Book Title: Mangalvada Sangraha
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશકીય પૂજ્યપાદ તપાગચ્છાધિરાજ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂજયપાદ સુવિશાલ ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની પુણ્યસ્મૃતિમાં પ્રારંભાયેલી ‘આચાર્યશ્રી વિજય મહોદય સૂરીશ્વરજી ગ્રંથમાળા’ના ૧૮મા પુષ્પ તરીકે ‘મંગલવાદસંગ્રહ’ આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ તપસ્વી પૂજય મુનિરાજશ્રી આત્મરતિ વિજયજી મ., પૂજ્ય મુનિશ્રી વૈરાગ્યરતિ વિજયજી મ., પૂજય મુનિશ્રી હિતરતિ વિજયજી મ. એ શ્રીસંઘનાં આંગણે વિ.સં. ૨૦૬૩૬૪નાં ચાતુર્માસનો લાભ આપ્યો. તેમની પાવન પ્રેરણાથી આ પ્રકાશનનો લાભ શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ', ટિંબર માર્કેટ, પૂના–એ પ્રાપ્ત કર્યો છે. અમે તેમની શ્રુતભક્તિની ખૂબ અનુમોદના કરીએ છીએ. પૂર્વમહાપુરુષોના અપ્રગટ શબ્દોને વિદ્વાનોના કરકમળમાં મૂકવાનું પ્રથમ સદ્ભાગ્ય અમને મળે છે તે બદલ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. પ્રવચન પ્રકાશન પૂના

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 91