________________
બળીને ભસ્મીભૂત થઈ ગયા ત્યારે તેમની સાથેના નોકરચાકરો ભયંકર કકળાટ કરે છે. એ લોકો પણ સાથે બળી મરવા તૈયાર થાય છે ને એમને બચાવવા ઈન્દ્ર આવે છે..
પેલા ૬૦,૦૦૦ બળતા હતા ત્યારે ઈન્દ્ર ન આવ્યા પણ આ નોકર ચાકરોને બચાવવા આવ્યા. કેવી કર્મસત્તા ! બધું પુણ્યના આધારે છે. દેવતાઓ પણ પુણ્ય હોય તો આવે. પુણ્યના પુંજ ઉભા કરી દો. એવું એક પણ પુણ્ય નથી કે જે અરિહંતની ભક્તિથી ન જ મળે. બસ! એમની કૃપા મેળવો. જે રીતે મળતી હોય તે રીતે મેળવો. પૂછો ગુરુ મ. ને કેમ મળે? આવા દેવ-ગુરુ મળ્યા પછી શું કામ જગતમાં ભીખ માંગવી પડે? પુણ્ય ઉભું કરો. એ માટે સમર્પણભક્તિ કરો. પૂજા આરતિ વગેરે ભક્તિ ખરી પણ અરિહંતનું શાસન હૃદયમાં ઉતારી દો એ જ અરિહંતની ખરી ભક્તિ છે. એ પ્રતિપત્તિ પૂજા છે. વેપારમાં અનીતિ નથી કરવી એવો વિચાર આવ્યો એ પણ પ્રતિપત્તિ પૂજા છે. આજ્ઞાપાલનરૂપ પૂજા છે.
વિનશ્વર જગતઃ ઈન્દ્ર આવીને નોકરોને બચાવ્યા. કહે, હવે તમે ન મરશો. જાવ ચકી પાસે, હું એનો જવાબ આપીશ. બધા પહોંચ્યા તે પહેલાં ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને નાટક રચ્યું. ખભા પર મડદું લીધું છે. એક કરૂણ દેશ્ય ઉભું કર્યું છે, જોરથી બોલ્યા કરે છે, મને મંગળ અગ્નિ આપો.
સગર સાંભળે છે, કહે, “કોણ બોલે છે તેને બોલાવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org