________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૯ વળી આ નિવિચારના વિશારદપણાથી-નિવિચારની નિર્મળતાથી, ઉત્પન્ન થયેલી પ્રજ્ઞા તેના કરતાં=શ્રુત અને અનુમાનથી ઉત્પન્ન થયેલી પ્રજ્ઞા કરતાં, વિલક્ષણ છે; કેમ કે વિશેષવિષયપણું છે. કેમ ઋતંભરાપ્રજ્ઞાનું વિશેષવિષયપણું છે, તેથી કહે છે
હિં-જે કારણથી, આ પ્રજ્ઞામાં=ઋતંભરાપ્રજ્ઞામાં, સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ પણ અર્થોનો વિશેષ સ્પષ્ટરૂપે જ ભાસે છે, આથી તેમાં ઋતંભરાપ્રજ્ઞામાં જ, યોગીએ પ્રકૃષ્ટ પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રકારે ઉપદિષ્ટ=હેવાયેલું, થાય છે. II૧-૪૯
ભાવાર્થ :
૧૨૨
સામાન્ય વિષયવાળી શ્રુત અને અનુમાનપ્રજ્ઞાથી વિશેષ અર્થપણું હોવાને કારણે ઋતંભરાપ્રજ્ઞાની વિલક્ષણતા :
પાતંજલયોગસૂત્ર ૧-૪૮માં પતંજલિઋષિએ અધ્યાત્મના પ્રસાદથી ઋતંભરાપ્રજ્ઞા પ્રગટે છે તેમ બતાવ્યું અને ઋતંભરાપ્રજ્ઞાને પ્રગટ કરવાનો ઉપાય શ્રુત અને અનુમાન દ્વારા પ્રગટ થયેલ પ્રજ્ઞા છે; કેમ કે શ્રુત અને અનુમાન દ્વારા પ્રગટ થયેલી પ્રજ્ઞાના બળથી યોગી સવિતર્કાદિ સમાપત્તિમાં યત્ન કરે છે તેના ફળરૂપે ઋતંભરાપ્રજ્ઞા પ્રગટે છે.
વળી શ્રુત અને અનુમાન દ્વારા પ્રગટ થયેલી પ્રજ્ઞા ઋતંભરાપ્રજ્ઞા જેવી નથી પરંતુ ઋતંભરાપ્રજ્ઞાનું કારણ બને તેવી સામાન્યવિષયવાળી છે તે બતાવતાં કહે છે
-
શ્રુતજ્ઞાન શબ્દોથી થાય છે, અને શબ્દથી જ્ઞાન કર્યા પછી લિંગો દ્વારા અનુમાન કરાય છે, તેથી શ્રુત અને અનુમાન દ્વારા યોગમાર્ગને ઉપયોગી એવા સામાન્યનો બોધ થાય છે. કેમ વિશેષનો બોધ થતો નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
જેમ ઇન્દ્રિયોથી વિશેષનો નિર્ણય થાય છે તેમ નહીં દેખાતા પદાર્થોનો શબ્દ અને લિંગ દ્વારા વિશેષ નિર્ણય થતો નથી, તેથી પ્રત્યક્ષ જેવો વિશેષ નિર્ણય શ્રુત અને અનુમાન દ્વારા થઈ શકતો નથી, આમ છતાં શ્રુત અને અનુમાન દ્વારા યોગમાર્ગવિષયક સામાન્ય નિર્ણય કર્યા પછી યોગી સવિતર્કાદિ સમાધિમાં યત્ન કરે અને અંતે નિર્વિચારના વૈશારઘથી અર્થાત્ નિર્વિચારની નિર્મળતાથી ઉત્પન્ન થયેલી એવી ઋતંભરાપ્રજ્ઞા પ્રગટે તેમાં શ્રુત અને અનુમાનથી પ્રગટેલી પ્રજ્ઞા કરતાં વિલક્ષણપણું છે; કેમ કે શ્રુત અને અનુમાન દ્વારા પ્રગટેલી પ્રજ્ઞામાં યોગના સેવનથી પ્રગટ થયેલ અનુભવજ્ઞાનને કારણે અતિશયતા થાય છે, તેથી શ્રુત અને અનુમાન દ્વારા પ્રગટ થયેલું સામાન્ય જ્ઞાન ઘણા અતિશયવાળું બને છે.
આ ઋતંભરાપ્રજ્ઞા પ્રગટ થાય ત્યારે યોગીઓને સૂક્ષ્મ પદાર્થો, વળી અન્ય વસ્તુઓના વ્યવધાનમાં રહેલા પદાર્થો અને દૂરવર્તી પદાર્થો વિશેષ સ્પષ્ટ ભાસે છે, તેથી આ પ્રજ્ઞામાં જ યોગીએ યત્ન કરવો જોઈએ, પરંતુ માત્ર શ્રુત અને અનુમાન પ્રજ્ઞામાં ઉદ્યમ કરીને સંતોષ માનવો જોઈએ નહીં.
||૧-૪૯॥