Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 185
________________ કરતા અને એ હર્ષ પામ્યા બાદ જેમની બુદ્ધિ સમતાસમુદ્રમાં ડુબી જાય છે તે આત્માઓમાં માનસિક પ્રસન્નતા દીપી ઉઠે છે. અને જે ગુણોને જોઈ તેઓ હર્ષ પામ્યા એ જ ગુણો તે આત્માઓમાં ખીલી ઉઠે (५७) येषां मन इह विगतविकारम्, ये विदधति भुवि जगदुपकारम् । तेषां वयमुचिताचरितानाम्, नाम जपामो वारंवारम् ।। અર્થ : સ્થૂલભદ્રજી, સુદર્શન શેઠ વગેરે જેવા કે મહાત્માઓના મન સ્ત્રી બાબતમાં તદ્દન નિર્વિકારી છે અને જેઓ આ ધરતી ઉપર, લોકો ઉપર ઉપકાર કરે છે તે ઉચિત આચારવાળા મહાત્માઓનું નામ હું વારંવાર જપું છું. (५८) अहह तितिक्षागुणमसमानम्, पश्यत भगवति मुक्तिनिदानम् । येन रुषा सह लसदभिमानम्, झटिति विघटते कर्मवितानम् ।। અર્થ : અહો ! આ પરમાત્મા મહાવીરદેવમાં રહેલો અપૂર્વકોટિનો સહનશીલતા ગુણ તો જુઓ ! મને તો લાગે છે કે પ્રભુના હૃદયમાં એ ગુણનો વાસ થવાથી પ્રભુના આત્મામાં જે કર્મો રહેલા તેઓ અભિમાનથી વિચારવા લાગ્યા કે, “આ સહનશીલતા ગુણની સાથે રહેવાનું અમને ન ફાવે. અને એટલે જ અહંકારી કર્મો પોતાની મેળે જ ઝડપથી પ્રભુના આત્માને છોડીને ચાલ્યા ગયા. (५९) स्पर्धन्ते केऽपि केचिद् दधति हृदि मिथो मत्सरं क्रोधदग्धा । युद्ध्यन्ते केप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः । केचिल्लोभाल्लभन्ते विपदमनुपदं दूरदेशानटन्तः । किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विधमेतत् ।। અર્થ : કેટલાક મૂઢ જીવો પરસ્પર સ્પર્ધા કરે છે. ક્રોધથી દાઝેલા કેટલાક લોકો પરસ્પર એકબીજા પ્રત્યે દ્વેષ ધારણ કરે છે. કોઈથી પણ નહિ અટકાવાયેલા કેટલાક વળી ધન, સ્ત્રી, પશુ, પ્રદેશ વગેરે તુચ્છ વસ્તુઓ માટે ખૂંખાર યુદ્ધો ખેલે છે. કેટલાક વળી પુષ્કળ ધન કમાઈ લેવાના લોભથી દૂર-દૂર દેશોમાં ભટકે છે અને ડગલે ને પગલે ૧૭૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194