________________
४२३
આપે, તે ઘણું દુશ્મને નહિ, પણ કેટલાય બધા મિત્રો હરહંમેશ તમને મળી રહેશે. અને આપણે નિદિષ્ટ કરી છે તે વિવેકપૂર્ણ વ્યવસ્થા
જ્યાં સુધી રાજ્યમાં ચાલુ રહેશે, ત્યાં સુધી તમારું રાજ્ય છે કે એનું રક્ષણ કરનારાઓની સંખ્યા એક હજારથી વધારે નહિ હોય, તે પણ માત્ર પ્રતિષ્ઠા અને (બાહ્ય) દેખાવમાં એમ કહેવાને ભારે ભાવાર્થ નથી, પરંતુ–કર્મો અને સત્ય એ સૌથી મહાન રાજ્ય થશે. હેલેનિઝ લેકેમાં અથવા જંગલી લોકોમાં (૩) એવું એક પણ રાજ્ય ભાગ્યે મળી આવશે જે આની બરાબરી કરી શકે, જે કે ઘણું એના જેટલાં મેટાં અને એનાથી અનેક ગણાં મોટાં દેખાતાં મળી આવે ખરાં !
તેણે કહ્યું એ સૌથી સાચું છે.
મેં કહ્યું : અને જ્યારે આપણા શાસનકર્તાઓ આપણા નગર રાજ્યના કદને, અને જેની બહાર તેઓ (પોતે ) કદી ન જાય એવા તથા રાજ્યમાં જેને સમાવેશ કરવાનું છે તેવા પ્રદેશના પરિમાણને વિચાર કરતા હોય, ત્યારે એ (બધું) નક્કી કરવા, (રાજ્યની) સારામાં સારી હદ કેવડી ગણી શકાય ?
તમે કેટલી હદ આં કે ?
પિતાની એકતા સાથે સુસંગત રહે ત્યાં સુધી રાજ્યને હું વધવાની છૂટ આપું; હું માનું છું કે એ સીમા એગ્ય છે.
(૪) તેણે કહ્યું ઃ બહુ સારું.
મેં કહ્યું ત્યારે અહીં એક બીજો આદેશ ઊભે થાય છે જે આપણા પાલકોને આપણે આપો પડશે. આપણું નગરરાજ્ય ન તે નાનું કે ન તે મેટું, પણ એક અને સ્વપર્યાપ્ત ગણવું જોઈએ.
તેણે કહ્યું : અને આ આદેશ જે આપણે એમને આપીએ છીએ એ અવશ્ય કંઈ બહુ કઠોર નથી.
+ મુદ્દો : ૪ રાજ્યની સીમાઓ. પ્લેટનું નગરરાજ્ય કલાની કૃતિ જેવું અવિભાજ્ય એકમ રૂપ છે. તેથી આંતરિક આવશ્યકતા અને એકતાની દષ્ટિએ જ એની સીમાઓ આપોઆપ બંધાશે, એમ પ્લેટનું કહેવું છે,