Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ધ્યાન આવી જ ગયું. વાચના, પૃચ્છના, પરાવર્તના, ઉપયોગ વિના પણ થઈ શકે. પણ અનુપ્રેક્ષા ઉપયોગ વિના કદી ન જ થઈ શકે.
આ અનુપ્રેક્ષા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મળે છે. તેથી સંવેગ વધે છે. ઉત્તરોત્તર તે વિશેષ સમ્યક્ શ્રદ્ધાન રૂપે હોય છે. આખરે તે કેવળજ્ઞાનની ભેટ ધરે છે.
અગ્નિ રત્નમાંથી અશુદ્ધિ દૂર કરે છે તેમ આ અનુપ્રેક્ષાની અગ્નિ કર્મ-મલને બાળી કેવળજ્ઞાન આપે છે.
આજ્ઞાપાલન વિના સંયમજીવન શક્ય નથી. ગુરુઆજ્ઞાપાલનથી જ સંયમ જીવનમાં વિકાસ થશે.
બે વર્ષ મેં તમારી વાત માની. હવે તમારે મારી વાત માનવાની છે, કચ્છ-વાગડને લીલુંછમ કરવાનું છે. દાદાનું ક્ષેત્ર સંભાળવાનું છે. કચ્છ-વાગડમાં જઈને શું કરવાનું ? એમ નહિ વિચારતા. વાગડમાં જે ભાવ છે તે બીજે ક્યાં જોવા મળવાનો? કચ્છ-વાગડમાં જઈને શું કરવાનું ? એમ પૂછનારને હું પૂછું છું: પ્રતિષ્ઠા વગેરેમાં જઈને શું કરવાનું છે ?
મને પૂછો તો હું કહીશ : ધામધૂમ વગેરે મને જરાય પસંદ નથી. જે ક્ષેત્રમાં ઓછા ઘર, ઓછી અવર-જવર હોય તે ક્ષેત્ર મને વધારે પસંદ પડે.
અમે દક્ષિણ વગેરેમાં ગયા તે કાંઈ ફરવા કે પ્રસિદ્ધિ માટે નથી ગયા. એ વાત હવે પૂરી થઈ ગઈ. વધુ પ્રસિદ્ધિ એ મારા માટે તો સાધનામાં મોટું પલિમંથ (વિપ્ન) બની ગયું છે.
“કહે, કલાપૂર્ણસૂરિ’ પુસ્તકના વાંચનથી મારા જીવનમાં થયેલા લાભને શબદોમાં સમાવી શકવા માટે અસમર્થ છું.
- સા. હંસરક્ષિતાશ્રી
એક
*
*
*
*
*
*
*
*
*
* *
* * ૩૪૫