________________
૨૦૪
પિરિછેદ ૪
મેં જવાબ આપ્યોઃ હા, કરીશ; * અને હું અત્યારે જોઈ શકું છું તે પ્રમાણે તો, આગળ આવી ગયા તે સગુણ કરતાં સંયમમાં સંવાદ અને એકતાનતાનું તત્ત્વ વધારે અંશે રહેલું છે.
તેણે પૂછ્યું: એ કઈ રીતે?
મેં જવાબ આપ્યોઃ અમુક (પ્રકારનાં) સુખ અને ઈચ્છાઓને વ્યવસ્થિત કે સ્વાધીન રાખવાં એનું નામ સંયમ; “માણસ સ્વાધીન હોવો જોઈએ,” એ કહેવતમાં પણ આવું જ ગર્ભિત રીતે સૂચન કરવામાં આવ્યું છે એ નવાઈ જેવું છે અને ભાષામાં એ જ વિચારની બીજી છાયા મળી આવે ખરી.
તેણે કહ્યું એમાં સંદેહ નથી.
“સ્વાધીન” શબ્દ જરા હાસ્યાસ્પદ લાગે છે, કારણ (૪૩૨) (સ્વ+અધીનમાં) સ્વામી છે તે સેવક પણ છે, અને સેવક સ્વામી છે; અને બોલવાની આવી દરેક પદ્ધતિમાં એની એ જ વ્યક્તિ ઉદિષ્ટ હોય છે.
અવશ્ય.
મારી માન્યતા પ્રમાણે આનો અર્થ એ છે કે મનુષ્યના આત્મામાં એક ઉચ્ચતર અને બીજું જરા અધમ એમ બે તત્ત્વ રહેલાં છે, અને જ્યારે અધમ તત્ત્વ ઉચ્ચતર તત્ત્વના કાબુમાં રહેલું હોય છે, ત્યારે માણસ સ્વાયત્ત છે એમ કહેવાય છે; અને આ એક પ્રશંસાનું પદ છે. પણ
જ્યારે ખરાબ શિક્ષણ કે સહવાસને લઈને, ઉચ્ચતર તત્ત્વને લઘુ અંશ ખરાબ તત્તવના ઘણા મોટા પુંજમાં (વ) ગ્રસ્ત થઈ જાય છે, ત્યારે--આવે વખતે તેને દોષ દેવામાં આવે છે, અને કશા પણ સિદ્ધાન્ત વગરને તથા પોતાની (અધમ) જાતને ગુલામ ગણવામાં આવે છે.
હા, એ વ્યાજબી છે.
- મુદો : ૮: ૩. સંયમ. + પલેટાનું ચિત્તશાસ્ત્ર