Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨
-
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨
तथा यथार्थ कथयामि नाथ, निजाशय
मानुशयस्तवाग्रे ॥३॥ શુ બાળકે માબાપ પાસે બાળક્રીડા નવ કરે ? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે? તેમજ તમારી પાસ તારક, આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી.(૩)
અર્થાત્ બાળક્રીડામાં આનંદ પામનાર બાળક પોતાનાં માતાપિતા પાસે કોઈ પણ જાતની શંકા રાખ્યા વિના મારો આશય મારું નિવેદન પશ્ચાત્તાપપૂર્વક હું આપની પાસે યથાર્થ રીતે કહું તે તેમાં શું બેટું છે ?
જેઓ સરલ ભાવે ભૂલને સ્વીકાર કરે છે, તેમને વિકાસ કયાંય અટકતા નથી. દિન-પ્રતિદિન કલ્યાણમાર્ગમાં તેઓ વેગબંધ આગળ વધ્યા કરે છે. હૃદયની સરલતા એ જ મુક્તિને ટૂંકામાં ટૂંક અને સરલમાં સરલ પંથ છે. કવિએ આ પંક્તિઓમાં પ્રભુ પ્રત્યે પોતાના દેશની રજૂઆત કરી પોતાના કમળને ધોવાને પ્રયત્ન કર્યો છે.
વૈરાગ્ય, ધર્મ અને વિવાદિકને પોતે કેવો દુરુપયોગ કર્યો છે. તેની સ્પષ્ટતા કરતાં કવિ પ્રભુને ઉદ્દેશી કહે છેઃ
વૈરાગ્ય: રંજ: વર-વંચના, धर्मोपदेशो जन रंजनाय । वादाय विद्याऽध्ययनं च मेऽभूत, कियद् ब्रुवे हास्यकर स्वमीश ॥९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org