Book Title: Kahavali Pratham Paricched Pratham Khand
Author(s): Kalyankirtivijay
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ VII વર્ષોથી કામ કરે છે, અને એક જ પ્રત, તે પણ ભ્રષ્ટ પાઠોથી ભરેલી મળતી હોવાને કારણે, તે કાર્ય ઘણું શ્રમસાધ્ય બન્યું છે, અને ઘણો સમય ખાઈ જનારું તે કાર્ય છે, એમ જાણતાં મનને પાછું વાળવાનું થયું. વર્ષો પછી, ચાતુર્માસ નિમિત્તે અમદાવાદમાં દેવકીનન્દન-નારણપુરાના ઉપાશ્રયે સ્થિરતા થઈ, તે દરમિયાન એકવાર ડૉ. ૨. મ. શાહની મુલાકાત થઈ. વાતવાતમાં તેમના હાથ પર હીવત્ની તથા વસુવઠ્ઠી-મધ્યમ વડું એમ બે મહાકાય ગ્રંથોનાં કામ હોવાનું જાણવા મળ્યું. બન્ને કાર્ય વિકટ ગણાય તેવાં; તેમાં વળી તેમની નાજુક તબિયત, એટલે વિલંબ અસાધારણ થાય જ. હીવત્તી લગભગ ૩૦ વર્ષોથી તેમના હાથ પર હોય તેમ વાત થઈ. તેમણે કહ્યું કે પ્રતના પાઠો એટલા બધા ભ્રષ્ટ છે કે હવે સુધારવાનો શ્રમ જતો કર્યો છે, અને સીધું કયૂ-ટાઇપસેટિંગ કરાવું છું તથા તેનું મૂહવાચન કરતી વખતે જ જે યોગ્ય લાગે તે સુધારી લઉં છું. આ રીતનાં પ્રૂફનાં પાનાં પણ તેમણે બતાવ્યાં. મને લાગ્યું કે આમાં હજી ઘણું બધું થઈ શકે તેવો અવકાશ છે, જો તેઓ સહમત થાય તો. મેં બહુ આદર સાથે તેમને કહ્યું કે જો તમારી થાકેલી અને થાકતી જતી તબિયતને કારણે, બે બે ગંજાવર કાર્યને પહોંચી વળવાનું મુશ્કેલ હોય, અને આ કાર્યને વધુ ન્યાય મળે તેવી ગણતરી હોય, તો તમે હીવનીનું કાર્ય અમને આપી દો. અમારા મુનિઓ તે કાર્ય હોંશપૂર્વક અને ત્વરિત ગતિએ છતાં યોગ્ય રીતે કરશે. શ્રીરમણીકભાઈ મારી આ સૂચના સાંભળીને ખૂબ રાજી થયા, અને તે જ પળે તેમણે તેમની પાસેની સઘળી સામગ્રી અમને સોંપવાનું સ્વીકારી લીધું. એટલું જ નહિ, બીજે જ દિવસે તેઓ તે સામગ્રી લઈને આવ્યા અને બધું અમને સોંપી ગયા. આ બદલ તેમનો જેટલો ઋણસ્વીકાર કરીએ તેટલો ઓછો છે; આભાર માનીએ તે ઓછો છે. ૨.મ.શાહ તરફથી મળેલી સામગ્રીમાં વહીવનીના પ્રથમ ખંડની પાટણ-તાડપત્ર પોથીની ઝેરોક્સ નકલ હતી. બીજો ખંડ નહોતો. તો પૂજય કસ્તૂરસૂરિ મહારાજે જે પ્રેસકોપી કરાવેલી તેની એક ફાઈલ તેમાં હતી, એટલે કે અમુક અંશ હતો. અલબત્ત, તે કોઈ લખનાર ગૃહસ્થના ગરબડિયા અક્ષર ધરાવતી અને ખાસ ઉપયોગી ન ગણાય તેવી જ નકલ હતી. પરંતુ પૂ. મહારાજજી અને આ કાર્ય કરનાર વિદ્વાનો વચ્ચે નિરંતર સંપર્કો અને આદાન-પ્રદાન હશે તેની પ્રતીતિ આ ફાઈલ જોવાથી જરૂર મળી. તે ક્ષણે એવો ભાવ જાગ્યો મનમાં કે કસ્તૂરસૂરિ મહારાજે કરવા ધારેલું કાર્ય પાછું તેમની પરંપરાના તેમના પ્રશિષ્યો પાસે આવ્યું અને તેમના હાથે જ થશે, એ પણ કેવું મજાનું છે ! આ કાર્ય મેં મુનિ કલ્યાણકીર્તિવિજયજીને સોંપ્યું. તેમને પ્રાકૃતનો અભ્યાસ છે, અને પ્રાકૃતમાં લખવાનો થોડોક મહાવરો પણ છે. સંપાદનકાર્યમાં પણ તેમનો પ્રવેશ થયેલો જ છે. તેથી આ કાર્ય તેમને કરવા કહ્યું. તેમણે પણ આ કામને પડકાર’ સમજીને સ્વીકાર્યું. આ પછી આ ગ્રંથ અંગેની સામગ્રીની શોધ ચાલુ થઈ. પાટણની તાડપત્ર પોથીના બેઉ ખંડની નકલ મેળવી. તે મેળવી આપવા માટે તથા સૂરતના શ્રીનેમિવિજ્ઞાનકસૂરસૂરિજ્ઞાનભંડારમાં રહેલી પ્રેસકોપીની બીજી ફાઈલ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આ. શ્રીવિજયસોમચન્દ્રસૂરિજી મ.ના શ્રુતપ્રેમી-સંશોધનપ્રેમી શિષ્યો મુનિસુયશ-સુજસચન્દ્રવિજયજીની સહાય મળી. આ બધાયનો ઋણસ્વીકાર કરું છું. જો આપણે પડકાર ઝીલવો હોય તો પુરોગામીઓના ચીલે ચાલવાનું ટાળવું જ પડે; બલ્ક નવો ચીલો જ ચાતરવો પડે. અમે આ નિયમ પ્રમાણે વર્તવાનું નક્કી કર્યું. અગાઉની તમામ પ્રેસકોપીઓ, પ્રફો વગેરે સામગ્રીને પોટલામાં બાંધીને મૂકી દીધી. અને પછી માત્ર પાટણ તાડપત્રને સમક્ષ રાખી ને એકડે એકથી પ્રતિલિપિ લખવાનું મુનિ શ્રીકલ્યાણકીર્તિવિજયજીએ શરૂ કર્યું. પદે પદે, વાક્ય વાક્ય, પંક્તિએ પંક્તિએ ભ્રષ્ટ અક્ષરો, ખંડિત કે ખોટા પાઠ – આ જોતાં પ્રવાસ આકરો તો હતો જ. પણ એનો પણ એક આનંદ હતો. પૂર્વનાં કામોનું જરા પણ આલંબન લીધા વિના, અને આ વિષયના વિદ્વાનોની લગાર પણ સહાય લીધા વિના, તેમણે આ વિકટ પ્રવાસ ખેડ્યો, અને બે-અઢી વરસના ગાળામાં ગ્રંથનો પ્રથમ ખંડ તૈયાર

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 469