________________
ખરી કલાના વસ્તુ-વિષયની કેસેટી ૧૪૩ એકમાત્ર આધારે. અને હમેશ આવી કળાની કિંમત ઊંચી અંકાઈ છે . અને તેને ઉત્તેજન અપાયું છે. અને જીવનમાંથી કયારની ખરી પડેલી જની (એટલે કે, પૂર્વના વીતી ગયેલા જમાનાની જૂની થઈ ગયેલી) ધર્મપ્રતીતિમાંથી ઝરતી લાગણીઓને વહન કરતી કલા હમેશ નિંદ્ય ને ધિક્કાર પામી છે. અને જે મારફતે લોકો માંહોમાંહે આપલે કરે છે એવી અતિ વિવિધ લાગણીઓને વહતી બાકીની બીજી બધી કલા જો ધિક્કારાતી નહિ, પણ સહી લેવાતી, તો તે પણ એક જ શરતે કે, તે ધર્મપ્રતીતિથી વિરુદ્ધ જતી લાગણીઓને એ વહતી ન હોય. દા. ત., ગ્રીક લોકોમાં સુંદરતા, બળ અને હિંમત (હેસિયોડ, હોમર, ફિડિયાસ) એ લાગણીઓ વહતી કળા પસંદ કરાતી, માન્યતા પામતી અને તેને ઉત્તેજન અપાતું; અને અશિષ્ટ તથા નાગી વિષયિતા, વિષાદ અને ઐણ કે અબલતાની લાગણીઓ વહતી કલા નિંદાતી ને ધિક્કારાતી. યહુદીઓમાં તેમના ઈશ્વરની ભક્તિ અને તેના આજ્ઞાપાલનની લાગણીઓ ( “ જેનેસિસ '- ઉત્પત્તિનું મહાકાવ્ય, પેગંબરો, ને ભજનો )ને વહતી કલા પસંદ થતી અને તેને ઉત્તેજન અપાતું, અને મૂર્તિપૂજા (“ધી ગોલ્ડન કાફ) ની લાગણીઓ વહતી કળા નિંદાતી ને ધિક્કારાતી. અને વાર્તાઓ, ગાયનો, નૃત્યો, ઘર રાચરચીલું ને કપડાંના શોભાશણગારો, વગેરે જેવી બાકીની બધી કળા જો તે ધર્મપ્રતીતિને વિરુદ્ધ ન હોય, તો તેનો વિશેષ ફોડ પડાતો નહિ કે તે ચર્ચાતી નહિ. કલાના વસ્તુ-વિષયની બાબતમાં ત્યારે, કલા હંમેશ અને બધી જગ્યાએ આમ જ મૂલવાઈ છે અને મૂલવાવી જોઈએ, કારણ કે, કલા પ્રત્યેની આ પ્રકારની ભાવના કે મનોદૃષ્ટિ મનુષ્યના સ્વભાવનાં મૂળભૂત લક્ષણોમાંથી ઉદ્ભવે છે, અને આ લક્ષણો અફર છે.
મને ખબર છે કે, આપણા સમયના એક ચાલુ મત પ્રમાણે, ધર્મ એક વહેમ મનાય છે, ને માનવજાત પોતાની વિકાસયાત્રામાં આજે તેની પાર નીકળી ગઈ છે, અને તેથી એમ માની લેવાય છે કે, આપણ સૌને સર્વસાધારણ એવી ધર્મપ્રતીતિ જેવી કોઈ વસ્તુ જ છે નહિ, કે