________________
જ
જૈન પત્રકારત્વ અજાજ રાસ, જંબુસ્વામી રાસ ઈત્યાદિ રાસાની રચનાઓ થઈ.
સંવત ૧૬૦૧થી ૧૭૦૦ હીરસૂરિ અને જિનચંદ્રસૂરિનો યુગ છે. અકબરે બંને આચાર્ય પ્રવરોને સમયે સમયે આપેલા અહિંસાના ફરમાન આ યુગના દસ્તાવેજો છે.
ભક્તિસાહિત્યનું શતક છે. શત્રુંજય, સમેતશિખર, ધંધાણી આદિ તીર્થોના રાસાઓ તથા હીરસૂરિ, કુમારપાળ, જિનસાગરસૂરિ, રૂપચંદ ઋષિ આદિ વ્યક્તિનિષ્ઠ રાસાઓ પણ મળ્યા. ,
સંવતત ૧૭૦૧ થી ૧૦૦૦
યશોવિજયજી, આનંદઘનજી, વિનયવિજયજી, જ્ઞાનવિમલજી, ઉદયરત્ન, દેવચંદ આદિ બસો જેટલા પ્રતાપી કવિઓ થયા. - શૃંગારરસની છાંટવાળા પણ વૈરાગ્યલક્ષી નેમ-રાજુલ બાર માસ અને સ્યુલિભદ્ર રાસ ફાગ આ યુગની આગવી દેણ છે.
સંવત ૧૮૦૧ થી ૧૯૦૦ ભીખમજીએ તેરાપંથની સ્થાપના કરી.
જૈનો પ્રથમવાર મુંબઈમાં પ્રવેશ્યા. મોતીશા શેઠે ભાયખલાનું પ્રસિદ્ધ આદેશ્વર પ્રભુનું જિનાલય બંધાવ્યું. શિક્ષણ અને આરોગ્યધામોનાં ક્ષેત્રામાં દાન દેવાનો પ્રવાહ શરૂ થયો.
| સંવત ૧૯૦૧ થી ૨૦૦૦
સદીના પૂવધે આપણને અધ્યાત્મયોગી ચિદાનંદજી આપ્યા, વિજયરાજેન્દ્રસૂરિએ જ્ઞાનભંડારો શરૂ કરાવ્યા. “અભિધાન રાજેન્દ્રકોષ' એ તેમનું અનુપમ અને અદ્વિતીય પ્રદાન છે. આ સદીમાં જ વીરચંદ રાઘવજી ગાંધી ચિકાગો ધર્મસભામાં ગયા અને વિદેશીઓને જૈન ધર્મે આકર્ષ્યા. પરિણામે અંગેજ વિદ્વાનો જૈન ધર્મના અભ્યાસ અર્થે ભારત આવ્યા.
શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરિ)નો અજ્ઞાન તિમિર ભાસ્કર ગ્રંથ તેમના સર્જનોનો મુગટમણિ ગ્રંથ આ સદીમાં રચ્યો.
શ્રીમદ્ રાજચંદ્ર પણ આ સદીના એક આદરણીય વિભૂતિ હતા. મહાત્મા ગાંધીના ગુરુ હતા.
૨૧૫