Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 54
________________ ૪૪ ભિતું છે. તેમાં બે લેખ તથા બે પગલાં જેડ છે. નીચે ભોંયરું છે. કામ અધુરું છે. વહીવટ કર્તા હીરાચંદ કલાચંદ નજીકમાં રહે છે. આ દહેરા સંબંધે નીચે પ્રમાણે નોંધ મળે છે. સં. ૧૪૮૫ વર્ષે મહા સુદિ ૧૦ શનીવારે ઓશવાળ જ્ઞાતિના શેઠ નાથાની ભાર્યા વાનૂએ પુત્ર સા મહુણાકે ભાર્યા પૂરી પ્રમુખ કુટુંબ સાથે પોતાના શ્રેયાર્થે ભરાવેલા શ્રી મુનિસુવ્રતસ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી.” આ બિંબ ઉક્ત દહેરામાં છે. પ્રતિષ્ઠા પ્રભાવક એવા શ્રી સોમસુંદરસૂરિના હસ્તે થયેલી છે. એજ પિળમાં આગળ જતાં નં. ૧૮ વાળું શ્રા સોમચિંતામણ પાર્શ્વનાથનું જીર્ણોદ્ધાર થયેલું દહેરું આવે છે. એમાં પદ્માવતી દેવીની ચમત્કારિક મૂર્તિનું સ્થાન હોવાથી એ “પદ્માવતી'ના દહેરા તરિકેની પ્રસિદ્ધિ છે. સંભાળ શા. ઠાકરશી મેતીચંદ રાખે છે જે સામેજ રહે છે. અહીં જૈનોથી વસાયેલો સંઘવીની પોળનો લતો પૂરે થઈ ખડકી બહાર નિકળતાં બોલ પીપળા” નામક સરિયામ લતે આવે છે. ખડકીમાંથી જમણા હાથે જતાં જીરાળા પાડે આવે છે. સીધા જતાં બજાર આવે છે; જ્યારે ડાભા હાથે જતાં માણેકચોકમાં જવાય છે. ખડકીની લગોલગ પાર્ધચંદ ગ૭નો ઉપાશ્રય છે. તેનાથી બે મકાન મૂકીને ખાંચામાં વળતા નાકા પર જર્જરિત દશામાં આવી પડેલી સંધની મેટી ધર્મશાળા છે. બાજુમાં પાર્વચંદ્રસૂરિનો સ્તુપ યાને શુભ છે. એની પાછળ ખૂણામાં નં. ૧૯ વાળું નવપલ્લવ પાર્વનાથનું વિશાળ દેવાલય આવેલું છે. ભોંયરું છે જેમાં ગાડી પાર્શ્વનાથની મૂર્તિ છે. દેરાસરની કારીગરી અને બાંધણી જોવાલાયક છે. બાજુમાં નાનો સાથ્વીનો ઉપાશ્રય છે. ભૂતકાળ ત્યાં ભક્તિનું કેવુંયે પ્રદર્શન ભરાતું હશે તેનો વિશાળતા પરથી ખ્યાલ આવે છે. આજે તો એ નિર્જનતાવાળા પ્રદેશમાં એકાકી ઉભેલા પથિક સમુ ખૂણામાં પડયું છે. એને વહીવટ એશવાળજ્ઞાતિય, શા. દલપતભાઈ ખુશાલદાસ ઝવેરી કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96