________________ 48 પ્રાચીન | વિષ્ણુપ્રતિમાના ઉપરના ભાગે પાર્થદર્શને ગજરાજનું સુંદર જીવંત ભાસતું શિર છે. ગજમસ્તકે અલંકરણયુક્ત પટ્ટિકાનું સુરેખ આભરણ છે. સૂંઢ છેડેથી સહેજ વાળીને ઉપર લીધી છે. પ્રાણીશિલ્પનું એ સર્વોત્તમ ઉદાહરણ છે. ગજશીર્ષ પર એક ખંડિત શેષ બચેલો પશુના નહોરવાળો પગનો પંજો દેખાય છે. પંજાની ઉપરનો ભાગ તૂટેલો હોવા છતાં તે નિસંશયપણે વ્યાલનો પંજો હોવાનું સહેજે સમજાય છે. કલામાં ગજ-વ્યાલ કેટલીકવાર મકર સાથે નિરૂપવામાં ચાલત્રયીના દષ્ટાન્તો છે. અંતમાં અહીં પ્રસ્તુત શિલ્પખંડો, તેમ જ અગાઉ પ્રસિદ્ધ થયેલા મોઢેરાના શિલ્પખંડોની કલાશૈલી એક જ હોવાથી શ્રી મધુસૂદન ઢાંકીનું જ તે પરત્વેનું વિવેચન વાચકો સમક્ષ રજૂ કરવાનું ઉચિત માન્યું છે. “મહાગૂર્જરશૈલીના મોઢેરાથી પ્રાપ્ત શિલ્પખંડો સ્પષ્ટતયા દસમા શતકના પ્રારંભના કે નવમા શતકના અંતભાગનાં લક્ષણો બતાવી રહે છે. આ શિલ્પખંડોની સાધારણ શૈલી એક જ જણાય છે અને તે સૌ એક કાળના એક રીતિની અભિવ્યંજનાના ફલસ્વરૂપ હોય તેમ માનવામાં હરકત જેવું નથી. મોઢેરાના ઇ.સ.૧૦૨૭માં બંધાયેલ મૂલપ્રાસાદના મંડોવરની અને તેથી સ્ટેજ પુરાણા કુંડની પ્રતિમાઓની શૈલી કરતાં આ શિલ્પોની શૈલી વેગળી અને વિશેષ પ્રાચીન છે. આ શિલ્પો મહાગૂર્જરશૈલીનાં તો છે જ પણ તે પ્રસ્તુત શૈલીની ગુજરાતને આવરતી આનર્ત શાખાનાં હોવાને બદલે એક બાજુથી માલવા-ઉપરમાલ અને બીજી બાજુથી ચંદ્રાવતી-અબૂદ મંડલની કલાનો પ્રભાવ બતાવે છે.” પાદટીપ : 1. પ્રો. મધુસૂદન ઢાંકીની લેખક સાથેની ચર્ચાને આધારે. 2. ચાલત્રયી અંગે જુઓ : આ જ ગ્રંથ પ્રાચીનાનાં ૧૪મો લેખ ગુજરાતના દેવાલયોની વ્યાલ આકૃતિો.