Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 193
________________ પપપપ પપપ જૈન પત્રકારત્વ કાજલ પણ વાડીલાલ જૈન નામને કેમ વળગી રહ્યા છે ?' – વગેરે અનેક લેખોમાં આવતા “જૈન” શબ્દને કારણે જૈનેતર સમાજ અને સાહિત્યપ્રેમીઓએ પણ વાડીલાલના સાહિત્ય પરત્વે યોગ્ય ધ્યાન આપ્યું નહિ. એમણે પોતે પણ નોંધ્યું છે કે – વાડીલાલ તે વખતે ખોટો નહોતો પણ ઘણો વહેલો' હતો.' ('જૈન હિતેચ્છુ - ૧૯૧૬ - પૃ. ૨૨૦). એમની અપ્રિયતા એમના સત્યપ્રેમી પણ અતિતીખા સ્વભાવને આભારી હતી. ૧૯૧૫માં જૈન હિતેચ્છુ માં એમણે “નગ્નસત્ય' લેખમાળા હપતેહપતે પ્રગટ થાય તે રીતે શરૂ કરી હતી જેમાં જીવનના, ધર્મના, સમાજના તેમજ તત્ત્વજ્ઞાનના કેટલાક વિચારોને સૂત્રાત્મક રીતે મૂર્તરૂપ આપ્યું હતું. શ્રી સી. બી. ગળીઆરાને આ લેખમાળાની કિંમત સમજાઈ હતી અને વાડીલાલને રૂા. ૧૦૦૦/- ગલીઆરા પારિતોષિક અર્પણ થયું હતું. પત્રકાર તરીકે એમણે ક્યારેક નિબંધકાર, નાટકકાર, કાવ્યકાર, વ્યંગકાર, ચિંતક, તત્ત્વજ્ઞાનના સમર્થક તો અગ્રલેખના લખનાર તરીકે કલમ ચલાવી હતી અને વાચકોને રસ પડે તે માટે વિવિધ તખલ્લુસો ધારણ ક્યાં હતાં. જેવો એમનો લેખનો વિષય તેવું એમનું તખલ્લુસ રહેતું. “અનેકાન્તવાદી’, ‘ઉમેદવાર જૈન', કેવલ્ય’, ‘જિજ્ઞાસુ, ‘ઝોળીવાળો', “એનાર્કિસ્ટ', ભમતો ભૂત’, ‘ભેદુ', 'રાહુથી ઘેરાયેલો સૂર્ય, ‘શૂન્ય', 'શાહ', ‘શોધક’, ‘સમયધર્મ”, “સ્થાનક સ્પેક્ટટર', 'જૂના વિચારનો સુધારક'... તો વળી મહિલાઓને લગતા પ્રશ્નોની છણાવટ કરતાં વનિતાનો વકીલ' જેવાં ત્રીસથી વધુ તખલ્લુસ એમના નામ માટે ઉપલબ્ધ છે. આપણા દેશમાં સ્ત્રીકેળવણી નહિવત્ હતી ત્યારે ૧૯૦૫માં એમણે લખ્યું હતું કે- “જે માબાપ બાળકને કેળવણી આપતાં નથી તેઓ ખરેખર તેનાં શત્રુ છે માટે માતાઓને અભ્યાસ કરાવવો જોઈએ.' વાડીલાલનાં લેખ-વિશ્વનો વ્યાપ એમનાં કેટલાંક લખાણોના શીર્ષકથી મેળવીએ - (૧) ‘ઉઘડે છે કોઈની આંખો?' (૨) ધર્મ' કેવી રીતે થાય?' (૩) મુનિવર્ગ અને ચાતુર્માસ' (૪) “સાધુશાળાઓની આવશ્યતા (૫) ધર્મમય જિંદગી સહેલી કે મુશ્કેલ?' (૬) “બેમાંથી ઉત્તમ કયું? ગૃહસ્થપણું કે ત્યાગીપણું ૧૮૮

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236