Book Title: Kahavali Pratham Paricched Pratham Khand
Author(s): Kalyankirtivijay
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ શહીવત્ની : એક પડકારરૂપ સંપાદનકાર્ય આ. વિજયશીલચન્દ્રસૂરિ હીવનીનું નામ સૌથી પહેલું સાંભળવા મળ્યું, અમારા પૂજયપાદ “ગુરુજી” આચાર્ય શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મહારાજના મુખેથી. પ્રાકૃત ભાષા અને સાહિત્યના પ્રખર અભ્યાસી અને જ્ઞાતા તે આચાર્ય મહારાજ પાસે જ્યારે પણ જવાનું થાય ત્યારે નવા નવા ગ્રંથો વિષે અને તેમાં આવતા અવનવા પ્રસંગો, પદાર્થો, સુભાષિતો વગેરે વિષે તેઓ કહે, સમજાવે. તેમની એ સ્વૈર કથાઓમાં પણ ઘણું બધું જાણવાનું મળતું; બલ્ક જ્ઞાનનું સંવર્ધન કે પોષણ થતું. આવી જ એક બેઠકમાં તેઓશ્રીએ વહીવની વિષે વાત કરેલી અને તેમાં જ પ્રાપ્ત થતી પણ અન્યત્ર ક્યાંય ન મળતી એવી અનિલવેગ (બાહુબલીના દૌહિત્ર)ની કથા કહેલી.. ત્યાર પછી જાણેલું કે આ ગ્રંથ અપૂર્વ છે અને તેનું સંપાદન-પ્રકાશન કરવાની તેઓશ્રીની તીવ્ર તમન્ના હતી. તે માટે તેઓને વિવિધ વિદ્વજ્જનોનો સાથ પણ હતો. તેઓએ કોઈક લહિયા પાસે તે ગ્રંથની પ્રેસકોપી કહેવાય તેવી નકલ પણ કરાવી હતી. ખંભાતના શ્રીવિજયનેમિસૂરીશ્વરજી જ્ઞાનશાળા-ભંડારમાં આ ગ્રંથની એક, પ્રમાણમાં અર્વાચીન ગણી શકાય તેવી પોથી હતી, અને તેનો ઉપયોગ તેઓશ્રીને છે તેવો ખ્યાલ આવતાં તે પોથી, પૂજ્યપાદ શ્રીવિજયનન્દનસૂરીશ્વરજી મહારાજે, તેઓશ્રીને આપી હોવાનું પણ સાંભળ્યું છે. પરંતુ તબિયત અને ઉંમર આદિના કારણે તેઓશ્રીના હાથે તે કાર્ય પૂર્ણ ન થયું. વર્ષો પછી, પ્રાકૃત-અપભ્રંશ ભાષા-સાહિત્યના વિશ્વવિખ્યાત વિદ્વાન ડૉ. હરિવલ્લભ ભાયાણીના સત્સંગમાં આવવાનું બન્યું. ત્યારે તેમની પાસે આ ગ્રંથની વાતો નવેસરથી સાંભળવા મળી, અને સાથે તેમણે આ ગ્રંથની વિશેષતાઓ તેમજ તેના પ્રકાશનથી પ્રાકૃત ભાષાવિશ્વને થનાર ઉપલબ્ધિ વિષે પણ ઘણી ઘણી વાતો કરી. પૂજય પુણ્યવિજયજીથી માંડીને અનેક વિદ્વાનો આના પ્રકાશન માટે ઉત્સુક હોવાનું પણ જાણ્યું. વિવિધ વિદ્વાનોએ આ ગ્રંથ, તેના કર્તા, તેનો રચનાસમય, વગેરે વિષે ઊહાપોહ કરતા લેખો લખ્યા હોવાનું પણ જાણ્યું. પં. દલસુખ માલવણિયા, ડૉ. મધુસૂદન ઢાંકી, ડૉ. ઉમાકાન્ત શાહ જેવા વિદ્વાનોના લેખો પણ જોવામાં આવ્યા. એક પ્રસંગે સતીપુરુષ શબ્દનો આ ગ્રંથમાં કરવામાં આવેલો, સમ્યક્ત્વની શલાકા જેમનામાં અવશ્ય હોય તે શલાકાપુરુષ એવો અર્થ બહુ ખપમાં આવ્યો, અને તેના કારણે આ ગ્રંથમાં આવતા નવીન પદાર્થો જાણવા પ્રત્યે આકર્ષણ પણ થયું. સંપાદન-સંશોધનની દુનિયામાં પ્રવેશ થયો તે પછી, પ્રાકૃત ભાષાના કોઈ અપ્રગટ કે દુર્લભ ગ્રંથ વિષે સાંભળવાજાણવા મળે, એટલે મન તરત તેની શોધ કરવા તરફ અને તે ગ્રંથનું કામ કરવા માટે આકર્ષાય જ. હીવત્તી નું મહત્ત્વ જાણ્યા પછી, તેનું કાર્ય જરા અઘરું અને પડકારરૂપ છે એવું જાણ્યા પછી, મન સતત તે કાર્ય હાથ ધરવા માટે લલચાતું રહેતું. પરંતુ શ્રીભાયાણી સાહેબના કહેવા પ્રમાણે, પ્રાકૃત સાહિત્યના ઊંડા અભ્યાસી ડૉ. રમણીકભાઈ મ. શાહ તેના પર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 469