Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ ધાર્મિક શિક્ષણની આવશ્યકતા 155 આપણા ઔપચારિક શિક્ષણ સમસ્તમાં આ પરંપરા છેલ્લાં દોઢસો પોણાબસો વર્ષોથી દઢ થયેલી હોવાથી સ્વરાજકાળમાં પણ એ ચાલુ રહી છે. અર્થાત ઔપચારિક શિક્ષણમાં ધાર્મિક શિક્ષણનો સમાવેશ થયો નથી. જો પરિસ્થિતિ આવી છે તો આટલે આવીને ધાર્મિક શિક્ષણની આવશ્યકતા શા માટે ચર્ચવી પડે છે તે સમજવું જોઈશે. એક વખતે સ્વાભાવિક ક્રમમાં પ્રત્યેક ધર્મસમાજ ધાર્મિક શિક્ષણનો પ્રબંધ કરતો હતો. આજે હવે ધર્મસમાજો ઔપચારિક શિક્ષણથી છૂટું પાડેલું ધાર્મિક શિક્ષણ અત્રતત્ર થોડે ઘણે અંશે આપવાનો પ્રયાસ કરે છે અને સામ્પ્રદાયિક મમતાઓથી થોડેક અંશે એ પ્રકારનું શિક્ષણ થોડા ઘણા વિદ્યાથીઓ મેળવે પણ છે. પરંતુ વ્યાપક શિક્ષણમાં 'ધર્મના શિક્ષણનો સમાવેશ થયો નથી. પણ આપણે ધાર્મિક શિક્ષણની અગત્ય પ્રમાણતા હોઈએ તો આપણા વૈવિધ્યપૂર્ણ ભારતીય સમાજમાં વ્યાપક શિક્ષણમાં ધાર્મિક શિક્ષાગનો સમાવેશ કરવો હોય તો સંપ્રદાયથી ઉપર ઊઠીને ધર્મતત્વના શિક્ષાગનો પ્રબંધ થવો જોઈએ. એ માટેની ભૂમિકા આજના વૈજ્ઞાનિક અને જાગતિક સંદર્ભમાં રચાઈ ચૂકી છે. ધર્મ અને સંપ્રદાય એ બે વચ્ચેનો ભેદ હવે સ્પષ્ટ થવો ઘટે છે. મને ગળથૂથીમાંથી જે ધર્મની લહાણ થઈ હોય તે તો સંપ્રદાય જ હોવાનો. આપણે સંપ્રદાયને જ ધર્મ માનીને ચાલવાને ટેવાયેલા છીએ. એ આપણો ધર્મ છે. કુટુંબનો ધર્મ છે. સંભવ છે કે એ સમાજનો પણ ધર્મ હોય. સંપ્રદાયો અનેક છે. એક જ વ્યાપક ધર્મના નેજા હેઠળ બીજા ધર્મો પણ ઉદ્ભવ્યા હોય અને એના ફાંટાના ફાંટા પડતા ગયા હોય એ સમજાય એવું છે. એટલે કે હિંદુધર્મ, ઈસ્લામ, ખ્રિસ્તીધર્મ, બૌદ્ધધર્મ, જૈનધર્મ આદિ ભારતમાં ઘર કરી ગયેલા ધર્મોના પણ ફાંટા પડેલા જોવા મળે છે. એક હિંદુ હોય તે વૈષ્ણવ હોય અને પછી સ્વામિનારાયણ ધર્મના અનુયાયી થયો હોય અને તેમાં પાણી વડતાલ કે બોચાસણ પંથને અનુસરતો હોય તો પણ તે વૈષ્ણવ કે હિંદુ મટી જતો નથી. આવું જ શેવો અને શાકતોનું સમજવાનું, આવું જ બીજા ધર્મોનું પણ સમજવાનું. * હવે આ ફોટાઓ વિશેની મમતાઓને અતિક્રમીને ધર્મનું શિક્ષણ શી રીતે આપવું એ પ્રશ્ન જરૂર વિચારવો પડે, કેમકે, વ્યાપક ઔપચારિક શિક્ષણ આપતી સંસ્થાઓમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, શીખ આદિ ધર્મોના