Book Title: Lekh Sangraha Part 03
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 7
________________ ( ૪ ) સિદ્ધગિરિની પવિત્ર છાયામાં વિતાવ્યું છે. એમની સાથેના થોડાઘણા પરિચયમાં આવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. એ ગિવર સાથે મારે પ્રથમ પરિચય શ્રી સિદ્ધક્ષેત્રમાં જેન કૅન્ફરન્સ શરૂ કરવા માટેના પ્રચારકાર્ય માટે શ્રી મતીસુખીઆની ધર્મશાળામાં શ્રી ઢઢ્ઢાજીના પ્રયાસથી મિટિંગ ભરાણી હતી ત્યારે તેમણે આપેલા ભાષણદ્વારા થયે હતા. આ હકીકત સં. ૧૯૫૭ લગભગની છે. ત્યારપછી સં. ૧૯૫૮ માં ફલોધી તીર્થમાં અને સં. ૧૯૫૯ માં મુંબઈમાં કૅન્ફરન્સની શરૂઆત થઈ હતી. પાલીતાણામાં ઊભા થઈને ભાષણ આપતાં એમના મેટ્રિક સુધીને અભ્યાસની, આધ્યાત્મિક જીવનની અને જેનસમાજના ઉદ્ધારની તમન્નાની સચોટ છાપ ત્યાં આવેલા તમામ રોતાઓને જણાઈ હતી. ત્યારપછી તેમને સવિશેષ પરિચય સં. ૧૯૭૦ માં થયો હતો. અમારે અમારા સ્વ. પિતાશ્રીના સંકલ્પને અનુસરીને શ્રી સિદ્ધગિરિજી તરફ છે “રી” પાળતો સંઘ શ્રી ભાવનગરથી કાઢવાનો હતો, તે પ્રસંગે હું તથા ભાઈ શ્રી વલ્લભદાસભાઈ, એઓશ્રીને એમના આધિપત્ય નીચે સંઘપ્રયાણ માટે વિનંતિ કરવા ગયેલા. જો કે તેઓશ્રીએ આવી નહિ શકવાનાં સંગીન કારણો દર્શાવેલાં હતાં, પરંતુ લગભગ અઢી કલાકની વાતચીતમાં એમની દલીલ શક્તિ અને અગાધ વિદ્વત્તાની મને ઝાંખી થઈ હતી અને એ રીતે એમના તરફ મારું આકર્ષણ વધ્યું. પછી તે મારે પન્નાલાલ બાબુની ધર્મશાળામાં અવારનવાર હવાફેર નિમિત્તે રહેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે એમનો સત્સંગ-પરિચય વધ્યું અને એમના તરફની અનુભવની પ્રસાદી પણ સ્થળ અને કાળની મર્યાદાથી મળતી રહી. એ પ્રસંગમાં એમનો ઉપકારદષ્ટિવાળો પ્રશસ્ત પ્રેમ મારા ઉપર હતો એમ જણાઈ આવતું હતું. ભાવનગરમાં સં. ૧૯૮૮ લગભગમાં ચાતુર્માસ હતા ત્યારે દાદા વાડીમાં તેઓશ્રી ચાતુર્માસ રહ્યા હતા. તે પ્રસંગે હું, વડીલ શ્રી કુંવરજીભાઈ, મા. સા. મોતીચંદભાઈ અને ન્યા. શ્રી જીવરાજભાઈ, શ્રી હરિભક્િત યોગબિંદુ સટીક ગ્રંથ એમની પાસે વાંચતા હતા ત્યારે કેવી સૈમ્યતાથી વંચાવીને અમને અર્થ–રહસ્ય આપતા હતા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 368