર નિશાન પડતા જાય અને પાણી ખેંચવાનું પણ સરળ બનતું જાય. પૂજા-સામાયિક-પ્રતિક્રમણ સતત કરતા રહીએ તો આત્મા ઉપર નિશાન આકાર જરૂર પડતા જાય. આજે ભલે નથી ગમતા પણ સમય જતા ગમવા લાગશે. અભ્યાસ સાતત્યથી પડે
E
E
NIA
GIRIJu|urlfada | Jail
:- KIRY ributtisgas Y Eligiosa
Page #303
--------------------------------------------------------------------------
________________
મનમાં ઉઠતા સારા-નરસા વિચારોને કાયમ ન માની લેશો. શુભ વિચાર આવે એટલે તરત અમલીકરણ કરી લેજો. નબળા વિચારોના અમલીકરણને વિલંબમાં નાખજો. મહાન આત્મા એને જ કહેવાય જે સારા વિચારો અમલમાં મૂકે. એ અધમ વિચારોથી સાત ગાઉ છેટે રહે. શુભ મૂહૂર્ત અને શ્રેષ્ઠ મૂહૂર્ત બન્નેમાં શું તફાવત? બન્ને અલગ છે. પ્રભુના શાસનને પામેલો આત્મા શ્રેષ્ઠ નહીં પણ શુભને કેન્દ્રમાં રાખે. જીવનમાં જેટલા લાભ છે એને શુભમાં બદલતા જાઓ. પુણ્યથી મળતા લાભોનું પણ શુભમાં રોકાણ કરી ધન્ય બનો. ભગવાનના શાસનની આખી વ્યવસ્થા ખૂબ ન્યારી છે. વિપ્નો આવે ત્યારે તો ધર્મ કરે પણ વિપ્ન ન હોય ત્યારે પણ ધર્મ કરતા રહેવાનું છે. મનમાં, ચિત્તમાં જે કાંઈ પણ સારો, શુભ વિચાર આવે તો અમલીકરણ તરત કરવું. * ગુરૂદેવ! મારા ૧૦૦ રૂા. હમણાં જ લો!
કચ્છ માંડવીમાં જૈન વાડીમાં આ વિષય પર જાહેર પ્રવચન હતું. ચાલુ પ્રવચને એક જૈનેત્તર ભાઈ ઊભો થઈને કહે સાહેબ! આ ૧૦૦ રૂા લઈ લો! સામાન્યથી પૂછતા જવાબ આપ્યો બસ, રાખી લો. ભાઈ, પ્રવચન પછી આપજે. તો કહે ના, હમણાં જ લઈ લો. પોતાની જીદ ઉપર ઉભો રહ્યો એટલે એને અત્યારે જ પૈસા આપવાનું કારણ પૂછતા તેણે કહ્યું, હમણાં જ પ્રવચનમાં સાંભળ્યું કે સારો વિચાર આવે તો અમલ તરત કરશો. પ્રવચન બાદ કદાચ વિચાર બદલાઈ પણ જાય. ભાવો ખૂબ ચંચળ છે. ચંચળ ભાવોને સ્થિર કરનાર ક્રિયા યોગ છે. જૈનધર્મનું ફળ અખંડ જોઈએ તો ભાવ પણ અખંડ જોઈએ.
ક્રિયા અખંડ હોય તો ભાવો પણ ખંડિત ન થાય.
પ્રભુના શાસનમાં સુલસાનો મસ્ત પ્રસંગ આવે છે. પ્રભુ વીરે સુલતાને ધર્મલાભ કહેવડાવ્યા આ વાત ઈન્દ્ર મહારાજે દેવલોકમાં કહી. દેવતાઓને પણ એની શ્રદ્ધાની પરીક્ષા લેવાનું મન થયું. નીચે આવી મુનિનો વેષ ધારણ કરી સુલતાના દ્વારે ઉભા રહ્યા અને કહે છે ગુરૂદેવ બિમાર છે એમને માલિશ કરવા લક્ષપાક તેલ જરૂરી છે. સુલતા પોતાની નોકરાણી પાસે તેલ મંગાવે છે. તેલ લઈ આવ. બિમાર સાધુની ઔષધિયુક્ત તેલ આવા સુકૃતનો લાભ કયારે મળે? નોકરાણીથી બાટલો લાવતા તૂટી જાય છે. બીજો બાટલો લાવવા મોકલે છે. બીજો પણ લાવતા તૂટી ગયો. ત્રીજો લાવતા, તેય તૂટી પડતા ચોથો બાટલો હાથમાં આપતા છટકી પડે છે. ચાર ચાર બાટલા તૂટી પડ્યા
as is a Y કોશકોશમાંainકાંs a Yiા
જs # Histiwasinisw Yiaiાકાળ
Page #304
--------------------------------------------------------------------------
________________
હોવા છતાં નોકરાણી પર જરાય ગુસ્સો નથી કરતા. ગદ્ગદ્ ભાવે મુનિવેષમાં આવેલા દેવતાને કહે છે, આજે મારું પૂણ્ય ઓછું પડ્યું. બિમાર સાધુની ભક્તિનો લાભ ન મળ્યો... આપણે તો એ જાણવું છે કે પોતાના ભાવ અખંડ રાખ્યા તો ફળ પણ અખંડ મળ્યો. ભાવ આવ્યા વગર સ્કુલમાં દાખલ કરાયેલ છોકરાને પાંચ વર્ષ પછી સ્વયં સ્કુલમાં જવાના ભાવ જાગવા માંડે છે. બસ તેમજ, આજે ભલે ભાવ નથી. તો તેની પરવા ન કરો. ભાવ નથી તોય ક્રિયા કરતા રહો. સમય જતાં સમજ પ્રગટશે. સમજ એ બહુ મોટી ચીજ છે. આપણા તો મનની વિચિત્રાતા છે. ધર્મનું ફળ આપણને અખંડિત જોઈએ છે. ભાવો તથા ક્રિયાઓને ખંડિત કર્યાજ કરીએ છીએ. ભાવોને ખંડિત થવા ન દો. ખંડિત થનારા ભાવોની બાદબાકી સતત કરતા રહો. એક વાત નક્કી કરો. મારો જે વિષય નથી એ વિષયમાં રસ લેવો નથી.
ચિંતા કરનારા ચાર પ્રકારના જીવો છે. (૧) આત્માની ચિંતા કરે તે ઉત્તમ. (૨) વિષયોની ચિંતા કરે તે મધ્યમ (૩) પૈસાની ચિંતા કરે તે અધમ (૪) પારકાની ચિંતા કરે તે અધમાધમ.
આપણે આપણા આત્માની જ ચિંતા કરીએ. પારકાના ઘરમાં ડોકિયા શા માટે કરીએ. ક્રિયાયોગી બનવાનું છે. આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યું કે સાધકે સાધના માટેની એક વાત ધ્યાનમાં રાખવી. બીજાની ચેષ્ટા માટે જે બહેરા મૂંગા અને આંધળા બની શકે તે જ સાચો સાધક.
વિભાવ દશાથી બચવું છે. પ્રમાણિકપણે પુરૂષાર્થ તો કરવો જ પડશે. અશુભથી નિવૃત્ત થઈએ, શુભમાં પ્રવૃત્ત બનીએ, અંતે શુદ્ધમાં જાગૃત બનીએ. નાના મોટા કષ્ટો ઉઠાવી લઈએ. જે પથ્થર ટાંકણાના ઘાથી વંચિત રહે તે કષ્ટથી તો બચી જાય છે પરંતુ પ્રતિમા બનવાના સૌભાગ્યથી પણ વંચિત રહી જાય છે.
આવો, આપણે તારક ક્રિયાઓને પ્રાણવંતી બનાવીએ..
1ણ ક ક
મા
આ
જે
૨૮૪
ના
હ
|
Etal /
I
Page #305
--------------------------------------------------------------------------
________________
નાનો પ્રયોગ, ક્રિયાનો ઉપયોગ
શ્રદ્ધાનો પાયો મજબૂત બનાવો. પાંચમા આરામાં શ્રદ્ધાને ટકાવવી તે આરાધના સુંદર
જિનવાણી સાંભળવી પછી વાગોળવી
આત્મચિંતન પ્રથમ છે પછી આત્મશુદ્ધિ કરો
રાગ-દ્વેષ ટળે તો વિતરાગતા મળે તો મોક્ષના શમણાં ફળે નહિં તો લાખ ચોરાસીમાં ટળવળે..
ધર્મકર્તવ્યને બળ આપે એવી શ્રાવિકાની પ્રાપ્તિ પાપોદયમાં પુણ્યોદય છે.
જ્ઞાનસારની અંદ૨ ક્રિયાની મહત્તા બતાવતાં જણાવે છે કે જેઓ ક્રિયા માર્ગને ગૌણ કરી નિશ્ચયને પામવાની વાત કરે છે, પ્રભુને પામવા માટેનો માર્ગ બતાવે છે તે યોગ્ય નથી. માણસ ઊંચો હોય તો તેની ભાષા પણ ઊંચી હોય છે. મંદિરના દરેક શિલ્પની પાછળ નક્કી ગણિત હોય છે. નીચા મકાનના પાયા ઊંચા ન હોય તો ચાલે પરંતુ ઊંચા મકાનના પાયા ઊંડા હોય છે. પાયો મજબૂત જોઈએ. ચિંતનમાં ઊંડો ઉતરનાર મહાન છે.
પ્રવચનની બે પ્રકારની શૈલી હોય છેઃ ખંડનાત્મક અને મંડનાત્મક. બંને પ્રવચનની શૈલી હોવા છતાં બંનેમાં ફરક કયાં પડે છે.
અકબરના દરબારમાં એક વણકર કાપડનો મોટો તાકો લઈને આવ્યો. ત્રણ માણસો એ તાકાને ઉપાડી લાવ્યા હતા. રાજા વણકરને પૂછે છે આ તાકાની અંદર કેટલું કાપડ છે? વણકરે કહ્યું, ઘણું કાપડ છે. રાજાએ કહ્યું કાપડનું માપ તો હશેને ? વણકરે કહ્યું, બાદશાહ આપની સાત પેઢીને કફન થાય એટલું આ કાપડ છે. બાદશાહ આ સાંભળી એકદમ ગુસ્સે થઈ ગયો. બાદશાહે કહ્યું આવું બોલનારને તો ફાંસીની સજા મળવી જોઈએ. બીરબલે બીજી જ ક્ષણે બાદશાહને કહ્યું બાદશાહ! આ વણકરના કહેવાનો મતલબ આપ ન સમજ્યા. વણકર કહે છે, રાજાની સાત પેઢીને કાપડ ખરીદવાની જરૂર નથી. એ કાપડમાંથી કફન પણ થઈ જશે, એટલું આ કાપડ છે. બાદશાહે કહ્યું, એમ વાત છે. એને ઈનામ આપો.... પૂજ્ય ગુરૂદેવશ્રી નાનો હતો ત્યારે આવી જ એક વાત કરતા હતા. એક રાજાને
પણ
KT_ACKT_OVE_KI_T_CULATE_TITLE : ૨૮૫
| |___!$23_07_15227_*
*!!!ITE_____!P******
Use Yenisen es most OR CYCLE celine
Page #306
--------------------------------------------------------------------------
________________
રાતના સ્વપ્ર આવ્યું મારા બધા દાંત પડી ગયા. સવારના રાજ જયોતિષને બોલાવ્યા, જયોતિષે રાજાનું સ્વપ્ર સાંભળીને કહ્યું : રાજા તમારા સગાંસંબંધી જોતાં રહેશે અને તમે ખુદા પાસે ચાલ્યા જશો. રાજાએ આજ્ઞા કરી ચડાવી દો ફાંસીએ. બાજુમાં ચાલાક મંત્રી ઉભા હતા. આપણે ગમે તેટલા મોટા બનીએ પણ પાસે એક ડાયો માણસ રાખો, કયારેક તો કામ લાગશે. મંત્રી દયાળુ છે. રાજાને કહે છે. આ જયોતિષે તો ખુબ સુંદર ફળ જણાવ્યું છે. રાજાએ પૂછયું, શું કહે છે? મંત્રીએ કહ્યું તમે કેટલા નસીબદાર છો. તમે કોઈનું પણ મોત નહીં જોઈ શકો. રાજાએ કહ્યું યહ બાત હૈ? ઈનામ આપીને ખુશ કરો. માણસ ઊંચો હોય એની ભાષા ઊંચી હોવી જોઈએ. મંડનાત્મક શૈલી જીવનમાં કામની છે. કેમકે તેમાં સ્વીકાર છે. ઘર-બજાર સમુદાયમાં તમારી શૈલી મંડનાત્મક હોવી જોઈએ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, ક્રિયા વગર પણ મોક્ષમાં તો જવાય. જો મોઢામાં કોળિયો નાખ્યા વિના પેટ ભરાય તો! પેટ ભરવા માટે ખાવું જ પડે. જે લોકો બાહ્ય ક્રિયાનો ત્યાગ કરે છે એમના માટે સમજવા જેવું છે કે આપણે જીવીએ છીએ પણ કોઈક ક્રિયાથી જ ને! શ્વાસોશ્વાસની ક્રિયા વગરનું જીવન પણ કયાં શક્ય છે. સિદ્ધદશા પ્રાપ્ત થયા પછી ક્રિયાની જરૂર રહેતી નથી. સક્રિય બન્યા વગર કાંઈ મેળવાતું નથી. સિધ્ધ બન્યા પછી નિષ્ક્રિય બની જવાય છે. છબસ્થોને તો સક્રિય બનવું જ રહ્યું. જો નદી વહેતી બંધ થાય તો એ નદીનું પાણી ગંધાય. મશીન બંધ પડી રહે તો એના પાર્ટસ પણ કટાઈ જાય. દરેક ક્ષેત્રમાં ક્રિયા તો જરૂરી છે. આપણા જેવા ધ્યાનની વાતો કરીને બન્ને બગાડે છે. નથી ધ્યાન થતું, નથી ક્રિયા થતી. શાસન આપણા સુધી આવ્યું છે તો ક્રિયામાર્ગથી જ. માત્ર આંખ બંધ કરવાથી મોક્ષ થઈ જશે? જાગેલો આત્મા જ પરમાત્મા બની શકે. ઊંધતાં એવા અજ્ઞાની જીવોને તો કોઈ તીર્થકરો પણ જગાડી શકતા નથી. જે જાગે છે તે પામે છે. ક્રિયામાર્ગથી જ પ્રભુને આરાધવાના છે. નિશ્ચયની વાતો આપણને સાંભળવી ગમે છે. ખરેખર ગમે તેનું વાંચો નહીં. નિશ્ચયની સાથે વ્યવહાર જોઈએ. અશ્રધ્ધાળુના વાંચનથી શ્રધ્ધા માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા. ડેસ્ટીનેશન મૂકો. મંજીલ તો નક્કી કરવી જ પડશે. અમદાવાદથી ટ્રેનમાં બેઠેલો માણસ ભૂલી જાય છે કે કયાં જવું છે, તો તે પહોંચી નહીં શકે. એક લક્ષ્ય બનાવો. લક્ષ્ય વગરની ક્રિયા માત્ર દોટ છે. આ ક્રિયા કરીને એનાથી મારે કાંઈ પામવું છે. એવું લક્ષ્ય નક્કી કરી ધો. લક્ષ્ય હશે તો સવાલ થશે કે આપણે લક્ષ્યની નજીકમાં છીએ કે દૂર છીએ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સૂરિ મ.ને સવાલ જાગેલો કે મારો
Page #307
--------------------------------------------------------------------------
________________
મોક્ષ કયારે? આપણને એવો સવાલ જાગ્યો ખરો? આપણામાં સ્થિરતા નથી. ક્રિયાથી એક જ આત્મશુદ્ધિ માંગો. તમારી અમારી ક્રિયામાં ફે૨ સામાયિક લેવાની કે પારવાની નહીં. અમારે જાવજીવનું પચ્ચક્ખાણ છે. ક્રિયામાં ભેદ હોય પણ ફળમાં અભેદપણું છે. લક્ષ્યમાં પણ ભેદભાવ નથી. આત્મામાંથી પરમાત્મા બનવાનો આપણો લક્ષ છે. ક્રિયાથી સ્વરૂપ દશાની પ્રાપ્તિ કરવાની છે. ક્રિયાથી રાગ-દ્વેષ ટળે અને વિતરાગતા મળે એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. મારે અહીંથી કયાં જવું છે એવો વિચાર આવે છે? જવું રખડવું ફરવું એમાં ફરક છે. જવાની ક્રિયા નક્કી હોય છે. લક્ષ સાથેની ક્રિયાથી જરૂર ફાયદો થશે. ડૉકટર પાસે દવા લીધા પછી નીરોગી બનવાનો લક્ષ હોય છે. લક્ષ સાથે પૂજા ક૨વા તમે ગયા હો પછી ત્યાં કોઈનો ધક્કો વાગશે તો ક્રોધ નહીં આવે. ડેસ્ટીનેશન નહીં બાંધો તો કંઈ નહી થાય. ક્રિયામાં લક્ષ્ય છે તો મન ભળે છે. મન વગરની ક્રિયા ક૨વી તે સમૂચ્છિમ ક્રિયાઓ જાણ ક૨વી. ખંડિત સુખો કોઈપણ ક્રિયા આપી દેશે, અખંડિત સુખો નહીં આપી શકે. સતત અંતરમાં રટણા હોવી જોઈએ. રાગ-દ્વેષ ટળે અને વિતરાગતા મળે. કોઈપણ મંત્રમાં ચૈતન્યતા પ્રગટે તો જ મંત્ર ફળે તેમ ક્રિયામાં પ્રાણ પ્રગટે તો થોડી પણ ક્રિયા ફળવાળી બને. ડોશીમાની સામાયિકની ક્રિયા છે પણ તેમાં મન નથી. લક્ષ્ય નથી. તો શું થાય? વહુને શિખામણ અપાય “મહાવીર સ્વામીનું શરણું, ખીંટી ઉપર ગરણું!' એક ક્રિયાની અંદર અનેક ક્રિયા કરવી મોટો દોષ છે. આપણી ક્રિયા અમૃત ક્રિયા બનતી નથી. આ ક્રિયાઓનો વિચાર આવતી કાલે કરશું. જવાનું કયાં છે? એ નક્કી ન હોવાથી ક્રિયાથી શું? ખાવાનું શા માટે? પેટની અંદર શાંતિ થાય માટે.દરેકની પાછળ કોઈકને કોઈક કારણ હોય છે. (સભામાંથી કોઈકે પ્રશ્ન પૂછયો. મહારાજ સાહેબે કહ્યું મર્યાદાપૂર્વક યોગ્ય પ્રશ્ન પૂછવાની છૂટ છે) ભગવાનની પર્ષદામાં પ્રશ્ન કોણ કરે? ગૌતમ સ્વામિ, જયંતિ શ્રાવિકા પણ પ્રશ્ન પૂછતી હતી. નાની મોટી દરેક ક્રિયા ફલદાયી બને છે. વજ્રસ્વામીને ૧૧ અંગ યાદ રહી ગયા તમને વ્યાખ્યાનના બે શબ્દો પણ યાદ નથી રહેતા ને? તમારા બધાની ભાવના છે. આ બોર્ડના લખાણની પુસ્તિકા બહાર પડે... હું તો આ વાતમાં બિલકુલ માનતો નથી. હું એમ માનું છું પ્રવચનના અમૂલ્ય વચનો કાગળમાં નહીં પણ તમારા કાળજામાં છપાવા જોઈએ. નિશ્ચય વગર દોટ ન મૂકો. સવારથી સાંજ સુધી હાલતો ચાલતો હીંચકો ત્યાંનો ત્યાં જ રહે છે. જયાં મન, વાણી વરસી રહી છે. વજ્રસ્વામીને ઘોડિયામાં ૧૧ અંગ મુખપાઠ થઈ ગયા એનું કારણ?
DA_ALLCCC l << _T2C!ALL INTERED. ૨૮૭ Desire Yaminies Wils Ye
#!$!_________!!!સ foam raasil & vs mwfRANKLE
Page #308
--------------------------------------------------------------------------
________________
વજ્રસ્વામીને ઉપાશ્રયમાં આર્યાઓ તેમજ શ્રાવિકાઓ સંભાળે છે. પોતાના છોકરાઓને પ્રેમ કરતાં મોહનીય કર્મ બંધાય છે. સાધર્મિકોને પ્રેમ કરતાં મોહનીય કર્મ તૂટે છે. સાધ્વીજી મહારાજ રોજ ૧૧ અંગનો પાઠ કરે છે. ઘોડિયામાં રહેલા બાળકને ૧૧ અંગ સાંભળવા માત્રથી કંઠસ્થ થઈ ગયા. આ ૧૧ અંગ બાલ્યાવસ્થામાં સાંભળવા માત્રથી યાદ રહી ગયા એના મૂળમાં મુખ્ય કારણ શું? એક વખત ગૌતમસ્વામી અષ્ટાપદ તીર્થે ગયેલા. ત્યાં વજ્રસ્વામીનો પૂર્વભવનો જીવ દેવ તરીકે વંદન કરવા આવેલો. હૃષ્ટપુષ્ટ એવા ગૌતમસ્વામીજીને જોઈ દેવના મનમાં એમની સાધુતા પ્રત્યે શંકા થઈ. એ જ સમયે ગૌતમસ્વામીને પોતાના જ્ઞાનનો ઉપયોગ આપવાનું મન થયું. દેવના મનોગત ભાવ જાણીને એ દેવને પ્રતિબોધવા માટે તત્પર બન્યા. એ દેવને પુંડરિક-કંડરીકનો અધ્યયન કહી સંભળાવ્યો. આ દેવ આ અધ્યયન સાંભળી ભાવિત થયો. આ અધ્યયનનું દેવલોકમાં પ્રતિદિન ૫૦૦ વાર અધ્યયન કરવા લાગ્યો. જ્ઞાનાવરણીય કર્મ એ એ સ્વાધ્યાય દ્વારા એટલું ખપાવ્યું. જેથી સાંભળવા માત્રથી વજ્રકુમારના ભવમાં ૧૧ અંગ યાદ રહી ગયા. રોજ શીખેલાને વાગોળવું જોઈએ. એક અક્ષર નવું ન ભણાય ત્યારે ત્યારે મનમાં થવું જોઈએ કે મારો આજનો દિવસ નિષ્ફળ ગયો. આરાધના દ્વારા પાયો ભરતાં જાઓ. પાયાને મજબૂત બનાવતાં જાઓ. મકાન ઉભું કરવું સહેલું બની જશે. મહુવામાં જયારે વજસ્વામી રહેલા છે એ સમયે જાવડ નામનો શ્રાવક દર્શનાર્થે આવ્યો છે. એ યોગ્ય અવસરે ત્યાં એક દેવાત્મા પધાર્યા. વજસ્વામીને કહે છે, આપની કૃપાથી હું કપર્દી યક્ષ બન્યો છું. આપ મને ઋણથી મુક્તિ મેળવવા માટે મારે યોગ્ય કાર્ય ફ૨માવો. માતા-પિતાના ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવાય? સભામાંથી : માતાપિતાની સેવા કરી ચૂકવી શકાય. સેવા એ તો વ્યાજ છે. દીકરો દીક્ષા લે અને મા-બાપને દીક્ષા અપાવે ત્યારે મા-બાપનું ઋણ ચૂકવ્યું ગણાય. પ્રભુનું શાસન પામ્યા પછી પ્રભુનો ઉપકાર વાળવો હોય તો શું કરવું? જે ધર્મ આપણે પામ્યા છીએ તે બીજાને પમાડવો જોઈએ. દેવાત્મા વજસ્વામીને કહે છે, મારે મારું ઋણ અદા કરવું છે. વજસ્વામીજી કહે છે, મેં તમારી ઉપર ઉપકાર કર્યો હોય એવું તો મને યાદ આવતું નથી. ગુરૂદેવ! હું પૂર્વભવમાં શાળવી દારૂડીયો હતો. તમે અમારા ગામમાં આવ્યા ત્યારે ઉપદેશ સંભળાવ્યો હતો. દારૂના વ્યસનમાં હું ચકચૂર હતો. આપે મને કહ્યું : ‘‘તને દારૂ વગર ચાલે તેમ નથી તો એક કામ કર. એક નાનો નિયમ લે. દારૂ પીવાની છૂટ પણ એક નાની શરત. નિયમ - એક ગાંઠ છોડીને પછી દારૂ
FEET || BHAR
259249222332824255258 259 2
૨૮૮ Y YOG PEK
Page #309
--------------------------------------------------------------------------
________________
પીવો.'' મેં નિયમ લઈ લીધો. આ ક્રિયા આપને તો હસવા જેવી લાગે છે. મહાપુરૂષોની સામાન્ય વાત પણ અસામાન્ય ફળ આપે છે. તેમનો એક જ શબ્દ મહત્વનું કામ કરી જાય છે. શબ્દો મહત્વના નથી પણ એ કોણ બોલે છે એ મહત્વનું છે. ‘‘ગાંઠ છોડ્યા સિવાય દારૂ પીવું નહીં.'' એક વખત દારૂ પીવા બેઠો ત્યારે ગાંઠ છૂટી નહીં, ઘણી મહેનત કરવા છતાં સફળ ન થયો. મગજની નસો તડતડ તૂટવા લાગી. ચક્કર આવવા લાગ્યા. ત્યારે કોઈપણ પ્રકારના નિયમમાં આપણી જેમ છટકબારી ન શોધતાં નિયમમાં સ્થિર રહ્યો. દેવાત્મા કહે છે. ‘‘ગાંઠ ન છૂટી. હું મૃત્યુ પામી નવો કપર્દી યક્ષ બન્યો છું.'' વજસ્વામી દેવાત્માને કહે છે, અત્યારે પાલીતાણાનો ઉધ્ધાર કરવા જેવો છે. દુષ્ટોનું મહત્વ જામી જાય, ત્યારે સજ્જનો પાછળ ખસી જાય છે. દુષ્ટ દેવો પ્રતિમાજી ઉ૫૨ લોહી અને માંસના લપેડાઓ કરતા હતા. વજસ્વામી દેવાત્માને કહે છે. તારે ઋણ અદા કરવું છે તો સિધ્ધક્ષેત્રમાં તીર્થને ભક્તો માટે નિર્ભય બનાવવું જોઈએ. ત્યારે જાવડ કહે છે, મારા ૧૨ વહાણો સુવર્ણથી યુક્ત હમણાં આવ્યા છે. મને ઉધ્ધાર કરવાનો લાભ આપો. ત્રણે પાલીતાણા આવે છે. નવી મૂર્તિ ૨૧ વખત રથ દ્વારા ઉપર લઈ જવામાં આવી. ઉપર પહોંચાડયા પછી તે પ્રતિમાજી નીચે જ આવી જતાં હતાં. હવે શું કરવું? જાવડને વજસ્વામીજી કહે છે, મોતને માટે તૈયાર થવું પડશે. આ ૨થ ઉપર પહોંચ્યા પછી એ રથના પૈડા નીચે સૂઈ જવું જોઈએ. હવે આ એક જ માર્ગ છે. નવા કપર્દી સાહેબજીની સેવામાં હાજર છે. યક્ષની સહાયથી, જાવડની નિષ્ઠાથી અને વજસ્વામીની પવિત્રતાથી શત્રુંજય નિર્ભય બન્યું. તીર્ણોદ્વાર શક્ય બન્યું. એક નિયમ પાળવાની ક્રિયા ક્યાં પહોંચાડે છે. અલ્પ નિયમની પણ તાકાત જોરદાર છે.
આપણી નિષ્ઠા, યોગ્યતા અને પુરૂષાર્થ
જેમ જેમ ખીલતા જાય તેમ તેમ મોક્ષ નજીક આવતો જાય.
#_utus_* *_I_E_FITH #VALS { ૨૮૯
205 246243 2025 20
|____A_C(IT),_rievance be
24865 803
Page #310
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
'વિસ્મય, પલક પ્રધાનની તૈયારી | અશુભમાંથી શુભમાં, અંતે શુદ્ધમાં. શંકા એ ધર્મક્ષેત્રનો દુશ્મન છે. કિયા કાયસ્પર્શી બની હવે આત્મ સ્પર્શી બનાવો. વિવેક વગરની સત્તા સર્વનાશ કરાવે તક શોધી લો, તકદીર બદલાશે. આશય, ભાવ અને ક્રિયા ત્રણેયને શુદ્ધ કરવાની જ મહેનત કરો. માનસિક વલણ ઉપર કિયાનો મુખ્ય આધાર છે.
*
*
*
*
*
ક્રિયાષ્ટકમાં ઉપાધ્યાય યશોવિજયજી મ. કહે છે. અસંગદશાની અંદર વિકલ્પ રહિત સમાધિની જે સ્થિતિ છે તે અંતિમ સ્વરૂપ દશાને પ્રાપ્ત કરવા માટે પરમાત્માએ કહેલી ક્રિયાને અનુસરવું પડશે. અસંગદશામાં જ્ઞાન અને ક્રિયાનો ભેદ નથી રહેતો. જો કોઈ પણ ક્રિયામાં ઉપયોગ રહે તો એ ક્રિયા શુધ્ધ બને છે. વિકલ્પરહિત સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે ક્રિયા તો કરવી જ રહી એ તો નક્કી વાત છે. વચનાનુષ્ઠાન પ્રમાણે જે જીવે તેને અસંગાનુષ્ઠાનમાં એક દિવસ પ્રવેશ મળે છે. ક્રિયા દ્વારા જ અક્રિય બનવાનું છે. જયાં આત્મ પ્રદેશોનું સ્પંદન છે, ત્યાં કર્મોનો બંધ છે. સ્પંદન બંધ થાય ત્યાં કર્મોનો બંધ થતો નથી. અસંગ અનુષ્ઠાન તરફ ગતિ કરવા માટે વચનાનુષ્ઠાન જરૂરી છે. જેમ કાંટો કાંટાને કાઢે, લોઢું લોઢાને કાપે એમ શુભક્રિયા જ આત્માને એક દિવસ અક્રિય બનાવે છે. ક્રિયાથી ક્રિયાનો નાશ થશે. જે ક્રિયા ચાલી રહી છે, એના નાશ માટે શુભક્રિયા તો કરવી જ રહી આપણી દરેક શુભક્રિયા શુધ્ધ ક્રિયામાં બદલાવી (Transfer) જોઈએ. ક્રિયા કરતાં ઉમંગ વધવો જોઈએ. આપણે શુભ કિયા તો ઘણી જ કરીએ છીએ પરંતુ શુધ્ધ ક્રિયા ઓછી કરીએ છીએ. જો શુધ્ધમાં જવું હોય તો ક્રિયાને ઉપયોગવંતી બનાવવી પડશે. શુધ્ધ બન્યા વગર નિરંજન બુધ્ધ નહીં થવાય. આપણી દરેક ક્રિયા યોગ પ્રધાન નહીં પણ ઉપયોગ પ્રધાન બનવી જોઈએ. ક્રિયા દ્વારા પુણ્ય પણ બંધાય છે. એ પુણ્યના ભોગવટામાં આનંદ આવી જાય તો સંસાર લીલુંછમ બની જાય. પુણ્ય મળે એ જુદુ અને માંગવું એ જુદુ છે. મળવામાં વાંધો આવતો નથી, માંગવામાં વાંધો આવે છે.
aata traiti if tilittittedજatted it
ii ૨૯૦ કડક
સ જા
Page #311
--------------------------------------------------------------------------
________________
અર્થાત ધર્મથી સુખ મળે પણ મંગાય નહીં. ગીતાર્થ આચાર્યોની વાત કયારે બે મત થાય તો એમાં ઊંડા ઉતરશો નહિ. પરમાત્માએ કહેલી દરેક ક્રિયાનો આદર કરો. વિવાદમાં જશો તો પામવાનું પાણી નહીં શકાય. મતમતાંતરોમાં પડવાથી રાગ-દ્વેષની પરંપરા વધે છે. જયાં રાગદ્વેષ થાય છે, ત્યાંથી મોક્ષ દૂર થાય છે. ક્રિયાની વાત કરતા જ્ઞાની ભગવંતો કહે છે, વિષક્રિયા કોનું નામ! માનસિક વલણ ઉપર ક્રિયાનો મોટો આધાર છે. ઈહલૌકિક સુખ અને પ્રશંસાની ઈચ્છાથી જે ક્રિયા કરાય એનું નામ વિષક્રિયા. સન્માન કે ભૌતિક પદાર્થોની ઝંખનાથી કરાતી ક્રિયા તે પણ વિષક્રિયા. શંખેશ્વર દાદાની અઠ્ઠમ શા માટે? મારું ઠેકાણું પડી જાય એ વિષક્રિયા. ક્રિયા કર્યા બાદ યશની ઈચ્છા ન રાખો. આ વિષક્રિયા આત્માને ભવાંતરમાં પરમાત્માથી દૂર લઈ જાય છે. ગરલ ક્રિયા! જે ક્રિયા કરું એનાથી મને પરલોકમાં સુખ મળે એ ગરલક્રિયા છે. વિષ તાત્કાલિક મારે છે. પણ ધીમું ઝેર રીબાઈ રીબાઈને મારે છે. વિષ ક્રિયા પણ ખતરનાક અને ગરલ ક્રિયા પણ નુકસાનકારક છે. પૂર્ણ નથી બન્યા ત્યાં સુધી ક્રિયા જરૂરી છે. ઉપર પહોંચવા સુધી જરૂરી છે. નિસરણી ઉપર પહોંચ્યા પહેલાં કાઢી નાખીએ તો? પડી જવાય. ક્રિયા કરે પણ ક્રિયામાં ઉપયોગ ન હોય, ક્રિયા કાય સ્પર્શી હોય પણ આત્મ સ્પર્શી ન હોય એ અનનુષ્ઠાન ક્રિયા. ઘણીવાર કોઈ ક્રિયા કરતાં હોય ક્રિયાની બાબતમાં પૂછીએ ત્યારે કહે ખબર નથી આમ શા માટે કરીએ છીએ! મહત્વ શું છે એની જાણ પણ હોતી નથી. ગાડરીયા પ્રવાહની જેમ કર્યા કરવાનું. ઘેટામાં તો શિસ્ત હોય છે માણસમાં આ શિસ્તનો પણ અભાવ હોય છે. ગતાનુગતિક બેધ્યાનપણે ક્રિયા કરતા હોઈએ છીએ. ક્રિયાથી લાભ નથી મળતો એમ આપણને ઘણીવાર લાગે છતાં પણ ખબર ન હોય એ પ્રમાણે કર્યા કરીએ છીએ. ડોશીમા ભાગવત સાંભળવા બેઠા છે. એમનું ધ્યાન ઝાડુ-દૂધમાં જ પડ્યું છે તો ભાગવત કયાંથી સંભળાય. ઉદ્દેશ વગરની ક્રિયાનો સમાવેશ અનનુષ્ઠાનમાં થાય છે. જો ક્રિયા ઉપયોગથી થાય તો એનો પડઘો રાતના પણ થાય છે. ચલણા રાણી સુતા છે. ઠંડીની સીઝન છે. પોતાનો હાથ (બહાર) ઠંડીથી ચીમળાયો ત્યારે એ બોલી ઉઠ્યા : “એ શું કરતાં હશે?” શ્રેણિક મહારાજાના કાને આ શબ્દો પડયા. હું તો ઘરમાં છું. નક્કી ચેલણાના મનમાં બીજો કોઈ વસેલો છે. શંકા, એ ધરતીકંપ સર્જે છે. શંકા મચાવે કેર. શ્રેણિક સવારના ઉઠે છે. શ્રેણિક મહારાજા અભયને કહે છે, અંતઃપુરને સળગાવી દો. જ્ઞાની ભગવંતો કહે છે, રાગ એટલા માટે ભયંકર છે કે એમાંથી આગ કયારે નીકળે છે એની કોઈ ગેરંટી નથી
* It is a viEast rity tration ##### # Y sittities attit
I s Tiwari
રહ૬
E
Fiza
REXItaxtil a Elsa tries | Y #india #sisting Yagnities
Page #312
--------------------------------------------------------------------------
________________
હોતી. વ્યક્તિના હાથમાં સત્તા આવે છે ત્યારે વિવેક જાય છે. સત્તા હાથમાં આવે ત્યારે સ્વસ્થ રહેવા જેવું છે. શ્રેણિક મહારાજાએ ગુસ્સામાં આવી અભયને હુકમ કરી દીધો. હમણાંને હમણાં અંતઃપુરને સળગાવી દો. અને રાજા પોતે પરમાત્માની પાસે ગયા. પરમાત્માને પૂછયું કે ચેલણા સતી કે અસતી. એક ગુણ બધા ગુનામાંથી જીવને બચાવે છે, તે છે વડીલને પૂછયા વિના ડગલું ન ભરવું. મેઘકુમાર આજ ગુણથી બચી ગયા. જે તમારા વડીલ હોય એને પૂછયા સિવાય કોઈ પણ કાર્ય ન કરવું. ભગવાને કહ્યું ચેલણા તો મહાસતી છે. રાજાને ૫૨માત્માના વચન ઉ૫૨ પૂર્ણ શ્રધ્ધા હતી. શ્રેણિક મહારાજા દોડતાં ઘોડે પાછા વળ્યા અભયકુમાર સામે મળે છે. રાજા પૂછે છે : ‘અંતઃપુરને સળગાવી દીધું?' અભયે કહ્યું પિતાજી આપની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું છે. જુઓ હજી સામે બળતી આગ દેખાય છે. રાજાએ અભયને કહ્યું મને તારૂં કાળું મોઢું બતાવતો નહીં. અભયકુમાર તો અવસરની રાહ જોઈને જ બેઠા હતા કયારે એ ધન્ય દિવસ આવે. શ્રેણિક રાજા અંતઃપુર બાજુ આવે છે. ત્યાં આવીને જુએ છે તો બધું સહી સલામત છે. અંતઃપુરમાં અભયે આગ લગાડી જ નહોતી. અંતઃપુરની બાજુમાં થોડા લાકડા વિગેરે સળગાવ્યા હતા. આ બાજુ અભયકુમાર દોડતો ભગવાન પાસે આવે છે. સર્વ સંગનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરી લીધું. શ્રેણિક વિચારે છે. ઓહો! આ તો ગરબડ થઈ ગઈ. મેં અભયને આવેશમાં આવીને કહી દીધું કે ચાલ્યો જા મને તારૂં કાળુ મોઢું ન બતાવતો. અભય ચોક્કસ ભગવાનની પાસે ગયો હશે. શ્રેણિક ફરી પાછા ભગવાન પાસે આવે છે. અભયકુમારને ચારિત્ર વેશમાં જોઈ શું બોલે છે? અભયકુમારે તકને ઝડપી લીધી હતી. પિતાજી આવ્યા તો કહે છે, ધર્મલાભ. શ્રેણિક રાજા ચેલણા પાસે આવે છે. ચેલણાને પૂછ્યું રાતના તું શું બોલતી હતી? ચેલણાએ કહ્યું, મેં દિવસના ખુલ્લા શરીરવાળા મહાત્માને કાર્યોત્સર્ગ અવસ્થામાં જોયા હતા. એમને મેં ધ્યાનથી જોયાં હતા. રાતના મને જયારે ઠંડી પડી ત્યારે મહાત્મા નજર સમક્ષ આવતાં બોલાઈ ગયું હશે ‘એ શું કરતા હશે?’ રાજાને સત્ય હકીકતની જાણ થતાં અફસોસ થયો. ધ્યાનથી સાધુને જોયેલા તો એ ધ્યાનમાં રમણતા જાગૃત થઈ. આપણી પૂજા આપણને પ્રસન્નતા નથી આપતી કારણ ક્રિયામાં ઉપયોગની ખામી છે. તદ્ભુતુ અનુષ્ઠાનમાં ક્રિયા પ્રત્યે એને જબરદસ્ત બહુમાન હોય છતા પણ અવિધિઓ થઈ જતી હોય. ક્રિયા ઓછી વત્તી આવડતી હોય પરંતુ ક્રિયા પાછળનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. એ ક્રિયા મોક્ષના હેતુથી જ કરે. ક્રિયા માર્ગમાં શ્રેષ્ઠ અમૃતક્રિયા છે. જેમાં આશય, ભાવ અને ક્રિયા
20 1090 AENEALOLLAGE,
" કમ
8338_v! | E alw
312 LILA A .G ***
૨૯૨ BEY as well as its six wee M
Page #313
--------------------------------------------------------------------------
________________
એમ ત્રણેય શુદ્ધ હોય એનું નામ અમૃત ક્રિયા. અમૃતક્રિયામાં લક્ષ શુધ્ધિ પણ હોય અને ભાવ શુધ્ધિ પણ હોય છે. અમૃતાનુષ્ઠાનમાં જવું હોય તેને ક્રિયા શુદ્ધિનું અવશ્ય લક્ષ રાખવું જોઈએ. પરમાત્માના દર્શનથી એની વાણી ગદ્ગદ્ બની જતી હોય છે. રોમાંચ ખડા થઈ જાય. અમૃતાનુષ્ઠાન તાત્કાલિક ફળે છે. મયણા દેરાસરે જઈને આવી. સાસુને કહે છે, નક્કી આજે એ આવવા જોઈએ. સાસુ કહે છે કયા કારણથી કહે છે. જયારે અતિ ઉગ્ર કક્ષાનું પુણ્ય થાય છે ત્યારે રોમાંચ ખડા થઈ જાય છે, ત્યારે આત્મા અમૃતક્રિયામાં પ્રવેશ કરે છે. અઈમુત્તા મુનિની ઈરિયાવહિનું તાત્કાલિત ફળ તમે બધા જાણો છો. પરમાત્માના શાસનની ક્રિયા એટલી મહાન છે કે તે આત્માને પૂર્ણતા અપાવી દે છે. દરેક ક્રિયામાં લક્ષ્ય રાખો. લક્ષ્ય વગરની દોટ અહીં જ અટકાવી દો. ક્રિયામાં ઉપયોગ અત્યંત જરૂરી છે. તમે જે ક્રિયા કરો નાની કે મોટી દરેકમાં ઉપયોગ રાખતા શીખો. સામાન્ય આ ઉપયોગની વાત છે. લોગસ્સ બોલી રહ્યા છો. લોગસ્સમાં વંદે-વંદામિ આવે ત્યાં માથું ન ઝુકાવો તો જુઠુ બોલ્યાનો દોષ લાગે છે. આ ક્રિયાષ્ટક સાંભળ્યા પછી આજથી નક્કી કરો કે એક દિવસ આપણી ક્રિયા અમૃતાનુષ્ઠાન બનાવવી છે.
એક શેઠ વ્યાખ્યાન સાંભળી ઘેર ગયા. રાતના શેઠાણી સામાયિક લઈને બેઠા છે. ત્યાં ઘરમાં ચોર આવ્યો. શેઠાણી શેઠને કહે છે, ‘ચોર આવ્યો જાગો છો?' શેઠ કહે છે હા. ચોરને ખાતર પાડવા દે પછી ઉઠું છું. અંદર તો આવવા દે. અંદર આવી ગયા. ચોરી ક૨વા દે. ચોરો તિજોરી પાસે ગયા. તિજોરી ખોલવા દે. પોટલો બાંધવા દે. પોટલો લઈને નીકળે તો ખરા. ચોરો પોટલો લઈને નીકળી ગયા ત્યારે શેઠ દોડે છે. શું વળ્યું? શેઠને ચોર આવ્યા એનું જ્ઞાન હતું પણ ઉઠવાની ક્રિયા ન કરી તો જ્ઞાન નકામું ગયું. પરિપક્વ હાર્દિક સમજણ સ્વીકાર સમ્યક્ આચરણ પછી જ સ્વાનુભૂતિ થાય. ચિત્તની વિહ્વળતા એ અસમાધિની જ જાહેરાત છે. તૃપ્તિનો અનુભવ કેમ થાય?
"
Life | શmmese W
૨૯૩
-
*_*_*_*_* IN
mimic) - Yચાંચમાં
Page #314
--------------------------------------------------------------------------
________________
१०
तृप्त्यष्टकम् पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् ।
साम्यताम्बूलनास्वाद्य, तृप्तिं याति परां मुनिः ||१|| (१) ज्ञानामृतं-शान३५ अमृत पीत्वा-पीने क्रिया सुरलता फलम्-3या३५ ४८५वृक्षy ३१ भुक्त्वा-माईने साम्यताम्बूलम्-सममा ३५ ताबूत आस्वाद्ययावाने मुनिः-साधु परां-अत्यंत तृप्ति-तृतिने याति-पामे छे. (૧) જ્ઞાનરૂપ અમૃત પીને, ક્રિયા રૂપ કલ્પવેલડીના ફળ ખાઈને અને સમતા રૂપ તાંબૂલનો આસ્વાદ કરીને મુનિ ઉત્કૃષ્ટ તૃપ્તિને પામે છે.
स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी ।
ज्ञानिनो विषयैः किं तै-थैर्भवेत्तृप्तिरित्वरी ||२|| (२) चेत्-ठो ज्ञानिन-शानीने स्वगुणैः-पोताना शान थी एव-४ आकालम्-डंभेश। अविनश्वरी-विनाश न पामे तेवी तृप्ति-तृति भवोत्-थाय (तो) यैः-मनाथी इत्वरी-थोड। नी तृप्ति-तृप्ति (छ) तै:- ते विषयैःविषयोथी किम्:- शु? (विषयोनी शी ४३२ छे?) (૨) જ્ઞાનીને પોતાના જ્ઞાનાદિ ગુણો વડે સદાકાળ વિનાશ ન પામે તેવી તૃપ્તિ થતી હોવાથી ક્ષણિક તૃપ્તિ કરનારા વિષયોની જરાય પડી હોતી નથી.
या शान्तैकरसास्वादाद् भवेत्तृप्तिरतीन्द्रिया ।
सा न जिह्वेन्द्रियद्वारा. षड्रसास्वादनादपि ||३|| (३) शान्तैकरसास्वादात्-शान्त३५ मद्वितीय २सना अनुभवथी अतीन्द्रिया
न्द्रियोथी न अनुभवी शय तेवी या-8 तृप्ति :-तृप्त भवेत्- थाय साते जिह्वन्द्रियद्वारा-। इन्द्रियथी षड् रस-आस्वादनात्-७ २स यापवाथी अपि-५। न- नथाय.
ARRIMARRIERASANNA
२ ८४
R EASINI MEANIYASANATARIKARANASIAN EMAILYRTRENDINTERVERELP८. sinYMESHREE KYTREET
Page #315
--------------------------------------------------------------------------
________________
(૩) કોઈની તુલનામાં ન આવે તેવા શાંત રસના આસ્વાદથી અનુભવગમ્ય જેવી તૃપ્તિ થાય છે તેવી તૃપ્તિ જિવા ઈંદ્રિયથી પરસના ભોજનથી પણ થતી નથી.
संसारे स्वप्नवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी ।
तथ्या तु भ्रान्तिशून्यस्य, सात्मवीर्यविपाककृत् ||४|| (૪) વનવ-સ્વમની જેમ સંસાર-સંસારમાં મમમની -અભિમાનથી થયેલી-માની લીધેલી મિથ્યા-જુઠી તૃપ્તિ-તૃપ્તિ ચા-હોય, તથ્ય-સાચી તૃપ્તિ તુ-તો બ્રાન્તિશૂન્યસ્થ-મિથ્યાજ્ઞાનથી રહિતને હોય. સી- તે માત્મવીર્યવિપાઆત્માના વીર્યની પુષ્ટિ કરનાર છે. (૪) જેમ સ્વપ્નમાં મોદક ખાવાથી કે જોવાથી વાસ્તવિક તૃપ્તિ થતી નથી તેમ સંસારમાં વિષયોથી માની લીધેલી જુઠી તૃપ્તિ થાય છે. સાચી તૃપ્તિ તો મિથ્યાજ્ઞાન રહિત સમ્યગ્દષ્ટિને હોય છે. તે તૃપ્તિ આત્મવીર્યનો વિપાક-પુષ્ટિ કરનારી છે. અર્થાત્ તૃપ્તિથી આત્મવીર્યની પુષ્ટિ-વૃદ્ધિ થાય છે. (તૃપ્તિનું લક્ષણ આત્મવીર્યની પુષ્ટિ છે.)
पुद्गलैः पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना ।
परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते ||५|| (૧) પુર્લૈઃ-પુદ્ગલોથી પુના-પુદ્ગલો તૃ-પુદ્ગલના ઉપચલ રૂપ તૃપ્તિને યાન્તિ-પામે છે, પુન:-અને રાત્મના-આત્માથી - આત્મગુણોના પરિણામથી પુન:-આત્મા તૃપિં-તૃપ્તિને (પામે છે) ત–તેથી જ્ઞાનિન:સમ્યજ્ઞાનવંતને પરતૃપિસમારો:-પુગલની તૃપ્તિમાં આત્માનો ઉપચાર યુથ-ઘટતો 1- નથી. (૫) પુદ્ગલોથી પગલો જ ઉપચય રૂપ તૃપ્તિ પામે છે. તથા આત્મગુણ પરિણામથી આત્મા તૃપ્તિ પામે છે. આથી પુદ્ગલની તૃપ્તિનો આત્મા ઉપચાર કરવો એ અભ્રાન્ત જ્ઞાનીને ઘટતો નથી. અન્યદ્રવ્યના ધર્મનો અન્ય દ્રવ્યમાં આરોપ કરે તે જ્ઞાની કેમ કહેવાય?
ભાવ - સ્વાદિષ્ટ ભોજનથી શરીરમાં ઉપચય-પુષ્ટિ વૃદ્ધિ થાય છે. ભોજન પુગલો છે અને શરીર પણ પુદગલો છે. આથી પુગલોથી મુગલો તૃપ્તિ પામે છે, નહિ કે આત્મા. આત્મા અને પુદ્ગલ બંને ભિન્ન દ્રવ્યો છે.
જ થી #g
Y aipitatist
i
S
ftuShiften
Page #316
--------------------------------------------------------------------------
________________
આથી પુદ્ગલનો તૃપ્તિ રૂપ ધર્મ આત્મામાં કયાંથી આવે? આમ છતાં, ભોજનાદિ પુદ્ગલોથી આત્મા તૃપ્તિ પામે છે એમ માનવું એ અજ્ઞાનતા છે. જ્ઞાની આવું ન માને, જ્ઞાની તો આત્મગુણ પરિણામથી જ આત્મા તૃપ્તિ પામે છે એમ માને.. જેમ અહીં ભોજનના દૃષ્ટાંતથી પુદ્ગલોથી પુદ્ગલો તૃષ્ટિ પામે છે એની ઘટના કરી તેમ પાંચેય ઈન્દ્રિયોના વિષયોના દૃષ્ટાંતથી ઘટના કરી લેવી.
मधुराज्यमहाशाकाग्राहो बाह्ये च गोरसात् । परब्रह्मणि तृप्तिर्या, जनास्तां जानतेऽपि न ||६||
(૬) મધુ-રાજ્ય-મહા-ઞાશા-અબ્રાહ્ય-મનોહ૨ રાજ્યની મોટી આશા જેઓને છે એવા પુરુષોથી પ્રાપ્ત ન કરી શકાય એવા (અથવા મધુર-આખ્યમહાશાળા અગ્રાહ્યે-સાકર ઘી અને ઉત્તમ શાકથી ગ્રહણ ન કરી શકાય તેવા) ચ-અને જોરસાત્-વાણીથી (અથવા દૂધ, દહીં, ઘી આદિ ગોરસથી) વાઘેબહાર ન અનુભવી શકાય તેવા પરબ્રહ્મણિ-૫રમાત્મામાં યા- જે તૃપ્તિ-તૃપ્તિ (થાય છે) ત ં-તેને નના:-લોકો નાનતે-જાણતા અપિ-પણ ન-નથી
(૬) મનોહર રાજ્યની મોટી આશાવાળાઓથી ન અનુભવી શકાય અને વાણીથી ન કહી શકાય તેવા પરબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને અજ્ઞાન લોકો જાણતા પણ નથી! તો અનુભવે કયાંથી?
આ શ્લોકનો બીજી રીતે અર્થ-સાકર, ઘી અને ઉત્તમ શાકથી ન અનુભવી શકાય તથા દૂધ-દહીં-ઘી આદિ ગોરસથી ભિન્ન એવા પરબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને અજ્ઞાન લોકો જાણતા પણ નથી! તો અનુભવે કયાંથી?
विषयोर्मिविषोद्गारः, स्यादतृप्तस्य पुद्गलैः । ज्ञानतृप्तस्य तु ध्यान-सुधोद्गारपरम्परा ||७|
(૭) પુદ્ઘન્નૈ:-પુદ્ગલોથી અતૃપ્તસ્ય-અતૃપ્તનો વિષય મિ-વિષ-IR:વિષયના તરંગરૂપ ઝેરના ઓડકાર સ્યા-હોય છે. જ્ઞાનતૃપ્તસ્ય-જ્ઞાનથી તૃપ્ત થયેલાને તુ-તો ધ્યાન-સુધા-૩ારી-પરમ્પરા- ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરંપરા હોય છે.
(૭) પુદ્ગલથી અતૃપ્તને વિષયવિલાસ રૂપ વિષના (ખરાબ) ઓડકાર આવે છે. જ્ઞાનથી તૃપ્તને ધ્યાન રૂપ અમૃતના (મીઠા) ઓડકારની પરંપરા ચાલે
LABELS LL LEAR A TA & R
BUY
Use U YT UL
૨૯૬
| RNI 10)* *!!* * BIJA
8 AM 03 A < uYWeissin
Page #317
--------------------------------------------------------------------------
________________
सुखिनो विषयातृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो ।
भिक्षुरेकः सुखी लोके , ज्ञानतृप्तो निरञ्जनः ||८|| (૮) વિષયે-અતૃRT:-વિષયોથી તૃપ્ત નહીં થયેલા રૂદ્ર-પેન્દ્ર-માદ્ર:-ઈન્દ્ર કૃષ્ણ વગેરે ઉપ-પણ સુનિ:-સુખી -નથી-હો-એ આશ્ચર્ય છે કે નોક્રેલોકમાં જ્ઞાનતૃત:-જ્ઞાનથી તૃપ્ત થયેલ નિરક્સન:- કર્મમેલથી રહિત :-એક fપક્ષ:-સાધુ સુરવી-સુખી (છે) (૮) કેવું આશ્ચર્ય! વિષયોથી અતૃપ્ત ઈંદ્ર, કૃષ્ણ વગેરે પણ સુખી નથી. આ જગતમાં જ્ઞાનથી તૃપ્ત થયેલ અને કર્મરૂપ અંજનની મલીનતાથી રહિત સાધુ જ સુખી છે.
પાંચ પ્રમાદની પોટલી ઉંચકશો નહિ....
સાંભળવા છતાં, જાણવા છતાં ધર્મ આચરવો નહિ = પ્રમાદ. જે આશયથી ધર્મ આરાધવાનો હોય, તે આશયના બદલે બીજો આશય ભેળવવો = પ્રમાદ. આરાધના પછી પસ્તાવો = પ્રમાદ. આરાધના પછી સ્વ-પ્રશંસા | પ્રસિદ્ધિની ભૂખ = પ્રમાદ.
આરાધના પછી થતી પરનિંદા, ઈર્ષા = પ્રમાદ. તૃપ્તિનો ઓડકાર ચાખવો હોય તો આ પાંચથી છેટા રહેશો.
at mixtartists arts E f mts & a t arted in this is an
e tartart Viraniiiiiiitu Vati Sima Y Emirijani
ats ass Yujon
Page #318
--------------------------------------------------------------------------
________________
તપ્તિ અષ્ટક
શરીર સ્વસ્થ રહે છે સમસ્થાનમાં, મન સ્વસ્થ રહે છે સમભાવમાં, આત્મા પવિત્ર બને છે સદ્ભાવમાં. પદાર્થના ત્યાગનું સત્વ ન હોય તોય પદાર્થની પસંદગીના ત્યાગનું સત્વ તો ફોરવજો જ. એના વિના રાગનું જોર ઘટવું મુશ્કેલ છે. જે આત્મા પાસે જ્ઞાનનું અમૃત, ક્રિયાનું ફળ અને સમતાનું તાંબુલ છે એ આત્મા પરમ તૃતિને પામ્યા વિના રહેતો નથી. ભોગ આનંદ તો હલકટને પણ સુલભ છે પણ ત્યાગનો આનંદ તો ઉત્તમને જ સુલભ છે. પ્રતિકુળતાના સમયમાં પ્રથમ કયા ઉપાય પર મન પસંદગીનો કળશ ઢોળે છે? ગુણના ઉપાય પર કે દોષના ઉપાય પર, જે આત્મા અનંત અનંત ગુણો પરમાત્માના જુએ છે અને અનંત દોષો જાતના જુએ છે એ આત્માને પછી જગતમાં કાંઈ જ જોવા જેવું રહેતું નથી. મનની મોટી તકલીફ એ છે કે એને જે ગમે છે એનો એ માલિક થવા દોડે છે. અને માલિકી માટેની એની દોડ જ જીવનને સંઘર્ષોથી વ્યાપ્ત બનાવી દે છે.
જ્ઞાનરૂપ અમૃત પીને, ક્રિયારૂપ કલ્પવેલનાં ફળ ખાઈને, સમભાવરૂપ તાંબુલને ચાખીને સાધુ અત્યંત તૃપ્તિ પામે છે.
- અનંત ઉપકારી શાસ્ત્રકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસારમાં તૃપ્તિ અષ્ટકમાં સરસ વાત કરી છે. તૃપ્તિની વ્યાખ્યા શું? જે વસ્તુ એક વખત મેળવ્યા પછી બીજી વખત મેળવવાની ઝંખના પેદા ન થાય તેનું નામ તૃપ્તિ.
શા માટે જગતમાં ભૌતિક પેયનું પાન કરવું? મલીન, પરાધીન અને ક્ષણમાં વિલીન થઈ જનારા ભૌતિક પેય પદાર્થોનું પાન કરવામાં જીવાત્માનું મન રાગ-દ્વેષથી મલીન બને છે. અને છતાં પણ એની તૃપ્તિ કલાક-બે કલાકમાં વિલીન થઈ જાય છે. હવે છોડો એ જગતના પેય પદાર્થોનું પાન કરવાની લત! હવે તો જ્ઞાનના અમૃતકુંભ સામે જુઓ. જયારે તૃષા લાગે
Page #319
--------------------------------------------------------------------------
________________
ત્યારે એ અમૃતકુંભનું અમૃત પી લો! તેમાં નથી રાગ-દ્વેષથી મલીન થવાનું, કે નથી જગતના સ્વાર્થી જનોની ગુલામી કરવાની.
આવી તૃપ્તિ કોને?
જે આત્મા પાસે જ્ઞાનનું અમૃત-ક્રિયાનું ફળ અને સમતાનું તાંબુલ છે એ આત્મા પરમ તૃપ્તિને પામ્યા વિના રહેતો નથી.
શ્રાવક જીવનની અને સાધુજીવનની પવિત્ર ક્રિયાઓ, દેવલોકનાં કલ્પવૃક્ષોનાં મધુર ફળ છે, ઉત્તમ ભોજન છે. પરંતુ એ ભોજન કરવા પૂર્વે આત્મારૂપી ભોજનમાં પડેલી પાપક્રિયાઓના એંઠવાડને સાફ કરી નાખવી જોઈએ. તો જ તેના અપૂર્વ સ્વાદનો અનુભવ થાય.
ભોજન કર્યા પછી મુખવાસ પણ જોઈએ ને? મઘમઘ સોડમ છલકાતી સમતા, એ મુખવાસ છે. જ્ઞાનના અમૃતજામ પીધા અને સમ્યક ક્રિયાનાં દૈવી ભોજન કર્યા... પરંતુ સમતાનાં મુખવાસિયાં ન લીધાં તો તૃપ્તિનો ઓડકાર નહીં આવે.
ક્ષણિક તૃપ્તિના પુરુષાર્થને ત્યજીને, ચાલો આપણે પરમ શાશ્વત તૃમિનો પુરુષાર્થ પ્રારંભીએ.
પ્રવૃત્તિના મૂળમાં તૃપ્તિ છે.
શ્રમ કરવો પડે તે સંસાર. જીંદગીભર માટે વિશ્રામ કરવો પડે તે મોક્ષ. તેના માટે ત્રણ વાત શાસ્ત્રકારોએ કરી છે. શરીર-મન-આત્મા. શરીરના સ્થાને સમસ્થાન જોઈએ. શરીર સમસ્થાનમાં સ્વસ્થ રહે છે. મનના સ્થાને સમભાવ જોઈએ. મન સમભાવમાં સ્વસ્થ રહે છે. આત્માને સ્થાને સભાવ જોઈએ. આત્મા સદૂભાવમાં પવિત્ર બને છે. વિષમ ભાવ અંદર ખળભળાટ કર્યા વિના નહીં રહે.
સમભાવ એટલે શું? આપણે સમભાવમાં પસંદગીનો તો ખ્યાલ રાખ્યો નથી. સમભાવમાં એનાલીસીસ કરવાની ભૂમિકા રાગદ્વેષને તોડતી જાય છે. પદાર્થનાં રાગનાં બે વિકલ્પ છે. (૧) પદાર્થનો ત્યાગ (૨) પદાર્થની પસંદગી પ્રત્યેનો ત્યાગ, પદાર્થનો ત્યાગ સરળ કે પસંદગીનો ત્યાગ સરળ? પદાર્થનો ત્યાગ સરળ છે. પસંદગીનો ત્યાગ સત્વ માગી લે છે. રાગ વિના પસંદગીની વાત ભૂલેચૂકે સરળ નથી. પદાર્થના ત્યાગનું સત્વ ન હોય તો ય પસંદગીનો ત્યાગનું સત્વ ફોરવવું જ જોઈએ. એના વિના રાગનું જોર ઘટતું નથી. જેણે અધ્યાત્મ જગતમાં જવું છે તેણે સમભાવ અને સમસ્થાન જીવનમાં
Page #320
--------------------------------------------------------------------------
________________
રાખવા જોઈએ. આ બે ચીજ હશે તો રાગ-દ્વેષમાં કોઈ ખેંચી નહીં શકે. વિભાવ દશામાં ખેંચી જનાર રાગ-દ્વેષ છે. કાર્યના શરૂઆતની ચિંતા કરો અંતની ચિંતા તમે નહીં કરો, ભગવાન પર છોડી દો. કોઈપણ વસ્તુ લેવા જાવ તે પહેલી બતાવે તે લઈ લેવી... ચપ્પલ લેવા જાવ ત્યારે જે પહેલી બતાવે તે લઈ લેવી? માપની ન હોય તોય? માપની પહેલી બતાવે છે. જો દિકરા માટે છોકરી જોવા જઈએ તો?
વિદર્ભમાં આજ વિષય પર પ્રવચન ચાલતું હતું. પ્રવચન પત્યું કે એક છોકરો આવ્યો કહે, છોકરી જોવા જઈએ, પણ પસંદ ન પડી તો અમારે શું કરવું? ત્યારે જવાબ આપ્યો, તમે જયારે કન્યા પસંદ કરવા જાઓ છો ત્યારે એ કન્યા માનસિક રીતે એ જ વિચારે છે કે આજે પસંદ કરવા આવનાર છોકરો મને જરૂર પસંદ કરશે. અને તમે એને પસંદ કરતા નથી. ત્યારે એ માનસિક રીતે વૈધવ્ય ભોગવે છે. અને આવા કેટલા છોકરાઓ આવીને ના પાડી જાય ત્યારે કેટલી વખત એ માનસિક રીતે વૈધવ્ય ભોગવે છે. આ વાત એના મગજમાં બેઠી. ઘરે જઈને બાપાને કહ્યું, તમે પહેલી છોકરી દેખાડશો તેને માટે મારી હા જ હશે. બીજી બતાડશો નહીં. બાપા આવીને કહે “હવે મારી મુંઝવણ વધી ગઈ માંગુ આવ્યું ને કન્યા જોવા જાય તેનાથી અડધો કલાક પહેલા જોયા વગર જ હા પાડી દીધી. લગ્ન થઈ ગયા. આજે ૬૨ વર્ષના કહે “અમારી જીંદગી બહુ સુખ અને આરામથી ચાલી રહી છે.'
દુનિયામાં એવો કયો રસ છે કે જેનો વર્ષો સુધી... જન્મો સુધી ઉપભોગ કરીને જીવન તૃમ બની ગયું હોય? શું જન્મથી માંડીને આજ દિન સુધી ઓછા રસ અનુભવ્યા? તૃપ્તિ થઈ ગઈ! ના ક્ષણિક તૃપ્તિ થઈ. બીજા જ દિવસે પુનઃ અતૃપ્તિ! જયાં સુધી સ્વગુણોની સુવાસના ભ્રમર નહીં બનો, ત્યાં સુધી જડ પદાર્થોની પરિવર્તનશીલ સુવાસ માટે ભટકતા રહેવું પડશે. હા, સ્વગુણો (દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની સુવાસમાં લયલીન બન્યા પછી ભૌતિક પદાર્થોની સુવાસ દુર્ગધ લાવશે. જે શાન્તરૂપ અદ્વિતીય રસના અનુભવથી ઈન્દ્રિયને અગોચર (કેવળ અનુભવગમ્ય) તૃપ્તિ થાય છે, તે જિલૅન્દ્રિય વડે છ રસના ભોજનથી થતી નથી.
પસંદગીનો ત્યાગ આપણા માટે પડકાર છે. આપણને તો કપડાના તાંતણે તાંતણે મોંકાણ છે. ભગવાન કહે છે, દરેક પદાર્થ પ્રત્યે વૈરાગ્ય કેળવજે નહીં તો જમાવટ નહીં થાય. એટલું કહો ચશ્માના ફ્રેમની પસંદગી શેના માટે કરો છો? ... બીજાને માટે... એને પૂછ્યું કયારે. “મારી ફ્રેમ
લાલ શાળા બાદiાજા / નાગાયAA માગતા alia awala Vaitatisti Bharatia Vaida O Sania
હતા. કાકાહા ના ડાકલા શા
Maujશકાશ
Page #321
--------------------------------------------------------------------------
________________
કેવી લાગી?’’ અને પૂછો તો જવાબ મળે કે તારા ચશ્માની ફ્રેમને જોવાની મને ફુરસદ નથી તો....? ભગવાનના શાસનને પામેલો મર્યાદાવાળા કપડા પહેરે અપ ટુ ડેટ નહીં. અમે પણ પસંદગી કરીએ પણ કોઈ ચીજ અમને ડીસ્ટર્બ કરતો હોય તો જ. શાસ્ત્રોમાં એના માટે છૂટ આપેલી છે. આપણી પસંદગી રાગ માટે કે સ્વાસ્થ્ય માટે? જે પણ વિષય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો તો તે પરિસ્થિતિ પણ પસંદ છે એમ કહો: પસંદગી છોડો તો તે પણ પડકાર છે. ભોગનો આનંદ તો અધમ માણસોને પણ સુલભ છે. પણ ત્યાગનો આનંદ ઉત્તમ માણસોને સુલભ છે.
ભૂરાભાઈ હોલમાં શિબિર વખતે આ મુદ્દો મુક્યો ને ત્યારબાદ એક છોકરો આવ્યો. કહે, ‘મેં મારી ખાવા-પીવાની વ્યવસ્થા બદલી નાખી સોમવારે ચા, મંગળવારે કોફી, બુધવારે-દૂધ એવી રીતે કરી નાખ્યું?'' શા માટે? ‘એક જ વસ્તુની આદત ન પડે માટે.
પુદ્ગલ પ્રત્યે વિષય ભાવ ન જોઈએ, પુદ્ગલ જીવો પ્રત્યે દુર્ભાવ ન જોઈએ. સમસ્થાન સિવાય મોક્ષ નથી. જીવનમાં સમભાવ, સદ્ભાવ હોય તો મોક્ષ નક્કી છે. જ્ઞાનનું અમૃત, ક્રિયાનો ખોરાક ને સમતાનો મુખવાસ... મુખવાસનું કામ શું? પરીણામ શું? મુખમાંથી સુગંધ આવે... સમ્યક્ ક્રિયાનાં ભોજન કર્યા પણ સમતાનો મુખવાસ ન ખાધો તો તૃપ્તિનો ઓડકાર નહીં આવે. મદનરેખાનું રૂપ ખૂબજ જોરદાર હતું. તેના પર જેઠની નજર બગડી (આંતર શત્રુ એટલે શું?) જેની સાથે આત્મીય સંબંધ છે તે બધાં આંતર શત્રુ છે. આત્મિયતાનો સંબંધ કોની સાથે; પ્રતિકુળતા આવે ત્યારે ગુણ આવે કે દોષ? શ્રદ્ધા જોઈએ એવી મજબુત નથી. ‘એક બુજ્જ’ શબ્દે ચંડકૌશિકને અસર ન થઈ. બીજીવાર ભગવાન બોલ્યા ને ચંડકૌશિક તરી ગયો. પ્રતિકુળતામાં ગુણ કેળવવાની બુદ્ધિ જાગે તો રાજા છીએ. પહેલો ભરોસો કોની ઉપર? આટલા વર્ષોની સાધના પછી પણ ધર્મ ૫૨ ભરોસો સ્થિર નથી. કટોકટીના સમયે ધર્મ કરે તો ધર્મી થવાની જાહેરાત છે. જેઠે એક દિવસ ખરાબ માંગણી કરી. મદનરેખા ચોંકી (જે ક્ષેત્ર છોડવું હોય તેના પર કોમળતા ન રાખવી. કોમળતા રાખશો તો કઠોર પરીણામ આવશે. દોષ ન ગમતા હોય તો તેના પ્રત્યે કોમળ ન બનજો. કઠોર બનજો.) મદનરેખા કઠોર બની. જેઠે ઊંધો વિચાર કર્યો- જયાં સુધી નાનો ભાઈ જીવતો છે ત્યાં સુધી મદનરેખા મને મળશે નહીં. (આપણી મોટામાં મોટી ભયંકરતા એ છે જે ગમે છે તેના માલિક બનવા દોડીએ છીએ અને માલીકી માટેની આ દોટ જ જીવનને સંઘર્ષોથી વ્યાપ્ત બનાવી દે છે.) એનું ખૂન કરી નાંખુ
*_OF_KA__*************
__________
૩૦૧
HAY TYA
Page #322
--------------------------------------------------------------------------
________________
તો જ મળશે. એક દિવસ મદનરેખા પતિ સાથે ઉદ્યાનમાં ફરતા હતા. આ લાગ જોઈ મોટો ભાઈ તલવાર લઈને આવે છે. મોટાભાઈને આવતો જોઈ નાનો ભાઈ તેનાં પગમાં પડ્યો. જેવો પગમાં પડ્યો કે મોટાભાઈએ ગળા પર તલવાર ચલાવી. નાનાભાઈનું માથું લટકી રહ્યું. મોટો ચાલ્યો ગયો. મદનરેખા વાત સમજી ગઈ. જેઠને પોતાનાં શરીર પર રાગ છે. પણ તેણે ત્યારે પોતાના પતિની સદ્ગતિનો વિચાર કર્યો.
સ્વપ્નની પેઠે સંસારમાં અભિમાન-માન્યતાથી થયેલી તૃપ્તિ હોય છે. સાચી તૃપ્તિ તો મિથ્યાજ્ઞાન રહિતને હોય છે. તે આત્માના વીર્યની પૃષ્ટિ કરનારી છે. વૈયિક સુખોમાં જેને તૃપ્તિનો ઓડકાર આવે છે? તે ભ્રાન્તિ છે... કેવળ ભ્રાન્તિ! મિથ્યા કલ્પના છે. વિલાસી વાસનાની ભડભડતી જવાલાને ક્ષણ-બે ક્ષણ એ જવાળા શાંત થયા પછી કેવી કારમી વેદનાઓ, ધખધખતા નિઃશ્વાસો, દીનતા અને ઉદાસીનતા છવાઈ જાય છે. જીવાત્મા કેવો પામર નિઃસત્વ અને અશક્ત બની જાય છે. ઉદ્દીપ્ત વાસનાઓના નગ્ન નૃત્યમાં પરમાનંદની કલ્પના કરનાર મનુષ્યને કાળ અને કર્મની કઠોર થપાટો ખાઈને કેવું કારમું રૂદન કરવું પડે છે! તેનાં જીવંત ઉદાહરણો અને ઈતિહાસનાં પાત્રો પર દૃષ્ટિપાત કરવાની આવશ્યકતા છે. તો જ ભ્રાન્તિ દૂર થશે. સાચી તૃપ્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાશે. આત્માનુભવની’૫૨મ તૃપ્તિ કરવાના ત્રણ ઉપાયો પૂજનીય દેવચન્દ્રજીએ દર્શાવ્યા છે. (૧) ગુરૂચરણનું શરણ (૨) જિનવચનનું શ્રવણ અને (૩) સમ્યકત્વનું ગ્રહણ. આ શરણ, ગ્રહણ અને શ્રવણમાં જેટલો પુરુષાર્થ થાય તેટલા અંશમાં આત્મા અનાદિ ભ્રાંતિથી મુક્ત થાય છે.
૮ મહિના પહેલા વલસાડમાં એક જૈન ભાઈ ચૌમાસીના દિવસે જમવા બેઠા. પત્નીને પૂછે છે ‘શાક શું બનાવ્યું છે?’ મગની દાળનું. ‘તને ખબર નથી મને રોજ કાંદાનું શાક જોઈએ છે? પછી શું કામ આ શાક બનાવ્યું. કાંદાનું શાક બનાવ.’ પત્નીએ કહ્યું ‘આજે કાંદા ન ખાવ - આજે ચૌમાસી છે. આવતીકાલે બનાવી આપીશ.' ‘ના, મને જોઈએ જ. દુકાને જઈને કાંદા લઈ આવી શાક બનાવ.' ઘણીવાર સમજાવ્યા છતાં ન માન્યા. છેવટે પત્ની રડતી રડતી કાંદા લઈ આવી. સુધારીને શાક બનાવ્યું. પતિ જમવા બેઠો. જેવો રોટલી સાથે શાકનો કોળીયો મોઢામાં નાખવા જાય છે ને છાતીમાં દુઃખાવો ઉપડ્યો. એટેક આવ્યો. તરત પરલોકમાં રવાના થઈ ગયો.
એક સજ્જન ડૉક્ટર મળ્યા. કહે, ‘૯૦ ટકા કેસ ખલાસ હોય તો
KP*_*_* * *
***t l&
૩૦૨
*||2*1) * * * * *
||A AN
Page #323
--------------------------------------------------------------------------
________________
અમે ઓપરેશન ન કરીએ. તેને આશ્વાસન આપીએ. એક વખત ૬૦ વરસના ભાઈ. ૯૦ ટકા કેસ ખલાસ હતો. એટલે એને નવકાર ગણવાનું કહ્યું. તો કહે “ગણું કે ન ગણું તારા બાપનું શું જાય છે? તમારી વેદના ઓછી થશે” ત્રણ વખત કહ્યા પછી પણ એજ જવાબ મળ્યો. બાપના શબ્દ પ્રકરણ પૂરું થઈ ગયું.
નબળી પરિસ્થિતિમાં આ પરિબળો, સબળ પરિસ્થિતિમાં ધર્મ ન કર્યો તેનું પરિણામ. સબળ પરિસ્થિતિમાં ધર્મ નહીં કરો તો નબળી પરિસ્થિતિમાં નવકાર નહીં ગમે. આચાર્ય તમારા ઘરે આવશે, નવકાર સંભળાવશે. પણ તમારી પાત્રતા હશે તો જ નવકાર ગમશે. બે વિકલ્પ છે : શાસન મળ્યું છે તેણે પાત્રતા વધારવાની છે અને શાસન નથી મળ્યું તેણે પુણ્ય ઊભું કરવાનું છે.
બાર વરસ પહેલાં મુંબઈના પરામાં અંજન શલાકાનો મહોત્સવ હતો. એક ભાઈના ઘરે અંજન શલાકાના ઉપયોગમાં આવનારી બધી વસ્તુઓ પડી હતી. તેણે સંઘને વિનંતી કરી મારી પાસે વસ્તુઓ પડી છે તે ઉપયોગમાં લો. પતી જાય પછી આપી દેજો. બધી જ વસ્તુઓ સોનાની. સંઘે વાત માન્ય રાખી. અંજન શલાકાનો મહોત્સવ પૂરો થયો. છેલ્લે દિવસે સમારંભ હતો. ત્યાંના આગેવાન ઉભા થઈ કહેવા લાગ્યા, “આ ભાઈએ સંઘને અંજન શલાકાના ઉપકરણોની ભેટ આપી છે. અમે એની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ.' તેમને પરિસ્થિતિનો ખ્યાલ નહોતો. પેલો ભાઈ તો આશ્ચર્ય પામ્યા. વગર પૂછે પોતાના નામે સુકૃત થયું. વિચારે ઊભા થઈ રડી પડ્યા. ૮૦,૦૦૦ના ઉપકરણો તથા ૨૧,૦૦૦ બીજા સાધારણ ખાતામાં લખાવી દીધા.
ત્રણ તબક્કાની ભૂમિકા કહી છે. પ્રગતિ કરો તો પ્રેમના ક્ષેત્રે કરજો . પ્રગતિ કોને માનો? અત્યંત બહોળું કુટુંબ. ગયા જનમના પ્રેમનું પ્રતીક છે. તમારૂં બહોળું કુટુંબ નથી તે જગ્યાના અભાવે કે હૃદયના સંકળાશના કારણે? પરિવર્તન કરો તો હૃદયના ક્ષેત્રે કરજો. દોષોનું પરીમાર્જન કરો. પુનરાવર્તન સક્રિયાના ક્ષેત્રો કરજો. સક્રિયામાં પુનરાવર્તન કરી માસ્ટર થાય તેની દુર્ગતિ થાય એવી કોઈ શક્યતા નથી.
જીવનના અંતિમ સમયે પતિની આંખમાં લાલાશ જોઈ મદનરેખા સમજી ગઈ કે ભાઈના વિશ્વાસઘાતના કારણે આંખમાં લાલાશ છે. મદનરેખાના પેટમાં બાળક છે. જેઠ તરફથી શીલનો ભય છે અને સામે
Ek Y #ાજકોટ #ક ાલાં ૪ Y
રાજા
Page #324
--------------------------------------------------------------------------
________________
પતિનું મોત છે. રાગના કારણે પતિની દુર્ગતિ થશે એ ચિંતા થઈ. કાનમાં કહ્યું હવે કશું વિચારો નહીં. કારણકે તમને તમારા ભાઈએ નથી માર્યો, તમારા કર્મોએ માર્યો છે. માટે શાંત થાઓ. રૂપનું કારણ કદાચ દુર્ગતિનું કારણ પણ બનશે પણ દ્વેષ ન કરો. ભાઈને ક્ષમા કરી દો! પતિ પર તેને પ્રેમ. અંતઘડીએ એના હૃદયના પરીવર્તનની ઈચ્છા. ધીમે ધીમે આંખની લાલાશ ઓછી થતી ગઈ. તેને કહે “પરલોકની ચિંતા કરો. ભાઈને માફ કરી દો, આંખમાં આંસુના ટીપા દેખાયા. આંખ સફેદ થઈ.” મદનરેખાને થયું હું ન્યાલ થઈ ગઈ. ત્રણ આંચકા આવ્યા ને ખલાસ. (સફેદ આંખ સદ્ગતિની જાહેરાત કરે છે) મદનરેખા મર્દાનગીપૂર્વક ઊભી થાય છે. જેઠ જે રસ્તે ગયા તે રસ્તે જાય છે. જેઠ જે રસ્તે જતો હતો ત્યાં જ બાજુની ઝાડીમાંથી સાપ બહાર આવીને એને ડંખ મારે છે. અને તે પણ ત્યાં મૃત્યુ પામે છે. બંને ભાઈની સ્મશાન યાત્રા સાથે નીકળે છે. એકની સદ્ગતિ થઈને બીજાની દુર્ગતિ.
મનને માંગવાનું રહે નહીં ત્યાં સુધી લઈ જવો તે તૃપ્તિ છે. જગતમાં સુખી કોણ? જ્ઞાનથી તૃપ્ત થયેલો કર્મ રહિત એક સાધુ સુખી છે. ભૌતિક પદાર્થોના સંયોગમાં વાસ્તવિક સુખ-શાંતિ છે જ નહીં.
સાચો સાધક જગતને જોઈને ધરાય છે. અનંત ગુણો ભગવાનના જોજો . અનંત દોષો જોવા હોય તો પોતાના જોજો . જે આત્મા અનંત અનંત ગુણો પરમાત્માના જુએ છે એ આત્માને માટે પછી જગતમાં કાંઈ જ જોવા જેવું રહેતું નથી. સુખ તમારી પાસે જ છે. બહાર માંગવા નહીં જાવ. જેને અંદરના સુખની ખબર નથી તે બહાર ભટકયા કરે છે. જ્ઞાન ભણ્યા, ગુણ નહીં. ક્રિયા છે પણ સગુણ નથી. ગુણ નથી પણ સમભાવ પણ નથી, તેને તૃપ્તિની અનુભૂતિ થતી નથી. માટે પ્રભુ કહે છે તારે દુનિયાના કોઈપણ ખૂણે જવું હોય તો જા... પણ ત્યાંથી વહેલી તકે પાછો ઘરે આવી જા.
ઉપાધ્યાયજી ‘તૃપ્તિ અષ્ટકમાં પરમ કરૂણા વરસાવી પુદ્ગલના
ait
tia Y NEWS & It's
a Y
LS
Page #325
--------------------------------------------------------------------------
________________
*
*
કચાશ પુણ્ય, પુરૂષાર્થ તે પરીણતિની...
યુગલોના સંગ્રહથી કે ઉપયોગથી પુદ્ગલો જ તૃપ્ત થાય છે. આત્માને એનાથી કૃમિનો કોઈ અનુભવ થતો નથી. દૂધનું દહી ત્યારે જ બને છે જયારે દૂધમાં દહીનો અંશ મળે છે. આત્મા પરમાત્મા ત્યારે જ બને છે જયારે આત્માંમાં પરમાત્માના ગુણોનો અંશ ભળે છે. જે ચીજના સ્મરણ-દર્શન-શ્રવણથી આપણે આનંદિત બનીએ છીએ એ ચીજ સાથે આપણે આત્મીય સંબંધ હોવાનું નિશ્ચિત થાય છે. ધર્મથી બંધાતું પુણ્ય એ પુદ્ગલ છે. પણ ધર્મથી ઉભો થતો ગુણ એ તો પરમાત્માનો સ્વભાવ છે. જે દુષ્કૃત્યોના સેવનમાં સુખની અનુભૂતિ થઈ હોય છે એ દુષ્કતોનું સ્મરણ ગહ કરવા દે એ શક્યતા બહુ ઓછી છે. જેણે પોતાના આનંદ માટે ઉત્તમ તત્વોને જીવનમાં કેન્દ્રસ્થાને રાખ્યા
છે એનું માત્ર અધમ થાય એવી કોઈ જ શક્યતા નથી. * જગત્પતિની પસંદગી અને જગતની પસંદગી વચ્ચે કયારેય મેળ પડતો
નથી.
*
*
*
પ્રલોભનમાંથી આત્માને બચાવી પવિત્ર બનાવી રહ્યા છે.
પુદ્ગલો વડે પુલના ઉપચયરૂપ આભાષિક તૃપ્તિને પામે છે. જ્યારે આત્માના ગુણ વડે આત્મા શાશ્વતી તૃપ્તિ પામે છે. જ્ઞાનીને પુગલની તૃપ્તિમાં આત્માનો ઉપચાર ઘટતો નથી.
કોનાથી કોને તૃપ્તિ થાય? જડ પુદ્ગલ દ્રવ્યોથી ચેતન આત્માને તૃપ્તિ થાય ખરી? જડ અને ચેતનના ગુણધર્મો જુદા જુદા છે. જડના ગુણધર્મોથી ચેતનને તૃપ્તિ ન થાય. આત્મા તો આત્મગુણોથી તૃપ્તિ પામે. સુંદર સ્વાદ ભરપૂર ભોજનથી શું આત્મા તૃપ્તિ પામે છે? ના રે ના. પુદ્ગલોની તૃપ્તિમાં આત્માની તૃપ્તિ માનવાની ભૂલને પરિણામે આત્મા પુદ્ગલ પ્રેમી બની ગયો છે. પુદ્ગલના ગુણ-દોષોને જોઈ રાગ-દ્વેષ કરી રહ્યો છે, પરિણામે મોહનીયાદિ કર્મોનાં નવાં-નવાં બંધનોમાં જકડાઈ ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અનંત ઉપકારી શાસ્ત્રકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજનું
Text
is avaiiii Yiaiting
Page #326
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસારનું સંસાર માટે જેટલા પદાર્થો તે બધાને એક પુદ્ગલનું નામ આપ્યું. એક ફક્ત પોતાના આત્માને દુર્ગતિમાં જતો બચાવી લેવો હોય તો એનો એક માત્ર વિકલ્પ આજ છે. આ જગતના જડ પદાર્થોના પુરન -ગલનપડન-સડનના સ્વભાવને સતત નજર સમક્ષ રાખવો જ પડશે. પરંતુ “જડ જડને ભોગવે છે... જડ જડને ખાય છે... આત્માને શું લાગેવળગે? આ વિચારને પકડી લઈ જો તમે જડ પદાર્થોના ઉપભોગમાં લાગી રહ્યા... તો આત્મવંચના થશે, જડ પુદ્ગલોની તૃપ્તિમાં પોતાની તૃપ્તિ માનવા ટેવાયેલી વાસના દઢ થશે. ભોગશક્તિ ગાઢ બની જશે. “જડ જડને ભોગવે છે મારો આત્મા ભોગવતો નથી... આત્મા મેલો થતો નથી...” આવો વિચાર તમને જડ પદાર્થોના ઉપભોગ પ્રત્યે પ્રેરે, પુગલના સંગી બનાવે તો સમજવું કે તમે પરમાત્મા જિનેશ્વર દેવના વચનને સમજી શક્યા નથી, સમ્યજ્ઞાનની દૃષ્ટિ લાધી નથી. હકીકતમાં તો એ વિચારવાનું છે કે “જડ પુદ્ગલોના પરિભોગથી મારા આત્માને તૃપ્તિ નથી થતી તો હવે જડ પુદ્ગલોના ઉપભોગનું શું પ્રયોજન છે? લાવ, એનો ત્યાગ કરતો ચાલુ. એના ભોગનો વિચાર પણ ન આવે તેવા જ્ઞાન-ધ્યાનમાં લીન બની જાઉં.... આત્મ ગુણોની પ્રાપ્તિ, રક્ષણ અને વૃદ્ધિમાં પુરૂષાર્થ કરું.' | ગમે તેટલા પુલને જમાવી લાખો રૂપિયાનો માલિક થાય તે પુદ્ગલ જ છે તે શુદ્ધ કરવા માંગતો હોય તો પણ આત્મા શુદ્ધ ન થાય.
મુગલોના સંગ્રહથી કે ઉપયોગથી પુદ્ગલો જ તૃપ્ત થાય છે. આત્માને એનાથી તૃપ્તિનો કોઈ જ અનુભવ થતો નથી. પુદ્ગલથી પુદ્ગલની જ તૃપ્તિ થાય, આત્માથી આત્માની જ તૃપ્તિ થાય... દૂધમાંથી દહીં કેવી રીતે બને? મેળવણ નાંખવાથી...
દૂધનું દહીં ત્યારે જ બને છે જયારે દૂધમાં દહીંનો અંશ ભળે છે. આત્મા પરમાત્મા ત્યારે જ બને છે જયારે આત્મામાં પરમાત્માના ગુણનો અંશ ભળે છે. અખંડ આત્મા પણ નથી; અખંડ પરમાત્મા પણ નથી.
આત્મામાં પરમાત્મા શી રીતે આવે?
ચૌદ ભુવનના સ્વામિને નજરે નિહાળવાની ક્રિયાથી તૃપ્તિ અનુભવી શકાય. પરમાત્માના નાનામાં નાના ગુણને આત્મસાત કરો. પરમાત્માના ગુણનો અંશ એટલે શું?... તેમના ગુણનું પોતાનામાં સંક્રમણ કરવું તે. ગુણવાન બનવાના ત્રણ વિકલ્પ કહ્યા છે : (૧) ગુણાનુવાદ (૨) ગુણપ્રસંશા (૩) ગુણાનુરાગ.
Page #327
--------------------------------------------------------------------------
________________
ધર્મથી ઉભું થતું પુણ્ય પુદ્ગલ છે. ધર્મથી ઊભી થતી પરિણતી તે આપણો સ્વભાવ છે. પુણ્ય એટલે શું? પાપ જો દુશ્મનના ઘરનું છે તો પુણ્ય પણ દુશ્મનના ઘરનું છે. તેનો ભરોસો કરવો નહીં.
આપણને રસ શેમાં? ધર્મથી થતા પુણ્યમાં કે ધર્મથી થતી પરિણતીમાં. ચક્રવર્તી, ચક્રવર્તી થાય તે પણ પુણ્યના યોગે. તેમાં આત્માનું કંઈ કામ નહીં. રમકડાથી બાળક રમી શકે, એ રમકડા વડે જીવી શકે નહીં. જીવવા માટે ખોરાકની જરૂર પડે. મોક્ષમાં જવા માટે પુણ્ય કામ નહીં લાગે. સ્વભાવ કામ લાગશે. પુણ્ય આગળ વધારે તો? આગળ વધારે એ જુદુ અને સહયોગ કરે એ જુદુ. પુણ્ય આગળ વધારે નહીં અનુકૂળતા કરી આપે. નીસરણી કયાં લઈ જાય? કૂવા પાસે મૂકેલી નીસરણી નીચે લઈ જાય છે. માળીયા પાસે મૂકેલી નીસરણી ઉપર લઈ જાય છે. તમારું પુણ્ય પ્રચંડ હશે પણ એ પુણ્યની નીસરણી તમને ઉપર લઈ જશે કે નીચે લઈ જશે એ નિર્ણય કર્મ કરશે. પુણ્ય કર્મ પુદ્ગલ છે ધર્મના ક્ષેત્રે પ્રવેશ કરો છો શેના માટે? પુદ્ગલ માટે કે પુણ્ય માટે? સદ્ગુણ આવે તો જ આત્મા પરમાત્મા બને. સાધના કરવાથી દુર્ગુણ દૂર થાય. પુણ્ય બંધાય અને સાધના કરવા પુણ્ય અનુકૂળતા કરી આપે. સાધના કરી તમારું પુણ્ય બંધાયું અને રૂપ મળ્યું. એ રૂપ ભોગમાં કામે લગાડયું. તે રૂપ વધારેમાં વધારે પાપ કરાવે. ભગવાન કહે છે કઈ ચીજનાં સ્મરણથી; કઈ ચીજના શ્રવણથી; તેમજ કઈ ચીજનાં દર્શન ચિત્તને પ્રસન્ન કરે તેનાથી આપણી કક્ષા નક્કી થાય છે. આપણી કક્ષા કઈ? સ્મરણની, શ્રવણની કે દર્શનની? તમે પાંચ જણા બેઠા હો અને કોઈ તમને સમાચાર આપે કે કોઈએ દસ લાખનું દાન આપ્યું. બીજો સમાચાર આપે કે કોઈએ દસ લાખની કમાણીમાં નફો કર્યો. તમને આ બંને સમાચાર સાંભળી કયા સમાચારમાં આનંદ મળે? પરલોક માટે આ નિર્ણાયક બળ છે.
વડાલા શિબિરમાં ૪૪ પ્રવચનો આપ્યા. શિબિર પૂરી થઈ. ગુરૂ સાથે દર્શન કરવા જતા હતા. બીજે દિવસે દર્શન કરી બહાર નીકળ્યા ત્યાં ૨૮૩૦ વર્ષનો છોકરો રડતો ઉભો હતો. એને પૂછ્યું, ‘તું શિબિરમાં આવતો હતો. આજે શું કામ રડે છે?' તો કહે હું ઉપાશ્રયે ગયો હતો, સમાચાર મળ્યા કે તમે અહીં છો. દર્શન કરવા હતા. એટલે બહાર વિચાર કરતો ઊભો રહ્યો. અને આંખમાં આંસુ આવી ગયાં. ૪૪- ૪૪ પ્રવચનોમાં મને જે આનંદ થયો અમને આટલો આનંદ થાય છે તો તમને કેટલો આનંદ થતો હશે. તમે તો એમાં જીવો છો. ભગવાન કહે છે કે તું આટલી મૂડી ઊભી કરી દે.
AX_EET !5PX_ __!!! ૩૦૭
************
su YiSi Clefon 355 265 265363236245
Page #328
--------------------------------------------------------------------------
________________
દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં કહ્યું છે, “સુણી જન જન સુખ તુજ વાત, હરશે મારા સાતે ઘાત રે.”
આવી વાત સાંભળવામાં આવે અને એ ભૂમિકામાં પોતે કઈ શકીએ ને ગાંડા થઈ જઈએ એવી ભૂમિકા ખરી? પૂજા કરો કે ન કરો તેમાં રસ નથી. સ્મરણ-દર્શન-શ્રવણમાં આપણી કક્ષા કયાં? સ્મરણમાં ભાવ લાવો ભગવાન કહે છે. જ્યારે દર્શન કરવા જાઓ - કરીને ફરી પાછા દર્શન કરવા જાઓ? મન થાય?
વર્તમાનમાં જંબૂવિજયજી મ.સા.નાં દર્શન કરજો. એકવાર દર્શન કરીને બહાર નીકળશે ને પાછા અંદર દર્શન કરવા જશે. પંદર વીસ વખત દર્શન કરવા જશે. એક દિવસમાં ભગવાનના હજાર વાર દર્શન કરવાનું હૈયાને ઘેલું લાગ્યું છે. તમે કયારેય આવા ગાંડા થઈને દર્શન કર્યા છે?
જે ચીજના સ્મરણ-દર્શન-શ્રવણથી આપણે આનંદિત બનીએ છીએ એ ચીજ સાથે આપણે આત્મિય સંબંધો હોવાનું નિશ્ચિત થાય છે.
કોટીશિલા પર શ્રી રામચંદ્રજીએ ક્ષેપક શ્રેણી લગાવી હતી. આત્માનંદ પૂર્ણાનંદની અગોચર મસ્તીમાં લીનતા જામી ગઈ હતી. ત્યાં બારમા દેવલોકના ઈન્દ્ર સીતેન્દ્ર અવધિજ્ઞાનથી જોયું... પૂર્વભવના સ્નેહે સીતેન્દ્રને વિહ્વળ કરી મૂક્યો. તેણે રામચન્દ્રજીને અનુકૂળ ઉપસર્ગ કરવા દ્વારા ધ્યાનથી વિચલિત કરવાનો નિર્ણય કર્યો. રામચન્દ્રજી મોક્ષમાં જાય એ સીતેન્દ્રને ન ગમ્યું. તેને તો રામચન્દ્રનો સહવાસ જોઈતો હતો. બસ, સીતેન્દ્ર આવ્યો નીચે.
રમણીય ઉદ્યાન અને વસંતઋતુ બનાવ્યા. કોકિલાઓનાં મધુર સંગીત ગૂંજતા કર્યા. મલયાચલનો મંદમંદ વાયુ વહેતો કર્યો. ક્રીડાઘેલા ભ્રમરોના ગુંજારવ શરૂ કરાવ્યો... કામોદ્દીપક વાતાવરણ સર્જી દીધું. સીતેન્દ્ર નવોઢા સીતાનું રૂપ ધારણ કર્યું. સેંકડો બીજી નવયુવતી સર્જી દીધી અને ભવ્ય નૃત્ય શરૂ કરી દીધું. સંગીતની દિવ્ય સૂરાવલી છેડી દીધી... રામચન્દ્રજીની સામે બે હાથ જોડી, કટાક્ષ કરતી સીતા વિનવવા લાગી. “નાથ! અમારો સ્વીકાર કરો અને દિવ્ય સુખ ભોગવો... મારી સાથે આ સેંકડો વિઘાઘર યુવતીઓના યૌવનનો રસાસ્વાદ અનુભવો...'
પરંતુ એ સીતેન્દ્રનાં વચનોથી, એ દિવ્ય સંગીતથી અને એ રમણીય વસંતથી મહામુનિ રામચન્દ્રજી જરાય વિચલિત ન થયા. એ તો પરમ બ્રહ્મના રસાસ્વાદમાં પરમ તૃપ્તિ અનુભવી રહ્યા હતા. બસ, થોડી ક્ષણોમાં તેમનો આત્મા પરમ બ્રહ્મ સ્વરૂપ બની ગયો... તેમને કેવળજ્ઞાન પ્રગટી ગયું.
3
O
?
S.:::
:
::::::
Page #329
--------------------------------------------------------------------------
________________
સીતેન્દ્ર માયાજાળ સંકેલી લીધી અને શ્રી રામના ચરણોમાં ભક્તિપૂર્ણ હૃદયે વંદના કરી. કેવળજ્ઞાનનો મહોત્સવ કરી પ્રસન્નતા અનુભવી.
પુદ્ગલોથી નહિ ધરાયેલાને વિષયના તરંગરૂપ ઝેરનો ઓડકાર હોય છે. જ્ઞાનથી તૃપ્ત થયેલાને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરંપરા હોય છે.
પુદ્ગલના પરિભોગમાં તૃપ્તિ? અસંભવ વાત છે. ગમે તેટલાં પુદ્ગલોનો પરિભોગ કરો અતૃપ્તિની આગ સળગતી જ રહેવાની. પૂ. ઉપાધ્યાયજી મહારાજે “અધ્યાત્મસાર'માં વાત કહી છે. અગ્નિમાં ઈંધન નાંખવાથી અગ્નિ શાંત નથી થતો, પરંતુ તેથી તો અગ્નિની શક્તિ વધે છે અને ભડકો મોટો થાય છે! એમ જગતના પૌગલિક વિષયોના ઉપભોગથી તૃપ્તિ તો નથી થતી, પરંતુ અતૃમિની આગ વધે છે.
જ્ઞાન તૃપ્ત થયેલા આત્માને ધ્યાનરૂપ અમૃતના ઓડકાર આવ્યા જ કરે છે. આત્માનુભવમાં લીન થઈ ગયા પછી આત્મગુણોમાં તન્મયતારૂપ ધ્યાન ચાલ્યા કરે છે. એમાં એવી દિવ્ય આનંદની... આત્માનુભૂતિ હોય છે કે તે મનુષ્યની સામે જગતના કોઈપણ પદાર્થ આવે તો પણ તે તેના પ્રત્યે આકર્ષાતો નથી.
દેવપુરની બાજુમાં ગઢશીશા ગામ. એક જૈનેતર બેન રોજ પ્રવચન સાંભળવા આવે. માંડવી વિહાર કરવાના છીએ એવા સમાચાર મળ્યા કે વિહારના આગલા દિવસે પતિ સાથે મળવા આવ્યા. વંદન કર્યા. બેઠા. વાત કરતાં કહે આજે એક દુ:ખદ ઘટના બની. સ્કૂટર ચલાવતાં એમનાં હાથમાંથી વીંટી કયારે પડી તે ખબર ન પડી. કહેતાં આંખમાંથી આંસુ આવી ગયાં. તેમની સ્થિતિ સાધારણ એટલે હું કાંઈ બોલવા જાઉં તેનાથી પહેલા જ કહે વીંટી ગઈ એનો અફસોસ નથી પણ કોઈને મળી નહીં તેને અફસોસ છે. કોઈ લઈ જાત તો બે હજાર રૂપિયાની વીંટી કામ આવત પણ આ તો કોઈને મળી નહીં અને ધૂળમાં મળી ગઈ.
શાસ્ત્રકારો કહે છે “ઝાડ પરની કાચી કેરી પકવવી હોય તો તેને ઘાસમાં નાખવી પડે. તેમ જીવનની ભવિતવ્યતા પકવવી હોય તો સુકૃતોની અનુમોદના કરજો. પાપને યાદ કરી દુ:ખી થવું. સુકૃતને યાદ કરી આનંદિત થવું સહેલું છે. પણ દુષ્કતને યાદ કરીને દુઃખી થવું બહું અઘરું છે.
એક મમ્મીએ પોતાના બાળકને રમવા માટે વીંટી આપી. બાજુમાં તેના પપ્પા બેઠા હતા. બીજા રમકડાં અને વીંટી સાથે બાબો રમતો હતો. એવામાં દરવાજે એક ભીખારણ આવી. પોતાના બાબાને લઈને તે કહે, મને તો ગમે
* * જો 28
મકાન પર છે. * કok a Yesters # writs S9First
sta #
# કલાક #ા શsizes a
s
Page #330
--------------------------------------------------------------------------
________________
ત્યાંથી મળી રહેશે પણ મારા બાબા માટે કાંઈક આપો. એટલે બાબાના પપ્પા ઊભા થઈ રમકડામાં પડેલી વીંટી લઈને ઉપાડીને આપી દીધી. ભીખારણ એ વીંટી પોતાના દીકરાને પહેરાવી આગળ ચાલવા લાગી. બાબાના પપ્પા અંદર આવ્યા. પત્નીએ જોયું કહ્યું; “કયાં ગયા હતા?' દરવાજે ભિખારણ આવી હતી બાળક માટે માંગી રહી હતી. એટલે રમકડામાં વીંટી પડી હતી તે આપી દીધી. “હે! વીંટી આપી દીધી?' હા કેમ? એ સાચી સોનાની હતી. સાંભળી એ તરત બહાર દોડયો. (તમે શું વિચારો? એ શા માટે દોડયો હશે?)
આગળ જતી ભિખારણને બૂમ પાડી ઊભી રહે' છે શેઠ “મેં તને વીંટી આપી હતી ને?” “હા પાછી જોઈએ છે?” “ના હું પાછી લેવા નથી આવ્યો પણ તને કહેવા આવ્યો છું એ વીંટીને બીજા કોઈને આપીશ નહીં. એ વીંટી સાચી છે. માટે તું કોઈનાથી છેતરાઈશ નહીં સાવચેત રહેજે.”
માગ્યા સમી મળે જગતમાં એક ચીજ તે પ્રીત માગ્યે કદી નવ મળે તે ચીજ પ્રીત.”
આપણી માનસિક સ્થિતિ કયાં? અંત:કરણ સાથે ટેલી કરો : સ્મરણ શ્રવણ-દર્શન ત્રણે જીવનમાં ક્યાં છે?
દુષ્કૃત કરતા હો તો ગમવું ન જોઈએ, સુકૃત કરતા હો તો ૧૦૦ ટકા ગમવું જોઈએ. સ્મરણ-શ્રવણ-દર્શનમાં આપણી કક્ષા કયાં છે? શક્તિ હોય છતાં ધર્મ નથી કરતા તે દંભ છે. યોગશતક ગ્રંથમાં : સમકિતિ આત્માને ખબર છે કે ભોગને દુર્ગતિમાં ખેંચી જવાની તાકાત છે છતાં તે ભોગમાં શા માટે કૂદે છે? પુદ્ગલોના ઉપભોગમાં જે મશગુલ છે તેનામાં વૈરાગ્ય દુર્લભ સમજવો. જીવનમાં જેણે આનંદની કક્ષા ઉત્તમ રાખી છે તેનું મોત અધમ નથી. જેણે પોતાના જ આનંદ માટે ઉત્તમ તત્વોને જીવનમાં કેન્દ્ર સ્થાને રાખ્યા છે એનું મોત અધમ થાય એવી કોઈ શક્યતા નથી.
મુંબઈમાં વાલકેશ્વરમાં એક ભાઈ રહે. સંતાનો બધા પરણી ગયા હતા કહે : “સંસારમાં રહીએ એટલે વહેવારમાં જવું પડે, લગ્નમાં પણ જવું પડે. પણ જયારે લગ્નમાં જાઉં ને વરરાજાને જોઉં તો અંતઃકરણ રડે. એક સંસારના રાગના પાપમાં દુર્ગતિ કરશે.'
ગામ સુરત-મુંબઈના ગીરીશભાઈ પેથાણી. તેમની દિકરીનાં લગ્ન હતાં. ત્યારે મંડપમાં સંયમના ઉપકરણો રાખ્યા હતા. ને જમાઈ સાથે ઉપકરણો રાખવાની શરતે કબૂલાત કરીને પછી વેવિશાળ કર્યું હતું. ઉપકરણો રાખવાની ના પાડત તો વેવિશાળ ફોક કરી દેત. એક જણ લગ્નમાંથી
આજે શાળા આદાન ૧૯
શિકા માધવપલાળકourisdivali
IAEARS
Page #331
--------------------------------------------------------------------------
________________
આવીને રડવા લાગ્યો. કહે, “લગ્નમાં ગયો હતો કે દીક્ષામાં એ જ ખબર ન પડી.' આવું સત્વ આવે એવું કયારેય થાય ખરું?
ભગવાનની આજ્ઞા સામે તીરે તરવાની વાત છે. જગત પતિની પસંદગી બધાએ કરી છે પણ જગતની પસંદગી કોઈએ કરી નથી. જગતપતિની પસંદગી અને જગતની પસંદગી વચ્ચે ક્યારેય મેળ પડ્યો નથી. સંયમ નથી પળાતું કારણ ભોગેની ઈચ્છા છે. વૈરાગ્ય નથી લાગતું કારણ સંસાર પર રાગ છે.
વસ્તુપાળે બાર સંઘ કાઢયા. ૧૩મા સંધે કાળ કરી ગયા. તેમને જે પણ સંપત્તિ મળે તે સુકૃતે વાપરવી. આ એક જ લક્ષ.
ઉત્તમ પ્રકારની સામગ્રી હોવા છતાં જીવ ધર્મી બનતો નથી અને ઉત્તમ શાસન મળ્યું છે તોય ધર્મ કરતો નથી. અનંતા કેવળજ્ઞાન પામી ગયા. તેમણે શરીરને પુદ્ગલ માન્યુ માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
- છ ખંડનો માલિક ચિક્કાર સમૃદ્ધિ હોવા છતાં મૃત્યુ સમયે રડતો જાય છે. જયારે સામાયિકની મૂડી લઈને જનારો પુણિયો શ્રાવક મરણ વખતે હસતો હસતો જાય છે. પેટમાં જામેલો મળ જેમ શરીરની શુદ્ધિ થવા દેતો નથી. અંતરમાં જામેલો રાગ-દ્વેષનો મળ અંત:કરણમાં ધર્મને ગમવા દેતો નથી. સામાયિક આત્માની ચીજ છે. છ ખંડનો રાગ પુદ્ગલ છે. મરણ વખતની સમાધિ કરતાં જીવનમાં કરેલી સામાયિકની સમાધિ આત્માની વૃદ્ધિને બંધાવે છે. પુદ્ગલની તૃપ્તિમાં રસ નથી. આત્માની તૃપ્તિમાં રસ છે.
ચૌદ પૂર્વીઓ પુદ્ગલ પાછળ ગાંડા હતા. એ કારણે નિગોદમાં ગયા. ચક્રવર્તીઓએ પુદ્ગલ છોડ્યા. દેવલોકને પામ્યા.
પુદ્ગલની તૃપ્તિ દુર્ગતિનું Reservation છે. આત્માની તૃપ્તિ સદ્ગતિનું Reservation છે.
શાસ્ત્રકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે : “તું તારી જાતને - આત્માને જ્ઞાની માનતો હોય, પણ ફળ તૃપ્તિને આત્માની તૃપ્તિ માનવાની ભ્રમણામાં જીવીશ નહીં. પુદ્ગલની તૃપ્તિના સંપર્ક વિના તને ચાલશે નહીં. પણ એ ખ્યાલ રાખજે કે એ પુદ્ગલનો ઉપયોગ હોય ત્યાં સુધી જ સંપર્ક રાખજે. હંમેશા માટે તેને કાયમી માની લેવાની ભ્રમણા કરીશ નહીં.
માર્ગ પર નિર્મમભાવે ચાલ્યા જતા ખંધકમુનિ જ્ઞાનામૃતનું પાન કરી તૃપ્ત બનેલા હતા. ધ્યાન-સુધાના ઓડકાર ચાલુ હતા ત્યાં રાજાના સૈનિકોએ આવીને તેમને પકડયા... તેમની ચામડી ઉતારવા તૈયાર થયા. લોહીતરસી છૂરીઓ કાઢી... છતાં ખંધકમુનિ તો ધ્યાન-સુધાના ઓડકાર જ ખાઈ રહ્યા
th Ratlam Rાકાર Tags સાજા ti Bais a Y ailexitiranilraits: 9 Y aims
ર ૧ ૧ : * * *
ઝાઝ#inspirasi #ા Etiati a Y Pistonianizatiા હY Iકાશક
Page #332
--------------------------------------------------------------------------
________________
હતા. સૈનિકોએ મહામુનિના શરીરની ચામડી ઉતારવા માંડી... લોહીની ધારાઓ વહેવા લાગી.. માંસના ટુકડાઓ કપાવા લાગ્યા. પરંતુ આ બધુ મહામુનિના ધ્યાન-સુધાના ઓડકારની પરંપરાને ન તોડી શકયું! એ પરંપરાએ તો મહામુનિને ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં ચઢાવ્યા... જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય-ઘાતી કર્મોનો ક્ષય કરી આપ્યો અને કેવળજ્ઞાન પમાડી દીધું!
વાસ્તવિકતા એ છે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનીના મનમાં એ જ્ઞાનનાં તત્વો, રહસ્યો ધોળાતાં રહેવાં જોઈએ. તો જ જ્ઞાન એ અમૃત છે એવો અનુભવ થઈ શકે અને એ અનુભવ થયા પછી વૈષયક સુખભોગના અનુભવ અકારા અળખામણા લાગે.
વિષયોથી નહિ તૃપ્ત થયેલા ઈન્દ્ર, કૃષ્ણ વગેરે પણ સુખી નથી, એ આશ્ચર્ય છે. જગતમાં જ્ઞાનથી તૃપ્ત થયેલો કર્મ-મળરહિત એક સાધુ સુખી છે. જેણે પ્રચંડ મદ અને મદનને મહાત કરી દીધા છે, જેના મનમાં, વચનમાં કે કાયામાં વિકારનું વિષ નષ્ટ થઈ ગયું છે, જેમણે ૫૨-પુદ્ગલની આશાઓનો ત્યાગ કરી દીધો છે તેવા મહાત્માઓને તો અહીં જ મોક્ષ છે. આવા મહાત્માઓ પોતાના શરીર પર રાગ કરતા નથી, શત્રુ પર રોષ કરતા નથી, રોગોથી વ્યથિત થતા નથી, વૃદ્ધાવસ્થાથી અકળાતા નથી, મૃત્યુથી જરાય ડરતા નથી, આવા મહાત્માઓ ‘નિત્ય સુખી’ છે!
પૂજય ઉપાધ્યાયજી મહારાજે આ બધી વાતોનો માત્ર બે શરતોમાં સમાવેશ કરી દીધો છે! જ્ઞાન તૃપ્ત અને નિરંજન મહાત્મા મહા સુખી છે.
આત્મ ગુણ વિકાસના છ પગથિયા છે.....
૧.
આત્મ સ્વરૂપ જિજ્ઞાસા.
૨.
આત્મ સ્વરૂપ બોધ.
૩. આત્મ સ્વરૂપ રૂચિ.
૪.
સ્વરૂપ પ્રતીક્ષા
૫. આત્મ સ્વરૂપ પ્રતીતિ.
૬.
આત્મ સ્વરૂપ રમણતા.
****** BK B
222222223055208124620205981816248 22 **
૩૧૨ + FRENCH B
Page #333
--------------------------------------------------------------------------
Page #334
--------------------------------------------------------------------------
________________
- ||
|
| |
|
આ છે ખારુઆ ગામનું વૃંદાવન સુકત ગાથાનું સર્જાયું છે
માનસરોવર
tir)
ભોજનાલય
શ્રી માં (બ, વેશી શS
આવજો ખારુઆ ગામ - રળિયામણો છે
નેમિજિન પ્રસાદ રહેવાની જમવાની સુવિધા છે તમામ અમારા વડિલોને
માનભરી સલામ.
વિવિધ સંકુલ
Page #335
--------------------------------------------------------------------------
________________
।।
અતિથિગૃહ
ડીસ
માથી મુબઇ ભનક દેવસી પ્રાણી પરિ
સંઘની પેઢી
1 1 1
ઉપાશ્રય
Page #336
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનસાર 250 વર્ષ પૂર્વે રચાયેલ જીવનનું સૌંદર્ય છે. મનની માવજત છે. ગુણ અને ગુણાનુરાગની સુવાસ છે. 32 અષ્ટકોના પુષ્પોની સુગંધ જીવન સંયમિત અને સુરક્ષિત બનાવે છે. જીવનના અંતિમ સમયનો માંગલિક દીવો છે. આમાં 10 અષ્ટકોના પ્રવચનોનો સ્વાદ છે. જીવન લક્ષી બોધનો આસ્વાદ છે. શ્રુત તીર્થનો આ પ્રસાદ છે. જીવન ચણતરની કૂર્મ શિલા છે. RAJUL 9769791990