________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૨
પ3
અવતરણિકા:
के ते तीव्रसंवेगा इत्यत आह - અવતરણિતાર્થ :
સૂત્ર ૧-૨૧માં કહ્યું કે તીવ્રસંવેગવાના યોગીઓને સમાધિનો લાભ શીઘ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે, તીવ્ર સંવેગવાળા એવા તે યોગીઓ, કોણ છે ? તેથી કહે છે – સૂત્રઃ
मृदुमध्याधिमात्रत्वात् ततोऽपि विशेषः ॥१-२२॥ સૂત્રાર્થ :
મૃદુ, મધ્ય અને અધિમાલપણું હોવાથી અર્થાત સમાધિના ઉપાયના સેવનનું મૃદુ, મધ્ય અને અધિકારપણું હોવાથી તેનાથી પણ ઉપાયના ભેદથી પણ, વિશેષ છે અર્થાત તીવ્ર સંવેગવાળા યોગીઓનો પરસ્પર ભેદ છે. ll૧-૨શી ટીકા?
'मृदु इत्यादि'-तेभ्य उपायेभ्यो मृद्वादिभेदभिन्नेभ्यः उपायवतां विशेषो भवति, मदुर्मध्योऽधिमात्र इत्युपायभेदाः, ते प्रत्येकं मृदुसंवेग मध्यसंवेग तीव्रसंवेगं भेदात् त्रिधा, तद्भेदेन च नव योगिनो भवन्ति, मृदुपायो मृदुसंवेगो मध्यसंवेगस्तीव्रसंवेगश्च, मध्योपायो मृदुसंवेगो मध्यसंवेगस्तीवसंवेगश्च, अधिमात्रोपायो मृदुसंवेगो मध्यसंवेगस्तीव्रसंवेगश्च, अधिमात्रोपाये तीव्रसंवेगे च महान् यत्नः कर्तव्य इति भेदोपदेशः ॥१-२२॥ ટીકાર્ય :
તે....... મવતિ, તેનાથીમૃદુ આદિ ભેદોથી ભિન્ન એવા ઉપાયોથી, ઉપાયવાળા એવા યોગીઓનો વિશેષ પરસ્પર ભેદ, છે.
આ રીતે સૂત્રનો અર્થ કર્યા પછી તે મૃદુ આદિ ત્રણ ભેદો કયા છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
પૃથું..... મતિ, મૃદુ, મધ્ય અને અધિમાત્ર એ ઉપાયના ભેદો છે. તે મૃદુ, મધ્ય અને અધિમાત્રરૂપ ઉપાયના ભેદો, પ્રત્યેક મૃદુસંવેગ, મધ્યસંવેગ અને તીવ્રસંવેગના ભેદથી ત્રણ પ્રકારે છે અને તેના ભેદથી મૃદુસવેગાદિ ત્રણના ભેદથી, નવ યોગીઓ થાય છે અર્થાત્ નવ પ્રકારના યોગીઓ થાય છે.
કઈ રીતે નવ પ્રકારના યોગીઓ થાય છે તે સ્પષ્ટ કરે છે –
મૃદુપાયો . તીવ્રHવેશ; મૃદુઉપાયનું સેવન મૃદુસંવેગ, મધ્યસંવેગ અને તીવ્રસંગ એમ ત્રણ ભેદો થાય છે.