Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઋષભદત્તકૃતચતુર્દશમહાસ્વપ્નફલવર્ણનમ્ ।
"
મૂલના અથ——‘તપ ળ ' ઇત્યાદિ. આ સ્વપ્નાનુ ફળ જાણવા દેવાન દા માતા ઉત્સુક થઈ, પેાતાના પતિ ઋષભદત્તને કહેવા લાગ્યાં. ત્રષભદત્ત બ્રાહ્મણ જયાતિષવિદ્યા—હસ્તરેખા-સ્વપ્નદર્શન શાસ્ત્ર વિગેરેના પારંગત હતાં. આ સ્વપ્નાની પૂર્વભૂમિકા પકડી, કડીબંધ વ્યાખ્યાએનુ વિવરણ જોડી કહ્યુ કે હે દેવાનુપ્રિયે! તમને ઉદાર કલ્યાણકારી, શિવ–સુખના દેનાર, ધન્ય, માંગલિક, સશ્રીક, હિતકર, સુખકર અને પ્રીતિકર ચૌદ સ્વપ્ના લાધ્યાં છે. જેના પરિણામે આપણને અ લાભ, ભાગલાભ, પુત્રલાભ અને સુખલાભ થશે. હે દેવાનુપ્રિયે ! તમે નવ મહિના અને સાડાસાત રાત્રી વ્યતીત કર્યા બાદ, સુકુમાર હાથ પગ વાળા, હીનતારહિત પાંચ ઈન્દ્રિયાથી પરિપૂર્ણ, લક્ષણ, વ્યંજન અને ગુણાથી યુક્ત, માન, ઉન્માન અને પ્રમાણથી પૂરા, શુભ આકૃતિવાન, સર્વાંગસુ'દર, ચદ્રમા જેવા સૌમ્ય, કાન્તિ અને લાવણ્યથી ભરપૂર, પ્રિયદર્શની એવા પુત્રને જન્મ આપશે. (સ્૦૯)
ટીકાના અ་—'તત્વ ñ ’ ઇત્યાદિ. દરેકને સ્વપ્નની ભૂમિકા જાણવાની ઉત્કંઠા હોય છે જ. તેમાં આ તા સર્વોત્તમ સ્વપ્ના હતાં. તેથી દેવાનંદા માતાએ ઘડી એકના વિલ’બ સિવાય પેાતાના પતિ પાસે જઇ, સ્વપ્નાનું વિવરણુ કરી બતાવ્યું.
ઋષભદત્ત સ્વપ્નસૃષ્ટિના વિજ્ઞાનમાં પ્રવીણ હતાં, તેથી ચૌદ સ્વપ્ના વાસ્તવિક હતાં, તેમ તેણે પ્રથમ દેવાનંદાને કહ્યું. માતા જો સવા નવ માસ પૂરા થયે પુત્રને જન્મ આપે તે તે પુત્ર શારીરિક અને માનસિક તંદુરસ્તી લઈને અવતરે છે, એમ ગ` વિજ્ઞાન અને સ્ત્રી સબંધીનુ આરોગ્ય શાસ્ત્ર કહે છે. તે પ્રમાણે હે દેવાનુપ્રિયે ! તમને સર્વાંગસુન્દર પરિપૂર્ણ અને દરેક રીતે સુખ આપનારા કલ્યાણકારી પુત્રરત્ન થશે. એમ શાસ્ત્રાભ્યાસે જાણીને કહ્યું. હથેળી પગ આદિમાં વિદ્યા, ધન, આયુ, વિગેરેની રેખાએ તથા ચક—ગદા આદિના ચિહ્નો હોય તેને લક્ષણ કહે છે. તલ-મસા વગેરેના ચિહ્નો શરીર પર હોય છે તેને ' વ્યંજન' કહે છે.
શરીરનું ‘માપ” કાઢવા ત્રણ પ્રકારના સાધનેા કહેવામાં આવ્યાં છે. (૧) માન-જેનાથી પદાનું માપ કાઢવામાં આવે તે સાધનને ‘માન’ અગર ‘કાટલું' કહે છે. (ર) ‘ઉન્માન' ત્રાજવા અંગુલ પ્રસ્થ વિગેરેથી જેનુ માપ કાઢવામાં આવે તે ત્રાજવા અથવા અંગુલ પ્રસ્થ વિગેરેને ઉન્માન કહે છે. અથવા તેાલ ’કહે છે. (૩) પ્રમાણ જલથી પૂરેપૂરી ભરેલી કૂંડીમાં કાઈ પુરુષને ડુબાડવામાં આવે ને ડુબાડતાં એક દ્રોણુ પાણી બહાર નીકળી જાય તે તે પુરૂષ ‘માનાપેત’ કહેવાય છે. ઉંચા માનને ઉન્માન કહે છે. અભાર રૂપ પ્રમાણુને પણ ઉન્માન કહે છે, બધા માપને પ્રમાણ કહે છે, અથવા પેાતાની આંગળીએથી માપતાં જેનું માપ એક સા આઠ (૧૦૮) આંગળ સુધીની ઉંચાઈ જેટલું હોય તેને પ્રમાણ કહે છે. તે પુત્ર માન, ઉન્માન અને પ્રમાણયુક્ત થશે. તેને મસ્તકથી લઈ પગા સુધીનાં બધા અંગ ઉચિત આકૃતિવાળા હોવાથી સુંદર થશે. તેથી તે સુદર શરીરવાળા થશે. તેના આકૃતિ ચંદ્રમાની સમાન સૌમ્ય અને રમણીય થશે. તે કમનીય એટલે જોનારીના ચિત્તને આહલાદ પહોંચાડનાર થશે. આ અધી વિશેષતાઓથી યુક્ત થવાને કારણે તેનું રૂપ લાવણ્ય બધાથી ઉત્કૃષ્ટ થશે. ‘ઉદાર' આદિ શબ્દોની વ્યાખ્યા આગળ ત્રિશલા મહારાણીના સ્વપ્નાના વિચાર કરતી વખતે કરવામાં આવશે. (સ્૦૯)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૧૦