________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૬ | સૂત્ર ૧૫-૧૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ૨૯ ટીકાર્ય :
તીર્થ .. નુત્રવત્ છે તે વૈરાગ્ય પર પ્રકૃષ્ટ છે. પ્રથમ વૈરાગ્ય વિષયવિષય વિષયના વિષયવાળો અર્થાત્ શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયવાળો છે, ઉત્પન એવી ગુણ અને પુરુષની વિખ્યાતિ થવાથી જ બીજો વૈરાગ્ય ગુણવિષય ગુણના વિષયવાળો વૈરાગ્ય થાય છે.
અહીં પ્રશ્ન થાય કે, બીજો વૈરાગ્ય પ્રકૃષ્ટ કેમ છે ? તેમાં હતુ કહે છે – નિરોધ.... મનુવકૃત્નત્થાત્ II નિરોધસમાધિનું અત્યંત અનુકૂલપણું છે નિરોધસમાધિને ગુણવૈતૃણ્ય અત્યંત અનુકૂળ છે. ll૧-૧૬ll ભાવાર્થ : પર વૈરાગ્યનું સ્વરૂપ :
પ્રથમ વૈરાગ્ય પાંચ ઇન્દ્રિયોના સર્વ વિષયો વિષયક હોય છે, તેથી યોગી ઇન્દ્રિયોના વિષયોની નિઃસારતાનું ભાન કરીને તેના પ્રત્યે વિરક્તભાવવાળા થાય છે અને બીજો વૈરાગ્ય યોગની સાધનાથી પ્રગટ થતા ગુણો પ્રત્યે પણ વિતૃષ્ણા ભાવવાળો છે; કેમ કે સંસારઅવસ્થામાં પ્રગટ થતા ગુણોનો સિદ્ધઅવસ્થામાં રહેલ આત્મારૂપ પુરુષથી ભેદ છે, અને તે પુરુષથી સંસાર અવસ્થામાં પ્રગટ થયેલા ગુણોના ભેદના ચિંતવનને કારણે સંસાર અવસ્થામાં વર્તતા સર્વ ગુણો પ્રત્યે વિતૃષ્ણા થાય છે, તે પ્રકૃષ્ટ વૈરાગ્ય છે.
અહીં પ્રશ્ન થાય કે, ગુણો તો આત્માના કલ્યાણનું કારણ છે, તેના પ્રત્યે યોગી વિરક્ત ભાવ કેમ કરે છે ? તેથી કહે છે –
ગુણો પ્રત્યેનો વૈતૃષ્ણભાવ ચિત્તવૃત્તિના નિરોધરૂપ સમાધિને અત્યંત અનુકૂળ છે.
આશય એ છે કે, પોતાને જે ગુણો પ્રાપ્ત થાય તે ગુણોમાં પણ તૃષ્ણા-આસક્તિ થાય તો ઉપરની ભૂમિકામાં જવા માટેનો યત્ન સ્કૂલના પામે છે અને યોગીને ચિત્તવૃત્તિના નિરોધની પ્રાપ્તિ ઇષ્ટ છે, તેથી નિરોધસમાધિના ઉપાયરૂપ ગુણો પ્રત્યે પણ તૃષ્ણા ઉત્પન્ન ન થાય તદર્થે યોગી સંસારવર્તી પ્રગટ થતાં સર્વગુણોથી પોતાના આત્માના=પુરુષના ભેદનું ચિંતવન કરીને ગુણના અને પુરુષના ભેદજ્ઞાનને સ્થિર કરવા યત્ન કરે છે, તે ભેદજ્ઞાનના ચિતવનથી પોતાનાથી ભિન્ન એવા ગુણોવાળી અવસ્થા પ્રત્યે યોગીનું ચિત્ત વિરક્ત બને છે. II૧-૧દ્દા સૂત્ર-૧-૧૫/૧૬ ઉપર ઉપાધ્યાય મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા :
[य.] व्याख्या-विषयदोषदर्शनजनितमापातधर्मसंन्यासलक्षणं प्रथमम्, सतत्त्वचिन्तया विषयौदासीन्येन जनितं द्वितीयापूर्वकरणभावितात्त्विकधर्मसंन्यासलक्षणं द्वितीयं वैराग्यम्, यत्र क्षायोपशमिका धर्मा अपि क्षीयन्ते क्षायिकाश्चोत्पद्यन्ते इत्यस्माकं सिद्धान्तः ॥