Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
- ૩૧૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ ' અહંના વિસર્જન અને વૃત્તિઓના નિરાધ વિના સેવા – | સહયોગ શકય નથી લેતાં.
- માનવી, સમાજ કે રાષ્ટ્રના ચારિત્ર્ય ઘડતરની સાથોસાથ અહિંસાની ભાવનાને વિકાસ થવો જોઈએ. અહિંસા, સંયમ, નિયમન વગેરે માત્ર ઉપરથી અપનાવવાની વાત નથી, પણ જીવનને અહિંસાગ બનાવવું જોઈએ. વૃત્તિઓ એવી રીતે કન્ડીશન્ડ થઈ જાય, કે હિંસા વિચારવી, ઉચ્ચારવી કે આચરવી અસંભવ થઈ પડે એવું ભાવ-માળખું ચિત્તમાં મજબૂત બંધાઈ જવું જોઈએ.
જીવનમાં અનેક સ્તરે, અનેક પરિમાણમાં શ્રમણ સંસ્કૃતિ અને જૈન-દર્શનની મહાન દેન અહિંસાને આવિર્ભાવ પૂરા સામર્થ્ય, દઢતા અને ભાવનાયુક્ત વિવેકથી થાય, તે આધ્યાત્મિક અને સામાજિક ઉત્થાનમાં એક વિરાટ પગલું ભર્યું ગણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org