Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 158
________________ અર્થ: આ પ્રણિધાનાદિ પાંચ ભાવો એ જો અનુબંધવાળા બને, વૃદ્ધિ પામે તો એના દ્વારા ક્રમશઃ ઝડપથી ઉત્કૃષ્ટ શુદ્ધિની પ્રાપ્તિ થાય. માટે જ આ પાંચ આશયો એ જ ધર્મતત્ત્વ છે. આ જ પરમયોગ છે. આ ભાવ જ મોક્ષમાં પ્રીતિવિશેષ સ્વરૂપ છે. (ર૦) અમૃતરસાસ્વાજ્ઞિ: સુમવત્તરસનાનિતોડ વહુશાસ્ત્રમ્ | | त्यक्त्वा तत्क्षणमेनं वाञ्छत्युच्चैरमृतमेव ।। અર્થ : (પાંચ આશયો દ્વારા જીવ અનાદિકાળથી સેવેલા પાપોને શી રીતે છોડી દે? એનો ઉત્તર આપે છે કે, ઘણો કાળ ખરાબ ભોજનનો રસ જ માણનારો પણ જ્યારે અમૃતરસનો આસ્વાદ માણે છે ત્યારે તે જ ક્ષણે લાંબા કાળથી સેવેલા એવા પણ કુભોજનને છોડીને અમૃતરસની જ તીવ્ર ઈચ્છા કરે છે. (२१) एवं त्वपूर्वकरणात् सम्यक्त्वामृतरसज्ञ इह जीवः । चिरकालासेवितमपि न जातु बहु मन्यते पापम् ।। અર્થ: એમ અપૂર્વકરણ કરીને સમ્યગદર્શન રૂપી અમૃતરસના આસ્વાદને માણી ચૂકેલો આત્મા પછી લાંબા કાળથી સેવેલા એવા પણ રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ પાપોને બહુમાન આપતો નથી. (२२) यद्यपि कर्मनियोगात् करोति तत् तदपि भावशून्यमलम् । अत एव धर्मयोगात् क्षिप्रं तत्सिद्धिमाप्नोति ।। અર્થ : જો કે ચારિત્રમોહનીય કર્મોની બળજબરીને લીધે એ જીવ સમ્યક્ત પામ્યા પછી પણ પાપ કરે ખરો તો પણ એ ભાવ વિના, તીવ્રતા વિના જ કરે અને માટે જ ધર્મની પ્રાપ્તિ કરીને તે ઝડપથી મોક્ષને પામે છે. (२३) औदार्य दाक्षिण्यं पापजुगुप्साऽथ निर्मलो बोधः । लिंगानि धर्मसिद्धेः प्रायेण जनप्रियत्वं च ।। અર્થ: આત્મામાં પુષ્ટિ+શુદ્ધિવાળા ચિત્તરૂપી ધર્મની સિદ્ધિ થઈ છે કે નહિ? એ જાણવા માટેના પાંચ ચિહ્નો લિગો છે. (૧) ઉદારતા, (૨) જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) ૧૪૯

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194