________________
૨૮૪
પરિચછેદ ૫
આપણે અહીં સુધી આવ્યા તે ધર્મ અને અધર્મની શોધ કરતા આવ્યા છીએ એટલું તમને યાદ આપીને હું શરુ કરીશ.
તેણે જવાબ આપેટ ખરું, પણ તેથી શું ?
જે આપણે તે (ધર્મ-અધર્મ ) શોધી કાઢ્યા હોય તો પછી હું માત્ર પૂછવાન હતો કે આપણે શું એટલી જ માગણી કરવાની છે કે ધાર્મિક માણસે પરમ ધર્મના ધરણથી કોઈ પણ બાબતમાં જરા પણ ઊણા રહેવાનું નથી, કે પછી બીજા માણસોમાં મળી આવે છે તેના કરતાં એ (પોતે પરમ ધર્મની વધારે) સમીપ (૪) હોય તથા એનામાં ધર્મની પ્રાપ્તિ ઉચ્ચતર અંશમાં થયેલી હોય એટલાથી આપણે સંતોષ પામીશું?
એ (ધર્મની વધારે) સમીપ હશે તો ચાલશે.
આપણને આદર્શની પ્રાપ્તિ થાય તે અર્થે એકાન્તિક ધર્મના સ્વરૂપ વિશે અને સંપૂર્ણપણે ધર્મિષ્ટ હોય તેમના ચારિત્ર વિશે તથા અધર્મ અને જેઓ સર્વાશે અધર્મીઓ હોય તેમના વિશે આપણે વિચાર કરતા હતા. એ (કેવલ ધર્મ અને કેવલ અધર્મ) વસ્તુતઃ અસ્તિત્વમાં આવી શકે કે કેમ એ સાબીત કરવાની દૃષ્ટિબિંદુથી નહી, પરંતુ જે ધોરણ તેમાં વ્યકત થતું લાગે છે અને આપણે જેટલે અંશે તેને ( તે ઘોરણને) મળતા (૩) આવીએ એ ઉપરથી આપણાં સુખ અને દુઃખ વિશે આપણે નિર્ણય બાંધીએ તે અર્થે આપણે ધર્માધર્મને જોવાનાં હતાં.
તેણે કહ્યું ખરું.
સંપૂર્ણ કલા દારા સર્વાશે સુંદર ભનયને આદર્શ કેઈચિત્રકાર દેરી આપે ત્યાર પછી “એ કોઈ માણસ કદી ક્યાત હશે.” એમ બતાવી આપવા જે તે અશક્ત હોય તો શું એ ચિત્રકાર એથી કંઈ હલકે ઠરે છે*
જરા પણ હલકે ન કહેવાય. - સરખાવો ઉપર-૪૨૦.