________________
કેટલાય માર ખાધા પછી દેવગુરૂ મળ્યા. હવે તો મોક્ષમાર્ગમાં મચી પડવાનું. ધીમા પડયા તો મોહ પાછળ પડયો જ છે. પુરૂષાર્થ નહિ કરીએ તો પસ્તાવું પડશે. આરાધના આવતીકાલ પર પણ નહિ રાખવાની. કોઈ દિ કાળનો વિશ્વાસ નહિ કરવાનો.
પ્રબળ વૈરાગ્ય જોઈશે. સંસારમાં ભય લાગે. દાવાનલ કીધો. આખું લોક સળગી રહ્યું છે. ક્યારે છૂટીએ, ક્યારે છૂટીએ એમ થવું જોઈએ. આજે ઘરે જઈને ઉપડી જઈએ એમ પણ બને. ઉછળતો વૈરાગ્ય જોઈએ. આજ સુધી કોંએ મને રખડાવ્યો છે. હવે હું તેને તોડી નાખું. આ કર્મે તિર્યંચના ભાવોમાં હળ ખેંચાવ્યા, નરકમાં ભાલા ઘોંચાવ્યા, ભૂખ-તરસ-ઠંડી-ગરમી બધું સહન કરાવ્યું આવો જુલમ એણે આપણી પર ગુજાર્યો ને હવે તક મળી છે તેની સામે પડવાની તો બેસી રહેવાય? હવે તેની સામે ઝઝૂમવાનું.
આ સંસાર કેવો ભયંકર ! અવ્યવહાર રાશિમાં નિગોદમાં અનંતો કાળ કાઢયો. અચરમાવર્તનો કાળ પણ ઘણો કર્યો. અનુત્તર દેવ કે ઈન્દ્ર વિ. સિવાયના એક પણ ભવ એવા નથી કે જે આ જીવે ન કર્યા હોય. બધા જ શરીર આ જીવે ધારણ કર્યા... ૮૪ લાખ યોનિમાં ભટક્યા. નિગોદ પૃથ્વી-પાણી-વાયુવનસ્પતિ, માટી, ધાતુ બધે જ ભટક્યા. સંસાર એટલે ભટકવાનું અહીં સારા ભાવ આવવા અત્યંત દુર્લભ. આ ભવ અટવીમાં રસ્તો જડે જ નહિ, બસ ભમ્યા જ કરો, ફર્યા કરો. અથડાવાનું ફૂટાવાનું.. અચરમાવતમાં આવ્યા પણ ભારે કર્મ એટલે દેવાધિદેવ
( ૧૬ ) For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org