Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 10
________________ સ્વપ્ન આવ્યું છે, મારૂ આયુષ્ય ઓછું છે, એટલે ધમરાધના કરવા મને રજા આપો. છતાં ન માને તો મિત્રને જોષી તરીકે બોલાવવાનો. તે મા-બાપને સમજાવે કે આનું આયુષ્ય અલ્પ છે એટલે એને હવે જે ધર્મ કરવો હોય તે કરી લેવા દો. દિક્ષા માટે મા-બાપ ન જ માને તો... પોતાના તરફથી બધા જ પ્રયત્નો કરી છૂટવાના. આખરે ... તેઓ નહિ જ માને એમ લાગે તો ભાવથી તેમના આશિર્વાદ લઈને ગુરૂ પાસે જઈને ચારિત્ર લે. આમાં મા-બાપનો ત્યાગ નથી કર્યો. શાસ્ત્રમાં દાખલો આપ્યો છે. મા-બાપ પોતાના દીકરા સાથે એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં ઘોર જંગલ, પસાર કરતા હતા. એવામાં બધાને ભયંકર વ્યાધિ લાગુ પડયો. અસહ્યો હતો. આથી મા-બાપ ચાલી શકે તેમ ન હતા. નગર સહેજ દૂર હતું. એટલે દીકરાએ કહ્યું, “હું નગરમાં જાઉં. સાજો થઈને દવા લઈને અહીં આવીને મા-બાપને બચાવીશ.” પણ મા-બાપ દીકરાને પોતાનાથી દૂર મોકલવા માંગતા ન હતા. છતાં દીકરો માતા પિતાની ભોજન વગરેની વ્યવસ્થા કરીને નગરમાં ગયો અને સાજી થઈને દવા લઈને આવીને મા-બાપને વ્યાધિમાંથી છોડાવ્યા. જો દિકરો મા-બાપની આજ્ઞા માનીને તેમની પાસે રહ્યો હોત તો ત્રણેય એ વ્યાધિના ભોગ બન્યા રહેતા અને અકાલે મરણ વધાવવું પડત. તો આમાં મા-બાપની સાચી ભક્તિ કઈ? દીક્ષા લીધા પછી તો તેને જોઈને મા-બાપ પણ ધર્મ પામે, માટે મા-બાપને પહેલા મનાવવાના. આખી જીંદગી માને એવા નથી Jain Education International For Personal & Plate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 196