Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 37 (ર) આ જૈન આગમ સાહિત્ય : એક ઝલક (21) બાહ્ય અને અભ્યતંર એમ બાર પ્રકારનાં તપમાં સ્વાધ્યાય જેવું કોઈ તપ નથી, હતું નહિ ને હશે પણ નહિ. (479) | (રર) અજ્ઞાની વ્યક્તિ તપ દ્વારા કરોડો જન્મો અથવા વર્ષોમાં જેટલાં કર્મો ક્ષય કરે છે તેટલાં કર્મોનો નાશ જ્ઞાની વ્યક્તિ ત્રણ ગુપ્તિઓ દ્વારા એક શ્વાસ માત્રમાં કરે છે. (612) આ પ્રમાણેનો આ હિતોપદેશ અનુત્તરજ્ઞાની, અનુત્તરદશ તથા અનુત્તરજ્ઞાનદર્શનને ધારણ કરેલા છે જેણે, એવા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે વિશાલા નગરીમાં દીધો હતો. (745) જેન એકત્વનો અને જૈન દર્શનનો વિધિપુર:સરનો પાયો અને આધાર બની શકે એવો આ ગ્રંથ ઉપેક્ષિત જ રહ્યો એ પણ વિધિની જ વકતા! ભગવદગીતા વિષે લખાયેલા અન્ય ગ્રંથો કે ભાષ્યોની સંખ્યા હજારોની છે. અને દુનિયાભરની ભાષાઓમાં એના અનુવાદો થયા છે. બાઈબલની તો હજારો આવૃત્તિઓ થઈ છે. તેમજ બાઈબલ વિષે લખાયેલ ગ્રંથોની કરોડો નકલો વેચાઈ-વંચાઈ છે. ધમ્મપદના અનુવાદો પણ દુનિયાની અનેક ભાષાઓમાં થઈ ચૂક્યા છે. જ્યારે આપણું આગમ સાહિત્ય અને એના પ્રતિનિધિ જેવા ગ્રંથ ‘સમાગસુત્ત' ની નિયતિ? ભગવાન મહાવીરે જ ભાખેલ શબ્દોમાં આ પ્રશ્નનો ઉત્તર શોધવા મથીએ: - “આજે એક પણ “જિન” દેખાતા નથી અને જે માર્ગદર્શક છે તે દરેક એકમત ધરાવતા નથી એવું લોકો ભવિષ્યમાં કહેશે, પરંતુ તને તો આજે ન્યાયપૂર્ણ માર્ગ મળી ગયો છે. માટે હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કર.' : સંદર્ભસૂચિ : (1) સમાગસુત્ત: યજ્ઞ પ્રકાશન સમિતિ, વડોદરા (1976). જેનાગમ સૂત્રસાર: માવજી કે. સાવલા (1991) (3) જેન રત્નચિંતામણી સર્વસંગ્રહ સાર્થ: (સંપાદક શ્રી. નંદલાલ બી. દેવલક-૧૯૮૫) માંનો કોકિલાબેન સી. ભટ્ટનો લેખ જૈન આગમ સાહિત્યનું સ્વરૂપ” (પૃ.૬૩૦) તેમજ શ્રી કપુરચંદ રાણછોડદાસ વારૈયાનો લેખ “શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય” (પૃ-૬૨૬) (4) કર્મયોગ : સંપાદક-મુનિશ્રી બાલચંદ્રજી (5) આગમસાર: લે. રસિકલાલ છગનલાલ શેઠ (1990) (2)