Book Title: Prachina
Author(s): Ravi Hajarnis, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ 12 પ્રાચીના જેનાં ફલસ્વરૂપે રંગપુરથી 50 કિ.મી. દૂર ઉત્તર પૂર્વે આવેલ લોથલની શોધ થઈ. જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ હદમાં આવેલું છે.૧૦ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણખાતાના પશ્ચિમ વર્તુળના ડૉ.એસ.આર.રાવે અમરેલી ૧૯૩ર-પ૩, રંગપુર 1953-56 અને લોથલમાં ૧૯૫૪-૬૩ના વર્ષોમાં ઉત્પનન હાથ ધરેલાં. ઉપરોક્ત ખનનકાર્યોથી રંગપુરનો સમય ઈ.સ. પૂર્વ 3000 નિશ્ચિત થયો. સાથે સાથે અહીંથી અનુહડપ્પન સંસ્કૃતિની ભાળ મળી આવી. સાંકળિયાના અભિપ્રાય અનુસાર સિંધમાં સિંધુસભ્યતાનો હાસ થતાં, પુરવઠો બંધ થયો, અને પરિણામે રંગપુરમાં સભ્યતાના શહેરીકરણનું વખત થતાં ગ્રામ્ય સંસ્કૃતિકરણ થયું હશે. લોથલ ઉખનનથી એ 5,000 વર્ષ પુરાણું આપણું બંદર હોવાના પ્રમાણો મળ્યાં. લોથલના લોકો તત્કાલ મેસોપોટેમિયા (હાલનું ઇરાની સાથે સાગરમાર્ગે વહેપાર કરતાં. સિંધુસભ્યતાના વાહકોનું લોથલમાં આગમન શક્યતઃ કાચામાલના પુરવઠા અર્થે થયું હતું અને ઇ.સ. પૂર્વે ૨,OOOમાં સિંધુ સભ્યતાના લોકોએ લોથલમાં વસવાટ કર્યો. એસ.આર. રાવના કહેવા મુજબ લોથલ એ મોહેંજોડરોનું લઘુસ્વરૂપ હતું. અહીંના ધોરીમાર્ગ એને કાપતાં નાના રસ્તાઓ, રસ્તાની બેય બાજુએ રહેણાંક મકાનો, સ્નાનગૃહો, વગેરે મોહેંજોડરો સાથે સરખાવી શકાય છે. નગર પૂર્વે ઇંટેરી ગોદી અને વહાણ લંગારવાનો ધક્કો એના બંદર હોવાની સાક્ષી આપે છે. 4,000 વર્ષ પૂર્વે પુરને લીધે લોથલનો નાશ થયો. એ પછી વસાહત ફરી ઊભી તો થઈ, પણ હવે ગોદી વગેરે જોવા મળતાં નથી. ફેરવસાવટવાળા લોથલનો અંત ઇ.સ.પૂર્વ ૧૬૦૦માં થયો. તો ફરીને એકવાર ઇસ્વીસનની શરૂઆતની શતાબ્દીમાં માનવ વસવાટના એંધાણ છે. ટૂંકમાં લોથલ કિલ્લે બંધ હતું. આ દુર્ગની પૂર્વમાં ધક્કો, દક્ષિણ વખત તો ઉત્તર-પશ્ચિમ બાજુએ રહેણાંકના તેમજ જાહેર મકાનો હતાં. બે કે ત્રણ મકાનો વચ્ચે સ્નાનગૃહ અને ખાળકુંડીની રચના રહેતી.૧૧ 1954 થી 1960 સુધીમાં દ્વિભાષી પૂર્વ મુંબઈ રાજ્યના પુરાતત્ત્વખાતાએ સિંધુ સભ્યતાના 50 જેટલાં સ્થળો શોધી આપ્યા હતાં. ભાદરને કાંઠે મધ્ય સૌરાષ્ટ્રના શ્રીનાથગઢ પાસે ગોંડલ તાલુકામાં રોઝડી નામે આર્થિક રીતે સમૃદ્ધ એવી વસાહત છે. અહીં 1957-58, ૧૯૫૯ના વર્ષોમાં રાજ્ય પુરાતત્ત્વખાતાના પી.પી.પંડ્યા અને મધુસૂદન ઢાંકીની રાહબરી હેઠળ ખોદકામ થયું. એ બાદ ફરીને માહિતી મેળવવા ખાતાએ ફિલાડેલ્ફીયાની પેન્સિલવેનિયા યુનિવર્સિટી સાથે સંયુક્ત ૧૯૮૦થી ઉત્પનનકાર્ય હાથ ધર્યું. 1955 થી ૧૯૫૯માં થયેલી અન્વેષણાના પરિપાકરૂપે દક્ષિણે નવીનાળ, સમાગોગ અને ઉત્તરે દેસલપર જેવી પરિપક્વ સિંધુ સભ્યતાની વસાહતો પ્રકાશમાં આવી હતી. તો એથી વિપરીત દક્ષિણે ટોકિયો અને ઉત્તર કસર આ સંસ્કૃતિના ઉત્તરકાલીન કેન્દ્રો હતાં. 1964 અને ૧૯૬૮ના વર્ષોમાં કચ્છનું વિસ્તૃત સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગના શ્રીજગતપતિ જોશી એ તત્કાલે આ સભ્યતાના અનેક સ્થળો શોધી આપ્યા, જે અંતર્ગત વિશ્વવિખ્યાત ધોળાવીરાનો પણ સમાવેશ થતો હતો. 12- જો શીએ સુરકોટડામાં પરિપક્વ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142