Page #1
--------------------------------------------------------------------------
________________
સટીક ગુજરાતી ભાવાનુવાદ સહિતી
પ્રશમરતિ
પકરણ
પૂરી. શ્રી રાજશોખરસૂરીશ્વરજી મો.સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ
સટીક ગુજરાતી ભાવાનુવાદ સહિત
તે પ્રશમરતિ પ્રકરણ
મૂલ ગ્રંથકાર પૂર્વધર પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિ મહાસ
DO ©es .
ટીકાકાર બૃહદ્ગચ્છીય શ્રી હરિભદ્ર, મહારાજ
0008, 81
(SA. માંકઃ ૦ છે.ટી જિસ્થાનઃ
આ ભાવાનુવાદકાર કે ૬ ] } | સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશૈલજી મેન વીકાર - સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મ.ના પટ્ટધતક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂ.મે = સિંધ્યરત્ન આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિ મહારાજ
DOC
સંપાદક પ.પૂ. મુનિરાજ શ્રી ધર્મશખરવિજયજી મ.સા.
D
સહયોગ પ.પૂ. મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયજી મ.સા.
થાળીતચંદ્રસારિ ગ્રંશ સંગ્રહ |
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તક : પ્રશમરતિ પ્રકરણી
પ્રકાશક :
અરિહંત આરાધક ટ્રસ્ટ
હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ
૪૮૧, ગની એપાર્ટમેન્ટ, મુંબઇ-ભિવંડી આગ્રા રોડ, ભિવંડી - ૪૨૧ ૩૦૨, જિ. થાણા.
સંપૂર્ણ આર્થિક સહકાર :
શ્રી જિનાજ્ઞા આરાધક શ્વે. મૂ. તપગચ્છ જૈન સંઘ શ્રી રામનગર જૈન સંઘ
વિઠ્ઠલનગર, મુલુંડ (વેસ્ટ).
નકલ : ૧૦૦૦
કિંમત : રૂા. ૧૦૦/
પ્રકાશન : વિ.સં. : ૨૦૬૨
આ પુસ્તક પૂ. સાધુ-સાધ્વીજીઓને તેમજ જ્ઞાનભંડારને ભેટ આપવામાં આવે છે. આ પુસ્તક જ્ઞાનખાતામાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થે આ પુસ્તક લેવું હોય તો રૂા. ૧૦૦/- જ્ઞાનખાતામાં આપવા જરૂરી છે. મુદ્રક :
Tejas Printers
403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant Society, Paldi, AHMEDABAD - 380 007. . Ph. : (079) 26601045
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત લાવાનુB ગો કિંચિ
મેં પૂર્વે વિ.સં. ૨૦૨૫માં વાપી (ગુજરાત)ના ચાતુર્માસમાં મૂળ શ્લોકોનો અનુવાદ કર્યો હતો. તેનું ક્રમશઃ ત્રણ આવૃત્તિઓમાં પ્રકાશન થયું. એ અનુવાદ ઘણા વખતથી અપ્રાપ્ય બન્યો હતો. આથી અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોની આ ગ્રંથ માટે માંગણી આવતી હતી. તેમાં ગત વર્ષે વિદ્વદ્વર્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે આ કાર્ય કરવા માટે પ્રેરણા કરી. આથી આ ગ્રંથનો સટીક અનુવાદ પ્રકાશિત થાય તો મંદયોપશમવાળા સાધુ-સાધ્વીજી ભગવંતોને વાંચવામાં સરળતા રહે એ આશયથી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મ.ની ટીકાનો ગુજરાતી અનુવાદ કર્યો. એ અનુવાદ પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત થયો છે. કેવળ મૂળ શ્લોકોના અર્થવાળી નાની પુસ્તિકાનું પણ અલગ પ્રકાશન થયું છે. આ પ્રસંગે મારા પરમ ઉપકારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મ.સા., આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મ.સા.ને ભાવ ભરી વંદના કરું છું. અનુવાદ કરવા માટે પ્રેરણા કરીને કલ્યાણ મિત્ર બનનાર વિદ્વાન આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.નું આ પ્રસંગે સ્મરણ થાય એ સહજ છે. મુનિશ્રી ધર્મશેખરવિજયજી અને મુનિશ્રી દિવ્યશેખરવિજયજી આમાં ઘણા સહાયભૂત બન્યા છે. મુનિશ્રી હિતશેખર વિજયજીએ ફાઇનલ મુફોનું સંશોધન કર્યું છે.
આ અનુવાદમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ પણ લખાયું હોય કે અનુવાદમાં કોઇ પણ ક્ષતિ થઇ હોય તો ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું.
- આચાર્ય રાજશેખરસૂરિ વિ.સં. ૨૦૬ ૧, આ.સ. ૯, નવસારી.
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રશમ’ને પ્રગટાવતો, “પ્રશમ’ને સંવર્ધિત કરતો
‘પ્રશમ’માં રમાડતો
શરતિ શ્રી માતા ઉમા અને પિતા સ્વાતિના પુત્ર, પાંચસો-પાંચસો પ્રકરણ ગ્રંથના રચયિતા, શ્વેતાંબરકુલતિલક વાચકવર ઉમાસ્વાતિજી મહારાજાએ પ્રશમરતિ પ્રકરણ ગ્રંથનું સર્જન કર્યું છે.
ગ્રંથના પ્રારંભમાં જ વિક્રમતિ હોવા છતાં ગ્રંથકાર પોતાની જાતને જડમતિ ગણાવીને પોતાની લઘુતા પ્રગટ કરે છે. કલિકાળના દુર્ભાગ્યે આવા મહાપુરુષોનો દુકાળ પડ્યો છે. એક અપેક્ષાએ કહીએ તો વર્તમાનમાં શ્રમણોની સંખ્યા વધી છે... વધી રહી છે, પરંતુ શ્રમણત્વ ઘટી રહ્યું હોય તેવો આભાસ થઇ રહ્યો છે.
છતાંય કલિકાળમાં પણ ચોથા આરાની ઝાંખી કરાવે તેવા વિદ્વદ્ શિરોમણિ શ્રમણો પણ જિનશાસન નભોમંડળમાં સૂર્યની જેમ પ્રકાશિત રહી સ્વપરના કલ્યાણમાં સહાયક બની રહ્યા છે... એ કલિકાળનું સદ્ભાગ્ય છે.
પ્રસ્તુત ગ્રંથરત્નનું સર્જન કરીને જિનશાસન શણગાર વાચક મુખ્ય ઉમાસ્વાતિજી મહારાજાએ જિનશાસન ઉપર જે અકલ્પનીય ઉપકાર કર્યો છે તેનું વર્ણન દુ:શક્ય છે. નામ પ્રમાણે ગુણ ધરાવતા વિદ્વવભોગ્ય આ ગ્રંથ સરિતામાં અવગાહન કરવું દુષમકાલિન મંદમતિ જીવો માટે અઘરું છે.
આપણા જેવા અલ્પપ્રાજ્ઞ જીવો ઉપર અનહદ ઉપકાર કરીને પૂર્વકાલીન મહર્ષિઓની કૃતિઓને ચુંટી ચુંટીને ગુર્જર ગિરામાં અનુવાદ કરવા દ્વારા સંસ્કૃત ભાષાના અજાણ ભવ્યાત્માઓ ઉપર મહાન ઉપકાર કરી રહ્યા છે જિનાજ્ઞામર્મગ્રાહીમતિસંપન્ન પ્રશમરસનિમગ્ન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજા !
લગભગ વિક્રમના સાત દાયકાને વટાવી ચૂકેલા, માત્ર ૩૦થી ૩૨ કિલો વજનને ધરાવતી હાડ-ચામયુત પુષ્ટિરહિત નાદુરસ્ત કાયાના ધારક પૂજ્યપાદશ્રીનું નિર્બળ શારીરિક બળ હોવા છતાં સબળ અને લોખંડી આધ્યાત્મિક બળના બળે જ આ સર્જનયાત્રાને અખલિતધારાએ આગળ
Page #6
--------------------------------------------------------------------------
________________
વધારી રહ્યા છે. સદૈવ પ્રશમરસમાં મહાલતા રહીને વ્યાધિને પણ જર્જરીત કરી નાંખવા વડે ચતુર્વિધ શ્રી સંઘ ઉપર સાહિત્યસેવા વડે અતિ અતિ અતિ ઉપકાર કરી રહ્યા છે.
કલિકાળમાં શ્રમણોમાં પણ શૈથિલ્ય વિકસતું જાય છે, સ્વાધ્યાયનું સંગીત શ્રવણ સ્વપ્નવતું બનતું જાય છે... વગેરે અપુષ્ટ આલંબનો દૃષ્ટિગોચર થવા છતાં આશ્રિત શિષ્યાદિ પરિવાર ઉપર સતત સ્વાધ્યાય, સંયમ, સમર્પણભાવમાં લીન રાખે તેવી પ્રબળ પ્રેરણાઓ, વાચનાઓ દ્વારા પુષ્ટ આલંબન આપીને વર્તમાન દુષિત વાયરાથી સદાય રક્ષણ કરી રહ્યા છે.
કલિકાળમાં સાક્ષાત્ “સાધુતા'ના દર્શન કરવા હોય તો એક વખત આ મહાપુરુષના દર્શન કરીને નિજચક્ષુને નિર્મળ બનાવવા જેવી છે. ઉદ્યાનના પુષ્પો ક્યારેય ભ્રમરોને બોલાવવા જતા નથી, ભ્રમરો સ્વયં સોડમથી આકર્ષાઇને પુષ્પોને સેવે છે. રસને પીવે છે. પરિતૃપ્ત થઇને નિજાનંદને મેળવે છે.
પ્રસ્તુત પ્રકાશન અભ્યાસુઓના કરકમલોમાં મૂકવાનું શ્રેય સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સિદ્ધાંતસંરક્ષક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા સંરક્ષિત જિનસિદ્ધાંત અને સામાચારી મુજબ સંકળાયેલા શ્રી જિનાજ્ઞા આરાધક શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ શ્રી રામનગર જૈન સંઘ (વિઠ્ઠલનગર), મુલુન્ડ (વેસ્ટ), મુંબઈના ફાળે જાય છે. પોતાના જ્ઞાનનિધિનો આ રીતે સુંદર સદુપયોગ કરવા દ્વારા જિનાગમને જીવતું રાખવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે.
પૂજયશ્રી આદિ દ્વારા લેખિત, સંપાદિત, અનુવાદિત ગ્રંથરત્નોનું પ્રકાશન કરીને ચતુર્વિધ શ્રી સંઘની જ્ઞાનપિપાસા તૃપ્તિ માટે સંસ્થાપિત શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેમના સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
(O) 00000.
5000 (
- પરિચય
ગ્રંથકાર - ટી
2 0000 0 C))
આર્યદિન્નસૂરિના મુખ્ય શિષ્ય આર્યશાંતિશ્રેણિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી. (કલ્પસૂત્ર) આ ઉચ્ચનાગરી શાખામાં પૂર્વજ્ઞાનના ધારક અને વિખ્યાત એવા વાચનાચાર્ય શિવશ્રી થયા હતા. તેમને ઘોષનંદી શ્રમણ નામના પટ્ટધર હતા. જેઓ પૂર્વધર ન હતા, કિંતુ અગિયાર અંગના ધારક હતા. પંડિત ઉમાસ્વાતિએ ઘોષનંદીની પાસે દીક્ષા લીધી. પછી અગિયાર અંગનું અધ્યયન કર્યું. તેમની બુદ્ધિ તેજ હતી. આથી તેઓ પૂર્વનું જ્ઞાન ભણી શકે તેવી યોગ્યતાવાળા હતા. આથી તેમણે ગુર્વાશાથી મહાવાચનાચાર્ય શ્રી મુંડપાદક્ષમાશ્રમણના પટ્ટધર વાચનાચાર્ય શ્રીમૂળ ક્ષમાશ્રમણની પાસે જઇ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. તેઓશ્રીએ કેટલા પૂર્વનું જ્ઞાન મેળવ્યું એ ચોક્કસ થઇ શકતું નથી, પણ પૂર્વધર હતા એ ચોક્કસ છે. આ ઉપરથી વાચકવર ઉમાસ્વાતિ મહારાજ વિક્રમના પહેલાથી ચોથા સૈકા સુધીમાં થયા હોય તેવી સંભાવના કરી શકાય. તેમાં પણ પ્રથમ સૈકામાં થયા હોય તેવી સંભાવના છે, એમ વિદ્વાનોનું મંતવ્ય છે.
ઉમાસ્વાતિ મહારાજનું ગોત્ર કૌભીષણી હતું. ન્યગ્રોધિકા ગામમાં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ સ્વાતિ અને વાત્સી ગોત્રીય માતાનું નામ ઉમા' હતું. તેના કારણે તેઓશ્રી ઉમાસ્વાતિ એવા નામથી પ્રસિદ્ધ બન્યા હતા. માતાના ‘ઉમા’ અને પિતાના સ્વાતિ' નામ ઉપરથી તેમનું ‘ઉમાસ્વાતિ' એવું નામ પ્રસિદ્ધ બન્યું. તેઓશ્રીએ પાંચસો ગ્રંથોની રચના કરી હતી. તેમાંથી આજે તત્ત્વાર્થાધિગમ સૂત્ર, પ્રશમરતિ, જંબૂદ્વીપ સમાસ પ્રકરણ , પૂજાપ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, ક્ષેત્રવિચાર વગેરે ગ્રંથો ઉપલબ્ધ છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા ૩પમાસ્વાતિ સંગૃહીતાર: એમ કહીને સર્વોત્કૃષ્ટ સંગ્રહકાર તરીકે ઓળખાવે છે. | વર્તમાનમાં પ્રશમરતિ ગ્રંથ ઉપર બે ટીકા અને એક અવચૂરિ ઉપલબ્ધ છે. ટીકાઓમાં એક ટીકા અજ્ઞાતકર્તીક છે. બીજી ટીકા હરિભદ્રસૂરિ મ.ની છે. અવચૂરી અજ્ઞાત કર્તક છે. અજ્ઞાતકર્તક પ્રશમરતિની ટીકા પૂર્વે
१. वात्सीसुतेनेति गोत्रेण, नाम्ना उमेति मातुराख्यानम् । | તત્ત્વાર્થાધિગમસૂત્ર - સિદ્ધસેનીય ટીકા
Page #8
--------------------------------------------------------------------------
________________
વિ.સં. ૧૯૬૬માં ભાવનગરની શ્રી જૈનધર્મ પ્રચારક સભા તરફથી અવસૂરિ સહિત પ્રકાશિત થયેલ છે. ત્યારબાદ વિ.સં. ૨૦૪૮માં શ્રી જિનશાસન આરાધન ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલ છે. આ. શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ટીકા શેઠશ્રી દેવચંદ લાલભાઇ પુસ્તકોદ્વાર સંસ્થા તરફથી વિ.સં. ૧૯૯૬માં અવચૂરિ સહિત પ્રકાશિત કરવામાં આવી છે. વૃત્તિકાર આ.શ્રી હરિભદ્રસૂરિ યાકિનીમહત્તરાસૂનુ આ.શ્રી હરિભદ્ર સૂ.મ.થી ભિન્ન છે. આ.શ્રી માનદેવ સૂ.મ.ની પરંપરામાં થયેલા છે. પ્રશસ્તિ જોવાથી આનો ખ્યાલ આવી જાય છે. તેમણે વિ.સં. ૧૧૮૫માં સિદ્ધરાજ જયસિંહના રાજમાં પાટણમાં રહીને ૧૮૦૦ શ્લોક પ્રમાણ આ વૃત્તિનું સર્જન કર્યું છે. આ વૃત્તિની રચનાના પૂર્વે આ ગ્રંથ ઉપર એક બૃહત્તિ હતી. એ બૃહવૃત્તિના આધારે જ પ્રસ્તુત વૃત્તિની રચના કરવામાં આવી છે, એમ વૃત્તિકારે પ્રશસ્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. છે આ.શ્રી ભદ્રગુપ્તસૂરિ કૃત વિવેચન વિ.સં. ૨૦૪૨માં પ્રકાશન કરવામાં આવ્યું છે. તથા મોતીચંદ ગીરધરલાલ કાપડીયાએ કરેલું વિવેચન પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે.
O OOO
P) 0.0000
OOOO O
(9) O OOOO
Page #9
--------------------------------------------------------------------------
________________
I]
માનવના મગજમાં કાળ, પરિસ્થિતિ, સંયોગ આદિના આધારે અનેક ઇચ્છાઓ જન્મે છે અને વિલય પામે છે. જેમ મહાસાગરમાં મોજાં . પણ એક મહી ઇચ્છા એવી છે કે, જે સદા રહે છે. કોઇ પણ સંયોગોમાં, કોઇ પણ કાળમાં કે કોઇપણ પરિસ્થિતિમાં તેનું પરિવર્તન થતું નથી. એ મહાઇચ્છા છે ‘સદા સંપૂર્ણ શાંતિમય જીવનની.” જંગતનો કોઇ માનવી એવો નથી કે જેનામાં આ ઇચ્છા સદા ન હોય. | સર્વ મનુષ્યોને જીવન ગમે છે. કોઇ પણ મનુષ્યને મરવું ગમતું નથી. તે નિરુપાયે જ મરે છે. કેટલીક વાર કોઇ મનુષ્યમાં મરવાની ઇચ્છા પ્રગટે છે, પણ તે ઇચ્છા કોઇ દુઃખના કારણે જન્મે છે, નહિ કે મરણ પ્રિય છે માટે. આથી જ એ પણ સિદ્ધ થાય છે કે મનુષ્યને સદા જીવન જોઇએ છે, પણ શાંતિ હોય તો. શાંતિ પણ અમુક ટાઇમ પૂરતી જ જોઇએ છે એમ નથી, કિંતુ સદા માટે જોઇએ છે. સદા શાંતિ પણ સર્વ પ્રકારના દુ:ખથી રહિત જોઇએ છે. દુ:ખનો એક અંશ પણ ગમતો નથી. આથી મનુષ્યોને “સદા સંપૂર્ણ શાંતિમય જીવનની ઇચ્છા છે, એમાં કોઇથી પણ ના કહી શકાય તેમ નથી. | મનુષ્યોને સદા સંપૂર્ણ શાંતિમય જીવનની ઇચ્છા હોવા છતાં મોટા ભાગના મનુષ્યો દુ:ખની - અશાંતિની આગમાં ભડથું થઇ રહ્યા છે એમ માનવ જગત ઉપર દષ્ટિપાત કરતાં જણાઇ આવે છે. તેઓ પૂર્ણ શાંતિ તો દૂર રહી, અપૂર્ણ શાંતિ પણ પામતા નથી, તેમનું જીવન અશાંતિમય હોય છે.
જીવનમાં અશાંતિ કેમ છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય, એ પ્રશ્નોનું સમાધાન આ ગ્રંથમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. અહીં આપેલું એ સત્ય સમાધાન દુનિયાના ભૌતિક કોઇ શાસ્ત્રમાંથી નહિ મળે. | અશાંતિમય જીવનનું પ્રધાન કારણ મોહ અને અજ્ઞાનતા છે. રેશમનો કીડો કે કરોળિયો સ્વયં ઉત્પન્ન કરેલી જાળમાં ફસાય છે, તેમ જીવો અજ્ઞાનતાના યોગે જાતે જ ઉત્પન્ન કરેલાં અનેક પ્રકારનાં દુઃખોની જાળમાં અટવાઇ જાય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાન જીવો દુઃખનાં કારણોને સુખનાં કારણો માને છે. બાહ્ય ભૌતિક પદાર્થોથી સુખ મળે છે અને તેના અભાવે દુ:ખ મળે છે એવી તેમની માન્યતા છે. પોતાને સુખી માનનાર અજ્ઞાન માનવને પૂછવામાં આવે કે તમે સુખી કેમ છો, તો તે ઝટ કહેશે કે, મારી પાસે સંપત્તિ છે, સત્તા છે, સૌંદર્ય છે, સ્વજન-સ્નેહીઓ છે, મોટર છે, બંગલો છે, ટેલિફોન વગેરે પણ છે. પોતાને દુ:ખી માનનાર કોઇ વ્યક્તિને દુ:ખનું કારણ પૂછવામાં આવે તો તે તેના જવાબમાં મારી પાસે ધન નથી, મોટર, બંગલો વગેરે સુખનાં સાધનો નથી... આવું જ સાંભળવા મળે.
આથી સુખનાં સાધનો મળતાં, એમનો ઉપયોગ કરતાં અને એમનું રક્ષણ કરતાં આનંદ-રાગ કરે છે અને સુખનાં સાધનો ન મળે કે જતાં રહે ત્યારે શોક-દ્વેષ કરે છે.
પ્રસ્તુત ગ્રંથકાર મહાપુરુષ કહે છે કે, “સંસારસુખ અને તેનાં સાધનો ઉપર રાગ તથા દુઃખ અને દુઃખનાં સાધનો ઉપર દ્વેષ એ જ જીવોના દુઃખનું મૂળ છે. રાગ-દ્વેષના યોગે કર્મબંધ થાય છે. કર્મના યોગે જન્માદિ રૂપ સંસાર છે. સંસારના કારણે દુ:ખનો અનુભવ કરવો પડે છે. આમ દુ:ખનું મૂળ ૧ રાગ-દ્વેષ છે. આથી રાગ-દ્વેષ દૂર થતાં દુઃખ દૂર થાય છે અને સત્ય સુખનો અનુભવ થાય છે.
રાગ-દ્વેષનો અભાવ એ જ પ્રશમ છે. પ્રશમના યોગે પ્રાપ્ત થતું સુખ જ સત્ય સુખ છે. જીવોને પ્રશમસુખ મળે એ જ ઇરાદાથી પ્રસ્તુત ગ્રંથની રચના કરવામાં આવી છે. ગ્રંથકાર મહર્ષિએ આ ગ્રંથમાં પ્રશમસુખ એ જ સત્ય સુખ છે, આથી પ્રશમસુખ માટે જ પ્રયત્ન કરવો જોઇએ, એમ વારંવાર ઉપદેશ આપ્યો છે.
વર્તમાનમાં આપણા માટે સ્વર્ગનું સુખ દૂર છે, મોક્ષનું સુખ તો એથી ય વધારે દૂર છે. પણ પ્રશમસુખ તો આપણી પાસે જ છે. સ્વર્ગસુખ અને મોક્ષસુખ તો મળશે ત્યારે મળશે પણ પ્રશમસુખ તો વર્તમાન જીવનમાં મળી શકે છે. ભોગસુખો ભયથી ભરેલા છે, જ્યારે પ્રશમસુખ નિર્ભય છે. ભોગસુખ માટે ભૌતિક સાધનોની ભીખ માગવી પડે છે, જ્યારે ૧. ૫૩ થી ૫૭ ગાથા જુઓ.
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રશમસુખ સ્વાધીન છે. ભોગસુખમાં શરીરશ્રમ અને ધનવ્યય કરવો પડે છે. જ્યારે પ્રશમસુખમાં નથી તો શરીરશ્રમની જરૂર અને નથી તો ધનવ્યયની જરૂર. જરૂર છે માત્ર મનને કેળવવાની.'
પ્રશમસુખનો અનુભવ કરવા મનને કેળવીને અત્યાર સુધી ગૂંથેલી રાગ-દ્વેષની જટિલ જાળને છેદી નાખવી જોઇએ. પ્રસ્તુત ગ્રંથમાં રાગદ્વેષની આ જાળને કોણ છેદી શકે એના ઉત્તરમાં જિનાજ્ઞાપૂર્વક અપ્રમત્તપણે ચારિત્રનું પાલન કરનાર સાધુ મહાત્મા રાગ-દ્વેષની જાળને છેદી શકે છે એમ જણાવ્યું છે. ત્યાર બાદ જિનાજ્ઞાપૂર્વક અપ્રમત્તપણે ચારિત્રપાલન કરનાર સાધુ કેવો હોય, એના હૃદયની ભાવના કેવી હોય, એનું વર્તન કેવું હોય, આદર્શ સાધુ બનવા માટે કયા કયા ગુણો જોઇએ, નમ્રતા કેવી જોઇએ વગેરે વિષયોનું હૃદયંગમ વર્ણન છે. આથી દરેક સાધુ ભગવંતે અને સાધ્વીજી મહારાજે આ ગ્રંથને કંઠસ્થ કરીને વારંવાર તેનું અધ્યયન અને અધ્યાપન કરવું જોઇએ.
સાધુના આચારોનું પાલન સાધુતાનું ભૂષણ છે. જેમ જેમ સાધુના આચારોનું પાલન મજબૂત બને છે તેમ તેમ સાધુતા અધિક ખીલે છે. સાધુના આચારોનું પાલન વૈરાગ્ય આદિના આધારે થાય છે. સાધુમાં જેમ જેમ વૈરાગ્ય પ્રબળ બને તેમ તેમ આચારોના પાલનનો ઉત્સાહ પણ પ્રબળ બને છે. વૈરાગ્ય પ્રબળ બનાવતા આવા ગ્રંથોનું અધ્યયન ઘણું જ જરૂરી છે. જો પૂ. સાધુ ભગવંતો અને સાધ્વીજી મહારાજો વૈરાગ્ય અને આચારના ઉપદેશથી છલકાતા આવા ગ્રંથોને કંઠસ્થ કરીને તેના અર્થને આત્મસાત્, કરે તો સાધુના આચારોમાં શિથિલતા ન આવે અને આવેલી શિથિલતા ભાગવા માંડે. | આ ગ્રંથ મુખ્યતયા સાધુને ઉદેશીને લખાયો હોવા છતાં ગૃહસ્થોને પણ ઉપયોગી છે. આમાં પ્રારંભમાં કરેલું વિષયોની ભયંકરતાનું વર્ણન ગૃહસ્થોના વિષયરાગના વિષને નિચોવી નાખનાર પરમ મંત્રરૂપ છે. જો ગૃહસ્થો આ ગ્રંથને ચિંતન-મનન પૂર્વક વાંચીને આત્મસાતુ બનાવે તો તેમની વૈરાગ્યભાવના વધે અને દીક્ષાની ભાવના પ્રબળ બને. ૧. ૨૩૭મી ગાથા જુઓ. ૨. ૫૮મી (વગેરે) ગાથા જુઓ.
Page #12
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાંત મર્મજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય
રાજશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ દ્વારા લેખિત-સંપાદિત-અનુવાદિત પ્રાપ્ય પુસ્તકો સંપૂણી ટીકાના
ગુજરાતી ભાવાનુવાદવાળાં પુસ્તકો
વિવેચનાવાળા પુસ્તકો પંચસૂત્ર
- પ્રભુભક્તિ ધર્મબિંદુ
- શ્રાવકના બાર વ્રતો યોગબિંદુ
- જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ પ્રતિમાશતક આત્મપ્રબોધ
- પ્રભુભક્તિ મુક્તિની દૂતી પાંડવ ચરિત્ર
- શત્રુંજય તીર્થ સોહામણું વીતરાગ સ્તોત્ર
- આહાર શુદ્ધિથી આત્મશુદ્ધિ શ્રાદ્ધદિનકૃત્ય
- ચિત્ત પ્રસન્નતાની જડીબુટ્ટીઓ અષ્ટક પ્રકરણ
- સ્વાધીન રક્ષા-પરાધીન ઉપેક્ષા યોગદૈષ્ટિ સમુચ્ચય
- તપ કરીએ ભવજલ તરીએ પંચવસ્તુક ભાગ ૧-૨ ભવભાવના ભાગ ૧-૨
| (બાર પ્રકારના તપ ઉપર વિસ્તારથી વિવેચન) શ્રાવક ધર્મવિધિ પ્રકરણ - આધ્યાત્મિક પ્રગતિનાં પાંચ પગથિયાં ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાગ ૧-૨ - એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ
વાસી ઉથની ઉપયોગી પુલકો , સૂત્રોના અનુવાવાળા સિદ્ધહેમ શબ્દાનુશાસન (મધ્યમવૃત્તિ ભાગ ૧-૨-૩) પુસ્તકો તત્ત્વાર્થાધિગમ સૂત્ર
- ચૈત્યવંદન મહાભાષ્ય (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત)
- યતિ લક્ષણ સમુચ્ચય તત્ત્વાર્થાધિગમ સૂત્ર (પોકેટ બુક)
- હીર પ્રશ્ન વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ટીકાથ) વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) સંસ્કૃત પ્રાકૃત પ્રત-પુસ્તકો જ્ઞાનસાર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) - अष्टादश सहस्रशीलाङ्गग्रन्थ - અષ્ટક પ્રકરણ (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) - સિરિરિવાર્તdહીં સંસ્કૃત શબ્દ રૂપાવલી
- श्राद्धदिनकृत्य - સંસ્કૃત ધાતુ રૂપાવલી - કૃદંતાવલી
आत्मप्रबोध
• શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટના આગામી પ્રકાશનો ઉપદેશપદ સટીક ભાવાનુવાદ, શ્રાદ્ધવિધિ પ્રકરણ સટીક ભાવાનુવાદ
• પ્રાપ્તિસ્થાન : શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ , C/o. હિન્દુસ્તાન મીલ સ્ટોર્સ : ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે,
મુંબઇ-આગ્રા રોડ, ભિવંડી - ૪૨૧ ૩૦૫. ફોન : (૦૨૫૨ ૨) ૨૩૨ ૨૬૬, ૨૩૩૮૧૪
Page #13
--------------------------------------------------------------------------
________________
प्रशमरतिस्था अधिकाराः
१.
पीठबन्धाधिकारः
२.
कषायाधिकारः
३. रागाद्यधिकारः
8. कर्माधिकारः
५-६. करणार्थाधिकारद्वयम् .
७. मदस्थानाधिकारः.
८.
आचाराधिकारः
९. भावनाधिकारः
१०. धर्माधिकारः
११. कथाधिकारः .
१२. जीवाधिकारः ..
१३. उपयोगाधिकारः.
१४. भावाधिकारः .
१५. षड्विधद्रव्याधिकारः
१६. चरणाधिकारः
१७. शीलाङ्गाधिकार:
१८. ध्यानाधिकारः
१९. श्रेण्यधिकारः
२०. समुद्घाताधिकारः
२१. योगनिरोधाधिकारः
२२. शिवगमनविधानाधिकारः २२. फलाधिकारः
. यावत् .
. यावत् .
. यावत् .
. यावत्
. यावत् .
. यावत् .
यावत्
. यावत् .
. यावत् .
. यावत् .
. यावत् .
. यावत्
. यावत् .
. यावत् .
यावत्
. यावत्
. यावत् .
यावत्
यावत्
यावत्
यावत्
. यावत्
आर्याङ्कः
२३
३०
३३
३८
८०
१११
१४८
१६६
१८१
१८८
१९३
१९५
२०६
२२७
२४२
२४५
२५४
२७१
२७६
२८२
२९४
३११
Page #14
--------------------------------------------------------------------------
________________
ધરણેન્દ્ર - પદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ ગુરુભ્યો નમઃ
ऐं नमः वाचकवर्य श्रीमद्डमास्वातिकृता श्रीबृहद्गच्छीयश्रीहरिभद्रसूरिविरचितविवरणोपबृंहिता
प्रशमरतिः ટીકાકારનું મંગલાચરણ
नमः श्रीप्रवचनाय । उदयस्थितमरुणकरं, दिनकरमिव केवलालोकम् । विनिहतजडतादोषं, सद्वृत्तं वीरमानम्य ॥ १ ॥ वक्ष्यामि प्रशमरतेविवरणमिह वृत्तितः किंचित् । जडमतिरप्यकठोरं, स्वस्मृत्यर्थं यथाबोधम् ॥ २ ॥ (उपगीती) यद्यपि मदीयवृत्तेः, साफल्यं नास्ति तादृशं किमपि । सुगमत्वलघुत्वाभ्यां, तथापि तत् संभवत्येव ॥ ३ ॥
ઉદયાચલ ઉપર રહેલા સૂર્યની જેમ પ્રકાશને કરનારા, કેવળજ્ઞાની, અજ્ઞાનતાનો નાશ કરનારા અને સત્યારિત્રી શ્રીવીરપ્રભુને નમીને જડમતિ પણ હું મારી પોતાની સ્મૃતિ માટે (મોટી) ટીકાના આધારે પ્રશમરતિનું સરળ કંઇક વિવરણ મારા બોધ પ્રમાણે કહીશ. (૧-૨) જો કે મારી ટીકાની તેવી કોઈ સફળતા નથી, તો પણ ટીકા સુગમ અને નાની હોવાના કારણે ॐ सत। संभवे ४ छ. (3)
(૧) પીઠબંધ અધિકાર
ગ્રંથકારનું મંગલાચરણા इहाचार्यः श्रीमानुमास्वातिपुत्रस्त्रासितकुतर्कजनितवितर्कसम्पर्कप्रपञ्चः पञ्चशतप्रकरणप्रबन्धप्रणेता वाचकमुख्य : समस्तश्वेताम्बरकुलतिलक : प्रशमरतिप्रकरण
પ્રશમરતિ • ૧
Page #15
--------------------------------------------------------------------------
________________
करणे प्रवर्तमानः प्रथमत एव मङ्गलादिप्रतिपादकमिदमार्याद्वितयमुपन्यस्तवान्
માતા ઉમા અને પિતા સ્વાતિની પુત્ર, કુતર્કોથી ઉત્પન્ન કરાયેલા સંશયોના સંબંધના વિસ્તારને જેમણે ત્રાસ પમાડ્યો છે, અર્થાત્ કુતર્કોથી ઉત્પન્ન કરાયેલા સંશયોને જેમણે દૂર કરી નાખ્યા છે તેવા, પાંચસો પ્રકરણ ગ્રંથોના રચયિતા, પૂર્વધરોમાં મુખ્ય, સર્વ શ્વેતાંબરકુળના તિલક સમાન, અર્થાત્ શ્વેતાંબરકુળની ઉન્નતિ કરનારા, શ્રીમાન્ આચાર્યે અહીં પ્રશમરતિ પ્રકરણની રચનામાં પ્રવૃત્તિ કરતાં પ્રારંભમાં જ મંગલ આદિને જણાવનારી આ બે આર્યાઓનો ઉલ્લેખ કર્યો છેनाभेयाद्याः सिद्धार्थराजसूनुचरमाश्चरमदेहाः । पञ्चनवदश च दशविधधर्मविधिविदो जयन्ति जिनाः ॥ १ ॥ नाभेयाद्या इति-नाभेरपत्यं नाभेयः-ऋषभनामा युगादिदेवः स आद्यो येषां तीर्थकृतां ते नाभेयाद्याः । सिद्धार्थो राजा तस्य सूनुः-तनयः स चरमःपश्चिमो वर्धमानाभिधानो येषां ते सिद्धार्थराजसूनुचरमाः । चरमः-पर्यन्तवर्ती देहः-शरीरं येषां ते तथा । कियन्तः ? पञ्चनवदश च कृतद्वन्द्वसमासाः, चतुर्विंशतिरित्यर्थः, अन्ये तु पञ्चादिषु विष्वपि पदेषु प्रथमाबहुवचनं ददति इति । चः समुच्चये । दशविधधर्मविधि-क्षान्त्यादिदशप्रकारसदाचरणविधानं वक्ष्यमाणं विदन्ति-जानन्ति ते तथा । एवं विशेषणपञ्चकयुताः किम् ? નર્યાન્તિ-તિરીતે ? બિન-દ્વિતાર રૂતિ / ૧ /
ગાથાર્થ– ચરમશરીરી, દશ પ્રકારના યતિધર્મોના પ્રકારોને જાણનારા, નાભિપુત્ર (આદિનાથ) જેમાં પ્રથમ છે અને સિદ્ધાર્થરાજાના પુત્ર શ્રી મહાવીર સ્વામી) જેમાં અંતિમ છે એવા ૩૫ + ૯ + ૧૦ (ચોવીશ) જિનો જયવંતા વર્તે છે. ૧. સંસ્કૃતમાં છંદના (કવિતાના) બે પ્રકાર છે. વૃત્તછંદ અને આર્યાછંદ. અક્ષરોની ગણતરીથી રચાતા છંદને વૃત્ત (=શ્લોક) કહેવામાં આવે છે. માત્રાની ગણતરીથી
રચાતા છંદને આર્યા કહેવામાં આવે છે. ૨. નાખે? મપત્યં પુમાન નામેચા, સિદેશ. ૬/૧/૭૨ / સૂત્રથી અપત્ય અર્થમાં
ધ્ય પ્રત્યય લાગ્યો છે. ૩. ચોવીશની સંખ્યા જણાવવા વિતિ શબ્દનો પ્રયોગ ન કરતાં પાંચ, નવ,
પ્રશમરતિ - ૨
Page #16
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ- ચરમશરીરી- ચરમ એટલે અંતિમ=છેલ્લું. જેનું શરીર અંતિમ છેલ્લું છે તે ચરમશરીરી. (તીર્થકરો નિયમ એ જ ભવમાં મોક્ષમાં જતા હોવાથી અન્ય શરીરના ગ્રહણનો સંભવ જ નથી. કારણ કે શરીરનું કારણ કર્યો છે. મોક્ષમાં કર્મનો સર્વથા અભાવ હોય છે.)
દશ પ્રકારના યતિધર્મના પ્રકારો- ક્ષમા વગેરે દશ પ્રકારના સદ્ આચરણ રૂપ યતિધર્મોના પ્રકારો આ ગ્રંથમાં આગળ સેવ્ય: ક્ષત્તિ (ગા. ૧૬૭) ઇત્યાદિથી કહેશે.
જિનો=રાગાદિને જીતનારા. (રાગ-દ્વેષ મોહનીયકર્મના ભેદો છે. આથી અહીં રાગ-દ્વેષ જયનો ઉલ્લેખ મોહજયનું સૂચન કરે છે.)
મૂળગાથામાં પડ્ઝ-નવ-તા એ પ્રયોગમાં પડ્ઝ વગેરે ત્રણ શબ્દો દ્વન્દ્ર સમાસમાં છે. બીજાઓ પ વગેરે ત્રણ પદોમાં અલગ અલગ પ્રથમ બહુવચન ગણે છે. જયવંતા વર્તે છે=બધા (દેવો) કરતાં ચઢિયાતા રહે છે. (૧) एवमिह भरतजिनान्नमस्कृत्य सम्प्रति सामान्येन पञ्चपरमेष्ठिस्तुतिमाहजिनसिद्धाचार्योपाध्यायान् प्रणिपत्य सर्वसाधूंश्च । प्रशमरतिस्थैर्यार्थं, वक्ष्ये जिनशासनात् किञ्चित् ॥ २ ॥ નિત્યાદિ, નિના: પૂર્વોત્તેસ્વરૂપ, સિદ્ધાઃ સિદ્ધિ પ્રાપ્તી, વાર્યા - पञ्चविधाचारनिरताः, उपाध्यायाः-सूत्रप्रदाः, अत्र द्वन्द्वसमासः, तान् प्रणिपत्यनत्वा, सर्वसाधून्-भरतादिक्षेत्रवर्त्यशेषयतीन् । चः समुच्चये । किञ्चिद्वक्ष्ये इति सम्बन्धः । किमर्थम् ? प्रशमरतिस्थैर्यार्थं-उपशमप्रीतिनिश्चलतायै । वक्ष्येદશ એમ કેમ કહ્યું ? એવો પ્રશ્ન થાય એ સહજ છે. આનો ખુલાસો ટીકાકારે જણાવ્યો નથી. પણ વિચાર કરતાં મને જણાય છે કે- જીવ સર્વ પ્રથમ પંચ પરમેષ્ઠીની આરાધના કરનારો બને છે, પંચ પરમેષ્ઠીની આરાધના કરતાં કરતાં અશુભ કર્મનો ક્ષય થતાં નવપદની આરાધના કરનારો બને છે. પછી સમય જતાં દશ પ્રકારના યતિધર્મની આરાધના કરનારો બને છે. યતિધર્મની આરાધના કરતાં કરતાં રાગ-દ્વેષ ઉપર સંપૂર્ણ વિજય મેળવીને વીતરાગ સર્વજ્ઞ બને છે. આમ આવા ક્રમિક આધ્યાત્મિક વિકાસ સૂચક પાંચ-નવ-દશ શબ્દનો પ્રયોગ હોય એવી સંભાવના જણાય છે.
પ્રશમરતિ - ૩
Page #17
--------------------------------------------------------------------------
________________
अभिधास्ये । कुत इत्याह-जिनशासनात्-सर्वज्ञागमात् । किञ्चिद्-अल्पं, प्रशमरतिप्रकरणमिति तात्पर्यम् । तत्र सार्धाऽऽर्यया मङ्गलमभिहितम्, आर्याऽर्धेन तु सप्रतिशं प्रयोजनादित्रयम् । तत्र प्रशमरतिस्थैर्यार्थमित्यनेन गुरुशिष्ययोरैहिकामुष्मिकं प्रयोजनं प्रतिपादितम्, वक्ष्ये इति प्रतिज्ञा, जिनशासनादिति पदेन गुरुपर्वक्रमलक्षणः सम्बन्धः यद्वा आधाराधेयरूपः सम्बन्धः, तत्र जिनशासनमाधारः, प्रशमरतिराधेया । अभिधेयं तु किञ्चिदिति પર્વતમ્ ! ફાર્યોદયાર્થ. / ૨ //
આ પ્રમાણે અહીં ભરતક્ષેત્રના (વર્તમાન અવસર્પિણીના) જિનોને નમસ્કાર કરીને હવે સામાન્યથી પંચપરમેષ્ઠીની સ્તુતિને કહે છે
ગાથાર્થ-જિનો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વસાધુઓને પ્રણામ કરીને પ્રશમરતિમાં સ્થિરતા કરવા માટે જિનશાસનમાંથી કંઈક કહીશ. ટીકાર્થ– જિનો-રાગ-દ્વેષને જીતનારા. સિદ્ધો-સિદ્ધિને પામેલા જીવો. આચાર્યો=આચાર્યો પાંચ પ્રકારના આચારોમાં રત હોય છે. ઉપાધ્યાયોઃઉપાધ્યાયો સૂત્રોનું દાન કરે છે. સર્વ સાધુઓને=ભરત વગેરે ક્ષેત્રમાં રહેલા સર્વ સાધુઓને.
પ્રશમરતિમાં સ્થિરતા કરવા માટે– ઉપશમભાવ ઉપર થયેલા પ્રેમને સ્થિર કરવા માટે. જિનશાસનમાંથી=સર્વજ્ઞ પ્રણીત આગમમાંથી. કંઈક કહીશ=અલ્પ કહીશ. પ્રશમરતિ પ્રકરણને કહીશ એવો તાત્પર્યાર્થ છે.
આ બે આર્યાઓમાં દોઢ આર્યાથી મંગલ કહ્યું છે. અર્ધી આર્યાથી પ્રતિજ્ઞા સહિત પ્રયોજન-સંબંધ-અભિધેય એ ત્રણનું કથન કર્યું છે. તેમાં પ્રશમરતિશ્ચર્થ” ( પ્રશમરતિમાં સ્થિરતા માટે) એ પદથી ગુરુ અને શિષ્યનું આ લોકસંબંધી અને પરલોકસંબંધી પ્રયોજન કહ્યું છે. (ગુરુનું આ લોકસંબંધી પ્રયોજન– શિષ્યોની પ્રશમરતિમાં સ્થિરતા થાય.
પ્રશમરતિ • ૪
Page #18
--------------------------------------------------------------------------
________________
ગુરુનું પરલોકસંબંધી પ્રયોજન– પરોપકાર દ્વારા કર્મક્ષયથી મોક્ષ. શિષ્યનું આ લોકસંબંધી પ્રયોજન– પોતાની પ્રશમરતિમાં સ્થિરતા થાય. શિષ્યનું પરલોકસંબંધી પ્રયોજન–પ્રશમરતિમાં સ્થિરતા દ્વારા મોક્ષની પ્રાપ્તિ.) વચ્ચે(=કહીશ) એ પદથી પ્રતિજ્ઞા જણાવી છે.
નિનશાસનાત્(=સર્વજ્ઞ પ્રણીત આગમમાંથી) એ પદથી ગુરુપર્વક્રમ રૂપ સંબંધ કહ્યો છે.
[ગુરુપર્વક્રમ એટલે ગુરુઓ રૂપ પર્વોનો (સંધિ-સ્થળોનો=જોડવાના સ્થાનોનો) ક્રમ=પરંપરા. જેમ લાકડીમાં રહેલાં પર્વો (સંધિ કે ગાંઠો)નો ક્રમ પછી પછીના ભાગની સાથે જોડી આપે છે અને એ રીતે મૂળની સાથે સંબંધ કરાવી આપે છે, તેમ અહીં ગુરુઓ આપણને પછી પછીના ગુરુઓની સાથે જોડી આપીને મુખ્ય એવા તીર્થંકરની સાથે સંબંધ કરાવી આપે છે. જેમ કે શ્રીમહાવીરપ્રભુ પછી શ્રીસુધર્માસ્વામી થયા. શ્રીસુધર્માસ્વામી પછી શ્રીજંબુસ્વામી થયા. શ્રીજંબુસ્વામી પછી શ્રીપ્રભવસ્વામી થયા. અહીં શ્રીપ્રભવસ્વામીને શ્રીમહાવીરસ્વામીની સાથે સીધો સંબંધ નથી, કિંતુ પરંપરાએ સંબંધ છે. શ્રીપ્રભવસ્વામીને સીધો સંબંધ શ્રીજંબૂસ્વામીની સાથે છે. શ્રીજંબુસ્વામીને સીધો સંબંધ શ્રીસુધર્માસ્વામી સાથે છે. શ્રીસુધર્માસ્વામીને સીધો સંબંધ શ્રીમહાવીરસ્વામીની સાથે છે. આ રીતે ક્રમથી શ્રીપ્રભવસ્વામીનો પણ શ્રીમહાવીરસ્વામીની સાથે સંબંધ થયો. તે રીતે પ્રસ્તુતમાં ગ્રંથકર્તાનો ગુરુપર્વક્રમથી શ્રીમહાવીરસ્વામીની સાથે સંબંધ થાય છે.
આમ ગ્રંથકર્તાનો શ્રીમહાવીરસ્વામીની સાથે સંબંધ થવાથી ગ્રંથકર્તા પ્રામાણિક છે એ સિદ્ધ થાય છે. ગ્રંથકર્તા પ્રામાણિક છે એ સિદ્ધ કરવા ગુરુપર્વક્રમ સંબંધની જરૂર રહે છે.]
અથવા આધાર-આધેય રૂપ સંબંધ કહ્યો છે. તેમાં જિનશાસન (=સર્વશ પ્રણીત આગમ) આધાર છે અને પ્રશમતિ આધેય છે.
(આધાર એટલે આશ્રય. આધેય એટલે સ્થાપન ક૨વા યોગ્ય વસ્તુ.) વિષ્રિર્ (અલ્પ=પ્રશમરતિ પ્રકરણ) એ પદથી અભિધેયનું (=આ ગ્રંથમાં શું કહેવાનું છે તેનું) સૂચન કર્યું છે.
પ્રશમરતિ - પ
Page #19
--------------------------------------------------------------------------
________________
मा प्रभारी के मायामोनो अर्थ छे. (२) 'जिनशासनात् किंचिद्वक्ष्य' इत्युक्तम्, अबहुश्रुतानां तु सकष्टस्तत्र प्रवेश इति सदृष्टान्तमार्याद्वयेनाह
यद्यप्यनन्तगमपर्ययार्थहेतुनयशब्दरत्नाढ्यम् । सर्वज्ञशासनपुरं, प्रवेष्टुमबहुश्रुतैर्दुःखम् ॥ ३ ॥ यद्यपीत्यादिना सकष्टस्तत्र प्रवेश इति प्रतिपादितम् ।, अनन्ताअपर्यवसानास्ते च ते गमपर्ययार्थहेतुनयशब्दाश्च तथाविधाः एव रत्नानिमणयस्तैराढ्यं-समृद्धं तत्तथा, तत्र गमाः-सदृशपाठाः, पर्याया-घटादिशब्दानां कुटादिरूपाणि नामान्तराणि, अर्थाः- शब्दानामभिधेयानि, हेतवः-अन्यथाऽनुपपत्तिलक्षणाः, नया-नैगमादयः, शब्दा-घटादयः । इत्येतत् किमित्याहसर्वज्ञशासनं-जिनागमस्तदेव पुरं-नगरम्, तत् प्रवेष्टुं-अन्तर्गन्तुम्, अबहुश्रुतैःअल्पागमैर्दुःखं-सकष्टं, वर्तत इति शेषः ॥ ३ ॥
श्रुतबुद्धिविभवपरिहीणकस्तथाऽप्यहमशक्तिमविचिन्त्य । द्रमक इवावयवोञ्छकमन्वेष्टुं तत्प्रवेशेप्सुः ॥ ४ ॥
श्रुतम्-आगमः, बुद्धिः-औत्पत्त्यादिका मतिः, ते एव सर्वकार्यसाधकत्वात् विभवो-धनं तेन परिहीणको-रहितः स तथाविधः सन् । तथापि-एवमपि, अहमपि कर्तृभूतात्मनिर्देशः । अशक्तिम्-असामर्थ्यम्, अविचिन्त्य-अविगणय्य, द्रमक इव-रङ्क इव, अवयवानाम्-अर्धधान्यानामुञ्छको-मीलनमवयवोञ्छकस्तम्, अन्वेष्टुं-गवेषयितुम्, तस्मिन्-सर्वज्ञशासनपुरे, प्रवेशःअन्तर्भवनम्, तत्रेप्सुः-अभिलाषुकस्तत्प्रवेशेप्सुः, वर्त इति शेषः । आर्याद्वयस्योपनयो यथा-यद्वद्रत्नाढ्यपुरमन्तः प्रवेष्टमविभवैः सकष्टं तद्वत्सर्वज्ञशासनमवबोद्धं सकष्टं वर्तत इत्याद्वियार्थः ॥ ४ ॥
જિનશાસનમાંથી કહીશ એમ કહ્યું. જેઓ બહુશ્રુત (=વિશેષ જ્ઞાની) નથી, તેમનો જિનશાસનમાં પ્રવેશ કષ્ટપૂર્વક થઈ શકે એમ દષ્ટાંતસહિત के मायामोथी ४ छ___ थार्थ- अनंत गम, पर्यय, अर्थ, उतु, नय, २०६ ३५ रत्नोथी
પ્રશમરતિ • ૬
Page #20
--------------------------------------------------------------------------
________________
સમૃદ્ધ એવા સર્વજ્ઞશાસન રૂપ નગરમાં પ્રવેશ કરવાનું અલ્પજ્ઞાનીઓ માટે જો કે અશક્ય છે, તો પણ જેમ 'આમ-તેમ વિખરાયેલા ધાન્યકણોને શોધવા માટે રંક મનુષ્ય નગરમાં પ્રવેશ કરે તેમ, કૃતવૈભવ અને બુદ્ધિવૈભવથી રહિત હું અશક્તિનો વિચાર કર્યા વિના (પૂર્વ મહાપુરુષોના પ્રભાવથી) આમ-તેમ વેરાયેલા પ્રવચનાર્થના કણોને શોધવા સર્વજ્ઞશાસન નગરમાં પ્રવેશ પામવાની ઇચ્છાવાળો થયો છું.
ટીકાર્થ– અહીં અનંત પદનો સંબંધ ગમ વગેરે બધા પદોની સાથે છે. તેથી અનંત ગમ, અનંત પર્યય, અનંત હેતુ, અનંત નય, અનંત શબ્દ એવો અર્થ થાય.
ગમ=સમાન પાઠો. (સૂત્રમાં એક સરખા પાઠો આવે તેને ગમ કહેવામાં આવે છે.)
પર્યય=ઘટ વગેરે શબ્દોના શુટ વગેરે અન્ય નામો, અર્થાતુ પર્યય એટલે પર્યાયવાચી શબ્દો. અર્થ=શબ્દોના અભિધેયો, અર્થાત્ શબ્દથી જે કહેવા યોગ્ય હોય તે.
હેતુ=જેના વિના સાધ્ય સિદ્ધ ન થઈ શકે તે હેતુ. (જેમકે– પર્વતો વદ્વિમાન ધૂમાત્ અહીં ધૂમ વિના પર્વતમાં વક્તિ સિદ્ધ ન થઈ શકે. માટે ધૂમ હેતુ છે.) ૧. અવયવો છમ છું એ સ્થળે અવયવ શબ્દનો ટીકાકારે મર્થથાિનાં એવો અર્થ
કર્યો છે, અહીં અર્ધ એટલે અધું એવો અર્થ નથી, કિંતુ અવયવ અર્થ છે. અવયવ શબ્દ ધાન્યની સાથે સંબંધવાળો હોવાથી અર્થાન્યાનાં એટલે ધાન્યના અવયવોકકણો એવો અર્થ થાય.
૩છી શબ્દનો પ્રસિદ્ધ અર્થ તો વીણનાર એવો છે. છતાં ટીકાકારે મીત્રને અર્થ કર્યો છે. માત્ર એટલે એકત્રિત થવું=ભેગું થવું. એટલે શબ્દાર્થ કરવામાં આવે તો ધાન્યના કણોનું એકત્રિત થવું એવો અર્થ થાય. પણ આવો અર્થ પ્રસ્તુતમાં બંધબેસતો નથી. આથી અનુવાદમાં પ્રસ્તુત વિષયને અનુરૂપ આમ તેમ વેરાયેલા ધાન્યના કણો એવો અર્થ કર્યો છે.
કેમકે ૩૭ી એટલે વેરાયેલી વસ્તુને વીણનાર એવો અર્થ થાય છે અથવા વ સ્વાર્થમાં છે એમ સમજીએ તો આમ તેમ વેરાયેલી વસ્તુને વણવી એવો અર્થ થાય. આથી ઉપચારથી ૩ચ્છ એટલે આમ-તેમ વેરાયેલ વસ્તુ એવો અર્થ થઈ શકે. આનો તાત્પર્યાર્થ આમ-તેમ વેરાયેલા ધાન્યકણોને શોધવા માટે એવો થાય.
પ્રશમરતિ • ૭
Page #21
--------------------------------------------------------------------------
________________
નય=નૈગમ વગેરે નયો.
શબ્દ=ઘટ વગેરે શબ્દો.
શ્રુત એટલે આગમ. બુદ્ધિ એટલે ઔત્પાતિકી' આદિ બુદ્ધિ. વિભવ એટલે ધન. જેમ ધન સર્વકાર્યસાધક છે તેમ શ્રુત અને બુદ્ધિ સર્વકાર્યસાધક હોવાથી શ્રુતને અને બુદ્ધિને વિભવની ઉપમા આપી છે.
આ બે આર્યાઓનો ઉપનય આ પ્રમાણે છે– જેવી રીતે રત્નોથી સમૃદ્ધ નગરમાં ધનથી રહિત માણસોનો પ્રવેશ કષ્ટવાળો હોય તેમ સર્વજ્ઞશાસનનો બોધ કષ્ટવાળો છે. (૩-૪)
तामेवोञ्छकवृत्तिमार्याद्वयेनाऽऽह
बहुभिर्जिनवचनार्णवपारगतैः कविवृषैर्महामतिभिः । पूर्वमनेकाः प्रथिताः, प्रशमजननशास्त्रपद्धतयः ॥ ५ ॥ बहुभिः - अनेकैर्जिनवचनार्णवपारगतैः सर्वज्ञागमसमुद्रपर्यन्तप्राप्तैः कविवृषैःવિશિષ્ટવિમિ: મહામતિભિ:-વિપુત્ત્તવૃદ્ધિમિ:, પૂર્વ-પ્રાનાને, અનેાવચ:, યા: પ્રથિતા-ગમિહિતા:, બાસ્તા ત્યાહ-પ્રશમનનનશાસ્ત્રપદ્ધતય:उपशमोत्पादकग्रन्थपङ्क्तय इति ॥ ५ ॥
-
તે જ ઉછકવૃત્તિને (=વીણવાની વૃત્તિને) બે આર્યાઓથી કહે છે— ગાથાર્થ– જિનવચન રૂપ સમુદ્રના પારને પામેલા અને મહામતિ એવા
૧. બુદ્ધિ ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણામિકી એમ ચાર પ્રકારની છે. (૧) ઔત્પાતિકી— વિશિષ્ટ પ્રસંગ ઉપસ્થિત થતાં તે પ્રસંગને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી મતિ. જેમ કે બીરબલ, અભયકુમાર, રોહક વગેરેની મતિ.
(૨) વૈયિકી– ગુરુ આદિના વિનયથી (સેવાથી) પ્રાપ્ત થતી મતિ. જેમ કે નિમિતજ્ઞ શિષ્યની મતિ.
(૩) કાર્મિકી– અભ્યાસ કરતાં કરતાં પ્રાપ્ત થતી મતિ. જેમ કે ચોર, ખેડૂત વગેરેની મતિ.
(૪) પારિણામિકી– સમય જતાં અનુભવોથી પ્રાપ્ત થતી મતિ. જેમ કે શ્રીવજસ્વામીની તિ.
પ્રશમરતિ • ૮
Page #22
--------------------------------------------------------------------------
________________
ઘણા વિશિષ્ટ કવિઓએ પૂર્વે પ્રશમને ઉત્પન્ન કરનાર ગ્રંથોની જે શ્રેણિઓ કહી છે. (૫) किंचात इत्याहताभ्यो विसृताः श्रुतवाक्पुलाकिकाः प्रवचनाश्रिताः काश्चित् । पारम्पर्यादुच्छेषिकाः कृपणकेन संहृत्य ॥ ६ ॥
ताभ्यः पूर्वोक्तशास्त्रपद्धतिभ्यो विसृता-गलिताः । का इत्याह-ताभ्यो विसृताः श्रुतवाक्पुलाकिका-आगमवचनधान्यावयवभूताः, ताश्च मिथ्यादृष्ट्यागमसम्बन्धिन्योऽपि भवन्तीत्याह-प्रवचनाश्रिताः-जिनशासनानुसारिण्यः, काश्चिदेव, न सर्वाः, पारम्पर्यात्-गुरुपरम्परया, उच्छेषिका-उद्धृतशेषाः, स्तोकीभूता इत्यर्थः । ततस्ताः कृपणकेन-कुत्सितरङ्केणेव, मयेत्युत्तरेण सम्बन्धः । संहृत्यમીયિત્વેતિ | ૬ ||
વળી એનાથી (=પૂર્વોક્ત જે ગ્રંથશ્રેણિઓ છે તેનાથી) શું? એમ કહે છે– ગાથાર્થ– તેમાંથી વેરાયેલા અને પ્રવચનને અનુસરનારા શ્રુતવચનરૂપ ધાન્યકણો પરંપરાથી અલ્પ જ રહ્યા છે=બચ્યા છે. અલ્પ બચેલા એ કેટલાક મૃતવચનરૂપ ધા કણોને નિંદિત ભિખારી જેવા મેં ભેગા કરીને. ટીકાર્ય- તેમાંથી=પૂર્વોક્ત શાસ્ત્રશ્રેણિઓમાંથી. પ્રવચનને અનુસરનારા– શ્રુતવચન રૂપ ધા કણો મિથ્યાષ્ટિઓના આગમસંબંધી પણ હોય છે. આથી “પ્રવચનને અનુસરનારા' એમ કહ્યું છે.
પરંપરાથીeગુરુપરંપરાથી. (ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરીને તેમના શિષ્યોને ભણાવી. ગણધરશિષ્યોએ તેમના શિષ્યોને ભણાવી. એમ પરંપરા ચાલી. તેમાં થોડું થોડું શ્રત ઓછું થતું ગયું. આથી પૂ. ઉમાસ્વાતિ મહારાજાના સમયમાં ઘણું જ અલ્પ શ્રુત રહ્યું હતું.) (૬)
૧. પુલાક શબ્દનો સાર વગરના ધાન્યના કણો એવો અર્થ થાય છે. પ્રસ્તુતમાં આ
અર્થ બરોબર ઘટે છે. પુલાક શબ્દને અલ્પ અર્થમાં સિ.હે.શ. ૭-૩-૩૩ સૂત્રથી કપ્રત્યય લાગતાં સ્ત્રીલિંગમાં પુના િશબ્દ બન્યો છે.
પ્રશમરતિ • ૯
Page #23
--------------------------------------------------------------------------
________________
ततः किं कृतमित्याह
तद्भक्तिबलार्पितया, मयाऽप्यविमलाल्पया स्वमतिशक्त्या । प्रशमेष्टतयाऽनुसृता, विरागमार्गैकपदिकेयम् ॥ ७ ॥
'तद्भक्ति' इत्यादि, तद्भक्तिबलार्पितया श्रुत- वाक्पुलाकिकाबहुमानसामर्थ्यलोकत ( प्राप्त ) या । मयेति कर्तृभूतात्मनिर्दशे । अपिशब्दोऽसूयाख्यापकः । किल मयापि अनुसृता विरागमार्गैकपदिकेति । अविमला-कलुषा, सा चासावल्पा च स्तोका सा तथा तया । कया एवंविधया ? अत आहस्वमतिशक्त्या कारणभूतया, निजबुद्धिसामर्थ्येन, प्रशमेष्टतया - उपशमवल्लभतया हेतुभूतया, अनुसृता तद्भक्त्यनुसारेण विहिता, का किंविधेत्याहविरागमार्गैकपदिका-विरागमार्गस्यैकोत्पादिका, जनिकेत्यर्थः । इयं प्रशमरतिरित्यर्थः । इति आर्याद्वयार्थः ॥ ७ ॥
1
ભેગા કર્યા પછી શું કર્યું તે કહે છે–
ગાથાર્થ– તેમના પ્રત્યે ભક્તિના બળથી પ્રાપ્ત થયેલી સ્વબુદ્ધિની મલિન અને અલ્પશક્તિથી મેં વૈરાગ્યમાર્ગની અદ્વિતીય ઉત્પાદિકા આ પ્રશમરતિ કરી છે. કારણ કે મને પ્રશમ પ્રિય છે.
ટીકાર્થ તેમના પ્રત્યે ભક્તિના બળથી પ્રાપ્ત થયેલી– શ્રુતવચન રૂપ ધાન્યકણો પ્રત્યે બહુમાનના સામર્થ્યથી પ્રાપ્ત થયેલી
વૈરાગ્યમાર્ગની અદ્વિતીય ઉત્પાદિકા— ઉત્પાદિકા એટલે ઉત્પન્ન કરનારી. અદ્વિતીય એટલે તેના જેવી બીજી કોઇ રચના ન હોય તેવી, અર્થાત્ આ પ્રશમતિની રચના જેવા વૈરાગ્ય માર્ગને ઉત્પન્ન કરે છે, (=પ્રગટ કરે છે) તેવા વૈરાગ્યમાર્ગને અન્ય કોઇ ગ્રંથરચના ઉત્પન્ન ન કરી શકે. આથી આ પ્રશમરતિ ગ્રંથની રચના અદ્વિતીય છે.
આ પ્રશમરતિ કરી છે– આ પ્રશમરતિ પ્રકરણ ગ્રંથની રચના કરી छे. (७)
न च असारत्वात् श्रुतवाक्पुलाकिकानां तत्संहरणरचिता सती सतामनादरणीयैव स्यादियमित्याह
પ્રશમરતિ • ૧૦
Page #24
--------------------------------------------------------------------------
________________
यद्यप्यवगीतार्था न वा कठोरप्रकृष्टभावार्था । सद्भिस्तथाऽपि मय्यनुकम्पैकरसैरनुग्राह्या ॥ ८ ॥ यद्यपि वक्ष्यमाणदोषयुक्ता तथापि सद्भिरनुग्राह्येति सम्बन्धः । दोषानेवाहअवगीतार्था-अनादरणीयाभिधेया, वर्तत इति शेषः । तथा न वा कठोरप्रकृष्टभावार्था-नवेति निषेधे कठोरो-विबुधजनयोग्यो गम्भीर इत्यर्थः, प्रकृष्टःप्रधानो भावार्थः-पदाभिधेयो यस्यां सा तथा, अगम्भीरप्रधान-भावार्थेत्यर्थः । यद्वा नवा-नूतना आधुनिककविकृतत्वात् तथा अकारप्रश्लेषात् न विद्यते कठोरप्रकृष्टभावार्थो यस्यां सा तथा । सद्भिः-सज्जनैः । तथापि-एवमपि । मयीति विषयभूतात्मनिर्देशः, अनुकम्पैकरसैः-दयाप्रधानमानसैरनुग्राह्याअङ्गीकर्तव्या । इत्यार्यार्थः ॥ ८ ॥
શ્રુતવચનરૂપ ધા કણો અસાર હોવાથી તેમને ભેગા કરીને રચેલી આ પ્રશમરતિ સજજનોને આદર કરવા યોગ્ય ન જ હોય એથી કહે છે (=स४४नोने प्रार्थन। ४३ छ)
ગાથાર્થ- જો કે આ પ્રશમરતિમાં જે કહેવાનું છે તે આદરણીય નથી, તથા આમાં વિબુધજનને યોગ્ય ગંભીર અને શ્રેષ્ઠ ભાવાર્થો નથી, તો પણ મારા પ્રત્યે જેમના મનમાં દયાની પ્રધાનતા છે તેવા સજ્જનોએ આ प्रशमति स्वी२वी. (८)
इत्यभ्यर्थना कृता, यद्वा स्वभावत एव सन्तो दोषत्यागेन गुणानेव ग्रहीष्यन्तीत्यावेदयन्नाह
कोऽत्र निमित्तं वक्ष्यति, निसर्गमतिसुनिपुणोऽपि वाद्यन्यत् । दोषमलिनेऽपि सन्तो, यद् गुणसारग्रहणदक्षाः ॥ ९ ॥
को ? न कश्चिदित्यर्थः । अत्र-सौजन्यविचारे निमित्तं-कारणमन्यद्-इतरद् वक्ष्यति-भणिष्यति, वादी-जल्पाक इति योगः । कीदृशः ? निसर्गमत्यास्वभावबुद्ध्या, सुनिपुणोऽपि, आस्तां अनीदृशः । यद्-यस्मात्, सन्तः१. अनादरणीयाभिधेया ५६मां सभासविडसा प्रभो छ- अनादरणीयं अभिधेयं यस्यां सा अनादरणीयाभिधेया ।
પ્રશમરતિ - ૧૧
Page #25
--------------------------------------------------------------------------
________________
सज्जनाः, गुणसारग्रहणदक्षाः-गुणस्वीकारकुशलाः, भवन्तीति शेषः, क्व ? दोषमलिनेऽपि-सदोषेऽपि, वस्तुनीत्यध्याहारः । स्वभावादेव दोषपरित्यागेन ગુણગ્રહિ: સત્યુષા મવન્તીતિ ભાવાર્થ. / ૧ //
આ પ્રમાણે સજ્જનોને પ્રાર્થના કરી. અથવા સજ્જનો સ્વભાવથી જ દોષોને છોડીને ગુણોને જ ગ્રહણ કરશે એ પ્રમાણે જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– સ્વાભાવિક મતિથી અતિશય નિપુણ પણ કયો વાદી પુરુષ સજ્જનોના સૌજન્યમાં સ્વભાવ સિવાય બીજું કારણ કહેશે ? અર્થાત્ નહિ કહે. કારણ કે સજ્જનો દોષમલિન પણ વસ્તુમાં (= જીવમાં) સારભૂત ગુણોને ગ્રહણ કરવામાં કુશળ હોય છે.
ટીકાર્થ– સ્વાભાવિક મતિથી જન્મથી જ સહજ રીતે પ્રાપ્ત થયેલી બુદ્ધિથી. સત્પરુષો સ્વભાવથી જ દોષોને છોડીને ગુણોને ગ્રહણ કરનારા હોય છે. એવો અહીં ભાવાર્થ છે. (૯)
अथैवंविधायाः सद्भिर्गृहीतायाः को गुणः स्यादित्याहसद्भिः सुपरिगृहीतं, यत्किञ्चिदपि प्रकाशतां याति । मलिनोऽपि यथा हरिणः, प्रकाशते पूर्णचन्द्रस्थः ॥ १० ॥
सद्भिः सुपरिगृहीतम्-अतिशयेनाङ्गीकृतम्यत्किमपि-असारमपि, आस्तां सारम्, प्रकाशतां-प्रकटताम्, याति-गच्छति इति दार्टान्तिक :, दृष्टान्तमाह-मलिनोऽपि-कृष्णोऽपि, आस्ताममलिनः, यथा-येन प्रकारेण, हरिणो-मृगः, प्रकाशतेशोभते, कीदृशः ? पूर्णचन्द्रस्थः-पौर्णमासीशशिमध्यस्थित इति आर्यार्थः ।। १० ।।
સજ્જનોથી ગ્રહણ કરાયેલી આવા પ્રકારની પ્રશમરતિ (ગ્રંથ)થી શો લાભ થાય તે કહે છે
ગાથાર્થ– સજ્જનોએ જે કોઈપણ વસ્તુને સારી રીતે ગ્રહણ કરી હોય તે વસ્તુ પ્રસિદ્ધિને પામે છે. જેમ કે કાળું પણ હરણ પૂર્ણિમાના ચંદ્રમાં રહેલું શોભે છે.
ટીકાર્થ– જે કોઈપણ વસ્તુને=જે કોઇ અસાર પણ વસ્તુને. સજ્જનોના સ્વીકારથી અસાર પણ વસ્તુ શોભાને પામે છે તો સાર વસ્તુ શોભાને
પ્રશમરતિ - ૧૨
Page #26
--------------------------------------------------------------------------
________________
પામે તેમાં તો શું કહેવું ? (સજ્જનો જેને સ્વીકારે છે તે વસ્તુ સારરહિત હોય તો પણ સજ્જનોના આશ્રયથી જ શોભે છે. આથી મારી આ રચના અસાર હોવા છતાં સત્પુરુષોના સ્વીકારથી શોભા પામશે.) (૧૦)
अन्यदपि सज्जनचेष्टितं दृष्टान्तान्तरयुतमाह—
बालस्य यथा वचनं, काहलमपि शोभते पितृसकाशे । तद्वत् सज्जनमध्ये, प्रलपितमपि सिद्धिमुपयाति ॥ ११ ॥ बालस्य-शिशोर्यथा वचनं - जल्पितम्, काहलमपि - अव्यक्ताक्षरमपि शोभतेराजते पितृसकाशे-मातापित्रोरग्रत इति दृष्टान्तः, दार्ष्यन्तिकमाह-तद्वत्-तथा सज्जनमध्ये प्रलपितमपि-अनर्थकं वचनमपि सिद्धिमुपयाति ख्यातिमुपैतीत्यर्थः
॥ ११ ॥
અન્ય દષ્ટાંતથી યુક્ત બીજા પણ સજ્જનના આચરણને કહે છે— ગાથાર્થ– જેવી રીતે બાળકનું અવ્યક્ત અક્ષરવાળું (=કાલું-ઘેલું) પણ વચન માતા-પિતાની પાસે શોભે છે, તેવી રીતે સજ્જનોની મધ્યમાં નિરર્થક પણ વચન પ્રસિદ્ધિને પામે છે. (૧૧)
ननु पूर्वकविकृता अपि शमजननशास्त्रपद्धतयः सन्ति तत् पुनः किमनयेत्याशङ्कयाह—
ये तीर्थकृत्प्रणीता, भावास्तदनन्तरैश्च परिकथिताः ।
तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टिकरमेव ॥ १२ ॥
ये तीर्थकृत्प्रणीता भावा-जीवादयस्तदनन्तरैश्च-गणधरादिभिः परिकथिताःप्रकीर्तिताः तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टिकरम् । एवं अनेकधाऽपि संशब्दनं भवति-जायते पुष्टिकरमेवेत्यार्यार्थः ॥ १२ ॥
પ્રશમને ઉત્પન્ન કરનારી શાસ્ત્રશ્રેણિઓ પૂર્વના કવિઓએ પણ કરેલી છે, તો પછી આ પ્રશમરતિ ગ્રંથની રચનાની શી જરૂર છે એવી આશંકા કરીને કહે છે—
१. पितृसकाशे से स्थणे माता च पिता चेति पितरौ से प्रमाणे रोडशेष द्वन्द्व समास छे.
પ્રશમરતિ ૦ ૧૩
Page #27
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– તીર્થકરોએ અને તેમના પછી તરત થયેલા ગણધરોએ જે ભાવો કહ્યા તે ભાવોનું અનેકવાર પણ અનુકીર્તન પુષ્ટિને કરનારું જ થાય છે.
ટીકાર્થ– ભાવો=જીવાદિ પદાર્થો. (અનુ=પછી (=એકના કહ્યા પછી ફરી) કીર્તન=કથન તે અનુકીર્તન. જીવાદિ પદાર્થોને પહેલાં તીર્થકરોએ અર્થથી કહ્યા છે. પછી ગણધરોએ સૂત્રબદ્ધ કરીને તેમના શિષ્યોને સૂત્રથી અને અર્થથી કહ્યા છે. ગણધરોના શિષ્યોએ તેમના શિષ્યોને કહ્યા છે. આમ જીવાદિ પદાર્થોનું અનુકીર્તન થતું રહે છે. પુષ્ટિ-જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ.) (૧૨)
अमुमेवार्थं आर्यात्रयेण भावयन्नाहयद्वद्विषघातार्थं, मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वद्रागविषनं, पुनरुक्तमदुष्टमर्थपदम् ॥ १३ ॥
यद्वत्-यथा विषघातार्थं-गरोत्तारणाय मन्त्रपदे-ॐकारादिके वचने, समुच्चार्यमाणे इति शेषः । न पुनरुक्तदोषोऽस्ति-नैव भूयोभणनदूषणं विद्यते, तद्वत्-तथा रागविषघ्नं-रागविनाशकम् पुनरुक्तं-भूयोभणितम् अदुष्टम्-अदूषणवत्, अर्थपदं-सूचकत्वात् सूत्रस्यार्थवाचकं पदमिति आर्यार्थः ।। १३ ।।
આ જ અર્થને ત્રણ આર્યાઓથી વિચારતા ગ્રંથકાર કહે છેગાથાર્થ– જેમ વિષનો નાશ કરવા માટે વારંવાર ઉચ્ચારાતા મંત્રના પદમાં પુનરુક્તિ દોષ નથી, તેમ રાગરૂપ વિષનો નાશ કરનાર અર્થપદનું વારંવાર કરેલું કથન દોષવાળું નથી.
ટીકાર્થ– મંત્રપદમાં 3ૐકાર વગેરે વચનમાં. વિષનો નાશ કરવા માટેeઝેરને ઉતારવા માટે.
'અર્થપદ– અર્થવાચક પદ તે અર્થપદ, અર્થને કહેનારા પદનું વારંવાર કરેલું કથન દોષવાળું નથી. (૧૩) ૧. ટીકામાં રહેલા સૂ ત્વાન્ સૂત્રી એ પદોનો અર્થ આ પ્રમાણે છે- સૂત્ર
સામાન્ય સૂચન કરે, વિશેષ અર્થ ન કહે. ટીકા વિશેષ અર્થ કહે, આથી અર્થપદ્ શબ્દનો અર્થવાચક (=અર્થને કહેનાર) પદ તે અર્થપદ. એમ ટીકાકારે વિશેષ અર્થ જણાવ્યો છે.
પ્રશમરતિ - ૧૪
Page #28
--------------------------------------------------------------------------
________________
यद्वदुपयुक्तपूर्वमपि, भेषजं सेव्यतेऽतिनाशाय । तद्वद्रागार्तिहरं, बहुशोऽप्यनुयोज्यमर्थपदम् ॥ १४ ॥ यद्वत्-यथा उपयुक्तपूर्वमपि-प्रथमप्रयुक्तमपि भैषजम्-औषधम् सेव्यतेपुनः क्रियतेऽतिनाशाय-पीडाविनाशार्थम् तद्वत्-तथा रागातिहरं-प्रतिबन्धपीडानाशकम् बहुशोऽपि-अनेकधाऽप्यनुयोज्यं-उच्चारणीयम् अर्थपदं-अभिधेयवत्पदमित्यार्यार्थः ॥ १४ ॥
ગાથાર્થ જેમ પૂર્વે ઉપયોગ કર્યો હોવા છતાં પીડાની શાંતિ માટે ફરી ફરી તે જ ઔષધનું સેવન કરવામાં આવે છે, તેમ રાગની પીડાનો નાશ કરનાર અર્થપદનો વારંવાર પાઠ કરવો જોઇએ. टार्थ- अर्थ५६=अर्थवाणु ५६ ते अर्थ५६. (अभिधेय अर्थ) (१४) वृत्त्यर्थं कर्म यथा, तदेव लोकः (ग्रंथसंख्या१०० ) पुनः पुनः कुरुते । एवं विरागवाहितुरपि पुनः पुनश्चिन्त्यः ॥१५॥
वृत्त्यर्थम्-जीवनार्थं कर्म-कृष्यादिकम् स यथा यद्वत् तदेव कृष्यादिकं लोको-जनः पुनः पुनरित्यादि सुगमम् ॥ १५ ॥
ગાથાર્થ– જેમ લોક આજીવિકા માટે ખેતી વગેરે તે જ ક્રિયા વારંવાર કરે છે તેમ વૈરાગ્યમાં વર્તવાનો (=રહેવાનો) હેતુ પણ વારંવાર વિચારવો જોઇએ. (વૈરાગ્યમાં રહેવાના ઉપાયોને વારંવાર વિચારવા જોઇએ એવો सही तात्पयर्थि छे.) (१५) इतो वैराग्यानयनोपायमाहदृढतामुपैति वैराग्यभावना येन येन भावेन । तस्मिंस्तस्मिन् कार्यः, कायमनोवाग्भिरभ्यासः ॥ १६ ॥
दृढतां-स्थैर्यमुपैति-गच्छति वैराग्यभावना-विरागतावासना येन येन भावेनविशिष्टान्तःकरणाभिप्रायेण तस्मिंस्तस्मिन् कार्यो विधातव्यः । काभिः क इत्याह-कायमनोवाग्भिरभ्यास इति व्यक्तम् ॥ इत्यार्यार्थः ॥ १६ ॥ આથી વૈરાગ્યને લાવવાના ઉપાયને કહે છે–
પ્રશમરતિ - ૧૫
Page #29
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ જે જે ભાવથી વૈરાગ્યભાવના દઢતાને પામે છે તે ભાવમાં મન-વચન-કાયાથી અભ્યાસ કરવો જોઇએ. ટીકાર્થ– વૈરાગ્યભાવના વૈરાગ્યવાસના. ભાવથી=અંતઃકરણના વિશિષ્ટ આશયથી. (૧૬) अथ वैराग्यपर्यायानाहमाध्यस्थ्यं वैराग्यं, विरागता शान्तिरुपशमः प्रशमः । दोषक्षयः कषायविजयश्च वैराग्यपर्यायाः ॥ १७ ॥ सुगमम्, नवरमष्टौ वैराग्यपर्यायाः ॥ १७ ॥ હવે વૈરાગ્યના પર્યાયોને કહે છે
ગાથાર્થ– માધ્યશ્ય, વૈરાગ્ય, વિરાગતા, શાન્તિ, ઉપશમ, પ્રથમ, દોષક્ષય, કષાયવિજય આ આઠ વૈરાગ્યના પર્યાયો (પર્યાયવાચી શબ્દો) છે. (૧૭)
वैराग्यं तु रागद्वेषाभावे स्याद्, अतस्तयोः पर्यायानार्याद्वयेनाहइच्छा मूर्च्छ कामः, स्नेहो गायं ममत्वमभिनन्दः । अभिलाष इत्यनेकानि रागपर्यायवचनानि ॥ १८ ॥ વ્યરુમ્ ! કિંતુ રાચાર્ણ પર્યાયાઃ || ૧૮ વૈરાગ્ય તો રાગ-દ્વેષના અભાવમાં થાય. આથી રાગ-દ્વેષના પર્યાયોને બે ગાથાથી કહે છે
ગાથાર્થ ઇચ્છા, મૂછ, કામ, સ્નેહ, ગાર્બ, મમત્વ, અભિનંદ, અભિલાષ-આ પ્રમાણે રાગના પર્યાયવચનો (=પર્યાયવાચી શબ્દો) અનેક છે.
(મૂછ બાહ્ય વસ્તુઓની સાથે અભેદભાવનો અધ્યવસાય. કામ ઇન્દ્રિય સુખનાં સાધનો ઉપર રાગ. સ્નેહ=પુત્ર આદિ ઉપર પ્રેમ. ગાÁ=અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા. મમત્વ=બાહ્ય વસ્તુઓ ઉપર આ વસ્તુ મારી છે, હું એનો માલિક છું એવો ભાવ. અભિનંદ=ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં થતો હર્ષ.) (૧૮)
પ્રશમરતિ - ૧૬
Page #30
--------------------------------------------------------------------------
________________
ईर्ष्या रोषो दोषो, द्वेषः परिवादमत्सरासूयाः । वैरप्रचण्डनाद्या नैके द्वेषस्य पर्यायाः ॥ १९ ॥ स्पष्टमेव, किंतु द्वेषस्य नव नामानि-इर्ष्या १ रोषः २ दोषः ३ द्वेषः ४ परिवादः ५ मत्सरः ६ असूया ७ वैरं ८ प्रचण्डनं ९ इत्यादि । आदिशब्दादन्येऽपि ज्ञेया इति, आर्यात्रयेणापि पदानां किंचिदर्थभेदोऽप्यस्ति સ: સ્વધયા ગૂઢ ત || 23 |
ગાથાર્થ– ઇર્ષા, રોષ, દોષ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વૈર, પ્રચંડન વગેરે અનેક દ્રષના પર્યાયો છે.
ટીકાર્થ– આદિ શબ્દથી બીજા પણ પર્યાયવાચી શબ્દો જાણવા. ત્રણે આર્યાઓમાં પદોમાં (=પર્યાયવાચી શબ્દોમાં કંઇક અર્થભેદ પણ છે. તે અર્થભેદ સ્વબુદ્ધિથી વિચારવો.
(ઈર્ષા=અન્યના ઉત્કર્ષને જોઇને ચિત્તમાં થતી બળતરા. રોષ-ક્રોધ. દોષ=આત્માને દૂષિત કરે તે દોષ. દ્વેષ=અપ્રીતિ. પરિવાદ=પરના દોષો બોલવા. દ્વેષ વિના પરના દોષો ન બોલાય. આથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અહીં પરિવાદને દ્વેષ કહેલ છે. મત્સર=જે મને ઢાંકે છે=સધર્મથી ગુપ્ત રાખે છે તે મત્સર. અસૂયાર=ગુણોમાં પણ દોષોને પ્રગટ કરવા, અર્થાત્ કોઇના ગુણને પણ દોષરૂપ માનવો. વૈર=દ્દેષના કારણે ઉત્પન્ન થતો શત્રુભાવ. દ્વેષથી વૈર ઉત્પન્ન થાય છે. આથી અહીં કાર્યમાં કારણનો ઉપચાર કરીને વૈરને દ્વેષ કહેલ છે. પ્રચંડ=શાંત થયેલાનો પણ કોપ રૂપ અગ્નિ પ્રદીપ્ત થાય તે પ્રચંડ.) (૧૯)
अथ यादृश आत्माऽनयोरुदये भवति तादृशमार्याचतुष्टयेनाहरागद्वेषपरिगतो, मिथ्यात्वोपहतकलुषया दृष्ट्या । पञ्चास्त्रवमलबहुलाऽर्तरौद्रतीव्राभिसन्धानः ॥ २० ॥
૧. પરસમ્પન્ન વેતનો વ્યાપ: પુષ્ય | ૨. Tષ રોપાવિષ્ણરામસૂયા |
પ્રશમરતિ ૧૭
Page #31
--------------------------------------------------------------------------
________________
रागद्वेषाभ्यां परिगतो व्याप्त इति समासः, मिथ्यात्वोपहता सा चासौ कलुषा च-मलिना सा तथा तया । कया एवंविधया ? दृष्ट्या-बोधरूपया करणभूतया । किमित्याह-पञ्चास्रवाः-प्राणातिपातादयः, तैः करणभूतैर्मलः-कर्मबन्धस्तेन बहुलो-व्याप्तः स तथा, तथा स चासावार्तरौद्रयोस्तीव्राभिसन्धानश्चगाढचिन्तनः स तथेति समास इति ॥ २० ॥ कार्याकार्यविनिश्चयः, संक्लेशविशुद्धिलक्षणैर्मूढः । आहारभयपरिग्रहमैथुनसंज्ञाकलिग्रस्तः ॥ २१ ॥
कार्य-जीवरक्षादिकम् अकार्य-जीववधादिकम् तयोविनिश्चयो-निर्णयः स तथा, स च संक्लेशः-कालुष्यम्, विशुद्धिः-नैर्मल्यम्, तयोः क्लिष्टचित्ततानिर्मलचित्ततारूपयोर्लक्षणानि-परिज्ञानानि तथा तानि चेति समासः, तैः करणभूतैर्मूढो-मुग्धः, तथा आहारभयपरिग्रहमैथुनसंज्ञाः प्रसिद्धरूपास्ता एव कलयः-कलहाः कलिहेतुत्वात् तैर्ग्रस्तः-आघ्रात इति समास इति ॥ २१ ।। क्लिष्टाष्टकर्मबन्धनबद्धनिकाचितगुरुर्गतिशतेषु ।। जन्ममरणैरजस्त्रं, बहुविधपरिवर्तनाभ्रान्तः ॥ २२ ॥ क्लिष्टानि च तानि-क्रूराण्यष्टकर्माणि च प्रसिद्धानि तानि तथा, तान्येव बन्धनं-नियन्त्रणम्, तेन बद्धो-नियन्त्रितः, स चासौ निकाचितश्च-अतिनियन्त्रितः स तथा, अत एव गुरु:-भाराक्रान्तः, ततः कर्मधारयः । यद्वा क्लिष्टाष्टकर्मणां उपलक्षणत्वेन बन्धनबद्धनिधत्तनिकाचितानि कृतद्वन्द्वानीति चत्वारि पदानि दृश्यानि तैर्गुरुः स तथा । अत्र लोहमयः सूचीकलापो दृष्टान्तः, यथा बन्धनं-स्पृष्टं दवरकबद्धसूचीनां मीलनमात्रमिव गुरुकर्मणां जीवप्रदेशैः सह योगमात्रमल्पप्रयाससाध्यम् १, तथा बद्धं-सूचीकलापस्य खपरिकया(?दवरिकया)-ऽन्योऽन्यबन्धनमिव तेषां तैः सह २, तथा (नि)धत्तं-ध्मातसूचीनां परस्परसंलुलितत्वमिव, शेषं तथैव ३, तथा निकाचितं-वह्नितप्तकुट्टितसूचीनां निनष्टविभागत्वमिव, शेषं तथैव ४, केष्वेवं बन्धो ? गतिशतेषु, कैः करणभूतैः ? जन्ममरणैरजस्रम्-अनवरतम् बहुविधपरिवर्तनाभ्रान्तः-अनेकप्रकारघोलनापर्यटित इति ॥ २२ ॥
પ્રશમરતિ • ૧૮
Page #32
--------------------------------------------------------------------------
________________
दुःखसहस्त्रनिरन्तरगुरुभाराक्रान्तकर्षितः करुणः । विषयसुखानुगततृषः, कषायवक्तव्यतामेति ॥ २३ ॥
दुःखसहस्राण्येव निरन्तरो - विश्रामरहितो गुरुः - महान् भारस्तेन आक्रान्तःपीडितः स तथा, तथा कर्षितो विलिखितः, क्वापि कर्शित इति दृश्यते, तत्र શિતો-ટુર્વતીમૂત:, તત: પદ્મથસ્ય વર્મધારય:। તથા રળ:-પ્રવીન:(?દ્દીન:) । તથા અનુાતઃ, વાસરુસ્મૃતીતિ તૃષ:-પ્રાઘુર્યેળ પિપાસિતઃ, ततः पदद्वयस्य कर्मधारयः । ततो विषयसुखेष्वनुगततृष इति समासः । अन्ये त्वनुगततृषः कृताभिलाष इत्याहुः । स किमित्याह- कषायवक्तव्यतामेतिજોધાદ્રિવા(મા)નેષ તિ મળનીયતાં યાતિ । ત્યાર્યાવતુથી, ॥ ૨૩ | ॥ इति शास्त्रस्य पीठबन्धः ॥
=
રાગ-દ્વેષના ઉદયમાં આત્મા જેવો થાય છે તેવા આત્માને ચાર આર્યાઓથી કહે છે—
ગાથાર્થ– (૧) રાગ-દ્વેષથી ઘેરાયેલો, (૨) મિથ્યાત્વથી હણાયેલા મિલન બોધથી પાંચ આશ્રવોના કારણે કર્મબંધથી પૂર્ણ, (૩) આર્તરૌદ્રધ્યાનના ગાઢ ચિંતનવાળો, (૪) કાર્યકાર્યનો નિર્ણય, ચિત્તના સંક્લેશનું જ્ઞાન, ચિત્તની વિશુદ્ધિનું જ્ઞાન, એ ત્રણથી મૂઢ, (૫) આહારભય-પરિગ્રહ-મૈથુન સંજ્ઞા રૂપ કલહથી પીડિત', (૬) સેંકડો ગતિઓમાં નિરંતર થતા જન્મ-મરણોના કારણે આઠ ક્રૂર કર્મો રૂપ બંધનથી બંધાયેલ અને નિકાચિત કર્મો બાંધ્યા હોવાથી અતિશય (=મજબૂત) બંધાયેલ, એથી જ કર્મબંધ રૂપ ભારથી પીડિત, અથવા સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત એ ચાર બંધના કારણે કર્મબંધ રૂપ ભારથી પીડિત, (૭) અનેક પ્રકારના પરિવર્તનોથી ભટકેલો, (૮) નિરંતર હજારો દુઃખોરૂપ મહાનભારથી પીડિત અને એથી જ દુર્બલ બનેલ, (૯) કરુણ, (૧૦) વિષયસુખોમાં આસક્ત, (૧૧) વિષયસુખોની અતિશય તૃષ્ણાવાળો આવો જીવ
કષાયોની વક્તવ્યતાને પામે છે.
૧. ટીકાકારે ૨૩મી ગાથામાં આાન્ત નો પીડિત અર્થ કર્યો છે. આથી અહીં પણ આાન્ત નો પીડિત અર્થ કર્યો છે.
પ્રશમતિ - ૧૯
Page #33
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ— [(૨) મિથ્યાત્વથી હણાયેલ મલિનબોધથી પાંચ આશ્રવોના કારણે કર્મબંધથી પૂર્ણ— જે જીવમાં મિથ્યાત્વ હોય તેનો બોધ (=જ્ઞાન) મિથ્યાત્વથી હણાયેલો કહેવાય. જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં બોધ મલિન જ હોય. આથી મિથ્યાત્વી જીવમાં સમ્યજ્ઞાન ન હોય, કિંતુ મિથ્યાજ્ઞાન હોય. જ્યાં મિથ્યાજ્ઞાન હોય ત્યાં હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ આશ્રવો અવશ્ય હોય. જ્યાં મિથ્યાત્વસહિત આશ્રવો હોય ત્યાં કર્મબંધ ધણો થાય. આથી તે જીવ કર્મબંધથી પૂર્ણ હોય. જે જીવ રાગ-દ્વેષથી ઘેરાયેલો હોય=જે જીવમાં રાગ-દ્વેષ તીવ્ર હોય તે જીવમાં અવશ્ય મિથ્યાત્વ હોય. આથી અહીં રાગ-દ્વેષથી ઘેરાયેલો એમ કહ્યા પછી મિથ્યાત્વથી હણાયેલ મલિન બોધના કારણે કર્મબંધથી પૂર્ણ એમ કહ્યું છે.
(૩) આર્ત-રૌદ્રધ્યાનના ગાઢ ચિંતનવાળો એ કથનનો તાત્પર્યાર્થ એ છે કે એ જીવ સદા ગાઢ આર્ત-રૌદ્ર ધ્યાનમાં વર્તતો હોય.]
(૪) કાર્યાકાર્યનો નિર્ણય, ચિત્તના સંક્લેશનું જ્ઞાન અને ચિત્તની વિશુદ્ધિનું જ્ઞાન એ ત્રણથી મૂઢ– કાર્ય એટલે કરવા જેવું. અકાર્ય એટલે ન કરવા જેવું. જીવરક્ષા વગેરે કાર્ય છે અને જીવવધ વગેરે અકાર્ય છે. આ જીવ આવા કાર્ય-અકાર્યના નિર્ણયવાળો ન હોય. આથી કાર્યને પણ અકાર્ય માને અને અકાર્યને પણ કાર્ય માને.
૧. ધ્યાનના શુભધ્યાન અને અશુભધ્યાન એમ બે ભેદ છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભધ્યાન છે. ઋત એટલે દુઃખ. દુઃખના કારણે થતું ધ્યાન તે આર્તધ્યાન. આર્તધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે– (૧) અનિષ્ટવિયોગચિંતા– અનિષ્ટ વસ્તુનો સંયોગ થતાં તેના વિયોગની ચિંતા એ અનિષ્ટવિયોગચિંતા રૂપ આર્તધ્યાન છે. (૨) ઇષ્ટસંયોગચિંતા– ધન વગેરે ઇષ્ટ વસ્તુને મેળવવાની ચિંતા. (૩) વેદનાવિયોગચિંતા– રોગથી થતી વેદનાને દૂર કરવાની ચિંતા. (૪) નિદાન– ધર્મના ફળરૂપે આ લોકના કે પરલોકના સુખની ઇચ્છા રાખવી.
રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે– (૧) હિંસાનુબંધી– હિંસા કરવાના એકાગ્રચિત્તે થતા વિચારો. (૨) અસત્યાનુબંધી– અસત્ય બોલવાના એકાગ્રચિત્તે થતા વિચારો. (૩) સ્નેયાનુબંધી– ચોરી કરવાના એકાગ્રચિત્તે થતા વિચારો. (૪) વિષયસંરક્ષણાનુબંધી ઇન્દ્રિયના મનગમતા વિષયોનું કે વિષયોના સાધનોનું રક્ષણ કરવાના એકાગ્રચિત્તે થતા વિચારો.
પ્રશમરતિ ૦ ૨૦
Page #34
--------------------------------------------------------------------------
________________
ચિત્તનો સંક્લેશ કોને કહેવાય અને ચિત્તની વિશુદ્ધિ કોને કહેવાય એમાં આ જીવ મૂઢ અજ્ઞાન હોય.
(૫) આહાર-ભય-પરિગ્રહ-મૈથુન-સંજ્ઞારૂપ કલહથી પીડિતઆહારાદિની સંજ્ઞા કલહનું કારણ હોવાથી અહીં ઉપચારથી સંજ્ઞાઓને કલહ રૂપ કહેલ છે. આહારસંજ્ઞા=આહારની તીવ્રલાલસા, ભયસંજ્ઞા=અત્યંત ડરવું, મૈથુનસંજ્ઞા=મૈથુનની તીવ્ર અભિલાષા, પરિગ્રહસંજ્ઞા=ભૌતિક વસ્તુઓ ઉપર મૂછ.
(૬) સ્પષ્ટ-બદ્ધ-નિધત્ત-નિકાચિત એ ચાર બંધના કારણે કર્મબંધ રૂપ ભારથી પીડિત– અહીં મૂળગાથામાં નિધત્ત બંધનો ઉલ્લેખ નથી. આથી ટીકાકારે તેનું ઉપલક્ષણથી ગ્રહણ કર્યું છે અને વન્ય પદનો સ્પષ્ટ બંધ એવો અર્થ કર્યો છે. સ્પષ્ટ વગેરે બંધનો અર્થ આ પ્રમાણે છે- દોરામાં બાંધેલી સોયો સમાન આત્મપ્રદેશોની સાથે કર્મોનો સામાન્ય બંધ તે સ્પષ્ટબંધ. આવી સોયોને જેમ છૂટી કરવામાં જરાય તકલીફ ન પડે તેમ ધૃષ્ટબંધવાળાં કર્મો વિશેષફળ આપ્યા વિના (=પ્રદેશોદયથી ભોગવાઇને) આત્માથી છૂટા પડી જાય. જે જીવ પાપ કરવાની ઇચ્છા ન હોવા છતાં ચાલે તેમ ન હોવાથી દુભાતા દિલે પાપ કરે તેને આવો બંધ થાય. આવા કર્મો હૃદયના પશ્ચાત્તાપથી નાશ પામી જાય. જેમ અનેક સોયોને દોરીથી પરસ્પર મજબૂત બાંધી દેવામાં આવે એવી રીતે આત્મપ્રદેશોની સાથે કર્મોનો મજબૂત બંધ તે બદ્ધબંધ. આવી સોયોને છૂટી કરવા માટે થોડો પ્રયત્ન કરવો પડે. તેમ આવા કર્મો થોડું ફળ આપીને છૂટા થાય. ઇચ્છાથી કરેલાં પાપોથી આવો બંધ થાય.
જેવી રીતે તપાવેલી સોયો એક-બીજાને ચોંટી જાય તેમ, પૂર્વ કરતાં અધિક મજબૂત રીતે આત્માની સાથે કર્મોનો બંધ થાય તે નિધત્ત બંધ. જેમ આવી સોયોને છૂટી કરવા માટે ઘણી મહેનત કરવી પડે તેમ આવાં કર્મો ઘણું ફળ આપીને આત્માથી છૂટા થાય. ઇચ્છાથી અને રાજી થઇને કરેલાં પાપોથી આવો બંધ થાય. સોયોને ગરમ કરીને ઘણ વગેરેથી ફૂટી નાખવામાં આવે જેથી સોયોનું અસ્તિત્વ જ ન રહે, તેમ કર્મોનો અતિશય મજબૂત બંધ તે નિકાચિત બંધ. જેમ આવી સોયોને ઉપયોગમાં ન લઈ
પ્રશમરતિ - ૨૧
Page #35
--------------------------------------------------------------------------
________________
શકાય, તેમાંથી નવી સોયો બનાવવાની મહેનત કરવી પડે, તેમ નિકાચિત કર્મો પોતાનું અત્યંત ઘણું ફળ આપીને જ છૂટાં થાય. આવાં કર્મો બાહ્ય તપથી પણ ન ખપે. અત્યંત રાચીમાચીને રસપૂર્વક આનંદ-ઉત્સાહથી કરેલાં પાપોથી આવો બંધ થાય.
પ્રથમના ત્રણ પ્રકારના બંધના ફળમાં શુભાશુભ અધ્યવસાયથી રસસ્થિતિ-પ્રદેશ વગેરેની હાનિ-વૃદ્ધિથી ફેરફાર થઈ શકે. પણ નિકાચિત બંધમાં કોઈ જાતનું પરિવર્તન ન થાય. જેવી રીતે બાંધ્યું હોય તેવી જ રીતે ભોગવવું જ પડે.
અનેક પ્રકારના પરિવર્તનોથી ભટકેલો– એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિય બને, બેઇન્દ્રિયમાંથી તે ઇન્દ્રિય બને, નારક મરીને મનુષ્ય બને, મનુષ્ય મરીને તિર્યંચ બને. આમ અનેક પ્રકારના પરિવર્તનો થાય છે અને એથી ચાર ગતિમાં અનંતવાર ભટકેલો છે અને હમણાં ભટકી રહ્યો છે.
(૧૦) વિષયસુખોમાં આસક્ત, (૧૧) વિષયસુખોની અતિશયતૃષ્ણાવાળો
અહીં બીજાઓ અનુતિતૃષ: પદનો “જેણે અભિલાષા કરી છે તેવો જીવ' એવો અર્થ કહે છે. આથી “વિષયસુરટ્ટાનુ તૃષ:' પદનો “જેણે વિષયસુખોની અભિલાષા કરી છે તેવો જીવ' એવો અર્થ થાય.
કષાયોની વક્તવ્યતાને પામે છે– આ જીવ ક્રોધાદિવાળો છે એમ કહેવાય છે, અર્થાત્ આ જીવ ક્રોધી છે, માની છે, માયાવી છે અને લોભી છે એમ કહેવાય છે. (૨૦ થી ૨૩).
પીઠબંધ અધિકાર પૂર્ણ થયો.
(૨) કષાય અધિકાર स कषायवक्तव्यतानुगतः प्राणी यानपायान् प्राप्नोति तद्भणनेऽशक्तिमाहस क्रोधमानमायालोभैरतिदुर्जयैः परामृष्टः । प्राप्नोति याननर्थान्, कस्तानुद्देष्टुमपि शक्तः ? ॥ २४ ॥ स जीवः क्रोधादिभिरतिदुर्जयैः-कष्टेनाभिभवनीयैः परामृष्टो-वशीकृतः ।
પ્રશમરતિ ૨૨
Page #36
--------------------------------------------------------------------------
________________
િિમત્યાદ-પ્રાખોતિ-નમતે, યાન્ ાંશ્ચિત્ અનર્થ-અપાયાનું, : ?, न બ્રિટ્યિર્થ । તાનનાનુદ્દે_પિ-મળતુપિ, બાસ્તાં પરિહતુંમ્, શત્ત્ત:સમર્થો, મવતીતિ શેષ: ફચાર્યાર્થઃ ॥ ૨૪ ॥
કષાયની વક્તવ્યતાને પામેલો પ્રાણી જે અનર્થોને પામે છે તે અનર્થોને કહેવામાં અશક્તિને કહે છે–
ગાથાર્થ– અતિશય કષ્ટથી જીતી શકાય તેવા ક્રોધ-માન-માયા-લોભથી વશ કરાયેલ જીવ જે અનર્થોને પામે છે તે અનર્થોને કહેવા માટે પણ કોણ સમર્થ થાય છે ? અર્થાત્ કોઇ સમર્થ થતો નથી.
(માત્ર નામ લઇને પણ અનર્થોને જણાવવાનું અશક્ય છે તો પછી વિસ્તારથી વર્ણન કરવાનું તો સુતરાં અશક્ય છે.) (૨૪)
तानेव लेशत आह
क्रोधात् प्रीतिविनाशं, मानाद्विनयोपघातमाप्नोति । शाठ्यात् प्रत्ययहानिं सर्वगुणविनाशनं लोभात् ॥ २५ ॥ आप्नोतीति क्रियापदं चतुर्ष्वपि पदेषु योज्यम् । शेषं सुगममिति ॥ २५ ॥ અનર્થોને જ સંક્ષેપથી કહે છે–
.
ગાથાર્થ ક્રોધથી પ્રીતિના વિનાશને પામે છે, માનથી વિનયના નાશને પામે છે, માયાથી વિશ્વાસની હાનિને પામે છે, લોભથી સર્વગુણોના વિનાશને પામે છે.
(ક્રોધથી આ લોકમાં જ અતિશય પ્રિય માણસોની સાથે પણ પ્રેમનો વિચ્છેદ થાય છે. પ્રેમનો વિચ્છેદ થતાં આત્માને શાંતિ થતી નથી. ધર્મનું મૂળ વિનય છે. આથી દેવ-ગુરુ-સાધુ-વૃદ્ધજનો વગેરેનો વિનય કરવો જોઇએ. પણ માની જીવ વિનય કરી શકતો નથી. લોક વ્યવહારથી કોઇની ઉપર લોકોને આ સત્યવાદી છે ઇત્યાદિ વિશ્વાસ હોય. પણ પછી જયારે તે માયાને વશ બનીને અસત્ય બોલે છે ત્યારે એ વિશ્વાસ જતો રહે છે. લોભને વશ બનેલા જીવના ક્ષમા વગેરે સર્વ ગુણો નાશ પામે છે.) (૨૫)
પ્રશમરતિ • ૨૩
Page #37
--------------------------------------------------------------------------
________________
अथ प्रत्येकमार्याचतुष्टयेन कषायदोषानाहક્રોધ: પરિતાપન, સર્વોનારતોષઃ । વૈરાનુષડ્રગન, ોધ ોષઃ સુપતિહના ॥ ૨૬ ॥ श्रुतशीलविनयसन्दूषणस्य धर्मार्थकामविघ्नस्य । માનસ્ય જોવાળ, મુહૂર્તમપિ પણ્ડિતો દ્યાત્ ? ॥ ૨૭ ॥ આર્યદયત્તિ સુમમ્ ॥ ૨૬ ॥ ૨૭ ॥
હવે ચાર આર્યાઓથી પ્રત્યેક આર્યા દ્વારા કષાયોના દોષને કહે છે– ગાથાર્થ– ક્રોધ પરિતાપ કરે છે, ક્રોધ બધાને ઉદ્વેગ કરે છે, ક્રોધ વૈરની પરંપરાને ઉત્પન્ન કરે છે, ક્રોધ સુગતિને હણે છે. (૨૬)
ગાથાર્થ— શ્રુત, શીલ અને વિનયને અત્યંત દૂષિત કરી નાખનાર તથા ધર્મ, અર્થ અને કામમાં વિઘ્ન ક૨ના૨ માનને કયો પંડિત એક મુહૂર્ત પણ અવકાશ આપે ?
'
[શ્રુત એટલે શાસ્ત્ર. શાસ્ત્રોને ભણેલો જીવ અભિમાની હોય તો લોકો કહે કે આ શ્રુતવાન હોવા છતાં અભિમાની છે. શ્રુતથી (=શાસ્ત્ર ભણીને) તો માનનો ત્યાગ કરવો જોઇએ. એના બદલે આ તો શ્રુતથી જ છકી જઇને અભિમાની થયો છે.
પ્રશ્નઃ આ પ્રમાણે માન શ્રુતવાનને દૂષિત કરે છે, શ્રુતને નહિ.
ઉત્તરઃ શ્રુતનું કાર્ય ન કરવાથી શ્વેત પણ દૂષિત થાય છે. જ્ઞાન મદનો નાશ કરે. જ્ઞાને એના મદનો નાશ ન કર્યો એમ શ્રુત જ દૂષિત થાય છે. અથવા જ્ઞાન અને જ્ઞાનીનો અભેદ છે. આથી જ્ઞાની દૂષિત બને એટલે તેનું જ્ઞાન પણ દૂષિત બને.
જ્ઞાન અને અભિમાન એ કેમ બને ? જ્ઞાન તો અભિમાનના ઝેરને નિચોવી નાખનાર પરમ મંત્ર છે. આથી જ્ઞાન હોવા છતાં અભિમાન ન ઓગળે તો જ્ઞાનને લાંછન ન લાગે ?
શીલ એટલે આગમાનુસાર ક્રિયા. એક તરફ આગમાનુસાર ક્રિયાઓ થાય અને બીજી તરફ અભિમાનનો પારો ઊંચે ચડે તો શું એ ક્રિયાઓની વગોવણી ન થાય ?
પ્રશમરતિ • ૨૪
Page #38
--------------------------------------------------------------------------
________________
જ્યાં અહંકાર હોય ત્યાં વિનય હોય નહિ અને હોય તો દેખાવનો
કે સ્વાર્થનો હોવાથી દૂષિત હોય છે.
આગમનો પ્રકાંડ અભ્યાસી હોય, વિદ્યાસાધકને પણ શરમાવે તેવી અપ્રમતતાથી શુદ્ધ ક્રિયાઓનું સેવન કરતો હોય, અનેકના મોંમા આંગળા ઘલાવે તેવો વિનય હોય, પણ અહંકાર... જેમ ઝેરનું એક જ બિંદુ પડ્યા પછી કઢેલું પણ દૂધ બગડી જાય છે; તેમ અહંકારથી આગમજ્ઞાન, ક્રિયા અને વિનય દૂષિત બની જાય છે.
ધર્મનું મૂળ વિનય છે. જ્યાં અહંકાર હોય ત્યાં સાચો વિનય હોય નહિ. સાચા વિનય વિના ધર્મ ક્યાંથી હોય ! ધર્મ ન હોય તો ધર્મથી મળતા અર્થ-કામ પણ શી રીતે હોય ?
અહંકારી મનુષ્ય શેઠ, રાજા, વેપારી, ઘરાક આદિની સાથે તોછડાઇથી વર્તતો હોવાથી અર્થને (ધનને) અને સ્ત્રી આદિને અનુકૂળ ન રહેવાથી કામને (સંસારસુખોને) મેળવી શકતો નથી.
"
આમ અહંકારથી ચારે પુરુષાર્થો સિદ્ધ થતા નથી.] (૨૭) मायाशीलः पुरुषो यद्यपि न करोति कंचिदपराधम् । સર્વ જ્ઞાવિશ્વામ્યો, મતિ તથાપ્યાત્મોષહતઃ ॥ ૨૮ ॥ मायाशीलः-शाठ्यस्वभावः पुरुषो यद्यपि न करोति कञ्चिदपराधमिति व्यक्तम् तथाप्यात्मदोषहतः स्वदूषणतिरस्कृत इत्यविश्वास्यो भवति । किंवत् ? सर्पवत्-सर्प इव । यथा सर्प उत्खातदशनोऽप्यविश्वसनीयो भवति एवं માયાપિ નર ત્યાર્યાર્થઃ ।।૨૮।।
ગાથાર્થ– માયાના સ્વભાવવાળો પુરુષ જો કે કંઇ પણ અપરાધ કરતો નથી, તો પણ પોતાના જ દોષથી હણાયેલો તે સર્પની જેમ અવિશ્વસનીય થાય છે.
ટીકાર્થ– અપરાધ કરતો નથી=વ્યક્ત (=પ્રગટ રીતે) અપરાધ કરતો નથી.
૧. આજે વધી રહેલા છૂટા-છેડાના અનેક કારણોમાં માન પણ એક કારણ છે. પ્રશમતિ ૦ ૨૫
Page #39
--------------------------------------------------------------------------
________________
હણાયેલો=તિરસ્કારાયેલો.
જેના દાંત કાઢી નાખ્યા છે એવો પણ સર્પ વિશ્વસનીય બનતો નથી, તેમ માયાવી માણસ પણ વિશ્વસનીય બનતો નથી. (૨૮)
सर्वविनाशाश्रयिणः, सर्वव्यसनैकराजमार्गस्य ।। लोभस्य को मुखगतः, क्षणमपि दुःखान्तरमुपेयात् ? ॥ २९ ॥ सर्वविनाशाश्रयिणः-निखिलापायभागिनः सर्वव्यसनानां द्यूतादीनामेकःअद्वितीयो राजमार्गः-सर्वसंचरणपथः, तस्य लोभस्य को मुखगतो-ग्रासीभूतः, क्षणमपि-स्तोककालमपि, आस्तां प्रभूतकालम्, दुःखान्तरम्-असातव्यवधानमुपेयात्-गच्छेत् ? । इत्यार्याचतुष्टयार्थः ॥ २९ ॥
ગાથાર્થ– સર્વ વિનાશોનો આશ્રય અને સર્વ વ્યસનોનો એક માત્ર રાજમાર્ગ એવા લોભના મુખમાં ગયેલો કોણ એક ક્ષણ પણ સુખને પામે? અર્થાતુ કોઈ ન પામે. ટીકાર્થ– સર્વ વ્યસનો-જુગાર વગેરે વ્યસનો. લોભના મુખમાં ગયેલોત્રલોભનો કોળિયો થયેલો.
એક ક્ષણ પણ અલ્પકાળ પણ. અલ્પકાળ પણ સુખને ન પામે તો घ। नी पात ४ च्या २४ी ? (२८)
अथ सामान्येनैषां भवमार्गनायकत्वमाहएवं क्रोधो मानो, माया लोभश्च दुःखहेतुत्वात् । सत्त्वानां भवसंसारदुर्गमार्गप्रणेतारः ॥ ३० ॥
एते क्रोधादयो दुःखहेतुत्वात् सत्त्वानां-जीवानाम्, कथंभूता भवन्तीत्याहभवे-नरकादौ संसारः संसरणं तत्र दुर्गमार्गो-विषमाध्वा तस्य प्रणेतारोनायकाः। इत्यार्यार्थः ॥ ३० ॥
॥ इति कषायाधिकारः ॥ હવે સામાન્યથી કષાયો ભવમાર્ગના નાયક છે એમ કહે છે– थार्थ- मा प्रभारी ओ५, मान, माया, सोम, हुन। ॥२९॥
પ્રશમરતિ • ૨૬
Page #40
--------------------------------------------------------------------------
________________
હોવાથી નરકાદિ ભવમાં જવાના વિષયમાર્ગના નાયક છે, અર્થાત્ પોતે भागण यन वने विषमभा[Hi 4 य छे. (30)
આ પ્રમાણે કષાય અધિકાર પૂર્ણ થયો.
(3) रागाह मधिर अथ मूलभणनपूर्वं पृथक्पदद्वयेनैषां अन्तर्भावमार्याद्वयेनाहममकाराहङ्कारावेषां मूलं पदद्वयं भवति । रागद्वेषावित्यपि, तस्यैवान्यस्तु पर्यायः ॥ ३१ ॥
ममकारो-ममेदं अहमस्य स्वामीत्याद्यः अध्यवसायः । अहङ्कारस्त्वहमेव प्रधानोऽन्यो ममाधम इत्यादिपरिणामस्तौ, तथा किमित्याह-एषां कषायाणां मूलं-बीजं उत्थानमित्यर्थः । पदद्वयमुक्तस्वरूपं भवति-जायते । तत्र ममकारे मायालोभौ, अहङ्कारे क्रोधमानौ स्तः, इत्याभ्यां चत्वारोऽपि कषाया गृहीताः । तथा रागद्वेषौ-प्रीत्यप्रीती क्रोधादीनामुत्थानभूताविति प्रक्रम इति, अपिशब्द उपप्रदर्शनार्थः । तस्यैव-ममकाराहङ्कारेतिपदद्वयस्यैव, अन्यः-अपरः, तु समुच्चयार्थः, पर्यायो-नामान्तरम्, भावार्थः प्राग्वदिति ॥ ३१ ॥
હવે અલગ બે પદોથી કષાયોના મૂળને કહેવાપૂર્વક કષાયોના અંતર્ભાવને (=કષાયોનો મૂળમાં અંતર્ભાવ થઈ જાય છે એ વિષયને) के साथिी छ
ગાથાર્થ– મમકાર અને અહંકાર એ બે પદ કષાયોનું મૂળ છે. એ બેના જ અનુક્રમે રાગ અને દ્વેષ એમ પણ બીજાં નામો છે.
ટીકાર્થ– મમકાર=આ મારું છે, હું એનો માલિક છું ઇત્યાદિ અધ્યવસાય.
અહંકાર=હું જ મુખ્ય છું, બીજો મારાથી નીચો છે ઇત્યાદિ પરિણામ. भूखी४, उत्थान. (उत्थान अटो उत्पत्तिनुं स्थान.) (31) माया लोभकषायश्चेत्येतद्रागसंज्ञितं द्वन्द्वम् । क्रोधो मानश्च पुनर्वृष इति समासनिर्दिष्टः ॥ ३२ ॥
પ્રશમરતિ • ૨૭
Page #41
--------------------------------------------------------------------------
________________
सुगमम् । किंतु द्वन्द्वं-युग्मं, समासः-संक्षेपार्थो, भावार्थस्तु पूर्वार्याभावનાતોડવસેય તિ / રૂર II
ગાથાર્થ– (માયા-લોભ એ બેનું મૂળ રાગ હોવાથી) માયા-લોભ એ બેની રાગસંજ્ઞા છે. (ક્રોધ-માનનું મૂળ દ્વેષ હોવાથી) ક્રોધ અને માન એ બેની ષ સંજ્ઞા છે. આ પ્રમાણે સંક્ષેપથી અર્થ કહ્યો.
ટીકાર્થ– આ પ્રમાણે સંક્ષેપથી અર્થ કહ્યો. ભાવાર્થ તો પૂર્વની આર્યાઓની ભાવનાથી જાણવો. (૩૨)
अनन्तरं रागद्वेषा(वुक्ता)वथ तयोरेव सामान्यसामर्थ्यमाहमिथ्यादृष्ट्यविरमणप्रमादयोगास्तयोर्बलं दृष्टम् । तदुपगृहीतावष्टविधकर्मबन्धस्य हेतू तौ ॥ ३३ ॥ 'मिथ्यादृष्टिरिति' मिथ्यात्वम्-आभिग्रहिकादि पञ्चधा । न विरमणम्अविरतिः पृथिव्यादिषु द्वादशविधम् । प्रमादो-मद्यादिः पञ्चप्रकारः, योगाःसत्यादयः पञ्चदशविधाः, ततो द्वन्द्वः, ते तयोः-अनयो रागद्वेषयोर्बलम्आदेशकारि सैन्यम्, दृष्टं-जिनैः कथितम्, तैरुपगृहीतौ-मिथ्यात्वादिभिः कृतसामर्थ्यो सन्तावष्टविधकर्मबन्धस्य हेतू-कारणे भवतः ॥ ३३ ॥
છે રૂતિ વાદધિવેશ: II હમણાં જ રાગ-દ્વેષ કહ્યા. હવે તે બેના જ સામાન્ય સામર્થ્યને કહે છે–
ગાથાર્થ– મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, યોગ એ ચાર રાગ-દ્વેષનું સૈન્ય છે એમ જિનોએ કહ્યું છે. એમનાથી સામર્થ્યવાળા કરાયેલા=એમની સહાયથી તે બે આઠ પ્રકારના કર્મબંધના હેતુ બને છે. ૧. કર્મબંધમાં મુખ્ય કારણ રાગ-દ્વેષ છે, તે છતાં રાગ-દ્વેષને મિથ્યાત્વાદિની સહાય
તો લેવી જ પડે છે. આથી મિથ્યાત્વાદિની જેટલી તીવ્રતા તેટલી રાગ-દ્વેષમાં તીવ્રતા આવે. મિથ્યાત્વાદિ જેટલે અંશે મંદ તેટલે અંશે રાગ-દ્વેષ મંદ હોય. આમ છતાં એ વાત પણ ચોક્કસ છે કે રાગ-દ્વેષમાં મંદતા આવ્યા વિના મિથ્યાત્વાદિમાં મંદતા આવે નહિ કે મિથ્યાત્વાદિ દૂર ન થાય. એટલે મિથ્યાત્વાદિને મંદ કરવા કે દૂર કરવા રાગ-દ્વેષને મંદ બનાવવા જ જોઈએ. આમ રાગ-દ્વેષ અને મિથ્યાત્વાદિ પરસ્પર સાપેક્ષ છે. પણ તેમાં પ્રધાનતા રાગ-દ્વેષની છે.
પ્રશમરતિ ૦ ૨૮
Page #42
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ– મિથ્યાત્વ– આભિગ્રહિક વગેરે પાંચ પ્રકારનું મિથ્યાત્વ છે. अविरति - पृथ्वी जाहिने विषे जार प्रारनी छे. पृथ्वीअय, अच्छाय, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય એ છની, પાંચ ઇન્દ્રિયોની અને મનોયોગની અવિરતિ એમ બાર પ્રકારની અવિરતિ છે.
प्रभा - भद्य वगेरे पांय प्रहारनो प्रभाह छे. (मद्य, विषय, उषाय, નિદ્રા અને વિકથા એમ પાંચ પ્રકારનો પ્રમાદ છે.)
યોગ– સત્ય વગેરે પંદર પ્રકારનો યોગ છે. (૩૩) આ પ્રમાણે રાગાઘધિકાર પૂર્ણ થયો. (૪) કર્મ અધિકાર
तं कर्मबन्धं मूलत आह
स ज्ञानदर्शनावरणवेद्यमोहायुषां तथा नाम्नः । गोत्रान्तराययोश्चेति कर्मबन्धोऽष्टधा मौलः ॥ ३४ ॥
कर्मणां बन्धः कर्मबन्धः, स पूर्वोद्दिष्टोऽष्टधा भवतीति सम्बन्धः । कीदृशः ? मौलो- मूलप्रकृतिसम्बन्धी किंनाम्नां कर्मणामत आह-ज्ञानदर्शनयोरावरणशब्दस्य प्रत्येकमभिसम्बन्धात् ज्ञानावरणदर्शनावरणवेद्यमोहायुषां कृतद्वन्द्वानां तथा नाम्नो गोत्रान्तराययोश्चेति ॥ ३४ ॥
તે કર્મબંધને મૂળકર્મોને આશ્રયીને કહે છે—
ગાથાર્થ—કર્મબંધ મૂલ પ્રકૃતિની અપેક્ષાએ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, मोहनीय, आयुष्य, नाम, गोत्र अने अंतराय खेम साठ प्रारे छे. (३४)
अथोत्तरः स कतिविध इत्याह
पञ्चनवद्व्यष्टाविंशतिकद्विश्चतुःषट्कसप्तगुणभेदः ।
द्विःपञ्चभेद इति सप्तनवतिभेदस्तथोत्तरतः ॥ ३५ ॥
सप्त गुणा यस्य स सप्तगुणः, षट्कश्चासौ सप्तगुणश्च षट्कसप्तगुणोद्विचत्वारिंशत्, पञ्च च नव च द्वौ चाष्टाविंशतिका च द्वौ च चत्वारश्च षट्कसप्तगुणश्च ते तथाविधास्ते भेदाः - प्रकारा यस्य स तथा, कर्मबन्ध इति योगः । ‘याकारा’विति सूत्रेण ह्रस्वत्वं विंशतिकाशब्दे । तथा द्विश्च पञ्च
પ્રશમરતિ ૦ ૨૯
Page #43
--------------------------------------------------------------------------
________________
च द्विःपञ्च, ते भेदा यस्य स तथा, इत्येवमेकत्र मिलने सप्तनवतिभेदा भवन्तीति शेषः । तथा समुच्चयार्थः, उत्तरतः-उत्तरभेदानाश्रित्य, अयमर्थःज्ञानावरणीयमुत्तरभेदापेक्षया मतिज्ञानावरणीयादि पञ्चधा । एवं दर्शनावरणीयं चक्षुर्दर्शनावरणादिचतुष्कं निद्रापञ्चकं चेति नवविधम् । वेदनीयं तु सातासातरूपं द्वधा । मोहनीयं पुनर्द्विधा-दर्शनमोहनीयं चारित्रमोहनीयं च, तत्र मिथ्यात्वमिश्रसम्यक्त्वभेदात् दर्शनमोहनीयं विधा, अनन्तानुबन्धिप्रभृतिकषायषोडशकहास्यादिषट्कवेदत्रिकभेदाच्चारित्रमोहनीयं पञ्चविंशतिविधमित्युभयमीलनेऽष्टाविंशतिभेदम् । आयुर्नरकादिभेदाच्चतुर्धा । नामकर्म तु द्विचत्वारिंशद्भेदं, तत्र गतिजात्यादिपिण्डप्रकृतयश्चतुर्दश, प्रत्येकप्रकृतयोऽष्टी, त्रसादिविंशतिरिति मीलिता द्विचत्वारिंशत् । तथा गोत्रमुच्चैर्नीचैर्भेदाद् द्वेधा । दानादिभेदादन्तराय(कर्म) पञ्चविधमिति । यद्यपि केनापि अभिप्रायेण सप्तनवतिः प्रतिपादिता तथापि बन्धप्रस्तावाद्विशत्यधिकं शतं ग्राह्यम् । तच्च नाम्नः कथंचित्पिण्डप्रकृ(ग्रं० २००)तिविस्तारे षट्सप्तति(षष्टि)र्भवति, तस्याः सप्तकर्मप्रकृतिमध्यप्रक्षेपे सम्यक्त्वमिश्रद्वयापनये च विंशत्यधिकं शतं भवति। तदुक्तम्-'चउ गइ ४ जाई ५ तणु पण ५ अंगोवंगाई ३ छच्च संघयणा ६ । छागिइ ६ चउ वनाई ४ चउ अणुपुव्वि ४ दुह विहगगई २ ॥ १ ॥ इय गुणचत्ता ३९ सेसऽट्ठवीस २८ मिय सत्तसट्ठि ६७ नामस्स । सेससगकम्म ५५ जोगे सम्मामीस विणु वीससयं ॥ २ ॥' विस्तारतः प्रकृतिवर्णनाद्यन्यतोऽवसेयमिति । अन्ये त्वेवमाहुः-पञ्च नव द्व्यष्टाविंशतिश्चतुरित्यादिपाठान्तरमाश्रित्य यथा पञ्च नवेति पदद्वयं प्रथमाबहुवचनान्तम्, ततश्चाग्रेतनभेदशब्दोऽन्यशब्दसम्बद्धोऽपि इत्थं योज्यते-पञ्च भेदा ज्ञानावरणस्य नव भेदा दर्शनावरणस्य । द्वा(भ्यां) वेदनी(या)भ्यां युक्ता अष्टाविंशतिः सा तथा । ततो द्वौ भेदौ वेद्यस्य अष्टाविंशतिर्भेदा मोहनीयस्य । तथा चत्वारश्च षट्कसप्तगुणश्च ते भेदा यस्य बन्धस्य स तथा । ततश्च चत्वारो भेदा आयुषः, षट्कसप्तगुणो-द्विचत्वारिंशद्भेदा नाम्नः, द्वौ वारौ द्विः, द्विश्च पञ्च च ते तथा भेदा यस्य स तथा । तत्र भेदद्वयं गोत्रस्य, पञ्च भेदा अन्तरायस्येति ॥ ३५ ॥
प्रशभरति • 30
Page #44
--------------------------------------------------------------------------
________________
હવે ઉત્તરપ્રકૃતિને આશ્રયીને કર્મબંધ કેટલા પ્રકારનો છે તે કહે છે
ગાથાર્થ– આઠ મૂલ પ્રકૃતિઓના દરેકના અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨, ૫ ભેદો છે. આથી ઉત્તર પ્રકૃતિબંધના ૯૭ ભેદો છે. ટીકાર્ય- ૯૭ ભેદો આ પ્રમાણે છે
૫ જ્ઞાનાવરણ– મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ.
૯ દર્શનાવરણ– ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, થીણદ્ધિ.
૨ વેદનીય- શતાવેદનીય, અશાતાવેદનીય.
૨૮ મોહનીય– મોહનીયના દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ બે ભેદ છે. તેમાં દર્શનમોહનીયના ૩ અને ચારિત્રમોહનીયના ૨૫ એમ મોહનીયના ૨૮ ભેદો છે. તે આ પ્રમાણે
સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ, સંજવલન ક્રોધ-માન-માયાલોભ, હાસ્યષક (હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા), વેદત્રિક (પુરુષ, સ્ત્રી, નપુંસક) ૩ + ૧૬ + ૬ + ૩=૨૮
૪ આયુષ્ય- નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય. ૪૨ નામ– ૧૪ પિંડ પ્રકૃતિ. તે આ પ્રમાણે– ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાતન, સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, વિહાયોગતિ. ૮ પ્રત્યેક પ્રકૃતિ. તે આ પ્રમાણે– પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ. ત્રસ દશક. તે આ પ્રમાણે- ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીર, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ, સ્થાવર દશક. તે આ પ્રમાણે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ શરીર, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ. ૧૪ + ૮ + ૧૦ + ૧૦=૪૨
પ્રશમરતિ ૦ ૩૧
Page #45
--------------------------------------------------------------------------
________________
૨ ગોત્ર– ઉચ્ચ, નીચ.
૫ અંતરાય– દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય.
જો કે અહીં કોઇ પણ અભિપ્રાયથી ૯૭ પ્રકૃતિઓ કહી છે. તો પણ બંધ પ્રસ્તુત હોવાથી બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ લેવી. નામની પિંડપ્રકૃતિઓના પેટાભેદો ગણવાથી ૬૭ થાય. સાત કર્મની ઉત્તર પ્રકૃતિઓ (૫૫)માં ૬૭ ઉમેરવાથી અને સમ્યક્ત્વમોહનીય અને મિશ્ર મોહનીય એ બેને બાદ કરવાથી ૧૨૦ થાય. કહ્યું છે કે– ૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણ, ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ એમ ૩૯ પ્રકૃતિ થઇ. તેમાં ૨૮ ઉમેરતાં નામની કુલ ૬૭ પ્રકૃતિ થાય. બાકીના સાતકર્મોની ૫૫ પ્રકૃતિઓ છે. ૬૭માં ૫૫ ઉમેરતાં અને સમ્યક્ત્વ મોહનીય મિશ્ર મોહનીય એ બે બાદ કરતાં કુલ ૧૨૦ પ્રકૃતિઓ થાય.
મૂળ ગાથામાં વિશતિજ એ સ્થળે વિજ્ઞતિષ્ઠા શબ્દ છે. (કારણ કે ક સ્વાર્થમાં આવ્યો છે અને વિંશતિ શબ્દ સ્ત્રીલિંગ છે. એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે સ્ત્રીલિંગમાં વિશતિષ્ઠા થાય. પણ યારો સ્ત્રી તો દૂસ્વા વચિત્ એ સૂત્રથી હ્રસ્વ થતાં વિશતિજ શબ્દ બન્યો છે.
(આ સૂત્ર પાણિની વ્યાકરણનો છે. શ્રીસિદ્ધહેમવ્યાકરણનો ચાપો નવ્રુતં નામ્નિ (૨-૪-૯૮) એવું સૂત્ર છે.
બીજાઓ તો મૂળગાથાના પૂર્વાર્ધનો પાઠ પન્નુ નવ ચાવિશતિઋતુ:યક્ષપ્તશુળમેવ: એ પ્રમાણે કહે છે. (આ પાઠમાં પદ્મ અને નવ એ બે પદ અસમસ્ત છે–સમાસ વિના છૂટા છે, તથા વિશતિની આગળ નથી. આટલો પાઠભેદ છે.)
આ પાઠાંતરને આશ્રયીને પદ્મ અને નવ એ બે પદ પ્રથમા બહુવચનાંત છે. આગળનો ભેદ્દે શબ્દ અન્ય શબ્દની સાથે સંબંધવાળો હોવા છતાં પદ્મ, નવ, દ્વિ અને વિત્તિ શબ્દની સાથે જોડવો. તેથી ગાથાનો અર્થ આ પ્રમાણે થાય. પાંચ જ્ઞાનાવરણના ભેદો, નવ દર્શનાવરણના ભેદો, દામ્યાં યુા ગાવિંશતિ:-ચાવિતિઃ (એમ મધ્યમપદલોપી સમાસ
પ્રશમરતિ ૦ ૩૨
Page #46
--------------------------------------------------------------------------
________________
છે.) તેથી બે વેદનીયના ભેદો, ૨૮ મોહનીયના ભેદો, ચાર આયુષ્યના मेही, ६ x ७=४२ नमन। मेहो, वे गोत्राना मेहो भने पांय अंतरायना भेहो. (माम दुल ८७ (मेको छ.) (34)
अथ प्रकृतिबन्धस्वरूपपुरःसरमेतासामेवानन्तरोक्तमूलोत्तरप्रकृतीनां स्थितिबन्धादीनाश्रित्य तीव्रादिबन्धोदयानाहप्रकृतिरियमनेकविधा, स्थित्यनुभावप्रदेशतस्तस्याः । तीव्रो मन्दो मध्य इति, भवति बन्धोदयविशेषः ॥ ३६ ॥ प्रकृतिरिति जातावेकवचनम् । इयं पूर्वोक्तस्वरूपा अनेकविधा-बहुप्रकारा, मूलोत्तरभेदतो वर्तत इति शेषः । अनेन प्रकृतिबन्ध इति प्रतिपादितं भवति । तस्याः प्रकृतेः स्थित्यादीनासृत्य तीव्रादिभेदो बन्धोदयविशेषो भवतीति संटड्कः। तत्र स्थितिः प्रकृतेर्बद्धायाः सत्या अविनाशेनावस्थानम् । अनुभावस्तु तस्या एव कटुककटुकतरादिभावेन वेदनम् । प्रदेशस्तु कर्मपुद्गलानामात्मप्रदेशैः सह संश्लेषः । ततो द्वन्द्वः, ते तथा तेभ्यः-ततः सकाशात्, तानाश्रित्येत्यर्थः । तस्या इति योजितमेव । किम् ? तीव्रो-गाढस्तथा मन्दः-स्तोकः तथा मध्यो-मध्यवर्तीत्येवं भवति-जायते बन्ध-संग्रह उदयःअनुभवनम्, तयोविशेषो-भेदो यः स तथा, बन्धविशेषः उदयविशेषश्चेत्यर्थ इति । किमुक्तं भवति ? यदा प्रकृतेः स्थितिरुत्कृष्टा भवति तदा अनुभावप्रदेशावप्युत्कृष्टौ भवतः, ततस्तस्यामुत्कृष्टस्थितौ तीव्रौ बन्धोदयौ स्याताम्, एतदनुसारेण मन्दमध्यौ तौ भावनीयाविति । उत्कृष्टा स्थितिर्यथा'आइल्लाणं तिण्हं चरिमस्स य तीस कोडिकोडीओ । अयराण मोहणिज्जस्स सत्तरी होइ विनेया ॥ १ ॥ नामस्स य गोत्तस्स य वीसं उक्कोसिया ठिई भणिया । तेत्तीस सागराइं परमा आउस्स बोद्धव्वा ॥ २ ॥ जघन्या तुवेयणियस्स उ बारस नामगोयाण अट्ठ उ मुहुत्ता। सेसाण जहन्नठिई भिन्नमुहत्तं विणिद्दिट्ठा ॥ ३ ॥' तदनयाऽऽर्यया प्रकृतिबन्धः स्थितिबन्धोऽनुभागबन्धः प्रदेशबन्धश्च प्रकृत्युदयः स्थित्युदयोऽनुभावोदयः प्रदेशोदयश्चोक्तो ज्ञेय इत्यार्यार्थः ॥ ३६ ॥
પ્રશમરતિ • ૩૩
Page #47
--------------------------------------------------------------------------
________________
હવે પ્રકૃતિબંધનું સ્વરૂપ જણાવવાપૂર્વક અનંતર કહેલ આ જ ઉત્તરપ્રકૃતિઓના સ્થિતિબંધ આદિને આશ્રયીને તીવ્ર વગેરે પ્રકારના બંધ અને ઉદયને કહે છે–
ગાથાર્થ– આ પ્રમાણે આ પ્રકૃતિ (મૂલ-ઉત્તર ભેદથી) અનેક પ્રકારની છે. તે પ્રકૃતિના સ્થિતિ, અનુભાવ અને પ્રદેશના આધારે તે પ્રકૃતિનો તીવ્ર, મંદ અને મધ્યમ એમ વિશેષ પ્રકારનો બંધ અને ઉદય થાય છે.
ટીકાર્થ– (અહીં તાત્પયાર્થ એ છે કે જો પ્રકૃતિના સ્થિતિ આદિ ઉત્કૃષ્ટ બંધાય તો પ્રકૃતિનો બંધ અને ઉદય પણ તીવ્ર હોય, તથા સ્થિતિ આદિ મધ્યમ કે મંદ બંધાય તો બંધ અને ઉદય પણ મધ્યમ કે મંદ હોય. આમ પ્રકૃતિઓના બંધની અને ઉદયની તરતમતાનો આધાર સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ છે.)
અહીં “પ્રકૃતિ અનેક પ્રકારની છે એમ કહીને પ્રકૃતિબંધનું પ્રતિપાદન કર્યું છે.
સ્થિતિબંધ=બંધાયેલી પ્રકૃતિનું નાશ પામ્યા વિના (=ઉદય ન થાય ત્યાં સુધી) આત્માની સાથે રહેવું.
અનુભાવ કટુફળ, અધિક કટુફળ ઇત્યાદિ ભાવથી પ્રકૃતિઓને અનુભવવી. (ટૂંકમાં અનુભાવ એટલે ફળ આપવાની શક્તિ. પરિપાક, વિપાક, અનુભાવ, રસ, ફળ વગેરે શબ્દો એકાર્થક છે.)
પ્રદેશબંધ કર્મપુદ્ગલોનો આત્મપ્રદેશોની સાથે (ક્ષીરનીરવ) સંબંધ. ઉદય અનુભવ (Fકર્મફળનો અનુભવ કરવો.)
જયારે પ્રકૃતિની સ્થિતિ ઉત્કૃષ્ટ હોય ત્યારે અનુભાવ અને પ્રદેશ પણ ઉત્કૃષ્ટ હોય. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય ત્યારે બંધ અને ઉદય તીવ્ર હોય. સ્થિતિના અનુસાર મંદ અને મધ્યમ બંધ અને ઉદય વિચારવા.
ઉત્કૃષ્ટસ્થિતિ આ પ્રમાણે છે– જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય કર્મની ૩૦ કોડાકોડી સાગરોપમ, મોહનીયની ૭૦ કોડાકોડી સાગરોપમ, નામ-ગોત્ર કર્મની ૨૦ કોડાકોડી સાગરોપમ અને આયુષ્યની ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ છે.
પ્રશમરતિ - ૩૪
Page #48
--------------------------------------------------------------------------
________________
જઘન્યસ્થિતિ આ પ્રમાણે છે- વેદનીયની બાર મુહૂર્ત, નામ-ગોત્રની આઠ મુહૂર્ત અને બાકીના પાંચ કર્મોની અંતર્મુહૂર્ત જઘન્યસ્થિતિ છે.
આ આર્યાથી પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ (એમ ચાર પ્રકારનો બંધ) અને પ્રકૃતિઉદય, સ્થિતિઉદય, રસઉદય અને પ્રદેશઉદય (એમ ચાર પ્રકારનો ઉદય) કહેલો જાણવો. (૩૬)
साम्प्रतमस्य चतुर्विधबन्धस्य यथासम्भवं हेतूनाहतत्र प्रदेशबन्धो, योगात् तदनुभवनं कषायवशात् । स्थितिपाकविशेषस्तस्य भवति लेश्याविशेषेण ॥ ३७ ॥
तत्र-तेषु प्रकृतिबन्धादिषु मध्ये प्रदेशबन्ध उपलक्षणत्वात् प्रकृतिबन्धश्च योगात्-मनोवाक्कायरूपात् शुभात् शुभ इतरस्मादितरो भवतीति । तथा तस्य प्रदेशबन्धप्रकृतिबन्धोपात्तस्य कर्मणोऽनुभवनम्-अनुभावो-वेदनं कषायवशात् । तथा स्थितेः पाकविशेषो-जघन्यमध्यमोत्कृष्टस्थितिनिर्वर्तनं तस्य कर्मणो भवति-जायते लेश्याविशेषेण 'कषायपरिणामो लेश्या' इति वचनात् परमार्थत રૂત્ય ર્યાર્થઃ | રૂ૭ ||
હવે આ ચાર પ્રકારના બંધના યથાસંભવ હેતુઓને કહે છે
ગાથાર્થ– પ્રકૃતિબંધ આદિ ચાર બંધોમાં પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ યોગથી થાય છે, કર્મના રસનો વિપાક (=રસનું ફળ) કષાયના કારણે થાય છે. સ્થિતિવિપાકવિશેષલેશ્યા વિશેષથી થાય છે. ટીકાર્થ– યોગ-મન-વચન-કાયા રૂપ યોગ. શુભયોગથી શુભ અને અશુભયોગથી અશુભ પ્રકૃતિબંધ-પ્રદેશબંધ થાય છે. મૂળ ગાથામાં પ્રકૃતિબંધનો ઉલ્લેખ નથી. પ્રદેશબંધના ઉપલક્ષણથી પ્રકૃતિબંધનું ગ્રહણ કર્યું છે.
સ્થિતિવિપાકવિશેષઃસ્થિતિના ફળની તરતમતા. જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ વેશ્યાવિશેષથી (=લેશ્યાની તરતમતાથી) થાય છે, અર્થાત્ વેશ્યાની તરતમતાના આધારે સ્થિતિબંધમાં તરતમતા આવે છે.
પ્રશમરતિ • ૩૫
Page #49
--------------------------------------------------------------------------
________________
કષાયનો પરિણામ લેશ્યા છે' એવા વચનથી પરમાર્થથી સ્થિતિબંધ લેશ્યાથી થાય છે. (૩૭)
एतासां नामानि सदृष्टान्तं कर्मबन्धस्थितिविधातृत्वं चाहताः कृष्णनीलकापोततैजसीपद्मशुक्लनामानः ।। श्लेष इव वर्णबन्धस्य कर्मबन्धस्थितिविधात्र्यः ॥ ३८ ॥ इति प्रथमार्धे षट् नामानि कृतद्वन्द्वसमासानि, पञ्चानां ह्रस्वत्वं 'याकारौ स्त्रीकृतौ हस्वौ क्वचित्' इति सूत्रे क्वचिद् ग्रहणाद्, इत एव तैजस्या न ह्रस्वत्वमिति, तथा नामानोऽत्र विकल्पेनेकार इति । आसां स्वरूपमन्यतोऽवधारणीयम् । श्लेष इव-वज्रलेपादिवद्वर्णबन्धस्य-चित्रे हरितालादिवर्णकदार्यस्य कर्मबन्धस्थितिविधात्र्यो-ज्ञानावरणादिबन्धनस्थानकारिका इत्यार्यार्थः ॥ ३८ ॥ इत्यार्यापञ्चकेन कर्मोक्तम् ।।
| | કૃતિ મffધાર છે લેશ્યાઓનાં નામ અને લેશ્યાઓનું કર્મબંધની સ્થિતિનું કરવાપણું (=લેશ્યાઓ કર્મબંધની સ્થિતિને કરે છે એ વિષયને) દષ્ટાંતપૂર્વક કહે છે
ગાથાર્થ– વેશ્યાઓના કૃષ્ણ, નીલ, કપોત, તૈજસ, પદ્મ અને શુક્લ એ નામ છે. જેવી રીતે ચિત્રમાં હરતાલ વગેરેના રંગની વજલેપ વગેરેના જેવી દઢતાનો સંબંધ થાય, અર્થાત્ રંગ દઢ બને, તેમ આ છ લેશ્યા કર્મબંધની (દઢ) સ્થિતિને કરનારી છે.
ટીકાર્થ– લેશ્યા શબ્દ સ્ત્રીલિંગ હોવાથી #MU, નીતા... એમ સ્ત્રીલિંગમાં પ્રયોગ થવો જોઇએ. પણ થાવારી સ્ત્રીત હૃસ્વ સ્વવિદ્ એ સૂત્રથી હૃસ્વ થયેલ છે. તથા એ જ સૂત્રમાં વવત્ એમ કહ્યું હોવાથી તૈનતી એ પ્રયોગમાં હ્રસ્વ થયો નથી. તથા નામનઃ એ સ્થળે સ્ત્રીલિંગ ડું આવવાથી નાન્યઃ એવો પ્રયોગ થવો જોઈએ. પણ (મનો વા સિદેશ. ૨/૪/૨? એ સૂત્રથી) સન્ અંતવાળા નામથી બહુવ્રીહિમાં વિકલ્પ છું આવતો હોવાથી અહીં કાર વિના જ પ્રયોગ કર્યો છે. લેશ્યાઓનું સ્વરૂપ બીજા ગ્રંથોથી નિશ્ચિત કરવું. (૩૮)
આ પ્રમાણે કર્મ અધિકાર પૂર્ણ થયો.
પ્રશમરતિ • ૩૬
Page #50
--------------------------------------------------------------------------
________________
(૫) કરણ (૬) અર્થ અધિકાર तदुदयाद्धेतुहेतुमद्भावेन यद्भवति तदार्याद्वयेनाह— कर्मोदयाद्भवगतिर्भवगतिमूला शरीरनिर्वृत्तिः । વૈજ્ઞારિન્દ્રિયવિષયા, વિષનિમિત્તે ૪ સુઘવુઃછે ॥ ૩૧ ॥ कर्मोदयाद्-उदिते कर्मणि भवगतिः, तन्मूला शरीरनिर्वृत्तिः, देहादिन्द्रियनिर्वृत्तिः, तस्यां विषयसक्तिः, विषयनिमित्ते च सुखदुःखे जीवस्य
ભવતઃ ॥ ૨૨ ||
કર્મના ઉદયથી કારણ-કાર્યભાવથી જે થાય છે તે બે આર્યાઓથી કહે છે— ગાથાર્થ– કર્મના ઉદયથી સંસારની (ચાર ગતિઓમાંથી કોઇપણ એક) ગતિ થાય છે=જીવ ગતિમાં જન્મ લે છે. સંસારની ગતિના કારણે શરીરની રચના થાય છે. દેહના કારણે ઇન્દ્રિયોની રચના થાય છે. ઇન્દ્રિયોની રચના થયે છતે જીવને વિષયોમાં આસક્તિ થાય છે. વિષયોના નિમિત્તે જીવને સુખ-દુ:ખ થાય છે. (અનુકૂળ વિષયો મળે તો સુખ થાય છે. પ્રતિકૂળ વિષયો મળે તો દુ:ખ થાય છે.) (૩૯)
ततः किमित्याहुः
दुःखद्विद् सुखलिप्सुर्मोहान्धत्वाददृष्टगुणदोषः । यां यां करोति चेष्टां, तया तया दुःखमादत्ते ॥ ४० ॥
दुःखद्विट्-अशर्मद्वेषी सुखलिप्सुः - शर्माभिलाषी जीवो मोहेनान्धोविवेकलोचनविकलः स तथा तस्य भावस्तत्त्वं तस्मात्, િિમત્યાહ-અષ્ટगुणदोषो - अज्ञातगुणदोषो यां यां करोति - विधत्ते चेष्टां - अशुभक्रियां तया तया ૩:વમાવત્તે-ગૃહાતીત્યાર્યાવાર્થ: ॥ ૪૦ ||
તેથી શું થાય છે તે કહે છે—
ગાથાર્થ— દુઃખનો દ્વેષી અને સુખનો રાગી જીવ મોહથી અંધ બનેલો હોવાથી ગુણ-દોષના જ્ઞાનથી રહિત છે. આથી તે જે જે ચેષ્ટાને કરે છે તે તે ચેષ્ટાથી દુ:ખને ગ્રહણ કરે છે=દુ:ખને પામે છે.
ટીકાર્થ– મોહથી અંધ=વિવેક રૂપ લોચનથી રહિત.
પ્રશમરતિ ૦ ૩૭
Page #51
--------------------------------------------------------------------------
________________
ચેષ્ટા=અશુભક્રિયા'. [ગુણ-દોષના જ્ઞાનથી રહિત છે– કેવી પ્રવૃત્તિ કરવાથી મને ગુણ=લાભ થાય અને કેવી પ્રવૃત્તિ કરવાથી મને દોષ=નુકશાન થાય એવા પ્રકારના જ્ઞાનથી રહિત છે અથવા કોને ગુણ કહેવાય અને કોને દોષ કહેવાય એવા જ્ઞાનથી રહિત છે. આશય સારો હોય તો દોષ પણ ગુણરૂપ બને અને આશય અશુભ હોય તો ગુણ પણ દોષ રૂ૫ બને. ઇત્યાદિ રીતે ગુણદોષના જ્ઞાનથી રહિત છે.] (૪૦) 'देहादिन्द्रियविषया' इत्युक्तं प्राक्, तदासक्तस्यापायानार्यापञ्चकेनाहकलरिभितमधुरगान्धर्वतूर्ययोषिद्विभूषणरवाद्यैः ।। श्रोत्रावबद्धहृदयो, हरिण इव विनाशमुपयाति ॥ ४१ ॥
कलं-मनोज्ञं श्रूयमाणम्, रिभितं-घोलनासारम्, मधुरं-श्रोत्रसुखदायकम् । ततः पदत्रयस्य कर्मधारयः । तच्च तद् गान्धर्वं गीतं तत्तथा । तूर्याणिवादित्राणि, योषिद्विभूषणानि-नूपुरादीनि तेषां कृतद्वन्द्वानां खो-हृदयाह्लादको घोषः स आद्यो येषां वीणादीनां ते तथा । तैः किमित्याह-श्रोतावबद्धहृदयःश्रवणासक्तचित्तो हरिण इव विनाशमुपयातीति व्यक्तम् ॥ ४१ ॥
૧. અહીં ટીકાકારે ચેષ્ટા શબ્દનો અશુભક્રિયા અર્થ કર્યો છે. પણ ખરેખર તો શુભ
કે અશુભ કોઇપણ ક્રિયા એવો અર્થ વધારે સંગત બને. કારણ કે મોહાંધ જીવ અશુભ જ ક્રિયા કરે એવો નિયમ નથી. ક્યારેક શુભ ક્રિયા પણ કરે. અભવ્યો અને દૂરભવ્યજીવો ચારિત્ર પણ લે છે. આથી તે સારી ક્રિયા કરે છે. આમ છતાં તેનાથી પણ તે જીવો પરિણામે દુઃખને જ પામે છે. મોહાંધ જીવ ધર્મ કરે તો પણ આ લોક અને પરલોકના સુખ માટે જ કરે. એ ધર્મથી પણ પરિણામે દુઃખ પામે. કારણ કે આવા ધર્મથી જેમ પુણ્ય બંધાય તેમ એ પુણ્યની સાથે મોહનીય કર્મ બંધાય. આથી જ્યારે તે પુણ્યનો ઉદય થાય ત્યારે સાથે મોહનો પણ ઉદય થાય. તેથી તે જીવ પુણ્યના ઉદય વખતે પાપો કરીને દુર્ગતિમાં જાય. આમ મોહાંધ જીવની ધર્મક્રિયા પણ પરિણામે દુઃખ આપનારી બને. મોહાંધ જીવને ધર્મક્રિયાથી પાપાનુબંધી પુણ્ય બંધાય.
અથવા મોહાંધ જીવની શુભક્રિયા પણ પરમાર્થથી અશુભક્રિયા છે. આ દષ્ટિએ ટીકાકારે કરેલો ચેષ્ટા શબ્દનો અશુભક્રિયા અર્થ પણ ઘટી શકે છે.
પ્રશમરતિ • ૩૮
Page #52
--------------------------------------------------------------------------
________________
શરીરના કારણે ઇન્દ્રિયોનું નિર્માણ થાય છે. ઇન્દ્રિયોનું નિર્માણ થયે છતે જીવને વિષયોમાં આસક્તિ થાય છે એમ પૂર્વે (૩૯મી ગાથામાં) કહ્યું છે. આથી હવે ઇન્દ્રિયોમાં આસક્ત જીવને થતા અનર્થોને પાંચ આર્યાઓથી કહે છે
ગાથાર્થ– કલ, રિભિત અને મધુર સંગીતથી વાજિંત્ર અને સ્ત્રીઓના ઝાંઝર વગેરે આભૂષણના ધ્વનિ આદિથી શ્રવણેન્દ્રિયમાં આસક્ત હૃદયવાળો જીવ હરણની જેમ વિનાશને પામે છે.
ટીકાર્થ– કલ-સંભળાતું હોય ત્યારે મનને ગમે તેવું. રિભિત=ઘોલના સ્વરથી શ્રેષ્ઠ. (ઘોલના સ્વરનો એક પ્રકાર છે.) મધુર-કર્ણને સુખ આપે તેવું. આદિ શબ્દથી વીણા વગેરેનું ગ્રહણ કરવું. (૪૧) गतिविभ्रमेङ्गिताकारहास्यलीलाकटाक्षविक्षिप्तः । रूपावेशितचक्षुः, शलभ इव विपद्यते विवशः ॥ ४२ ॥
गतिविभ्रमः-सविकारगमनम्, यद्वा पृथग्वे पदे, ततो गतिः-मण्डनतारूपा, विभ्रमो-मनोहराभरणानामङ्गेषु रचनात्मकः । यद्वा विभ्रमः-चिरकालात् प्रियदर्शने प्रीत्या सोत्सुकमुत्थानम्, इङ्गितं तु-स्निग्धावलोकनम्, यद्वा महामतिज्ञेयं गूढं मनश्चेष्टितम्, आकारस्तु-स्तनमुखोरुसन्निवेशो, यद्वा सर्वशरीरस्य हृद्यं संस्थानम् । हास्यं तु-सविलासं सलीलं हसनम् । लीलापदं सर्वक्रियासु प्रवर्तनम् । कटाक्षः-सरागं तिर्यनिरीक्षणम्, यद्वा चित्रा दृष्टिसंवरा, एतैर्गत्यादिभिर्विक्षिप्तो-विह्वलीकृतः सः, तथा रूपावेशितचक्षुः-वनितारूपादौ निवेशितदृष्टिः शलभ इव विपद्यते, विवशः-पतङ्गवद्विनश्यत्यशरण इति ॥ ४२ ॥
ગાથાર્થ– લીલાપૂર્વક ગતિવિભ્રમ, લીલાપૂર્વક ઇંગિત, લીલાપૂર્વક આકાર, લીલાપૂર્વક હાસ્ય અને લીલાપૂર્વક કટાક્ષથી વિહલ કરાયેલ, સ્ત્રીનું રૂપ આદિમાં જેણે દૃષ્ટિ સ્થાપી છે તેવો અને (એથી જ) વિવશ જીવ પતંગિયાની જેમ વિનાશ પામે છે.
પ્રશમરતિ - ૩૯
Page #53
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ-ગતિવિભ્રમ=વિકારસહિત ગમન. અથવા ગતિ એટલે શોભા. વિભ્રમ એટલે અંગોમાં મનોહર આભૂષણોની રચના. અથવા વિભ્રમ એટલે ઘણાકાળે પ્રિયનું દર્શન થતાં પ્રેમથી ઉત્સુકતાપૂર્વક ઊભા થવું.
ઇંગિત સ્નેહપૂર્વક નિરીક્ષણ અથવા મહા બુદ્ધિશાળીઓથી જાણી શકાય તેવી ગૂઢ મનની ચેષ્ટા.
આકાર સ્તન, મુખ અને સાથળની રચના અથવા સંપૂર્ણ શરીરની સુંદર આકૃતિ. હાસ્ય વિલાસપૂર્વક હસવું. કટાક્ષ-રાગથી તિર્ણ નિરીક્ષણ, અથવા વિચિત્ર દષ્ટિસંકોચ. વિવશ=શરણરહિત. (૪૨) स्नानाङ्गरागवर्तिकवर्णकधूपाधिवासपटवासैः । गन्धभ्रमितमनस्को, मधुकर इव नाशमुपयाति ॥ ४३ ॥
स्नानं-सुगन्धिजलदेहधावनम् अङ्गागस्तु कुङ्कमादिः, सुरभिद्रव्यनिष्पन्ना दीपवर्त्याकारा वर्तिका, वर्णकः-चन्दनम्, धूपस्तु प्रतीतः, अधिवासस्तुकस्तूरिकादि, पटवासस्तु-वस्त्रसौरभ्यकारी गन्धविशेषः, एषां सप्तानां द्वन्द्वः तैः, 'याकारा'-विति क्वचिद् ग्रहणात् इस्वत्वं वर्तिकायाः । गन्धभ्रमितमनस्कोगन्धविह्वलचित्तो मधुकर इव नाशमुपयाति-भ्रमरवद् विनश्यतीति ॥ ४३ ॥
ગાથાર્થ સ્નાન, અંગરાગ, વર્તિકા, ચંદન, ધૂપ, અધિવાસ અને પટવાસની ગંધના કારણે વિઠ્ઠલ ચિત્તવાળો જીવ ભમરાની જેમ નાશ પામે છે. ટીકાર્થ- સ્નાન=સુગંધી જળથી શરીરને ધોવું. અંગરાગ=કેસર વગેરેનું વિલેપન. વર્તિકા=સુગંધી દ્રવ્યોથી બનેલો શરીર ઉપર કરાતો દીવાની વાટ જેવા આકારવાળો લેપ.
અધિવાસ=કસ્તૂરી વગેરે સુગંધી પદાર્થો.
પટવા =વસ્ત્રમાં સુગંધ કરનાર ગંધવિશેષ. ૧. સંસ્કૃતમાં ત્રીજી વિભક્તિ હોવા છતાં ગુજરાતીમાં વાક્યરચનાની સરળતા માટે પટવાસની’ એમ છઠ્ઠી વિભક્તિ લખી છે.
પ્રશમરતિ • ૪૦
Page #54
--------------------------------------------------------------------------
________________
તિવન એ પ્રયોગમાં વધારો૰ એ સૂત્રમાં ક્વચિત્ શબ્દનું ગ્રહણ કર્યું હોવાથી તિા નો હસ્વ સ્વર થયો છે. (૪૩)
मिष्टान्नपानमांसौदनादिमधुररसविषयगृद्धात्मा । गलयन्त्रपाशबद्धो, मीन इव विनाशमुपयाति ॥ ४४ ॥
मिष्टाश्च तेऽन्नपानमांसौदनादयश्च प्रसिद्धास्ते तथा, ते च मधुररसाश्चलौल्यास्वादा द्राक्षाखण्डादयस्त एव विषयो रसनायाः गोचरस्तत्र गृद्ध आत्मा યસ્ય સ તથા | ગલો-તોમયોટ્ટુશ: યન્ત્ર-ખાતું પાશો-વાલાવિમસ્તિत्तिरादिग्रहणहेतुस्तेषां द्वन्द्वस्तैर्बद्धो वशीकृतो मीन इव मत्स्यवद्विनाशमुपयातीति
|| ૪૪ ||
ગાથાર્થ– મધુ૨ અન્ન, મધુર જળ, મધુર માંસ, મધુર ભાત વગેરે અને મધુર રસ વિષયમાં જેનો આત્મા આસક્ત બન્યો છે તે જીવ ગલ, યંત્ર અને પાશથી બંધાયેલ માછલાની જેમ વિનાશ પામે છે.
ટીકાર્થ– મધુરરસ=દ્રાક્ષાથી મિશ્રિત સાકર વગેરે મધુ૨૨સ, અથવા દ્રાક્ષ અને ખાંડ વગેરે મધુર રસ.
ગલ=માછલાને પકડવાનો લોઢાનો અંકુશ (કાંટો).
યંત્ર=માછલાને પકડવાની જાળ.
પાશ=તેતર આદિને પકડવાનું વાળ વગેરેનું બનેલું એક સાધન. બંધાયેલ=વશ કરાયેલ. (૪૪)
शयनासनसम्बाधनसुरतस्नानानुलेपनासक्तः ।
स्पर्शव्याकुलितमतिर्गजेन्द्र इव बध्यते मूढः ॥ ४५ ॥ શયનં-શય્યા, આસનં-મસૂરવિ, સમ્વાધન-વિશ્રામળા, સુરત-મૈથુનસેવા, स्नानम्-अङ्गप्रक्षालनम्, अनुलेपनं- कुङ्कुमादिसमालम्भनम्, तेषां द्वन्द्वस्तेष्वासक्तः । स्पर्शेत्यादि व्यक्तमिति ॥ ४५ ॥
ગાથાર્થ શય્યા, આસન, સંબાધન, મૈથુનસેવન, સ્નાન અને અનુલેપનમાં આસક્ત, સ્પર્શથી વ્યાકુલ મતિવાળો અને મૂઢ જીવ હાથીની જેમ બંધાય છે.
પ્રશમરતિ ૦ ૪૧
Page #55
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ– આસન=મસૂરક વગેરે આસન. (મસૂરક વસ્ત્રનું કે ચામડાનું ગોળ આસનવિશેષ છે. પૂર્વે આવા આસનનો ઘણો ઉપયોગ થતો હતો.) સંબોધન-અંગમર્દન કરવું, ચંપી કરવી વગેરે વિશ્રામણા. અનુપન=કેસર વગેરેનું વિલેપન કરવું. (૪૫) एतदासक्तानां वा दोषा बाधाकरा भवन्तीत्यावेदयन्नाहएवमनेके दोषाः, प्रणष्टशिष्टेष्टदृष्टिचेष्टानाम् ।। दुर्नियमितेन्द्रियाणां, भवन्ति बाधाकरा बहुशः ॥ ४६ ॥ एवम्-उक्तप्रकारेण दुर्नियमितेन्द्रियाणां जीवानामनेके दोषा बाधाकरा भवन्तीति योगः । कीदृशानाम् ? दृष्टिश्च-ज्ञानम्, चेष्टा च-क्रिया ते तथा । शिष्टानां-विवेकिनामिष्टे-प्रिये ते च दृष्टिचेष्टे च ते तथा । ततः प्रनष्टेअवगते शिष्टेष्टदृष्टिचेष्टे येषां ते तथा । पाठान्तरं तु दृष्टचेष्टानां, तत्रेष्टा चासौ दृष्टा च-अवलोकिता सा चासौ चेष्टा चेष्टदृष्टचेष्टा शिष्टानामिष्टदृष्टचेष्टा सा तथा, ततः प्रनष्टा शिष्टेष्टदृष्टचेष्टा येषां ते तथा तेषां । पुनः कीदृशानाम् ? दुर्नियमितानि-दोषं ग्राहितानीन्द्रियाणि-हषीकाणि यैस्ते तथा तेषां बाधाकराःપી વિધાયથમ્ ? વહુ :- નેતિ | ૪૬ /
અથવા ઇન્દ્રિયોમાં આસક્ત બનેલાઓને દોષો પીડા કરનારા થાય છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– શિષ્ટજનોને ઇષ્ટ એવા જ્ઞાન-ક્રિયા જેમના નાશ પામ્યા છે તેવા, તથા જેમણે ઇન્દ્રિયોને દોષો ગ્રહણ કરાવ્યા છે તેવા જીવોને આ પ્રમાણે દોષો અનેક રીતે પીડા કરનારા થાય છે. ટીકાર્થ– શિષ્ટજન વિવેકીજન. ઈષ્ટ=પ્રિય.
ઇન્દ્રિયોને દોષો ગ્રહણ કરાવ્યા છે તેવા=જેમણે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કર્યું નથી તેવા. અહીં દૃષ્ટિનાં એ સ્થળે દૃષ્ટવેટ્ટીનાં એવો પાઠાંતર જોવા મળે છે.
પ્રશમરતિ • ૪૨
Page #56
--------------------------------------------------------------------------
________________
એ પાઠાંતર પ્રમાણે અર્થ આ પ્રમાણે થાય- શિષ્ટજનોને ઇષ્ટ અને શિષ્ટજનોએ જોયેલી ક્રિયા જેમની નાશ પામી છે તેવા. (૪૬)
एवमेकैकासक्ता विनाशभाजो जाताः, यः पुनः पञ्चस्वासक्तः स सुतरां विनश्यतीति प्रकटयन्नाह
एकैकविषयसङ्गाद्रागद्वेषातुरा विनष्टास्ते । किं पुनरनियमितात्मा, जीवः पञ्चेन्द्रियवशातः ? ॥ ४७ ॥
एकैकविषयसङ्गात्-शब्दाखेकैकाभिष्वङ्गाद् रागद्वेषातुरा विनष्टाः सन्तस्ते हरिणादयः । किमिति प्रश्ने । पुनरिति वितर्के । अनियमितात्मा जीवः पञ्च च तानीन्द्रियाणि च तेषां वशोऽत एवार्तः–पीडितः स पञ्चेन्द्रियवशालॊ न विनश्यति ?, अपितु विनश्यतीति ॥ ४७ ॥
આ પ્રમાણે એક એક ઇન્દ્રિયમાં આસક્ત બનેલા જીવો વિનાશને પામનારા બન્યા. પણ જે પાંચ ઇન્દ્રિયોમાં આસક્ત બને છે તે સુતરાં વિનાશ પામે છે એમ પ્રગટ કરતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ રાગ-દ્વેષથી પીડિત હરણ વગેરે જીવો એક એક ઇન્દ્રિયની આસક્તિથી વિનાશને પામ્યા તો પછી જેનો આત્મા નિયંત્રણથી રહિત છે અને જે પાંચે ઇન્દ્રિયોને વશ બનેલો છે, અને એથી પીડિત છે, તે જીવ શું વિનાશ ન પામે ? અર્થાત્ તે જીવ સુતરાં વિનાશને પામે. (૪૭) किंच-न स कश्चिद्विषयोऽस्ति येन जीवस्तृप्तो भवतीत्यावेदयन्नाहनहि सोऽस्तीन्द्रियविषयो, येनाभ्यस्तेन नित्यतृषितानि । तृप्तिं प्राप्नुयुरक्षाण्यनेकमार्गप्रलीनानि ॥ ४८ ॥
नैवास्ति स इन्द्रियविषयो येनाभ्यस्तेन-पुनःपुनरासेवितेन नित्यतृषितानिसर्वदा पिपासितानि, किं ? तुष्टिं प्राप्नुयुः-तुष्टिमागच्छेयुः । कानि ? अक्षाणिइन्द्रियाणि । कीदृशानि ? अनेकमार्गप्रलीनानि-बहुविषयासक्तानि, पुनःपुनः स्वविषयानाकाङ्क्षन्तीत्यर्थ इति ॥ ४८ ॥
વળી-એવો કોઇ વિષય નથી કે જેનાથી જીવ તૃપ્ત થાય એમ જણાવતા ग्रंथ।२ ४३ छ
प्रशभरति . ४३
Page #57
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– એવો કોઇ ઇન્દ્રિયનો વિષય નથી કે વારંવાર સેવાયેલા જે વિષયથી સદાતૃષ્ણાવાળી અને ઘણા વિષયોમાં આસક્ત ઇન્દ્રિયો તૃપ્તિને પામે.
ટીકાર્થ- અનેકવાર વિષયનું સેવન કરવા છતાં ઇન્દ્રિયો પોતાના વિષયોને વારંવાર ઇચ્છે છે=જરાપણ તૃપ્ત થતી નથી એવો અહીં ભાવ છે. (૪૮)
अपिच-एतानि स्वविषयेष्वपि नैकस्वरूपाणीत्यावेदयन्नाहकश्चिच्छुभोऽपि विषयः, परिणामवशात्पुनर्भवत्यशुभः । कश्चिदशुभोऽपि भूत्वा, कालेन पुनः शुभीभवति ॥ ४९ ॥
कश्चिद्विषयः शुभोऽपि-इष्टोऽपि परिणामवशात्-विरूपादिपरिणतिवशात् अनिष्टो भवति । कश्चित्पुनरशुभोऽपि-अनिष्टोऽपि भूत्वा-सम्पद्य कालेन पुनः शुभीभवति-प्रियः सम्पद्यते इत्यनवस्थितानि प्रेमाणि, अतस्तज्जन्यं સુવનિત્યમિતિ | 8 ||
વળી ઇન્દ્રિયો પોતાના વિષયોમાં પણ અનેક સ્વરૂપવાળી છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ- કોઇક શુભ પણ વિષય પરિણામના કારણે ફરી અશુભ થાય છે, કોઇક વિષય અશુભ થઈને પણ સમય જતાં ફરી શુભ થાય છે. ટીકાર્થ– શુભ=ઈષ્ટ (પ્રિય). પરિણામના કારણે-પ્રતિકૂળ પરિણામવાળું થવાના કારણે. અશુભ=અનિષ્ટ (અપ્રિય). શુભ પણ વિષય અશુભ થાય છે અને અશુભ પણ વિષય શુભ થાય છે તેથી પ્રેમ અસ્થિર છે અને એથી વિષયથી ઉત્પન્ન થતું સુખ અનિત્ય છે. (આ વિષયમાં સુબુદ્ધિમંત્રીનું ગટરના પાણીવાળું દૃષ્ટાંત ચિંતનીય છે.) (૪૯) ईदृशश्च भावः परिणामवशात्, स च न निर्निबन्धन इत्यावेदयन्नाहकारणवशेन यद्यत्, प्रयोजनं जायते यथा यत्र । तेन तथा तं विषयं, शुभमशुभं वा प्रकल्पयति ॥ ५० ॥ कारणवशेन रागाद्यायत्ततया यद्यत्, प्रयोजनं मधुरशब्दाकर्णनादि जायतेभवति यथा-येन प्रकारेण यत्र वस्तुनि तेनैव कारणेन हेतुना तथा-तेनैव
પ્રશમરતિ • ૪૪
Page #58
--------------------------------------------------------------------------
________________
प्रकारेण तं विषयं - (ग्रं. ३००) शब्दादिकमिष्टानिष्टतया प्रकल्पयति-पर्यालोचयतीति । अत्र भावना - यथा विषं अशुभमपि शत्रुविनाशकत्वेनेष्टं तथा मिष्टान्नमपि पित्तघ्नमिति मत्वा द्वेष्टीति ॥ ५० ॥
આવો ભાવ પરિણામના કારણે થાય છે, પરિણામ નિમિત્ત વિના ન થાય, એમ જણાવતા ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ– નિમિત્તને આધીન બનીને જ્યાં જેવું જે જે પ્રયોજન હોય ત્યાં તે તે પ્રયોજનથી તદનુસાર (=જેવું પ્રયોજન હોય તે પ્રમાણે) તે વિષયને શુભ કે અશુભ કલ્પી લે છે.
ટીકાર્થ– રાગાદિની આધીનતાથી શબ્દ વગેરેમાં મધુર શબ્દ શ્રવણ વગેરે પ્રયોજનથી શબ્દ વગેરેને શુભ કે અશુભ કલ્પી લે છે. જેમ કે— વિષ અશુભ હોવા છતાં શત્રુને મા૨વો હોય તો ઇષ્ટ બને છે. મિષ્ટાન્ન શુભ હોવા છતાં રોગી મિષ્ટાન્ન પિત્તને હણનારું છે એમ માનીને મિષ્ટાન્ન ઉપર દ્વેષ કરે છે.
અહીં તાત્પર્ય એ છે કે વસ્તુ નથી તો શુભ કે નથી તો અશુભ. વસ્તુ માત્ર વસ્તુ છે. પણ રાગ-દ્વેષને આધીન બનેલ જીવ તેમાં તે તે નિમિત્તથી શુભ-અશુભની કલ્પના કરે છે.
[(૧) એક દિવસ ઉનાળામાં અકળાવનાર વસ્ત્ર સમય આવતાં (શિયાળામાં) શરીરને હુંફ આપે છે. (૨) ક્ષણ પહેલાં ટેસ આપનાર દૂધપાક-પુરીનું જમણ કંઇક અનિષ્ટ સમાચાર મળતાં ગળે ઉતરતું નથી. (૩) દિમાગને હળવું બનાવનાર રેડિયાનું સંગીત માંદગી આદિમાં દિમાગને ભારે બનાવે છે. (૪) વિષે અણગમતી વસ્તુ છે. પણ મૃત્યુની શય્યામાં સ્વયં પોઢવું હોય કે બીજા કોઇને પોઢાવવાના હોય તો વિષ ગમતી વસ્તુ બની જાય છે. (૫) મૂત્રની અત્યંત સૂગ ધરાવનારાઓ કેટલાક માનવો રોગનિવારણ માટે સ્વમૂત્ર પીતા થયા છે. શુભ-અશુભનાં આવાં દૃષ્ટાંતો સંસારમાં અનેક બનતાં હોય છે.)] (૫૦)
अस्यैवार्थस्य भावनामाह
अन्येषां यो विषयः, स्वाभिप्रायेण भवति पुष्टिकरः । स्वमतिविकल्पाभिरतास्तमेव भूयो द्विषन्त्यन्ये ॥ ५१ ॥ પ્રશમરતિ • ૪૫
Page #59
--------------------------------------------------------------------------
________________
अन्येषां-विवक्षितपुरुषापेक्षया अपरेषां यो विषयः-शब्दादिः स्वाभिप्रायेणरागान्निजाकूतेन भवति पुष्टिकरः तुष्टिकरो वा-पोषोत्पादकस्तोषोत्पादको वा स्वमतेः स्वमत्या वा विकल्पो-विकल्पनं तत्राभिरता-आसक्ताः स्वमतिविकल्पाभिरताः द्वेषवशात् तमेव विषयं पुनरनिष्टतया द्विषन्त्यन्य इति ।। ५१ ॥
આ જ વિષયની ભાવનાને કહે છે
ગાથાર્થ– (કયો વિષય સારો છે અને કયો વિષય ખરાબ છે એ નિર્ણય થઈ શકે એમ છે જ નહિ. કારણ કે) જે વિષય બીજાઓને પોતાના આશયથી (રાગના કારણે) પુષ્ટિ કરે છે (આનંદ આપે છે) સ્વમતિ કલ્પનામાં લીન બનેલા બીજાઓ વળી (અપ્રીતિ થવાથી) તે જ વિષય ઉપર જ કરે છે=અનિષ્ટ હોવાથી દ્વેષ કરે છે. | [એકને અમુક સ્ત્રીનું રૂપ ગમે છે તો બીજાને તે જ સ્ત્રીનું રૂપ ગમતું નથી. એકને અમુક મિષ્ટાન્ન પ્રિય હોય છે તો બીજાને એ જ મિષ્ટાન્ન અપ્રિય હોય છે. એકને પવન ગમે છે તો બીજાને પવન જરાય ગમતો નથી. આ વિષયમાં આવાં તો અનેક દૃષ્ટાંતો મળી શકે.] (૫૧)
एवं च सति अस्य जीवस्य नैकान्तेन किञ्चिदिष्टमनिष्टं वाऽस्तीति दर्शयन्नाहतानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य । निश्चयतोऽस्यानिष्टं, न विद्यते किञ्चिदिष्टं वा ॥ ५२ ॥ तानेवार्थान्-शब्दादीन् द्विषतः-अप्रीयमाणस्यास्य जीवस्येति योगः । तानेवार्थान् प्रलीयमानस्य-आश्रयतो निश्चयतो-निश्चयमाश्रित्यास्येति योजितमेवानिष्टम्असुन्दरं नैव विद्यते किञ्चित्-किमपि वस्त्विष्टं वा-प्रीतमिति ॥ ५२ ॥
આ પ્રમાણે હોતે છતે આ જીવને એકાંતે કંઇ પ્રિય નથી અને એકાંતે કંઈ અપ્રિય નથી એમ જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– તે જ વિષયો ઉપર દ્વેષ કરતા અને (કારણ બદલાતાં) તે જ વિષયોમાં લીન બનતા આ જીવને નિશ્ચયથી કંઈ અપ્રિય નથી કે કંઈ પ્રિય નથી. [પવનંજયને પહેલાં અંજનાસુંદરી ઉપર રાગ હતો. પછી નિમિત્ત મળતાં દ્વેષ થયો. ફરી નિમિત્ત મળતાં રાગ થયો. એક વ્યક્તિને
પ્રશમરતિ • ૪૬
Page #60
--------------------------------------------------------------------------
________________
એક ખાદ્ય વસ્તુ ઉપર રાગ હતો. નિમિત્ત મળતાં તેના ઉપર દ્વેષ થયો. ३री निमित्त भणdi तेन। ७५२ २।गथयो. मा सत्य घटना छ.] (५२) तत एवंविधजीवस्य यत्स्यात्तदाहरागद्वेषोपहतस्य केवलं कर्मबन्ध एवास्य । नान्यः स्वल्पोऽपि गुणोऽस्ति यः परत्रेह च श्रेयान् ॥ ५३ ॥ स्पष्टमेवेति ॥ ५३ ॥ તેથી આવા પ્રકારના જીવને જે થાય છે તે કહે છે
ગાથાર્થ રાગ-દ્વેષથી દૂષિત થયેલ જીવને એકાંતે કર્મબંધ જ થાય છે. આ લોક-પરલોકમાં કલ્યાણ કરે તેવો નાનો પણ કોઈ લાભ તેને थतो नथी. (43)
इदमेव भावयन्नाहयस्मिन्निन्द्रियविषये, शुभमशुभं वा निवेशयति भावम् ।" रक्तो वा द्विष्टो वा, स बन्धहेतुर्भवति तस्य ॥ ५४ ॥
यस्मिन्निन्द्रियविषये-शब्दादिके, शुभं-भव्यम्, अशुभम्-अभव्यम्, निवेशयति-स्थापयति, भावं-परिणामम्, रक्तो वा-प्रीतः, द्विष्टो वा-अप्रीतः, स भावो बन्धहेतुर्भवति-ज्ञानावरणाद्यष्टविधकर्मबन्धनकारणं स्यात्तस्य जीवस्येति ॥५४ ॥
આ જ વિષયને વિચારતા ગ્રંથકાર કહે છેગાથાર્થ- રાગી કે દ્વેષી જીવ ઇન્દ્રિયના જે કોઈ વિષયમાં શુભ કે અશુભ ભાવને સ્થાપે છે (=કલ્પ છે) તે શુભ કે અશુભ ભાવ તેના બંધનું કારણ બને છે. टीर्थ- भाव=५रिएम.
બંધનું કારણ બને છે=જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારના કર્મના બંધનું 5॥२९॥ बने छे. (५४)
अथ कथं पुनरात्मप्रदेशस्य कर्मपुद्गला लगन्तीत्याहस्नेहाभ्यक्तशरीरस्य, रेणुना श्लिष्यते यथा गात्रम् । रागद्वेषक्लिन्नस्य, कर्मबन्धो भवत्येवम् ॥ ५५ ॥
प्रशमति • ४७
Page #61
--------------------------------------------------------------------------
________________
स्नेहेन-तैलादिना अभ्यक्तं-म्रक्षितं शरीरं-वपुर्यस्य जीवस्य स तथा तस्य रेणुना-धूल्या श्लिष्यते-आश्लिष्यते यथा येन प्रकारेण गात्रं-वपुरिति दृष्टान्तः, रागद्वेषक्लिन्नस्य-आर्द्रस्य कर्मबन्धो भवत्येवमिति व्यक्तमिति ॥ ५५ ॥
હવે કર્મપુદ્ગલો આત્મપ્રદેશોને કેવી રીતે ચોંટે છે તે કહે છે– ગાથાર્થ– તેલ આદિની ચિકાશથી જેનું શરીર ખરડાયું છે તેવા જીવના શરીરને ધૂળની રજકણો ચોંટે છે, તેવી રીતે રાગ-દ્વેષથી ભીના (=ચીકણા) पनेता मामाने भ५ थाय छे. (५५) । सम्प्रति रागद्वेषप्रधानान् कर्मबन्धहेतून् समस्तानेवोपसंहरन्नाहएवं रागो द्वेषो, मोहो मिथ्यात्वमविरतिश्चैव ।। एभिः प्रमादयोगानुगैः समादीयते कर्म ॥ ५६ ॥
एवं रागादिभिः पञ्चभिः प्रतीतैः, कीदृशैः ? प्रमादो-मद्यादिः पञ्चधा योगोमनोयोगादित्रिकं ते तथा ताननुगच्छन्ति-अनुसहायीभवन्ति तैः प्रमादयोगानुगैः समादीयते-गृह्यते, किं ? कर्मेति ॥ ५६ ॥
હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર જેમાં રાગ-દ્વેષ પ્રધાન છે તેવા સઘળાય કર્મબંધના હેતુઓને કહે છે
ગાથાર્થ– આ પ્રમાણે પ્રમાદ અને યોગોને સહાયભૂત થનારા રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ અને અવિરતિથી આત્મા કર્મને ગ્રહણ કરે છે.
टीमार्थ- प्रमा=मध वगैरे ५iय छे. योगी मन-वयन-14 से 19 योगो. २।। महिनो अर्थ प्रसिद्ध छ. (५६) ततश्चकर्ममयः संसारः, संसारनिमित्तकं पुनर्दुःखम् । तस्माद्रागद्वेषादयस्तु भवसन्ततेर्मूलम् ॥ ५७ ॥
कर्ममयः-अदृष्टनिष्पन्नः । कः ? संसारः, ततः किम् ? तन्निमित्तकं-तत्कारणं पुनर्दुःखम्, तस्माद्रागद्वेषादयो भवसन्ततेर्मूलमिति ॥ ५७ ॥ तेथी
प्रशमति . ४८
Page #62
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– કર્મથી સંસાર થયો છે. વળી સંસારના કારણે દુઃખ છે. તેથી २॥-द्वेष वगेरे (बंधन (२९) भव५२५२॥भूण छ. (५७) ननु कथमेतन्निर्जेतुं शक्यमत आहएतद्दोषमहासञ्चयजालं शक्यमप्रमत्तेन । प्रशमस्थितेन घनमप्युद्वेष्टयितुं निरवशेषम् ॥ ५८ ॥
एतत् रागदिदोषसञ्चयजालं जालमिव जालं यथा मत्स्यादीनामादायकं, तद्वदेतदपि, दुःखहेतुत्वात्, शक्यमुद्वेष्टयितुम्-अपनेतुं विनाशयितुमिति सम्बन्धः । केन ? जीवेन । कीदृशेन ? अप्रमत्तेन-उद्यतेन । तथा प्रशमस्थितेन-उपशमपरेण । जालं तु कीदृशम् ? घनमपि-गहनमपि, तथा निरवशेष-समस्तमिति ॥ ५८ ॥
આ રાગ-દ્વેષ આદિને જીતવાનું કેવી રીતે શક્ય બને ? એવો પ્રશ્ન थाय. माथी ग्रंथ २ ४ छ
ગાથાર્થ- રાગાદિ દોષોનો મહા સમૂહ રૂપ ગહન પણ જાળને સંપૂર્ણપણે છેદવાનું અપ્રમત્ત અને ઉપશમમાં રહેલા જીવ માટે શક્ય બને.
ટીકાર્થ– જેવી રીતે માછલાઓને લેનાર જાળ માછલાઓને દુઃખનું કારણ છે તેવી રીતે રાગાદિ દોષોનો મહાસમૂહ જીવોના દુઃખનું કારણ છે. માટે અહીં રાગાદિ દોષોના મહાસમૂહને જાળની ઉપમા આપી છે.
अप्रमत-घत. G५शममा २९८3५शमम तत्५२. (५८) तदुद्वेष्टने चास्य जीवस्य एवंविधा चिन्ता उपजायते इत्याद्यार्यापञ्चकेनाह
अस्य तु मूलनिबन्धं, ज्ञात्वा तच्छेदनोद्यमपरस्य । . दर्शनचारित्रतपःस्वाध्यायध्यानयुक्तस्य ॥ ५९ ॥
अस्य रागादिदोषजालस्य मूलनिबन्धं प्रमादयोगरूपं ज्ञात्वा-बुध्वा जीवस्येति शेषः । शुभा-प्रशस्येयमेवोपपद्यते-जायते चिन्ता-चित्तवृत्तिरिति पञ्चमार्यापर्यन्ते, इति संटङ्कः । ततो जीवस्य विशेषणत्रयोदशकमाह-तस्यदोषजालस्य छेदने-घाते उत्साहस्तत्र परः-प्रकृष्टः तस्य, तथा दर्शनं
प्रशमति . ४८
Page #63
--------------------------------------------------------------------------
________________
तत्त्वश्रद्धानम्, चारित्रं-सामायिकादि पञ्चधा, ध्यानं-धर्मादि द्विधा, ततो द्वन्द्वस्तैर्युक्तस्येति ॥ ५९ ॥ प्राणवधानृतभाषणपरधनमैथुनममत्वविरतस्य । नवकोट्युद्गमशुद्धोञ्छमात्रयात्राऽधिकारस्य ॥ ६० ॥ प्राणवधेत्यादिप्रथमार्धेन सुखबोधेन मूलगुणयुक्तस्येति कथितम् । अथोत्तरगुणयुक्ततामाह-नव च ताः कोटयश्च-अग्रभागा अंशा अश्रयो नवकोट्यः, ताश्चैवं-न स्वयं हन्ति १ नान्येन घातयति २ घ्नन्तमन्यं नानुमोदयति ३, एवं न पचति १ न पाचयति २ पचन्तं नानुमोदयते ३, एवं न क्रीणाति १ न कापयति २ क्रीणन्तं नानुमोदयते ३, एता मीलिता नव कोटयः, पुनरिमा द्विधा-आद्याः षट् अविशुद्धकोटयोऽन्त्यास्तिस्रो विशुद्धकोटयः । तथोद्गमः-उत्पत्तिः, यथा 'उग्गमं से य पुच्छेज्जा' इत्यादि, ततो नवकोटिभिरुद्गमस्तेन शुद्धो-निर्दोषस्तथोञ्छ इवोञ्छ:-शुद्धाहारः स एवोञ्छमात्रम् । ततश्च नवकोट्युद्गमशुद्धं च तदुञ्छमात्रं च तत्तथाभूतं-निर्दोष आहारस्तेन यात्रायां-संयमे अधिकारो-नियोगो यस्य स तथा तस्येति ॥ ६० ।। जिनभाषितार्थसद्भावभाविनो विदितलोकतत्त्वस्य । अष्टादशशीलसहस्रधारणे कृतप्रतिज्ञस्य ॥ ६१ ॥ जिनभाषितार्थानां-जीवादिवस्तुनां सद्भावान्-परमार्थान् भावयति स तथा तस्येति । विदितलोकतत्त्वस्य-ज्ञातलोकस्वरूपस्य । लोकश्च-जीवाजीवाधारक्षेत्रं । अष्टादशानां शीलानाम्-अवयवे समुदायोपचारात् शीलाङ्गानां-चारित्रांशानां वक्ष्यमाणानां सहस्राणि तेषां धारणं-परिपालनं तस्मिन् कृता-विहिता प्रतिज्ञाअङ्गीकारो येन स तथा तस्येति ॥ ६१ ॥ परिणाममपूर्वमुपागतस्य शुभभावनाऽध्यवसितस्य । अन्योऽन्यमुत्तरोत्तरविशेषमभिपश्यतः समये ॥ ६२ ॥ उपागतस्य-प्राप्तस्य । कम् ? परिणाम-धर्माध्यवसायम् । कीदृशम् ? अपूर्व शुद्धिप्रकर्षयोगात्, शुभभावनासु-द्वादशविधासु महाव्रतसत्कपञ्चविंशतिप्रमाणासु वाऽध्यवसितस्य-कृताध्यवसितस्येति समासः । अभिपश्यतः
પ્રશમરતિ ૫૦
Page #64
--------------------------------------------------------------------------
________________
पर्यालोचयतो जानानस्यैवेत्यर्थः । किम् ? उत्तरोत्तरविशेषं, कथम् ? अन्योऽन्यं, यथा सामायिकचारित्रं तावन्मूलं विशुद्धिमत्, ततोऽपि छेदोपस्थापनीयचारित्रं विशुद्या विशेषवदित्यादि । मूलवस्त्वपेक्षयाऽग्रेतनाग्रेतनानि वस्तूनि प्रधानानीति तात्पर्यम् । क्व ? समये-जिनशासनस्य विषये इति ॥ ६२ ॥
वैराग्यमार्गसम्प्रस्थितस्य संसारवासचकितस्य । स्वहितार्थाभिरतमतेः, शुभेयमुत्पद्यते चिन्ता ॥ ६३ ॥
वैराग्यमार्गसंप्रस्थितस्य-विरागतापथाश्रितस्य संसारवासचकितस्य-भववसनत्रस्तस्य स्वहित आत्मपथो(?पथ्यो)मोक्षः स एवार्थः-प्रयोजनं तत्राभिमुख्येन रता-प्रीता मतिः-बुद्धिर्यस्य स तथा, तस्यैवंविधस्य शुभेयमुत्पद्यते चिन्तेति વ્યાધ્યિાતતિ સૂત્રગ્નાર્થઃ || ૬૩ |
રાગાદિ દોષોનો મહાસમૂહરૂપ જાળનો ઉચ્છેદ કરવામાં આ જીવને આવા પ્રકારની ચિંતા થાય છે, ઇત્યાદિ પાંચ આર્યાઓથી કહે છે
ગાથાર્થ રાગાદિદોષારૂપ જાળના મૂળકારણ (=પ્રમાદ અને યોગ)ને જાણીને (૧) દોષોરૂપ જાળને છેદવાના પરમ ઉત્સાહવાળો હોય, (૨) દર્શન, સમ્યફ ચારિત્ર, તપ, સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત હોય, (૩) પ્રાણવધ, અસત્યવચન, પરધન (કચોરી), મૈથુન અને મમતા =પરિગ્રહ) એ પાંચ પાપોથી સર્વથા રહિત હોય, (૪) નવ કોટિથી આહારનો જે ઉગમ, એ ઉદ્દગમથી શુદ્ધ એવી ભિક્ષાથી જ “સંયમમાં જેનો વ્યાપાર છે તેવો, અર્થાત્ સંયમની સાધના માટે જરૂરી આહાર આદિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધ મેળવવા માટે પ્રયત્નશીલ હોય, (૫) જિનોક્ત જીવાદિ પદાર્થોના પરમાર્થનું ચિંતન કરતો હોય, (૬) લોકના સ્વરૂપનો જ્ઞાતા હોય, (૭) અઢાર હજાર શીલાંગોને ધારણ કરવાની પ્રતિજ્ઞાવાળો હોય, (૮) પ્રકૃષ્ટ શુદ્ધિનો યોગ થવાથી (સંયમ) ધર્મના અપૂર્વ પરિણામને પામેલો ૧. ટીકામાં ઉછ શબ્દનો શુદ્ધાહાર એવો અર્થ કર્યો છે. પણ અહીં શુદ્ધ શબ્દની
જરૂર નથી રહેતી. કારણ કે મૂળગાથામાં જ શુદ્ધ શબ્દ આવેલો છે. એથી ઉંછ એટલે આહાર. ઉપદેશપદમાં ઉછ શબ્દનો ભિક્ષા અર્થ કર્યો છે. આથી પ્રસ્તુત અનુવાદમાં ભિક્ષા અર્થ કર્યો છે.
પ્રશમરતિ • ૫૧
Page #65
--------------------------------------------------------------------------
________________
હોય, (૯) અનિત્યાદિ બાર ભાવનાઓનું અથવા મહાવ્રતોની પચીસ ભાવનાઓનું જેણે ચિંતન કર્યું હોય, અર્થાત્ ભાવનાઓથી જેણે પોતાના આત્માને ભાવિત કર્યો હોય, (૧૦) જિનશાસનમાં બતાવેલા પદાર્થોની પરસ્પર અધિક અધિક વિશેષતાઓને જાણતો હોય, (૧૧) વૈરાગ્યમાર્ગમાં રહેલો હોય, (૧૨) સંસારવાસથી ત્રાસી ગયો હોય, (૧૩) જેની મતિ મોક્ષરૂપ કાર્ય પ્રત્યે પ્રેમવાળી છે, તેવા જીવને આ શુભ વિચાર આવે છે. ટીકાર્થ– દર્શન તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા. ચારિત્ર=સામાયિક વગેરે પાંચ પ્રકારે છે. ધ્યાન=ધર્મધ્યાન-શુક્લધ્યાન એમ બે પ્રકારે છે. (૫૯) ટીકાર્થ– અહીં પ્રાણવધ ઇત્યાદિથી મૂલગુણથી યુક્ત હોય એમ કહ્યું . નવકોટિ ઇત્યાદિથી ઉત્તરગુણોથી યુક્ત હોય એમ કહ્યું. નવકોટિ આ પ્રમાણે છે
સ્વયં હિંસા ન કરવી, બીજાની પાસે હિંસા ન કરાવવી, બીજાઓ સ્વયં હિંસા કરતા હોય તેની અનુમોદના ન કરવી. ખાદ્ય વસ્તુ સ્વયં પકાવવી નહિ. બીજાઓની પાસે પકાવરાવવી નહિ. બીજાઓ સ્વયં પકાવતા હોય તેની અનુમોદના ન કરવી. વસ્તુ સ્વયં ખરીદવી નહિ. બીજાઓની પાસે ખરીદાવવી નહિ. બીજાઓ સ્વયં ખરીદતા હોય તેની અનુમોદના ન કરવી.
આ નવકોટિ બે પ્રકારે છે. પ્રથમની છ અવિશુદ્ધિ કોટિ છે. પછીની ત્રણ વિશુદ્ધિ કોટિ છે. (નિર્દોષ આહારની સાથે દોષિત આહાર ભેગો થઈ ગયો હોય ત્યારે જે દોષિત આહાર અલગ કરી લીધા પછી બાકીનો આહાર નિર્દોષ ગણાય=વિશુદ્ધ ગણાય તે દોષ વિશુદ્ધ કોટિ કહેવાય. જે દોષિત આહાર અલગ કરવા છતાં બાકીનો આહાર વિશુદ્ધ ન બને તે અવિશુદ્ધિ કોટિ કહેવાય.)
ઉદ્ગમ એટલે ઉત્પત્તિ. જેમ કે રૂપમાં તે ય પુષ્કળ (દ.વૈ.અ. ૫ ગા. પ૬) અહીં ઉદ્ગમ શબ્દનો ઉત્પત્તિ અર્થ કર્યો છે. (૬૦) ટીકાર્થ– લોક=જીવ અને અજીવનો આધારક્ષેત્ર.
પ્રશમરતિ • પર
Page #66
--------------------------------------------------------------------------
________________
अढा२ ३०१२ सin वे पछी (२४४भी थामi) शे. (६१) ટીકાર્થ– પરસ્પર અધિક અધિક વિશેષતાઓને જાણતો હોય- જેમ કે મૂળ સામાયિક ચારિત્ર વિશુદ્ધિવાળું છે. તેનાથી છેદોપસ્થાપનીય ચારિત્રમાં અધિક વિશુદ્ધિ છે. મૂળ વસ્તુની અપેક્ષાએ આગળ આગળની वस्तुमो प्रधान छे. (=श्रे४ छ) मे तात्पर्य छे. (६२)
टी-माशुमविया२ वे ५छीना थामीमावाशे ते. (63) तामेव चिन्तां स्पष्टयन्नाहभवकोटीभिरसुलभं मानुष्यं प्राप्य कः प्रमादो मे ? । न च गतमायुर्भूयः प्रत्येत्यपि देवराजस्य ॥ ६४ ॥
भवा-नारकाद्यास्तेषां कोटीभिः संख्याविशेषैः असुलभं-दुर्लभमेव मानुष्यंमनुजजन्म तदेवंविधमतिदुष्प्रापं प्राप्य कोऽयं मम प्रमादः ?, न च-नैव गतं-क्षीणमायुः-जीवितं भूयः-पुनरपि प्रत्येति-समागच्छति देवराजस्यापिशकस्यापि, किंपुनरन्यस्येति ॥ ६४ ॥ ते ४ (शुभ) वियारने स्पष्ट ४२ता ग्रंथ २ ४ छગાથાર્થ– ક્રોડો ભવોથી પણ દુર્લભ એવા મનુષ્ય જન્મને પામીને મારો આ પ્રમાદ શો? ગયેલું આયુષ્ય ઇંદ્રનું પણ ફરી આવતું =મળતું નથી. टी - वो ना२४ महिना मवो.. गयेj=क्षय पाभे. मायुष्य वन. (६४) किंचआरोग्यायुर्बलसमुदयाश्चला वीर्यमनियत धमनी तल्लब्ध्वा हितकार्ये, मयोद्यमः सर्वथा कार्यः ॥ ६५ ।।
आरोग्यं-नीरोगता, आयुः-जीवितम्, बलं-सामर्थ्यम्, समुदायो-लक्ष्मीस्ततो द्वन्द्वस्ते चलाः-चञ्चलाः, वीर्यम्-उत्साहस्तदनियतं-विनश्वरं धर्मे-क्षान्त्यादिके, तत्-प्राक्तनं आरोग्यादि लब्ध्वा-प्राप्य हितकार्ये-शास्त्राध्ययनादौ मयोद्यमःउत्साहः सर्वथा-सर्वप्रकारैः कार्यो-विधातव्य इति ॥ ६५ ॥
પ્રશમરતિ ૫૩
Page #67
--------------------------------------------------------------------------
________________
વળી
ગાથાર્થ– આરોગ્ય, આયુષ્ય, બળ અને લક્ષ્મી ચંચલ છે. ધર્મમાં ઉત્સાહ વિનશ્વર છે. (તેથી) આરોગ્ય વગેરે પામીને મારે સર્વપ્રકારે હિતકાર્યમાં ઉદ્યમ કરવો જોઈએ.
ટીકાર્થ- ધર્મમાં =ક્ષમા વગેરે ધર્મમાં. હિતકાર્યમાં=શાસ્ત્રોનું અધ્યયન વગેરે હિતકાર્યમાં. ઉદ્યમ–ઉત્સાહ. (૬૫) 'हितकार्ये शास्त्राध्ययनादा'वित्युक्तं, तच्च विनयमृते न भवत्यतो विनीतेन भाव्यमित्यावेदयन्नाह
शास्त्रागमादृते न हितमस्ति न च शास्त्रमस्ति विनयमृते । तस्माच्छास्त्रागमलिप्सुना विनीतेन भवितव्यम् ॥ ६६ ॥ शास्त्रम्-आचारादि गुरुपरम्परागतं तदेवागमः-शास्त्रमेवागमस्तस्मादृते-विना न हितमस्ति । न च शास्त्रमस्ति विनयमृते, तस्माच्छास्त्रागमलिप्सुना-शास्त्रागमलाभमिच्छता विनीतेन भवितव्यमिति ॥ ६६ ॥
શાસ્ત્રોનું અધ્યયન આદિ હિતકાર્યમાં એમ કહ્યું અને શાસ્ત્રાધ્યયન વિનય વિના ન થાય. આથી વિનીત બનવું જોઈએ એમ જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– શાસ્ત્રરૂપ આગમ વિના હિત નથી. વિનય વિના શાસ્ત્ર નથી (=શાસ્ત્રનો બોધ થતો નથી.) તેથી શાસ્ત્રરૂપ આગમ મેળવવાની ઇચ્છાવાળા જીવે વિનીત બનવું જોઈએ. ટીકાર્થ– શાસ્ત્ર=ગુરુ પરંપરાથી આવેલ આચારાંગ આદિ શાસ્ત્ર. (૬૬) सत्स्वपि कुलादिषु अविनीतो न शोभत इत्याहकुलरूपवचनयौवनधनमित्रैश्वर्यसंपदपि पुंसाम् । विनयप्रशमविहीना न शोभते निर्जलेव नदी ॥ ६७ ॥ ૧. ટીકામાં સમુલાય શબ્દનો લક્ષ્મી અર્થ કર્યો હોવાથી અહીં તે અર્થ લખ્યો છે. પણ કોઇ શબ્દકોષમાં સમુદાય શબ્દનો લક્ષ્મી અર્થ જોવામાં આવ્યો નથી. મોટી ટીકામાં ધન-ધાન્યાદિનો સમૂહ એવો અર્થ કર્યો છે. તે અર્થ બરાબર ઘટે તેવો છે.
પ્રશમરતિ • ૫૪
Page #68
--------------------------------------------------------------------------
________________
कुलम्-उग्रादि, रूपं-शरीरावयवसमताजनितं सौन्दर्य, वचनं-मधुरत्वादिगुणभाक्, यौवनं-युवावस्था, धनं-हिरण्यादि गणिमादि चतुष्पदादि वा, मित्रं-सखा, ऐश्वर्यम्-इश्वरभावः, प्रभुत्वमित्यर्थः, ततो द्वन्द्वसमासस्तेषां सम्पत्-प्रकर्षविशेषः । सम्पच्छब्दः प्रत्येकं योज्यते । साऽपि पुंसां-नृणां । कीदृशी ? विनयप्रशमविहीना न शोभते-न भाति । केवेत्याह-निर्जलाजलहीना नदीव-सरिदिवेति ॥ ६७ ॥
કુળ વગેરે સારું મળ્યું હોય તો પણ અવિનીત મનુષ્ય શોભતો નથી, એમ કહે છે
ગાથાર્થ મનુષ્યોને કુલ, રૂપ, વચન, યૌવન, ધન, મિત્ર, ઐશ્વર્ય આ બધું શ્રેષ્ઠ મળ્યું હોય તો પણ એ બધુંય વિનય અને પ્રથમ વિના જળ વિનાની નદીની જેમ શોભતું નથી.
ટીકાર્થ- કુલ=ઉગ્રકુલ વગેરે. રૂપ=શરીરના અવયવોની સમાનતાથી ઉત્પન્ન થયેલું સૌંદર્ય. વચન=મધુરતા આદિ ગુણોથી યુક્ત વાણી. ધન=સુવર્ણ વગેરે અથવા ગણિમ ( ગણતરી કરીને વેચી શકાય તેવી વસ્તુ) વગેરે અથવા ચતુષ્પદ (=ચારપગા પ્રાણી) વગેરે. ઐશ્વર્યનું પ્રભુત્વ (મોટાઇ). (૬૭)
अस्यैवार्थस्योपचयार्थमाहन तथा सुमहा(रपि, वस्त्राभरणैरलङ्कृतो भाति । श्रुतशीलमूलनिकषो, विनीतविनयो यथा भाति ॥ ६८ ॥ ન -નૈવ તથા મતિ-શોમતે તિ સન્વન્ધઃ | વૈ ? વત્રામઃ | कीदृशैः ? सुमहा(रपि अलङ्कृतो-विभूषितो यथा भाति । कीदृशः पुमान् ? કૃતં-આમ:, શીતં-મૂનોત્તરશુળમેટું વરí તયોર્ખનિષો-નિષ ફવ, ઋષपट्टकः-परीक्षास्थानं, विनीतो-विशेषेण प्राप्तो विनयो येन स तथेति ॥ ६८ ॥
આ જ અર્થની પુષ્ટિ માટે કહે છે– ગાથાર્થ– શ્રુત-શીલનો કષપટ્ટક સમાન અને જેણે વિશેષથી વિનય પ્રાપ્ત કર્યો છે તેવો મનુષ્ય જેવી રીતે શોભે છે તેવી રીતે અતિશય બહુમૂલ્ય વસ્ત્ર-આમરણોથી પણ અલંકૃત મનુષ્ય શોભતો નથી.
પ્રશમરતિ • ૫૫
Page #69
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ– શ્રુત-આગમ. શીલ=ભૂલોત્તર ગુણોના ભેદવાળું ચારિત્ર. કષપટ્ટક=પરીક્ષાનું સ્થાન.
(જવી રીતે કષોટીનો પથ્થર સોનાની પરીક્ષાનું સ્થાન છે તેવી રીતે શ્રત અને શીલની પરીક્ષા કરવાનું સ્થાન વિનીત પુરુષ છે. કારણ કે શ્રુતશીલનું મહત્ત્વ વિનયના આધારે છે. વિચક્ષણ પુરુષો અમુક વ્યક્તિમાં શ્રત અને શીલ છે કે નહિ? છે તો કેવું છે? એનો નિર્ણય કરવા તેનામાં વિનય કેવો છે એ તપાસે છે. આથી વિનીત મનુષ્ય શ્રુત અને શીલની પરીક્ષાનું મુખ્ય સ્થાન છે.) (૬૮)
अपि चगुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि । तस्माद् गुर्वाराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम् ॥ ६९ ॥
शास्त्रारम्भाणां गुर्वायत्ततो गुराधनपरेण-आचार्याद्यासेवापरेण हितकाक्षिणामोक्षाभिलाषिणा शिष्येण भाव्यं-भवितव्यमित्यर्थः ॥ ६९ ॥ વળી–
ગાથાર્થ– બધાય શાસ્ત્રોનો પ્રારંભ ગુરુને અધીન બનીને થાય છે. આથી હિતકાંક્ષી શિષ્ય ગુરુની આરાધનામાં તત્પર બનવું જોઈએ. ટીકાર્થ– હિતકાંક્ષી=મોક્ષાભિલાષી. ગુરુની આરાધનામાં તત્પર=આચાર્યાદિની સેવામાં તત્પર. (શાસ્ત્રોનો પ્રારંભ એટલે સૂત્રપાઠમાં અને અર્થશ્રવણમાં પ્રવૃત્તિ. સૂત્રપાઠ અને અર્થશ્રવણ કાલગ્રહણ આદિ વિધિપૂર્વક થાય. કાલગ્રહણ આદિ ગુરુ વિના ન થઈ શકે. આમ શાસ્ત્રોનો પ્રારંભ ગુરુને અધીન બનીને થાય છે.) (૬૯). ___ गुरौ वोपदिशति सति एतत् परिभावयतो बहु मन्तव्यमेव, नोद्वेगः कार्य इति दर्शयन्नाह
धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो, वचनसरसचन्दनस्पर्शः ॥ ७० ॥
પ્રશમરતિ • ૫૬
Page #70
--------------------------------------------------------------------------
________________
धन्यस्य-पुण्यवत उपरि निपतति च वचनसरसचन्दनस्पर्शः इति सम्बन्धः । कीदृशः ? अहितसमाचरणधर्मनिर्वापी-अपथ्यासेवनतापापनोदनकर्ता गुरूणां वदनं-वक्त्रं तदेव मलयः पर्वतस्तस्मानिसृतो-विनिर्गतो गुरुवदनमलयनिसृतो वचनं-वाक्यं तदेव सरसचन्दनस्पर्शः-सार्द्रश्रीखण्डस्पर्शनमिति ॥ ७० ॥
અથવા ગુરુ ઉપદેશ આપે ત્યારે આ (નીચે ગાથામાં કહ્યું છે તે) વિચારતા શિષ્ય ગુરુ ઉપર બહુમાનભાવ જ રાખવો જોઈએ, ઉદ્વેગ ન કરવો જોઇએ, એમ બતાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– અહિતકર આચરણ રૂપ તાપને દૂર કરનાર ગુરુમુખ રૂપ મલય પર્વતમાંથી નીકળેલો વચન રૂપ રસાળ ચંદનનો સ્પર્શ પુણ્યવાન ઉપર જ પડે છે. (ત્રપુણ્યવાનને જ થાય છે.) (૭૦) किमित्येवं गुरुवचनमभिमन्यत इत्याहदुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन् । तत्र गुरुरिहामुत्र च, सुदुष्करतरप्रतीकारः ॥ ७१ ॥ (ग्रं० ४००)
दुष्प्रतिकारौ-अशक्यप्रत्युपकारौ मातापितरौ भवत इति शेषः । तथा स्वामी-राजादिकः पोषकश्च, गुरु:-धर्माचार्यः, च समुच्चये । लोकेमर्त्यनिवहेऽस्मिन्-अत्र, तत्रापि विशेषमाह-तत्र-तेषु चतुर्पु मध्ये गुरुरिहअत्र जन्मन्यमुत्र च-परस्मिन् भवे सुदुष्करतरो-महाकष्टेनाप्यशक्यः प्रत्युपकारो થી સ તથતિ ૭૨ . શિષ્ય આ પ્રમાણે ગુરુવચન ઉપર બહુમાન કેમ રાખે છે તે વિષે કહે છે–
ગાથાર્થ– આ લોકમાં માતા-પિતા, સ્વામી અને ગુરુના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. તેમાં પણ ગુરુના ઉપકારનો બદલો વાળવો તો આ લોક અને પરલોકમાં પણ મહાકષ્ટથી પણ અશક્ય છે. ૧. માતા-પિતાનો પુત્ર ઉપર કેટલો બધો ઉપકાર છે અને તેમની સેવા કેવી રીતે
કરવી તે જાણવા ભાવાનુવાદકાર આલેખિત “માતા-પિતાની સેવા પુસ્તક વાંચવાની જરૂર છે. તથા ગુરુનો કેટલો બધો ઉપકાર છે અને તેના ઉપકારનો બદલો વાળવો કેટલો કઠીન છે તે જાણવા ભાવાનુવાદકાર આલેખિત “અણગારના શણગાર સાત સકાર' પુસ્તક વાંચવું જરૂરી છે.
પ્રશમરતિ ૦ ૫૭
Page #71
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ– લોકમાં=મનુષ્યસમૂહમાં. સ્વામી=રાજા વગેરે અને પોષણ કરનાર. ગુરુ=ધર્માચાર્ય. તેમાં પણ માતા આદિ ચારમાં પણ. (૭૧)
अथ विनयादेवोत्तर(रोत्तरफलप्राप्ति)मार्यात्रयेणाहविनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चास्रवनिरोधः ॥ ७२ ॥ दृष्टमितिपदं वक्ष्यमाणं सर्वत्र योज्यम् । विनयफलं दृष्टम् । किं ? शुश्रूषाश्रोतुमिच्छा, यदाचार्य उपदिशति तत् सम्यक् शुश्रूषते । श्रुत्वा चानुतिष्ठति । गुरुशुश्रूषाफलं श्रुतज्ञानं-आगमलाभो, ज्ञानस्य फलं विरतिः-नियमो, विरतिफलं आस्रवनिरोध-आस्रवद्वारस्थगनं, संवर इत्यर्थः, इति ॥ ७२ ॥
હવે વિનયથી જ ઉત્તરોત્તર ફલની પ્રાપ્તિને ત્રણ આર્યાઓથી કહે છે
ગાથાર્થ– વિનયનું સર્વ પ્રથમ ફળ શુશ્રુષા છે. ગુરુશુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફલ વિરતિ છે. વિરતિનું ફળ આશ્રવનિરોધ-સંવર છે.
ટીકાર્થ– શુશ્રુષા=ગુરુના ઉપદેશને સાંભળવાની ઇચ્છા. આથી આચાર્ય જે ઉપદેશ આપે તેને બરાબર સાંભળે છે. સાંભળીને (શક્ય) આચરે છે. (૭૨)
संवरफलं तपोबलमथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ॥ ७३ ॥
संवरफलं तपोबलं-तपःसामर्थ्य, अथ तपसो निर्जरा फलं दृष्टं, कर्मपरिशाटनं, तस्मात् क्रियानिवृत्तिः-अक्रियत्वं, क्रियानिवृत्तेरयोगित्वं-योगनिरोध તિ કરૂ II
ગાથાર્થ– સંવરનું ફળ તપનું સામર્થ્ય છે. તપનું ફળ નિર્જરા છે. નિર્જરાથી ક્રિયાનિવૃત્તિ (ત્રક્રિયાનો અભાવ) થાય છે. ક્રિયાનિવૃત્તિથી અયોગિપણું ( યોગનો અભાવ) થાય છે. (૭૩)
પ્રશમરતિ - ૫૮
Page #72
--------------------------------------------------------------------------
________________
योगनिरोधाद्भवसंततिक्षयः संततिक्षयान्मोक्षः । तस्मात्कल्याणानां, सर्वेषां भाजनं विनयः ॥ ७४ ॥ સુમ તિ | ૭૪ |
ગાથાર્થ– યોગનિરોધથી ભવપરંપરાનો નાશ થાય છે. ભવપરંપરાના નાશથી મોક્ષ થાય છે. તેથી સઘળા કલ્યાણનો આધાર વિનય છે. (૭૪)
ये पुनरविनीतास्तेषां स्वरूपमाहविनयव्यपेतमनसो, गुरुविद्वत्साधुपरिभवनशीलाः । त्रुटिमात्रविषयसङ्गादजरामरवन्निरुद्विग्नाः ॥ ७५ ॥ विनयाद् व्यपेतं-नष्टं मनः-अन्तःकरणं येषां ते तथा । तथा गुरुविद्वत्साधुपरिभवनशीलाः-आचार्यपण्डितयतिपराभवस्वभावाः । त्रुटि-अल्पशब्दवाच्यः पदार्थः कालविशेषो वा स एव त्रुटिमात्रं, त्रुटिमात्राश्च ते विषयाश्चशब्दादयस्तेषु सङ्गः-सम्बन्धः तस्माद्धेतोः, किमित्याह-अजरामरवत्-जरामरणरहिता वयमिति विकल्पपरा लौकिकसिद्धा इव निरुद्विग्नाः-निर्भया वर्तन्ते । न कदाचिदस्माकं जरामरणादि भविष्यतीति मन्यन्त इति ॥ ७५ ॥ જે શિષ્યો અવિનીત છે તેમનું સ્વરૂપ કહે છે–
ગાથાર્થ– જેમનું મન વિનયથી રહિત બની ગયું છે તેવા અને ગુરુ, વિદ્વાનો અને સાધુઓનો અનાદર કરવાના સ્વભાવવાળા પુરુષો અતિશય અલ્પમાત્ર વિષયોનો સંબંધ થવાથી (=અતિ અલ્પ વિષયો મળી જવાથી) જાણે અમે વૃદ્ધાવસ્થા અને મરણથી રહિત છીએ એમ કલ્પીને નિર્ભય રહે છે.
ટીકાર્ય- (બારીમાંથી ઘરમાં પ્રવેશતા સૂર્યકિરણોમાં જે સૂક્ષ્મ રજ દેખાય છે તેને ત્રુટિ કહેવામાં આવે છે અથવા બે ક્ષણ જેટલા કાળને ત્રુટિ કહેવામાં આવે છે. વિદ્વાનોચૌદ પૂર્વધરો વગેરે વિદ્વાન સાધુઓ.) નિર્ભય=જાણે કે લૌકિક સિદ્ધોની જેમ નિર્ભય રહે છે. અમને ક્યારેય વૃદ્ધાવસ્થા-મરણ વગેરે નહિ થાય એમ માને છે. (લોકમાં વિદ્યાસિદ્ધ વગેરે
પ્રશમરતિ ૦ ૫૯
Page #73
--------------------------------------------------------------------------
________________
પુરુષો પોતાને વૃદ્ધાવસ્થા-મરણાદિથી રહિત માનતા હોય છે. તેથી અહીં 'सौडिङ सिद्धोनी प्रेम' खेम अधुं छे.) (94)
एतदेव सदृष्टान्तं स्पष्टयन्नाह
केचित् सातर्द्धिरसातिगौरवात् सांप्रतेक्षिणः पुरुषाः । मोहात् समुद्रवायसवदामिषपरा विनश्यन्ति ॥ ७६ ॥
त
केचिदेवाविदितपरमार्थाः सातं सुखं ऋद्धिः - विभवः रसा - मधुरादयः, तेषु अतिगौरवम्-अत्यादरस्तस्माद्धेतोः सांप्रतेक्षिणो- वर्तमानकालदर्शिनः, एवंविधाः पुरुषाः किं ? मोहाद् - अज्ञानात् समुद्रवायसवदामिषपरा विनश्यन्ति, मृतकरिकलेवरापानप्रविष्टमांसास्वादगृद्धकाकवत् वृष्टिजलपूरेण जलधिमध्यमागते कलेवरे निर्गत्य तेनैवापानमार्गेण सकलदिग्मण्डलमवलोक्य विश्रामस्थानमपश्यन् निलीयमानश्च पयसि निधनमुपगत इति ॥ ७६ ॥
આ જ વિષયને દૃષ્ટાંતસહિત સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– સુખ, વૈભવ અને રસમાં અતિશય આદરના કારણે કેવળ વર્તમાનને જોનારા કોઇક પુરુષો અજ્ઞાનતાના કારણે આહા૨માં તત્પર (=આસક્ત) બનીને સમુદ્રના કાગડાની જેમ વિનાશને પામે છે.
ટીકાર્થ– કોઇક=જેમણે પરમાર્થને જાણ્યો નથી તેવા.
સમુદ્રના કાગડાની જેમ=માંસના સ્વાદમાં આસક્ત કાગડાએ (સમુદ્રના કિનારે પડેલા) મરેલા હાથીના કલેવરમાં ગુદા દ્વારા પ્રવેશ કર્યો. વરસાદના કારણે આવેલા પાણીના પૂરથી એ કલેવર સમુદ્રના મધ્યમાં આવ્યું. તે જ ગુદાના માર્ગથી બહાર નીકળીને સર્વ દિશામંડલને જોતા તેણે ક્યાંય વિશ્રામસ્થાન ન જોયું. આથી પાણીમાં ડૂબતો તે મરણ પામ્યો. (૭૬) एते च यत् कुर्वन्ति तदाह
ते जात्यहेतुदृष्टान्तसिद्धमविरुद्धमजरमभयकरम् । सर्वज्ञवाग्रसायनमुपनीतं नाभिनन्दन्ति ॥ ७७ ॥
त एवं सातादिगुरुका जात्यहेतुदृष्टान्तसिद्धादिगुणोपेतमपि सर्वज्ञवाग्रसायनमुपनीतं नाभिनन्दन्तीति सम्बन्धः । तत्र हेतवश्च - साध्याविनाभाविन प्रशभरति • ६०
Page #74
--------------------------------------------------------------------------
________________
उत्पत्तिमत्त्वादयः, दृष्टान्ताश्च-अङ्गल्यादयः साध्यस्य उपमाभूताः, जात्याश्च-ते निष्कृत्रिमत्वेन प्रधाना हेतुदृष्टान्ताश्च जात्यहेतुदृष्टान्ताः तैः सिद्धं-निष्पन्नं प्रतिष्ठितमव्याहतमित्यर्थः । यथा सन्ति जीवादयः पदार्था उत्पत्तिमत्त्वाद्विनाशवत्त्वात्स्थितिमत्त्वाच्च यथाऽङ्गुल्यादयो, यथाऽङ्गुलिरेकस्मिन्नेव काले मूर्तत्वेनावस्थिता वक्रत्वेन विनष्टा ऋजुत्वेन तूत्पन्नेत्युत्पाद १ स्थिति २ व्यय ३ वती वर्तते तथाऽऽत्मादयोऽपि सर्वे पदार्था इति । तथा अविरुद्धं-सङ्गतं विरोधाभावात्, तथा न विद्यते जरा यत्र तदजरं, तथा अभयं करोतीत्यभयकरमित्येवं विशेषणचतुष्कोपेतं, किमत आह-सर्वज्ञवागेव-जिनवचनमेव रसायनं-परमौषधं तत्तथा । अत्र भावना-यथा रसायनं हेतुदृष्टान्तसिद्धं तथाऽविरुद्धं सम्यग् विधिनोपयुज्यमानं वपुरजरं करोति, वलीपलितविवर्जितमित्यर्थः । तथा अभयकर-क्षुद्रोपद्रवादिभीतिरहितं, सर्वज्ञवागपि हेतुदृष्टान्तसिद्धाऽविरुद्धा सती सम्यगासेविता जरामरणभयापहन्त्री भवति ॥ ७७ ॥
આવા પુરુષો જે કરે છે તેને કહે છે
ગાથાર્થ– સુખ આદિની આસક્તિના કારણે કર્મથી ભારે બનેલા તે પુરુષો ગુરુઓએ આપેલું સર્વજ્ઞ વચન રૂપ રસાયણને ઇચ્છતા નથી=સેવન કરતા નથી. આ રસાયણ શ્રેષ્ઠ હેતુ-દૃષ્ટાંતોથી સિદ્ધ, અવિરુદ્ધ, અજર અને અભયને કરનારું છે.
ટીકાર્ય- શ્રેષ્ઠ હેતુ-દષ્ટાંતોથી સિદ્ધ– હેતુઓ અને દષ્ટાંતો અકૃત્રિમ હોવાથી શ્રેષ્ઠ છે.
तु साध्य विन। न २ ते. (ठे पर्वतो वह्निमान् धूमात् । सही ધૂમ સાધ્ય અગ્નિ વિના ન રહે માટે હેતુ છે.)
दृष्टांत साध्यनी समानताने प्रात थयेल. ( 3 पर्वतो वह्निमान् धूमात् महानसवत् । महा मानस (=२सोडु) दृष्टांत छ. પ્રસ્તુતમાં હેતુ અને દૃષ્ટાંતની ઘટના આ પ્રમાણે છે
®१ वगेरे पार्थो सत् (=विद्यमान) छ. (मसत्-पनि नथी.) કેમ કે જીવાદિ પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર રહે
પ્રશમરતિ • ૬૧
Page #75
--------------------------------------------------------------------------
________________
છે. જેમ કે આંગળી. આંગળી એક જ કાળે મૂર્તરૂપે અવસ્થિત છે. વક્રપણે વિનાશ પામે છે અને સ૨ળપણે ઉત્પન્ન થાય છે. અર્થાત્ વાંકી આંગળીને સીધી કરવામાં આવે ત્યારે આંગળીમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા એ ત્રણે ધર્મ હોય છે. કેમ કે વક્રપણા રૂપે એનો વિનાશ થયો છે. સરળતા રૂપે એની ઉત્પત્તિ થાય છે. આંગળી રૂપે વિદ્યમાન છે. જેમ આંગળીમાં ઉત્પત્તિ-વિનાશ-સ્થિતિ હોવાથી આંગળી સત્ છે (=વિદ્યમાન છે) તેમ જીવ વગેરે સઘળા સત્ છે. કેમ કે તેમનામાં ઉત્પત્તિ-વિનાશ-સ્થિતિ છે.
અવિરુદ્ધ=જિનવચન સંગત છે. કેમ કે જિનવચનમાં કોઇ વિરોધ નથી. અજર=જિનવચન વૃદ્ધાવસ્થાથી રહિત છે. (કેમ કે જિનવચનને પામેલો જીવ અવશ્ય મોક્ષમાં જાય છે. મોક્ષમાં શરીર જ ન હોવાથી વૃદ્ધાવસ્થા ન હોય.)
અભયકર=જિનશાસન અભયને કરે છે. (કેમ કે જિનવચનને પામેલો આત્મા ભયથી રહિત બને છે.)
અહીં ભાવના આ પ્રમાણે છે– જેવી રીતે હેતુ-દૃષ્ટાંતથી સિદ્ધ થયેલા અને અવિરુદ્ધ એવા રસાયણનું સેવન કરવામાં આવે તો એ રસાયણ શરીરને વૃદ્ધાવસ્થાથી રહિત અર્થાત્ કરચલીઓથી અને પળિયાંઓથી (=સફેદ વાળથી) રહિત કરે છે તથા ભયથી રહિત=ક્ષુદ્ર ઉપદ્રવોથી રહિત કરે છે, તેવી રીતે હેતુ-દૃષ્ટાંતોથી સિદ્ધ થયેલા અને અવિરુદ્ધ સર્વજ્ઞવચનનું સારી રીતે સેવન કરવામાં આવે=સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે વર્તવામાં આવે તો જિનવચન વૃદ્ધાવસ્થા-મરણ-ભયનો નાશ કરે છે. (૭૭)
अथैनमेवार्थं दृष्टान्तेन समर्थयते
यद्वत् कश्चित् क्षीरं, मधुशर्करया सुसंस्कृतं हृद्यम् । पित्तार्दितेन्द्रियत्वाद्, वितथमतिर्मन्यते कटुकम् ॥ ७८ ॥
यद्वत् यथा कश्चित् कोऽपि क्षीरं दुग्धं मन्यते कटुकमिति संटङ्कः । कीदृशम् ? मधुना - क्षौद्रेण युक्ता शर्करा - मत्स्यण्डी तया सुसंस्कृतमिति૧. ઉત્પા-વ્યય-ધ્રૌવ્યયુń સત્=જે ઉત્પત્તિ-વિનાશ-સ્થિરતાથી યુક્ત હોય તે સત્ કહેવાય. (તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૫/૨૯)
પ્રશમરતિ ૦ ૬૨
Page #76
--------------------------------------------------------------------------
________________
क्वथितं कृतानेकसुगन्धिसंस्कारं वा । तथा हृद्यं-हृदयेष्टं । कुत इत्याहपित्तादितेन्द्रियत्वात्-पित्तव्याप्तकरणत्वात् वितथमतिः-विपरीतबुद्धिः मन्यतेजानाति कटुकम्-अमृष्टं मधुरमपि सदिति ॥ ७८ ॥ હવે આ જ અર્થનું દષ્ટાંતથી સમર્થન કરે છે
ગાથાર્થ– જેવી રીતે ઇન્દ્રિયો પિત્તથી વ્યાપ્ત હોવાથી વિપરીત બુદ્ધિવાળો કોઈ મધથી યુક્ત સાકર નાખીને ઉકાળેલા (અથવા અનેક સુગંધી પદાર્થો નાખીને સંસ્કારિત કરેલા) અને હૃદયને પ્રિય દૂધને કડવું જાણે છે. (૭૮)
अथ दृष्टान्तेन दाटन्तिकमर्थं समीकुर्वन्नार्याद्वितयमाहतद्वन्निश्चयमधुरमनुकम्पया सद्भिरभिहितं पथ्यम् । तथ्यमवमन्यमाना, रागद्वेषोदयोवृताः ॥ ७९ ॥ तद्वत्-तथा हितमप्यर्थं न पश्यन्तीति सम्बन्धः । कीदृशमर्थम् ? निश्चयमधुरं-परिणामसुन्दरं, तथा अभिहितं-प्रतिपादितं ढौकितमित्यर्थः ।
कैः ? सद्भिः-सत्पुरुषैः । कया ? अनुकम्पया-कृपया । तथा पथ्यं-योग्यं, तथा तथ्यं-सत्यं । किं कुर्वाणास्ते ? अवमन्यमाना-अनाद्रियमाणाः । कीदृशाः ? रागद्वेषोदयेनोवृत्ताः-स्वच्छन्दचारिण इति ॥ ७९ ॥ जातिकुलरूपबललाभबुद्धिवाल्लभ्यकश्रुतमदान्धाः । क्लीबाः परत्र चेह च, हितमप्यर्थं न पश्यन्ति ॥ ८० ॥
पुनः कीदृशाः ? जात्याद्यष्टमदस्थानान्धाः, तत्र जातिर्मातृसमुत्था कुलं पितृसमुद्भवं रूपं-सुशरीराकृतिः बलं-शरीरप्राणः लाभः-प्रार्थितार्थप्राप्तिः बुद्धिः-औत्पादिकीप्रभृतिमतिः, सा चैवम्-'उप्पत्तिया वेणइया, कम्मया परिणामिया। बुद्धी चउव्विहा वुत्ता, पंचमा नोवलब्भए ॥ १ ॥' इति । वाल्लभ्यकं-प्रियत्वं श्रुतं-आगमस्तेषां तान्येव वा मदो-गर्वस्तेनान्धाहिताहितवस्तु-विचारादर्शनाल्लोचनविकलास्ते तथा । तथा क्लीबा-अधृष्टाः । कस्मिन्नित्याह-परत्र च-परभवे इह च-अत्र जन्मनि हितमप्यर्थं न पश्यन्तिउपकारकं सर्वज्ञवागपं नावलोकयन्तीति ॥ ८० ॥
॥ इति धारणार्थाधिकारद्वयम् ॥
પ્રશમરતિ • ૬૩
Page #77
--------------------------------------------------------------------------
________________
હવે દષ્ટાંતથી દાન્તિક અર્થની ઘટના કરતા ગ્રંથકાર બે આર્યાઓને કહે છે–
ગાથાર્થ– તેવી રીતે (ગણધરો વગેરે) સપુરુષો વડે અનુગ્રહબુદ્ધિથી કહેવાયેલા, હિતકર અને પરિણામે સુંદર એવા સત્યનો અનાદર કરનારા, રાગ-દ્વેષના ઉદયથી દુષ્ટ આચરણવાળા (=સ્વચ્છંદચારી), જાતિ-કુલ-રૂપ બલ-લાભ-બુદ્ધિ-વાલ્લભ્ય-શ્રુતના મદથી અંધ બનેલા અને અજ્ઞાની જીવો આ લોકમાં અને પરલોકમાં હિતકર પણ અર્થને (=સર્વજ્ઞવચનને) જોતા નથી.
ટીકાર્થ– જાતિ-માતાથી ઉત્પન્ન થયેલી. કુલ=પિતાથી ઉત્પન્ન થયેલું. રૂપ=શરીરની સુંદર આકૃતિ. બલ–સામર્થ્ય. લાભ=ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ. બુદ્ધિ ઔત્પાતિકી વગેરે. તે આ પ્રમાણે-ત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણાર્મિકી એમ બુદ્ધિ ચાર પ્રકારની કહી છે. પાંચમી બુદ્ધિ ઉપલબ્ધ થતી નથી. વાલમ્પક-બીજાને પ્રિય બનવું. શ્રત=આગમ. અંધ=હિતકરઅહિતકર વસ્તુના વિચારને ન જોવાથી (=કરવાથી) વિવેકરૂપ ચક્ષુથી રહિત. (૭૯-૮૦) આ પ્રમાણે કરણ અધિકાર અને અર્થ અધિકાર એ બે અધિકાર પૂર્ણ થયા.
(૦) મદસ્થાન અધિકાર अथैनामेवानन्तरोक्तमदस्थानप्रतिपादिकामार्यां विवरीषुर्जातिमदाद्यष्टमदस्थानव्युदासमार्याषोडशकेन बिभणिषुः प्रथमं जातिमदत्यागमाह
ज्ञात्वा भवपरिवर्ते, जातीनां कोटिशतसहस्रेषु ।। हीनोत्तममध्यत्वं, को जातिमदं बुधः कुर्यात् ? ॥ ८१ ॥
ज्ञात्वा-विज्ञाय भवपरिवर्ते-नारको भूत्वोद्धृत्य तिर्यग् मनुष्यो वा भवतीत्यादिपरिभ्रमणरूपे जातीनाम्-एकेन्द्रियजातिप्रभृतीनां कोटिशतसहस्रेषु मध्ये हीनोत्तममध्यत्वं-जघन्यप्रधानमध्यवर्तिभावं ज्ञात्वेति सम्बन्धः । ततः किं ? को जातिमदं बुधः कुर्यादिति व्यक्तमिति ॥ ८१ ॥
હવે હમણાં જ કહેલાં મદસ્થાનોને જણાવનારી આર્યાનું વિવરણ કરવાની ઇચ્છાવાળા અને સોળ આર્યાએથી જાતિમદ આદિ આઠ મદ સ્થાનોનો ત્યાગ કરવાનું કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પ્રથમ જાતિમદના ત્યાગને કહે છે
પ્રશમરતિ ૬૪
Page #78
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– ભવપરિભ્રમણમાં ક્રોડો-લાખો એકેન્દ્રિયાદિની જાતિઓમાં આ હીન છે, આ ઉત્તમ છે, આ મધ્યમ છે એમ હીનપણું-ઉત્તમપણુંમધ્યમપણું જાણીને કયો વિદ્વાન જાતિમદને કરે ? અર્થાત્ ન કરે.
ટીકાર્થ– ભવપરિભ્રમણમાં=ના૨ક થઇને ત્યાંથી નીકળીને તિર્યંચ કે મનુષ્ય થાય, ઇત્યાદિ ભવપરિભ્રમણમાં. (૮૧)
नैकान् जातिविशेषानिन्द्रियनिर्वृत्तिपूर्वकान् सत्त्वाः ।
कर्मवशाद् गच्छन्त्यत्र, कस्य का शाश्वती जातिः १ ॥ ८२ ॥ गच्छन्ति-यान्तीति क्रिया । के ? सत्त्वाः । कान् ? नैकान्-प्रचुरान् । जातिविशेषान्-एकेन्द्रियजात्यादि । कीदृशान् ? इन्द्रियनिर्वृत्तिः-करणनिष्पत्तिः पूर्वं - आद्यं येषां ते तथा तान् । शेषाद्वा कप्रत्ययः । कुतः ? कर्मवशात्स्वकीयादृष्टपरतन्त्रतया गच्छन्तीति योजितमेव । अत्र - भवे कस्य - सत्त्वस्य का ?, न काचित् शाश्वती - स्थिरा जातिरिति ॥ ८२ ॥
ગાથાર્થ— જીવો સ્વકર્મની પરવશતાથી ઇન્દ્રિયરચનાપૂર્વકના અનેક એકેન્દ્રિયાદિ જાતિભેદોમાં જાય છે (=ઉત્પન્ન થાય છે). સંસારમાં કયા જીવની કઇ જાતિ સ્થિર છે ? અર્થાત્ કોઇ જીવની કોઇ જાતિ સ્થિર નથી. (साथी भतिम उवो मे निरर्थङ छे.) (८२)
अथ कुलमदव्युदासार्थमाह
रूपबलश्रुतमतिशीलविभवपरिवर्जितांस्तथा दृष्ट्वा विपुलकुलोत्पन्नानपि ननु कुलमानः परित्याज्यः ॥ ८३ ॥
रूपादिभिः पूर्वोक्तैः षड्भिर्विवर्जितांस्तथा तेन प्रकारेण अत्यन्त - कारुण्यस्वरूपेण दृष्ट्वा अवलोक्य । कीदृशानपि ? विपुलकुलोत्पन्नानपि - विस्तीर्णान्वयजातानपि ननु - निश्चयेन कुलमानः - अन्वयाहङ्कारः परित्याज्यःपरिहरणीय इति ॥ ८३ ॥
હવે કુલમદનો ત્યાગ કરવા માટે કહે છે—
ગાથાર્થ– વિશાળ (=લોકપ્રસિદ્ધ ઉત્તમ) કુળમાં ઉત્પન્ન થયેલાઓને પ્રશમરતિ ૦ ૬૫
Page #79
--------------------------------------------------------------------------
________________
પણ રૂપ-બલ-શ્રુત-મતિ-શીલ-વૈભવથી રહિત જોઇને અવશ્ય કુલમદનો ત્યાગ કરવો જોઇએ.
(લોકપ્રસિદ્ધ ઉત્તમકુળમાં ઉત્પન્ન થવા છતાં (૧) શરીર રૂપથી રહિત=કઢંગુ કે કાળું મેશ જેવું હોય, (૨) શરીરમાં જરાય તાકાત ન डोय, (3) शाखशानथी २रित डोय, (४) 21सनो मोथभी२. डोय, (५) सहायानो ७iटोय न डोय, (६) अन्न भने तिने ३२ डोय, मेj એવું ઘણું વૈષમ્ય જોવા મળે છે. આવું જોઈને કુળમદનો ત્યાગ કરવો
मे.) (८3) यस्याशुद्धं शीलं, प्रयोजनं तस्य किं कुलमदेन ? । स्वगुणाभ्यलङ्कृतस्य हि, किं शीलवतः कुलमदेन ? ॥ ८४ ॥
अपिच-यस्य जीवस्याशुद्धम्-असच्छीलं असदनुष्ठानं प्रयोजनं तस्य किं कुलमदेनेति व्यक्तम् । पक्षान्तरमाह-स्वगुणैः शीलपरिपालनरूपैरभ्यलङ्कृतोभूषितस्तस्य हि-यस्मात्कि शीलवतः कुलमदेनेति ॥ ८४ ॥
ગાથાર્થ– કારણ કે જેનું આચરણ અસત્ છે તેને કુલમદથી શું પ્રયોજન છે ? અને સદાચાર પાલન રૂપ સ્વગુણોથી વિભૂષિત એવા સદાચારીને (५४) दुसमाथी शुं प्रयो४ छे ? (८४)
अथ रूपमदपरिहारमाहकः शुक्रशोणितसमुद्भवस्य सततं चयापचयिकस्य । रोगजरापाश्रयिणो, मदावकाशोऽस्ति रूपस्य ॥ ८५ ॥
को मदावकाशोऽस्ति ?, न कोऽपि गर्वप्रसरो विद्यते । कस्य सम्बन्धी ? रूपस्य । कीदृशस्य ? शुक्रशोणिताभ्यां-पितृमातृजुगुप्सनीयशरीरावयवाभ्यां सकाशात् समुद्भवस्य-प्रादुर्भूतस्य । तथा सततम्-अनवरतं चयापचयिकस्यचित्यपचितिधर्मकस्य । तथा रोगजरयोः पूर्वोक्तयोरपाश्रयिणः-स्थानस्येति ।। ८५ ॥
હવે રૂપમદના ત્યાગને કહે છે१. तथा ते शत होने, अर्थात् अत्यंत ४२५॥थी ने.
પ્રશમરતિ • ૬૬
Page #80
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ વીર્ય-લોહીમાંથી ઉત્પન્ન થયેલા, સતત વૃદ્ધિ-હાનિના સ્વભાવવાળા અને રોગ-જરાનું સ્થાન એવા રૂપના મદને શો અવકાશ छे ? (८५)
नित्यपरिशीलनीये, त्वग्मांसाच्छादिते कलुषपूर्णे । निश्चयविनाशधर्मिणि, रूपे मदकारणं किं स्यात् ? ॥ ८६ ॥
नित्यपरिशीलनीये - सदा संस्कर्तव्ये त्वग्मांसाच्छादिते-चर्मपिशितस्थगिते कलुषपूर्णे- अशुच्यादिभृते निश्चयविनाशधर्मिणि - एकान्तविनश्वरस्वरूपे शरीराकृतिलक्षणे, एवं पूर्वोक्तविशेषणे मदकारणं-दर्पहेतुः किं स्यादिति ॥ ८६ ॥
સદા (સ્નાન આદિથી) જેને સંસ્કારિત કરવો પડે છે, જે ચામડી-માંસથી ઢંકાયેલું છે, જે અશુચિથી ભરેલું છે અને અવશ્ય વિનાશ પામવાના સ્વભાવવાળું છે એવા રૂપમાં મદ કરવાનું કારણ શું છે ? અર્થાત્ મદ કરવાનું કોઇ જ કારણ નથી. (૮૬)
अथ बलमदत्यागमाह
बलसमुदितोऽपि यस्मान्नरः क्षणेन विबलत्वमुपयाति । बलहीनोऽप्यथ बलवान्, संस्कारवशात् पुनर्भवति ॥ ८७ ॥
बलसमुदितोऽपि - प्राणसमुपपन्नोऽपि यस्मान्नरः क्षणेन स्वल्पकालेन विबलत्वं-प्राणहीनतामुपयाति - व्रजति, तथा बलहीनोऽपि च बलवान् भवतीति सम्बन्धः । कुतः ? संस्कारवशात् - प्रणीताहाराभ्यवहारसामर्थ्याद्वीर्यान्तरायक्षयोपशमविशेषाद्वेति ॥ ८७ ॥
હવે બલમદના ત્યાગને કહે છે–
ગાથાર્થ બળવાન પણ મનુષ્ય ક્ષણવારમાં નિર્બળતાને પામે છે=નિર્બળ બને છે. બલરહિત પણ મનુષ્ય સંસ્કારવશથી (=સ્નિગ્ધ આહારના ભોજનના સામર્થ્યથી અથવા વીર્યંતરાયના ક્ષયોપશમ विशेषथी) जसवान थाय छे. (८७)
तस्मादनियतभावं, बलस्य सम्यग् विभाव्य बुद्धिबलात् । मृत्युबले चाबलतां, मदं न कुर्याद्वलेनापि ॥ ८८ ॥ પ્રશમરતિ • ૬૭
Page #81
--------------------------------------------------------------------------
________________
तस्मादनियतभावं-कादाचित्कत्वं बलस्य सम्यग् विभाव्य-पर्यालोच्य । कुतः ? बुद्धिबलात्-मतिसामर्थ्यात् । तथा मृत्युबले च-मरणप्राणे अबलतां विभाव्येति योगः । अतो मदं न कुर्याद् बलेनापीति ॥ ८८ ॥
તેથી બળની અનિત્યતાને અને મૃત્યુબળની આગળ નિર્બળતાની બુદ્ધિબળથી સારી રીતે વિચાર કરીને બલનો પણ મદ ન કરે. (મૃત્યુબળ આગળ બલવાન પણ નિર્બળ બની જાય છે, અર્થાત્ બળવાનને પણ મૃત્યુ ઉપાડી જાય છે, મૃત્યુની આગળ તેનું બળ કામ લાગતું નથી.) (૮૮)
अथ लाभमदत्यागमाहउदयोपशमनिमित्तौ, लाभालाभावनित्यको मत्वा । नालाभे वैक्लव्यं, न च लाभे विस्मयः कार्यः ॥ ८९ ॥ उदयो-लाभान्तरायस्याभवनं, उपशमशब्देनावयवे समुदायोपचारात् क्षयोपशमो लभ्यते, तत्र कियतो लाभान्तरायस्य क्षयः कियतस्तूपशमः, तत उदयश्च क्षयोपशमश्च ती निमित्तं-कारणं ययोस्तौ तथा, उदयनिमित्तक्षयोपशमनिमित्ताविति (ग्रं० ५००) तत्र कावेवंविधावित्याह-लाभालाभाविति पदव्यत्ययादलाभलाभौ, अयमर्थः-अलाभो लाभान्तरायोदयनिमित्तो लाभश्च तस्यैव क्षयोपशमनिमित्त इति पदद्वयस्य विपर्ययः, तौ अनित्यकौकादाचित्कौ मत्वा-ज्ञात्वा, किं कार्यमित्याह-नालाभे वैक्लव्यं-दैन्यं न च लाभे विस्मयो-हर्षः, कार्य इति उभयत्र योज्यमिति ॥ ८९ ॥
હવે લાભ-મદનો ત્યાગ કરવાનું કહે છે
ગાથાર્થ– લાભાંતરાયકર્મના ઉદયથી ઈષ્ટવસ્તુનો લાભ થતો નથી અને લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી લાભ થાય છે. આમ લાભ અને અલાભ અનિત્ય છે એમ જાણીને અલાભમાં દીનતા ન કરવી અને લાભમાં હર્ષ (ग) न ४२वो.
ટીકાર્થ– લાભાંતરાય કર્મના ક્ષયોપશમમાં કેટલાક લાભાંતરાયનો ક્ષય હોય છે અને કેટલાક લાભાંતરાયનો ઉપશમ હોય છે.' [શેષ ટીકાર્ય
थार्थमा भावी य छे.] (८८) ૧. ક્ષયોપશમનો સામાન્ય નિયમ આ પ્રમાણે છે- તે તે કર્મના સર્વઘાતી સ્પર્ધકોના
ઉદયના અભાવથી અને દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી ક્ષયોપશમભાવ પ્રગટ થાય છે.
પ્રશમરતિ ૦ ૬૮
Page #82
--------------------------------------------------------------------------
________________
परशक्त्यभिप्रसादात्मकेन किञ्चिदुपयोगयोग्येन । विपुलेनापि यतिवृषा लाभेन मदं न गच्छन्ति ॥ ९० ॥
शक्तिश्च अभिप्रसादश्च शक्त्यभिप्रसादौ परस्य सम्बन्धिनौ शक्त्यभिप्रसादौ तौ तथा तावेवात्मा-स्वरूपं यस्य स तथा तेन, लाभेन वक्ष्यमाणेनेति योगः । तत्र परो-दाता तस्य दानान्तरायक्षयोपशमजनिता शक्तिः अभिप्रसादस्तु तस्यैव दातुर्यद्यभिप्रसन्नं चेतो भवति साधून् प्रति यदुत मुक्तिसाधका एते तत एतेभ्यो दत्तं बहुफलं भवतीति । तथा किञ्चिदुपयोगयोग्येन-स्तोककालमुपयोगसाधकेन, न पुनराजीवितान्तं, विपुलेनापि-विस्तीर्णेनापि यतिवृषाः-साधुप्रधानाः लाभेन मदं न गच्छन्ति ॥ ९० ॥
ગાથાર્થ– (દાનાંતરાય કર્મનો ક્ષયોપશમ હોય (અંતરાય ન હોય) અને સાધુને આપવાની ભાવના હોય તો જ ગૃહસ્થ દાન કરી શકે છે. આથી) દાતાની દાનાંતરાય કર્મનાં ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી શક્તિથી અને આ સાધુઓ મુક્તિના સાધક છે, એમને આપેલું બહુ ફળવાળું થાય છે એવા દાતાના અભિપ્રસાદથીચિત્ત પ્રસન્નતાથી મળેલ અને અલ્પકાળ સુધી જ ઉપયોગમાં આવનારી વસ્તુનો લાભ ગમે તેટલો અધિક હોય તો પણ उत्तम साधुमो भ६ ४२ता नथी. (८०)
बुद्धिमदत्यागमाहग्रहणोद्ग्राहणनवकृतिविचारणार्थावधारणाद्येषु । बुद्ध्यङ्गविधिविकल्पेष्वनन्तपर्यायवृद्धेषु ॥ ९१ ॥ पूर्वपुरुषसिंहानां, विज्ञानातिशयसागरानन्त्यम् । श्रुत्वा सांप्रतपुरुषाः, कथं स्वबुद्ध्या मदं यान्ति ? ॥ ९२ ॥ कथं-केन प्रकारेण यान्ति । के ? सांप्रतपुरुषाः । कं ? मदं । कया ? स्वबुद्ध्या । किं कृत्वा ? श्रुत्वा । किं तत् ? ज्ञानातिशयस्य सागरानन्त्यं । केषां ? पूर्वपुरुषसिंहानां । केषु विषयेषु-बुद्ध्यङ्गविधिविकल्पेषु, किंविधेषु ? अनन्तपर्यायवृद्धेष्विति क्रियाकारकघटना । तत्र ग्रहणम्-उपाध्यायादिभिरुक्तस्य सूत्रादेरुपादानं, उग्राहणं-प्रमाणोपन्यसनं नवकृतिः-नूतनकाव्यकरणं विचारणं
પ્રશમરતિ • ૬૯
Page #83
--------------------------------------------------------------------------
________________
जीवादिपदार्थविषयं अर्थावधारणम्-अभिधेयनिर्णयस्ततो ग्रहणादिपञ्चपदानां द्वन्द्वः । तानि आदीनि येषां विधिविकल्पानां ते तथा तेषु, बुद्धीनां पूर्वोक्तस्वरूपाणां चतसृणां अङ्गानि शरीराणि । 'सुस्ससइ पडिपुच्छइ सुणेइ गिues ईहए वावि । तत्तो अपोहए वा धारेइ करेइ वा सम्मं ॥ ७ ॥' एवंरूपाणि तेषां विधयः कारणानि तेषां विकल्पा - भेदास्तेषु । तथा િિવશિષુ ? અનન્તા-વવ: પર્યાયઃ:-સ્વતરસ્ય વિશેષાસ્તે વૃદ્ધાवृद्धिमुपगता येषु ते तथा तेष्विति । पूर्वपुरुषा - गौतमादयस्त एव सिंहा इव सिंहाः शौर्येणोपमानं, परीषहकषायादिकुरङ्गनिहननात् पूर्वपुरुषसिंहास्तेषां विज्ञानातिशयः-अवबोधप्रकर्षः स एव सागरः- सिन्धुर्विस्तीर्णत्वात्तस्थानन्त्यंવદુત્વ, अथवा विज्ञाने सति वैक्रियतेजोनिसर्गाकाशगमनसंभिन्नश्रोत्रादयोऽतिशयास्त एव सागर इति । शेषं तथैवेति ॥ ९१ ॥ ९२ ॥
હવે બુદ્ધિમદનો ત્યાગ કરવાનું કહે છે—
ગાથાર્થ અનંતપર્યાયવૃદ્ધ એવા ગ્રહણ, ઉગ્રાહણ, નવકૃતિ, વિચારણા, અર્થાવધારણ આદિ રૂપ જે બુદ્ધચંગવિધિવિકલ્પો એ બુદ્ધચંગવિધિવિકલ્પોમાં પૂર્વપુરુષરૂપ સિંહોના અવબોધ પ્રકર્ષરૂપ સાગરના અનંતપણાને સાંભળીને વર્તમાનકાલીન પુરુષો પોતાની બુદ્ધિથી મદને કેવી રીતે પામે ? અર્થાત્ ન પામે.
ટીકાર્થ— ગ્રહણ=ઉપાધ્યાય આદિથી કહેવાયેલા સૂત્રને ગ્રહણ કરવું. ઉગ્રાહણ=(પદાર્થને સિદ્ધ કરવા) પ્રમાણો મૂકવા. (અથવા બીજાને સૂત્ર અને અર્થ ગ્રહણ કરાવવા=સમજાવવા.)
નવકૃતિનવાં કાવ્યો કરવા. (અર્થાત્ નવા ગ્રંથની રચના કરવી.) વિચારણા=જીવાદિ પદાર્થોની વિચારણા કરવી.
અર્થાવધારણ=પદ કે વાક્ય આદિના અર્થનો નિર્ણય કરવો.
બુદ્ધચંગવિધિવિકલ્પો=બુદ્ધિના અંગો તે બુદ્ધચંગો, બુદ્ધિના અંગો આ
પ્રમાણે છે—
પ્રશમતિ • ૭૦
Page #84
--------------------------------------------------------------------------
________________
(સૂ॰=) વિનયયુક્ત જીવ ગુરુમુખથી સાંભળવાની ઇચ્છા રાખે છે. (ડિ૰=) ફરી પૂછે છે, અર્થાત્ પૂછીને શ્રુતને શંકારહિત કરે છે. (મુ॰=) ગુરુએ ફરી જે કહ્યું હોય તેને સાંભળે છે. (fro=) સાંભળીને ગ્રહણ કરે છે–સમજે છે. (૰=) ગ્રહણ કર્યા પછી ‘આ આ પ્રમાણે છે કે બીજી રીતે છે' એમ બરોબર વિચારે છે. (૪૦=) પછી આચાર્યે જે કહ્યું છે તે એ પ્રમાણે જ છે એમ નિર્ણય કરે છે. (ધા૰=) પછી તેને ધારે છે=યાદ રાખે છે. (૰=) શાસ્ત્રોક્તનું આચરણ કરે છે.
પ્રશ્ન– આચરણને શ્રુત કેમ કહેવાય ?
ઉત્તર– શાસ્ત્રોક્તનું આચરણ પણ શ્રુતપ્રાપ્તિનું કારણ થાય જ છે. કારણ કે શાસ્ત્રોક્ત આચરણ શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ આદિનું કારણ છે. (આવશ્યક નિર્યુક્તિ ગાથા ૨૨)
-
વિધિ એટલે કારણ. બુન્ચંગોનાં કારણો. (વિવિધ ક્ષયોપશમ બુદ્ધચંગોનું કારણ છે.) બુદ્ધચંગોના જે કારણો એ કારણોના જે વિકલ્પો=ભેદો તે બુદ્ધયંગવિધિવકલ્પો. આ બુદ્ધચંગવિધિવિકલ્પો અનંત પર્યાયવૃદ્ધ હોય છે. (અર્થાત્ ક્ષયોપશમના ભેદો અનંતપર્યાયવૃદ્ધ હોય છે. એકનો જેટલો ક્ષયોપશમ હોય તેનાથી બીજામાં અનંતગણો અધિક ક્ષયોપશમ હોઇ શકે છે.)
પૂર્વપુરુષો=ગૌતમ સ્વામી વગેરે પૂર્વપુરુષોને શૌર્યના કા૨ણે સિંહની ઉપમા આપી છે. કારણ કે પૂર્વપુરુષો શૌર્યથી પરિષહ-કષાયાદિ રૂપ હરણોને હણનારા છે.
અવબોધપ્રકર્ષને વિશાળતાની અપેક્ષાએ સાગરની ઉપમા આપવામાં આવી છે. અવબોધપ્રકર્ષ વિશાળ છે.
અથવા વિજ્ઞાનતિશયસાવરાનન્ત્યમ્ પદનો અર્થ આ પ્રમાણે છે—
વિજ્ઞાન હોતે છતે વૈક્રિયલબ્ધિ, તેજોનિસર્ગલબ્ધિ, આકાશગમનલબ્ધિ અને સંભિન્નશ્રોત્રલબ્ધિ વગેરે જે અતિશયો, તે અતિશયો જ સાગર છે. અતિશયરૂપ સાગરનું અનંતપણું. પૂર્વ પુરુષસિંહોમાં વિજ્ઞાન હતું અને સાથે સાથે અતિશય રૂપ સાગરનું અનંતપણું પણ હતું. (૯૧-૯૨) પ્રશમરતિ ૦ ૭૧
Page #85
--------------------------------------------------------------------------
________________
वाल्लभ्यकमदत्याग उच्यते
द्रमकैरिव चटुकर्मकमुपकारनिमित्तकं परजनस्य । कृत्वा यद्वाल्लभ्यकमवाप्यते को मदस्तेन ? ॥ ९३ ॥
1
को मदस्तेन, यत्किम् ? अवाप्यते - लभ्यते । किं तत् ? वाल्लभ्यकंवल्लभता । किं कृत्वा ? कृत्वा - विधाय । किं तत् ? चटुकर्मकं - कुत्सितं चटुकर्म चटुकर्मकं- कुत्सितं प्रियभाषणं 'चटु चाटु प्रियं वाक्यं' इति वचनात्। कीदृशम् ? उपकारो निमित्तं यस्य तत्तथा तदेवोपकारनिमित्तकं । कस्मात् ?, आह-परजनस्य - गृहस्थादिलोकस्य । कैरिव ? द्रमकैरिवरङ्कवदिति ॥ ९३ ॥
વાલ્લભ્યકમદનો ત્યાગ કરવાનું કહેવાય છે—
ગાથાર્થ— જે પ્રિયપણું (=પ્રેમ) ભિખારીઓની જેમ બીજાઓની ઉપકારનિમિત્તે ખુશામત કરીને પ્રાપ્ત કરાય તે પ્રિયપણાનો મદ શો २वो ? (3)
गर्वं परप्रसादात्मकेन वाल्लभ्यकेन यः कुर्यात् । तद्वाल्लभ्यकविगमे, शोकसमुदयः परामृशति ॥ ९४ ॥
गर्वं दर्पं यः कोऽपि विदध्यात् कुर्यात् । केन ? वाल्लभ्यकेन । कीदृशेन ? परेषां गृहस्थादीनां प्रसादः - तुष्टिः स आत्मा यस्य स तथा तेन तं पुरुषं वाल्लभ्यकगर्वितं कर्मताऽऽपन्नं वाल्लभ्यकविगमे शोकसमुदयः- दैन्यसमूहः परामृशति - आश्लिष्यति, शोकेनासौ गृह्यत इत्यर्थः इति ॥ ९४ ॥
ગાથાર્થ– પરની પ્રસન્નતાથી પ્રાપ્ત થયેલા પ્રિયપણાથી (=પ્રેમથી) જે ગર્વ કરે છે તેને પરનું પ્રિયપણું દૂર થતાં શોકસમૂહ (=દૈન્યસમૂહ) ભેટે छे, अर्थात् ते शोऽथी पहुडाय छे. (शोड तेने घेरी से छे.) (९४) ૧. ઉપકારનિમિત્તે=મારા ઉપર ઉપકાર કર્યો છે અથવા કરશે એ નિમિત્તે. २. चाटुकर्मक शब्नो खुशामत अर्थ थाय. ते खा प्रमाणे - शब्दोषना चटु चाटु પ્રિયં ભાષાં એ વચનથી ચટુ કર્મ શબ્દનો પ્રિયભાષણ અર્થ થાય. ચટુ કર્મ શબ્દને मुत्सित अर्थमा (कुत्सितं प्रियभाषणं चटुकर्मकं ) क प्रत्यय आव्यो छे. हुत्सित એટલે ખરાબ. ખરાબ (=ખોટું) પ્રિયભાષણ એ ૫રમાર્થથી ખુશામત કહેવાય.
પ્રશમરતિ ૦ ૭૨
Page #86
--------------------------------------------------------------------------
________________
श्रुतमदव्युदासमार्याद्वयेनाहमाषतुषोपाख्यानं, श्रुतपर्यायप्ररूपणं चैव । श्रुत्वाऽतिविस्मयकरं, च विकरणं स्थूलभद्रमुनेः ॥ ९५ ॥ मदः कथं कार्य इति द्वितीयार्यायां सम्बन्धः । किं कृत्वा ? माषतुष इतिपदेन समयप्रसिद्धेनोपलक्षितः साधुस्तस्योपाख्यानं-कथानकं तत्तथा । तस्य हि माषतुषसाधोः श्रुतरहितस्यापि निर्वृतिर्जातेति श्रुत्वेति योगः । तथा श्रुतस्यआगमस्य पर्यायाः-भेदा यथा-कश्चिदेकार्थवादी कश्चिद्बह्वर्थवादी एकस्यैव सूत्रस्य, तेषां प्ररूपणा-वर्तना तां, चैवेति समुच्चये । श्रुत्वा-आकर्ण्य तथाऽतिविस्मयकरं-स्वाश्चर्यविधायकं । किं तत् ? विकरणं च। चस्यात्र सम्बन्धः । विक्रियाकृतशेषश्रुतदाननिषेधमिति शेषः । श्रुत्वा । कस्य ? स्थूलभद्रमुनेः । यथा तेन निजभगिन्या आत्मा सिंहकरणगर्वेण दर्शित इति ॥ ९५ ॥
सम्पर्कोद्यमसुलभं, चरणकरणसाधकं श्रुतज्ञानम् । लब्ध्वा सर्वमदहरं, तेनैव मदः कथं कार्यः ? ॥ ९६ ॥
सम्पर्कश्च-पण्डितसंसर्गः उद्यमश्च-प्रोत्साहस्तौ तथा ताभ्यां सुलभं-सुप्रापं । तथा चरणकरणयोः प्रसिद्धयोः साधकं-निर्वर्तकं । किमेवंविधम् ? श्रुतज्ञानं । ततस्तल्लब्ध्वा सर्वमदहरं तेनैव मदः कथं कार्यः ? । सर्वथा गर्वो न विधेयः । यत उक्तम्- 'ज्ञानं मददर्पहरं माद्यति यस्तेन तस्य को वैद्यः ? । अमृतं यस्य विषायति तस्य चिकित्सा कथं क्रियते ? ॥ १॥' इति ॥ ९६ ॥ શ્રતમદના ત્યાગને બે આર્યાઓથી કહે છે
ગાથાર્થ– માપતુષ મુનિની કથાને, શ્રુતપર્યાયપ્રરૂપણાને અને અતિશય વિસ્મયકારી સ્થૂલભદ્ર મુનિની વિક્રિયાને સાંભળીને, સંપર્ક-ઉદ્યમથી સુલભ, ચરણ-કરણના સાધક અને સર્વપ્રકારના મદનો નાશ કરનારા શ્રુતજ્ઞાનને મેળવીને શ્રુતજ્ઞાનથી જ મદ શા માટે કરવો જોઇએ ?
ટીકાર્થ–માષતષ મુનિની કથાને સાંભળીને– શ્રુતિરહિતપણ માપતુષ મુનિની મુક્તિ થઈ એમ સાંભળીને.
प्रशभरति • ७३
Page #87
--------------------------------------------------------------------------
________________
મૃતપર્યાયપ્રરૂપણાને– આગમના ભેદોની પ્રરૂપણાને. કોઈ એક સૂત્રના એક અર્થને કહે, કોઈ એક જ સૂત્રના ઘણા અર્થોને કહે. આથી શ્રુતપર્યાયોની પ્રરૂપણાને સાંભળીને.
સ્થૂલભદ્રમુનિની વિક્રિયાને- વિક્રિયાના કારણે કરાયેલા શેષ શ્રુતદાનના નિષેધને સાંભળીને. તેમણે સ્વભગિનીને સિંહનું રૂપ કરવારૂપ ગર્વથી પોતાને બતાવ્યો હતો.
સંપર્ક-ઉદ્યમથી સુલભ– સંપર્ક એટલે પંડિતનો સંબંધ. ઉદ્યમ એટલે ઉત્સાહ. પંડિતનો સંબંધ અને પોતાને ભણવાનો અતિ ઉત્સાહ એ બેથી શ્રુતજ્ઞાન સુલભ છે. ચરણ-કરણ સાધક-શ્રુતજ્ઞાન પ્રસિદ્ધ એવા ચરણ-કરણને સિદ્ધ કરનારું છે.
આવા શ્રુતજ્ઞાનને મેળવીને સર્વથા ગર્વ ન કરવો જોઇએ. કારણ કે કહ્યું છે કે “જ્ઞાન મદ-માનનો નાશ કરનારું છે. આવા જ્ઞાનથી જે મદ કરે છે તેનો વૈદ્ય કોણ થાય? અર્થાત્ કોઈ તેનો વૈદ્ય ન થાય. જેને અમૃત વિષ રૂપે પરિણમે છે તેની ચિકિત્સા કેવી રીતે કરાય? અર્થાત્ કોઈ રીતે ન કરાય.” (૯૫-૯૬)
तदेवं प्रत्येकमार्याद्वयेनाष्टमदस्थानानां व्युदासमभिधाय सांप्रतं (तैः) सहितानामार्याद्वयेन फलमाह
एतेषु मदस्थानेषु, निश्चये न च गुणोऽस्ति कश्चिदपि । केवलमुन्मादः स्वहृदयस्य संसारवृद्धिश्च ॥ ९७ ॥
एतेषु मदस्थानेषु निश्चये-परमार्थचिन्तायां न च गुणोऽस्ति कश्चिदपि ऐहिकादिः, केवलमुन्मादो भवति । कस्य ? स्वहृदयस्य । तथा संसारવૃદ્ધિતિ સુમતિ | ૨૭ ||
આ પ્રમાણે બે બે આર્યાઓથી પ્રત્યેક સદસ્થાનનો ત્યાગ કરવાનું કહેવા દ્વારા આઠ સદસ્થાનોના ત્યાગને કહીને હવે મદયુક્ત જીવોને મળતા ફળને બે આર્યાઓથી કહે છે– ગાથાર્થ– વાસ્તવમાં જાતિ આદિ મદના સ્થાનોમાં આ લોકસંબંધી કે
પ્રશમરતિ • ૭૪
Page #88
--------------------------------------------------------------------------
________________
પરલોકસંબંધી કોઇ ગુણ (=લાભ) નથી. એ કેવળ પોતાના હૃદયનો ઉન્માદ છે. એનાથી સંસારની વૃદ્ધિ થાય છે. (૯૭)
जात्यादिमदोन्मत्तः, पिशाचवद्भवति दुःखितश्चेह । जात्यादिहीनतां परभवे च निःसंशयं लभते ॥ ९८ ॥ तथा-जात्याद्यष्टप्रकारेण मदेनोन्मत्तः-परवशः स तथा । पिशाचवत् सूचकत्वात्सूत्रस्य शुचिपिशाचाभिधानद्विजवद् भवति-जायते दुःखितोदुःखभाक् इह-अत्रैव जन्मनि । कथानकं चैवं-यथा क्वापि स्थाने शुचिपिशाचाभिधो द्विजः, अत्र वसतामशुचिरेवेति मत्वा जनाकीर्णदेशमुत्सृज्य समुद्रवर्तिद्वीपमनुप्रविष्टः । तत्र चैको वणिक् भिन्नपोतः प्रथमतरं गत आस्ते। तत्र चेक्षुवाटाः प्रचुराः सन्ति । तद्रसपानात् केवलाद् गुडशकलानीव गुदमुखेन तेन निसृष्टानि पुरीषरूपाणि । तानि चालोक्य स चोक्षकः शुचिपिशाचश्चखाद । तृप्तश्चास्ते प्रत्यहं । दृष्टश्च कालान्तरेण हिण्डमानो वणिक्, पृष्टश्च किमत्रागमनप्रयोजनम् ? । वणिजाऽभ्यधायि-पोतभङ्गादत्रायातः । पुनः पुष्ट:कथं तव भुक्तियुक्तिः ?, वणिजोक्तं-इक्षुरसास्वादनेन । पुनरुक्तं-भवान् कथमायातः ? । तेनाप्युक्तं-जनाकीर्णे-ऽशुचिरिति कृत्वाऽत्रायातः, अपर उवाच-कथमाहारमन्तरेणात्र स्थीयते ?। ततस्तेनाभाणि-प्रत्यहमिक्षुफलानि भक्षयंस्तिष्टामि । ततश्चाश्चर्यसम्पन्नेन तेनोक्तं-ममापि तानि दर्शयेति । ततो वणिग्निसृष्टानि पुरीषाणि दर्शितवान् । ततो विहस्य वणिजोक्तं-ममेदं पुरीषं भवता प्रत्यहं भक्ष्यते । अहो शोभनः शुचिवादस्तव । ततश्चोद्विग्नमानसस्तस्मादपि स्थानाद्विनिर्गतो द्वीपान्तरं गतः । तत्रापि वल्गुल्यादिचूषितानि फलानि भक्षितवान् । एवं यत्र यत्र याति तत्र तत्र दुःखभाक् जात इति । तथा परभवे च निःसंशयं जात्यादिहीनतां लभते-प्राप्नोतीति ॥ ९८ ॥
ગાથાર્થ– જાતિ આદિ આઠ પ્રકારના મદથી ઉન્મત્ત પરવશ થયેલ જીવ આ જ ભવમાં શુચિપિશાચ નામના બ્રાહ્મણની જેમ દુઃખી થાય છે તથા પરલોકમાં અવશ્ય જાતિ આદિની ન્યૂનતાને પામે છે, અર્થાત્ જાતિ આદિ આઠમાંથી જેનો જેનો મદ કરે છે તે પરલોકમાં હીન ( હલકું) મળે.
પ્રશમરતિ ૦ ૭૫
Page #89
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ– શુચિપિશાચ બ્રાહ્મણની કથા આ પ્રમાણે છે- કોઇક સ્થાનમાં શુચિપિશાચ નામનો બ્રાહ્મણ હતો. અહીં રહેનારાઓને અશુચિ જ થાય એમ માનીને તેણે લોકથી પરિપૂર્ણ (કમનુષ્યોની વસતિવાળા) દેશનો ત્યાગ કરીને સમુદ્રમાં રહેલા દ્વીપમાં પ્રવેશ કર્યો. ત્યાં જેનું વહાણ ભાંગી ગયું છે એવો વણિક એની પહેલાં ગયેલો રહે છે. ત્યાં શેરડીની વાડીઓ ઘણી છે. કેવળ શેરડીનો રસ પીવાથી તે ગુદામાર્ગથી ગોળના ગાંગડા જેવી વિષ્ઠાનો ત્યાગ કરતો હતો. તેને જોઈને શુચિવાદી શુચિપિશાચે ખાધી. દરરોજ તેનાથી તૃપ્ત રહે છે. બીજા સમયે તેણે ફરતા વણિકને જોયો. તેણે વણિકને પૂછ્યું. અહીં આવવાનું શું પ્રયોજન છે ? વણિકે કહ્યું. વહાણ ભાંગી જવાથી અહીં આવ્યો છું. ફરી પૂછયું: તમારા ભોજનની વ્યવસ્થા કેવી રીતે છે? વણિકે કહ્યું: શેરડીના રસનું ભક્ષણ કરવાથી. વણિકે તેને પૂછ્યું: તમે અહીં કેમ આવ્યા છો ? તેણે પણ કહ્યું: લોકથી પરિપૂર્ણ સ્થાનમાં અશુચિ થાય એ કારણથી હું અહીં આવ્યો છું. વણિકે કહ્યું: આહાર વિના અહીં તમે કેવી રીતે રહો છો ? શુચિપિશાચે કહ્યું: દરરોજ શેરડીના ફળોનું ભક્ષણ કરતો હું અહીં રહું છું. તેથી આશ્ચર્ય પામેલા વણિકે કહ્યું. મને પણ તે શેરડીફળો બતાવ. તેથી તેણે વણિકે ત્યાગ કરેલી વિષ્ઠાને. બતાવી. તેથી હસીને વણિકે કહ્યું: તમે દરરોજ મારી વિષ્ઠાનું ભક્ષણ કરો છો. અહો ! તમારો શુચિવાદ સુંદર છે ! તેથી ઉદ્વિગ્નમનવાળો તે તે સ્થાનથી પણ નીકળી ગયો અને બીજા દ્વીપમાં ગયો. ત્યાં પણ વલ્ગલિ પક્ષી આદિથી ચુંથાયેલાં (એંઠા કરાયેલાં) ફળોને ખાધાં. આ પ્રમાણે તે જયાં જયાં જાય છે (=ગયો) ત્યાં ત્યાં દુઃખનો ભાગી બન્યો. (૯૮)
ततश्च
सर्वमदस्थानानां, मूलोद्घातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्षः, परपरिवादश्च सन्त्याज्यः ॥ ९९ ॥ सर्वमदस्थानानां पूर्वोक्तस्वरूपाणां मूलोद्घातार्थिना-आदित एव विनाशमभिलषता सदा-सर्वदा यतिना-साधुना । किं कार्यमित्याहआत्मगुणैरुत्कर्षः परपरिवादश्च संत्याज्यः इति प्रकटमिति ॥ ९९ ॥
પ્રશમરતિ • ૭૬
Page #90
--------------------------------------------------------------------------
________________
तेथी
ગાથાર્થ- સર્વ પ્રકારના સદસ્થાનોનો મૂળથી જ નાશ કરવાની ઇચ્છાવાળા સાધુએ સ્વગુણોથી સ્વોત્કર્ષનો અને પરના અવર્ણવાદનો સદા त्या ४२वो लोऽये. (८८) किमेतौ संत्याज्यावित्याहपरपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म ।। नीचैर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ॥ १०० ॥ परिभवो-न्यक्कारः परिवादः-अवर्णवादभाषणं ततः समाहारद्वन्द्वः । परेषाम्आत्मव्यतिरिक्तानां परिभवपरिवादं तस्मात्, तथा आत्मोत्कर्षात्-स्वबहुमानाच्च बध्यते कर्म । कीदृशम् ? नीचैर्गोत्रं-सप्तमं कर्म, इदं च मुख्यवृत्त्योक्तं, गौणवृत्त्या त्वन्यान्यपि यथाऽनुरूपं बध्यन्ते । किमेकस्मिन्नेव भवे ?, नेत्याहप्रतिभवं-प्रतिजन्म यथा भवति । पुनः कीदृशम् ? अनेकाभिः-प्रभूताभिः भवानां-जन्मनां कोटीभिः-संख्याविशेषैर्दुर्मोचं-दुस्त्यजमिति ॥ १०० ॥
સ્વોત્કર્ષ અને પરનો અવર્ણવાદ કેમ ત્યાગ કરવા યોગ્ય છે તે કહે છે– ગાથાર્થ– પરનો તિરસ્કાર કરવાથી અને પરનો અવર્ણવાદ બોલવાથી તથા સ્વોત્કર્ષ કરવાથી અનેક ક્રોડો ભવો સુધી દુ:ખે કરીને ત્યજી શકાય તેવું નીચગોત્ર કર્મ દરેક ભવમાં બંધાય છે, અર્થાત્ અનેક ક્રોડો ભવો સુધી દરેક ભવમાં નીચગોત્ર કર્મ બંધાય છે.
ટીકાર્થ– નીચ ગોત્ર કર્મ બંધાય છે એ મુખ્યવૃત્તિથી કહ્યું છે. ગૌણ વૃત્તિથી તો બીજાં પણ (અનાદય-દૌર્ભાગ્ય-અપયશ વગેરે) કર્મો यथायोग्य पाय छे. (१००) ततश्च किं भवतिकर्मोदयनिर्वृत्तं, हीनोत्तममध्यमं मनुष्याणाम् । तद्विधमेव तिरश्चां, योनिविशेषान्तरविभक्तम् ॥ १०१ ॥ कर्मणः-क्रमाद् गोत्रस्य उदयेन-नीचैस्तथोच्चैस्तथा मध्यमतया च
प्रशमति • ७७
Page #91
--------------------------------------------------------------------------
________________
विपाकेन निर्वृत्तं-निष्पन्नं यत्तत् तथेति । किं तदेवंविधमित्याह-हीनोत्तममध्यममिति समाहारद्वन्द्वः तस्य भावस्तत्त्वं त्वप्रत्ययो लुप्तो द्रष्टव्यः । केषां ? मनुष्याणां, भवतीत्यत्रोत्तरवाक्ये च शेषो दृश्यः । तथा तद्विधमेव तत्प्रकारमेव । केषाम् ? तिरश्चाम्-एकेन्द्रियादीनां च, हीनत्वादीति योज्यम् । कथंभूतमित्याहयोनिः - उत्पत्तिस्थानं तस्या विशेषाः, तिरश्चामेकद्वित्रिचतुष्पञ्चेन्द्रियाख्याः मनुष्याणां तु सम्मूर्छजगर्भजरूपाः, उपलक्षणत्वाद् देवनारकाणां च, तेषां अन्तरम्-अन्यत्वं तेन विभक्तं - कृतविभागमिति समासः ॥ १०१ ॥
તેથી શું થાય છે તે કહે છે—
ગાથાર્થ— મનુષ્યોમાં અને તિર્યંચોમાં હીનપણું, ઉત્તમપણું કે મધ્યમપણું ગોત્રકર્મના ઉદયથી થયેલું છે.
પ્રશ્ન– મનુષ્યોની જેમ તિર્યંચોમાં પણ હીનપણું આદિ છે તો એ બેમાં ફેર શાના કારણે છે ?
उत्तर - (योनि० ) खे अंनेमां योनिना (= उत्पत्ति स्थानना) भेध्थी ભેદ કરાયો છે.
ટીકાર્થ– એ બંનેમાં યોનિભેદ આ પ્રમાણે છે— તિર્યંચોમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય એમ પાંચ ભેદો છે. મનુષ્યમાં ગર્ભજ અને સંમૂર્ચ્છિમ એ બે ભેદ છે.
તિર્યંચ મનુષ્યોના ઉપલક્ષણથી દેવ-નારકોમાં પણ યોનિભેદથી ભેદ भावो. (१०१)
तथा अपरमपि वैराग्यनिमित्तमाख्यातम्
देशकुलदेहविज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् ।
दृष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ? ॥ १०२ ॥
देशादीनामष्टानां पदानां कृतद्वन्द्वसमासानां सुबोधानां वैषम्यं विसदृशतां शुभाशुभतामित्यर्थः, दृष्ट्वा - अवलोक्य कथमिह विदुषां भवसंसारे - नरकादिसंसृतौ रतिर्भवति ?, न भवत्येवेत्यर्थः ॥ १०२ ॥
प्रशभरति • ७८
Page #92
--------------------------------------------------------------------------
________________
તથા ગ્રંથકારે બીજું પણ વૈરાગ્યનું નિમિત્તે કહ્યું છે. (તે આ પ્રમાણે)
ગાથાર્થ– દેશ, કુળ, દેહ, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વિભૂતિની વિષમતાને જોઇને વિદ્વાનોને આ નરકાદિભવ રૂપ સંસારમાં પ્રીતિ કેવી રીતે થાય ? અર્થાત્ ન જ થાય. (દેશ=કોઇ આર્યદેશમાં જન્મે છે, તો કોઈ અનાર્ય દેશમાં જન્મે છે. કુળ કોઈ ઉચ્ચકુળમાં જન્મે છે, તો કોઇ નીચકુળમાં જન્મે છે. દેહ=કોઇની કાયા કંચન જેવી, તો કોઇની કાયા કાળી કોલસા જેવી. વિજ્ઞાન કોઇ પંડિતશિરોમણિ, તો કોઇ મૂર્ખશેખર. આયુષ્ય=કોઈ ગર્ભમાં જ મરે, તો કોઈ અનેક સાગરોપમો સુધી જીવે. બળ એક સબળ તો બીજો દુર્બળ.
ભોગ કેટલાક વિવિધ વિષયોના સુખને અનુભવે છે, તો કેટલાક સુખનાં સાધનો ન હોવાથી કે ભોગના સાધનો હોવા છતાં ભોગવી ન શકવાથી ભોગ માટે નિસાસા નાખે છે.
વિભૂતિઃકોઇને ત્યાં ધનની છોળો ઉછળે, તો કોઇને ત્યાં હાંડલાં કુસ્તી કરે. આવી વિષમતાઓને જોઇને વિદ્વાનોને આ સંસારમાં પ્રીતિ કેવી રીતે થાય ?) (૧૦૦)
अपरिगणितगुणदोषः, स्वपरोभयबाधको भवति यस्मात् । पञ्चेन्द्रियबलविबलो, रागद्वेषोदयनिबद्धः ॥ १०३ ॥ तथा-अपरिगणिता-अनादृता गुणदोषा येन स तथा । ईदृशः सन् किमित्यत आह-स्वश्च-आत्मा परश्च-अन्यस्तौ तथा तावेवोभयं तस्य बाधकः-पीडाकारी भवति यस्मात्कारणात, तथा पञ्चेन्द्रियबलेन विबलो-विगतबलः स तथा। पञ्चेन्द्रियाणि जेतुं न शक्त इत्यर्थः । तथा रागद्वेषयोः पूर्वोक्तयोरुदयः-अनुभवनं तेन निबद्धो-नियन्त्रितः स तथा । सदोत्कृष्टरागद्वेष इत्यर्थः ॥ १०३ ॥
ગાથાર્થ– જેણે ગુણ-દોષોનો આદર કર્યો નથી, અર્થાત્ ગુણ-દોષોને ઓળખીને ગુણોને મેળવવાનો અને દોષોને છોડવાનો પ્રયત્ન જેણે કર્યો નથી
પ્રશમરતિ • ૭૯
Page #93
--------------------------------------------------------------------------
________________
તેવો, પાંચ ઇન્દ્રિયોના બળથી નિર્બલ બનેલો, અર્થાત્ પાંચ ઇન્દ્રિયોને જીતવા માટે અસમર્થ, રાગ-દ્વેષના ઉદયથી વશ કરાયેલ, અર્થાત્ સદા ઉત્કટ રાગ-દ્વેષવાળો જીવ સ્વ-પર ઊભયને પીડાકારી થાય છે. (૧૦૩)
तस्माद् रागद्वेषत्यागे पञ्चेन्द्रियप्रशमने च । शुभपरिणामावस्थितिहेतोर्यत्नेन घटितव्यम् ॥ १०४ ॥
यस्मादित्युक्तं तस्मात्-ततः कारणात् घटितव्यं घटना कार्या । क्व ? रागद्वेषत्यागे तथा पञ्चेन्द्रियप्रशमने च । किमर्थम् ? शुभपरिणामावस्थितिहेतोःशुभपरिणत्यवस्थाननिमित्तं इति ॥ १०४ ॥
ગાથાર્થ– તેથી શુભપરિણામમાં રહેવા માટે રાગ-દ્વેષનો ત્યાગ અને પાંચ ઇન્દ્રિયોની શાંતિ કરવામાં પ્રયત્નપૂર્વક પ્રવર્તવું જોઇએ. (૧૦૪) तत्कथमनिष्टविषयाभिकाङ्क्षिणा भोगिना वियोगो वै । सुव्याकुलहृदयेनापि, निश्चयेनागमः कार्यः ॥ १०५ ॥
1
तत्कथं घटितव्यमिति पूर्वोक्तार्यया संबन्धः (ग्रं० ६००) केन ? भोगिनाभोगासक्तेन । कीदृशेन ? अनिष्टाश्च ते वक्ष्यमाणन्यायेन विषयाश्च प्रसिद्धस्वरूपास्ते तथा तानधिकाङ्क्षति-अभिलषति तेनेत्येका पृच्छा 1 कथमात्यन्तिको वियोगो - विरहः स्यादेभिः सहेति शेषोऽत्र, एतत्तरण इति द्वितीया पृच्छा । तत्रोत्तरमाह - तेन भोगिना कीदृशेन ? सुष्ठु व्याकुलितहृदयेनापिबाढं व्यग्रचित्तेनापि सता निश्चयेन - एकान्तेन किम् ? आगमः - सिद्धान्तः कार्यः-अभ्यसितव्यः, ततस्तेषामात्यन्तिकः प्रलयः स्यादिति । यद्वा तत् कथं वियोगः स्यादिति शेषः । कयोः ? रागद्वेषयोः प्रक्रमगम्ययोर्वै पूर्ववदिति प्रश्ने निर्वचनमाह - आगमः कार्य इति पूर्ववत् । केन कार्यः ? भोगिना । कीदृशेन ? अनिष्टविषयाभिकाङ्क्षिणा । तथा सुव्याकुलहृदयेनापि निश्चयेनेति पदानां व्याख्या पूर्ववदिति । अन्ये त्वेवं अनिष्टविषयाभिकाङ्क्षिणां भोगिनामिति पाठान्तरं व्याख्यान्ति । यथा इतिविशेषणानां जीवानां सुव्याकुलहृदयेन सह
૧. ૧૦૩મી ગાથામાં જેવા જીવનું વર્ણન કર્યું છે, તેવો જીવ સ્વ-પર ઊભયને પીડાકારી થાય છે તેથી એમ ૧૦૩મી ગાથા સાથે સંબંધ છે.
प्रशभरति • ८०
Page #94
--------------------------------------------------------------------------
________________
अपि: पूरणे विरहस्तत्र तस्मात् कथं स्यादिति प्रश्ने प्रत्युत्तरं निश्चयेनागमः #ાર્યઃ || ૧૦ ||
તેથી કેવી રીતે પ્રવર્તવું જોઈએ એમ ૧૦૪મી ગાથાની સાથે નીચેની ગાથાનો સંબંધ છે.
ગાથાર્થ– પ્રશ્ન– અનિષ્ટ વિષયોના અભિલાષી અને ભોગાસક્ત જીવે કેવી રીતે પ્રવર્તવું જોઇએ કે જેથી વિષયોનો આત્યંતિક વિયોગ થાય ? ( વિષયોની લાલસા દૂર થાય ?)
ઉત્તર– વિષયોની લાલસાથી અતિશય વ્યાકુળ ચિત્તવાળા જીવે પણ એકાંતે આગમનો અભ્યાસ કરવો જોઇએ.
ટીકાર્થ– આગમનો અભ્યાસ કરવાથી અનિષ્ટ વિષયોનો અત્યંત નાશ થાય (=વિષયોની લાલસા દૂર થાય). હવે કહેવાશે તે મુજબ વિષયો અનિષ્ટ છે.
અથવા આ ગાથાનો અર્થ આ પ્રમાણે છેવિષયોના આત્યંતિક વિયોગના સ્થાને રાગ-દ્વેષનો આત્યંતિક વિયોગ સમજવો. બાકી બધો અર્થ પૂર્વવત્ છે.
બીજાઓ મનાઈવિષયામિાક્ષિUT મશિનાં એવો પાઠાંતર કહે છે. પાઠાંતર પ્રમાણે અર્થ આ પ્રમાણે છે
પ્રશ્ન- અનિષ્ટ વિષયોના અભિલાષી અને ભોગાસક્ત જીવોનો અતિશય વ્યાકુલ ચિત્તની સાથે વિયોગ કેવી રીતે થાય ? ઉત્તર- એકાંતે આગમનો અભ્યાસ કરવો જોઇએ. (૧૦૫)
થે પુનનિષ્ટ વિષયો રૂત્યહૃ– आदावत्यभ्युदया, मध्ये शृङ्गारहास्यदीप्तरसाः ।। निकषे विषया बीभत्सकरुणलज्जाभयप्रायाः ॥ १०६ ॥
आदौ-प्रथमतः कुतूहलादुत्सुकतया अत्यभ्युदया-उत्सवभूता भवन्ति इति द्वितीयार्यायां सम्बन्धः । मध्ये-विषयप्राप्तौ शृङ्गारहास्याभ्यां-वेषाभरणसमस्त
પ્રશમરતિ ૦ ૮૧
Page #95
--------------------------------------------------------------------------
________________
शरीरावयवस्पर्शनप्रहासाभ्यां दीप्तरसा-अत्युत्कटानुभवाः, सैव क्रिया पूर्वपदेषु योज्या । निकषे-संयोगोत्तरकालं विषयाः-स्पर्शादयो बीभत्सकरुणलज्जाभयानि कृतद्वन्द्वानि तानि तथा तै रसैः प्राया-बहुलास्ते तथा, तत्र बीभत्सो-विरूपता तथाविधाङ्गदर्शनात् करुणो निर्दयदन्तनखक्षतावलोकनात् लज्जा झगिति वस्त्रग्रहणात् भयं तु मा केनचिद् दृष्टः स्यादिति ॥ १०६ ॥ વિષયો કેવી રીતે અનિષ્ટ છે તે કહે છે
ગાથાર્થ– વિષયો પ્રારંભમાં ઉત્સવરૂપ, મધ્યમાં શૃંગાર-હાસ્યથી અતિશય ઉત્કટ અનુભવવાળા અને અંતે ઘણું કરીને બીભત્સ, કરુણા, લજા અને ભય રસવાળા હોય છે.
ટીકાર્થ– (૧) સ્પર્શ વગેરે વિષયો પ્રારંભમાં કૂતુહલના કારણે ઉત્સુકતા થવાથી ઉત્સવ રૂપ લાગે છે, અર્થાત્ કોઈ ઉત્સવનો પ્રસંગ આવવાનો હોય તો તેના આવવાના પહેલાં જ જેમ અંતરમાં એક પ્રકારનો આનંદ થાય છે તેમ વિષયો ઉપભોગની પહેલાં જ આનંદની લાગણી પેદા કરે છે.
(૨) વિષયો મધ્યમાં વિષયોપભોગ દરમિયાન વેશભૂષા, આભરણ, શરીરના સર્વ અવયવોનો સ્પર્શ અને હાસ્યથી વિષયાનુભવ ઉત્કટ બને છે, અર્થાત્ આનંદ વધે છે.
(૩) વિષયો અંતે ઘણું કરીને બીભત્સા, કરુણા, લજ્જા અને ભય રસવાળા બને છે.
બીભત્સા=તેવા પ્રકારના અંગોને જોવાથી વિરૂપતા (=વૃણા) થાય છે.
કરુણા=કામિનીને નિર્દયપણે દાંત-નખોથી કરેલા ક્ષતોને જોવાથી (કામિની પ્રત્યે) કરુણા ઉત્પન્ન થાય છે.
લજ્જા=લજ્જા ઉત્પન્ન થાય છે. કેમકે જલદી વસ્ત્રોને ગ્રહણ કરે છે=પહેરે છે.
ભય=કામક્રીડા કરતા મને કદાચ કોઇ જોઇ ગયો હોય એમ ભય ઉત્પન્ન થાય છે. (૧૦૬).
પ્રશમરતિ • ૮૨
Page #96
--------------------------------------------------------------------------
________________
यद्यप्यत्यभ्युदया एते तथापि पर्यन्तेऽतिदारुणा इति दृष्टान्तेन विशदयन्नाहयद्यपि निषेव्यमाणा, मनसः परितुष्टिकारका विषयाः । किंपाकफलादनवद् भवन्ति पश्चादतिदुरन्ताः ॥ १०७ ॥
यद्यपीत्यार्यार्धं स्पष्टार्थं, किंपाकफलान्यादौ मृष्टान्यन्ते मारणात्मकानि तेषामदनं-भक्षणं तद्वद् भवन्ति । पश्चादतिदुरन्ता इति च व्यक्तमिति ॥ १०७ ॥
જો કે વિષયો પ્રારંભમાં ઉત્સવરૂપ છે તો પણ પરિણામે અત્યંત ભયંકર છે એમ દૃષ્ટાંતથી સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ જો કે સેવન કરાતા વિષયો મનને આનંદ કરે છે, તો પણ પછી કિપાંક ફળની જેમ દુષ્ટપરિણામવાળા છે.
ટીકાર્થ— કિંપાક ફળો પ્રારંભમાં ભક્ષણ કરતી વખતે મધુર હોય છે, પણ અંતે મારનારા થાય છે, તેમ વિષયસુખો પ્રારંભમાં આનંદ આપતા હોવા છતાં અંતે અશુભ કર્મબંધ આદિ દ્વારા દુઃખ આપનારાં થાય છે. (૧૦૭)
यद्वच्छाकाष्टादशमन्नं बहुभक्ष्यपेयवत् स्वादु ।
विषसंयुक्तं भुक्तं, विपाककाले विनाशयति ॥ १०८ ॥
अथ निदर्शनान्तरमाह-‘यद्वे' त्यादि, यद्वद्- यथा शाकं - तीमनमष्टादशं यस्य तत्तथा। किं तदित्याह-अनं - आहारः, अष्टादश भेदास्त्वेते- 'सूवो १ यणो २ जवन्नं ३ तिन्नि य मंसाणि ६ गोरसो ७ जूसो ८ । भ ( द ) क्खा ९ गुललावणिया १० मूलफला ११ हरियगो १२ डाओ १३ ॥ १ ॥ होइ रसालू य तहा १४ पाणं १५ पाणीय १६ पाणगं चेव १७ । अट्ठारसमं सागं १८ निरुवहओ लोइओ पिण्डो ॥ २ ॥ ' तथा बहूनि अनेकानि भक्ष्याणि - मोदकादीनि पेयानि पानकविशेषा विद्यन्ते यत्र तद्बहुभक्ष्यपेयवत्, तथा स्वादु-मधुरं, एवंविधमपि विषसंयुक्तं - गरमिश्रं भुक्तम् - अभ्यवहृतं सत् विपाककाले-परिणतिप्रस्तावे, किमित्याह - विनाशयति-मारयति, भोक्तारमिति शेष इति ॥ १०८ ॥
હવે બીજા દૃષ્ટાંતને કહે છે–
પ્રશમરતિ ૦ ૮૩
Page #97
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– જેમાં અઢાર પ્રકારનો આહાર હોય, જેમાં ભક્ષ્ય (કચાવીને ખાવા યોગ્ય) મોદક વગેરે વસ્તુઓ ઘણી હોય, જેમાં પેય (કપીને ખાવા યોગ્ય) વસ્તુઓ ઘણી હોય, જે મધુર હોય, આવું પણ ભોજન જો વિષથી યુક્ત હોય તો ખાધેલું તે ભોજન પરિણામકાળે ખાનારને મારે છે.
ટીકાર્થ– આહારના અઢાર ભેદો આ પ્રમાણે છે– સૂપ, ઓદન, યવાન્ન, ત્રણ માંસ, ગોરસ, યૂષ, ભક્ષ્ય, ગુડલવણિકા, મૂલ ફલ, હરિતક, ડાક, રસાલુ, પાન, પાનીય, પાનક, શાક આ અઢાર લૌકિક ( વિવેકરહિત લોકમાં પ્રસિદ્ધ) નિરુપત (=નિર્દોષ) આહાર છે.
૧. સૂપ-દાળ. ૨. ઓદન=ભાત. ૩. યવા=જવનું પરમાત્ર. ૪-૫૬. ત્રણ માસ જલચર-સ્થલચર-ખેચર પ્રાણીનું માંસ. ૭. ગોરસ-દૂધ-દહીં વગેરે. ૮. યૂષ=જીરું-સૂંઠ વગેરેના સંસ્કારવાળું મગજલ. ૯. ભક્ષ્યઃખાંડવાળા ખાજા વગેરે. ૧૦. ગુડલવણિકા ગોળપાપડી અથવા ગોળ મિશ્રિત ધાણા. ૧૧. મૂલફલ અશ્વગંધા વગેરેના મૂળિયાં અને આંબા વગેરેનાં ફળો. ૧૨. હરિતક જીરા આદિના પાંદડાંઓથી બનાવેલ વાનગી. ૧૩. ડાક=હિંગ-જીરુ આદિના સંસ્કારવાળી વત્થલ અને રાઈ આદિની ભાજી. ૧૪. રસાલૂeઘી, મધ, દહીં, મરી અને ખાંડ વગેરેના મિશ્રણથી બનતી વિશિષ્ટ વાનગી. ૧૫. પાન-દારૂ વગેરે. ૧૬. પાનીય=શીતલ અને સ્વાદિષ્ટ પાણી. ૧૭. પાનક=દ્રાક્ષા-ખજૂર વગેરેનું પાણી. ૧૮. શાક=તક્ર નાખીને બનાવેલ વડા વગેરે. (પ્ર.સા.ગા. ૧૪૧૧ થી ૧૪૧૭) (૧૦૮) तद्वदुपचारसंभृतरम्यकरागरससेविता विषयाः ।। भवशतपरम्परास्वपि, दुःखविपाकानुबन्धकराः ॥ १०९ ॥ दान्तिकमाह-तद्वत्-तथा उपचारेण-चटुकर्मविनयप्रतिपत्त्यादिना संहृतःपिण्डीकृतः संभृतो वा-बह्वीकृतो रम्यको-रमणीयः स चासौ रागश्चप्रीतिस्तस्य रसः-अतिशयानुभवनं तेन सेविता-भुक्ताः, क एवंविधा इत्याह
૧. અહીં પાછાશ એ પદ અન્ન પદનું વિશેષણ છે. શાક છે અઢારમું જેનું (કે જેમાં) તે શાકાષ્ટાદશ. અન્નના અઢાર પ્રકાર છે. તેમાં શાક અઢારમો ભેદ છે. આમ શાષ્ટિ તમન્ન નો ભાવાર્થ “અઢાર પ્રકારનો આહાર' એવો થાય.
પ્રશમરતિ • ૮૪
Page #98
--------------------------------------------------------------------------
________________
विषया-शब्दादयः, एवंभूताः सन्तः । कासु कीदृशा इत्याह-भवशतानांजन्मशतानां अनन्तानां परम्पराः-पद्धतयस्तासु । अपिशब्दः सम्भावने । दुःखस्य-असातस्य विपाकः-अनुभवनं तस्य-अनुबन्धः सातत्यं तत्कराविधायकास्ते तथा, अत्रुटितदुःखार्पका भवन्तीति शेष इति ॥ १०९ ॥ દાન્તિકને કહે છે–
ગાથાર્થ– તેવી રીતે ઉપચારથી ભેગા કરેલા કે વધારેલા, રમણીય અને ઉત્કટ (અતિશય) રાગથી સેવેલા વિષયો સેંકડો (=અનંત) ભવોની પરંપરામાં અશાતાનુભવના અનુબંધને કરનારા છે, અર્થાતુ અનંતભવો સુધી સતત દુઃખ આપનારા છે, એટલે કે અનંતભવો સુધી દુ:ખ પ્રાપ્ત થાય તેવો કર્મબંધ કરાવનારા છે.
ટીકાર્થ– ઉપચારથી ભેગા કરેલા કે વધારેલા કોઇની ખુશામત કરીને કોઇનો વિનય કરીને કે કોઇની સેવા કરીને ભેગા કરેલા કે વધારેલા.
પિ શબ્દ સંભાવના અર્થમાં છે, અર્થાત્ વિષયો અનંત ભવો સુધી સતત દુઃખ આપનારા બને એવી સંભાવના છે. જો મંદરાગથી સેવેલા હોય તો અનંતભવો સુધી દુઃખ ન પણ આપે. (૧૦૯)
अथ विषयासक्तानामुपायेन शिक्षामाहअपि पश्यतां समक्षं, नियतमनियतं पदे पदे मरणम् । येषां विषयेषु रतिर्भवति न तान् मानुषान् गणयेत् ॥ ११० ॥
अपेय॑त्ययेन सम्बन्धः । ततः पश्यतामपि समक्षं-प्रत्यक्षं मरणमिति सम्बन्धः । कीदृशम् ? नियतं देवनारकाणां, तथा अनियतं तिर्यग् मनुष्याणां, पदे पदे-स्थाने स्थाने, अथवा नियतं-सर्वकालमेवावीचीमरणरूपं, समये समये आयुःक्षयात्, येषां विषयेषु रतिर्भवति-स्वास्थ्यं जायते न तान् मानुषान् गणयेत् कुशलः । तिर्यञ्च एव हि ते, निर्बुद्धिकत्वादिति ॥ ११० ॥
હવે વિષયાસક્તોને ઉપાયથી શિક્ષાને કહે છે–
૧. ટીકાકારે પીરસંસ્કૃત અને રવિન્દ્ર એ બે વિશેષણોનો અન્વય રાગની સાથે
કર્યો છે, અનુવાદમાં વિષયોની સાથે કર્યો છે.
પ્રશમરતિ • ૮૫
Page #99
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– સ્થાને સ્થાને નિયત-અનિયત મરણને પ્રત્યક્ષ જોતા હોવા છતાં જેમને વિષયોમાં આસક્તિ છે તેમને કુશળ પુરુષ મનુષ્યો ન ગણે.
ટીકાર્થ– નિયત દેવ-નારકોનું મરણ નિયત હોય છે, અર્થાત્ તેમનું આયુષ્ય નિરુપક્રમ જ હોવાથી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જ મરે અથવા નિયત એટલે સર્વકાળ થનારું. આવીચીરૂપ મરણ સર્વકાળ=સદા થાય છે. કારણ કે સમયે સમયે આયુષ્યનો ક્ષય થાય છે.
અનિયત=તિર્યંચ-મનુષ્યોનું મરણ આયુષ્ય સોપક્રમ પણ હોય. આથી જેમનું આયુષ્ય સોપક્રમ હોય તેમનું આયુષ્ય ઉપક્રમ લાગતાં આયુષ્ય પૂર્ણ થયા પહેલાં પણ મરી જાય. જેમ કે ૮૦ વર્ષનું આયુષ્ય હોય પણ અકસ્માત્ આદિથી ૭૦ વર્ષમાં પૂર્ણ થઈ જાય.
મનુષ્યો ન ગણે=આવા મનુષ્યો પશુઓ જ છે. કારણ કે બુદ્ધિરહિત छ. (११०) तेषामेवोपदेशमाहविषयपरिणामनियमो, मनोऽनुकूलविषयेष्वनुप्रेक्ष्यः । द्विगुणोऽपि च नित्यमनुग्रहोऽनवद्यश्च संचिन्त्यः ॥ १११ ॥ विषयेषु-शब्दादिषु परिणामः-अध्यवसायस्तस्य नियमो-निवृत्तिः सोऽनुप्रेक्ष्यः-पर्यालोचनीयः, कर्तव्य इति तात्पर्यम् । जीवेनेति शेषः । केषु विषयेषु ? मनसोऽनुकूलविषयेषु, विषयाधारत्वाद्विषयाः-स्त्र्यादयस्तेष्वित्यर्थः । अर्थवशेन विभक्तिपरिणामात् तत्र विषयपरिणामनियमे किम् ? अनुग्रहोगुणयोगो नित्यं संचिन्त्यः- परिभावनीय इति योगः । कीदृशः ? द्विगुणोद्वाभ्यां लोकालोकाकाशाभ्यां गुण्यत इति द्विगुणोऽनन्तगुण इत्यर्थः । तथा अनवद्यश्च । अपिचेत्यभ्युच्चय इति । अन्ये त्वाः-विषयाणां परिणाम:शुभानामशुभत्वेनाशुभानां शुभत्वेन भवनं तस्मिन् सति नियमो न मयैते भोक्तव्या इत्येवंरूपोऽनुप्रेक्ष्य-अनुप्रेक्षणीयः, कर्तव्य इत्यर्थः । इति योगः । केषु केषु विषयेषु नियमः ? मनोऽनुकूलविषयेषु । तत्र च विषयपरिणामनियमे सत्यनुग्रहश्च द्विगुणोऽनवद्यः संचिन्त्यः-संचिन्तनीय इति ॥ १११ ॥
॥ इति मदस्थानाधिकारः ॥
પ્રશમરતિ • ૮૬
Page #100
--------------------------------------------------------------------------
________________
તેમને (=વિષયાસક્તોને) જ ઉપદેશ કહે છે
ગાથાર્થ– મનને ગમતા વિષયોના પરિણામની (=વિષય લાલસાની) નિવૃત્તિ કરવી જોઇએ. વિષયોના પરિણામની નિવૃત્તિ કરવાથી અનંતગુણ અને નિર્દોષ ગુણયોગ (=ગુણપ્રાપ્તિ થાય એમ વિચારવું.
ટીકાર્થ- સ્ત્રી વગેરે વિષયો છે. જો કે સ્પર્શ વગેરે વિષયો છે, આમ છતાં સ્પર્શ વગેરે વિષયોનો સ્ત્રી વગેરે આધાર હોવાથી આધારમાં આધેયનો ઉપચાર કરીને સ્ત્રી વગેરે વિષયો છે એમ કહ્યું છે.
બીજાઓ વિષયપરિVIમનિયમ: અનુપ્રેક્ષ્ય: એ પદોનો અર્થ આ પ્રમાણે કરે છે– શુભ વિષયો અશુભ બની જાય છે અને અશુભ વિષયો શુભ બની જાય છે. આ પ્રમાણે વિષયોનો પરિણામ થતો હોવાથી આ વિષયો મારે ન ભોગવવા એવો નિયમ કરવો જોઈએ. વિષયોનો નિયમ કરવાથી અનંતગુણ અને નિર્દોષ ગુણયોગ (=ગુણપ્રાપ્તિ) થાય છે એમ વિચારવું. (૧૧૧)
આ પ્રમાણે મદસ્થાન અધિકાર પૂર્ણ થયો.
(૮) આચાર અધિકાર इत्थं शिक्षितोऽप्यात्मा येषां शिक्षां न गृह्णाति तैस्तस्य यद्विधेयं तदाहइति गुणदोषविपर्यासदर्शनाद्विषयमूच्छितो ह्यात्मा । भवपरिवर्तनभीरुभिराचारमवेक्ष्य परिरक्ष्यः ॥ ११२ ॥ इति-इत्थं पूर्वोक्तन्यायेन गुणाश्च दोषाश्च गुणदोषाः तेषु ज्ञातेष्वपि विपर्यासोगुणान् दोषरूपेण पश्यति दोषांश्च गुणरूपेणेति तस्य दर्शनं तस्मात् विषयमूच्छितः-तन्मयतां गत आत्मा स्वः परिरक्ष्यः-परिपालनीय इत्यन्तपदेन सम्बन्धः । कैः ? भवपरिवर्तनभीरुभिः-संसार(जन्म)मरणबिभ्यद्भिः । किं कृत्वा ? अवेक्ष्यશીત્વ | ? ગાવા-પ્રથમફાર્થ, દિ મ્યુમિતિ ૨૨૨ /
આ પ્રમાણે શિક્ષા અપાયેલો પણ જેમનો આત્મા શિક્ષાને ગ્રહણ કરતો નથી તેમણે જે કરવું જોઇએ તેને કહે છે
ગાથાર્થ આ પ્રમાણે ( પૂર્વે કહ્યું તેમ ગુણોનું અને દોષોનું જ્ઞાન થવા છતાં) ગુણોને દોષ તરીકે અને દોષોને ગુણ તરીકે જોવાથી વિષયમાં આસક્ત
પ્રશમરતિ • ૮૭
Page #101
--------------------------------------------------------------------------
________________
બની ગયેલા આત્માનું, સંસારમાં થતા જન્મ-મરણથી ભય પામનારા જીવે આચારાંગના અર્થને સ્પષ્ટ જાણીને, રક્ષણ કરવું જોઇએ. (૧૧૨)
आचारस्तु पञ्चधेति दर्शयतिसम्यक्त्वज्ञानचारित्रतपोवीर्यात्मको जिनैः प्रोक्तः । पञ्चविधोऽयं विधिवत्, साध्वाचारः समधिगम्यः ॥ ११३ ॥ सम्यक्त्वादि पञ्च पदानि सुबोधानि कृतद्वन्द्वसमासानि तान्यात्मा-स्वरूपं यस्य स तथा जिनैः प्रोक्तः पञ्चविधः-पञ्चप्रकारोऽयं-पूर्वोक्तो विधिवद्यथावत् । क्रियाविशेषणम् । साध्वाचारः-अहोरात्राभ्यन्तरेऽनुष्ठेयः क्रियाकलापः समधिगम्यो-विज्ञेय इति ॥ ११३ ॥
આચાર પાંચ પ્રકારે છે એમ જણાવે છેગાથાર્થ– જિનેશ્વરોએ (આચારાંગ સૂત્રમાં) દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય એમ પાંચ પ્રકારે સાધુનો આચાર કહ્યો છે. એને વિધિપૂર્વક જાણવો જોઇએ. (૧૧૩)
૧૧૪ થી ૧૧૦ ગાથાઓની ભૂમિકા જયારે ગણધરોએ સૂત્રથી દષ્ટિવાદની રચના કરી ત્યારે સર્વપ્રથમ આચારાંગસૂત્રની રચના કરી હતી. વર્તમાનમાં આચારાંગ સૂત્રના બે શ્રુતસ્કંધો (પ્રકરણો કે વિભાગો) છે. બીજા શ્રુતસ્કંધમાં ચાર ચૂલિકા છે. મૂળ સૂત્રમાં જે વિષયો કહેવામાં ન આવ્યા હોય અથવા સંક્ષેપથી કહેવામાં આવ્યા હોય તે વિષયોને સમજાવવા માટે શ્રુતસ્થવિરોએ ચૂલિકાની રચના કરી છે. આથી બીજું શ્રુતસ્કંધ શ્રુતસ્થવિરકૃત છે. પ્રથમ શ્રુતસ્કંધ ગણધરકૃત છે. પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો અને બીજા શ્રુતસ્કંધમાં ચાર ચૂલિકા છે. પહેલી ચૂલિકામાં સાત, બીજી ચૂલિકામાં સાત, ત્રીજી ચૂલિકામાં એક અને ચોથી ચૂલિકામાં એક અધ્યયન છે.
પ્રથમ શ્રુતસ્કંધના મહાપરિજ્ઞા નામના સાતમા અધ્યયનનો ઘણા કાળથી વિચ્છેદ થયો હોવાથી વર્તમાનમાં આચારાંગના કુલ ૨૪ અધ્યયનો છે. પ્રસ્તુત ગ્રંથની ૧૧૪ થી ૧૧૭ એ ચાર ગાથાઓમાં આચારાંગના
પ્રશમરતિ • ૮૮
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક અધ્યયનમાં કયા વિષયનું પ્રતિપાદન છે તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ૧૧૪-૧૧૫ એ બે ગાથાઓમાં પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનોના વિષયોનો, ૧૧૬મી ગાથામાં બીજા શ્રુતસ્કંધની પ્રથમ ચૂલિકાના સાત અધ્યયનોના વિષયોનો, ૧૧૭મી ગાથામાં બાકીની ત્રણ ચૂલિકાઓના વિષયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
एवं सामान्यतः प्रथमाङ्गार्थमाश्रित्य पञ्चधाऽऽचार उक्तः, अथ तस्यैवाध्ययनान्याश्रित्य बहुविधमाचारं बिभणिषुस्तावत्तस्य प्रथम श्रुतस्कन्धे नवाध्ययनानि सन्तीति तान्याश्रित्य नवविधत्वमार्याद्वयेनाह—
षड्जीवकाययतना, लौकिकसन्तानगौरवत्यागः । शीतोष्णादिपरीषहविजयः सम्यक्त्वमविकम्प्यम् ॥ ११४ ॥
षड्जीवकाययतना कार्येति शेषः । साधुनेति सर्वत्र प्रक्रम इति । शस्त्रपरिज्ञाख्ये प्रथमेऽध्ययन उक्तम् । तथा लोके- गृहस्थजने जातो लौकिकः स चासौ सन्तानश्च पितृपितामहपरम्परा तस्य गौरवम् - अभ्युत्थानादि तस्य त्यागः - परिहारः स तथा कार्य इति शेषः, इति लोकविजयाख्ये द्वितीयेऽध्ययने उक्तम् । तथा शीतोष्णादिपरीषहः, आदिशब्दस्य प्रकारवचनार्थत्वात् द्वाविंशतिपरीषहा ग्राह्यास्तेषां विजयः - सहनेनाभिभवनं यः सः तथा, शीतोष्णाख्ये तृतीयेऽध्ययने भणितमिदमिति । तथा सम्यक्त्वमविकम्प्यम्अविचलं धार्यं इति चतुर्थे सम्यक्त्वाख्येऽध्ययने उक्तं इति ॥ ११४ ॥
संसारादुद्वेगः, क्षपणोपायश्च कर्मणां निपुणः । वैयावृत्त्योद्योगस्तपोविधिर्योषितां त्यागः ॥ ११५ ॥
संसारादुद्वेगः कार्य इति लोकविजयाख्ये द्वितीयनाम्ना आवन्तीनामकेऽध्ययने प्रतिपादितं । तथा क्षपणोपायश्च, केषां ? कर्मणां निपुणः सूक्ष्मोऽभिधीयत इति धूताख्ये षष्ठेऽध्ययने उक्तम् तथा वैयावृत्त्योद्योगः - गुर्वादीनां भक्तानयनादिक्रियायामुद्यम इति महापरिज्ञाख्ये सप्तमेऽध्ययने भणितं । तपोविधिरिति मोक्षाख्येऽष्टमे उक्तं । योषितां त्यागः - स्त्रीपरिहार इत्युपधान श्रुताख्ये नवमेऽध्ययने उक्तं इति । इति प्रथम श्रुतस्कन्धः ॥ ११५ ॥
પ્રશમરતિ • ૮૯
Page #103
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે સામાન્યથી આચારાંગ સૂત્રના અર્થને આશ્રયીને પાંચ પ્રકારનો આચાર કહ્યો. હવે આચારાંગ સૂત્રના જ અધ્યયનોને આશ્રયીને વિવિધ પ્રકારના આચારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનોને આશ્રયીને આચારના નવ પ્રકારને બે આર્યાઓથી કહે છે
ગાથાર્થ– આચારાંગ સૂત્રના શસ્ત્રપરિજ્ઞા નામના પ્રથમ અધ્યયનમાં સાધુને છ જીવ નિકાયની યતના કરવાનું કહ્યું છે. લોકવિજય નામના બીજા અધ્યયનમાં પિતા, દાદા આદિ લૌકિક સંબંધની જે પરંપરા, તે પંરપરાના અભ્યત્થાન વગેરે ગૌરવનો ત્યાગ કરવાનું કહ્યું છે. શીતોષ્ણ નામના ત્રીજા અધ્યયનમાં બાવીસ પરિષદોનો વિજય (=સહન કરવાથી પરાભવ) કરવાનું કહ્યું છે. સમ્યક્ત્વ નામના ચોથા અધ્યયનમાં સમ્યકત્વ નિશ્ચલપણે ધારણ કરવું જોઇએ. આવંતીક નામના પાંચમા અધ્યયનમાં સંસારથી ઉદ્વેગ પામવાનું કહ્યું છે. ધૂત નામના છઠ્ઠા અધ્યયનમાં કર્મોના નાશનો સૂક્ષ્મ ઉપાય કહ્યો છે. મહાપરિજ્ઞા નામના સાતમા અધ્યયનમાં વેયાવચ્ચમાં ( ગુરુ આદિનું ભોજન લાવવું વગેરે ક્રિયામાં) ઉદ્યમ કરવો એમ કહ્યું છે. મોક્ષ નામના આઠમાં અધ્યયનમાં તપના પ્રકારો કહ્યા છે. ઉપધાન શ્રત નામના નવમા અધ્યયનમાં સ્ત્રીઓનો ત્યાગ કરવાનું કહ્યું છે. (૧૧૪-૧૧૫)
सांप्रतं द्वितीये श्रुतस्कन्धे षोडशाध्ययनात्मकेऽध्ययनस्वरूपमार्याद्वयेनाहविधिना भक्ष्यग्रहणं, स्त्रीपशुपण्डकविवर्जिता शय्या । ईर्याभाषाऽम्बरभाजनैषणाऽवग्रहाः शुद्धाः ॥ ११६ ॥
विधिना भैक्ष्यग्रहणं इति द्वितीयश्रुतस्कन्धे पिण्डैषणाध्ययने प्रथमे उक्तं । तथा स्त्रीपशुपण्डकविवर्जिता शय्या ग्राह्येति शय्याख्ये द्वितीयेऽध्ययने उक्तं । द्वितीयश्रुतस्कन्धेऽध्ययने इति पदद्वयं इत ऊर्ध्वं सर्वत्र द्रष्टव्यम् । तथा ईर्याचंक्रमणं, भाषा तु जल्पनं, अम्बरभाजनयोः-वस्त्रपात्रयोरेषणा, तथाऽवग्रहोदेवेन्द्रराजगृहपतिसागारिकसाधर्मिकेभ्यो विहारादेर्मुत्कलापनं, तत एतेषां पञ्चानां पदानां द्वन्द्वसमासस्ते तथा । कीदृशाः ? शुद्धाः-शुद्धिमन्तः । शुद्धशब्दः पञ्चस्वपि योज्यः । संप्रति यथासंख्यमध्ययनेषु योज्यते-तत्र्याशुद्धिर्याख्ये
પ્રશમરતિ • ૯૦
Page #104
--------------------------------------------------------------------------
________________
तृतीये ३ भाषाशुद्धिर्भाषाख्ये ४ अम्बरशुद्धिर्वस्त्रैषणाख्ये ५ पात्रशुद्धिः पात्रैषणाख्ये ६ देवेन्द्राद्यवग्रहशुद्धिरवग्रहाख्ये ७ सप्तमे ॥ ११६ ।।
હવે સોળ અધ્યયન સ્વરૂપ બીજા શ્રુતસ્કંધમાં અધ્યયનોનું સ્વરૂપ કહે છે
ગાથાર્થ– બીજા શ્રુતસ્કંધમાં પિંડેષણા નામના પહેલા અધ્યયનમાં વિધિથી ભિક્ષા ગ્રહણ કરવાનું કહ્યું છે. શમ્યા નામના બીજા અધ્યયનમાં
સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત વસતિ ગ્રહણ કરવાનું કહ્યું છે. ઇર્યાશુદ્ધિ નામના ત્રીજા અધ્યયનમાં ઈર્યાસમિતિનું, ભાષાશુદ્ધિ નામના ચોથા અધ્યયનમાં ભાષાસમિતિનું, વઐષણાશુદ્ધિ નામના પાંચમા અધ્યયનમાં વસ્ત્રશુદ્ધિનું, પાત્રપણાશુદ્ધિ નામના છઠ્ઠા અધ્યયનમાં પાત્રશુદ્ધિનું, અવગ્રહશુદ્ધિ નામના સાતમા અધ્યયનમાં અવગ્રહની શુદ્ધિનું વર્ણન છે. અવગ્રહ એટલે દેવેન્દ્ર, ચક્રવર્તી, રાજા, શય્યાતર અને સાધર્મિક એ પાંચ पासेथी विहा२ महिनी २% वी. (११६) स्थाननिषद्याद्युत्सर्गशब्दरूपक्रियापरान्योऽन्याः । पञ्चमहाव्रतदायँ, विमुक्तता सर्वसङ्गेभ्यः ॥ ११७ ॥ पूर्वोक्तार्यया द्वितीयश्रुतस्कन्धसप्ताध्ययनानि निजनिजनामान्युक्तानि । अत ऊर्ध्वं सप्ताध्ययनानि सप्तसप्तकनामानि भावना विमुक्तिश्चेति नवाध्ययनानि द्वितीयार्ययोच्यन्त इति सम्बन्धः । स्थानादिषु कृतद्वन्द्वसमासेषु विषये क्रिया सा तथा । कार्येत सर्वत्र शेषः । परा क्रिया, अन्योऽन्या क्रिया । प्राक्तनपदात् क्रियाशब्दः समस्तोऽप्यत्रापि पदद्वये योज्यः । तत्र स्थानं कायोत्सर्गादीनामालोचनीयमिति प्रथमसप्तकेऽष्टमेऽध्ययने, ८ निषद्या स्वाध्यायभूमिः ९ व्युत्सर्ग उच्चारादीनां १० शब्देषु श्रूयमाणेषु रागद्वेषत्यागः कार्यः ११ रूपेषु दृष्टिगोचरागतेषु रागद्वेषत्यागो विधेयः १२ तथा परा क्रियाआत्मव्यतिरिक्तः परस्तस्य हस्तात् पादधावनादिका १३ तथा अन्योऽन्यक्रियापरस्परं पादधावनादिका १४ तथा पञ्चमहाव्रतेषु दाढ्य-दृढता १५ तथा विमुक्तता कार्या । केभ्यः ? सर्वसङ्गेभ्यः ॥ ११७ ॥
પૂર્વોક્ત આર્યાથી બીજા શ્રુતસ્કંધના (પહેલી ચૂલિકાના) પોતપોતાના નામવાળા સાત અધ્યયનો કહ્યા. હવે પછી (બીજી ચૂલિકાના) સપ્તસપ્તક
પ્રશમરતિ ૦ ૯૧
Page #105
--------------------------------------------------------------------------
________________
નામના સાત અધ્યયનો (ત્રીજી ચૂલિકાનું) ભાવના અધ્યયન (ચોથી ચૂલિકાનું) વિમુક્તિ અધ્યયન એમ નવ અધ્યયનો બીજી આર્યાથી કહેવામાં આવે છે–
ગાથાર્થ– (૧) સ્થાનક્રિયા– કાયોત્સર્ગ આદિનું સ્થાન જોવાનું કહ્યું છે. (૨) નિષઘાક્રિયા– સ્વાધ્યાયને યોગ્ય સ્થાનનું વર્ણન છે. (૩) વ્યુત્સર્ગક્રિયા– મલ-મૂત્ર આદિના ત્યાગનું વર્ણન છે. (૪) શબ્દક્રિયા– સંભળાતા શબ્દોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે. (૫) રૂપક્રિયા– જોવામાં આવેલા રૂપોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે.
(૬) પરક્રિયાપગ ધોવા આદિની ક્રિયા બીજાની પાસે નહિ કરાવવાનો ઉપદેશ છે.
(૭) અન્યોન્યક્રિયા– એકબીજાની પાસે પગ ધોવરાવવા આદિની ક્રિયા નહિ કરાવવાનો ઉપદેશ છે.
(ત્રીજી ચૂલિકામાં) પાંચ મહાવ્રતોમાં દઢતા કરવાનો ઉપાય કહ્યો છે. (ચોથી ચૂલિકામાં) સર્વ સંગોથી મુક્ત બનવાનો ઉપદેશ છે. (૧૧૭)
साध्वाचारः खल्वयमष्टादशपदसहस्रपरिपठितः । सम्यगनुपाल्यमानो, रागादीन् मूलतो हन्ति ॥ ११८ ॥
अस्यैव फलमाह-साध्वाचारः पूर्वोक्ताध्ययनरूपकथितस्वरूपः । खलुनिश्चयेनायं प्रत्यक्षः । कथंभूतः ? अष्टादशेति संख्या पदानां-'सुप्तिङन्तानामर्थसमाप्तिरूपाणां वा सहस्राणि-संख्याविशेषाः, ततोऽष्टादश च तानि पदसहस्राणि च तैः परिपठितः-अधीतः, प्रतिपादित इत्यर्थः । तानि वा परिपठितानि यत्र स तथा । अष्टादशसहस्रप्रमाण इत्यर्थः । किं करोतीत्याहसम्यग्-अवितथं समनुपाल्यमानः-पठनादिभिरासेव्यमानो रागादीन् मूलतः(jo ૭૦૦) સર્વથા તિ-વિનાશયતીતિ | ૨૨૮ // ૧. આચારાંગમાં પાંચ ચૂલિકાઓ છે. પણ ઘણા પ્રાચીનકાળથી પૂર્વાચાર્યોએ પાંચમી
નિશીથ ચૂલિકાને આચારાંગથી અલગ પાડી છે. તેમાં પ્રાયશ્ચિત્તનો વિષય આવે છે. ૨. સુન્ એટલે શબ્દના પ્રત્યયો અને તિઃ એટલે ધાતુના પ્રત્યયો.
પ્રશમરતિ • ૯૨
Page #106
--------------------------------------------------------------------------
________________
સાધ્વાચારના જ ફળને કહે છેગાથાર્થ– અઢાર હજાર પદોથી કહેલો અને સારી રીતે પાલન કરાતો આ સાધ્વાચાર નિશ્ચયથી રાગાદિ દોષોનો જડમૂળથી વિનાશ કરે છે.
ટીકાર્થ– પદ=શબ્દના કે ધાતુના પ્રત્યયો જેને લાગેલા હોય તે પદ કહેવાય અથવા પદ અર્થની સમાપ્તિરૂપ છે.
આ સાધ્વાચાર=પૂર્વે (૧૧૪ થી ૧૧૭ સુધીની ગાથાઓમાં) અધ્યયનરૂપે જેમનું સ્વરૂપ કહ્યું છે તે. પાલન કરાતો=ભણવા આદિથી સેવન કરાતો. (૧૧૮) अस्यैवासेव्यमानस्य फलान्तरमाहआचाराध्ययनोक्तार्थभावनाचरणगुप्तहृदयस्य । न तदस्ति कालविवरं, यत्र क्वचनाभिभवनं स्यात् ॥ ११९ ॥
आचारस्य-आचाराङ्गस्याध्ययनानि-तदन्तर्गता अर्थपरिच्छेदविशेषास्तेषूक्तः स चासावर्थश्च-अभिधेयं तस्य भावना-वासना तया चरणं-चारित्रं व्रतादि तेन गुप्तं-व्याप्तं वासितमिति यावत् हृदयं-चित्तं यस्य स तथा । तस्य किं भवतीत्याह-न-नैव तत्किमप्यस्ति-विद्यते कालविवरम्-अद्धाक्षण इत्यर्थः यत्र-यस्मिन् क्वचन-कस्मिंश्चित् कालविवरेऽभिभवनं-परिभवो, रागादिभिरिति શેષ:, દ્િ-મિિત | ૨૧૬ | પાલન કરાતા સાધ્વાચારના જ અન્ય ફળને કહે છે–
ગાથાર્થ– આચારાંગના અધ્યયનોમાં કહેલા અર્થની વાસનાથી અને ચારિત્રથી જેનું ચિત્ત વાસિત છે, તેના માટે ક્ષણ જેટલો પણ એવો કોઈ કાળ નથી કે જે કાળમાં રાગાદિથી તેનો પરાભવ થાય.
ટીકાર્થ– અર્થપરિચ્છેવિશેષા=અર્થના વિભાગ વિશેષો. (શ્રુતસ્કંધમાં અધ્યયનો હોય. અધ્યયનોમાં જુદા જુદા અર્થને જણાવનારા જુદા જુદા પરિછેદોષવિભાગો હોય.) (૧૧૯). तथा आचारार्थव्यग्रस्य न कदाचिद्विमतिर्मुक्तिपरिपन्थिनी साधोर्भवतीत्याह
પ્રશમરતિ • ૯૩
Page #107
--------------------------------------------------------------------------
________________
पैशाचिकमाख्यानं, श्रुत्वा गोपायनं च कुलवध्वाः । संयमयोगैरात्मा, निरन्तरं व्यापृतः कार्यः ॥ १२० ॥
केनचिद्वणिजा मन्त्रबलेन पिशाचो वशीकृतः । पिशाचेनोक्तंममाज्ञादानमनवरतं च कार्य, परं यदैवाऽऽदेशं न लप्स्ये तदैवाहं भवन्तं विनाशयिष्यामीति । प्रतिपन्नं वणिजा । आज्ञा च दत्ता गृहकरणधनधान्यानयनकनकादिविभूतिसम्पादनविषया । सम्पादिता च पिशाचेन । पुनश्चाज्ञा मागिता । वणिजा चाभिहितो-दीर्घवंशमानीय गृहाङ्गणे निखाय आरोहणमवरोहणं च कुर्वीथाः तावद्यावदन्यस्याज्ञादानस्यावकाशो भवति इति । न चास्ति छिद्रं किंचिद्वणिजो यत्राभिभवः स्यादिति मन्यमानेन पिशाचेनोक्तं-छलितोऽहं त्वया, न तु मया त्वमिति । ततो मुत्कलय मां, कार्यकाले स्मरणीय इत्यभिधाय स्वस्थानमगमत्पिशाच इति । एवं साधोरप्यहोरात्राभ्यन्तरानुष्ठेयासु क्रियासु वर्तमानस्य नास्ति छिद्रं यत्र विषयेच्छायां प्रवृत्तिरिति । तथा द्वितीयं कुलवध्वाख्यानं कथ्यते-यथा काचित् कुलवधूर्देशनान्तरगतभर्तृका । तया सखी भणिता-कंचन युवानमानय । तयोक्तम्-एवं करोमि धृत्या स्थेयमित्यभिधाय परिणामसुखदं सर्वं शोभनमिति चिन्तयन्त्या श्वशुरस्य निवेदितं । ततस्तेन द्वितीयेऽह्नि निजभार्यया सह शब्दराटीकृता-यथा त्वं स्फेटयसि गृहं । तयोक्तं-न शक्नोम्यहं निर्वाहयितुं गृहमिदं, मुक्तोऽयं संप्रति मयाऽधिकारः । ततः श्वशुरेण सा वधूगृहव्यापारेषु नियुक्ता, सर्वं गृहव्यापारं करोति, तत आकुलमनाः कष्टेन स्वप्तुं लभते, ततः श्वशुरेण प्रयुक्ता तत्सखीभण मम वधुं यथा आनयामि युवानं । तथा च सा प्रोक्ता सती प्राहस्वप्तुमपि मे न कालोऽस्ति, किमनया दुष्टजनोचितया कथयेति ? | पैशाचिकमाख्यानं श्रुत्वा कुलवध्वा गोपायनं च श्रुत्वा अतः संयमयोगैरात्मा निरन्तरं व्यापृतः कार्य इत्युक्तम् ॥ १२० ॥
તથા આચારાંગમાં કહેલા અર્થોમાં વ્યગ્ર ( મશગુલ) બનનાર સાધુની મુક્તિના વિરોધવાળી દુષ્ટમતિ ક્યારેય થતી નથી તેમ કહે છે
ગાથાર્થ– પિશાચની વાર્તા અને કુલવધૂનું સંરક્ષણ સાંભળીને સાધુએ આત્માને સતત સંયમયોગોમાં ગૂંથાયેલો કરવો જોઈએ.
પ્રશમરતિ • ૯૪
Page #108
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ– પિશાચવાર્તા- કોઇક વણિકે મંત્રબળથી પિશાચને વશ કર્યો. પિશાચે વણિકને કહ્યું: મને સતત આજ્ઞા આપવી. પરંતુ જયારે હું આજ્ઞાને નહિ મેળવીશ ત્યારે જ તારો વિનાશ કરી. વણિકે તે સ્વીકાર્યું. વણિકે તેને ઘર કરવાની, ધન-ધાન્ય લાવવાની, સુવર્ણાદિ વિભૂતિ મેળવી આપવાની આજ્ઞા કરી. પિશાચે આજ્ઞાનું પાલન કર્યું. પિશાચે ફરી આજ્ઞા માગી. વણિકે તેને કહ્યું: લાંબો વાંસ લાવીને ઘરના આંગણામાં ભૂમિ ખોદીને તેમાં લાંબા વાંસને સ્થાપિત કર. પછી હું જયાં સુધી બીજી આજ્ઞા તને ન આપે ત્યાં સુધી તારે વાંસ ઉપર ચડ-ઉતર કર્યા કરવું. વણિકનું કોઈ છિદ્ર મળતું નથી કે જેમાં તેનો પરાભવ કરી શકાય. આમ વિચારતા તેણે વણિકને કહ્યું: હું તારાથી છેતરાયો છું, પણ તું મારાથી છેતરાયો નથી. તેથી મને છૂટો કર. કામ પડે ત્યારે મને યાદ કરવો. આમ કહીને પિશાચ સ્વસ્થાને ગયો.
એ પ્રમાણે રાત-દિવસની અંદર કરવા યોગ્ય ક્રિયાઓમાં (સતત) પ્રવર્તતા સાધુનું પણ એવું કોઈ છિદ્ર નથી કે જેમાં સાધુની વિષયેચ્છામાં પ્રવૃત્તિ થાય.
ફૂલવધૂ કથા– જેનો પતિ પરદેશ ગયો છે એવી કોઈ પુત્રવધૂ હતી. તેણે સખીને કહ્યું: કોઈ યુવાનને લઈ આવ. સખીએ કહ્યું: એ પ્રમાણે કરું છું. તારે ધીરજ રાખવી. આ પ્રમાણે કહીને જે પરિણામે સુખ આપનારું હોય તે બધું સુંદર છે એમ વિચારતી તેણીએ આ વિગત તેના સસરાને જણાવી. તેથી સસરાએ બીજા દિવસે પોતાની પત્નીની સાથે “તું મારા ઘરનો વિનાશ કરે છે' એમ શબ્દયુદ્ધ કર્યું. તેણીએ કહ્યું: હું આ ઘરનો નિર્વાહ કરવા માટે સમર્થ નથી. એથી હવે ઘરનો કારભાર આ મૂક્યો. તેથી સસરાએ ઘરકામમાં પુત્રવધૂને અધિકારી બનાવી. પુત્રવધૂ ઘરનું સઘળું કામ કરે છે. તેથી વ્યાકુળ મનવાળી તે મુશ્કેલીથી સૂવાનું પામે છે. (અર્થાત્ તેને પૂરતી ઊંઘ લેવાનો પણ સમય મળતો નથી.) પછી સસરાએ તેની સખીને પ્રેરણા કરી કહ્યું કે, તું મારી પુત્રવધૂને કહે કે યુવાન લાવું છું. સખીએ તેને તે પ્રમાણે કહ્યું, એટલે પુત્રવધૂએ કહ્યું: મને સૂવાનો પણ સમય નથી. દુર્જનને ઉચિત આ કથાથી શું ? (૧૨૦)
પ્રશમરતિ • ૯૫
Page #109
--------------------------------------------------------------------------
________________
इत्थं च विहितक्रियानुष्ठानव्यग्रः सन् ऐहिकभोगकारणेषु भावयेदनित्यतामित्याह
क्षणविपरिणामधर्मा, मर्त्यानामृद्धिसमुदयाः सर्वे । सर्वे च शोकजनकाः, संयोगा विप्रयोगान्ताः ॥ १२१ ॥ क्षणेन-स्तोककालेनापि । विशब्दः कुत्सायां । विपरिणामः-कुत्सितपरिणतिर्धर्मः-स्वभावो येषां ते तथा, प्रीता अप्यप्रीता जायन्ते, स्तोककालेनान्यस्वभावा भवन्तीति भावना । केषाम् ? मानां-मनुष्याणाम् । क एवंविद्या भवन्ति ? ऋद्धिसमुदया-विभूतिनिचयाः सर्वे-अशेषाः । सर्वे च शोकजनकाः-शोकहेतवः । तथा संयोगाः-सम्बन्धाः पुत्रपत्नीप्रभृतिभिर्विप्रयोगान्ता-विरहान्ता भवन्तीति शेष इति ॥ १२१ ॥
આ પ્રમાણે વિહિત કરેલી ક્રિયાઓને કરવામાં વ્યગ્ર થયો છતો સાધુ આ લોક સંબંધી ભોગનાં સાધનોની અનિત્યતા વિચારે. આથી भनित्यताने 53 छ
ગાથાર્થ– મનુષ્યોના સઘળા સમૃદ્ધિસમૂહો (=સર્વ પ્રકારની ઋદ્ધિઓ) ક્ષણવારમાં અશુભ પરિણામ પામવાના સ્વભાવવાળા છે. (પ્રિય પણ અપ્રિય બની જાય છે, અર્થાતુ થોડા જ કાળમાં અન્ય સ્વભાવવાળા બની જાય છે.) અને અન્ય સ્વભાવવાળા થયેલા તે શોકને ઉત્પન્ન કરે છે. सर्व संयोगो वियोगना मंतवा. छ. (१२१)
यस्मादेवं तस्मान्न किंचिद्विषयसुखाभिलाषेणेति दर्शयन्नाहभोगसुखैः किमनित्यैर्भयबहुलैः काशितैः परायत्तैः ? । नित्यमभयमात्मस्थं, प्रशमसुखं तत्र यतितव्यम् ॥ १२२ ॥
भोगसुखैः-विषयसातैः किं ?, न किंचित् । कीदृशैः ? पूर्वोक्तन्यायेन भयबहुलैः-भीतिप्रचुरैः, काक्षितैः भोगसुखैः-विषयसातैरभिलषितैः परायत्तैःस्त्र्यादिपदार्थसार्थाधीनैः, तस्मात्तेष्वभिलाषमपहाय नित्यम्-आत्यन्तिकमभयम्अविद्यमानभीतिकमात्मस्थं-स्वायत्तं । किमेवंविधमित्याह-प्रशमसुखं-उपशमसातं, यत्तदेवंविधं तत् तत्र यतितव्यं-तस्मिन् यत्नः कार्य इति ॥ १२२ ॥
પ્રશમરતિ • ૯૬
Page #110
--------------------------------------------------------------------------
________________
જે કારણથી આ પ્રમાણે છે (=ઋદ્ધિસમૂહો અશુભ પરિણામવાળા છે) તે કારણથી વિષયસુખોની ઇચ્છાથી શું ? એમ જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– અનિત્ય, ભયબહુલ, કાંક્ષિત અને પરાધીન એવા ભોગસુખોથી શું? (=ભોગસુખોથી કોઈ લાભ નથી.) પ્રશમસુખ નિત્ય, નિર્ભય, આત્મસ્થ છે. (તેથી) પ્રશમસુખમાં યત્ન કરવો જોઇએ.
ટીકાર્થ– ભયબહુલ=ઘણા અભયવાળા. કાંક્ષિત ઇચ્છેલા.
પરાધીન=(શરીર, ઇન્દ્રિયો, ધન) સ્ત્રી આદિ પદાર્થ સમૂહને આધીન. (૧૨૨) तद्यनश्चेन्द्रियजययत्नेन भवतीति दर्शयतियावत् स्वविषयलिप्सोरक्षसमूहस्य चेष्ट्यते तुष्टौ । तावत्तस्यैव जये, वरतरमशठं कृतो यत्नः ॥ १२३ ॥
अक्षसमूहस्य-इन्द्रियग्रामस्य स्वविषयलिप्सोः-शब्दादिगोचराभिलाषिणस्तुष्टौतोषे कर्तव्ये यावत् चेष्ट्यते-प्रयासः क्रियते तावत् तस्यैव जये-अक्षसमूहस्य निग्रहे वरतरं-शोभनतरं अशठं-मायारहितं यथा भवत्येवं कृतो-विहितो यत्नःમાત્ર રૂતિ / ૨૨રૂ |
પ્રશમસુખમાં યત્ન ઇન્દ્રિયજયમાં યત્ન કરવાથી થાય. આથી ઇન્દ્રિયજયમાં યત્ન કરવાનું જણાવે છે૧. આલોકભય ( પોતે જે ગતિમાં હોય તે ગતિના જીવથી ભય. જેમ કે મનુષ્યને
મનુષ્યથી ભય.) ૨. પરલોકભય (=પોતે જે ગતિમાં હોય તે સિવાયની ગતિના જીવથી ભય. જેમ
કે મનુષ્યને સાપથી ભય.) ૩. આદાનભય (=મારું ધન વગેરે કોઈ લઈ લેશે એવો ભય.) ૪. અકસ્માતુ ભય (=ધરતીકંપ, વિદ્યુત્પાત વગેરે અકસ્માતુ થવાનો ભય.) ૫. આજીવિકા ભય (=હવે મારી આજીવિકા કેવી રીતે ચાલશે એમ આજીવિકાનો ભય.) ૬. અપજશ ભય (હું અમુક કાર્ય કરીશ તો લોકમાં મને અપજશ મળશે ઇત્યાદિ
રીતે અપજશનો ભય.) ૭. મૃત્યુભય. આમ ભયના સાત પ્રકાર છે.
પ્રશમરતિ ૦ ૯૭
Page #111
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– પોતાના વિષયને મેળવવાની ઇચ્છાવાળા ઇન્દ્રિયસમૂહની તુષ્ટિ (=ખુશ) કરવામાં જેટલો પ્રયત્ન થાય તેટલો જ તેનો જ જય ( = निग्रह ) ४२वामां हंलरहित रेलो प्रयत्न अधि श्रेष्ठ छे. (१२3)
तथा प्रशमसुखं सुलभमित्याह
यत् सर्वविषयकाङ्क्षोद्भवं सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं, मुधैव लभते विगतरागः ॥ १२४ ॥
प्राप्यते सरागेण । कीदृशं ? सर्वविषयका क्षोद्भवं-समस्तशब्दाद्यभिलाषावाप्त्युपपन्नं तदेव सुखमनन्ताभिः कोटिभिः-संख्याविशेषैर्गुणितम्अभ्यस्तं मुधैव मूल्येन विना लभते प्राप्नोति, को ? विगतराग इति ॥ १२४ ॥
તથા પ્રશમસુખ સુલભ છે એમ કહે છે–
ગાથાર્થ– રાગી જીવ વડે સર્વવિષયોની ઇચ્છાથી (=ઇચ્છા મુજબ પ્રાપ્તિ થવાથી) જે સુખ પ્રાપ્ત કરાય છે તે જ અનંત ક્રોડોથી ગુણાકારવાળું સુખ મૂલ્ય વિના જ વિરાગી જીવ પામે છે. (૧૨૪)
इष्टवियोगप्रियसंप्रयोगकाङ्क्षासमुद्भवं दुःखम् ।
प्राप्नोति यत् सरागो, न संस्पृशति तद्विगतरागः ॥ १२५ ॥
तथा — इष्टस्य-वल्लभवस्तुनो वियोगो - वियोजनं अप्रियसंप्रयोगः- अनिष्टप्राप्तिस्तयोः काङ्क्षा-चिन्ता तस्याः सकाशात् समुद्भवः- उत्पत्तिर्यस्य तत्तथा । तदेवंविधं किं ? दुःखं प्राप्नोति - लभते यत् सरागो न संस्पृशति वीतरागस्तदिति ॥ १२५ ॥
તથા
ગાથાર્થ– રાગી જીવ ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગની ઇચ્છાથી (=ચિંતાથી) ઉત્પન્ન થયેલું જે દુઃખ પામે છે તેને વિરાગી જીવ સ્પર્શતો नथी. (१२५)
प्रशमितवेदकषायस्य, हास्यरत्यरतिशोकनिभृतस्य । भयकुत्सानिरभिभवस्य, यत् सुखं तत् कुतोऽन्येषाम् ? ॥ १२६ ॥
પ્રશમતિ ૦ ૯૮
Page #112
--------------------------------------------------------------------------
________________
तथा- प्रशमिता वेदकषायाः पूर्वोक्तस्वरूपा यस्य जीवस्य स तथा तस्य, हास्यादिषु निभृतस्य-स्वस्थस्य, हास्यादिकारणेष्वपि तदकरणादित्यर्थः, भयकुत्साभ्यां-भीतिजुगुप्साभ्यां निरभिभवस्य-अनभिभूतस्य यत् सुखं प्रशान्तचेतसस्तत् कुतोऽन्येषामिति ? ॥ १२६ ॥ તથા
थार्थ- वेह-पायो हेन। Aiत गया छ, हास्य-२ति-पतिशोभा ४ स्वस्थ छ (=२५ोम ५९४ हास्याहिने २तो नथी), मयજુગુપ્સાથી જે પરાભવ પામ્યો નથી, તે જીવને જે સુખ હોય તે સુખ जीमोने यांथी डोय ? (१२६)
पुनर्विषयसुखात् प्रशमसुखस्योत्कर्ष निदर्शयन्नाहसम्यग्दृष्टिानी, ध्यानतपोबलयुतोऽप्यनुपशान्तः । तं न लभते गुणं यं, प्रशमगुणमुपाश्रितो लभते ॥ १२७ ॥
सम्यग्दृष्टिञ्जनीति व्यक्तं, ध्यानतपोबलयुतोऽपि सन् प्राणी अनुपशान्तस्तं न लभते गुणं यं प्रशमगुणमुपाश्रितो लभते-प्राप्नोतीत्यतः प्रशमसुखायैव यतितव्यमिति ॥ १२७ ॥ ફરી વિષયસુખથી પ્રશમસુખના ઉત્કર્ષને જણાવતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ સમ્યગ્દષ્ટિ, જ્ઞાની, ધ્યાન-તપના બળથી યુક્ત પણ અનુપશાંત જીવ તે ગુણને (=આત્મવિશુદ્ધિરૂપ લાભને) પામતો નથી કે જે ગુણને પ્રશમગુણને આશ્રિત જીવ પામે છે. (આથી પ્રશમસુખ માટે ४ प्रयत्न ४२वो ऽमे.) (१२७)
भूयोऽप्यस्यैवोत्कर्षमाहनैवास्ति राजराजस्य, तत् सुखं नैव देवराजस्य । यत् सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ॥ १२८ ॥ स्पष्टमेव, किन्तु राजराजः-चक्री, देवराजः-शक इति ॥ १२८ ॥ ફરી પણ પ્રશમસુખના જ ઉત્કર્ષને કહે છે
પ્રશમરતિ ૦ ૯૯
Page #113
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– લોકવ્યાપારથી (=ભોગસુખનાં સાધનો મેળવવા માટે ખેતી આદિ પ્રવૃત્તિથી અથવા ગૃહસ્થની ભૌતિક કામના પૂર્ણ થાય એ માટે દોરા-ધાગા, મંત્ર-તંત્ર વગેરે પ્રવૃત્તિથી) રહિત સાધુને આ લોકમાં જ જે સુખ છે તે સુખ ચક્રવર્તીને નથી જ કે નથી જ ઇન્દ્રને.
(ચક્રવર્તીનું સુખ શબ્દ વગેરે વિષયથી થયેલું હોય છે. વિષયસુખનાં સાધનો અનિત્ય છે તથા શબ્દ વગેરે વિષયસુખનાં સાધનોથી સુખ મળે જ એવો નિયમ નથી. કારણ કે પૂર્વે કહ્યું તેમ તે સાધનો વિપરિણામ પામવાના સ્વભાવવાળા છે. ઇન્દ્રનું સુખ પણ દુઃખયુક્ત છે. ઇન્દ્રને પોતાનાથી ઉપર રહેલા ઇન્દ્રને અધિક સુખ મળ્યું છે એમ જાણીને તેના સુખની ઈર્ષ્યા થાય. તથા ઈન્દ્રનું સુખ પણ અનિત્ય છે અથવા તેવર/ શબ્દથી અનુત્તર વિમાનવાસી દેવ લઈ શકાય. અનુત્તર વિમાનવાસી દેવનું સુખ પણ અનિત્ય છે. તેવા દેવને ફરી મનુષ્યસ્ત્રીના ગર્ભમાં વાસ વગેરેનું દુઃખ આવવાનું છે. આમ પ્રશમસુખને અનુભવતા સાધુને જેવું સુખ હોય તેવું સુખ સંસારમાં કોઈને ય ન હોય.) (૧૨૮) इदमेव पुनः स्पष्टयतिसन्त्यज्य लोकचिन्तामात्मपरिज्ञानचिन्तनेऽभिरतः । जितलोभरोषमदनः, सुखमास्ते निर्ज(व )रः साधुः ॥ १२९ ॥
सन्त्यज्य-मुक्त्वा लोकचिन्तां-स्वजनादिजनस्मृतिं सुखमास्ते-स्वस्थस्तिष्ठति साधुरिति सम्बन्धः । कीदृशः ? आत्मपरिज्ञानचिन्तनेऽभिरतः-परकार्यविमुखः, तथा जिताः-पराभूता रोषलोभमदना येन स तथा । अत एव निर्चराःअरोगाः, यतो रोषादयो ज्वर इव ज्वरस्तद्रहितत्वात्, यद्वा पाठान्तरे निर्गता जरा-हानिः, सा च प्रस्तावात् प्रशमामृतस्य यस्यासौ निर्जर इति ॥ १२९ ।।
આ જ વિષયને ફરી સ્પષ્ટ કરે છે–
ગાથાર્થ લોકચિતાને (=સ્વજનાદિ લોકની સ્મૃતિને અથવા સ્વજનપરજનની દરિદ્રતા, દૌર્ભાગ્ય, પુત્રાપ્રાપ્તિ, રોગ, પરાધીનતા આદિની ચિંતાને) છોડીને આત્મજ્ઞાન ચિંતનમાં (સંસારમાં પરિભ્રમણ કરતા મેં ભોગસુખોની લાલસાના કારણે અનંત શારીરિક – માનસિક દુઃખો સહન
પ્રશમરતિ - ૧૦૦
Page #114
--------------------------------------------------------------------------
________________
કર્યા છે. છતાં હજી આત્મા ભોગસુખોથી તૃપ્ત થયો નથી. કોઇ પણ રીતે મનુષ્યભવ આદિ સામગ્રી મળી છે તો હવે હું સંસારમાં ન ભયું તેવો પ્રયત્ન કરવો જોઇએ. ઇત્યાદિ આત્મજ્ઞાન ચિંતનમાં) લીન, લોભ, રોષ, કામને જેણે જીતી લીધા છે તેવો અને એથી જ રોષાદિરૂપ જ્વરથી રહિત સાધુ સુખપૂર્વક રહે છે. (૧૨૯)
अनन्तरं ‘सन्त्यज्य लोकचिन्ता' मित्युक्तं, तत् कथं परित्यक्तलोकचिन्तस्य साधोराहारादिभिर्निर्वाहः ?, ततः कथं सद्धर्मचरणवृत्तिः स्यादित्याशङ्कयाहया चेह लोकवार्त्ता, शरीरवार्त्ता तपस्विनां या च । सद्धर्मचरणवार्तानिमित्तकं तद् द्वयमपीष्टम् ॥ १३० ॥
या काचित्, चकारौ परस्परं समुच्चयार्थी, इहलोकवार्ता-कृष्यादिभिर्लोकनिर्वाहः, इह वर्तनं वृत्तिः सैव स्वार्थिकाण्प्रत्ययाद्वार्त्ता । तथा या શ્વ શરીરવાર્તા-વેહસંધારળ । માં ? તપસ્વિનાં-સાધૂનાં, તવ્ યપ सद्धर्मचरणवार्तानिमित्तकं - शोभनक्षान्त्यादिधर्मव्रतादिनिर्वाहहेतुकं । समासस्तु सती च ते धर्मचरणे च तयोर्वार्ता २ तस्या निमित्तं तत्तथा, तदिष्टम्અભિમતમિતિ ॥ ૩૦ ॥
હમણાં જ ‘લોકચિંતાને છોડીને' એમ કહ્યું. એથી જેણે લોકચિંતાને છોડી દીધી છે એવા સાધુનો આહાર આદિથી નિર્વાહ કેવી રીતે થાય ? અને તેથી સદ્ધર્મ ચરણનો નિર્વાહ કેવી રીતે થાય ? એવી આશંકા કરીને કહે છે—
ગાથાર્થ– સાધુઓને સદ્ધર્મ-ચરણના નિર્વાહ માટે લોકનિર્વાહ અને શરીરનિર્વાહ એ બંનેય ઇષ્ટ (=માન્ય) છે.
ટીકાર્થ— સદ્ધર્મચરણ= સુંદર ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ અને પાંચ મહાવ્રત વગેરે.
લોકનિર્વાહ=ખેતી આદિ દ્વારા થતી લોકની આજીવિકા.
શરીરનિર્વાહ=શરીરને ટકાવવું.
૧. અહીં લોભના ગ્રહણથી રાગનું ગ્રહણ કર્યું છે. રોષના ગ્રહણથી દ્વેષનું ગ્રહણ કર્યું છે. મદનના ગ્રહણથી પુરુષવેદ આદિ વેદત્રિકનું ગ્રહણ કર્યું છે.
પ્રશમરતિ • ૧૦૧
Page #115
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ શરીર ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું અને પાંચ મહાવ્રત વગેરે ચારિત્રનું (=મૂલગુણ-ઉત્તરગુણો રૂપ ચારિત્રનું) સાધન છે. દેહને ટકાવવા માટે આહાર-પાણી આદિ જરૂરી છે. આથી ક્ષમાદિ દશ પ્રકારના ધર્મના અને પાંચ મહાવ્રત આદિ ચારિત્રના પાલન માટે આહાર-પાણી આદિથી શરીરની રક્ષા ઇષ્ટ છે=શાસ્ત્ર સંમત છે. આહાર-પાણી આદિ લોકોની પાસેથી મેળવવાના છે. આમ શ૨ી૨૨ક્ષા માટે લોકના ઘરે જવું, આહારાદિ શા માટે તૈયાર કર્યું છે, ઇત્યાદિ પૃચ્છા કરવી, તેની આજીવિકાનું સાધન શું છે તે જાણવું. (ખેતી કરતા હોય તો એમને ત્યાં અમુક પ્રકારનો આહાર સવારમાં મળે, બપો૨નો આહાર અમુક પ્રકારનો મળે, વેપાર કરતા હોય તો એમને ત્યાં સવારનો અમુક પ્રકારનો આહાર મળે, બપોરના અમુક પ્રકારનો આહાર મળે, ધંધાના પ્રમાણે રસોઇનો સમય પણ જુદો જુદો હોય) આર્થિક સ્થિતિનો અને માનસિક સ્થિતિનો ખ્યાલ રાખવો, લોકની રહેણી-કરણી કેવી છે, વસ્ત્રપરિધાન કેવું છે ? ઇત્યાદિ લોકચિંતન પણ શાસ્ત્રસંમત છે. પણ ધર્માચરણમાં જરૂર પડે તેટલા પૂરતી જ શરી૨૨ક્ષા અને શ૨ી૨૨ક્ષા પૂરતી જ લોકચિંતા હોવી જોઇએ.
પણ ધંધો કેવી રીતે બરાબર ચાલે ? ધન કેવી રીતે મળે ? સગપણ કેવી રીતે થાય ? રોગ કેવી રીતે દૂર થાય ? શરીર કેવી રીતે સારું રહે ? પુત્રાદિની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ઇત્યાદિ લોકચિંતા ઇષ્ટ નથી=શાસ્ત્રસંમત નથી. (૧૩૦)
अपिच-लोकवार्ताऽन्वेषणाप्रयोजनमिदमपरम्
लोकः खल्वाधारः, सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥ १३१ ॥
લો: વસ્તુ-નનપર્વાધાર-આશ્રયો, વર્તત રૂતિશેષઃ, सर्वेषां धर्मचारिणां-संयमिनां यस्मात्कारणात् तस्मात्कारणात् लोके-पृथग्जनपदे विरुद्धं-जातमृतसूतकनिराकृतगृहेषु भिक्षाग्रहणमसंगतं तत्तथा । तथा धर्मविरुद्धंમધુમાંસાવિત્પ્રદ્દળ । ચ: સમુયે । સંત્યાગ્યું-પરિહાર્યમિતિ ॥ ૨૩૨ ॥ વળી લોકનિર્વાહની તપાસ કરવાનું આ બીજું કારણ છે— પ્રશમરતિ - ૧૦૨
Page #116
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– સર્વ સાધુઓનો લોક જ આધાર છે. તેથી લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધનો ત્યાગ કરવો જોઈએ.
ટીકાર્થ– લોકવિરુદ્ધ જન્મ-મરણના સૂતકના કારણે લોકોએ જે ઘરોમાં ભિક્ષાનો નિષેધ કર્યો હોય તે ઘરોમાંથી (કે નિંદ્ય ઘરોમાંથી) ભિક્ષા લેવી વગેરે લોકવિરુદ્ધ છે. ધર્મવિરુદ્ધ=મઘ-માંસ આદિનું સેવન કરવું વગેરે ધર્મવિરુદ્ધ છે.' (૧૩૧) अथ लोकानुवृत्तिमेव समर्थयतेदेहो नासाधनको, लोकाधीनानि साधनान्यस्य । सद्धर्मानुपरोधात्, तस्माल्लोकोऽभिगमनीयः ॥ १३२ ॥
देहः-शरीरं नासाधनकः, किंतु ससाधन एव । लोकाधीनानि-जनायत्तानि साधनानि-आहारोपधिप्रभृतीन्यस्य-देहस्य, तत् किं ? धर्मानुपरोधिनः(धतः)सद्धर्मस्य-क्षमादेरविरोधाल्लोकोऽभिगमनीयः, धर्मविरुद्धत्यागेनानुवर्तनीय इति // ૨૩૨ //.
હવે લોકના અનુસરણનું જ સમર્થન કરે છે
ગાથાર્થ– આહાર-વસ્ત્રાદિ સાધન વિના શરીર નથી=શરીરનો નિર્વાહ ન થાય. આહાર-વસ્ત્રાદિ સાધનો લોકને આધીન છેઃલોકો પાસેથી ભિક્ષા દ્વારા મેળવવાના છે. તેથી સાધુએ ક્ષમાદિ ધર્મને બાધ ન આવે તે રીતે લોકને અનુસરવું જોઇએ, અર્થાત્ ધર્મવિરુદ્ધનો (અને લોકવિરુદ્ધનો) ત્યાગ કરવા દ્વારા લોકને અનુસરવું જોઇએ. (૧૩૨)
लोकानुवर्तने उपायमाहदोषेणानुपकारी, भवति परो येन येन विद्विष्टः ।
स्वयमपि तद् दोषपदं, सदा प्रयत्नेन परिहार्यम् ॥ १३३ ॥ ૧. અહીં ઓઘનિર્યુક્તિની ૪૪૪મી ગાથા પણ ઉપયોગી છે. તે ગાથાનો ભાવાર્થ
આ પ્રમાણે છે- “જે દેશ વગેરેમાં જે જીવો દીક્ષા, વસતિ અને આહાર-પાણીને આશ્રયીને જુગુણિત છે, તે દેશ વગેરેમાં તે જીવો જિનશાસનમાં નિષિદ્ધ કરાયેલા છે. આથી તેમનો પ્રયત્નથી ત્યાગ કરવો, અર્થાત્ તેમને દીક્ષા ન આપવી, તેમની વસતિમાં ન રહેવું, તેમના ઘરોમાંથી આહાર-પાણી ન લેવા.”
પ્રશમરતિ • ૧૦૩
Page #117
--------------------------------------------------------------------------
________________
1
दोषेण - दूषणेन करणभूतेन उपकाररहितो भवति परो-लोको येन येन, दोषेणेति योगः । कीदृशः ? विद्विष्टः क्रुद्धः सन्, पर इति सम्बन्धः । स्वयंआत्मनैव तद् दोषपदं-दूषणस्थानं सदैव प्रयत्नेन परिहार्यं-साधुना त्याज्यमिति ॥ १३३ ॥
-
લોકને અનુસરવાના ઉપાયને કહે છે–
ગાથાર્થ અન્ય માણસ જે જે દોષસેવનથી ગુસ્સે થયો છતો અપકારી બને તે દોષસ્થાનનો સાધુએ જાતે જ પ્રયત્નથી સદા ત્યાગ કરવો જોઇએ.
ભાવાર્થ– અમુક વ્યક્તિએ અમુક અયોગ્ય કાર્ય કર્યું અને એના કારણે લોકો એના દુશ્મન થઇ ગયા. એ પ્રમાણે સાધુએ જોયું તો સાધુએ પણ તેવા કાર્યથી દૂર રહેવું જોઇએ.૧ (૧૩૩)
'तत्परिहार्य' मित्युक्तं प्राक्, तद्विपक्षभूतस्य विधिविशेषमाहपिण्डैषणानिरुक्तः, कल्प्याकल्प्यस्य यो विधि: सूत्रे | ग्रहणोपभोगनियतस्य, तेन नैवामयभयं स्यात् ॥ १३४ ॥ पिण्डस्यैषणा-गवेषणादिरूपा सा पिण्डैषणा, तत्प्रतिपादकत्वेनोपचारात् पिण्डैषणाध्ययनमुच्यते, तत्र निरुक्तो - निश्चयेन भणितः स तथा, को ? विधिरिति योगः । कस्य ? कल्प्यः - ग्राह्यः अकल्प्यः - परिहार्यः, समाहारात् तस्य, पिण्डस्येति सामर्थ्यगम्यम् । यः कश्चिद्विधिः उपभोगानुपभोगात्मकः सूत्रेसिद्धान्ते, तेन विधिना ग्रहणोपभोगयोः - आदानसेवनयोर्नियतः परिमितवृत्तिः स तथा तस्य, नियतग्रहणस्य नियतोपभोगस्य च सतः साधोरित्यर्थः । किमित्याह-नैवामयभयं स्यात् - न रोगभीतिर्भवेदिति ॥ १३४ ॥
દોષસ્થાનનો ત્યાગ કરવો એમ કહ્યું. હવે તેનાથી વિપક્ષભૂત (= गुएावान) साधुनी विशेष प्रारनी विधिने हे छे
ગાથાર્થ– સિદ્ધાંતમાં (=આચારાંગમાં) પિંડૈષણા નામના અધ્યયનમાં કલ્પ્ય-અકલ્પ્યનો (=અમુક આહાર લેવા યોગ્ય છે, અમુક આહાર ત્યાગ કરવા યોગ્ય છે એમ) નિશ્ચિતરૂપે જે વિધિ કહ્યો છે તે વિધિથી ગ્રહણ १. अन्यः कुर्वन् परस्य दृष्टः किञ्चिदप्रियकारणम् तदवेक्ष्य स्वयमपि तद् दोषस्थानं परिहार्यम् । (भोटी टीओ)
પ્રશમતિ ૦ ૧૦૪
Page #118
--------------------------------------------------------------------------
________________
કરવામાં અને ઉપભોગ કરવામાં પરિમિતવૃત્તિવાળા સાધુને રોગનો ભય રહેતો જ નથી.
ટીકાર્થ– પરિમિતવૃત્તિવાળા- પરિમિત (જરૂર પૂરતો જ) આહાર लेना२ भने परिमित (=४३२ पूरती ४) भो। ७२ना२. (१३४)
अनन्तरोक्तं पिण्डाभ्यवहारं दृष्टान्तचतुष्केण स्पष्टयन्नाहव्रणलेपाक्षोपाङ्गवदसङ्गयोगभरमात्रयात्रार्थम् । पन्नग इवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ॥ १३५ ॥
व्रणे-गण्डे लेपः स तथा, अक्षस्य-धुरः उपाङ्गं-म्रक्षणादिखरण्टनं तत्तथा, ततो द्वन्द्वः, ते इव तद्वद्, व्रणलेपवदक्षोपाङ्गवच्चेत्यर्थः । अभ्यवहरेद् आहारमित्यस्यात्रापि योगः । किमर्थमित्याह-असङ्गाः-साधवस्तेषां योगाःसंयमाः तेषां भरः-संघातः स एव तन्मात्रं तस्य यात्रा-निर्वाहस्तदर्थं तत्तथा, धर्मानुष्ठाननिर्वाहार्थमिति निष्कर्षः, इदं निमित्तपदमग्रेतन (ग्रं. ८००) दृष्टान्तद्वयेऽपि योज्यम् । तथा पन्नग इव-सर्पवदभ्यवहरेद्-भुञ्जीताहारंपिण्डम्, यथा हि पन्नगो भक्ष्यं तृप्त्यर्थं रसमगृह्णन् ग्रसते, न चर्वति, एवं साधुरपि । तथा पुत्रशब्दोऽपत्यपर्यायः, पुत्रस्य पलं-मासं तदिव पुत्रिकाया वा, तद्वद्, भावना पूर्ववद्, दृष्टान्तवस्तु चिलातिपुत्रव्यापादितदुहितृमांसं, यथा हि पितुर्धातॄणां च भक्षयतां तन्मांसं न तत्रास्ति रसगाऱ्या, किंतु शरीरधारणार्थमेव, एवं साधुनाऽपि रसेष्वगृद्धेनाप्यभ्यवहार्यमन्नमिति ॥ १३५ ।।
હમણાં જ કહેલા આહારભોજનને ચાર દષ્ટાંતોથી સ્પષ્ટ કરે છે– ગાથાર્થ- સાધુ માત્ર સાધુના સંયમસમૂહના (=ધર્માનુષ્ઠાનોના) નિર્વાહ માટે જ ભોજન કરે અને ત્રણલેપ, અક્ષોપાંગ, સર્પ અને પુત્રમાંસની જેમ भो४न ४३.
સવિવેચન ટીકાર્થ– આ ગાથામાં સાધુ ભોજન શા માટે કરે? ભોજન કેટલું અને કેવું કરે ? ભોજન કેવી રીતે કરે આ ત્રણ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે. સાધુ ધર્માનુષ્ઠાનોના પાલન માટે જ ભોજન કરે. રસનાને રાજી રાખવા
પ્રશમરતિ • ૧૦૫
Page #119
--------------------------------------------------------------------------
________________
કે શરીરને અલમસ્ત બનાવવા ભોજન ન કરે. એથી જ સાધુ ત્રણલેપ અને અક્ષોપાંગ જેટલો જ આહાર કરે -
(૧) સાધુ વ્રણલેપ જેટલો આહાર વાપરે. શરીરમાં પડેલા વ્રણમાં (ચાંદામાં) લેપ કેટલો લગાડવાનો હોય ? લેપના થપેડા કરવાના હોય? ના. જેટલા લેપથી ત્રણમાંથી રસી નીકળી જાય અને તેમાં રૂઝ આવી જાય તેટલો જ લેપ જોઈએ. તેનાથી અધિક લેપ નકામો છે. તે પ્રમાણે સાધુએ જેટલા આહારથી સંયમનો નિર્વાહ થઈ શકે તેટલો જ આહાર લેવો જોઇએ.
વ્રણલેપ દષ્ટાંતની ઘટના બીજી રીતે પણ થઈ શકે. જુદી જુદી વ્યક્તિને જુદી જુદી જાતના વ્રણ હોય છે. કોઇનું વ્રણ લીંબડાનું કડવું તેલ ચોપડવાથી જ મટે, કોઇનું ત્રણ જવના લોટની લોપરી લગાડવાથી જ મટે, કોઇનું વ્રણ ઘી આદિ ચિક્કણા પદાર્થોના લેપથી જ મટે. એ પ્રમાણે કોઈ સાધુનું શરીર રુક્ષ આહારથી અનુકૂળ રહેતું હોય તો કોઈ સાધુનું શરીર સ્નિગ્ધ આહારથી અનુકૂળ રહેતું હોય. આમ સાધુએ જેવા પ્રકારના આહારથી શરીર અનુકૂળ રહેતું હોય તેવા પ્રકારના આહારની જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ અને પ્રતિકૂળ આહારનો ત્યાગ કરવો જોઇએ.
(૨) આ વિષયમાં બીજું દષ્ટાંત છે અક્ષોપાંગ. જેમ ગાડાના પૈડામાં તેલનું ઉંધણ પૈડું બરાબર ચાલે તેટલું જ જોઈએ તેમ શરીરને આહાર પણ સંયમનો નિર્વાહ થાય તેટલો જ જોઇએ.
(૩) સાધુ સર્ષની જેમ આહાર વાપરે. સર્પ ભક્ષ્યને મુખમાં લઈને ચાવતો નથી, કિંતુ સીધું ગળામાં જ ઉતારી દે છે. એ પ્રમાણે સાધુએ પણ સ્વાદને વધારવા આહારને જમણી દાઢમાંથી ડાબી દાઢમાં અને ડાબી દાઢમાંથી જમણી દાઢમાં ફેરવીને ચાવવો નહિ જોઇએ.
(૪) આ વિષયમાં બીજું દષ્ટાંત પુત્રમાંસના ભક્ષણનું છે. તેવા પ્રકારના વિકટ સંયોગમાં મૂકાઈ ગયેલા પિતાને મૃતપુત્રના માંસનો આહાર કરવાનો પ્રસંગ આવી પડે તો પુત્રના માંસનું ભક્ષણ કરતાં તેને ટેસ આવે ? નહિ. આ વિષે ચિલતિપુત્રે મારેલી પુત્રી સુષમાના માંસનું ભક્ષણ દૃષ્ટાંતરૂપ છે. સુષમાના માંસનું ભક્ષણ કરતાં પિતાને અને ભાઈઓને તેમાં રસાસક્તિ ન હતી, કિંતુ શરીરને ટકાવવા માટે જ માંસનું ભક્ષણ
પ્રશમરતિ • ૧૦૬
Page #120
--------------------------------------------------------------------------
________________
કર્યું હતું. તે રીતે સાધુએ પણ આહાર વિના ન ચાલે તો જ સ્વાદમાં सासस्ति य[ विना ४ मो४न ४२ मे. (१३५)
पुनरेनमेवार्थं सविशेषमाहगुणवदमूछितमनसा, तद्विपरीतमपि चाप्रदुष्टेन । दारूपमधृतिना भवति, कल्प्यमास्वाद्यमास्वाद्यम् ॥ १३६ ॥
अत्रास्वाद्यशब्दद्वयं विद्यते, तत्रैकस्याशनादि वाच्यं अपरस्य तु अभ्यवहरणक्रिया । ततश्चैवं योज्यते-भवति-जायते, किं तद् ? आस्वाद्यंभोक्तव्यं, किम् ? आस्वाद्यम्-अशनादिकं, अत्र द्वावपि कर्मसाधनावास्वाद्यशब्दावित्यर्थः । कीदृशम् ? गुणवत्-स्वादुगुणोपेतं, तथा कल्प्यंकल्पनीयं । केनात आह-अमूच्छितमनसा-अमृदुचित्तेन, साधुनेति प्रक्रमः । तथा तद्विपरीतमपि च-अन्यथाभूतम्-अगुणवदपि च अविद्यमानास्वादं कल्प्यं-शुद्धं इदं चाप्रदुष्टेन-साधुना द्वेषरहितेन । पुनः कीदृशेन ? दारुणाकाष्ठेनोपमा-उपमानं सर्वत्रैकस्वभावतातुल्यता यस्याः सा तथा, सा धृतिर्यस्य स तथा तेन, दारुकमचेतनत्वाच्चन्दनादिभिः अभ्यर्च्यमानं न रागं न तु वास्यादिभिस्तक्ष्यमाणं द्वेषं करोति, किं तर्हि ? एकस्वरूपमेव तिष्ठति, एवं साधुरपि शुभाशुभाहारविषये रागद्वेषं न यायादिति ॥ १३६ ॥ ફરી આ જ અર્થને વિશેષથી કહે છે–
ગાથાર્થ– કાઠતુલ્યવૃત્તિવાળા સાધુએ સ્વાદિષ્ટ કથ્ય આહાર આસક્તિ વિના અને સ્વાદરહિત કથ્ય આહાર દ્વેષ વિના વાપરવો જોઇએ.
ટીકાર્થ– કાષ્ઠતુલ્યવૃત્તિવાળા– કાષ્ઠ જડ હોવાથી ચંદન આદિથી તેની પૂજા કરવામાં આવે તો ખુશ થતું નથી અને વાસલા આદિથી છેદવામાં આવે તો નાખુશ થતું નથી. બંને સ્થિતિમાં એક સરખું રહે છે. તેમ साधु ५९॥ शुभ-अशुभ माडामा २-द्वेषने न पामे. (१३६) तत्र भोजनं कालाद्यपेक्षमभ्यवह्रियमाणं नाजीर्णादिदोषकरं स्यादित्यत आहकालं क्षेत्रं मात्रां, स्वात्म्यं द्रव्यगुरुलाघवं स्वबलम् । ज्ञात्वा योऽभ्यवहार्य, भुंक्ते किं भेषजैस्तस्य ? ॥ १३७ ॥
પ્રશમરતિ • ૧૦૭
Page #121
--------------------------------------------------------------------------
________________
कालं-ग्रीष्मादिकं दुर्भिक्षादिकं वा, तथा क्षेत्रं-रूक्षादिकं तथा मात्रांस्वकीयमाहारगमन] प्रमाणं स्वात्म्यं यद् यस्य प्रियं पथ्यं च, द्रव्यं माहिषं दधि (क्षीरं) गुरु, गव्यादि दधिक्षीरं लघु । इह समासः कार्यः स्यात् । तथा स्वबलं-निजसमार्थ्यं ज्ञात्वा-बुध्वा योऽभ्यवहार्य-अन्नादि भुङ्कते किं મેષનૈતત ? | શરૂ૭ ||
તેમાં કાળ આદિ પ્રમાણે કરાતું ભોજન અજીર્ણ વગેરે દોષને કરનારું ન થાય. આથી ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– જે સાધુ કાલ, ક્ષેત્ર, માત્રા, સામ્ય, દ્રવ્યગુણ-લાઘવ અને સ્વબળને જાણીને તે પ્રમાણે આહાર વાપરે છે તેને ઔષધોથી શું? અર્થાત્ તેને ઔષધોની જરૂર પડતી નથી.
સવિવેચન ટીકાર્થ(૧) કાલ– ગ્રીષ્મ, વર્ષા, શીત વગેરે કાળ છે. તેમાં ગ્રીષ્મઋતુમાં ખારા, ખાટા અને તીખા રસવાળા તથા ભારે પદાર્થોનો ત્યાગ... મધુર, તૂરા અને કડવા પદાર્થોનું સેવન... વર્ષોમાં મિષ્ટ અને ભારે પદાર્થોનો ત્યાગ... ખાટા, ખારા અને હલકા પદાર્થોનું ઊણોદરીપૂર્વક સેવન... શીતઋતુમાં મધુર, સ્નિગ્ધ કે ખાટા-ખારા પદાર્થો અધિક અનુકૂળ રહે છે... અથવા દુર્મિક્ષ વગેરે કાળ સમજવો.
(૨) ક્ષેત્ર- સૌરાષ્ટ્ર આદિ દેશ છે. રૂક્ષતાપ્રધાન દેશોમાં આહાર અધિક લેવાય છે. સ્નિગ્ધ (ભેજવાળા) દેશોમાં આહાર અલ્પ લેવાય છે. કાશ્મીર જેવા શીતપ્રધાન દેશોમાં આહાર ઘણો લેવાય છે.
(૩) માત્રા- માત્રા એટલે પ્રમાણ. ખોરાક પચાવવાની તાકાત કેટલી છે તે જાણીને સુખેથી પચે તેટલો આહાર લેવો જોઈએ.
(૪) સામ્ય- સામ્ય એટલે પોતાની પ્રકૃતિને અનુકૂળ. આયુર્વેદમાં પથ્યનું ઘણું મહત્ત્વ છે. તેમ છતાં પથ્ય પણ ખોરાક પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય તો તે શરીરમાં વિકૃતિ પેદા કરે છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. આથી સાધુએ કયાં કયાં દ્રવ્યો સ્વપ્રકૃતિને
પ્રશમરતિ - ૧૦૮
Page #122
--------------------------------------------------------------------------
________________
અનુકૂળ છે અને કયાં કયાં દ્રવ્યો પ્રતિકૂળ છે તે જાણીને અનુકૂળ દ્રવ્યોનું જ સેવન કરવું જોઇએ.
(૫) દ્રવ્યગુરુલાઘવ— કયાં દ્રવ્યો પચવામાં ભારે છે, કયાં દ્રવ્યો પચવામાં હલકાં છે એ પણ ખાસ જાણવાની જરૂર છે. જેમ કે– ભેંસનું દૂધ પચવામાં ભારે છે અને ગાય વગેરેનું દૂધ પચવામાં હલકું છે. પચવામાં ભારે દ્રવ્યો અલ્પ પ્રમાણમાં લેવાં જોઇએ.
(૬) સ્વબલ– શરીર વાતાદિ દોષોથી દૂષિત છે કે અષિત છે, દૂષિત છે તો કયા દોષથી દૂષિત છે ઇત્યાદિનો વિચાર કરી દોષો ઘટે અથવા વૃદ્ધિ ન પામે તેવો આહાર લેવો જોઇએ. (૧૩૭)
एवं पिण्डशय्यादिग्रहणे कथं निष्परिग्रहता स्यादित्याशङ्कयाहपिण्डः शय्या वस्त्रैषणादि पात्रैषणादि यच्चान्यत् । कल्प्याकल्प्यं सद्धर्मदेहरक्षानिमित्तोक्तम् ॥ १३८ ॥
पिण्डादि प्रसिद्धं, पिंडं सेज्जं च वत्थं च, चउत्थं पायमेव ये'ति । यच्चान्यत्-औपग्रहिकं दण्डकादि उत्सर्गतः कल्प्यं-कल्पनीयं अपवादतो गाढालम्बनेनाकल्प्यमपि ग्राह्यम् । किमर्थमित्याह - सन् - शोभनो धर्मो यस्य स तथा स चासौ देहश्च तस्य रक्षा तस्या निमित्तं कारणं तेनोक्तं- भणितं, न चैतत्परिग्रहः तत्रामूच्छितत्वादिति ॥ १३८ ॥
આ પ્રમાણે આહાર-શય્યા વગેરે લેવામાં નિષ્પરિગ્રહપણું કેવી રીતે
થાય ? એવી આશંકા કરીને કહે છે—
ગાથાર્થ– આહાર, શય્યા, વસ્ત્રષણા વગેરે, પાત્રૈષણા વગેરે તથા અન્ય જે કોઇ વસ્તુ વિષે અમુક કલ્પ્ય છે (=વાપરી શકાય છે) અમુક અકલ્પ્ય છે (=ન વાપરી શકાય તેવી છે) એમ જે કહ્યું છે તે શુભધર્મવાળા શરીરની રક્ષા માટે કહ્યું છે.
ટીકાર્થ– આ વિષે દશવૈકાલિક અધ્યયન ૬ ગાથા ૪૮માં કહ્યું છે કે“અકલ્પ્ય એવા પિંડને (=ચાર પ્રકારના આહારને), શય્યાને (=વસતિને), વસ્ત્રને અને પાત્રને ન ઇચ્છે=લેવાની ઇચ્છા ન કરે, કલ્પ્સને ગ્રહણ કરે.” અન્ય=દાંડો વગેરે ઔપગ્રહિક વસ્તુ.
પ્રશમતિ • ૧૦૯
Page #123
--------------------------------------------------------------------------
________________
કધ્યાકધ્ય=સાધુએ ઉત્સર્ગથી જે વસ્તુ કથ્ય છે તે જ લેવી જોઇએ. અપવાદથી તો પુરાલંબનથી અકથ્ય પણ લઇ શકાય.
શુભ ધર્મવાળા દેહની રક્ષા માટે જે લેવામાં આવે તે પરિગ્રહ નથી. કેમકે તેમાં મૂછ નથી. (૧૩૮) एषैव निष्परिग्रहता स्पष्टीक्रियतेकल्प्याकल्प्यविधिज्ञः, संविग्नसहायको विनीतात्मा । दोषमलिनेऽपि लोके, प्रविहरति मुनिर्निरुपलेपः ॥ १३९ ॥
कल्प्याकल्प्यं-शुद्धाशुद्धं पिण्डादि तस्य विधिः-विधानं तं जानाति कल्प्याकल्प्यविधिज्ञः, तथा संविग्नाः-सद्धर्माणः सहाया यस्य स तथा । तथा विनीतात्मा-स्वभावविनीतः । दोषमलिनेऽपि-दूषणदूषितेऽपि लोकेजने प्रविहरति-आस्ते मुनिः-साधुनिरुपलेपो-रागादिविरहित इति ॥ १३९ ॥
આ જ નિષ્પરિગ્રહતાને ગ્રંથકાર સ્પષ્ટ કરે છે– ગાથાર્થ– કમ્બાકધ્યના વિધાનના (=આજ્ઞાના) જાણકાર, સંવિગ્નો જેને સહાયક છે, જે સ્વભાવથી વિનીત છે, તે મુનિ દોષોથી દૂષિત પણ લોકમાં નિર્લેપ રહે છે.
ટીકાર્થ- કપ્યાકધ્યના વિધાનના જાણકાર- શુદ્ધ-અશુદ્ધ આહાર આદિના વિધાનના જાણકાર. (કથ્ય વસ્તુની પ્રાપ્તિ ન થાય અને તે વિના ચાલે તેમ ન હોય તો અલ્પદોષવાળી અકથ્ય વસ્તુથી પણ શરીર-સંયમની રક્ષા કરવી, ક્યારે કચ્ચ પણ અકથ્ય બને અને ક્યારે અકથ્ય પણ કચ્ય બને આમ કણ્યાકથ્યના વિધાનના જાણકાર.)
સંવિગ્નો-શુભધર્મવાળા, અર્થાત્ સારા આચારવાળા. નિર્લેપ=રાગાદિથી રહિત. (૧૩) कथं पुनर्दोषवल्लोकान्तःपाती दोषैर्न लिप्यत इत्याहयद्वत् पङ्काधारमपि, पङ्कजं नोपलिप्यते तेन । धर्मोपकरणधृतवपुरपि, साधुरलेपकस्तद्वत् ॥ १४० ॥
પ્રશમરતિ • ૧૧૦
Page #124
--------------------------------------------------------------------------
________________
यद्वद्-यथा पङ्काधारं कर्दममध्यादुत्पन्नमपि पङ्कजं पद्मं नोपलिप्यते-न स्पृश्यते तेन कर्दमेन । दार्ष्यन्तिकमाह - धर्मोपकरणेन - वस्त्रपात्रादिना धृतं वर्यस्य स तथा साधुरलेपकः तद्वत्-तथा, लोभेन न स्पृश्यते शुद्धाशयत्वादिति ॥ १४० ॥
દોષવાળા લોકમાં રહેનાર દોષોથી કેવી રીતે ન લેપાય એ વિષયને उहे छे
ગાથાર્થ– જેવી રીતે કાદવમાં ઉત્પન્ન થયેલું પણ કમળ કાદવથી લેપાતું નથી. તેવી રીતે જેણે શરીરે ધર્મોપકરણો ધારણ કર્યા છે તેવો સાધુ નિર્લેપ રહે છે, અર્થાત્ આશય શુદ્ધ હોવાથી લોભથી સ્પર્શતો નથી. (૧૪૦) तथा अपरोऽपि दृष्टान्तः
यद्वत्तुरगः सत्स्वप्याभरणविभूषणेष्वनभिषक्तः । तद्वदुपग्रहवानपि न सङ्गमुपयाति निर्ग्रन्थः ॥ १४१ ॥
,
यद्वत्-यथा तुरगो-घोटकः सत्स्वपि - विद्यमानेष्वप्याभरणविभूषणेषु-वालव्यजनादिष्वश्वमण्डनेषु अनभिषक्तः - अमूच्छितः, तद्वदिति दृष्टान्तः, उपग्रहवानपि - धर्मोपकरणयुक्तोऽपि न सङ्गमुपयाति न स्नेहमुपगच्छति निर्ग्रन्थो वक्ष्यमाणपरिग्रहरहित इति ॥ १४१ ॥
તથા આ વિષયમાં બીજું પણ દૃષ્ટાંત છે—
ગાથાર્થ– જેવી રીતે આભૂષણોનો શણગાર હોવા છતાં અશ્વ અનાસક્ત રહે છે, તેવી રીતે ધર્મોપકરણોથી યુક્ત પણ નિગ્રંથ રાગને પામતો નથી. ટીકાર્થ આભૂષણોનો શણગાર=ચમરી ગાયના વાળમાંથી બનાવેલ ચામર વગેરે અશ્વનો શણગાર.
નિગ્રંથ=હવે પછીની ગાથામાં કહેવાશે તે ગાંઠથી=પરિગ્રહથી રહિત. (१४१)
कः पुनरयं ग्रन्थ इत्याह
ग्रन्थः कर्माष्टविधं मिथ्यात्वाविरतिदुष्टयोगाश्च ।
तज्जयहेतोरशठं, संयतते यः स निर्ग्रन्थः ॥ १४२ ॥
પ્રશમરતિ - ૧૧૧
?
-
Page #125
--------------------------------------------------------------------------
________________
ग्रथ्यते - वेष्ट्यते येन स ग्रन्थः सोऽष्टविधं कर्म मिथ्यात्वाविरतियोगाश्च पूर्वोक्ताः, तज्जयहेतोः-कर्मादिनिराकरणनिमित्तमशठं-मायारहितं यथा भवति (तथा) संयतते - सम्यगुद्यच्छति यः स निर्ग्रन्थो भवतीति ॥ १४२ ॥
આ ગાંઠ કઇ છે તે કહે છે—
ગાથાર્થ— આઠ પ્રકારના કર્મો, મિથ્યાત્વ, અવિરતિ અને અશુભયોગો એ ગ્રંથ=ગાંઠ છે. કર્મ આદિને જીતવા માટે જે નિષ્કપટપણે સમ્યગ્ ઉદ્યમ કરે છે તે નિગ્રંથ છે. (જેનાથી કોઇ વસ્તુ બંધાય તેને ગાંઠ કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં આત્મા આઠકર્મ આદિથી સંસારમાં બંધાય છે. માટે धर्म आदि गांड छे.) (१४२)
संप्रति कल्प्यमकल्प्यं वा किं तत् साधूनामित्यावेदयन्नाहयद् ज्ञानशीलतपसामुपग्रहं निग्रहं च दोषाणाम् । कल्पयति निश्चये तत्, कल्प्यमकल्प्यमवशेषम् ॥ १४३ ॥
यद्वस्तु ज्ञानादीनां त्रयाणां प्रसिद्धस्वरूपाणामुपग्रहम्-उपष्टम्भं तथा निग्रहं च-निवारणं दोषाणां क्षुदादीनां रागादीनां वा कल्पयति-करोति तद्वस्तु, क्व ? निश्चये-निश्चयनये विचार्य एतत् कल्प्यं - कल्पनीयं । यदित्थंभूतं वस्तु न भवति तदकल्प्यमवशेषम्-अन्यदिति ॥ १४३ ॥
હવે સાધુઓને શું કલ્પ્ય છે અને શું અકલ્પ્ય છે તેને જણાવતા ગ્રંથકાર उहे छे
ગાથાર્થ– જે વસ્તુ જ્ઞાન-ચારિત્ર-તપની વૃદ્ધિ કરે અને દોષોનો નિગ્રહ अरे ते वस्तु निश्चयनयथी उस्थ्य छे. जाडीनुं (जघु) सहस्थ्य छे.
ટીકાર્થ દોષોનો નિગ્રહ કરે– ક્ષુધા આદિ કે રાગ આદિ દોષોનું निवारा रे. (१४३)
विपर्ययमाह
यत्पुनरुपघातकरं, सम्यकृत्वज्ञानशीलयोगानाम् । तत्कल्प्यमप्यकल्प्यं, प्रवचनकुत्साकरं यच्च ॥ १४४ ॥
પ્રશમરતિ • ૧૧૨
Page #126
--------------------------------------------------------------------------
________________
यदित्यार्यार्धं कण्ठ्यम् । तत् कल्प्यमपि शुद्धमपि पिण्डाद्यकल्प्यं यच्च वस्तु प्रवचनकुत्साकरं- शासननिन्दाविधायकं तदप्यकल्पनीयमिति ॥ १४४ ॥
ઉક્તથી ઊલટું કહે છે–
ગાથાર્થ– જે સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર અને શુભયોગોનો ઉપઘાત (વિનાશ) કરે અને જે પ્રવચનની હીલના કરે તે કલ્પ્ય=શુદ્ધ હોય તો पए सस्थ्य छे. (१४४)
किंचित् शुद्धं कल्प्यं, स्यात् स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं, पात्रं वा भेषजाद्यं वा ॥ १४५ ॥
किंचिद्वस्तु शुद्धं - कल्प्यमकल्प्यं स्याद्, अतिस्निग्धादि, विकारहेतुत्वादनर्थापत्तेः परिहार्यं । तथा अकल्प्यमपि कल्प्यं स्याद्, वातविकारिणामिति । किं तदेवं स्यादित्याह - पिण्ड इत्यादि, स्पष्टं ॥ १४५ ॥
गाथार्थ - (साथी ४) आहार, वसति, वस्त्र, पात्र हे औषध वगेरे જે કંઇ શુદ્ધ હોવાથી કલ્પ્ય હોવા છતાં (સંયમનો ઘાત કરનાર હોય તો) અકલ્પ્ય બને અને અકલ્પ્ય પણ (સંયમની રક્ષા-વૃદ્ધિમાં સહાયક હોય तो) अस्थ्य जने.
ટીકાર્થ– અતિસ્નિગ્ધ આહાર નિર્દોષ હોય તો પણ વિકારનો હેતુ હોવાથી અનર્થની પ્રાપ્તિ થવાના કારણે ત્યાગ કરવા યોગ્ય છે. તે જ અતિસ્નિગ્ધ આહાર જેમને વાયુનો વિકાર થયો છે તેમને કલ્પ્ય છે. (૧૪૫)
कदा कल्प्यं कदा वा अकल्प्यमिति विभजते
देशं कालं पुरुषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्यं, नैकान्तात् कल्पते कल्प्यम् ॥ १४६ ॥
-
देशं ग्रामादिकं तथा कालं दुर्भिक्षादिकं पुरुषं प्रव्रजितराजपुत्रादि अवस्थां सहिष्णुत्वप्रभृतिकां प्रसमीक्ष्येति योगः, तथोपयोगश्च-गुणः, पाठान्तरे तु उपघातश्च-सक्तुकादिषु जीवसंसक्तिदोषः, शुद्धिः - चित्तनैर्मल्यं परिणामश्चभावस्यान्यथाभवनं ते तथा तान्, क्वापि समाहारो दृश्यते ततस्तत्, प्रसमीक्ष्यપ્રશમરતિ ૦ ૧૧૩
Page #127
--------------------------------------------------------------------------
________________
पर्यालोच्य भवति-जायते कल्प्यं-ग्राह्यं, भवति कल्प्यं शुद्ध पिण्डादि । न-नैवैकान्तात्-निश्चयेन कल्पते-ग्राह्यं भवति कल्प्यं-शुद्धं पिण्डादि, देशाद्यपेक्ष्य अकल्प्यमपि कल्प्यं भवतीति भावनेति ॥ १४६ ॥
આહાર વગેરે ક્યારે કચ્ય બને અને ક્યારે અકથ્ય બને એમ વિભાગ કરે છે
ગાથાર્થ– આહાર વગેરે દેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગ, શુદ્ધિ અને પરિણામનો વિચાર કરીને કચ્ચ=ગ્રાહ્ય બને છે. શુદ્ધ આહાર વગેરે એકાંતે ગ્રહણ કરવા યોગ્ય ન બને.
ટીકાર્થ– દેશ=ગામ વગેરે. (અથવા દેશમાં જરૂરી વસ્તુ સુલભ છે કે દુર્લભ ?).
કાળ દુકાળ વગેરે. પુરુષ દીક્ષિત રાજપુત્ર વગેરે. અવસ્થા=સહિષ્ણુતા (માંદગી) વગેરે. ઉપયોગ=વિશિષ્ટ લાભ વગેરે. શુદ્ધિકચિત્તની નિર્મળતા. પરિણામ=વસ્તુમાં પરિવર્તન થવું. દેશ આદિની અપેક્ષાએ અકથ્ય પણ કય્ય બને અને કમ્પ્સ પણ અકથ્ય બને એવો ભાવ છે. (૧૬)
एवमनैकान्तिकं कल्प्याकल्प्यविधि निरूप्य योगत्रयनियमनायाहतच्चिन्त्यं तद्भाष्यं, तत्कार्यं भवति सर्वथा यतिना । नात्मपरोभयबाधकमिह यत् परतश्च सर्वाद्धम् ॥ १४७ ॥ तत् चिन्त्यं-चित्तेन चिन्तनीयं तद् भाष्यं-वचनेन भणनीयं तत् कार्यशरीरेण विधेयं भवति-जायते सर्वथा-सर्वैः प्रकारैः, केन ? यतिना-साधुना, न-नैव आत्मा च परश्चोभयं च, तेषां बाधकं-दुःखकारकमिह-इह लोके यत् परतश्च-परलोके सर्वाद्धं-सकलकालमिति ॥ १४७ ॥
પ્રશમરતિ • ૧૧૪
Page #128
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે કલ્પ્ય-અકલ્પ્યનું વિધાન એકાંતિક નથી એમ નિરૂપણ કરીને હવે ત્રણ યોગોના નિયમન માટે કહે છે–
ગાથાર્થ– સાધુએ બધી રીતે મનથી તે વિચારવું જોઇએ, વચનથી તે બોલવું જોઇએ અને કાયાથી તે ક૨વું જોઇએ કે જે આ લોકમાં અને પરલોકમાં खेम सर्वप्राणे स्व-५२ उभयने आध= छु : जा२४ न बने. (१४७) इत इन्द्रियनियन्त्रणमाचष्टे
सर्वार्थेष्विन्द्रियसंगतेषु वैराग्यमार्गविघ्नेषु ।
परिसंख्यानं कार्यं, 'कार्यं परमिच्छुना नियतम् ॥ १४८ ॥ सर्वार्थेषु-शब्दादिषु, कीदृशेषु ? इन्द्रियैः सङ्गताः-इन्द्रियाणां गोचरतां गतास्तेषु, तथा वैराग्यमार्गविघ्नेषु सम्यग्ज्ञानकियान्तरायेषु, किमित्याहपरिसंख्यानं-तत्त्वावलोचनं कार्यं यत एते शब्दादय इत्वरा आयतावहिता इति ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानं विधेयं । कस्मात् पुनः परिसंख्यायन्ते गोचरमागताः शब्दादय इति ? कार्यं - प्रयोजनं परं प्रकर्षवद् मोक्षपदप्राप्तिलक्षणमिच्छता - अभिलषता नियतं शाश्वतम् ॥ १४८ ॥
॥ इत्याचाराधिकारः ॥
અહીંથી ઇન્દ્રિયના નિયંત્રણને કહે છે—
ગાથાર્થ— શાશ્વત મોક્ષપદની પ્રાપ્તિ રૂપ શ્રેષ્ઠ કાર્ય (=ફળ)નાં અભિલાષીએ વૈરાગ્યમાર્ગમાં અંતરાય કરનારા અને ઇન્દ્રિયોની સાથે સંબંધવાળા થયેલા સર્વ વિષયોમાં તાત્ત્વિક વિચારણા કરવી.
ટીકાર્થ વૈરાગ્યમાર્ગમાં વિઘ્નરૂપ=સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયામાં
અંતરાય કરનારા.
१. कार्यं सकलकर्मक्षयलक्षणो मोक्षः । प्रकृष्टं परं धर्मार्थकाममोक्षाणां मोक्षाख्यमेव कार्यं परं कार्यम् । कामस्य दुःखात्मकत्वात् दुःखहेतुत्वात् तत्साधनव्यभिचारात् । अर्थस्यार्जनरक्षणक्षयसंगहिंसादिदोषदर्शनात् अनर्थानुबन्धित्वाच्च नृसुरैश्वर्याणां क्षयातिक्लेशयुक्तत्वात् । अभ्युदयलक्षणस्य धर्मस्यार्थकामफलत्वात् दुष्टता । सर्वत्र चात्यन्तिकैन्तिकसुखस्वभावात् परं कार्यं मोक्षस्तमिच्छता । (बृहत्टीअ )
પ્રશમરતિ - ૧૧૫
Page #129
--------------------------------------------------------------------------
________________
તાત્ત્વિક વિચારણા કરવી=આ શબ્દાદિ વિષયો થોડો સમય રહેનારા છે અને ભવિષ્યમાં અહિત કરનારા છે એમ જ્ઞપરિજ્ઞાથી જાણીને (प्रत्याध्यान परिशाथी) विषयोनो त्या ४२वो. (१४८)
આ પ્રમાણે આચાર અધિકાર પૂર્ણ થયો.
(6) भावना मधिबार तच्चेच्छता भावना भाव्या इत्याहभावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकताऽन्यत्वे । अशुचित्वं संसारः, कर्मास्रवसंवरविधिश्च ॥ १४९ ॥ भावयितव्यं-चिन्तनीयं । किं तत् ? अनित्यत्वं १ तथा अशरणत्वंजन्माद्यभिभूतस्य नास्ति त्राणं २ 'तथैकताऽन्यत्वे' तत्रैकत्वम्-एक एवाहमित्यादि ३ अन्यत्वम्-अन्य एवाहं स्वजनेभ्यः ४ अशुचित्वं शुक्रशोणितादीनामादि(द्युत्तर)कारणानामशुचिरूपत्वात् ५ संसार इति भवभावना 'माता भूत्वा' इत्यादिका ६ कर्मास्रवश्च संवरश्च तयोविधिः, तत्र कर्मास्रवविधिना आस्रवद्वाराणि विवृतानि कर्मास्रवन्तीति भावयेत् ७ संवरविधेश्चास्रवद्वाराणां स्थगनमिति ८ ॥ १४९ ॥ निर्जरणलोकविस्तरधर्मस्वाख्याततत्त्वचिन्ताश्च । बोधिः सुदुर्लभत्वं, च भावना द्वादश विशुद्धाः ॥ १५० ॥
सुष्ठ्वाख्यातः स्वाख्यातो धर्मश्चासौ स्वाख्यातश्च, निर्जरणं लोकविस्तरश्च धर्मस्वाख्यातश्च तेषां तत्त्वचिन्ताश्च, तत्र निर्जरणं तपसा कर्मक्षपणं ९ लोकविस्तरो-लोकायामादिः १० धर्मस्वाख्यातश्च-शोभनोऽयं धर्मो भव्यहिताय जिनैः कथितः, एषां तत्त्वचिन्तनानि ११ बोधेः सुदुर्लभत्वं चेति १२ भावना द्वादश विशुद्धा इति स्पष्टम् ॥ १५० ॥
વિષયોનો ત્યાગ કરવાના અભિલાષીએ ભાવનાઓ ભાવવી જોઇએ. આથી ગ્રંથકાર કહે છે
थार्थ- मनित्यत्व, अश२५॥त्व, सत्य, अन्यत्व, शुयित्व, સંસાર, કર્મીગ્નવ, સંવર, નિર્જરા, લોકવિસ્તાર, ધર્મસ્યાખ્યાત અને બોધિદુર્લભતા આ બાર વિશુદ્ધ ભાવનાઓનું ચિંતન કરવું જોઇએ.
પ્રશમરતિ ૦ ૧૧૬
Page #130
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ– (૧) અનિત્યત=ભૌતિક સર્વપદાર્થોની અનિત્યતા વિચારવી. (૨) અશરણત્વ=જન્મ આદિથી પરાભવ પામેલા જીવનું કોઇ રક્ષણ કરનાર નથી એમ વિચારવું. (૩) એકત્વ=હું એકલો જ છું ઇત્યાદિ ચિંતવવું. (૪) અન્યત્વ સ્વજનોથી હું જુદો જ છું એમ ચિંતન કરવું. (૫) અશુચિત્વ શરીરના મૂળ કારણ શુક્ર-લોહી વગેરે અશુચિરૂપ છે ઇત્યાદિ વિચારવું.
(૬) સંસાર=માતા થઈને પત્ની થાય છે ઇત્યાદિ વિચારવું. (૭) કર્માસવઃખુલ્લાં આસ્રવ દ્વારા કર્મોને આત્મામાં પ્રવેશ કરાવે છે એમ ચિંતન કરવું.
(૮) સંવર=આગ્નવોને બંધ કરવાથી કર્મો આત્મામાં આવતા અટકે છે એમ વિચારવું. (૯) નિર્જરા–તપથી કર્મોનો ક્ષય થાય એમ વિચારવું. (૧૦) લોકવિસ્તાર=લોકની લંબાઈ વગેરે ચિંતવવું. (૧૧) ધર્મસ્વાખ્યાત=જિનોએ ભવ્યોના હિત માટે આ સુંદર ધર્મ કહ્યો છે એમ વિચારવું.
(૧૨) બોધિની સુદુર્લભતા=બોધિ (=સમ્યગદર્શન) અતિશય દુર્લભ છે એમ વિચારવું. (૧૪૯-૧૫૦) तत्रानित्यत्वमाहइष्टजनसंप्रयोगर्द्धिविषयसुखसंपदस्तथाऽऽरोग्यम् । देहश्च यौवनं जीवितं च सर्वाण्यनित्यानि ॥ १५१ ॥ इष्टजनसंप्रयोगश्च ऋद्धिसम्पच्च विषयसुखसम्पच्च, सम्पच्छब्दः प्रत्येकं सम्बध्यते, ता अनित्याः, तथा आरोग्यादीनि सर्वाण्यनित्यानीति ॥ १५१ ॥ તેમાં અનિત્યત્વભાવનાને કહે છે
પ્રશમરતિ • ૧૧૭
Page #131
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– પ્રિયજનોનો સંયોગ, ઋદ્ધિની પ્રાપ્તિ, વિષયસુખની પ્રાપ્તિ, मारोग्य, शरीर, यौवन, वन मा मधु मनित्य छे. (१५१)
अशरणभावनामाहजन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते । जिनवरवचनादन्यत्र, नास्ति शरणं क्वचिल्लोके ॥ १५२ ॥ लोके क्वचिन्नास्ति शरणमिति योगः । कीदृशे ? अभिद्रुते-अभिभूते । कैः ? जन्मजरामरणेभ्यो भयानि तैः, तथा व्याधिवेदनाग्रस्ते । ततः किं ? नास्ति-न विद्यते । किं तत् ? शरणं-त्राणं । क्व ? अन्यत्र । कस्मात् ? जिनवरवचनात्-सर्वज्ञागमादिति ॥ १५२ ॥
અશરણભાવનાને કહે છે
ગાથાર્થ– જન્મ-જરા-મરણના ભયથી હેરાન થઇ ગયેલા અને વ્યાધિની વેદનાથી ઘેરાયેલા જીવને આ લોકમાં જિનેશ્વરનાં વચન ( જિનાગમ) सिवाय याय १२९१ नथी. (१५२)
एकत्वभावनामाहएकस्य जन्ममरणे, गतयश्च शुभाशुभा भवावर्ते । तस्मादाकालिकहित-मेकेनैवात्मनः कार्यम् ॥ १५३ ॥
एकस्य जीवस्य जन्ममरणे भवत इति शेषः । तथा गतयश्च शुभाशुभाः, तत्र देवमनुष्यगती शुभे नरकतिर्यग्गती अशुभे भवतः । क्व ? भवावर्तेसंसारे पुनःपुनर्धमणे । तस्मादाकालिकं-सदाभावि हितं-पथ्यमेकेनैव जीवेनात्मनः-स्वस्य कार्य-करणीयं, तच्च हितं संयमानुष्ठानमित्यर्थ इति ।। १५३ ॥
એકત્વભાવનાને કહે છે
ગાથાર્થ– ભવભ્રમણમાં જીવ એકલો જ જન્મે છે, એકલો જ મરે છે, શુભ કે અશુભ ગતિ એકલાની જ થાય છે. તેથી એકલાએ જ પોતાનું સદા માટેનું હિત કરી લેવું જોઇએ. ટીકાર્થ– શુભ ગતિઃદેવગતિ અને મનુષ્યગતિ.
પ્રશમરતિ • ૧૧૮
Page #132
--------------------------------------------------------------------------
________________
અશુભગતિ=નરકગતિ અને તિર્યંચગતિ. हितसंयमर्नु माय२९. (१५3) अन्यत्वभावनामाहअन्योऽहं स्वजनात्परिजनाच्च विभवाच्छरीरकाच्चेति । यस्य नियता मतिरियं, न बाधते तं हि शोककलिः ॥ १५४ ॥
न बाधते-न पीडयति । कः ? शोककलिः-कलिकालस्वरूपं, कं? तं जीवम् । हिशब्द: स्फुटार्थो, यस्य नियता-निश्चिता, काऽसौ ? मतिः-बुद्धिरियमेवेति अन्यतोल्लेखेन, अन्योऽहं (ग्रं० ९००) स्वजनात्-पित्रादेः परिजनाद्दासादेविभवात्-कनकादेः शरीराद्-देहात्, एतेभ्यो भिन्नोऽहमिति ॥ १५४ ।। અન્યત્વ ભાવનાને કહે છે
थार्थ- स्व४न (=पिता पो३)थी, परि४न (=स. गे३)थी, વૈભવ (સુવર્ણ વગેરે)થી અને શરીરથી હું ભિન્ન છું એવી જેની મતિ નિશ્ચિત છે તેને શોકથી ભરેલો કલિકાલ પરેશાન કરતો નથી. (૧૫૪)
अशुचित्वमाहअशुचिकरणसामर्थ्यादाद्युत्तरकारणाशुचित्वाच्च । देहस्याशुचिभावः, स्थाने स्थाने भवति चिन्त्यः ॥ १५५ ॥
भवति-जायते चिन्त्यः-चिन्तनीयः । कः ? अशुचिभावः-जुगुप्सनीयत्वं । क्व ? स्थाने स्थाने-शिरःकपालादिषु । कस्य ? देहस्य-तनोः । कस्मात् ? अशुचिकरणसामर्थ्यात्, शुचिनोऽपि द्रव्यस्य कर्पूरादेरशुचिकरणसामर्थ्यमस्त्येव । तथा आधुत्तरकारणाशुचित्वाच्च, कारणशब्दस्य प्रत्येकं योजनाद् आदिकारणोत्तरकारणयोरशुचित्वात्, तत्रादिकारणं शुक्रशोणितादि उत्तरकारणं तु जनन्याऽभ्यवहृतस्याहारस्य रसहरण्योपनीतस्य रसस्यास्वादनमत्यन्ताशुचिरिति ।। १५५ ।।
અશુચિભાવનાને કહે છે–
ગાથાર્થ– દેહમાં અશુચિ કરવાનું સામર્થ્ય હોવાથી તથા શરીરનું આદિ કારણ અને ઉત્તર કારણ અપવિત્ર હોવાથી સ્થાને સ્થાને શરીરની અપવિત્રતા વિચારવા યોગ્ય છે.
- प्रशभति. ११८
Page #133
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ– અશુચિ કરવાનું સામર્થ્ય હોવાથી=કપૂર વગેરે પવિત્ર પણ વસ્તુને અપવિત્ર કરવાનું સામર્થ્ય હોવાથી.
माहि ॥२५=शु-मोडी वगेरे. ઉત્તર કારણ=(શરીર બની ગયા પછી ગર્ભમાં) માતાએ ખાધેલા આહારના રસનું રસહરણી નાડી દ્વારા ભક્ષણ કરવાનું હોય છે. આ રસ અત્યંત અપવિત્ર હોય છે.
स्थाने स्थानेभस्तनी भोपरी वगैरे ६२६ स्थानमi. (१५५) संसारभावनामधिकृत्याहमाता भूत्वा दुहिता, भगिनी भार्या च भवति संसारे । व्रजति सुतः पितृतां भ्रातृतां पुनः शत्रुतां चैव ॥ १५६ ॥
माता भूत्वा दुहिता-पुत्रिका भवति । तथा भगिनी च-सहोदरी भार्या भवति । क्व ? संसारे । तथा व्रजति-याति । सुतः-पुत्रः । कां ? पितृतांजनकत्वं भ्रातृतां बन्धुत्वं । पुनः शत्रुतां-वैरित्वं चैवेति ॥ १५६ ॥ સંસારભાવનાને આશ્રયીને કહે છે–
ગાથાર્થ– સંસારમાં એક જ જીવ એક ભવમાં માતા થઈને બીજા ભવમાં પુત્રી થાય છે, ફરી બહેન થાય છે, પુનઃ પત્ની થાય છે. એક જ જીવ એક ભવમાં પુત્ર થઇને બીજા ભવમાં પિતા થાય છે, પુનઃ બંધુ થાય छ, ३२री शत्रु थाय छे. (म। छ संसार- २ टटर्नु न।28.) (१५६)
आस्रवभावनामुररीकृत्याहमिथ्यादृष्टिरविरतः, प्रमादवान् यः कषायदण्डरुचिः । तस्य तथाऽऽस्त्रवकर्मणि, यतेत तन्निग्रहे तस्मात् ॥ १५७ ॥ मिथ्यादर्शनादयः पञ्चापि पूर्वोक्ताः । यच्छब्दः पञ्चस्वपि योज्यः । ततो मिथ्यादृष्टिर्यो जीवः तथा अविरतः प्रमादवान् । रुचिशब्दोऽपि प्रत्येकं योज्यः । ततः कषायरुचिर्दण्डरुचिः । तस्य जीवस्य आस्रवकर्मणि-कर्मास्रवे सति, तथा-तेन प्रकारेण तन्निग्रहे-आस्रवनिग्रहे यतेत-यत्नं कुर्वीत, यतिरिति शेषः ।
પ્રશમરતિ • ૧૨૦
Page #134
--------------------------------------------------------------------------
________________
यत्तदोनित्याभिसम्बन्धात् यथाऽऽस्रवविशेषा न भवन्तीत्यर्थः । कस्मात् ? तस्माद्भावनाबलादिति ॥ १५७ ॥ આગ્નવભાવનાને સ્વીકારીને કહે છે
ગાથાર્થ જે જીવ મિથ્યાદષ્ટિ, અવિરતિ, પ્રમાદી, કષાયરુચિ અને દંડરુચિ છે તેને તે રીતે ( મિથ્યાત્વ વગેરે નિમિત્તે) ક આત્મામાં આવતા હોવાથી ભાવનાના બલથી આમ્રવના નિગ્રહમાં (આવતાં કર્મોને રોકવામાં) પ્રયત્ન કરે.
ભાવાર્થ- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને દંડ' આગ્નવ છે કર્મોને આત્મામાં પ્રવેશ કરવાનાં દ્વારો છે. આથી આઝૂવો દૂર થાય એ માટે પ્રયત્ન કરવો જોઇએ. આગ્નવોને દૂર કરવા સર્વપ્રથમ મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યગ્ દર્શન પામવું જોઇએ. પછી અવિરતિનો ત્યાગ કરીને વિરતિ
સ્વીકારવી જોઇએ. પછી પ્રમાદનો ત્યાગ કરીને અપ્રમત્ત બનવું જોઈએ. મિથ્યાત્વ અને અવિરતિનો ત્યાગ કરીને અપ્રમત્ત બનેલો આત્મા કષાયોથી અને દંડથી મુક્ત બને છે. આ રીતે આસ્રવોથી મુક્ત બનેલો આત્મા અલ્પ સમયમાં પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરીને મુક્તિપદને પામે છે. (૧૫૭) संवरभावनामाहया पुण्यपापयोरग्रहणे वाक्कायमानसी वृत्तिः । सुसमाहितो हितः संवरो वरददेशितश्चिन्त्यः ॥ १५८ ॥
यत्तदोनित्याभिसबन्धात् संवरः-आस्रवनिरोधलक्षणश्चिन्त्यः-चिन्तनीयो મતિા યા મિ (?)ત્યાદિ-યા વૃત્તિ-વ્યપર, પાડાન્તરે મુસિ:-પનું ! ઝીદશી ? વાયમાનસી, તદ્ધાવા, ઝા? (કવ?) પ્રહ-અનુપાવીને कयोः ? पुण्यं कर्म-सातादिद्विचत्वारिंशद्भेदं पापं कर्म-ज्ञानावरणीयादि द्व्यशीतिभेदं, उभयमपि वक्ष्यमाणं, ततो द्वन्द्वः, तयोरग्रहणं च संवृतास्रवद्वारस्य भवति, ततो न पुण्यमादत्ते, न पापमिति । कीदृशः संवरः ?
૧. મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિથી આત્મા દંડાય છે–પાપબંધ કરે છે. માટે મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ દંડ છે.
પ્રશમરતિ • ૧૨૧
Page #135
--------------------------------------------------------------------------
________________
सुसमाहितः-सुष्ठवात्मन्यारोपितः । तथा हित आयत्यां । तथा वरदाःतीर्थकरास्तैर्देशितः-कथित इति समासः ॥ १५८ ॥
સંવરભાવનાને કહે છે
ગાથાર્થ– પુણ્યકર્મ-પાપકર્મને ગ્રહણ ન કરવામાં મન-વચન-કાયાની જે પ્રવૃત્તિ તેને તીર્થકરોએ સંવર કહ્યો છે. આત્મામાં સારી રીતે સ્થાપેલો સંવર ભવિષ્યમાં હિતકારી બને છે. આવા સંવરનું ચિંતન કરવું જોઇએ.
ટીકાર્થ– સંવર એટલે આમ્રવનો નિરોધ. પુણ્યકર્મના સાતવેદનીય વગેરે ૪૨ ભેદો છે. પાપ કર્મના જ્ઞાનાવરણીય વગેરે ૮૨ ભેદો છે. આ બંનેના ભેદો આગળ કહેશે. જેણે આસ્રવારોને બંધ કરી દીધા છે (=સંવર यो छ) ते पुष्य-पापने ड! ४२तो नथी. (१५८) निर्जराभावनामाहयद्वद्विशोषणादुपचितोऽपि यत्नेन जीर्यते दोषः । तद्वत् कर्मोपचितं, निर्जरयति संवृतस्तपसा ॥ १५९ ॥
यद्वद् यथा शोषणात्-लङ्घनादिकाद् यत्नेन-महादरेण उपचितोऽपि-पुष्टोऽपि ज्वरादिदोषो जीर्यते-हानि याति, दृष्टान्तः । दार्टान्तिकमाह-तद्वत्-तथा कर्मज्ञानावरणादिकमुपचितं-बद्धादि निर्जरयति-क्षपयति संवृतो-निरुद्धास्रवद्वारो जीवः । केन ? तपसा-अनशनादिनेति ॥ १५९ ॥ નિર્જરા ભાવનાને કહે છે
ગાથાર્થ જેવી રીતે યત્નપૂર્વક લંઘન કરવાથી પુષ્ટ પણ જવર વગેરે દોષ નાશ પામે છે તેવી રીતે સંવરયુક્ત જીવ એકઠા કરેલા બદ્ધ વગેરે પ્રકારના જ્ઞાનાવરણીય વગેરે કર્મનો તપથી ક્ષય કરે છે. (૧૫૯)
लोकभावनामाहलोकस्याधस्तिर्यग्, विचिन्तयेदूर्ध्वमपि च बाहल्यम् । सर्वत्र जन्ममरणे, रूपिद्रव्योपयोगांश्च ॥ १६० ॥
लोकस्य-जीवाजीवाधारक्षेत्रस्याधस्तिर्यगूर्ध्वमपि च बाहल्यं-विस्तरं विचिन्तयेत् । तत्राधः सप्तरज्जुप्रमाणो लोकः, तिर्यग् रज्जुप्रमाणः, ऊर्ध्वं
પ્રશમરતિ • ૧૨૨
Page #136
--------------------------------------------------------------------------
________________
ब्रह्मलोके पञ्चरज्जुप्रमाणः पर्यन्ते रज्जुप्रमाणः चशब्दादूर्ध्वाधश्चतुर्दशरज्जुप्रमाणः । सर्वत्र जन्ममरणे समनुभूते, नास्त्येकोऽप्याकाशप्रदेशो यत्र न जातं न मृतं वा मयेति । रूपिद्रव्योपयोगांश्च रूपाणि च तानि द्रव्याणि च - परमाणुप्रभृतीन्यनन्तानन्तस्कन्धपर्यवसानानि तेषामुपयोगाः - परिभोगाः ( णामाः) मनोवाक्कायादिभिः कृतास्तांश्च । न च तैस्तृप्त इति चिन्तयेदिति ॥ १६० ।। લોક ભાવનાને કહે છે–
,
ગાથાર્થ– લોકના નીચેના, મધ્યના અને ઉપરના વિસ્તારને વિચારે. સર્વત્ર જન્મ-મરણને વિચારે. સર્વત્ર રૂપી દ્રવ્યોના ઉપયોગને વિચારે.
ટીકાર્થ લોકજીવ-અજીવનું આધાર ક્ષેત્ર. લોક નીચેના ભાગમાં સાત રજ્જુ પહોળો છે, મધ્યભાગમાં એક રજ્જુ પહોળો છે. ઉપર બ્રહ્મલોકમાં પાંચ રજ્જુ પહોળો છે. અંતે એક રજ્જુ પહોળો છે. ઉપરથી નીચે સુધીની લંબાઇ ચૌદ રજ્જુ જેટલી છે.
સર્વત્ર જન્મ-મરણને વિચારે–ચૌદ રાજલોકમાં બધા સ્થળે મેં જન્મ-મ૨ણ અનુભવી લીધા છે. ચૌદ રાજલોકમાં એક પણ આકાશ પ્રદેશ એવો નથી કે જ્યાં હું (અનંતવાર) જન્મ્યો ન હોઉં અને મર્યો ન હોઉં એમ વિચારે.
રૂપી દ્રવ્યોના ઉપયોગને વિચારે=૫૨માણુથી પ્રારંભીને અનંતાનંત સ્કંધ સુધીના બધા રૂપી દ્રવ્યોનો મેં ઉપયોગ=પરિભોગ કરી લીધો છે છતાં હું તેનાથી તૃપ્ત થયો નથી એમ વિચારે. (૧૬૦)
स्वाख्यातधर्मभावनामाह
'
धर्मोऽयं स्वाख्यातो, जगद्धितार्थं जिनैर्जितारिगणैः । येऽत्र रतास्ते संसारसागरं लीलयोत्तीर्णाः ॥ १६१ ॥
રૂતિ વ્યત્તમ્ ॥ ૬ ॥
સ્વાખ્યાતધર્મ ભાવનાને કહે છે–
ગાથાર્થ જેમણે શત્રુગણને જીતી લીધો છે એવા જિનોએ જગતના હિત માટે આ ધર્મ સારી રીતે કહ્યો છે. જે જીવો આ ધર્મમાં લીન બને છે તે જીવો સંસારસાગરને રમતથી પાર કરી જાય છે. (૧૬૧)
પ્રશમરતિ - ૧૨૩
Page #137
--------------------------------------------------------------------------
________________
दुर्लभबोधिकभावनामाहमानुष्यकर्मभूम्यार्यदेशकुलकल्पताऽऽयुरुपलब्धौ । श्रद्धाकथकश्रवणेषु, सत्स्वपि सुदुर्लभा बोधिः ॥ १६२ ॥
मानुष्यं-नरत्वं कर्मभूमिः-भरतादि पञ्चदशधा आर्यदेशो-मगधादिः कुलंउग्रादि कल्पता-नीरोगता आयुः-दीर्घायुष्कं तेषां षण्णां कृतद्वन्द्वानामुपलब्धिःप्राप्तिस्तत्र, तथा श्रद्धा च-धर्मजिज्ञासा कथकश्च-आचार्यादिः श्रवणं चआकर्णनं, तानि, तेष्वप्येतेषु नवस्वप्युत्तरोत्तरदुष्प्रापेषु दुर्लभा बोधिः-दुष्प्रापः सम्यक्त्वलाभ इति ॥ १६२ ॥ દુર્લભબોધિ ભાવનાને કહે છે
थार्थ- मनुष्यमय, भभूमि, माहेश, मार्यमुण, मारोग्य, દીર્ધાયુની પ્રાપ્તિ થવા છતાં તથા શ્રદ્ધા, ધર્મોપદેશક અને ધર્મશ્રવણ પ્રાપ્ત થવા છતાં બોધિ અતિશય દુર્લભ છે. ટીકાર્થ– કર્મભૂમિ=ભરત વગેરે પંદર પ્રકારે છે. मार्यश=२५ १२ १२३. =3U११ वगेरे. श्रद्धा धाशासा. धर्मोपशमायार्थ पणे३. મનુષ્યભવ વગેરે છે અને શ્રદ્ધા વગેરે ત્રણ એમ નવની પ્રાપ્તિ થઈ या पछी ५५ लोपि मतिशय हुर्सम छे. (१६२)
अथ स रागादिविजयो दशविधधर्मासेवनद्वारेण साध्य इति बिभणिषुस्तमन्वयव्यतिरेकाभ्यामाह
तां दुर्लभां भवशतैर्लब्ध्वाऽप्यतिर्दुलभा पुनर्विरतिः । मोहाद् रागात् कापथविलोकनाद् गौरववशाच्च ॥ १६३ ॥
तां-बोधि दुर्लभां भवशतैर्लब्ध्वाऽप्यतिदुर्लभा पुनर्विरतिः-देशविरतिः सर्वविरतिश्च अथ कुतो दुष्प्रापा विरतिरित्याह-मोहाद्-अज्ञानात्, तथा रागात्पन्यादिस्नेहरागात्, कापथविलोकनात्-कुत्सितमार्गचित्तविभ्रमात्, गौरववशाच्चऋद्धिरससातायत्ततायाश्चेति ॥ १६३ ॥
પ્રશમરતિ • ૧૨૪
Page #138
--------------------------------------------------------------------------
________________
રાગાદિ ઉપર વિજય દશ પ્રકારના ધર્મના આસેવનથી સાધી શકાય છે. એમ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર હવે 'અન્વય-વ્યતિરેકથી રાગાદિ વિજયને કહે છે
ગાથાર્થ– દુર્લભ પણ બોધિ સેંકડો ભવો પછી મળી જવા છતાં વિરતિ અત્યંત દુર્લભ છે. આમાં ચાર કારણો છે– (૧) મોહ, (૨) રાગ, (૩) કુમાર્ગનું વિલોકન અને (૪) ગૌ૨વ.
ટીકાર્થ– મોહ=અજ્ઞાનતા. (આ કામ કર્યા પછી, તે કામ કર્યા પછી દીક્ષા લઇશ એમ વિચારે અથવા સર્વત્યાગ કરવા હું સમર્થ નથી, દેશવિરતિ સ્વીકારીશ, એમ વિચારે. આ અજ્ઞાનતા નથી તો બીજું શું છે ? નહિ તો જ્યાં કાચી સેકંડ સુધી પણ જીવનનો ભરોસો ન હોય ત્યાં આવા વિચારો કેમ આવે ? તે જીવ એમ વિચારતો નથી કે આ જીવન ક્ષણભંગુર છે. તેથી હું ક્યારે ઉપડી જઇશ અને સર્વવિરતિ વિના મરીશ.)
રાગ=પત્ની આદિ ઉપર સ્નેહરાગ હોવાથી પત્ની આદિને છોડવા સમર્થ થતો નથી.
કુમાર્ગનું વિલોકન=કુમાર્ગને જોવાથી ચિત્તનો ભ્રમ થવાના કારણે સર્વવિરતિ ન લે. (કુમાર્ગને જોવાથી ચિત્તનો ભ્રમ થવાના કારણે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય એથી સર્વવિરતિ ન મળે.)
ગૌરવ=આસક્તિ. ઋદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવને આધીન બનવાથી સર્વવિરતિને ન પામે. (લોભ કષાયના કારણે ઋદ્ધિનો ત્યાગ ન કરી શકે. રસનેન્દ્રિયને આધીન બનવાથી મધુ૨૨સ આદિની લાલસાના કારણે સર્વવિરતિને ન સ્વીકારે. સાતાગારવના કારણે શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સહન ન કરી શકે. શય્યા સુવાળી જોઇએ. મકાન પણ ઠંડી-ગરમી ન લાગે તેવું જોઇએ. બ્રહ્મચર્ય ન પાળી શકે. આમ સાતા ગારવના કારણે સર્વવરિત ન પામી શકે.) (૧૬૩)
तत् प्राप्य विरतिरत्नं, विरागमार्गविजयो दुरधिगम्यः । इन्द्रियकषायगौरवपरीषहसपत्नविधुरेण ॥ १६४ ॥
૧. અન્વય એટલે સાહચર્યનો સંબંધ. જેમ કે, જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય. વ્યતિરેક એટલે અભાવ. જેમ કે જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધૂમાડો ન હોય.
પ્રશમરતિ ૦ ૧૨૫
Page #139
--------------------------------------------------------------------------
________________
दुष्प्रापां तां विरतिं प्राप्य ततः किं कार्यमत आह— तत्-पूर्वोक्तस्वरूपं विरतिरेव रत्नं, तत् प्राप्य - लब्ध्वा विरागमार्गस्य - विरागतापथस्य विजयःपरिचयोऽभ्यसनं स तथा, किं ? दुरधिगम्यो- दुष्प्रापः । केनेत्याह-इन्द्रियादयः प्रतीतार्थास्त एव सपत्ना - वैरिणस्तैर्विधुरः -आकुलीकृतस्तेनेति ॥ १६४ ॥
દુર્લભ તે વિરતિને પામીને શું કરવું જોઇએ તે કહે છે–
ગાથાર્થ– તે વિરતિરૂપ રત્નને પામીને ઇન્દ્રિય-કષાય-ગૌરવ-પરીષહ રૂપ વૈરીઓથી વ્યાકુલ બનેલ જીવને વિરાગમાર્ગનો અભ્યાસ દુર્લભ છે. (ઇન્દ્રિય વગેરેથી આકુળ-વ્યાકુળ કરાયેલ જીવ વિરાગમાર્ગનો અભ્યાસ २वा समर्थ थतो नथी.) (१६४)
तस्मात् परीषहेन्द्रियगौरवगणनायकान् कषायरिपून् । क्षान्तिबलमार्दवार्जवसन्तोषैः साधयेद्वीरः ॥ १६५ ॥
तस्मात् कषाया एव रिपवः तान् । कीदृशान् ? परीषहेन्द्रियगौरवाणां गणःसमूहस्तस्य नायकास्तान्, गणशब्दः प्रत्येकमभिसम्बध्यते । साधयेत्-विजयेत । कः ? धीरः-बुद्धिमान्। कैरित्याह - क्षान्तिबलादिभिरिति व्यक्तम् || १६५ ||
તેથી બુદ્ધિમાન પુરુષ પરીષહગણ, ઇન્દ્રિયગણ અને ગૌરવગણના નાયક એવા કષાયરૂપ શત્રુઓને ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષના બળથી छते. (१६५)
संचिन्त्य कषायाणामुदयनिमित्तमुपशान्तिहेतुं च । त्रिकरणशुद्धमपि तयोः परिहारासेवने कार्ये ॥ १६६ ॥
1
संचिन्त्य - आलोच्य । केषाम् ? कषायाणां । किं तत् ? उदयनिमित्तंप्रादुर्भावकारणमुपशान्तेर्हेतुः कारणं स तथा तं च तयोः परिहारासेवने कार्ये, अयमर्थः कषायाणामुदयनिमित्तं परिहार्यमुपशान्तिहेतुरासेवनीयः । कथं ? त्रिकरणशुद्धं यथा भवति कायवाङ्मनोनिर्दोषं, अपिरभ्युच्चय इति ॥ १६६ ॥ ॥ इति भावनाधिकारः ॥
કષાયોના ઉદય થવાના નિમિત્તોને અને કષાયોની શાંતિ થવાના નિમિત્તોને વિચારીને કષાયોનો ઉદય થવાના નિમિત્તોનો ત્યાગ કરવો અને
પ્રશમરતિ ૦ ૧૨૬
Page #140
--------------------------------------------------------------------------
________________
કષાયોની શાંતિ થવાના નિમિત્તોનું સેવન કરવું, જેથી મન-વચન-કાયાની શુદ્ધિ થાય. (૧૬૬)
આ પ્રમાણે ભાવના અધિકાર પૂર્ણ થયો.
(૧૦) ધર્મ અધિકાર अथ दशविधधर्म उद्देशनिर्देशाभ्यामभिधीयतेसेव्यः क्षान्तिर्दिवमार्जवशौचे च संयमत्यागौ । सत्यतपोब्रह्माकिंचन्यानीत्येष धर्मविधिः ॥ १६७. ॥
सेव्यः-आसेवनीयः एष धर्मविधिः-क्षान्त्यादि पुण्यविधानं, कथमिति ?, एवंप्रकारः, क्षान्तिः-कोपाभावः मार्दवं-मानविजयः । आर्जवं च शौचं च ते तथा, तत्रार्जवं-मृदु(ऋजु)ता शौचं-संयमनिर्लेपता अदत्तादानपरिहारो वा । चः समुच्चये । संयमत्यागौ, तत्र संयमः-सप्तदशभेदः त्यागस्तु द्रव्यभावग्रन्थत्यजनं ततो द्वन्द्वस्तौ सेव्यौ, सत्यादिपदचतुष्टयस्येतरेतरयोगः, तत्र सत्यंमृषावर्जनं तपः-अनशनादि ब्रह्म-मैथुननिवृत्तिः आकिंचन्यं-निष्परिग्रहत्वं, પતનિ સેવ્યાનીતિ / ૬૭ |
હવે દશ પ્રકારના ધર્મને ઉદ્દેશ અને નિર્દેશથી કહે છેગાથાર્થ શાંતિ, માર્દવ, આર્જવ, શૌચ, સંયમ, ત્યાગ, સત્ય, તપ, બ્રહ્મચર્ય, આકિંચન્ય આ ધર્મના (દશ) પ્રકારનું સેવન (=પાલન) કરવું જોઇએ. ટીકાર્થ– શાંતિ ક્રોધનો અભાવ. માર્દવ=માન ઉપર વિજય.
આર્જવ=સરળતા, શૌચ=સંયમમાં નિઃસ્પૃહતા અથવા અદત્તાદાનનો ત્યાગ. સંયમ=સત્તર પ્રકારનો સંયમ. (સત્તર પ્રકાર ૧૭૨મી ગાથામાં કહેશે.)
ત્યાગ=દ્રવ્ય-ભાવ ગ્રંથનો ત્યાગ. (ધન, ધાન્ય, ક્ષેત્ર (જમીન), વાસ્તુ (=ઘરવખરી વગેરે), રૂપું, સુવર્ણ, કુપ્ય (તાંબુ વગેરે ધાતુઓ), દ્વિપદ ૧. કોઈપણ વસ્તુનો નામથી ઉલ્લેખ થાય તે ઉદ્દેશ કહેવાય. પછી તેનું વિસ્તૃત વર્ણન થાય તેને નિર્દેશ કહેવાય. પ્રસ્તુતમાં ૧૬૭મી ગાથામાં ઉદ્દેશથી કથન છે. પછી ૧૬૮મી ગાથાથી નિર્દેશથી કથન છે.
પ્રશમરતિ - ૧૨૭
Page #141
--------------------------------------------------------------------------
________________
અને ચતુષ્પદ એ નવ દ્રવ્યગ્રંથ છે. આઠ કર્મ, મિથ્યાત્વ, અવિરતિ અને અશુભયોગ એ ભાવગ્રંથ છે.) સત્ય=મૃષાવાદનો ત્યાગ. તપ=અનશન વગેરે. બ્રહ્મચર્ય-મૈથુનથી નિવૃત્તિ. આકિંચન્ય=પરિગ્રહનો અભાવ.' (૧૬૭) क्षान्तेः प्राधान्यदर्शनार्थमाह- . धर्मस्य दया मूलं, न चाक्षमावान् दयां समाधत्ते । तस्माद् यः क्षान्तिपरः, स साधयत्युत्तमं धर्मम् ॥ १६८ ॥ धर्मस्य दशप्रकारस्य दया मूलं । न चाक्षमावान् दयां समाधत्ते-करोति । तस्मात् यः शान्तिपरः स साधयत्युत्तमं धर्ममिति ॥ १६८ ॥
ક્ષમાની મુખ્યતા બતાવવાને માટે કહે છે– ગાથાર્થ (દશ પ્રકારના) ધર્મનું મૂળ દયા છે. ક્ષમારહિત જીવ દયા કરી શકતો નથી. આથી જે જીવ ક્ષમામાં તત્પર છે તે (દશ પ્રકારના) ઉત્તમ ધર્મને આરાધે છે. (૧૬૮)
मार्दवमाहविनयायत्ताश्च गुणाः, सर्वे विनयश्च मार्दवायत्तः । यस्मिन् मार्दवमखिलं, स सर्वगुणभाक्त्वमाप्नोति ॥ १६९ ॥ विनयायत्ता-गुर्वभ्युत्थानाद्यधीना गुणा-ज्ञानादयः सर्वे, विनयश्च मार्दवायत्तोमृदुत्वाधीनो, यस्मिन् मार्दवमखिलं-समस्तं स प्राणी सर्वगुणभाक्त्वंसमस्तज्ञानाद्याश्रयतामाप्नोति-लभते, तस्मान्मार्दवं कार्यमिति ॥ १६९ ॥
માર્દવને કહે છે
ગાથાર્થ– સર્વગુણો વિનયને આધીન છે. વિનય માર્દવને ( નમ્રતાને) આધીન છે. જેનામાં માર્દવ સંપૂર્ણ છે તે સર્વગુણોની સેવાને પામે છે=જ્ઞાનાદિ સર્વગુણોની આશ્રયતાને પામે છે, અર્થાત્ તેમાં સર્વગુણો આવે છે. (તેથી માર્દવ કરવું જોઈએ.) (૧૬૯) ૧. સીજ્યારે પુષ્યવધાન=ક્ષમા વગેરે પવિત્ર પ્રકારો. (ટીકામાં જુઓ.)
પ્રશમરતિ - ૧૨૮
Page #142
--------------------------------------------------------------------------
________________
आर्जवमाहनानार्जवो विशुध्यति, न धर्ममाराधयत्यशुद्धात्मा । धर्मादृते न मोक्षो, मोक्षात् परमं सुखं नान्यत् ॥ १७० ॥
यत् नानार्जवो-मायावान् विशुध्यति, न च धर्ममाराधयति-निष्पादयत्यशुद्धात्मा-संक्लिष्टजीवो, धर्मादृते न मोक्षो-धर्मं विना न मुक्तिः, ऋते अत्रापि योगात्, मोक्षादृते परमं सुखं नास्ति-न विद्यतेऽन्यदिति ॥ १७० ॥ આર્જવને કહે છે
ગાથાર્થ– માયાવી મનુષ્ય શુદ્ધ બનતો નથી અને અશુદ્ધ (=સંક્લેશવાળો) આત્મા ધર્મની આરાધના (=સાધના) કરી શકતો નથી. ધર્મ વિના મોક્ષ नथी. भोक्ष सिवाय बाहुँ ५२म (=यढियातुं) सुप नथी. (१७०)
शौचमाहयद् द्रव्योपकरणभक्तपानदेहाधिकारकं शौचम् । तद् भवति भावशौचानुपरोधाद् यत्नतः कार्यम् ॥ १७१ ॥
यच्छौचं द्रव्योपकरणभक्तपानदेहाधिकारकं तद्भवति कार्यं भावशौचानुपरोधादिति सम्बन्धः । तत्र द्रव्यरूपं-पुद्गलात्मकं तच्च तदुपकरणं च-रजोहरणादि तच्च भक्तपाने च देहश्च तथा, तानाश्रित्याधिकारो-गोचरो यस्य तत्तथा । अयमत्र भावार्थ:- एतान्युपकरणादीनि समस्तान्यशुच्यादिना रुधिरादिना(वा) खरण्टितानि प्रक्षालनीयानि, पूर्वयतिवरैरेवं कृतत्वाद्, भावशौचानुपरोधात्-संयमाक्षतेरिति ॥ १७१ ॥
शौयने ४ छગાથાર્થ– ઉપકરણ, ભક્ત-પાન અને શરીરરૂપ દ્રવ્યને આશ્રયીને જે શૌચ કરવામાં આવે તે શૌચ સંયમરૂપ ભાવશૌચમાં હાનિ ન આવે તે રીતે પ્રયત્નથી કરવું જોઇએ. १. अधिकारकं पहनो शार्थ मा प्रभारी थाय- द्रव्य३५ 3५४२९५, मत-पान भने શરીરનો અધિકાર કરનારું શૌચ, અર્થાતુ ઉપકરણાદિને આશ્રયીને કરાતું શૌચ.
પ્રશમરતિ • ૧૨૯
Page #143
--------------------------------------------------------------------------
________________
टीर्थ- 6५४२५५२४२९ वगेरे. द्रव्य=yाल. 3५४२९, मतપાન અને શરીર પુદ્ગલ રૂપ હોવાથી દ્રવ્ય છે. તેથી ઉપકરણ વગેરેનું શૌચ=શુદ્ધિ દ્રવ્યશૌચ છે. સંયમની શુદ્ધિ ભાવશૌચ છે.
અહીં ભાવાર્થ આ છે– ઉપકરણો વગેરે લોહી વગેરે અશુચિથી ખરડાયેલા હોય તો ધોવા જોઈએ. કેમકે પૂર્વના સાધુઓએ તેમ કર્યું છે. પણ સંયમમાં હાનિ ન આવે તે રીતે ધોવા જોઇએ. (જેમ કે વિભૂષા थाय तेवी वस्तुमोनो यो। रीने न धोवा मे.) (१७१) संयममाहपञ्चास्त्रवाद् विरमणं, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरतिश्चेति, संयमः सप्तदशभेदः ॥ १७२ ॥ पञ्चभ्यः प्राणातिपातादिभ्यः आस्रवः-कर्मग्रहणं तस्माद्विरमणं-विरतिः, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः दण्डत्रयविरतिश्चेति पदत्रयमपि सुगमम् । संयमः सप्तदशभेदः, पृथिव्यादिरक्षणरूपो वेति ॥ १७२ ॥ संयमने ४ छ
ગાથાર્થ– હિંસાદિ પાંચ આગ્નવોથી વિરતિ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર કષાયો ઉપર વિજય અને અશુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિને રોકવી એમ સંયમ સત્તર પ્રકારનું છે. ટીકા– અથવા પૃથ્વી આદિના રક્ષણ રૂપ સંયમ સમજવું. (૧૭૨) त्यागमाहबान्धवधनेन्द्रियसुखत्यागात्त्यक्तभयविग्रहः साधुः । त्यक्तात्मा निर्ग्रन्थस्त्यक्ताहङ्कारममकारः ॥ १७३ ॥
बान्धवाः-स्वजनाः धनं-कनकादि इन्द्रियसुखं-शब्दादिसातं तानि तथा तेषां त्यागः । तस्मात्किमित्याह-साधुः-यतिर्भवतीति शेषः । कीदृशः ? त्यक्तभयविग्रहः-परिहतभीतिकलहः, तथा त्यक्तो-विषयादिपरिहारेण परिहत आत्मा-स्वदेहो येन स तथा, निर्ग्रन्थः-परिहतद्रव्यः, तथा त्यक्ताहङ्कारममकार इति प्राग्वदिति ॥ १७३ ॥
પ્રશમરતિ • ૧૩૦
Page #144
--------------------------------------------------------------------------
________________
ત્યાગને કહે છેગાથાર્થ સ્વજન, ધન અને ઇન્દ્રિય સુખનો ત્યાગ કરવાથી સાધુ ભય અને કલહનો ત્યાગી બને છે, અહંકાર-મમતાનો ત્યાગી બને છે. વિષય આદિનો ત્યાગ કરવા દ્વારા આત્માનો ત્યાગી બને છે અને ધનનો ત્યાગી બને છે. (૧૭૩)
सत्यमाहअविसंवादनयोगः, कायमनोवागजिह्मता चैव । सत्यं चतुर्विधं तच्च, जिनवरमतेऽस्ति नान्यत्र ॥ १७४ ॥ विसंवादनम्-अन्यथा स्थितस्यान्यथात्वभाषणं, गां अश्वं अश्वं गामिति भाषते, तेन योगः-सम्बन्धो, न विसंवादनयोगोऽविसंवादनयोगः, सत्यं यथादृश्यमानवस्तुभाषणं, तथा कायमनोवाचामजिह्मता-अकुटिलतेति समासः । सत्यं चतुविधं जिनवरमतेऽस्ति नान्यत्रेति व्यक्तम् ॥ १७४ ॥ સત્યને કહે છેગાથાર્થ– વિસંવાદનયોગનો અભાવ અને મન-વચન-કાયાની સરળતા એમ સત્ય ચાર પ્રકારનું છે. તે સત્ય જૈનસિદ્ધાંતમાં જ છે, બીજે ક્યાંય નથી.
ટીકાર્થ– વિસંવાદનયોગનો અભાવ=બીજી રીતે રહેલ વસ્તુને બીજી રીતે કહેવી તે વિસંવાદન. જેમ કે ગાયને આ અશ્વ છે, એમ કહે. અશ્વને આ ગાય છે, એમ કહે. આવા વિસંવાદનની સાથે સંબંધ તે વિસંવાદન યોગ. આવા વિસંવાદન યોગનો અભાવ.
સત્ય વસ્તુ જેવી દેખાતી હોય તેવી કહેવી તે સત્ય. [મનની સરળતા=બીજાને ઠગવા આદિના વિચારો ન કરવા.
વચનની સરળતા=સત્ય પરિસ્થિતિને ન છૂપાવવી, અસત્ય પરિસ્થિતિને ઊભી ન કરવી. કઠોર, કટુ અને સાવદ્ય વચનો ન બોલવા. કાયાની સરળતા=અન્યને છેતરવા આદિની પ્રવૃત્તિ ન કરવી.] (૧૭૪)
પ્રશમરતિ • ૧૩૧
Page #145
--------------------------------------------------------------------------
________________
तप आह
अनशनमूनोदरता, वृत्तेः संक्षेपणं रसत्यागः । कायक्लेशः संलीनतेति बाह्यं तपः प्रोक्तम् ॥ १७५ ॥
तत्र देशतोऽनशनं चतुर्थभक्तादि षण्मासान्तं तथा अपरं सर्वतो भक्तप्रत्याख्यानमिङ्गिनीमरणं पादपोपगमनं चेति । ऊनोदरता- द्वात्रिंशत्कवलेभ्यो यथाशक्ति न्यूनयत्याहारं यावदष्टकवलाहारः, अत्र गाथा - 'अप्पाहार ८ अवड्ढा १२ ( ग्रंथ १०००) दुभाग १६ पत्ता २४ तहेव किंचूणा ३१ । अदुवालससोलसचडवीस तहेक्कतीसा य ॥ १ ॥' वृत्तिः- वर्तनं भिक्षा तस्याः संक्षेपणं - मयैतावत्सु गृहादिषु भिक्षा अद्य ग्राह्या ३ । रसत्यागो - दुग्धादिपरिहारः ૪ | ાયજ્ઞેશ:-શોત્વાટનાવિ: | સંલીનતા-ફન્દ્રિયનોન્દ્રિયસંવૃતત્વ ૬ । વાહ્યં તપ: પ્રોń રૂતિ ॥ ૧૭૬ ॥
તપને કહે છે–
ગાથાર્થ અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા એ છ પ્રકારનો બાહ્ય તપ કહ્યો છે.
ટીકાર્થ– અનશન=અનશનના દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. તેમાં ઉપવાસ આદિથી પ્રારંભી છ માસ સુધીનો તપ દેશથી અનશન છે. સર્વથી અનશનના ભક્તપ્રત્યાખ્યાન, ઇંગિની મરણ અને પાદપોપગમન એમ ત્રણ પ્રકાર છે.
ઊણોદરી=યથાશક્તિ બત્રીશ કોળિયા આહારથી ન્યૂન આહાર કરે, યાવત્ આઠ કોળિયા આહાર કરે.
અહીં ગાથા આ પ્રમાણે છે– ઊણોદરીના અલ્પાહાર, અપાર્ક, દ્વિભાગ, પ્રાપ્ત અને કિંચિદ્ ઊન એમ પાંચ પ્રકાર છે. તેમાં એક કોળિયાથી આરંભી આઠ કોળિયા સુધી અલ્પાહાર ઊણોદરી છે. નવ કોળિયાથી આરંભી બાર
૧. બાહ્યમાં=જૈનેતરોમાં પણ પ્રસિદ્ધ છે. બાહ્યથી=બહારથી તપ તરીકે દેખાય છે. બાહ્ય શરીર વગેરેને તપાવે છે. બહારથી જોઇને લોકો તપસ્વી કહે છે. આ કારણોથી આ તપ બાહ્ય તપ છે.
પ્રશમરતિ • ૧૩૨
Page #146
--------------------------------------------------------------------------
________________
કોળિયા સુધી અપાઈ ઊણોદરી છે. તે કોળિયાથી આરંભી સોળ કોળિયા સુધી દ્વિભાગ ઊણોદરી છે. સત્તર કોળિયાથી આરંભી ચોવીસ કોળિયા સુધી પ્રાપ્ત ઊણોદરી છે. પચીસ કોળિયાથી એકત્રીસ કોળિયા સુધી કિંચિદ્ર ઊન ઊણોદરી છે. (પ્ર.સા.ગા. ૨૭૦ની ટીકામાં અવાંતર ગાથા)
વૃત્તિસંક્ષેપ-વૃત્તિ એટલે વર્તન, અર્થાત્ ભિક્ષા. તેનો સંક્ષેપ કરવો. જેમ કે મારે આજે આટલા જ ઘરોમાં ભિક્ષા લેવી. રસત્યાગ=દૂધ વગેરે રસનો (=વિગઇનો) ત્યાગ. કાયક્લેશ=(કાયાને કષ્ટ થાય તેવો) કેશલોચ વગેરે તપ.
સંલીનતા=ઇન્દ્રિય-મનનો સંવર કરવો. (ઇન્દ્રિય-મનની નિરર્થક પ્રવૃત્તિને રોકવી.) (૧૭૫)
अथाभ्यन्तरमाहप्रायश्चित्तध्याने, वैयावृत्त्यविनयावथोत्सर्गः । स्वाध्याय इति तपः, षट्प्रकारमभ्यन्तरं भवति ॥ १७६ ॥ प्रायश्चित्तं-कृतातीचारस्यालोचनादिदानं दशधा १ । ध्यानं चतुर्धा, तत्रातरौद्रत्यागेन धर्मशुक्लध्यानविधानं, ततः पदद्वयस्य द्वन्द्वः २ । वैयावृत्त्यविनयौगुरुभक्तदानादि । गुर्वभ्युत्थानादिकरणरूपौ ३-४ । तथोत्सर्ग:-कायोत्सर्गः ५ । स्वाध्यायो-वाचनादिः पञ्चधा ६ । इति तपः षट्प्रकारमाभ्यन्तरं भवतीति ।। १७६ ।।
હવે અત્યંતર તપને કહે છેગાથાર્થ પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, વ્યુત્સર્ગ અને સ્વાધ્યાય એમ છ પ્રકારનો અભ્યતર તપ છે.
ટીકાર્થ– પ્રાયશ્ચિત્ત=લાગેલા અતિચારોની આલોચના વગેરે કરવું. તેના દશ પ્રકાર છે.
ધ્યાન=ધ્યાન ચાર પ્રકારનું છે. તેમાં આર્ત-રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મ-શુક્લ ધ્યાન કરવું. વૈયાવૃજ્ય=ગુરુને આહાર આદિનું દાન કરવું.
પ્રશમરતિ • ૧૩૩
Page #147
--------------------------------------------------------------------------
________________
વિનય-ગુરુ પધારે ત્યારે ઊભા થવું વગેરે. व्युत्सर्गयोत्स.. स्वाध्याय वायना वगेरे पाय रे छ. (१७६) ब्रह्म प्राहदिव्यात् कामरतिसुखात्, त्रिविधं त्रिविधेन विरतिरिति नवकम् ।
औदारिकादपि तथा, तद् ब्रह्माष्टादशविकल्पम् ॥ १७७ ॥ दिव्यात्-भवनपत्यादिदेवीसम्भवात् कामरतिसुखात्-मदनासक्तिसातात्, त्रिविधं त्रिविधेन-मनसा न करोति न कारयति नानुमन्यते एवं वाचा कायेन चेति विरतिरिति नवकं, औदारिकादपि-मानुषतियक्त्रीसम्भवात् विरतिरिति नवकं, तथा तद् ब्रह्माष्टादशविकल्पमिति ॥ १७७ ॥
બ્રહ્મચર્યને કહે છે–
ગાથાર્થ– મન-વચન-કાયાથી ન કરવું-ન કરાવવું-ન અનુમોદવું એમ (3 x 3=c) न4 12 दिव्य भने मौ२ि४ मतिसुपथा भैथुनथा निवृत्ति मेम (ex २=१८) प्रलयर्थना सढा२ मेहो छ. ટીકાર્થ– દિવ્ય=ભવનપતિ આદિ દેવીના સંયોગથી થનાર.
ઔદારિક=મનુષ્ય-તિર્યંચ સ્ત્રીના સંયોગથી થનાર. કામરતિસુખથી=કામની આસક્તિથી થનારા સુખથી. (૧૭૭)
आकिंचन्यमाह'अध्यात्मविदो मूर्छा, परिग्रहं वर्णयन्ति निश्चयतः । तस्माद् वैराग्येप्सोराकिंचन्यं परो धर्मः ॥ १७८ ॥
अध्यात्मम्-अध्यात्मक्रियामागमं वा विदन्ति-जानन्तीत्यध्यात्मविदःतीर्थकरादयो मूर्छा-गृद्धि परिग्रहं वर्णयन्ति-प्रतिपादयन्ति निश्चयतःपरमार्थतः, तस्मात्-ततः कारणाद्वैराग्येप्सोः-विरागताभिलाषिणः साधोराकिंचन्यंमू»रूपपरिग्रहपरिहारस्वभावं परः-प्रधानो धर्म इति ॥ १७८ ॥ આકિંચ ને કહે છે–
પ્રશમરતિ • ૧૩૪
Page #148
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ- અધ્યાત્મને (=અધ્યાત્મક્રિયાને અથવા આગમને) જાણનારા તીર્થકરો પરમાર્થથી મૂર્છાને જ પરિગ્રહ કહે છે. આથી વૈરાગ્યને પ્રાપ્ત કરવાના અભિલાષી સાધુ માટે મૂછરૂપ પરિગ્રહનો ત્યાગ શ્રેષ્ઠધર્મ છે. (૧૭૮)
अथास्य धर्मस्य फलमार्याद्वयेनाहदशविधधर्मानुष्ठायिनः सदा रागदोषमोहानाम् । दृढरूढघनानामपि, भवत्युपशमोऽल्पकालेन ॥ १७९ ॥
दशविधधर्मानुष्ठायिनः-क्षान्त्यादिदशधाश्रेयःपरिपालकस्य सदा-सर्वदा रागदोषमोहानां कृतद्वन्द्वनां दृढरूढघनानां, तत्र दृढा-दुर्भेदाः रूढाः-प्राप्तस्थैर्याः घना-बहुलाः तेषामपि भवत्युपशमोऽल्पकालेनेति व्यक्तं, साधोरिति प्रकृतमिति ॥ १७९ ॥ હવે બે આર્યાઓથી આ ધર્મના ફળને કહે છે
ગાથાર્થ– દશ પ્રકારના યતિધર્મનું સદા પાલન કરનાર સાધુના દુર્ભેદ્ય સ્થિર અને ઘણા પણ રાગ-દ્વેષ-મોહનો અલ્પકાળમાં ઉપશમ થાય છે. (૧૭૯)
ममकाराहङ्कारत्यागादतिदुर्जयोद्धतप्रबलान् । हन्ति परीषहगौरवकषायदण्डेन्द्रियव्यूहान् ॥ १८० ॥
हन्तीति क्रिया । कः ? साधुरिति शेषः । कान् ? परीषहादीन् कृतद्वन्द्वान् पूर्वोक्तस्वरूपान् । कीदृशान् ? अतिदुर्जयान्-अतीव दुःखाभिभवनीयान् । उद्धताः-सावष्टम्भाः प्रबलाः-प्रकृष्टसामर्थ्याः, ततः पदत्रयस्य कर्मधारयः तान् । कुतः ? ममकाराहङ्कारत्यागात् पूर्वव्याख्यातादिति ॥ १८० ॥
ગાથાર્થ– મમતા અને અહંકારના ત્યાગથી સાધુ અતિશય દુર્જય, (અહંકાર આદિની) મદદવાળા અને પ્રબળ સામર્થ્યવાળા પણ પરીષહगौरव-पाय-अशुभ योग-5न्द्रियना समूडने ४ी नाणे छे. (१८०) १. श्रेयः . ૨. અવખંભ એટલે મદદ કે આધાર. અવખંભથી સહિત તે સાવષ્ટભ. આમ सावष्टम्भाः भ६६वाणा साधारवाण.
પ્રશમરતિ • ૧૩૫
Page #149
--------------------------------------------------------------------------
________________
यथा वैराग्यस्थैर्यं स्यात्तथा यतेतेत्याहप्रवचनभक्तिः १ श्रुतसंपदुद्यमो २ व्यतिकरश्च संविग्नैः ३ । वैराग्यमार्ग १ सद्भाव २ भाव ३ धीस्थैर्यजनकानि ॥ १८१ ॥ प्रवचनभक्तिः-चतुर्विधसङ्घप्रीतिः । तथा श्रुतसंपदि-विशिष्टागमसम्पत्तावुद्यमः-पठनादावुत्साहः स तथा। तथा व्यतिकर:-परिचयः, कैः सह ? संविग्नैःउद्यतविहारिभिः साधुभिः । तथा वैराग्ये-विरागतायां मार्गः-पन्थाः स तथा, तथा सन्तो-विद्यमाना भावा-जीवादिपदार्थाः, भावः-क्षायोपशमिकादिकः, तत्र धीःबुद्धिः तस्याः स्थैर्यजनकानि-स्थिरतोत्पादकानि भवन्तीति शेषः ॥ १८१ ॥
॥इति धर्माधिकारः॥ સાધુ વૈરાગ્યમાં જે રીતે સ્થિરતા થાય તે રીતે પ્રયત્ન કરે એમ કહે છે–
ગાથાર્થ– પ્રવચનભક્તિ, શ્રુતસંપત્તિમાં ઉદ્યમ અને સંવિગ્નોની સાથે પરિચય (એ ત્રણ) વૈરાગ્યમાર્ગમાં, સદ્ભાવમાં અને ભાવમાં બુદ્ધિની સ્થિરતાને ઉત્પન્ન કરે છે. ટીકાર્થ– પ્રવચનભક્તિ ચતુર્વિધ સંઘ પ્રત્યે પ્રેમ. શ્રુતસંપત્તિમાં ઉદ્યમ વિશિષ્ટ આગમરૂપ સંપત્તિમાં ભણવા આદિનો ઉત્સાહ. संविधतविहारी साधुमो. સદ્ભાવમાં વિદ્યમાન જીવાદિ પદાર્થોમાં. (HINHi=सायोपशम मावोमi. (१८१)
माप्रमाणे धर्म अपि।२ पूर्ण थयो.
(૧૧) કથા અધિકાર एतानि धर्मस्थैर्यजनकानीच्छता चतुर्विधा धर्मकथा अभ्यसनीयेत्याद्वियेनाहआक्षेपणिविक्षेपणि, विमार्गबाधनसमर्थविन्यासाम् । श्रोतृजनश्रोत्रमनःप्रसादजननीं यथा जननी ॥ १८२ ॥
आक्षिपति-आवर्जयति-अभिमुखीकरोतीत्याक्षेपणिः कथा, विक्षिपतिपरदर्शनात क्षोदाक्षमत्वेन वैमख्यामापादयति विक्षेपणिः । ततः समाहारद्धन्द्वः,
પ્રશમરતિ • ૧૩૬
Page #150
--------------------------------------------------------------------------
________________
ताम् । कुर्यादिति वक्ष्यमाणार्याक्रियायोगः । इति कथाद्वयं । अत्राणिप्रत्यय औणादिकः । ततः प्रत्यासत्त्या व्याख्या, तत्र विक्षेपण्या विमार्गेत्यादिना आक्षेपण्याः श्रोतृजनेत्यादिना च, ततो विमार्गा - मिथ्यामार्गे मोक्षविपरीतास्तस्य बाधनं-दोषवत्त्वख्यापनं तत्र समर्थः - शक्तो विन्यासो - रचना यस्यास्तां, शृणोतीति श्रोता स चासौ जनश्च तस्य श्रोत्रमनसी - श्रवणचित्ते, तयोः प्रसादो - हर्षो जन्यते यया सा तथा । जननी - मातुरिव हितकारिणी सदुपदेशदायिनी स्वापत्यानां तथैषाऽपि भव्यानामिति भावना । अन्ये त्वत्रार्यायां चत्वार्यपि पदानि प्रथमाविभक्त्यन्तानि व्याख्यान्ति । संवेदनीमित्यार्यायां कुर्यादिति क्रियायाः कर्मपदानि योजयन्ति ॥ १८२ ॥
ધર્મમાં સ્થિરતાને ઉત્પન્ન કરનારા આ (ત્રણ)ને ઇચ્છતા સાધુએ ચાર પ્રકા૨ની ધર્મકથાનો અભ્યાસ કરવો જોઇએ એમ કહે છે—
ગાથાર્થ– સાધુ મિથ્યામાર્ગોમાં રહેલા દોષોને પ્રગટ કરવામાં સમર્થ રચનાવાળી વિક્ષેપણી અને શ્રોતાજનના કાન-મનને આહ્લાદ ઉત્પન્ન કરનારી આક્ષેપણી કથાને કરે.
ટીકાર્થ— વિક્ષેપણી— વિક્ષેપ=વિમુખ કરે તે વિક્ષેપણી. પરદર્શનથી વિમુખ કરે તે વિક્ષેપણી. શ્રોતાને પરદર્શનથી વિમુખ કરનારી કથા વિક્ષેપણી કથા. સાધુ ધર્મકથા એવી શૈલીથી કરે કે જેથી મિથ્યામાર્ગનો ઉચ્છેદ થાય. મિથ્યામાર્ગનો ઉચ્છેદ કરનારી ધર્મકથા વિક્ષેપણી કથા છે.
આક્ષેપણી=શ્રોતાને ધર્મ પ્રત્યે આક્ષેપ (=ધર્મ સન્મુખ) કરનારી ધર્મકથા આક્ષેપણી કથા. જેમ માતા હિતકા૨ક સદુપદેશથી બાળકોના કાન-મનને પ્રસન્ન કરે, તેમ સાધુ ધર્મકથા એવી રીતે કરે કે જેથી કથા સાંભળીને ભવ્ય શ્રોતાઓનાં કાન-મન પ્રસન્ન બને. એથી શ્રોતા ધર્મ સન્મુખ બને. આક્ષેપ=સન્મુખ કરે તે આક્ષેપણી. શ્રોતાને ધર્મની સન્મુખ કરે તે આક્ષેપણી. (૧૮૨)
संवेदनीं च निर्वेदनीं च धर्म्यं कथां सदा कुर्यात् । स्त्रीभक्तचौरजनपदकथाश्च दूरात् परित्याज्याः ॥ १८३ ॥ પ્રશમરતિ • ૧૩૭
Page #151
--------------------------------------------------------------------------
________________
संवेदनी-नरकादिदुःखकथनेन कामेभ्यो निवर्तनी ३ निर्वेदनींभवत्रासान्मोक्षाभिलाषप्रवर्तिकां ४ इति चतुर्विधां ध` कथां कुर्यादिति, स्त्र्यादि-कथा ४ दूरतस्त्याज्या इति सुगममिति ॥ १८३ ॥
ગાથાર્થ- સાધુએ સદા સંવેદની અને નિર્વેદની ધર્મકથાને કરવી અને સ્ત્રીકથા, ભક્તકથા, ચોરકથા અને જનપદ (દેશ) કથાનો દૂરથી ત્યાગ કરવો.
ટીકાર્થ– સંવેદની=નરકાદિના દુઃખોનું વર્ણન કરવા દ્વારા શ્રોતાને ભોગસુખોથી હરાવનાર=દૂર કરનારી કથા સંવેદની કથા છે.
નિર્વેદનીસંસાર પ્રત્યે ત્રાસ ઉત્પન્ન કરાવીને શ્રોતાને મોક્ષની અભિલાષા તરફ પ્રવર્તાવે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનો તલસાટ ઉત્પન્ન કરે તે નિર્વેદની કથા. (૧૮૩)
પિ– यावत् परगुणदोषपरिकीर्तने व्यावृत्तं मनो भवति । तावद् वरं विशुद्धे, ध्याने व्यग्रं मनः कर्तुम् ॥ १८४ ॥ यावन्तं कालं परेषां-आत्मव्यतिरिक्तानां गुणदोषयोः प्रतीतयोः परिकीर्तनं तत्र व्यावृत्तं-व्याकुलं मनः-अन्तःकरणं भवति तावद्वरं, वर्तते इति शेषः । विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुमिति ॥ १८४ ॥
વળી–
મન જેટલો સમય બીજાઓના ગુણ-દોષો બોલવામાં રોકાય છે, તેટલો સમય તેને વિશુદ્ધ ધ્યાનમાં ઓતપ્રોત બનાવવું એ વધારે શ્રેષ્ઠ છે.
(પ્રશ્ન- બીજાના દોષો બોલવા એ દોષરૂપ છે, પણ બીજાના ગુણો બોલવા એ તો ગુણરૂપ છે. આથી પરગુણ-પરિકીર્તન શા માટે ન કરવું?
ઉત્તર– મગનું પાણી અને દૂધ બંને પૌષ્ટિક અને ઉત્તમ છે. છતાં રોગીને તો મગનું પાણી જ લાભ કરે. પણ નિરોગી માણસને આ બેમાં કોનાથી વધારે લાભ મળે? દૂધથી જ ને ? મગનું પાણી લે તો તેને નુકશાન કશું જ નથી. પણ દૂધપાનથી મળતા અધિક લાભથી વંચિત રહી જાય છે. એ જ પ્રમાણે પ્રસ્તુતમાં ગુણાનુવાદ એ મગના પાણી તુલ્ય છે અને વિશુદ્ધ
પ્રશમરતિ • ૧૩૮
Page #152
--------------------------------------------------------------------------
________________
ધ્યાન શુદ્ધ દૂધ સમાન છે. નીચી કક્ષાના સાધક માટે પરગુણપરિકીર્તનગુણાનુવાદ જ લાભદાયી છે. પણ ઉચ્ચકક્ષાના સાધકને પરગુણપરિકીર્તનથી થતા લાભની અપેક્ષાએ વિશુદ્ધ ધ્યાનથી અધિક લાભ થાય છે.) (૧૮૪) तच्च ध्यानमीदृशम्शास्त्राध्ययने चाध्यापने च संचिन्तने तथाऽऽत्मनि च । धर्मकथने च सततं, यत्नः सर्वात्मना कार्यः ॥ १८५ ॥ शास्त्राध्ययने च-आचारादिश्रुतपाठे अध्यापने च-पाठने, संचिन्तने, क्व ? आत्मनि, पदव्यत्ययादात्मनि संचिन्तने आत्मना शास्त्रचिन्तनिकायामित्यर्थः । धर्मकथने-धर्मदेशनायां । चकाराः ससुच्चयार्थाः । सततम्-अनवरतं । यत्नःआदरः सर्वात्मना-सर्वादरेण कार्यः-कर्तव्य इति ॥ १८५ ।। તે ધ્યાન આવું છે–
थार्थ- साधुझे (१) शास्त्रना अध्ययनमi, (२) अध्यापनमा (=ीमोने म॥anwi), (3) स्वयं शास्त्रानु थितन ४२वामा भने (४) धर्मोपदेशमा पूर्ण मा६२थी सतत प्रयत्न ४२वो मे. (१८५)
शास्त्रशब्दस्य व्युत्पत्त्यर्थमाहशास्वितिवाग्विधिविद्भिर्धातुः पापठ्यतेऽनुशिष्ट्यर्थः । त्रैङिति च पालनार्थे विनिश्चितः सर्वशब्दविदाम् ॥ १८६ ॥
शास्विति-'शासु अनुशिष्टा'विति वाग्विधिविद्भिः-चतुर्दशपूर्वधरैः धातुः १पापठ्यते-अत्यर्थं पठ्यत इत्यर्थः । कीदृशः ? अनुशिष्ट्यर्थः । डिति पालनार्थे विनिश्चितो-विशेषेण निर्णीतः । केषाम् ? सर्वशब्दविदांप्राकृतसंस्कृतादिशब्दज्ञानां, विनिश्चित इति योग इति ॥ १८६ ॥ શાસ્ત્રશબ્દના વ્યુત્પત્તિથી થતા અર્થને કહે છે
ગાથાર્થ– વાણીની વિધિને જાણનારાઓ શાસ્ ધાતુનો અનુશાસન અર્થ १. पापठ्यते थे यङन्त प्रयोग छे. पारंवार 3 ५५॥ अर्थमा यङ् प्रत्यय
આવે છે. અહીં ઘણા અર્થમાં પ્રત્યય છે. આથી પાપચતે એટલે અતિશય (=Urj) उवाय छे.
પ્રશમરતિ • ૧૩૯
Page #153
--------------------------------------------------------------------------
________________
કહે છે. સઘળા શબ્દશાસ્ત્રના જ્ઞાતાઓએ ઐ ધાતુનો રક્ષણ એવો અર્થ વિનિશ્ચિત કર્યો છે.
ટીકા- વાણીની વિધિને જાણનારાઓએ=(વ્યુત્પત્તિશાસ્ત્રને જાણનારા) ચૌદ પૂર્વધરોએ.
ધાતુપાઠમાં શાનું શિષ્ટી એ પ્રમાણે પાઠ છે. આથી શાસ્ ધાતુનો અનુશિષ્ટિ=અનુશાસન એવો અર્થ થાય. (અનુશિષ્ટિ એટલે યથાર્થ પ્રતિપાદન કરવું.)
ધાતુપાઠમાં ત્રપાનને એવો પાઠ છે. આથી 2 ધાતુનો પાલન એવો અર્થ થાય છે.
સઘળા શબ્દશાસ્ત્રના જ્ઞાતાઓએ=પ્રાકૃત-સંસ્કૃત વગેરે શબ્દોને જાણનારાઓએ. વિનિશ્ચિત કર્યો છે=વિશેષથી નિર્ણત કર્યો છે.
ભાવાર્થ– શાસ્ ધાતુનો અનુશાસન કરવું શિક્ષા આપવી એવો અર્થ છે. 2 ધાતુનો રક્ષણ કરવું એવો અર્થ છે. (૧૮૬) पूर्वोक्तमर्थं व्यक्तीकुर्वन्नाहयस्माद् रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे । संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते तस्मात् ॥ १८७ ॥ यस्माद्-यतः कारणाद्रागद्वेषोद्धतचित्तान्-प्रीत्यप्रीतिक्रोडीकृतहृदयान् समनुशास्ति-शिक्षयति, विपरीतमशुभं मा कुरु, शुभं चानवरतं कुरु, ततस्ते धर्मः, इत्यादिरूपां शिक्षां ददाति इत्यार्धेिन 'शासु अनुशिष्टा'वयं धातुर्व्यक्तीकृतः, तथा संत्रायते च-रक्षति, कान् ? सद्धर्मे-सदाचारे स्थितानिति शेषः, कुतः ? दुःखात्, शास्त्रमिति निरुच्यते-निश्चितमभिधीयते तस्मादित्यत्र યો: | ૨૮૭ | પૂર્વોક્ત અર્થને સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ રાગ-દ્વેષથી ઉદ્ધત ચિત્તવાળા જીવોને હિતશિક્ષા આપે છે
પ્રશમરતિ • ૧૪૦
Page #154
--------------------------------------------------------------------------
________________
અને સદ્ધર્મમાં રહેલાઓનું દુ:ખથી રક્ષણ કરે છે, તેથી ‘શાસ્ત્ર’ છે એમ નિશ્ચયથી કહેવાય છે.
ટીકાર્થ– રાગ-દ્વેષથી ઉદ્ધૃતચિત્તવાળા=પ્રીતી-અપ્રીતિથી આલિંગન કરાયું છે હૃદય જેમનું તેવા, અર્થાત્ પ્રબળ રાગ-દ્વેષવાળા.
હિતશિક્ષા આપે છે— હે જીવ ! તું વિપરીત અશુભ ન કર અને શુભને સદા કર. તેથી તને ધર્મ થાય, ઇત્યાદિ હિતશિક્ષા આપે છે. એમ આર્યાના અર્ધા ભાગથી જ્ઞાસુ અનુશિષ્ટી એ ધાતુને (=ધાતુના અર્થને) સ્પષ્ટ કર્યો છે.
સદ્ધર્મમાં રહેલાઓનું=સચારમાં રહેલાઓનું.
ભાવાર્થ- શાસ્ત્ર ધર્મ કરવાની હિતશિક્ષા આપે છે અને ધર્મમાં રહેલાઓનું દુ:ખથી રક્ષણ કરે છે માટે શાસ્ત્ર કહેવાય છે. (૧૮૭) शासनसामर्थ्येन तु, संत्राणबलेन चानवद्येन ।
युक्तं यत्तच्छास्त्रं तच्चैतत् सर्वविद्वचनम् ॥ १८८ ॥ શાસનસ્ય-શિક્ષળસ્ય સામર્થ્ય-વનિતા તેન । તુરવધારળે । મંત્રાળસ્યપાલનસ્થ વાં-સામર્થ્ય તેન । ચ: સમુન્દ્વયે । ૩મયેન થંમૂર્તન ? અનવદ્યુનनिर्दोषेण, युक्तं - सहितं यत्किमपि तच्छास्त्रं, उच्यत इति शेषः । तच्च શાસ્ત્રનેતત્-નાપ્રસિદ્ધ સર્વવિદ્વવનં-નિનોત્તમિતિ ॥ ૧૮૮ II
.
॥ કૃતિ થાધિાર: ॥
ગાથાર્થ (આથી) જે વચન નિર્દોષ શાસનસામર્થ્યથી (=યથાર્થ પ્રતિપાદન કરવાની શક્તિથી) અને નિર્દોષ રક્ષણબળથી (=રક્ષણ કરવાની શક્તિથી) યુક્ત હોય તે જ શાસ્ત્ર છે. આવું શાસ્ર વિશ્વપ્રસિદ્ધ આ સર્વજ્ઞવચન છે. (૧૮૮)
આ પ્રમાણે કથાધિકાર પૂર્ણ થયો.
૧. સર્વજ્ઞ વચન સંસારનું અને મોક્ષનું યથાર્થ સ્વરૂપ બતાવીને સંસારથી મુક્ત બનવાને અને મોક્ષને મેળવવાની હિતશિક્ષા આપે છે. જે જીવો આ હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરીને તે પ્રમાણે આચરણ કરે છે તે જીવો દુઃખથી સર્વથા મુક્ત થાય છે. આથી નિરુક્તિથી સિદ્ધ થયેલ શાસ્ત્ર શબ્દ સર્વજ્ઞવચનમાં જ ઘટે છે. સર્વજ્ઞ સિવાયના વચનમાં નિરુક્તિથી સિદ્ધ થયેલ શાસ્રશબ્દનો અર્થ ઘટતો નથી.
પ્રશમરતિ - ૧૪૧
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૨) જીવ અધિકાર इदमेव वचनं संक्षेपत आहजीवाजीवाः पुण्यं, पापास्वसंवराः सनिर्जरणाः । बन्धो मोक्षश्चैते, सम्यक् चिन्त्या नव पदार्थाः ॥ १८९ ॥
जीवाः-चैतन्यलक्षणाः १ अजीवा-धर्मास्तिकायादयः २ अत्र द्वन्द्वः, पुण्यं वक्ष्यमाणं ३, पापमपि ४, एवमास्रवोऽपि ५ संवरोऽपि ६ अत्रापि द्वन्द्वः । सनिर्जरणा-निर्जरायुक्ता इत्यर्थः ७, बन्धः-कर्मोपादानं ८ मोक्षः-कर्माभावः ९, एते सम्यक् चिन्त्या नव पदार्था इति व्यक्तमिति । नन्वन्यौते सप्त तत्त्वान्यभिहिताः कथमत्र नव पदार्था उक्ता इति ?, उच्यते, अन्यत्र पुण्यपापयोर्बन्धग्रहणेनैव ग्रहणं कृतं, इह तु तौ पृथग्विवक्षितौ इति न दोष તિ / ૧૮૨ //
આ જ વચનને સંક્ષેપથી કહે છે– ગાથાર્થ– જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ આ નવ પદાર્થો (તત્ત્વો) સારી રીતે વિચારવા જોઇએ.
ટીકાર્થ– જીવ જેનું લક્ષણ ચૈતન્ય છે તે જીવ છે, અર્થાત્ જેનામાં ચૈતન્ય હોય તે જીવ. અધર્માસ્તિકાય વગેરે અજીવ છે. પુણ્ય વગેરેનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે. બંધ એટલે કર્મોનું ગ્રહણ કરવું, અર્થાત્ કર્મોનો આત્માની સાથે ક્ષીર-નીરવતુ સંબંધ તે બંધ. મોક્ષ એટલે કર્મનો અભાવ, અર્થાત્ સઘળાં કર્મોનો ક્ષય તે મોક્ષ. પ્રશ્ન- અન્ય ગ્રંથોમાં સાત પદાર્થો કહ્યા છે તો અહીં નવ કેમ કહ્યા?
ઉત્તર- અન્ય ગ્રંથોમાં બંધના ગ્રહણથી જ પુણ્ય-પાપનું ગ્રહણ કર્યું છે, અર્થાત્ પુણ્ય-પાપનો બંધમાં સમાવેશ કર્યો છે. અહીં તે બેની અલગ વિવક્ષા કરી છે. માટે આમાં કોઈ દોષ નથી. (૧૮૯).
एतान् विवरीषुस्तावज्जीवानाहजीवा मुक्ताः संसारिणश्च संसारिणस्त्वनेकविधाः । लक्षणतो विज्ञेया, द्वित्रिचतुष्पञ्चषड्भेदाः ॥ १९० ॥
પ્રશમરતિ • ૧૪૨
Page #156
--------------------------------------------------------------------------
________________
जीवा विज्ञेया इति योगः, कीदृशाः ? मुक्ताः-सिद्धाः, तथा संसारिणोभवस्थाः । चः समुच्चये । तत्र संसारिणस्त्वनेकविधाः लक्षणतो विज्ञेयाःचिह्नतो बोद्धव्याः, द्वित्र्यादयो भेदा येषां ते तथा, इति ॥ १९० ॥ નવપદાર્થોનું વિવરણ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર જીવોનું વર્ણન કરે છે–
थार्थ- वोन। मुस्त (=सिद्ध थयेता) भने संसारी (=संसारमा રહેલા) એમ બે ભેદો છે. સંસારી જીવો અનેક પ્રકારના છે. તેમાં (સામાન્યથી) બે પ્રકારના, ત્રણ પ્રકારના, ચાર પ્રકારના, પાંચ પ્રકારના અને છ પ્રકારના છે. આ જીવો તેમના લક્ષણથી જાણવા. (૧૯૦) प्रस्तावभेदात्(?प्रस्तावात्) संसारिजीवा(वभेदा)नार्याद्वयेनाहद्विविधाश्चराचराख्यास्त्रिविधाः स्त्रीनपुंसका ज्ञेयाः । नारकतिर्यग्मानुषदेवाश्च चतुर्विधाः प्रोक्ताः ॥ १९१ ॥ द्विविधाः । केन द्वैविध्येन ? चराः-त्रसाः अचराः-स्थावराः पृथिव्यादयः एवमाख्या-नाम येषां ते तथा । तथा त्रिविधाः स्त्रीपुंनपुंसकाः-नारीनरषण्ढा ज्ञेयाः । तथा नारकतिर्यग्मानुषदेवाश्चतुर्विधाः प्रोक्ता इति व्यक्तमिति ॥ १९१ ।।
पञ्चविधास्त्वेकद्वित्रिचतुष्पञ्चेन्द्रियास्तु निर्दिष्टाः । क्षित्यम्बुवह्निपवनतरवस्त्रसाश्चेति षड्भेदाः ॥ १९२ ॥
पञ्चेति०, पञ्चविधास्त्वेकेन्द्रियादयो निर्दिष्टाः, तथा क्षित्यादयः षड् भेदाः प्रसिद्धस्वरूपा इति ॥ १९२ ॥
પ્રસંગથી સંસારી જીવોના ભેદોને બે આર્યાઓથી કહે છેPuथार्थ- संसारी पोन। य२ ( स.) मने अय२. (=स्थाव२) सेम मे मे छे. स्त्री, पुरुष भने नपुंस अमात्रा हो %8141. ना२६, तिर्यय, મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકાર કહ્યા છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય એમ પાંચ પ્રકાર કહ્યા છે. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છ ભેદો છે. [સ્વેચ્છાથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે તે ચર. તે સિવાય
પ્રશમરતિ • ૧૪૩
Page #157
--------------------------------------------------------------------------
________________
સંસારી સઘળાં જીવો અચર. આ બે ભેદ અનુક્રમે ત્રસ અને સ્થાવર એ નામથી અધિક પ્રસિદ્ધ છે.
સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ ભેદો વ્યવહારમાં પ્રસિદ્ધ છે. નારક=નરકગતિમાં જન્મે છે. મનુષ્ય-મનુષ્યગતિમાં જન્મે તે. દેવ-દેવગતિમાં જન્મે છે. નારક આદિ ત્રણ સિવાયના સઘળાં સંસારી પ્રાણીઓ તિર્યંચ છે. પશુ, પક્ષી, જલચર, નાના જીવડાં વગેરે તિર્યંચ છે. જેને એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયો હોય તે અનુક્રમે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય છે. નારક, મનુષ્ય અને દેવતા પંચેન્દ્રિય છે. તિર્યંચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો હોય છે.
લીલી વનસ્પતિ વગેરે એકેન્દ્રિય છે. વનસ્પતિના જીવને માત્ર એક (સ્પર્શ) ઇન્દ્રિય હોય છે. કૃમિ, શંખ, છીપ, જળો વગેરે જીવોને બે (સ્પર્શ અને જીભ) ઇન્દ્રિયો હોવાથી તે બેઇન્દ્રિય છે. કીડી, મંકોડા, કુંથુ, કાઇનો કીડો વગેરેને ત્રણ (સ્પર્શ, જીભ, નાક) ઇન્દ્રિયો હોવાથી તે તે ઇન્દ્રિય છે. ભ્રમર, માખી, મચ્છર, વીંછી આદિને ચાર (સ્પર્શ, જીભ, નાક, આંખ) ઇન્દ્રિયો હોવાથી તે ચઉરિન્દ્રિય છે. ગાય, ભેંસ, મોર, મત્સ્ય વગેરેને પાંચ (સ્પર્શ-ચામડી, જીભ, નાક, આંખ, કાન) ઇન્દ્રિયો હોવાથી તે પંચેન્દ્રિય છે.
અહીં છ પ્રકારના જીવો જણાવ્યા છે. તેમાં ત્રસકાય સિવાયના પાંચ એકેન્દ્રિય છે અને સ્થાવર (અચર) છે. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો ત્રસ (ચર) છે. સર્વ પ્રકારની સચિત્ત માટી પૃથ્વીકાય છે. સર્વ પ્રકારનું સચિત્ત પાણી અષ્કાય છે. સર્વ પ્રકારનો અગ્નિ અને વીજળી આદિ તેઉકાય છે. પવન વાયુકાય છે. સર્વ પ્રકારની લીલી વનસ્પતિ વનસ્પતિકાય છે. સચિત્ત ધાન્ય વનસ્પતિકાય છે.] (૧૯૧-૧૯૯૨)
सर्वजीवभेदानां व्याप्तिमाहएवमनेकविधानामेकैको विधिरनन्तपर्यायः । प्रोक्तः स्थित्यवगाहज्ञानदर्शनादिपर्यायैः ॥ १९३ ॥
एवमिति०, अत्र द्वितीयार्याधं चतुर्थगणः पञ्चमात्रः पञ्चमगणस्तु त्रिमात्रो, यथा ज्ञानदर्शनादिपर्यायैः, एवमेकोत्तरवृद्ध्या-ऽनेकविधानां-बहुभेदानां एकैको
પ્રશમરતિ • ૧૪૪
Page #158
--------------------------------------------------------------------------
________________
विधिः-एकैको भेदोऽनन्तपर्यायः-अनेकभेदः प्रोक्तः-तीर्थकरैः प्रतिपादितः । कैः कृत्वेत्याह-स्थितिः-कायस्थानरूपा 'अस्संखोसप्पिणी'त्यादिका आयुष्करूपा च 'बावीसई सहस्सा' इत्यादिरूपा। अवगाहस्तु अङ्गलासंख्येयभागमात्रादारभ्य यावत् समस्तलोकावगाहः, ज्ञानं वस्तुविशेषावबोधो, दर्शनं वस्तुसामान्यवबोधः, आदिशब्दाद्यथासंभवं चारित्रसुखवीर्यादिग्रहस्तेषां पर्याया-अवस्थाविशेषाः, धर्मा इत्यर्थः, ते तथा तैरिति ॥ १९३ ॥
સર્વ જીવભેદોમાં ઘટી શકે તેવા ભેદોને કહે છે– ગાથાર્થ– આ પ્રમાણે જીવોના અનેક ભેદોમાં એક એક ભેદના સ્થિતિ, અવગાહના, જ્ઞાન-દર્શન આદિના પર્યાયોથી (=અવસ્થાઓથી) અનંતા પર્યાયો (=ભેદો) કહ્યા છે.
ટીકાર્થ– આ આર્યામાં આર્યાના બીજા અર્ધભાગમાં (=ઉત્તરાર્ધમાં) ચોથો ગણ પાંચ માત્રાનો અને પાંચમો ગણ ત્રણ માત્રાનો છે. તે આ પ્રમાણે–
જ્ઞાનના પર્ય; એ સ્થળે જ્ઞાન આ ચોથો ગણ છે. તેમાં પાંચ માત્રા છે. શના આ પાંચમો ગણ છે. તેમાં ત્રણ માત્રા છે.
આ પ્રમાણે=એક ઉત્તર પર્યાયની વૃદ્ધિથી, અર્થાત્ એક જીવની સ્થિતિ આદિનો જે પર્યાય હોય, તેનાથી બીજા જીવનો અધિક પર્યાય હોય, તેનાથી ત્રીજા જીવનો અધિક પર્યાય હોય એ પ્રમાણે. સ્થિતિ કાયસ્થિતિરૂપ અને આયુષ્યરૂપ. [જેમ કે અંતર્મુહૂર્તથી ૩૩ સાગરોપમ સુધી આયુષ્યનો કાળ છે. સર્વ જીવોનું સમાન આયુષ્ય હોતું નથી. કોઇનું અંતર્મુહૂર્ત, કોઇનું બે અંતર્મુહૂર્ત, કોઇનું ત્રણ અંતર્મુહૂર્ત, કોઇનું બે વર્ષ, કોઈનું પલ્યોપમ વર્ષ, કોઇનું સાગરોપમ વર્ષ, એમ વધતાં વધતાં કોઇનું ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય છે. આમ અંતર્મુહૂર્તથી ૩૩ સાગરોપમ સુધી અનેક ભેદો થાય છે. આથી આયુષ્ય પ્રમાણે જીવોના પણ અનેક ભેદો થાય છે.] આ સ્થિતિ શાસ્ત્રમાં સંઘસuિrito ઈત્યાદિ અને વાવીરૂં. ઇત્યાદિ ગાથાઓમાં જણાવી છે. તે ગાથાઓ અને તેમનો અર્થ આ પ્રમાણે છે
પ્રશમરતિ • ૧૪૫
Page #159
--------------------------------------------------------------------------
________________
अस्संखोसप्पिणीसप्पिणीउ एगिदियाणं उ चउण्हं । તા વેવ ૩ મviતા વરૂપ ૩ વોઘવ્યા | પ્ર.સા. ૧૦૯૪ II
ચાર એકેન્દ્રિયોની કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી અને વનસ્પતિની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી જાણવી.
वाससहस्सा संखा विगलाण ठिई उ होइ बोधव्वा । સત્ત૬ મવા ૩ મવે પરિતિનિયમyય સT I પ્ર.સા. ૧૦૯૫ / વિકસેન્દ્રિયોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષ જાણવી. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૭ કે ૮ ભવ જાણવી. (આઠમા ભવે જો દેવકુરુ-ઉત્તરકુરુમાં યુગલિક રૂપે ઉત્પન્ન થાય તો આઠ ભવ, અન્યથા સાત ભવ થાય.)
बावीसई सहस्सा सत्तेव सहस्स तिन्निऽहोरत्ता । વાણ તિત્તિ સહસા રસવાસિયા વલ્લા / પ્ર.સ. ૧૦૯૬ II संवच्छराइं बारस राइंदिय हुंति अउणपन्नासं । છામા તિક્તિ પતિયા પુઠવા ડિક્રોસા II મ.સા. ૧૦૯૭ || પૃથ્વીકાયનું ૨૨ હજાર વર્ષ, અખાયનું ૭ હજાર વર્ષ, તેઉકાયનું ૩ દિવસ-રાત, વાયુકાયનું ૩ હજાર વર્ષ, વનસ્પતિકાયનું ૧૦ હજાર વર્ષ, બેઇન્દ્રિયનું ૧૨ વર્ષ, તેઇન્દ્રિયનું ૪૯ દિવસ, ચઉરિન્દ્રિયનું ૬ માસ, ગર્ભજ મનુષ્ય તિર્યંચ પંચેન્દ્રિયનું ૩ પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે.
આ પ્રમાણે અવગાહના, જ્ઞાન, દર્શન આદિ વિષે પણ ઘટાવી શકાય.
અવગાહના શરીરનું સ્થાન, અર્થાત્ શરીર જેટલા સ્થાનને રોકે તે તેની અવગાહના કહેવાય. અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી સંપૂર્ણ લોક પ્રમાણ હોય છે. જ્ઞાન–વસ્તુનો વિશેષથી બોધ. દર્શન=વસ્તુનો સામાન્યથી બોધ. મૂળ ગાથામાં રહેલા વિશબ્દથી ચારિત્ર-સુખ-વીર્ય વગેરેનું ગ્રહણ કરવું.
પ્રશમરતિ ૧૪૬
Page #160
--------------------------------------------------------------------------
________________
પર્યાયોઅવસ્થાઓ, અર્થાત્ ધર્મો. કહ્યા છે–તીર્થંકરોએ કહ્યા છે. (૧૯૩)
આ પ્રમાણે જીવ અધિકાર પૂર્ણ થયો. (૧૩) ઉપયોગ અધિકાર
अनन्तरं जीवा उक्ताः, अतः सामान्यं तल्लक्षणमाहसामान्यं खलु लक्षणमुपयोगो भवति सर्वजीवानाम् । साकारोऽनाकारश्च सोऽष्टभेदश्चतुर्धा च ॥ १९४ ॥
"
सामान्यं खलु-साधारणमेव लक्षणं-चिह्नं सर्वजीवानां भवतीति योगः । યિિમત્યા૪-૩પયોગ:-ચેતના । ૩પયોગમૈવ સ્પષ્ટયતિ-સારો-વિન્વરૂપો ज्ञानोपयोगः तथा अनाकारः - तद्विपरीतो दर्शनोपयोगः । च समुच्चये । अनयोर्भेदानाह- सोऽष्टभेदश्चतुर्धा चेति यथासंख्येनेति ॥ १९४ ॥
હમણાં જ જીવો કહ્યા. આથી જીવોનું સામાન્ય (=દરેક જીવમાં ઘટી શકે તેવું) લક્ષણ કહે છે—
ગાથાર્થ– સર્વ જીવોનું સામાન્ય (=દરેક જીવમાં ઘટી શકે તેવું) લક્ષણ ઉપયોગ જ છે. ઉપયોગના સાકાર (–જ્ઞાન) અને અનાકાર (=દર્શન) એમ બે ભેદ છે. સાકાર ઉપયોગના આઠ અને અનાકાર ઉપયોગના ચાર ભેદ છે. ટીકાર્થ— ઉપયોગ=ચેતના. (જ્ઞાન-દર્શન રૂપ વ્યાપાર)
સાકાર=વિકલ્પરૂપ જ્ઞાન.
અનાકાર=નિર્વિકલ્પરૂપ દર્શન. (૧૯૪) एतदेव व्यक्तीकुर्वन्नाह -
ज्ञानाज्ञाने पञ्चत्रिविकल्पे सोऽष्टधा तु साकारः । चक्षुरचक्षुरवधिकेवलदृग्विषयस्त्वनाकारः ॥ १९५ ॥
ज्ञानं चाज्ञानं च ते तथा, यथासंख्येन पञ्चत्रिविकल्पे, तत्र ज्ञानं मतिज्ञानादि पञ्चधा, अज्ञानं तु मत्यज्ञानादि त्रिधा, भवतीति शेषः । तत्राद्यपञ्चकं सम्यग्दृष्टेः ૧. પ્રસ્તુત ટીકામાં હતુ શબ્દનો અન્વય સામાન્યપદની સાથે કર્યો છે, પણ મોટી ટીકામાં ઉપયોગ પદની સાથે કર્યો છે અને તે વધારે યોગ્ય જણાય છે. આથી અનુવાદમાં પણ ઉપયોગની સાથે અન્વય કર્યો છે.
પ્રશમરતિ ૦ ૧૪૭
Page #161
--------------------------------------------------------------------------
________________
इतरन्मिथ्यादृष्टेः, एवं राशिद्वयमीलने सोऽष्टधा-अष्टप्रकारः । कीदृशः ? साकारो-विशेषग्राही । चक्षुर्दर्शनादिरनाकारः-सामान्यग्राही चतुर्धेति ॥ १९५ ।।
આ જ વિષયને સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છેગાથાર્થ– જ્ઞાનના પાંચ પ્રકાર અને અજ્ઞાનના ત્રણ પ્રકાર એમ આઠ ભેદો સાકાર (=જ્ઞાન) ઉપયોગના છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એ ચાર ભેદો અનાકાર ( દર્શન) ઉપયોગના છે.
ટીકાર્થ– મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એમ પાંચ જ્ઞાનના પ્રકાર છે. મતિ, શ્રુત, અવધિ એમ ત્રણ પ્રકાર અજ્ઞાનના છે. એમ કુલ આઠ ભેદો સાકાર ઉપયોગના છે. તેમાં જ્ઞાનના પાંચ પ્રકાર સમ્યગ્દષ્ટિ જીવોમાં હોય અને અજ્ઞાનના ત્રણ પ્રકાર મિથ્યાદષ્ટિ જીવોમાં હોય. [મતિજ્ઞાન=મન અને ઇન્દ્રિયોથી થતો બોધ.
શ્રુતજ્ઞાન=મન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચન પૂર્વક થતો બોધ.
અવધિજ્ઞાન=મન અને ઇન્દ્રિયોની અપેક્ષા વિના આત્મશક્તિથી થતો રૂપી દ્રવ્યોનો બોધ.
મન:પર્યવજ્ઞાન-અઢી દ્વીપમાં રહેલા પંચેન્દ્રિય જીવોના મનમાં વિચારોનો બોધ.
કેવળજ્ઞાન-ત્રણ કાળના સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોનું જ્ઞાન. મિથ્યાદર્શન યુક્ત જીવના મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે. આથી આ ત્રણ જ્ઞાનનું જે લક્ષણ (=અર્થ) છે તે જ અનુક્રમે મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, અવધિ અજ્ઞાનનું લક્ષણ છે. ચક્ષુદર્શનચક્ષુ દ્વારા થતો વસ્તુનો સામાન્યથી બોધ.
અચક્ષુદર્શન=આંખ સિવાય ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા થતો વસ્તુનો સામાન્યથી બોધ.
અવધિદર્શન=ઇન્દ્રિયોની સહાય વિના આત્મશક્તિથી થતો કેવળ રૂપી દ્રવ્યોનો સામાન્યથી બોધ.
કેવળદર્શન ત્રણે કાળનાં સર્વ દ્રવ્ય-પર્યાયોનો સામાન્યથી બોધ.
પ્રશમરતિ ૦ ૧૪૮
Page #162
--------------------------------------------------------------------------
________________
સાકાર=વિશેષને ગ્રહણ કરનાર, અર્થાત્ વસ્તુને વિશેષથી જાણનાર.
અનાકાર=સામાન્યને ગ્રહણ કરનાર, અર્થાત્ વસ્તુને સામાન્યથી જાણનાર.] (૧૯૫)
આ પ્રમાણે ઉપયોગ અધિકાર પૂર્ણ થયો.
(૧૪) ભાવ અધિકાર एते द्वादशोपयोगा भावाः, अतः प्रस्तावादन्यानपि भावानादर्शयन्नाहभावा भवन्ति जीवस्यौदयिकः पारिणामिकश्चैव । औपशमिकः क्षयोत्थः, क्षयोपशमजश्च पञ्चेति ॥ १९६ ॥ भावाः-परिणतिविशेषाः, कस्य भवन्ति ? जीवस्य जायन्ते । कीदृशाः ? औदयिकः पारिणामिकः औपशमिकः क्षायिकः क्षायोपशमिकश्च पञ्चैते, कर्मणामुदयोपशमक्षयक्षयोपशमनिर्वृत्ताश्चत्वारः, पारिणामिकस्तु जीवाजीवानां પરિતિનિતિ || ૨૬૬ .
આ બાર ઉપયોગ જીવના ભાવો છે. આથી પ્રસંગથી બીજા પણ ભાવોને જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– જીવના ઔદયિક, પારિણામિક, ઔપથમિક, ક્ષાયિક અને લાયોપથમિક એ પાંચ ભાવો છે.
ટીકાર્થ– ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક એ ચાર ભાવો અનુક્રમે કર્મના ઉદયથી, ઉપશમથી, ક્ષયથી અને ક્ષપોપશમથી થયેલા છે. પરિણામિક ભાવ જીવનો પરિણામ છે, અર્થાત્ જીવનું પોતાનું જ સ્વાભાવિક સ્વરૂપ છે. જીવની જેમ અજીવનો પણ પરિણામિક ભાવ હોય છે.
[ઓપશમિક કચરો નીચે શમી જતાં જળની નિર્મલતાની જેમ કર્મોના ઉપશમથી (થોડા સમય માટે બિલકુલ ઉદયના અભાવથી) થતો શુભ પરિણામ.
ક્ષાયિક=કચરો સર્વથા નીકળી જતાં પાણીની શુદ્ધિની જેમ કર્મોના સર્વથા ક્ષયથી થતો શુભ પરિણામ.
ક્ષાયોપથમિક=ધોયેલા કોદ્રવમાં મદશક્તિની અપેક્ષાએ શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે તેમ, અથવા નીચે શમી ગયેલા કચરાવાળા પાણીને સામાન્ય
પ્રશમરતિ • ૧૪૯
Page #163
--------------------------------------------------------------------------
________________
હલાવવાથી પાણીમાં શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ થાય છે તેમ, કર્મના ઉપશમ રૂપ શુદ્ધિના અને કર્મના ઉદયરૂપ અશુદ્ધિના મિશ્રણથી થતો પરિણામ.
ઔદયિકઃકર્મના ઉદયથી થતો પરિણામ. પરિણામિક=પરિણામથી (=પોતાના જ સ્વાભાવિક સ્વરૂપથી) થયેલ (भाव (धर्म).] (१८६)
एतेषां क्रमेण भेदानाचष्टेते त्वेकविंशतित्रिद्विनवाष्टादशविधास्तु विज्ञेयाः । षष्ठश्च सान्निपातिक, इत्यन्यः पञ्चदशभेदः ॥ १९७ ॥ ते पुनरेकविंशतिश्च त्रयश्च द्वे च नव चाष्टादश च ते तथा ते विधाभेदा येषामिति समासो, विज्ञेया इति घटना । तत्र कर्मोदये भवः कर्मोदयनिर्वृत्तो वा (ग्रंथ ११००) औदयिकः स एकविंशतिभेदः, तत्र गतयो नारकाद्याश्चतुर्धा ४ कषायाश्चतुर्धा ४ लिङ्गत्रयं ३ मिथ्यात्वमेकप्रकारं १ अज्ञानं च १ असंयतत्वं च १ असिद्धत्वं च १ लेश्याः षट्प्रकाराः ६, एते गत्यादयः सर्वे कर्मोदयात्प्रादुर्भवन्ति, अत्र गतिग्रहणेन शेषभवोपग्राहिकर्म गृहीतं, कषायादिना घातिकर्म गृहीतं, इदं च गन्धहस्तिना भणितमास्ते, तर्हि अज्ञानादीनि कथमौदयिके भावे ?, सत्यं, तत्कार्यत्वात्तेषामौदयिकता भावनीया । तथा अनादिपारिणामिको भावस्त्रिधा-जीवत्वं १ भव्यत्वं १ अभव्यत्वं १ चेति, नैते कर्मोदयाद्यपेक्षन्ते । तथा कर्मोपशमनिमित्त औपशमिकः, सम्यकत्वं १ चारित्रं २ चेति द्विविधः । तथा क्षयोत्थःकर्मक्षयाज्जातः क्षायिकः, स नवभेदः-केवलज्ञानं १ केवलदर्शनं १ दानलब्धिप्रभृतयः ५ सम्यक्त्वं १ चारित्रं १ चेति । तथा क्षयोपशमजःक्षायोपशमिकः, सोऽष्टादशभेदो, मतिज्ञानादिज्ञानं चतुर्विधं ४ मत्यादि अज्ञानत्रयं ३ दर्शनं चक्षुरादि त्रिविधं ३ दानादिलब्धयः ५ सम्यक्त्वं १ चारित्रं १ संयमासंयमश्चेति १, तथा षष्ठश्च सान्निपातिकश्चेति, सन्निपातःसंयोगः, स प्रयोजनमस्येति सान्निपातिकः- संयोगजो भावः, तत्र पञ्चभावानामौदयिकादीनां द्विकादिसंयोगेन षड्विशतिर्भङ्गा भवन्ति, तत्र
પ્રશમરતિ • ૧૫૦
Page #164
--------------------------------------------------------------------------
________________
द्विकयोगः षष्ठ: पारिणामिकक्षायिकरूपः सिद्धानामिति १, द्वितीयत्रिकयोग:
औदयिकपारिणामिकक्षायिकलक्षणः केवलिनः २ तृतीयत्रिकयोग औदयिकपारिणामिकक्षायोपशमिकलक्षणः, स चतुर्गतिकजीवविषयः ३ चतुष्कसंयोगो द्वितीय औदयिकपारिणामिकऔपशमिकक्षायोपशमिकरूप-श्चतुर्गतिकानां ४ तृतीयश्चतुष्कयोग औदयिकः पारिणामिकः क्षायिकः क्षायोपशमिकः, एषोऽपि चतुर्गतिकानामेव ५ मनुजानां तु पञ्चकयोगः-औदयिकः पारिणामिकः औपशमिकः क्षयोत्थः क्षायोपशमिकश्च ६, इति षडेव भङ्गा यथोक्तसंख्या ग्राह्याः, घटमानत्वात्, न तु विंशतिरिति । तथा चोक्तम्-'दुगजोगो सिद्धाणं केवलिसंसारियाण तिगजोगो । चउजोगजुयं चउसुवि गईसु मणुआण पणजोगो ॥ १ ॥' इति सिद्धसत्कद्विकयोगकेवलिसत्कत्रिकयोगकृतखण्डश्रेण्युपशमश्रेणिस्थितमनुष्यसत्कपञ्चकयोगगतिचतुष्टयद्वारागतद्वादशयोगमीलनेन पञ्चदश भवन्ति, अत्र चोक्तम्-'एक्के को उवसमसेढि १ सिद्ध २ केवलिसु ३ एवमविरुद्धा । पन्नरस सन्निवाइय भेया वीसं असंभविणो ॥ १ ॥ उयइयखओवसामियपरिणामिएहिं चउरो गइचउक्के । खइयजुएहिं चउरो तयभावे उवसमजुएहि ॥ २ ॥' अत्र यन्त्रकं पञ्चदशभेदानां ॥ १९७ ॥
औदयि । मिश्र । पारि । गतिषु ४।३।। औद । मिश्र । क्षायि । पारि । ग० ४।४। औद । मिश्र । औप । पारि । गति ४।४। औद । मिश्र । क्षा । औप । पारि । ग० १।५। औ । खा । पा । केवलिनः ।१।३। खा । पारि । सिद्धाणं ।१।२॥ આ પાંચ ભાવોના અનુક્રમે ભેદોને કહે છે
॥थार्थ-65 पांय मावोन। अनुमे २१, 3, २, ८, १८ मेहो छ. આ પાંચ ભાવો ઉપરાંત છઠ્ઠો સાત્રિપાતિક ભાવ છે. તેના ૧૫ ભેદો છે. ટીકાર્થ– (૧) ઔદયિક ભાવ- કર્મના ઉદયમાં થયેલો અથવા કર્મના
પ્રશમરતિ ૦ ૧૫૧
Page #165
--------------------------------------------------------------------------
________________
ઉદયથી થયેલો ભાવ તે ઔદિયક ભાવ. તેના ૨૧ ભેદો છે. તે આ પ્રમાણે– નરકગતિ આદિ ૪ ગતિ, ૪ કષાય, ૩ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, ૬ લેશ્યા. આ ગતિ વગેરે બધાય ભાવો કર્મના ઉદયથી પ્રગટ થાય છે. અહીં ગતિના ગ્રહણથી બાકીના ભવોપગ્રાહી કર્મોનું ગ્રહણ કર્યું છે. કષાય આદિના ગ્રહણથી ઘાતી કર્મોનું ગ્રહણ કર્યું છે. આ વિગત તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર 'ગંધહસ્તિભાષ્યના કર્તા ગંધહસ્તી શ્રીસિદ્ધસેન દિવાકરે કહી છે.
પ્રશ્ન– આના આધારે તો એ નિશ્ચિત થયું કે કર્મના ઉદયથી જે જે ભાવ થાય તે બધા ભાવો ઔદિયક ભાવો છે. આથી અહીં એ પ્રશ્ન થાય છે કે અહીં જણાવેલ અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ વગેરે ઔદયિક ભાવમાં કેવી રીતે આવે ? કારણ કે જેમ ગતિ આદિ ભાવો ગતિ નામ કર્મ વગેરે કર્મના ઉદયથી થાય છે. તેમ અજ્ઞાન વગેરે કોઇ અમુક ચોક્કસ કર્મના ઉદયથી થતા નથી.
ઉત્તર– અજ્ઞાન વગેરે ભાવ ઔયિક ભાવનું કાર્ય હોવાથી તેમનામાં ઔયિક ભાવ વિચારવો. (જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને દર્શન મોહનીયના ઉદયથી અજ્ઞાનભાવ થાય છે. સંજવલન સિવાય બાર કષાયના ઉદયથી અસંયમ થાય છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મના ઉદયથી અસિદ્ધત્વ થાય છે. લેશ્યા મનોયોગના પરિણામ રૂપ છે. મનોયોગ મન:પર્યાતિ નામકર્મના ઉદયથી થાય છે.)
(૨) પારિણામિક— પારિણામિક ભાવના જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકાર છે. આ ત્રણે પારિણામિક ભાવો અનાદિથી છે અને કર્મનો ઉદય આદિની અપેક્ષા રાખતા નથી.
(૩) ઔપશમિક– કર્મના ઉપશમરૂપ નિમિત્તથી થયેલ ભાવ ઔપશમિક ભાવ છે. ઔપમિક ભાવના સમ્યક્ત્વ અને ચારિત્ર એમ બે ભેદ છે.
(૪) ક્ષાયિક– કર્મના ક્ષયથી થયેલ ભાવ ક્ષાયિક છે. ક્ષાયિકભાવના કેવળજ્ઞાન, કેવળદર્શન, દાનલબ્ધિ (=દાન), લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર એમ નવ ભેદો છે.
૧. વર્તમાનમાં ગંધહસ્તિભાષ્ય ઉપલબ્ધ નથી.
પ્રશમરતિ - ૧૫૨
Page #166
--------------------------------------------------------------------------
________________
(૫) ક્ષાયોપથમિક- કર્મના ક્ષયોપશમથી થયેલ ભાવ લાયોપથમિક છે. ક્ષાયોપથમિક ભાવના મતિજ્ઞાન વગેરે ૪ જ્ઞાન, મતિઅજ્ઞાન વગેરે ૩ અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન એમ ૩ દર્શન, દાન વગેરે ૫ લબ્ધિ, સમ્યકત્વ, ચારિત્ર અને દેશવિરતિ એમ ૧૮ ભેદો છે.
(૬) સાન્નિપાતિક- સન્નિપાત એટલે સંયોગ. સન્નિપાત છે પ્રયોજન એનું એ અર્થમાં તદ્ધિત રૂ પ્રત્યય આવતાં સાન્નિપાતિક શબ્દ બન્યો છે. સંયોગથી થયેલા ભાવો સાન્નિપાતિક ભાવો છે. (આ ભાવ ઔપથમિક આદિની જેમ સ્વતંત્ર ભાવ નથી, કિંતુ પાંચ ભાવોના પરસ્પર બે આદિના સંયોગથી થાય છે.) તેમાં ઔદયિક આદિ પાંચ ભાવોના દ્રિક (બે) આદિના સંયોગથી છવીસ ભાંગા થાય છે.
(તે આ પ્રમાણે- હિસંયોગી ૧૦, ત્રિસંયોગી ૧૦, ચતુઃસંયોગી ૫, પંચસંયોગી ૧ આ ૨૬ ભેદોમાં ૨૦ ભેદો અસંભવિત છે =કોઈ પણ જીવમાં ન સંભવી શકે એવા છે. જેમ કે દ્વિસંયોગીમાં ઔદયિક અને ક્ષાયિક એ ભાવ કોઈપણ જીવમાં ન હોય. આવા અસંભવિત ૨૦ ભેદોને બાદ કરીને સંભવિત છ ભેદોમાં ૩ ભેદોવાળા જીવો ચારે ગતિમાં હોવાથી ત્રણ ભેદોને ચાર ગુણા કરવાથી કુલ (૧૨ + ૩ =) ૧૫ ભેદો થાય. તે છમાં.) પહેલો હિક સંયોગવાળો પારિણામિક-ક્ષાયિકરૂપ ભાંગો સિદ્ધોને હોય.
બીજો ત્રિક સંયોગવાળો ઔદયિક-પારિણામિક-ક્ષાયિકરૂપ ભાંગો કેવલીને હોય.
ત્રીજો ત્રિક સંયોગવાળો ઔદયિક-પારિણામિક-ક્ષાયોપથમિક ભાગો ચારે ગતિનાં જીવોને હોય.
ચોથો ચતુષ્ક સંયોગવાળો ઔદયિક-પારિણામિક-ઔપથમિકલાયોપથમિક રૂપ ભાગો ચારે ગતિના જીવોને હોય.
પાંચમો ચતુષ્ક સંયોગવાળો ઔદયિક-પારિણામિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક રૂપ ભાંગો ચારે ગતિના જીવોને હોય.
છઠ્ઠો પંચક સંયોગવાળો ઔદયિક-પારિણામિક-ઔપથમિક-ક્ષાયિકક્ષાયોપથમિક રૂપ ભાંગો મનુષ્યોને હોય.
પ્રશમરતિ • ૧૫૩
Page #167
--------------------------------------------------------------------------
________________
અહીં કોઇક આ પ્રમાણે છેકમ | સંયોગ સ્વરૂપ
કોને હોય | પહેલો |દિક | પરિણામિક + ક્ષાયિક
સિદ્ધોને બીજો |ત્રિક | ઔદયિક + પરિણામિક + ક્ષાયિક
કેવળીને ત્રીજે ત્રિક | ઔદયિક + પારિણામિક + લાયોપથમિક
ચારે ગતિના જીવોને, ચોથો | ચતુષ્ઠ ઔદયિક + પરિણામિક + ઔપશમિક + લાયોપથમિક ચારે ગતિના જીવોને પાંચમો ચતુષ્ઠ ઔદયિક + પરિણામિક + ક્ષાયિક + લાયોપથમિક ચારે ગતિના જીવોને, છો |પંચક | ઔદયિક + પારિણામિક + ઓપશમિક + ક્ષાયિક + ક્ષાયોપથમિક મનુષ્યોને
આ પ્રમાણે યથોક્ત સંખ્યાવાળા છ ભાંગા જ ગ્રહણ કરવા, વીસ ભાંગા ગ્રહણ ન કરવા. કારણ કે છ ભાંગા જ ઘટે છે. કહ્યું છે કે- “દ્વિક સંયોગવાળો ભાંગો સિદ્ધોને, ત્રિક સંયોગવાળો એક ભાગો કેવળીને અને એક ભાંગો સંસારી જીવોને, ચતુષ્ક સંયોગવાળા બે ભાંગા ચારે ગતિમાં અને પંચક સંયોગવાળો ભાંગો મનુષ્યોને હોય.” (પ્ર.સા. ૧૨૯૭)
આ પ્રમાણે સિદ્ધ સંબંધી દિકસંયોગી એક ભાગો, કેવળી સંબંધી ત્રિકસંયોગી એક, જેણે ખંડશ્રેણિ કરી છે, અર્થાત્ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે અને ઉપશમશ્રેણિમાં રહેલ છે તેવા મનુષ્ય સંબંધી પંચકસંયોગી એક, ચાર ગતિ દ્વારા આવેલા બાર ભાંગા આમ બધા મળીને ૧૫ ભાંગા થાય છે.
આ વિષે કહ્યું છે કે- “ઔદયિક-પથમિક-પારિણામિક એ ત્રિક સંયોગી ભંગ ચારે ગતિમાં હોવાથી ચાર થાય. એ રીતે ક્ષાવિકભાવથી યુક્ત ઔદયિક વગેરે ભાવો ચારે ગતિમાં હોવાથી ચાર થાય. ઉપશમભાવથી યુક્ત અને ક્ષાયિક ભાવથી રહિત પૂર્વોક્ત ભાવો ચારે ગતિમાં હોવાથી ચાર થાય.’
ઉપશમ શ્રેણિમાં રહેલા (સાયિક સમ્યકત્વી) જીવમાં, સિદ્ધમાં અને કેવળીમાં એક એક ભાંગો થાય. આ પ્રમાણે સાન્નિપાતિકના પંદર ભેદો અવિરુદ્ધ છે=ઘટી શકે તેવા છે અને વિસ ભેદોનો સંભવ નથી.' (પ્ર.સા. ૧૨૯૫-૧૨૯૬) (૧૯૭).
પ્રશમરતિ • ૧૫૪
Page #168
--------------------------------------------------------------------------
________________
यदेभिर्लभ्यते तदाहएभिर्भावैः स्थानं, गतिमिन्द्रियसंपदः सुखं दुःखम् । संप्राप्नोतीत्यात्मा, सोऽष्टविकल्पः समासेन ॥ १९८ ॥
एभिः-पूर्वोक्तैर्भावैः करणभूतैः स्थान-स्थितिमायुर्वा गति-पञ्चविधामिन्द्रियसम्पदः-एकेन्द्रियादिविभूतीः सुखं-आह्लादं असुखं-असातं संप्राप्नोति-लभते । इतिरिह यथासंभवप्रदर्शनार्थः, न ह्यौपशमिकक्षायिकयोरेते प्रायः सम्भवन्ति । एतानि स्थानादीनि कः कर्ता लभते अत आह-आत्माનીવ: સોડણવિન્ય: સમારોનેતિ | ૨૧૮
આ ભાવોથી જે પ્રાપ્ત થાય છે તેને કહે છેગાથાર્થ- આ ભાવોના કારણે વિવિધ પ્રકારના સ્થાન, ગતિ, ઇન્દ્રિયસંપત્તિ, સુખ અને દુઃખને પામે છે. ટીકાર્થ સ્થાનઃઉત્પત્તિનું સ્થાન અથવા આયુષ્ય. ગતિ=ગતિ પાંચ પ્રકારની છે. (સંસારની ચાર ગતિ અને મોક્ષગતિ.) (ગતિ અને સ્થાનમાં ભેદ છે. તે આ પ્રમાણે- બે જીવોને ગતિ એક હોય, પણ સ્થાન જુદા જુદા હોય, જેમ કે- બે જીવો મનુષ્યગતિમાં ઉત્પન્ન થયા. પણ, એક ભરતમાં અને એક મહાવિદેહમાં ઉત્પન્ન થયો. આથી આ બે જીવોની ગતિ એક છે અને સ્થાન જુદા છે.)
ઇન્દ્રિય સંપત્તિ=એક ઇન્દ્રિય આદિ રૂપ સંપત્તિ.
અહીં તિ શબ્દ યથાસંભવ બતાવવા માટે છે. જેમ કે ઔપશમિક, ક્ષાયિકમાં સ્થાન વગેરે સંભવતા નથી.
આ સ્થાન વગેરેને કયો કર્તા પામે છે એવો પ્રશ્ન થાય. આથી કહે છે– આ સ્થાન વગેરેને જીવ પામે છે અને તે જીવ સંક્ષેપથી આઠ ભેદવાળો છે. (૧૯૮) द्रव्यं कषाययोगावुपयोगो ज्ञानदर्शने चैव । चारित्रं वीर्यं चेत्यष्टविधा मार्गणा तस्य ॥ १९९ ॥
પ્રશમરતિ • ૧૫૫
Page #169
--------------------------------------------------------------------------
________________
तानेवाह- द्रव्यं-द्रव्यात्मा कषाययोगौ-कषायात्मा योगात्मा, एवमुपयोगादिष्वात्मा योज्यः, इत्यष्टविधा मार्गणा-अन्वेषणा तस्य-जीवस्येति ॥ १९९ ॥
તે ભેદોને જ કહે છે– ગાથાર્થ– દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા - આ આઠ પ્રકારે આત્માની વિચારણા કરવી જોઇએ. (૧૯)
जीवाजीवानां द्रव्यात्मा सकषायिणां कषायात्मा । योगः सयोगिनां पुनरुपयोगः सर्वजीवानाम् ॥ २०० ॥
एतानेव आर्याद्वयेनाह-जीवाजीवानां-सचेतनाचेतनानां षण्णां द्रव्याणां यद् द्रव्यं-स्थित्यंशरूपं तदात्मा भण्यते, नहि तानि ताद्रूप्यं कदाचन त्यजन्तीति कृत्वा, सकषायिणां-कषायोपरक्तचेतनानां कषायात्मा-कषायप्रधान आत्माजीवो, मिथ्यादृष्ट्यादिसूक्ष्मसम्परायान्तानां स ज्ञेयः, योगो-योगप्रधान आत्मा सयोगिनां-त्रयोदशगुणस्थान(पर्यन्त)वर्तिनां ज्ञेयः, एतेषु यथासंभवं मनोवाक्कायभेदानां संभवात्, पुनरुपयोगः-साकारानाकाररूपः सर्वजीवानांસિદ્ધાનાં સંસરિણાં વેતિ | ૨૦૦ ||
જીવના આઠ ભેદોને જ બે ગાથાઓથી કહે છેગાથા-ટીકાર્થ– (૧) દ્રવ્યાત્મા=(કોઇપણ વસ્તુમાં સ્થિર અંશ અને અસ્થિર અંશ એમ બે અંશ હોય છે. જેમ કે સુવર્ણહારમાં સુવર્ણ સ્થિર અંશ છે. હાર અસ્થિર અંશ છે. જેમ કે હારને ભાંગીને ઝાંઝર વગેરે બનાવી શકાય છે. ઝાંઝર અને હારમાં સુવર્ણ અંશ સ્થિર=કાયમ રહે છે. અહીં દ્રવ્ય એટલે સ્થિર અંશ. સ્થિર અંશરૂપ જે આત્મા તે દ્રવ્યાત્મા. જીવ અને અજીવ એ છ દ્રવ્યો સ્થિર અંશરૂપ હોવાથી છ દ્રવ્યોનો આત્મા દ્રવ્યાત્મા છે. કારણ કે છ દ્રવ્યો ક્યારેય સ્થિર અંશનો ત્યાગ કરતા નથી.
(૨) કષાયાત્મા=જેમનું ચૈતન્ય કષાયોથી રંગાયેલું છે તે જીવોનો આત્મા કપાયાત્મા છે. કષાયની પ્રધાનતાવાળો જીવ તે કષાયાત્મા. મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધીના જીવોનો આત્મા કષાયાત્મા છે.
પ્રશમરતિ • ૧પ૬
Page #170
--------------------------------------------------------------------------
________________
(૩) યોગાત્મા=યોગની પ્રધાનતાવાળો આત્મા તે યોગાત્મા. તેરમાં ગુણસ્થાનક સુધીના જીવોનો આત્મા યોગાત્મા છે. કારણ કે તેમનામાં યથાસંભવ મન-વચન-કાયા રૂપ યોગભેદોનો સંભવ છે.
(૪) ઉપયોગાત્મા–ઉપયોગના સાકાર અને અનાકાર એમ બે ભેદો છે. સિદ્ધ કે સંસારી સર્વજીવો જ્ઞાન-દર્શનના વ્યાપારરૂપ ઉપયોગવાળા હોવાથી સર્વજીવોનો આત્મા ઉપયોગાત્મા છે. (૨૦૦) ज्ञानं सम्यग्दृष्टेर्दर्शनमथ भवति सर्वजीवानाम् । चारित्रं विरतानां, तु सर्वसंसारिणां वीर्यम् ॥ २०१ ॥
ज्ञानं सम्यग्दृष्टेः क्षायिकक्षायोपशमिकौपशमिकरूपत्रिविधस्य, नतु मिथ्यादृशः, दर्शनं-सामान्योपयोगरूपं, चतुर्विधमथ भवति सर्वजीवानांसंसारिणां मुक्तानां च यथायोगं, चारित्रं विरतानां तु, न त्वसंयतानां, सर्वसंसारिणां-चेतनानां 'संसारी चेतनो मतः' इति वचनात्, भवस्थमुक्तानां चैतन्यवतामित्यर्थः, किं तद् ? वीर्यमिति ॥ २०१ ॥
(૫) જ્ઞાનાત્માકક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔપથમિક રૂપ ત્રણ પ્રકારના સમ્યગદષ્ટિનો આત્મા જ્ઞાનાત્મા છે. (મિથ્યાદષ્ટિનું જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ હોવાથી મિથ્યાદષ્ટિનો આત્મા જ્ઞાનાત્મા નથી.)
(૬) દર્શનાત્મા-દર્શન એટલે સામાન્ય ઉપયોગ. ચાર પ્રકારનું દર્શન સંસારી અને સિદ્ધ એ સર્વજીવોને યથાયોગ્ય હોય. (આથી સર્વજીવોનો આત્મા દર્શનાત્મા છે.)
(૭) ચારિત્રાત્મા=વિરતોને ચારિત્ર હોય, અસંયતોને ચારિત્ર ન હોય. (આથી વિરતોનો આત્મા ચારિત્રાત્મા છે.)
(૮) વીર્યાત્મા=સંસારી અને સિદ્ધ એ સર્વજીવોને વીર્ય હોય. (આથી સર્વજીવોનો આત્મા વીર્યાત્મા છે.)
પ્રશ્ન- ગાથામાં સર્વસંસારિ વીર્ય સર્વસંસારી જીવોને વીર્ય હોય એમ કહ્યું છે. તો અહીં સંસારી અને સિદ્ધ એ સર્વજીવોને વીર્ય હોય એમ કેમ કહ્યું ?
પ્રશમરતિ • ૧૫૭
Page #171
--------------------------------------------------------------------------
________________
ઉત્તર- સંસારી ચેતનો મતઃ એવું વચન છે. આ વચન પ્રમાણે સંસારી એટલે ચૈતન્યવાળા જીવો. સિદ્ધો પણ ચૈતન્યવાળા છે. આથી સંસારાં પદથી સંસારી અને સિદ્ધો એ બધા જીવોનું ગ્રહણ થાય. (૨૦૧)
द्रव्यात्मेत्युपचारः, सर्वद्रव्येषु नयविशेषेण । આભાવેશાવાત્મા, મવત્યનાત્મા પરાવેશાત્ ॥ ૨૦૨ ॥
द्रव्यात्मेति यदुक्तं तत्किं तत्त्वत उतान्यथा ?, अन्यथेत्याह-द्रव्यात्मेति यत्पूर्वमुक्तं सर्वद्रव्येषु तदुपचारतो - व्यवहाराच्छब्दनिबन्धनात् न तत्त्वतः, आत्मनो जीवरूपत्वात् सर्वद्रव्याणां जीवाजीवरूपत्वात्, किंतु स्वस्वरूपवाचके आत्मध्वनौ नयविशेषेण- सामान्यग्राहिणा नयभेदेन गृह्यमाणे कथञ्चिदयमपि घटत इति । यत आत्मादेशात्-स्वरूपाभिधानादात्मा भवति, भवत्यनात्मा च परादेशात्, स्वपररूपापेक्षया सदसद्रूपं वस्तु, जैनानां प्रसिद्धमिदमिति ॥ २०२ ॥
છ દ્રવ્યોનો આત્મા દ્રવ્યાત્મા છે એમ જે કહ્યું તે પરમાર્થથી કહ્યું છે કે બીજી રીતે ? બીજી રીતે કહ્યું છે એમ કહે છે–
ગાથાર્થ-ટીકાર્થ સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મા છે એમ પૂર્વે જે કહ્યું તે શબ્દ જેનું કારણ છે એવા વ્યવહારનયથી કહ્યું છે, નહિ કે ૫૨માર્થથી. કારણ કે આત્મા જીવરૂપ છે અને સર્વદ્રવ્યો જીવ-અજીવ સ્વરૂપ છે, અર્થાત્ સર્વદ્રવ્યો કેવળ જીવસ્વરૂપ નથી. આમ છતાં પોતાના સ્વરૂપનો (=અતતીત્યાત્મા એવા સ્વરૂપનો) વાચક આત્મશબ્દનું ગ્રહણ કરવામાં સામાન્યગ્રાહી નયવિશેષથી કથંચિત્ આ પણ ઘટે છે=સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મા છે એ પણ ઘટે છે. કારણ કે સતતીત્યાત્મા એવા સ્વરૂપને કહેવાથી આત્મા થાય છે=કહેવાય છે. પરના આદેશથી અનાત્મા થાય છે=આત્મા નથી કહેવાતો. કોઇ પણ વસ્તુ સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ છે એ સિદ્ધાંત જૈનોમાં પ્રસિદ્ધ છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–
જીવ ચેતન હોવાથી આત્મા=દ્રવ્યાત્મા કહેવાય. પણ અજીવ તો જડ છે, આત્મા (=જીવ) નથી. આથી અજીવરૂપ પાંચ દ્રવ્યો આત્મા=દ્રવ્યાત્મા કેમ કહેવાય ? આ પ્રશ્નનો ઉત્તર આ ગાથામાં આપવામાં આવ્યો છે.
પ્રશમરતિ ૦ ૧૫૮
Page #172
--------------------------------------------------------------------------
________________
તેમાં ગાથાના દ્રવ્યાત્મત્યુપાર: સર્વદ્રવ્યપુ નવિશેષે એ પૂર્વાર્ધનો ભાવાર્થ આ છે- સામાન્યગ્રાહી નયથી અજીવ સર્વદ્રવ્યોમાં દ્રવ્યાત્મા એ પ્રમાણે ઉપચાર (વ્યવહાર) કરવામાં આવે છે. સામાન્યગ્રાહી નય આત્મા શબ્દના અર્થને પકડે છે. એ કહે છે કે, તમે આત્મા શબ્દના અર્થને વિચારો. જે (અતતીત્યાત્મા) અન્વય રૂપે પર્યાયોમાં ગમન કરે તે આત્મા એવો આત્મા શબ્દનો અર્થ છે. જેમ જીવ સ્વપર્યાયમાં અન્વય રૂપે ગમન કરે છે=રહે છે, તેમ અજીવ દ્રવ્યો પણ સ્વસ્વના પર્યાયોમાં અન્વયરૂપે ગમન કરે છે=રહે છે. આથી આત્મા શબ્દનો અર્થ જીવ અજીવ બંનેમાં લાગુ પડે છે. તો પછી જીવદ્રવ્યમાં આત્મા શબ્દનો પ્રયોગ કરવો અને અજીવ દ્રવ્યમાં ન કરવો એ ક્યાંનો ન્યાય ! અજીવ દ્રવ્યોમાં પણ આત્મા શબ્દનો વ્યવહાર કરવો જોઈએ. આથી સામાન્યગ્રાહી નયની દષ્ટિએ સર્વદ્રવ્યોમાં આત્મા શબ્દનો વ્યવહાર કરવામાં આવે છે. ( [માત્માદેવાત્મા જૈનદર્શનમાં દરેક વિષયની વિચારણા અનેકાંતવાદના (=અપેક્ષાવાદના) આધારે થાય છે. આથી દરેક વસ્તુનું અસ્તિત્વ (=હોવું) અને નાસ્તિત્વ (=ન હોવું) એકાંતે નથી, કિંતુ અપેક્ષાએ છે અને અપેક્ષાએ નથી. દરેક વસ્તુ સ્વરૂપે સત્ (કવિદ્યમાન) છે અને પરરૂપે અસત્ (=અવિદ્યમાન) છે. દા.ત. ઘટ સ્વરૂપે (=ઘટરૂપે) સતુ છે, પણ પરરૂપે (કપટરૂપે) અસતુ છે. જો ઘટ પટરૂપે પણ સતુ હોય તો તેને પટ પણ કહેવો જોઇએ અને પટનાં કાર્યો ઘટથી થવા જોઈએ, પણ તેમ નથી. આપણે બોલીએ પણ છીએ કે આ ઘટ છે, પટ નથી. આનો અર્થ એ જ છે કે ઘટ પટ રૂપે નથી=અસત્ છે. આમ દરેક વસ્તુના અસ્તિત્વનો અને નાસ્તિત્વનો વિચાર અપેક્ષાવાદથી કરવો જોઇએ.
હવે ગાથાના માત્માશલિાત્મા મવત્યનાભા પરાશાત્ એ ઉત્તરાર્ધનો ભાવાર્થ આ છે– મતતિત્યાત્મિા=જે અન્વય રૂપે પર્યાયોમાં ગમન કરે તે આત્મા એવા (માત્માશGિ) આત્મશબ્દના અર્થની વિવક્ષાથી (માત્મા મતિ=)આત્મા થાય છે કહેવાય છે. આત્મ શબ્દનો આ અર્થ અજીવ દ્રવ્યોમાં પણ ઘટતો હોવાથી અજીવદ્રવ્યો પણ દ્રવ્યાત્મા છે. (પરાશા=) અજીવ જીવ નથી એમ પરસ્વરૂપના કથનથી અજીવદ્રવ્યો (અનાત્મિe) આત્મા નથી=દ્રવ્યાત્મા નથી. (૨૦૨)
પ્રશમરતિ ૦ ૧૫૯
Page #173
--------------------------------------------------------------------------
________________
एवं संयोगाल्पबहुत्वाद्यैर्नैकशः स परिमृग्यः । जीवस्यैतत्सर्वं, स्वतत्त्वमिह लक्षणैर्दृष्टम् ॥ २०३ ॥
सांप्रतं निगमयन्नाह— एवमनेकप्रकारेण स - आत्मा परिमृग्यः-अन्वेषणीय इति सम्बन्धः । कैः कृत्वा ? अल्पत्वं च बहुत्वं च ते, त्वप्रत्ययस्य प्रत्येकमभिसम्बन्धात्, ततः संयोगाश्चाल्पबहुत्वे च तानि तानि आद्यानि येषां तानि तथा तैः, तत्र संयोगतस्तावत् येन येन संयुक्तस्तेन तेन रूपेणात्मा विद्यते, येन न संयुक्तस्तेन न विद्यते, यथा नारको नरकगतिसंयोगेनैव विद्यते, न देवादिसंयोगेनेति, अल्पत्वं बहुत्वव्यतिरेकेण न भवति, बहुत्वं अल्पत्वेन च, अतः संलुलिते एव विचार्येते, ताभ्यामादिष्टः स्यादस्ति स्यान्नास्तिसम्मूर्च्छजगर्भजभेदेनासंख्येयमनुष्यास्ते चाल्पे, तिर्यञ्चोऽनन्ता एकेन्द्रियादिभेदेन, ते च बहवः, ततस्तिर्यक्संख्यया मनुष्या न सन्ति, मनुष्यसंख्यया तिर्यञ्चो नेति । आदिग्रहणान्नामादिभिरप्यस्तित्वनास्तित्वे भावयितव्ये, कथं ? नैकशो - बहुभिः प्रकारैः । एतस्य जीवस्य स्वतत्त्वं - सहजं स्वरूपं सर्वमेव - समस्तमपि, किं ? दृष्टम्-उपलब्धं । कैः कृत्वा ? लक्षणैः - लक्ष्यते यैरात्मा तानि लक्षणानि - चिह्नानि तानि तथा तैः, तानि चामूनि - 'चित्तं चेयण सन्ना विन्नाणं धारणा य बुद्धी य । ईहा मई वियक्का जीवस्स उ लक्खणा एए ॥। १॥' ॥ २०३ ॥
હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ– આ પ્રમાણે સંયોગ અને અલ્પબહુત્વ આદિથી અનેક પ્રકારે આત્મા વિચા૨વો જોઇએ. અહીં બતાવેલું જીવનું આ સર્વ સ્વરૂપ આત્માના ભિન્ન ભિન્ન લક્ષણોથી ઉપલબ્ધ થયું છે.
ટીકાર્થ– સંયોગ=આત્મા જેની સાથે સંયુક્ત છે તે રૂપે છે, જેની સાથે સંયુક્ત નથી, તે રૂપે નથી. જેમ કે– નારક નરકગતિના સંયોગથી જ છે, દેવગતિ આદિના સંયોગથી નથી.
અલ્પબહુત્વ=અલ્પત્વ બહુત્વ વિના ન હોય. બહુત્વ અલ્પત્વ વિના ન હોય. આથી અલ્પત્વ અને બહુત્વ ભેગા જ વિચારાય છે. અલ્પબહુત્વથી વિવક્ષિત જીવ અપેક્ષાએ છે અને અપેક્ષાએ નથી. જેમ કે સંમૂર્છાન અને ગર્ભજ એ બે ભેદથી મનુષ્યો અસંખ્યાત છે અને અલ્પ
પ્રશમરતિ ૦ ૧૬૦
Page #174
--------------------------------------------------------------------------
________________
છે. એકેન્દ્રિય આદિના ભેદથી તિર્યંચ અનંત છે અને ઘણા છે. તેથી તિર્યંચની સંખ્યાથી મનુષ્યો નથી અને મનુષ્યોની સંખ્યાથી તિર્યંચો નથી.
મારિ પદનું ગ્રહણ કર્યું હોવાથી નામ (અને સ્થાપના) વગેરેથી પણ અસ્તિત્વ નાસ્તિત્વની વિચારણા કરવી.
લક્ષણો– આત્મા જેમનાથી ઓળખાય=જણાય તે લક્ષણો. તે લક્ષણો આ છે– ચિત્ત, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, બુદ્ધિ, ઈહા, મતિ અને વિતર્ક- આ જીવનાં લક્ષણો છે. ચિત્ત=સામાન્યથી અતીત-અનાગત-વર્તમાનને ગ્રહણ કરનારું. ચેતના=પ્રત્યક્ષ વર્તમાન અર્થને ગ્રહણ કરનારી. સંજ્ઞા આ તે છે એવું પ્રત્યભિજ્ઞાન. વિજ્ઞાન વિવિધજ્ઞાન, અર્થાત્ અનેક ધર્મવાળી વસ્તુમાં તે તે પ્રમાણે દૃઢનિશ્ચય.
ધારણા આ અમુક વસ્તુ છે એવો નિર્ણય થયા બાદ તેનો ઉપયોગ ટકી રહે તે ધારણા. ધારણાના અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદ છે.
અવિશ્રુતિ નિર્ણય થયા બાદ તે વસ્તુનો ઉપયોગ ટકી રહે તે અવિશ્રુતિ ધારણા.
વાસના=અવિશ્રુતિ રૂપ ધારણાથી આત્મામાં તે વિષયના સંસ્કાર પડે છે. આ સંસ્કાર એ જ વાસના ધારણા.
સ્મૃતિ=આત્મામાં પડેલા જ્ઞાનના સંસ્કારો નિમિત્ત મળતાં જાગૃત બને છે. એથી આપણે પૂર્વાનુભૂત વસ્તુ કે પ્રસંગને યાદ કરીએ છીએ. પૂર્વાનુભૂતવસ્તુનું કે પ્રસંગનું સ્મરણ તે સ્મૃતિ ધારણા.
બુદ્ધિ પદાર્થ સંબંધી તર્ક. ઈહા=આ સ્થાણુ છે કે પુરુષ એવી વિદ્યમાન વસ્તુ સંબંધી વિચારણા. મતિ મસ્તક ખંજવાળવું વગેરે જ્ઞાન થવાથી આ પુરુષ જ છે એવી મતિ.
પ્રશમરતિ • ૧૬૧
Page #175
--------------------------------------------------------------------------
________________
વિતર્ક=આ પ્રમાણે જ આ અર્થ ઘટી શકે છે ઇત્યાદિ સ્વરૂપ તર્ક. (દશ वै.नि.गा. २२४) (२०3)
उत्पादविगमनित्यत्वलक्षणं यत्तदस्ति सर्वमपि । सदसद्वा भवतीत्यन्यथाऽर्पितानर्पितविशेषात् ॥ २०४ ॥
,
तथा अपरं लक्षणमाह-उत्पादः - प्रादुर्भावः तेन स्वेन रूपेण वस्तुनां घटपादीनां धर्माधर्मादीनां च, पत्रादिनीलतावत्, विगमो - विनाशः प्रलयः तेषामेवं, पत्रादिसाटवत्, नित्यत्वं - स्थिरत्वं कालत्रयेऽप्यविनाशित्वं एतानि कृतद्वन्द्वानि विवक्षावशप्रापितभेदानि तत्त्वतो मनागप्यभिन्नानि समुदितानि लक्षणं-स्वरूपं यस्य तत्तथा । यदेवंविधं त्रिविधत्वमुक्तं तदस्ति - विद्यते सर्वमपि, तथाहि-घटस्य घटरूपेणोत्पादः कुशूलादिरूपेण विनाशो मृद्रूपेण च सदैव नित्यत्वं, तथा पुंसः पुंस्त्वेनोत्पादः प्राक्तनरूपेण विनाशो जीवरूपेण ध्रौव्यमिति । न चोत्पादे असति विनाशो न च विनाशे वा समुत्पादः, नहि घटाद्यनुत्पादे कुशूलादिविनाशो, न च कुशूलाद्यविनाशे घटाद्युत्पादः, न च तौ मृत्त्वं विना, निर्मूलत्वात् न च साऽपि तौ विना, पर्यायत्वाद्, गन्धादिविशेषरहितेन्दीवरवत् । तदेवं त्रितयं परस्परापेक्षं सत्त्वलक्षणमिति । अन्यथा-त्रितयं यदि नाभ्युपगम्यते किंत्वेकस्य द्वयोर्वा सत्त्वलक्षणत्वेऽभ्युपगम्यमाने यत्सत् तदसद्भवति, असद्वा-अविद्यमानं सद्भवति । यच्च सतोऽसद्भवनं असतो वा सद्भवनं तन्महालीकतां महाकर्मबन्धं च तस्य वादिन आवेदयतीत्युपेक्षणीयमिति । ननु च सैद्धान्तिका अपि क्वचिदुत्पादं क्वचिद्विनाशं क्वचिन्नित्यत्वं प्रतिपादयन्ति, तथाहि-‘जिणपवयणउप्पत्ती' इत्यादि 'सव्वट्ठाणाइं असासयाई' इत्यादि 'इयं दुवालसंगी न कयाई नासी' इत्यादि, अतस्तेषामप्ययं दोषः प्रसजतीत्येव, उच्यते, नायं तेषां दोषः, कुतः ? अर्पितानर्पितविशेषात् अर्पितं विशेषितं अनर्पितम् अविशेषितं तद्रूपो विशेषस्ततः, तमादायेत्यर्थः, इदमत्र तात्पर्यं - अर्पितं विशेषितं जिनप्रवचनं उत्पन्नमिति प्रवचनोत्पादोऽर्पितः, अनर्पितम् अविशेषितं प्राक्तनजिनप्रणीतं तदतीतं, अर्थतस्तु ध्रुवं घटे कुशूलविगमत्ववत् इति वचनमुच्चार्य विगमध्रौव्यद्वयं नार्पितमिति । न पुनस्तेषामयमाशयः यथोत्पाद एवास्ति सर्वथा પ્રશમરતિ ૦ ૧૬૨
Page #176
--------------------------------------------------------------------------
________________
विगमध्रौव्यशून्यः, ननु कथमेकस्मिन् उक्तेऽन्यद्वयसद्भावो भवति ?, भवत्येव, कथं ?, यथा हि पुरुषस्य भ्रातृपुत्रपितृव्याद्यनेकरूपसंभवेऽपि तत्कार्यकरणक्षमत्वेन केनापि भ्रातेत्युक्ते न पुनः पुत्रादित्वं तत्र नास्तीति, एवमत्रापि एवंविधविवक्षासद्भावात्, नान्यवादिनामिव जैनानां दोषः प्रादुर्भवति । केचन विद्वांसः सप्तभङ्गीसूचनद्वारेण व्याख्यान्तीमामााँ, सा च व्याख्यैवम्-उत्पादःउत्पत्तिः विगमो-विनाशो नित्यत्वं-ध्रौव्यमेतेषां द्वन्द्वस्तानि लक्षणं यस्य तत्तथा, यदेतल्लक्षणत्रयोपेतं तदस्ति सर्वमपि, अङ्गुलिवत्, यथा मूर्तत्वेनाङ्गुलिरवस्थिता ध्रुवा ऋजुत्वेन विनष्टा वक्रत्वेनोत्पन्नेति, एवं यदुत्पादादित्रयोपेतं तत्सर्वमस्ति, यन्नास्ति तदुत्पादादित्रितयवदपि न भवति, खरविषाणवत्, अतो विकल्पद्वयमुक्तं-स्यादस्ति १ स्यान्नास्ति २, सदसद्वा भवतीति तृतीयविकल्पः, स्यादस्ति च नास्ति चेति ३, अन्यथा-अन्येन प्रकारेणापितानर्पितविशेषादिति चत्वारो विकल्पाः सूचिताः, स्यादवक्तव्यं ४ स्यादस्ति चावक्तव्यश्च ५ स्यान्नास्ति चावक्तव्यश्च ६ स्यादस्ति च नास्ति चावक्तव्यश्चेति ७, तत्राद्यभङ्गद्वयं भावितार्थमेव । तृतीयस्तु अस्ति च नास्ति चेति, एकस्य घटादे व्यस्य देशो ग्रीवादिः सद्भावपर्यायेण आदिष्टो वृत्तबुध्नत्वेन परगतपर्यायेण च तद्वस्तु अस्ति च नास्ति चेति भावना कार्या ३ इतश्चतुर्थो विकल्पः स्यादवक्तव्य इति, सकलमेवाखण्डितं तद्वस्तु अर्थान्तरभूतैः पटादिपर्यायैर्निजैश्चोर्ध्वकुण्डलौष्ठायतवृत्तग्रीवादिभिर्युपगद्-अभिन्नकाले समादिष्टं न अस्तीति वक्तुं शक्यते न तु नास्तीति वक्तुं पार्यते, युगपदादेशद्वयप्राप्ती वचनविशेषातीतत्वादेवावक्तव्यमिति ४ इतोऽस्ति चावक्तव्यश्चेति पञ्चमो विकल्पः, तस्यैव घटादेर्वस्तुन एको देशः सद्भावपर्यायैरादिष्टोऽपरो देशः स्वपर्यायैः परपर्यायैश्च युगपदादिष्टः तद् द्रव्यमस्ति चावक्तव्यं च ५ अथ पष्ठो विकल्पः-स्यान्नास्ति चावक्तव्यश्च, तस्यैव घटादेव्यस्य एकदेशः परपर्यायैरादिष्टोऽपरो देशः स्वपर्यायैः परपर्यायैर्यु(श्च युगपदादिष्टस्तद् द्रव्यं नास्ति चावक्तव्यं च भवति ६ अथ सप्तमो विकल्पो भाव्यते-तदेव घटादि द्रव्यमेकस्मिन् देशे स्वपर्यायैरादिष्टं अन्यत्र देशे परपर्यायैरादिष्टं अपरत्र देशे स्वपर्यायैः परपर्यायैश्च युगपदादिष्टं स्यादस्ति च नास्ति चावक्तव्यं चेति ७ ।
પ્રશમરતિ • ૧૬૩
Page #177
--------------------------------------------------------------------------
________________
एवमयं सप्तप्रकारो वचनविकल्पः, अत्र च सकलादेशास्त्रयः-स्यादस्ति १ स्यान्नास्ति २ स्यादवक्तव्यः ३, शेषाश्चत्वारो विकल्पा विकलादेशाः-स्यादस्ति च नास्ति च १ स्यादस्ति चावक्तव्यश्च २ स्यान्नास्ति च अवक्तव्यश्च ३ स्यादस्ति च नास्ति चावक्तव्यश्चेति ४, अतोऽन्येन प्रकारेणान्यथा, अर्पितं विशेषितमुपन्यस्तं (नीतं), अनर्पितमविशेषितमनुपनीतं चेत्यस्माद्विशेषात् (ग्रंथ १२००) सप्त विकल्पा भवन्ति ॥ २०४ ॥ તથા બીજું લક્ષણ કહે છે, અર્થાત્ “સતનું લક્ષણ કહે છે
ગાથાર્થ– ઉત્પાદ-વિગમ-નિત્યત્વ (ઉત્પત્તિ-વિનાશ-સ્થિરતા) આ ત્રણે લક્ષણો જેમાં હોય તે બધુંય સત્ છે. જો ઉત્પાદ આદિ ત્રણેનો સ્વીકાર કરવામાં ન આવે તો જે સત્ છે તે અસત્ બની જાય અથવા જે અસત્ છે તે સતુ બની જાય. પ્રધાન અને ગૌણની વિવક્ષાથી એક જ વસ્તુમાં ઉત્પાદ વગેરે ત્રણેય ઘટે છે.
[અહીં ટીકાર્થ લખતાં પહેલાં વિવેચન લખવામાં આવે છે. જેથી ટીકાર્ય સરળતાથી સમજી શકાય.]
દરેક વસ્તુમાં બે અંશ હોય છે– (૧) દ્રવ્યાંશ (૨) પર્યાયાંશ. દ્રવ્યાંશ સ્થિર છે, જ્યારે પર્યાયાંશ અસ્થિર=ઉત્પત્તિ-વિનાશશીલ છે. આથી દરેક વસ્તુમાં પ્રત્યેક સમયે નવા નવા પર્યાયો ઉત્પન્ન થાય છે. પૂર્વ પૂર્વના પર્યાયો નાશ પામે છે, તથા મૂળ દ્રવ્ય કાયમ રહે છે. પર્યાયો વસ્તુના પોતાના હોવાથી પર્યાયોના ઉત્પાદ-વિનાશ વસ્તુના જ કહેવાય. આમ દરેક વસ્તુ પ્રત્યેક સમયે પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે તથા દ્રવ્યરૂપે સ્થિર (=કાયમ) રહે છે.
આ હકીકત આપણે ઘટના દષ્ટાંતથી વિચારીએ. જે સમયે ઘટ ફૂટી જવાથી તેના ઠીકરાં થયાં તે સમયે માટી રૂપ દ્રવ્યમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા એ ત્રણે છે. ઘટ અને ઠીકરાં એ બંને માટીનાં પર્યાયો છે. માટીનો ઘટ રૂપ પર્યાય નાશ પામ્યો અને ઠીકરાં રૂપ પર્યાય ઉત્પન્ન થયો. આનો અર્થ એ થયો કે માટી ઘટ રૂપે નાશ પામી અને ઠીકરાં રૂપે ઉત્પન્ન થઇ તથા માટી રૂપે સ્થિર રહી.
પ્રશમરતિ • ૧૬૪
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન- આવું તો ક્યારેક જ બને. જયારે ઘટ ઉત્પન્ન થાય કે નાશ પામે ત્યારે જ આવું બને. પણ જયારે ઘટ એમને એમ પડ્યો છે ત્યારે તેમાં ઉત્પાદાદિ ત્રણ ક્યાં દેખાય છે ? તમે તો કહો છો કે દરેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે ઉત્પાદાદિ ત્રણ થાય છે.
ઉત્તર- સ્થૂલદષ્ટિથી વિચાર કરતાં ઘણા કાળ સુધી આપણને ઘડો જેવો છે તેવો ને તેવો જ દેખાય છે. તેમાં કોઈ જાતનું પરિવર્તન દેખાતું નથી. પણ સર્મદષ્ટિથી વિચારવામાં આવે તો એ ઘડામાં પ્રતિક્ષણ પરિવર્તન થઈ રહ્યું છે. દા.ત. એ ઘડો બન્યો તેને અત્યારે (વિવક્ષિત કોઈ એક સમયે) બે વર્ષ થયા છે. એટલે તે ઘડો અત્યારે બે વર્ષ જેટલો જૂનો કહેવાય. બીજા જ સમયે એ ઘડો બે વર્ષ અને એક સમય જેટલો જૂનો કહેવાય. આથી પૂર્વસમયની અપેક્ષાએ વર્તમાન સમયમાં તેનામાં કાળકૃત પરિવર્તન થઇ ગયું. ત્યાર પછીના સમયે તે ઘડો બે વર્ષ અને બે સમય જેટલો જૂનો બને છે. એ પ્રમાણે બીજા પણ રૂપ આદિના અનેક સૂક્ષ્મ ફેરફારો પ્રત્યેક સમયે થયા કરે છે. તે ફેરફારો અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતા નથી. જયારે કોઇ સ્થૂલ પરિવર્તન થાય છે ત્યારે જ આપણા ખ્યાલમાં આવે છે. આમ પ્રત્યેક સમયે ઘટમાં પરિવર્તન થવા છતાં ઘટ દ્રવ્ય રૂપે કાયમ રહે છે. આ પ્રમાણે દરેક વસ્તુમાં ઘટના થઈ શકે.
[સા મવતીચથા=] જો ઉત્પાદાદિ ત્રણેનો સ્વીકાર કરવામાં ન આવે (-ત્રણમાંથી કોઈપણ એક કે બેનો જ સ્વીકાર કરવામાં આવે) તો સત્ અસત્ બની જાય અથવા અસત્ સત્ બની જાય.
[પતાનપતવિશેષા=] પ્રશ્ન- જો વસ્તુમાં ઉત્પાદાદિ ત્રણે હોય તો, “જીવ ઉત્પન્ન થયો, ઘટ નાશ પામ્યો, આત્મા અજર-અમર છે' આમ કેવળ ઉત્પત્તિ, કેવળ નાશ કે કેવળ સ્થિરતાના સૂચક વાક્યો ખોટા ને?
ઉત્તર– એ વાક્યો જરાયે અસત્ય નથી. દરેક વસ્તુમાં ઉત્પાદાદિ ત્રણે ધર્મો હોવા છતાં વ્યવહારમાં આપણને જે ધર્મની અપેક્ષા (=વિવક્ષા) હોય તે ધર્મને અર્પિત=પ્રધાન બનાવીને વાણીનો પ્રયોગ કરીએ છીએ અને જે ધર્મોની અપેક્ષા (=વિવક્ષા) નથી તે ધર્મોને અનર્પિત (=ગૌણ) બનાવીએ છીએ.
પ્રશમરતિ ૦ ૧૬૫
Page #179
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય ઉત્પન્ન થયો એ વાક્યમાં વક્તાની જીવના મનુષ્ય રૂપ પર્યાયની વિવેક્ષા હોવાથી વિનાશ અને ધૈર્યને ગૌણ કરીને ઉત્પત્તિ ધર્મને આગળ કરવામાં આવ્યો છે. આ પ્રમાણે દરેક વાક્યો સાપેક્ષ હોય છે.
વસ્તુમાં અનેક ધર્મો હોય છે. જે વખતે જે ધર્મની અપેક્ષા હોય છે તે વખતે તે ધર્મને પ્રધાન બનાવીને (Fઆગળ કરીને) વ્યવહાર કરવામાં આવે છે. દા.ત. એક વ્યક્તિ પિતા પણ છે અને પુત્ર પણ છે. આથી તે વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ આ બે પરસ્પર વિરુદ્ધ ધર્મો રહેલા છે. તેમાંથી ક્યારેક પિતૃત્વ ધર્મને આગળ કરીને તેને પિતા કહેવામાં આવે છે. ક્યારેક પુત્રત્વ ધર્મને આગળ કરીને તેને પુત્ર કહેવામાં આવે છે.
જ્યારે તે વ્યક્તિની ઓળખાણ કરાવવામાં આવે છે ત્યારે કેટલાક લોકો તેના પિતાને ઓળખતા હોવાથી આ અમુક વ્યક્તિનો પુત્ર છે એમ કહીને તેની ઓળખાણ કરાવવામાં આવે છે. જયારે કેટલાક તેના પિતાને ઓળખતા નથી, પણ પુત્રને ઓળખે છે. આથી તેમને આ અમુક વ્યક્તિનો પિતા છે એમ કહીને તેની ઓળખાણ કરાવવામાં આવે છે. આમ પ્રત્યેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે અનેક ધર્મો (=પર્યાયો) રહેલા હોય છે, પણ વ્યવહાર તો કોઈ વિવક્ષિત એકાદિ પર્યાયથી જ થાય છે.
ટીકાર્થ– ઉત્પાદ=પાંદડા આદિમાં જેમ લીલા રંગની ઉત્પત્તિ થાય છે તેમ ઘટ-પટ વગેરે અને ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વગેરે વસ્તુની પોતાના રૂપે ઉત્પત્તિ થવી તે ઉત્પાદ.
વિગમ=જેવી રીતે પાંદડા આદિનો વિનાશ થાય છે તેમ ઘટ-પટ આદિ અને ધર્માસ્તિકાય આદિ વસ્તુનો વિનાશ થવો તે વિગમ. નિત્યત્વ=સ્થિરતા, ત્રણેય કાળમાં અવિનાશીપણું.
આ ત્રણ વિવક્ષાના કારણે ભિન્ન છે, પરમાર્થથી જરાપણ ભિન્ન નથી. આ ત્રણેય ભેગા જેમાં હોય તે બધી વસ્તુ સત્ છે. તે આ પ્રમાણે– જયારે ઘટ થાય છે ત્યારે તે ઘટની ઘટ રૂપે ઉત્પત્તિ થાય છે, અને તે જ ઘટનો કુશૂલ (=ઘડાની પૂર્વાવસ્થા) આદિ રૂપે વિનાશ થાય છે, અને તે જ ઘટ માટી રૂપે સદા જ રહે છે. તથી જ્યારે જીવ પુરુષ થાય છે ત્યારે તેનો પુરુષરૂપે ઉત્પાદ, પૂર્વરૂપે
પ્રશમરતિ • ૧૬૬
Page #180
--------------------------------------------------------------------------
________________
વિનાશ અને જીવરૂપે સ્થિરતા છે. ઉત્પત્તિ થયા વિના વિનાશ ન થાય, અને વિનાશ થયા વિના ઉત્પત્તિ ન થાય. ઘટાદિની ઉત્પત્તિ વિના કુશૂલ આદિનો વિનાશ ન થાય અને કુશૂલ આદિના વિનાશ વિના ઘટાદિની ઉત્પત્તિ ન થાય. તથા તે બંને (ઘટ અને કુશૂલ) માટી વિના ન હોય. કારણ કે માટી વિના તે બંને નિર્મૂલ છે. તથા જેમ કમળ ગંધ વગેરે વિશેષથી (=પર્યાયથી) રહિત ન હોય તેમ માટી પણ ઘટ અને કુશૂલ વિના ન હોય. કારણ કે તે બંને માટીનો પર્યાય છે. (દ્રવ્ય પર્યાય વિના ન હોય)
આ પ્રમાણે પરસ્પરની અપેક્ષાવાળા ઉત્પાદ વગેરે ત્રણ ‘સત્’નું લક્ષણ છે. (અન્યથા=) જો ઉત્પાદાદિ ત્રણેનો સ્વીકા૨ ક૨વામાં ન આવે તો, અર્થાત્ કોઇ પણ એકનો કે બેનો જ સ્વીકા૨ ક૨વામાં આવે તો (સવસદા મતિ=) સત્ અસત્ બની જાય, અથવા અસત્ સત્ બની જાય.
જે વાદી સત્ને અસત્ કહે અથવા અસને સત્ કહે તે વાદીનું આવું વચન તેના મહાઅસત્યપણાને અને કર્મબંધને જણાવે છે. માટે સનું અસત્ થવું અને અસનું સત્ થવું તે ઉપેક્ષા કરવા યોગ્ય છે.
પ્રશ્ન– સિદ્ધાંતને જાણનારા પણ મહાપુરુષો ક્યાંક કેવળ ઉત્પત્તિને, ક્યાંક કેવળ વિનાશને અને ક્યાંક કેવળ નિત્યત્વનું પ્રતિપાદન કરે છે. જેમ કે નિળપવયળ પ્પત્તી=જિનવચનની ઉત્પત્તિ થઇ. (અહીં કેવળ જિનવચનની ઉત્પત્તિને જણાવી છે.) સવ્વટ્ઠાળારૂં અસાHયારૂં=સર્વસ્થાનો અનિત્ય છે. (અહીં કેવળ નાશને જણાવ્યો છે.) યં ટુવાલમંગી ન ારૂં નાસÎ=આ દ્વાદશાંગી ક્યારે ન હતી એવું નથી, અર્થાત્ દ્વાદશાંગી સદા હોય છે. (અહીં કેવળ નિત્યત્વને જણાવ્યું છે.) તેથી સિદ્ધાંતને જાણનારા પણ મહાપુરુષોને આ (=અસત્યપણું અને કર્મબંધ) દોષ લાગે જ છે.
ઉત્તર– સિદ્ધાંત વેદીઓને આ દોષ લાગતો નથી. કેમકે (ત્તિતાપિતવિશેષા=) અર્પિત=વિશેષ કરાયેલું (=ઉત્પત્તિની પ્રધાનતાવાળું કરાયેલું) જિનવચન ઉત્પન્ન થયું. આ પ્રમાણે પ્રવચનોત્પત્તિની પ્રધાનતા છે. અનર્પિત=વિશેષ ન કરાયેલું (=ઉત્પત્તિની ગૌણતાવાળું કરાયેલું) પૂર્વનું જિનપ્રણીત પ્રવચન નાશ પામ્યું. અર્થથી તો જિનવચન નિત્ય છે. ૧. આવશ્યકનિર્યુક્તિ ગાથા ૧૨૮.
પ્રશમરતિ - ૧૬૭
Page #181
--------------------------------------------------------------------------
________________
જેવી રીતે ઘટની ઉત્પત્તિ થતાં જ ઘટમાં કુશૂલનો નાશ થાય છે અને માટી રૂપે સ્થિરતા હોય છે તેમ નૂતન જિનપ્રવચનની ઉત્પત્તિ થતાં જ પૂર્વનું જિનપ્રવચન નાશ પામે છે અને અર્થથી જિનપ્રવચન સ્થિર રહે છે. જિનપ્રવચન ઉત્પન્ન થયું એમ બોલીને સિદ્ધાંતવેદીઓએ વિગમ અને ધ્રૌવ્યને ગૌણ બનાવ્યા છે. જિનપ્રવચન ઉત્પન્ન થયું એમ બોલવામાં સિદ્ધાંત વેદીઓનો વિગમ અને પ્રૌવ્યથી રહિત કેવળ ઉત્પાદ જ એવો આશય નથી. પ્રશ્ન– એકને કહેવામાં બીજા બેનો સદ્ભાવ કેમ હોય ?
ઉત્તર– એકને કહેવામાં બીજા બેનો સદ્ભાવ હોય જ છે. તે આ પ્રમાણે– કોઈ પુરુષ કોઇનો ભાઈ છે, કોઇનો પુત્ર છે અને કોઇનો પિતા છે. આમ એક જ પુરુષમાં અનેક સ્વરૂપ છે. આમ છતાં કોઇ તેને તેવું કાર્ય કરવામાં સમર્થ જાણીને “ભાઈ' તરીકે બોલાવે છે. આ વખતે તેનામાં પુત્રત્વ આદિ નથી એવું નથી, અર્થાત્ છે જ, પણ ગૌણ છે. તે રીતે પ્રસ્તુતમાં જિનપ્રવચનની ઉત્પત્તિ થઈ એમ કહેવામાં ઉત્પત્તિની પ્રધાનતા વિવક્ષિત છે અને વિગમ-ધ્રૌવ્યની ગૌણતા વિવક્ષિત છે, પણ વિગમ-ધ્રૌવ્ય છે તો ખરા જ. આથી બીજા વાદીઓની જેમ જૈનોને દોષ પ્રગટ થતો નથી.
કેટલાક વિદ્વાનો આ આર્યાની વ્યાખ્યા સપ્તભંગીની સૂચના દ્વારા કરે છે, અર્થાત્ આ આર્યામાં સપ્તભંગી કહી છે એમ માનીને આ આર્યાની વ્યાખ્યા કરે છે. તે વ્યાખ્યા આ પ્રમાણે છે
અહીં ટીકાઈને લખતાં પહેલાં વિવેચન લખવામાં આવે છે. જેથી ટીકાર્ય સરળતાથી સમજી શકાય.
આ ગાથાનો ઉક્ત અર્થ નાની ટીકાના આધારે કરવામાં આવ્યો છે. મોટી ટીકામાં આ ગાથાનો અર્થ જુદી રીતે કરવામાં આવ્યો છે. મોટી ટીકાની દષ્ટિએ આ ગાથામાં સપ્તભંગીનું સૂચન કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે
જે ઉત્પાદ-વિગમ-નિત્યત્વ રૂપ લક્ષણથી યુક્ત હોય તે સત્ છે, યુક્ત ન હોય તે અસત્ છે. આમ પૂર્વાર્ધમાં યાતિ' “ચાન્નતિ' એ બે વિકલ્પો બતાવવામાં આવ્યા છે. “સરસ વા મવતિ' એ શબ્દોથી “ચાપ્તિ ત્રિાતિ' એ ત્રીજો વિકલ્પ બતાવવામાં આવ્યો છે.
પ્રશમરતિ - ૧૬૮
Page #182
--------------------------------------------------------------------------
________________
અથાડતાડપતવિશેષા એ શબ્દોથી બાકીના ચાર વિકલ્પોનું સૂચન કર્યું છે. બાકીના ચાર વિકલ્પો આ પ્રમાણે છે- (૪) વવવ્ય : (૫) સ્થાતિ વ્યવ્ય (૬) ચન્નતિ વ્ય(૭) સ્થાપ્તિ ચન્નતિ પ્રવજી વ્ય.
સાત વિકલ્પોની ઘટના– દરેક વસ્તુ સ્વરૂપે સત્ છે એ દષ્ટિએ ચીત એમ પ્રથમ વિકલ્પ છે. દરેક વસ્તુ પરરૂપે નથી એ દષ્ટિએ ઉન્નત્તિ એમ બીજો વિકલ્પ છે. ઉક્ત બંને વાક્યોને ભેગા કરવાથી (=એક વાક્ય કરવાથી) સ્થાપ્તિ થાજ્ઞાતિ એમ ત્રીજો વિકલ્પ બને છે. ત્રીજા વિકલ્પથી ક્રમશઃ સત્ત્વનું અને અસત્ત્વનું પ્રતિપાદન થાય છે. ત્રીજો વિકલ્પ પૂર્વના બે વિકલ્પોના સરવાળા રૂપ હોવાથી પૂર્વના બે વિકલ્પોથી થયેલ સમજ ત્રીજા વિકલ્પથી દઢ બને છે.
કોઈ એમ કહે કે વસ્તુ અપેક્ષાએ સત્ છે અને અપેક્ષાએ અસત્ છે એ સિદ્ધાંત ક્રમ વિના એકી સાથે સમજાવો; તો કહેવું પડે કે, તે સિદ્ધાંત એકી સાથે કહી શકાય તેમ નથી. કારણ કે સત્ત્વ અને અસત્ત્વ એકી સાથે કહી શકાય તેવો એક પણ શબ્દ નથી. આથી વ : (સત્ત્વ અને અસત્ત્વ એકી સાથે કહી શકાય તેમ નથી.) એમ ચોથો વિકલ્પ બને છે.
અથવા કોઈપણ વસ્તુને પરપર્યાયોથી અને સ્વપર્યાયોથી એકી સાથે વિચારવામાં આવે તો તેને સત્ પણ ન કહેવાય અને અસત્ પણ ન કહેવાય. આથી જયારે એકી સાથે વિરુદ્ધ બે ધર્મોની વિવક્ષા કરવામાં આવે ત્યારે વસ્તુ કેવી છે તે વચનથી કહી શકાય તેમ ન હોવાથી અવક્તવ્ય છે. આ દૃષ્ટિએ પણ “વિશ્વ:' એમ ચોથો વિકલ્પ બને છે.
જ્યારે સ્વરૂપે તથા એકી સાથે સ્વ-પર ઉભય રૂપે વિવક્ષા કરવામાં આવે ત્યારે સ્થાપ્તિ થાવ: (અપેક્ષાએ-સ્વરૂપે વસ્તુ છે અને અપેક્ષાએ-સ્વપર ઉભય રૂપે વસ્તુ કેવી છે તે કહી શકાય તેમ નથી.) એમ પાંચમો વિકલ્પ બને છે.
જ્યારે પર રૂપે અને સ્વ-પર ઉભય રૂપે વિવક્ષા કરવામાં આવે ત્યારે ચન્નતિ થાવ વ્ય% (પર રૂપે વસ્તુ નથી, એકી સાથે સ્વ-પર ઉભયરૂપે વસ્તુ અવક્તવ્ય છે.) એમ છઠ્ઠો વિકલ્પ થાય છે.
પ્રશમરતિ ૦ ૧૬૯
Page #183
--------------------------------------------------------------------------
________________
જયારે ક્રમશઃ સ્વરૂપે અને પરરૂપે તથા એકી સાથે સ્વ-પર ઉભય રૂપે વિવક્ષા કરવામાં આવે ત્યારે સ્થાતિ ચન્નતિ ચાવવ્ય (સ્વરૂપે છે, પરરૂપે નથી; એકી સાથે સ્વ-પર ઉભયરૂપે અવક્તવ્ય છે.) આ પ્રમાણે સાતમો વિકલ્પ બને છે.
આ પ્રમાણે દરેક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ છતાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ સિદ્ધ થતાં નિત્યત્વ-અનિત્યત્વ, એકત્વ-અનેકત્વ વગેરે ધર્મયુગ્મને આશ્રયીને વિધિ અને પ્રતિષેધથી સાત સાત વિકલ્પો (ભંગો) થાય છે. આ સાત ભંગોને સપ્તભંગી કહેવામાં આવે છે.
જે વસ્તુ ઉત્પાદ-વિગમ-નિત્યત્વથી યુક્ત હોય તે બધીય વસ્તુ સત્ છે. જેમ કે આંગળી. જ્યારે આંગળીને વાંકી કરવામાં આવે ત્યારે આંગળી મૂર્ત વસ્તુ તરીકે નિત્ય છેઃરહેલી છે, સરળતા રૂપે નાશ પામી અને વક્રતા રૂપે ઉત્પન્ન થઈ. આ પ્રમાણે જે વસ્તુ ઉત્પાદ આદિ ત્રણથી યુક્ત હોય તે બધી જ વસ્તુ સત્ છે. જે વસ્તુ ન હોય તે વસ્તુ ઉત્પાદાદિ ત્રણથી યુક્ત પણ ન હોય. જેમ કે ગધેડાના શીંગડા. ગધેડાના શીંગડા નથી તો તેમાં ઉત્પાદાદિ ત્રણ પણ નથી. આનાથી (ગાથાના પૂર્વાર્ધમાં) સપ્તભંગીના (૧) યાતિ અને (૨) ચન્નતિ એ બે વિકલ્પો સૂચવ્યા છે. સત્ વા મવતિ એ શબ્દોથી (૩) ચતિ જ્ઞાતિ એ ત્રીજો વિકલ્પ બતાવવામાં આવ્યો છે. અન્યથાર્થતાડપતવિશેષાત્ એ પદોથી. બાકીના ચાર વિકલ્પોનું સૂચન કર્યું છે. તે આ પ્રમાણે- (૪) ચાવવવ્ય: (૫) રાતિ વ્યવ્યશ (૬) જ્ઞાતિ મવશ (૭) સ્થાતિ ચીત્રપ્તિ વોચશ.
તેમાં પહેલા બે વિકલ્પોના અર્થની ભાવના કરેલી જ છે. ત્રીજો વિકલ્પ યાતિ ચાન્નતિ એવો છે. તેની ભાવના આ પ્રમાણે છે– ઘટાદિ કોઈ એક દ્રવ્યનો ગ્રીવા (કડોક જેવો ભાગ) વગેરે અમુક ભાગ સદૂભાવ પર્યાયથી વિવક્ષિત છે. આથી ઘટ ગ્રીવાદિ રૂપે છે અને વૃત્તબુધ્ધ ( ગોળ તળિયા) રૂપે નથી, અથવા પટ વગેરે જે અન્ય વસ્તુઓ તે અન્ય વસ્તુઓના પર્યાયરૂપે નથી.
હવે ચોથો વિકલ્પ યાત્વવ્ય: એવો છે. (તેના અર્થની ભાવના આ પ્રમાણે છે–) સંપૂર્ણ અખંડિત ઘટાદિ વસ્તુ અન્ય પ્રયોજનવાળા
પ્રશમરતિ - ૧૭૦
Page #184
--------------------------------------------------------------------------
________________
પટાદિના પર્યાયોથી અને પોતાના ઉપરનો ગોળાકાર ભાગ, ઉપરની કિનારી, લંબાઈ, ગોળાકાર, ગ્રીવા (કડોક જેવો વિભાગ) વગેરે પર્યાયોથી એક જ સમયે વિવક્ષિત કરવામાં આવે તો “ઘટ છે' એમ ન કહી શકાય અને “ઘટ નથી' એમ પણ ન કહી શકાય. કેમ કે એકી સાથે બે વિવક્ષાને કહી શકાય તેવા વચનો-શબ્દો જ નથી. માટે આ વિકલ્પ અવક્તવ્ય છે.
પાંચમો વિકલ્પ સ્થાપ્તિ મવ્યવ્ય% એવો છે. (તેની ભાવના આ પ્રમાણે છે-) તે જ ઘટાદિ વસ્તુનો જ એક ભાગ તેમાં રહેલા પર્યાયોથી વિવક્ષિત કરાયેલો છે તે છે અને બીજો ભાગ સ્વપર્યાયોથી અને પરપર્યાયોથી એકી સાથે વિવક્ષિત કરાયેલો અવક્તવ્ય છે. માટે તે દ્રવ્યને આશ્રયીને ચાસ્તિ વ્યmશ એ વિકલ્પ ઘટે છે.
છઠ્ઠો વિકલ્પ યાત્રાતિ મુવવ્ય% એવો છે. (તેની ઘટના આ પ્રમાણે છે) તે જ ઘટાદિ દ્રવ્યનો પરપર્યાયોથી વિવક્ષા કરાયેલો એક ભાગ નથી અને બીજો ભાગ સ્વપર્યાયોથી અને પરપર્યાયોથી એકી સાથે વિવક્ષા કરાયેલો અવક્તવ્ય છે. માટે તે દ્રવ્યને આશ્રયીને યાજ્ઞાતિ
વ્યtવ્ય ભાંગો ઘટે છે. હવે સાતમો વિકલ્પ વિચારાય છે તે જ ઘટાદિ દ્રવ્ય એક દેશમાં સ્વપર્યાયથી વિવક્ષિત છે, બીજા દેશમાં પરપર્યાયોથી વિવક્ષિત છે અને ત્રીજા વિભાગમાં સ્વપર્યાયોથી અને પરપર્યાયોથી એકી સાથે વિવક્ષિત છે. અહીં ચાતિ ચાન્નતિ કવચ. એ સાતમો ભાંગો ઘટે.
આ પ્રમાણે વચનવિકલ્પ સાત પ્રકારે છે. અહીં સ્થાતિ, જ્ઞાતિ, ચાલવ વ્ય: એ ત્રણ ભાંગા સકલાદેશ છે. વાવતિ સ્થાન્નિતિ, स्यादस्ति अव्यक्तव्यश्च, स्यान्नास्ति अवक्तव्यश्च, स्यादस्ति स्यान्नास्ति વચ્ચે એ ચાર ભાંગી વિકલાદેશ છે. (૨૦૪) उत्पादादित्रितयभावनामाहयोऽर्थो यस्मिन्नाभूत्, साम्प्रतकाले च दृश्यते तत्र । तेनोत्पादस्तस्य, विगमस्तु तस्माद्विपर्यासः ॥ २०५ ॥
પ્રશમરતિ • ૧૭૧
Page #185
--------------------------------------------------------------------------
________________
योऽर्थो घटादिस्तस्मिन् कुशूलादौ नाभूत् - नासीत्, सुप्रसिद्धं चैतत् कुशूलाद्यवस्थायां घटद्यद्यभावः, सांप्रतकाले च वर्तमानकाले च दृश्यतेउपलभ्यते तत्र - कुशूलादौ दण्डचक्रचीवरादिसामग्य्रां वा तेन - घटरूपेण तस्यकुशूलादेरुत्पादः - प्रादुर्भावस्तस्य कुशूलस्य ततो घटादिः, विगमो - विनाशस्तस्मात्-कुशूलाद् यो विपर्यासो घटः स एव तस्य विनाशो, य एव च तस्य विनाशः स एव तस्योत्पादः, तुलादण्डसमकालभाव्युन्नत्यवनतिवत् । न हि जैनानां निरूपो विनाशोऽस्ति, नच प्राक्तनरूपानुपमर्दे समुत्पादोऽस्तीति ॥ २०५ ॥
साम्प्रतकाले चानागते च यो यस्य भवति सम्बन्धी । तेनाविगमस्तस्येति, स नित्यस्तेन भावेन ॥ २०६ ॥
साम्प्रतकाले-वर्तमानकाले अनागते च भाविनि चकाराद्भूते-अतीते घटकुशूलकपालेषु च यो मृदादिर्यस्य घटस्य कुशूलस्य कपालादीनां च भवति सम्बन्धी - एतस्यैते एतेषां चैतदिति तेन रूपेण मृदादिना अन्वयिना अविगमः-अविनाशस्तस्येति मृद्रूपस्य घटकुशूलकपालादेश्चेति स - मृदादिर्घयदिर्वा नित्यो ध्रुवस्तेन भावेनेति ॥ २०६ ॥
-
ઉત્પાદ વગેરે ત્રણની ભાવનાને કહે છે, અર્થાત્ ઉત્પાદ વગેરે ત્રણના અર્થને સ્પષ્ટ કરે છે.
ગાથાર્થ– જે વસ્તુમાં જે વસ્તુ પૂર્વે ન હતી અને વર્તમાનકાળે તે વસ્તુમાં તે વસ્તુ દેખાય છે, તેનો તે રૂપે ઉત્પાદ થાય. ઉત્પાદથી વિપરીત રીતે વિનાશ થાય છે, અર્થાત્ જે વસ્તુમાં જે વસ્તુ પૂર્વે હતી અને વર્તમાનકાળે તે વસ્તુમાં તે વસ્તુ દેખાતી નથી, તે વસ્તુનો તે રૂપે વિનાશ થાય.
અહીં ટીકાર્થ લખતાં પહેલાં વિવેચન લખવામાં આવે છે. જેથી ટીકાર્થ સમજવામાં સરળતા રહે.
જેમ કે— તાકા રૂપે રહેલા કાપડમાં પહેરવાનાં વસ્ત્રો નથી. દરજી તેમાંથી વસ્ત્રો બનાવે છે. ત્યારે તે કાપડમાં જ વસ્ત્રો દેખાય છે, અર્થાત્ કાપડ જ વસ્રરૂપે બની જાય છે. આથી કાપડની તે રૂપે (=વસ્ર રૂપે) ઉત્પત્તિ થાય છે તથા કાપડમાં પૂર્વે તાકાનો પર્યાય હતો, હવે તે દેખાતો
પ્રશમરતિ • ૧૭૨
Page #186
--------------------------------------------------------------------------
________________
નથી, આથી તેનો (=કાપડનો) તે રૂપે ( તાકા રૂપે) વિનાશ થયો. આમ કાપડનો તાકા રૂપે નાશ થયો અને વસ્ત્રરૂપે ઉત્પાદ થયો.
ઉત્પાદ અને વિનાશ ત્રાજવાના બે પલ્લાની ઊંચાઈ અને નીચાઇની જેમ સહભાવી છે. એક પલું જે સમયે ઊંચું થાય તે સમયે બીજું પલ્લું નીચું થાય જ. એમ એક પલ્લું નીચું થાય તો બીજું પલ્લું ઊંચું થાય જ. એ પ્રમાણે એક પર્યાય વિનાશ પામે તે જ સમયે બીજો પર્યાય ઉત્પન્ન થાય જ. એક પર્યાય ઉત્પન્ન થાય તે જ સમયે બીજો પર્યાય અવશ્ય વિનાશ પામે. જૈન દર્શનમાં વિનાશ સર્વથા અભાવ રૂપ નથી તથા સર્વથા અસત્ની ઉત્પત્તિ પણ થતી નથી. વિદ્યમાન વસ્તુ જ અમુક પર્યાય રૂપે નાશ પામીને પર્યાયાંતર રૂપે ઉત્પન્ન થાય છે.
ટીકાર્થ– જે વસ્તુમાં=કુશૂલમાં જે વસ્તુ=ઘટ પૂર્વે ન હતો અને વર્તમાન કાળે તે વસ્તુમાં=કુશૂલમાં તે વસ્તુ=ઘટ દેખાય છે, તેનો કુશૂલનો તે રૂપે ઘટ રૂપે ઉત્પાદ (=ઉત્પત્તિ) થાય. ઉત્પાદથી વિપરીત વિનાશ થાય, અર્થાત્ જે વસ્તુમાં=મૃતપિંડમાં જે વસ્તુ-કુશૂલ પૂર્વે હતો અને વર્તમાનકાળે તે વસ્તુમાં=મૃતપિંડમાં તે વસ્તુ-કુશૂલ દેખાતો નથી, તે વસ્તુનો=મૃતપિંડનો તે રૂપે કુશૂલરૂપે નાશ થાય. કુશૂલ આદિમાં પહેલાં ઘટ ન હતો. કુશૂલ આદિ અવસ્થામાં (=ઘટ બનતાં પહેલાંની અવસ્થામાં) ઘટ આદિનો અભાવ હોય એ વિગત સુપ્રસિદ્ધ છે. વર્તમાનકાળ દંડ-ચક્ર-વસ્ત્ર આદિની સામગ્રી ઉપસ્થિત થતાં કુલ આદિમાં ઘટ દેખાય છે. તેથી કશુલ આદિનો ઘટ રૂપે ઉત્પાદ થયો તથા કુલથી વિપરીત જે ઘટ તે ઘટ જ કુશૂલનો વિનાશ છે. તેનો જે વિનાશ છે તે જ તેની ઉત્પત્તિ છે. (કુશૂલનો વિનાશ એ જ કુશૂલની ઘટ રૂપે ઉત્પત્તિ છે. ઉત્પાદ અને વિનાશ ત્રાજવાના બે પલ્લાની ઊંચાઈ અને નીચાઈની જેમ સમકાલભાવી છે.) (૨૦૫)
ગાથાર્થ– વર્તમાનકાળમાં, ભવિષ્યકાળમાં અને ભૂતકાળમાં જે વસ્તુ જેના સંબંધવાળી થાય છે, તે રૂપે તેનો અવિરામ=નિત્યતા કે સ્થિરતા છે. આથી તે વસ્તુ નિત્ય કહેવાય છે.
ટીકાર્થ– વર્તમાનકાળમાં, ભવિષ્યકાળમાં અને ભૂતકાળમાં જે વસ્તુ માટી જેના=પટ, કુશૂલ અને કપાલના સંબંધવાળી થાય છે તે
પ્રશમરતિ • ૧૭૩
Page #187
--------------------------------------------------------------------------
________________
રૂપે અન્વયી માટી રૂપે તેનો=માટીનો અને ઘટ-કુશૂલ-કપાલ આદિનો અવિગમ=નિત્યતા કે સ્થિરતા છે. આથી તે વસ્તુ=માટી અને ઘટ વગેરે તે રૂપેકમાટી રૂપે નિત્ય કહેવાય છે.
માટી ત્રણે કાળમાં ઘટ-કુશૂલ-કપાલના સંબંધવાળી છે=આ ત્રણે માટીના છે અને આ ત્રણેમાં માટી છે એમ માટી ત્રણે કાળમાં ઘટ-કુશૂલકપાલના સંબંધવાળી છે. આથી ઘટ આદિ ત્રણેમાં અન્વયી એવી માટી રૂપે માટીનો અને ઘટ-કુશૂલ-કપાલનો અવિગમ=સ્થિરતા છે. આથી માટી કે ઘટ-કુશૂલ-કપાલ માટી રૂપે નિત્ય છે.
ભાવાર્થ-માટીના પિંડમાંથી કુશૂલની ઉત્પત્તિ થઈ. અહીં માટીનો પિંડ રૂપે વિનાશ થયો, કુશૂલ રૂપે ઉત્પાદ થયો અને માટી રૂપે અનિગમ (=નિત્યતા) છે. પછી કુશૂલમાંથી કપાળની ઉત્પત્તિ થઈ. અહીં માટીનો કશુલરૂપે વિનાશ થયો, કપાળરૂપે ઉત્પાદ થયો અને માટી રૂપે અવિગમ છે. કપાલમાંથી ઘટ થયો. અહીં માટીનો કપાલ રૂપે વિનાશ થયો. ઘટ રૂપે ઉત્પાદ થયો અને માટી રૂપે અધિગમ છે. (૨૦૬)
આ પ્રમાણે ભાવ અધિકાર પૂર્ણ થયો.
(૧૫) છ દ્રવ્ય અધિકાર साम्प्रतमजीवपदार्थं प्रकटयितुकामो भेदतः स्वरूपतश्चाहधर्माधर्माकाशानि, पुद्गलाः काल एव चाजीवाः । पुद्गलवर्जमरूपं, तु रूपिणः पुद्गलाः प्रोक्ताः ॥ २०७ ॥ धर्माधर्माकाशानि कृतद्वन्द्वानि गतिस्थित्यवगाहदानलक्षणानि पुद्गलाःपूरणगलनधर्माणः काल एव च-अर्धतृतीयद्वीपसमुद्रद्वयव्यापी वर्तनादिलिङ्गः एते पञ्चाप्यजीवाः । पुद्गलवर्ज-पुद्गलास्तिकायविकलं धर्मादिचतुष्टयमरूपं તુ-અમૂર્તિમદેવ રૂપિળો-મૃતિમન્તઃ પુતિ: પ્રોફl-મળતા રૂતિ / ર૦૭ |
હવે અજીવ પદાર્થને પ્રગટ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર ભેદથી અને સ્વરૂપથી કહે છે, અર્થાત્ અજીવના ભેદોને અને સ્વરૂપને કહે છેગાથાર્થ– ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદ્ગલ અને કાલ
પ્રશમરતિ - ૧૭૪
Page #188
--------------------------------------------------------------------------
________________
એ પાંચ અજીવ દ્રવ્ય છે. પુગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી (=રૂપ રહિત) કહ્યા છે, પુદ્ગલ રૂપી છે.
ટીકાર્થ– ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશનું અનુક્રમે ગતિ-સ્થિતિઅવગાહદાન લક્ષણ છે. (આનું વિશેષ વર્ણન ૨૧૫મી ગાથામાં આવશે.) પગલો પૂરણ-ગલન સ્વભાવવાળા છે. (પૂરણ એટલે પૂરાવું ભેગા થવું. ગલન એટલે ગળવું–છૂટા થવું. પુદ્ગલો ભેગા-છૂટા થવાના સ્વભાવવાળા છે અથવા નવા-જુના થવાના સ્વભાવવાળા છે. પુદ્ગલનું વિશેષ વર્ણન ૨૧૬ વગેરે ગાથાઓમાં આવશે.) કાળ અઢીદ્વીપ-સમુદ્રમાં હોય છે. વર્તના વગેરે કાળનું લક્ષણ છે. (કાળનું વિશેષ વર્ણન ૨૧૮મી ગાથામાં આવશે.) આ પાંચેય અજીવ છે. તેમાં પુદ્ગલાસ્તિકાય સિવાય ધર્માસ્તિકાય વગેરે ચાર અરૂપી=રૂપરહિત જ છે, પુદ્ગલો રૂપી છે. (૨૦૭)
द्व्यादिप्रदेशवन्तो यावदनन्तप्रदेशिकाः स्कन्धाः । परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीयः ॥ २०८ ॥
द्व्यादिप्रदेशवन्तो-द्वित्रिचतुष्पञ्चादिपरमाणुसंघातनिष्पन्ना यावदनन्तप्रदेशिकाश्च-अनन्तानन्तपरमाणूपचयघटितमूर्तयः स्कन्धा-अवयविनो, यः पुनस्तेषां कारणं स परमाणुः, न ततोऽप्यन्यो लघुरस्तीति, अत एवाप्रदेशः, अपद्रव्यविकलत्वात्, वर्णादिगुणेषु च-वर्णगन्धरसस्पर्शेषु च एकगुणाद्यनन्तगुणेषु च भजनीयो निश्चेतव्यो वा, तानङ्गीकृत्यासौ सप्रदेश एव, तदुक्तम्-'कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसवर्णगन्धो द्विस्पर्शः #ાર્યાનિશ || 2 i' | ર૦૮ .'
ગાથાર્થ સ્કન્ધો બે વગેરે પ્રદેશવાળા યાવત્ અનંતપ્રદેશવાળા હોય છે. પરમાણુ પ્રદેશથી રહિત છે. વર્ષાદિગુણોમાં પરમાણુ ભજનીય છે, અર્થાત્ પરમાણુમાં રૂપાદિગુણોનું પ્રમાણ અનિયત હોય છે.
ટીકાર્થ– કોઇ સ્કંધ બે પરમાણુના ભેગા થવાથી, કોઈ સ્કંધ ત્રણ પરમાણુના ભેગા થવાથી, કોઈ સ્કંધ ચાર પરમાણુના ભેગા થવાથી, કોઇ સ્કંધ પાંચ પરમાણુના ભેગા થવાથી યાવતુ કોઇ સ્કંધ અનંતાનંત પરમાણુના ભેગા થવાથી બને છે. સ્કંધ એટલે અવયવી.
પ્રશમરતિ - ૧૭૫
Page #189
--------------------------------------------------------------------------
________________
સ્કંધોનું જે કારણ છે તે પરમાણુ છે. (કારણ કે પરમાણુઓના ભેગા થવાથી અંધ બને છે.) પરમાણથી પણ લઘુ બીજો કોઇ નથી. આથી જ પરમાણુ બીજા દ્રવ્યથી રહિત હોવાથી પ્રદેશરહિત છે.
રૂપ-ગંધ-રસ-સ્પર્શ એ ચારગુણોને આશ્રયીને એકગુણથી આરંભી અનંતગુણમાં ભજનીય છે, અર્થાત્ રૂપ વગેરે કોઈ પરમાણુમાં એક ગુણ હોય, કોઇમાં બે ગુણ હોય, એમ વધતાં વધતાં કોઈ પરમાણુ અનંતગુણ હોય. આમ રૂપ વગેરે અનિશ્ચિત હોય. રૂપ વગેરે (ગુણો)ને સ્વીકારીને પરમાણુ સપ્રદેશ જ છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે- રૂપ વગેરે પરમાણુના સંબંધવાળા છે. આથી રૂપાદિ ગુણો અવયવ છે અને પરમાણુ અવયવી છે. આ દષ્ટિએ પરમાણુ સપ્રદેશ છે. પણ અન્ય દ્રવ્યની દષ્ટિએ તો પરમાણુ પ્રદેશરહિત છે.
પરમાણુ અંગે કહ્યું છે કે – “પરમાણુ કારણ જ છે, અંત્ય કારણ છે, સૂક્ષ્મ છે, નિત્ય છે, એક રસ-વર્ણ-ગંધવાળો, બે સ્પર્શવાળો અને કાર્યથી જણાય તેવો છે.”
કારણ જ છે– પરમાણુથી અન્ય યણુક ( બે અણુઓનો સ્કંધ) આદિ કાર્યો થાય છે. આથી તે કારણ બને છે. પણ તે કોઇમાંથી ઉત્પન્ન થતો ન હોવાથી કાર્યરૂપ બનતો નથી.
અંત્ય કારણ છે– દશ્યમાન ઘટાદિ કાર્યોમાં પરંપરાએ અનેક કારણો હોય છે. તેમાં અંતિમ જ કારણ છે તે પરમાણુ છે.
સૂક્ષ્મ છે– એકલો પરમાણુ આંખથી ન જોઇ શકાય તેવો સૂક્ષ્મ હોય છે. નિત્ય છે- તેનો કદી નાશ થતો નથી. તેના પર્યાયો બદલાય પણ સર્વથા નાશ કદી ન થાય, અર્થાત્ દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ તો નીલ આદિ રૂપથી જ અનિત્ય જ છે.
પરમાણુમાં કોઇ પણ એક રસ, કોઈ પણ એક ગંધ, કોઈ પણ એક વર્ણ અને બે સ્પર્શ (ઋસ્નિગ્ધ-શીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રૂક્ષ-શીત, રૂક્ષ-ઉષ્ણ એ ચાર વિકલ્પોમાંથી ગમે તે એક પ્રકારના બે સ્પર્શી હોય છે. કાર્યથી જણાય છે– એકલો પરમાણુ કદી આંખોથી દેખાતો નથી અને
પ્રશમરતિ - ૧૭૬
Page #190
--------------------------------------------------------------------------
________________
અનુમાન આદિથી પણ જણાતો નથી, જ્યારે અનેક પરમાણુઓ એકઠા થઇને કાર્યરૂપે પરિણમે છે, ત્યારે અનુમાન દ્વારા પરમાણુનું જ્ઞાન થાય છે. - વિવેચન–પરમાણુ એટલે પુગલનો છેલ્લામાં છેલ્લો અંશ. માટે જ તેને પરમ (=અંતિમ) અણુ (=અંશ)=પરમાણુ કહેવામાં આવે છે. આમ પરમાણુ પુદ્ગલ અવિભાજય (=જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે તેવો) અંતિમ વિભાગ છે. એનાથી નાનો વિભાગ હોતો જ નથી. એના આદિ, મધ્ય અને અંત પણ એ પોતે જ છે. એ અબદ્ધ (છૂટો) જ હોય છે.
પરમાણુ પ્રદેશથી રહિત હોય છે. પ્રદેશ એટલે વસ્તુ સાથે પ્રતિબદ્ધ વસ્તુનો નાનામાં નાનો અંશ. પરમાણું પણ નાનામાં નાનો અંશ છે, પણ તે અન્ય વસ્તુ સાથે પ્રતિબદ્ધ નથી છૂટો છે, આથી તેને પ્રદેશ ન કહેવાય તથા તેની સાથે બીજા નાનામાં નાના અંશો પ્રતિબદ્ધ ન હોવાથી તે પ્રદેશોથી રહિત છે.
પરમાણુ જો સ્કંધમાં ભળી જાય તો વસ્તુ સાથે પ્રતિબદ્ધ થવાથી પ્રદેશ રૂપ બની જાય. હવે જો સ્કંધમાંથી કોઈ એક પ્રદેશ=અંતિમ અંશ છૂટો પડી જાય તો તે પ્રદેશ પરમાણુ રૂપ બની જાય છે. આમ પરમાણુ અને પ્રદેશ એ બંને નાનામાં નાના અંતિમ અંશ રૂપ છે. નાનામાં નાનો અંતિમ અંશ જો છૂટો હોય તો તે પરમાણુ કહેવાય અને વસ્તુ સાથે પ્રતિબદ્ધ હોય તો પ્રદેશ કહેવાય. પ્રદેશ અને પરમાણુમાં આ જ (પ્રતિબદ્ધતાનો અને અપ્રતિબદ્ધતાનો) તફાવત છે.
પરમાણુમાં રૂપાદિ ચારે ગુણો અવશ્ય હોય છે. પણ કેટલે અંશે હોય છે એ નિયત નથી. અર્થાત્ રૂપાદિ અમુક જ પ્રમાણમાં હોય છે એવું નથી. વધારે ઓછા થયા કરે છે. દા.ત. કોઇ એક પરમાણુમાં વર્તમાન સમયમાં જેટલો રસ છે, બીજા સમયમાં રસ એનાથી ઓછો થઈ જાય કે વધી પણ જાય. આથી પરમાણુમાં ક્યારે કેટલા અંશે રૂપાદિ હોય તે ચોક્કસ કહી શકાય નહીં.
અંધ એટલે પરસ્પર જોડાયેલા પરમાણુઓનો જથ્થો. આપણે જોઈ ગયા કે પરમાણ જ જયારે બીજાની સાથે જોડાઈ જાય છે ત્યારે પ્રદેશરૂપ બની જાય છે. એટલે સ્કંધમાં કેટલા પ્રદેશો છે એનો
પ્રશમરતિ ૦ ૧૭૭
Page #191
--------------------------------------------------------------------------
________________
આધાર સ્કંધમાં રહેલા પરમાણુ ઉપર છે. જે સ્કંધમાં બે પરમાણુ હોય તે અંધ બે પ્રદેશવાળો છે. જે સ્કંધમાં ત્રણ પરમાણુ હોય તે સ્કંધ ત્રણ પ્રદેશવાળો છે... એમ જે સ્કંધમાં અનંતા પરમાણુ હોય તે સ્કંધ અનંત પ્રદેશવાળો છે. (૨૦૮)
षट् द्रव्याणि कस्मिन् भावे वर्तन्ते इत्यावेदयन्नाहभावे धर्माधर्माम्बरकालाः पारिणामिका ज्ञेयाः । उदयपरिणामि रूपं, तु सर्वभावानुगा जीवाः ॥ २०९ ॥ भावे पारिणामिके धर्माधर्माम्बरकालाः चत्वारो ज्ञेया-ज्ञातव्याः, अन्य भावाप्रवृत्तेः, एते चत्वारोऽरूपाः, रूपं तु-पुद्गलद्रव्यं पुनरुदयपरिणामि वर्तते, औदयिके पारिणामिके भावे पुद्गला वर्तन्ते इत्यर्थः, तत्रौदयिको भावः स्कन्धपरमाणूनां वर्णरसादिपरिणामः, पारिणामिके परमाणु (त्वादि) इत्यजीवाः पञ्चधा । जीवाः सर्वभावानुगाः-यथासम्भवं द्व्यादिभाववन्त इति ॥ २०९ ।।
| | તિ પવિઘ દ્રવ્યું છ દ્રવ્યો કયા ભાવમાં વર્તે છે એને જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો પારિણામિક ભાવે રહેલા છે. રૂપ=પુદ્ગલ દ્રવ્ય ઔદયિક અને પારિણામિક ભાવે રહેલ છે. જીવો સર્વભાવોને અનુસરે છે.
ટીકાર્થ- (વસ્તુના પરિણામથી=વસ્તુના પોતાના જ સ્વાભાવિક સ્વરૂપથી થયેલ ભાવ તે પારિણામિક ભાવ.) ધર્માસ્તિકાય આદિ ચાર અરૂપી દ્રવ્યો પારિણામિક ભાવમાં હોય. પુદ્ગલદ્રવ્ય ઔદયિક અને પારિણામિક એમ બે ભાવમાં હોય.
પ્રશ્ન- પૂર્વે ૧૯૬મી ગાથામાં “કર્મના ઉદયથી થતો પરિણામ તે ઔદયિક ભાવ” એમ કહ્યું છે. પુદ્ગલ દ્રવ્યને કર્મનો ઉદય ન હોવાથી તેને ઔદયિક ભાવ કેવી રીતે હોય?
ઉત્તર- અહીં સકંધ અને પરમાણુમાં રહેલા વર્ણ-રસ-ગંધ-સ્પર્શનો પરિણામ ઔદયિક ભાવ તરીકે વિવક્ષિત છે. આ અપેક્ષાએ પુદ્ગલમાં ઔદયિક ભાવ હોય.
પ્રશમરતિ • ૧૭૮
Page #192
--------------------------------------------------------------------------
________________
જીવો યથાસંભવ બે વગેરે સર્વભાવોને અનુસરે છે. (જીવોના ભાવોનું વિસ્તૃત વર્ણન ૧૯૭મી ગાથામાં કરવામાં આવ્યું છે.) (૨૦૯)
अथ कोऽयं लोक इत्याशङ्कते-किं द्रव्यान्तरमुतान्यत्किचिदित्याहजीवाजीवा द्रव्यमिति षड्विधं भवति लोकपुरुषोऽयम् । वैशाखस्थानस्थः, पुरुष इव कटिस्थकरयुग्मः ॥ २१० ॥ जीवाजीवा इति षड्विधं द्रव्यं भवति, स च षड्विधः द्रव्यसंयोगः आधाराधेयरूपो लोकपुरुषः, अयं निगद्यते । स च संस्थानतो वैशाखस्थानस्थोविवृतपादस्थानस्थितः पुरुष इव-नर इव । कीदृशः ? कटिस्थकरयुग्म:कटिप्रदेशस्थापितहस्तद्वयः, विवृतपादभ्राम्यमाणनराकार इति ॥ २१० ॥
આ લોક શું છે ? (છ દ્રવ્ય સિવાય) બીજું દ્રવ્ય છે કે બીજું કંઇક છે એવી આશંકા કરે છે, આથી ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– આ પ્રમાણે જીવ અને અજીવ દ્રવ્યો મળીને છ દ્રવ્યો છે. આ છ દ્રવ્યો લોક છે, અર્થાત્ જેટલા ક્ષેત્રમાં આ છ દ્રવ્યો રહેલા છે તેટલા ક્ષેત્રની લોક સંજ્ઞા છે. લોકનો આકાર બે પગ પહોળા કરીને અને બંને હાથ બંને બાજુએ કેડ ઉપર રાખીને ઊભા રહી ચકરડી ભમતા પુરુષ જેવો છે.
ટીકાર્થ– લોકપુરષ છ દ્રવ્યોના સંયોગરૂપ છે અને આધારાધેય રૂપ છે, અર્થાત્ છ દ્રવ્યો આધેય છે અને લોકપુરુષ તેમનો આધાર છે. લોકનો આકાર બે પગ પહોળા કરીને અને બંને હાથ બંને બાજુએ કેડ ઉપર રાખીને ઊભા રહી ચકરડી ભમતા પુરુષ જેવો હોવાથી લોકને પુરુષની ઉપમા આપી છે. આથી લોકપુરુષ એમ કહેવામાં આવે છે. (૨૧૦)
तत्राधोमुखमल्लकसंस्थानं वर्णयन्त्यधोलोकम् । स्थालमिव च तिर्यग्लोकमूर्ध्वमथ मल्लकसमुद्गम् ॥ २११ ॥
अत्र स्थालमिव चेत्यत्र चकारो न दृश्यते आदर्शकेषु, तं च विना छन्दो न पूर्यते, तत्त्वं श्रुतविदो विदन्ति । तत्र-पुरुषेऽधोलोकं-सप्तनरकपृथ्वीरूपं ૧. વૈશાખ સ્થાન એ ધનુર્ધારીઓનું એક પ્રકારનું આસન છે. તેમાં ધનુર્ધારીઓ બંને
પગ વચ્ચે એક વેંતનું અંતર રાખીને ઊભા રહે છે.
પ્રશમરતિ • ૧૭૯
Page #193
--------------------------------------------------------------------------
________________
अधोमुख मल्लकसंस्थानं - अवाङ्मुखशरावाकारं वर्णयन्ति - प्रतिपादयन्ति, स्थालमिव વ-વૃત્તમાનનાજારં, તિત્ ? તિર્યો-મધ્યો, ર્ધ્વતોમથ મછવ સમુાં-શાવસંપુવારમિતિ ॥ ૨ ॥
ગાથાર્થ— લોકપુરુષમાં અધોલોક ઊંધા મૂકેલા શકોરાના આકારે છે. તિર્યશ્લોક થાળીના આકારે છે, ઊર્ધ્વલોક ઊર્ધ્વમુખ (=સીધા) મૂકેલા શકોરાની ઉપર અધોમુખ (=ઊંધુ) શકોરું મૂકવામાં જેવો આકાર થાય તેવા આકારે છે, એમ જ્ઞાનીઓ કહે છે.
ટીકાર્થ– કેટલીક પ્રતોમાં આ આર્યામાં સ્થાનમિવ ચ એ સ્થળે ચ જોવામાં આવતો નથી. = વિના છંદ પૂર્ણ થતો નથી. તત્ત્વ તો શ્રુતજ્ઞાનીઓ જાણે છે. અધોલોક સાત નરકપૃથ્વીરૂપ છે.
વિવેચન– લોકના મુખ્યતયા અધોલોક, તિર્યશ્લોક (=મધ્યલોક) અને ઊર્ધ્વલોક એમ ત્રણ વિભાગ છે. અધોલોકના તળિયાનો પહોળાઇમાં વિસ્તાર સાત રજ્જુ છે. ત્યાંથી જેમ જેમ ઉપર જઇએ તેમ તેમ વિસ્તાર ક્રમશઃ ઘટતો જાય છે. ક્રમશઃ ઘટતાં ઘટતાં તિર્થગ્લોકમાં એક રજ્જુ જેટલો વિસ્તાર રહે છે. ત્યારબાદ ઉપર જતાં વિસ્તાર ક્રમશઃ વધતો જાય છે. વધતાં વધતાં ઊર્ધ્વલોકના મધ્યભાગમાં પાંચ રજ્જુ જેટલો વિસ્તાર થાય છે. ત્યારબાદ ક્રમશઃ ઘટતાં ઘટતાં છેક ઉપરનો વિસ્તાર એક રજ્જુ જેટલો રહે છે. આથી લોકનો આકાર ૨૧૦મી ગાથામાં બતાવેલા પુરુષ જેવો છે. (૨૧૧)
सप्तविधोऽधोलोकस्तिर्यग्लोको भवत्यनेकविधः ।
पञ्चदशविधानः पुनरूर्ध्वलोकः समासेन ॥ २१२ ॥
सप्तविधः-सप्तप्रकारो भवत्यधोलोकः, तत्र हि घर्माद्याः सप्त पृथिव्योधोऽधो विस्तृताः । तिर्यग्लोको भवत्यनेकविधः, तत्र ह्यसंख्येया द्वीपसमुद्राः । पञ्चदशविधानः - पञ्चदशप्रकारः पुनरूर्ध्वलोकः समासेन संक्षेपेण, तत्र हि द्वादश कल्पाः, ग्रैवेयकाश्च नवेत्येकः, पञ्चानुत्तराणीत्येकः सिद्धिश्चेति, પØìતિ / ૨૨૨ ॥
ગાથાર્થ– સંક્ષેપથી અધોલોક સાત પ્રકારનો, તિર્યશ્લોક અનેક પ્રકારનો અને ઊર્ધ્વલોક પંદર પ્રકારનો છે.
પ્રશમરતિ • ૧૮૦
Page #194
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ– અધોલોકમાં નીચે નીચે અધિક અધિક વિસ્તારવાળી ઘમ્મા વગેરે સાત પૃથ્વીઓ છે. તિર્થગ્લોકમાં અસંખ્ય દ્વીપસમુદ્રો છે. ઊર્ધ્વલોકમાં બાર દેવલોક, નવ ત્રૈવેયક, પાંચ અનુત્તર અને મોક્ષ એમ પંદર પ્રકાર છે. (અહીં નવપ્રૈવેયકનો એક અને પાંચ અનુત્તરનો એક પ્રકાર ગણ્યો છે.) (૨૧૨)
लोकालोकव्यापकमाकाशं मर्त्यलौकिकः कालः । लोकव्यापि चतुष्टयमवशेषं त्वेकजीवो वा ॥ २१३ ॥
लोकालोकयोः समयप्रसिद्धयोर्व्यापकमाकाशं, तत्प्रमाणमित्यर्थः । मर्त्यलोकभवः कालः । लोकव्यापि चतुष्टयं - चतुर्दशरज्ज्वात्मकाकाशखण्डव्यापि द्वयोराकाशकालयोरुद्धरितं धर्मास्तिकायादिकं । अवशेषं तु सर्वलोकस्यासंख्येयभागादिकं एकजीवः - पृथिव्यादिको व्याप्नोतीति शेषः, वाशब्दात्, समस्तलोकं व्याप्नोति, केवलिसमुद्घाते केवली, न पुनरन्य इति । अन्ये त्ववशेषमिति पदं चतुष्टयस्य विशेषणं कृत्वा व्याख्यान्ति - एकजीवो लोकं व्याप्नोति केवलिसमुद्घाते, वाशब्दादजीवोऽप्यचित्तमहास्कन्ध इत्यपि ॥ २१३ ॥
ગાથાર્થ– આકાશ લોક-અલોકમાં વ્યાપક છે, અર્થાત્ જ્યાં જ્યાં લોકઅલોક છે ત્યાં ત્યાં બધે જ આકાશ છે. કાળ (અઢી દ્વીપ પ્રમાણ) મનુષ્યલોકમાં છે. ધર્માસ્તિકાય આદિ ચાર લોકમાં વ્યાપક છે=સંપૂર્ણ લોકમાં રહેલા છે. એક જીવ અવશેષભાગમાં=સર્વ લોકના અસંખ્યાતમા ભાગ આદિમાં રહે છે તથા સંપૂર્ણ લોકવ્યાપી પણ બને છે.
ટીકાર્થ– એક જીવ સંપૂર્ણ લોકવ્યાપી બને છે એ અર્થ ગાથામાં રહેલા ‘વા’ શબ્દથી કરવામાં આવ્યો છે. કેવળી સમુદ્ધાતમાં કેવળી જ સંપૂર્ણ લોકવ્યાપી બને છે, અન્ય જીવ નહીં.
બીજાઓ અવશેષ પદને વતુછ્યું પદનું વિશેષણ કરીને વ્યાખ્યા આ
૧. જેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક જ દ્રવ્ય લોકવ્યાપી બને છે, તેમ જીવ અને પુદ્ગલ એક જ દ્રવ્ય લોકવ્યાપી નથી, કિંતુ અનંત સૂક્ષ્મ જીવોની તથા અનંત સૂક્ષ્મ પુદ્ગલોની અપેક્ષાએ લોકવ્યાપી છે અથવા ક્યારેક (=કેવળી સમુદ્દાતકાળે) એક જીવ પણ લોકવ્યાપી બને છે તથા ક્યારેક એક જ પુદ્ગલ (=અચિત્ત મહાકંધ) લોકવ્યાપી બને છે.
પ્રશમરતિ ૦ ૧૮ ૧
Page #195
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે કરે છે એક જીવ કેવળી સમુદ્યામાં લોકવ્યાપી બને છે. વા શબ્દથી અજીવ પણ અચિત્ત મહાત્કંધ લોકવ્યાપી બને છે. (૨૧૩) धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विनाऽस्तिकाया, जीवमृते चाप्यकर्तृणि ॥ २१४ ॥ धर्माधर्माकाशानि त्रीणि एकैकमिति-एकैकद्रव्यरूपाणि, अत-एतस्मात् परं-व्यतिरिक्तं त्रिकं-कालपुद्गलजीवास्तिकायात्मकमनन्तं-अनन्तप्रमाणं । कालं विना-कालमन्तरेण पञ्च, अस्तिकायाः-प्रदेशसमूहाः, अयमर्थः-धर्माधर्मलोकाकाशैकजीवप्रदेशा असङ्ख्याः पुद्गला अनन्ता इति । जीवमृतेचापिजीवास्तिकायं विना अन्यद्रव्याणि पञ्चाप्यकतृणि-न सुखदुःखादेः कारणानि जीव एव सुखदुःखकारी, अकतृत्वे सति संसाराभावप्रसङ्गादिति ॥ २१४ ॥
ગાથાર્થ– ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્યો એક એક છે. બાકીના કાલ, પુદ્ગલ અને જીવ એ ત્રણ દ્રવ્યો અનંત છે. કાળ સિવાયના પાંચ દ્રવ્યો અસ્તિકાય=પ્રદેશના સમૂહરૂપ છે. જીવ સિવાયનાં પાંચે ય દ્રવ્યો અકર્તા છે.
ટીકાર્થ– જીવ સિવાયનાં પાંચે ય દ્રવ્યો અકર્તા છે, એટલે કે સુખદુઃખ આદિનાં કારણ નથી, જીવ જ (પોતાના) સુખ-દુઃખને કરનારો છે. (શુભાશુભ કર્મનો કર્તા છે. આથી જીવ પોતાના સુખ-દુઃખનું કારણ છે, અથવા પોતાના સુખ-દુઃખનો કર્તા છે.) જો જીવ (કર્મનો) કર્તા ન હોય તો (ચતુર્ગતિ રૂપ) સંસારના અભાવનો પ્રસંગ આવે.
વિવેચન–જેમ એક જીવ, બે જીવ.. એમ જીવોની સંખ્યા અનેક અનંત છે, તેમ એક ધર્માસ્તિકાય બે ધર્માસ્તિકાય... એમ ધર્માસ્તિકાય આદિની એકથી વધારે સંખ્યા નથી. એક જ ધર્માસ્તિકાય અને એક જ અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકમાં રહેલ છે. સર્વત્ર રહેલ આકાશ પણ એક જ છે.
પ્રશ્ન- જો આકાશ એક જ છે તો તેના લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભેદ કેમ છે ?
ઉત્તર- આકાશ એક હોવા છતાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સ્થિતિની અપેક્ષાએ તેના બે ભેદ છે. જેટલા ક્ષેત્રમાં ધર્માસ્તિકાય આદિ
પ્રશમરતિ • ૧૮૨
Page #196
--------------------------------------------------------------------------
________________
છે તેટલા ક્ષેત્રમાં રહેલા આકાશને લોકાકાશ અને બાકીના આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે.
કાલ દ્રવ્ય અતીત આદિ અનંત સમયોની અપેક્ષાએ અનંત છે. અસ્તિ=પ્રદેશ. કાય=સમૂહ. જેમાં પ્રદેશોનો સમૂહ હોય તે અસ્તિકાય. પ્રદેશ એટલે વસ્તુનો (વસ્તુ સાથે પ્રતિબદ્ધ) અંતિમ સૂક્ષ્મ અંશ. આવા પ્રદેશો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવ એ ત્રણેમાં અસંખ્ય છે. લોકાકાશમાં અસંખ્ય છે. અલોકાકાશમાં અનંત છે. પુદ્ગલ દ્રવ્યમાં યથાસંભવ સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. આથી ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. (૨૧૪)
धर्मादिद्रव्योपकारमाह
धर्मो गतिस्थितिमतां द्रव्याणां गत्युपग्रहविधाता । स्थित्युपकर्ताऽधर्मोऽवकाशदानोपकृद् गगनम् ॥ २९५ ॥ धर्मो-धर्मास्तिकायो, गतिस्थितिमतां द्रव्याणां यथासंभवं सम्बन्धः कार्यः, तत्र गतिपरिणतानां द्रव्याणां - जीवपुद्गलानां गत्युपग्रहस्य विधाता-कर्ता धर्मास्तिकायः । स्थितिपरिणतानां तु स्थित्युपकर्ताऽधर्मास्तिकायः । तथा अवकाशदानोपकृद्-अवगाहतां च द्रव्याणामवकाशदानमुपकरोति, किं तत् ? નં-ઞાશાસ્તિય કૃતિ ॥ ૨ ॥
ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના ઉપકારને કહે છે–
ગાથાર્થ— ધર્માસ્તિકાય ગતિમાં પ્રવૃત્ત જીવ અને પુદ્ગલને ગતિમાં, અધર્માસ્તિકાય સ્થિર ૨હેતા જીવ અને પુદ્ગલને સ્થિરતામાં ઉપગ્રહ=મદદ કરે છે. આકાશ સર્વદ્રવ્યોને અવકાશજગ્યા આપવાનો ઉપકાર કરે છે.
"
વિવેચન— જેમ માછલીમાં ચાલવાની અને સ્થિર રહેવાની શક્તિ હોવા છતાં તેને ચાલવામાં અને સ્થિર રહેવામાં પાણીની સહાયતા જોઇએ છે, ચક્ષુમાં જોવાની શક્તિ હોવા છતાં પ્રકાશની અપેક્ષા રહે છે, તેમ જીવ અને પુદ્ગલમાં ગતિ અને સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં ગતિ કરવામાં અને સ્થિતિ કરવામાં તેમને અનુક્રમે ધર્માસ્તિકાયની અને અધર્માસ્તિકાયની સહાય લેવી પડે છે. ધર્માસ્તિકાય વિના ગતિ ન થઇ શકે અને અધર્માસ્તિકાય વિના સ્થિતિ ન થઇ શકે. (૨૧૫)
પ્રશમરતિ • ૧૮૩
Page #197
--------------------------------------------------------------------------
________________
अथ पुद्गलद्रव्यस्य के उपकारा इत्याहस्पर्शरसवर्णगन्धाः, शब्दो बन्धोऽथ सूक्ष्मता स्थौल्यम् । संस्थानं भेदतमश्छायोद्योतातपश्चेति ॥ २१६ ॥ स्पर्शो-गुरुलघुमृदुकठिनशीतोष्णस्निग्धरूक्षभेदादष्टविधः, तिक्तकटुकषायाम्लमधुरभेदात्पञ्चविधो रसः, एवं कृष्णादिः पञ्चधा वर्णः, सुरभीतरभेदो गन्धः, कृतद्वन्द्वाः, एते चित्रभेदाः पुद्गलद्रव्यस्योपकारा इति शेषः । शब्दोऽनेकप्रकारः, सोऽपि तस्यैवोपकारः, एवं सर्वत्र योजना, बन्धः कर्माणूनां आत्मप्रदेशैः सह, अथ पूरणे, सूक्ष्मता-सूक्ष्मपरिणामः, यत्सद्भावे पुद्गलाः साक्षादिन्द्रियैर्न गृह्यन्ते, तथा स्थौल्यं-स्थूलता, यत्सद्भावे ग्रहणधारणयोग्याः स्कन्धाः, तथा संस्थानं वृत्तव्यस्रचतुरस्रायतपरिमण्डलभेदात् प्रसिद्धस्वरूपात् पञ्चधा, तथा भेदो-द्विधाभावो-व्यादि(परमाणु)स्कन्धानां पृथक्पृथग्भवनं, तमः-अन्धकारः छाया-शीता आह्लादकारिणी, उद्योतो रत्नादिसमुद्भवः, आतपो-दिनकरतापः, भेदादयः पञ्चापि कृतद्वन्द्वाः । सर्वेऽप्येते पुद्गलद्रव्यस्योपकारा युक्त्यागमप्रतिपाद्याः ॥ २१६ ॥ હવે પુદ્ગલદ્રવ્યના ક્યા ઉપકારો છે તે કહે છે
थार्थ- स्पर्श, २स, qgl, ५, २६, ५, सूक्ष्मता, स्थूसता, संस्थान, मेह, अंध।२, छाया, धोत, भात५ मा सर्व पुसनो 3451२ (=परिम भ) छे.
टार्थ- स्पर्श=१२, लघु, मृदु, ठिन, शीत, 31, स्नि५, ३१ આ ભેદોથી સ્પર્શ આઠ પ્રકારનો છે. २४=तीजी, पो, तूरी, माटो, भ५२ मा महोथी २स पांय 51२नो छे. agl=tणो, घोगो, पागो, नीलो, दाल मेम [ ५iय प्रा२नो छे. ગંધ=સુગંધ અને દુર્ગધ એમ ગંધ બે પ્રકારે છે. શબ્દ=શબ્દો અનેક પ્રકારના છે અને શબ્દ પણ પુદ્ગલનો જ ઉપકાર છે. બંધનકર્માણુઓનો આત્મા પ્રદેશોની સાથે ક્ષીરનીરવત્ સંબંધ તે બંધ.
સૂક્ષ્મતા સૂક્ષ્મ પરિણામ. પુદ્ગલોમાં સૂક્ષ્મ પરિણામ હોય ત્યારે પુદ્ગલો ઇન્દ્રિયોથી સાક્ષાત્ ગ્રહણ કરી શકાતા નથી.
પ્રશમરતિ • ૧૮૪
Page #198
--------------------------------------------------------------------------
________________
સ્થૂલતા=સ્થૂલ પરિણામ. સ્કંધો સ્થૂલ પરિણામવાળા હોય ત્યારે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય છે અને ધારણ કરી શકાય છે.
સંસ્થાન=ગોળ, ત્રિકોણ, ચોરસ, લાંબુ, પરિમંડલ (બંગડીજેવો ગોળ) એમ સંસ્થાનના (=આકારના) પાંચ પ્રકાર છે. આ પાંચ પ્રકારનું સ્વરૂપ પ્રસિદ્ધ છે.
ભેદ=ભેદ એટલે બે પ્રકારે થવું, બે વગેરે સ્કંધોનું જુદા થવું.
અંધકાર=(અંધકાર એ કાળા રંગે પરિણમેલા પુદ્ગલોનો સમૂહ છે, પ્રકાશના અભાવરૂપ નથી.)
છાયા=(છાયાના તડ્વર્ણ પરિણત અને આકૃતિરૂપ એમ બે પ્રકાર છે. આરિસા આદિમાં પ્રતિબિંબ એ તડ્વર્ણ પરિણત છાયા છે. શરીરનો પડછાયો વગેરે આકૃતિરૂપ છાયા છે.) છાયા શીતલ અને આલ્હાદકારી હોય છે. ઉદ્યોતકરત્ન આદિમાંથી ઉત્પન્ન થયેલો પ્રકાશ. આતપ-સૂર્યનો તાપ.
આ બધાય પુદ્ગલના ઉપકારો છે તથા યુક્તિ અને આગમથી પ્રતિપાદન કરવા યોગ્ય છે. (૨૧૬).
कर्मशरीरमनोवाग्विचेष्टितोच्छ्वासदुःखसुखदाः स्युः । जीवितमरणोपग्रहकराश्च संसारिणः स्कन्धाः ॥ २१७ ॥ तथा कर्म-ज्ञानावरणादि शरीरं-औदारिकादि मनो-मनोवर्गणाः वाग्द्वीन्द्रियादिभिरुच्चार्यमाणा विचेष्टितानि-विविधव्यापारा ग्रहणोत्क्षेपणाकुञ्चनादयः उच्छासः-आनपानौ, दुःखं सुखं च प्रतीतं, एतानि कर्मादीन्यष्टौ पदानि कृतद्वन्द्वानि ददति-कुर्वन्ति ये ते तथा । तथा जीवितं-आयुः, तदपि पौद्गलिकमार्हतानां, जीवितोपष्टम्भहेतवो वा-अन्नपानादयः, मरणंप्राणत्यागलक्षणं, तदपि पुद्गलशाटनात्मकत्वात्पौद्गलिकं, मरणहेतवो वा शस्त्राग्निविषादयः, उपग्रहः-सौभाग्यादृश्यीकरणधारास्तम्भादयः, एतांस्त्रीनपि कृतद्वन्द्वान् कुर्वन्ति-विदधतीति तत्कराः संसारिणो-जीवस्य, स्कन्धाःप्रभूताणुसमुदायाः, न तु व्यणुकादयः स्कन्धाः, तेषां अत्र कार्येषु अनुपयोगित्वात्, स्युः-भवेयुरिति क्रिया सर्वपदेषु योज्या इति ॥ २१७ ॥
ગાથાર્થ– કંધો જીવના કર્મ, શરીર, મન, વાણી, વિવિધ ચેષ્ટા, ઉચ્છવાસ, દુ:ખ, સુખ, જીવિત, મરણ અને ઉપગ્રહને કરનારા થાય છે.
પ્રશમરતિ • ૧૮૫
Page #199
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ– અહીં ઘણા પરમાણુઓના સમુદાયરૂપ સ્કંધો સમજવા, ચણુક વગેરે નહીં. કારણ કે યણુક વગેરે સ્કંધો પ્રસ્તુત (કર્મ વગેરે) કાર્યોમાં ઉપયોગી નથી.
કર્મ જ્ઞાનાવરણીય વગેરે કર્મ. શરીર=ઔદારિક વગેરે.
મન-મનોવર્ગણા. (જીવ જયારે વિચાર કરે છે ત્યારે પહેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. પછી તે પુદ્ગલોને મનરૂપે પરિણમાવે છે. પછી તે પુગલોને છોડી દે છે. અહીં મન રૂપે પરિણમેલા પુદ્ગલો મન છે. મન રૂપે પરિણમેલા પુદ્ગલોને છોડી દેવા તે વિચાર છે.)
વાણી=બે ઇન્દ્રિય આદિ જીવોથી ઉચ્ચારાતી વાણી. વિવિધ ચેષ્ટા=લેવું, ઊંચે ફેંકવું, સંકોચાવું વગેરે વિવિધ વ્યાપારો= પ્રવૃત્તિઓ. ઉચ્છવાસ=શ્વાસોચ્છવાસ. દુઃખ=જાણીતું છે. (અશાતા વેદનીય કર્મના ઉદયથી અનિષ્ટ ભોજન આદિ દ્વારા ઉત્પન્ન થતો માનસિક સંક્લેશ. દુઃખ અશાતા વેદનીય કર્મના ઉદય રૂ૫ આંતર અને અનિષ્ટ ભોજન આદિની પ્રાપ્તિરૂપ બાહ્ય કારણથી થાય છે. આ બંને કારણો પૌગલિક હોવાથી દુઃખ પુદ્ગલનો ઉપકાર છે.)
સુખ=જાણીતું છે. (સાતા વેદનીય કર્મના ઉદયથી ઈષ્ટ સ્ત્રી, ભોજન, વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતી માનસિક પ્રસન્નતા. આમાં શાતા વેદનીયનો ઉદય આંતરિક અને ઈષ્ટભોજનાદિ બાહ્ય કારણ છે. આ બંને કારણો પુદ્ગલરૂપ હોવાથી સુખ પુદ્ગલનો ઉપકાર છે.)
જીવિત=આયુષ્ય. જૈનો આયુષ્યને પૌલિક માને છે અથવા જીવનાં સહાયભૂત આહાર-પાણી વગેરે હેતુઓ જીવિત છે.
મરણ=પ્રાણત્યાગ. મરણ પણ (આયુષ્યકર્મ રૂ૫) પુદ્ગલોના નાશરૂપ હોવાથી પૌદ્ગલિક છે અથવા મરણના શસ્ત્ર-અગ્નિ-વિષ વગેરે હેતુઓ પુદ્ગલ રૂપ હોવાથી મરણ પૌદ્ગલિક છે.
પ્રશમરતિ • ૧૮૬
Page #200
--------------------------------------------------------------------------
________________
ઉપગ્રહ'=સૌભાગ્ય, અદશ્યીકરણ, પૃથ્વી અને થાંભલો વગેરે ७५ =टे॥३५ छ. (२१७)
अथ कालकृतोपकारप्रदर्शनायाहपरिणामवर्तनाविधिपरापरत्वगुणलक्षणः कालः ।। सम्यक्त्वज्ञानचारित्रवीर्यशिक्षागुणा जीवाः ॥ २१८ ॥
परिणामश्च वर्तनाविधिश्च परापरत्वं च तानि तथा तान्येव गुणा-लक्षणं यस्य कालस्य स परिणामवर्तनाविधिपरापरत्वगुणलक्षणः । क एवंविधः ?, तमाहकालः । तत्र परिणमनं परिणामो, यथा वर्धतेऽङ्करो हीयते वा इत्यादिकः कालजनित उपकारः, वर्तनाया विधिः-प्रकारो वर्तनाविधिः, वर्तत इदं न वर्तते चेदमित्येतदपि कालापेक्षं, अस्मिन् काल इदं प्रवर्तते इदं न प्रवर्तत इति । तथा परत्वमपरत्वं च, त्वप्रत्यय उभयत्र योज्यते, इदं च कालकृतं, कथं ?, पञ्चाशद्वर्षात्पञ्चविंशतिवर्षोऽपरः-अर्वाग्वर्ती, पञ्चविंशतिवर्षात्पञ्चाशद्वर्षः परः-परवर्तीति। कालः परिणामादिभिर्यथोक्तैर्लक्ष्यत इत्यर्थ : । अथ जीवद्रव्यं केनोपकारेणोपकुरुते ? । अत्राजीवपदव्याख्याने यज्जीवपदव्याख्यानं तद्रव्य-व्याख्याप्रस्तावात् । सम्यक्त्वादयो गुणा येषां ते तथा, जीवाः, तत्राद्यास्त्रयः प्रसिद्धाः, वीर्यशक्तिविशेषः, शिक्षा-ग्रहणा-सेवनरूपेति ॥ २१८ ॥ (ग्रंथ १३००) હવે કાળ વડે કરાયેલા ઉપકારને બતાવવા માટે કહે છે
ગાથાર્થ– પરિણામ-વર્તનાવિધિ-પરત્વ-અપરત્વ એ ગુણો કાળનું લક્ષણ છે, અર્થાત્ પરિણામ આદિથી કાળ જણાય છે. (આથી પરિણામ વગેરે
नो ७५४२ छे.) सभ्यत्व-शान-यारित्र-वीर्य-शिक्षा वनाएछे. (આથી સમ્યક્ત્વ વગેરે જીવનો ઉપકાર છે.) ૧. અહીં ટીકાકારે ઉપગ્રહ શબ્દને જીવિત અને મરણ શબ્દથી અલગ ગણ્યો છે.
પણ મોટી ટીકા અને તત્ત્વાર્થાધિગમ સૂત્ર વગેરેમાં ઉપગ્રહ શબ્દને અલગ ન કરતાં જીવિતોપગ્રહ અને મરણોપગ્રહ એમ જીવિત અને મરણની સાથે લીધો છે. તે જ વધારે યોગ્ય છે. જીવિતરૂપ ઉપગ્રહ તે જીવિતોપગ્રહ. મરણરૂપ ઉપગ્રહ તે મરણોપગ્રહ. સ્કંધો જીવિતરૂપ ઉપગ્રહ (=અનુગ્રહ)ને અને મરણરૂપ ઉપગ્રહને કરે છે. ઘી વગેરે પુગલો જીવિતોપગ્રહને કરે છે અને વિષ વગેરે પુગલો મરણોપગ્રહને કરે છે.
પ્રશમરતિ • ૧૮૭
Page #201
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ પરિણામ– (પરિણામ એટલે દ્રવ્યોમાં થતો ફેરફાર. જેમ કે શીત આદિ ઋતુમાં ફેરફાર. બાલ્યાવસ્થા આદિ અવસ્થાનો ફેરફાર. નવામાંથી જૂનું થવું વગેરે.) પરિણમવું (=મૂળ સ્વરૂપનું જુદા રૂપે થવું) તે પરિણામ. જેમ કે અંકુરો વધે છે અને ઘટે છે. ઇત્યાદિ કાળથી થયેલ ઉપકાર છે.
વર્તનાવિધિ=(વર્તના એટલે વર્તવું-હોવું) વિધિ એટલે પ્રકાર. વર્તનાનો પ્રકાર તે વર્તનાવિધિ. આ વસ્તુ વર્તે છે, આ વસ્તુ વર્તતી નથી એ પ્રમાણે જે બોલાય છે તે પણ કાળની અપેક્ષાએ છે. જેમ કે આ કાળમાં આ વસ્તુ પ્રવર્તે છે. આ કાળમાં આ વસ્તુ પ્રવર્તતી નથી.
પરત્વ-અપરત્વ=(જૂનું-નવું કે નાનું-મોટું વગેરે. જેમ કે) પચાસ વર્ષના માણસથી પચીસ વર્ષનો માણસ નાનો છે. પચીસ વર્ષના માણસથી પચાસ વર્ષનો માણસ મોટો છે. આ કાળથી કરાયેલ છે.
હવે જીવદ્રવ્ય કયા ઉપકારથી ઉપકાર કરે છે, તે કહે છે—
એક જીવ અન્ય જીવ ઉપર સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ, વૃદ્ધિ કે રક્ષા આદિ દ્વારા ઉપકાર કરે છે. સમ્યક્ત્વ આદિ ત્રણ પ્રસિદ્ધ છે. વીર્ય એટલે શક્તિવિશેષ. શિક્ષા=ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા. (૨૧૮)
एवं जीवाजीवावभिधाय सम्प्रति पुण्यापुण्यपदार्थद्वयमाह
पुद्गलकर्म शुभं यत्, तत्पुण्यमिति जिनशासने दृष्टम् ३ । यदशुभमथ तत्पापमिति भवति सर्वज्ञनिर्दिष्टम् ४ ॥ २१९ ॥
सूचकत्वात्सूत्रस्य पुद्गलमयं पौद्गलिकं, किमेवंविधमित्याह-कर्म । तच्च द्वेधा । तत्र यच्छुभं तत् पुण्यमिति जिनशासने दृष्टं । यदशुभं तत् पापम् । अथानन्तर्ये । इति भवति सर्वज्ञनिर्दिष्टं । तत्र पुण्यप्रकृतयः-‘सायं उच्चागोयं सत्तत्तीसं तु नामपयडीओ । तिन्नि य आऊणि तहा बायालं पुन्नपयडीओ ॥ १ ॥' पापप्रकृतयस्तु यथा- 'नाणंतरायदसगं दंसण नव मोहपयइ छव्वीसं । નામમ્સ વત્તીસં તિખ્ખું ધર પાવાઓ ॥ ૨ ॥' || ૨૬ ॥
I
આ પ્રમાણે જીવ અજીવને કહીને હવે પુણ્ય-પાપ એ બે પદાર્થોને કહે છે— પ્રશમરતિ • ૧૮૮
Page #202
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ- જે પુદ્ગલ કર્મ શુભ છે તે પુણ્ય છે એમ જિનશાસનમાં જોવામાં આવ્યું છે. જે પુદ્ગલ કર્મ અશુભ છે તે પાપ છે એમ સર્વજ્ઞોએ કહ્યું છે.
ટીકાર્થ- સાતા વેદનીય, ઉચ્ચ ગોત્ર, નામ કર્મની ૩૭ પ્રકૃતિઓ, ત્રણ આયુષ્ય એમ ૪૨ પુણ્ય પ્રકૃતિઓ છે. જ્ઞાનાવરણીય ૫, અંતરાય ૫, દર્શનાવરણીય ૯, મોહનીય ૨૬, નામ ૩૪, અશાતા વેદનીય, નીચગોત્ર, નરકાયુ એમ કુલ ૮૨ પાપ પ્રકૃતિઓ છે. (૨૧૯)
अथास्रवसंवरौ निरूपयतियोगः शुद्धः पुण्यात्रवस्तु पापस्य तद्विपर्यासः ५ । वाक्कायमनोगुप्तिर्निराश्रवः संवरस्तूक्तः ६ ॥ २२० ॥ योगो-मनोवाक्कायाख्यः, कीदृशः ? शुद्धो-जिनागमपूर्वको व्यापारः, स किं ? पुण्यस्यास्रवः पुण्यास्रवः, तु पुनरर्थः, पुण्यबन्धहेतुरिति । पापस्य तद्विपर्यासो-व्यत्ययः, अयमर्थः-अशुद्धो योगः पापस्यास्रव इति । वाक्कायमनोगुप्तिः-वचनादिगोपनं निरास्रवः-कर्मप्रवेशविकलः संवरस्तूक्तः-संवरो नाम पदार्थोऽभिहित इति ॥ २२० ॥ હવે આગ્નવ-સંવરનું નિરૂપણ કરે છે–
ગાથાર્થ– શુદ્ધયોગ પુણ્યનો આસ્રવ છે. અશુદ્ધયોગ પાપનો આગ્નવ છે. મન-વચન-કાયાની ગુણિને નિરાગ્નવ રૂપ સંવર કહ્યો છે. ટીકાર્ય–શુદ્ધયોગ=જિનાગમપૂર્વક મન-વચન-કાયાની પ્રવૃત્તિ. પુણ્યનો આસવ=પુણ્યબંધનો હેતુ. નિરાસવ કર્મના પ્રવેશથી રહિત. (૨૨૦) निर्जरा १ बन्ध २ मोक्ष ३ पदार्थत्रयप्रतिपादनार्थमाहसंवृततपउपधानात्तु, निर्जरा ७ कर्मसन्ततिर्बन्धः ८ । बन्धवियोगोमोक्ष ९ स्त्विति संक्षेपानव पदार्थाः ॥ २२१ ॥ तपश्चोपधानं च तपउपधानं संवृतस्य तपउपधानं संवृततपउपधानं तस्मात्तु,
પ્રશમરતિ • ૧૮૯
Page #203
--------------------------------------------------------------------------
________________
पाठान्तरे तपउपधानमिति । किं ? निर्जरा प्राक्तनकर्मशाटः, तत्र तपोऽनशनादि, उपधानं तु योगोद्वहनं । कर्मणो नवस्य सन्ततिः स बन्ध उच्यते । तथा बन्धवियोगो मोक्षः । तु पुनरर्थः । इति संक्षेपानव पदार्था इति ॥ २२१ ।। નિર્જરા, બંધ અને મોક્ષ એ ત્રણ તત્ત્વનું પ્રતિપાદન કરવા માટે કહે છે–
ગાથાર્થ– સંવરયુક્ત આત્માને તપ અને ઉપધાનથી નિર્જરા ( પૂર્વે બંધાયેલાં કર્મોનો નાશ) થાય. કર્મોનો પ્રવાહ એ બંધ છે. બંધનો વિયોગ મોક્ષ છે. આ પ્રમાણે સંક્ષેપથી નવ પદાર્થો છે.
વિવેચન- નવાં કર્મોનો પ્રવાહ એ બંધ છે, અર્થાત્ પૂર્વ પૂર્વ કર્મના કારણે નવાં નવાં કર્મોનો આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધ એ બંધ છે. અજ્ઞાન જીવોને પૂર્વ પૂર્વ કર્મનો ઉદય નવાં નવાં કર્મોનો બંધ કરાવે છે. આથી કર્મબંધનો પ્રવાહ ચાલ્યા કરે છે. કર્મબંધનો આ પ્રવાહ જ મુખ્યબંધ હોવાથી પ્રસ્તુત ગાથામાં કર્મપ્રવાહને બંધ કહ્યો છે. કર્મબંધનો અભાવ થતાં અવશ્ય સઘળાં કર્મોનો ક્ષય થાય છે. આથી અહીં બંધના વિયોગને મોક્ષ કહ્યો છે. (૨૨૧).
एतेष्वध्यवसायो, योऽर्थेषु विनिश्चयेन तत्त्वमिति । सम्यग्दर्शनमेतत्तु, तन्निसर्गादधिगमाद्वा ॥ २२२ ॥ एतेषु-जीवादिष्वर्थेषु योऽध्यवसायः-परिणामो विनिश्चयेन-परमार्थेन तत्त्वमिति-सत्यं तथ्यं सद्भूतमित्यर्थः । एतत् सम्यग्दर्शनं-सम्यक्त्वमभिधीयते । एतच्च निसर्गाद्वा लभ्यते अधिगमाद्वेति ॥ २२२ ॥
ગાથાર્થ– આ જીવાદિ નવ પદાર્થોમાં “પરમાર્થથી આ જ પદાર્થો સત્ય છે' એવો જે ભાવ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન નિસર્ગ અને અધિગમ એ બે રીતે મેળવાય છે. (૨૨૨)
एतयोरेव व्यत्ययेन पर्यायानाहशिक्षाऽऽगमोपदेशश्रवणान्येकाथिकान्यधिगमस्य । एकार्थे परिणामो, भवति निसर्गः स्वभावश्च ॥ २२३ ॥ शिक्षा-जिनधर्माभ्यासः आगमः-पाठः उपदेशः-आप्तवचनं श्रवणं-आकर्णनं,
પ્રશમરતિ - ૧૯૦
Page #204
--------------------------------------------------------------------------
________________
एषां द्वन्द्वः । तान्येकाथिकान्यधिगमस्य, एकार्थे-एकस्मिन्नर्थे सम्यक्त्वलक्षणे यः परिणामः.परिणतिविशेषः स भवति निसर्गः, स्वभावश्च-स्वस्य-आत्मनस्तेन तेन रूपेण भवनं इति भावना ॥ २२३ ॥
આ બેના જ 'વ્યત્યયથી પર્યાયવાચી શબ્દોને કહે છેગાથાર્થ– શિક્ષા, આગમ અને ઉપદેશશ્રવણ એ શબ્દો અધિગમના એકાર્થક છે. સમ્યકત્વમાં જે પરિણામ થાય તે નિસર્ગ અને સ્વભાવ છે, અર્થાત્ પરિણામ, નિસર્ગ અને સ્વભાવ એ ત્રણ શબ્દોનો સમાન અર્થ છે.
ટીકાર્થ– શિક્ષા=જિનધર્મનો અભ્યાસ કરવો, અર્થાત્ જિનધર્મ સંબંધી જિનપૂજા વગેરે ક્રિયા કરવી.
આગમ=આગમનો પાઠ કરવો. ઉપદેશશ્રવણ=આપ્તવચનોનું શ્રવણ કરવું. પરિણામ=પરિણતિવિશેષ. સ્વભાવ=ત્ત્વનું આત્માનું, ભાવ=તે રૂપે થવું તે સ્વભાવ.
અધિગમ એટલે બાહ્ય નિમિત્ત. કોઇને દેવદર્શન, ગુરુવંદન આદિ જિનોક્ત ક્રિયાઓ કરતાં કરતાં, કોઇને આગમનો અભ્યાસ કરતાં કરતાં, કોઇને ધર્મનો ઉપદેશ સાંભળતાં સાંભળતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કેટલાક જીવોને કોઈપણ જાતના બાહ્ય નિમિત્ત વિના નિસર્ગથી સ્વાભાવિક રીતે જ સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે.
સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં બાહ્ય અને અત્યંતર એમ બે કારણો છે. આંતરિક શુભ પરિણામથી તીવ્ર રાગ-દ્વેષ રૂપ ગ્રંથિનો ભેદ એ અંતરંગ કારણ છે. દેવદર્શન, ગુરુવંદન, શાસ્ત્રશ્રવણ આદિ બાહ્ય કારણ છે. ૧. ૨૨૨મી ગાથામાં પહેલાં નિસર્ગ અને પછી અધિગમ પદ છે. આ ગાથામાં પહેલાં
અધિગમના અને પછી નિસર્ગના પર્યાયોને કહે છે. માટે “વ્યત્યયથી' એમ કહ્યું. ૨. મોટી ટીકામાં વિદ્યાર્થી એવા પાઠના સ્થાને પ્રાર્થ: એવો પાઠ છે. તે પાઠ વધારે
સંગત છે. એ પાઠ પ્રમાણે ગાથાના ઉત્તરાર્ધનો શબ્દાર્થ આ પ્રમાણે થાયપરિણામ, નિસર્ગ અને સ્વભાવ એ શબ્દોનો એક અર્થ છે.
પ્રશમરતિ - ૧૯૧
Page #205
--------------------------------------------------------------------------
________________
જે જીવને દેવદર્શન આદિ બાહ્ય નિમિત્ત દ્વારા આંતરિક શુભ પરિણામથી તીવ્ર રાગદ્વેષની ગ્રંથિનો ભેદ થાય તે જીવના સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અધિગમથી=બાહ્ય નિમિત્તથી થઈ કહેવાય. જે જીવને બાહ્ય નિમિત્ત વિના જ આંતરિક શુભ પરિણામ થાય ને એના દ્વારા તીવ્ર રાગવૈષની ગ્રંથિનો ભેદ થાય તે જીવના સમ્યગ્દર્શનની ઉત્પત્તિ નિસર્ગથી થઈ કહેવાય. દરેક જીવને સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં આંતરિક કારણ તો જોઇએ જ, બાહ્ય કારણ હોય કે ન પણ હોય. બાહ્ય કારણ વિના કેવળ આંતરિક કારણથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ એ નિસર્ગથી છે. બાહ્ય કારણ દ્વારા આંતરિક કારણથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ એ અધિગમથી છે. નિસર્ગ અને અધિગમ વચ્ચે આ જ ભેદ છે. (૨૨૩) एतन्निगमनं विपक्षं प्रतिपादयन् उत्तरसंबन्धं चाहएतत्सम्यग्दर्शनमनधिगमविपर्ययौ तु मिथ्यात्वम् । ज्ञानमथ पञ्चभेदं, तत् प्रत्यक्षं परोक्षं च ॥ २२४ ॥
एतत्सम्यग्दर्शनं लेशतोऽभिहितं, यः पुनरनधिगमो-योऽनध्यवसायो १ यश्च विपर्ययो-विपरीतार्थग्राहिप्रत्ययः २ तुशब्दात्संशयश्च ३, एतत्त्रयमपि मिथ्यात्वमभिधीयते । ज्ञानमथ पञ्चभेदं मत्यादिभेदात् समासतः, प्रत्यक्षं च परोक्षं च वक्ष्यमाणस्वरूपमिति ॥ २२४ ॥
આ વિષયના ઉપસંહારનું, વિપક્ષનું (કમિથ્યાત્વનું) અને પછીના સંબંધનું પ્રતિપાદન કરતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– આ સમ્યગ્દર્શન સંક્ષેપથી કહ્યું. અનધિગમ, વિપર્યય અને સંશય આ ત્રણ મિથ્યાત્વ છે. હવે જ્ઞાન પાંચ પ્રકારનું છે. જ્ઞાન સંક્ષેપથી પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપ છે, અર્થાત્ સંક્ષેપથી જ્ઞાન પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનું છે.
ટીકાર્થ– અનધિગમ=અધ્યયસાય (અર્થાત્ શ્રદ્ધાનો અભાવ). વિપર્યય=વિપરીત અર્થને ગ્રહણ કરનાર બોધ, અર્થાત્ વિપરીત શ્રદ્ધા. [સંશય =આ સાચું હશે કે નહીં એવી શંકા.
પ્રશમરતિ - ૧૯૨
Page #206
--------------------------------------------------------------------------
________________
પરોક્ષજ્ઞાન-ઇન્દ્રિયો અને મનની સહાયથી થતું જ્ઞાન. પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિયો અને મનની સહાય વિના કેવળ આત્માથી થતું शान.] (२२४)
तदेवाहतत्र परोक्षं द्विविधं, श्रुतमाभिनिबोधिकं च विज्ञेयम् । प्रत्यक्षं त्ववधिमनःपर्यायौ केवलं चेति ॥ २२५ ॥
तत्र-तयोर्मध्ये परोक्षं द्विविधं-द्विभेदं श्रुतं-श्रुतज्ञानं आभिनिबोधिकंमतिज्ञानं विज्ञेयम् । प्रत्यक्षं पुनरवधिमनःपर्यायौ केवलं चेतीति-त्रिविधमिति च सुबोधमिति ॥ २२५ ॥ બે પ્રકારના જ્ઞાનને જ કહે છે
ગાથાર્થ- તે બે જ્ઞાનમાં પરોક્ષજ્ઞાન શ્રત અને મતિ એમ બે પ્રકારનું જાણવું. પ્રત્યક્ષજ્ઞાન અવધિ, મન:પર્યવ અને કેવળ એમ ત્રણ પ્રકારનું જાણવું. (मति माह शाननी व्याच्या १८५i दोभ ४९॥वी छे.) (२२५)
एषामुत्तरभेदविषयादिभिर्भवति विस्तराधिगमः । एकादीन्येकस्मिन्, भाज्यानि त्वाचतुर्थ्य इति ॥ २२६ ॥
एषां-मत्यादिज्ञानानां उत्तरभेदा-अष्टाविंशतिचतुर्दशविधषड्विधद्विविधैकभेदादयो, विषयो-गोचरो मतिश्रुतयोः सामान्यद्रव्येष्वसर्वपर्यायेषु अवधिज्ञानस्य रूपिषु मनःपर्यायज्ञानस्य मनोगतद्रव्येषु केवलस्य सर्वद्रव्यपर्यायेषु, आदिशब्दात् स्वरूपलाभक्रमक्षेत्रादिपरिग्रहः, समासस्त्वेवं-उत्तरभेदाश्च विषयाश्च ते आदिर्येषां ते तथा तैरुत्तरभेदविषयादिभिः करणभूतैर्भवति-जायते विस्तराधिगमो-विस्तरपरिच्छेदः । तथा एकद्वित्रिचतुःसंख्यानि एकस्मिन् जीवे भाज्यानि तु-विकल्पनीयानि पुनः आचतुर्थ्यः-चत्वारि यावत्, एकस्मिन् जीवे एकं मतिज्ञानं शास्त्रपाठश्रवणाभावात्, तत्त्वतस्तु मतिश्रुते सर्वत्र, तथा द्वे मतिश्रुते, तथा त्रीणि मतिश्रुतावधिज्ञानानि, तथा चत्वारि मतिश्रुतावधिमनःपर्यायज्ञानानि, नतु पञ्च, केवलज्ञाने सत्येषामभावादिति ॥ २२६ ॥
પ્રશમરતિ - ૧૯૩
Page #207
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ— પાંચ જ્ઞાનના ઉત્તરભેદો તથા તે તે જ્ઞાનનો વિષય આદિ જાણવાથી જ્ઞાનનો વિસ્તારથી બોધ થાય છે. એક જીવમાં એકી સાથે એકબે-ત્રણ કે ચાર જ્ઞાન હોઇ શકે છે.
ટીકાર્થ– ઉત્તરભેદો મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અધિજ્ઞાનના ૬, મન:પર્યવજ્ઞાનના ૨ અને કેવળજ્ઞાનનો ૧ છે.
આદિ શબ્દથી સ્વરૂપ, લાભ, ક્રમ, ક્ષેત્ર વગેરેનું ગ્રહણ કરવું. એક જીવમાં એક મતિજ્ઞાન હોય. શાસ્ત્રપાઠના શ્રવણના અભાવની અપેક્ષાએ (કોઇ જીવ જ્યારે શાસ્ત્રપાઠનું શ્રવણ ન કરતો હોય ત્યારે તેમાં શ્રુતજ્ઞાન નથી એ અપેક્ષાએ) એક મતિજ્ઞાન હોય. ૫રમાર્થથી તો દરેક જીવમાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન હોય. તથા મતિ-શ્રુત એ બે જ્ઞાન હોય, મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાન હોય, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ એ ચાર જ્ઞાન હોય. કોઇ જીવને એકી સાથે પાંચ જ્ઞાન ન હોય. કારણ કે કેવળજ્ઞાન થતાં ચાર જ્ઞાનનો અભાવ થાય છે. (૨૨૬)
अथ सम्यग्ज्ञानमिथ्याज्ञानयोः किंकृतो विशेषः ?— सम्यग्दृष्टेर्ज्ञानं, सम्यग्ज्ञानमिति नियमतः सिद्धम् । आद्यत्रयमज्ञानमपि, भवति मिथ्यात्वसंयुक्तम् ॥ २२७ ॥
सम्यग्दृष्टेः-क्षायिकादित्रिविधदर्शनिनो ज्ञानं - वस्तुपरिच्छेदः सम्यग्ज्ञानमिति नियमतो - नियमेन सिद्धं । किं तदित्याह - आद्यत्रयं - मतिश्रुतावधिरूपं અજ્ઞાનત્તિ-વિપરીતવોધોપિ મતિ-નાયતે । બીદાં સત્ ? મિથ્યાત્વસંયુńमिथ्यात्वोदयोपरक्तस्वभावं, अयमर्थः - तदेव मत्यादिविपर्ययमज्ञानत्रयं भण्यते, मत्यज्ञानं श्रुताज्ञानं विभङ्गमिति । जीव १ उपयोग २ भाव ३ द्रव्याणी ४ त्यधिकाराश्चत्वारः ॥ २२७ ॥
હવે સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનમાં કયા કારણથી ભેદ છે તે કહે છે– ગાથાર્થ– સમ્યગ્દષ્ટિનું જ્ઞાન નિયમા સમ્યજ્ઞાન છે એમ સિદ્ધ છે. મિથ્યાત્વથી યુક્ત પ્રથમના ત્રણ જ્ઞાન અજ્ઞાન પણ છે.
ટીકાર્થ સમ્યગ્દષ્ટિનું ક્ષાયિક વગેરે ત્રણ પ્રકારના સમ્યગ્દર્શનવાળાનું. પ્રશમરતિ - ૧૯૪
Page #208
--------------------------------------------------------------------------
________________
शान वस्तुनो पोष. અજ્ઞાન=વિપરીત બોધ. મિથ્યાત્વથી યુક્ત=મિથ્યાત્વના ઉદયથી મલિન કરાયેલ સ્વરૂપવાળા.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– વિપર્યય રૂપ (=વિપરીત બોધરૂપ) તે જ મતિ આદિ ત્રણ જ્ઞાન મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એમ ત્રણ અજ્ઞાન છે. (प्रश्न- मिथ्याष्टिन। शानने मशीन 3 वामां आवे छ ? ઉત્તર– જ્ઞાન મુક્તિનું સાધન છે. આથી જે જ્ઞાન મુક્તિનું સાધન બને એ જ જ્ઞાન વાસ્તવિક જ્ઞાન છે. જે જ્ઞાન મુક્તિમાં બાધક બને તે જ્ઞાન પરમાર્થથી અજ્ઞાન છે. મિથ્યાદષ્ટિનું જ્ઞાન કદાગ્રહ આદિ દોષોથી દૂષિત હોવાના કારણે भुम्तिनु पा५डोवाथी शान छे. तत्या. २.१ सू.33) (२२७)
જીવ-ઉપયોગ-ભાવ-દ્રવ્ય એ ચાર અધિકાર પૂર્ણ થયા.
(૧૬) ચરણ અધિકાર चारित्रमधुनासामायिकमित्याद्यं, छेदोपस्थापनं द्वितीयं तु ।। परिहारविशुद्धिः सूक्ष्मसंपरायं यथाख्यातम् ॥ २२८ ॥ सामायिकं-समशत्रुमित्रभावं प्रथमचरमतीर्थकरयोरित्वरं मध्यमविदेहजिनानां च यावज्जीवमित्येवंरूपमाद्यं १ पूर्वपर्यायच्छेदादुत्तरपर्यायोपस्थापनं द्वितीयं २ तत् पुनराद्यन्तजिनतीर्थयोः । परिहारविशुद्धिकं-परिहारेण-आचाम्लवर्जिताहारपरिहारेण विशुद्धिः-कर्मक्षयो यत्र तत्तथा, तत्केषां भवति ? अधीतनवमपूर्वतृतीयाचारवस्तुनां साधूनां गच्छविनिर्गतानां परिहारिककल्पस्थितत्वेन त्रिधास्थितानां ग्रीष्मशिशिरवर्षासु चतुर्थादिद्वादशान्तभक्तभोजिनाम्, (पारणे)आचाम्लेनैव परिहारिकाणां, तथा अनुपहारिकाणां कल्पस्थितस्य च प्रतिदिनमाचाम्लभोजनं, एकैकस्य एकैकस्य वर्गस्य षण्मासावधिकतपोऽनुष्ठानमिति, पारिहारिकं चाष्टादशभिर्मासैनिष्पद्यते, ततो गच्छमनुप्रविशन्ति तदेव वा पुनस्तपः कुर्वन्ति ३, सूक्ष्मः-अत्यन्तकिट्टीकृतः संपरायो-लोभो
પ્રશમરતિ • ૧૯૫
Page #209
--------------------------------------------------------------------------
________________
यत्र तत्, सूक्ष्मसंपरायगुणस्थानवर्येव ४ यथाख्यातं-अकषायं उपशान्तादिગુણસ્થાનવતુષ્ટય તિ | ર૨૮ /
इत्येतत्पञ्चविधं, चारित्रं मोक्षसाधनं प्रवरम् । नैकैरनुयोगनयप्रमाणमार्गः समनुगम्यम् ॥ २२९ ॥ इति-एतेन प्रकारेण एतत्-समीपवर्ति पञ्चविधं चारित्रं मोक्षसाधनं प्रवरमिति प्रतीतं । नैकैरित्यसमासोऽयं, अनेकैः-बहुभिः प्रकारैः । किंभूतैः ? अनुयोगाश्च-अनुयोगद्वाराणि उपक्रमादीनि, किं कतिविधमित्यादीनि वा, नयाश्च-नैगमादयः, प्रमाणानि च-प्रत्यक्षादीनि तानि तथा तेषां मार्गास्तैः समनुगम्यं-ज्ञेयं इति ॥ २२९ ॥ હવે ચારિત્રને કહે છે
ગાથાર્થ– સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એમ પાંચ પ્રકારનું ચારિત્ર છે. આ ચારિત્ર મોક્ષનું ઉત્તમ સાધન છે તથા આ ચારિત્ર અનુયોગ-નય-પ્રમાણના અનેક માર્ગોથી (=પ્રકારોથી) જાણવા યોગ્ય છે.
ટીકાર્થ- સામાયિક સામાયિક એટલે શત્રુ-મિત્ર (આદિ) પ્રત્યે સમભાવ. આ સામાયિક પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં ઇવર (=અલ્પકાળ સુધી) હોય છે તથા બાકીના બાવીસ જિનેશ્વરોના શાસનમાં અને મહાવિદેહક્ષેત્રમાં માવજીવ હોય છે.
છેદોપસ્થાપનીય જેમાં પૂર્વના પર્યાયનો છેદ કરીને ઉત્તરપર્યાયમાં સ્થાપવામાં આવે તે છેદોપસ્થાપનીય. આ ચારિત્ર પહેલા-છેલ્લા તીર્થકરના શાસનમાં હોય.
પરિહારવિશુદ્ધિ=જેમાં પરિહારથી વિશુદ્ધિ થાય તે પરિહારવિશુદ્ધિ. પરિહાર એટલે આયંબિલ સિવાયના આહારનો ત્યાગ. વિશુદ્ધિ એટલે કર્મક્ષય. જેમાં આયંબિલ સિવાયના આહારનો ત્યાગ કરવાથી કર્મક્ષય થાય તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર. જેઓ નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુ સુધીનું શ્રુત ભણ્યા હોય તેમને જ આ ચારિત્ર હોય. નવ સાધુઓ ગચ્છમાંથી નીકળીને આ ચારિત્રને સ્વીકારે.
પ્રશમરતિ - ૧૯૬
Page #210
--------------------------------------------------------------------------
________________
પરિહારિકોના (=પરિહારવિશુદ્ધિ ચારિત્રને સ્વીકારનારાઓના) આચારની મર્યાદા પ્રમાણે નવ સાધુઓના ત્રણ વિભાગ થાય. તે આ પ્રમાણે– ચાર સાધુઓ પરિહાર તપની વિધિ પ્રમાણે પરિહાર તપ કરે. ચાર સાધુઓ પરિહાર તપ કરનારની સેવા કરે. એક સાધુ વાચનાચાર્ય તરીકે રહે. તે આઠેય સાધુઓને વાચના આપે. આ ચારિત્રને ગ્રહણ કરનારા સઘળાય સાધુઓ શ્રતાતિશયસંપન્ન હોય છે. છતાં તેઓનો આચાર હોવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપે છે.
પરિહાર તપની વિધિ ઉનાળામાં | જઘન્ય ઉપવાસ | મધ્યમ છઠ્ઠ ઉત્કૃષ્ટ અટ્ટમ | શિયાળામાં | જઘન્ય છઠ્ઠ | મધ્યમ અટ્ટમ | ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ | ચોમાસામાં | જઘન્ય અટ્ટમ | મધ્યમ ચાર ઉપવાસ | ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ
જે સમયે પરિહારતપનું સેવન કરે તે વખતે જે ઋતુ ચાલતી હોય તે ઋતુ પ્રમાણે તપ કરે. પારણે આયંબિલ જ કરે. આ તપ છ મહિના સુધી કરે. પછી જે સાધુઓ સેવા કરતા હતા તે સાધુઓ આ તપ છે મહિના સુધી કરે. પછી વાચનાચાર્ય આ તપ છ મહિના સુધી કરે. પરિહાર તપ કરનાર સિવાયના સાધુઓ દરરોજ આયંબિલ કરે. આમ અઢાર મહિને આ પરિહારકલ્પ પૂર્ણ થાય. પરિહારકલ્પ પૂર્ણ થયા પછી તે સાધુઓ ગચ્છમાં પ્રવેશ કરે અથવા ફરી તે જ તપને કરે.
સૂક્ષ્મસંપરાય=જેમાં સૂક્ષ્મ સંપરાય છે તે સૂક્ષ્મસંપરાય. સૂક્ષ્મ એટલે અત્યંત અલ્પ કરાયેલ. સંપરાય એટલે લોભ. જેમાં લોભ અત્યંત અલ્પ કરાયો છે તે સૂક્ષ્મસંપરાય. દશમા ગુણસ્થાને રહેલા જીવને સૂક્ષ્મસંપરાય ચારિત્ર હોય.
યથાખ્યાત=કષાયરહિત ચારિત્ર યથાખ્યાત છે. ઉપશાંત મોહ વગેરે ચાર ગુણસ્થાનમાં યથાખ્યાત ચારિત્ર હોય.
અનુયોગ=ઉપક્રમ વગેરે અનુયોગ દ્વારા અથવા હિં, તિવિઘં, એ ઇત્યાદિ દ્વારો.'
૧. આ દ્વારો આવશ્યકસૂત્ર નિયુક્તિ ગાથા ૧૪૦-૧૪૧માં બતાવવામાં આવ્યા છે.
પ્રશમરતિ - ૧૯૭
Page #211
--------------------------------------------------------------------------
________________
नयम वगेरे. प्रभा=प्रत्यक्ष पोरे... (२२८-२२८) एतत् सम्यग्दर्शनादित्रयं मोक्षसाधकमिति कथयतिसम्यक्त्वज्ञानचारित्रसंपदः साधनानि मोक्षस्य । तास्वेकतराभावेऽपि, मोक्षमार्गोऽप्यसिद्धिकरः ॥ २३० ॥
सम्यग्दर्शनादिसम्पदः-संपत्तयः, किं ? साधनानि-जनकानि वर्तन्ते, कस्य ? मोक्षस्य-मुक्तेः । तासु-सम्पत्सु मध्ये एकतरस्या:-सम्यग्दर्शनादिसम्पदः अन्यतरस्या अभावे-असत्तायां । अपिः पूरणे । मोक्षमार्गोऽपिमुक्तिप्रापकोऽपि असिद्धिकर:-मोक्षप्राप्तेरकर्ता, देवलोकादिप्राप्तिकारी भवत्येव विकलोऽपि इति गम्यम् ॥ २३० ॥
આ સમ્યગ્દર્શનાદિ ત્રણ મોક્ષના સાધક છે એમ કહે છે–
ગાથાર્થ- સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્ર રૂપ સંપત્તિઓ મોક્ષનું સાધન ( મોક્ષને ઉત્પન્ન કરનાર) છે. આ ત્રણમાંથી એકનો પણ અભાવ હોય તો મોક્ષમાર્ગ સિદ્ધિને કરતો નથી.
ટીકાર્થ–મોક્ષમાર્ગ સિદ્ધિને કરતો નથી=મુક્તિની પ્રાપ્તિ કરનાર પણ મોક્ષમાર્ગ મુક્તિપ્રાપ્તિ કરનારો થતો નથી. વિકલ પણ મોક્ષમાર્ગ દેવલોક આદિની પ્રાપ્તિ કરનારો તો થાય જ છે એમ જાણવું. (૨૩૦)
पूर्वद्वयसम्पद्यपि, तेषां भजनीयमुत्तरं भवति । पूर्वद्वयलाभः पुनरुत्तरलाभे भवति सिद्धः ॥ २३१ ॥
पूर्वद्वयसम्पद्यपि-दर्शनज्ञानसम्पत्तावपि तेषां-तद्वतां भजनीयं-विकल्पनीयं भवति, कदाचिदस्ति कदाचिन्नास्ति । किं तत् ? उत्तरं-चारित्रं, अविरतदेशविरतानामपि सद्भावात्, अन्यथा तेषामभाव एव स्यात् । उत्तरलाभे पुनःचारित्रलाभे तु पूर्वद्वयलाभः-सद्दर्शनज्ञानसद्भावः सिद्धो भवति-निश्चयेन जायत एव, चारित्रिणां सम्यक्त्वज्ञाने नियते एव भवत इति ॥ २३१ ॥
१. प्रभाए।नयैरधिगमः । तत्त्वाधिगम स.१.सू.६.
પ્રશમરતિ - ૧૯૮
Page #212
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ- સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે સમ્યક્રચારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યફચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય હોય છે.
ટીકાર્થ- સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે ચારિત્ર હોય અથવા ન પણ હોય. કારણ કે વિરતિરહિત કે દેશવિરતિવાળા જીવોને પણ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન હોય છે. જો સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે જો ચારિત્ર અવશ્ય હોય તો વિરતિરહિત કે દેશવિરતિવાળા સમ્યગ્દષ્ટિજીવોનો અભાવ જ થાય.
સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન અવશ્ય હોય. કારણ કે ચારિત્રી જીવોને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન નિશ્ચિત જ હોય છે. (૨૩૧) धर्मावश्यकयोगेषु, भावितात्मा प्रमादपरिवर्जी । सम्यक्त्वज्ञानचारित्राणामाराधको भवति ॥ २३२ ॥ प्रमादपरिवर्जी जीवो ज्ञानादीनामाराधको भवति । कीदृशः ? भावितात्मा। केषु ? धर्मावश्यकयोगेषु स्पष्टार्थमेवेति ॥ २३२ ॥
ગાથાર્થ– ધર્મમાં અને આવશ્યક યોગોમાં શ્રદ્ધાળુ અને પ્રમાદનો ત્યાગી આત્મા સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્રનો આરાધક થાય છે.
(ધર્મકક્ષમા વગેરે દશ પ્રકારનો ધર્મ. આવશ્યક યોગો=પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય વગેરે અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનો.) (૨૩૨)
आराधनाश्च तेषां, तिस्त्रस्तु जघन्यमध्यमोत्कृष्टाः ।। जन्मभिरष्टव्येकैः, सिद्धयन्त्याराधकास्तासाम् ॥ २३३ ॥
आराधनाश्च-निष्पादनाश्च तेषां-दर्शनादीनां । कियत्यः ? तिस्रस्तु । केन રૂપે ? ધન્ય-મધ્યમો-સ્કૃષ્ટરૂપ વર્તતે હૈ: ? નન્મઃ Tયતંત્રે ? अष्टत्र्येकैः । ततः किं ? सिध्यन्ति-मोक्षं यान्ति, जघन्येनाष्टभिः मध्यमेन त्रिभिः उत्कृष्टेनैकेन । क एते ? आराधकाः जीवाः । कासां ? तासां-ज्ञानादिसम्पदामिति ૨રૂર છે.
પ્રશમરતિ - ૧૯૯
Page #213
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ સમ્યકત્વ-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્રની આરાધના જઘન્યમધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે. સમ્યગ્દર્શનાદિ સંપત્તિઓના આરાધકો જઘન્ય આરાધનાથી આઠ ભવોથી, મધ્યમ આરાધનાથી ત્રણ ભવોથી અને ઉત્કૃષ્ટ આરાધનાથી એક ભવથી (=તે જ ભવથી) મોક્ષ ५। छे. (२33) तदाराधकेन यादृशेन भाव्यं तदाहतासामाराधनतत्परेण तेष्वेव भवति यतितव्यम् । यतिना तत्परजिनभक्त्युपग्रहसमाधिकरणेन ॥ २३४ ॥ तासां-ज्ञानादिसम्पदां आराधनतत्परेण-तत्सेवादत्तावधानेन तेष्वेवसम्यक्त्वादिष्वेव भवति यतितव्यं । केन ? यतिना-साधुना कर्ता । केन कारणभूतेन ? तत्परजिनभक्त्युपग्रहसमाधिकरणेन-तत्परा-ज्ञानाद्याराधनपरायणाः सामर्थ्यात् साध्वादयस्ते च जिनाश्च ते तथा तेषु भक्तिश्च-बहुमान उपग्रहश्चभक्तपानदानादिरूपः समाधिश्च-स्वास्थ्यं तेषां करणं-क्रिया तेनेति ।। २३४ ॥ સમ્યગ્દર્શનાદિના આરાધકે કેવા થવું જોઇએ તે કહે છે–
ગાથાર્થ– જ્ઞાનાદિસંપત્તિની આરાધનામાં તત્પર (=લીન બનેલા) સાધુએ સાધુઓ આદિની અને જિનની ભક્તિ, ઉપગ્રહ, સમાધિ કરી શકાય એ માટે સમ્યકત્વાદિમાં જ યત્ન (=ઉદ્યમ) કરવો જોઇએ. टार्थ- मतिजमान. ઉપગ્રહ=આહાર-પાણીનું પ્રદાન કરવું વગેરે. समापि=(शरीरनु भने आत्मानु) स्वास्थ्य. (२३४) गुणवतो यदिहैव स्यात्तदायद्वयेनाहस्वगुणाभ्यासरतमतेः, परवृत्तान्तान्धमूकबधिरस्य । मदमदनमोहमत्सररोषविषादैरधृष्यस्य ॥ २३५ ॥ प्रशमाव्याबाधसुखाभिकाक्षिणः सुस्थितस्य सद्धर्मे । तस्य किमौपम्यं स्यात्, सदेवमनुजेऽपि लोकेऽस्मिन् ॥ २३६ ॥ एवंविधसाधोरिहैव किमौपम्यं स्यादिति द्वितीयायां सम्बन्धः, की
प्रशभति. २००
Page #214
--------------------------------------------------------------------------
________________
शस्य ? स्वगुणानां-ज्ञानादीनामभ्यासस्तत्र रता मतिर्यस्य स तथा तस्य । परवृत्तान्तेषु-परतप्तिषु अन्ध इव मूक इव बधिर इव यस्तस्य । तथा
પૃથ્વ-મધળીયસ્થ | જૈ: ? વિમઃ કૃતદિનૅ પમિઃ સુમાર્ગેરિતિ | રર |
प्रशम एवाव्याबाधसुखं-सकलबाधारहितं शर्म तस्याभिकाक्षिणः । पुनः किंविशिष्टस्य ? सुस्थितस्य-सदा स्थितिमतः । क्व ? सद्धर्मे-सदाचारे । तस्य किमौपम्यं ? किं साधर्म्यं स्यात्-भवेत् । क्व ? सदेवमनजेऽपि लोकेऽस्मिन् इति ॥ २३६ ॥
ગુણવાન સાધુને આ લોકમાં જ જે (લાભ) થાય છે તેને બે આર્યાઓથી કહે છે–
ગાથાર્થ– પોતાના જ્ઞાનાદિ ગુણોનો અભ્યાસ (=વારંવાર આસેવન) કરવામાં જ જેની મતિ તત્પર છે તેવા, પરના વૃત્તાંતને જોવામાં, બોલવામાં અને સાંભળવામાં અનુક્રમે અંધ, મૂક અને બધિર જેવા બનેલા, મદ, કામ, મોહ, મત્સર, રોષ અને વિષાદથી પરાભવ ન પામનારા, પ્રશમરૂપ અવ્યાબાધ (=સર્વ પીડાઓથી રહિત) સુખના અભિલાષી અને સદા સદાચારમાં રહેનારા સાધુને દેવલોકમાં અને આ મનુષ્યલોકમાં પણ કોની સાથે સરખાવી શકાય? અર્થાત્ કોઇની સાથે ન સરખાવી શકાય. (૨૩૫-૨૩૬)
किमिति प्रशमसुखमेव प्रशस्यते इत्याहस्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्षं प्रशमसुखं, न परवशं न व्ययप्राप्तम् ॥ २३७ ॥ સ્વતિ સ્પષ્ટ || રરૂ૭ || પ્રશમસુખની પ્રશંસા શા માટે કરવામાં આવે છે તે કહે છે
ગાથાર્થ સ્વર્ગના સુખો પરોક્ષ છે, મોક્ષસુખ અત્યંત પરોક્ષ જ છે. પ્રશમસુખ પ્રત્યક્ષ છે ( હમણાં જ અનુભવી શકાય તેવું છે), પરને આધીન નથી અને ધનના ખર્ચ વિના જ પ્રાપ્ત થાય છે. (૨૩૭).
પ્રશમરતિ • ૨૦૧
Page #215
--------------------------------------------------------------------------
________________
निर्जितमदमदनानां, वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ॥ २३८ ॥ निर्जितेति सुबोधमेव ॥ २३८ ॥
थार्थ- मह-महनने (अभिमानने भने 51मवासनाने) छती सेना२१, મન-વચન-કાયાના વિકારોથી રહિત', પૌદ્ગલિક આશાઓથી મુક્ત અને શાસ્ત્રોક્ત વિધિનું પાલન કરનારા સાધુઓને અહીં જ મોક્ષ છે. (૨૩૮)
शब्दादिविषयपरिणाममनित्यं दुःखमेव च ज्ञात्वा । ज्ञात्वा च रागदोषात्मकानि दुःखानि संसारे ॥ २३९ ॥ ग्रंथ १४०० स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयैरबाधितो यः स नित्यसुखी ॥ २४० ॥
शब्दादीनां विषयाणां परिणामस्तं ज्ञात्वेति सम्बन्धः । कीदृशं ? अनित्यंअन्यथाभवनरूपं । कथम् ? एते विषयाः शुभा अशुभभावं यान्ति, अशुभाः शुभभावं यान्तीति । दुःख-दुःखकारणमेव च ज्ञात्वा-बुध्वा । ततो ज्ञात्वा च रागदोषात्मकानि दुःखानि । क्व ? संसारे ॥ २३९ ॥
यत एवमतः सुसाधुः किम् ? स्वशरीरेऽपि न रज्यति-रागं न करोति । तथा शत्रावपि-अपकारकेऽपि न प्रदोषं-प्रद्वेषमुपयाति-सामीप्येन गच्छति । तथा अव्यथितः-अपीडितः । कैरित्याह-रोगादिभिर्भयैः । य एवंविधः स नित्यसुखीति ॥ २४० ॥
ગાથાર્થ– શબ્દાદિ વિષયોનું પરિણામ અનિત્ય છે અને દુઃખનું કારણ છે, સંસારમાં દુઃખો રાગ-દ્વેષથી થાય છે. એમ જાણીને જે સાધુ પોતાના શરીરમાં ५९॥ २॥२॥ न ४३, शत्रु (=8411) 3५२ ५५ द्वेषने न पामे, अने रोगજરા-મરણ રૂપ ભયોથી પીડિત થતો નથી તે સદાય સુખી રહે છે.
ટીકાર્થ– અનિત્ય છેઃઅન્યથા થાય છે. કારણ કે શબ્દાદિ શુભ१. वाग्विकारो हिंस्रपरुषानृतादिः । कायविकारो धावनवल्गनादिः । मनोविकारो
ऽभिद्रोहाभिमानेादिः । (मोटी 21st) २. राग-द्वेषात्मकानि=रागद्वेषपरिणतिजातानि । (मोटी 2131)
પ્રશમરતિ - ૨૦૨
Page #216
--------------------------------------------------------------------------
________________
વિષયો અશુભભાવને પામે છે, અને અશુભવિષયો શુભભાવને પામે છે. (૨૩૯-૨૪૦)
धर्मध्यानाभिरतस्त्रिदण्डविरतस्त्रिगुप्तिगुप्तात्मा । सुखमास्ते निर्द्वन्द्वो, जितेन्द्रियपरीषहकषायः ॥ २४१ ॥
तथा धर्मध्यानेऽभिरतः । तथा त्रिदण्डविरतो-दुष्टमनोवाक्कायत्रयान्निवृत्तः । तथा त्रिगुप्तिगुप्तात्मा-मनोगुप्त्यादिभिः रक्षितजीवः । सुखमास्ते-एवंविधः सुखेन तिष्ठति । निर्द्वन्द्वो-निर्गताशेषकलहः । तथा जितेन्द्रिय-कषायपरीषह (परीषहकषायः) इति सुगममिति ॥ २४१ ॥
ગાથાર્થ- ધર્મધ્યાનમાં તત્પર, દુષ્ટ મન-વચન-કાયા રૂપ ત્રણ દંડથી નિવૃત્ત થયેલ, ત્રણ ગુપ્તિઓથી આત્માનું રક્ષણ કરનાર, સર્વ કલહોથી રહિત, ઇન્દ્રિય-કષાય-પરીષહો ઉપર વિજય મેળવનાર સાધુ સુખપૂર્વક રહે છે. (૨૪૧) विषयसुखनिरभिलाषः, प्रशमगुणगणाभ्यलङ्कृतः साधुः । द्योतयति यथा न तथा, सर्वाण्यादित्यतेजांसि ॥ २४२ ॥ विषयसुखनिरभिलाषः-शब्दादिसङ्गनिःस्पृहः प्रशमगुणगणाभ्यलङ्कृतोविभूषितः साधुर्यथा द्योतयति न तथा सर्वाण्यादित्यतेजांसि-देवप्रभाः । किलैवंविधसाधूनां केवलावधयः सम्भाव्यन्ते, अतः परैरनभिभवनीयं च तेजः સંભાવ્યતે II ર૪૨ //
ને રૂતિ વધારે છે ગાથાર્થ વિષયસુખોની અભિલાષાથી રહિત (=શબ્દાદિના સંગમાં નિઃસ્પૃહ), પ્રશમના (સ્વાધ્યાય- સંતોષ વગેરે) ગુણોના સમૂહથી વિભૂષિત સાધુ જે રીતે પ્રકાશ પાથરે છે તે રીતે દેવની સર્વપ્રથાઓ પ્રકાશ પાથરતી નથી.
ટીકાર્થ– આવા સાધુઓને કેવલજ્ઞાન કે અવધિજ્ઞાન સંભવે છે. આથી તેમનું તેજ બીજાઓથી પરાભવ ન કરી શકાય તેવું સંભવે છે. (૨૪૨)
આ પ્રમાણે “ચરણ' અધિકાર પૂર્ણ થયો. ૧. માહિત્ય શબ્દનો દેવ અર્થ પણ થાય છે. ટીકાકારે દેવ અર્થ કર્યો છે.
પ્રશમરતિ - ૨૦૩
Page #217
--------------------------------------------------------------------------
________________
(૧૦) શીલાંગ અધિકાર अयं च साधुः प्रशमवानेव शीलाङ्गाराधको भवतिसम्यग्दृष्टिनिी, विरतितपोध्यानभावनायोगैः । शीलाङ्गसहस्राष्टादशकमयत्नेन साधयति ॥ २४३ ॥
सम्यग्दृष्टिस्तथा ज्ञानी साधुरयत्नेन-सुखेनैव साधयति-निष्पादयति । किं तत् ? शीलाङ्गसहस्राणामष्टादशकं तत् । कैरित्याह-विरतिः-पापविरमणं तपःअनशनादि ध्यान-धर्मध्यानादि भावना-अनित्याद्या योगा-आवश्यकव्यापाराः एतैः कृतद्वन्द्वैः करणभूतैरिति । इयं स्थापना, क। ६००० का । ६००० अ । ६००० म । २००० वा । २००० का । २००० ।आ।५०० भ । ५०० । मेहु । ५०० प।५०० फा । १०० र । १०० । घ्रा । १०० च । १०० श्रो। १०० ॥ पु । १० आ।१० ते ।१० वा ।१० व ।१० बे ।१० ते ।१० चो।१० पं । १० अ।१० खं । १ अ।२ म । ३ मु। ४ त । ५ सं । ६ स । ७ सो । ८ आ।९ बं । १०॥
चारणा पुनरियं-न करेइ मणेणं आहारसण्णाविप्पजढो फासिदियसंवुडे पुढविकायसंरक्खणपरे खंतिसंपन्ने इत्याद्यभ्यूह्य वक्तव्येति ॥ २४३ ॥ પ્રશમવાળા જ સાધુ શીલાંગોના આરાધક થાય છે એમ કહે છે
ગાથાર્થ– સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની સાધુ વિરતિ, તપ, ધ્યાન, ભાવના भने योगोथी शासन। १८००० मंगाने अनायासे (=सुपपूर्व) साधे छे.
टीर्थ-विति ५५थी 125. त५अनशन वगरे. ध्यान ध्यान वगेरे. मानमनित्य वगेरे. योगाश्य व्यापार..
ચારણા આ છે– આહાર સંજ્ઞાનો ત્યાગી, સ્પર્શેન્દ્રિયનો સંવર કરનાર, પૃથ્વીકાયના રક્ષણમાં તત્પર, ક્ષાંતિથી યુક્ત સાધુ મનથી હિંસા ન કરે, इत्याहि वियारीने या२९॥ ४३वी. (२४3) १. ही मोटी टीम सम्यग्दृष्टिआनी विरतितपोबलयुतोऽप्यनुपशान्तः । तं न
लभते गुणं यं प्रशमसुखमुपाश्रितो लभते ॥ २४३ ॥ माया छे. प्रस्तुत ટીકામાં આ ગાથા નથી. પ્રસ્તુત ટીકામાં ૧૨૭મી ગાથા સામાન્ય શાબ્દિક ફેરફાર સાથે આ જ ગાથા છે.
પ્રશમરતિ - ૨૦૪
Page #218
--------------------------------------------------------------------------
________________
चारणाकारणषट्पदप्रतिपादनपरेयमार्या कथ्यतेधर्माद्भूम्यादीन्द्रियसंज्ञाभ्यः करणतश्च योगाच्च । शीलाङ्गसहस्राणामष्टादशकस्य निष्पत्तिः ॥ २४४ ॥
तानि च षट् पदान्यधस्तात् पुर्वोक्तैर्यन्त्रके विचार्याणि-धर्मात्-क्षान्त्यादिकात् भूम्यादि-पृथिव्यादि इन्द्रियाणि-स्पर्शनादीनि संज्ञा-आहाराद्याः ततः पदत्रयस्य द्वन्द्वः । करणतश्च-मनःप्रभृतिकात्, योगात्-करणकारणाअनुमतिस्वरूपात्, शीलाङ्गसहस्राणां अष्टादशकस्य पूर्वोक्तयुक्त्या निष्पत्तिरिति ।। २४४ ॥
ચારણાનું કારણ એવા છ પદોનું પ્રતિપાદન કરવામાં તત્પર આ આર્યા 53वाम मावे छ___थार्थ- धर्म, भूभ्याहि, इन्द्रिय, संसा, ७२५५ अने यो से छ पोथी १८००० शीदांगोनी सिद्धि थाय छे..
ટીકાર્થ– ધર્મ ક્ષમા વગેરે દશ પ્રકારનો ધર્મ. ભૂખ્યાદિ અહીં ભૂમિ અને આદિ એ બે શબ્દો છે. ભૂમિ એટલે પૃથ્વીકાય. ભૂખ્યાદિ એટલે પૃથ્વીકાય वगेरे ६श. ते मा प्रभाग- ५ मेन्द्रिय, ४ त्रस, १ साय. ઇન્દ્રિયસ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિયો. સંજ્ઞા=આહાર સંજ્ઞા વગેરે ચાર સંજ્ઞા. ४२५ मन-वयन-41. योग=४२-४२राव-मनुभोg. (२४४)
शीलार्णवस्य पारं, गत्वा संविग्नसुगममार्गस्य । धर्मध्यानमुपगतो, वैराग्यं प्राप्नुयाद् योग्यम् ॥ २४५ ॥ तदेवं शीलार्णवस्य-महाशीलसमुद्रस्य पारं-पर्यन्तं गत्वा । कीदृशस्य ? संविग्नैः-सुसाधुभिः सुगमः-सुप्राप्यो मार्ग:-पन्थाः, पाठान्तरतः पार:-पर्यन्तो वा यस्य स तथा । तस्य किमित्याह-प्राप्नुयात्-लभते । किम् ? वैराग्यम् । कीदृशम् ? योग्यं-उचितम् । तथा कीदृशः साधुरित्याह-उपगतः । किं तत् ? धर्मध्यानमिति ॥ २४५ ॥
॥ इति शीलााधिकारः ॥ ૧. ધર્મ વગેરે છ પદોની સંખ્યાને ક્રમશઃ ગુણવાથી ૧૮૦૦૦ શીલાંગો બને. તે આ
प्रमा- धर्म १० x भूभ्याहि १०=१००, १०० x ५ न्द्रियो=५००, ५०० x ४ संश=२०००, २००० x 3 5२५=6000, ६०००x 3 योग=१८०००.
પ્રશમરતિ - ૨૦૫
Page #219
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– સુસાધુઓથી જેનો માર્ગ સુખપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે એવા (=સુસાધુઓથી સુખે તરી શકાય એવા) મહાશીલ રૂપ સમુદ્રના પારને પામીને (તરીને) ધર્મધ્યાનને પામેલ સાધુ યોગ્ય ( તે કાળની અવસ્થાને Gयित) वैशयने पामे छ. (२४५)
मा प्रभाए'शीin' मधि२ पूर्ण थयो.
(१८) ध्यान अधिकार तच्च धर्मध्यानं चतुर्धा प्राहआज्ञाविचयमपायविचयं च सद्ध्यानयोगमुपसृत्य । तस्माद्विपाकविचयमुपयाति संस्थानविचयं च ॥ २४६ ॥
आज्ञाविचयमाद्यं अपायविचयं द्वितीयं सद्ध्यानयोगं-सद्बुद्धिसम्पर्कमुपसृत्यप्राप्य तस्मात्-तदनन्तरं विपाकविचयं तृतीयं भेदं धर्मध्यानस्योपयातिप्राप्नोति । संस्थानविचयं च चतुर्थभेदमिति ॥ २४६ ॥ ચાર પ્રકારના તે ધર્મધ્યાનને કહે છે
ગાથાર્થ સદ્દબુદ્ધિના સંબંધ રૂપ આજ્ઞાવિચય અને અપાયરિચય એ બે ધ્યાનને પામ્યા પછી વિપાકવિચય અને સંસ્થાનવિય ધ્યાનને પામે छ. (२४६)
आप्तवचनं प्रवचनं, चाज्ञा विचयस्तदर्थनिर्णयनम् । आस्रवविकथागौरवपरीषहाद्यैरपायस्तु ॥ २४७ ॥ एतानेव लेशतो व्याचष्टे- आप्तस्य-रागादिरहितस्य वचनमाप्तवचनं प्रवचनं च, किम् ? आज्ञा, तस्या विचयः कः ?, उच्यते, तदर्थनिर्णयनं, तस्याआज्ञाया अर्थो-वाच्यः तस्य निर्णयनमिति । आस्रवाः-प्राणातिपातादयः विकथाः-स्त्रीकथाद्याः गौरवाणि-ऋद्धिप्रभृतीनि परीषहाः-क्षुदादयः एतदाधैरनुष्ठानैः शास्त्रनिषिद्धैर्योऽपायस्त्वैहिकः पारत्रिकश्च, चिन्त्यते धर्मार्थिना सोऽपायविचयः स्यादिति सम्बन्ध इति ॥ २४७ ॥
આ ચાર ધ્યાનને જ સંક્ષેપથી કહે છે– ગાથાર્થ– આપ્તનું (=રાગાદિથી રહિતનું) વચન પ્રવચન છે. પ્રવચન
પ્રશમરતિ • ૨૦૬
Page #220
--------------------------------------------------------------------------
________________
આજ્ઞા રૂપ છે. વિચય એટલે આજ્ઞાનો અર્થનો નિર્ણય કરવો, અર્થાત્ આજ્ઞાના અર્થનો નિર્ણય કરવો તે આજ્ઞાવિચય નામનું ધ્યાન છે. આગ્નવ, વિકથા, ગૌરવ અને પરીષહ આદિથી અપાય થાય છે. ધર્માર્થી જીવ શાસ્ત્રનિષિદ્ધ આસ્રવ આદિને આચરવાથી થતા આ લોક સંબંધી અને પરલોકસંબંધી અનર્થને વિચારે તે અપાયવિજય નામનું ધ્યાન છે.
ટીકાર્થ– આસ્રવ=પ્રાણાતિપાત વગેરે. વિકથા=સ્ત્રીકથા વગેરે. ગૌરવ ઋદ્ધિગારવ વગેરે. પરીષહ= ક્ષુધા પરીષહ વગેરે. (૨૪૭)
अशुभशुभकर्मपाकानुचिन्तनार्थो विपाकविचयः स्यात् । द्रव्यक्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु ॥ २४८ ॥ तृतीयचतुर्थभेदयोः स्वरूपमाह-अशुभानि च द्व्यशीतिप्रमाणानि पूर्वोक्तानि शुभानि द्विचत्वारिंशत्प्रमाणानि च तानि च तानि कर्माणि च तेषां पाकाविपाका रसविशेषा एकद्वित्रिचतुःस्थानिकाः क्वथ्यमानकटुकमधुररसोन्नीयमानस्वरूपास्तेषामनुचिन्तनमेवार्थो-वाच्यं यस्य स तथा । क एवंविधो ? विपाकविचय इति तृतीयभेदः स्यादिति । द्रव्याणि षट् क्षेत्रम्ऊर्ध्वाधस्तिर्यग्लक्षणं तयोराकाराः-आकृतयस्तासामनुगमनं-चिन्तनं । तत्कि ? संस्थानविचयस्तु स्यादिति चतुर्थभेद इति ॥ २४८ ॥
ગાથાર્થ– અશુભ-શુભ કર્મોના વિપાકનું ચિંતન કરવું એ જ કહેવું છે જેનું તે વિપાક વિચય, અર્થાત્ અશુભ-શુભ કર્મોના વિપાકનું (ત્રફળનું) ચિંતન કરવું તે વિપાકવિચય નામનું ધર્મધ્યાન છે. છ દ્રવ્યોની અને ઊધ્વદિ ત્રિવિધ ક્ષેત્રની આકૃતિનું ચિંતન કરવું તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે.
ટીકાર્થ– પૂર્વે કહેલાં ૮૨ કર્મો અશુભ છે અને ૪૨ કર્મો શુભ છે. વિપાક એટલે રસવિશેષ. એકસ્થાનિક, ધિસ્થાનિક, ત્રિસ્થાનિક, ચતુઃસ્થાનિક એમ ચારભેદવાળો રસવિશેષ વિપાક છે. (જો કે વિપાકનો અર્થ ફળ થાય. પણ ફળ રસના આધારે મળે છે. આથી અહીં રસવિશેષને ૧. મોટી ટીકામાં મર્થ શબ્દનો પ્રયોજન અર્થ કર્યો છે. બાળ જીવોને સમજવામાં તે
અર્થ વધારે સરળ છે. આ અર્થ પ્રમાણે શબ્દાર્થ આ પ્રમાણે થાય- અશુભ-શુભ કર્મોના વિપાકનું ચિંતન કરવું એ પ્રયોજન છે જેનું તે વિપાકવિચય ધર્મધ્યાન છે.
પ્રશમરતિ • ૨૦૭
Page #221
--------------------------------------------------------------------------
________________
જ વિપાક કહ્યો છે.) એકસ્થાનિક વગેરે ચાર પ્રકારના રસનું સ્વરૂપ ઉકળતા કડવા અને મધુર રસથી સમજી શકાય છે. તે આ પ્રમાણે લીંબડાનો કડવો રસ અને શેરડીનો મધુરરસ સ્વાભાવિક હોય ત્યારે એક સ્થાનિક હોય છે. તેના બે ભાગ કલ્પી એક ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ કિસ્થાનિક બને છે. તેના ત્રણ ભાગ કલ્પી બે ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ત્રિસ્થાનિક રસબને છે. તેના ચાર ભાગ કલ્પી ત્રણ ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ચતુઃસ્થાનિક બને છે. એ પ્રમાણે કર્મના રસ વિશે પણ સમજવું. (૨૪૮)
एकैकभेदं चिन्तयतो यत् स्यात् तदाहजिनवरवचनगुणगणं, संचिन्तयतो वधाद्यपायांश्च । कर्मविपाकान् विविधान्, संस्थानविधीननेकांश्च ॥ २४९ ॥
एकैकभेदं चिन्तयतो यत्स्यात्तदाह-तस्य शीलधारिणो जिनवरवचनगुणगणं प्रथममाज्ञाविचयं १ वधाद्यपायांश्च चिन्तयतो द्वितीयमपायविचयं २ कर्मविपाकान् विविधान् विचिन्तयतस्तृतीयं कर्मविपाकविचयं ३ संस्थानविधीननेकांश्च चतुर्थं संस्थानविचयमिति ॥ २४९ ॥
એક એક ભેદનું ચિંતન કરતા (સાધુને) જે થાય તે કહે છે– ગાથાર્થ– જિનેશ્વરવચનના ગુણસમૂહને (કજિનાજ્ઞાના પાલનથી થતા ગુણસમૂહને) ચિંતવતા શીલધારી તેને પહેલું આજ્ઞાવિચય ધ્યાન થાય છે. હિંસા વગેરેથી થતા અનર્થોનું ચિંતન કરતા તેને અપાયરિચય ધ્યાન થાય છે. વિવિધ કર્મવિપાકોનું ચિંતન કરતા તેને વિપાકવિચય ધ્યાન થાય છે. સંસ્થાનના અનેક પ્રકારોને ચિંતવતા તેને સંસ્થાનવિચ ધ્યાન થાય છે. (૨૪૯) ૧. ટીકાકારે નિવરવવન એ ગાથાને આગળની ગાથાઓથી અલગ પાડી છે, પણ
ખરેખર તો એ ગાથા મોટી ટીકામાં છે તેમ આગળની ગાથાઓની સાથે સંબંધવાળી છે. તેથી અવતરણિકા મોટી ટીકામાં છે તેવી હોવી જોઇએ. મોટી ટીકામાં અવતરણિકા આ પ્રમાણે છે- સતિ પરમ્પર્વે થર્મધ્યાન विशिष्टफलदर्शनायाह
પ્રશમરતિ - ૨૦૮
Page #222
--------------------------------------------------------------------------
________________
अग्रेतनानि साधुविशेषणान्याह -
नित्योद्विग्नस्यैवं, क्षमाप्रधानस्य निरभिमानस्य । धुतमायाकलिमलनिर्मलस्य जितसर्वतृष्णस्य ॥ २५०
नित्योद्विग्नस्य-संसारस्योपरि उद्वेगं कुर्वतः क्षमाप्रधानस्य निरभिमानस्यजितकोपाहङ्कारस्य धुतमायाकलिमलः- अपनीतमायापापः स चासौ निर्मलश्च स तथा तस्य । जितसर्वतृष्णस्य निर्जिताशेषलोभस्येति ॥ २५० ॥
तुल्यारण्यकुलाकुलविविक्तबन्धुजनशत्रुवर्गस्य । समवासीचन्दनकल्पनप्रदेहादिदेहस्य ॥ २५९ ॥
तुल्यौ-समानौ अरण्यकुलाकुलौ प्रदेशौ यस्य जीवस्य स तथा, तत्रारण्यंअटवी कुलानि - उग्रादीनि तैराकुलः - आकीर्ण इति । विविक्तौ - पृथग्भूतौ बन्धुजनशत्रुवर्गों यस्य स तथा । ततोऽनयोः कर्मधारयस्तस्य । वासी चन्दनं च ते तथा, ताभ्यां कल्पनप्रदेहौ - छेदनविलेपने तावादी येषां ते तथा । समः-तुल्यो वासीचन्दनकल्पनप्रदेहादिषु देहः - शरीरं यस्य स तथा तस्य, इह प्रदेहशब्देनानुलेपनं 'दिह उपचय' इति धातुप्रयोगादिति ॥ २५१ ॥
आत्मारामस्य सतः, समतृणमणिमुक्तलेष्टुकनकस्य । स्वाध्यायध्यानपरायणस्य दृढमप्रमत्तस्य ॥ २५२ ॥
आत्मारामस्य-कृतजीवाभिरतेः । सतः - शोभनस्य । समौ - तुल्यौ तृणमणी यस्य स तथा । मुक्ते लेष्टुकनके येन स तथा । ततः कर्मधारयस्तस्य । स्वाध्यायध्यानपरायणस्येति व्यक्तं । दृढं अत्यर्थमप्रमत्तस्य - प्रमादरहितस्येति ॥ २५२ ॥
1
अध्यवसायविशुद्धेः, प्रशस्तयोगैर्विशुध्यमानस्य । चारित्रशुद्धिमग्र्यामवाप्य लेश्याविशुद्धि च ॥ २५३ ॥
अध्यवसायविशुद्धेः सकाशात् प्रशस्तयोगैः - शुभमनोवाक्कायैर्विशुध्यमानस्यनिर्मलतां गच्छतः । तथा अवाप्य - प्राप्य । काम् ? चारित्रशुद्धिम् । कीदृशीम् ? अग्ग्रां-उत्तरोत्तरकालभाविनीं । लेश्याविशुद्धि चेति ॥ २५३ ॥
પ્રશમરતિ • ૨૦૯
Page #223
--------------------------------------------------------------------------
________________
तस्यापूर्वकरणमथ घातिकर्मक्षयैकदेशोत्थम् ।। ऋद्धिप्रवेकविभववदुपजातं जातभद्रस्य ॥ २५४ ॥ तस्य-यतेः पूर्वोक्तानेकगुणान्वितस्य अपूर्वकरणं-प्राक्तनकर्मक्षयदक्षमुपजातं વતિ ! સાથ-અનન્તર | જીદશમ્ ? પાતિવાણાં વતુળ ફર્યવાવેશઃअसमस्तक्षयस्तदुत्थं-तत्प्रभवं । पुनः कीदृशम् ? ऋद्धेः प्रवेकाः-प्रकारा अवधिज्ञानादयस्त एव विभवास्ते विद्यन्ते यत्र तत्तथा । पुनः किंविशिष्टस्य साधोः ? जातभद्रस्य-समुत्पन्नकल्याणस्येति ॥ २५४ ॥
રૂતિ થ્થાનાય છે. સાધુના આગળના ( ધ્યાન કરતાં પ્રગટતા) વિશેષણોને (Fગુણોને)
ગાથાર્થ– આ પ્રમાણે પૂર્વે કહ્યું તેમ સદા સંસાર ઉપર ઉદ્વેગને કરતા, ક્ષમાની પ્રધાનતાવાળા, ક્રોધ-અહંકારને જીતી લેનારા, માયારૂપ પાપને દૂર કરી દેનારા, સર્વ પ્રકારના લોભને જીતી લેનારા, (૨૫૦) અરણ્ય અને કુળોથી પૂર્ણ એ બંને પ્રકારના પ્રદેશો પ્રત્યે સમાન ભાવવાળા, અર્થાત્ જંગલ અને શહેર એ બંનેમાં સમાન બુદ્ધિવાળા, બંધુજન અને શત્રુવર્ગને પોતાનાથી ભિન્ન માનનારા, વાંસલાથી શરીરનું છેદન કરનાર અને શરીર ઉપર ચંદનનો વિલેપન કરનાર એ બંને ઉપર સમાન ભાવ રાખનારા, (૨૫૧) આત્મામાં જ રમણ કરનારા, શોભા પામેલા, તૃણ-મણિને સમાન ગણનારા, લોઇ(=ઢેફુ)-સુવર્ણને સમાનરૂપે તજી દેનારા, સ્વાધ્યાયધ્યાનમાં તત્પર, અત્યંત પ્રમાદરહિત, (૨૫૨) અધ્યવસાયોની વિશુદ્ધિ થવાના કારણે શુભ મન-વચન-કાયાથી નિર્મલતાને પામતા તે સાધુ ઉત્તરોત્તર કાળે વધતી ચારિત્રશુદ્ધિ અને વેશ્યાવિશુદ્ધિને પામે છે. (૨૫૩) ૧. મૂળ શ્લોકમાં “અહંકારને જીતી લેનારા' એમ કહ્યું હોવા છતાં ટીકાકારે “ક્રોધ
અહંકારને જીતી લેનારા' એવો અર્થ કર્યો છે. કારણ કે અહીં બતાવેલા વિશેષણોમાં માનને જીતી લેનારા, માયાને જીતી લેનાર, લોભને જીતી લેનારા એમ અલગ અલગ કહ્યું છે. પણ ક્રોધને જીતી લેનારા એમ કહ્યું નથી. આથી ટીકાકારે “અહંકારને જીતી લેનારા' વિશેષણમાં ક્રોધને પણ લઈ લીધો છે અને તે બરોબર છે. કારણ કે અહંકાર જીતાઈ જાય એટલે ક્રોધ પણ જીતાઈ જાય છે. કારણ કે મુખ્યપણે ક્રોધ અહંકારમાંથી જન્મે છે.
પ્રશમરતિ ૦ ૨૧૦
Page #224
--------------------------------------------------------------------------
________________
(અથ=) ત્યારબાદ (તત્ત્વ) પૂર્વોક્ત અનેક ગુણોથી યુક્ત અને (નાતમદ્રસ્ય=) જેનું કલ્યાણ થઇ ગયું છે તેવા તે સાધુને (ઘાતિમં૦) ઘાતીકર્મોના તીવ્ર ક્ષયોપશમથી થનારું, પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય કરવામાં કુશળ (મૃદ્ધિપ્રવે૦) ઋદ્ધિના અવધિજ્ઞાન વગેરે પ્રકારો રૂપ વૈભવ જેમાં છે તેવું અપૂર્વકરણ (૩પનાત=) ઉત્પન્ન થાય છે. (૨૫૪)
વિવેચન=આ અપૂર્વકરણ આઠમા ગુણસ્થાને થનારું સમજવું. આ અપૂર્વકરણથી પૂર્વે બાંધેલાં કર્મોનો ઘણો ક્ષય થાય છે. માટે ટીકામાં અપૂર્વનાં-પ્રા નર્મક્ષયક્ષમ્=‘પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરવામાં કુશળ' એમ જણાવ્યું છે. આવા મહાત્મા ક્ષપક શ્રેણિ દ્વારા ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને કેવળજ્ઞાન પામે છે. આથી મૂળગાથામાં નાતમદ્રસ્ય=‘જેનું કલ્યાણ થઇ ગયું છે તેવા) એમ જણાવ્યું છે. (૨૫૦ થી ૨૫૪) આ પ્રમાણે ધ્યાન અધિકાર પૂર્ણ થયો. (૧૯) શ્રેણિ અધિકાર
साम्प्रतं तामृद्धिं प्राप्यापि न तस्यां सङ्गं करोतीत्येतदाहसातर्द्धिरसेष्वगुरुः प्राप्यर्द्धिविभूतिमसुलभामन्यैः ।
सक्तः प्रशमरतिसुखे, न भजति तस्यां मुनिः सङ्गम् ॥ २५५ ॥ सातं च-सुखं ऋद्धिश्च- विभूतिः रसश्च - अमृतकल्पाहारस्ते तथा तेषु । અનુહ:-ગૌરવરહિતઃ । તથા પ્રાપ્ય-નવ્વા। જામ્ ? ઋદ્ધિવિમૂર્તિ-ગળિમાં મહિમા लघिमा गरिमा ईशित्वं वशित्वं सर्वजनप्रियत्वमित्यादिकाम् । कीदृशीम् ? અમુતમાં-દુષ્પ્રાપામન્ય: વાપુરુđ: / સત્ત્ત:-આસત્ત: । વવ ? પ્રશમે રતિઃ પ્રશમરતિઃ સૈવ સુવું તસ્મિન્ પ્રશમરતિસુà, 7-નૈવ ભગતિ-રોતિ। મ્? સŃ-રામાં । મુનિ:-સાધુઃ । વવ ? તસ્યાન્ૠક્રાવિતિ / રબ II
હવે સાધુ તેવી ઋદ્ધિને પામીને પણ ઋદ્ધિમાં આસક્તિ કરતા નથી એમ કહે છે—
ગાથાર્થ— સાતા-ઋદ્ધિ-રસમાં આસક્તિથી રહિત અને પ્રશમરતિના સુખમાં આસક્ત મુનિ, કાયર પુરુષોથી કષ્ટથી પ્રાપ્ત કરી શકાય એવી ઋદ્ધિવૈભવને પામીને તેમાં રાગ કરતા નથી.
૧. અર્થાત્ પ્રાપ્ત થયેલી લબ્ધિઓનો પોતાના માટે ઉપયોગ કરતા નથી. પ્રશમરતિ ૦ ૨૧૧
Page #225
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ– સાતા=સુખ, ઋદ્ધિ વૈભવ, રસ અમૃત સમાન આહાર.
ઋદ્ધિવૈભવ="અણિમા, લધિમા, ગરિમા, ઇશિત્વ, વશિત્વ, સર્વજનપ્રિયત્ન વગેરે. (૨૫૫)
यस्यां सङ्गं न धत्ते मुनिस्तां स्वरूपत आहया सर्वसुरवरद्धिविस्मयनीयाऽपि साऽनगारद्धेः । नार्घति सहस्रभागं, कोटिशतसहस्रगुणिताऽपि ॥ २५६ ॥
या सर्वसुरवरर्द्धि:-चतुर्विधेन्द्रविभूतिविस्मयनीयाऽपि-जनानन्दकारिणी अपि साऽनगारद्धेः-साधुजनविभूतेः सहस्रभागमपि न-नैवार्घति-नाघु प्राप्नोति, न तुल्या भवतीत्यर्थः । कीदृश्यपि ? कोटिशतसहस्रगुणिताऽपि-कोटिलक्षाभ्यતાડપતિ | રદ્દ //
મુનિ જેમાં રાગ કરતા નથી તે ઋદ્ધિને સ્વરૂપથી કહે છે, અર્થાત્ તે ઋદ્ધિના સ્વરૂપને કહે છે
ગાથાર્થ– લોકોને આનંદ કરનારી પણ ચાર પ્રકારના ઇન્દ્રોની ઋદ્ધિને લાખ ક્રોડથી ગણવામાં આવે તો પણ તે ઋદ્ધિ અણગારની ઋદ્ધિના હજારમાં ભાગનું પણ મૂલ્ય પામતી નથી, અર્થાત્ હજારમા ભાગે પણ તેની સરખામણી ન થઈ શકે. (૨૫૬) यद् तदुपरि तस्य स्यात्तदाहतज्जयमवाप्य जितविघ्नरिपुर्भवशतसहस्रदुष्प्रापम् । चारित्रमथाख्यातं, संप्राप्तस्तीर्थकृत्तुल्यम् ॥ २५७ ॥ तस्या जयः तं-विभूत्यनुपजीवनमवाप्य-प्राप्य, को ? जितविघ्नरिपुः
૧. અણિમા=જેનાથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ બનીને સર્વસ્થળે જઈ શકાય તેવી સિદ્ધિ.
લઘિમા=જેનાથી કાપુસ જેવા હલકા બની શકાય તેવી સિદ્ધિ. ગરિમા જેનાથી અતિશય ભારી બની શકાય તેવી સિદ્ધિ. ઇશિત્વ=જેનાથી ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકાય તેવી સિદ્ધિ. વશિત્વ જેનાથી બીજાને વશ કરી શકાય તેવી સિદ્ધિ.
સર્વજનપ્રિયત્વ=જેનાથી બધાને પ્રિય બની શકાય તેવી સિદ્ધિ. ૨. ભવનપતિ-વ્યન્તર-જ્યોતિષ્ક-વૈમાનિક એ ચાર નિકાયના સામાન્યથી ચાર ઇન્દ્રો.
પ્રશમરતિ • ૨૧૨
Page #226
--------------------------------------------------------------------------
________________
1
तिरस्कृतरागादिशत्रुः । संप्राप्तः । किं तत् ? चारित्रम् । कीदृशम् ? अथाख्यातंयथा ख्यातं-भण्यते तथा । भवशतसहस्रदुष्प्रापं - बहुकाललभ्यं । तीर्थकुत्तुल्यंजिनचारित्रसदृशमिति ॥ २५७ ॥
ત્યારબાદ જે થાય છે તેને કહે છે–
ગાથાર્થ— ઋદ્ધિનો ઉપયોગ ન ક૨વા રૂપ ઋદ્ધિ ઉપર વિજય મેળવીને વિઘ્નકારી રાગાદિ શત્રુઓ ઉપર વિજય મેળવી ચૂકેલા મુનિ લાખો ભવોથી દુર્લભ (=ઘણાકાળે મેળવી શકાય એવા) અને તીર્થંકરના ચારિત્ર તુલ્ય યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરે છે. (૨૫૭)
शुक्लध्यानाद्यद्वयमवाप्य कर्माष्टकप्रणेतारम् । संसारमूलबीजं, मूलादुन्मूलयति मोहम् ॥ २५८ ॥
शुक्लध्यानस्याद्यद्वयमवाप्य - पृथक्त्ववितर्कं सविचारमिति, एकत्ववितर्कमविचारमितिभेदरूपं । किं करोति ? मोहमुन्मूलयतीति सम्बन्धः । (ग्रंथ १५००) कीदृशं मोहम् ? कर्माष्टकप्रणेतारं - नायकं । तथा संसारस्यभवतरोर्मूलबीजं - आद्यकारणं, मूलादारभ्योन्मूलयति क्षपयतीति ॥ २५८ ॥
ગાથાર્થ– શુક્લધ્યાનના પૃથવિતર્ક સવિચાર અને એકત્વવિતર્ક અવિચાર એ બે ભેદોને પામીને આઠ કર્મોના નાયક અને સંસારનું મૂળ जीठ (= पहेलुं अरा) सेवा मोहने भूजथी उजेडी नाचे छे. (२५८) अथ केन क्रमेण मोहोन्मूलनमित्याह
पूर्व करोत्यनन्तानुबन्धिनाम्नां क्षयं कषायाणाम् । मिथ्यात्वमोहगहनं, क्षपयति सम्यक्त्वमिथ्यात्वम् ॥ २५९ ॥ सम्यक्त्वमोहनीयं, क्षपयत्यष्टावतः कषायांश्च । क्षपयति ततो नपुंसकवेदं स्त्रीवेदमथ तस्मात् ॥ २६० ॥ हास्यादि ततः षट्कं, क्षपयति तस्माच्च पुरुषवेदमपि । संज्वलनानपि हत्वा प्राप्नोत्यथ वीतरागत्वम् ॥ २६१ ॥
"
पूर्वं करोति - प्रथमं विदधाति अनन्तानुबन्धिनाम्नां तत्संज्ञकानां कषायाणां પ્રશમરતિ - ૨૧૩
Page #227
--------------------------------------------------------------------------
________________
क्षयं-विनाशं । ततो मिथ्यात्वमोह एव गहनं भयानकत्वात् । ततः क्षपयति सम्यक्त्वमिथ्यात्वं-मिश्रमिति ॥ २५९ ॥
सम्यक्त्वमोहनीयं-क्षायोपशमिकपुञ्जरूपं चतुर्थगुणस्थानकाद्यप्रमत्तान्तानामन्यतरस्मिन् । अतः क्षपयत्यष्टौ कषायांश्च-द्वितीयतृतीयान् क्षपयति । ततो नपुंसकवेदं स्त्रीवेदमथ तस्मादिति ॥ २६० ॥ ___ ततः षट्कं, कीदृशम् ? हास्यादि, तस्मात्पुरुषवेदमपि। संज्वलनानपि हत्वा क्षपकश्रेणिक्रमात् प्राप्नोति-लभते अथ वीतरागत्वं-क्षीणमोहो भवति । श्रेणिस्तु-'अणमिच्छमीससम्मं अट्ठनपुंसित्थिवेयछक्कं च। पुंवेयं च खवेइ મોહાણ ) સંગતને / ૬ ' કૃતિ || ર૬? || હવે કયા ક્રમથી મોહને મૂળથી ઉખેડે છે તે કહે છે
ગાથાર્થ– એ મહાત્મા (૧) અનંતાનુબંધી ૪ કષાયો, (૨) મિથ્યાત્વ મોહનીય, (૩) મિશ્ર મોહનીય, (૪) સમ્યકત્વ મોહનીય, (૫) અપ્રત્યાખ્યાની ૪ અને પ્રત્યાખ્યાનાવરણ ૪ એમ ૮ કષાયો (૬) નપુંસકવેદ, (૭) સ્ત્રીવેદ, (૮) હાસ્યાદિ ષટફ, (૯) પુરુષવેદ, (૧૦) સંજવલન ૪ કષાયો-આ ક્રમે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓનો ક્ષય કરીને વીતરાગતાને પામે છે ક્ષીણમોહ બને છે.
ટીકાર્થ– ભયંકર હોવાના કારણે મિથ્યાત્વ મોહનીય ગહન છે. સમ્યક્ત્વ મોહનીય ક્ષાયોપથમિક પુંજરૂપ છે. ચોથા ગુણસ્થાનકથી આરંભી સાતમા ગુણસ્થાનક સુધીના કોઈ પણ ગુણસ્થાનકમાં તેનો ક્ષય થઈ શકે છે.
હવે, ક્ષપકશ્રેણીમાં વિશિષ્ટ ધ્યાન પ્રક્રિયામાં) ચઢતો મહાત્મા, કયા ક્રમથી અને કેવી રીતે આ મોહનીય કર્મના ૨૮ પ્રકારોનો નાશ કરે છે, તે સમજીએ.
સર્વપ્રથમ અનંતાનુબંધી ચારે કષાયનો એક સાથે નાશ કરે છે; પરંતુ એ કષાયોના બહુ જ થોડા (અનંતમા ભાગના) કણ જે રહી ગયા હોય છે તેને મિથ્યાત્વ મોહનીયમાં નાંખીને મિથ્યાત્વનો નાશ કરે છે. (૪ કષાય + મિથ્યાત્વ=પનો નાશ.). મિથ્યાત્વ મોહનીયના શેષ અંશોને મિશ્ર મોહનીયમાં નાખીને, મિશ્ર
પ્રશમરતિ ૦ ૨૧૪
Page #228
--------------------------------------------------------------------------
________________
મોહનીયનો નાશ કરે છે અને મિશ્રમોહના શેષ અંશોને સમ્યક્ત્વ મોહનીયમાં નાખીને સમ્યક્ત્વ મોહનીયનો નાશ કરે છે. (૧ મિશ્ર મોહ૦ + ૧ સમ્યકત્વ મોહ૦=૨નો નાશ.)
જો આ ધ્યાન કરનાર આત્માએ આગામી ગતિનું “આયુષ્ય કર્મ' બાંધી લીધું હોય તો તે, આ મોહનીય કર્મની સાત પ્રકૃતિનો નાશ કરીને અટકી જાય છે. ધ્યાની ઉપરની ભૂમિકાએ ચઢી શકતો નથી અને મોહનીય કર્મની શેષ પ્રકૃતિઓનો નાશ કરી શકતો નથી. પરંતુ એણે જે મોહનીય કર્મની સાત પ્રકૃતિઓનો નાશ કર્યો હોય છે એના ફળરૂપે એને “ક્ષાયિક સમ્યગ્દર્શન' પ્રાપ્ત થાય છે.
જે આત્માનું આયુષ્ય કર્મ બંધાયેલું હોતું નથી તે આત્મા ક્યાંય અટક્યા વિના અવિરતપણે ધ્યાનમાં આગળ વધે છે.
સાત પ્રકૃતિનો નાશ કરીને, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ આઠ કષાયોનો નાશ કરવાની શરૂઆત કરે છે. આ કષાયોનો થોડો નાશ કર્યા પછી, એને પડતા મૂકી, વચ્ચે ‘નામકર્મની તેર પ્રકૃતિનો નાશ કરે છે. તે ૧૩ પ્રકૃતિનાં નામ નીચે પ્રમાણે છે
નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, બેઇન્દ્રિય જાતિ, તેઇન્દ્રિય જાતિ, ચઉરિન્દ્રિ જાતિ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.
તે પછી ‘દર્શનાવરણ કર્મની ત્રણ પ્રકૃતિનો નાશ કરે છે– નિદ્રાનિદ્રા / પ્રચલા-પ્રચલા | મ્યાનદ્ધિ. આ રીતે ૧૩ + ૩=૧૬ પ્રકૃતિનો નાશ કરીને પછી, પડતા મૂકેલા આઠ કષાયોનો સંપૂર્ણ નાશ કરે છે.
આઠ કષાયોના શેષ અંશને નપુંસક વેદમાં નાખીને, નપુંસક વેદનો નાશ કરે છે. તેનો શેષ અંશ “સ્ત્રીવેદમાં નાખીને સ્ત્રીવેદનો નાશ કરે છે. (૮ કષાય + ૨ વેદ=૧૦)
ત્યાર પછી, હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક-જુગુપ્સાનો એક સાથે જ નાશ કરવાનો પ્રારંભ કરે છે. એનો નાશ કર્યા પછી, પુરુષવેદ (ક્ષપક શ્રેણીએ ચઢનાર પુરુષ હોય તો)નો નાશ કરવા આગળ વધે છે.
પ્રશમરતિ • ૨૧૫
Page #229
--------------------------------------------------------------------------
________________
પુરુષવેદના ત્રણ ભાગ કરે છે. પહેલા બે ભાગોનો એક સાથે નાશ કરે છે. ત્રીજા ભાગને એ “સંજવલન ક્રોધ'માં નાખે છે. સંજવલન ક્રોધના પણ ત્રણ ભાગ કરે છે. બે ભાગનો યુગપતુ નાશ કરે છે અને ત્રીજા ભાગને “સંજવલન માન'માં નાખે છે. સંજવલન માનના ત્રણ ભાગ કરે છે. બે ભાગનો નાશ કરીને ત્રીજા ભાગને “સંજવલન માયા'માં નાખે છે. સંજવલન માયાના ત્રણ ભાગ કરે છે. બે ભાગનો નાશ કરીને ત્રીજા ભાગને “સંજવલન લોભ'માં નાખે છે. સંજવલન લોભના ત્રણ ભાગ કરે છે, બે ભાગનો નાશ કરે છે, અને
ત્રીજા ભાગના સંખ્યાતા (અનેક) ટુકડા કરી નાખે છે. તે લોભના સંખ્યાતા ટુકડાનો નાશ કરતો કરતો તે આગળ વધે છે. (આ પ્રક્રિયા નવમાં ગુણસ્થાનકે થાય છે. એટલે આ નવમાં ગુણસ્થાનકનું નામ ‘બાદર સંપરાય છે. “બાદર=મોટા, સંપાયત્રલોભકષાય. લોભના મોટા ટુકડાઓનો ક્ષય અહીં થાય છે.) તેમાં છેલ્લો લોભ-ટુકડો જે રહે, તેના અસંખ્ય ટુકડા કરી નાખે છે.
તે અસંખ્ય સૂક્ષ્મ લોભ-ટુકડાઓનો નાશ જે ગુણસ્થાનક કરે છે તે ગુણસ્થાનક “સૂક્ષ્મ સંપરાય' કહેવાય છે. એ બધા સૂક્ષ્મ લોભકણોનો સંપૂર્ણ નાશ થઈ જતાં તે આત્મા આગળ વધી જાય છે... દશમાં ગુણસ્થાનકથી સીધો બારમા ગુણસ્થાનકે પહોંચે છે. (અગિયારમા' ગુણસ્થાનકને જે જીવ સ્પર્શે છે તે આગળ નથી વધી શકતો, નીચે ઊતરે છે. ક્ષપકશ્રેણીમાં ચઢતો આત્મા ૧૧મા ગુણસ્થાનકને સ્પર્યા વિના સીધો ૧૨માં ગુણસ્થાનકે પહોંચે છે.) ૧. અગિયારમું ગુણસ્થાનક “ઉપશમ-શ્રેણી'માં ચઢેલા જીવો જ સ્પર્શે છે. આ ગુણસ્થાનકે આત્મા વધુમાં વધુ એક અંતર્મુહૂર્ત સમય જ રહી શકે છે.
આ ગુણસ્થાનકે જો જીવનું મૃત્યુ થઈ જાય તો તે મરીને “અનુત્તર દેવલોકમાં જન્મે, ત્યાં એને ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય.
આગમિક મત પ્રમાણે મનુષ્ય એક ભવમાં ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણી બેમાંથી એક જ શ્રેણીએ ચઢી શકે.
કર્મગ્રંથના મતે, એક ભવમાં મનુષ્ય બે વાર શ્રેણીએ ચઢી શકે છે. એકવાર ઉપશમ શ્રેણીએ ચઢયો હોય તો તે એકવાર ક્ષપક શ્રેણી માંડી શકે છે. બે વાર ઉપશમ શ્રેણી માંડી હોય તો પછી ક્ષપક શ્રેણીએ ન ચઢી શકે.
પ્રશમરતિ • ૨૧૬
Page #230
--------------------------------------------------------------------------
________________
બારમા ગુણસ્થાનકે આત્મા મોહનીય કર્મનો સર્વથા નાશ કરીને આવ્યો હોવાથી વીતરાગ હોય છે, છતાં તે છબસ્થ હોય છે. કારણ કે દર્શનાવરણ, જ્ઞાનાવરણ અને અંતરાય-આ કર્મોનો નાશ કરવાનો બાકી હોય છે. એટલે, બારમા ગુણસ્થાનકે આવીને કંઈક (થોડી ક્ષણ) વિશ્રામ કરીને, જયારે બે સમય બાકી રહે છે ત્યારે પહેલા સમયે નિદ્રા અને પ્રચલા-આ બે દર્શનાવરણની પ્રકૃતિનો નાશ કરે છે અને છેલ્લા સમયે એક જ પ્રકારમાં જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪ અને અંતરાય-પનો ખતમો બોલાવી દે છે. (૨૫૯-૨૬૮-૨૬૧).
(૨૫૯-૨૬૦-૨૬૧ એ ત્રણ ગાથાનું વિવેચન આચાર્યશ્રીભદ્રગુપ્તસૂરિમહારાજકૃત પ્રશમરતિ ગ્રંથના વિવેચનમાંથી સાભાર ઉદ્ધત કરવામાં આવેલ છે.)
सर्वोद्घातितमोहो, निहतक्लेशो यथा हि सर्वज्ञः । भात्यनुपलक्ष्यरातूंशोन्मुक्तः पूर्णचन्द्र इव ॥ २६२ ॥ ततः सर्वः-अशेषः उद्घातितो-ध्वस्तो मोहो येन स तथा । निहतक्लेशःअपगतदुःखः । यथा हि सर्वज्ञः-सर्वज्ञवद् । भाति-शोभते । न उपलक्ष्यते अनुपलक्ष्यो राहूंशो-मुखादिविभागस्तेनोन्मुक्तो-दुष्टग्रहांशविकलः पूर्णचन्द्र इव, एवं क्षीणमोहो भातीति दृष्टान्तद्वयमिति ॥ २६२ ॥
ગાથાર્થ– સંપૂર્ણ મોહનો નાશ કરી ચૂકેલા અને દુઃખથી રહિત બનેલા એ ક્ષીણમોહ મહાત્મા સર્વજ્ઞની જેમ અને દુષ્ટગ્રહના અંશથી પણ મુક્ત એવા પૂર્ણચંદ્રની જેમ દીપે છે. (૨૬૨).
अथ तस्य ध्यानानलः किं करोतीत्यार्याद्वयेनाहसर्वेन्धनैकराशीकृतसंदीप्तो ह्यनन्तगुणतेजाः । ध्यानानलस्तपःप्रशमसंवरहविर्विवृद्धबलः ॥ २६३ ॥ स ध्यानानलः समर्थो वर्तत इति शेषः । किं कर्तुं ? क्षपयितुं । किं
૧. રાહુ એક ગ્રહ છે. આથી રાહુ શબ્દનો ગ્રહ અર્થ કરીને અને અનુપલક્ષ્ય શબ્દનો દુષ્ટ અર્થ કરીને ટીકાકારે અનુપત્નસ્યએ પદનો દુષ્ટાંશવિલનઃ એવો અર્થ કર્યો છે.
પ્રશમરતિ • ૨૧૭
Page #231
--------------------------------------------------------------------------
________________
तत् ? कर्म । केषां ? सर्वकर्मिणां-समस्तजीवानामित्याद्वियक्रियाकारकघटना। यदि किं ? यदि स्याद्-भवेत् । कः ? संक्रमः-संक्रमणं । कस्य ? कर्म इति विभक्तिलोपात्कर्मणः । कीदृशस्य ? परकृतस्य-अन्योपात्तस्य । कीदृशो ध्यानानलः ? एक:-अद्वितीयः । पुनः कीदृशः ? सर्वेन्धनानां कर्मणां च एकराशीकरणं-संचयकरणमेकराशीकृतं तेन संदीप्तो-देदीप्यमानः । हि पूरणे । अयमर्थो-भावेन्धनं कर्म तद् ध्यानं दहति द्रव्येन्धनं काष्ठादि तदनलो दहतीत्येवमत्र द्रष्टव्यम् । तथाऽनन्तगुणं तेजो यस्य सोऽनन्तगुणतेजाः। क एवंविधः ? ध्यानमेवानलः-अग्निर्यथा तपःप्रशमसंवरा एव हविः-घृतं तेन विवृद्ध-विशेषवृद्धिमुपगतं बलं-सामर्थ्य यस्य स तथेति ॥ २६३ ॥
હવે તે મહાત્માનો ધ્યાનરૂપ અગ્નિ શું કરે છે તે બે આર્યાઓથી કહે છે
ગાથાર્થ– સર્વકાષ્ઠોને એકઠા કરીને સળગાવેલો અગ્નિ જેટલો દેદીપ્યમાન હોય તેનાથી કર્મરૂપ કાષ્ઠોને એકઠા કરીને સળગાવેલો ધ્યાનરૂપ અગ્નિ અનંતગુણ તેજવાળો હોય છે. (કારણ કે) તપ-પ્રશમ-સંવર રૂપ ઘીથી (=धीनो प्रक्षे५ थपाथी) तेनुं समर्थ वृद्धिने पाभ्युं डोय छे. (२६3)
क्षपकश्रेणिपरिगतः, स समर्थः सर्वकर्मिणां कर्म । क्षपयितुमेको यदि कर्मसंक्रमः स्यात् परकृतस्य ॥ २६४ ॥
तथा क्षपकश्रेणिपरिगत:-क्षपकश्रेणिसंस्थितः । शेषं योजितमेव। अयमत्र भावार्थ:-स क्षीणमोहो ध्यानानलेनात्मीयं कर्म दग्ध्वा परकीयमपि दहेत् यदि कर्मसंक्रमः स्यादिति ॥ २६४ ॥
ગાથાર્થ– જો બીજાઓએ કરેલા કર્મનું અન્યના આત્મામાં સંક્રમણ થઈ શકે તો ક્ષપકશ્રેણિમાં રહેલા તે મહાત્મા એકલા જ સર્વ જીવોનાં કર્મોનો નાશ કરવા માટે સમર્થ છે.
ભાવાર્થ- જો કર્મ સંક્રમણ થઈ શકે તો ક્ષીણમોહ મહાત્મા ધ્યાનરૂપ અગ્નિથી પોતાનાં કર્મોને બાળીને બીજાનાં પણ કર્મોને બાળે. ધ્યાન રૂ૫ अग्नि मोटो धो परत डोय छे. (२६४)
પ્રશમરતિ • ૨૧૮
Page #232
--------------------------------------------------------------------------
________________
परकृतकर्मणि यस्मान्न क्रामति संक्रमो विभागो वा । तस्मात् सत्त्वानां कर्म यस्य यत्तेन तद् वेद्यम् ॥ २६५ ॥ न चैतदेवं, यतः-न कामति संक्रमः-समस्तकर्मप्रवेशो यस्मात्कारणात् । क्व ? परकृतकर्मणि विषये । अथ सामस्त्येन मा संक्रामतु, एकदेशेन संक्रमः स्याद्, अत आह-विभागो वा न कामति-एकदेशेनापि न कामति, तस्मात् सत्त्वानां कर्म यस्य यत् तेन तद्वेद्यं, सर्वेषां प्राणिनां मध्ये यद् येन जीवेन बद्धं तत् तेन वेद्यते ॥ २६५ ॥
ગાથાર્થ– જે કારણથી બીજાએ કરેલાં કર્મોમાં અન્ય જીવનાં કર્મોનું સંપૂર્ણ કે આંશિક પણ સંક્રમણ થઈ શકતું નથી તે કારણથી જે કર્મો જે જીવનાં હોય તે કર્મો તે જીવને જ ભોગવવા પડે છે.
ભાવાર્થ- સર્વજીવો માટે આ નિયમ છે કે જે કર્મ જે જીવે બાંધ્યું હોય ते ४ ते ४ भोगवj ५3 छ. (२६५) मोहनीयकर्मक्षयाद्विशेषतः कर्मक्षयोऽवश्यंभावीति दर्शयतिमस्तकशूचिविनाशात्, तालस्य यथा ध्रुवो भवति नाशः । तद्वत् कर्मविनाशो, हि मोहनीयक्षये नित्यम् ॥ २६६ ॥
भवति । कोऽसौ ? ध्रुवो विनाशः कस्य ? तालस्य-वृक्षविशेषस्य । कुतः ? मस्तकशूचिविनाशात् । तद्वत्-तथा । कर्मविनाशो मोहनीयक्षये भवति नियतमिति ॥ २६६ ॥
મોહનીય કર્મનો ક્ષય થવાથી અવશ્ય વિશેષથી કર્મનો ક્ષય થાય એમ ४५॥ छ
ગાથાર્થ– તાળવૃક્ષના (છેક ઉપરના ભાગમાં રહેલી) સોયનો (સોયના આકારે રહેલા નાના ભાગનો) વિનાશ થતાં તાલનો અવશ્ય વિનાશ થાય છે, તેમ મોહનીય કર્મનો ક્ષય થતાં અન્ય કર્મોનો ક્ષય અવશ્ય થાય છે. (૨૬૬)
इत्थं कर्मक्षयमवाप्य किं प्राप्तवानित्याहछद्मस्थवीतरागः, कालं सोऽन्तर्मुहूर्तमथ भूत्वा । युगपद् द्विविधावरणान्तरायकर्मक्षयमवाप्य ॥ २६७ ॥
પ્રશમરતિ • ૨૧૯
Page #233
--------------------------------------------------------------------------
________________
शाश्वतमनन्तमनतिशयमनुपममनुत्तरं निरवशेषम् । સમ્પૂર્ણમપ્રતિહત, સંપ્રાપ્તઃ વેવાં જ્ઞાનમ્ ॥ ૨૬૮ ॥
छद्मस्थवीतरागः-क्षीणमोहः सोऽन्तर्मुहूर्तकालं यावदथ भूत्वा - स्थित्वा युगपद्-एककालं द्विविधावरणान्तरायकर्मणां ज्ञानदर्शनावरणान्तरायाख्यानां पञ्चचतुःपञ्चप्रभेदानां क्षयस्तमवाप्येति ॥ २६७ ॥
संप्राप्तः केवलं ज्ञानमिति सम्बन्धः । कीदृशं केवलज्ञानम् ? शाश्वतं - लब्धात्मलाभं सत् सर्वकालभावि । तथा अनन्तं - अपर्यवसानं । तथा अनतिशयं-अविद्यमानातिशयं । तथाऽनुपमं - अविद्यमानोपमं । तथा अनुत्तरं - अविद्यमानमुत्तरं तथा निरवशेषं परिपूर्णत्वेनोपपत्तेः । तथा परिपूर्ण सकलज्ञेयग्राहित्वात् । तथा अप्रतिहतं सदा प्रतिघातकाभावात् । संप्राप्तःપ્રાપ્તવાન્ તિ ॥ ૨૬૮ ॥
ગાથાર્થ— મોહનો ક્ષય કરી ચૂકેલ તે મહાત્મા અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી છદ્મસ્થ વીતરાગ (=કેવળજ્ઞાન રહિત વીતરાગ) અવસ્થામાં રહે છે, ત્યારબાદ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય એ ત્રણ કર્મોની સઘળી પ્રકૃતિઓનો એકી સાથે ક્ષય કરીને શાશ્વત, અનંત, અતિશય, અનુપમ, અનુત્તર, નિરવશેષ, સંપૂર્ણ અને અપ્રતિહત એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ટીકાર્થ– શાશ્વત=પ્રગટ થયું છતું સર્વકાળ થનારું, અર્થાત્ પ્રગટ થયા પછી સદા રહેનારું.
અનંત=અંતથી (=ક્ષયથી) રહિત.
અતિશય=જેનાથી ચઢિયાતું બીજું કોઇ જ્ઞાન નથી તેવું.
અનુપમ=તેની સરખામણીમાં આવે તેવું કોઇ જ્ઞાન ન હોવાથી અનુપમ.
અનુત્તર=એનાથી ઉત્તર=પછી અન્ય કોઇ જ્ઞાન ન હોવાથી અનુત્તર. નિરવશેષ=સંપૂર્ણપણે ઉત્પન્ન થવાથી (કંઇ બાકી ન રહેવાથી)
નિરવશેષ.
પ્રશમરતિ • ૨૨૦
Page #234
--------------------------------------------------------------------------
________________
સંપૂર્ણ-સર્વપદાર્થોનું જ્ઞાન કરાવતું હોવાથી સંપૂર્ણ.
અપ્રતિહત=ક્યારે પણ કોઈપણ વસ્તુનો (જોવામાં આંખને ભીંત આદિનો પ્રતિબંધ થાય છે તેમ) પ્રતિબંધ ન હોવાથી અપ્રતિહત. (૨૬૭-૨૬૮) तस्मिन् केवलज्ञाने सति कीदृशः स्यादित्याहकृत्स्ने लोकालोके, व्यतीतसाम्प्रतभविष्यतः कालान् । द्रव्यगुणपर्यायाणां, ज्ञाता द्रष्टा च सर्वार्थैः ॥ २६९ ॥
लोकश्चालोकश्च लोकालोकं तत्र । कीदृशे ? कृत्स्ने-परिपूर्णे । व्यतीतसाम्प्रतभविष्यतः कालान्-कालत्रयं, आश्रित्येति शेषः । द्रव्यगुणपर्यायाणां कृतद्वन्द्वानां, तत्र गुणपर्यायवद् द्रव्यं, सहभाविनो गुणाः, क्रमभाविनः पर्याया इत्यादिलक्षणभाजां सतां सचेतनाचेतनानां । ज्ञाता विशेषेण । द्रष्टा सामान्येन। सर्वार्थः-सर्वप्रकारैर्यथाऽन्तस्तथा बहिः यथा बहिस्तथाऽन्तः इत्यादिकैरिति ॥ २६९ ॥
તે કેવળજ્ઞાન થયે છતે તે જીવ કેવો થાય તે કહે છેગાથાર્થ- (કેવળજ્ઞાન થતાં) જીવ સંપૂર્ણ લોકમાં અને અલોકમાં ભૂતકાળ-વર્તમાનકાળ-ભવિષ્યકાળને આશ્રયીને સર્વ દ્રવ્ય-ગુણપર્યાયોના સર્વપ્રકારે જ્ઞાતા-દષ્ટા થાય છે.
ટીકાર્થ-દ્રવ્ય જેમાં ગુણો (=સદા રહેનારા જ્ઞાનાદિ અને સ્પર્શાદિ ધર્મો) અને પર્યાયો (=ઉત્પન્ન થનારા તથા નાશ પામનારા જ્ઞાનોપયોગ આદિ અને શુક્લરૂપ આદિ ધર્મો) હોય તે દ્રવ્ય. (તસ્વાર્થાધિગમ સૂત્ર ૫-૩૭)
ગુણ દ્રવ્યના સહભાવી (=સદા દ્રવ્યની સાથે રહેનારા) ધર્મોને ગુણ કહેવામાં આવે છે (પ્રમાણનયતત્તાલોક).
પર્યાય=દ્રવ્યના ક્રમભાવી (ક્રમશઃ ઉત્પન્ન થનારા અને નાશ પામનારા) ધર્મોને પર્યાયો કહેવામાં આવે છે. (પ્રમાણનયતત્તાલોક)
દરેક દ્રવ્યમાં કોઇને કોઇ ધર્મો અવશ્ય રહેલા હોય છે. આ ધર્મો બે પ્રકારના છે– (૧) સહભાવી અને (૨) ક્રમભાવી. વસ્તુ જ્યારથી છે ત્યારથી અને જ્યાં સુધી રહે ત્યાં સુધી વસ્તુની સાથે જ રહેનારા ધર્મો
પ્રશમરતિ - ૨૨૧
Page #235
--------------------------------------------------------------------------
________________
સહભાવી છે. જે ધર્મોનું પરિવર્તન થયા કરે છે તે ક્રમભાવી છે. સહભાવી ધર્મો ગુણ છે અને ક્રમભાવી ધર્મો પર્યાય છે. દા.ત. પુદ્ગલ દ્રવ્યના રૂપ, રસ વગેરે ધર્મો સહભાવી છે માટે ગુણો છે, પણ કૃષ્ણ રૂ૫, શ્વેત રૂપ, મધુર રસ, તિક્ત રસ વગેરે ધર્મો ક્રમભાવી હોવાથી પર્યાયો છે.
પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ વગેરે કાયમ છે. પુદ્ગલમાં રૂપ, રસ વગેરે ન હોય એવું ક્યારેય બનતું નથી. પણ કૃષ્ણરૂપ, શ્વેતરૂપ વગેરે ધર્મો કાયમ રહેતા નથી. ક્યારેક કૃષ્ણરૂપ તો ક્યારેક શ્વેતરૂપ હોય છે, ક્યારેક લાલ રૂપ હોય છે... ક્યારેક કૃષ્ણરૂપમાંથી શ્વેત રૂપ બની જાય છે, શ્વેત રૂપમાંથી લાલ બની જાય છે. એ પ્રમાણે મધુરરસાદિ વિશે પણ પરિવર્તન થયા કરે છે. આથી રૂપ, રસ વગેરે ગુણો છે અને કૃષ્ણરૂપ, મધુરરસ વગેરે પર્યાયો છે.
આ પ્રમાણે આત્મા વગેરે દ્રવ્યોમાં પણ ગુણપર્યાયની વિચારણા થઇ શકે છે.
સર્વ પ્રકારે=જેવી રીતે વસ્તુને અંદરથી જાણે છે તેવી રીતે બહારથી જાણે છે. જેવી રીતે બહારથી જાણે છે તેવી રીતે અંદરથી જાણે છે. આમ બધી રીતે જાણે છે.
જ્ઞાતા=વિશેષથી જાણનાર. દૃષ્ટા સામાન્યથી જાણનાર. (૨૬૯) क्षीणचतुष्कर्माशो, वेद्यायुर्नामगोत्रवेदयिता । વિહરતિ મુહૂર્તનં, દેશોનાં પૂર્વોટિં વા ર૭૦ ||
क्षीणचतुष्कर्मांशः-अपगताशेषघातिकर्मा । तथा वेद्यायुर्नामगोत्रवेदयिताभवोपग्राहिकर्मणामनुभविता । एवंविधः सन् विहरति-भ्रमति । मुहूर्तकालं जघन्येन देशोनां पूर्वकोटि वा उत्कृष्टत इति ॥ २७० ॥
ગાથાર્થ– ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી નાખનારા અને વેદનીયઆયુષ્ય-નામ-ગોત્ર એ ચાર અઘાતી (=ભવોપગ્રાહી) કર્મોને અનુભવતા એ મહાત્મા (પોતાના આયુષ્ય પ્રમાણે) જઘન્યથી એક મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ વર્ષ સુધી સંસારમાં વિચરે છે. (૨૭૦)
પ્રશમરતિ - ૨૨૨
Page #236
--------------------------------------------------------------------------
________________
ननु ज्ञानोत्पत्त्यनन्तरमेव किं न मोक्षं याति ? यावता एतावन्तं कालं વિહરતિ ?, ઉન્મતે
तेनाभिन्नं चरमभवायुर्दुर्भेदमनपवर्तित्वात् । તવુપપ્રદં ચ વેદ્ય, તત્તુત્યું નામોત્રે ચ ॥ ૨૭ ॥
चरमभवायुः-चरमभवयोग्यं आयुः अभिन्नं क्षीरोदकवत् संस्थितं केवलिना દુર્મેન્દ્ર-મેનુમાન્યમ્-અપનેતુમશચં। હેતુમાહ-અનપતિત્વાર્-અનપવર્તનીયત્વાત્। તથા વેદ્ય 7 જીદશં ? તેન-આયુષોપĮાતે-પમ્યતે તદ્રુપપ્રä, अनपवर्तित्वात् । तथा तेनायुषा तुल्ये - तुल्यके नामगोत्रे चापि । स एव દૈતુતિ ॥ ૨૭ ॥
॥ કૃતિ પ્રેધિળા ||
પ્રશ્ન– એ મહાત્મા કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી તુરત જ મોક્ષમાં કેમ જતા નથી ? જેથી આટલો કાળ વિચરે છે, અહીં ઉત્તર અપાય છે—
ગાથાર્થ- (મિત્રં=) આત્માની સાથે ક્ષીર-નીરની જેમ રહેલું છેલ્લા ભવનું આયુષ્ય (તેન=) કેવળી વડે (ટુર્નેટ્=) દૂર કરવાનું અશક્ય છે. કેમકે છેલ્લા ભવનું આયુષ્ય અનપર્વતનીય (=ટૂંકાવી ન શકાય તેવું) હોય છે. વેદનીય કર્મ આયુષ્ય કર્મ ઉપર આધાર રાખે છે, અર્થાત્ આયુષ્ય જેટલી સ્થિતિવાળું હોય છે, નામ-ગોત્રકર્મ પણ આયુષ્યની તુલ્ય હોય છે, અર્થાત્ આયુષ્યના જેટલી સ્થિતીવાળા હોય છે. કારણ કે વેદનીય વગેરે ત્રણ કર્મો પણ આયુષ્યની જેમ અનપર્વતનીય હોય છે.
સાર– આયુષ્ય અનપર્વતનીય હોવાથી જેટલું હોય તેટલું ભોગવવું જ પડે છે, અને આયુષ્ય હોય ત્યાં સુધી બાકીના ત્રણ કર્મો પણ રહે છે. આથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી તુરત મોક્ષમાં જઇ શકાતું નથી. (૨૭૧)
આ પ્રમાણે શ્રેણિ અધિકાર પૂર્ણ થયો.
(૨૦) સમુદ્દાત અધિકાર
इति श्रेणिफलप्रतिपादनमार्यापञ्चदशकेन कृतम् । साम्प्रतं केवलिसमुद्घातं योगनिरोधं तत्कालं कर्मक्षयं च प्रतिपादयन्नाह
પ્રશમરતિ ૦ ૨૨૩
Page #237
--------------------------------------------------------------------------
________________
यस्य पुनः केवलिनः, कर्म भवत्यायुषोऽतिरिक्ततरम् । स समुद्घातं भगवानथ गच्छति तत् समीकर्तुम् ॥ २७२ ॥ यस्य पुनः केवलिनः कर्म-कर्मत्रयं वेद्यनामगोत्राख्यं भवत्यायुषोऽतिरिक्ततरंअतिशयेन समधिकं स केवली समुद्घातं वक्ष्यमाणं भगवानथ गच्छतिकरोति तस्य-आयुषः समीकर्तुं । त्रीण्यपि कर्माणीति ॥ २७२ ॥
આ પ્રમાણે પંદર આર્યાઓથી શ્રેણિનું પ્રતિપાદન કર્યું. હવે કેવળ સમુદ્ધાત, યોગનિરોધ અને તત્કાળ કર્મક્ષયનું પ્રતિપાદન કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– જે કેવળીને વેદનીય-નામ-ગોત્ર એ ત્રણ કર્મો આયુષ્યથી વધારે હોય (=આયુષ્યની સ્થિતિથી વધારે સ્થિતિવાળા હોય) તે ભગવાન તે કર્મોને આયુષ્યની સમાન કરવા માટે સમુઘાત કરે છે. (૨૭૨) दण्डं प्रथमे समये, कपाटमथ चोत्तरे तथा समये । मन्थानमथ तृतीये, लोकव्यापी चतुर्थे तु ॥ २७३ ॥ दण्डं ऊर्ध्वाधश्चतुर्दशरज्ज्वात्मकं बाहल्यतः शरीरमानं प्रथमसमये-आद्यसमये करोति । कपाटमिव कपाटं पूर्वापरलोकान्तव्यापिनं अथ चोत्तरे तथा समये करोति । मन्थानं दक्षिणोत्तरलोकान्तव्यापिनं अथ तृतीये समये । लोकव्यापी समस्तनिष्कुटव्यापनात् चतुर्थे तु समये भवति केवलीति ॥ २७३ ॥
ગાથાર્થ– સમુદ્રઘાતમાં કેવળી આત્મપ્રદેશોને પ્રથમ સમયે દંડ રૂપે કરે છે, પછી બીજા સમયે કપાટરૂપે કરે છે, ત્રીજા સમયે મળ્યાનરૂપે કરે છે અને ચોથા સમયે લોકવ્યાપી થાય છે.
ટીકાર્થ– દંડ રૂપે કરે છે=આત્મપ્રદેશોને સ્વશરીર પ્રમાણ જાડા દંડના આકારે લોકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી ફેલાવે છે. (એથી આત્મપ્રદેશો એક મોટો દંડ ઊભો હોય તેવા બની જાય છે.)
કપાટ રૂપે કરે છે–પૂર્વ-પશ્ચિમ લોકના એક છેડાથી બીજા છેડા સુધી આત્મપ્રદેશોને ફેલાવે છે. (આથી આત્મપ્રદેશો કપાટ (=પાટિયા) જેવા બની જાય છે.)
પ્રશમરતિ • ૨૨૪
Page #238
--------------------------------------------------------------------------
________________
મન્થાન રૂપે કરે છેઃઉત્તર-દક્ષિણ લોકના એક છેડાથી બીજા છેડા સુધી આત્મપ્રદેશોને ફેલાવે છે. (આથી આત્મપ્રદેશો મંથાન રવૈયા જેવા બની य छे.) લોકવ્યાપી સર્વ આંતરાઓમાં ફેલાઈ જવાથી લોકવ્યાપી બને છે. (૨૭૩) संहरति पञ्चमे त्वन्तराणि मन्थानमथ पुनः षष्ठे । सप्तमके तु कपाटं, संहरति ततोऽष्टमे दण्डम् ॥ २७४ ॥
संहरति-संक्षिपति पञ्चमे त्वन्तराणि, निष्कुटगतजीवप्रदेशानित्यर्थः । मन्थानमथ पुनः षष्ठे, दक्षिणोत्तरलोकान्तगतजीवप्रदेशान् । सप्तमके तु कपाटं संहरति । ततोऽष्टमे दण्डं, जीवप्रदेशानिति ॥ २७४ ॥
ગાથાર્થ– પાંચમા સમયે આંતરાઓને (=આંતરાઓમાં રહેલા આત્મપ્રદેશોને) સંહરે છે. છઠ્ઠા સમયે મંથાનને (=દક્ષિણ-ઉત્તર લોકના એક છેડાથી બીજા છેડા સુધી રહેલા જીવપ્રદેશોને) સંહરે છે. સાતમા સમયે કપાટને ( પૂર્વ-પશ્ચિમ લોકના એક છેડાથી બીજા છેડા સુધીના જીવપ્રદેશોને) સંહરે છે. આઠમા સમયે દંડને (દંડ રૂપે રહેલા प्रदेशोने) संडरे छे. (२७४) औदारिकप्रयोक्ता, प्रथमाष्टमसमययोरसाविष्टः ।। मिश्रौदारिकयोक्ता, सप्तमषष्ठद्वितीयेषु ॥ २७५ ॥
औदारिकप्रयोक्ता-औदारिकशरीरव्यापारकः प्रथमाष्टमसमययोः-दण्डकरणसंहारलक्षणयोरसौ केवली इष्टः । मिश्रौदारिकयोक्ता सप्तमषष्ठद्वितीयेष्विति ॥ २७५ ।।
कार्मणशरीरयोगी, चतुर्थके पञ्चमे तृतीये च । समयत्रयेऽपि तस्मिन्, भवत्यनाहारको नियमात् ॥ २७६ ॥
कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च, त्रिष्वपि पूर्वोक्तस्वरूपेषु । समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमात्, कार्मणशरीरव्यापारात्, तत्र अनाहारकत्वं 'विग्गहगइमावन्ना' इति गाथया सिद्धम् ॥ २७६ ॥
॥ इति समुद्घातः ॥ પ્રશમરતિ - ૨૨૫
Page #239
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– કેવળી ભગવંત સમુદ્ધાતના પહેલા અને આઠમા સમયમાં (=દંડકરણના અને દંડસંહારના સમયમાં) ઔદારિક કાયયોગવાળા, બીજા-છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિક મિશ્રકાયયોગવાળા, ત્રીજાચોથા અને પાંચમા સમયમાં કાર્મણ કાયયોગવાળા હોય છે અને એ ત્રણે સમયમાં નિયમા અનાહારક હોય છે.
ટીકાર્થ– અનાહારક હોય છે— ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં કાર્મણ શરીરનો વ્યાપાર હોય છે અને કાર્મણ શરીરના વ્યાપારમાં વિજ્ઞામાવત્રા એ ગાથાથી અનાહારકપણું સિદ્ધ છે.
વિહામાવત્રા એ ગાથા અને તેનો અર્થ આ પ્રમાણે છે— विग्गहगइमावन्ना केवलिणो समोहया अजोगी य ।
સિદ્ધા ય અળાહારા સેમા આહારના નીવા ॥ પ્ર.સા. ૧૩૧૯ ॥ વિગ્રહગતિમાં રહેલા જીવો (દ્વિવક્રા આદિ ગતિમાં એક વગેરે સમયમાં), સમુદ્ધાતમાં રહેલા કેવળીઓ (ત્રીજો-ચોથો-પાંચમો એ ત્રણ સમય સુધી), અયોગીઓ (શૈલેશી અવસ્થામાં હ્રસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ જેટલા કાળમાં) અને સિદ્ધો અણાહારી હોય છે. બાકીના જીવો આહારી હોય છે. (૨૭૫-૨૭૬)
આ પ્રમાણે સમુદ્દાત અધિકાર પૂર્ણ થયો. (૨૧) યોગનિરોધ અધિકાર
स समुद्घातनिवृत्तोऽथ मनोवाक्काययोगवान् भगवान् । यतियोग्ययोगयोक्ता, योगनिरोधं मुनिरुपैति ॥ २७७ ॥
स मुनिः समुद्घातनिवृत्तोऽथ - अनन्तरं मनोवाक्काययोगवान्-करणत्रयव्यापारवान् भगवान्-पूज्यः । यतियोग्यस्य - साधुजनार्हस्य योगस्य - व्यापारस्यानीतपीठफलकादेर्प्रत्यर्पणमुपदेशादेर्योक्ता - व्यापारयिता । योगनिरोधमुपैतिજૂતિ || ૨૭૭ ||
I
ગાથાર્થ– સમુદ્ધાતથી નિવૃત્ત થયેલા તે મુનિ ભગવંત હવે (અંતર્મુહૂર્ત સુધી) મન-વચન-કાયાના યોગવાળા રહે, અને સાધુને યોગ્ય વ્યાપાર કરે. પછી યોગનિરોધને પામે છે=કરે છે.
પ્રશમતિ ૦ ૨૨૬
Page #240
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ- સાધુને યોગ્ય વ્યાપાર કરે ગૃહસ્થ પાસેથી લાવેલા પીઠપાટિયું વગેરે પાછું આપવું કે ઉપદેશ આપવો વગેરે વ્યાપાર કરે. (અનુત્તરૌપપાતિક આદિ દેવો મનથી પ્રશ્ન કરે તો મનના પુગલોને ગ્રહણ કરીને ઉત્તર આપે. તેમાં સત્ય કે અસત્યામૃષા રૂપ મનોયોગ હોય. કોઈ મનુષ્ય પૂછે તો તેના ઉત્તરમાં અથવા ગૃહસ્થો પાસેથી લાવેલી પાટપાટલા આદિ વસ્તુઓ પાછી આપવામાં સત્ય કે અસત્યામૃષા રૂપ વચનયોગ હોય. જવા આવવાની ક્રિયામાં કાયયોગનો વ્યાપાર હોય. माम यथासंभव से योगनी व्यापा२ ४३.) (२७७)
पञ्चेन्द्रियोऽथ संज्ञी, यः पर्याप्तो जघन्ययोगी स्यात् ।। निरुणद्धि मनोयोगं, ततोऽप्यसंख्येयगुणहीनम् ॥ २७८ ॥
येन क्रमेण योगनिरोधं करोति तमाह-पञ्चेन्द्रियोऽथ संज्ञी यः पर्याप्तः सन् जघन्ययोगी स्यात्-सर्वस्तोकयोगो भवेत् ततोऽप्यसंख्यातगुणहीनं मनोयोगं निरुणद्धीति ॥ २७८ ॥
द्वीन्द्रियसाधारणयोर्वागुच्छ्वासावधो जयति तद्वत् । पनकस्य काययोगं, जघन्यपर्याप्तकस्याधः ॥ २७९ ॥ द्वीन्द्रियश्च साधारणश्च तौ तथा तयोर्वागुच्छ्वासौ भाषाऽऽनपानौ कर्मतापन्नौ अधः कृत्वा जयति-निरुणद्धि तद्वत्-पूर्वोक्तमनोयोगवत् । तथा पनकस्यउल्लिविशेषस्य जघन्ययोगिनः पर्याप्तकस्याधः-अधस्तादसंख्यातगुणहीनमित्यक्षरार्थः । तात्पर्य चेदम्-द्वीन्द्रियस्य साधारणस्य पनकस्य च त्रयो वागुच्छासकाययोगाः सर्वजघन्याः, तेभ्यः प्रत्येकमसंख्यातगुणहीनां वाचं असंख्यातगुणहीनमुच्छासमसंख्यातगुणहीनं काययोगं बादरं समये समये रुन्धन् केवली चतुव॑न्तर्मुहूर्तेषु गतेषु विश्रान्तिकृद्-अन्तर्मुहूर्तचतुष्टयसमन्वितेषु प्रथमं मनोयोगं बादरं १ एवं बादरं वाग्योगं २ तत उच्छ्वासं ३ ततः काययोगं ४ अपान्तराले एकस्य एकस्य अन्तर्मुहूर्तस्य विश्राम इत्यष्टावन्तर्मुहूर्ता इति ॥ २७९ ।।
(જયાં સુધી અલ્પ પણ બંધ હોય ત્યાં સુધી મોક્ષ ન થાય. આથી યોગનિમિત્તે થતા એક સમયસ્થિતિ પ્રમાણ બંધને અટકાવવા કેવળી ભગવંત યોગનિરોધ કરે છે.)
પ્રશમરતિ ૦ ૨૨૭
Page #241
--------------------------------------------------------------------------
________________
જે ક્રમથી યોગનિરોધ કરે છે તે ક્રમને કહે છે
ગાથાર્થ– પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના જઘન્ય મનોયોગથી અસંખ્યગુણહીન (બાદર) મનોયોગનો વિરોધ કરે છે.
પર્યાપ્ત હીન્દ્રિયના જઘન્ય વચનયોગથી અસંખ્યગુણહીન (બાદર) વચનયોગનો વિરોધ કરે છે. પર્યાપ્ત સાધારણ વનસ્પતિકાયના જઘન્ય શ્વાસોચ્છવાસથી અસંખ્ય ગુણહીન શ્વાસોચ્છવાસનો વિરોધ કરે છે. પર્યાપ્તપનકના જઘન્ય કાયયોગથી અસંખ્યગુણહીન કાયયોગનો નિરોધ કરે છે.
ટીકાર્થ– અહીં તાત્પર્ય આ પ્રમાણે છે– સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિયનો જેટલો જઘન્ય મનોયોગ હોય તેનાથી અસંખ્યગુણહીન મનોયોગનો પ્રત્યેક સમયે બાદર કાયયોગના બળથી નિરોધ કરે. આમ કરતાં એક અંતર્મુહૂર્તમાં બાદર મનોયોગ નિરોધ કરે. પછી એક અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. પછી પર્યાપ્તદ્રીન્દ્રિયનો જેટલો જઘન્ય વચનયોગ હોય તેનાથી અસંખ્યગુણહીન વચનયોગનો પ્રત્યેક સમયે બાદર કાયયોગના બળથી નિરોધ કરે. આમ કરતાં એક અંતર્મુહૂર્તમાં બાદર વચનયોગનો નિરોધ કરે. પછી એક અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. પછી પર્યાપ્ત સાધારણ વનસ્પતિકાયના શ્વાસોચ્છુવાસથી અસંખ્યગુણહીન શ્વાસોચ્છવાસનો પ્રત્યેક સમયે બાદર કાયયોગના બળથી નિરોધ કરે. આમ કરતાં એક અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ શ્વાસોચ્છવાસનો નિરોધ કરે. પછી એક અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. પછી સૂક્ષ્મ કાયયોગના બળથી અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગનો પૂર્વવત્ નિરોધ કરે. પછી એક અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. આમ કુલ આઠ અંતર્મુહૂર્ત થયા.
પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગનો અંતર્મુહૂર્તમાં નિરોધ કરે. પછી અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ મનોયોગનો અંતર્મુહૂર્તમાં નિરોધ કરે. પછી અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. પછી એક અંતર્મુહૂર્તથી સૂક્ષ્મ કાયયોગનો વિરોધ કરે.' (૨૭૮-૨૭૯)
सूक्ष्मक्रियमप्रतिपाति काययोगोपगस्ततो ध्यात्वा । विगतक्रियमनिवर्ति, त्वनुत्तरं ध्यायति परेण ॥ २८० ॥ ૧. અહીં પંચસંગ્રહના આધારે વિશેષથી જણાવ્યું છે.
પ્રશમરતિ - ૨૨૮
Page #242
--------------------------------------------------------------------------
________________
ततो बादरे काययोगे निरुद्धे सति काययोगोपगतस्ततः सूक्ष्मक्रियया काययोगवर्ती केवली सूक्ष्ममनोयोगं सूक्ष्मवाग्योगं (ग्रंथ १६००) निरुन्धन् अन्तर्मुहूर्तद्वयेन सूक्ष्मकाययोगं प्रतिसमयं निरुन्धन्, न चाद्यापि तस्य सर्वथा निरोधोऽजनि। एवंविधकाले सूक्ष्मक्रियमप्रतिपाति ध्यानं ध्यायति । ध्यात्वा ततः सूक्ष्मकाययोगेऽपि निरुद्धे सति सर्वथा विगतक्रियं-अपगतक्रियमनिवर्तिनिवृत्तिरहितं पुनरनुत्तरं ध्यायति परेण - उपरीति ॥ २८० ॥
ગાથાર્થ— સૂક્ષ્મકાયનો નિરોધ કરવાની ક્રિયાને કરતો જીવ સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી નામના શુક્લધ્યાનના ત્રીજા ભેદ ઉપર આરૂઢ થાય છે. ત્યારબાદ તે વ્યુપરતક્રિયાઅનિવૃત્તિ નામનું ચોથું ધ્યાન કરે છે.
ભાવાર્થ– સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શબ્દમાં સૂક્ષ્મક્રિય અને અપ્રતિપાતી એમ બે શબ્દો છે. સૂક્ષ્મક્રિય એટલે જેમાં ક્રિયા સૂક્ષ્મ=અતિ અલ્પ હોય તે. અપ્રતિપાતી એટલે પતનથી રહિત. જેમાં માત્ર આત્મપંદરૂપ સૂક્ષ્મક્રિયા જ રહી છે અને ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી તે ધ્યાન સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી. આ ધ્યાન તેરમા ગુણસ્થાનના છેલ્લા અંતર્મુહૂર્તમાં હોય.
વ્યુપરતક્રિયાનિવૃત્તિ શબ્દમાં વ્યુપરતક્રિય અને અનિવૃત્તિ એમ બે શબ્દો છે. જેમાં ક્રિયા સર્વથા અટકી ગઇ છે તે વ્યુપરતક્રિય. જેમાં પતન નથી તે અનિવૃત્તિ. જેમાં ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઇ જવાથી કોઇપણ જાતની ક્રિયા નથી તથા ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી તે ધ્યાન વ્યુપરત ક્રિયાનિવૃત્તિ. આ ધ્યાન ચૌદમા ગુણસ્થાને હોય. (૨૮૦)
चरमभवे संस्थानं, यादृग् यस्योच्छ्रयप्रमाणं च । तस्मात् त्रिभागहीनावगाहसंस्थानपरिणाहः ॥ २८९ ॥
चरमभवे संस्थानं यादृग् यस्य केवलिनः उच्छ्रयप्रमाणं च यत् तस्मादुच्छ्रयप्रमाणात् संस्थान - प्रमाणाच्च त्रिभागहीनौ-त्रिभागशून्याववगाहस्यशरीरस्य संस्थानपरिणाहौ- संस्थित्युच्छ्रायौ यस्य स तथा । योगनिरोधकाल વંવિધપ્રમાળ: સ્થાવિત્તિ ।। ૨૮ ॥
પ્રશમરતિ ૦ ૨૨૯
Page #243
--------------------------------------------------------------------------
________________
(મુક્તિ પામવાની પૂર્વે કેવળજ્ઞાનીના શરીરની અવગાહના કેટલી થાય છે. તે કહે છે–).
ગાથાર્થ– છેલ્લા ભવમાં જે કેવળીના શરીરનું જેવું સંસ્થાન હોય અને જેટલી ઊંચાઈ હોય તેનાથી તે કેવળીના શરીરના સંસ્થાન અને ઊંચાઈ ત્રીજો ભાગ ન્યૂન થઈ જાય છે.
ભાવાર્થ- સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી ધ્યાનના બળે શરીરના મુખ અને ઉદર વગેરે ખાલી ભાગો ઘન થઈ જાય છે=પૂરાઈ જાય છે, અર્થાત્ શરીર સંકોચાઈ જાય છે. શરીર સંકોચાઈ જવાથી શરીરની આકૃતિ અને ઊંચાઇ ત્રીજા ભાગની ઓછી થઈ જાય છે. આથી આત્મપ્રદેશો પણ શરીરને અનુરૂપ બને છે. આથી જ મોક્ષમાં આત્માની અવગાહના છેલ્લા ભવના શરીરની અપેક્ષાએ ૨/૩ ભાગની હોય છે. (૨૮૧). सोऽथ मनोवागुच्छासकाययोगक्रियार्थविनिवृत्तः । अपरिमितनिर्जरात्मा, संसारमहार्णवोत्तीर्णः ॥ २८२ ॥
अथ योगनिरोधानन्तरं स केवली मनसो वाचः उच्छासस्य कायस्य च ये योगा याश्च क्रियाः ये चार्थाः-प्रयोजनानि एतेषां यथायोगं समासः तेभ्यो विनिवृत्तो, योगत्रयसाध्यक्रियाविकलो यः स तथा । अपरिमित-निर्जरात्माअन्तर्मुहूर्तमात्रेणैव पञ्चाशीतिकर्मक्षयकारी । संसारमहार्णवोत्तीर्णः-अपगताशेषसंसारभयः सन् । शैलेशीमेतीति वक्ष्यमाणेन सम्बन्धः ॥ २८२ ।।
| | કૃતિ યોનિરોણાધિકાર. ૨૨ એ ગાથાર્થ– યોગનિરોધ પછી તે કેવળી મન-વચન-ઉચ્છવાસ-કાયાના યોગો, ક્રિયાઓ અને પ્રયોજનો (હેતુઓ કે કાર્યો)થી નિવૃત્ત થાય છે, અર્થાત્ યોગો રહેતા નથી, યોગોની ક્રિયાઓ રહેતી નથી અને યોગોનાં કારણો કે કાર્યો રહેતા નથી. તથા તે કેવળીનો આત્મા અપરિમિત નિર્જરા કરે છે અને સંસારરૂપ મહાસાગરને તરી જાય છે.
ટીકાર્થ– અપરિમિત નિર્જરા કરે છે=અંતર્મુહૂર્ત માત્રમાં ૮૫ કર્મોનો ક્ષય કરે છે.
પ્રશમરતિ - ૨૩૦
Page #244
--------------------------------------------------------------------------
________________
સંસારરૂપ મહાસાગરને તરી જાય છે=સંસારના સઘળા ભયોથી રહિત थाय छे. આવા મહાત્મા નીચેની ગાથામાં કહેવાશે તેમ શૈલેશીને પામે છે. (૨૮૨)
આ પ્રમાણે યોગનિરોધ અધિકાર પૂર્ણ થયો.
(૨૨) મોક્ષગમનવિધિ અધિકાર कीदृशीमित्याहईषद्धस्वाक्षरपञ्चकोगिरणमात्रतुल्यकालीयाम् । संयमवीर्याप्तबलः, शैलेशीमेति गतलेश्यः ॥ २८३ ॥
ईषत्-मनाक् ह्रस्वाक्षरपञ्चकस्योगिरणं-भणनं तस्य मात्रं-प्रमाणं तेन तुल्यकालीया तां-समानकालभवां संयमवीर्येण-संवरसामर्थ्येना[वा]प्तबलःप्राप्तसामर्थ्यः शैलेशी-परमनिष्ठाशब्दवाच्यामेति-गच्छति । स कीदृशः केवली ? विगतलेश्यो-लेश्यारहित इति ॥ २८३ ॥ કેવી શૈલેશીને પામે છે તે કહે છે
ગાથાર્થ– લેશ્યાથી રહિત બનેલા અને સંવરરૂપ સંયમના બળથી જેમણે બળ પ્રાપ્ત કર્યું છે તેવા તે મુનિ શૈલેશીને ( મેરુ જેવી નિષ્પકંપ અવસ્થાને) પ્રાપ્ત કરે છે, અર્થાત્ મેરુ જેવા નિશ્ચલ બની જાય છે. શૈલેશી અવસ્થાનો કાળ અ, ઇ, ઉ, ઋ, લુ એ પાંચ હૃસ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલો અતિ અલ્પ છે.
टार्थ- शैवेशी=५२मनिट. (निा भेटले. समावि. ५२म भेटले उत्कृष्ट. उत्कृष्ट समातिवाणी स्थिति ते ५२मनिटा.) (२८3)
अथ
पूर्वरचितं च तस्यां, समयश्रेण्यामथ प्रकृतिशेषम् । समये समये क्षपयनसंख्यगुणमुत्तरोत्तरतः ॥ २८४ ॥ चरमे समये संख्यातीतान् विनिहत्य चरमकर्माशान् । क्षपयति युगपत्कृत्स्नं, वेद्यायुर्नामगोत्रगणम् ॥ २८५ ॥ पूर्व-पुरा रचितं-स्थापितं पूर्वरचितं च तस्यां-शैलेश्यवस्थायां समयश्रेण्यामन्तर्मुहूर्तगतसमयप्रमाणायां अथ-अनन्तरं प्रकृतिशेषां समये समयेक्षपयन्नाशयन् असंख्यगुणं-असंख्यातगुणं उत्तरोत्तरत-उत्तरोत्तरेषु समयेष्विति॥ २८४ ॥
પ્રશમરતિ • ૨૩૧
Page #245
--------------------------------------------------------------------------
________________
चरमे समये-अन्त्यसमये संख्यातीतान्-असंख्यातान्, कान् ? चरमकर्मांशान्-उत्तरप्रकृतीस्त्रयोदशसंख्याः , किं ? विनिहत्य-अपनीय ततो युगपद्एककालं कृत्स्नं-परिपूर्णं, किं ? वेद्यायुर्नामगोत्रगणं क्षपयति ॥ २८५ ॥
ગાથાર્થ– હવે શૈલેશી અવસ્થામાં સમગ્ર શ્રેણિમાં પૂર્વે (=સમુઘાતકાળ) ગોઠવેલા બાકી રહેલા કર્મોને સમયે સમયે ઉત્તરોત્તર સમયોમાં અસંખ્યગુણા ખપાવતા તે કેવળી છેલ્લા સમયે અસંખ્ય છેલ્લા કર્માશોનો નાશ કરીને વેદનીય-આયુષ્ય-નામ-ગોત્રના સમૂહને એકી સાથે સંપૂર્ણ ક્ષય કરી નાખે છે.
ટીકાર્થ– સમય શ્રેણિમાં=અંતર્મુહૂર્તમાં જેટલા સમયો છે તેટલા સમય પ્રમાણ શ્રેણિમાં. છેલ્લા કર્માશોનો ૧૩ ઉત્તરપ્રકૃતિઓનો.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– કાયયોગના નિરોધ કાળે છેલ્લા અંતર્મુહૂર્તમાં વેદનીય આદિ કર્મોની સ્થિતિ અપવર્તનાકરણ વડે ઘટાડીને શૈલેશી (કરણ)માં જેટલા સમયો છે તેટલા સમયપ્રમાણ વેદનીય આદિ પ્રત્યેક કર્મની શ્રેણિ રચે છે. તેમાં પૂર્વ પૂર્વના સમયથી પછી પછીના સમયમાં અસંખ્યગુણાં કર્મો ગોઠવે છે, અર્થાત્ પ્રથમ સમયે જેટલાં કર્મો છે, તેથી બીજા સમયમાં અસંખ્યગુણાં ગોઠવે છે, તેથી ત્રીજા સમયમાં અસંખ્યગુણાં ગોઠવે છે, એમ ક્રમશઃ પછી પછીના સમયમાં અસંખ્યગુણાં અસંખ્યગુણાં કર્મો ગોઠવે છે. આથી આ શ્રેણિને ગુણશ્રેણિ કહેવામાં આવે છે. આ પ્રમાણે ગોઠવી રાખેલાં કર્મલિકોને શૈલેશી અવસ્થાના પ્રથમ સમયથી ક્રમશ: ખપાવવા માંડે છે. જે ક્રમે ગોઠવ્યાં છે એ જ ક્રમે ખપાવે છે. પૂર્વ પૂર્વના સમયથી પછી પછીના સમયમાં અસંખ્યગુણાં ગોઠવેલાં છે. એટલે ખપાવવામાં પણ પૂર્વ પૂર્વના સમયથી પછી પછીના સમયમાં અસંખ્યગુણાં ખપાવે છે.
આમ પ્રત્યેક સમયે ખપાવતાં ખપાવતાં અંતિમ સમયે બાકી રહેલાં અંતિમ ભાગનાં અસંખ્ય કર્મદલિકો ખપાવીને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મોનો એકી સાથે સંપૂર્ણ ક્ષય કરી નાખે છે. (૨૮૪-૨૮૫)
सांप्रतं यत्त्यक्त्वा सिद्धो यादृशीं च गति प्राप्तो यादृशं च तत् सिद्धक्षेत्रं यादृशश्चासौ यथा च तस्योर्ध्वगतिरेव यादृशं च सुखं तस्य स्याद् एतत्सर्वमभिधातुकाम आह
પ્રશમરતિ ૦ ૨૩૨
Page #246
--------------------------------------------------------------------------
________________
सर्वगतियोग्यसंसारमूलकरणानि सर्वभावानि । औदारिकतैजसकार्मणानि सर्वात्मना त्यक्त्वा ॥ २८६ ॥ देहत्रयनिर्मुक्तः, प्राप्यर्जु श्रेणिवीतिमस्पर्शाम् । समयेनैकेनाविग्रहेण गत्वोर्ध्वमप्रतिघः ॥ २८७ ॥ सिद्धिक्षेत्रे विमले, जन्मजरामरणरोगनिर्मुक्तः । लोकाग्रगतः सिद्ध्यति, साकारेणोपयोगेन ॥ २८८ ॥
सर्वगतियोग्यश्चासौ संसारश्च तस्य मूलकरणानि - अस्य हेतवस्तानि तथा, किल एतेषु सत्सु सर्वगतयो बध्यन्ते, तथा सर्वान् भावान्-शुभाशुभादीन् सर्वत्र भवन्तीति सर्वभावानि, यद्वा पाठान्तरतः सर्वत्र भवनशीलानि सर्वभावानि । कान्येवंविधानीत्याह - औदारिकतैजसकार्मणानि प्रसिद्धानि सर्वात्मना त्यक्त्वा - विहायेति ॥ २८६ ॥
देहत्रयनिर्मुक्तः-अपगताशेषदेहत्रयकरणपञ्चाशीतिकर्मा, तथा प्राप्य - लब्ध्वा ऋजुश्रेणिवीति- अवक्र श्रेणिगति, विशिष्टा इतिर्वीतिरितिकृत्वा, अस्पर्शाम् अकृतप्रदेशान्तरसमयान्तरसंस्पर्शां, येनैव समयेन गच्छति येष्वेव चाकाशप्रदेशेषु समारूढो गच्छति न तत् समयान्तरं प्रदेशान्तरं वा स्पृशतीत्यर्थः । समयेनैकेनाविग्रहेण गत्वोर्ध्व ऊर्ध्वगतिं तिर्यगादिव्यवच्छेदेन अप्रतिघो-न केनचिदपि प्रतिहन्तुं शक्य इति ॥ २८७ ॥
सिद्धिक्षेत्रे विमले - अशेषजन्मजरामरणरोगरहिते । स कीदृश: ? जन्मजरामरणरोगैः प्रसिद्धैर्निर्मुक्तः स तथा । लोकाग्रगतो-लोकान्तप्राप्तः । त्यक्त्वा प्राप्य गत्वेति पूर्वक्रिया - त्रयस्योत्तरक्रियामाह-सिद्ध्यति - सिद्धो भवति साकारेणोपयोगेन-केवलज्ञानोपयोगेन । ततः परमुपयोगद्वयं सिद्धानामिति ॥ २८८ ॥
હવે જીવ જેને છોડીને સિદ્ધ થાય છે, જેવી ગતિને પામેલો સિદ્ધ થાય છે, જેવા સિદ્ધક્ષેત્રને પામે છે, તે જેવો થાય છે, જે રીતે તેની ઊર્ધ્વગતિ જ થાય છે, તેને જેવું સુખ હોય, આ બધું કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– સર્વગતિને યોગ્ય એવા સંસારનાં મૂળ કારણ અને શુભાશુભ વગેરે સર્વ વસ્તુઓને ઉત્પન્ન કરનારા ઔદારિક-તૈજસ-કાર્યણ શરીરોનો પ્રશમરતિ ૦ ૨૩૩
Page #247
--------------------------------------------------------------------------
________________
સર્વથા ત્યાગ કરીને, ત્રણ શરીરથી મુક્ત બનેલા અને (શરીરના કારણે થનારા) જન્મ-જરા-મરણ રોગથી મુક્ત બનેલા, કેવળી ભગવંત અસ્પર્શ અને ઋજુશ્રેણિ ગતિને પામીને એક સમયમાં વળાંક વિના અપ્રતિહત અને ઊર્ધ્વગતિથી નિર્મલ સિદ્ધિક્ષેત્રમાં લોકાગ્ર ભાગમાં જઇને સાકાર ઉપયોગથી સિદ્ધ થાય છે.
ટીકાર્થ– સંસારનાં મૂળ કારણ— આ ત્રણ શરીરોની વિદ્યમાનતામાં સર્વ ગતિઓનો બંધ થઇ શકે છે. માટે આ ત્રણ શરીરો સંસારનું મૂળ કારણ છે.
ત્રણ શરીરથી મુક્ત– (વેહ્નત્રયમુત્ત્ત:) ઔદારિક-તૈજસ-કાર્મણ એ ત્રણ શરીરથી અને એ ત્રણ શરીરના મુખ્ય કારણ ૮૫ કર્મોથી મુક્ત બનેલા.
અસ્પર્શગતિ– સિદ્ધ જીવ એક જ સમયમાં સિદ્ધિક્ષેત્રે પહોંચી જતો હોવાથી બીજા સમયનો સ્પર્શ થતો નથી. તથા જે આકાશ પ્રદેશોમાં આરૂઢ થયેલો જાય છે તે સિવાયના આકાશપ્રદેશોને સ્પર્શતો નથી. આથી અસ્પર્શગતિથી (=અસ્પૃશગતિથી) જાય છે.
ઋજુશ્રેણિગતિ જે સ્થાને જીવ કર્મોથી સર્વથા મુક્ત બને છે ત્યાંથી આકાશપ્રદેશોની સીધી શ્રેણિથી (=આડું-અવળું ગયા વિના બરોબર સીધી લાઇનમાં) લોકાગ્ર ભાગે જાય છે.
અપ્રતિહતગતિથી=કોઇપણ પ્રકારના અટકાવ વિનાની ગતિથી.
ઊર્ધ્વગતિથી=ઉપ૨ ગતિ કરીને. આનાથી સિદ્ધ થયેલ જીવ તીર્જી કે નીચે ગતિ ન કરે એમ જણાવ્યું.
નિર્મલ=સર્વ જન્મ-જરા-મરણ-રોગથી રહિત.
સાકાર ઉપયોગથી=કેવલજ્ઞાન ઉપયોગથી. (બધી લબ્ધિઓ સાકારોપયોગથી જ પ્રાપ્ત થાય એવો નિયમ હોવાથી સિદ્ધિગમન પણ સાકારોપયોગથી જ થાય છે.) હવે પછી સિદ્ધોને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ હોય. (૨૮૬-૨૮૭-૨૮૮)
सादिकमनन्तमनुपममव्याबाधसुखमुत्तमं प्राप्तः । केवलसम्यक्त्वज्ञानदर्शनात्मा भवति मुक्तः ॥ २८९ ॥
પ્રશમરતિ • ૨૩૪
Page #248
--------------------------------------------------------------------------
________________
सादिकं यस्मिन् समये स सिद्धोऽजनि तमेवादिं कृत्वा अनन्तं पुनः क्षयाभावाद् अनुपमं-उपमातीतं अव्याबाधसुखं - व्याबाधारहितं सातमुत्तमं - सर्वोत्कृष्टं प्राप्तो- गतवान् । तथा केवलानि - अद्वितीयानि सम्यक्त्वज्ञानदर्शनान्यात्मा-स्वरूपं यस्य स तथा । भवति मुक्तः कृत्स्नकर्मक्षयादिति ॥ २८९ ॥
ગાથાર્થ– સિદ્ધ થયેલ જીવ સાદિ, અનંત, અનુપમ અને અવ્યાબાધ जेवुं उत्तम सुख पामे छे तथा भुक्त ने (केवल =) अद्वितीय सभ्यत्वકેવલજ્ઞાન-કેવલદર્શન સ્વરૂપ થાય છે.
ટીકાર્થ- સાદિ=આદિથી સહિત તે સાદિ. જીવ જે સમયે સિદ્ધ થયો એ સમયની અપેક્ષાએ તે આદિથી સહિત છે.
અનંત=ક્ષય ન થવાથી અનંત છે.
અનુપમ=કોઇ સુખની સાથે સરખાવી શકાય તેવું ન હોવાથી અનુપમ છે.
અવ્યાબાધ=પીડાથી રહિત.
મુક્ત=સર્વ કર્મોનો ક્ષય થવાથી મુક્ત છે. (૨૮૯) केषाञ्चिदभावमात्रं मोक्षस्तन्निराकरणमाह—
मुक्तः सन्नाभावः, स्वालक्षण्यात् स्वतोऽर्थसिद्धेश्च । भावान्तरसंक्रान्तेः, सर्वज्ञोपदेशाच्च ॥ २९० ॥
मुक्तः सन् जीवो नाभावो - नैवासद्रूपः । कुतः ? स्वालक्षण्याद् - -उपयोगलक्षणो जीव इति स्वरूपाद्धेतोः, अवस्थितोपयोगेन सततं व्याप्तत्वाज्जीवस्य । इदमपि कुतः ? स्वतोऽर्थसिद्धेः- जीवस्वाभाव्यादेवार्थानां ज्ञानोपयोगादीनां सिर्द्धिजीवस्य निर्हेतुकैव तस्मात् स्वतोऽर्थसिद्धेः । यद्यपि छाद्मस्थितोपयोगात् कैवल्योपयोगान्तरमुदेति तथाऽप्युपयोगसाम्यान्न भिद्यते ज्ञानस्वभावत्वादि । तथा भावान्तरसंक्रान्तेः सकाशान्मुक्तो नाभावो, भावो हि भावान्तरत्वेन संक्रामति, न सर्वथोच्छिद्यते प्रदीपवत्, यथा प्रदीपो भास्वररूपतामपहाय तामसरूपतां याति । तथा सर्वज्ञाज्ञोपदेशाच्च हेतोर्नाभावो, जिनागमभणनाच्चेति ॥ २९० ॥
કેટલાકોના મતે મોક્ષ માત્ર અભાવ સ્વરૂપ છે. તેના નિરાકરણને કહે છે— પ્રશમરતિ ૦ ૨૩૫
Page #249
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ– મુક્ત થયો છતો આત્મા અભાવ સ્વરૂપ બની જતો નથી—તેનો નાશ થઇ જતો નથી. તેનાં ચાર કારણો છે– (૧) સ્વલક્ષણ, (૨) સ્વતઃ અર્થસિદ્ધિ, (૩) ભાવાંતર સંક્રાંતિ, (૪) જિનાગમ પાઠ.
ટીકાર્થ (૧) સ્વલક્ષણ– જ્ઞાન-દર્શનનો ઉપયોગ જીવનું લક્ષણ છે. આ લક્ષણ સદા=મોક્ષમાં પણ વિદ્યમાન હોય છે. જ્યાં જે વસ્તુનું લક્ષણ હોય ત્યાં તે વસ્તુ અવશ્ય હોય છે. આત્માનું લક્ષણ મોક્ષમાં વિદ્યમાન હોવાથી આત્મા મોક્ષમાં વિદ્યમાન છે.
(૨) સ્વતઃ અર્થસિદ્ધિ પ્રશ્ન– જ્ઞાનદર્શનનો ઉપયોગ એ જીવનો સ્વભાવ છે એમાં શું કારણ છે ?
ઉત્તર– અમુક વસ્તુનો અમુક સ્વભાવ કેમ છે એ પ્રશ્ન જ અસ્થાને છે. દરેક પદાર્થનો સ્વભાવ સ્વતઃ સિદ્ધ હોય છે. તેમાં આમ કેમ એ દલીલ નકામી છે. અગ્નિનો ઉષ્ણ સ્વભાવ કેમ છે એ પ્રશ્ન કરી શકાય નહિ. તેમ આત્માનો જ્ઞાનદર્શનોપયોગ રૂપ સ્વભાવ કોઇ કારણથી ઉત્પન્ન થયો નથી. કિંતુ અનાદિ કાળથી સ્વતઃ સિદ્ધ છે.
(૩) ભાવાંતર સંક્રાન્તિ– જગતની કોઇ વસ્તુ સર્વથા કદી નાશ પામતી જ નથી, માત્ર એના ભાવમાં=પરિણામમાં સંક્રાન્તિ=ફેરફાર થયા કરે છે. અમદાવાદમાં રહેતો મનુષ્ય મુંબઇ જાય છે તો તેની અવસ્થાનું પરિવર્તન થાય છે. પણ તેનો સર્વથા નાશ થતો નથી. મનુષ્ય મૃત્યુ પામી દેવલોકમાં ઉત્પન્ન થાય છે તો તેનો સર્વથા નાશ થતો નથી, કિંતુ અવસ્થા બદલાય છે=મનુષ્યાવસ્થા મટી દેવાવસ્થા થાય છે. તેમ સિદ્ધજીવમાં સંસારની અવસ્થાનો નાશ થાય છે અને મુક્ત અવસ્થા પ્રગટે છે. આથી તેમાં અવસ્થાનું પરિવર્તન થાય છે, પણ તેનો સર્વથા નાશ=અભાવ થતો નથી.
આ વિષે દીપકનું પણ દૃષ્ટાંત છે. દીપક બુઝાઇ જાય છે ત્યારે દીપક સર્વથા નાશ પામતો નથી, કિંતુ પ્રકાશનો ત્યાગ કરીને અંધકારને પામે છે=પ્રકાશવાળી અવસ્થાને છોડીને અંધકારવાળી અવસ્થાને પામે છે.
(૪) જિનાગમ પાઠ=આપ્તપુરુષના વચનથી પણ મુક્તજીવ સત્ રૂપ છે. (આમ કદી અસત્ય કહે નહિ. આપ્તનું વચન અને અસત્ય એ ત્રિકાળમાં પણ ન બને.) (૨૯૦)
પ્રશમરતિ • ૨૩૬
Page #250
--------------------------------------------------------------------------
________________
त्यक्त्वा शरीरबन्धनमिहैव कर्माष्टकक्षयं कृत्वा । न स तिष्ठत्यनिबन्धादनाश्रयादप्रयोगाच्च ॥ २९१ ॥ त्यक्त्वा-हित्वा । किं ? शरीरमेव बन्धनं इहैव-मनुजभवे । तथा कृत्वा, किं ? कर्माष्टकक्षयं न स तिष्ठति । कुतः ? अनिबन्धाद्-मनुजादिभवकारणानामत्यन्तप्रलयात् । तथा अनाश्रयाच्च, मुक्तस्य हि मनुजभवो नाश्रयः, किंतु सिद्धिरेवाश्रयः । तथा अप्रयोगाद्-अव्यापारात्, स न सव्यापारोऽस्ति येन भवे स्थीयत इति ॥ २९१ ॥
ગાથાર્થ– આઠ કર્મોનો ક્ષય કરી શરીરરૂપ બંધનને છોડ્યા પછી તે મહાત્મા અહીં સંસારમાં રહેતા જ નથી. આમાં ત્રણ કારણો છે(૧) ॥२९॥नो अभाव, (२) माश्रयनी समाव सने (3) व्यापारनी अमाव.
ટીકાર્થ– (૧) કર્મ, શરીર વગેરે સંસારમાં રહેવાનાં કારણો છે. આ કારણો મુક્તાત્મામાં હોતા નથી.
(૨) મુક્ત આત્માને રહેવાનો આધાર મનુષ્યગતિ નથી, કિંતુ લોકાગ્ર છે. મુક્ત આત્મા અત્યંત લઘુ (હળવો) હોવાથી તેનો આશ્રય લોકાગ્ર જ છે.
(3) संसारमा शरी२ महिना व्यापार विन। २ही न शाय. મુક્તાત્મામાં શરીર આદિના વ્યાપારો હોતા નથી. (૨૯૧)
यदि स न तिष्ठत्यत्र तर्हि अधो यायात् ?, नेत्याहनाधो गौरवविगमादशक्यभावाच्च गच्छति विमुक्तः । लोकान्तादपि न परं, प्लवक इवोपग्रहाभावात् ॥ २९२ ॥ न-नैवाधो गच्छेन्मुक्तः । कुतः ? गौरवस्य-गुरुत्वकारिकर्माष्टकस्याधोगमनहेतोर्विगमाद्-अभावाद् । अशक्यभावात्-अशक्योऽयं भावो यत् सर्वकर्मविमुक्तोऽधो गच्छतीति । चः समुच्चये । तथा लोकान्तादपि न परं गच्छति उपग्रहकारिधर्मद्रव्याभावात् । दृष्टान्तमाह-प्लवक इवेति, प्लवकः-तारकस्तद्वत् मण्डूकवत् यानपात्रवन्मत्स्यादिवद्वेति । अयमर्थः-यथैते मण्डूकादयो जलाभावान्न स्थलं यान्तीति, तथा जीवोऽप्यलोकं न यातीति ॥ २९२ ॥
પ્રશમરતિ ૦ ૨૩૭
Page #251
--------------------------------------------------------------------------
________________
જો મુક્ત જીવ અહીં રહેતો નથી તો અધોલોકમાં જાય ? ન જાય. એમ કહે છે–
ગાથાર્થ– મુક્ત જીવ ગૌરવના અભાવથી અને અશક્યભાવથી નીચે જતો નથી. ઉપગ્રહનો અભાવ હોવાથી લોકાંતથી આગળ પણ જતો નથી. આ વિષે વહાણનું દૃષ્ટાંત છે.
ટીકાર્થ– ગૌરવના અભાવથી નીચે જવાનું કારણ અને આત્માને ભારી કરનારાં આઠ કર્મોનો અભાવ થવાથી. (ભારે વસ્તુ નીચે જાય. આઠ કર્મો આત્માને જારી કરે છે. આથી આઠ કર્મો નીચે જવાનું કારણ છે. સિદ્ધજીવોને આઠકર્મોનો ક્ષય થઈ ગયો હોય છે.)
અશક્યભાવથી=સર્વ કર્મોથી મુક્ત થયેલો જીવ નીચે જાય એ શક્ય જ નથી.
ઉપગ્રહનો અભાવ હોવાથી=ઉપગ્રહ કરનાર (=ગતિમાં સહાયક) ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી.
વહાણનું દૃષ્ટાંત જેવી રીતે વહાણ, દેડકો, માછલું વગેરે જળનો અભાવ હોવાથી સ્થળ ઉપર જતા નથી તેમ મુક્ત જીવ અલોકમાં જતો નથી. કારણ કે ત્યાં ઉપગ્રહ કરનારા ધર્માસ્તિકાયનો અભાવ છે. (૨૯૨)
योगप्रयोगयोश्चाभावात्तिर्यग् न तस्य गतिरस्ति । सिद्धस्योर्ध्वं मुक्तस्यालोकान्ताद् गतिर्भवति ॥ २९३ ॥
योगो-मनःप्रभृतिः प्रयोगः-आत्मनः क्रिया तयोः कृतद्वन्द्वयोः चः समुच्चये अभावात् तिर्यग् न तस्य गतिरस्ति । तथा सिद्धस्य-मुक्तस्योर्ध्वगतिरेव મવતિ યિત્ ?, માનોના–તોwાન્ત યાવતિ || ર૬રૂ |
ગાથાર્થ– કર્મથી મુક્ત બનેલા સિદ્ધ જીવની યોગ અને પ્રયોગના અભાવથી તીર્થી ગતિ નથી, ઉપર લોકાંત સુધી ગતિ થાય છે.
ટીકાર્થ– યોગ-પ્રયોગના અભાવથી– મન-વચન-કાયા એ ત્રણ યોગનો તથા (એ ત્રણ યોગના વ્યાપાર માટે) પ્રયોગનો આત્મક્રિયાનો અભાવ હોવાથી મુક્તાત્મા તીર્થી ગતિ કરતો નથી. (૨૯૩)
પ્રશમરતિ • ૨૩૮
Page #252
--------------------------------------------------------------------------
________________
यथा मुक्तस्य समयमेकं गतिर्भवति तथा हेतूनाहपूर्वप्रयोगसिद्धेर्बन्धच्छेदादसङ्गभावाच्च । गतिपरिणामाच्च तथा, सिद्धस्योर्ध्वं गतिः सिद्धा ॥ २९४ ॥ सिद्धस्योर्ध्वं गतिः सिद्धा । कुतः ?, हेतुवृन्दात्, तदेवाह-पूर्वप्रयोगसिद्धेः कुम्भकारभ्रामितचक्रस्य कुम्भकारव्यापाराभावेऽपि कियत्कालभ्रमणवत् । बन्धनच्छेदादेरण्डफलवत् । असङ्गभावादलाबुवत् । अत्रार्थे आगमगाथा'लाऊ एरंडफले अग्गी धूमे य इसु धणुविमुक्के । गइ पुव्वपओगेणं एवं સિદ્ધાળવિ ગગો ? ' ત્તિ / ર૬૪ ||
મુક્તજીવની (યોગ ન હોવા છતાં) એક સમય (ઊર્ધ્વ) ગતિ થાય છે, તેનાં કારણોને કહે છે
ગાથાર્થ– પૂર્વપ્રયોગસિદ્ધિથી, બંધ છેદથી, અસંગભાવથી અને ગતિપરિણામથી સિદ્ધજીવની ઊર્ધ્વગતિ સિદ્ધ થાય છે.
ટીકાર્થ–પૂર્વપ્રયોગસિદ્ધિથી યોગનિરોધની પહેલાના યોગના=પ્રયોગના સંસ્કારો રહેલા હોય છે. એ સંસ્કારોની સહાયથી આત્મા ઊર્ધ્વગતિ કરે છે. જેમ કુંભાર ચાકડાને હાથથી ગતિમાન કરીને હાથ લઈ લે છે, છતાં પૂર્વના સંસ્કારોથી ચક્રની ગતિ થયા કરે છે, તેમ મુક્તાત્મામાં વર્તમાનમાં યોગનો અભાવ હોવા છતાં પૂર્વયોગના સંસ્કારોથી તે ઊર્ધ્વગતિ કરે છે.
બંધચ્છેદથી=એરંડાનું ફલ પાકતાં તેના ઉપર પડ સૂકાઇને ફાટી જાય છે ત્યારે તેમાં રહેલ બીજ બંધન દૂર થવાથી ઊછળે છે, તેમ સિદ્ધાત્મા કર્મરૂપબંધનથી રહિત થવાથી ઉપર જાય છે.
અસંગભાવથી=માટીનો લેપ લગાડીને જળમાં ડૂબાવેલું તુંબડું લેપનો સંગ દૂર થતાં પાણીની ઉપર આવી જાય છે, તેમ મુક્તાત્મા કર્મરૂપ સંગથી રહિત થતાં ઉપર જાય છે.
ગતિપરિણામથીeગતિપરિણામ એટલે ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ. જેમ દીપકજયોતિ આદિનો ઊર્ધ્વગમન સ્વભાવ છે, તેમ આત્માનો ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ હોવાથી મુક્તાત્મા ઉપર જાય છે.
પ્રશમરતિ : ૨૩૯
Page #253
--------------------------------------------------------------------------
________________
અહીં પૂર્વપ્રયોગસિદ્ધિ એ હેતુથી મુક્તાત્મા યોગરહિત હોવા છતાં ગતિ કેમ કરી શકે છે ? એ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. પછીના ત્રણ હેતુઓથી સિદ્ધાત્માની ગતિ ઊર્ધ્વ જ કેમ થાય છે ? એ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે.
આ વિષયમાં તાઝ ફંડને ઇત્યાદિ ગાથાનો અર્થ આ પ્રમાણે છે– તુંબડું, એરંડફળ, અગ્નિ, ધૂમ આ દષ્ટાંતોથી તથા ગતિપૂર્વપ્રયોગથી ધનુષ્યમાંથી છોડેલા બાણની જેમ સિદ્ધની પણ ઊર્ધ્વગતિ થાય છે. (आव.नि.गा. ८५७) (२८४)
(२२) इस अधिकार
देहमनोवृत्तिभ्यां भवतः शारीरमानसे दुःखे ।
1
तदभावस्तदभावे, सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ॥ २९५ ॥ देहमनोवृत्तिभ्यां-शरीरचित्तवर्तनाभ्यां कृत्वा भवतो - जायेते । के ? अत आह-शारीरमानसे दुःखे इति, प्रतीतं । तथा तदभावो वर्तते, क्व ? तदभावेदेहाद्यभावे, कारणाभावे कार्याभाव इत्यर्थः । ततः सिद्धं - प्रतिष्ठितं सिद्धस्यमुक्तस्य सिद्धिसुखं इति ॥ २९५ ॥
7
ગાથાર્થ– શરીર-મનની વિદ્યમાનતાથી શારીરિક-માનસિક દુઃખો થાય છે. (આથી) તે બેના અભાવમાં તે બે દુઃખોનો અભાવ થાય. તેથી સિદ્ધજીવનું સિદ્ધિમાં થનારું સુખ સિદ્ધ થાય છે.
ટીકાર્થ– કારણના અભાવમાં કાર્યનો અભાવ થાય. આથી શરીરમનના અભાવમાં શારીરિક-માનસિક દુઃખો ન રહે. (૨૯૫) इति प्रशमरतेर्मुख्यफलमुक्तम् अधुनाऽवान्तरसुखपूर्वकं तदेवाह— यस्तु यतिर्घटमानः, सम्यक्त्वज्ञानशीलसम्पन्नः 1 वीर्यमनिगूहमानः, शक्त्यनुरूपं प्रयत्नेन ॥ २९६ ॥
यः पुनरनिर्दिष्टनामा यतिः-साधुः । कीदृशः ? घटमानः-चेष्टमानः तां तां क्रियां कुर्वन्, तथा सम्यक्त्वज्ञानशीलैः कृतद्वन्द्वैः सुगमार्थैः संपन्नः - युक्तः ।
वीर्यं - उत्साहम्, कथम् ?
तथा अनिगूहमानः-अनाच्छादयन् । किं तत् शक्त्यनुरूपं यथाशक्ति । केन ? प्रयत्नेन - आदरेणेति ॥ २९६ ॥
પ્રશમરતિ ૦ ૨૪૦
Page #254
--------------------------------------------------------------------------
________________
संहननायुर्बलकालवीर्यसम्पत्समाधिवैकल्यात् । कर्मातिगौरवाद् वा, स्वार्थमकृत्वोपरममेति ॥ २९७ ॥
संहननं-वज्रऋषभनाराचमायुः अशेषकर्मक्षपणसमर्थं बलं शरीरादिसमुद्भवं कालो-दुष्षमसुषमादिः वीर्यसंपद्-उत्साहसमृद्धिः समाधिः-चित्तस्वास्थ्यं एषां षण्णां पदानां वैकल्याद्-असंपूर्णत्वात्, तथा कर्मातिगौरवाद्वा-ज्ञानावरणादिकर्मणां बहुस्थितित्वादिति हेतुद्वयात् स्वार्थ-कर्मक्षयमकृत्वा-अविधाय उपरमं-पर्यन्तमेति-गच्छति ॥ २९७ ॥ सौधर्मादिष्वन्यतमकेषु सर्वार्थसिद्धिचरमेषु । स भवति देवो वैमानिको महर्द्धिद्युतिवपुष्कः ॥ २९८ ॥ सौधर्मादिषु सर्वार्थसिद्धिचरमेष्वन्यतमकेषु स भवति देवो वैमानिको महान्ति-पूज्यानि 'अर्ह मह पूजाया'मिति धातोः, ऋद्धिातिवंपूषि यस्य स तथेति ॥ २९८ ॥
આ પ્રમાણે પ્રશમરતિનું મુખ્યફળ કહ્યું. હવે અવાંતર (=આનુષંગિક) સુખપૂર્વક મુખ્ય ફળને જ કહે છે
ગાથાર્થ– સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્મચારિત્રથી સંપન્ન, યથાશક્તિ પ્રયત્ન કરવાના કારણે પોતાના ઉત્સાહરૂપ વીર્યને નહિ છૂપાવતો અને (એથી જ) તે તે ક્રિયાને કરતો જે સાધુ વજઋષભનારાચ સંઘયણ, દીર્ધાયુષ્ય, સર્વકર્મોનો ક્ષય કરવા સમર્થ હોય તેવું શારીરિક આદિ બળ, ચોથો આરો આદિ કાળ, ઉત્સાહરૂપ સમૃદ્ધિ અને ચિત્તસ્વાથ્ય આ છે સાધનોની ખામીથી અથવા જ્ઞાનાવરણીય આદિ કર્મોની સ્થિતિ ઘણી હોવાથી આ બે કારણોથી સર્વકર્મોનો ક્ષય કર્યા વિના મૃત્યુ પામે છે, તે સાધુ સૌધર્મથી સર્વાર્થસિદ્ધ સુધીના કોઈ પણ એક દેવલોકમાં જેના ઋદ્ધિsiति-शरीर पू४नीय छ तेवो वैमानिवि थाय छे. (२८६-२८७-२८८) तत्र सुरलोकसौख्यं, चिरमनुभूय स्थितिक्षयात्तस्मात् । पुनरपि मनुष्यलोके, गुणवत्सु मनुष्यसंघेषु ॥ २९९ ॥ तत्र-विमाने सुरलोकसौख्यं चिरं-प्रभूतकालमनुभूय स्थितिक्षयात्तस्मात्
પ્રશમરતિ • ૨૪૧
Page #255
--------------------------------------------------------------------------
________________
पुनरपि-भूयोऽपि मनुष्यलोके-नरलोके गुणवत्सु-सम्यक्त्वादिगुणयुतेषु मनुष्यसंघेषु-पित्रादिप्रचुरजनेष्विति ॥ २९९ ॥
जन्म समवाप्य कुलबन्धुविभवरूपबलबुद्धिसम्पन्नः । श्रद्धासम्यक्त्वज्ञानसंवरतपोबलसमग्रः ॥ ३०० ॥
जन्म समवाप्य सेत्स्यतीत्यत्रा(स्या)प्यग्रे सम्बन्धः, कीदृशः सन् ?, कुलंउग्रादि बन्धुः-पित्रादिवंशः विभवो-धनादिः रूपं-करादिसमतास्वभावं बलंप्राणो बुद्धिः-औत्पत्त्यादिका ताभिः संपन्नो-युक्तः । तथा श्रद्धादिभिः पञ्चभिः कृतद्वन्द्वैः प्रसिद्धार्थैः (ग्रंथ १७००) समग्रः-समन्वित इति ॥ ३०० ॥ पूर्वोक्तभावनाभावितान्तरात्मा विधूतसंसारः ।। सेत्स्यति ततः परं वा स्वर्गान्तरितस्त्रिभवभावात् ॥ ३०१ ॥ तथा पर्वोक्ताभिर्भावनाभिर्भावितोऽन्तरात्मा-मनो यस्य स तथा । विधूतःअपनीतः संसारो येन स तथा । किं ? सेत्स्यति-मोक्षं यास्यति । ततोमनुजभवात् परं-अनन्तरं स्वर्गान्तरितः । कथं ? प्रथमभवे चारित्री द्वितीयभवे देवः तृतीये मनुजः, तत्र चारित्रं प्राप्य मोक्षगामीति त्रिर्भवभावात्, वाशब्दात् सप्ताष्टभवान्ते वा सेत्स्यति । तत्र सप्त भवा देवा अष्टौ चारित्रयुताः, मिलिताः पञ्चदश १५ इति अविराधितश्रामण्यस्य, इतरस्य त्वष्टमे चारित्रे मोक्षः, अत्र विचाले भवा अनेकादयो द्रष्टव्याः ॥ ३०१ ॥
इत्यार्याषट्कस्य प्रशमरति-स्वर्गापवर्गफलप्रतिपादकस्य संक्षेपार्थः ॥
ગાથાર્થ– વિમાનમાં લાંબા કાળ સુધી દેવલોકનું સુખ અનુભવીને સ્થિતિનો ( આયુષ્યનો) ક્ષય થવાથી ત્યાંથી ફરી પણ મનુષ્યલોકમાં સમ્યકત્વ આદિ ગુણોથી યુક્ત અને પિતા વગેરે ઘણા જનસમુદાયમાં (=विशाण मुटुंबमi) ०४न्म पाभीने दुस-वधु-विभव-३५-स-द्धिथी युत, श्रद्धा-सभ्यत्व-शान-संव२-तपाजसथी युत, भनन पूवात १. दुस-6 वगेरे. पंधु पिता महिनो वंश. विwq=धन वगैरे. ३५४ाय माह __शरीरन। अवयवोनी समानता. पता !. पुद्धिोत्पतिही वगैरे. २. श्रद्धा हेव-गुरु ७५२ अतिशय प्रेम. ૩. તપોબળ=બાર પ્રકારના તપમાં ઉત્સાહ અને તપનું આચરણ.
પ્રશમરતિ • ૨૪૨
Page #256
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓથી ભાવિત કરનાર, સંસારનો ત્યાગ કરનાર અને મનુષ્યભવથી અનંતર સ્વર્ગભવના આંતરાવાળો તે ત્રણ ભવ થવાથી સિદ્ધ થશે, અર્થાત્ પહેલા ભવમાં ચારિત્રી, બીજા ભવમાં દેવ, ત્રીજા ભવમાં મનુષ્ય, ત્યાં ચારિત્ર પામીને મોક્ષગામી થશે. (આમ એ જ ભવમાં મોક્ષમાં ન જનાર ત્રણ ભવોથી મોક્ષમાં જાય.)
ટીકાર્થ– વા શબ્દથી સાત-આઠ ભવના અંતે સિદ્ધ થશે એમ સમજવું. તેમાં સાત ભવ દેવના અને આઠ ભવ ચારિત્રયુક્ત એમ બધા મળીને પંદર ભવ થાય. જેણે ચારિત્રની વિરાધના કરી નથી તેવા જીવને આશ્રયીને આ સમજવું. જેણે ચારિત્રની વિરાધના કરી છે તેનો મોક્ષ આઠમા ચારિત્રમાં થાય. તથા વચ્ચે બીજા પણ અનેક ભવો જાણવા. (ચારિત્રની વિરાધના કરી હોવાથી દેવભવ-મનુષ્યભવ-ચારિત્ર એમ પરંપરા ન ચાલે, કિંતુ અનેક ભવોમાં ભમે. આથી વચ્ચે બીજા પણ અનેક ભવો થાય.) (૨૯૯-૩૦૦-૩૦૧)
साम्प्रतं गृहाश्रमपरिपूर्णधर्मयुक्तानामनन्तरपरंपरफलमभिधित्सुराहयश्चेह जिनवरमते, गृहाश्रमी निश्चितः सुविदितार्थः । दर्शनशीलवतभावनाभिरभिरञ्जितमनस्कः ॥ ३०२ ॥ यश्च कश्चन इह जिनवरमते-सर्वज्ञागमे गृहाश्रमी मनुष्यः निश्चितःकृतनिश्चयः सुविदितार्थः-अतिशयज्ञाताभिधेयः तथाऽभिरञ्जितमनस्को-वासितान्तःकरणः । काभिः कृत्वा ? दर्शनादिभावनाभिः प्रतीतार्थाभिः कृत
પરિતિ / રૂ૦૨ / स्थूलवधानृतचौर्यपरस्त्रीरत्यरतिवर्जितः सततम् । दिग्व्रतमूर्ध्वं देशावकाशिकमनर्थविरतिं च ॥ ३०३ ॥ तथा स्थूलानि च तानि वधानृतचौर्याणि कृत-द्वन्द्वानि च तानि तथा, तानि च परस्त्रीरत्यरती च तास्तथा, ताभिर्वर्जितः स तथा, उपलक्षणत्वात् परिग्रहवर्जित इति च दृश्यं । सततं-अनवरतं, तथोक्-उपरिष्टादणुव्रतेभ्यः दिग्व्रतं देशावकाशिकमनर्थविरतिं चेति ॥ ३०३ ॥
પ્રશમરતિ • ૨૪૩
Page #257
--------------------------------------------------------------------------
________________
सामायिकं च कृत्वा, पौषधमुपभोगपारिमाण्यं च । न्यायागतं च कल्प्यं, विधिवत्पात्रेषु विनियोज्य ॥ ३०४ ॥
तथा सामायिकं च कृत्वा - विधाय पौषधं उपभोगस्य पारिमाण्यंपरिमाणकरणं तच्च । न्यायागतं च- नीत्यागतं च । किमेवंविधं ? कल्प्यंकल्पनीयमन्नादि । केन ? विधिना, पात्रेषु चारित्रिषु विनियोज्य, दिग्व्रतादि कृत्वेति सम्बन्धः। व्यत्ययनिर्देशश्छन्दोऽर्थ इति ॥ ३०४ ॥
चैत्यायतनप्रस्थापनानि कृत्वा च शक्तितः प्रयतः । पूजाश्च गन्धमाल्याधिवासधूपप्रदीपाद्याः ॥ ३०५ ॥ चैत्यायतनप्रतिष्ठापनानि - बिम्बगृहप्रतिष्ठाः कृत्वेत्यादि पूर्वक्रियाणां सिद्धिमेष्यतीत्युत्तरक्रियया सम्बन्धः । चाः समुच्चयार्थाः । कथं ? शक्तितः प्रयतः-आदरवान्, पूजाश्च कृत्वेति सम्बन्धः । कीदृशीः ? गन्धमाल्याधिवासधूपप्रदीपाः कृतद्वन्द्वाः आद्या यासां तास्तथा ताः कर्मतापन्ना इति ॥ ३०५ ॥
,
प्रशमरतिनित्यतृषितो, जिनगुरुसाधुजनवन्दनाभिरतः । संलेखनां च काले, योगेनाराध्य सुविशुद्धाम् ॥ ३०६ ॥
कीदृशः ? प्रशमरतिनित्यतृषितः - उपशमे नित्यं पिपासितः, तथा जिना - दीनां कृतद्वन्द्वानां वन्दनाभिरतः स तथा । तथा संलेखनां च शरीरोपकरणकषायसंकोचरूपां च काले- अवसरे योगेन- व्यापारेणाराध्य - आसेव्य सुविशुद्धांशास्त्रोक्तामिति ॥ ३०६ ॥
प्राप्तः कल्पेष्विन्द्रत्वं वा सामानिकत्वमन्यद्वा ।
स्थानमुदारं तत्रानुभूय च सुखं तदनुरूपम् ॥ ३०७ ॥
ततः प्राप्तः। केषु किं ? कल्पेषु - सौधर्मादिषु इन्द्रत्वं सामानिकत्वमन्यद्वा स्थानमुदारं- प्रधानं । तत्र तेषु स्थानेषु अनुभूय च संवेद्य च सुखं- शर्म तदनुरूपं निजस्थानकानुसदृशमिति ॥ ३०७ ॥
नरलोकमेत्य सर्वगुणसम्पदं दुर्लभां पुनर्लब्ध्वा ।
शुद्धः स सिद्धिमेष्यति, भवाष्टकाभ्यन्तरे नियमात् ॥ ३०८ ॥ પ્રશમરતિ ૦ ૨૪૪
Page #258
--------------------------------------------------------------------------
________________
ततोऽपि च्युतः नरलोकमेत्य-आगत्य सर्वगुणसम्पदं-विषयसुखसमृद्धि दुर्लभां पुनः लब्ध्वा शुद्धः सन् स सिद्धिमेष्यति । क्व ? भवाष्टकाभ्यन्तरे नियमात्-नियमेनेति । आर्यासप्तकस्य श्रावकधर्मविधिप्रतिपादकस्यायं સંક્ષેપર્થ તિ / રૂ૦૮ ||
હવે ગૃહસ્થાશ્રમમાં પરિપૂર્ણ ધર્મથી યુક્ત શ્રાવકોના અનંતર-પરંપર ફળને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ ટીકાર્થ (ચારિત્ર ન લઈ શકવાથી) જે () ગૃહવાસમાં રહીને (નિ.નિ) જિનેશ્વરના વચનમાં નિશ્ચિત રહે છે, (સુo=) જીવાદિ પદાર્થને સારી રીતે જાણે છે, (રન =) સમ્યગ્દર્શનમૂલગુણ-ઉત્તરગુણ સંબંધી ભાવનાઓથી અંતઃકરણને વાસિત કરે છે, (૩૦૨) સદા સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય, સ્થૂલ ચોરી, પરસ્ત્રીગમન,
સ્થૂલ પરિગ્રહ અને રતિ-અરતિનો ત્યાગ કરે છે, અણુવ્રતોથી ઉપર દિશાપરિમાણવ્રત, દેશાવગાશિક, અનર્થદંડવિરતિ, સામાયિક, પૌષધ, ભોગોપભોગપરિમાણ એ વ્રતોને ધારણ કરે છે, નીતિથી મેળવેલા અને કથ્ય અનાદિનું વિધિપૂર્વક સાધુઓને દાન કરવા દ્વારા અતિથિ સંવિભાગ કરે છે, (૩૦૩-૩૦૪) આદરપૂર્વક શક્તિ મુજબ ઘરમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરે છે, સુગંધી દ્રવ્ય-પુષ્પ-કેસર-ધૂપ-દીપ વગેરે દ્રવ્યોથી પૂજા કરે છે, (૩૦૫) સદા પ્રશમ પ્રેમનો પિપાસુ રહે છે, તીર્થંકર-આચાર્યસાધુઓને વંદન કરવામાં તત્પર રહે છે, મૃત્યકાળે ધર્મધ્યાનપૂર્વક શાસ્ત્રોક્ત શરીર-ઉપકરણ-કષાયોનો સંકોચ કરવા રૂપ સંલેખનાને કરે છે, (૩૦૬) તે જીવ મૃત્યુ પામીને સૌધર્મ વગેરે દેવલોકમાં ઇંદ્રપણાને કે સામાનિક દેવપણાને પામે છે, અથવા પ્રધાન સ્થાનને પામે છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ સુખને અનુભવે છે. (૩૦૭) પછી મનુષ્યલોકમાં આવીને દુર્લભ એવી વિષયસુખરૂપ સમૃદ્ધિને ફરી મેળવીને શુદ્ધ થયો છતો આઠ ભાવોમાં નિયમાં મોક્ષમાં જશે. શ્રાવકધર્મની વિધિની પ્રતિપાદક સાત આર્યાઓનો આ સંક્ષેપમાં અર્થ છે. (૩૦૮). ૧. પ્રસ્તુત ટીકામાં યોકોન પદનો વ્યાપારેખન એવો અર્થ કર્યો છે. મોટી ટીકામાં યોન પદનો ધ્યાનેન એવો અર્થ કર્યો છે. અનુવાદમાં મોટી ટીકાના આધારે અર્થ લખ્યો છે.
પ્રશમરતિ ૦ ૨૪૫
Page #259
--------------------------------------------------------------------------
________________
इदानीं यदिमां प्रशमरतिं श्रुत्वा प्राप्यते तदाद्वियेनाहइत्येवं प्रशमरतेः, फलमिह स्वर्गापवर्गयोश्च शुभम् । संप्राप्यतेऽनगारैरगारिभिश्चोत्तरगुणाढ्यैः ॥ ३०९ ॥ इह चतुर्थगणः पञ्चमात्र इति । एतत्फलं-जन्यं । कुतः ? प्रशमरतेः सकाशात् । कीदृशम् ? शुभमिह स्वर्गापवर्गयोश्च प्राप्यते । कैः ? अनगारैः-साधुभिः, तथा अगारिभिः-गृहिभिश्च उत्तरगुणाढ्यैः-निजभूमिकापेक्षया पिण्डविशुद्धयादिदिग्व्रतादिसमृद्धैरिति ॥ ३०९ ॥
जिनशासनार्णवादाकृष्टां धर्मकथिकामिमां श्रुत्वा ।
रत्नाकरादिव जरत्कपर्दिकामुद्धृतां भक्त्या ॥ ३१० ॥ __ जिनशासनार्णवात्-तीर्थकृदागमसिन्धोराकृष्टां-आनीतां धर्मकथिकांद्विविधधर्मप्रतिपादिकामिमां-प्रशमरतिमेतच्छास्त्रं कर्मतापन्नं । किं कृत्वा ? श्रुत्वा-आकर्ण्य । कस्मादिव काम् ? रत्नाकरादिव जरत्कपर्दिकां-जीर्णवराटिकां, समुद्धृतां-समाकृष्टां । कया ? भक्त्या-प्रशमप्रीत्या । अयमर्थःआकृष्टामिति जिनशासनादित्यत्र योज्यम् । उद्धृतामिति रत्नाकरादित्यत्र सम्बन्धनीयम् । अत्रायद्वयक्रिया-कारकघटनैवं बोद्धव्या-इमां धर्मकथिकां श्रुत्वा फलं शुभं प्रशमरतेः संप्राप्यतेऽनगारैरगारिभिश्चेति ॥ ३१० ॥
હવે આ પ્રશમરતિ ગ્રંથને સાંભળીને જે પ્રાપ્ત થાય છે તેને બે मायामोथी 53 छ
थार्थ- समुद्रमाथी पसायेसी ओडी दीपा होय तेभ (भक्त्या=) પ્રશમના પ્રેમથી જિનાગમ રૂપ સમુદ્રમાંથી લાવેલી (=લીધેલી) આ ધર્મકથાને ( પ્રશમરતિ પ્રકરણને) સાંભળીને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોથી યુક્ત સાધુઓ અને દિશાપરિમાણ વગેરે ઉત્તરગુણોથી યુક્ત श्रावो (इत्येवं=) मा ग्रंथम या प्रभारी प्रशमतिर्नु मादीमi, સ્વર્ગમાં અને મોક્ષમાં શુભફળ પ્રાપ્ત કરે છે. (૩૦૯-૩૧૦)
साम्प्रतं सत्पुरुषैर्यादृग्गुणोपेतैर्ये त्याज्या ये च ग्राह्या यन्निमित्तश्च यत्नो विधेयस्तदेतत्सर्वमाह
પ્રશમરતિ - ૨૪૬
Page #260
--------------------------------------------------------------------------
________________
सद्भिर्गुणदोषज्ञैर्दोषानुत्सृज्य गुणलवा ग्राह्याः । सर्वात्मना च सततं, प्रशमसुखायैव यतितव्यम् ॥ ३११ ॥
सद्भिः-सत्पुरुषैर्गुणदोषज्ञैः-यथावस्थितगुणदोषविद्भिः, किं कार्यं ? दोषानुत्सृज्य-परित्यज्य गुणलवा ग्राह्या-गुणांशा ग्राह्याः, प्रकटनीयाः । केन ? सर्वात्मना च-अशेषप्रकारैरपि सततं-अनवरतं । तथा प्रशमसुखायैव यतितव्यं यत्नः कार्य इति ॥ ३११ ॥
॥ इति प्रशमरतिफलाधिकारः ॥ હવે જેવા ગુણોથી યુક્ત સત્પરુષોએ જે છોડવું જોઇએ અને જે લેવું જોઇએ તથા જેના માટે પ્રયત્ન કરવો જોઈએ એ બધું ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– યથાવસ્થિત ગુણ-દોષના જ્ઞાતા સત્પરષોએ (પરમાં રહેલા) દોષોને છોડીને ગુણના અંશોને ગ્રહણ કરવા જોઈએ તથા સદા સર્વ ઉપાયો કરીને પ્રશમસુખ મેળવવા જ પ્રયત્ન કરવો જોઇએ. (૩૧૧)
આ પ્રમાણે પ્રશમરતિફલ અધિકાર પૂર્ણ થયો. साम्प्रतमौद्धत्यं परिहरन् छद्मस्थत्वात् स्वस्य सदोषतां पश्यन् अन्यैश्च यद्विधेयं तद् दर्शयन्नाह
यच्चासमञ्जसमिह, च्छन्दःशब्दसमयार्थतोऽभिहितम् । पुत्रापराधवन्मम, मर्षयितव्यं बुधैः सर्वम् ॥ ३१२ ॥ यत्पुनरिह-अत्र प्रशमरतिप्रकरणेऽसमंजसं-असंगतं तन्मम मर्षयितव्यमिति योगः। छन्दो-रचनाविशेषः शब्दः-संस्कृतादिभेदभिन्न :समय :-सिद्धान्तः तस्यार्थःअभिधेयस्तेषां द्वन्द्वः तेभ्यस्ततः-तानाश्रित्य अभिहितं-प्रतिपादितं पुत्रापराधवत्तनयविनाशवत्पित्रेव तन्मर्षयितव्यं-सोढव्यं बुधैः-विद्वद्भिः सर्वमिति ॥ ३१२ ॥
હવે (પોતાની) ઉદ્ધતાઇનો ત્યાગ કરતા અને પોતાને દોષિત જોતા ગ્રંથકાર બીજાઓએ જે કરવું જોઇએ તેને જણાવતા કહે છે
ગાથાર્થ– પ્રશમરતિ પ્રકરણમાં છન્દ, શબ્દ અને જિનસિદ્ધાંતના અર્થની સાથે સંગત ન થાય તેવું જે મારાથી કહેવાયું હોય તેને વિદ્વાનોએ પિતા પુત્રના અપરાધને માફ કરે તેમ માફ કરવું. (૩૧૨)
પ્રશમરતિ • ૨૪૭
Page #261
--------------------------------------------------------------------------
________________
सांप्रतमवसानमङ्गलमाह
सर्वसुखमूलबीजं, सर्वार्थविनिश्चयप्रकाशकरम् । सर्वगुणसिद्धिसाधनधनमर्हच्छासनं जयति ॥ ३१३ ॥
1
जयति - अतिशेते । किं तत् ? अर्हच्छासनं । कीदृशं ? सर्वसुखानामैहिकामुष्मिकाणां मूलं कारणमिति समासः । सर्वार्थानां विनिश्चयोनिर्णयस्तस्य प्रकाशः- प्रकटनं तं करोतीति समासः । सर्वगुणानां - क्षान्त्यादीनां सिद्धिः- निष्पत्तिस्तस्याः साधने - निष्पादने धनमिव धनं यथा धनेन सता सर्वाणि कार्याणि सिध्यन्ति तथा क्षान्त्यादिगुणावाप्तिसाधने धनकल्पमर्हच्छासनंजैनागमो जयति - विजयमनुभवतीति ॥ ३१३ ॥
હવે અંતિમ મંગલને કહે છે—
ગાથાર્થ– આ લોક સંબંધી અને પરલોક સંબંધી સર્વસુખોનું મૂળ કારણ, સર્વ પદાર્થોને ચોક્કસરૂપે પ્રગટ કરનાર=જણાવનાર, ક્ષમા આદિ સર્વગુણોની સિદ્ધિ કરવામાં ધન સમાન જૈનશાસન જય પામે છે=સર્વ શાસનોથી ચઢિયાતું રહે છે.
ટીકાર્થ– જેવી રીતે ધન હોય તો સર્વ કાર્યો સિદ્ધ થાય, તેમ જૈનશાસન હોય તો સર્વગુણોની પ્રાપ્તિ થાય. માટે અહીં જૈનશાસનને ધનની ઉપમા आपवामां खावी छे. (3१3)
ટીકાકારની પ્રશસ્તિ
यत्यालये मन्दगुरूपशोभे, सन्मङ्गले सद्बुधराजहंसे । तारापथे वाऽऽशुकविप्रचारे, श्रीमानदेवाभिधसूरिगच्छे ॥ १ ॥
भव्या बभूवुः शुभशस्यशिष्याः, अध्यापकाः श्रीजिनदेवसंज्ञाः । तेषां विनेयैर्बहुभक्तियुक्तैः प्रज्ञाविहीनैरपि शास्त्ररागात् ॥ २ ॥
1
श्रीहरिभद्राचार्यै, रचितं प्रशमरतिविवरणं किञ्चित् । परिभाव्य वृद्धटीकाः, सुखबोधार्थं समासेन ॥ ३ ॥ પ્રશમતિ ૦ ૨૪૮
Page #262
--------------------------------------------------------------------------
________________
अणहिलपाटकनगरे, श्रीमज्जयसिंहदेवनृपराज्ये । बाणवसुरुद्र( ११८५ )संख्ये, विक्रमतो वत्सरे व्रजति ॥ ४ ॥ श्रीधवलभाण्डशालिकपुत्रयशोनागनायकवितीर्णे । सदुपाश्रये स्थितैस्तैः, समर्थितं शोधितं चेति ॥ ५ ॥ यदिहाशुद्धं किञ्चित्, छद्मस्थत्वेन लिखितमस्माभिः । तच्छोध्यं धीमद्भिः, सम्यक् संचिन्त्य समयज्ञैः ॥ ६ ॥
સાધુઓનો આશ્રય, જેમાં મંદ પણ સાધુઓ ગુરુના પ્રભાવથી શોભાને પામે છે તેવા, જેમાં મંગલો થઈ રહ્યાં છે, જેમાં શ્રેષ્ઠ વિદ્વાનો રૂપ રાજહંસો છે, જે સિદ્ધિનો માર્ગ છે, જેમાં શીઘ્ર કવિઓનો પ્રચાર છે એવા શ્રીમાનદેવ નામના સૂરિના ગચ્છમાં શ્રેષ્ઠ અને જેમના પ્રશંસનીય શુભ શિષ્યો છે તેવા શ્રીજિનદેવ નામના અધ્યાપક થયા. તેમના શિષ્ય ઘણી ભક્તિવાળા શ્રીહરિભદ્રસૂરિએ પ્રજ્ઞાવિહીન હોવા છતાં શાસ્ત્રરાગથી મોટી ટીકાઓને વિચારીને સુખપૂર્વક બોધ થાય એ માટે સંક્ષેપથી પ્રશમરતિ પ્રકરણનું કંઇક વિવરણ રચ્યું છે. (૧-૨-૩) શ્રીજયસિંહદેવ રાજાના રાજ્યમાં વિક્રમ સંવત પ્રમાણે ૧૧૮૫મું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે અણહિલપાટણ નગરમાં શ્રીધવલ નામના ભાડશાલિક (ભણશાળી)ના પુત્ર યશોનાગ નાયકે આપેલા સુંદર ઉપાશ્રયમાં રહેલા શ્રીહરિભદ્રસૂરિએ આ વિવરણનું સમર્થન કર્યું છે અને સંશોધન કર્યું છે. (૪-૫) આ વિવરણમાં અમારાથી છબસ્થપણાથી જે કંઈ અશુદ્ધ લખાયું હોય તેનું સારી રીતે ચિંતન કરીને સંશોધન કરવું. (૬) शास्त्रस्य पीठबन्धः १, कषाय २ रागादि ३ कर्म ४ करणा ५ र्थाः ६। अष्टौ च मदस्थाना ७ न्याचारो ८ भावना ९ धर्मः १० ॥७॥ तदनु कथा ११ जीवाद्या १२, उपयोगा १३ भाव १४ षड्विधद्रव्यम् १५ । चरणं १६ शीलाङ्गानि च १७, ध्यान १८ श्रेणी १९ समुद्घाताः २०॥८॥ योगनिरोधः क्रमशः २१, शिवगमनविधान २२ मन्तफलमस्याः । द्वाविंशत्यधिकारा, मुख्या इह धर्मकथिकायाम् ॥ ९ ॥ આ ધર્મકથામાં (=પ્રશમરતિ ગ્રંથમાં) ૧. શાસ્ત્રનો પીઠબંધ, ૨. કષાય,
પ્રશમરતિ ૦ ૨૪૯
Page #263
--------------------------------------------------------------------------
________________
उ. रागाधि, ४. अर्भ, प. ४२७, ६. अर्थ, ७: आठ महस्थान, ८. खायार, ८. भावना, १०. धर्म, ११. स्था, १२. भवाहि, १3. उपयोग, १४. भाव, १५. छ द्रव्य, १६. भरा, १७. शीसांग, १८. ध्यान, १८. श्रेशि, ૨૦. સમુદ્ધાત, ૨૧. યોગનિરોધ અને પ્રશમરતિનું અંતિમફળ ૨૨. મોક્ષગમન વિધાન जा प्रमाणे मुख्य जावीश अधिारो छे. (७-८-८) व्याख्यामेतस्य शास्त्रस्य, कृत्वा पुण्यं यदर्जितम् । तेन भव्यो जनः सर्वो, लभतां शममुत्तमम् धात्री धान्रीधरा यावद् यावच्चन्द्रदिवाकरौ । तावदज्ञानविध्वंसान्नन्द्यादेषा सुवृत्तिका ॥ ११ ॥
१० ॥
ग्रन्थाग्रमत्र जातं, प्रत्यक्षरगणनतः ससूत्रायाः । सद्वृत्तेरष्टादश शतानि सच्छ्रोकमानेन ॥ १२ ॥ ( ग्रन्थाग्रं अंकत : १८०० )
"
આ શાસ્રની ટીકા કરીને મેં જે પુણ્ય ઉપાર્જિત કર્યું તે પુણ્યથી સઘળો ભવ્યલોક ઉત્તમ પ્રશમસુખને પામો. (૧૦) જ્યાં સુધી પૃથ્વી છે, જ્યાં સુધી પર્વતો છે અને જ્યાં સુધી ચંદ્ર-સૂર્ય છે ત્યાં સુધી આ સુટીકા અજ્ઞાનનો નાશ કરવા દ્વારા સમૃદ્ધ બનો. (૧૧) સૂત્રસહિત ટીકાના દરેક અક્ષરની ગણનાથી શ્રેષ્ઠ શ્લોકના પ્રમાણથી અહીં ગ્રંથનું પરિમાણ અઢારસો છે. (૧૨)
॥ इति श्रीबृहद्गच्छीय श्रीहरिभद्रसूरि विरचिता प्रशमरतिवृत्तिः समाप्ता ॥ આ પ્રમાણે શ્રીબૃહદ્ગચ્છના શ્રીહરિભદ્રસૂરિએ રચેલી પ્રશમરતિ ગ્રંથની ટીકા પૂર્ણ થઇ.
संवत् १८२३ वर्षे पौषमासि पूर्णिमायां १५ कर्मवाट्यां परमगुरुभट्टारक श्री १०८ श्रीविजयदेवसूरीश्वरशिष्यपण्डितशिरोरत्नपण्डित श्री १९ श्रीवरसिंगर्षिगणिविनेयसकलतार्किकशिरोरत्नायमानप्राज्ञ श्री १९ श्रीलब्धिविजयगणिशिष्यलुंपाकादिनिखिलमतवनगहन धूमध्वजायमानसकलमण्डलाखण्डलायमान
पण्डितश्रीरत्नविजयगणिशिष्यसकलविद्वज्जनसभाभामिनीभालस्थलतिलकायमानपण्डितश्रीविवेकविजयगणिचरणाञ्भोजचञ्चरीकतुल्येन पं.० अमृतविजयेन प्रशमरतिवृत्तिलिपीकृता स्वयं श्रीमुणिसुव्वयप्रसादात् । शुभं । भवन्तु श्रेयः श्रेणयः ।
પ્રશમરતિ ૦ ૨૫૦
Page #264
--------------------------------------------------------------------------
________________
ભાવાનુવાદકારની પ્રશસ્તિ પરમપૂજય વાચકવર શ્રીઉમાસ્વાતિ મહારાજ વિરચિત અને પરમપૂજ્ય આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ વિરચિત લઘુટીકા સહિત શ્રી પ્રશમરતિ પ્રકરણનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજીમહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રદ્યોતક વર્ધમાન તપોનિધિ પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંચસૂત્ર, પંચાશક, ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગસ્તોત્ર, શીલોપદેશમાલા, અષ્ટક પ્રકરણ, યોગદષ્ટિ સમુચ્ચય, પંચવસ્તુક, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, ગુરુતત્ત્વ વિનિશ્ચય, ઉપદેશમાલા (પુષ્પમાલા), નવપદ પ્રકરણ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર આચાર્યશ્રી રાજશેખરસૂરિજીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
પ્રારંભ સમય વિ.સં. ૨૦૬૧, કાર્તિક વદ ૫.
પ્રારંભ સ્થળ સંભવનાથ જિનમંદિરનો ઉપાશ્રય, વિરાર (વેસ્ટ), મહારાષ્ટ્ર,
સમાપ્તિ સમય વિ.સં. ૨૦૬૧, ચૈત્ર સુદ ૩.
સમાપ્તિ સ્થળ કુસુમ-અમૃત આરાધના ભવન, શાંતિનગર, વાપી. (દ.ગુ.)
પ્રશમરતિ - ૨૫૧
Page #265
--------------------------------------------------------------------------
________________
आर्या
प्रशमरतिगताऽऽर्याणामकारादिक्रमेण सूचिः ।
आर्याङ्कः | आर्या | इष्टवियोगसंप्रयोगः
• 37.
अध्यवसायविशुद्धेः अध्यात्मविदो मूर्च्छा अनशनमूनोदरता अन्येषां यो विषयः
अन्योऽहं स्वजनात् . अपरिगणितगुणदोषः अपि पश्यतां समक्षं.
अविसंवादनयोगः
अशुचिकरणसाम
अशुभशुभकर्म अस्य तु मूलनिबन्धं
• 3TT.
आक्षेपणिविक्षेपणि. आचाराध्ययनोक्तार्थ
आज्ञाविचयमपाय
आत्मारामस्य सतः
आदावत्यभ्युदया
आप्तवचनं प्रवचनं
आराधनाश्च तेषां आरोग्यायुर्बलसमुदया: .
• इ •
इच्छा मूर्च्छा काम:. इति गुणदोषविपर्यासः इत्येतत्पञ्चविधं चारित्रं
इत्येवं प्रशमरते: इष्टजनसंप्रयोगः
२५३
. १७८ ईषद्धस्वाक्षरपञ्च. १७५ ईर्ष्या रोषो दोषः
.५१
१५४ उत्पादविगमनित्यत्व.
. १०३ उदयोपशमनिमित्तौ.
११०
. १७४ एकस्य जन्ममरणे . १५५ एकैकविषयसङ्गात् . २४८ एतत्सम्यग्दर्शनं .५९ एतद्दोषमहासञ्चय
एतेषु मदस्थानेषु. . १८२ एतेष्वध्यवसायो
. ११९ एभिर्भावैः स्थानं.
• उ.
. २४६ एवं क्रोधो मानो.
. २५२ एवं रागो द्वेषो मोहो
. १०६ एवं संयोगाल्पाबहु
. २४७ एवमनेकविधानां.
. २३३ | एवमनेके दोषाः
. ६५ एषामुत्तरभेदविषया
• औ
·
. १८ औदारिकप्रयोक्ता.
. ११२
• क •
. २२९ कः शुक्रशोणितसमुद्भव
. ३०९ कर्ममयः संसारः . १५१ | कर्मशरीरमनोवाक्
પ્રશમરતિ ૦ ૨૫૨
आर्याङ्कः
१२५
. २८३
१९
. २०४
.८९
१५३
.....४७
२२४
.५८
. ९७
२२२
१९८
३०
.५६
२०३
१९३
४६
.२२६
. २७५
.८५
५७
२१७
Page #266
--------------------------------------------------------------------------
________________
आर्या कर्मोदयनिर्वृत्तं कर्मोदयाद्भवगति
कलरभितमधुर कल्प्याकल्प्यविधि. कश्चिच्छुभोऽपि विषयः कार्मणशरीरयोगी.
कार्याकार्यविनिश्चयः
कारणवशेन यद्यत्. कालं क्षेत्रं मात्रां किञ्चित् शुद्धं कल्प्यं कुलरूपवचनयौवन
कृत्स्ने लोकालोके केचित् सातर्द्धिरसा. कोऽत्र निमित्तं
क्रोधः परितापकरः.
क्रोधात् प्रीतिविनाशं
क्लिष्टाष्टकर्मबन्धन.
क्षणविपरिणामधर्मा
क्षपक श्रेणिपरिगतः
क्षीणचतुष्कर्माशो
•ग•
गतिविभ्रमेङ्गिताकार . गर्वं परप्रसादात्मकेन गुणवदमूच्छित
गुर्वायत्ता यस्मात् ग्रन्थः कर्माष्टविधं . ग्रहणोद्ग्राहणनवकृति
• च •
चरमभवे संस्थाने..
आर्याङ्कः | आर्या
. १०१ चरमे समये संख्या.
३९ चैत्यायतनप्रस्थाप.
.४१
. १३९ छद्मस्थवीतराग
● छ ●
.४९
. २७६ जन्मजरामरणभयैः
• ज
२१ जन्म समवाप्य.
.५० जातिकुलरूपबल.
१३७ जात्यादिमदोन्मत्तः
१४५ जिनभाषितार्थ.
६७ जिनवरवचन
२६९ जिनशासनार्णवात्..
७६ जिनसिद्धाचार्यो.
९ जीवाजीवा द्रव्यं.
२६ जीवाजीवानां द्रव्यात्मा.
२५ जीवाजीवाः पुण्यं
२२ जीवा मुक्ता: संसारिणः
१२१ ज्ञात्वा भवपरिवर्ते
२६४ ज्ञानं सम्यग्दृष्टेः २७० ज्ञानाज्ञाने पञ्चत्रि
• त
. ४२ तच्चिन्त्यं तद्भाष्यं ९४ तज्जयमवाप्य १३६ तत्कथमनिष्टविषया. ६९ तत् प्राप्य विरतिरत्नं
. १४२ तद्भक्तिबलार्पितया. ९१ तद्वदुपचारसंभृत तद्वन्निश्चयमधुर.. . २८१ तत्र परोक्षं द्विविधं
પ્રશમરતિ ૦ ૨૫૩
आर्याङ्कः
.२८५
. ३०५
२६६
१५२
३००
.८०
९८
.६१
२४९
३१०
२
२१०
२००
१८९
१९०
८१
२०१
१९५
१४७
२५७
१०५
१६४
७
१०९
. ७९
२२५
Page #267
--------------------------------------------------------------------------
________________
आर्या
२११
२०२
२७९
...२०८
.७०
२४१
..१६८
२०७
२१४
.........७७
आर्याङ्क | आर्या
आर्याङ्कः तत्र प्रदेशबन्धो
..३७ | देहो नासाधानको ..... तत्र सुरलोकसौख्यं ............... २९९ | दोषेणानुपकारी भवति ............ तत्राधोमुखमल्लक....
द्रमकैरिव चटुकर्मकं ... तस्मात् परीषहेन्द्रिय .......... .१६५ | द्रव्यं कषाययोगौ ... तस्मादनियतभावं......
| द्रव्यात्मेत्युपचारः ............. तस्माद्रागद्वेषत्यागे..
| द्विविधाश्चराचराख्या. तस्यापूर्वकरणमथ ..........
द्वीन्द्रियसाधारणयोः
............ तां दुर्लभतां भव...
व्यादिप्रदेशवन्तो ...... ........... ताः कृष्णनील ....
।
.ध. तानेवार्थान् द्विषतः .... ............५२ | धन्यस्योपरि निपतति..... ताभ्यो विसृताः श्रुत...
धर्मध्यानाभिरतः .. ................... तासामाराधनतत्परेण ................. २३४ | धर्मस्य दया मूलं................ तुल्यारण्यकुलाकुल .. .............. २५१ | धर्माधर्माकाशानि पुद्गलाः ........ ते जात्यहेतुदृष्टान्त ................... | धर्माधर्माकाशान्येकैक............ ते त्वेकविंशतित्रिद्वि ... १९७ | धर्मावश्यकयोगेषु .............. तेनाभिन्नं चरमभवायुः ........... २७१ | धर्मो गतिस्थितिमतां.. त्यक्त्वा शरीरबन्धनं .............. २९१ | धर्मोऽयं स्वाख्यातो.
| धाद्भूम्यादीन्द्रिय . ............ दण्डं प्रथम समये............. २७३ दशविधधर्मानुष्ठायिनः ........... १७९ | न तथा सुमहाघैः ............. दिव्यात् कामरति ................ १७७ | नरलोकमेत्य सर्व.. ................ दुःखविट् सुखलिप्सुः ............ नहि सोऽस्तीन्द्रिय दुःखसहस्रनिरन्तर ..................... | नाधो गौरवविगमात् ........... दुष्प्रतिकारौ मातापितरौ .............७१ | नानार्जवो विशुध्यति दृढतामुपैति वैराग्य
नाभेयाद्याः सिद्धार्थ देशं कालं पुरुषं ................. १४६ | नित्यपरिशीलनीये ............. देशकुलदेहविज्ञानायुः . ............
.१०२ | नित्योद्विग्नस्यैवं.. देहत्रयनिर्मुक्तः प्राप्यः ..............२८७ | निर्जरणलोकविस्तर.................. देहमनोवृत्तिभ्यां
....२९५ | निर्जितमदमदनानां ..... પ્રશમરતિ - ૨૫૪
२३२
...........
२४४
..६८
..३०८
४८
.२९२
७०
..............
२५०
..१५०
..२३८
Page #268
--------------------------------------------------------------------------
________________
आर्या नैकान् जातिविशेषान् नैवास्ति राजराजस्य
• प•
पञ्चनवद्व्यष्टाविंश. पञ्चविधास्त्वेकद्वित्रि.
पञ्चास्त्रवाद्विरमणं.
पञ्चेन्द्रियोऽथ संज्ञी. परकृतकर्मणि
परपरिभवपरि..
परशक्त्यभिप्रसादा. परिणाममपूर्वमुपागतस्य.
परिणामवर्तनाविधि
पिण्डः शय्या वस्त्रैषणा.
पिण्डेषणानिरुक्त:.
पुद्गलकर्म शुभं यत्.. पूर्वं करोत्यनन्ता पूर्वद्वयसम्पद्यपि
पूर्वपुरुषसिंहानां .. पूर्वप्रयोगसिद्धेः पूर्वरचितं च तस्यां
पूर्वोक्तभावनाभावि
पैशाचिकमाख्यानं प्रकृतिरियमनेकविधा.
प्रवचनभक्तिः
प्रशमरतिनित्यतृषितो
प्रशमाव्याबाधसुधा प्रशमितवेदकषायस्य
प्राणवधानृतभाषण. प्राप्तः कल्पेष्विन्द्रत्वं
आर्याङ्कः | आर्या .८२ प्रायश्चित्तध्याने.
. १२८
● ब •
बलसमुदितोऽपि यस्मात् . . ३५ बहुभिर्जिनवचनार्णव
. १९२ बान्धवधनेन्द्रिय
. १७२ बालस्य यथा वचनं. २७८
● भ●
. २६५ भवकोटीभिरसुलभं
१०० भावयितव्यमनित्यत्वं ९० भावा भवन्ति जीवस्य .६२ भावे धर्माधर्माम्बर... २१८ | भोगसुखैः किमनित्यैः
. १३८
• म●
१३४ ममकाराहङ्कारत्यागात्. २१९ | ममकाराहङ्कारौ २५९ मस्तकशूचिविनाशात्. २३१ माता भूत्वा दुहिता . ९२ माध्यस्थं वैराग्यं २९४ |मानुष्यकर्मभूम्यार्य. २८४ माया लोभकषायः . ३०१ मायाशीलः पुरुषः
. १२० माषतुषोपाख्यानं ३६ मिथ्यादृष्टिरविरतः
१८१ मिथ्यादृष्ट्यविरमण. ३०६ मिष्टान्नपानमांसौदन
२३६ मुक्तः सन्नाभावः
१२६
• य •
६०
यच्चासमञ्जस.
३०७ | यत्पुनरुपघातकरं..
પ્રશમરતિ ૦ ૨૫૫
आर्याङ्क
. १७६
८७
५
१७३
. ११
.६४
१४९
१९६
२०९
१२२
१८०
३१
२६६
१५६
१७
१६२
३२
२८
९५
१५७
३३
४४
२९०
३१२
१४४
Page #269
--------------------------------------------------------------------------
________________
आर्या
.१३१
२१३
............"
.....७२
.....७५
आर्याङ्कः आर्या
आर्याङ्कः यत् सर्वविषयकाङ्क्षोद्भवं .......... १२४ |
• र • यद् ज्ञानशीलतपसां ................ १४३ | रागद्वेषपरिगतो ....................... यद्यपि निषेव्यमाणा ............... | रागद्वेषोपहतस्य........................ यद्यप्यनन्तगम....
| रूपबलश्रुतिमति .................... यद्यप्यवगीतार्था ................ |
• ल . यद्वत् कश्चित् क्षीरं ..... ...७८ | लोकः खल्वाधारः . यद्रव्योपकरण ...... .१७१ लोकस्याधस्तिर्यक .................१६० यद्वच्छाकाष्टादशमन्नं .............. | लोकालोकव्यापकं .............. यद्वत्पंकाधारमपि.. ............ १४०
.व. यद्वत्तुरगः सत्स्वपि १४१ विधिना भैक्ष्यग्रहणं. .११६ यद्वदुपयुक्तपूर्वं ....
...१४ विनयफलं शुश्रूषा ...... यद्वद्विशोषणात् .....................१५९ | विनयव्यपेतमनसो ..... यद्वद्विषघातार्थं. .....१३ | विनयायत्ताश्च गुणाः ...... यश्चेह जिनवरमते . .............. ३०२ | विषयपरिणामनियमो.. यस्तु यतिर्घटमानः .............. २९६ | विषयसुखनिरभिलाषः .......... यस्माद्रागद्वेषो....
१८७ | वृत्त्यर्थं कर्म यथा ..
......... यस्मिन्निन्द्रियविषये .......... ..५४ | वैराग्यमार्गसंप्रस्थितस्य.............. यस्य पुनः केवलिनः ............. २७२ | व्रणलेपाक्षोपाङ्गवत् ................ यस्याशुद्धं शीलं ....
• श . या चेह लोकवार्ता १३० | शब्दादिविषयपरिणाम........... या पुण्यपापयोरग्र..........
शयनासनसम्बाधन ............... यावत् परगुणदोष. ............. | शाश्वतमनन्तमनतिशय ............
....२६८ यावत् स्वविषयलिप्सोः १२३ शासनसामर्थ्येन तु.. ....१८८ या सर्वसुरवरद्धिः. २५६ शास्त्रागमादृते....
...............
.......६६ ये तीर्थकृत्प्रणीता
.१२ शास्त्राध्ययने.. ..................... ....१८५ योगः शुद्धः पुण्या............ २२० | शास्वितिवाग्विधि ................. १८६ योगनिरोधाद्भव. द्भव...................
..७४ | शिक्षागमोपदेश. योगप्रयोगयोश्च .......................२९३ | शीलार्णवस्य पारं
.२४५ योऽर्थो यस्मिन्नाभूत् ............... २०५ | शुक्लध्यानाद्यद्वयं .................
પ્રશમરતિ • ૨૫૬
२४२
..६३
...........
.८४
..........
२३९
.....४५
............
.................
..........
२२३
.......२५८
Page #270
--------------------------------------------------------------------------
________________
..२६३
.....२६
..........
.............
.........२८०
.........
आर्या आर्याङ्कः | आर्या
आर्याङ्क श्रुतबुद्धिविभव.
|सर्वसुखमूलबीजं ... ३१३ श्रुतशीलविनय ... ....... २७ | सर्वार्थेष्विन्द्रियसंयतेषु ........... • ष .
सर्वेन्धनैकराशी षड्जीवकाययतना .................. सर्वोद्धातितमोहो............... . स .
सातर्द्धिरसेष्वगुरुः. संचिन्त्य कषायाणां ...... १६६ | सादिकमनन्तमनुपम........ संपर्कोद्यमसुलभं.. ................ ..९६ |सामान्यं खलु लक्षणं संवरफलं तपोबलं..
सामायिकं च कृत्वा .............. .३०४ संवृततपउपधानात् ........... .. २२१ / सामायिकमित्याद्यं. संवेदनी च निर्वेदनी. .१८३ | साध्वाचारः खल्वयं... संसारादुद्वेगः ... .११५ | साम्प्रतकाले चानागते.
....२०६ संहननायुर्बल..
२९७ सिद्धिक्षेत्रे विमले ................ ....२८८ संहरति पञ्चमे .....
२७४ | सूक्ष्मक्रियमप्रतिपाति .. स क्रोधमानमाया ..
| सेव्यः क्षान्तिर्दिव
...१६७ स ज्ञानदर्शनावरण......
..३४ | सोऽथ मनोवागुच्छ्वास... सद्भिः सुपरिगृहीतं
............
| सौधर्माष्वन्यतम..... सद्भिर्गुणदोषज्ञैः...... ३११ स्थाननिषद्याद्युत्सर्ग. सन्त्यज्य लोकचिन्तां ..
.१२९ स्थूलवधानृतचौर्य.. सप्तविधोऽधोलोकः ............... | स्नानाङ्गराग........................... सम्यक्त्वज्ञानचारित्रसंपदा.
स्नेहाभ्यक्तशरीरस्य ..
............... सम्यक्त्वज्ञानचारित्रतपो ............. .११३ | स्पर्शरसवर्णगन्धाः ..
....२१६ सम्यक्त्वमोहनीयं ................... स्वगुणाभ्यासरतमतेः................. सम्यग्दृष्टेनिं सम्यक् .............. २२७ | स्वर्गसुखानि......................... २३७ सम्यग्दृष्टिआनी ध्यान.. .१२७ | स्वशरीरेऽपि न रज्यति ............ २४० सम्यग्दृष्टिआनी विरति. स समुद्धातनिवृत्तो . ............. | हास्यादि ततः षट्कं .............. सर्वगतियोग्यसंसार. सर्वमदस्थानानां ...... सर्वविनाशाश्रयिणः.
પ્રશમરતિ - ૨૫૦
२८२
........
३०३
..४३
०
......५५
०
Page #271
--------------------------------------------------------------------------
________________
प्रशमरत्युदाहृतविशेषोक्तीनां सूचिः
अणमिच्छमीससम्मं
अप्पाहार अवड्ढा दुभाग. अस्संखोसप्पिणी
आइल्लाणं तिण्हं चरिमस्स
इयं दुवालसंगी न कयाई उप्पत्तिया वेणइया कम्मया.
कारणमेव तदन्त्यं सूक्ष्मो चित्तं चेयण सन्ना विन्नाणं.
जिणपवयणउप्पत्ती ज्ञानं मददर्पहरं माद्यति दुगजोगो सिद्धाणं केवलि.
नाणंतरायदसगं दंसण..
पिण्डं यच्चान्यत् सेज्जं ..
बावीसई सहस्सा
संसारी चेतनो मतः
सव्वद्वाणाई असासयाइं. सायं उच्चागोयं सत्तत्तीसं.
सुस्सूसइ पडिपुच्छइ सूवोयणो जवन्न.
પ્રશમરતિ ૦ ૨૫૮
गाथाङ्ग
२६१
१७५
१९३
३६
२०४
८०
२०८
२०३
२०४
९६
१९७
२१९
१३८
१९३
२०१
२०४
२१९
९२
१०८
Page #272
--------------------------------------------------------------------------
________________ સિદ્ધાંત મર્મજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ - આદિ દ્વારા લેખિત-સંપાદિત-અનુવાદિત પ્રાપ્ય પુસ્તકો સંપૂર્ણ ટીકાના ભાવાનુવાદવાળા પુસ્તકો 9 પંચસૂત્ર H ધર્મબિંદુ યોગબિંદુ * પ્રતિમાશતક આત્મપ્રબોધ 9 પાંડવ ચરિત્ર : વીતરાગ સ્તોત્ર 19 શ્રાદ્ધદિનકૃત્ય અષ્ટક પ્રકરણ યોગદષ્ટિ સમુચ્ચય 49 પંચવસ્તુક ભાગ 1-2 * ભવભાવના ભાગ 1-2 * શ્રાવક ધર્મવિધિ પ્રકરણ 36 ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાગ 1-2 ગુજરાતી. વિવેચનવાળા પુસ્તકો * પ્રભુભકિત * શ્રાવકના બાર વ્રતો છેઃ જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ પ્રભુભકિત મુકિતની દૂતી $= શત્રુંજય તીર્થ સોહામણું 49 આહાર શુદ્ધિથી આત્મશુદ્ધિ ચિત્ત પ્રસન્નતાની જડીબુટ્ટીઓ 8: સ્વાધીન રક્ષા–પરાધીન ઉપેક્ષા 29 તપ કરીએ ભવજલ તરીએ (બાર પ્રકારના તપ ઉપર વિસ્તારથી વિવેચન) :: આધ્યાત્મિક પ્રગતિનાં પાંચ પગથિયાં ન કદ એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ જ છે. નિત્ય ઉપયોગી સાધના સંગ્રહ સૂત્રોના અનુવાદવાળા પુસ્તકો > ચૈત્યવંદન મહાભાષ્ય > યતિ લક્ષણ સમુચ્ચય > હીર પ્રશ્ન અભ્યાસી વર્ગને ઉપયોગી પુસ્તકો * સિદ્ધહેમ શબ્દાનુશાસન (મધ્યમવૃત્તિ ભાગ 1-2-3) (c) તત્ત્વાર્થાધિગમ સૂત્ર (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત) (c) તત્ત્વાર્થાધિગમ સૂત્ર (પોકેટ બુક). e વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ–ટીકાર્થ) (c) વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ...ભાવાર્થ) @ જ્ઞાનસાર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) e અષ્ટક પ્રકરણ (અન્વય સહિત શબ્દાર્થ ભાવાર્થ) e સંસ્કૃત ધાતુ રૂપાવલી - કૃદંતાવલી સંસ્કૃત પ્રાકૃત પ્રત-પુસ્તકો * अष्टादश सहस्रशीलाङ्गग्रन्थ * सिरिसिरिवालकहा श्राद्धदिनकृत्य *आत्मप्रबोध શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટના આગામી પ્રકાશનો ઉપદેશપદ સટીક ભાવાનુવાદ, શ્રાદ્ધવિધિ પ્રકરણ સટીક ભાવાનુવાદ, Tejas Printers પ્રાપ્તિસ્થાનઃ શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ | હિન્દુસ્તાન મીલ સ્ટોર્સઃ 481, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, મુંબઈ–આગ્રા રોડ, ભિવંડી–૪૨૧ 305. ફોનઃ (૦રપરર) 232266, 233814