Book Title: Prachina
Author(s): Ravi Hajarnis, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 92
________________ 75 વૃષભ-નંદી, સાહિત્ય અને કલામાં ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં) હારના યથોચિત આભુષણોથી ઉપયુક્ત છે. 05 આવી જ એક વિશાળ નંદીપ્રતિમા ઢાંકા (બાંગ્લાદેશ)ના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. જેનું મૂળ પ્રાપ્તિસ્થાન ફરીદપુર જિલ્લાનું ડાયાભોગ ગામ છે. ઉલ્લેખનીય એટલે ખાંધ ફરતે બે હાર બતાવ્યાં છે. વધુમાં પીઠ પર જાડુ ભરતકામવાળુ કપડું ધ્યાનાકર્ષક છે. જેના વડે પશુના પુચ્છભાગથી ગરદન પર્વતનો અગ્રભાગ આચ્છાદીત છે.* કાયાવરોહણથી વેમકડફીસીસ (ઇ.સ.૪૦-૭૦)નો એક સિક્કો પ્રાપ્ત છે. જેના પર નંદીની આગળ શિવ ઊભા સ્વરૂપે કંડારાયા છે. અથવા એમ કહો, કે વૃષવાહનને અઢેલીને શિવ ઊભા છે. ગુજરાતનું વૃષવાહન સાથેનું આ ઢબનું સૌથી પ્રાચીન ઉદાહરણ ગણી શકાય.૩૭ આ જ પ્રકારને વૃષવાહનને અઢેલીને ઊભા સ્વરૂપની દેવ આકૃતિ ક્ષત્રપ રૂદ્રસેન ત્રીજાના સિક્કા પર પણ જોવા મળે છે. ક્ષત્રપ સિક્કાઓ પરની વૃષભ આકૃતિ એમનો શૈવધર્મ પ્રત્યેનો ઝુકાવ ગણી શકાય. ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત નમૂનાઓ પર પણ વૃષભ અંકીત છે. 39 ડૉ. આર. એન મહેતાને નગરાના ઉત્પનનમાંથી મધ્યકાળની એક મુદ્રા મળી હતી. જેમાં એક ખોડેલું ત્રિશૂલ હોઈ, એની બાજુમાં બેઠા સ્વરૂપનો નન્દી કાઢેલો છે. મૈત્રકોનું તો રાજચિહ્ન જ વૃષભ હતું. આથી સ્વાભાવિક રીતે જ મૈત્રક સિક્કાઓ અને કેટલીક તત્કાલીન મુદ્રાઓ પર નંદી આકૃત છે. આ સિલસિલો છેક ચૌલુક્ય કે સોલંકી કાલમાં પણ ચાલુ રહ્યાનું તત્કાલના અભિલેખોના પતરા પરની બેઠા સ્વરૂપની નંદી આકૃતિ પુરવાર કરે છે. ટૂંકમાં આ પરંપરા લાંબા સમય સુધી ચાલુ રહી હતી. ગ્રંથ લેખકે દેવતા સંલગ્ન વૃષવાહન અને સ્વતંત્ર નંદીશિલ્પો એમ બે ભાગમાં વહેંચીને સંશોધન નિષ્કર્ષ અહીં રજુ કર્યો છે. 42 1. મૂર્તિ સંલગ્ન વૃષવાહન : શૈવ દેવતાઓ, શિવ, વીરભદ્ર, અર્ધનારીશ્વર, શૈવદેવીઓ મહેશ્વરી, ઉમા અને હરગીરી કે ઉમા-મહેશ્વર વગેરે પ્રતિમાઓ સાથે જે નંદી વાહન તરીકે કંડારાય છે. 2. સ્વતંત્ર-પૂર્ણમૂર્તિ નંદી શિલ્પો જેમના ચારેકોરથી દર્શન થાય. નંદી શિવલિંગ તરફ દૃષ્ટિ રાખતું જટિલ દેવાલય સ્થાપત્ય ભાગરૂપ ગ્રંથસ્થ નિયમોનુસાર ઘડાય છે. 1. મૂર્તિ સંલગ્ન વૃષવાહનઃ સૌરાષ્ટ્રના અમરેલીના ગોહીલવાડના ટિંબાના ઉત્પનનમાંથી એક માટીની (T.C.) તકતી-Plaque મળેલ. જેનો સમય ક્ષત્રપ-કુષાણકાળનો છે. તકતી પર વૃષભારૂઢ શિવપાર્વતીની આકૃતિ છે. અદ્યાપિ પર્યંતનો વૃષવાહન તરીકેનો જ્ઞાત પ્રાચીનતમ નમૂનો ગણવામાં હરકત નથી. પી.એલ.ઇનામદારને પૂર્વે ઇડર સંસ્થાનના શામળાજી, ટીંટોઈ, કુંઢોલ અને દેવની મોરી 24174412411 Cazaziziell Uzal 4242-1 (The dark blue on greenish blue schist stone) શિલ્પો મળેલાં. આ શિલ્પસમૂહ હાલ વડોદરા સંગ્રહાલય અને ચિત્રાલયના સંગ્રહમાં સુરક્ષિત છે. જેમનો સમય ક્ષત્રપ, ગુપ્ત અને અનુગુપ્તકાલીન ગણાય છે. આ વિશ્વવિખ્યાત શિલ્પ-કૃતિઓ પૈકી ક્ષત્રપકાલના અંત ભાગના શામળાજીના દ્વિબાહુ શિવનું શિલ્પ એના વાહન અર્થે પ્રસ્તુત છે. નંદી ઘડતર ધૂળ અને કદાવર ભાસે છે. ધડતર સાથે આભૂષણો પણ તત્કાલીન પરંપરાના છે. 45 ક્ષત્રપાલનો અંતભાગ એટલે

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142