Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગ્રહણ કરી શકતું નથી. કારણ કે અવધિજ્ઞાન વિષય સૂમ નથી, પણ સ્કૂલ છે તેથી અવધિજ્ઞાન હોવા છતાં ભગવાન મહાવીર પિતાના વન’ વખતની અવસ્થાને જાણી શકયા નહિ. (સૂ૦૭)
દેવાનન્દાયાશ્ચતુર્દશમહાસ્વપ્નદર્શનમ્ |
(ઈતિ દ્વિતીય વાચના) મૂલને અર્થ– ’િ ઈત્યાદિ. જે રાત્રીએ, ભગવાન મહાવીર દેવનું ગર્ભસ્થાનમાં અવતરણ થયું તે રાત્રીએ દેવાનંદા માતા અર્ધનિદ્રા અવસ્થામાં ચૌદ મહાસ્વને દેખી જાગ્રત થયા.
આ ચૌદ સ્વપનો આ પ્રમાણે છે –(૧) ગજ, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) લક્ષ્મી, (૫) માલા, (૬) ચંદ્રમા, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) કુંભ, (૧૦) પદ્મસરોવર, (૧૧) સાગર, (૧૨) વિમાન અથવા ભવન, (૧૩) રત્નરાશિ, (૧૪) અગ્નિ . (સૂ૦૮)
ટીકાને અર્થ– ' ઇત્યાદિ. ભગવાન મહાવીરનું “ચ્યવન' જે રાત્રીએ થયું, તે રાત્રીએ દેવાનંદ માતાએ, ચૌદ મહાસ્વપ્નની સ્વપ્નભૂમિકા સ્પશી. સ્વપ્નદશા હમેશા અર્ધજાગ્ર
પ્રગટપણે બિન અનુભવાએલું અને ઇન્દ્રિયોથી નહિ પૂરું કરાએલું કાર્ય, મનદ્વારા સ્વપ્નમાં પૂરું થાય છે. સ્વપ્નદશામાં ‘મન’ સર્વ કાર્યો યથાસ્થિત દરેક ક્ષેત્રે સ્પર્શન કરી પૂરાં કરી દે છે. મનમય ભૂમિકા જાગૃત ભૂમિકાનું પ્રથમ પડલ છે. જે જે ભગવટે બાકી રહ્યો હોય, તેના ઉદયકાલે, મન તેને ભેગવટ કરી તે કમને ભેગવી ક્ષીણ કરી નાખે છે.
ભગવાન મહાવીર ઉત્કૃષ્ટ પુણ્ય બંધવાળા હોવાથી માતાને પણ ઉત્કૃષ્ટ સુંદરતાવાળા સ્વને લાધ્યાં. જીવનાપરિણામે માતાના આચાર વિચાર દ્વારા વ્યક્ત થાય છે.
જીવ પાપાનુબંધી વાળા ઉદરમાં આવ્યું હોય તે, માતાને ખરાબ સ્વપ્નાઓ લાધે છે, ને તેનું દૈનિક વ્યવહારૂં કર્તવ્ય પણું અશુભ પ્રવૃત્તિવાળું જણાય છે.
આવા સુંદર સ્વપ્નને સુખદ અનુભવ કરતી દેવાનંદા માતા જાગૃત થઈ.
ચૌદ સ્વપ્નમાં બારમું સ્વપ્ન “વિમાન અગર ભવન એમ કહેવામાં આવ્યું છે, તેને અર્થ એ છે કે, તીર્થકર અથવા ચક્રવતી, જે નરકમાંથી નિકળી મનુષ્ય ગર્ભમાં આવે તો, ગર્ભ ધારણ કરી દેખે છે. અને આ જીવ જે દેવલોકમાંથી ચવીને આવતાં હોય તે “વિમાન દેખે છે. (સૂ૦૮ )
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૦૯