Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati Author(s): Stambhatirth Jain Mandal Publisher: Stambhatirth Jain Mandal View full book textPage 8
________________ આ પુસ્તિકાની પ્રસ્તાવના લખાવવા કે લખવા અમે તસ્દી લીધી નથી, કારણ કે અમને લાગ્યું છે કે તેની આવશ્યકતા છે પણ ખરી અને નથી પણ. પ્રાચીન અવશેષોના સંગ્રહ માટે જે પ્રયાસ સેવાય તે માટે પ્રસ્તાવનાની જરૂર છે; પરંતુ એ વસ્તુ પુસ્તિકામાં સંગ્રહ. રૂપે એક કે બીજી રીતે આવી જતી હોવાથી તેની જરૂર નથી એમ પણ લાગે છે. પ્રભાવક ચરિત્રમાંનું અભયદેવસૂરિચરિત્ર તેમજ તીર્થકલ્પમાંથી સ્તંભતીર્થકલ્પ લેવાનો વિચાર હતો, પરંતુ સંસ્કૃતજ્ઞાન કટાઈ જવાને લીધે અમે તેમ કરી શક્યા નથી. એ બન્ને ગ્રંથમાંથી કાંઈક વિશેષ પ્રકાશ પડી શકત એમ મારા સુહદ ચીમનલાલ દ. શાહને લાગ્યું છે, પરંતુ તેમની પ્રવૃતિ હાલ અધિકતર હેઇને તેમજ અન્યની મદદ લેબ જતાં સમય વધુ લાગવાનો સંભવ હેવાથી એમના એ લેભને હાલ તે તજવો પડ્યો છે. ફરી વાર કોઈ પ્રસંગ પ્રાપ્ત થશે તે સંસ્કૃતજ્ઞાનવાળાની હાય લઈ અમે એ પર કાંઈ પ્રકાશ પાડવા ઈતજાર રહીશું. ખંભાતને ઇતિહાસ જૈન અને જૈનતરને ઉપયોગી થવાનો છે, ઉલ્લેખો માત્ર સંપ્રદાયને જ લાભ પૂરતા છે, તેની પરિપૂર્તિ ખંભાત આવતા જેન અને જૈનેતર યાત્રાળુઓને જરૂરી માર્ગદર્શક નિવડશે એમ અમને લાગે છે. આમ છતાં અમારી પુસ્તિકા જન સમુહને ઉપયોગી નીવડે તેવી કરવાનો વિચાર હોવા છતાંય અમે તેને સાંપ્રદાયિક તે બનાવી દીધી છે તેને અમને ખેદ છે; પરન્તુ જે સંસ્થાના કાર્ય તરીકે એ તૈયાર કરવામાં આવી તે દૃષ્ટિએ એ વિના કાંઈ વિશેષ કરીયે તેવો સંભવ જ ન હતો, છતાંય પણ અમે ખંભાતના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન આર્થિક ઇતિહાસ ઉમેરવાનું સાહસ તે કર્યું જ છે અને એ રીતે તેની સાંપ્રદાયિકતા sઓછી કરવા પ્રયાસ કર્યો છે અને વાચક તે જોઈ શકશેanbhandar.ccPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 96