________________
શ્રી જિનેન્દ્રાગમ વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહે
નદીઓ—કુલ નદીએ ચૌદ લાખ અને છપન્ન હજાર છે, તે આ પ્રમાણે—
૧૨૨
ભરત અને ઐરવત એ એ ક્ષેત્રાની ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી એ ચાર નદીઓના એક-એકના પરિવાર ચૌદ ચૌદ હજાર નદીઓના હોવાથી ૫૬૦૦૦ નદીએ થઈ.
હૈમવત અને અરણ્યવત એ એ ક્ષેત્રાની રાહિતા, રાહિતાંશા, રૂખ્યકૂલા અને સુવર્ણફૂલા એ ચાર નદીઓના એકેકના ૨૮–૨૮ હજારના પરિવાર હાવાથી સર્વ' મળી ૧૧૨૦૦૦ નદીઓ થઇ.
હરિવષ અને રમ્યક્ એ એ ક્ષેત્રની હરિકાંતા, હરિસલિલા, નરકાંતા અને નારીકાંતા એ ચાર નદીઓના એકેકના ૫૬-૫૬ હજારના પરિવાર હાવાથી સ મળી ૨૨૪૦૦૦ નદીએ થયું.
મહાવિદેહ ક્ષેત્રમાં સીતાદા ની નિષધ પર્વત ઉપરના તિગિછિંદ્રહમાંથી નીકળી સીતાના પ્રપાતકુંડમાં પડી દેવકુરુમાં વહી મેરુ પાસે વાંકી વળી દેવકુરુક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓના પરિવાર સાથે અને પશ્ચિમ મહાવિદેહની ૧૬ વિજયાની ૨-૨ નદીઓ મળી ૩૨ નદીઓના એક-એકના ૧૪૦૦૦ ના પરિવાર ગણતાં (૩૨×૧૪૦૦૦=) ૪૪૮૦૦૦ નદીઓના પરિવાર સાથે અને હું અંતરનદી સાથે પશ્ચિમ તરફ વહી લવણુસમુદ્રમાં મળે છે. એજ પ્રમાણે
સીતાનઢી નીલવત પર્વતના કેસરી દ્રહમાંથી નીકળી સીતા પ્રપાતકુંડમાં પડી ઉત્તરકુરુમાં વહી મેરુ પર્વત પાસે વાંકી વળી ઉત્તરકુરુમાં ૮૪૦૦૦ નદીઓના પરિવાર સાથે અને પૂર્વ