________________
નવી કળાનું નકલીપણું
૨૭
‘પીચ 'ના ભેદ પારખવાની અને તેમના ક્રમને યાદ રાખવાની અને તે પ્રમાણે ઉતારવાની શક્તિ. અને આપણા જમાનાનો એક માણસ જો માત્ર આવી આવડત ધરાવતા હોય, અને પેાતાને માટે અમુક ખાસ ક્ષેત્ર પસંદ કરી લે, અને એમ પસંદ કરેલી પેાતાની ક્લાશાખામાં નકલા નિર્માણ કરવા માટે વપરાતી પદ્ધતિઓ શીખી લે, આજીવન સતત કલાકૃતિ કલામાં ખપશે. માત્ર તેની પાસે ધીરજ હાવી જોઈએ અને તેની કલાની લાગણી એવી બૂઠી થયેલી હાય, કે જેથી આવાં નકલિયાં તેને ત્રાસજનક ન લાગે.
તે પછી તે માણસ આપણા સમાજમાં
કાઢયા કરે, અને તે
કલાનાં આવાં નકલિયાં પેદા કરવા માટે, દરેક કલાશાખામાં તેને માટેના ચાક્કસ નિયમા કે નુસખા હયાત છે. એટલે શક્તિ કે આવડતવાળા માણસ એમને અપનાવી લઈને, જાતે લાગણી અનુભવ્યા વગર, ઠંડે હૃદયે, આવી કૃતિ રચી શકે.
સાહિત્યિક શક્તિવાળા માણસ પાસે, કાવ્યા લખવાને માટે, આટલી બાબતાની લાયકાત હાવી જાઈએ : — છંદ પ્રાસ કે પિંગળની આવશ્યકતા પ્રમાણે, ખરેખરા એક યોગ્ય શબ્દની ગાએ, અર્થમાં લગભગ તેને મળતા એવા, દશ શબ્દો વાપરવાની હથોટી હોવી જાઈએ; કોઈ પણ શબ્દસમૂહ સ્પષ્ટ સમજાય તેને માટે તેના શબ્દોને એક જ સ્વભાવિક ક્રમ હોય છે, તેમાંથી તેમને ઉપાડવાનું અને તેમાં બની શકતાં બધાં સ્થાનાંતરો કરતાં છતાં, તેમાં કાંઈક અર્થ રાખવાનું શોખવું જોઈએ; અને છેવટે, પ્રાસ માટે જરૂરી હાય તે શબ્દોથી દારાઈ, એમને બંધબેસે એટલા સારુ, વિચારો લાગણી કે વર્ણનાના કાંઈક આભાસ યોજવાની શક્તિ હોવી જોઈએ. આ ગુણા મેળવી લઇને, તે માણસ પછી લાંબાં કે ટૂંકાં, ધાર્મિક, આશકમાશૂકનાં, કે દેશપ્રેમનાં, જેવી જેની માગ તે મુજબ, વગર અટકયે, કાવ્યો રચ્યા કરે.
સાહિત્યિક શક્તિવાળા માણસ જો નવલકથા કે વાર્તા લખવા ઇચ્છે, તે તેણે માત્ર પેાતાની શૈલી ઘડવી જોઈએ; એટલે કે, પોતે જે જુએ
૩.-૭