Book Title: Prashamrati Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 221
________________ જ વિપાક કહ્યો છે.) એકસ્થાનિક વગેરે ચાર પ્રકારના રસનું સ્વરૂપ ઉકળતા કડવા અને મધુર રસથી સમજી શકાય છે. તે આ પ્રમાણે લીંબડાનો કડવો રસ અને શેરડીનો મધુરરસ સ્વાભાવિક હોય ત્યારે એક સ્થાનિક હોય છે. તેના બે ભાગ કલ્પી એક ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ કિસ્થાનિક બને છે. તેના ત્રણ ભાગ કલ્પી બે ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ત્રિસ્થાનિક રસબને છે. તેના ચાર ભાગ કલ્પી ત્રણ ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ચતુઃસ્થાનિક બને છે. એ પ્રમાણે કર્મના રસ વિશે પણ સમજવું. (૨૪૮) एकैकभेदं चिन्तयतो यत् स्यात् तदाहजिनवरवचनगुणगणं, संचिन्तयतो वधाद्यपायांश्च । कर्मविपाकान् विविधान्, संस्थानविधीननेकांश्च ॥ २४९ ॥ एकैकभेदं चिन्तयतो यत्स्यात्तदाह-तस्य शीलधारिणो जिनवरवचनगुणगणं प्रथममाज्ञाविचयं १ वधाद्यपायांश्च चिन्तयतो द्वितीयमपायविचयं २ कर्मविपाकान् विविधान् विचिन्तयतस्तृतीयं कर्मविपाकविचयं ३ संस्थानविधीननेकांश्च चतुर्थं संस्थानविचयमिति ॥ २४९ ॥ એક એક ભેદનું ચિંતન કરતા (સાધુને) જે થાય તે કહે છે– ગાથાર્થ– જિનેશ્વરવચનના ગુણસમૂહને (કજિનાજ્ઞાના પાલનથી થતા ગુણસમૂહને) ચિંતવતા શીલધારી તેને પહેલું આજ્ઞાવિચય ધ્યાન થાય છે. હિંસા વગેરેથી થતા અનર્થોનું ચિંતન કરતા તેને અપાયરિચય ધ્યાન થાય છે. વિવિધ કર્મવિપાકોનું ચિંતન કરતા તેને વિપાકવિચય ધ્યાન થાય છે. સંસ્થાનના અનેક પ્રકારોને ચિંતવતા તેને સંસ્થાનવિચ ધ્યાન થાય છે. (૨૪૯) ૧. ટીકાકારે નિવરવવન એ ગાથાને આગળની ગાથાઓથી અલગ પાડી છે, પણ ખરેખર તો એ ગાથા મોટી ટીકામાં છે તેમ આગળની ગાથાઓની સાથે સંબંધવાળી છે. તેથી અવતરણિકા મોટી ટીકામાં છે તેવી હોવી જોઇએ. મોટી ટીકામાં અવતરણિકા આ પ્રમાણે છે- સતિ પરમ્પર્વે થર્મધ્યાન विशिष्टफलदर्शनायाह પ્રશમરતિ - ૨૦૮

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272