Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દીક્ષા વખતે હું ૩૦ ઈંચનો હતો.
દીક્ષા પહેલા હું પૂજ્યશ્રીને મળવા મુંબઈ ગયો તો તેમણે મને સંથારા પોરસી ગોખવા બેસાડી દીધો. પોણો કલાકમાં ૧૭ ગાથા કરાવી દીધી ને સૂકો મેવો અપાવ્યો.
કોઈ પણ પાસે આવેલી વ્યક્તિની ઝીણામાં ઝીણી બાબતનું તેઓ ધ્યાન રાખતા. તે વખતના સાધુ સમુદાયમાં મારો નંબર ૧૫૫મો હતો. એકને સાથે લઈને બધા શિષ્યોની રોજ રાત્રે ગણત્રી કરે. રાત્રે માંડ બે કલાક ઊંઘતા હશે.
છેદસૂત્રોને પૂરા પચાવીને બેઠેલા એ મહાપુરુષ હતા. એમની પાસે જે સૂઝ, દૃષ્ટિ હતી તે બીજા કોઈ પાસે જોવા મળી નથી.
પ્રાચીન પ્રતો ના સંશોધક પૂ. પુણ્યવિ. પૂ. વલ્લભસૂરિજીના હતા. મને શોખ જાગ્યો. પૂ. પુણ્યવિજયજી પાસે જઈ પ્રાચીન શાસ્ત્ર-સંપાદન શીખવાનો. હું ત્યાં નવ મહિના સુધી ગયો. પૂ. પુણ્યવિજયજીએ પુત્રની જેમ મને પ્રેમથી ભણાવ્યો.
રતિલાલ નાથાભાઈનું ત્યારે ઊજમણું હતું. મેં ડરતાં ડરતાં પૂ. પુણ્યવિજયજી પાસે ભણવાની વાત કરી.
સીધી કબૂલાત જ કરી દીધી. કોઈ કહી દે તે કરતાં પોતે જ કહી દેવું સારુંને ? પૂ. પ્રેમસૂરિજી રાજી થયા. બાપ-બેટા જેવો તારો સંબંધ છે ? બહુ સરસ. પછી પૂ. પુણ્યવિજયજી સાથે મળવાની ઈચ્છા પૂજ્યશ્રીને દર્શાવી. ભરબપોરે ૧ વાગે આવ્યા. ૩ કલાક બન્ને બેઠા. બન્ને પ્રસન્ન થયા. પૂજ્યશ્રીએ સંકલ્પ કર્યો : મોકો મળતાં ૨૫ સાધુઓ પુણ્યવિજયજી પાસે મૂકવા.
શાસનને વિજયવંત બનાવવાનો એમનો મનોરથ હતો. કોઈ શક્તિશાળી સાધુ જુદો ન પડે, તેવી તેમની ઈચ્છા હતી.
૨૦૨૨ કે ૨૦૨૩માં પુણ્યવિજયજી મુંબઈ ગયા. ત્યાં એમનું આયુષ્ય પૂરું થયું. ૨૦૨૪માં સ્વયં ગયા. આમ તેમનું મિશન અધૂરું રહ્યું.
સાહેબજીએ વિલ બનાવ્યું : “અચલગચ્છના ક્ષેત્રોમાં
કહે, કલાપૂર્ણસૂરિ-૪
*
* * *
* * * *
* * * ૩૨૩