________________
અર્થ: હે જીવ! તને તારા શરીર ઉપર ખૂબ રાગ થાય છે. પણ તને ખબર
છે કે આ શરીર નાશવંત છે? આ શરીર ઉકરડા જેવું છે. આ શરીર માતાના લોહી અને પિતાના વીર્યરૂપ ખરાબ વસ્તુમાંથી ઉત્પન્ન થયેલું છે. આ શરીરમાં તું કાયમ માટે રહી શકવાનો નથી. એકલા
દુઃખો અને સંક્લેશોનું જ ભાજન આ દેહ છે. (९०) अद्धाणं जो महंतं तु, अपाहेज्जो पवज्जई ।
गच्छंतो सो दुही होइ, छुहातण्हाइ पीडिओ ।। અર્થ : જે મુસાફર મોટી મુસાફરી કરવા નીકળે પણ સાથે ખાવા માટેનું
ભાથું ન રાખે તો રસ્તામાં જતો જતો એ છેવટે ભૂખ-તરસથી પીડાય
અને દુઃખી થાય. (९१) एवं धम्मं अकाऊणं जो गच्छइ परं भव ।
गच्छंतो सो दुही होइ, वाहिरोगेहि पीडिओ ।। અર્થ : એમ આ ભવ છોડી પરભવમાં જનારો આત્મા પણ ઘણી મોટી
મુસાફરીએ જ નીકળેલો છે. એ જો ધર્મકાર્યો રૂપી ભાથું બાંધ્યા વિના જ પરભવમાં જાય તો વ્યાધિ અને રોગોથી પીડા પામેલો તે
પરભવમાં દુઃખી થાય છે. (९२) जहा गेहे पलित्तंमि, तस्स गेहस्स जो पहू ।
सारभंडाणि नीणेइ, असारं अवउज्झइ ।। (९३) एवं लोए पलित्तंमि जराए मरणेण य ।
अप्पाणं तारइस्सामि, तुब्भेहिं अणुमन्निओ ।। (युग्मम्) અર્થ: જેમ ઘરમાં મોટી આગ લાગે તો એ ઘરનો સ્વામી ઘરમાંથી રત્નો,
ઝવેરાતો વગેરે સારી વસ્તુઓ સૌપ્રથમ કાઢી લઈ બચાવી લે. ગાદલા, લાકડા વગેરે અસાર વસ્તુઓને છોડી દે છે. (જો એને આગથી બચાવવા જાય તો રત્ન વગેરે સારભૂત વસ્તુઓ ગુમાવવી પડે.) એમ સ્વજનો ! આ લોક પણ જરા અને મરણથી ભડકે બળે છે. એમાંથી હું અત્યંત સારભૂત એવા મારા આત્માને બહાર કાઢી લઉં.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ)
૧૧૯