Book Title: Mulshuddhi Bhavanuvad Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay Publisher: Ranjanvijayji Jain Pustakalay View full book textPage 7
________________ પ્રસ્તાવના અનાદિકાલથી મતિની ચંચલતાના કારણે ભવભ્રમણ ચાલુ છે. ભવભ્રમણ ઉપર નિયંત્રણ કરવા માટે મતિની સ્થિરતા જરૂરી છે. જ્યાં સુધી મતિસ્થિર ન બને ત્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્તિ દુર્લભ છે. સમ્યક્ત્વ વિના દેશવિરતિ ક્રમિક વિકાસ અસંભવ છે. તેથી મતિ સ્થિરતા ને પ્રાપ્ત કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. તેથી આ ગ્રંથનું વાંચન અતિ ઉપયોગી બને. આ ગ્રંથ ની અંતર્ગત સમ્યક્ત્વ નું વર્ણન સમ્યકત્વ વિષે જાણકારી, સમકિતના ૬૭ બોળ ઉપર કથાઓ. તે સાથે શ્રાવકના કર્તવ્ય, જિનભવન જિનબિંબ વિષયની માહિતી સાથે, સાધુ મહાત્માના ગુણોનું વર્ણન. જિનાગમોનું વર્ણન જિનાગમોની વિશિષ્ટ માહિતિ, સાધુ મહાત્માની વસતિ, વસ્ત્ર, પાત્ર, આહાર આદિ દ્વારા ભક્તિ સંબંધી જાણકારી આદિ અનેક શાસ્ત્રીય વાતોનો સંગ્રહ આ ગ્રંથમાં આવે છે. મૂલશુદ્ધિ ગ્રંથના કર્તા આચાર્યશ્રી પ્રદ્યુમન સૂરિજી મ.સા. હતા અને તેની ટીકા આચાર્યશ્રી દેવચંદ્ર સૂરીજી રચેલ છે. આ ગ્રંથની રચના પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં હોવાથી વાચક વર્ગ સરલતાથી જાણકારી ન મેળવી શકે અને આ ગ્રંથનું સર્જન ૧૨ માં સૈકામાં થયેલ હોવાથી અત્યંત પ્રમાણભૂત મનાય તે ગ્રંથ લોકોપયોગ થાય, સરળતાંથી જાણકારી મળે તેથી ગુર્જર અનુવાદ કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં સમકિત સાથે સાત ક્ષેત્રનું વર્ણન આવે છે. તેમાંથી પ્રથમ ભાગમાં ચાર ક્ષેત્રનું વર્ણન કરવામાં આવેલ તે સાત ક્ષેત્રોમાં યથાયોગ્ય પુરૂષાર્થ કરીને સમિકતરૂપી બીજનું વાવેતર કરવામાં સફળતાં મેળવો અને પરંપરાએ શિવગતિના અધિકારી થાયે તે દૃષ્ટિથી ગ્રંથ ઘણો ઉપયોગી થાય અને મોક્ષ ફળ શીધ્રતાથી પ્રાપ્ત થાય તે શુભેચ્છા. સ્વ. આ. શ્રી રત્નશેખરસૂરિ ગ. પ. શ્રી રત્નેન્દુ વિ.ગ.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 306