Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પદ્મસરોવર સ્વપ્નફલમાં
૧૦–પમસરોવરના સ્વપ્નનું ફળ મૂળને અર્થ—“ggeત્તે '' ઇત્યાદિ. પદ્મસરોવરને જોવાથી તે પદ્મસરોવર જે થશે. જેમ સરોવર નિમળ પાણીવાળું હોય છે તેમ તે પણ નિર્મળ મહિમાવાળા થશે. એજ રીતે સરોવરની શીતળતા જેવી શાન્તિથી, મધુરતા જેવા સૌમ્યભાવથી, ગંભીરતા જેવા જ્ઞાનાદિ ગુણેથી, કમલિની જેવી નિર્મળ ભાવનાએથી, મકરંદના જેવી કરુણાથી, ભમરવૃન્દ જેવા ભવ્ય જીવોના સમુદાયથી, તરંગે જેવા સમભાવથી, હંસ આદિ પક્ષીઓના જેવા સંયમિયાથી, પુષ્પવાટિકા જેવા પ્રમાદથી, સ્વાતિ નક્ષત્રમાં નીચે પડતાં જળ બિન્દુએથી પેદા થયેલ મિતીઓવાળી છીપના જેવા ગણઘરના ઉપદેશ–વા વડે સ્વર્ગ–મેલના સુખ મેળવનાર મુમુક્ષ જીના અંતઃકરણ વડે, તે પદ્મસરેવરની જેમ શેકા પામશે. આ રીતે તે સંસારની બધી જવનિમાં ઉત્પન્ન થયેલા જીનો આધાર થશે (સૂ૦૪૦)
ટીકાને અર્થ-વિમરતેવો ઇત્યાદિ. પદ્મસરોવરનું સ્વપ્ન જોવાથી તે બાળક પદુમસરોવરના જે થશે. જેમ પદમસરોવર નિર્મળ જળવાળું હોય છે તેજ પ્રમાણે તે પોતાના નિર્મળ પ્રભાવવાળે હશે. જેમ પદ મસરોવર શીતળતાવાઈ હોય છે તેમ તે શક્તિથી યુક્ત હશે, એટલે કે પોતે શાંતિમય હશે અને બીજાઓને પણ લત્તર શક્તિ આપશે. સરોવરનું જળ જેમ મધુર હોય છે તેમ તે પણ સૌમ્ય સ્વભાવથી વિભૂષિત થશે. સરોવર જેમ ગંભીર હોય છે તેમ તે જ્ઞાનાદિગુણની ગંભીરતાવાળા થશે. જેમ સરવર કમલિનિયેવાળું હોય છે તેમ તે પચ્ચીસ વિમળ ભાવનાઓ વાળે થશે. જેમ સરોવર મકરન્દ (કુલેના રસ) થી યુક્ત હોય છે તેમ તે છકાયના જીની કરુણથી યુક્ત થશે. જેમ સરોવર ભમરાઓના સમૂહથી લેવાયેલ હોય છે, તેમ તે ભવ્યાના સમૂહથી લેવાયેલ હશે. જેમ સરોવર લહેરોથી વ્યાપ્ત હોય છે તેમ તે ઈષ્ટ અનિષ્ટ આદિમાં સમતાભાવવાળે હશે. જેમ સરોવર હંસ આદિ પક્ષીઓથી સેવાય છે તેમ તે સાધુઓ વડે સેવાશે. જેમ સરોવર કિનારે રહેલી પુષ્પવાટિકાઓથી શોભે છે, તેમ તે આત્મજ્ઞાન-જનિત પ્રદથી વિભૂષિત થશે, જેમ સરોવર સ્વાતિનક્ષત્રમાં વર્ષેલાં જળના બિન્દુઓ વડે ઉત્પન્ન થયેલ મતીઓ વાળી છીપ વડે યુક્ત હોય છે, એજ રીતે તે તીથ"કર-પ્રરૂપિત યથાર્થ તત્વને ઉપદેશ કરનાર ગણધરના વચનથી થનાર સ્વ-મેક્ષના સુખથી શેભાયમાન થનાસ મુમુક્ષુ જીના હૃદયથી સુશોભિત હશે. આ પ્રમાણે, એટલે કમળવાળાં સરોવરની જેમ તે ત્રણે લેકના જીવોને માટે આધારરૂપ થશે ભાવાર્થ એ છે કે જેમ પદ્મસરોવર નિર્મળ જળથી લઈને છીપ સંપુટથી યુક્ત હોય છે તેજ પ્રમાણે તે બાળક પણ નિર્મળ મહાભ્યથી લઈને મેક્ષાભિલાષી જીનાં હૃદય સુધીની ચીજોથી યુક્ત થશે, અને અહિસાધમને ઉપદેશ કરીને બધા ને આધાર થશે. (સૂ૦ ૪૦)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૫૧