Book Title: Prashamrati Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 245
________________ चरमे समये-अन्त्यसमये संख्यातीतान्-असंख्यातान्, कान् ? चरमकर्मांशान्-उत्तरप्रकृतीस्त्रयोदशसंख्याः , किं ? विनिहत्य-अपनीय ततो युगपद्एककालं कृत्स्नं-परिपूर्णं, किं ? वेद्यायुर्नामगोत्रगणं क्षपयति ॥ २८५ ॥ ગાથાર્થ– હવે શૈલેશી અવસ્થામાં સમગ્ર શ્રેણિમાં પૂર્વે (=સમુઘાતકાળ) ગોઠવેલા બાકી રહેલા કર્મોને સમયે સમયે ઉત્તરોત્તર સમયોમાં અસંખ્યગુણા ખપાવતા તે કેવળી છેલ્લા સમયે અસંખ્ય છેલ્લા કર્માશોનો નાશ કરીને વેદનીય-આયુષ્ય-નામ-ગોત્રના સમૂહને એકી સાથે સંપૂર્ણ ક્ષય કરી નાખે છે. ટીકાર્થ– સમય શ્રેણિમાં=અંતર્મુહૂર્તમાં જેટલા સમયો છે તેટલા સમય પ્રમાણ શ્રેણિમાં. છેલ્લા કર્માશોનો ૧૩ ઉત્તરપ્રકૃતિઓનો. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– કાયયોગના નિરોધ કાળે છેલ્લા અંતર્મુહૂર્તમાં વેદનીય આદિ કર્મોની સ્થિતિ અપવર્તનાકરણ વડે ઘટાડીને શૈલેશી (કરણ)માં જેટલા સમયો છે તેટલા સમયપ્રમાણ વેદનીય આદિ પ્રત્યેક કર્મની શ્રેણિ રચે છે. તેમાં પૂર્વ પૂર્વના સમયથી પછી પછીના સમયમાં અસંખ્યગુણાં કર્મો ગોઠવે છે, અર્થાત્ પ્રથમ સમયે જેટલાં કર્મો છે, તેથી બીજા સમયમાં અસંખ્યગુણાં ગોઠવે છે, તેથી ત્રીજા સમયમાં અસંખ્યગુણાં ગોઠવે છે, એમ ક્રમશઃ પછી પછીના સમયમાં અસંખ્યગુણાં અસંખ્યગુણાં કર્મો ગોઠવે છે. આથી આ શ્રેણિને ગુણશ્રેણિ કહેવામાં આવે છે. આ પ્રમાણે ગોઠવી રાખેલાં કર્મલિકોને શૈલેશી અવસ્થાના પ્રથમ સમયથી ક્રમશ: ખપાવવા માંડે છે. જે ક્રમે ગોઠવ્યાં છે એ જ ક્રમે ખપાવે છે. પૂર્વ પૂર્વના સમયથી પછી પછીના સમયમાં અસંખ્યગુણાં ગોઠવેલાં છે. એટલે ખપાવવામાં પણ પૂર્વ પૂર્વના સમયથી પછી પછીના સમયમાં અસંખ્યગુણાં ખપાવે છે. આમ પ્રત્યેક સમયે ખપાવતાં ખપાવતાં અંતિમ સમયે બાકી રહેલાં અંતિમ ભાગનાં અસંખ્ય કર્મદલિકો ખપાવીને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મોનો એકી સાથે સંપૂર્ણ ક્ષય કરી નાખે છે. (૨૮૪-૨૮૫) सांप्रतं यत्त्यक्त्वा सिद्धो यादृशीं च गति प्राप्तो यादृशं च तत् सिद्धक्षेत्रं यादृशश्चासौ यथा च तस्योर्ध्वगतिरेव यादृशं च सुखं तस्य स्याद् एतत्सर्वमभिधातुकाम आह પ્રશમરતિ ૦ ૨૩૨

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272