Book Title: Karmprakruti Mool
Author(s): Vanchayamashreeji
Publisher: Girdharlal Kevaldas Dalodwala

View full book text
Previous | Next

Page 25
________________ ૧૪ વંદનનો લાભ મુનિશ્રીને મળ્યો. મુનિશ્રીને થતું ખરેખર આજે હું કૃતનૃત્ય અન્યો કે મને મહામુનિપુંગવના દર્શન અને સમાગમનો લાભ મળ્યો. આચાર્યદેવ મુનિશ્રીને જોતાં અને હર્ષસભર અનતાં, સાથે કહેતા કે જિનશાસનના સાચા વારસદાર અનવાની આનામાં શક્તિ છે. ઓહ ! આ મુનિમાં કઈ તાકાત નથી ? આગમપાઠો એના મોઢે છે, કર્મસાહિત્યમાં હંમેશા રત રહે છે, ન્યાયના ગ્રંથો તેને ખૂબ પ્રિય છે, કાવ્યશક્તિ તેનામાં સહજ છે, નવીન ગ્રંથોના સર્જનમાં પોતાનો પ્રાણ પૂરવા પણ તૈયાર છે, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ જેવા મહાન વિષયો તેને મન સહેલા છે, ચરણકરણાનુયોગની જીવંતમૂર્તિ છે. અને દ્રવ્યાનુયોગમાં તો અજબ સિધ્ધિ મેળવી છે. પ્રવચનપ્રભાવકતાએ તો પંજાબમાં જિનશાસનનો જયઘોષ ખોલાવ્યો છે. મારા અંતરના આશિષ છે-શ્રદ્ધા છે કે નિકટના ભવિષ્યમાં તે જિનશાસનનો ફૂલારો બનશે. વાત્સલ્યનિધિ માપજી મહારાજ હતાં અને વાત્સલ્ય યોગ્ય વાચસ્પતિજી હતા. આ બંને મુનિસત્તમોની અવિહડપ્રીતિ અંતિમસમય સુધી રહી છે. જિનશાસનનો વારસો” 44 પૂજ્ય ગુરૂદેવ કમલસૂરીશ્વરજી મ. છાણીમાં બિરાજમાન છે. તેઓશ્રી વન વટાવી સાતમા દશકામાં પ્રવેશ કરી ચૂક્યા છે. વિશાલ શિષ્યપરિવાર ગુરૂદેવની સેવામાં હાજર હતો. ગુરૂદેવ પણ સુશિષ્યોને જોઈ આનંદિત અને છે. મુનિ લબ્ધિવિજય ગુરૂદેવના મનમાં વસી ગયા છે. ગુરૂદેવ મુનિ લબ્ધિવિજયને પદ પ્રદાન કરવા (તૈયારી કરી) ઈચ્છી રહ્યા છે. શિષ્યના મનમાં પદની ઝંખના નથી, ગુરૂનો નિશ્ચય છે કે આ સુયોગ્ય મુનિને મારે જરૂર પદ આપવું. જિનશાસનની બલિહારી છે કે ગુરૂના આદેશને વધાવી લેવામાં આવે છે. મુનિ લબ્ધિવિજય મ. ને એક પછી એક યોગોહન કરાવવા લાગ્યાં. વિક્રમ સંવત ૧૯૮૦ ના છાણીના ચાતુર્માસમાં ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કરાવ્યો. “આ છે મુનીશ્વર સ્વર્ગીય ગુરૂદેવ લબ્ધિસૂરીશ્વરજી મહારાજની ખાવીશ વર્ષની નિષ્કામભાવે થયેલ શાસનભક્તિની મંગલ ગાથા ગાતી મુનિજીવનની મંગલયાત્રા,”

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82