________________
નવી કળાનું તકલીપણું
તૈયારી કરી કે પછી પેાતાના વલણ પ્રમાણે વિષયો પસંદ કરીને, એક પછી એક ચિત્રો દોરવાનું કે પૂતળાં કરવાનું તે ચલાવી શકે. વિષયો પૌરાણિક કે ધાર્મિક કે કાલ્પનિક કે સંજ્ઞાત્મક (symbolic) ફાવે તેવા લે; અથવા તે રાજ્યાભિષેક, હડતાલ, ટર્કી-ગ્રીસનું યુદ્ધ, દુકાળ જેવી છાપાંમાં આવતી વાતા, એ બધાંનાં દૃશ્ય લે; અથવા સૌથી સામાન્યમાં સામાન્ય, પેાતાને સુંદર લાગે તે ગમે તે ચીજ નગ્ન સ્ત્રીથી માંડીને તાંબાનાં વાસણા સુધીની — લે, અને સીધી તેની નકલ ઉતારે.
સંગીતકળા રચવાને માટે, તેવી શક્તિવાળા માણસને, કલાના અર્કરૂપ એવી જે વસ્તુ સામાને જે દ્વારા ચેપવાના છે એવી અનુભૂતિ કે લાગણી તેની બીજી કળાવાળાઓ કરતાંયે ઓછી છત વગર ચાલે; પણ બીજી બાજુ તેની પાસે, નૃત્યકળા સિવાય બીજી બધી કળા માટે જોઈએ, તેના કરતાં વધારે શારીરિક કસરતી મહેનત જોઈએ. સંગીતકૃતિ પેદા કરવા માટે પહેલું તે એણે અમુક વાઘ ઉપર તેના ઉત્તમ ઉસ્તાદ જેટલી ઝડપથી આંગળાં ચલાવતાં શીખવું જોઈએ; પછી તેણે પહેલાંના વખતમાં એકસાથે વિવિધ સ્વર-સમૂહોમાંથી ઉપજાવાતી સંગીતિ કેમ લખાતી તે જાણવું જોઈએ, અને ‘કાઉન્ટરપૉઈન્ટ ’તથા ‘ ફયૂગ ’ કહેવાતી * વસ્તુઓના અભ્યાસ કરવા જોઈએ; અને તે ઉપરાંત એણે ‘ ચેટ્રા ’( વાદ્યમંડળ ) સજવાનું, એટલે કે, વાઘોથી સધાતી અસરો કેમ વાપરવી એ શીખવું જોઈએ. પણ એક વાર આ બધું શીખી લીધું એટલે તે સંગીતકાર, એક ઉપર એક, કૃતિ કાઢયે જાય. જોઈએ તે પ્રોગ્રામ-સંગીત રચે, નાટકનાં ગાયના રચે, શબ્દોને ઓછાવત્તા પ્રમાણમાં મળતા એવા ધ્વનિઓ રચીને કોઈ
-
* યુરોપીય સ’ગીતની આ બે ચીજો છે. આક્સફર્ડે કાશ તેમને અર્થ આવે! આપે છેઃ ‘કાઉન્ટર-પોઇન્ટ’=અમુક ચાલુ સંગીતમાં તેની સાથે સંવાદમાં ઉમેરાય એવું સંગીત, કે તેમ કરવાની કળા.
6
*ગ ’=‘કાઉન્ટિર-પોઇન્ટ 'ની કળા વડે નાની ચીજ વચ્ચે વચ્ચે રચાવી તે. ( · તેાડા 'ને મળતું આ લાગે છે. )